માનવને અણસાર પણ ન હતો કે એ પાછો આવશે ત્યારે શેર બજાર અફવાઓનું બજાર બની ગયેલુ હશે. નિરવ નો પત્રકાર મિત્ર અનંત કાલે ઇચ્છતો હતો કે માનવ સાથે મુલાકાત થાય અને તે માર્કેટ્ની રૂખ જાણી બે પાંદડે થવાની ઇચ્છા ધરાવતો હતો.તેને પીળુ પત્રકારીત્વ આવડતુ હતુ.તેથી નિરવને હાથો બનાવી તેને માનવની અંગત વાતો જાણવા પ્રયત્ન કર્યો. તેની રોકાણ પધ્ધતિઓ અને શેર દલાલ જયેશ શાસ્ત્રી સાથે તેના સંવાદો જાણવા પ્રયત્ન કર્યો અને એટલી ખબર પડી કે બેંક સાથે સારો ઘરોબો બંન્નેને છે.અને લગ્ન નાં આલ્બમમાં નાણામંત્રી શ્રી શેલત અને જયેશ શાસ્ત્રીને વાતો કરતો ફોટો નિરવની કૃપા દ્રષ્ટીથી લઇ લીધો.અને એ પણ જાણી લીધું કે હનીમૂન પરથી માનવ કયારે પાછો આવે છે…
આમ તો કાલેનું છાપુ સાવ નાનુ છાપુ હતુ પણ જે દિવસે માનવ આવવાનો હતો તે દિવસે સમાચાર ફોટા સાથે છપાયા કે માનવ અને નાણામંત્રીની શેરબજારમાં તેજી પકડાવી રાખવામાં સાંઠ ગાંઠ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિન્હ… પોલીસ, શેરબજાર નાં સત્તધીશો, સેબી અને સૌ લાગતા વળગતા નાણા મંત્રીને ત્યાં…જયેશ શાસ્ત્રી ને ત્યાં અને સ્વીટ્ઝરર્લંડથી પાછા ફરેલા માનવને ઉલટ તપાસ માટે પોલીસ સ્ટેશન પર એરર્પોર્ટ થી સીધો લઇ જવાયો. આનંદભાઇ અને અમિ તો હબક જ ખાઇ ગયા. નિરાલી પણ બેબાકળી બની ગઇ. આનંદભાઇ જામીન અપાવી માનવને ઘરે તો લઇ આવ્યા પણ આ તેમને માટે નવું હતુ..કહે છે ને ગુરુત્વાકર્ષણનો નિયમ દરેક જગ્યાએ લાગે છે અને ખાસ કરીને માણસ જેમ ઉંચો ચઢતો થાય તેમ તેને તો તે ભાર વધુ લાગે. જોકે ઉંચે ચઢતા માણસની દ્રષ્ટિ નો વ્યાપ વધે તેમજ તેમને જોનારા પણ વધે. તે સૌ જોનારા મિત્રો જ હોય તેવુ નહિ. તેમા કયુ તત્વ ક્યાં અને કેવી રીતે કામ કરે તે શાંત ચીત્તે શોધવુ જરુરી હતુ.અમિએ તો દિકરાનાં માથેથી ઘાત જાય તેને માટે સિધ્ધી વિનાયક મહાદેવ ની માનતા માની અને ઉપવાસ શરુ કરી દીધા. ઘરે પત્રકારો મિત્રો કુટુંબીજનો અને સબંધીઓનો મેળો હતો. દરેક્ને માનવની વાત અને અને માનવનાં પ્રત્યાઘાતો જાણવામાં રસ હતો. જયેશ શાસ્ત્રી અને તેનો વકીલ પણ ત્યાં હાજર હતો.માનવનાં પ્રત્યાઘાતો એકદમ ઠરેલ વ્યક્તિ જેવા હતા.
” હું મારા હનીમૂન થી હમણા જ આવ્યો છુ અને આ બધી વાતોથી સંપૂર્ણ અજાણ છુ. પણ છાપુ જ્યારે પણ મને શંકાની નજરે જુએ ત્યારે તે શંકા દુર કરવાની અને આ અફવા ફેલાવનારાની સામે કાર્યવાહી કરવાની ભારતિય નાગરિક તરીકે મારી ફરજ અને હક્ક છે.સંપૂર્ણ શોધખોળ કરીને હું મારુ નિવેદન કરીશ. હું એટલુ જરુર કહીશ કે હું અને મારી સાથે જેમને સંડોવવામાં આવ્યા છે તે બધા નિર્દોષ છે.”
બીજે દિવસે અન્ય દરેક છાપામાં માનવનાં ફોટા સાથે વચ્ચેનાં પાનામાં બધાનો રદિયો દેખાયો. નાણામંત્રીનાં કથનમાં તેમને વિના કારણ સં ડોવવાનાં પ્રયત્નોનું નામ અપાયુ. ત્રણેક દિવસ વિત્યા હશેને નિરવનો ફોન નિરાલી ઉપર આવ્યો
“ નિરાલી માનવને છાપાનો માલિક મળવા માંગે છે તો માનવને પુછી જો.”
માનવે તેને બીજે દિવસે તેની ઓફીસ ઉપર મળવા જણાવ્યુ.આનંદ અને માનવને અપેક્ષા તો હતીજ કે થોડોક સમય મૌન રહેવાથી જેમને તકલીફ હોય તેનો સળવળાટ દેખાય જ. થોડુક આશ્ચર્ય એ થયુ કે માનવની પ્રગતિ માનવની પોતાની આવડત થી હતી. ખૈર છાપા વાળાની સાથે વાત કરતા ખબર તો પડશે જ કે કોને ક્યાં અને કેવી રીતનું દુખે છે.
અમિ તેના ધ્યાન રુમ માં પ્રભુ પ્રાર્થનામાં મગ્ન રહેતી અને માનવે તે સમાચારોમાં રહેલા પ્રશ્નાર્થચિન્હ દ્વારા એટલુ તો વિચારી લીધુ હતુ કે જો ખરેખર તેમની વાતોમાં તથ્ય હોત તો આવી છટક બારી ના મુકે. તેને તેના લગ્નનાં ફોટામાંથી આ ફોટૉ પ્રેસમાં કોણે આપ્યો તે જાણવાનુ પણ યોગ્ય લાગતુ હતુ. તે રાત્રે નિરાલી ને પુછ્યુ
“ નિરાલી આપણુ આલ્બમ અને તેના ફોટા તારા ઘરે અને મારા ઘરે હોય શેલત સાહેબ આવ્યા ત્યારે પ્રેસને તો લગ્નમાં ફોટા પાડવાની મનાઇ હતી અને મહીને આ ફોટો આવે તે સમજાતુ નથી. પપ્પાને સહેજ ફોન કરીને પુછી લે ને તે ફોટો એમના અલ્બમમાં છે ખરો?”
નિરાલીને જરા અજુગતુ તો લાગ્યુ પણ કહ્યુ “હું સવારે ફોન કરીને પુછી લઇશ”
વહેલી સવારે સુજાતાનો ફોન આવ્યો “ સર! રાકેશ ને સવારે પુછપરછ માટે પોલીસ આવીને લઇ ગઇ છે. તમે ઓફીસ ઉપર તરત આવો આવકવેરા ના માણસો પણ આવ્યા છે.ત્યાં ડોર બેલ વાગી આવક્વેરાનાં માણસો ઘરે પણ હતા. આનંદ અને માનવ આ તકલીફ આવશે તેમ ધારતા તો હતા પણ આટલી ઝડપે તે ધાર્યુ નહોંતુ.