હાસ્ય સપ્તરંગી

 

બેઠકનો મહિનાનો વિષય છેહાસ્ય સપ્તરંગી

નિબંધ ,વાર્તા ,કવિતા ,નાટક ,સ્ક્રીપટ લખો.

મિત્રો 

કહે છે જીવનમાં હસવું જરૂરી છે.અમુક વાતો હસી કાઢવામાં મજા હોય છે ઘણા એવા નાના પ્રસંગો હોય છે જે રોજ બરોજની જીંદગીમાં જોવા મળતા હોય છે.બેઠકનો મહિનાનો વિષય છે હાસ્યરસ  જી..હા  આપ નિબંધ ,કવિતા , વાર્તા  કે નાટકની નાની સ્ક્રીપ્ટ પણ ચાલે  ગમે તે સ્વરૂપે હાસ્યરસ દર્શાવી શકો છો.બસ ઉપાડો કલમ અને મલકાતા મલકાતા માંડો લખવા.  અને મિત્રો આપણા ગુજરાતી સાહિત્યના હાસ્ય લેખકોના લેખ વાંચવાનું નહિ ભૂલતા,વાંચન થકી વિકાસ થાય છે.  

ચાલો એકાદ દાખલા જ આપી દઉં જે તમને લખવા માટે પ્રેરણા આપશે.

આપણા બેઠકનો  સર્જક સાક્ષરે એના સામેવાળા માસી ઉપર સુંદર કવિતા લખી છે.

હાસ્ય સપ્ત તરંગ (૧)

મારા સામેવાળા માસી-સાક્ષર ઠક્કર

જેમના કારનામાંઓથી આખી સોસાયટી ત્રાસી છે, એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

સવારથી સાંજ સુધી પંચાત ચાલે છે એમની, સોસાયટીના બધા ઘર ફરે છે, અખંડ પ્રવાસી છે. …એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

અડધો કચરો આગળવાળાને ત્યાં અને અડધો કચરો પાછળ, પણ એમની પોતાની સૌથી ચકચકિત અગાસી છે. …એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

કમ્પાઉન્ડમાં બોલ પડતા-વેંત જ જપ્ત કરી દે એ, એમનાં કરતૂતોથી અમારી આખી ક્રિકેટ-ટીમ ત્રાસી છે. …એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

“મોંઘા હૈ, થોડા વાજબી બોલો” “પોન્ચમેં દો, વરના હેંડો”; હિન્દી તો એમ બોલે જાણે જન્મથી હિન્દીભાષી છે. …એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

Thanks to-સાક્ષર હરીશભાઇ ઠક્કર-..http://saksharthakkar.wordpress.com/

 

હાસ્ય સપ્તરંગી -()”ટીખળ” –રશ્મિ જાગીરદાર

આ મહિનાનો વિષય -હાસ્ય સપ્તરંગી માં શુભ શરૂઆત

ટીખળ

અમસ્થા  અમસ્થા મનમાં થયું કે,

લાવોને થોડું ટીખળ હું કરી લઉં !

જાતાંતાં  રસ્તે તો રોક્યાં તમોને ,

ને પૂછ્યું, “શું નામ તમારું કિયા ગામના છો?”

પણ તમે તો તોબા, નીકળ્યાં ગજબનાં !

કહ્યું -“નામ, ગામ બધું પડતું મુકોને,

હવે તો સજન તું મારો હું સજની તમારી!

કહો ક્યારે મળીયે અમારા પિતાને?

ને પછી કંકોત્રી છપાવી પરણી જઈએ.”

અરે! પણ વાત મારી તો સમજો , મને તો

અમસ્થા અમસ્થા મનમાં થયું કે,

લાવોને થોડું ટીખળ હું કરી લઉં,

કાન પકડી ને માફી હું માગું મુજને જવાદો

આમ ધરાહાર મારે માથે ના પડશો

પણ કેમ? ઝટ મંગની પટ વ્યાહ થઇ જવાદો

ના રે, પછી એમાં તો ઝટ ઝગડા પટ તલાક !!!

તમે પ્લીઝ  થોડું સમજો, મને તો

સાચે અમસ્થા અમસ્થા મનમાં થયું કે ,

લાવોને થોડું ટીખળ હું કરી લઉં.

રશ્મિ જાગીરદાર

 

 

 

 

 

 

હાસ્ય સપ્તરંગી -(3)“ઘરડી ઘોડી ને લાલ લગામ” – દર્શના વારિયા  નાડકરણી

English: This is my lease horse, Red. He’s a retired,Thoroughbred racehorse. (Photo credit: Wikipedia)

 

આપણી પોતાની ઉમર વધે ત્યારે આપણને તેનું ખ્યાલ રેતો નથી કે આપણી ઉમર પણ શરીર ઉપર વર્તાઈ રહી હશે.  પરંતુ આપણે વર્ષો બાદ બચપણ ના મિત્રોને મળીયે તો તુરંત તેમની ઉમર વર્તાઈ રહેલી જોઇને થોડો ઝટકો લાગે છે.  એ નીચેના રમુજી કાવ્ય નો વિષય છે.

વ્યવસાયે હું એકાઉનટન્ટ, નામ મારું રામપ્રસાદ નોકરી મળી ગુજરાતમાં, ગામ છે નડિયાદ શિયાળા નો દિવસ અને ક્લાયન્ટ નું નામ નીલિમા જોઇને લાગ્યું વર્ષો પહેલા એમને જોયેલા, દીલીમાં પછી થયું હોઈ શકે નીલિમા મારી કોલેજ ની બધી છોકરી માં સૌથી સારી

હું હતો તેનો દીવાનો, મારું દિલ તદ્દન ઘાયલ મારા દિલ માં હમેશા છણકે જુમ જુમ તેની પાયલ લાલટેન કરતા ચમકતા નયન માં આંજેલી મેશ ગોરા ગોરા ગાલ ને કાળા કાળા સુવાળા લાંબા કેશ   રૂ જેવી મુલાયમ ત્વચા ને લટક મટકતી ચાલ જટાકેદાર  અદા ને ફટાકેદાર સ્ટાઈલ

પણ

હારોહાર ઉભાડીયે તો પતલો લાગે ચાંદ થોડું જાડું એવું કદ ને વચ્ચે નીકળેલી ફાંદ   કાળા ધોળા વાળ માં થી ડોકિયા કરતી તાલ કપડા માં ઢબ નહિ, નહિ એવી કોઈ સ્ટાઈલ લાલ ચટક લીપ્સ્ટીક ને લટકતી પર્સ મોટી લાગે કે લાલ લગામ અને ઘોડી જાણે ઘરડી

તમે પોદાર કોલેજ માં ભણેલા મેં પૂછ્યું હળવેકથી મારા માસી સમાન બહેન બોલ્યા મોટું સ્મિત ફરકાવી શું શાનદાર દિવસો હતા, હતા છોકરાઓ બધા ફિદા પણ વધારે હિમત કરે તો કરી નાખીએ અમે તેમને સીધા ખુબ સતાવ્યા છે છોકરાઓ ને જમાના માં હું કેતી, હિમત હોય તો આગળ આવો, નામ મારું નીલિમા  

અને પછી કહેપણ કાકા”, જુઓ કેવી તેની હિંમત ભલે લાગે ઘરડી ઘોડી ને લાલ લગામ પાકી ઉમર ના, તાલ ને ધોળા વાળ વાળા મોટી ફાંદ, લાલ લીપ્સ્ટીક ને જાડા કદ વાળા મારા ક્લાયન્ટ બોલ્યાપણ કાકા, યાદ કરાવો મને તમે બીકોમ નો કયોં  વિષય ભણાવતા હતા અમોને

 

દર્શના વારિયા નાડકરણી

 

 

 હાસ્ય સપ્તરંગી.    શીવ પુરાણ-4-( હેમા પટેલ )

શ્રાવણ માસ હમણાં જ પુરો થયો, આખો મહિનો “ૐ નમઃ શીવાય “ કર્યા કર્યુ, શીવજી મનમાં જ છવાઈ ગયા. કોઈ કામ હતું નહી એટલે આરામથી સોફા પર બેઠી હતી અને અચાનક દીવાસ્વપ્નમાં ખોવાઈ ગઈ, અને લો વળી આજે  મને શીવજી દીવાસ્વપ્નમાં દેખાયા.હું તો જોઈને બસ ગાંડી ઘેલી થઈ ગઈ ! શીવજી મંદિરમાં નહી અને મંદિરના ઓટલે બહાર બેઠા છે ! માનવા તૈયાર નહી, હાથમાં ચુટલી ખણી દર્દ થયુ, હા સાચેજ શીવજી બેઠા છે.દોડતી ગઈ, દંડવત પ્રણામ કર્યા. મેં કહ્યુ પ્રભુ મને આશિર્વાદ આપો.

શીવજી – “ આજે હું આશિર્વાદ આપવાના મુડમાં નથી. “

પ્રભુ આજે મારા ભાગ્ય જાગ્યા છે અને મને તમારા દર્શન થયા વારંવાર આવો લાવ્હો ક્યાંથી મળવાનો છે.મારી વિનંતી છે મને આશિર્વાદ આપો.

શીવજી  – “ તૂં કઈ ભાષા સમજીશ ? એક વખત ના પાડીને, જા મારો જીવ ના ખાઈશ મને શાંતિથી અહિયાં બેસવા દે.શીવજી ધીમેથી બોલ્યા, મંદિરની અંદર શાંતિ નહી આજે બહાર બેઠો તો પણ શાંતિ નહી, લોકો મારુ માથુ ખાયા કરે છે.

કેમ પ્રભુ શું થયું ?મેં સવાલ કર્યો, પ્રભુ આપ તો હમેશાં પ્રસન્ન ચિત્ત હોય, આજે વિચારોમાં ખોવાયેલા ચિંતિત દેખાવ છો.

શીવજી – “ હા બેન વિચારોમાં જ છું “

બેન કહી છે ને , આવતે વર્ષે રાખડી ચોક્ક્સ બાંધીશ.મારા તો ભાગ્ય ખુલી ગયાં, શીવજીએ મને બેન કહી ! હું તો મારા જ રોદડાં રડ્યા કરુ છું, હા તો આપણે ક્યા હતાં ! શું થયુ ભગવાન ? આપ તો ચુટકીમાં દુખ ભગાડો

શીવજી –  “ હું ભક્તોના દુખ ભગાડુ મારા કોણ ભગાડે ?

પ્રભુ આપ તો હમેશાં સમાધી અવસ્થામાં, સંન્યાસી જેવુ જીવન, આપને સંસારી જેવાં દુખ ક્યાં હોય ?

શીવજી –“ શ્રાવણ માસમાં આખો મહિનો લોકો મને શાંતિથી રહેવા ક્યાં દે છે ? સવાર સવારમાં દુધ અને પાણીની વર્ષા ! એ લોકોને ક્યારેય વિચાર આવે મને પણ સતત દુધ-પાણીની વર્ષાથી ગુંગ્ણામણ થાય.શરદી થઈ જાય !આરતીના વાજીન્ત્રોના અવાજથી કાન ફુટી જાય છે, તો વળી મારા પર ભસ્મોના ઢગલા, લોકોનો શોર બકોર, હું શાંતિ પ્રિય, મને શોર બકોર ના ગમે એટલે તો મારા બે નિવાસ સ્થાન , એક કૈલાસ અને બીજુ  સ્મસાનમાં રહુ છું જેથી ત્યાં કોઈ આવવાની હિંમત ના કરે, કોઈની ઘાઈ નહી,મને શાંતિથી રહેવા દે. અને એક વાત ચોખ્ખી કરું, કેમ મારે સંસાર નથી ? મારી પત્ની છે, સંતાન છે. મારો સંસાર નિરાલો છે, પરંતુ અમે દેવી દેવતા, ભગવાન, પ્રભુ, ઈશ્વર જે કહો તે, માટે તમારા જેવુ જીવન નહી, અમારે તો સંસારીની સેવામાં જ જીવન વીતાવવાનુ. મારો પુરો પરિવાર પૃથ્વીના જીવોની સેવામાં વ્યસ્ત હોય છે.તમારે ઘરની જ ચિંતા, મારા પરિવારને આખા જગતની ચિંતા !

લોકોએ એક મહિનો મારુ માથુ ખાધુ, હવે મારા પુત્રનુ માથુ ખાશે, પછી મારી હનીનુ માથુ ખાશે, હુ ચિંતા ના કરું તો શું કરું ? મારા પરિવારને લોકો શાંતિથી રહેવા દેતા નથી.પાછી જાત જાતની માગણી ! આપવું તો કેટલું આપવું ? લાયકાત પ્રમાણે આપીએ વધારાનુ ક્યાંથી લાવવું ? શ્રાવણ માસમાં જ જાણે હું ભક્ત પર મહેરબાની કરું છું, આ માસમાં જ લોકો ગાંડા ઘેલા થઈને આડેધડ દુધ-પાણીની બરબાદી કરે છે.એક ટાણા ઉપવાસ ! અરે હા ઉપવાસમાં મેવા-મિઠાઈ, જાત જાતના ફરાળી વ્યંજનો બનાવીને આરોગતા ભક્તો પર તો મને દયા જ આવે છે.ફક્ત શ્રાવણ માસ જ શીવજી માટે છે, બીજા મહિનામાં મારી પૂજા-આરાધના કેમ નહી ? આખુ વર્ષ મને કોણ યાદ કરે છે ? શ્રાવણમાં જ મને પુજનારાને મારા ભક્ત કેવી રીતે કહેવાય ? હવે પાછી ગણેશ ચતુર્થી છે, દશ દિવસ લોકો મારા દિકરાને લાડુનો ભોગ ધરાવીને એટલા બધા લાડુ ખવડાવશે ! એમ વિચારશે પણ નહી મારો દિકરો વધારે પડતા લાડવા ખાઈને બિમાર થઈ જશે ! મને મારા દિકરાની ચિંતા થાય લોકોને થોડી થવાની છે. ચાલ છોડ લોકોની વાત , તૂ શ્રાવણ માસમાં બહુ દેખાતી ન હતી અને આજે કેમ આવી ?”

શું કરુ પ્રભુ ? મંદિરમાં કેટલી બધી ગીર્દી, અભિષેક કરતાં પણ એક બીજાના લોટા અથડાય, ધ્યાન આપના ઉપર નહી પરંતુ એક બીજાના લોટા ઉપર, મને તો બીક લાગે રખેને લોટો હાથમાંથી પડે અને આપને વાગે, આપ તો અતિ ક્રોધીત ! ગુસ્સામાં પેલા રતિના પતિને બાળીને ભસ્મ કરી નાખ્યો એમ ભસ્મ કરી નાખો તો !

શીવજીએ હાસ્ય વેર્યુ

પ્રભુ તમને હસવુ આવે છે, પણ અમે તો માનવ જાત બીક લાગે જ ને ? પ્રભુ એક સવાલ કરુ ગુસ્સે નહી થાવ ને ?

શીવજી – “ કેટલા  સવાલ ! પુછ જે પુછવુ હોય તે “

આપ તો ભોલેનાથ દયાળુ છો , તમારા જ પુત્ર ગણેશજીનુ માથુ કાપી નાખ્યુ ! આટલો બધો ક્રોધ શું કામ ?

શીવજી – “ મેં મારા પુત્રનુ માથુ કાપી નાખ્યુ હોય એમ તને સાચુ લાગે છે ?અને ક્યાં મનુષ્યનુ શરીર અને ક્યાં હાથીનુ શરીર ! માણસના શરીર પર હાથીનુ માથુ ફીટ થાય ખરું ? મારુ કામ છે સંસારની રક્ષા કરવાનુ વગર કારણે હું શુ કામ કોઈને મારુ ? લખનારે લખી નાખ્યુ, જો કહુ, લેખક પોતેજ તે વખતે ગુસ્સામાં હશે તેણેજ તેની કલમથી મારા પુત્રનુ માથુ કાપી નાખ્યુ અને નામ મારુ આપે છે, શીવજીએ પુત્રનુ માથુ કાપી નાખ્યુ, लीखने वाले दिवाने पढने वाले भी दिवाने ! હુ તો અંતરયામી છુ મને ખબર ના હોય આ મારો જ પુત્ર છે. મેં મારા પુત્ર ગણેશના મગજમાં જે કુમતિ હતી તે દુર કરીને સુમતિ આપી. તેની બુધ્ધિમાં ફેરફાર કર્યો, તેને સારા વિચરો માટે સદબુધ્ધિ આપી હતી.હાથી બુધ્ધિશાળી પ્રાણી છે માટે લેખકે ફક્ત તુલના કરી છે બીજું કાંઈ નહી.”

હા હવે મને સમજાયુ,પ્રભુ મા જગદ્મા શું કરે છે ? મઝામાં છે ને ?

શીવજી – હા મારી હનીને પણ ક્યાં શાંતિ છે, નવરાત્રી નજીક આવી રહી છે,થોડા વખત પછી ધરતી પર વિચરણ કરવા નીકળવાનુ છે માટે તેના અસ્ત્ર શસ્ત્ર તૈયાર કરવામાં બીઝી છે, શસ્ત્રોને ધાર કાઢીને ચમકાવી રહી છે.તેની સવારી વાઘ તેને પણ વીટામીન્સ અને મેવા ખવડાવીને તાજો માજો મજબુત બનાવી રહી છે.

હે પ્રભુ તમે મને બેન કહી છે એટલે બીજો એક સવાલ પુછવાની હિમંત કરુ છુ, આપ ગુસ્સે નહી થાવ ને ? આપની અંગત જીંદગીમાં મારે માથુ મારવું ના જોઈએ છતાં પણ પુછ્યા વીના રહેવાતુ નથી.અમે સંસારી જીવ છીએ પતિ પત્ની ઝઘડા કરે, પત્ની પતિનુ માને નહી એમ તમારે પણ હોય ?

શીવજી – “ મારી હની તો બહુ દયાળુ છે, પરંતુ સ્ત્રી હઠ ખરી, સ્ત્રી હઠને કારણ તેણે દુખ વેઠ્યાં છે. મને પણ દુખ થયું છે, કેટલી ના પાડી છતાં પણ શ્રી રામજી ઈશ્વર છે કે નહી એમ તેમના પર શંકા જતાં તેમની પરિક્ષા કરવા નીકળ્યાં, મારુ સાંભળ્યુ નહી.

હેં પ્રભુ તમારે પણ સુખ-દુખ હોય ?

હા હ્રદય છે એટલે સુખ-દુખની લાગણી તો થાય જ ને, અમને લાગણીને વશમાં કરતાં આવડે, તમને નહી એટલો જ ફરક છે. “

પ્રભુ કૈલાસ ઉપર આપને ઠંડી નથી લાગતી ?

શીવજી  – “ મૃગચર્મ અને વાઘચર્મ , અંગે ભસ્મ,ગળામાં સર્પ,માથે ચંન્દ્ર,ગંગાજી,મારો નંદી, ગળામાં વિષ, વગેરે આટલી મોટી ટોળકી મારી સાથે જ રહેતાં હોય પછી ઠંડી કેવી !

ઓહો ! હો ! હો ! શીવજી આપના અદભુત, અતિ સુંદર, ભવ્ય દર્શન ! દુનિયાને કેટલુ બધુ જ્ઞાન કરાવે છે, એક એક વસ્તુ જીવનના મર્મ સમજાવે છે. હે ભોલેનાથ આપનુ જીવન નિરાલુ ! આપનુ સૌન્દર્ય નિરાલુ ! વાહ ભોલેનાથ, આપ ગુસ્સે જલ્દી થઈ જાવ અને પ્રસન્ન પણ જલ્દી થઈ જાવ, આપની લીલા અપંરમપાર ! હે પ્રભુ કોટિ કોટિ પ્રણામ.

સુંદર સ્વપ્ન માણી રહી હતી અને મારો પૌત્ર દોડતો આવ્યો, દાદી દાદી ! હું  દીવાસ્વપ્નમાંથી જાગી, પૌત્રને બોલી બેટા દાદી સુંદર સ્વપ્ન જોતી હતી તેં મને જગાડી મુકી.

ૐ નમઃ શીવાય.

( આ લેખ નિર્દોશ આનંદ અને રમુજ માટે છે. )

હાસ્ય સપ્તરંગી -(5)વાણિયાગીરીનિરંજન મહેતા

જીવનમાં ક્યારેય હવાઈસફર ન કરનાર પ્રેમજીભાઈને યમદૂત આવીને લઈ ગયા ત્યારે તેનો લાભ મળ્યો. દૂતે તેને ચિત્રગુપ્ત સામે ખાડો કરી દીધો. વાહ, હવે તો ચિત્રગુપ્તજી પણ ચોપડો ન લખતા કોમ્પ્યુટર વાપરે છે ને શું? આશ્ચર્યથી પ્રેમજીભાઇએ વિચાર્યું.

દૂતને પૂછી ચિત્રગુપ્તે બધી વિગતો કોમ્પ્યુટરમાં નાખતા પ્રેમજીભાઈનો પૂરો હિસાબ સ્ક્રીન પર આવી ગયો. તે જોઈ ચિત્રગુપ્તે કહ્યું, ‘તમે જ્યારે પૃથ્વી પર હતા ત્યારે તમે કરેલા પાપ અને પુણ્યનો હિસાબ આમાં છે. તે પરથી તમે સ્વર્ગને લાયક છો કે નર્કને તે નક્કી થશે. સૌ પ્રથમ પુણ્યનો હિસાબ જોઈએ. વાહ, પુણ્ય તો કર્યા છે.’

‘પ્રભુ, હું એક જ વાર જમતો અને એમ ઉપવાસ કર્યા છે. ભલે પછી એક વખતમાં ત્રણ ટંકનું કેમ ખાધું ન હોય. એકબીજાની વ્યથાની વાતો કરતા કરતા કથા-ઉપદેશ પણ સાંભળ્યા છે. તો વર્ષમાં એકવાર તો તીર્થયાત્રા પણ કરતા ભલે તે હનીમૂનની માફક મનાવી હોય.’

‘ચાલો, હવે પાપની ગઠરી છોડીએ. વાહ, આમા પણ તમે પાછું વળીને નથી જોયું.’

આ સાંભળી પ્રેમજીભાઇ થોથવાઈ ગયા. ‘પ્રભુ, જાણીને તો કોઈ પાપ નથી કર્યા કારણ અમને નાનપણથી શીખ આપવામાં આવી હતી કે પાપ કરશો તો નર્કમાં જશો. તેમ છતાં તમારે ચોપડે જે કાઈ થોડુંઘણું નોંધાયું હશે તે નાસમજ કે ભૂલથી થયું હશે.’

‘મને ખબર હતી કે તમારી પાસે કોઈને કોઈ બહાના તો હશે જ કારણ ગુજરાતી બચ્ચો એમ પોતાનો વાંક કબૂલ ન કરે. મને ખબર છે કે તમે પાણી  ઉકાળીને પીઓ છો પણ લોકોનું લોહી એમને એમ પીઓ છો. આમ તો અહિંસાની વાતો કરો છો અને રાત્રે મચ્છરો મારતા અચકાતા નથી. એક લેખકને જ્યારે અહી લાવવામાં આવ્યા હતા ત્યારે તેમણે જે કહ્યું તે સાંભળો. તેમણે કહ્યું હતું કે ગુજરાતીઓ ઓફિસમાં સેક્સની વાતો કરે છે અને બેડરૂમમાં ટેક્સની. જો કે તમને આ કથનની જાણ નહી જ હોય કારણ ગુજરાતી લોકોને સાહિત્યના ચોપડા કરતા હિસાબના ચોપડામાં વધુ રસ હોય છે.’

‘અમારે માટે લક્ષ્મીજી માતા સમાન છે એટલે અમે તેનું પૂજન વધુ કરીએ છીએ જેથી માતાજીની કૃપા બની રહે. એટલે તો દુનિયાભરમાં ઠેરઠેર અમારો વાસ છે.’

‘પાપ અને પુણ્યનો હિસાબ જોતાં લાગે છે કે કરેલા પાપ ધોવા તે પુણ્ય કર્યાનો ઢોંગ કર્યો છે. પણ એ બન્ને અલગ અલગ વસ્તુ છે એટલે થોડો સમય સ્વર્ગમાં અને થોડો સમય નર્કમાં રહેવું પડશે.’

હવે અસલ સ્વભાવ પર આવીને પ્રેમજીભાઇએ કહ્યું, ‘આપ જો પાપના હિસાબની માંડવાળ કરી મને નર્કમાંથી બચાવો તો હું પુણ્યને કારણે મળતું સ્વર્ગનું સુખ જતું કરવા તૈયાર છું.’

આ સાંભળી ચિત્રગુપ્તને પરસેવો છૂટી ગયો કે આવું કહેનાર જીવ તો આ પહેલા મળ્યો નથી. પછી કહ્યું કે જો હું તને સ્વર્ગ પણ ન આપું અને નર્ક પણ ન આપું તો તને રાખું ક્યાં?

‘એનો ઉપાય છે, પ્રભુ. સ્વર્ગ અને નર્કની વચ્ચે જે નો મેન્સ લેન્ડ છે તેમા મને એક દુકાન ઉઘાડવાની રજા આપો.’ નિરંજન મહેતા

 

 

 

 

 

હાસ્ય સપ્તરંગી -(6)ખુશનુમા સવારપ્રવિણાબેન કડકિયા

સવારના પહોરમાં જો સહુથી કર્કશ અવાજ હોય તો તે પેલાં એલાર્મ ક્લોક નો ! મને ખબર છે, તમે મારી સાથે સંમત થવાના જ ! રોજની આદત પ્રમાણે વહેલી પ્રભાતે ફરવા જવાનું. આ ક્રમ અમેરિકામાં પણ વર્ષોથી ચાલુ હતો. કપડાં બદલીને નિકળી પડી. રામાયણ તો હવે શરૂ થઈ. ગઈ કાલે રાતના ટાઈમ બદલાયો હતો. ઘડિયાળ પાછળ કરવાનું ભૂલી ગઈ. રોજના સમય કરતાં એક કલાક વહેલી.  હવે શરૂ થઈ  ગઈ મારી પહેલી. કોફી મશિન ઓન ન થયુ.  હા, અંહીઆ કોફીનું મશીન  ટાઇમર પર હોય. ખેર આવીને કોફી પિવાનો નિર્ધાર કર્યો. ભલેને વહેલી સવાર હોય. ગરમી કહે મારું કામ.  સવારની ગરમી તો સહન કરવાની આદત પડી ગઈ છે. હ્યુસ્ટન એટલે બીજું મુંબઈ જોઈ લો. પરસેવો થાય ચાલીને આવ્યા પછી સહુથી પહેલાં બાથરૂમ ભેગા થવું પડે. શું કામ ? તમે ધાર્યો એ જવાબ સાચો છે. સ્નાન કરવા માટે.

વાત આ નથી વહેલી સવારે, સહુ પ્રથમ ‘બેથ’ સ્વિમ સુટમાં એલિવેટરમાં ભટકાઈ. તેનું વજન માત્ર ૨૫૦ રતલ. આખો ઉનાળો સ્વિમિંગ કરતી રહી પણ એક રતલ વજન ઓછું ન થયું. ક્યાંથી થાય ઘરે પકાવે નહી. રોજ મેકડૉનાલ્ડના બે ડબલ ચિઝ બર્ગર અને બે એપલ પાઈ ખાય. મોટી ફ્રાઈઝનો ઓર્ડર તો હોય જ. ્સાથે અડધા ગેલન જેટલું કોકોકોલા પીએ. આ તો હજુ શરૂઆત છે. મોટો બીચ ટોવેલ તેની પાસે હતો, પણ ખભા પર લટકતો હતો. અમારા મકાનમાં નીચે ૨૪ કલાકની સિક્યોરિટી હોય છે. સવારના પહોરમાં તેમને મફત સિનેમા જોવા મળ્યો. ભલેને સવારના પહોરમાં તેનું મુખારવિંદ જોઈને આનંદ થયો કે નહી પણ,’ ગુડ મોર્નિંગ’ કહીને ચાલવા માંડ્યું.

સમયની ગરબડને કારણે રોજ કરતાં વહેલી હતી. વહેલી નિકળી એટલે રોજની જેમ સવારના મળવાવાળા મિત્રોને બદલે સામેથી કૂતરાં લઈને ફરવા નિકળેલાં લોકોના દર્શન થયા. મુંબઈમાં હતી ત્યારે ગાય મળે તો શુકન થાય. અંહી કૂતરા લઈને ફરવા આવનારના શુકન ગણવા કે અપશુકન ? હજુ તો બોલ્ડિંગના કંપાઉન્ડની બહાર પગ પણ નથી મૂક્યો. ત્યાં મારી સહેલી લીન્ડા મળી. તેણે પણ ભાષણ ચાલુ કર્યું.

‘ફરગોટ ટુ ચેન્જ ટાઈમ એન્ડ સી વોટ હેપન્ડ”. લીન્ડા હતી પાંચ ફૂટ અને ૧૦ ઈંચ. મારે તેની સાથે વાત કરવી હોય તો ઉંચું જોવાનું ગરદન ખેંચી ખેંચીને મરવાનું. એને મારી સાથે વાત કરતી વખતે ખુરશીમાં બેસવું પડે. સારું છે અમારા મકાનમાં નીચે સિટિંગ એરિયા છે.

મકાનની બહાર આવી રસ્તો ઓળંગીને સામે પાર્કમાં જવા ગઈ ત્યાં એક કપલ સાથે દોડીને મારી આગળથી પસાર થયું. બન્નેના કપડાં સરખા અને બન્નેના વાળની લંબાઈ સરખી. આમાં છોકરો કોણ અને છોકરી કોણ ઓળખવું લગભગ અસંભવ , જો કે મને કોઈ ફરક પડતો ન હતો. આ તો આંખોની આદત એટલે બાકી કોઈ પણ હો. આપણું શું જાય છે ?

આમ પણ મને ચાલવા જાંઉ ત્યારે કંપની હોય તે ન ગમે. સવારના પહોરમાં આખા ગામની વાત. મારા ભાઈ સવારનો સુંદર સમય છે. કુદરતનું સાન્નિધ્ય માણો. પંખીઓનો કલરવ સુણો. બની શકે તો પોતાના ઈષ્ટદેવનું રટણ કરો. અરે કાંઈ ન હોય તો નરસિંહ મહેતાના પ્રભાતિયા ગાવ. આ દેશમાં કાંઈ પણ કરવાની છૂટ છે. સહુ પોતાનામાં મસ્ત હોય છે. મને સવારનો પહોર ખૂબ પ્યારો છે. સુંદર ગઝિબોમાં બેસી પ્રાણાયામ કરું. ધ્યાનમાં બેસું. આજનું પ્રભાત તો ખૂબ આહલાદક હતું.

ત્યાં પાછળથી પેટીએ મને બોલાવી. તેની સાથે ચાર કૂતરા.

‘અરે તારા તો બન્ને મરી ગયા’. આટલા બધા ક્યાંથી ?

મારા મોઢા પર વિસ્મય જોઈ બોલી, ‘આઈ વોક પિપલ્સ ડોગ. એવરિ ડોગ, આઈ વોક,  થ્રી ટાઇમ્સ અ વિક ઓનર પેઝ મી ૧૦૦ ડોલર’. આમ તે લગભગ ત્રણસોથી ૪૦૦ ડોલર દર અઠવાડિયે એક્સટ્રા બનાવતી. એકલી હતી પરણી ન હતી. દિલની ખૂબ સારી. સાંજના તેની સાથે વોક લેવાની મઝા ઘણીવાર માણતી.

અમેરિકનોને માણસો કરતાં કૂતરા વધારે વહાલાં. તેમને પ્યાર પણ ખૂબ કરે. કોઈની પણ સાથે વાત કરીએ ત્યારે વખાણ તેના કૂતરાના કરવાં. તમારા પર વારી જશે.

ઘણાં તો મને પૂછે યુ  ડુ નોટ લાઈક ડોગ’?

હસતાં હસતાં કહી દંઉ, આઈ લાઈક ટુ પ્લે વિથ ધેમ. આઈ હેટ વેન ધે લિક મી’.

આજે ભારતથી આવેલાં વિવેકના માતા અને પિતા મળ્યાં. તેઓ ખૂબ વહેલાં આવતાં. હું એકલી હોવાથી અજવાળું થાય પછી નિકળું. આજ તો મારી લોઢાના પાયે  સવાર ઉગી હતી. તેઓ મદ્રાસના . હિંદી આવડૅ નહી અંગ્રેજી સમજે નહી. ધર્મ સંકટ. કઈ ભાષામાં વાત કરવી ? બે હાથ જોડી હસીને આગળ વધવાનું. કેવી કમનસિબી ,એક દેશના વાસી પણ વાત કરવામાં ઉપવાસી ! આપણી રાષ્ટ્રભાષા હિંદી જેના તેઓ વિરોધી. ‘ઈસી લિએ તો મારા ગયા હિંદુસ્તાન’.

જુઓ આ લેખ વહેલી સવારે લખ્યો છે. ચા પીને વાંચજો. સવારે  ચા સાથે ફાફડા જલેબી કે ટોસ્ટ હશે તો ગમશે. ગમે તો મને આનંદ થશે.  ન ગમે તો જે થાય તે કરી લેજો .

 

 

 

 

 

 

 

 

 

 

 

 

બે મેં.તી– હાસ્ય સપ્તરંગી -(7)રશ્મિ જાગીરદાર

માધવીના લગ્ન પહેલાં  જ એના પતિ અમિતની  જોબ ચાલુ હતી, એટલે તેના લગ્નમાં તેના પતિનો પુરો સ્ટાફ અને સાહેબ પણ  આવેલા. તેના  લગ્ન તેમના મુળ વતન ખંભાતમાં રાખેલા. એ વર્ષોમાં ખંભાતના દરેક વતનીએ ઘરમાં આવતા સારા -માઠા  પ્રસંગો ખંભાત આવી ને જ કરવાનો રીવાજ હતો, વળી ખંભાતની દીકરી ખંભાતની બહાર પરણાવી શકાતી નહી !   તે પણ એક રીવાજ જ હતો.  તો  વળી કન્યાને લગ્ન  વખતે,  મો ન દેખાય તેટલો ઘૂંઘટ ઓઢીને પરણવા બેસવાનું રહેતું ,  આ પણ એક રીવાજ જ હતો.  ખંભાતની છોકરીઓ બીજા ગામ નહિ પરણાવવાનો રીવાજ અમુક અંશે  અત્યારે પણ ચાલુ જ છે ! અલબત્ત જે માને તેને માટે.  આવો રીવાજ પડવાની પાછળ  પણ એક કિવદંતી છે , પણ મૂળ કારણ તો એ જ કે દીકરી આંખથી દુર હોય ને તેને કઈ દુખ હોય તો ખબર ના  પડે.

માધવીના લગ્નના દિવસે હસ્તમેળાપનો સમય રાત્રે ૧૨  ને ૧૦  મિનીટનો હતો ,એટલે જમણવાર પહેલાં રાખી લીધેલો. લગ્નમાં આવેલા પતિના સ્ટાફે વિચાર્યું કે, આખી રાત રોકાવાને બદલે કન્યા પધરાવે એટલે  કન્યાનું    મો જોઈને નીકળી જઈશું. લગ્નમંડપમાં વિધિ ચાલુ થઇ અને સમય થતાં , કન્યાની પધરામણી  તો થઇ પણ ચહેરો તો પુરેપુરો ઘૂંઘટ માં!  મિત્રો માધવીના પતિને કહે, ” અમિતભાઈ, તું ઘૂંઘટ થોડો હઠાવ તો કન્યાના દર્શન થાય !  અને અમે વેળાસર નીકળી શકીએ. તો અમિત કહે :- “ના ના મારાથી  એવું   કશું નહિ કરાય, તમે લોકો પ્લીઝ રોકાઈ  જાવ.” માધવીને પરણાવવા બેઠેલા માતા -પિતાએ આ વાત  સાંભળી, માધવીના પિતા વિચારવા લાગ્યા કે , ” સાપ ના મરે ઔર લાઠી ભી ના તૂટે ”  એવું કૈક કરવું પડશે.  થોડી વાર પછી ફોટોગ્રાફરને બોલાવ્યો અને કહ્યું ,” ભાઈ, વર-કન્યા  સાથે જમાઈના બધા મિત્રો આવ્યા છે, તેમના ત્રણ ચાર સરસ ફોટા પાડી લો.” અને માધવીના ભાભીને કહે,  “વહુ બેટા, માધવીનો ઘૂંઘટ સરખો કરો, ચહેરો દેખાય એ રીતે –ફોટા સરસ આવવા જોઈએ. ”  અને આમ આખરે મિત્રોએ  કન્યાનું મો જોયું ,સાથે સાથે વર રાજાએ પણ !!!  થોડીવાર પછી મિત્રોએ રજા માંગી, “અમિતભાઈ, અમે નીકળીએ.”

અમિત કહે:- “થેંક યું સર એન્ડ ઓલ ફ્રેન્ડસ .”

એક મિત્ર કહે:-” શાને માટે થેન્ક્સ  અમારે લીધે કન્યાનું મો જોવા મળ્યું એટલે જ ને ?”

અને બધા હસી પડ્યાં.   માધવીને લગ્ન પછી કપડવંજ રહેવાનું  હતું તેના પતિની  ત્યાં જ   જોબ હતી.   ત્યાં અમિતે પહેલેથી જ એક સરસ ખડકી બંધ ઘર ભાડે રાખેલું હતું. ત્યાં જ માધવીનો સંસાર શરુ થયો. માધવીનો દિયર પણ તેમની સાથે ભણવા રહેવાનો હતો. નિર્દોષ ચહેરો , શરારતી ,હસમુખ સ્વભાવ અને પરાણે વ્હાલું લાગે તેવું વ્યક્તિત્વ.  એવો દિયર, ભાભીનો લાડકો હતો. ત્યાં રહેવા ગયા પછી ઘર કામ માટે કોઈને શોધતાં  હતાં, અમિતના એક મિત્રને ત્યાં કામ કરતી  બાઈને એ લોકોએ મોકલી.

માધવીએ પૂછ્યું, : _” ત્રણે કામ કરવાના છે શું લેશો?”

કામવાળી કહે,: -” ભાભી એક કામના દસ રૂપિયા ભાવ છે.”

માધવી કહે,: – ” બધે આજ ભાવ લો છો ?” તો કહે, ” બીજા કામ તો જુના —તમારે તો એક કામ ના દસ –એટલે ત્રણ કામના ત્રીસ આપવા પડે.

માધવી કહે, : – ” સારું , આજથી જ કામ ચાલુ કરો, હું મહીને ચાલીસ રૂપિયા આપીશ,  તારું  નામ શું છે ?”

કામવાળી કહે,: – ” મારું નામ તો મેતી છે  પણ ભાભી ચાલીસ ના પોસાય હું તો દસ રૂપિયા પ્રમાણે જ લઈશ .”

માધવી કહે,: – ” મેતી, હું તો તું કહે છે એનાથી દસ વધારે આપું છું.” પછી થોડીવારે સમજ પડી  એટલે ખુશ થઇને હસવા લાગી. અને ત્યારે એની આંખો,હોઠ,અને ચહેરા પર પણ ખુશી જાણે છલકાઈ ઉઠી!  દસ રૂપિયામાં એને મળેલી ખુશી જોઇને મને જે સતોષ અને આનંદ મળ્યાં  તે ખરેખર અમુલ્ય હતાં.

મેતી પાસે કામ બંધાવ્યાને અઠવાડિયું થયું હશે ને અમિતના એક મિત્ર ઘરે આવ્યા કહે:– ” ભાઈ  માધવી ભાભી બી.એસ. સી .  થયેલા છે ને ? તો પ્લીઝ એમને અમારી સ્કુલ માં મોકલ, અમારે ત્યાં અત્યારે અધવચ્ચે એક ભાઈ ને અમદાવાદ નોકરી મળી તો જાય છે ને તું નહિ મોકલે તો મારા વિદ્યાર્થી ઓ નું ગણિત-વિજ્ઞાન   રખડી પડશે.  પતિ  માધવીને કહે,: – ” ત્રણ મહિનાનો  જ સવાલ   છે  તું  જા,  પછી તો બીજા કોઈને રાખશે”   અને માધવી પણ બની શિક્ષિકા, ગામડામાં લોકો  શિક્ષિકા ને  મે’તી   કહેતાં!

અઠવાડિયા પછી કોઈ બેન કામવાળીને બોલાવવા આવ્યા — તે સમયે માધવીનો દિયર બહાર ઓટલે હીંચકા પર બેઠો હતો પેલા બેને પૂછ્યું ,” ભાઈ મેતી છે?”

દિયર કહે :-  “અમારે ત્યાં બે મેતી છે, તમારે કઈ મેતીનું કામ છે ?”

તો પેલા બેને માધવીને બુમ પાડી. માધવી આવી તો કહે તમારે ત્યાં મેંતી જ કામ કરે છે ને ? આ ભાઈ તો કહેછે ,એમને અધવચ્ચે અટકાવીને દિયર કહે :- ” મેં કહ્યું અમારે ત્યાં બે મેતી છે, એક કામવાળી મેંતી ને બીજી મારી ભાભી-મેં’તી  , તમારે કઈ મેતી નું કામ છે?” સંભાળીને બંને મેં’તી અને બાકીના સૌ હસી પડ્યાં !!

રશ્મિ જાગીરદાર

 

 

 

 

 

 

 

હાસ્ય સપ્તરંગી -(8)પદ્માબેનશાહ-“ઘડપણ

ઘરડા કહેવાય છતા તેમને ઘરડા ન કહેવાય

એવા મારા સાસુમા શું કરું વાહ વાહ કે કરું તોબા તોબા?

ઉપરથી આપણને સમજાવે ઘરડા કોને કહેવાય?

પુત્રવધુ દર્શા અને પૌત્રી વિધિ સાથે ચર્ચા કરતા લખાઈ ગયું ઘડપણ

તો લોં સાંભળો

પૌત્રી કહે બા તમે હવે ઘરડા લાગો ઘરડા કહેવાવ

શું બોલી?મને ઘરડી કીધી?ખબરદાર જો ફરી બોલી!

પણ બા દાંત તો બધા હવે પડી ગયા!

મોઢામાં ના દીસે એકે દાંત ? તેથી શું થાય?

આખી બત્રીસી છે, ચોકઠું તેની સાક્ષી છે, સહુ સ્વાદની બક્ષિશ છે

તો ના ક્હો બોખી એટલું રાખજો ગોખી, સહુ  શબ્દો બોલો જોખી

બા હવે તો આંખે ચશ્માં આવી ગયાને!

આંખે ચશ્માં ફેશનનો છે મહિમા,જાતભાતના તમે પહેરો ચશ્માં

કદિ થયા તમે  ઘરડા,બોલો ?

ફેશનની ક્રાંતિમાં દીસે મુખની કાંતિ ,ચાર ચાર આંખોથી હું થઇ દુનિયા જોતી

બા,હવે તો લાકડીને વોકર પણ આવી ગયા!

આખું બ્રમ્ભ્માંડ ચાલી રહ્યું એકમેકના ટેકે ટેકે,તું ના હવે ટોકે

હાથમાં લાકડી કે વોકર એ તો બઢતી ઉંમરની છે બક્ષિશ!

તું ના હવે રોકે, હકારાત્મક વિચાર સદા હું રાખીશ!

પણ બા,તમે તો હવે વાંકા વળી ગયાને?

ઓહ! તેથી શું થયું?બેટા, વળવું એતો જીવનનો છે  ટર્નીંગ પોઈન્ટ

વળવાથી આવે નમ્રતા,ઇન્ડીયન હોય કે કે અમેરિકન પ્રેસીડન્ટ

એક હાથે કે બે હાથ સંગ ઝુકતા જાયે સહુ સંત

આખી ઉંમર હુ ટટાર રહી,પ્રભુ દ્વારે હું અટકી ગઈ/

એક   ડાળી વૃક્ષની  ના વળી ,અફ્સોસ, એ તૂટી ગઈ !

એક   ડાળી  વૃક્ષની  ઝુકી ગઈ,વાંકા વળતા વળતાં હું જીવી ગઈ!

અંતરમાં પ્રભુના ચરણને છુ ગઈ!

પદમા-કાન

 

 

 

 

 

 

 

 

 

 

 

દેવોમાં તકરારહાસ્ય સપ્તરંગી -(9)નિરંજન મહેતા

૨૦૧૫મા શ્રી નરેન્દ્ર મોદી અબુ ધાબી ગયા હતા અને એવા સમાચાર હતા કે ત્યાં ત્યાના શેખે તેમને એક મંદિર બાંધવા માટે જમીન ભેટ આપી હતી. હવે ત્યાં કયું મંદિર બાંધવું તે તેની વિગતો પ્રાપ્ત થઇ નથી પણ મને જાણવા મળ્યું છે કે જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે તે વખતે સ્વર્ગમાં દેવોમાં તે સંદર્ભમાં તકરાર થઇ હતી કે કોનું મંદિર બંધાવું જોઈએ. આ તકરારનો નિવેડો લાવવા કોણ સક્ષમ હોય સિવાય કે બ્રહ્માજી. એટલે સૌ દેવો બ્રહ્માજીના માનસપુત્ર શ્રી નારદજીને લઈને તેમની પાસે ગયા.

આમ એક સાથે દેવોના જૂથને આવેલા જોઇને બ્રહ્માજી પણ ચમક્યા પણ કોઈ ભાવ બતાવ્યા વગર પૂછ્યું કે શું વાત છે. બધાએ શ્રી નારદજીને આગળ કર્યા કારણ કોઈ એક દેવ વાત કહે તો તેમાં તેનો પોતાનો સ્વાર્થ હશે એમ બ્રહ્માજી માને તો?

શ્રી નારદજીએ કહ્યું કે પૃથ્વી પર ભારતવર્ષના વડા પ્રધાન તેમની અનેક વિદેશયાત્રાઓ દરમિયાન એક અબુ ધાબી નામના દેશમાં ગયા હતા અને ત્યાના રાજવી જે શેખના નામે ઓળખાય છે તેમણે પ્રસન્ન થઇ એક જમીન મંદિર બાંધવા ભેટ આપી હતી. હવે ત્યાં કયા દેવનું મંદિર બંધાવું જોઈએ તે વિષે આ બધા દેવોમાં તકરાર છે. ભારતવર્ષ અને અન્ય દેશોમાં અનેક મંદિરો બંધાયા છે અને બંધાતા રહેશે. આ બધા મુખ્યત્વે શ્રી વિષ્ણુના જુદા જુદા રૂપના હોય છે. તે જ રીતે દેવાધિદેવ મહાદેવના પણ ઘણા મંદિરો છે. પણ તે સિવાય અન્ય દેવોને તો કોઈ યાદ પણ નથી કરતુ. તમે કહેવાઓ જગતનિયંતા પણ તમારા પણ ગણ્યાગાંઠ્યા મંદિર છે. હા, દેવીઓની તો બોલબાલા છે.

બ્રહ્માજી થોડો બખત ચૂપ રહ્યા અને વિચાર્યું કે વાત તો કંઈક અંશે સાચી છે, પણ શું જવાબ આપવો તે માટે મૂંઝાયા, કારણ પોતાના નામનું મંદિર બાંધવા કહે તો તે યોગ્ય ન લાગે. પછી કહ્યું કે આપણે ત્રિમૂર્તિના બાકીના બે સાથીદાર વિષ્ણુજી અને મહાદેવજીને બોલાવી પૂછીએ. મનમાં થયું કે આનાથી એક કાંકરે બે પક્ષી મરાશે. એક તો તેઓ તેમનું  મંદિર બાંધવાની વાત નહી કરી શકે અને બીજું જો મારૂં મંદિર બંધાવું જોઈએ તેમ સૂચન કરશે તો આપણું તો કામ થઇ ગયું!

કહેણ મોકલતા બંને દેવો હાજર થયા અને બ્રહ્માજીને નમન કરી બોલાવવાનું પ્રયોજન પૂછ્યું. વાત સાંભળ્યા પછી તેઓ સમજી ગયા કે જગતનિયંતાએ ચતુરાઈ કરી પોતાનું મંદિર બંધાય એવો આડકતરો ઈશારો કર્યો છે. હવે તો તેને અનૂરૂપ આપણે પણ એવી જ રીતે ઉપાય બતાવો પડશે જેથી આપણો હક્ક રહે અને તે પણ આપણા કહ્યા વગર, એટલે વિષ્ણુજીએ કહ્યું કે જગતપિતા તો પૂજનીય છે એટલે તેમના નામનું મંદિર બંધાય તે સારી વાત છે પણ અન્ય દેવોનું તેથી મહત્વ નથી એમ અમે કેમ કહી શકીએ? હવે જે દેશમાં આ મંદિર બંધાવાનું છે તે દેશમાં પણ વિવિધ પ્રકારના ધર્મોનું પાલન થાય છે. તેમને જ નક્કી કરવા દો કે ક્યાં દેવનું મંદિર બાંધવું. કારણ અમે અમારા માટે કહીએ તે યોગ્ય નથી પણ જો ત્યાંના લોકો લોકલાગણીને માન આપી મારૂ કે મહાદેવનું મંદિર બાંધે તો આપણે તે સ્વીકારવું પડે અને તેઓ જો મૂંઝાશે તો તેઓ ભારતવર્ષના વડાપ્રધાન કે જે સાંપ્રદાયિક છે તેમની સલાહ લઇ વાતનો નિવેડો લાવશે એટલે આપણે આ વાત અહિ જ સમાપ્ત કરીએ.

સૌ દેવો નિરાશ વદને પાછા વળ્યા.

 

નિરંજન મહેતા

 

 

 

 

 

 

સલીમ અનારકલીહાસ્ય સપ્તરંગી -(10) –મનીષા જોબન દેસાઈ

અચાનક વરસો પછી રેસ્ટોરાં માં મળી જાય છે .સંવાદ …….

સ : કેસી હો અનારકલી? અ :સાહેબે આલમ ,અભી ડાન્સ સ્ટુડીઓ સે  બચ્ચો કો સિખાકર  આ રહી હું સ :અભી સેટલ નહિ હો ક્યા? અ :સેટલ તો હું ,લેકિન અબ મેરા ડાન્સ દેખને આપ કહા હો ? સ ;અબ તો મેં ખુદ  ટીવી મેં  ડાન્સ દેખ લેતા હૂં અ :કુછ ખાના ઓર્ડેર કર  લે? સ:લેકિન અનારકલી યકીનન અબ તુમ મેરી વો અનારકલી નહિ રહી . તુમ્હારા બઢા હુવા વજન દેખ કે મેંરી યે  આંખે નાખુશ્ગવાર  હે . અ :હાં ,રોગન -ગોસ્ત ઔર શાહી બિરીયાની ને મુજે જકડ રખા હૈ સ:પહેલે જબ મેં તુમ્હારી નાજુક ઉન્ગલીયો કો સહેલાતા થા તો વો ભીંડી ઔર કકડી જેસી લગ રહી થી ઓર અબ વો મુજે કિસી ખરગોશ જેસી લગતી હૈ. અ ;સાહેબે આલમ  કભી ભી  કોઈ હંમે દેખ લે  એસા હે ,  પહેલે આપ મેરા યે ગીત સુન લીજીયે . સ; પર તુમ યે ભી સૂન લો ,તુમ્હે ડાયેટ તો કરના હી પડેગા ,ક્યોંકી અબ તુમ જીન્સ પહેનો યા  સ્કર્ટ  ,મમરે કી બોરી હી લગ રહી હો . અનારકલી દુખી થઇ ગાવા લાગી ….

વો આઇ તૂટે દિલસે આ..આ…આ…આવાઝ

ખુદા નિગેહબાન હો તુમ્હારા …… Foodie દિલકા સલામ લે લો ખાતે ખાતે જા રહે હે .. ઉઠો હમારા બીલ ભી દેદો ,

કભી સફેદ ભેંસ કહા , કભી કહા હૈ હીપ્પો કસમ હે તુમકો ,નાં ઉઠાના જનાઝા હમારા કહી તૂટ ના જાયે કાંધા તુમ્હારા

-મનીષા જોબન દેસાઈ

 

કઈ લાઈનમાં જવાનો ?-કલ્પના દેસાઈ

મિત્રો આ હાસ્ય લેખ ખાસ વાંચવા મુકું છું

તમારો દીકરો પાસ થઈ ગયો ?’ ‘હા, ફર્સ્ટ ક્લાસ આવ્યો. ’ ‘અરે વાહ ! કઈ લાઈન લેવાનો હવે ?’ ‘સીધી લાઈન. ’ ‘હેં ? એ વળી શું ?’ ‘ભઈ, આ સવાલથી એ હવે કંટાળ્યો છે, એટલે જે પૂછે તેને આ જ જવાબ આપે છે. હવે તો અમારી સાથે પણ સરખી વાત નથી કરતો. ’ ‘પણ એણે કોઈ લાઈન તો પહેલેથી નક્કી કરી હશે ને ?’ ‘ એ તો આઠમા ધોરણમાં આવ્યો ત્યારનો કહેતો હતો કે, હું તો ઘાસતેલની લાઈનમાં જઈશ, ગૅસના બાટલાની લાઈનમાં જઈશ, રેલવેની બારીએ ટિકિટની લાઈનમાં જઈશ, મોટો થઈને કૉલેજના એડમિશનની લાઈનમાં જઈશ, નોકરી માટેના ઈન્ટરવ્યૂની લાઈનમાં જઈશ અને એવી બીજી જેટલી પણ લાઈન લાગશે તે બધામાં ઊભો રહીશ. ’ ‘હવે તો મોટો થઈ ગયો ને ?’ ‘એટલે જ કોઈ જવાબ નથી આપતો. ’ ‘તમે કારણ નથી શોધ્યું ?’ ‘કારણમાં તો બીજું શું હોય ? જે એને મળે તેમાંથી કોઈને કંઈ ખબર જ ન હોય, થોડી ઘણી ખબર હોય તો તેને વિષયની સમજણ ન હોય અને જેને બધી ખબર હોય તે બહુ હોશિયાર હોય ! એટલે જે મળે તે એને એક જ સવાલ પૂછે કે, ‘કઈ લાઈન લેવાનો ?’ શરુઆતમાં તો એ જવાબ આપતો પણ પૂછનારા એને ત્રાસ આપીને અધમૂઓ કરવા માંડ્યાં. પહેલાં તો લોકોને ડૉક્ટર, એન્જિનીયર ને સીએ સુધીની જ જાણકારી હતી તે સારું હતું. હવે તો જ્ઞાની મહાપુરુષોનો રાફડો ફાટ્યો તે રિઝલ્ટ આવતાં જ ઘેરેઘેર ફરવા માંડ્યા ! તેમાં જો બે–ચાર જણ સાથે નીકળી પડ્યા તો માબાપનુંય આવી બને.

‘સાયન્સ લીધું છે ?’ પૂછીને શરુઆત કરે ને માછલીને જાળમાં ફસાવવા માંડે. ‘હા. ’ ‘ડૉક્ટર બનવાનો ?’ ડૉક્ટરથી આગળ એમને પણ વધારે નથી ખબર ! ‘કંઈ નક્કી નથી, કેટલા ટકા પર એડમિશન થાય તેના પર આધાર.’ (જાણે છે કે, ડૉક્ટરની હા પાડશે તો સવાલો ચાલુ જ થઈ જશે, ‘આ ડૉક્ટર કે પેલા ડૉક્ટર ?’) હવે ખરો ખેલ શરુ થાય. ‘ડૉક્ટર બનવામાં લાંબો થઈ જશે. એના કરતાં બી.ફાર્મ કરી લે. લાઈસન્સ લઈ લેવાનું. દુકાન ખોલીને બેસી જવાનું. કમાણી જ કમાણી. ’ ‘દુકાન ખોલવા પૈસા જોઈએ ને ?’ ‘તો પછી ઓર્થો બની જા. ’ ‘ઓર્થો ? ઓર્થોડૉક્સ ?’ ‘અરે ભાઈ, એ નહીં. પેલા હાડકાના ડૉક્ટર આવે તે. ’ ‘એ પણ ડૉક્ટર જ ને ? બધામાં પૈસા જોઈએ. ’ ‘તો ફિઝિયો બની જા. ’ ‘એ વળી શું ?’ ‘પેલા હાથપગની કસરતવાળા ને માલીશવાળા આવે તે. એમાં બહુ ખર્ચો પણ નહીં. ’ ‘એ તમને કોણે કહ્યું ? મારે એવું કંઈ નથી બનવું. ’ ‘તો પછી તું શું કરવાનો ? હેરડ્રેસિંગ સલૂન ખોલવાનો ?’ ‘આઈડીયા તો સારો છે. ’ ‘સાવ નફ્ફટ. માબાપનો તો કોઈ વિચાર જ નહીં કરવાનો. જરા પણ કદર નહીં. આ જકાલના છોકરા સાવ નકામા. ’ (તમે મારા માબાપનો વિચાર કરો તો સારું. એમને પણ કંઈ વિચારવા દો. એના કરતાં તમારા છોકરાં સાચવો, જાઓ.) બીજા ભાઈ જરા સમજાવટથી કામ લેવાની કોશિશ કરે ! ‘બેટા, તને જે લાઈનમાં ઈન્ટરેસ્ટ હોય તે જ લાઈન લેજે. એમ પૈસાની લાલચમાં ગમે તે લાઈન નહીં લઈ લેતો. (આગલા ભાઈ મોં વાંકું કરે.) ડૉક્ટર, એન્જિનીયર કે સીએ બનવા કરતાં, હું તો કહું કે બેસ્ટ લાઈન તો આજે આઈટીની જ છે. ’ ‘હું તો બધી લાઈનાં એક એક વરસ ફરી આવીશ. પછી જેમાં ગમશે તેમાં ટકી જઈશ. ’ ‘એમ તો કેટલા પૈસા બગાડવાનો ? અને વરસ કેટલાં બગડે તે કંઈ ભાન છે ?’ ‘હા, પણ કેટલા વરસથી આ સવાલ મને હેરાન કરે છે. હું પણ જોઉં તો ખરો કે નહીં કે કઈ લાઈન સારી ?’

ત્રીજા ભાઈ જરા મોડર્ન ખયાલના. ‘આ ટીવી પર પણ જાતજાતના પ્રોગ્રામ્સ આવે છે હવે તો. કંઈ એક્ટર–બેક્ટર બનવું હોય કે પછી રિયાલિટી શૉમાં જવું હોય ને કંઈ એન્કર–બેન્કર બનવું હોય કે સિંગર–ડાન્સર જે બનવું હોય તે. તારામાં આવડત હોય તો ત્યાં પણ બહુ સ્કોપ છે આગળ જવા માટે. કરિયર બનાવવી હોય તો આ બધામાંથી પણ કંઈ પસંદ કરવા જેવું ખરું, હં કે ! એમ તો તારા ઘરનાં બધાં બહુ ફોરવર્ડ છે, હું જાણું ને ? આખરે તો તારી મરજી પ્રમાણે જ થશે બેટા.’ જાણે કે, આ લોકોએ તો કોઈ દિવસ ટીવી જોયું જ નથી ને એ લોકો દુનિયાના એવા છેડે રહે છે કે જ્યાં છાપાં પણ નથી મળતાં ! તમે તમારા બાળકોની નજરમાં કેટલા ફોરવર્ડ છો તે જાણો છો ?

બસ, એમ કોઈ કૂક કે શેફ બનવાનો રસ્તો બતાવે તો કોઈ બિઝનેસ કરવાની પચાસ લાઈન પણ બતાવે. પછી પોતે કેટલી મહેનતે આજે આ જગ્યાએ પહોંચ્યા છે તેની મહાબોરિંગ વાર્તા કહ્યા વગર જાય નહીં. ભણનારો ને પાસ થનારો એક ને તેનો હાથ પકડનારા હજાર ! જાણે કે, હજાર હાથવાળા હરિ સાક્ષાત્ હાજરાહજુર !

પેલા બધા જ્ઞાનીઓના હાથ છેવટે હેઠા પડે અને અંતે, જતાં જતાં છોકરાનું ભવિષ્ય ભાખતા જાય, ‘આ તમારા છોકરાને સાચવજો જરા. કોઈ ઠેકાણું જ નથી હજી. રિઝલ્ટ આવી ગયું છે. બધે એડમિશનની દોડાદોડી છે અને એને કંઈ પડી જ નથી. ભલતાસલતા જ જવાબો આપે છે. મોટાનું માન કેમ જાળવવું તે તો ખબર નથી ને ડિગ્રી લેવા નીકળ્યો છે. જોજો, લાઈન બહાર ન જતો રહે. એને અમારા વતી કહેજો જરા કે, સીધી લાઈન પર રહેજે નહીં તો ચણાના ભાવે વેચાઈ જશે. ’

‘ભઈ, એ તો પહેલેથી જ કહેતો હતો કે, સીધી લાઈન લેવાનો છું પણ કોઈ માનતું જ નથી. ’

 

શેરને માથે સવા શેરહાસ્ય સપ્ત રંગીવિનોદ પટેલ

સ્ત્રીની બુદ્ધિ પાનીએ જેવી સ્ત્રીઓને ઉતારી પાડતી કહેવતોનો જમાનો આજે તો ક્યારનો પાછળ વહી ગયો છે. આજે મહિલાઓ પુરુષ સમોવડી નહી પરંતુ કેટલાક સ્થાનોએ તો એમના કરતાં એક કદમ આગળ ચાલી રહેલી જોઈ શકાય છે.એમ છતાં સદીઓ જૂની ટેવના માર્યા કેટલાક પુરુષો હજુ પણ સ્ત્રીઓ તરફ નિમ્ન અને અપમાનિત દ્રષ્ટીએ જોતા હોય છે

સ્ત્રીઓની બુદ્ધિને પડકારવાની હરકત કોઈ વાર પુરુષોને કેવી ભારે પડી શકે છે અને એના જવાબમાં સ્ત્રીઓ શેરને માથે સવા શેર કેવી રીતે સાબિત થાય છે નીચે આપેલ બે રમુજી હાસ્ય કથાઓમાં જોઈ શકાશે. બે કથાઓ રમુજ પીરસી હળવા તો કરે છે એની  સાથે  સાથે સ્ત્રી શશક્તિકરણની ભાવનાને પણ ઉજાગર કરે છે

શેરને માથે સવા શેર …. રમુજ કથા

અમેરિકાના ૪૨મા પ્રેસીડન્ટ બીલ ક્લીન્ટનનાં પત્ની અને ૨૦૧૬ ની પ્રેસીડન્ટની ચુંટણીમાં ડેમોક્રેટિક પક્ષનાં ઉમેદવાર હિલરી ક્લીન્ટન બુદ્ધિ ચાતુર્યમાં એમના પતિની ચોટી મંત્રે એવાં ચબરાક છે.અમેરિકાની જનતા અને દુનિયાની નજર જેમની તરફ હંમેશાં તકાયેલી રહે છે એવાં  બે પતીપત્નીને લગતી એક રમુજ કથા એક મિત્રના મેલમાં અંગ્રેજીમાં વાંચી હતી  એને યાદ કરી એનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને નીચે આપેલ છે  જરૂર માણવી ગમે એવી છે.

ઉનાળાની એક બપોરે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસીડન્ટ બીલ ક્લીન્ટન એમના જન્મ સ્થળ અને વતન આર્કાન્સાસ સ્ટેટના એક પર્યટન સ્થળે  ઉનાળુ વેકેશન માણતાં હતાં

સ્થળેથી કોઈ કામ અંગે રોડ ઉપર કારમાં લાંબી મુસાફરી કર્યા પછી રસ્તામાં આવતા એક ગેસ સ્ટેશન ઉપર તેઓ એમની ગાડીમાં ગેસ પુરાવવા માટે રોકાયાં

ગેસ સ્ટેશન ઉપર એના માલિક સાથેની ઔપચારિક વાતચીત દરમ્યાન હિલરીને આશ્ચર્ય સાથે માલુમ પડ્યું કે એનો માલિક અને હિલરી ક્લીન્ટન બન્ને હાઈસ્કુલમાં એક સાથે એક વર્ગમાં અભ્યાસ  કરતાં હતાં એટલું નહિ વખતે હિલરીનો બોય ફ્રેન્ડ હતો.   

ગેસ સ્ટેશનના માલિકની સાથે થોડી ઔપચારિક વાતચીત પતાવી ભૂતકાળમાં વાઈટ હાઉસમાં રહેતી પ્રખ્યાત બેલડીએ ફરી રોડ ઉપર એમની મુસાફરી આગળ શરુ કરી દીધી.  

એમનું કામ પતાવી જ્યારે તેઓ બન્ને એમની ગાડીમાં રસ્તે પાછાં ફરતાં હતાં ત્યારે બીલ ક્લીન્ટને દુરથી પેલું અગાઉ નીચે ઉતરી જ્યાં ગેસ પુરાવેલો  ગેસ સ્ટેશન જોયું. જોઇને એમનાં પત્ની હિલરીની થોડી મજાક કરી એમને ચીડવવાનું મન થયું

બીલ ક્લીન્ટને પ્રેમથી હિલરીના ખભે પોતાનો હાથ વીંટાળીને  કહ્યું

હની, જો તું હાઈસ્કુલ વખતના તારા પેલા ગેસ સ્ટેશનના માલિક બોય ફ્રેન્ડ સાથે વધુ સમય રહી હોત તો તું આજે એક ગેસ સ્ટેશનના માલિકની પત્ની બની ગઈ હોત !”

ક્લીન્ટનના શબ્દો સાંભળી હિલરી થોડો આંચકો તો ખાઈ ગયાં પણ પછી થોડા સ્મિત સાથે જવાબમાં ક્લીન્ટનને  લાગલું ચોપડાવ્યુ

ના બીલ, ત્યાં તારી ભૂલ થાય છે. જો હું બોય ફ્રેન્ડ સાથે વધુ સમય ટકી હોત તો એક દિવસ અમેરિકાનો પ્રેસીડન્ટ બની ગયો હોત! ” 

 

શેરને માથે સવા શેરરમુજ કથા .

સ્ત્રીઓ પુરુષો કરતાં બમણું કેમ બોલે છે ?

આનંદ અને મંજરી સાંજનું ડીનર પતાવીને હંમેશના નિત્યક્રમ પ્રમાણે નિરાંતે પોતાના હાઉસમાં સોફા ઉપર અલક મલકની વાતો કરતાં બેઠાં છે.

આનંદ સોફ્ટવેર  એન્જીનીયર છે અને મંજરી પણ એક લેબમાં મેનેજરની જોબ કરે છે.તેઓ નવે નવાં પરણેલાં છે. દિવસે તો જોબને લીધે વાતો કરવાનો બહું સમય મળતો નથી એટલે સાંજે ડીનર પતાવીને દિવસ દરમ્યાનની ગતિવિધિઓ અંગે વાતો કરી ટીવી જોઇને સુઈ જવાનો  એમનો રોજનો નિત્યક્રમ થઇ ગયો છે.

મંજરી આનંદને પૂછે છે : “બોલ આનંદ ,આજની શી નવાજુની છે ?”

આનંદ : “અરે હામંજરી આજે જોબ પર રીસેસમાં મેં ન્યુજ પેપરમાં વાંચ્યું  કે સામાન્ય રીતે પુરુષો દરરોજ જેટલા શબ્દો બોલે છે એનાથી બમણા શબ્દો  સ્ત્રીઓ બોલતી હોય છે.હું જાણું ને ,દરેક સ્ત્રી સ્વભાવે બોલકી  હોય છે.”

મંજરી થોડી વાર તો ચુપ રહી ,પછી કઇક વિચારીને આનંદ તરફ જોઇને બોલી

આનંદ,સ્ત્રીઓ પુરુષો કરતાં બમણું  બોલે છે એનું એક કારણ છે .”

આનંદ:“બોલશું કારણ છે ?”

મંજરી :“કારણ કે સ્ત્રી જ્યારે એક વાર પોતાના પતિને કોઈ વાત કરે છે ત્યારે પહેલી વખત તો જાણે એને કશું સમજાતું હોય એમ વાત ફરી પૂછે છે.પછી પત્નીને એજ વાત ફરી કહેવી પડે છે.”

આનંદ :“શું કહ્યું ?”

મંજરી :“જોમારી વાત સાચી નીકળી ને ?”

સાંભળી આનંદ ઘડીક તો ચુપ થઇ ગયો.પછી  થોડી વાર પછી એણે ફરી મંજરીને પોતાની બુદ્ધિનો પરચો બતાવવાના આશયથી કહ્યું :

મને નથી સમજાતું કે તું એક સાથે આટલી સુંદર અને બુધ્ધુ બન્ને કઈ રીતે હોઈ શકે છે ?”

મંજરીએ જવાબ આપ્યો :“જુઓ હું તમને સમજાવુંભગવાને મને સુંદર બનાવી કે જેથી તમે મારા તરફ આકર્ષાવો  અને ભગવાને મને બુધ્ધુ એટલા માટે બનાવી કે જેથી હું તમારા તરફ આકર્ષાઉં !”

વિનોદ પટેલ ,સાન ડીએગો

 

ગુલાબડોસી (હાસ્યનિબંધ) – જ્યોતીન્દ્ર દવે

 

મિત્રો,

મહિનાનો વિષય હાસ્ય છે, તો આપણા જાણીતા હાસ્ય લેખક શ્રી જ્યોતીન્દ્ર  દવેને યાદ કરીએ .

મારા મોસાળમાં આગલા બે ખંડ પછી એક ચોક, તેની પાછળ રસોડું ને રસોડાના પાછલા બારણા પછી નાનકડી ગલી જેવો રસ્તો, એ રસ્તાના એક છેવાડે ‘હમણાં પડું છું, હમણાં પડું છું’ એમ કહેતું હોય તેવું, કમરમાંથી વાંકું વળી ગયેલું ઝૂંપડી જેવું મકાન હતું. એ મકાનમાં એક ડોસી રહેતાં હતાં. એનું નામ હતું ગુલાબ. પણ એ ગુલાબની બધી પાંખડીઓ ખરી ગયેલી અને માત્ર સૂકી દાંડી જ રહી ગયેલી. ગુલાબડોસીનાં બધા સગાંવહાલાં પરધામ પહોંચી ગયેલાં. એક પુત્રીની પુત્રી હયાત હતી. પણ તે પરગામ પોતાને સાસરે રહેતી. એટલે કે એક જીર્ણ મકાનમાં એ મકાન જેવાં જ જીર્ણ ગુલાબડોસી એકલાં રહેતાં હતાં.

એમને ખાસ કામ રહેતું નહિ. એટલે એમણે મને સવારે નવડાવવાનું કામ માગી લીધું. સવારના પહોરમાં મારી ઊંઘ પૂરી થાય ન થાય તે પહેલાં ડોસી આવી પહોંચતા. અડધા ઊંઘટ્ટા મને ઉપાડીને નવડાવવા લઈ જતાં. ખળખળતું ગરમ પાણી પહેલીથી જ તૈયાર કરી રાખ્યું હોય. મોટી કૂંડીમાં એ પાણી આરામ લેતું પડ્યું હોય તેમાં મને દિશાવસ્ત્ર (વસ્ત્રવિહિન) બનાવી ડોસી એક ડૂબકી ખવડાવે. ઝબકીને હું જાગી ઊઠું ને મોટી ચીસ પાડું. ડાડી થોડું ઠંડુ પાણી ઉમેરે. પછી એક-બે-ત્રણ-ચાર લોટા શરિર પર રેડે. હું મોટેથી રડવાનો પ્રયત્ન કરું પણ પાણી મોંમા આવતાં અવાજ અધૂરો – ઉધરસ સાથે મિશ્રિત થઈને નીકળે. ડોસી મને ઊંધો કરીને પાછા ચાર લોટા પાણી રેડે. મોંમાથી પાણી નીકળી જતાં મારો અવાજ પણ બુલંદ બને. ગરમાગરમ પાણીના શેકને લીધે મારા શરિરે રાતો રંગ પકડવા માંડ્યો હોય, પણ પૂરેપૂરી જોઈએ તેટલી રતાશ હજી આવી નથી એમ લાગવાથી ડોસી કરકરા, જાડા ટુવાલથી ખૂબ જોરથી મારા ડિલને ઘસવા માંડે. એ ઘર્ષણક્રિયા સાથે જ મારી રોદનક્રિયા વેગ પકડે. શિશુવયમાં મારો અવાજ મોટો હતો. તેમાં ઘર્ષણનું ઉદ્દીપન કારણ મળતાં એ ખૂબ મોટો તેમ તીવ્ર પણ બનતો.

મારા માતામહનાં માતા તે કાળે જીવતાં હતાં. નેવુંની નજીક પહોંચ્યાં હતાં. પણ થાક્યા વગર ઘરનાં પરચૂરણ કામો કુટુંબીઓના વિરોધ છતાં કર્યે જતાં. તે કાને મારો અવાજ પડતાં એ, એ ઉમંરે થઈ શકે તેટલી ઝડપથી આવી પહોંચતા.

‘તારું નખ્ખોદ જાય રે ડોસી’ તારા પોતાના ઘરનાં બધાંને તો વળાવી ચૂકી તે હવે છોકરાને મારી નાખવો છે? ટુવાલ ઘસીઘસીને એને છોલી નાખ્યો. અભાગણી, જોતી નથી, છોકરો કેટલો લાલ લાલ થઈ ગયો છે?’ ‘માજી, તમને પગે લાગું. પણ આમ દા’ડે-કદા’ડે કડવું ન કે’તા હો તો?’ ‘પણ છોકરાને આવી રીતે ઘસી નાખવતો?’ આવું લગભગ રોજ થતું. હું મોટો થયો એટલે આ ક્રિયાની ઈતિશ્રી થઈ.

થોડા મોટા થયા એટલે હોળીના દિવસોમાં મહોલ્લાનાં છોકરાઓ વાંસની દોરડીની મદદ વડે ઠાઠડી બનાવતા. તેમાં ઘાસ નાખી માનવ-આકૃતિ જેવી રચના કરી ઉપર વસ્ત્રનો કકડો પાથરતા ને ચાર છોકરા એને ખભે ઊંચકી ગુલાબડોસીના નામની પોક મૂકતા, ‘ઓ રે! મારાં ગુલાબ ડોસી! તમને એકાએક શું થઈ ગયું?’ ઠાઠડી પાછળ છોકરીઓ ચાલતીને ‘ગુલાબડોસી હાય ! હાય ! હાય ! હાય ! ગુલાબડોસી’ એમ કહીને એના નામનાં છાજિયાં લેતી.

એ ઠાઠડી ઊંચકનારો એક છોકરો, હડકાયું કૂતરું કરડવાથી મરણ પામ્યો ને છાજિયાં લેનાર બે છોકરીઓ કોઈક અકસ્માતનો ભોગ બની પરલોક સિધાવી ને મોટેરાંઓએ ગુલાબડોસીની ઠાઠડી કાઢવાની કે એનાં નામનાં છાજિયાં લેવાની સખ્ત મનાઈ ફરમાવી.

એકવાર સંક્રાન્તિના પ્રસંગે મારા મોસાળની અગાસી પર હું પતંગ ચગાવવા ચડ્યો હતો. ત્યારે કોઈકનો કપાયેલો પતંગ આકાશમાં ડોલતો ડોલતો ધીમે ધીમે નીચે ઊતરતો આખરે પડ્યો ડોસીના છાપરા પર. અમારી અગાસીની બાજુમાં જ પણ એનાથી થોડેક નીચે ડોસીના ખખડધજ મકાનનું, એ મકાનને અનુરૂપ એવું, છાપરું હતું.

અગાસીમાંથી ભૂસકો મારી ડોસીના છાપરા પર પડેલો પતંગ લઈ આવવાને મેં કમર કસી. ‘યા હોમ કરીને’ પડ્યો પણ છાપરાએ કહ્યું ‘ફતેહ છે આઘે.’ ‘આવો અત્યાચાર સહન કરે તે બીજા, હું નહિ’ એમ કહેતું હોય તેમ એ છાપરું કમરમાંથી વળી ગયું. પછી ટટ્ટાર થવાનો પ્રયત્ન કર્યો અને આટઆટલો પરિશ્રમ અત્યંત ભારે પડ્યો હોય તેમ આખરે એ તૂટી પડ્યું. એ આવીને પડ્યું તો ખરું, પણ એકલું નહિ. જેનો આરંભમાં સંગાથ કર્યો તેને અંત સુધી સાથ આપવો એવી ઉદાર આર્યનીતિને અનુસરીને છપરાંએ મને પણ પોતાની સાથે લીધો.

થોડાંક આખાં, બાકીનાં ભાંગીને અડધાં થઈ ગયેલાં નળિયાં, છાપરાંની વાંસની વળીઓ, સારા પ્રમાણમાં ધૂળ ને કચરો અને હું, ‘મા પાવા તે ગઢથી ઊતર્યા’ નો ગરબો ગાતાં હોય એમ પડ્યાં ગુલાબડોસીના પહેલા માળના ઓરડામાં. જાણે ધરતીકંપ થયો હોય તેમ પહેલાં ધ્રૂજી ઊઠ્યો ઓરડો ને પછી ધ્રૂજી ઉઠયાં ગુલાબડોસી. થોડીવાર તો ડોસી સ્તબ્ધ બનીને જોઈ રહી. પછી મોં ખોલ્યું પણ શરૂઆતમાં મોંમાંથી શબ્દ સર્યો નહિ. આખરે મોટે અવાજે એણે ચીસ પાડી, ‘ઓ, કોઈ આવો – કોઈ આવો. ઘરમાં ચોર ભરાયો છે ! છાપરા પરથી કૂદી પયડો છે ! મને મારી નાખશે !’

ડોસીની બૂમ સાંભળી પાડોશમાંથી પંદરવીસ છોકરાં ને ચારપાંચ આધેડ વયના પુરુષો દોડી આવ્યા પણ ડોસીનાં બારણાં અંદરથી બંધ હતા એટલે બહાર ઊભા રહીને એમણે બારણાં ઠોકવા માંડ્યાં. ‘બારણાં ખોલ, બારણાં ઉઘાડ!’ લોકોએ શોરબકોર કરી મૂક્યો.

સદભાગ્યે ડોસીએ મને જોયો નહોતો. એની નજર ચૂકવીને કદાચ ભાગી શકાય પણ બારણાં બહાર ભેગા થયેલા લોકોની નજરમાંથી શી રીતે છટકવું તેની વિસામણમાં હું પડ્યો.

અંતે એક યુક્તિ એકાએક સૂઝી આવી. બારણાં ખોલી બારણાની પાછળ, એની આડશે સંતાઈને હું ઊભો રહ્યો. હુડુડુડુ કરતા છોકરાઓ ને મોટેરાઓ અંદર ઘસી આવ્યા. બધા અંદર આવી ગયા પછી હું પણ બારણા પાછળથી નીકળી સૌ ભેગો ડોસીને આશ્વાસન આપવા ઉપર ગયો. ‘કાં છે ચોર? સાલાને બરાબર સ્વાદ ચખાડીએ ડોસી, બોલ તો ખરી ચોર કાં ભરાયો છે?’ ‘હું સું જાણું? આટલામાં જ હસે.’ ‘પણ ચોર જ છે એમ તું સા પરથી કહે છે?’ કોઈકે પૂછયું. ‘નઈ તારે? છાપરું તોડીને બીજો કોણ મારો બાપ આવવાનો’તો?’ ‘તારો બાપ નઈ ને તારો દાદો, પણ તેં દીઠો હોય તો બોલી મરની?’ એક અધીરા ગૃહસ્થે આસપાસ નજર નાખીને પૂછયું. ‘અહીં તો કોઈ તારો કાકો બી નથી.’ બીજાએ કહ્યું. ‘અરે! ડોસીમાને સપનુંબપનું આવ્યું હશે.’ ત્રીજાએ કહ્યું. ‘અહીં ઊંઘ્યું છ કોણ કે સપનું આવે?’ ડોસીએ કહ્યું. ‘પણ આ છાપરું તૂટ્યું છ તે તો સપનું નથી કેની?’ એક દોઢડાહ્યાએ શંકા ઉઠાવી. ‘પવન ઝપાટો લાગ્યો હસે. છાપરામાં કંઈ દમ જેવું બી હતું ખરું? એ તો પવનનો એક ઝપાટો વાયગો ને છાપરું થઈ ગયું રામશરણ, હવે ચાલો ઘર ભેગા થઈ જઈએ. અહીં કાંઈ કરવાનું નથી.’ એમ કોઈકે કહ્યું ને પછી સૌ ત્યાંથી વીખરાઈ ગયાં.

 

હાસ્ય સપ્તરંગી– (૧૨)ખીચડીપન્ના શાહ

શુભ સવાર . બેઠક નો આ મહિના નો વિષય હાસ્યરસ પિરસવાનોછે . જોવા જાઓ તો હાસ્ય રમુજ ટીખળ વિનોદ આપણી સમીપ જ મમરાતું રહેતું હોય છે. હાસ્ય ઘરોઘર માં ગુંજતું રહેતું હોય છે . ઘણીવાર દુ:ખ મા વિરહ માં પણ હાસ્ય રસ પેદા થતું હોય છે. એક વ્યક્તિએ ખુબ સરસ કહ્યું છે કે ખીચડી એક એવી વાનગી છે જે લોકોના ઘર કરતા મગજમાં વધારે રંધાય છે.હું કોઈ વિષય લઈ ને નથી આવી પણ રોજબરોજ ની બનતી ઘટના ને મરમર કરવા ની છું. સૌ પ્રથમ ઘર ની જ વાત ને લઈશું . બાળકો પણ હાસ્ય રસ ને વેરવા માં કમ નથી હોતા . બા દાદા મા પાપા ની વાતો ને સાંભળી રમુજ પેદા કરે ને સાથે સાથે વડીલો ને અસમંજસ માં પણ મુકી દે. ક્યારેક દાદીમા હજારો કાઢે, જુવો ને આજકાલ ના ભાયડાઓ ( તેમના છોકરાઓ ને સંબોધી ને) બાયડીના થઈ ગયા છે. બાયડી કહે તેટલું જ બોલવા નું , ને કહે તેટલું જ કરવા નું . વહુઘેલા . એકરાર એક સ્વજન તેમના સ્વજન ની ખબર કાઢવા તેમના ઘરે ગયા. લાંબા સમય પછી આવેલ એટલે ઘર ની દોર જેમના હાથ મા હતી તેવા president “દાદીમા” એ આવનાર સ્વજન ને રાત નું ભોજન નું કહેણ આપી રોકી લીઘાં. સ્વજન તો વાતો મા એવા તલ્લીન થઈ ગયા કે સમય ક્યાંય પસાર થઈ ગયો તેની ખબર ના પડી . સ્વજન બેઠા હતા ત્યાં ઘરનું નાનકડું બાળક દોડંદોડી કરતું રમવામાં મસગૂલ હતું . સ્વજને બાળક સાથે બાળ સહજ રમત કરવા માંડી . નામ શું છે? પાપા નું નામ! મમાનું નામ ! દાદા બા વગેરે . તને શું ગમે ! ને વાત વાત મા પૂછ્યું તને પાપા ગમે કે મમા! તું કોનું કહ્યું માને ! પાપા કે મમા! બાળસહજ નિર્દોષ ભાવે બાળક બોલી ઊઠ્યું “”મમા નું”” પાપા નું કેમ નહી બેટા!!!! દાદી જ કહે છે પાપા મમા નું કહ્યું માને એટલે મારે પન મમા નું જ કહ્યું માનવું પરે ને ભાઈ ! નઈ ને દાદી ! આવનાર સ્વજન ને તો હાસ્ય રસ પ્રસાદ મળી ગયો . ને દાદી ની દશા શું થઈ હશે !!!! સમજી ગયા ને !!! આવું જ જ્યારે બે મિત્રો ઘણા વરસો પછી ભેગા થાય ત્યારે ટીખળ રમુજ પેદા થાય . એકવખત બે અલગઅલગ પરિવાર ઊનાળાની રજાઓ ગાળવા hill station પર ગયા . સિમલા કુલુ મનાલી ની નૈસર્ગિક વાદીઓ ની મજા લુંટી રહ્યા હતા ત્યારે તે બે પરિવાર માના એક ભાઈ એ બીજા પરિવાર મોભીભાઈ ને બુમ પાડી, ” અલ્યા એ પકલા પોપટીયો તું ! યાર કેટલા વરસો પછી!!!! પેલા ભાઈ પણ બોલી ઊઠયાં, ” અલ્યા , સુરીયા લોચારીયો તું! ને બન્ને વરસો પછી એકબીજા ને મળી ભેટી પડયા, આંખમાંથી લંગોટીયા યાર ની જુની યાદો તાજી થઈ ગઈ . બન્ને ના પરિવાર તો તેમની જુની અદામાં વાતો સાંભળી હાસ્ય નો લહાવો લુંટી રહ્યા હતા . ત્યાં પ્રકાશે તેના મિત્ર સુરીલ ને એજ જુની અદા થી સંપુણઁ ઘર નો ઇતિહાસ જાણી લીધો . સુરીલે તેના મજાકીયા સ્વભાવ ની ઝાંખી કરાવી દીધી. એ ભાઈ જોડે છે તે ભાભી ને!! શું છૈયા છોકરાં !! પ્રકાશ ઊવાચ, ઊપરવાળા ની દયા થી બે દીકરા એક દીકરી . સુરીલભાઈ બોલી ઊઠ્યા , ” તારી ઉપર કોણ રહે છે ! ? તારે તો ભઈ, ઘીકેળાં!!!!! કહેવા નો આશય એટલો જ હાસ્ય પિરસવાનોછે ની કળા આપણી ” અત્ર તત્ર સર્વત્ર ” પથરાયેલી છે. તમે કહેશો કે વિરહ, વેદના રંજ દુ:ખ મા તે વળી હાસ્ય ક્યાંથી છુપાયેલું હોય. ક્યારેક એક વ્યક્તિ ની વેદના ના શબ્દો તેના માટે લાગણી ના તંતુ હોય પણ આપણા માટે હાસ્ય નું મોજું હોય . આ વેદના ના તાર મા ક્યારેક આપણે પણ હોઈ શકીએ. આ એક સાચી બનેલી ઘટના છે. લગભગ ચાલીશ વર્ષ ઉપર ની આ ઘટના છે. હું લગભગ દશ બાર વર્ષ ની . અમારા સાથી મોટા માસા નું નિધન થયું હતું. પહેલા ના સમય માં મરણ થાય તો લોકાચાર માટે ખરખરો કરવા સ્વજનો લોકિક કરતા. આજ ની જેમ એક દિવસ નું બેસણું ના હોય . મરણ પાછળ ની ઉત્તરક્રિયા ની વિધિ ચાલે ત્યાં સુધી સગાવહાલાઓ સમુહ મા મળવા આવે. મરણ પાછળ સ્ત્રી પુરુષો મરસિયા ગાતા. કોઈ ને દો મરસિયા ગાતા ના આવડે તો હાંસી ને પાત્ર બને.થોડંુક પણ આવડવું જોઈએ . ક્યારેક માણસ ને ડૂમો ભરાઈ જાય પણ રડી ના શકે.આંખ માથી અશ્રુ પણ ના નીકળે . અકળ પરિસ્થિતિ પેદા થાય. મરસિયા આવડે નહી . આ બધી પરિસ્થિતિ નો સામનો અમારા માસીયાઈ ભાઈ ને થયો . રડવું હતું, કહેવું હતું , લાગણી વ્યક્ત કરવી હતી પણ કરી શકતા ન હતા. બેસણાં મા બધા વચ્ચે થોડીથોડી વારે ઊભા થઈ પાણી ની ટાંકી પાસે જઈ રુમાલ ને ભીનો કરી આંખો ને લુછતાં લુછતાં બહાર આવી બેસી જતા . સ્વજનો તેમને આશ્વાસન આપે ને કહેતા ભાઈ બહુ ના રડીશ !!!! તે તો તારા બાપુની ની વિશેષ સેવાચાકરી કરી છે!!! ભાઈ પરણિત હતા તેથી તેમના સાસરીપક્ષ માંથી બધા લોકિત કરવા આવેલા. ઘર માં બન ભાભીઓ માસીઓ કાકી ફોઈઓ ને કહી રાખ્યું તું કે જ્યારે લોકિત નો વારો આવે ત્યારે તમે બધા મને સાથ આપજેા !! હું બોલી રહ્ું પછી બઘાએ “”હાય હાય “” બોલવું . તેમણે ગાયેલા મરસિયા ના લગણીસભર શબ્દો નીચે મુજબ હતા . આ મરસિયા ના શબ્દ વાંચ્યા પછી આપણને હાસ્ય ની વેદના છુપાયેલી જોવા મળશે . મરસિયા ના શબ્દ આ પ્રમાણે હતા!!!! ભાઈ — કડવાં તુરીયા, શોકાતુર વૃંદ —- હાય હાય ભાઈ — વાડે વરિયા , શોકાતુર વૃંદ — હાય હાય ભાઈ — ક્યારે વરિયા, શોકાતુર વૃંદ — હાય હાય ભાઈ — ક્યાંથી વરિયા , શોકાતુર વૃંદ— હાય હાય ભાઈ—– કેમે વરિયા , શોકાતુર વૃંદ — હાય હાય ભાઈ- — નહોતું ધાર્યું , શોકાતુર વૃંદ — હાય હાય !!!!!!!!!!!!! ને છાતી એથી પગ સુધી હાથ લઈ ડૂસકાં સાથે બોલતા “” હતાં ત્યારે આટલે ને ગયા ત્યારે આટલે. હતા ત્યારે !!!!!!!!!!!!!!! આજે અમારા આ ભાઈ લગભગ પંચોતેર ની નજદીક આવી ગયા છે પણ આ મરસિયા પાછળ માસા ને યાદ કરી વિરહ માં પણ રમુજ કરી લે છે. આ હાસ્ય વિરહ રસ થી ભરેલી ઘટના મા આપણે પણ હાસ્ય ને પાત્ર હોઈ શકીએ તેવું હું પોતે માનું છું . હાસય ને મૌલિકતા સભર વહેતો મુરલી નો મારો પ્રયત્ન તમને સૌ ને હલાવશે હસાવશે એ ચોક્કસ છે. બસ , બધા હસતા રહો હસાવતા રહો . હસે તેનું ઘર વસે, બાકી બધા ફસે . “બેઠક ના હાસ્ય દરબારમાં ” સૌ ને ખિલખિલાટ મુકતમને હસતાં રહેવાની શુભભાવના સાથે વિરમીશ. !!!! જયશ્રી કૃષ્ણ . જય હાસ્ય .

પન્ના શાહ

 

હાસ્ય સપ્તરંગી-(૧૩) સારું થયુંસાક્ષર ઠક્કર

લગ્ન નક્કી થયેલ છોકરાનું ગીત – 

(રાગમસ્ત હુઆ, બરબાદ હુઆઅસરાર અલી)

સારું થયું,

ઘણું સારું થયું,

મારું હૈયું, હવે તારું થયું

સારું થયું,

ઘણું સારું થયું,

તારું હૈયું, હવે મારું થયું

પપ્પાની ચિંતા સઘળી ટળી ગઈ,

મમ્મીને વહુ મળી ગઈ,

જન્માક્ષરોના ઢગલામાંથી

જબરી તું જડી ગઈ,

જન્માક્ષરોના ઢગલામાંથી,

જ્યારે તું જડી ગઈ,

તો પછી સારું થયું,

ઘણું સારું થયું,

મારું હૈયું, હવે તારું થયું

ભાઈબંધોને મળીશ હું જ્યારે મારીશ મોટા ફાકા,

પૈણીશ ક્યારે?” પૂછશે નહિ હવે મામા માસી કાકા,

પંડિતોને કહી દો સારા ચોઘડિયાઓ આપો,

હોલ બુક કરો, ડીજે રોકો, કંકોતરીઓ છાપો.

કેમકે પછી સારું થયું,

ઘણું સારું થયું,

મારું હૈયું, હવે તારું થયું

લોકો કહે છે લગ્ન પછી થશે સુખનું પૂર્ણવિરામ,

આઝાદી છીનવાઈ જશે પોકારશો ત્રાહિમામ.

લોકોનું તો કામ છે એવું બધી જગાએ નડશે,

હું તો ખુશ છું મારી માટે જીવનસાથી મળશે.

તો પછી સારું થયું,

ઘણું સારું થયું,

સગપણ તારું મારું થયું

સાક્ષર ઠક્કર

 

હાસ્ય સપ્તરંગી-(14)મહારાજ નું ધોતિયુંગીતા પંડ્યા

રોજ ના નિયમ મુજબ આજે પણ માલતી  સાંજે સાંજ નું વાળું પતાવી રસોડું ચોખ્ખું કરી ને , આવતી કાલે જોબ પાર લઇ જવાની વસ્તુ ઓ લંચબોક્ષ, પાણી, મુખવાસ વગેરે દૈનિક વસ્તુઓ તૈયાર કરીને ઇવનિંગ વોક લેવા માટે પોતાના કોન્ડૉઝ માંથી નીચે ઉતારી , ત્યાંજ માયાબેન પણ સાથે થઇ ગયા , માયા બેન અને માલતી  નો ચાલવાનો સમય એકજ હોવાથી બંને એકાદ કલાક ચાલતા અને રોજ ની ચિલ્લા ચાલુ વાતો થતી, ખાસ તો ક્યાં શું સેલ છે , ક્યાં શું સસ્તું છે તે બધી માયા બેન ને  ખબર હોઈ માલતી  માટે આ બધો સમય નાહોઇ સાત દિવસ  કામ કરતી હોવાથી  બધી માહિતી માયા બેન પાસેથી મળી જતી।  માયા બેન બહુજ કરકસરીયા હતા , તે માલતી  ને પણ કરકસર કરવાનું શીખવાડતા। ઘણીવાર માલતી  ને ગમતું ઘણીવાર તેને ગુસ્સો આવતો। મનમાં અને મનમાં બોલાઈ જતું ,એટલા શું ચીકણા વેળા  કરવા,

હમણાં ગણેશ ઉત્સવ ચાલતો હોવાથી મંદિરે જવાની વાતો થઇ રહી હતી, મંદિરે દરરોજ નવા નવા પ્રોગ્રામો થતા.ત્યાંજ  માલતી  ને કૈક યાદ આવી જતા ચૂપ થઇ ગઈ અને મારક મારક હોઠ બીડીને કૈક વિચારી ને હસી રહી હતી  અને માયા બેન નું ધ્યાન માલતી  પર પડ્યું અને માયાબેન ને માલતીને પૂછ્યું કે

“અલી કેમ એકલી એકલી હસી રહી છે? શું વાત છે?”

“મને પણ કહેને હું પણ તારી જોડે હશું!”

“અમને પણ તમારી હસી માં સામે કરોને?”

અને માલતી  બોલી ” અરે યાર ! કઈ નહિ,”

પણ બીજીજ પડે ખડખડાટ હસી પડી., મોઢા આડો હાથ ધરીને।

હવે માયા બેન ને આતુરતા થઇ કે શું વાત છે? અને પૂછ્યું।

“માલતી બેન કૈક હશયાસ્પદ  થયું લાગે છે”?

” અરે! માયાબેન , મને તો એ કલ્પના કરું છું  અને મારા ચક્ષુ સમક્ષ એ દ્રશ્ય તાદશ્ય થઇ જાય  છે.”

” અને પાછું ગમે ત્યારે યાદ આવી જય તો હસવું રોકી શકાતું નથી , અને મારા મોઢા પાર ના હાવભાવ છુપાવી શકતી નથી,

અને અને લીધે હું તકલીફ માં મુકાઈ જાવ છું “

માયા બેન બોલ્યા ” પણ અલી ? તને શું તકલીફ પડી ગઈ ?’

” શું વાત કરું, એ પ્રસંગ યાદ આવતા મારાથી  હસવું રોકાઈ નહિ અને એ ગમે ત્યારે યાદ આવી જાય છે,એમાં થઇ શું કે ચાલુ જોબ માં કે રસ્તામાં ક્યાંક યાદ આવી જય અને જો કોઈ સામે અજાણ્યું  મળે તો તેને એમ થઇ કે હું તેની સામે જોઈને હસું છું , એમાં એક વાર કોઈક મેક્સિકન મેન મને પૂછવા લાગ્યો કે ,

” કૉમોસટાસ  અમીગા ?”  એટલેકે ” કેમ છો ?”

એક વાર તો ઘરડા માજી મળીગયા મંદિર માં ,

હું હસતી હતી તો મને કહેવા લાગ્યા  ” લે મંછા બેન , એટલું બધું ચ્યમ હંસવું આવાસ ,”

હવે માયાબેન બોલ્યા, ” વાત માં મોણ  નાખમાં અને મને કહે હવે”

” તમને ખબર છે ગયા વરસે ગણેશ વિસર્જન વખતે આપણે પણ ગણેશ વિસર્જણ કરવા ગયા હતા ? “

” હા મને ખબર છે ,અને તમારા એકજ બોલે પેલા સિક્યુરિટી  ઓફિસરે આપણ ને તેની ગાડી માં બેસવા કીધું હતું, મજ્જા આવી ગઈ હતી આપણે સૌથી આગળ હતા તેથી આખું ગણેશ વિસર્જન જોવા મળ્યું હતું। પાછા વી આઈ પી ગણાય ગયા તા,” માયા બેન બોલ્યા।

“એતો મારી તીકડમબાજી “

હા તો બીજા ત્રીજા દિવસે મેં પ્રતાપ ભાઈ ને ફોન  કયો અને પૂછ્યું કે “આ વખતે શ્રદ્ધ કેટલા છે ?  “

પ્રતાપ ભાઈ ફોન ઉપાડે નહીં , પછી ત્રણ ચાર દિવસ પછી હું મંદિરે ગઈ અને પ્રતાપ ભાઈ ને પૂછ્યું કે “મહારાજ ફોન કેમ ઉપાડતા નથી?”

મહારાજ બોલ્યા  કે ” શું વાત કરું ? માલતી  બેન ફોન પાણી માં પડી ગયોઃ નવો ફોન  નો ઓર્ડર આપ્યો છે। “

મહારાજ બહુ દૂખી હતા ,કારણ ફોન માં બધાજ કોંટેક્ટ નંબર  હતા અને તે જતા રહ્યા હતા। મહારાજ ની રોજી રોટી। કોઈ ને ઘરે લગ્ન ,જનોઈ કથા  વગેરે વગેરે।

માટેના કોન્ટેક્ટ ,

મેં પૂછ્યું કે ” કેમ કરતા ફોન પાણી માં પડી ગયૌ ?”

મહારાજ કહે ” શું વાત કરું,, ગણેશ વિસર્જન વખતે બધા લોકો પોતપોતાના નાના મોટા ગણપતિ બાપા ને પાણી માં વસર્જન કરી રહ્યા હતા આપણા મંદિર ના પણ મોટા ગણપતિ નું વિસર્જન થવા જય રહ્યું હતું , અમે એટલેકે હું અને વિરાજ મહારાજ બંને સ્લોક બોલી રહ્યા હતા

તમને તો ખબરજ છે કે વિરાજ ભાઈ  છ ફુટ હાઈટ ના હશે અનેપાછા  વજન વાળા પણ ખરા,  મજબૂત બાંધા  ના  છે  ,

અને હું?  મારુ તો વજન માંડ  માંડ  ચાલીશ કિલો ને આંબતું હશે,!

તો વિસર્જન ચાલી રહ્યું હતું , અને આપણા મંદિર ના ગણપતિ મહારાજ નું વિસર્જન થવા લાગ્યું।

ને મરચા રેડિયો  વાળા નું ટોળું ગણેશ વિસર્જન માં મદ્દદ કરી રહ્યું હતું,

વળી વિરાજ મહારાજ ને શું થયું તો મને કહે “પ્રતાપ ચાલ આપણે પણ ગણેશ વિસર્જન માં મદદ કરીએ ,એટલે હું અને વિરાજ મહારાજ પાણી તરફ ચાલ્યા ,પાણી છીછરું  હતું અને વિરાજ ભાઈ જરા બે ડગલાં ચાલ્યાજ હશે અને લપસ્યા , અને ધુમમમ ,કરતા પાણીમાં પડ્યા, અરે પાણીમાં પડ્યા તો પડ્યા પણ સાથે મને કહે પ્રતાપ પક્કડ મને ! હવે હું ક્યાં તેને બચાવવાનો હતો , હું પણ ગયો પાણી માં ,

વીરાજ ભાઈ નું ધડ  પાણી માં અને બે પગ  ઉપર દેખાય , એમાં એક પગ માં ચંપલ અને બીજા માં નહિ,

અને માલતી  બેન હું આખો પાણીમાં , મારો સેલફોન , વોલેટ બધું પલાળી ગયું,

અને પાછા બને એકબીજાને પકડી ને પાણીની બહાર આવવા કોશિશ કરીએ તેમ તેમ બંને લાપસીએ।  પછી બીજા બધા ની મદદ થી  અમને બંને ને બહાર કાઢ્યા। , અરે માલતીબેન પાછું અધૂરામાં પૂરું થોડી થોડી ઠંડી ચાલુ થઇ ગઈ હતી , અમે બંને એ પાતળું ધોતિયું અને પાતળી બંડી પહેર્યા હતા બને જન થર  થર  કંપતા  હતા.

“માલતી  બેન શુ  વાત કરું હૂતો પાંદડા ની જેમ થર  થર  ધ્રૂજતો હતો.ચંપલ ખોવાયા, પૈસા નું વોલેટ જ્યાંત્યા ભીનું મળ્યું , સેલફોન ડેડ થઇ ગયો.આ ત્રણ દિવસ થી મંદિર માં મંજીરા વગાડું છું। “પ્રતાપ ભાઈ રડમસ ચહેરે બોલ્યા।

મેં કીધું ” હાઈ હાઈ  ! પછી?”

પાછું શું હું અને વિરાજ મહારાજ ટ્રક માં જય ને ગણપતિ બાપાના ઓઢાડવાના ઓઢા થી અમે બંને ઓઢી ને બેસી ગયા.અને જેમ તેમ ઘરે પહોંચતા। મને તો મહારાજ ની સામેજ ખડખડાટ હસવું આવી ગયું ,, આંખ  માં થી આંસુ નીકળી ગયા. કારણ પ્રતાપ મહારાજ તો નિર્દોષતા થી તેની  કથની સંભળાવી રહ્યા હતા પણ મારી તો નજર સમક્ષ એ દ્રશ્ય ફિલ્મ ની જેમ ભજવાઈ રહ્યું હતું।

માયા બેન બોલ્યા ” માલતી  બેન ,તમને નથી ખબર ? તેજ દિવસે જયારે ગણપતિ બાપાને સવોય સ્ટોર પાસેથી બેન્ડવાજા સાથે સરઘસ નીકળ્યું ત્યારે પણ વિરાજ મહારાજ ટ્રક પરથી ઉતારવા જતા ટ્રક ની પાછળ નું બીજી ટ્રક જોડવા માટેની ડીટચ  માં તેનું ધોતિયું ભરાયું અને તેને ગુલાંટ મારી દીધીહતી. ધોતિયા ની કાછડી  થોડી ઢીલી થઇ ગઈ હતી પણ વાંધો આવ્યો ના હતો.”

માલતી  ખડખડાટ  હસી પડી।

માલતી  ને યાદ હતું આ વખત ના નવરાત્રી ના ગરબા વખતે પણ મહારાજ નું ધોતિયું પેલા સ્ટોપ સાઈન ના કેસરી રંગ ના કોન માં ભરાયેલું અને ત્યાં તેને ગબરડી મારીદીધી હતી ,

માલતી  અને માયા બેન હસી હસી ને બેવડ વળી ગયા।

માલતી  બોલી કે ” સારા કર્મો થી હાડકા ટાંટિયા નો ભાંગ્યા તે સારું થયું , મહારાજ પુણ્યશાળી છે। “

માલતી  એ છેલ્લો ટહુકો કર્યો કે “આ ધોતિયા ની ધમાલ ચાલ્યાજ કરતી હોઈ છે “

“ચાલો ત્યારે માયા બેન જયશ્રીકૃષ્ણ, ગુડ નાઈટ।

 

હાસ્ય સપ્તરંગી -(15) ઈન્ટરનેટ દેવ!-નિરંજન મહેતા

ઈન્ટરનેટ દેવ!

ઈન્ટરનેટ દેવ, જય હો! જય હોય! જય હો!

આપ ભલે પ્રાચીન દેવ ન હો. ભલે આપનું સ્થાન ચોર્યાસી કોટિ દેવોમાં ન હોય, પણ થોડા સમયમાં આપે લોકોમાં જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તે જોઈ આપનો આ સેવક આપને કોટિ કોટિ વંદન કરે છે.

બીજા બધા દેવોનું સામ્રાજ્ય અમુક વિસ્તાર સુધી જ સીમિત છે, જેમ કે તીરૂપતિ ભગવાન દક્ષિણમાં બિરાજે છે, તો કાલકામાતા પૂર્વ ભાગમાં પ્રસ્થાપિત છે. વળી, કિસનમહારાજ મહદ અંશે ઉત્તર ભારતમાં વર્ચસ્વ ધરાવે છે.

આ તો ભારતદેશની વાત થઈ, પણ પૃથ્વીના અન્ય ખંડોમાં પણ કઈક આવો પ્રકાર જોવા મળે છે. મુસ્લિમ દેશોમાં ઇસ્લામ ધર્મ, તો યુરોપ અને અમેરિકા ખંડોમાં ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ. વળી, રશિયા તો કોઈ ભગવાનમાં ન માને. કોઈપણ દેવનો પ્રભાવ કે ભક્તગણ બધે જોવા નથી મળતા, જ્યારે આપનો પ્રભાવ અને વિસ્તાર અસીમિત છે, આપ તો સર્વવ્યાપિ છો. જ્યાં શિક્ષણ અને ટેકનોલોજી પહોંચી ગયા હશે ત્યાં આપનું હોવું અનિવાર્ય છે. થોડુંઘણું ભણેલાને આપના ભક્ત બનતા વાર નથી લાગતી. આપને અપનાવવામાં તેઓ ઉત્સુક હોય છે અને તક મળતા પોતે તો ભક્ત બને છે, પણ સાથેસાથે અન્યોને પણ ઘસડી લાવે છે, જે અન્ય ભગવાનો  માટે સહેલું નથી.

આપે થોડા સમયમાં દુનિયાભરના લોકોમાં જે સ્થાન મેળવ્યું છે તે જોઇને આપને દંડવત પ્રણામ કર્યા વગર નથી રહી શકતો.

અન્ય દેવીદેવતાઓના મંદિર કે પૂજાના સ્થાનોનો વિચાર કરતાં લાગે છે કે આપના સ્થાનો તેમના કરતા વધુ અને ઠેરઠેર છે. લોકોના ઘરમાં અને કાર્યાલયોમાં તો આપ બિરાજો છો, પણ જ્યાં જ્યાં સાયબર કાફે નામની જગ્યા છે ત્યાં ત્યાં આપનો વાસ નક્કી છે. જે લોકો પોતાના ઘરમાં આપની સ્થાપના નથી કરી શકતા તેઓ આ સ્થાનમાં આવી આપની પૂજા અર્ચના કરે છે, કલાકોના કલાકો સુધી!

પુરાતન કાળમાં અસુરો ભગવાનના ભક્તોને હેરાન પરેશાન કરતા. અર્વાચીન કાળમાં પણ આવા આસુરી તત્વો ધરાવતા લોકોની કમી નથી. તેઓ તમારા નામનો અને સ્થાનનો ગેરઉપયોગ કરીને આપના ભોળા ભક્તોને ભરમાવે છે અને તેમને છેતરી તેમની ધનદોલત હડપ કરી જાય છે. જો કે આવા આસુરી તત્વોને ડામવા પ્રયત્નો તો થાય જ છે, પણ પેલી કહેવત છે ને કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આવા લોકોની સંખ્યા પણ ઓછી નથી, ભલે તે મારો દેશ હોય કે દુનિયાનો અન્ય દેશ હોય. વળી ફક્ત ધન લૂટવા નહી, પણ અન્ય કુકર્મો માટે પણ તમારો ગેરઉપયોગ થાય છે. આપ આનાથી અજાણ નથી, પણ આપ લાઈલાજ છો, આવાઓને આમ કરતા અટકાવવા. એટલે તો હવે તમારા ભક્તોએ એવા સેવકો તૈયાર કર્યા છે જે રાતદિવસ આવા કુકર્મીઓને સફળ થતા અટકાવી શકે. પણ હજી તેમાં પૂરેપૂરી સફળતા નથી મળી. મને ખાતરી છે કે એક દિવસ એવો આવશે, જ્યારે તમારા નામને બટ્ટો લાગે એવા અસુરો આ દુનિયામાં નહી હોય.

પણ આપના ભક્તો જ્યારે આપનો ઉપયોગ સુકર્મો માટે કરે છે ત્યારે હું રાજીરાજી થઇ જાઉં છું, ખાસ કરીને જ્યારે શિક્ષણ પ્રચાર આપના માધ્યમ દ્વારા કરાય છે ત્યારે. વળી સંદેશાની આપલે આપના માધ્યમથી થાય છે અને તેને કારણે સમયનો જે બચાવ થાય છે તેનાથી આનંદિત થયા વગર રહી નથી શકતો. આપના જે ભક્તોને આપની ક્ષમતાની જાણ છે અને તેને યોગ્ય રીતે વાપરે છે તેવા ભક્તો સરાહનીય છે.

પ્રભુ, આપના કારણે આજે પર્યાવરણમાં બદલાવ આવી રહ્યો છે તેની શી વાત કરૂં? આપને કારણે કાગળના વપરાશમાં ઘટાડો થઇ રહ્યો છે અને હજી વધુને વધુ બચાવ થશે તેમાં કોઈ શંકા નથી. શું ઓફિસના કામમાં હોય કે અંગત કામમાં, આપના સમજદાર ભક્તો આપની વધુને વધુ સેવા કરે છે અને પર્યાવરણને સુરક્ષિત રાખવાના પ્રયાસમાં પોતાનો યથાયોગ્ય ફાળો આપતા રહે છે.

આપને કારણે ટપાલખાતાનું કામકાજ ઓછું જરૂર થયું છે તેમ છતાં તે ક્યાં હજી પણ પોતાનું કામ સમયસર અને પૂરેપૂરૂં કરી શકે છે? તમે ન હોત તો જનતાની શી હાલત થઇ હોત? આમ આપ તો અમારા જેવા ભક્તોના ઉદ્ધારક છો!

હવે તો નાના ભૂલકા પણ નાની ઉંમરે આપના ભક્ત બની જાય છે અને ન કેવળ આપના થકી પોતાના જ્ઞાનમાં વધારો કરે છે, પણ સાથેસાથે આનંદપ્રમોદ માટે પણ આપને યાદ કરે છે. હા, અતિ સર્વત્ર વર્જયતે તે આપને પણ લાગુ પડે છે અને તેને કારણે આપની વધુ પડતી સેવા તેમના માબાપો માટે માથાનો દુ:ખાવો બની રહે છે, જેથી કરીને તેઓને તમારા સાંનિધ્યમાંથી દૂર કરવા સામ, દામ, દંડ, ભેદ જેવા ઉપાયો અજમાવવા પડે છે.

આપ પ્રસન્ન હો તો આપના ભક્તોને આપની સેવા કરવાથી કેટકેટલાં લાભ મળે છે! પૈસાની લેવડદેવડ , શોખની ચીજો તેમજ ઘરની જરૂરિયાતની ચીજોને ઘેર બેઠા મેળવવી તે હવે રોજિંદુ થઇ ગયું છે અને આને કારણે રાતદિવસ તમારા ભક્તોની ફોજ વધતી જાય છે! આમાં બનાવટ કરવાવાળા અસુરો તો હોય જ છે પણ તે હાલમાં અનિવાર્ય છે.

આપના ગુણગાન ગાઉ એટલા ઓછા છે. આપ થકી આપના ભક્તો દુનિયાભરમાં ખૂણેખૂણે વસતા સ્વજનો અને મિત્રોનો ઘડીના છઠ્ઠા ભાગમાં સંપર્ક કરી શકે છે અને પ્રત્યક્ષ વાર્તાલાપ પણ કરી શકે છે. વળી, એવાય તમારા ભક્તો છે જે રાતદિવસ તમારી સેવા કરી તેમના ખોવાયેલા સ્વજનોને મેળવી શકે છે. વાહ દેવા, આપ તો સર્વવ્યાપી અને સર્વજ્ઞાની છો એટલે વધુ ગુણગાન ન કરતા આપને ફરી એકવાર દંડવત કરતા હું મારી જાતને રોકી નથી શકતો.

જય હો ! જય હો! જય હો!

નિરંજન મહેતા

 

હાસ્ય સપ્તરંગી-(6)’જરૂરત છે એક ઘરજમાઈની’-તરુલતા મહેતા

ઓફીસથી આવી ચેતનાએ  કારકીને પર્સમાં સરકાવી,ફોન હાથમાં લીધો કે તરત ટાંપીને બેઠેલાં તેના મમ્મી રમાબા કણસતા હોય તેમ ધીમેથી  બોલ્યા,’ બેટા, ખભો મૂઓ એવો પીડે છે કે , આજ તો કૂકરમાં  ખીચડી મૂકી દીધી છે.’ એમનું એકમાત્ર કન્યારત્ન  સવાયા દીકરા જેવું.ગૂગલની કમ્પનીમાં બહુ મોટી સાહેબ છે,એવું વાતવાતમાં તેમનાથી કહેવાય જાય.સાંજે ખીચડી હલકી,પેટને માટેરમણકાકાનું બોલવું પૂરું થયું નહિ,આખા સોફામાં વિસ્તરેલા  રમાબાનો ગોદો  પતિને એવો લાગ્યો કે સોફાને છેડેથી તેમનું સૂકલકડી શરીર નીચે ગબડી પડ્યું. ઓફિસેથી આવી થાકીને ઢગલો થઈ આડી પડી ગયેલી એમની દીકરી   માટે ઓફિસ અને ઘર સરખાં જેવાં હતાં.ગૂગલની કમ્પનીનો બોસ વર્કની સૂચનાઓ આપ્યા કરતો મોટા  પગાર ખાતર  કચકચ સહી લેતી ,પણ જેવી તે ઘરમાં પગ મૂકે તેવી  મમ્મીરામાયણની સીરીયલ બન્ધ કરી તેનું પારાયણ ચલાવે.બિચારા પપ્પા લક્ષ્મણના રોલમાં નીચી નજરે કાર્પેટ પર મમ્મીના સ્લીપરને જોયા કરે. સ્માર્ટ ફોનના પડદા પર મગ્ન ચેતના કાંઈ બોલી નહિ,એટલે રમાબા મોટા સાદે ઉવાચઃહવે એક ઘરજમાઈ શોધી કાઢવો પડશે ,ઘર સાચવે ,ઘરડાં માંબાપની સેવા કરે…..’ રમણકાકા ગભરાટમાં  બોલી પડ્યા,’ પછી મારું શું થશે?’રમાબાએ ઊંચા ડોળા કર્યા ને પતિ ભોંયભેગા થઈ ગયા. ચેતનાને કરન્ટ લાગ્યો હોય તેમ સોફામાંથી કૂદીને ઉભી થઈ ગઈ,રુમમાં  ચારે બાજુ જોવા લાગી ખરે કોઈ જમડો ઘરમાં ઘૂસી ગયો છે કે શું?અલી આમ સાપ કરડ્યો હોય તેમ કૂદે છે શું?’ રમાબા તેમના દુઃખતા  ખભા પર જમાઈ  ‘આઈસીહોટનું  માલીશ કરતો હોય તેવું સપનું જોતા હતા.કહે ,’જો તારો મગજનો પારો ધખધખતા ઉનાળા જેવોહોટછે તો જમાઈ હિમાલયન પ્રોડક્ટઆઈસી શોધીશું. શું સમજી?’ લગ્નની વાતથી ફૂગ્ગામાંથી સૂ ..સૂ કરતી હવા નીકળે તેમ ચેતનામાંથી ચેતન ગાયબ થઈ જતું.તેને માથે જમાઈનું વાદળ ફાટ્યુ તો  તેની દશા નાની શી છોકરીને દેડકે તાણી જેવી થવાની,કારણ પછી તો મમ્મીની પાર્ટીમાં ડેલિગેટ્સની સઁખ્યા વધી જવાની.પ્રેસીડન્ટ મમ્મીની  એકહથ્થુ સત્તા ઘરમાં   મમ્મીની પાર્ટીનું રાજ ચેતના ચેતનવન્તી થઈ ગઇ ,તાત્કાલિક ફોન બાજુમાં મૂકી દીધો.આગ લાગે તે પહેલાં કૂવો ખોદવા વિચારે ચઢી. રમાબા ખુશ થયાં.દીકરી તો જાણે ફોનને પરણી હતી.’હનીને સ્હેજેય આઘો નહોતી કરતી.પણ જમાઈની વાતથી ગલીપચી થઈ હશે, જોબની લ્હાયમાં પાંત્રીસની થઈ ગઈ,બાકી  મનમાં કેદાડાનું પૅણુ પૅણુ થયું હોય.પત્નીના હાસ્યથી રમણકાકાને હિંમત આવી, ધીરે રહી ફરી પત્નીની સોડમાં બેઠા.રમાબા છણકો કરી બોલ્યાં,જરા લાજ રાખો ,કાલ ઉઠીને જમાઈ ઘરમાં આવશે,આવા ને આવા કાલાવેડા કરીને મને પૅ ણી ગયા.’ ચેતના મૂળમાંથી મમ્મીની વાત કાપી નાખતા બોલી,’મારા જન્માક્ષરમાં મંગળ છે,જમાઈનું અમંગળ થવાનું નક્કી,તમે વિચાર મનમાંથી કાઢી નાંખજો,હું તમારા માટે ટિફિન મઁગાવીશ.’ રમણકાકા ગેલમાં આવી ગયા,ટાઢા પાણીએ જમાઈની ખસ ગઈ,ઉપરથી ટિફિનનું તૈયાર જમવાનું.ચેતના તેં ખરેખરો રસ્તો કાઢ્યો,જીવહત્યાના પાપમાં પડવું એના કરતા શાંતિથી જોબ કરવી —-‘ રમાકાકીએ  કૂકરની વિસલ જેવી ચીસ પાડીછોકરીના બાપ છો કે કોણ છો? કુંવારી છોકરી સાપનો ભારો એને ઠેકાણે પાડવાની દીકરીના માંબાપની ફરજ ભૂલી ગયા?’ ચેતના ,’જમાઈનો ભારો તમે બે માથે ઉપાડવાના છો ? મારે માથે નોકરી ,ઘર મા,બાપ બઘાનો  ભારહું તો બેવડ વળી ગઈ છું.ઘરમાં કંઈનું કંઈ પારાયણ તેમાં જમાઈની વાત જનમમાં ભૂલી જજો ચેતના ગુસ્સામાં ખભે પર્સ લટકાવી ગરાજમાં જતી હતી ત્યાં રમાબાબેટા ,મારો હાથ ઝાલીને ઊભી તો કર.’ ચેતનાએ મમ્મીનો એક હાથ પકડ્યો ને રમણકાકાએ પાપડતોડ પહેલવાનની અદાથી બીજો હાથ પકડ્યો,સોફામાં ગુંદર હોય તેમ રમાકાકીના પાછળના બે તુંમડા કેમે કરી ઊઠવાનું નામ લેતા નહોતા.પપ્પા ધમણની જેમ હાંફતા દૂર ફેંકાઈ ગયા.રમાકાકીએ તક ઝડપી લીધી,ચેતનાને પટાવતા હોય તેમ કહે,બેટા,એટલે કહું છું જમાઈ હોય તો તારે અમારી ,ઘરની ચિંતા ઓછી.’ ચેતનાનું મગજ ફટક્યું તેણે મમ્મીની ઝાટકણી કાઢી,’તમે શું સમજો છો ?જમાઈ વેક્યુમક્લીનર છે તે ચાંપ દાબો એટલે ચાલુરમણકાકાને જોર આવ્યું કહે,’જોજે ને વોશરની જેમ સાસુની  ધુલાઈ કરી દેશે.’ રમાકાકી પતિનો હાથ પકડી બોલ્યાહું તમને હમણાં ડીશ વોશરમાં ધોઈ નાખું છુંઅરે શું માંડ્યું છે?મારી ફ્રાઈડેની સાંજનું કચુંબર કરી નાખ્યુંચેતના પગ પછાડતી બહાર ગઈ એટલે રમાકાકીએ બોમ્બનો ધડાકો કર્યો ,’કાલે સવારે મનુપ્રસાદ જોશી છોકરાના જન્માક્ષર લઈને આવવાના છે.’

તરુલતા મહેતા 16મી સપ્ટેમ્બરે 2016

 

હાસ્ય સપ્તરંગી -(17) તો કેવી અજબ જેવી વાત છે..-મૌલિકવિચાર

(રાગ : તો કેવી અજબ જેવી વાત છે)

તારી તે કેવી કડવી, છે વાણી મારી રાણી,

તો કેવી અજબ જેવી વાત છે.

તારું તડબૂચ જેવું મોઢું, જોઇ ઊંઘી પૂંછડીએ દોડુ,

તો કેવી અજબ જેવી વાત છે.

તારી ફેલાયેલી કાયા, જાણે લીમડાની ઘેરી છાયા,

તો કેવી અજબ જેવી વાત છે..

તારો સ્પર્શ વીજળીનો કંપ, “શ્વાસહવા પુરવાનો પંપ,

તો કેવી અજબ જેવી વાત છે..

નાક તારું ચીબું, જાણે કટાઈ ગયેલું છીબું,

તો કેવી અજબ જેવી વાત છે..

મન મોહક તારી અદા, જાણે હનુમાનજીની ગદા

તો કેવી અજબ જેવી વાત છે..

મૌલિકવિચાર

 

હાસ્ય સપ્તરંગી-(18)તાંત્રિક બગાડપી.કે.દાવડા

૧૯૭૦ ની આ વાત છે. ત્યારે હું લાર્સન એન્ડ ટુબરોમાં સિવિલ એંજીનીઅર તરીકે નોકરી કરતો હતો.અમારી કંપનીને Hoechst Pharmacy (હેક્સ્ટ ફાર્મસી) નામની જર્મન કંપનીનું કામ મળેલું. આ કામ માટેકંપનીએ પ્રોજેક્ટ એંજીનીઅર તરીકે મને યોગ્ય ગણ્યો હતો, કારણ કે હેકસ્ટના રેસીડેન્ટ ડાયરેકટર ડોકટરવાઘનરની છાપ ટેરર તરીકે હતી. એમની કંપનીનો એકે એક માણસ આ વાત જાણતો હતો. મને ખૂબશિસ્તબધ્ધ રીતે કામ કરવાની તાકિદ કરવામાં આવેલી.

કંપનીના સ્વછ્તાના નિયમ કેટલા કડક હતા એનો એના ઉપરથી ખ્યાલ આવશે કે ગેટમાં દાખલ થતી એકેએક ગાડીના ચારે ટાયર હોઝપાઈપથી ધોવામાં આવતા.

અમારા મજૂરો માટે અલગ ટોયલેટસની વ્યવસ્થા કરવામાં આવેલી, પણ એ જરા કામથી દૂર હતી. એકદિવસ, અમારો એક મજૂર, ઝાડની પાછળ બેસી સંડાસ કરતો સિક્યુરીટીવાળાને હાથે ઝડપાઈ ગયો. મનેસમાચાર મળ્યા એટલે હું સમજી ગયો કે આ કામ ઉપરથી આજે મારી છૂટ્ટી થઈ જવાની. દસ મીનીટમાં જમને ડોક્ટર વાઘનરનું તેડું આવ્યું.

ત્યાંસુધીમાં મેં મારો લુલો-પાંગળો બચાવ તૈયાર કરી રાખેલો કે એણે હાથેકરીને એવું નહોતું કર્યું, એ ટોયલેટતરફ જતો હતો ત્યાં એની નીકળી ગઈ. આ બચાવ મેં ગુજરાતીમાં વિચારી રાખેલો, પણ ત્યાં પહોંચ્યા પછીખ્યાલ આવ્યો કે મારે તો એમને અંગ્રેજીમાં કહેવાનું છે. તરત મેં મનમાં આવે તેવો તરજુમો કરી લીધો,અને કહ્યું, Sir, It was not a deliberate act, it was a failure of human system. ડોકટર વાઘનર ગંભીરથઈ ગયા. એમણે કહ્યું, એને તરત અમારા ડોક્ટર પાસે મોકલી આપો, એ એને યોગ્ય દવા આપશે.

અને હું હેમખેમ બચી ગયો.

-પી કે. દાવડા

 

હાસ્ય સપ્તરંગી (19)’ હસવા માંથી ખસવું ‘-આરતી રાજપોપટ

Posted on September 19, 2016 by Pragnaji

હાસ્ય આપણી આસપાસ બનતી રોજબરોજ ની ઘટમાળ માંથી જ મળી આવતું હોય છે,તો ક્યારેક કોઈક વીતી ગયેલ પ્રસંગ કે ઘટના એવી હોય છે જેને યાદ કરતા હાસ્ય વગર નથી રહી શકતા.વડીલો આપણને કહેતા એ પ્રમાણે હસવા માંથી ખસવું થતા થતા રહી ગયું હોય એવી એક વાત અમારા દાદી કહેતા એ મારા શબ્દો માં કહું છું .

વલ્લભભાઈ તેમના પત્ની,દીકરો ને વહુ ને તેમનો એક દીકરા નો પરિવાર ગામ માં રહે.એમની ઘેર એમના બનેવી નો મુંબઈ થી એક દિવસ મેલો (કોઈક ના અવસાન નિમિતે આવતી ટપાલ) આવે છે.પ્રવીણ નું અવસાન થયું છે ભગવાન ની મરજી આગળ આપણું કશું નથી ચાલતું .એવા સમાચાર જણાવે છે.તેમના ઘેર તો આઘાત અને શોક થી સન્નાટો છવાઈ જાય છે, બહેન ના જુવાન જોધ 17-18 વર્ષ ના દીકરા ના આવા દુઃખદ સમાચાર, રોકકળ મચી જાય છે ને આખું મોસાળ ભેગું થઇ જાય છે. વહેલી તકે કા ણ લઇ મુંબઈ જવું જોય ,એવું નક્કી કરવામાં આવે છે,અને રૂબરૂ પહોંચી એ પહેલા દિલાસો દર્શાવતો એક અર્જન્ટ તાર મોકલે છે.ચાર પાંચ દિવસ પછી ની માંડ કરી ટિકિટ મળે છે,ત્યાં સુધી ગામ માં રહેતા માણસો ને મોઢે આવવા અહીં ભેગું થવું રોજ એવું નક્કી થાય છે.સફેદ સાડલા શોક નું વાતાવરણ માં ઘર ની સ્ત્રી ઓ બેઠેલી છે ને ઘુમતા કાઢી છાતી ફૂટી પોક મૂકી રડતી સ્ત્રી ઓની કે ણ બહાર ગામ થી આવે છે બધા એકબીજાને દિલાસો આપે છે રડે છે ત્યાં પુરુષો દાખલ થાય છે તેમાં મુંબઈ થી વલ્લભભાઈ ના બનેવી ને એમનો મોટો દીકરો આવે છે જોય ને નવાઈ લાગે છે કે બેન ના ઘર માં મૃત્યુ થયું છે ને આ લોકો અહીં? શું વાત હશે,બધાની વચ્ચે કેમ પૂછવું?ત્યાં ફરી હૈયા ફાટ રુદન સાથે મુંબઈ વાળા બહેન “ભાભી અરર આ સુ થઇ ગયું ,બિચારી વહુ ની પણ દયા નો આવી બગવાન ને ,હિમ્મત રાખો હવે તમારે જ એને સંભાળ લેવાની છે. ભાભી વિચારે આ બેન શું બોલે છે,ત્યાં તેમનો દીકરો દુકાને થી આવ્યો એને જોઈ ને દેવુંફુઆ બરાડો પાડે છે, “ભાઈ-ભાભી આ શું મજાક છે પ્રવીણ તો અહીં સાજો નરવો છે,તો એવો ખોટો તાર કેમ કર્યો? ‘ અમને તો મુંબઈ થી પ્રવીણ ના ખબર ની ટપાલ મળી એટલે તાર કર્યો ,પણ અમે એજ પૂછવા ના હતા કે આવે વખતે તમે લોકો અહીં? ‘ “ટપાલ …કેવી ટપાલ”? તમે આ શું બોલો છો ,મુંબઈ પ્રવીણ ,એને શું થયું છે? એ તો ઘોડા જેવો છે. તો આવી ટપાલ કેમ મળી તમારા હાથે લખેલી ? અને અચાનક બધા ને ચમકારો થયો. વાત એમ હતી કે દેવુંફુઆ નો દીકરો પ્રવીણ ખુબ મજાકિયા સ્વભાવ નો ને મોટામામા ને ત્યાં સૌનો લાડકો,એપ્રિલ મહિનો હતો તો મામા ને ઘેર બધાને એપ્રિલફૂલ બનાવવા પોતાના અકાળે અવસાન થયાનો કાગળ પોતાનાં પિતા નાં નામે લખ્યો .ગામ થી તાર મળતાં મુંબઈ માં એ લોકો વલ્લભભાઇ નો દિકરો જેનું નામ પણ પ્રવિણ હતું તેનુ અવસાન થયું છે એવું સમજ્યા ને તાર મળતાજ તરત દેશ આવવા નિકળી ગયા ભાઈ ના યુવાન દીકરા ના સમાચાર મળતાં એક દિવસ ની પણ રાહ જોયા વિના તાત્કાલિક નીકળી આ લોકો ની પહેલાં પહોંચી ગયાં . અને આખી વાત સમજાતા દેવુંફુંઆ નો ગુસ્સો સાતમાં આસમાને ,તાબડતોબ મુંબઈ થી પ્રવિણ ને બોલવ્યો . આવતાં જ ‘તુ મને ઘર માં જોઈ નઈ ,પગ નઈ મુકતો મારા ઘર માં આજ પછી આવી મશ્કરી હોતી હશે ,હસવા માંથી ખસવું થઇ જતા વાર લાગે?તું તો સાજો નરવો રહી અમારા માંથી જ કોક એ ભગવાન ના ઘરે મોકલી દેત ‘.વલ્લભ મામા ભાણીયા નો પક્ષ લઇ વચ્ચે પડ્યા ફુઆ ને શાંત કર્યા ને પછી બધા કેવો ગોટાળો થયો યાદ કરી પેટ પકડી ને હસ્યાં . મુંબઈ વાળા પ્રવીણ નું તો વ્યક્તિત્વ જ એવું હતું માંડ ચાર ફૂટ ની વામન કાયા શરારતી ચહેરો અને મશ્કરો સ્વભાવ ,આવી ઇમેજ ને લીધે મુવી માં પણ નાના મોટા કોમેડી રોલ કરતા. આજે લગભગ પચાસ વર્ષ પછી પણ આ વાત યાદ કરી બધા પેટ પકડી હશે છે. તા.ક બંને પ્રવીણભાઈ આજે પણ જીવિત છે. એક 82 ના ને બીજા લગભગ 70 ની આસપાસ

આરતી રાજપોપટ

 

હાસ્ય સપ્તરંગી – (20)”માનસિક નજરીયોપન્ના રાજુ શાહ

જીવનમાં દરેક વ્યક્તિ ને નાની મોટી બબાલ જીભાજોડી ઠંડું વાગ્યુદ્ધ થતું જ હોય . દરેક ધર માં. સામાન્ય છે. પતિ પત્ની વચ્ચે તો ખાસ . એ ખાસ માં માતા પિતા, “” જો જો હોં પતિ ના , પત્ની ના માબાપ વિષે તો બિચારા પતિ ની હિંમત નો હાલે ” બાળકો માટે ભાઈબહેનો માટે ભાઈબંધો માટે . પણ , આજે હું વાત કરીશ મારા “husband ” ની કે જેઓ એ હસવા નું બંધ કરી દીધું છે . મારી હયાતિ માં. હાજરી તો કહેવાય નહી . મારા marriage થયા ત્યારે મારા husband business સાથે શેરબજાર ની હવા માં રંગાયેલા . આ હવા સ્વ હર્ષદ મહેતા ને આભારી . પણ આ બધું કરતા ભાર વધી ગયેલો . એ સમયે “ભલે પૈસા ડુબે, દેવું કેમ ન થાય પણ લબરમુછીયા છોકરાઓ પણ ઝુકવા માંડેલા . મને ખબર છે એ ગાળા માં તો નવરા બેઠેલા કે રખડી ખાતા છોકરાઓ ને પૂછીએ ” શું ભાઈ શું ભણ્યો , હાલ શું કરી રહ્યો છે?! ” તો એક જ જવાબ સાંભળવા મળતો ” શેર બજાર” . મારા પતિ નો copper wire નો treading નો business . Cooper King ગણાય પણ તેઓ ને પણ શેર બજાર નો ચસકો લાગી ગયેલો . તે સમયે તો રોજ સવાર પડે ને જુદી જુદી company ના issue forms બહાર પડતાં. પહેલા તો લોકો forms મેળવવા પડાપડી કરે , પછી ભરી ને જમા કરવા લાં——બી કતાર માં ઊભા રહે . ક્યારે પણ ભગવાન ને પગે ના લાગનારા issue ખુલવા ના હોય ત્યારે ભગવાન ને સ્વાર્થ માટે મસ્તક નમાવી દેતા .આબધા માંથી પસાર થઈ ચૂક્યા છીએ . વાત એમ છે કે તે વખતે forms ભરાતા . Forms મા સહીઓ કરવી પડતી . આ બધી જફા મને ગમતી નહી . મારી સહી કપાવવા ની હોય ત્યારે બીચારા પતિદેવ મને રીતસર થી કરગરે , પણ હું મચક ના આપું ત્યારે ગુસ્સેથી બોલી સહી કરવા કહે . નાનપણ મા બાપ દાદા એ શીખવ્યું હતું પેપર વાંચ્યા વગર સહી કરવી નહી ને કોરા કાગળ પર તો કદાપિ નહી . એટલે જેવું હું form વાંચું કે !તે ભડકી ઊઠે . ત્યારે જો પાણી નો બાઊલ માથે મુકાય તો પાણી ગરમ થઈ જાય હોં !!! આજે છેલ્લો દિવસ છે ને તેનું listing બહાર પડશે ત્યારે ઊંચા ભાવ ની શક્યતા છે તે આમાં સરભર થઈજશે . આ શેર લાગ્યા તો ઘી કેળાં . મને થતું ,રોટલી વરસો થી કોરી ખાય, ઘી નો ઘર મા જવલ્લે વપરાશ, કેલશયમ ઓછું તેના માટે ડોકટર દૂધ કેળાં લેવા નું કહે ત્યારે શરીર પર ચરબી ના થર જામી ના જાય તેથી લો ફેટ દૂધ ને કેળા માં શર્કરા વધુ એટલે તે પણ ના લેવાય . હવે તમે જ વિચારો , કાગળિયા ,પસ્તી માં તેને ધીકેળાં દેખાય . એક વાર તો એક company ના issue બહાર પડવા ના હતા ત્યારે મને કહે આ શેર ની તો બધા કાગડોળે રાહ જોઈ રહ્યા છે . બે દિવસ પછી તે નું listing હતું . મને પણ ઈનતેજારી હતી કેમકે તેના “લગભગ પંદર forms મા ં મે સહીઓ કરી હતી . બે દિવસ પછી તેનો issue બહાર પડ્યો . CNBC TV18 channels પર તેનો review આવ્યો ને તેના ભાવ ની જે ગણતરી કરી હશે તેનાથી વિપરીત પરિણામ જાહેર થયું . જેઓ ને શેર નહોતા લાગ્યા તેમણે હાશકારો મેળવ્યો ને !!!!!! મેં પેપર ંમાં સમાચાર જાણીજોઈ ને વાંચી બળતા મા ઘી હોમ્યું . ત્યારે મને કહે , તારા કારણે જ આ થયું . લો ભાઈ તેનું નશીબ ના ચમક્યું ને દોષ નો ટોપલો મારા પર ??!!!!!!! એ સમયપહેલા હર્ષદ મહેતા ને પછી કેતન નો . આ બે જણા એ બધા ને એવા નિચોડી કાઢેલા કે થોડા સમય માટે શેરબજાર નું નામ લેવાનું ભુલી ગયેલા . સવારે ૯:૦૦ /૯:૩૦ ની આસપાસ office જાય , ને ૧૧:૦૦થી ૧૨:૦૦ મા તો ફોન આવી જાય . એક જ રટન ( જાણે tapના મુકી હોય!!!!)postman આવી ગયા !? JM finances Naiya નું courier આવ્યું છે કે નહી ?!! મારો જવાબ ના હોય તો તરત જ મને સામે બીજો સવાલ હોય , ” આવે તો તરત જ ફોન કર . તે તો ગડાબૂડ શેરબજાર માં ખુંપતા જ જતા હતા . ત્યારે પછી મેં મારો માનસિક નજરીયો રહદય મા અંકિત કરી લીધો . મારા મનો ભાવ ને મેં પદયકૃતિ મા કંડારી દીધી. તમે સૌ “બેઠક પરિવારજનો”હાસ્યરસની મજા ને માંડશો. મારી કાવ્ય રચના ના શબ્દ છે “”માનસિક નજરીયો”” એક સવાર મેં જોઈ , એક સવાર તે જોઈ. મેં સવાર ની કુદરત ને નિહાળી, તે સવાર ને અખબાર થી નિહાળી . જોવા ની દ્રષ્ટી એક જ , નજરીયો અલગ અલગ . એક બપોર મેં ઝંખી,અેક બપોર તે ઝંખી . મેં પત્ર અને સ્વજન ની યાદ ની ઝંખના કરી . તે JM finances Naiya ના courier ની ઝંખના કરી . ઝંખના બન્ને ને પણ ઈનતેજારી અલગ અલગ . એક સાંજ મેં આવકારી ,એક સાંજ તેંઆવકારી . મેં સૂરજ ને ડૂબતો જોઈ ચંદ્ર ની શીતલતા ને આવકારી . સલૂણી સંધ્યા ના સોનલવરણી પરિધાન ને આવકારી . તે N.S.C, B.S.E ના ચડાવ ઉતાર ને આવકારી , આવતીકાલે Sensex ,dollar index, Nasdaq , Up જશે કે Down તેના વિચારો ને આવકાર્યા . આવકાર ની ભાવના જરૂર હતી ,પણ ——–!!!!!!!! મેં જીવન ઝરમર ને આવકારી , તે રૂપિયા ના ચડાવ ઊતાર ને આવકાર્યા .!!! પણ સદ્દભાગ્યે ————- રાત્રી ની નિરવ શાંતિ મા “સવારે શું થશે !!!?” તેની વિવસતા એ “આપણ બન્ને ” ને સપના માં સરતા ં બતાવ્યા ં. ,,, જીવન મા આવા ખટટમીઠાં મનામણા ં રિસામણાં ના પ્રસંગો દરેક ના જીવન મા હાસ્ય રસ પેદા કરતા હોય છે. આવી રમૂજ ટીખળ જીવન નું યાદગાર સંભારણું બની જાય . તેને વાગોળવું પણ ગમે . બસ આ વિષય નો રસથાળ અહીં પુરો કરું છું .

મારા “બેઠક પરિવાર” ને જય હાસ્ય , શુભ સવાર , શુભરાત્રિ . જયશ્રી કૃષ્ણ .

 

હાસ્ય સપ્તરંગી -(21-શીખી લઈએ રોહિત કાપડિયા

Posted on September 21, 2016 by Pragnaji

પ્રેમ, લાગણી અને સંવેદના જ્યાં દિન-પ્રતિદિન ઘટતાં જાય છે. સુખ જ્યાં ચપટી જેટલું અને દુઃખ જ્યાં સૂંડલા જેટલું છે ત્યાં ખુશ રહેવાં માટે પહેલાં તો હસતા રહેવાનું શીખવું જરૂરી છે. કંઈક આવા જ વિચારથી કરેલી એક નાનકડી રચના મોકલું છું. જો વિષયને અનુરૂપ લાગે તો જ પ્રકાશિત કરશોજી.

રોહિત કાપડિયા

શીખી લઈએ 

————————

દુઃખ, દર્દ ,વેદના તો જીવનમાં આવતાં જ રહેશે,

ચાલો, હર હાલમાં હસતાં રહેવાનું શીખી લઈએ.

ચપટી જેટલાં સુખ સામે દુઃખ ભલે હો સૂંડલા જેટલાં ,

થોડાને ઘણું માની, હસતાં રહેવાનું શીખી લઈએ.

ફૂલોની જેમ કંટકોને પણ દિલથી અપનાવી લઈએ,

ચાલો નફરત ભૂલીને, હસતાં રહેવાનું શીખી લઈએ.

ભેગું કરેલું બધું જ આખરે અહીંયા જ રહી જવાનું,

ચાલો, ત્યાગનાં રસ્તે હસતાં રહેવાનું શીખી લઈએ.

જીવન મળ્યું છે તો શાને ઝિંદાદિલીથી ન જીવવું,

ચાલો, મોતને ભૂલીને  હસતાં રહેવાનું શીખી લઈએ.

રોહિત કાપડિયા

 

હાસ્ય સપ્તરંગી (૨૨)- લમણેશની લમણાઝીંકસાક્ષર ઠક્કર

અંગ્રેજીમાં એક શબ્દ છે હાઈપોકોન્ડરીઆક

Hypochondriac – a person who is abnormally anxious about their health

(રોગનો ભ્રમ સેવનાર)

મારો મિત્ર લમણેશ ડિસોઝા (નામ, અટક, જ્ઞાતિ, જાતિ, મારી સાથેનો સંબંધમાંથી કેટલુક બદલેલ છે ) Hypochondriac નથી. Hypochondriacને રોગ ન હોય તો પણ એવો ભ્રમ રહ્યા કરે કે એને કોઈ રોગ છે.  લમણેશને ખરેખર અલગ અલગ વિચિત્ર જાતના રોગ થયા કરતા હોય છે અને એને દવા લેવાની નથી ગમતી. બે દિવસ પહેલા  લમણેશના ઘરે અમે જમવા ગયા હતા અને લમણેશ મેડીકલ સ્ટોરથી એની દવાઓ લેવા ગયો હતો ત્યારે એની પત્નીએ એની જે વ્યથા વર્ણવી તે તેમના જ શબ્દોમાં કંઈક નીચે મુજબ છે:

જવા દો ને બહુ તકલીફ છે.  બે અઠવાડિયા પહેલા જ એમને ખંજવાળની તકલીફ ઉપડી હતી, બે દિવસ સુધી જ્યારે બેસે ત્યારે પલાઠી વાળીને જ બેસે અને પગની પાનીઓને ખંજવાળ્યા કરે. હવે ઘરે છે ત્યાં સુધી ઠીક છે, પણ અમે રેસ્ટોરન્ટમાં ગયા ત્યાંય પલાઠી વાળીને બેસી ગયા. એમ પાછા સ્વચ્છતાના આગ્રહી, ગંદા હાથ વડે ખવાય નહિ એટલે બધું ચમચીથી ખાધું. સૂપ સુધી તો બધું બરાબર હતું, પણ જેવો પાપડ આવ્યો, એને ચમચીથી ખાવામાં સ્ટીલની થાળીમાં એટલું બધું ટંગ ટંગ કરીને ખાધું, બધા ટેબલવાળા અમારી તરફ જોતા હતા. પછી ઘરે જઈને કહે કે આજે પાપડ ચમચીથી ખાધો એટલે બરાબર પાચન નથી થયું અને ઝાડા થઇ ગયા છે, તો ૧ કલાકમાં ૫થી ૬ વાર ટોયલેટ જઈ આવ્યા, અને આ બાજુ પગની પાનીએ ખંજવાળ તો ચાલુ ને ચાલુ જ એટલે અંદર જઈને દઈ જાણે શું ય કરતા હશે, જ્યારે જાય ૨-૩ મિનીટમાં ધડામ દઈને અવાજ આવે.

મેં બહારથી પૂછ્યું, “બધું બરાબર તો છે ને?”

તો કહે કે “હા સહેજ બેલેન્સ જતું રહ્યું હતું, Indian ઝાઝરૂ હોત તો હાલત વધારે ખરાબ થાત”.

આટલી બધી તકલીફ હતી તો મેં કીધું ઝાડાની હાલત થોડી સારી થાય તો ડોક્ટરને બતાવી આવો ખંજવાળ માટે,

તો કહે  કે “ખંજવાળ કંઈ જીવલેણ રોગ થોડો છે તો એમાં ડોક્ટરને બતાવાનું હોય”

પછી એમને કંઈક યાદ આવ્યું એટલે ગાદલાની નીચે મૂકી રાખેલા  “સહિયર”ના “દાદીનાં નુસખા”ના કટીંગ કાઢ્યા, એમાંથી એક કાગળિયાંમાંથી કંઈક વાંચીને, એક હાથમાં “સહિયર”ના કટિંગ અને બીજા હાથથી ડાબા પગની પાની ખંજવાળતા મને કહે કે “લાવ મને અખરોટ આપ, આમાં લખ્યું છે એક અખરોટનો ટુકડો ૯ વખત ચાવીને ખાવાથી ઝાડામાં તરત રાહત મળે છે”

હું અખરોટ અને ખાંડણી લઇને આવી, તો  “ખાંડણીની શું જરૂર છે! આ મારા મજબુત દાંત ક્યારે કામમાં આવશે?” એમ કહી, હું કહું કે “અત્યારે ઝાડા થયા છે ને એમાં દાંતથી તોડવાનું risk નાં લેશો” એની પહેલા જ અખરોટ લઇ સીધી દાંતથી તોડવા લાગ્યા, અને એટલામાં જ એમને હેડકી આવી તો અખરોટ આખી મોઢાની અંદર જતી રહી. પછી કંઈક કેહવાનો પ્રયત્ન કરવા લાગ્યા પણ એમના મોઢામાં રહેલ અખરોટને કારણે મને બસ  “અ અ આં આં” જ સંભળાયું. એનો એમને ખ્યાલ આવતા ફોનની બાજુમાં પડેલ પેન લઇ અને સહિયરના “દાદીમાંના નુસખા”ના કટિંગમાંના દાદીમાના ક્લોસ-અપ ફોટોમાં, દાદીમાંના કપાળ પર કંઈક લખ્યું અને મને બતાવ્યું. ત્યાં દાદીમાંના કપાળ પર લખ્યું હતું, “પક્કડ લઇ આવ”

હું પક્કડ લઇ આવી, પછી પક્કડ લઇને એમણે જોરથી અખરોટ બહાર ખેંચી, અખરોટ બહાર નીકળીને દુર ફેંકાઈ ગઈ અને એ તરત ટોયલેટ તરફ દોડવા લાગ્યા, બારણું બંધ કરતા પહેલા મને કહ્યું, “ખંજવાળ મટી ગઈ”

દસેક મિનીટ પછી બારણું ખુલ્યું અને એ તરફથી બુમ આવી, “લમણીકા….. અહીંયા આવ કંઈક બતાવું”, મેં મારા કલ્પનાઓના ઘોડાઓને સહેજ પણ દોડાવ્યા વગર એ તરફ ગઈ તો એ ટોયલેટની બહાર અરીસા સામે મોં ખુલ્લું રાખી ને ઉભા હતા , “આ જો અહિયાં દાંત આગળ સોજો આવી ગયો હોય એવું લાગે છે?”

Dentist એ આખી અખરોટ વાળી ઘટના સાંભળી અને હસવાનું રોકતા રોકતા કહ્યું, “સોજો તો આવ્યો છે પણ એ મોટી તકલીફ નથી, સોજો તો જાતે બેસી જશે… પણ તમારો પાછળનો એક દાંત સડી ગયો છે, અત્યારે તો એ આ સોજાને કારણે કાઢી નહિ શકાય, પણ ૨-૩ દિવસમાં સોજો બેસે એટલે મળવા આવી જજો”

ડોકટરે કીધું એમ સોજો તો બે દીવસમાં ઉતરી ગયો, પણ એ વખતે dentist પાસે ના ગયા, એના પછી ૧ અઠવાડિયા પછી બીજી નવી તકલીફ ચાલુ થઇ. “આંખની ભ્રમર (eyebrow)માં દુખાવો”

સવારે ઉઠીને જ મને કીધું કે “eyebrow દબાવી આપ”, માણસની ઉપર કોઈ ઘોડો બેસીને માણસની સવારી કરતો હોય એવું દ્રશ્ય ભાળીને કોઈ પણ માણસના જેવા હાવ-ભાવ હોય તેવા હાવ-ભાવ સાથે મેં પૂછ્યું, “હેં….???” તો કહે “બેરી થઇ ગઈ છે? Eyebrow દુખે છે, દબાવી આપ તો ભગવાન તારું ભલું કરશે”.

એમને શિયાળામાં ઠંડીને લીધે અમુક વાર માથાના વાળ તો દુખતા જ હોય છે એ વખતે કપડા સૂકવવાની કલીપ વાળ પર અડધો કલાક લગાવી દે અને એમને રાહત થતી હોય છે. આ eyebrow વાળો દુખાવો નવો હતો. પણ હું એમને ઓળખું એટલે બીજું કંઈ આગળ પૂછ્યા વગર મેં એમની જમણી eyebrow દબાવવાની ચાલુ કરી, તો મારો હાથ પકડીને કહે કે “ડાબી eyebrow દુખે છે, આ નહિ”

એટલે મેં ડાબી eyebrow દબાવવાનું ચાલુ કર્યું. આ કામનો પહેલા અનુભવ નહિ એટલે પહેલા ધીમા દબાણથી દબાવવાનું ચાલુ કર્યું, તો એમણે કહ્યું, હજુ જોરથી દબાવ, મેં થોડું જોર વધાર્યું તો “ઓ….” કરીને ચીસ પાડી. એમણે ચીસ પાડી એના લીધે મને એમના દાંત દેખાયા અને ખબર પડી કે જેમ કેરીના કોથળામાં એક બગડેલી કેરીને લીધે બીજી બધી કેરી બગડવા માંડે એમ એમના બીજા બે દાંત પણ સડી ગયા હતા. એમાંથી એક દાંત તો આગળનો વચ્ચે નો દાંત સડી ગયો હતો.

એના પછી બે દિવસ એમને સમજાવ્યા ત્યારે Dentist પાસે ગયા ત્યારે ડોકટરે કહ્યું, “થોડા વહેલા આવ્યા હોત તો દાંતને બચાવી શક્યા હોત, પણ અફસોસ હવે તો દાંતને કાઢવા પડશે.” આ સાંભળીને એનેસ્થેસિયા આપ્યા વગર એ જ વખતે એમના દાંત ખેંચી કાઢ્યા હોય એવું એમનું મોઢું થઇ ગયું. પછી તો…

એટલામાં લમણેશ બારણાંની અંદર આવ્યો. દવાઓની કોથળી ટેબલ પર મૂકી, સોફા પર બેઠો. મેં પૂછ્યું, “શું ચાલે લમણેશ? તબિયત કેવી છે?” લમણેશે પલાઠી વાળી, બંને હાથથી એની બંને પગની પાની ખંજવાળતા ખંજવાળતા, નીચેના એક દાંત વગરનું સ્મિત આપી એ બોલ્યો,

“બસ જલસા છે.”

સાક્ષર ઠક્કર

 

હાસ્ય સપ્તરંગી (૨૩) સો ….. રી! –કલ્પનારઘુ

હ્રદયના ખેતરમાં હાસ્યરસના છોડવા પથરાયેલા હોય છે. પરંતુ મુઉ મન છેને, એ હાસ્યને ભૂલીને કાંટાળી વેદના ચૂંટે છે અને પછી તેને માણ્યાં કરે છે! બળ્યું જીવનજ એવું હોય છે. પામર માનવ બિચારો કરે શું? જયાં હાસ્યના પતંગિયા જીવનબાગમાં ફરતા હોય, આંખોને, મનને ગમે પણ પછી આવતાં દુઃખના વાદળોમાં એ હાસ્ય દફનાઇ જાય છે અને આપણે દુઃખને કે તેના આભાસને વાગોળ્યા કરીએ છીએ. વાગોળીને પેટ ચોળીને પીડા ઉભી કરીએ છીએ.

તો ચાલો, એ પતંગિયાને પકડવાની કોશીષ કરીએ. હમણાંનીજ વાત કરૂં. અમેરીકામાં એક પાર્ટીમાં જવાનુ થયું. પાર્ટી હતી, ‘બેચલર પાર્ટી’. મેં મારા પતિને કહ્યું કે બેચલર પાર્ટીમાં આપણને કેમ આમંત્રણ? પછી થયું, ચાલોને બાળકો સાથે જવાનુ છે. પછી વિચારવાનુ શું? મારી બાળપણની મિત્રની દીકરી માટેની હતી આ પાર્ટી! અને મારી દીકરીની ખાસ મિત્ર. અનેક વિચારો મનમાં ચકરાવે ચઢયા. વિચારોને થોડું નોતરૂ આપવાનું હોય છે? એ તો એકબીજાને તાળી આપીને શરૂ થઇ જાય વણજાર! એવું તો નહીં હોયને! રીટા કુંવારી તો નથી! તો પછી રીટા અને મેકને બનતુ ના હતું એટલે કદાચ છૂટાછેડાની પાર્ટી હશે. છૂટાજ પડી ગયા હશે! ના – ના, પણ એવું તો શું થયું હશે કે છૂટા પડવુ પડ્યુ? રામ જાણે, બાકી હવેના છોકરાંઓમાં થોડીએ સહનશક્તિ નથી રહી. મોના કહેતી કે મારી રીટા તો સર્વગુણ સંપન્ન છે. બધું આવડે પણ વટનો કટકો હતી. જેવી મા એવી દીકરી. પછી થાય શું? સંસ્કાર તો માના જ હોય ને. મારી બેનપણી કહેવાય પણ આખા ગૃપમાં કોઇની સાથે તેને બનતુ નહોતું. બધાથી જુદી પડે.પોતાનું ધાર્યુજ કરે. અરે! જમાઇનું નામ પણ બદલી નાંખ્યું. મોહનમાંથી મેક કર્યુ. હવે જો ભોગવવાનું આવ્યું ને? પણ રીટા હતી સ્માર્ટ. અહીંની બોર્ન અને બ્રોટઅપ, પછી પૂછવુંજ શું? અને એના સાસુ સસરા ઘણીવાર ભારતથી આવતા હતા. ૩-૪ મહિના રહેતાં પણ હતા. પણ કયારેય સાંભળવામાં નથી આવ્યું કે કોઇ ઝગડા થયા હોય. હા, નાનુ અમથું તો કંઇને કંઇ બધાના ઘરમાં થતુંજ હોય છેને? અને બધાંય કાચના ઘરમાં રહે છે. ના બોલવામાં નવ ગુણ! પણ હા, છેલ્લે મળ્યાં ત્યારે એના સાસુ સસરા કંઇ મૂડમાં ન હતાં. બિચારા એ બન્ને કામ કરતા હતા. મેક ઓફીસેથી આવ્યો નહતો અને રીટા તો એના રૂમમાંજ ભરાઇ રહી હતી. બહાર આપણને મળવા પણ ના આવી. નક્કી કંઇક તો થયુંજ હશે. હા, હવે તાળો મળે છે આ ‘બેચલર પાર્ટીનો’. તે હેં કહું છું તમે બધુ સાંભળો છોને? એમ કહો, લગ્નને પાંચ વર્ષ થયાં છતાં પણ એકે બાળકો નથી થયાં. સારૂ થયુ. જે થાય છે તે સારા માટે. બાકી, મોનાની તો દશાજ બેસી જાત, એ પણ બિચારી એકલીજ છે. મહેનત કરીને છોકરીને મેક સાથે પરણાવી. પહેલા તો સોનાનો સૂરજ ઉગ્યો હોય એવુ લાગ્યું. પણ હવે, હે ભગવાન આ તેં શું કર્યું? બીચારી મોના, એક વિધવા સામે પણ તેં ના જોયું? આ તમે, કેમ મારી સામે આવી રીતે જુઓ છો? મને ટાઇલેનોલ આપો. મારૂ તો માથુ ભમી ગયુ છે. ચાલો હવે સીમા અને મયંકભાઇ પણ ઓફીસથી આવી જશે. તૈયાર થઇ જઇએ. પણ હેં! આ બેચલર થાય એટલેકે બ્રેકઅપ થાય એમાં પાર્ટી! શું જમાનો આવ્યો છે! તમને ખબર છે? હમણા એક વિડીયો આવ્યો છે. એક ફેમીલી બતાડયું છે. લોકો પણ કેવા ફોરવર્ડ થઇ ગયા છે? ડાઇનીંગ ટેબલ પર બધા બેઠા છે. ગ્રાન્ડડોટર મૂડમાં નથી. કારણકે તેનો બ્રેકઅપ થયો છે. બધા તેને મૂડમાં લાવવા પોતાના પહેલાના અફેરની વાતો કરે છે અને તમને ખબર છે, તેના દાદા શું બોલે છે? “દિલ તૂટેગા નહીં તો જોડેગા કૈસે?” બોલો મને તો નવાઇ લાગી, આ દાદા મોર્ડન બની ગયા હશે કે આ પોતાની જાતને આજના સમાજમાં મોર્ડન બતાડવાનો પ્રયત્ન કરતા હશે? જે હોય તે, સીમા તો પાર્ટીનું કારણ જાણતીજ હોવી જોઇએ. પણ હા, તમે કહ્યું તેમ આપણાથી આજના છોકરાઓને પૂછાય નહીં. એ તો વાજતે ગાજતે આવશે. પાર્ટીમાં જઇશું એટલે ખબર પડશે. તો ચાલો તૈયાર થઇ જઇએ. છોકરાઓ આવી ગયા. બધા પાર્ટીમાં જવા નીકળ્યા. બન્ને ગ્રાન્ડ ડોટર સાથે. આખા રસ્તે બધા ચૂપ હતા. હા, ગીતો ચાલુ હતા. અમે બધા બ્લેક ડ્રેસમાં હતાં કારણકે કહેવામાં આવ્યુ હતું બ્લેક ડ્રેસ કોડ હતો! વળી રીટાના હાથમાં ગીફટબેગ હતી. મારા મગજમાં વિચારોના પડીકા એક પછી એક બંધાતા જતા હતા. અડધો કલાકનો રસ્તો મારા માટે પૂછો નહીં કેટલો લાંબો લાગ્યો હશે! અને અમે પહોંચ્યા.

મોટી પાર્ટી લાગી. ઘણાં લોકોને ઇનવાઇટ કર્યા હોય તેવું લાગ્યું. શુક્રવારની સાંજ હતી. અમેરીકાની બેચલર પાર્ટીમાં જૂની આંખે નવા ચશ્મા ચઢાવી અમે બન્ને, પરિવાર સાથે અંદર પ્રવેશ્યા. મને હતું બધાના મોઢા સોગીયા હશે. હું પણ તેવા હાવભાવ ક્રીએટ કરીને મોનાને ભેટી. એ તો ખુશખુશાલ હતી! હું તો વિચારમાં પડી ગઇ. પણ મને થયું પેલા વીડીયો વાળા દાદાની જેમ આ મમ્મી પણ ચહેરા પર મ્હોરૂ પહેરીને ફરતી હશે. આમેય ભારતની સરખામણીમાં અમેરીકામાં પ્લાસ્ટીક ચહેરા વધુ જોવા મળે છે. જોકે બધાંજ ખુશખુશાલ હતાં. ત્યાં તો રીટા સુંદર ડ્રેસમાં બહાર આવી. ખૂબ સુંદર લાગતી હતી. તેના માથા પર કાળી કેપ હતી! એક ટેબલ પર કેકનું અનાવરણ થયું. સરપ્રાઇઝ! સુંદર કેક. કેક પણ કાળી કેપની બનાવેલી. ગ્રેજ્યુએશનમાં હોય તેવી અને દરેક કપકેક પણ કેપની હતી. કેક કટીંગ થયું અને વિસ્ફોટ થયો. રીટા ‘બેચલર’ બની હતી તેની કેક હતી! તેની પાર્ટી હતી. Oh my God! ત્યાં મૂકેલા બધા બલૂનમાંથી જાણે હવા નિકળી ગઇ. મારા પતિ મારી સામે ઘૂરકી રહ્યાં હતાં. તાળીઓના અવાજમાં એમનો અવાજ ડૂબી ગયો. માત્ર મને સંભળાયું, થોડા ગુસ્સામાં અને થોડા લાડમાં “ઓ મારી ડોબી ! જોયુંને?” મે કાનની બૂટ પકડીને કહ્યું, “સો…..રી!”

હાસ્ય સપ્તરંગી (૨૪) શું નવા જૂની ?-પ્રજ્ઞા દાદભાવાળા

કેમ છો? ઉમેશ,  શું નવા જૂની ?

આ ક્રેડીટ કાર્ડ નવું અને બૈરી જૂની ,.

એટલે ?

આ નવી આવતી નથી અને જુન જતી નથી ? ઉપાધી ના આબા વાવ્યા છે ને કઠણાઈ ની કેરી ખાઈએ છીએ.

કોની વાત કરે છે ?

અરે ભાઈ પત્ની ની જ વાત કરું છું ..

એટલો તો  કંટાળી ગયો છું.

અરે તારે પહેલેથી જ કંટ્રોલમાં રાખવાની જરૂર હતી ,હવે પસ્તા !

શું કરું યાર, આખો દિવસ મને ટોક ટોક કરી કંટાળો આપે છે,  આ સોરી અને થેન્ક્યું કહી ને થકી ગયો છું એક તો આ પારકા દેશમાં નોકરી,કેટ કેટલા બીલ અને ઉપરથી વાસણ અને કપડા ધોવાનું  જાણે લાઇસન્સ મળી ગયું ના હોય?  પાછો  ડ્રાઈવર પણ હું જ, તને ખબર છે ઉપરથી  મને એ ધમકી આપે એ તો વધારાની, ૯૧૧ એક હથિયાર જાણે..

બકુલે સળી કરતા પુછ્યું ,તું તો આજ કાલ પાર્ટીમાં પણ આવતો નથી ?

શું કરું ? તને ખબર છે ને તારે ત્યાં પાર્ટીમાં મેં ડ્રીંક લીધા પછી જરા એની મજાક કરી તો શું કહ્યું હતું

ઘરે આવો પછી વાત છે.

પછી

પછી શું ?મારો બધો નશો ઉતરી ગયો,એ દિવસે આખી રાત ઘરે ગયો જ નહિ

યાર મારે તને એક વાત પૂછવી છે, આ મરેજ સર્ટીફીકેટમાં  એક્સપાઇરી ડેટ હોય ખરી ?

ના હોય મૂરખા એનો અંત માત્ર છુટાછેડા જ હોય….

તું હસે છે ?

હસું જ ને તું એનાથી ડરે છે ને ?

નાના પણ સાચું કહું મારી વાઈફમાં સેન્સ ઓફ હ્યુમર છે જ નહિ ,

તો

એનામાં હ્યુમર નહિ ટ્યુમર છે.

તને ખબર છે મેં એક વાર એને કહ્યું રાજા દસરથ ને ત્રણ રાણી હતી કેટલો સુખી માણસ ! કામ કેવું વેચાઈ જતું હશે નહિ ?તો શું કહ્યું ખબર છે?

હા દ્રૌપદી પણ ખુબ નસીબવાળી હતી એને પાંચ પતિ હતા. જલસા હશે નહિ ?

ચલ જવા દે પણ તારી પત્ની કરે છે શું ?

પંચાત.

શું પંચાત ?

હા આખો દિવસ કાં તો ચેટીંગ અથવા ફોન પર વાતો…તમે કયા ગામના ? થી શરુ થાય તો આખી દુનિયા ને આવરી લે, તમારા મમાને ઓળખું અને કાકા તો અમારી પોળમાં  રહે છે અને બધાની કુંડળી ખોલી નાખે એની મેમરી પણ ગજબની છે.અરે ઓબામાને પણ ન છોડે.

તે બંધ કરાવતો હોય તો ?

એરે એમ સહેલું થોડું છે ,આફૂડી થાકે એટલે કહે જવા દે આપણે શું ? ત્યારે સમજવાનું હવે ફોન બંધ થશે.

સારું થયું ને તું  હજી પરણ્યો નથી.સાચું કહું લગ્ન એ પબ્લિક ટોઇલેટ છે…..,

એટલે ?

જે બહાર છે એ અંદર આવવા માંગે છે, અને જે અંદર છે એ નીકળી ને ભાગવા માંગે છે…..

આ તારી જ  વાત લે ને …અમે છુટવા મથીએ છીએ અને તને બધા કેવા પરણાવા મંડી પડ્યા છીએ

એની વે,બોલ તારી શું નવા જૂની ? તને ગમતી કોઈ છોકરી મળી કે નહિ ?

બસ નવા જૂની શું હોય ?તારા જેવું છે,દરેક નવી આવે છે અને હું એનો એજ જુનો

હવે કાલની જ વાત લે,હું એક છોકરી ને મળ્યો. શું વાત થી  શરુઆત કરું ખબર  જ ન પડે

ત્યાં એણે મને  પુછ્યું શું નવા જૂની ?

મેં કહ્યું તું નવી અને હું જુનો !

પછી ?

પછી શું,? મને કહે પડ્યો રહે જુના સમાન જેવો અને ચાલી ગઈ.

પણ સાચું કહ્યું, યાર આજ કાલ સારી છોકરી ક્યાં મળે છે ?

દેશથી  છોકરી લઇ આવવવાની !,એ ખુબ સ્માર્ટ હોય છે.

એરે યાર એમાં પણ બહુ લફરા છે.

તને ખબર છે હમણાં દેશથી એક છોકરી અમેરિકા આવી હતી અને ફેસબુક પર જાહેરાત કરી ટુક સમય માટે આવું છું …સમજી ગયા ને ?

મારો ફેસ ગમ્યો હોય તો આ નબર પર ફોન કરી શકો છો…

અને મેં  અને ફોન કર્યો, શું થયું ખબર છે ?

ફોન જોડતાની સાથે વિચિત્ર મેસેજ હતો.

મારો ફોટો ગમ્યો હોય તો 1 દબાવો

મારી સાથે લગ્ન કરવા હોય તો 2 દબાવો

પપ્પા સાથે વાત કરવી હોય તો ૩ દબાવો

સીધા ગોળધાણા ખાવા હોય તો ૪ દબાવો

અને તમે લુખ્ખા હો તો ૫ દબાવી રજા  લો

અને ઇન્ટ્રેસન ન હતો તો શું કામ ફોન કર્યો ?

ટાઇમ પાસ કરવા ?

તેલ લેવા જાવ ….

હવે તું જ કહે આવી છોકરી સાથે લગ્ન કરાય ?

હા  આ બધી મોબાઈલની  વોટ્સ અપ અને ફેસબુક ની રામાયણ છે.

અમેરિકામાં લગ્ન એ ખુબ મોટો પ્રોબ્લેમ છે ? કોઈ જુવાનીયા  લગ્ન કરવા તૈયાર જ નથી અને બુઢાઓં  બીજીવાર પરણી રહ્યા છે ?

આ મારો ફેન્ડ સિદ્ધ જોને ? એણે તો પરણવાનું માંડી વળ્યું ને ?અને તેના બાપા એના નામે છોકરીઓ સાથે  જલસા કરે છે

આજ કાલની છોકરીઓ બહુ બિન્દાસ થઇ ગઈ છે ? અને એડવાન્સ પણ

તને ખબર છે મારા મિત્રના સિદ્ધના  પપ્પા

નામ  જેઠાલાલ છે, પણ પોતાને જેક્સન .કહે છે .

તો શું ,આગળ બોલ

એ કાકા ખાઈ પી કમાઈ ને બેઠા છે, મોટેલો ચાલે છે અને બેઠી આવક  એટલે આવી છોકરીઓ ને નવાર બેઠા છોકરાના બહાને ફોન કરે છે

એક દિવસ એક છોકરીને ફોન કર્યો

છોકરી સ્માર્ટ હતી બધી વાત જાણીને કહે ઓં.. તમે તો સુગર ડેડી છો.

આમ પણ અમેરિકા આવી તેનો ખરચો કાઢવાનો હતો.,એટલે ડેટ પર બોલાવ્યા ,

કાકા તો પરફીયુંમ લગાડી  નીકળ્યા ..

જીવીકાકીએ પુછયું તો કહે દીકરા માટે છોકરી જોવા જાવ છું..

કાકી  બિચારા દીકરો પરણે એની રાહ જોઈ બેઠા છે.

અને કાકા ને ખબર છે કે દીકરો પરણવાનો જ નથી ,કારણ ગે છે, પણ બાપ દીકરો આ રમત ચાલુ રાખે છે.

દીકરો ઘરે દેખા જ નથી દેતો અને  કાકા દિવસે દિવસે જુવાન દેખાય છે.

કાકા આ છોકરી ને જમવા લઇ જાય ,પિક્ચર દેખાડે, પાછુ એટલું જ નહિ કાકી પાસે થેપલા બનાવડાવી પેલી ને ખવડાવે.

કાકી  દિવસે દીકરો પરણાવાના સપના જોવે .અને  કાકા સાંજે જલસા ..

આમાં અમારા જેવા છોકરાવ તો વાંઢા જ રહે ને …

પછી ..

અરે તું તો ખરો છે તને મારો પ્રોબ્લેમ નથી દેખાતો અને કાકા ના જલસામાં  રસ પડે છે ?..

જો સાંભળી લે .. આવું બધું જાજુ ન ચાલે …

હા તારી વાત સાચી છે.થોડા દિવસમાં વાત લીક થઇ ગઈ.,છોકરી કાકા ને ફોટા દેખાડી બ્લેક મૈલ કરતી હતી

કાકા એ મારી ખાનગીમાં મદદ માગી

પછી  ખબર પડી કે પેલી છોકરી અમારા બધા કરતા એડવાન્સ નીકળી. અમે કહી કરીએ તે પહેલા

એણે જસીકાકીને કહ્યું દીધું અને બમણા પૈસા કઢાવ્યા ..

કાકીએ એને પૈસા આપી રવાના કરી,

હા પછી

અલ્યા આ કઈ રામાયણ છે? કે હોકરા કરીને પૂછે છે.

એક દિવસ કાકીએ દીકરા ને બોલવ્યો ,તને આટલી છોકરી બાપા દેખાડે છે તો એક પણ ગમતી નથી

દીકરો શું બોલે .?.

પોતાને બચાવવા કહે મમ્મી તું બહુ ભોળી છો, પપ્પા તારી ફેન્ડની છોકરીઓં  જોવા તો લઇ જાય છે પણ ..

પણ શું ?

તને કોઈ ગમતી હોય તો કહે,  હું એની સાથે પરણાવી દઈશ.

મમ્મી  વાત એમ છે…..

જો હવે તું નહિ પરણે ને તો …

જીવી કાકીએ એને એમોશનલ બ્લેકમેલ કરવાનું શરુ કર્યું ..

છોકરાને થયું લાવ મારા પરથી મમ્મીનું ધ્યાન પપ્પા પર મુકું તો મારી વાત ટાળી શકાશે.

મમ્મી તું  પપ્પાને પૂછજે ,એને બધું ખબર  છે.

સારું પણ એક મારી ફેન્ડની છોકરી મેં તારા માટે જોઈ છે, તું  મળી આવજે.આલે ફોન નંબર

સારું કહી છોકરો મળવાના બહાને મમ્મી પાસથી  છુટી ગયો.

એ છોકરી જોતો અને ઘરે આવી કાલે જવાબ આપીશ  કહી ત્રીજે દિવસે ના કહેતો

એકવાર કાકી ખુબ ખીજાણા અને કહે તું કેમ ના પાડે છે ?

હવે દીકરાએ મૌન તોડ્યું..

અને કહે સાચી વાત કહું તું પપ્પા ને ખીજાઇશ નહિ ને ?

ના

અને ડિવોર્સ નહિ આપે ને ?

હું આ ઉમરે શું કામ ડિવોર્સ આપું ,આવી શું વાતો કરે છે ?

તમે આજની જનરેશન આવું કરો અમે તો સમજદારીથી કામ લઈએ.

અને દીકરાએ મમ્મીને ધીરેથી વાત કરી

જો મમ્મી તું  ઇન્ડિયાથી અહી આવી ,મોર્ડેન રીતભાત અને કપડા બધું અપનાવ્યું પણ

પણ શું ?

તું બહુ ભોળી છો મોમ !

શું કહેવું છે બકી નાખ !

તું ધારે છે એટલે પપ્પા સીધા નથી.

મારે તારા પપ્પાની વાત નથી સંભાળવી ,તારી વાત કર ,એને તો હું છેલ્લા ૪૦ વર્ષથી ઓળખું છું, એ કદાચ  મને નહિ ઓળખતા હોય.

.એ તો ઘરે આવે એટલી વાર છે……

હવે સિદ્ધે હિમંત કરી કહી દીધું મમ્મી તને ખબર છે પપ્પા ને ઘણા લફરા છે.

કોઈ નવી વાત ,તારી વાત કર…

વાંદરો ઘરડો થાય તો પણ ગુલાંટ ન છોડે સમજ્યો ?

ન..ના પણ હાઉ કેન હી ડુ ધીસ ટુ યુ ,એ ચીટીંગ ન કરી શકે.

દીકરાએ મમ્મીને રવાડે ચડાવવા કોશિશ તો કરી પણ ..

બેટા એને હું જાણું છું …તું તારી વાત કર

તે પેલી મારી ફેન્ડ ની દીકરી જોઈ હતી એનું શું થયું ?

સારી છે ..

મને બધી છોકરી સારી લાગે છે !

તો મને કહેતો કેમ નથી ?

મેં પપ્પાને કહ્યું હતું !

તો ..

હા પણ

ફાટી પડને…

મમ્મી મને તમારી ફેન્ડ ની દીકરી ગમે છે આઈ લાઈક ,હું બધાને લાઇક કરું છું.

જો  આ ફેસબુક નથી …..લાઈક ફેસબુક માટે રાખ ….લગ્નની વાત કર

બધા જ સારા હોય મમ્મી પણ એને વાઈફ તરીકે ..

ઓં કે ….મને એ કહે તને કેવી વાઈફ ગમે ?

બસ તારા જેવી જે મને સમજી શકે.તારા જેવી તું કેવી કપડા સ્ટાઈલ માં મોર્ડેન પણ

એક સારા કલ્ચરલ વેલ્યુ વાળી.. અને .મોર્ડેન વિચાર વાળી

આજ કાલની છોકરી તો પતિ હોય તો પણ બીજા સાથે ફરે ..સમજ છે ને ?

દીકરાએ ફરી મમ્મીનું ધ્યાન બીજે દોરવા કોશિશ કરી.

આપણા પપ્પા ની વાત લે ને

હવે આમાં તારા પપ્પા ક્યાં વચ્ચે લઇ આવ્યો ?

હું પણ એજ કહું છું

મારે તને પરણાવાનો છે, એને નહિ ?

એક્ઝેકલી -બરાબર વાત કહી મમ્મી તમે

તમને ખબર છે હું જેટલી ગર્લ્સ દેખાડું તો પપ્પા શું કહે છે ?

ફરી તારા પપ્પાને લઇ આવ્યો ?

મારે હવે તારા પપ્પા વિષે કઈ સંભાળવું નથી સમજ્યો

તારા પપ્પા શું કહે છે બધું જાય ભાડમાં ,તું તારી વાત કર, અને ગોળ ગોળ વાત નહિ કરતો ,કોઈ સાથે લફરું હોય તો કહી દે

મોમ સંભાળ તો,તું ખુબ રીએક્ટ કરે છે શાંતિ થી સંભાળ

હું તને સાચી વાત કહું છું ,પ્લીઝ બેસી જા ,નહી તો તારું બ્લડ પ્રેસર વધી જશે.

મને કહી નહિ થાય કહે  જે કહેવું હોય તે કહે

તારે પરણવું છે કે નહિ ?

મારે પરણવું છે. પણ છોકરી સાથે નહિ

એટલે ?

જો સંભાળ મેં ઘણી છોકરી જોઈ મીટીંગ કરી પપ્પાને દેખાડી ,પણ

અરે  પણ પણ શું ?

વાત એમ છે કે હું છોકરી ને પસંદ કરું તો પપ્પા ના પાડે  છે!

અરે એમના ના પડવાથી શું થવાનું ?

મમ્મી તું બહુ સીધી ,સરળ પતિવ્રતા સ્ત્રી છો.

પણ..

પપ્પા ના પાડે છે,એમ જ ને ?અને તું એનું માને છે.

હા

તો સાંભળ ,એનું માનવાની જરૂર નથી

જરૂર છે ?

કેમ ?

એ કહે છે આ તારી બહેન છે.

હા ….

બધી છોકરી ?

હા ..હા હા  બધી તારી ફેન્ડ ની દીકરી મારી બ્હેન છે !

પપ્પાના કેટલા લફરા છે. જો ..હું શું કરું

હવે જીવી કાકી નો અવાજ મોટો થયો અને  બોલ્યા એટલે તું છોકરી ગમવા છતાં લગ્ન નથી કરતો

હા હા મમ્મી

તો સાંભળી લે હવે કાન ખોલીને

તારા  આ પપ્પા તારા ફાધર  નથી ,સમજી જા આટલામાં …..

ઉમેશ ને તાળી દેતા બકુલ બોલ્યો ચાલો આવજે  આજે  આટલી જ નવા જૂની…

પ્રજ્ઞા દાદભાવાળા

હાસ્ય સપ્તરંગી -(૨૫)દામ્પત્યનું રહસ્યગીતા ભટ્ટ

અમારા પ્રસન્ન દામ્પત્યનું રહસ્ય

આમ તો આ અમારી અંગત વાત છે ,એટલે કોઈનેય ના કહેવાય . પણ તમેય તે ક્યાં પારકા છો? એકજ ડાળના પંખી જેવાં તો છીએ આપણે સૌ! તો પેટ છૂટી વાત કરું. વાત છે અમારા પતિદેવની!

જ્યારથી પતિદેવ retired થયા છે ત્યારથી મને તો ટાયર્ડ જ કરી દીધી છે! પરીક્ષાના ફરજીયાત પ્રશ્ન પત્રની જેમ રોજ સવારે એમનો પ્રશ્ન ખડો થઇ જાય ! હજુ તો સવારની ચાય પુરી થઇનાહોય ને પતિદેવ પૂછશે :” હની , આજે લંચમાં શું બનાવીશ ?”

“વઘારેલો ભાત! ” હું બોલવા જતી હતી , પણ સહજ શબ્દો સરી પડ્યા :” કેમ આજે કોઈસ્પેસીઅલ દિવસ છે? ”

” અરે મેંતો એમજ પૂછું કે હની આજેલંચમાં શું બનાવીશ

હું ફ્રેશ ફાર્મ માંથી તાજા શાક ભાજી લઇ આવું ,તે તું તાજો સૂપ અને તાજી ભાજીની grilled સેન્ડવીચ ને સાથે તાજો ફ્રૂટ જ્યુશ તૈયાર કરજે!”

હસબન્ડે તો હસીને કહ્યું પણ મારું હસવાનું બંધ થઇ ગયું.

જેટલી વાર એ “તાજા ” બોલે એટલી વાર હું ‘ના જા’ બોલું ! મારા તો હાજા ગગડી ગયાં! બાપરે! અને આતો હજુ લંચનું જ menu છે! અને હજુ સાંજના ભોજનની ફરમાઈશ તો ઉભી જ છે !

એના આ retirement ના ક્રેઝને રેડિરેક્ટ કરવોજ રહ્યો . મેં મનમાં વિચાર્યું : જો રોજ આમ જચાલશે તો હુંસોશ્યિલ સિક્યોરિટી ભોગવવા સુધી નહિ ખેંચું .

દ્વંદ્વ યુદ્ધમાં પરાસ્ત થયેલ યોદ્ધા જેવી હું જમીન પર જાણેકે ફસડાઈ પડી હતી !પતિદેવનોretiredment ક્રેઝ ફેસ આનંદમાં ખીલ્યો હતો. ઉવાચ્યા :” હની, i don’t want you to be in the kitchen all day, so this quick lunch will be okey! અને તને ભાવેછે તે ગુજરાતીભાણું સાંજે જમીશું : તું ખીચડી શાક ભાખરી નિરાંતે બનાવજે . It doesn’t take too long to make Khichdi , right?”

ખલ્લાસ ! હવે મારે ઝડપથી કોઈ rasto શોધવો જ રહ્યો મારા cinnamon માટે ! હા એcinnamon અને હું એની honey !

હુંમધની મીઠાશ અને એ તજનો તમરાટ! મારે મારા સીનેમન ને નિવૃત્તિમાં કોઈપ્રવૃત્તિ માંલપેટવો જ રહ્યો.

એનો આ ફ્રેશ ફૂડ ફેન્ટસી ગાળો તો ઘણો લાંબો ચાલ્યો !

રોજેરોજ ત્રણ ત્રણ ટંક તાજું રાંધી ને મેં મારા રસોડાને પણ abused કર્યું હતું !

પણ બપોરની એની અઘોરીની જેમઘોરવાની પ્રવૃત્તિને એ બ્લડ recharge કરવાનીઅગત્યની એકટીવીટીગણાવે છે. તો એને કોઈપણ નાના મોટા કામમાં જોતરવો હવે અઘરું જ નહિ અશક્ય છે!

પણ અશક્ય નેશક્ય કરી શકે છે આ કાળા માથાની સ્ત્રી – ને એ માથું જયારે ‘ nice n easy ‘ હેર ડાય થી કર્યું હોય ત્યારે તો ખાશ. મેં દાણાં નાંખ્યા : ” cinnamon ! “મેંકહ્યું,”પેલા મુરબ્બી કાકાનો ફોન હતો. તને યાદ કરતાંતા.”

પતિ દેવ ગાડીમાં બેસવા જતા હતા તે પાછા વળ્યા,”કેમ શુંકહ્યું, ખાશ કાંઈ કામ હતું? ” તને ગ્લોબલ ગુજરાતી પ્રગતિ સમાજના પ્રમુખ પદ માટે ઉભા રહેવાનું કહેતા હતા”

” પણ આપણને આવા પ્રગતિ – બગતી સમાજમાં શું આવડે?”

” હવે એમાં આવડવાનું શુંહોય? ઉભારેહ્તા આવડે એટલે બસ !

પછી ગતિ જે બાજુ થાય તે પ્રગતિ જ કહેવાય ! તારું કામ સ્ટેજ પર ફોટા પડાવવાનું ! જા મારાહેન્ડસમ સીનેમન ! બની જા પ્રમુખ !” મેં એને નાટકીય અદાથી પાનો ચઢાવ્યો .

પણ નિવૃત્તિની માજા માણ્યા પછી એને આટલુંય કામ ગમતું નહોતું .

” પણ , હું માંડ નિવૃત્ત થયો છું ને – ના ભાઈ , મારે આ માંથાઝીક ના જોઈએ ! મારે તો એયબસ ખાવું , પીવું , ઊંઘવું ને t v ની ચેનલો જોવી – એટલુંજ કરવું છે ! ” એણે કહ્યું .

” પણ તારે એજ તો કરવાનું છે! નરેન્દ્ર મોદી સાન ફ્રાન્સિસ્કો આવશે ત્યારે તારેસ્ટેજપરહારતોરા કરવા ને ફોટા પડાવવા બસ એવું તેવું જ કામ કરવાનું છે! અરે વિચાર કર , તારો કેવોવટ્ટ પડશે !” મેં વધારે દાણા વેર્યા .

થોડો વિચાર કરી સીનેમન તૈયાર થયો.

” ચાલ , તો હવે મુરબ્બી કાકાને હમણાંજ મળવા જા. ક્યાંક એમનો વિચાર બદલાય એપહેલાં ( ખરેખર તો એનો વિચાર બદલાય એ પહેલાં) હેમર ધ આયર્ન વ્હેન ઈટ ઇસ હોટ !

મેં એને વઘારેલા ભાત , દહીં અને આગળ દિવસનું જે – તે જમાડીને મુરબ્બી કાકાની ઘેરધકેલ્યો .

હાશ ! બે ચાર દિવસ મેંય છુટકારાનો દમ ખેંચયો. પણ અક્કરમીનો પડ્યો કાણો! એમમારી આ શાંતિ ઝાઝી ના ટકી.

બપોરે હું નિરાંતે આનંદનો દમ ખેંચતીતી ને એણે ઘેર પાછાં પધારી ને હૈયા વરાળ કાઢી ; “આપણા લોકોનો એજ તો વાંધો છે ,હની!”

” હાય હાય! શું થયું? ” મને ફાળ પડી ;” શું નરેન્દ્ર મોદીનું આવાનું કેન્સલ થયું? પેલો પપ્પુ અને એની મા એવાં તો મોદી પાછળ પડ્યાં છે ને- એ ઇટાલિયન ને કહીદો કે માતાજી તમેતમારે પિયર રહેવા જાઓ થોડા વર્ષ !”

” શું તુંયે ?” સીનેમને કહ્યું ,” અરે એવી કોઈ વાત નથી

એણે મારી સામે વિચિત્રતાથી જોયું .

પણ મારુ આ frustration વ્યાજબી હતું . મારી, મારા રસોડાની , મારા ઘરની , મારાજીવનની શાંતિ જોખમમાં હતી .મેં અધીરાઈથી પૂછ્યું,” શું થયું? થયું શું? કોણે આ શાંતિયજ્ઞમાં હાડકું નાખ્યું ? ”

” પ્રમાદ ! પ્રમાદ પટેલ ! એણે પ્રમુખ થવા ઉમેદવારી નોંધાવી છે!”

” પ્રમાદ? અરે ગોવર્ધનરામની . નવલ સિવાય બીજે ક્યાંય ” પ્રમાદ” વ્યકિવાચક નામઅવતુંજ નથી. you mean પ્રમોદ પટેલ! આ અમેરિકન ભાષાનો પ્રતાપ છે. તમને આનંદીમાંથી આળસુ, એશ – અરામી , વિલાસી એટલેકે પ્રમાદી બનાવી દે ! ” મેં મારું જ્ઞાન બતાવ્યું.

” હા , એ પ્રમોદ પટેલને ચૂંટણી કરવી છે!! ને ચૂંટણી માટે તો લોકોનો સપોર્ટ લેવો પડે. ”

” તે – તે આપણે એ ય કરી શું! હવે તો કરેંગે યા મરેંગે ! ‘ મેં કહ્યું

” પણ મારે સ્પોર્ટ્સ ને સપોર્ટ સાથે લહેણું નથી. નકામું પેટ ચોળીને શૂળ ઉભું કરવા જેવું થશે! લોકો મોંઢે કહે કંઈક ને પાછળ કરે કંઈક! ના ભૈ, એ મારું કામ નહિ ! હની, મારે તો બસ હુંભલો ને મારી આ રિક્લાઈનર ચેર ભલી! એય તમારે નિરાંતે તાજું તાજું ખાવાનું , પીવાનું અનેપછી નિરાંતે અહીં લંબાવવાનું ! ” એણે હાથમાં રિમોટ પકડીને રીક્લાઈનરમાં લંબાવતા કહ્યું. And I already said NO to them!”

મારી આંખમાં ઝળઝળિયા આવી ગયાં.

” કેમ શું થયું તને ?” એણેપ્રેમથી પૂછ્યું.ને ખુરશીમાંથી ઉભો થયો

” ખાશ કાંઈ નહિ. મને એમ કે તું મોટો પ્રમુખ બનશે .” મેં કાંઈ ખોટું તો નહોતું કહ્યું,

એને સારું લાગ્યું – મારી એના પ્રત્યેની આટલી આ તીવ્ર લાગણી જોઈને –

” ચાલ હની , આજે તો હું તારા માટેલંચ બનવું .” એણે કહ્યું ,” તાજો સૂપ , તાજી વેજી સેન્ડવીચને ફ્રેશ જ્યુશ !”

હું ચકિત થઇ ગઈ ;” આ બધ્ધું તું બનાવીશ?”

” ફ્રેશ ફાર્મના eatery સેક્શન માં આ બધ્ધું જ મળે છે.” એણે લુચ્ચું સ્માઈલ આપતાં કહ્યું ,”હુંત્યાંથી લઇ આવું”

ત્યાં બારણે બેલ વાગી.

કોણ હશે ? મેં બારણું ખોલ્યું તો પ્રમોદભાઈ પટેલ! ને સાથે મુરબ્બીકાકા !

મેં તેમને અંદર આવકાર્યા

” જો પ્રમોદભાઈ પ્રમુખ બને તો ઉપ પ્રમુખ પદ માટે અમે તમને આમંત્રણ આપીએ છીએ ,ભાભી ?”

મારા સીનમને મારીઆંખમાં આંખ પરોવી કહ્યું;” હની, મારા કરતાં તું

આ ફિલ્ડમાટે વધુ યોગ્ય છે. મારું આ કામ નહિ, ”

ને પછી હસતાં હસતાં કહ્યું,” તારે તો આ રોજની રમત છે”

 

કલ્પના રઘુ

હસ્યસપ્તરંગી -(૨૬ )વાત ખાનગીલોટરી લાગીરમેશ પટેલ(આકાશદીપ)

 

શ્રી નરેન્દ્રભાઈ મોદીની વાત આવે એટલે બધા સમાચાર side line થઈ જાય…એવો તેમનો મોભો થતો જાય છે… અમારા નજીકના મિત્રે કહ્યું. જુઓને શ્રી મોદીજી ગુજરાતમાં ‘નેનો‘ લઈ આવ્યા , આજે તેમના વ્યક્તિત્ત્વ આગળ સૌ ‘નેનો‘ લાગે છે. મોદીજીનું નામ કાને પડતાં જ , ઘરમાંથી શ્રીમતીજી  ટહુકો કરતાં પધાર્યા….સાંભળો.. મારે તમને એક ખાનગી વાત કહેવાની છે.

મેં કહ્યું.. કહી નાખો…સારું મૂહર્ત જ છે.

ના હમણાં નહીં, મારે થોડું કામ છે…તમે યાદ કરાવજો પછી…

મારા મિત્ર ગયા ને શ્રીમતીજી દોડતા આવ્યા ને કહ્યું…પેલા તમારા ખાસ મિત્ર ગયા ને?.. હું રાહ જ જોતી હતી..ક્યારે ટળે. તમારા એ મિત્ર એટલે ખાનગી શબ્દનો કશો જ અર્થ  ના સમજે..પાછા ‘ઈન્ટરનેટી છાપું‘ સાત સાગરે વાતનો વાવટો લગાવે ને તમને કરોડોનું નુકશાન થઈ જાય.

મેં કહ્યું..કરોડોની વાતનું સ્વપ્ન તને આવ્યું કે શું ? અહીં તો મહિને મોંઘવારી પછી , કશું સરકારે ને તેં વધવા દીધું છે.. એજ રામાયણ કરવાની હોય છે.

શ્રીમતીજીએ કહ્યું..પૂરી વાત તો સાંભળો.  મારી બહેનપણીને બમ્પર લોટરી લાગી…તેણે મને તમારા માટે જ, તેની પોતાની, આ ખાનગી વાત મને કહી છે…તમે ભલા માણસ ને એટલે ફક્ત તમારા માટે જ લાગણી થઈ.

હું વિચારમાં પડી ગયો…આ ઉછીના પૈસા લાવશે ને વાપરશે તો ..કરોડ પતિને બદલે રોડપતિ વાળી જરૂર થઈ જશે…

મને ગહન ચીંતનમાં ડૂબેલો ભાળી..ચૂંટલી ખણી શ્રીમતીજી કહે..પહેલાં આ ખાનગી વાત સાંભળો…મારી બહેનપણીને લોટરી કઈ રીતે લાગી તેની..

જુઓ…ગાંધીનગરમાં રહો છો એટલે તમે,શ્રી નરેન્દ્રભાઈ મોદીની દરેક ગતિવિધિથી તો પરિચિત જ છો…દરેક દિવાળીએ ..નવા વર્ષે તેઓ પંચદેવ મંદિરે જઈને દર્શન કર્યા બાદ જ  બીજા કામ હાથમાં લેતા. હવે થયું એવું કે , મારી બહેનપણીના

ઘરવાળા પણ , પંચદેવ મંદિરે બેસતા વર્ષે વહેલી સવારે ગયેલા…શ્રી મોદી સાહેબ જે ચોઘડીયું જોવડાવી દર્શન કરેલા..તેની પાછળ જ એ પહોંચી ગયા ને દર્શન કર્યા.જુઓ હવે ખાનગી વાત હવે આવે છે…

શ્રી મોદી સાહેબે… સી. એમ.માંથી પી.એમ. નો સંકલ્પ  કર્યો ને કેવો ફળી ગયો..ખૂબ જ પાકો એમનો વહિવટ.

મેં કહ્યું…એમાં તારી બહેનપણીને શું મળ્યું …એતો દિલ્હી પહોંચી ગયા. સંસદમાં નવ સંચાર થઈ ગયો…એ લોકો લાભ્યા.

શ્રીમતીજી કહે..હવે જરા નજીક આવો..એટલે ધીમેથી ખાનગી વાત કહું..કોઈ સાંભળી ના જાય..કોઈ આવી જાય તો?….

હું નજીક સરક્યો ..શ્રીમતીજી ગળામાં જ ગરણું મૂકી બેરે બેરે સંભળાય તેમ કહ્યું..તેનો વર સીધો જ ટીકીટ લઈ આવ્યો ને લોટરી લાગી. શ્રી નરેન્દ્રભાઈ બેસતા વર્ષે જ્યાં દર્શન કરે ..તેની પાછળ થઈ લાગેલા ને લોટરી લઈ આવ્યા…બમ્પર પ્રાઈઝ લાગી ગયું.તમેય તેમના પગલે ચાલો ને બે પાંદડે થાઓ..

શ્રીમતીજી ભલે ધીરેથી બોલ્યા ..હું તો વિચારમાં પડ્યો..કોઈ કમાન્ડો મારો સાળૉ હોય તોય મેળ ના પડે..એટલી અઘરી વાત આતો કહેવાય…તારી બહેનપણીનો વર તો ગાંધીનગરમાં પીછો કરી ફાવી ગયો.

શ્રીમતીજીએ પાછો મને જાગૃત કરવા ચૂંટલી ખણી…મેં કહ્યું..લોટરી કઈંની લાગશે.. તને ખબર છે?

આપણા નરેન્દ્રભાઈ નવા વર્ષે લડાખ -૩૦ ડીગ્રીમાં ગયા ને ગાયત્રીમાતાનાં દર્શન..સેનાના નવજુવાનો સાથે કર્યા…મારે તો આ સ્વેટરની સેવા દશકાથી લઉં છું , તોય રીટાયર કરવાનું મન નથી થતું..બજેટના ફાંફા થાય છે….તેમના પગલે મૂહર્તનો મેળ કરવો હવે અઘરો નહીં અશક્ય છે.

શ્રીમતીજી તડૂક્યાં…તમારું નામ તમારા બાપાએ આશારામ રાખ્યું છે..કઈંક તો આશા બંધાવો. સાંભળો… મારી ખાસ બહેનપણી ..એટલે તેણે તેની આ ખાનગી વાત કહી ..પછી પાછું કહ્યું..જો ને શ્રી નરેન્દ્રભાઈ સી.એમ. હતા ..તેથી મને તો કરોડની જ લોટરી લાગી..તારું નશીબ તો મારાથી મોટું જ છે..નરેન્દ્રભાઈ હવે તો પી.એમ. છે….ને તેથી જો તારા વર આવતા બેસતા વર્ષે વહેલા ઊઠી..તેમના મૂહર્તે પીછો કરી..લોટરી લેશે..તો ચોક્કસ …મને તો લાગે છે કે..અમેરિકાની બમ્પર લોટરી તમને લાગશે…બીચારા ખૂબ ભોળા છે એટલે જ સ્તો.

બોલો…કયો તમારો સગો..  આટલું બધું  આપણું ભલું ઈચ્છે?

લોટરી….  લોટરી..જપ જપતાં…શ્રી મોદીજી પાછળ આ કેજરીવાલા લોટરી લગાડવા ગયા …એમની હાલત મેં સગી આંખે  જોઈ છે..સપનામાં નહીં…મનમાં રટતો….હું હર હર ગંગે કહેતો સ્નાન કરવા બેસી ગયો…

જોઈએ હવે… આવતી દિવાળીની રંગોળીના રંગો કેવા હોય છે?..લોટરી લેવા જેવા કે???….

રમેશ પટેલ(આકાશદીપ)

 

 

હાસ્ય સપ્તરંગી -(૨૮)ત્રણ ફ્રેમ!-રશ્મિ જાગીરદાર

“ગુડ મોર્નિંગ રજત કેમ બે દિવસ થી દેખાતા નથી બહાર ફરી આવ્યા કે શું ? ”

રજત જેવો ઓટલે નીકળ્યો તેવું જ કામેશ ભાઈએ કહ્યું. સળંગ ઓટલા વાળા ઘરમાં રહેતા બે પાડોશી ઓ વાત કરી રહ્યા હતા.

રજત કહે :–“ના ભાઈ  ના, ક્યાંય  ગયા નથી, આતો ત્રણેક દિવસથી મહેમાન છે, એમાં અટવાયો છું”.

કામેશ કહે :–” ઓહ એમ વાત છે ,કોઈ સગા માં હશે નહિ ?”

રજત કહે :–” હા દુરના સગા છે સાસરી તરફના.”

અવાજ સાંભળી ને રજતની પત્ની સીમા બહાર આવી ને કહે , ” ખરા છો તમે , મહેમાન, મહેમાન  શું કરો છો હમણા ઉઠી એ આવશે તો કેટલું ખરાબ લાગે !”

ત્રણે  જણ થોડીવાર વાત કરતાં ઉભાં હતાં, એટલામાં મહેમાન રમણ ભાઈ આવીને ઉભા.

કમલ કહે :–“ઓહો, આ મહેમાન છે એમ ને ?કેમ છો ? આવો આવો ભાઈ, અમારા  ઘરે ચા પાણી કરીએ , પાડોશી ના મહેમાન એ અમારા પણ મહેમાન .”

રમણ કહે :– ”  મઝા માં છું પણ વાત એમ છે કે , હું રાત્રે 2 ની ફ્લાઈટ માં જ આવ્યો અને સુઈ ગયેલો હજી હમણાં જ ઉઠ્યો એટલે ચા પાણી  પણ બેન બનેવી ને ત્યાં નથી કર્યા તો એમને ખરાબ લાગે , ફરી ક્યારેક આવીશ “

કમલ કહે :–”  વારુ  તમારી અનુકુળતા એ આવજો “

પછીના દિવસે  કમલ,  રજતનાં  ઘર  આગળ જઈને કહે ચાલો , આજે તો ઘરે બટેટા વડા  બનાવ્યા છે , મહેમાનને લઇને આવો , ”  કોઈ દેખાયું નહિ એટલે કહે મહેમાન હજી નથી ઉઠ્યા કે શું ?

સંભાળીને રજત  કહે ” એ તો ગયા.”

એટલામાં રજત ની પત્ની આવી અને કહે :–” અરે તમને શું કહું કમલ ભાઈ , એ મારી ફોઈનો દીકરો હતો, શનિવારે અડધી રાત્રે આવી ને સુઈ ગયેલો ,અને હજી ઉઠીને આપણે  વાત કરતાં  હતા ત્યારે ,આ સાહેબ કહે ત્રણ દિવસથી મહેમાન છે . એ દિવસે માત્ર ચા પીને જે કામે આવેલો તેને માટે નીકળી ગયેલો તે છેક મોડી  રાતે  આવીને સુઈ ગયેલો, આમ રવિ વારે પણ જમ્યો તો નહિજ અને સોમ વારે સવારે તો વહેલો ઉઠીને ગયો પણ ખરો તેની ફ્લાઈટ  સવારે 4 વાગે હતી  હવે બોલો, આમને  શું કહેવું મારે ?”

રજત કહે:–” હા એજ ને જો શની રવિ ને સોમ 3 દિવસ થયા કે નહિ ?”

મહેમાન ને લઇ ને કમલ આવ્યો નહિ એટલે એની પત્ની તપાસ કરવા આવી કહે મને થયું કેમ કોઈ આવ્યું નહિ .

કમલ કહે :- ” સીતા, આ તારા અમદાવાદી પાડોશીની વાત સાંભળ જો , પેલો બિચારો શની અને રવિની રાત સુઈ જ રહ્યો  છે માત્ર રવી વારે સવારની ચા જ પીધી છે ” કમલને અધવચ્ચે અટકાવીને,  રજતની પત્ની કહે :– ” જોરદાર વાત તો એ છે કે શનિ વારે આવી ને માત્ર ઉંઘી ગયેલા મહેમાન માટે એમણે કહ્યું કે 3 દિવસ થી મહેમાન છે !  બોલો આ કેવી ફિલોસોફી !”  બધા ખડખડાટ હસી પડ્યા , હસતાં હસતાં સીતા કહે  ” સાંભળો, સાંભળો.  આવી જ મઝાની એક વાત મને પણ યાદ આવે છે, મારા પપ્પાના એક મિત્ર એક દિવસ ઘરે આવ્યા ને કહે , અલ્યા , મારે ઘેર તો જબરું નુકશાન થયું !!! મારા પપ્પાએ પૂછ્યું, “કેમ શું થયું ?”  તો કહે , “મારા દાદા નો મોટો ફોટો હતો કાચની ફ્રેમ વાળો યાદ છે ? બહાર ડ્રોઈંગ રૂમમાં લટકતો હતો?”

મારા પપ્પા કહે:–” હા , તેને શું થયું ?”

મિત્ર કહે :–” એ ફોટો પડી ગયો ને કાચ એટલે તૂટી જ જાય ને? મારે તો  ત્રણ ફ્રેમની ઉઠી !!!  કેટલો ખર્ચો ! બોલો “

પપ્પા કહે :–” ત્રણ ફ્રેમ કેમની તોડી નાખી એકસાથે ?”

મિત્ર કહે :–” યાર સમજો તો ખરા , એક ફ્રેમ હતી કે નહિ ?

પપ્પા કહે :–” બરાબર “

મિત્ર:-” એક ફ્રેમ તૂટી કે નહિ ?”

પપ્પા કહે :–” હા ભાઈ તૂટી, તેનું શું ?”

મિત્ર કહે :–” હવે એક ફ્રેમ નવી લાવવી પડશે ખરું કે નહિ ? તો મને તો ત્રણ ફ્રેમની ઉઠી ને ભાઈ!”  આ વાત સાંભળીને બધા તો હસી જ પડ્યા પણ જયારે રજત પણ ખડખડાટ હસી પડ્યો, અને કહે, ” હસવું તો પડશે જ હોં ભાઈ!” ત્યારે સૌને ફરી એકવાર હસવું આવ્યું.

 

હાસ્ય સપ્તરંગી (૨૯)તમે એવા ને એવા  રહ્યા

કહું છું, અડધો કપ ચા મુકજોને 

મારી ચા કયા છે ?

લ્યોદિવસનો છઠ્ઠો કપ છે. હજુ બીજા ત્રણચાર કપ થઇ જશે….  અરર હું કહું છું તમે હવે ચાની તમારી લત છોડો તો સારું।..આખો દહાડો શું ચા પી પી કરવાની? પછી ભૂખ મરી જાય તો બીજું શું થાય?’  ‘દહાડામાં દસ વાર આખી ચા ઠપકારવાથી એસિડીટીનો પ્રોબ્લેમ થાશે તો લટકામાંપણ માવજીભાઈ માટે ચા, વિજ્ઞાનગણિતની પરિભાષામાં કહીએ તો, ‘આવશ્યક અને પર્યાપ્તછે. આપણે હવે કાયમ માટે અમેરિકા જવાના છીએ ત્યાં કોઈ વારેઘડીએ ચા નહિ બનાવે. માવજીભાઈ સાંભળે બીજા અને મણીબેન મુંગા રહી શકે તો મણીબેન નહિ…. ભલે અડધી કહે,પણ મણીબેન તો તો આખી પાશેએવી દૃઢ શ્રદ્ધા હૈયે ધરીને અડધીમાગતા હોય છે.બસ આમ ચાલે છે એમની જિંદગી, ક્યારેક મણીબેન રિસાય તો રેકડીની કટિંગ ચા પણ માવજીભાઈ ગટગટાવે છે હા અડધી ચા થી માવજી ભાઈનું ગળું પણ ભીનું થાયપણ ચા વગર ચાલે વાત પાકી અને ચા પીવી અને પીવડાવવી માવજીભાઈ નું ગૌરવ છે એક દિવસ ટપાલી ખાસ પોસ્ટ લઇ આવે છે ખોલતા માવજીભાઈ બોલ્યા ચા પીવડાવો તો સારા સમાચાર આપુંહવે બિસ્તરા પોટલા બાંધવા માંડો ગ્રીન કાર્ડ આવી ગયું છે અને સંભાળતા મણીબેન તો ખુશ ખુશ થઇ બાજુવાળા ચંપા બંનને ઘર હરખાતા સમાચાર આપતા કહે અરર ચંપાબેન સાંભળો છો? હવે તો અમે અમેરિકા જવાના તમે અમારા ઘરનું ધ્યાન રાખજો અને ચંપાબેન કહે વાહ વાહ મણીબેન તમે તો હવે આવશો ત્યારે ફોરેન રીટન કહેવાશો પેલું શું કહે છે NRI …..હા મણીબેન હવે સાડીઓ ચાલે પેન્ટ પહેરજો, તમે પણ શું ચંપાબેન…. મણીબેન શરમાણાં હા મેં સાંભળ્યું છે કે બધા ત્યાં બદલાય જાય છે અને દેશ એવો વેશ ,સાચું કહ્યું મારી માં પરણાવી ત્યારેથી શીખવાડી મોકલી હતી કે જ્યાં જાવ ત્યાં સમાઈ ને રહ્જે અને હવે અમેરિકા બાકી રહી ગયું હતું તો પણ વળતી જીંદગીમાં જોઈ જાણી લેશુંચંપાબેન પણ તમને અમે કોઈ દિવસ ભુલશું નહિ હો. પોળ, ઘર બધું ખુબ યાદ આવશે અને આંખના છેડા સાડીના છેડા થી બંને જણ લુછતા છુટા પડ્યા..અને મણીબેન તૈયારીમાં પરોવાયા, ઘરની જોઈતી વસ્તુ આજુબાજુવાળાને આપી અમેરિકાનો સમાન પેક કર્યો, ત્યાં માવજીભાઈ ને શું યાદ આવ્યું કે કહે તમે ચાનો મસાલો લીધો કે નહિ અરર મારે તમારું શું કરવું ? તમે અને તમારી ચાની ચુસકી  ના આતો પ્લેનમાં ચા મળશે નહિ તો  આટલા કલાક કેમ નીકળશે અને તમને ખબર છે ને મને ચા પીધા વગર જાજરૂ પણ નથી જવાતું ,પણ ચાનો મસાલો હોય તો કૈક ગડમથલ કરી ચા જેવું થોડું પીશું અરર તમે પણ…  ક્યારે સુધરશો? . તમને હું ઓળખું છું આટલા વર્ષ મારા પાણીમાં નથી ગયા, જોવો મારા હાથની બેગમાં તમારા માટે ચાનો મસાલો અને થેપલા પણ લીધા છે સાથે મરચાં પણ હા પણ ધ્યાન રાખજો કઈ પણ રસાવાળું લેતા નહીતો ફેંકાવી દેશે મને બધું ખબર છે મેં બધું પૂછી કરીને પેક કર્યું છે, અરર તમે મને ક્યારેય ઓળખી શક્યા નહિ। . હા હા ચાલો હવે સુઈ જાવ કાલે સવારે વહેલા નીકળશું રમેશભાઈ ગાડી લઇ ને આવશે,ઊંઘ તો આવી અને બીજે દિવસે આવજો આવજો અને અરર અરર કરતા બન્ને જણ પ્લેનમાં ગોઠવાણા 36 કલાક તો જેમ તેમ કાઢ્યા મણીબેન પગના દુખાવાની ફરિયાદ કરતા રહ્યા અને માવજી ભાઈ ચા ની સાથે જાજરૂ ગયાની.. અંતે ગમે તેમ અમેરિકાની ધરતી પર પગ મુક્યો ત્યારે હાશકારો થયો માવજીભાઈના દીકરા વહુએ ગોળ વંદાવ્યા વગર બન્ને ને આવકાર્યા તો કઈ નહિ પણ દીકરો તુરંત કામે જવા રવાના થયો અને અમેરિકન બોન વહુ પણ પાછળ નીકળી બા અહી બધું રસોડામાં છે.ટેબલ પર જમવાનું રાખ્યું છે હા તમે ચિંતા કરશો..તમ તમારે જાવ કહું છું પહેલા એક સરસ મજાની અડધો કપ ચા મુકોને ….  હા લાવો ચા મુકું તો તમારો છુટકારો થાય…  અરર આશું અહી દૂધ કેમ આવું પાતળું છે ? જે હોય તે,પાણી નાખ્યા વગર ચા એકલા દુધની ચા કરો અને હા મસાલો નાખજો પણ કહું છું અહી કપ આવડા મોટા અને રકાબી તો છે નહિ તમે ચા કેવી રીતે પીશો જે હોય તે એકલા કપમાં લાવજો પણ બસ ચા આપો પેટ ખુબ ભારે થઇ ગયું છે…. મણીબા તમે તો સાવ અમેરિકા આવ્યા ભેગા વટલાઈ ગયા ,તમારી ચા નો સ્વાદ જાણે બદલાઈ ગયો.. અરર તમે શું કહો છો? જુઓ તમારા હાથની ચાથી મારી સવાર પડે છે.આમ કરશો તો હું દેશ ભેગો થઇ જઈશ મારી પસંદગીમાં ચા પહેલા  અને પછી હું એમ ને? અરર તમે નહિ સુધરો પણ સાચું કહું અહી બધું ખુબ ચોખું છે પણ સવાર પડે ત્યાં દુધવાળો આવતો નથી મજા નથી આવતી  તમે ચાની રાહ જોઈ ને બેઠા હો દૂધવાળો મોડો આવે હું ભાવ તાલ કરું તપેલામાં દૂધ લેવાનું પૈસાની રકજક કરવાની એની મજા કૈક જુદી હો ! પણ સાચું કહ્યું મને પણ ખુબ મજા આવતી.. બધું અલગ  અહી ચાને ઉકાળતા નથી અને આપણે ત્યાં ઉકાળ્યા વિના ચા પીતા નથી. તમારી ચાની તલપ ક્યારે પૂરી થશે તો રામ જાણે હવે શાંતિ રાખો અને મને ભજન સંભાળવા દો તો સારું  હે મણિબા તમારા નરસિંહ મહેતા ચા પીધા વિના પ્રભાતિયાં કેવી રીતે ગાતા હશે…? અરર મારે તમારું કરવું શું ? જે હોય તે ચા સરસ બનાવજો..  મારો દીકરો મોઘી ચા લાવે છે તમારા માટે એક તો ડોલરમાં વધારે પૈસા આપીએ છીએ! અને પછી એમાં ચાનો ગરમ મસાલો નખાવો છો..  દીકરા અને વહુ ને ઘણીવાર વિચાર આવે કે ઉચ્ચ ક્વૉલિટીની ચાની મુલાયમ ખુશ્બૂ અને ઉચ્ચ ક્વૉલિટીના મસાલાની તીવ્ર તામસિક વાસને ભેગા કરાવીને ચાના સબડકા લેતા લેતા કહે છે સાલી દેશ જેવી મજા આવી….પપ્પા તમે તો ખરા છે ? અને અમેરિકન વહુ વિચારેઆખો મગ છલકાઇ જાય ને ડીશમાં અડધી ઉભરાઇ જાય એટલી ચાને અડધી કેમ કહેતા હશે? પણ ચાના સબડાકાઓ સાથે માવજીભાઈ મગજ કાર્ય કરતુ થઇ જાય …..પરફોર્મન્સ દેખાડે માંડે નવરા બેઠા એક દિવસ માવજી ભાઈ ની ગુજરાતી વેપારી પ્રકૃતિ બોલી ઉઠી…. કહું છું તમે અહી ચાની લારી નાખો તો કેમ ? તમે પણ…. . અરે આપણા દેશ જેવી ચા બનાવજો અને હું નરેન્દ્ર મોદીની જેમ કીટલીમાં ચા વેચીશ..  અને ચોટીલાના કપરકાબી મંગાવશું…. પછી નામ આપશુંસબડકા ટી કાફેઅને રેકડીમાં હશે તોમોબાઈલ સબડકા ટી કાફે ટેક ટી સબડકા એન્ડ એકટીવેટ યોંર બ્રેન એન્ડ સ્ટમક (ચા ના સબડકા લ્યો અને મગજને ઉઘાડો અને પેટ ને સાફ રાખો અરર અહીંથી અટકો તો સારું ,તમારો ચા અને પૈસા કમાવાનો ગાંડો શોખ અહી પોષો તો સારું મણીબા તમને ખબર છે એક ડૉલર બરાબર પચ્ચાહ રૂપિયા થાય) પાચ ડોલરની ચા ના કેટલા થાય ગણો તો? એક વારસબડકા ટીશરુ થવા દયો પછી લોકો કહેશેસફળ વ્યક્તિની સફળતા પાછળ કટિંગ ચા અને સબડકા ચાહનો સાથ હોય છે”. અને અહી બધા સફળતા પાછળ દોડ મુકે છેસવારના પોરમાં હાથમાં ચા પકડાવી દયો પછી જોવો મજા ,માર્કેટિંગ,માર્કેટિંગ….. અરર તમે પણ નવરા બેઠા આવા સપના જોવાનું બંધ કરો,…  અને વધુ એક પણ શબ્દ બોલતા મને હવે ગુસ્સો આવે છે માવજીભાઈ મૂડમાં હતા મસ્તી કરતા બોલ્યા મણિબા સાચું કહ્યું ચા માં અને તમારામાં ચકાચૌંધ કરી દે એવું સામ્ય છે, તમે બન્ને પડ્યાં પડ્યાં ઊકળે રાખો છો શું બોલ્યા ? માવજીભાઈ મસ્કા મારતા બોલ્યા અરે મણીબા ઊકળવું તો તમારો અધિકાર છે તમે ઊકળો નહિ ત્યાં સુધી જામે નહિ હો,મન પરફોર્મન્સ ના આપે. તમને ઘરડે ઘડપણ શું સુજે છે જરાય શોભતા નથી ઊકળે તો પરસનાલીટીમાં નિખાર આવે. નિખાર એટલે કેવો? ચા ઊકળે તો લાલ થાય, અને તું ઊકળે તોલાલ પીળી થાય ! હવે મુંગા રહો, વહુ સંભાળશે તો શું કહેશે અરે તમને ખબર છે ચા નો નશો શું છે ? ચા ની ચૂસકીમાં આપણને બે પેગ પીધા પછી થતો હોય તેવો નશો છે.. અને તે દિવસે સાંજે દીકરાના એક મિત્રને ત્યાં પાર્ટીમાં જવાનું થયું. માવજીભાઈ ચા માગી તો બધા કહે લો ચાની બદલે આજે આનો નશો કરો અને શું સુજ્યું કે માવજીભાઈ ચાના વાકે પી ગયા દારૂ! પહેલીવાર નશો કર્યો અને માવજીભાઈ જાણે બદલાઈ ગયા ચાની ઈચ્છામાં શાયર થઇ ગયા અનેબોલતા રામનીશાયરી બોલવા માંડ્યા. મિત્રો હવે નથી રહી એક પણ ઇચ્છા સિવાય એક કપચા કોઈ પૂરી કરો મારી ઈચ્છા અને લાવો એક કપ કડકચા મારા મરણ વખતે કહેજો ડાઘુઓ ને કેચાપીને આવે અને સ્મશાન માં પીવા માટે થર્મોસચાના ભરતા આવે મારી નનામીલિપ્ટનતણા ખોખા ની બનાવજો શ્રીફળ ને બદલે ચાર ડબ્બાબ્રુક્બોન્ડના લટકાવજો દોણી મહીં લાવતા અગ્ની પણ કીટલી માંચા લઈ આવજો મારી પાછળ આવનારા સૌકપરકાબીખખડાવજો સળગતી મારી ચિતા માં ઘી ને બદલેચાનખાવજો અને ભભરાવીફોફામારી રાખ માં પછી નદી માં પધરાવજો અને પાછો જનમ મળે મુંજ ને ફાની દુનિયા મહીં તો પ્રાર્થું પ્રભું ને એટલું કેચાના ધાવણ ધવડાવજો…  માંડ બોલતા બંધ કર્યા ….. સવાર સુધી ઊંઘમાં પણ ચા ચા નો લવારો કરતા રહ્યા દીકરો અને વહુ જાણે ડઘાઈ ગયા….  સવારે ઉઠતા ની સાથે લીંબુ પાણી આપ્યા સાથે કોફી પીવડાવી ત્યારે નશો ઉતર્યો તો કહે મને ચા આપો…  દીકરો કહે પપ્પા હવે તમારું ચા પ્રકરણ બંધ કરો તો સારું હવે થી ઘરમાં કોઈ ચા નહિ પીવે. અને ચા ઉપર પ્રતિબંધ લાગ્યો ચાના બંધાણી અને માવજી ભાઈ તો બરાબરના ફસાણા એક તો રોજ ની મોકાણ ચા વગર જાજરૂ પણ બરાબર આવે  સવાર તો બગડે પણ હવે તો પેટ પણ . માવજીભાઈ મુંજાણાં ..શું કરવું ચા, ને ચાનો સબળકો ,સાલું કટિંગ અમેરિકામાં કોઈ સમજતું નથી,રેકડી તો છે નહિ ,હું અહી કંયા આવી ચડ્યો?… ચા નો સબળકો પછી રોજ સવારે જાજરૂ નો  ઉમળકો,ચા નો ગલ્લ્લો,…કટિંગ ચા કડકો દોસ્ત..પોળ ની ગલીઓ,.. ખુલ્લી સડકો, ..જાણે બધું ખોવાઈ ગયું…,બસ માવજી ભાઈ માંદા પડી ગયા.મણીમાસી કહે બેટા કૈક તોડ ગોતવો પડશે તારા  બાપુ આખો દિવસ  લવારો કરે છેપ્રતિબંધ હટાવ્યો ,ઘરમાં ચા બનાવી પણ માવજીભાઈ સાજા થયા,

અંતે એક દિવસ ટીકીટ લઇ ઇન્ડિયા ભેગા થયાબાજુવાળા લેવા આવ્યા ,ઘર ખોલ્યું, આવાવરું ઘર પણ સારું લાગ્યું અને સવારે કૂકડાની બાંગ સાથે રવજી દૂધવાળો આવ્યો, દૂધ લેજો અને મણીબેન તપેલું લઇ દરવાજો ખોલતા બોલ્યા અરર..રોયા આટલો મોડો કેમ આવે છે? તારા કાકા ચાની રાહ જોઈ ને બેઠા છે ! અનેદૂધ જોતા ઓરીજીનલ મણીબેન તરત તાડુંકયા અરર અલ્યા પાણી કેટલું નાખે છે ?અને ચાર મહિના બહારગામ ગયા ત્યાં ભાવ કેટલા વધાર્યા ? અરર નરેન્ર્દ મોદી શું કરે છે ?પછી જટ દેતાની ચા મૂકી મસાલો અને લીલી ચા,આદુ નાખી ચા માવજી ભાઈ ને આપી,ચાના બંધાણી માવજી ભાઈ કપ રકાબીમાં ચા મળતા એક ઝાટકે બેઠા થઇ ગયા અને એક પગ ઉચો કરી,ચા રકાબીમાં રેડીને ગગનભેદી સબડકો બોલાવ્યો…. 

ત્યારે મણીબેન બોલ્યાઅરર જોવો તો કેવા સાજા થઇ ગયા .

 

 

પ્રજ્ઞા દાદભાવાળા

હાસ્ય સપ્તરંગી (૨૯) જસ્સી જૈસી કોઈ નહીહેમાબેન પટેલ

મારા નણંદનો સ્વભાવ એકદમ મળતાવડો હોવાને કારણ તેમને બેનપણાં બહુ જલ્દીથી થઈ જાય અને તેમાં પણ તેમનાથી મોટી ઉંમરની બેનપણીઓ પણ ઘણી છે.એમાં એક તેમની ખાસ બેનપણી જશુબેન, તે ઉંમરમાં ૮૨ વર્ષના છે. આટલી ઉંમરે રૂપાળા એટલા બધા ઐશ્વર્યા રાયને પણ શરમાવે ! જેવા રૂપ તેવા ગુણ પણ, સ્વભાવે ભોળીયા, બીજાને મદદ કરવામાં અને સેવા કરવામાં તન-મન-ધનથી હમેશાં તૈયાર. લક્ષ્મીમા પણ તેમના પર ખુબજ મહેરબાન. જીભે માસરસ્વતી મહેરબાન ! ભણેલુ ઓછા, આફ્રિકામાં રહેતા હતા, હાલ સાઉથ કેરોલીના રોકહીલમાં રહે છે.સર્વ ગુણ સંપન્ન હોવા છતાં એબ્સન્ડ માઈન્ડ પ્રોફેસર જેવાં ! એવી એવી હરકતો કરે અને તેમની આપ વીતી જાતે જ બીજાને સંભળાવે ત્યારે હસી હસીને લોટ-પોટ થઈ જવાય. તેમને મળવાનુ ઘણી વખત થયુ છે, ત્યારે તેમના આફ્રિકાના પરાક્ર્મના કીસ્સા સાંભળવાની અમે ફરમાઈશ કરીએ અને હાસ્ય મહેફીલ જામે. તેમને મૉઢે સાંભળવાની મઝા વધારે આવે કારણ તેમનો બોલવાનો અંદાજ નીરાલો છે. જસુબેનની કહાની એમને મૉઢે સાંભળીએ.

આફ્રિકામાં મારી બાજુમાં જ ડૉક્ટર રહેતા હતા એક દિવસ કોઈએ મારુ બારણુ નોક કર્યુ, મને લાગ્યુ ડોક્ટરનો કોઈ પેસંટ હશે એમ માનીને બારણુ ખોલ્યુ, સામે કાળીયો ઉભો હતો, અંદર બોલાવ્યો, આવ ભાઈ અંદર બેસ, સોફા પર બેસવા કહ્યુ, સરબત બનાવીને આપ્યુ, મેં તો થોડી વાતો કરી અને પેલાને કીધુ તૂં બેસ હું હમણાં આવુ એમ કહીને કિચનમાં ગઈ,કિચનમાં આઘુપાછુ કરતી હતી ત્યાં મને યાદ આવ્યુ , પેલા કાળીયાને બેસાડીને હું તો અહિયા આવી ગઈ લાવ જોવા દે શું કરે છે ? બહાર જઈને જોયુ તો કાળીયો મોટી બેગમાં ઘરની વસ્તુ ભરતો હતો ! મને જોઈને કાળીયો ભાગી ગયો, ત્યારે મને ભાન થયું આય…હાય.. મેં તો એક ચોરની આગતા સ્વાગતા કરી ! મારુ મગજ ક્યાં ફરે છે ? મારી જાતને જ મેં વઢી નાખી, ગમે તેવા માણસોને ઓળખ્યા વીના ઘરમાં પેસવા દે છે. જસુ સાવધાન રહે આજે તો બચી ગઈ છુ, મગજને ઠેકાણે રાખતાં શીખ.

એક દિવસે, આજે તો મારે મંદિર પ્રસાદ લઈ જવાનો છે એમ બોલીને સવારમાં મેં જલ્દી જલ્દી મગસ બનાવ્યું, ઠારીને ચકતાં પાડીને ડબામાં લઈ જવાનુ હોય, હું ભુલકણી તે દિવસે આખી થાળી ઉપાડીને મંદિર ભાગી, મંદિર ગઈ ત્યારે ભાન થયું આય…હાય… આ મેં શું કર્યુ ! ભગવાનની આવી રીતે ભોગ ધરાવાય ! જસુ તારા મગજને શું થયુ છે ?

મારા ઘરે અમારા ફેમિલી ફ્રેન્ડને પરિવાર સાથે ડીનર માટે મેં બોલાવ્યા હતા, જમવાનુ પણ બનાવીને મેં તૈયાર રાખ્યુ હતુ, એ લોકો સાંજના થોડુ વધારે બેસાય એટલે વેહલા આવ્યા, અમે ગપ્પાં માર્યાં, ઘણો બધો સમય વહી ગયો એટલે મેં તેઓને કહ્યું ઘણુ મોડુ થઈ ગયુ નહી ? ચાલો હવે અહિયાં જમીને જજો. પેલા લોકો તો મારી સામે જોવા લાગ્યા. મેં પુછ્યુ કેમ આમ મારા મૉઢા સામુ જોયા કરો છો ? જમવાનુ કહ્યુ એમાં આટલુ બધુ આશ્વર્ય ? મહેમાન તરત જ બોલ્યા જસુબેન તમે અમને જમવા માટે તો બોલાવ્યા છે કેમ ભુલી ગયાં ? હું તરત જ બોલી, બોલો હવે મારા મગજને શું કરવું ? બધી રસોઈ પણ બનાવીને તૈયાર રાખી છે ! હુ ભુલકણી છું, ભુલી ગઈ મનમાં ઓછુ ના લાવશો. મહેમાન બોલ્યા જસુબેન અમે તમને નથી ઓળખતાં શું ?

એક દિવસ અમારા ફેમિલી ફ્રેન્ડ ઘરે આવ્યા, હું તેમના માટે સરબત બનાવીને લાવી, સરબતના ગ્લાસની ટ્રૅ હાથમાં લઈને ત્યાંજ ઉભી ઉભી વાતોએ વળગી, વાતોમાં એટલી બધી તલ્લીન, વાતો કરતાં કરતાં જ સરબતનો ગ્લાસ જાતેજ પીને પુરો કર્યો. સરબત પુરુ થઈ ગયું ત્યારે ભાન થયું મહેમાનને આપવાને બદલે પોતેજ સરબત પી ગઈ.

મારો સ્વભાવ બોલકણો બહુ  હૉ ! પાછી હું મહિલા મંડળની ચેર પર્સન ! એક દિવસ મારે સ્પીચ આપવાની હતી, મારા મોટાભાઈને મેં કીધુ ભાઈ, મને બોલતાં બહુ ફાવે નહી એમ કરોને ભાઈ, મને સ્પીચ લખી આપો હું વાંચીને બોલીશ.ભાઈએ મને સ્પીચ લખી આપી, મેં એક વખત વાંચી લીધી. ભાઈ મને તેમની ગાડીમાં હૉલમાં લઈ ગયા, સ્પીચ પણ વાંચીને બરાબર આપી. મનમાં ખુશ થઈ, વાહ જસુ તું કંઈ જાય એમ છે ! બધુ બરાબર પતી ગયુ ઘરે જવાનુ હતુ પાર્કીંગ લૉટમાં પહોચી, મારા ભાઈની ગાડીના કલર જેવા જ કલરની ગાડી ઉભી હતી, ધુમકીમાં કંઈ જોયા વીના જ તેમાં ડ્રાયવર સીટની બાજુની સીટમાં બેસી ગઈ અને ભાઈને પુછવા લાગી ભાઈ, મેં સ્પીચ બરાબર વાંચી હતી ને ? હું બકબક કરતી રહી ભાઈએ મને જવાબ ના આપે એટલે મેં ભાઈની સામે ઉંચુ જોયુ, અરે હું કોની ગાડીમાં બેસી ગઈ ! ગાડીમાંથી ઉતરીને કંઈ બોલ્યા વીના સીધી ભાગી ! પાછુ વાળીને કોણ જોવે ? બીજાની ગાડીમાં બેસી ગઈ હતી !

આજે મારે મારી સહેલીને ત્યાં મઠિંયાં વણવા જવાનુ હતું હું મારી આડણી-વેલણ લઈને તેને ત્યાં ગઈ, બેનપણી ઉપરના માળ પર રહે, જ્યારે નીચે કોઈનુ બારણુ ખુલ્લુ હતુ હું પેસી ગઈ ! બોલી દક્ષાબેન, આવતાં બહુ મોડુ થયુ ચાલો મઠિયાં વણવાના ચાલુ કરીએ, સામેથી કોઈ ઉત્તર ન મળ્યો મેં સામે જોયુ તો બીજી બાઈ ઉભેલી હતી ઘર પણ જુદુ લાગ્યુ !  ભાન થયું હું બીજાના ઘરમાં પેસી ગઈ છું ! ત્યાંથી ભાગી અને મારી રામ કહાણી દક્ષાબેનને સંભળાવી. શું કરું ! હુ ! મારો ભલકણો સ્વભાવ  ભારે પડે છે.

નવરાત્રી હતી અને હું માતાજીના મંદિર દર્શન કરાવા ગઈ ત્યાં મુર્તિ આગળ નીચે માતાજીના પગ આગળ માતાનાજીના ચરણ પાદુકા હતા હું દર્શન કરવા નીચે નમી પાદુકાને પગે લાગી અને એક પાદુકા હાથમાં ઉપાડી લીધી મંદિરની બહાર નીકળી એક બહેને સવાલ કર્યો જસુબેન તમારા હાથમાં આ શું છે ? મેં મારા હાથમાં જોયું તો માતાજીની પાદુકા ! અરર જસુ ! તેં આ શું કર્યુ ? માતાજીની પાદુકાજ ઉપાડી લીધી, આ મારા મગજને શું થઈ ગયું છે, કોઈ વસ્તુનુ ભાન નથી રહેતુ, દોડતી પાછી ગઈ અને પાદુકા પાછી મુકીને માતાજીની માફી માગી.

ઘરે સત્યનારાયણ કથા રાખી હતી, ગોરમહારાજ આવ્યા તેમને આસન આપી બેસાડ્યા, વાતોએ વળગી, તેમણે ચસ્મા મુક્યા હતા તે મેં લઈને ઠેકાણે ઉંચા મુક્યા. કથા ચાલુ થઈ ગોરમહારાજ તેમના ચસ્મા શોધે ઘર ગાંડુ કર્યુ. મારા ચસ્મા મેં ટેબલ પર જોયા ત્યારે થોડી વાર પછી મને ભાન થયુ મેં ગોરમહારાજના ચસ્મા ભુલથી ઠેકાણે ઉંચા મુકી દીધા.

મારા બધા દાંત ખરાબ થઈ ગયા હતા, એટલે બધા દાંત કઢાવીને દાંતનુ ચોખઠુ બનાવડાવ્યુ હતું હું દાંત રાત્રે કાઢીને બાથરૂમમાં એક ડબ્બીમાં મુકી રાખુ, એક દિવસ દાંત મારા હાથમાંથી છટક્યા અને ટોયલેટમાં પડી ગયા મેં તેમાંથી કાઢી લીધા અને ધોઈને મુક્યા, વિચાર્યુ ટોયલેટમાં પડી ગયેલુ ગંદુ થયેલુ કોણ પહેરે ? આ ફેકી દઈશ અને બીજા કરાવીશ, તે દિવસે આખો દિવસ ચોખઠુ પહેર્યુ નહી. બીજે દિવસે નાહીને તૈયાર થઈ બહાર જવાનુ હતું જલ્દી જલ્દી બાથરૂમમાં જઈને ડબ્બીમાંથી દાંતનુચોક્ઠુ કાઢીને પહેરી દીધુ. બહાર જઈને આવી રાત્રે સુતી વખતે જ્યારે ચોકઠુ મૉઢામાંથી કાઢ્યુ ત્યારે યાદ આવ્યુ આતો ટોયલેટમાં પડી ગયું હતુ, યાદ આવ્યુ એટલે ઉલટી જેવું થવા લાગ્યુ, કેટલા કોગળા કર્યા, ગરમ પાણીથી કોગળા કર્યા પણ હવે શું ? દાંતનાચોકઠાને ગરમ પાણીમાં ઉકાળવા મુક્યા ! મોઢું કેમનુ ઉકાળુ ? કોઈને કહેવાય નહી આબરૂ જાય !

કેન્યાથી ટાન્જાનિયા જવું હોય તો વીઝા લેવા પડે, હું અને મારા પતિ વીઝા લેવા માટે ગયાં ત્યાં આગળ ઓફિસરે વીઝા આપી દીધા અને પાસપોર્ટ પર સીક્કો મારી આપ્યો. ઓફિસર કોઈ કામ માટે ટેબલ આગળથી ખસ્યો, પાસપોર્ટની બાજુમાંજ તેના ડ્રોવરની ચાવી પડી હતી મેં પાસપોર્ટ્ની સાથે તેની ચાવી પણ લઈ લીધી તેનુ મને ભાન ન હતું . અમે ઘરે જવા પાછા નીકળતા હતા, અમારા બીજા ફેમિલી ફ્રેન્ડ પણ વીઝા લેવા આવ્યા હતા,રાહ જોતાં જોતાં અમે અડધે રસ્તે પહોંચી ગયા, આવ્યા નહી, બહુ રાહ જોઈ આખરે આવ્યા એટલે પુછ્યુ કેમ આટલી બધી વાર લાગે તે ભાઈએ કહ્યુ ઓફિસરની ચાવી ખોવાઈ ગઈ, ત્યારે મને મારી ચાવી ચેક કરવા માટે કેડે હાથ મુક્યો તો મારી ચાવી સહીસલામત હતી, તો પછી મારા હાથમાં આ કોની ચાવી છે ? મને ભાન થયું હું જ પેલાની ચાવી લઈને આવતી રહી છું.અમે પાછા ફર્યા અને ઓફિસરને ચાવી પાછી આપી અને અમે બંન્નેએ તેની માફી માગી. ત્યાર બાદ ગામમાં કોઈના પણ ઘરમાં કોઈ વસ્તુ મળતી ના હોય તો બધા એક બીજાને પુછે જસુબેન તમારા ઘરે આવ્યાં  હતાં ?

જસુબેન બોલે પણ ખરાં,મારાં પરાક્રમો બહુજ છે અમુક મને યાદ નથી આવતાં, હોંશે હોંશે લોકો મારી રામ કહાણી સાંભળે અને બોલે “ જસ્સી જૈસી કોઈ નહી “ હું વિચારુ વાત તો સાચીજ છે મારા જેવા મગજ ધરાવતા બહુ ઓછા મળે.મારી હરકતોથી મને ઘણી વખત બહુજ શરમ આવે છે, પરંતુ અજાણથી ભુલો થાય છે, મને લાગે છે મારુ નાનુ મગજ વધારે કામ કરે છે, પેલા મોટા મગજને ધ્યાન પણ ના હોય હું શું કરી રહી છું.લોકો મને ઓળખી ગયા છે, જસુબેનનુ મોટુ મગજ કામ નથી કરતુ ! લોકોનુ નાનુ મગજ સુતેલુ હોય, જ્યારે અહિયાં તો મોટુ મગજ સુતેલુ છે.બધી નિર્દોશ હરકતો છે,મારી ભુલો કોઈ મનમાં લેતુ નથી, માફ કરી દેછે.

( આ ઘટનાઓ કાલ્પનિક નથી, જસુબેન અને તેમના પરાક્ર્મ સત્ય ઘટના છે. )

હેમાબેન પટેલ

 

હાસ્ય સપ્તરંગી -(૩૦) કરાગ્રે વસતે …આરતી રાજપોપટ

‘આ આજકાલ ના છોકરાઓ ને એમની મોબાઈલ ની લત’ મનહરભાઈ અકળાઈને બબડ્યા.’છો ને કરતા તમને શું થાય છે,તરવરિયા યુવાન છોકરાઓ ને જ નવી નવી વસ્તુ ઓનું આકર્ષણ થાય ને’ પત્ની એ તેમને ટોકતા કહ્યું.’ પણ અત્યારે રજાઓમાં કાકા-બાપા ને મામાફોઈ ના પોરિયાઓ ભેગા થયા છે તો પણ આખો દિ સોફા માં પસરાઈ ને મોબાઈલ માં મોઢું નાખી બેઠા હોય છે કોણ આવે છે કોણ જાય છે દુનિયા માં શું થાય છે કાશી ભાન છે એમને ,પેલા તો બધા ભેગા થતા ત્યારે કેવા ધિંગા મસ્તી ને ધાંધલ ધમાલ કરતા’ દાદા બળાપો કાઢતા બોલ્યા. એક બે વાર તો સાસરે થી રજાઓ માં આવેલી દીકરી ને પણ ફોન પડેલી જોઈ ટોકી ‘છોકરાવ તો ઠીક તું પણ શું આખો દિ ફોન માં હોય છે’ ‘ ના ના પપ્પા બેટરી લો હતી તો તે જોતી તી ‘ દીકરી એ સ્વ બચાવ માં કહ્યું.

એજ વીક માં દાદા નો 75th બર્થડે આવતો હતો ,તો બધા છોકરાવે ભેગા મળી પ્લાન કરી સવાર સવાર માં હેપી બર્થડે ‘દાદા’,’નાના’ ,પપ્પા ના વધામણાં સાથે તેમને તેમની સૌથી અણગમતી વસ્તુ, નામાંકિત કંપની નો લેટેસ્ટ મોડેલ નો મોબાઈલ ભેટ માં આપ્યો! દાદા ‘ આ શું મારે એવો ફોન શું કરવો છે ,મારે નથી જોઈતો’ ‘પ્લીઝ દાદા’ બધા એક અવાજે બોલ્યા.’ અરે મને આ વાપરતા પણ ના ફાવે’ દીકરી ની દીકરી કે જે ગેંગ માં સૌથી મોટી હતી તે લાડ થી બોલી ‘ નાના હું શીખવી દઈશ તમને અહીં છુ એટલા દિવસ માં, સાવ સહેલું છે અને તમે આમ તો મોબાઈલ ફોન વાપરોજ છો ને કી- પેડ વાળો એટલે વાંધો નઈ આવે’. સારું હમણાં રાખો પછી જોઈશું’ અને પછી બાકાયદા પ્રેમ ભર્યા હઠાગ્રહ સાથે દાદા ની મોબાઈલ શીખવા ની ટ્રેનિંગ ચાલુ થઇ. ફોન કોલ્સ ,વિવિધ એપ, રેડીઓ ,વિડિઓ ગેમ વગેરે ની જાણકારી નાના નાના પણ એક્સપર્ટ શિક્ષકો એ આપી .દાદા ને પણ ધીમે ધીમે થોડો થોડો રસ પાડવા લાગ્યો. પછી વોટ્સઅપ ના ત્રણ ચાર ગ્રુપ માં પણ એડ કર્યા .એમાંથી એક ગ્રુપ એમના પુરા ફેમિલી નું હતું ,જેમાં દીકરા દીકરી વહુ જમાઈ બાળકો બધા શામેલ હતા. દાદા ને સુડોકુ ની રમત બહુ ગમતી તો એ ડાઉનલોડ કરી રમતા શીખવી.ને બધા વેકેશન પૂરું થતા પોતપોતાના ઘરે ગયા. હવે છોકરાવ તો ચાલ્યા ગયા ને ઘર માં હતા તે સ્કૂલે જવા લાગ્યા તો કશું ન સમજાય તો પુત્રવધુ ને બોલાવી પૂછવું પડતું. આજે સવારથી જ ગ્રુપ માં મેસેજ આવતા તા hbd રિયા ! many heppy returns of th e ડે રિયા. તો વહુ ને બોલાવી પૂછ્યું ‘ આ hbd એટલે શું ? વહુ જરા મનમાં હસી હોય એવું લાગ્યું.’ hbd એટલે હેપી બર્થ દે પપ્પાજી’ ‘ ઓહ એમ કે પણ આમ ટૂંકું કેમ ? અને આપણી રિયા સિવાય બીજા કોનો જન્મ દિવસ છે આજે? એનોજ છે તમારી લાડકી પૌત્રી નો.’તો એતો ઘર માંજ રહે છે એને કેમ બધા એમાં શુભેચ્છા આપે છે? એ તો એમજ .દાદા ને નવાઈ લાગી પછી આઠ દસ દિવસ તબિયત થોડી નરમ ગરમ રહી તો ફોન થી થોડા વધારે નજીક આવી ગયા ,એમના મિત્રો ના msg ગ્રુપ માં આવતા ચેટ કરતા, પણ વચ્ચે વચ્ચે મુંજાય જતા પણ હવે વહુ ને પૂછવા માં પણ સંકોચ થતો. ખાસ તો lol ,omg ,jsk આવું બધું સમજ ની બહાર હતું.તબિયત સારી થતા એક દી સાંજે બહાર જવા તૈયાર થયા.તો સ્કૂલે થી આવતી પૌત્રી દાદા કેમ બહાર જાવ છો આરામ કરો ને.’ શું કરું ઘરમાં ‘ અરે તમારા ફ્રેન્ડ સાથે ચેટ કરો ને આરામ કરો ને દાદા. ના ના એમ મૂંગા મૂંગા વાતો કરીને તો હવે મારુ મોઢું ને માથું બેય દુઃખી ગયું છે!કહી પોતાના જીગરી મિત્ર ને મળવા પાર્ક તરફ ચાલ્યા. પાર્ક માં ‘ અરે મનુ આવ આવ’ ‘ કેમ છે વિનુ .મનહર ભાઈ એ પૂછ્યું. હું તો મજામાં પણ તારે પણ હમણાં જલસા છે નવો ફોન નવી નવી વાતો, યાર બતાવ તો ખરા તારો નવો સાથીદાર! ‘અરે સુ વાત કરું વિનુ ક્યારેક તો બહુ મૂંજવી દે છે આ તું તો ઘણા સમય થી વાપરે છે ને સાલું આ omg ને લોલ ને jsk આ બધું સુ છે.? ને વિનુ ઠહાકા મારી હસી પડ્યો ,જો મનુ આજ ના હાઈટેક સમય માં કોમ્પ્યુટર , કપડાં ને ફોન થી લઇ બધું મેજર થી મીની ને મીની થી માઈક્રો થાય છે ને એમ એમ ચેટ ની ભાષા માં પણ આ વાત લાગુ પડે છે jsk …જય શ્રી કૃષ્ણ, omg …ઓહ માય ગોડ ,સમજ્યો મારા ભોળા રામ .મનહરભાઈ તો જોતા રહી ગયા. ‘એ મનુ આ મેસેજ તે વાંચ્યો ..ને મારા ભાભી ને સંભળાવ્યો કે નઈ ,વિનુભાઈ વિધુર હતા તો મનુ ભાઈ ની મશ્કરી કરતા બોલવા લાગ્યા …ધો ળા માથે કાલા આવે તારા જો ઈશારા આવે એક આંખ તું મીંચકારે હેત ના હિલ્લોળા આવે આંખ મંજરી લ ટ સોનેરી સપના પણ રૂપાળા આવે મને તોતેર ને તને સીતેર તોય વિચાર નખરાળા આવે! ને વિનુએ મનુ ને આંખ મિચકારી ‘શું તું પણ વિનુ ધડપણ માં આવી વાતો કરે છે ‘ને બંને ખડખડાટ હસી પડ્યા .’ હા યાર મને પણ હમણાં એક દિવસ કેવો મેસેજ આવ્યો ખબર છે ..પૃથ્વી પર થી એમની જન્મ જયંતિ મનાવી પાછા ફરેલા હનુમાનજી ને પ્રભુ રામે પૂછ્યું કેમ હનુમાન કેવો રહ્યો દિવસ તો હનુમાન કહે છે શું કહું પ્રભુ આજે તો ભક્તો એ વોટ્સઅપ પર એટલા ઠેકડા મરાવ્યા કે ક્યારેય જમ્પ મારી નથી થાક્યો એટલો આજે થાકી ગયો! અને પછી બંને મિત્રો પોતપોતાના ફોન ની ખૂબીઓ અને ખામીઓ માં એવા ખોવાય ગયા કે કેટલો સમય વીતી ગયો એનું ભાન પણ ના રહ્યું ને ધ્યાન ગયું ત્યારે હંમેશા મળે ત્યારે અલક મલક ની વાતો કરતા મિત્રો આજે એમના ‘નવા’ સાથીદાર ને મળી બે વતા બે ચાર ની નવી મંડળી બની ને વર્ચસ્વ નવા આંગતુકે જમાવ્યું એની પર હસવું કે રડવું એજ ના સમજાયું. પછી તો સવારે કરાગ્રે વસતે લક્ષ્મી નો શ્લોક બોલી તરત કરાગ્રે વસતે ફોનં કરમધ્યે વોટ્સઅપમ કરમૂલે ફેસબુક મ પ્રભાતે મોબાઈલ દર્શનં .એવા હાલ દાદા ના પણ થઇ ગયા નવા રંગે બરાબર રંગાય ગયા દાદા .હવે બળાપો કાઢવા નો વારો પત્ની કાન્તા બેન નો હતો કે શું આખો દિ મોબાઈલ માં માથું રાખી બેસો છો ..!!

હાસ્ય સપ્તરંગ (૩૧)બચી અને બકોકલ્પના રઘુ

અમદાવાદમાં મારી એક મિત્ર બચી રહેતી હતી. હંમેશા તેને દરેકને બકા કહીને સંબોધવાની આદત. પછી સામેની વ્યક્તિ ઉંમર કે કદમાં નાની હોય કે મોટી …

અમને તો ભાઇ મજા આવતી આ ઉંમરે, અમને કોઇ બકા કહીને બોલાવનાર છે. સાચું કહું તો અમને આ બકા સાંભળવાની આદત પડી ગઇ હતી. ના બકા … , જો બકા … , હા બકા … , પછી બકા એવું થયુંને … , વિગેરે વિગેરે અને અમે સૌ ટેવાઇ ગયા હતા, તેના ‘બકા’થી.

પરંતુ એક વખત ભારે પડી ગઇ. મુંબઇથી તેના સાસુ-સસરા દસ દિવસ માટે મહેમાન બનીને બચીના ઘરે આવ્યાં હતાં. ડાઇનીંગ ટેબલ પર સસરાજી જમવા બેઠા હતા. કડક સાસુમા બાજુમાં બેસીને છાપુ વાંચતા હતા. સસરાને ખાતાં ખાતાં ઢોળવાની આદત. ખાઇ રહ્યાં પછી બચી થાળી લેવા આવી. અને બોલાઇ ગયું … બકા, બહુ ઢોળે છે … અને સાસુ છાપાંમાંથી મોઢું બહાર કાઢી ચોંકી ગયા … બચીની જીભ બહાર નીકળી ગઇ … સસરાની આંખો પહોળી થઇ ગઈ … સસરાથી બોલાઇ ગયું … હેં!!!

અને ત્યારથી એ ઘરમાં જયારે સાસુ-સસરા આવે ત્યારે એક નિયમ બની ગયો. સસરા જમે … સાસુ પીરસે અને સાસુ થાળી ઉપાડે … ભારે થઇ ભાઇ આ ‘બકાએ’ બચીને બચાવી લીધી … સસરાની સરભરામાંથી … હંમેશ માટે!!!!!

કલ્પના રઘુ

 

 

 

હાસ્ય સપ્તરંગી (૩૨)નીનાભાભીનાં ઉપવાસો-વિજય શાહ

આમ તો નીનાભાભી સાથે વાતો ફોન ઉપર જ થાય.કદાચ વીસેક વર્ષ પહેલા તેમની દીકરીનાં જન્મદિનની ઉજવણીમાં ભેગા થયેલા તે આ વખતે ફોન કરીને મળવા આવ્યા..ત્યારે સ્વભાવગત જ મારા મોંમાંથી નીકળી ગયુ

“ભાભી! તમે તો છો તેવાજ છો ને!”

“ લ્યો દીયરજી તમે પહેલા એવાં નીકળ્યા જેને મારું વધેલું ૨૦ પાઉંડ વજન ના દેખાયુ.”

“ ખરેખર ભાભી? મને તો ખરેખર આપણી તૃપ્તિનાં ૬ વર્ષની પાર્ટી વખતે જેવાં હતા તેવાં જ દેખાવ છો. મને યાદ છે તમે પીલા કલરનું રેશમી પંજાબી પહેર્યું હતું.. અને મેંગોનોં એવોજ સરસ શીખંડ બનાવ્યો હતો.. મને તે વખતે તે બહું જ ભાવ્યો હતો”..મેં વિગતે કેફિયત આપી

“ એ બધીજ વાત સાચી પણ તમને આજે જે આંખે જે દેખાયુ તે સાવ જ ખોટૂં..” નીનાભાભી એ તેમના સદા બહાર હાસ્ય સાથે જાણે માઇકમાં એનાઉન્સ કરતા બોલ્યા…પછી સહેજ શાંત થતા બોલ્યા મારો ઇન્સ્યોરન્સ કંપની વાળો ૨૦ રતલ ઘટાડવા ૨૫૦ ડોલરનો મને વીડીયો મોકલીને વધેલા વજન નાં ગેર ફાયદા સમજાવતા ૧૨ વીડીયો મોકલ્યા છે અને પછી શરુ કરી છે ઉપવાસ્ની તપસ્ચર્યા…જે જોઇને આવતા મહિનાની વીસમી તારીખે વીસ રતલ વજન ઘટી જવું જોઇએ..”

“ વાઉ! ભાભી તમે તો વટ પાડી દેશો”

“ વટ બટ તો ઠીક પણ આ તૃપ્તિની સાસુ જોડે સ્પર્ધા છે.. એમના માટે લીધેલા કપડા તેમને આવી જાય તેથી તેઓ શરીર ઘટાડે છે જ્યારે મારા જાન્યુઆરીમાં સીવડાવેલા કપડા આજે તો મને ચઢતા પણ નથી તેથી વીસેક પાઉંડ ઘટાડવાનો પ્રોગ્રામ લીધો છે.”

“ભાભી ભલે પણ ચા લેશો કે આઇસ્ક્રીમ?” મંદાએ વિવેક કર્યો

“ એ તો રામાયણ થઈ છે દિવસમાં જેને છ વાર જમવા જોઇએ તેને ડોક્ટરે ના કહી બહું કકડીને ભુખ લાગવા દેવાની અને દિવસમાં બે જ વાર ખાવાનું અને તે પણ પેટ ભરીને ઓડકાર આવે તેવું તો નહીં જ. વળી કેલેરી કાઉંટ તો કડક બે થી ત્રણ હજારનો કાઉંટ ઘટાડીને બારસો કરવો તે કંઇ સહેલ વાત તો નથીને?”

પણ ચા કે આઇસક્રીમ ખાવાનું થોડૂં છે?”

“ હા પણ પછી શરીરને છેલ્લા બે મહીનાથી કેળવ્યુ છે તે ટેવ બદલાઇ જાયને?”

“ ભારે કરી ભાભી તમે તો.હવે વેવાણ સાથે શરીર ઉતારવાની સ્પર્ધામાં અમરા ભાઇએ તમારે માટે જે ખાવાનાં ભંડારો ભર્યા છે તેને ખાલી થવા દેતાં જ નથી.”

ક્ષણેક મારી તરફ નજર કરતા બોલ્યા…” દીયરજી હવે તો આબરુનો સવાલ છે. કાંતો આ પાર કે પેલી પાર..

“ભાભી આ સુખનું વધેલું શરીર છે ભુખ્યા રહીને ઉતરી તો જશે પણ તૃપ્તિનાં લગ્ન પછી પારણે ડબલ ઝડપે વધી જશે તો?” દેરાણી મંદા ટહુકી

“ એવુ તો વીડીયોમાં કશું બતાવતા નથી એટલે પારણા નિર્જળા કરીશું શરીર વધે જ ના.”

“ પણ ભાભી પારણું તો એક જ દિવસ પણ પછી છ વખત ખાશો તો નક્કી જ બે અઠવાડીયામાં જ્યાં હતા ત્યાં આવી જશો..’હું ભાભીની મશ્કરી કરવા નહીં પણ મને ચિંતા થતી હોય તેમ ઠાવકાઇ થી બોલ્યો”

“ દીયેરજી વાત તો તમારી સાચી છે પણ આ બળ્યુ મોહન થાળ અને મગજની લાડૂડી ખાધા વિના ચાલતું નથી એટલે જમવાનું પતે એટલે પ્રસાદ છે એમ કહીને આરોગી લઉં છું. શું કરું?

મંદાએ ફરી વિવેક કર્યો “ ભાભી તમારા ભાઇ દેશી રાજભોગ આઇસક્રીમ લાવ્યા છે. થોડોક પ્રસાદ સમજીને ન્યાય આપ્જો હું લાવું છું” કહીને સોફા ઉપરથી ઉભા થવા ગઈ અને નીનાભાભીએ હાથ પકડીને બેસાડી દીધી..

” ના રાજભોગ છે તે તો બે પ્લેટ ખાધા વિના મોં ભીનું ય ના થાય. અને તું આગ્રહ કરે છે તો મારાથી ખવાઇ પણ જાય..પેલો ઇન્સ્યોરન્સનો પ્રોગ્રામ તો એજ કહે છે ગમે તેટલા પ્રલોભનો આવે પણ ૨૦ પાઉંડ વજન ઉતારવાનું છે તે નિર્ણય તુટ્વો ના જ જોઇએ..એટલે તું લાવ જ નહીં. લાવીશ તો ખવાઇ જશે..”

એમની ચકળ અવકળ થતી આંખોમાં તે લલચાઇ તો ગયા છે તેમ દેખાતું તો હતું જ..ત્યાં તેમના પતિદેવ અમિત બોલ્યા..”નીના.. તારે ખાવું હોય તો ખાઇ લે ને કંઇ મંદાને કે આસિતને ખોટુ નહીં લાગે.”.. પછી મંદા સામે જોઇને બોલ્યા “ હા તું તારે લાવને ..રાજભોગનાં નામથી મને પણ તલપ લાગી છે.”

નીનાભાભી અમિત ઉપર ગુસ્સે થતા બોલ્યા “હા. મને વેવાણ સામે નીચા પાડવાનો સારો રસ્તો તમે લો છો.. લાજો જરા…અને તમારે પણ આઇસક્રીમ નથી ખાવાનો ડાયાબીટીસ વધી જશે..સમજ્યા?”

મને લાગ્યું કે મંદાનાં રાજભોગને કારણે પતિ પત્ની વચ્ચે જંગ છેડાઇ જશે…અમિત જરા લાડમાં બોલ્યો.. મંદા એક જ પ્લેટ લાવ અમે બંને જરા મોં ભીનુ કરી લઇશું. પણ પ્લેટ જરા મોટી લાવજે હંકે આંખ મારતા અમિતે ટ્રીક કરી.

નીના તરત જ બોલી “ હા મંદા તારા જેઠજી એ તને જે આંખ મારી ને તે મને વાગી હં કે.’

આસિત કહે “ જો એક વાત સમજ તું આખો ડબ્બો લાવજે અને બે પ્લેટ જુદી લાવજે જેને જેટલું ખાવું હશે તે ખાશે…

મંદા અંદર ગઇ અને વાતોનાં તડાકા પાછા ચાલુ થયા..

“આ વખતે ભારત ગયા ત્યારે એક જબરી નવાઇ થઇ” નીનાભાભીએ નવો મુદ્દો કાઢ્યો.

“અમે ગોવાની ટુરમાં હતા અને નવસારી પાસે ફ્રુટની લારીમાં અમે હનુમાન ફળ જોયું.”

મારાથી ના રહેવાયુ એટલે જરા હસ્યો અને ભાભી બોલ્યા “તમને નવાઇ લાગીને?

“હા.. હવે ટાઢાપહોરની હાંકવાની શરુઆત કરી..સીતાફળ હોય.. રામ ફળ પણ હોય.. પણ હનુમાન ફળ?’”

“ હા હનુમાન ફળ હોય.. સીતાફળ ની સાઈઝ આટલી હોય કહીને એક હાથનો ખોબો બતાવ્યો.. રામફળ તેના જેવું જ પણ થોડું મોટું હોય જ્યારે હનુમાન ફળ બેઉ હાથ પહોળા કરીને બતાવ્યું..”

હવે સ્તબ્ધ થવાનો વારો મારો હતો ત્યાં અમિત બોલ્યો “ફણસ ને હનુમાન ફળ કહે છે” ઘરમાં સૌ હસી રહ્યા હતા ..નીના ઝંખવાતી ફરી બોલી ફણસ નહીં હનુમાન ફળ..અને મારી સહેલી કહે આનું સેવન કરવાથી શરીર ઉતરે.” અને હાસ્યનો ગુબ્બારો ફરી ઉઠ્યો.

મંદા આઇઅસ્ક્રીમનો ડબ્બો અને બે મોટા કાચનાં વાટકા અને ચમચી લઇને રૂમમાં આવી.

મંદાનું પીયર બારડોલી તેથી તેને ખબર હશે તેમ માની ને ડુબતાને તરણુ મળે તેમ ઝડપ મારીને મંદાને કહ્યું “ આ જોને આસિત મારી મશ્કરી કરેછે હનુમાન ફળને ફણસ કહે હ્છે તું જ કહે હનુમાન ફળ તેં ખાધા છે ને?”

મંદાને માથે ધર્મ સંકટ આવ્યુ તે કહે “ હા સીતાફળ કરતા બમણા કદનું અને એક્દમ મીઠી પેશીઓ વાળુ ફળ હોય છે.અને વાંદરાઓ તેના ઉપર જ જીવતા હોય છે…મંદાએ હળ્વે રહીને કહી દિધું કે તે માણસ નો ખોરાક નથી.

અમિત જરા ગંભિર થઇને બોલ્યો.” નીના ચાલ તું જીતી અને હું હાર્યો..આપણે રાજ્ભોગને માન આપીયે? તું ડબલ ખાજે જીતની ખુશીમાં ખાજે અને હું અડધો ખાઇશ હાર્યાની સજામાં…

“ ના હોં મારે અડધો કપ ખાવાનો અને તમારે બીલકુલજ નહીં”

“ ભાભી પછી તમારો કેલેરી કાઉંટ?”

“ હવે જીત્યાની ખુશી તો મનાવવી જ પડેને…?”

“અને મારે પણ સજા તો ભોગવવી પડેને?”

બધા હસતા હતા અમારા લવાણામાં પછી તો લે ને મારા સમ કહીને એકમેકને ખવડાવતા ભાઇ અને ભાભી રાજ્ભોગ ને આરોગવા બેઠા ત્યારે પાઉંડ રાજ્ભોગ પુરો થઇ ગયો હતો અને ભાભી સહેજ ખચકાતા બોલ્યા અમીતેં મારા ઉપવાસો તોડાવી નાખ્યા.એટલે હારીને તે જીત્યો પણ મઝા આવી..

હાસ્ય સપ્તરંગી (૩૪)-પ્યાલાબરણીમેઘલતાબેન મહેતા

Posted on October 7, 2016 by Pragnaji

પ્યાલા બરણી સાદ સાંભળી

ઝટ ઉભી થાય કામ આવરી

કામકાજમાં   મગ્ન  હતી   ત્યાં

કીધું  કે   અલ્યા  થોભ  જરી .

અંદર  જઈને   ખુબ   જતનથી

સંઘરી   મુક્યા   જરી  પુરાણા ,

કપડાંની બચકી લઇ આવી

ધરી  દઈ   બેઠી   મીંટ  માંડી

ધાયું”તું    કે  એ   કપડાનું

સુંદર   મોટું  સ્ટીલ  તપેલું

કે   જર્મનનો   મોટો  થાળ

મળી   જશે  મુજને  તત્કાળ.

(પણ ) પ્યાલા બરણીવાળો એવો

નીકળ્યો  કેવો  કસબી   કેવો

જેવું   ઉખળે,   તુર્ત   ઉવેખે

ઝીણાં   ઝીણાં   છીદ્રો  પેખે .

ડોકું   ધીમે   ધૂણતું   જાય

નક્કર ..નકાર ત્યાં ઉભરાય.

“આ નહીં ચાલે, તે નહીં ચાલે ”

તવ કપડા  ખપમાં  નહીં લાગે

આ   તો   છે    કેવળ   ઠગાઈ

પામું   છું   હું  ખુબ  નવાઈ

ફાટી   તૂટી   ચીજે   માઈ

કરવા   બેઠી   કેવી ઠગાઈ !

“સ્ટીલ   તપેલું  ભૂલી   જા  બાઈ

ભૂલી   જા  જરમન  કેરી  થાળી,

જોઈએ  તો  આ  નાનું   ઢાંકણ

લઇ   લે, છાંડીને   અકડાઈ”

“છટ  ચાલ્યો જ  રસ્તે  તારે

નથી જોઈતું  કંઈએ  મારે

મમ  પુંજી  મમ  પાસ ભલે  રે

જતન  કર્યું   મેં  શાને  વાસ્તે ?

આ  તો મારી  પ્યારી  ગઠડી

છો  બાંધેલી  રે’  મુજ   ગાંઠે

નથી  વેચવી   કંઈએ   સાટે

વેરી  દઈશ  જીવનના ઘાટે”

હજીય   બચકી  બંધ  પડી છે.

રાહ  જોઉં છું  મળે કૃષ્ણ તો

દીન  સુદામા   થઈને  મારી

કાલી   ઘેલી  અર્પું  બચકી

કૃષ્ણ  ઝપટથી  લઇ લે આંચકી

આતમ  સમૃદ્ધિ  રહે  છલકી

અહંકારને            તિલાંજલિ

જ્ઞાન ગોષ્ટી ભરું  અંજલિ

 

મેઘલતાબેન મહેતા

હાસ્ય સપ્તરંગી -(૩૫)પોદળોફૂલવતીબેન ,મનહરભાઈ શાહ

                        અરરર ! શું પોચું પોચું  મુજ પાદ  તળે?                         શું દેડકાનો દેહ કે પછી સર્પ ગુચળુંપડ્યું છે?

                        અરે, કોઈ બત્તી તો ધરો ! હું જોઉં તો ખરો ?                         કે  શું  છે  ? કે  જેમાં  મુજ  પાદ પડ્યો ? અરરર..! તો  છે છાણ  તણો  પોદળો !                         પથમાં અટૂલો પડ્યો  ઘેરાલીલા રંગનો,                         વળી મહીં કંઈક છે, મિશ્રિત બંટ અને કોદરો                         છાણ તણો પોદળો, જેમાં મુજ પાદપડ્યો.

                        અરે ગંદાતું  વિધાયક  સ્વચ્છતાનો!                         ખેતરે ખાતર થઇ, લીંપાઈ ભૂમિ દીપાવતો                         સુકાઈ ને છાણું તું બનતો, તારા અનેક રૂપો                         ગરીબનું બળતણ બન્યો સળગાવીને ચૂલો. પ્રાચીનયુગે ઋષિમુનીઓનાં યજ્ઞોને ઉજાળતો                        ગોબરગેસરૂપે  યંત્ર ચલાવે તું અર્વાચિનયુગનો                        લગ્નની  વેદીએ  તું   છેજીવનબે જોડતો ,                      સ્મશાને તું  છે  ‘મરણનેજીવનથી છોડતો  .

  !              સ્વમનહર  કે. શાહ અને ફૂલવતી મનહર શાહ

હાસ્ય સપ્તરંગી -(૩૬)સામેવાળા માસી

જેમના કારનામાંઓથી આખી સોસાયટી ત્રાસી છે, એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

સવારથી સાંજ સુધી પંચાત ચાલે છે એમની, સોસાયટીના બધા ઘર ફરે છે, અખંડ પ્રવાસી છે. …એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

અડધો કચરો આગળવાળાને ત્યાં અને અડધો કચરો પાછળ, પણ એમની પોતાની સૌથી ચકચકિત અગાસી છે. …એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

કમ્પાઉન્ડમાં બોલ પડતા-વેંત જ જપ્ત કરી દે એ, એમનાં કરતૂતોથી અમારી આખી ક્રિકેટ-ટીમ ત્રાસી છે. …એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

“મોંઘા હૈ, થોડા વાજબી બોલો” “પોન્ચમેં દો, વરના હેંડો”; હિન્દી તો એમ બોલે જાણે જન્મથી હિન્દીભાષી છે. …એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

Thanks to-સાક્ષર હરીશભાઇ ઠક્કર-..http://saksharthakkar.wordpress.com/

37 હાસ્ય સપ્તરંગીખોવાયેલી છત્રીનિરંજન મહેતા

 

વર્ષારાણીની પધરામણી સાથે વાતાવરણમાં બદલાવ આવી જાય છે. ઉકળાટમાંથી હાશકારો અનુભવાય છે, વગેરે વગેરે તો બધા લખવાના પણ તેને કારણે પડતી અનેક મુશ્કેલીઓનું શું? તમે કહેશો કે એ બધું તો સહન કરવું પડે કારણ कुछ पाने के लिए कुछ खोना पड़ता है|

પણ તમે મારી કહાણી સાંભળશો તો તમને થશે કે મરદ માણસ થઈને આવી વાત કરે છે? પણ શું કરૂં? આ મારો વર્ષોનો અનુભવ છે એટલે રોદણા રડ્યા વગર રહી નથી શકતો.

બીજું બધું તો ઠીક પણ મારી એક નબળાઈ છે જે ચોમાસામાં જ અનુભવું છું અને તે છે મારી છત્રી ખોઈ નાખવાની આદત. દર વર્ષે બે-ત્રણ છત્રી ન ગુમાવું ત્યાં સુધી વર્ષારાણીને ચેન ન પડે. ઉપરથી શ્રીમતીજીની ખફા નજર સહન કરવાની તે વધારામાં!

તમને થશે કે જો દર વર્ષે આમ થતું હોય તો પછી સુધરવાના પ્રયત્નો નથી કર્યા? અરે ભાઈ, તમને એમ છે કે મને આમ છત્રીઓ ગુમાવવાનું ગમે છે અને પરવડે છે? પણ શું કરૂં, દર વર્ષે નક્કી કરૂં કે આવતે વર્ષે તો એવો જડબેસલાક પ્રયત્ન કરીશ કે વર્ષારાણી તો શું અર્ધાંગિની પણ દંગ રહી જાય. પણ અંતે દંગ તો મારે જ રહેવું પડે છે!

 

ક્યાં અને કેવી રીતે હું આ ભૂલ કરૂં છું તે તો પૂછતા જ નહી. જેમને આ જાત અનુભવ હશે તે તો ‘આવ ભાઈ હરખા, આપણે બે સરખા’ના ન્યાયે શાંત રહેશે તેની મને ખાત્રી છે.

બહાર નીકળતી વખતે વરસાદ પડતો હોય તો તો સમજ્યા પણ તે વખતે વરસાદ પડતો ન હોય તો પડશે કે નહી તે અવઢવમાં છત્રી લેવી કે નહી તેની મૂંઝવણ, કારણ લઈ જઈએ અને વરસાદ ન પડે તો ક્યાંક ટીંગાડીએ અને યાદ ન આવે તો આપણે તો ઠેરના ઠેર. ઘરે પહોંચ્યા પછી એક નજર જ બસ છે આપણને આપણી ભૂલ યાદ કરાવવા માટે અને કાન પકડવા પડે તે જુદું! (કોની નજર એ કહેવાનું હોય? समजदार को इशारा काफी है!)

ખરી હાલત તો ટ્રેનમાં મુસાફરી કરતા થાય. સીટ ઉપરની છાજલીમાં આપણે સખીને રાખીને આરામથી બેસવાનો વિચાર કરીએ અને અમલમાં પણ મૂકીએ. પણ આપણી ધૂનમાંને ધૂનમાં આપણે ઉતરી જઈએ. ટ્રેન ગયા પછી ઘણીવારે સખીની યાદ આવે અને વિરહવેદના શરૂ થઇ જાય. સમય મળ્યે રેલવેના LOST AND FOUND વિભાગની મુલાકત લઈએ પણ ત્યાં તો આપણા જેવા અનેકોની સખીઓ પોતાના સખાની કાગડોળે રાહ જોતી હોય. વળી લગભગ બધી જ કાળા રંગની. (મને કાબરચીતરા રંગની સખી પસંદ નથી!). હવે આમાં આપણી સખી કઈ અને કેમ ગોતવી તેની મૂંઝવણ. વળી ત્યાનો સંચાલક(!) કેટલાય સવાલ પૂછે જે સાંભળી આના કરતા સખીનો વિરહ વધુ સારો માની ચાલતી પકડું. (જો કે હવે અમારા એવણના સુવિચાર(!) મુજબ સખીને મારૂ નામ આપી દઉં છું પણ તે તો ફક્ત ટ્રેનમાં ખોવાય ત્યારે જ કામ આવે. અન્ય ઠેકાણે ગુમાવીને પસ્તાવાનો પરિતાપ જ સહન કરવાનો.)

પણ છત્રી ન ગુમાવવાના અતિરેકમાં એકવાર તો ન બનવાનું બન્યું. ઘરે પાછા ફરતા ટ્રેનમાંથી ઊતરી ઉપર રાખેલ છત્રી લઇ મેં તો ચાલતી પકડી. ઘરે પહોંચી વટથી શ્રીમતીજી તરફ સૂચક નજર નાખી અને મનોમન બોલ્યો કે જુઓ પ્રાણપ્રિયે તમને આજે તો મારા કાન પકડાવવાની તક નહી આપું!.

સામેથી સવાલ. ‘આ કોની છત્રી લઇ આવ્યા?’

‘કેમ મારી જ તો.”

‘તમારી? પણ તમે આજે છત્રી લઇ જવાનું ભૂલી ગયા હતા. જુઓ ત્યાં ટીંગાય છે.’

આમ મારે કાન તો પકડવા જ પડ્યા!

નિરંજન મહેતા