ફાંસીને માંચડેથી ****પ્રવીણા કડકીઆ

ફાંસીને માંચડેથી
 પ્રવીણા કડકિયા
ગીતા પંડ્યા
વિજય શાહ
ચારુશીલા વ્યાસ
સપના વિજાપુરા
અર્ચીતા પંડ્યા
પૂર્વી મલકાણ
રેખાપટેલ “વિનોદિની”
fansine machade thi
Posted on October 30, 2014 by pravina
પ્રકરણ —૧ કોમલને ફાંસી અપાઈ
કોમલને કાલે સવારે  ફાંસીની સજા મળવાની હતી. મુખ પર આછું સ્મિત ફરકી રહ્યું હતું. જીંદગીનો અંતિમ દિવસ, કોઈ ચિંતા નહી. જરા પણ કલેશ નહી. દિલગીરીનું નામોનિશાન નહી. જાણે આજે ઉત્સવ ન હોય ! કોમલને કોઈ પારિતોષક મળવાનું ન હોય!  જીંદગીની આખરી રાતના ૧૦ વાગ્યાનો ડંકો વાગ્યો અને દરવાજાને તાળા ભચકાયા. બત્તીઓ બુઝાઈ ગઈ. ઘોર અંધકારનું સામ્રાજ્ય ચારેકોર પ્રસરી ગયું. કોમલની ચીર વિદાયની અંતિમ ઘડી  ચૂપકીદીથી નજીક  સરી રહી હતી.
ટન, ટન, ટન, ટન ,ટન દરરોજ સવારે પાંચ વાગે  જેલની  લોલકવાળી મુખ્ય ઘડિયાળમાં જોરથી ડંકા વાગે. સવારના સહુને ઉઠાડવા માટે. આ વ્યવસ્થા કુલકર્ણી સાહેબે  ચાલુ કરાવી હતી. કોઈને ઉઠાડવા જવાની તસ્દી ન લેવી પડે. માત્ર આ સમયે પાંચ ડંકા વાગે તેથી દરેક જણ સમજી જાય ઉઠવાનો સમય થઈ ગયો છે. બાકી દર  કલાકે એક ડંકો વાગે. કુલકર્ણી સાહેબ આવ્યા પછી જેલની વ્યવસ્થામાં ઘણો  ફરક આંખે ઉડીને વળગે તેવો સાફ જણાતો. કુલકર્ણી પોતે જેલના રસોડે દરરોજ જમતા, સ્વાભાવિક છે ખોરાકની ગુણવત્તામાં ફરક આવ્યો  હોય  ? ભલભલા કેદીઓને પ્રેમથી વશ કરતાં.   મોટાભાગના  કેદીઓની ચાલચલગતમાં સજા કાળ દરમ્યાન  સ્પષ્ટ ફરક જણાતો. જેલમાંથી છૂટીને  તેમની જીંદગી અર્થસભર  બને તેવી  તેમની કોશિશ રહેતી. માનવતા અને લાગણી ભર્યા વર્તનને કારણે કુલકર્ણી જેલરના સ્વાંગમાં અનેકના જીવન ઉદ્ધારક પૂરવાર થયા હતા. નવા જેલર  કોઈ પણ બીજી જેલમાં જ્યારે નિયુક્ત થાય ત્યારે ખાસ સલાહ આપવામાં આવે,’નોકરીની શરૂઆત કરતાં પહેલાં  કુલકર્ણી સાહેબને મળજો, તેમની જેલર તરીકેની પદવી કેવી રીતે આટલી રસપ્રદ છે તે જાણવાનો પ્રયત્ન કરજો’ !
આજે સવારે  સાતના ટકોરે કોમલને ફાંસીએ લટકાવવાનો હતો. બધી તૈયારી લગભગ થઈ ગઈ હતી. આકાશમાં સૂરજને આવું બેહુદું દૃશ્ય જોવાની જાણે શરમ ન લાગતી હોય! વાદળમાંથી બહાર ડોકિયું કાઢતો ન હતો. તેને કારણે કાંઈ ફાંસી બંધ રહેવાની ન હતી !  સુંદર પ્રભાત, મનભાવન સૂર્યના કિરણો સંગે ગેલ કરતાં પક્ષીઓ, કોમલ મન ભરીને નિહાળી રહ્યો. જાણતો હતો થોડા વખતનો મહેમાન છે. પછી ? ક્યાં હશે? શું બની રહ્યું હશે? સાવ અનજાણ ! જો કે તેને ફિકર પણ ન હતી.
દરરોજના કાર્ય નિયમ અનુસાર ચાલતા હતાં. આજે ક્યાંકથી કુકડાની કુકરે કૂક સંભળાઈ ? કોમલને એ મધુર અવાજ ગમ્યો. મુખ પર હાસ્યની સુરખી પથરાઈ. કુસુમને જ્યારે સવારે ઉઠાડતો ત્યારે તેના કાનમાં કુકરે કુક બોલતો ! કુસુમ વળતો જવાબ આપતી, ‘તું કોમલ છે, તો આવા કર્કશ અવાજથી મને કેમ ઉઠાડે છે?’ અરે, કાંઈ ન આવડે તો નરસિંહ મહેતાનું ભજન ગાઈને ઉઠાડ. મને ખૂબ ગમશે,’ કોમલ એવા સરસ રાગે ભજન ગાતો કે કુસુમ સાંભળવામાં લીન થઈ જતી. તેનો અવાજ કુસુમને ખૂબ સૂરીલો લાગતો.
આજે અંતિમ દિવસ હોવાને કારણે કોમલના શરીરમાં આળસ ભરાઈ હતી. કોઈ ઉદ્વેગ નહી. જીવન પ્રત્યે કોઈ ફરિયાદ નહી. માત્ર કુસુમની યાદથી હૈયું છલોછલ ઉભરાતું હતું. ક્ષણભર તેના દિમાગમાં વિચાર ઝબકી ગયો. શું કુસુમનો બધો પ્યાર વિસરાઈ ગયો હતો ! પ્યાર સભર  કુસુમ કઈ રીતે ભૂલાઈ  ગઈ ? તેનું પ્રેમાળ વર્તન, તેના મીઠા મધ જેવા બોલ બધું ક્યાં અદ્રશ્ય થઈ ગયા અને ‘આવું ગોઝારૂં કૃત્ય  કેવી રીતે હું કરી બેઠો’?  ‘કુસુમશી કોમળ કુસુમ’નું જીવન તેના હાથે કચરાયું હતું. વહેમ અને ગુસ્સામાં માનવી કેવી ભયંકર ભૂલો કરે છે ! કોમલ તેનું દૃષ્ટાંત પુરૂં પાડવામાં સફળતા પૂર્વક પાર ઉતર્યો !
૧૨-૧૨-૧૨, દિવસ ક્યારનો ડાયરીમાં નોંધી રાખ્યો હતો.  એ દિવસની પ્રતિક્ષા ન હતી પણ આવવાનો હતો એ નક્કી હતું!  જે દિવસે હત્યા કરી હતી એ પણ બારંમી ડિસેમ્બરની રાત હતી. પાંચ વર્ષ પહેલાંની વાત હતી. કૉર્ટમાં કેસ ઘણો લાંબો ચાલ્યો. લગભગ છ વાર તો મુદત પડી. જે થયું તે સારા માટે થયું. દિવસ પછી રાત અને રાત પછી દિવસ અવિરત સર્યા કરે છે. કોમલના દિમાગમાં વિચારોના ઘોડાપૂર ઉમટતાં તેના અસ્તિત્વને હચમચાવી વિરમતા .   પાંચ વર્ષના ગાળામાં તેની મુસાફરી ક્યાંથી શરૂ થઈ હતી ને ક્યા આવીને ઠરીઠામ થઈ એ ખૂબ નવાઈનો વિષય હતો. એ પાંચ વર્ષના પરિણામ રૂપે કોમલ આજે આ મુકામ પર પહોંચ્યો હતો. હા, અફસોસ જરૂર હતો અને કેમ ન  હોય? કાંઈ નાનું સુનું કામ નહોતું કર્યું?  જેને પોતાનાથી અધિક ચાહી હતી. જેના પર પ્રાણ પાથરતો હતો. તે વહાલી કુસુમની હત્યાનો આરોપી હતો.
તેને તો પેલા હરામ–ને પણ મારવો હતો.   તે ભાગી છૂટ્યો અને  પૉલિસે તેને રંગે હાથ પકડ્યો. હવે કાંઈ કહી શકાય તેવું બાકી હતું નહી. મનમાં એક ગીતની પંક્તિ ગણગણી રહ્યો.
“क्यासे क्या हो गया बेवफा तेरे प्यारमे
 चाहा क्या, क्या मिला बेवफा तेरे प्यारमे
‘ફાંસીની સજા’, એ તેના ગુન્હા માટે ભલે અંતિમ  ચૂકાદો ગણાય પણ કોમલને માટે એ સજા ખૂબ સામાન્ય હતી. જીવનમાં મુસાફરી કરવાના ઘણા સાધનો ઉપલબ્ધ છે. અંતરની મુસાફરી તો જેમ કરતાં જાવ તેમ નિયત સ્થળ દૂર દૂર સરતું લાગે. જ્યારે દિલમાં શાંતિ, ઉત્સાહ અને ઉમંગ હોય તો સઘળે મેઘધનુના રંગ જણાય. જ્યારે દિલમાં કડવાશ અને તિરસ્કાર હોય ત્યારે કાળી ડિબાંગ  રાત્રી સમાન જીવન લાગે. એવા જીવનનું અંતિમ પરિણામ  સુંદર લાવવામાં કુલકર્ણી સાહેબે અગત્યનો ભાગ ભજવ્યો. તેમના પ્રયત્નો કોમલને બદલવામાં સફળ થયા. જીવનની અંતિમ ક્ષણોએ પથરાયેલી શાંતિ અને સંતોષ, હ્રદયની પાવનતાના અધિકારી હતાં, કુલકર્ણી જેલર સાહેબ !
આજની છેલ્લી રાતનું દૃશ્ય કોમલ આંખ ભરીને પી રહ્યો હતો. જેલર કુલકર્ણી, કોમલના મિત્ર, સખા કે સ્નેહી જે ગણો તે  જેલવાસના સમય દરમ્યાન બન્યા હતા. કોમલના હ્રદય અને જીવન પરિવર્તનને કારણે છેલ્લી રાત એવી કોટડીમાં પસાર કરવાની હતી જ્યાંની બારીમાંથી ચંદામામા ડોકિયું કરતાં જણાતા હતા. પૂનમની રાત અને સોળે કળાએ ખીલોલો ચાંદ ! જબરદસ્તીથી તેની ચાંદનીની શિતળતામાં કોમલને સ્નાન કરાવી  શિતળતા અર્પી રહ્યા હતા. કોમલનું તન બદન આનંદથી વિભોર થઈ ઉઠ્યું. આવા રમણિય વાતાવરણમાં પ્રિય પત્ની કુસુમની યાદ ન આવે તો જ નવાઈ લાગે !
દુધ ઉભરાયા પછી રડવાથી શો ફાયદો?  હા એ જ પ્યારી ,  કુસુમનું કાસળ કાઢી નાખવા માટે આજે તેની જીંદગીની અંતિમ રાત્રીની માદકતાનો સ્વાદ માણી રહ્યો હતો. જેલના નિવાસ કાળ દરમ્યાન, માનસ  યાત્રા દ્વારા મંઝિલ પ્રાપ્ત થઈ હતી તે અલૌકિક હતી. જેને કારણે મુખ પર પરમ શાંતિની આભા નિખરી રહી હતી. હૈયામાં કચવાટ નહી. ઉદ્વેગતાનું નામોનિશાન નહી ! કુદરતનું પાન કરતાં કરતાં આહલાદક વાતાવરણમાં કોમલ ખોવાઈ ગયો.  કુલકર્ણી સાહેબ  રાતના ઘરે જતાં પહેલાં આવીને ‘અલવિદા ‘ કરી ગયા હતા. તેમને ખબર હતી બીજે દિવસે ફરજ પર આવશે ત્યારે પહેલું કામ કોમલના મૃતદેહને ઠેકાણે પાડવાનું હશે !.જતાં પહેલાં કોમલના મુખ પરના ભાવનું બરાબર અવલોકન કરી રહ્યા. મનમાં વિચાર ઝબકી ગયો, જે ગોઝારી રાતે ખૂન કરીને આવ્યો હતો એ કોમલ અને આજનો પસ્તાવાના પુનિત ઝરણામાં સ્નાન કરીને પાવન કોમલ!
બરાબર સવારના સાત વાગે તેને ફાંસીને માંચડે ચડાવવા્માં આવશે તે જણાવતો કાગળ તેના હાથમાં હતો. આજે અંતિમ દિવસ હતો. સવારના નાસ્તામાં ગરમા ગરમ પુરી, બટાટાની સૂકીભાજી અને  આદુ તેમજ મસાલાવાળી ચા તેને કોટડીમાં આપવામાં આવ્યા હતા. કોઈ પણ જાતની ફરિયાદ યા ઉદ્વેગ વગર કોમલ તેની મોજ માણી રહ્યો હતો. આ તેનું આખરી ભોજન. જાણે સાત પકવાન અને અન્નકૂટ આરોગતો હોય તેવી પરમ શાંતિ. જગથી અલિપ્ત એવા તેના વદનકમળ પર સંતોષ પથરાયો હતો. ન કોઈની સામે ફરિયાદ, ન કોઈ સાથે લગાવ ! જાણે ઈશ્વરના દરબારમાંથી આવેલા તેડાંને ઉમંગભેર વધાવી મળવાની સંપૂર્ણ તૈયારી.
દરવાજા બહાર પહેરો ભરી રહેલો સંત્રી વિચારતો હતો, ‘આવો અદભૂત કેદી, દસ વર્ષની જેલની નોકરીમાં આજે પહેલીવાર  જોયો’! બરાબર કલાક પછી જે ફાંસીને માંચડે લટકશે તેના દિલોદિમાગ પર ભયનું નામોનિશાન જણાતું નથી.’ આરામથી નાસ્તાનો સ્વાદ માણી રહ્યો છે. કલાક પછી જેનું મૃત્યુ નિશ્ચિત છે. કઈ માટીનો આ માનવી ઘડાયો હશે? સંત્રીની માત્ર છ મહિના પહેલા આ જેલમાં  બદલી થઈ હતી. કુલકર્ણી સાહેબથી ખૂબ પ્રભાવિત થયો હતો. જેને કલાક પછી ફાંસી મળવાની હતી એ કેદીના મુખ પર પથરાયેલી શાંતિ તેને નવાઈ પમાડી ગઈ.
જેલવાસ દરમ્યાન ‘ગીતા’નું  અધ્યયન અને અંતરની યાત્રા દ્વારા અભયતાને તે વરી ચૂક્યો હતો. કર્યા કર્મની સજા તેણે ભોગવવાની છે તે સત્ય જાણતો હતો. ખબર નહી કેમ કોમલને કુલકર્ણીમાં કૃષ્ણ દેખાતા હશે? આમ તો કોમલ બ્રાહ્મણનો દીકરો હતો. નાનપણમાં જનોઈ પહેરતો અને સંધ્યા પૂજા વગર જમતો પણ નહી. જેલવાસ દરમ્યાન તેના સંસ્કાર જાગૃત થયા અને વિચારવંત બન્યો.
આરામથી નાસ્તો કર્યો. તેની છેલ્લી ઈચ્છા પુછવામાં આવી. પળવાર વિચારમાં ગરકાવ થઈ ગયો. ઉંડો શ્વાસ લઈને બોલ્યો, યાદ રહે,’ મારા પ્રાણ જેવા આ ખોળિયાની બહાર નિકળે કે તરત શરીરના બધા અંગોનું યોગ્ય વ્યક્તિને દાન કરશો. હું જુવાન છું. નિરોગી છું. અંગો બધાં સારી સ્થિતિમાં છે. મારા ગુનાની સજા ભલે મને મળે. મારી અનોખી બદલાયેલી શૈલી દ્વારા હું અનેકના દિલમાં  જીવીત રહીશ ! આ કાર્ય સરખી રીતે પાર પાડશો તો મને ખરેખર શાંતિ મળશે ! તેના અંતરના ઉંડાણમાંથી નિકળતો હરએક શબ્દ હ્રદયની પાવનતાનો અનુભવ કરાવતો.
બાકી ‘કોઈ અંતિમ એષણા નથી ! બને તો હાથમાં ‘ગીતા’નું પુસ્તક રાખવાની રજા આપશો તો ગમશે’ ! તેને ખબર હતી જેવું  ફાંસીનું દોરડું ખેંચાશે ત્યારે પુસ્તક હાથમાંથી સરી પડશે. ચેતના વિહિન હાથ ‘ગીતા’ને કઈ રીતે પકડી રાખે. ‘ગીતા’નું  સૂરીલું સંગિત કાનોમાં સદા ગુંજતું.
ફાંસી આપનાર વ્યક્તિ નિર્દય નથી હોતી. તેઓ માત્ર ચિઠ્ઠીના ચાકર હોય છે. હા, આ કાર્ય કાંઈ આનંદ આપનાર નથી, પણ કોઈકે તો આ કામ કરવું પડે ? માત્ર નોકરી ઉપર, ઉપરીની સૂચના મુજબ અનુસરવાનું હોય. સજા પામનારની અંતિમ ઈચ્છાને માન આપવાનો નિર્ણય લેવાયો.
કોમલને ખૂબ ગમ્યું. હાથમાં રહેલી ‘ગીતા’ને પ્રેમે પસવારી મધુરું ચુંબન આપ્યું. નાસ્તો થઈ ગયો. શાંતિથી બેસી તેનો સ્વાદ માણતો હતો. તેના નયનો દિશાશૂન્ય બની તાકી રહ્યા હતા. તે્ની નજરમાં કોઈ પણ જાતના ભાવ ન જણાયા. હા, જાણે સમગ્ર જગતથી અલિપ્ત ન થઈ ગયો હોય. તેનું લાગણી તંત્ર બધિર થઈ ગયું હતું. સઘળી આસક્તિ છૂટી ગઈ હતી.
દસ મિનિટ પછી સંત્રી આવ્યો.
‘તમારે અંતિમ સ્નાન લેવાનું  છે’.
કોમલે સ્નાનાગાર તરફ પ્રયાણ કર્યું. જુવાન કોમલ, દેખાવડો કોમલ, બસ ચંદ મિનિટોનો મહેમાન હતો. જેલમાં તેને કોઈ મળવા ન આવે તેનો આગ્રહી. જેને કારણે અંતિમ ક્ષણોમાં લાલસા ન રહી જાય.
કુલકર્ણી સાહેબ પણ ઘરે તૈયાર થઈ રહ્યા હતા. વિચારોમાં કોમલ અડ્ડો જમાવીને બેઠો હતો. કોમલ શાંત ચિત્તે મૃત્યુને ભેટશે તેનો વિચાર મનમાં ઘોળાતો હતો. જ્યારે કોમલ આ જેલમાં આવ્યો ત્યારનો દિવસ યાદ આવી ગયો. કેવું બેહુદું તેનું વર્તન હતું. મિજાજનો તુમાખી અને ગુસ્સાથી છલકાતો. દારૂ પીધેલ હાથીની જેમ તેને વશમાં લાવવા અથાગ પ્રયત્ન કરવો પડ્યો હતો. એમને મન તો ‘બ્રાહ્મણનો’ દીકરો આવું કૃત્ય કેવી રીતે કરી બેઠો એ સમજાતું ન હતું. કોમલમાં સૂતેલા સંસ્કારોને ઢંઢોળી તેની અસલિયત બહાર લાવવામં કુલકર્ણી સાહેબ સફળ થયા. જરા અસ્વસ્થતા અનુભવી રહ્યા. તેમને માટે હવે કોમલ ભૂતકાળ બની જશે!
કોમલ સ્નાનવિધી પૂરી કરી તૈયાર થયો. શરીર પર શ્વેત ચાદર વિંટાળી હતી. બે બાજુ  સંત્રીઓ ચાલી રહ્યા હતા. વધ સ્થંભ પાસે ઉભો રાખ્યો ત્યારે કોમલ આભને નિરખી રહ્યો. પ્રભાતમાં આભનું નિરિક્ષણ તેને ગમતું. એક પણ વાદળ છૂટા છવાયા  નજરે ન ચડ્યાં. નિર્મળ સ્વચ્છ આકાશમાં સૂર્ય સાત ઘોડાના રથ પર સવાર થઈ લટાર મારવા નિકળ્યો હતો. અવનવા દૃશ્ય નિહાળવાની આ તેની રોજની આદતથી કોમલ પરિચિત હતો. બન્ને હાથ જોડી તેના આગમનને વધાવતા મુખમાંથી સરી પડ્યું,
सर्वे भवंतु सुखिनां
सर्वे संतु निरामया
તેનું મુખ  કાળી ટોપી પહેરાવી ઢાંકી દીધું અને ગળામાં ફાંસીનું દોરડું સરી પડ્યું.  પ્રાર્થનાનો સૂર વિરમી ગયો. કોમલે, કુસુમને મળવાના માર્ગે પ્રયાણ કર્યું.  —–
 ફાંસીને માંચડે (૨) પ્રવીણા કડકિયા
Posted on November 7, 2014 by pravina
 ‘કઠોરતાનું કોચલું’
ક્રોધાગ્નિમાં જલતો કોમલ સારા નરસાનું ભાન ગુમાવી બેઠો હતો. જે વ્યક્તિ શાંત સ્વભાવ માટે કુટુંબ અને મિત્ર મંડળમાં પંકાયેલી હોય તેનામાં આટલું બધું પરિવર્તન! ન માની શકાય તેવી વાત. જ્યારે તન અને મન કાળના પ્રવાહમાં તણાય છે ત્યારે હરએક વ્યક્તિની વિવેક બુદ્ધિનું પતન નિશ્ચિત છે. વિવેક વિણ મનુષ્ય પશુ સમાન ગણાય છે. પાશવી વૃત્તિ ક્યારે માનવીના મન ઉપર સવાર થઈ તેનો કબજો કરી લે છે તે કળવું આસાન નથી. જેમ કામિની દેખી ભલભલાંના મન ચળે તેમ જ્યારે હેવાનિયત માનવના દિમાગ પર સવાર થાય ત્યારે ખરું શું અને ખોટું શું? પશુ સમાન જંગલી યા બેહુદું વર્તન આચરે તેમાં નવાઈ નહી.
છેલ્લા થોડા વખતથી કુસુમ નારાજ દેખાતી. બાળક મા્ટેની તેની ઘેલછાએ માઝા મૂકી હતી. કોમલે બાળક દત્તક લેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. કુસુમને તે મંઝૂર ન હતું. તેને પોતાને માતા બનવું હતું. ગર્ભમાં બાળક પલે તેનો અહેસાસ માણવો હતો. તેથી તે કોઈ પણ જોખમ ખેડવા તૈયાર હતી. ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે કુસુમમાં વાંધો ન હતો. આમ જોવા જઈએ તો કોમલ પણ હટ્ટોકટ્ટો હતો. તંદુરસ્ત હતો. બે વખત કુસુમને મિસકેરેજ થઈ ગયા હતાં.કયા કારણસર કુસુમ ગર્ભમાં બાળકને પુરતું પોષણ આપી શકતી નહી તે પ્રશ્ન અનુત્તર હતો !
બહરગામથી ઘરે આવતા કુસુમના પ્યારની વિચારમાં ખોવાયેલો કોમલ,
‘અરે, કોઈક દિવસ તો મારા પર ગુસ્સે થાવ ‘.
‘તું મારું પ્રિય પાત્ર છે. તને અનહદ પ્રેમ કરું છું, ગુસ્સો શાને માટે કરું?’
‘પણ મને ગમે ને , તમારી સાથે ઝઘડવાનું, પછી હું રિસાંઉ, તમે મને મનાવો,’
‘અરે, પણ કોઈ કારણ તો આપ કે જેથી હું ઝઘડો કરું’?
‘તમને મારાથી નહી પહોંચી વળાય,’ કહી કુસુમે કોમલને ગાલે હળવી ટપલી મારી.
પ્રેમાળ દાંપત્ય જીવન હતું. આવા સુંદર યુગલની સહુ ઈર્ષ્યા કરતાં. ‘ Made for each other’ જેવી તેમની ખ્યાતિ હતી. એકબીજા પ્રત્યેનો પ્રેમ હમેશા તેમની આંખોમાં જણાતો, કોની બૂરી નજર લાગી અને આવું બેરહમ કૃત્ય કોમલ કરી બેઠો ? કર્યા પછી તો તેને પોતાને પણ સમઝ ન પડી શું થઈ ગયું. ખૂબ ચાહતો હતો કુસુમને ! કુસુમસી તે કોમલ હતી. કોમલ અને કુસુમ એકમેકના પ્યારમાં પાગલ હતાં. કયા કાળ ચોઘડિયામાં કુસુમના માનસ તંત્ર પર “બાળક માટેની મમતાએ” ડેરો ડાલ્યો અને બસ તેનું વર્તન અને સોચ બદલાયા!દસ વર્ષના સુખી સંસાર નો આવો કરૂણ અંજામ? બેહુદું દૃશ્ય નિહાળી તેનું દિમાગ ફરી ગયું અને અઘટિત આચરણ કરી બેઠો !
લગ્નની દસમી એનિવરસરીની સુંદર પાર્ટી કરી બન્ને જણા કોડાઈકેનાલ ફરી આવ્યા. ત્યાંથી રામેશ્વર થઈ છેક કન્યાકુમારી સુધી ફરવાની મઝા માણી. કન્યાકુમારીનો ઉછળતો સમુદ્ર અને ત્યાં આવેલી વિવેકાનંદની મોટી પ્રતિમા જોઈ હરખભેર પાછાં આવ્યા.દક્ષિણ ભારતની તેમની દસ દિવસની મુસાફરી કુસુમના જીવનમાં બહાર લાવી. ‘મા’ બનવાની તેની વૃત્તિએ વેગ પકડ્યો. સવાર અને સાંજ ખોવાયેલી રહેતી. કોમલની ગેરહાજરીમાં મા તરિકે ભાગ ભજવી ગાંડા કાઢતી !
હમણાંથી કોમલની બહારગામની પ્રવૃત્તિ ખૂબ વધી ગઈ હતી.ખરું પૂછો તો એણે જાણી જોઈને વધારી હતી. માતૃત્વનો સાદ સુણતી કુસુમ પતિને અન્યાય આચરતી. કોમલ આંખ આડા કાન કરતો. પોતાનાથી બનતા બધા પ્રયત્નો પ્રેમ પૂર્વક કરતો. કુસુમ, બસ કશું જોઈ શકતી નહી. ઘેલછા તેના પર સવાર થઈ હતી !
કુસુમને એકલતા સાલતી. કોમલ વગરનું ઘર તેને ખાવા ધાતું. દસ વર્ષમાં ખોળાના ખુંદનારનું આગમન પણ શક્ય બન્યું ન હતું. અચાનક કુસુમની બાળક માટેની ઝંખનાએ તેનું પરિવર્તન કરી જીવન દોહ્યુઅલું બનાવ્યું. દિવસ રાત તેને નાનું બાળક હાથ લંબાવી જાણે તેના તરફ ખેંચી રહ્યું. કહેવાય નહી અને સહેવાય નહી એવા દર્દ વચ્ચે કુસુમ ભિંસાતી રહી.રાતની ઉંઘ વેરણ થઈ. તેની માતૃત્વની પ્રબળ ઝંખના તેને ઝંપવા દેતી નહી !માની મમતા પાછળ દિવાની બનેલી કુસુમ પોતાના આપામાં ન રહી શકતી!
જેને કારણે કોમલ પર્ત્યેનું તેનું વલણ બદલાયું.તેને તો ખ્યાલ પણ ન રહ્યો તે શું કરી રહી છે! પ્યારની જગ્યા બેદરકારીએ પચાવી પાડી. કોમલ જાણતો હતો પણ આંખ આડા કાન કરતો. કારણ સરળ હતું ,કુસુમ પ્રત્યે અનહદ પ્યાર! ઘર્ષણ ટાળવા ઘરની બહાર ઝાઝુ રહેતો. નોકરી પરથી બહારગામ જવાની તક સાંપડે તો ઝડપી લેતો. તેને એમ કે કુસુમથી દૂર રહીશ તો તેને મારી કિમત સમજાશે !
પરિણામ ધાર્યા કરતાં વિપરિત આવ્યું. કુસુમની તીવ્ર એષણા હવે બધા બંધનો તોડી નિર્બંધ વહેવા લાગી. માર્ગમાં આવતા અવરોધોને તે ગણકારતી નહી. તેનું વર્તન હવે છાકટું થયું. કોમલના મિત્રો આગળ પણ તે સરખી રીતે પેશ આવતી નહી જેને કારણે કોમલ મિજાજ ગુમાવતો. કુસુમના આવા વર્તનને કારણે કોમલ શરમજનક પરિસ્થિતિમાં મૂકાતો.
જેલમાં આવ્યો ત્યારે જેમ ઈંડુ વધારે વખત પાણીમા ઉકળે અને કઠણ થઈ જાય તેમ એનું કોચલું પાષણ જેવું થઈ ગયું હતું. દિમાગ તેનું સાતમા આસમાને ચડ્યું હતું. તેથી જ તો આવું અધમ કૃત્ય આચરી બેઠો. તેને જરા પણ અફસોસ ન હતો. એક જાતનો છૂપો આનંદ હતો કે તેણે કુસુમને ઘાટ ઉતારી. જે દૃશ્ય તેણે નજર સમક્ષ નિહાળ્યું હતું તે વિસરવું અશક્ય હતું. તેનો ઘૃણાસ્પદ  વિચાર તેના બદનમાં ક્રોધ ફેલાવવા પૂરતો હતો. જડ જેવો થઈ ગયો. લાગણીહીન કોમલ જેલનૉ કોટડીના દરવાજા પાછળ સૂનમૂન થઈને પડ્યો હતો. વિચાર તંત્ર બધિર અને શબવત ખૂણામાં ટુંટિયુંવાળીને કલાકો સુધી હાલ્યા ચાલ્યા વગર લેટી રહ્યો. ન ઉશિકું યાદ આવ્યું ન ઓઢવાની ચાદરનું ભાન રહ્યું.
આખી રાત આમ પસાર થઈ ગઈ. સવારે પાંચ વાગ્યાના ડંકાએ જેલમાં ચહલ પહલ ચાલુ કરી. કોમલ જૈસે થેની સ્થિતિમાં પડી રહ્યો હતો. સંત્રીએ આવીને ઉઠાડવાની કોશિશ કરી પણ તેની લાલઘુમ વિકરાળ આંખો જોઈને ચાલતો થયો. નવો કેદી છે સમજી તેને છંછેડવાનું ઉચિત ન માન્યું. રાબેતા મુજબનું જેલનું કામકાજ ચાલુ થયું.
જે મુખારવિંદ હમેશા સંતોષ અને આનંદથી ચહેકતું હતું તેને બદલે સખ્તાઈ અને દ્વેષ જણાઈ રહ્યા હતાં. રાતના આવ્યો હતો. કેસની સુનવણી અઠવાડિયા પછીની હતી.તેથી તેની વર્તણુક સામે બહુ સખ્તાઈ કરવામાં ન આવી. આખરે લગભગ ૩૦ કલાક પછી તે જરા સળવળ્યો. લાગ્યું કે પેટમાં ઉંદરડા દોડે છે. આંખ ખોલી ત્યારે ભાન  આવ્યું કે જેલના સળિયાની પાછળ જમીન પર ચત્તો પાટ પડ્યો છે. હવે તેને જણાયું કયા કારણસર અંહી છે. મુખ ઉપર ક્રૂર હાસ્ય ફરકી રહ્યું. નજર સમક્ષ પાછું પેલું ઘૃણાસ્પદ દૃશ્ય જણાયું અને ત્રાડ પાડી,” સાઆઆઆઆ આઆઆઆ લી, આવું નીચ કૃત્ય કરતાં તને  શરમ ન આવી”. હાથ ઉંચો ઉઠ્યો પણ સામે ક્યાં કશું હાજર હતું. હાથ હેઠો પડ્યો. ગુસ્સામાં બન્ને હાથ જોરથી મસળવા લાગ્યો. પોતાની વહાલી કુસુમ અન્યના આલિંગનમાં અને એ વ્યક્તિ તેને ચુંબનોથી નવાજતો, આ દૃશ્ય ફરી પાછું કોમલને દેખાયું અને તે બરાડા પાડી રહ્યો.
સરળ સ્વભાવ્નો કોમલ વજ્ર કરતાં કઠીન બની ગયો. તેના દિલમાંથી પ્રેમ, કરૂણા, સ્નેહ અને સરળતાએ વિદાય લીધી. પ્યારથી ઉભરાતું હ્રદય પાષાણમાં ફેરવાઈ ગયું. ક્રોધાગ્નિએ તેના સમસ્ત અસ્તિત્વને હચમચાવી મૂક્યું. જેને કારણે પાશવી કૃત્ય આદર્યું અને અત્યારે જેલની કાળ કોટડીમાં ઉંધે મોઢે ભોંય પર પડ્યો હતો.
ઘડીમાં અટ્ટાહાસ્ય કરતો અને સમગ્ર વાતાવરણને ડહોળી નાખતો. આજુબાજુની જેલની કોટડીમાં બંધ કેદીઓ તેનું પાગલપણું જોઈ હસતા. કોઇ તેની દયા ખાતા. તેઓ અજાણ હતા કે શામાટે આ નવો કેદી જેલમાં બંધ થયો છે.ગુન્હો તો કર્યો હશે,તેથી અંદર છે. પણ કેટલો ભયંકર અને કયા કારણે ? તેઓ અટકળ કરતાં. આખરે તેનું વર્તન કાબૂ બહારનું લાગ્યું એટલે કુલકર્ણી સાહેબે તેને એકલાને જુદા રૂમમાં રાખ્યો.
કોમલે પોતાની જાત ઉપરનો સંયમ સદંતર ગુમાવી દીધો હતો.પ્રેમમાં નાસીપાસ થયેલાંની આવી હાલત કોઈ સામાન્ય માનવીના દિમાગમાં ઉતારવી મુશ્કેલ હોય છે. તેની સમક્ષ તેનું સમસ્ત જીવન ભંગાર હાલતમાં પડેલું જણાયું. તેનું મગજ બહેર મારી ગયું હતું. શરીરનો અણુ અણુ ક્રોધાગ્નિમાં પ્રજ્વળિત હતો. દુનિયામાં તેનું કહી શકાય તેવું કોણ હતું? તેની વહાલસોયી પત્ની કુસુમ, જે બેવફા નિવડી. તેને માટે ધરતીનો અંત આવી ગયો હતો.
સાનભાન ભુલેલો કોમલ કોઈને દાદ દેતો ન હતો. બે દિવસ સુધી તે કાબૂમા ન આવ્યો ત્યારે ત્રીજે દિવસે જેલના વડા કુલકર્ણી સાહેબ જાતે આવીને તેની કોટડીની સામે ઉભા રહ્યા. ભંગાર હાલતમાં પડેલો કોમલ કુલકર્ણી સાહેબની પ્રતિભાથી અંજાઈ ગયો. તેના બુમબરાડા આપોઆપ બંધ થઈ ગયા. અસ્તવ્યસ્ત હાલતામાં જમીન પર પડ્યો હતો તે સકોચાઈને ખૂણામાં ભરાઈ ગયો. તેની તાકાત ન હતી કે કુલકર્ણી સાહેબની આંખમાં આંખ મિલાવી શકે!
કુલકર્ણી સાહેબની આમન્યા જાળવી આંખ બંધ કરી બેઠો હતો પણ નજર સમક્ષથી તે અજુગતું દૃશ્ય ખસતું ન હતું. પ્રાણ પ્યારી કુસુમ તેના મિત્રની બાહુમાં! મિત્ર પણ તેને વહાલથી નવડાવી રહ્યો હતો. કુસુમ તેના વહાલને ઝિલતા આનંદના અતિરેકમાં ડૂબી ગઈ હતી, ખબર હતી કોમલ બે દિવસ બહારગામથી પાછો આવવાનો નથી. ઘરકામના માણસોને અગાઉથી છુટ્ટી આપી રાખી હતી. આ તો કોમલનું કામ ધાર્યા કરતાં વહેલું ખતમ થયું એટલે કુસુમને સરપ્રાઈઝ આપવા જણાવ્યા વગર વહેલો ઘરે આવી પહોંચ્યો હતો.
‘ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે’? રાજા રામને પણ ક્યાં ખબર હતી કે રાજ્યાભિષેક પછી વનવાસ અને વલ્કલ ધારણ કરવાનો સમય આવશે? ઘરમાં પ્રવેશતાં પેલા બન્ને મશગુલ હતાં તેમણે અવાજ પણ ન સંભળાયો અને રંગે હાથે પકડાયાં. પરિણામ ભયંકર આવ્યું. પેલો મિત્ર ચાલાક નિકળ્યો. ભાગી છૂટ્યો, કુસુમનો જાન ગયો.પથ્થરની પ્રતિમા સમો કોમલ પૉલિસ આવી ત્યાં સુધી હાથમાં મોટો છરો લઈને બેસી રહ્યો.
રંગે હાથ પકડાયો હતો. અભાનપણામાં ગેરવર્તન આચરતો કોમલ પૉલિસની વાનમાં હાથકડી પહેરીને બેઠો હતો. છૂટવા માટે કોઈ હિલચાલ ન કરતાં માત્ર લવારા કરતો હતો. બે વાર પોલિસે આંખ બતાવી અને ઠોસો માર્યો એટલે માંડ શાંત થયો. કાંઈ ગતાગમ હતી નહી. પોલિસવાન તેને લઈને ગયા પછી ડોક્ટરોની ટુકડી આવી અને કાર્યવાહી શરૂ કરી. કુસુમનો પ્રેમી તો ગચ્છન્તી કરી ગયો હતો. માણસોના ગયા પછી આવ્યો હતો એટલે જ્યારે નોકરોની પૂછપરછ કરી ત્યારે કોઈ જવાબ મળ્યો નહી.
‘મેમસાહેબ જબ સાબ નહી હોતે હૈ તો અલગ આદમીકે સાથ હોતી હૈ’.
‘હમે કિસીકા નામ માલુમ નહી’.
બે નોકરોએ આવી જુબાની આપી જે કોઈ કામની ન હતી.
અરે, ખુદ કોમલને ખબર ન હતી કે કુસુમ કોને ક્યારે મળે છે. એ તો પાગલ પ્રેમી હતો. પત્નીની બેવફાઈએ તેને ઉશ્કેર્યો. પોલિસના માણસોએ કોઈ નિશાન શોધવાનો પ્રયાસ કર્યો. ખાસ કશું અગત્યનું હાથ લાગ્યું નહી.કોમલ જેલમાં પહોંચ્યો. કશું ભાન હતું નહી. શું થઈ રહ્યું છે તેનો અંદાઝ હતો નહી.
કુલકર્ણી સાહેબ તો નામ ‘કોમલ જોશી’ જાણીને કુતૂહલ પૂર્વક આવ્યા હતા. કોમલની હાલત જોઈને કળી શક્યા કે વાત ગંભિર છે. સુખી કુટુંબનો આદમી પત્નીની હરકત જોઈને ભાન ગુમાવી બેઠો છે.
અનુભવી આંખોમાં કરૂણા ઉભરાઈ. ભલે ગમે તે વ્યક્તિ બેવફાઈ આાચરે અંજામ ખૂન સુધી પહોંચે તે
સ્વિકાર્ય ન હોય. તેના ઘણા રસ્તા છે. સહેલામાં સહેલો છૂટાછેડા ! કઠોરતાનાં કોચલામાં પૂરાયેલો કોમલ અત્યારે માનવના વેષમાં ભેડિયા જેવો દીસતો હતો!
ફાંસીને માચડેથી (૩) પ્રવીણા કડકિયા
Posted on February 24, 2015 by pravina
૩. કોમલના  દિલનું પરિવર્તન
કઠોર ,પથ્થર દિલ કોમલ નિર્જીવ હાલતમાં જેલની કોટડીમાં પડ્યો હતો. તેનામાં અદભૂત પરિવર્તન આવી ગયું. હત્યા, અને તે પણ પોતાની વહાલી પત્ની કુસુમની, બસ ખેલ ખતમ કોમલને બદલે તે પાષાણ બની ગયો. ન બોલવાનું ભાન ન વર્તનનું. કપડા પણ ઢંગ વગરના પહેર્યા હોય. જાણે જેલના કોઈ પણ નિયમ તેને લાગુ પડતા નહી. કુલકર્ણી સાહેબ બધુ નિહાળી રહ્યા. જેલના કેદીની માનસિક હાલત વિષે અચરજ થયું.
જ્યારે કેદીનું નામ ‘કોમલ જોશી’ વાંચ્યું તો નવાઈ લાગી. બ્રાહ્મણનો દીકરો મરઘીનું ઈંડુ ફોડતા જેના હાથ  ધ્રુજે તેણે હત્યા કરી ! તે પણ પોતાની વહાલી પત્નીની. તેમને આ કિસ્સામાં રસ જાગ્યો. કુલકર્ણી સાહેબ  નિરાળા હતા. તેમને  જ્યારે કેદીના કિસ્સામાં રસ જાગે ત્યારે તેની પૂરી છણાવટ કરે. તેમના મત પ્રમાણે કોઈ વ્યક્તિ બૂરી નથી. સંજોગો તેને આવું  ખરાબ આચરણ કરવા પ્રેરે છે. બૂરા અને  વિપરિત સંજોગોમાં જો માનવી સારાસારનું ભાન ભૂલી જાય ત્યારે ગુનાહિત આચરણ કરવા પ્રેરાય છે. તેઓ બને ત્યાં સુધી વ્યક્તિને સુધારવાના હિમાયતી હતા. તેમના અનોખા જેલર કાળ દરમ્યાન અનેક કેદીઓ સુધરીને સાચા રાહે ચાલવા પ્રેરાયા છે. તેઓ કુલકર્ણી સાહેબનો અંતરથી આભાર માનતા.
જેલના શરૂઆતનાદસેક દિવસ કુલકર્ણીએ તેના પર બહુ ધ્યાન ન આપ્યું .રાબેતા મુજબનું પોતાનું કાર્ય ચાલુ હતું તેમાં વ્યસ્ત રહેતા. હવે કોમલ જરા નરમ પડ્યો હતો. તેને વાસ્તવિકતાનું ભાન થયું. મુખની તંગ રેખા જણાવતી કે તે હજુ ખૂબ ઉશ્કેરાયેલો હતો. જેલની કઠોર જીંદગી તેને ખુંચતી. હકિકતનો સામનો તથા સ્વિકાર બન્ને અનિવાર્ય હતા. કદીક ખાતો, કદીક ખાવાનો ઈન્કાર કરતો. અંહી કાંઇ કુસુમ ન હતી કે તેને મનાવવા આવે ! અરે, વહાલી કુસુમ તો હવે રાખ બની ચૂકી હતી.  આગળ પાછળ કોઈ રડનાર પણ ન હતું.
આજે જ્યારે કુલકર્ણી સાહેબ તેની કોટડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને તાકી રહ્યો. જેલર કુલકર્ણી પણ ટસ ના મસ ન થયા. તેની સાથે નજર મિલાવી લુખું હાસ્ય ફેંક્યું. બહુ ભાવ ન આપ્યો. તેમના મનમાં પણ ઉથલ પાથલ ચાલી રહી હતી. પ્રથમ તો જોશી એટલે બ્રાહ્મણ. બીજું જુવાન જોધ, જ્યાં પ્યાર કરવાની  અને આપવાની ઉમર હોય ત્યાં હત્યા ? દેખાવે સાધરણ અને સરળ લાગતો કોમલ આવું હીચકારું કૃત્ય કેવી રીતે કરી બેઠો? એક પણ પ્રશ્ન નો જવાબ તેમને મળ્યો નહી. મનમાં ને મનમાં લાગ્યું આનો ભેદ ખોલવો રહ્યો. જેલર તરિકે તેમણે સારું નામ જમાવ્યું હતું. સહ્રદયતા માટે પંકાયેલા કુલકર્ણી સાહેબ તેમના મનનું સમાધાન ચાહતા હતા.
શરૂઆતના પંદર દિવસ તેની કોટડી પાસેથી જાણે રોજનું ચક્કર લગાવતા હોય એમ પસાર થતા. એમનો સમય થાય એટલે કોમલ ઉંચુ જુએ. જેવા દેખાતા બંધ થાય કે તરત નીચું જોઈને બેઠો રહે. પંદરમાંથી   દસ દિવસ તેનું ભોજન એમનું એમ પાછું ગયું. તેના શરીરના હાડકાં દેખાવા લાગ્યા. તેને ખાવાનું મન ન થતું. કુસુમની હત્યા કરી હતી તે હકિકતની તેને ખબર હેતી જેને કારણે જેલમાં છે. છતાં અવારનવાર તે સ્વપનામાં આવતી. વહાલ વરસાવતી અને તેને પંપાળી સુવડાવવાનો પ્રયત્ન કરતી. નિંદ અને ભૂખ બન્ને જાણે કુસુમ સાથે વિદાય થઈ ગયા હતા. અંતરમાં પેલી સુંવાળી લાગણીઓ રહી રહીને તેને પજવતી. કુસુમ કેટલા પ્રેમથી જમાડતી. અડધા દિવસો બન્ને એક થા્ળીમાં જમતા. કેવો મીઠો કલરવ કરતા. તે સમયે તેના ચહેરા પર મૃદુતા તરવરતી.
એક વખત ચક્કર મારતા કુલકર્ણીએ  કોમલના ચહેરાનું અવલોકન કરતા ખાસ નોંધ લીધી. તેમને લાગ્યું આ પાષાણ દિલના માનવીમાં કશેક નિષ્પાપ ઝરણું વહી રહ્યું છે. તેને પાછું સજીવન કરવું પડશે. તે હતા તો જેલર પણ કેદીઓને સુધારવાનો ભેખ ધર્યો હતો. માનવી સંજોગનો માર્યો જ્યારે ક્રોધમાં અંધ બને છે ત્યારે પાપાચરણ કરે છે. ક્રોધનો અગ્નિ શાંત થાય પછી પસ્તાવો થાય પણ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે.
રવીવારની રજા પછી કુલકર્ણી આજે સવારે જેલમાં આવ્યા ત્યારે નક્કી કરીને આવ્યા હતા. આજે પેલા નવા કેદીની સાથે વાત કરી નાતો બાંધવો  છે. સવારે કરવાના કામ શાંતિથી પૂરા કર્યા. બધા કેદીઓની વર્તણુકનો અહેવાલ તપાસ્યો. એકાદ બે ખાઈ બદેલા કેદી સિવાય બધાની વર્તણુકમાં કોઈ વાંધો ન જણાયો. કોમલે બે દિવસથી ખાધું ન હતું. જેલના નિયમ પ્રમાણે દરેક કાર્યમાં સહકાર આપતો. તેના વર્તનમાં નરમાશ આવી હતી.
કુલક ર્ણી આજે ‘નવધા ભક્તિ’, જેવો શબ્દ કોમલની કોટડી પાસે આવી બોલ્યા. અર્ધ ઉંઘમાંથી બેભાન અવસ્થામાં કોમલ બોલી ઉઠ્યો, શ્રવણ, કિર્તન, સ્મરણ અને પછી માથું પકડીને રોવા લાગ્યો. કુલકર્ણી આ બધો તાલ જોતા હતા.આજે કોમલ કોઈ સુખદ  લાગણીના સ્પંદનો અનુ્ભવી રહ્યો. ત્રણ અઠવાડિયા પૂરા થયા. ખાધા વગર અશક્તિ જણાઈ. ભુખનું દુઃખ અને મગજના તણાવ વચ્ચે તુમુલ યુદ્ધ ચાલ્યું. કોમલ જે હકિકતમાં લાગણીશીલ અને પ્રેમાળ વ્યક્તિ હતો. જે પત્નીની હત્યાને કારણે જેલમાં હતો ! શું સાચું ? પહેલાનો સામાન્ય લાગણી પ્રધાન કોમલ કે આજનો ક્રૂર, લાગણી શૂન્ય ,પથ્થર હ્રદયી કોમલ ? દરેક માનવી ભલે રાક્ષસી વૃત્તિવાળો  કેમ ન  હોય તેના અંતરના ખૂણામાં પ્રેમ વહેતો હોય છે.
દિવસે દિવસે કોમલ ઠંડો પડતો ગયો. તેના ઉપરનું સખત કોચલું ભેદાતું ગયું. કુલકર્ણીને લાગ્યું ‘લોઢુ બરાબર ગરમ થયું છે, હવે તેને ઘા મારવો પડશે’!  સંજોગોનો સદઉપયોગ કરવો તેનું નામ માનવ. કુલકર્ણીમાં આ ભાવના ઉત્પન્ન કરનાર હતી દિલ્હીની તિહાર જેલની જેલર, ફિરણ બેદી ! જેણે વિપરિત સંજોગોમાં પણ પોતાનું ધાર્યું કર્યું. સ્ત્રી થઈને ખરેખર મુત્સદ્દીગીરી વાપરી. અનેકના જીવનની પ્રેરણાદાત્રી બની.  કોઈથી ગાંજી જાય તેવી તે નહતી. તેના માર્ગમાં રોડા નાખવાનું કામ દિલ્હીની જનતા અને સરકારે કર્યું લડત આપી અંતે સફળતાને વરી. સ્ત્રી જ્યારે સબળા બને છે ત્યારે પર્વતને પણ ઝુકાવી શકે !
કોમલના કિસ્સામાં કુલકર્ણીએ રસ દાખવ્યો. કૉર્ટ કચેરીના મામલામા દખલ ન કરતા. જે સજા થવાની હતી તેમાં કોઈ મીનમેખ ન થઈ શકે તેની તેમને ખબર હતી. કાર્ય પણ ઘૃણાસ્પદ કર્યું હતું . હવે તેમને ગુનેગારમાં રસ એટલા માટે હતો કે મરતા સુધીમાં તેનું ‘હ્રદય પરિવર્તન’ શક્ય બને તો સારું. કોમલ જમીને જરા આડે પડખે થયો હતો. મુખ પર થોડી નરમાશ અને લાચારી સ્પષ્ટ તરવરી રહ્યા હ્તા. આજે સવારથી કુલકર્ણી સાહેબે મનોમન નક્કી કર્યું હતં, ‘આજે પેલા બ્રાહ્મણ કેદીને કેમ છે કરીશ’!
જેવા કુલકર્ણી સાહેબ તેની જેલની કોટડીની સામે આવીને ઉભા રહ્યા કે ભર ઉંઘમા પણ તેમના પગલાં પારખી ગયેલો કોમલ સફાળો બેઠો થઈ ગયો. તેનાથી યંત્રવત બે હાથ જોડાઈ ગયા! બસ આટલી ક્રિયા કુલકર્ણીના હ્રદયને સ્પર્શી ગઈ. તેમને લાગ્યું આ વ્યક્તિનું મોત હું સુધારી દઈશ. તેમને પોતાના કરતા કોમલમાં વધુ શ્રદ્ધા જણાઈ. તેના મુખના ભાવ તેની ભૂલનો એકરાર કરતા હતા. કુલકર્ણીને ખબર હતી આ કેસનો ચૂકાદો કાંઈ રાતો રાત નથી આવવાનો!  કદાચ વર્ષ પણ થાય કે પાંચ વર્ષ પણ.
બસ, કોમલે કુલકર્ણીના હ્રદયમાં પ્રવેશ મેળવ્યો. હીરાના પારખુ કુલકર્ણી સંજોગોના શિકાર બનેલ કોમલનું હ્રદય પરિવર્તન કરાવી શકશે એ તેમની શ્રદ્ધા દૃઢ બની ! પછી તો ક્યારે બે જણા નજીક સર્યા તેનું બેમાંથી કોઈને ભાન ન રહ્યું. કોમલ દિલ ખોલીને બધી વાત જણાવતો. જેલ વાસ દરમ્યાન તેનું વર્તન બીજા કેદીઓની સરખામણીમાં ખૂબ શિસ્ત ભર્યું જણાતુ. કુલકર્ણીએ તેને ડાયરી આપી પોતાના મનમા ચાલતા વિચારો ટપકાવવા કહ્યું. આ રીતે તેના મગજ્માં ઉદભવતા સવાલોનું કુલક્ર્ણી નિરાકરણ કરતા ગયા,
બાલ ગંગાધર ટિળકે લખેલું ‘ગીતાનું રહસ્ય’ વાંચીને પચાવ્યું હતું. તેના દ્વારા કોમલના મનમાં ઉઠતા પ્રશ્નોનું સમાધાન કરતા ગયા. અરે, ગાંધીજીની લખેલી ‘મારા સત્યના પ્રયોગો; કોમલ માટે ખાસ મંગાવ્યું.પથ્થર પર પાણી પડે અને તેમં ખાડો પડી શકે તો આ તો કોમલ હતો. ક્રોધાવેશમામ અયોગ્ય આચરણ કરી બેઠો તેનું ફળ તો ભોગવવું જ પડશે! કિંતુ ન્યાયાધિશ સજા સુણાવે તે પહેલા હ્રદય પરિવર્તન તેને અનિવાર્ય લગ્યું. એમા કુલકર્ણી સાહેબના સુનહરો સહેવાસે માર્ગ સરળ બનાવી આપ્યો.
કોમલ  દરરોજ નિયત સમયે કુલકર્ણી સાહેબની કાગડોળે રાહ જોતો.  તેમની સાથે થતો વાર્તાલાપ શિતળતાનું પ્રદાન કરતા.
” હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે’!
કોમલ પાપી ન હતો. ક્રિધાગ્નિમાં જલતા પાપી વર્તન કરી પસ્તાઈ રહ્યો હતો. કુલકર્ણી સાહેબને થયું આ કેદીને પારખવામાં ભૂલ નથી કરી. તેમને આત્મ સંતોષ થયો.આ કેદી મરશે ભલે ફાંસીની સજાથી પણ તેનો જીવ ગતે જશે. જીવનની કિતાબમાંથી  જૂના ન ગમતા બનાવો રબર લઈ ભુંસી શકાતા નથી. ‘ગીતામાં કૃષ્ણ સ્પષ્ટ પણે ઠોકીને કહે છે, તારો અધિકાર માત્ર કર્મ ઉપર છે. ફળ મળશે જરૂર , વહેલું કે મોડું’. તેમાંથી તું કોઈ પણ હિસાબે છટકી નહી શકે’!
કોમલે આ સત્ય સ્વિકારી લીધું.  તે હવે નિર્લેપ ભાવે જીંદગી જીવતો હતો. કોઈ અભિલાષા ન હતી. કશામાં આસક્તી ન હતી. બસ, ન્યાયાધિશ જે ચૂકાદો સંભળાવશે તે માથે ચડાવશે. પહેલા દિવસથી ગુનો કબૂલ કર્ય હતો. બચાવ માટે વકિલ પણ નહોતો રાખ્યો. ક્ષણભરના અવેગનો નતીજો આંખ સમક્ષ તરવરતો હતો. તેથી તો કહ્યું છે સંયમ રાખો. કોઈ પણ કાર્ય સારું કે નરસુ કરતા પહેલા એક પળ વિસામો ખાઇ લેવો. તેનું પરિણામ આંખ સમક્ષ દેખાશે.
કુલકર્ણી આજે રવીવારને દિવસે વિચારી રહ્યા હતા. તેમનો આટલા વર્ષોનો અનુભવ ખરેખર કામ લાગ્યો. કોમલના અંતરાત્માને ઢંઢોળવામાં તેઓ કામયાબ રહ્યા. તેમની અનુભવી આંખો કેદીની આરપાર ઉતરી જતી. જેમ અગ્નિ જ્યારે ઠંડો પડે છે ત્યારે તેના પર રાખ વળી જાય છે. એ રાખને હટાવીએ તો નીચે પ્રજ્વલિત અગ્નિના દર્શન થાય છે. કોમલની આંખો અને હ્રદય પર કુસુમના બેહુદા વર્તન વિશે ખ્યાલ  પથરાયો જેને કારણે કુસુમના પ્યારના દીવાના કોમલે કુસુમની કરપીણ હત્યા કરી. રાખ દૂર થઈ અને કુસુમ નિર્દોષ જણાઈ. તેની માતૃત્વની ઝંખના એ તેને આવું કૃત્ય કરવા મજબૂર કરી હતી. અંતરથી તે જાણતો હતો, કુસુમ તેને બેહદ પ્યાર કરતી હતી. લગ્નના દસ વર્ષ પછી પણ બાળકની એંધાણી ન જણાઇ તેથી આવું પરિણામ આવ્યું.
ફાસીની સજાની સુનવણી થઈ હતી. કુલકર્ણી સાહેબ હચમચી ગયા હતા. તેમના દિલને દર્દ થતું હતું. કોમલ તો હસતો  અને કહેતો સાહેબ હું મારી કુસુમ પાસે પહોંચી જઈશ! તેની માફી માગીશ . કુસુમ હું જો તારા વગર ન રહી શક્યો એટલે તારી પાસે દોડી આવ્યો. ‘
‘ સાહેબ તમારો અંતરથી આભારી છું. તમે મને મારી સાચી ઓળખાણ કરાવી આપી’! હવે હું નિરાંતે પવિત્ર તન અને મનથી ઉપર જઈશ’.
આજે બસ છેલ્લી મુલાકાત હતી. આવતી કાલની સવારના ઉગતા સૂરજના દર્શન કરી કોમલની આંખ સદાયને માટે મિંચાઈ જશે. કોમલને કોઈ  અંતિમ ઈચ્છા ન હતી. તેની પાસેના સ્થાવર જંગમ મિલકતની સઘળી જવાબદારી કુલકર્ણી સાહેબને સોંપી. કોમલને વહાલ ભર્યું  અંતિમ આલિંગન આપી ઘરે જવા નિકળ્યા.
આમ તો કેદીઓને થતી સજા અને શિક્ષા તેમને બહુ અસર કરતા નહી. કોમલની વાત જરા જુદી હતી. આ અલગારી કેદી અલગ  નિકળ્યો. એ તો પોતાની જેલની કોટડીમાં ઘસઘસાટ ઉંઘતો હતો. સ્વપનામાં કુસુમની છેડતી કરી તેને મળવા તલપાપડ  છે તેવા શુભ સમાચાર આપી રહ્યો હતો. માત્ર કુલકર્ણી પડખાં ઘસતા હતા. હવે કોમલનું ‘કોમલ’ મુખ જોવા નહી મળે. સવારે કેવી રીતે તેના અંતિમ સંસ્કાર કરશે તેના વિચારમાં ખોવાઈ ગયા. ઉંઘ ન આવી તે ન જ આવી !
ફાંસીને માચડેથી( ૪)  ગીતા પંડ્યા
પાંચ વર્ષ પહેલાં જેલમાં આગમન
જયારે કોમલનું પાંચ વર્ષ પહેલા જેલમાં આગમન થયું હતું. ત્યારે બે હાથે હાથકડી, પગે બેડી, સૂટ લોહીથી ખરડાયેલો અને ટાઈ પણ અડધી ખભે લટકતી હતી. તેના વાળ વિખેરાયેલા, મોઢામાંથી લાળ અને આંખ તો ખુન્નસથી લાલચોળ.ચહેરા પર કરડાકી અને ગુસ્સો કાબુ બહારના હોવાથી ત્રણ પોલીસ કોન્સ્ટેબલે પકડ્યો હોવા છતા પણ તેને સંભાળવો મુશ્કેલ હતો.
તેનું શરીર અને મન બેકાબુ હતા. તે તદ્દન બધી રીતે મુશ્કેલ થઇ ગયો હતો. તે ખુદ ક્યાં છે અને ક્યાં જઈ પહોંચ્યો છે તેનું પણ તેને ભાન ન હતું। તિરસ્કાર અને ધિક્કારના સમન્વય સાથે હજુ પણ તેના મનના વિચારોમાંથી પ્રિય પત્નીની છબી નજર સમક્ષથી દુર ખસતી ન હતી। પાંચ વર્ષના ગાળામાં મનોમંથન કરવાનો સમય તેને મળ્યો. જેલર કુલકર્ણી સાહેબનું વર્તન અને વ્યવહાર કોમલને પાછો ‘માનવ’ બનાવવામાં સફળ રહ્યા. કુલકર્ણી સાહેબની પ્રતિભા જેલરની જેમ કરડાકી ભરી હતી. તેઓની કેદીને વશ કરવાની કળા દાદ માગી લે તેવા હતાંં. વજ્રથી કઠોર અને ફુલશા કોમળ, કુલકર્ણી સાહેબ સહુને પ્રિય હતા.
હંમેશા હસતી, રમતી, વાચાળ અને રમતિયાળ. મોટી મોટી હરણી જેવી આંખો વળી. કાળા લાંબા વાળ અને સુંદર સુડોળ સુકોમળ ગૌર વર્ણ દેહ લાલિત્ય ધરાવતી તેની પ્રિય પત્ની। તેની પત્નીની યાદ માત્રથી તેના અંગે ઘૃણા અને ગુસ્સાની લાગણી પ્રસરી જતી. જાણે તેના ગુસ્સાનો દાવાનળ વારે વારે પ્રજ્વલિત થઇ તેને અસ્વસ્થ બનાવતો. કારણ સ્વાભાવિક હતું .
તે બંને વચ્ચે ક્યારે પણ અણગમો કે નાખુશીનો ભાવ કોમલે કે કુસુમે એકબીજામાં જોયો ન હતો. કુસુમ હંમેશા ખુશ મિજાજમાં રહેતી હતી. તે કોમલ ને “મેરે સરતાજ” કે પછી ” મેરે માલિક” કહી ને હુલામણા નામથી બોલાવતી હતી. જયારે કોમલ પણ તેને “પ્રિયે ” કે પછી “મલ્લેકા” કહી ને જ બોલાવતો. કુસુમ હમેશા તેને માટે ભાવતી રસોઈ બનાવતી અને તેને ગમતા સાજ શણગાર સજતી. ક્યારે પણ તેણે કોમલનું વચન ઉથાપ્યું ન હતું. દરેક વાતમાં હસી ને હા, કહી ખુશીથી કાર્ય કરવાની ભાવના।
ત્યાં જ તેને તેના મિત્ર મનિષના લગ્નનો પ્રસંગ યાદ આવી ગયો. આજે કુસુમ (કોમલ ની પત્ની) એં બહુજ સરસ લાલ મજીઠીયા રંગની રાજસ્થાની બાંધણી અને તેવાજ રંગ ના જડતર નો સેટ પહેર્યો હતો. લાલ રંગની પાતળા કાચની બંગડીઓ પહેરી હતી. કોમલે જડતર નો સેટ કુસુમની વર્ષ ગાંઠ નિમિતે ભેટ આપ્યો હતો. આજે તો કુસુમ સાક્ષાત કામદેવની રતી સમી દીસતી હતી. લગ્નમાં બધાની નજર તેના ઉપર આવીને અટકતી હતી.
બધા સગા, વહાલાં તેમજ મિત્રો કુસુમના વખાણ કરતા થાકતા ના હતા!,
” ભાભી વટ પડે છે .” શું વાત છે આજે? ” બહુ સરસ દેખાવ છો.” વગેરે વગેરે।
કોમલ આ બધું સભાન પણે નોંધી રહ્યો હતો. બધા જમવાના ટેબલ પર ગોઠવાયા અને વાતચિત નો દોર શરુ થયો. સાથે મજાક મસ્તી પણ શરુ થઇ ગઈ. આજે બધા કોમલની મજાક કરવાના મૂડમાં હોય તેવું લાગતું હતું। બધા શાળા દરમ્યાનના લંગોટિયા મિત્રો હતા. એટલે બધા હળવા મૂડમાં હતા કોઈ મન પર નહોતા લાવતા। કોઈ ને ખોટું લાગતું ન હતું। બધાની ધર્મ પત્ની પણ સાથે હતી તેથી કોઈ ને ચિંતા થતી નહિ.
તેમાં આજે અજીતે મજાકમાં કોમલ ને કહી નાખ્યું, ” કોમલ! કાગડો દહીથરું લઇ ગયો. તારા કિસ્સા માં , બરાબર ને !” ” બાકી આજે ભાભી નો તો વાટ પડે છે। કેમ ભાભી બરાબરને? ”
કુસુમ શરમાઈ ને નીચું જોઈ બોલી, “આભાર”.
પણ આ રીતે કુસુમ ચર્ચાનો વિષય બની તે કોમલને ગમ્યું નહી. કોમલે પોતાના મોઢા પરના ભાવ દેખાવા દીધા નહી ને વાત ગળી ગયો.
અજીત, કોમલનો ખાસ મિત્ર હતો. તેની કોમલની ઘરે છાશવારે આવન જાવન રહેતી હતી. આ લગ્નના પ્રસંગ પછી ન જાણે કેમ કોમલ ને કૈંક અણગમો અને અજુગતો અહેસાસ તેને માટે થવાનો શરુ થઇ ગયો હતો. તેને હવે અજીત પોતાના ઘરે આવે તે ગમતું ના હતું . પોતાની હાજરી હોય કે ના હોય। કોમલ બોલી શકતો ન હતો. કુસુમ રાબેતા મુજબની જિંદગી જીવી રહી હતી. અજીતની કોમલ ના ઘરે આવન જાવન ચાલુ હતી. અજીતનું વ્યક્તિત્વ બહુજ બિન્દાસ હતું. તે બહુ મજાકિયો અને વાચાળ હતો. તેને વાતે વાતે મજાક અને રમુજ કરવાની આદત હતી. તેની ઉપસ્થિતિ માત્રથી વાતાવરણ એકદમ હળવું થઇ જતું હતું. તેની ખબર અજીતની પત્ની ને પણ હતી.
કોમલનું દિવસે દિવસે હસવું સુકાતું જતું હતો. તે હમેશા કંઈક વિચારોમાં જ ખોવાયેલો રહેતો હતો. અજીત કોમલના ઘરે આવે એટલે હમેશા સીધો રસોડામાં જ્યાં કોમલની પત્ની કુસુમ રસોઈ બનાવતી હોઈ ત્યાં જઈને ઉભો રહી જતો અને પૂછે, ” કેમ છો ભાભી, કઈ મિઠાઈ છે કે બધી સંતાડી ને રાખી છે”? આમ કહી ને તે રેફ્રીજરેટર ઉઘડે અને અંદર મુકેલી મીઠાઈ ખાઈ લે. કાજુ કતરી તો તેની ખૂબ ભાવતી, ફ્રીઝ ઉપર મુકેલા મુખવાસની બોટલમાંથી મુખવાસ ખાઈ લેતો.વળી પાછો કુસુમને ટોણો પણ મારે કે, ‘ મારાથી કશું છુપું રાખ્યું છે, તો વાત છે તમારી, ભાભી ! તમને ગમે કે ના ગમે જે થાય તે કરી લેજો” !
કુસુમ મલકાઈ ને કહેતી, ” અજીતભાઈ આ ઘર તમારું છે .” તમારો તો હક્ક છે,”
આ બધો વાર્તાલાપ કોમલ કાન દઈ ને સંભાળતો રહેતો અને બધી હિલચાલ તથા ગતિવિધિ નો અંદાજ લગાવતો રહેતો.
કોમલ તેની પત્ની ને ખુબજ ચાહતો હતો. તેની પ્રિય કુસુમને જીવનના દરેક પ્રસંગે સારામાં સારી અને ઉંચા મૂલ્યની ભેટ સોગાદ અપાતો. કુસુમ ના પડતી અને કહેતી,” બસ કરો , આવા શું ખર્ચા કરતા હશો? આ બધી વસ્તુ વગર ચાલશે મને , પણ તમારા વગર નહિ ચાલે ! તમારો પ્રેમ છે તે બસ છે ! ભગવાનને મારી એજ પ્રાર્થના છે કે આપ્ણી જોડી હમેશા અમર રાખે , કાયમ બનેલી રાખે !
”કોમલ જવાબ આપતો કે, “તારાથી વિશે્ષ મારા માટે આ દુનિયામાં કોઈ ચીજ નથી, તું મારે માટે સર્વસ્વ છે.
કોમલનું દિલ યા દિમાંગ માનવાને તૈયર ન હતું કે તેની પત્ની તેને વફાદાર ન હતી. આવું અધમ કૃત્ય કરી લીધા પછી પણ।
તેના દિમાંગમાંથી તેની પત્ની બેવફા હતી તે વિચાર ખસતો ન હતો. તે વિચારો ના ઘમસાણ યુદ્ધમાં અટવાયા કરતો હતો. તેના મગજમાં વિચારોનું તાંડવ નૃત્ય ચાલતું હતું . એક તરફ તેને આવું થતું હતું કે તેણે બહુજ ખોટું કરી નાખ્યું છે. તેને આવું નહિ કરવું જોઈતું હતું. ત્યારે બીજી તરફ તેને આવો વિચાર આવતો હતો કે, ના મેં બરાબર કર્યું છે। બસ દેવ અને દાનવ વચ્ચે તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હતું, તેના મનમાં. .
વળી પછી તેનું અંતર મન પોકારતું હતું કે, ” કોમલ તે આ શું કર્યું ? સજા દેવા વાળો તો ભગવાન છે તું કોણ?
તેનું જ મન પોકારીને જવાબ આપતું હતું, કે ” ભગવાન તો ઉપર બેઠો, બેઠો જુએ છે. તે ક્યાં કઈ કરે છે આપણા માટે? તેને ક્યાં આપણા જેવી પીડા ભોગવવી પડે છે ? પીડા તો માણસે જ ભોગવવી પડે છે ને?”
કોમલના મનમાં શંકાનો કીડો મરતો ન હતો તેનો સળવળાટ કોમલને શાંતિથી જીવવા દેતો ન હતો!
કોમલનું દિમાંગ જાત જાતના અને ચિત્ર વિચિત્ર વિચારોથી જાણે ઘેરાઈ જતું હતું. કોમલ દિવસે દિવસે એકદમ નાસીપાસ થઇ જતો હતો. કંટાળી જતો હતો. શું કરું? કયા વિચારને મહત્વ આપી તેનો અમલ કરું. જાણે વિચારો બેકાબુ , લગામ વગરના ઘોડાની જેમ પુરપાટ દોડી કોમલને પાગલ બનાવી રહ્યા હતા.
તેને એક ખુરશી પર બેસાડવામાં આવ્યો. કુલકર્ણી સાહેબે એક કોન્સ્ટેબલને ઠંડા પાણી નો ગ્લાસ ભરી લાવવા કહ્યું। કોમલને બરફ નાખેલુ ઠંડુ પાણી આપવામાં આવ્યું।
કોમલે પાણી પીધું નહિ અને સામે ટેબલ પર ગ્લાસ મૂકી દીધો।
આ બધી ક્રિયાનું કુલકર્ણી સાહેબ બારીકાઈથી અવલોકન કરી રહ્યા હતા. તેમનું મગજ અનેક ઊંડા વિચારોમાં ફરી રહ્યું હતું। તે આવીને કોમલની સામેની ખુરશી પર ગોઠવાયા।
ખૂબ બારીકાઇથી કોમલને જાણવા અને સમજવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યાંજ કોમલની નજર કુલકર્ણી સાહેબની નજર સાથે ટકરાઈ. કોમલ હલી ગયો. બીજી પળે કોમલ ને અહેસાસ થઇ ગયો કે કુલકર્ણી સાહેબ તેને જ જોઈ રહ્યા છે. કોમલની નજર કુલકર્ણી સાહેબની નજર સાથે ટકરાતા જ તેણે નજર ઝુકાવી દીધી. માણસ અને ગુન્હેગાર પારખુ કુલકર્ણી સાહેબને કોમલ નું વ્યક્તિત્વ સમજાઈ ગયું।
કુલકર્ણી સાહેબે કોમલ ને પૂછ્યું, ” તારું નામ”?
“કોમલ જોશી”.
કુલકર્ણી સાહેબ કહે, “ઓહ! તો તમે બ્રાહ્મણ છો “?
“હા”.
કોમલ શરમનો માર્યો નીચું જોઈ ગયો।
કુલકર્ણી સાહેબે ઘણા કેસો ને સાંભળ્યા હોવાથી અને પોતાનો વર્ષોના અનુભવ ઉપરથી તારણ કાઢ્યું. તેમને કોમલ ના વ્યક્તિત્વનો અંદાજ આવી રહ્યો હતો. ખૂનનો કેસ અને તે પણ પાછો બ્રાહ્મણ ! આ બધી વાતનો તાળો કુલકર્ણી સાહેબના મગજ માં બેસતો ન હતો અને તેમના મગજમાં વિચારોનોનું વંટોળ જાગી ઉઠ્યો । તેમાં કોમલ કાજે પરગજુ અને હકારાત્મક ભાવના જાગવાની શરૂ થઇ ગઈ હતી .
હવે કુલકર્ણી સાહેબને થોડો થોડો અંદાજ આવવાનો શરુ થઇ ગયો હતો, કે બ્રાહ્મણ અને ખૂન કેસમાં સંડોવાઈ જેલમાં આવવું એ જરા વિચિત્ર છે ! આ વાત માનવામાં તો ન આવે પણ સમય , સ્થળ અને તેની મગજની હાલત આવું કાર્ય કરવામાં મુખ્ય કારણ હતા।
પણ કોમલ અત્યારે ખુબજ ખરાબ હાલતમાંથી પસાર થઇ રહ્યો હતો. તેની હાલત ખુબ નાજુક હતી. તેના દિલ અને મગજની નસ નસમાં ( રગે રગ માં )તેની પત્ની કુસુમે કરેલી બેવફાઈ જ પુર ઝડપથી દોડી રહી હતી !
ઘૃણા, તિરસ્કાર અને ગુસ્સો આ બધી લાગણીઓ ભેગી થઇ તેનું મન ડહોળી રહ્યા હતાં.
તેની વિચારવાની ક્ષમતા ગુમાઈ ગઈ હતી. તેનું મગજ બહેર મારી ગયું હતું.
કુસુમ આવું કરે તે માની શકતો નહોંતો ? નજર સામે જોયેલ ઘટનાથી ક્રોધિત થઇ અપરાધી કૃત્ય કરી તો નાખ્યું પણ હવે કુસુમનાં પ્રેમસભર પ્રસંગો તેને પીડી રહ્યા હતા. તેને થયું અજીત તેનો જીગરજાન મિત્ર હતો તેને પહેલેથી ટોક્યો હોત તો આજે કુસુમ મારી સાથે હોત! એની આંખોમાં કદીક ગુસ્સો તો કદીક ઘૄણા આવન જાવન કરતા હતા અને કુલકર્ણી સાહેબ બહુજ બારીકાઇ થી તેના ચહેરાનું અવલોકન કરી રહ્યા હતા.
પાણીનો ગ્લાસ હાથમાં લઇને ફરીથી કોમલને આપ્યો. તેમની નજરમાં રહેલી અનુકંપા જોઇને કોમલ ના કહી ન શક્યો. પાણી પીધું અને જેમ તેમ પોતાની જાતને સંભાળતા કોમલે કહયું, “ સર, ગુસ્સો અને અધિક પ્રેમ મને આ નીચ કાર્ય કરાવી ગયું છે. મને ફાંસી જલદી અપાવો. મારે કુસુમથી છેટું પડી રહ્યું છે ! કુલકર્ણી સાહેબની શાંત પ્રતિભા, તેમના નયનોમાંથી છલકાતી કરૂણા કોમલ સહન ન કરી શક્યો !
ફાંસીનાં માંચડેથી ( ૫) વિજય શાહ
Posted on મે 14, 2015 by vijayshah
કોમલ તે દિવસે સમય કરતા વહેલો પરત ફરી રહ્યો હતો.
સવારનું આછુ ઉજાસ નીકળી ચુક્યુ હતું ત્યારે તેની રીક્ષા દુધવાળાની દુકાન પાસે છોડી દીધી.  તેને થયું ચાલ દુધનાં બે પડીકા સાથે લઇને કોમલને ઉંઘમાં થી ઉઠાડુ. તેના મનમાં કલ્પના ચાલી રહી હતી કે મને જોઇને તેનું મોં આનંદથી મલકી જશે.  દસ દસ વર્ષ લગ્નજીવન ને થયા હોવા છતા તે સ્મિતનો તે કાયલ હતો. તે સમજતો હતો કે ભગવાન ને ત્યાં દેર નથી અને અંધેર પણ નથી. બે બાળકો પાછા થયા એટલે હવે બાળક જ નહીં થાય તેનું ગાણું ગાતી કોમલને  આજે વહાલથી તે સમજાવવાનો હતો કે જિંદગી જીવવા માટે વહાલની જરૂર હોય સંતાન સ્વરૂપ સહારાની નહીં. આવશે તેના સમયે જ્યારે વિધાતા એ લખ્યુ હશે ત્યારે!
કુસુમ તો બસ જીદે જ ચઢી હતી. મને તારા અને મારા સમન્વય જેવું “બાબલું” જોઇએ છે.
ઑડીટનાં કામે હવે તેનું બહાર ગામ જવાનું વધ્યું હતું.  જેને કારણે કોમલ વધુ અને વધુ એકલી પડતી જતી હતી. તે એકાંતનું ઑસડ  “બાબલુ” છે, એમ તે માનતી હતી. કોમલ કહેતો કે “બાબલું” જેવી નાન્યતર જાતી કેમ કહે છે ?
‘કાંતો બાબલો કહે કે બેબલી’!
તો કહે કે મને તો કોમલ આપે તે ગમે તે હોય તે મને ચાલશે ! મારું તે તો “બાબલું” જ હશે.
ઘરનું બારણું બંધ હતુ તેણે કડાકાની ચાવી વડે ખોલ્યું.
દુધ ફ્રીઝમાં મુક્યુ અને ધીમેથી બેડરૂમ તરફ વળ્યો ત્યાં અજી થર ત ચીલ ઝડપે ઘરમાંથી તેના કપડા સંભાળતો સંભાળતો ભાગ્યો. કોમલ હજી કંઇ સમજે તે પહેલા તો તે ઘર છોડી ચુક્યો હતો. તેનાથી ચીસ પડાઇ ગઈ કુસુમ, કોણ હતો એ? અને રૂમ માં જઇને જોયું તો અર્ધનગ્ન અવસ્થામાં કુસુમ છતી પાટ સુતેલી હતી.
કુસુમને આવી બેહુદી દશામાં જોઈ કોમલ ભાન ખોઈ બેઠો. બારીમાંથી કૂદીને ભાગનાર તેનો પ્રિય મિત્ર હતો. પરિસ્થિતિ સમજી ગયો. તેના હાથમાં કુસુમ માટે લાવેલી લાલ રંગની સાડી હસી રહી હતી. હમેશની આદત મુજબ બહારગામથી આવે ત્યારે કુસુમના મનપસંદ રંગની સાડી લાવવાની તેની આદત હજુ ગઈ ન હતી. તેને એકની એક પત્ની હતી ! તે એના જીગરનો ટુકડો હતી. અત્યારે એ ગુસ્સાથી થર થર કાંપતો હતો. તેનો ગુસ્સો એકદમ સાતમાં આસમાને હતો. સા.આ.આ.અ…લી કુલટા. એણે કુસુમનું ગળચું હાથમાં પકડી દબાવવા માંડ્યું અને બે મીનીટમાં કુસુમની જીભ બહાર હતી અને જીવ અનંતે જતો રહ્યો હતો. કોઇ ખુલાસો નહીં અને કોઇ સુનવણી નહીં.
પોલીસની વાન આવી ત્યાં સુધી ફાટેલ નજરે કોમલ, કુસુમને જોઇ રહ્યો હતો અને તેનું ગળચું દાબી રહ્યો હતો અને બબડી રહ્યો હતો, “બેવફા તેં આ શું કર્યુ” ?
લેડી પોલીસે કુસુમનાં અર્ધ નગ્ન દેહને ઢાંકી કોમલને હાથ કડી પહેરાવી.  તેની ત્રાડ એટલી મોટી હતી કે આસપાસ સૌ જાગી ગયા હતા અને પોલીસને ફોન થઇ  ગયો હતો. અજીતને તે ઘરે થી ભાગતો દુધવાળાએ જોયો હતો તેથી તે પણ પકડાઇ ચુક્યો હતો.
પોલીસને કેસ સાવ સરળ લાગ્યો હતો. ખુન થયુ હતું ખુની રંગે હાથે પકડાયો હતો અને કુસુમ અને અજીત કુકર્મ કરતા રંગે હાથે પકડાયા હોવાથી કોમલે કુસુમનું ખુન કર્યુ હતું. અજીત પણ એટલેજ ભયભીત હતો કે જો તે તેને હાથ ચઢ્યો હોત તો કોમલ તેને પણ પતાવી દેત.
કૉર્ટમાં અજીતનાં વકીલે કુસુમની બાળકની ઘેલછાને  કારણે અજીત ને કોમલની ગેરહાજરીમાં બોલાવીને ઉકસાવ્યો હોવાની વાતો આવી. ત્યાર પછી પોલીસ તપાસમાં બળજબરી થયાનાં કોઇ પુરાવા મળ્યા નહીં એ ઘટના જેમ જેમ નજર સામે આવતી ગઈ તેમ તેમ  કોમલનું મન ઉપેક્ષાનાં ઝેરથી સ્ત્રી જાતી પ્રત્યે તિરસ્કાર અને ઘૃણા થી ભરાતું ગયું. તેનો હવે જીવન પ્રત્યે રસ ઉડી ગયો હતો.
જ્યારે તેણે તે બેવફાને મારીને ન્યાય કર્યો છે તે વિચારે  તે ખડખડાટ હસતો હતો.  ક્યારેક તે પ્રસંગ પહેલાની  કુસુમને યાદ કરીને રડતો હતો. તેને કદી એવી કલ્પના જ નહોંતી કરી કે કુસુમ પોતાની સંતાન ભુખ ને સંતોષવા આટલી નીચે ઉતરી જશે. તેનું ગર્ભાશય સંતાન ને જાળવી નહોંતું શકતું, તો તે વિધાતાનો ન્યાય છે માની મન મનાવતો!
કૉર્ટનાં દ્રશ્યોમાં અજીતને જ્યારે જ્યારે તે જોતો ત્યારે ત્યારે તેનામાં રાક્ષસ જાગતો. તે જાણતો હતો કે દોસ્તીનાં નામે અજીત ઝેરીલો સાપ પૂરવાર થયો. અત્યારે ભલેને તે કુસુમને દોષી ઠરાવે છે પણ ખરેખરો દોષી તો અજીત જ છે, કારણ કે તે કુસુમ સામે લોલુપતાથી જોતો હતો. વારંવાર ખુલ્લે આમ કહેતો પણ હતો કે યાર તું ખુબ નસીબદાર છે તને કુસુમ જેવી પત્ની મળી.
કરતા તો કરી નાંખ્યુ, પણ હવે જ્યારે પણ તે શાંત થતો ત્યારે તેને અંતરાત્મા કોષતો અને કહેતો ન્યાય કરવા વાળો તું કોણ? એને મૃત્યુ દંડ દેવા માટે કોર્ટ હતી તેં કેમ આવો નિર્ણય લીધો. ચોરી , છિનાળુ ગુનો એવો  હતો કે જેની સજા મૃત્યુ દંડ હોય ! હા, છૂટાછેડા આપી શકાય. ક્રોધ આવે ત્યારે માનવી વિચાર નથી કરી શક્તો. અજુગતું કૃત્ય કરી તેની સજા આખી જિંદગી ભોગવે છે !
શક્ય છે તેને અજીતે ક્યાંક ફસાવી હોય. તેની જાણ બહાર તેને ઘેનમાં નાખી દીધી હોય.  કમ સે કમ ખુલાસો તો કરવો જોઇએ ને?  તે  કોઈ પણ જાતની છાનબીન કર્યા વિના ફેંસલો સુણાવી દીધો અને અમલ પણ કરી નાખ્યો. તું ય કોમલ ગુસ્સે  ખૂબ જલ્દી થઇ જાય છે અને હવે પેટ ભરીને પસ્તાય છે ! તું તો જાણે છે કોમલનું આખું કુટૂંબ અને તારું કુટુંબના દરેક સભ્ય તમને બે ને કેટલા ચાહે છે.   આંખે જોયેલુ તો ખોટું ના હોય ને? તેના મને પ્રત્યુત્તર આપ્યો. હ્રદયમાં એક તીવ્ર ટીસ ઉઠી  અંદરનો અવાજ દબાતો ગયો. મન તેના દરેક કાર્યને સાચુ ઠેરવતું હતુ.  ‘
હું કંઇ બાયલો નથી કે નજરે જોયેલ ઘટનાને અવગણી  આંખ આડા કાન કરું?  હું પતિ છું. મેં ક્યારેય કોઇ બેવફાઇ નથી કરી અને એ શું એકલી જ સંતાન ન હોવાનો ગમ વેઠતી હતી? શું મને હોંશ ન હતી સંતાનો માટે ? પણ તેને માટે શું આ હદે ઉતરી જવાય? તે ખોટી હતી.  ગમે તે પરિસ્થિતિમાં આવી બેવફાઇ ના ચાલે. એના ગુસ્સાની પારાશીશી ઉપર ચઢતી જતી હતી. એ ખડખડાટ હસતો હતો.અંતરના ગુસ્સાનાં નાગે ફરી ફુત્કારો મારતા કહ્યું અજીત  છટકી ગયો છે પણ હું તેને નહીં છોડું!
જેલમાં આવા દ્રશ્યો નવાઇનાં નહોંતા પણ છતાય સાવચેતીનાં પગલા તરીકે તેના પગ બાંધેલા હતા લોખંડની બેડીઓ તેના પગની હલન ચલન ને રોકતી હતી…અને આજે તો એ તરફડાટે લોહીની ધાર કાઢી દીધી.એનું આ હાસ્ય પેલા જંગલમાં કોઇ ગોરીલાએ એના પ્રતિદ્વંદીને હરાવ્યા પછી વિજયનાં દેકારા કરતા પ્રાણી નું હતું કુલકર્ણી સાહેબે તેને હેતથી બુચકાર્યો અને શાંત કરવા સક્રિય થયા.. તે બોલતો હતો.. જેલર સાહેબ મેં કશું જ ખોટુ નથી કર્યુ.. પેલા અજીતને પણ હું નહીં છોડુ.
તેના આવા ઉભરાને કુલકર્ણી બહુ સારી રીતે જાણતાં હતાં તેથી વાતો એ તેને ચઢાવી શાંત કર્યો અને ડૉક્ટર પાસે લઇ  જવાયો.
હવે હ્રદય બોલતું હતું ” તું ગમે તે કહે પણ કાયદો તારાથી હાથમાં ના લેવાય.ગુસ્સે થયો હોય તો ધોલ ધપાટ થાય પણ તેં તો તેનું ગળું જ દાબી દીધું. બીજાનો ગમે તેટલો મોટો વાંક હોય..પણ તેંતો હદ જ કરી નાખી..પંચેન્દ્રીય જીવની હત્યા તે તો કરી નાખી. તું જ કહેતો હતોને કુસુમ તો પ્રભુએ તેનેઆપેલીશ્રેષ્ઠ ભેટ છે. તેના છેલ્લા દસ દસ વર્ષથી કરેલી સેવાઓ ક્ષણમાં ધૂળ થઈ ગયી? કમસે કમ તેને બોલવાની અને તેનાં દુષ્કૃત્યનો ખુલાસો તો કરવા દેવો હતો.
ડોક્ટરની દવા અસર કરતી હતી..ખડખડાટ હસતો અને ઉત્તેજીત કોમલ શાંત થતો જતો હતો .હાસ્યની જગ્યાએ હવે આંસુ દેખાવા માંડ્યા હતા.
“કોમલ આ મેં શું કરી નાખ્યું “કહી તે દ્રવતો જતો હતો
ડૉક્ટર અને જેલર બહાર નીકળ્યા અને કોમલ નિંદ્રાધિન થયો. હજી એની સજાને ઘણા દિવસો બાકી હતા આવા ઉભરાઓ તેની માસુમિયતની નિશાનીઓ હતી..એ રીઢો ગુનેગાર નથી પણ ગુનો તો તેણે ગંભીર જ કર્યો હતો
ફાંસીને માચડે ૬ . ચારૂશીલા વ્યાસ
Posted on October 19, 2015 by pravina
પ્રકરણ  ૬
ખૂન કર્યા પછી કોમલની મનોદશા.
*****************************
પોતાના કૃત્ય બદલ તેને જેલમાં જવું પડ્યું ! પ્રિય પત્ની કુસુમને નિર્દય રીતે રહેંસી નાખી હતી. તેને મનમાં એટલો ઉશ્કેરાટ હતો કે કંઈ ભાન જ ન રહ્યું. તે ત્યાં બેસી રહ્યો. આજુબાજુવાળા સહુએ ચીસો સાંભળી પોલીસને બોલાવ્યા. કુસુમ ને હોસ્પિટલ લઇ ગયા, પણ કંઈ થઇ ન શક્યું ! તે મૃત્યુ પામી હતી. તેના શરીરને અગ્નિ દાહ દેવા કોમલ ને લઇ જવાયો ત્યારે તેને ભાન થયું કે તેણે કેવું ઘોર કૃત્ય કર્યું હતું. તે પોક મૂકીને રડ્યો.
રડતા રડતા તે બેહોશ થઇ ગયો. ભાનમાં આવ્યો ત્યારે જાણતો હતો, હવે પોતાને સજા થશે ! તેની કોઈ ચિંતા નહોતી. તે દિગ્મૂઢ થઇ ગયો હતો. પોતાનાથી અ શું થઇ ગયું? કેવી નિર્દય રીતે પોતાની પ્યારી પત્નીને મારી નાખી. આટલો પ્રેમ આપવા છતાં તે મારા જ મિત્ર સાથે છી, મારો પ્રેમ ક્યાં ઓછો પડ્યો ?  તેને આ માર્ગે શાને જવું પડ્યું ? ખેર હવે જે થાય તે ખરું. એના વિચારો આવતા ફરી તેનામાં ખુન્નસ ઉભરાતું. હૃદયના એક ખૂણામાં કુસુમ માટેનો પ્રેમ જાગ્રત હતો. તે તેને દિલોજાનથી ચાહતો હતો. મન પર કબજો જમાવી બેઠેલો ક્રોધનો રાક્ષસ હવે શાંત થતો ગયો . પોતે ભણેલો, વિચારશીલ , વિવેકી, આવું અવિચાર્યું પગલું ભરી બેઠો. પરિસ્થિતિ સામે પોતાનું શીશ નમાવી દીધું!
કેસ નો ચુકાદો આવતા પાંચ વર્ષ પસાર થઈ ગયા. એટલા લાંબા સમયમાં તેને ઘણા અનુભવો થયા! ‘હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગ થી ઉતર્યું છે’. તે ધીરે ધીરે એકાંતવાસમાંથી બહાર નીકળવા માંડ્યો. તે જેલના જેલરનું નામ કુલકર્ણી સાહેબ હતું. તેઓ જમાનાના અનુભવી અને ઠરેલ અધ્યાત્મિકતા તરફ વળેલા હતા. આવા ઉચ્ચ સંસ્કારી જેલર બધા કેદીઓ સાથે પ્રેમ થી વર્તતાં રોજ સાંજે હોલમાં બધા કેદીઓને ભેગા કરી પ્રાર્થના કરતા. ધર્મની વાતો કરતા તેઓ માનતા કે કેદીઓ સંજોગોના માર્યા ગેરવર્તન આચરી બેસે છે ! તેમના પર સારી અસર થાય એનું ધ્યાન રાખતા. આવા ભલા જેલર આજના જમાનામાં જોવા ન મળે !
કુલકર્ણી સાહેબ રોજ કોમલને હસીને બોલાવતા. ખૂબ લાંબા સમય માટે જેલમાં રહેવાથી કોમલને મનોમંથન કરવાનો સમય મળી ગયો. તેને પોતાની જાત સાથે વાત કરવાનો મોકો મળ્યો. પરિણામે પોતાની વધારે નજદીક સર્યો. આત્મનનો પરિચય થયો. પોતાની ભૂલ સમજાઈ, ગુસ્સો અને વહેમનું પરિણામ કેવું ક્રૂર આવ્યું તે બદલ દિલગીરી થઈ. કુલકર્ણી સાહેબે તેનું પરિવર્તન જોયુ મનોમન તેની નોંધ લીધી. તેમને લાગ્યું કે આ બીજા ગુનેગાર જેવો નથી. તેની સાથે દોસ્તી વધારવા ધાર્મિક પુસ્તકો આપવા લાગ્યા. તેની પર ચર્ચા કરતા બેઉ સારા મિત્રો બની ગયા. જેલર સાહેબ ને સમજાયું કે કોમલ એક સરળ માનવી છે. તે બદનસીબીના પંજામાં ફસાઈ ગયો લાગે છે. કુલકર્ણી સાહેબ તેની સાથે મિત્રતા વધારી તેના દિલની વાતો બહાર આવતી. જેમ જેમ તેઓ કોમલ ને ઓળખવા લાગ્યા તેમ તેમ તેના પ્રત્યે લાગણી જાગી. તેમણે જેલમાં બધાને સૂચના આપી કે ‘કોમલ’નું ધ્યાન રાખે. તેના પ્રત્યે ક્રૂરતા ઓછી બતાવે. કોમલ અંતર્મુખી થતો ગયો. જાતનું વિશ્લેષણ કરી આચરણમાં પહેલાં જેવી સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બન્યો . તેના દિમાગમાંથી કરેલું કર્મ વિસરાયું નહોતું! તેને આચરેલો અપરાધ સતત બાળતો હતો!
કોમલ જેલમાં હવે બધા સાથે ભળવા લાગ્યો. પોતાનું કામ પુરું કરી બીજાને મદદ કરતો. સવારે વહેલો ઉઠીને પ્રાર્થના કરતો. પસ્તાવા રૂપી આગમાં બળીને તે સોનું બન્યો હતો. રાત્રે ગીતા વાંચતો, તેના પર ચિંતન કરતો. તેને હવે જીવનનું સત્ય સમજાઈ ગયું હતું. ‘ મોહ પાપનું મૂળ છે’. તે જ્ઞાત થયું હતું .
એક દિવસ મનુ નામના એક કેદીને તાવ આવ્યો. કોમલ રોજ ત્યાં જતો, તેના ભાગનું કામ કરતો. આમ તો બધા એકબીજાને જરૂર પડે મદદ કરતા. કદાચ જેલર સાહેબની પ્રેરણાને લીધે કેદીઓમાં પ્રેમભાવના કેળવાઇ હોય. મનુનો તાવ વધતો ગયો. જેલર સાહેબે ડોક્ટર ને બોલાવ્યા તેમણે મનુને તપાસી ને જાહેર કર્યું કે તેને જુદા રૂમમાં ખસેડવો પડશે. તેને ટી.બી. થયો છે. તેને અલગ રૂમમાં ખસેડ્યો. રોજ તેને મદદ કરતા મિત્રો દુર હઠી ગયા તેઓ જાણતા હતા કે ટી.બી. ચેપી રોગ છે. બધા જતા રહ્યા. ન ગયો કોમલ, તે તો સવાર સાંજ મનુ પાસે જતો તેની સારવાર કરતો. તેને સારી સારી વાતો કરી ખુશ રાખવાનો પ્રયત્ન કરતો. મનુ એક ખૂની હતો
એ ખૂન કરવા ,પૈસા માટે સોપારી લેતો. તેને ધનિક લોકો સામે નફરત હતી. આની પાછળ પણ એક કારણ હતું. નાનપણમાં એક શેઠે તેની માની લાજ લુંટી હતી. તેઓ ખૂબ ગરીબ હતાં. સખત ગરીબીથી કંટાળીને ચાર નાના છોકરાઓ મૂકી તેનો બાપ ભાગી ગયો હતો. છોકરાઓને મોટા કરવા માને મજૂરી કરવા જવું પડતું. પણ છોકરાઓ ને ક્યાં મૂકીને જાય? એટલે સાથે લઇ જતી સૌથી મોટો મનુ ,તે આઠ વર્ષનો ,માં જ્યાં કામ કરતી ત્યાં પાસે જ ઝાડ નીચે ઘોડિયું બાંઘીને બે બાળકોને સુવડાવતી. મનુથી નાનો રમે મનુ બધાનું દયાન રાખે. એક દિવસ સાજે માને આવતા વાર લાગી મનુ શોધવા ગયો કોઈ ત્યાં હતું નહી.
એક મોટર પડી હતી. મોટા સાહેબે માને બોલાવી હશે, એમ માની ને પાછો જવા લાગ્યો ત્યાં તો માની ચીસ સભળાઈ એ દોડીને જોવા ગયો અને માના હાલ જોઇને તેને થોડું ઘણું સમજાઈ ગયું. તે શેઠ પાછળ દોડ્યો અને ઉપરથી તેને ધક્કો મારી દીઘો. શેઠ નીચે સળિયા પર પડ્યો અને ખતમ થઇ ગયો. મા છોકરાઓને લઈને ત્યાંથી દૂર બીજા શહેરમાં ચાલી ગઈ. મનુને બચાવવા, પણ મનુના બાળમાનસ પર અંકાયેલા પ્રત્યાઘાતે તેને ખૂની બનાવી દીધો હતો. મા આઘાતમાં થોડા વખતમાં મરણ પામી.ભાઈઓને પોષવા તે સોપારી લેવા લાગ્યો.આવો મોટો ખૂની પકડાઈ ગયો તે અહી જન્મટીપની સજા ભોગવતો હતો.
કોમલ ભણેલો હતો તેને તેની પરિસ્થિતિ સમજાતી હતી. તેને ખૂબ પ્રેમ આપતો. બંને જણા વચ્ચે પ્યારનો તાર બંધાયો. કોમલે તેના માટે સારા ખોરાક, ફળ ,દૂધ વગેરેનો ઓર્ડર કરવા કુલકર્ણી સાહેબને વિનંતી કરી તેમણે કહ્યું, ‘શા માટે ? એને આવી સુવિઘા આપવાની જરૂર નથી ”
કોમલે કહ્યું, “ના સાહેબ એ એક માનવી પહેલા, ગુનેગાર પછી છે. આપણે તેને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ “! આમ કોમલ રોજ તેની પાસે જતો. તેના જીવનમાં આનદ લાવવાનો પ્રયત્ન કરતો .જેલર સાહેબને વિનવણી કરી મનુ માટે સારો ખોરાક, દૂધ માટે ની પરવાનગી મેળવી રોજ તે પોતાના હાથે ફળ સુધારીને ખવડાવતો. ઘણીવાર તેને રાતે તકલીફ થતી તો ત્યાજ તેની પાસે સૂઈ જતો. તેને લોહીની ઉલટી પણ થતી તો કમલ સાફ કરતો. દાક્તરને તેની માહિતી આપતો આવી તકલીફમાં તેના વાંસે પ્રેમથી હાથ ફેરવતો. તેને હિમ્મત આપતો કોમલની સહાનુભૂતિથી મનુ ને સારું લાગવા લાગ્યું તેના વ્યવહારમાં સુધારો થવા લાગ્યો
કોમલ રોજ તેને ગીતા  વાંચી સંભળાવતો. મનુને પોતાની ભૂલ સમજાવા લાગી. સાચા અર્થમાં જિંદગીને સમજવા લાગ્યો. થોડા સમય બાદ તેની તબિયતમાં પણ સુધારો થવા લાગ્યો. તેના મનમાં કોમલ માટે પૂજ્ય ભાવ જાગ્યો. છ મહિનામાં તે બદલાઈ ગયો. મનુની સાથેના વર્તનને કારણે જેલમાં રહેતા બીજા કેદીઓને કોમલ માટે આદર થયો. તેને મદદ કરવા તૈયાર થઈ ગયા રોજ કોમલ મનુનો રૂમ સાફ કરતો. તેને જોઇને બીજા બે જણ મદદે દોડી આવ્યા.
આમ કોમલની નિઃસ્વાર્થ સેવા અને પ્રેમ જોઇને ઘણાના હ્રદય પીગળી ગયા. બધાના માથા તેની સામે ઝૂકી ગયાં. કોમલ તેમની સામે એક ઉંચેરો આદમી બની ગયો.એક ઉત્તમ ઉદાહરણ તેણે પુરું પાડ્યું.. હવે તેની ફાંસી નો દિવસ પાસે આવવા લાગ્યો. બધા કેદીઓએ કોમલને ઓછી સજા થાય તે માટે જેલર સાહેબને વિનવણી કરવા લાગ્યા પણ કોમલે તેમને સમજાવ્યા, કે’ ભૂલની સજા ભોગવવી જ પડે એજ સાચું છે. તમે જેલર સાહેબને હેરાન ન કરો પણ મને વચન આપો કે જેઓ સજા ભોગવીને જશે તેઓ  જિંદગીનો રસ્તો બદલીને સારે રસ્તે જશે અને પોતાનું જીવન સત્ય ને રસ્તે ચાલીને પૂર્ણ કરશે!
આ સાંભળીને કુલકર્ણી સાહેબની આંખમાં આંસુ આવી ગયા આવી સારી વ્યક્તિ માટે પોતે કઈ કરી શકતા નથી તેનું દુઃખ થયું. બીજે દિવસે કોમલ મનુ પાસે જવા પોતાના રૂમમાંથી નીકળ્યો ત્યાં જેલરસાહેબ આવતા દેખાયા તે ઊભો રહી ગયો તેમણે કહ્યું,
‘કોમલ હવે તું આરામ કર ,તું બીમાર પડી જઈશ ‘
‘ના, ના મને કઈ થવાનું નથી મને આનંદ અને સંતોષ મળે છે . ” તો પણ તારે તારું ધ્યાન રાખવાનું છે. ‘કુલકર્ણી સાહેબ પ્રેમ પૂર્વક કહ્યું.
‘સાહેબ ,હવે મારી જીદગી કેટલી ? કોના માટે ? હું પુણ્ય કમાવા આ કામ નથી કરતો મારા આત્માના સંતોષ માટે કરું છું. મારી જિંદગીનો સારો ઉપયોગ થાય તો મને શાંતિ મળશે. મારાથી ખૂબ મોટું પાપ થઇ ગયું છે. તે મારે પસ્તાવા રૂપે સેવા કરીને ધોવું છે!’ એ હસીને મનુ પાસે જવા નીકળ્યો.
જેલર સાહેબ ને થયું કે મારે એના માટે કઈ કરવું જોઈએ. તેમણે છાપામાં કોમલ વિષે લખવાનો વિચાર કર્યો. છાપામાં લેખ આપવાથી એક તો તેની છાપ સમાજમાં સુધરશે, બીજું લોકોમાં જાગૃતિ આવશે અને મારી સાથે જોડાઈને  કોમલની સજા ઓછી કરાવવાનો પ્રયત્ન કરશે. આમ વિચારીને ,એક પત્રકારને વિશ્વાસમાં લઈને કાર્ય ની શરૂઆત કરી.
વકીલોને પણ સમજાવી તેમનો સહયોગ મેળવ્યો. લોકો કોમલ વિષે વાંચીને દંગ રહી ગયા. આજ સુધી આવા ખૂની વિષે સાંભળ્યું નહોતું. લોકોમાં હાહાકાર મચી ગયો. બધાએ કોમલને મળવાની પરવાનગી માગી. થોડા પત્રકારો, સમાજસેવકને મળવા બોલાવ્યા. કોમલ સાથે મુલાકાત થઇ તેની સજામાંથી મુક્તિ માટે ની તેની ઈચ્છા વિષે પૂછ્યું. બીજી ઘણી વાતો થઇ એને પુછાયેલા પ્રશ્નોનો એક જ જવાબ હતો, ‘મારા મોટા ગુનાની સજા મોત જ હોઈ શકે’! મને મારી સજા ભોગવવી છે મારે સમાજમાં દાખલો બેસાડવો છે કે દરેકે પોતાના ગુનાની સજા ભોગવવી જોઈએ. કોઈએ તે સજા ઓછી કરાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તમારો ઉપકાર માનું છું, કે તમે લોકોએ સહાનુભુતિ બતાવી એ બદ્દલ આભાર. ”આમ કહી કોમલે બધાને બે હાથ જોડ્યા.
એ રાબેતા મુજબ મનુ પાસે જઇને બેઠો. તેની હાલત ગંભિર હતી. બચશે કે નહી તે કળવું મુશ્મકેલ હતું. મનુની સેવામાં દિલ લગાવીને કાર્ય રત રહેતો કોમલ પોતાના વિષે બેધ્યાન હતો. લાગણીશીલ વ્યક્તિએ ક્રોધમાં આચરેલા અક્ષમ્ય ગુના બદલ સજા ભોગવવાની હતી. ન્યાય કુસુમને મળવો જોઈએ. કોઈ બહાના હેઠળ છટકી શકવાની શક્યતા ન હતી. તેનું હ્રદય પરિવર્તન દાદ માગે તેવું હતું.
જેલમાં બધાના હ્રદય જીતનારને આખરે તો ફાંસી મળવાની હતી. જેમાં મીનીમેખ ન થાય તે જોવાનું કામ કાયદાનું છે. કુલકર્ણી સાહેબને કોમલ પ્રત્યે સદભાવના હતી. આખરે તેમના હાથ પણ બંધાયેલા હતા. જેલના કેદીનું મોત સુધારવાનો સંતોષ એમને હ્રદયે હતો. કોમલને પણ તે વિશે કોઈ ફરિયાદ ન હતી. તેના આચરણ માટે પસ્તાવો કરતો, છતાં કુસુમ ગઈ તે નગ્ન સત્ય ભયંકર હતું ! નગ્ન સત્ય ચક્ષુ સમક્ષ હતું. કોમલ પોતાની માનસિક સમતુલા પાછી મેળવવામાં સફળ થયો !
ફાંસીને માચડે ૭ સપના વિજાપુરા
Posted on October 23, 2015 by pravina
 બેવફાઈ
કુસુમ અને બેવફાઈ! ઝળઝળીઆ ભરેલી કોમલની આંખમાં કુસુમની છબી ઊભરી આવી. ‘ મારી કુસુમ’,’ મારી કુસુમ’ બીજા પુરુષની બાહોમાં ! કોમલના દિમાંગમાં એક જ વિચાર હથોડાની જેમ વારંવાર અથડાતો હતો. વારંવાર કુસુમને મિત્રની બાહોમાં સમાઈ જતી જોતો હતો. માથું ઝટકીને આ વિચારને વારં વાર ખંખેરવાની કોશીશ કરતો હતો. પણ ફરી એજ વિચાર ગાયની ફરતે ફરતી બગઈની જેમ પાછો આવી જતો હતો. મારામાં શું કમી હતી? મેં એવું શું કર્યુ કે તેણે મારા વિશ્વાસનો ઘાત કર્યો ?ક્દાચ એણે વિશ્વાસઘાત ના પણ કર્યો હોય અને મેં એને નાહક મારી નાખી હોય? હે, ઈશ્વર શું સાચું છે? કાશ કે લાશ બોલી શકતી હોત? તો હું, મારી કુસુમની લાશને પૂછત, શું સાચું છે? હે, ઈશ્વર મને કાંઈ સમજણ પડતી નથી! શું સાચું છે? લાશ તો જૂઠૂં ના બોલેને? ઓહ કુસુમ બોલ, બોલ તે આવું શા માટે કર્યુ? તારા કોમલને દગો ? તારા કોમલને દગો? રહી રહીને આ વિચારે તેના દિમાગનો કબજો લઈ લીધો ! મેં તને કેટલો પ્રેમ આપ્યો. તે મારાં પ્રેમની કદર ના કરી.
એ ધીરે ધીરે ઊભો થયો. હાથમાં ગીતા લીધી. ગીતા ખોલીને માથે રાખી. પછી ખોલીને વાંચવા લાગ્યો તો ગીતાના શ્લોક પણ જાણે લીટી જેવાં બની ગયા હતાં. શબ્દો જાણે ઊડી ગયા હતાં. કહે છે ને કે મન ભટકતું હોય જ્યાં ત્યાં મારું તો બોલ સજદામાં પડીને શું કરું?
ફરી કોમલે ગીતાને માથે અડાડી બંધ કરી મૂકી દીધી.એ વિચારવા લાગ્યો, ‘શું શ્રીમદ ગીતામાં બેવફાઈ વિષે કાંઈ લખ્યું છે?ચોક્કસ લખ્યું જ હશે. બેવફાઈ કરનારને શું સજા મળવી જોઈએ? શું સજા? મોતની સજા? હાં એજ બરાબર છે. એણે મારાં દિલનું ખૂન કર્યુ તો મેં એનું એમાં શું ખોટું છે. હા, એનો આત્મા ભટકવો જ જોઈએ! એને ક્યાંય શાંતિ નહીં મળે ,એમ જ જેમ મને શાંતિ નથી! પણ આ શું ? કુસુમ એનાં લોહીમાં ભળેલી છે. એક એક ટીપામાં. મારું લોહી જો થીજી જાય તોજ કુસુમ મારામાં ફરતી બંધ થાય..
કોમલને એક પ્રસંગ યાદ આવી ગયો. જાણે કાલે જ બન્યો હોય તેવું લાગતું હતું. એ બન્ને સાંજના ઘરની પાછળનાં બગીચામાં બેસી ચા પી રહ્યા હતાં. માદક સુહાનું વાતાવરણ હતું. બગીચો ગુલાબનાં ફૂલો થી મઘમઘી રહ્યો હતો. ભમરા ફૂલો પર મંડરાઈ રહ્યા હતાં. કોમલની આલિંગનમાં બેઠેલી કુસુમે કહ્યુ,’ કોમલ તારા જેવો હેન્ડસમ અને દેખાવડો યુવાન મેં નથી જોયો. તને હું ખૂબ ચાહું છું.” કોમલે એકદમ લોભાવનારું સ્મિત કર્યુ હતું. એનાં લાંબાં કાળા કેશમાં હાથ પ્રસારતા એણે લુચ્ચુ સ્મિત કરીને કહ્યું હતું”,એમ?
મારાં કરતાં વધારે સુંદર દેખાવડો બીજો કોઈ પુરુષ તારાં જીવનમાં આવે તો? તો શું તું મને છોડી દઈશ?? કુસુમે એને જોરથી ધક્કો માર્યો હતો. એનો ચહેરો ગુસ્સાથી એકદમ લાલ થઈ ગયો હતો. એ એકદમ ઊભી થઈ ગઈ હતી. કોમલે એનો હાથ પકડી પાછી બેસાડી દીધી અને એક હળવું ચુંબન એનાં કપાળ પર કરી કહ્યુ,’ જાન હું તો મજાક કરું છું! તું આવી રીતે રીસાઈ ગઈ. મને તો મારાં કરતાં તારા પર વિશ્વાસ વધારે છે. મારું મન કદી લપસે પણ તું બેવફાઈ કરે એ તો હું સ્વપનામા પણ ના વિચારી શકું.” કુસુમ એકદમ રીસામણા અવાજમાં બોલી હતી કે,” તને મારાં સમ છે જો મજાકમાં પણ આવી વાત કરી તો. કારણકે તું તો મારી જાન છે અને જાન કદી છોડી શકાય? આવી વાત કદી ના કરતો. તારા વગર તો હું બીલકુલ સુની . તારા વગર હું ફૂંક વગરની વાંસળી છું. તું જ મારું જીવન છે.”
હા, જીવન પણ એક આંટીઘૂંટી છે. એક સમયે બન્નેના જીવનમાં પ્રેમની વર્ષા વરસતી હતી ત્યારે હવે કુસુમના દિલના એક ખૂણામાં એકલતા ઘર કરી ગઈ હતી. બાળકની ઝંખના વધતી જતી હતી. કોમલ બાળકની વાતમાં જરા પણ રસ લેતો ના હતો. કુસુમ એક પછી એક હોસ્પીટલના, દવાખાનાના, ક્લિનીકના દરવાજા ખટખટાવતી હતી. જ્યારે બધી દવાઓ અને ફર્ટીલીટી પિલ્સ ખાઈને થાકી તો ભગવાન તરફ હાથ લંબાવ્યો. દોરા ધાગા અને જે મંદિરની મહીમા સાંભળે એટલે ત્યાં પહોંચી જાય. છતાં જાણે ભગવાન પણ રીસાઈ ગયો હતો. એ સુની કુખ પર હાથ ફેરવતી અને દિલમાંથી એક હાય નીકળી જતી. હવે કોમલના રોમાન્સમાં એને રસ પડતો ન હતો. એની પ્રેમની વાતો પણ ખોખલી લાગતી હતી. કારણકે એને સંતાન સુખ નહોતી આપી શક્તી. કુસુમને હમેશા લાગતું કે કોમલમાં કોઈ કમી હશે. કારણકે ડોકટર પાસે જવાની વાતને હમેશા ટાળી દેતો. હા, કુસુમમાં કોઈ કમી ના હતી ઘણાં ડોકટરોએ જણાવ્યું હતું. એનાં બધાં રીપોર્ટ નોરમલ આવતાં હતાં.
કુસુમ હવે ઉદાસ રહેવા લાગી હતી. કોમલના પ્રેમનો ઉત્સાહથી જવાબ પણ આપી શકતી ના હતી. એને બસ કોમલને જુએ એટલે એજ વાત યાદ આવે કે આ માણસ મને બાળક નથી આપી શકતો. આમે ય કુસુમ, કોમલના ગુસ્સાવાળા અને “હું“ પણા વાળા સ્વભાવને પહેલેથી સહન કરતી હતી. પણ પોતાની આવડતથી આટલાં વરસ કાઢી નાંખ્યા. રુક્ષતા પણ પ્રેમમાં ઓટ લાવે છે.
કોમલ પણ કામને લીધે વધારેને વધારે બહારગામ જવા લાગ્યો. એને પણ કુસુમનું નીરસ વર્તન કઠતું હતું. બન્ને વચ્ચે જાણે ખાલીપણાની એક મોટી ખાઈ હતી. જે દિવસે દિવસે વધતી જતી હતી.
કોમલ સાથે બે ત્રણવાર એને ડોકટરને બતાવવાની વાત કરી પણ કોમલમાં રહેલો મેઇલ ઈગો ચીલ્લાઇને ના પાડતો. કારણકે એ સ્વીકારવા તૈયાર જ નહોતો કે એનામાં કોઈ કમી હશે. પછી કુસુમે બાળકને ખોળે લેવાનું કહ્યું તો એમાં પણ કોમેલે કોઈ રસ લીધો નહી. એ હમેશા કહેતો કે ઈશ્વરની ઈચ્છા હશે તો આપણને બાળક થશે અને ખાઈ વધતી જતી હતી . કુસુમને એકલતા કોરી ખાતી હતી. દિલ બાળકની કીકીયારી માંગતું રહેતું. બારીમાં બેસી બાલકોને જોયા કરતી. કોઈ બેનપણીના પ્રેગનેટ થવાના સમાચાર સાંભળતી તો કલાકો સુધી તકીયામાં માથું નાંખી રોયા કરતી. પણ એનું દુખ સાંભળવાવાળુ કોઈ ના હતું. હા કોમલ તો બહારગામ ફરતો હતો. આ અંતર હવે બન્ને એ સ્વીકારી લીધું હતું
કોમલ પહેલા એને આલિંગનમાં લેતો તો એ શરમાઈને બાહોમાં આવી જતી. હવે એને કોમલનો સ્પર્શ પણ સહન ન થતો. ડોકટરની આપેલી તારીખોમાં એ કમને કોમલ સાથે દેહસંબંધ બાંધતી પણ મહીનાના અંતે જ્યારે એને પીરીયડ આવી જતો તો પાછી ડીપ્રેશનમાં જતી. એને સહારો આપવા માટે કોમલ હાજર હોય જ નહીં.
હા, સ્ત્રી અને વેલ બન્ને સરખા હોય છે. જ્યાં જરા પ્રેમ અને લાગણી દેખાય એ તરફ ઢળવા માંડે છે. અને કુસુસનું હ્ર્દય પણ આ ખાલીપણું ભરવા માંગતું હતું. એ દિવસે જ્યારે અજીત એનાં ઘરે આવ્યો. ત્યારે એ ઉદાસ થઈ બારી પાસે બેઠી હતી. સામેથી ઊંચો સશક્ત અજીત આવી રહ્યો હતો .
એ પહેલા તો એને ઓળખી ના શકી. પણ નજીક આવતા. એકદમ ખીલી ઊઠી અરે આતો સુરભીનો પતિ. એની બેસ્ટ સખી. જે કોમલના ખાસ મિત્ર અજીતને પરણી હતી. અજીત બારણે આવી પહોંચ્યો. દરવાજાની બેલ વાગી. એ ધસી ગઈ દરવાજો ખોલવા. ‘ અજીત આવો આવો. બહુ દિવસે દેખાયા?” કહી એ દરવાજા પરથી ખસી ગઈ. અજીત ઉદાસ દેખાતો હતો. એનાં કાળા ઘુંઘરાળા વાળ એનાં કપાળ સાથે રમી રહ્યા. ગોરો અજીત રંગીન શર્ટમાં શોભતો હતો. એણે બેસવા કહ્યુ અને રસોડામાં પાણી લેવા ગઈ. બહાર આવી પાણી આપી એ પૂછી બેઠી, ” અજીત સુરભી ક્યાં છે? એ સાથે નથી આવી?’ અજીતની આંખો ભીની થઈ ગઈ. એણે કુસુમ સામે જોયું અને પછી ખૂલી બારીમાંથી દેખાતા આસમાની રંગનાં આકાશમા જાણે શું શોધી રહ્યો હતો. એ ક્યાંય સુધી ચુપ રહ્યો કાંઈ બોલતો ના હતો. આ મૌન એકદમ ગુંગળાવનારુ હતું. ફરી એની નજર બારીમાંથી ઘરમાં આવી. હજું આંખોમાં પાણી હતાં. કુસુમનું દિલ બેસતુ જતું હતું. એ એકદમ ઊભી થઈ ગઈ અને અજીતની પાસે પહોંચી ગઈ. એને ધીરેથી એનાં ખભા પર હાથ મૂકી કહ્યુ, “અજીત કહો મને શું થયું છે? કાંઈ ન બનવાનું તો નથી બન્યું ને? “અને અજીતના બાંધી રાખેલા વહેણ છૂટી ગયાં. આંખોમાંથી ચોધાર આંસું વહેવા લાગ્યાં. હવે કુસુમ ખરેખર ગભરાઈ ગઈ. એણે અજીતના બન્ને હાથ પોતાનાં હાથમાં લઈ લીધાં અને કહેવા લાગી, “ અજીત કહો મને શું થયું છે?” અંતે નાના બાળકની જેમ અજીત હીબકે ચડી ગયો. કહેવા લાગ્યો પણ શબ્દો ગળામાં અટવાતા હતા, “કુસુમ, કુસુમ, સુરભી, સુરભી આપણને છોડી ચાલી ગઈ. સુરભી તારી મિત્ર આ દુનિયા છોડી ગઈ મને તથા મારી દીકરીને મૂકીને.” અને અજીત નાના બાળકની જેમ રડી પડ્યો. કુસુમ પણ પોતાની પ્રિય સખીના મોતના સમાચાર સાંભળી સ્તબ્ધ થઈ ગઈ હતી. અજીતનો હાથ પકડી બેસી રહી હતી.આજીત હજું ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો.” મારે તને ફોનમાં આવા સમાચાર આપવા ન હતાં એટલે ઘરે આવી ગયો. કાર અકસ્માતમાં તારી પ્રિય સખી અમને રઝળતા મૂકી ચાલી ગઈ. અજીયે અચાનક રડતાં રડતાં પોતાનું માથું કુસુમનાં ખૉળામાં મૂકી દીધું. હવે કુસુમની આંખોમાંથી પણ આંસુની ધાર વહી રહી હતી. સુરભી સાથેનું બચપન, જવાની નજર સામેથી પસાર થઈ ગયાં. હવે સુરભી નથી, હવે સુરભી નથી. દિલ માનવા તૈયાર જ ન હતુ. પણ નથી સુરભી. ઓહ ઈશ્વર આ તે શું કર્યુ અને એ પણ અ્જીતના કેશમાં હાથ ફેરવવા લાગી અનાયસે એણે અજીતનું માથું પોતાની છાતી સરસુ ચાપી દીધું. અજીતે પણ એને પોતાની બાહોમાં લઈ લીધી. બન્ને પ્રેમમાં અને લાગણીમાં ભીંજાઈ રહ્યા હતાં.
ત્યાં કોમલ ચાવીથી દરવાજો ખોલી અંદર દાખલ થયો. કોમલ કુસુમને અજીતના આલિંગનમાં જોઈ ધૂંઆફૂઆ થઈ ગયો. પોતાના દિલની મલ્લીકા આવી હાલતમાં. ગુસ્સો શેતાનનું ઘર છે. એને તો બસ અજીત અને કુસુમ એક બીજામાં સમાયેલા દેખાતાં હતાં. બેવફાઈ કુસુમની બેવફાઈ. કોઈએ કહ્યુ હોય તો જુદી વાત આતો આંખે દેખ્યુ, કેમ જુઠૂ માનવું ? એને નજર સમક્ષ જોયેલું દ્રૂશ્ય ભુલાતું ન હતું. એ કાચા કાનનો ન હતો. કુસુમને અજીતના આલિંગનમાં જોઈ. અંતે કોમલે પોતાની ફુલ જેવી પત્ની કુસુમનું કાસળ કાઢી નાખ્યું.
ક્રોધમાં ભાન ભૂલેલાના હાથે અક્ષમ્ય અપરાધ થઈ ગયો. હા, આંખે દેખ્યું ખોટું ન હતું ? કોમલે હકિકત જાણવાનો પ્રયત્ન સુદ્ધા ન કર્યો. પત્ની બેવફા છે એવું માની લીધું. પ્રેમની ઈમારત સાવ કાચા પાયા પર ચણી હતી. છાતી ઠોકીને દાવો કરતો હતો,“હું કુસુમને ચાહું છું”! પ્રેમી પ્રેમમાં આંધળો ન બને ! કોમલે પ્રેમ નામને કલુષિત કર્યો. બદનામ કરી પત્નીને !
સહાનુભૂતિને,’ બેવફાઈ’નું પ્રમાણ પત્ર આપનાર પાગલ પ્રેમી ફાંસી સિવાય ક્યાં ઠરે ?
ફાંસીને માચડેથી (૮) સુનહરો સંસાર- પ્રવીણા કડકિયા
Posted on November 5, 2015 by pravina
કોમલના મનમાં ઢોલ ઢબુકતા હતાં કુસમના દિલો  દિમાગ પર શરણાઈના સૂર ગુંજી રહ્યા હતાં.આજે  કોમલ સાથે લગ્નના મધુરા બંધનમાં બંધાઈ. કુસુમની માએ પ્રેમથી દીકરીને સાસરે વિદાય કરી.કોમલની માતાના હૈયે ઉમંગ માતો ન હતો. તેનો લાડલો આજે કુસુમને પરણીને ઘરે લાવ્યો હતો. કુમકુમ અને ચોખાથી વરવધુને વધાવ્યા. આંગણે કુમકુમના થાપા માર્યા. ઘરમાં પાણિયારે કળશ મૂકાવ્યો.ચારેકોર આનંદ ઉલ્લાસ છવાયા હતા.કોમલના નાના ભાઈ અને બહેન ભાભીની આજુબાજુ આંટા મારતા હતા. પિતાજી ખુશ હતા.તેઓ જ્યારે ખુશ હોય ત્યારે ઢોલિયે પગ પર પગ
ચડાવી તળિયા પર તાલ દે. જોનારને કદાચ વિચિત્ર લાગે! કોઈ ચકાચૌંધ ન હતી. સાદગી અને સૌમ્યતા મિશ્રિત વાતાવરણ પવિત્ર તેમજ ખુશનુમા વરતાતું હતું.
સુનહરો સંસાર માત્ર પૈસાથી નથી રચાતો ! તેની મજબૂતાઈ હોય છે પતિ અને પત્ની વચ્ચે નિર્મળ પ્રેમ.એક બીજા પર અટૂટ વિશ્વાસ. કોમલ અને કુસુમને લગ્ન થયે દસ વર્ષના વહાણાં વાયા.પ્રેમી પારેવડા આજે પણ તેમના માળામાં ગુટરગુ કરતાં જણાય.અત્યાર સુધીના એક પણ દિવસ એવો ન હતો કે કામ પરથી સીધો કોમલ ઘરે ન આવ્યો હોય.જેવું કામ ખતમ, કોમલનું સ્કૂટર સીધું ઘર ભણી.કુસુમ કાગડોળે તેની રાહ જોતી ઉભી હોય.શાણી તો એવી કે તેના આવતાં પહેલાં બધા કામ આટોપી લે ! જેથી જેવો કોમલ આવે કે તેના આખા દિવસના કામનો અહેવાલ સાંભળે.જો તેને કામમાં અસંતોષ કે તકલિફ જણાય તો સુલઝાવવાના રાહ વિષે બન્ને જણા વિચાર
વિનિમય કરે.
કોમલને કુસુમની આ ટેવ ખૂબ ગમતી.જેને કારણે તેના દિમાગ પરથી દસ મણની શીલા હટી જતી. ખૂબ હળવો થઈ કુસુમનો સંગ માણતો. બાળક બન્નેને વહાલા હતા અને  જોઈતા પણ હતાં.નસિબ પાધરા કે કુસુમને બે વખત દિવસ ચડ્યા પણ ગર્ભ ટક્તો નહી.અફસોસ કર્યા સિવાય કોઈ આરો ન હતો.સમજુ અને પ્રેમાળ પતિ,પત્ની ઈશ્વરની ઈચ્છા ગણી ઘા સહી લેતા.
‘કેમ આજે આવતા મોડું થયું? ઘડિયાળમાં જો, રાતના ૯ વાગી ગયા’.
‘અરે પણ સાંભળતો ખરી’?
‘શું સાંભળું’?
‘કારણ, બીજું શું.’
‘હવે તને બહાના બનાવતા આવડી ગયા છે ! મારો વિચાર કર્યો હતો?’
‘અરે, મારા સાહેબની.દીકરીને ઓચિંતા હૉસ્પિટલમાં લઈ જવી પડી. સાહેબે મને બધી જવાબદારી સોંપી. હવે બધા કામ આટોપી નિકળે નહી ત્યાં સુધી હું કેવી રીતે ઘરે આવી શકું?’
‘આ તો હું ચિંતામાં અધમૂઈ થઈ ગઈ, એટલે કહેવાઈ ગયું. માફ કરજે’.
‘અરે ગાંડી, તને હું નથી ઓળખતો? મને પણ તારા વિચાર સતાવતા હતા. ખેર, હવે જમવા આપીશ ? મારા પેટમાં ઉંદરડા દોડે છે’.
કુસુમે થાળી પિરસી. બન્ને કાયમ એક ભાણામાં જમતા. આમ રિસામણા, મનામણામાં જીંદગી પસાર કરતાં. કિલ્લોલ કરતું તેમનું જીવન મિત્રોની ઈર્ષ્યાનું કારણ બનતું. લગ્નની પ્રથમ રાત્રીથી નક્કી કર્યું હતું કે, ગમે તેવો દિવસ પસાર થાય , લડાઈ ઝઘડો પણ ભલે થાય રાતના સૂવા જતાં પહેલાં સંધિ કરી લેવાની. આ શરત કુસુમે મૂકી હતી. કોમલે તેને પ્રેમથી સ્વિકારી હતી. આ હતું તેમના સુખી દાંપત્યુંનું રહસ્ય!
‘કોમલ જાગે છે કે સૂઈ ગયો ‘?  કુસુમે ધીરેથી તેના કાનમાં પૂછ્યું.
‘વહાલી, તારે કાંઈ પણ કહેવું હોય તે સવાર સુધી રાહ જોઈ શકે ? આજે મને ખૂબ થાક લાગ્યો છે.
કુસુમને નવાઈ લાગી હમેશા તત્પરતા બતાવતો કોમલ આજે . કેમ આમ બોલ્યો. મનમાં શંકા ગઈ. કોમલની તબિયત તો સારી છે ને ? કોમલ આજે ઑડિટ હોવાને કારણે આખો દિવસ કામમાં ડૂબેલો હતો. તેના મોઢા પર અને આખા શરીરમાં થાક વરતાતો હતો. કુસુમ સમજી ગઈ. તેણે રૂમની લાઈટ બંધ કરી, પંખો ચલાવ્યો અને રસોડાનું કામ પુરું કરી રહી. કામ કરતાં વિચારી રહી, ‘હું કેટલી નસિબદાર છું. આવો સુંદર અને પ્રેમાળ પતિ મળ્યો છે’.
તેની સહેલી રાધાનો વર દારૂ પીતો અને કદીક તેને મારતો પણ ખરો ! જ્યારે કોમલ, કુસુમને હાથમાં રાખતો. કુસુમ પણ કાંઈ કમ ન હતી. કોમલના દરેક કાર્યમાં મદદ રૂપ થતી, તેની બધી વસ્તુઓ એવી સરસ ગોઠવીને રાખતી કે કોમલ તેના પર ફિદા થઈ જતો. આમ જોઈએતો બન્ને જણા એકબીજાના પૂરક હતા. જાણે પ્રભુએ તે બન્નેને એકબીજા માટે ખાસ ઘડ્યા હોય! સંજોગ જોઈ મેળવી આપ્યા. પતિ અને પત્નીના સ્નેહાળ રિશ્તામાં બંધાયા !
સવારે કોમલ ઉઠ્યો. સરસ મજાની આદુ, ફુદીનો અને એલચીવાળી ચાય પીને તાજો માજો થઈ ગયો. કુસુમનો આભાર માન્યો.જીંદગીમાં જો ઉથલ પાથલ ન થાય તો તે રસહીન લાગે.કંઈક વૈવિધ્યતા સહુને ગમે. કુસુમને નોકરી કરવી હતી. કોમલને તે મંઝૂર નહતું. તેને થતું જો કુસુમ નોકરી કરવા જશે તો પોતાની સાહ્યબી ઓછી થઈ જશે. બાળકો તો હતા નહી. ખોટો ખર્ચો કરવા કુસુમ કદાપી તૈયાર ન હતી.
અચાનક આંધી આવી. સુખી સંસારને વેરણ છેરણ કરી મૂક્યું હોત! કોમલ અને કુસુમના લગ્નની ગાંઠ સાક્ષાત અગ્નિની સાક્ષીએ બંધાઈ હતી. જોવા જઈએ તો દરેક લગ્ન આવી રીતે થતા હોય છે. આ તો ૨૧મી સદીમાં પવિત્ર લગ્નના રિશ્તાને એરૂ આભડ્યો છે. હજુ હાથની મેંદીનો રંગ વિલાયો નથી ત્યાં છૂટાછેડાની નોબત આવી જાય. એકના એક બાળકોના લગ્નમાં લાખો રૂપિયાનું પાણી કર્યું હોય તેવા લગ્નમાં વિચ્છેદ એ સાવ સામાન્ય વાત છે. કોમલ અને કુસુમ બન્ને તે જાણતા હતા. આમ જોવા જઈએ તો આવા સમાચાર તેમના જીવનને વધુ સ્થિરતા આપતા હતા. સમાચાર સનસનાટી ભર્યા હતા.
કોમલની નાની બહેન કુસુમના પિયરના કોઈ સગાની સા્થે પરણી હતી. તેના ઘરમાં જ્યારે કુસુમ વિશે એલફેલ બોલાતું તે કોમલની બહેનથી સહન થતું નહી. તેની ભાભી એટલે કોમલની પત્ની કુસુમ સાવ નિર્દોષ હતી. ભાભી વિષે ખોટું આળ નાની નણદી સહી ન શકી. તેણે પતિને સમજાવ્યો. શંકાશીલ પતિ, પત્નીનું કહ્યું સાંભળવાને બદલે સામે પક્ષે જઈ બેઠો. હવે નાની નણદી માટે કોઈ ઉપાય હતો નહી. કોઈને કહ્યા વગર ભાભી પાસે આવી પહોંચી. કોમલ હજુ ઘરે આવ્યો ન હતો. નણદીને દરવાજામાં જોઈ કુસુમ હેબતાઈ ગઈ !
‘ન કાગળ ન તાર, તમે અંહી ક્યાંથી ?’
‘ભાભી, બોલતાં જ તેનાથી રડાઈ ગયું’.
‘અરે, પણ કાંઈ બોલો તો ખરા’?
‘બસ હવે હું એ ઘરે પાછી નથી જવાની’.
મામલો ગંભિર છે એ સમજતાં કુસુમને વાર ન લાગી. કોમલના માતા કે પિતા હવે હયાત ન હતા. કુસુમ ઘરના બધાને પ્યારથી બાંધી રાખવામાં સફળ થઈ હતી. બહેન તમે શાંતિથી બેસો, પાણી પીઓ. તમારા ભાઈ આવે પછી વાત કરીશું. કવિતાને દિલે ધરપત થઈ. કોમલ આવ્યો. નાની કવિતાને જોઈ ખુશ થયો,’ અરે તાર,ટપાલ કાંઈ નહી ક્યાંથી આવી ચડી”?
‘ભાઈ શું કહું, મારા ઘરમાં બધા ભાભી વિષે એલફેલ બોલે મને કેવી રીતે સહન થાય’.
‘અરે, પગલી એમાં કાંઇ ઘરના સાથે ઝઘડો થાય’?
કવિતાએ બધી માંડીને વાત કરી. કુસુમ નિશ્ચિંત હતી. આ બધી વાત કોમલને ખબર હતી.કોમલને કુસુમ પર પાકો વિશ્વાસ હતો.બચપનમાં તેની સાથે ભણતો વિવેક, અનાથ હતો. કુસુમે તેને બહેનનો પ્યાર આપી તેની હિમત વધારી હતી. વિવેકને બધી જાતની મદદ કરતી. ઘણી વખત નાસ્તામાંથી ભાગ આપતી. તેની કૉલેજની ફી પણ પોતાના બાપુ પાસે ભરાવતી. આજે વિવેક મુંબઈમાં ઘર બનાવી સ્થાયી થયો છે. વનિતા સાથે પરણી સુખી સંસાર ભોગવે છે. બે જોડિયા બાળક છે. જે કુસુમને ‘ફોઈબા’ કહી બોલાવે છે.કોમલને આખી વાત અથથી ઈતિ સુધીની ખબર હતી. હવે કવિતાના સાસરા પક્ષમાંથી કોઈ વિઘ્નસંતોષી આવી વાતનું વતેસર કરતા હતા.
કોમલ અને કુસુમ, કવિતાને સાસરે પાછી મૂકવા ગયા. કવિતાના પતિ કનુને બધી ખુલાસાપૂર્વક વાત કરી. વિવેકના લગ્ન વખતના ફોટા તેમજ તેના હાલના બાળ બચ્ચા સાથે કુટુંબના ફોટા સહુને બતાવ્યા. કનુએ ભાભીને માફ કરવા વિનંતિ કરી. ઉદાર દિલની કુસુમે વિના સંકોચે સહુના દિલ જીતી લીધાં આવી સુંદર અને પ્યારી કવિતાની ભાભી જાણી બધા ખુશ થયા. સહુ જાણે છે ગોળીને ગરણું બંધાય, ગામને મોઢે કદી શક્ય નથી. ઘરના સહુનો ભ્રમ દૂર થયૉ. કનુ તેમજ તેના કુટુંબીઓ અને સગા વહાલાંને કુસુમની સાચી ઓળખાણ થઈ. ઉદાર દિલની કુસુમ કદી કોઈનું મનમા લાવતી નહી. કુસુમ અને કોમલ પાછા પોતાના સંસારમાં રમમાણ થઈ ગયા.
‘તને મારા પર ખૂબ ભરોસો છે’?
‘મારા પર હોય તેના કરતાં વધારે. તું મારી એકેની એક પ્રિય પત્ની છે. કદાચ હું બેવફા થઈ શકું પણ તું?
અસંભવ.’ કહી કોમલે કુસુમને આલિંગન આપ્યું.
કુસુમ ખૂબ રાજી થઈ.તેને લાગ્યું ‘જીવન સાર્થક’ છે પતિનો આટલો બધો વિશ્વાસ સંપાદન કર્યો છે. આજકાલ કુસુમ થોડી ઉદાસ રહેતી હતી. કોમલે વિચાર્યું જ્યાં સુધી કારણ કહે નહી ત્યાં સુધી સામે ચાલીને પુછવું નથી. પાંચેક દિવસ થઈ ગયા. કુસુમ બેચેન હતી. ‘ખરો છે, મને ઉદાસિનતાનું કારણ પણ પૂછતો નથી. સાવ લાપરવાહ થઈ ગયો છે’.
આખરે મૌન તોડ્યું, ‘તને મારી જરા પણ લાગણી નથી?’
‘કેમ, વળી મેં તને ક્યાં અને ક્યારે દુભવી”? અજાણ બનતાં કોમલ બોલ્યો.
‘તને મારી ઉદાસી દેખાતી નથી?’
‘તું કાંઈ કહે તો ખબર પડે ને”?
‘આ તમને સ્ત્રીઓને ઘડીને ભગવાને હાથ ધોઈ નાખ્યા છે’.
‘કેમ આજે આવું બોલવું પડ્યું’?
આમ ચર્ચા ઘણી લાંબી ચાલત. કુસુમ થાકી ગઈ હતી. તેને મહિના ઉપર ચાર દિવસ થયા હતા. વિચારી રહી કદાચ ઈશ્વરે સામું જોયું હોય. આ વાત કોમલને કહેવા ઉત્સુક હતી. તેને બદલે લાંબો વાદ વિવાદ ચાલ્યો. અંતે કહ્યા વગર મોઢું બીજી તરફ કરીને સૂઈ ગઈ. તે હવે વાદ વિવાદ કરી વાતાવરણ ઉગ્ર કરવામાંથી છટકવા માગતી હતી.
કોમલ આખી રાત પથારીમાં પડખા ફેરવતો રહ્યો. તેનું દિમાગ જાણે કામ કરતું બંધ ન થઈ ગયું હોય? વિચારોની વણઝાર ચાલતી હતી. કશું સમજાતું ન હતું. સવારે નોકરી પર જવાનું હતું. આખરે આંખ મળી ત્યારે ઘડિયાળમાં સવારના પાંચ વાગ્યા હતા. સવારે મને કે કમને સાત વાગે તો પથારી છોડવી પડે. કુસુમે ચા અને નાસ્તો તૈયાર થયા ત્યારે તેને ઉઠાડ્યો. હસતું મુખડું જોઈને રાતનું દર્દ કોમલ વિસરી ગયો. કુસુમને સોડમાં તાણી બોલ્યો,’ હવે તો જવાબ આપ મારી પ્રિયે’?
કુસુમથી રહેવાયુ નહી. તેણે કોમલના કાનમાં ધીરે રહીને કહ્યું. કોમલ એકદમ ઉછળ્યો. ગાંદાની જેમ કુસુમ પર વહાલની વર્ષા કરી રહ્યો. અંતે કુસુમે કહેવું પડ્યું,’મારા રાજ્જા ચાલો નોકરીએ જવાનું મોડું થાય છે’.
‘ચાલ આજે નોકરીએ કહેવડાવી દંઉ મારી તબિયત સારી નથી’.
કુસુમ હસી પડી, ‘મારી કે તારી’?
અગત્યનું કામ હોવાથી ગયા વગર છૂટકો ન હતો. કુસુમનો આનંદ ક્ષણ જીવી નિકળ્યો. કોમલના ગયા પછી નહાવા ગઈ ત્યારે માસિક સ્રાવ શરૂ થઈ ગયો હતો. ખૂબ રડી. તેના હાથમાં કાંઈ નહતું. સાંજના કોમલ ઘરે આવશે ત્યારે કેવી રીતે સમાચાર આપશે તેની દ્વિધામાં પડી ગઈ. કોમલનું મુખડું તેની નજર સમક્ષ તરવરી રહ્યું. એકલા આખો દિવસ ઉદ્વેગમાં ગયો. કોમલની દેખતાં તેને ધિરજ બંધાવાની હતી.
કોમલ નારજ થયો. કુશળતાથી ભાવ છુપાવી, કુસુમને દુઃખ ન થાય તેનો ખ્યાલ રાખ્યો. પ્યારની ઉંચાઈના  દર્શન થયા. પતિ અને પત્ની સ્વનો નહી અન્યનો વિચાર કરી દિલમાં દર્દ છુપાવી રહ્યા.  આવા સુનહરા સંસારને કોની બૂરી નજર લાગી. વિધિના ખેલના પ્યાદા બન્યા. ક્યારે કોની મતિ ભ્રષ્ટ થાય તે કળવું મુશ્કેલ છે. જ્યારે કુદરતે રાજી થઈ સઘળું આપ્યું હોય ત્યારે તેનું નામ સ્મરણ કરી સદા આભાર માનવો. આજ અને કાલમાં જ્યારે જો તફાવત જણાય ત્યારે ક્યાંક માનવી ગુમરાહ થઈ જાય છે.
સુનહરા સંસારમાં બાળકની ભૂખ હલચલ મચાવી રહી. કુસુમ  તેની માની પુરાણી વાતને હવે થોડી સમજતી હતી, પણ તે સમયે હજુ યુવાવસ્થાની વસંત બારણે ટકોરા મારી રહી હતી. તેથી તેની વાતને હવામાં ઉડાડી બેફિકર થઈ ઊડતી હતી. પણ આજે સમય જુદો છે, આજે એ સોહામણી વસંતની ઋતુ ગ્રીષ્મ થઈને યૌવન પર ઠરીઠામ બનીને બેસી ગઈ છે. આજે માની વાત પણ પૂરેપુરી સમજાઈ શકે તેટલી તે સમજદાર થઈ ચૂકી છે. કોમલની સાથે બાળકને સંભાળી શકે તેટલી મજબુત થઈ ચૂકી છે. તો યે આટલાવરસ લગ્નને થયાં તોયે ઘર આંગણ ને ખોળો બેય ખાલી છે. કાશ આ ખોળામાં નાનકડી પગલીઓ પાડનાર કોઈ આવી જાય. દીકરી કે દીકરો જે હોય તે પણ એક બાળક, મારૂ પોતાનું એક બાળક હોય તો હૈયે સંતોષ થઈ જાય.
એકવાર તો કવિતાનાં સાસુયે આવ્યાં તો તે ય બોલી ઉઠ્યાં તાં કે કુસુમ છોકરાનો પ્લાન પણ જલ્દી જલ્દી કરજે. કારણ કે મોડેથી છોકરા કરીશ તો મોટા કરતાં વાર લાગશે ને પાછળથી તમારી ઉંમર વધશે તો યે તમે છોકરાં જ મોટા કરતાં રહેશો. પ્રેમ તો એ મને ખૂબ જ કરે છે, પણ પ્રેમની સાથે પત્ની તરફની વાતે ય વગર શબ્દે સમજી જાવી જોઈએ ને કે પત્ની ને એક બાળકની ઝખનાં છે. આમ જોવા જઈએ તો કોમલને પણ શેર માટીની ખોટ સાલતી હતી.
ફાંસીને માંચડેથી ( ૯) અર્ચિતા પંડયા (કોમલનું બાળપણ)
Posted on November 2, 2015 by pravina
પચીસથી ત્રીસ વર્ષ પહેલાનું કોમલના ઘરનું એક દ્રશ્ય: રસોડાના બેઝીનમાં હાથ ધોવા માટે કોમલના પાપાએ નળ ખોલ્યો. પાણી વહેવા લાગ્યું . પુરુષોત્તમ જોષી, કોમલના પાપા જોઈ રહ્યા! સમયનો રેલો આવી જ રીતે વહી જાય છે, પાણીની જેમ. વિચારનું વહેણ પણ ચાલુ થઇ ગયું .નજર સમક્ષ પોતાની પત્નીનું આ ઘરમાં આવવું તાદ્રશ થઇ ગયું. પત્ની સુધાનો ગૃહ પ્રવેશ, સરસ રીતે રોજીંદા કામમાં અને સાસુ જોડે ભળી જવું. સાસુ, વહુનો એકમેક પ્રત્યેનો પ્રેમ ! સુધા, કોમલની મમ્મી ,સાસુના પિયર પક્ષે સગાઈમાં થતી હતી એટલે એને વહુ પર ખૂબ પ્રેમ છે, એવું બધા સગા કહેતા હતા ! નાનકડી સુધા પણ પ્રેમમાં નવડાવનાર સાસુ મળી હતી એટલે ખુશખુશાલ હતી અને પુરુષોત્તમથી તો ખરી જ ! રૂપ, ગુણ, દેખાવ અને કાબેલિયત બધામાં એ ખરેખર પુરુષોત્તમ જ હતા !
પુરુષોત્તમને લાગ્યું હાથ ધોવાઇ ગયા છે છતાં પાણી વહ્યે જાય છે. સુધાનો સ્પર્શ યાદ આવી ગયો. નવી નવી પરણેલી સુધા. અહી જ ઉભી ઉભી કપ રકાબી ધોતી હતી. બા અને બાપુજી હિંચકે બેસી રહેલા અને યુવાન પુરુષોત્તમને મઝાક સૂઝેલી. સુધાને હેરાન કરવા વારંવાર બેઝીનનો નળ બંધ કરી દેતો હતો અને એ બહાને સુધાને આલિંગન આપતો હતો ! સુધા બીકની મારી કશું બોલી નહોતી શકતી. પણ શરમના શેરડા વધુ નીતરે છે કે નળમાં પાણી ? એ પુરુષોત્તમ નક્કી નહોતા કરી શકતા !
કેવા હતા એ દિવસો ? કાળના ચક્ર સાથે પરિસ્થિતિ સાવ બદલાઈ  જશે એવી કલ્પના ક્યાંથી આવે ? ઈશ્વરે શું ધાર્યું હશે શી ખબર? સહુથી નાની દીકરીના જન્મ પછી જીવન સાવ બદલાઈ ગયું ! એક બેકાબુ ચામડીનો રોગ, ખોટી દવાની આડઅસર અને કપાળે કમનસીબીનો દોર ચાલુ થયો ! હાથ પગ તો જાણે નક્કામાં થઇ ગયા ! એક ભૂલ ડોક્ટરની  અને પીડા દર્દીની! કદીક આવું પણ થાય ! જીવાડનાર ના હાથે મોતનો સોદો થતા થતા રહી જાય ! પુરુષોત્તમ ઘણી વાર વિચારતા કેમ મારી સાથે જ ? માનવી પરાધીન છે. કુદરતના નિર્ણય પાસે  મજબુર છે ! ન છુટકે .જગતનો નાથ શિરે જે નાખે તે સહન તો કરવાનું જ છે ને ?
રોજ ઘરનું કામ, રસોઈ બધું આટોપીને છોકરા તૈયાર કરી સુધાને જમાડીને કામ ઉપર ભાગવું એ તો ક્રમ થઇ ગયો જીવનનો ! આથી વધુ એક વિચાર પણ મુશ્કેલ હતો ! પણ ધૂંસરી વાળા આ દિવસો પણ વેંઢારી ગયા પુરુષોત્તમ! હવે કોમલ થોડો મોટો થઇ ગયો હતો. પપ્પાની જોડાજોડ રહેતો. કામમાં બને એટલી મદદ કરતો. ધીરે રહીને એક દિવસ એણે વાત કાઢી, “પપ્પા,રસોઈ બનાવવા મહારાજ રાખી લઈએ તો તમારે તકલીફ નહિ! “બોલતા બોલાઈ ગયું પણ જવાબનું એક ટૂંકું મૌન એને હચમચાવી ગયું. ધીરેથી જવાબ મળ્યો, એવા ખોટા રૂપિયા વેડફવાનો શું ફાયદો ? કોમલ વિચારમાં પડી ગયો ! આ કેવું ગણિત ? પણ પપ્પા પર એને પૂરો ભરોસો હતો . એ બરાબર જ વિચારતા હશે . સમય અને સંજોગો સાથેનું સમાધાન નવી શક્તિની ખીલવણી કરે છે ,હૃદયને ઋજુ બનાવે છે અને સમજાયુ કે જ્યાં સહુથી વધુ હક્ક લાગે એ પ્રેમ જ છે! દુનિયા પાસે પ્રેમ થી માગી શકાય એ પ્રેમ જ છે. તેથી આ અનુભવ અંતરંગ ના લોકો પાસે પ્રેમ ,પ્રેમ અને પ્રેમની અપેક્ષા ખુબ વધારી દે છે . બસ,આપણા કોમલનું પણ એવું જ થયું, જીવનના અભાવોથી પીડાઈ એ પ્રેમ આપવા અને ઝંખવાનો તેનો હક્ક બળવત્તર કરતો રહ્યો.   “કઈ કામ કરવા માંડું ,થોડા રૂપિયા મળે ? “પ્રશ્નના જવાબમાં માથે હાથ ફેરવીને પપ્પા એટલું જ કહેતા, “સારું ભણ પહેલાં પછી જોઈશું . ” અને શાળાએ સમયસર પહોચવાની તાકીદ,મન લગાવીને ભણવાની તાકીદ લઇ,મા  અને બાપના આશીર્વાદ લઇ કોમલ શાળાએ ભાગતો . જીવન એના માટે બીજા બાળકો કરતા ઘણું ગંભીર હતું . સીધી સાદી મા,સતત કુટુંબ માટે ઘસાતા પિતા ,નાના ભાઈ બહેનો . એમના વિચારો કરતા કરતા ઘણી વાર બાળપણની રમતો પણ છૂટી જતી હતી ! અને પિતાની એક આદર્શ વ્યક્તિ તરીકેની છબી કોતરાતી જતી હતી ! મનમાં ને મનમાં તેમને પૂજતો ? નાના ભાઈ બહેન તો મા ,બાપ અને મોટાભાઈના પ્રેમ અને વ્યવસ્થાથી સુરક્ષિત હતા. એ સંરક્ષણમાં તેઓ જીવનની સચ્ચાઈથી દૂર હતા ! મા નો ઓરડો, સ્તબ્ધ વાતાવરણ , વર્ષોથી એકજ સ્થિતિ અને એક પ્રકારના નિયમોથી જ ચાલતું જીવન !
“કોમલ બેટા, તું સુઈ જા, હવે થાક્યો હોઈશ ! ”
“ના. મા,તું સુઈ જા પછી જાઉં છું. થોડી વાર પગ દબાવીશ તો તને સારું લાગશે! ”
“બેટા,કેટલો ડાહ્યો છે તું ? ભાઈ ,બહેનને સાચવે, મને સાચવે ,ઘરનું કામ કરે,પાપાને મદદ કરે કેટલો પ્રેમ કરે છે બધાને ? ”
” મા તારી તબિયત સારી ન રહેતી હોય તો તારે ચિંતા નહિ કરવાની? તું આરામ કર, એ તો મારી ફરજ છે ,તારા જનમ આપ્યાનું ઋણ તો કદી ચૂકતે નહિ થાય ! ”
માની આંખમાં વહાલના આંસુ આવી ગયા ! “દીકરા,સુખી થજે ”
‘મા પ્રેમ મારી જરૂરિયાત છે! કુટુંબનો પ્રેમ મને મળતો રહે એ જ તો મારી ઈચ્છા છે!”
“પ્રેમનો દરિયો છે તું. દિલથી કોમલ છે તું.  તને ઈશ્વર પ્રેમની ભેટ નહિ આપે તો કોને આપશે ? ”
” મા  તારા આશીર્વાદ !”
મા  જોઈ રહી એના દીકરા તરફ ,હજુ મૂછ નો દોરો ફૂટું ફૂટું થાય છે,પણ સમજણ કેટલી બધી છે? કોમલ પગ દબાવતો દબાવતો માના ચરણ પાસે જ સુઈ ગયો. રોજની જેમ તેના મુખ પર કંઈક કર્યાનો સંતોષ હતો. પિતા હંમેશની જેમ મોડા આવવાના હતા.માની મોંઘી દવાને પહોચી વળવા હમેશા ઓવર ટાઈમ લઇ લેતા. દોઢું કામ, દોઢી કમાણી કરવી એ  જાણે એમના માટે સામાન્ય હતું !  આવી બે  કોળિયા  જમી ,પથારી ભેગા .વહેલી પડે સવાર ! ફરી પાછું ધમધમતું રસોડું ,સવાર સાંજની રસોઈ અને નોકરી માટે પ્રયાણ !
સુધાની આંખમાંથી આંસુની ધારા નીકળી પડી,કેવી જીંદગી થઇ ગઈ છે એની ? અંદરનો માંહ્યલો મજબુત છે. નહીતો શરીર તો કેવું ખોખલું આપી દીધું છે, ઈશ્વરે ! શરીરના સ્નાયુની દિન -બ -દિન તાકાત ઘટતી  જાય છે ! ચામડી પર ના રોગને દુર કરવામાં ડોક્ટરની થયેલી એક ભૂલે આખી જિંદગીનું ઓશિયાળા પણું આપ્યું . કુટુંબ સામે જોઈ જીવાતું હતું નહીતો આવી જીંદગી ક્યારની ટૂંકાવી દીધી હોત !  કોમલ, કોમલ તો આંખનો તારો એનો ! કોમલની જેમ આટલો બધો પ્રેમ શું કોઈ ક્યારેય કરતુ હશે ?
દિવસો વીતતા ગયા. શાળાનુ શિક્ષણ,બોર્ડની એકઝામ સારી રીતે પાર કરી કોમલ કોલેજમા આવી ગયો.  પોતાની ધગશ , સચ્ચાઈ, કામને વળગી રહેવાની આદત તેના જીવનમા તેને ખૂબ જ કામ લાગ્યાં. જીવનમા અનેક તકલીફો વચ્ચે પણ શિક્ષણનુ ત્રાજવુ ભારે રહ્યુ, બ્રાહ્મણત્વ એના લોહીમા ઉભરતુ હતું. જ્ઞાનની ઇચ્છાથી વિદ્વતા વધી રહી હતી. સચ્ચાઈથી વ્યક્તિત્વ ઉભરી રહ્યુ હતુ અને એક ઉત્તમ માનવ તરીકેના બધા ગુણ એક ખોળિયામા નીખરી રહ્યા હતા.  જીવનમા જે કઠણાઈઓ ઝેલી હતી એને લીધે વ્યક્તિત્વમા એક પ્રકારની સખ્તાઈ આવી ગઇ હતી. ખોટુ તેનાથી સહન થતુ નહોતુ . મૂલ્યના ભોગે જીવાતુ જીવન મોત બરાબર છે,એવુ માનવા લાગ્યો હતો એ ! સત્ય વચનના આગ્રહી અને કડકમિજાજી કોમલને જોઈ પુરુષોત્તમ પોરસાતા, હરખાતા કે બ્રાહ્મણત્વ લોહીમા તરી રહ્યુ છે.!
એવામા યુવાની એ પણ પોતાનુ કામ શરુ કરી દીધુ હતુ. કડક શિસ્તના આગ્રહી,વર્ગ નો સમય કયારેય ન ચૂકનાર કોમલ વર્ગમા પ્રવેશ પહેલા નજર નાખી દેતો અને કોઇની રાહ જોતો કોરિડોરમા ઉભો રહેતો, એ હતી કુસુમ ! કોમલનું મોહી લેનાર સુંદર સ્વરુપવાન સ્ત્રી. કોમલને પણ ખૂબ પ્રેમ કરતી, કાયમ કોમલને અનુકૂળ થવાની  ઈચ્છા રાખતી.
 કુસુમ સી કોમલ, કુસુમ રુક્ષ અને કઠણ જિન્દગીનો સુવાળો અંશ હતી. માતાની વહાલી દિકરી ને કોમલની મા સુધાના લાડ પ્યાર  પણ ગમવા લાગ્યા. વારે વારે એ કોમલને ઘરે જઈ ચડતી.ઘરના કામ પણ આટોપી દેતી. ઘરની ખાલી જગ્યા જાણે એનાથી ભરાઈ જવા લાગી. મા બાપુ તો ઠીક નાના ભાઈ બહેન કનક અને કેતકી પણ થોડા વખતમાં કુસુમના દિવાના થઈ ગયા.  કુસુમ બંનેને ખૂબ પ્રેમ કરતી. કેવા કપડા ની ફેશન છે એ શીખવાડતી,સારુ ખાવાનુ બનાવીને ખવડાવતી. બધાને કુસુમ જોઈએ જ ,એવુ વાતાવરણ થઈ ગયુ . કોમલતો આમેય એનો દીવાનો હતો,અંતે એ દિવસ આવી ગયો કે બધાને થયુ કે કોમલ અને કુસુમે પરણી જવુ જોઈ એ . કુદરતના નિર્ણય ને માન મળી ગયુ. કોમલની એક જ માંગ હતી ભરપૂર પ્યાર અને કુસુમને જોઈતી હતી કુટુંબની હૂંફ! પ્યારથી જીવનમાં આનંદ ભરવો હતો ! કોમલને પ્યારથી નવાજી કુસુમને માત્રુત્વથી જીવન ભરી દેવુ હતું.
કુસુમ એક વખત આવી જ ગઈ, કોમલના જીવનમા પૂરી સાદાઈથી. પ્રસંગના કોઇ ભાર વગર સમજણથી જીવન ગોઠવાઈ ગયુ. ખુશી એ તોરણિયા અને ઢોલ ત્રાંસા ! પ્રેમ એ જ રોશની અને શરણાઈ ! દિવસો વીતતા ચાલ્યા ,કુસુમ તો બરાબર ભળી ગઈ. કોમલ પણ જાણે સાતમા આસમાનમા વીહરતો હતો. ખુશી અને આનંદની નવી એન્ટ્રી એના જીવનમા થઇ ,એને લાગ્યુ એના બાળકોના નામ પણ એ ખુશી અને આનંદ જ રાખશે ! અચાનક એલારામ વાગ્યુ એના વિચારો ટૂટ્યા . અરે,આજે તો ઇન્ટરવ્યૂ છે કહી સફાળો બેઠો થઈ ગયો એ ! ઝટપટ તૈયાર થઇ ગયો  એ ! કુસુમે સુધાને ગોળ આપ્યો ,સુધાએ કોમલને હરખથી ખવડાવ્યો . આશિર્વાદ આપ્યા ,વર્ષોથી વહેલા ઘર છોડીને કામે ભાગતા બાપુને શાંતિ મળી હોય એવુ હવે લાગ્યુ કારણ ઘરની ચિંતા કરવા વાળી અને કામ કરવા વાળી કુસુમ હવે આવી ગઈ હતી. હવે કોમલને નોકરી મળી જાય તો મોટી ઇશ્વર  કૄપા. ઓવર ટાઈમ પણ બંધ !
આત્મવિશ્વાસી અને હોશિયાર કોમલને નોકરી મળી ગઈ. કુસુમના પગલે ઘરમા સુંદર વાતાવરણ થઇ ગયુ. બધા બહુ ખુશ હતા ,જોશી પરિવારમા જાણે તહેવાર આવી ગયો ! નવું રુટીન ગોઠવાઈ ગયું.  કોમલનું ઓફિસ જવું, બાપુનું શાંતિથી કામે નિકળવુ, નાના ભાઈ બહેન કનક અને કેતકીનું કોલેજ અને શાળા એ જવુ અને સુધા અને કુસુમની જુગલબંધ ગોઠડી ચાલવી અને પરિવાર પાછો આવે ત્યાં કુસુમ વાળુની તૈયારી કરી રાહ જોતી બેઠી હોય ! આનંદે સામુ જોયુ,પરિવાર ખુશ રહેવા લાગ્યો.
એવામા કોમલનુ ઓફીસ જતા ધ્યાન ગયું કે કેતકી પડોશી છોકરા જોડે બહુ વાતો કરે છે. તેણે કુસુમનું ધ્યાન દોર્યું.  કુસુમે તપાસ કરી કહયું કે છોકરો સારો છે. ઘર સારું છે. કોમલને થયુ કે ટિનએજર બહેનને પ્રેમ કરીને જ સમજાવી પડશે, તેણે પ્રેમથી પૂછ્યું   કેતકીને   અને એણે એકરાર કરી જ લીધો કે એ રજત નામના છોકરા ને પ્રેમ કરે છે. કોમલે સમજાવી એને કે હજૂ તું નાની છે. કોલેજ સુધી ધ્યાન આપી ભણી લે.પછી લગ્ન માટે વિચારિશુ. એ દરમિયાન રજત પોતે અમેરિકા આગળ ભણવા ગયો અને કેતકી કોલેજમા આવી.
અને કનક પણ કોલેજ પૂરી કરી માસ્ટર્સ કરવા લાગ્યો. સમયતો વણથંભી વણઝાર ની જેમ આગળ વધતો રહે છે. આપણે જ કોઇ વાર નદીની રેત જેવા સ્થિર થઇ એ વહેણ ને આશ્ચર્ય ચકિત થઇ જોયા  કરી એ છીએ.
નોકરીમા કામ ઘણુ રહેતુ અને નવી નવી ચુનૌતી પાર પાડવાની કોમલની ઝંખના પણ સારી રીતે પૂરી થઇ. જીવનનો ગ્રાફ ઉંચે ને ઉંચે ચડતો રહયો. થોડા જ વખતમા પ્રમોશન ના દિવસો આવી ગયા. કોમલ અને કુસુમ પરિવારનુ કેન્દ્ર બની ગયા,પરિવાર સાથે ખુશખુશાલ રહેવા લાગ્યા. જીવનની નાની મોટી કઠણાઈ મા પણ પ્રેમથી સાથે રહેવાની તમન્ના હોય, ત્યારે સહવાસનુ સુખ, દુઃખ ને બારણામા પગ  મૂકવા જ નથી દેતુ!
“કુસુમ, તે મારા જીવનમા પગ મૂકયો ત્યારથી તે મારુ જીવન બદલી નાખ્યુ છે.”
“કોમલ, આપણે બન્ને એકબીજા માટે જ સર્જાયા છીએ.  એકબીજા વગર અધૂરા છીએ.મારો પ્રેમ આપી ને મે કુટુંબ મેળવ્યુ છે.અને !”
“અને શું ? ”
“મારી ફરજ  પૂરી કરવા પણ આતુર છુ .”
“એમા તું કયા કઈ બાકી રાખે છે ? ”
“જી્વનનું મોટુ કામ વંશ વધારવાનું મારી એ ભેટ વગર જીવન અધુરૂં છે !”
કોમલે ખુશ થઈ કુસુમને બાથમા લઈ લીધી પછી હળવેથી કહયું,
“અરે ગાંડી, કનક અને કેતકી ની મોટી જવાબદારી છે,પરવશ મા અને ઉંમરવાળા બાપુ, જેમનુ શરીર ઘસાઈ ગયુ છે. એમની પાસે વધુ શુ અપેક્ષા  રાખીશુ? ભાઈ બહેન ના પ્રસંગ નીપટાવી આપણે આપણા સંતાન માટે ઇશ્વર ને પ્રાથના કરીશુ.”
“કોમલ તો મને પણ કમાવા દે,થોડુ કામ હુ પણ કરી લઇશ.”  ના, કુસુમ ,તારી હાજરી થી જ ઘર  ઘર  જેવુ લાગે છે. તારે તો અમને બધા ને સાચવવાના છે. તુ કેટલુ કરીશ ? ”
“કોમલ, તમે એકલા.”
કોમલે વચ્ચે જ ટોકી,
“જીવન લડત છે! બન્ને જૂદા મોરચા આપણે વહેચી લઇ એ .તુ ઘર ની વ્યવસ્થા સંભાળ. હુ ઘર ચલાવવાની, ”
એક સાદી સમજૂતી સાથે જીવન મહોરી ઉઠ્યુ. કુસુમ વહાલથી વળગી પડી . કેવા ઉમદા વિચાર ? કેવો ઉમદા માણસ ?.
આજે કોણ જાણે કેમ, કોમલને ઉચાટ થતો હતો. ઓફિસથી નિકળતા જ થયુ કે ખબર નહી પણ કચવાટ થાય છે. મુંઝારો થાય છે. ઘરે પહોચી  ખબર  પડી કે કનક ઘરે આવ્યો જ નથી.અને કુસુમે કહયુ  કે ફોન સ્વીચ ઓફ આવે છે. મિત્ર પણ ફોન પર કોઇ મળતા નહોતા. એકદમ ચિંતા મા એ ઘર ની બહાર જતો જ હતો ત્યા કનકનુ બાઈક આવી ઉભુ રહયું. પણ એ એકલો નહોતો…પાછળ એક છોકરી હતી. હાથમાનુ મીઠાઈનુ પેકેટ આપી કનક પગે લાગ્યો.
“મોટાભાઈ, મે લગ્ન  કરી લીધા છે.”
કોમલ સ્તબ્ધ કૈ બોલે એ પહેલા સ્વાભાવિકતાથી  કનક બોલ્યો.
“આ સીમા છે,જેને હુ પરણી ગયો છુ, ખોટા ખર્ચમાં  હું માનતો નથી. તેથી કોર્ટમાં રજીસ્ટર મેરેજ કરી લીધા છે.”
કોમલ થોડો ઝંખવાયો. “ભાઈ, બધું બરાબર પણ પહેલા જાણ તો કરીએ. તારા રહેવાની સરખી વ્યવસ્થા તો કરી દેત ને ? ”
એક બીજો આઘાત બાકી હતો.
“ના,ભાઈ, મને એ વિશે જાણ કયાં નથી. હુ સીમાના પાપા ના ખાલી ફલેટમા જ રહેવાનો છુ. આજે તો પગે લાગવા આવ્યો.”
“શુ વાત કરે છે ? ”
” મારુ જીવન કોઇ ઉપકાર નીચે નથી વિતાવવુ.”
કોમલ ડઘાઈ ગયો. તેના ખુલ્લા આકાશમાંથી નાનો એક ટુકડો જાણે કોઇએ ચોરી લીધો ! એને લાગ્યું કે શરીરનું કોઈ અંગ એનાથી છુટું પડી જાય છે ! પણ અહી વાંક પણ કોનો કાઢે ! જ્યાં વહાલાના વહાલ જ વળામણા કરવા લાગે ત્યાં ? પણ આખરે સંજોગોથી થાકીને કે સમજુતીથી શી ખબર ? પણ ફરી કોમલના વહાલે જ તેની પોતાની જાત સાથે દગો કર્યો . ભાઈના વર્તનને એણે છાવરી લીધું. એણે મન મનાવી લીધું. એ ક્યાં ખોટી વાત કરે છે ? સાસરું છે સદ્ધર અને અહી એને જગ્યાના ફાંફા પડે એમાં એ રહે કેવી રીતે ? સીમા થોડી રહી શકે અહી ? એ મારો ભાઈ છે . એને પોષવાનો મારો હક્ક ,પણ એથી કઈ મારો ગુલામ નથી થઇ જતો ! ભલે એની જીંદગી શાંતિથી જીવતો . આમ કનક એના જુદા આશિયાનામાં રહેવા ચાલી ગયો. હવેથી  ખબર નહિ કેમ પણ કોમલના જીવનમાં હપ્તે હપ્તે ઝંઝાવાતો આવ્યા જ કરતા હતા !
કનકની કાયમી હાજરી તો દુર રહી ધીરે ધીરે રોજ ઘરે આવાનું પણ ઓછું થઇ ગયું. સીમાતો કોઈ ધનિક મિત્ર મળવા આવે એમજ સાસરે આવી મળી જતી ! કેતકીનો મિત્ર રજત અમેરિકા ગયો આગળ ભણવા .કેતકી પણ  કોલેજમાં  આવી.કોમલનું જીવન યંત્રવત ચાલવા લાગ્યું .મા, બાપ વધુ ને વધુ ઘરડા થઇ રહ્યા છે એવું લાગવા માંડ્યું. નાના ભાઈની ગેરહાજરી બધાને વર્તાતી અને કોમલ એને પૂરી કરવા પ્રયત્ન પણ કરતો.કમાણી માટે નોકરી સારી હતી પણ એમાં પણ ટકી રહેવાનો સંઘર્ષ ચાલુ હતો !  જીવનનું એકધારાપણું , અણગમતા પ્રસંગોનું આવી પડવું,ચિંતા નો ભાર ગમે તેવા માણસને પણ નીરસ બનાવી દે એવી જીંદગી સક્ષમ છે ! જીવનનો ભાર ખેંચતા કોમલની સઘળી આશાઓ કુસુમમાં સીમિત થવા લાગી.
કુસુમ થોડી દુખી હતી જીવન સાથે જે બન્યું તેનાથી અને પતિ દુખી હતો એનાથી પણ પોતાનાજ લોકોને પ્રેમ આપવામાં સગવડો સાચવવામાં તેનો દિવસ પસાર થઇ જતો ! એ જવાબદારીને લીધે જ એનું એક વખત ધ્યાન ગયું કે કુસુમ કોઈ નવી મૈત્રી માં વધુ આગળ વધી રહી હતી ! એને લેવા મુકવા માટે ગલીના નાકા સુધી ગાડી આવતી હતી ! તપાસ કરતા ખબર પડી કે શહેરના નામાંકિત બીઝનેસ મેનનો દીકરો છે ! પરનાતનો છે,પ્રબલ નામ છે,અને લોકોને ખુલંખુલા  કહે છે કે કેતકીને પ્રેમ કરે છે ! મોટી ભાભી હોવાના નાતે કુસુમે તેને સમજાવાનું નક્કી કર્યું પણ કેતકીતો પ્રેમમાં ઘણી આગળ વધી ગઈ હતી. .કોમલને જાણ થઇ ત્યારે રજત તરફની બેવફાઈ અને પરનાતી પૈસાદાર છોકરાને પ્રેમ ,બંનેથી એ સખત નાખુશ હતો .એ જાહેરનામું બહાર પાડી દીધું ,કે એ કોઈ દિવસ આ લગ્ન માટે તૈયાર નહિ થાય .
પણ જીદ્દી કેતકી પોતે પોતાનો અલાયદો માળો રચવા ઘરેથી ભાગી જ ગઈ .
કોમલ , ખરેખર  દિલથી  કોમલ  હતો. ભાઈ  બહેનની  યાદ એને તડપાવતી, એ નો અંદરનો પ્રેમ બન્નેને નિર્દોષ સાબિત કરતા .ભાઈ બહેન જોડે એ ક્યાં લાંબી આશા રાખતો કે એ દુખી થાય ? ભાઈ બહેન પણ કોમલને બરાબર ઓળખતા હતા ,પ્રેમથી આવી એક વાર માફી માંગી લીધી. બસ,આપણા મહાદેવજી ખુશ ! અને સહુના જીવનમાં સહુ વ્યસ્ત થઇ ગયા ! કોમલ અને કુસુમ રહ્યા માબાપની સંભાળ માટે ! એક દિવસ અચાનક ઉદ્યમી પિતા,પુરુષોત્તમ ઉઠ્યા જ નહિ .પથારીમાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું .અને વર્ષોથી માંદગી સહેતી મા આ આઘાત સહન ના કરી શકી અને એક વર્ષમાંતો એના પુરુષોત્તમ પાસે સ્વધામ ચાલી ગઈ !
હવે નાનકડું ઘર પણ કોમલને ખાવા ધાતુ હોય એવું લાગતું. ઘણીવાર ફરિયાદનો સૂર કાઢી કુસુમ કહેતી “લો જુઓ, જેને તમે બાળક જેવા ગણો છો એ ક્યાં તમારી સામું પણ જુએ છે ?  એમના માટે આટલા વર્ષો તમે બાળક વિના જીંદગી કાઢી !
કોમલ ધીરે થી કહેતો, “હા, કુસુમ હવે આપણે રહ્યા,આપણું ઘર,આપણી કમાણી અને આપણો ખર્ચ ,બસ !
એમની જીંદગી, એમની રીતે ઘડવાનો હક્ક છે એમનો! પ્રેમથી વારે વારે આવી મળી જાય છે, એ બસ છે મારા માટે ”
“એમ નહિ કોમલ, હવે આપણા માટે કઈ વિચારો ! આપણું કોણ હવે ? હવે કાચી કેરીના ઓરતા થાય એવા દિવસની હું રાહ જોઉં છું! “કુસુમ, કોમલનો હાથ હાથમાં લઇ બોલી. કોમલ પ્રેમને વશ જીંદગી જેને સોપી દીધી એવી અર્ધાંગીનીની હડપચી પકડી કપાળે ચુંબન કર્યું .આખું વાતાવરણ રસમય આતુરતામાં ખીલી ઉઠ્યું !.
અર્ચિતા દીપક પંડ્યા
ફાંસીને માચડેથી (૧૦) કુસુમનું બાળપણ -પૂર્વી મલકાણ
Posted on November 5, 2015 by pravina
ગામડાનાં એ ઘરમાં આંખ ખોલી ત્યારે એને નવું જીવન મળ્યું હતું ને સાથે મળ્યાં હતાં મમ્મી,પપ્પા,મોટી માડી, બાપુજી, મોટાકાકાને કાકી, નાનાકાકાને કાકી ક્યારેય ન ભૂલાય એવા! જેની સાથે રમીને મોટા થવાનું હતું તે બધાં ય પિતરાઇઓ સાથેનાં નવા મધુર સંબંધો સાથેનું નવું ઘર. ઉં….વા…… ઉં….વા રડતી કુસુમને એ વખતે પહેલીવાર દુનિયાનો રંગ દેખાયો હતો. પપ્પાની ખુશીથી છલકાયેલ આંખો, મમ્મીનો સ્નેહાળ સ્પર્શ, પિતરાઇઓની નાની નાની આંખોમાં સમાયેલ કુતુહુલ, મોટી માડી ને બાપુજીનાં આર્શિવાદભર્યા હાથ નીચે જન્મેલી કુસુમને તેનું નામ “કુસુમ” મળ્યું હતું તો તે ય મોટી ફોઇ કુસુમિકા તરફથી. બસ આમ જ નાનકડી કુસુમને આ દુનિયામાં જન્મ લેતાં જ કેટલાં બધાં સુમધુરા સંબંધોની સૌગાત મળી હતી તે કહેવું જ મુશ્કેલ હતું.
હજુ તો પોતાના જન્મ સમયની જે વાતો ઘરના વડીલો પાસેથી સાંભળી હતી તે વિષે કુસુમ વિચારી જ રહી હતી ત્યાં જ તેનાં કાનમાં મોટી માડીનો અવાજ ગુંજી ઉઠ્યો.
“એ કુસુમ,એ કુસુમ, એ બેબલી હાલ હાલ દીકરી જલ્દી હાલ, ઝટ ઝટ પૈયગ ઉપાડ કાળીયા ઠાકોરની આરતી ચાલું થઈ ગઈ હશે”,
મોટી માડીનો અવાજ સાંભળી નાનકડી કુસુમ બોલી ઉઠી “પણ માડી તમે એકલા જાવ ને મારી આ ઘર ઘરની રમત-”
“જો છોડી; ઘર ઘરની રમત તો જિંદગી આખી રમવાની જ છે, પણ આ વખત પાછો આવવાનો નથી એટ્લે કવ છું કે પેલા કાળીયા ઠાકોરની આરતી કરી લે પછી આવીને રમજે આ ઘર ઘરની રમત તો ક્યાંય જવાની નહીં. હાલ હાલ મારી બચુડી હાલ બેટા. ને તારી ઓલી ગોરી ગાવડીયે રાહ જોતી હશે, કે’શે કે આજ મારી કુસુમ કાં નો આવી?” કહેતાં મોટી માડી કુસુમને પુચકારવા લાગતાં ને એની સાથે કુસુમ પણ ઘર ઘરની રમત મૂકી મોટી માડીની આંગળી પકડી, પગ ઉછાળતી ઉછાળતી ચાલતી થાતી, પણ એનું નાનકડું મન એનાં ઘરઘરની રમતમાં પરોવાયેલું રહેતું તેથી પાછળ નજર કરતી જતી ને જાણે એ રમતને કહેતી કે હું થોડીવારમાં જ આવું છું,
હવેલીએ પહોંચીને ય નાનકડી કુસુમનું મોઢું બંધ ક્યાં રહેતું તું ! એટ્લે માડી ને પૂછી ઉઠતી,
“હેં માડી, આંહી ગોશાળામાં રે’તી આ કાળીયા ઠાકરની ગોરી ગાવડી આખોય દી એકલી જ રેતી હશે ?”
જવાબમાં માડી કહેતાં “બેટા એની તો મને ખબર નથી આજ આરતી પછી ઘાસ નાખવા જાશું ને તૈંય પૂછી લેશું હોં, લે હવે ઝટ ઝટ હાલ જોઉં .જોને ભગતોની ભીડ થવા મંડી છે. મારો હાથ છોડીશ માં હોં “છોડી કહેતાં મોટી માડી આગળ થાતાં ને કુસુમ એની પાછળ પાછળ પગલીએ ચાલતી.
રોજે સાંજે ઉત્થાપનનાં દર્શન કરી ઘરે પાછા ફરતા કુસુમને અને મોટી માડીને બજારમાં બાપુજી દેખાતાં. ખેડુઓ પાસેથી તાજેતાજું શાક લઈ થેલીઓ ભરીને લાવતાં બાપુજીને જોઈ કુસુમ દોડી બાપુજી પાસે દોડી જાતી ને પછી બાપુજીને કહેતી “બાપુજી મને ય થેલી આપો ને”. પછી બાપુજી કાંઇ બોલે એ પહેલા બાપુજીનાં હાથમાં રહેલી શાકભાજીની થેલીઓમાંથી એક થેલી લેવા પ્રયત્ન કરતી. તે જોઈ બાપુજી કહેતાં “અરે, અરે નાનકી બેટા આ નહીં આ થેલી લે આ થેલી હલકી છે.”
‘બાપુજી હું ભારે થેલી એ ઊંચકી શકું છું’. નાનકડી કુસુમ બોલી ઉઠતી.
“હા હો બેટા મને ખબર છે બેટા તું ભારે થેલી ઊંચકી શકે છે, પણ બેટા મોટા થયે જીવતરનો ભાર ઉપાડવાનો જ છે ને એમાં યે તારી પાસે ઇ મોટા ભારવાળો સમય આવશે ત્યારે અમે નહીં હોઈએ એટ્લે અટાણે તું આ હલકી થેલી ઉપાડ દીકરી,” કહી બાપુજી હલકી થેલી કુસુમનાં હાથમાં પકડાવી ધીરે ધીરે આગળ વધતાં.
માડી ને બાપુજીની એ બધી યે વાતો ત્યારે તો સમજાતી ન હતી, પણ આજે સમજાય છે ત્યારે લાગે છે કે ખરેખર માડી ને બાપુજી સાવ સાચા હતાં આ જીવતરનો ય ક્યારેક આનંદ આવે છે તો ક્યારેક ભારે ય લાગે છે. પણ કેવળ માડી ને બાપુજીની વાત નો’તી સમજાતી એવું નોતું.  માડી ને બાપુજીની સાથે નાનાકાકા ને કાકીયે તો હતાં કુસુમ સ્વગત બોલી ઉઠી. કાકીઓની ગાંઠુંઓની વાત તો હજી જાણે ગઇકાલે જ બની હોય એમ ચોખ્ખે ચોખ્ખી યાદ છે. મોટી પિતરાઇ બેનોની સાથે રેશમની દોરીઓમાં લાગેલી ગાંઠું કાઢવા બેસાડતાં ત્યારે તો બહુ કંટાળો આવતો તો. એક-બે વાર તો પોતે ય પિતરાઇ બેનોની સાથે બોલી ઉઠી તી કે “કાકી આ ગાંઠું ઉલેચીએ ઇ કરતાં ગાંઠું કાપી નાખીએ તો દોરો સીધો થઈ જાશે.”
પણ કાકી બોલ્યાં કે “ના હોં બેટા એમ ગાંઠું કાપી નો શકાય એમ મોટી માડી કેય છે”. “પણ કાકી કેમ એમ નો કરાય?” પણ નાની કાકી જવાબ આપે એ પહેલાં મોટા કાકી આવીને બોલી ઉઠતાં. “બેટા આજે આ નાની નાની ગાંઠું ઉલેચતાં શીખશો ને તો કાલે સવારે તમારા જીવનમાં આવતી મોટી ગાંઠું ને ઉલેચવાનાં ઉપાયો મળશે, માટે આજે આ નાની નાની ગાંઠ્યું ખોલો બેટા.” આ નાની ને મોટી કાકીની વાતવસ્તુ તે સમયે ક્યારેય ખ્યાલમાં ન આવી એટ્લે એ વખતે તો પિતરાઇઓ સાથે મોટી માડીએ શીખવેલું ભજન “આજે ખોલીએ જીવતરની ગાંઠ્યું અમે, કાલે સવારે તમે આતમની ગાંયઠું ખોલજો કાળીયા ઠાકરજી.” જોર જોરથી ગાવા મંડી પડતાં ને પછી ખડખડાટ હસી પડતાં ને એ હાસ્ય સાથે કાકીઓ આવીને માથા પર વ્હાલથી ટપલી મારીને,અમારી ગાંડીયું નહીં તો ને પછી તો આખાય ઓરડામાં એકીસાથે કેટલાય સફેદ ફૂલ વગર બગીચે ખીલી ઉઠતાં તાં.
આમ કુસુમ પાસે કેવળ માડી ને બાપુજીની યાદો ક્યાં હતી? એની પાસે તો મોટા કુટુંબમાં મોટા થવાનો બધો ય આનંદે ય હતો ને અનુભવે ય હતો. જેને કારણે કુસુમ કોમલના ઘરમાં દુધમાં સાકર ભળે તેમ ભળી ગઈ. કોમલના માતા અને પિતાને અંતરથી ચાહ્યા. કોમલે તેને પ્રેમમાં એવી ડુબાડી કે પગલી તેમાં વહેવાને પોતાની જીમ્દગીની સફળતા માનતી થઈ ગઈ. કોમલના ભાઈ બહેનને પ્યાર આપવામાં તેને ખૂબ આનંદ મળતો.
એક વાત તે બરાબર જાણતી , ‘પ્યાર આપવાથી બમણો પાછો મળે છે. જેની કોઈ કિમત ન આંકી શકે”. પ્રેમનું સિંચન પામીને, પ્રેમનો ધરો હમેશા વહાવતી જે કુસુમને માટે દુનિયાની સહુથી મોટી દૌલત હતી.
જેવો પ્રેમ મોટેરાઓએ આપ્યો તો એવો પ્રેમ પિતરાઈઓએ ય આપ્યો તો. ક્યારેક પિતરાઇઓ સાથે પાણી ભરવા જતી તો ક્યારેક પિતરાઇ ભાઈઓની ફીરકી પકડીને ઊભી રહેતી. ક્યારેક પિતરાઈઓ સાથે લડાઈ-ઝગડા કરીને કલાકો સુધી અબોલા રાખતી તો કવચિત કેરમ, વ્યાપાર ને સંતાકૂકડીની રમતોમાં ખોવાઈ જતી કુસુમનો રોજનો દિવસ પિતરાઇઓ સાથે ઊગતો અને એ દિવસ આથમી જતો ત્યારે કુસુમ વધુ એક દિવસ મોટી થઈ જતી.
ખુલ્લા આકાશમાં ઊડતાં રંગબેરંગી પતંગોની જેમ કુસુમનું નાનપણ પણ પતંગોની જેમ જ ઉન્મત પ્રેમનાં આકાશમાં ઉડતું ઉડતું પસાર થઈ ગયું. સમય જતાં મમ્મીનાં સ્નેહાળ હાથ નીચે, પપ્પાનાં સજાવેલા સપનાઓ સાથે કુસુમે ભણવાનું પૂરું કર્યું ન કર્યું ત્યાં કોમલનાં ઘરેથી આવેલાં માગાને કારણે કાકા-કાકી સહિત સૌ વડેરાને લાગ્યું કે સારા ઘરનું માગું છે, તેથી જોઈ લઈએ. એમાં યે કોમલને મળ્યાં પછી તો સૌને લાગ્યું કે ભણેલો ગણેલો ને સમજદાર છોકરો છે, ઘરબારેય સારા છે ને વળી ખાધેપીધે સુખી છે. એમાં યે મા-બાપનો એક નો એક છોકરો છે માટે આપણી કુસુમને માટે બહુ સરસ છે. બસ આમ જ વિચારી કુટુંબીજનોએ એક દિવસ એક સારા અને શુભ ચોઘડિયે કુસુમનાં કોમલ સાથે લગ્નનાં પવિત્ર બંધન બાંધી આપ્યાં.
જે દિવસે કોમલ સાથે જોડાણી એ જ દિવસથી મારા એ બધાં યે વ્હાલાઓનો સાથ ધીમે ધીમે છૂટતો ગયો ને સમય જેમ જેમ વધુ ને વધુ પસાર થાવા મંડ્યો તેમ તેમ અતીતની બધી યે ન ગણી શકાય તેવી અમૂલ્ય પળો પાછળ, બસ બહુ પાછળ છૂટી ગઇ. એ સમય ને એ પળો પાછી આવવાની નથી તોયે વિચારતાં લાગે છે કે બસ જાણે ગઇકાલની જ વાત, હાથ લંબાવીશ ત્યાં, તો હમણાં જ એ પળોને પકડી લઇશ .ને પાછી એ જ પળોમાં જતી રહીશ જ્યાં નાનપણ કૂદકા મારતું મારતું ગોળાકાર ફરતું તું. પણ પછી લાગે છે કે ઠાલી ઠાલી ફરું છું. નાનપણનું, અતીતનું ને યાદોનું આ ગોળાકાર ફરતાં ફરતાં એ ગોળો એવો મોટો થઈ ગયો છે કે હવે પાછી ફરવા માંગુ તો યે ફરી શકું તેમ નથી. એમાં યે માડી, બાપુજી ને પપ્પાનો વરદાન ભરેલો જે હાથ માથે ફરતો તો એ ય હાથેય તો હવે નથી રહ્યાં ને એ રમતિયાળ નાનપણેય હવે ક્યાં છે એની યે હવે ખબર નથી. જો’કે આ બધી યે યાદોને યાદ કરતાં કરતાં મમ્મીની એક વાતેય કાનમાં ગુંજતી રહે છે. મમ્મી હંમેશા કહેતી કે “બેટા આજે તમે બાળક બનીને મારા આંગણમાં રમો છો, એટ્લે તમને માયું ને તમારી કેવી કેવી ચિંતાઓ હોય તેની ખબર નથી પડતી, પણ કાલે સવારે તમે જ્યારે મા-બાપનું રૂપ લેશો ત્યારે તમને અમારી બધીયે વાત સમજાઈ જાશે.
એ મંગલ દિવસ આવી ઉભો. કુસુમ રંગેચંગે કોમલને પરણી પિયરનું આંગણું ત્યજી સાસરી શોભાવવા નિકળી. મનનો માણીગર  વાજતે ગાજતે હાથ ઝાલીને લઈ ગયો.
પૂર્વી મોદી મલકાણ
ફાંસીને માચડેથી (૧૧) -રેખા પટેલ
Posted on November 15, 2015 by pravina
કુસુમનું-અયોગ્ય-આચરણ-
કોમલ, કુસુમને અનરાધાર સ્નેહવર્ષા કરી ભીજાવતો હતો!  કોઈ પણ વસ્તુનો અતિરેક વિનાશ નોતરે છે. પછી તે ધનવર્ષા હોય કે સ્નેહવર્ષા! પ્રેમ આપવામાં કોમલ ભૂલી ગયો કે ” આ પ્રેમ ક્યાંક તેની પત્ની માટે ગુંગળામણ રૂપ તો  નથી બની જતો ને ?”
“પ્રેમને બાંધી રાખવાનો પ્રયત્ન કરશો તો એ સરકી જશે. પ્રેમને એટલો મુકત ના રાખો કે હવામાં ઓગળી જાય! એટલો બંધનમાં પણ ના રાખો કે એનો શ્વાસ ગુંગળામણનો અહેસાસ કરાવે. કદી પ્રેમ, બંધ કુવાની જેમ સંબધોની મીઠાશ ગંદકીમાં ફેરવવા શક્તિમાન બને છે.
ક્યારેક અવું પણ બને છે, કે જરૂર કરતા વધું પડતી આત્મીયતા,  એ સબંધોમાં જાણે અજાણે મધુપ્રમેહ જેવા રોગને આમંત્રી શકે છે.
પ્રેમના સંબંધોમાં લાગણી અને સંવેદનાનો અતિરેક થતો રોકવો બહુ જરૂરી બને છે.કારણ સહજ છે, દરેક જગ્યાએ લાગણીનો ઘોધ પાત્રની ક્ષમતા ચકાસ્યા વિના વહાવી દેવાય નહી..”જેમ અતિ વરસાદ લીલો દુકાળ ભેટમાં ઘરે છે”..ધરતી પર નદી નાળા તળાવો અને માણસોને જોઇએ એટલુ પાણી વરસ્યા પછીનો વરસાદ કશા કામનો નથી..અને એ વરસાદનું બધું દરિયામા જવાનુ છે..કારણકે નદી તળાવો કે ધરતી હવે પાણીને સમાવી શકે એવી ક્ષમતા ધરાવતા નથી..આ જ વસ્તું અહીંયા લાગુ પડે છે..આપણે જૅટલા સંવેદનશીલ હોઇએ તો એટલા જ આપણી આસપાસના લોકો પણ એટલા જ સંવેદનશીલ હોય એ જરૂરી નથી?અને તમે તમારી લાગણી અતિરેક કરતા રહો અને સામેથી જયારે તમારા જેમ લાગણી વરસે નહી તો વખતે પથ્થર સાથે માથું અફળાયું હોય એવો આઘાત લાગે છે…અને જયારે આ વાત સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ જતું હોય છે
અહી પણ કોમલ તેના પતિના વધારે પડતા પ્રેમને ક્યારેક જોતા એમ  સમજતી કે આ રીતે તે બાળક નહિ આપી શકવાની તેની ક્ષમતાને છુપાવે છે. આમ તેના પતિના અનહદ પ્રેમનો અવળો અર્થ કરતી. શકના બીજા એકવખત મનમાં રોપાઈ જાય પછી તેનેવાત્વૃક્ષ બનતા વાર નથી લાગતી ,આવો નકામી શંકા શંકાનું બીજ એકવાર મનમાં રોપાઈ જાય પછી તેને વટવૃક્ષ બનતા વાર નથી લાગતી અને તેના ઝેરીલા છાંયડામાં પ્રેમ સુકાઈને ભડથું બની જાય છે ,અવિશ્વાસ અને ભરોસોના કમી એટલે કે જાણે ઉકળતા મીઠાં દુઘમાં ચમચી ખટાસ જે દુઘ અને પાણી અલગ કરે છે”
વધારામાં એક  બાળકની  ઉણપનો અહેસાસ કુસુમની તૃષ્ણા વધારતી હતી. સંબંધોને સારી રીતે જીવવા હોય તો તેને સ્નેહની સાથે સમજણથી પણ સીંચવા પડે , સમજણ વિના  લગ્નજીવન પણ રસ કસ વિનાનું નીરસ બની જાય છે. તો આવા વખતે,”લાગણીનો મીઠો ઝરો ધીમે ધીમે સુકાતો જાય છે અને અંતરમાં અંતર વધતું જાય છે.” દિવસે દિવસે બંને વચ્ચે વધતી જતી દૂરતા કોઈ ત્રીજાને વચમાં આવવાની જગ્યા કરી આપે છે .બસ ત્યાર બાદ શરુ થાય છે ઘર  અને બહાર વચ્ચે તુલના .
અહી કુસુમ સાથે બરાબર આમજ બન્યું , કોમલનો હાઈસ્કુલ અને કોલેજનો મિત્ર અચાનક આવી ચડ્યો ,બંધ બારણે ટકોરા મારી એણે બુમ પાડી,
“કોઈ અંદર છે ? કોમલ ?”
જવાબમાં બારણું ખુલ્યું અને કુસુમ બારણે દેખાઈ , તાજીને નાહીને ખુલ્લા ભીના વાળ ને ઝાટકતી  કુસુમ બારણે આવી તેનો સુંદર ચહેરો ચમકતો હતો તેને જોતા મિત્રની આંખો ઝીણી બની ગઈને એક ઊંડો શ્વાસ લેવાઈ ગયો, કોમલ તે દિવસે ઘરે નહોતો , પરતું એકજ કોલેજમાં ભણતા હોવાથી તે કુસુમને પણ સારી રીતે ઓળખતો હતો, આમેય દેખાવડી કુસુમ ઉપર તેની નજર પહેલેથી હતી પરંતુ જે બરાબર જાણતો હતો કે કોમલ અને કુસુમ એકબીજાને પ્રેમ કરે છે આથી બધાનું હિત જોતા તે ચુપ રહ્યો હતો. આજે જાણતો હતો કે આ સામે ઉભી છે તે તેના મિત્ર કોમલની પત્ની છે છતા પણ કુસુમને સામે જોતા તેની દબાવી રાખેલી વૃત્તિઓ સળવળી ઉઠી.મિત્રન  તેના લગ્નજીવનમાં તેની પત્ની થી થોડો અસંતોષ હતો.
આની અવળી અસર ગણો કે તેની વૃત્તિઓનો ઉછાળો સમજો પરતું આજે તે મિત્ર પત્ની ઉપર ખરાબ નજર માંડી બેઠો.” કેમ છે કુસુમ ,કોમલ ઘરમાં નથી ?”
“કેમ છો ? આવો આવો ,કોમલ તો નથી પણ હું છુ ને ! “કહેતા કુસુમ મીઠું હસી પડી. તેના  આ હાસ્યએ મિત્રને વધુ ઉશ્કેરી મુક્યો.
” હા. તું તો છે જ ને ,સદાની મહેકતી ચહેકતી અને હવે તો લગ્ન પછી પૂર્ણ ખીલેલું કુસુમ ” કહી તેના સ્વભાવ પ્રમાણે એક આંખ મીચકારી.
કુસુમ,કોમલના મિત્રના  આ સ્વભાવથી પરિચિત હતી આથી એણે આ વાતને ઝાઝું મહત્વ આપ્યું નહિ અને પ્રેમ થી જુના મિત્રને ઘરમાં આવકાર્યો , જુના મિત્રો સાથે જુના સંસ્મરણો વાગોળવાની એક મઝા હોય છે એક અલગ મીઠાશ હોય છે જેનો આસ્વાદ આજે બન્ને ઉઠાવી રહ્યા.
ચાય નાસ્તાને ન્યાય આપતા વાતો વાતોમાં મિત્ર અચાનક બોલ્યો ” કુસુમ જો તું કોમલને પ્રેમ ના કરતી હોત તો હું તને મારા પ્રેમમાં રંગ્યા વિના ના છોડત, હું તને મનોમન પસંદ કરતો હતો પરંતુ કોમલને માટે મારા પ્રેમનું બલિદાન આપ્યું હતું ,જેનો પસ્તાવો આજ સુધી અકબંધ છે “!
કોમલના મિત્રની આવી અસંગત વાત સાંભળીને કુસુમ હસીને ચુપ રહી ,અને તેથી તેને આનો ભળતો ગમતો અર્થ લેવાની છૂટ મળી ગઈ. ચાલ આજે તો હું જાઉં છું ફરી ક્યારેક કોમલને મળી લઈશ કહેતા મિત્રએ ઉભા થઈને જવાની પ્રક્રિયા કરી !
અરે જુના મિત્રને મળવા માટે રાહ જોવાની શી જરૂર છે ,એક કામ કરો કોમલ કાલે ઘરેજ છે કાલ રાત્રે જમવાનું અહી રાખો એ બહાને તમારાથી શાંતિથી બેસીને વાતો થશે ,અને હા તમારી પત્ની અને બાળકોને સાથે જરૂર લેતા આવજો ” કુસુમ બોલી.
બાળકોની વાત આવતા મિત્રએ  ખિસ્સામાં થી વોલેટ બહાર કાઢ્યું અને તેમાં રહેલા બાળકોના ફોટા જોવા લાગ્યો ,પછી કોમલને બતાવતા બોલ્યો ” મારે એક દીકરો અને એક દીકરી છે “,અને તેમના ફોટા વોલેટ માંથી કાઢી બતાવ્યા ,ફોટામાં બંનેના રૂપાળા ચહેરા જોતા કુસુમની આંખોમાં ભીનાશ તરવરી ઉઠી અને આ વાતે  ત સમજી શક્યો હતો ,કારણ તે જાણતો હતો કે કોમલ અને કુસુમને બાળકો નથી .
હું તો આવી શકીશ પણ મારી પત્ની પિયેર ગઈ છે , એ મળવા જેવી સ્ત્રી નથી તેનાથી દુર રહેવું સારું ” મિત્ર તેના અવાજમાં કૃત્રિમતા લાવી બોલ્યો.’
કુસુમને તેનું આ દર્દ સ્પર્શી ગયું ” કેમ આમ બોલો છો? તમે ખુશ નથી ?”
તે મિત્ર નવો નવો ઘરભંગ થયો હતો કે નાટક કરતો હતો કળવું મુશ્કેલ હતું.  પોતાના દુઃખને રડવા લાગ્યો બાળકો મારા હૃદયના બે ટુકડા હતા પણ આજે તે મારી પત્ની પાસે તેના પિયર છે”  કહી પત્ની  છૂટાછેડા ની વાત કહી સંભળાવી .” મારી પત્નીને હું લગ્ન પછી થોડાજ સમયમાં સમજી ગયો હતો કે આ મારે લાયક નથી પણ સમય થતા બે બાળકો જન્મી ગયા અને આ બે માસુમ બાળકો ના સુખ માટે હું બધુ સહન કરવા તૈયાર હતો છતાં મારી સહનશક્તિ ની એક મર્યાદા હતી ,  છેવટે મારી ઘીરજનો બંધ તૂટી જતા છેવટે અમે અલગ થયા ” કહી દુઃખી થવા લાગ્યો. આમ કહી તેણે કુસુમના દિલમાં હમદર્દી જગાવી.
“અરે જવા દોને આ વાત ફરી તમને કહી સંભળાવીસ, આજે તને મળ્યાનું સુખ મારે ઓછું નથી કરવું “કહી ઝડપ થી નીકળી ગયો.
તે મિત્ર બહુ ચાલાક યુવક હતો તે જાણતો હતોકે સામે જાણીતી એક સ્ત્રીને કેવી રીતે વશમાં કરાવી .બીજા દિવસે નક્કી કાર્ય મુજબ મિત્ર  કોમલને મળવા તેના ઘરે જમવા માટે આવ્યો હતો ,જુના મિત્રને બહુ સમયે જોતા કોમલ ખુશ હતો બહુ વાતો કરી ફરી આવતા જતા રહેવા જણાવ્યું .
બસ તેને અહી આવવાની છૂટ સાથે પરવાનો મળી ગયો.  હવે તે કુસુમને મળવા બહાના શોધવા લાગ્યો ખાસ કરી ઘરમાં કોઈ ના હોય તેવા વખતે  તે ખાસ આવી પહોચતો ,કુસુમ પણ જુના દોસ્ત સાથે વાતો કરવામાં તેનુ દુઃખ ભૂલી જતી અને તેની વાતો દ્વારા  થતા વખાણ સાંભળીને તે પોતે વધુ યુવાન હોવાની પ્રતીતિ કરતી . ક્યારેક બનતું હોય છે તેમ , દુભાએલા મનને કોઈ મનગમતી વાતોનો સહારો મળે તો તેને ઝટ લઇ પકડી લેવાય છે ,અહી પણ આમજ બન્યું  નાખુશ રહેતી કુસુમ બહુ તેની વાતોમાં ભોળવાઈ ગઈ. તે ચાલાક મિત્ર  દોસ્તીના આંચળા હેઠળ કુસુમને લોભાવતો. કુસુમ કોમલ પ્રત્યે બેદરકાર બનતી ગઈ. તેની લાગણીઓની ઉપેક્ષા રોજનો ક્રમ થઈ ગયો.
કુસુમનું દુઃખ જોઈ મમરો મૂક્યો, ” તું અને કોમલ કોઈ સારા ગાયનેક ડોક્ટરને બતાવી જો એમ કરવાથી કોઈ શારીરિક તકલીફ હશે તો ખબર અડી જશે અને તેનો  ઈલાજ થઈ સકશે! “મ
તેની સલાહથી કુસુમ કોમલને ડોક્ટર પાસે જવા સમજાવ્યો અને પત્નીની બાળક માટેની ઘેલછા જોઈ તે ડોક્ટર પાસે જવાત તૈયાર થયો ,ઘણા બઘા ટેસ્ટ કરાવ્યા પછી નિદાન આવ્યું કે તેમના જીવનમાં બાળકનું સુખ છે જ નહિ, કોમલ બાપ બની શકે તેમ નથી!
આ સાંભળતાં બંને ના માથા ઉપર આભ તૂટી પડ્યું ! કેટલાય દિવસો વીતી ગયા આ દુઃખ માંથી બહાર આવતા, આ દુઃખ ભૂલાવવા કોમલ હવે વધારે કરી બહાર  રહેતો હતો અને આનો ફાયદો શેતાન ઉઠાવી રહ્યો હતો। . લાગણીના પુર બતાવીને તે કુસુમની નજીક સરી રહ્યો હતો.
આ વાત હવે કોમલના કાન સુધી પહોચતી હતી ,  કારણ કુસુમ બહુ ભોળી છે તે સમજતો હતો ,મિત્ર ઉપર તેને જરા પણ વિશ્વાસ નહોતો આથી તે કુસુમને પેલા થી  દુર રહેવા જણાવવા લાગ્યો આ સાંભળતાં કુસુમ ઉકળી ઉઠી.
” તને મારા ઉપર વિશ્વાસ નથી રહ્યો ,તું તારી એબ છુપાવવામાં હવે મારી ઉપર શંકા કરે છે ” કહી  કુસુમ રડવા લાગી. પ્રેમમાં મુખ્ય આધાર સ્તંભ છે,’ વિશ્વાસ’ .”પ્રેમ અને વિશ્વાસ.”લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે ઘણી સમજુતી કરવી પડે છે. પણ જ્યાં,’ પ્રેમ અને વિશ્વાસ હોય તેમાં શંકાના બીજનું આરોપણ થાય પછી એ ખૂબ લાગણીશીલ અને શંકાશીલ બની જાય છે,’
પ્રેમમાં બે વ્યક્તિઓ વચ્ચેની સમજ બે અલગ, અલગ વિચારસરણી ઘરાવતા બે ભિન્ન મનનું એક થવું અત્યંત  જરૂરી છે. અહી બંને વ્યક્તિઓ વચ્ચે,’ સમજણનો સેતુ ’ પરસ્પર સાંકળી રાખવા સહાય કરે છે. જ્યારે એ સેતુમાં તડ પડે છે ત્યારે આચરણનું આંધણ ચૂલે ઉભરાય તો પણ ખ્યાલ રહેતો નથી. આમ કુસુમનું અયોગ્ય આચરણ ફુલ્યું ફાલ્યું. બાળકની “ભૂખ” તેને વિપરિત દિશામાં તાણી ગઈ !
ફાંસીને માંચડેથી (૧૨) પ્રવીણા કડકિઆ
Posted on November 17, 2015 by pravina
ફાંસી થઈ એ શું યોગ્ય હતું ?
*************************
જીવનની શરૂઆત પુણ્ય સ્વરૂપે થાય છે. અંત કેવો આવે તે દરેક માનવીના કરેલાં કર્મોને આધારિત છે. આખી નવલકથા દરમ્યાન અવલોકન કર્યું હશે ? દોષ કોને દેવો? નસિબને કે સર્જનહારને? બની રહેલી ઘટનાઓ સમક્ષ આંખમિંચામણા કરવા યોગ્ય નથી ! સંજોગોની આડમાં છુપાઈ દોષનો ટોપલો અન્યને માથે ઢોળવો એ સજ્જનતાના લક્ષણ ન કહેવાય. હોની અનહોની થવાની નથી. જે થયું તેનં પરિણામ ભોગવવું રહ્યું . ‘ગીતા’માં કર્મના સિધ્ધાંત શ્રી કૃષ્ણ ખૂબ સરળ રીતે સમજા્વે છે.
” તને મારા ઉપર વિશ્વાસ નથી રહ્યો ,તું તારી એબ છુપાવવામાં હવે મારી ઉપર શંકા કરે છે ” કહી રડવા લાગી. અયોગ્ય અને અનુચિત વાગબાણોથી વિંધાતો કોમલ ઘવાતો જતો હતો. આ ઘાવ દેખાતા ન હતા તેને અંદરથી શારડીની જેમ વિંધી રહ્યા હતા. છતાં પણ પોતાની સજ્જનતા ન ગુમાવતાં એ આસ્તેથી દૂર સરકતો રહ્યો.
જીવનમાં આચરણ પતિ યા પત્નીનું, યોગ્ય કે અયોગ્ય એ નક્કી કરવું એ ખૂબ કઠીન છે. દરેક વ્યક્તિ, સ્થળ, સંજોગ અને તેની અવલોકન દૃષ્ટિ પર આધારિત છે . નક્કી કરનારની માનસિક હાલત કેવી હોવી જોઈએ? તેની માનસિક સમતુલા,  જરૂર પરિસ્થિતિનું વિશ્લેશણ કરવામાં મુખ્ય ભાગ ભજવે છે.  જેના માટે તે અભિપ્રાય આપવાનો છે તેના વિશે સંપૂર્ણ માહિતિ હોવી આવશ્યક છે. બની શકે તો તેના જોડામાં પોતાના પગ મૂકી વિચાર કરવો !
જેમ ઘણી વખત કાને સાંભળેલું કે નજરે નિહાળેલું સાચું નથી હોતું તેમ સંજોગ ને લક્ષમાં રાખતા બની ગયેલું કૃત્ય પાશવી નથી હોતું ! છતાં પણ પરિણામ જોતા તેની વેદના અને અંજામ અવગણી ન શકાય.આ પગલું વગર વિચારે ભરાયું હતું તે સત્ય અવગણી ન શકાય. આ પરિસ્થિતિનો તાગ મેળવવો જરૂરી હતો. ક્રોધનો અગ્નિ જ્યારે કોઈ પણ વ્યક્તિને બાળે છે ત્યારે સારાસારનું ભાન શિકે બેઠું હોય છે. અંજામની તો ઠાલી વાત કરવી નકામી છે.
બસ આવું કંઇક આપણે આ આખી નવલકથામાં વાંચ્યું, સમજ્યા અને અનુભવ્યું. ખૂબ મનન અને ચિંતન માગી લે તેવી વાત  છે. બ્રાહ્મણનો દીકરો કોમલ, જે કીડીને પણ મારતાં પહેલાં દસ વખત વિેચારે તેણે પોતાની વહાલસોઇ પત્નીની કતલ કરી! કેવી મનોદશા હશે તેની ? કેટલી યાતના થઈ હશે તેને? શું કતલ કરતાં તેના હાથ નહી ધ્રુજ્યા હોય ?’ કુસુમનો દીવાનો’ આજે ‘કુસુમને હણનારો’ બન્યો ! સદભાવી, સરળ કોમલ આજે ‘ખૂની’ કહેવાયો. ક્રૂરતાથી નિતરતી આંખોમાંથી પ્રેમ અને વહાલે પાછાં’  પગલા ભર્યા. એ જ કોમલ ફાંસીએ ચડવાને ટાણે ‘મંદ મંદ મુસ્કુરાઈ રહ્યો હતો. તેનું હ્રદય પરિવર્તન થી ગયું હતું પોતાની ભૂલ વિષે સજાગ હતો ! કુલકર્ણી સાહેબનૉ ઋણ સ્વિકારતો. “કોમલને કોમલની” સાથે ઓળખાણ કુલકર્ણી સાહેબે કરાવી આપી.
કુસુમે જે પગલું ભર્યું તે શું યોગ્ય હતું? પતિની પાછળ છાનાગપતિયા કરવા એ શું આદર્શ નારીની વ્યાખ્યા છે ? હા, દરેક સ્ત્રી લગ્ન પછી પ્રબળ ઈચ્છા ધરાવતી હોય છે કે તે બાળકની માતા બને ? દરેક સ્ત્રી તો ન કહેવાય, ઘણા લગ્ન પહેલાં જ નક્કી કરે છેઃ કે બાળક નહી જોઈએ ! કુસુમને બાળકની તીવ્ર ઝંખના હતી. આ  યુગમાં બાળક પ્રપ્ત કરવાના અનેક રસ્તા છે. કુસુમે જે માર્ગ ગ્રહણ કર્યો તે પ્રશંશનિય ન હતો. હા, તેનો પતિ ઉદાસી દર્શાવતો હતો. છતાં પણ તેનું પગલું કોઈ પણ  રીતે યોગ્ય ન હતુ.
એમ પણ કહેવાય કે, ‘પસંદ અપની અપની ખયાલ અપના અપના’. દરેકે આ સાથે સંમત થવું એવો આગ્રહ નથી. કુસુમ જે પતિને અનહદ ચાહતી હતી ,તેને પણ વિચાર તો કર્યો જ હશે. આજે એ સફાઈ પેશ કરવા આપણી સમક્ષ હાજર નથી. કુસુમ વિષે કોઈ પણ અ્ભિપ્રાય બાંધવો એ તેને હળાહળ અન્યાય ગણાશે !  કદાચ  એણે કોમલને ચેતવ્યો  પણ હોય. કોમલને તેમા વજૂદ ન પણ લાગ્યું હોય ! કેવા હર્યાભર્યા પ્રેમાળ ઘરમાં બન્નેનું બાળપણ પસાર થયું હતું. કુસુમે સંજોગવશાત જે કદમ ઉપાડ્યું તેને ન્યાય ન આપી શકાય. તેની મનોદશા કેવી હશે? તેને શું કોમલને છેહ દીધાનો અફસોસ નહી હોય? તેનો અંતરાત્મા તેને ઝંપવા દેશે. આમાનો એક પણ ખુલાસો ગળે ઉતારવા અસમર્થ છીએ.
‘ફાંસી તો કોમલને અપાઈ ગઈ. પગલો કુસુમને મળવા પહોંચી ગયો’ ! શું તે યોગ્ય થયું? એ પ્રશ્ન મનમાં ઘુમરાયા કરે છે. સંતોષ જનક ઉત્તર ન મળવાથી ચેન હણાઈ ગયું છે. જો કે આ બધું હવે નિરર્થક છે. જે થવાનું હતું તે થઈ ગયું. ‘કોમલ અને કુસુમ’ આ વિશાળ  સૃષ્ટિના  પટ પરથી જેમ દરિયાનું પ્રચંડ મોજુ આવે અને રેતી ઉપર લખાયેલું નામ ભુંસી નાખે તેમ ભુંસાઈ ગયું.
કોમલે ક્રોધાગ્નિમાં બળતા સારાસારનું ભાન ગુમાવી એવું કૃત્ય આચર્યું કે જ્યાંથી પાછા વળવા માટે કોઈ માર્ગ ન હતો. જેલર કુલકર્ણીએ ‘રતન’ પારખી તેને પાછું ઝળહળતું કર્યું. ખૂબ દાદા માગી તેવી વાત છે. આ બધાનું પરિણામ એક આવ્યું જે અંહિ ખૂબ મહત્વ ધરાવે છે. છે.કોમલે રાહ બદલ્યા પછી જે સત્યનો માર્ગ સ્વિકાર્યો તે ખૂબ પ્રશંસનિય છે.
‘ફાંસીને માચડે’, કોમલ હસતા હસતા ચડ્યો. હાથમાં ભગવદ ‘ગીતા’ હતી. મુખ પર પત્નીને મળવાનો  અનેરો ઉમળકો હતો. કર્યા કૃત્યની, આ જ સજા હોઈ શકે તેવું તેનું દૃઢ પણે માનવું હતું. તેણે ખુલ્લા દિલે કબૂલ્યું હતું કે, ‘તે પોતાની પત્નીને અનહદ ચાહતો હતો્.
‘ પતિ અને પત્ની વચ્ચેના આવા નિર્મળ પ્રેમ- પ્રકરણનો અંજામ આવો કરૂણ હશે એવું ક્યાં ધાર્યું હતું ? કાળા માથાના માનવી યાદ રાખજે, “ધાર્યું ધણીનું થાય”. આપણે તો નતમસ્તકે એનો ચૂકાદો સ્વિકારવો રહ્યો.  તેમાં ન તારું ચાલે, ન મારું કે પેલા અભાગિયા કોમલનું જે આજે હસતે મુખડે ફાંસીને માંચડે ચડી સદાતિ પામ્યો !
હવે આખી નવલકથા વાંચ્યા પછી આ બધા પ્રશ્નો અસ્થાને છે. આ મન કેવું અવળચંડુ છે. બન્ને બાજુના તર્કને સમર્થન આપે છે. ઘડીમાં કોમલને છોડી દેવો જોઈતો હતો એમ માને છે. બીજી બાજુ ક્મલે કરેલા અપકૃત્યનું ફળ ‘ફાંસી’ એને યોગ્ય ઠરાવવાનો દાવો કરે છે.
ચાલો આપણે સહુ ન્યાયાધિશનો ચૂકાદો માથે ચડાવીએ.  ખોટી ચુંથાચુંથ કરવામાં માલ નથી. માત્ર કોમલ, કુસુમને મેળવી ખુશ થાય તેવી મનોકામના કરીએ ! ફાંસી મળી હતી કે આઝાદી ! પેલી વિરહણી કુસુમ તેનો ઈંતજાર કરી રહી હશે ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.