પૃથ્વી એટલે વતન

 

 

 

રાઇઝ ઓફ અર્થ-સુમન અજમેરી

પદ્મશ્રી ડો કુમારપાળ દેસાઇને ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક્માં ડો કમલેશ લુલ્લાએ નાસાનું અલૌકિક ચિત્ર ભેટ આપ્યુ ત્યારે તે ચિત્ર જોઇ ત્યાં હાજર રહેલ પ્રો. સુમન અજ્મેરીને સ્ફુરેલી અછંદાસ કૃતિ અત્રે રજુ થાય છે

સનરાઇઝ એટલે કે સૂર્યોદયને સૂર્યનાં ઉદયને નાણ્યો અને માણ્યો હશે અનેક્ધા જીવનમાં, આપે. આયોજનબધ્ધ રીતે વા અણધાર્યો અનેક વાર વાદળ છાયા રંગોની છટામાંથી રતુમડી ઝાંય ધરી નીલ, ભૂરી ને પીતવરણી આભાની મેળવણીથી ઓપતા રંગ નાના થકી ક્ષિતિજનાં આભાની પૃષ્ઠભૂમાં ઉદિત થતા સૂર્યને પણ નિહાળ્યો હશે આપેક્યારેક મૃદુ મૃદુ મુસ્કાતી તો ક્યારેક- શરમ શેરડે ખરડાતી આંખ આંજી દેતી આભા સૂરજની કેટ કેટલા રૂપો એનાં નિર નિરાળાં નિરાળાં વધાવ્ય તમે લહાવો ગણી જીવનનો?ને નિજ શીત નયન ઠારતા કિરણોની રચીને રૂપેરી માયા જાળ સૌમ્ય રૂપેરી ચંદ્રનાં ઉદયને પણ અનેકદા માણ્યો હશે મનહર્ મનભર તમે!જાણે સુધા-સાર વરસાવતું ચાંદા પોળીનું વૃત્ત બની નીલ નીલ નભસરની મધ્યમાં રજત નિજ સૌમ્યતા પ્રસારતું અગ જગ પર ચંદ્ર બિંબપણ રાઇઝ ઓફ અર્થ અર્થનાં અર્થાંત ધરિત્રીનાં ઉદયની વાત સાંભળી છે તમે કદાપી?મિત્ર છે એક : નામ કમલેશ્વર મૂળ વડોદરાનાં વાસી અમેરિકા આવી છાઇ ગયા નિજ સાધના થી વિશ્વ પર, “નાસા” અવકાશ કેન્દ્રનાં તાલિમાધીકારી સર્વોચ્ચ બનીતે લાવ્યા‘તા ચિત્ર એક ઉદિત થતી ધરિત્રીનું ચંદ્રની ધરા પરથી ન સાંભળી, સુણી ન જાણી હોય કદાપિ તેવી પરિકલ્પના અવનવી..શું ભવ્ય હતુ એ રુપસિનું અદ્દલ્ સૂર્ય સમુ ગોળ ગોળ બિંબ ઘેરા ભુરા અંધકારે વાદળીયા ભુરા રંગ વૈવિધ્યનાં પરિમાણ સર્જતો ચંદ્રની ધરા પરથી ચંદ્ર કે સૂર્યના ઉદય શો આભાસ ઉપજાવતો ઉદય અર્થનોપ્રથમ ઉઘડતી આભા કમલિની લોલ શી જાણે સવારીની બજી રહી હો શરણાઇ મધુરી, ને પછી_ નરઘાં, તબલાં ઢોલક, ઢોલ નગારાં ને પડ્ઘમ શાં વાજાં ને એ ભુમિકા મહીં તીવ્ર રેખા રૂપે વિદ્યુતા-શી, પછી બીજ-શી એ નભચારિણી સામ્રાજ્ઞીની રૂપચ્છટા અનેરી આભ ચદ્રની સંધી રેખા પરે ધીરે ધીરે ઉપસી-વિકસી રહી,અર્ધવર્તુળ શી એ લીલ શનૈ: શનૈ: ગરિમા ધરતી હળવે હળવે પગલે ગૌરવ અને શાન થી પૂર્ણતાનો તાલબધ્ધ લય સાધીને નિજ આકારને વિસ્તારી રહી-લાગતું જાણે- વિષ્ણુની અંગુલી પર ચકરાતું સુદર્શન ચક્ર મહાતેજ છાયું ફરતું ગોળ ગોળ અકાશની અટારી મધ્ય નિજ લીલાનાં રુપ ગેબી પ્રસારી રહ્યુંચંદ્ર આમ તો ધરા થી સાવ નાનો -ઉપગ્રહ એ ધરાનો- વડીલની આંગળી ઝાલી ટગુમગુ ચાલતા બાળ શો જો હો ખડા ધરાની સપાટી પર તો નિજ વિસ્તારનો અભિધાનો આકાર ઉપસાવતી છટા મદભર ચંદ્રની!ને તે પર થી ઉદિત થતી ધરા લાગે સાવ નાનકી આઘેથી. જાણે- કાંઇજ વજૂદ ન હો – ચંદ્ર સામે ધરાનું. આ બધો પ્રતાપ દૂરીનો જ ને! દ્રષ્ટિભ્રમની છ્દ્મજાળ જેથી અંજાયેલી નજર વાસ્તવનો અતો-પતો મેળવવામાં થાપ ખાતી ખોડંગાઇ- અટવાઇ અદડાઇ રહી.અકળ છે લીલા પ્રકૃતિની ધરે જે સમય સ્થળનાં પરિમાણમાં આભાઓ અવનવી ને સ્થળ વિશેષ પરથી એને નિહાળવા આહલાદનું બને અવિભાજન અનેરું બાકી- ઉદય વિકાસ અને અસ્ત, ક્રમ એ કુદરતનાં અનાદિ આદિ કાળથી વહ્યા કરે સતત એક ધારા

થળ અને કાળને અનુરુપ થતા થતા બહુ ભાવવહી ભાષામાં એમણે જ્યારે સાહિત્ય સરિતાની બેઠકમાં જ્યારે કાવ્યનું વાંચન કર્યુ હતુ ત્યારે સર્વે શ્રોતા જનો મુગ્ધભાવથી તેમની કૃતિ અને તેમને સાંભળતા હતા. પ્રો, સુમન અજમેરી જ્યારે જ્યારે પણ તેમની કૃતિ રજુ કરે ત્યારે શ્રોતામાં બે વિભાગ તરત પડી જાય. એક વિભાગ તેમના ઉચ્ચ શબ્દો અને વાણી વૈભવને માણતો હોય તો બીજો વિભાગ એમ વિચારતો હોય કે ભાષા ગુજરાતી છે કે સંસ્કૃત? પણ કાવ્ય પઠન વખતે જે શ્રી અતુલ કોઠારીને ત્યાં થયુ હતુ ત્યારે બંને વર્ગ તેમને અહોભાવ થી સાંભળી રહ્યા હતા.

 

 

આપણું વતન આ ભુરો ગ્રહ-વિજય શાહ

એક્વીસમી સદીમાં એક કદમ

આગળ વધ્યું અવકાશ જ્ઞાન

ચંદ્ર પરથી દેખાયો વતનોદય

પૃથ્વી સુધી ન સીમીત જ્ઞાન

અવકાશે અનંત ગ્રહોમાં હવે

આપણું વતન આ ભુરો ગ્રહ

ગોરા કાળા ઘંઉવર્ણા ને પીળા

સૌનું છે વતન આ ભુરો ગ્રહ

સાથે વિકસીયે ને વિકસાવીયે

આપણું વતન આ ભુરો ગ્રહ

 

 

 

ડો. કમલેશ લુલ્લાનાં સન્માન પ્રસંગે સુઝેલી આ વાત બાવીસમી સદીમાં જરૂર સાચી પડશે. જ્યારે સરહદો ઓગળી જશે અને સરહદોની જાળવણી નાં નામે અબજોમાં ખર્ચાતા રુપીયાઓ જન સમુદાયનાં ઉત્કર્ષમાં વપરાશે કારણ કે તે સમયે વિશ્વગ્રામ્યનું (global village) નું સ્વપ્ન સાર્થક થયેલું હશે. સીમાડાઓ ઓગળવા તે સરળ વાત નથી પણ જ્યારે યુરો ની જેમ ( ૧૯ દેશોનું સહિયારુ ચલણ ) સમું સમગ્ર વિશ્વમાં એક ચલણ હોય…બેંકોમાં કેટલાય કન્વર્ઝન કેલ્ક્યુલેટરો બીન જરુરી બની જશે..સરહદો ઓગળતા કેટ્લાય માઇલો જમીનો ઉપજાઉ બનશે. આ કલ્પના ને આગળ વિચારીયે તો દરેક ગામડુ શહેરનું પરુ હશે.. દરેક શહેર વિકસીને તાલુકો બનશે..દરેક તાલુકો વિકસીને જીલ્લો બનશે..જીલ્લો રાજ્ય બનશે રાજ્ય દેશ અને દેશો ખંડ.. અને ખંડ વિકસીને એક વિશ્વ ગામડુ..

આ કલ્પના આજની તારીખે લગભગ અશક્ય જ લાગે છે ને?

પણ તકનીકી વિકાસે આજથી સોવર્ષ પહેલા જે અશક્ય લાગતી હતી તે શક્ય થઇ છે. તો તેજ રીતે આપણા વતન નાં વિકાસ દરને જોતા આપણું વતન આ ભુરો ગ્રહ બને તે અશક્ય લાગતુ તો નથી જ… જોકે તે જોવા આપણા વડવાઓની જેમ કદાચ આપણે હયાત હોઇએ કે ના પણ હોઇએ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ઉદય નિહાળતો મા-પૃથ્વીનો,-વિશ્વદીપ બારડ

પૃથ્વી મા..સંતાન બની માનું અનોખું રૂપ નિહાળતો ચંદ્ર, પુલકીત બની હર્ષથી હરખાતો આજ

ધન્ય છે મા..ધન્ય જન્મ જનેતા, લાખ લાખ વંદન , સુંદર સ્વરે, ગાતી લાગે પ્રભાતિયા મોરી મા.

અધુરો ચંદ્ર હું , તું સ્નેહની સરવાણી વિના, તુંજ પ્રેમ-જ્યોત વિના અધુરી ચાંદની, સદેવ ઝળહતા દાદા સૂર્ય હજાર હાથ કિરણો બની, આશિષ અર્પતા કુટુંબને, સૌ સંગાથે ઘુમતા બ્રહ્માંડમાં.

ઉદય નિહાળતો મા-પૃથ્વીનો, ચાંદ-ચાંદની સહ હરખાતો આજ કેવો લાગે સોહામણો.

 

 

પૃથ્વી વતન કહેવાય છે….દેવિકા રાહુલ ધ્રુવ

આકાશની બારી થકી કેવું જગત દેખાય છે ?

અવકાશમાં ગોળારુપે, જાણે ચમન વર્તાય છે.

પૃથ્વી કહો, અવની કહો, ક્ષિતિ કહી માનો ધરા,

જે ઈશ્વરે દીધું અહીં, એને જીવન કે’વાય છે.

હું કોણ છું ને ક્યાંનો છું? પ્રશ્નો નકામા લાગતા,

ઇન્સાન છું બ્રહ્માંડનો, બસ એ કથન સમજાય છે.

છોડો બધી વ્યાખ્યા જુની, જે જે વતન માટે રચી,

આજે જુઓ આ વિશ્વનું,પૃથ્વી વતન કે’વાય છે.

સંભારજો સાથે મળી સૌ, વિશ્વમાનવની કથા,

આપી ગયા પ્યારા કવિનું, આ સપન સર્જાય છે.

પૃથ્વી વતન કે’વાય છે…..

છંદવિધાનઃ રજઝ ૨૮-

ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

 

 

 

 

 

 

 

 

ગગનભેદ- પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગગનભેદના જાણે કોઇ,જેસુર્ય,ચંદ્ર,પૃથ્વી,તારાથી ઓળખાય જીવને મળતા દેહ જગત પર,એને અવનીપર પણ કહેવાય . ………………….ગગનભેદના જાણે કોઇ. કુદરતની આ અદભુતલીલા,જગતમાં ના કોઇને સમજાય પ્રેમ પામીને જીવન જીવતાં,આ માનવ જીવન મહેંકી જાય દ્રષ્ટિનીકેડી છે માનવીની નાની,જે આજુબાજુથી ઓળખાય ચંદ્ર,સુર્યનેનિરખીલેવા પૃથ્વીથી,અવકાશયાત્રી પણથવાય . ……………………ગગનભેદના જાણે કોઇ. સ્પેશશટલને પકડી લેતાં,દેહ પૃથ્વીને છોડી ગગનમાં જાય શીતળતાનોસહવાસ મળીજાય,જ્યાં ચંદ્રપર પગલા પડાય અદભુતકૃપા વિજ્ઞાનની જગતમાં,જે લાયકાતે જ મળીજાય સુર્ય,ચંદ્રને નિરખી લેતાં,જગત પરના માનવજીવો હરખાય . ……………………ગગનભેદના જાણે કોઇ.

 

 

 

આભમાં અવનવુ -પ્રવીણા કડકિયા

આભમાં અવનવુ

સૂ્રજ સાત ઘોડે સવાર

ચંદ્રની નિતરતી ચાંદની

કદી વિચાર્યું આજ ક્યાંથી

પૃથ્વીના ઉદયની વાત

ધારીને જુઓ આ ચિત્રને

છતી કરે રાઝની વાત

ચંદ્ર પરથી નિરખ્યો ગોળો

જેને ભાળી આનંદ અનેરો

વિરાટ વિશ્વનું નોખું દર્શન

 

પૃથ્વી મારું વતન- ગિરીશ દેસાઇ

સર્જનહારે આ સૃષ્ટિમાં સજર્યું

મહા અણમોલુ એક રતન,

નામ એનું કહેવાયું પૃથ્વી ’ને

એજ  છે આ પૃથ્વી મારું વતન.

 

જયાં શ્વાસ લેવા મળે પ્રાણવાયુ

વળી પીવા પાણી ’ને ખાવા અન્ન

જયાં અનુભવે ઘડાય મન ’ને બુદ્ધિ

એજ  છે  આ પૃથ્વી મારું વતન.

 

 

લીલી હરિયાલી ધરતીમાતા-હેમાબહેન પટેલ

વસુંધરા.

પૃથ્વી, મા વસુંધરા

સૂર્ય મંડળમાં શોભી રહી

એક અનોખુ સ્થાન ભ્રહ્માંડમાં

જ્યાં ઈશ્વરે માનવ જનમ દીધો

ના કોઈ સીમા, ના કોઈ નાત જાત

ધરતીમાના સંતાન સૌ

લઈએ આજ એક પ્રણ

લીલી હરિયાલી ધરતીમાતા

 

 

“પૃથ્વી ઉદય” ડો .ઇંદિરાબેન શાહ

પૃથ્વી પુત્રી પ્રખર સૂર્યની

સૌથી લાડલી નાજુક નમણી

લીલી સૂકી રંગબેરંગી ન્યારી

સૌમ્ય શીતળ શશીની બહેની

રશિયા ચીન અમેરીકા હીન્દ

બાળ એસ્ટ્રોનટ મોસાળે પહોંચી

તુજને અર્પે ભેટ અમૂલ્ય અનોખી

ભાવિ વિજ્ઞાની બાળ જુવે હરખાઇ

મારા તારા ઝગડા છોડ સમજ

વસુધેવ કુટુંબકેવ ભાવ મુજ

અખિલ બ્રહમાંડ કુટુંબકેવ ભાવ

જાગે આજ દેખી ” પૃથ્વી ઉદય”

 

 

 

ચંદ્ર સપાટી પરેથી પૃથ્વી લાગે- ધીરુભાઇ શાહ

ચંદ્ર સપાટી પરેથી પૃથ્વી લાગે

જંગલોથી, જળથી અને હિમાલયોથી ભરેલી

જાણે તરતી ના હોયે અવકાશી દરિયામાં?

પણ ના કાંઇ એવું

પૃથ્વી સાગરમાં નહી.. સાગરો પૃથ્વી મહીં

(૨)

વૈજ્ઞાનીકો શોધે વરસોથી

જીવ સૃષ્ટિ અવકાશે વસેલા અનેક ગ્રહોમાં

જીવ સૃષ્ટિ તો કેવળ

પૃથ્વી ઉપર જ પ્રકાશે

 

પૃથ્વીનો ઉદય-સુરેશ બક્ષી

 

આ પૃથ્વીનો ઉદય છે કે

વૈશ્વિક દુરીઓનો અંત છે

એવું ફલીત થાય છે જાણે

આશિર્વાદ આપતા સંત છે

 

 

 

 

 

 

And finally…..

 

To my dear readers:

I hope you enjoyed this small book which is an innovative fusion of space photography and Gujarati poetry. This is our journey and we were inspired by the awe-inspiring space imagery of our planet. I would like to hear your views, comments and other feedback. Thank you.

Please send your comments to drkamleshlulla@gmail.com.

 

 

 

A rare view of “Earth Rise” as seen by Apollo astronauts from

their lunar spaceship.

 

 

 

Dr. Kamlesh Lulla is an internationally acclaimed Space and Earth scientist who has keen interest in creative arts-poetry, theater and science fiction. Dr. Lulla recently presented his new book on the Space Shuttle to former President of India Dr.Abdul Kalam- himself a space scientist. Both Dr. Kalam and Dr. Lulla were inspired by India’s space pioneer Dr. Vikram Sarabhai and Neil Armstrong.

 

 

Photo by Bijay Dixit, Houston, Texas.