મીઠ જળનુ મીન ઉદધીમાં – 6 (વિજય શાહ)

fish.jpg

આવક વેરાની તપાસ છાપા આમતો જે લોકોના હિસાબો કાચા હોય તેમને તકલીફદેય હોય છે પણ માનવ તો કયાંય કર ચોરીમાં માનતો જ નહોંતો એટલે એ થોડો નિશ્ચીંત હતો. તેનો સ્ટાફ અને એકાઉંટંટ જાણતા હતાકે આ બધી તકલીફો કો’ક ભળતા કારણોને લીધે છે. પણ કહે છે ને કે તમે ખૂન કર્યુ તેવો સત્તધીશો આક્ષેપ કરી દે પછી તમે નિર્દોષ છો તે સાબીત કરવાનું કામ તમારુ અને ન કરી શકો તો ખૂન ન કર્યુ હોય તો પણ ખૂની જાહેર થઇ જાવ. તેથી બધા જ હિસાબો ખુલ્લા મુકી તેમને કહી દીધુ કે તમે શોધી શકો અને સાબિત કરી શકો તો કરો પણ મારું મંતવ્ય તો તેજ છે અને તે હું નિર્દોષ છું.


ઘર માં, “ગૌરવ” ઉપર અને બેંકમાં સ્થગીતતા લાવી અને સતત 3 દિવસ અને રાત ચેકીંગ ચાલ્યુ. બધા વાઉચરો, ખર્ચ નોંધો અને તેને લગતા બીલો અને આવક નોંધોમાં ક્યાંય તકલીફ નહોંતી. સંસ્કારોની ઝલક આવક વેરાનાં અધિકારીઓને પણ દેખાતી કારણ કે તેની દરેક સખાવતો દ્વારા મળતી કર રાહતો પણ તેણે લીધી નહોંતી તે જો અમલમાં મુકે તો તેણે ભરવા પાત્ર કરમાં તેને વધારાનો કર પાછો મળી શકે તેવી વાત આવી. કદાચ પહેલો કેસ હતો જ્યાં આવક વેરા અધિકારીઓ ની શોધખોળ કોઇ રંગ ના લાવી શકી. છાપા ફરીથી માનવને સત્કારવા લાગ્યા.. આ શોધખોળ દરમ્યાન માનવ ની નજરે બે વાતો સ્પષ્ટ રીતે ઉભરી આવી હતી કે છેલ્લા ચાર મહીનાથી ખર્ચા નું નવુ ખાતુ ઉમેરાયુ હતુ જેમાં મહીનાનાં અંતે બધુ સરભર થઇ જતુ. આ હવાલા ખાતુ ચાલતુ તો હતુ માનવનાં નામે પણ વ્યાજ બદલો મળતો નહોંતો.. નવા વર્ષની આ રકમો હજી ઓડીટ થયુ નહોતું તેથી પકડાઇ નહોતી. નિરાલી આ બધી તક્લીફોમાં મદદરુપ તો નહોંતી જ પણ ધીમે ધીમે તેનો તરવરાટ શમતો જતો હતો. કદાચ તેણે ધારેલુ સુખ તે ધારતી હતી તેટલુ સરળ નહોંતુ. અમીએ આ બદલાતુ વર્તન માપી લીધું. અને માનવને કહ્યું શક્ય હોય તો નિરાલીને અંધેરી તેના ઘરે અઠવાડીયુ જઇ આવવા દે. તેની આ તકલીફો કદાચ આણુ વળાવવાથી દુર થઇ જશે. જુહુ પાર્લાથી કંઇ અંધેરી દુર નહોંતુ છતા રીત રીવાજો નું કંઇક મહત્વ હોય છે. નિરાલી ના પાડતી હતી અને અમિબેન નાં ઉપવાસ ચાલુ હતા તેથી માનવને તે યોગ્ય નહોંતુ લાગતુ છતા નિરાલી ઉપર છોડ્યુ અને નિરાલી સવારે જઇ સાંજે આવી જશે કહીને અંધેરી ગઇ. તેને ખોટુ તો લાગ્યું હતુ કારણકે માનવે નાણામંત્રીનાં ફોટો બાબતે તેના ઘર ઉપર શંકા કરી હતી.સ્વીટ્ઝર્લંડ પરથી પાછા આવ્યા બાદ ઘરમાં શરુ થયેલુ બધુજ તેને ડરાવતુ હતુ. આ બાજુ રાકેશ ગૉડબોલે પોલીસ ઇંસ્પેક્ટર અનવરને ઉલટતપાસ દરમ્યાન એક જ વાત કહેતો હતો સા’બ હમતો જૈસે સા’બ લોગ કહેતે હૈ વોહી કરતે હૈ.. રોજની તેની વાર્તા બદલાય અને ડ્રગ નું કામ માનવસા’બકી જાનકારી સે હોતા હૈ વાળી વાતની રઢ લગાવીને માર સહન કરતો રહ્યો.માનવ પર નાર્કોટીક્સ અને કાયદાકીય પકડ મજબુત થતી જતી હતી. શેર બજાર રોજે રોજ રુખ બદલતુ હતુ અને તેથી માનવનો પોર્ટફોલિઓ પણ ઘટતો જતો હતો. તેની આ કસોટી કાળની ધીરજ જોઇ આનંદભાઇ ક્યારેક હરખાતા અને ક્યારેક ચીંતાતુર પણ રહેતા હતા.ઓફીસમાંથી માનવનો ફોન આવ્યો અને આનંદ્ભાઇ ઓફીસે પહોંચ્યા. માનવ સુજાતા અને રાકેશ ગોડબોલે ની પત્ની તૃપ્તી કેબીનમાં હતા. વાત સાવ સીધી હતી.સુજાતાને તૃપ્તિ મળવા આવી હતી અને રાકેશને જામીન ઉપર છોડાવોની વાત હતી તે વાત દરમ્યાન તે બોલી ગઇ હતીકે રાકેશ વ્યાજ બદલામાં ફસાયો અને નિરવે તેને કહ્યું હતુ કે માનવની હોટલમાં ડ્રગ્ઝ શરુ કરાવતો તે તેને બહાર કાઢશે. માનવને સમજ નહોતી પડતી કે નિરવને પુછવું કે તૃપ્તિની વાત સાચી માનવી.

સુજાતા અને તૃપ્તિને બહાર બેસવાનુ કહી માનવે વકીલને ફોન જોડ્યો. ત્યાં આનંદભાઇએ માનવને રોક્યો. અને કહ્યું હું સાંજે નિરાલીને લેવા જતી વખતે નિખિલભાઇ સાથે વાત કરી લઇશ.તુ રાકેશને ઉલટતપાસનાં માર માં થી બચાવ. થોડીક વાર શાંતી થી બેઠા પછી માનવે તૃપ્તિને બોલાવી અને કહ્યું “રાકેશને તેનો વકીલ આજે છૉડાવી આવશે પણ તારે એટલુ તો એને કહેવુ પડશે કે તે છુટશે અને હું અંદર જઇશ. સાચો ગુનેગાર ભાગતો ફરશે અને હું અંદર ગયા પછી તેને બચાવી નહી શકુ પણ જે ગુનેગાર છે તે તેને મારી નાખશે તો તે જે કહે તેમ કરીયે.” તૃપ્તિ મૃત્યુની વાત સાંભળીને ડરી ગઇ.તે કહે “ ઇસ બાર ઉસે બચાલો સાબ..” માનવ કહે “ તે સાચુ કહેશે તો કાયદો તેને બચાવશે..મારા નામના કારણે તે ઝાઝુ બચી નથી શકવાનો” સુજાતા હોટેલની વીડીયો કેસેટ લઇને આવી અને તૃપ્તિને બતાવી જેમાં રાકેશ ગોરા ઘરાકને ડ્ર્ગ્ઝ આપતા બતાવ્યો.પૈસા લેતા બતાવ્યો અને કહ્યુ કે આ કેસેટ ને લીધેજ તે પકડાયો હતો. રડમસ ચહેરે તૃપ્તિ બોલી “અચ્છા સાબ આપ જો કહેંગે વો કરેગા”

This entry was posted in અવર્ગીકૃત and tagged , . Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.