વાચક લખે છે- ડૉ ચિનુ મોદી ની ગઝલોનો આસ્વાદ

મહિનાનો વિષય છેવાચકની કલમે

 “શ્રી  ચિનુભાઈ  મોદી” ‘ઈર્શાદ’ ની કોઈ પણ રચના ઉપર આસ્વાદ લખવો।(કવિતા કે ગઝલ ) 

 શ્રેષ્ઠ આસ્વાદ ના  લખાણ માટે નું ઇનામ મહિનાના અંતમાં  બેઠકમાં  જાહેર થશે  ઓછામાં ઓછા 800 થી હજાર શબ્દો હોવા જરૂરી છેએમની રચનાઓ આપને અહી મળશે    http://layastaro.com/?cat=128 નહીતો ગુગલ ગુરુ ને પુછશો

       આજે વિખ્યાત કવિ શ્રી ચિનુભાઈ મોદીઈર્શાદની એક સરસ રચના મમળાવીએ….

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,

ઈર્શાદઆપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર કોના નખની થઈ નિશાની?

ઈચ્છાને હાથપગ છે વાત આજે જાણી.

શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,

મારા ઘરે પધારો ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,

થાકી જવાનું કાયમ તલવાર તાણીતાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણીતાણી,

ઈર્શાદઆપણે તો ઈશ્વરને નામે વાણી.

ચિનુ મોદીઈર્શાદ

 

કવિતાનો આસ્વાદ

Posted on September 22, 2015 by Pragnaji

કવિતાનો આસ્વાદ

આસ્વાદ કરાવનાર વ્યક્તિ સાહિત્યજગત જોડે સંલગ્ન હોવી જોઈએ. એને ગુજરાતી સાહિત્યના ઇતિહાસનો અભ્યાસ હોવો જોઈયે, અને સાહિત્યના પ્રાચીન અને અર્વાચીન પ્રવાહોની માહીતિ હોવી જોઈયે.

કોઈપણ કવિતાનો આસ્વાદ કરાવતી વખતે, શરૂઆતમાં એ કવિ વિષે થોડી માહીતિ આપવી જોઈયે. એ કવિ ખાસ કવિ બાબતમાં જાણીતા છે, ઉદાહરણ તરીકે પ્રેમાનંદ આખ્યાનો માટે, અખો છપ્પા માટે, ભોજા ભગત ચાબખા માટે, અમૃત ઘાયલ ગઝલ માટે વગેરે..વગેરે.

ત્યારબાદ કવિતાના વિષયની ટુંકમાં ચર્ચા કરવી જોઈયે. આ વિષય માટે કવિએ અપનાવેલું કવિતાનું બંધારણ (છંદ, અલંકારો, ગીત, ગઝલ કે અન્ય) યોગ્ય છે કે નહિં, તેની ચર્ચા પણ કરી શકાય. પછી વારો આવે શીર્ષકનો. શીર્ષક સૂચક હોવું જોઈયે, આકર્ષક હોવું જોઈયે, ટુંકું હોય તો વધારે સારૂં પણ કોઈવાર લાંબા શીર્ષકની જરૂર પડી શકે,

પછી વારો આવે કાવ્યપંક્તિઓનો. કાવ્યપંક્તિઓને વિષયના સંદર્ભમાં સમજાવો, એમાં વપરાયલા પ્રતિકો અને ખાસ શબ્દોનું વિષેશ વિવરણ કરો. એમાં રહેલા ગર્ભિત ઈશારા, કવિના મનમાં રહેલા વિચારો વગેરેની સમજ આપો. એકે એક પંક્તિ સમજાવવી જરૂરી નથી, પણ એકપણ મહત્વની પંક્તિ રહી ન જવી જોઈયે.

ત્યારબાદ, કવિનો શું સંદેશ છે એની ચર્ચા કરો, અને અંતમાં ઉપસંહારમાં તમારા વિચારો લખો. કવિતામાં તમને જે જે ખામીઓ લાગે તેની ચર્ચા કરો, પણ તમારી મર્યાદાને ધ્યાનમાં રાખીને.

હવે આપણે ઉદાહરણ તરીકે એક નાટ્યગીતનો રસાસ્વાદ લખીયે.

http://mavjibhai.com/MadhurGeeto/104_Mithalagya.htm મીઠા લાગ્યા તે મને

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા, જોતી’તી વ્હાલાની વાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

પગલે પગલે એના ભણકારા વાગતા, અંતરમાં અમથા ઉચાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં, વેરણ હીંચોળાખાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

ઘેરાતી આંખડીને દીધાં સોગન મેં, મટકું માર્યું તો તારી વાત રે : અલબેલા કાજે ઉજાગરો.

આજના તે જાગરણે આતમા જગાડિયો, (જાણે) ઊભી હું ગંગાને ઘાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

– પ્રભુલાલ દ્વિવેદી

પ્રભુલાલ દ્વિવેદી એટલે જૂની રંગભૂમીના બાદશાહ. દેશી નાટક સમાજ દ્વાર ભજવાયલા અને લોકપ્રિયતાની તમામ હદો તોડી ગયેલા નાટકો, એટલે પ્રભુલાલ દ્વિવેદીના નાટકો. માત્ર પટકથા સંવાદ જ નહિં, પણ નાટકના ગીતો પણ એ પોતે જ લખતા. એમના અતિ લોકપ્રિય નાટક વડિલોના વાંકેનું આ અતિ લોકપ્રિય ગીત છે. એક નવોઢા, કોઈ કામઅંગે બહાર ગયેલા, અને ગમે ત્યારે આવી પહોંચવાની સંભાવનાવાળા પતિની વાટ જૂએ છે, એનું આ ગીત છે. મોટા ભાગના નાટક-સિનેમા માટે લખાયલા ગીતોનું શીર્ષક એ ગીતની પહેલી પંક્તિ જ હોય છે, અને અહીં પણ એ નિયમ જ પાળવામાં આવ્યો છે.

આપણે જાણીયે છીએ કે કોઈની અચોક્ક્સ સમય સુધી વાટ જોવાનું કેટલું કંટાળાજનક કામ છે, કોઈ ટ્રેઈન મોડી આવવાની હોય, એરપોર્ટ ઉપર વિમાન આવવાની રાહ જોતાં હોઈયે વગેરે ખૂબ જ કંટાળાજનક પ્રવૃતિ છે, અને તેમાં પણ રાતે મોડેથી આવું કરવાનું આવે તો માત્ર કંટાળાજનક જ નહિં પણ વસમું પણ લાગે.

આ ગીતમાં નવોઢા એના પતિની વાટ જૂએ છે. કવિએ અહીં પતિની વાટ માટે વહાલાની વાટ શબ્દો વાપર્યા છે, અર્ધો કંટાળો તો અહીં જ ઓછો થઈ જાય છે. અહીં કંટાળાને બદલે ઉત્સાહપુર્વકનો ઈંતેજાર આપોઆપ આવી જાય છે. એને ઉજાગરો વસમો નહિં પણ મીઠો લાગે છે. જ્યારે કોઈ મનપસંદ કામ માટે ઉજાગરો કરવો પડે ત્યારે એ ઉજાગરો ઉત્સવ બની જાય છે. અહીં કવિ માત્ર વહાલા કહીને જ નથી પતાવતા પણ નવોઢાના મનની લાગણી વધારે સ્પષ્ટ કરતાં એના માટે અલબેલા શબ્દ પણ વાપરે છે. એનો પતિ કંઈ સામાન્ય નથી, અલબેલો છે.

હવે કવિ એ વાટ જોતી નવોઢાની મનસ્થિતિને વધારે સ્પષ્ટ કરતાં કહે છે એને કોઈના પગલાંનાં ભણકારા વાગે છે, “એ આવ્યા..એ આવ્યા..” અને પછી જ્યારે સમજાય કે હજી નથી આવ્યા ત્યારે અંતરમાં ઉચાટ થાય છે, “બહું ઠીકઠાક તો હશેને?” આ ઉચાટને વધારે સ્પષ્ટ કરવા કવિ કહે છે, અમથો ઉચાટ. શંકા કરવાનું કોઈ કારણ નથી, છતાંપણ ઉચાટ થાય છે.

પછીની પંક્તિઓમાં તો કવિએ કમાલ કરી છે. એ નવોઢા નીંદર સાથે ફરિફાઈ કરે છે, નીંદરને કહે છે કે હું તને જીતવા નહિં આપું. આવી કલ્પના તો પ્રભુલાલભાઈ જ કરી શકે. એ વાટ જોવા બેઠી તો હીંડોળા ઉપર છે, પણ હિંડોળા ઉપર ઊંધ આવી જાય તો? એટલે હીંડોળાખાટને એ વેરણ કહે છે.

હવે પછીની પંક્તિઓમાં નવોઢા ઊંધ ન આવી જાય માટે આંખોને સોગંદ આપે છે, ખબરદાર જો તેં મટકું પણ માર્યું છે તો ! આવી અંતરને છબી જાય એવી કલ્પના ભાગ્યેજ કોઈ કવિતામાં જોવા મળે. અંતિમ પંક્તિઓ આ ગીતની શિરમોર પંક્તિઓ છે. એ કહે છે, આજે હું નથી જાગતી, મારો આત્મા જાગે છે, હું તો જાણે પવિત્ર ગંગા ઘાટે ઉભી છું, અને મુક્તિની રાહ જોઉં છું.

આજથી ૭૦-૭૫ વર્ષ પહેલા લખાયલા આ ગીતનું આકર્ષણ મારા મનમાં કોઈપણ આધુનિક ગીતથી જરાપણ ઓછું નથી.

-પી. કે. દાવડા

મિત્રો આપ બધાની  ઈચ્છાને માન  આપી વધુ વિગત અહી મળશે.

https://sureshbjani.wordpress.com/2011/06/16/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AB%80-prabhulal-dwivedi/

https://junirangbhumi.wordpress.com/2011/02/18/%E0%AA%B5%E0%AA%A1%E0%AB%80%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AB%87-%E0%AA%AE%E0%AB%80%E0%AA%A0%E0%AA%BE-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF/

વાચક લખે છે ( ) વિજય શાહ

Posted on September 1, 2015 by Pragnaji

મહિનાનો વિષય છેવાચકની કલમે” 

 “શ્રી  ચિનુભાઈ  મોદી” ‘ઈર્શાદ’ ની કોઈ પણ રચના ઉપર આસ્વાદ લખવો।(કવિતા કે ગઝલ  ) 

 

પોટલી

પળ ભરેલી પોટલી છે. તેં જ તો એ મોકલી છે

મોહ નિંદ્ર ત્યાગ સાધો ખટઘડી આ પાછલી છે

જાતને સંકોચ વીરા સાંકડી છેલ્લી ઘડી છે.

હું તને ક્યાંથી ઉતારું? ખૂબ ઊંચી છાજલી છે

હોય લાંબી, લાંબી, લાંબ્બી શ્વાસની વંશાવલી છે

તું શરણમાં જા સમયની એક એ બાહુબલી છે

કોણ છે, “ઇર્શાદ” છે આ? હા ખિસામાં કાપલી છે.-ડૉ ચિનુ મોદી

(ડો ચિનુ મોદી મારા ગુરૂ જન્..તેથી તે હક દાવે તેમની આ તરો તાજી  ગઝલ હુ મારી સાથે લઈ આવ્યો. આ ક્ષેત્રે નિષ્ણાત હોવા વિશે ચર્ચા કરવી જરૂરી નથી પણ તેમના ચીત્તમાં ચાલતી પાછલી ખટઘડીની આ સુંદર ગઝલ વાત એમણે જ્યારે સંભળાવી ત્યારે હું અને મારો મિત્ર નરેન્દ્ર બજાજ બંને વાહ કહી ગયા…)

પ્રભુ સાથેનાં પાછલી ઘડીએ સંવાદ કરતા કવિ પહેલા શેરમાં કહે છે જીવન તો પળો ભરેલી પોટલી છે જે તેં દીધી છે તે પળોને જીવી રહ્યો છુ. ખુલાસો કરવો નથી કે તે પળો જે જીવાઇ ગઈ કે જીવાવાની છે તે સારી છે કે નરસી પણ હે પ્રભુ એક વાત સત્ય છે અને તે એ કે તે પળો પ્રભુ તેં મોકલી  છે

પળ ભરેલી પોટલી છે. તેં જ તો એ મોકલી છે

ખટ્ઘડી પાછલી ની સાથે અનુસંધાન સાંકડી ગલી એકદમ સુંદર્, યોગ્ય અને રોચક છે. મૃત્યુ ગમે ત્યારે આવે માટે મોહ  નિંદ્રા અને રાગ દોષોનો  ત્યાગ એ સર્વ રીતે  યોગ્ય છે અને શક્ય તેટલો સમય ગમતા કાર્યોમાં ગાળવો કહી  સુંદર સંદેશ પોતાની જાતને આપતા લખે છે

મોહ નિંદ્ર ત્યાગ સાધો ખટઘડી આ પાછલી છે

આ જાગૃતિ છે અને પાછલી ઉંમરે આવી જાગૃતિ શાંત અને પીડા રહિત મૃત્યુ આણતું હોય છે તેવું સાધુ સંતોનું માનવુ છે પરંતુ તેમની વિચારધારા અહીં અટકતી નથી પોતાની જાતને વધુ સંબોધતા કહે છે આ સાંકડી ગલી છે જાતને સંકોચો..બીન જરુરી સર્વ છોડો.. જે સાથે નથી આવવાનું તે તો ખાસ જ છોડો કારણ કે તેને પકડી રાખવાથી છેલ્લી સફર કષ્ટ દાયક થવાની છે.. પળો ઓછી છે અને પેલો મોટા આવર્તન લેતો અને અમળાતો નાગ જેમ દરમાં દાખલથાય ને જેમ સીધો થૈ જાય તેમ હવે સીધા થઇ જાવ વાળી વાત બખુબી કહી જાય છે.

જાતને સંકોચ વીરા સાંકડી છેલ્લી ઘડી છે.

આ ઘડી “સ્વ”માં વસવાની છે અને “પર”થી  ખસવાની છે આ જ્ઞાન પાછલી ઉંમરે ઘણા લોકોને આવતુ નથી.. અને તેથી જ કદાચ લક્ષ ચોર્યાસીનાં ફેરા ફરતા રહે છે.વળી આવાત સમજાવવા તે સાંકડી શેરીનું ઉદાહરણ આપે છે..કે જેમાં જે યોગ્ય છે તે જ રહે છે.. મિથ્યા માન અભિમાન ને તો કોઇ સ્થાન જ નથી. તેમની વિચારધારા હજી આગળ ચાલે છે.  પ્રભુને પૃચ્છા કે ક્યાંથી ઉતારું તને ખુબ ઉંચે છાજલી છે કહી પ્રભુ પાસે માનવ સહજ મર્યાદા સ્વિકારી લઈ ગઝલને આધ્યાત્મિક રીતે તેમનુ ઉંચુ ઊડાણ વાચકને દર્શાવી જાય છે.

હું તને ક્યાંથી ઉતારું? ખૂબ ઊંચી છાજલી છે.

પ્રભુ! તમે ઘણા દુર છો અને મારી ક્ષમતા ઓછી સમય ઓછો અને કદાચ ફરી લક્ષ ચોર્યાસીનાં ફેરામાં હું પડી જાઉં તો ? આ પ્રશ્નનો જવાબ એટલે  આગલા બે શેરો

હોય લાંબી, લાંબી, લાંબ્બી શ્વાસની વંશાવલી છે

તું શરણમાં જા સમયની એક એ બાહુબલી છે.

ખબર નથી શ્વાસોની વંશાવલી કેટલી લાંબી છે.. શક્ય છે કે તે ઘણી લાંબી પણ હોય. એક માત્ર ઉપાય છે અને તે સમયનું સ્મરણ કારણ કે સમય જ બાહુબલી છે. અત્રે પ્રભુ શબ્દનો ઉપયોગ ન કરતા સમયનું નામ દઇ કવીએ પોતે આસ્તિક કે નબળો છે તેમ છતુ ન થવા દીધું. આમેય નાટ્યકાર છે. અને પોતાના અંતિમ સમયનું નાટ્ય દ્રશ્ય એ છે કે અજાણી જગ્યાએ મૃત્યુ પામે અને પોલીસ વિચારે કે આ ઇર્શાદ કોણ છે તો તેના પ્રત્યુત્તરમા લખે છે મારું ખીસુ તપાસો તેમાં તેનો જવાબ છે

કોણ છે, “ઇર્શાદ” છે આ? હા ખિસામાં કાપલી છે.

આ સુંદર ગઝલ એમના મોં એ સાંભળવાની મઝા અનેરી છે અને તે યાદ કરતા ફરી થી હું એજ ઉત્તેજના અનુભવુ છુ જ્યારે ગુરુ શિષ્યને મૃત્યુ જેવા ભારેખમ અને અઘરા વિષયને સાવ સહજ અને સરળ રીતે શીખવે. તેઓ કહેતા કે “મૃત્યુ” એ ઘટના છે જે ક્ષણમાં ઘટે છે અને તેને માટે આયુષ્યનાં પાછલા વર્ષોમાં ભયભીત રહેવું અજ્ઞાન છે.. જેમ જન્મ તમારા હાથમાં નથી તેમ જ મૃત્યુ પણ તમારા હાથમાં નથી. જે તમારા હાથમાં છે તે કરો.. સંકોચાઓ..જે સાથે નથી આવવાનું તેનો મોહ છોડો.

કહેવું સરળ છે પણ લોકોમાં જે મૃત્યુનો ભય વ્યાપ્ત છે તે સૌને સમજાવતા કવિ કહે છે સમયનું શરણ લેવું એ એક માત્ર વહેવારિક ઉપાય છે કારણ કે તે એક બાહુ બલી છે.

મેં કવીને પુછ્યુ સમય છેલ્લી ક્ષણે જો તમને નવો જન્મ ક્યાં લેવો તે પુછે તો આપનો પ્રત્યુત્તર શો હોય? જવાબ ખુબ ઉઘડેલો અને સુચારુ હતો. હું તો બીજે ભવ પણ ચિનુ મોદી જ થઇશ. જરા વિચારો આ કવી કેટલી ભરી ભરી જિંદગી જીવ્યા હશે? ના અમિરી ના મોટી મહેલાતો પણ જે જીવન જીવ્યા તેનો ભરપૂર આનંદ.. અને એજ જીવન શ્રેષ્ઠ છે તેવો અનુભવ સભર આગ્રહ….આ જવાબ તેમને ઘણા અસંતોષી અને જિંદગી સાથે ફરિયાદો કરતા નકારાત્મક માનવીઓનાં ટૉળાથી જુદા પાડી દે છે.

આમેય હકારાત્મક જીવન જીવતા સૌ વયસ્કોને જોઇને હંમેશા આદરથી મસ્તક ઝુકી જતુ હોય છે પણ ડૉ ચીનુ મોદીનો જવાબ તો સંતોષની પારાકાષ્ટા હતી. અને  આ ગઝલ

જાતને સંકોચ વીરા સાંકડી છેલ્લી ઘડી છે.

તે તેમના શીક્ષણાની પારાકાષ્ટા.

મૃત્યુની આજ પ્રકારની તેમની વાત તેમના ખંડ્કાવ્ય વિ-નાયક્નાં અંતિમ ષટક માં લખ્યુ છે.

ઉગાડ્યો ઊગેલો સૂરજ ઢળતો સાંજ પડતાં તમારે માટે ક્યાં યમનિયમના એવા અહીં થયા ? તમે જન્મ્યા સાથે મરણ પણ નક્કી થઈ ગયું ગમે ત્યારે આવી અતિથિવત્ એ લુપ્ત કરતું. તમે સંભાળીને નટવત્ કરો સંયત ગતિ તમારી દોરીને મૂષકવત્ કાપે ક્ષણપતિ.     50

-ચિનુ મોદી

ફરીથી ધ્યાન થી જોશો તો બાહુબલી “સમય”-” ક્ષણપતિ” તરીકે ઉભર્યો છે

 

વાચકની કલમે” (2)હેમંત ઉપાધ્યાય

Posted on September 12, 2015 by Pragnaji

મહિનાનો વિષય છેવાચકની કલમે”  “શ્રી  ચિનુભાઈ  મોદી” ‘ઈર્શાદ’ ની કોઈ પણ રચના ઉપર આસ્વાદ લખવો।(કવિતા કે ગઝલ  ) તો ચાલો માણીએ  હેમંતભાઈ ની કલમે  “શ્રી  ચિનુભાઈ  મોદી” ‘ઈર્શાદ’ ની  રચના ઉપર આસ્વાદ 

હોય મારો એક હિસ્સો ને મને મારે નહીં ? કુહાડી છે, અલ્યા ! વૃક્ષને કાપે નહીં ?

ખૂબ તરસ્યું વૃક્ષ, જૂનું ને જરઠ, પાછું બરડ; છો નમેલું હોય પણ ઊખડી જવા માંગે નહીં.

બધા અડબંગ માણસની જવા દે વાત તું ઇચ્છતા જે છાંયડો, પણ, વૃક્ષને વાવે નહીં.

ભવે વૃક્ષનો અવતાર પામેલો હતો મૂર્ખ છે કે પાંદડાના પ્રેમને જાણે નહીં !

જીવવાનો અર્થ સમજાયો હતો ઈર્શાદને વૃક્ષ પંખી થાય ત્યારે જીવ બાળે નહીં.

ચિનુ મોદી

ચીનુભાઈ  મોદી  સાહેબ જેવા  તત્વજ્ઞ, વિચારક , શબ્દો ના  સ્વામી , અનુભવી  સર્જક ની રચના પર  આસ્વાદ  લખવો  એટલો અઘરો  છે   જેમ કે   ….  એક  દીપક ને કહો કે સૂર્ય  નો આસ્વાદ લખ,  એક   પહેલા  ધોરણ  ના બાળક  ને  કહો કે  નાસા   ની સિદ્ધિ    લખ  

  હૃદય ના ઊંડાણ માં થી  આવતી ભાવના ને , શબ્દ ના સાથીયા  માં  અનેક રંગો દ્વારા  સમાજ  સામે  લાક્ષણિક ઢબે રજૂઆત  કરવાની કળા માં  નિષ્ણાત  શ્રી  ચીનુભાઈ  સાહેબ ના   કાવ્ય ને  સમજવા નો  અલ્પ  પ્રયાસ  કર્યો છે

વ્રુક્ષ  અને માનવી નું જીવન  સમાંતર  વેદના , સંવેદના નું સામ્ય ધરાવે  છે ,નાનકડા  બાળક ની અત્યંત  કાળજી રાખતી  ” માંઆવી સ્નેહભરી  સંભાળ  માં માતૃત્વ  નો આનંદ માણે છે  એમ  બીજ  ને  રોપ્યા  પછી સતત કાળજી  ,પાણી  ખાતર   આપી ને  એના વિકાસ ને નિહાળી ને  મનોમન , પ્રફુલ્લિત થતો  માળી કે ખેડૂત  બસ , આવો આનંદ  માણે છે ,  વ્રુક્ષ મોટું  થતા  માળી દ્વારા  લેવાયેલી સંભાળ  ઓછી  થતી જાય  છે  અને ફળ  ની અપેક્ષા વધતી  જાય છે ,  દીકરો  મોટો થાય  એટલે   માં  બાપ ને  થાય  કે હવે  મારો આધાર  , મારો  સથવારો  , મારી કાળજી  કરનાર  મળી  ગયો  છે,

હોય  મારો એક હિસ્સો  ને મને મારે નહીં ?

     કુહાડી છે  અલ્યા !   વ્રુક્ષ  ને  કા પે  નહીં  ?

દરેક  સંતાન સરખું હોતું નથી  , દરેક  સંતાન   માં  બાપ ની  થાય અપેક્ષા   કે ઈચ્છા ને  માનઆદર  આપે  એવું  ના પણ બને , સંતાન  જયારે  કુહાડી  નું સ્વરૂપ  લે ત્યારે  માં બાપ ની  આશા  , અપેક્ષા અને  સ્વપ્નો ને  કાપી નાખી  , માં  બાપ  ના જીવન ને  લાચાર  બનાવી દે છે , આવા  કુહાડી  જેવા  સંતાનો ને કારણે    આજે  વૃદ્ધાશ્રમો  સ્થપાયા છે અને વિકસતા  જાય છે ,સમાજ ની ભીષણ  કરુણતા  , અને  સંવેદના  ને કવિ  ખુબ  માર્મિક  રીતે  રજુ  કરી છે , સંતાન ના સંસ્કાર  ,હૃદય  ની  લાગણી પર    કુઠારાઘાત   છે  , પોતાના  અસ્તિત્વ  ની ભેટ  આપનાર અને  તેના   વ્યક્તિત્વ   ને  વિકસાવનાર માં  બાપ ને જયારે  સંતાનો તરફ થી  , ધિક્કાર  , અવગણ ના કે  તિરસ્કાર  સહન કરવો પડે છે ત્યારે  ,  થાય છે કે  મને  મારા    મારવા  બેઠા છે , અદભુત  રીતે  કહેવાયેલી  સમાજ ની    વાસ્તવિકતા  ને  પ્રણામ કરવા  ઘટે ,

ખુબ  તરસ્યું  વ્રુક્ષ  ,જુનું અને જરઠ, પાછું  બરડ

     છો નમેલું  હોય  પણ  ઉખડી જવા  માંગે  નહીં  “

દરેક  મનુષ્ય  ની જીવવા  માટે ની લાલસા  , અભીપ્સા , અને  મહેચ્છા  ને ખુબ સરસ  રીતે  વર્ણવી છે , મૃત્યુ  કોઈ ના હાથ  માં  નથી , માંગેલું  મૃત્યુ  મળતું  નથી  પણ ,જીવન ની અંતિમ  ક્ષ ણો માં પણ વ્યક્તિ  સંસાર ની  મોહ માયા , માં થી  નિવૃત્ત  થવા  ઈચ્છતો  નથી,  પોતાનું કોઈ સાંભળે, પોતાને કોઈ  પૂછે  અને પોતે  કહે  એમ કરે , એવી  જીજીવિષા  ઓછી થતી  નથી , સંસાર માં થી  ઉખડી  જવું  કે  ઉપડી  જવું એમ નહિ  પણ  વૃદ્ધાવસ્થા માં દરેક  વ્યક્તિ  પોતાના  આચાર , વિચાર  , આચરણ , અપેક્ષા ને પોતાના  પુરતી  સીમિત  કરી દેવી જોઈએ , બાળકો ને પોતાનું જીવન એમની રીતે  માણવા  માટે  મુક્ત  રાખવા  જોઈએ , આયુ  ની ગતિ  સાથે  સંસારિક  જવાબદારી કે  પળોજણ  માં થી  મુક્ત  થવાની રહેવાની , માનસિકતા  ના કેળવાય  તો , બાળકો ના હૃદય  માં થી  , લાગણી માં થી  એમની , સ્નેહાળ સંવેદના  માં થી તમે  ઉખડી  જવાના  છો , તમારે  જો , તમારા અસ્તિત્વ  ને ટકાવી રાખવું  હોય, સુગંધિત રાખવું હોય  તો , ક્યારે  ક્યાંથી  ખસી જવું    નક્કી  કરતા  આવડવું   જોઈએ

”     બધા  અડબંગ, માણસ  ની  જવા  દે  વાત  તું

ઈચ્છતા    જે  છાયંડો ,પણ વ્રુક્ષ   ને  વાવે   નહીં  “

માનવ  જીવન ના  સ્વાર્થી   સ્વભાવ  ને  , કવિ  વ્યંગાત્મક   રીતે  રજુ  કર્યો છે ,મોટી  મોટી વાતો  કરનારા , આચરણ  થી દુર  રહે છે , સમાજ માં રહી ને  દમ્ભિક  મોટાઈ, પ્રમાણિકતા , અને  સંસ્કારિતતા  નો    દેખાડો  કરનારા નું  સ્વરૂપ  સાચા  સમયે  પરખાઈ   જાય છે , તો બીજી બાજુ જેઓ   પોતાના  બાળકો  પાસેથી  વૃદ્ધત્વ માં  અપેક્ષાઓ રાખી ને  બેઠા  છે   તેઓ પોતાની યુવાની માં પોતાના  માં બાપ   પ્રત્યે  જવાબદારીઓ   અદા  કરી નથી  એમને સંસ્કાર   વાવ્યા નથી ,અને ફળ  ની  અપેક્ષા રાખે છે , એક  અર્થ એવો પણ થાય કે દરેક વ્યક્તિ પોતાની  વૃદ્ધા  અવસ્થા  માં સહારો ઈચ્છતી  હોય , કેટલાક  નિસંતાન  દંપતી  આવી  ઈચ્છા  રાખવા  છતાં   કોઈ અનાથ  બાળક  ને દત્તક લેવાનું વિચારતા  નથી , “સાથ  આપવો  નહિ  અને  સંગાથ  શોધવો  ”   એવી વૃત્તિ  થઇ ગઈ   છે  , અનાથ  ને બાથ  માં લેવો  નહિ  ને  વૃદ્ધત્વ  માં હાથ  શોધવો,  વ્યક્તિ  ની મનોવૃત્તિ  પર  સુંદર શબ્દો  માં  કરાયેલો   વજ્રઘાત   છે ,

 ”     ભવે  વૃક્ષ  નો અવતાર  પામેલો હતો  

મુર્ખ  છે  કે  પાંદડા  ના પ્રેમ ને   જાણે   નહીં  “

વેદના  અને સંવેદના  સાથે  હાસ્ય  ની ભેટ માત્ર  મનુષ્ય  ને મળેલી  છે, મનુષ્ય નો  અવતાર મળ્યો છે તો માત્ર  પોતે હસતા રહે   એવી કલ્પના , વિચાર ,અને  પ્રયત્ન મનુષ્ય  ના સ્વાર્થી  ગુણ  ને  દ્રશ્યમાન  કરે છે ,પ્રભુ  મનુષ્ય  નો  અવતાર આપ્યો છે  તો અન્ય  ના દુખ , દર્દ , લાચારી , પરિસ્થિતિ , અને ઉણપ  ને  સમજવાનો  પ્રયત્ન    કરી તો   મનુષ્ય  અવતાર  વ્યર્થ  છે ,માત્ર   હસો  એટલું નહિ  પણ કોઈ ને  હસાવો જાણો,અને કોઈ  ની ભૂલ , અપકાર ,કે  અપમાન  ને હસી કાઢો એવું મનોબળ પણ કેળવવું  જોઈએ ,આપણ ને  પરમાત્મા   જે  આપ્યું  છે એનો ઉપયોગ  માનવતા  માટે કરીએ , તો આપણે  માનવ  થવા  ને લાયક નથી ,” પ્રેમ પામતા  પહેલા  પ્રેમ આપવો  પડેમાં બાપ પોતાના  બાળકો  ને જન્મ થી લઇ ને  યુવાની સુધી  , તે  સદ્ધરતા  પ્રાપ્ત  ના કરે  ત્યાં સુધી  અઢળક  પ્રેમ  આપે છે , તો  વૃદ્ધત્વ  માં પ્રેમ પામે છે , જે પ્રેમ ને , સત્ય ને , અને  કરુણતાને , સમજ્યો નથી   માનવ  કહેવડાવવાને  લાયક નથી ,તમે  આપો એનાથી અનેક  ઘણું  ઈશ્વર  આપે છે , અને તમે જે મેળવો છો એટલું જયારે આપી ના શકો  તો  આપનાર  ભગવાન  કહેવાય છે , માં  ના  સ્નેહ ,સંભાળ , અને  પ્રેમ નો બદલો  વાળી  શકતો નથી માટે  ” માંને ઈશ્વર  નું  સ્વરૂપ કહેવાય છે ,બાળકો જયારે  માં બાપ ના  ઋણ  ને  અવગણે  છે  ત્યરે તેઓ મુર્ખ છે તેમ કહેવું ઉચિત છે ,

”    જીવવાનો અર્થ   સમજાયો હતો  ઈર્શાદ ને

       વ્રુક્ષ   પંખી થાય  ત્યારે જીવ બાળે  નહિ

 

મનુષ્ય  ના જીવન નું અસ્તિત્વ , જીવન નો મર્મ ,જીવન નો અર્થ ,જીવન નો ઉપયોગ , અને જીવન નું મહત્વ  સમજવું   દરેક માટે જરૂરી છે ,પંખી હમેશા  ઉડી જવા  માટે  સર્જાયું  છે , દરેક  માનવ  પંખી બની  ઉડી જાય  એટલે કે મૃત્યુ  પામે ત્યારે  સમજુ માણસ  જીવ બાળે  નહીં ,કવિ કહે છે  કે વૃદ્ધ વ્યક્તિ અથવા  તમારા  સ્નેહીજન ,સ્વજન નો આત્મા જયારે  પંખી બની  ઉડી જાય ત્યારે જીવ બાળશો  નહીં ,એના  વ્યક્તિત્વ ને તમારા   વિકાસ માટે  નો માર્ગદર્શક , દિશાદર્શક , ને સલાહકાર માનજો ,એમના   અનુભવ ના  જ્ઞાન  ને તમારા વિકાસ ના  પથદર્શક માનજો ,,જીવ બાળી  ને  દુખી થઇ ને તેમની યાદો ને  , સ્મરણો  માં સમય  વ્યતીત  કરવાને  બદલે  એમના  વ્યક્તિત્વ  માં થી  કૈંક  મેળવવાનો  પ્રયત્ન કરજો,મનુષ્ય  ના જીવન ની યાત્રા ના એક એક  ચરણ  ને  વ્રુક્ષ ના  માધ્યમ થી  સચોટ  દર્શન કરાવનારા   શબ્દ  ગ્રંથ  ને  પ્રણામ કરું   છું  ,

હેમંત   ઉપાધ્યાય

 

← Older posts

વાચકની કલમે” (3)રશ્મિબેન જાગીરદાર

Posted on September 14, 2015 by Pragnaji

મહિનાનો વિષય છેવાચકની કલમે”  “શ્રી  ચિનુભાઈ  મોદી” ‘ઈર્શાદ’ ની કોઈ પણ રચના ઉપર આસ્વાદ લખવો।(કવિતા કે ગઝલ  ) તો ચાલો માણીએ  રશ્મિબેન જાગીરદારની કલમે  “શ્રી  ચિનુભાઈ  મોદી” ‘ઈર્શાદ’ ની  રચના ઉપર આસ્વાદ

ઈર્શાદએમ કોઈ કહે કે ના કહે શબ્દ ને પોતાની ઓળખ બનાવી લીધી , આમ પણ કોઈ ના નિમંત્રણ કે રજામંદી ના તેઓ શ્રી કયાં મોહતાજ હોય છે? નવો રસ્તો ને નવો ચિલો ચાતરવા સદા ઉત્સુક એવા શ્રી ચિનુ મોદીના લખાણ ને સમજવું પણ જ્યાં સહેલું નથી,ત્યાં   હવે હું તે સમજાવવા બેસીશ !!! 

                                             પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,

ઈર્શાદઆપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર કોના નખની થઈ નિશાની?

ઈચ્છાને હાથપગ છે વાત આજે જાણી.

શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,

મારા ઘરે પધારો ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,

થાકી જવાનું કાયમ તલવાર તાણીતાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણીતાણી,

ઈર્શાદઆપણે તો ઈશ્વરને નામે વાણી.

            ખરેખર, જયારે કવિ કોઈ કવિતા કે ગઝલ લખે, ત્યારે તેમના મન માં ઉદ્ભવેલા ભાવો અને ભાવો ને રજુ કરવા વપરાયેલા ચોક્કસ શબ્દો ને સમજવા કે રસાસ્વાદ કરાવવા સંપુર્ણ પણે શક્ય નથી

                                               પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,

                                                ’ઈર્શાદઆપણે તો ઈશ્વરને નામે વાણી.

                એક સામાન્ય માણસ ઘણી વાર પોતાની તુલના પોતેજ કરવા બેસે ત્યારે  કહેતો હોય છે, આપણી  પાસે તો મિલકત ના નામે બસ એક ખોરડું છે, અથવા ભણતર ના નામે ગણો તો વાંચીલખી જાણીએ તે છે! આવી બધી તુલનામાં વ્યક્તિ ખાસ કરી ને પોતાને અકિંચન દર્શાવવા માંગે છે અથવા તે   વાત કાબુલ કરે છે.    આખે આખો પર્વત તો પત્થર નો બનેલો હોય છે પર્વત તો પત્થર નો ભંડાર છે, પણ આપણી  પાસે તો બસ પર્વત ના નામે એક પત્થર છે ! તો વળી જળ નો ભંડાર એવો દરિયો , પાણી માટે  દરિયાથી  ધનાઢ્ય બીજું કોઈ હોય ખરું ? પણ અહીં તો  દરિયા ને નામે માત્ર પાણી છે ! આગળ વધી ને કવિ શ્રી કહે છે, ઈશ્વર છે કે નથી ? અને જો છે તો ક્યાં છે ? કેવો છે ? ખબર નથી , એટલે મારી પાસે  તો મારા શબ્દોમારી વાણી માત્ર છે, ઈશ્વર ના નામે !!!   “ઈર્શાદ, આપણે  તો ઈશ્વર ના નામે વાણી ” 

               આંસુ ઉપર કોના નખની થઈ નિશાની?

               ઈચ્છાને હાથપગ છે વાત આજે જાણી.

    સ્નેહી જન નો વિયોગ તો  વસમો   હોય, વિદાય ને સહન નકરી શકાય ને ત્યારે આંખો અશ્રુ સભર બને છે , મન માં  ઊંડે   એક પ્રબળ ઈચ્છા પ્રગટતી હોય છે , –કાશ આપણા આંસુ ને લુછવા પ્રિયજન ખુદ પ્રગટે !!! ત્યારે  કવિ કહે છે કે હાથ ના નખ ની  નિશાની આંસુ ઉપર થઇ , ખરે ખર થઇ ! અને તો નક્કી ઈચ્છા ને પણ હાથ પગ હોવા જોઈએ ! પણ વાત મેં તો આજે જાણી.

                                       શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ

                                        મારા ઘરે પધારો ગંજીપાની રાણી

    શ્વાસ હોય ત્યાં સુધીજ જીવ છે , દુનિયા છે. કોના નસીબ માં કેટલા શ્વાસ છે ,  તો એવો કોયડો છે જેનો ઉકેલ હજી સુધી તો શોધાયો નથી. પ્રિય અને પ્રિયતમ   કે પતિ અને પત્ની સાથે જીવતા હોય એમાં થી પત્ની વિદાય લે ત્યારે પતિને કેવી લાગણી થાય? તેને લાગે કે, શ્વાસ ની રમત માંજીવતર ની રમત માં તેની હાર થઇ છે !અને તે ઝાંખી રહે છેકે જીવન રૂપી ગંજીફા ને છોડશો નહિ હે રાણી,  તમે મારા ઘરે પાછા આવો.

                         ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,

                            થાકી જવાનું કાયમ તલવાર તાણીતાણી

                  કાચઅરીસોએનો તો એક ધર્મ , જે સામે આવે તેને તેનું અસલી રૂપ બતાવે, જીવન ના ઝંઝાવાત સામે ઝૂઝવા, હમેશા લડવા માટે તૈયાર રહેવું પડે . ક્યારેક લડાઈ ખુદ ની સાથે હોય તો ક્યારેક સત્યની જાળવણી માટે હોય . દિવસ ઉગે ને એક અનોખી લડાઈ માટે નું ક્ષેત્ર તમારી સામે આવી જાય , એટલે તમારે તલવાર તાણી  ને  તૈયાર  રહેવાનું એનો થાક લાગે.

                      થાકી જવાનું કાયમ તલવાર તાણીતાણી,

                       ’ઈર્શાદઆપણે તો ઈશ્વરને નામે વાણી

 જીવન ને જીવ્યા કરતાં,  ઝૂઝવું વધારે પડે અને રોજ ની દરેક ક્ષેત્રે આવતી આફતો ને આંબતાઆંબતા , લડતાંલડતાં જાણે જીવવાનો પણ થાક લાગે.

બધી મુશ્કેલીઓ, ઈશ્વર ની કૃપા થી પાર કરી પણ લેવાય, જયારે કોઈ નો સાથ કે સહારો ના સાંપડે ત્યારે ઈશ્વર નો સાથ મળી રહે ને આપણી  નૈયા પાર પડે.   પણ જો ઈશ્વર નથી એમ તમે માનો તો? ઈશ્વર ના નામે માત્ર વાણી હોય તો ? તો પછી , વાણી ને ઈશ્વર નો અંશ સમજી ને એની પર પરમ શ્રદ્ધા રાખવી જોઈએ, તો જેમ જાણવા મળ્યું ને, કે ઈચ્છા ને પણ હાથ પગ હોય છે, તેમ બીજું એક સત્ય લાધે પણ ખરું કેવાણી માં પણ ઈશ્વર હોય,   કદાચ !!! તમે નાસ્તિક હો કે પુરા આસ્તિક ના હો , તો  અસમંજસ તો રહેશે  ને ?      અસ્તુ.  

રશ્મિબેન જાગીરદાર

 

વાચકની કલમે” (4) જયવંતી પટેલ

Posted on September 15, 2015 by Pragnaji

મહિનાનો વિષય છેવાચકની કલમે”  “શ્રી  ચિનુભાઈ  મોદી” ‘ઈર્શાદ’ ની કોઈ પણ રચના ઉપર આસ્વાદ લખવો।(કવિતા કે ગઝલ  ) તો ચાલો માણીએ. સરસ અને સંવેદનશીલ. સીધી દિલને અડકતી ગઝલ ઉપર વાચકની કલમે આસ્વાદ.

સરસ વાત કરવાનો મોકો મળ્યો, તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

મને ક્યાં ખબર: હું છું વહેતો પવન, બધાને ઘેર ફરવાનો મોકો મળ્યો.

હતાં ઝાંઝવા એથી સારું થયું, મને રેત તરવાનો મોકો મળ્યો.

થયું: હાશ સારું કે છે તો ખરો, ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

ગઝલને થયું: છે ઈર્શાદતો ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

ચિનુ મોદીઈર્શાદ

શ્રી ચિનુભાઈ મોદીની રચના ઉપર આસ્વાદ લખવો એટલે જળ જળ બમ્બાકાર થતો હોય ત્યાં દળીયામાં પાણી ભરી છંટકારવુ છતાં નમ્ર પ્રયાસ કરું છું. શ્રી ચિનુભાઈ મોદીનાં લખાણમાં ખૂબ ઊંડાણ હોય છેતેમજ દ્વિઅર્થી પણ ખરુંસચોટ લખાણ ખૂબ ઊંડું જઈ શકે છે. અને હદયને સ્પર્શી જાય છેજીવનમાં ઘણું બધું બની જાય છેકંઈક ગમતું, કંઈક ગમતુંપણ તેમાંથી પાર થઇ, પાછા ઊઠી બેઠા થઇ સાચી રાહ પકડવી કંઈ જેવાતેવાનું કામ નથીમુસીબતો કોના જીવનમાં નથિ આવતીપણ મુસીબતોનો સામનો કરવો અને તેમાંથી સાચું દ્રષ્ટી બિંદુ પકડવું એજ શૂરાની પહેચાન છે.

સરસ વાત કરવાનો મોકો મળ્યો

તને પુષ્પ ધરવાનો મોકો મળીયો

પંક્તિ કોને સંબોધીને લખાય છેકહી શકશોહું એમ માનું છું કે તે ભગવાનને અનુસંધીને લખાય છેજયારે તમે તમારામાં ખૂબ ઊંડા જઈ શકો ત્યારે ભગવાન સાથે પણ સરસ રીતે વાત કરી શકો છોઅને એવો મોકો વારંવાર નથી મળતોતેને માટે ખૂબ પ્રયત્ન કરવા પડે છેઅંતરની ખાનદાની રાખવી પડે છેઅત્યારે પર્યુષણ મહાપર્વ ચાલી રહયા છે પર્વમાં જૈન ધર્મ અનુસાર આત્મ શુધ્ધી થાય છેઆપણે દરરોજ સ્નાન કરી બાહય શુધ્ધી તો કરીએ છીએ પણ આત્મ શુધ્ધીની પણ એટલીજ જરૂરિયાત હોય છે માટે સ્વ ને ઓળખવાની જરૂર હોય છે. માનવ, ભગવાન અને આત્મા ત્રણેય નું મિલન એટલે પરમ આત્મા –  પરમાત્માસ્વ ની ઓળખ પર્વ દરમિયાન કરવાનો મોકો મળે છે.

જ્યાં સરળતા, પ્રેમ અને સમજ હોય ત્યાં તમે નિખાલસતા લાવી વાત કરી શકો છોતમે કહેશોપ્રેમિકાને પણ બધી વસ્તુ લાગુ પડી શકે છેહાજરૂર પડી શકે છેપણ અહી નિખાલસ વાતો પછી પુષ્પ અર્પણ થાય છેખૂબ પવિત્રતા વર્તાય છેઆટલી વિનમ્રતા અને પ્રેમ સહિત પુષ્પો તો પ્રભુનાં પાદ ચરણમાં અર્પણ થાયપ્રેમિકા સ્થાન લઈ શકેઅને જયારે પ્રભુ સાથે વાર્તાલાપ થતો હોય ત્યારે અંતરમન વિકસિત થાય છેઅંતરની વાતો કરવાનો મોકો મળે છેએમાં સમર્પણનો ભાવ આવે છે. અને ત્યારેજ પુષ્પો ધરવાનો મોકો મળી જાય છે.

મને ક્યાં ખબર હું છું વહેતો પવન

બધા ઘર ફરવાનો મોકો મળ્યો

જીવનમાં સ્થિરતા લાવવી કે હોવી જરૂરી છેએવું આપણે માનીએ છીએપણ કંઈક કિસ્સાઓ એવા હોય છે  કે લાખ પ્રયત્ન કરવા છતાં સ્થિરતા આવેજીવન ડામાડોળ થયા રાખેચઢતી પડતી આવે તે સાથે સુખ અને દુઃખની ભાવના પણ આવેતેમાંથી પણ આશ્વાશન લેતાં આવડવું જોઈએ  ચિનુભાઇ ખૂબજ સરસ રીતે વાતને વાળી લેતાં કહયું  હું વહેતાં પવન જેવોભલે સ્થિર હોવ પણ રીતે બધા ઘરો એટલે કે માનવોને મળવાનો અને ઓળખવાનો અવસર મળીયોજુદાં જુદાં માનવીના સંપર્કમાં આવવું, તેમની મનોદશાનો ખ્યાલ લાવવો અને વળતાં તેમને કઈ મદદરૂપ થવું માનવતાની ઉચ્ચ કક્ષાની સિદ્ધિ છેમધર ટેરેસા પોતાનું આખું જીવન ભારતનાં ગરીબોને મદદ કરવામાં અને સમજવામાં કાઢી નાખ્યુંકેટલી દયા હશે હૃદયમાં ત્યારે ક્ષય અને કોઢ જેવાં ચેપી રોગવાળાઓ ની સેવા થઈ શકેઅને આવા હૃદયને ઉપરવાળા સાથે સાચું કનેક્શન યાને કે સેતુ બંધાયેલો હોય છેએટલે પેલી કહેવત પ્રમાણેક્સુતરે લાભથયો.

થયું : હાશ સારૂ કે છે તો ખરો

ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો

જીવનને ઉપર છલ્લી રીતે જીવતાં ઘણાં માનવીઓ મુખ ઉપર હાસ્ય રાખી એમ બતાવે કે તેઓ જે કરે છે તેમાં કંઈજ ખોટું નથીનજીવી વાત માટે પણ ખોટું બોલી શકાય છે. પણ જયારે એને પછડાટ પડે ત્યારે બોધ મળે અને ભગવાનનો ડર રાખતાં શીખે  – પણ એક મોકો મળેલો કહેવાય.

બચતમાં હતા અશ્રુઓ એટલે

નયન બન્ને ભરવાનો મોકો મળ્યો

જયારે બધુંજ લુંટાઈ જાય છે ત્યારે આવી ભાવના ઉત્કર્શે છેકાળની ગતિ સામે કોઈનું ચાલતું નથીઆપણા ખૂબ વ્હાલા સ્વજન ચાલ્યા જાયરાયમાંથી રંક બની જવાય, સમગ્ર સ્વપ્નની દુનિયા બનાવી હોય તે ભાંગી જાય , બધું વેરણ છેરણ થઈ જાયશા માટે આવું બન્યું પણ સમજાય પણ તેનો પડઘો જીવનની દરેક ક્ષણમાં વરતાયમન એટલું દુઃખી થઈ જાય કે સમજાય કે કોની પાસે હૈયા વરાળ કાઢુંબની ગયું તેને બન્યું કેવી રીતે થાય. ભૂલો કરી તેની આટલી કપરી સજાહવે નથિ સહેવાતું કારણકે સમય કોઈને માટે ઠહેરતો નથિ અને નાસીપાસ થતાં એજ ભાવના આવે કે મારી પાસે હવે શું બચ્યું છેનયનોમાં અશ્રુઓ ભરી ખૂલ્લા દિલે રડી લેવાનો જાણે મોકો મળી ગયોચિનુભાઇ ની  વ્યક્ત કરવાની શૈલી કંઈ અનોખી છે.

મુસીબત પડી તો સારું થયું

સ્વજનને સરવાનો મોકો મળ્યો

પરિસ્થિતિ સારી હોય ત્યારે સગાવાહલા ખૂબ પ્રેમ બતાવે છેમિત્રો પણ અવારનવાર ફોન કરે છેખબર અંતર પૂછે છેપણ જયારે ચંચળ લક્ષ્મીદેવી પલાયન થઈ જાય ત્યારે અને એવી બીજી ઘણી મુસીબતો જીવનમાં આવે છે ત્યારે સાચા મિત્રો સાથ આપશેજે આપણા સ્વજન હોય પણ જરૂરિયાત વખતે કામ લાગતાં હોય, એવા સ્વજનને  મોકો મળતાં સરી જતાં વાર નથી લાગતીજાણે મોકાની રાહ જોતાં હોયઅહી ચિનુભાઇ ખૂબ સરસ રીતે વ્યંગમાં વાત કહી દીધી છેજયારે બધા સાથ છોડી જાય ત્યારે તે એકલો તમારી પાસે ઊભો રહે સાચો મિત્ર, સાચો સ્વજનસરવાનો મોકો મળે અને સરી જાય તે સ્વજન કેવો !!!

ગઝલને થયું છે  ઈર્શાદતો

ઠરીઠામ  ઠરવાનો મોકો મળ્યો

ચિનુભાઇ ની ગઝલોમાં ખૂબ મર્મ રહેલો હોય છેમગજમાં વિચારો આવવા અને તેને રસપૂર્વક પ્રદર્શિત કરવાં પણ એક કળા છેતેમની લાક્ષણિકતા અને ભાવો એમની કવિતા અને ગઝલમાં ખૂબ જોવા અને માણવા મળે છે કંઈ નાની સૂની વાત નથીગઝલને પણ કોઈ માનવી એની નિરાળી ભાષામાં પ્રદર્શિત કરે તો તેનું માન વધી જાય છેગઝલને પણ ઠરીઠામ થવાનો મોકો મળે છે. અનેઈર્શાદએ કામ કર્યું છે.

જયવંતી  પટેલ

 

 

વાચકની કલમે” (5)તરુલતા મહેતા

Posted on September 16, 2015 by Pragnaji

ચિનુ મોદીના સર્જનાત્મક વેભવમાંથી એકાદ બે મોતીને પરખ કરી હદયથી માણ્યા છે.મારા આનંદમાં  સહ્દય ભાવકને સામેલ કરું છું. મુક્ત કલમે લખાયેલો લેખ છે.

ઈર્શાદચિનુ મોદીનું નામ સાંભળી મારા મનમાં 22મી એપ્રીલ 2015ની મારા વતન નડીયાદની સવાર સાંભરી,ઉનાળાની સવાર એટલે તડકો માથે ચઢે તે પહેલાં વહેલી  પરવારી બહાર મંદિર તરફ જવાના વિચારમાં મોબાઈલ  ફોન લીધો,એટલામાં ફોન રણક્યો,ચિનુ મોદીનો હતો.’તરુલતાબેન તમારા વાર્તાસગ્રહપીગળતો સૂરજમાટે અભિનન્દન,સારી વાર્તાઓ વાંચ્યાનો આનંદ થયો,’ મેં કહ્યું ,’ આભાર,ફોન પર તમારી સાથે વાત કરી આનંદ થયોચિનુ મોદી કહે ,’કેટલીક વાર્તાઓ મને વિશેષ ગમીપિતૃ દેવો ભવ ‘,ડી.એન..,’પીગળતો સૂરજ

મેં કહ્યું ,’તમને ગમી તો વાર્તા લખવાનો ઉત્સાહ રહેશે.’ ચિનુ મોદી કહેખૂબ લખો,અમદાવાદ આવો તો મળજો.’મેં કહ્યું’,

બે દિવસ પછી અમેરિકા જાઉં છુચિનુ મોદીએ કહ્યું ,’ગૂડ લક ‘.

ચિનુ મોદીની કવિતાની હું ચાહક છું,જીવન અને કવનમાં ક્રાંતિકારી તેઓ  અમદાવાદનારે મઠના કવિ.લાભશંકર ઠાકર, મનહર મોદી,સુરૂપ ધ્રુવ અને બીજા ઘણા કવિઓ સાથે તેમની બેઠક,તેઓ મારા સમકાલીન પણ ત્રણેક વર્ષ સીન્યર,’રે મઠના નવા ચીલાઓ,પ્રયોગોને આશ્ચર્યથી આવકારીએ અને માણીએ,કવિતા ,નાટક ,વાર્તા ,આત્મકથા બધાજ ક્ષેત્રે એઓએ હલચલ મચાવેલી,કોલેજમાં પ્રાધ્યાપક થયા પછી વિદ્ય્રાથી દ્વારા તેમના નાટકો ભજવાતા જોયેલાં,પરિષદોમાં તેમની ગઝલો માણેલી,અમદાવાદ ,સૂરતના મુશાયરાઓમાં તેમની ગઝલો સાંભળેલી,તમે કહો,’ઈર્શાદને દાદ આપ્યા વગર કેમ ચાલે? પ્રજ્ઞાબેનની મહેનતથી આપણને સૌનેબેઠકમાં ગુજરાતી ગઝલ,ગીતો વગેરેનું ભાથું મળી જાય છે.એમને પણ મારી દાદ છે.

આજે ચિનુ મોદીનામેમરી લેનનાટકનું ગીત આસ્વાદ માટે પસંદ કર્યું છે.આપણા સૌના હદયને સોંસરવું સ્પર્શે તેવું છે.તેમને અમેરિકાની મુલાકાત દરમ્યાન  અનુભવ થયેલો।સર્જકને  પોતાના જીવનમાંથી અને આજુબાજુના સમાજના જીવનમાંથી લેખનની  સામગ્રી મળે છે.વિજાપુર,વતન કડીથી આરમ્ભાયેલી એમની જીવનયાત્રા અમદાવાદને કર્મભૂમિ બનાવે છે.જીવનમાં ધર્મપરિવર્તન જેવા તોફાનનો સામનો પણ તેમણે કર્યો છે.તોફાન અને વિધ્ન વગરનું જીવન સર્જક માટે શક્ય નથી.તેમણે એમના અનેક સંગ્રહોમાં ગઝલ ,ગીત કવિતાનો ધોધ વરસાવ્યોછે.એમાં કોરા રહેવું શક્ય નથી.

મેમરી લેન ‘ ‘ઈર્શાદ

આંખોનો વરસાદ નથી કેં મોન્સુનનો રેઇન

                              રેગ્યુલર રેઇન

ટપક ટપક આંસુ ટપકે તે જૂનાં દૂઝે પેઈન

                             છે મેમરી લેન.

રસ્તે રસ્તે પડેલ પગલાં ,પગલાં નથી ભૂસાતા

વીતી ગયેલી સૌ વેળાના ચિત્ર ફરી દોરાતાં

કેંક ખત ગાંડા લાગે તો કેંક વખત બહુ સ્ત્રેઇન

                            છે મેમરી લેન.

જૂનું જૂનું સઘળું જૂનું,સૂનાં સૂનાં સ્થાન

આજ સજીવન પાછો બનતાં પહેલાંનો સંધાન

કાટમાળ ખસેડવાને :લાવો,લાવો ક્રેઇન

        છે મેમરી લેન.

કોઈ પણ સંવેદનશીલ માનવની આંખમાં વીતેલા જીવનની ગલીકુંચીમાં ફરતા પાણી આવી જાય તે સહજ છે.ચિનુ મોદી તેમની એક ગઝલમાં કહે છે,’ ગઝલ લખવાનું કારણ છે કે ,આંખને ખૂણે હજી ભેજ છે.’આંખોના વરસાદ અને ચોમાસાના રેગ્યુલર રેઈનમાં ફર્ક એટલો કે આકાશમાં વાદળો ઘેરાય ,વીજળીના કડાકા થાય મેઘ ગાજે ને વરસાદ પડે,સૂકી ધરતીની પ્યાસ બૂઝાય,લીલોતરી ખીલી ઉઠે.તે મોન્સુનનો વરસાદ.હદયની  ઊડી લાગણીભીની ભોંયમાંથી વેદના આંખોમાં ખારા,ઉષ્ણ આંસુરૂપે ટપકે  તે આંખોનો વરસાદ.પાણીનો સ્વભાવ ઉપરથી નીચે પડવાનો છે.જયારે અસલી આંસુ હદયમાંથી ઉપર આંખમાં આવી ટપકે છે.વીતેલી પળોના પેઈન જ્યાં ફરી જાગે તે મેમરી લેન દુનિયાના કોઈ પણ શહેર કે ગામની સ્ટ્રીટ હોઈ શકે ,ન્યુ જર્સીની હોય,મીલપીટાસની હોય ,મુંબઈની હોય ,સૂરતની કે અમદાવાદની હોય અથવા મનોમન માત્ર વીતેલા જીવનની હોઈ શકે ,ગુમાવેલા સ્વજનો ,મિત્રોની મેમરી પણ હોય જે ભૂલાતું નથી.હું માનું છું કે યાદ કરવું સહજ છે,ભૂલવા માટે આખી જીદગી ઓછી પડે.જાણે અજાણ્યે ભગવાન દિવસમાં અનેકવાર યાદ આવે છે.સ્વજનો,મિત્રો પણ મોન્સુન વગર યાદ આવે છે.

મેમરી લેન જો કોઈ શહેરનો રોડ હોય તો માણસોની અવરજવરમાં અને વાહનોની પૂરપાટ દોડમાં ભૂતકાળમાં પડેલ પગલાંની છાપ ભુંસાઈ જાય પણ સ્મૃતિની કેડીએ પડેલાં પગલાં નથી ભૂસાતા,બાળપણના ગોઠિયા સાથે કરેલી ધીંગામસ્તી ,ભાઈબહેનની ફરિયાદો ,પપ્પામમ્મીના લાડ ,દાદીમાનો લાડુનો પ્રસાદ સૌની મીઠાશ બોખા કે ચોખઠાવાળા મોમાં રહી હોય છે.યુવાનીના રંગીન દિવસો ,કોઈને ગુલાબનું ફૂલ આપવું તો કોઈ વાર ગુસ્સામાં ચોટલો ઉછાળી ચાલી ગયેલીને જોઈફૂલબનવું ,મોડી રાતની મહેફિલ અને છાના છપના સપના કેંક વખત ગાંડા લાગે તો કયારેક નવાઈ પમાડે. છે મેમરી લેન.

મેમરી લેન પર ઘડીક લટાર મારી અવાય,પણ એમ ભૂતકાળની યાદોમાં વર્તમાન જીવનને કેમ વીસરી જવાય?

મેધલતાબેનનું કાવ્ય છે,’જીદગીને નોટબુકની જેમ નહિ સ્લેટની જેમ  વાપરવાની છે,લખોભૂસો ,જૂનું ભૂસો નવું લખોચિનુ મોદી મેમરી લેન ગીતના અંતિમ અંતરામાં વાત રજૂ કરે છે,જૂની યાદો અને સૂના સ્થાનોમાં વીતેલું બધું સંજીવન થાય છે,પણ તો બધાં ભુંસાયેલા ચિત્રો છે,માત્ર પડછાયા છે,મન પરનો નકામો બોજ છે.જે રોજ ના જીવનને રુંધે છે.આકાશમાં સૂરજ ઉગે ,નીતનવીન ફૂલો ખીલે ,પવન અડપલાં કરે,પંખી ટહૂકે કોઈને ગઈકાલની મેમરી નથી. જીવન બોજ ઉપાડવા માટે નથી,હળવાશથી આનંદ માણવા માટે છે.આપણા જાણીતા કવિ નિરંજન ભગત કહે છે.’હું તો બસ ફરવા આવ્યો છુ,ક્યાં મારું તમારું કોઈનું કામ કરવા આવ્યો છું.’

મને ગીતની અંતિમ કડીમાં ચિનુ મોદીનો આગવો મિજાજ દેખાય છે,તેઓ આધુનિક કવિ 1963માંક્ષણોના મહેલના કાવ્યોમાં હતા અનેપર્વત નામે પથ્થરકાવ્યસંગ્રહના કાવ્યોમાં છે. એટલું નહિ આજે પણ  એમનો એવો ખંડનાત્મક મિજાજ છે.ભૂતકાળની ધૂળને ખંખેરી કહે છે,’

કાટમાળ ખસેડવાને : લાવો ,લાવો ક્રેઇન   છે મેમરી લેન.

આપણે કામને ઝડપથી સમેટી લેવા ઉતાવળ કરીએ તેમ કવિલાવો ,લાવોકહે છે,જલદી કરો , યાદોનો કાટમાળ ખસેડો,મોટી મોટી ક્રેઇન લાવો જેથી બોજ હટી જાય ,વર્તમાન જીવનને પંખીની જેમ માણીએ,‘રેઇન’,’પેઈન ‘,’ક્રેઇનબધાંને મેમરી લેન સાથેના પ્રાસમાં સરસ ગૂંથ્યા છે.જૂની વાતો સાથે નાતો તોડવાનો એમનો મિજાજછુટાછેડાનામના અચ્છાદસ કાવ્યમાં પણ દેખાય છે.તેઓ કહે છે,’

શહેર, શેરી, ધર,

ડાયરી, ચશ્માં,તારું ડેન્ચર,

છોકરમત કર,છુટાછેડા લઈ લે.’ વાચક મિત્રો કવિ જીવનને હકારાત્મક દિશામાં જુએ છે.જીવનના ઉમંગને વધાવે છે,

ચિનુ મોદીના રંગીન મિજાજનું કાવ્ય પણ જુઓ ,

સોળ વરસની ઉમર, તે કેવી ઉમર?

નહી અંદર,નહી બ્હારપગને જકડે ઉબર ,ધરનો ઉબર

ચિનુ મોદી પ્રયોગશીલ કવિ છે.વિચારોનું સ્વાતંત્ર્ય દાદ માગી લે તેવું છે.અંધશ્રધ્ધા અને જડતાને એમની ગઝલોમાં કટાક્ષમાં ખૂલ્લી પાડે છે.’નામ જવા દે ઈશ્વરનું ગામ આખાનો ઉતાર છે.’ તેમના જીવનમાં સામાજિક ઝંઝાવાતોનો સામનો એમણે હિમતપૂર્વક કર્યો છે.ખમતીધર ચિનુ મોદીઈર્શાદને એક ગુજરાતી કવિતા પ્રેમીની ઝાઝેરી સલામ.

તરુલતા મહેતા 15મી સપ્ટેમ્બર 2015

 

વાચકની કલમે” (6) પ્રજ્ઞા દાદભાવાળા

Posted on September 17, 2015 by Pragnaji

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?-શ્રી ચિનુભાઈ મોદી

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?

જીવવા માટે બહાનું જોઈએ.

એક જણ સાચું રડે તો બ્હૌ થયું,

મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?

એક પરપોટો ઘણો સુંદર હતો,

પણ હવાને ચાલવાનું જોઈએ.

સીમમાંથી ઘર તરફ પાછા જતાં,

ક્ષણે પંખી મજાનું જોઈએ.

વાટ વચ્ચે લૂંટશે અધવચ તને,

જીવ, તારે ચોરખાનું જોઈએ.

આંસુ જ્યાં થીજી ગયેલાં હોય છે,

સાંભરણ એવી જગાનું જોઈએ.

તું કહે ત્યાં આવશેઈર્શાદપણ,

એક ઢેફું ધરાનું જોઈએ.

…..ચિનુ મોદી

અહી એક વાત સૌ પ્રથમ  સ્પસ્ટ કરીશ કે શ્રી ચિનુભાઈ ની ગઝલ અર્થઘટની મહોતાજ નથી.બીજી ખાસ વાત કહીશ કે શ્રી ચિનુભાઈ મોદી ની ગઝલને સમજવા માટે અથવા ગઝલની સંપૂર્ણ રસાનુભૂતિ માટે  સંવેદના હોવી જરૂરી છે ગઝલ દરેક વાંચનારને સ્પર્શશે એમાં કોઈ શક નથી.મને સ્પર્શી છે માટે આસ્વાદ લખવા પ્રેરાઈ છું.

       સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?

જીવવા માટે બહાનું જોઈએ.

એક જણ સાચું રડે તો બ્હૌ થયું,

મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?“

શરૂઆત કેટલી સુંદર છે.સપનાં અને સંબંધ માનવીના જીવતા જીવનના હિસ્સા છે.માટે દરેક ઈચ્છે છે.દરેક ને પોતાના સપના જોઈએ છે ગઝલમાં  “જોઈએ છેશબ્દને લઈને એક એવી માંગણી છે કે મને મારા ભાગનું આકાશ આપો.માગણી ખરી પણ સંતોષપૂર્વક ,વિવેકપૂર્વક અને આડકતરો અણસાર પણ આપે છે કે જે મારું નથી નહિ આપતા પણ મારું છે તો આપો. કવિ ક્યાંય ગજા બહારની વાત નથી કરતા કે માંગણી નથી કરતા, માનવીની સીમામાં રહીને માગવાની વાત છે કવિ જયારે કહે છે કે જીવવા માટે બહાનું જોઈએ છે ત્યાં આડકતરો સંબંધોનો ઘા દેખાય છે.સપનાં અને સંબંધો માનવીને જીવાડે છે પણ અહી  અવાજ જુદો,પ્રવાહ જુદો, જુદું વહન છે. હા,એથી વિશેષ લખી હશે ત્યાર નો  ગઝલનો અને કવિનો પોતાનો મિજાજ પણ જુદો  દેખાય છે.પણ લોકો એમાં પોતાનો પડઘો સાંભળી વાહ ની દાદ આપી દે છે.કારણ  પોતીકાપણાનો અહેસાસ છે.જન્મતાની સાથે સંબંધોમાં અજાણતા બંધાઈ જતો માનવી અને કયારેક અજાણતા તોડી નાખતો માનવી આખી જંદગી વણઉકેલી ગુંચમાં એવો અટવાય છે કે ખબરજ પડતી નથી કે હું સાચો કે સંબધો?,કવિ જાણે છે માનવી ની હસ્તી પાછળથી વીસરાઈ જતી હોય છે માટે કહે છે એક વ્યક્તિ પણ મને યાદ કરી રડે તો બહુ થયું.મને એક વ્યક્તિ બસ મારી પોતાની જોઈએ છે.   

દરેક માનવી સહજ સંબધો હંમેશા શોધતો હોય છે અહી કવિ સામન્ય વ્યક્તિનું માનસ ઉભું કરે છે.બીજા શેરમાં કવિના જીવનમાં સંબંધને લીધે પરિણમતી ઘટનાનો પડઘો વર્તાય છે.સાદગી છે માટે બધાને પોતીકી લાગે છે. સંબંધો સાથે આપણે જીવી રહ્યા છે. જીવાતા સંબંધબહુ ઓછા જોવા મળે છે. બહુ ઓછાના નસીબમાં આવા સાચા સંબંધ હોય છે અને તેની પરખ સમય સાથે થાય છે અમુક પાસે હોય છે ત્યારે કુદરત તેને સાથ નથી અપતી હોતી ત્યારે કવિ ની જેમ કહે છે મને મારા હિસ્સાનું તો આપો દરેક ક્ષણે દરેક અંતરા માં સંબંધનો આપણને અહેસાસ કરાવે છે. અમને ગઝલમાં સંબંધ નામનું તત્ત્વ સતત રેલાતુંછલકાતું દેખાય છે.ગઝલની ખૂબી છે કે દરેક વ્યક્તિ ને ગઝલની અસર અલગ થાય છે. કોઈ છે જેના દિલમાં તમારું સ્થાન છે. કોઈ તમારા વિશે વિચારે છે, કોઈ તમારી ચિંતા કરે છે, કોઈ તમારું ભલું ઇચ્છે છે,  એક તરફ જીવવવાનું બહાનું આવું  સ્વપ્ન  અથવા સંબંધ છે તો બીજી તરફ આખી સભાના  મૌનની માગણી  પણ નથી કવિ ને ટોળું નથી જોઈતું પણ કોઈ એક તમારા માટે રડે છે અને તમારા માટે પ્રાર્થના કરે છે એટલું બસ છે.

   એક પરપોટો ઘણો સુંદર હતો,

  પણ હવાને ચાલવાનું જોઈએ.

સીમમાંથી ઘર તરફ પાછા જતાં,

ક્ષણે પંખી મજાનું જોઈએ.

વાટ વચ્ચે લૂંટશે અધવચ તને,

જીવ, તારે ચોરખાનું જોઈએ

પરપોટા સુંદર હોય છે સંબંધમાં કોઈ પરપોટાની જેમ આવે છે. જીવન અને હવાની પ્રકૃતિ ચાલવાની  છે..અને આવા પરપોટા હવા સામે ટકી શકતા નથી અહી હવા ને સમાજ તરીકે પણ લઇ શકાય કે અમુક સંબંધો સમાજ સામે ટકી શકતા નથી.. કવિ એકલા છે સાંજ પડેને હવે એકલા ઘરે જવું પણ ગમતું નથી બસ એક પંખી જોઈએ છે.માળાની એકલતા ગમતી નથી એકલતા જીરવાતી નથી અને કહે છે ક્યારેક વાટ વચ્ચે કોઈ  દિલ લુટી લે છે ત્યારે થાય છે એક ચોરખાનું હોત તો સારું હતું, આવી એકલતા ભોગવી પડતે,આગલા બંને  શેરથી શેરનો ભાવ જરા અલગ છે.દરેક શેરમાં છેડેલી વાત શેરમાં સંપૂર્ણ અર્થ દેખાડે છે કવિની અનુભવી કલમનો પ્રતાપ છે રીતે શેર ગઝલનો અંશ હોવા છતાં પોતાની રીતે સ્વતંત્રતા એકમ પણ છે .”જીવશબ્દ પોતા માટે વાપરી ટકોર પોતાને કરે છે કે તે કોઈને લૂટવા દીધા પણ તને ચોરખાના ની જરૂર છે.અહી પ્રેમમાં લુટાઈ જવાની વાત છે યાદો ને સાચવવા માટે ચોરખાનું છે.. કવિ ભાંગી ગયા છે વાસ્તવિક્તાને સહજ રીતે સ્વીકારી આગળ વધે છે.ગઝલમા ક્યાંય પ્રેમ નો કે સંબધ નો નિર્દેશ સીધો નથી પણ છતાં મહેસુસ થાય છે.એકલતાનો ભાવ નીચેની ગઝલમાં કેવો અસરકારક રીતે વ્યકત થયો છે, તે જુઓ :

સાંભરણ એવી જગાનું જોઈએ.

તું કહે ત્યાં આવશેઈર્શાદપણ,

એક ઢેફું ધરાનું જોઈએ.

કોઈ સાથ અને એકાદ હાથ આપણને હૂંફ આપતો હોય પણ અચાનક હાથ સરકી જતા પછીનો દિલનો આવાજ ગઝલ છે.ઘણા સંબંધ તૂટયા પછી તમારા દિલમાં જીવતા હોય, કોઈ ફરીથી આવી જાય તો કેવું સારું એવું આપણે વિચારીએ છીએ,મન બોલે છે તું કહીશ ત્યાં આવીશ બસ. અને આપણે   જે કહે તે કરવા તૈયાર થઇ જઈએ છીએ પણ બસ એકવાર પાછું વાળીને જોવે એવું મન ઈચ્છે છે પણ પાછા નથી આવતા,આપણે તેની યાદોને પંપાળતા રહીને આપણામાં જીવતા રાખતા હોઈએ છીએ.સંબંધો ભુલાતા તો નથી ,  કોઈ વાતે, કોઈ સ્થળે, કોઈ પ્રસંગે અને કોઈ ક્ષણે ચમકારો કરે છે અને થોડા સમય માટે આંખોમાં ફરીથી ઝળકી ઊઠે છે. એક વાત જરૂર કહીશ ગઝલમાં  કોઈ એવા સંબંધ ની વાત છેકવિ નો અડકત્રો ઉલ્લેખ છે. આખી ગઝલમાં પંખી ,ચોરખાનું, સાંભરણ શબ્દપ્રયોગો એકલતા અટુલાપણું, ​નિરાધારપણું વગેરે ભાવના ધોતક.તેમની રચનાઓમાં સાદગી છે, એટલે શેઅર સમજવા માટે આયાસ કરવો પડતો નથી.

થોડાક સમય માટે તો થોડાક સમય માટે મારું દિલ તારા માટે ધબક્યું છે, તારા માટે તરસ્યું છે, તારી રાહ જોઈ છે તારી સાથે જીવ્યો છું જિવાયું છે.જ્યાં  કોઈ અફસોસ નહીં, કોઈ ફરિયાદ નહીં અને કોઈ ઉદાસી પણ નહીં.જીવું છું ત્યાં સુધી સાચવીને રાખીશ અહી ફરી પહેલી પંક્તિ તરફ કવિ લઇ જતા કહે છે તારા સ્વપ્નો મારા જીવવાનું બહાનું છે જે મને જોઈએ છે. બસ કઈ નહિ તો યાદો કે  “સંભારણાતો આપો, મારી પોતીકી જગ્યા તો આપો જ્યાં હું તમારી યાદો ને વાગોળી શકું અને છેલ્લે  તો કહી દે છે, મારા ભાગનીજમીન નહિ તો બસ ઢેફું આપો

આખી ગઝલમાં પ્રેમ શબ્દ નો પ્રયોગ કયાંય નથી છતાં પ્રેમથી છલોછલ ગઝલ આપણને સ્પર્શી જતા વાહ નીકળી જાય છે.

પ્રજ્ઞા દાદભાવાળા

 

વાચકની કલમે” (7) ડૉ.ઇન્દુબેન શાહ.

Posted on September 18, 2015 by Pragnaji

કારણ

ગઝલ લખવાનું કારણ છે, પાંદડે ભેગું કરેલું તેજ છે.

ગઝલ લખવાનું કારણ છે, આંખને ખૂણે હજીયે ભેજ છે.

ગઝલ લખવાનું કારણ છે, શબ્દ પોતે ક્યાં સુંવાળી સેજ છે ?

ગઝલ લખવાનું કારણ છે, એક ખુરશી છે ને સામે મેજ છે.

વાયુંમાં વિશ્વાસનું કારણ હતું વણહલેસે વ્હાણ તો ચાલે છે.

ખ્યાલ કર પુષ્પો ભરેલી ડાળનો, તને શણગાર તો આપે છે.

બેય આંખો સાવ કોરી રાખજે, રોજ ઝાકળ રાતના આવે છે.

હું દેખાતો હતો દર્પણે, ઓરડો વાત ક્યાં માને છે ?

જ્યાં સુધીઇર્શાદનામે જણ જીવે, લાગણી પૃથ્વી ઉપર તો છે છે.

ચિનુ મોદીઇર્શાદ

ચિનુ મોદી જેવા ગઝલ સમરાટ્રની ગઝલનો આસ્વાદ કરાવવો, એ કોઇ દિવસ દરમ્યાન ચાલુ રહી ગયેલ શેરીની બત્તી,સૂર્યનો પ્રકાશ સમજાવી રહી હોય તેવી વાત થઇ..ચીનુભાઇ અંતરમાં ભંડારેલ .સંવેદનાને પોતાની આગવી શૈલી અને મિનાકારીથી શણગારી અર્થસભર ગઝલની રચના આપણને આપે છે. એમાની એક રચના” કારણ” નો આસ્વાદ મારી સમજણ પ્રમાણે રજુ કરવાનો પ્રયત્ન કરું છું

પહેલા ચાર શેરમાં પ્રથમ પંક્તિના કાફિયા રદીફ સરખા છે.

પહેલા શેરની બીજી પંક્તિ

પાંદડે ભેગું કરેલું તેજ છે.”

ગઝલ લખવાનું કારણ બતાવ્યું.

જેમ વૃક્ષ  તેના લીલા છમ પાંદડાથી શોભાયમાન છે. આ પાંદડા સૂર્યના તેજ કિરણોથી લીલાશ મેળવે છૅ. પાનખર ઋતુમાં લીલા પાન રંગ બદલે જ્યાં સુધી તેની અંદર ભેગું કરેલ તેજ હોય, થોડા સમય માટે જ, છેવટૅ સુક્કા ભટ્ટ ખરી જ પડે વૃક્ષ પાન વગરનું નિર્જીવ ઠુંઠુ.

તેમ મનુષ્યના ભીતર રહેલ આત્માનું તેજ, પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય માં એકત્ર થયેલ છે,તેનાથી જ આપણે સહુ દરેક જાતનું કાર્ય કરી શકીએ છીએ ,નિશ્ચેતન દેહ સાવ નકામો બની જતો હોય છે, જેને  અંતિમ અગ્નિ સંસ્કાર આપી વિદાય કરાય છે.

કવિશ્રીની  હ્રદય ગુહાની સંવેદનાઓ જે બીજા શેરની બીજી પંક્તિ,

આંખને ખૂણે હજીએ ભેજ છેમાં જણાઇ છે

તે કાગળ પર કવિશ્રીની કર્મેન્દ્રિયથી વહેતી થાય છે.

ત્રીજા શેરની બીજી પંક્તિ્,

શબ્દ પોતે ક્યાં સુંવાળી સેજ છે.

બીજા કામોમાં વ્યસ્ત રહેવાથી, પોતાની અંદર વલોવાતી લાગણી, સંવેદનાઓ ભીતર શાંત રહે છે, જે રાત્રીએ પથારીમાં કાયા લંબાવે છે ત્યારે માનસ પટ પર આવે છે, સંવેદનાઓના શબ્દો જાણે સેજ બની જાય છે, જે કવિશ્રીની નિદ્રા હરી લે છે જાણે ખુંચવા લાગે છે,,હવે તો બસ એક જ ઉપાય સંવેદનાના શબ્દો કાગળ પર વહેતા મુકવા.કવિશ્રી પાસે ખુરશી અને મેજ તૈયાર જ છે, કાર્ય કરવાનું કારણ!

હવે પાંચમો શેર જોઇએ

વાયુમાં વિશ્વાસનું કારણ હતું

વણ હલેસે વહાણ તો ચાલે છે

અનુકુળ પવન સાથે પરમ કૃપાળુ પરમાત્મા પર વિશ્વાસ હોય તો વહાણને હલેસાની જરૂર નથી.

 

જ્યાં સુધી અનુકુળ વાયુ જીવનની ગતિ ચાલુ રાખવા મળતો રહે છે જીનન નૈયા સરળતાથી આગળ ગતિ કરે છે,કવિશ્રી અહી પોતાનો ઇશ્વર પરના અટલ વિશ્વાસની વાત કરી રહ્યા છે.

ખ્યાલ કર પુષ્પો ભરેલી ડાળનો

તને શણગાર તો આપે છે

કવિશ્રી અહીં વૃક્ષને તેની પુષ્પોથી લચી પડેલી શાખાનો ખ્યાલ, રાખ્વાનું કહે છે, જે વૃક્ષનો શણગાર છે.

આ કાયા રૂપી વૃક્ષનો શણગાર તેની વિવિધતાના પુષ્પો ભરેલ યુવાની છે, તેનો ખ્યાલ કર, તે તને તારી જીંદગીની કોઇ પણ અવસ્થામાં શણગાર આપે જ છે મોટી ઉમરમાં એકલા થઇ ગયા હોઇએ ,મન કોઇવાર ઉદાસી અનુભવે ત્યારે આ વિવિધતા જે તમે કવિતા, સંગીત, ચિત્રકલા નૃત્યકલા કે બીજા કોઇ પણ ક્ષેત્રમાં હાસલ કરેલ છે, તેને યાદ કરો તેને જીવંત રાખશૉ તો તેજ તમારો શણગાર છે.

બેય આંખો સાવ કોરી રાખજે

રોજ ઝાક્ળ રાતના આવે છે

દિવસ દરમ્યાન જવાબદારી નિભાવતા જવાની કદી આંખોમાં થાક કે અશ્રુ નહીં.સાવ કોરી આંખો.

શાંત રાત્રીના  છુપાયેલ, સંવેદનાઓ ઝાકળ બિંદુની જેમ ટપકે છે કાગળ પર!!

તેમન પત્ની હંસાબેનની સંવેદનાઓ ઝાકળ બની ઓશીકુ ભીંજવતી હશે!!!

હું દેખાતો હતો દર્પણે

ઓરડો વાત ક્યાં માને છે?”

ઑરડામાં પોતાની હાજરી હતી, તેના પુરાવો દર્પણમાં પોતાની તસ્વીરના પ્રતિબિંબને હાજર કરે છે,જુઓ હું  જ છું, પણ ઓરડો તસ્વીરના પ્રતિબિંબને સાચુ નથી માનતો, ઓરડો આવું જુઠાણું માને ખરો? ઍતો પોતાની એકલતા જ રજુ કરે છે.

હવે છેલ્લા શેરમાં પોતે લાગણીથી ભરપુર છે, લાગણી સંવેદના વગરના કોઇ કવિ હોય જ નહી.

જ્યાં સુધી ઇર્શાદ નામે જણ જીવે

લાગણી પૃથ્વી ઉપર તો છે છે

દરેક માનવમાં લાગણી છે, કોઇમાં સર્જનાત્મક લાગણી, જે નવીન સર્જન જગતને અર્પે.આવી લાગણીઓ કવિ લેખક ચિત્રકાર સંગિતકાર વૈજ્ઞાનિક પાસે હોય જેને પોતાની બુધ્ધિથી વિકસાવે અને નવી નવી કૃતિઓ જગતને આપે.આવા માનવ પૃથ્વી પર હંમેશ જીવંત રહે અને તેઓની લાગણી.એ શુભેચ્છા સાથે વિરમુ.

અસ્તુ

ડૉ.ઇન્દુબેન શાહ.

આ મારો બીજો પ્રયત્ન છે, પ્રથમ પ્ર્યત્નમાં કવિ કલાપીના “એક ઇચ્છા” કાવ્યનો આસ્વાદ કરેલો.

મારી સમજણ અને થોડુંક ચીનુભાઇ વિષે જાણું છું તેના આધારે આ આસ્વાદ કરેલ છે,ભૂલચૂક માફ કરશો

 

ગઝલ-“સહેલો નથી”. – હેમંત ઉપાધ્યાય

Posted on September 18, 2015 by Pragnaji

સ્નેહી  પ્રજ્ઞાબેન 

 સાથે    આવડતી  નથી   છતાં   મારી  લાગણી  ની એક ખરી કે ખોટી  ગઝલ  મોકલું  છું .

તમને  ગમેં  તો  આશીર્વાદ   આપજો  અને મહેશભાઈ   સુધારી  આપે  તેમ  કહેજો

હેમંત   ના  પ્રણામ 

    સહેલો   નથી  

ઈર્શાદ ની કૃતિ  પર  આસ્વાદ લખવો  સહેલો નથી

અને  ઈર્શાદ  ના ભાવ ને  સમજવો પણ   સહેલો નથી

શબ્દો  ના  સાથીયામાં  અદભુત રંગ  પૂરે છે ,

એના  શબ્દો  નો અર્થ   શોધવો  સહેલો નથી

ગઝલ માં  પણ  વૈચારિક   ક્રાંતિ  સર્જે  છે   

એના   ક્રાંતિ  ઝંડા  ને પકડવો  સહેલો નથી

અતીત   ને  ભવિષ્ય   માં  ફેરવી  નાખે   છે   

એના  વર્તમાન ને   પહેચાનવો   સહેલો નથી

હેમંત   ના  કર   નાહક ની   કોશિશો    તું 

એના   જોડા   માં પગ  ઘાલવો   સહેલો નથી

હેમંત   ઉપાધ્યાય 

 

વાચકની કલમે” (8) જયા ઉપાધ્યાય

Posted on September 19, 2015 by Pragnaji

યત્ન  કર

છે સડક દોડી  શકાશે , ચાલ  થોડો   યત્ન  કર

જગત છોડી શકાશે    ચાલ  થોડો  યત્ન  કર

તું ભલે  થીજી ગઈ છે , પણ સ્વભાવે છે નદી ,

બરફ  તોડી શકાશે  ચાલ  થોડો  યત્ન  કર

કોઈ  ઈચ્છા  એકલી  વટભેર  ચાલી ના શકે ,

કંઈ  કશું જોડી શકાશે  ચાલ  થોડો  યત્ન  કર

કાંધ  પર થી હે કીડી  ગાયબ થયો છે  થાંભલો

આભ  માં  ખોદી  શકાશે   ચાલ  થોડો  યત્ન  કર

બાતમી  મળશે તને  “ઈર્શાદના  એકાંત ની

ગુપ્તચર ફોડી શકાશે   ચાલ  થોડો  યત્ન  કર

ઈર્શાદ

ઈર્શાદ  ચિનુ મોદી ની ગઝલો  માર્મિક  અને  હૃદયસ્પર્શી  હોય  છે , આ ગઝલ માં તેમણે  અનુભવેલ  જીવન ના દરેક પાસા  નો નીચોડ  આબેહુબ  વ્યક્ત  કર્યો છે,આ   ગઝલ  પુરુષાર્થ  ને  પ્રેરણા , આત્મવિશ્વાસ  ને  બળ  અને   હિંમત  ને શ્રદ્ધા  આપતી  શબ્દ  રચના  છે,  હારેલો  માણસ  જીવન માં  નિરાશા  જ  પ્રાપ્ત  કરે છે  જયારે   યત્ન  કરનાર  સફળતા  પ્રાપ્ત  કરે  કે ના  કરે  , પણ  સંતોષ  જરૂર  મેળવે  છે , કરોંરીઓ  હારતો  નથી  તો માણસ  હિંમત  હારી  જાય તો  કેમ ચાલે ?

છે  સડક દોડી  શકાશે   ચાલ  થોડો  યત્ન  કર

જગત છોડી શકાશે   ચાલ  થોડો  યત્ન  કર

આ પંક્તિ  માં જીંદગી ના  ખટમીઠાં  અનુભવો  રૂપી  સડક ની વાત કરે છે ,જિંદગી  સડક  જેવી છે  તેમાં  આવતા  વળાંકો  ખાડા ટેકરા  જેવી  મુશ્કેલ – કઠીન પણ છે  પરંતુ  સાહસ થી , હિંમત  થી  અડગ   ધ્યેય થી જો માણવા  માં આવે તો   જીંદગી  સહજ  બની જાય છે ,માત્ર  પ્રયત્ન  ની જ જરૂર  હોય છે ,” જીવન ની ઘટમાળ  છે  સુખ  અલ્પ   દુખ થી ભરેલી  ”  પરંતુ સમજપૂર્વક   નિષ્ઠાપૂર્વક , ઈમાનદારી થી   પ્રયત્ન   કરવાથી  તેમાં આવતા  અવરોધો   શાંત  થઇ  સુખદાયક  પરિણામો  મળી શકે છે ,  અહીં  કવિ  જગત  છોડવાના  પ્રયત્ન ની વાત કરે છે ,પરંતુ  જગત છોડવા  કરતાં  તેમાં  રહેલા  મોહ , માયા , લોભ , આડંબર  ,ક્રોધ , નિંદા , જેવા   ષડ રિપુ  ઓ ને  સંયમ , સહિષ્ણુતા , દયા , જેવા  શાસ્ત્રો  થી નાથવા  પ્રયત્ન  કરીશું  તો આ જગત  આપોઆપ  જ  છૂટી જાય છે , તેને  માટે  જગત  છોડી  હિમાલય   પર  તપ કરવા  કે આશ્રમ શોધવાની  જરૂર  નથી ,ષડ રિપુ   ઓ ને  નાથવા થી  ધીરે  ધીરે  સયમિત  જીવન થઇ  જશે અને  જગત  રહેવા છતાંય  “જળકમળ વત  જીંદગી બની જશે

તું   ભલે થીજી   ગઈ  છે  પણ સ્વભાવે   છે  નદી  

  બરફ   તોડી શકાશે    ચાલ     થોડો  યત્ન    કર

આ   પંક્તિ      માં   કવિ       ઈર્શાદ   નદી  નું   ઉદાહરણ  આપીને    જણાવે   છે  કે સતત   વહેતા   રહેવાનો  નદી  નો   સ્વભાવ   છે, તે  હંમેશ   ઉછળતી   કુદતી    વહેણ  બદલતી    કિલ્લોલ   કરતી  જ  હોય  છે. પરંતુ સંજોગ   અનુસાર  બાહ્ય  પરિબળો   થી   ક્યારેક    થીજી  પણ   જાય  છે   તો  પણ  ફરીથી   અનુકુળ   વાતાવરણ    પ્રાપ્ત  થાય  ત્યારે   તે      પૂર્વવત   ખળખળ    વહેતી   થઈ   જાય  છે,  તેમ     કવિ  કહેવા   માંગે  છે  કે મારા   મન   મંદિર   માં   નદી   રૂપી   કવિતા   હમેશાં   એકધારી        અવનવી   ભાવોર્મીઓ    ધ્વારા    સતત  વહેતી   જ  રહે  છે ,  પરંતુ   ક્યારેક   અજ્ઞાત  મનના   ઉડાણ  માં   થતી    ગડમથલ        ને  કારણે    આ   ભાવોર્મીઓ     ટૂંક   સમય    માટે  થીજી   જાય  છે ,   પરંતુ   કવિને    આશા   છે   કે   આ ભાવોર્મીઓ     ક્યારેક    તો  સંવેદના    રૂપે    જરૂર    વહેવા   માંડશે   , આ  માટે   માત્ર  પ્રયત્ન    પુરુષાર્થ     ની  જરૂર  છે  , ;’સિદ્ધી   તેને  જઈ   વરે   જે   પરસેવે    ન્હાય ,”  હ્રદયને    ઢંઢોળવા થી     જરૂર   કવિતાના   સ્પન્દનો     જાગૃત    થશે  જ   , મતલબ   કે  બરફ થી  થીજેલી   નદી  જેમ   યથાવત પ્રવાહિત   થઈ    વહે   છે   તેમ   મારા   આંતરમન   માં  સ્તબ્ધ   સુષુપ્ત  થઈ  રહેલી   સંવેદનાઓ    જરૂર    પત્થર મન ને પીગાળી,કવિતા રૂપે વહેશે  જ એવી કવિ ને આશા  છે  જ

કોઈ ઈચ્છા  એકલી  વટભેર  ચાલી  શકે

કઈ કશું  જોડી શકાશે   ચલ થોડો યત્ન  કર

આ પંક્તિઓ  માં કવિ ઈર્શાદ  વસુ ધેવ  કુટુમ્બકમ  ” સૌનો  સાથ  સૌનો સંગાથ  ની ભાવના  વ્યક્ત કરે છે , માણસ એકલો  ચાલે છે , પ્રયત્ન કરે છે તો મનોબળ થી ચાલી તો શકે છે , ક્યારેક  સફળતા પણ મેળવે છે  પરંતુ સમય જતા  થકાવટ નો  અનુભવ  કરે છે , એકલા  સફળતા  પણ જીરવી શકાતી નથી , તેને સાથ  સંગાથ  ગમે છે , સાથ સંગાથ થી જ  દરેક  કાર્ય માં  ત્વરિત ગતિ થી સફળતા  હાંસલ કરે છે “, એક થી ભલા બે ”  ના  ન્યાયે  પરસ્પર  સહકાર ની ભાવના થી માણસ  ગમે તેવા  કપરા ચઢાણો  પણ  સરળતા થી ચઢી  શકે છે , આ રીતે જ ઇચ્છાઓ નું પણ છે , માણસ  એકલો  ઇચ્છાઓ  અપેક્ષાઓ રાખે તો  કદાચ  પરિપૂર્ણ  થાય  પરંતુ  તે માટે કુદરત ની મહેરબાની  અને  સૌના  સાથ  સંગાથ થી  વધારે  આવશ્યકતા  હોય છે , ” મહેનત  મેરી  રહેમત  તેરી ” ઉક્તિ અને ઝાઝા  હાથ રળિયામણા  ની કહેવત યથાર્થ  રીતે લાગુ પડે છે ,

કાંધ  પર  થી હે  કીડી , ગાયબ   થયો છે   થાંભલો ,

આભ  માં  ખોડી  શકાશે  , ચલ થોડો   યત્ન  કર

જગત માં કેટલીય  વાર  અનુભવ થાય  છે  કે પ્રારંભ  માં જે  સહકાર  આપે તે  અધવચે તમને  છોડી ને જતો રહે , શરુ માં હાથ  પકડનાર  અંત  સુધી  સહયોગ  ન  આપે , આમાં  મિત્ર હોય , સ્વજન હોય , સ્નેહીજન હોય કે  પરિજન  હોય , તમારી લડાઈ  તમારે  જ  લડવાની છે , આત્મબળ , દ્રઢ  મનોબળ  અને હિંમત  વગર  તમે  તમારી લડાઈ  લડી  શકવાના  નથી ,જરાક  ભય  દેખાય ત્યાં  લોકો  વિશ્વાસઘાત  કરી ને  મિત્રતા ને છોડી ને તમારા થી  અલગ  થઇ જશે , કોઈ  પણ સાહસ  કરતા  પહેલા  દરેક વ્યક્તિ એ  આવા  પરિબળ  સામે   લડવાનું આયોજન  પણ  કરવું  જ જોઈએ , ” હિંમતે   મર્દા  તો મદદે   ખુદા ” આવું થાય ત્યારે  દરેક વ્યક્તિ નો એક જ સહારો  , એક જ આધાર , એક જ વિશ્વાસ  અને  તે  આભ  માં  બેઠેલો   પરમેશ્વર    જે  પોતાની  જાત  પર અને પરમાત્મા  પર  વિશ્વાસ   રાખે છે તે  જ   સફળ   થઇ શકે છે

બાતમી  મળશે  તને  “ઈર્શાદના  એકાંત ની

ગુપ્તચર   ફોડી શકાશે   ચાલ  થોડોપ  યત્ન  કર ,

ચારે  બાજુ  ઓ થી વ્યક્તિ  જયારે  આફતો થી  ઘેરાઈ  જાય , કોઈ  દિશા  ન જડે  , કોઈ  વિચાર  ન આવે  , હિંમત  હારી જવાય  અને નિસહાયતા   અનુભવાય   ત્યારે   એકલા  બેસી  એકાંત માં  ધ્યાન   ધરવું  જોઈએ   એમ કવિ કહે છે , અને જયારે  એકાંત માં બેસી ને  કોઈ  પણ  સમસ્યા  પર  વિચાર  કરશો ત્યારે  અગોચર માં  થી સહાય  જરૂર થી મળશે , માર્ગદર્શન   મળશે , પ્રેરણા  મળશે  અને  ઉકેલ   મળશે  ,, તમારી આફતો માં ઉપચાર  બતાવવા  માટે  અગોચર માં થી  ઈશ્વર  તરફ થી દિશાદર્શન  મળશે , એના  જ વિશ્વાસે ચાલનાર ને  પરમાત્મા ક્યારેય  નિરાશ  થવા  દેતો નથી ,

આમ આ ગઝલ માં કવિ શ્રી  ઈર્શાદે  પુરુષાર્થ  અને  પ્રારબ્ધ  બંને  નું મહત્વ સમજાવ્યું છે , બંને  એક સિક્કા ની બે  બાજુ છે  ઈશ્વર  કૃપા  હોય તો જ  બધા  પ્રયાસો  ,-અરે  સહિયારા  પ્રયાસો   જરૂર થી સફળ ,સફળ  અને સફળ  થાય જ છે અને  પ્રયત્ન  કરનાર ને  ગેબી સહાય મળી રહે  છે , કવિ ની  આ ગઝલ  દરેક ના  જીવન માં  ઉત્તરોત્તર  સિદ્ધિ ના સોપાનો  સર  કરવાની પ્રેરણા  પૂરી  પાડે છે

 

શ્રીમતી જયા   ઉપાધ્યાય

 

વાચકની કલમે” (9) પ્રવિણા અવિનાશ કડકિયા

Posted on September 21, 2015 by Pragnaji

શ્રી ચિનુ મોદીનો નાનો શેર થોડા શબ્દોમાં ઘણું કહી જાય છે. એવું અનુમાન બાંધું છું કે શેર લખવા પાછળ સંજોગ કારણભૂત હોઈ શકે ?  ચિનુ મોદીની ઓળખાણ પણ નથી. માત્ર કલ્પનાને આધારે કહી શકું. ચિનુ મોદીની લખેલી કૃતિઓ ગમે છે.  તેમાંય જ્યારે મિત્રઉપર વાંચી ત્યારે હ્રદયને સ્પર્શી ગઈ. સારા નસિબે જીવનમાં સરસ મિત્રો મળ્યા છે. મિત્ર બનાવતા પહેલાં બે વખત વિચાર કરવાનો સ્વભાવ છે. જગજાહેર છે કે મિત્ર બનાવવા સહેલાં છે, મિત્રતા નિભાવવી અઘરી છે  !શ્રી ચીનુ મોદીએ પોતાના કડવા અને મીઠા અનુભવ પછી લખ્યું હશે એવું મારું અનુમાન છે ! જે પણ કારણ હોઈ શકે !લખ્યું છે તે હૈયાના ઉદગાર સમાન  નજર સામે છે.

શેરચિનુ મોદી ‘ઈર્શાદ

દોસ્ત ! તારા દિલ સુધી પ્હોંચ્યા પછી સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ? પથ્થરો પોલા નીકળશે શી ખબર ? મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર? એમની આંખો ભીંજાઈતી ખરી, આંસુઓ કોરા નીકળશે શી ખબર?

__ ચિનુ મોદીઈર્શાદ

મિત્રતાની કદર કરતી રચના દાદ માગી લે તેવી છે. કહેવાય છે, મિત્રતા કરવી સહેલી છે , નિભાવવી દુષ્કર . જગે જેને કદરદાન નિઃસ્વાર્થ અને પ્રેમાળ મિત્ર મળે સહુથી નસિબદાર વ્યક્તિ છે. તેથી તો

કહે છે,

દોસ્ત! તારા દિલ સુધી પહોંચ્યા પછી

સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું !

દોસ્તીની કિમત અણમોલ છે. તેની આગળ સ્વર્ગનું રાજ્ય પણ કબૂલ નથી. કેટલા ભાગ્યવાન હશે મિત્ર કે જેમની પાસે સ્વર્ગના સઘળાં સુખોની કોઈ વિસાત નથી. શબ્દો તેના મુખેથી સરે જેમણે તેનો રસાસ્વાદ ચાખ્યો હોય. જ્યારે દોસ્તના દિલ સુધી પહોંચ્યા, બસ આગળ હવે ક્યાંય જવું નથી. અરે, મિત્રતા પાસે સ્વર્ગનું રાજ્ય પણ તુચ્છ ભાસે છેકોઈ ખેવના બાકી નથી.

અરે,  જરા આગળ વધીને જોઈશું તો જણાશે !

પથ્થરો પોલા નીકળશે શી ખબર ? મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?

તો અસહ્ય ઘા છે. દોસ્તીમાં દરાર ! જાણે પથ્થરો પોલા ! સ્વપને પણ આવો વિચાર આવે કે પથ્થર પોલા હોઈ શકે. ભુગર્ભમાંથી કે પર્વતમાંથી જેની હયાતી થઈ હોય તે આવા પોલા ? જે મિત્રને દિલ આપ્યું, તેનો વિશ્વાસ મેળવ્યો. જેની સાથે સુખ અને દુઃખના દરિયા તર્યા તે આવા બોદા ? ખૂબ નિરાશા સાંપડે. જગત પરથી વિશ્વાસ ઉઠી જાય. તેથી ચાણક્ય કહ્યું છે . “ખાસ મિત્રને પણ તમારી ખાનગી વાત કરશો નહી !’ સંસારે કોણ, ક્યારે, કયા કારણે બદલાઈ જાય તેની કોઈ ખાત્રી નથી.  ખૂબ સંભાળીને ડગ માંડવું. કાચનો કપ ટૂટે તો તેનો અવાજ આવે છે. મિત્રતા બોદી નિકળે ત્યારે હૈયું જે રીતે ખંડિત થાય છે તેનો જરા પણ અવાજ આવતો નથી, માત્ર તેનું દર્દ અસહ્ય હોય છે ! મિત્રતાના પાયામાં વિશ્વાસ અને પ્રેમનું સિમેન્ટ હોય જ્યારે તે રેતીનું પુરવાર થાય ત્યારે શું કહેવું ?

તેનાથી એક કદમ આગળ વધીનેઈર્શાદકહે છે,

એમની આંખો ભીંજાઈતી ખરી, આંસુઓ કોરા નીકળશે શી ખબર?

ભલે મિત્રો બોદા નિકળ્યા ગમ સહી લીધો. તેના પરિણામે જે આંસુ વહાવ્યા તો તે બન્ને આંખમાંથી કોરા કટાક નિકળ્યા! આંસુ અને તે પણ કોરાં ! દિલનું દર્દ આંખ વડે વહી રહ્યું હ્રદયની ભાવના સૂકાઈ ગઈ. જેને કારણે આંસુ કોરાં !  વેદનાની અંહી પરાકાષ્ટા જણાય છે. વેદના, સંવેદના હ્રદયનું ઘર છે. ભાવનાનું પવિત્ર ઝરણું તેમાં સદા વહેતું રહે તેવી તેની રચના છે. મિત્રતા બોદી નિકળી, આટલા વર્ષોનો સહવાસનું જાણે ક્ષણભરમાં બાષ્પિભવન થઈ ગયું. જગ પરથી વિશ્વાસ ઉઠી ગયો. પ્રેમ પલાયન થઈ ગયો. જાણે જીવનમાં શૂન્યતા વ્યાપી ગઈ. સુખ અને દુઃખના સાથી આંસુ પણ પોતાની ગરિમા વિસરી ગયા.િન

નિરંતર નવિન જગે કશું અસંભવ નથી. જે પણ સાંપડે તે સહેવાની તૈયારી રાખવી .

 

વાચકની કલમે” (10) મહેશભાઈ રાવલ

Posted on September 21, 2015 by Pragnaji

શ્રી ચિનુ મોદી ગુજરાતી ગઝલ-કવિતાનું એક સશક્ત નામ.

આપણા માટે સમજદારી નથી મારી વાતો સાચી છે, સારી નથી.

વાવના એકાંત વચ્ચે કાંકરી, પાણી જેવી સાવ નોધારી નથી.

એક બે કિસ્સાથી હું બદનામ છું મારી આખી રાત ગોઝારી નથી.

સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના! ઓસના ફૂલોમાં કંપારી નથી.

દોડતા શ્વાસો અટકવા જોઇએ મારી ઇચ્છા મારી લાચારી નથી.

-ચિનુ મોદી

ગુજરાતી ગઝલક્ષેત્રે મુઠ્ઠી ઊંચેરૂં નામ- ચિનુ મોદી, એમનાં તખલ્લુસ “ઈર્શાદ”થી વધારે પ્રસિદ્ધ છે. પ્રારંભિક તબક્કાથી લઈ આજે જ્યારે ગુજરાતી ગઝલ ‘સોળેય કળાએ’ નિખરીને સહુથી વધારે ખેડાતો કાવ્ય પ્રકાર બની ગઇ છે ત્યારે, એમની કલમ દ્વારા આપણને મળેલ અનેક ગઝલોનાં બહુમૂલ્ય વારસામાથી ગઝલનાંપ્રથમ શેર(મત્લા)ને ઉઘાડવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે, આ રીતે…

પ્રસ્તુત ગઝલમાં કવિએ પોતપોતાની સમજની ગેરસમજણમાં રાચતા અને ‘મારૂં એટલું સારૂં’નાં વર્તુળમાં વિચરતા માણસોની માનસિક્તાને આડા હાથે લીધી હોય એવું લાગે છે કારણ કે આપણા માટે સમજદારી નથી એવું જ્યારે સમજદાર ગણાતી શખ્સિયતનું બયાન હોય ત્યારે મર્મ જાણવો અનિવાર્ય થઇ જાય! પછીની પંકિત જ આગળની પંક્તિને ઉઘાડે છે કે, મારી વાતો સાચી છે,સારી નથી પોતે જ આંખ બંધ કરી અંધારું નોતરી બેઠેલા, ખુલ્લી આંખનાં અજવાળાને ક્યાંથી માણી શકે? છતાં કવિ કહે છે કે સૂર્ય જેમ મારી વાત પણ સાચી હોવા છતાં એનો મર્મ કે એમાં રહેલી વ્હેવારૂતા જે સમજવા તૈયાર જ નથી એ સાચી હોવા છતાં સારી સાબિત નહીં જ ગણે! એટલે અહીં કવિકર્મ એ છે કે, સહુની પોતાની સમજ છે જ્યાં,સાચી હોવા છતાં વાત સારી નથી ગણાતી! પ્રસ્તુત ગઝલના મત્લાનો અર્થ મને આ રીતે અભિપ્રેત છે. વિવેચક તો છું જ નહીં(થવું ય નથી)પણ, એક ભાવક તરીકે ચિનુકાકાની ગઝલને હું જે રીતે સમજ્યો છું એ,એમની ક્ષમાયાચના સાથે…!

મહેશભાઈ રાવલ

 

વાચકની કલમે” (11) સપના વિજાપુરા

Posted on September 23, 2015 by Pragnaji

સાવ ખાલીખમ સમયનો સામનો કયાંથી ગમે ? દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?

હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને, બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?

ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ, એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?

પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી, કોઇને પણ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?

મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછીઈર્શાદને, શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?

ચિનુ મોદી

કવિશ્રી ચિનુ મોદીની ગઝલ ખૂબ વિવેચન માંગી લે છે..

સાવ ખાલીખમ સમયનો સામનો ક્યાંથી ગમે? દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે?

સમયના પાસામાં ભૂત ભવિષ્ય અને વર્તમાન છે..અને ભૂતકાળના સમયમાં સારા નરસા પ્રસંગો ભરેલા છે.. ભૂતકાળ ના પ્રસંગો તમારાં સુખ અને દુઃખના સાથી બની જતાં હોય છે. જો પ્રસંગોને નજરથી હટાવી લેવામાં આવે તો?તો સમય એક ખાલી પાટી જેવો થઈ જશે..તો એમાંથી કેટલી પ્રિય વ્યકતિઓ અદ્રશ્ય થઈ જશે..પણ ભૂતકાળનો સામનો રોજ કરવો રહ્યો અને પ્રસંગો સાથે મમળાવવો રહ્યો..સાવ ખાલીખમ સમયનો સામનો કોને ગમે? અને ગમે તો પણ શક્ય છે?

દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે?

માણસને જો સામે આયનો રાખી દેવામાં આવે તો એને ગમશે? બીજાને સલાહ આપતાં અથવા તો બીજામાં દોષ કાઢતા વ્યકતિ સામે આયનો મૂકી દેવામાં આવે તો? તેને સાચે સાચુ બતાવી દેવામા આવે તો.. સાની મિસરામાં ઈશુનો પ્રસંગ યાદ આવી ગયો..કે જ્યારે એક વૈશ્યા પર પથ્થર મારો થયો તો ઈશુએ બધાં ને રોકીને કહ્યુ કે પહેલો પથ્થર ઊઠાવે જેણે કોઈ ગુનો કર્યો નથી..એટલે બધાં નીચું મોઢુ કરી બેસી ગયાં..વળી એક બીજી ગઝલની પંકતિ છે કેજબ કીસીસે ગીલા રખના સામને અપને આયના રખનાબીજાનાં દોષ જોતા પહેલા આપણી સામે આયનો રાખીએ તો બીજાનાં દોષ ખૂબ નાના લાગશે..પણ કોઇને સામે રાખેલો આયનો ગમતો નથી..

હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને, બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?

એકાંતનો સીક્કો હાથમાં હોય અને બન્ને બાજુ વિરહની છાપ હોય તો કોને ગમે..એકાંતનો સિક્કો પ્રિયતમાની દૂરતા બતાવે છે અને બન્ને બાજુ એકજ છાપ એટલે મિલનની કોઈ આશ નથી.. બતાવે છે..પ્રિયજન જ્યારે છોડીને જાય છે ત્યારે એકલતામાં મિલનની આસ હોય છે પણ પ્રિયજન કદી પાછા આવવા માટે જાય તો સિક્કાની બન્ને બાજુ પર વિરહની છાપ છપાય જાય છે આવો સિક્કો પ્રેમ ઝંખતાં કવિને ક્યાંથી ગમે?

ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ, એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ? પાછલા વરસાદનો પ્રેમનો એક છાંટો!! કેટલી મીઠી યાદ લઈ આવે છે..પણ મનનાં ઉકળાટને ઠંડક પહોંચાડવા માટે પૂરતો છે?પ્રેમનો ધોધ જોઇએ ઉકળાટ શમાવવા માટે..એક વરસાદના છાંટાથી શું વળે? અને ઘણી વાર ઓછો વરસાદ પણ ઉકળાટ જગાવે છે..એટલે કાંતો મનભરીને વરસ કાંતો કોરી રાખ મને..પણ પાછલા વરસાદનો એક છાટો બનીને મનને જીરવી ના શકાય એવા ઉકળાટમાં ના મૂકતો.. પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી, કોઇને પણ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?

પાંદડા પરથી ઝાકળ ખંખેરાઈ જાય અને ડાળીઓ વિરકત થઈ જાય….કેટલું ઉદાસ દ્રશ્ય નજર પડે છે..ઝાકળ તો પાંદડા પર શોભે અને ઝાકળના ભારથી ડાળીઓ લચી પડે છે..પણ જેવું ઝાકળ વિખેરાઈ જાય એટલે ડાળીઓ પણ નિર્મમ થઈ જાય છે..અને દ્રશ્યમાં જો પાંદડાની જગ્યાએ પ્રિયતમાની બે અર્ધ બિડાયેલી આંખો લઈએ અને આંસુંને ઝાકળની જગ્યાએ લઈએ તો કાળનો તકાદો કોઇને ગમે ખરો?

મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછીઈર્શાદને, શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?

મક્તામાં કવિ કહે છે કે મૌનના ઊંચા  શિખર આંબ્યા પછીઈર્શાદને  શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે?..મૌન એવું ધર્યુ છે કવિએ કે આકાશનું સુનાપણું પણ કવિને શેષ લાગે છેમૌન રહેવું ..કેવું મૌન !!!ઊંચા શિખર જેવું..આકાશ બે વેંત છેટુ છે..કેવી હશે એકાંત અને મૌનની કરુણતા કે આકાશનું સુનાપણું પણ ગમતું નથી..

સપના વિજાપુરા

 

વાચકની કલમે-(12)પી. કેદાવડા

Posted on September 24, 2015 by Pragnaji

બાવન પુસ્તકોના લેખક, કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક, સાહિત્યના અનેક પાસાંના સફલ કર્તા, સાહિત્ય અને પત્રકારત્વના પ્રાધ્યાપક, ગઝલગુરૂ ચિનુ મોદી ‘ઈશાર્દ’ ની ગઝલ પ્રથમ વાંચનમાં જેટલી સરળ લાગે, એટલી સરળ હોતી નથી. દર બે ત્રણ સહેલી પંક્તિઓની વચ્ચે એક માર્મિક અને સમજવામાં અઘરી પડે એવી પંક્તિ આવીને ઊભી રહે છે.

એમની ગઝલનો આસ્વાદ લખવો એટલે કપરા ચઢાણ ચડવા જેટલું અઘરૂં કામ છે. આ કામને સહેજ સહેલું બનાવવા માટે મેં એમની અસંખ્ય ગઝલોમાંથી એક નાની અને પ્રમાણમાં સહેલી ગઝલ પસંદ કરી છે. ગઝલનું શીર્ષક છે, “ક્યાંક તું છે, ક્યાંક હું છું.”

ક્યાંક તું છે ક્યાંક હું છું

ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,

આપણા વચ્ચેનું જળ મને વાગ્યા કરે

બારણું ખુલ્લું હશે અને શેરીઓ સૂની હશે,

આંગણે પગલાં હશે, તારા હશે લાગ્ય કરે

હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,

પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે

રિકત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,

ડાળ પરના પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે

ચિનુ મોદીઇર્શાદ

મારી સમજ પ્રમાણે કવિ આમાં એકબીજાને અતિશય પ્રેમ કરતી પણ સંજોગો વશાત અલગ પડી ગયેલી, પાછા સાથે થવા તડપતી, પણ અહંમ (EGO) ને લીધે તેમ ન કરી શકતી વ્યક્તિઓની વાત કરે છે.શીર્ષક યથાર્થ હોવાથી એની ચર્ચા નહિં કરૂં. કવિએ સશક્ત પંક્તિઓમાં જે વાતો વ્યક્ત કરી છે, એની છણાવટ ઉપર જ સીધા આવી જઈયે.

“ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે”

આ પહેલી પંક્તિમાં જ કવિએ પોતાની ક્લમનો કસબ દર્શાવી દીધો છે. હકીકતમાં બન્નેને ખબર છે કે કોણ ક્યાં છે, પૂરા સમય માટે મન એકબીજાના વિચારોમાં જ વ્યસ્ત છે (સમય જાગ્યા કરે.) અને હવે

“આપણ વચ્ચેનું જળ મને વાગ્યા કરે..”

નદીના બે કિનારા હોય છે, પણ નદી એક હોય છે, આ કિનારે કે સામે કિનારે નદીને એક જ નામે લોકો ઓળખે છે. અહીં કવિ ઇશારો કરે છે કે અલ્યા મારા કિનારે મને પાણીનો ધક્કો લાગે

છે, તને પણ સામા કિનારે લાગતો હશે. આજે ભલે આપણે બે જુદા જુદા કિનારા છીયે પણ પાણીથી સંકળાયલા છીયે. આ પાણી જ કદાચ પ્રેમ છે.

હવે કવિના હ્રદયનો તરફડાટ જુઓ,

“બારણું ખુલ્લું હશે અને શેરીઓ સૂની હશે,

આંગણે પગલાં હશે, તારા હશે લાગ્ય કરે…”

સામાન્ય રીતે શેરી સૂની હોય ત્યારે બારણાં બંધ હોય, પણ અહીં સૂની શેરી હોવા છતાં એમણે આશામાંને આશામાં બારણું ખુલ્લું રાખ્યું છે. બહાર કોઈના પગલાં સંભળાય છે, કદાચ જેની વાટ જોવાય છે એ જ બારણે આવ્યું છે એમ પણ લાગે છે, પણ અહમ ! નથી એ અંદર આવતો, નથી કવિ બહાર નીકળીને જોતા.

ઈર્શાદના પ્રતિકો અનોખાં જ હોય છે. હવે પછીની પંક્તિઓ જૂઓ

“એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,

પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે…”

કવિને ખાત્રી છે, એ જ વ્યક્તિ આવી હતી, પણ જેમ પવન અડકીને ચાલ્યો જાય છે, રોકાતો નથી, તેમ એ વ્યક્તિ પણ બારણે આવીને ચાલી ગઈ, બસ હવે કવિ ભીની આંખે એ આવવા જવાના રસ્તા સામે તાક્યા કરે છે.

આ છેલ્લી બે પંક્તિઓમાં કવિ પ્રતિકોનો ઉપયોગ કરી, હાલની પરિસ્થિતિનું સંપૂર્ણ વર્ણન કરી દે છે.

“રિકત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,

ડાળ પરના પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે…”

અહીં પવનને વિચારોના પ્રતિક તરીકે વાપર્યો છે, મન હંમેશાં એના વિચારોથી જ ભરાયલું રહે છે. એક ડાળ પરના બે પાંદડા સમયના ઝપાટામાં આવી ખરી પડ્યા, હવે એ સૂકાઈને પવનથી ઘસડાઇને અવાજ કર્યા કરે છે. તમે સૂકા પાંદદાને રસ્તા પર ઘસડાઈને અવાજ કરતા સાંભળ્યા હોય તો તમને આ સમજાસે.

આ ગઝલ વગર સમજ્યે વાંચો તો તમારી Intellect ને ગમસે, સમજીને વાંચો તો તમારા Mind ને ગમસે.

-પી. કે. દાવડા

 

વાચકની કલમે-(13) રોહીત કાપડિયા

Posted on September 27, 2015 by Pragnaji

વાયુને હંફાવવા બળ ના કરે 

                           ——————————————

                            વાયુને હંફાવવા બળ ના કરે.

                            સુગંધી છે, કદી  છળ ના કરે 

                           પુષ્પ પર ડાઘો પડે બીકથી 

                           જીવવાની જીદ ઝાકળ ના કરે 

                           સ્વપ્નને સંકેલવાની બાબતે 

                           ઉંઘતો માણસ ઉતાવળ ના કરે 

                           ખુબ ઘેરી ને ગહન છે લાગણી 

                            ઝરણાંની જેમ ખળખળ ના કરે 

                           ક્રોધ તો કરતો નથીઈર્શાદપણ 

                           ના ગમે તો વાત આગળ ના કરે 

                                                                     

ચીનુભાઈ મોદી–  

કોઈ પણ ખ્યાતનામ કવિની કલ્પનાથી કંડારાયેલી રચનાનો રસાસ્વાદ કરાવવાનું અત્યંત કપરું હોય છે. રસાસ્વાદ કરાવતા પણ શક્ય બંને કે કવિની કલ્પનાના શિલ્પ અને આપણે મનમાં રચેલું શિલ્પ અલગ હોય. ખેર! તો પણ નામી ગીત અને ગઝલકાર ચીનુભાઈ મોદીની ઉપરોક્ત રચનાનો રસાસ્વાદ કરાવવાની ચેષ્ઠા કરું છું. ક્યાંક મારી સમજફેર હોય તો પ્રથમ ક્ષમા માંગી લઉં છું

                પ્રથમ ચાર પંક્તિમાં સજ્જનતાની વાત કવિ બહુ નાજુકાઇથી કરે છે. જે સજ્જન હોય તે સદા યે સરળ હોય છે. સજ્જનતા એમનો સ્વભાવ હોય , એમની પ્રકૃતિ હોય. તો નિસ્વાર્થ ભાવે સત્કાર્યો કરતાં જીવન સફરમાં આગળ વધતાં હોય છે. તેઓ કદી કોઈને પાછળ પાડી દેવામાં માનતા નથી. તેમને કોઈને પછાડવામાં રસ નથી હોતો કે બીજાને હરાવવામાં રસ નથી હોતો. રજનીશજીએ એક નાનકડાં વાક્યમાં જિંદગી જીવવાની રીત બતાડી છે — ‘ તરો નહીં વહોબસ સજ્જનો પણ રીતે વહેવામાં માનતાં હીય છે. સત્કાર્યોની સુવાસ ફેલાવવામાં માનતા હોય છે

                               પુષ્પ પર ડાઘો પડે બીકથી 

                               જીવવાની જીદ ઝાકળ ના કરે 

       

એક નાનકડી કથા ગહનતાથી ભરેલી બે પંક્તિને સરળ બનાવી દેશે. એક મહાન સંતની ભક્તિથી ખુશ થઈને ઈશ્વરે કહ્યુંમાંગ ,માંગ તું જે માંગીશ તે આપીશ.” સંતે કહ્યુંમને તું મળી ગયો એટલે સર્વસ્વ મળી ગયું. હવે મને બીજું કશું નથી જોઈતું. મારે કશું નથી માંગવું. “ઈશ્વરે સંતની કસોટી કરતાં કહ્યુંભલે તારે કશું નથી જોઈતું પણ હું તને એવું વરદાન આપું છું કે તું જેના મસ્તક પર હાથ ફેરવશે એનાં બધાં દુઃખ, દર્દ અને બીમારી એક પળમાં દૂર થઇ જશે.” સાંભળતાં સંત બોલી ઉઠ્યાંના, ના ઈશ્વર આવું વરદાન તો કદીયે ના આપીશ. જો આવું થાય તો લોકો મને ઈશ્વર માની લેશે અને તને ભૂલી જશે.” ઈશ્વરે ફરી કહ્યું શું તું નથી ઇચ્છતો કે લોકોનાં દુઃખ, દર્દ અને બીમારી કાયમ માટે દૂર થાય.?”સંતે કહ્યુંહું તો ઈચ્છું છું કે આખા વિશ્વનું ભલું થાય. માટે તારે જો આપવું હોય તો એવું વરદાન આપ કે મારાં પડછાયામાં જે કોઈ આવે તેનાં દુઃખ, દર્દ અને બીમારી દૂર થઇ જાય.આમ કરવાથી લોકોની તારાં પરની શ્રદ્ધા જળવાય રહેશે અને મારામાં પણ અભીમાન નહીં આવે.” સજ્જનો પણ રીતે સત્કાર્યમાં માનતાં હોય છે નામમાં નહીં. ઝાકળનું બિંદુ પુષ્પપત્ર પર મોર્તીની જેમ ચમકતું હોય છે પણ કયારે તે સ્થાનને વળગી રહેવામાં માનતું નથી. તો થોડી વારમાં રંગ અને તેજની લહાણ કરી ઉડી જાય  છે, કારણકે એને ખબર છે કે જો એનાં સ્થાનને વળગી રહેશે તો જ્યારે સુકાઈ જશે ત્યારે પુષ્પપત્ર પર એનો ડાઘ પડી જશે

        પછીની બે પંક્તિમાં કંઇક જૂદી વાત કવિ કરે છે. જીવન સફરમાં મોહ નીંદરમાં સૂતેલો માનવી ભ્રામક સુખનાં સ્વપ્નોમાં રાચતો હોય છે. સુખ એનાં નસીબમાં લખાયેલું નથી હોતું, છતાં પણ એને પંપાળે છે.સંવારે છે, સજાવે છે.હકીકતની દુનિયાના દુખોને ભૂલીને એને ભ્રામક સ્વપ્ન વિશ્વમાં રાચવું ગમતું હોય છે. કદ્દાચ એથી માણસ નથી ઈચ્છતો કે એનું સ્વપ્ન પૂર્ણ થઇ જાય. મોહ નીંદરમાંથી જાગૃત થવા નથી ઈચ્છતો .

દુઃખ એટલું હતું જીવનમાં કે

શમણાનું સુખ પણ પ્યારું લાગ્યું

વાસ્તવિકતા એટલી વસમી હતી  કે

ભ્રમણાનું સુખ પણ વહાલું લાગ્યું.

 

પછીની બે પંક્તિમાં લાગણીની ગહનતાની વાત હૈયું ભીંજાઈ જાય રીતે કવિ કરે છે.લાગણી હંમેશા હૃદયનાં ઉંડાણમાંથી ને મનના ભીતરથી પ્રગટતી  હોય છે. લાગણી ખામોશીમાં પણ ઘણું બધું કહી જતી હોય છે. સાચી લાગણીમાં ક્યારે માંગણી નથી હોતી. અપેક્ષા નથી હોતી. સ્વાર્થ વૃતિ નથી હોતી. ઉપર ઉપરથી વહી જતાં ઝરણા જેવો ખળખળ અવાજ એમાં નથી હોતો. એતો ધોધની જેમ વહે છે અને તો યે સાવ નિશબ્દ હોય છે. શાંત હોય છે. લાગણી ક્યારેક આશીર્વાદ રૂપે ,ક્યારેક આવકાર રૂપે, ક્યારેક આશ્વાશન રૂપે, ક્યારેક શુભેચ્છા રૂપે ,ક્યારેક પ્રેરણા રૂપે તો ક્યારેક પ્રશંશા રૂપે છલકાતી હોય છે

     અંતિમ બે પંક્તિમાં કવિ મનની શાંતિ જાળવવામાં ઉપયોગી વાત કરે છે. ગમતાનો ગુલાલ તો સહેલાઈથી કરી શકાય પણ અણગમતી વાતનો સામનો કરવા માટે સમાજ અને સહનશીલતા જોઈએ.આપણું ધાર્યું નાં થાય કે પછી આપણને ગમતી વાત સામે આવે ત્યારે ક્રોધિત થવાને બદલે ખામોશ રહેવામાં સાર છે.સાવ નજીવી વાતમાં બે બુદ્ધિમાન વ્યક્તિ બોલાચાલી પર ઉતરી આવ્યાં અને પછી તો  ક્રોધિત થઇ એકબીજાને કહેવાનું કહેવા લાગ્યા. એક ત્રીજી વ્યક્તિ પણ ત્યાં હાજર હતી પણ ખામોશ હતી. બૂમબરાડા સાંભળીને બહારથી અંદર આવેલા લોકોએ પેલી ત્રીજી વ્યક્તિને પૂછ્યુંતમે કેમ ચૂપ છો, કેમ કંઈ બોલતા નથી ”   વ્યક્તિએ ધીરેથી કહ્યું” two mad men were enough in the room” વાતને આગળ નાં વધારતા જો કંઇક નથી ગમતું તો ત્યાંથી વળાંક લઇ દૂર જતાં રહેવામાં સાર છે

                                                             

રોહીત કાપડિયા– 

 

 

વાચકની કલમે-(14) કલ્પનારઘુ

Posted on October 1, 2015 by Pragnaji

આસ્વાદ – ડૉ. ચિનુ મોદી

ડર મને મારો જ થોડો હોય છે, કાચમાં ચહેરાને જોવો હોય છે.

કોઈ કાયમ કેમ જોતો હોય છે ? આપણા ક્ષણક્ષણના દોષો હોય છે.

શ્વાસની હલચલ તો હો હો હોય છે, સૂનકારે કોણ કોનો હોય છે ?

ઊંઘ આવે તો તરત મીંચો નયન રાતનો ક્યારે ભરોસો હોય છે.

પી જઉં પયગંબરોના પાપને, શબ્દના તો લાખ રોગો હોય છે.

હું ફરી ક્યાંથી હવે માણસ બનું ? ડોકમાં ઈચ્છાનો દોરો હોય છે.

સ્વર્ગની લાલચ ન આપો, શેખજી

મોતનો પણ એક મોભો હોય છે

જેમ તુંડે તુંડે મતિ ભિન્ન હોય છે તે જોતાં કોઇપણ રચનાનો અર્થ વ્યક્તિએ વ્યક્તિએ ભિન્ન હોય છે. વળી સમય, સંજોગો, અનુભવ અને ચેતનાશક્તિ પ્રમાણે કવિ હ્રદય અલગ અલગ ભાવ સાથે, જે ભાવ હ્રદયને સ્પર્શે અને સંવેદનાઓ ઉભી કરે તે ભાવ સાથે મમળાવે છે, માણે છે. આજે મને શ્રી ચીનુ મોદીની રચનાનો આસ્વાદ કરાવવાનો મોકો મળ્યો છે. આ ગઝલને મે પહેલાં વાંચી, માણી. મને નથી ખબર કવિએ કયા ભાવ સાથે લખી છે. પરંતુ મારાં માનવા મુજબ કવિનાં હ્રદયની વાતનો આસ્વાદ આ ગઝલનાં શબ્દો મુજબ આ પ્રમાણે હોઇ શકે …

ગઝલના સામ્રાજ્યના શિરોમણી ગઝલકાર ચીનુ મોદીને સૌ પ્રથમ સલામ. આપની આ ગઝલમાં લાગણીની તરબતરતા છે અને અભિવ્યક્તિની તાજગી છે. શાયર પોતે પોતાની જાત સાથે વાત માંડી બેઠેલા અનુભવાય છે. આખી ગઝલમાં બોલચાલનો લહેકો સ્પર્શી જાય એવો છે.

ડર મને મારો જ થોડો હોય છે, કાચમાં ચહેરાને જોવો હોય છે.

મત્લાનાં શેરમાં ગઝલકાર કહેવા માંગે છે કે મારાજ હોવાપણાનો ડર મને કાચમાં વારંવાર જોવા પ્રેરે છે. જાત સાથે ગઝલકાર વાત માંડીને બેસે છે. એનો ઉત્તર બીજા શેરમાં છે.

કોઈ કાયમ કેમ જોતો હોય છે ? આપણા ક્ષણક્ષણના દોષો હોય છે.

કોઇ એક દોષ થોડો છે? આપણાંમાં તો ક્ષણ ક્ષણનાં દોષો છે. પોતાનાં અપાર દોષોથી ગઝલકાર જાગી જાય છે. તેમની જાગૃત અવસ્થામાંથી ઉદ્‍ભવેલી આ ગઝલ અપાર આશ્ચર્યમાં લઇ જાય છે.

શ્વાસની હલચલ તો હો હો હોય છે, સૂનકારે કોણ કોનો હોય છે ?

ત્રીજા જ શેરમાં આ પરિસ્થિતિથી ઉદ્‍ભવેલા એકાંતને  વર્ણવવા માટે ગઝલકાર કહે છે કે આ એકાંત તો કેવું કે શ્વાસની આવનજાવન પણ દેકારા, પડકારા જેવી લાગતી હોય છે. એના માટે મને એક ઉર્દુ ગઝલનો એક શેર યાદ આવે છે,

‘બહાર ગલીમેં ચલતે હૂએ લોગ થમ ગયે, તન્હાઇઓંકા શોર થા ખાલી મકાનમેં’

પછીનો શેર છે,

ઊંઘ આવે તો તરત મીંચો નયન રાતનો ક્યારે ભરોસો હોય છે.

આ શેરમાં ગઝલકાર કહે છે કે આ જાત તપાસમાં પડવું એટલે ઉંઘને દેશવટો આપી દેવો. એવે સમયે જયારે પણ ઉંઘ આવે ત્યારે આંખો બંધ કરીને ઉંઘ માણી લેવી જોઇએ. એટલો સમય તો જાત તપાસથી છૂટકારો મળે? બાકી રાતનો ક્યાં ભરોસો હોય છે? આંખો બંધ ના કરો તો રાત ક્યાં રાત રહે છે?

પી જઉં પયગંબરોના પાપને, શબ્દના તો લાખ રોગો હોય છે.

આ શેરમાં પયગમ્બરોનાં પાપને પી જવાની વાત ગઝલકાર કરે છે. પયગમ્બરોનાં પાપ તો બોલવાનાં પાપ હોય છે. અને શબ્દો તો ઠગારા હોય છે.શબ્દ જેની પાસે જાય, અર્થ તો અનેક થવાનાં છે. શબ્દ જ તારે છે, શબ્દ જ ડૂબાડે છે. પોતાનાં સર્વ દોષોને સ્વીકૃત કરીને ગઝલકાર કહે છે, હું માણસ માત્ર છું અને આ દોષો માણસ જ કરે.

હું ફરી ક્યાંથી હવે માણસ બનું ? ડોકમાં ઈચ્છાનો દોરો હોય છે.

આ ગઝલમાં કવિની આદ્યાત્મિકતા સ્પર્શે છે. ઇચ્છાને કારણે માણસમાં પશુતા આવે છે. ઇચ્છાનો દોરો ગળામાં છે ત્યાં સુધી હું પશુ છુ. માણસ થઇ શકવાનો નથી. અને દોષો થયાજ કરવાનાં છે. ઇચ્છા સર્વ દુઃખોનું, સર્વ પાપોનું મૂળ કહેવાય છે. સમગ્ર ગઝલનું ભાવવિશ્વ ‘હું ફરી કયાંથી માણસ બનુ?’ની આગળ પાછળ ઘેરાયેલું છે.

સ્વર્ગની લાલચ ન આપો, શેખજી

મોતનો પણ એક મોભો હોય છે

મક્તાનાં શેરમાં, મક્તા કહી શકાય નહીં કારણકે ઉપનામ સાંકળેલું નથી. આ અંતિમ શેરમાં એમની ખુમારીનાં દસે દસ દરિયા ઉમટ્યા છે. એ કહે છે કે મારામાં દોષો છે પણ ધર્મોમાં જેમ બીક બતાવે છે કે સારા કર્મોનાં સારા ફળ અને ખરાબનાં ફળ ખરાબ! માટે ધર્મનાં પ્રતિનિધિઓને સંબોધીને કહે છે કે શેખજી! મને સ્વર્ગની લાલચ ના આપો. મને છેતરો નહીં. મોતનો પણ એક મોભો હોય છે. સ્વર્ગ અને મોતને અલગ રાખવા જોઇએ. આ શેરમાં કવિની ધર્મનિરપેક્ષતા જાગેલી દેખાય છે.

આ ગઝલમાં થોડો, જોવો, દોષો, કોનો, ભરોસો, રોગો, દોરો, મોભો … એ બધા કાફીયા છે. ત્યારે ‘હોય છે’ એ રદીફ છે. શ્રી ચીનુ મોદીએ પદ્ય અને ગદ્ય દરેક સાહિત્યના સ્વરૂપમાં ખેડાણ કર્યુ છે. માટે એમની કવિતા દરેક સ્વરૂપમાં મ્હોરી છે. તેઓ કલમ ખૂબીપૂર્વક ચલાવે છે. તેનુ દર્શન વાચકને વિવિધ ગઝલોમાં તાર્દશ્ય થાય છે. માટે સુરેશ દલાલે કહ્યુ છે કે ‘ચીનુની કલમ કાચીંડા જેવી છે. આસાનીથી ધાર્યા પરિણામ લાવી શકે છે.’ કોઇપણ કવિ પાસે શબ્દો જુદા જુદા સ્વરૂપે આવતાં હોય છે. પણ તમામ સ્વરૂપોને મૌનના ઘરમાં પામીને કવિ શબ્દોનું સાચુ સ્વરૂપ આપે તે સાચી કવિતા કહેવાય.

કલ્પના રઘુ