અનોખી રીત પ્રીતની

 

અનોખી રીત પ્રીતની (૧) વિજય શાહ

Posted on October 13, 2013 by vijayshah

રૂષભ, ૪૫ વર્ષની ઉંમરે કેન્સરનાં છેલ્લા તબક્ક્કામાં દેખાયો ત્યારે ભદ્રા અને રંભા બંને હબક ખાઇ ગયા હતા.ખાસ તો ભદ્રાને જોઇને તેની આંખ છલકાઇ જતી હતી. અને નિઃસાસો નાખતા કહેતો કે ભદ્રા, તારું શું થશે? હજી મેં તારા માટે કશું કર્યુ નથી. તબિયત ભદ્રાની બગડી હતી. હોસ્પિટલમાં દાખલ કરી હતી. રૂષભે ત્યાં ચાલતા હેલ્થ ફેરમાં લોહીની ચકાસણી કરાવી.તેનું પરિણામ જોઇ પેથોલોજીસ્ટ ડોક્ટર તેને વધારે ચકાસણી માટે એક્ષરે યુનિટમાં લઇ ગયા. ત્યાં સુધી ભદ્રાને તો એમ જ કે હમણા આવીને કહેશે કે કશુંય નથી. પણ ના તે પાછો આવ્યો જ નહીં. ડોક્ટરે તરત જ આઇ,સી.યુ,માં  દાખલ કર્યો ત્યારે ભદ્રા હસતી હસતી બોલી પણ ખરી. પેશંટ તો હું છું અને તું આઇ.સી.યુ. માં કેવી રીતે દાખલ થાય છે..

રંભા ગંભીરતા થી બોલી.” ભાભી રૂષભ ભાઇને આંતરડાનું કેન્સર છે અને તે પણ છેલ્લા તબક્કાનું.”

“હેં!”

“ હા,તમારાથી થાય તેટલી સેવા કરી લો, ડો ગાંધીએ કહ્યું છે,કે ગાંઠ પાકી ગઇ છે.ગમે ત્યારે ફાટશે!  એટલે બહુ બહુ તો બે અઠવાડિયાનું આયુષ્ય છે.

“હેં?” ભદ્રાને રડવુ હતુ..પણ આંખે આંસુ સુકાઇ ગયા હતા..આંચકો હજી તેનો શમતો નહોંતો.. રૂષભ., આટલો મોટો રોગ લઇને જીવતો હતો?  તે હાંફળી ફાંફળી રંભા સાથે તેના રૂમમાં ગઇ. એ છતને તાકી રહ્યો હતો .ભદ્રાને જોઇ તેણે ઠૂઠવો મુક્યો અને રડતા  અવાજે બોલ્યો.”તારું શું થશે? “મને તારે માટે કશું કરવાનો સમય ન મળ્યો.”

ભદ્રા, રૂષભને અશ્વાસન આપે કે પોતાનો ડૂમો ખાળે? તેને પણ આંસુ આવતા નહતા. તેના મોંમાં થી ઠાલા

શબ્દો નીકળ્યા ” રૂષભ આ શું થઇ ગયુ?”

બે પાંચ ક્ષણ બંનેના ડુસકાં રૂમમાં વેરાતા રહ્યા…રંભાએ બંને ને પાણી આપ્યુ..ત્યારે રૂષભ બંને સામે પોતે ગુનેગાર હોય તેવી રીતે માફી માંગતી નજરે જોઇ રહ્યો. સપના તો બહુ મોટા હતા. કૃતિને ડૉક્ટર અને નીલ્પાને  ફાર્મસિસ્ટ   બનાવવી હતી. ભદ્રાને હીરાનો હાર  અપાવવાનો હતો . બ્રીટન ફરવા જવું હતું.  ક્રુઝ ઉપર લઇ જવી હતી. આ ત્રણ બેડરૂમ વાળા મકાનમાંથી મોટા પાંચ બેડરૂમના  મેનશનમાં લઇ જવા હતા.  જેથી   દરેકને પોતાનો સેપરેટ   રૂમ મળે.  હજી માંડ બિઝનેસ સેટ થયો  ત્યાં આવી ઉભું  મોતનું તેડું?

રંભા અને ભદ્રા તેને સાંભળતા હતા…આ બધી વાતો રંભાએ દુકાનમાં કેટલીયે વખત સાંભળી હતી..ભદ્રા ભદ્રા કરતા તેની જીભ થાકતી નહિં..રંભાને તે જેટલી વખતે ભદ્રા બોલે ત્યારે ત્યારે જીનલ યાદ આવે…બંને ભાઇઓ પોતાના દાંપત્ય જીવનમાટે લગભગ સરખા જ હતા.

હવે ઘરમાં જીનલ અને રૂષભ બંને નહીં. અમદાવાદથી સારા કાકાનો અને ન્યુ જર્સીથી મીના નો ફોન આવી ગયો. તે પણ રડતી હતી . ટિકિટ કઢાવીને સાંજ સુધીમાં આવી જશે તેમ કહેતી હતી સારા કાકા અને બા પણ ટિકિટો કઢાવીને રંભાની મમ્મી સાથે આવી રહ્યા છે તેવુ આશાબેને કહ્યું ત્યારે રૂષભ ફરી થી ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો. હા હવે આખરી વાર જય જીનેન્દ્ર કહી દઇએ…

ડૉ. ગાંધી આવ્યા અને ઇલાજ કેવી રીતે થશે તે સમજાવવા બેઠા..રે  થેરાપી અપાતી હોય ત્યારે જલન થાય તેના કરતા વધારે જલન રાત્રે થાય અને આંતરડું છે તેથી મોટે ભાગે પેટ ઉપરની ચામડી ઉપર બળતરા વધી જશે.

ભદ્રા તો આ સાંભળે અને  સિસ્કારા નાખે..મારા રૂષભનું તો સુખડ જેવું શરીર એને આ વ્યાધી ક્યાંથી આવ્યો?

ડૉ ગાંધી કહે  “આ મને સાંભળ્યો નહીં તેનો પ્રતાપ છે…”

ભદ્રા કહે” એટલે?”

એને પેટમાં બહુ દુઃખે છે તેની ફરિયાદો સામે મે એટલું જ કહ્યુ હતુ કે “કંદોઇ પોતાની મીઠાઇ ઝાપટ્યા કરે તો નફો થાય કે નુકસાન?”

ભદ્રાએ રંભા સામે જોઇને પુછ્યુ.  ” રૂષભ લીકર સ્ટોરમાં દારુ પીતો હતો?”

” ભાભી તેમને તો દારુ પીવાના બે બહાના.. વકરો સારો થયો તો એક પેગ પીવાનો અને વકરો ના થયો તો તેના ગમમાં બે પેગ પીવાના.  રોજ પીવા માટે   તેને  કોઇક બહાનુ મળે ?” અને હું તેમને ના પાડું તો મને કહે ભાભી..જે નથી પીતા તે પણ મરે તો છે ને?  મરવાનું તો સૌને એક દિવસ તો છે જ ને ?”

રૂષભે કહ્યુ મને એમ કે કીડની બગડશે તો બદલાવી નાખશું પણ આતો આંતરડામાં જઇ વકર્યુ… હું તો ઉંઘતો જ ઝડપાયો…ભદ્રાને આ વખતે રૂષભ ઉપર ગુસ્સો આવતો હતો.. ડો ગાંધી કાગળિયાઓ પર સહી કરાવીને લઇ ગયા. પછી ભદ્રા એ બોલવાનું શરુ કર્યુ..” દારુ પીધો તમે અને આખી જિંદગીનું દુઃખ મારે વેઠવાનું?  આ રંભા નજર સામે વૈધવ્ય ભોગવતી હતી તે તમને ના દેખાયુ ? હું મરી જઇશ પછી ભદ્રાને રંભાને પડ્યું તેવું દુઃખ વેઠવાનું?”

ભદ્રાને ઝાઝો સમય વેઠવી પડે તે પહેલા તેને  રે થેરપી માટે લઇ જવા નર્સ અને તેના સાથીદારો આવ્યા.

ભદ્રાનો ગુસ્સો હવે આંસુ થઇ નેઆંખમાંથી દદડવા માંડ્યો. રંભા થોડીક સ્વસ્થ થઇને બોલી “ભાભી ઉપરવાળાનો ન્યાય છે આ..ત્યાં ના કોઇ ફરિયાદ ચાલે કે ના  કોઇ ઉપાય.. સ્વિકારવો જ રહ્યો  તેનો ફેંસલો.  હવે જેટલા દિવસ આપણી સાથે છે તેટલા દિવસ તેમની સેવા કરીએ અને થાય તેટલા તેમના અફસોસ દુર કરીએ.  વધુ તો આપણા હાથમાં ક્યાં કશું હવે  છે?

ભદ્રા રંભા સામે જોઇ રહી. કારણ કે આ જ શબ્દો દસ વર્ષ પહેલા જીનલ જ્યારે હોસ્પીટલમાં છેલ્લા શ્વાસ લેતો હતો ત્યારે ભદ્રાએ તેને કહ્યા હતા . આજે તેને લાગતું હતું કે કદાચ આ તબક્કે આવું જ કહેવાય.

રે થેરાપી લઇ પાછા આવેલા રૂષભને પેટમાં બળતરા થતી હતી. બળતરા ઘટાડવાની દવા લગાડેલી જ હતી. ભદ્રાથી રૂષભની પીડા જોવાતી નહોંતી. રંભા પણ વ્યથિત  હતી. ભદ્રાએ રૂષભનો હાથ, હાથમાં લઇને પંપાળવા માંડ્યુ. ગુનેગાર અને જેનો ગુનો થયો છે તે બંને મનથી કહેતા હતા ” રે જીવ! શાંત થા.. અને માની લે આને પ્રભુએ કરેલી સજા..તારી થોડા દિવસોમાં ફીટશે અને મારી જિંદગીભરની શરુ થશે.”

રંભા બંને ને થોડુંક એકાંત આપવા બહાર નીકળી.

આમે ય રૂષભની સહન શક્તિ ઓછી.. તેથી પીડા સહન થાય નહીં પણ રડતી ભદ્રાને વધુ દુઃખ ના પહોંચે તેથી તે બોલતો ગયો..” ભદ્રા..તને બાળક ના આપી શક્યો તેનું કારણ હું હતો. પણ હા તે કારણે મેં તને ક્યારેય દુભવી નથી.  ક્યારેય મારી ચાહતમાં ખોટ નથી આવી.”

ભદ્રા તેના વાક્યમાં હુંકારો ભરતી અને રડતી જતી હતી..રૂષભ આગળ બોલ્યો..” ભદ્રા રંભાની જવાબદારી મેં  સ્વિકારી હતી. તે મને મારી નાની બહેન જેવી લાગે છે. કૃતિ અને નિત્યાને બાપનું દુઃખ ન પડે તેથી તેમને  પિતાની   છત્રછાયા આપી.  મારાથી બને  તેટલી ફરજો નિભાવી છે.”

ભદ્રા, રૂષભ સામે અપલક જોતી રહી. તેને કેવલ સાથે થયેલો જિનલનાં અંત સમયનો વિવાદ યાદ આવ્યો..કેવલ કહેતો હતો કે ‘તુ રંભાને તેના પૈસા માટે ઘરમાં રાખવા માંગે છે’ ? ત્યારે રૂષભ બોલ્યો હતો..ના તેના નાના બચ્ચા જોઇને મને બાપનું હેત ઉભરાય છે. તેથી કૌટુંબિક જવાબદારીનાં ભાગ સ્વરુપે રાખુ છુ. જો કે અંતિમ નિર્ણય તો રંભાનો છે.  રંભાએ વર્ષોથી  સાથે રહેલા તે કારણે રૂષભ સાથે રહેવાનું સ્વિકાર્યુ હતુ.

ભદ્રાએ રૂષભ નો હાથ ફરી હાથમાં લેતા કહ્યું..તારો બોલ હું પાળીશ..રંભા સાથે આખી જિંદગી રહીશ અને છોકરાઓને મોટા કરવામાં તેને સહાય કરીશ.

ચૌદ વર્ષની કૃતિ અને અગીયાર વર્ષની નિલ્પા રૂષભ કાકાને જોવા આવવા માંગતા હતા. પણ તેમને હોસ્પીટલથી લેવા જવા રંભાને જવાનુ હતુ.  ભદ્રાભાભીને રેઢા મુકાય તેમ હતું નહીં, તેથી તે ફોન ઉપર કૃતિને સમજાવતી હતી કે ” ગુગલ ઉપર જઇને સાર્કોમા ઓફ ઇન્ટેસ્ટાઇન” વિશે શોધ કર. તેની સારવારના ભાગ રૂપે કિમો થેરપી શરુ થઇ છે…નિલ્પાને સાંજનું ખાવાનુ આપી દેજે. મને રાત્રે આવતાં મોડું થશે.

” મમ્મી!  રૂષભ કાકા નહીં રહે?”

” હા બેટા..હવે તેમનો રોગ બેકાબુ છે..ડોક્ટર પ્રયત્ન કરે છે પણ…” રંભાથી ડુસકુ મુકાઇ ગયુ

“મમ્મી આપણું શું થશે?”નિલ્પાએ ફોન ઉપર મુંઝારો જણાવ્યો..તેના માટે તો સમજણી થઇ ત્યારથી રૂષભ કાકા જ સર્વે સર્વા હતા.

” બેટા! એ પ્રશ્ન તો મારો અને ભદ્રા કાકીનો છે.  હજી રૂષભ કાકા છે ત્યાં સુધી તેમનો અને તેમની સારવારનો  છે. હવે ભગવાન ને દીવો કરી પ્રાર્થના કરો કે તેમને પીડા ઓછી થાય.”

ભદ્રા ફોન ઉપર થતી વાતો સાંભળતી હતી. તેને રંભાની વાત જચી. હા, હવે પ્રાર્થના કરવાનું જ આપણા હથમાં છે.

બીજે દિવસે કેવલ  અને મીના  આવ્યા આશા તેને એરપોર્ટથી લઇને આવી હતી. સારાભાઇ અને બા સાંજની ફ્લાઇટમાં આવવાના હતા. સાંજે મુલકાતીઓના સમયે કેવલ , મીના, કૃતિ અને નિલ્પા,  રંભાની ગાડીમાં આવ્યા. ત્યારે ભદ્રાએ, આશાબેનને બાજુપર લઇ જઇને કહ્યું મોટી બેન ડો. ગાંધી કહે છે અહીં કિરણો આપીને તેમને પીડાવા દેવા કરતા તેમને ઘરે લઇ જાવ કે જેથી તેમને દૈહિક દુઃખ ન ભોગવવું પડે.  સૌથી અગત્યની વાત સારવારમાં કોઇ સફળતા મળે તેવા  ચિન્હ  જણાતા  નથી.  દિવસનાં હજાર ડોલર ભરવાના,  વિમો નથી તેથી તે પોષાય તેમ પણ નથી.

આશાબહેને કહ્યું ડો. ગાંધીની વાત તો સાચી છે અને હવે જ્યારે ઘરનું કમાતું પાત્ર જતુ રહેવાનું હોય ત્યારે જેટલી મુઠ્ઠી બંધ રહે તેટલી સારી..તેથી ચાલો અત્યારે જ તેને ઘરે લઇ  જઇએ. આનંદને આશાનો નિર્ણય  ન ગમ્યો..તેને હતું કે સારવાર   આપવાથી તેની જિંદગીની   ઘડીઓ વધી શકે છે…

સારાભાઇ અને બા આવ્યા ત્યારે તો રૂષભ ઘરે આવી ગયો હતો. ઘરમાં નવકાર મંત્રનું ટેપ વાગતુ હતુ… બાથી રૂષભની આ સ્થિતિ જોવાતી નહોંતી . સારાભાઇને પણ પોતાને જવાની ઉંમરે દીકરાઓ જતા રહે તે જોવાતુ નહોંતુ. રંભાના બા, ભદ્રાનો ભાઇ,  કેવલ  અને આશા ,  ચારેય કુટુંબ પ્રભુ સામે ભાવથી ભક્તિ કરતા હતા અને પ્રાર્થતા હતા કે જનાર જીવ એમનાં કર્મ ફળ સ્વરુપે કોઇ પણ પીડા વિના સંચરે…રોજે રોજ સૌની રૂષભ માંફી માંગતો.. મિચ્છામી દુક્કડં કહેતો અને સાચા હ્રદયથી ખમાવતો. શરીરે સંથારો* કીધો..અન્ન જળનો ત્યાગ હતો તેથી  શરીર પણ અશુચી‌ઓથી મુક્ત હતુ

અને બરોબર બારમા દિવસે વહેલી સવારે પ્રભુનાં ફોટા સમક્ષ મુકાયેલ ઘીનો દીવો રાણો થયો. રોકકળ ની મનાઇ હતી..રંભા અને ભદ્રાનાં જીવનમાં પતિ શબ્દ “હતો” થઇ ગયો…નવકાર મંત્રની ટેપ અટકાવાઇ ગઇ

બા રડતા રડતા બોલ્યા, આયુષ્ય કર્મનાં ક્ષયને કોણ રોકી શકે? બારમા દિવસ પછી ઘર ખાલી હતું અને રોતુ હતું ભદ્રાનું મન.. આમ જુઓ તો રૂષભ હતો તેના કરતા હવે નથી નો ભાર તેને રડાવતો હતો. નિલ્પાનું રૂષભ કાકાનાં નામનું ગાણુ અટકતું નહોંતુ. દિવસમાં  કેટલીય વાર રૂષભ કાકા તેના મોંમાંથી નીકળતું અને  હવે તો  રૂષભ કાકા નથીનો નિઃસાસો નંખાતો. ભદ્રા કહેતી પણ ખરી, અલી તેં કાકાને ખોયા છે તો અમે પણ  તેમને ખોયા છે.

*સંથારો= જૈન શબ્દ ( દેહ છુટે ત્યાં સુધી અન્ન જળ ત્યાગ), અશુચી= મળ મૂત્ર,  રાણો થયો=ઓલવાઇ ગયો

 

અનોખી રીત પ્રીતની (૨) ડૉ. ઈંદુબહેન શાહ

Posted on October 23, 2013 by pravina

રૂષભના સ્વર્ગવાસ બાદ સૌ પોતપોતાના કામે વળગ્યા. બા અને સારાકાકાએ સમગ્ર પરિવાર સાથે હ્યુસ્ટનમાં રહેવા વિચાર્યું. જો કે મીનાએ સાસુ સસરાને સારા થવા આગ્રહ ખૂબ કર્યો,”બા તમે અને કાકા ચાલો ન્યુજર્સી. તમે જોયું નથી તો જોવાશે અને થોડો ચેંજ  મળશે. અહીં તો ભદ્રાના મમ્મી છે”. આશા બોલી, “મોટાભાભી અત્યારે બા અને કાકા અહીં રહેશે, બે ત્રણ અઠવાડિયા પછી તેઓની ઇચ્છા હશે તો અમે તેમને ન્યુજર્સી મોકલીશું”. “વહુ, આશાની વાત બરાબર છે. આમ તરત અમારાથી ના નીકળાય. સમાજમાં ખરાબ દેખાય.” સારાકાકાએ જવાબ આપ્યો, “સમાજ કરતા અત્યારે બંને વહુ અને દીકરીઓને અમારી અહીં જરૂર છે, કેવલ  તું અને મીના જાવ તમારે નોકરી પર ચઢવાનું છે, અમે પછીથી આવીશું’. ‘ ભદ્રા, રંભા તમે પણ કાલથી કામ પર જજો, અહીં હું, તારી બા અને વેવાણ ‘ઘર તેમજ દીકરીઓને સંભાળી લઇશું.’ આશા બોલી ઉઠી, ‘કાકાની વાત સાચી છે. કાલથી સૌ સૌના કામે લાગી જાવ.’ બીજે દિવસે સૌ પોતપોતાના કામે ગયા. બપોરના જમી પરવારી રંભાનાં મમ્મી ઉપર દીકરીઓના રૂમમાં આરામ કરવા ગયા. બા રડતાં રડતાં, અરે, રે ક્યા કાળ ચોઘડીએ આપણે બેઉ દીકરાને અમેરિકા મોકલ્યા. ૧૨ વર્ષમાં બંને જતા રહ્યા. તમે મોક્લ્યા તે બરાબર, એક તો આપણી દુકાનમાં સમાઇ જાત!  બીજાને કોઈ નવો ધંધો શરૂ કરાવી શકાત! ‘હવે રાંડ્યા પછીનું ડહાપણ ડોળવાનો કાંઇ અર્થ નથી’. ત્યારે સમય એવો હતો. એક પછી એક કાપડની મીલોને તાળા લાગ્યા. ભલભલા વેપારીઓના મસ્કતી માર્કેટમાંથી ઊઠમણા થવા માંડ્યા હતા. ત્યારે તમે જ મારી પાછળ પડેલાં, “આપણી જ્ઞાતીના બધાને  ઘરેથી દીકરાઓ અમેરિકા જવા માંડ્યા છે. તમે આશાને ફોન કરી કાગળિયા કરવાનું કહો. આ મીના વહુ મુંબઇની છે. તે વાત વાતમાં બેઉ નાનીને ઉતારી પાડે છે.  હજુ છોકરા થયા નથી ત્યાં મોકલી દઈએ.  છોકરા થશે પછી તો ત્રણે જણીઓમાં તેમના વાદ વિવાદ ચાલુ થશે અને પછી ઝઘડા. ” મારામાં જુદા ઘર અપાવવાની તાકાત નહતી. બજારમાં બધા વેપારીઓ, મહારાષ્ટ્રનો પાવરલુમનો હલકો માલ અને સુરતનો નકલી માલ છેતરપીંડી કરી વેચવા લાગ્યા હતાં, મારાથી એવી છેતરપીંડી થઇ ના શકી. આપણી ત્રણ પેઢીથી ચાલી રહેલી આબરુવાળી દુકાન. મારે મારા બાપ દાદાની આબરુ ધુળ ભેગી નહોતી કરવી.

આશાને ફોન જોડ્યો. આશા તુરત માની ગઇ. એક પછી એક પીટીશન ફાઇલ કરી ત્રણે જણાને અમેરિકા મોકલી દીધાં. તમે હંમેશા વાત વાતમાં બોલો છો,’ વિધીના વિધાન મિથ્યા થાય નહી’. આપણા નસીબમાં દીકરાઓનું સુખ નથી લખાયું. આમ પણ દીકરા હોય છતાં તમને રાખશે એની શું ખાત્રી?  ચાર દીકરા હોય છતાં પણ માબાપને ઘરડા ઘરમાં મુકવાની વાત કરતા હોય છે.” “હા, તમારી વાત સાચી છે. હવે તમે અંદર થોડો આરામ કરો,  હું મારી મહાભારત સીરીયલ જોવા બેસું. હમણા રંભા, કૃતિને લઇ આવતી હશે. “ ભાભી આજે સાતમો દિવસ છે, રૂષભભાઇના વિરહનો. એમનો આત્મા સંથારો કરી, દેહ છોડી અમર થઇ ગયો!  આપણે હજુ તેમની માયા ભુલી નથી શકતા.  હું જેવી લીકર સ્ટોરમાં દાખલ થઇ ત્યારે સુખડનો હાર પહેરાવેલો તેમનો ફોટો જોયો.  સુખડ જેવી તેમના સ્વભાવની સુવાસ આખા સટોરમાં ફેલાતી માણી રહી. ”રંભા તને કેટલી વખત કીધું છે,’ તારે આટલા વહેલા નહીં આવવાનું?  કૃતિ હજુ એક વર્ષની છે. આટલી નાની દીકરીને વધારે કલાક ડે કેરમાં નહીં રાખવાની, ડાયપર રેશ થઇ જાય, બીજા છોકરાઓના આપણી દીકરીને  ઇનફેક્શન લાગે.  છોકરી હેરાન થઇ જાય.’ આજે ભાભી મને ઠપકો આપતા હોય એવું લાગ્યું. ‘ભાભી, રૂષભભાઇ બંને દીકરીઓનું કેટલું ધ્યાન રાખતા. મને સગી નાની બેન જેમ સાચવતા.” અને રંભાને ડૂમો ભરાઇ આવ્યો, દડ દડ આંસુ વહેવા લાગ્યા. ભદ્રા, અલી તું નાની કીકલી છે ? રડવા લાગી ગઈ. મારે, નિલ્પા અને કૃતિને મનાવવાના હવે તને પણ મનાવવા બેસવાનું ? જો આજે લંચબોકસમાં શું છે? બોક્સ ખોલી ફોટા સામે ઊભી રહી. જો, જો, રંભા આજે તારો ભાઇ વડા પાંઉનું ભાવતું ભોજન પેટ ભરીને ખાવાનો, અરે બીયર પીવાનું પણ ભૂલી જશે!” “’હા, ભાભી આપણે હવે રૂષભભાઇની ભાવતી વાનગી તેમના ફોટાને ધરાવી ખાવાની.’ ‘“હા, આ શરીરને ચાલતું રાખવા બળતણ તો દેવું પડશે, આપણે સંથારો નહીં કરાય. હું તો રોજ મહાવીર ભગવાનને સવાર સાંજ પ્રાર્થના કરું છું, ‘હે ભગવાન મને સોંપેલી જવાબદારી પુરી કરી શકું તે માટે મને શક્તિ, હિંમત અને સ્વાસ્થય આપજે !’… ”ભાભી, હું તમારી સાથે છું. આપણે બંને પુરૂષ સમોવડી બની, દીકરીઓને ભણાવી ગણાવી પુરૂષ સમોવડી બનાવીશું”. “તાળીઓ સાથે શાબાશ”, સાંભળી બંને એ પાછળ જોયું. અરે આનંદભાઇ તમે આવી ગયા! ચાલ રંભા જલ્દી લંચ પતાવીએ. આનંદ,’ ઉતાવળ કરવાની જરૂર નથી. શાંતિથી લંચ કરો, નહીં તો મને મારો સાળો સ્વપનામાં આવી ધમકાવશે’. “બંને જણા સાથે, “આનંદભાઇ તમે અને આશાબેને અમારા માટે જે કર્યું છે, અને કરી રહ્યા છો તે જોઇ તમારા સાળાનો આત્મા ખૂબ સંતોષ પામે છે.” વાતાવરણ હળવું કરી આનંદ ગલ્લા પર બેઠો. બંને દેરાણી જેઠાણી લંચ રૂમમાં ગયા. ”રંભા, હું પરણીને આવી એજ વર્ષે પહેલી વખત અમેરિકાથી આશાબેન તેમના સાત વર્ષના દીકરા સાથે ભારત આવ્યા હતાં. હું તો લખતરની, મેં તો ઝાલાવાડના રિવાજ પ્રમાણે મોટી નણંદના પગે પડી પગ દબાવ્યા. ‘અરે ભદ્રાભાભી, આ શું કરો છો મારા પગ નથી દુઃખતાં, મને ઊભી કરી હગ આપી. મને ત્યારે મીનાભાભીના શબ્દો યાદ આવ્યા “આ ગામડું નથી આ અમદાવાદ શહેર છે.” “ હા ભાભી મને યાદ છે, મને પણ મોટાભાભી વાતવાતમાં ગામડિયણ કહેતાં ત્યારે તમે હંમેશા મારો પક્ષ લેતા’. “રંભા તું જલ્દી ઘરે પહોંચ કૃતિની બસનો ટાઇમ થઈ ગયો છે.” રંભા નીકળી ગાડી સ્ટાર્ટ કરી, રેડીયો ઓન કર્યો, બીશોનેટ સ્ટ્રિટ રેમ્પ ઇઝ ક્લોઝ્ડ. મલ્ટીપલ વિહિકલ એક્સીડંટ ઓન હાય વે. “ઓ, નો રંભાએ રેડીયો બંધ કર્યો ભજનની સીડી મુકી, બેક રોડ લીધો. “કેમ રે વિસારી ઓ વનના વિહારી તારી રાધા દુલારીને કેમ રે વિસારી” આવા જીવલેણ અકસ્માતનો ભોગ બની, “મારો જીનલ મને અને બંને દીકરીઓને વિસારી જતો રહ્યો. કૃતિ એક મહિનાની તાવમાં રડે પીડીયાકેર ડ્રોપ્સ આપી સુવાડવાના મારા નિષ્ફળ પ્રયત્નથી થાકી ફોન કર્યો. જીનલ તમે જલ્દી નીકળૉ, હું જઇ નહીં શકુ કૃતિ ખૂબ રડે છે. મેં ફોન ના કર્યો હોત અને મેં રડતી કૃતિને કાર સીટમાં મુકી હોત તો ?….મારા જીનલને કેટલા અરમાન હતા, રંભા આવતા વર્ષે ઍનીવર્સરી ગીફ્ટમાં તને સરપ્રાયઝ આપવાનો છું.’.. “તો દવા આપને ! કેટલી વાર કહ્યું છે, મને ધંધામાં બોધર નહીં કરવાનો, તારાથી એક છોકરી સચવાતી નથી! “જીનલભાઇ જાવ જલ્દી ત્રણ વાગ્યા છે”, “પણ ભાભી, તમે એકલા રૂષભભાઇ માલ લેવા ગયા છે. ”તમને એકલા સ્ટૉરમાં ના રખાય”. “તમે ચિંતા કર્યા વગર નીકળો, તમારા ભાઇ આવતા જ હશે. અને પગી આપણો જાણીતો છે” “આજે રંભાને પોણા ત્રણે મોકલી. તે દિવશે આ સમયે જીનલભાઇને મોકલેલાં ! ના, ના ભદ્રા, રંભા, અને જીનલમાં ઘણો ફરક છે. જીનલે તો લંચ વખતે બે બીયર પીધેલા, જો કે બે બીયરની જીનલ પર કોઈ અસર થતી નહી. જે જ્યારે થવાનું હોય તે થાય જ ! છોડ મનવા અમંગળ વિચાર કર.’ લે સહુની સંભાળ કામ કર, કામ કર.’ ટ્રીન, ટ્રીન ટેલિફોનની ઘંટડી વાગી ભદ્રાએ ફોન ઉપાડ્યો “હલો ભાભી હું. કૃતિને લઇને ઘરે પહોંચી ગઇ છું. ચિંતા નહીં કરતા, સારું આવજે રાત્રે મળીએ. “રંભા, બેટા કૃતિને લઇ ને આવી ગઇ ?” ‘હા બા, ચા બનાવું?” “ઉતાવળ નથી તારા કાકા આરામ કરે છે. વેવાણ લોંડ્રી રૂમમાં છે. કૃતિને ભુખ લાગી હોય તો સ્નેક આપ. કૃતિ તો દાદી પાસે સોફા પર બેસી ગઇ.”દાદી વોટ આર યુ વોચીંગ?” “બેટા મહાભારત છે, વેરી ગુડ સ્ટોરી. ”દાદી આઇ ડોન્ટ અન્ડરસ્ટૅન્ડ, કેન આઇ વોચ માઇ શો? પ્લીઝ.” “કૃતિ કમ હીયર ફર્સ્ટ ફિનિશ યોર ફ્રુટ એન્ડ યોગર્ટ,”આફ્ટર મહાભારત, યુ કેન વોચ યોર શો. “યસ મમ્મી, કેન આઇ વોચ મા્ય શૉ ?’ તને શો જોવાની ઉતાવળ છે, તેથી દાદી અને મમ્મીને વારાફરતી પૂછ્યા કરેછે. આઇ  એમ વોચીંગ નાવ ?” “કૃતિ, ઈફ યુ આસ્ક વન મોર ટાઇમ યુ વીલ બી ગ્રાઉન્ડેડ, નો ટી વી ટુ ડે. એકવાર કહ્યું દાદીનો શો પુરો થાય પછી તને ડોરા જોવા દઇશ.’ મમ્મીનો ટોન બદલાયો. કૃતિએ વાત બદલી, આંગળી નાક પર મુકી સી…મોમ, દાદા ઇઝ સ્લીપીંગ. “કૃતિ બેટા હાવ વોઝ  યોર સ્કુલ ટુ ડૅ? બોલતાં દાદા બહાર આવ્યા. “ગુડ, આઇ હેવ સમ થીંગ ફોર યુ  દાદા, બેક્પેક લાવી ડ્રોઇંગ બતાવ્યું,’ “અરે વાહ સરસ, યુ હેવ ટુ શો મી, આ બધા કોણ છે?” જો દાદા, દાદી, બા તું પણ આવ બધાને બતાવું, અને બધા કૃતિની આજુબાજુ ગોઠવાઈ ગયા. “જો આ ક્લાઉડમાં બે સ્માઇલી ફેસ દેખાય છે, તે બંને ગુડ એંજલ્સ છે. ધીસ વન ઇસ રૂષભકાકા વીથ બીગ સ્માઇલ અને  જસ્ટ લિટ્લ સ્માઈલ ઈઝ માય ડેડ.આ આપણું ઘર, આ હું, અને નિલ્પા દીદી. વી  બોથ આર પ્લેઇંગ અને આ બાજુ તમે દાદા, દાદી અને બા. આ ભદ્રાકાકી અને મમ્મી, વી ઓલ આર ફેમિલિ.” “બહુ સરસ”.બેટા તારા ડેડીનું સ્માઇલ નાનુ અને રૂષભકાકાનું કેમ મોટું સ્માઇલ ?” “દાદી મારા ડેડી બહુ ગુસ્સો કરે.  રૂષભકાકા ઓલવેઝ બીગ સ્માઈલ આપે. આઇ મીસ માય રૂષભકાકા, ઓન માય લાસ્ટ બર્થડે હી ગેવ મી ડોલ હાઉસ. ધીસ ટાઈમ હી પ્રોમિસ્ડ મી બાર્બી ડૉલ. નેક્સ્ટ મંથ ઈઝ માય બર્થ ડે. આઈ વીલ મીસ માય રૂષભકાકા.’ “આપણે બધા મીસ કરીએ છીએ બેટા, તારી બર્થડે તારા રૂષભકાકા અને તારા ડૅડી ઉપરથી જોશે વીથ બીગ સ્માઇલી ફેસ. હું અને બા તને બાર્બી ડોલ ગીફ્ટ આપીશું”. “થેંક્યુ દાદી, થેંક્યુ બા”. “ બા, કાકા, માસી ચાલો ચા નાસ્તો કરવા. કૃતિ બેટા બહુ વાતો કરી. હોમ વર્ક શું છે? ચાલો ફોલ્ડર કાઢો.” ડીંગ , ડોંગ ….ડોર બેલ “નિલ્પા,  આવી હું ખોલુ છું. તું કૃતિને લેસન કરાવ.આવી બેટા,”

“હા દાદા, જય જીનેન્દ્ર , બોલી સીધી ઉપર રૂમમાં ગઈ.  રૂમ બંધ નિલ્પા ના તો રૂષભકાકા જ સર્વેસર્વા. બીજુ કોઇ એના પ્રોબલેમ સોલ્વ ન કરી શકે , ”રૂષભકાકા 8th grade algebra is very hard તમારા વગર મને કોણ કરાવશે?  ડુસકાં ભરતા બોલી, કાકા આઇ મીસ યુ”. નિલ્પા  કમ ડાઉન. બેટા વૉટ ઇઝ યોર પ્રોબલેમ?” “મોમ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ”, ટીપીકલ ટીનેજર પ્રોબ્લેમ જણાવવાનો નહીં. માત્ર બોલવાનું નો બડી અન્ડરસ્ટેન્ડ મી. આ છોકરીનું શું કરવું? જાણે રૂષભકાકા વગર બીજું કોઇ એને સમજવાનું જ નથી, દાદા માદદે આવ્યા. રંભા હું ઉપર જાંઉ?’ હા જાવ, દાદા ઉપર ગયા. માથે હાથ ફેરવ્યો “બોલ બેટા શું પ્રોબલેમ છે? એલજીબ્રા એવું કંઇક મને સંભળાયું , તને તો ખબર છે ને બેટા મને ઓછું સંભળાય છે.  ફરીથી બોલ શું હોમવર્ક છે? તને ખબર છે ને તારા રૂષભકાકાને સ્માઈલી ફેસ ગમે છે. ” હસતા રમતા ભણીએ, તો જલ્દી જલ્દી શીખીએ” ,નિલ્પા હસી દાદા યુ આર ચિયરીંગ મી અપ. દાદા અને નિત્યા નીચે આવ્યા. તું નાસ્તો કરી લે.  તારી બુક મને આપ હું જોઇ લંઉ.’ અરે આ તો સાવ સેહલા પ્રોબલેમ છે, અને દાદાએ નિત્યાના પ્રોબલેમ સોલ્વ કરી દીધા. “દાદા તમે અહીં રહી જાવ , ડૉન્ટ ગો બેક ટુ ઇન્ડીયા”. “સારુ બેટા, રહી જઇશ”. ભદ્રા આવી જય જીનેન્દ્ર કરી ઉપર ગઇ.રંભા પણ ગઇ. “રંભા તારા ગયા પછી આનંદભાઇએ મને પ્લાન આપ્યો. રૂષભ આ દીવાળી પર બંને દીકરીઓના એજ્યુકેશન માટે એકાઉન્ટ ખોલાવવાનો હતો. રંભા તારા ભાઇના બધા સ્વપ્ના, સ્વપના જ રહ્યા, રૂષભ જરાક તો વિચાર કરવો હતો ! આ બેઉ દીકરીઓને સમજણી થઇ ત્યારથી સપના જોતી કરી દીધી હતી. જોજે ને મારી નિલ્પા  કાર્ડીયોલોજીસ્ટ થશે, અને મારી ટેણકી કૃતિ મોટી ફાર્મસીસ્ટ,પછી લીકર સ્ટૉર બંધ, પોતાની ફાર્મસી. એવરી સમર બીગ વેકેશન. બધી મનની મનમાં રહી ગઇ અને ભદ્રાની આંખ ટપકવા લાગી. “ભાભી લંચ લેતી વખતે શું નક્કી કરેલું ?  આપણે બેઉએ ખભે ખભા મિલાવી બંને ભાઇઓના સ્વપ્ના પૂરા કરવાના છે.  ફ્રેશ થઈ જલ્દી નીચે આવો.  હું જાંઉ છું, બધા રાહ જોતા હશે.

અનોખી રીત પ્રીતની-૩ વિજય શાહ

Posted on November 2, 2013 by vijayshah

.

સારાકાકા અને બા ન્યુ જર્સી ગયા અને ઘર હવે ખાલી ખાલી લાગતું હતું. અશાબેન આવ્યા હતા અને ભૂતકાળ ડહોળાતો હતો..અમદાવાદનાં ઘરમાં જીનલ સાથે રંભા પરણી ને આવી ત્યારે ઘર ખાસુ બે પાંદડે હતુ.. રંભા મૂળ તો કેન્યાની પણ વતન અમદાવાદ એટલે જીગર સાથે માંગુ નાખ્યુ ત્યારે વાતોમાં કાઠીયાવાડી લહેકો અને પૈસાનો છુટ્ટો હાથ દેખાયા કરતો હતો…

આશા બહેન બોલ્યા

“ રંભા તને જોવા જ્યારે જીનલ આવ્યો ત્યારે તારું મન પ્રફુલ્લીત હતું કે પછી બાપાને કશું કહેવાય નહીં એમ માની ને સ્વિકરી લીધુ હતું?”

“ જીનલ મારા કરતા ચાર વર્ષે મોટા તે વાત મને જરા કઠી હતી પણ જ્યારે પહેલી વખતે એકલા મળ્યા ત્યારે મને એમના સ્વભાવનો પરિચય થયો…તે ખુબ જ પ્રેમાળ હતા..અને સહેજ પણ સંકોચ રાખ્યા વિના બોલતા હતા કે જો રંભા તુ મને હા કહીશ તો હું કંઇ તરત તારી વાત સ્વિકારવાનો નથી..અને ના કહીશ તો પણ નથી સ્વિકારવાનો..કારણ ખબર છે?”

મેં શરમથી ખાલી માથુ નકારમાં હલાવ્યું ત્યારે કહે…” જો વડીલોએ તેમનુ કામ કર્યુ..સારું કુટૂંબ તારે માટે અને મારે માટે શોધ્યુ.. હવે આપણે નક્કી કરવાનું છે કે આખી જિંદગી આપણે સાથે રહી શકીયે છે કે કેમ? બરોબર?”

મેં ફરી થી હકારમાં હલાવ્યુ ત્યારે તે ખડખડાટ હસી પડ્યો. પછી કહે અલી! આતો હું બોલ્યા કરું છું અને તુ તો માથુ જ હલાવ્યા કરે છે.એટલે હું પણ હસી પડી…પછી તો બહુ લાંબી વાતો જીનલે કરી જે દરેક વાતોમાં હું હા કહેતી ગઇ અને અમરાઇ વાડીનું એ ઘર જે મારા કેન્યાનાં ઘર કરતા ચોથા ભાગનું હતું તેમાં હું આવી ગઈ…’

આશાબેને હવે ભદ્રા તરફ નજર નાખી અને તેજ પ્રશ્ન દોહરાવ્યો..” રૂષભ તને જોવા આવ્યો ત્યારે તારુ મન પ્રફુલ્લિત હતુ?”

આશાબહેન હું તો મહેમદાવાદ જેવા નાનકડા ગામ માંથી આવી હતી તેથી અમદાવાદ સાસરુ મળે તે આનંદનો વિષય હતો જ. રૂષભમાં ના કહેવાનું તો કોઇ કારણ હતુ જ નહીં.. હું તેમને ગમુ છું કે નહીં તે જ મારા માટે અગત્યનું હતુ..મારા બાપાને તો ૬ છોકરીઓનો વસ્તાર એટલે એકનું લગ્ન પતે અને બાપા બીજાની તૈયારીમાં લાગે. મને તો આ પેટે બાળક ના થયુ તે સિવાય બધી વાતે સુખ જ છે.”

<p align=”left”>થોડીક ચુપકીદી પછી આશા બોલી મારા આનંદ સાથે લગ્ન થયા ત્યારે બાપા ખુબ જ ખુશ હતા…અંબીકા મીલનો તે વખતે ચઢતો સિતારો હતો અને મસ્કતી માર્કેટમાં આપ્ણી દુકાન મોકાની અને મોખરાની..ઘરમાં નોટો ક્યારે આવતી અને ઘર કેમ ચાલે છે તેની અમને કોઇને ચિંતા નહોંતી..કામા હોટેલમાં જન ને રાખી અને તે સમયે સારાભાઇની દીકરીનું લગ્ન એક હલચલ મચી ગઇ હતી. જાન અમેરિકાથી આવેલી અને આનંદ તો એકદમ જ સરળ…્બાપા તો બોલે મારી દીકરીએ પાંચે આંગળીએ ભગવાન ને પુજ્યા છે એટલે તો આ પાંચમો દીકરો ઘરે આવ્યો છે…હું એમને કહું પણ ખરી કે બાપા ચોથો દીકરો કહો ત્યારે કહે કે બેટા ચોથો દીકરો તો તું છે એતો પાંચમો..

પછી તો ડેનીમ અને ટેરીકોટ આવ્યવા માંડ્યુ…સુતરાઉ કાપડની માંગ ઘટવા માંડી અને બાપાને ત્રણેય દીકરાઓને ધંધામાં નાખ્યા નાં અફસોસો વધવા લાગ્યા… કાપડની મીલો માંદી પડવા માંડી.”

જ્યારે પણ હું ફોન કરું ત્યારે વાતોમાં વહુ પ્રકરણ નહીં પણ તેમની કથળતી પરિસ્થિતિ અને ઘસાતા બેંક બેલેન્સની જ વાત હોય…રંભા અને ભદ્રાએ આ બધુ જોયું જ હતુને?

રંભા બોલી “ હા બાપુજી એ જ્યારે તમને અમારી વાત કરી હતી ત્યારે તો બા બીલકુલ જ તૈયાર નહોંતા.. મારા દીકરાઓ સાથે સુખે દુઃખે હું રહીશ મારે તેમને ઘરમાં થી અને મારી કાંખમાં થી છુટા નથી કરવા.ત્યારે બાપુજી બોલ્યા પણ હતા કે મસ્કતી માર્કેટનાં દરેકે દરેક ઘરોમાંથી કોઇક્ને કોઇક પરદેશ છે…આશા ને વાત કરીએ અને તેનાથી થશે તો કરશેજ…”

આશા કહે ‘ તે વખતેજ આનંદને લે ઓફ મળ્યો હતો…અહીં પણ કંઇ નાસી જતુ નહોંતુ..જેટલી તેમની બચતો હતી તેમાંથી લીકરનો સ્ટોર લીધો હતો. લોકેશન સરસ હતુ તેથી સ્ટોર ચાલવા માંડ્યો હતો તે વખતે મને પણ જોડીયા બાળકો હતા તેથી હું પણ તેમને સ્ટોરમાં મદદ કરી શકતી નહોંતી તેથી મેં જ્યારે આનંદને બાપાની વાત કરી ત્યારે તે રાજી થઇ ગયો”

ભદ્રા કહે “ આશાબેન જ્યારે તમારી હા આવી ત્યારે રૂષભ તો દુઃખી થઈ ગયા હતા.. તેમને તો બાપને કહી પણ દીધું  હતું કે બાપા તમારી નિવૃત્ત થવાની ઉંમરે તમને ટેકો કરવા હું તો અહીં જ રહીશ…ત્યારે બાપા કહે- અહી ધંધામાં બરકત હોત તો હું પણ કોઇને મોકલવનાં મતમાં નથી.. આતો એક ખતરો અખતરા સ્વરુપે લેવાનો છે. ત્યાં પણ આનંદ કુમાર ભલે હોય.. પણ તે દાયણ થઇ શકે પણ જણનારીએ જાતેજ જણવાનું છે અને જાતે જ દુઃખ વેઠવાનું છે. ફાવે તે ત્યાં રહેજો અને ના ફાવે તો આપણું ઘર ખુલ્લું જ છે..’

આશા કહે “મેં તો બાપાને કહ્યું હતું કે કાગળીયા બધાનાં કરું છું પણ બધાએ એક સાથે દોડી આવવાની જરૂર નથી..મારું ઘર નાનું છે અને સ્વાતિ અને આસ્થા નાના છે..ભારતથી અહીં આવેલાને અમેરિકન રીત રીવાજ સમજાવવાના અને દરેકને ગાડી ચલાવતા શીખવાડવાનું તેમનું ઘર કરવાનું તે બહું મોટું કામ છે વળી તેમને લાયક નોકરીઓ શોધવાની

ખુબ જ અઘરું કામ છે.

આનંદને ફોન ઉપર બાપાએ આશાની વાત કરી ત્યારે આનંદ એક બે ક્ષણ ચુપ રહ્યો પણ તેણે બાપાને પુછ્યુ..

”બાપા તમે શું માનો છો?”

ત્યારે તેઓ બોલ્યા “હું એમ માનું છું કે દુકાન અહીં હવે કોઇને પોષી શકે તેમ નથી અને અહી હલકા કામ કરે અને ખોરડાની શાખ બગાડે તે કરતા ત્યાં આવી તેમની ભાગ્યની દોર જાતેજ પકડે તે મને તો યોગ્ય લાગે છે.”

આશા બીજા ફોન ઉપર હતી અને આનંદને ઇશારા કરતી હતી કે ચુપ રહો..પણ આનંદે તેના સ્વભાવ પ્રમાણે કહી દીધું કે ભલે બધા સાથે આવે.. પડશે તેવા દેવાશે…

આશા કહે “ તે દિવસે હું પહેલી વખત આનંદ ઉપર બહું બગડી…તમે તો તમારા ધંધામાં ઘરનાં ત્રણ હાથ મળશે અને ધંધો ચાલશે તેમ વિચારીને હા પાડી દીધી પણ હું મારી ભાભીઓનાં સ્વભાવને ઓળખું ને…તેઓ ચડસા ચડસી કરીને મને ઝંપવા નહીં દે.”

રંભા બોલી ‘ત્યાં બા પણ આમ જ બોલ્યા હતા કે આ છોડી ને ગયે હજી ચાર વર્ષ થયા છે ત્યાં આખુ ઘર તેને ત્યાં ઠલવવાની વાત કેમ કરો છો?”

આશા કહે પેપર તો થઇ ગયા અને તમે છ જણ આવ્યા ત્યારે મારી પાસે ઘરમાં આપવાનાં ત્રણ રુમ પણ નહોંતા…તમે બધા એટલા સંપથી રહ્યાં કે મારે માટે સ્વાતી અને આસ્થા ને ઉછેરવી ખુબ સુગમ થઇ ગઇ.

આનંદે પહેલા દિવસથીજ..છ એ છ ને નજીકની સ્કુલમાં અંગ્રેજી નાં ક્લાસ કરાવવા માંડ્યા..ડ્રાઇવીંગ કરાવવા માંડ્યુ..આશાએ રસોડે અમેરિકન ખાવાની પધ્ધતિ શીખવવા માંડી પીઝા અને પાસ્તા ખવડાવતા કરવા માંડી. ભારતથી આવેલા સૌને ખબર હતી કે આશા સૌના ભલા માટે કરે છે તેથી સૌ ઉત્સાહ ભેર શીખતા હતા.”

રંભા કહે “ હા મોટી બેન મેં જ્યારે તમારી કાર પાછી  કરતા પાછળ ઠોકી દીધી હતી ત્યારે તમે જે ડાંટ પીવડાવી હતી તે મને આજે પણ યાદ છે.. તમે કહ્યુ હતું કે એક્સીલરેટર ધીમે થી છોડવાનું અને મારો આખો પગ જ એક્સીલરેટર પર દબાઇ ગયો હતો મને એમ કે તે બ્રેક છે….

ભદ્રા કહે “આનંદભાઇ ત્યારે એટલું જ બોલ્યા હતા આશા!ગુસ્સે થવાનો કોઇ અર્થ નથી.. જેટલી આપણે ફી બચાવવા મથીયે છે તે આ રીતે ભરીશું ચિંતા ના કર…ત્યારે તો તમારો ગુસ્સો નહોંતો સમજાયો પણ અત્યારે ખબર પડે છે કે નાનો અક્સ્માત હોય કે મોટૉ રીપેરીંગનો ખર્ચો આવે.. કારની કિંમત ઘટે અને કારનાં વિમાનું પ્રિમીયમ વધે આમ નુકશાન ત્રણ ગણું થાય”

રંભાએ વા્તનું સંધાન કરતા કહ્યું- “જોકે જીનલ તો બોલ્યો હતો કે મોટી બેન હું બધો ખર્ચો આપી દઇશ ત્યારે તમે બોલ્યા હતા તે મને યાદ છે કે તેથીજ આ બધુ જ શીખવાનું ત્યાંથી શીખીને આવો તે માટે મોડા અવવાનું કહ્યું હતું..પણ તમે બધા તો ભગવાન નું તેડું આવ્યું હોય તેમ બધા સાથે જ આવી ગયા…”

રંભાએ ઘડીયાળમાં જોયુ અને બોલી “ આશા બેન ચા મુકું છું વાતોમાં સમય ક્યાં જતો રહ્યો ખબર ન પડી ચાર વાગવા આવ્યા…

“ભલે મુક પણ આદુ ના નાખીશ મને હવે નથી ભાવતી આદુ વાળી ચા.”

આશા તે છ મહીના યાદ કરતા ફરી બોલી..”સ્કુલમાં પણ ઇંગ્લીશ શીખવા મોકલ્યા હતા ત્યાં શીદ્યુલ અને સ્કેડ્યુલ માં ભારે ગોટાળા કરતો હતો જીનલ…બધા ઉચ્ચારો ભારતીય અંગ્રેજીનાં કોમળ જ્યારે અમેરિકન અંગ્રેજીનાં પહોળા…પન અમેરિકાનાં શિક્ષકોનો એ ફાયદો કે તેઓ ના સમજ્યા હોય તો તેઓ જે સમજ્યા હોય તે પૂછે અને સમજવા પ્રયત્ન કરે જ્યારે આપણે ત્યાંતો. ફરી પુછવાનો પ્રયત્ન પણ ના થાય.. જોકે આ બધું પણ તમે ભારતથી શીખીને આવ્યા હોત તો તમને કામે તરત લગાડી શકાતને?”

ભદ્રા બોલી “રંભા.! કૃતિને લેવા જવાનું ભુલાય ના હંકે!”

ચા ને ન્યાય આપતા આશા બેન બોલ્યા હા મારે પણ નીકળવું પડશે સ્વાતિ અને આસ્થાની સ્કુલ બસ આવવાનો સમય થયો છે.

ભીંત પરના બંને ભાઇઓનાં ફોટા ઉપર ચઢેલા સુખડનાં હાર સામે જોતા આશાબેન ની આંખો કાયમ ભીંજાતી..પણ આજે ત્રણેય આંખોની જોડ ભીજાઇ અને ભીના ભીના આંસુઓ સાથે પ્રભુ તેમના આત્માને શાંતિ બક્ષેની પ્રાર્થના થઇ.

ખોંખારો ખાતા આશાબેને ગળુ સાફ કર્યુ અને પાણી પીને ગાડીની ચાવી લઇ બહાર નીકળતા હતા ત્યાં ભદ્રા ડુસકે ચઢી ગઇ…તેને હુંફથી બાથમાં લઈ આશા બેન બોલ્યા..” હવે રડવાનું નથી..આ તો પ્રભુ નો ન્યાય છે તેને ના ઉવેખાય કે ના અસ્વિકારાય!”

ક્ષણો વહેતી ગઇ…રૂષભની છબી કદાચ ભદ્રાને આજ કહેતી હતી…આપણા ઋણાનુબંધ પુરા થયા..સ્વિકારી લે જે સત્ય છે…અને ફરી થી એક ડુસકું છુટી ગયુ…જાણે કે આતમ પંખી ઉડી ગયુ હોય તેમ…

રંભા બોલી “ભાભી.. દરેક દુઃખનું ઓસડ દહાડા છે.. મેં જીનલ્ને ક્યારે ખોયા હતા ખબર છેને? અને જનાર ની પાછળ જવાતુ હોત તો અડધી દુનિયા ખાલી થઇ ગઇ હોત…”

ભદ્રા કહે “હા.. વાત તો સાચી છે બેન.. પણ હમણા નિલ્પા આવશે અને રૂશભ કાકને યાદ કરીને રડશે અને મને પણ રડાવશે….”

આશા ભીની આંખે બોલી ભદ્રા હવે તે રડે તો પણ તારે નહી રડવાનુ અને તેને પણ નહી રડવા દેવાની..મહીનો પુરો થવા આવ્યો.. હવે સ્વિકારવું જ રહ્યું કે જીનલ ની જેમ રૂષભ પણ આપણી સાથે નથી..પણ આપણે તેની યાદોને આપણા જીવન નું ચાલક બળ બનાવશું અને જીવન જે પ્રભુની દેન છે તેને ઉજ્વળ બનાવશું….

અનોખી રીત પ્રીતની (૪) ચારૂબહેન વ્યાસ

Posted on November 5, 2013 by pravina

ત્રણે  ભાઈ જ્યારે  ભાભીઓ સંગે   અમેરિકાની  ધરતી પર  પગ  મૂક્યો  ત્યારે  ખૂબ  ખુશ હતાં.  તેની સાથે  નવા  મુલકનો,  આ અનોખી  દુનિયાનો  છુપો  ડર હતોઃ. લગેજ કેવી રીતે હેંડલ કરવું  ? ગ્રીન ચેનલ માંથી  કેવી રીતે  નીકળવું ? સઘળું આશાબહેને    ફોન પર  વિગતે સમજાવ્યું હતું . છતાં  તેઓને  મુશ્કેલી  પડતી  હતી.  બે  કલાકે  બહાર  આવ્યા. આશાને જોઇ  ત્યારે  શાંતિ થઇ. લાંબી  મુસાફરી  કરીને  થાકી  ગયાં હતાં.  હવે  એમને  ખબર  પડી  કે  અમેરિકા  આવવું  કેટલું અઘરૂં  હતું . ભારતમાં પણ  વીઝા  માટે  મોટી   લાઈનમાં  ઊભા રહેવું પડેલું.  હજુ , ૨૨ કલાકની મુસાફરી  પછી  પણ  ફરીથી   લાઈનમાં ઊભા  રહેવાનું ?  થાક  હતો  છતાં  મનમાં   ઉત્સાહ  હતો.

ત્રણે ભાઈ સહ કુટુંબ આવી  પહોંચ્યા તેથી  આશાને ખૂબ ચિંતા  થતી  હતી. આવતાં પહેલાં  તેણે આનંદને  ખૂબ  સમજાવ્યો  હતો , પણ તેના સ્વાર્થી  મનને  આશાની મુશ્કેલીઓનો  વિચાર નહોતો  આવ્યો. આશાએ  કહ્યું  હતું,  કે  એક સાથે બધાંનાં પેપર્સ ન  મોકલે। પણ જેમ જગતમાં  બને છે તેમ પતિએ  પત્નીનું  ન  માન્યું . આશ્વાસન  આપ્યું   કે બધું  બરાબેર થઇ જશે . આશા  મનમાં બબડી, અંતે  મારૂ  ન  માન્યું.

આનંદ ઉત્સાહ ભેર બોલ્યો, “તારા  જ  ભાઈઓ  છે , ભલે સાથે  આવ્યાં  આપણે એડજેસ્ટ કરી લઈશું . આમ પણ મને સ્ટોરમાં  મદદ  થશે તું ચિંતા  ન કરીશઆશા, આનંદ સાથે તેમને લેવા પહોંચી પોતાના  ત્રણે ભાઈ  અને ભાભીઓને જોઇ રાજી  થઇ. પણ કેવી રીતે બધું કરીશ? એ પ્રશ્ન એને મુંજવતો હતો “આજે એને ફરી ફરી એ  જ યાદ આવતું  હતું “!   તે કેટલી મજબૂર  હતી?.’ જે  ભાઈઓ ને તે પ્રેમથી  હૃદયપૂર્વક આવકારી નહોતી શકી.’.  તેનું  તેને ખૂબ દુઃખ  થતું હતું. ખૂબ  પશ્ચાતાપ થતો  હતો.

તેને  હરદમ યાદ આવતું  કે  તે કેટલી ગુસ્સે  થઈ  હતી.    જયારે તેઓ અમેરિકા  આવ્યાં  ત્યારે  તેઓ છ  જણા અને પોતે ચાર, એમ દસ  જણા . પોતાના  નાના  ઘરમાં કેટલી  અકળાતી  હતી ! તેમાં મોહિની  બે જીવવાળી તેનું જમવાનું  વગેરેનું  ધ્યાન રાખવાનું.   મેડીકલ ઈન્શ્યોરન્સ ન  હોવાથી દવા અને   ડોક્ટર પાછળ પાણી ની  જેમ  પૈસા ખર્ચાતા. પોતાના છોકરાંઓ ને સ્કૂલે મૂકવા લેવા જવાનું.  એમાં  વળી  ભાભીઓ  નવી  તેથી ઘરકામ કરવામાં તેમને ટ્રેઈન કરવાના.  ડીશ ધોવી , વૉશિંગ મશીન  ચલાવવું દરેક કાર્યમાં મુશ્કેલી  પડે. મોટેભાગે બધુ  કામ પોતે કરતી. સમય મળ્યે  તેમને અમેરિકાના  નિયમો   અને  રીતભાત વિશે  માર્ગદર્શન આપતી.

એક દિવસ ઘોંઘાટ અને  થાક ને લીધે આશાથી બોલી  જવાયું, તમે લોકો  બહુ  મોટેથી  બોલો  છો. ઇન્ડિયાની  શાક માર્કેટ જેવું લાગે  છે. ભદ્રા બોલી ઉઠી,  “તો  શું  થયું ?  અમે  વાત પણ ન કરીયે?”                                                                                                                                                                                                                                                                                                                                                                                                                       આશા ભોઠી પડી  ગઈ.  વાતને   ફેરવી લેતાં બોલી , “એમ  નહી બાળકો  અંદર ભણે  છે એટલે  જરાક ધીરેથી વાત કરો.”  રંભા  ખૂબ સમજુ હતી.”સોરી, અમને  ખ્યાલ ન  રહ્યો.” ભદ્રા આશાબેનની અકળામણ સમજતી હતી.તેથી બોલી, ” આશાબેન , તમે બહુ થાકેલા લાગો છો થોડી વાર બેસી જાઓ” આશા થાકેલા સ્વરે બોલી,”બેસું ક્યાંથી?  હજી ઘણું કામ પડ્યું છે.”સંયમનો બંધ ટૂટી જતાં આશા રડી પડે છે, “કામ અમે કરી લઈશું  તમે ચિંતા ન કરશો ,બેસો થોડો આરામ કરો.” રંભા લાગણીથી બોલી ઉઠી. “ચાલો ,હું બધાં માટે ચા બનાવું  ચા પીધા  પછી  બધા  કામે  લાગીએ” . રંભાએ ઉભા થઈ રસોડા પ્રતિ ચાલવા માંડ્યું. “ભાઈ ,આજે હું  ચોપડી  લાવી છું જેમાં ડ્રાઈવિંગ   ને  લગતી  બધી  માહિતી  છે તમે લોકો વારાફરતી વાંચીને અભ્યાસ કરશો.” “પછી  શું   કરવાનું?” “તમારે  ટેસ્ટ આપવી પડશે પાસ  થાવ  પછી  ગાડી ચલાવી  શકાય.  ગાડી  ચલાવવી  આ દેશમાં એ બહુ જરૂરી  છે.” આશાએ અમેરિકાની ઢબ સહુને સમજાવી. “જેમ બહેન  કહે છે તેમ  કરો  વાતો ઓછી  કરો .” થોડા  દિવસો પછી આશાએ   રિટન  પરીક્ષા માટે તારીખ લીધી.  કેવલ ,જીનલ અને  રૂષભ ને  જણાવી  દીધું. તેઓ  તૈયારી કરવા માંડે. તેણે  વિચાર્યું  કે ભાભીઓ ને પછી શીખવાડશે  એક  જ ગાડી છે એટલે વારાફરતી શીખવાડાશે . ટેસ્ટ ના  આગલા દિવસે રાતે તેણે આનંદ ને  કહ્યું,’ કાલે આ લોકોને ટેસ્ટ આપવા લઇ જવાના   છે તમે મોડા સ્ટોર પર જજો’. આનંદે  કંઈ  જવાબ ન આપ્યો સૂઈ ગયો  .                   સવારના આનંદને  આશાએ યાદ કરાવ્યું “,આજે  ભાઈઓ ને ટેસ્ટ  આપવા લઇ  જવાના છે  યાદ  છેને ? ‘અરે આજે  તો  મારે  સ્ટોરમાં   બહુ  કામ  છે  મારાથી નહી  લઇ  જવાય  તું  જ  લઇ  જા’. ‘તો પછી  બીજી  તારીખ  લેવી પડશે’. આશાએ નિઃસાશો નાખતા કહ્યુ. તો  લઇ  લેજે , હવે  તો  ‘  ઓન લાઈન ‘ ટેસ્ટ ની તારીખ  મળશે.’ ‘અરે યાર,  આજે  લઈ જાઓ તો સારૂં– ‘તારે  લઇ  જવા  હોય  તો  લઇ  જા  હું રૂષભ  ને  લઇ જઈશ,’ “હું.   કેવી રીતે  જાઉં ? મારે  આજે છોકરીઓની સ્કૂલ માં જવાનું  છે .આજે પેરન્ટ્સની મિટીંગ  છે.’ ‘તો પછી   કોઈ  બીજા  દિવસે લઇ જજે.’ ‘એટલે જ કહેતી હતી કે બધાંને સાથે  ન બોલાવો’  આશાનો પિત્તો ગયો.

આનંદ  સાંભળ્યા વગર જ  બહાર નીકળી  ગયો  અને  રૂષભ ને  સાથે  લઇ ગયો  કારણ  તે  હોશિયાર હતો  તેને સ્ટોરમાં ખૂબ  મદદ  કરતો.  તેને કદી આશાનો  વિચાર નહોતો આવતો. તે તો  માત્ર   કમાવવામાં  જ  પડ્યો  હતો.  ઘરનું ,બહારનું  અને છોકરીઓ ને ભણાવવું વગેરે  બધું  એકલી આશા જ કરતી.  તે  તો  આશાના ભાઈઓ  પાસે  કેવી  રીતે  વધુ  કામ કરાવવું એ જ વિચારતો. આશાએ બીજા અઠવાડિયાની તારીખ લીધી  તે દિવસે ભાઈઓ ને લઇ જાવા તૈયાર  થઇ ,ભાભીઓ ને ઘર સોપીને ગઈ પણ લેખિત  પરીક્ષામાં પાસ ન  થયાં ફક્ત રૂષભ જ પાસ થયો  તે ચાલાક હતો .જીનલ  અને કેવલ  પાસ ન થયા  તેઓ નિરાશ થયાં આશાએ  તેમને આશ્વાસન આપ્યું.  ફરી  ટેસ્ટ આપી  શકાશે  એમ કહીને  તેણે બીજા  અઠવાડિયાની  તારીખ લઇ લીધી, બધાંને લઇ  ઘરે  આવી.  બહુ  મોડું  થઇ  ગયું હતું . હજી  છોકરીઓ ને  લેવા  જવાનું  હતું.  ઘરે બધાને  ઊતારીને  જલદી  જલદી સ્કૂલે  જવા  નીકળી  છોકરીઓ ને  લઇ ને  ઘરે આવી  ને  જોયું  તો સીંક  આખું વાસણો થી  ભરેલું  હતું તેને બહુ ગુસ્સો ચડ્યો પણ કહે  કોને? ફટાફટ  વાસણ  ડીશ વૉશરમાં  ગોઠવ્યા. આશાએ ભાભીઓ ને  કહ્યું કે તમે લોકો  પણ  વાંચવાનું  શરૂ કરી દો  એટલે તમારે પણ  ટેસ્ટ  આપવી  પડશે .  થોડું ઘરકામ કરવાની  આદત પાડો. વોશીંગ મશીન  ચલાવતા   શીખવું  પડશે. બીજા અઠવાડિયે જીનલ અને  કેવલ ને લઇ ને ટેસ્ટ અપાવા ગઈ બેઉ  પાસ થયા. એ  લોકોને  એમ કે  હવે  તરત ગાડી ચલાવી  શકાશે પણ આશાએ  સમજાવ્યું  કે ગાડી ચલાવવા માટે  લેસન  લેવા પડશે  તેની  કલાક  પ્રમાણે  ફી  હોય છે આપણે ટ્રાય  કરીએ   બહુ  મોંઘુ પડશે તો હું  તેમને લેસન  આપીશ,  ક્યારે  તેની ખબર  નહોતી  છતાં  પ્રયત્ન  કરવો પડશે  એમ વિચારી ને કામે વળગી. આનંદ ,’ તમે જીનલ અને રૂષભ ને લેસન આપશો’?  આશાને થયું  આનંદની મરજી જાણી લંઉ. ‘હું  ,કેવલ ને શીખવાડીશ  મને  થોડી  મદદ  થઇ જશે’. સ્ટોરમાં કામ કરીને તે થાકી જતો હતો. એ  લોકોને  સ્ટોરમાં  કામ  કરવા માટે  થોડા  ડૉલર  બધાને આપ્યા  છે  તો એમને  ખરચવા દે  મને  સમય નહી  મળે. આનંદની મરજી સ્પષ્ટ જણાઈ. એમ  કરશે તો  એમના બધાં  પૈસા  ખલાસ થઇ  જશે, આપણે જ  મદદ કરવી  જોઈએ.  આશાને અચાનક   પ્રેમ   ઉભરાઈ  આવ્યો. ‘કેમ, ઇન્ડિયાથી   થોડા પૈસા તો   લાવ્યા હશેને?’ ‘મને   ખબર નથી,  મેં  પૂછ્યું નથી’. આશાએ ભાઈઓનો પક્ષ લેતાં જણાવ્યું. ‘પ્રયત્ન કરીશ , મારા  પર  ભરોસો  ન  રાખીશ’. આનંદ કામના બોજ નીચે શું કરવું તે  વિચારી  શકતો  નહી. પહેલાં એણે  નક્કી  કર્યું  કે ભાઈઓ  શીખીલે  પછી  તેઓ ભાભીઓ ને શીખવાડશે પણ  તેને લાગ્યું  કે  તે તેની  ફરજ છે  બધા   પગ ભર થઇ જાય એટલે નિરાંત. વળી  બીજે અઠવાડિયે  ભાભીઓ ને  ટેસ્ટ અપાવા ગઈ તેઓને  પણ ફરી ટેસ્ટ આપવી  પડશે એટલે ફરી તેઓને માટે તારીખ લીધી  ઘરે આવ્યાં  ત્યારે તેની દીકરી ને તાવ ચડ્યો હતો તાવ ઘણો  હતો રંભા ને  રસોઈનું  કામ સોંપી  ને તેની દીકરી ને લઈને  દવાખાને ગઈ. કેવી  મશીન  જેવી જિંદગી થઇ ગઈ . ભાઈઓને  એમ લાગતું  હતું  કે બેન  અમને  અમેરિકા  નથી બોલાવતી , પણ  અહીંના  જીવનની કોઈ કલ્પના  તેમને નહોતી.  હવે એમને ખબર  પડી કે અમેરિકામાં રહેવું કેટલું  અઘરૂ  છે.  ઘરે આવીને બધું પરવારીને  સૂતાં દસ વાગી ગયા આનંદ અને ભાઇઓ આવ્યાં વળી તેમને  જમાડ્યા. રંભા અને ભદ્રા  પાસ  થઇ ગયાં . મોહિની  પાસ ન થઈ  તેથી  તે રડવા માંડી.   આશા એ  તેને સમજાવી ફે તે  પાસ  થઈ હોત તો  પણ ગાડી  ન   શીખી શકી  હોત  કારણ કે  તે  બે  જીવ  વાળી હતી . બાળકના  જન્મ  પછી જ  તે  શીખી  શકશે .  આમ કહીને  તેને શાંત  પાડી. બધાં  તે  દિવસે  ખુશ  હતાં .  આનંદ ને પણ ઘણો    ફાયદો થયો હતો  .તેથી  તે  પીઝા  લઇ ને  વહેલો ઘરે  આવ્યો . બધાંને  મજા આવી બીજે  દિવસે  રવિવાર  હતો  આનંદે પ્રસ્તાવ મૂક્યો કે આપણે  કાલે  પિક્નિક પર જઈએ . તમને  લોકોને  અમે  ક્યાય  લઇ  નથી ગયાં  ‘લેટ અસ એન્જોય’ બીજે દિવસે  બધાએ  ખૂબ મજા  કરી ,ગીતો ગાયા ,રમત રમ્યા ,છોકરીઓને  પણ ખૂબ  મજા પડી. મામા  મામી  સાથે  નવો નાતો  બંધાયો  જે અત્યાર  સુધી  અનુભવાયો  નહોતો  ભાગાભાગની  જિદગીમાં  સ્કૂલ અને હોમવર્ક માં તેઓ સાથે  વાત  કરવાનો  સમય  નહોતો મળતો.  આશાને  પણ  ગમ્યું પોતાના  ભાઈ  ભાભી ને ખુશ જોઇને  સંતોષ  થયો .પોતે  કર્તવ્ય  નિભાવે છે તેનો સંતોષ  જણાયો.

બા ,બાપુ  ભારતમાં સઘળા સમાચાર મળતા ખુશ થયા. આખરે તેમેના ત્રણ દીકરા અમેરિકામાં સ્થાયી થશે એ આનંદના સમાચાર હતાં.   આશાએ  પ્રભુને  મનોમન  પ્રાર્થના કરી  કે “મને  મારી  ફરજ પૂરી  કરવાની શક્તિ  આપજે . “પિકનીક  પાર્ક માં  હતી  એટલે  બીજું  કઈ  કામ નહોતું  કરવાનું ,  નિરાતે  ઘેર    જઈ ને  વાતો   કરતાં  કરતાં  નાનપણના સુખદ પ્રસંગો  વાગોળ્યા , આશા  ભૂતકાળ માં સરી પડી  અને  તેને સરસ   ઊંઘ  આવી ગઈ બીજા  દિવસથી  પાછી એ જ દોડાદોડી.   જીવનચક્ર  ચાલુ ,રૂષભ ને  ડ્રાઈ વીંગની ટેસ્ટ માટે લઇ જવાનો  હતો.  કેવલ અને જીનલ  બે  દિવસ   પછી   જવાના હતા . રૂષભ ને લઇ આનંદ જવાનો હતો.  તેને રૂષભ  માટે  પક્ષપાત હતો .બે દિવસ  પછી કેવલ  અને જીનલ  ને લઇ જવાના હતાં.   આગલે  દિવસ  કેવલના  ચશ્માં  તૂટી  ગયાં.  હવે એ  ટેસ્ટ કેવી રીતે  આપશે? મુશ્કેલીઓ  વધતી જતી હતી કેટલા  બધા પૈસા  આ  લોકોની  પાછળ  વપરાઈ  ગયાં.  હવે  આ  ચશ્માં કરાવવા પડશે  ચશ્માં અહી  બહુ  મોંઘા બને આ વાત એ  લોકોને  કેવી રીતે કહે ?  કરાવવા તો  પડશે જ, એ તો સારું થયું કે ભારતથી ચશ્માની બે જોડી  વધારે  બનાવીને લાવ્યા હતાં. બંનેની ટેસ્ટ પણ થઇ  ગઈ.  હવે ફક્ત  બંને  ભાભીઓના ડ્રાઈવીંગ લેસન  બાકી હતાં.  તેને ખૂબ મુશ્કેલી પડતી હતી. એક દિવસ તે દીકરીને સ્કૂલેથી લઈને આવી.  તેણે જોયું બધાં નિરાતે  બેસીને વાતો કરતાં હતાં . તેને લાગી આવ્યું, તે એકલી જ બધો  ભાર ગધેડાની જેમ ખેચતી  હતી .  બધાં મજા  કરતા  હતા. તેને “ડીપ્રેશન “આવી ગયું . બધાં  પંર  ખૂબ ગુસ્સો  આવ્યો. મોટેથી  કહ્યું ‘ બધાં  હવે સૂઈ જાવ; ભાભીઓ ને  તમે ડ્રાઈવીંગ શીખવાડજો મને સમય નથી .પૈસા ની  પણ ખેચ પડે છે .’તે બારણું પછાડીને  પોતાના શયનખંડ માં જતી રહી  તે  જમવા પણ ન રોકાઈ કેવું  લાગશે એનો પણ વિચાર ન કર્યો. બધાં  ચૂપ થઈ ગયાં. જમીને બધા સૂઈ  ગયાં તે દિવસે ભાઈ, ભાભીઓ ને  પહેલી વાર અહેસાસ થયો ,  સાચે જ આપણે  લીધે આશાબેનને બહુ  મુશ્કેલી   પડે છે . આશાએ બધાને  ગાડી ચલાવતાં શીખવાડ્યું  પૈસેટકે પણ  મદદ કરી.   જયારે તે ઘરકામ  અને  આર્થિક  મુશ્કેલીઓથી થાકી  ગઈ ત્યારે  તેણે  આનંદ ને  કહ્યું,  ‘  બસ  હવે હું થાકી છું .તમે એમને  બધું  શિખવાડ્યું  છે . કહી દો કે  એક સ્ટોર લઇ લે અને જુદા  રહેવા  જાય .’ ‘કેમ શું  થયું’ ? ‘અમને કહી દો કે જૂદા રહેવા જાય’. આશાએ અલ્ટીમેટમ આનંદને આપ્યું. ‘એમ કેમ  કહેવાય ?  તારા  ભાઈઓ ને ખરાબ લાગે. આશા “છ મહિના તો રાખ્યા હવે તેમણે પોતાના પગ પર ઉભા રહેવું જોઈએ આ વાત બહાર સુતેલા ભાઈઓ એ સાભળ્યું બહુ ખરાબ લાગ્યું સગી બહેને જવાનું કહ્યું

 

અનોખી રીત પ્રીતની (૫) પ્રભુલાલ ટાટારીઆ ‘ધુફારી’

Posted on November 12, 2013 by pravina

બહાર સુતેલા ભાઇઓ તો આશા બહેનની વાત સાંભળી ને સડક જ થઇ ગયા.  હજી હમણા તો આવ્યા છે અને છ મહિનામાં તો સગી મોટીબહેને ઘર ખોળવાનો આદેશ આપી દીધો. ભદ્રા અને રંભા તો આશાની વાત સમજતા હતા. તેમણે રૂષભ અને જીનલને પણ સમજાવ્યું કે આશાબેનની વાત સાચી છે. તેઓ ક્યાં સુધી આ ભાર વેંઢાર્યા કરે? એવી સમજણ કરી સુઇ ગયા. મોહિની અને કેવલને બહેનની વાતથી બહુ ખોટું લાગ્યું. કેવલને તો રોજનો વકરો દેખાતો હતો. ખર્ચને બાદ કરતા કેટલા હાથમાં આવતા હશે તેનો તો તેને અંદાઝ નહોતો. મોહનીના મગજમાં તો અમેરિકા એટલે ડોલરિયો દેશ કેમ જાણે અહીં ડોલરનો વરસાદ થતો હોય. ગામમાં મોટા વિશાળ આંગણામાં રહેલાંઓને આ નાનકડા એપાર્ટમેન્ટમાં રહેતા સતત એમજ થતું હતું કે આશાબેન કેટલા કંજૂસ છે. આટલા બધા લોકોનો સમાવેશ આ નાનકડા ઘરમાં નહીં થઇ શકે એટલું પણ ન સમજાયું?  અરે સમજાયું હોત તો પહેલેથી મોટું ઘર લઇ રાખ્યું હોત. મોહિની અને કેવલ આ જ ચર્ચા કરતા હતા. એમને તો આનંદ અને આશાબેન સ્વાર્થી લાગતા હતા. એટલે તેઓએ આશા અને આનંદની વાત સાંભળવા કાન સરવા કર્યા ‘મેં તમને પહેલેથી કહ્યું હતું કે એક એક ને બોલાવો, એક થાળે પડી જાય પછી બીજાને બોલાવવાનો પણ તમે ક્યાં માન્યા?’ આશાએ કહ્યું. ‘મને એમ કે અહીં આવ્યા પછી પરિસ્થિતિ જોઇને સૌ પોતાની ફરજ સમજશે, અને ગોઠવાઇ જશે! પણ આમાંથી કોઇ સમજવા તૈયાર જ નથી ’આનંદે નિશ્વાસ નાખતા કહ્યું.’ ‘કોઇને કામ કરવાની ધગશ જ નથી. હું કેટલી દોડાદોડ કરૂં છું એ શું તેમને દેખાતું નહોતું. બસ બેસીની શાકમાર્કેટમાં ઊભા હોય તેમ વાતોના તડાકા મારતા બેસે. અરે કેટલા સમય પછી વોશિંગ મશીન અને ડીશ વોશર ચલાવતા માંડ શિખ્યા. બહાનું શું કાઢે, અમે ચલાવીએ ને ખોટી ચાંપો દબાઇ જાય અને કાં તો એકનું બીજું થઇ જાય અથવા મશીન બગડી જાય તો?’ આશાએ મ્હોં બગાડતા કહ્યું ‘હવે એમાં અમે શું ખોટું કહ્યું હતું બોલ, કેવલ?’ મોહિનીએ પુછયું. ‘હા તારી વાત સાચી છે કાં તો રિપેરિંગનો ખર્ચો આપવો પડે કાં તો મશીન નવું લેવું પડે એના ડોલર તો આ ઘરમાંથી જ જાય ને?’ કેવલે મોહિનીની વાતને સમર્થન આપ્યું. ‘નહીંતર શું, આવા ખોટા ખર્ચા માટે ચુકવવા તેમની પાસે પૈસા છે. આપણી પાછળ પૈસા ખરચતા પેટમાં ચૂંક આવે છે’ મોહિનીએ કહ્યું. ‘આ બે અઠવાડિયા પહેલા જ બીયર રાખવાનું ડીપ ફ્રીઝર બગડી ગયું અને તુરત રિપેર કરવા મેકેનિક આવ્યો ૧૦ મિનિટના ૨૦૦ ડોલર લઇ ગયો ’મ્હોં બગાડી કેવલે કહ્યું. ‘તે એવા તરત બોલાવવાના તો મુવા ઝાઝા પૈસા માંગે જ ને?’ મોહિનીએ કહ્યું. ‘ન આપે તો જાય ક્યાં? આ ગોરિયાઓ ને તું ઓળખતી નથી તેમને તો એકદમ ચીલ બીયર જોઇએ જરા ઓછું ઠંડુ હોય તો છુટ્ટો ઘા કરે’ મ્હોં બગાડી કેવલે કહ્યું. ‘ઓયમા! એવું કરે એ લોકો?’ ‘મુક લમણાઝીંક હવે આપણો વિચાર કર. હજી હમણા સોસિયલ સિક્યોરિટીનો  નંબર અને ગ્રીનકાર્ડ મળ્યા છે. છ મહીનામાં તો બહેને ઘર ખોળવાનો આદેશ આપી દીધો છે.  ક્યાં જવું ને શું કરવું તેનો વિચાર કર?’ કેવલે કહ્યું. ‘મોટાબેન, મોટાબેન કરતા તમારૂં ગળું સૂકાતું નહોતું,  જોઇ લો આ તમારા મોટાબેન’ બંને વિચારવા લાગ્યા કે, હવે શો રસ્તો કાઢવો? કંઇ અમદાવાદથી સુરેન્દ્રનગર કે મુંબઇ જવા જેટલું સરળ તો નથી.૧૦૦૦૦ માઈલ પારકા મલકમાં જાવું ક્યાં?  ભારતમાં હોઇએ તો ગમે તેવી મુંઝવણમાં કંઇકને કંઇક મારગ નીકળી આવે. અંહી વાત કરવી તો કોને કરવી ? અધુરામાં પુરૂં અંગ્રેજી પણ નથી આવડતું. મોહિનીને આજે મા યાદ આવી ગઇ તે નિશાળ જવા અને ભણવા પર જોર દેતી હતી. પણ તેને તો સ્કૂલે જવાનો કંટાળો આવતો હતો. ઢિંગલી અને પાંચિકા રમવામાંથી ક્યાં ઊચી આવતી હતી. તેમાં બાપાની લાડલી એટલે બાપ તેનો પક્ષ લેતા. છોડીને ઘરનું કામ કરતા આવડે એટલે ઘણું. છોડીઓને ભણીને શું કરવું છે? સાસરે જઇને ઘર ગૃહસ્થી જ સંભાળવાની છે ને?   એટલે પોતે મા જયારે ખિજાતી ત્યારે બાપાની સોડમાં ભરાઈ જતી. આજે તેને સમજાયું કે ભણીને અંગ્રેજી શીખી હોત તો આશાબેનને બતાવી દેત કે પોતે કંઇ આંબલીનું ભુત નથી. હવે અહીં અણમાનિતા થઇને રહેવા કરતા કંઇક રસ્તો તો કરવો જ પડશે. અહીં નથી કોઇ સગો કે સબંધી. અરે હા, સગો કેમ નથી ? તેનો દૂરના કાકાનો દીકરો પરિમલ ભલે ન્યુ જર્સીમાં રહે છે, પણ છે તો અમેરિકામાંજ ને. તેને વાત કરવી જોઇએ. હવે વાતની રજુઆત કેમ અને કેવી રીતે કરવી તેની ગોઠવણમાં મોહિની લાગી ગઇ. જેથી આ રોજના કકરાટમાંથી છુટકારો થાય.એક વખત ભાઇને ત્યાં પહોંચી જવાય તો ત્યાં જઇને આગળ શું કરવું તે ભાઇના માર્ગદર્શન હેઠળ કરી લઇશું અરે પડશે એવા દેવાશે. બે દિવસ સુધી વાતની રજુઆત મોહિની મનમાં ને મનમાં ગોઠવતી હતી. દર વખતે વાતમાં નવા મસાલા ઉમેરતી હતી અને આખર તેને લાગ્યું કે, આ રજુઆતની ધારી અસર થશે એટલે બધી પૂર્વ તૈયારીથી આશાબેન બહાર જાય ત્યારે ભાઇને ન્યુ જર્સી ફોન કરવાની વેતરણમાં પડી. બીજા દિવસે આશાબેન બાળકોને લેવા સ્કૂલે ગયા, રંભા અને ભદ્રા જરા ઘરકામમાં આડી અવળી થઇ ત્યારે મોહિનીએ પોતાના ભાઇને ન્યુ જર્સી ફોન કર્યો. ‘હલ્લો પરિમલભાઇ,

‘હું  જશુકાકાની મોહિની, કેમ છો તમે અને ઘરમાં બધા?’

‘ના અમે ડલાસમાં એમના મોટાબેન આશાબેનના ઘેર છીએ’

‘ના રૂષભ, જીનલ,ભદ્રા અને રંભા પણ સાથે જ આવી છે’

‘ના રે,આ એક કુટુંબ રહી શકે એવી જગ્યામા અમે દસ જણાં સાંકડે માંકડે રહીએ છીએ. કેવી રીતે રહીએ છીએ એ તો તમે નજરો નજર જુઓ તો ખબર પડે’! ડુસકા ભરતા મોહિનીએ કહ્યું. ‘………..’ ‘ના આનંદનો એક સ્ટોર છે તેમાં બધા કામ કરે છે’ ‘…………” ‘આ મોટા ઉપાડે બધાને અહીં બોલાવ્યા ત્યારે એમને વિચાર ન આવ્યો કે, પહેલાથી મોટા ઘરનું વેત કરી રાખે હવે અમે ભારે પડીએ છીએ’ ‘………..’ ‘આ ઓલ્યું શું કહેવાય…..અં…..હા ગ્રીન કારડ ઇ પણ અમને મળ્યા છે’ ‘………….” ‘હવે પરદેશમાં આવ્યા તો અહીંના કાયદા કાનુન અને રીત ભાત શીખતા વાર તો લાગે કે નહીં કોઇ માના પેટમાંથી શીખીને થોડું જ આવે છે?’ ‘…………’ ‘નહીંતર શું?’ ‘………….’ ‘આ આશાબેને તો બનેવી પર ચોખ્ખો વટ હુકમ છોડી દીધો, ‘ એમને કહો કે સ્ટોર લઇ લે અને જુદા રહેવા જાય’ ‘…………’ ‘હવે અમને તો ઓલ્યા ગોરિયા સાથે ગિટપિટ કરતા આવડે નહીં અને અમે કોઇને ઓળખીએ નહીં તો સ્ટોર ખરીદવા માટે કોને પુછવું અને ઘર માટે પણ કોને પુછવું બોલો’ ‘…………’ ‘અરે આનંદ સ્ટોર લેવાની વાત તો ક્યારની કરે છે પણ હજી લેવાયો નથી’ ‘…………” ‘અરે સ્ટોર લેવાયો હોત તો તેની આજુબાજુમાં મકાન પણ શોધાઈ ગયું હોત. આ રોજ ની ખટપટમાંથી પાર આવત’ ‘આ અમારા આશાબેન એમને તો અમે એક આંખ દીઠા નથી ગમતા બોલો’ ‘………..” ‘પરાધીન છીએ એટલે મન મારીને બેઠા છીએ ઘરમાં વાત કરીએ તો કહેશે શું શાકમાર્કેટમાં ઊભા હોવ એમ વાતો કરો છો. તે અમારે વાતો પણ ન કરવી?’ ‘…………’ ‘આ અહીં બધા ગાડી ચલાવે તેથી અમને ગાડી ચલાવતા શિખવાડાયું ત્યારે કેવું કેવું બોલતા હતા આશાબેન પણ ગાડી ચલાવતા શીખવી હતી એટલે મન મારીને બધા સાંભળતા હતા’ ‘………….’ ‘અમે તો અમદાવાદથી અહીં અમેરિકા આવીને કેવા ભરાઇ પડ્યા છીએ અને કેવી મુસીબતો વેઠી રહ્યા છીએ એતો અમારૂં મન જાણે છે’ કહેતા મોહિની ધ્રુસકે ધ્રુસકે રડી ‘………….’ ‘ભાઇ હવે તો તું જ અમારો છુટકારો આ નરકમાંથી કરાવ’. આમ ઇમોશનલ રજુઆત કરી ભાઇનું હ્રદય પીગળાવવામાં મોહિની સફળ થઇ. રાત્રે બધા સુઇ ગયા બાદ મોહિનીએ કેવલને પોતે ભાઇને કરેલ ફોનની વાત કરી અને ભાઇએ ન્યુ જર્સી આવી જવાનું કહ્યું છે, એટલે હવે સામાન પેક કરી આપણે નીકળી જવું જોઇએ એવું નક્કી કરી બંને સુઇ ગયા. બીજા દિવસે રૂટિન પ્રમાણે આનંદ સ્ટોર પર ગયો. બહુ રાહ જોયા પછી પણ કેવલ દેખાયો નહીં એટલે આનંદે ઘેર ફોન કર્યો તો કેવલે જ ઉપાડયો અને આનંદે ન આવવાનું કારણ પુછ્યું ત્યારે તેણે કહ્યું ‘તમે ઘેર આવો પછી વાત’. આનંદ બધું પડતું મુકી ઘેર આવ્યો ત્યારે બારણા પાસે બેગો પડી હતી તે જોઇ આશ્ચર્યથી આનંદે પુછ્યું ‘આ બેગો…શું વાત છે ક્યાં જવું છે?’ ‘ન્યુ જર્સી મારા કાકાઇ ભાઇ પરિમલને ત્યાં ’આનંદ સામે જોયા વગર મ્હોં ફેરવીને મોહિનીએ કહ્યું એ સાંભળી રંભા,ભદ્રા  અને બારણામાં પ્રવેશતી આશા ચોંકી ગઇ. ‘કેવલ આ શું માંડયું છે?’ ‘શું માંડયું છે એટલે તમે જ કાલે બનેવીને કહેતા હતા એમને કહી દો જુદા રહેવા જાય’ ! ‘એમાં મારી સાચી વાત કરેલી વાત પર વિચાર કરવાના બદલે એમાં આમ બેગો ભરી અને ઠેઠ ન્યુ જર્સી જવા ઉપડ્યા?’ ‘અમારા માટે લિકર સ્ટોર લેવાની વાત તો ક્યારથી થાય છે લેવાયા તો નથી ને? અમારા પોતાના સ્ટોર હોત તો આજુબાજુના એરિયામાં ઘર શોધીને અમે કયારના ત્યાં રહેવા ચાલ્યા ગયા હોત’ મ્હોં બગાડી કેવલે કહ્યું ‘તો કાલે રાત્રે સાંભળ્યું એ સાંભળવાનો વારો ન આવત’ કેવલે કહ્યું. ‘મેં એમ થોડું જ કહ્યું કે અતરિયાળ તમે ઘર છોડીને જતા રહો’આશાએ ભીની આંખે કેવલ સામે જોતા કહ્યું ‘બે દિવસ પહેલા બારણા પછાડીને જમ્યા વગર સુઇ ગયા એનો મતલબ શું એ શું હું નહોતી સમજતી?’ મોહિનીએ આંખો તતડાવીને કહ્યું ‘હું આખો દિવસ ઢસડાયા કરૂં છું એ તમને નથી દેખાતું માણસને ક્યારે ગુસ્સો પણ આવે તેનો તમે આવો અર્થ કરશો એની મને કલ્પના પણ નહોતી, તમે મારી જગાએ હોત તો મારા મનની વ્યથા સમજાઇ હોત’ આશા લગભગ રડવા જેવી થઇ જતા કહ્યું ‘અમારા લીકર સ્ટોર હોત તો……કેવલને આગળ શું કહેવું સુજયું નહીં ‘અને ત્રણ ત્રણ લીકર સ્ટોર ખરીદવા એ કંઇ રમત વાત નથી પૈસાનો વેત તો થવો જોઇએ કે નહીં .આ મોહિની બે જીવી છે તેનાથી દોડાદોડ ન થાય પણ તમે જો અહીંનું થોડું ભણવા પર અને અંગ્રેજી શિખવામાં ધ્યાન આપ્યું હોત તો કંઇક થઇ રહેત…. કંઇક આવકનું સાધન તો થાત’ આશાએ કહ્યું તો ભદ્રા અને રંભા નીચું જોઇ ગઇ કારણ કે વાતોના તડાકા મારવામાંથી જ તેઓ ઊંચી નહોતી આવતી.નતો ઘર કામમાં મદદ કરતી હતી નતો અંગ્રેજી શીખવામાં રસ લેતા હતાં. ‘અમે ક્યાં કહ્યું કે બધાને જુદા જુદા સ્ટોર લઇ આપો એક લઇ આપ્યો હોત તો હું તો તમારા સાથે કામ કરૂં છું આ રૂષભ અને જીનલ સાથે થઇને ચલાવત’કેવલે કહ્યું. ‘હું એ જ વેતરણમાં છું કે એકેક સ્ટોર વન બાય વન લઇએ મેં વાત પણ કરી રાખી છે વાત પાકી થાય પછી કહી શકાય’આનંદે કહ્યું ‘એમ હાલતા કોઇને ત્યાં ન જવાય ચાલો બેગ અંદર મુકી આવો અને આગળ શું કરવું તેનો સાથે બેસીને તોળ કરીશું’આશાએ બેગ ઉપાડવા હાથ લાંબો કર્યો તો તે ઉપાડતા કેવલએ કહ્યું ‘તોળ કરવો હોત તો ક્યારનો થઇ ગયો હોત’, મોહિનીએ બેગ ઉપાડતાં કહ્યું. ‘પણ મોહિની સાંભળતો ખરી….?આશા એ કહ્યું ‘હવે પણ અને બણ કંઇ નહીં બસ એક વાર પગ ઉપાડયા પછી પારોંઠના પગલા ભરે એ બીજા આ મોહિની એ માટીની નથી ઘડેલી. ‘અમે નક્કી કર્યું કે, ‘જવું છે એટલે જઇશું’ કેવલે બેગ ઉપાડતા કહ્યું. ‘પણ પરિમલભાઇને ત્યાં એકાએક…..?આશાએ કહ્યું ‘મેં મારા ભાઇ સાથે વાત કરી લીધી છે ,તેણે જ કહ્યું ભલે આવતા રહો અંહીં.’ચાલ કેવલ કહી, મોહિની બહાર નીકળી ગઇ અને રાહ જોતી ઊભેલી કેબની ડીકીમાં બેગ મુકી દીધી.. કેવલ તેનું અનુસરણ કરી બહાર નીકળી ગયો.(ક્રમશ)

અનોખી રીત પ્રીતની-(૬) ચંદ્રકાંત સંઘવી

Posted on November 22, 2013 by vijayshah

બેક યાર્ડનાં હિંચકા પર બેઠા બેઠા જીનલ આકાશની લાલી જોતો રહ્યો . અમરાઇ વાડીનાં એ મકાનમાં છત ઉપર જીનલ, રૂષભ અને કેવલ આશાબેનની સાથે કેવી મજા કરતા હતા. ભાંડુરાઓ વચ્ચેનો આનંદ અદભુત હતો.  બાપુ  પતંગ માટે પાંચ રુપિયા આપે મિઠાઇ માટે પંદર આપે જે ઉતરાણ ની ઉજાણી માટે પુરતા હતા. ઘરનાં પતાસા ઉપર લઇ જઇ ને નાચતા અને કુદતા સંક્રાંત મનાવતા હતા.

ત્રણેય ભાઇઓ એક બીજાને આંખોનાં ઇશારા કરી નાના પથ્થરને બાંધી તુટેલી પતંગોની દોરી સાથે તૈયાર રહેતા.એક હાથમાં બ્લેડ અને બીજા હાથમાં લંગર. જેવો કોઇ પતંગ લપક્યો કે લંગર નાખી કાપીને હાથમાં પકડી લેતા. બાજુની અગાસીઓમાં થી ગાળો, ઢેખાળા અને રાડારાડ થતી પણ ઉતરાણ કોને કીધી અને કોણ શું બોલ્યુ એન કોને પડી હતી? સવારનાં દસ અગીયાર વાગ્યા સુધીમાં દસ પંદર પતંગ જમા થઇ જતી.ફીલ્મી ઉતરાણ નાં ગીતો રેડીયા ઉપર વાગતા અને ચલી ચલી રે પતંગનાં તાલે સૌ નાચતા અને ઝુમતા. બાપુ ક્યારેક ઉપર આવીને જોતા ત્યારે વિચાર કરતા વીસ રુપિયામાં આટલો બધો માંજો . પતંગો અને ચવાણુ? આશા કહે તો ખરી આ બધુ કેવી રીતે થાય છે.  આશા હસતા હસતા કહેતી આતો બધો લુંટેલું છે.બાપુ પણ હસતા અને કહે માપમાં રહેજો અને લુટવાનાં માંજા કરતા પતંગ ચગાવી કોઇની પતંગ કાપવાની મઝા વધુ આનંદ દાયક હોય છે.

જીનલ એ બાપુનાં શબ્દો યાદ કરતો આજે પણ હસતો હતો.  રૂષભ કહે “ જીનલ શાંનુ હસવું આવે છે ? આટલું બધું? સ્વપ્ન જગત ઉપરથી ધરતી પર પછડાતો જીનલ બોલ્યો “ ભાઇ બચપણ માં સંક્રાંતમાં લુંટેલા પતંગ અને માંજો યાદ આવી ગયો. અને ચવાણું તો મણીનગરનું જ. એ તો ખરીદીને જ લાવતા હતા. પણ કેવી લુંટાલુંટ કરતા હતા? મઝાની જીંદગી હતી નહીં ભાઇ! થોડી શાંતિ પછી જીનલ બોલ્યો. ક્યાં તે ઉતરાયણ અને ક્યાં અહીંની ઉતરાયણ. ડોલરમાં પતંગ અને ડોલર નો માંજો.. પચાસેક માણસોનાં ટૉળામાં પતંગ ચગે પણ શું અને લુંટાય પણ શું? રૂષભ કહે,  હા ભાઇ અમેરિકા અને અમદાવાદનો આતો ફેર છે… જો ભાઇ, જીનલે ગંભીર થઈને વાત શરુ કરી. રૂષભ આપણ ને ભલે અમેરિકામાં મહેનત કરવી પડે છે. સખત મહેનત કરવી પડે છે, પણ રોટલો તો અમેરિકાએ જ આપ્યો ને?  મોટીબેન અને બનેવીએ ત્રણેને બોલાવી લીધા.  એ તો કેવલ અને મોહિનીને ન જામ્યું એટલે બીજે ગામ ગયા પણ સુખે -દુઃખે સખત મહેનતને લીધે આજે જીવી તો શક્યા છીએ ને? ત્યાં જ બેકયાર્ડનો દરવાજો ખોલીને કૃતિ અને નિલ્પા દોડી આવ્યા. રૂષભે દોડીને નાની નિલ્પાને તેડી લીધી. અરે મારી નિલ્પુબેટા. આમ દોડાય ના. પડી જવાય. કૃતિને પણ રૂષભ કાકાનો હાથ જોઇતો હતો.બંને ઢીંગલીઓને બેઉ હાથમાં તેડીને રૂષભ વહાલ થી રમાડતો જોઇ જીનલ થોડોક ઉદાસ થઇ ગયો. રૂષભ જીનલ્ની આંખમાં થી છલકવા મથતા આંસુ જોઇને બોલ્યો ” કેમ અલ્યા તને શેનું રડવુ આવ્યું?” ડૂમો પીતા પીતા તે બોલ્યો. ભદ્રાભાભીને પણ પ્રભુએ એકાદ કૃતિ કે નિલ્પા આપી હોત તો? આટ આટલા વર્ષો થયા પણ ખાલી ખોળો હવે તો ડંખે છે. આર્દ્ર થયેલા જીનલનાં અવાજ ને પારખતા રૂષભ બોલ્યો,  “અરે ગાંડા ભાઇ આ તારી નિલ્પા તો મારી અને ભદ્રાની જ દીકરી છે ને?  કૃતિ પણ ખુબ જ ડાહી છે! વહાલી છે ! પ્રભુને કરવુ હશે તે કરશે.અમને અફસોસ નથી તેનો તું શું કામ અફસોસ કરેછે ભાઇ!” રંભા અને ભદ્રા રસોડમાં થી કામ કરતા કરતા બંને ભાઇઓનાં એક મેક માટેનાં ભાવો જોતા હતા.રંભાની આંખોમાં પણ આર્દ્રતા હતી. ભદ્રા કહે “રંભા,નિલ્પાનાં લગ્ન અને કન્યાદાન અમે કરીશું હંકે?” જીનલ જાણતો હતો કે વાંક રૂષભનો હતો અને ભદ્રાભાભી તે જાણતા હતા.હશે પ્રભુની મરજી કહી તેમણે મન ને વાળી લીધું હતુ.. રસોઇ થાય ત્યાં સુધી બેકયાર્ડનાં ફુલોની વચ્ચે બંને છોકરીઓ પપ્પા અને કાકા સાથે રમતી. ઘરનાં ફોન ઉપર ઘંટડી વાગી. જીનલે કોલર આઈ ડી પર એપાર્ટ્મેંટ ઓફીસર સેમ્સન નું નામ વાંચ્યુ. “હેલો!” “મી. જીનલ?” ” યેસ ગુડ ઇવનીંગ મીસ્ટર સેમ્સન” હાઉ આર યુ?” “ફાઇન થેંક્સ ફોર આસ્કીંગ બટ આઇ હેવ બેડ ન્યુઝ ફોર યુ!” ” વ્હોટ?” જીનલનાં કપાળ પરની રેખાઓ તંગ થઇ ગઇ. ફોન નો બીજો છેડો કાય્દાની ભાષા બોલતો હતો “એઝ પર લીઝ એગ્રીમેંટ યુ આર અસ્ક્ડ ટુ વેકેટ એપાર્ટમેંટ” “બટ વ્હાય? આઇ એમ પેઇંગ ઇન ટાઇમ,એંડ કીપીંગ એવરીથીંગ ક્લીન એ્ન્ડ નીટ.ઈફ  યુ વોન્ટ મોર રેંટ ટેલ મી..આઇ ડોન્ટ માઇંડ.” “એક્ચ્યુઅલી કોઝ ઓફ ધીસ નોટીસ ઇસ,’ ઇન યોર હાઉસ ધેર ઇસ ટુ ફેમીલી રીસાઇડીંગ ટુગેધર” ” બટ હી ઇઝ માય બ્રધર .. રીયલ બ્રધર એંડ હિસ વાઇફ…. ” આઇ એમ સોરી.. હી નીડ્ઝ અનધર એપાર્ટમેંટ.” જીનલે ફોન મુક્યો અને બાજુની ખુરશીમાં ફસડાઇ ગયો. રૂષભ કહે “શું થયુ તે તો કહે?’ “અમેરિકન કાયદા પ્રમાણે સેમ્સન આપણ ને નોટીસ આપવા આવે છે.” “શાની નોટીસ?” “લીઝ એગીમેંટ માં મારું એકલાનું નામ છે તેથી હું અને મારું કુટુંબ રહી શકે..તું અને ભાભી નહીં” ” આ જબરું છ મહીના પછી તે જાગ્યો?” ” નારે એને બીજો એપાર્ટ્મેંટ ખાલી પડ્યો હશે તે વળગાડવાની ટ્રીક છે.’ રંભા બોલી “અરે એવું તો કેવી રીતે ચાલે?” ” ફોન પર મને કહે કરાર પ્રમાણે આ ઘરમાં તમે એકલા જ રહી શકો…મેં ભાડૂ વધારવાની વાત કરી તો કહે એ કાયદા વિરુધ્ધ છે. કાં તો તેમને બહાર જવાનું કહો કે એપાર્ટમેંટ ખાલી કરો.” રૂષભ કહે “હવે?” જીનલ કહે ” ભગવાન ની ઇચ્છા હશે તે થશે.  તું તો જાણે છે ને આપણે માટે તો દરેક ઉપાધીયોગ લબ્ધી યોગ જ બન્યો છે.” “આશાબેન ને વાત કરીયે?” ” નારે તેમણે તો મને કહ્યું જ હતુ. પણ મેં જ ભાડુ બચાવવા છાનું રાખ્યુ હતુ.” ભદ્રા બોલી- “ચાલો આપણ ને પોષાય તેવું આપણું ઘર લઇએ..તેમાંથી કોઇ કાઢી નહીં મુકેને?” જીનલ કહે ભાભી!સ્ટોર અને ઘર એમ બંને હપ્તા ભરવાના ભારે પડશે હંકે!” રૂષભ કહે બે એપાર્ટ્મેંટનાં ભાડા કરાતા તો ઓછાજ થશે..ચાલો હિંમતે મર્દા તો મદદે ખુદા..યાહોમ કરીને પડો આગે.. તે રાતથી નવા બંધાતા મકાનોનાં સબ ડીવીઝનો જોવાનું ચાલુ કર્યુ..છોકરીઓની સ્કુલ..ક્રાઇમ રેટ ભાડાનો હપ્તો બાંધકામ નું વર્ષ રીસેલ વેલ્યુ..દુકાન ની નજીક અને એવું બધું કેટલુંય ભેગુ કરીને દોડા દોડ ચાલુ થઇ ગઇ.. આશા અને આનંદે એક હૈયા ધારણ તો આપેલી જ.. કે સમય સર ઘર ન મળે અને એપાર્ટમેંટ ખાલી કરવું પડે તો તેમનું ઘર છે જ… કૃતિ અને નિલ્પા ને ઘરે રમાડવાને બદલે ગાડીમાં સાથે લઇ જતા… આખરે એસ્ટેટ એજંટ ગુડ્ડીને પકડી..હપ્તો ઓછો કરવા જાય તો મકાન નાનુ પડે અને સરખુ મકાન લેવા જાય તો ભદ્રાનો આખો પગાર હપ્તામાં પુરો થઇ જતો હતો. આશાબેને ગુડ્ડીને કહ્યું ” ગીવ મી એ ગુડ ડીલ.” અમેરિકામાં આ શબ્દો ખરીદનારાની ઉતાવળ બતાવતા હોય છે..અને ગર્ભિત એજંટને ચીમકી પણ હોય છે કે તુ નહીં બતાવે તો બીજા ઘણા છે. ગુડ્ડી કહે ” મારી પાસે બે મકાનો છે પણ તમે જે શોધો છે તે બધુ નથી. આશા કહે મને પહેલા તું બતાવ.. અમને ગમશે તો વિચારશુ. સ્ટોરથી થોડે દુર બ્લેક કોમ્યુનીટીમાં મકાન હતુ..ફોર ક્લોઝરમાં હતુ. જીનલને કોણી મારતા રૂષભે પુછ્યુ “જરા ગુડ્ડીને પુછને અહીં ગુજરાતી કેટલા રહે છે?આઇ મીન ઇંડીયનો કેટલા રહે છે?” આશા કહે ” સવારનાં આઠ થી રાતના આઠ વાગ્યા સુધી તમે કામ કરો છો.. ક્યારે નવરા પડૉ છો કે નેબર્માં કોણ રહે છે તે જોવા માટે? અને બધા હસી પડ્યા.. વાત તો સાચી છે.. અને અહીં તો આપ ભલા તો જગ ભલા… ભદ્રાને તે વખતે મઝાક સુજી.. તમે લોકો મકાન જુઓ હું અને રંભા અહી જરા આંટો મારીએ… આશા કહે “ક્યાં જાવ છો?” “અહીં કેટલા દેશીઓ છે તે શોધવા જઇએ છે.” ” હા જોઇ આવો લુગડા સુકાતા જોવા મળશે કે મકાન નાં બારણે શુભ લાભ કે સાથીયા હશે કે તુલસીનું કુંડૂ હશે તે શોધવા જાવ છોને?” ભદ્રાની ટ્રીક સમજાઇ જતા બધા હસ્યા. આશા બેન કહે હજી આપણે બીજું એક મકાન જોવાનું છે તે જોઇ આવીયે પછી જેમાં મન બેસશે તેમાં આ બધી ખણ ખોતર કરીશુ… બીજું મકાન થોડુ દુર હતું પણ બાજુમાં જ કોઇ પટેલ ભાઇ રહેતા હતા.. તેથી ભદ્રા તો રાજીને રેડ થઇ ગઇ. આનંદને તે પટેલ ઓળખતો હતો એમ બધા પરિબળો મળતા થયા એટલે થોડુ દુર તો દુર પણ મકાનની લોન માટે કાગળીયા કર્યા.

અઠવાડિયા પછીકુંભ મુકવા માટે ગયા ત્યારે… સાથે અમદાવાદ્થી આણેલા તાંબાનાં લોટા માં પાણી ભર્યુ તેના ઉપર શ્રીફળ મુક્યુ. થોડા ફુલ કંકુ અને ચોખાથી તેને વધાવ્યુ.. સ્ટુલ ઉપર લાલ કપડૂ મુકી આશાબેને ગણપતિની મૂર્તિ આપી જેને સ્થાપી.એક મેકનાં હાથે નાણા છડી બાંધી અને આનંદે કેસેટ ઉપર બીસ્મીલ્લ ખાન ની શરણાઇ વગાડી.. તોરણ બાંધ્યા..( આસો પાલવ નહીં તો ફુલોનાં). સ્વામીનારાયણ ની મૉઠાઇ ધરાવી અને ગેસ ઉપર પહેલી ઘીની લાપશી રાંધી. સૌ આનંદમાં હતા..પોતાનું ઘર ( ખરેખર તો હપ્તા ભરાય પછી પોતાનુ થવાનું છે) પોતાની દુકાન અને ઘર પ્રવેશ્ની લાપસી ખાતા રંભા નએ ભદ્રાની આંખમાં ઝળઝળીયા આવી ગયા. આશા બહેન ને પગે લાગતા જીઅનલ અને રંભાનો ખભો થાબડતા આશા બેન બોલ્યા.. આજથી હવે તમે અમેરિકન પાકા થયા…યાદ રાખજો..કામથી કામ રાખશોતો બહુ જલ્દી આ બધુ જે બેંકનું છે તે તમારુ થઇ જશે અને ત્યારે આ સખત મહેનત તમારી અમે અમારી ઉગશે…”

સારાકાકને ફોન કરી તેમને સમાચાર આપ્યા અને તેમન આશિર્વાદ લીધા. અને બધા હોટેલ અતિથિમાં જમવા ગયા.

સાંજે નાની કુટૂમ્બ પાર્ટીમાં આનંદનાં બે મિત્રો પણ હતા…અભિનંદન આપતા તેમણે જીનલને કહ્યું..ઘરનું ઘર, બે દીકરીઓ અને દુકાન..આમ ઘણી જવાબદારીઓથી જીનલભાઇ તમે ઘેરાયેલા છો…મારું માનો તમારો વિમો લઇ લો. જીનલે કહ્યું “ભાઇ તમે જે કહોછો તેમાં મારું હીત જ છે પણ આ બધી જવાબદારીઓમાં પ્રીમિયામ ના ભરાય તો?” ” તે ના ચાલે..પ્રિમિયમ તો ભરાવવુંજ જોઇએ..” વિમા એજંટે કાયદો સમજાવ્યો… તો ખમી જાવ મારા ભાઇ.. આતો માથે ઉપાધી આવીતો મકાન લેવાયુ.. જરા હાથ છુટો થાય ત્યારે વિચારીશ.” રૂષભ તેમની વાતોમાં વચ્ચે ચમક્યો ” જીનલ ના કેમ કહે છે?”

જીનલે પ્રત્યુત્તર આપતા જરા આક્રોશમાં કહ્યું ” રૂષભ તને કંઇ દેખાય છે? આપણે ચાર જણા કુચાઇ મરીશું ત્યારે બે છેડા ભેગા થવાના છે. આ વિમાનું પ્રિમિયમ મારા ગજા બહાર છે. રૂષભ બોલ્યો ” ભાઇ તારું ગજુ થાય ત્યાં સુધી હું તારુ પ્રિમિયમ ભરીશ પણ વાત તો સાવ અસાચી છે હવે તારા માથે જવાબદારી છે..અને કાલે ઉઠીને કંઇ થઇ જાય તો? ચેતતા નર સદા સુખી ખબર છે ને? એજંટ ભાઇને તાકીદ કરી કે તેમનું પેપર વર્ક કરી દેજો હું પ્રિમિયમ ભરીશ..્પણ કહો તો ખરા એમનો વિમો કેટલો લેવો જોઇએ અને તેનું પ્રીમીયમ કેટલુ આવે? એમને માથે જેટલુ દેવુ છે તેટલો વિમો લોતો જાણે સોમાંથી ૩૫ માર્ક અને ભવિષ્ય્ની જવાબદારી ઓ જેવી કે છોકરીઓનું ભણતર અને લગ્ન..ને રીટાયર ની ગણતરી કરીયે તો સોમાંથી ૮૦ માર્ક. એને માથે હાલની જવાબદારી ૩ લાખણી છે તેટલો જ ઇન્સ્યોરંન્સ આપ આનંદે તેના મિત્રને ટકોર કરી.

જીનલ અને રંભા બંને ભાઇઓનો સુમેળ જોઇ રહ્યા…

આશાએ આનંદને હરખભેર કહ્યું આવો મેળ હોય તે સંપને કોણ તોડી શકે?

 

અનોખી રીત પ્રીતની-(૭) પ્રજ્ઞાબહેન દાદભાવાલા

Posted on November 28, 2013 by vijayshah

નવા ઘરમાં સમયને તો જાણે પાંખો ફુટી.કન્વિનીયંટ સ્ટોર ની બાજુનો લીકર સ્ટોર આનંદની વગથી છ મહીનામાં લેવાયો અને રૂષભ તેને જાળવતો.અને ત્રીજી ક્રિસ્ટ મસે તો તેને ફ્રી પણ કરી નાખવાની ચર્ચાઓ થવા માંડી. જીનલ જોતો હતો કે બે જણના અલગ સ્ટોર, મકાનના હપ્તા અને ભદ્રાની બાર કલાક ની નોકરીએ જીવન યંત્રવત બનાવી મુક્યુ હતુ. અપાર્મેન્ટમાં ભાડા ભરવા કરતા તો હપ્તા ભરવા સારા. કાલ સવારે ઘર તો આપણું થશે એ આશા બધાને કામ કરવાની અને મહેનત કરવાની હિમંત આપતું ,

દેરાણી જેઠાણી ને કયારેક ઝગડા થતા, માણસ વ્યવહાર અને સંજોગોનાં હાથનું ‘રમકડું’ છે. જ્યારે વિવેકબુધ્ધિનો ક્ષય થાય ત્યારે બદલાયેલો જણાય છે. તેમ ભદ્રા કયારેક જેઠાણી ને પણ આડકતરી રીતે સંભાળવતી અને રંભા ક્યારેક સંભળી લેતી .. આમેય ઘરકામમાં પૈસાની આવકો તો ના થાયને..તેદિવસે ભદ્રા કામેથી આવી અને રસોઈ થઇ ન હતી.તેથી થાકેલી ભદ્રાએ છણકો કર્યો “લે હજી જમવાનું બનવાનું છે?…..આ આખો દિવસ કામ કરો અને સાંજ પડે શાંતિ થી જમવાનું પણ નહિ?” રંભા ને તે દિવસે નિલ્પાની શિક્ષકે ટકોર કરી હતી તેથી તે જરા અપસેટ હતી… તેનું હોમવર્ક તે દિવસે થયુ નહોંતુ તેથી સ્કુલમાં થી નોટિસ નો ફોન આવ્યો હતો. તેથી રંભા બોલી “ ભદ્રા આ નિલ્પાને માટે સ્કુલની ટીચરે મને ખખડાવી તેમાં થોડુ મોડુ થઇ ગયુ છે.. પણ તમે જરા ન્હાઇને ફ્રેશ થાવ ત્યાં સુધીમાં હું બનાવી દઇશ,” ભદ્રા પગ પ્છાડીને તેના રુમ માં જતી રહી મનમાં ને મન્માં જ બોલી “મારે જમવુંજ નથી….મારા પગ દુઃખે છે હું દૂધ પી ને સુઈ જઉં છું” રુમમાં ગઇ પણ તેના મનમાં બડબડાટ ચલુ હતો..આના કરતા તો આપણા દેશમાં સારા હતા…… આટલા બધા કલાકો ઉભા રહીને થાકી જવાય છે.. મેં મારી જિંદગીમાં કયારેય નોકરી નથી કરી…. આ બે છેડા ભેગા કરતા જીવ નીકળી જશે . આવું આવું બોલી પોતાનો ઊભરો ઠાલવતી।… તો આ બાજુ રંભા પણ અકળાઈ હતી, ,”ઘરનું છોકરાવનું બધું જ મારે કરવાનું,….. આખો દિવસ પગવાળી ને બેસી નથી રહેતી।….ઘરના કામ કરીએ એટલે બધાના તોરા સાચવવાના અને ચોવીસ કલાકનું કામ કરો અને કોઈ એક પૈસાની કિંમત ના કરે…અહી લાઈફ દેશ જેવી સહેલી નથી તમે નોકરીએ જાવ અને તૈયાર ભાણે આવો તો શું ખબર પડે …” અર્ધો કલાક વહી ગયા પછી બેઉની વિચારધારા બદલાય,, ભદ્રા વિચારે..આ બે છોકરીયાતી અને એકલી.. બધાને સંભાળવાનાં કંઇ સહેલ વાત નથી..નહાઇને બહાર આવીને રંભાને પુછ્યુ..”ચાલ રોટલી વણાવુ?” આ બાજુ રંભા પણ પાછી વળેલી હોય તેથી કહે “નારે ના બધુ તૈયાર છે..તમારે કચુંબર ખાવું હોય તો તે સમારો.. બાકી ખાવાનું તો તૈયાર છે.” ભદ્રા અને રંભા કયારેક એકબીજા ની સ્ત્રી સહજ ઈર્ષા કરી લેતા, પરંતુ સરવાળે ભળી ને કામ કરતા।.. બે ભાઈઓ આ વાત સમજતા હતા ઋષભ કહેતો શું કરશું? આજે પણ ભદ્રા જમ્યા વગર સુઈ ગઈ ? તો જીનલ વાતને વળી લેતો અને કહેતો જો સંભાળ “સંબધો વહેતી નદીનાં વહેણ જેવાં છે.પવન આવે અને તરંગ ઉઠે. રાહમાં કંકર આવે અને ધ્રુજી ઉઠે.તાપ પડે ને સૂકાઈ જાય. હિમની વર્ષામાં થીજી જાય.આવા નાના મોટા અવરોધો તો આવે આપણે આંખ આડા કાન કરવાના અને ઠંડક્થી આ દિવસો કાઢવાના . નદીની જેમ અવરોધોને અવગણી આગળ વધવાનું ”

બે ભાઇઓનાં પરિવારને એક જ છાપરા તળે સાથે રાખવો અને સાચવવો કેટલો અઘરો હોય છે તે આવા પરિવારના કોઈ રહે તે જ જાણે. જીનલ કહેતો “દરેક કુટુંબ પોતાની રીતે કયાંકને કયાંક મુસીબતોમાં હોય છે.’ બધા જ કુટુંબોમાં કંઈ ને કંઈ સંઘર્ષ હોય છે અને સાથે સંપીને રહેવામાં તાકાત પણ એટલી જ હોય છે” .

ઋષભ તે વાતને સમજતો અને કહેતો પણ “દરેક સંબંધમાં બાંધછોડ તો કરવી જ પડે છે, અનુકૂળ થવું પડે છે તો સંબંધીઓ સાથે જ શા માટે નહીં ? કયાંક સંબંધોની ગાંઠ ઢીલી થઈ ગઈ હોય કે એક વખત એમાં તિરાડ પણ પડી હોય તે છતાં એ સંબંધમાં બદલાવ આવી શકે છે. પણ એ માટે આપણાંપણાંની આપણાંમાં તીવ્ર ભાવના હોય તો જ એ થઈ શકે છે… આમ સંયુક્તપરિવારમાં બે ભાઈઓ એક બીજા ના સહકારથી અને પ્રેમથી વાતાવરણ હળવું રાખતા તો બાળકો બે પરિવારને જાણે જોડતી કડી બની રહ્યા

ભદ્રા તો આ પોતાના જ બાળકો છે એમ મન મનાવતી…. દેશની વાતો યાદ કરતા દિવસો પસાર થવા માંડ્યા,…. મહેનત ખુબ કરવી પડતી પરંતુ આશાનું કિરણ બધાને જીવાડતું હતું ,કદાચ એકલા રહેતા હોત તો બોજો વધારે લાગત એવું બધા સમજતા હતા, ભદ્રા કામેથી આવતી અને થાકી જાય તો રંભા સાંભળી લેતી ,તેમ બાળકો માંદા સાજા થાય ત્યારે ભદ્રા રાત દિવસ જાગી પોતાના જણ્યાં ની જેમ ચાકરી કરતી હા કયારેક રૂષભના બાળકો માટે ના લાડ પ્યાર ભદ્રા ને અકળાવી મૂકતા પણ આંખ આડા કાન કરતી આમ તો એ પણ અંદર ખાનેથી બાળકોને પ્યાર કરતી હતી હવે સાથે રહેવાના ઘણા ફાયદા હતા સૌ કોઈ જાણી ગયા હતા નહીતો અજાણી ધરતી ,અને અજાણ્યા દેશમાં એકલા મહેનત કરવી સહેલી ન હતી અન્ન ભેળા હતા એટલે મનમેળ થઇ જતો હતો.બધું પાટે ચડવા માંડ્યું હતું। …. નવા ઘરમાં રહેવા તો આવ્યા પરંતુ સુખ જાણે પાછલે બારણે ચુપચાપ ચાલ્યું ગયું…….

એક દિવસ ફોનની ઘંટડી રણકી।.. દુકાનેથી ફોન આવ્યો, “..જલ્દી આવો કશું અજુગતું થયું છે…, ભદ્રા તો કામે ગઈ હતી અને રંભા આ સાંભળી બેબાકળી થઇ ઋષભ ને ફોન કર્યો…….”.હલ્લો ભાઈ ઝટ દુકાને જાવ કૈંક થયું છે ,મારા તો હાથ પગ કાંપે છે ભગવાન કરે બધું બરાબર હોય, ઋષભ કહે “ચિંતા ન કરો હું હમણાં પહોંચુ છું અને ભદ્રા તમને લેવા આવશે ચિંતા ન કરશો ઋષભ બધું કામ પડતું મૂકી જીનલ પાસે પહોંચી ગયો….. દુકાનની બહાર પોલીસ ,અમ્બુલાન્સ ,ફાયર બ્રિગડ ચારથી પાંચ પોલીશની ગાડીઓ લાલ બ્લુ ગોળ ગોળ ફરતી લાઈટોએ ઋષભ ને ડરાવી દીધો।….તેનું હૈયું બેસી રહ્યું હતુ. તેથી તરતજ આશા અને આનંદને ફોન કરી મદદ માટે બોલાવ્યા।… “હલ્લો આશાબેન ઝટ કન્વિન્યંટ સ્ટોર પર આવો અને હ્હા …. આનંદભાઈ ને લાવજો !…. , આશા કહે “ કહે તો ખરો ભાઇ શું થયું છે?” મને કંઇક ખોટુ થયાની આશંકા થાય છે જીનલના સ્ટોર ઉપર એમ્બ્યુલન્સ અને પોલિસોની ગાડીઓ છે. હું અંદર જાઉં છું પણ આનંદને લૈને જલ્દી આવો….” શું કરવું ખબર ના પડી,શું થયું તે પૂછે ત્યાં તો જીનલ ને લોહીમાં પડેલો જોયો..તેનો શ્વાસ ધમણ ની જેમ ચાલતો હતો પોલીસ પ્રાથમિક સેવા આપી રહ્યા હતા. “ જીનલ મારા ભાઇ કરીને રૂષભે મોટી રાડ પાડી.. પોલીસે સ્ટોર્નાં બારણે પીળી પટ્ટી બાંધી હતી.. અને બેબાકળા રૂષભને આવતો જોઇ..તેના હાથને પકડીને પોલીસે એક બાજુ ઉભો કર્યો…બેબાકળા રૂષભનાં મોં માંથી અવાજ નહોંતો નીકળતો. પોલીસ કોન્સ્ટેબલે પુછ્યુ ‘આર યુ રીલેટેડ તો હીમ?” “ હી ઇસ માય બ્રધર..” પોલીસે કહ્યુ “ સમ બડી શોટ હીમ” ખબર પડીકે સાવ નહિ જેવા કારણે જીનલને ભડાકે દીધો અને ત્યાં ને ત્યાં જ સારવાર મળે તે પહેલા એણે ઋષભનો હાથ પકડી લીધો ,બોલી શકતો ન હતો તેમ છતાં ભાંગ્યા તૂટ્યા શબ્દે બોલ્યો “ભાઈ વચન આપ। …… રંભા અને છોકરીઓને સાચવીશ.” રૂષભે કહ્યું “ભાઇ! હિંમત રાખ તને કશું નહીં થાય!’ પણ એ શબ્દો પુરા થાય તે પહેલા જીનલે પ્રાણ છોડ્યા।…. ઋષભનાં પગ નીચેથી જમીન સરકી ગઈ તેનું રદય ચિત્કાર પાડી રહ્યુ હતુ “..કોઈ કંઈ કરો” . ઍમ્બ્યુલન્સ • • પોલિસ • ફાયર બ્રિગેડ.આ શું થયું ? કોણ? કેમ શું કામ ? મનમાં અનેક સવાલો। ..એતો સ્તભ્ધ થઇ ગયો। ….પોલીસની પૂછપરછ ડોક્ટરની સારવાર અને બીજો શોર બકોર અટકી ગયો..જીનલ જીનલ કહી રૂષભ રડતો રહ્યો.. .એક સાથે જાણે એક પળ માં બધું ખલાસ..થઇ ગયુ. અક્સ્માતની કાર્યવાહી ચાલુ હતી….નિઃશબ્દ્તા છવાઈ ગઈ ,આનંદ અને આશા આવી પહોચ્યા……આનંદ ને ભેટી ઋષભ રડવા માંડ્યો। …બધું ખલાસ થઇ ગયું। ….આશા તો ધ્રુસકે ધ્રુસકે રોવા મંડી। .કોણ કોને સંભાળે? જીવનમાં પહેલીવાર ભારતથી અમેરિકા અન્ય લોકોની જેમ અનેક આશાઓઅને સપનાંઓના પોટલાં બાંધીને અમેરિકામાં આવ્યા હતા કેટલી આશાઓ લઈને ,કેટલા સપનાઓ સેવ્યા હતા…..,નાની બાળપણની વાતોને વાગોળીને જીવતા હતા….. રંભા તો ભાંગી પડી આ અક્સ્માતે તેનું સર્વસ્વ છીનવી લીધું હતું।…..સુખદ દામ્પત્ય એક ક્ષણ માં નંદવાઇ ગયું હતું……અક્સ્માતની કાર્યવાહી ચાલુ હતી મન હજી માનતું ન હતું આશા ,આનંદ અને ઋષભ દોડાદોડીમાં પડ્યા,ભદ્રાએ રંભાને અને બે છોકરીઓને સાંભળી લીધી દસ દિવસે જીનલ ની બોડી પોસ્મોર્ટમ પછી મળ્યું બધા એ અંગ્નીસંસ્કાર ની તૈયારી કરી. ..રંભાના આંસુ સુકાતા ન હતા એક પળમાં તો બધું હતું ન હતું થઇ ગયું ,જીવતો જાગતો માણસ એક તસ્વીર બની દીવાલમાં ટંગાઈ ગયો. છોકરીઓ “પપ્પાને શું થયું ?એમ વારંવાર પુછતી આશા ભાભી ને આશ્વાસન આપતી હતી પરંતુ મન માનતું ન હતું ,શું આના માટે મેં મારા ભાઈને તેડાવ્યો ? ભદ્રા દિલાસો આપી કહેતી “બેન વિધિના લેખ કોઈ ફેરવી ન શકે, તમે મનમાં ઓછુ ન લાવો આમાં તમારો દોષ નથી।“ ….ઋષભ અને આનંદ પેપેર વર્ક પતાવામાં પડ્યા ,હમણા દુકાનમાં પણ ધ્યાન દેવાતું ન હતું ,

નશીબ સારા કે વીમો ઉતરાવ્યો હતો જીવનમાં ઘણીવાર નાની નાની ઘટનાઓ એવી હોય છે કે જેનું આપણે આપમેળે મૂલ્ય સમજી શકતાં નથી.ઘટનાઓની કિંમત આપણને ત્યારે સમજાય છે જ્યારે અન્ય કોઈ પરચો બતાવે છે..વીમા એજન્ટ ભગવાન જેવો લાગ્યો ,નહીં તો બે દીકરીઓ સાથે રંભા નું શું થતે ? અને હા તે દિવસે ઋષભે આગ્રહ કરીને કહ્યું હતું કે તે કોઇપણ અણધારેલી ઘટનાઓના સંજોગોમાં તારા પરિવાર માટે સુરક્ષા પૂરી પાડશે ..અત્યારે ખર્ચો દેખાય છે પણ પછી લાંબા ગળે એનું મહત્વ સમજાશે તું દીકરીઓવાળો છે.! ન લીધો હોત તો અને જવાબદારી લઇ વીમો ન ઉતરાવ્યો હોત તો….?એ કલ્પના માત્ર થી ધ્રુજી જવાય છે ? આશા અને આનંદે બધી જ રીતે મદદ કરી પોલીસની કાર્યવાહી થી માંડી વિમાની રકમ મેળવવા માટે।……….. જેથી રંભાનું જીવન રાહે ચઢે……….. એટલુજ નહિ એક મધ્યસ્થી તરીકે ટ્રસ્ટીની જેમ રંભા અને પરિવાર સાથે ઉભા રહ્યા. ત્રણ લાખનો ચેક રંભાને જ્યારે વિમા એજંટે આપ્યો ત્યારે રંભા બહુ માન અને આદરથી બોલી “રૂષભ ભાઇ! જીનલ તો જતા રહ્યા.. આ પૈસા તમે જ સંભાળો હું શું કરીશ આનુ? મને તો જીનલ પાછો લાવી આપો…સૌની આંખોમાં આંસુ હતા ત્યારે ભદ્રા બોલી ‘બસ હવે પોચકા ના મુક અને સ્ટોર સંભાળવા મન ને મક્કમ કર.. બે છોકરીઓ નાની છે. અને જનાર તો પાછો ક્યારેય ક્યાં આવે છે?”

 

અનોખી રીત પ્રીતની (૮) પ્રવીણા કડકિયા

Posted on December 7, 2013 by pravina

રૂષભ અને જીનલ, જાણે રામ લક્ષ્મણની જોડી જોઈ લો ! રૂષભ , જીનલને ખૂબ પ્રેમ કરે. શાળામા પણ બંને જણા પ્રખ્યાત, રમત ગમતના મેદાન પર બંને ભાઈ મેદાન મારી જાય. એ ભાઈ આજે વિદાય થયો ! ભર જુવાનીમાં બે સુંદર દીકરીઓ અને વહાલસોયી પત્નીને છોડી ગયો.

રૂષભે તે વખતે ઉપરવટ જઈને વિમો ઉતરાવ્યો હતો, તે વિમાના પૈસા કામમાં જરૂર આવશે ?શું માનવી  મહત્વનો કે પૈસા?  પૈસાનો મોટો ચેક જોઈ જાણે ઝેરીલો સાપ ડંખ આપે તેવું રંભાને લાગ્યું.

ભાઈ, ‘મને જીનલ જોઈએ, આને શું કરું?’

ભદ્રા કહે , ‘જનાર કોઈ દિવસ પાછા વળ્યા સાંભળ્યું છે!’ હવે તે નથી ત્યારે  આ પૈસાથી તને ઘણી હિમત રહેશે. બંને દીકરીઓ કાકા અને કાકીની ખૂબ લાડલી હતી. પપ્પા ગયા તો જાણે જીવનમાં એકાએક ન પૂરી શકાય તેવી તીવ્ર ખોટ જણાઈ.

લિકર સ્ટોર ખૂબ ખરાબ લત્તામાં હતો. નજીવી બાબતમાં ગન સાથે વાત કરનાર વ્યક્તિને શું કહેવું ? તેમને મન ‘જાન’ની કશી કિમત નથી ! એ મૂરખો એટલું પણ નથી વિચારતાં કે આખી જીંદગી જેલમાં ગાળવી પડશે. કાળી મજૂરી કરવી પડશે. શું પામ્યો ? આવા કૃત્યો કરનારા વિચાર કરવાની ક્ષમતા ખોઈ બેઠા હોય છે. નશો એ બૂરી ચીજ છે. સારા નરસાનું, સાચા ખોટાનું ભાન ભુલાવે છે. અમેરિકાની ભૌતિકતામાં રાચતી પ્રજા પથ ભૂલેલી છે.

જીનલનું આવી રીતે  ‘જવું’, નાની ઉમરમાં  રંભા નિઃસહાય થઈ ગઈ. તેના હોશ હવાસ ઉડી ગયા.કૃતિ થોડી મોટી હતી તે ભણવામાં પરોવાઈ પણ નિલ્પાને સમજાવવી કઠી્ન.આમ પણ કાકા ખૂબ લાડ કરતા. હવે તો પાણી માગે તો દૂધ આપતાં. રંભાને તો માત્ર પોતાની જાતની સંભાળ લેવાની હતી. અમેરિકા આવ્યા, રિતરસમ શિખ્યા. બબ્બે ધંધા ચલાવતો  સુખી પરિવાર જાણે ગુમસુમ થઈ ગયો. રૂષભ પોતાની લાગણી કોઈની સમક્ષ પ્રદર્શિત ન કરતો. ભદ્રા પણ જાણે એકદમ જવાબદાર બની ગઈ. નોકરી પરથી ઘરે આવીને રંભાને મદદ કરતી. થાકી જતી પણ બોલ્યા ચાલ્યા વગર પોતાનો સહયોગ પ્રદર્શિ્ત કરી રૂષભનો પ્રેમ જીતવામાં સફળ થઈ. ભદ્રા આ લાંબુ ખેંચી ન શકી. પેકેજીંગ કંપનીમાં બાર કલાક ખડે પગે કામ કરવાનું.’લેબર જોબ’ જેણે કરી હોય તેને પૂછી જો જો કેટલી વીસે સો થાય.  પગારમાં બહુ દમ ન હોય.

પણ કોણીએ ગોળની જેમ ‘મેડિકલ બેનિફિટ્સ’ મળતા તેથી  ઢસરડા કરતી. તેને મનમાં થતું ‘મારે પેટે ક્યાં વસ્તાર છે ? બે જણા માટે આ ગદ્ધાવૈતરું  કરવાની શી જરૂર ? નોકરી પર કામ કરાવવામાં બરાબર કસ કાઢે ! નવું નવું હતું તેથી થોડા દિવસ રંભાનું સાચવ્યું. હવે ઘરે આવે દુધનો ગ્લાસ પીએ.  રસોઈ તૈયાર હોય તો જમે નહિતર સિરિયલ ને દુધ કે પછી ‘જંક ફુડ’ ખાઈને લાંબી તાણે.

રૂષભ સ્ટોર પરથી મોડી રાતે  આવીને જમ્યો કે નહી કશી પરવા ન કરે. રંભા સમજે,  તે રૂષભનો બધો ખ્યાલ રાખે. રૂ્ષભ પણ ભાઈને આપેલા વચન અનુસાર બંને દીકરી અને રંભાની પ્રેમથી કાળજી કરે.

કૃતિ અને નિલ્પા કાકાને ખૂબ વળગતા, રૂષભે બંને સ્ટોર જોવાના અને સહુને પ્રેમે પાંખમાં ઘાલવાના. ભદ્રાનું વર્તન ખુંચે પણ કદી એક અક્ષર બોલે નહી.

રંભા મુંગે મોઢે કામ કરતી પણ તે જાણે ચાવી દીધેલું પુતળું ન હોય ? આભ ટૂટી પડ્યું હતું. તેને ખબર હતી, પૈસા થોડા ઓછા હશે તો વાંધો નહી. પ્યાર જતાવનાર પતિની સોડમાં સ્વર્ગનું સુખ સમાયેલું છે ! દીકરીઓ નજીક આવતી ત્યારે ઘડીભર જીનલ ભુલાતો. મનને મનાવતી હવે આ બંને દીકરીઓને પ્રેમથી ઉછેરી, સારું શિક્ષણ મેળવે એ બધી જવાબદારી નિભાવવાની છે. મનોમન ભગવાનને શક્તિ મેળવવા પ્રાર્થના કરતી. અમુક વસ્તુઓમાં તેને રસ ન હતો તે કેળવવા માટે પ્રયત્ન ચાલુ કર્યા.

રૂષભને કૃતિ અને નિલ્પા ગળાનો હાર બની ગયા. જ્યારે રંભાએ કહ્યું ‘ભાઈ આ પૈસાની વ્યવસ્થા તમે સંભાળો’.  ત્યારે અચાનક તેને ભાન થયું,’ હવે સો ટકા મારી જવાબદારી, આ મારી બંને દીકરીઓને કોઈ વાતની કમી નહી પડવા દંઉ’.

ઘણી વાર માણસ જ્યારે લાગણીના વહેણમાં ઘસડાવા માંડે છે ત્યારે વિવેક દૃષ્ટિનો અભાવ સ્પષ્ટ જણાઈ આવે છે.  બંને વહાલસોઈ દીકરીઓને કશી વાતની ના પાડવાની નહી.  તેમની દરેક ઈચ્છા પળભરના વિલંબ કર્યા વગર   પૂરી કવાની. રંભા કે ભદ્રાની રોકટોક કાને ન ધરવાની તેને આદત પડી ગઈ હતી. ભાઈનો વિયોગ અને દીકરીઓના પ્રેમની આગળ કશું પણ જોવાની ક્ષમતા તેણે ગુમાવી દીધી હતી.

કૃતિ થોડી મોટી હતી તે શાંત થઈ ગઈ. નાની નિલ્પા જાણે હવે પોતાનું ધાર્યું બધું કરાવવામાં સફળતા પ્રાપ્ત કરી રહી હતી. રૂષભ કાકા નાની છે, એમ કરી પ્યારથી સઘળું ચલાવતા.

ભદ્રા ટોકે ,તો કહેશે, ‘સમજતી કેમ નથી તું? તેનો બાપ ગયો. દીકરી મારી પાસે લાડ ન કરે તો ક્યાં જાય’ ?

‘તમે કેમ આંખ આડા કાન કરો છો?’

‘અરે, નાની છે ત્યાં સુધી મોટી થશે પછી બધું થાળે  પડી જશે.’

‘પછી , પાકા ઘડે કાંઠા ન  ચડે.’

‘સારુ , આખા ઘરમાં હું એકલો તેને ફટવું છું. હું સાચવી લઈશ. હવે વાત અંહી બંધ કરીએ તો કેવું?’

ભદ્રા બબડાટ કરતી સૂવા જતી રહી.

રૂષભ, વિચારમાં પડ્યો . ભદ્રાની વાત ખોટી ન હતી. આજે, શાળાએથી આવતાં નિલ્પા કહે, ‘કાકા મને ‘વી’ ગેમ જોઈએ છે. જે લગભગ ડૉ. ૪૦૦માં મળે. ‘ એક મિનિટ રૂષભને થયું જો આ મોંઘી રમત લાવીશ તો ઘરમાં ઝઘડો થશે. કૃતિ પણ આ જોઈને કશી મોંઘી વસ્તુ માગશે !

રંભાના પૈસા તેના હાથમાં હતા. રંભાને ભાઈ ઉપર આંધળો વિશ્વાસ હતો. રૂષભ કદી તેનો દૂર ઉપયોગ ન કરતો. તે તેના સ્વભાવમાં ન હતું.

સવારે નિલ્પાએ પાછી વાત યાદ કરાવી. ‘બેટા એ રમત માટે હજુ તું નાની છે. કરીને પટાવી. ખૂબ શાંતિ અને ધીરજથી કામ પાર પાડ્યું.

‘કાકા, એ નહી તો પછી હવે મને પેલી ‘ બાર્બીની ડ્રીમ ગર્લ’ અપાવો. આ ટી.વી. વાળા રોજ નવી જાહેરાત મૂકે અને બાળકો લેવા માટે તત્પર થઈ જાય. નવી ડૉલ હતી તેથી ૧૫૦ ડૉલર આપવા પડ્યા.

કૃતિએ પોતાને માટે ‘પોલો’નું સ્વેટર અને જેકેટ લીધાં. તેને બહુ શોખ ન હતો પણ નિલ્પાનેઅપાવો તો મને કેમ નહી?

રંભાને તો બધો રસ ઉડી ગયો હતો. ચાવી આપેલાં પુતળાની માફક બધા કામ કરતી. બાળકોની તેને ચિંતા હતી નહી. કમાવા તેને જવાનું ન હતું. તેનું મુખ જોઈને થાય , હે પ્રભુ આવું દુખ રંભાને કયા કારણ સર પડ્યું. તેના કયા જન્મના પાપની આ સજા છે? ભર જુવાનીમાં આમ અડધે રસ્તે શામાટે સાથીનો સાથ છૂટી ગયો ! આ પ્રશ્ન હમેશની માફક અનુત્તર છે !

નિલ્પાની જરૂરિયાત વધતી ચાલી. સીધી ભાષામાં તેનાં નખરાએ માઝા મૂકી. બહેનબા ‘નેમ’ બ્રાન્ડ સિવાયના કપડાં કે જૂતા પહેરવાનો ધરાર ઈન્કાર કરે.

રૂષભ, નિલ્પાને કશી વાતની ના કહી શક્તો નહી. ભણવામાં હોશિયાર હતી એટલે તેને કોઈ રીતે વઢવાનો સમય ન આવતો.  ઝી અને સોની ટી.વી. જોઈ જોઈને બહેનબાને  ‘બોલિવુડના’ નૃ્ત્યનો ચસ્કો લાગ્યો. કૃતિ અને નિલ્પા ‘વીમી દિવેચાના  ડાન્સિંગ ક્લાસમા’ દાખલ થયા. રવીવારે ભદ્રાને ડે ઓફ હોય તેથી તેને ડ્યુટી મળી. ભદ્રાનું રૂષભ પાસે આ બાબતમાં કાંઇ ચાલતું નહી. તેને પણ દીકરીઓ ખૂબ વહાલી હતી. બંનેને પ્રેક્ટિસમાં લઈ જાય અને પાછાં આવતા ત્રણે જણા સરસ મજાની રેસ્ટોરંટમા જમીને ઘરે આવે.

નિલ્પા બહેનને તો મઝા પડી ગઈ. જો હોલિડેઝને કારણે રવીવારે ક્લાસ બંધ હોય તો બહેનબા ઘરે ખાવાની ના પાડે. તે જાણી ગઈ હતી, કાકા કે કાકી બંને જણા ના નહી પાડે. કૃતિ, નિલ્પાના વાદ ન કરતી. અરે, ગયા રવિવારે ડાન્સિંગ ક્લાસમાંથી પાછાં આવતા ક્લાસની બહાર, ગાડીના પૈડાં પાસે નાનું બિલાડીનું બચ્ચું બેઠું હતું.

નિલ્પા એ તને વહાલથી ઉચક્યું અને કાકીની સામે જોવા લાગી. કાકી તેનો અર્થ ન સમઝે એવી નાદાન ન હતી. તેણે પ્રેમથી ના પાડી.

‘બેટા, તું એને  ઘરે લઈ જવાનું કહે છે, ઘરમાં તેનું ધ્યાન કોણ રાખશે?’

નિલ્પા કહે , ‘કાકી હું રાખીશ.’

ભદ્રાની જરા પણ મરજી ન હતી. નિલ્પા ક્યાં કોઈની વાત સાંભળે. એ હમેશા મનમાની કરે. ઘરે આવ્યા.  રૂષભ સ્ટોર પરથી આવીને જરા આરામ કરતો હતો. ત્યાં અચાનક એને બિલ્લીનો અવાજ સંભળાયો. તે ચમકીને બેઠો  થઈ ગયો.

ભદ્રા પાસે આવી , ‘જુઓ તમારી લાડલીના પરાક્રમ. જીદ કરીને બિલાડી સાથે લાવી ને ઘરમાં ઘાલી. નિલ્પા કોઈ દિવસ સાંભળે ખરી ? તેને જે કરવું હોય તે કરીને જ રહે!’

રૂષભને જાનવર ઘરમાં શું બહાર પણ ગમતા નહી. કૂતરાથી ચાર ગજ દૂર અને બિલ્લી તો વાઘની માસી કહેવાય.

નિલ્પા, અંહી આવ. નિલ્પાબહેન આવ્યા. ‘આ શું તું બિલાડી ઘરમાં લાવી?’

‘હા, કાકા આપણી ગાડી પાસે લપાઈને બેઠું હતું, જાણે મને કહેતું ન હોય, મને ઘરે લઈ જા.

મને દૂધ આપ. એટલે સાથે લઈ આવી.’

એની પ્યારભરી કહેવાની અદા પર રૂષભ વારી ગયો અને સંમતિની મહોર વાગી ગઈ. રંભા

તો માસ્તર મારે પણ નહી અને ભણાવે પણ નહી તેવી. નિલ્પા બહેન હંમેશા લાડપાનથી કે મસ્કા મારી મન માન્યું કરાવતા. માતા પિતા જ્યારે દીકરીના પ્યારમાં વિવેક નથી બતાવતા ત્યારે ભવિષ્યમાં પેટ ભરીને પસ્તાય છે. સર્વ ગુણ સંપન્ન રૂષભ નિલ્પા આગળ સઘળું ડહાપણ વિસરી જતો. અંદરખાને જાણતો કે પૈસા રંભાના છે.  ભદ્રા કાંઈ પણ કહેતી તે સાંભળવાનો સ્પષ્ટ  ઈન્કાર. ભદ્રા બસ હવે પોતાના કામથી કામ રાખતી.

નિલ્પાને છૂટ્ટો દોર મળી ગયો હતો. દેખાદેખીમાં ડૂબી બે લગામ બનતી જતી હતી. બહેને ‘ટેપ ડાન્સ’ શરૂ કર્યું. તેની સાથે ‘શુઝ, આઉટ ફિટ્સ ‘વિગેરે વસાવ્યા. છ મહિના પછી ‘રિસાયટલ’માં પરફોર્મ કરવાનું હતું. ઘરના બધાને તે દિવસે જોવા આવવાનું ત્યાં સુધી તો વાંધો ન હતો. બહેનબાને નવી ‘લેક્ષાસમાં’.જવું હતું.

રૂષભની આંખ હવે ઉઘડી. તેનું મગજ બહેર મારી ગયું. ‘લેક્ષાસ’ ગાડી લેવાના તો એણે કોઈ દિવસ સ્વપના પણ નહોતા જોયા . કેટલી બધી મોંઘી ! અ ધ ધ ધ ધ ડૉલર આપવા પડે. પેટ્રોલ મોંઘામાં મોંઘુ ભરવાનું.  ઈન્શ્યોરન્સના પૈસા પણ અઢળક. હવે આ  છોકરીને શું કહેવું. શરૂમાં તો સેકન્ડ હેંડ કાર લીધી હતી. હવે જીનલ ન હતો તેથી બે જૂની ગાડીઓ વેચી ‘સિવિક હોંડા’ બ્રાન્ડ ન્યુ લેવાની હિમત કરી. આ છોકરીને કાંઈ ગતાગમ છે ખરી ?

શું એ છોકરીની ઉમર છે કે આવી બધી ચિંતા કરે.  તેને સમજાવવા ‘બાસ્કીન રૉબિન્સ’માં આઈસક્રિમ ખાવા લઈ ગયો.

‘કાકા, આવા સ્ટોરમાં આઈસક્રીમ ખવાય?’

‘કેમ અંહી શું આઈસક્રિમ નથી મળતો ?’

‘જી ના, ‘માર્બલ સ્લેબ’માં ચાલો .’ જે ઘરથી પાંચ માઈલ દૂર હતો. રૂષભ એકદમ સડક થઈ ગયો. નિલ્પા બધી વસ્તુમાં પોતાનું ધાર્યું કરાવી રહી હતી. અમેરિકન ફિલોસોફી ” મી, માય સેલ્ફ અને આઈ’ તેના સિવાય કશું તેની નજરમાં આવતું નહી. કાકા થાક્યા પાક્યા આવ્યા હતાં, છતા આઈસક્રીમ માટે દૂરનો સ્ટોર બતાવી રહી હતી. ત્યાં પાછી આ ‘લેક્ષાસ’ની લટકતી તલવાર.

હજુ તો જીનલના ગયા પછી ભદ્રાને ‘સિવિક હોંડા’ અપાવી અને પોતે જૂની ‘કેમરી’ વાપરતો. જૂની હતીપણ ફેમિલી કાર હોવાને કારણે  બધા સાથે બહાર જઈ શકે. ભદ્રા પોતાની ‘હોંડા સિવિક’  કોઈને ચલાવવા આપતી નહી. આઈસક્રીમ ખાઈને નહી ખવડાવીને બંને દીકરીઓને લઈ રૂષભ ઘરે આવ્યો.

નિલ્પા તો સૂઈ ગઈ પણ રૂષભની નિંદ વેરણ થઈ ગઈ. લે—ક્ષા——–સ——-

← અનોખી રીત પ્રીતની-(૭) પ્રજ્ઞાબહેન દાદભાવાલા

અનોખી રીત પ્રીતની –(૯) હેમા બહેન પટેલ →

અનોખી રીત પ્રીતની (૮) પ્રવીણા કડકિયા

Posted on December 7, 2013 by pravina

રૂષભ અને જીનલ, જાણે રામ લક્ષ્મણની જોડી જોઈ લો ! રૂષભ , જીનલને ખૂબ પ્રેમ કરે. શાળામા પણ બંને જણા પ્રખ્યાત, રમત ગમતના મેદાન પર બંને ભાઈ મેદાન મારી જાય. એ ભાઈ આજે વિદાય થયો ! ભર જુવાનીમાં બે સુંદર દીકરીઓ અને વહાલસોયી પત્નીને છોડી ગયો.

રૂષભે તે વખતે ઉપરવટ જઈને વિમો ઉતરાવ્યો હતો, તે વિમાના પૈસા કામમાં જરૂર આવશે ?શું માનવી  મહત્વનો કે પૈસા?  પૈસાનો મોટો ચેક જોઈ જાણે ઝેરીલો સાપ ડંખ આપે તેવું રંભાને લાગ્યું.

ભાઈ, ‘મને જીનલ જોઈએ, આને શું કરું?’

ભદ્રા કહે , ‘જનાર કોઈ દિવસ પાછા વળ્યા સાંભળ્યું છે!’ હવે તે નથી ત્યારે  આ પૈસાથી તને ઘણી હિમત રહેશે. બંને દીકરીઓ કાકા અને કાકીની ખૂબ લાડલી હતી. પપ્પા ગયા તો જાણે જીવનમાં એકાએક ન પૂરી શકાય તેવી તીવ્ર ખોટ જણાઈ.

લિકર સ્ટોર ખૂબ ખરાબ લત્તામાં હતો. નજીવી બાબતમાં ગન સાથે વાત કરનાર વ્યક્તિને શું કહેવું ? તેમને મન ‘જાન’ની કશી કિમત નથી ! એ મૂરખો એટલું પણ નથી વિચારતાં કે આખી જીંદગી જેલમાં ગાળવી પડશે. કાળી મજૂરી કરવી પડશે. શું પામ્યો ? આવા કૃત્યો કરનારા વિચાર કરવાની ક્ષમતા ખોઈ બેઠા હોય છે. નશો એ બૂરી ચીજ છે. સારા નરસાનું, સાચા ખોટાનું ભાન ભુલાવે છે. અમેરિકાની ભૌતિકતામાં રાચતી પ્રજા પથ ભૂલેલી છે.

જીનલનું આવી રીતે  ‘જવું’, નાની ઉમરમાં  રંભા નિઃસહાય થઈ ગઈ. તેના હોશ હવાસ ઉડી ગયા.કૃતિ થોડી મોટી હતી તે ભણવામાં પરોવાઈ પણ નિલ્પાને સમજાવવી કઠી્ન.આમ પણ કાકા ખૂબ લાડ કરતા. હવે તો પાણી માગે તો દૂધ આપતાં. રંભાને તો માત્ર પોતાની જાતની સંભાળ લેવાની હતી. અમેરિકા આવ્યા, રિતરસમ શિખ્યા. બબ્બે ધંધા ચલાવતો  સુખી પરિવાર જાણે ગુમસુમ થઈ ગયો. રૂષભ પોતાની લાગણી કોઈની સમક્ષ પ્રદર્શિત ન કરતો. ભદ્રા પણ જાણે એકદમ જવાબદાર બની ગઈ. નોકરી પરથી ઘરે આવીને રંભાને મદદ કરતી. થાકી જતી પણ બોલ્યા ચાલ્યા વગર પોતાનો સહયોગ પ્રદર્શિ્ત કરી રૂષભનો પ્રેમ જીતવામાં સફળ થઈ. ભદ્રા આ લાંબુ ખેંચી ન શકી. પેકેજીંગ કંપનીમાં બાર કલાક ખડે પગે કામ કરવાનું.’લેબર જોબ’ જેણે કરી હોય તેને પૂછી જો જો કેટલી વીસે સો થાય.  પગારમાં બહુ દમ ન હોય.

પણ કોણીએ ગોળની જેમ ‘મેડિકલ બેનિફિટ્સ’ મળતા તેથી  ઢસરડા કરતી. તેને મનમાં થતું ‘મારે પેટે ક્યાં વસ્તાર છે ? બે જણા માટે આ ગદ્ધાવૈતરું  કરવાની શી જરૂર ? નોકરી પર કામ કરાવવામાં બરાબર કસ કાઢે ! નવું નવું હતું તેથી થોડા દિવસ રંભાનું સાચવ્યું. હવે ઘરે આવે દુધનો ગ્લાસ પીએ.  રસોઈ તૈયાર હોય તો જમે નહિતર સિરિયલ ને દુધ કે પછી ‘જંક ફુડ’ ખાઈને લાંબી તાણે.

રૂષભ સ્ટોર પરથી મોડી રાતે  આવીને જમ્યો કે નહી કશી પરવા ન કરે. રંભા સમજે,  તે રૂષભનો બધો ખ્યાલ રાખે. રૂ્ષભ પણ ભાઈને આપેલા વચન અનુસાર બંને દીકરી અને રંભાની પ્રેમથી કાળજી કરે.

કૃતિ અને નિલ્પા કાકાને ખૂબ વળગતા, રૂષભે બંને સ્ટોર જોવાના અને સહુને પ્રેમે પાંખમાં ઘાલવાના. ભદ્રાનું વર્તન ખુંચે પણ કદી એક અક્ષર બોલે નહી.

રંભા મુંગે મોઢે કામ કરતી પણ તે જાણે ચાવી દીધેલું પુતળું ન હોય ? આભ ટૂટી પડ્યું હતું. તેને ખબર હતી, પૈસા થોડા ઓછા હશે તો વાંધો નહી. પ્યાર જતાવનાર પતિની સોડમાં સ્વર્ગનું સુખ સમાયેલું છે ! દીકરીઓ નજીક આવતી ત્યારે ઘડીભર જીનલ ભુલાતો. મનને મનાવતી હવે આ બંને દીકરીઓને પ્રેમથી ઉછેરી, સારું શિક્ષણ મેળવે એ બધી જવાબદારી નિભાવવાની છે. મનોમન ભગવાનને શક્તિ મેળવવા પ્રાર્થના કરતી. અમુક વસ્તુઓમાં તેને રસ ન હતો તે કેળવવા માટે પ્રયત્ન ચાલુ કર્યા.

રૂષભને કૃતિ અને નિલ્પા ગળાનો હાર બની ગયા. જ્યારે રંભાએ કહ્યું ‘ભાઈ આ પૈસાની વ્યવસ્થા તમે સંભાળો’.  ત્યારે અચાનક તેને ભાન થયું,’ હવે સો ટકા મારી જવાબદારી, આ મારી બંને દીકરીઓને કોઈ વાતની કમી નહી પડવા દંઉ’.

ઘણી વાર માણસ જ્યારે લાગણીના વહેણમાં ઘસડાવા માંડે છે ત્યારે વિવેક દૃષ્ટિનો અભાવ સ્પષ્ટ જણાઈ આવે છે.  બંને વહાલસોઈ દીકરીઓને કશી વાતની ના પાડવાની નહી.  તેમની દરેક ઈચ્છા પળભરના વિલંબ કર્યા વગર   પૂરી કવાની. રંભા કે ભદ્રાની રોકટોક કાને ન ધરવાની તેને આદત પડી ગઈ હતી. ભાઈનો વિયોગ અને દીકરીઓના પ્રેમની આગળ કશું પણ જોવાની ક્ષમતા તેણે ગુમાવી દીધી હતી.

કૃતિ થોડી મોટી હતી તે શાંત થઈ ગઈ. નાની નિલ્પા જાણે હવે પોતાનું ધાર્યું બધું કરાવવામાં સફળતા પ્રાપ્ત કરી રહી હતી. રૂષભ કાકા નાની છે, એમ કરી પ્યારથી સઘળું ચલાવતા.

ભદ્રા ટોકે ,તો કહેશે, ‘સમજતી કેમ નથી તું? તેનો બાપ ગયો. દીકરી મારી પાસે લાડ ન કરે તો ક્યાં જાય’ ?

‘તમે કેમ આંખ આડા કાન કરો છો?’

‘અરે, નાની છે ત્યાં સુધી મોટી થશે પછી બધું થાળે  પડી જશે.’

‘પછી , પાકા ઘડે કાંઠા ન  ચડે.’

‘સારુ , આખા ઘરમાં હું એકલો તેને ફટવું છું. હું સાચવી લઈશ. હવે વાત અંહી બંધ કરીએ તો કેવું?’

ભદ્રા બબડાટ કરતી સૂવા જતી રહી.

રૂષભ, વિચારમાં પડ્યો . ભદ્રાની વાત ખોટી ન હતી. આજે, શાળાએથી આવતાં નિલ્પા કહે, ‘કાકા મને ‘વી’ ગેમ જોઈએ છે. જે લગભગ ડૉ. ૪૦૦માં મળે. ‘ એક મિનિટ રૂષભને થયું જો આ મોંઘી રમત લાવીશ તો ઘરમાં ઝઘડો થશે. કૃતિ પણ આ જોઈને કશી મોંઘી વસ્તુ માગશે !

રંભાના પૈસા તેના હાથમાં હતા. રંભાને ભાઈ ઉપર આંધળો વિશ્વાસ હતો. રૂષભ કદી તેનો દૂર ઉપયોગ ન કરતો. તે તેના સ્વભાવમાં ન હતું.

સવારે નિલ્પાએ પાછી વાત યાદ કરાવી. ‘બેટા એ રમત માટે હજુ તું નાની છે. કરીને પટાવી. ખૂબ શાંતિ અને ધીરજથી કામ પાર પાડ્યું.

‘કાકા, એ નહી તો પછી હવે મને પેલી ‘ બાર્બીની ડ્રીમ ગર્લ’ અપાવો. આ ટી.વી. વાળા રોજ નવી જાહેરાત મૂકે અને બાળકો લેવા માટે તત્પર થઈ જાય. નવી ડૉલ હતી તેથી ૧૫૦ ડૉલર આપવા પડ્યા.

કૃતિએ પોતાને માટે ‘પોલો’નું સ્વેટર અને જેકેટ લીધાં. તેને બહુ શોખ ન હતો પણ નિલ્પાનેઅપાવો તો મને કેમ નહી?

રંભાને તો બધો રસ ઉડી ગયો હતો. ચાવી આપેલાં પુતળાની માફક બધા કામ કરતી. બાળકોની તેને ચિંતા હતી નહી. કમાવા તેને જવાનું ન હતું. તેનું મુખ જોઈને થાય , હે પ્રભુ આવું દુખ રંભાને કયા કારણ સર પડ્યું. તેના કયા જન્મના પાપની આ સજા છે? ભર જુવાનીમાં આમ અડધે રસ્તે શામાટે સાથીનો સાથ છૂટી ગયો ! આ પ્રશ્ન હમેશની માફક અનુત્તર છે !

નિલ્પાની જરૂરિયાત વધતી ચાલી. સીધી ભાષામાં તેનાં નખરાએ માઝા મૂકી. બહેનબા ‘નેમ’ બ્રાન્ડ સિવાયના કપડાં કે જૂતા પહેરવાનો ધરાર ઈન્કાર કરે.

રૂષભ, નિલ્પાને કશી વાતની ના કહી શક્તો નહી. ભણવામાં હોશિયાર હતી એટલે તેને કોઈ રીતે વઢવાનો સમય ન આવતો.  ઝી અને સોની ટી.વી. જોઈ જોઈને બહેનબાને  ‘બોલિવુડના’ નૃ્ત્યનો ચસ્કો લાગ્યો. કૃતિ અને નિલ્પા ‘વીમી દિવેચાના  ડાન્સિંગ ક્લાસમા’ દાખલ થયા. રવીવારે ભદ્રાને ડે ઓફ હોય તેથી તેને ડ્યુટી મળી. ભદ્રાનું રૂષભ પાસે આ બાબતમાં કાંઇ ચાલતું નહી. તેને પણ દીકરીઓ ખૂબ વહાલી હતી. બંનેને પ્રેક્ટિસમાં લઈ જાય અને પાછાં આવતા ત્રણે જણા સરસ મજાની રેસ્ટોરંટમા જમીને ઘરે આવે.

નિલ્પા બહેનને તો મઝા પડી ગઈ. જો હોલિડેઝને કારણે રવીવારે ક્લાસ બંધ હોય તો બહેનબા ઘરે ખાવાની ના પાડે. તે જાણી ગઈ હતી, કાકા કે કાકી બંને જણા ના નહી પાડે. કૃતિ, નિલ્પાના વાદ ન કરતી. અરે, ગયા રવિવારે ડાન્સિંગ ક્લાસમાંથી પાછાં આવતા ક્લાસની બહાર, ગાડીના પૈડાં પાસે નાનું બિલાડીનું બચ્ચું બેઠું હતું.

નિલ્પા એ તને વહાલથી ઉચક્યું અને કાકીની સામે જોવા લાગી. કાકી તેનો અર્થ ન સમઝે એવી નાદાન ન હતી. તેણે પ્રેમથી ના પાડી.

‘બેટા, તું એને  ઘરે લઈ જવાનું કહે છે, ઘરમાં તેનું ધ્યાન કોણ રાખશે?’

નિલ્પા કહે , ‘કાકી હું રાખીશ.’

ભદ્રાની જરા પણ મરજી ન હતી. નિલ્પા ક્યાં કોઈની વાત સાંભળે. એ હમેશા મનમાની કરે. ઘરે આવ્યા.  રૂષભ સ્ટોર પરથી આવીને જરા આરામ કરતો હતો. ત્યાં અચાનક એને બિલ્લીનો અવાજ સંભળાયો. તે ચમકીને બેઠો  થઈ ગયો.

ભદ્રા પાસે આવી , ‘જુઓ તમારી લાડલીના પરાક્રમ. જીદ કરીને બિલાડી સાથે લાવી ને ઘરમાં ઘાલી. નિલ્પા કોઈ દિવસ સાંભળે ખરી ? તેને જે કરવું હોય તે કરીને જ રહે!’

રૂષભને જાનવર ઘરમાં શું બહાર પણ ગમતા નહી. કૂતરાથી ચાર ગજ દૂર અને બિલ્લી તો વાઘની માસી કહેવાય.

નિલ્પા, અંહી આવ. નિલ્પાબહેન આવ્યા. ‘આ શું તું બિલાડી ઘરમાં લાવી?’

‘હા, કાકા આપણી ગાડી પાસે લપાઈને બેઠું હતું, જાણે મને કહેતું ન હોય, મને ઘરે લઈ જા.

મને દૂધ આપ. એટલે સાથે લઈ આવી.’

એની પ્યારભરી કહેવાની અદા પર રૂષભ વારી ગયો અને સંમતિની મહોર વાગી ગઈ. રંભા

તો માસ્તર મારે પણ નહી અને ભણાવે પણ નહી તેવી. નિલ્પા બહેન હંમેશા લાડપાનથી કે મસ્કા મારી મન માન્યું કરાવતા. માતા પિતા જ્યારે દીકરીના પ્યારમાં વિવેક નથી બતાવતા ત્યારે ભવિષ્યમાં પેટ ભરીને પસ્તાય છે. સર્વ ગુણ સંપન્ન રૂષભ નિલ્પા આગળ સઘળું ડહાપણ વિસરી જતો. અંદરખાને જાણતો કે પૈસા રંભાના છે.  ભદ્રા કાંઈ પણ કહેતી તે સાંભળવાનો સ્પષ્ટ  ઈન્કાર. ભદ્રા બસ હવે પોતાના કામથી કામ રાખતી.

નિલ્પાને છૂટ્ટો દોર મળી ગયો હતો. દેખાદેખીમાં ડૂબી બે લગામ બનતી જતી હતી. બહેને ‘ટેપ ડાન્સ’ શરૂ કર્યું. તેની સાથે ‘શુઝ, આઉટ ફિટ્સ ‘વિગેરે વસાવ્યા. છ મહિના પછી ‘રિસાયટલ’માં પરફોર્મ કરવાનું હતું. ઘરના બધાને તે દિવસે જોવા આવવાનું ત્યાં સુધી તો વાંધો ન હતો. બહેનબાને નવી ‘લેક્ષાસમાં’.જવું હતું.

રૂષભની આંખ હવે ઉઘડી. તેનું મગજ બહેર મારી ગયું. ‘લેક્ષાસ’ ગાડી લેવાના તો એણે કોઈ દિવસ સ્વપના પણ નહોતા જોયા . કેટલી બધી મોંઘી ! અ ધ ધ ધ ધ ડૉલર આપવા પડે. પેટ્રોલ મોંઘામાં મોંઘુ ભરવાનું.  ઈન્શ્યોરન્સના પૈસા પણ અઢળક. હવે આ  છોકરીને શું કહેવું. શરૂમાં તો સેકન્ડ હેંડ કાર લીધી હતી. હવે જીનલ ન હતો તેથી બે જૂની ગાડીઓ વેચી ‘સિવિક હોંડા’ બ્રાન્ડ ન્યુ લેવાની હિમત કરી. આ છોકરીને કાંઈ ગતાગમ છે ખરી ?

શું એ છોકરીની ઉમર છે કે આવી બધી ચિંતા કરે.  તેને સમજાવવા ‘બાસ્કીન રૉબિન્સ’માં આઈસક્રિમ ખાવા લઈ ગયો.

‘કાકા, આવા સ્ટોરમાં આઈસક્રીમ ખવાય?’

‘કેમ અંહી શું આઈસક્રિમ નથી મળતો ?’

‘જી ના, ‘માર્બલ સ્લેબ’માં ચાલો .’ જે ઘરથી પાંચ માઈલ દૂર હતો. રૂષભ એકદમ સડક થઈ ગયો. નિલ્પા બધી વસ્તુમાં પોતાનું ધાર્યું કરાવી રહી હતી. અમેરિકન ફિલોસોફી ” મી, માય સેલ્ફ અને આઈ’ તેના સિવાય કશું તેની નજરમાં આવતું નહી. કાકા થાક્યા પાક્યા આવ્યા હતાં, છતા આઈસક્રીમ માટે દૂરનો સ્ટોર બતાવી રહી હતી. ત્યાં પાછી આ ‘લેક્ષાસ’ની લટકતી તલવાર.

હજુ તો જીનલના ગયા પછી ભદ્રાને ‘સિવિક હોંડા’ અપાવી અને પોતે જૂની ‘કેમરી’ વાપરતો. જૂની હતીપણ ફેમિલી કાર હોવાને કારણે  બધા સાથે બહાર જઈ શકે. ભદ્રા પોતાની ‘હોંડા સિવિક’  કોઈને ચલાવવા આપતી નહી. આઈસક્રીમ ખાઈને નહી ખવડાવીને બંને દીકરીઓને લઈ રૂષભ ઘરે આવ્યો.

નિલ્પા તો સૂઈ ગઈ પણ રૂષભની નિંદ વેરણ થઈ ગઈ. લે—ક્ષા——–સ——-

અનોખી રીત પ્રીતની –(૯) હેમા બહેન પટેલ

Posted on December 11, 2013 by vijayshah

રૂષભ,ભદ્રા, રંભા અને છોકરાંની જીંદગીની ગાડી સરળ ચાલી રહી છે. એજ દરરોજની જૉબ અને ઘર. સમય એકધારી ગતીએ ચાલી રહ્યો છે. જીનલની કમી છે જે હકિકત સ્વિકારી લીધી છે. પૈસે ટકે સુખી છે, બધા મહેનત કરે છે. પરંતું જીવનમાં સમય અને પરિસ્થિતી હમેશાં એક સરખા નથી રહેતા. દરેકના જીવનમાં સમયનુ ચક્ર જેમ જેમ ફરતું રહે તેમ હાલાત અને પરિસ્થિતી બદલાતા રહે!.આવતી કાલે શું થવાનુ છે તે કોઈ નથી જાણતું ? માણસને ખબર નથી પડતી પોતાના કયા કર્મ, કેવાં ફળ સ્વરૂપે, ક્યારે જીવનમાં સામે આવીને ઉભાં રહેશે ?

એક દિવસ ભદ્રાની જૉબ પરથી ફોન આવ્યો.  જણાવ્યું ભદ્રાની તબીયત અચાનક બગડી એટલે તેને સારવાર માટે હૉસપિટલમાં દાખલ કરી છે. ભદ્રાને ચક્કર આવ્યા અને તે કામ કરતાં કરતાં જમીન પર પડી ગઈ. તેને એમબ્યુલન્સમાં લઈ ગયા અને હૉસપિટલમાં દાખલ કરી દીધી. તેને કામનો બોજો અને ઘરની જવાબદારીની ચિંતામાં હાઈ બ્લડ પ્રેશરે તેના શરીરમાં ક્યારે પ્રવેશ કર્યો તે ખબર ન પડી. હૉસપિટલમાં ચેક કર્યું ત્યારે રિપોર્ટમાં હાઈ બ્લડ પ્રેશર અને  કોલોસ્લટ્રોલ આવ્યા. દવા આપી બ્લડ પ્રેશર માટે મોનિટર પર મૂકી. કંટ્રોલમાં આવ્યું એટલે તેને ઘરે જવાની રજા આપી.

આશાબેને કહ્યું – “ ભદ્રા, હું સારા કાર્ડિયોલોજીસ્ટની એપોઈન્ટમેન્ટ  લઉં છું. તેને બતાવીને દવાઓ ચાલુ કરી દઈએ જેથી બંને વસ્તુ નિયંત્રણમાં રહે “. ભદ્રાએ સંમતિ આપી કહ્યું,   “ ભલે આશાબેન તમને ઠીક લાગે તેમ કરો “. ડૉક્ટરે  ઓફિસની વિઝિટ દરમ્યાન ભદ્રાને ચેક કરી, તેના રિપોર્ટ જોઈ તેને દવાઓ લખી આપીને સારવાર ચાલુ કરી. રૂષભે તે દરમ્યાન હેલ્થ ફેર  ચાલતો હતો ત્યાં આગળ પોતાનુ નામ નંધાવ્યું હતું. એટલે ત્યાં ગયો અને  બધી તપાસ કરાવી. વિધવિધ ટેસ્ટ ્આઘાત જનક સમાચાર મળ્યા.  જણાયુ તેને કેન્સર થયું છે. જે છેલ્લા તબક્કામાં પહોચી ગયું છે. ભદ્રા તો સમાચાર સાંભળીને  બેબાકળી થઈ ગઈ. તેને  લાગ્યું જાણે   તેના પગ નીચેથી ધરતી ખસી ગઈ. તેને દુનિયા ગોળ ગોળ ફરતી નજર આવી. ચક્કર ખાઈને નીચે ઢળી પડી. ઘરમાં સહુના  હોશ કોશ ઉડી ગયા. બધા જાણે છે, કેન્સર એ જાન લે તેવી બિમારી છે. તેનો કોઈ ઈલાજ હજુ સુધી મળ્યો નથી. દવા અને કિમોથી થોડી રાહત થાય, પરંતું આ બિમારીમાં મૃત્યુ નિશ્વિત છે. કેન્સરમાં શરીરની યાતના સાથે મૃત્યુના ભયની માનસિક યાતના બહુ જ કષ્ટદાયક હોય છે. દર્દી  આ યાતનામાંથી પસાર થાય સાથે પરિવારના દરેક સદસ્ય માનસિક યાતના ભોગવે છે. રૂષભને હોસપિટલમાં દાખલ કર્યો અને તેનો ઈલાજ ચાલુ થઈ ગયો. પરંતું ડૉક્ટરે કહી દીધું બિમારી છેલ્લા તબક્કામાં છે. બહુ દિવસ નહી કાઢે. છતાં પણ આશા હોય ઈલાજથી કદાચ સારું થઈ જશે. ભદ્રા, રંભા, બંને દીકરીઓ, આશા અને આનંદ,  રૂષભને મોતના મુખમાં જતો જોઈ રહ્યા.  બધાં લાચાર છે, કરે તો શું કરે ? રૂષભ  એકાંત જોઈ, “ ભદ્રા આજ સુધી મેં તારી માટે કંઈ કર્યું નથી, મારા દિલમાં કંઈ કેટલા બધા અરમાન હતા. તારી નાની મોટી દરેક ઈચ્છા પૂરી કરવી હતી. તને દેશ વિદેશ ફેરવીશ. નિવૃતિમાં તને ચારધામ યાત્રા કરાવીશ. ભદ્રા ! ભદ્રા હું કંઈ ન કરી શક્યો મને માફ કરી દે “. ભદ્રા, પ્યારથી બોલી , ‘તમે પુષ્કળ પ્યાર આપ્યો છે.   અત્યારે આ બધા વિચાર ન કરશો, ઈશ્વરનુ સ્મરણ કરો. તમે મારા માટે આટલું સુંદર વિચારો છો એ મારે મન બધું મળી ગયા સમાન છે. મારા માટે આ જગે તમારાથી  વિષેશ કંઈ નથી”. ભદ્રાની વાત સાંભળી રૂષભને થોડી શાંતિ મળી. તેને નીલ્પા અને કૃતિની ચિંતા હતી. ભદ્રા,રંભા,  નીલ્પા અને કૃતિ તેની જવાબદારી છે. આ શું તેને જ જલ્દી જવાનુ થયું ? વિચારે છે જીનલ મને જવાબદારી સોંપીને ગયો હતો, ઉપર જઈશ ત્યારે તે મને પુછશે તું પણ મારી પાછળ બધાને એકલા મુકીને આવી ગયો ? ત્યારે હું શું જવાબ આપીશ ? રૂષભ પાસે અત્યારે દિમાગમાં સતાવતા કોઈ સવાલના જવાબ નથી. મોત નજીક હોય ત્યારે ઈશ્વર નથી યાદ આવતા, પરિવાર યાદ આવે છે. પરિવાર સાથે માયા બંધાએલી હોવાથી અંતિમ સમયે પણ પરિવારની જ ચિંતા અને તેનુ જ સ્મરણ થયા કરે છે. આમ જોવા જઈએ તો કોઈના વગર દુનિયા અટકી નથી જતી છતાં મનુષ્ય વિચારે છે હું નહી હોંઉ ત્યારે મારા પછી બધાનુ શું થશે ? ખરેખર તો ઈશ્વર  બધો ભાર ઉઠાવે છે, ઈશ્વર રક્ષક છે. ઈશ્વર જ પાલનહાર છે. છતાં પણ ‘ હું કરું હું કરું એજ અજ્ઞાનતા’ આ ’હું’, અહમ નીકળે તો મનુષ્ય ઈશ્વરનું નામ સ્મરણ કરતાં  શાંતિથી મરી શકે. ભગવાનને પ્રાર્થના અને દવાઓ કરવા છતાં પણ દવા અને દુવા કામ ન લાગ્યા ! અંતે  બાર દિવસમાં રૂષભે આ દુનિયામાંથી ચિર વિદાઈ લીધી. ઘર ઉપર જાણે પહાડ સમુ દુખ તુટી પડ્યું . ભદ્રા જાન વીનાના પુતળા સમી બની ગઈ.  રંભાને તો જાણે તેનો વ્હાલસોયો ભાઈ ચાલી ગયો. નીલ્પા અને કૃતિની હાલત વધારે ખરાબ છે.  તે બંને સ્તબ્ધ બની ગઈ. સારાકાકા અને બા તેમણે  બીજો જુવાનજોધ દીકરો ખોયો ! ઘડપણમાં તેમની હાથ લાકડી છીનવાઈ ગઈ. કોણ કોને સંભાળે ? આજે બધાજ સમદુખિયા બની ગયા. માથા ઉપરથી છત્ર હઠી ગયું ,દુખની ધોધમાર વર્ષામાં ભિંજાઈને મોટાં ડુસકાં લઈ રહ્યાં છે. રૂષભના બેસણામાં,  ફોટા પર સુખડનો હાર અને ટેબલ પર પથરાયેલા ગુલાબના પુષ્પો, મોગરાની ધુપસળી રૂષભના સ્વભાવની મહેક પ્રસરાવી રહ્યાં છે. સફેદ વસ્ત્રોમાં સજ્જ પરિવાર, સગાંવ્હાલાં અને મિત્ર મંડળ તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યાં છે. રંભાને રૂષભની તસવીરમાં જીનલની ઝાંખી થઈ, બેવડું દુખ આવી પડ્યું. તેને તો બંને સહારા ચાલી ગયા. કહે છે ને કે, ‘ દુખનુ ઓસડ દહાદા’.  જીવવું તો પડશે ?’ સુઃખ દુઃખ મનમાં ન આણીયે, ઘટ સાથે રે ઘડીઆ’  ભજનના શબ્દો ઘરની અંદર સી.ડી વગાડી રહી હતી.  આ શબ્દો બધાના દિલમાં પ્રાણ પુરી રહ્યા હોવાથી શાંતિનો અનુભવ થઈ રહ્યો. જીવન આગળ વધતું રહે છે. દુખને યાદ કરી કરીને બેસી ન રહેવાય. રોજીંદા  જીવનનો ક્ર્મ ચાલુ કરવો  પડે છુટકો નથી. નીલ્પા અને કૃતિ તો જાણે નિરાધાર થઈ ગયા હોય એમ, એમના આંસું નથી સુકાતા, તેમને તો જાણે સર્વસ્વ લુંટાઈ ગયું હોય એટલો આઘાત લાગ્યો છે. તેમાં નીલ્પા તો ખાસ, તેને મન રૂષભકાકા તેના પિતા સમાન હતા. પાણી કહેતાં દુધ હાજર કરતા હતા. કાકાએ પિતાની જગ્યા સાચવી હતી. પિતાની ફરજ બરાબર નિભાવતા હતા. બંને છોકરીઓને કોઈ કમી મહેસુસ થવા દેતા ન હતા.લાડ અને પ્યારથી સાચવતા.છોકરીઓ પણ રૂષભકાકાને એટલો જ પ્રેમ કરતી હતી. કાકાને ભુલી શકતી નથી. તેઓની ફરમાઈશ પૂરી કરવા  હવે કોઈ નથી. કાકા જે લાડ લડાવતા હતા તેનાથી હવે વંચીત રહેશે. ખરેખર  છોકરીઓએ હાલાત અને સમયને અનુલક્ષીને પોતાનુ વર્તન બદલવું જ રહ્યું ! હકિકતનો સામનો કરવો જ પડે. ધીમે ધીમે બંનેમાં બદલાવ આવવા લાગ્યો અને થોડી સમજતી થઈ. બંનેના વર્તનમાં સ્પષ્ટ રૂપે  ફરક થયો.  કોઈ પણ વસ્તુ માટે  જીદ  કરવી વિસરી ગયા. આશાબેન અને આનંદને બંને ભાભીઓ પર દયા આવતી હતી પરંતું કુદરત આગળ લાચાર છે. થાય એટલી મદદ કરી રહ્યાં છે, અને આજ સુધી કરતાં પણ આવ્યાં છે.આશાબેને બંને ભાભીઓને સમજાવી,- “ હવે તમારે તમારી જાતેજ ઉભા થવાનુ છે. અમે સલાહ સુચન આપીશું પરંતું તમારું જીવન તમારે જીવવાનુ છે. બંને છોકરીઓની જવાબદારી પણ છે. એટલે મન મજબુત કરીને પરિસ્થિતીનો સામનો કરવાનો વખત આવી ગયો છે.  હું અને આનંદ તમારી સાથે જ છીએ. અહિયાં તમે એકલાં નથી “ ભદ્રા અને રંભા તરત જ બોલ્યાં, “હા બેન તમારો સાથ ન હોત તો અમે ક્યારનાં તુટી ગયાં હોત. આ દેશમાં અમને તમારો સાથ અને સહારો બહુ જ મળ્યો છે. તમે જે રીતે સલાહ સુચન આપ્યાં છે તે જ પ્રમાણે અમે કર્યું છે. તમારા બંનેનો ઉપકાર અમે ક્યારેય નહી ભુલીએ “. ત્રણે વાતો કરી રહ્યાં છે . છતાં પણ દિલમાં ચેન નથી.  રંભા અને ભદ્રાના દિલમાં ફફડાટ પેદા થયો છે. આશાબેનની જમણી આંખ જોરમાં ફરકવા લાગી, તેમના દિલમાં એક અજીબ બેચેની મહેસુસ થઈ રહી છે. કશું અજુગતુ, અમંગળ ઘટવાનુ હોય એમ અણસાર થઈ રહ્યો છે. મન વિચારે છે, હે ભગવાન હવે ખમ્મા કર હવે દુખ સહન નથી થતું. બાનુ તો ખાવા-પીવાનુ હરામ થઈ ગયું છે.  સારાકાકા અને બાની ઉંઘ ઉડી ગઈ છે. સમસ્ત પરિવાર અજંપો અનુભવે છે. ધંધાનો વધારે પડતો બોજ અને રૂષભનું મૃત્યુ, આનંદને મનમાં આઘાત લાગ્યો.તેના મન ઉપર પણ ઘેરી અસર થઈ. એક દિવસ રાત્રે આનંદે આશાને ઉઠાડી અને પોતાને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી. છાતીમાં દુખાવો અસહ્ય હતો, એટલે આશાબેને ૯૧૧ ને ફોન કરીને એમબ્યુલન્સ બોલાવી આનંદને હૉસપીટલમા દાખલ કર્યો. ત્યાં ડૉક્ટરે કહ્યું હાર્ટ એટેક આવ્યો છે.આનંદનુ ત્યાંજ મૃત્યુ થયું. ડૉક્ટરે આનંદને મૃત ઘોષીત કર્યો. ઘર ઉપર જાણે આસમાન તુટી પડ્યું, આશાબેન તો જમીન પર ફસડાઈ પડ્યા અને મૉઢામાંથી શબ્દો સરી પડ્યા, હે ભગવાન અચાનક આ શું થઈ ગયું ?

આનંદ તેં આ શું કર્યું ? કંઈ પણ કહ્યા વીના જવાની આટલી બધી ઉતાવળ કેમ કરી ? આનંદના દુખદ સમાચાર સાંભળીને બધાને જોરદાર મોટો ઝટકો લાગ્યો. કોઈ માનવા તૈયાર નથી. અણધાર્યો આઘાત સહન કરવાની કોઈનામાં શક્તિ નથી રહી. ઘરની અંદર દુખના વાદળ હઠવાનુ નામ નથી દેતા. બધા દુખના દરિયામાં ડુબી ગયા. બંને ભાભીઓને પણ બહુ જ દુખ થયું. આનંદભાઈને લીધે  તેઓએ અમેરિકા જોયું અને અનંદભાઈએ બંને ભાઈઓને બધી રીતે બહુ મદદ પણ કરી. તેઓને કેમ કરી ભુલાય ? આશાબેન અમારી લાઈનમાં કેમ આવી ગયાં?  હે ભગવાન, હવે તો અમારી ઉપર દયા કરો હવે દુખનો ભાર ઉપાડવાની શક્તિ નથી રહી. સારાકાકા અને બા તેઓ તો બોલે છે અમારે જવાના દિવસો છે અને હે પ્રભુ, તમે આમારા જુવાન જોધ બાળકોને બોલાવી લીધા. આ બુઢાપામાં આવુ દુખ જોવાનુ પણ લખ્યુ હતું ? હે ભગવાન આવી આકરી પરિક્ષા કેમ લીધી? અમારી બે વહુઓ પણ અમારી છોકરીઓ સમાન છે. આ ત્રણે છોકરીઓના દુખ કેમ કરી જોવાશે ? સાથે તેઓના સંતાન બાપ વીનાના નિરાધાર થઈ ગયાં. સામે આખી જીંદગી પડી છે. બધાં જ મનથી ભાગી પડ્યાં છે,અમારો પરિવાર કેમ કરી ઉભો થશે? ખબર નહી સારાકાકાના પરિવારને કોની નજર લાગી ગઈ ? એક પછી એક ઘરના બધા પુરૂષો વિદાઈ લીધી.  પુરૂષ, ઘરની છત્ર છાયા અને ઘરનો મોભ, ઘરની આબરૂ છે.  બધા ચાલ્યા ગયા હવે આ ઘરની દશા શું થશે? હા, આજ કાલ સ્ત્રી પુરૂષ સમોવડી ગણાય છે.પરંતું પુરુષ એ બે આંખની શરમ ગણાય. જે ઘરમાં પુરુષ ન રહે તે પરિવારને કપરા સંજોગોનો સામનો કરવો પડે છે. ત્રણ ત્રણ તસવીર પર સુખડના હાર ? આશાબેનને ઓચિંતા આવી પડેલ દુખથી  આઘાત લાગ્યો છે. આશાબેનને હવે ભાભીઓનુ દુખ સમજમાં આવ્યું, બંને ભાભીની મનોદશા હવે આશાબેન બરાબર સમજી ગયાં.પરિવાર પુરૂષો વગર બે સહારા બની ગયો રંભા, “ ભદ્રા, હવે આનંદભાઈ રહ્યા નથી એટલે આપણે આશાબેનને બહુ તકલીફ આપવી નથી. દરેક વસ્તુ જાતે જ કરવી પડશે “ ભદ્રા , “ હા ભાભી તમે તદન સાચી વાત કરી, આપણે આપણી જાતેજ જીવતાં શીખવું પડશે “. સમય તો તેની રીતે ચાલ્યો જાય છે. ઘરમાંથી  પુરૂષ વર્ગે વીદાય લીધે વર્ષો વહી ગયાં. રંભા અને ભદ્રાને આટલા વર્ષો બાદ સમજાયું, માથા પરથી પતિની છત્ર છાયા હઠી જાય પછીથી જીંદગી જીવવી કેટલી મુશ્કેલ  છે. જીવન કઠીન લાગે. પતિ હોય ત્યારે પતિની મરજી પ્રમાણે જીવન ચાલે. જ્યારે હવે બંનેના જીવનમાં બીજાની દખલ ગીરી, બીજા લોકો  સલાહ સુચન આપે. તે પ્રમાણે રહેવાનુ, પણ ક્યાં સુધી ? અમેરિકામાં આવે વર્ષો વીતી ગયા હવે તો અમને અમારી રીતે, અમારી મરજીથી જીવવા દો!અમેરિકામાં નવા હતા. અહિયાંના જીવનનની રીત-ભાતનુ કોઈ જ્ઞાન હતું નહી ત્યારે વાત અલગ હતી.  અજાણી જગ્યા, હાથમાં પૈસો હતો નહી ત્યારે ઓશિયાળુ જીવન હતું હવે શું છે ? હવે બંને બરાબર અનુભવી અને પોતાનુ જીવન જાતે જીવી શકે એમ છે. સંઘર્ષો જોયા,એક પછી એક બંને ભાઈઓએ વિદાઈ લીધી,પહાડ સમુ દુઃખ વેઠ્યું. હા એક વાત તો સત્ય છે આશાબેન અને આનંદભાઈનો ઉપકાર કદી ન ભુલાય. એ લોકોએ જે મદદ કરી છે તે બીજું કોઈ ન કરી શકે. તેમના અમે હમેશાં ઋણી રહીશું આશાબેન છે તો અમે અમેરિકા જોયું. કોઈ પણ દેશ હોય, કોઈ પણ ધરતી પર હોય મહેનત તો બધે જ છે. વગર મહેનતે પૈસો મળવાનો નથી. ફરક માત્ર ડોલર અને રૂપિયાનો છે. ડોલર કમાવા મહેનત કરવી પડે અને રૂપિયા કમાવા માટે પણ મહેનત કરવી પડે. રૂપિયા પતિદેવ કમાવીને લાવતા હતા અને ડોલર કમાવા જાતે મહેનત કરવી પડે એ વાત બંને દેરાણી-જેઠાણી સારી રીતે સમજી ગયા છે. ભદ્રા અને રંભાને સમય અને હાલાતે બધી  રીતે મજબુત બનાવી દીધાં છે. બંનેમાં હિંમત આવી ગઈ છે. પોતાની જાતે પોતાનુ જીવન સારી રીતે જીવી શકે એમ છે. બંનેએ બહુ  સરસ રીતે પરિવારનો ભાર માથે ઉપાડી લીધો છે. દેરાણી-જેઠાણી પોતાનો ધરમ અને જવાબદારી  સારી રીતે નિભાવી રહ્યાં છે. રંભા – “ ભાભી હવે તમને એમ નથી લાગતું આ એક ધાર્યું જીવન જીવી રહ્યા છીએ તે બદલવાની જરૂર છે. આખી જીંદગી બીજા કોઈના આધારે અને બીજાની મરજી મુજબ ન ચાલે, આપણો સ્વભાવ અને વિચારો બદલવાની હવે જરૂર છે.” ભદ્રા – “ હા મને પણ એમજ લાગે છે. પૈસા માટે જાતે જ મહેનત કરીને જાત તોડવાની હોય તો આપણી જીંદગીમાં બીજાની દખલગીરી શું કામ ચલાવવી ? આપણે એટલા અણઘડ નથી, કે શું સાચુ  અને શું ખોટું ખબર ન પડે. સ્ત્રીને અબલા  કહેવાય છે પરંતુ જ્યારે સ્ત્રી શક્તિ જાગૃત થાય ત્યારે પુરૂષોને પણ શરમાવે તેવું કાર્ય કરી શકે.” રંભા, “ હા, ભાભી હું તમારી સાથે સહમત છું.  તમારી વાત તદન સાચી છે. ચાલો જાગ્યા ત્યાંથી સવાર.” ભદ્રા અને રંભાની વચ્ચે,  હવે બહુ તૂ તૂ મેં મેં નથી ચાલતી. બંને સમજી ગયાં છે. તેઓને એક બીજા વીના નથી ચાલવાનુ, એક બીજાના સહારાની બહુ જરૂર છે. તેમના એક બીજા માટે વિચારો બદલાયા. બંને પોતાના દિલમાં હવે એક અજબ લાગણી મહેસુસ કરવા લાગ્યા. જીવન જીવવું હોય તો લડાઈ ઝઘડા કરીને જીવવું એના કરતાં પ્રેમથી જીવવું તે વધારે સારું. અને કહ્યું છે ને “ સબસે ઉંચીં પ્રેમ સગાઈ “. દેરાણી – જેઠાણી વચ્ચે એક બીજા પ્રત્યે લાગણી અને પ્રેમ વધવા લાગ્યો. જીવનની લડાઈએ આંખ ખોલી. પ્રેમનો ગઢ મજબૂત બન્યો.

 

અનોખી રીત પ્રીતની (૧૦) રાજુલ શાહ

Posted on January 4, 2014 by vijayshah

ભદ્રા અને ઋષભભાઇ ની સાથે , એમની હુંફમાં એમના સાનિધ્યમાં જીવનનો કેટલોય સમય પસાર કરી દીધો ? આજે જીનલ , ઋષભ અને આનંદભાઇની ગેરહાજરીમાં ય ભાભી સાથે એક સમજુતી સાથે બાકીનો સમય કદાચ એમ જ પસાર થઈ જાત જો આ નિલ્પા અને કૃતિ નો પણ સમજણપૂર્વકનો સાથ મળ્યો હોત !

જીવનની જેમ જ આથમતા સુર્યના આછા પાતળા રાતના અંધારા સાથે વિલીન થતા ઉજાસને ઝાંખતી રંભા ક્યારની બારી પાસે એક ટકે દૂર દૂર નજર નાખતી બેઠી રહી. હવે રહી રહીને એને પોતાના સ્વાર્થી વલણ સામે પસ્તાવો થતો હતો પણ હવે પસ્તાએ શું? એક વાર માથા સમાણા પાણી ચઢી ગયા પછી શ્વાસ લેવાની જે મથામણ થાય એવી મથામણ આજે રંભા અનુભવી રહી હતી.

જીનલના અણધાર્યા મૃત્યુ પછી કળ વળતા એણે જોયુ હતુ કે ઋષભે અત્યંત પ્રેમથી ,અત્યંત કાળજીથી નિલ્પા અને કૃતિને સંભાળી લીધા હતા. પિતાની ખોટ ન સાલે એટલી હદે એ બંને દિકરીનુ ધ્યાન રાખતો હતો . એમની જીવન જરૂરિયાત અને ક્યારેક તો એનાથી વધીને ખોટી જીદો ને પણ એ હદથી ઉપરવટ જઈને પોષવા પ્રયત્ન કરતો રહેતો પણ એ વખતે તો પોતાને ક્યાં વાંધો જ હતો ? દિકરીઓ સચવાય છે ને? બાપની ખોટ બાપના પૈસે જ પુરાય છે ને?

રંભાને એ વખતે ય ખબર હતી કે પ્રેમથી જાળવી લેતી ભદ્રાને નિલ્પા કે કૃતિની અણછાજતી માંગણીએ સામે અંદરખાનેથી તો વિરોધ જ હતો પણ ઋષભ એમાં આંખ આડા કાન કરતો અને એ વાત પોતાને તો અંદરથી રાજી રાખવા પુરતી હતી. જીદે ભરાયેલી નિલ્પાને ઋષભ ક્યારેક સમજાવવા પ્રયત્ન કરતો પણ અંતે તો હથિયાર હેઠા જ નાખીને નિલ્પાને રાજી રાખતો.

ધીરે ધીરે નિલ્પા અત્યંત જીદ્દી , ઉદ્દંડ થવા માંડી હતી એ જાણવા છતાં ય પોતે તો શાહમૃગની જેમ રેતીમાં માથુ ખોસીને જ બેઠી હતીને ? કદાચ -કદાચ એ વખતે ભદ્રાની નજરે પોતે પણ સમજણપૂર્વક વિચાર્યુ હોત તો આ દિવસ જોવાનો ન આવ્યો હોત .

પણ હકિકત એ હતી કે એ એમાંનુ કશું જ ન કરી શકી. ન તો એણે નિલ્પાને સમજાવવાનો ક્યારેય પ્રયત્ન કર્યો કે ન તો ક્યારેય ૠષભ કે ભદ્રાની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કર્યો. મુળથી કૃતિ થોડી સરળ પણ નિલ્પાનુ જોઇને જે રીતે એણે પણ મનફાવતી , બિન જરૂરી માંગણીઓ કરવા માંડી ત્યારેય એણે પાણી પહેલા પાળ બાંધી લેવાની જરૂર હતી. પણ હવે તો આ જો કે તો નો કોઇ જ અર્થ નહોતો. અભેદ દિવાલ સામે માથા અફાળીને હવે શું?

નિલ્પા ધીમે ધીમે બેહુદી રીતે વર્તવા માંડી હતી. ઋષભના લાડ, પ્યાર , દુલારનો અવળો અને મનઘડત અર્થ કરીને થોડી બેફામ પણ બનવા માંડી હતી. મનમાં જ્યારે જે ઉગ્યુ એ કોઇપણ ભોગે ઉપલબ્ધ થવુ જ જોઇએ એવો આગ્રહ હઠાગ્રહમાં પલટાવવા માંડ્યો હતો. કોલેજમાં પણ સારા નરસાનો વિચાર કર્યા વગર પૈસાનો છુટથી ઉપયોગ કરવા માંડ્યો ત્યારે પણ ભદ્રાએ તો પોતાનુ ધ્યાન દોર્યુ જ હતુ ને ? પણ એ વખતે સાચી પરિસ્થિતિ સમજવા કે સમજાવવાના બદલે ભદ્રા તરફ જે વહેરી નાખે એવી ઉપાલંભ ભરી નજરે જોયુ હતુ એમાં તો બંને વચ્ચે થોડા દિવસો સુધી અબોલા જેવુ જ ઉભુ થયુ હતુ ને?

કોલેજથી સીધી ઘેર આવવાના બદલે હવે નિલ્પા ક્યાંક બીજે જ સમય પસાર કરતી થઈ ગઈ હતી. ઋષભના દેહાંત પછી ય નિલ્પામાં ક્યાં સમજ ઉભી થઈ હતી? જે કાકાએ અત્યંત પ્રેમથી જેને જાળવી લીધી હતી એ કાકાની ગેરહાજરી એ સમયે સાલી હતી એ લાગણી તો ક્યારની ય વરાળ બનીને ઉડી ગઈ હતી. ઘર એ માત્ર રાતવસો કરવા જેટલુ જ મહત્વ ધરાવતુ ક્યારથી થઈ ગયુ એની ય નિલ્પાને ખબર રહી નહી . મા કે કાકી સાથે નો વ્યહવાર ખપ પુરતો જ રહ્યો છે એની ય નિલ્પાને ગમ નહોતી કે પછી ગમ હતી તો એની એને પરવા ય નહોતી. કૃતિ સાથે રૂમ શેર કરવા સિવાય કે ક્યારેક મરજીમાં આવે ત્યારે વોર્ડરોબ શેર કરવા સિવાય સંબંધ રાખવો જરૂરી લાગતો નહોતો . આ બધુ નજર સામે બનતુ રહ્યુ અને પોતે કંઇ જ કરી ન શકી એનો આજે વસવસો એટલી હદે વિસ્તરી ગયો હોય તો ય હવે કશો જ અર્થ નહોતો.

“સોનાની કટાર ભેટમાં ખોસાય પેટમાં નહી.” બા હંમેશા કહેતા સાથે ઉમેરતા ” દોડતા ઘોડાની લગામ તો સવાર ના હાથમાં જ શોભે , જો લગામ સહેજે ઢીલી મુકશો તો તેક રફ્તારે દોડતો અશ્વ તમને ક્યાંય ઉથલાવીને ફેંકી દેશી.”

આજે રંભાને સાચે જ લાગી રહ્યુ હતુ કે નિલ્પા નામની કટારને ભેટમાં અને એ ય તે મ્યાન સાથે રાખવાની જરૂર હતી. તેજ રફ્તારે દોડતી નિલ્પાએ ઘર-પરિવારની સાથે પારિવારિક લાગણીઓને પણ ક્યાંય ઉથલાવીને એના જીવનમાંથી ફેંકી દીધી હતી. જે દિવસે નિલ્પાએ આવી ને બસ જણાવવા પુરતુ જણાવી દીધુ હતુ કે એ એની સાથે સમર જોબ કરતા ડૅવીડના પ્રેમમાં છે અને ભવિષ્યમાં એની સાથે જ લગ્ન કરવાની છે.

“સટ્ટાક ” એક સણસણતો તમાચો નિલ્પાના ગાલે પડ્યો હતો. એ તમાચાની ગુંજ રૂમમાં આજે પણ રંભાને સંભળાઇ રહી હતી કારણકે એ સણસણતો તમાચો નિલ્પાના ગાલે જ નહી પોતાની કિસ્મત પર પણ પડ્યો હતો. નિલ્પાને તો કોઇ ફરક પડ્યો નહોતો કારણકે પોતાની જીદ ગમે તે ભોગે પુરી થવી જ જોઇએ એવી એની ફિતરત થઈ ગઈ હતી.

તમાચાનો અવાજ સાંભળીને ભદ્રા પણ બીજા રૂમમાંથી ધસી આવી હતી.

” ના પાડી હતી ને? કેટલીય વાર સમજાવ્યુ હતુ ને કે મહેરબાની કરીને મિયાં કે આ કાળા લોકોથી દૂર જ રહેજો અને તને આ આખી દુનિયામાં ડૅવિડ સિવાય બીજુ કોઇ ના મળ્યુ? ”

રંભાને અને ઘરના સૌને આ બંને જાત સામે પહેલેથી જ વિરોધ હતો. જીનલને નાની અમસ્તી વાત માટે મોતને ઘાટ ઉતારવામાં પણ આવા કોઇ કાળિયાનો જ હાથ હતો એટલે ત્યારથી જ ઘરમાં સૌને આ જાત સામે અત્યંત નફરત હતી અને નિલ્પાએ સામે ચાલીને પોતાનુ જીવન આ જ પ્રજા સાથે વિતાવવાનો નિર્ણય કર્યો હતો એ જાણીને રંભાનો ક્રોધ માઝા મુકી રહ્યો હતો.

” માય ગોડ! મમ્મી તું ક્યાં સુધી આવી રહીશ? દુનિયામાં એક જણ ખરાબ હોય એટલે આખી જાતને દોષી માની લેવાની? માર્ટીન લ્યુથર કોણ હતા? તારી દેશી કે આ ધોળિયાઓની જમાતના હતા? અને તુ ક્યારેય ડૅવિડને મળી છુ ? વગર જોયે વગર જાણે નક્કી કરી જ લીધુ કે એ કેવો છે? ”

” મારે એને જોવો ય નથી અને જાણવો ય નથી. અને મહેરબાની કરીને એનુ નામ ફરી આ ઘરમાં તુ લઇશ નહી” ગુસ્સાથી લાલચોળ રંભાએ ફરમાન કરી દીધુ અને એ ફરમાન નિલ્પાએ માની પણ લીધુ. એ દિવસ પછી એણે આ ઘરમાં ડૅવિડનુ નામ સુધ્ધા લીધુ નહી બસ માત્ર ઘરમાંથી ભાગી જઈને પોતાનુ નામ કાયમ માટે ડૅવિડ સાથે જોડી ધીધુ. અને જીનલના પૈસા પર પોતાના હક માટે રંભા પર કોર્ટની નોટીસ ફટકારી દીધી.

આ બીજો સણસણતો તમાચો હતો રંભાના ગાલ પર જે એના બાકીના જીવન દરમ્યાન ચચર્યા કરવાનો હતો.

“જીવનની નાવ કેટલીય વાર ખોરંભે ચઢી હશે ? કેટલી વાર આમ તેમ અફળાતા અફળાતા કિનારે પહોંચવા મથામણ કરી હશે? ૠષભ અને જીનલના કારમા મોતને પણ જો આપણે પચાવીની જીવી શક્યા તો આમ નાની વાતમાં હારીને બેસી જવાની જરૂર નથી. એનો ય કંઇક રસ્તો નિકળશે ભાભી.”

ભદ્રા રંભાને સમજાવવા , એના મનને થાળે પાડવા બનતી કોશિશો કર્યા કરતી.” હવે જાગ્યા ત્યારથી સવાર સમજીને નવેસરથી જાતને ગોઠવવી તો પડશે ને? હવે જે નિલ્પામાં થયુ એ કૃતિમાં ન થાય એની કાળજી લેવાની.”

અને ખરેખર રંભાએ ભદ્રાની વાત ને ગંભીરતાથી લઈ પરિચિત સર્કલમાં કૃતિ માટે યોગ્ય મુરતિયા માટે વાત વહેતી મુકી.

” ભાભી , મારા સાસરી પક્ષમાં મારા ધ્યાનમાં એક છોકરો છે. કુંટુબ માં કઈ કહેવા પણુ છે નહી. આપણી જેમ જ મુળે પૈસે ટકે સુખી પણ સમય જતા કેમિકલના બિઝનેસમાં ખોટ આવતા જરા પાછા પડ્યા છે. જતીન નામ છે છોકરાનુ અને ઘરનો બિઝનેસ સંભાળી શકાય એટલે કેમિકલ એન્જીનીયરીંગમાં એમ બી એ કર્યુ પણ હવે બિઝનેસ જ ન રહેતા યુ. એસ. સેટલ થવાનુ નક્કી કર્યુ અને એચ વન બી વિસા પર અહીં એક વર્ષથી છે. જો તમારુ મન માને તો આપણે કૃતિ અને જતીનને મેળવીએ. આમ જોવા જઈએ તો જો નક્કી થાય તો બંને પક્ષે સારુ જ છે. કૃતિ સાથે જોડાઇને જતીનને પણ અહીં સેટલ થવાનુ સરળ બનશે અને જતીન જેવો પારિવારિક મુલ્ય ધરાવતો છોકરો મેળવીને કૃતિ પણ જીવનભર સુખ શાંતિથી રહી શકશે.”

આટલી લાંબી પ્રસ્તાવના બાંધીને આશાબેન આશા ભરી આંખે રંભા સામે તાકી રહ્યા. રંભાના ચહેરા પર અવઢવ જોઇને એના ખભે સ્નેહથી હાથ મુક્યો .” ભાભી કોઇ જ ઉતાવળ નથી , શાંતિથી વિચારીને , કૃતિ સાથે વાત કરીને આપણે આગળ વધીશુ .પણ એક વાત તો હું ખાતરીપૂર્વક કહી શકુ એમ છું કે જો કૃતિ અને જતીન એક બીજાને પસંદ હશે તો જતીનના ઘર માટે તમારે કશી જ ચિંતા કરવાની રહેશે નહી.”

અને સાચે જ રંભાને કૃતિ કે કૃતિના લગ્ન અંગે કોઇ જ ચિંતા કરવાની રહી નહી. કૃતિ અને જતીને એક બીજાને પસંદ કરાવાની સાથે જ નિર્ણય લઈ લીધો કે માત્ર પરિવારની હાજરીમાં સાદાઇથી જ વિધી સંપન્ન કરશે અને એ માટે જતીનના પરિવારને પણ કોઇ જ વાંધો નહોતો. એ લોકો પણ સમજતા હતા કે ઘરની પરિસ્થિતિને સમજીને જતીને જે નિર્ણય લીધો છે એ અત્યંત વ્યહવારુ છે. કોઇ ખોટા આડંબર કે દેખાદેખી વગર જતીન અને કૃતિ લગ્ન ગ્રંથીથી જોડાઇ ગયા.

ચાલો એક સમસ્યાનો તો હલ આવી ગયો. નિલ્પાના જક્કી વલણ અને જીદ્દી નિર્ણય પછી તો કૃતિ પણ ક્યાંક સમસ્યા બનીને સામે આવીને ન ઉભી રહે એની સતત ફડક રંભાના મનમાં રહ્યા કરતી. એટલે કૃતિના લગ્ન થકી રંભાના મનની એ ફડક પણ ઓછી થઈ .

ફરી પાછુ જીવન થાળે પડીને આગળ વધવા લાગ્યુ. રંભા અને ભદ્રા ફરી એક વાર સુખ દુઃખના સાથી બનીને ઘરમાં , કામમાં ગોઠવાતા ગયા. કૃતિ અને જતીનના લગ્ન પછી ઘરમાં રંભા અને ભદ્રા એકલા જ રહી ગયા હતા તો સામે કૃતિ અને જતીનને રહેવાની સમસ્યાય હતી એટલે ભદ્રાએ જ એક વ્યહવારુ ઉકેલ આણ્યો હતો . ” આમ પણ આપણે બે ઘરમાં એકલા અને આવડુ મોટુ ઘર ખાવા દોડે છે તો ભલે ને કૃતિ અને જતીન અહીં આપણી જ સાથે રહેતા. દિકરીને તો આપણામાં આપીએ એટલુ ઓછુ છે અને કૃતિ એ આમે પણ કશુ જ લીધુ નથી તો એને પણ થોડી રાહત થશે. ”

અને રંભાએ આ સમાધાન સ્વીકારી લીધુ . કૃતિ અને જતીન સરળતાથી ઘરમાં ગોઠવાઇ ગયા.

પરંતુ કહે છે ને કે ઇશ્વરે જ્યારે સદનસીબની વહેંચણી કરવા માંડી ત્યારે કેટલાક લોકો જ્યારે હાથમાં ચારણી લઈને ઉભા રહ્યા .રંભા અને ભદ્રા પણ આમાં ના એક હતા. માંડ જીવ અને જીવન થાળે પડવા માંડે અને ત્યારે જ નસીબનું પાંદડુ આડુ ફાટતુ.

આશાબેને ઘરમાં સુખ શાંતિ અને સંપ રહે એ માટે એક સુલેહભર્યો રસ્તો ચીંધ્યો હતો કે ઘરમાં કમાતા સૌ સરખો ભાગ ઘરના ખર્ચામાં આપે એટલે કોઇના માથે ભાર નહી અને તેમ છતાં સૌના માથે એક સરખી જ જવાબદારી રહે. રંભા અને ભદ્રાને આ મંજુર જ હતુ અને એ પ્રમાણે ઘર વ્યવસ્થિત ચાલતુ પણ હતુ . રંભા અને ભદ્રા ઉપરાંત કૃતિ અને જતીન પણ આ વ્યવસ્થામાં જોડાઇ ગયા હતા એટલે ઘરમાં સુખ શાંતિથી દિવસો પસાર થતા હતા પણ આ સુખ શાંતિ અને સંપ ઝાઝા ટક્યા નહી.

આ સુખ અને શાંતિ પર નિલ્પા નામની આફત આવીને ફરી એક વાર ત્રાટકી. ડૅવિડ સાથે નુ લગ્ન જીવન થોડા જ સમયમાં વેરવિખેર થઈ ગયુ. ડૅવિડના પાશ્ચાત્ય રંગઢંગ અને બેતમા જીવન શૈલીથી વાજ આવી ગયેલી નિલ્પા એની સાથે ઝાઝુ ટકી શકી નહી. શરૂઆતનો પ્રેમ પિત્તળ પર ચઢાયેલા સોનાના ઢોળની જેમ ફિક્કો પડવા માંડ્યો. હોટ હોટ ડેવિડનુ વર્તન જ્યારે વધુ ને વધુ હોટ બનવા માંડ્યુ ત્યારે નિલ્પાને પોતાના ઇમ્પલ્સીવ નિર્ણય માટે પેટ ભરીને પસ્તાવો થયો પરંતુ એ પોતાના નિર્ણય માટે કોઇને ય જવાબદાર ઠેરવી શકે એમ હતી નહી અને પોતે એ લગ્નની જવાબદારી લાંબો સમય નિભાવી શકે એમ પણ હતી નહી.

એ ફરી એક વાર રંભા અને ભદ્રાના શાંત જીવનમાં વાવાઝોડુ બનીને ત્રાટકી.

“ભાભી , આમ ક્યાં સુધી તમે એને જીરવ્યા કરશો? નાનપણથી જ એ એનુ મન માન્યુ કરતી આવી છે કોઇપણ ભોગે એનુ ધાર્યુ કરતી આવતી રહી છે અને હજુ પણ એ એમ જ કર્યા કરશે તો તમે ક્યાં સુધી એ ચલાવશો? પહેલેથી જ એને રોકી કે ટોકી હોત તો આ દિવસ જોવાનો ના આવ્યો હોત ને?”

નિલ્પા નાની હતી ત્યારે ભદ્રાને અને એના કરતા પણ ઋષભને વધારે વહાલી હતી પણ દિવસે દિવસે એના તરંગી તુક્કાઓથી બંને જણ ત્રાસી ગયા હતા એટલે અત્યારે ભદ્રાથી અકળામણ છતી થઈ ગઈ. પણ રંભા શુ કરે અંતે તો એ મા હતીને . પાછી આવેલી દિકરીને ક્યાં ધકેલે?

” તમારી વાત સાચી છે પણ દુનિયાની ઠોકરે ચઢેલો ઘેર પાછો આવે ત્યારે એને ઘરના ઉંબરેથી તો ઠોકર ના વાગવી જોઇએને ? ઘરની વ્યક્તિને ઘરમાં આશરો નહી મળે તો એ બીજે ક્યાં જશે?”

કૃતિ પણ રંભાના આ નિર્ણયની સાથે સંમત નહોતી પણ એ જ જ્યાં મા અને કાકીના આશરે રહેતી હોય ત્યાં નિલ્પા માટે વિરોધ કેવી રીતે કરે ? અંતે હર હંમેશની જેમ નિલ્પાએ પોતાનુ જ ધાર્યુ કર્ય અને પાછી ઘરમાં ગોઠવાઇ ગઈ. એ સીધી અને સરળ રીતે ગોઠવાઇ ગઈ હોત તો ક્યાં પ્રશ્ન જ હતો ? પણ આશાબેને ગોઠવેલી વ્યવસ્થામાં એ ન ગોઠવાઇ શકી. ઘર ખર્ચમાં પૈસા આપવાના એના ધાંધીયા ચાલુ જ રહ્યા.રંભા અને ભદ્રા એમ બે જણમાં કૃતિ અને જતીન ઉમેરાતા ચાર જણ થયા . ઘરનો ખર્ચો વધ્યો પણ એની સામે કૃતિ અને જતીને પોતાનો ભાર ઉપાડી લીધો હતો પણ નિલ્પા જેનુ નામ , એ ક્યાંય સપોર્ટીવ નહોતી એટલે ઘરમાં ઉદ્વેગ વધવા માંડ્યો.રંભા ફરી એક વાર આંખ આડા કાન કરવા માંડી હતી. ભદ્રા આ પરિસ્થિતિને ક્યાંય જીરવી શકે એમ હતી નહી એટલે એણે ખુલ્લે આમ એનો રોષ પ્રદર્શિત કરવા માંડ્યો હતો. કૃતિ અને જતીન ભદ્રાના વ્યવહારુ સુચનના લીધી આ ઘરમાં રહી શક્યા હતા અને સાચી વાત સમજતા હતા એટલે એ પણ ભદ્રા તરફી જ હતા.એટલે જાણે ઘરમાં ખુલ્લે આમ નિલ્પા વિરોધી મોરચો મંડાયો હોય એવુ ભારેખમ વાતાવરણ રહેતુ. ફરી એક્વાર આશાબેનને એમનો વિટો વાપરવાનો સમય આવી ગયો હતો.

ભદ્રા માનતી હતી કે” પૈસા માટે જાતે જ મહેનત કરીને જાત તોડવાની હોય તો આપણી જીંદગીમાં બીજાની દખલ ગીરી શું કામ ચલાવવી ? આપણે એટલા પણ અણઘડ નથી, કે આપણને શું સાચુ શું ખોટું ખબર ન પડે.”પણ આજે એની તમામ સમજણ કે આવડત પાછી પડતી હોય એમ એને લાગતુ હતુ . એના આજ સુધી ના રંભા સાથેના સમજણભર્યા કે પ્રેમ ભર્યા વ્યહવાર, લાગણી ના ગઢના કાંગરા નબળા પડતા દેખાયા .

“હે ! ઇશ્વર હવે તો તું જ આમાથી ઉગાર. ” રોજ સવાર પડે આંખ ખુલે અને ભદ્રાથી મનોમન પ્રાર્થના થઈ જતી અને દિવસ આખો ઉદ્વેગભર્યા વાતાવરણમાં પસાર કર્યા બાદ રાત્રે પથારીમાં પડતાની સાથે નિસાસો નખાઇ જતો.

 

અનોખી રીત પ્રીતની!(૧૧) પ્રવીણા કડકિયા

Posted on January 10, 2014 by vijayshah

જ્યારે  બારે મેઘ ખાંગા થઈને વરસે ત્યારે છત્રી નકામી થઈ જાય છે. ભદ્રા  માતૃત્વથી વંચિત હતી, છતાં પણ પતિના ભાઈની બંને દીકરીઓ પોતાની સમજી વહાલ વરસાવી આનંદ પામતી. હવે ‘નેવના પાણી મોભે’ ચડ્યા હતાં. રંભાના દિલના આગળા ખટખટાવીને થાકી. તે જાણે બહેરી ન થઈ ગઈ હોય?

ભદ્રા નામ પ્રમાણે ભદ્ર. તેમજ  ખૂબ સમજદાર હતી. એક ખોટ હતી ‘તે મા ન હતી!’ જેને કારણે પાછી પડતી.  તેમાં ભદ્રા નો શું વાંક? તે એકલી ગુન્હેગાર નહતી. રૂષભ હતો ત્યારે તેના પ્યારમાં ગળાડૂબ કદી આવું અમંગળ વિચારતી નહી. કૃતિ અને નિલ્પા તેને કદી પારકા લાગ્યા ન હતા. રંભા ભલે મોટી હતી પણ દિલ ભદ્રાનું વિશાળ હતું. તેને રૂષભના સંગ અને  રંગમા પૂરી રંગાઈ હતી.

વર્ષોનો અમેરિકાનો વસવાટ, દુનિયાનો અનુભવ અને માતા પિતા તરફથી વારસામાં મળેલું શાણપણ આચરણમા મૂકવાનો સમય પાકી ગયો હતો. ક્યાં સુધી વાવાઝોડાં જેવી નિલ્પાને સહન કરવી. એનું બેહુદું વર્તન ચલાવવું? એ ઉદ્દંડ છોકરી કોઈને ગાંઠતી નથી. હમેશા ઘરની શાંતિને હણે છે. હવે તેનો અંત લાવવો જરૂરી છે. ભદ્રાએ વિચાર્યું રંભાની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી છે.  નિલ્પા, ડેવિડ સાથે પરણી ન ફાવ્યું. અરે જે ટુંકો સમય તેની સાથે હતી ત્યારે પણ વારંવાર આવી પૈસાની માગણી કરતી. ડેવિડ બિમાર થયો તો દવાના પૈસા રંભા પાસે માગે. બાપના પૈસા પર હક જમાવે. રંભાની એક વાત સાંભળે તો નિલ્પા શાની. જતીન ખૂબ સમજુ હતો. તે અને કૃતિ આવા પ્રસંગો બને ત્યારે ઘરની બહાર ગાડી લઈને નિકળી પડતાં. સિનેમા જાય કે ડિનર લેવા.

ડેવિડથી છૂટી થઈ , પણ નિલ્પાનો સ્વભાવ છાનો ન રહ્યો. રડતી આવી ને માના ખોળામાં માથુ ઘાલી રડી. દીકરી હોવાથી  ઘરમાં બધાની ઉપરવટ  થઈ  રંભાએ તેને ઘરમાં રહેવાની પરવાનગી આપી. શરત મૂકી ગરજ હતી એટલે હા પાડી. પણ કેટલા દિવસ? પાછું તેનું પોત પ્રકાશ્યું. ઘર સંચાલનની વ્યવસ્થા પ્રમાણે સહુએ પગારમાંથી પૈસા ઘરખર્ચ પેટે આપવાના હતા. એક વાર નિલ્પાએ આપ્યા. બસ પછી એ ઉડાઉ છોકરી બહાના બનાવતી અને ઘરમાં રહેતી.

ભદ્રા, નિલ્પાના આવા વર્તનથી કંટાળી ગઈ હતી. રંભાની  દયા આવતી કિંતુ રંભા, ભરોસા પાત્ર ન લાગી. વારે વારે રંભા પાટલી બદલતી. જેને કારણે નિલ્પા સુધરવાનું નામ ન લેતી. હા, કાકાએ તેને ખૂબ લાડ કરી બગાડી હતી. રંભા  સમજતી’ પણ મોટી થશે ત્યારે સુધરશે એ  આશાએ બધા ખેલ  જોતી. ભદ્રા પ્રેમથી સમજાવે પણ તે સમજવા તૈયાર ન હતી. હવે, પાણી પાળ તોડી  વહી રહ્યા હતા. નિલ્પા આવી, વાવાઝોડું લાવી બસ હવે તારાજી આવશે તેવા એંધાણ જણાતા હતા. ડેવિડ બદચલન હતો. જેને કારણે નિલ્પા બિમારીનો ભોગ બની હતી.

સારું હતું કે જોબ ઉપરથી તેનો ‘હેલ્થ ઈન્શ્યોરન્સ’ હતો. નિલ્પાને ‘ગાયનેકૉલોજીસ્ટ ‘ પાસે લઈ જઈને તપાસ કરાવી. ભયંકર રોગમા તે પટકાઈ હતી. ત્યાં ખબર પડી કે નિલ્પા બહેનનો ‘પગ ભારે’ છે. પેટમા ડેવિડની નિશાની સાથે લાવી હતી. હવે ભદ્રા સંયમ ન રાખી શકી. આવા સ્ત્રીના રોગ માટે અમુક દવાઓ ઈન્શ્યોરન્સ્માં કવર ન હતી. જે ખૂબ મોંઘી હતી. આટ આટલું સહન કરવા છતાં નિલ્પા જરા પણ ઠંડી થઈ ન હતી. રંભા દીકરીના પરાક્રમથી ખૂબ અકળાતી. ફરિયાદ પણ કોને કરે? ભદ્રા હવે તેનાથી થોડી અળગી રહેતી. રંભાની લાગણી ખૂબ હતી પણ તેની આંખ ઉઘડે તે ખૂબ જરૂરી  હતું.

કૃતિ અને જતીનને નિલ્પાના તોફાન પસંદ ન હતા. નિલ્પા નાની હતી છતાં કૃતિ કે જીજાજીના માન જાળવતી નહી. ધીરે ્રહી અનૂકુળ સમય જોઈ બંનેએ પોતાનો માળો બાંધ્યો !

ભદ્રા એ મનોમન વિચાર્યું આ નિલ્પા હવે સાવ કાબૂ બહાર છે! રંભા દીકરીના લક્ષણ જાણતી છતાં આંખ આડા કાન કરતી. પૈસા પાણીની જેમ વાપરતી. રૂષભે ભરેલા વિમાના પ્રિમિયમથી આવેલા પૈસાને ઉડાવતી. હવે ભદ્રા સંયમ ન રાખી શકી. રંભાને કહી દીધું કે તારે પસંદગી કરવી પડશે, ‘ ભદ્રા કે નિલ્પા’?

આવા બધા તમાશા મારે શું કામ સહન કરવા? મારી પાસે રૂષભના વિમાના પૈસા  છે. રૂષભે જેમ ભાઈની બંને દીકરીઓ ધ્યાનમા રાખી વિમાના પૈસા ભરતો તેમ પોતાનો વિમો ઉતરાવી ભદ્રાની સલામતી પણ જોઈ હતી. તેની દૂરંદેશી દાદ માગી લે તેવી હતી. ભદ્રા કાળજું કઠણ કરી અને ખાસ તો રંભાને પાઠ ભણાવવા એક દિવસ બધા સાથે જમવા બેઠા હતા ત્યારે બોંબનો ધડાકો કર્યો.

‘ હું આવતા મહિનેથી જુદી એપાર્ટમેંટમાં રહેવા જવાની છું’. રંભાના હાથનો કોળિયો પડી ગયો. નિલ્પા નફ્ફટ થઈને જાણે કશું સમજતી ન હોય તેવો ડૉળ કરીને બોલી ‘ શું થયું કાકી, આટલા વર્ષો પછી તમને કેમ આવો વિ્ચાર આવ્યો?’ કહીને ખડખડાટ હસી રહી.

ભદ્રાને જવાબ હોઠ સુધી આવ્યો હતો પણ સંયમ રાખી મૌન રહી. રંભાને નિલ્પાનું આવું વર્તન સાલ્યું. બોલી કાંઈ નહી માત્ર તેની સામે જોઈ રહી. નાના મોટાની કશી આમન્યા તે ન રાખતી. રૂષભકાકા અને ભદ્રાકાકીએ કરેલા લાડની તેને કશી કિમત ન હતી. બેકાબૂ નિલ્પા, માની નજરનો અર્થ ન સમજે તેવી નાદાન ન હતી! કૃતિ અને જતિન, નિલ્પાને જાણતા હતા. કોઈ દિવસ તેની વાતમાં માથુ ન મારતા. નિલ્પા ક્યારે અપમાન કરી બેસે તેની ખાત્રી નહી! જતિન ઘરની હર વાત જાણતો. રંભાને મળેલા વિમાના પૈસાનું પ્રિમિયમ રૂષભ્કાકા ભરતા હતાં. જે પૈસા પર ભદ્રાકાકીનો હક હોવો જોઈએ.

રૂષભ ગોથું ક્યાં ખાઈ ગયો, ક્યાંય ભદ્રાનું નામ લખાવ્યું ન હતું. એટલે કાયદેસર એ પૈસાની હકદાર રંભા હતી. રૂષભનું મન ચોખ્ખું અને દિલ વિશાળ હતા. રંભાને કાયદેસરમાં કશી ગતાગમ ન હતી. એમ સમજતી કે વિમાના પૈસા બધા મારા. નિલ્પા કાચી ન હતી. માને ભંભેરવામાં સફળ થઈ. રંભા દિલથી ભદ્રાને ચાહતી હતી. નિલ્પાની ભંભેરણીથી ઉશ્કેરાઈ

ભદ્રાને એલફેલ કોઈ વાર કહી જતી.ભદ્રાને થયું રંભા દીકરીના પ્રેમમા કે પછી પૈસાની ચકાચૌંધમાં આંધળી થઈ ગઈ છે. તેને ઠેકાણે લાવવા જૂદા રહેવા જવાનો વિચાર રજૂ કરી બીજા એપાર્ટમેંટમાં જતી રહી. ગાડી હતી.તેને પૂર્ણ સ્વાતંત્ર્ય હતું. શાંતિ ખૂબ લાગી પણ રંભાને કેવી રીતે વિસારે? ચાલો કૃતિ સુખી હતી અને નિલ્પા બેકાબૂ. કૃતિ અને જતિન પોતાના માળામા કિલ્લોલ કરી રહ્યા હતા. જતિને વિચાર્યું હમણા શાંતિ રાખવામાં સહુનું ભલુ છે! વખત આવે કૃતિની મમ્મીને પૈસાની ગોઠવણમાં સહાય કરીશ.

નિલ્પા ઘરે કોઈવાર આવતી નહિ તો રાતોની રાત દર્શન ન આપતી. રંભાની હાલત” ચોરની મા કોઠીમાં મ્હોં ઘાલી રડે” જેવી થઈ ગઈ.  નિલ્પા થોડી ઢીલી પડી હતી. હવે શું? રંભા તેને સમાજાવવામાં આખરે સફળ નિવડી. એક ડૉક્ટરને સાધી ‘ગર્ભપાત’ કરાવ્યો. ડેવિડથી છૂટા પડ્યા પછી તેની એવી કોઈ નિશાની નિલ્પાને જોઈતી ન હતી. તેની સાથે ગાળેલો ટુંકો ગાળો નિલ્પાને જીંદગીભર પરેશાન કરવા પૂરતો હતો!

ર્ગભપાત કરાવ્યા પછી નાજુક તબિયતને કારણે ફરજીયાત ત્રણ દિવસ પથારીમા રહેવાની ડૉક્ટરે સૂચના આપી. તેને થયું શું આ પગલું ઉચિત હતું? શું આ પાપ હતું? આરામના એ ત્રણ દિવસ દરમ્યાન નિલ્પાની માનસિક હાલત બગડી. રહી રહીને પસ્તાવો થતો હતો. “આવા ઉધામા કર્યા. ભર્યા કિલ્લોલ કરતા ઘરની શાંતિ હણી. જિનલ પપ્પા અને રૂષભકાકાના લાડ પ્યારને અભડાવ્યા. માતાથી વિશેષ ભદ્રાકાકીની આંતરડી કકળાવી. નફ્ફટ બની કોઈની એક પણ વાત કાને ન ધરી ! પપ્પા અને કાકાનો વિયોગ સહુએ સાથે મળી સહ્ય બનાવ્યો. રંભા મારી જનેતા છે પણ શું ભદ્રાકાકીએ કદી મને પરાયી ગણી હતી? તેમના નિઃસ્વાર્થ  પ્રેમને  અવગણી તેનો અનાદર કર્યો.

” નિલ્પા ભલે અમેરિકામાં જન્મી હતી, પણ દૂધ ભારતિય માનું પીધું હતું. બાટલી પીને મોટી થઈ ન હતી. સંસ્કાર ગમે ત્યારે અંતરમાંથી અવાજ દે છે! દેખાદેખી અને અલ્લડતાએ તેને બેજવાબદાર બનાવી હતી. આજે તે હ્રદયના ઉંડાણમાંથી નિકળી રહેલા સૂરોની સરગમ સાંભળી રહી હતી. ‘જાગ્યા ત્યારથી સવાર’. નિલ્પા પસ્તાવાના ઝરણામા સ્નાન કરી પાવનતાની ધન્ય ઘડી નો મધુરો આસ્વાદ માણી રહી હતી.’

ભદ્રાકાકી પાસે કેવી રીતે જઈ માફી માગી તેમને પ્રેમ અને આદર સાથે ઘરમા લાવવાના વિચાર કરી રહી. કૃતિ અને જીજાજીની પણ માફી માગવાની મનોમન તૈયારી કરી રહી. તેને ઉંડે ઉંડે શ્રદ્ધા હતી બધા તેની અક્ષમ્ય ભૂલોને માફ કરી ઉદાર દિલે અપનાવશે. સહુ નો વિશ્વાસ સંપાદન કરવા તે કટિબદ્ધ થઈ.

નિલ્પાનું હ્રદય પરિવર્તન દાદ માગી લે તેવું પગલું હતું.

જેને કારણે જતિન એકદમ નિશ્ચિંત થઈ ગયો હતો. હવે તેને ડર ન રહ્યો કે પૈસા વિખવાદનું કારણ બનશે. કૃતિને નાની બહેન મળ્યાનો હરખ થયો. જીનલ પપ્પા અને રૂષભ કાકા જાણે ફોટામાં હસતા જણાયા. પ્રીતની દોરીએ બંધાયેલો પરિવાર તેમને શાંતિ આપી રહ્યો હતો. નિલ્પાની આશા સહુએ છોડી દીધી હતી. કાલની કોને ખબર છે?

ભદ્રા અને રંભા આમ તો છે દેરાણી અને જેઠાણી. જીવનમાં તેમના મેઘધનુના રંગ હતા તો સાથે સાથે કાળી વાદળીઓ પણ છવાયેલી હતી.  વરસીને વિખરાઈ પણ હતી.પ્રેમ અને ધિક્કાર એક સિક્કાની બે બાજુ. અત્યારે સિક્કો ધાર પર ઉભો હતો. કઈ બાજુ ઢળશે તે અનજાણ હતું. જીવનના દો રાહા પર ઉભા હતા. દિલમાં પ્રેમ હતો. આંખોમા એવું કાંઈક ખેંચાણ હતું જે શબ્દમાં વર્ણવવું મુશ્કેલ છે. ભારતથી જ્યારે સહકુટુબ અમેરિકા આવ્યા ત્યારે રૂષભના આગ્રહને માન આપી ખાસ આબુ દેલવાડાના દહેરાં જોવા નહી, દેરાણી જેઠાણીના ગોખલા જોવા ગયા હતાં. તેની પાછળનો મર્મ ન સમજે તેવા રંભા અને ભદ્રા ન હતાં.

ભદ્રા નાની હતી, સમજુ હતી. જ્યારે નિલ્પા અંતરથી તેની માફી માગવા આવી તો પેટની જણી ન હતી છતાં ગઈ ગુજરી ભૂલી જવાની ઉદારતા દાખવી. તે માનતી હતી કે,  ‘સુબહકા ભૂલા જબ શામ કો ઘર આતા હૈ તો ઉસે ભૂલા નહી કહતે.’

પ્રીતનો રંગ કેવો? રીતની જાત કઈ? પ્રીતને રંગ નથી અને રીત કોઈએ બનાવી નથી. નથી એને લોહી સાથે સંબંધ કે નથી એને જન્મના બંધન! પ્રીત વણ પૂછ્યે થાય છે. તેના કોઈએ નીતિ નિયમ ઘડ્યા નથી. બસ રંભા અને ભદ્રાનું કાંઈક આવું જ હતું. સગાઈમાં બંને દેરાણી જેઠાણી હતાં. હા, તેમના પતિદેવ સગા ભાઈ ઉપરાંત ભાઈબંધ સમાન હતા. ઘણી વખત લોહીની સગાઈ કરતાં પ્રીત ચડિયાતી સાબિત થાય છે.

રંભાની ખુશીનો પાર ન રહ્યો. તેની લાડલીને ભગવાને સદબુદ્ધિ આપી. મનમાં છૂપો આનંદ થયો કે તેની ગમે તેવી બેહુદી વર્તણુક હતી ત્યારે સાથ આપ્યો. તો આજે સોનેરી દિવસ જોવાને ભાગ્યશાળી બની. મા, તરિકેની લાગણી અને ફરજ બંને નિભાવ્યા. હા, જેને કારણે ભદ્રા દુભાઈ તે ગમ્યું ન હતું. “મા”નું પલ્લું નમી ગયું, આજે સમય કેવા શુભ સંદેશા સાથે પાછો ફર્યો.

તે હમેશા માનતી કે વિચારો અલગ થાય તો ભલે મન અલગ ન થવા જોઈએ. આટલા વર્ષોના સંબંધ, એમ કાંઈ સરળતાથી  વિખવાદ ઉભા કરી શકે? તે પણ આ ઉમરે? પરદેશમાં?

કેટલા પ્રશ્નો કરી શકાય. સઘળાં પ્રશ્નોનો એક જવાબ,

લોહીનાં રંગથી પણ ગાઢી, અનોખી રીત પ્રીતની!

સપૂર્ણ