અમને ગમતો નરસૈયો

“અમને ગમતો નરસૈયો”

 

સહચારી અભિવ્યક્તિ નું પ્રકાશન

 

સંપાદક:પ્રજ્ઞા દાદભાવાળા

 

 

 

  1. પરિચય -નરસિંહ મહેતા -3
  2. દિનેશભાઈ શાહ -7
  3. મેઘલતાબેન મહેતા -9
  4. કલ્પનારઘુ -16
  5. ફૂલવતીબેન શાહ -18
  6. દેવિકાબેન ધ્રુવ -20
  7. પ્રવિણાબેન કડકિયા -22
  8. હેમાબેન પટેલ-24
  9. તરુલતા મહેતા -26
  10. જયવંતી બેન પટેલ -28
  11. વિશ્વદીપ બારડ -30
  12. દર્શના વરિયા નાડકરણી -32
  13. વિજય શાહ -34
  14. હેમન્ત ઉપાધ્ય -35
  15. ડો,ઇન્દુબેન શાહ -38
  16. શૈલા મુન્શા -40
  17. પ્રેમલતાબેન મજમુંદાર -42
  18. પ્રજ્ઞા દાદભાવાળા -44
  19. વિનોદભાઈ પટેલ -48
  20. નિખિલ મહેતા -53
  21. પી.કે.દાવડા -56
  22. પદ્માબેન કનુભાઈ શાહ -57
  23. પદ્માંકાંત -59

 

 

 

 

શબ્દસાધનાની ધૂણી ધખાવને સિધ્ધીના શિખરો સર કરનાર,અસાધારણ સર્જકપ્રતિભા ધરાવતો એક પીઢ, સાચો સાહિત્યકાર, કવિનેઅક્ષરના માધ્યમથી અંતરના નાદ તરફ દોરી જતી કવિની રચના, સાંભળીએ માણીએ અને તરબોળ થઈએ….

 

ACKNOWLEDGMENTS

 

 

બે એરિયાના મોભી સમાન શ્રી નારણજીભાઈ પટેલની ખોટ સમગ્ર ગુજરાતી સમાજને પડશે ,તેમની સેવા અને કાર્યને નવાજવાનું પગલું પણ આવકાર્ય છે

 

 

 

નરસિંહ મહેતા

નરસિંહ મહેતા માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના ઉત્તમ સંત-કવિઓની હરોળમાં આવે.. ૬૦૦ર્ષ પહેલા થઈ ગયેલા આપણા કવિ નરસિંહ મહેતા ગુજરાતી ભાષા ના પ્રથમ કવિ હતાં. આથી તેઓ આદ્ય કવિ કહેવાય છે..આ ભક્તકવિની કલમમાં એવું બળ અને મોહિની છે કે આજે ય તેનાં લખેલાં ભજનો કે રાસ સ્હેજ પણ જૂનાં નથી લાગતાં..નરસિંહની વાચા `રાધાકૃષ્ણ’ શબ્દથી ફૂટી હતી ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મેળવનાર નરસિંહ મહેતા (૧૪૧૪–૧૪૮૦) માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના ઉત્તમ સંત-કવિઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમા થયો હતો. નરસિંહ મહેતાના જીવન વિશે કોઇ આધારભૂત વોગતો મળતી નથી. આથી તેમના જીવન વિશે ઘણી માન્યતા પ્રચલિત છે. એમના પિતાનુ નામ કૃષ્ણદાસ અને માતાનું નામ દયાકોર હતું અમ માનવામા આવે છે.તેઓ નાતે વડનગરા નાગર હતાં.વડનગરા બ્રાહ્મણની નાગર જ્ઞાતિમાં જન્મેલા નરસિંહ મહેતાની આર્થિક સ્થિતિ નબળી હતી. ત્રણ વર્ષ્ન હતા,ત્યારે તેમના પિતા અને અગિયાર વર્ષના હતા ત્યારે માતા અવસાન પામ્યા..નાનપણમાં માતા-પિતાનું મૃત્યુ થતાં.. કાકા પર્વતદાસ ને ઘેર ઉછરિ મોટા થવા લાગ્યા. વળી કાકાનો સ્વર્ગવાસ થતા તેઓ પીત્રાઈ ભાઈ ના આશ્રિત થયા. તેમણે ભાઇ-ભાભીને આશરે જીવવું પડયું વડનગરા બ્રાહ્મણની નાગર જ્ઞાતિમાં જન્મેલા નરસિંહ મહેતાની આર્થિક સ્થિતિ નબળી હતી. નાનપણમાં માતા-પિતાનું મૃત્યુ થતાં તેમણે ભાઇ-ભાભીને આશરે જીવવું પડયું. ભજન સિવાય તેમને કશામાં રસ પડતો ન હતો. ગૌરી સાથેના લગ્નથી તેમને ત્યાં પુત્ર શામળશા અને પુત્રી કુંવરબાઈનો જન્મ થયો.પોતાની મસ્તીમાં મસ્ત રહેતા નરસિંહને ભાભીના મહેણાં અવારનવાર મળતાં. એક વાર મહેણું સહન ન થવાથી નરસિંહ મહેતા ઘર છોડી એકાંતમાં આવેલ ગોપીનાથ મહાદેવમાં ચાલ્યા ગયા. ત્યાં ઉપાસના કરવાથી મહાદેવજી પ્રગટ થયા અને એમને રાસલીલાનાં દર્શન કરાવ્યાં. શ્રીકૃષ્ણ-રાધાનાં દર્શન કર્યા ત્યારથી તેમને કૃષ્ણભક્તિની લગની લાગી. પોતાની અનુભૂતિઓને તેમણે શબ્દના માધ્યમ દ્વારા વહેતી કરી. એમણે આશરે ૧૫૦૦ થી વધારે પદો રચ્યાં જેમાં પુત્ર શામળશાનો વિવાહ, પુત્રી કુંવરબાઈનું મામેરું, હુંડીનો પ્રસંગ, હારનો પ્રસંગ, શ્રાદ્ધ, જેવા સ્વાનુભવાત્મક પ્રસંગો ઉપરાંત વસંતનાં પદો, હિંડોળાનાં પદો, કૃષ્ણભક્તિનાં પદો, સુદામાચરિત્ર વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતી ભાષાનું સૌથી પહેલું આખ્યાન-કાવ્ય જો હોય તો તે છે નરસિંહનું ‘સુદામા ચરિત’. નરસિંહ રચિત કુલ ૮૦૭ પદો છે. ૬૫-જ્ઞાનના, ૯-સુદામા ચરિત, ૪-ઝારીના પદો, ૧૦૨-આત્મ ચરિતના ( શામળશાનો વિવાહ, કુંવર બાઇનું મામેરુ, હારમાળાનો અને હુંડીનો પ્રસંગ ) કુલ થયા ૧૮૦ અને ૬૨૭ પદો કૃષ્ણલીલાના છે. આ કુલ ૮૦૭ પદો દાવા સાથે કહી શકાય કે નરસિંહના જ રચેલા છે કેવાય છે કે, ભગવાન શ્રી કૃષ્ણ એમને હાજરા-હજૂર હતાં. કમસે કમ બાવન વખત એમણે સદેહે આવીને એમના આ ઘેલાં ભગતની મદદ કરી હતી. એમની અને શ્રી હરિના સંબંધમાં એક અદભુત રેશમની ગાંઠ હતી સાંસારિક જીવનનો બોજ પણ ઈશ્વરને સમર્પિત કરનાર નરસિંહના જીવનમાં એવા અનેક પ્રસંગો બન્યા કે જેણે તેમની અનન્ય ભકિતનાં દર્શન કરાવ્યાં.એમની દીકરી કુંવરબાઇના મામેરા વખતે વડસાસુએ લાંબુંલચ લિસ્ટ લખીને કુંવરબાઇના હાથમાં આપી દીધું. કુંવરબાઇ રડતાં-રડતાં પિતાજીની પાસે આવ્યાં ત્યારે નરસિંહ મહેતા એક જ વાકય બોલ્યા, `મારો કૃષ્ણ બેઠો છે પછી શાની ચિંતા.’ અને ભગવાન દ્વારિકાધીશે ખરેખર લિસ્ટમાં લખેલી બધી જ વસ્તુ તેમના આંગણે પહોંચાડી.

એક વાર નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાઇ વરસાદ વરસાવ્યો હતો.એમના વેવાણે નાહવા માટે ગરમ પાણી આપ્યું ત્યારે નરસિંહ બોલ્યા, `થોડું ઠંડું પાણી હોય તો આપોને.’ ત્યારે વેવાણે મહેણું માર્યું, `તમે તો ભગવાનના ભગત છો તો વરસાદ વરસાવોને’ અને મહેતાજીએ હાથમાં કરતાલ લઇ એવો મલ્હાર ગાયો કે અચાનક વાતાવરણ પલટાઇ ગયું અને મૂશળધાર વરસાદ તૂટી પડયો.જયારે એમના ઉપર ચોરીનો આરોપ આવ્યો ત્યારે ભગવાન દ્વારિકાધીશે મહેતાજીને નિર્દોષ સાબિત કરવા માટે ગળામાં હાર પહેરાવ્યો. આ જોઇને રાજા ચરણમાં ઝૂકી પડયો.આ જ રીતે પિતાજીનું શ્રાદ્ધ કરવા માટે વેપારીઓ પાસેથી પૈસા લઇને શામળશા શેઠના નામે હૂંડી લખી આપી અને ભગવાન દ્વારિકાધીશે શામળશા શેઠનો વેશ ધરીને હૂંડીનાં બધાં જ નાણાં યાત્રીઓને ચૂકવી આપ્યાં.

જ્ઞાતિની પણ પરવા કરી નહિં.નાગર જ્ઞાતિને તેના શૃંગાર રસના પદો સાથે વાંધો હતો, પણ આ પદોય આધ્યાત્મિક ઉંડાણ વાળા જ છે. આ શૃંગાર રસ વાળા પદો આપણા ચોખલીઆ સાહિત્યકારોએ જાણીજોઇને આપણા સુધી આવવાજ નથી દીધા. નરસિંહ અજોડ હોવા છતાં સીધા, સાદા અને સરળ હતા અંતરના ઉંડાણમાંથી આવતા તેમના ભક્તિરસયુક્ત પદ હ્રદયસ્પર્શી છે..ામળશાનો વિવાહ, પત્નીનું મરણ, પિતાજીનું શ્રાદ્ધ, બ્રાહ્મણ હોવા છતાં હરિજનવાસમાં ભજન ગાવા બદલ જ્ઞાતિએ કરેલો બહિષ્કાર આવા અનેક પ્રસંગોએ એમની શ્રદ્ધા હાલી નહીં પરંતુ દૃઢ જ રહી અને એથી ચમત્કારોનું સર્જન થયું.એક ઉત્તમ કવિ અને વિનમ્ર ભક્ત હતા, પણ તેની ભક્તિમાં બીજા ગુણો પણ ભળેલા હતા. ભક્ત હંમેશાં નમ્ર હોય છે એટલે તે બધાને આદર આપતો હોય છે. નરસિંહ હરકોઈ વ્યક્તિને સમાન ગણે છે. તેની નજરમાં કોઈ ઊંચો નથી તો કોઈ નીચો નથી. એટલે જ ભજન કરવા માટે તે હરિજનવાસમાં જાય છે.એ જમાનામાં હરિજનવાસમાં જવું એ ઓછી હિંમતની વાત ન હતી !અછૂત મનાતા લોકો માટે તેણે જ સહુપ્રથમ સહ્રદયતાથી હરિજન શબ્દ વાપર્યો. હરિજન એટલે હરિના જન ! જે હરિથી ડરીને ચાલે, હરિમાં વિશ્વાસ રાખે તે હરિજન. તેની બીજી કોઈ નાતજાત નથી. નરસિંહે હરિજન વાસમાં જઇ અને ભજનો ગાયા આ તેની ક્રાંતિ છે. આજ થી ૬૦૦ વર્ષ પહેલા આ જણે રાજદંડ અને નાગર જ્ઞાતિની પણ પરવા કરી નહિં.નાગર જ્ઞાતિને તેના શૃંગાર રસના પદો સાથે વાંધો હતો, પણ આ પદોય આધ્યાત્મિક ઉંડાણ વાળા જ છે. આ શૃંગાર રસ વાળા પદો આપણા ચોખલીઆ સાહિત્યકારોએ જાણીજોઇને આપણા સુધી આવવાજ નથી દીધા. નરસિંહ અજોડ હોવા છતાં સીધા, સાદા અને સરળ હતા અંતરના ઉંડાણમાંથી આવતા તેમના ભક્તિરસયુક્ત પદ હ્રદયસ્પર્શી છે..ગુજરાતી કવિતાનું પ્રભાત.ઝૂલણા છંદમા રચાયેલા નરસિંહના પ્રભાતિયાં સાંભળિ સૈકાઓથી ગુજરાતીઓનું પરોઢ ખીકે છે. અંતરના ઉંડાણમાંથી આવતા તેમના ભક્તિરસયુક્ત પદ હ્રદયસ્પર્શી છે..   ગુજરાતી ભાષાના સહુપ્રથમ ચિત્રપટ પણ નરસિંહ મહેતા પર બનાવામાં આવ્યું હતું એટલુ જ નહીં ભારતમા કોઇ એક વ્યક્તિના જીવન પર સહુથી વધુ ચિત્રપટ બન્યા હોય તો તે નરસિંહ મહેતા છે.સૌથી સુપ્રસિદ્ધ રચના વૈષ્ણવ જન, જે મહાત્મા ગાંધીને ખૂબ પ્રિય હતી, ભાગ્યે જ કોઈ અજાણ હશે. જ્ઞાનવૈરાગ્યનાં પદોમાં પણ મહેતાજીની તોલે કોઇ આવી શકે નહીં. તે લખે છે, `જગતમાં જે કંઇ થાય છે તે ઇશ્વરની મરજીથી થાય છે, આપણે તો કેવળ નિમિત્તમાત્ર છીએ માટે અભિમાનનો ત્યાગ કરવો જૉઇએ. જ્ઞાતિની પણ પરવા કરી નહિં.નાગર જ્ઞાતિને તેના શૃંગાર રસના પદો સાથે વાંધો હતો, પણ આ પદોય આધ્યાત્મિક ઉંડાણ વાળા જ છે. આ શૃંગાર રસ વાળા પદો આપણા ચોખલીઆ સાહિત્યકારોએ જાણીજોઇને આપણા સુધી આવવાજ નથી દીધા. નરસિંહ અજોડ હોવા છતાં સીધા, સાદા અને સરળ હતા અંતરના ઉંડાણમાંથી આવતા તેમના ભક્તિરસયુક્ત પદ હ્રદયસ્પર્શી છે.. અહીં આપણે એ સંત અને સર્જક એવા નરસિંહ મહેતાની રચનાઓ માણીએ……

 

 

 

 

 

 

 

 

 

 

 

દિનેશ ઓ. શાહ

 

 

કાવ્યશાસ્ત્રના દરેક ક્ષેત્રમાં દક્ષતા અને ગહન આંતરસુઝ નરસિંહને આવી કયાંથી? આ કાવ્યનું સર્જન કર્યું તેનો વિચાર કરીએ તો સમજાય છે કે તેઓ જમાનાથી કેટલા આગળ હતા,ભક્તકવિએ સંસારમાં રહીને તથા લોકો વચ્‍ચે ઉજળા જીવન જીવીને સહજ રીતે તથા સરળ ભાષામાં જ્ઞાનનો પ્રવાહ લોક સુધી પહોંચાડ્યો.

 

 

‘ જે ગમે જગત ગુરુ’  નરસિંહ મહેતાની આ કવિતામાં માનવીનાં  વિચારોમાં રહેલા અહમને દુર કરવાનો પ્રયાસ છે. છ પંક્તિઓ માં લખાયેલી આ કવિતા નરસિંહ મહેતાની વિચારસરણી આપણને સમજાવે છે.  મને વૈજ્ઞાનિક તરીકે તેમજ એક કવિ તરીકે આ કવિતા કેમ ખુબ ગમી તે આપ સૌને સમજાવતાં મને ઘણો આનંદ થાય છે

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો; આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો … જે ગમે જગત

 

પહેલી કડીનો સારાંશ છે કે જે વસ્તુ જગતના ગુરુને એટલે કે ઈશ્વરને ગમે છે તે વાત કે વસ્તુનો આપણે અફસોસ ના કરવો.  ચિંતા કરવાનો કશો અર્થ નથી અને જે પરિણામ આપણા પ્રયત્નોનું આવે તેને અપનાવી લેવું.

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કો’ક જાણે … જે ગમે જગત

 

બીજી કડીમાં મહેતાજી સમજાવે છે કે જયારે માનવી પોતે કર્તાની લાગણી અનુભવે છે ત્યારે એણે સમજવું જોઈએ કે આ અજ્ઞાનતા છે,  જેમ ગાડાની   નીચે ચાલતો કુતરો એવું માને   કે પોતેજ આ ગાડાનો ભાર ખેંચે છે. આખી સૃષ્ટિ ઈશ્વરે ઘડી છે  તે વાત માત્ર થોડા યોગી અને યોગેશ્વરો જાણે છે.

નીપજે નરથી તો કોઇ ના રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે; રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ, ભવન પર ભવન પર છત્ર દાખે … જે ગમે જગત

 

ત્રીજી કડીમાં મહેતાજી કહે છે કે જો માનવીના પ્રયત્નોથીજ બધું થતું હોત તો કોઈ માનવી દુ:ખી જ નાં રહે. સૌ પોતાના શત્રુઓને મારી માત્ર મિત્રો જ રાખતા. કોઈ ગરીબ કે તવંગર નજરમાં ન આવતા અને બધાનાં ભૂવનો ઉપર ધજાઓ ફરકતી હોત  !

.ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા,

માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે; જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે … જે ગમે જગત

 

ચોથી પંક્તિમાં મહેતાજી સમજાવે છે કે જેમ ઋતુ ,વેલા , પાંદડા ,ફળ અને ફૂલ , માનવીના આદેશ પ્રમાણે નહિ પરંતુ ઈશ્વરના નિયમ પ્રમાણે થાય છેતેજ રીતે જેમના ભાગ્યમાં જે લખાયું હોય તે પ્રમાણે જ તે વ્યક્તિને તે સમયે મળે છે.  અહી મહેતાજી જે અણધાર્યું થાય છે   તે બધું જ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે છે તેમ માને છે.    ઘણીવાર એમ પણ બને કે પ્રયત્નોનું ફળ ના પણ મળે તે પણ ઈશ્વરના હાથમાં છે.

ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે, મન કર્મ વચનથી આપ માની લહે સત્ય છે એ જ મન એમ સુઝે … જે ગમે જગત

પાંચમી પંક્તિમાં મહેતાજી એ સમયની વાસ્તવિકતા બતાવે છે. ગ્રંથો વાંચીને ગરબડ કરે, જેને જે ગમે તેને પૂજે કારણકે આપણે ઘણા દેવ દેવીઓમાં માનીએ છીએ. આપણે જે માનીએ તે પ્રમાણે મન, વચન અને કર્મ કરીએ છીએ.

સુખ સંસારી મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું; જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે, જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું … જે ગમે જગત

 

છેલ્લી પંક્તિમાં મહેતાજી કહે છે કે સર્વે સંસારી લોકો એટલું સમજજો કે સંસારી સુખો નકામા  છે. હાથ જોડીને મહેતાજી કહે છે કે હું જન્મો જનમ હરીનેજ યાદ કરું  અથવા એની જ ભક્તિ કરું તેવું ઈશ્વર પાસે માગું છું.

 

આખું ગીત આમતો ઘણું સરળ છે પણ તેમાં ઘણો ઊંડો સંદેશ છુપાયેલો છે.  એક દિવસ સવારના ચા પિતા મારા આઈપોડ માં આ ગીત વાગતું હતું  .અને જયારે શકટનો ભાર જેમ શ્વાન તાણે વાક્ય સાંભળ્યું ત્યારે મનમાં મેં મહેતાજીને સવાલ કર્યો કે આ વાક્ય કુતરાને લાગુ પડે છે પણ જો બળદ આવું કહે તો ખોટું શું? ત્યારે મહેતાજીએ જવાબ આપ્યો કે બીજી ક્ષણે એ બળદને ઠોક્કર વાગે અને એક પણ પગલું આગળ ના ચાલી શકે તો એની તાકાત ક્યાં ગઈ આ ગાડું ખેચવાની? ત્યારે મને લાગ્યું કે જો આપણે એવું જ વિચારીએ કે આપણું ગાડું બળદ વિનાજ દોડે છે તો અહં કે અભિમાન નો સવાલ જ  ઉભો ન થાય. મેં તરત જ એક ગીત લખ્યું જે આપ સૌ નીચેની લીન્ક  વાપરી સાંભળી શકશો.

 

હેજી મારું બળદ વિનાનું દોડે જુનું ગાડું રે

પ્રભુજી તારી અકળ લીલા ના જાણું રે …..

સઘળી ચિંતા છોડીને મુજ કરતાલ વગાડું રે

તારા ભરોસે આગળ હાંકુ

હું જ બળદ તું બળ મારું રે …………..

 

 

 

દિનેશ ઓ. શાહ , ગેઇન્સવિલ , ફ્લોરીડા

 

 

મેઘલતાબેન મેહતા

 

એતો મારો મહેતો

જુનાગઢમાં રહેતો

ભક્તિના રંગમાં રાતો

અને જ્ઞાનનાં ગીતો ગાતો

નરસિંહ મહેતાના વ્યક્તિત્વના અનેક પાસા છે એને જ્ઞાની કહો ,ભક્તિ,કેરા ભક્ત કહો કે પ્રેમ, ટીખળ,કરનાર,કૃષ્ણ નો મિત્ર, સંગીત,શાસ્ત્રીય અને સુગમ પીરસનાર કે સમાજ સુધારક. કે શાસ્ત્રો જાણનાર પંડિત…. આવા નરસિંહ મહેતા આજે 600 વર્ષ પછી પણ વિશ્વના દરેક ગુજરાતીમાં વસે છે

જ્ઞાન અને ભક્તિને એણે એક ત્રાજવે તોલ્યાં છે ભક્તિના કાવ્યોમાં અગાધ ઊંડું વેદાન્ત-સભર જ્ઞાન પણ છે તો બીજી તરફ પ્રેમ નીતરતી ભક્તિના દર્શન પણ થાય છે જાણે જ્ઞાન અને ભક્તિ એના પદમાં હાથમાં હાથ મિલાવીને પ્રેમના પંથે ચાલે છે એની પ્રેમરૂપી પંખીણીને જ્ઞાન અને ભક્તિની બે પાંખો છે

પ્રેમરસ પાને તું મોરના પીંછધર,

તત્વનું ટૂંપણું તુચ્છ લાગે

આ પંક્તિ ખુબ સરસ અગાધ વાત બે પંક્તિમાં રજુ કરે છે તો

જડને ચેતન રસ કરી જાણવા

પકડી પ્રેમ સંજીવન મૂળી ….

પ્રેમ શોધવા જતા મળતો નથી ,વાત સામાન્ય કહી છે પરંતુ બે પંક્તિમાં સમજાવે છે કે તું પ્રીત કર અને પ્રેમ પ્રગટશે ….

ભણે નરસૈયો કે પ્રેમતણી શોધતા

પ્રીત કરું ,પ્રેમથી પ્રગટ થશે

અને એટલે જ એનો પ્રેમ શુદ્ધ અને અલૌકિક છે એમાં રસતરબોળ થઈને પોતાની સાથે આપણને પણ ભીંજવે છે નરસિંહની રચનામાં ભક્તીસાથે પ્રેમ સદાય નીતરે છે જાણે બે જોડિયા બાળકો અને તેથીજ તેની ભક્તિ પ્રેમલક્ષણા કહી છે અને એટલેજ જેણે જીવન દરમ્યાન દુઃખ દરિદ્રતા વેઠી છે પણ સ્પર્શી નથી ફરિયાદ નથી ,માંગણી નથી પ્રભુ પાસે અપેક્ષા નથી ત્યારે તેના મુખ પર આ પંક્તિ રમે છે કે…

જે ગમે જગત ગુરુ જગદીશને

તે તણો ખરખરો ખોટ કરવો

 

આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવ સરે

ઊગરે એક ઉદ્વેગ ધરવો

પુત્ર અને પત્નીને ગુમાવ્યા છતાં એક અનોખા માનવીની જેમ માત્ર નરસિંહ વિચારી શકે.તો આ પંક્તિમાં મોટા શાસ્ત્રો ન કરે તેવી વાત એમણે કરી છે

ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી,

જેહને જે ગમે તેને પૂજે,

મન કર્મ વચનથી આપ માની લહે

સત્ય છે એ જ મન એમ સુઝે .

પોતાની મસ્તીમાં રાચનાર આ કવિ આપણને પણ એવા ખેચી જાય છે કે જાણે આપણે જ એ ભક્ત અને આપણે જ એ નરસિંહ મહેતા એવો અહેસાસ થાય છે,એમને શિવજીએ પ્રથમવાર રાસલીલાના દર્શન કરાવ્યા ત્યારે જે પ્રેમભક્તિનો અનુભવ થયો અને ભક્તિસાગરમાં ડુબકાં ખાતા જ્ઞાન લાધ્યું એનો એક એક અનુભવ અને જ્ઞાન આજે કેટલીએ પેઢીને આપતા ગયા પ્રશ્ન અહી એ છે કે તત્વજ્ઞાન અને ફીલસુફીની વાતો કરનાર માણસે કયારે વેદાન્ત અને ઉપનિષદ નો અભ્યાસ કર્યો ?આજની એકવીસમી સદીમાં આ વણઉકેલપ્રશ્ન રહેવાનો અને રહેશે।….

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

જૂજવે રૂપે અનંત ભાસે;

‌ ‌દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,

શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે..

એના જ્ઞાનનાં પદોની વાત કરીએ તો એટલી બધી સરળ ભાષામાં લખ્યાં છે. એક સાધારણ નિરક્ષર વ્યક્તિ પણ સમજી શકે અને ગાઈ શકે એને એથી તે ઘેરઘેર ગવાતાં થઇ ગયા એક ખુબ પ્રચલિત પદ જોઈએ।…

 

“નિરખને ગગનમાં કોણ ધૂમી રહ્યો ”

તે જ તું, તે જ તું શબ્દ બોલે

આમાં ઉપનિષદનું મહાકાવ્ય “તત્ત ત્વમ આસિ”નો ભાવ જણાય છે। …

ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં

અંતે તો હેમનું હેમ હોયે

આમાં “સર્વમ ખલુ ઈદમ બ્રમ” એ સૂત્ર જાણે કે છુપાયેલું છે

અખિલ બ્રમાંડમાં એક તું શ્રી હરિ

જુજવે રૂપે અનંત ભાસે

આ પંક્તિમાં સ્પસ્ટ રીતે કહે છે “અહમ બ્ર્મ સ્મિ”

ઉપનિષદનો અને આ ચાર મહાન વાક્યોનો અભ્યાસ એણે કયારે કર્યો કેવી રીતે ને કોની પાસે કર્યો તે એક રહસ્ય છે..આપણા આ નરસૈયાએ તો છસો વરસો પહેલાં આ વાત કરીનરસિંહ મહેતાનીભક્તકવિ તરીકેની છાપએટલી રૂઢ થયેલી છે કે જે આ વાંચ્યા પછી ભૂસાય જાય છેતેઓસમયથી પણ ઘણા આગળ એવા મહાન તત્વચિંતકહતા તેમાં કોઈ અતિશયોક્તિ નથી ….નરસિંહ જયાં પણ વસ્યા ત્યાં તેને સ્વર્ગ જ ભાસ્યું અને એટલે કહે છે સ્વર્ગલોક કરતા આપણો આ લોક સારો છે અહી હું ભક્તિ પૂજા નો લાહવો લઉં છું.

ભૂતળ ભક્તિ પદારથ મોટું,બ્રહ્મલોકમાં નાહિં રે;

પુણ્ય કરી અમરાપુરી પામ્યા,

અંતે ચોરાશી માંહી રે ..

આ જગતમાં પ્રેમ-અમીરસ વહેતો રાખવા નો જશ નરસિંહનેપુરેપુરો દઈ શકાય અને એની આ બે પંક્તિ જે વાત કહી છે તે વિચાર માગીલે તેવી છે..એક ભક્ત તરીકે નરસિંહની અપેક્ષા દર્શનમાત્રની જ છે તેથી તેકર્મયોગનું બયાન કરે છે.

હરિના જન તો મુક્તિ ન માગે, જન્મો જન્મ અવતાર રે;

નિત સેવા નિત કીર્તન ઓચ્છવ, નીરખવા નંદકુમાર રે ..

તો અહીતેમની ફકીરી આ રીતે દર્શાવે છે…એનું અલગારીપણું એનું પોતાનું હતું. ભીતરનું હતું. એમાં દેખાદેખી નહોતી! એમાં દંભ નહોતો….આમ જોવા જઈએ તોનરસિંહનું સર્જન સ્વયં કવિતા છે.તેમની કવિતામાં પ્રેરણા, સ્ફુરણા, ચેતના, કર્મ, જ્ઞાન, વૈરાગ્ય, શ્રદ્ધા અને સંસ્કારનો સમન્વય દેખાય છે.એના લોકપ્રિયભજનો વાગોળશો તો પ્રભુમય ભક્ત ની સાથેઉપનિષદ, ગીતા, રામાયણ, લોકબોલી, વ્યવહાર, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય જેવાં અનેક આયામો નરસિંહની કવિતામાં જોઈ શકાય

ત્રણસો ને સાઠ ગોવાળ ટોળે મળ્યા।.. વડો રે ગોવાળિયો કોણ થાશે.

એટલે કે શરીરની ત્રણસો સાઠ નાડીઓને ચાલુ રાખવાનું કામ તારા વિના કોણ કરશે જાગને જાદવા..આખી સૃષ્ટી ને જગાડનાર પ્રેભુને માત્ર નરસિંહ જ જગાડી શકે એ નરસિંહનો પ્રભુ પરનો પ્રેમ અને અધિકાર દેખાડે છે..ભક્ત વત્સલ અનેભગવાનના સંબંધનીગરિમાના દર્શન પણથાય છે.નરસિંહના પ્રભાતિયાં સાંભળી સૈકાઓથી ગુજરાતીઓનું પરોઢ ઉગે છે.

નરસિંહ ની ટીખળવૃતિની વાત કરીએ તો ગંગાવતરણની વાત યાદ આવ્યા વગર ના રહે ગંગાને જટામાં ઝીલી લેનાર શિવજીની રમુજ કરતા નરસિંહ કહે છે। …..

જોગીપણું રે શિવજી તમારું મેં જાણ્યું રે

જટામાં ઘાલીને, શિવજી આ કયાંથી આણ્યું રે

કોઈ લાવે કેડે ઘાલી કોઈ લાવે હાથે ઝાલી

માથામાં ઘાલીને ,શિવજી ક્યાંથી તમે આણ્યું રે

ભભૂત ચોળીને શિવજી વાયો આડો આંક રે

એવા એવા લક્ષણો,પાણીને પાઉં ટાંક રે

આવો જ એક પ્રસંગ સમુદ્રમંથન નો। …

મહીં મથવાને ઉઠયા યશોમતી રાની

વિસામો દેવાને ઉઠ્યા સારંગપાણી

કોઈ નટખટ બાળક માને મદદ કરવા જાય તો માં ગભરાય જાય ને ના પાડી દે। .આતો નટખટ નટવર કનૈયો ,બધાના હાજા ગગડી જાય એટલે માવડી મદદ લેવાની ના પાડે એટલે કાનો કહે છે “બ્હીશોમાં માડી હું ગોળી નાહીં તોડું” પરંતુ મેરુ પર્વત ધ્રુજ્યો અને ધ્રાસકો પડ્યો કે મારું રવૈયું કરશે ને હું તો તૂટી જઈશ ,વાસુકી નાગને થયું કે મારું નેતરું કરશે તો મ્હારે તો મારવાનો વારો આવશે”વગેરે છેવટે બધા દેવો પગે લાગ્યા કે ગોકુળરાય તમે રહેવા દયો નેતરું મૂકી દો “અંતે નરસિંહ કહે છે કે જશોદાજી તો નવનીત પામી ગયા આમ ભક્તિ રસનો એક છાંટોય ઓછો કર્યા વગર હાસ્યરસનો એક છાંટો ય ઓછો કર્યા વગર હાસ્ય રસની છાંટપણ તેમાં કુશળતાથી ભેળવી દીધી... ખુબ જાણીતી આ બે પંક્તિ આજે પણ લોકો વાગોળે છે ….

જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;

આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે…

ભગવાન શ્રી કૃષ્ણ એમને હાજરા-હજૂર હતાં. કમસે કમ બાવન વખત એમણે સદેહે આવીને એમના આ ઘેલાં ભગતની મદદ કરી હતી. એમની અને શ્રી હરિના સંબંધમાં એક અદભુત રેશમની ગાંઠ હતીનરસૈયો,પર હારની ચોરીનું આળ ચઢાવામા આવ્યું ત્યારેસંગે સ્વયં ભગવાને તેમના વિધ્નો દૂર કર્યા હતાંએની પ્રેમભક્તિની પરાકાષ્ટા તેના હારમાળાનાપદોમાં દેખાય છે,હારના ચારસંગોને વર્ણવતી નરસિંહની રચનાઓ પ્રચલિત છે…

હું ખરે તું ખરો હું વિના તું નહિ

હું રે હઈશ ત્યાંહા તું રે હઈશ

હું ગયે તું ગયો ,અનિવાર્ચી રહ્યો

હું વિના તુંહને તું કોણ કહેશે ?

અને જેમ રાત વધતી જાય છે ત્યારે એના લાડકા કનૈયાને ટોણા મારવાનું શરુ કરી દે છે

“મોગરે શું રે મોહી રહ્યો મોહના

હાર તું આપ્ય,યશક્ષાત્ય વાદી

કીહિથી ગુણ ગાતાં નાગરનો ન હુવો ,

ત્રિકમ તુંહને કો નહીં આરાધે

નરસિંહઆની ,એક હાર આપતાં,તાહરા બાપનું શું રે જાયે ?

તું હઠ કરી તે શું હઠ કરો શામળા

પુછશે સ્નેહ,ત્રિકમ તાણ્યે

હાલ્ય હારને કાજે વિલંબવામાં ઘણું ,

નોહી કૌસ્તુભ કે વૈદુર્યમાળા,

….પ્રભાતિયાં, ઝૂલણા છંદ, કરતાલ અને કેદારો રાગ આ બધા જેને બહુ પ્રીય હતા એવા `આદ્યકવિ’ નરસિંહજેટલા વાંચીએ છીએ તેમ તની ગહનતા છતી થાય છેનરસિંહ માત્ર ભગત હતા ?

નરસિંહ શું હતો કવિ ,ભક્ત ,સંત ,સમાજ સુધારક અવધુત કે ક્રાંતિકારી?એવા કેટલાય પ્રસંગો જાણીતા છેજે કહે છે કે નરસિંહ માટે નાત જાતના ભેદભાવ ન હતા અને એટલે જ ભજન કરવા હરીજનવાસ માં જાય છે અને તેમન માંગણી ને મન આપી ગાયું કે….આજ ની ઘડી છે રળિયામણી

હારે મારા વ્હાલો આવ્યા ની વધામણી

નરસિંહ ઉત્કટ ગોપીભાવે,એક નારીના- પ્રિયતમાના સમર્પણભાવે કૃષ્ણને ભજતાં અને પરમાત્માને પુરુષરૂપે જોતા..નરસૈયા એ સ્ત્રીના સંદર્ભ કહું છે કે …સારમાં સાર તે નાર અબળા તણો,જે બળે બળિભદ્ર વીર રીજે

નરસિંહના સંગીત પ્રેમની વાતો કરીએ તો એમના પદો બધાજ ગદ્ય છે તદુપરાંત ગીતો પણ છે જેવા કે ભોળી રે ભરવાડન હરિને વેચવા ચાલી ,આજની ઘડી છે રળિયામણી વગેરે સુગમ સંગીતના પ્રણેતા તરીકે નરસિંહને અઓલ્ખવી શકાય એમના રાગના જ્ઞાન પરથી અને એમનો ગમતો કેદાર રાગ નરસિંહના શાસ્ત્રીય સંગતની અનુભૂતિ કરાવે છે કયારે શીખ્યા એ એક પ્રશ્ન છે ?કેદાર સાથે મલ્હાર ગાઈને મેઘ વરસાવ્યો છે એવી વાત પ્રચલિત છેમેહુલો ગાજે ને માધવ નાચે,રુમઝુમ વાગે પાય ઘૂઘરડી રે,જેને ગયો રાગ મલ્હાર રે ……એમના જીવનના મુખ્ય પ્રસંગો વણાયેલા છે. આત્મકથાનક – પુત્ર વિવાહ, પુત્રીનું મામેરું, શામળશા શેઠની હુંડી, ઝારીનાં પદ ; ભક્તિ પદો, – સુદામા ચરિત્ર દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર આ પદો બહુ જ પ્રખ્યાત થયા. ભક્ત કહો કે સંત કહો એમનાઆધ્યાત્મિક પદો આપણે સમજ્યાં નથી અને જેટલા વાંચીએ છીએ તેમ તની ગહનતા છતી થાય છે ..ધન્ય તો આપણે કેઆવા નરસિંહ આપણને મળ્યા.

…..મેઘલતા મહેતા

 

કલ્પના રઘુ

 

 

                     ‘અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે .

દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.

૫વન તું, પાણી તું, ભૂમિ તું , ભૂધરા, વૃક્ષ થઈ ફુલી રહ્યો આકાશે.

વિવિધ રચના કરી, અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એજ આશે.

       વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનકકુંડળ વિશે ભેદ ન હોય,

 

બાળ નરસિંહ સાત દિવસ ભૂખ્યા-તરસ્યા રહીને જંગલમાં અથડાતા-કૂટાતા દેહભાન ભૂલીને શિવને શરણે જાય છે. તેમનાં અંતરનો તાપ ચરમસીમાએ પહોચે છે ત્યારે તેઓ સમાધિસ્થ બને છે. તેમને શિવનો સાક્ષાત્કાર થાય છે. તેઓ આશીર્વાદ માંગે છે ત્યારે શિવ દુર્લભ અને વલ્લભ આશીર્વાદ ફલસ્વરૂપ દિવ્યશક્તિથી નરસિંહને રાસ-લીલાનાં દર્શન કરાવે છે. રાસ-લીલા એ જ જીવાત્મા અનેપરમાત્મા સાથેના સંબંધની સત્યતા.

કહેવાય છે કે, ગુરૂ જ્યારે શક્તિપાત કરે ત્યારે આપોઆપ જ્ઞાનની સરવાણી ફૂટે છે. અહીં તો જગદ્‍ગુરૂ પોતે શક્તિપાત કરીને નરસિંહના અંતરચક્ષુ ખોલે છે. અને તત્‍ક્ષણ એક અજ્ઞાન બાળક નરસિંહ, ભક્ત કવિ નરસૈંયો બની જાય છે, એક રાજયોગી. નરસિંહને અહમ્‍ બ્રહ્માસ્મિનો અનુભવ થાય છે. જીવ અને શિવ અલગ નથી તે પ્રત્યક્ષ થાય છે. ત્યારથી ભક્ત નરસિંહમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની સરવાણી ફૂટે છે. અનેક પોથીઓ, તમામ વેદ, ઉપનિષદ, શ્રૃતિ, સ્મૃતિનું જ્ઞાન સાદ્ય થાય છે. તમામ ગ્રંથો જાગૃત થાય છે. `મા સરસ્વતિ’ની કૃપાથી આવાં અનેક પદોની રચના કરે છે. નરસિંહ ખરા અર્થમાં જાગ્યા માટે એને પ્રભાતિયું કહી શકાય. ઉંઘમાંથી નહીં પરંતુ અજ્ઞાનતાના અંધકાર નીચે ઢંકાયેલું નરસિંહનું મન જાગ્યુ. તેમની ચેતનાશક્તિ ઉપર ઉઠી. તેમને `બ્રહ્મ સત્ય-જગત મિથ્યા’નું જ્ઞાન થયું.

‘પવન તું, પાણી તું, ભૂમિ તુ ભૂધરા . ‘

 

હવે તેમને બધેજ હરિ દેખાય છે. નરસિંહને તત્વ-દર્શન થયું, બ્રહ્માંડમાં બધું અલગ અલગ દેખાય છે. પરંતુ બધુંજ એકજ તત્વમાંથી ઉત્પન્ન થાય છે. જેને ઉર્જા કહેવામાં આવે છે. બ્રહ્માંડમાંથી બધું ઉત્પન્ન થાય છે અને બ્રહ્માંડમાં ભળી જાય છે. પાંચેય તત્વો બ્રહ્માંડમાંથી ઉત્પન્ન થયા છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશથી જીવાત્મા બનાવ્યો. જીવ થકી તેમાં વાસ કર્યો. આમ સમગ્ર બ્રહ્માંડના અણુએ અણુમાં અને શૂન્યમાં શબ્દ થઇને બ્રહ્માંડની રચના કરીને બ્રહ્મ રસ લઇ રહ્યો છે.‘ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય . ‘વૃક્ષમાં બીજ તુ, બીજમાં વૃક્ષ તું . ‘જેમ સોનાનાં ઘાટ પ્રમાણે જુદા જુદા નામ અપાય છે, પરંતુ અંતે તો સોનુ જ છે. તેમ બ્રહ્મ એકજ છે. આમ બ્રહ્મનું જ્ઞાન થાય છે.એક વૃક્ષ પર હજારો ફળ હોય છે. અને દરેક ફળમાં બીજ હોય છે. અને દરેક બીજમાં એક વૃક્ષ હોય છે. એજ રીતે દરેક જીન્સમાં અબજો ડી. એન. એ. હોય છે. અને દરેક ડી. એન. એ.માં મૂળ તત્વ સમાયેલું હોય છે. માટે મનની ઇશ્વરની શોધમાં પટ-અતંરને ભૂલીને દરેકને બીન-શરતી પ્રેમ કરીએ. ગ્રંથ ગરબડ કરે પણ મન-વચન-કર્મથી ઇશ્વરમાં ઓતપ્રોત થઇને સંપૂર્ણ શરણાગતિથી માત્ર પ્રેમ કરવાથી જ પ્રગટ થશે બ્રહ્મ.. આપણે પણ જાગીએ આ પ્રભાતિયાથી, અને અનુભવ કરીએ .

નરસિંહ શામળની ભક્તિમાં ભીંજાઇ ગયો,

જીવ થકી શીવમાં સમાઇ ગયો,

અંતે એકોહમ્‍થી અનુભૂત થયો.

કલ્પના રઘુ                      

 

 

 

ફૂલવતી શાહ

 

ગિરિ તળેટી ને કુંડ દામોદર. …..

ભક્તકવિ નરસિંહ મહેતાનાં નામથી કયો ગુજરાતી અજાણ હશે? એમનો પરિચય કોઈ ને આપવો, એ તે વ્યક્તિનું અપમાન કરવા બરાબર છે,એમનો જન્મ સમયકાળ ઈ.સ. 1414 થી 1481 સુધી નો હતો. તેઓનો જન્મ નાગર જ્ઞાતિ માં થયો હતો. એ જમાનો      જ્ઞાતિવાદ નો હતો . એ   જમાનામાં ઉચ્ચ નીચનાં ભેદ સમાજની નસેનસમાં વણાઈ ગયા હતા. બ્રાહ્મણ માનતાં કે તેઓ સર્વ શ્રેષ્ઠ છે. તેઓ વણિકથી પોતાની જાતને ઉંચા સમજતાં હતા. વણિક પોતાને ક્ષુદ્રોથી ઉચ્ચ માનતાં .અને ક્ષુદ્રોમાં પણ અતિ હલકું કામ કરનાર વર્ણ ને તદ્દન નીચા સમજતાં. તેઓનું સમાજમાં સ્થાન સાવ નીચું ગણાતું .એમને સમાજના અન્ય વર્ગો સાથે નગરમાં રહેવાનો પણ અધિકાર ન હતો.નગરનાં વાવ કૂવા માંથી તેઓને પીવા માટે પાણી ભરવા નો પણ અધિકાર ન હતો. તેઓ માટે અલગ જળાશય હતા. સમાજની કોઈ વ્યક્તિ એને અડકવા પણ તૈયાર ન હતી. તેઓ જો ભૂલથી કોઈ ને અડકી જતાં તો તેઓ અસહ્ય શિક્ષાને પાત્ર બનતાં.અને પોતાને ઉંચી સમજનાર વ્યક્તિએ પોતાને અભડાઈ ગયેલી ગણી ,પોતાની જાતને શુદ્ધ કરવા માટે સમાજે નક્કી કરેલાં નિયમો અનુસાર પ્રાયશ્ચિત ની પ્રક્રિયા માંથી પસાર થવું પડતું . અને ત્યાર પછી જ એના વર્ગના લોકો એની સાથે સબંધ બાંધતાં. આ હતો આપણા ભક્ત કવિશ્રી નરસિંહ મહેતા નો જમાનો ! કેટલી અંધશ્રદ્ધા અને કેટલી અજ્ઞાનતા !આવી વિચાર સરણી વાળા યુગમાં થયેલા આપણા આ કવિ એ લખેલાં કેટલાંય કાવ્યો વાંચતા ,એમના વિચારો ની વિશાળતા જણાઈ

આવે છે.એક નહિ પણ એવા અનેક કાવ્યો છે કે જેમાંએમના હૃદયની ભાવનાનાં સ્પષ્ટ દર્શન થાય છે. આપણાકવિને ભકત પ્રહલ્લાદની જેમ કણકણમાં પ્રભુ દેખાય છે. અખિલ બ્રહ્માંડ માં એક શ્રી હરીનો વાસ જે અનુભવે તેને ઉચ્ચ નીચ નાં ભેદ ક્યાંથી હોય? “ગીરી  તળેટી અને કુંડ દામોદર..” કાવ્યનું પઠન અને મનન કર્તા મહેતાજીનાં વિચારો નજર સમક્ષ આવી જાયછે. ઇશ્વર સૌનાંમાટે સરખો છે. સામાન્યત: દરેક મનુષ્ય ને પોતાની રીતે આ જન્મનું કલ્યાણ અને ભાવિ જન્મના ઉત્કર્ષ ની ભાવના હોય છે. પછી ભલે એ ક્ષુદ્ર કેમ ન હોય? આ નિયમ અનુસાર ગામ બહાર રહેતી સમાજથી અલગ કરાયેલી જાતી કે જે ઢેડ વર્ણ તારીકે ઓળખાતી હોય ,તેમાંની કેટલીક વ્યક્તિ મહેતાજી ને પોતાના આવાસમાં આવી ભજન કરવા વિનંતી કરે છે. આ પરિવારોને સવર્ણ વસ્તીમાંઆવી સાથે બેસીને ભજન સાંભળવાને અધિકારી નથી એ તેઓ જાણે છે અને તેથી જ જેને ઉચ્ચનીચનો ભેદભાવ નથી એવા મહેતાજી એમના આમંત્રણ નો સ્વીકાર કરે છે. વાતાવરણ ની શુદ્ધતા અને સ્વચ્છતાના આગ્રહી એવા ભક્તે તેમને તુલસી વૃક્ષ લાવી અને ગૌ મુત્ર તેમજ છાણ થી નવું લીંપણ કરવા જણાવ્યું .આવા સ્વચ્છ અને સુઘડ વાતાવરણમાં નરસિંહ મહેતાએ આખી રાત ભજન કર્યું. જેને અડકવા સમાજ તૈયાર નથી આવી વ્યક્તિઓ જ્યારે જન્મ મરણ જંજાળ માંથી છુટવા અને પોતાને ભક્તિરસ નું પાન કરાવવાં વિનંતી કરે છે.ત્યારે દયાળુ હૃદય નાં મહેતા આનંદ પુર્વક સ્વીકાર કરે છે. લોક ટીકાની બીક કે મર્યાદા ઉલ્લંઘન ની પરવા કર્યા સિવાય તાલ પખવાજ વગાડતાં તેઓ ભજન માંથી પાછા ફરે છે. ભજનમાંથી પાછા ફરેલા મહેતાની લોકો હાંસી ઉડાવે છે. નાગર બ્રાહ્મણ તરીકે નિંદનીય વર્તનની ટીકા કરે છે. પરંતુ જેની પાસે વૈષ્ણવ જનની સાચી સમજ છે એવા મહેતાજી મૌન નાં આગ્રહી રહ્યા છે.અને જે ની પાસે સમજ નથી અથવા સમજવાની વૃત્તિ નથી એવા લોકો સાથે વાદ વિવાદ કરવો નિરર્થક છે. જે લોક સમાજમાં અડવાને યોગ્ય નથી એવું મનાતાં, પરંતુ ભક્તિસભર હૃદયવાળા લોકસમુદાય સાથે બેસી, પ્રભુ ભજન કરી નરસિંહ મહેતાએ “ અસ્પૃશ્યતા નિવારણ ” નો પવિત્ર મંત્ર સમાજને આપ્યો..અને આ સમુદાયનાં લોકોને “હરીજન” જેવા સુંદર શબ્દોથી નવાજ્યાં .

ફૂલવતી શાહ

 

 

 

 

 

 

 

 

દેવિકા રાહુલ ધ્રુ

 

જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા,

તુજ વિના ધેનમાં કોણ જાશે ?

ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા

વડો રે ગોવાળિયો કોણ થાશે ? . જાગને.

દહીંતણા દહીંથરા, ઘી તણાં ઘેબરાં કઢિયેલ દૂધ તે કોણ પીશે ?,

આદ્ય કવિ નરસિંહ મહેતા એટલે શબ્દ, સૂર અને સંગીતના સ્વામી, અલખના આરાધક. સૈકાઓ થયાં, “જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા” એ પ્રભાતિયાથી ગુજરાતીઓનું પરોઢ ઉઘડે છે. ખળખળ વહેતા ઝરણાં જેવું કર્ણપ્રિય અને સુમધુર ભજન.નરસિંહ મહેતા વિષે ઘણું લખાયું છે અને લખાતું રહેશે. તેમના પ્રેમપૂર્ણ હ્રદયમાં પ્રાર્થનાનું કે ભજનનું કોઈ માળખું ગોઠવેલું નહોતું રહેતું. એ તો બસ શ્વાસ લેવા જેટલી સ્વાભાવિકતાથી પદો રચતાં. તેમની વાણી અંતરમાંથી સહજ સ્ફ઼ુરી ઊઠતી હતી.આ ભજનમાં ખુદ ઇશ્વરની માનવીયતા બતાવવામાં આવી છે. કૃષ્ણને યશોદા દ્વારા સંબોધવામાં આવ્યો છે. નજર સામે દિકરાને પ્રેમથી ઊઠાડતી માતાનું એક ચિત્ર ઊભું થાય છે એ કલ્પના જ કેટલી કાવ્યમય છે,પણ ખરેખર યશોદા મા કૃષ્ણને જગાડે છે એટલો જ ભાવ છે ? ના; ઇશ્વર તો જાગેલો જ છે. જાગવાનું તો જગતે છે,માનવીએ સતત જાગૃત રહેવાનું છે. એનો ભીતરનો અર્થ છે કે યશોદાજી પોતાના અંતરને જગાડી રહ્યાં છે. “ત્રણસેં ને સાંઠ ગોવાળ ટોળે મળ્યા” એટલે કે ૩૬૦ દિવસ આપણે જાગતા રહીને કાર્યરત રહેવાનું છે. અહીં બીજું તત્ત્વવજ્ઞાન એ છુપાયેલું છે કે, ૩૬૦ ગોવાળિયા દ્વારા શરીરના ૩૬૦ સાંધા કે નસોને જાગતી રાખવાની વાત છે. વડો ગોવાળિયો તો જાગતો જ છે. ભૂમિનો ભાર જેણે વેઠ્યો છે અને કાળી નાગને જેણે નાથ્યો છે; એ તો અહર્નિશ જાગતો જ છે. પણ આપણે એ સાચી રીતે જાણી લેવાનું છે અને તો જ દહીંતણાં દહીંથરાં, ઘી તણાં ઘેબરાં અને કઢિયેલ દૂધ પીવાશે. કેટલી ઉચ્ચતમ વાત સહજ રીતે કરવામાં આવી છે..કહેવાય છે કે, ભગવાન શ્રી કૃષ્ણ તેમને હાજરાહજૂર હતાં. હરિ સાથેના તેમના સંબંધમાં એક અદ્ભૂત રેશમી ગાંઠ હતી અને તેથી તો વ્યવહારું જગતમાં અનેક વખત તેમની હૂંડી સ્વીકારાઈ છે, લાજ સચવાઈ છે.

“જમૂનાને તીર ગૌધણ ચરાવતાં.

મધુરી શી મોરલી કોણ વાહશે ?

ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રિઝીએ

બૂડતાં બાંયડી કોણ સાહશે ? .

આ..પંક્તિમાં તે કહે છે કે, આપણે જ આપણા સાંસારિક કાર્યોમાં પ્રવૃત્ત રહેવાનું છે,જાગીને કાર્યરત રહેશો તો જ જીવનમાં મધુરી મોરલી વાગશે; તો જ આટીઘૂંટીમાંથી સરળ રીતે બહાર આવી શકાશે. નહિ તો `બૂડતા બાંયડી કોણ સાધશે ?” દુઃખને સમયે કોણ ઉગારશે ? કેટલી સીધી રીતે ઊંચી આધ્યાત્મિક વાત આ સંત કવિએ કરી છે ? ઇશ્વરને માનવની સાવ નજીક મૂકી દઈને ખુબ આશા આપી દીધી છે. “ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે”…સંપૂર્ણ સ્વૈછિક સમર્પણ અને તેમાં જ પરમ આનંદ. सर्वधर्मान्‍ परित्यज्य मामेकं शरणं व्रज નો જ જાણે પડઘો..જેના રોમેરોમમાં ભક્તિ છે એવા આ નરસિંહ મહેતા આર્ષ કવિ હતાં તેમણે દૂરનું જોયું છે, અતિ ઝીણવટથી જોયું છે અને અતિ સાદી ભાષામાં સર્જ્યું છે. કદાચ તેથી જ આજે ૬ એક દાયકા પછી પણ તેમના પ્રભાતિયાઓ અને ભજનો ગુજરાતીઓના હોઠ અને હૈયે ગૂંજતા છે. હજી આજે પણ માત્ર ઘેરઘેર નહિ, વ્યક્તિએ વ્યક્તિના મોબાઈલના રીંગટોનમાં આ પદ માનીતુ થઈ પડ્યું છે કે “જાગને જાદવા,કૃષ્ણ ગોવાળિયા”..શબ્દેશબ્દમાં લાલિત્ય છે,અર્થનું ગાંભીર્ય છે અને તાત્ત્વિક ઊંડાણ છે.નરસિંહ મહેતા કોઈ યુનિવર્સિટીમાં જઈને ભણ્યા ન હતાં.પણ પ્રકૃતિની પરમ શકિત વિષેની શ્રધ્ધા અને ભક્તિમાંથી લાધેલા જ્ઞાની હતા અને એ જ જ્ઞાનની અનુભૂતિને કાવ્યમય રીતે વહેતી મૂકવાની તેમની સ્વયંભૂ કલાએ તેમને સંત-કવિ બનાવ્યાં,તેમના પદોને અમર બનાવ્યાં.સાંપ્રત સમાજ હજી પણ જાગી શકે જો `’જાગને જાદવા” બરાબર સમજે તો.

અસ્તુ…

દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન

 

 

 

 

**********************************************************************

 

 

                                        

 

 

 

નારાયણનું નામ જ લેતાં, વારેતેને તજીયે રે;

મનસા વાચા કર્મણા કરીને,લક્ષ્મી વરને ભજીયે રે.

કુળને તજીયે,કુટુંબને તજીયે,તજીયે મા ને બાપ રે;

ભગિની-સુત-દારાને તજીયે,જેમ તજે કંચુકી સાપ રે

“નારાયણનું નામ જ લેતા”

પ્રભુનું સ્મરણ કરતી વખતે મિથ્યા જગતને વિસ્મરણ કરવાની વાત અહી સરળ શબ્દોમાં આલેખી છે.જગતમાં કોઈ પણ નામ જો પ્યારું કરવું હોય તો તે છે’નારાયણનું!’ મન,વચન અને કર્મથી શ્રીમદ નારાયણને ભજવાથી આ જીવન ખૂબ સરળ બને છે.કર્મ ત્રણ પ્રકારે થાય છે. મનસા,વાચા અને કર્મણા. મનસા એટલે મનદ્વારા,વિચારો થી,વાચા અર્થાત વાણી થી અને કર્મણા એટ્લે કર્મથી.કેટલી મોટી વાત સરળ શબ્દોમાં સમજાવતા કહે છે કે નામ રટણથી આ ચંચલ મન સ્થિર બનતા,જીવનમાં આવતાં વિઘ્નો જીરવવાની શક્તિ સાંપડે છે. માત્ર’નારાયણના’નામના રટણથી તેનાં સુમિરનથી જીવન પાર કરવું સહેલ બને છે.અહી નારાયણને લક્ષ્મી પતિ તરીખેઓળખ આપી છે,પરંતુ આત્માએ મિથ્યા જગત અને લક્ષ્મીનો પણ અંતે ત્યાગ કરવાનો એ વાત સમજાવતા નરસિંહની આધ્યાત્મિકતા ના દર્શન થાય છે. નારાયણ ને ભજતાં જો કુળનો ત્યાગ કરવો પડે,કુટુંબને ત્યજવું પડે અરે માતા,પિતાનો સંગ પણ છોડવો પડે તો પણ ઘડી પળનો વિલંબ ન કરવો. આ બધા તો માત્ર દેહના સંબંધી છે. આત્મા નો સંબંધ તો’નારાયણ’સાથે અનાદિ કાળથી છે. બહેન,પુત્ર,પત્નીનો પણ ત્યાગ જેમ સાપ કાંચળી ઉતારે છે તેમ કરવો. સાપ તેનાતરફ વળીને એક દૃષ્ટિપાત પણ કરતો નથી. અહી નરસિંહની સહજતા દેખાય છે કારણ તેમને આ માયાના બંધન’નારાયણ’ના નામ આગળ ગૌણ જણાય છે.માત્ર’નારાયણ’ના નામનું રટણ કરો,તેનું શરણું સ્વિકારો ! જગતના સઘળાં સંબંધો સરી જશે.

પ્રથમ પિતા પ્રહલાદે તજીયો,નવ તજીયું હરિનું નામ રે;

ભરત શત્રુઘ્ને તજી જનેતા,નવ તજીયા શ્રીરામ રે … નારાયણનું નામ.

ઋષિપત્નિએ શ્રીહરિ કાજે,તજીયા નિજ ભરથાર રે;

તેમાં તેનું કાંઈયે ન ગયું,પામી પદારથ ચાર રે … નારાયણનું નામ.

વ્રજવનિતા વિઠ્ઠલને કાજે,સર્વ તજી વન ચાલી રે;

આ પંક્તિમાં જોવો કેટલો પ્રભુ પરનો વિશ્વાસ અહી પ્રગટ થાય છે,પ્રભુનું સ્મરણ કરવું એ આપણા હાથની વાત છે જીવન મરણ એ પ્રભુના હાથની વાત છે. આવો જ અખૂટ વિશ્વાસભક્ત પ્રહલાદને છે અને માટેજ પ્રભુએહોલીકાનું દહન કર્યું અનેનૃસિંહ રૂપ ધારણ કરી તેમના પિતાનો વધ કર્યો.’પિતાના વચન ખાતર જ્યારે રામ,સીતા અને લક્ષ્મણ બાર વર્ષ વનમાં ગયા ભાઈ,માં,ગાદી છોડી ત્યારે શ્રી રામે સ્વંયનારાયણ’નો મહિમા અપરંપાર માન્ય રાખ્યો! તો આપણે કેમ નહિ?એવો જ દાખલો ઋષિપત્ની નો આપતા કહે છે કે એમણે’નારાયણ’ને ખાતર પોતાના પતિનો ત્યાગ કર્યો ત્યારે કશું પણ ગુમાવાને બદલે તેને સ્વયં’નારાયણે’અંગિકાર કરી. અને’નારાયણ’ (આત્માને )ને પામ્યા,અને આગળ કહે છે નારાયણના નામની તાકાત તો જુઓ વ્રજની વનિતા,ગોપીઓ નારાયણને મળવા ખાતર સઘળું ત્યજીને વૃંદાવન ચાલી નિકળી. કાનાની વાંસળીનાસૂર રેલાતાં ત્યારે ભાનભૂલી,ઘરબાર,છૈયાં,છોકરાં,માખણના શીકાં અને છોકરાંત્યજીને કેમનિકળી પડતી?સાનભાન ભૂલી જતી.,નારાયણની’ધુનમાં સઘળું જગ વિસરાઈ કેમજવાય છે?.’નારાયણ’નો મહિમા અપરંપાર છે. નરસિંહ મહેતાની સરળ ભાષામાં’નારાયણ’ને સમજવા અને પામવા અતિ સહેલાં છે.માત્ર સતત તેમનું રટણ કરો અહી રટણ દ્વારા આત્માને જાગ્રત રાખવાની વાત છે’નારાયણના’નામના મહિમાની અનુભૂતિ આ ભજન દ્વારા થાયછે. ભજનમાં ભાવ ભળે ભલા ભગવાનભક્તનેભેટે !

પ્રવિનાશ-

હેમા પટેલ

ઊંચી મેડી તે મારા …..                      

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો માણી ન જાણી રે

અમને તે તેડાં શીદ મોક્લ્યાં, હે મારો પિંડ છે કાચો રામ

મોંઘા તે મૂલની મારી ચૂંદડી,મેં તો માણી ન જાણી રામ

અડધાં પહેર્યાં,અડધાં પાથર્યાં,અડધાં ઉપર ઓઢાડ્યાં રામ\

એક મહાન ક્રિષ્ણ ભક્ત,એક મોટા ગજાના માત્ર કવિ નહિ સાહિત્યકાર નરસિંહને ગુજરાતીપ્રજા અને વિશ્વ યાદ કરી નોથ લેશે, પરંતુ થોડું ભણેલો માણસ સાહિત્ય સભર કેવી રીતે લખી શક્યો ?.એ વણ ઉકેલ્યો પ્રશ્ન સદાય રહેશે। અહી જરૂર કહીશ કે વાત માત્ર લખી નાખવાની નથી “સાહિત્ય એટલે વાણીમાં રસનું સર્જન.” તેમની દરેક રચનામાં કૃષ્ણ ને કેન્દ્રમાં રાખી અલગ અલગ ભાવ પ્રગટ થાય છે,.કોઈ રચનામાં કૃષ્ણ પ્રેમ,તો કોઈમાં પ્રાર્થના,કોઈમાં વિનંતી-આજીજી-યાચના,તો કોઈ હ્રદયની વેદના-યાતના,ગોપીનો વિરહ,અને કયાંક રસ લીલા,અને આ બધામાંથી નરસિંહ નું ચિત્ત અતિ સૂક્ષ્મ સંવેદનોને ગ્રહણ કરે છે જેમાં ઉંડું તત્વ ચિંતન સમાયેલુ છે.મનુષ્યની પુરી જીંદગી સંસારી માયાજાળ માં ફસાયેલી રહે છે,જ્યારે મૃત્યુ સમીપ હોય ત્યારે જેમણે તન-મન ક્રિષ્ણને હવાલે કરી દીધેલા છે સંવેદન એના ચિત્તને હલાવી મૂકે છે,તેમની હ્રદય વેદનામાંથી જે એક એક શબ્દની સ્ફુરણા થાય છે. અને સિસૃક્ષાની એક તીવ્ર ક્ષણે એ પોતાની અનુભૂતિને વ્યક્ત કર્યા વિના રહી શકતો નથી. પોતાની અનુભૂતિને રચનામાં પીરસી આપણને પણ રસપાન કરાવે છેપ્રથમ દ્રષ્ટિએ લાગે કે કોઇ મેડીવાળા સંતની વાત હશે પણ નરસિંહ મહેતા કઇ ઉંચી મેડીની વાત કરે છે તે જુઓ આ ભજન..

નરસિંહ મહેતા જ્ઞાની ભક્ત હોવાથી આ રચનામાં ઘહેરુ ચિંતન જોવા મળે છે.ભક્તિના ઉંચા શીખર પર પહોંચ્યા પછી પણ તેમને લાગે છે, પરમાત્માને પામવા માટે હજુ ઘણુ ખુટે છે.શરુઆત કરી છે મારા સંતની મેડી ઊંચી છે, જેને તે બરાબર હજુ જાણી નથી શક્યા, નથી માણી શક્યા. ઈશ્વરનુ તેડુ આવ્યુ છે,અમૂલ્ય મનુષ્ય અવતાર એટલે માંઘા મુલની ચૂંદડી, જેને આપણે હજુ માણી શક્યા નથી . ,અહી નરસિંહના સંતના લક્ષણ વર્તાય છે કહે છે કે મન અને બુધ્ધિ સ્થિર કયા થયા છે? અંદરથી બધા જ વિકારો નાશ પામીને શુધ્ધ કંચન સમાન બની જાય,મન-બુધ્ધિ સ્થિત પ્રજ્ઞ બને પછી ઉચાઈ પર પહોંચીને સત-ચિત્ત-આનંદમાં મારે મ્હાલવુ છે.કવિ કહે છે હજુ હું ત્યાં સુધી પહોંચ્યો નથી અને તેડાં શીદ મોક્લ્યાં ? આ શરીર પરમાત્મા સુધી પહોંચવા માટે હજુ પરિપક્વ નથી થયું. પંચતત્વથી બનેલ મોંઘો આ માનવ દેહ તે અમુલ્ય છે, પંચભુત મનુષ્ય દેહથી જ પરમ તત્વ પરમાત્માને પ્રાપ્ત કરી શકાય.આ દેહને અંન્તેષ્ટિ માટે મુક્યો છે. ચારે છેડે તે ચારે જણા, દોરી ડગમગ જાયે રામ

નથી તરાપો, નથી તૂંબડાં, હે નથી ઊતર્યાનો આરો રામ

નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ ! પાર ઉતારો નાવ.

નરસિંહ સંત છે ,પ્રભુનો ભક્ત છે માટે મૃત્યું ડર નથી માટે અહી પોતાના મૃત્યુ નું વર્ણન કરતા કહે છે જે ફુલહાર,કંકુ-શ્રીફળ,કફનથી મારી ઠાઠડી સજાવી ચાર છેડે ચાર જણા ઉઠાવીને ડગમગ કરતા નનામી ઊંચકી જાય છે.એ ઠાઠડી ડગમગ ડોલતી જાય છે. ઊંચકનાર નાના મોટા છે. બેલેન્સ નથી. પીંડ કાચો છે. હજી ઘણુ જીવવું છે. પણ કાળના તેડા આવ્યાં છે. આ નનામી પણ જુઓ અડધા પાથર્યા છે, અડધા ઉપર ઓઢાડયા. ઉપર જવા વૈતરણી (કલ્પીત નદી) પાર કરવી છે પણ તરાપા કે તુંબડા નથી. જ્યાંથી મારે એકલાએ જવાનુ છે, ભવસાગર પાર કરવા માટે મારી પાસે કર્મની પુંજી પણ નથી, નથી તરાપો,તૂબડાં,.. કે મને ખબર નથી કોઈ કિનારો ! મારી નૈયા કોણ પાર કરાવશે ? હે પ્રભુ તમે જ એક આધાર છો , મારી નાવ કિનારે લઈ જઈ, તમે જ મને ભવ પાર ઉતારો

હેમા પટેલ-જય શ્રી ક્રિષ્ણ

 

 

 

 

 

તરુલતા મહેતા

ભોળી રે ભરવાડણ

નરસિહ મહેતા અને મીરાં ગરવી ગુજરાતના પ્રાત:સ્મરણીય ભક્તકવિઓ છે.એ આપણું સદભાગ્ય કે ગુર્જરગિરાના પ્રાત:કાલે આવા ઊચા ગજાનાં કવિઓ પ્રાપ્ત થયાં,આજે પાંચસો વર્ષ પછી પણ આપણી સવાર એમના પ્રભુ પ્રીતિથી તરબોળ ભક્તિગીતોથી થાય છે.મધ્યકાલીન સમાજ કે જે સમયમાં નરસિહ મહેતાએ ભકતિકાવ્યોનું સર્જન કર્યું તેનો વિચાર કરીએ તો સમજાય છે કે તેઓ જમાનાથી કેટલા આગળ હતા, નરસિહ મહેતા. આજે જે ભજનનો આસ્વાદ કરીશું તે મારી નાની ગાતા ત્યારે નાનપણમાં સાંભળેલુ ,મારી નાની ગામડે રહેતાં ,મટુકીને સીકામાં લટકાવેલી જોઈ નવાઈ લાગતી ,પછી નાની ગયાં ,મટુકી ગઈ પણ ‘ભોળી રે ભરવાડણ ‘નું ભજન દિલમાં ગુંજતુ રહ્યું .

‘ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે,ગિરીવરધારીને ઊપાડી,મટુકીમાં ધાલી રે,શેર્રીએ શેરીએ સાદ પાડે,કોઈને લેવા મુરારી રે ,નાથ-અનાથનાને વેચે,ચૌટા વચ્ચે આહિર નારીરે ,

જુઓ,ગીતની પ્રથમ કડીમાં કેવું મોહક,રંગીલું ભોળી ભરવાડણનું ચિત્ર આપણી આંખો સામે જીવંત થાય છે હરિને મન રાજરાણી ગોપી કે ભરવાડણ સૌ સરખાં, કલ્પના કરો કે પ્રભુપ્રેમથી ઘેલી ભરવાડણ એક ગામડું જેનું નાંમ વ્રજ ,એના ધુળિયા મારગેથી ચાટલા જડેલો લાલ મોટા ધેરનો ઘાઘરો,

ચોળિયું અને માથું ઢાંકેલી પીળી લહેરાતી ઓઢણી પહેરેલી તે સાદ પાડતી જાય છે, તેને માથે મટુકીમાં દૂધ,દહીં કે માખણ હોય તે સહજ ગણાય કેમકે ભરવાડી કોમનો જાતિગત ધંધો પશુપાલનનો,મને અને તમને પણ હજી યાદ છે કે ભરવાડણો દૂધ વેચતી,તે જમાનામાં ડેરીઓ નહોતી,નરસિહની ભરવાડણ હરિને મટુકીમાં ઘાલી વેચવા ચાલી,આ હરિ કે જેણે ગોવર્ધન પર્વત માથે ધર્યો હતો એને મટુકીમાં કેમ ઉપાડાય?પણ નિર્દોષ,કપટરહીત,ભોળા જન પ્રભુને વહાલાં છે.જેના હ્રદયમાં હરિ વસેલાં છે.તેને માટે પ્રભુએ મેવા છોડી ભાજી ખાઘી,અર્જુનના સારથિ બન્યા ,ગોપી સંગ લીલા કરી ,દ્રૌપદીના ચીર પૂર્યા,નરસિહની હુંડી સ્વીકારી .પ્રેમમય ભક્તિથી હરિને પામવાનો માર્ગ નરસિહ ,મીરાનો છે,તેઓ સ્વયંભુ ભક્તકવિ છે,કહેવાય છે કે શ્રી વ્યાસ મુનીએ મહાભારતનું સર્જન કર્યું પણ તેમને અજંપો અને વિહવળતા રહી,ઊડો સંતોષ મળ્યો નહિ .નારદજીના કહેવાથી કૃષ્ણના બાળસ્વરૂપ અને ગોપીલીલાનું પ્રેમથી રસતરબોળ આલેખન ‘ભાગવત ‘માં કર્યું ત્યારે ત્રિકાળ જ્ઞાની વ્યાસ મુનિના હેયાને શાંતિ મળી.ભોળી ભરવાડણ બાલ કનેયાની મૂર્તિને મટુકીમાં ઘાલીને વેચે છે.ત્યારે પ્રભુ પ્રસન્ન રહે છે.આજના મંદિરોના ભંડોળમાં પડેલી સંપતિથી ભગવાન રાજી થતા હશે ?દુનિયા ભોળા લોકોને મૂર્ખ ગણે,પણ ભોળાનો ભગવાન,ભોળી ભરવાડણ મુરારીને વેચવા શેરીએ સાદ પાડે છે’.કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના ‘ જેવી વાત થઈ.જે જગતનો નાથ છે,તેને અનાથ એવી ભોળી આહિર નારી વેચવા સાદ પાડે છે.’કોઈને લેવા મુરારી રે’ ગીતમાં ચાલી ,ઘાલી ,નારી વાગી ,લાગી,સ્વામીના મીઠા લાગતા પ્રાસ સહજ છે.

આ ભજનમાં નરસિહ મહેતા ગોપી સ્વરૂપ થયા છે.નારી હેયાને પ્રભુ પ્રેમમાં લીન થતું દેખાડે છે, ગામડાની નારીની બોલીના લહેકા માણવા જેવા છે. .હરિને વેચનાર ભોળી નારી અને કોતુકથી મટુકીમાં શું છે તે પૂછનાર ભોળી વ્રજનારી ,એટલે હવે જુઓ કેવો જાદુ થયો !્રજનારી પૂછે શું છે મહીં,મધુરી મોરલી વાગી રે ,મટુકી ઉતાંરીને જોતાં ,મૂર્છા સૌને લાગી રે

મનોહર કૃષ્ણમુરારિ મટુકીમાં મોરલી વગાડી રહ્યા છે.સૌ ગોપીઓ મૂર્છિત થઈ ગઈ ,મીરાંના હદયમાં અહોદિન મુરલીનો નાદ ગુંજતો,પ્રભુના પ્રેમમાં લીન ઘેલાં ભક્તો મટુકીમાં શું નિહાળે છે?

બ્રહ્માદિક ઈન્દ્રાદિક સરખા ,કોતુક ઊભા પેખે રે,ચૌદ લોકમા ન માય તે ,મટુકીમાં બેઠેલ દેખે રે , ભોળી રે….

નરસિહ મહેતા ભોળા ભક્ત સાચા પણ અંતરજ્ઞાની ,આત્મતત્વના અનુભવી .ગીતાના અગિયારમાં અઘ્યાયમાં શ્રી કૃષ્ણે અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી ,તેથી તે ભગવાનના અતિ વિરાટ વિશ્વ રૂપનું દર્શન કરી શક્યો,ભોળી વ્રજનારીઓ હરિ પ્રેમની કૃપાથી મટુકીમાં ભગવાનના દર્શન પામી.માતા યશોદાને પણ કૃષ્ણે મો ખોલી વિશ્વરૂપ દર્શન કરાવ્યું હતું.

ભક્તજનોના ભાગ્યે વ્રજમાં ,પ્રગટ્યા અંતરજામી રે ,દાસલડાને લાડ લડાવે,નરસેયાનો સ્વામી રે,ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે ..નરસિહ મહેતા પ્રભુના દાસ પણ તે સમયની ઉગતી ગુજરાતી ભાષાના શિરમોર કવિ ,તેમણે લાડકોડથી ગુજરાતી ભાષાને તેમના (ભક્તિ રસથી તરબોળ સર્જનમાં પોષી છે.

Continue-next page

અમૂલ્ય સેવા કરી છે.મઘુર કંઠે ગવાતાં ભજનો ,ગીતો આપણા હ્રદયમાં વસી ગયાં છે.જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોચે કવિ ,જ્યાં કવિ આપણને લઈ જાય ત્યાં પરમ આનદ છે ,શ્રી કૃષ્ણ પૂર્ણ પરમાનન્દ જગતગુરુ ,જગત સર્જક ,કૃષ્ણપ્રેમને ગાતાં આપણા ગુજરાતી કવિ નરસિહ મહેતાના ‘ભોળી રે ભરવાડણ ‘ જેવાં અનેક કાવ્યોથી આનંદવિભોર થઈ જવાય છે.તેમણે કરેલી ગુજરાતીભાષાની સેવાથી નતમસ્તક થવું ઘટે.

જય ગરવી ગુજરાત ,જય ગુર્જર ગિરા .

 

તરુલતા મહેતા

 

 

 

 

 

જયવંતીબેનપટેલ

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે .. જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે . હે જળ કમળ છાંડી જાને બાળા .

જળ કમળ છાંડી જાને બાળા .

 

નરસિંહ મહેતા પંદરમી સદીના મહાન કવિ થઇ ગયા ભણેલા ન હતા અને વાણી પ્રદાન પણ ન હતા,શિવ ભક્તિ કરી આશિર્વાદ મેળવ્યા અને જ્ઞાનનો પ્રવાહ વહેવા માંડ્યો અને એટલેજ તત્વજ્ઞાન અને ભક્તિનો રમણીય સંગમ તેમના પદમાં અનુભવાય છે જે ત્રીજા નેત્રનું કામ કરે છે

જળ કમળ છાંડી જાને બાળા .આ પદમાં નાગદમન દ્વારા વૃતિઓને દમન કરવાનો ગુઢ અર્થ દેખાય છે શેષ નાગ જેવી વૃતિ દરેક મનુષ્યમાં વસે છે.શેષ નાગ વૃતિઓનું પ્રતિક છે કૃષ્ણ શેષ નાગને નાથે છે.ગોકુળમાં નાગનું વિષ સમગ્ર પાણીને દુષિત કરે છે તેમ કામ ક્રોધ મોહ માયા આ બધી વૃતી ભેગીથાય અને જીવનને દુષિત કરે તે પહેલા દમન કરવું જરૂરી છે જેથી જીવન ઝેરીલું ન બને વિકારોનો નાશ થાય તો જ આત્મને પામી શકાય છે ,વાતચીતની સરળ ભાષામાં નાગદમન આધ્યાત્મિકતા પીરસી જાય છે કૃષ્ણને બાળ સ્વરૂપે રજુ કરી અંતમાં તેની વિરાટતા દેખાડી છે,વાર્તાનું ચિત્રાંક એટલું સરસ છે કે ગાતા કે સંભાળતા એક પછી એક પત્રો જાણે આંખ સામે તરવરે છે અને અંતે શેષનાગની ફેણ પર ઉભેલા બાળ સ્વરૂપ કૃષ્ણ ના દર્શન ગાતા ગાતા થયા વગર રહેતા નથી,

નાગણ એ સામાન્ય માણસનું માનસ છે ભય ,મોહ મયા લોભ એમના દ્વારા દેખાડી સામાન્ય માનવીની વૃતિઓ દેખાડી છે

લાખ સવાનો મારો હાર આપું,

આપું રે તુજને દોરીઓ,

એટલું મારા નાગથી છાનું,આપું,

તુજને ચોરીઓ એ શું દેખાડે છે ,માનવીની લોભી વૃતિનું પ્રતિક છે લાંચ રૂસ્વત જેવા માનસ ની વાત છે,એક વાર્તાને પ્રભાતિયા સ્વરૂપે રજુ કરી અંતર મનને જગાડવાની વાત સુંદર રીતે આલેખી છે, આખા પ્રભાતીયામાં આજીજી ,વેદના ,પ્રેમ ભય જેવા અનેક રસ પીરસ્યા છે નરસિંહ પ્રભાતિયા ગાતા પોતાને એટલી ઉંચાઈએ લઇ જાય છે, કે આપણું મન પણ નાગણની જેમ નતમસ્તક કરી ઝુકી પડે છે,.

..બેઉ કર જોડી વીનવે, સ્વામી !

મૂકો અમારા કંથને,

અમે અપરાધી કાંઈ ન સમજ્યાં,

ન ઓળખ્યાં ભગવંતને ..હે જળ કમળ છાંડી જાને બાળા।…

અને હુદય પુલકિત થઇ આત્મની મહાનતાને વધાવે છે થાળ ભરી શગ મોતીડે,શ્રીકૃષ્ણને રે વધાવિયો,નરસૈંયાના નાથ પાસેથી,નાગણે નાગ છોડાવિયો ..ભારતમાં અને ખાસ ગુજરાત માંથી નરસિંહ મહેતાનું આ સાહિત્યમાં યોગદાન ઘણું જ મુલ્યવાન છે,નરસિંહ, સમગ્ર પાણી ને સુધારતા સમાજસુધારક વિચારો પ્રદર્શિત થાય છે જે પથ દર્શક છે ગુજરાત અને વિશ્વના ગુજરાતીઓને ભક્તિ રસમાં ભીંજવી કૃતકૃત્ય કરનાર ભક્ત નરસિંહને સત સત નમન ,એમની સાદી સાત્વિકતા ભરેલી રચના આજે પણ 650વર્ષ પછી સ્પર્શી જાય છે.

જયવંતીબેનપટેલ

 

 

 

વિશ્વદીપ બારડ

વૈષ્ણવ જન તો વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે … વૈષ્ણવજન સમ દ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે,

ચાર ધોરણ સુધી અભ્યાસ કરનાર વ્યક્તિ પાસે સકળ બ્રહ્માંડથી માંડી માનવતાનું આટલું ઊંડું તત્વ જ્ઞાન ક્યાંથી આવ્યુ? નથી લાગતું કે બહુંજ અલ્પ માનવીને આવી અદભૂત શક્તિ ઊપલબ્ધ થાય છે. તેને માટે કોઈ નિશાળમાં શિખવા જવાની જરૂર રહેતી નથી..સામાન્ય કુંટુંબમાં જન્મ થયેલ એવા નરસિહ મહેતાએ જે જે પદ, કાવ્યો એના હ્ર્દયમાંથી ઉદભવ્યા છે કે વિશ્વનો કોઈ પણ મોટો ફિલોસૉફર પણ આવી કલ્પ્ના એ વખતના સમય કાળમાં કરી ના શકે.જીવ ધર્મ, માનવતા, આરાધના અને આત્માની આવી ઊંડી ફિલોસૉફી એક ગુજરાતના નાનકડા શહેરમાં જન્મેલા બાળમાં આવી અને કાવ્યરૂપે પ્રકટી એ આપણાં ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન રૂપે ગણી શકાય..જે સમય કાળ અને રૂઠીચુસ્ત સમાજમાં જન્મેલા નરસિહ મહેતા આવું માનવતાને શીખ આપતું કાવ્ય..વૈષ્ણવન જનતો તેને રે કહીએ..જે પીડ પરાઈ જાણે રે..જેણે સર્વે માનવને એકજ સમાજી ‘તે સમયમાં પોતાના રૂઢીચુસ્ત સમાજનો ઈન્કાર કરી”હરીજનવાસ”માં ભજન ગાઈ ભાઈ-ચારાની લાગણી વ્યકત કરી, સૌને પોતાના માની , કોઈ ભીદભાવ વગર એમની સાથે મળી ભજન ગાયા. તે સમયકાળમાં અસંભવિત હતું તે વિરોધાભાસ વચ્ચે અચળ રહી, વિરાધ સાથે પોતાનો સંદેશ સ્પષ્ટ રીતે સમાજમાં વ્યક્ત કરે છે..

જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે …

મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે,

સાચો હરિભક્ત કોણ?..બીજાના દુંખના આંસુ પીએ છતાં કોઈ પણ જાતનું અભિમાન વ્યક્ત ન કરે એજ સાચો માનવ? એજ સાચો હરીભકત જે વિશ્વમાં સૌને કોઈ પણ ભેદભાવ વગર , કોઈની પણ કશી નિંદા કે ટીપ્પણ ના કરે.આવી સુંદર ભાવના તો વિશાળ મન ધરાવતા માનવીમાંજ ઉદભવે,જે કવિ આવી તૃષ્ણા વગરની વિરલ વ્યક્તિની મા ને ધન્ય ગણે છે. ગાંધીજી જેવી વિશ્વ-વિખ્યાત વિભુતીએ આ કાવ્યને પોતાનું માન્યું ,રોજની પ્રાર્થનામાં સ્થાન આપ્યું, કારણ એજ કે પોતે સત્યના પુજારી હતા , માનવ ધર્મી હતાં જે કાવ્યમાં માનવતા શબ્દે શબ્દમાં અમૃત સમાન બિંદુંબની સરતા રહે છે. આજ પણ આ કાવ્યના સુર જાહેરસભામાં સાંસ્કૃતિક કાર્યકમમાં રેડિયો સ્ટેશન પર આજ પણ ગુંજતા રહે છે.અને ભવિષ્યમાં પણ ગુજરતા રહેશે તેની મને ખાત્રી છે. આવા માનવાતાલક્ષી કાવ્યો હંમેશા અમર રહે છે.જીવનમાં સાચા માનવ બનો, એ ઘણુંજ અઘરૂ કાર્ય છે એજ આકાવ્યમાં સંદેશ આપતા રહે છે જે વ્યાક્તિ મોહ-માયાની માયાઝાળ વચ્ચે રહીને પણ દ્ર્ષ્ઢ રહી શકે તેવી વિરલ વ્યક્તિને તીરથ કરવાની શી જરૂરત છે? આવો સુંદર સંદેશ આપતા કાવ્યને મારા કોટી કોટી વંદન..ઈશ્વર તો એનેજે પ્રાપ્ત થાય જે કામ-ક્રોધ અને કપટ ઉપર કાબું રાખી શકે. આજના અધુનિક યુગમાં જે વેર-ઝેર અને માનવી માનવી વચ્ચે ફૂકાતા ઝેરીદાવનળને શાંત કરવા આ નરસિંહ મહેતાનું કાવ્ય એક અદભૂત ચમતકારી સંદેશ લઈને આવ્યું છે જેનો અનુવાદ વિશ્વની જુદી જુદી ભાષાઓમાં થાય તો જરૂર આ કાવ્ય વિષ્વશાંતી માટે સંદેશારૂપ બની જશે. -વિશ્વદીપ બારડ-houston, tx. 77095-phone:281-463-2354

****************************************************

 

“દરેક લેખકને ધન્યવાદ”

નરસિંહ મહેતા પર આસ્વાદ લખીને મોકલનાર દરેક લેખકોનેને બે એરિયા ગુજરાતી સમાજ નવાજે છે ,સર્જન અને સાહિત્યનુ આટલું સુંદર કામ બદલ ધન્યવાદ,આપ સહુએ ભેગા મળી નરસિંહને જીવિત કર્યો છે.

 

દર્શના વારિયા નડકરણી 

                         રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ

નરસિંહ ક્રષ્ણ ભક્તા ગોપીઓ સાથે પણ તેઓ નાચ અને ગીતો દ્વારા ક્રષ્ણ ભક્તિ માં ભાગ લેતા.તેમની રચનાઓ માં સ્ત્રીની લાગણીઓનું વર્ણન તેમણે ખુબ નાજુકતા અને erotic રીતે કર્યું છે. તે જમાના પ્રમાણે તેમની રચનાઓ સાહસિક અથવા bold કહી શકાય.

આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ

આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો

આ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ

આ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો

આ રસમાં નરસિંહ મેહતાએ ગોપીઓની દ્વિધાની ની વાત કેટલી સુંદર રીતે કહી છે. ગોપીઓ ને સંસાર માં રહી ને રોજીંદા કાર્ય ની જવાબદારી તો સંભાળવાની જ. છતા પણ તે ભગવાન ના પ્રેમરસ માં એવી તન્મય થઇ જાય છે કે બીજું બધું ભગવાન ના ચરણો માં સમર્પણ કરીને તે વાંસળી ના સાદે ભક્તિ રસ માં તરબોળ થઇ જાય છે. નરસિંહ મહેતા એ ગોપીઓ ના ભગવાન પ્રત્યે ના પ્રેમ ની વાત એવી રીતે અભિવ્યક્ત કરી છે કે જાણે પોતે જ ગોપી હોય. તેમણે ગોપીઓ ના પાત્રને ઓઢી, ગોપીમય બની, અને ગોપીઓની લાગણી ને અહી આલેખી છે. એક પુરુષ આટલા વર્ષો પહેલા સ્ત્રીની કુણી લાગણી જે તેને એક તરફ જવાબદારી નું ભાન કરાવે છે અને બીજી તરફ ભગવાન તરફ ખેંચે છે તેને આવી સુંદર રીતે વર્ણવી શકે તે કવિ વિષે વધારે તો શું કહેવું?..

પુરુષ પ્રેમ કરે ત્યારે ઘણી વખત તે તેની સાહસિકતા વ્યક્ત કરે છે, તેની બહાદુરી ઉપર કાવ્ય રચાય છે, તે ચર્ચા નો વિષય બને છે. પણ ઘણી વખત સ્ત્રી પ્રેમ કરે છે ત્યારે તેને તેની જવાબદારી ને અવગણવા બદલ સમાજ માં કટુવચનો સંભાળવા પડે છે,પછી તેના પ્રેમ નું લક્ષ્ય હોય બાળક પ્રત્યે નો પ્યાર, પતિપ્રેમ કે ઈશ્વર પ્રત્યે નો રસતરબોળ કરી દેતો અલૌકિક પ્રેમ. એટલે એક તરફ મોહ ખેંચે તો બીજી તરફ લાજ રોકે, એમ સ્ત્રીની લાગણી બંને તરફ ખેચાય છે.આ વાત નરસિંહ સાડા વર્ષ પહેલા કહી ગયા જે હજુ પણ લાગુ પડતી દેખાય છે સ્ત્રી સહજ લાગણી રાસ રમતા રજુ કરી છે. નીચેનું ગીત તમે લતાજી ના અવાજ માં સાંભળ્યું જ હશે તેની પંક્તિ જુઓ. અને નરસિંહ મહેતા ના કાવ્ય સાથે સરખામણી માં વાંચો.

                                     મોરા ગોરા અંગ લઇ લે, મોહે શામ રંગ દઈ દે

છુપ જાઉંગી રાત હી મેં, મોહે પી કા સંગ દે દે

યેક લાજ રોકે પૈયા, યેક મોહ ખીંચે બૈયાં

જાઉં કિધર ના જાનું, હમકા કોઈ બતાઈ દે

મજાની વાત એ છે કે કામને જ બહાને, પાણી ભરવાને બહાને ગોપીઓ કાના ને મળવા જાય છે. કાનુડા ની વાંસળી સાંભળે છે ત્યારે બેડું પાળે મૂકી, ઈંઢોણી ડાળે લટકતી રાખી, તે વાંસળી ના સાદે સાદે ખેંચાય ને જાય છે. પ્રેમરસ માં રસતરબોળ તે ન્યાલ થઇ જાય છે. પણ પછી તુરંત જ તેને તેની જવાબદારી નો ખ્યાલ આવે છે, કે જો તેની જવાબદારી ને અવગણશે તો સાસુ, નણંદ ના મેણા સંભાળવા પડશે.નરસંયા ના સ્વામી, કૃષ્ણ કનૈયા ની વાંસળી નો સાદ દિલ માં લઇ ને ઝાંઝર સાથે રણકતા તેના પગલા હળવે હળવે કામ તરફ વળે છે નરસિંહ અહી સ્વય ગોપી છે। …નરસિંહ નો પ્રેમ શુદ્ધ અને અલૌકિક છે એમાં રસતરબોળ થઈને પોતાની સાથે આપણને પણ ભીંજવે છે………આ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ,…..જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો….આ અહિયાં તો દીઠાં મેં તો કામણગારા કાનને રે લોલ

આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો..આ નરસૈંયાના સ્વામી અમને બાયું ભલે મળ્યાં રે લોલ

રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ …..પ્રિય ગીતો સાંભળતી વખતની એ ક્ષણો આજે પણ યાદ આવે ત્યારે એ ક્ષણો એ અનુભવેલી અનેરી અવર્ણનીય સુખની અનુભૂતિ ફરી મુખ પર સ્મિત રેલાવી જાય છે

-Darshana V. Nadkarni, Ph.D.

વિજયભાઈ શાહ



વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને

લટકે ગોકુળ ગૌ ચારીને,લટકે વાયો વંસ રે, લટકે જઈ દાવાનળ પીધો,લટકે માર્યો કંસ રે … વારી જાઉં.

લટકે જઈ ગોવર્ધન ધરિયો,લટકે પલવટ વાળી રે, લટકે જઈ જમુનામાં પેસી,લટકે નાથ્યો કાળી રે … વારી જાઉં.

ભક્તિગાનમાં અજોડ જેવું નરસૈયાનું નામ તેવું જ આ રૂપકડું પ્રભુનાં પરાક્રમોનું ગાન. કદાચ આ ગીત ગાઇને પ્રભુની દરેક વીર ગાથાઓને કટકે કટકે કે લટ્કે લટ્કે કહેવાનો નરસિંહ મહેતાનોપ્રયત્ન છે. ગોકૂળમાં ગાયો ચારીને પોતાને ગોવાળીયો કહેવડાવી રાજવંશમાંથી નંદનો લાલ કહેવડાવ્યો. કંસ ક્રુર અને ઘાતકી તથા બળવાન રાજા હતો.. તેના ત્રાસ થી ત્રાહીમામ પ્રજાને મુક્ત કરાવી ત્યારે તો તે હજી લબ્બર મુછીયા હતા કાન્જી પન તાકાત નાં મદમાં મગરુર કંસને મારી તેના માબાપ્ને ત્રાસમાં થી છોડાવ્યા.ટચલી આંગળીયે ગોવર્ધન ધારીને મેઘરાજાને હંફાવ્યા અને ઇંર્દનું ઘમંડ ઉતાર્યુ. જમુના નદીમાં કાળીયા નાગને નાથી જળ મુક્ત કરાવ્યું,વલી વામન સ્વરૂપ ધરી બલિને પાતાળ ભેગો કર્યો તે સર્વ નારાયણનાં પરાક્રમો ગાઇ ને પિતૃ આજ્ઞા ધારી રામ સ્વરુપે રાવણ મારીને સીતા વાળી જેવી આખા રામાયણ ણિ વાત બે લીટી માગાઇ શકે તે નરસિંહ જેવો સિધ્ધ ભક્ત કવિજ હોઇ શકે.

છેલ્લી બે પંક્તિમાં કૃષ્ણમય નરસિંહ એટલું કહે છે કે આખુ જગત તેના ઘણેરા લટકાથી ભરેલું છે, તેજ સર્વે સર્વા છે અને જો નરસિંહનાં સ્વામીનો લટ્કો મળે તો હીંડે મોડા મોડ રે..કહી મોક્ષ પ્રાપ્તિનું ગાન ગાય છે.ભક્તિ માર્ગ જ સામાન્ય માણસ ને મુક્તિ અપાવે છે તેથીજો મુક્તિ સિવાય કોઇ અન્ય સંપતિ કે ધન્ની આશા રાખવી નકામી છે કારણ કે તે તો અહીં જ રહી જવાની છે લટ્કો મેળવવા સ્વામી ની સાથે ચાલવું રહ્યું તે આ ભ્ક્તિ ગાન નો સાર છે. તેઓ જે બોલતા હતા કે ગાતા હતા તે બધામાં તેઓનું વર્તન દેખાતું હતું નાગરીયા નાતની દુશ્મની વહોરી હરિજન વાસમાં ભજન ગાવા ગયા ત્યારે જે નાગરી નાતે તેને નાત બહાર કર્યા હતા તે સૌ આજે તો તેમની ભક્તિ અને જ્ઞાનભર્યા સર્જનો ને વહાલ્થી માણે છે અને જીવે છે.અને આજે પણ ગાય છે.

વિજયભાઈ શાહ


.

 



 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

હેમંત ઉપાધ્યાય

આંગણિયે નાચે રે મોર, હરિ તારા આંગણિયે નાચે રે મોર…

ઉઠો મેરે લાલન ઉગિયા છે ભોર

ટળી ગયી રૈન ને ચઢિયા છે ભોર.

દાદુર, મોર બપૈયા રે બોલે

કોયલ કરે કલશોર, શોર, શોર.

વૃંદા તે વનની કુંજ ગલન મેં

વળી મુખ મોરલી ઘનઘોર,

ભક્ત કવિ નરસિંહ મેહતાની આ સાવ સાદી, સરળ અને સહજ રચનામાં હરિ એટલે કે શ્રીક્રુષ્ણને નિંદ્રામાંથી જાગવાની પ્રાર્થના છે.સૂર્યોદય પછી,પક્ષીઓમાં સૂર્યોદય ને વધાવાની અને સૂર્યના પ્રથમ કિરણોને આનંદ,ઉત્સાહ અને નવા જોમથી સત્કારવાની પ્રક્રિયાનું સહજદર્શન કરાવાયું છે.મોર એ એક મોટું પક્ષી છે. વજનમાં ભારે છે. તે બધા પક્ષીમાં દેખાવડું છે. . મોઢાથી પીંછા સુધી તે ત્રણ હાથ લાંબો હોય છે.કવિનો શબ્દભાવ આપણામાં રહેલી આંતર ઉર્જાને જાગૃત કરવાનો પ્રયાસ છે. મોર એટલે આનંદનું, ઉલ્લાસનું, થનગનાટ કરતા ઉત્સાહનું પ્રટીક — તે જયારે પંખ ફેલાવી નૃત્ય કરે છે ત્યારે મોરને તો નિજાનંદની પ્રાપ્તિ થતી જ હશે પણ જોનારના હૃદયમાં પણ આનંદનો ઉધ્ધી ઉછળે છે. મોરના પીંછાને મોરપીંછ કહેવાય છે. તે જયારે પંખ ફેલાવે છે ત્યારે અનેક મોરપિચ્છ એવી સુંદર,આકર્ષક અને મોહક અદામાં ગોધવય છે. જેને મયુરપંખ કહેવાય છે.શ્રીકૃષ્ણના મુગટનો મની એટલે મોરપિંછ, યદુવંશીઓની પહેચાનનું પ્રતિક એટલે મોરપિંછ..આ મોરપિંછ એટલે શ્રીકૃષ્ણના મલકતાં મુખારવિન્દનો અહેસાસ…જીવનમાં જેઓ હમેશા પુલકિત રહે છે એના આંગણિયે એટલે મુખ પર, મયુર નૃત્યનો આનંદ હોય છે અને … મલકતાં મુખવાળી વ્યક્તિ કપટ નથી કરી શક્તી,મલકતાં મુખવાળી વ્યક્તિ નિંદા નથી કરી શક્તી.”બધા જ દુર્ગુણો છોડવાનો સરળ ઉપાય એટલે આનંદ અને સતત મલકતું હાસ્ય .. મોરના પખમાંથી ખરેલું મોરપિંછ શ્રીકૃષ્ણ મુગુટમાં ધારણ કરે છે અર્થાત આપણામાંથી અહમ ખરી જાય તો ભગવાન આપણને તેમના મસ્તકે સ્થાન આપે ….ઉઠો મેરે લાલન ઉગિયા છે ભોર…હે અમારું લાલન પાલન કરનારા શ્રીકૃષ્ણ જાગો..અર્થાત મનુષ્ય દુર્ગુણો, દુર્વ્યસનો અને દુર્વિચાર છોડવાનો જ્યારથી સંકલ્પ કરે ત્યારથી તેના જીવનમાં સવાર થાય છે. સત્કર્મો, સેવાકાર્યો માટે જાગો. દાદુર મોર, બપૈયા બોલે, કોયલ કરે કલશોર..જ્યારથી તમે જાગસો ત્યારથી તમને સહાય કરનારા મળી રહેશે. કોયલ એટલે મધુર વાણી….જયારે વાણીમાં મધુરતા હોય, શાતા હોય, શક્તિ હોય, દ્રઢતા હોય ત્યારે જાગવાની મજા કૈક વિશિષ્ઠ હોય છે. એનાથી આપણી જાગૃતતા સુવાસિત થાય છે.

વૃંદા તે વનની કુંજ ગલનમેં, વળી મુખ મોરલી ઘનઘોર વૃંદાવન એટલે હરિ શ્રીકૃષ્ણનું પ્રિય સ્થાન જ્યાંની ગલી ગલીમાં તેઓ વ્યાપ્ત છે. શ્રીકૃષ્ણનું પ્રિય વાજિંત્ર મોરલી છે. મોરલીના શાદમાં અને નાદમાં ગાયો અને ગોપીઓ ઘેલી થાય છે. મોરલી કહો, બંસરી કહો કે વાંસળી કહો.. એમાં વાત્સ્યાયને નિજ ભોગસુત્ર ભર્યા હતા. એમાં પતંજલીએ પધારી યોગસુત્ર પૂર્યા હતા ત્યાં વ્યાસના વેદાંતસુત્રો બીજરૂપે વિરમ્યા..ત્યાં વૈખરી સાથે, પરા, પશ્યંતી અને મધ્યમાં વાણી વાસ કરે છે. એ બંસીમાં પ્રતિક રૂપે વિષ્ણુ લક્ષ્મી રહે છે. એ બંસીમાં પ્રણય સ્વરૂપે સચ્ચિદાનંદ રહે છે. આ બંસરી શાંતિ પ્રદાન કરે છે.

જયારે મનુષ્ય નિષ્કામ ભાવે, નિસ્વાર્થ અને માન-પાનની અપેક્ષા રહિત સેવાકાર્ય કરે છે ત્યારે તેના સત્કાર્યો કે સેવાકાર્યો આપોઆપ બોલે છે. તેના દ્વારા શાંતિ અનુભાવાનારાઓ, તેના કાર્યની સુવાસ ફેલાવે છે અને તે અનેક વ્યક્તિઓની જરૂરિયાત બની જાય છે. તેમના હૃદયમાં અને મનમાં તે સ્થાન પામે છે, આદર પામે છે અને સદાકાળ સ્નેહ પામે છે.ભક્ત કવિ નરસૈયો, આપણા હૃદયમાં બિરાજતા હરિ, શ્રીકૃષ્ણ સ્વરૂપ, આત્માને જગાડવાનો પ્રયાસ કરે છે અને આપણને એક સાચા માનવ તરીકે જાગૃત થઈને, માનવતાની સુવાસ ફેલાવવા પ્રેરિત કરે છે. સદા હસમુખ રહીને જીવનની વિટમબ્નાઓનો સામનો કરવાની પ્રેરણા આપે છે અને દુર્ગુણો છોડવાનો સરળ ઉપાય બતાવે છે.સાદા શબ્દોમાં જીવનની સુવાસને, શ્રીહરિના ચરણોમાં સમર્પિત કરવાની પ્રેરણા આપે છે,એવા શ્રી નરસૈયાને મારા પ્રણામ…..

હેમંત ઉપાધ્યાય ઔમ માં ઔમ

 


ડો.ઇન્દુબેન શાહ


 


જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;

આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે. … જશોદા. શીકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બ્હાર રે, માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા. ખાંખાંખોળાં કરતાં હીંડે, બીએ નહીં લગાર રે, મહીં મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા. વારે વારે કહું છું તમને હવે ન રાખું ભાર રે,


નરસિંહ મહેતાના આ ખૂબ જાણીતા પદમાં ગોપી અને યશોદાના કલહસ્વરૂપે અનન્ય ક્હાન-પ્રેમ ઉજાગર થયો છે.જશોદા તારા કાનુડાને’ કાવ્યને નરસિંહ મહેતાએ બે ભાગમાં વર્ણવેલ છે. એક ભાગમાં ગોપીઓ જશોદા પાસે કાનાની ફરિયાદ કરે છે, અને બીજા ભાગમાં જશોદા તેનાં કાનાનો પક્ષ લે છે અને ગોપીઓની ફરિયાદ કાને લેતી નથી. કાવ્યમાં નરસિંહ મહેતાએ કાનો ઘરની બહાર ગયો નથી તેવું વર્ણવીને બાળ કાનાની વિરાટતા રજુ કરી છે. બીજી બાજુ અહીં ગોપીઓ પણ ફરિયાદ કરવાનાં બહાને કાનુડાનાં દર્શન કરવા ઇચ્છે છે તેવો ભાવ વ્યક્ત થયો છે

નટખટ કાનુડો એના તોફાન માટે જાણીતો છે. એ શીંકાં તોડે છે, માખણ ખાય ન ખાય અને વેરી નાંખે છે, દહીં વલોવવાની મટકી પણ ફોડી નાંખે છે અને છતાં છાતી કાઢીને કોઈથીય બીતો ન હોય એમ ફરે છે. ગોપીઓ હવે આ નગરમાં રહેવું અને રોજેરોજ અને કેટલું સહેવું એવો પ્રશ્ન કરે છે(આમા ગોપીઓની બીકનો અણસાર છૅ, ક્દાચ તેમના પતિ તેમને વ્રજ બહાર કાઢી તો નહી મુકે?!) ત્યારે માતા યશોદા મારો કાનુડો તો ઘરમાં જ હતો એમ કહીને વળી એનું જ ઉપરાણું લે છે. વાતચીતના કાકુ અને અદભુત લયસૂત્રે બંધાયેલું આ ગીત વાંચવા કરતાં ગણગણવાની જ વધુ મજા આવે છે.

દહીં દૂધનાં તો માટ ભર્યાં, પણ ચાખે ન લગાર રે …

જશોદા.શોર કરંતી ભલે સહુ આવી, ટોળી વળી દસ-બાર રે,

નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે …. જશોદા

આ આખા કાવ્યનો ગુઢાર્થ, નરસૈયાના સ્વામી કૃષ્ણના માખણ ગોરસ ઢોળવાના કામ પાછળનો હેતુ મથુરાના રાક્ષસો (દૂધ, દહીં માખણથી વંચિત રહે.)ગોપીઓની ફરિયાદ, તેમની પ્રિયતમ ભક્તિ દર્શાવે છે. હંમેશા પ્રિયતમ પ્રત્યે જ વિષેશ ફરિયાદ હોય છે.પોતાના પ્રિયતમને જોવા માટે ફરિયાદના બહાના હેઠળ રોજ ગોપીઓ જશોદાને ઘેર જાય છે. નરસિંહ નું મુખ્‍ય લક્ષણ તેમની શ્રધ્‍ધા છે. શ્રધ્‍ધાથીજ તેઓ આટલું મોટું પદ મેળવી શકેલા. શ્રધ્‍ધાને એક વિદ્વાને અંત:કરણની આંખ કહી છે. જે વાત બુધ્‍ધિ ન સમજી શકે તે વાત હ્રદય તરત સમજે છે.ગોપીના રૂપે પ્રભુને પ્રેમ કરે છે અને જગાડવાનો ફરિયાદ કરવાનો અધિકાર પણ મેળવે છે, તેનું કારણ હ્રદયમાં રહેલ શ્રધ્‍ધા છે. એ શ્રધ્‍ધા જેનામાં હોય તેઓ સર્વ નરસિંહ ને વધારે સારી રીતે સમજી શકશે…છેલ્લી કડીમાં નરસિ ભગતની કૃષ્ણ ભક્તિની ઝાંખી થાય છે.જશોદા માતા પોતાના લાડલાનો બચાવ કેમ કરે છે,

ડો.ઇન્દુબેન શાહ                                                                          

******************************************************************************************************

 



 


 

નાગર નંદજીના લાલ ! રાસ રમંતાં મારી નથડી ખોવાણી.,જડી હોય તો આલ રાસ રમંતાં મારી નથડી ખોવાણી. આદિ કવિ નરસિંહ ના કણેકણમાં શ્રીકૃષ્ણ બિરાજે છે,આમ જોવા જઈએ તો નરસિંહની ભાભી ના કડવા મહેણા એ જગત ને અવિનાશી સાહિત્ય આપ્યું.નરસિંહ એ કૃષ્ણ રાધા ની અલૌકિક પ્રેમકથા ને વર્ણવતા ઘણા પદ રચ્યા પરંતુ નરસિંહ મહેતા નો આ બહુ જ જાણીતો ગુજરાતી ગરબો નાગર નંદાજીના લાલદરેક સ્ત્રી મુખે 650 વર્ષ પછી પણ રમે છે.નરસિંહ જયારે પ્રભુને પ્રેમ કરતા ત્યારે પોતે સ્વંય રાધા બનતા. અહી નરસિંહ રાધા ફરિયાદ સ્વરૂપે કાના ને વિનંતી કરે છે કે તારી સાથે રાસ રમતા મારી સુધબુધ ના રહી ને ક્યારે મારી નથડી ખોવાઈ મને ખબરે ના પડી. નથડી ખોવાયા નો આરોપ કાના પર મુકતા જરાયે અચકાતા નથી ને કહે છે,કાના ! જડી હોય તો આલ રાસ રમંતાં મારી નથડી ખોવાણી પોતાની નથ કેવી સુંદર અને કિમતી છે એનુ વર્ણન કરતા રાધા કાના ને કહે છે, ” કાના તને ખબર છે, મારી એ નાજુક નાનકડી નથણી તો હીરે જડેલ છે માટે તને તો મળવી જ જોઈએ.” રાધા કોઈપણ રીતે કાનાને રીઝવી પોતાની નથ પાછી મેળવવા માંગે છે એટલે જાતજાતના લાડ કરી કાના પાસે પોતાની વાત મનાવવા માંગે છે.કૃષ્ણ પોતાની બેન સુભદ્રા ને ખુબ પ્રેમ કરે છે એ રાધા ભલી ભાંતિ જાણે છે એટલે કાના ને સુભદ્રાના વીરા કહી બોલાવે છે. ક્યાંક “સુભદ્રા નાવીરા” સાંભળી કાના નુ મન પીગળે ને રાધાને પોતાની નથણી પાછી મળે.આ હીરે જડેલ નથણી પોતાના મુખે કેવી સોહાતી હતી એની વાત કરતાં રાધા કહે છે, “કાના જો મારી નથણી નહિ મળે અને બીજી નાની નથણી પહેરીશ તો મને જરાય શોભશે નહિ અને જો મોટી પહેરવા જઈશ તો મારા મુખ પર ઝુલતી રહેશે.” રાધા કોઈપણ રીતે કાના ને રીઝવવા માંગે છે.કૃષ્ણ ને પણ રાધા ને સતાવવામા મજા આવે છે. મનમોહક હાસ્ય કાના ના મુખ પર જોઈ રાધા છંછેડાય છે અને આખરે કાના પર ખુલ્લો આક્ષેપ કરે છે. “કાના ભલે તુ કબુલ કરે કે નહિ પણ આ વૃંદાવન ના મોરલા મને એમની ગહેક મા કહી રહ્યાં છે કે તુ જ મારી નથણી નો ચોર છે, માટે મને વધુ તડપાવ્યા સિવાય મારી નથણી મને આપી દે.”રાધા ની આ કૃષ્ણ ને ચીડવવાની અને એમ કરતાં કાના પ્રત્યે નો એનો પ્રેમ દર્શાવવાની મધુરી રીત કવિ નરસિંહ મહેતા એ બહુ સુંદર રીતે આ પદ મા રજુ કરી છે.રજુઆત કેટલી સુંદર છે કે રાસ રમતા. ઇશ્વર સાથે રાસ રમતા હોઇએ તેવી અનુભૂતિ થાય છે.નરસિંહ:આધ્યાત્મિક પદો આપણે સમજ્યાં નથી.નરસિંહ કહે છે જો નિર્ગુણ નિરાકારની વાત સિધેસિધી કરીશ તો અબુધ લોકો કઇં નહિં સમજે, અને જો રાધા-કૃષ્ણના પ્રેમનું પ્રતિક લઇને કરીશ લોકો જરૂર માણશે….અહી અહમ્ નું પ્રતિક નાક છે અને નાક્નો શણગાર નથણી છે.તારી સાથે રાસ રમતા મારી સુધબુધ ના રહી ને ક્યારે મારી નથડી ખોવાઈ એ મને ખબરે ના પડી. આમ રાસ રમતાં નથણી ખોવાય તે અહમ્ ઓગળી ગયાનું સ્વાભાવિક અને સુંદર રૂપક છે.. જયારે તત્વ સાથે એક રૂપતા આપણે અનુભવતા હોઇએ છીએ ત્યારે નથડી(અહમ ) ખોવાઈ જાય છે તેનું ભાન નથી રહેતું આવો અનુભવ આ ગરબામાં જોવામળે છે,બીજું નરસિંહ મહેતાએ પોતા ના ગિરધાર ગોપાલ ને “નાગર” કહી ને સંબોધ્યા છે.”નાગર નંદજી ના લાલ”નાગર એટલે સુચિતા,સુઘડતા,સભ્યતા,સંસ્કારિતા,અને સંપનતા ની મૂર્તિ…આ ભક્તકવિની કલમમાં એવું બળ અને મોહિની છે કે આજે ય તેનાં લખેલાં ભજનો કે રાસ કે ગરબા સ્હેજ પણ જૂનાં નથી લાગતાં-     (શૈલા મુન્શા )

************************



This book is available on amazon.

 

 

pa`omalataa maJmauMdar

 

 

 

“ narsaO Myaanaao svaamaI saacaao JuZI va`j naI naar ro” Aoma CDo caaok gaanaar mahotaanaI koTlaI ih Mmata ,EaQQaa Anao Bakita.AomanauM saacauM samapa-Na taao Aovau ko Aomanaa kuTu Mbanaa baQaaJ pa`saMgaao kRYNa vaaNaaotar #pao AavaI paar paaDo.taomanaa pau~anau M lagna,kuMvarbaa[nau M maamao#M vaovaa[nao tyaaM nahavaanauM garma paaNaI paNa kRYNa pahaoMcaaDI do.’zulaNaa CMdmaaM gaanaar kiva ivaYao manaaoJ KaMDoiryaa paUCoCo, “paaotaanaa kavyamaaM parao@o taLaavamaaM snaana krtaao Ao narisaMh >yaaM gayaao kao[ khotau naqaI.”

baulaMd AvaaJo vyaaKyaana Aapataa vaDaodranaa maaNaBaT kiva pa`omaanaMd pa`Janao kavya Anao Ba>taInaa rsamaaM tarbaaoLa krI do Co.naMdrbaarmaaM paNa Aomanaa vyaaKaanaao AavaaJ pa`karnaa qataa M

kRYNa AomanaI rasalaIlaa Jaovaa paNa narisaMh nao la[ Jaya Co. gaaopagaaopaI Myaaonaa rasamaa MtallaIna qayaolaa narisaMh mahotaanao kao{ haqamaaM maSaala pakDavaI do Co. narisaMh taao rasa Jaovaamaa tallaIna. maSaalataao saLagataa paUrI qa[.hvao mahotaanaao haqa saLgyaao na kM[ saana,nakM[ Baana r(u.maSaala naI dIvaoT baLaInao Kalaasa

qa[ ga[ Anao narisaMh dIvaoiTyaa khovaayaao. Aajo paNa maaoTo Baagao Amadavaadnaa koTlaak naagar kuTu MbaaonaI ATk dIvaoiTyaa Co Anao taoAao sagava- khoCo”Amaotaao narisaMh mahotaanaa vaMSajaO taoqaI dIvaoiTyaa khovaa[ Ao”. maIra kRYNa Ba>ta htaI. raNaaAo maaoklaolaao zornaao pyaalaao paIga[ Anao Amar qa[ga[.

kRYNamaaM samaa[ ga[.

narisaMh Anao maIra khoCo,”]ZavaI gaZDI vaoZnaI ro koma CaoDI dovaaya? Aataao rNaCaoDrayanaI, Aataao SaamaLaSaah SaoZnaI ro. koma CaoDI dovaaya?

narisaMh mahotaa naagar kaomanaa Anao kaoma Jra gaaOrva vaaLaI Anao TIKaLaI.naagarI naatamaaM JmaNavaar pa`saMgao kRYNa Ao Aovaao taao taala kryaao ko drok gavaI -laa –l naagar saaqao Aok Anya &aaitanaa maaNasanao baosaaDI Qaao.vaLaI narisaMhnaI TIka krtaa naagaraonao narisaMho saIQaosaIQauM samajavaI dIQauM,” Aovaa ro Amao Aovaa ro, vaLaI tamao khaoCao taovaa Bai>ta krtaMa Ba`YT qaaSauM taao krSau damaaodrnaI saovaa ro. “ nariMMMMMsaMh yauga saaqaO gauJrataI BaaYaanaao jnma Anao ivakasa qayaao, Ao caaOodmaa paMdrmaa saOkanaI vaata qa[. Sva,kiva AivanaaSa vyaasa AoklaI paDI JtaI gaaopaI nao maao@o khoDavao Co,” taara ivanaa AoklauM laagao Syaama rasa rmavaanao vaholaao Aavajo ro.”

Aok kiva taao kRYNa nao Zpakao AapataI gaaopaInaa BaJnamaaM laKao Co,taomaa samapa-NanaI Baavanaa BaaraoBaar BarI Co, “Amao baQaI gaaopaI Aao Ao tamanao Baogaa maLaI kagaLa laKyaao Co Anao tamao vaaMcyaao paNa naqaI, Amao taao kubJanao paNa maharaNaI khISau maaTo “AaoQavaP mhara vhalaanao va@I nao khojao ko tamao Amaarao laKaolaao kagaLa paNa vaaMcyaao naqaI, paNa manaavaI lao Jao ro.

pa`omalataa maJmauMdar

8 juna 2014.

 

 

 

 


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રજ્ઞા દાદભાવાળા

આદ્ય કવિ નરસિંહ મહેતા એટલે  શબ્દ અને સાધનાની ધુણી ધખાવી અક્ષરના માધ્યમ થી અંતરના નાદને સંભાળનાર ,વેદ અને ઉપનીષનું પ્રબોધ જ્ઞાન ,સાદી  સરળ ભાષમાં રજુ કરનાર ભક્ત કવિ.ભાવનગર જીલ્લાના તળાજા ગામના સાધારણ નાગર કુટુંબમાં જન્મેલા નરસિંહ માત્ર ગુજરાતના નહિ પરંતુ ભારતના ઉત્તમ સંત કવિની હરોળમાં આવે છે. નરસિંહ મહેતા સમય દ્રષ્ટિએ નહિ, પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ આદિ ભક્તકવિ છે અને તેથીજ કાળના અવિરત પ્રવાહ સામે આજે પણ ઝળહળતી તેમજ પ્રેરણાના પિયુષ પીવરાવતી  નરસિંહ ની દેરેક રચના અડીખમ ઊભી છે. તેમની રચનામાંથી મળતું સમાજને પોષણ અને સ્પંદનો આજે પણ આપણે અનુભવીએ છીએ.સાધુ સંતોના સંઘમાં સમય વ્યતિત કરતા નરસિંહ સામાન્ય સમાજની વ્યક્તિના સતત સંપર્કમાં રહેતા અને તેથીજ  નરસિંહની કાવ્યબાનીમાં લોકઢાળ ,લોક્લય અને લોકબોલીની અસર દેખાય છે તેમજ ઘરગથ્થુ શબ્દો છલકાય છે. .સામન્ય રીજીંદા વહેવારિક વાતો , શબ્દો કહી નરસિંહ આધ્યાત્મ ને શિખરે લઇ જાય છે..

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા‚..

તમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયા…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

પાસું રે મરડો તો વા’લા ! ચીર લઉં હું તાણી રે‚

સરખી રે સૈયરું સાથે જાવું છે પાણી રે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

પંખીડા બોલે રે વા’લા ! રજની રહી થોડી રે‚

સેજલડીથી ઊઠો વા’લા ! આળસડાં મરોડી રે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

તું ને સાદ રે પાડું તો વા’લા ! સૂતાં લોકું જાગે રે‚

અંગુઠો મરડું તો મારા દલડામાં દાઝે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦,

સાસુડી હઠીલી વેરણ‚ નણદી મારી જાગે રે‚

પેલી રે પાડોશણ ઘેરે વલોણું ગાજે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

જેને જેવો ભાવ હોયે‚ તેને તેવું થાવે રે‚

નરસૈયાના સ્વામી વિના વ્હાણલું ના વાયે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

ક્યારેક વિચાર આવે છે કે નરસિંહ માં આકર્ષણ તત્વ શું ? એની  સચ્ચાઈ ,શ્રધા, નીડરતા કે સહજતા.આમ જોવા જઈએ તો બધુ જ।  સ્વયં અનુભવેલી પ્રભુ સાથેની એક્મ્યતા નરસિંહના પદની લાક્ષણીકતા છે.એની શ્રધા અને  સહજતા પણું એમને ક્યારેક યશોદા તો ક્યારેક રાધા અને ગોપી બનાવતા.ક્યારેક સ્વય સ્ત્રી બની કૃષ્ણ ને પ્રેમ કરતા ,જગડતા, ફરિયાદ કરતા, રીસાતા,આજ પ્રિયસી ભાવ પ્રભુ સાથેનું એકત્વ આ પ્રભાતીયામાં છલ્કાય છે  અને અંતમાં સાધકના ચિત્તને પરિવર્તિત તરફ વાળે છે…. અને આજ નરસિંહનો ઇલ્મ આપણને આખું અસ્તિત્વ એકાકાર તદ્રુપ ચૈતન્યમય ની અનુભૂતિ કરાવે છે અને  ચમત્કાર થતા નરસિંહની જેમ  આપણને ગાઢ નિદ્રામાંથી જગાડી દે છે.પોતે જ સ્ત્રી પાત્ર બની શબ્દોમાં નિરૂપણ કરવું.. આટલી  હદ સુધીનું પ્રભુ સાથેનું તાદાત્મય સાધવું એ બહુ ઊંચી કક્ષાની સાધના જ કહી શકાય.આ લીલાજગતમાં આપણે સૌ રત છીએ. મનુષ્ય જ્યાં સુધી જાગતો નથી ત્યાં સુધી ભોગોમાંજ ભટક્યાં કરે છે.ત્યારે આજ નરસિંહની પરમ અનુભૂતિ – જાગૃતિ ની આ ક્ષણે અનાયાસે સરી પડેલું આ કાવ્ય …દરેકને આધ્ત્મના ઊંચા શિખર સર કરાવે છે.. નરસિંહ જેવા જ્ઞાની ભક્ત જ એમાંથી જગાડી શકે.નરસિંહ માટે  ભજન તો એક સાધન છે। ..પરંતુ  એટલેથી ન અટકતા નરસિંહ ની જેમ આજે પણ તેમના  ભજન ગાતા સાધકને પ્રભુ પરાયણ થવામાં સાધન મદદરૂપ થઇ શકે.સાથે સમાજને પોષણ દેનારો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી  સાધકના ચિત્તને પરિવર્તિત કરવાની શક્તિ આવાં પ્રભાતીયામાં અવશ્ય દ્રષ્ટિગોચર થાય છે  નરસિંહની રચના અનુભવવાણી છે.અને એટલે જ શ્વાસ લેવા જેટલી સહજતાથી નરસિંહ પદો રચતા સ્રી સહજ શરમનું વર્ણન કરતા નરસિંહ આધ્યાત્મમાં ભાવનો અર્થ સમજાવે છે….

તમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયા…

પાસું રે મરડો તો વા’લા ! ચીર લઉં હું તાણી રે..

 

પ્રથમ દ્રષ્ટી આ અટપટા ભોગ અને ઊંઘમાં દેખાતી લીલા નું વર્ણન છે પ્રેમલક્ષણા ભક્તિ સાથે સંયોગ શ્રીંગાર નું જે વર્ણન કર્યું છે …અને પછી નરસિંહ હિંમતભેર તે વખતનાં સમાજનાં બંધનો એટલે  સાસુ અને ..નણદીને પણ આલેખી ઉંગલીનિદેશ કરે છે.નરસિંહનું કદાચ એ જમનાં ના કવિનું  ક્રાંતિકારી પગલું કહી શકાય. નાગર જ્ઞાતિને તેના શૃંગાર રસના પદો સાથે વાંધો હતો, પણ આ પદોય આધ્યાત્મિક ઉંડાણ વાળા જ છે. આ શૃંગાર રસ વાળા પદો આપણા ચોખલીઆ સાહિત્યકારોએ જાણીજોઇને આપણા સુધી આવવાજ નથી દીધા।….કવિના આધ્યાત્મિકપદો આપણે સમજ્યાં નથી અને શૃંગાર કાવ્યો વાંચ્યા જ નથી।… ભોગ ત્યજીને આપણે આપણા ધર્મ સંભાળવા  એવી વાત નરસિંહ અહી  કરે છે એટલે , ભાવ કર્મનો મર્મ સમજાવતા . આધાયાત્મમાં ભાવનો મહિમા ગાયો છેમાનવીનાં જીવનનાં મૂલ્યો એના ઓશીકા નીચે જ પડ્યાં છે જેને મેળવવા માટે ઓરડા જેવી આખી દુનિયામાં ફાંફાં મારે છે, પરંતુ ખુદનાં તકિયાને તપાસતો નથી.જેની ભાવના શુદ્ધ હશે.. તે તૃપ્ત હશે અને વિવેકી પણ હશે..પ્રજ્ઞાવાન પુરુષનું ત્રીજું લક્ષણ એનો શુદ્ધ ભાવ છે. ભાવનો અર્થ અહીં કિંમત બદલે મૂલ્ય કરવાનો છે અને એ પણ કોઈ ચીજનાં બજારું મૂલ્યની વાત નથી પણ જીવનનાં મૂલ્યોની વાત છે. મૂલ્યનિષ્ઠ જીવનમાં જેનો ભાવ શુદ્ધ છે, અણીશુદ્ધ છે તેવાં માણસની વાત છે.જીવ માંથી  શીવ તો, માનવી ઇચ્છાએ થાય છે , એ વાત  આ પંક્તિમાં કહી છે.અધ્યાત્મમાં શું બાકી છોડ્યું છે આ અવધુતે ?.

જેને જેવો ભાવ હોયે‚ તેને તેવું થાવે રે”

ઊર્મિ,ભક્તિ અને જ્ઞાન એમ ત્રણે વાત નરસિંહ એવી વણી લીધી છે કે વાત જ ન પૂછો। ..નરસિંહ પ્રભાતિયા ગાતા કારણ    જાગૃતિ લાવનાર હતા સંગીત અને અક્ષરના માધ્યમ થી નરસિંહ અંતરના નાદને સાંભળી શકતા.

(ભજન કીર્તન પ્રભાતિયા- is free energy is to reach the transition state..)

પ્રજ્ઞા દાદભાવાળા

 

 

 

 

 


 

 

 

 

         

વિનોદ પટેલ

અનંત જુગ વિત્યા રે પંથે રે હાલતાં …. નરસિંહ મહેતા

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એક સર્વ શ્રેષ્ઠ ભક્ત કવિ નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિ શબ્દોમાં વર્ણન ના થઇ શકે એવી ભવ્ય હતી. એમના આરાધ્ય દેવ શ્રી કૃષ્ણનું નામ અને સંકીર્તન જ એમના જીવનનું જાણે કે એક ધ્યેય બની ગયું હતું. એમનું આખું જીવન કૃષ્ણમય બની ગયું હતું જેની ઝાંખી આપણને એમનાં અનેક પ્રભાતિયા, રાસ, રસિક પદો વિ.રચનાઓમાંથી  થાય છે .

આશરે ૬૦૦ વર્ષ પહેલાંના રૂઢીચુસ્ત સમાજમાં જ્યારે મરજાદી લોકો હરિજનોને અડવું એ એક પાપ ગણતા હતા એવા સમયે એમની ઉચ્ચ નાગર કોમના રોષની જરાયે પરવા કર્યા વિના હરીજનવાસમાં જઈને ભજન કીર્તન કરનાર નરસિંહ મહેતાની ભક્તિ,આંતરિક શક્તિ અને હિંમતને સલામ કરવાનું મન થાય છે..

નરસિંહ મહેતાની હૃદય પૂર્વકની આરાધનાથી પ્રસન્ન થઈને શ્રી હરીએ એમના આ પ્રિય ભક્તના સામાજિક પ્રસંગો જેવા કે પુત્ર શામળ શા ના વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરું , પિતાનું શ્રાધ એમ અણીના સમયે હજરાહજૂર થઈને એમની લાજ રાખી હતી એ આપણે  જાણીએ છીએ .

કાવ્ય તત્વની દ્રષ્ટીએ નરસિંહ મહેતાના પદો એ આપણા સાહિત્યની એક ઉત્તમ વિરાસત સમાં છે . કૃષ્ણને પામવા માટેની ગોપીઓની વિરહ વ્યાકુળતામાં ભક્તિ રસની સાથે શૃંગાર રસ પણ જોવા મળે છે . ઘણા પદોમાં આપણને સારું જીવન જીવવાની શીખ પણ જોવા મળે છે .જેમ કે વૈષ્ણવ જન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે રે . ગાંઘીજીના આ પ્રિય ભજનમાં નરસિંહ મહેતાએ સારા માણસ બનવા માટે કયા લક્ષણો જરૂરી છે એનો સરસ માર્ગ ચીંધ્યો છે . સુખ દુખ મનમાં ના આણીએ જેવાં પદોમાં એમણે કેટલો સરસ બોધ આપ્યો છે !

નરસિંહ મહેતાના ઘણાં પદોમાના ઊંડા ચિંતનથી તેઓ એક તત્વજ્ઞાની તરીકે આપણને જોવા મળે છે . સાધુસંતોનો સંપર્ક અને ભાગવતના વેદાંતની અસર નરસિંહના સર્જનમાં જોવા મળે છે. નરસિંહ મહેતાના આવા પ્રકારના જે અનેક પદો છે એમાંથી મને પસંદ નરસિંહ મહેતાનું અનંત જુગ વિત્યા રે પંથે રે હાલતાં નામનું એક બોધદાયક અને ભાવ અને અર્થથી સભર પદ નીચે રજુ કર્યું છે .મને આશા છે મને  ગમ્યું એવું તમને પણ એ જરૂર ગમશે . આ પદમાં તત્વજ્ઞાનની સાથે સાથે  શ્રી કૃષ્ણને પામવા માટે શી શી જરૂરીઆતો છે એનો હરીનો ભક્ત નરસૈયો આપણને માર્ગ ચીંધે છે. આ પદનો મને સુજ્યો એવો એનો રસાસ્વાદ કરાવવાનો મેં નમ્ર પ્રયાસ કર્યો છે .

 …. નરસિંહ મહેતા

અનંત જુગ વિત્યા રે પંથે રે હાલતાં,તો યે અંતર રહ્યું છે લગાર

પ્રભુજી છે રે પાસે રે, હરિ નથી વેગળા રે ,આડો પડ્યો છે એન્કાર .

દિનકર રૂંધ્યો રે જેમ વાદળે રે ,મત્યુ અજવાળું ને થયો અંધકાર ,

વાદળ ખસ્યું ને જેમ લાગ્યું દીસવા રે ,ભાનું કાંઈ દેખાયો તે વાર .

લોકડિયાની લાજું રે બાઈ ,મેં તો નાણીઓ રે,મેલી કાંઈ કુળ તણી મરજાદ ,

જાદવાને માથે રે , છેડો લઈને નાખીયો રે ,ત્યારે પ્રભુવર પામી છઉં આજ .

નાવને સ્વરૂપે રે , બાઈ ,એનું નામ છે રે ,માલમી છે એના સર્જનહાર ,

નરસૈયાનો  સ્વામી રે, જે કોઈ અનુભવે રે ,તે તો  તરી ઉતારે ભવ પાર .

ચાલો , હવે નરસિંહ મહેતાની આ એક સરસ રચનાનો દરેક ચાર કંડિકાઓ વાર રસાસ્વાદ કરીએ .

અનંત જુગ વિત્યા રે પંથે રે હાલતાં,તો યે અંતર રહ્યું છે લગાર

પ્રભુજી છે રે પાસે રે, હરિ નથી વેગળા રે ,આડો પડ્યો છે એન્કાર .

શ્રી હરિને મેળવવા માટેના માર્ગમાં મનુષ્યે જેનો કોઈ અંત ન આવે એમ જુગો જુગ સુધી જન્મો જન્મ ફેરા કર્યાં પણ એનું કોઈ પરિણામ ના મળ્યું .હરિ અને એનું છેટું પડી ગયું . હરિ ના મળી શકયા . બધા જન્મો જન્મના ફેરા વ્યર્થ ગયા . આનું શુ કારણ એ અંગે આ આદ્ય કવી ખુલાસો કરે છે કે  પ્રભુને મેળવવા માટે દુર જવાની કોઈ જરૂર નથી  , એ કઈ આપણાથી છેટા નથી પણ આપણી નજીક જ એનો વાસ છે .આમ હોવા છતાં હરિને પામી શકાતું નથી એનું કારણ એ છે કે આપણામાં હું પદ , એન્કાર એટલે કે અહંકાર ઠાંસી ઠાંસીને ભર્યો છે . પ્રભુને મેળવવાના માર્ગમાં આ અહંકાર જ એક મોટું નડતર છે . ‘હું કરુ હું કરું એ જ અજ્ઞાનતા , શકટનો ભાર જ્યમ સ્વાન તાણે ‘’ માં પણ આ જ ભાવ છે . એટલે અહંકારને દુર કરવો એ જ એક માત્ર ઉપાય છે . ભક્ત કબીરે પણ એની એક સાખીમાં આવા જ  મતલબની જ વાત કહી  છે કે  જબ મૈ થા ,તબ હરિ નહી , …..પ્રેમ ગલી અતિ સાંકરી , તામે દો ન સમાહી .   એટલે કે જો મનમાં હું પદ હોય તો હરિ નથી , ભગવાનને પામવાની સાંકડી ગલીમાં હું અને હરિ નો સાથે સમાવેશ થવો મુશ્કેલ છે .

દિનકર રૂંધ્યો રે જેમ વાદળે રે ,મત્યુ અજવાળું ને થયો અંધકાર ,

વાદળ ખસ્યું ને જેમ લાગ્યું દીસવા રે ,ભાનું કાંઈ દેખાયો તે વાર .

આકાશમાં જયારે વાદળોનો ઢગ છવાઈ ગયો  હોય છે ત્યારે થોડા સમય માટે દિનકર એટલેકે સૂર્ય વાદળાંના આવરણને લીધે જોઈ શકાતો નથી ,અંધારું છવાઈ જાય છે . જેવું વાદળોનું આવરણ હટી જાય છે ત્યારે સૂર્યનો પ્રકાશ બધે જ ફેલાઈ જાય છે .કંઇક આવી જ રીતે મનુષ્યોમાં પડેલું મોહ,માયા , અહંકાર વી.નું જે આવરણ પડેલું છે એનાથી સૂર્ય રૂપી પરમાત્મા જોઈ શકાતા નથી. સૂર્યની જેમ માધવ તો યુગોથી હજરાહજૂર છે એને શોધવા જવું પડે એમ નથી .

કવિ કાલીદાસ એમની ઉપમાઓ માટે જાણીતા હતા. નરસિંહ મહેતા પણ ઉપમાઓનો સુંદર ઉપયોગ કરી જાણે છે . એમના આરાધ્યદેવ શ્રી કૃષ્ણને એમણે સ્વયં પ્રકાશિત દિનકર-સૂર્યની અને મોહ માયાના આવરણને વાદળોના આવરણો સાથે સરખાવીને કેવી કમાલ કરી છે ! શ્રી કૃષ્ણ એમની કૃપા રૂપી પ્રકાશ યુગો યુગોથી  જગત ઉપર સૂર્યની જેમ પાથરી રહ્યા છે . જો આ સ્વયમ પ્રકાશિત સૂર્ય જેવા માધવની ઝાંખી કરવી હોય તો એની આડે મોહ, માયા , અહંકાર રૂપી વાદળોનું આવરણ જે આ ઝાંખી કરવામાં નડતર રૂપ છે એને  દુર કરીએ ત્યારેજ એ  શક્ય બને અન્યથા નહિ .     લોકડિયાની લાજું રે બાઈ ,મેં તો નાણીઓ રે,મેલી કાંઈ કુળ તણી મરજાદ ,

જાદવાને માથે રે , છેડો લઈને નાખીયો રે ,ત્યારે પ્રભુવર પામી છઉં આજ .

આ પંક્તિઓમાં હરિભક્ત નરસૈયાના ગોપી હૃદયની ઓળખ મળે છે .એક ગોપી બનીને ગોપીઓને ઉદ્દેશીને તેઓ  ‘બાઈ ‘ નું સંબોધન કરતા કહે  છે લોકો શું કહેશે , કેવા મહેણાં મારશે એવી લોકલાજની બીકને લીધે મેં મારા પ્રીતમની મારા પ્રત્યેની પ્રીતની પરીક્ષા ના કરી , એને બરાબર નાણી ના જોયો . લોક્લાજનો પડદો આડે આવ્યો .ગોપીઓના હૃદયમાં  મિલનની તીવ્ર ઝંખના પડેલી છે એને આ લોક્લાજનો પડદો ક્યાં સુધી રોકી શકે ! તેઓ કહે છે મારા જીવતરનો છેડો મારા માથેથી મેં તો હરિને માથે જ નાખી દીધો અને એટલે જ મારા વ્હાલાએ એને અપનાવી લીધો અને એટલે જ હું આજે મારા પ્રભુવરને પામી છું.

નાવને સ્વરૂપે રે , બાઈ ,એનું નામ છે રે ,માલમી છે એના સર્જનહાર ,

નરસૈયાનો  સ્વામી રે, જે કોઈ અનુભવે રે ,તે તો  તરી ઉતારે ભવ પાર .

નરસિંહ વધુમાં ગોપી બનીને બીજી ગોપીને કહે છે કે હે બાઈ, મારા વ્હાલા હરિનું નામ જ ભવસાગર તરવા માટેની એક નાવને સ્વરૂપે હાજર છે . આ નાવનો માલમી એટલે કે એનો સુકાની આ જગતનો સર્જનહાર હરી છે એવો અનુભવ સૌ કોઈએ કરવાનો છે . એના નામ સ્મરણ વિના બીજો કોઈ આરો નથી .નરસૈયાના સ્વામી હરિનું નામ જ તમને આ ભવસાગર પાર કરાવશે. પ્રભુ  જાતે તરીને પણ આપણને તારશે .જે નાવનું સુકાન સર્જનહારના હાથમાં હોય તો પછી ચિંતા રાખવાની શી જરૂર છે . જીવન નૌકાને મારો સ્વામી પેલે પાર જરૂર લઇ જશે એવી મારા મનમાં અડગ શ્રધા છે .

વિનોદ પટેલ….સાન ડીયેગો, કેલીફોર્નીયા

 

 

જાગીને જોઉંતો જગત દીસેનહીં ઊંઘમાં અટપટા ભોગ ભાસે

ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે

ભક્તિની ચરમસીમા પર ભક્ત જ્ઞાની બને અને જ્ઞાની ભક્ત બને. નરસિંહ મહેતા કૈક એવાજ જ્ઞાનીભક્ત અને ભક્તકવિ ! કવિ ની વ્યાખ્યા શું? જે સંસાર ની પેલે પાર જોઈ શકે. “સંસારસ્ય પારમ દર્શયતી ઈતિ.” નરસિંહની આ રચના, સર્જન, એજ પરમ અદ્વૈતનું આખ્યાન. બસ આટલુંજ સમજાય તો કોઈ શાસ્ત્રો ફમ્ફોળવાનીજરૂર નહીં કદાચ આજ નરસિંહની પરમ અનુભૂતિ – જાગૃતિ ની આ ક્ષણે અનાયાસે સરી પડેલું સત્ય.મનુષ્ય જ્યાં સુધી જાગતો નથી ત્યાં સુધી ભોગોમાંજ ભટક્યાં કરે છે. સંસાર સાગરમાં ઝોલાં ખાતો અથડાયાં કરે છે. ડૂબી જવાની ભીતિ તેને સતત રહે છે. અને એકવાર જાગ્યાં પછી તેને ભોગ પણ પરમ ભોગ બની જાય છે. બધુંજ રસમય એકાકાર અને ચૈતન્યમય! જ્યાં સુધી “હું” ત્યાં સુધી આ માયા, આ સંસાર, અ જગત! “હું” નાઓગળી ગયા પછી બધુંજ રસમય એકાકાર અને ચૈતન્યમય! અ-દ્વૈત “One without a Second” પરમ ચૈતન્ય ની લીલા માત્ર. “બ્રહ્મ ના લટકાં!” પરમ ચૈતન્ય માં રમવાની ઈચ્છા જાગી “એકોહમ બહુસ્યામ” અને તે એક અદ્વૈત અનેક દ્વૈત ભાસવા લાગ્યું. જગત શબ્દનો અર્થ ખૂબજ સરસ છે “જે હરક્ષણ બદલાતું રહે છે તે જગત” – That which is fleeting and changing! જે છે નહીં પણ ભાસે છે. મૃગજળ ની જેમ. જેમ તરસ્યો મનુષ્ય મૃગજળ ની પાછળ દોડે છે પણ તે દૂર સરતું દેખાય છે અને તે પામી શકતો નથી. જે છેજ નહીં તેને પામી કેમ શકાય! આંખના ઉઘડ્યાં પછી જ એની વ્યર્થતા સમજાય. સમજાયા પછી બધાંજ પ્રપંચો શમી જાય અને પછી એકમેવદ્વિતીયમ – તે એકમેવતત્વ નું શેષ રહેવું! પછી બધાં બ્રહ્મનાં જ લટકાં “બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે” બસ પરમતત્વની લીલા માત્ર!પંચમહાભૂત એક સચ્ચાઈ જેનું પરબ્રહ્મથી અવતરણ થવું અને અણું અણું માં એનું વિલસી રહેવું. ફૂલ અને ફળ જેમ વૃક્ષનાં જ અંગો. અને ડાળ નું થડમાંથી ઉદભવવું. બસ એક અખંડ તત્વ, ભાસે કે અલગ છે પણ નથી!It’s just mind blowing!પંચ મહાભૂત જે પરબ્રહ્મથી ઉપન્યાં અણુંઅણું માં રહ્યાં એને વળગી,ફૂલ ને ફળ તેતો વૃક્ષ નાં જાણવા થડ થકી ડાળ નવ હોય અળગી”જેમ સમુદ્રમાં જન્મેલી માછલી ને પ્રશ્ન થાય કે આ સમુદ્ર ક્યાં છે? એને કેમ કરી સમજાવાય કે તારું અસ્તિત્વજ આ સમુદ્ર છે. તું આમાંજ જન્મી છે આજ તારું ઉદભવ સ્થાન! તારી ચોતરફ, તારી ઉપર-નીચે આજુ-બાજુ જે છે તેજ સમુદ્ર. આજ તારું ઉદભવ સ્થાન અને તારું વિલીનીકરણ પણ એમાંજ! Your very existence is this ocean! પણ એની અંતરની આંખ ઉઘડે તોજ એને સમજાય કે જે સમુદ્રને તે શોધી રહી છે તેને એનાથી અલગ કરી દેખાડી કેમ શકાય? વેદો શ્રુતિ-સ્મૃતિ આના જ તો સાક્ષી છે. કનક કુંડળ નો ભેદ તો ફક્ત નામ રૂપ પુરતોજ. ઓગળ્યા પછી તો તે સોનું જ ને.વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ સાખ દે કનક કુંડળ વિષે ભેદ નોયે,ઘાટ ઘડિયાં પછી નામ રૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોયે”પરમ તત્વમાં ઈચ્છા જાગી અને જીવ અને શિવ પ્રગટ થયા અને ચૌદ લોક નો આ બધો પ્રપંચ રચાયો. નરસિંહ આજ તો ભણી રહ્યો છે અને જોઈ રહ્યો છે કે આખું અસ્તિત્વ એકાકાર તદ્રુપ ચૈતન્યમય અને અનુભૂતિ ની એકક્ષણે એના મોઢામાંથી સરી પડેલા ઉદગાર. તેજ તું તે એજ તું તેને સમર્યા તે કંઈસંત થયા.જીવ ને શિવ તેતો આપ ઈચ્છાએ થયાં રચી પરપંચ ચૌદ લોક કીધાં,ભણે નરસૈયો તેજ તું તેએજ તું તેને સમર્યા તે કંઈ સંત સીદ્યા……(નિખિલ મહેતાહ્યુસ્ટન, ટેક્ષાસ, યુ.સેસ.એ. )


 

 


 

 

 

 

 


 

 

 

 

આપણી ભાષાને ઉજાગર કરવી,ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીના એકનાનકડો‌પ્રયાસએટલે “બેઠક‌”

તમારી અંદર પડેલા લેખક કે લેખિકાને જગાડો

પુસ્તકો વાંચો અને વંચાવો”

સમય: મહિનાનાછેલ્લાશુક્રવારે સાંજે 7વાગે

સ્થળ:ઇન્ડિયા કોમયુનિટી મીલ્પીટાસ મળે છે પ્રોગ્રામ free છે

આયોજક :પ્રજ્ઞા દાદભવાળા –pragnad@gmail.com-408-410-2372

સંચાલન :પ્રજ્ઞા દાદભાવાળા,કલ્પના રઘુ ,રાજેશ શાહ


 

માણીયુ અને અનુભવ્યું તે રજૂ કર્યુંછે.નરસિંહ મહેતાની ત્રણ વાતોઆમ તો નરસિંહ મહેતાએ ઘણી ઉપયોગી વાતો કહી છે પણ તેમાની ત્રણ વાતો પ્રત્યે મારૂં ધ્યાન વિશેષ ગયું છે.પહેલી વાતઃહું કરૂં, હું કરૂં એ જ અજ્ઞાનતા,શકટનો ભાર જેમ શ્વાન તાણે”આપણી આસપાસ એવા ઘણા માણસો મળી આવશે.કે જે લોકો બીજાએ મહેનત કરીને મેળવેલી સફળતાનો યસ લઈ લેવાની કોશીશ કરે.મેં એને એમ કરવાની સલાહ આપેલી, એટલે એને સફળતા મળી.”અરે ભાઈ તેં એને સલાહ આપવાને બદલે પોતે કેમ પ્રયત્ન ન કર્યો? અને તેં કેટલાય લોકોને કેટલીયે સલાહ આપી હશે, પણ બીજા કોઈને આવી સફળતા કેમ ન મળી?.જેમ ગાડાં નીચે, ગાડાંના છાંયામા ચાલતો કુતરો એમ માને કે આ ગાડાંનો ભાર એના માથે જ છે,બળદની મહેનતનો મનોમન યશ લઇ લેવાની કોશીશ કરતા કુતરા જેવી વ્યક્તિઓ આપણી આસપાસ પણ મળી આવસે.બીજી વાતઃઆપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,તે તણોખરખરોફોકકરવો””નરસિંહ મહેતાની આ વાત બહુ બારિકાઈથી સમજવા જેવી છે. આવા જ અર્થવાળી વાત એક પારંપારિકભજનમા પણ કહેલી છેઃસુખ દુખ મનમા ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,ટાળ્યાતે કોઈના નવટળે, રધુનાથનાજડીયા”જ્યારે આપણે જાણતા હોઈએ કે આ ઘટના અટળ છે, એને કોઈ રોકી શકે એમ નથી,તો પછી એ ઘટના બન્યા પછી તેને યાદ કરી કરી લાંબા સમય સુધી વિલાપ કરવો એ કેટલી હદે યોગ્ય છે?જીવ છે ત્યાં સુધી જીવન ચાલતું રહેવાનું છે, તેને કેમ ચલાવવું એની આ વાત છે.અને નરસિંહ મહેતાની ત્રીજી વાતઃજેહના ભાગ્યમા જે સમે જે લખ્યું,તેહનેતે સમે,તેજમળસે.”અહીં નરસિંહ મહેતાએ પ્રયત્નો છોડી દેવાની વાત નથી કરી,માત્ર પ્રયત્નનું ફળ ક્યારે મળસે તેની વાત કરી છે. કૃષ્ણ ભગવાને પણ આ જ વાત કહી છે; “કર્મણેવાધિકાર અસ્તે, મા ફલેષુ કદાચ ન”.કોઈ પ્રયત્નનું પરિણામ તરન ન મળે તો તેન છોડી દેવાની જરૂર નથી,એનો સમય આવસે ત્યારે સફળતા જરૂર મળસે, અ સમયને આપણે ભાગ્ય કહીએ છીએ.બહુ થોડા શબ્દોમા બહુ ગહન વાતો નરસિંહ મહેતાએ આજથી પાંચ સદીઓ પહેલા કહી છે,આપણે એનો અર્થ સમજી એનો અમલ નથી કરી શકતા તોએ આપણું દુર્ભાગ્ય છે.

પી. કે. દાવડા


 



                                                             પદ્માબેન શાહ

વા વાયા ને વાદળ ઊમટ્યાં, ગોકુળમાં ટહુક્યા મોર, મળવા આવો સુંદીરવર શામળિયા.તમે મળવા તે ના’વો શા માટે નહીં આવો તો નંદજીની આણ … મળવા.

તમે ગોકુળમાં ગોધન ચોરંતા, તમે છો રે સદાના ચોર … મળવા.,તમે કાળી તે કામળી ઓઢંતા, તમે ભરવાડના ભાણેજ … મળવા.

તમે વ્રજમાં તે વાંસળી વાજંતા, તમે ગોપીઓના ચિત્તના ચોર … મળવા.,મહેતા નરસિંહના સ્વામી શામળિયા, એમને તેડી રમાડ્યા રાસ … મળવા.

નરસિંહ મહેતાભક્ત નરસિહ આ કાવ્યમા એમના મનના માનિતા સુંદર શ્યામસ્વરૂપશ્રી શામળિયા ના અંતકરણ પૂર્વક આવવાના એન્ન્ધાણ સાંભળી ભાવ વિભોર થઇ જતા.કવિ એમના દેહને રાધા સ્વરૂપ મા જ પાતાની જાતને જોતા અને તન્મયતા અનુભવતા,કવિ એમના સુંદર શામળિયા વરને નિરખીને આનંદ મગ્ન થતા.એમના મનના માનેલા મનમોહક સુંદર શ્યામના નાજૂક પગલાના પગરવના એન્થાન સાંભળે છે. ઠંડા પવનના સુસવાટા સંભળાવા લાગ્યા,વિજળી જબુકવા લાગી,ઘનઘોર વાદળ વિજળીના કડાકા સાથે વાદળ ગર્જના કરવા લાગ્યા ને ત્યાંજ એમના સુંદર સોહામણા ઘનશ્યામ ના પગરવ સંભળાય છે.”હે જશોદાજીના જાયા, હે નંદજીના લાલ,તમારા દર્શનની અભિલાષા મા મારુ મન નાચી રહ્યું છે”ગોકુળના ગામમા મોરલાનો ટહૂકાર ટહૂકી રહ્યો છે ને શ્યામ સુન્દર ના પગલા ના ઝણકાર ના ભણકાર વાગી રહ્યા છે ,આપના દર્શનની રાહ જોઈ રહ્યોછુ ,આપના મુખારવિંદ ના દર્શન કરવા મન તલસી રહ્યુ છે.હે દામોદર, હે માધવ, તમે ગોકુલમા ગાયો ચરાવતા, તમે ગોવાલણીના ઘરમા પ્રેમથી માખણ આરોગતા,કાળી કામળી ઓઢી વ્રજમા ગાયો ચરાવતા,કદંબના વૃક્ષના છાયામાં આપ વેણુ નાદ છેડતા જેના સૂરે સારાએ વ્રજના ગોપગોપી ઘેલા થઇ ગુલતાન બની રાસ રમતા,એક એક કાન અને એક એક ગોપીનુ યુગલ બની રાસની રમઝટ જામતી,કેટલી ય વાર મધુર વાંસળીના સુરે ગોપિઓ ભાન ભૂલી ને વાછરડા છોડી મુક્તી ,ભૂલમા તેમના બાળકોને ગાયના ખૂંટે બાંધી દેતી,વાંસળીના નાદે આંખનું કાજળ ગાલે લગાડતી,આ મોહક વેણુ નાદમા સાનભાન ભૂલી ગોપાન્ગનાઓ કૃષ્ણમય બની જતી.એજ રીતે નરસિંહ મહેતાએ એમના શ્રી વર શામળિયા ના મહારાસને હાથમા મશાલ લઇ આનંદ વિભોર થઈ નિહાળ્યુ,ધન્ય ધન્ય ભક્ત નરસિંહ લગાડતી,આ મોહક વેણુ નાદમા સાનભાન ભૂલી ગોપાન્ગનાઓ કૃષ્ણમય બની જતી.એજ રીતે નરસિંહ મહેતાએ એમના શ્રી વર શામળિયા ના મહારાસને હાથમા મશાલ લઇ આનંદ વિભોર થઈ નિહાળ્યુ,ધન્ય ધન્ય ભક્ત નરસિંહ.


 

 

 

 

 

 

 

 

 

 

નાગર  નંદજીનો  લાલ  રાસ  રમંતાં  મારી  નથની  ખોવાણી

નાગર નંદજીના  લાલ,  રાસ  રમંતાંમારી નથની ખોવાણી

કાના જડી હોય તો આલ, રાસ રમંતાં મારી નથની ખોવાણી

નાની નાની નથનીને માહી ઘણેરા મોતી,

નથની કારણ હું નિત્ય ફરું છું જોતી, જોતી, જોતી,     —નાગર

નરસિંહમહેતા  એટલે કે ગુજરાતના  કવિઓમાં  તેમનું  નામ  શિખરે  કહીશકાય.  હુલામણુંનામ  ‘’નરસૈયો’’  પ્રેમી  ભક્ત  કવિ  આપણને  મળ્યા  તેનો  ગર્વ  સાથે આનંદઆપણાહૃદય  પટ  પર  છવાઈ જાય  છે. તેનો આસ્વાદ આજે આપણે માંણી રહ્યા છીએ..કૃષ્ણની રાસ લીલાએ નરસિંહને  આત્મ જ્ઞાન પ્રાપ્ત થયું અને  રાસ રમંતાંરાધાકૃષ્ણના રાસમાં નરસૈયાને જે આનંદની અનુભૂતિ થઇ તે આનંદનું લેખન તેમણે આ ગરબામાંકર્યું છે જે આજે પણ ગુજરાતણો રાસ રમતા માણે છે,

આ રાસ એટલે કે કોઈ  સામાન્ય રાસ નો’તો, મહારાસ હતો, ને તેમાં છુપું રાઝ પણહતું.નેકહેવાય છે કે તે રાસ જોવા શિવજી પણ વેશપલટો કરી ગોપી બનીને આવ્યા હતા.એકએક ગોપી સાથે એકએક કાહન એમ પોતાનું સ્વરૂપ પ્રગટ કરીને દરેક ગોપી સાથેએવા મસ્તાન બની ઘૂમ્યા પ્રેમરસમાં તરબોળ કરીને અલોઉંકિક આનંદની અનુભૂતિકરાવી.રાધાજીને અને સર્વે ગોપીઓને એમજ લાગતું કે કાનો તો માત્ર મારી સાથેજ રમી રહ્યો છે.ને રાસ રમતા રમતા તેના નાકની નથની જેમાં ઘણા મોતી અને કીમતી હીરા જડેલા હતા, તે  ક્યારે અને ક્યાં ખોવાઈગયા તેની સુધ ના રહી. આ એક સામન્ય અર્થ તારવી શકાય ..

નાની નાની નથનીને માહી જડેલા હીરા

નથની આપોને મારા સુભદ્રાના વીરા, વીરા, વીરા,——નાગર

નાનેરું પહેરું  મારા નાકે તો  નાક સોહાય

મોટેરુ પહેરું તો મારા મુખ પર ઝોલા ખાય, ખાય, ખાય,—–નાગર

પરંતુ નરસિંહ અહી આટલેથી અટકતા નથી.એનો ગુઢ અર્થ તરવો તો। ..નથની એટલે નાકે પહેરવાનું ઘરેણું, નાકનીશોભા અને નાક એટલે દેહની પ્રતિષ્ઠાનું ચિહ્ન,અહમ ભાવ એમ પણ કહી શકાય. રાસ રમંતાંરમતા એમનો અહમ ભાવ ક્યારે ઓગળી ગયો તે ખબર ના પડી. આપણા અંતરમાં રહેલાં જીવનનાં પરમ તત્વો સાથે આપણો સંવાદ સધાયો હોયછે. તે અહમભાવ ઓગળીજવાથીતે તત્વ સાથે આપણે એકરૂપતા અનુભવતા હોય છીએ. ને આવોઅનુભવ આ ગરબામાંજોવામળે છે. અહીંયાભક્તિની પરાકાષ્ઠા બતાવી છે. એ રાસ એટલે  આત્માનું પરમાત્મામાં લીનથવું, ભક્ત અને ભગવાનનું મિલન હતું. આનંદ પરમાનંદ હતો.તો વળી ભગવતગીતામાંએમ કહે છે કે રાસ રમ્યા પછી પ્રભુ એટલે કૃષ્ણ રાધાજીને પૂછે છે રાસ રમવામાં ખૂબ આનંદ આવ્યોને?  હવે કોઈ  ઈચ્છા બાકી છે/ત્યારે રાધાજી કહેછેકે મને તમારા ખભા પેર બેસાડો.રાધાજીને કૃષ્ણ તેમના ખભા ઉપરબેસાડીનેઘૂમે છે. રાધાજીના મનમાં અભિમાન થયું. કૃષ્ણએટલે ફક્ત મારા જ. મને જ માત્ર પ્રેમ કરે છે. મારા સિવાય કોઈને પ્રેમ ન કરી શકે, મારાવિના ન રહી શકે. રાધાજીનો આ ભાવ [અભિમાન] કૃષ્ણ જાણી ગયા. રસ્તે જતા વચ્ચે એકવૃક્ષ આવતા રાધાજીને એ વૃક્ષની ડાળીએ લટકાવીને પોતે નીચેથી સરકી ગયા. એટલે જયારેજયારે ભક્તોને અભિમાન આવેછે ત્યારે એમનું અભિમાન ભગવાન ઓગાળી નાખે છે. ને મૂળસ્થિતિમાંભોતિક સ્થિતિમાં આવી જતા તેને પસ્તાવો થાય છે. નથનીમાં રહેલાં કીમતીમોતીને હીરા જેવી કીમતીક્ષણો હવે જીવનમાં પાછી ક્યારે મળશે? એ ભક્તિનો આનંદ પરમાનંદહતો, આત્મા ,પરમાત્માનું મિલન હતું. હવે એકક્ષણનો પણ વિયોગ વિના એ ભક્તિ કાયમમાટે મળી જાય તેના માટે વારંવાર વિનંતી કરે છે, હે કાના તું મને શોધીનેઆપ. એ ભક્તીરસનું પાન કરાવ. બહુ આજીજી કર્યા પછી રાધાજી એમ પણ  કહેછે, નાની કે મોટી નહિ, ઓછીકે વધારે નહિ જેટલીભક્તિ આપી છે તે યોગ્ય છે

.આંબે બોલે કોયલડી ને  વનમાં બોલે મોર

રાધાજીનો નથનીનો શામળિયો છે ચોર, ચોર, ચોર,——-નાગર

નથનીને કારણયે મેં ધુન્ડ્યું વૃંદાવન

નથની આપોને તમે મારા પ્રાણ જીવન, વન, વન, વન,——નાગર

નથની આપોને પ્રભુ નંદના કુમાર

નર્સયાના સ્વામી ઉપર જાવ બલહાર ,હાર, હાર, હાર,——નાગર

ફળોમાં આંબો શ્રેષ્ઠ ને સ્વાદ પણ અનોખો, સ્વરમાંકોયલનો ટહુકો એ મને જીવનમાં ક્યારે મળશે?એ ભક્તિરસ પાન માટે જીવનરૂપી વનમાં ભટકી રહી છું. તમે અમારા પ્રાણના આધાર છો. આપનીઆંગળ અમે હાર માનીએ છીએ. ભક્તોની લાગવગથી કદાચ પ્રભુ કૃપા થાય સમજીને પ્રભુનેનરસૈયાના સ્વામી  કહીને પુકારે છે. કોઈપણ રીતે આજીજી,વિનવણીથી પ્રભુની કૃપા નથી થતીત્યારે એક મિત્રની  મિત્રને ,એકપ્રિયતમાને તેના પ્રીતમની ટેવની, ખાસિયતની જાણ હોય છે.ત્યારે તે ખાતરીપૂર્વક  કહે છે બીજું કોઈ નહિ માત્ર શામળિયો જ નથનીનો ચોર છે. તેમાં પણએક આનંદ છુપાયો છે.સાધના કરવા શરૂઆતમાં બની શકે કે સાધકનું મન તે સ્વરૂપમાં ધ્યાન ન લાગે તો ક્યારેક ક્યારેકઆવીલીલાઓનો સહારો લેવો પડે છે.કૃષ્ણાવતારમાં જ અનેક પ્રકારની લીલા કરીને ભગવાનેભક્તો માટે પ્રભુને પામવા માટેનો માર્ગ સરળ બનાવ્યો છે. સરળ રસ્તો એટલેભક્તિ ભર્યું હૈયુંને શુદ્ધ કરી ભાવના જીવન સફળ કરી લઈએરે. કૃષ્ણની બાળલીલા જેમકે માખણ ચોરવું ગોપીઓના વસ્ત્ર હરન કરવું મટકી ફોડવી માર્ગ રોકીનેગોપીઓનેસતાવવું આમ પ્રેમ,મસ્તી અને આનંદભર્યુ જીવન હતું.

પદ્મા-કાન

 જ્યાં લગી આતમાં ….પદ્માબેન કનુભાઈ શાહ

    • જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ,ત્યાં લગી સાધના સર્વ જૂઠી,શું થયું વેદ વ્યાકરણ વાણી વદ્યે,શું થયું રાગ ને રંગ માણ્યે ?                                                                     શું થયું ખટ દર્શન ભેદ સેવ્યા થકી,શું થયું વરણના ભેદ આણ્યે ?                                                                 એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,જ્યાં લગી પરમ પરબ્રહ્મ ન જોયો;                                                          ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના,રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.      – નરસિંહ મહેતા
    • લોક કવિ નરસિંહ મહેતા જેઓ ચારસો વર્ષ અગાઉ થઇ ગયા.જેઓ મોટા ક્રાંતિકારી સંત ભક્ત હતા.તેમના કાવ્યોમાં સમાજમાં ફેલાએલા રૂઢિગત ધર્મ મહી વ્યાપેલા પાખંડ નો વિરોધ કરતા,તેમના વર્તન અને વાણીમાં એકતા હતી.એ જે વસ્તુમા માનતા તેજ કહેતા અને તેજ કરતા.
    • મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો,માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી. શુ થયું સ્નાન, સંધ્યા ને પૂજા થકી,શું થયું ઘેર રહી દાન દીધે ? શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે,શું થયું વાળ લુંચન કીધે ? શું થયું તપ ને તીરથ કીધા થકી,શું થયું માળ ગ્રહી નામ લીધે ? શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,શું થયું ગંગાજલ પાન કીધે ?
  • ચોર્યાશી લાખ યોનિમા આ મનુષ્ય જન્મ મળવો અતી દૂર્લભ છે.માનવ જીવન અતી અમૂલ્ય છે.એ સુખ દુઃખ દયા અને વેદના અનુભવી શકે છે.ફક્ત મનુષ્ય જ સહાનુભૂતિ, સમતા,દયા જેવા ગુણ બીજી વ્યક્તિ માટે અનુભવી શકે છે.એનુ નામજ આત્મ તત્વને ઓળખવો તે કહેવાય છે,તે સમજવાથી આત્માની અનુભૂતિ થાય છે,ઈશ્વરને પામવા માટેની ‘સાધના’,ક્રિયાકાંડ,પાઠ પૂજા વિ.અગત્યનુ નથી.આ બધુ જ વ્યર્થ છે ધર્મને નામે આડંબર છે.
  • આપણને મનુષ્ય અવતાર મળ્યો છે તો બીજી વ્યક્તિઓની વેદના દુઃખ અને ત્રાસ ને સમજવા જોઈએ અને તે દૂર કરવા તેજ મનુષ્ય ધર્મતથા ફરજ અગત્યનુ જીવન કાર્ય છે,જેમ કમોસમના વરસાદનુ માવઠું પડીને અટકી જાય અને કમોસમ નો વરસાદ એળે જાય છે,એજ પ્રમાણે ક્રિયાકાંડ તિલક ત્રિપુંડ તુલસીની માળા રૂદ્રાક્ષની માળા ફેરવવી વિ. નિરર્થક છે.સમયનો દૂર ઉપયોગ છે.
  • રોજ સવારે ગંગાજળમાં સ્નાન કરી કંકુકેસર અને ફૂલથી પૂજા કરવી,માથાના વાળ મુંડાવવા,ઉપવાસ કરવા,તિર્થયાત્રા કરવી,તુલસીની અને રુદ્રાક્ષ ની માળા પહેરવી,પવિત્ર ગંગાયમુના જળનું પાન કરવાથી મનુષ્યત્વ પૂર્ણ થતુ નથી,સવારના ઉઠીને સંસ્કૃત શ્લોકનું રટણ કરવાથી યા કાંદા લસણ કે જમણમા મસાલા યુક્ત ખાનપાન ખાવાથી યા છોડી દેવાથી સાચુ મનુષ્યત્વપ્રાપ્ત થતુ નથી.ઉંચ નિચ,બ્રાહ્મણ વૈશ્ય ક્ષુદ્ર ના વર્ણ ભેદ અનુસરવાથી માનવતા ગણાતી નથી.આ બધા દંભ છે.કવિ નરસિંહ ના શબ્દોમાં કહીએ તો દંભ યાઆડંબર છે
  • આ બધાજ બ્રાહ્મણત્વ તથા સમાજના ઉંચા કૂળના છીએ તેવુ દેખાડવાના પ્રપંચ છે.ભક્ત નરસૈયો કહેછે કે સમાજમાં ઉંચનીચના ભેદભાવ અને વર્ણ ભૂલી મનુષ્ય જન્મ મળ્યો છે તો બીજાની અવગણના કર્યા વગર પ્રભુના બ્રહ્માંડના સુન્દર સર્જન ને હૃદય થી ઓળખીને સમતા ધારણ કરી, મનુષ્ય જન્મ સાર્થક કરવો એજ સાચો માનવ ધર્મછે.જો સાચા મનુષ્ય ધર્મને નહી અમલમાં મુકીએતો ચોર્યાશી લાખ યોનિમાંથી આ પારસમણી જેવા મનુષ્ય
  • જન્મ એળે ન  જાય તેજ સભાળવાનું છે. કવિ નરસિંહ મહેતાના શબ્દોમાં  કહીએ તેમ આ મનુષ્ય  જન્મ સફળ કરવાનો છે.
  • પદ્માબેન કનુભાઈ શાહ -સનીવેલ -કેલીફોર્નીયા  શું થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે ? શું થયું વાળ લોચન કીધે ?શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી ? શું થયું ગંગાજળ પાન કીધે ?શું થયું ખટ દરશન સેવ્યા થકી ? શું થયું વરણના ભેદ આણ્યે ?એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, આતમારામ પરિબ્રહ્મ ન જોયો.આમ આત્મજ્ઞાનથી પોતાની કવિત્વશક્તિ નો પરચો નરસિંહ અહી કરાવે છે ચરમ પ્રગતિ સુધી ૫હોંચવાની અંત પ્રેરણા નરસિંહ જગાડે છે. પૂજા ઉ૫ચારથી ઉ૫ર ઊઠીને ૫રમાત્મા વિશે યથાર્થવાદી નિર્ધારણ અ૫નાવવું જોઈએ. આ જ સાચો માર્ગ છે ,.નરસિંહમહેતા આપણને આ જ્ઞાન આપીને જગાડે છે. જ્યાં સુધી આપણા આત્માને ન ઓળખીએ ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી અને અંતમાં .નરસિંહ કહે છે જે વ્યક્તિ ભક્તિ કરે પરંતું જેને તત્વ દર્શન ન થયા તેણે અતિ કિમતી અણમોલ રત્નચિંતામણિ સમાન આ મનુષ્ય જન્મ ગુમાવ્યો છે.આ દુર્લભ મનુષ્ય જન્મ વારંવાર નથી મળતો. માટે નરસિંહ તું જાગ સાથે આપણ ને પણ જગાડે છે..     

 

  •  
  •  
  •  
  •  
  •  
  • હેમાબેન પટેલ- હ્યુસ્ટન
  • ભણે નરસૈયો કે તત્વદર્શન વિના, રત્નચિંતામણિ જન્મ ખોયો..
  • અહી શબ્દોના રૂપક નથી કે બુધ્ધિવિલાસ નથી. સાચી કવિતા આત્માનો પ્રકાશ છે કવિનું ધ્યાન સૃષ્ટિના પરમરહસ્યના ઉકેલ તરફનું છે। ..અહી પ્રશ્નો થકી મથામણ છે અને ક્ષિતિજપારના રહસ્યોને જાણવાની તાલાવેલી છે,. સમગ્ર રચનામાં નરસિંહ જાતને પ્રશ્નો દ્વારા ટપારે છે.અને તેમાંથી જ આપણને એક પ્રકારના દર્શનની અનુભૂતિ થાય છે.તત્ત્વવિચાર કે અનુભવવિચારને સરળતાથી સમજવા માટે કવિ પોતાની સાથે આપણ ને પણ તાલાવેલી જગાડી અંતમાં અનુભવ દ્વારા રહસ્ય સમજાવે છે.અહી નરસિંહની ભાષાપ્રયોજન શક્તિના પણ દર્શન થયા વિના રહેતા નથી..
  • શું થયું વેદ વ્યાકરણ વાણી વદ્યે ? શું થયું રાગ ને રંગ જાણ્યે ?
  • શું થયું તપ ને તીરથ કીધા થકી ? શું થયું માળા ગ્રહી નામ લીધે ?
  • માત્ર શું થયું સ્નાન, પૂજા ને સેવા થકી ? શું થયું ઘેર રહી દાન દીધે ?
  •  
  •