કયા સંબંધે

 

સંકલનઃ પ્રજ્ઞા દાદભાવાળાને

 

શરદ દાદભાવાળા

જે મને લખતી જોઇને હરખાય

પ્રેમ સંબંધે

 

અનુક્રમણિકા

કયા સંબંધે?-(૧)- વસુબેન શેઠ,
કયા સંબંધે? (૨) -નીલમ દોશી
કયા સંબંધે? (૩)- પ્રવીનાશ કડકિયા ૧૮
કયા સંબંધે?-(૪)- ડૉ દર્શના વારિયા નાડકર્ણી ૨૩
કયા સંબંધે? (૫)- વિજય શાહ ૩૬
કયા સંબંધે? -(૬)-કલ્પના રઘુ ૪૩
કયા સંબંધે? (૭)- ઘનશ્યામ વ્યાસ ​ ૫૨
કયા સંબંધે? (૮) ડો. -ઇંદુબહેન શાહ ૫૮
કયા સંબંધે? -(૯)- રેખા પટેલ “વિનોદિની” ૬૨
કયા સંબંધે? (૧૦)- નિહારિકાબેન વ્યાસ ૭૦
કયા સંબંધે? (૧૧) -રોહિત કાપડીયા ૭૩
કયા સંબંધે?-(૧૨)-ચારુશીલાબેન વ્યાસ ૭૫
કયા સંબંધે? -(૧૩)-રશ્મિબેન જાગીરદાર ૭૮
કયા સંબંધે? (૧૪)-પ્રજ્ઞા દાદભાવાળા ૮૦
કયા સંબંધે? (૧૫) -રાજુલ કૌશિક ૮૬
કયા સંબંધે ? (૧૬) -શૈલા મુન્શા ૯૧
કયા સંબંધે? (૧૭) જયવંતીબેન પટેલ ૯૫
કયા સંબંધે? (૧૮) -પૂર્વી મોદી મલકણ ૧૦૦
કયા સંબંધે? (૧૯)તરુલતા મહેતા- ૧૦૮
કયા સંબંધે? (૨૦) પદમા-કાન ૧૧૫
કયા સંબંધે? (૨૧)કુંતા શાહ ૧૨૨
કયા સંબંધે? (૨૨)અરૂણકુમાર અંજારિયા ૧૨૭
કયા સંબંધે? (૨૩)પી. કે. દાવડા ૧૩૫
કયા સંબંધે? (૨૪)હંસા પારેખ ૧૩૭

 

કયા સંબંધે? 

માણસમાણસ વચ્ચે સંબંધો  અને સહયોગનો જે જીવંત વહેવાર ચાલ્યા  કરતો હોય છેતો વિષય ને લઈને  માત્ર લેખ નહિ, કવિતા ,હાયકુ કે કોઈ પણ સ્વરૂપે આપના વિચારો લખી મોકલો .

બસ તો કસો મગજને અને ચલાવો હં હં ચાલવો નહિ દોડાવો.. તમારી આંગળીઓને ટપ ટપ અવાજ સાથે ટપકાવો તમારા વિચારોને અને બસ લેખ તૈયાર એક વધુ એક બટન દબાવો અને send  કરી મોકલો….. pragnad@gmail .com 

         પુસ્તક અને બ્લોગ માટે આપનો લેખ 1000- 1500  અથવા વધુ શબ્દો લખી મોકલી શકશો .  જેશબ્દોનાસર્જનપર મુકાશે અને પ્રસિદ્ધ થતા પુસ્તકમાં પણ આવરી લેવાશે,

તો મિત્રો ટાઈપ  કરી word માં(PDF કે હાથે લખેલુ નહીં ચાલે) ઇમૈલ દ્વારા pragnad@gmail.com પર મોકલશો 

 

.https://shabdonusarjan.wordpress.com/ 

                અથવા બેઠક ની facebook –“Bethak”Gujarati literary group“

                https://www.facebook.com/groups/1623452741215513/

પરંતુ  મિત્રો આપની બેઠકમાં (બોલીને કરવામાં આવતી) રજૂઆત માત્ર  500 શબ્દો સુધી કરશો. રજૂઆત માં સમય મર્યાદા છેજેની નોથ લેશો,

આવતી બેઠક 05/22/2015 સાંજે 6.30વાગે મળશે

જેમાં બોલવા માટે પહેલથી જણવવાનું રહેશે.   

   કોઈ કવિની  પંક્તિઓ કદાચ આપને લેખ લખવા માટે પ્રેરણા દેશે

ક્યા સંબંધે? ” ..… 

સંબંધો કયા કોઇના કાયમ ના હોય છે.

આજે આપણા તો કાલે પરાયા હોય છે.

મન થી મન મળે એજ સંબંધ સાચા હોય છે.(વિનુભાઈ પટેલ )

પરાયા પણ ત્યારે  આપણા હોય છે

અચાનક કોઈ પૂછે છે ખબર અને કહે છે,કેમ છો?

   કહો જોઉંકયા સંબધે?આમ હોય છે!.   

હવે પછી આપણી દરેક મહિનાનીબેઠકનાવિષયઉપર આવેલ સારી કૃતિને ઇનામ મળશે. પછી કવિતા હોય કે લેખ વાર્તા કે કોઈ પણ સ્વરૂપે સ્વીરાશે-jagruti shah

 

 

 

કયા સંબંધે?-(૧) વસુબેન શેઠ,

અને પરી આકાશમાં ઉડી ગઈ….

તે દિવસે હું ઘરના ઝગડા અને રોજની તું તું,મેં,મેં થી બસ કંટાળી ગઈ, સંસારમાં કોઈ આપણું છે નહિ બધાને પોતપોતાની પડી છે કોઈને મારી ક્યાં જરૂર છે? દીકરો પણ જાણે પરાયો થઇ ગયો છે,ક્ષણિક ઘર છોડવાનું મન પણ મને થયું પણ મારા મનને હળવું કરવા હું ચેમ્બુરના મદિરે ગઈ.મદિર ખુબ છેટું હતું પણ કયારેક કંટાળતી ત્યારે ત્યાંજ જતી બહાને બસમાં અને ટ્રેનમાં મુસાફરી થાય અને મન હળવું થતા પાછી આવતી,મદિર માં જઈ ઊંડો શ્વાસ લીધો,મજાનું ભજન ગાઈ ને મન હળવું કર્યું મન મુંજાએલ હતું એટલે શબ્દો પણ એવા સરી પડ્યા।..

સ્વાર્થનું સંગીત ચારે કોર વાગે કોઈ નથી કોઈનું દુનિયામાં આજે મનના મંદિરમાં અંધારું થાય ના ઝાંખો ઝાંખો દીવો મારો જોજેને બુજાય ના……

પ્રાર્થના મને બળ આપતી અને મેં મારો ભાર હળવો કર્યો એટલામાં પાછળથી મારો કોઈ હાથ પકડ્યો અને કહે બેન આપ ખુબ સુંદર ગાવ છો,આપનો અવાજ પણ મધુર છે મેં કહ્યું શું માસી આભાર પણ સાચું કહ્યું હું તમારું નામ ભૂલી ગઈ છું મને કહે આપણે એક બીજાને ઓળખતા નથી પણ મને એક વાત કહેવાનું મન થયું એટલે તમને રોક્યા,બ્હેને મારી બે હથેળી પકડી રાખી મારો હાથ છોડયો નહી,જાણે મારી હથેળી માંથી ઉષ્મા લેતા હોય તેવું લાગ્યું હું જોઈં રહી, હું કઈ કહ્યું તે પહેલા એકદમ ભેટી પડ્યા ને કહે તમારા ભજને મારું હ્રદય વલોવી નાખ્યું,બસ તમને મળી લીધું,તમને હું કદી ભૂલીશ નહી,એમ કરી ને ચાલ્યા ગયા, બ્હેન નો ભોળો ચહેરો ,મીઠી વાણી હૃદયને સ્પર્શી ગઈ, આમ પણ મારી બાના ગુજરી ગયા પછી હું એમને ખુબ યાદ કરતી આજે જાણે બા આવી ને ભેટી ગયા એવું મને કોણ જાણે કેમ ભાસ્યું,હું વિચારને ખંખેરી, મારે ટ્રેન પકડવી હતી એટલે હું સ્ટેશન તરફ વળી સ્ટેસન પર ઘણા મુસાફરો હતા,માંડ માંડ ટેનમાં ચડી, મારી સામે એક સુંદર ઘાટીલી સ્ત્રી બેઠી હતી,હું એની સામે જોઈ ને હસી,એણે પ્રત્યુતરમાં ખોટું સ્મિત કર્યું પણ કોણ જાણે મને એમાં રુદનનો આભાસ થયો ,જાણે પરાણે હસતું મોઢું રાખતી હોય તેવું લાગ્યું,સ્મિત પછી અમે થોડી વાતચીત કરી થોડી મિત્રતા થતા મે એમને હિમત કરી પ્રશ્ન પૂછ્યો વાંધો હોય તો એક વાત પુછુ અને એણે બોલ્યા વગર હકારમાં જવાબ આપતા મેં ધીમેથી પૂછ્યું,બેન તમને કોઈ તકલીફ છે,અને બેન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા,એક ક્ષણ તો મને થયું મેં ખોટું કર્યું,મેં કહ્યું કે માફ કરજો મારો ઈરાદો આપને દુઃખી કરવાનો હતો પણ કોણ જાણે કેમ અનાયસે હું પુછી બેઠી,પણ થોડી વારમાં બેન સ્વસ્થ થઈ ગયા,એટલે મને હાશ થઇ મને કહે સારું થયું તમે મારું મન હલકું કરી નાખ્યું,મારા કુટુંબીજન મને મારે ગામ પાછી મોકલી આપે છે. બોમ્બે સેન્ટ્રલ થી મારી ટ્રેન પકડીશ,શું કામ ? શેના માટે ?વગેરે પૂછવાની મારી હિમંત હવે હતી, વાત માંડીશ તો ફરી દુઃખી કરીશ એમ વિચારી અલક મલક ની વાતો કરી એના સ્ટેશન આવતા આવજો કહી સ્ટેશને ઉતરી ગયા.એટલામાં એક નવ જવાન એક હાથ માંપેટી બીજા હાથમાં વૃદ્ધ ડોસીમાનો હાથ પકડીને ઉપર ચડ્યો,પેટી મૂકી માજી ને ટ્રેન માં બેસાડી ને ચાલતો થયો,માજી જોર જોર થી બોલતા હતા ભઈલા તારું ભલું થાજો,મેં ભાઈ ને પૂછ્યું તમારા માજી એકલા મુસાફરી કરશે ,ત્યારે ભાઈ મારાસામું જોઈ ને ફક્ત એટલું બોલ્યો આપ માજીને એના સ્ટેશન ઉતારવામાં મદદ કરશો,અને મારો આભાર માની જતો રહ્યો ,એમના ભાવ પરથી હું સમજી ગઈ કે એમણે તો માજી ને ફક્ત મદદ કરી હતી,મારું સ્ટેશન આવતા હું ઉતરી પણ માજી માટે પેલા ભાઈની જેમ કોઈને ભલામણ કરતી ગઈ અને હું ટ્રેન માંથી ઉતરી બસ સ્ટોપ તરફ ગઈ. દોડતી જિંદગીમાં વિચાર વાનો સમય ક્યાં હતો માજી એકલા કેમ હતા? ક્યાં જવાના હશે? જુવાન કોણ હતો?,આમ પણ હું વિચારોથી ઘેરવા નહોંતી ઈચ્છતી,

બસ ને આવવાની વાર હતી એટલે હું બાકડા પર બેઠી ,બાજુમાં નાનો બગીચો હતો,બાળકો કલ્લોલ કરી ને રમતા હતા ,એટલામાં લગભગ વર્ષ ની બાળકી મને નમસ્તે કરીને પોતાનો નાસ્તાનો ડબ્બો લઈ ને મારી સાથે બાકડા પર બેસી ને સેવ મમરા ખાવા લાગી,મારી સામે વારંવાર જોઈ ને હસતી,મેં તેને પૂછ્યું તારે રમવા નથી જવું,તો કહે મને થાક લાગે છે હું બીમાર છુ ,બા હું નાસ્તો કરૂ ત્યાં સુધી બેસશો,એના મીઠા નિર્દોષ શબ્દોએ મને જકડી રાખી, મેં કહ્યું તારી સાથે કોણ આવ્યું છે ?કહે મમ્મી છે પણ નાની બહેનને લેવા ગઈ છે હમણાં અહી બસમાં આવશે,

બસ આવી પણ મમ્મી ઉતરી મને થયું કેવી માં છે ?આમ બાળકીને મુકીને ગઈ મેં મારી બસને જતી કરી ત્યાં તો એક બેન નાની બાળકી સાથે આવ્યા હાફળા, ગભરાયેલા આવ્યા અને કહે ચાલ બેટા,એના મમ્મી હતા,મેં કહ્યું આમ બાળકીને મુકીને જવાય નહિ ,તો કહે આભાર પણ મારી પાસે બે ટીકીટના પૈસા હતા એટલે અહી બેસાડી,

ચાલો મારે કામે જવાનું છે કામે નહિ જાવ તો સાંજે જમશું શું ?આભાર તમારો, તે દિવસે હું ટેક્સી કરી હું ઘરે ગઈ. બીજે દિવસે હું મારા નિયમ મુજબ ગરીબ બાળકોને દવાખાનામાં ફળ આપવા ગઇ,ત્યાં એક પલંગ પર મેં બસ સ્ટોપ વાળી બાળકીને જોઈ મને કહે માસી કેમ છો ભોળું સ્મિત અને માસુમ ચહેરો એને જોઈ ને મારા થી પૂછી જવાયું તું અહી શું કરે છે કેમ ભૂલી ગયા હું બિમાર છું ?મેં ડોક્ટર ને પૂછ્યું તો કહે થોડા દિવસ ની મહેમાન છે,આજુબાજુ કોઈ હતું એટલે એની પાસે જઈ ને મેં માથે હાથ ફેરવ્યો,મેં કહ્યું ફ્રુટ ખાઇશ તો કહે ના ચોકલેટ ભાવે છે મેં કહ્યું કાલે લાવીશ અને પછી મને મારા હાથમાં ચોપડી આપતા કહે પરીની વાર્તા કહોને તો ઊંઘ આવી જાય અને મીઠું સ્મિત આપ્યું મારો હાથ પકડીને મને પોતાની પાસે બેસવાનું કહ્યું મેં વાર્તા કહેવાની શરુ કરી,

એક પરી હતી અને સ્વપ્નોની દુનિયામાં ખોવાઈ ગઈ મારો હાથ છોડ્યા વગર આંખો બંધ કરી સંભાળતી રહી મને કહે તમારા ખોળામાં માથું રાખું મેં હા પાડી,કોણ જાણે છોકરી મને પોતીકી લાગી મારો હાથ પકડી ખોળામાં માથું મૂકી સંભાળતી રહી, ક્યારેક મારી સામે જોઈ સ્મિત કરતી,મારે ઘરે જવાનો સમય થતા મેં વાર્તાનો અંત લાવતા કહ્યું,…અને પરી આકાશમાં ઉડી ગઈ,પણ એમ સુઈ રહી કદાચ ઊંઘ આવી ગઈ હશે એમ સમજી મેં કહ્યું સાંભળે છે ને કે સુઈ ગઈ ? પણ એણે મારા ખોળામાં હાથ પકડી સદા ને માટે આખો મીચી દીધી…. પોઢી  ગઈ

વસુબેન શેઠ,

 

કયા સંબંધે? (૨) -નીલમ દોશી

 

નામ વિનાના સંબંધોનું સૌન્દર્ય..

ચાલો, મળીએ કોઇ કારણ વિના;

રાખીએ સંબંધ કોઇ સગપણ વિના..”

આટલા બધા સંબંધ એને કેમ કરી ચાખુ ?

શબરીની જેમ એક પછી એક બોર ને ચાખુ.

કોઇ કારણ વિના મળવું ગમે.. હોંશે હોંશે મળવાની ઇચ્છા થાય એવા સંબંધો જીવનમાં કેટલા ? એવા સંબંધો જેને મળ્યા હોય એ આજના જમાનામાં નસીબદાર જ કહેવાય ને ? અમુક સંબંધોને કોઇ નામ નથી હોતું. હોય છે ફકત એની સુવાસ…એ સુવાસ જેને સાંપડે છે એનું જીવન સભર બની રહેતું હોય છે. આજે આવા જ કોઇ સગપણ વિનાના સંબંધની વાત કરવી છે. આપણી આસપાસ આવા સગપણ વિનાના અનેક  સુંદર સંબંધો નજરે પડતા હોય છે. કેટકેટલું લખાતું રહે છે..સંબંધ નામના આ ત્રણ અક્ષરના શબ્દ પર.! કદાચ કોઇ લેખક, કોઇ કવિ એવો નહીં હોય કે જેમણે સંબંધ વિશે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કશું નહીં લખ્યું હોય ? શા માટે ? વરસોથી અનેક પુસ્તકો આ વિષય પર લખાયા છે, લખાતા રહે છે અને વંચાતા રહે છે. કારણ ? કારણ એક જ..કવિ શ્રી ગૌરાંગ ઠાકરના શબ્દમાં કહું તો..

એકલા આવ્યા છીએ, એકલા જવાનું છે,

પણ દોસ્ત, એકલા કયાં જિવાય છે ?

કે પછી એકલાને અહીં લાગે બધું અળખામણું,

તમારે તે સંગ સઘળુ સોહામણું.

યેસ..માનવી આ વિશ્વમામ એકલો આવે છે અને એકલા જ જવાનું છે એ સનાતન સત્યથી આપણે કોઇ અજાણ નથી. પણ એકલા જીવવાનું આસાન નથી બનતું. ચપટીભર હૂંફ માટે માનવી જીવનભર મથતો રહે છે. કેમકે માનવીમાત્રનો પિંડ ભાવના અર્કથી બંધાયેલો છે. પ્રેમ અને આનંદ એની જરૂરિયાત છે. અને એ પ્રેમ, હૂંફ સાચુકલા સંબંધ સિવાય કયાંથી મળે ?

અમુક સંબંધો આપણને જન્મથી આપોઆપ મળે છે ,જેમાં પસંદગીને કોઇ અવકાશ નથી હોતો. જયારે મિત્રતા , કે જીવનસાથીમાં આપણને પસંદગીનો અવકાશ મળે છે.

આજકાલ સૌ કોઇ કહે છે,સંબંધ બાંધવા સહેલા છે, નિભાવવા અઘરા છે. વાત સાચી છે.સંબંધોનું ગણિત થોડું અટપટું તો ખરું જ. કેમકે..

ઘાવ સહે વજ્જરના, ને ભાંગી પડે એક વેણે

કોઇ સંબંધ અનેક ઘાવ પણ ખમી જાય છે અને કોઇ એક કઠોર શબ્દથી પણ તૂટી જાય છે. સંબંધોની બારાખડી જાણવી, એની લિપિ ઉકેલવમાં ઘણી વાર આપણે થાપ ખાઇ જતા હોઇએ છીએ.

જેમ વાસણને અવારનવાર માંજીને ચકચકિત કરવા પડે છે એમ સંબંધોને પણ સમય આપીને સ્નેહના, લાગણીના ઉંજણથી માંજવા પડતા હોય છે. નહીંતર એને કાટ લાગી જતા વાર નથી લાગતી.

જોકે અનેક સંબંધો આપમેળે પણ જળવાઇ રહેતા હોય છે. દિલના સંબંધો દરેક વખતે શબ્દોના કે સમયના મોહતાજ નથી હોતા. કોઇ નિયમિત સંપર્ક સિવાય પણ વરસો પછી પણ એ લીલાછમ્મ રહી શકે છે. એવા સંબંધોમાં સાચુકલું સૌંદર્ય ઝળહળી રહે છે.હિસાબ કિતાબની ભાષા સંબંધોના સૌન્દર્યને ઝાંખપ લગાડે છે. એવા વહેવારિયા, હાય હેલ્લોના સંબંધોનું આયુષ્ય બહું લાબું નથી હોતું.

જીવનમાં અનેક વાર નામ વિનાના સંબંધો સાવ અચાનક મ્હોરી ઉઠે છે ત્યારે આપણે એને રૂણાનુબંધનુણ નામ આપીએ છીએ. કેમકે એવા સંબધોનું કારણ આપણી સમજણની ક્ષિતિજ બહાર હોય છે.

આજે એવા જ એક સાચુકલા સંબંધની સાચુકલી વાત…

સંપતરાયને આજે બાંકડો સાવ અડવો લાગ્યો. કશુંક ખૂટતું હોય તેવું કેમ લાગતું હતું ? રીટાયર્ડ થયા પછી છેલ્લા એક વરસથી પોતે રોજ સવારે અને સાંજે આ બગીચામાં આવતા હતા. બે વરસથી પત્નીનો સાથ છૂટી ગયો હતો. જોકે ઘરમાં દીકરો વહુ હતા..કોઇ તકલીફ નહોતી.આર્થિક રીતે સધ્ધર હતા. વાંચનનો, સંગીતનો શોખ હતો. તેથી સમય પસાર કરવામાં ખાસ કોઇ તકલીફ નહોતી પડતી. આમ પણ તેમનો સ્વભાવ અતર્મુખી હતો. બહું બોલવાની આદત નહોતી.

રીટાયર્ડ થયા પછી મનમાં એક ભાવના હતી કે ભગવાને બધું આપ્યું છે. શારીરિક આર્થિક કે માનસિક કોઇ ચિંતા નહોતી. તો હવે સમાજની થોડી સેવા કરવી જોઇએ. કોઇને મદદરૂપ થવું જોઇએ એવી ભાવના..ઇચ્છા મનમાં જાગતી. પરંતુ શું કરવું..કેમ કરવું..એવી કોઇ સમજ નહોતી પડતી. અંતર્મુખી સ્વભાવને લીધે ખાસ કોઇ મિત્રો નહોતા…

પણ હમણાં એક નવો મિત્ર મળી ગયેલ. જોકે આમ તો મિત્ર ન કહેવાય. એવી ખાસ કોઇ ઓળખાણ નહોતી. જે હતી તે ફકત મંદિરના આ બાંકડા પૂરતી જ સીમિત હતી. તેમની બાંકડા મૈત્રી કહી શકાય. સંપતરાયને એકલા એકલા હસવું આવી ગયું. બાંકડામૈત્રી…મૈત્રીનો એક સાવ અલગ જ પ્રકાર..પોતે આ કેવું નામ શોધી કાઢયું છે.

એક વરસથી નિખિલભાઇ અને સંપતરાય બંને અહીં લગભગ સાથે જ આવતા. અને આ એક જ બેંચ પર સાથે બેસતા. શરૂઆતમાં તો કોઇ વાતચીત નહોતી થતી. પણ રોજ એક જ જગ્યાએ બેસવાથી ધીમે ધીમે પરિચય થયો. પ્રારંભિક વાતચીતની શરૂઆત થઇ. નિખિલભાઇનો સ્વભાવ સંપતરાયથી સાવ અલગ ..તેમને બોલવા જોઇએ..હસવા જોઇએ… સંપતરાયને તેમની સાથે ફાવી ગયું. નિખિલભાઇ જાત જાતની વાતો કરતા રહેતા..હસતા રહેતા અને હસાવતા રહેતા…

પછી તો બંનેની મૈત્રી બરાબરની જામી. સંપતરાય સારા શ્રોતા અને નિખિલભાઇ સારા વકતા…. જોકે બંને વચ્ચે અંગત વાતો ઓછી જ થતી.એવી કોઇ પૂછપરછ ખાસ થતી નહોતી. પુરૂષોને કદાચ એવી કોઇ અંગત વાતોની બહું જરૂર નહીં પડતી હોય. નિખિલભાઇની વાતમાં એક જીવંતતા રહેતી. કોઇ રોદણા નહીં..કોઇની ટીકા નહીં..જાતજાતની વાતોનો ભરપૂર ખજાનો તેમની પાસે રહેતો. સંપતરાયના ગંભીર ચહેરા પર પણ હાસ્ય ફરી વળતું. તાજગી અનુભવી તેઓ ઘેર પાછા ફરતા. નિખિલભાઇ આર્થિક રીતે પોતાની જેટલા કદાચ સમૃધ્ધ નહોતા લાગતા પણ તેથી કોઇ ફરક નહોતો પડતો. બસ..આ માણસ તેને ગમી ગયો હતો.

હવે તો એક દિવસ નિખિલભાઇ ન દેખાય કે મોડા દેખાય તો સંપતરાય ઉંચા નીચા થઇ જાય.

પણ હમણાંથી આ ક્રમ જરાક તૂટયો હતો. છેલ્લા આઠ દિવસથી નિખિલભાઇ બગીચામાં દેખાતા નહોતા. સંપતરાયને તેમના વિના એકલું લાગતું હતું. જાણે બધે સૂનકાર છવાઇ ગયો હતો. શું થયું હશે ? કેમ નહીં આવતા હોય ? માંદા પડી ગયા હશે ? પોતે તપાસ તો કરવી જ જોઇએ.

એકાદવાર વાતવાતમાંથી ખબર પડી હતી..નિખિલભાઇનું ઘર કયાંક આટલામાં જ હતું.

સંપતરાયને ચિંતા થઇ. થોડી મહેનત..પૂછપરછ કરી તેમણે નિખિલભાઇનું ઘર શોધી કાઢયું. તેમણે ત્યાં પહોંચી બેલ વગાડી.

એક સ્ત્રીએ બારણું ખોલ્યું.

’ નિખિલભાઇ અહીં રહે છે ? ‘

સ્ત્રીએ સંપતરાય સામે જોયું.

તમારે શું કામ છે ?

કામ કશું નથી. તેઓ મારા મિત્ર છે. અને અમે રોજ બગીચામાં સાથે….

તેને આગળ બોલવા દીધા સિવાય સ્ત્રીએ કહ્યું

જે હોય તે..હવે તેઓ અહીં રહેતા નથી.’

મતલબ ?

મતલબ જે હોય તે..એકવાર કહ્યું ને હવે તેઓ અહીં નથી રહેતા’

તો કયાં રહે છે ?

જહન્નમમાં…અને જહન્નમનો રસ્તો મને ખબર નથી. કહી સ્ત્રીએ ધડામ દઇને બારણું બંધ કર્યું.

સંપતરાય તો ડઘાઇ જ ગયા. આનો અર્થ શો કરવો કે હવે પોતે શું કરવું તે સમજાયું નહીં.

પણ મિત્ર બહારથી જેવો દેખાતો હતો તેવો સુખી તો નથી જ એટલી ખાત્રી તેમને થઇ ચૂકી.

અને ખરેખર તે કોઇ મુશ્કેલીમાં હોય તો પોતે કશુંક કરવું જ જોઇએ. પણ હવે તેમની તપાસ કેમ કરવી ? કયાં કરવી ?

ત્યાં બાજુવાળા ફલેટનું બારણું ખૂલતા તેમણે નિખિલભાઇ વિશે પૂછયું.

જવાબ સાંભળી સંપતરાય સ્તબ્ધ બની ગયા.

દીકરા, વહુએ નિખિલભાઇને વૃધ્ધશ્રમમાં પહોંચાડી દીધા હતા. નિખિલભાઇએ પોતાનો ફલેટ દીકરાના નામે કરી દીધો હતો અને પૈસા બધા ખલાસ થઇ ગયા હતા. પિતાને ખાલી કરી, ખંખેરીને હવે તેમની પાસે કશું નથી એની ખાત્રી થતાં તેમને ઘરમાંથી કેવી રીતે હાંકી કાઢયા હતા..તે વાત સાંભળતા સંપતરાય હલબલી ઉઠયા.

તે સાંજે ઘેર આવી સરખી રીતે જમી પણ ન શકયા. દીકરા વહુએ પપ્પાનો ચહેરો ચિંતાતુર થયેલ જોઇ પ્રેમથી પૂછપરછ કરી ત્યારે તેમણે બધી વાત કરી.

દીકરાએ તુરત જવાબ આપ્યો.

‘પપ્પા, તમે ચિંતા ન કરો. કાલે જ આપણે તેમને શોધી કાઢીશું. આપણા ગામમાં એક જ તો આવો વૃધ્ધાશ્રમ છે. ‘

બીજે દિવસે બાપ, દીકરો બંને ગાડી લઇને ઉપડયા.ત્યાં પહોંચ્યા બાદ

નિખિલભાઇને શોધી કાઢતા કેટલી વાર ?

નિખિલભાઇ તો મિત્રને જોઇ ગળગળા થઇ ગયા. આવી તો કલ્પના પણ કરી નહોતી કે સંપતરાય તેમને શોધતા અહીં આવી પહોંચે. મિત્ર પાસે ઉઘાડા થઇ જતાં મનમાં થોડો ક્ષોભ જરૂર થયો. આટલા સમય સુધી કયારેય પોતાની તકલીફની વાત નહોતી કરી. કયારેય પરોક્ષ રીતે પણ ઇશારો નહોતો કર્યો. સંપતરાયને જાણ ન થાય માટે પોતે કેટલા સતર્ક રહ્યાં હતાં…પોતાના જ ખોટા સિક્કાની વાત કેમ કરે ?

સંપતરાયે નિખિલભાઇને સારો એવો ઠપકો આપ્યો.બધા થોડીવાર બેઠા. નિખિલભાઇએ કેવી રીતે ભોળવાઇને દીકરા વહુની વાતમાં આવી જઇ..ભાવનાના પ્રવાહમાં ફલેટ પુત્રના નામે કરી દીધો હતો તથા પુત્રે કેવી રીતે બધા પૈસા પડાવી લીધા હતા.બધી વાત આંસુભીની આંખે કરી. હવે છૂપાવવાનો કોઇ અર્થ કયાં રહ્યો હતો ?

થોડીવારે સ્વસ્થ થયા બાદ નિખિલભાઇ પાછા પોતાના ઓરીજીનલ ફોર્મમાં આવી ગયા.

‘ મારી રામકહાણી કંઇ નવી નથી. આ તો ભાઇ, ઘેર ઘેર માટીના ચૂલા છે. સંસાર છે ચાલ્યા કરે. અને હું કંઇ અહીં દુ:ખી નથી..પૂછી જુઓ..આ લોકોને..અહીં આવીને બીજે જ દિવસે કેટલી પ્રવૃતિઓ અહીં ચાલુ કરી દીધી છે. ઇશ્વરે અહીં સેવા કરવાનો રસ્તો બતાવ્યો છે. આ કદાચ ઇશ્વરનો જ કોઇ સંકેત હશે…કોઇનો દોષ કાઢવાની જરૂર નથી. જે થાય કે થશે તે સારા માટે એમ દિલથી સ્વીકારી લીધા પછી કયાંય કોઇ તકલીફ પડતી નથી. હા, બાંકડે બેસી તમારા જેવા મિત્રની કંપની ગુમાવવી પડી એનો અફસોસ થાય ખરો. પણ સંપતરાય સાચું કહું ? તમે મને શોધતા અહીં સુધી આવ્યા..અને એ પણ તમારા પુત્ર સાથે. એ જોઇને સંબંધોમાંથી..દીકરામાંથી મારો ઉડી ગયેલ વિશ્વાસ મને પાછો મળ્યો છે.

હવે સંપતરાયનો દીકરો બોલ્યો, ’અંકલ, એક વાત કહું ? આજથી તમે પણ મારા પિતાની જગ્યાએ છો..હું તમને અમારે ..ના.ના..આપણે ઘેર લઇ જવા આવ્યો છું. તમારે હવે અમારી સાથે જ રહેવાનું છે. તમારા આવવાથી પપ્પાને ખૂબ સારું લાગશે. ને ઇશ્વરની દયાથી ભગવાને અમને ઘણું આપ્યું છે.

સંપતરાયે પણ પુત્રની વાતમાં સાથ પૂરાવતા કહ્યું, અને ત્યાંથી આપણે રોજ અહીં આવતા રહીશું..આ બધાને મદદરૂપ થવા માટે. જે શકય હશે તે આ લોકો માટે પણ કરીશું. ઇશ્વરે મને માર્ગ બતાવ્યો છે.

નિખિલભાઇને તો આ નિસ્વાર્થ સ્નેહ આગળ શું બોલવું ત જ ન સમજાયું. પેટનો દીકરો જયારે તરછોડી ગયો ત્યારે આ પારકો દીકરો તેને ઘેર લઇ જવા આવ્યો છે.

ભીની આંખે અને ભીના હૈયે તેમણે જવાબ આપ્યો.

’ બેટા, તારી વાત મને સ્પર્શી ગઇ છે. તમે એક સાવ અજાણ્યા માનવીને આટલું કહ્યું તેનો સધિયારો કંઇ ઓછો છે ? બેટા, હું રહીશ તો અહીં જ..પણ હમેશા યાદ રાખીશ કે મારો એક દીકરો હજુ છે જેને પિતાની સંભાળ છે, લાગણી છે. બસ..બેટા..આગળ કશું બોલીશ નહીં. મને નહીં ગમે તે દિવસે વિના સંકોચે તારું બારણું જરૂર ખટખટાવીશ.

નિખિલભાઇ હમેશ માટે જવા તો તૈયાર ન થયા. પરંતુ સંપતરાય બીજે દિવસથી રોજ સવારથી સાંજ અહીં આવતા થઇ ગયા. અને અહીં જ સેવાની ધૂણી ધખાવીને રહે છે. તન, મન ધન આવા તરછોડાયેલા વડીલો પાછળ અર્પણ કરતા રહે છે. રાત પડયે બંને મિત્રો છૂટા પડે છે.

જોકે દર રવિવારે નિખિલભાઇને સંપતરાયના બંગલે અચૂક જવું પડે છે. કયું નામ આપીશું આ સંબંધને ? નામનો મોહતાજ છે ખરો આ સંબંધ ?

નામ વિનાના..કોઇ સગપણ વિનાના આવા અગણિત સંબંધો જીવનમાં પાંગરતા રહે છે. એમને સલામ.આમ કોઇ પૂછે તો કહી શકાય ના,આમ કોઇ ભવભવનો નાતો.

માનવી માનવી જોડે મારી માટી કેરી સગાઇ

અસ્તુ..-નીલમ દોશી.

 કયા સંબંધે (૩) પ્રવીનાશ કડકિયા

 

બાંધે તે બંધ ! હવે ક્યારે, કોની સાથે , કેટલા સમય માટે સંબંધ બંધાય એ તો બાંધનાર પર આધાર રાખે છે. અમુક સંબંધ જન્મ લેતાંની સાથે પ્રાપ્ત થાય છે. સંબંધને નામ નહી આપો તો નાલોશી અને નામ આપશો તો નિખરી ઉઠશે ! જેમા સર્જનહાર તમને નિર્ણય લેવાનો હક્ક નથી આપતો! તે ખૂબ ચાલાક છે. જેવાં કે માતા, પિતા, ભાઈ ,બહેન, નાના, નાની, દાદા, દાદી . બસ વણ માગ્યે મળેલાં હોય છે. જે જન્મની સાથે જીંદગીના અંત સુધી સાથ નિભાવે છે.

મિત્રો મન પસંદ જરૂર પ્રાપ્ત થાય છે. તેમાં પણ અનેક પ્રકાર. તાળી મિત્રો, ખાવા માટે, ભણવા કાજે, જ્યારે કોઈક દિલોજાન મિત્ર. બગીચામાં દિલ ખોલતા મિત્રો તેમ છતાં ક્યારે કોણ બદલાય તેની કોઈ ખાત્રી નહી ! કયાં બંધાઈ જાય, બાકી સંબંધ તો ગમે ત્યારે  ગમે તેની સાથે બંધાઈ જાય છે. કેટલો નભે છે તે અગત્યનું છે.

પતિ અને પત્નીના સંબંધની વ્યાખ્યા ૨૧મી સદીમાં જડમૂળથી બદલાઈ ગઈ છે. તે વિશે લખીને તમારો કે મારો સમય બરબાદ નહી કરું. કિંતુ એ સંબંધ ખૂબ પવિત્ર અને અગત્યનો છે એમાં બે મત નથી!

“ઘણી વાર સંબંધને નામ ન આપવામાં મઝા છે” !

ગયા મહિને બગિચામાં આંટા મારતી હતી, ત્યાં સામેથી કપાળમાં આઠ આના જેવડો મોટો ચાંદલો કરીને આવતા ભારતિય બહેન દેખાયા. અમેરિકામાં આ જોવું ખૂબ ગમે. નમસ્કાર કરી વાતે વળગી. દિલ્હીના હતા. કેવું સુંદર નામ, ‘કુમકુમ’.

‘યહાં ધનિયા નહી મિલતા ક્યા’?.

મેં કહ્યું ,’બહોત મિલતા હૈ’. મારી સાથે ઘરે લાવી તેમને આપ્યા. ખૂબ ખુશ થઈ ગયા. પછી તો એવી મૈત્રી થઈ ગઈ કે તમને નવાઈ લાગશે. દીકરીને ત્યાં આવ્યા હતાં. મારી સાથે બહાર લઈ જતી. તેમને ખબર પડીકે મેં ભજન લખ્યા છે.  એક દિવસ ઘરે આવ્યા.

“આપકે લિખે હુએ ભજન ,આપ ગાઓગી ઔર આપ બજાઓગી.’

હું તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. હું શીખું કે ન શીખું મેં વળતો જવાબ આપ્યો, ‘ આપ જો કહ રહી હૈ વો સુનનેકા ભી મુઝે અચ્છા લગા’. એ બહેન સંગિતના વિશારદ હતાં. ખૂબ સુંદર ગાતાં અને ઘણા બધા વાજિંત્રો વગાડતાં. મારી મોટી વહુ પાસે ‘કી બૉર્ડ’ હતું. મને તરત આપી ગઈ. કી બૉર્ડ પર માત્ર સા રે ગ મ  વગાડતા આવડતું હતું. પ્રેમથી મને ભજન ગાતાં અને વગાડતા શિખવ્યું. કયા સંબંધે ?  જીંદગીભરનો નાતો જોડાઈ ગયો.

સંબંધમાં જ્યારે સ્વાર્થ ઉમેરાય છે ત્યારે તે કલુષિત બને છે. હા, જરૂર સ્વાર્થ વગરના સંબંધ શક્ય નથી. કિંતુ સ્વાર્થથી ખદબદતા સંબંધ માટીના બંધ જેવા હોય છે. પળભરમાં પાણીની છાલક ઉડતાં ધસી જાય. મારા એક મિત્ર ગાડીમાં ક્યાંય લઈ જવાના હોય ત્યારે ‘પેટ્રોલ’ના ભાવ સામે નજર કરે. શું, તમે કદી કોઈના માટે ધન યા સમય ન ખર્ચી શકો? આ જીવનમાં પૈસો જરૂરી ખરો. યાદ રહે પૈસાથી જરૂરી છે તેનો સદઉપયોગ. જ્યારે આ પાર્થિવ દેહ છોડીને જઈશું ત્યારે પંચમહાભૂતમાં મળી જશે ! એક દમડી પણ સાથે લઈ જવાના નથી. હર પળ માત્ર પૈસા સામે દૃષ્ટિ રાખવી હિતાવહ નથી ! જો પૈસો વર્તુળના કેન્દ્રમાં હશે તો, પરિઘ, ત્રિજ્યા કે વ્યાસ જેવો એક પણ સંબંધ નહી રહે !

આ લાંબી જીંદગીમાં ઘણા સંબંધ જોડાયા, ઘણા નાનીસી ગેરસમજમાં છૂટી ગયા. દરેક સંબંધ મન પર છાપ મૂકતા ગયા. સુખદ યા દુખદ. જીવન તો તેની એકધારી ગતિએ ચાલવાનું. નાના જુવાનિયાઓ પણ પ્રેમથી સંબંધ બાંધે છે. ભુલકાંઓનો નિર્મળ પ્રેમ તો જીવનનો પ્રાણવાયુ બને છે. ઘણી વાર પાછાં તેમની સાથે બાળક બની બન્ને હાથે, લહાવો માણવાની મોજ લુંટું છું.

એટલે તો કહેવાય છે, સાચું ખોટું રામ જાણે ! ” સગાં છે તે વહાલા નથી અને વહાલાં છે તે સગા નથી”! તેમા સંપૂર્ણ સત્ય નથી. સગાં સ્ટીલના વાસણ જેવાં છે. ખખડે અને પાછા હળીમળી જાય. જ્યારે અમુક સંબંધ કાગળના યા પ્લાસ્ટિકના ફુલ જેવા છે. કદી કરમાય નહી. વિલાય નહી. તેમાંથી કદાચ અત્તરની ખુશ્બુ આવે અને ઉડી જાય. ત્યારે ઘણા સંબંધ મહેકતા અને ચહેકતા હોય છે. ‘ચાર મિલે ચોંસઠ ખીલે”.

સંબંધને લાગણીના ત્રાજવે તોલાય. ભાવ રૂપી કાટલાં હશે તો સંબધનો ભાવ ઘ ણો ઉંચો અંકાશે! બાકી ફોતરાં જેવા સંબંધો પવનની લહેરખી સાથે ઉડી જશે. ઘણી વખત ‘પૈસો બોલે છે’. એ સંબંધ માત્ર બાહ્ય દેખાવ ખાતર હોય છે. અણીને સમયે બધા છુમંતર થઈ જાય છે. પૈસાની શેહમાં તણાઈ લોકો મુખ પર બનાવટી હાસ્ય પહેરે છે. દિલમાં લાગણીઓનો સદંતર અભાવ જણાશે. એવા સંબંધો પણ નજરે પડશે , હાથીના દાંત જેવા. ‘દેખાડવાના અને ચાવવાના જુદા’.

આ તો થઈ સંબંધોમાં વૈવિધ્યતા. અંતરના અને લાગણીના સંબંધ નથી જોતાં પૈસા, પદ કે પ્રતિષ્ઠા. ત્યાં આવકાર કે આદર અદ્ર્શ્ય રહે છે. મનમેળ અને લાગણીનો સ્રોત વહે છે. એવા સંબંધ ઝૂઝ દેખાશે. અસ્તિત્વમાં છે, તેમાં બે મત નથી! નસિબદાર વ્યક્તિઓને સંબંધો ૫૦ થી ૬૦ વર્ષ પુરાણા પણ હોય છે.  જેમાં માત્ર પ્રેમ ,સરળતા અને હ્રદયની નિર્મળતા નજરે ચડે છે.

મારી સહેલી સમાજને મદદ કરવાની ધુણી ધખાવીને બેઠી છે. જરૂરતમંદોને માટે ખડે પગે તૈયાર. કેટ કેટલા આશિર્વાદ મેળવે છે. તે માત્ર નિજાનંદ માટે આ કાર્ય કરે છે. કોઈ પણ જાતની અપેક્ષા વગર. ઈશ્વર કૃપાથી શરીર તેમજ પૈસાનું સુખ છે. આ સંબંધને શું નામ આપીશું ? કહે છે આખી જીંદગી સમાજ પાસેથી મેળવ્યું છે. હવે કાઢ્યા એટલા કાઢવાના નથી. મારી ફરજ બને છે સમાજનું ઋણ ચૂકવવાનું. કેવા ઉમદા વિચાર. નથી તેને સત્તની લાલસા ! નથી તેને મુગટ પહેરવાની તમન્ના !

કુટુંબને કાજે , પાડોશી ધર્મે કે પછી જાન પહેચાનવાળા માટે તત્પરતા એ સંબંધ ગુલાબ માફક ફોરમ ફેલાવે. બાકી જીવન તો સહુ કોઈ જીવે છે. સંબંધના બંધ એવા હોય કે ‘સુનામી’ તેને ડગાવી ન શકે. વર્ષાની ઝડી ભિંજવી ન શકે ! બળબળતો તાપ તેનું રૂપ હરણ ન કરે! શિયાળાની હિમ વર્ષામાં તે ઠરી ન જાય !

 

કયા સંબંધે -(૪) દર્શના વારિયા નાડકર્ણી

 

સંબંધ

ક્યાંક સંબંધ તૂટે છે, સંબંધ ક્યાંક બંધાય છે

ક્યાંક લાગણીના રેલા ફૂટે છે, ક્યાંક રૂંધાય છે

ત્યાં દીકરી દેશું? છોરી ત્યાં સુખી થશે.

ક્યાંક સંબંધ સવાલ છે, ક્યાંક ઉપાય છે

ક્યારેક સંબંધ દોષિત ઠરે, બાળકો અવળા થાય

કૃત્યો એવા કરતા, સંબંધ ક્યાંક ટોકાય છે

શિખામણ એજ દીકરી, ખુબ પસ્તાવાય છે સંભાળજે,

જો ઉતાવળે નાતા ક્યાંક જોડાય છે

ખ્રિસ્તી, હિંદુ, મુસલમાન એક સમાન

છતાં બીકથી સંબંધ ક્યાંક રોકાય છે

ક્યાંક નીકટના છરો ભોંકે ને અજાણ્યા દેહ પર ઝીલે,

સંબંધ ક્યાંક એવાય છે

મોલ કરવા અઘરા કૈંક અનમોલ સબંધે

તારી માનવજાત, એવા સંબંધ ક્યાંક પરખાય છે

આપજે વધુ, માગજે ઓછું, આશા થોડી પ્રેમ જાજો,

“દર્શના” એમ સંબંધ ક્યાંક સજાય છે

દર્શના વારિયા નાડકર્ણી

બેઠક” નો આ મહિનાનો વિષય છે “ક્યાં સબંધે”.  સબંધ ના સ્વરૂપ ઘણા અને આ વિષયને તો કોઈપણ રીતે આવરી ન શકાય. માઈક્રોફિક્શન અને ગઝલ રૂપી કડીઓના આધારે વાચો નીચેની વાર્તાઓમાં સબંધ ની વૈવીદ્યતા વિષે.

            સંબંધ ની ચંચળતા

હજી તો કોલેજમાંથી આવીને ચોપડી નીચે મુકે તે પહેલા। અમી તેની જોડકી બહેન નિમ્મીને ખેંચી ને રૂમમાં લઇ ગયી અને બથ ભરીને ગોળ ફરવા લાગી. નિમ્મી ક્યે બસ બહુ થયું। મને મળાવ્યા વગર ખાલી વાતો સંભળાવે છે, નથી સાંભળવી હવે તારા સ્વપ્નીલની વાતો. અમ્મી બોલી એજ તો તને કહેવા માગું છું. આજેજ તે તેના મમ્મી, પપ્પા જોડે ઘરે આવવાનો છે. નિમ્મી: મને મળાવ્યા પહેલા તે બીજા બધાને મળાવવાનું  નક્કી કરી લીધું? અમી: અરે ગઈકાલે સ્વપ્નીલની મમ્મી તેને કોઈ છોકરીની વાત કરવા લાગી તો સ્વપ્નીલે તેને કહી દીધું કે મને તો અમી જોડે પ્રેમ છે અને તુરંતજ તેની મમ્મી મને મળવા માગતી હતી. સ્વપ્નીલે મને વાત કરી અને મેં મમ્મીને કીધું અને મમ્મીએ તો તુરંત તેની મમ્મીનો ફોન નંબર માંગ્યો, ફોન ઘુમાવ્યો અને બંને મમ્મીઓએ આજેજ મળવાનું નક્કી પણ કરી લીધું।  પપ્પા થોડો બહાર સમાન લેવા ગયા છે.  નિમ્મી: બસ ખર્ચો શરુ. મારા લગન માટે આ લોકો કઈ પૈસા બચાવશે કે નહિ”.

અમી: અરે  પપ્પાને તો તારી ઉપર પ્રેમનો ધોધ છે. કોઈપણ છોકરો જોવાનો હોય તો ક્યે પહેલા નિમ્મી જોઈ લ્યે, તે કવિયત્રી બહુ સંવેદનશીલ છે તેને ગમી જાય તો સારું. પણ તું તો જોવાજ નથી માગતી, 14 વર્ષે થયેલા પ્રેમની યાદી લઈને બેઠી છે. નિમ્મી: એવું નથી મારા પ્રથમ પ્રણય જેવોજ પ્રેમ પાછો થાય તેની રાહમાં છું અને તુરંતજ તેને તમારી પાસે લાવીશ।  પણ પપ્પાના કીધે મળવાથી થોડું તેવું પ્રેમ પાત્ર મળે? અમી: તે તને યાદ પણ નહિ કરતો હોય. નિમ્મી: પહેલા પ્યારને કોઈ ક્યારેય ન ભૂલે. Practical અમી બોલી: પણ કેવો પ્રેમ? છ મહિના એણે બોયસ સ્કૂલમાંથી અને તે ગર્લ્સ સ્કૂલમાંથી, ખાલી એમ બીજાને જોયા કર્યું અને પછી છ મહિના એક બીજાને કોઈના દ્વારા પત્રો મોકલ્યા તે પણ કવિતાઓ લખી લખી ને.  પણ ન કોઈ નામ, ન ઠેકાણું .  અરે તને ખબર છે સ્વપ્નીલ ને પણ કવિતા ખુબ ગમે છે અને ક્યારેક કાગળ ઉપર ટપકાવે પણ છે. નિમ્મી: આ તારો સવ્પ્નીલ મને મળવા લાયક છે.  પણ અમી તું મારા પ્યારને આમ ઘડી ઘડી નીચો ન પાડ. ખબર છે અમે કેવી કેવી પંક્તિઓ એક બીજા માટે લખેલી? અને અમે નિશાળના છેલા દિવસે મળવાના હતા અને પછી તો તે કોલેજમાં જવાનો હતો; કોણ જાણે ક્યાં હશે.  અરે નસીબનો સાથ ન મળ્યો કરીને નિમ્મીએ મોટો નિસાસો નાખ્યો. અમી: હા હા તમારા પ્રેમી પંખીડા ના પત્ર વય્વ્હારની મને ખબર છે. ભૂલી ગયી તે મને બધી પંક્તિઓ વંચાડી છે કેટલીયે વાર. ચાલ હવે તૈયાર થઈએ.

બંને કુટુંબ મળીને નવા સબંધની ઉજવણીમાં ખુશ હતા અને કોઈએ જોઈ નહિ નીમ્મીના મોઢા પર છવાયેલી ઉદાસી।  તેના હોઠ ઉપર આછું સ્મિત ફરકતું હતું પણ દિલમાં હૈયાફાટ રુદન ચાલતું હતું.  એકાદ વખત તેની નજર સ્વપ્નીલ તરફ ગયી તો તેના મુખ પર પણ ઉદાસીનો આભાસ જણાયો।

ક્યાંક સબંધ તૂટે છે, સબંધ ક્યાંક બંધાય છે ક્યાંક લાગણીના રેલા ફૂટે છે, ક્યાંક રૂંધાય છે

 

સબંધનો સાદ

મીતાએ જયારે જન્મદિન ઉપર કુતરું જોઈએજ એવી જીદ કરી ત્યારે વહાલસોઈ દીકરી માટે સુરેશ અને નીતાએ ખુબ કુતરા વિષે વાચ્યું અને પછી અત્યંત તપાસ કરી.  ત્રણ થી ચાર કુતરાઓને મળ્યા પછી જયારે તેઓ મિષ્ટી ને મળ્યા ત્યારે તરતજ તેના પ્રેમમાં પડી ગયા. પણ જીમ અને મેરી એ તો બે વખત મળ્યા પછી પણ હા ન કહી. સુરેશે પૂછ્યું કે તમે બીજા કોઈને આપવાના હો તો અમને કહી દ્યો તેથી અમે બીજે તપાસ કરીએ.  મેરીએ કહ્યું કે અમે સાંભળ્યું છે કે તમારા કલ્ચરમાં તમે દીકરી ના લગન કરી બીજે ઘર મોકલતા પહેલા ખુબ વિચાર કરો છો.  મિષ્ટી અમારી દીકરી સમાન છે, અમારી મજબૂરી ને લીધે અમારે ઘર વહેચવું પડશે અને તેને રાખી શકીએ તેમ નથી. પણ દીકરી ને દેતા પહેલા ખુબ વિચાર તો જરૂર કરશું જ.

ત્યાં દીકરી દેશું? છોરી ત્યાં સુખી થશે. ક્યાંક સબંધ સવાલ છે, ક્યાંક ઉપાય છે

 

સબંધના સરનામે

એડમ લાન્ઝા કરીને યુવાને તાજેતરમાં 20 બાળકો અને 6 નિશાળના વડીલોને ક્રૂર રીતે રહેસી નાખ્યા ત્યારે દેખીતી રીતેજ ઘણા લોકો તેની માને ખુબ દોષિત ઠરતા હતા. ત્યારે એક બેને “હું એડમ લાન્ઝા ની માં છું” કરીને અખબારમાં એક પત્ર પ્રકાશિત કરેલ.  તેણે કહ્યું કે આપણે બદુકની ઉપલબ્ધતા, TV ઉપર આવા હિંસાના દ્રશ્યો, બીજા દેશોમાં ચાલતી લડાઈ, ધર્મ, રાજકારણ, અને બાળઉછેર વગેરે બાબતો ઉપર ચર્ચા કરીએ પણ ક્યારેક માનસિક બીમારી ઉપર પણ ચર્ચા અને તેના માટે રસ્તો કાઢવાની પણ ખુબ જરૂર છે.  તેણે તેના પોતાના બાળક ની વાત કરી કે મીઠો, દેખાવડો, હોશિયાર, ખુબ પ્રેમ થી ઉછરેલો તેનો લાલ, માનસિક બીમારી થી પણ પીડાય છે. જયારે બીમારી ઉથલો મારે ત્યારે તે પોતે પણ તેના દીકરાથી ઘબરાય જાય છે.  કદાચ બીમારી માં તેનો દીકરો કોઈ ખરાબ કૃત્ય કરે તો દોષિત તો તેજ ઠરવાની ને.  બલકે તેના બીજા બે બાળકો સરસ નાગરિક છે અને બધીજ પ્રગતિ કરી રહ્યા છે.

ક્યારેક સબંધ દોષિત ઠરે, બાળકો અવળા થાય કૃત્યો એવા કરતા, સબંધ ક્યાંક ટોકાય છે

 

સબંધની ફરિયાદ

ચંપાબેને શિખામણ તો ખુબ આપેલી ઝરીનાને કે ઉતાવળે ક્યારેય સબંધ ન જોડાય.  પણ વહાલી દીકરી મિલીન ના પ્રેમ માં ગરકાવ હતી અને બને ને તુરંતજ લગ્ન કરવા હતા.  મિલીન ની મારપીટ મહેંદી આછી પડે તે પહેલા જ શરુ થયી ગયેલ.  પણ વડીલોએ થોડા આંખ આડા કાન કર્યાં, થોડી ઝરીનાને શિખામણ આપી, થોડા મિલીન ને વઢયા, થોડો સમય જતા બધું પાટે ચડી જશે તેમ વિચાર્યું. મિલીન અને ઝરીના વચ્ચે ઝઘડો થયો, મારામારી થયી અને પછીનું કોણ જાણે શું થયું.  પણ જયારે ચંપાબેનને ફોન આવ્યો કે તેમની એક ની એક દીકરી ને અસ્પતાલમાં લઇ જવામાં આવેલ છે અને તે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે ત્યારે તો જાણે હૃદય ફાટીને રસ્તામાં પડ્યું હોય તેવું લાગ્યું. શું ઝીંદગી પસ્તાવામાં જશે?

શિખામણ એજ દીકરી, ખુબ પસ્તાવાય છે સંભાળજે, જો ઉતાવળે નાતા ક્યાંક જોડાય છે

 

સબંધનું સાનિધ્ય

સલીમભાઇએ કહ્યું કે ભલે ગમે ત્યાં કોમી હુલ્લડો થાય પરંતુ પ્રતાપ કોલોની માં ક્યારેય તોફાન નહિ થાય. કોલોનીમાં રામ બરાત નીકળે ત્યારે સૈલેશભાઈ ના ખાસ મિત્ર સલીમભાઈ તો તેમની જોડે મોખરે હોય. તેમના પગનું ઓપરેશન થયું તે પહેલા સલીમભાઈ રામ લીલા માં પણ ભાગ લેતા.  આમ તો વર્ષો જૂની દોસ્તીઓ પાકી હતી પણ હમણાં થોડું વાતાવરણ બગડેલું.  કોલોની ની મિટિંગ માં ભાઈચારો જાળવી રાખવા માટે હજી તો સલીમભાઈ બે શબ્દો બોલ્યા કે હાક પડી. સોમનાથ અને રાજેશ રાજકારણ માં ખુબ સક્રિય હતા અને જ્યાં આ લોકો પહોચે ત્યાં વાતાવરણ ને ઉતેજીત થતા વાર નતી લાગતી। રાજેશે અને સોમનાથે બધાને ઉશ્કેરવાના ચાલુ કર્યા અને દસ મિનીટ ની અંદર આખો ભાવ બદલાય ગયો. બંને કોમના માણસોએ એક બીજા ઉપર આરોપ નાખવાના શરુ કર્યા।  ખુબ ઉશ્કેરાટ જોઇને 3-4 ભાઈઓ આગળ આવ્યા અને બધાને શાંત પડ્યા પછી એવું નક્કી થયું કે કોલોની ની જમણી તરફ મુસલમાન છોકરાઓ રમી શકે અને ડાબી તરફ હિંદુ ના છોકરાઓ.  બધાએ પોતાના બાળકોને સમજાવી લેવાના અને બીજી તરફ જવાનું નહિ.  સલીમભાઈ રાત્રે નિરાતે સૈલેશભાઈ ના ઘરે ગયા કે એ ચર્ચા કરવા કે આ રીતે વણસેલી વાત ને કઈ રીતે કાબુમાં લાવવી।  સૈલેશભાઈ એ બારોબારથી જ જવાબ આપ્યો, સલીમ હવે જમાનો બદલાઈ ગયો છે અને આપણે તે પ્રમાણે વર્તવું જોઈએ. હવેથી તું તારા લોકો સાથે રહે અને હું મારા લોકો સાથે રહું તો સારું રહેશે.

ખ્રિસ્તી, હિંદુ, મુસલમાન એક સમાન છતાં બીકથી સબંધ ક્યાંક રોકાય છે

 

સબંધની અપેક્ષા

ઉસ્માન ભાઈને અહમદ અને અદિલા ઉપર એક સરખો અથાગ પ્રેમ. અદીલાના નિકાહ પછી થોડા સમયમાં તેના પતિનું અવસાન થયું અને તે ભાંગી પડેલ. અમીનો તો સહારો હતો પણ ખાસ તો અબ્બાના સહારાથી તે પગભર થઇ અને તેના એક ના એક બાળક ને ઉછેરતી હતી.  અબ્બાજાન ના ગુજરી ગયા પછી તેમના વિલ માં તપાસ કરવાથી ખબર પડી કે અબ્બાએ ઘણા સમય પહેલા લીધેલ એક ઘર અદિલા ના નામ ઉપર મૂકી દીધેલ.  અહમદ ના નામ ઉપર તો બે મકાન હતા અને આખરી દિવસોમાં અબ્બાજાને તેમનો ધંધો પણ અહમદના નામે જ કરી દીધેલો.  છતાં પણ એક મકાન અદિલા ના નામે કરેલ તે અહમદને રુચ્યું નહિ. દીકરો હોવાને લીધે તે માનતો હતો કે બધુજ અબ્બા તેના નામે મુકતા જશે.  ખુબ ગુસ્સાથી તે ગલીમાં રહેમાનને કહેતો હતો કે તે અદિલા ને છોડશે નહિ. અદીલાએ જ અબ્બાનું મગજ ફેરવી દીધું છે.  સુરેશ મિત્રો ની રાહ જોતો પાન ના ગલ્લા ઉપર ઉભો હતો અને અહમદની વાતો તેના કાને પડી.  બન્યું એવું કે બીજાજ દિવસે સુરેશ બસ ની રાહ જોતો હતો અને તેણે અહમદને આવતા જોયો.  અહમદના હાવ ભાવ ઉપરથી કૈક અજુગતું લાગ્યું.  અહમદના હાથ માં પ્યાલા જેવું કૈક હતું અને એકદમ ગુસ્સાથી તે આવી ને સુરેશને પાસે બસ માટે ઉભો રહ્યો.  અચાનક સુરેશને ખાતરી થઇ ગઈ કે કૈક ખરાબ બનવાનું છે.  તેટલામાં બસ આવી ને તેમાંથી અદિલા ઉતરી.  તે તો ભાઈ ને ઘરે મળવા આવતી હતી.  ગુસ્સામાં ઉભેલા અહમદે પ્યાલા વાળો હાથ ઉપર કર્યો અને સુરેશે તરતજ વચ્ચે જંપલાવ્યું।  અદિલા તો બચી ગયી પણ અહમદના પ્યાલા નું એસીડ સુરેશના હાથ પગ ઉપર ઉડ્યું.

ક્યાંક નીકટના છરો ભોંકે ને અજાણ્યા દેહ પર ઝીલે, સબંધ ક્યાંક એવાય છે

 

સબંધ ની ઉદારતા

એપ્રિલ ની 1994 ની સાલમાં પૂરી માનવજાત ઉપર ધબ્બો લાગે તેવી અતિ ખરાબ ઘટના બની.  આફ્રિકાના નાના દેશ રવાન્ડામાં હુટુ અને ટુટ્સી કોમ વચ્ચે લડાઈ શરુ થયી.  આમ આ બંને કોમ વચ્ચે બહુ તફાવત નથી; ભાષા અને ઘણાખરા રીત રીવાજ સરખા છે અને બધા એક સાથે જ રહેતા હતા. પણ એવું ગાંડપણ સવાર થયી ગયું કે લગભગ 30 દિવસની અંદર જ રવાન્ડા જેવા નાના દેશમાં દસ લાખ થી ઉપર માણસોને ક્રુરતાથી રહેંસી નાખવામાં આવ્યા, લોહીની નદીઓ વહેવા લાગી, અને રસ્તા ઉપર શબના ઢગલા થવા લાગ્યા.  બે, ત્રણ મહિનામાં લડાઈ તો બંધ થયી પણ આટલા ઊંડા ઘાવ કેમ ભરાય અને ન ભરાય તો બધા દેશીજનો દેશપ્રેમી તરીકે સાથે સાથે કેમ રહી શકે?

લડાઈ પછી ઘરે પાછી ફરેલી જેન ને તેનો પાડોશી ઇન્શા રસ્તા ઉપર ભટકાઈ ગયો.  જેને તેને તુરંત કહ્યું કે મને લોકો કહે છે તે મારા બે દીકરાઓને રહેંસી નાખ્યા છે.  ઇન્શા એ કહ્યું કે વાત સાચી છે કે મેજ તારા કુટુંબ ને મારી નાખ્યું અને મને તેનો ખુબ પસ્તાવો છે અને હું માફી માગું છું.  થોડા મહિના વિચાર્યા પછી જેને માફી આપી અને હવે બને દોસ્ત છે.  રવાન્ડા નો “ક્ષમા” પ્રોજેક્ટ ફાધર રુરીરારંગોગા એ શરુ કર્યો તે પછી હજારો લોકો તેમાં ભાગ લઇ ચુક્યા છે.  છ મહિના નો પ્રોજેક્ટ છે અને તેમાં ઘણી વખત મરેલાના કુટુંબીજનો અને તેમને મારનારા સાથે પણ ભાગ લઇ ચુક્યા છે. મરેલાના કુટુંબીજનો ગુનેગારોને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. ઘણા ગુનેગારો મરેલાના કુટુંબીજનોને પૈસા અને ખેતી ની મદદ અને પશુ ભેટ રૂપે પણ આપે છે.  ક્ષમા પ્રોજેક્ટમાં છ મહિના સુધી બધાને ખુબ સલાહ અને ટેકો આપાય છે. ઘણા ગુનેગારો અત્યારે જેલ માં છે તે પણ આ પ્રોજેક્ટમાં ભાગ લઇ ચુક્યા છે.  ક્ષમા આપ્યા પછી જેલ માં હોવા છતાં ગુનેગાર અને ગુનાના ભોગ બનેલો કેટલા લોકો વચ્ચે ક્યારેક ગાઢ દોસ્તી બધાયેલી છે.  ક્ષમા પ્રોજેક્ટને લીધે આખો દેશ તેના ઇતિહાસમાં બનેલી ક્રૂર માં ક્રૂર ઘટના ને ધીમે ધીમે ભૂતકાળમાં મૂકી ને આગળ પગલા લઇ રહ્યો છે અને આખી દુનિયા રવાન્ડા ના ક્ષમા પ્રોજેક્ટને અદભુત નજરે નિહાળી રહી છે.

મોલ કરવા અઘરા કૈંક અનમોલ સબંધે તારી માનવજાત, એવા સબંધ ક્યાંક પરખાય છે

 

 

સબંધ ના સેતુ

વર્ષો પહેલા ની વાત છે.  મેં મારી સહેલી મેરી ને કહ્યું કે મારા છૂટાછેડા થઇ રહ્યા છે અને અમે મકાન વેચવા મુકવાના છીએ તેથી હું સાફ સફાઈ માં વ્યસ્ત છું.  બીજે દિવસે ઘંટડી વાગી અને મેં દરવાજો ખોલ્યો તો મેરી હાથમાં ટ્રે લઇ ને ઉભી હતી.  તે ક્યે હું બધો સમાન લાવી છું અને મને તારા બાથરૂમ અને રસોડું સોંપી દે અને હું પૂરી સફાઈ કરી નાખું છું.  આટલી મોટી કોલેજ ની પ્રોફેસર અને આવું કામ તેને કરવા દેવાય? પણ હું વિચારું તે પહેલા તો તે ઘર માં અંદર આવી ગ્લોવ્સ પહેરી ને કામે લાગી ગયી.  પછી તો મહિનાઓ સુધી તે મારી પડખે જ રહી. કેટલાય કાર્ટન ગુડવિલ માં આપવા લઇ ગઈ, ચોપડીઓ ના કાર્ટન જુના બુકસ્ટોર માં આપવા લઇ ગયી, છોકરાઓને સંભાળ્યા અને બધાજ કામમાં મદદ કરી.  મેં કહ્યું કે ફેંસ ઉપર થોડો કલર કરવાની જરૂર છે પણ મેં આવું કામ કરેલ નથી.  મેરી બીજે દિવસે આવી અને અમે કલર અને સમાન લઇ આવ્યા અને પૂરી ફેંસ ઉપર નવો કલર લગાડ્યો.  અમારી દોસ્તી એટલી ગાઢ બની ગયી કે મને કઈ પણ જરૂર હોય તો હું બેધડક મેરી ને બોલાવી શકું.  હું મારી મમ્મીને મુકવા ભારત ગયી ત્યારે તે મારી સાથે ભારત પણ ગયી.  ન કોઈ સવાલ, ન સલાહ, ન રોક, ન ટોક.  બસ મેરીએ માત્ર સહેલી સબંધ ને સજાવ્યો, સ્નેહ સંભાળ અને સખી રૂપે સાથ આપ્યો, અને ધીમે ધીમે તે સહેલીમાંથી મારી બહેન બની ગયી.

આ ઘટનામાં થી મને જીવવાનો એક મહત્વો પાઠ શીખવા મળ્યો.   જીવનમાં હમેશા જે સાથી ભટકાય તેને આપવા માટે તૈયાર રહેવું. કોને ખબર ક્યારે, કેવી રીતે, કેમને લીધે, ક્યાં સબંધે કોણ આપણો હાથ જાલીને કિનારે પહોચાડશે।  આપણે આશા વગર ટેકો આપવા તૈયાર જ રહેવું. અને હું તો નક્કી કહીશ કે મેં આપ્યું છે તે કરતા મને જીંદગી માં બમણું, ત્રણ ને ચાર ગણું મળ્યું છે.  આ બધું ક્યાં સબંધે?

આપજે વધુ, માગજે ઓછું, આશા થોડી પ્રેમ જાજો, દર્શના એમ સબંધ ક્યાંક સજાય છે

 

 

 

 

 

 

કયા સંબંધે? (૫) વિજય શાહ

સંબંધનું બંધન

 

“તું ય જબરી છે ભારતી! મારે લીધે તે વળી તારાથી પપ્પા સાથે ઝઘડો થાય?” રક્ષીત બોલ્યો.

” હા. પપ્પાએ તો સમજવુ જોઇએ ને આપણી વચ્ચેનાં સંબંધો કંઇ સ્ત્રી પુરુષનાં સંબંધો નથી…કેમ સમાજ શું વિચારશે એવા ડરથી મારે તારા જેવા દોસ્તની દોસ્તી ખોવી?”

” પણ પપ્પા શું કહેતા હતા કે તારે તેમની સાથે ગુસ્સે થઇ ને લઢવું પડ્યું?”

” બસ મને એમ કહે કે સરખી ઉંમરનાં સ્ત્રી અને પુરુષ વચ્ચે મૈત્રી સંભવી જ ના શકે, અને હું કહું કેમ ના સંભવી શકે?”

“પછી?”

અને મારું ફટક્યું    “જુઓ પપ્પા રક્ષીત મારો મિત્ર છે. તેની સાથે હું મારા મનની બધી વાતો અને પ્રશ્નો ચર્ચી શકું છું. અને તે મને સમજી શકે છે.”

“છતા પણ ભુલવું ના જોઇએ કે તે પુરુષ છે અને તે પણ પરાયો પુરુષ.. તારા તેની સાથે દુર દુરનાંયે સગપણ નથી. તો પછી તમારી આ સંગતને કયા સંબંધનું નામ આપીશ?”

મેં કહ્યું ” મેં કદી તેની આંખમાં લોલુપતા જોઇ નથી કે નથી મારા મનમાં તેના માટે તે પ્રકારનું આકર્ષણ જનમ્યું નથી તો મારે શીદને એ ચિંતા કરવાની?”

“હં!”રક્ષિતે હું કારો પુરાવ્યો અને મછી ટીખળ કરતા બોલ્યો વાત તો તારી સાચી છે તું ક્યાં માધુરી દીક્ષીત જેવી રુપાળી છે અને હુંપણ ક્યાં અનીલ કપૂર જેવો છું ખરું ને?”

” આડે પાટે વાત ના ચઢાવ.. તારે પપ્પાની વાતો સાંભળવી છે ને?”

” હા” છેલ્લે કોણ જીત્યુ તે જાણવાની રક્ષીતને ઇંતેજારી તો હતી જ

” પપ્પા કહે આગ અને ઘી સાથે હોય તો ગરમીથી ઘી પીગળે પીગળે અને પીગળે જ, બસ એમ જ મૈત્રી એ ગમવાનું પહેલુ પગથીયું છે. ગમતી પરિસ્થિતિ હોય અને એકાંત હોય ત્યારે જે આજ સુધી નથી થયું તે થઇ શકે છે.”

” પછી?”

” એ થાય તે પહેલા તમે તમારા સંબંધને  નામ આપી દો. કાં લગ્ન કરો કાં દોસ્તી તોડો.”

થોડા સમયની ચુપકીદી પછી ભારતી બોલી.. “પપ્પાની જબરી દાદા ગીરી છે નહીં?”

રક્ષીત પુરી ગંભિરતાથી બોલ્યો ” એમની એ ચિંતા છે”

થોડીક્ષણો શાંતી રહી અને રક્ષીત બોલ્યો ” એમણે તેમની જિંદગીમાં સ્ત્રી પુરુષ મૈત્રી જોઇ નથી તેથી તેમેને ધાસ્તી લાગે છે કે સમાજ આવા સંબંધને મૈત્રી નામ આપતો નથી તેઓ તો આ સંબંધ હોઇ શકે તે વાતને  સ્વિકારતો નથી તેથી તો કહે છે ઘી અને અગ્ની વચ્ચે પીગળવા સિવાય કોઇજ અંત હોતો નથી તેથી તેઓ જુદા રહે તો જ અસ્તિત્વ ટકે. અને તેઓને એ જ ચિંતા છે કે તારું નામ બગડી ન જાય.. તને કોઇ જીવન સાથી ના મળે અને આ મૈત્રી નો પતંગ ક્યારે કપાઇ જાય તે બીકે કંઇક તુ સ્થિર થાય તેજ તેમની ભાવના હોયને?

‘તો શું જે પરણેલા હોય છે તેમાં પણ પતંગો નથી કપાતી હોતી?” કડવાટ થી ભારતી બોલી. અને ઉમેર્યું તેઓ તેમના જમાના પ્રમાણે સાચા હોય તોય બદલાતા જમાના પ્રમાણે હવે તેઓએ જોવું જોઇએ. મિત્ર સમલિંગી હોવો જરુરી કદાચ તેમના સમયે હશે પણ હવે આતો એકવીસમી સદી…

રક્ષીતે ટીકળ કરતા કહ્યું “ભારતી તને ખબર છે પ્રેરણાનાં પપ્પા  મને આજ વસ્તુ કહી રહ્યા હતા.. આજના જમાના એ મનમેળ ને વધુ મહત્વ આપ્યુ છે જે પાછલી ઉંમર માટે સારું છે. તન મેળ તો ભ્રામક હોય છે અને આજે ક્યાં હીર અને રાંઝા જેવા જોડા સર્જાય છે?”

ભારતી એ ટીખળ્નો જવાબ ટીખળથી જ આપ્યો. મને પણ મિત્રતામાં બંધનો નથી જોઇતા.. હું સારું કમાઉ છું અને મારું પોતાનું ઘર છે.. બેંક બેલેન્સ છે અને ઇચ્છા થાય ત્યારે શરીર સાચવીને  જીવવાનું.”

ભારતી નાં બાપા જે બબડતા હતા તે બબડાટ ભારતી ને ફરી સંભળાયો અને તે બોલી બાપા આજે બબડતા હતા ”  હમણાં તો  જુવાની છે ત્યાં સુધી બધી ગરમી છે.. જ્યારે યુવાની ઢળી જશે ત્યારે સાથી ની જરૂર પડશે..ઘર ઘર જેવું ત્યારે લાગ્શે કે જ્યારે સુખ અને દુઃખ ને વહેંચવા વાળો કોઇ સાથી હોય. સૌ છુટા ત્યાં કોણ કોનુ ધ્યાન રાખશે? અને કયા સંબંધે?”

પ્રશ્નાર્થ ચિન્હ ભારે થતો જતો હતો ત્યારે રક્ષિત બોલ્યો “મૈત્રી હોય એટલે મિત્ર વહારે ધાવાનો છે તે વાત કેમ ભુલી જાય છે?. ભારતી રોઝી અને અદમની વાત તો તેં જ મને કહી હતીને?”

” કઇ વાત?”

“એક વખત અદમ નાસ્તો ઝડપથી કરતો હતો ત્યારે તેં એને પુછ્યુ હવે શાંતિ થી નાસ્તો કરને? ત્યારે અદમ કહે રોઝી મારી રાહ જોતી હશે ત્યારે તેં કહ્યુ હતું રોઝીને તો અલ્હાઇમર થયો છે તે તો તને ઓળખતી પણ નથી.. થોડોક મોડો જઇશ તો ચાલશે…ત્યારે અદમનાં જવાબથી તુ સ્તબ્ધ હતીને?”

” હા એ કહે રોઝીને ભલેના ખબર હોય કે ના હોય  પણ મને ખબર છે ને? તેને સમય સર ખવડાવવું બહું જરુરી છે.”

“આવું મૈત્રીમાં થાય કે ના પણ થાય..આવું સહજીવનમાં  જરૂરથી થાય”

” એમ કેમ બોલે છે રક્ષીત?”

” જો તારા પપ્પાની અને તારી બંને વાતો સાચી છે. મનમેળ કોઇ જવાબદારી સાથે અને જવાબદારી વિનાની એ બે ઘટનામાં સમજણ હોય તો જ દીર્ઘજીવી બને”

” કંઇ સમજાય તેવું બોલ રક્ષીત.”

“સમજણ ભરેલી જવાબદારી અને સુદીર્ઘ સંગાથ થાય તે માટે લગ્ન નાં નામે અસમલીંગી મૈત્રી સમાજે અપનાવી છે. મુક્તિ તમને સમજ્ણથી છટકવાની તક આપે છે. રોઝી રોગ ગ્રસ્ત છે ત્યારે મૈત્રી તેને હોસ્પીટલમાં મુકીને નિભાવાય પણ સમજણ જે અદમ બતાવી રહ્યો છે તે દીર્ઘ સહ જીવન થી આવતી હોય છે.”

“તો?”

તો શું? આપણી મૈત્રીને સમજણ નું અમિ આપવા સંબંધ બાંધવો જોઇએ.. સંબંધ મુક્તિને ટાળે છે  અને સમજણ ને વધારે છે. પ્રેમને જન્માવે છે.

ભારતી રક્ષિતને જોઇ રહી..તેનું ઉદંડ મગજ ગરમાવો પકડતું હતું..તેને દલીલો સુજતી હતી..બળવો કરવો હતો

ત્યાં રક્ષિતે કહ્યું હું માનું છું કાંઠાનું બંધન ના હોય તો નદીને ખાબોચીયું બની જતા વાર નથી લાગતી. કીનારો છે તો સમુદ્ર ભરતી ઓટમાં મહાલે છે. અને ભુલથી એવું ના વિચારીશ કે આ પુરુષ સ્ત્રીનો કિસ્સો છે. ના. આ બે માનવનો અને સમજણ નો કિસ્સો છે. મને તારી સાથે મૈત્રી પૂર્ણ વહેવાર પણ ગમે છે અને સમજણ ભર્યો સંબંધ પણ મંજુર છે.

ભારતી તેનાં વિચારોમાં રહેલા ગુસ્સાને પીતી ગઈ.

રક્ષિત સારો મિત્ર તો છે જ પણ આજની વાત સંબંધનું બંધન પહેરાવી રહ્યો છે કે પહેરી રહ્યોછે તે વિચારતી રહી.. રોઝી અને અદમ નો પ્રેમ પૂર્ણતઃ વિકસેલો પરિ પકવ પ્રેમ છે તે વાત તેને ગમતી તે રક્ષીતને માનથી જોતી અને તેને લાગ્યું કે તે સાચો છે..અને કદાચ મુક્તિનાં નામે તે જવાબદારી થી ગભરાતી હતી.

ભારતીએ  પપ્પાને ફોન કર્યો ” પપ્પા તમે સાચા છો.. હું સંબંધ થી સમજણ ને ખીલવી રહી છું.

પપ્પા ફોન પર પુછતા હતા કયા સંબંધે તું કોની સાથે સંબંધ થી સમજણ ખીલવે છે?

પપ્પા હું અને રક્ષિત સાથે તો રહીયે છીએ પણ હવે સમજથી સમાજમાં સ્વિકૃત એવા લગ્ન સંબંધને ખીલવી રહ્યા છીએ.

ફોન નાં બંને છેડા આનંદથી ઝુમી રહ્યા હતા.

 

 

 

 

 

“કયા સંબંધે”-(6)કલ્પના રઘુ

હે માધવ! તેં મેળવ્યાં’તાં કયાં સંબંધે?!

જીવન નૌકા સંબંધોનાં અફાટ સાગરમાં હિલોળા લેતી હોય છે. એક જીવનો બીજા જીવ સાથેનો સંબંધ, પછી તે માનવ હોય, પશુ હોય કે પક્ષી સાથેનો. જીવન સફરમાં કયો સંબંધ કયારે ફૂટી નીકળે છે અથવા છૂટી જાય છે તે સંચિત કર્મો, ઋણાનુબંધ અને લેણદેણ પર નિર્ધારિત હોય છે.

જેને બાંધવાથી બંધાય અને તોડવાથી તૂટે તેનું નામ બંધન, પરંતુ જે આપમેળે બંધાય અને જીવનભર ના તૂટે તેનું નામ સંબંધ. સંબંધોનાં સમીકરણો અઘરાં છે. સંબંધોનાં સરવાળા હોય, ગુણાકાર હોય, બાદબાકી નહીં. જીવનમાં વ્યક્તિની પ્રાયોરીટી બદલાય તેમ સંબંધોનાં સમીકરણોમાં ફેરફારો થાય છે.

સંબંધનું નામ હોય કે ના હોય પણ સંબંધથી બંધાયેલો માનવ ફૂલે છે, ફાલે છે, તેની પ્રગતિ થાય છે. તેનું અસ્તિત્વ બને છે. એક બીજાની કાંધે કાંધે આગળ વધે છે. આમ વિચારીએ તો મૃત્યુ પામેલી વ્યક્તિને પણ ચાર જણનાં કાંધનાં સહારાની જરૂર પડે છે, સ્મશાને પહોંચવા! સંબંધો વગરની વ્યક્તિ એકલી અટૂલી પડી જાય છે.

જીવનનાં પ્લેટફોર્મ પર કયારેક એવી વ્યક્તિઓનો ભેટો થાય છે કે તેને જોઇને અણગમો, નફરત થઇ આવે. તો વળી કયારેક એવી વ્યક્તિઓ પણ મળે છે જેને જોવા માત્રથી ઉરે ઉર્મિઓ ઉછાળા મારે છે. એમ લાગે છે કયાંક જોયા છે. અંદરથી સ્પંદનો ફૂટે. ના ઓળખાણ, ના પીછાણ અને ઇશ્વરનો પયગમ્બર આવી પહોંચે છે … ‘મૈ હૂં ના!’ અને … એ સંબંધ યાદગાર બની જાય છે! ત્યારે વિચાર આવે છે કે એ વ્યક્તિ મળી’તી કયા સંબંધે. કોઇએ દરવાજા પર લખ્યું હતું ‘મને બોલાવશો નહીં … હું દુઃખી છું … !! એક સાચો દોસ્ત અંદર આવ્યો અને સ્મિત કરી ને કહ્યું ‘માફ કરજે, મને વાંચતાં નથી આવડતુ!’ આમ ન ધારેલી વ્યક્તિઓ જીવનમાં પ્રવેશીને તમારા અનેક સારા કાર્યોમાં નિમિત્ત બને છે તેમજ ખરાબ સમયે પડખે ઉભા રહીને પ્રેમ અને હૂંફ આપે છે. તો  કયારેક લોહીના કે નજીકનાં સંબંધો ખોટા અને ભારરૂપ પૂરવાર થાય છે.

“જર્જરીત સંબંધોની યાદોનું પાનું ફાડવું સહેલું નથી. આપણું હોવાપણું ઓગાળવું સહેલું નથી.

મન ભલેને કહે હિમાલય જઇને તું કર સાધના. પણ સ્વજનને છોડીને ભાગવું સહેલું નથી.”

પરંતુ જીંદગીની લાંબી સફર (પ્રવાસ)નો સોનેરી નિયમ છે “Travel Light” ભાર ઓછો રાખો. એમ કહેવાય છે કે સૂટકેસમાં જેમ ઓછો સામાન તેમ મુસાફરી આસાન. જીવન-યાત્રા દરમ્યાન કંઇક નવા સંબંધો ઉભા થવાનાં, માટે છોડવા જેવા કડવા સંબંધોને છોડીને ભૂલી જવાનું શીખવું જોઇએ તો મન ઉપર કોઇ બીનજરૂરી વજન રહેશે નહી. અને આપણે હળવાફૂલ રહીને જીવનયાત્રા નિર્વિઘ્ને પસાર કરી શકીશું.

સંબંધો અનેક પ્રકારનાં હોય છેઃ

જીવાત્માનો પરમાત્મા સાથેનો …

ચેતનનો જડ સાથેનો …

ચાતકને અષાઢી મેઘની પહેલી બુંદ સાથેનો …

મૃગલાને મૃગજળ સાથેનો …

રોમીયોનો જુલીયેટ સાથેનો …

ગુરૂને શિષ્ય સાથેનો …

ભકતને ભગવાન સાથેનો …

માનો બાળક સાથેનો …

પતિ પત્નીનો એકબીજા સાથેનો …

હા, સંબંધોને તાજા માજા રાખવા, નિભાવવા માટે કયારેક સમારકામ કરવું જરૂરી બની જાય છે. જીવન દરમ્યાન કેટલાંય પ્રકારનાં સંબંધોનાં જાળામાં માનવ ગૂંથાયેલો યોય છે.

કેટલાંક હોય મીઠાં, તો કેટલાંક માઠા,

કેટલાંક કડવા, તો કેટલાંક તૂરા,

કેટલાંક રસઝરતાં, તો કેટલાંક સૂકા,

કેટલાંક ઉંડાં, તો કેટલાંક છીછરાં,

કેટલાંક પારિવારિક, તો કેટલાંક વ્યાવસાયિક,

કેટલાંક લોહીનાં, તો કેટલાંક મોં-બોલા,

કેટલાંક માનસીક, તો કેટલાંક શારીરિક,

કેટલાંક નામી, તો કેટલાંક અનામી,

કેટલાંક સ્વાર્થી, તો કેટલાંક નિસ્વાર્થી,

કેટલાંક જીવંત, તો કેટલાંક મૃત.

કયારેક મૃત્યુ પહેલાં સંબંધો મરી પરવારે છે. એ ઋણાનુબંધ નહીં તો બીજુ શું? અને સંબંધો જયારે મરી પરવારે ત્યારે જે વેદના થાય … ત્યારે વિચાર આવે કે અત્યાર સુધી આપણે સંધાયેલાં હતાં, બંધાયેલાં હતાં એ કયાં સંબંધે?

સંબંધોને જયારે નામ અપાય છે ત્યારે નામની સાથે તેનાં વળગણો જોડાયેલા હોય છે. અને આ વળગણ આજની પેઢીને માન્ય નથી હોતાં. નામ વગરનાં સંબંધ ખાલી તૂંબડા જેવા હોય છે. હલકા … અને એ તૂંબડા નીજ મસ્તીમાં જીવન સરિતાના પાણીનાં વમળમાં કે દરિયાના ખારા પાણીમાં તરતાં હોય છે.અમાસની ઓટ કે પૂનમની ભરતી તેને કંઇજ કરી શકતી નથી. પરંતુ જેવા અપેક્ષા, આસક્તિ, હક્ક કે ફરજનાં વળગણ એના પર ચઢે છે કે એ તૂંબડાને ડૂબવુંજ પડે છે. તેનું અસ્તિત્વ નાશ પામે છે. આધુનિક પેઢીને આ મંજૂર નથી અને માટે તેઓ માને છે, ‘લીવ-ઇન-રીલેશનશીપ’ … જયાં સંબંધને કોઇ નામ નથી અને નથી તેનાં વળગણ અને છતાંય તે સજાતીય કે વિજાતીયની સાથે રહીને જીન્દગી વિતાવે છે. સાથ છે, સહકાર છે પણ બન્ને પોતાનાં માલિક છે. નથી કોઇની ગુલામી, નથી કોઇ રોકટોક પણ સામાજીક સંબંધોનાં ફાયદા અને લાગણીઓથી આ બે વ્યક્તિ વંચિત રહે છે અને લગ્ન વ્યવસ્થા ભાંગી પડે છે. તેને કારણે કુટુંબ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા ભાંગી પડે છે. આ પ્રકારનો સંબંધ આજકાલ સમાજમાં દરેક પેઢીમાં સામાન્ય બનતો જાય છે. તેમાં વ્યક્તિ, વ્યક્તિ સાથે જોડાય છે, નહીં કે તેનાં કુટુંબ સાથે. એટલે તે સ્વતંત્ર હોય છે. જયાં સ્વતંત્રતા છે, વાડો નથી ત્યાં સ્વચ્છંદતા અચૂક પ્રવેશે છે. આ સામાજીક અધોગતિની નિશાની છે. હા, વૈજ્ઞાનિક શોધખોળોને લીધે દેશ-કાળ આગળ વધી રહ્યો છે. પરંતુ સામાજીક વ્યવસ્થા છિન્નભિન્ન થઇ જઇ શકે … અને આનો જવાબ આવનાર વર્ષોમાં જોવા મળી શકે.

સંબધોનાં તાણાવાણા ઇશ્વરે વણકર બનીને તેની કઇ હાથશાળામાં વણ્યા હશે? તે તો ઇશ્વરજ જાણે. કૃષ્ણને જનમ આપ્યો વાસુદેવ-દેવકીએ અને ઉછેર કર્યો નંદ-યશોદાએ … રાધા અને કૃષ્ણનો પ્રેમ … છે કોઇ નામ, આ સંબંધનું? મંદિરમાં મૂર્તિ રાધા-કૃષ્ણની જોવા મળે છે … કયા સંબંધે? આદમ અને ઇવથી સૃષ્ટિનુ સર્જન થયું હતું. સંસારની ઉત્પત્તિ પતિ-પત્નીનાં સંયોગથી થાય છે. દરેક સંબંધનાં મૂળનું સ્ત્રોત દંપતિ છે. પતિ-પત્ની અને લોહીનાં સંબંધો ઇશ્વરે સર્જેલાં હોય છે જયારે બાકીનાં સંબંધો માનવ સર્જિત હોય છે. પતિ-પત્નીનું ગઠબંધન જીવનનાં અતિમ શ્વાસ સુધી ગંઠાયેલુ રહે છે. પતિ-પત્નીનાં સંબંધમાં પણ એવાં પ્રેમી દંપતિ હોય છે, જેમનો પ્રેમ જનમોજનમનો હોય છે અને એવોજ એક પ્રેમી પતિ જીવનની ઢળતી સંધ્યાએ પત્નીનાં મૃત્યુબાદ વલોપાત કરી રહ્યો છે … પૂછી રહ્યો છે …

કયા સંબંધે

તુ મને મળી, હું તને મળ્યો,

જીન્દગી વિતાવી, તારા-મારામાં બન્નેએ.

જીવન-સરિતાનાં ખળખળતાં વારિમાં,

વારી ગયો’તો, તુજપર મુજને હારીને.

એકમાં થી થયાં બે ને બેમાંથી ચાર,

ચારમાંથી આઠ, પણ અંતે રહ્યો એક.

પરિવારને રહેવા બનાવ્યો ન્યારો બંગલો,

તેમાં અનેક ખંડો, રળિયામણો બગીચો.

બાંધ્યાં શમીયાણાં ને ઝૂલતો હિંચકો,

આખરે રહ્યાં બે અને બેમાંથી એક.

અંતે એક ખંડમાં બનાવ્યો તારો ચોકો,

તને સૂવાડીને પૂછતો રહ્યો પ્રશ્નો.

મને છોડીને તું કયાં ચાલી પ્રિયે?

અને તું મળી’તી કયાં સંબંધે પ્રિયે?

ને સાથ કેમ છોડયો? શી હતી ઉતાવળ?

હું આવું છું હાલ, તુજ સંગાથે પ્રિયે!

હવે છેટું ના હાલે, સંસાર છે અસાર,

હું અહીં, તું ત્યાં, ના હાલે પળવાર.

આ જવાબમાં પૂછ ના … કયાં સંબંધે?

આ જનમો જનમનાં તારા-મારા સંબંધે.

બેમાંથી એક થઇને, એક જ રહીશું,

ફગાવીશ આ સ્વાર્થનાં સંબંધોનાં બંધન.

નિજ ધામમાં પહોંચીને પૂછીશું પ્રશ્ન,

હે માધવ! તેં મેળવ્યાં’તાં કયાં સંબંધે?!

અને છેલ્લે, ઇશ્વર નિર્મિત તમારી દરેક જવાબદારી નિભાવીને તમે જયારે જીવન-સંધ્યામાં પ્રવેશ કરો છો ત્યારે દરેક વ્યક્તિએ વિચારવું રહ્યું કે સાચો સંબંધ કયો? આ માયાવી સંસારના માયાના પડળો વટાવીને આતમને સાધવાનો સમય આવી ચૂકયો છે. જયાં પારકાને પોતાના અને પોતાનાને પારકા બનતા પળની પણ વાર નથી લાગતી ત્યાં માત્ર ઇશ્વર સત્ય છે, કહેવાતાં સ્વજનો મિથ્યા છે એ ભૂલવું ના જોઇએ. જેની સાથે સંબંધ તૂટે છે તેનો આભાર માનવોજ રહ્યો તો જ તમે આત્મા સાથે સંબંધ બાંધી પરમાત્મા તરફ પ્રયાણ કરી શકશો અને બાકીની જીન્દગીમાં ક્ષણોને નહીં જીવનને ઉમેરીને જીવન સાર્થક કરી શકશો. પરમાત્માજ એક છે જેની સાથે તમે માતા, પિતા, પુત્ર, મિત્ર કે પ્રેમી થઇને સંબંધ બાંધી શકો છે તેના માટે તમને કોઇ પૂછનાર નથી … ક્યા સંબંધે … ?

કલ્પના રઘુ

 

 

“કયા સંબંધે”(૭) ઘનશ્યામ વ્યાસ ​

રખેલ”

મારું નામ રચના,અને મારી બાનુ  નામ રમા અને બાપુજીનું નામ રમેશ.

અમારો શેરબજારમાં  ખુબ સારો અને મોટો કારોબાર હતો અને બીજો ભાગીદારીમાં પણ કામ કાજ હતું. મારા બાપુજી થોડા રંગીન મિજાજના ખરા પણ બા એકદમ ગામડાની ગમાર,બંનેના લગ્ન ગામડામાં થયેલા,મુંબઈ આવી વસ્યા પણ બા ના વર્તનમાં કોઈ ફેરફાર આવે નહિ,મારી ઉમર ત્યારે ખુબ જ નાની એટલે બહુકાંય ખબર પડે નહિ પણ જાહોજલાલી જોઈ હતી. મસમોટો બંગલો અને ચાર ચાર નોકરો  હતા.  મંદિરે જવા માટે એમ્બેસેડર મોટર પણ હતી.

બાપુજી શનિવારે કલબમાં જતા રહે અને રવિવારે સાંજે જ ઘરે આવે,પણ બા ને કંઈ ગતાગમ પડે નહિ એટલે બધું ચાલ્યા કરે.

અચાનક બાપુજીને  એમના ભાગીદાર સાથે ધંધામાં કંઈક થયું અને બાપુજીએ ભાગીદારી છોડી દીધી  શેર બજારમાં પણ મંદી  આવી ગઈ અને બાપુજીએ ખુબ ખોટ સહન કરવી પડી,બા ને કાંઈ ખબર પડે નહિ માટે ચુપચાપ બધું જોયે રાખે.

એક દિવસ બાપુજી શનિવારે કલબમાં ગયા અને દસ દિવસ સુધી પાછા ન આવ્યા, બાને એમ કે વધુ કામ હશે એટલે રોકાઈ ગયા હશે.દસ દિવસ પછી જયારે ઘરે આવ્યા ત્યારે પછી એમનામાં ઘણો બદલાવ આવી ગયો હતો અને એકદમ માંદા જેવા થઇ ગયા,એક દિવસ અચાનક એમને લોહીની ઉલટી થઇ અને બે દિવસમાં જ ગામતરે ઉપડી ગયા,બા ને તો આમ પણ કાંઈ ખબર ના પડે.અને હું તે વખતે દસમાં માં ભણતી હતી બે ત્રણ મહિનામાં અમારી ઉધારી વધતી ચાલી અને શાળામાં ફી ભરવાના પણ સાંસા પાડવા માંડ્યા,એવામાં એક દિવસ એક ભાઈ અમારે ત્યાં આવ્યાં  અને બાપુજી વિષે વાત કરતા આડકતરી રૂપે પુછ્યું  કે બચત કંઈ મુકી ગયા છે આમ પણ બા  ખાસ કાંઈ  જાણતા નહિ  એટલે કહ્યું કાંઈ ખબર નથી.એમણે  બા ને એમની સાથે બેંકમાં આવવા કહ્યું અને બા ને બેંકમાં લઇ ગયા અને પોતે જાતે તપાસ કરાવી અને બાપુજીના બેંકના ખાતા ની ભાળ મળી. એમના ખતમ 20,000 હજાર રૂપિયા હતા.ભાઈએ એમને પૈસા કઢાવવા મદદ કરી અને કહ્યું કે હું દર મહીને 10,000 રૂપિયા આપી જઈશ તમે ઘર ચલાવજો. મારી શાળામાં આવી આખા વર્ષની ફી ભરી ગયા અને મને કપડા દફતર ચોપડીઓં અપાવી

મેં જોયું કે આ ભાઈ મહિનામાં  એક બે વખત આવતા પણ પછી એમનું આવવાનું પણ વધી ગયું અને  બા પણ એમની સાથે વાતો એ વળગી જતા.

મેં જયારે બારમું ધોરણ પાસ કર્યું ત્યારે એ ભાઈ આવી ને મને મળ્યા  અને ભણતર બાબત પુછ્યું  અને હવે આગળ શું કરવું છે એમ પુછ્યું, મેં કહ્યું કે મારે મેડીકલમાં જવું છે, મેં ઘણી વિગતો ભેગી કરી છે પણ મેડીકલનો અભ્યાસ ખુબ ખર્ચ માગી લે છે. એ ભાઈ મને કહે તારું પરિણામ માર્કશીટની કોપી સ્કુલ છોડ્યાનું દાખલો મને આપી દે.

પંદર દિવસ પછી એમણે મારી પાસે આવીને મેડીકલમાં એડમીશન મળી ગયાની વાત કરી  અને તે દિવસે અમે બધાએ ઘરમાં લાપસી  ખાધી, બા એ તે દિવસે એમને ખુબ આગ્રહ કરી જમાડ્યા, જે દિવસે મારે કોલેજમાં જવાનું હતું ત્યારે ભાઈ મારી માટે 10 જોડી નવા કપડા એક નવી જાતની બેગ અને બા માટે ચાર નવા સાડલા લઈને આવ્યા.

એ ભાઈએ મને ખુબ શિખામણ આપી અને દયાન દઈ ભણવા પણ કહ્યું અને એમણે  મને ખુબ જ વહાલ કર્યું, મારી બાની આંખમાં આંસુ આવી ગયા  અને હું વધુ કૈક કહ્યું તે પહેલા ખુલ્લે મને ખુબ રડવા માંડી અને એમણે  પહેલી વખત બાપુજીને ખુબ યાદ કર્યા, મારા ભણતરના ચાર વર્ષ કયારે સમાપ્ત થઇ ગયા એની મને ખબર જ પડી નહિ પણ મારા ધ્યાનમાં ફક્ત એટલું જ આવ્યું કે હવે આ ભાઈ અમારા ઘરના એક સદસ્ય થઇ ગયા છે.  જેમ બાપુજી વર્તન કરે એવી રીતે મારી સામે વર્તન કરવા લાગ્યા અને મારી બાને  પણ તું કારેથી બોલાવવા  માંડ્યા મને ખુબ અજુગતું લાગતું પણ કોણ જાણે કેમ હું માત્ર જોઈ રહેતી.

એક દિવસ મેં એમને મારી બા સાથે મંદિર જતા જોયા અને મને ખુબ ગુસ્સ્સો આવ્યો,તેઓ ઠેક સાંજે ઘરે આવ્યા મેં મારો ગુસ્સો ઠલવતા બાને હિંમત કરી પુછ્યું  તારે આ ભાઈની  સાથે કોઈ આડ સંબંધ છે ? મારા  બાએ કહ્યું હું તો એને મારા ભાઈ સમજુ છું  મારા ખાટલે કોઈ જ ખોટ નથી આટલા વર્ષે તું તારી માં ને આવું કેમ પુછે  છે ?

બીજે દિવસે મેં એ ભાઈને પણ પુછયું  કે તમે અમને આ એટલી બધી મદદ કરી તો તમને મારામાં કે મારી માં મા કોઈ રસ છે એવું તો નથી ને ?એ ભાઈને ખુબ ગુસ્સો આવ્યો, મેં પગે લાગીને માફી માગી પણ આગ્રહ કરી પુછ્યું  કે આ બધી મદદ કરવાનું કારણ શું ?એ કશું બોલ્યા નહિ  અને જવાબ પણ ન આપ્યો અને વાત ને બે ત્રણ મહિના સુધી ટાળી હું ખુબ મુંજાતી, એક દિવસ ફરી મેં જીદ પકડી  ને કહ્યું તમારે મને કહેવું પડશે એમણે  કહ્યું કે હું ખુબ નાનો માણસ  છું  મને એક અજાણ્યા બેન આવીને મળ્યા અનેતામારા ઘરની મને રજે રજ વાત કરી માહિતી આપી અને પૈસાની મદદ નામ કીધા વગર કરવાની મારી પાસે પ્રોમિસ લઇ અહી મોકલ્યો

મેં કહ્યું મારે એમને મળવું જ પડશે એણે મને કહ્યું હું પૂછી જોઈશ હું બંધાયેલો છું આમ વાત ફરી એક મહીના સુધી,  કોઈ બહાના બતાવી ટાળી પણ મારી જીદ પાસે નમતું મૂકી મને મેળવવાનું નક્કી થયું

પહેલા થયું બા ને પણ હું લઇ જાઉં પણ ખુબ વિચાર્યા પછી થયું પહેલા હું જ મળી લઉં પછી વાત  અને મને મળવા લઇ ગયા હવે મોટી હવેલી જેવું ઘર હતું અંદર જતા એક જાજરમાન સ્ત્રી  ખુબ દેખાવડી સફેદ હકોબાના સાડલામાં આરામ ખુરસી પર બેઠી હતી મને નામથી પણ ખુબ માન થી એમની નજીક બોલાવી અને મને ખુબ વહાલ કર્યું  મારો ક્રોધ ,અંદરનો આક્રોશ અને મારા અનેક સવાલ જાણે થોડીવાર માટે ઓગળી ગયા, પૂછવાનું હું બધું જાણે ભૂલી ગયી

હું ગુપચુપ બેઠી રહી ક્યારેક રડતી તો ક્યારે આંસુ લુછતી એમને જોઈ રહેતી મારા સવાલો  આંસુ બની નીકળ્યાં  અને એ જાણે બોલ્યા વગર બધું સમજી ગયા મેં એકાદ કલાક પછી એમને સીધો જ સવાલ પૂછ્યો કે તમે અમને આટલી બધી મદદ આટલા વર્ષ કેમ કરી ? અને આ ભાઈ અને મારી માં ને શું સંબંધ છે ?

એણે ખુબ નમ્રતા પૂર્વક કહ્યું  વાહ તું હવે મોટી થઇ ગઈ છે ​હું તને કહેવાની જ હતી પણ તારા મોટા થવાની રાહ જોતી હતી હવે તું સવાલ કરી શકે તેટલી મોટી થઇ ગઈ છો તો સંભાળ હું તારા બાપુજીની “રખેલ” છું, મારા પગ નીચેથી જમીન સરકવા માંડી,મને કહે તારા બાપુજી મને કહેતા ગયા કે મારી પત્ની અને મારી છોકરીનું ધ્યાન રાખજે ,હું રખેલ હતી પણ અમારી લાગણી ભાવના બધું એકબંધ હતા મારો  વ્યવસાય તને ક્યાંય આડો ન આવે માટે આ આડી વાતને  ક્યાંય ઉચારીશ નહિ અને હવે પછી મને મળવાનો પ્રયતન કરતી નહિ,આ વાત તારી માં ને કહીશ નહિ તને અમારા બંનેના સોગંદ છે અને પોતાના આંસુ છુપાવતા અંદર ચાલ્યા ગયા પણ ન દેખાતો એક તાર અમને જોડી ગયો જેના આચકાં થી જે આકાશમાં વિચરવાની પંખો મળી હતી તે અચાનક જાણે કોઈએ એક ઝાટકે કાપી નાખી….

મારા આંખમાંથી આંસુ સાથે મારા પિતાના માન સરી પડ્યા અને  હું નિઃશબ્દ બની…….. ઘનશ્યામ વ્યાસ ​

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કયા સંબંધે (૮) ડો. ઇંદુબહેન શાહ

બાળક સગા, સગા સંબંધી સંબંધ બંધાય

ક્ષણિક હરખાય, ક્ષણિક દુભાય, તોય બંધને બંધાય..

બાળક જનમતાની સાથે સંબંધની ગાંઠે બંધાય જાય, માતા- પિતાનો દીકરો, દાદા-દાદીનો પૌત્ર, કાકા- કાકીનો ભત્રીજો, મામા-મામીનો ભાણેજ, મોટો થાય શાળામાં શિક્ષક- વિદ્ધાર્થીનો સંબંધ, નોકરી મળે એમપ્લોયી-એમપ્લોયરનો સંબંધ, લગ્ન થાય પતિ-પત્નિનો સંબંધ, સસરા-સાસુ સાથે જમાઇનો સંબંધ,પત્નિના ભાઇ બહેન સાથે સાળા- સાળીનો સંબંધ, નવા નવા મિત્રોના સંબંધ આમ ઉંમર વધે તેમ સંબંધોમાં વધારો થતો હોય છે.

સવાલ થાય આટલા બધા સંબંધો કેમ કરી જળવાય? બધાજ સંબંધો કાયમ જળવાતા નથી એ હકીકત છે, કોઇ વાર નજીવા કારણસર સંબંધ તુટી જાય છે, કોઇ સંબંધ સ્વાર્થ પૂરતા હોય છે. સ્વાર્થ સરે સંબંધ પૂરો. તો કોઇ સંબંધ ખાણી પીણીના હોય છે,આવા સંબંધો ટકતા નથી. આ લખતા અમારા બે મિત્રો વચ્ચે ૪૦ વર્ષ જુનો સંબંધ કેવી રીતે તુટી ગયો તે યાદ આવે છે.

હસમુખ અને કૌશિક બન્ને ખૂબ જુના મિત્રો, આ દેશમાં બન્ને સાથે આવ્યા સાથે જોબ કર્યા બન્નેના બાળકો પણ સરખી ઉંમરના રિટાયર્ડ થયા પછી બન્નેએ સાથે અલાસ્કા લેન્ડ અને કૃઝ વેકેશન લીધુ, એ વખતે ટુરની લિડરશીપ હસમુખે લીધી. કૌશિક થોડો ઇન્ટરોવર્ટ , પરંતુ ખૂબ સ્વાભિમાની. કૃઝમાં કેબિન અસાઇનમેન્ટમાં લોટરી પ્રમાણે કૌશિકને ઓસન વ્યુ કેબિન મળેલ તે છેલ્લી મિનિટે હસમુખે નવી ઓળખાણ થયેલ નાની ઉંમરના કપલને આપી દીધી, અને હસમુખને અંદરની કેબિન મળી, જેની હસમુખને ખબર પડી ગઇ, બસ બન્નેનું બોલવાનું બંધ, સામા મળે તો પણ મોઢું ફેરવી લે.આમ ચાલીસ વર્ષનો સંબંધ તુટી ગયો. કૌશિકે નવો સંબંધ બાંધવામાં જુનો સંબંધ તોડ્યો.

મને હ્યુસ્ટનના ગેસ સ્ટેશન પર ૧૯૯૪ની સાલમાં જે અનુભવ થયો તે જણાવું, શિયાળાની સાંજના સાત વાગે હોસ્પિટલથી નીકળી ગેસ ટેંક ખાલીનું સિગ્નલ આવી ગયેલ મારું ઘર ૩૦ માઇલ દૂર હોસ્પિટલનો એરિયા સારો નહીં, શું કરવું? ગેસ તો લેવો જ પડશે, હિમત કરી ગેસ સ્ટૅશને ગઇ, ગાડી પાર્ક કરી ગેસનો પાઇપ લીધો ત્યાંજ એક આફ્રો અમેરિકન જુવાન છોકરી નજીક આવી, ગભરાતા બોલી મેમ વ્હેર ઇસ નોર્થ ઇસ્ટ હોસ્પિટલ,આઇ એમ લોસ્ટ આઈ હેવ ટુ ટૅક માય બ્રધર ટુ ઇ.આર. મે ગેસ નોઝલ પડતુ મુક્યું તેને હોસ્પિટલની ડીરેક્સન બતાવવા લાંબો હાથ કર્યો ગો રાયટ ધેન ફસ્ટ લેફ્ટ, ત્યાં તો બાજની જડપે પાછળથી મારી પર્સ સ્નેચ કરી આફ્રો અમેરિકન છોકરો દોડ્યો,પાછળ ફરી મેં બુમ મારી ચોર,ચોર છોકરો, છોકરી બન્ને ગાડી ભાગાવી છૂ. હવે શું કરવું પૈસા તો હતા નહીં, ગેસ કેમ ભરવો, ઘેર કેમ પહોંચવું, હું બારી પર ગઇ, ત્યાં બેઠેલા ભાઇ દેશી હતા જોઇને મનમા હાશ અનુભવી ને રિકવેસ્ટ કરી, ભાઇ મને બે ગેલન ગેસ ભરવા દે હું આવતી કાલે પૈસા આપી દઇશ, ભાઇએ તો ચોખ્ખી ના પાડી હું શેઠ નથી નોકર છું, મારાથી ઉધાર ગેસ ના દેવાય, ત્યાં એક આધેડ ઉંમરના બેન બારી પર આવ્યા, મારી વાત સાંભળી તુરત જ પાચ ડૉલરની નોટ નોકરને આપી, ગિવ હર ગેસ, મારા તરફ ફરી બોલ્યા ગેટ ગેસ એન્ડ ગો હોમ. થેંક્સ તમારું નામ અને એડ્રેસ આપો જેથી હું આપને ચેક મેલ કરી શકું. હું આપીશ પહેલા તું ગેસ ભર, હું ગેસ ભરતી હતી ને બેન તો ગાડી સ્ટાર્ટ કરી જતા રહ્યા, હું વિચારતી રહી આ કયા સંબંધે આ બહેને મને મદદ કરી!!

નાનપણમાં દાદીમાએ કહેલી એક વાર્તા યાદ આવે છે, સાત વર્ષનો વિનુ તેની મા સાથે રહે. મા આખો દિવસ કામ કરે, મા દીકરો એકલા હતા, તેના બાપુ ગુજરી ગયેલા વિનુની નિશાળ ખૂબ દૂર નાના એવા જંગલમાં થઇને જવાનું તેના બાપુ હતા ત્યારે તો બાપુ કામે એ રસ્તે જતા એટલે વિનુને રોજ નિશાળે મુકે પછી પોતે કામે જાય.વિનુને એકલા એ રસ્તે જતા બીક લાગતી.રોજ માને કહે મા મારે નિશાળે નથી જવું મને બીક લાગે છે, રોજ મા સમજાવે બેટા તું એકલો નથી તારી સાથે કિશન છે, હું તેને રોજ તારી સાથે મોકલું છું એ તારું રક્ષણ કરશે, પણ મા મને દેખાતો નથી,બેટા તું નિશાળે પહોંચે ત્યાં સુધી તારે કિશન કિશન બોલ્યા કરવાનું એ તારી પાછળ પાછળ ચાલશે,પણ મા જંગલમાં વરુ અને દીપડા રહે છે એવું અમારા માસ્તર કેહતા’તા, બેટા તું મારામાં વિશ્વાસ રાખ,ને કિશનમાં વિશ્વાસ રાખ તારો કોઇ વાળ વાંકો નહી કરી શકે, વિનુનો ડર થોડો ઓછો થવા લાગ્યો.રોજ શ્રધ્ધાથી કિશન, કિશન મોટે મોટેથી તો કોઇ વાર ધીરે ધીરે બોલતો બોલતો નિશાળે પહોંચી જાય. એક દિવસ વિનુને નિશાળેથી ઘેર આવતા દીપડાની ત્રાડ સંભળાય વિનુએ તો ગભરાયા વગર મોટૅથી બુમ મારી દીપડા મારો કિશન મારી હારે છે, તેને ભગાડશે, કિશનભાઇ દીપડાને દંડા મારી ભગાડ અને ડુંગરા પાછળથી ખભે જાડો દંડો માથે મોર પીછ પીળું પિતામ્બર અને રૂપેરી ખેસ ધારણ કરેલ કિશન દેખાયો, વિનુને દર્શન આપી અદ્ર્ષ્ય.અને દીપડાની ત્રાડ બંધ.દૃઢ વિશ્વાસે વિનુ.હેમ ખેમ ઘેર પહોંચી માને ભેટ્યો મા મા આજે મારા ભયલા કિશને દંડા મારી દીપડાને ભગાડ્યો માના નેત્રોમાંથી પ્રેમધારા વરસી રહી, વિનુ અને કિશનનો કયો સંબંધ? શ્રધ્ધા અને વિશ્વાસ.

દુન્યવી સંબંધ ઠગશે, દુભવશે, તુટશે

નાતો જોડ્યો શ્રધ્ધા, વિશ્વાસે અવિનાશી સંગ

ના તુટે, છુટે, હાથ જાલી ઉગારે દોરે સતસંગે.

 

 

કયા સંબંધે -(૯) રેખા પટેલ “વિનોદિની”

“શોભાબેન તમારો અમેરિકાથી પત્ર છે “કહેતા ટપાલી કાકાએ ઝાપેથી બુમ પાડી .

“હા કાકા આવી “કહેતા શોભા બહાર આવી ,હવે તે પહેલા જેટલી પત્ર લેવાની ના તો દોડાદોડી કરતી હતી ,ના તો મનને કોઈ તાલાવેલી હતી. છતાં આવેલા પત્રને વાચવાની ઈચ્છા તો પ્રગટી જ જતી કારણ પત્ર લખનાર આખરે તેના બે બાળકોનો પિતા હતો અને તેનો કહેવાતો પતિ હતો.

સુબોધને અમેરિકા ગયાને આજ કાલ કરતા પંદર વર્ષ પુરા થયા . ઈલીગલ ગયેલા સુબોઘને ભારત પાછા આવવામાં ડર હતો કે એક વાર વતન આવી જઈશ તો ફરી અમેરિકા પાછું નહિ જવાય ,અમેરિકાના ડોલર સામે પત્ની અને બાળકોનો પ્રેમ વામણો પુરવાર થયો ,  અને આ એક ડરના કારણે તે દસ વર્ષ અહી આવી નાં શક્યો અને છેવટે લીગલ થવા માટે અમેરિકા રહેતી  સુઝાન સાથે ટેમ્પરરી લગ્ન કરી લીધા. હવે સીટીઝન સીપ લઈને આવીશ કહેતા આજે પંદર વર્ષ થઇ ગયા હતા . હવે અમેરિકાથી આવનારા કેટલાક તો કહેતા હતા કે સુબોઘ સુઝાન સાથેજ રહે છે અને શોભાના આ બાબતે પૂછવા બદલ સુબોધે જણાવ્યું હતું કે તે તેની સાથે પેઈન્ગ ગેસ્ટ તરીકે રહે છે જેથી ઇમિગ્રેશનમાં બધું લીગલી બતાવી શકાય.

શોભા કઈ બહારના ગ્રહની વ્યક્તિ નહોતી ,એક પુરુષ માટે દસ  પંદર વર્ષથી પત્ની અને કુટુંબ થી દુર એકલા અમેરિકા જેવા દેશમાં રહેવાનો મતલબ સમજી શકતી હતી ., તે પુરુષની જરૂરીયાત જાણતી હતી ,છતાં તેની પાસે સુબોઘની વાતને સ્વીકાર્યા વિના ક્યા છૂટકો હતો.

પચ્ચીસ વર્ષની યુવાન પત્ની અને ચાર અને બે વર્ષના નાના બાળકોને તેમના ઉજવવળ ભવિષ્યના ઓઠા હેઠળ પાંચ વર્ષ માટે  એકલા મૂકી સુબોધ અમેરિકાના સોનેરી સ્વપ્ન લઇ ઉડી ગયો હતો .  સુબોઘના પ્લસ પોઇન્ટમાં એક વાત હતી કે તે નિયમિત ડોલર મોકલતો હતો , હા છેલ્લા ચાર વર્ષથી ખર્ચો વધુ છે અને મોઘવારી પણ વધી ગઈ છે નાં બહાના હેઠળ રકમના લગભગ અડઘો ઘટાડો થઇ ગયો હતો.

શોભા હવે ટેવાઈ ગઈ હતી અને વધારામાં એકલતા ભાગવા તે એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતી હોવાના લીઘે હવે સુબોધના ડોલર ઉપર બહુ આધારિત નહોતી આથી રકમ ઘટતા તેને કહી ઝાઝો ફેર નહોતો પડ્યો।  બસ બચત ઓછી થતી હતી।  પણ સામા છેડે હવે બાળકો સમજણા અને મોટા થઈ ગયા હોવાનો સંતોષ પણ તરવરતો હતો

શોભાનો મોટો માનસિક સહારો હતો  “મનન” .

મનન સાથે શોભાની મુલાકાત આજથી દસ વર્ષ પહેલા મોટી દીકરી રૂચાના પેરેન્ટસડે ઉપર થઈ હતી , મનનની દીકરી શિવાની પણ રૂચાની સાથેજ ભણતી હતી ,મનનની પત્નીના મૃત્યુને બે વર્ષ વીતી ગયા હતા , તેના મા પપ્પા ઘરે હતા આથી ઘરની કોઈ ચિંતા તેને નહોતી પણ દીકરીની મા અને બાપ બની શિવાનીને સાચવવામાં મનનને ઘણી તકલીફ પડતી હતી ,

એક સરખી મુશ્કેલી ઘરાવતી બે વ્યક્તિ બહુ ઝડપથી મિત્ર બની જતી હોય છે . બસ શોભા અને મનન આમ ક્યારેક મળી જતા ,  અને સુખદુઃખની વાતો કરી લેતા આમ કરતા મનના જાણી ગયો હતો કે શોભા બાળકોના સ્કુલ ગયા પછી બહુ એકલતા અનુભવે છે આથી તેણે સામે ચાલી શોભાને કોઈ પાર્ટ ટાઈમ નોકરી કરવાની સલાહ આપી ,  અને એક જગ્યા ખાલી થતા મનનની ઓફિસમાં તેનીજ ઓળખાણ થી શોભાને સારી નોકરી મળી ગઈ.

મનન શોભાના દરેક દુઃખમાં સાથ આપતો હતો, એક દિવસ શોભાનો નાનો દીકરો રવિ એક રીક્ષાની અડફેટમાં આવી ગયો ત્યારે મનન બે દિવસ ખડે પગે ઉભા રહી પોતાનું લોહી આપી રવિને મોતના મુખ માંથી બચાવ્યો હતો, બસ ત્યારથી શોભાને મનન માટે માન સાથે સાચી મિત્રતાની લાગણી બંધાઈ ગઈ હતી.

બંને એક સરખી એકલતા ભાંગવા અઠવાડિયામાં ચાર દિવસ ફોન ઉપર વાતો જરૂર કરી લેતા ,શોભા પણ શિવાનીને માની જેમ પ્રેમ કરી તેની ટીનેજર અને પછી આવતી યુવાનીની  અવસ્થા ને ઘ્યાનમાં રાખી રુચા સાથે બેસાડી સલાહ સૂચન આપતી તો સામા છેડે મનન ટીનેજ થયેલા રવિની જરૂરીયાત સમજીને તેને સાથ આપતો . આમ બે પરિવાર નનામી પ્રેમના બંધને જોડાઈને જીંદગીને સરળ બનાવી જીવતા હતા.

આ એક આવેલા પત્રથી જીવન જાણે શાંત પાણીમાં અચાનક જોરદાર ઘાથી આવી પડેલા પથરાને લીધે રચાતા વમળની માફક હલબલી ઉઠયું . પત્રમાં લખેલી ચાર લીટીમાં સુબોધ કાયમ માટે ભારત આવી રહ્યો છે ની વાત હતી , વાત તો જાણે ખુશ થવાની હતી ,શોભાને ખુશી સાથે કોઈ આશંકા જન્મી ગઈ ,આમ અચાનક આટલા વર્ષે હવે જ્યારે બાળકોને તેની જરૂર નથી અને એક રીતે પોતે પણ ટેવાઈ ગઈ છે ત્યારે સુબોધનું આમ પાછા આવવાને કોઈ કારણ ?

છેવટે એ દિવસ આવી ગયો ,એરપોર્ટ લેવા આવેલો શોભા સાથે રુચા અને રવિ કદી યાદ ના હોય તે પપ્પાને મળવા ઉત્સુક હતા, સુબોધને જોતા બંને એક મિનીટ અટકીને મમ્મી સામે જોયા પછી તેની મુક સંમતિ લીધા પછી વળગી પડયા ,બસ લોહી ને લોહીનો પુકાર હોય છે..  પણ શોભાનું શું ?

માત્ર પાંચ વર્ષના લગ્ન જીવનમાં મળેલા પ્રેમને પંદર સોળ વર્ષનો વસમો વનવાસ વેઠયા પછી લગભગ તે ભૂલવા આવી હતી કારણ તે માનતી હતી કે પ્રેમમાં પૈસો નહિ સાથ મહત્વનો હોય છે ,દરકાર મહત્વનો હોય છે .

સુબોધના આવવાને કારણે શોભાના જીવનમાં ઘણું બદલાઈ ગયું હતું ,અહી આવવાના કારણમાં શોભાના પૂછવા બદલ સુબોધે જણાવ્યું હતું કે બસ અમેરિકાથી મન ભરાઈ ગયું છે હવે અહી શાતિથી રહેવું છે , જોકે તે સાથે કોઈ ઝાઝી મૂડી લાવ્યો નહોતો કે આખી જીંદગી આરામ થી રહી  શકાય.  સાંભળવામાં આવ્યું હતુકે અમેરિકન પત્ની સુઝાને બધું પોતાને હસ્તક કરી લઇ સુબોધને ધક્કો માર્યો હતો અને હતાશ થયેલો તે હવે શાંતિ અને આરામની શોધમાં શોભાની પાસે પાછો આવ્યો હતો .

ચાર દિવસની રજા પછી શોભાએ ફરી નોકરી ઉપર જવાનું શરુ કર્યું ,જે સુબોધને પસંદ નહોતું છતાં પત્નીને કહેવાના ઘણા બધા હક તેણે જાતેજ ગુમાવ્યા હતા . થોડા દિવસો માં તેને સમજાઈ ગયું કે મનન ની ખાસ જગ્યા શોભાની અને બાળકોની જિંદગીમાં બની ચુકેલી છે , આટલા વર્ષો અમેરિકા જેવા વિકસિત અને સ્વતંત્રતા ઘરાવતા દેશમાં રહ્યા પછી પણ તેનામાં રહેલો ભારતીય પતિ વળ ખાઈ બેઠો થઈ ગયો હતો.

હવે મનન નું ઘરે આવવું પણ બંધ થઇ ગયું હતું. શોભાને આ વાતનું બહુ દુઃખ થતું હતું કે જે માણસે છેલ્લા દસ વર્ષમાં એક સ્વજનની જેમ પોતાની અને બાળકોની દેખભાળ કરી છે તેને આમ અચાનક છોડી દેવાનો તે માણસાઈ અને દોસ્તીના દાવે અયોગ્ય કહેવાય . છતાં સુબોધને ના ગમે તેવું તે કરવા માગતી નહોતી ,આથી તે મનન સાથે ફોનમાં વાત કરી લેતી , હવે તો હદ થઈ કે જ્યારે સુબોધે ,શોભાને મનન સાથે મળવાની  કે ફોન ઉપર વાત કરવાની મનાઈ ફરમાવી દીધી.

આજે સવાર સવારમાં ગુસ્સાને લઇ સુબોધ બોલી ઉઠયો ” શોભા  “ક્યા સબંધે ” તું મનનને તારા સુખ દુઃખની વાતો કરે છે, આટલા લાંબા ફોન કરે છે ? મારી મનાઈ હોવા છતાં તું તેને મળે છે ? બોલ શું સબંધ છે તારે અને એને?

આજ સુધી સમાજના દાયરાઓને ઘ્યાનમાં રાખી શોભા એકલે હાથે ઝઝૂમી હતી આથી તે શારીરિક અને માનસિક રીતે મજબુત બની ગઈ હતી , સુબોઘની વધુ પડતી જોહુકમી સહન નાં થતા તેણે પહેલી વાત તેના વિચારો સ્પષ્ટ રીતે પતિ સામે મુક્યા……

” જુવો સુબોઘ તમે મારા બાળકોના પિતા છો વાત સાચી પણ તેમને તમારી જરૂર હતી ત્યારે તમે ક્યા હતા?

તમે મારા પતિ છો વાત સાચી પણ ભર જુવાનીમાં હું જ્યારે એકલી હતી , દુનીયાની નજરો મને વીંધતી હતી ત્યારે તમે ક્યા હતા ?

માત્ર પતિ કે પિતાનું લેબલ લગાડી દેવાથી કે ચાર રૂપિયા આપી દેવાથી જવાબદારીઓ માંથી છટકી નથી જવાતું ,તે જવાબદારીઓ પૂરી કરવાથી સાચું સગપણ બતાવી સકાય છે .”

“ક્યા સબંધે ? ” આ એ સબંધ છે જેનું કોઈ નામ નથી.” ”  મનન ભલે સગપણની દ્રષ્ટીએ અમારા કઈજ નથી પરંતુ આજે તે અમારી જિંદગીનો અતુટ હિસ્સો બની ગયા છે ,માત્ર તમારા આવવાથી હું કઈ તેમને ઘક્કો મારી દુર કરવા નથી માગતી , હા તમે પણ અમારી જિંદગીનો એક મહત્વનો ભાગ છો એ વાત સાચી અને  જો આ વાત ને સમજી તમે પણ મનનને અપનાવશો તો તો તેમનાથી વધુ સારા મિત્ર તમને બીજા નહિ મળે “શોભા ઉશ્કેરાટમાં લાબું બોલી ગઈ .

ત્યાર બાદ શોભાએ મનનના તેમના જીવનમાં થયેલા પ્રવેશ થી લઇ આજ સુધીની દરેક વાતો કહી સંભળાવી , શોભાના મ્હોએ થયેલા નિખાલસ ખુલાસાને કારણે સુબોધના મનની કડવાહટ ઘોવાઈ ગઈ.

શોભાના ગયા પછી એકલો પડેલો સુબોધ વિચારે ચડ્યો. હા વાત તો સાચી જ છે ! જ્યારે શોભાને અને બાળકોને તેની જરૂર હતી ત્યારે તે બિન જવાબદાર બની ડોલર કમાવા પાછળ ઘેલો થયો હતો ,એકલા હાથે ઝઝુમતી પત્નીને જો મનને મીત્રતાના ભાવ સાથે સાથ આપ્યો હોય તો એક પતિ તરીકે ઉદારતા દર્શાવી મારે પણ તેમની લાગણીઓને સમજવી જોઈએ ,આ એક રીતે જોતા પોતાના કુટુંબને સાચવી મનને મને તેના અહેસાન હેઠળ રાખ્યો છે ,હવે મનનને મારો મિત્ર બનાવીશ તોજ હું  તેણે મારી ઉપર કરેલા આ અહેસાનને કઈક અંશે ઓછા કર્યાની લાગણી અનુભવી શકીસ .

તે રાત્રે સુબોધે સામે ચાલી મનન અને શિવાનીને જમવા માટે આમંત્રણ આપી દીઘું………..

રેખા વિનોદ પટેલ (વિનોદિની )

ડેલાવર (યુએસએ )

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કયા સંબંધે -(૧૦) નિહારિકાબેન વ્યાસ

માતાના ગર્ભાશયમાંથી  આત્માના સંબંધો શરુ થઇ જાય છે. આ દુનિયામાં શરીર ધારણ કરી અનેક સંબંધોથી તે જોડાય છે . જેના કારણે પૂર્વજન્મના અને આ જન્મના કર્મના હિસાબ પ્રમાણે સંબંધો જોડાય અને છુટી જાય છે. દરેક સજીવના શરીરમાં પરમાત્મા નો અંશ રહેલો છે. જેને  આત્મા આપણે કહીએ છીએ. આત્માની સાથે કર્મના હિસાબોનું આવરણ હોય છે. જેને પુણ્ય અને પાપ કહીએ છીએ. પરિણામે સુખ અને દુઃખ પ્રાપ્ત થાય છે

સંબંધ એટલે શું ? સંબંધ એટલે કર્મનો હિસાબ. વ્યક્તિ પોતાના કર્મના હિસાબ પ્રમાણે સંબંધોથી જોડાય છે . તે હિસાબ ચુકતે થતા સંબંધ પુરો થઇ જાય છે.  આપણે જન્મથી ઘડપણ સુધી અમુક સમયે અમુક વ્યક્તિ સાથે જોડાઈએ છીએ. કર્યા કર્મ અનુસાર છુટા પડીએ છીએ. આમ  જેવો હિસાબ હોય તે પ્રમાણે વ્યક્તિઓ તરફથી સુખ અને દુઃખનો અનુભવ થાય છે।

જીવનના બે અંતિમ છેડા વચ્ચે  સગા, વહાલા ,મિત્રો, પરિવાર, પતિ ,પત્ની ,માબાપ એવા અનેક સંબધો  પછી તે લોહીના કે મિત્રતાના, સ્નેહના કે વાત્સલ્યના ,નફરતના કે દુશ્મનીના ​આવા અનેક રૂપે જોવા મળે છે. માનવી સંબંધોને  અને સંબધોથી પ્રાપ્ત થતાં સુખ અને દુઃખ મેળવી તેને. કેળવે છે.  ક્યારેક તેમને વિકસાવે છે. ક્યારેક ખુદ પોતે વિકસે છે. મુળમાં કર્મનો હિસાબ જ ચુકવતા હોય છે. સમય મળ્યે વિચારજો અમુક સમયે, અમુક વ્યક્તિ, અમુક સ્થળે મારાજે જીવનમાં કેમ આવી ? નિશ્ચિત સમયે, સ્થળ અને એ વ્યક્તિ હોય જ છે.

આપણે બધા  કોઈ  કર્મો થકી ભેગા થઈએ છીએ. આત્માના કર્મનો હિસાબ પ્રેમ, ધ્રુણા, નફરત  વગેરે સંબંધોથી બંધાઈને છુટી જાય છે. પ્રેમતત્વ સંબંધો ને  જાળવી રાખે છે.  સાચો શુદ્ધ પ્રેમ આખા જગતનું સંચાલન કરી રહ્યું છે. તે તત્વનો છે. જેનાથી આખા જગતને સુખ અને પ્રેમનો અનુભવ થાય છે. દરેકનામાં પરમાત્માને જોઈ તેની તેની સાથે નિર્મળ પ્રેમ રાખીએ તો આખું જગત આપણને પ્રેમમય  લાગશે માટે જ કહ્યું છે કે …..

એવો દિ  દેખાડ વહાલા

એવો દિ  દેખાડ કે દેખું તારું રૂપ બધે

દરેક વ્યક્તિમાં તારા સંબધને અને તારા સ્વરૂપને નિહાળું જેથી તારા જેવી નિર્મળતા ,સહજતા અને સરળતા હું દરેક સંબંધમાં માણું. સંત કે ફકીર જેવી શુદ્ધતા હું દરેક સંબંધમાં નિહાળું. આ આવરણ વિનાના સંબંધો મને નિસ્વાર્થ બનાવે. હું કોઈપણ આવરણો વિના તારા જ સ્વરૂપને  સ્વીકારું.

“જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નહિ અન્ય સબંધમે

સુઃખ  અને દુઃખ  સમતા સાથે રહે

તો કુછ ખોફ નહિ જીવનમેં

શ્રી  કૃષ્ણ ગોપીઓનો પ્રેમ અમર છે.  પરમ આત્મા એટલે શ્રી કૃષ્ણ, ઈન્દ્રીઓ તે ગોપીઓં આપણી ઈન્દ્રીઓ પરમાત્મામાં જ સંબંધ કેળવી મગ્ન રહે તો અમર તત્વ પામી મોક્ષ ને પામે. આ જગત શુદ્ધ આત્માના સંબંધે ચાલી રહ્યું છે અને ચાલતું રહેશે. દરેકમાં પરમ તત્વને ઓળખી આનંદથી આ સંબધો માણીએ તો ……

નિહારિકાબેન  વ્યાસ**

 

 

 

 

 

 

 

 

 

 

કયા સંબંધે (૧૧) રોહિત કાપડીયા

ખુશીએ મા, બાપ અને સ્વજનોને ભેટી લગ્નમંડપ માંથી વિદાય લીધી. ગાડીમાં બેસતાં જ શૈશવની બધી જ યાદો એને ઘેરી વળી. પાડોશમાં રહેતો સ્મિત એનાથી બે વર્ષ મોટો હતો પણ આખું બાળપણ એની સાથે રમતાં, લડતાં, રીસાતા, મનાતાં વિતાવ્યું હતું . મોટા થયાં પછી પણ એક જ શાળા અને કોલેજના કારણે એમનો સાથ અતૂટ રહ્યો .

એ દરેક વાતમાં સ્મિતની સલાહ અચૂક લેતી. તે દિવસે પણ તેણે કેટલા નિખાલસ ભાવે સ્મિતને કહ્યું હતું “સ્મિત આજે મને જોવા માટે એક છોકરો આવવાનો છે. ભણેલો, સુખી અને સંસ્કારી છે . હું તો તેની સાથે વાત કરીશ પણ આખરી નિર્ણય એક મિત્ર અને મોટાભાઈ તરીકે તારી સાથે વાત કરાવ્યા પછી જ લઈશ”

આ સાંભળતા જ સ્મિત હેબતાઈ ગયો હતો . માંડ માંડ પોતાની જાતને સંભાળતા સ્મિતે કહ્યું હતું, “ખુશી પરણવાનું તારે છે. આમાં હું શું કહી શકું ? બાકી મારી મરજી તો તને ______” અને એ વાક્ય અધૂરું રાખી જતો રહ્યો . એ પછી તો એના લગ્ન નક્કી થયા અને આખા બે મહિના પસાર થઇ ગયાં તો પણ એની સાથે મુલાકાત ન થઇ, કારણકે  એ તો મુંબઈ જતો રહ્યો હતો .

ખુશી સ્મિતની નારાજગીનું કારણ સમજી તો ગઈ પણ જેના માટે પૂજ્ય ભાવ હોય , જેના માટે નિસ્વાર્થ સ્નેહ હોય તેને—-. સ્મિતની યાદથી ખુશીની આંખો આંસુથી ભરાઈ ગઈ. કયા સંબંધે એ આંસુ સર્યા એ કદાચ પ્રશ્નાર્થ રહે, પણ એ રંગહીન આંસુઓમાં સંબંધોનું એક પ્રકરણ ભુંસાઈ ગયું એ હકીકત હતી . રોહિત કાપડિયા

 

 

 

 

 

 

 

 

 

 

કયા સંબંધે-(૧૨)-ચારુશીલાબેન વ્યાસ

આ દુનિયા અનેક સબધોથી  એક બીજા સાથે વણાયેલી છે. જન્મથી ,પોતાના વર્તનથી અને ગયા જન્મના અધૂરા સબંધો ને પૂરા  કરવા આપણે એકબીજાને મળીએ છીએ આપણને આશ્ચર્ય થાય કે, ‘આ વ્યક્તિ સાથે કઈ લેણદેણ હશે? કે એ મને આ રીતે મદદ કરે?’પારકા દેશમાં કોઈ આપણો હિતેછું મળી જાય એને ગયા જન્મનો સબંધ કહી શકાય? નવા નવા અમે અમેરકા આવ્યા હતાં. 2001ની આ વાત છે મારા પતિને તરતજ નોકરી મળી ગઈ હતી. એ તો ઓફિસે જતા રહે હું એકલી ઘરમાં કંટાળી જતી. ખૂબ એકલતા લાગે એક દિવસ વિચાર આવ્યો, કે’ ચાલ બસમાં બેસીને બહાર જાઉં ‘તૈયાર થઇ બસસ્ટોપ પંર પહોચી મનમાં ગભરાટ હતો પણ સાહસ કરવાની ટેવ એટલે મન મજબૂત બનાવ્યું.

બસ આવી ચડી ગઈ બસમાં ભીડ હતી  હું એક બાજુ ઉભી રહી કંડકટર ની રાહ જોવા લાગી ત્યાતો ડ્રાઈવરે તેની પાસેના બોક્સમાં પૈસા નાખવાનું કહ્યું મારી પાસે 5 ડોલર હતા. તેણે કહ્યું ‘યુ હેવ ટુ પુટ 1$ઓન્લી ” ‘મેં કહ્યું ‘આઈ ડોન્ટ હેવ ચેન્જ ‘ડ્રાઈવરે મને બહુ સારી રીતે નીચે ઉતરી જવા કહ્યું મને  કઈ સમજ ન પડી હું  ગભરાઈ મને સમજ નોતી પડતી કે શું કરું બસ તો ચાલતી હતી બીજા બસસ્ટોપ પર મને ઉતરી જવા કહ્યું ત્યાં તો એક લેડી ઉભી થઇ અને મારા વતી 1$ પેટીમાં  નાખ્યો મને કહ્યું “યુ કેન સીટ ડાઉન એન્ડ  ડુ નોટ વરી”  અબાઉટ મની। મેં તેનો ઉપકાર માન્યો. એવી જ રીતે મને મદદ  કરનારા અહી મને ઘણા લોકો મળ્યા પછી ચાઈલ્ડ ડેવલપમેન્ટનું ભણવા ગઈ કોલેજમાં જતી વખતે બસમાં જતી આવતી વખતે મને આપણી બે ગુજરાતી છોકરીઓ રાઈડ આપતી તે પણ મને ઋણાનુબધ જ લાગે છે. એક દિવસ રીતા અને મીના ન આવ્યાં હું તો પહોચી ગઈ હતી ક્લાસ શરુ થઇ ગયા તેઓ દેખાયા નહી, રાતે 930 ક્લાસ પુરા થયા બહાર જઈને ઉભી રહી રાતે 9 વાગ્યા પછી બસ નહોતી!

‘હવે શું કરીશ? કેવી રીતે ઘરે જઈશ?’મારા પતી હજી ગાડી શીખતા હતા સેલફોન હતો નહિ દ્વિધા માં હતી ત્યાં એક બ્લેક છોકરી આવી ડુ યુ નીડ હેલ્પ ?’ મેં મારો પ્રોબ્લેમ કહ્યો તેણે કહ્યું ‘ડોન્ટ વરી આઈ વિલ ડ્રોપ   યુ ‘ પહેલા  મને ડર લાગ્યો આનો વિશ્વાસ કરું કે ન કરું ? પણ ઘરે પહોચવું  એ પણ જરૂરી  હતું. ભગવાનનું નામ લઈને , હસતા મો એ તેની ગાડીમાં બેસી ગઈ રસ્તામાં ઘણી વાતો કરી.ઘણાં વખતથી મને ઓળખતી હોય એમ મને  મજા આવી પછી તો એ મારી મિત્ર બની ગઈ. ત્યાર બદ રોજ મને પૂછે ‘ડુ યુ નીડ હેલ્પ ?’ આ તે કયા જનમ નો સબંધ હશે? કે કોઈ કાર્મિક એકાંઉટ ?

 

અનોખા સંબંધ- આરતી પરીખ

 

વાહ કેવી સરસ વાત!

“ન નડે અપેક્ષા.. ન થાય ઉપેક્ષા.”.આવા સંબંધો હોય એટલે જ તે અનોખા હોય. બાકી સંબંધ એટલે જ બંધન..અને તે બંધન વિનાનું સહજીવન એટલે અનોખો સંબંધ.-વિજય શાહ

કયા સંબંધે-(૧૩)રશ્મિબેન જાગીરદાર

 

કયા સંબંધે સુરજદાદા બળતા તપતા દિવસ રાત ઉગાડે ?

કયા સંબંધે ધરતી માતા હરપલ હરદમ સૌ નો ભાર વહાવે?

કયા સંબધે મેઘરાજા ઝરમર વરસી જળ-જીવન છલકાવે ? કયા સંબંધે તરુવર થાક્યા જન ને છાયા- આશ્રય અર્પે ? કયા સંબંધે માવતર પળ -પળ નિજ સંતાનો ને સંભાળે ? કયા સંબંધે એ જ સંતાનો નિર્દયતા થી વૃદ્ધાશ્રમમાં દોરે ? આપણે સાંજ ના સમયે ચાલતા ક્યાંક નીકળ્યા હોઈએ ને રસ્તા માં કોઈ નું બાળક પણ પા પા પગલી પડતું પોતાની માં સાથે ચાલતું હોય ,ત્યારે અનાયાસે જ આપણી નજર એ મીઠડા બાળક પર અચૂક પડવાની ! અને ત્યારે આપણી સાથે નજર મળતાં જ એ ફરિસ્તા જેવું બાળક એવું તો વ્હાલું વ્હાલું હસી પડશે કે આપણે ઘરે થી ગમે તેવી તાણ સાથે કે થાક અને કંટાળા સાથે નીકળ્યા હોઈશું તો પણ દિલ થી હસી પડવાના !!! —————————–

કયા સંબંધે? આપણું ટેન્સન તો ક્યાંય ગાયબ થઇ જશે ને તમે નહિ માનો આપણે મીઠું મલકતાં મલકતાં આપણા રસ્તે આગળ વધવાના પુરા ખૂશી ભાર્યા મુડ સાથે !!! તો વળી ક્યારેક આપણે કોઈ બગીચા માં બેઠા હોઈએ — સામે ને આસપાસ વ્રુક્ષો તો હોય પણ પવન નું નામ માત્ર ય ના હોય —–એવામાં જો આપણે કોઈ ઝાડની એકાદ ડાળી સામે સહેજ જ વાર જોઈશું –જોઈ રહીશું તો એ ડાળી –માત્ર એ જ ડાળી ઝૂલવા લાગશે ! જરાય પવન વગર! ખાતરી કરવી હોય થોડી વાર પછી બીજી કોઈ ડાળી પર જોઈ રહો થોડી જ વારમાં આપના આશ્ચર્ય વચ્ચે એ ડાળી પણ ઝૂલવા લાગશે , ને તમે પૂછશો —————કયા સંબંધે ?

તો હા કોઈ સંબંધ તો છે જ !!! પહેલા કિસ્સા માં તો બે માનવી ની વાત એટલે એ તો જાણે માણસાઈ ના સંબંધે !! પણ બીજા કિસ્સા મા તો એક વ્રુક્ષ અને એક માનવી વચ્ચે ની અબોલ વાતો ! અદભૂત વાતો ! થઇ —— કયા સંબંધે ? આ બંને ઘટના ઓ ની હું સાક્ષી છું હું ખુદ અનુભવી છું અને એટલે જ વાંચનાર સૌ ને હું વિશ્વાસ પૂર્વક મારી વાત કહી રહી છું !!! કયા સંબંધે ?-

 

 

 

 

 

 

 

 

કયા સંબંધે-(૧૪)-પ્રજ્ઞા દાદભાવાળા

 

સંબંધો મેઘધનુષ છે તો સપના દેખાડે છે કેમ ?

રાખવા જેવું કાંઈ નથી તો અહેસાસ જગાડે છે કેમ ?

ચારે કોર સંબંધ પડ્યા છે સ્વાર્થ ધરીને કેમ ?

પાંખડી સમજી સ્પર્શું ત્યાં કાંટા વગાડે છે કેમ?

આમ જુઓ તો બધું જ સંબંધ, છતાં બધું ખાલી કેમ ?

તો સંબંધ નો પરપોટો પુર બની ડુબાડે છે કેમ

સંબંધની ભરેલ મહેફિલમાં એકલા અટુલા કેમ ?

ત્યારે તાપણું જ આગ બની દજાડે છે કેમ

સંબંધો બાંધે છે માનવીને છતાં તૂટે છે કેમ ?

અને ટકી જતા સંબંધો માનવીને ઉજાડે છે કેમ?

હતી આ રેશમની સુવાળી દોરી તો આવું કેમ ?

અપેક્ષા ઓ ના ગુંચવાડો મને ગુચવાડે છે કેમ ?

તેમ છતાં જીવી લઉં છું દરેક સંબંધે તોં આવું કેમ ?

આમ હૂફ આપતો હાથ જ મને દજાડે છે કેમ

સંબંધો છે શ્વાસ,તો મડદા બની ગંધાય છે કેમ ?

શ્વસું છે ત્યાં ભીસ બની મોત દેખાડે છે કેમ ?

હા બધા પ્રશ્નો આપણને  ઘેરી વળે જયારે આપણે  ભીડમાં પણ એકલતા અનુભવીએ છીએ ત્યારે।.ઘણીવાર આપણે પહેલીવાર જ મળીએ અને મળતાજ કોણ જાણે કેમ એક નાનકડું સ્મિત આપણને કિરણ દેખાડે છે ,આ હાંફતી જીંદગીમાં બહુ ઓછી વસ્તુ  એવી હોય છે જેમાં જેનામાં હંમેશાં – હરહાલમાં મજા પડે!  માનવી ભલે વિકાસ કરતો હોય પણ આપણે સહુ માનવીની સંવેદનાને સૌથી ઉપર અને સૌથી આગળ મુકીએ છીએ.સંવેદના વગર એમની આગળ-પાછળ દૂર-દૂર સુધી કોઈ નથી. કોઈ જ નહીં. કારણ માનવીની સંવેદના જ માનવીને  તાઝી કરારી રાખે  છે! એ ખૂલ્લી, બિનધાસ્ત અને પ્રેમાળ દુનિયાદારી અને વ્યવહારોની નાકામ પળોજણ જોજનો દૂર રહે છે હા જેને સાચવવી પડતી નથી તેની વાત કરું છું. અને સાચું કહું તે જ સચવાય છે પકડી ન શકાય એવો સુગંધ જેવો અનુભવાય હોય છે.તો ફરી એજ સવાલ આવું કેમ ? આ મેઘધનુષ શું છે ? આ રંગો માણીએ એ પહેલા ઝાંખા કેમ પડે છે ?અને પછી અદશ્ય સંજોગો બદલાય છે અને અભિગમ એજ ,એજ અહેસાસ ,એજ લાગણી ,એજ ઝાકળનાં બિંદુની ભીનાશ માનવી શોધે છે ?માણસ કબ્રસ્થાન નથી માટે બધું દફનાવી શકતો નથી,મુરજાઈ જઈએ છીએ. જાણીએ છીએ કે ત્યાં કાંટા પણ વાગી શકે છે.છતાં ગુલાબનું ફૂલ કોઈ આપે તો આપણો હાથ અનાયસે એ લેવા આકર્ષાય જઈએ છીએ .

સાચું કહું સરળતા અને સહજતા કોને ન ગમે? સહુને ગમે છે પણ અચાનક પાંખડીને સ્પર્શતા સ્વાર્થના કાંટા વાગે ત્યારે આપણો હાથ આપો આપ પાછો ખેચાય છે. જિંદગીના અલગ અલગ રંગો, મિજાજ અને તબક્કાઓ જાણે સંવેદના, વિશ્વાસ, વ્યાખ્યાઓ બધું જ સમય મુજબ બદલાતા રહે છે આપણે સહુ જાણીએ છીએ કે ગુલાબ કાયમ તાજા કે હંમેશાં ક્યાં ટકતા હોય છે.?  હા કોઈ ક્યારેક જીવનમાં પરિસ્થિતિ મુજબ નજીકમાંથી દૂર થઇ જાય છે તો કોઈ દૂરથી નજીક કેમ આવી જાય છે ?. અચાનક ફોન ઉપાડતા અજાણ્યા બાળકનો અવાજ તમને દાદાજી બનાવી દે છે અને ફરી રોજ આવો રોંગ નંબર લાગે અને  ફરી આવે તેવી તમે રાહ જોવો છો. કેમ ?રાહ કેમ જોવી એ માનવીએ માનવી પાસેથી શીખવા જેવું છે. કોઈ માટે  આપણે કલાકોના કલાકો ઊભા રહ્યા છીએ ને ?અને કોઈને આપણે પણ ઊભા રાખ્યા છે.ક્યારેક એવું બને કે ઘરે જ કંટાળો આવે, ઘર ખાવા દોડે, લોકો ન ગમે-કોઈ ન ગમે ત્યારે કોઈક જરૂર યાદ આવે છે અને એની બાજુમાં ફક્ત અને ફક્ત વિચારોથી બેસીએ એટલે તરોતાજા થઈ જઈએ. વૃદ્ધ માબાપ ખાલી માળામાં ખોટી આશા થકી જીવે છે ને ?આ બધું શું છે ? અને છે તો આવું કેમ ? પાડોશી આપણે કશું જ ન કહીએ અને બધું જ સમજી જાય આપણે અમેરિકાથી પોહ્ચીએ એ પહેલા અંતિમવિધિ અને અંતિમ સંસ્કાર એજ સગા દીકરાની જેમ કરે છે શું અધિકારથી ?ક્યારેક આપણું મૌન જ શબ્દો બની જતા હોય છે.ઘણી વાર મુસાફરીમાં કોઈ વ્યક્તિ પાસે વાતો કરવા વિષયો શોધવા નથી પડતા  કેમ ?એ કોણ છે ?  બધું સ્ક્રીન ઉપર ફાસ્ટ ફોરવર્ડમાં દેખાય છે.અને આપણે એ તરફ અજાણતા જ નજીક આવીએ છીએ.અને એક ખાલીપો પુરાય છે,ગમે છે આપણને,… કેમ ?આ શું છે ?.. મોટા થતા‘સમજણ’ આવતી જાય છે  અને સમજણ અનાયસે આપણી દુશ્મન બને છે કોઈ દૂર-પાસ હોવા છતાં દૂર થતા જાય છે.ટ્રેનના મુસાફીરની જેમ સ્ટેશન આવતા સ્વજનો ઉતરી જાય છે અને ક્યારેક કહીએ છીએ એમણે વ્યવહારમાં કદાપિ ફરક નથી પડ્યો. એમણે તો મારા માટે હંમેશાં એકસરખો જ સ્નેહભાવ રાખ્યો છે. આવા વહેમમાં ક્યારેક જીવવું ગમે છે. કેમ ? એવું શું છે  જે વહેમમાં પણ આપણને જોડી રાખે છે ?પતિ અને પત્ની ક્યારેક એકબીજાના પ્રેમ ને ન ઓળખતા છુટા તો પડે છે પણ એવો અહમ રાખે છે અને કહે છે આજ યોગ્ય હતું પણ અંદરથી વિખરાય જાય છે કેમ ?શેને લીધે? છુટા પડ્યા પછી જોડાયેલા કેમ રહીએ છીએ ?ક્યરેક ઓફીસના બોસ હોવા છતાં અચાનક આપણી જ ઓફિસમાં કામ કરતા પ્યુનનું  મૃત્યુ થતા તેની દીકરીના બાપ બની કન્યાદાન કેમ દઈએ છીએ ક્યાં અધિકાર સાથે માથે હાથ ફેરવી વળાવીએ છીએ ?કેમ ? તો વળી ક્યારેક આપણે મીરાં તો ક્યારેક નરસિંહ બનીએ છીએ કારણ જગતમાં કોઈ કોઈનું નથી માટે ? કોઈ કોઈનું નથી એનો શો અર્થ ?શું હતું અને શું નથી ? કોઈક તો કહો ? કે એ વાત મને સમજાઈ ગઈ છે ?માટે હું નરસિંહ છું ? કે માત્ર સમજણ છે ?હું સુદામા બની તંદુળ  કૃષ્ણને આપું છું ..કેમ ? કૃષ્ણ કોણ છે ? શું માત્ર મિત્ર ? તો યશોદા બની માં ની જેમ વાત્સલ્ય ઢોળું છું. કેમ? શેને લીધે ?  ક્યારેક  ગુરુ બની એકલવ્ય પર અધિકાર સાથે અંગુઠો માંગીએ છીએ ને ? ક્યાં અધિકારે ? કારણ એક્લવ્યનું  માટીનું પુતળું એજ હું ગુરુ દ્રોણ છું માટે ?એક આનાથ અબળા બાળકીના માબાપ બનીએ છીએ જાણે કૃષ્ણ બની દ્રોપદીના ચીર ન પૂરતા હોય અને ભગવાન બની જઈએ છીએ, આપણે આ બધા અનેક પત્રોમાં જીવીએ છીએ શેને લીધે ? ક્યા વિશ્વાસથી?  ક્યારેક અધિકાર સાથે? શું છે જે આપણને સહુને જોડે છે ?તો ક્યારેક એકલા ન પડીએ માટે આ બધું કરીએ છે ? બધું રેશમના મુલાયમ દોરાથી ગુંથાય છે આપણે લાગણીમાં ભીજાઈ જઈએ છીએ,સ્પર્શની મુલાયમતા આપણને સૌને ગમે છે ?કારણ કોઈક સહવાસમાં આપણું  વ્યક્તિત્વ પણ મ્હોરી ઊઠે છે,આ શું છે એવું આપણે વિચારતા નથી, એ શાસ્વત છે કે નહિ એ જાણવાની કોશિશ પણ નથી કરતા, માત્ર માણીએ છે ? આ અહેસાસ, આ અધિકાર, આ વિશ્વાસ બધું છે, આ શું છે ? અને આવું કેમ ? છે અને  કહો છો નથી? તોડવું જોડવું બધુજ માનવીની રમત છે. અચાનક બધું ગુચવાય જાય છે. એજ રેશમની દોરી ગુંચો બની જાય છે ત્યારે હૂફ આપતો હાથ દજાડવા માંડે છે, સંવેદના નો પરપોટો જાણે ફૂટી જાય છે અને લાગણીના પૂરમાં હું આપણે સહુ તાણવા માંડીએ છીએ,અને પછી ટકી રહેલું બધું જ કોહવાય છે.જીવતો માનવી મડદા ની જેમ ગંધાવા માંડે છે  આપણે શ્વાસ તો લઈએ છીએ પરંતુ કોણ જાણે કેમ ભીસ અનુંભવ્યે છીએ  ફરી પ્રશ્ન ઉઠે છે આવું કેમ ?

પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કયા સંબંધે ! (૧૫) રાજુલ કૌશિક

“હું મારા ચારે છોકરાઓની જ કાંધે ચઢીને જઈશ. અને મને અગ્નિદાહ તો મારો આશિર જ આપશે.”

હવે આવું કોઇ સાંભળે તો એમાં નવુ શું લાગે? કોઇ પણ મા-બાપ હોય તો અંતિમ સફરે જવાની ઇચ્છા તો પોતાના છોકરાની કાંધે ચઢીને જ જવાની હોય ને? પણ ના! આ એક એવી વ્યક્તિની વાત છે જે આ ચારે છોકરાની નથી મા કે નથી બાપ. નથી કોઇ લોહીનો સંબંધ કે નથી સગપણનો સંબંધ.

તો પછી આવી ઇચ્છા ? કયા સંબંધે !

 

વાત જરા માંડીને કરીએ તો આજથી લગભગ ૬ દાયકા વળોટીને ભૂતકાળની સફરે જવું પડે.

નાની અમસ્તી દિકરીને મુકીને દવાખાને જવું એ જ વાત ડૉ. અનિતાને ભારે વિમાસણમાં મુકી દેતી હતી. પણ કોઇ રસ્તો તો શોધવો જ પડે એમ હતો. દવાખાનું કેટલા દિવસ બંધ રાખી શકાય? અને એક રસ્તો મળી ગયો. ઋજુતાને સાચવે એવા એક માયાળુ બેન મળી ગયા. શારદાબેન એમનું નામ. પરિવારમાં આગળ પાછળ કોઇ બંધન નહોતું . હતા તો ફક્ત એમના પતિ કાંતિલાલ, પણ એ ક્યારે કેમ અને ક્યાં જતા રહ્યા હતા એની માહિતી શારદાબેન તો શું કાંતિલાલના ભાઇ-બહેન કે એમના ધંધાના ભાગીદારને પણ નહોતી. શારદાબેનને કોઇના ઓશિયાળા બનીને રહેવું નહોતું નહીંતર એમનો ય હર્યો ભર્યો સંયુક્ત પરિવાર હતો. દિયર-જેઠ અને એમના ય બાળકો મળીને સૌ શારદાબેનને અત્યંત માન આપતા અને પ્રેમ પણ એટલો જ કરતા પરંતુ જેમના નામનો ચુડો પહેરીને આવ્યા હતા એ નામધારી વ્યક્તિ જ જો ન હોય તો એમના પરિવારને આધારે શું કામ રહેવું?

 

એટલે પોતાની રીતે સ્વતંત્ર થવાનો માર્ગ શોધી લીધો. અને ડૉ. અનિતાબેનના ઘેર ઋજુતા માટે રહી ગયા. અને એ માત્ર ઋજુતા જ નહીં ડૉ. અનિતા અને અજયભાઇના પણ વડીલ બની ગયા. જે  કાળજી અને મમતાથી એમણે ઋજુતાને જ નહીં પણ ઘરને પણ સંભાળી લીધુ હતું એનાથી ડૉ. અનિતાને હવે  ઋજુતા કે ઘરની કોઇ ચિંતા રહી નહોતી. ઋજુતા જ નહીં પણ એ ડૉ. અનિતાના ય મા બની ગયા કારણકે ડૉ. અનિતાએ એની અગિયાર જ વર્ષની ઉંમરથી મા ગુમાવી હતી.

 

જેટલી મમતાભરી કાળજી શારદાબા લેતા એટલો રૂઆબ પણ જમાવતા. અનિતાને એ ય મંજૂર હતું કારણકે એમાં ય કોઇ અપેક્ષા વગરનું વ્હાલ જ હતું. ઋજુતાને મોટી કરતા તો નવ નેજા પાણી ઉતર્યા કારણકે અવાર-નવાર એને માંદગી નડી જતી અને માંદગી ય એવી કે સૌના શ્વાસ અધ્ધર થઈ જતા. ક્યારેક તો એ ભગવાનના ઘરનું બારણું ખખડાવીને પાછી આવી હોય એવી ક્ષણો પસાર થઈ જતી. અનિતા અને અજયની સાથે શારદાબા પણ રાતોની રાતો જાગતા. ડૉકટરની દવા સાથે શારદાબાની દુવા કામ લાગતી. ઋજુતા આંખો નહીં ખોલે ત્યાં સુધી પાણીનું ટીપું પણ મ્હોં માં નહી મુકુ એવી આકરી બાધા ય શારદાબા લઈ લેતા. આવા તો કેટલાય પ્રસંગો બન્યા કે જ્યાં શારદાબાની પ્રેમહઠ જીતી જતી.

 

ખેર ઋજુતા મોટી થઈ .એ પછી નમિતા ,અનિકા અને છેલ્લે આશિર.

 

શારદાબા એ સૌને સાચવી લીધા. પણ આશિર પર તો એમનું અદકેરુ વ્હાલ. એક બાજુ આશિર અને બીજી બાજુ આખી દુનિયા હોય તો આશિર તરફનું એમનું પલ્લુ નીચે ઢળેલું હોય જ. શારદાબા આશિરની વાત આવે ત્યાં શારદા મટીને યશોદા બની જતા. જે નિર્વ્યાજ પ્રેમથી યશોદાએ કૃષ્ણના લાલન-પાલન કર્યા એવા અદ્કેરા પ્રેમથી આ યશોદા એ એમના કૃષ્ણના લાલન-પાલન કર્યા. કાનુડાના તોફાનોથી વાજ આવી કયારેક યશોદાએ એમને પાશથી બાંધી – ખાંડણીયા સાથે બાંધી દીધાનું સાંભળ્યુ છે પણ યશોદાને મન તો એનો કાનુડો અને તોફાન ? ? અને ભુલ ? કરે જ નહી ને !  વિતેલા વર્ષોમાં લગ્નની ઊંમરે પહાચેલી ત્રણેય દિકરીઓને એક પછી એક વળાવી. દિકરીઓ વળાવતા પરિવારમાં ખાલીપો સર્જાવાના બદલે આ પરિવાર કંઇક વધુ વિસ્તર્યો  વધુ બહોળો બન્યો. દિકરીઓ ને વળાવીને દિકરાઓ એ પરિવારમાં ઊમેરાયા.

 

બહારથી આવનાર વ્યકિત કયારેય સમજી ના શકી કે આ કોના બા છે ?  ચારે ભાઇ-બહેનોના ? અનિતાના ? અજયના  ? પણ અનિતા અજય માટે તો આ બધુ ગૌણ હતુ. મહત્વનો હતો શારદાબાના સ્નેહના તાંતણે બંધાયેલો એમનો પરિવાર.

 

શારદાબાના આ નિર્વ્યાજ પ્રેમની સામે કયારેય જો કોઇ અપેક્ષા હોય તે એક જ માત્ર.  એને પોતાની અંતિમયાત્રા એના ચારે છોકરાઓને એટલે કે ઋજુતા , નમિતા, અનિકા અને આશિરના ખભે ચઢીને કરવી હતી. દિકરી અગ્નિદાહ આપે તે તો હવેની વાત થઇ પણ આજથી પચીસ વર્ષ પહેલા દિકરીઓના ખાંધે ચઢવાની વાત તો શારદાબા  જ કરે. એવું નહોતું કે એમને પોતાના સગા-વ્હાલા નહોતા પોતાના સગા તો હતા પણ વ્હાલા તો આ ચારે ભાઇ-બહેન.  – સગાઓ એ એમની એ ઇચ્છા પણ સ્વીકારી લીધી. ગંગાજળ કે અંતિમ સંસ્કાર તો આશિર જન્મ્યો ત્યારથી જ શારદાબા એ એના માટે નિશ્ચિત કરી દીધા હતા. અને દોણી પકડવા હવે તો ઋજુતાનો દિકરો તો હતો જ.- પાંચ વર્ષની ઉંમરે દોણી કોને કહેવાય એની એને ખબર નહી પણ બા ને વિદાય આપવા માટે દિવો લઈને રસ્તો બતાવવો પડે એવું કંઇક એણે માની લીધુ.

 

સૌ પાસે શારદાબાના તો અઢળક સંસ્મરણો હતા પણ એ નાનકડા બાળકે – એ દોહિત્રએ પોતાની રીતે બા ની યાદ સાચવી લીધી – બા એ આપેલા કાલુના ફૂલમાંથી ઝાડ વાવી દીધુ – જાણે ઝાડ જેમ ફાલશે તેમ ફાલશે તેમ બા ની છાયા પણ અનુભવાશે – વળી બા ના અસબાબમાંથી શારદાબાનો એક સુંવાળો સાડલો કાઢી પોતાના ખજાનામાં મૂકી બા ની યાદને ચિરસ્મરણીય બનાવી.

 

 

આજ સુધી કોઇને તો શું પણ આ પરિવારને પણ સમજણ નથી પડી કે કયા સંબંધે આ સ્નેહગાંઠથી એ સૌ બંધાયેલા હતા.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કયા  સંબંધે! (૧૬) શૈલા મુન્શા

કોણ પોતાના અને કોણ પારકાં! સંબંધો ની આ માયાજાળ એમા ગોરંભાતી અનેક જીંદગીઓ. લોહીના સંબંધોની લાગણી અને સુવાસ ક્યારેય  મુરઝાતી નથી, પણ કદીક અંતર વધી જાય છે ત્યારે ઘવાયેલું હૈયું પોકારી ઉઠે છે કે પોતાના માનીએ એ ખરે જ શું પોતાના બને છે? અને જે પારકાં છે એ ક્યારે પોતાના બની જાય એનો આભાસ પણ નથી થતો.

આપ્તજનોના સંબંધમા ઉતાર ચઢાવ આવે તોય છેવટે “ડાંગે માર્યા પાણી કદી છુટા ન પડે” એ કહેવત મોટાભાગે સાચી જ પડે છે.

વાત આજે એ સંબંધની કરવી છે જેનુ કોઈ નામ નહોતુ અને ક્યારે એ સ્વ થી ય વિશેષ પોતાનો બની ગયો એ ખબરે ના પડી.

સીમા જ્યારથી સમજણી થઈ ત્યારથી એક દિવસ એવો આવતો કે એનુ બાળ માનસ કેટલાય સવાલોથી ઘેરાઈ ઉઠતુ. મમ્મી સરસ તૈયાર થઈને હાથમા પૂજાની થાળી ને મિઠાઈ લઈ હોંશભેર સીમાને કહેતી, “બેટા જલ્દી કર, મામાને ત્યાં રાખડી બાંધવા જવાનુ છે, મારો ભાઈ રાહ જોતો હશે” ને સીમાનો સવાલ દર વર્ષની જેમ મમ્મીને પુછાતો “મમ્મી મારે કોઈ ભાઈ નથી?

એનો જવાબ પંદર વર્ષની સીમાને બળેવને દિવસે જ મળી ગયો.

મમ્મી ની ખાસ બહેનપણીનો દિકરો રાકેશ દરવાજે આવી ઊભો અને પોતાનો હાથ લંબાવતા બોલી ઉઠ્યો, “સીમા મને રાખડી બાંધ, આજથી હું તારો ભાઈ”

સીમાને રાકેશ ઉનાળાની રજામા સ્કુલના કેમ્પમા દસ દિવસ સાથે હતા. રાકેશના મમ્મી જ્યોતિમાસી જે શાળામા પ્રિન્સીપાલ હતા ત્યાંજ સીમાની મમ્મી શિક્ષીકા તરીકે નોકરી કરતી હતી, અને એ  સ્કુલમા ન ભણતા હોવાં છતા શિક્ષકોના બાળકો હોવાના નાતે બન્ને જણ આ કેમ્પમા ભાગ લઈ શક્યા હતા.

કેમ્પના છેલ્લા દિવસે એક રમત રમાડાઈ જેમા દરેકને એમના સપના વિશે પુછવામા આવ્યું. કોઈ એ ડોક્ટર બનવાનુ સપનુ જોયું હતુ તો કોઈએ વકીલ. કોઈએ શિક્ષક બનવાનુ તો કોઈએ ક્રિકેટર. જ્યારે સીમાનો વારો આવ્યો ત્યારે એનાથી મનની વાત કહેવાઈ ગઈ. “બાળપણથી મારૂં એક સપનુ હતુ કે મારે એક ભાઈ હોય, મોટી થઈ ને હું કાંઈપણ બનીશ પણ મારા ભાઈને રાખડી બાંધવાનુ તો નહિ જ ને! મામા માસી ના દિકરાઓ મારા ભાઈ તો કહેવાય પણ!! બોલતા બોલતા એની આંખો છલકાઈ ઊઠી”

રાકેશના દિલમા સીમાની એ દર્દભરી આંખો ઘર કરી ગઈ, ને બળેવના દિવસે ભાઈ બની દરવાજે આવી ઊભો.  એ ઘડી ને આજનો દિવસ, સગા ભાઈથી સવાયા બની સંબંધને મહોરવા દીધો છે. કયા સંબંધે!!

સીમા જીવનની એ કારમી પળ ક્યારેય ભુલી શકે એમ નથી જ્યારે એકસિડન્ટમા માને ગુમાવી. પિતાની છત્રછાયા તો કોલેજના પ્રથમ વર્ષે જ ગુમાવી હતી પણ મમ્મી નાની બેન અને સાવ નાનકડો અબુધ ભાઈ જેને શું ગુમાવ્યુ કે શું રહ્યુ એની કોઈ હજી સમજ નહોતી એમનો સાથ હતો, અને રાકેશ અને જ્યોતિમાસીને માસાની હુંફ હતી. નાના, નાની ને મામા માસી સહુએ આર્થિક અને માનસિક સથવારો આપ્યો હતો.

જ્યારે મમ્મીનુ ચાર જ વર્ષમા એકસિડન્ટમા નિધન થયું ત્યારે સીમા સાવ નોંધારી બની ગઈ. આપ્તજનો તો હતા જ અને સહુની હુંફ પણ હતી પણ સીમા જે માનસિક યાતના મા થી પસાર થઈ રહી હતી એનો અંદાજ કોઈને નહોતો. સવારથી મળવા આવનાર એકનો એક સવાલ પુછે અને સીમા રડતાં રડતાં એજ દુઃખદ ઘટના દોહરાવે. એમાથી મુક્તિ બે જણે અપાવી. નાના, નાની જે સીમા અને નાના બહેન ભાઈનો અભ્યાસ ન બગડે એટલે મન પર પથ્થર રાખી એમની સાથે રહેવા આવ્યા હતા અને વીસ વર્ષના રાકેશે.

નાના એ બધા મળવા આવનારને કડક ચેતવણી આપી કે કોઈ સીમાને દુર્ઘટના બાબત કોઈ સવાલ ન કરે, અને રાકેશ બીજા દિવસે રાતે નવ વાગે ગાડી લઈ હાજર થઈ ગયો. સીમાથી નાનો પણ રાતોરાત જાણે એ મોટોભાઈ બની ગયો, અને નાનાને વિનંતી કરી કે થોડીવાર માટે એ ત્રણે પોતાના ભાઈ બહેનોને ખુલી હવામા બહાર લઈ જવા માંગે છે.

સીમાને પહેલીવાર અનુભવ થયો કે માથે દુઃખનો પહાડ તુટી પડ્યો હોય તોય કોઈ હાથ પકડી ખુલી હવામા બહાર લઈ આવે, સોસાયટી ના બગીચામા થોડો સમય મૌન બની સાથે બેસે, નાનકડા ભાઈને એક આઈસક્રીમ અપાવે, જાણે કાંઈ ન કહેવા છતાં કેટલુંય કહી જાય “કોઈ ચિંતા ના કરતા, હું તમારો ભાઈ હમેશ તમારી ઢાલ બની ઊભો રહીશ.”

એ સધિયારો એ હિંમત જીવનભર સીમાની સાથે રહ્યા છે.

કયા  સંબંધે!

શૈલા મુન્શા  તા.૦૫/૦૭/૨૦૧૫

 

 

 

 

 

 

 

 

 

કયા સંબંધે! (૧૭)જયવંતીબેન પટેલ

દિલનાં સબંધ તો એવા કે વર્ષો વિતિ જાય પણ તે અતૂટ રહે. કોઇ સમય કે દૂરી એને તોડી શકે. મેઘધનુષના સાત રંગે રંગાયો હોય પણ પ્રેમનાં ભીના રંગે એવો રંગાયો હોય કે તેનો રંગ ઝાંખો થાય. અને વખત આવે હાથ ઝાલી લ્યે.

દીકરો, વહુ બે દિવસ માટે બહારગામ ગયા હતાઘરમાં હું ને મારી પોત્રી શીતલ બેજ વ્યક્તિ હતાચોમાસાનો સમય હતો. અંધારી રાત હતી. સમીરના સુસવાટાથી બહારની વનરાજીને આમથી તેમ ડોલતી હતોઅને તેનો અવાજ ડરામણો લાગતો હતોમને થયું ચાલ, શીતલના ઓરડામાં જઈ તેને જોઈ આવુંએટલે ઊઠીને તેનાં ઓરડામાં ગઈ તો તે હજુ સૂતી હતી બારી ખુલ્લી હતી અને તેમાંથી વાછટો અંદર આવતી હતી. મેં તરત બારી બંધ કરી અને શીતલને કહયું, “બેટા, હવે સુઇ જા.” ” સવારે ઊઠવામાં તકલીફ પડશેતે કહે,” દાદીમાં, મને આજે જરાયે નિંદર નથી આવતીતમે કોઈ વાર્તા કહોનેજેમ હું નાની હતી ને કહેતા હતા તેમ. દાદીમાં, તમે મને કેટલો પ્રેમ આપો છો શા માટેહું તમારી પૌત્રી છું એટલેને?  “હા, શીતલ, એટલે તને ખૂબ પ્યાર કરું છું  તું મારું વ્યાજ છે પણ બેટા, એવા નિસ્વાર્થ પ્રેમ પણ હોય છે દુનિયામાં.

દાદીમાં, મને આજે એવા નિઃસ્વાર્થ પ્રેમ અને સબંધની વાત કહોને!”  હું તેની નજીક ગઈ અને તેનો હાથ પકડીને બેઠી અને શું કહું અને કોની વાત કહું તેનો વિચાર કરી રહી.

નિઃસ્વાર્થ પ્રેમ અને સબંધ  જેમાં જરાયે સ્વાર્થ હોય  મને તરત દ્રૌપદી યાદ આવી. અને મેં વાતની શરૂઆત રીતે કરી.

ઘણાં વર્ષો પહેલાં, નહીં , હજારો વર્ષ પહેલાંની વાત છે તનેમહાભારતની કથા તો ખબર છે  મહાભારતની કથામાંથી દરેકને કંઈક ને કંઈક શીખ મળે છે  હવે તો આજકાલના છોકરાઓ યાને યંગર  જનરેશન, જુવાન પેઢી પણ મહાભારત અને રામાયણ જેવાં મહા ગ્રંથો ને માન આપી  આવકારે છે તેનાં પાત્રોને નાટકમાં ભજવવા પણ તેયાર થઈ જાય છે અને શાં માટે થાય ? દરેક પાત્ર એક એકથી ચઢિયાતું છે. હવે દ્રૌપદીને જોને.  

તને તેના શબ્દોમાં તેની વાતકહું.

તેનાં જીવનમાં જે બની ગયું તેને આજે વર્ષો વીતી ગયા વાતને, પ્રસંગ આજે પણ દ્રૌપદીની નજર સમક્ષ ચલચિત્રની જેમ ચાલતું હતુંએક  બની ગયેલો પ્રસંગ, તેની ક્રુરતા, તેની વિટંબણા અને તેનાં પ્રત્યાઘાતો.  દ્રૌપદી વિચારમાં ગરકાવ થઇ ગઈદેખાવે બહુ રૂપાળી નહોતી પણ પોતે કેટલી સૌમ્ય, કમલનયની, લાંબા કેશવાળી, સૌદર્યવાન હતી તેની પ્રતિતિ તેને હતી. એટલુંજ નહિતે પાંચ પાંડવોની જાજરમાન  પત્ની હતી, માતા કુંતાની વહાલસોયી પુત્રવધૂ હતી. “પાંચાલીકહેવાતી, દ્રોપદી પાંચાલ પ્રદેશનાં રાજા દ્રુપદની પુત્રી હતી. તેની ચાલવાની છટામાં સ્ત્રીસહજ લજ્જાને બદલે સ્ત્રીગર્વ દેખાતો હતો, એક એવું નયનરમ્ય  સૌંદર્ય હતું, જે પહેલી વખતે જોતાં સામાન્ય લાગે પણ એક વાર આંખમાં વસી જાય તો અસામાન્ય બની જાય. છતાંય દુષ્ટ દુઃશાશન એને  ચોટલો પકડી, ખેંચીને ભરસભામાં ઘસડી લાવ્યોકેટલાં કાલાવાલા કર્યા હતા, ધમકી પણ આપી હતી, ગુસ્સો પણ બતાવ્યો હતોપોતે રજ્સ્વાલા હોય રાજ્યસભામાં આવવાની પરિસ્થિતિમાં   હતી પણ કહયું, પણ એક પણ વાત તે દુષ્ટને રોકી શકી.ભર રાજ્યસભામાં ગુરુદેવ દ્રોણને, કૃપાચાર્યને, પિતામહ ભિષ્મને, શ્વસુર અંધ ધૃતરાષ્ટ્રને, વડીલ વિદુરને અને ત્યાં બેઠેલાં અન્ય સભાજનો અને વડીલોને પડકાર ફેંક્યો પણ વિટંબણા તો જુઓ દરેકને કોઈ ને કોઈ બંધન બોલતાં અટકાવતું હતું  વિદુરે ઊભા થઇ બની રહેલાં અઘટિત કર્મને રોકવા શબ્દ ઉચાર્યો તો તેને દુર્યોધને તરત બેસાડી દીધાંદ્રૌપદીએ આટલી ભીડમાં પણ એકલતા અનુભવીતેને આખે શરીરે કમકમા આવ્યાકેટલી વેદનાથી સર્વેને મનાવી રહી હતી.  ધર્મ અને ન્યાય ની ઠેકડી ઊડતી અટકાવવા અને એક અબળાને સહાય કરવા આજીજી કરી હતીપણ કોઈની નજર ઊચી થઇ હતી પાંચે પતિ નત મસ્તક દુર્યોધન સામે બેઠાં હતાદ્રૌપદીને એકજ પ્રશ્ન મુંઝવતો હતો કે બધા સભાજનો અને તેનાં પતિઓ શાની રક્ષા કરતાં હતા? જે રક્ષણ માંગી રહી છે તેને રક્ષણ આપ્યું અને ખોખલા વચન અને ધર્મને વળગી રહયા કેવો ન્યાયન્યાય હતો નહિ ! હળાહળ અન્યાય થયો હતોછેવટે હારી, થાકી તેણે શ્રી કૃષ્ણને, તેનાં સખાને સાદ કર્યો, ” હે ગોવિંદ , હે ગોપાલ, હે અવિનાશી  હવે તો તારા શરણમાં છું

 

દુઃશાસન વસ્ત્રો ખેચતો રહયો  આખી સભા દુઃખી નજરે જોતી રહીત્યારે કૃષ્ણને  દ્રૌપદીનો પૂકાર સંભળાયોપટરાણીઓને પડતી મૂકી અનાથનો નાથ સભામાં હાજર થઇ ગયોજેવું છેલ્લું વસ્ત્ર પૂરું થાય તે પહેલાં બીજું વસ્ત્ર સંધાઇ ગયું  દુશાસન ખેચતો રહયો અને સાડીઓના ઢગલાં થઇ ગયાશીતલ, પાંચ સાડી વધારાની બેગમાં લાવવાની હોય તો વજન વધી જાય છે અને એરપોર્ટ ઉપર કાઢી નાખવી પડે છે તો વિચાર કર, હજારમાં એક ઓછી, નવસો નવાણું સાડીઓનું વજન કેટલું થયું હશે! અને સાડીઓ પણ કેવી કેવીઝરીની ભરત વાળી, અનેક જુદા જુદા રંગો વાળી, પોમચા વાળી, છીંદડી વાળી, બંગાળી ભરતની , અમ્મર મખીયા, નગદ જરી ભરેલી, મૂલ્ય થાય એવી અમૂલ્ય કારીગરી વાળી, મોતીની કોર ભરેલી અને ખૂબ સુંદર દેખાતી અનેક ભાતો વાળી સાડીઓઆખી સભા ચકિત રહી ગઈ, સભામાં સન્નાટો છવાઈ ગયો સાડીઓનો ખેચનાર થાકીને લોથ પોથ થઇ ધરતી પર ઢળી પડ્યો.

ચક્ષુ બંધ કરી દ્રૌપદી આજે પણ વિચારોમાં તલ્લીન થઇ ગઈ. ગોવિંદની સાથેનું સગપણ શોધવા પ્રયત્ન કરી રહીમારે ને તારે શું સબંધઆંખોમાંથી નીર વહી જાય છે . માનવીની સંવેદના, તેની સરળતા, નિખાલસતા તેને પહેલી હરોળમાં મૂકી દે છે બાકીનું બધું વિસરાઈ જાય છે બધી દુનિયાદારી શું કામની મારેમેં તો બધા સાથે સગપણ સાચવ્યુંઆજે હું નોધારી બની ગઈબધા હોવા છતાં કોઈ મારું નથી. આજે મૃત્યું આવે તો પણ આવકાર્ય છેકેટલો વિશ્વાસ હતો સગપણમાં અને તેનાં વ્યવહારમાંએક ક્ષણમાં ભાંગી પડયું સપનું, એની લાગણીઓ દુભાય અને હૈયું જોરશોરથી બૂમો પાડવા માંડયુંમારો વિશ્વાસ તારામાં અટલ રહયો।  હે કૃષ્ણ, મારી નાનીશી સેવા તે સો ઘણી કરી તેનું વળતળ વાળ્યું। કેટલી માણસાઈ ને કેટલી પ્રભુતા બતાવીકોઈએ ઝાલ્યો ત્યારે તે લાંબો હાથ કરી મારો હાથ ઝાલી લીધો ને મને બચાવી લીધી કેવી રીતે તારો ઉપકાર માનુંશબ્દો નથી મારી પાસેખાલી અંતરની આજીજી ને યાચના છેમારો હાથ કદી છોડતો. તો શીતલ, તું કહે કેવું સગપણશીતલ ખૂબ શાંત અને નિખાલસતાથી બોલી ,” દાદીમાં, મેં તમને ભજનમાં ગાતા સાંભળિયા છે એટલે કહી શકુ છું કેસબસે ઊચી પ્રેમ સગાઇ ”  ખરૂને ?”

હાશીતલ, તદન ખરૂતને દ્રૌપદીની વાત ગમીસબંધોની વાત કરીએ તો આવા નિસ્વાર્થ પ્રેમ યાદ આવી જાય છે વૃક્ષો નિસ્વાર્થ પણે તેનાં ફળ, ફૂલ અને છાયડો માનવીને અને દરેક પ્રાણીને આપે છે બદલાની આશા વગરઆપણે કેમ વૃક્ષો જેવાં બની શકીએ !!”

જયવંતીબેન પટેલ

 

 

 

 

 

 

 

ક્યા સંબંધે….?(૧૮) પૂર્વી મોદી મલકાણ

 પ્રિયલ અને ક્ષિતિજના લગ્ન પછી રિશેપ્શનની પાર્ટીમાં સગાવહાલા, મિત્રો, ઓફિસ કલીકનો મેળો જામ્યો હતો. અલકમલકની વાતો સાથે હાસ્યની છોળ ઊડી રહી હતી. કોણ કોને મળીને ખુશ હતું કે કોઈ કેવળ દેખાડવા માટે હાસ્ય કરી રહ્યું હતું તે કહેવું મુશ્કેલ હતું. વિવિધ પ્રકારના કુઝિનની મન લલચાવતી સુગંધ ચારેકોર રેલાઈ રહી હતી, આજે પહેલીવાર પાર્ટી થઈ રહી હતી. રાજસ્થાની લોકગીતો વાતાવરણને સુમધુર સંગીતમય અને ઘોંઘાટીયું બનાવી રહ્યા હતાં. પ્રિયલના મમ્મી પાપા સુષ્મા અને તપનભાઈ ક્ષિતિજના સગાવહાલાઓને મળી રહ્યા હતાં. ક્ષિતિજની મમ્મી પલ્લવી અને પાપા શશાંકભાઈ પોતાના બધાજ સગાવહાલાઓનો પરિચય વેવાણ સુષ્માબહેન અને તપનભાઈ સાથે કરાવતા કરાવતા આગળ વધી રહ્યા હતાં. ત્યાં દૂરથી કોઈ આવ્યું. તેમને જોતાં પલ્લવીબેન લે હું ક્યારની તમારી રાહ જોતી હતી, બોલતા ઉમળકા સાથે આગળ વધી ગયા.     

થોડીવાર પછી  

સુષ્માબેન અહીંયા આવોને ……એમ કહી દૂરથી પલ્લવીબહેને હાંક મારી.  

આવી હો પલ્લવીબેન…… કહેતા સુષ્માએ હાથ ઊંચો કર્યો. ત્યાં પલ્લવીબહેન આગળ આવ્યા ને કહે સુષ્માબહેન મારે તમને ખાસ વ્યક્તિ સાથે મેળવવા છે તો આવો ને ……. 

હા….હા આવી…. એક મિનિટ તમારા ભાઈને કહી દઉં…? નહીં તો મને શોધતા રહેશે. કહેતા સુષ્માબહેન પતિ તપનભાઈ પાસે ગયા અને પલ્લવીબેન સાથે પોતે છે એમ જણાવી દીધું.  

સુષ્માબેન મારે તમને જેની સાથે મેળવવા છે તે મારા પિતરાઇ ભાઈ છે, પણ એમના ખાસ મિત્ર છે. ને તમને ખબર છે એય તમારા ગામના છે.  

એમ …? કહેતા સુષ્માબહેન આગળ વધ્યાં.

 સુષ્માબેન જુઓ આમને મળો સુદીપભાઈ ને મારા જયશ્રી ભાભી. કહી પલ્લવીબહેને પરિચય કરાવ્યો.

કેમ છો? હું જયશ્રી તમારા વેવાણની ખાસ બહેનપણી ને પાછી સગીયે ખરી.

 ને મારા પતિ સુદીપ……

 સુદીપ …….હં…….? હં……. કહેતા સુષ્મા થોડી આડી ફરી, ને હલો કહેવા માટે હાથ લંબાવ્યો, ને સુદીપ તરફ નજર ફેરવી. પ્રૌઢતાને આરે ઉભેલા પુરુષને જોઈ સ્તબ્ધ થઈ વિચારવા લાગી કે ક્યાંક એજ તો જૂનો પરિચિત ચહેરો તો નથી ને…..? ને અણસારે કાંઈક એવી છે પણ ના….ના આટલા વરસ પછીક્યાંથી હોય ? ને હોય તો શું? એવી એણે કઇ પળો ને સાચવી રાખી છે જેને પ્રેમથી યાદ કરે……એટ્લે કેમ છો કેમ નહીં ઔપચારિકતા પૂરી કરી ઓળખાણ કાઢી

 વાતચીત કરતાં કરતાં સુષ્માને જાણવામાં આવ્યું કે એજ ક્ષણોની વ્યક્તિ છે જેને તે ઘણી કટુતાથી વર્ષો પહેલા પાછળ છોડી ચૂકી છેતેથી વધુ સમય એજ અતીતના બારણે ગુજારવા કરતાં અહીંથી અજાણ્યા બનીને નીકળી જવું એજ બહેતર રહેશે. એમ માની સુષ્મા કહે પલ્લવીબેન લાગે છે કે તમારા ભાઈ મને બોલાવી રહ્યા છે, તમે વાત કરો હું આવી કહેતા સુષ્માબેન ત્યાંથી નીકળી ગયા.

*****@****

અનેક સગાવહાલાઓ સાથે વાતચીત કરતાં કરતાં સુષ્માનું મન પળભરમાં ૩૦ વર્ષ પાછળ ચાલ્યું ગયું હતું. તેથી જ્યાં હતાં ત્યાં ઊભા રહી શકતા સુષ્માબેન ત્યાં રહેલી દૂર રહેલી ખુરશીમાં જઇ બેસી ગયા. અને ફરી એજ અતીતની જૂની ગલિયારીમાં ફરવા નીકળી પડ્યાં. જ્યાં હતી એક નવયુવતી સુષ્મા અને નવયુવાન સુદીપને…… કેટલો બધો પ્રેમ કરતી હતી, કદાચ યૌવનમાં આવી પ્રથમ પ્રેમનો અણસાર સુદીપ હતો. અનેક વડીલોની તીર જેવી નજરોમાંથી બચીને એકબીજા તરફ જોઈ લેવું, ધક ધક કરતાં હૃદયથી તે સમયને માણી લેવો, થોડી પળોનો એકાંત મળતા એકબીજા સાથે વાતો કરી લેવી. આજુબાજુમાં રહેવા છતાં યે એકબીજાને પત્ર લખતાં. ને એક દિવસ બંને સાથે મળીને એક સુંદર બગીચો વસાવીસું એવું દીવા સ્વપ્ન પણ જોઇ લેતા.

 સુષ્મા તું ઠીક છે ને..? કેમ અહીં બેસી ગઈ? પતિ તપનનો સ્વર સાંભળી  સુષ્મા ફરી વર્તમાનમાં આવી ગઈ.

  તો જરા હું ઊભા ઊભા થાકી ગઈ એટ્લે બેસી ગઈ.

 તો હું અહીં રહું? તારી પાસે ? તપનભાઈ બોલ્યાં.

  ના..ના તમે તમારે મિત્રો સાથે મળો હું થોડીવારમાં આવી 

 તું ઠીક છો ને? તપનભાઈએ પૂછ્યું.

 હાહાસારું છુ તમે ચિંતા કરો સુષ્મા બોલી.

 સારું કહેતા તપનભાઈ ત્યાંથી ગયા અને મિત્રોના ટોળામાં ભળી ગયા.

 

ખુરશી ખાલી છે તો હું અહીં બેસી શકું કે

અવાજ આવતા સુષ્માએ હા….હા કહેતા બાજુની ખુરશી થોડી સાઈડમાં કરી.  

બાજુની ખુરશી પર બેસવાનો અવાજ આવતા તેણે તે બેસનાર સામે જોયું ને સુદીપને જોતાં ચોંકી ઉઠી પણ ચૂપ રહી.  

સુષ્મા તને એકલી બેસેલી જોતાં હું હિંમત કરીને આવ્યો, થોડી વાત કરવી છે. સુદીપ બોલ્યો.

 હા કહો શું કામ છે.

 સુષ્મા તારી માફી માંગવી છે આજે .

 શા માટે?

 વર્ષો પહેલા જે ભૂલ કરેલી તે ભૂલો માટે.

 જુઓ વર્ષો વીતી ગયા છે અને તે સમયે પસાર થઈ ગયો છે માટે તે સમયમાં કરેલી ભૂલોની માફી આજે માંગીને તે સમયને પાછો લાવવાની ભૂલો હવે ફરી કરવી નથી, કારણ કે આજે આપણે બંને અલગ અલગ માર્ગના રાહી છીએ. માટે જે સમય વીતી ગયો છે તે ભૂલી જાવ.

 સુષ્મા એકવાર મને માફી માંગી લેવા દે જેથી કરીને મારા મનને શાંતિ વળે સુદીપ બોલ્યો.

 જુઓ વાતને ખેંચી ખેંચી લાંબી કરવાથી કશું વળતું નથી આપણાં બંનેની આજ જુદી છે માટે વર્તમાનમાં ખુશ રહીએ તે યોગ્ય છે. માટે તમે …….

 તમે…..સુષ્મા હું તો તારે માટે તું હતો ને?

 તું ગઇકાલની સુષ્મા માટે હતો આજે તમારો ને મારો સંબંધ જુદો છે તો હું તમને ક્યાં સંબધે તું કારે બોલાવું?

 પણ સુષ્મા…….

 જુઓ આપણી આજ જુદી છે તેથી તમે તમારી આજ ને મહેસૂસ કરો ને તમારા જીવનસાથીના સાથને એન્જોય કરો, ને મારા ગઇકાલમાં રહેલા બ્લેકમેલરનું મારા આજમાં ક્યાંય અસ્તિત્વ નથી……કહેતા કટુતા સાથે સુષ્મા ત્યાંથી ઊભી થઈ અને દીકરીજમાઈ તરફ ચાલી નીકળી.

 બ્લેકમેલર……આટલા વર્ષો પછી યે તે મને માફ નથી કર્યો તેની ખાતરી થઈ ગઈ સુષ્મા, પણ તે મને માફ કરી દીધો હોત તો….

 

 હવે સમય પાછો નહીં આવે જે સમયમાં તમે લટાર મારવા નીકળા છોપાછળથી આવેલા અવાજે અને ખભા મુકાયેલ હાથને કારણે સુદીપ ચોંકીને જોવા લાગ્યો, ને પછી કહે તમે…? તમે કોણ…?

ઓહ હું તપન ……મે તમારી વાત સાંભળી

  તો…..અમે એમ વાતો કરતાં હતાં…..સુદીપ બોલ્યો.

 હા હું જાણું છુ. પણ તમને એક વાત કહું? તમને તું નહીં કહે. કારણ કે તું કારનો પ્રેમભર્યો અધિકાર તમે ખોઈ દીધો છે.

 તમને કેવી રીતે ખબર? સુદીપે પૂછ્યું.

 “જ્યારે સુષ્માના મમ્મી પપ્પાએ તમારો સંબંધ એની સાથે જોડાવા દીધો ત્યારે તમે એણે બ્લેકમેઈલ કરવાનું ચાલું કરેલું એના એજ જૂના પ્રેમ પત્રોને સહારે, વખતે એને પોતાના કાયર પ્રેમ માટે ખૂબ અફસોસ થયો તો, તે બધી વાત એણે મને કરી દીધી હતી.”

 “કરી દીધી હતી?” એટ્લે કે સમયે સુષ્માનું તમારી સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હતું

ના સમયે તો નહોતું ચાલતું, પણ તમારી ને એમની વાત સાંભળ્યા પછી ચાલુ થયું

ઓહહ….. તોતો તમે એમને સારી રીતે ઓળખતા લાગો છો સુદીપ બોલ્યો.  

હા…..બહુ સારી રીતે. એટ્લે કહ્યું કે તમને તું કારે નહીં બોલાવે, પણ મને બોલાવશે.  

એમ…? કેવી રીતે ? ક્યો સંબંધ છે તમારે એની સાથે ને ક્યા સંબંધે એણે તમને બધી યે વાત કરી દીધી? થોડા ઈર્ષાના ભાવથી કટાક્ષ કરતાં સુદીપ બોલી ઉઠ્યો.  

જુઓ જે સમયે એણે મને વાત કરી હતી તે સમયે તો મારો કોઈ સંબંધ હતો, પણ આજે ક્ષણોને ખાતર બહુ સરસ સંબંધ છે.  

એટ્લે ..? તમે શું કહેવા માંગો છો? સુદીપે પૂછ્યું.  

ક્ષણોને કારણે અમારી મિત્રતા થઈ, ને પછી મને એની સાથે પ્રેમ થયો ને પ્રેમના પરિણામે એના આજમાં અને આજના સંબંધમાં સુદીપનું નામોનિશાન ક્યાંય નથી તેના રોમ રોમમાં હું કિરણ રૂપે તપુ છુ.

 કેમ? ક્યા સંબંધે ? સુદીપે પૂછ્યું.

એના પ્રેમી પતિ હોવાના સંબંધે…….કહી તપનભાઈ ત્યાંથી ચાલી નીકળ્યા ને સુદીપ તેમને જતાં જોઈ રહ્યો.

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.

 

 

 

 

 

 

 

 

 

કયા સંબંધે! (૧૯)તરુલતા મહેતા

“ લોહીના સબંધે “    તરુલતા મહેતા

મધર ડે ની શુભેછા મનીષાના  કાનમાં હથોડાના ઘા જેવી વાગે છે.આજના દિવસે તેને બાથરૂમમાં પૂરાઈને પોક મૂકી રડવાનું મન થાય છે.કોઈ પૂછે છેતારા બાળકો  ક્યાં છે?,’ તું એમને તારી પાસે કેમ રાખતી નથી ?મનીષા પોકારીને કહે છે,’મારાં બાળકો મારાં લોહીમાં ,મારા મનમાં હાથમાં પગમાં મારા સમગ્ર અસ્તિત્વમાં સમાયેલાં છે,તમને નથી દેખાતા કારણ કે તમારી પાસે મારી આંખો નથી.’ જાણે છે કે બીજા તેને કઠણ ,ક્રૂર હેયાની મા તરીકે ગણે છે.અરે,એના ફૂલ જેવાં બે બાળકો પિન્કી અને પિન્ટુ પણ મમ્મીને ધિક્કારતા હશે.સાત સમુંદરો વટાવી હજારો માઈલ વસતી માને તેઓ પાંચ વર્ષમાં એવા ભૂલી ગયા હશે કે સપનામાં  યાદ નહિ કરતા હોય!

મનીષા શિકાગોના એક નર્સિગહોમમાં હેલ્પરનું કામ કરે છે.એની સાથે નોકરી કરતા સૌ  પોતાની મા કે સંતાનો સાથે રેસ્ટોરન્ટમાં લંચ માટે ગયાં હતાં। એણે  જુલિઆને માટે  લંચ તેયાર કરેલી ટ્રે એના બેડ પાસેની ટીપોઈ પર મૂકી જુલિઆના કાનમાંહેપી મધર ડેકહ્યું।.જુલિઆ છેલ્લા બે મહિનાથી બેભાન જેવી હાલતમાં સૂઇ રહે છે.મનીષાને થયું પોતે પણ છેલ્લા પાચ વર્ષથી હાલતી ચાલતી પણ બેભાન જેવી તો ફર્યા કરે છે.એનું ચિત્ત સતત વડોદરાની પાસે આવેલા વાસદ ગામના મહાદેવ ફળિયામાં આવેલા બેઠાઘાટના  ઘરની પરસાળમાં ,રસોડામાં અને ઓટલા પર ચક્કર માર્યા કરે છે.એણે એના હાથને ચીમટી ભરી જોઈ , જીવતે જીવ બાળકો માટે તડપતી ભૂત થઈ ગઈ કે શું?

સિસ્ટર ,માય મધર વોન્ટ લિસન યુજુલિઆની દિકરી સૂઝીએ કહ્યું

મનીષાએ બારી પાસે જઈ પડદા ખોલ્યા,તેબોલી આજે સરસ દિવસ છે.’

સૂઝી એની માને માથે હાથ ફેરવે છે.’મોમ ,મોમકહી જુલિઆને જગાડવા પ્રયત્ન કરે છે.બારીની બહાર જોતી મનીષાની આંખો  બહાર  સૂર્ય ચમકતો હતો છતાં  વાદળોથી ઘેરાય છે.પિન્કી ,પિન્ટુ મને નહિ ઓળખે તો શું કરીશ?તું અમારી મમ્મી નથી.તેઓ મમ્મી કહેતા  રીટાને વળગી પડશે.શું રીટાએ મારા ફોટા ઘરમાં રાખ્યા હશે! અમેરિકામાં શિકાગોમાં છોકરાઓ માટે રાતદિવસ મહેનત કરતી મમ્મીની વાત કરી હશે! મનીષા પાંચ વર્ષ પહેલાં ગ્રીનકાર્ડ લઈ અમેરિકા આવી હતી,ત્યારે પ્લાન એવો હતો કે બાળકોના ભવિષ્ય માટે પહેલાં મનીષા અમેરિકા જાય. સેટ થાય

પછી એનો પતિ અને બાળકો આવે.ભાઈને ત્યાં આવ્યા પછી એને સમજાયું કે ભાઈની સાથે એના કુટુંબસહ  એનાથી વધુ વખત રહેવાય નહિ,એણેપગભર થવું પડશે.અલગ અપાર્ટમેન્ટ રાખ્યા પછી બાળકોને લવાશે.

સિસ્ટર , આઈ ડોન્ટ નો ,વોટ હેપન ટુ માય મોમ ? સુઝીના ગળામાં રુદન અટકી ગયું ,છતી માએ આજે માવિહોણી હોવાના શોકમાં તે ડૂબેલી હતી.મનીષા સૂઝીની પાસે ગઈ ,છતાં સંતાને સંતાન માટે તડપતી મા આશ્વાસન ના શબ્દો શોઘતી હતી,છેવટે સૂઝીને ખ્ભે હાથ મૂકી બોલી :

યુ આર ગુડ ડોટર,ગોડ બ્લેસ યુએના મનમાં થયુંશું હું સ્વાર્થી મા છુ ? ભગવાન મને માફ નહિ કરેં? સૂઝી લાલ રંગના ગુલાબનો ગુચ્છો મૂકીને ઘીમા પગલે રૂમની બહાર જતી હતી અને મનીષા દોડતી ઓફિસમાં પહોચે છે. કાકલૂદીભર્યા અવાજે કહે છે.’સર પ્લીઝ મને બે વીકની રજા આપો ,મારે ફેમીલી ઈમરજન્સી છે.મારે જવું પડશે.ઘણું મોડું કર્યું ,મારે વહેલા જવાની જરૂર હતી.’

મનીષાએ એકાએક વતનમાં જવાનું વિચાર્યું તેથી સૌને નવાઈ  લાગી. એના  પતિ પરેશની  વાસદની બેંકમાંથી  બીજે ગામ બારડોલીની  બેંકમાં બદલી થઈ હતી, મનીષા આવવાના સમાચારમાં  તેણે  કોઈ   રસ કે ઉત્સુક્તા બતાવી નહિ.એના  ભત્રીજાને અમદાવાદ એરપોટ પર મનીષાને લેવા મોકલી આપ્યો। મનીષાને અમેરિકા જવાનું થયેલું ત્યારે ભત્રીજો રમેશ  અને તેની પત્ની રીટા  ખુશીથી એમની સાથે રહેવાં આવ્યાં હતાં,રમેશ સેલ્સનું કામ કરતો હતો.એમને બાળક નહોતું. રીટાને બાળકો બહુ વહાલાં હતાં,મનીષા વહેલી સવારે અમદાવાદ એરપોટ પર ઉતરી  ત્યારે ચકાચોંધ થઈ ગઈ,અમદાવાદ એરપોટ અમેરિકાના એરપોટને ટક્કર મારે તેવું વિશાળ અને સુવિધાવાળું હતું.વાસદ જવા પુરપાટ હાઈ વે પર દોડતી કારમાં મનીષા વારંવાર રમેશને પિન્કી અને પિન્ટુની ખબર પૂછે છે.છેવટે રમેશ કંટાળીને કહે છે ,’ બન્ને જણા રીટા જોડે એવા હળી ગયા છે કે તમારી સાથે અમેરિકા આવવા પણ તેયાર  થશે નહી’,મનીષાને ઘરતીકંપનો આંચકો લાગ્યો ,બઘુ રસાતાળ થતું દેખ્યું ,એને લાગ્યું કાર ક્દી વાસદ પહોચશે નહિ , કોઈ મોટી શિલા નીચે દબાઈ ગઈ છે.એનાં બાળકો અને બીજા સૌ ઊભાં ઊભાં હસે છે,પણ હાથ લંબાવી એને મદદ કરતા નથી. રડી કકળી ઉઠે છે.’મને મદદ કરો ,હું તમારા ભલા માટે ,તમારાં ભવિષ્ય માટે દુઃખ વેઠીને અમેરિકા ગઈ હતી.પાંચ વર્ષ રાત દિવસ તમારી ચિતા કરતી રહી ,અને તમે મને પડેલી જોઈ હશો છો અને દૂર ભાગો છો.પિન્કી , પિન્ટુ આવો આપણી લોહીની સગાઈ કાળે કરી વિસરાય નહિ.!

વાસદમાં ઘરના આગણે કાર ઊભી રહી તો મનીષા માથું નમાવી બેસી રહી.રમેશ બોલ્યો ,’રીટા, છોકરાંઓને લઈ  મંદિર  ગઈ છે.આવતી હશે.તમે આરામ કરો,મારે  કામે નીકળવું પડશે। એણે મનીષાની બેગો અંદરના રૂમમાં મૂકી। પાણીનો ગ્લાસ અને બોટલ આપી.મનીષા ચમકી ગઈ ,મારા ઘરમાં હું પારકી થઈ ગઈ ,હું મહેમાન ! એણે મોટા અવાજે કહ્યું ,’મારી ચિતા ના કરીશ।

મારું ઘર છે’.રમેશ કામે જતો રહયો.મનીષા પરસાળના બાંકડે બાળકોની રાહ જોતી બેસી રહી.પણ એના મનમાં  એરપોટ પરના  પ્લેનની ઘરઘરાટી પડઘાયા કરે છે.ઘરમાં બેઠાનીહાશ

થતી નથી .ઉનાળાની સવારની થંડક છે, આંગણામાં ઊગેલા આંબા પર કોયલ કુહૂ કુહૂ ટહુકે છે.પણ મનીષાને ચેન નથી ,તે વિચારે છે,બહાર બધું હજી એના મનને પ્રસન્ન કરે તેવું છે,તો પાંચ વર્ષમાં ઘરમાં એવું તે શું બદલાય ગયું?ત્યારે બાંકડો પણ હતો ,સવારના કૂમળા તડકામાં એના ભીના વાળને સૂકવતી ,પિન્કીને પોની ટેલ કરી દેતી ,પિન્ટુ ત્યારે કાંસકો લઈ દોડી જતો .પરેશ સામેની આરામ ખુરશીમાં બેસી છાપું વાંચતો.આજે આવી ત્યારે એને એમ હતું કે પરેશ અને બાળકો ખુશખુશાલ કેટકેટલી વાતો કહેશે.જુદાઈના દિવસોનું દુઃખ બધાને મળી પાંદડા પરનું ઝાકળ તડકામાં ઉડી જાય તેમ ભૂલાઈ જશે.પણ સૂનું પારકું લાગતું ઘર એના રોમેરોમમાં ખાલીપાની  ચાડી કરે છે દુકાળના .સૂકા કુવા .જેવી એની તરસી આંખો   બાળકોની

રાહ જોઈ રહી છે.દૂરથી જુએ છે,એક માતાને વળગી બાળકો ફળિયાના રસ્તા પરથી જઈ રહ્યાં છે. બેબાકળીમારો પિન્ટુ ,પિન્કીબોલી દોડીને વળગી પડે છે.બાળકો ડરીને એની માને વળગી પડે છે.પેલી મા મનીષાને અવગણી ઝડપથી જતી રહે છે.

અરે ,મનીષાકાકી ,તમે બહાર કેમ ઊભા છો?કયારે આવી ગયાં ?રીટા મનીષાને ઘરમાં લઈ ગઈ ,એક કિશોરીએ એને બાટલીમાંથી પાણી આપ્યું ,મનીષાએ રીટાને પૂછ્યું પિન્કી અને પિન્ટુ ક્યાં ગયાં ?બધાં નવાઈ પામી ગયાં,મમ્મી મજાક કરે છે.એમ માની કિશોરી એને ભેટી પડી ! મનીષા માની કે ઓળખી શકતી નથી,પિન્કીના ફોટા અનેક વાર જોયા હતા પણ પાંચ વર્ષની એની દિકરી આજે એના ખભા સુધી આવી ગઈ ! થોડી વાર પહેલાં જોયેલાં પેલા બે નાના બાળકો તો અમેરિકા ગઈ ત્યારે જોયેલાં એનાં  બાળકોની યાદ હતી , ,આજે પેલી જુલીઆની જેમ પિન્કીને ઓળખી શકી નહિ ,પિન્ટુ ક્યાં ગયો? પિન્કી હસીને પિન્ટુને મમ્મી પાસે બેસાડ્યો।રીટાએ રસોડામાંથી પિન્કીને બોલાવી.પિન્ટુ કાર્ટુનબુક લઈ મનીષા પાસે બેઠો પણ છટકવાની રાહ જોતો હતો.એણે  કહ્યું ,’ચાલ ,પિન્ટુ આપણે રસોડામાં જઈએ.’ પિન્કી દોડતી આવી કહે ,’મમ્મી ,તમે અહી બેસો,હું ચા ,નાસ્તો લાવું છું.’મનીષા રડી પડી.’મમ્મીને તમે કહેવાનું કોણે શીખવાડયું ?

બન્ને સંતાનોની સાથે રસોડામાં ગઈ.કેમ જાણે એના આવવાથી ઘરમાં  ભીડ વઘી ગઇ કે પછી  ઘરના સહજ ચાલતા ક્રમમાં કોઈ વિઘ્ન આવી પડ્યું ,પોતાના ઘરમાં ,પોતાના બાળકો સાથે

ખૂલ્લા દિલથી કઈ થતું નથી.સામે પક્ષે રીટા અને બાળકો ની  દુનિયામાં તે મહેમાન જેવી છે.હજારો માઈલોનું અંતર કાપીને દોઢ દિવસમાં આવી તો ગઈ પણ વીતેલા  પાચ વર્ષનું અંતર

કેમ કાપી શકાય?એનીગેરહાજરીમાં એનાં સંતાનોના  વીતી ગયેલા બાળપણથી જોજન દૂર ફેકાઇ ગઈ હતી. રીટા પાસેથી બાળકોને લઈ જવાશે?

પિન્કી અને પિન્ટુ ખૂબ ખુશ હતાં ,મમ્મી ચોકલેટના બોક્સ અને ગિફ્ટો લાવી હતી.ઘરમાં મનીષાને માટે નવી વાનગીઓ બને છે.વચ્ચે પરેશ આવીને મળી ગયો.એને નોકરી છોડી અમેરિકા જવાની જરા પણ ઈચ્છા નહોતી। મનીષાએ બાળકોને સાથે લઈ જવાની બઘી તેયારી કરી લીઘી। પણ રીટા કે છોકરાંઓને ખૂલ્લા દિલે કહેવાતું નથી, બાળકોને રીટાથી દૂર લઈ જવાની વાતથી જાણે પોતાના બાળકોનું અપહરણ કરતી હોય અને કોઈ અક્ષમ્ય અપરાધ કરી રહી હોય તેવું મહેસૂસ કરતી હતી.આગણામાં કોયલ ટહુકતી હતી,પણ કાગડી  માળામાંથી બચ્ચાંને છીનવી લેવાયા હોય તેમ કાગારોળ કરતી હતી.રીટા કાગડીને કહેતી હોય તેમ બોલી,’કાળા રંગમાં કાગડી છેતરાઈ ગઈમનીષાને પૂછવાનું મન થયું ,’રીટા ,તું જાણે છેકે હું બાળકોને લઈ જઈશ? રીટા હસી હસીને મનીષાના બધાં કામો કરે છે.પિન્કી તેને મદદ કરે છે.પિન્ટુ ફળિયામાં રમવા

દોડી જતો,પણ રીટા બોલાવે એટલે કહે,રીટામા ,બે મિનીટ રમવા દેરીટા ખિજાઈને કહેતી ,’ તાપમાં રમી રમીને તાવ ચઢી જશે ,’ બાંકડા પર બેઠેલી મનીષાને કહે છે :’તમે તોફાની બારકસને ઓળખતા નથી તાવ ચઢે ત્યારે મારા ખોળામાંથી આઘો ખસતો નથી.’ મનીષા મનોમન પિન્ટુને ખોળામાં સૂવાડી માથે હાથ ફેરવ્યા કરે છે.આજે દશ દિવસ વીતી ગયા ,એકે વાર પિન્ટુએ જીદ કરી મમ્મી પાસે કાઈ માગ્યું નથી,કે રીટામાને ખોળે માથું મૂકી સૂઈ જાય ,તેમ સૂતો નથી.પિન્કી જાણે મમ્મીને ખુશ રાખવા એની બઘી સગવડ સાચવે છે.મનીષાએ રીટાની બૂમથી

દોડતી પિન્કીનો હાથ ઝાલી પ્રેમથી કહ્યુંઘડીક મારી પાસે બેસ ,મારે કશું જોઈતું નથી ,’ પિન્કી ઉતાવળી બોલી ,ના,ના,રીટામાએ કહ્યું છે ,તમને તકલીફ ના પડવી જોઈએ.કેટલાં વર્ષો પછી મમ્મી તમે આવ્યાં છો! મનીષાએ એને પૂછ્યુંતું રાજી થઈ ?’ પિન્કી મનીષાને આશ્ચર્યથી જોયા કરે છે.પેન્ટ અને ટોપ એણે પહેર્યા છે.કાપેલા વાળને છુટ્ટા રાખ્યા છે.બહાર જવાની હોય તેમ તેયાર થઈને બેસી છે. મમ્મી અમેરિકાથી અમારા માટે બઘું લાવે છે.પણ અહી રહેતી નથી.ધણા દિવસથી એના મનમાં અને ધરમાં સોના મનમાં ધુમરાતો પ્રશ્ન પૂછી નાખ્યી : મમ્મી ,તમે ક્યારે જશો?

મનીષાના દિલમાંથી કાંટો નીકળ્યા જેવી રાહત થઈ.તેણે પિન્કીને માથે વહાલથી હાથ ફેરવી કહ્યું ,’ચાર દિવસ પછી આપણે બધાં સાથે જઈશું,મઝા આવશે ને?

પિન્કી ઉત્સુક્તાથી પૂછી રહી ,’રીટામા આવશે?’મનીષાએ કહ્યું ,’તું પૂછી લેજે ને?પિન્કી ખુશ થઈ બોલી ,’હું અને પિન્ટુ જીદ કરીશું તો રીટામા  આવશે ’.

જવાના  દિવસે મનીષાને ધણા કામ આટોપવાના હતા,છોકરાં અમેરિકા જવા રાજી થઈ ગયા છે.પિન્કી કહે છે ,’મમ્મી ,રીટામાની બેગ પણ તેયાર છે.આપણે બધાં સાથે ટેક્ષીમાં જઈશું.’મનીષા વિચારતી હતી,’ટેક્ષીમાં સાથે જઈશું ,પ્લેનમાં કેમ કરી જઈશું?છેલ્લી ઘડીએ રીટા એરપોટના ગેટની બહાર ઊભી રહી જશે તો ,છોકરાંઓ રીટાને વળગી રહેશે , એમની મા ને હું મમ્મી !રીટામા જીતી ગઈ.કારની આગલી સીટમાં બેઠેલી રીટા નડિયાદ આવતાં પહેલાં બોલી ,’રમેશ ,મારે નડિયાદ ઊતરી જવું પડશે,તને ખબર છે ને ,મારી મા પડી ગઈ છે.’રમેશ જાણતો હતો.પિન્કી અને પિન્ટુ બોલી ઉઠયા ,’રીટામા ,તારાથી નહિ જવાય ,આપણે મોડું થશે.’કાર થોભી એટલે રમેશે રીટાની બેગ કાઢી,છોકરાંઓ રીટાને વળગી પડ્યાં ,રીટાએ એમને પ્રેમથી સમજાવ્યાં ,’મારે મારી મા પાસે જવું પડે ,તમારે તમારી મમ્મી સાથે જવાનું, લોહીનો સમ્બન્ધ જીવનભરનો! મનીષા ઉતાવળમાં કારની બહાર આવી ,રીટાનેથેંક યુકહે તે પહેલાં રીટા પોતાની બેગ લઈ રોડની બીજી રીટામાનો ખલીપો છવાઈ ગયો.

તરુલતા મહેતા 15મી મે 2015.

 

 

 

કયા સંબંધે”(૨૦)પદમાકાન

Posted on મે 19, 2015 by vijayshah

સદીઓ પુરાની છે એની ટેવ આ તો લુપાછુપીનો છે ખેલ,

સંબંધ વગરના આવી પડે જીવનમાં “ક્યાં સંબંધે”પ્રશ્ન ઉઠે મનમાં?

આવી પડે કો સમસ્યા જીવનમાં,બંધ નયને નિહાળવું અંતરમાં!

આ વિશ્વ છે એક વિશાલ રંગમંચ,ખેલવું નટ નટીને સંગ.

અટપટા છે આ જીવનના રંગ,મેળવે કદી મેઘ ધનુષના રંગ

અણધાર્યો આવી ચડે કો વાદળ કાળો કાળો ડીબાંગ?

ત્યારે વીજના થાય ચમકારા!  એજ, એજ ચમકારામાં પરોવી લો ધાગો સુઈમાં

પરોવાઈ જાય આત્મા પરમાત્મામાં  એક જ સંબંધમાં

ને એક જ તદ્રુપ માનતા ને માણતો જીવ  ગર્ભમાં ગર્વમાં

એજ ત્દૃરૂપના છીએ આપણે સ્વરૂપ સંસારમાં

સૌની અંદરનો પ્રાણરસ તો એક જ રસાયણથી સિંચાય

આંતર ચેતનામાં સો સમાન છે,આનો પ્રત્યક્ષ પરિચય થાય

એક જ પિતાના સંતાન,તે જ એક તત્વ છે જોડી રાખે સંબંધમાં

જીવ કરે પ્લાન જતા પહેલા સંસારમાં

કીયું ગામ ને કિયા માબાપ ,કિયા  સંબંધીની હું જોઈ  રહ્યો વાટ,

અનેક જન્મોના શેષ કર્મ ફેડી દઉં આ ફેરીમાં

નવ માસની અવધ પૂરી થઈને, ઉવા ઉવા કરતા પૃથ્વી પર અવતરે બાળ

અજનબી આ આલમમાં,રંગ બેરંગી દુનિયામાં,મોહમયી આ નગરીમાં

પ્રવેશતાની સાથે જ માયાનો પડદો,વીટાઈ  વળે ચોપાસ.

નગ્નાવસ્થામાં બાળક જન્મે છે,પછી કદી નવસ્ત્ર તે રહે છે

.મમતાની મુરત સમું મળે વસ્ત્ર માતનું ને પ્યાર ભર્યું તાતનું

ભાઈ,ભાભી બહેન બનેવી, કાકા કાકી,ફોઈ ફૂવા

મામા મામી,માસી માસા,લોહી સમ્બન્ધના આમ  વસ્ત્રો મલે ખાસ્સા.

વસ્ત્ર મળ્યું ગુરુદેવનું વિદ્યા દેતા પાઠશાળામાં

હસતા રમતા કદી ઝગડતા સાથે ભણતા આ શાળામાં

અનેક સમ્બંધ મિત્રોના મળિયા ભણતા ભણતા આ ગાળામાં.

પ્રભુતામાં પગલા માંડતા,  પતી કે પત્ની, સાસુ સસરાના મળે અનેક સમ્બંધી,

નવી પેઢીને જૂની પેઢીનો ત્રાસ,અહિયાં કેમ બેસે પ્રાસ ?કોણ પિતા ને દાદા કોણ?

આમ સંસારના  સંબંધોમાં અટવાય.,અસલ સંબંધ પરમેશ્વરનો, તેની ક્યાંથી આવે યાદ?

કોણ પરમેશ્વર?I DON’T KNOW,નજરે ના નિહાળું તો માનું કેમ?મુહ મોડતો એમ

પેઢીની પેઢી વીતી જાય, જન્મો જન્મના ફેરા થાય

કિયા  જન્મના કયા સમ્બન્ધો,તન,મન અને ધનથી ફેડાય તે ના કળાય   

આ વિશ્વ છે મોટું રંગમંચ ને ત્યાં શરુ થઇ જાય નિત નવા ખેલ.

ઈચ્છા અનિચ્છાનો સવાલ પેદા જ ન થાય, બસ ખેલતા રહો સહુ ખેલ.

આ વિશ્વ રંગ મંચની છે એક જ ખૂબી પાત્ર ના જાણે તેને કયો કરવાનો છે ખેલ!

જ્ન્મોજ્ન્માન્તરના પડદા આમ પડતા જાય જુના સમ્બન્ધ ભૂલાતા જાય   

ના જાણે એ  સદીયો સુધી,કિયા જનમના સંબંધ, તેની ના હોય શુધી

એક ટપકા જેવડી કીડી, ચોરની જેમ લોખંડના કબાટમાં જાય ઘુસી

કબાટમાં કાચની બોટલ,બોટલમાં અમેરિકાની બદામ

બદામ એવી ખાધી,ઉપરનું છોતરું અકબંધ રાખી

આમ્ સંબંધ વગરના છોતરા અને કીડીએ  મને પુરેપુરી છેતરી!

ચી ચી કરતી આવી ચકલી,ચાર દાણા ચણે ને ઉડી જાય,

કા કા કરતો આવ્યો કાગડો,બે ટુકડા રોટીના ચાંચમાં ભરતો જાય,

ભાંભરતી આવે ગાય બારણામાં ખાધી રોટલી ને ચાલતી થાય,

મુંબઈ પુનાના હાય વેની વાટમાં,રમકડા વેચતા નાના નાના બાળ

માં મારું રમકડું ખરીદો, મેં કીધું મારે ના એની ખપ,

તો એ કહે પેસા મળે તો ભૂખ મારી ભાન્ગું હું વિચારું કેમ જાય આ લપ !

બીજી જ ક્ષણે આવ્યો અંતરમાંથી દયાનો ભાવ

ચાલ મારી સાથે હોટેલમાં તને જમાડી દઉં

મને? પ્રશ્ન કરતા સંકોચાતો મારી પાછળ આવતો

બાજુમાં મારી બેસીને જમતા, ભાવ ના કળાય મને મારા કે તેના મનના!

અમેરિકાના કો ખૂણેથી હિલીંગ માટેની માગણીની આવે એક ઈમૈલ,

ના કદી નજરે નિહાળ્યા,તોય કર્યું હિલીંગ,ને સાજા થાય!

માનો કે ના માનો શ્રધ્ધા અને વિશ્વાસના સમ્બન્ધે પ્રારબ્ધે આવી મળે    

આવા આવા તો આવે કઈક જીવનમાં જાણ્યા અજાણ્યા

સહુ સહુનો ભાગ લઇ પડે રસ્તે “કયા સમ્બન્ધે?”

પ્રશ્ન ઉઠે મનમાં એક જ પિતાના છે સંતાન?તો ભિન્ન ભિન્ન દીસે કેમ?

પિતા એક છે પણ પુત્ર અનેક છે સર્વમાં ચૈતન્ય  તત્વ પણ  એક છે.

માટીના  મટીરીયલના જુદા જુદા રંગ છે,રંગના ભિન્ન ભિન્ન ગુણના એ ભેદ છે   

કોઈ કાળા  તો કોઈ ગોરા કોઈ લાલ તો કોઈ પીળા!

ઋણાનુબંધ ને લેણ દેણનો  સંબંધ, અટલ છે એ   “કર્મનો સિદ્ધાંત”

દુનિયાના તમામ કાયદે હોય કાઈ ને કાઈ અપવાદ

કિન્તુ કર્મના કાયદામાં?ના મળે ક્યાય અપવાદ કે બાંધછોડ!

પછી ભલે તે હોય દશરથરાજા,રાજા રામના પિતા?

દેહ ધારણ કરી પૃથ્વી પર પધારે,કર્મના કાયદાનું ચુસ્ત પાલન કરે,

કર્માનુસાર પુત્ર વિયોગે,મૃત્યુને ભેટવું પડે.

શારીરિક કે માનસિક જે કોઈ નિત્ય ક્રિયા થાય,ખાવુપીવું,નાહવું ધોવું

નોકરી કરવી કે ધંધો,જાગવું કે ઊંઘવું, જન્મવું કે મરવું?

આ સઘળી ક્રિયા તે કર્મ કહેવાય.કર્મના પણ છે ત્રણ પ્રકાર.

(૧)ક્રિયમાણ કર્મ  (૨)સંચિત કર્મ (૩)પ્રારબ્ધ કર્મ

દિન દરમ્યાન કે જીવન દરમ્યાન થતી સઘળી ક્રિયા એ ક્રિયમાણ  કર્મ કહેવાય

આવા ક્રિયમાણ કર્મ અવશ્ય ફળ આપે પછી જ તે શાંત થાય.

દા.ત.ભૂખ લાગી,ખાવાનું કર્મ કર્યું ને ભૂખ મટી ગઈ

તમે કર્મ  કર્યું નાહવાનું ને શરીર શુદ્ધ થઇ ગયું,  

તમને કોઈએ ગાળ દીધી, તમે તેને લાફો માર્યો

ક્રિયમાણ કર્મ આમ તત્કાલ  ફળ ભોગ્વાવીને જ શાંત થાય.

કેટલાક ક્રિયમાણ કર્મ તાત્કાલિક ફળ ન દેતા સંચિત કર્મમાં  જમા થાય

દા,ત.આજે તમે પરીક્ષા આપી ને મહિના પછી આવે પરિણામ

 જવાનીમાં તમે દુઃખી કર્યા માબાપને,તો તમારી વૃદ્ધાવસ્થામાં તમને દુખી કરે તમારા સંતાન

બાજરી પાકે નેવું દિવસે,૧૨૦ દિવસે પાકે ઘઉં,આંબો ફળ આપે પાંચ વર્ષે,રાયણ ફળ આપે દસ વર્ષે/

જેવી જાતના ક્રિયમાણ કર્મ તે તદનુસાર ફળ મળતા લાગે વાર  

વધ શ્રવણનો કરતા,દશરથરાજાને મળે શ્રાપ,પુત્ર વિયોગે મૃત્યુ થાય,

જ્યાં પુત્ર જ ના હોય,ત્યાં કેમ લાગે શ્રાપ?ક્રિયમાણ કર્મ શાંત ન થતા સંચિત કર્મમાં જમા થાય

યુધ્ધમાં વિજયના અર્થે મળેલું દશરથરાજાનું જ દીધેલું વરદાન કૈકેઈનું પાકે?

દશરથ રાજાને મળેલો શ્રાપ પણ આહી પાકે?

ભરતને મળે ગાદી,ને રામને ચૌદ વર્ષનો વનવાસ એવું કૈકેઈ માંગે?

રામાયણ જોયું ને  હવે મહાભારતમાં ધ્રુતરાષ્ટ્ર ભગવાન કૃષ્ણને પૂછે

આ જીવનમાં ના કીધું એવું પાપ મેં,જેથી ૧૦૦ પુત્રો એક સામટા મરી જાય?

કૃષ્ણ ભગવાને  દૃષ્ટિ આપી,પાછલા પચાસ જન્મ જોવા થકી,

પારધી જન્મે સળગતી જાળ નાખી,પકડવા પક્ષીઓને,બચવા માટે ઉડી ગયા કેટલાક,

કેટલાક સળગતી જાળની ગરમીથી  થયા અંધ,બાકીના નાના સો પક્ષી બળીને થયા ખાક

તેથી થયા તે અંધ,સો પુત્રનો થયો વધ, જાણ્યા પછી ના રહે કોઈ દ્વન્દ.

આમ સંચિત કર્મ પાકતા ફળ દેવા આવે તત્કાળ,તેને પ્રારબ્ધ કર્મ કહેવાય.

હજી ઘણા પ્રકારના છે કર્મ,શોધો જન્મો જન્મ,તોય ના પામો તેનો મર્મ

ખુદ ક્રષ્ણ ભગવાન ગીતામાં ગાય, ગહના  કર્મણો ગતિ,તો આપણી ચાલે ક્યાં મતિ?

કર્મની કરીએ સમાપ્તિ,ને બીજે કરીએ ગતી તો થાયે કાઈ પ્રગતી.

જીવન સમ્બન્ધના તાણાવાણાથી વણાયલ છે તેમાં કોઈ આડા તો કોઈ ઉભા છે.

હકીકતમાં ના તો કોઈ આડા છે ના કોઇ ઉભા છે.

જરા દૃષ્ટિને બદલી જુઓ,દિશાને ફેરવી જુઓ,આતો સમય સમયનો ખેલ છે.ખેલમાં સામેલ છીએ.

સમય સમયના સમ્બન્ધના સમ્બન્ધે દિન પછી રાત અને રાત પછી દિન એમ ચકરાવો ચાલે છે.

રાત્રીમાં કરવા નિરાતે પ્લાન,દિવસે કરવા સારા શાંતિથી કામ,

આડા ઉભા તાણા વાણાને ગુંથી લો ધૈર્યથી ,સુવિચારના સુઝથી એવી,રાત્રી ન લાગે ભેંકાર,દિન ના જાએ બેકાર

ભક્ત કબીર ભજનમાં ગાતા કહે છે “ઝીનીઝીનીરે બીની ચદરિયા” ત્યાં ન રહે કોઈ ઉભા કે આડા તાણા વાના

મનને રાખો સદા સત્સંગમાં,પ્રભુના સંગમાં,મિલન થશે આત્માનું પરમાત્મામાં ભક્તિના સમ્બન્ધમાં

છોડી દઈએ સમ્બન્ધ અને સિધ્ધાંત કર્મનો ,ના ભૂતને વતાવીયે, ના જાણીએ, ના ધૂણીએ

જગમાં છે માત્ર એક જ સમ્બન્ધ, પ્રેમ થકી સુતરના તાતણે બાંધી રાખે  છે જ્યમ  રાખી!

ભર સભામાં લાજ લુંટાતા એજ સુતરના તાંતણા થકી દ્રૌપદીની વહારે દોડી આવે ગિરિધારી

 

 

 

 

 

 

 

કયા સંબંધે”(૨૧)કુંતા શાહ

Posted on મે 22, 2015 by Pragnaji

ઉજ્વલ નારીનાં સંસ્થાપક, લતામા સવારે ૭ વાગે પત્રકારોથી વીંટળાયેલા હતાં.  આજે, જાનુયારીની ૯મીએ એ સંસ્થા સ્થાપ્યાને પચાસ વર્ષ પુરા થયા હતાં.  લતામાની બાજુમાં નિર્મળા એમનો પડ્છાયો બની બેઠી હતી.

અગ્ર પત્રકાર સુધીરભાઇએ શરુઆત કરી.  “અભિનંદન, મા. તમારી ભાવનાએ તમને અનેરું બળ આપ્યું છે – સમાજ સાથે લડવાનું.  આટલાં વર્ષોમાં લાખો બાલિકા, યુવતી, અને સ્ત્રીઓને તમે રક્ષણ અને શિક્ષણ આપ્યું છે જેથી તેઓ સમાજમાં સ્વમાનથી જીવતા શીખી ગયા છે.  આજે,  પાછલા અનેક વર્ષોની જેમ, ટપાલીને બદલે, તેમની કારમાં થેલા ભરી, ભરીને ટપાલ લઇ આવ્યાં છે.  તમારા કાર્યની સફળતા માટે અમને તો આનંદ છે જ, તમને પણ હશે!”

“આનંદ તો થાય જ છે કે પ્રભુએ મને આ કાર્ય કરવાને નિમિત્ત બનાવી. પ્રભુની મરજી વિના કશું થતું નથી.  હા,  નારીત્વનું અપમાન કરનારાઓએ પણ એવું ઘણી વાર કહ્યું છે કે પ્રભુની મરજીથી જ એવી ઘટના બને છે!  અત્યારે લગભગ ૬ કરોડ નારી જાતની વસતી ભારતમાં છે.  માનો, એમાંથી લાખને મારા જેવી સંસ્થા દ્વારા સહારો મળ્યો.  બાકીની કેટલીય પોતાની પરિસ્થિતીમાંથી ઊંચી આવી નથી શક્તી.  કારણ ઘણા છે.  હવે છેલ્લા દસેક વર્ષથી ગામડાઓમાં પણ હવે તમારી જ મહેરબાનીથી અમારા કામનો પ્રચાર થવા માંડ્યો છે.  અફ્સોસ એ વાતનો છે કે, આપણે ભારતીઓ જે પૃથ્વીને અને નદીઓને પણ માતા ગણી પૂજા કરે છે, સૌથી પહેલા “માતૃ દેવો ભવ” કહે છે તે પોતાની પુત્રી, બહેન અને માને દુઃખ આપે છે.  ઘણી દીકરી માને,  વહુ સાસુને અને સાસુ વહુને પણ દુઃખ દે છે. જ્યાં સુધી પોતાની શક્તીનું અભિમાન ખોટી રીતે અજમાવાનું માનવી નહીં છોડે ત્યાં સુધી આ ચાલવાનું જ. પણ એ અન્યાયનો અસ્વિકાર કરતાં શીખવાનુ એ સહુનું દાયિત્વ છે.”

“મા, સાંભળ્યુ છે કે તમારી તબિયત સારી નથી?”

“ભાઇ, ઉમર ઉમરનુ કામ કરે. ગાડી અટકવાની છે એવી સીટી તો હજી વાગી નથી.  અને કેટલીય જાગૃત બહેનો મારું  કામ ઉપાડી લેશે એની મને ખાત્રી છે.”

બધા પત્રકારોએ માને પ્રણામ કરી, કઇં પણ મદતની જરૂરત હોય તો દોડતા આવી જશું એમ કહી વિદાય લીધી.

નિર્મળા લતામાને સહારો આપતી એમની ઓફીસમાં લઇ ગઇ.  માને મોસંબીનો રસ અને મેથીના થેપલા આપતાં યાદ દેવડાવ્યું કે આજે બપોરે ૩ વાગે ડોક્ટર કશ્યપ આવવાના છે. આજે, કોણે શું કરવાનું છે તે પાછા વાંચી ગયા.  કોણ બીમારીને લીધે સોંપેલું કામ કરી નથી શકવાના, અને તેથી અગત્યતાને પહોંચી વળવા શું કરવું તેનો નિર્ણય લઇ દિવસનાં કામની વ્હેંચણી કરી દરેક કક્ષમાં ઇંટરકોમ દ્વારા જણાવ્યું.  રાત્રે તૈયાર કરેલી ભેટની વસ્તુઓ એક કાર્ટમાં મુકી આઠ વાગે મા અને નિર્મળા નિયમ પ્રમાણે પ્રથમ બાલીકા કક્ષમાં ગયા. દરેકને વ્હાલ કરી, નવા કપડા, દોરડા અને ચિત્રકળાના પુસ્તકો તથા સંગબેરંગી પેન્સીલો આપી, યુવતી કક્ષમાં ગયા. એ સહુને પણ વ્હાલ કરી, નવા કપડા, ડાયરી તથા પેન્સીલ આપી સુચના કરી કે આ ડાયરીમાં મનમાં જે આવે તે રાત્રે સૂતા પહેલાં લખો અને પછી જે પ્રાર્થનાથી તમારું મન શાંત અને સ્થિર થાય તે કરજો. એ વર્ગને સોંપાયેલી ગોદડીની રચના ક્યાં સુધી આવી તે જોઇ ખુશ થતાં થતાં “સુંદર” કહી ત્યાંથી પ્રોઢ સ્ત્રીઓના ઓરડામાં ગયા. તેમને પણ વ્હાલ કરીને એ જ વસ્તુઓ ભેટ આપી અને ડાયરી માટે એ જ સુચના આપી.  આ બહેનોએ બનાવેલા ચવાણા, ખાખરા, ફરસાણ અને મીઠાઇ સહેલાઇથી વેચાઇ જાય છે અને નવા ઘરાકો ઉમેરાતા જાય છે તેના અભિનંદન આપ્યા. ત્યાંથી વૃધ્ધકક્ષમાં ગયા. એમને પણ વ્હાલ કરી નવા કપડાં, ભજનની નવી સીડી આપી “કોઇને પણ વાત કરવી હોય તો સાંભળવા આતુર છું” એમ કહી એમને માટે રાખેલી ખુરશીમાં બેઠા.  મોટા ભાગની વૄધ્ધાઓ વિધવા હતી.  ક્યાંક તો સંતાન નહોતા કે હતાં તો પણ મા એમને ભારે પડતી હતી. આ સ્ત્રીઓ એક્બીજા જોડે વાત કરી હૈયુ ઠાલવતી, એકબીજાને માંદગીમાં મદત કરતી, અપંગને સહારો આપતી, આંધળીઓની આંખ બનતી.  રસોઇઘરમાં પણ બનતી મદત કરતી.  પ્રેમની ભૂખી બાળકીઓ અને યુવતીઓની નાની, પ્રૌઢાઓની બહેન કે મા બનવાના પ્રયાસો કરતી.

બાર વાગવા આવ્યા હતા.  નિર્મળા માને લઇ પાછી ઓફિસમાં ગઇ. રસોઇઘરમાંથી મા, નિર્મળા તથા પોતાને માટે ભોજન એક પ્રૌઢા લઇ આવી અને બધાએ મૌનમા જ પ્રસાદ આરોગ્યો. સાડાબારે બીજી  બધી પ્રૌઢા અને યુવતીઓ આવી ગઇ અને બધા ટપાલ ખોલવા બેસી ગયા. મોટે ભાગે ફાળા માટે ચેક હતા.  દરેક ચેકનો આંક્ડો, મોકલનારનાં નામ સરનામા સાથે દાનની લેજરમાં યુવતીઓએ નોંધ્યા અને એના નિયત કોથળામાં ભરતા ગયા. રસોઇઘર ની કમાણીના ચેક એ જ માહિતિ સહ જુદી  લેજરમાં નોંધ્યા અને એના નિયત કોથળામાં ભરતા ગયા.  થોડા પત્રો દીકરી, બહેન, પત્નિ કે માની શોધ હેતુ હતા.  એ બધા ખોવાયેલ વ્યક્તિના નામના અનુક્રમે ફાઇલ કર્યા.  જો એ વ્યક્તિ એમની સંસ્થામાં  આશ્રયી હોય તો એ આશ્રયીની તૈયારી ના હોય ત્યાં સુધી એ પત્રનો ઉત્તર નહીં અપાતો.  પ્રૌઢ અને વૃધ્ધા જ્યારે પોતાની તૈયારી બતાવે ત્યારે તેમને એ પત્ર આપતા અને રજા આપતા.  યુવતી અને બાળકી માટે વધુ કડક તકેદારી રખાતી.  એક પત્ર નામ વગરનો હતો.  એ ભાઇને માની માફી માંગવી હતી.  પોતાના જીવનની છેલ્લી ઘડીએ એ માના દર્શન કરવા માંગતા હતા.  માએ એ પત્ર જોવા માંગ્યો.  અક્ષર પરિચિત હતા. માએ નિર્મળાને કહ્યું “જવાબમાં લખી દે કે કોઇ પણ દિવસે બપોરના ૪ પછી આવી શકે છે.  પહેલેથી જણાવે કે કયે દિવસે આવવાના છે,”  દરેક દાનીને મા લક્ષ્મીનો ફોટો મોકલવા માટે પરબીડીઆ ઉપર સરનામું લખી, સ્ટેમ્પ લગાડી તૈયાર કરાયા.

બસ આ કામ પુરુ થયું ને ડોકટર કશ્યપ આવી પહોંચ્યા.  માને પહેલાં પ્રણામ કરી, એક ચેક સહ અભિનંદન આપી, તપાસ્યા.  પછી જણાવ્યું કે બ્લડ પ્રેશર બહુ વધારે છે. સવારે ૬ વાગે ગાડી મોકલશે અને ડ્રાઇવર હોસ્પિટલમાં, બ્લડ, યુરિન અને એક્સરે માટે લઇ જશે.  પાણી સિવાય કશું લેવાનું નહી. બધું પતે એટલે ડ્રાઇવર તમને પાછા અહીં મુકી જશે. બ્લ્ડ પ્રેશરની દવાની ગોળીઓની બાટ્લી આપી પુછ્યું “ આજે બીજા કોઇને તપાસવાનું છે?”

“ના, આજે નાઝ અને વસુને સવારે તાવ હતો પણ અત્યારે સારું છે.”

“”તો હું નીકળું? આ ચેકના કોથળા લેતો જાઉં જેથી ખાતામા આજે જ જમા થઇ જાય.”  નિર્મળાએ તૈયાર કરેલા મિઠાઇ અને ચવાણાના ડબ્બા કશ્યપને આપ્યા પછી ચેકના કોથળા નિર્મળા કશ્યપની કારમાં મુકવા ગઇ. માને ફરી પ્રણામ કરી, કશ્યપ વિદાય થયો.

૨૦મી જાન્યુઆરીએ અનામી બપોરે ૪ વાગે આવી ઉભો.  રડી ને લાલ આંખોથી નિર્મળાને જોઇ એ જરા વિચારમાં પડી ગયો પણ માને જોઇ મા પાસે દોડી એમનાં ચરણ દબાવેલાં અશ્રુથી ધોવા લાગ્યો. માએ મા એના મસ્તકને પંપાળતા રહ્યા. એકાંતની જરુર છે એમ કહી નિર્મળાને બારણું બંધ કરી ફૂલોને પાણી આપવા મોકલી. જ્યારે અનામીના ડુસ્કા ધીમા પડ્યા ત્યારે માએ એનું માથું ઉંચુ કરી કહ્યું “નિધિનભાઇ, શાંત થઇ જાવ.”  રડતા રડતા નિધિને કહ્યુ “બહેન, તુ ગઇ ત્યારનો તને શોધું છું.  અચાનક ટીવીમાં તારી છબી મેં જોઇ, અવાજ સાંભળ્યો અને જાણી ગયો કે લતામા બીજું કોઇ નહી પણ મારી બહેન કુસુમ જ છે. તુ મને માફ કરશે કે નહીં એ વિચારમાં મેં મહીના કાઢ્યા.  પછી હિંમત કરી કે બહુ બહુ તો તું મને ના કહેશે, સમાજમાં મારી બદનામી કરશે પણ આજે જોવું છું કે તું ખરેખર મા જ છે.  તેં મને માફ કરી દીધો છે એ વગર બોલ્યે હું અનુભવી શકું છું.”

“ભાઇ,  જ્યારે આપણું ઘર છોડીને ભાગી ત્યારે હું ગુસ્સામાં હતી જ.  જાતને સંભાળી ન હોત તો કદાચ મારે હાથે હત્યા પણ થઈ જતે. એક સંતના આશ્રયમાં મારું મન શાંત થયું અને શિવ શક્તિની ઉપાસનાથી જાગૃત થઇ.  તમને મેં ત્યારનાં માફ કર્યા હતાં જે દિવસે આ માર્ગે પ્રયાણ કર્યું.  તમે તો મારા પર કૄપા કરી જેથી હું પણ મારા અહમને પંપાળવાને બદલે અઢળક લોકોને પંપાળવાનું સુખ ભોગવું છું.  બસ, હવે તમે જઇ શકો છો.”

“જતાં જતાં એક પ્રશ્ન પુછું? આ બહેન,જેને તેં બગીચામાં મોકલી એ કોણ? મદન  “ કુસુમ ફરી લતામા બની ગઈ.  “ભાઇ, કયા મદનની વાત કરો છો? અહંકાર અને વ્યસનોમાં ડૂબેલા બધાં જ તો મદન છે! હવે તમારા કોઇ પ્રશ્નનો જવાબ નહી મળે. અહીંના સર્વે આશ્રિતો અને કાર્યકર્તાઓનું માનસિક અને શારીરિક રક્ષણ કરવું એ આ સંસ્થાનો પહેલો ધ્યેય છે.  હવે તમે જાવ અને ફરી કદી આવશો નહીં”

નિધિન માને પ્રણામ કરી ફરી આંખ ભીંજવતો ચાલ્યો ગયો. અને મા ધ્યાનમાં વિલિન થઇ ગયા.

કુંતા શાહ

 

 

 

 

કયા સંબંધે”(22)અરૂણકુમાર અંજારિયા

Posted on મે 22, 2015 by Pragnaji

નિંદાનો ખારો દરિયો

સ્તુતિની મધ મીઠી વાણી,

બંને નકામી છાવણીઓ છે

(આપણે) રાખવી અકબંધ કહાણી ( .મો.)

 

મનુષ્ય અન્ય પ્રાણીઓથી જૂદો પડે છે તેનું મૂળ કારણ તેની સામાજિક અનન્યતા છે.

અન્ય પ્રાણીઓમાં આપત્યભાવ અને સહચર્ય અલ્પજીવી હોય છે જયારે મનુષ્યમાં આવા સંબંધો મૃત્યુ પર્યંત સ્થાપિત થયેલા હોય છે. વળી, મોટેભાગે મનુષ્ય માત્ર બુધ્ધિ કરતાં હ્ર્ય્દયથી વધુ જીવે છે, વધુ જુવે છે, પરિણામે બહુયામી સંબંધોથી બંધાયેલો હોય છે.

પિતાપુત્રીમાતાપતિભાઈસાસુનણંદ અને મિત્રના બહુરંગી વલયો આપણા સમાજને વહાલ, સમર્પણ, ફરજ . ની વિશિષ્ટ પરિપાટી અને અનુશાષિતજીવન માટે એક રંગમંચ-stage પૂરો પાડે  છે. તમે કેવું પત્ર ભજવો છો તે તમારામાં વિકસીત સંસ્કારો કે ઉછેર પર નિર્ભર છે. અને તેથીજમકાનને બદલેઘરનું હોવું, ‘શાળાને બદલેમૂલ્યો અને જ્ઞાનના સંસ્કારધામનું હોવું’, હંમેશ પાયાની જરૂરીયાત રહી છે જે એક વ્યક્તિને તેના સંબંધો માટેની ખાસ તક પૂરી પાડે છે. પણ અહીં મિલનવિયોગ, સુખદુઃખ, સ્વીકારરુખસદના સંસારિક વ્યવહારોમાં સપડાયેલાં  આપણે, સંબંધોની મૂલવણી અને પાલન પોતાની શક્તિ મુજબ કરતાં કરતાં સ્મરણોની સુખદ કે દુઃખદ યાદો અને તેના આઘાતપ્રત્યાઘાતોને જોતાં, જીરવતાં  જીવનભર વાગોળીએ છે.

કેટલાક સંબંધો સ્વાર્થના કાચા તાંતણે બંધાયેલા હોય છે જે બંધાય છે જલદીથી અને તૂટે છે પણ જલદીથી. અહી છેતરાઈ જનારને પારાવાર દુઃખ અને યાતના ભોગવેજ છૂટકો. આવા સંબંધો માં મિત્રમિત્ર વચ્ચેના તેમજ પતિપત્ની વચ્ચેના સંબંધો સુધી ફલક વિસ્તરતું જોવા મળે છે. જેમાં દિનપ્રતિદિન વૃધ્ધિ વર્તાય છે અને માવિત્રોસંતાનો વચ્ચે કે ભાઈભાઈ વચ્ચેના સંબંધોના કિસ્સા સામાજિક  સુરુચિનો ભંગ કરતા જોવા મળે છે.

સંયુક્ત કુટુંબના સહચર્યના કાંગરા એક પછી એક તૂટવાની સાથે વિભક્ત થયેલ કુટુંબમાં મન મિલાપ ની તીવ્રતા પણ ઘટતી જોવા મળે છે. ખાસ કરીને શેહેર જેવા વિસ્તારોમાં આજ કાલ ઘર ખર્ચને પહોચી વળવા અથવા ભૌતિક સુખો ભોગવવા પતિપત્ની બંને નોકરી પર જતાં ભારે મોટી સજા બાળકોને ભોગવવી પડે છે, જે આગળ જતાં, બાળકમાં એકલતાથી માંડી તોછડાપાણાંની ભાવના માં વિકસીત થવાની શક્યતા છે.

સંબંધોમાં પડતી નાની તિરાડો છેવટે મોટી થાય છે, અને પછી કોઈ પ્લાસ્ટર તેને સાંધી શકતું નથી.

જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા

લાગણીને ટાંકણે  ટાંક્યા હતા

તેં કફન ખોલી કડી જોયું નહીં

મેં શ્વાસ થોડા સાચવી રાખ્યા હતા” (વિનોદ ગાંધી)

પણ કોઈ એવા સંજોગો ફરી આવે અને અરસ પરસ ગેર સમજ દૂર થાય તો પછી, પસ્તાવાના ઝરણાંનું પૂછવુંજ શું? કોઈ કવિએ સાચુંજ લખ્યું છે :

અશ્રુ પછીનાં સ્મિતનું દ્રશ્ય તો જુઓ,

વર્ષા પછીનો જાણે કે પેહેલો ઉઘાડ છે

સંબંધોમાં નૈતિકતા અને નમ્રતા સાથે નિઃસ્વાર્થપણું મોટો ભાગ ભજવે છે તે સાથે ભાષા જે આહત કરી શકે છે તે સમાધાન પણ કરાવી શકે છે. અહમથી દૂર અને નિસ્વાર્થ વ્યક્તિ હંમેશ અજાતશત્રુ રહે છે અને કોઈ પણ સંબંધ સાચવવા સમર્થ બની શકે છે.

અપેક્ષિત સંબંધોનાં આપણાં આદર્શ ક્ષેત્રો :

મુખ્યત્વે, આપણાં સંબંધોમાં આદર્શવાદ કેન્દ્રસ્થાને રહ્યો છે, પરિણામે વડીલોનું સ્થાન મુખ્ય રેહેવા પામ્યું છે. તેમાં પણ પુરુષ પ્રધાન કુટુંબોમાં તો સવિશેષ સામાજિક અનુશાસનની ભાવના રેહેતી આવી છે. રામાયણના વિવિધ પાત્રો વચ્ચેની કૌટુંબિક ભાવના આપણાં સમાજ નો આદર્શ રહી છે. તે સાથે અન્ય પાત્રો કૃષ્ણસુદામાની મૈત્રીનો સુક્ષ્મ પ્રેમ સંબંધ, રામનો આદર્શ પતિપુત્રભાઈ અને શાસક તરીકેનો પારદર્શી સંબંધ, સીતાજીની પત્ની અને કુટુંબ તરફની ઉચ્ચ ભાવના, આપણાં સંબંધો માટે હંમેશ માર્ગસૂચક રહ્યા છે. તે સાથેમાંનું કુટુંબમાં સંસ્કારલક્ષ્મીનું સ્થાન છે, તેથીમાંજતાં એક શિરોબિંદુમાં બંધાયેલ સંબંધની દોરીઓ છૂટી પડી જાય છે.

આજે વીજાણું વિષયક સુવિધાઓ એક તરફ વિશેષ જ્ઞાન તેમજ સંબંધો જાળવવાના પર્યાય બન્યા છે. ટેલીવિઝન, લેપટોપ કે મોબાઈલે એક તરફ દુનિયા ને સાંકડી બનાવી છે, તો તેમાં ખર્ચાતો સમય કૌટુંબિક વ્યવહારો અને સંબંધો સાચવવાની મોકળાશ પર મોટી અસર પાડે છે. એક બીજા ના ઘરે જવા આવવાની બાબતો હવે અઠવાડિક કે માસિક છપાતાં સામાયિક જેવી બની ગઈ છે. ભારત અને અન્ય તેવા દેશોનું યૌવનધન, પોતાની ક્ષમતાને કારણે વિદેશોમાં સ્થાયી થતાં વિભક્ત કુટુંબો, સવિશેષ વિભક્ત બનવા લાગ્યાં છે. અને ખાસ કરીને ત્યાં ઉછરતાં બાળકો પોતાના અન્ય કુટુંબીઓ સાથે લગાવ રાખી શકતાં સંબંધો માત્ર નામ પૂરતાજ રહે છે. ક્યાં દરરોજ દાદાદાદી પાસેથી વાર્તા સાંભળી પુલકિત થતું બાળક અને ક્યાં આઈપેડ પર હાથ હલાવતું અને વિસ્મયથીહાઈહેલો કરતું બાળક !!

છેલ્લે એક બની ગયેલ વાત રજુ કરવાનું મન થાય છે :

લગ્નના અઠવાડિયા બાદ નૈષધ અને બીના પોતાના આયોજન મુજબ  ઉટીકોડાઈકેનાલથી મુંબઈ આવી પહોચ્યાં. ત્રણ ચાર દિવસ રોકાઈ અમદાવાદ પરત જવાનો કાર્યક્રમ હતો. બીજા દિવસે ગુજરાતી અખબાર લેવા બંને રેલ્વે  સ્ટેશને ગયા અને ત્યાજ બાંકડા પર બેસી બંને છાપાં વાંચવામાં મશગૂલ હતા. પંદર મિનીટ પછી જેવા બાંકડા પરથી ઉઠવા ગયાં ત્યારે જાણ થઇ કે બીનાનું પર્સ કોઈ તફડાવી ગયું હતું !બંને બેબાકળા બની ગયાં …. પર્સનો ખભા પર રાખવા નો પટ્ટો કાપી પર્સ કોઈ સેરવી ગયું હતું !! હવે શું ???

એટલું સારું કે મારું વોલેટ સહી  સલામત છેનૈષધે પોતાનું  ખિસ્સું તપાસી બીના સામે જોયું

પણ તેમાં હવે શું પૈસા છે તે તો જુઓ ! “

મને  ખ્યાલ છે કે હોટેલનું બીલ તો ભરી શકીશ હું. તારી પર્સમાં, વળવાની ટીકીટ, .ટી.એમડેબીટક્રેડીટકાર્ડ પણ ગયા…. બાપરે ! ભારે થઇ ! “

તો હવે અહી  અજાણ્યાંમાં કરવું પણ શું ? મને મૂર્ખીને પણ સૂઝયુંકે પર્સ ને આમ લટકાવીને બાંકડે બેસાય!”

હવે અફસોસ કરવો નકામો છે. પોલીસ લફરાંથી કોઈ કાંદો નહીં નીકળે ! હવે આવતા સોમવારે તો મારી રજાઓ પણ પૂરી થાય છેનૈષધે કહ્યું

આપણે રેલ્વેની સાદી ટીકીટ  લઇએ તો પણ 800-1000 રૂપિયાની રકમ તો જોઈએજ !” બીનાએ ચિંતા દર્શાવી.નૈષધબીના રેલ્વે સ્ટેશનના બાંકડે બેસી હવે પાછું વળવા માટે જોઈતી રકમના વિકલ્પો વિચારતાં હતાં …..

મારા બે અહીંથી ખરીદેલાં ડ્રેસ, અક્બંધ પડેલ છે, તે પાછા આપી દેશું, તો સેહેજે ચારેક હજાર રૂપિયા તો મળશેજબીના પ્રસ્તાવ મૂક્યો

નાં એવું હરગીઝ નહીં

તો બીજો કોઈ રસ્તો પણ નથીબીના કહ્યું

હવે તો મિત્રો પૈકી કોઈ એકને ફોન કર્યા સિવાય કોઈ છૂટકો નથીનૈષધ એવું કહી ઉઠવા ગયો ત્યાતો બાંકડા ની પાછળના ભાગે બેસેલા 60-65 વર્ષના જૈફ સજ્જને નૈષધના ખભા પર હાથ મુકીને કહ્યું,

બેટા, ખોટું ના માનતો, પણ હું ક્યારથી તમારા બંનેની વાતો સાંભળતો હતો. તમે બંને મારા સંતાન જેવાં છો, અને મારી મદદ લેવામાં તમને કોઈ હરકત પણ હોવી જોઈએ ! હું પણ અમદાવાદનોજ છું. ” ખૂબ સમજાવટ પછી, એક બીજા ના સરનામાંની આપ લે કરી, નૈષધે લોન સ્વરૂપે રકમ સ્વીકારી.અમદાવાદ પહોંચતાંની સાથેજ નૈષધે મુંબઈ ના સરનામે  સજ્જનને મની ઓર્ડર કરી દીધો….પણ ….. આશ્ચર્ય વચ્ચે મની ઓર્ડર પરત ફરે છે, જેના પર નોંધ હતી કે સરનામે કોઈ રેહેતું હોઈ પરત કરવામાં આવે છે

નૈષધ ત્યાર પછી મુંબઈ રૂબરૂ જઈ, પેલા સજ્જને આપેલ સરનામે પણ જઈ આવ્યો, પણ તેના આશ્ચર્ય અને દુઃખ સાથે તેણે જોયું કે ત્યાં વરસોથી કોઈ રેહેતું ના હતું !

નૈષધે મને કહ્યુંત્યાર પછી ઘણી વખત હું મુંબઈ જઈ આવ્યો, દર વખતે પેલા રેલ્વે સ્ટેશનના બાંકડાને જોતો, પણ ત્યાં કોઈ દેખાતું ! વાતને પાંચ સાત વર્ષો વીત્યાં છતાં તે સજ્જનનો દયાળુ ચહેરો યાદ આવ્યા કરે છે. દસ મિનીટનો છતાં કાયમી સંબંધ !!! પેલો ચહેરો, પ્લેટફોર્મ પરનો તે બાંકડો મારું સંભારણું બન્યા છે ! “

કયો સંબંધ હતો? …. શું માત્ર હૈયાની ભીનાશ હતી ? … ઋણાનુબંધ હતો, ચમત્કાર હતો, કે પછી કોઈ અદભૂત સંબંધનો સાક્ષાત્કાર ? હોઈ શકે પોતાની એકની એક પુત્રીને ખોળતો કોઈ કોચમેન અલીડોસો હતો ? શું વર્ષો પેહેલા ગૂમ થયેલ એક ના એક પુત્રને શોધતો કોઈ કમનસીબ પિતા હતો ? …. કોઈ પણ હતો, પણ સંબંધ નિભાવી ગયો !!!

 

 • અરૂણકુમાર અંજારિયાનામ : અરૂણકુમાર એમ અંજારિયા – ઉ.વ. ૭૫,મૂળ વતન : ભુજ કચ્છ
 • એમ.એ. (ગુજરાતી), બી.એડ નિવૃત્ત : જીલ્લા શિક્ષણ નિરીક્ષક. (૧૯૯૬) Retiered as District Education Officer and recalled by Gujarat Govt. after 5 years of retirement, to a govt project. અન્ય : શિક્ષણ અને સામાજિક વિષયો પર આકાશવાણી – દૂરદર્શન પર પ્રસારણો.વાર્તા લેખન માં પ્રવૃત્ત.         કયા સંબંધે? (૨૩)પી. કેદાવડાછેલ્લા થોડા વર્ષોથી સંબંધો સંકોચાઈ રહ્યા છે. Single Child Norm માં આજે લોકોને મામા છે તો માસી નથી, ફઈ છે તો કાકા નથી, અને ક્યારેક કાકા, મામા, ફઈ કે માસી કોઈપણ નથી. આજે અમેરિકામાં ઉછરતા ભૂલકાઓ પૂછે છે કે મમ્મી કાકા એટલે તારા ભાઈ કે પપ્પાના ભાઈ?એ સિવાય પણ છૂટાછેડા અને ફરી લગ્ન સામાન્ય થયા છે. આને લીધે નવા સંબંધો ઉમેરાયા છે. એકવાર કનૈયાલાલ મુનશી એ લીલાવતી મુનશીને કહેલું, “જરા જો તો તારા, મારા અને આપણા લડી રહ્યા છે.”     વર્તમાન સમયમાં પ્રવર્તતા સંબંધો વિષે મેં થોડા છપ્પા લખ્યા છે.સ્ટેપ થઈ ગયા મા ને બાપ, અર્ધા ભાઈ બહેન આપો આપ, કઝીન થઈ ગયા સૌ પિતરાઈ, ભલે રહી હોય કોઈ સગાઈ, અર્ધા  ભાઈ ને  અર્ધી બહેન, હવે  નથી એ મારો વહેમ, સંબંધો  સગવડિયા  થયા, નફા  તોટાના  હિસાબે રહ્યા, દાવડા સરકારી કાયદો ફરે, પાંચ  વર્ષનો  કરાર જે  કરે, -પી. કે. દાવડા આપણા શાત્રો કહે છે કે માણસો એક્બીજાના ગયા જન્મની લેણદેણને હિસાબે આ જન્મમા ભેગા થાય છે. થોડા હંમેશ માટે અને થોડા ઓચિંતાના મળે; થોડીવાર માટે; ને પછી તેઓ પોતપોતાને રસ્તે છૂટા પડે. પતિપત્ની , મા-બાપ,સગાવહાલા,દોસ્તારો વધારે વખત માટે સાથે રહે છે પણ જે લોકો થોડા વખત માટે જ મળે છે ત્યારે પ્રશ્ન થાય કે તે કયા સંબંધે ભેગા થાય છે? આપણે વિચાર કરતાં થઈ જઈએ. એવો એક બનાવ નીચે આપ્યો છે.નસીબ જોગે એક બોટમા બે જણાએ મને જોઈ. તરત જ મારી તરફ આવ્યા ને મને બચાવી.હંસા પારેખ
 • આના પરથી વિચાર આવે કે ક્યા સંબંધે મને બચાવી? ભગવાને મોક્લ્યા કે મારા ગયા જનમની લેણદેણ !?
 • અમારું કુટુંબના એક વાર દરિયાકિનારે ફરવા ગયા હતા. અમારા ઘરનાને બધાને દરિયામા તરવાનો શોખ છે. હું તરતી તરતી જરા લાંબે જવા ગઈ અને અચાનક વમળમા સપડાઈ ગઈ. બહાર નીકળવા કોશીશ કરું તેમ વધુ ઉંડી ખેંચાતી ગઈ. ઘરના બધાએ મને લાંબે કિનારા પરથી જોઈ ને ગભરાઈ ગયા; મદદ કરવા ફાંફા મારવા માંડ્યા. પણ એ કામ સહેલું નહોતું.
 • કયા સંબંધે? (૨૪)હંસા પારેખ
 •  
 • અંતમાં સુરદાસે કહેલું જ માનવું પડે કે, “સબસે ઊંચી પ્રેમ સગાઈ”.
 • ઇન્કમ ટેક્ષમા  છૂટ અપાય, જેથી  થોડા સંબંધ સચવાય.
 • ક્યાં ગઈ સાત જનમની વાત? સંબંધ બદલે રાતો રાત,
 • સંબંધોની ન રહી કોઈ જાત, નાત  જાતને  દીધી  માત.
 • સંબંધની  વ્યાખ્યા  બદલાઈ, નથી  જરૂરી કોઈ સગાઈ,
 • બબ્બે મા ને બબ્બે બાપ, સ્ટેપ કહી દયો, થઈ ગઈ વાત.
 • દાવડા સંબંધનું બદલ્યું માપ, સંબંધ થાતાં આપો આપ,
 • દાવડા  સંબંધોની  ચોખવટ, લાગે સૌને  ફાલતુ   ઝંઝટ .
 •  કાકા  મામા અંકલ  થયા, મામી  માસી  આંટીમાં   ગયા,
 • રોજે  રોજ  સંબંધ  બદલાય, મૂળ  સંબંધમાં  લાગી  લાય..
 • “દાવડા”સમાજમાં ફેરફાર થયા, સંબંધ થૈ ગ્યા તદ્દ્ન નવા,
 • કયા સંબંધે?
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •