૮૦૦, રીવર વોક ડ્રાઈવ

૮૦૦, રીવર વોક ડ્રાઈવ (૧) પ્રવીણા કડકિયા

જો તમારે નાયગરા ફૉલ જોવો હોય  યાદ રાખજો સરનામું. ૮૦૦, રિવર વૉક ડ્રાઈવ, સુંદર મનભાવન ખાવાનું અને નજારો જોવો હોય તો આ મૉટલમાં ખાસ પધારશો. તમને મનગમતી આગતા સ્વાગતા મળશે. સુંદર નદીનો નજારો દેખાય એવા રૂમ. બાથરૂમ પણ ખૂબ સગવડવાળા. મોટો ડબલબેડ વાળો  બેડ રૂમ . અને જો બે ક્વિન સાઈઝ બેડ જોઈતા હોય તો તે પણ મળશે.

ફાયદો તો એ છે કે ‘હિલ્ટન’ અથવા ‘હાયાટ રિજન્સી’ કરતાં ભાવ પરવડે એવા છે. ્કારણ વ્યાજબી છે. વિશાળ મોટેલ બંધાવી છે નાયગરા ફોલ નજીકમાં પડે. બાળકો સાથે આવો તો રજામા મઝા માણવાની સુંદર જગ્યા. અંદર તેમ જ બહાર બન્ને ઠેકાણે ઓલિમ્પિક જેવા વિશાળ સ્વિમિંગ પુલ. બાળકો માટે ‘પટપટ ગોલ્ફ’ની પણ સગવડતા છે. નાના ભુલકાંઓ માટે ‘જંગલ જિમ’ ની સુવિધા ખાસ રાખી છે.

સરનામું પણ કેવું સરળ, ‘૮૦૦, રિવર વૉક ડ્રાઈવ’. યાદ રાખવામાં ખૂબ સરળ. જેવું સરનામું સહેલું તેવું નામ પણ સરળ,યાદ રાખવા માટૅ બદામ ન ખાવી પડે.

” મોટલ  ૬”.

૧૨૦ રૂમ વાળી આધુનિક મોટલ. મોટલના માલિક મંગલા અને હર્ષદ પટેલની દેખરેખ નીચે બંધાયેલી સુંદર ઈમારત. પાયામાં સિમેન્ટ ભર્યો ત્યારથી બન્ને પતિ અને પત્નીએ પોતાની હાજરીમાં તેનું બાંધકામ પુરુ કરાવ્યું. પટેલ ભાઈએ ભારતમાં કમાયેલા નાણાનું ડોલરમાં ચલણ ફેરવી, એક પૈસાની લોન વગર આ મોટલ બનાવી હતી.  મંગલા લગ્ન વખતે વાંકડો પણ સારો એવો લાવી હતી. બે ભાઈઓની એકેની એક બહેન, પિતાજીએ દહેજ મન મૂકીને આપ્યું હતું. આમ મોટલની શુભ શરૂઆત દશેરાને દિવસે કરી.

આજ કાલ કરતાં આ મોટલે પોતાનો રૂઆબ જમાવ્યો.  જગ્યા ખૂબ મોકાની હતી. ચાર એકર જમીન પર બાંધેલી આ મોટલ ગામમાં ખૂબ વખણાતી.   મંગળાના ભાઈ દીપકે આફ્રિકાથી લાવેલા પૈસા આપી ખૂટતી રકમ ભરપાઈ કરી. હર્ષદને તો સાળો ભાગિદાર તરિકે મળી ગયો. એક તો દીપક સાળો, ઉપરથી ભાગિયો સોનામાં સુગંધ ભળી. બુદ્ધિ અને મહેનતનો સમન્વય થયો. ૩૦ રૂમથી ચાલુ કરેલી મોટલ આજે ૧૨૦ રૂમ ધરાવતી થઈ ગઈ. શરૂઆતમાં સાળા અને બનેવી બાર કલાકની પાળી કરતાં.

મંગલા બે દીકરાની મા બની તેથી ઘર અને રસોડાની જવાબદારી તેણે પ્રેમથી સંભાળી લીધી. દીપક કમાતો ધમાતો થયો એટલે માગા આવવાના ચલુ થઈ ગયા. હર્ષદ ઉદાર દિલે કહેતો ,’આપણે દીપકનું ભાગ્ય નહી બનાવી શકીએ. આપણે તો  માત્ર રખેવાળ છીએ. પ્રભુએ જ્યાં બેલા બાંધ્યા હશે તેને પરણીને દીપક લાવશે’ !

અચાનક બારડોલીવાળી અરૂણાનું માગું આવ્યું. ભણેલી, ગણેલી અને સુંદર સંસ્કારવાળી હતી.  પૈઠણ મન માન્યું મળવાનું હતું. ના કહેવાનું કોઈ કારણ શોધે પણ જડે એવું ન હતું. મોટી બેંકની એફ. ડી. પણ એના નામ પર બોલતી હતી. મોટલમાં બીજા ૩૦ રૂમ ઉમેરાયા. કામ કરવાવાળી એક અરૂણા પણ વધી. અરૂણાએ તો આવતાંની સાથે બે વર્ષમાં જોડિયા દીકરીને જન્મ આપ્યો. બારડોલીથી મોટાભાઈ પ્રદીપ અને હસુભાભીને તેડાવ્યા.

કમાણી વધી અને અંતે મોટલ ૧૨૦ રૂમવાળી વિશાળ કાયા ધરાવતી થઈ ગઈ.  જોતજોતામાં કામ કરવાવાળા વધ્યા, આવક વધી, ઇજ્જત અને આબરૂ પણ વધ્યા. હર્ષદ સહુથી મોટા હતા. તેની ઈજ્જત અને માન જાળવતા. બેંકને ફદિયું પણ આપવાનું ન હતું તેથી દર ત્રણ મહિને નફો ત્રણે કુટુંબ વચ્ચે સરખે ભાગે વહેંચાતો.

નાણાનો કારભાર મંગલાના હાથમાં હતો. મંગલા પતિના શબ્દનો મલાજો પાળતી. કોઈ ગોરખધંધો તેમની મોટલમાં ચાલતો નહી. બધું કામકાજ કાયદાકિય પ્રમાણે થતું. જમાના સાથે કદમ મિલાવતા, દરેક માળ પર ક્લોઝ્ડ સર્કિટ કેમેરા પણ નખાવ્યા. માણસો કામ કરતા હોય તેના પર પણ નજર રહે તેવી સગવડ કરી હતી.

 આજે જરા ધંધો મંદ હતો. શિયાળાની ઋતુમાં જ્યારે સખત હિમ વર્ષા થાય ત્યારે સહુને પોરો ખાવાનો સમય મળતો. રળ્યા ખળ્યા દસેક રૂમ ભરાયેલા હતા, મેનેજર રાખ્યો હતો એટલે સહુએ શાંતિનો શ્વાસ લીધો. અચાનક ભૂતકાળની વાતોએ વળગ્યા. હર્ષદ સહુમાં મોટો હતો. તેની અગમ બુદ્ધિને કારણે મોટલના ધંધામાં ફાવટ આવી ગઈ હતી.

હોટલનો સ્ટાફ પણ ખૂબ કુશળ હતો. હમેશા નવી વ્યક્તિને ૧૫ દિવસની ટ્રેઈનિંગ મંગલાની દેખરેખ નીચે આપવામાં આવતી. મોટેલમાં રહેનાર દરેક મહેમાન સાથે ખૂબ આદર પૂર્વક વર્તન કરવાનું’. તેમને પગાર પણ ગામ કરતાં સારો મળતો. આટલી મોટી મોટલ હોવાને કારણે તેમને મેડિકલ બેનિફિટ્સ આપવાનું પણ પોષાતું. આમ જરૂરિયાતની બધી માગ પુરી થતી હોવાને કારણે માણસો જલ્દી નોકરી છોડતા નહી. આઠેક જણાતો એવા હતા જે ્છેલ્લા દસ વર્ષથી નોકરી પર ટકી રહ્યા હતા. તેમની ખાસ સંભાળ લેવાનો હર્ષદ હમેશા આગ્રહ સેવતો. જેમને કારણે નાની મોટી મુસિબતો તેઓ સરળતાથી સુલઝાવી દેતા.

તેમનો મુખ્ય સિદ્ધાંત હતો. “કસ્ટમર્સ આર ઓલવેઝ રાઈટ”.

આને કારણે વિનય સદાયે વર્તણુંકમાં રહેતો અને ઘરાક મહદ અંશે સંતુષ્ઠ થતા બીજાને પણ કહેતો.હર્ષદ મોટાનું આતિથ્ય માણવા જેવું છે જ્યાં પડતો બોલ ઝીલાય અને સન્માન સાથે સૌ ની આગતા અને સ્વાગત થાય. સૌથી મોટી વાત તો એજ કે તેમની લોબીમાં હર્ષદ મોટા સૌની સુખ દુઃખની વાતો સાંભળે અને તેમનું અડધું દુઃખ દુર થઈ જાય. હર્ષદ મોટા ફ્રેંચ, સ્પેનીશ, સ્વાહીલી ગુજરાતી પંજાબી અને હિંદી જાણતા એટલે શ્રોતા નો રોલ મોટા પાયે નિભાવતા અને દરેક વાતને અંતે કહેતા પ્રભુ એટલો દયાળુ છે કે તમારી સહેવાની તાકાત થી વધુ દુઃખ કોઇને આપતો નથી.આ વાક્યની જાદુઇ અસરો થતી

જેને કારણે હોટલનું નામ ૫૦ માઈલના વર્તુળમા ખૂબ વખણાતું.  મોટાભાગના ભારતિય આ મોટેલમાં રહેવાનું પસંદ કરતાં. અમેરિકનોને પણ ભારતિય વાતાવરણ ગમતું. તેને અડીને એક રેસ્ટોરન્ટ પણ હતી. જ્યાં ગુજરાતી ખાવાનું શુદ્ધ, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ મળતું. વેકેશન પર નિકળો અને જો દેશીઓને સરસ ભાણું મળે તો દિવસ ભરનો થાક ઉતરી જાય.  રાતના નિરાંતે નસકોરાં બોલાવીને ઉંઘ માણે.

ગુજરાતી સમાજમાં તથા આલ્બની મંદીરમાં સારું એવું દાન પણ આપતા. નવા  મોટલ માલિકો તેમની સલાહ લેવા આવતાં. તેમને ત્યાં કામ કરનાર માણસોને અંહી કાર્યકુશળતા શિખવા મોકલતા. આવનાર મહેમાનની સરભરા કેવી રીતે કરવી, તેઓ ખુશ થઈને વિદાય થાય એ ખૂબ અગત્યનું છે. તેઓ ખુશ રહે તો ચાર માણસને ભલામણ કરે.

‘મોટલ ૬’, ફ્રેંચાઈઝ ધંધો હતો. જેમ ધંધામાં પ્રગતિ થાય તેમ તગડી ‘ફ્રાન્ચાઈઝ ફી’ પણ આપવી પડે. જ્યારે મોટો ચેક લખવો પડે ત્યારે  જરા ભારે લાગતું.  મંગલા મદદે ધાતી, ‘પતિદેવ, આવક અને જાવકના આંકડા તો જુઓ’?

હર્ષદ હળવાશ થી કહેતો, ‘ તું મારી સહધર્મચારીણી છે, વખત આવે મને બરાબર ચેતવે છે. કમાઈએ તો પૈસા તો આપવા પડૅ, એમાં દિલ નાનું નહી કરવાનું’ મંગલાની ટકોર તેને ગમતી. આટલા વર્ષોના અનુભવ પછી મંગલા હિસાબ કિતાબમાં પાવરધી થઈ ગઈ હતી’.

 આજે હર્ષદે સહુને ભેગા બોલાવ્યા હતા. સાંજ પડ્યે બાળકો પોત પોતાના કામમાં વ્યસ્ત  હોય. ‘પિઝા હટ’માંથી મોટા ત્રણ પિઝા ઓર્ડર કર્યા હતા. બધી સ્ત્રીઓને રસોડામાં રજા હતી. સહુના મુખ પર શાંતિ હતી. અમેરિકામાં જ્યારે સ્ત્રીઓને રસોડાની છુટ્ટી મળે ત્યારે આખા ઘરમાં આનંદનું મોજું ફરી વળે. નિરાંતે પતિના પડખામાં ઘલાય. આ પટેલ કુટુંબો હવે અમેરિકાના રંગે રંગાયા હતાં. જ્યારે પણ આવો સરસ સમય મળે કે કામકાજ કાંઇ નહી. ત્યારે એમના બોલચાલમાં ફરક વરતાય.

સ્ત્રીઓને મનપસંદ વાઈનની બાટલીઓ ખુલી. પતિ દેવોને ‘બ્લ્યુ લેબલ’માં રસ પડે  . સાથે શિંગ, કાજુ અને પિસ્તા હોય. તીખું  તમતમતું ભાવનગરી ભુસુ અને ફાફડાની મિજબાની ચાલતી હતી. દરેક જણ આજે ખૂબ મસ્તીમાં હતા. બાળકો દેખતા હજુ પીણું લે તેટલા આધુનિક ન હતા. તેથી બાળકોને મોટેલના એક માણસ સાથે સિનેમા જોવા મૂકી આવ્યા. આજની વાત જરા વિચાર માગી લે તેવી હતી એટલે સહુ ખુશ મિજાજમાં રહે એ અગત્યનું હતું.

મંગલાએ હવે ખુલાસો કર્યો. આજે બધા ભેગા થયા છીએ તેની પાછળ એક મહત્વનું કારણ છે. છેલ્લા વીસ વર્ષથી આપણે આ ધંધામાં સ્થાયી થયા છીએ. આવક પણ ખૂબ સારી છે. કિંતુ ફ્રેન્ચાઈઝનો જે મોટો ચેક આપવો પડે છે તે ભલે ખટકતો હોય પણ તેની સામે ગંજાવર આવક પણ થાય છે. હાજર રહેલા સહુને મંગલાની આ વાત શીરાની જેમ ગળે ઉતરી ગઈ.  આટલું બોલી એણે પતિ હર્ષદને પોતાના દિલની વાત જણાવવાનું કહ્યું.

હર્ષદે સહુની મહેનતની ખુલ્લા દિલે પ્રશંશા કરી. ધંધાનું આવું સરસ ફળ મળ્યું કારણ, કુટુંબમાં સંપ હતો. કોઈને મારું તારું હતું નહી. સ્ત્રીઓ સંપીને કામકાજમાં પોતાનો ફાળો નોંધાવતી. મંગલાનો ઉલ્લેખ કરી કહ્યું, ‘શરૂમાં તેણે ઘણી મહેનત કરી હતી. બે બાળકો સાથે બધો પૈસાનો કારભાર કરતી હતી. મંગલા હાથની તેમજ દિલની ખૂબ સાફ છે. તેના જેવી પત્ની મેળવીને હું ખૂબ ખુશ છું. ‘કાર્યેષુ મંત્રી’ જેવી તેની આગવી પ્રતિભાને કારણે આપણે સહુ આજે આ સ્થિતિએ પહોંચ્યા છીએ. હવે હું મુદ્દા પર આવું. આપણા બાળકો પણ મોટા થતા જાય છે. કોલેજ પૂરી કરશે. કોને ખબર એ લોકોને આપણા ધંધામાં રસ હશે કે નહી ‘?

જો સહુ સંમત થતા હો તો મારા અને મંગલાના દિલની વાત કરું. અમેરિકા આવીને આ મોટલના ધંધામાં પૈસા મેળવ્યા. સાથે સાથે જુવાની હાથતાળી દઈ ગઈ. એ સમય દરમ્યાન ખૂબ મહેનત કરી જે લેખે લાગી. બાળકો મોટા થઈ ગયા. તેમની મન પસંદ પ્રવૃત્તિ સ્ત્રીઓના દિલની ઉદારતા અને મિલનસાર સ્વભાવને કારણે કરાવી શક્યા. આપણી પત્નીઓએ ખૂબ સુંદર સહકાર આપ્યો હતો. બાળકો સારી કોલેજમાં શિક્ષણ પામ્યા. પૈસાની દૃષ્ટીએ આપણે સહુ સદ્ધર છીએ.

પચાસની આસપાસ હર્ષદ પહોંચ્યા હતા. મંગલાને પણ હવે થોડા સફેદ વાળ જણાતા હતા. આંખે બેતાલાના ચશ્મા આવી ગયા હતા. ધંધાની કાબેલિયતને કારણે એક નવો પ્રસ્તાવ બધા સમક્ષ મૂકવો હતો. સહુ મંજૂરી આપે તે અગત્યનું હતું. જો વિચારીએ તો બે મુખ્ય મુદ્દા છે’.

પહેલો , ધંધામાં કશી નવીનતા લાવવાની.

બીજો, દરેક ભાગિદારને મહિનો માસ રજા લેવાની સગવડ કરવાની.

આ બે મુદ્દા ખર્ચ વધારે સામે આવકમાં પણ ખૂબ ફરક પડે. હર્ષદે ખૂબ શાંતિથી  ત્રણ નવા ‘હનીમૂન કોટેજ’ બનાવવાનો વિચાર રજૂ કર્યો. જે પ્રમાણમાં મોંઘા હોય અને તેની કિમત લગભગ બમણી હોય . છતાં પણ ‘હિલ્ટન’ કરતા સસ્તા હોય. જેમાં જકુઝી, અને સુંદર આકર્ષક બેડ રૂમની સુંદર વ્યવસ્થા હોય. નાનું બાર પણ હોય.

હવે ઉમર થઈ હોવાને કારણે જે ભર જુવાનીમાં ન કરી શક્યા તે ‘ દેશ અને દુનિયા” ફરવાનો શોખ પૂરો કરવો હતો. પૈસાની કમી હતી નહી. બસ વારાફરતી સહુ ‘રજા’ માણી શકે. જો કે ધંધો કરતા હતા તે દરમ્યાન ભારત પ્રસંગ ટાણે જતા અને મોજ માણીને આવતા. જેમાં સમયનું  બંધન રહેતું. ખૂબ ઘરાકીની સિઝન હોય ત્યારે સહુએ હાજર રહેવું પડતું. આટલી મોટી મોટલ ચલાવવી એ ખાવાનો ખેલ ન હતો.  આવનાર મહેમાનની સરભરામાં જરા પણ ઓછુ હર્ષદ ચલાવતો નહી. જેને કારણે આજે તેમની મોટલનું નામ “બેસ્ટ મોટેલ” તરિકે લેવાતું.

આ બન્ને મુદ્દા રજૂ કરી હર્ષદ સૌનો પ્રતિભાવ કેવો પડે છે તેની રાહ જોઈ રહ્યો.

૮૦૦, રીવર વોક ડ્રાઈવ (૨) પ્રવીણા કડકિયા

હર્ષદનો નવો વિચાર સાંભળી સોય પડે તોપણ સંભળાય એવો સોપો પડી ગયો. હર્ષદનો પ્રસ્તાવ ખૂબ વિચાર માગી લે તેવો હતો.  આવી બે વાત સાંભળીને પીણાના ગ્લાસ હાથમાં થમી ગયા. મોઢામાં રહેલો ગાંઠિયાનો ટુકડો પણ ચાવવાનું ભૂલી ગયા.  સહુ એકદમ સ્તબ્ધ થઈ ગયા. વાત ઘણી વ્યાજબી હતી. હર્ષદને આ વિચાર આવ્યો એ એની કાબેલિયત પૂરવાર કરી ગયો. દીપક અને પ્રદીપ હર્ષદની સામે તાકી રહ્યા. હર્ષદને લાગ્યું, ‘શું એણે ગુન્હો કર્યો છે તેથી આ બન્ને તેની સામું તાકી રહ્યા છે’.

આખરે હર્ષદને આ મૌન અકળાવનારું લાગ્યું. પુરૂષોની બાબતમાં સ્ત્રીઓ વચ્ચે ન બોલતી. છતાં પણ અરૂણાએ હિમત કરી અને તાળીઓ પાડી.  તેઓ સ્થળ અને સમય જોઈ પોતાનો અભિપ્રાય નિર્ભય બની આપે છે. તેમની વાત સાચી હોય તો પતિદેવને મનાવવામાં હોંશિયાર હોય છે. બસ એટલું જ એકબૂજાની સાથે પ્રેમ અને ઈજ્જત ભર્યો વહેવાર રાખે છે.

” વાહ, વાહ હર્ષદભાઈ તમારો જવાબ નથી. આવી સુંદર વાત તમે સાવ સાધરણ રીતે કહી, એ તમારી ખાનદાની બતાવે છે”. અરૂણાએ આનંદ વ્યક્ત કરવામાં જરા પણ કંજૂસાઈ ન કરી.

અરૂણાનો પ્રતિભાવ સાંભળીને બધાને હોશ આવ્યો. દીપક અને પ્રદીપ જગ્યા પરથી ઉઠીને સાથે હર્ષદને વળગ્યા. એક જ શબ્દ સાથે બોલી ઉઠ્યા,

“વાહ”.

હર્ષદ તેનો મતલબ ન સમજે તેવો નાદાન ન હતો. મંગલા અને હર્ષદ બન્ને ખુશ થયા. અરૂણાએ તો તેમાં સુંદર સૂર પુરાવ્યો હતો.

હસુને એમ કે ‘હું રહી ગઈ’.”હર્ષદ ભાઈ તમે તો આજે છક્કો માર્યો”.

આમ સહુએ મંજૂરીની મહોર મારી. વિચાર ખરેખર ખૂબ જ સુંદર અને સમયને અનુરૂપ હતો. હર્ષદે લાંબો શ્વાસ લીધો. એને મનમાં ડર હતો કે આ પ્રસ્તાવ બધાને નહી ગમે. મંગલાને ગળા સુધી વિશ્વાસ હતો દરેક આ વાતને આવકારશે. મંગલાએ હર્ષદ સામે આંખ મિચકારી, જાણે કહેતી ન હોય ,

“મેં કહ્યું હતું ને “? બધાની સંમતિથી ઠરાવ પસાર થઈ ગયો. સહુ પ્રથમ આ વાત હર્ષદે મંગલાને જણાવી હતી. પતિ પત્ની છેલ્લા અઠવાડિયાથી રાત પડૅ રકઝક કરતા હતા. મંગલા ખૂબ ખુશ હતી. હર્ષદનું મન ડામાડોળ હતું. અંતે મંગલાએ હૈયા ધારણ આપી, “સહુને આ વાત કરવામાં વાંધો શું છે ? યાદ રાખજો બધાને આ નવી વાત ગમશે, હું દાવા સાથે કહું છું”.

હર્ષદ પત્નીની આંખની ચમક જોઈને તૈયાર થયો હતો. વાતને વધાવી, આગળ શું કરવું, કઈ રીતે તેના માટેની તૈયારી કરવી એ માટે  ચર્ચા વિચારણા કરવાનો સમય નક્કી કર્યો. આજે તો બસ તેના વધામણા રૂપે આનંદ માણવો હતો. હાલમાં ડિસેંબર મહિનો હતો.

સ્નોના શોખિન જીવડાં ‘ફ્રોઝન નાયગરા’ ફોલ જોવા જતા. નાયગરાનું એ રૂપ આંખે ઉડીને વળગે તેવું હોય છે. નાયગરા ફૉલ એવી જગ્યા છે કે ત્યાં ગયા પછી આંખ મટકું મારવાનું ભૂલી જાય.  જુસ્સાભેર વહેતો નાયગરા પેલા તપ કરતાં મુની જેવો શાંત દીસે. તેના સાન્નિધ્યમાં પરમ શાંતિનો અહેસાસ થાય. આખું દ્રશ્ય ભવ્ય જણાય. જાણે નાના બાળકની જેમ ‘સ્ટેચ્યુ” કહ્યું હોય તેમ નાયગરા પર્વત સમાન સ્થિર દીસે. નાતાલની રજાઓ હોય એટલે ‘ક્રિસ્ટ્મસનું ડિકોરેશન’ આંખે ઉડીને વળગે.

આ સમયે ધંધામાં થોડી મંદી હોય. ક્રિસ્ટમસનું ડીનર લઈ સહુ વાતે વળગ્યા. બટક બોલી અરૂણા કહે ‘હર્ષદભાઈ મોટલમાં જ્યાં ગાડી પાર્ક થાય છે તેની બાજુમાં મોટો પ્લોટ ખાલી છે’. જાણે ઉંઘમાંથી જાગતા હોય તેમ સહુએ કહ્યું, ‘હા, આ જગ્યા એકદમ મોકાની છે’.

મોટલમાં બે રૂમ ભેગા કરીને બનાવે તો આકર્ષક લાગતું ન હતું.  ‘૬ મોટલ’ વાળા તેની પરવાનગી આપે તેવી કોઈ શક્યતા ન હતી. થોડો ખર્ચો થવાનો હતો, પણ ‘ઈમપ્રુવમેન્ટના” કારણે ટેક્સમાં સારો બાદ મળતો હતો. છ મહિનામાં કામ તૈયાર થઈ જાય તો બીજા વર્ષથી આવક પણ ચાલુ થઈ જાય. જો ઈન્ટિરિયર ડિઝાઈનરને કામ સોંપે તો બજેટ ખૂબ વધી જતું હતું. અરૂણાના પપ્પાનો બારડોલીમાં સરસ બંગલો હતો. નાનો, સુઘડ અને આકર્ષક. અંહી પણ બહુ મોટું કામકાજ ન હતું. એક બેડ રૂમ, સિટિંગ રૂમ અને પાવડર રૂમ. બાથરૂમ, સિટિંગ રૂમ અને બેડરૂમમાં ટી.વી. મૂકવાનો. બાર બે રૂમની વચ્ચે પાર્ટીશનની જેમ.મોટા બાથરૂમમાં જકુઝી સાથે ડ્રેસિંગ રૂમ.

આ ભગિરથ કામ ખૂબ મહેનત માગે તેવું હતું. હવે આ હતો ફ્રાન્ચાઈઝ બિઝનેસ. ‘૬ મોટેલ ‘ વાળાને સ્મજાવવા  કેમ? . તેમને સમજાવતાં નેવના પાણી મોભે ગયા. તેમના દિમાગમાં મારી ઠોકીને બેસાડ્યું કે તમારી મોટલના બિલ્ડિંંગમાં કોઈ ફેરફાર કરતા નથી. આ ‘ડીટેચ” છે. આવકમાં ઘણો ફરક પડશે. હર્ષદ પાકો પટેલિયો હતો. જેમ ધંધો વધુ થશે એમ તમને પણ ફી વધુ મળશે ! વાતવાતમાં કોણીએ ગોળ ચોંટાડ્યો. જેને કારણે પરવાનગી મળી ગઈ.

પરવાનગી આપવાના કાગળિયા પર સહી સિક્કા થય તે પહેલાં ‘ડિસ્ટ્રિક્ટ મેનેજર’ આવ્યો. ક્યાં ‘વિલા’ બાંધવાનો વિચાર છે તે જગ્યા નું બરાબર નિરિક્ષણ કર્યું. ઓછામાં ઓછી ‘૬ મોટલ” ની ઈમારતથી ૧૦૦ વારના અંતરે બાંધકામ કરવાની ખાસ ચેતવણી આપી.

કામકાજ શરૂ થાય એ પહેલા જૂના બે માણસોને જવાબદારીવાળું કામ સોંપી પગારમાં વધારો કરી આપ્યો. એક હતો તેમનો વિશ્વાસુ મનોજ અને બીજો જેમ્સ. મનોજ અને જેમ્સને સાથે કામ કરવામાં સારી ફાવટ હતી. બન્ને જણા પગાર વધારા સાથે જવાબદારી લેવા તૈયાર થયા. તેઓ લગભગ દસ વર્ષથી હતા એટલે  કામકાજથી માહિતગાર પણ હતાં.

ત્રણે સ્ત્રીઓએ મળીને સુંદર આકર્ષક ‘વિલા’ બનાવવાનું બીડું ઝડપ્યું. એકદમ અમેરિકન સ્ટાઈલ નહોતું જોઈતું. પૂર્વ અને પશ્ચિમનું સુંદર મિશ્રણ કરવાનો ઈરાદો હતો.

હર્ષદ જ્યારે બાંધકામમાં પરોવાયેલો હતો ત્યારે બીજા બે જણા પર કામનો બોજો જરા વધી ગયો. જેમ્સ અને મનોજે તેમના કામનો ભાર ઓછો કરવામાં સહાય કરી. કઈ રીતે વ્યાજબી ખર્ચ થાય તેનો વિચાર કરવાનો હતો.  વિલાને સુંદર ઓપ આપવા માટે ભારતના ‘સંખેડાથી’ બધું ફર્નિચર મંગાવવાનું નક્કી કર્યું.  સારામાં સારી ક્વોલિટી પર ભાર મૂક્યો. શિપીંગના પૈસા આપતા પણ ભાવમામ અડધો અડધ ફરક પડતો હતો. અરૂણા અને મંગલા ભારત ખરીદી કરવા ગયા. બધું પાકે પાયે નક્કી કરીને પાછા આવ્યા.

“ઈસ્ટ અને વેસ્ટ’નું સુભગ મિલન વિલામાં સર્જાયું. જ્યારે છ મહિના પછી તૈયાર થઈ ગયું ત્યારે સહુની આંખો પહોળી થઈ ગઈ. અરૂણાનો એક વિચાર સહુને ગમ્યો. સિટીંગ રૂમ મોટો હતો સરસ જગ્યા જોઈ બે જણાનો હિંચકો મૂકવાનું નક્કી કર્યું હતું. નવા પરણેલાને હિંચકે ઝુલવાની મઝા આવે. એક બીજાની સોડમાં ભરાઈ ટી.વી. જોવાની મોજ માણી શકે !

કામ કાજ પુરું થવાનું હતું ત્યાં દુકાળમાં તેરમો મહિનો આવ્યો. પ્લમ્બિંગના કામમા ગરબડ થઈ ગઈ હતી. ગરમ પાણીના નળમાંથી ઠંડુ અને ઠંડા પાણીના નળમાંથી ગરમ પાણી આવતું હતું.  ફરીથી બાથરૂમોની તોડફાડ કરવી પડી. વાંક કોન્ટ્રાક્ટરનો હતો એટલે કામ થોડું ધાર્યા કરતાં મોડું થયું પણ તેમને માથે ખર્ચાનો ભાર ન પડ્યો. .

આખરે કામ પુરું થયું. ‘વેલન્ટાઈન ડૅ’ના દિવસે મોટો સમારંભ રાખ્યો. ‘ઓપનિંગ ‘ માટેની જાહેરાત રેડિયો પરથી થઈ રહી હતી.  તેમની મોટલમાં મિટિંગ રૂમ હતો. મોટલના ઓનર તરફથી રાતના ડ્રિંક અને ડીનર કોમપ્લીમેન્ટરી’ હતાં. મિત્ર મંડળનો કાફલો પણ આવ્યો હતો. જેમાં શહેરની નામાંકિત વ્યક્તિઓ પણ શામેલ હતી. એકાદ બે  મિત્રોના બાળકોના  લગન નજીક્ના ભવિષ્યમાં આવતાં હતાં.  શુકન કરાવીને હનીમુન સ્યુટ બોક કરાવી લીધાં.

સહુથી પહેલું નામ લખાવનારને,’ બે દિવસ માટે રાખે તો એક દિવસ ફ્રી આપ્યો’. ભારતના વતનીઓ જે વર્ષોથી અમેરિકામાં વસેલા હતાં તેઓ આવી સુંદર ‘વિલા’ જોઈને ખુશ થઈ ગયા. ઈન્ટિરિયર એકદમ અલગ અને લોભાવનારું હતું. કેમ ન હોય ” નવા પરણેલાંઓ માટે સુહાગ રાત મનાવવાનું રમણિય સ્થળ તૈયાર થયું હતું.

પાર્ટીમાં  વખાણ કરતાં લોકો થાકતા ન હતા. ત્યાંના લોકલ ટી.વી. ચેનલ વાળા આવીને હર્ષદનો ઈન્ટરવ્યુ લઈ ગયા. હર્ષદે સહુ પ્રથમ બધાની ઓળખાણ કરાવી. નિખાલસ દિલે કબૂલ કર્યું,

“એક વ્યક્તિનું આ નથી કામ સમુહનું જુઓ શુભ પરિણામ”.

દાખલ થતાની સાથે “સહી કરવા’ માટે પેન અને ડાયરી રાખ્યા હતાં. આવનાર દરેક જણ તેમાં પોતાનું નામ લખવા ઉત્સુક હતા. સાથે સાથે પોતાનો અભિપ્રાય પણ જણાવતા હતાં. ચારે તરફ આનંદ વિભોર વાતાવરણ હતું. આ ગામમાં સહુથી પહેલો પ્રયોગ હતો. આવનાર મહેમાનોએ ઉમળકાભેર વધાવ્યો.

અખાત્રીજને દિવસે ‘બે વિલા’નું બુકિંગ થઈ ગયું. એ દિવસના બધા ચોઘડિયા શુભ માનવામાં આવે છે. આખરે ઘીના ઠામમા ઘી પડ્યું. પાછી ગરમીની ઋતુ ચાલુ થઈ ગઈ અને ‘મોટલ ૬’ નો ધંધો તડામાર ચાલુ થઈ ગયો. નવી ફેસિલિટિ ચાલુ થઈ હતી. ‘કસ્ટમર સર્વિસ’માં જરા પણ આંચ ન આવે એટલે નક્કી કર્યું. ચાલે નહી તો જ રજા લેવી. સહુની હાજરી ઘણું અગત્યનું પાસું હતું.

જો દરેક વખતે આપણું ધાર્યું થતું હોય તો  સર્જનહારને કોણ ગણકારે. એક વખત હનીમુન સ્વીટમાં રહેતા નવપરણિત યુગલ રાતના જકુઝીની સ્વિચ ્બંધ કરવાનું ભૂલી ગયા. દારૂ પીને એવા ભાન ભૂલ્યા હતાંકે રાતના બે વાગે બોંબ ફૂટ્યો હોય એવો અવાજ સંભળાયો.  જકુઝી આખું કામ કરતું બંધ થઈ ગયું. નવ પરણિત યુગલ ખૂબ ગભરાઈ ગયું. એક જ યુનિટ રેન્ટ ઉપર અપાયું હતું એટલે મોટેલની અંદર રહેનારને કાંઇ ખલેલ ન પહોંચી. ન તો વિલામાં રહેનાર કપલને પણ કોઈ ઈજા ન થઈ. વાંક એમનો હતો એટલે કાંઇ પણ બોલવું ઉચિત ન લાગ્યું.

અડધી રાતે રાતે મેનેજર કાંઇ કરી ન શકે તેણે હર્ષદને ઇમરજન્સી કહી તેડાવ્યો. રાતના મંગલા હર્ષદને એકલા જવા ન દે, સાથે તે પણ ગઈ. બન્ને જણા વિલા પર આવ્યા. યુગલને બીજા વિલામાં રહેવાની સગવડ કરી આપી. આ યુગલ ખૂબ પૈસા પાત્ર માતા અને પિતાના સંતાન હતાં. રાતના પોલેસ આવી અને આ અકસ્માત કેમ થયો તેની જાંચ લીધી. તેમને જાંચ કરતા  ને કામ આટોપતા સવાર પડી ગઈ. ‘વિલા’ના બાંધકામમાં કોઈ ઉણપ ન હતી. બેદરકારીનું કારણ બતાવી પોલેસે આગળ કોઈ કાર્યવાહી નહી થાય તેની બાંહેધરી આપી.

સવારે તેમના પેરન્ટસને બોલાવી બધી વાત કરી. નવ યુગલ ખૂબ ગભરાયેલું હતું. તેમના માતા અને પિતાએ સાંત્વના આપી. બન્ને જણાને ઉની આંચ ન આવી હતી એટલે વડિલો ખુશ હતા.

‘અરે, બેટા આ તો અકસ્માત છે’.

‘તમે બન્ને સાજા નરવા છો , તેનાથી વધુ શું જોઈએ’ ?

વાતને ત્યાં ને ત્યાં દબાવી દીધી. ચોળીને ચિકણું કરવામાં માલ ન હતો.  હર્ષદે બુદ્ધિ વાપરીને કહ્યું ,અમારા ‘કોન્ટ્રાક્ટરને બોલાવી એસ્ટીમેટ કઢાવી લઈશું;’

‘મારે એક પણ પૈસો વધારે નથી જોઈતો. જે બિલ આવે તે તમે ચૂકવી દેજો.

સહુ ખુશ થઈને વિખરાયા. પરિસ્થિતિનો લાભ લેવામાં હર્ષદને જરા પણ રસ ન હતો. મનોમન ઈશ્વરનો આભાર માન્યો કે નવ પરણિત યુગલ સહિસલામત હતું. આ બનાવે હર્ષદના દિમાગમાં ખળભળાટ મચાવી દીધો. નવ પરણિત યુગલને કાંઇ થયું ન હતું, એ ખુશીની વાત હતી.

આ બનાવને કારણે હર્ષદ અને મંગલા જ્યારે પોતાના રૂમમાં આવ્યા ત્યારે એકમેકને ટગર ટગર નિરખી રહ્યા. રૂમમાં મંગલા, હર્ષદને વળગી હિબકાં ભરીને રડી રહી હતી. હર્ષદ મંગલાને સાંત્વના આપી રહ્યો હતો.

૮૦૦ રિવર વોક ડ્રાઈવ, પ્રકરણ ૩ વિજય શાહ

સવારની શીફ્ટ ચાલુ થઈ ગઈ હતી. હર્ષદ મોટા ડેસ્ક્ટોપ ઉપર હતા. આદત પ્રમાણે ખેડુત પુત્ર ખેતર માં જઈને કામ કર્યા કરે તેમ તેઓ પણ કોંપ્યુટર ઉપર બધાં રૂમ જોતા હતા.દીપક ત્રીજા માળે અને પ્રદીપ ચોથા માળે હતા..હર્ષદ મોટાની આદુ વાળી ચા લઇને મંગલા નીચે આવતી હતી પાર્થ અને સપના નો સ્કુલે જવાનો સમય હજી થયો નહોંતો

દીપકે નાઈટ શીફ્ટ કરી હતી અને હર્ષદ મોટાએ તેને છોડાવ્યો હતો એટલે તે જઈને સુઈ જશે. તેમની ઈના અને મીના સપના નાં ક્લાસમાં જ હતી. પ્રદીપ અને હસુનાં બંને સંતાનો અર્જુન અને ધનંજય પાર્થ કરતા મોટા હતા. નવનાં ટકોરે સ્કુલ બસ આવતી જે આ બાળ મંડળને ચાર માઈલ દુર સ્કુલે લઈ જતી. બાર વાગે ગરમા ગરમ લંચ તૈયાર થતું જે પ્રદીપ ૬ ડબ્બા ભરીને લઇ જતો આ ડબ્બામાં હાંડવો, ઢોકળા, મુઠીઆ, ખાંડવી ભાખરો, પતેળીયા, ઢોકળી..ગોટા વિગેરે તો હોય જ અને પાછૂ અમેરિક્ન પેસ્ટ્રી, ડોનટ કે સેંડ્વીચ પણ હોય. ત્રણે ઘરનું ખાવાનું નીચેનાં રસોડામાં થતું. દરેક્ને ભાગે બબ્બે દિવસો આવતા અને રવીવારે જેને જ્યાં અને જે ખાવું હોય તેની છુટ. નાસ્તાનાં ડબ્બા ભરેલા અને મીઠાઇ આઇસ્ક્રીમ અને સીઝનલ ફ્રૂટ થી આખુ ફ્રીઝ ભરેલું જેને જેટલું ખાવુ હોય તેટલું ખાવાની છુટ પણ બગાડ ની બિલ્કુલ છુટ નહીં. એક કરતા વધુ વાર લો પણ લો તે પુરુ કરવાનું જ.

પહેલા ચા પુરી કરી કફ્ટેરીયમ માં કોફી પોટ નાં મશીનો ભરવા જતા મંગલા બ્રેડ બટર અને બેગલ મુકવા ગઈ ત્યારે સવારની હલચલ ચાલુ થઈ ગઈ હતી. કોફી પોટ ખાલી થતા હતા અને સવારની સલામ કહેતા બ્રેક ફાસ્ટ અનુકુળતા પ્રમાણે લેતા જતા હતા.

એક વટેમાર્ગુ અંદાજે સીત્તેર વર્ષીય કાઊંટર ઉપર ઉભો રહ્યો અને ચેક ઇન કરાવતો હતો ત્યારે જેમ્સ તેની બેગો લઈ તેની પાછળ શાંતિ થી ઉભો રહ્યો. હર્ષદે રુમની કી તૈયાર કરીને આપતા કહ્યું “સવારની સલામ. વેલ્કમ ઇન મોટેલ સીક્ષ. મી મેથ્યુ, આપ  કાફ્ટેરીયામાં જલ પાન કરો. સામાન્ય રીતે ચેક ઇન સમય ૧૧વાગ્યાનો હોય છે. આપનું ચેક ઇન નિયમો પ્રમાણે વહેલું ચેક ઇન છે. આપ અર્લી ચેક ઇન નો ચાર્જ ભરશો કે અગીયાર વાગ્યા સુધી રાહ જોશો?

તેને આ વાક્ય ન ગમ્યું હોય તેવું જણાતા હર્ષદે સલુકાઇ થી કહ્યું આપ ચા નાસ્તો કરો ત્યાં સુધીમાં અગીયાર વાગી જશે. અને થાક્યા હોય અને આરામ કરવો હોયતો બી માય ગેસ્ટ.કહી ચાવી ધરી.

મેથ્યુનું મોં પહેલી વખત મલક્યું.

મી પટેલ આપની ઓફર બદલ આભાર. હું માનું છું તેમ મોટેલ વ્સાયવયમાં પટેલો સફળ છે તેનું કારણ આપનો વ્યવહાર છે. એવું નથી કે તે હું જાણતો નથી અને મને તે વધારાનો ચાર્જ ભરવાનો ભારે પડે છે. પણ આપનો અંદાજ “બી માય ગેસ્ટ” કહેવાનો મને સ્પર્શી ગયો.

હર્ષદે કહ્યું ” થેંક્સ. આપનો રૂમ ૧૦૨ છે અહીંથી જમણી બાજુએ બીજો રૂમ છે આપ રૂમ ખોલો એટલે જેમ્સ આપનો સામન પહોંચાડે.”

મેથ્યુને હર્ષદ સાથે વાત કરવાનું ગમ્યું. ” મી પટેલ તમારો વાતો કરવાનો લહેકો મને એમ કહે છે તમે ફ્રેંચ જાણો છો.”

“હા વડીલ મને યુરોપ અને અફ્રીકાની ઘણી ભાષાઓ આવડે છે. આપ ચાહો તો આપની સાથે ફ્રેંચમાં વાત પણ કરી શકીશ.”

“સરસ તમને મળીને આનંદ થયો”

લગભ ૧ વાગે મેથ્યુનો ઇટંર કોમ આવ્યો ” તમને સમય હોયતો મેં તમારી પણ કોફી ઓર્ડર કરી છે  રુમ માં આપ આવી શકશો?”

“હા જરૂર.પણ હું કોફી ને બદલે ચા લઈને આવીશ. મારી પત્ની મંગલા તે સરસ બનાવે છે. આશા રાખું કે આપનો મુસાફરીનો થાક થોડો ઉતર્યો હશે.”

“હા તે તો ઉતરી ગયો છે. સાંજે ચારેક વાગ્યે નાયગ્રા જોવા જઈશ. પણ ત્યાં સુધી તમારી સાથે થોડીક વાત કરવી છે તમે આવો.”

“ભલે દસેક મીનીટમાં આવું છું.”છેલ્લી વાત ફ્રેંચમાં થઈ હર્ષદનો ્જવાબ પણ ફ્રેંચમાં હતો.

મેથ્યુ નાં રુમમાં પ્રવેશ્યો ત્યારે હાથમાં કીટલિ કપ અને ક્રીમનાં બીસ્કીટ લઈને હર્ષદ આવ્યો.

ફ્રેંચ લીબાશમાં સરસ દાઢી કરી અને તૈયાર થઈને મેથ્યુ રાહ જોતો હતો. પ્રેમ થી આવકારતા તે બોલ્યો ” મેં તો ખાલી કોફીજ ઓર્ડર કરી હતી.”

હર્ષદ કહે ” હા બીસ્કીટ તો હાઉસ ઉપર છે અને આપે કૉફી સાથે કશું ખાશો તેમ ધારીને હું સાથે લાવ્યો.”

“આ જ સાચી તાલિમ છે.હોસ્પીટિલાટીની.” કહી તે હસ્યો…

‘અમે બચપણથી એક વાત શીખ્યા છીએ અને તે આંગણે આવેલ અતિથિ એ ભુલો પડેલ ભગવાન છે. તેની સરભરા અમે સરસ રીતે કરતા હોઇએ છે. રોટલામાં થી રોટલો અને રાતે ઉંઘવામાટે ઓટલો આપવાને અમે ધર્મ સમજીયે છીયે.”

“બહુ સરસ વાત કરી.”

” અમારી સુરતીઓની વાત કરું તો લોકો કહે કે સુરતનું જમણ અને કાશીનું મરણ” કોફી પોટમાં ઉમેરી મેથ્યુને આપતા હર્ષદે કહ્યું.

મેથ્યુ કહે “ગઈ કાલે બફેલો ઉતરીને રાત રોકાયો હતો. ત્યાં જે અનુભવ થયો તે અને આજે અહીં જે અનુભવ થયો તે કહેવા આપને બોલાવ્યા હતા.”

“મોટેલ મોટેલમાં ફેર હોય છે..ખાસતો તેનાં મેનેજ મેંટમાં…”

” હા અહીં તો અમને ઘર જેવો મીઠો આવકાર મળ્યો પણ ત્યાં એવું ન હતું. ત્યાં મને સતત પરાયા હોવાનો અહેસાસ થતો હતોંં મિનિટે મિનિટે કાયદો અને ભાવો બતાવાતા હતા.”

” શક્ય છે તે મોટેલ માલિક કલાકોની પાળી ભરતો હશે.”

” ના તમારા જેવી સમજ તો નહોંતી જ કે આવેલ ઘરાક ત્યાં આવીને તેમના ઉપર ઉપકાર કરે છે. પૈસા તો બંને તબક્કામાં મળવનાં હતા પણ સારું વાતાવરણ ના મળે તો બીજી વખત કોઇ ત્યાં ન આવે તેવું બને.”

“જી”

” તમે હનીમૂન સ્યુઇટ બનાવ્યા છે તે જોવા મળશે?”

“જરૂર સર!”

“મોટેલ કરતા સો ફૂટ દુર છે પણ તે મોટેલ ૬ નીજ પ્રોપર્ટી છે” તેણે ઇંટ્રર કોમ ઉપર ્જેમ્સને બોલાવીને કહ્યું કે હનીમુન સ્યુઇટ્ની રીઝર્વેશન પોઝીશન અને તેની ચાવી લઇને ૧૦૨ માં તેમને આપી જાવ.

ચા કોફી પીવાઇ ત્યાં સુધીમાં મંગલા નીચે ચાવી લઇને આવી અને હનીમુન સ્યુઇટ્નું પબ્લીશ ફોલ્ડર લાવી.

જેમ્સ થોડોક આગળ જઈ સ્યુઇટ ખોલીને આવ્યો અને રૂમ ફ્રેશનર  છાંટીને આવ્યો. ભેજને દુર કરવાનો અને એસી ચાલુ કરી આવ્યો હતો.

તે બંને ફ્રેંચમાં વાત કરતા હતા તેથી મંગલાને સમજ ના પડી પણ એટલો તો ખ્યાલ આવ્યો કે તેની અને રોઝીની ૫૦મી લગ્ન તિથિની ઉજવણી થવાની હતી અને તે દિવસ માટે ભાવ તાલ ચાલી રહ્યા હતા.

હર્ષદે અને મંગલાએ સ્યુટ બતાવ્યો..સંખેડાનો સ્વીંગો અને અન્ય ફર્નીચર જોઇ મેથ્યુ નાં આશ્ચર્ય નો પાર ન રહ્યો. તેણે ફૉટા અને વીડીઓ લીધા અને પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું આજે રોઝી આવે છે અમે હનીમૂન સ્યુઈટ માં મુવ થઇ જઇશું. અને જો તેને ગમશે તો અમે ત્રણે ય સ્યુઇટ સહિત ૨૫ રૂમ બુક કરાવશું. એક્વીસમી નવેંબરે.આખો ગ્રાઉંડ ફ્લોર અને કોન્ફરંસ રૂમ.

હર્ષદે કહ્યું આભાર સાહેબ.. અમે પણ આપને આપની સેરીમની નાં ઉજવણી સમયે ત્રણ સ્યુઈટ માં એક સુઇટ્ને ફલોરલ ડેકોરશન ફ્રી આપીશું અને રીઝર્વેશનનાં પૈસા પણ ઘટાડીશું. આપના આનંદનાં પ્રસંગને આપ જિંદગી ભર યાદ રાખો તેવું કંઇક કરી શું

સાંજે રોઝી આવી. મેથ્યુએ હનીમુન સ્યુઇટ  બતાવીને એટલું જ કહ્યું

“રોઝી હની આપણા સિનિયરોને આપણી ૫૦મી લગ્ન જયંતીની પાર્ટી અહી આપીયે છે. એક સ્યુઇટ માં આપણે અને બે સ્યુઇટ્માં બે સન અને ડોટર ઇન લો.”

“અને આપણા સીનીયર કપલ?”

“૨૫ રૂમ ગ્રાઉંડ ફ્લોર પર તેમને માટે રોકી લઈશું બરોબરને?”

“આખુ વીક એંડ ધમાલ કરીશુંને?”

મેથ્યુએ હર્ષદ સામે જોયું અને હર્ષદે માથુ ઝુકાવીને હા કહી. બે અઠવાડીયામાં તૈયાર થવાનું હતું એડવાંસનો ચેક આપતા મેથ્યુએ હર્ષદ સામે જોઇને કહ્યું ” દોસ્ત! ધ્યાન થી સાચવજે અમ બુઢિયાઓને.. અમે તો સારા વહેવાર અને આદરનાં ભુખ્યા છીએ.”

૨૧ નવેમ્બરથી ૨૪ નવેંબર ગ્રાઉંડ ફ્લોર દુલ્હન ની જેમ સજાવાયો. મેથ્યુ અને તેના મિત્રોને ભરીને એક બસ અને ૧૦ જેટલી કાર આવી. ન્યુયોર્કનું ક્રાઊડ હતું  સાથે સાથે તેમનું બેંડ પણ આવ્યું તેમના કૂક પણ આવ્યા. દરેક રૂમનાં રેફ્રીજરેટર અને બાર ભરેલા હતા. ઝકુચી ચાલતા હતા અને કોઇને કોઇ પણ જાતની તકલીફ ન પડે તેટલો સ્ટાફ અને બધાને તાકિદ હતી કે સૌને માન અને અદબભેર રાખવાનાં હતા.

મેથ્યુ અને રોઝી આખા ગૃપની શાન હતા.મિત્રો મૂડમાં હતા કોઇની તબિયત બગડે તો એંબ્યુલંસ તથા ડોક્ટર ની સગવડ પણ હાથવગી હતી. ફ્લોરલ એરેંજમેંટનાં વખાણ કરતા બધા થાકતા ન હતા. રવિવારે સૌ વિખરાયા ત્યારે મેથ્યુ બીલ ઉપરાંત હજાર ડોલરની ટીપ આપીને ગયો. અને કહેતો ગયો તેનાં મિત્રો પણ રાજી છે હવે કોઇક ને કોઇક્ની ઉજવણી અહીં થશે પાછળથી નાયગ્રાનાં અવાજે સૌને ઘેલા કર્યા હતા ખાસ્તો કેનેડા તરફથી થતી રંગીન લાઈટથી ઉદભવતા દ્રશ્યોમાં સૌને ડાંસ કરવાની મજા આવી હતી.પાછલી ઉંમરે સૌ જિંદગીને માણતાં હતાં

સ્ટાફમાં ટીપનાં કવર હર્ષદે  રોકડમાં વ્હેંચાયા. મંગલા એ હર્ષદને અને સ્ટાફ્ને પરિક્ષા સફળતા પૂર્વક પાસ કર્યા બદલ અભિનંદન આપ્યા

*****

પ્રદીપ અને હસુ અલાસ્કાની ક્રુઝમાં નીકળ્યા તેને બીજે દિવસે ગામમાંથી ફોન આવ્યો બા બીમાર છે તાબડ્તોબ આવો ઝાઝા દિવસો કાઢે તેવું લાગતું નથી.

” હર્ષદ મારું તો માનવું છે કે તમે એકલાજ ઇન્ડિયા જઈ આવો. આપણે બંને જઈશું તો આપણી  આ મોટેલને કોણ સંભાળશે?” મંગલા હર્ષદને સમજાવતા બોલી.

” જો મંગલા બીજો કોઈ પ્રસંગ હોત તો હું જઈ આવત કે તને એકલી મોકલી દેત. પણ આ વખતે લાગે છે મમ્મી નહિ બચે. હું દીકરો છું છતાં પણ મમ્મીનો જીવ તારામાં વધુ છે. તને નહિ જોવે તો દુઃખી થશે. અને મારે તો જવું જ રહ્યું. હવે તું કહે તેમ ખરું.”હથિયાર નાખી દેતા હર્ષદ બોલ્યો.

તો હવે એકજ રસ્તો છે.  દીપક અને અરુણાને માથે આંખ મીંચીને જવાબદારીઓ નાખીને નીકળી જઇયે, આમ પણ શિયાળાની શરૂઆત છે તો નવેમ્બર મહિનામાં ટુરિસ્ટ ઓછા રહેવાના પરિણામે વાંધો નહિ આવે. માંડ અડધી મોટેલ ભરાશે. તો એ બંને સંભાળી લેશે. તમને શું લાગે છે?”  મંગલાએ છેલ્લો રસ્તો સૂચવ્યો.

” હા આમજ કરવું પડશે. એ બંને જાતે બધું કરી શકે તેમ નથી. છતાં આપણી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી. પડશે તેવી દેવાશે.” માથું ધુણાવી હર્ષદે હામી ભરી દીધી.

બીજા દિવસે સવારે દીપક અને અરુણાને બોલાવી હર્ષદે આખીય બીના કહી સંભળાવી. અને જો તેઓ મહિનો મોટેલ સંભાળે તો ઇન્ડીયા જઈ આવવાની વાત મૂકી. સાથે જરૂર હશે તો થોડે દુરની મોટેલ વાળા મહેશભાઈ મદદ માટે આવશે.

” અરે હા એમાં શું હર્ષદભાઈ અમે બધુજ સંભાળી લઈશું. તમે નચિંત બનીને જઈ આવો. હવે ઘણું બધું અમે શીખી ગયા છીએ. અને તમારા મિત્ર બેન્કિંગ કે બીજું કઈ કામ હશે તો આવશે એટલે વાંધો નહિ આવે.” દીપકે કોન્ફીડન્સ થી કહ્યું.

૮૦૦. રિવર વોક પ્રકરણ ૪ રેખા પટેલ (વિનોદિની), ડેલાવર

 

” જુવો દીપકભાઈ આ મોટેલ અમે એક બાળકની જેમ સાચવી છે. આટલા વર્ષોમાં અમે પૈસા કરતા એક શાખ બાંધવા માટે વધારે જહેમત ઉઠાવી છે. તો પ્લીઝ તમે મોટેલનું નામ ના બગાડે એ રીતે કામ ચલાવજો.” કોણ જાણે મંગલાએ પતિને રસ્તો તો સૂચવ્યો હતો પરંતુ એની ઉપર ચાલવાનો જીવ ચલાતો નહોતો. છેલ્લા પચીસ વર્ષોથી આ મોટેલને જતનથી સાચવી હતો. અને એટલેજ જાણીતા લોકો મોંધી હોટેલ કે મોટેલમાં જવાનું છોડી અહીજ રીપીટ કસ્ટમર તરીકે પાછાં આવતા. અને ફ્રેન્ચાઈઝ તરફથી કાયમ સ્ટાર રીવોર્ડ મળતો હતો.

“અરે મોટીબેન તમે જરાય ચિંતા ના કરશો હું અને અરુણા તમારી જેમજ બધું સંભાળી લઈશું. મહિનો તો આમ નીકળી જશે.”

છેવટે મરતી માનું મ્હો જોવા માટે બંને પતિ પત્ની આ બંનેને ઢગલાબંધ સલાહ સૂચનો આપી એર ઇન્ડીયા એરલાઈન્સમાં જેએફકે એરપોર્ટ થી અમદાવાદ સરદાર વલ્લભભાઇ એરપોર્ટ જવા રવાના થઇ ગયા.પ્ર.

આ એક મહિનો દીપક આપણે આ મોટેલના માલિક છીએ. હું તો કહું છું બને એટલા વધારાના ડોલર્સ બનવી લઇએ. બાકી આ જોબમાં શું ભલીવાર આવશે. વધારામાં આપણી પાસે ગ્રીનકાર્ડ પણ નથી. આતો વર્ક પરમીટ મળી છે તો બે ત્રણ વર્ષ આમજ નીકળી જશે.” અરુણાએ તેની કુટિલ બુદ્ધિ આગળ કરી.

“તું જરાય ચિંતા ના કરીશ, મેં બધુજ વિચારી લીધું છે. જો બાજુમાં બનતા ગવર્મેન્ટના એક મોટા પ્રોજેક્ટ માટે ઘણા મેક્સિકન અને બીજા લેબર કામ કરનારા આવી રહ્યા છે. આમતો આપણે તેમને અહી રૂમો નથી આપતા પણ હું આપીશ. અને બીજું ઘણું મગજમાં છે. તું જોતી રહે.” કહી આંખ મીચકારી મોટેલની બહાર નીકળી ગયો.

થોડીવારમાં તો આઠ દસ માંકેસીકન અને બીજા વર્કરો તેમનો સામાન લઈને આવી પહોચ્યા. આ બધાને ઓછા પૈસે અને રોકડમાં રૂમો આપવાની વ્યવસ્થા થઇ હતો. જે બધાજ ડોલર્સ સીધા દીપકના ખિસ્સામાં જતા હતાં.

એ સાંજે આઠ વાગ્યે બે રૂપાળી છોકરીઓ સાવ ટૂંકા અને તંગ કપડાં પહેરીને ડેસ્ક ઉપર આવી પહોંચી. તેમના ચહેરાના હાવભાવ અને મેકઅપને જોતાજ સમજાઈ જતું હતું કે આ લોકોનું કામ કેવું હશે. પુરુષોને ખુશ કરી ડોલર્સ કમાવવાનું કામ કરતી આ છોકરીઓએ પહેરેલા લો કટનાં તંગ બ્લાઉઝ તેમની છાતીના ભાગને ઢાંકવાનું કામ કરવાને બદલે વધુ ઉઘાડા કરતા હતા. દીપકતો આવી છોકરીઓને જોતાજ લાળ ટપકાવવા માંડ્યો. પરંતુ બાજુમાં અરુણાને જોઈ જાતને સંભાળી લીધી.

આવતાની સાથે એ બંનેએ જે મેક્સિકન ગ્રુપ આવ્યું હતું તેના લીડર જીમીની માહિતી માગી. દીપક સમજી ગયોકે તેમનું આજ રાતનું કામ શું હશે. આથી હિંમત ભેગી કરી તે છોકરીઓને દલાલે અહી બીજા કસ્ટમર અપાવવાની લાલચ આપી. અને તે બંને માની પણ ગઈ. આમ મારિયા અને સેન્ડીને પણ અહી મહિના માટે પરમેનેન્ટ ગ્રાહકો મળી ગયા.  સાથે દીપકને વધારાની આવક ઉભી થઈ ગઈ. આમ માત્ર એકજ દિવસમાં દીપકે ઘણું કરી નાખ્યું.

આમજ ત્રણ ચાર દિવસ નીકળી ગયા. હવે તો વીકલી રહેઆરાઓ થી માંડીને અહી કલાક બે કલાક રૂમ રાખી ભાડુતી સ્ત્રીઓ લઈને શરીરની ભૂખ સંતોષવા આવનારા લોકોની સંખ્યામાં પણ વધારો થવા લાગ્યો. અહી શર્ત માત્ર એટલીજ હતી કે દરેકે રોકડું ભાડું આપવાનું રહેતું હતું. એ બધાજ ડોલર્સ દીપકના ખિસ્સામાં જતા હતા.

એક રાત્રે અરુણાને માથું દુખતું હોવાથી તે આરામ કરવા બેડરુમમાં ચાલી ગઈ. મોટેલની ડેસ્ક ઉપર બેઠો બેઠો દીપક કોઈ હિન્દી સી ગ્રેડની ફિલ્મ જોઈ રહ્યો હતો. અને એમાં આવતા કામુકતા ભર્યા દ્રશ્યો જોઇને ઉત્તેજિત થઇ રહ્યો હતો. બરાબર એજ વખતે મારિયા કોઈ કામસર ત્યાં આવી ચડી. એને જોઇને દીપક શાન ભાન ભૂલી ગયો. ડેસ્ક છોડી મારિયાની પાછળ પાછળ હોટલના કોરોડોરમાં આવી ગયો. જમાનાની ખાધેલ મારિયા સમજી ગઈ હતી કે દીપકને શું જોઈએ છે.

મારિયાની હા ને સમજી જઈ દીપકે એક ખાલી પડેલો રૂમ ખોલી નાખ્યો. ખાસ કઈ શબ્દોની આપલે કર્યા વિના બંનેએ એકબીજાની જરૂરીયાત પૂરી કરી દીધી. હવે એક વાર લોહી ચાખેલાં વાધ જેવી દશા દીપકની હતી. મારિયાના સાથમાં દીપકને મેરવાનાનો નશો પણ ગમવા લાગ્યો હતો.,  મારિયાને તો ડોલર્સ સાથે મતલબ હતો. આમ દિવસો વીતવા લાગ્યા.

જ્યાં આવા આચારહીન ધંધા કરનારા લોકો આવતા જતા હોય ત્યાં ડ્રગ્સ જેવા નશા પણ ચાલતાજ રહે છે. જીમી અને તેના વર્કરો બધા આખો દિવસ કામ કરીને સાંજે ડ્રગ્સનું સેવન કરતા હતા. આથી તેમના આ શોખને સંતોષવા માટે મેથ્યુ તેમને જરૂરી નશાનો જથ્થો આપી જતો. તેમાં હવે દીપક પણ ભાગ પાડવા લાગ્યો હતો.

એ સાંજે લાલ ભૂરી લાઈટો ઝબકાવતી બે પોલીસ કાર મેથ્યુંનું પગેરું શોધતી મોટેલ સિક્ક્ષની ઓફિસમાં આવી પહોચી. દીપક અને અરુણાને અમેરિકન પોલીસ સાથે પહેલી વખત પનારો પડ્યો હતો.

ચાર પોલીસ વાળામાંથી બે અંદર ઘસી આવ્યા આવતાની સાથે દીપકની ઇન્ફર્મેશન માંગી સાથે અહી રોકાએલા ગેસ્ટ વિષે પૂછપરછ આદરી. દીધી. અહી રોકાએલા જીમીના ગ્રુપની વાત સાંભળતાં પોલીસે તેમના વિષે વધુ પૂછપરછ કરી અને રૂમ નંબર પણ માગી લીધા.  કારણ ડ્રગ્સ સાથે એક વખત જીમી પકડાઈ ચુક્યો હતો. આથી તેની રૂમની તપાસ કરવા માટે એક ઓફિસરે દીપકને સાથે આવવા જણાવ્યુ. વધારામાં તેમના રૂમોનું રજીસ્ટ્રેશન માગ્યું. આ સાંભળતાં અત્યાર સુધી તેમના દરેક સવાલોના સ્વસ્થતાથી જવાબો આપવાનો ટ્રાય કરતો દીપક હવે ખરેખર ગભરાઈ ગયો. રજીસ્ટરમાં આ બધાની એન્ટ્રી ના નહોતી આથી મોટેલ માલિકની ગેરહાજરીમાં ચાલતા ગોટાળાનો ખ્યાલ ઓફિસરને બરાબર આવી ગયો.

છેવટે દીપકને સાથે લઈને બંને ઓફિસર્સ જીમીની રૂમ તરફ ચાલ્યા.  ત્યાંજ મેથ્યુને જીમીની રૂમમાંથી બહાર ભાગતા જોઈ બધા પોલીસોએ તરફ દોડ લગાવી અને મેથ્યુ પકડાઈ ગયો. આ બધી ઘમાલમાં જીમીએ ડ્રગ્સનું પડીકું દીપકે પહેરેલા જેકેટમાં સરકાવી દીધું.

છેવટે જીમીના રૂમની તપાસ ચાલી પણ ખાસ કઈ પકડાયું નહિ. જીમીની તલાશી લેવાઈ રહી હતી એ દરમિયાન જીમીએ દીપક તરફ ધારદાર નજરે જોયું અને ઓફિસરને આ બધામાં દીપકનો હાથ છે એમ જણાવ્યું. કારણ તેને શક હતોકે દીપકે જાણીને તેને પકડાવી દીધો છે. આગલી રાત્રે મારિયાને લઈને બંનેમાં બોલાચાલી થઈ હતી. એ રાત્રે અરુણા વહેલી સુઈ ગઈ હતી આથી દીપકની ઈચ્છા મારિયા સાથે સમય વિતાવવાની હતી. જે જીમીના કારણે શક્ય બન્યું નહોતું.

તેની વાત સાભળીને બંને ઓફિસરે દીપકની તલાશી લીધી, જેમાં તેની પાસે થી પડીકું પકડાઈ ગયું. મેથ્યુ સાથે દીપકની પણ ધરપકડ થઇ ગઈ. દીપકે પોતાના બચાવમાં ઘણી આજીજી કરી પરંતુ આ અમેરિકન પોલીસો સામે બધુજ વ્યર્થ હતું. પીઠ પાછળ હાથ કરી હાથકડીઓ પહેરાવી દીધી.

આ બધું બનતા અરુણા ખુબજ ગભરાઈ ગઈ હતી. તેણે હર્ષદના મિત્ર મહેશભાઈને ફોન જોડ્યો. પંદર મિનીટમાં તેઓ આવી ગયા. અરુણાએ બધી વાત તેમને કહી સંભળાવી. સિવાય કે રજીસ્ટરમાં ગોટાળા છે. મહેશભાઈએ બે ત્રણ ઓળખીતાઓ ને ફોન લગાવી છેવટે એક વકીલની વ્યવથા કરી. બે દિવસ દીપકને બીજા કેદીઓ સાથે જેલમાં રહેવાનો કડવો અનુભવ થયો. અહી બીજા રીઢા ગુનેગારને કારણે શારીરિક યાતના પણ ભોગવવી પડી.

બે દિવસ પછી બેલના દસ હજાર ચુકવતા દીપકને રાહત મળી. જેમાં અત્યાર સુધી ભેગા કરેલા તેના બધાજ ડોલર્સ ખર્ચાઈ ગયા હતા. વધારામાં આ કેસ ન્યુઝમાં ચર્ચાઈ ગયો જેમાં મોટેલની ડેસ્ક ઉપર કામ કરનારે આવનારા ગેસ્ટની રજીસ્ટરમાં એન્ટ્રી નાખી નહોતી. એવી વાત આવતા ફ્રેન્ચાઈઝ સાથે ઓળખીતા બધા સુધી આ વાત પહોચી ગઈ. હતી.

દીપક અને અરુણાની હાલત તો ધોબીના કુતરા જેવી બની ગઈ હતી. મહેશભાઈએ એક સાચા મિત્રની ગરજ સારી, ઇન્ડીયામાં મંગલા અને હર્ષદને આખીય વાત ફોનમાં વિગતવાર જણાવી દીધી. અને છેલ્લા ઉપાય તરીકે હર્ષદના કહ્યા અનુસાર મહેશભાઈ એક અઠવાડિયા માટે પોતાનું કામ છોડી અહી મોટેલ ઉપર રહેવા આવી ગયા. હવે દીપકને માત્ર આપેલી રૂમમાં રહેવાનું હતું તે પણ હર્ષદ ઇન્ડીયાથી ના આવે ત્યાં સુધી.

જેમતેમ કરતા એક અઠવાડિયું વીતી ગયું. આ દરમિયાન ફ્રેન્ચાઈઝ માંથી ઇન્ક્વાયરી પણ આવી ગઈ હતી. જોકે હવે બધું વ્યવસ્થિતપણે ચાલી રહ્યું હતું. છતાં આવીને હર્ષદને આ બધાનો સામનો કરવાનો નક્કી હતો.

એરપોર્ટથી ઘરે આવતાની સાથે બંને પતિપત્ની માની વિદાયનું દુઃખ અને જર્નીનો થાક ભૂલી મોટેલના ખોરવાઈ ગયેલા તંત્રને સમેટવામાં ખોવાઈ ગયા.

” મહેશ તું ના હોત તો હું શું કરત, થેક્યું મિત્ર”

” હર્ષદ એક તો મિત્ર કહે છે અને ઉપર થી આભાર માને છે. આપણે એકબીજાના સુખદુઃખમાં કામ નાં આવીએ તો મિત્ર કેવા. ચાલ તું ચિંતા નાં કરીશ બધું બરાબર થઇ જશે. હા બાની અંતિમ વિદાયનું સાંભળી અમને ખુબ દુઃખ થયું છે. હું અને તારી ભાભી સાંજની રસોઈ લઈને આવિયે છીએ, તું નિરાંતે તારું કામ નીપટાવી લેજે, અને હા હજુ દીપક રૂમ નંબર પંચાણુંમાં રહે છે, તેનું હવે શું કરવું એ તારે નક્કી કરવાનું છે.” કહી મહેશભાઈએ વિદાય લીધી.

એ રાત્રે નાં તો કોઈએ દીપકને બોલાવ્યો નાં કશું જણાવ્યું. પરંતુ બીજા દિવસની સવારે રૂમ સાફ કરનારી મેડને દીપકને બોલાવ્યા મોકલી ત્યારે તેનાં બદલે અરુણા માથું નીચું કરી શરમિંદગીનો ભાવ ચહેરા ઉપર લઈને ઓફિસમાં મળવા આવી

” આવી ગયા હર્ષદભાઈ,મોટી બહેન ,” પછી તેણે થોડીવાર ચુપ રહીને આગળ ચલાવ્યું ” દીપકને બહુ તાવ છે માટે ગઈ કાલથી બેઠા પણ નથી થયા.”તેના અવાજમાં વેદના હતી જે સચ્ચાઈના સુર પુરાવતી હતી.

ભલે તું જા હું મોડાં તેને મળવા આવું છું કહીને અરુણાને વિદાય કરી. બંને પતિપત્ની મોડે સુધી થયેલી ભૂલો અને ચડેલા કામોને નીપટાવવામાં વ્યસ્ત રહ્યા. છેવટે બપોર પછી દીપકને મળવા રૂમ નબર પંચાણું તરફ વળ્યા.

” શું થયું તને, કેમ આટલી બધી ઘમાલ તને માફક નાં આવી કે શું? કે પછી અમે આવ્યા એટલે તને ટાઢિયો તાવ ચડી આવ્યો” હર્ષદનાં અવાજમાં સખતાઈ હતી, ગુસ્સો હતો.

” અમે જતા પહેલા તમને જણાવ્યું હતું કે ડબલ પગાર આપીશું. તો પણ તમે આવા હલકટ કામો કર્યા. હવે કાલે સવારે અહીંથી ચાલ્યા જજો એટલે અમે બીજા કોઈ કપલને રાખી શકીએ.” મંગલાએ કડવાશથી કહ્યું.

” જીજાજી અને મોટી બેન મને  માફ કરો, મારાથી લાલચમાં બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે હું અહી રહેવાને લાયક નથી બસ મને સાજો થતા સુધી રહેવાની રજા આપો.” કહેતા દીપક રડી પડ્યો.

આ બધું જોઇને હર્ષદ થોડો કુણો પડ્યો. અને અરુણા તરફ ફરીને બોલ્યો

” તેને જરા સરખો તૈયાર કરી દે હું ડોક્ટર પાસે લઇ જાઉં છું. ઉતાવળ કરજે ચાર વાગ્યે હોસ્પિટલ બંધ થઇ જશે.”

હર્ષદ તેને ઓળખીતા ઇન્ડીયન ડોક્ટરની પાસે લઇ ગયો. ત્યાં જરૂરી દવાઓ આપી અને ત્યાંજ તેના બ્લડનું  સેમ્પલ લઇ લીધું. હવે બે દિવસ પછી આવજો કહી તેને વિદાય કર્યો.

“વળી ઓછા ટકાનો પણ પાર્ટનર છે વધારામાં મંગલાનો ભાઈ છે એ બધું આપણું  કામ કર્યું છે વિચારી દીપકને દવાઓ ખરીદી આપી. અને બે દિવસ પછી રીપોર્ટ લઈને સીધા ત્યાંથીજ ચાલ્યા જવાનું કહી દીધું.

આ બધામાં મંગલાનો જીવ ભાઈ માટે બળતો હતો. એક મહિનામાં તેને આચરેલી ગેરરીતિઓ સાંભળી તેને સાચો રસ્તો શીખવાડવા માટે તેના તરફ કડક થવું જરૂરી છે વિચારી તે ચુપ રહી.

બરાબર સારવાર મળતા તાવ ઉતરી ગયો. બે દિવસ પછી ન્યૂયોર્કથી કોઈ મિત્રને બોલાવી દીપક અને અરુણા આ શાંત અને સગવડ ભરી જિંદગી છોડી હવે કામની શોધમાં ફરી બહાર નીકળ્યા. વચમાં ડોક્ટરની ઓફિસમાં રિપોર્ટ લેવા રોકાયા. મિત્રને બહાર બેસાડી અરુણા અને દીપક અંદર ગયા.

” આવ દીપક તારો રીપોર્ટ આવી ગયો છે. તને ફ્લુ હતો જેની યોગ્ય દવા આપતા હવે સારું લાગતું હશે કેમ?”

” હા સાહેબ હવે સારું છે બસ અશક્તિ વધારે લાગે છે. અને રીપોર્ટમાં શું આવ્યું” દીપકે પૂછ્યું.

” જો તું એચ આઈ વી પોઝીટીવ છે. એટલે કે તારા બ્લડમાં એઇડ્સ હોવાના પુરાવા મળ્યા છે. તારે બરાબર ઘ્યાન રાખવું પડશે તેની સમયસર સારવાર કરાવવી પડશે.” ડોકટરે તેને બાકીની ઘણી જાણકારી અને સલાહો આપી. વિદાય કર્યો.

દીપક સુન થઇ ગયો હતો અને અરુણા તો કાપો તો લોહી ના નીકળે તેવી બની ગઈ હતી. તે સમજી ગઈ હતી કે દીપકને આ રોગ ક્યાંથી આવ્યો. અને હવે પોતાનું શું? તેના શરીરમાં ધ્રુજારી વછૂટી ગઈ.

ન્યુયોર્ક જતા રસ્તામાં અરુણાએ તેમના મિત્રને પોતાને વહેલામાં વહેલી તકે ઇન્ડીયા પાછું જવું છે એવી ઇચ્છા દર્શાવી. હવે તેને પરવા નહોતી કે દીપક સાથે આવે છે કે નહિ.

” ભાઈ મારું પણ બુકિંગ કરાવી દેજે. હું પણ તેની સાથેજ ભારત ચાલ્યો જઈશ. અહી આવીને વહેલા મોટા થવાની ભૂલમાં સાવ વામણો બની ગયો છું. ”

અને તેણે પાછળ ફરી દયાનીય સ્થિતિમાં અરુણા સામે જોયું. પરંતુ અરુણા આ બધાથી દુર બારીમાં ઉંચે દુર આકાશમાં એકલ દોકલ કોઈ પણ સહારા વિના તરતી વાદળીને તાકી રહી હતી.

પેલા મિત્રે પ્રશ્ન પુછ્યો તમે લોકો ભાગવા માંગો છો પણ બે દીકરીઓ ઈના અને મીનાનું શું તે વિચાર્યુ છે?

૮૦૦ રિવર વોક ડ્રાઈવ, પ્રકરણ ૫ વિજય શાહ

અરૂણા ભોંય પર પછડાઇ એવું લાગ્યું

થોડીક ક્ષણોમાં તેનાં મોં પર ઘણાં દુઃખ નું આવાગમન થઈ ગયું. રાતની શીફ્ટમાં કામ ઓછું પણ જોખમ વધારે તે વાત તે જાણતી હતી..પણ પતિ આવો લંપટ હશે તેની ખબર ના પડી. ભારત જઈને પણ શું કરીશ જો આ રોગ મને પણ લાગ્યો હશે તો? ઈના અને મીનાનાં વિચારે તે રડી પડી ..આગળ કૂવો અને પાછળ ખાઇ…

તેણે પેલા મિત્રને દવાખાને લઈ જઈ પોતાનો ટેસ્ટ કરાવવાની માંગણી કરી. અને ત્યાર પછી મોટીબેનને ફરી મળવા જવાનું નક્કિ કર્યું. ઈના મીના સ્કુલેથી આવતા પહેલા ઘરે પહોંચવું જરુરી છે. દીપક અરૂણા સામે જોઇ જોઇને માફી માંગતો હતો..પહેલાની નાની મોટી માંદગીઓ દવાથી મટી જતી પણ આ બીમારી તો જાન લઇને જશે તે વાતનો અહેસાસ તેને થઈ ગયો હતો.

સાંજે ચાર વાગ્યે હોટેલ પહોંચ્યા ત્યારે રડી રડીને બંને ના હાલ બેહાલ હતા. કોઇ ગુનેગારની જેમ પોતાના ઘરમાં દાખલ થયા ત્યારે મોટીબેન મંગલા પણ રડી રડીને અડધા થઈ ગયેલ હતા. સવારે થયેલી અફડા તફડી પછી નાનો ભાઇ અને ભાભીને ઘરમાંથી નિકાલો આપ્યા પછી કંઈક ખોટું થઈ ગયુ છે એમ વિચારીને ખિન્ન  હતા. એમનું મન માની શકતું જ નહોંતુ..દીપક ચરિત્ર હીન નીકળે.

તેમનું મન માનતુ નહોંતુ ત્યાં હર્ષદનો ફોન આવ્યો. દીપકને હોસ્પીટલમાં ફરી બોલવ્યો છે. તેને ફોન કરીને જણાવી દે. મંગલાએ ફોન કર્યો ત્યારે દબાતે અવાજે દીપક બોલ્યો મોટીબેન ઈના અને મીના ને લેવા બફેલોથી પાછા ફર્યા છીયે. અત્યારે હોટેલમાં અમારા રૂમમાં બેઠા છીએ અને તેનાથી ડુસ્કું મુકાઇ ગયું.

મંગલાનાં અવાજમાં નરમાઈ અચાનક આવી ગઈ_ “જો ભાઈ હોસ્પીટલમાંથી ફોન આવ્યો છે તમે તૈયાર થઈને નીચે આવો…પાંચ વાગ્યા પહેલા તે બંધ થાય તે પહેલાં ત્યાં પહોંચવાનું છે.”

જલ્દી થી બે કપ ચા મુકીને થર્મોસ ભરી લીધું સાથે થોડોક હાંડવો અને છુંદો ભરીને મંગલા નીચે આવી. દીપક અને અરૂણા પણ નીચે આવી ગયા હતા.મંગલાએ તેની હોંડા બહાર કાઢી અને શક્ય તેટલી ઝડપે હોસ્પીટલ પહોંચી.

ડોક્ટર વર્ડઝ્વૂડની સુચના પ્રમાણે દીપક અને અરૂણા બંને નું બ્લડ લેવાનું હતું પેશાબ આપવાનો હતો.થોડા વધું ટેસ્ટ કરવાનાં હતા.

મંગલાએ ડૉ વર્ડ્ઝ્વર્થને પુછ્યું “શું વાત છે આ વધારાનાં ટેસ્ટ કેમ?”

આગળનું ટેસ્ટ રીઝલ્ટ જોયા પછી ડોક્ટરે વેનેરીયલ રોગની વધુ તપાસ માટે બીજા ટેસ્ટ આપ્યા છે..ખાસ તો તેમના ઘરવાળાનાં પણ ટેસ્ટ થવા જરુરી છે. સારુ થયું તમે તાબડતોબ આવી ગયા.

મંગલાએ કહ્યું “મારો ભાઇ અને ભાભી છેલ્લા ૧૦ વર્ષથી સુખી દાંપત્ય જીવન માણે છે તેથી આ રોગ હોવાની શક્યતા નથી.”

“એ નક્કી કરવા તો આ વધારાનાં ટેસ્ટ આવ્યા છે. આવતી કાલે સવારે પણ સેંપલ આપવા આવવાનું છે ખાલી પેટે અને બે પેશાબ સેમ્પલ આપતા કહ્યું પહેલો પેશાબ લઈને અપજો” કહીને ડો બીજા પેશંટ તરફ વળ્યા.

અરૂણા અને દીપક પાછા વળતા હતા ત્યારે મંગલા પ્રભુને પ્રાર્થના કરતી હતી કે કંઈ ન નીક્ળે તો સારું પ્રભુ!

મંગલાએ ચા અને હાંડવો કાઢીને આપતા કહ્યું આ થોડું ખાઈ લો અને મોટી બેન નાં કડપને તમારી ચિંતા સમજીને ભુલી જજો.. તમને કાઢી મુક્યા પછી કેટલુંય રડી છું.

અરૂણા અને દીપક પણ આંસુ સારતા હતા.. જો કે રોગની ખબર તો એક દિવસ માટે ઠેલાઈ હતી. પણ એ ખબરે અરૂણા અને દીપકની વચ્ચે  જોજનો લાંબી અને ઉંડી ખાઈ ખોદી નાખી હતી..અરૂણા દીપક્નાં સ્પર્ષથી પણ અભડાતી. નાકનું ટેરવું ચઢાવતી.

સાંજે બન્ને છોકરીઓને પણ દીપકથી દુર રાખી ક્યાંક ચેપ ન લાગી જાય. રાતની શીફ્ટમાં જવાનું હતુ નહીં એટલે તેનાં રૂમમાં જઈને તે સુઈ ગયો પણ અરૂણાનો અજંપો તેને ઝંપવા દેતો નહીં. અમેરિકામાં મેડીકલ ફીલ્ડમાં ચોક્ક્સાઈ બહું અને અરૂણાની પણ તપાસ આવી એટલે તો ખલાસ..વાત આગળ વધી ગયેલી છે.

અત્યારે બીજા બધા ગુનાઓ તેના ગૌણ થઈ ગયા. જેલમાં જઈ આવ્યો. પૈસાની ઉઠાંતરી કરી. .ઘરનો માણસ હોવાની વિશ્વસનિયતા ગુમાવી. એચ આઈ વી પોઝીટીવ એટલે છ મહીનાંમાં મૃત્યુ… આટલી મોટી સજા ક્ષણીક શારિરીક સુખની કયો મુરખ ચુકવે? પાછી પોતાની સાથે મને પણ ખેંચી? બે નાની દીકરિઓ નું શું? તે મા બાપ સિવાય આ આખો ભવ કેવી રીતે કાઢશે? તેને ક્યાંય જંપ નહોતો.

વારંવાર તેને થતું કે હર્ષદ મોટા કેટલા સાચા અને અનુભવી હતા. દુષણ ને ઉગતાજ દાબવું જોઇએ. અને તેથીજ આટલાં વર્ષોથી રોકડીઓ અને કલાકોનાં કામને તે સહેજ પણ પ્રાધાન્ય નહોંતા આપતા. પંદર દિવસમાં જ તે દુષણે તેનો રંગ બતાવ્યો…દીપકની વાતોએ તેને લલચાવી પણ લાલચ બુરી બલા છે. શક્ય છે હું પણ એચ આઇ વીનો ભોગ બની હોઉં.

દીપક નાં ભાવિની ચિંતા મંગલા પણ કરતી હતી.

હર્ષદને ક્યારેય રાતની કેસેટ જોવાની જરુરિયાત નહોંતી પડી. આ રાતની કેસેટ ની વાત દીપક્ને ખબર નહોંતી. તેણે તે જોવાની શરુઆત કરી. છેલ્લો મહીનો જ ઘણી એબ દેખાઈ. બે સ્ત્રીઓ મારીયા અને જેન જુદા જુદા માણસો સાથે વારં વાર દેખાઈ. દીપક દરેક વખતે રોકડા લેતો દેખાયો.એક મહીનાની કેસેટ હતી અને હજી બદલાયેલ નહોંતી.

હર્ષદે આખી કેસેટ કાઢી પોલિસને સોંપતા પહેલા નકલ બનાવી. અને એક નિર્ણય ઉપર આવ્યો.આ ક્રૌભાંડ બહુ લાંબા સમયથી મોટેલમાં ચાલતું નથી. એટલે શક્યતાઓ એ પણ છે કે દીપક હજી પ્રાથમિક તબક્કે હોય કે જેની દવા થઈ શકે. મારીઆ અને જેન અને તેની સાથે જે સુતા તે રોગ ગ્રસ્ત હોય.તે કેસેટ પોલિસ ઇંસ્પેક્ટર ને આપતા હર્ષદે વિનંતી કરી.. મને અને મારી હોટેલને હવે બાકાત રાખજો. પોલિસ ઈંસ્પેક્ટર કહે “તમે તો આખી ગેંગને પકડાવી રહ્યા છો ત્યારે એટલું તો હું ધ્યાન રાખીશ.

બીજે દિવસે સવારે દીપક અને અરૂણા લેબોરેટરીમાં ફરી ગયા ત્યારે મંગલાબેન સાથે હતા.પરિણામ સાંજે આપશે તેવું ડૉ વર્ડ્ઝવર્થે કહ્યું.તેમણે ફરીથી દીપક અને અરુણા ને  એચ આઈ વી વિશે વિગતે સમજાવ્યું અને તે વિશે નો ભય કાઢી નાખ્યો..તેની સારવાર થઈ શકે છે.

અરૂણાનો ગુસ્સો હજી ઉતર્યો નહોંતો. પણ ડૉ. વર્ડ્ઝ્વર્થની વાતો ઉપરથી એક તારણ તો તેણે કાઢ્યુ એચ આઇ વી  શીતળા જેવો ચેપી રોગ નથી. શારીરિક સંપર્ક હોય તો જ આગળ વધે છે. ઘરે જઈને અરૂણા એ ગુગલ ઉપર શોધ ખોળ શરુ કરી. પહેલા જ વાક્યમાં તેને ધ્રુજારી આવી ગઈ પણ આગળ વાંચતા તેને તેણે માની લીધેલ ધારણા પર શરમ આવી.

There is no cure for HIV and AIDS yet. However, treatment can control HIV and enable people to live a long and healthy life.

If you think you’ve been at risk of HIV, it’s important to get tested to find out your HIV status. Testing is the only way to know if you have the virus.

If you’ve already been for a test and your result came back positive, you will be advised to start treatment straight away. Treatment is the only way to manage your HIV and prevent it from damaging your immune system. It also reduces the risk of you passing on HIV to your sexual partners.

હવે ધીક્કાર હળવો થયો હતો. તેની બીક વજુદ વિનાની હતી. દીપક્નાં અન્ય ગુનાની સજા તો જ્યારે મળશે ત્યારે પણ દીપકનું અને તેનું છ મહીનામાં મૃત્યુ થવાનું નથી તે હકીકતે ઘણી રાહત બક્ષી.

પોલિસ ડીપાર્ટ્મેંટ સક્રિયતાથી ટેપ ઉપર કામ કર્યુ. મરીયા અને જેન પ્રોસ્ટીટ્યુશન માટે જેલ ભેગા થયા તેમનું લોહી તપાસાયુ અને તેમને રોગ આપનારા ઘરાકોની શોધ આરંભાઇ.

અરૂણા અને દીપક રોગનાં પ્રારંભિ ક તબક્કામાં હતા તેથી તેમનું હોસ્પીટલાઇઝેશન થયું રસી અપાઈ અને એચ આઈ વીને આગળ વધતો રોકવા દવાઓ અપાઇ. કહેવાય છે ને જે રોગનું નિદાન થઈ જાય તે રોગ તેની ભયંકરતા ગુમાવી દે છે..બસ તેમજ જિંદગી સહજ બનવાની શરુઆત થઈ ગઈ.

હર્ષદ કહેતો પતિની નબળી ક્ષણોમાં અરૂણા પણ વહી ગઈ તેનો ચમત્કાર કુદરતે આપ્યો. તે પણ રોગનો ભોગ બની. મંગલા આવી ક્ષણોએ મારો સાથ જ ના આપે. આ કૌટુંબિક મામલો છે તેથી પ્રદીપ અને હસુ આવ્યા પછી તેની  સલાહ લઈ નિર્ણય લઈશું પહેલે તબક્કે હવે રાતની શીફ્ટ બંધ અને બંને દિવસની ૧૬ કલાક પાળી ભરશે અને અડધો પગાર મેળવશે. અડધો પગાર ઈના અને મીનાનાં એજ્યુકેશન ફંડમાં મુકાશે. સંપુર્ણ રોગ મુક્તિ થયા પછી તેમને ૧૨ કલાક્ની ડ્યુટી મળશે પણ પૈસાનો વહીવટ બીલકુલ નહી મળે.

દીપક અને અરૂણા ચુપ ચાપ સજા સાંભળી રહ્યા હતા. તેઓ એ તો કલ્પના નહોંતી કરીકે અહિં રહેવા મળશે. બંને છોકરાઓ નું એજ્યુકેશન ફંડ થશે તે વાત તો જાણે સજા નહોંતી પણ હાથમાં પૈસાની છૂટ નહોંતી રહેતી. તે સત્ય હતું અને તેઓની સરવાર દરમ્યાન પૈસાની તુટ પડે તો ભાગ ખાલી થવાનો હતો. મોટી બેનનો ઉપકાર માની બંને જણા હર્ષદ મોટા અને મંગલા બેન ને પગે લાગ્યા. અરૂણાએ પ્રદીપને ફોન પર માહીતિ આપી તો તેનું પણ માનવું હતુ..હર્ષદ મોટાએતો છોકરાઓ સામે જોયું પણ પ્રદીપ તેની જગ્યાએ હોત તો ભારત સૌને પહોંચાડી દેત.

દીપક પાસેથી આ આશા નહોંતી એમ કહી સારો એવો ગુસ્સો કર્યા પછી નાની બહેન અરૂણા ને પણ ઠપકારી કે તેણે ગદ્દાર નો સાથ આપ્યો. છેલ્લે તબિયત સાચવજો કહીને ફોન મુકાયો

૮૦૦ રિવર વોક ડ્રાઈવ, પ્રકરણ ૬ કિરીટ ભક્તા

 

હર્ષદ મોટા કહેતા મોટેલ એ ખેતીવાડી જેવું જ છે જેમાં સતત ધ્યાન રાખતા રહેવું જોઇએ. એ કામ નાના મોટાં સૌને ફાવે કે ના પણ ફાવે. જેમ શેરડી વાવી હોયતો ભેલાણ નો ભય તેમ મોટેલમાં સામાન્ય ઉતારુ ઓ નો વાંધો નહીં પણ કલાક નાં શરીર કર્મીઓનો(વેશ્યાઓ) ભારે ત્રાસ.

જે કલાક માટે આવે તે રૂમ તો ગંદી કરીને જાય પણ આખી મોટેલને ગંદી ચીતરતા જાય. હર્ષદ મોટા આવા લોકોને તરત ઓળખી જાય. રૂમ ખાલી પડ્યા હોય તો ખાલી નથી કહી તેમને ચાવી ના આપે. એ વાત પ્રદીપ અને દીપક ના સમજે પણ કદી તેઓ પ્રશ્ન ના પુછે. હીમ પ્રપાતનાં સમયે એક તો ઘરાક ઓછા હોય અને આ કારણસર એકલ દોકલ સ્ત્રી કે પુરુષને  જુએ એટલે ના કહી દે. વળી એમ પણ કહે એક નન્નો સો દુઃખ કાપે.

ઈ મેલ દ્વારા મોટેલ ૬માંથી સંદેશો આવી ગયો હતો કે વરસાદી તોફાન આવનારા દિવસોમાં છે અને શક્ય છે પુનઃવસાહતીઓ આવે. આજે ૩૬ ઇંચ બરફ પડવાનો હતો તેથી આખી મોટેલ ગરમ રાખવાની અને મુખ્ય રોડ ઉપર મીઠું નાખી બરફ કાઢતા રહેવાનું કામ કરતા રહેવાનું. આ શીત તોફાનોમાં મોટેલમાં ઘરાકી એક્દમ વધી જતી હોય છે. જ્યારે રોડ શીતાચ્છદીત થઈ જાય. ગામમાં ખુબ વરસાદ પડે અને જે કીચડ થઈ જાય  તેનાથી પણ ખતરનાક અને લપસણો સફેદ કાદવ બરફ્નો થઈ જાય.

આ વખતે આ હીમ પ્રપાત લાંબો ચાલ્યો. કેટ્લાય વટેમાર્ગુ અટવાયા.સફેદ નાની ફોતરી જેવી હીમકણિકા એક અઠવાડીયા સુધી સતત પડી. એક આખી બસ અકસ્માત માં ઉંધી પડી ગઈ અને તેની પાછળ ચાર કારો અથડાઇ. ઘાયલોને હોસ્પીટલમાં ખસેડાયા જ્યારે બાકીનાં સૌ ને સરકારી સહાય મળી તે સહાયને કારણે મોટેલ ૬ અકડેઠઠ ભરાઈ ગઈ.પણ રૉડ લાંબો સમય સુધી બંધ રહ્યો. ફીમા અને ગવર્ન્મેંટ સહાયો પોલિસની સહાય થી તરત મળવા માંડી હતી.

થોડો સુરજ નીકળે અને થોડુંક હીમ ઓગળે તે રાતનાં ફરી પાછુ જામી જાય, પાર્કીંગ ની કારો ઉપર પણ બે બે ફુટ બરફ. નજીકનાં રેસ્ટોરંટ થોડોક સમય ખુલે તેટલો સમય મોટેલમાંથી દરેક જણા ખાવાનું લઈ આવે.

હા રેડીયો ચાલુ હતો વેધરનાં સમાચાર ચાલુ હતા, કોન્ફરંસ રૂમ ચાલુ હતો તે રૂમમાં જનરેટર દ્વારા અજવાળું હતું

સીધુ સામાન ભરેલું હતુ તેથી રોજીંદા વહીવટમાં તકલીફ નહોંતી. અઠવાડીયે વરસાદ અને હિમ હળવું પડતા જેમને ઉતાવળ હતી તે સૌ વિખરાવા માંડ્યા.

હર્ષદ મોટાને રૂમનંબર ૧૦૭માં રહેતો પિટર જોખમી લાગતો હતો. પોલિસને પણ તેણે સુચવ્યું હતું તેનું આઈ ડી ફેક લાગે છે.પણ ફીમામાંથી આવતી રકમો સમયસર આવી જાય છે. પણ હવે વાતાવરણ ચોખ્ખુ થઈ ગયુ છે તેથી તે રાહતો બંધ થઈ જશે પછી?

પિટર હર્ષદ મોટાથી આંખ બચાવતો હતો.પણ આજે હર્ષદ મોટા તેનાં રુમમાં જઈને ઉભા. રુમ ખોલીને પિટર ખીજાતો ઉભેલો જોઇને પહેલોજ પ્રશ્ન કર્યો.”આજે તમારું બુકીંગ રીન્યુ નથી થયું . તમારે આજે રૂમ ખાલી કરવો પડશે.”

“એવું ના બને,” ગુજરાતીમાં તેનો જવાબ સાંભળી ને હર્ષદ ચમક્યો.

હર્ષદે અંગ્રેજીમાં વાત ચાલુ રાખતા કહ્યું ” એવું બન્યું છે આપના પૈસા આવ્યા નથી અને આગળનું બુકીંગ છે. હું તમને વૉર્ન કરવા આવ્યો છું ૧૧ થી ૧૨ ની વચ્ચે ચેક આઉટ ટાઈમ છે.”

“હું તમને પૈસા આપી દઈશ પણ આજે મારાથી જવાય તેવું નથી.” તેના અવાજમાં થડકારો હતો.

” પોલિસ તમારી સાથે નરમાશથી વર્તે છે તેનું મને કારણ નથી સમજાતું પણ મને જેમની આઈ ડી શંકાસ્પદ હોય તેમને અહીં રાખવામાં રસ નથી.”

વાત જાણે એમ છે કે મારો સામાન બરફનાં તોફાનમાં અટવાયેલો છે. એ આવી જાય એટલે હું રવાના થઉં.

તમારો સામાન તમે જેં સરનામું આપશો ત્યાં ફોરવર્ડ થઈ જશે.

” ફોરવર્ડ ચાર્જીસ લાગે ને?”

” હું પેલા પોલિસ ને બોલાવીને ઘટીત કરાવી દઉ છું કહી પિટર રુમ માં ગયો

બારમાં પાંચ કમે પેલો પોલિસ પિટરનો ચેક લઈને આવ્યો ત્યારે હર્ષદ મૉટાનું ભજનીયું હવાઈ ગયું.

ચહેરા ઉપર સારા ગ્રહક માટે જે ભાવ આવે તે આવી ગયો હતો.

પિટર રુમમાં નિશ્ચિંત થઇ ગયો હતો.

તે ખબરી હતો તેવી ખબર પડતા મનનાં શંકાશીલ વલણો જતા રહ્યા.

બપોરે તે કૉફી પીવા કેફ્ટેરીયમ માં આવ્યો ત્યારે હર્ષદ મોટાએ સામેથી બોલાવ્યો.

” પિટર! સવારનાં મારા વર્તન બદલ માફ કરજે. તારા પોલિસે મને તારી ઓળખાણ અધુરી આપી હતી તેથી ભુલ થઇ.”

” ના તમે તમારી રીતે સાચા હતા. પેલા પોલિસની ભુલ હતી.”

કૉફી પીતા પીતા પીટરે વાત આગળ વધારી. ” અમને પોલિસે બહુ ભાષાઓ જાણ તા હોઈએ એટલે દુભાષીયા તરીકે જાળવતાં હતાં”

” તમને કેટલીક ભાષાઓ આવડે છે?”

” હું આખા વિશ્વમાં ફરેલો છુ એટલે ઉર્દુ, અરેબીયન,સ્વાહીલી,ફ્રેંચ, અંગ્રેજી  અને સ્પેનીશ માં હું સડસડાટ બોલી શકું. ભારતીય ભાષાઓ પણ ઘણી બધી આવડે.”

” વાહ! સરસ! મને પણ ઘણી બધી ભાષાઓ આવડે છે. જેમ વધુ ભાષા જાણીયે તેમ ટોળા માં સરસ રીતે ભળી જવાય.”

“આજે મારાથી જવાય તેવું નહોતું.તેથી આનાકાની કરતો હતો.”

“તમારો કોઇક સામાન આવવાનો હતો ખરું ને?”

” હા તે તો આવી ગયાનાં સમાચાર પોલિસ આપી ગયો.”

” તો પછી આવતી કાલે જવાની તૈયારી કરો.”

પીટરનું મોં પડી ગયું.

હર્ષદ મોટા કહે પોલિસની દોસ્તી ન સારી કે દુશ્મની સારી. તમારી પાસે આઈડેંન્ટી કાર્ડ શંકાસપદ છે તેથી હું કોઇ પણ જોખમ લેવામાં માનતો નથી.

” એટલે તેમે એમ માનો છો કે હું ઘૂસણખોર છું.”

‘સીધી વાત છે. જેમની પાસે અમેરિકન સરકારે આપેલું આઇડેંન્ટિટિ કાર્ડ ન હોય તે ઘૂસણખોર જ છે. અને તેમને મોટેલમાં રાખવા દેવા કે નહીં તે મારે નક્કી કરવાનાં.”

” તો પછી કાલથી કેમ? આજથી કેમ નહિં?” કહી પીટરે પીસ્તોલ કાઢીને કાઉંટર પર મુકી.

સહેજ પણ ડર્યા વિના કાઉંટર ઉપરની પીસ્તોલને અડ્યા વિના કેશ કાઉંટરમાં નાખી દઈ તેમણે ૯૧૧ ઉપર ફોન કર્યો.

” હું મોટેલ ૬ માંથી બોલું છું. પોલિસ સહાય તરત મોકલો. એક પેસેંજરે મારા ઉપર ગન તાકી છે.”

હવે પીટર ગભરાયો. સામાન્ય રીતે જ્યારે જ્યારે ગન આવી રીતે એણે કાઉંટર પર મુકી હતી ત્યારે ત્યારે તેનું ધાર્યુ થતું હતું પણ આ વખતે તેની ટ્રીક સફળ નહોંતી થઈ.

” અરે હું તો તમને મારું આઈડેંટિટિ કાર્ડ બતાવતો હતો.”

” કે મને ધમકાવતાં હતાં?”

ત્યાંતો પોલિસ ની સાયરનો સંભળાઇ.

નસીબ જોગે પેલો પોલિસ અને તેનો સાથીદાર હતો. હર્ષદને જોઇને તે હસી પડ્યો અને બોલ્યો પિટર આ શું કર્યુ?

હર્ષદ પણ મલકતા મલકતા બોલ્યા આ ટ્રીક મારા ઉપર ના ચાલે..પ્લીઝ જરા એમને સમજાવો કે કાયદાઓને સો ગરણે ગાળીને બેઠો છું.મને પિસ્તોલ બતાવવાનાં ગુના માં તેને સાત સાલની કેદ કરો.

પેલો પોલિસ કહે “પણ એની પિસ્તોલ ક્યાં છે?”.

હર્ષદ કહે ” એણે કાઉંટર પર મુકી એટલે તરત જ તેને કેશ કાઉંટર માં નાખીને લોક કરી છે. મને ગળા સુધી ખાતરી છે તે ખાલી છે પણ જરા ખોંખારો ખાધો એટલે તેને ભડકાવ્યો.”

પિટરને જાણે શ્વાસમાં શ્વાસ આવ્યો.

હર્ષદ કહે “તમારો માલ આવી ગયો હોય તો તૈયાર થાવ. મારા હિસાબે તમે આતંકવાદી છો અને તમે ઈચ્છો તે ભડાકા મારી હોટેલમાંથી નહી થવા દઉં સમજ્યા.”

પિટર કહે ” શું કહો છો તમે?”

પોલિસને પણ આ વાતથી નવાઇ લાગી.

“આ તમારો ખબરી જેટલી ભાષાઓ જાણે છે તેટલા દેશનાં માફીયાઓને પણ ઓળખે છે.”

પિટર ક્ષણભરતો હર્ષદ મોટાને સાંભળતો  રહ્યો.

હર્ષદમોટા છેલ્લ ત્રણ દિવસથી તેની વર્તણુંક જોઇ રહ્યા હતા.. વાંકમાં હોવાછતા પિટર સામાને દબડાવી શકતો હતો.  આજે તે વાંકમાં આવ્યો હતો.  આજે રગે હાથ પકડાયો હતો. સવારનાં પહોરમાં તે અરબી ભાષામાં ફોન ઉપર વાતો કરતો હતો. સામે કોણ હતું તે ખબર નહોંતી પણ જે કોઈ હતો તેની સાથે તારીખનો મતભેદ હતો.

તે એક દિવસ વધારવા માંગતો હતો. પિટર તારીખો જેમ છે તેમ રાખવા માંગતો હતો. પેલો અરબ તેને એક દિવસનાં પૈસા વધુ આપવા માંગતો હતો.તેમ છતા પિટર ટસનો મસ ન થયો ત્યારે બોંબ બ્લાસ્ટ કરવાનું રિમોટ પેલાએ મોકલી આપવાનું કહ્યું.

પિટર બોંબનો ઉલ્લેખ થયોને જાણે એકદમ ખુન્નસે ભરાઈને પોતાની રીવોલ્વર ઝડપવા ગયો ત્યારે હર્ષદ મોટા તૈયાર જ હતા તેમણે લોકર ની ચાવી ફેરવી દીધી.

પોલિસને માટે હવે કોઇ છુટકો નહોંતો. પિટરને કડી પહેરાવ્યા સિવાયનો. તેને લઈને પોલિસ અને તેનો સાથીદાર પોલિસ ચોકી લઈ ગયા.

મંગલાનો જીવ તાળવે ચોંટ્યો હતો. પોલિસ આવી ત્યારે પિટરે પિસ્તોલ કાઢી અને બહાદુરી થી ડર્યા વિના તેને કેશ કાઉંટરમાં નાખી તે આખો પ્રસંગ જોયો હતો. તેથી સમજી તો ગઈજ હતી કે ગરબડ છે. તે ડંગોરો લઈને કેશ કાઉંટર પાછળ આવી ગઈ હતી.

પોલિસ તરતજ આવી ગઈ હતી તેથી ન બનવાનું કંઈ બન્યુ નહીં.

થોડા સમય બાદ પોલિસ તપાસમાં પિટર પાસેથી જાણકારી મળી કે ૯૧૧ જેવું મોટું ખતરનાક કાવતરાનો તે ભાગ હતો. નાયગ્રા ફોલને અમેરિકન સાઈડથી તોડી નાખી આખું બફેલો જળબંબાકાર કરવાના હતા.બંને બોંબ તેની કારમાં હતા. તારીખનો વિવાદ એટલા માટે હતો કે પિટર આ વખતે શહિદિ વહોરીને લાખો રુપિયા મેળવવા માંગતો હતો. તેની ગર્લ ફ્રંડે અને તેમનું સંતાન નું જીવન બનાવવામાંગતો હતો. આવા આત્મઘાતી વલણોએ અને આગળનાં અનુભવે તેને શીખવ્યું હતું કે છેલ્લી મિનિટે થતા બદલાવોમાં મગજ બદલાઇ જતું હોય છે.

પોલિસ કમીશ્નર રુબરુ જાતે મળવા આવ્યા ત્યારે ઘરમાં સૌ પ્રસન્ન હતા.તેઓએ કહ્યું  ખબરીઓ ક્યારેક માથાનો દુઃખાવો બની જતા હોય છે.જે કામ સર રાખ્યા હોય તેનાથી વિપરિત કામ પણ પોતાનાં હીતમાં તેઓ કરી નાખતા હોય છે. આજે તે કામ આપે રોક્યું.સમાજ્નાં જાગૃત નાગરિક તરીકે તમે બહું ઉમદા કામ કર્યું.

બંને બોંબ કારમાંથી લઈ ગયા અને વારંવાર શાબશી આપતા આપતા કહેતા ગયા કે એક કરતા વધુ ભાષાઓની જાણકારીને લીધે મોટી હોનારતમાંથી સૌ બચી ગયા.

આજે ભલે મોટી ખતરનાક પરિસ્થિતિમાંથી હેમેખેમ પાર ઉતર્યા પણ  હર્ષદ મોટા  હવે પહેલા કરતાં વધારે સાવચેત થયા. આતંકવાદીઓ હવે  નાની મોટેલ વાળાને પરેશાન કરવામાં ગુંથાયા હતા. તેમને જાનની કોઈ કિમત ન હતી. ખબર નહી કેમ નાની ઉમરમાં ખોટા લોકોની ચુંગલમાં ફસાય છે. નિર્દોષોના પ્રાણ લેતાં તેમના દિલને કોઈ ખચકાટ થતો નથી. તેમને પોતાને પણ ખબર નથી હોતી કે આવી રીતે ધાક ધમકી અને વિનાશ નોતરીને તેમને શું મેળવવું છે ?

આ બનાવ પછી આખી મોટલમાં  હર્ષદ  મોટાએ .સી. કેમેરા નખાવી દીધાં . જેને કારણે લૉબીમાં, ઓફિસમાં, કૉરિડોર અને કાફેટેરિયામાં શું ચાલે છે. તે બધી દિશામાં પોતાની રૂમમાંથી નજર રાખી શકાય. ગડમથલ કે ચોરી ચપાટી કરે તો પકડવું આસાન થઈ જાય.

રિવર વૉક ડ્રાઈવ (પ્રકરણ(૭)સપના વિજાપુરા

દીપક અને અરૂણાની બીમારી પછી  અને મોટેલમાં પોલીસની અવરજવર થી ધંધા ઉપર થોડી અસર આવી હતી. રૂમ ઓછા ભરાતાં હતાં. એક પોલિશ બાઈ લીન્ડા રૂમ બનાવવા માટે રાખી હતી!! એને ઘરબાર કાંઇ હતું નહીં તેથી એક છેલ્લી રૂમ જે કોઈ પસંદ કરતું ન હતું તે આપી રાખી હતી!! ઉપરવાળી હતી છતાં કામ સપાટા ભર કરતી હતી!! અને સફાઈદાર પણ!! એનો એક દીકરો ક્યારેક મા ની પાસે આવતો બાકી કોઈ સગું વહાલું હતું નહી!!

મંગળા પણ એનાં પર દયા ભાવ રાખતી . આમ પણ મંગળા ને આવા એકલવાયા ધોળીયાની ખૂબ દયા આવતી!! કહેતી,” બળ્યું, આપણે ભલે જુદી ચામડીના રહ્યાં પણ આપણને કુટુંબનો કેટલો આધાર? આ ધોળીયા પાસે ના તો માલમત્તા કઈ ના  અને ના તો કુટુંબકબીલો. દયાને પાત્ર તો છે જ!! એ પણ આપણી જેમ હ્ર્દય ધરાવે છે!! પણ કોને કહે? હાથના કર્યા હૈયે વાગ્યા જેવું છે!! જવાની માં જલસા કર્યા, કદી ફેમીલી તરફ જોયું નહી!! હવે કોને દોષ દે?”

બફેલોમાં વસંત આવી હતી!! ચરે તરફ ફૂલો જ ફૂલો દેખાતા હતાં!! નાયગરા ફોલ ફરી પોતાના જોશમાં આવી ગયો હતો!! કરોડો મણ પાણી ધસમસતું ઊંડી ખાઈ માં પડતું હતું!! આમ તો કેનેડા સાઈડ થી નાયગરાનો દેખાવ વધારે સારો દેખાતો, પણ જેને કેનેડા જવા ના મળે એ શું કરે? બફેલો જવું પડે!! થોડી થોડી ઠંડી હજુ હવામાં હતી!! પણ વાતાવરણ ખુશબૂદાર બની ગયું હતું. હવામાં જાણે કોઈ રેશમી જુલ્ફોની ખુશબું હતી!! બફેલો સાઈડ ના મોટા મોટા વૃક્ષ જાણે બાહો ફેલાવી બોલાવી રહ્યાં હતાં!

રોબર્ટ અને એન્જલા મોટેલ ૬ માં આવી ચડ્યાં. પહેલા તો ભારતીયને કાઉન્ટર પર જોઈ મોઢું બગાડ્યું. પણ હર્ષદભાઈએ ખૂબ સરસ રીતે આવકાર આપ્યો અને જાતે ઊભા થઈ રૂમ બતાવવા ગયા!! ૧૧૯ નંબરનો રૂમ હતો લીન્ડાની બાજુમાં!! રૂમ સરસ હતો બહારનો વ્યુ પણ સરસ હતો!! રોબર્ટે રૂમ રાખી લીધો! બન્ને જણ સામાન ઉતારતા હતાં ત્યાં કેથીનો ફોન એન્જલા પર આવ્યો!!

ફોનમાં એ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી!! એન્જલા એને આશ્વાસન આપતી રહી અને પૂછતી રહી શું થયું છે!!
કેથી એન્જલા, રોબર્ટ અને જેમ્સ ચારે કોલેજના  મિત્રો હતાં. કેથી અને જેમ્સ ઘણાં સમયથી સાથે રહેતાં હતાં.કેથી અને જેમ્સ બન્ને બફેલોમાં એપાર્ટમેન્ટમાં રહેતા હતાં.છેલ્લા એકાદ વરસથી બન્ને માં ખૂબ ઝગડા ચાલી રહ્યા હતાં. એન્જલાને થોડી ઘણી ગંધ આવી હતી.આજ જ્યારે રોબર્ટ અને એન્જલા બફેલો ફરવા આવ્યા તો કેથીનો રડતો ફોન આવ્યો.

એન્જ્લા એને આશ્વાસન આપતી રહી!! રોબર્ટ પાછળથી બોલ્યો એ બન્નેને અહીં બોલાવી લે, આમ પણ આપણે થાકેલા છીએ સાઈડ સીઈંગ માટે  કાલે જઈશું !! અને ઓર્ડર પીઝા ઔર સમથીંગ આપણે સાથે ખાઈશું!!એન્જલાએ આમંત્રણ આપી દીધું!!સાત વાગે કેથી અને જેમ્સ આવ્યા. રૂમ નંબર ૧૧૯ માં!! કેથીની આંખો સુઝી ગઈ હતી!! એન્જલાએ કેથીને ગળે લગાડી દીધી!! બન્ને વચ્ચે બહેનો જેવો સંબંધ હતો!! પીઝાવાળો આવી ગયો!! ચારે મળીને પીઝા ખાધો!!

એન્જલાએ શાંતિથી પૂછ્યું,’ કેથી, કહે શું વાંધો પડે છે તમારી વચ્ચે?”કેથી ફરી રડી પડી,” જેમ્સ મારી પાછળ ચીટિંગ કરે છે, બીજી સ્ત્રીઓ સાથે વાત કરે એ અને એમને મળવા જાય છે જોબ ને બહાને!! બે ત્રણવાર મેં એને રંગે હાથે પકડ્યો છે, પણ કદી કબૂલ કરતો નથી અને મારા પૈસા વાપરે છે અને બીજી સ્ત્રીઓ જલસા કરે છે!! અમે લગ્ન નથી કર્યા પણ એપાર્ટમેન્ટ બન્નેના નામે લીઝ પર છે. કોઈ છટકી શકે એમ નથી!!”

જેમ્સ ચૂપ હતો.જાણે બધી વાતે સહમત થતો હોય એમ!! ફરી કેથી રડી પડી!! લાગતું હતું કે જાણે એ કોઈ રીતે જેમ્સને છોડવા તૈયાર ના હતી!ખરેખર દિલથી ચાહતી હતી! પણ જેમ્સ એનાથી ધરાઈ ગયો લાગતો!! હવે આનો શો ઈલાજ!!થોડી વાર શાંત બેઠાં પછી રોબર્ટે પૂછ્યું,” જેમ્સ તારો શું વિચાર છે?” જેમ્સ બોલ્યો,” હું લીઝ પૂરી થવાની રાહ જોઉં છું પછી હું મારે રસ્તે એ એનાં રસ્તે! અને કેથી ખૂબ ગુસ્સામાં આવી ગઈ! એણે ગુસ્સામાં જેમ્સને કાઠલેથી પકડ્યો. બન્ને બોલતા બોલતા દરવાજા સુધી આવી ગયાં.એન્જલા અને રોબર્ટ સમજાવી રહ્યા હતાં કે બેસીને વાત કરીએ પણ બન્ને ગુસ્સામાં દરવાજો ખોલી બહાર આવી ગયાં!

૧૨૦ નંબરનાં રૂમ માં લીન્ડાને એનો દીકરો મળવા આવેલો.બન્ને મા દીકરો દરવાજો ખુલ્લો રાખી વાતો કરી રહ્યા હતાં. બહાર અવાજ સાંભળી લીન્ડાનો દીકરો માઈકલ બહાર જોવા આવી ગયો કે શું ચાલે છે.તો એણે જોયું કે કેથી નો હાથ ઝટકી અને જેમ્સ જવાની કોશિશ કરતો હતો. કેથીનું અપમાન કરતો હતો.માઈકથી રહેવાયું નહીં. જવાન લોહી હતું. એકદમ જેમ્સ પાસે ધસી જઈ ને કહ્યુ,” કે સ્ત્રીનું માન રાખતા શીખો.” જેમ્સ અજાણ્યા માણસને પોતાની વાતમાં દખલ કરતો જોઇ વધારે ગુસ્સો આવ્યો.એણે ઝટકો મારી માઈકલને ધક્કો માર્યો!! લીન્ડા પાછળ પાછળ બહાર આવી ગઈ હતી. એણે બુમ મારી,” માઈકલ,માઈકલ તું પાછો આવ, આપણે શું છે? એ લોકોનો ઝગડો છે એ લોકો પતાવશે!!”

“ઓકે, ઓકે,” કહી માઈકલ પોતાની કારમાંથી સેલ ફોન લેવા ગયો. અને પાછો ફરતો હતો ત્યાં જેમ્સે ગન કાઢી અને ધડ દઈને એક ગોળી માઈકલ પર છોડી દીધી!! છ ફૂટનો રૂપાળો માઈકલ ત્યાં ને ત્યાં પટકાઈ પડ્યો અને તરફડિયાં ખાવા લાગ્યો ,જેમ્સેગુસ્સામાં બીજી ગોળી પણ છોડી પણ બીજી ગોળી રૂમ નંબર ૧૧૫ ની વિન્ડોમાં થઈ રૂમ માં ગઈ!! ત્યાં બે પુરુષો હતાં પણ કોઈને ગોળી વાગી નહી!
લીન્ડા  ચિચિયારી પાડતી માઈકલ તરફ ધસી ગઈ!! માઈકલ, માય સન! અરે કોઈ એમ્બ્યુલન્સ બોલાવો આ જલ્લાદે  મારા દીકરાને ગોળી મારી!!”” આવું બોલતા બોલતા બેહોશ થઈ ગઈ!!જેમ્સ કારમાં બેસી ભાગી ગયો!! કેથી ફાટી આંખે આ દ્ર્શ્યજોઈ રહી  હતી!! રોબર્ટ અને એન્જલાને ને સમજ ના  પડી પોલીસને બોલાવે કે એમ્બ્યુલન્સ!!

ગનનો અવાજ સાંભળી હર્ષદભાઈ બહાર ધસી આવ્યા!! સિન જોઈ તરત પોલીસને કોલ કર્યો! ચાર મીનિટમાં પોલીસ  આવી ગઈ!! સી સી કેમેરાની ફૂટેજ  માંગી. કેથી પાસે જેમ્સની બધી માહિતી લીધી!! ફોન નંબર એડ્રેસ વિગેરે! લીન્ડાને અને માઈકલનેએમ્બ્યુલન્સ માં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. હર્ષદભાઈ માટે તો જાણે આભ તૂટ્યું. આ વળી આ નવી મુસિબત ઊભી થઈ!! પહેલા દીપક ના લફરાં અને હવે હા ખૂન!! શું થયું છે? અમારા ભાગ્ય બદલાયું  કે સિતારો!! કદી કોઈનું ખરાબ ઈચ્છ્યું નથી કદી ખરાબ કર્યુ નથી!!

મોટેલમાં ખૂન થયું છે એ વાત વાયુ વેગે ફેલાઈ જશે!! અને બિઝનેસ ઠપ થઈ જશે!! મારી અને મંગળાની મહેનત ઉપરપાણી ફરી વળશે!! આ એમ્પાયર ઊભુ કર્યુ છે બાળકો માટે!! હે ઇશ્વર અમને વધારે પરીક્ષામાં  ના નાખતો!! અમારા બાળકો પરદયા રાખજે!! એમની આંખોમાં પાણી આવી ગયાં. મંગળાને તો ખબર જ નથી એતો બીચારી આવતી કાલના મોટેલના નાસ્તા માટે સિરિયલ દૂધ વગેરે લેવા ગઈ છે.લીન્ડાના દીકરાની વાત સાંભળી એ તો ખૂબ તડપી જશે!! મારે  જવું જોઇએ હોસ્પિટલ!!

હર્ષદભાઈ કાઉન્ટર વર્કરને સોપી હોસ્પિટલ તરફ જવા નીકળ્યાં!! રોબર્ટ અને એન્જલા નો મુડ ઓફ થઈ ગયો હતો!! ના બનવાનું બની ગયું. વેકેશન માટે આવ્યાં અને દોસ્ત ને મદદ કરવા જતાં મુશ્કેલીમાં આવી ગયાં હતાં પોલીસે એમને ગામ બહાર જવાની ના કહી હતી!! કદાચ વિટનેસની જરૂર પડે તો! કેથી પાસે કાર ના હતી ઉબર કરીને પોતાને ઘરે ગઈ. ત્યાં જેમ્સ ના હતો. પોલીસ એને શોધી કાઢશે!! કેથી પથારીમાં પટકાઈ પડી!!” ઓહ, જેમ્સ તે આ શું કરી નાખ્યું!! કોઈનું ખૂન! હવે શું થશે? ઓહહહ ગોડ જેલ થશે!!! આપણા નાનકડાં ઝગડાનું શું પરિણામ આવ્યું!! આવો નાનો પ્રોબલેમ આપણે ઘરે બેસીને પણ સોલ્વકરી શક્યા હોત!! કોઈ અજાણ્યા માણસની જાન ગઈ!! જે તદ્દન નિર્દોષ હતો!! આપણને શું હક છે કોઈ નિર્દોષની જાન લેવાનો! આપણા પ્રોબલેમ તો સોલ્વ ના થયાં પણ એક બેવા મા નું આંખનું રતન છીનવાઈ ગયું!!

પોલીસે સી સી કેમેરા ચેક કર્યા. જેમ્સના હાથમાં ગન અને એને ભાગતાં જોયો. કેથી પાસેથી કાર પ્લેટ નંબર પણ મળી ગયો!! કશું સાબિત કરવાનું હતું જ નહી!! દેખીતું ખૂન હતું. હવે ફક્ત જેમ્સને શોધી કાઢવાનો હતો!! પોલીસ એના કામે લાગી ગઈ હતી!!
આ બાજુ મંગળાબેન ગ્રોસરી કરીને આવ્યાં!! એમના માથે આભ તૂટી ગયું. લીન્ડા માટે જીવ બાળવા લાગ્યા!! માઈકલને એ સારી રીતે ઓળખતાં હતાં. ખૂબ સારો છોકરો હતો. પણ જોબ માં ઠરી ઠામ ન હતો મા પાસે પૈસા લેવા આવ્યાં કરતો!! બીચારોદુનિયાથી ગયો! મા એકલી થઈ ગઈ!! બીચારી લીન્ડાએ ખૂબ દુખ જોયા!!

હર્ષદભાઈ હોસ્પિટલ થી આવ્યાં અને સમાચાર આપ્યાં કે લીન્ડા ઓકે છે!! માઈકલને પોસ્ટમોર્ટમ માટે રાખવામાં આવશે!! આપણે એની દફન વિધી કરવી પડશે!! લીન્ડામાં  હિંમત નથી.આટલું બોલતા બોલતા હર્ષદભાઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં!! મારી મોટેલમાં આવું બની ગયું!! એક જવાન માણસનું ખૂન અને મારી એમ્પ્લોયી નો દીકરો!! હે ભગવાન આ ક્યાં જન્મના પાપ નડી રહ્યા છે!! કેટલી મહેનતથી આ ધંધો વિકસાવ્યો હતો હવે શું થશે? જે મોટેલમાં ખૂન થયું હોય ત્યાં કોણ આવે? ખબર નહીં ફ્રેન્ચાઈઝ વાળા પણ શું કહેશે? મંગળા ભગવાનને પ્રાર્થના કર!! બધું સીધુ ઉતરે!!મંગળાની આંખમાં પણ આંસું આવી ગયાં!!

ટીવી માં સમાચાર માં આવી ગયું કે મોટેલ ૬ માં ખૂન!! ખૂની ફરાર! બીજા દિવસે માઈકલની બોડી મળી ગઈ!! સીમેટરી માં દફનાવી છેક સાંજે પાછાં આવ્યા. લીન્ડા પડી ભાંગી હતી!! મંગળા એ એક વીક ની રજા આપી દીધી!! કહ્યું જ્યારે તને ઠીક લાગે ત્યારે કામ પર આવજે!! ઉંઘની  ગોળી  આપી  લીન્ડાને સુવડાવી દીધી!!

જેમ્સને બીજા સ્ટેટમાંથી પોલીસે પકડી પાડ્યો!!કોર્ટમાં કેસ ચાલશે! પણ દેખીતું ખૂન હતું એટલે સજા તો જરૂર થશે!! હર્ષદભાઈભવિષ્યની ચિંતામાં પડી ગયાં!! મંગળાબેન પૂજાપાઠમાં!! નાયગરા ફોલને કોઈ અસર નથી! એ પોતાની ગતિથી પડી રહ્યો છે!! જિંદગીમાં વિકટ પરિસ્થિતિ આવી જાય એટલે ઇન્સાન ભગવાનને યાદ કરવા લાગી જાય છે! પણ કબીર નો પેલો દુહો યાદ આવી ગયો!!

” દુખમે સુમીરન સબ કરે સુખમે ના કરે કોઈ

જો સુખમે સુમીરન કરે ફિર દુખ કાહેકો હોય!!”

ફ્રેન્ચાઈઝ વાળા ફરી હર્ષદભાઈને મળવા આવવાના છે!!દીપક અને અરૂણાની તબીયતમાં સુધારો છે!! ભારત જવાનું નક્કી કરી લીધું છે!! અમેરિકા ના સદયું એમ કહે છે!! જ્યાં પણ જિંદગી ગુજારીએ બસ નીતિ નીયમથી ગુજારીએ તો કોઈ પણ જમીન સ્વર્ગ બની જાય છે!! જગ્યા કરતા માણસના સ્વભાવ પર આધાર રાખે છે!! હર્ષદભાઈ અને મંગળાબેનને ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા છે કે ઈશ્વર એનું સારું જ કરશે!! જ્યારે કોઈ પણ વાત આપણા હાથમાં ના રહે તો એને ઈશ્વર પર છોડી દેવી એજ શ્રદ્ધા અને એજ ઈશ્વર પરનો વિશ્વાસ છે!!
હર્ષદભાઈએ લાઈટ બંધ કરી પથારીમાં લંબાવ્યુ! ફરી એક નવી સવારની રાહમાં!! વોહ  સુબહ કભી તો આયેગી!!

સપના વિજાપુરા

રિવર વૉક ડ્રાઈવ પ્રકરણ(૮)સપના વિજાપુરા

 

દીપક અને અરૂણાની બીમારી પછી  અને મોટેલમાં પોલીસની અવરજવર થી ધંધા ઉપર થોડી અસર આવી હતી. રૂમ ઓછા ભરાતાં હતાં. એક પોલિશ બાઈ લીન્ડા રૂમ બનાવવા માટે રાખી હતી!! એને ઘરબાર કાંઇ હતું નહીં તેથી એક છેલ્લી રૂમ જે કોઈ પસંદ કરતું ન હતું તે આપી રાખી હતી!! ઉપરવાળી હતી છતાં કામ સપાટા ભર કરતી હતી!! અને સફાઈદાર પણ!! એનો એક દીકરો ક્યારેક મા ની પાસે આવતો બાકી કોઈ સગું વહાલું હતું નહી!!

મંગળા પણ એનાં પર દયા ભાવ રાખતી . આમ પણ મંગળા ને આવા એકલવાયા ધોળીયાની ખૂબ દયા આવતી!! કહેતી,” બળ્યું, આપણે ભલે જુદી ચામડીના રહ્યાં પણ આપણને કુટુંબનો કેટલો આધાર? આ ધોળીયા પાસે ના તો માલમત્તા કઈ ના  અને ના તો કુટુંબકબીલો. દયાને પાત્ર તો છે જ!! એ પણ આપણી જેમ હ્ર્દય ધરાવે છે!! પણ કોને કહે? હાથના કર્યા હૈયે વાગ્યા જેવું છે!! જવાની માં જલસા કર્યા, કદી ફેમીલી તરફ જોયું નહી!! હવે કોને દોષ દે?”

બફેલોમાં વસંત આવી હતી!! ચરે તરફ ફૂલો જ ફૂલો દેખાતા હતાં!! નાયગરા ફોલ ફરી પોતાના જોશમાં આવી ગયો હતો!! કરોડો મણ પાણી ધસમસતું ઊંડી ખાઈ માં પડતું હતું!! આમ તો કેનેડા સાઈડ થી નાયગરાનો દેખાવ વધારે સારો દેખાતો, પણ જેને કેનેડા જવા ના મળે એ શું કરે? બફેલો જવું પડે!! થોડી થોડી ઠંડી હજુ હવામાં હતી!! પણ વાતાવરણ ખુશબૂદાર બની ગયું હતું. હવામાં જાણે કોઈ રેશમી જુલ્ફોની ખુશબું હતી!! બફેલો સાઈડ ના મોટા મોટા વૃક્ષ જાણે બાહો ફેલાવી બોલાવી રહ્યાં હતાં!

રોબર્ટ અને એન્જલા મોટેલ ૬ માં આવી ચડ્યાં. પહેલા તો ભારતીયને કાઉન્ટર પર જોઈ મોઢું બગાડ્યું. પણ હર્ષદભાઈએ ખૂબ સરસ રીતે આવકાર આપ્યો અને જાતે ઊભા થઈ રૂમ બતાવવા ગયા!! ૧૧૯ નંબરનો રૂમ હતો લીન્ડાની બાજુમાં!! રૂમ સરસ હતો બહારનો વ્યુ પણ સરસ હતો!! રોબર્ટે રૂમ રાખી લીધો! બન્ને જણ સામાન ઉતારતા હતાં ત્યાં કેથીનો ફોન એન્જલા પર આવ્યો!!

ફોનમાં એ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી!! એન્જલા એને આશ્વાસન આપતી રહી અને પૂછતી રહી શું થયું છે!!
કેથી એન્જલા, રોબર્ટ અને જેમ્સ ચારે કોલેજના  મિત્રો હતાં. કેથી અને જેમ્સ ઘણાં સમયથી સાથે રહેતાં હતાં.કેથી અને જેમ્સ બન્ને બફેલોમાં એપાર્ટમેન્ટમાં રહેતા હતાં.છેલ્લા એકાદ વરસથી બન્ને માં ખૂબ ઝગડા ચાલી રહ્યા હતાં. એન્જલાને થોડી ઘણી ગંધ આવી હતી.આજ જ્યારે રોબર્ટ અને એન્જલા બફેલો ફરવા આવ્યા તો કેથીનો રડતો ફોન આવ્યો.

એન્જ્લા એને આશ્વાસન આપતી રહી!! રોબર્ટ પાછળથી બોલ્યો એ બન્નેને અહીં બોલાવી લે, આમ પણ આપણે થાકેલા છીએ સાઈડ સીઈંગ માટે  કાલે જઈશું !! અને ઓર્ડર પીઝા ઔર સમથીંગ આપણે સાથે ખાઈશું!!એન્જલાએ આમંત્રણ આપી દીધું!!
સાત વાગે કેથી અને જેમ્સ આવ્યા. રૂમ નંબર ૧૧૯ માં!! કેથીની આંખો સુઝી ગઈ હતી!! એન્જલાએ કેથીને ગળે લગાડી દીધી!! બન્ને વચ્ચે બહેનો જેવો સંબંધ હતો!! પીઝાવાળો આવી ગયો!! ચરે મળીને પીઝા ખાધો!!

એન્જલાએ શાંતિથી પૂછ્યું,’ કેથી, કહે શું વાંધો પડે છે તમારી વચ્ચે?”કેથી ફરી રડી પડી,” જેમ્સ મારી પાછળ ચીટિંગ કરે છે, બીજી સ્ત્રીઓ સાથે વાત કરે એ અને એમને મળવા જાય છે જોબ ને બહાને!! બે ત્રણવાર મેં એને રંગે હાથે પકડ્યો છે, પણ કદી કબૂલ કરતો નથી અને મારા પૈસા વાપરે છે અને બીજી સ્ત્રીઓ જલસા કરે છે!! અમે લગ્ન નથી કર્યા પણ એપાર્ટમેન્ટ બન્નેના નામે લીઝ પર છે. કોઈ છટકી શકે એમ નથી!!”

જેમ્સ ચૂપ હતો.જાણે બધી વાતે સહમત થતો હોય એમ!! ફરી કેથી રડી પડી!! લાગતું હતું કે જાણે એ કોઈ રીતે જેમ્સને છોડવા તૈયાર ના હતી!ખરેખર દિલથી ચાહતી હતી! પણ જેમ્સ એનાથી ધરાઈ ગયો લાગતો!! હવે આનો શો ઈલાજ!!થોડી વાર શાંત બેઠાં પછી રોબર્ટે પૂછ્યું,” જેમ્સ તારો શું વિચાર છે?” જેમ્સ બોલ્યો,” હું લીઝ પૂરી થવાની રાહ જોઉં છું પછી હું મારે રસ્તે એ એનાં રસ્તે! અને કેથી ખૂબ ગુસ્સામાં આવી ગઈ! એણે ગુસ્સામાં જેમ્સને કાઠલેથી પકડ્યો. બન્ને બોલતા બોલતા દરવાજા સુધી આવી ગયાં.એન્જલા અને રોબર્ટ સમજાવી રહ્યા હતાં કે બેસીને વાત કરીએ પણ બન્ને ગુસ્સામાં દરવાજો ખોલી બહાર આવી ગયાં!

૧૨૦ નંબરનાં રૂમ માં લીન્ડાને એનો દીકરો મળવા આવેલો.બન્ને મા દીકરો દરવાજો ખુલ્લો રાખી વાતો કરી રહ્યા હતાં. બહાર અવાજ સાંભળી લીન્ડાનો દીકરો માઈકલ બહાર જોવા આવી ગયો કે શું ચાલે છે.તો એણે જોયું કે કેથી નો હાથ ઝટકી અને જેમ્સ જવાની કોશિશ કરતો હતો. કેથીનું અપમાન કરતો હતો.માઈકથી રહેવાયું નહીં. જવાન લોહી હતું. એકદમ જેમ્સ પાસે ધસી જઈ ને કહ્યુ,” કે સ્ત્રીનું માન રાખતા શીખો.” જેમ્સ અજાણ્યા માણસને પોતાની વાતમાં દખલ કરતો જોઇ વધારે ગુસ્સો આવ્યો.એણે ઝટકો મારી માઈકલને ધક્કો માર્યો!! લીન્ડા પાછળ પાછળ બહાર આવી ગઈ હતી. એણે બુમ મારી,” માઈકલ,માઈકલ તું પાછો આવ, આપણે શું છે? એ લોકોનો ઝગડો છે એ લોકો પતાવશે!!”

“ઓકે, ઓકે,” કહી માઈકલ પોતાની કારમાંથી સેલ ફોન લેવા ગયો. અને પાછો ફરતો હતો ત્યાં જેમ્સે ગન કાઢી અને ધડ દઈને એક ગોળી માઈકલ પર છોડી દીધી!! છ ફૂટનો રૂપાળો માઈકલ ત્યાં ને ત્યાં પટકાઈ પડ્યો અને તરફડિયાં ખાવા લાગ્યો ,જેમ્સેગુસ્સામાં બીજી ગોળી પણ છોડી પણ બીજી ગોળી રૂમ નંબર ૧૧૫ ની વિન્ડોમાં થઈ રૂમ માં ગઈ!! ત્યાં બે પુરુષો હતાં પણ કોઈને ગોળી વાગી નહી!
લીન્ડા  ચિચિયારી પાડતી માઈકલ તરફ ધસી ગઈ!! માઈકલ, માય સન! અરે કોઈ એમ્બ્યુલન્સ બોલાવો આ જલ્લાદે  મારા દીકરાને ગોળી મારી!!”” આવું બોલતા બોલતા બેહોશ થઈ ગઈ!!જેમ્સ કારમાં બેસી ભાગી ગયો!! કેથી ફાટી આંખે આ દ્ર્શ્યજોઈ રહી  હતી!! રોબર્ટ અને એન્જલાને ને સમજ ના  પડી પોલીસને બોલાવે કે એમ્બ્યુલન્સ!!

ગનનો અવાજ સાંભળી હર્ષદભાઈ બહાર ધસી આવ્યા!! સિન જોઈ તરત પોલીસને કોલ કર્યો! ચાર મીનિટમાં પોલીસ  આવી ગઈ!! સી સી કેમેરાની ફૂટેજ  માંગી. કેથી પાસે જેમ્સની બધી માહિતી લીધી!! ફોન નંબર એડ્રેસ વિગેરે! લીન્ડાને અને માઈકલનેએમ્બ્યુલન્સ માં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. હર્ષદભાઈ માટે તો જાણે આભ તૂટ્યું. આ વળી આ નવી મુસિબત ઊભી થઈ!! પહેલા દીપક ના લફરાં અને હવે હા ખૂન!! શું થયું છે? અમારા ભાગ્ય બદલાયું  કે સિતારો!! કદી કોઈનું ખરાબ ઈચ્છ્યું નથી કદી ખરાબ કર્યુ નથી!!

મોટેલમાં ખૂન થયું છે એ વાત વાયુ વેગે ફેલાઈ જશે!! અને બિઝનેસ ઠપ થઈ જશે!! મારી અને મંગળાની મહેનત ઉપરપાણી ફરી વળશે!! આ એમ્પાયર ઊભુ કર્યુ છે બાળકો માટે!! હે ઇશ્વર અમને વધારે પરીક્ષામાં  ના નાખતો!! અમારા બાળકો પરદયા રાખજે!! એમની આંખોમાં પાણી આવી ગયાં. મંગળાને તો ખબર જ નથી એતો બીચારી આવતી કાલના મોટેલના નાસ્તા માટે સિરિયલ દૂધ વગેરે લેવા ગઈ છે.લીન્ડાના દીકરાની વાત સાંભળી એ તો ખૂબ તડપી જશે!! મારે  જવું જોઇએ હોસ્પિટલ!!

હર્ષદભાઈ કાઉન્ટર વર્કરને સોપી હોસ્પિટલ તરફ જવા નીકળ્યાં!! રોબર્ટ અને એન્જલા નો મુડ ઓફ થઈ ગયો હતો!! ના બનવાનું બની ગયું. વેકેશન માટે આવ્યાં અને દોસ્ત ને મદદ કરવા જતાં મુશ્કેલીમાં આવી ગયાં હતાં પોલીસે એમને ગામ બહાર જવાની ના કહી હતી!! કદાચ વિટનેસની જરૂર પડે તો! કેથી પાસે કાર ના હતી ઉબર કરીને પોતાને ઘરે ગઈ. ત્યાં જેમ્સ ના હતો. પોલીસ એને શોધી કાઢશે!! કેથી પથારીમાં પટકાઈ પડી!!” ઓહ, જેમ્સ તે આ શું કરી નાખ્યું!! કોઈનું ખૂન! હવે શું થશે? ઓહહહ ગોડ જેલ થશે!!! આપણા નાનકડાં ઝગડાનું શું પરિણામ આવ્યું!! આવો નાનો પ્રોબલેમ આપણે ઘરે બેસીને પણ સોલ્વકરી શક્યા હોત!! કોઈ અજાણ્યા માણસની જાન ગઈ!! જે તદ્દન નિર્દોષ હતો!! આપણને શું હક છે કોઈ નિર્દોષની જાન લેવાનો! આપણા પ્રોબલેમ તો સોલ્વ ના થયાં પણ એક બેવા મા નું આંખનું રતન છીનવાઈ ગયું!!

પોલીસે સી સી કેમેરા ચેક કર્યા. જેમ્સના હાથમાં ગન અને એને ભાગતાં જોયો. કેથી પાસેથી કાર પ્લેટ નંબર પણ મળી ગયો!! કશું સાબિત કરવાનું હતું જ નહી!! દેખીતું ખૂન હતું. હવે ફક્ત જેમ્સને શોધી કાઢવાનો હતો!! પોલીસ એના કામે લાગી ગઈ હતી!!
આ બાજુ મંગળાબેન ગ્રોસરી કરીને આવ્યાં!! એમના માથે આભ તૂટી ગયું. લીન્ડા માટે જીવ બાળવા લાગ્યા!! માઈકલને એ સારી રીતે ઓળખતાં હતાં. ખૂબ સારો છોકરો હતો. પણ જોબ માં ઠરી ઠામ ન હતો મા પાસે પૈસા લેવા આવ્યાં કરતો!! બીચારોદુનિયાથી ગયો! મા એકલી થઈ ગઈ!! બીચારી લીન્ડાએ ખૂબ દુખ જોયા!!

હર્ષદભાઈ હોસ્પિટલ થી આવ્યાં અને સમાચાર આપ્યાં કે લીન્ડા ઓકે છે!! માઈકલને પોસ્ટમોર્ટમ માટે રાખવામાં આવશે!! આપણે એની દફન વિધી કરવી પડશે!! લીન્ડામાં  હિંમત નથી.આટલું બોલતા બોલતા હર્ષદભાઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં!! મારી મોટેલમાં આવું બની ગયું!! એક જવાન માણસનું ખૂન અને મારી એમ્પ્લોયી નો દીકરો!! હે ભગવાન આ ક્યાં જન્મના પાપ નડી રહ્યા છે!! કેટલી મહેનતથી આ ધંધો વિકસાવ્યો હતો હવે શું થશે? જે મોટેલમાં ખૂન થયું હોય ત્યાં કોણ આવે? ખબર નહીં ફ્રેન્ચાઈઝ વાળા પણ શું કહેશે? મંગળા ભગવાનને પ્રાર્થના કર!! બધું સીધુ ઉતરે!!મંગળાની આંખમાં પણ આંસું આવી ગયાં!!

ટીવી માં સમાચાર માં આવી ગયું કે મોટેલ ૬ માં ખૂન!! ખૂની ફરાર! બીજા દિવસે માઈકલની બોડી મળી ગઈ!! સીમેટરી માં દફનાવી છેક સાંજે પાછાં આવ્યા. લીન્ડા પડી ભાંગી હતી!! મંગળા એ એક વીક ની રજા આપી દીધી!! કહ્યું જ્યારે તને ઠીક લાગે ત્યારે કામ પર આવજે!! ઉંઘની  ગોળી  આપી  લીન્ડાને સુવડાવી દીધી!!

જેમ્સને બીજા સ્ટેટમાંથી પોલીસે પકડી પાડ્યો!!કોર્ટમાં કેસ ચાલશે! પણ દેખીતું ખૂન હતું એટલે સજા તો જરૂર થશે!! હર્ષદભાઈભવિષ્યની ચિંતામાં પડી ગયાં!! મંગળાબેન પૂજાપાઠમાં!! નાયગરા ફોલને કોઈ અસર નથી! એ પોતાની ગતિથી પડી રહ્યો છે!! જિંદગીમાં વિકટ પરિસ્થિતિ આવી જાય એટલે ઇન્સાન ભગવાનને યાદ કરવા લાગી જાય છે! પણ કબીર નો પેલો દુહો યાદ આવી ગયો!!

” દુખમે સુમીરન સબ કરે સુખમે ના કરે કોઈ

જો સુખમે સુમીરન કરે ફિર દુખ કાહેકો હોય!!”

ફ્રેન્ચાઈઝ વાળા ફરી હર્ષદભાઈને મળવા આવવાના છે!!દીપક અને અરૂણાની તબીયતમાં સુધારો છે!! ભારત જવાનું નક્કી કરી લીધું છે!! અમેરિકા ના સદયું એમ કહે છે!! જ્યાં પણ જિંદગી ગુજારીએ બસ નીતિ નીયમથી ગુજારીએ તો કોઈ પણ જમીન સ્વર્ગ બની જાય છે!! જગ્યા કરતા માણસના સ્વભાવ પર આધાર રાખે છે!! હર્ષદભાઈ અને મંગળાબેનને ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા છે કે ઈશ્વર એનું સારું જ કરશે!! જ્યારે કોઈ પણ વાત આપણા હાથમાં ના રહે તો એને ઈશ્વર પર છોડી દેવી એજ શ્રદ્ધા અને એજ ઈશ્વર પરનો વિશ્વાસ છે!!
હર્ષદભાઈએ લાઈટ બંધ કરી પથારીમાં લંબાવ્યુ! ફરી એક નવી સવારની રાહમાં!! વોહ  સુબહ કભી તો આયેગી!!

સપના વિજાપુરા

 

૮૦૦ રિવર વૉક ડ્રાઈવ પ્રકરણ ૯ વિજય શાહ

 

પ્રદીપ અને હસુ  ઉદાસ હતાં. અરૂણા અને દીપક ભારત જતા હતા તે તેને સહેજ પણ ગમતું નહોંતુ.

તે દિવસે તે બોલ્યો “દેશ ન સદ્યો તેમ ન કહો અપણે ભુલા પડી ગયા. હર્ષદ મોટા એ બધુ ગોઠવી તો દીધું છે આજ્ઞાકિંત દર્દીની જેમ દવાઓ નિયમીત લેતા રહો તો જે કામે આવ્યા છો તે કામ થશે જ. સંતાનો નું ભવિષ્ય અને નાણાકિય ઉન્નતિ અહીં જ થવાની છે તે વાત તો નક્કર હકિકત છે.વળી અહિં જે સારવાર મળે છે તે ત્યાં મળતી સારવાર કરતા સારી છે.”

હર્ષદમોટા અને મંગલાબેન સામે જે નીચાજોણું થયું તે દીપક્ને ગમતું નહોંતુ. સંસ્કાર ખોયા અને રોગ લાગ્યો. મુરખ તો થયાજ અને  સાથે રહીને પાછી નાલેશી લેવાની તેથી દૂમ દબાવીને ભાગવાની ભાગેડૂ વૃતિજ ચોખ્ખી દેખાતી હતી.

” આ નાલેશી જ તને ફરી થી મોટી ભુલ કરતા રોકશે.”પ્રદીપે દીપકને પ્રેમથી કહ્યું.

“પ્રદીપભાઈ તમે મારાથી મોટા છો અને લાગણીથી કહો છો પણ મંગલાબેન ને કે હર્ષદ મોટાને જોઉં છું અને મનમાં મુંઝારો થઈ આવે છે.”

“થઇ ગયેલી ભુલને સ્વિકારીનેતો બહાદુરી કરી છે તેમાં નાલેશી ન લાગે. નાલેશી તો હવે ફરી થી તે ભુલ  કરો ત્યારે લાગે.”

” હર્ષદ મોટાએ તો અમને જતું રહેવાનું કહ્યું એટલે હવે   અમને રોકાવાનું ઠીક નથી લાગતુ.અરૂણાએ મનની વરાળ કાઢતા કહ્યું.

“અરે સમયની નજાકત તો જુઓ . આપણે બધા જાણીયે છે કે હર્ષદભાઈને આ બધી વસ્તુઓ ઉપર કેટલો ગુસ્સો છે? અને તે જ તમે કર્યુ. હવે  ફરી થી હું વાત કરીશ.પહેલી ભુલ તો ભગવાન પણ માફ કરે. ઇના અને મીના નું ભવિષ્ય પણ જોવાનું ને?”  થોડાક સમયની શાંતિ પછી ઇંટર્કોમ ઉપર ફોન કરી મંગળા બેન ને પ્રદીપભાઇ એ બોલાવ્યા.

” શું વાત છે? ”

” ચા પીવા આવો. મને ખબર છે હર્ષદ મોટા હજી સુતા હશે. તેથી તમે એકલા આવો.”

” નારે હજુ જાગુ છું? ” હર્ષદ મોટા એ ટહુકો કર્યો.

” ભલે પણ હમણાં તો ખાલી મંગલાબેન ની જ જરુર છે .” હસુબેને જવાબ આપ્યો. “લેડીઝ પ્રશ્ન  છે તેમને અડધા કલાક પછી તેડું કરશું કેશર નાખેલી ચા બનશે ત્યારે.”

ભલે એક માળ ચઢીને મંગલાબેન પ્રદીપને ત્યાં આવ્યા. દીપક અને અરૂણાને બેઠેલા જોઇ ને ખચકાયા. પણ પ્રદીપભાઈ બોલ્યા ” દીપક કુમારતો મારા બનેવી છે અને તેમની વાત કરવાતો તમને તેડ્યા છે.”

મંગલાબેન આવ્યા અને બેઠા.હસુ એ પાણી ની જગ્યા એ વરિયાળીનું શરબત ધર્યુ. તેઓ જાણતાં હતા કે વરિયાળી નું શરબત મંગલાબેન ને પ્રિય હતું. તે પિવાઈ રહ્યા પછી પ્રદીપે વાતની શરુઆત કરી.

” જુઓ મંગળાબેન મારા બનેવીને હર્ષદ મોટા એ જરા આકરી સજા કરી છે. તેમની તે સજા મારી ભાણીઓને પણ અણ જાણતા થઈ છે. કે જેમને તો ખબર પણ નથી કે તેમને તેમના પપ્પા મમ્મી વીના કેમ રહેવાનું?”

મંગળાબેન પ્રદીપભાઇ ની નાટકીય ઢબની રજુઆતથી સહેજ મલક્યાં

પ્રદીપે ત્યાર પછી સીધો જ પ્રશ્ન પુછ્યો “હર્ષદ મોટાને કેમ કરી સમજાવે કે ઈના અને મીના નાં ભવિષ્ય માટે આ સજા માટે રહેમ કેવી રીતે મેળવાય?”

ત્યાં હર્ષદ મોટા એ આવીને ખોંખારો ખાધો અને બોલ્યા “શું મારી વિરુધ્ધમાં મારી બૈરી સાથે કાવતરું રચાય છે?”

” પ્રદીપ કહે “રાહત માંગીયે છે..ઈના અને મીનાનાં ભવિષ્ય માટે તેમના મા બાપને અહી રહેવા દેવાય તેના માટેની”

“મંગલા તું જ કહે..પ્રદીપ ભાઇની વાત સાંભળું કે નહીં? અરે હસુબેન કેસરની ચા કડક મીઠી બનાવજો હંકે ”

મંગલા કહે “તમે નહીં માનો પણ પ્રદીપ ભાઇએ મારા મનની વાત કહી છે.દીપકને તેના કર્યાની સજા તો કુદરતે આપી જ દીધી છે.”

હર્ષદ કહે મારી સાળાવેલીની મારે માફી માંગવાની છે જે કડક શબ્દો દીપક માટે હતા તે અરૂણા સાથે હતા તેથી તેમને માટે પણ કહેવાઈ ગયા હતા.

અરૂણા કહે ” વાંકમાં તો હતી જ હું. તેથી મારે માફી માંગવાની.”

મંગલા કહે ” ચાલો તો પાછા એક થઈને રહેવાનું છે ભારતનાં પોટલા છોડી દો અને જયશ્રી કૃષ્ણ કહી પાછા પોતાની ડ્યુટી ઉપર ચઢી જવાનું છે”

કલાક્માં સ્કુલ છુટી જશે અને અરૂણા ને રસોડે સાંજે બધા જમવાના છે.દીપક હર્ષદ મોટાનાં પગમાં પડી ગયો. રોતલ ચહેરાઓમાં પાછું હાસ્ય સ્ફુરી ઉઠ્યું.

****

દીપક્ની રાતની ડ્યુટી પાછી ચાલુ થઈ ત્યારે અરૂણા કહે ” હવે જરા માનમાં રહેજો..કલાક વાળીઓને પાછા પેધા ના પાડશો એચ આઈ વીઅને તેની સાથે આવેલી તારાજગી યાદ રાખજો. ખાસ તો ઇના મીનાનું ભવિષ્ય તમારી સાથે જોડાયેલું છે તે ના ભુલશો.

દીપકની આંખમાં આંસુ જોઈને અરૂણા બોલતા અટકી. ઘા નો પોપડો ઉખેડવો નહોંતો પણ સજા જે કારણે મળી તે કારણ તો યાદ રહેવું જોઈએને?

થોડીક શાંતિ પછી અરૂણા બોલી- “હર્ષદમોટા ભલે વળી ગયા છે પણ તેમની નજર તમારા કાઉંટર નાં કેમેરા પર હશેજ. અને હવે તો હું પણ તમને રેંઢા નથી મુકવાની.. નો સ્ટીફી કે નો રોઝી સમજ્યા.”

“હા. હર્ષદ મોટાનો નિયમ એક નન્નો સો દુઃખોને કાપે.”

ઘણા બધા દિવસો શાંતિ થી ચાલ્યું પણ એક દિવસ કસોટી નો આવ્યો કે જ્યારે સ્ટીફી વાતો કરવા આવી. અને વાતો કરવા માંડી કે તારા હર્ષદ મોટા જ તેના પહેલા શિકાર હતા. દીપકનાં માનવામાં ના આવ્યું પણ તેણે જોયું તો કેમેરા બંને રૂમનાં ચાલુ હતા અરૂણા અને હર્ષદ મોટા કાઉંટર જોતા હતા.

દીપક બોલ્યો ” નો વેકન્સી મૅમ! ”

સ્ટીફી કહે ” યુ આર લાયીંગ”

“મૅમ વી હેવ બૂકીંગ એંડ હોટેલ હેઝ ઇસ્યુડ  રીસ્ટ્રિક્શન ફોર સિંગલ લેડી ગેસ્ટ.”

“હું સીંગલ નથી સ્ટીવ મારી સાથે છે.”

” સોરી નો વેકન્સી” પાછલે બારણે થી અરૂણા નીચે આવી અને બોલી .

સ્ટીફી  અરૂણા સાથે વાત કરે તે પહેલા સ્ટીવ બોલ્યો ” યેસ મૅમ સ્ટીફી ઇઝ વીથ મી” કહીને તેણે તેનું ક્રેડીટ કાર્ડ અને ડ્રાઇવર લાયસંસ આપ્યું.

દીપકે અરૂણાને કહ્યું “તુ જા અને સુઈ જા. હવે ના કહેવાનો અર્થ નથી”.

કોંપ્યુટરમાં સ્ટીવની વિગતો ભરી સ્ટીફીનું નામ ભરીને દીપકે રૂમ આપતા આપતા સ્ટીવ ને કહ્યું તેમને કહેજો કે આખી રાત તમારી સાથેજ રહે . પોલિસ રેઈડમાં રજીસ્ટર્ડ ગેસ્ટ સિવાય અન્ય કોઇ નીકળ્યુ તો હું કંઇ નહી કરી શકું..

કાયદામાં આવેલી કડકાઇ ને ભાંડતા સ્ટીફી અને સ્ટીવ રૂમમાં ગયા.

રાતનાં રોઝી અને એડી આવ્યા.

દીપકે  “સોરી નો વેકન્સી” કહ્યું. અને બડબડાટ ચાલુ થયો. “આખો પાર્કીંગ લોટ ખાલી છે અને નોધીમે ધીમે આખી મોટેલ વેકન્સી કહો છો.” ત્યાં  માર્ગારેટ અને રોનાલ્ડ આવ્યા..

હર્ષદ મોટાનો ફોન આવ્યો રૂમ આપવા માંડો પણ રજીસ્ટ્ર્ડ ગેસ્ટ ને જ …

પોલિસની રૅડ પડે ત્યારે મોટેલનું  નામ ખરાબ થાય તેથી કાયદા સખત બન્યા છે. તે બહાના હેઠળ થોડો ક ભ્રષ્ટાચાર ચાલવા દીધો.

અંદરો અંદર ફોન થતા ગયા અને પાછલી રાત્રે આખી મોટેલ ભરાઈ ગઈ હતી. દરેક્ને એક વાત કહેવાતી હતી કે પોલિસ રૅડ પડે તો સ્ટે વિથ રજિસ્ટર્ડ ગેસ્ટ. વહેલી સવાર સુધી આવન જાવન રહી. માણસ જાત.. એક નિયમ કહો અને તેનો તોડ તરત શોધી કાઢે.પાછો અમેરિકા તો મુક્ત દેશ … હર્ષદ મોટા ને ખબર હતીકે રૅડ પડશે જ અને વહેલી સવારે આખી પોલિસ વાન ભરીને આવી.

કાયદાનું પાલન થયુ હતું તે છુટી ગયા. જેણે ઉલ્લંઘન કરેલું તે બધાને પકડીને પોલિસ કાગળીયા કરતી હતી ત્યારે હર્ષદ મોટા ચર્ચનાં પાદરી સાથે ત્યાં આવ્યા. પોલિસને તેના કામ પતી ગયા પછી પાંચ મિનિટ પકડાયેલી સર્વે રૂપજીવીની સાથે વાત કરવા વિનંતી કરી.૧૨૦ રૂમમાં થી ૩૧ રૂપજીવીનીઓ પોતાના રજીસ્ટર્ડ સાથીદારો  સાથે નહોંતી.

પાદરીએ પોતાના વક્તવ્યમાં બે ચિંતા વ્યક્ત કરી. એક સમાજ્ની અને બીજી તેમની તબિયત ની. સમાજે સર્જેલા નિયમોથી લગ્ન સંસ્થા તમને નિયંત્રીત જીવન આપે છે તમારા સંતાનો નુ ભવિષ્ય બનાવે છે અને તબિયત પણ સાચવે છે.

રોઝી ઇરીટેટ થતા બોલી. આ બધી વાતો સાચી છે પણ એક વખત રૂપ જીવીની નું લેબલ પોલિસે લગાડી દીધા પછી કોણ અમને સુઘડ અને સ્વાતો જરુરીયચ્છ જીવન જીવવા દે છે? અમને સારી જોબ નથી મળતી ત્યારે જીવન નિર્વાહ કેવી રીતે થાય? અમારા સંતાનો ને સારું ભણતર અને તાલિમ ક્યાંથી અપાય?

પાદરી કહે આ ધંધામાં થી નિવૃતી લો પછી અમે કરીશું ઉચિત દેખભાળ.

હર્ષદ મોટા કહે ઉચિત દેખભાળની કોઇ વ્યાખ્યા ખરી?

સારું ભણતર. તબિયતની જાળવણી અને સારુ ખાવાનું પીવાનું. અને ખ્રીસ્તી ધર્મની રીતે જીવવાનું. રોઝીનો ચહેરો જોતા જોતા હર્ષદ મોટા બોલ્યા એટલે તેને નન બનવાનું તમે કહો છો?

પાદરીનો હકારાત્મક અભિગમ  જોઇને રોઝી સહિત સૌનો ગણ ગણાટ ચાલુ થઈ ગયો. એ તો અમારી સ્વતંત્રતા ઉપર કાપ છે.

હર્ષદ મોટા પોલિસ પાસે જઈને બોલ્યા.. આ રૂપજીવીની નો સમાજ ઉપર મોટો ઉપકાર છે. તેમની મજ્બુરી છે કે સારા અને ઉચ્ચ કુટૂંબની સ્ત્રી ઓ તેમને લીધે કામી અને હવસખોર પુરુષથી સચવાયેલી રહે છે. તેમને માટે આ પાદરીઓ જે કહે છે તે કરાવો પણ તેમને નન જેવું જીવન જીવવા ન કહો. તે કૃત્રિમ આડંબર થશે..

તે લોકોની પ્રાથમિક જરુરિયાતો પુરી પાડો. નોકરી અપાવો અને સારી વૈદ્કિય સવલતો આપો. તે લોકો ને ખરેખર રોજ બદલાતા શરીરો સાથે જિવવાનું તે સજાથી કમ નથી. વળી રોગ સાથે જીવવાનું અને લોકોની નજરમાં ઘૃણા અને તિરસ્કાર સાથે જીવવાનું કોઇને ગમતું નથી.

હર્ષદ મોટાનાં શાંત અને ગંભિર અવાજ માં અચાનક બદલાવ આવ્યો..પાપીને નહીં પાપને મારો..કામી અને વ્યભિચારી પુરુષ વર્ગને પણ આ રૂપજીવીની સાથે સજા કરો. બળજબરી જે કરે તે અને જે સહન કરે તે બંનેનો ન્યાયી નિરાકરણ કરવું ખુબ જરુરી છે તોજ આ શોષણ અટકશે.

પાદરી તેઓની નન સાથે ઘરે જવા નીકળ્યા ત્યારે હર્ષદ મોટા તરફ મોટા ભાગની નજરો ઉપકૃત લાગતી હતી. પોલિસે પણ નરમાશ બતાવી અને સૌને આવી રીતે ફરી પકડાશો નહીં ની ધમકી આપી ને છોડી દીધા. સ્ટીફી ગળગળી થઈને બોલી આજે પહેલી વખત કોઇએ અમને માણસ તરીકે જોયા અને માણ સ તરીકે અમારી વ્યથાઓ નું નિરાકરણ કાઢવાનો પ્રયત્ન કર્યો.

મંગલા અને દીપક હર્ષદ મોટાનું આ સ્વરૂપ જોઇજ રહ્યા…

બધા વિખરાયા ત્યારે હર્ષદ મોટા બોલ્યા વૈશ્યા વૃતિ આ ધંધાનું દુષ ણ છે અને તે વકર્યુ છે પુરૂષ અને સ્ત્રી બંને ની નબળાઇઓ ને કારણે..વિના કારણે માન ગુમાવીને પૈસાનાં પ્યાદા બની જતા રાખનાં રમકડાઓને પ્રભુ એટલી તો સમજ આપકે આ દિવસો પણ જતા રહેશે..પૈસો અને કૂટીલ મનોવૃત્તિઓએ દરિયા કિનારાની રેત છે.મોજુ આવશે અને જતું રહેશે..મન જેમનું ના વિંધાયું તેજ માન અને આદર સાથે ફરી થી ઉભો થશે. ઉભો થશે..

મંગલા ત્યાં ઉભેલી સ્ટીફીને જોઇ રહી હતી. તેની આંખમાં થી આંસુની ધારા વહી રહી હતી. દીપકની માફી માંગતા તે બોલી આઈ અમ સોરી ફોર બેડ માઉથીંગ ફોર હર્ષદ.. હી ઇઝ અવર સેવિયર.

 

૮૦૦ રિવર વૉક ડ્રાઈવ પ્રકરણ ૧૦ પ્રવીણા કડકિયા

આજે કેમે ય કરીને આંખ ખુલતી ન હતી. રાતમાં થયેલી ધમાલથી હર્ષદ મોટા પરેશાન હતાં મોટલના ધંધામાં પૈસા સારા બનતા હતાં પણ સાથે જુવાની રોળાઈ જતી લાગી. કામનો બોજો ઘણો રહેતો. ભલેને માણસો રાખ્યા હોય પણ આ ધંધો ૨૪ કલાકનો. ક્યારેય બંધ ન હોય. સૂરજ રજા પાડે, ચાંદ અમાસને દિવસે ગેરહાજર હોય પણ આ મોટલ ૩૬૫ દિવસ ૨૪ કલાક ખુલ્લી હોય.
સૂરજ ભલે  ઉગે કે ન ઉગે યા વાદળ પાછળ સંતાયો હોય, મોટલમાં તો બારણું ખૂલે, ઘંટી વાગે એટલે સમજી જવાનું કોઈ નવો ”મુસાફર” આવ્યો છે. આ મોટેલની જગ્યા નસિબવાળી હતી કે મોકાની હતી, એ કહેવું મુશ્કેલ થતું ?કદાચ બન્ને સાચા હશે.  મોટલમાં  લખલૂટ પૈસા બનાવી હર્ષદ મોટાએ ગામમા  મમ્મીની યાદમાં હોસ્પિટલમાં એક આખો માળ લઈ લીધો. જ્યાં જરૂરત મંદોને મફતમાં સુંદર સગવડ મળતી. આમ હર્ષદ મોટા, સમાજમાં નામ માટે નહી પણ દિલથી ફાળો આપતા. ઘણીવાર અનામી દાન પણ કરતા.

પિતાજીના નામ પર અદ્યતન સુવિધાવાળી પ્રાથમિક શાળા બંધાવી.  આમ બે હાથે પૈસા વેરતા પણ સાથે મજૂરી પણ કરવી પડતી હતી. તેમના માતા અને પિતાએ સાધારણ સ્થિતિમાં તેમને ઉછેર્યા હતા તે બરાબર યાદ હતું. આજે પૈસો તેમના દિમાગ પર નહોતો ચડ્યો. તેઓ જાણતા હતા, આંબાને કેરી આવે ત્યારે નમે છે, ટટ્ટાર ઉભો નથી રહેતો.

આમ બે હાથે પૈસા વેરતા પણ સાથે મજૂરી પણ કરવી પડતી હતી.  નસિબ જોગે અર્ધાંગિની ખૂબ સુંદર અને સમજણવાળી પામ્યા હતા. તેમની સાથે ખભે ખભો મિલાવીને કામ કરતી. મોટાને બાળકો તરફથી કોઈ ફરિયાદ ન રહેતી.

ખેર હજુ દસેક વર્ષ ધંધો ચલાવવો હતો. એમ લાગતું કે મોટલની પાછળ જે અંજીરનું ઝાડ છે, તેના પર અંજીર ઓછા આવે, પણ ડોલરના પાંદડા વધારે જણાય છે. હવે આ ડોલર આપતું ઝાડ એકદમ કેમ વાઢી નખાય. સખત ઠંડીના દિવસો હતાં. પાણીની પાઈપ બરાબર કપડાંથી અને ટેપથી વિંટાળી હતી. ઘરાકી એકદમ ઓછી હતી. ઠંડીમાં થીજેલો નાયગરા ફોલ જોવા લોકો આવતા પણ આવી કાતિલ ઠંડીમાં , કોઈ હિમત ન કરે. આવ્યા પછી મોટલની રૂમમાંથી કામકાજ પતાવતા. જ્યારે દારૂના નશામાં ધુત લોકો આવતા તેમને ખાસ ખૂબ કડક કોફી પિવડાવી તેમનો નશો ઉતારી રૂમમાં મોકલતા. ઘણીવાર આવા દારૂડિયા મનોરંજન પુરું પાડતા. તો કોઈવાર બિભત્સ ગાળો પણ બોલતા. છતાં તેમના ઉતારૂઓની કાળજી  કરતા. જેને કારણે કામ કરનાર માણસોને ‘ટીપ’ ભરપૂર મળતી. માણસો પણ ખુશ અને ધંધો પણ જોરદાર. આ અમેરિકાની બલિહારી છે. મહેમાનોની સગવડ સાચવો, તેમને ખુશ રાખો , માણસો જરૂર સારો અભિપ્રાય આપશે અને ધંધો ધિકતો રહેશે.

હર્ષદ મોટા બરાબર ચેકિંગ રાખતાં કે હિટર બરાબર ચાલે છે ? ઠંડી ખૂબ હતી. છેલ્લા થડાક દિવસોથી તો ઊષ્ણતામાન ૦, કે માઈનસમાં રહેતું. મોટલમાં રહેનારને ગરમ પાણી બરાબર મળે છે?કોફી ,હૉટ ચોકલેટના પડીકા પૂરતા છે. આમ બધી બાબતની ચોકસાઈ કરતા.

તેમને ત્યાં આવનારને જરા પણ તકલિફ પડવી ન જોઈએ. ડોલર સાથે ઈજ્જત ખૂબ કમાયા હતા. પાંચમાં તેમનું નામ પુછાતું. જ્યારે ભારતિય મેળાવડા માટે કોઈ પણ ફંડ લેવા આવે તો સામેથી પૂછતા ,’તમે કહો એટલા આપું”. આવી તેમની વર્તણુકને કારણે એમના સમાજમાં નામ પણ કમાયા હતા. આવનાર માણસ ખુશ થઈને જતા. હર્ષદ મોટાને થતું, આ દેશમાં આટલી મિલકત રળ્યો છું તો પછી મારે પણ માથા પરથી આ દેશની માટીનું ઋણ ઉતારવું જોઈએ. ભારત મારી જન્મભૂમી છે, અમેરિકા મારી કર્મભૂમી. કૃષ્ણની જેમ મારે બે માતા છે. આવા ઉમદા વિચાર ધરાવનાર વ્યક્તિ હમેશા આપીને બમણી ખુશી મેળવતી. ધર્મ પત્નીનો સહયોગ સોનામાં સુગંધ ભળે તેવો હતો. યાદ રહે, ધર્મીને ઘેર ધાડ પડે.

સાંજના કોલેજથી આવતાં તેમનો મોટો દીકરો બરફના તોફાનમાં સંડોવાયો. ક્રિસ્ટમસની રજા પડવાને બે દિવસની વાર હતી. ગાડી સ્કીડ થઈને ડીચમાં પડી. સેલ ફોનથી ટો ટ્રકવાળાને ફોન કરી જણાવ્યું. એમના ફોનમાં સગવદ હતી દીકરાનો અકસ્માત ક્યાં થયો છે તે જાણી શક્યા. દીકરાએ તો માત્ર ઈમરજન્સીનું બટન દબાવી સંદેશો પહોંચાડ્યો હતો. ગાડી ભલે ટોટલ થઈ પણ દીકરાને ઉની આંચ આવી ન હતી .

રસ્તા પર બરફ જામેલો હોય ત્યારે કોઈ ગાડીનો ડ્રાઈવર હોંશિયારી ન મારી શકે. ગમે તેવો કુશળ યા અનુભવી ડ્રાઈવર હોય. ગાડી જ્યારે સ્કીડ થાય ત્યારે નાસ્તિકના મોઢામાંથી પણ “હે ભગવાન તું બચાવ” શબ્દો નિકળી પડે.  ગાડી પોતાના મિજાજ પ્રમાણે ફરે. એ ઋતુમાં એક ફાયદો બધા ગાડીના ચાલકો ગાડી ખૂબ ધીમી ચલાવે જેને કારણે બીજી ગાડીને ભટકાવાનો પ્રસંગ જવલ્લે જ બને !

દીકરો તો હેમખેમ ઘરે આવ્યો. ગાડીને ટો કંપનીવાળા લઈ ગયા. ખાઈ પીને રાતના ગપ્પા મારવા બેઠા હતાં. દીકરો બધી વાત વિગતે કરતો હતો. મંગલાએ કહ્યું,’ બેટા હવે ચિંતા ન કર, ગાડી તો નવી આવશે. તને કાંઈ નથી થયું એ વિચાર કર’.

ગાડી ‘ટોટલ” કરી. બે દિવસમાં નવી ગાડી આંગણે આવીને ઉભી રહી. ઈન્શ્યોરન્સ વાળા શું પૈસા આપશે એની ચિંતામાં દીકરો ગાડી વગર ન રહી શકે. જીવનનું ચગડોળ ઘડી ઉપર ઘડી નીચે. ગાડી લાવવાનો લહાવો માણવા પણ ન મળ્યો. એ રાતના બાર વાગે ઓચિંતુ ‘ફાયર એલાર્મ” આખી મોટલમાં ગુંજી રહ્યું’.

રૂમ નંબર “૨૧૨” વાળૉ સિગરેટ પીતા પીતા સૂઈ ગયો હતો. ભર ઉંઘમાં હતો, જ્યારે ફાયર એલાર્મ વાગ્યું ત્યારે જાગ્યો. તેની અને બાજુવાળાની રૂમ ભડકે બળી રહી હતી. ‘૯૧૧’ ને ફોન કર્યો. ફાયર ટ્રક આવીને આગ હોલવવા માટે મથી રહી. બીજી રૂમોમાં આગ ફેલાય નહી તેના પ્રયત્નો ચાલુ રહ્યા.

“૨૧૦” નંબરમાં એક યુગલ નાની બે વર્ષની બાળા સાથે હતા. તેમના રૂમમાં આગ અને ધુમાડો પુષ્કળ હોવાને કારણે નાની બાળકી ગુંગળાઈ રહી હતી. તેના મમ્મી અને પપ્પા ખૂબ ચિંતાતૂર હતા. એમબ્યુલન્સમાં તે બાળાની સારવાર કરી રહ્યા. બે જ મિનિટમાં તેને લઈને હૉસ્પિટલ પહોંચી ગયા. નસિબ સારા હતા કે ‘પિડિયાટ્રિશ્યન” કોલ પર હોવાને કારણે હોસ્પિટલમાં હાજર હતો. તરત તેને સારવાર આપી અને દસ મિનિટમાં તો તે ખતરાથી બહાર જણાઇ. બાળકીના પપ્પા અને મમ્મીનો શ્વાસ હેઠો બેઠો.

હવે જે રૂમમાંથી આગની શરૂઆત થઈ હતી, તે યુગલ ઈંગ્લેંડથી ફરવા આવ્યું હતું. બન્ને જણા થોડું દાઝ્યા હતા. તેમને તાત્ત્કાલિક સારવાર આપી  ભય મુક્ત કર્યા. આવીને ઓફિસમાં બેઠા હતા. ફાયર બ્રિગેડવાળા તનતોડ મહેનત કરી આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન આદરી રહ્યા.  નસિબ સારા હતા, ઠંડીને કારણે આગ જલ્દી કાબૂમાં આવી ગઈ. પવન પણ ન હતો. ૨૧૦ અને ૨૧૨ નંબરની રૂમો ને ખૂબ નુક્શાન પહોંચ્યું હતું.તેની નીચેનાં રૂમો પણ આગની ઝપેટ્માં આવેલી હતી, અને તેના ઉપરના બંને ફ્લોરમાં ધુમાડો લાગ્યો હતો

આ આખા પ્રસંગ દરમ્યાન હર્ષદ મોટા ખુબ હિંમતથી ઉભા હતા અને મુસાફરો ને પ્રાથમિક સારવાર આપતા હતા હતા. જીવનમાં પહેલી વાર આમ આગ લાગ્યાનો અનુભવ થયો હતો. તેમાંય પાછી પોતાની મોટલમાં ! માનવીની ધિરજની પરિક્ષા ત્યારે જ થાય જ્યારે આફત આવે. શિયાળાની કડકડતી ઠંડીમાં બહાર જવું તેમને ફાવતું નહી. અંગ્રેજી ભલે ગમે તેટલું ધંધા માટે બોલતા હોય પણ આવી રીતે આગ હોલવવાવાળા સાથે ફાવશે કે નહી તેની તેમને ખાત્રી ન હતી. રાતપાળી વાળા મેનેજરને આંખથી કહ્યું, ‘યુ હેન્ડલ ઈટ’.

તેમનો રાતનો પેલો કાળો મેનેજર બધું સંભાળી રહ્યો હતો. અમેરિકન માણસોને રાખવાનો આ મોટો ફાયદો છે. તેમને બધા માણસો સાથે વાત કરતા આવડે. કાળા જોઈને કોઈ માઈનો લાલ રાતના સમયે “હોલ્ડ અપ” કરવા પણ ન આવે. હર્ષદ મોટાની હોંશિયારીને કોઈ ન પહોંચે. તેમને ‘કયા પાણીએ દાળ ચડાવવી” બરાબર આવડી ગયું હતું.

બીજો કાળો મનેજર બ્રુશ ખુબ પહોંચેલો હતો હતો. હર્ષદ મોટા તેને હમેશા ખુશ રાખતા. તેની સાથે માથાઝિક કરતા નહી. તેમને પાછળ રહેવાનું ‘ક્વાટર્સ’ પણ આપું હતું. ફાયરબ્રિગેડ વાળા કામ આટોપીને જતા હતા, ત્યારે બધી વિધિ ડ્યુટી પર હતો એ મેનેજરે બજાવી. ફાયર બ્રિગેડવાળા અકસ્માતને કઈ નજરે જોઈને રિપોર્ટ લખતા હતા તેના પર ચાંપતી નજર રાખતો હતો. કામ પતાવ્યા પછી બધાને ગરમા ગરમ ફ્રેશ કોફી પિવડાવી અને સ્વીટ રોલ્સ આપ્યા.

ઈન્શ્યોરન્સવાળા પણ માથા પર આવીને ઉભા હતા. અક્સ્માતની ખૂબ ઝિણવટપૂર્વક  તપાસ આદરી. ભલેને તમે ગમે તેટલું પ્રિમિયમ ભરો, તેમને પૈસા આપતી વખતે પેટમાં ચૂંક આવે. લગભગ દસ દિવસ સુધી માથાનો દુઃખાવો ચાલ્યો. એક રીતે તેમના પેટમાં શાંતિ હતી. ઇન્શ્યોરન્સનું પ્રિમિયમ દર મહિને ઓટોમેટિક પેમેન્ટને કારણે ભરાતું હતું .

હર્ષદ મોટાને અને મંગલાને દીકરાના એક્સિડન્ટની કળ પણ વળી ન હતી, ત્યાં પાછી મોટલમાં લાગી આગ ! પતિ અને પત્ની બન્ને રઘવાયા થઈ ગયા હતા. પૈસા કમાવા તેમને માટે ડાબા હાથનો ખેલ હતો.  કિંતુ સવારથી સાંજ સુધી લોકો આવતા અને જુદી જુદી રીતે જાંચ પડતાલ કરતા. અંગ્રેજી બોલવામાં ફાંફા પડતા. પેલા કલ્લુ મેનેજરને ઓવર ટાઈમ આપ્યો.ીને તો મઝા પડી ગઈ.

બીજા દિવસથી પોલિસના ચક્કર ચાલુ થઈ ગયા. આગ લાગવાનું ચોખ્ખું કારણ ખબર હતી. ઈંગ્લેંડથી આવેલા કપલે પોતાની ભૂલ કબૂલ કરી હતી. તેમનો નાયગરા ફરવા જવાનો મુડ ઉડી ગયો હતો. નાનીબાળા વાળું કપલ દીકરીને લઈને પાછું આવ્યું. ભલું થજો એ દિવસે તાપમાન થોડું સારું હતું એટલે સહુને રૂમ બદલવામાં બહુ તકલિફ ન પડી. મોટલના માણસોએ દિલથી કામ કર્યું. મહેમાનોને અગવડ ન પડે તેનું ધ્યાન રાખ્યું.

બીજે દિવસે હર્ષદ મોટાએ પેલા કલ્લુ મેનેજરનો આભાર માન્યો. હવે તેમને વિચાર કરવાની ફુરસદ મળી. કેટલું નુકશાન થયું છે, તેનું અસેસ્મેન્ટ કરવા માણસો આવ્યા. ફાયરનો ઈન્શ્યોરન્સ હતો. ડિડક્ટેબલ, ૫૦૦૦ ડોલર ભરવાના હતા. હર્ષદ મોટાને એ મેનેજરની ખૂબ જરૂર હતી.

ઈંગ્લેંડથી આવેલી પાર્ટી જોરદાર હતી. તેમણે ૫૦૦૦ ડોલર તેમજ આટલી બધી તકલિફ પડી તેન પેટે બીજા ૫૦૦૦ ડોલર આપવાની તૈયારી બતાવી. અરે જેની બાળકી માંદી પડી હતી તેમને પણ ખૂબ દિલગીરી બતાવી. તેમની દીકરીના હાથમાં ૨૦૦૦ ડૉલર આપ્યા. ભૂલ પોતાની હતી જેને કારણે આ બધો તાયફો થયો હતો. હર્ષદ મોટાને આ બધું સમારકામ કરાવવામાં સમય લાગશે. જેને કારણે થોડી ધંધા પર પણ અસર થશે.

મંગલાની તો બુદ્ધિ બહેર મારી ગઈ . પહેલાં દીકરાની ગાડીનો બરફના તોફાનમાં અકસ્માત. ઉપર છોગાની મોટલમાં આગ. બહાદૂરી બહારથી બતાવતી હતી. આમ અણધારી આફત આવે ત્યારે સુનમુન થઈ જતી. આખરે હતું તો ‘ભારતનું બૈરું’. ક્યાં ગામડા ગામમાં મોટી થઈ હતી. એતો અનુભવે જીવનમાં ઑપ આવ્યો હતો.  હર્ષદને તેનું પણ ધ્યાન રાખવું પડતું

મૉટલના ધંધામાં જેમ પૈસા બને તેમ મુસિબતોનો સામનો પણ કરવો પડે. ઠીક છે આ માણસ સારો હોવાથી બધું થાળે પડ્યું. હવે કામ ક્યારથી શરૂ થાય તેની રાહ જોવાની હતી. ઈન્શ્યોરન્સવાળાના પૈસા આવશે એટલે કાળજે ટાઢક હતી. મનમાં હરખાયા કે બે પૈસા બચશે. ગાંઠનું ગોપીચંદન નહી કરવું પડે.

હર્ષદ મોટાએ એ યુગલ અને બાળકીના એક પણ પૈસા ન લીધા. તેઓ લગભગ પાંચ દિવસ રોકાયા હતા. બાળકીને જે હેરાનગતિ થઈ એ માટે ખૂબ દિલગિરી વ્યક્ત કરી.  તેમને ખાસ લક્ઝરી ગાડી કરી આપી નાયગરા ફેરવ્યા. બાળકીને ખુશ કરવા ઘણા બધા રમકડાં અને કપડા ભેટમાં આપ્યા. યુગલે ખુશ થઈને વિદાય લીધી.

 

૮૦૦ રિવર વૉક ડ્રાઈવ ૧૧ કીરિટ ભકતા

 

આગ તો બુઝાઇ ગઈ હતી, પોલિસ કેસ થયા પછી ઈંન્સ્યોરંસ ના માણસો અને વેલ્યુઅર આવ્યા હતા.

હર્ષદ મોટા, દીપક અને પ્રદીપની હાજરીમાં ઇંસ્યોરંસ એજંટ અને વેલ્યુઅર ચર્ચા કરતા હતા.

આગ અને ધુમાડાની અસરો ચારે માળ ઉપર છે અને આઠ રૂમ તો જાણે ્રરહેવા લાયક નથી,એટલે ૭૫ ડોલર લેખે ૮ રૂમનાં ત્રણ મહીનાનાં ક્લેમ પેટે ૭૨૦૦૦ ડોલર આપને ધંધાનાં નુકસાન પેટે મળવા જોઇએ અને આ રૂમો તોડીને ફરી થી બાંધવા પેટે આઠ લાખ ડોલર મળવા જોઇએ, તેનું ફર્નીચર અને ગાદલા અને ફ્રીજ એસી ૨૮૦૦૦ ગણીને આપના ક્લેમનું વેલ્યુએશન ૯ લાખ મુકું છુ.. પછી પાસ કેટલું થાય છે તે વિશે જાણ કરીશું.

ઇંસ્યોરંસ એજણ્ટ ગુજરાતી માં બોલ્યો ” હર્ષદ મોટા હવે રાજી ન થવા નો ડોળ કરો તો હજી બે ત્રણ લાખ વધૂ મળશે.”

“એટલે?”

“હું તમને પ્રશ્ન અંગ્રેજી માં પુછીશ તમે ના જ પાડજો અને ભાભી ને કહો થોડીક વાર રડા રોળ કરે..અત્યાર સુધી ભરાયેલ પ્રીમીયમ પાછુ નીકળી જશે.”

કાયદાથી થતો લાભ લેવો એ સારી વાત છે પણ અતિલોભ એ પાપ નું કારણ છે. વિમો મેળવીને ઘર ભરવાની વાત ગેરવ્યાજબી લાગી. તેમણે એજંટ્ને કહ્યું” બે રૂમ નુક્શાની સામે ૮ રૂમના પૈસા મળે છે . મને લાગે છે હવે વધુ નથી લોભ કરવો.”

” ભલે તો તમારી મરજી પણ ઈંસ્યોરંંસ કંપની તમારી પાસે થી પ્રીમીયમ તગડું લેતી હોય છે અને બેંકમા એ પૈસા ભરી પ્રોપર્ટી છુટી કરી લેતા હોય છે.”

“તમારી સલાહ બદલ આભાર પણ ના. હક્કનું જ લેવું છે પછી થી લાંબા ગાળા સુધી વધી જતુ પ્રીમિયમને  મારે ખાળવું છે.”

દીપક્ને હર્ષદ મોટાની વાત વધારે પડતી ચુંધાઈ લાગી પણ તે સમજી ગયો. હર્ષદ મોટા કોઇ પ્રકારનું જોખમ લેવા નહોંતા માંગતા. અને સાથે સાથે એજંટ જે હજી બોલ્યો નહોંતો તે વાત આગળથી સમજી ગયા હતા.

મંગલા દીપકનાં ચહેરા ઉપર નાં પ્રશ્નાર્થ ચિન્હો સમજી ગઈ હતી. તેણે દીપકને ઉદ્દેશીને કહ્યું “હર્ષદ મોટા ઇંસ્યોસ કંપની બદલવા નથી માંગતા”

દીપક મોટીબેન સામે જોઇ રહ્યો.

વેલ્યુઅરે ૭૨૦૦૦ નો ચેક આપતા કહ્યું “બાકીની રકમ ત્રણ દિવસમાં આપને મળી જશે આપને આ વેલ્યુએશન સામે કંઈ કહેવું છે?”

હર્ષદ મોટા ચેક લેતા એટલું બોલ્યા” આભાર.”

વેલ્યુઅરે કહ્યું “આખી મોટેલનું એક્ષ્ટીરીયર મેં રેકમંડ કર્યુ છે તે જો પાસ થશે તો આપને દસ લાખ નો ચેક મળશે. આપ અમારી કંપની સાથે રહેશો તો પ્રીમીયમ પણ  ન વધારવા વિનંતી કરેલ છે.

હર્ષદ મોટા ફરી બોલ્યા “આભાર”

વેલ્યુઅર કહે “આપનો કોઇ વાંક જ નથી. આતો અમારી ફરજ છે.”

વેલ્યુઅર અને એજંટ ગયા પછી પ્રદીપે પોતાનું આશ્ચર્ય વ્યકત કરતા કહ્યું”” કમાલ છે અમેરિકા! ભારતમં તો ક્લેઇમનાં પૈસા લેવા માટે પણ પૈસા ખવડાવવા પડે જ્યારે અહીં તો સામે આવીને પૈસા આપી જાય!”

“હવે ત્રણ મહીનામોટેલ બંધ?” બધાનાં મનમાં આ પ્રશ્ન ગુંચવાતો હતો ત્યારે હર્ષદ મોટા બોલ્યા ” આ આંઠ રૂમમાં જ્યાં કામ ચાલશે તેટલા જ રૂમો બંધ બાકીનાં બધા રૂમ નિયમીત રીતે કાર્ય રત રહેશે. અને રીપેર કામ યુધ્ધ નાં ધોરણે શરુ કરાવી દો. બે રૂમ તો એક મહીના માં થઈ જશે. રંગકામ પણ સાથે સાથે થતુ જશે.

બીજો ચેક આવ્યો સાડા દસ લાખનો હતો. આખી મોટેલનું એક્ષ્ટીરિયર બદલવાનું હતું

હેલ્થ ડીપાર્ટમેંટ, મ્યુનિસિપાલિટિ ની પરમીશન લીધા પછી મોટેલ ચાલુ કરવાની હતી જાણે આવેલી ઉપાધી લબ્ધિ બની ગઈ હતી. નવાં નકશા મુકાયા અને મોટેલ અપગ્રેડ થઈ ચાર લીફ્ટો મુકાઈ અને ૧૯૭૦નું મોડેલ ૨૦૧૦નું મોડેલ થઈ ગયું હતું. મેનેજરનાં ત્રણ એપાર્ટ્મેંટ મોટા થયા અને લૉડ્રંમેંટ ઉમેરાયુ અને કુલ રુમની સંખ્યા જેમની તેમ  રહી. પણ મોટેલ નો કંસ્ટ્ર્શન એરીયા વધી ગયો.

પ્રદીપ અને દીપક વાત કરતા હતા વીજળીનાં બીલની અને તે બીલ ઘટાડવાની વાત લઈને એક મેક્સીકન આવ્યો.મંગલા અને હસુને તેમાં રસ પડ્યો.કેલીફોર્નીયામાં અને ટેક્ષાસમાં તો છાપરાઓ ઉપર સોલર પેનલો બાંધી ને લોકો એક વધુ કમાણી કરે છે.

જુના મકાન ઉપર ભારેખમ પેનલો મુકતા પહેલા વિચાર કરવા માંગતો હતો. સોલર પેનલ આલ્બની અને બફેલો વિસ્તારમાં ચાલે નહીં કારણ કે છ મહીના તો ઠંડી પડે..સૂર્ય  કેલીફોર્નીયામાં જેટલો ગરમ હોય છે તેટલો ગરમ હોતો નથી. આ અવઢવનો જવાબ મંગલા એ આપ્યો છ મહીના તો છ મહીના વિજળીનું બીલ બચતું હોય તો મારે તો ખર્ચામાં બચત એ પણ કમાણી છે. પહેલા સોલર એંજીનીયર ને બોલાવી આપણા નવા મેનેજ્રર ક્વાર્ટર પર સોલર પેનલનો ખર્ચ અને કેટલા પૈસા બચે તેનો અંદાજો તો કઢાવી જુઓ.

ગુગલ ઉપર બે દિવસ શોધ ખોળ કર્યા પછી હર્ષદ ભાઇને તેમની બધી ગુંચવણ નો રસ્તો મળી ગયો.

સોલર પેનલ ઉપર શોધ ખોળ કરતા ટેક્ષાસનાં હેમંતભાઇનો સંપર્ક થયો.

તે તો કહે તમારું ગમે તેટલું લાઈટ બીલ હોય તેનું અડધો અ્ડધ તમને કરી ના આપુ તો બાકીનૂં બીલ હું ભરીશ.

હેમંતભાઈ એ ૧૨ મહીનાનાં બીલ મંગાવ્યા મોટેલનો નકશો અને લાઈટ્નાં પોઈંટનાં નકશા મંગાવ્યા’

બે દિવસમાં એસ્ટીમેટ આવી ગયો. લાઈટો નો દુરુપયોગ ઘટાડવા માટે મોશન ડીટેક્ટર મુકવાના હતા જે લોબીમાં મુકવાનાં હતા સેક્ષન પ્રમાણે તે મોશન હોય ત્યારેજ ચાલુ થતા અને હલચલ ના હોય તો ત્રણ મીનીટ પછી જાતે બંધ થઇ જતા.એક ઝીરો વૉલ્ટ્નીપેનલ જે સોલર પેનલમાં થી મુકાતી જે લાઈટ કાયમ ચાલુ રાખતી અને સુરજનાં અજવાળામાં બંધ થઈ જતી. બીન જરુરી લાઈટો મધરાત્રે ૧૨.૩૦ થી સવારે ૬ .૩૦ સુધી બંધ રહેતી.

હર્ષદ ભાઈએ હેમંતભાઇને ફોન કરી વાત કરી અને તે વાત કોન્ફરંસ કોલ ઉપર કરી કે જેથી ત્રણે ય કપલ સાંભળી શકે, છેલ્લે પેનલો ઓર્ડર કરી અને તેમની ટીમને આમંત્રણ આપ્યું.

હેમંતભાઇએ મહીનાનું બીલ ૭૦૦૦ ઉપરથી ઘટીને સાડા ત્રણ હજાર થશે તેવું પ્રોમિસ આપી વાત પુરી કરી.

જો કે હસુભાભીને વિજ્ઞાનનાં ચમત્કાર માં ભરોંસો નહોં તો બેસતો..તેઓ માનતા હતા કે જુનુ તેટલુ સારું તેથી જુની સીસ્ટમને હટાવ્યા વીના નવું દાખલ કરજો તેવું સ્પષ્ટ કહેતા.

આખી મોટેલને રંગ રોગાન કરવાની હતી નવી પેટર્ન ઉપર સારામાં સારા રંગ અને જુના બારી બારણા પણ રંગવાનાં હતા તે ટીમ કામે લાગી ગઈ. આગ લાગેલ બે રૂમોમાથી કાટમાળ નીકળી ગયો. નવું ફર્નીચર, ટીવી અને ગાદલા ગોઠવાઇ ગયા.

સોલર પેનલ નાં એંજીનીયરો આવી ગયા હતા. જ્યાં સૂર્ય પ્રકાશ મળતો હતો ત્યાં  સોલર બલ્બો લાગી ગયા અને નવા બંધાયેલા બીલ્ડીંગ ઉપર પેનલો લાગી ગઈ.પ્રદીપભાઇ પેનલોનું વજન જોતા જોતા બોલ્યા આ પેનલો તો સહેજ પણ ભારે નથી. આપણા છાપરા ઉપર લગાડી શકાય અને નુકશાન કરે તેવી તો બીલકુલ જ નથી.

હર્ષદ મોટાએ હેમંતભાઈને ફોન કર્યો.

” હેમંતભાઈ ટેક્ષાસ જેવું વાતાવરણ તો નથી તેથી સોલર્ફાર્મ બનાવીયે તો વધારેલી ઉર્જા શક્તિને બચાવી શકાય?”

” ચોક્કસ બચાવી શકાય,અને વધુ આવકો પણ પેદા કરી શકાય.”.

” આપણે ગુજરાતીઓતો જેટલું વધું મેળવી શકાય તેટલું મેળવવામાં માનીયેઃ”

“તો સાંભળો હું તમારી પ્રોપર્ટીમાં સુર્યપ્રકાશ નો વિસ્તાર જોઇ રહ્યો છું.તે બધી કવર કરાય તો વાર્ષીક આવક એક લાખ વીસ હજાર કરતા વધી શકે છે. તેમાં ધુમ્મસ સમય બાદ કરતા પણ તમારી આખા વર્ષની ઉર્જા ફ્રી થઇ જાય અને આખુ વર્ષ મોટેલ માં દિવસ દરમ્યાન ગરમ પાણી ફ્રી મળી શકે.”

તો અત્યારે કામ ચાલે છે તેની સાથે વધારાની પેનલોનો ઓર્ડર આપી દો અને પેનલને ઇન્સ્યોર કરતી કંપની માં કુલ પેનલો ઇંસ્યોર કરાવી દો.

હેમંતભાઇએ એક વાત વધુ ઉમેરી કે કાલે ઉઠીને પ્રોપર્ટી આપ વેચો તો આ પેનલ ફર્નીચરનો ભાગ ગણાય એટલે કે તમે તેને સાથે લઈ જઈ શકો.

“હેમંત ભાઇ આ સીસ્ટમનો ગેરફાયદો જાણવો હોય તો?”

” ગેરફાયદો સુરજ ના હોય કે વાદળ માં ઢંગાયેલો હોય તો બધું બંધ થઈ જાય. અને સુરજ્ની હયાતિ હોય ત્યાં સુધી વિજળી બનતી રહે.જરુરિયાત હોય તેટલી વપરાય અને વધારાની ગ્રીડમાં પાછી જાય તેથી તેના નિર્ધારિત પૈસા મળે.”

“આ ગ્રીડમાં જાય અને પૈસા ક્યારથી મળે?”

“ટેક્ષાસમાં તો બે થી ત્રણ મહીના લાગે છે ત્યાંની ઇલેક્ટીસીટી કંપની કેટલો સમય લેશે તેની ખબર નથી પણ ગરમ પાણી તો ત્તરત મળવા માંડશે.”

બધાનાં મનમાં હાશ હતી

*****

મહિનાનાં અંતે થનારુ વ્હેંચણુ આ વખતે મોટું થવાનું હતું. એક્ષ્ટીરીયર આખુ બદલાવાનું હતુ બે રૂમનું બાંધકામ અને આખુ નવીની કરણ અંદાજે બે લાખમાં થઇ જવાનું હતું. ત્રણેય પાર્ટનરોને ત્રણ લાખ મળવાનાં હતા.

મંગલાએ આ વખતે ૬ લાખ ત્રણે કુટૂંબના છ સંતાનો નાં એજ્યુકેશન ફંડમાં પૈસા મુકવાનું નક્કી કરી માબાપની ભવિષ્યની ચિંતા હળવી કરી નાખી અને લાખ લાખ ડોલરની રીટાયર્મેંટ માટેની એન્યુઈટી ખરીદી લીધી. આખા સ્ટાફ ને બૉનસ આપ્યુ અને હર્ષદભાઇ બોલ્યા “ઉપાધી લબ્ધી બને તે આનું નામ”

હર્ષદભાઇ બોલ્યા “ઉપાધી લબ્ધી બને તે આનું નામ”

૮૦૦ રિવર વૉક ડ્રાઈવ ૧૨ સપના વિજાપુરા

આગ લાગ્યાં પછી રુમ ફરીથી બનાવવાનું કામ ખૂબ જોરદાર રીતે ચાલવા લાગ્યું. હર્ષદભાઈને બસ આ મોટેલ છોડવાનું જરા પણ મન ન હતું .મંગળાબેન માટે પણ આ મોટેલ વતનમાં રહેલામ બાપદાદાના જુના મકાન જેવી પ્રિત થઈ ગઈ હતી.
દીપકે જણાવ્યું હતું કે કોઈ એક કપલ, એક દીકરો અને એક દીકરી સાથે આવ્યું છે જે ગ્રીનકાર્ડ ધરાવે છે અને હોટેલમાં કામ કરવા માગે છે. કારણકે શિક્ષણ બરાબર નહીં હોવાથી રૂમ બનાવવાનું કે આ કન્સ્ટ્રકશનનું કામ ચાલે છે એની દેખરેખ રાખવાનું કામ સોપી શકાય. પતિનું નામ નિલેશ હતું અને પત્નીનું નામ સુધા. એક દીકર આનંદ અને દીકરી સેજલ!! ચારે જણા નવા નવા ભારતથી આવ્યા હતાં . નિલેશના ભાઈએ ગ્રીનકાર્ડ પર બોલાવેલા. નિલેશનો ભાઈ રાજુ દીપકને જાણતો હતો. તેથી એની ઓ્ખાણથી હોટેલમાં કામ મળી જાય તો સારું એવું નિલેશના ભાઈ રાજુનું માનવું હતું. એ માટે રાજુ હર્ષદભાઈ સાથે ભાગીદારી પણ કરવા તૈયાર હતાં.
હર્ષદભાઈ એ નિલેશને બોલાવી વાતચીત કરી. પતિપત્નિ બન્નેને અંગ્રેજી બીલ્કુલ આવડતું ન હતું. હર્ષદભાઈને સમજ પડતી ના હતી કે આમને શું કામ આપવું? પણ દીપક લઈ આવ્યો હતો એટલે કાંઇ કામ તો આપવુ પડશે. સુધાને લોન્ડ્રી કરવાનું અને નિલેશને જે રૂમ નવી કનસ્ટ્રક થતી હતી ત્યાં ધ્યાન રાખવાનું કામ સોપાયું. બન્નેના થઈને ૧૫૦૦ ડોલર નક્કી થયાં. બન્ને બાળકોને સ્કુલમાં બેસાડવામાં આવ્યાં. અને એક રૂમ જ્યાં આગ લાગી હતી તેની બાજુનો રૂમ આપવામાં આવ્યો.
સુધાબેનને લોન્ડ્રી કરતા શીખવવામાં આવ્યું.માણસ ગમે તેવો હોય પણ આપણે જ્યારે તેમને રૂમ ભાડે આપી હોય ત્યારે મોટેલ્નાં ધારા ધોરણ પ્રમાણે ચો્ખી રૂમ લૉન્ડ્રી કરેલ ચાદરો અને બેડ આપવાનાં હોય. નિલેશને શું શું ધ્યાન રાખવું એ સમજાવામાં આવ્યું.
રાજુભાઈએ થોડાં ડોલર આપી ભાગીદારી પણ લીધી!!
સુધાને મેલી અને જેમતેમ વપરાયેલી ચાદર જોઈ ચીતરી ચઢે!! એ રોજ મોઢા બગાડે!!ક્યારેક આ ચાદરો એવી ગંદી હોય અને એમાંથી ગંદી વાસ નીકળી આવે!! સુધાબેન આમ પુજાપાઠવાળા એટલે આવો ગંદવાડો જોઈ મોઢામાંથી,’ રામ,રામ, !! નીકળી જાય!! પણ આ તો અમેરીકા!! મફત કોઈ કેટલા દીવસ પાળે!! કામ તો કરવું પડે અને શિક્ષણ ના હોય તો કોણ કામ આપે? આતો રાજુભાઈએ થોડાં ડોલર રોક્યા તો આટલું કામ મળ્યું.નહીંતર સાવ અભણને કોણ કામ આપે? વળી નીલેશને પણ એક હાથમાં થોડો પ્રોબલેમ હતો. એટલે નીલશે પણ એક હાથે શું કામ કરી લેવાનો હતો?
છોકરાઓ બન્ને ગુજરાતી મિડિયમમાથી સીધા અંગ્રેજી મિડીયમમાં આવી ગયાં . બન્નેને ક્લાસમાં અંગ્રેજીમાં કાંઈ પણ ખબ ના પડે!! ઈંગ્લીશ એઝ અ સેકંડ લંગ્વેજની તાલિમ લેવાની થઈ. એક ધોરણ પાછા ઉતારી મુકવાની વાત થઈ ત્યારેતો બન્ને હોટેલ પર આવીને ખૂબ રડે!! ખાવું પીવું ભાવે નહીં. અને નિલેશ અને સુધાને તો જાણે કયાંય ફાવે જે નહી!! નીલેશ ભારતમાં ગવર્મેંટની નોકરી કરતો હતો. જેથી ખૂબ જલસા કરેલા. એમ કહોને બેઠા બેઠા ખાધેલું. અને અહીં અમેરિકામાં એક એક પળ ના પૈસા મળે!!વળી ભારતમાં બધાં સાહેબ સાહેબ કહી બોલાવે!! અને એક સ્ટેટસ હોય અહીં તો એવો ભાવ કોણ પૂછે?
સુધા રોજ રડે અને એ દિવસને કોસે જે દિવસે એને અમેરિકામાં પગ મૂક્યો!! રડતાં રડતાં નિલેશને કહે બળ્યું આપણો દેશ શું ખોટો હતો? બટકું રોટલો મળતો હતો!! પણ ઈજ્જતનો અહીં તો એવા કામ કરવા પડે છે જે આપણી કામવાળીઓ પણ કરવાની ના પાડતી!! કોણ જાણે ગયાં ભવમાં એવા તો કેવા પાપ કર્યા હશે કે અમેરિકા આવવાનું થયું!! નિલેશ પણ લાચાર હતો એને પણ જિંદગીભર સાહેબગીરી કરી હોય અને અહીં વળી આવું કામ કરવાનું એક નોકર જેવું!! અને છોકરાઓ પણ દિલ લગાવીને ભણતાં ન હતાં. એમને પણ જાણે અમેરિકા ઝેર જેવું લાગી રહ્યું હતું. સુધા અને નિલેશ પણ છોકરાઓ માટે કોઈપણ જાતની કુરબાની આપવા તૈયાર ન હતાં.
નિલેશ હર્ષદભાઈ પાસે આવ્યો. અને કહ્યું મને કોઈ બીજું કામ હોય તો આપો. આ કામ મને નથી ફાવતું!! હર્ષદભાઈએ નિલેશને સમ્જાવવા પ્રય્ત્ન કર્યોકે તમારે એક હાથે પ્રોબલેમ છે તમને બીજું શું કામ આપું? અંગ્રેજી તમને આવડતું નથી!! કે ફ્રન્ટમાં રિસેપ્શનમાં બેસાડું!! વળી અહી તો ધોળિયા બેસે એજ સરું પડે દેશીને જોઈ કસ્ટમર ભાગી જાય છે!! આ તો તમારા માટે કામ ઊભું કર્યુ છે રાજુભાઈ ની શરમે!! બાકી તો તમારે લાયક કોઈ કામ અહીં નથી!! વળી સુધાબેન પણ દિલથી કામ કરતા નથી કહો હું ક્યાં સુધી નુકસાની ઊઠાવુ?
નિલેશને તો હર્ષદભાઈના કટૂ વચન સાંભળી ખૂબ ખરાબ લાગ્યું!! આમ પણ કામ માં તો દિલ લાગતું ના હતું. અને સુધાનો રોજ રોજ નો કકળાટ!! શું કરવું? રાજુને ફોન કરું? રાજુ બફેલોથી દૂર રહેતો હતો ચાર કલાક દૂર હતો!! એ અને એની પત્નિ તો નિલેશ અને સુધાને મૂકીને પાછા વળી ગયાં હતાં!! રાજુને પણ હાશકારો થયો હતો કે ચાલો નિલેશને કોઈ ઢંગનું કામ તો મળી ગયું!! ભલે મારું સેવીંગ્સ ઈચ્છા ના હોવા છતાં ઈન્વેસ્ટ કરવું પડ્યું પણ ભાઈને તો નોકરી મળી ગઈ!! અમેરિકામાં હેન્ડીકેપને સેટ કરવા કેટલા મુશ્કેલ છે એ રાજુ સારી રીતે જાણતો હતો.ચાલો કાંઇ નહીં હવે આનંદ અને સેજલનું ભાવી ઉજળું બનશે!!
અહીં સુધા અને નીલેશ બન્ને વિમાસણમાં હતાં કે રાજુને શી રીતે કહીશું!! કે અમને આવું કામ નહીં ફાવે!! અમને ટીકીટ લઈ પાછાં ભારત મોક્લી આપો!! અમેરિકા બધાંને ના સદે!! જેને કોઈ પણ કામ કરવામાં શરમ ના હોય!! જેને બાળકોના ભવિષ્યની પરવા હોય! જેને સ્ટેટસનો પ્રોબલેમ ના હોય, જે પોતાનું સાહેબપણું ભારત મૂકીને આવ્તા હોય એ લોકો જ અમેરિકામાં સકસેસ જવાના બાકીના લોકોને બિસ્તરા પોટલાં બાંધી ભારત પરત જવું જ પડે!! અમેરિકા એક તકોનો દેશ ગણાય છે પણ એ તક ઝડપી લેવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડે છે. કશું મફત નથી મળતું!! બધાં માટે મહેનત છે!! ભારતની સરકારની જેમ ટેબલ પર સામે ટીફીન રાખી આખો દિવસ ગુમ થઈ જાઓ એવી વૃતિ અમેરિકામાં નહીં ચાલે અહીં એક એક પેની પસીનાથી મળે છે!!
પણ નિલેશને આટલી સહેલી જોબ પણ અઘરી લાગતી હતી!! અને સુધાને આવું હલકું કામ શી રીતે થાય એજ પ્રશ્ન કોરી ખાતો હતો!! બાળકો તો તૈયાર હતાં ભારત જવા માટે!! હર્ષદભાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહી દિધું હતું કે આજ કામ છે જો તમારાથી થાય તો બાકી બીજા કામ તમારા માટે નથી!!
ભારતમાં બંગલામાં રહેલી સુધાને હોટેલના આ નાનો રૂમ પણ ગમતો ના હતો. જોકે એમાં એક ચુલો અને ફ્રિજ મૂકેલા હતાં. છતાં આટલી નાની જગ્યામાં ચાર જણનું રહેવું મુશ્કેલ હતું. મા દીકરી એક બેડમાં અને નિલેશ અને આનંદ એક બેદમાં સૂઈ હતાં હતાં!!
આજ તો સુધા અને નિલેશ અને ૧૭ વરસનો આનંદને નાની સેજલ ચારે હોટલની બહાર બેન્ચ પર બેસી ચર્ચા કરવા લાગ્યાં. કે શુ કરવું? ખાસ તો સ્કુલમાં વરસ બગાડવા માબાપ તૈયાર નથી તે જાણીને છોકરા તો ખુશ થઈ ગયાં કે મમ્મી અને પપ્પા ભારત જવાની તૈયારી કરવા માગે છે.પણ રાજુને શી રીતે જણાવવું? અંતે સુધાએ કહ્યુ કે “હું આરતી એટલે કે રાજુની પત્નિને વાત કરું!!” નિલેશે કહ્યું,” હા એ બરાબર છે”
સુધાએ આરતીને ફોન કર્યો,” હા સુધાભાભી કેમ છો? ફાવી ગયું ને? એ તો થોદા દિવસ એવું લાગશે પછી ફાવી જશે. આપણે એક એપાર્ટમેન્ટ ભાડે લઈ લઈશું” પણ સુધાબેન ને તો જાણે કઈ સંભળાતું નથી!! એ અભાન પણે બોલ્યાં,” આરતી, અમારી ઈચ્છા છે કે અમે ભારત જતાં રહીએ. તમારા ભાઈએ સાહેબનું કામ કરેલું. આવું કામ અમને ના ફાવે વળી આ ગંદી ચાદરો ધોવાનું કામ તો મારી કામવાળી પણ ના કરે !! કેવા કેવા માણસો એમાં સુઈ જાય ભાઈ મારો તો ધરમ ભ્રષ્ટ થાય છે.છોકરાને અંગ્રેજીમાં કાંઈ સમ્જાતું નથી. તું મારાં દીયરને કહી ને અમારી ભારતની ટિકીટ કઢાવી દે અમે દેશમાં સુખી થઈશુ!” સુધા એક શ્વાસે બોલી !! આરતી તો ડઘાઈજ ગઈ!! હવે રાજુને કહેવું જ પડશે!!
નિલેશ કહે વળી એક ધોરણ નીચે ઉતારી મુકીને ઈંગ્લીશ એઝ અ સેકંડ લેગ્વેજ નાં ટેસ્ટમાં બંને નિષ્ફળ થયા છે તેથી બંને છોકરાઓનું વરસ બગાડવાનું પરવડે ના.
ગવર્નમેંટ નોકરીમાં તો છ મહીનાની રજા લઈને આવ્યા હતા તેથી ત્યાં જઈને શું કરશું તેવો પ્રશ્ન ન હતો
રાજુ ગુસ્સે થયો!!”મોટાભાઇ તમને ખબર છે તમને ગ્રીન કાર્ડ અપાવીને અહીં લાવવાનો ખર્ચો શું થયો? અને અહીં મોટાભાઈ પૈસા કંઈ ઝાડ પરનથી ઉગતા…તમે સમજો જરા અહીં થોડીક અગવડ વેઠી લેશો તો આ બંન્ને ની જિંદગી સુધરી જશે. પણ તેઓનું પહેલું વરસ બગડે છે પણ પાછલી જિંદગી સુધરી જશે. ”
” પણ અમને આવી કંઈ જ ખબર નહોંતી કે અમારી જિંદગી બગાડી ને છોકરાઓની જિંદગી બનશે જ..ત્યાંતો નક્કી છે જ.”
રાજુ ગુંચવાયો અને બોલ્યો ” તમે મારાથી મોટા છો અને જ્યારે મેં તમારી અરજી કરી હતી ત્યારે કહ્યું હતું કે છ મહીના તકલીફ પડશે પછી બધુ ગોઠવાઈ જશે.”
” પણ છોકરાઓનું વરસ બગડે તે તો ના ચાલે.”
” મોટાભાઈ જુઓ દેશ પ્રમાણે વેશ કરવો પડશે. અને તે પ્રમાણે ટેવાવું પડશે,”
” ના રે ભાઈ ના હું તો પાછો જતો રહીશ.”
હવે ગુસ્સો કરતા રાજુ બોલ્યો “ભાઈ ચાર જણાની આવવાની ટીકીટ આપી હવે જવાની? કોઈ કામ કરવા તૈયાર નથી!! મારે કરવું શું? અને આ છોકરાને ખબર નથી કે પોતાનું ભવિષ્ય ક્યાં સારું છે!! ”
હોટેલમાં થી લઈજઈ એ લોકેને દેશમાં રવાના કર્યા. રાજુની આંખમાં આંસું આવી ગયાં કે કોઈ મારું અમેરિકા આવ્યું એની ખુશી ગમમાં બદલાઈ ગઈ!! હર્ષદભાઈ પાસે માફી માંગી ભાગીદારી પાછી ખેંચી લીધી!!! હર્ષદભાઈ સાથે થોડાં મન ઊંચા થઈ ગયાં!!હોટેલની કન્સટ્રકશનું કામ ચાલું હતું. ખરેખર એ કામ માટે નીલેશની જરૂર પણ ના હતી!! આરતી બહેને છેલ્લા દિવસોમાં સુધાબેન ને બહુ સમજાવ્યા પણ પાણીનું નામ ભૂ
મોટાનાં મનમાં પણ એટલોજ અફસોસ હતો.તેઓ બોલ્યા “કેટલાંક લોકો લાગણી નો દુરુપયોગ કરતા હોય છે. નિલેશે તમારો આભાર પણ ના માન્યો. આટલા બધા પૈસાનું પાણી કરાવ્યુ તે યાદના રાખ્યુ અને ત્યાં જઈને પોતાને ના ફાવ્યું તેમ નહી કહે પણ એમ કહેશે એક ધોરણ નીચે દાખલ કરતા હતા તેથી અમે પાછા આવી ગયા.રાજુ અને આરતી જેવા કેટલાય ભોળા ભાઇ બહેનો કુટુંબને ઝંખતા હોય છે. પણ કંઇ એમની સમજણ નેકોઇ ક્યાં સમજતું હોય છે?
ઈના અને મીનાને નવી મૈત્રી તુટી જવાનું દુઃખ હતું પણ તેમને અરૂણા એ સમજાવ્યું દરેક નાં ભાગ્ય હોય છે અને તે ભાગ્ય ફૂટલા હોય તેમાં કોઇ શું કરે? સુધાબહેન અને નિલેશભાઇને ઢંગનું કામ કરવું જ નહોતુ અને તેથી પાછા પેંશંન ની લાલચે ભારત પહોંચી ગયા
સપના વિજાપુરા

૮૦૦ રિવર વૉક ડ્રાઈવ ૧૩ કિરીટ ભક્ત

પાર્થ ઉદાસ હતો.તેના મેક્ષીકન મિત્ર એલેક્ષે આપઘાત કર્યો હતો.સપના પણ એલેક્ષને જાણતી હતી. સપના બે વર્ષે નાની અને પાર્થને કારણે તેને પણ મોટોભાઈ જ માનતી હતી. ભોજન ના ટેબલ ઉપર બધા સાથે બેઠા હતા. આ જગ્યાને એલેક્ષ પણ બહુ અગત્યની માનતો હતો.
તે તેમના કલ્ચરમાં રહેલી વિસંગતતાઓને ધીક્કારતો અને ભારતિય પ્રણાલીઓને માનથી જોતો. ખાસતો સાંજે ટેબલ પર સાથે બેસીને આખુ કુટુંબ ખાય તે પ્રણાલીને બહુ માન થી જોતો. વળી જમતા જમતા સૌ આજનો દિવસ કેવો ગયોની ચર્ચા ખુલ્લા મને કરતા તે ગમતું. હર્ષદ મોટા તેને માન થી જમવા બેસાડતા અને કહેતા “અમારે ત્યાં તો મહેમાન આદર અને સત્કાર નો અધીકારી. અને તે અમારા કુટુંબ સાથે ખાય તો તેનું પૂણ્ય અમને આપી જાય.”
એલેક્ષ માનથી આખા કુટૂંબને જુએ અને અફસોસ કરે તમારા જેવું અમારું કલ્ચર કેમ નથી? અમારામાં તો હું અને મારું કુટુંબ પહેલા..સુખમાં કે દુઃખમાં ત્યાર પછી ડોલર દરેકે દરેક વાતમાં…તે જોતો અહીં હર્ષદ મોટા કે દીપક મામા કે કોઇ પણ ઘરનાં વડીલો સમય સર માર્ગદર્શન આપે અને તે પણ લાગણી અને હુંફ સાથે,, જ્યારે અમારે ત્યાં તો સમય જ ક્યાં હોય છે ડોલર રળવામાં થી..
ભોજનનાં ટેબલ ઉપર ઉદાસ પાર્થને જોઈને મામીએ પ્રશન પુછ્યો “ પાર્થ શું વાત છે? કેમ ઉદાસ છે?”
“ મામી મારો મિત્ર એલેક્ષ સાવ નાની વાત ઉપર ઝેર ઘોળીને મરી ગયો.”
“હેં?”
“હા. ગઈ કાલે સાંજે તેની મોમ સાથે બોલાચાલી થયેલી. તેની મોમ કહે ૧૮ વર્ષ થયા અને કોઇ ગર્લ્ફ્રેંડ કેમ નથી.?
એલેક્ષે કહ્યું “મને જરાય રસ નથી.અને આ વાતને તું ના ચગાવ. જ્યારે નક્કી કરીશ ત્યારે તમને કહીશ”
તેની મમ્મી કહે “ લાજ જરા તારી ઉમ્મરે તો હું બે છોકરાની મા બની ગઈ હતી.”
એલેક્ષ કહે “ આ એકવીસમી સદી છે. મારા પગ ઉપર ઉભો થયા પછી તે બાબતે વિચારવાનું.”
“ ભણી રહે તે પહેલા મને તારી વહુ સાથે તારો ફોટૉ પડેલો જોઇએ નહિંતર મારી બહેનપણી ની છોકરી સાથે નક્કી કરી દઈશ.”
ંકોણ લ્યુસી?”
“ હા છોકરી છે. જાણીતી અને કમાતી છે મારે આનાથી વધારે કંઇ ન જોઇએ.”
“ ના રે ના. મને તે ગામનો ઉતાર ના જોઇએ.”
“ મને સમજ પડે છે તુ કદાચ તારા કાકાની જેમ ગે છે.ખરું ને?”
“ મોમ! મને ભણી લેવા દે પછી એ વાત.”
“ જો કુદરતી આનંદ અને કૃત્રિમ આનંદ વચ્ચે નો ફેર પહેલા સમજ. તે સમજવા ગર્લ ફ્રેંડ અને બોય ફ્રેંડ હોવા જોઇએ. સમજ્યો”
“મોમ મને ૧૮ થયા છે મને એ બધી સમજ છે પણ મારું મન માનતું નથી હમણા કોઇ ઝંઝટ મને ના જોઇએ.”
“ મને મારી બહેન પણીઓ ચુંટી ખાય છે..તેથી હવે કાંતો લુસી કાંતો તારી કોઇક ગર્લ ફ્રેંડ બતાવ.” એલેક્ષની મમ્મી અંતિમે બેઠી હતી.એલેક્ષે મૌન ધર્યુ.
સપના એ વાત પુરી કરતા કહ્યું “ કાલે રાત્રે એલેક્ષ આપણે ત્યાં આવ્યો હતો અને બહુજ નિરાશ હતો, અમે બંને ભાઇ બહેને તેને સમજાવ્યો અને રાત્રે રોકાઈ જવા પણ કહ્યું. તેનું મન ખાલી થયા પછી રાત્રે ઘર જતો રહ્યો.
*****
સવારે તો સમાચાર આવ્યા કે તેણે ઝેર પી લીધુ હતું”
હર્ષદ મોટા પાર્થને શોકમાં થી કાઢવા એટલું બોલ્યાં “ દુખદ ઘટના છે પણ જિંદગી જેટલાં શ્વાસ લાવી હોય તેનાથી એક શ્વાસ વધુ આપતી નથી. આપણી જિંદગીનો સદુપયોગ આપણે જ કરવાનો છે. ઇના અને મીના પરિસ્થિતિની ગંભિરતા સમજ્તા હતા. પાર્થભાઈનાં મિત્ર અને સૌના જાણીતા એલેક્ષભાઇ મ્રુત્યુ પામ્યા હતા. તેઓ શાંત હતા પણ મનમાં પ્રશ્ન તો હતો ગે એટલે શું? એલેક્ષ્ભાઇને કઈ વાતનું લાગી આવ્યુ હશે? બંનેની ઉંમર ૧૪ની હતી. અને તે ના સમજે તેવી નાદન નહોંતી પણ આવા પ્રશ્નો મમ્મીને જ પુછાય તેમ વિચારીને ચુપ ચાપ નાસ્તો કરતા હતા.
પાર્થને લોકલ છાપુ હાથમાં આપી ને એલેક્ષ્નાંસમાચાર વાંચવા આપ્યા.લ્યુસી કહે મેં થાકીને તેને ડંપ કર્યો.તે ગે હતો તેને સ્ત્રીઓની કંપની ગમતી જ નહોંતી.જ્યારે તેની મોમ નાં મતે તે હજી ભણવા માંગતો હતો. લ્યુસી અને એલેક્ષ બંને સારા મિત્રો હતા.
પાર્થને ફરીથી દુઃખની અનુભુતિ થઈ.એલેક્ષ સંવેદનશીલ હતો. તેંના પ્રશ્ન નું આ નિરાકરણ નહોંતુ.તે વધુ ભણવા માંગતો હતો.લ્યુસી તેને ગમતી નહોંતી. કારણ કે તે તોછડી હતી.તેને સપનાકે ઇના જેવી સંસ્કારી અને પતિને માન થી રાખે તેવીસંસ્કારી છોકરી ની તલાશ હતી.પાર્થ જાણતો હતો કે એલેક્ષ ગે નથી અને જેકી પણ તે જાણતી હતી.. જેકી ઈનાની ખાસ બહેનપણી હતી.તે પણ જાણતી હતી કે એલેક્ષ અને જેકી એક મેક ને ગમે છે પણ હજી કોઇ પ્રણય એકરાર થયો નહોંતો.
જેકી ઇનાને મળવા આવી. પાર્થને જોઇને તે રડી પડી.
તે હીબકા ભરતાં ભરતાં બોલી ” મને લાગે છે કે એલેક્ષને કાલે મારે સરખી રીતે જવાબ આપવાનો હતો. તેણે તો ફક્ત એટલું જ પુછ્યુ હતું કે મારી ગર્લફ્રેંડ બની ને મારી મા ને મળીશ?”
ટેબલ પર બેઠેલા બધાની નજર જેકી ઉપર હતી
પાર્થ કહે” પછી?”
જેકી કહે ” હું તૈયાર નહોંતી, તેથી મેં સમય માંગ્યો. એલેક્ષે તે મને ન આપ્યો.” તેનું રૂદન તીવ્ર થયું.
પાર્થ કહે ” હવે? હવે શું?”
જેકી કહે “તે પ્રશ્ન તો મને પણ સતાવે છે.”
ઇનાએ પાણી નો ગ્લાસ આપતા કહ્યું ” હમણા તો તું શાંત થા. આપણે આ પ્રશ્નનું નિરાકરણ એવી રીતે કરવાનું છે કે જેથી છાપાવાળા અને પોલિસ તારી જિંદગી થી દુર રહે ”
હર્ષદ મોટા કહે ” જેકી તું શાંત થા. પાર્થ તારે એલેક્ષનાં અંતિમ સંસ્કાર કરવા જવાનું છે ત્યાં જેકીને લઈને જા.સપના અને ઈના પણ સાથે જાવ. અને ધ્યાન રાખજો જેકીની ઓળખાણ મિત્રનીજ રાખવાની છે.જેકી તું એલેક્ષની ડેડ બોડી જોઇને ઢીલી ના પડી જતી.લ્યુસી ત્યાં હોવાની શક્યતા નથી છતા પણ જો મળે તો ઈના જેકીને સંભાળી ને બહાર નીકળી જજો. અત્યારે એલેક્ષની અંતિમ ક્રિયા સાચવવાની છે.”
જેકી રહી રહીને ડુસકાં ભરતી હતી.
ત્યાં એલેક્ષનાં પપ્પાનો ફોન આવ્યો. પાર્થને તથા હર્ષદ મોટાને તે દિવસે રાખેલ રોઝરી અને આશ્વાસન સભામાં દારુ પીવાનું આમંત્રણ આપ્યું. આ મેક્ષીકન પ્રથા છે જેમાંદિલાસો આપવા આવે તેમને દારુ પીવડાવે
હર્ષદ મોટા કહે ” રોઝરીમાં પાર્થ અને તેના મિત્રો આવશે.”તે વાત આગળ કરવા માંગતા નહોંતા તેથી દિલાસોજી દ્શાવી ફોન મુકી દીધો.
સાંજે રોઝરી માટે બધા સફેદ અને પીળા ફુલ લઈને આવ્યા પણ જેકી લાલ ગુલાબો લઈને આવી જેકીની મા અને તેનાં પપ્પા પણ આવ્યા. હર્ષદ મોટાએ કહ્યું ” આમ કેમ?” ત્યારે જેકી બોલી ” અમારો પ્રેમ આ રીતે જ વાચા પામશે.. મારા પપ્પા મમ્મી એ મને પ્રોત્સાહન આપેલું છે.’ જેકીનાં પપ્પા કહે એલેક્ષની અંતિમ ઈ્છા આ હતી તો તે પુરી કરવાનો પ્રયત્ન છે.”
અમારામાં તો આ શોક્નો પ્રસંગ કહેવાય. અત્યારે આ કપડા પણ અમંગલ કહેવાય
હર્ષદ મોટાઅને ઘરનાં બધા દંગ થઈને જોતા રહ્યા.જેકી નવવધૂનાં શણગાર માં હતી.
સાંજે રોઝરીમા છેક છેલ્લા જેકી આવી અને ગણગણાટ થવા માંડ્યો. પાર્થ માઈક હાથમાંલઈ એલેક્ષની મમ્મીને ઉદાસીમાંથી બહાર આવો અને એક નગ્ન સત્ય સાંભળો.જેકીનું સત્ય.અને માઈક જેકીને આપ્યું.
” હા. હું જેકી.. એલેક્ષનો એક માત્ર અને પાંગરતો પ્રેમ. મમ્મીજી તમને ચિંતા હતીને કે તે તેના કાકાની જેમ ગે હશે. ના. તે ગે નહોતો. બહું જ સમજુ અને સ્ત્રી દાક્ષ ણ્યથી ભરપૂર હતો. લ્યુસી તો તેને દી્ઠીય ગમતી નહોંતી પણ તમારો અતિ આગ્રહ અને મારો નાની વયનાં ખચકાટે સંવેદંનશીલ એલેક્ષને આપણે ખોઈ દીધો. એક વાત આપને જાહેરમાં કહું ગે હોતતો પણ એલેક્ષ ને હું પરણતે. ગે એ માનસિક રોગ છે સાચી અને સુયોગ્ય માવજતથી તે રોગ મટી શકે છે. ”
સૌ નવો પ્રયોગ કરનાર જેકીને માનથી જોતા હતા.અને તાળીઓથી વધાવી રહ્યા
તેના ખચકાટને સમજી શકતા જેકીનાં માતા પિતાએ એલેક્ષને રોઝીસ ચઢાવ્યા.પાછળ કરૂણ સંગીત વાગતું હતું.તેના પપ્પા મમ્મી એ બ્રાઈડ ને હગ કરી મેક્સીકન રિવાજ મુજબ વાઈન અને બીયર સૌને અપાયો.
બીજે દિવસે ફ્યુનરલમાં બહું જ શિસ્તબધ્દતાથી તેને દફનાવાયો. એલેક્ષનાં પપ્પા મમ્મી સાથે જેસીકાનાં પપ્પા મમ્મી સૌ આવેલા ને હાજરી આપવા બદલ આભાર માનતા હતા.આંખમાં આંસુ અને હાથમાં ટીસ્યુ લઈ દરેક જણા નાક લુંછતા હતા.
*****
પંદર દિવસ પછી પોલિસે લ્યુસીને હાથ કડીઓ પહેરાવી. રાત્રે એલેક્ષ સાથે રહેવાની તક મળી ત્યારે લ્યુસી એ એલેક્ષને બહું જ પજવ્યો હતો. એલેક્ષ તેને કાઠું આપતો નહોંતો.એલેક્ષની મમ્મીની ધાસ્તી નો ભરપુર લાભ તે લેતી હતી. તે દિવસે એણે નક્કી જ કર્યુ હતુ. એલેક્ષ જો માને ના તો તેના પીણામાં વંદા મારવાની દવા નાખીને પુરો કરી દેવો એવો પ્લાન કર્યો હતો.સાડા દસે તે પીંણું પત્યુ હશે ને લ્યુસી ઘરમાંથી થી નીકળી ગઈ.
પોલિસે તેને સવારે ૫ વાગ્યે ઉઠાડી ત્યારે નિર્દોષ ચહેરે રાતનાં ઝઘડાની વાત કરી તેને ડંપ કરી સાડા દસે તે ઘરે આવી ગઈ હતી.એલેક્ષનું પ્રાણ પંખેરું તેજ સમય દરમ્યાન ઉડી ગયુ હતું. પણ પુરાવો મળતો નહોંતો.તેથી ધરપકડ નહોંતી થઈ.પણ વૉચમાં હતી.
આખરે પુરાવો મળી ગયો.વૉલમાર્ટની પહોંચ કે જેમાં વંદા મારવાની દવા ની રસીદ હતી, લેડીઝ પોલિસે એલેક્ષને ખતમ કરવા માટેનું કારણ શોધી નાખ્યું તેણે જેકી સાથે વાતો કરતા તેને સાંભળ્યો હતો. તે રાત્રે તે બાબતે ઉગ્ર બોલાચાલી થઈ. એલેક્ષનું મન ન કળાતા છેલ્લુ ડ્રીંક બનાવી તે સાડા દસે નીકળી ગઈ.
ડ્રીંક પીધા પછી અ્ડધો કલાક એલેક્ષ રીબાયો..તેણે ઉલટી કરવા બહું જ પ્રયત્ન કર્યા પણ નાસફળ થયો.
છેલ્લે તેના કોમ્યુટર ઉપર સંદેશો હતો..”એ લ્યુસી છે જેણે મને ઝેર આપ્યુ છે.”
પાર્થ કહે પ્રેમ અજીબ છે. ત્રણેય અંતિમ જ વિચારે છે. લ્યુસી એ એવું વિચારવું જોઈતું હતું કે પરાણે પ્રિત ન થાય.એલેક્ષે તેની મમ્મીને કહેવું જોઈતું હતું કે જેકી સાથે હું વાત કરું છું મમ્મી આવી જીદ ન કર અને તેની મમ્મીએ પણ આવી જિદના કરાય.પ્રાપ્તેષુ શોડષે વરસે પુત્રમ મિત્ર વદાચરે.
હર્ષદ મોટા કહે ” આવું જ્યારે જ્યારે થાય ત્યારે એકજ વાત વારંવાર બહાર આવે કે કેવા છે લેણ દેણ? ..આખી જિંદગી હવે જેકી પીડાશે એકાંતોમાં અને લ્યુસી પણ પીડાશે જેલની સલાખો પાછળ અને ઉપર ભગવાનનાં ઘરમાં એલેક્ષ પણ પીડાશે જેકીનાં વિરહમાં

૮૦૦ રિવર વૉક ડ્રાઈવ ૧૪ વિજય શાહ

૧૨૦ રૂમની મોટેલ પછીનાં વરસોમાં વધી ને ૧૫૦ રૂમની થઈ. ગામ વિકસતું હતું અને છોકરા પણ મોટા થઈ રહ્યા હતા.પાર્થ અને સપના મેડિકલ ફીલ્ડમાં સક્રિય હતા કૈસર યુનિવર્સિટિમાં મોટી સ્કોલરશીપ મેળવીને એમ ડી થયા અને ૬ આંકડાનાં પગાર મેળવતા થયા. ઈના અને મીના કોંમપ્યુટર ફીલ્ડમાં એંજીનીયર બની ને ન્યુ જર્સીમાં એઓએલ કંપની માં સક્રિય હતા. ધનંજય અને અર્જુને પોતની ચાર્ટર એકાઉટંટ કંપની આલ્બનીમાં ખોલી હતી ઘરમાં બીજી પેઢી માટે માગા આવતા હતા હ્ષદ મોટા કહેતા એવું પાત્ર લાવજો કે જેની ઓળખાણ કરાવતા તમે કે તે કોઇ સંકોચ ન પામે. અમારું કર્તવ્ય તો તમને ભણાવ્યા અને ડીગ્રી નું પાટીયું પહેરાવ્યું એટલે પુરુ થયું. જાતે કમાવ અને મનપસંદ લાઈન પકડો.
*****
દિવાળીનાં દિવસોમાં આખુ મોટેલ સિક્ષનું કુટૂંબ ભેગુ થાય. આ વખતે નવી પેઢી બેવડાઇ હતી અર્જુન ને ત્યાં બાબો હતો. વાઘબારસે આખી મોટેલ કેંડલ થી ઝગમગતી હતી. બીજે દિવસે ધનતેરસનાં ઘુઘરા અને ધન પૂજન વખતે સૌને લક્ષ્મી પૂજન પછી કવરો મોટેલ તરફથી મળતા. સાંજે ફટાકડા ફૂટતા અને ઘર આખું કલબલતું. સ્ટાફને ઘુઘરા અને મીઠી સુંવાળીનાં પેકેટો મળતા.સૌ ત્રણેય પાર્ટનરોને પગે લાગતા. કાળીચૌદશને દિવસે ખાટા વડા તળાતા અને ભદ્ર કાળી માતાનું પૂજન થતું.બેસતા વરસનાં દિવસે ચોપડા પૂજન થતું. ત્યારે ગામમાં અને ગામની આજુબાજુ ૩૦ માઈલ દુર થી સ્વામિનારાયણ સંપ્રદાયનાં સૌને નોતરું અપાતું સૌ વેપારી ઓનું ચોપડા પૂજન ત્યાં થતું અને લાડવા વાલ અને ફુલવડીનું ભોજન અપાતું
સવારે ૧૨ વાગ્યા સુધી ચોપડા પૂજન થતુ અને પછી ભોજન સમારંભ થતો. આખું કૂટૂંબ બસો માણસોને પીરસતું અને નવા વરસની મુબારકો અને વડીલોનાં આશિર્વાદ લેવાતા. આગ્રહ કરીને લાડુ ખવડાવાતા. આ જમણ વાર ચાલતો હતો અને દીપકભાઈ અચાનક ચક્કર ખાઈને પડ્યા.સપના નજીકમાં જ હતી તેણે મામાની તરત સારવાર કરી. બીપી ઓછું લાગતા લીંબુનું પાણી પીવડાવ્યું અને તેમને જમણ વારમાંથી હટાવી રૂમમાં થોડોક આરામ કરવા કહ્યું.
અરૂણા ગભરાઈ ગઈ હતી. મંગળાબેને અરુણાનું પણ ટેસ્ટીંગ કરાવ્યું.મંગળા બેન પણ દીપક પાસેથી હટતા નહોંતા.તાત્કાલીક હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કર્યા.પ્રસંગ પત્યા પછી સાંજે વિવિધ ટેસ્ટ્નું પરિણામ બંનેનૂ પાર્થ નાં હાથમાં આવ્યું ત્યારે તે ચોંક્યો. એચ આઈવી નો અંતિમ તબક્કો.. શ્વેત કણો નાં કાઉંટ ખુબ જ ઓછા…હતા.સપના રીઝલ્ટ જોઇને ખુબ રડી. ઈના અને મીનાને નવાઈ લાગતી હતી કે ફોઇનાં બે સંતાનો આટલી બધી શું ચિંતા કરે છે? એમને કંઇક ખબર છે તેની અમને કેમ કંઈ ખબર નથી? મમ્મી પણ રડ્યા કરેછે.
બહું હિંમત કરીને ઈનાએ પપ્પાને પુછ્યુ ” કોઇ અમને કહેતું નથી પપ્પા તમને શું થયું છે. મને તમારા રોગનું નામ કહો તો હું તે રોગની બધી માહીતિ ભેગી કરી સારામાં સારી દવા કરાવું.”
તેની આંખમાં મૉટા મોટા આંસુ ઓ જોંઈને દીપક પણ રડી પડ્યો.”બેટા મૉટાની બધી વાત માનતો હતો ત્યાં સુધી ખુબ સુખી હતો અને એક જ વાત ના માની અને આ કેંન્સર જેવો એચ આઈ વી લાગુ પડી ગયો.”
રડતી ઈના અને મીના બન્ને હબક ખાઈ ગયા.
દીપક આગળ બોલ્યો.અજાણતા તે રોગ મમ્મીને પણ મેં આપી દીધો.અત્યારે હું અંતિમ તબક્કામાં છુ જ્યારે તારી મમ્મી પણ સાથે છે. મૉટેલે મને બધુ આપ્યું પણ આ થોડી ક્ષણોની મજાએ આખી જિંદગીની સજા આપી છેં
મરતા બાપની એક વાત ગાંઠે બાંધી લેજો.
હવસ અને પ્રેમ વચ્ચે એક ઉલટી ગંગા જેવો સંબંધ છે. પ્રેમમાં સમર્પણ છે શરીર છેક છેલ્લે આવે છે. જ્યારે હવસમાં શરીર જ હોય છે. સમર્પણ કે લાગણી ક્યારેય હોતી નથી. તમને મનગમતો પતિ મળ્યો હોય તો અન્ય પુરૂષ ભલેને તે રાજ કુમાર હોય તો પણ તે અસ્વિકાર્ય ગણજો. મને અરૂણા પ્રત્યે સાચો સ્નેહ હતો પણ મફત મળતું હતું તેથી લલચાઇ ગયો આજે ખબર પડી કે તે મફત નહોંતું તેની બહુ મોટી કિંમત અરૂણાએ કોઇ પણ વાંક ગુના વગર ચુકવી અને હું તો પાપીયો હતો જ તેથી હું ચુકવી રહ્યો છું.

“પપ્પા અમે પણ કોઇ વાંક્ગુના વગર તમને ખોઈશું ને? અમારા સંતાનો તેમના નાનાને ખોશે ને?”મીના ભરાયેલી આંખે બોલી.

બંને છોકરીઓ બાપને મરતો જોઈ રહી હતી અને કશું ન કરી શકવાનાં અફસોસને અશ્રુઓથી ઠાલવી રહી હતી. દીપકની મૌન આંખો ઇનાને કહી રહી હતી તમને ન જણાવવા પાછળ મોટાનો હેતૂ તમને દુઃખ ન થાય તે હશે પણ તમારો બાપ માણસ હતો. નબળી ક્ષણે તે માટીમેલો થઈ ગયો તેથી પહેલો ગુનેગાર તો અરૂણાનો ત્યાર પછી તમારા સૌનો કહી બે હાથ જોડીને તેમણે માફી માંગી. અરૂણાએ, મોટી બેને અને મોટાએ તો મને માફ કર્યો છે તમે પણ મારા આ દુષ્ચરિત્રને માફ કરી દેશો.
*****
ભાઈબીજનાં દિવસે આખુ ઘર હોસ્પીટલમાં હતું.
મંગળાબેને દીપક્ની આરતી ઉતારી અને શાંતી થી મ્રૂત્યુને વર એવા આશિર્વાદ મનથી દીધા, ત્રણેય બહેનોએ ત્રણેય ભાઈઓને સુખી થાવે તેવા આશિષ દીધા,અરૂણાએ મોટાની અને પ્રદીપની આરતિ ઉતારી.
સાંજ પડતા સૌ વિખરાયા મોડી રાતે અરુણા અને દીપક બંને સ્વામી શરણ થયા તેમના બંને ના શરીરનાં દેહ્દાન અપાઇ ગયા હતા તેથી તેમનાં નામે જેઓ રડવાનાં હતા તેઓએ જે દાન પૂણય કરવાનું હતું તે કરી લીધું
મોટેલ અને ખેતર કદી રેઢું ના મુકાય તેથી એક દિવસ નો પણ શૉક પાળ્યા વિના જિંદગી યંત્રવત શરુ થઈ ગઈ.

મોટેલ ઉપર ગામનાં પટેલ રવજીનો ખેર ખબર પુછવા ફોન આવે. આ વખતે તેની વાતોમાં આંચકો લાગે તેવા સમાચાર હતા.પંદરેક વરસ ઉપર આવેલ કાનજી અને જીવી એ આપઘાત કર્યો.
હ્ષદ મોટા એ પુછ્યુ “એવું તો શું થયુ કે ઝેર પીવાનો વારો આવ્યો?”
રવજી કહે ” પેલા અજગર ની ભીંસમાં આવી ગયેલા?”
” કોણ નાની ધામણ નો બીપલો?”
હા. તેજ તો ગામનું કલંક.કાનજી અને જીવીની ખરા પરસેવાની કમાણી ભેગી કરી પોતાની મોટેલ કરવા ભાગ નાખેલો.પણ વ્યાજે કમર તોડી નાખી.બીપીને ભાગ નાખેલો મહીને ૨ ટકાનો અને ૫૦૦૦૦ ડીપોઝીટ પેટે લીધેલા..ગમે તેટલા પૈસા આપે મુડી વધે જ નહીં.૨૪ કલાક્ની કાળી મજુરી અને તુટ પડે એટલે મૂડી ઘસાય.
“પણ કાનજી આ અજગરની પકડમાં કેવીરીતે આવ્યો?”
“તે તો ખબર નથી પણ બીપલાને સમશાનેથી કાનજી નાં દીકરાએ કાઢી મુક્યો”.
“હેં?”
” નઘરોળ માણસ ! કોણ જાણે કેમ આવું કરતો હશે? ખુબ જ પૈસો છે પણ બધો આવોજ. હરામનો.”
હ્ષદ મોટા કહે ” અ ર ર ર!”
” આવા લોકોની દશા તેમની પાછલી ઉંમરે જોજો.” મંગલાએ ટહુકો કર્યો.”
હ્ષદ મોટા કહે સપરમાં દિવસે આ ચર્ચા છોડો કરશે તે ભોગવશે. પણ કાનજી અને જીવીનું કમોત! સાલુ !
ભોળા હોવું એ પણ ગુનો છે.બીપીન જેવા અજગરોની ચાલમાં ન ફસાવું એટલા ભોળા તો ના જ થવું. કહીને ફોન મુક્યો,
મંગલા કહે ” કર્મન કી ગતિ ન્યારી.. અમારા મકનજી કાકાને જ જુઓને? આખી જિંદગી મોટેલમાં કાઢીને જરા બે પાંદડે થયા ત્યારે કેંસર વળગ્યુ અને બે મહીનામાં તો ઉકલી પણ ગયા.”