વીણેલાં મોતી – વિમળા એસ હીરપરા

imagesvfqaesai

વીણેલાં મોતી –વિમલા એસ હિરપરા

 

 

કનૈયા કિસે કહેગા તુ મૈયા ?

શિયાળાના ચડતા પહોરના કુમળા તડકામાં એવી જ કુમળી ઉમરનો તરુણ  બગીચાના બાંકડે શુન્યમનસ્ક બેઠો હતો. તરુણ કહો તો મોટો ગણાય ને યુવાન ગણો તો નાનો લાગે એવી વય હતી.એના મનમાં કોઇ ઘમસાણ યુધ્ધ ચાલી રહ્યુ હશે જેની નિશાનીઓ એના અસ્વસ્થ હલનચલનમા દેખાઇ આવતી હતી. બે હાથે માથું પકડી આંખો બંધ કરીને બેઠો હતો.ધસી આવતા આંસૂઓને રોકવા ચુસ્ત બંધ કરેલી આંખોમાથી એની જાણ બહાર સરિ પડેલા આંસુઓથી એનો કુમળો ચહેરો ખરડાયેલો હતો.એની સમસ્યા કદાચ એટલી ગહેરી હશે કે શિયાળાનો તાપણી જેવો તડકો કે હાડ થીજાવતો વાયરો કે બગીચાનુ તાજગી પુર્ણ વાતાવરણ  કશુ એને સ્પર્શતુ નહોતુ.

નજરે જોનારને એમ પણ થાય કે આટલી ઉમરમાં આવુ તો શું દુઃખ આવી પડ્યુ હશે? ગરીબાઇ કે ભુખથી ત્રાસેલો તો નહોતો દેખાતો.દેખાવમાં તંદુરસ્ત, સારી રીતે પોષાયેલો, રુડો રુપાળો, કોઇ સુખી ઘરનો ફરજંદલાગતો હતો.કોઇ પ્રેમ કહાણી કે કરુણાન્તિકાનો નાયક? એના માટે તો હજી નાનો લાગતો હતો. જો કે આજના માહીતી પ્રચુરજમાનામાં બાળકો બહુ જલ્દીથી આવા વિષયમાં જાણકાર થઇ જાય છે.એટલે આવા પ્રેમ પ્રકરણ માટે કોઇ ચોક્કસ વય મર્યાદા રહી નથી. એ સિવાય એક ભય આ વયના બાળકને સતાવે એ પરિક્ષામાં નાપાસ થવાનો ને માબાપનો ઠપકાનો ભય. જોકે આ પરિક્ષાની સીઝન તો નહોતી.

એ સમયે કોઇસમજદાર વડિલ ને મિત્ર હાજર હોત ને પ્રેમથી પુછ્યુ હોત તો એણે કહ્યુ હોત કે હુ કિશન, અત્યાર સુધી આરામને આનંદમાં જીવતો હતો.પણ બે સ્ત્રીઓએ ભેગી થઇને મારી જીંદગીમા તોફાન ઉભૂ કર્યુ છે..એકબીજાનીલાગણી સંતોષવા ફુટબોલની જેમ મારો  ઉપયોગ કર્યો છે.જે મને આજે જ ખબર પડી. સમજાતુ  નથી કે કોને મા ગણવી? ભગવાન જેવો ભગવાને ય આ બાબતે એકવાર મુંઝાયો હશે તો મારુ તો શું ગજુ? ‘

તો જે બે સ્ત્રીઓ   જેની સામે કિશનને આટલી ફરિયાદ હતી એ મા એક હતી હરિતા. જેને કિશનને જન્મ આપ્યો હતો ને બીજી હેમાલી જેણે  એનો ઉછેર કર્યો હતો.  પ્રેમથી પોષ્યો હતો. કોઇ ખોટ પડવા દીધી નહોતી.તો પછી એને   ફરિયાદ શા માટે હતી?

હરિતા ને હેમાલી દેરાણી  જેઠાણી.. હરિતા મોટી કિશનની માતા.કિશન એને મોટી મમ્મી કહીને બોલાવતો..હેમાલીને એ નાની મમ્મી કહેતો.કારણની એને ખબર નહોતી ને જરુર પણ લાગી નહોતી આજ સુધી.  આમ જુઓ તો પારિવારિક સબંધોમાં સહુથી વધારે વગોવાયેલો સબંધ. પણ ખારા પાણીમાં કયાક મીઠી વિરડીની જેમ આ દેરાણી જેઠાણી વચ્ચે બહેનો કરતાય વધારે હેત.

હરિતા બહુ પ્રેમાળ ને સમજદાર સ્ત્રી હતી. હર્ષને પરણીને આઘરમાં આવી પછી ટુંસમયમાં સાસુ ગુજરી ગયા. હરિતાએ ઘર સંભાળી લીધુ. નાના દિયર હરેશની મા સમાન કાળજી રાખી. પાંચ વરસના સંસારમાં સાહિલ ને સમીર એ બાલકોના અવતરણે ઘરને ભર્યુ ભર્યુ બનાવી દીધૂ હતુ.

એ સમયે હરેશનાં જીવનમાં હેમાલીનો પ્રવેશ થયો.ભાઇ ભાભી તો ખુશખુશાલ  હતા પણ હેમાલીના માબાપને વાંધો હતો. એમને એના પૈસાનુ અભિમાન હતુ.  હરેશના પરિવારને  એ લોકો ઉતરતો ગણતા. એવા એ અભિમાની લોકો પ્રેમ લગ્નમાં જેટલા વાંધા કાઢી શકાય એ બધાનો ઉપયોગ કરી ચુક્યા હતા. ‘

ભવિષ્યમાં એએકલી પડી જશે, આ ઘરનો દરવાજો એને માટે કાયમ બંધ થઇ જશે, મિલ્કતમાથી ભાગ નહિ મળે, હરીશ  ને એના પરિવારને ય હેરાનગતિ થશે, વગેરે ધાક ધમકી બતાવી પણ હેમાલી અડગ હતી ને હર્ષ હરિતાનો પુરો  સાથ હતો.હરિતાએ હસતે મુખે જે પોખણા કર્યા હતા એ હાસ્ય કયારેય સુકાયુ નહોતુ. બહુ સમજણ સાથેનો સંસાર હતો , સાથે રહેવા ય બંધારણની જરુર પડે. કોઇ વાતે મનદુઃખ કે ગેરસમજણ થાય તો મનમાં સમસમીને રહી જવાને બદલે એનુ નિરાકરણ કરી લેવુ. રોજનો નિયમ કે રાતે જમીપરવારી બધા ભેગા થાય.આખા દિવસનુ સરવૈયુ નીકળે સાથેએક બીજા કોઇને કશુ કહેવાનુ કે સ્પષ્ટતા કરવાની હોયએ પણ થઇ જાય.જેમ રાત્રે જમી પરવારી ઘર વાળી એંઠવાડ બહાર ફેકી દઇએ છીએ ને ઘર ચોખ્ખૂ કરીએ છીએ એમ જ.બીજો દિવસ  નવો ને કોરોકટ શરુ થાય.

બન્ને યુગલોના આવા પ્રેમાળ સબંધોને વિખેરવા એવી વિધ્ન સંતોષી  સ્ત્રીઓએ  ચાંચો મારી હશે. પણ કોઇની મંથરા ગીરી કામયાબ આવી નહોતી.હરિતાના આવા પ્રેમાળ વર્તન ને લાગણીનો જવાબ હેમાલીએ કર્તવ્યનિષ્ઠાથી આપ્યો હતો.આજસુધી બે નાના બાળકો ને એકલી ઉપર જ ઘરની જવાબદારી હતી, એટલે બહાર હરવા ફરવાની કે વેકેશન માણવાની તક મળી નહોંતી.હેમાલી એ ઘણી જવાબદારી ઉપાડી લીધી હતી. સાથે બન્ને બાળકોને પણ સંભાળી લીધા હતા એટલે હવે હરિતાને બેચાર દિવસ બહાર જવુ હોય તો જઇ શકતી.

આવા સુખદ સંસારમાં એક ´એવો વળાંક આવ્યો  કે પરિવાર વિખરાવાનો ભય ઉભો .એમાં કોઇનો  વાંક નહોતો. એક રીતે દુઃખ જેટલૂ જ સુખ પણ હતુ. વાત એમ હતી કે હરિતાના ભાઇ બહેનોઅમેરિકામાં  સ્થાયી થયા હતા . એમની પાછળ એના માબાપ પણ ત્યા ગયા હતા ને એમણે ત્યાના નાગરિક બનીને હરિતા માટે પણ અરજી કરેલી. હવે હરિતાને ત્યા સહકુટુંબ અમેરિકામા કાયમી રહેવાની પરવાનગી મળી. પરિવાર ને માબાપ સાથે લાંબા  અંતરાલ પછી રહેવાનુ મળશે એ વિચારે એ આનંદથી ઝુમી ઉઠી પણ બીજી જ પળે હિમાલી ના વિલાયેલા ચહેરા પર નજર પડતા આનંદ ઓસરી ગયો બલ્કે  વિમાસણમાં મુકાઇ ગઇ. હરિતાને જો કે દેશમાં કોઇ નિકટનુ સગુ નહતુ. જેકાંઇ  હતુ તે આટલા પરિવાર પુરતુ. પણ હેમાલીને તો દેશ કે પરદેશ સરખા જહતા. પરણીને પિયરપંથ હંમેશ માટે ગુમાવ્યો હતો.શરુઆતમાં પિયરપક્ષે થોડુ સમાધાન કરીને પ્રસંગોપાત બોલાવતા પણ  એની હાજરીને લગભગ અવગણાતી ને હરીશને અપમાનીત કરાતો. એવુ લાગતુ કે એ માટે જ એને બોલાવાતા હતા.આવા એકાદ બે પ્રસંગ પછી હેમાલીએ જવાનુ બંધ કરી દીધુ.એટલે આ પરિવાર જ એની દુનિયા હતી ને હવે નજીકના ભવિષ્યમા એ વિખુટી પડવાની હતી.     એમ તો હરિતા ને હર્ષને ય પરિવાર છોડતા દુઃખ તો થતુ હતુ. હરિતા હેમાલીની હાલતથી અજાણ નહોતી. એને દિલાસો આપતા કહ્યુ.’ જો હેમા, આતો નવો દેશ જોવાની તક મળી છે તો જઇ આવીએ.રહેવુ જ પડે એવુ કોઇ બંધન તો નથી. ફાવે તો રહીશુ. નહિતર અહી ઘર તો છે ને નોકરી પણ ચાલુ છે. ‘ હેમાલીને એટલી તો આશા તો બંધાણી કેકદાચ  !

આવા મનોમન આશા ,દિલાસા ને વચનો સાથે બે પરિવાર છુટા પડ્યા.હર્ષ ને હરિતાએ બે સંતાનો સાથે અમેરિકામાં પગ મુક્યો. સમય એમના પક્ષે હતો કે ઝડપથી ને ઝાઝા સંધર્ષ વિના ગોઠવાઇ ગયા. હરિતાના ભાઇઓના વિકસાવેલા ધંધામાં ગોઠવાતા હર્ષને વાર ન લાગી તો હરિતા મા પાસે બન્ને બાળકોએ મુકીને કામમાં જોડાઇ ગઇ.

બસ, પછી તો પૈસા હાથમાં આવ્યા ને એક પછી એક સપનાની વણઝાર શરુ થઇ ગઇ. નવી કાર, આગવુ મકાન,મુલ્યવાન  ફરનીચર, અવનવી સજાવટ, મકાનની આગળપાછળ પોર્ચ,એમાં પણ હિંચકા, પાછળ મોટુ ખુલ્લુ મેદાન, બાળકો માટે સ્વિમીંલપુલ ને રમતગમતના સાધનો, વરસે બે વખત સહકુટુંબ  પ્રવાસ.હરએક સપના સાકાર થવાની શક્યતા સહેલી લાગતી હતી. વતનમાં પાછા ફરવાની ઇચ્છા ધીમી પડવા લાગી.હવે એમાત્ર સરખામણી કરવા જ યાદ કરાતુ.તો સ્વજનોની સ્મૃતિ કામના બોજા નીચે ઝાંખી પડવા માંડી.પ્રેમનો ખાલીપો ભૌતિક ચીજોથી ભરાવા લાગ્યો.બાળકોના ઉજળા ભવિષ્યની તકો અહી રહીજવાના પલ્લામાં જમા થવા લાગી. એમ રહી જવાના અનેક કારણો સામે ત્યા રહી ગયેલા પરિવારને પણ વહેલા મોડા અહી બોલાવી લેવા એવી યોજના ઘડાઇ.ઉપરાંત હર્ષના કુટુંબમા  પણ નવા એક સભ્ય ‘કિશન’ નો ઉમેરો થયો હતો

હર્ષે અહિનુ નાગરિકત્વ મેળવ્યુ ને હરેશ માટે અરજી આપી દીધી.  પણ હેમાલી હતાશ થઇ ગઇ હતી. એકલતા એને કોરી ખાતી હતી.શરુઆતમાં તો આશા હતી કે હર્ષની નોકરી ચાલુ છે એટલે કદાચ ચાર છ મહીના ફરી પાછા આવી જશે.પણ એ અવધિ  પણ પુરી થઇ ને હર્ષનો ફોન આવ્યો કે એણે નોકરીમાથી રાજીનામુ આપી દીધૂ છે ને અમેરિકામાં ઠરીઠામ થવાના છે. આર્થિક રીતે પગભર થઇ ગયા છે, છોકરાઓને સ્કુલમાં ફાવી ગયુ છે. સમાચાર સારાજ હતા. હેમાલીએક બાજુ ખુશ હતી તો દુઃખ પણ એટલુ જ હતુ.  બાળકો વિના ઘર સુનુ લાગતુ. સાંજ સુમસામ લાગતી. નોકરી કરતી હતી એટલે દિવસ તો પસાર થઇ જતો પણ રજાઓમાં વિજોગ વધારે સાલતો.  ભવિષ્યમાં ફરીથી  અમેરીકામાં સાથે રહી શકવાની  આશાએ થોડી રાહત થઇ પણ એ સપનુ તો ક્ષિતિજ પર દુર દુર ઝાંઝવાના  જળ જેવુ લાગતુ હતુ ને વચ્ચે બળબળતુ રણ હતુ. આશાના આવા પાતળા તંતુ પર કેટલુ વજન    શકાય?

હેમાલીની આવી મનસ્થિતિમાં  એક વાર બેધ્યાન પણે રસ્તો ઓળંગતા વાન જોડેઅથડાઇ ને અકસ્માત થઇ ગયો.સમાચાર મળતા જ હરિતા છ મહિનાના કિશનના લઇને તરત જ  આવી ગઇ. ઘર સંભાળી લીધુ. હરેશને ટેકો આપ્યો ને હેમાલીની ખડે પગે ચાકરી કરી. ઉતમ સારવાર ને હરિતાની હાજરીએ એને જીવવાનુ બળ આપ્યુ. જો કે દવાખાનાથી આવ્યા પછી પણ સારવારની જરુર હતી કસરત, આરામ, વજન નહિ ઉપાડવાનુ, વાંકા વળવા કે જમીન પર બેસવા ઉઠવામાં દ્યાન રાખવાનુ. આ અરસામાં કિશન સાથે રમવાનો સારો મોકો મળી ગયો.બન્ને એકબીજા સાથે એટલા ભળી ગયા કે અજાણ્યાને ખબર પણ ના પડે કે કોણ મા છે?આમ કિશને સાજા થવામા   ને હેમાલીના ત્રસ્ત મનને વ્યસ્ત રાખવામા મહત્વનો ભાગ ભજવ્યો.  પણ દુઃખને કાઇ નોતરુ થોડૂ આપવુ પડેછે? હેમાલીનો મેડીકલ રિપોર્ટ આવ્યો. અકસ્માત સમયે કમરના નીચેના ભાગમાં ઇજા થયેલી. પરિણામ એ આવ્યુ કે હવે એ સગર્ભા બને તો બાળકને નવમાસ સુધી ગર્ભમાં રાખી ન શકે. કસુવાવડ થઇ જાય. એને માટે તો બહુ જ આઘાતજનક  સમાચાર હતા. અત્યાર સુધી તબિયતમાં સુધારો થયો હતો એના પર પાણી ફરી વળ્યુ.

હરિતાથી એનુ દુઃખ જોવાતુ નહોતુ. ને હવે એને પાછા ફરવાનો સમય પણ થઇ ગયો હતો. ત્યા બન્ને બાળકો મા માટે ઝુરતા હતા.અહી કિશન હેમાલી જોડે એટલો હળી ગયો હતો કે આ બન્નેને  છુટા પાડવામા આવે તો  બેય બિમાર થઇ જાય. ને હરિતાને એક વિચાર આવ્યો. એણે પારણામા સુતેલા કિશનને ઉંચકીને હેમાલીના ખોળામા મુકી દીધો’ આજથી આ તારો, તુ જ   એની મા.   એને તારા દિકરાને માનીને એના ભવિષ્યના નિર્ણય લેવાના. એક પળ તો હેમાલી ખુશીથી ઉછળી પડી.પણ તરત જ એનો આનંદ  ગભરાટમાં ફેરવાઇ ગયો’ ભાભી, આટલી મોટી જવાબદારી? તમે આટલા દુર.મારાથી કોઇ ખોટો નિર્ણય લેવાઇ જાય તો? ‘ અરે પગલી, તને આટલા વરસોથી જાણુ છુ.તારાથી કોઇ ભુલ નહિ થાય.મને ભરોસો છે તારા પર. એમ તો હું એના માટે નિર્ણય  લઉ એ બધા સાચા જ પડે કે મારાથી ભૂલ ન જ થાય એવી તો બાંહેધરી નથી હોતી’ હરિતાએ એને સમજાવી. એકોઇ પણ હિસાબે હેમાલીને હસતી રમતી જોવા માગતી હતી. એ લાગણીના પુરમા એટલી તણાઇ ગઇ હતી કે કિશનને સોપી દેવા તૈયાર થઇ ગઇ.  કોઇ મા માટે આનાથી વધારે ત્યાગ નથી હોતો ને એપણ હજારો માઇલ દુર. હરિતાને પાછળથી આવો વિચાત તો આવ્યો પણ હવે વિચાર બદલવો એટલે અવિશ્વાસની દરખાસ્ત લાવવા જેવી વાત હતી. પોતે જ તો હેમાલીની યોગ્યતા વખાણી હતી. હવે એ આશા જગાવીને કે દાન આપીને પાછુ લઇ લેવા જેવુ થાય. કદાચ હેમાલીને વધારે આઘાત લાગે. પણ એના દયામણા ચહેરા પર નજર પડતા હરિતાએ બધી શંકા કુશંકા દુર હડસેલી દીધી. આમ દેરાણી જેઠાણી વચ્ચે વાત પાકી થયા પછી હરિતાએ હર્ષને જાણ કરી. જો કે આટલો મહત્વનો નિર્ણય લેતા પહેલા પતિ પત્નિએ વાતચીત કરવી જોઇએ. થોડીક ઉતાવળ થઇ હતી  . પણ ફોન પર એ બીજુ તો શું કહે ?

હરિતા પાછી આવી ત્યારે વિગતવાર ચર્ચા થઇ.કેવા સંજોગોમાં એણે આનિર્ણય લીધો એ હર્ષને સમજાવ્યુ  ઉપરાંત હેમાલીની   બાળઉછેરની બધી યોગ્યતા ની ખાતરી આપી.આમ તો હર્ષની દલીલોમા ય તથ્ય હતુ.’ અત્યારે તો એને માત્ર પ્રેમ અને સારસંભાળની જ જરુર છે એતો એને મળશે જ. પણ એ સમજતો થશે ત્યારે એને એવો પણ સવાલ થશૈ કે મારી મા એ મને જ કેમ છોડી દીધો? હુ ઓછો વહાલો હતો?કે વધારાનો હતો? મારા બીજા ભાઇઓ અકેરીકામાં સમૃધ્ધિમાં મોટા થશે ને હુ ગરીબાઇમાં? એમા પણ એ પૈસેટકે કે શિક્ષણ કે ગમે તે બાબતમાં પાછળ રહીજશે ને એનામા સાચુ વિચારવાની દિશાનહિ હોય તો એતારો જ વાંક કાઢશે. એમાથી ભાઇઓ વચ્ચે ઇર્ષા ને વેરઝેર ઉભા થાય. આપણા સમાજને તો તુ જાણે જ છે. તારે આબાબત શાંતિથી વિચારવાની જરુર હતી. હરિતા આ દલીલો સાંભળી એકવાર તો ડગી  ગઇ. પણ હવે તો સારા વાનાની આશા રાખવા સિવાય કાંઇ નથાય ને ભવિષ્ય તો કોણે જોયુ છે?

.    આમ કિશન ભારતમાં હેમાલી પાસે મોટો થવા લાગ્યો.હેમાલીએ હરિતાનો મા તરિકેનો અધિકાર અબાધિત રાખવા હરિતાની ઓળખાણ મોટી મમ્મી તરીકે ને પોતાની નાની મમ્મી તરીકે આપી હતી.પોતાની પાસે એ જેઠાણીની અમાનત છે એમ માનીને એની દરેક જરુરીયાત પર વિશેષ ધ્યાન આપતી. કયારેક પોતાની ખાસ જરુરીયાતને ભોગે પણ.એના આ પ્રકારના ભાવને કિશન  એક અબુધ બાળક તરીકે પણ પામી ગયેલો ને પોતાને વ્યકિતવિશેષ સમજતો થઇ ગયો હતો. એટલે દરેક પાસે લેવાનો પોતાનો અધિકાર માનતો થઇગયો હતો. લેવાની   હક સામે ફરજ જેવુ કાઇક હોય છે એ કોઇએ એને સમજાવ્યું જ નહિ.  વધારે પડતા લાડકોડથી એ જિદ્દી, મનમોજી ને બેફિકર થઇ ગયો.

હરિતા વરસમાં એકાદ વાર આવતી. આબધુ જોતી. એની વર્તણુક સુધારવા હેમાલીને ટકોર કરતી.કયારેક વડીલને દાવે કિશનને ઠપકો આપતી તો એનુ મોં બગડી જતુ, કારંણકે કોઇની વાત સાંભળવાની સમજવાની દ્રષ્ટિ એનામા હતી નહિ. વિનય નહોતો. એક વખત હરિતાની હાજરીમા જ આમ બન્યુ. એ મોડી રાત્રે રખડીને બહારથી આવ્યો.હરિતા એ સ્વભાવિક ટકોર કરી.’ કિશન , તુ આખૌ દિવસ બહાર રખડ્યા કરે છે. તારે ભણવાનુ નથી હોતુ?’ આટલુ સાંભળતા એ  ઉશ્કેરાઇ ગયો.’ શા માટે અંહી આવીને અમારા ઘરમાં દરેક કામમાં દખલ કરો છો?મારી મમ્મીને બસ સલાહ સુચના આપ્યા કરોછો. માની લીધુ કે તમે થોડીક વસ્તુઓ લાવો છો તો જાણે અમારા પર મોટો ઉપકાર કરતા હો એમ રોફ જમાવો છો’એ સાથે જ રુમમાં જઇને હરિતાએ આપેલી બધી વસ્તુ એના પગ આગળ મુકીને જતો રહ્યો. કહેતો ગયો’અમારે તમારુ કઇ નથી જોઇતુ’ એ જોરથી બારણા બંધ કરી દીધા.  બાર વરસનો બાળક આટલી હદ સુધી જઇ શકે?હેમાલીનુ માથુ શરમથી ઝુકી ગયુ. એને તો ફટકારવાનો અધિકાર પણ નહોતો ને હરિતાને તો એ મા માનવા જ તૈયાર નહોતો તો પછી કોની જવાબદારી બનતી હતી?  છેવટે હરિતાએ જ આશ્ર્વાસન આપવુ પડ્યુ કે હજી નાનો છે,નાદાન કહેવાય. થોડો મોટો થશે એટલે સમજશે’. પણ એસમજણ કોણ આપશે? એ જ સવાલ હતો. એમ કરતા એ પંદર વરસનો થયો ને હવે ટુંક સમયમાં અમેરિકા આવવાનું પણ થાય. એની પાર્શ્વભુમિકા તૈયાર કરવા,એને એના મોટા ભાઇઓસાથે પરિચય કરાવવા, અમેરિકામાં આગળના અભ્યાસ માટે એની કેવીક તૈયારી છે.વગેરે. સાથે સહીલ ને સમીરને ભારતદર્શન કરવુ હતુએ પ્રમાણે પ્રવાસનુ આયોજન સપરિવાર ગોઠવેલુ હતુ.આટલો સમય ત્રણે ભાઇ સાથે રહે તો અહીની રીતભાત,અભ્યાસના તોરતરિકાથી પરિચીત થાય ને અમેરિકા આવે તો જલ્દી ગોઠવાઇ શકે.

એનુ પ્રગતિ પત્રક જોઇ હરિતા ને હર્ષ બન્ને નિરાશ થયા. અગત્યના   બધા વિષયમાં એનૌ  દેખાવ કંગાળ હતો. હરેશ ને હેમાલીના પ્રમાણિક પ્રયત્ન  પછી પણ એની અભ્યાસમાં એની રુચિ જ ખીલતી નહોતી.સમસ્યા તો અહિ પણ એજ હતીકે બન્નેમાથી કોઇ એની સાથે કડક થઇ નહોતા શકતા કે શિક્ષા નહોતા કરી શકતા.કે એને અભ્યાસમાં બાધા રુપ ઉપકરણો  જેવાકે ફૌન, ટીવી, મયુઝીક,મિત્રો સાથેની મોડી રાતોની રઝળપાટ, લેશન કરવાને બદલે ફોન પર લાંબા લાંબા વાર્તાલાપ. બહાર ન જવાદેતો એના દોસ્તો અહી આવીને અધરાત સુધી ધામા  નાખીને ધમાલ કરે .   અભ્યાસ સિવાય પોતાની નાની નાની જરુરિયાતો જાતે કરીલેવાને બદલે હેમાલીને હુકમ કર્યા કરતો.આકામ તો કામવાળીઓ કે મા જ કરેએવી માનસિકતા. એટલે અમેરિકામાં ઉછરેલા એના ભાઇઓપોતાની ડીશ ઉપાડી લે, કપડા ગડી વાળીને પોતાની બેગમાં ગોઠવી દેત્યારે પેન્ટના ખિસામાં હાથ રાખીને જોયા કરતો ને મજાક પણ કરતો. એની બુકો, કપડા આખા ઘરમાં રખડતા ને એની રુમમાં જવાનુ મન ન થાય એવી અવ્યવસ્થિત હતી.હરિતા આબધુ જોઇને નિરાશ થતી હતી એ જોઇ ને હરીશ ને હેમાલી અપરાધભાવ અનુભવતા હતા. પાછા ફરવાનો સમય થઇ ગયો હતોને  કોઇ પરિણામ નહોતુ આવ્યું એથી હર્ષ પણ અકળાયો હતો. આગલી રાત્રે કિશન ની રાહ જોઇને બધા બેઠા હતાત્યારે એ મધરાતે ઘરે આવીને ચુપચાપ  પોતાની રુમમાં જતો રહ્યો હતો તો આજે એના સિવાયના બધા નાસ્તાપાણીથી પરવારીને બેઠા હતા. પછી તો હરિતાથી  ન રહેવાયુ. એનો મા તરીકેનો અધિકાર જાગી ઉઠ્યો. એ કિશનની રુમમાં ધસી ગઇ.એની રજાઇ ખેંચી ને એસાથે જ કિશને બરાડી ઉઠ્યો. ‘શું છે અત્યારના પહોરમાં. ?શાંતિથી સુવા પણ નથી દેતા. તમારે જ્યા જવુ હોય ત્યા જાવ. મારે તમારી સાથે ક્યાય નથી આવવુ’ને પડખુ બદલી  રજાઇ ખેંચી એ પાછો સુઇ ગયો. હરિતાએ ફરી એકવાર પ્રયત્ન કર્યો ને આવખતે એ પથારીમાથી બેઠો થઇને  લગભગ હરિતાને હડસેલીને બુમ પાડી.’ શુ અધીકાર છે તમને કે મારા પર આટલી દાદાગીરી કરોછો. તમે મારી મા તો નથી’  છેવટે એનાથી બોલાઇ જવાયુ’ દિકરા, તારી મા છુ.એટલે જ આટલો જીવ બળે છે’ એની આંખોમાં આંસુના પુર ઉમટયા. પણ એની પરવા કર્યા વિના એને બીજો સવાલ કર્યો ‘ તમે મારી મા છો તો આ કોણ છે?’એણે હેમાલી તરફ આંગળી ચીંધીને કહ્યુ.   રુમમાં દાખલ થતા હર્ષે આ સવાલ સાંભળ્યો ને હરિતાને વિંધી નાખતી નજરે કહ્યુ.”દે જવાબ  હવે’, તો વરસો પહેલા હરિતાએ લાગણીના આવેશમાં જે નિર્ણય લીધો હતોને હર્ષે  જે ભયસ્‌થાન બતાવ્યા હતા એ સાચા પડયા હતા.  હવે રહસ્ય ખોલ્યા વિના છુટકો નહોતો. ત્રણ છોકરા મોટા સામે તાકી રહ્યા હતા.  કાશ આ  રહસ્ય કિશન પુખ્ત બને ને એને ત્યાય બાળકો હોય, એનામાં મા નો ત્યાગ સમજવાની ને મુલવવાની સમજ આવી હોય ત્યાસુધી ગુપ્ત રાખી શકાયુ હોત તો?

અત્યારે તો આસાંભળીને એ હેબતાઇ ગયો.બરાબર એ જ સમયે રેડિયા પર ગીત રેલાઇ રહ્યુ હતુ. ‘કનૈયા કિસે કહેગા તુ મૈયા?

પાંજરાનુ પંખી

 સતીશભાઇ ઘરની પાછળ પથરાયેલી વનરાઇમાં આંટા મારતા હતા.શિયાળાની સિઝન પુરી થવામાં હતી. ઠંડીની વિદાય ને ગરમીના આગમન વચ્ચેનો ગાળો હતો.પંખીઓના સ્થળાંતરની સિઝન.યાયાવર પંખીઓ દુરદુરના દેશમાંથી આવતા, વનરાજીમા વિસામો કરતા. બાજુમાં જ એક વહેતુ ઝરણુ ને મોટુ જળાશય. પંખીઓ માળા બાંધતા, બચ્ચાઓને ઉછેરતા, નાના એવા એ બચ્ચા પોતાની રીતે ઉડતા શીખે, ખોરાક શોધતા શીખેત્યા સુધી માબાપ એનુ જતન કરે. બસ પછી એની જવાબદારી પુરી. સીઝન પુરી થતા બધા જ સ્વતંત્ર .ફરીકોઇ અનજાનમુકામે ઉડી જતા.કેવી નિસ્પૃહતા! વિદાયસમારંભકે વિષાદ નહિ.સારસંભાળ કે શીખામણના પ્રવચન નહિ.ફરી મળવાના વાયદા નહિ.હર્ષ,શોક,વિરહ,મિલન,સુખ,દુઃખ બધા દ્રંદ્રથી પર એવા આપંખીઓ હજારો વર્ષોથી જીવ્યે જતા હતા.

સતીશભાઇને પશુપંખીોના અવલોકન ને જીવનમા રસ હતો.પરિવારના પ્રોત્સાહન ને સહકારથી ઘરની પાછળ જ પક્ષીઓ માટે નર્સરી ઉભી કરી હતી.ધરની પાછળ જ ખાલી મેદાન ને પછી ઘટાટોપ જંગલ હતુ.એ મેદાનમાં મોટા વૃક્ષો ઉછેરીને કુદરતી જંગલ સાથે ભેળવી દીધૂ હતુ. પંખીઓના ઉછેર, એની વિવિધતા, એના ખોરાક, એની સારવાર  વગેરે વિષયો પર જરુરી જાણકારી પણ મેળવી હતી.એટલે સિઝનમા પક્ષીઓને જરુર  પડે સંભાળ લઇ શકતા. આજે એના મનમાં કયારેય ન આવેલા વિચારો આવતા હતા.આટલા વર્ષોથી પંખીઓની નિસ્પૃહ જીંદગી જોયા પછી ય નહોતુ સમજાતુ કે શા માટે માનવી જ પોતાના સંતાનોને માળામા જકડી રાખવાની જીદ કરે છે.? એ સવાલ ઉઠતા એ ઉદાસ થઇ ગયા. ઘા ઘરે આવ્યો હતો!

હાથમા પકડેલા પત્ર વજનદાર લાગવા માંડ્યો.     હા, થોડીવાર પહેલા જ ટપાલમા દિકરી વ્યોમા નો પત્રહતો. જે આમ જ એની જાણ બહાર માળો છોડી આભમા  ઉડી ગઇ હતી.એની વહાલી દિકરી. કેટલો અજંપો સતીશભાઇએ વેઠ્યો હતો. ક્યાય ભાળ મળી નહોતી.ચાલો,સલામતીની ખાતરી તો થઇ. તો પણ મનમાં એ જ ખટકતુ હતુ કે પત્ર લખવો પડે એટલુ અંતર પડી ગયુ હતુ માબાપ સાથે?ખાસ તો એના જેવા પ્રેમાળ પિતા  સાથે?

એ ઘરમા આવ્યા. પત્ર સામે તાકી રહ્યા ખોલવાની હિંમત નહોતી ચાલતી. એમના પત્ની નિરુબેન પતિની મનોદશાથી અજાણ નહોતા. નજીક બેસીને સતીશભાઇની પીઠ પર સાંતવનસભર હાથ ફેરવ્યો. એની મુક હિંમતથી સતીશભાઇમાં પત્ર ખોલવાની હિંમત આવી. સંબોધન વાચતા જ નજર સામે વ્યોમાનું શૈશવ.તરવરી ઉઠ્યુ. નજર સામે દિવાલ પર લટકતી તસવીર પર પડી.

ત્રણમાસની  નાનકડી પરી જેવી વ્યોમા પારણામા સુતી હતી. ચમકીલી હિરાકણી જેવી આંખો. એ પપ્પાને જ જોઇ રહી હતીકે આસપાસની દુનિયાને! એ માસુમને તો આજેએ વિદાય લઇને દુર દુર જતા રહેશે એ પણ કયા ખબર હતી? એ તો વિરહ કે મિલન કે આંસુ બધાથી અલિપ્ત હતી એ સમયે. બસ, આ પંખીઓની જેમ જ.હા, સતીશભાઇની કંપનીએ અમેરીકાની એમની શાખામા બદલી  કરી હતી.  એટલે પોતાની મરજી ચાલે એમ નહોતી. નિરુ બેન તો વિદાય આપવા આવી શકે એમ પણ નહોતા. સુવાવડ તકલીફ વાળી હતી  સારુ હતુ કે બન્ને તરફના પરિવારનો સહારો હતો.સતીસભાઇએ છેલ્લી તસવીર લીધેલી    નીરુબેનની ગોદમા નાની ઢીંગલી સરખી વ્યોમા.અમેરીકાની એકલતાની પળોમા આતસવીર જોઇ જોઇને દિવસો પસાર કર્યા હતા.

બેએક વરસના વિયોગ પછીમાદોકરી એ આધરતી પર પગ મુક્યો. પરિવારનુ સુભગ મિલન થયુ. એક અધૂરુ વર્તુળ પુરુ થયુને દિવસા આનંદમા ને ઝડપથી સરવા લાગ્યા.

સતીશભાઇનો શૌખ જાણે  અજાણ્યે દિકરીમા ઉતરી આવ્યો.ત્યારેતો ઘર નાનુ હતુ. સતીશભાઇએ પાછલી પરસાળમા પાંજરા ગોઠવી પોપટ, બુલબુલ ેમા નાના પક્ષીઓ પાળ્‌યા હતા. ઘર એના કલરવથી ગુંજતુ.વ્યોમા પાંજરા સાફ કરતી,પક્ષીઓ માટે દાણાપાણી મુકતી ને એમની બોલીનુ અનુકરણ કરીને ઘરમા બધાને મનોરંન પુરુ પાડતી.       વ્યોમાનુ  બચપનનુ એક પરાક્રમ યાદ આ વતા એને આવી વિષાદની પળોમા ય હસવુ આવી ગયુ.એ ત્યારે છ વરસની હતી. એક વાર સતીશભાઇ નોકરી પરથી આવ્યા ને ઘરમા નિરવ શાંતિ.એ  પાછલી પરશાળમા આવ્યા તો બધા પાંજરા ખાલી  ને ખૂલ્લા. એણે વ્યોમાને બુમ પાડી. એહસતી હસતી આવી. ‘ આ શૂ વ્યોમા?શૂ થયુ પંખીઓને? પાંજરા ખાલી કેમ?’જે જવાબમળ્યો એ દંગ રહી ગયા.

‘ પપ્પા,મે આજે એમને આઝાદ કરી દીધા, તમે મને કાલે રુમમા   પુરી દેવાની શિક્ષા કરી હતી ને.  મને જરા ય નહોતુ ગમ્યુ. એટલે મને લાગ્યુ કે આપક્ષીઓને પણ પાંજરામાં શિક્ષા જેવુ જ લાગતુ હશે ને!સાચુ કહુ ,પપ્પા, એ બધા ખૂશખુશાલ  આકાશમા ઉડી ગયા. પણ તમે નારાજ ન થતા. એબધાએ ફરી મળવા આવવાનુ વચન આપ્યુ છે. આટલી નાની વયમાં વ્યોમાએ કેવો નિર્દોષ ને  ગહન વિષય સામે ધરી દીધો હતો?    એક પિતાનુ હ્દય ગર્વથી છલકાઇ  ન જાય તો જ નવાઇ

સતીશભાઇ વરસોથી અમેરીકામા વસવા છતા ય દેશના  સસ્‍ંકાર ને પરંપરાને  ભુલ્યા નહોતા. ઘરનુ વાતાવરણ  સંર્પુણ ભારતીય રીતિરિવાજો પ્રમાણે જીવાતુ હતુ. સતિશભાઇના ભાઇબહેનો ને પિતરાઇ બીજા સગાસબંધીઓનો બહોળો પરિવાર નજીક  નજીકમા રહેતા હતા ને બધા એકબીજા સાથે ગાઢ સંપર્કમાં રહેતા.એટલે વ્યોમાને  કયારેય એકલુ લાગતુ નહિ. હરવા ફરવા માટે બહાર સાથ શોધવો પડતો નહિ. હાઇસ્કુલ પુરી કરી ત્યા સુધીએને બહારના વર્તુળમા કે બીજા સમાજ કે સંસ્કૃતિમા ભળવાની જરુર કે તક પણ નમળી.એ કોલેજમા આવી ને પોતાની કેરીયર નક્કી કરવાનો સમય આવી ગયો. પોતાની રસરુચિ પ્રમાણેએને પશુપાલન ને પશુપંખીઓમા રસ હતો. પણ વ્યવહારુ પિતાની નજરે એ ફાલતુ શોખ કહેવાય. એને વ્યવસાય તરીકે ગંભીરતાથી ન લેવાય. સારી રીતે જીવવા માટે વળતર ડોલરના રુપમા મળે એવુ જ શિક્ષણ લેવાય.’વળતર એટલે પૈસા કે મનનો સંતોષ?’વ્યોમાના મનમાં સવાલ ઉઠયો ને શમી ગયો. થોડા અસંતોષ સાથે પપ્પાનુ સુચન તો સ્વીકાર્યુ પણ મનમાં અફસોસ તો કાયમ રહી ગયો.

ઘરનુ સુરક્ષિત કવચ ને ચૌકન્ની નજર પહેરામાથી છૂટીને એ પ્રથમ વખત બહારની મુક્ત દુનિયામા આવી. અહિ જ એને આલ્બર્ટનો પરિચય થયો. એખેડુતનો દિકરો હતો ને ભણીને પાછો પોતાના ડેરીફાર્મ ને ખેતીમા જોડાઇ જવાનો હતો’.ભણેલો  ખેડુ’ એ માટે એ પુરી લગનથી  જરુરી જ્ઞાન એકઠુ કરતો હતો. એની સાથે વાતચીત કરવાની મજા આવતી ને વ્યોમાનો શોખ પણ પોષણ પામતો. એ આમ તો સહેલાઇથી ભોળવાઇ જાય એવી નાદાન કે લાગણીઘેલી તો નહોતી. પણ સમાન વિચારો ને એના સંયત વર્તન તરફ અહોભાવ ને છેવટે એ પ્રેમમા પડી ગઇ. નીતિનિયમોના એના વિચારો આ મુક્ત દેશ ને મુક્તાચારમા માનતા યુવાનો કરતા અલગ હતા. વ્યોમાનુ મનમા એના આટલા પરિચય પછી આવા મહેનતુ ને પ્રમાણિક યુવક જોડે જીવવાની ઝંખના જાગવા લાગી.  જોકે આશંકા તો હતી જ કે ભારતીય સંસ્કૃતિના મશાલચી એવા માબાપ  જેણે બીજાની સંસ્કૃતિ કે સમાજને ઉતરતી નજરે જ જોયા છે એ કદાપિ આલ્બર્ટ સાથેના એના સંબધને નહિ સ્વીકારે.   પણ પ્રેમને તો નાતજાતના સીમાડા નથી હોતા.છેવટે એકવાર એણે હિંમત કરી ને સામે આલ્બર્ટે પણ એ જ ઉત્કંઠાથી સ્વીકાર કર્યો.પછી તો એને લઇને પોતાના પરિવારને મળવા લઇગયો. એનો પરિવાર પણ મિલનસાર હતો. વ્યોમાને સારો આવકાર મળ્યો. આલ્બર્ટે એને પોતાનુ ડેરીફાર્મ ને ખેતરો બતાવ્યા. વ્યોમાને લાગ્યુ કે પોતાની મંઝિલ મળી ગઇ.

એજ અરસામા સતીશભાઇએ વતનમા ફરવા જવાનો  કાર્યક્રમ ગોઠવ્યો. મુળહેતુ જો સારુ પાત્ર મળે તોએક  કાંકરે બે પક્ષી.તો વ્યોમાના મનથી એક બોજરહીત મુક્તપ્રવાસ.  પણ દેશમા આવ્યા પછી બહાર પર્યટનમા જવાને બદલે રોજ અનજાન યુવકોની ઔપચારિક મુલાકાતો ને સાંજે  હા કે ના જવાબ આપવાના. એ  માબાપનો આશય સમજી ગઇ. એને સ્પષ્ટ કહી દીધૂ. ‘મને દેશના યુવકો તરફ વાંધો નથી પણ મારી અંહી લગ્ન કરવાની ઇચ્છા નથી.કાશ, એક વખત  પણ તમે તમારો અહિ આવવાનો આશય જણાવ્યો હોત તો આપણે આ ધક્કામાથી બચી જાત”

બધા એક નિરાશા સાથે પાછા આવ્યા. અહિ પણ સતીશભાઇએ એને પરણાવવાની ઝુંબેશ ચાલુ રાખી. અંતે વ્યોમાએ ધડાકો કર્યો. એસાથે જ ઘરમાં ધરતીકંપ થયોને સતીશભાઇને ત્યારેજ જાણ થઇ કે વ્યોમાએ એનો અભ્યાસક્રમ પણ બદલી નાખ્યો હતો. એને અનુરુપ જીવનસાથી પણ શોધી કાઢયો  હતો. સતીશભાઇને આઘાત લાગ્યો, જાણે સંસ્કૃતિની આખી ઇમારત એના પર પડીહોય.આર્દશોના મુળીયા  પાયામાંથી હચમચી ગયા.તો આઅમેરીકા એવો દેશ છે , ભાઇ,જ્યા શાંત ને ડાહ્યા લાગતા સંતાનો ય  બળવાખૌર બની જાય છે.     એમા ય નામ જાણ્યુ તો ઉછળી પડ્યા.  ‘ કોણ પેલો ઇટાલીયન?ભારતીય હોત તો . આ તો નહી જાત,ભાત, છે તમારામા એકેય જાતની સમાનતા?આ બધા તો બટકણા.જરાક વાંધો પડે એટલે તરત જ બટકી જાય, છટકી જાય. બધૂ મુકીને હાલતા થઇ જાય.અરે, એને એકે ય નિયમ ન નડે. એ તો ઠીક, આ પ્રજાને તો એકસાથે આગળપાછળના ને સમાંતરે બીજા સંસાર ચાલતા હોય.એની સાથે જીવતર કેમનુ પુરુ થાય?”એણે આક્રોશ સાથેઆખા સમાજને વગોવી નાખ્યો.’ બેટા, તારા પપ્પા સાચુ કહે છે.આવા લોકો જોડે અવતાર ન જાય,એને તો એના જેવા જ પાલવે,” મમ્મીએ ટાપશી પુરી.

‘ પપ્પા, મે ત્રણ વર્ષ એનુ નિરિક્ષણ કર્યુ છે. મને સંતોષકારક લાગ્યુ છે. એમ તોદેશમા કલાક  બેકલાકમા કોઇને મળીને આખી જીંદગીનો સોદો બાંધવા તમે સુચવો છો.એ પણ એટલુ જ જોખમી છે.ત્યા પણ માત્ર અહી આવવાના એક માત્ર આશયથી લગ્ન કરીને આવતા યુવક કે યુવતી દેશના સંસ્કારો ભુલી જતા હોય છે. વફાદારી નેનીતિનિયમો એ કોઇ એક દેશ કે સમાજની ધરોહર નથી.આપણા દેશની આર્દશલગ્ન જીવનની જે દુહાઇ આપો છો એમા મોટાભાગમા ઓકસિજન પર જીવતા હોય છે.કયારેક સામાજિક દબાણ તો કયારેક મજબુરી કામ કરતી હોય છે ‘ એણે પપ્પાને ચોટદાર જવાબ આપ્યો’.

વાદવિવાદ પછી ઘરમા અસહય શાંતિ છવાઇ ગઇ. સતીશભાઇએ દિકરીની વાત સાંભળવા કે સમજવાનો  કે સ્વીકારવાનો જ ઇન્કાર કરી દીધો. વ્યોમા આ શીતયુધ્ધ લડતા લડતા થાકી ગઇ. એક દિવસ ‘મહાભિનિષ્ક્રમણ’ કર્યુ ને માબાપને સખત આધાત લાગ્યો. અથાક શોધનુ કોઇ પરિણામ નઆવ્યુ ને છેવટે આજે આ પત્ર. એટલુ તો આશ્ર્વાસાન કે પત્ર લખીને સમાચાર આપવાનો વિવેક તો કર્યો. શૂ લખ્યુ હતુ દિકરીએ?  ‘ મમ્મી, પપ્પા, તમારી માફી માગુ. તમને આ પરિિસ્થતિમા મુકી ને મને પણ પારાવાર દુઃખ થયુ છે. આપત્ર દ્રારા એક વાત તમારા દયાન  પર લાવવા માગુ છે એ તમે અતિ પ્રેમમા ચુકી ગયા છો’

તમને એ કદાચ શરત પણ નહિ રહી હોય કે તમારો પ્રેમ શરતી હતો.હુ તમારા કહેવા પ્રમાણે જ જીવુ, મારી  મરજી નામરજીની તમને કોઇ પરવા નહિ. અરે, જાણવાની જરુર પણ નહિ.મારો અભ્યાસ, મારી કાર નેમારા જીવનસાથી  મારુ સ્વત્વદબાવી તમારી મરજી પ્રમાણે જીવુ તો તમારી ડાહી દિકરી ને તો તમે મને પ્રેમ કરો.પપ્પા, પાંજરાના પંખીને પુરીને આપણે ખોરાક, પાણી ને રક્ષણ પુરુ પાડીને આપણો પ્રેમ વ્યકત કરીએ છીએ.સામે એ પોતાની આઝાદીની કિંમત ચુકવે છે.શુ આપણે એને પુછીએ છીએ કે તને આ પાંજરાની કેદ સામે તારી રીતે સંધર્ષ કરિને આઝાદ રહેવુ ગમે છે?હુ માનુ છૂ કે થોડી તકલીફ વેઠીનેય એ ખુલ્લુ આકાશ માગશે.એ એનો જન્મ સિધ્ધ હક છે. તમે મને આંખો ને પાંખો આપી પણખુલ્લા આસમાનમા ઉડવાની તક ન આપો તો આ બધાનો શું અર્થ?અમને  અમારી નજરે દુનિયાને સમજવાની તક આપો.શા માટે આપણા સંકુચિત નિયમો છોડીને બીજા સમાજને  કે માણસને સમજવાનુ ટાળીએ છીએ?સુરક્ષા ને સલામતીનુ કવચ છોડીને ઉડાન કરવા જતા કદાચ ઘાયલ પણ થવાય. જીવનમા કોઇ બાંહેધરી હોતી નથી.આપણે માત્ર પ્રયત્ન જ કરવાનો હોય છે.શક્ય છેઅમે અમારી ગણતરીમા ખોટા પણ હોઇએ. પણ એનુ પરિણામ ભોગવવાની જવાબદારી પણ સ્વીકારીએ છીએ.ને જીતનો આંનદ પણ અમારો  હક હશે.’ સતીશભાઇએ પત્ર પુરો કર્યો. તો દિકરીએ છ વરસે જ આઝાદીનો અણસાર આપી દીધો હતો ે પોતાને એ સમજતા આટલા વરસો લાગ્યા!!!!!!

પરોપકાર

  સભ્યસમાજને માટે શરમજનક હતુ. તો ત્યાથી પસાર થતા ને નજરે જોતા દરેક વયસ્કને ચિંતા ઉપજાવે એવુ હતુ,’ અમારોય આવો અંત હશે?ગરીબી,ગંદકી ને ગમગીની આંટો વાઢી ગઇ હતી એવા ગરીબ વૃધ્ધાશ્રમમાંકેટલાય આવા જીવાત્માઓ મેલા બીછાનામાંએવા જ કધોવણે  પીળા પડી  ગયેલા ચાદર  ઓશીકામાં મોં છુપાવીને પોતાને મનુષ્યઅવતાર આપનાર ભગવાનને કોશી રહ્યા હતા. કદાવ હશે એવા એકાદ બે આવા અંજામને લાયક કે જેને જીવતા આવડ્યુ નહિ હોય નર જીંદગીને જુગાર સમજીને વેડફી નાખી હશે.એવા પણ હશે જેણે તનતોડ મહેનત કરી ને   નવી પેઢી ને તૈયાર કરી હશૈ. પોતાનુ સર્વસ્વ હોમી દીધૂ હશે. એવા લોકોને  એમના જ સ્વજનોએ ખાલી પાત્ર કે વાસી ધાનને જેમ ઉકરડે ફેંકી દેવામા આવે એમ જ  અહિ તરછોડી દીધા હતા.એનાથી ય વધારે ખેદજનક એ હતુ કે આ  સમુહમાં ‘કંચના’ નો પણ સમાવેશ થતો હતો. બાકીના લોકોની કરણી વિષેકદાચ મતભેદ હોઇ શકે પણ કંચના! એ તો દયાની દેવી.જીવનની એક એક પળ પરમાર્થમાં ખર્ચી હતી.એવી સ્ત્રીની આ દશા? એની પરમાર્થયાત્રા જાણનારા એને આવી દશામા જુએ તોએને દયા, કરુણા, સેવા,પરોપકારજેવા કર્મોમાથી વિશ્ર્વાસ ઉઠી જાય. એવી સ્ત્રી પણ જમાનાની ઠોકર ખાઇ ને અહી પડી હતી.

કંચના આવીજ મેલી પથારીમાં દર્દથી કણસી રહી હતી. આ પથારીમા એના પહેલા કેટલાય જીવોએ આવા જીવતરમાથી છુટવા ધમપછાડા કર્યા હશે.એના આર્તનાદો જાણે એ પોતના એક એક તારમાં સંભળાતા હતા.એના આંસુની ભીનાશ એણે ઓઢેલા  કામળામાએ અનુભવી શકતી હતી.અત્યારે એ પણ એવી જ એકલતા, ઘવાયેલી લાગણીઓ ને માનસિક યાતના અનુભવી રહી હતી.

એવી  અર્ધબેભાન હાલતમાં એને કોઇનો ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો.આંસુઓની આ દુનિયામા  કોણ હસી રહ્યુહતુ? એણે પ્રયત્નપુર્વક આંખો ખોલી ને અક્ષયને ઓળખી કાઢ્યો. અક્ષય  એનો ભાણેજ માસીની આ દશા પર કહાકા લગાવી રહ્યો હતો. કારને અઢેલીને સિગારેટ ફુકતો બેફિકરાઇથી આ કરુણ દ્રશ્યને આનંદથી માણી રહ્યો હતો.

એ નજીક આવ્યો.’ ઉઠ હવે અહીથી,માસી, બહુ નાટક કર્યુ તે.ઘેર ચાલ. તે તો જરુર વખતે અમને તારા નહોતા માન્યાકે નહોતી મદદ કરી. પણ અમને શરમ આવે છે તને અહી સબડતી જોઇને. હું આ વિસ્તારનો દાદોને કોઇને ખબર પડેકે તુ મારી માસી છે તો આબરુ જાય’ કહેતા એણે હાથ પકડીને કંચનાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો. એના ચહેરા પર હજુ પણ ઉપહાસ ભર્યુ હાસ્ય હતુ. પણ કંચના એના ભાણાના કરતુત સારીરીતે જાણતી હતી. એને ત્યા જઇને મેણાટોણા ને અપમાન  સિવાય કશુ મળવાનુ નહોતુ.એણે અક્ષયના હાથને હડસેલતા કહ્યુ’ હુ અહી બરાબર છુ. તુ તારે રસ્તે જા.’

કંચનાની જીવનયાત્રા ચાલીથી શરુ થયેલી. એના બાપા તો નાનીઉંમરમાજ ,હજુ એ બોલતા કે ઓળખતા પણ ન હોતી શીખી ત્યારે જ અવસાન પામ્યા હતા. મા કુંવરબેન  સરકારી દવાખાનામાં નર્સ હતા . એકલપંડે કંચના ને એનાથી મોટી મદાલશાને એકલપંડે ઉછૈરી હતી. કુંવરબેન માત્ર નામથી જ નહિપણ કામથી ય નર્સ હતા. સેવાભાવી ને પરોપકારી. ચાલીમાં અર્ધીરાત્રે જરુર પડે તો ઉઠીને જાય. ગરીબ લોકો આગળ રોકડા પૈસાની સગવડ તો કયાથી હોય ?એએવી આશા ય ન રાખતા. આપણે ય કયારેક કોકની જરુર પડે. માણસને માણસ જ કામ આવે.આએનો જીવનમંત્ર.  આખી ચાલી એમ જુઓ તો એક મોટાપરિવાર ની જેમ એકબીજાને ભીડમા પડખે ઉભા રહેતા.

કંચનામાં મા નો આ સ્વભાવ    સંપુર્ણ આત્મસાત થયો હતો. જયારે મા ચાલીમા કોઇની પાટાપીંડી કરવા જાય.એ મા ની બેગ ઉપાડીન સાથે જતી.મા ની સુચના પ્રમાણે ઝખમ ધોવો, દવા લગાડવી, પાટો બાંધવો આવી પ્રાથમિક સારવાર એ બચપણથી જ શીખી ગઇ હતી.એને લોહી જોઇને બીક નલાગતી કે પાકેલા ઝખમ જોઇને સુગ ન ચડતી.એમ તો સરખા જ ઉછેર ને વાતાવરણ છતા એની મોટીબહેન એનાથી તદન વિપરીત હતી.એને આમા દિકરીનુ કામ વળતર વગરનુ એટલે કે વેઠ લાગતી.એની સમજણ પ્રમાણે પૈસા વિનાનુ કામ નકામુ ગણતી. કહેતી પણ ખરી’ શું મળે છે તમને બન્નેને?કયાય ડોક્ટરોને આમ મફતમાં દોડાદોડી કરતા જોયા છે.? જયારે તમે  બે તો તમારા નામની બુમ પડે ત્યા તો પેટી લઇને દોડો છો’ કુંવરબેન એના ગુસ્સાબૃ઼યા ચહેરાને તાકી રહેતા, સમજાવવાનું મન થતું કે દિકરી સેવા જેવો એકે ધર્મ નથી. આમે કય્ં લાખોનુ નુકશાન છે?

દરેક વસ્તુને રુપિયામાં  ન  મપાય. પણ અટકી જતા વાદવિવાદ આગળ ન વધે માટે. આ  બાજુ વયમાં વધતી જતી દિકરીને વાતે વાતે વાંધો પડતો હતો. જો સમજવા કોશીશ કરી હોત એની હતાશા સમજી શક્યા હોત.મદાલશા એની ઉંમરની સ્કુલ કોલેજમાં ભણતી યુવાન છોકરીઓ નિતનવા કપડાને શૃંગાર કરીને ભણવા આવતી કે નવરાત્રિજેવા તહેવારોમાં ગરબે ધુમતી કે મોજશોખ કરતી એની સાથે પોતાની સરખામણી કરીને લધુતાગ્રંથિ અનુભવતીને વધારે હતાશ થતી. એ હતાશા આમા દિકરીની મફત સેવા વૃતિ પર કાઢતી. પોતાની ગરિબાઇના મુળમાં મા જ એને   જવાબદાર લાગતી.ભલા ,આપણે ક્યા એવા પૈસાદાર છીએ કે આમ ગાંઠનુ ગોપીચંદન કરીએ? એની સમજવાની વય ને દ્રષ્ટિને અભાવે એ થોડી બંડખોર ને અસંતોષથી પીડાતી. બાકી ભૌતિકસુખસગવડના અભાવ વચ્ચેય ગરીબલોકો માનવતા પુર્ણ સુખી જીવન જીવતા.

બન્ને બહેનોના અલગ સ્વભાવપ્રમાણે એમના જીવનરાહ પણ અલગ  થવા લાગ્યા.મદાલશાને હૈયે સુંવાળાસપના ને ભૌતિકસુખની આકાંક્ષા હતી. એણે પોતાની જાતને એ પ્રમાણે તૈયાર કરી. મહેનત કરવાથી લાખોપતિ નથી થવાતુ કે એશોઆરામ નથી મળતા. જો એમ જ હોત તો આચાલીના રહેવાસીઓ રાતદિન મહેનત કરતા જ હતા ને. ને મા પણ આટલી મહેનત કરતી હતી. શુ પામતી હતી?  એણે કોલેજમાપ્રવેશ મેળવ્યો.  પણ ભણીને નોકરી મેળવવાનુ એનુ ધ્યેય નહોતુ.ક્યારે ભણી રહેવાય, કયારે ને કેવી નોકરીમળે ને કદાચ ન પણ મળે.કયારે પૈસા એકઠા થાય ને મોજશોખ થાય. આટલી લાંબી રાહમાં ને ‘તો’મા યુવાની પુરી થઇ જાય.  હવે કોલેજમાં તો ફુલો,ભમરા, ગુંજન, ગણગણાટ બધુ જ હતુ. પણ એ ગણતરીબાજ ને ચાલાક હતી.એને દિલ્લગી નહોતી જોઇતી.નહિતર થોડી મોજમસ્તી માટે એની પાછળ ફરનારા  ભમરા પણ એને મળ્યા હતા.   હરીફરીને ચાલીમાં પાછી છોડી જાય એવા રોમિયાઓ સામે એ જોતી પભ નહિ. એને તો એની પાછળ ફના થઇ જાય એવો પૈસાપાત્ર દિવાનો જોઇતો હતો. થોડી તપાસ ને ધીરજ પછી એક ‘મુરગો’ પકડી પાડ્યો. પૈસાદાર માબાપનો ભોળો દિકરો’અંબર’ એના ધ્યાનમાં આવ્યો. એના પિતાનો મોટો કારોબાર ને એના મોટાભાઇઓ  વ્યવસાય સંભાળતા.આ રજવાડાનો નાનો રાજકુમાર કોલેજમાં માત્રમોટો થવા જ આવતો હતો. આવા ભોળા ને નચિંત જુવાનને ફસાવવો મુશ્કેલ નહોતુ.

મદાલશાએ અંબરને મોહક અદાઓથી આંજી દીધો. લલચાવ્યો, તલસાવ્યો.અંબર એની પાછળ લગભગ  પાગલ થઇ ગયો. એનીપાછળ છેક ચાલી સુધી આવી ગયો. એની દશા ‘પરણૂ તો તને જ ,નહિતર તડકે બેસી તપ કરુ’ આવી થઇ ગઇ ત્યારે મદાલશાએ પોતાની મજબુરી બતાવી.’ અંબર,હુ પણ તને ચાહુછુ. પણ હુ ચાલીવાસી ગરીબ મા ની દિકરી, તારા માબાપ મને સ્વીકારશે?’   ‘ મદાલશા, હુ તને ચાહુ છુ. મારે તને પરણવુ છે. ચાલીને નહિ.મારે તો માત્ર તું જોઇએ. દોલત નહિ” અંબરે પ્રેમીને છાજે   એવો જવાબ આપ્યો. પછી તો એકવખત હિંમત કરીને  પોતાના માબાપ નેપરિવારને મળવા મદાલશાને લઇ ગયો. બધાને એ ગમી પણ એના પરિવાર વિષે જાણ્યુ તો ચુપ થઇ ગયા. દિકરાની વહુ માત્ર લક્ષ્મી સ્વરુપે જ નહિ પણ લક્ષ્મી લઇને આવતી હોય, સમાજમાં વેવાઇનો મોભો હોય, સગાવહાલાને વટપુર્વક ઓળખાણ કરાવી શકાય, પાંવ  માણસોને લઇને જઇ શકાય, એવા વેવાઇની વ્યાખામાં મદાલશાનો પરિવાર બંધબેસતો થવાની કોઇ શક્યતા જ નહોતી.

અંબર ઉદાસ થઇ ગયો.એણે મદાલશા પાસે  પ્રેમલગ્ન કરીને  અલગ રહેવાનો પ્રસ્તાવ મુક્યો. પણ પ્રેમ એ મદાલશાની મંઝીલ નહોતી. એને તો પૈસા  સાથેનો અંબર જોઇતો હતો. એણે જાણી જોઇને એને ભાવ આપવાનુ બંધ કરી દીધૂ. અંબર એના વિરહમાં તટપવા લાગ્યો. નિમાણો થઇ ગયો.દિકરાને હિજરાતો જોઇનેમા ના દિલમાં પણ દર્દથવા લાગ્યુ. એનો ઉદાસ ને રડમસ ચહેરો જોઇને થયુ કે આવાતનો ઉકેલ તો લાવવો જ પડશે. ઘરમા. બધાજોડે મસલત કરી દિકરાને સમજાવ્યુ’ થોડી ધીરજ રાખ, અમે એના વાલીને મળીને વાતચીત કરીને તને કહીશુ. હવે ખુશ?’ ને અંબરને રાહત થઇ. પછી તો ટુંક સમયમાં કુંવરબેનને અંબરના માબાપ તરફથી મળવા આવવાનો સંદેશ મળયો. એમને નવાઇ લાગી. આવા શ્રીમંત લોકો આપણને શા માટે મળવા બોલાવે?બીજીવાર કહેણ આવ્યુ. મનમાં સંદેહ તો થયો કે આકોઇ મજાક ંમશ્કરી તો ન હોય. થોડી અવઢવ પછી આમંત્રણ સ્વીકાર્યુ.

બંગલાની બહાર બેઠેલા દરવાને એમને દરવાજા આગળ ઉભેલા જોયા. ઘડીક તો એને લાગ્યુકે ફંડફાળાની કે નોકરીની ભલામણ માટે  કોઇ બેન આવ્યા લાગે છે. કુંવરબેને શેઠનુ કાર્ડ આપ્યુ. એને ત્યા જ ઉભા રાખી દરવાન અંદર ગયો ને થોડીવારમાં કામવાળી આવીને અંદરલઇ ગઇ. પાછલી પરસાળમાં બેસાડ્યા. દસ પંદર મિનિટ પછી રાજનાથ ને એના ધર્મપત્ની પધાર્યા. વાતાવરણ કાંઇક   ધંધાકીય વાતચીત જેવો માહોલ લાગતો હતો. રાજનાથે શરુ કર્યુ.’બેન છોકરા તો એની ઉંમર પ્રમાણે આવા ઉધામા કરે.એને આગળપાછળનો વિચાર ન હોય.સામાજિક પ્રતિષ્ઠા કે સંસારના નિયમોનો ખ્યાલ નહોય. આબધુ તો આપણે વડીલોએ જ વિચારવાનુ રહે. તમે મારી વાત સમજો છોને?’ કુંવરબેને હા પાડી’.  તો પછી તમે તમારી દિકરીને સમજાવી પાછી વાળી  શકો તો અમે ય અમારા દિકરાને સંભાળી લઇશૂં.કારણ કે આસબંધમાં અમારા કરતા તમારે વધારે શોષવાનુ થાય. આલેણદેણ ને રીતિરિવાજોના ખર્ચા તમે વેંઢારી ન શકોએ તો દેખીતુ જ છે ને. તમારી દિકરીો સામે અમને વાંધો નથી પણ અમને અમારુ સમોવડ જોઇએ.’    રાજનાથે પોતાનુ ગણિત સમજાવ્યુ. ‘બરાબર જ છેતમારી વાત. હુ પણ આબાબતમાં સંમત છું મારી હેસિયત જાણૂ છુંમારી દિકરીને સમજાવવાની કોશિશ કરીશ’ કુંવરબેન સંમત થયા, ‘ તો પછી વાત પાકી. બન્ને બાજુથી ટેકો ખેંચી લઇએ.એટલે છોકરાઓની શાન ઠેકાણે આવી જશે.’ રાજનાથે હળવાશથી કહ્યુ. કુંવરબેનચા પાણીનો આગ્રહ ટાળી વિદાય થયા.બહાર નીકળીને ફરીએકવાર બંગલા પર નજર નાખી ને મનોમન કહ્યુ. ‘દિકરી, બહુ મોટો ખેલ પાડ્યો છે તે તો’

એ સાંજે મદાલશાને પાસે બેસાડી વાત કરી.’આજે હુ અંબરના માબાપને મળવા ગઇ હતી’   ‘ તને કોણે ત્યા જવાનુ કહ્યુ હતુ?’ એ ચીડાઇ ગઇ. ‘એ છોકરી, જરા મોં સંભાળીને બોલ. મને એવા લોકોને ત્યા સામેથી જવાનો શોખ નથી, આતો એમનુ બે વખત કહેણ આવ્યુએટલે જવુ પડ્યુ’ કુંવરબેને જરા કડક સ્વરે કહ્યુ. ‘વારુ, શું વાતચીત થઇ?’ મદાલશાએ પુછ્યુ. ‘વાતવીતમાં તો એ જ કે એલોકો જરાય ખુશ નથી. જો કે મને માણસો જરાય સંસ્કારી ન લાગ્યા.  આપણે ભલે એના બરોબર ન હોઇએ. પણ કોઇને સામેથી મળવા બોલાવીને અનાદર કરવો એ સભ્યતા નથી. એને દરવાજે પાંચ મિનિટ રાહ જોઇ પછી કામવાળી બોલાવવા આવી. શુ જાતે આવીને એટલો   આવકાર  પણ ન આપી શકે?

મારુ મનતો જરાય માનતુ નથી. જો એણે હા પાડી હોત  તોપણ હુ ના પાડત. સમજી જા .ગરીબની દિકરીને માનહાનિ,મશ્કરીને મેણાટોણા સિવાય કશુ નહિ મળે’. એમણે પોતાનો અનુભવ વર્ણવ્યો. ‘ મા બધાજ માબાપને એના યુવાન સંતાનો ઘેલા લાગે છે. એમની પોતાની યુવાનીમાં એ પણ આવા જ ખેલ કરી ચુક્યા હોય છે.એ વખતે એમને એના માબાપ તરફથી જે કાઇ રુકાવટ થઇ હોય ને મુસીબત પડી હોયએપોતાના સંતાનોનો સમય આવે એટલે ભૂલી જાય છે.અમે એકબીજાને ચાહીએ છીએ એટલુ પુરતુ છે. એના પરિવારને ગમે કે ના ગમે એની અમને પરવા નથી’ મદાલશાએ કહ્યુ. ‘  દિકરી, પ્રેમના રંગને ફટકી જતા વાર નથી લાગતી. વાસ્તવિકતાની એક ઝાપટ લાગે ને તો આ પ્રેમગીતો,શેર શાયરી ને વચનો બધુ વરાળ થઇ જાય છે. આ દુનિયા છે .દિકરી, પ્રેમ ખવાતો કે પીવાતો કે પહેરતો નથી. આખરે અંબરની લાયકાત શું છે?

એના બાપનો પૈસો, બરાબર? હવે એને વારસમાં બાતલ કરી તમને બેયને ઘરબહાર કાઢી મુકે તો એકેયમાં કમાવાની ને ઘર ચલાવવાની ત્રેવડ છે? થોડીકે ય તકલીફ પડશે ને એટલે એ અકળાઇ જશે ને વાંક તારો જ કાઢશે. એ તો પાછો એના માબાપના પાસામાં ભરાઇ જશે. એ લોકોય તમારી નિષ્ફળતાની જ રાહ જોતા હોય. અને તું લટકતી રહી જઇશ.’એમણે  ચેતવણી આપી. જે બનવાજોગ હતીપણ પ્રેમ આંધળો અમસ્તો કહ્યો છે?મદાલશાએ એનુ ધાર્યુ જ કર્યુ. આખરે દિકરાની જીદના વશ  થઇ એના પરિવારે કોર્ટ મેરેજ કરાવી દીધા. ધામધુમથી લગ્ન કરવાનો ઉત્સાહ રહ્યો ન હતોએટલે  નજીકના સગા બોલાવીને નવદંપતિનો સત્કાર સમારંભ ગોઠવ્યો.      સુંદર વસ્ત્રો ને અલંકારમાં સજ્જ થઇ અંબર ને મદાલશા  મા ને આમંત્રણ આપવા આવ્યા. ચાલીને દરવાજે કાર ઉભી રાખી ચાલીમા અદર આવ્યા. અંબર તો પ્રથમ વખત આવી જગ્યાએ આવતો હતો એટલે કેમ ચાલવુ એમ સમજાતુ નહોતુ.. સવારનો પહોર. સાંકડી ચાલીની બન્ને બાજુ સ્ત્રીઓ કપડા,વાસણ ને બાળકોની સાફસુફીમાં વ્યસ્ત હતી. વચ્ચે રસ્તામાં ધોયેલા કપડા સુકાતા હતા. તો છોકરા રમત માંડીને બેઠા હતા. પુરુષો ઓટલે છાપા વાંચતા કે ગપ્પા મારતા બેઠા હતા.

મદાલશા તો અહી જ મોટી થઇ હતી તો પણ એણે મોં મચકોડ્યુ ને અંબરનો હાથ પકડીને ચાલવા લાગી. એજોઇને ચાલીના તમામ પ્રેક્ષકો ઉભા થઇ ગયા. એ જો કુંવરબેનની દિકરી ન હોત તો હુરિયો જ થયો હોત. પણ મદાલશાને લોકોની બહુ પરવા નહોતી. એ તો જાણે પોતાના પગલાની યથાર્થતા સાબિત કરવા જ આવી હોય એવી જ ગર્વભરી ચાલ.

કુંવરબેનને સંદેશો મળી ગયો. એણે બહાર આવીને જોયુ. ‘ એ દિકરી, જરા માન મર્યાદા રાખ, વડીલોને પ્રણામ કર, આએ જ લોકો છેજેને એના ટુંકડામાંથી તારો ભાગ કાઢ્યો હશે. તારા આંસુ લુછ્યા હશે, એના ખોળામાં રમીને તુ મોટી થઇને. એ ગુણ ભુલી કેમ જાય છે?પણ સાથે જમાઇની હાજરી   એણે ચુપચાપ નવદંપતીને આવકાર આપ્યો. પતરાની બે ખુરશીનુ સિંહાસન. મદાલશા મનમાં અકળાઇ ને સ્વાગતની તૈયારી કરતી મા ને અટકાવીને કહ્યુ. ‘રહેવા દે.મા. અમારે હજુ ઘણી જગ્યાએ જવાનુ છે. ફરીવાર નિંરાતે આવીશું’ કુંવરબેન સમજીગયા. એણે એ જ ઘડીએ ઘરમાથી ને મનમાથી એને વિદાય આપી દીધી.  તો સત્કાર સમારંભમાં જવાનો તો સવાલજ નહોતો. કદાચ મદાલશાએ પણ એવુ જ ઇચ્છયુ હશે. છતા ય એક વખત મા ને મળવા આવી ત્યારે ફરિયાદ કરી. એ માત્ર હસ્યા. એટલામાં કંચના બહારથી આવી. મજાક કરી. ‘બેન, તું રિક્ષામાં આવતી હો તો. આ તારી કાર તો અમારી ચાલીનો વ્યવહાર ખોરવી નાખે છે. છોકરાઓની રમત બગડી જાય, બહેનોને કામમાં અડચણ થાય, આજુબાજુનો રસ્તો રોકાઇ જાય. આ તો જાણે ડેલી આડો સાંઢીયો’.

પોતાની કારની સરખામણી સાંઢીયા  સાથે થઇ !મદાલશાના ભવા ચડી ગયા.’તો હું તમને આટલી બધી નડુ છું? તમને મારીકાર નહિ,મારો વૈભવ આંખે આવે છે. અદેખા છે લોકો અહિયા. બધા ગંદકી ને ગરીબીમાં સબડવા લાયક જ છો.’ ગુસ્સાથી ધૂંધવાતી એ વાવાઝોડાની  જેમ ભાગી, પછી તો લાંબા  સમય સુધી  એના સમાચાર ન મળ્યા. ચાલીમાં એ  લગભગ દંતકથા જ બની ગઇ

કંચના, એના સ્વભાવ અનુસાર નર્સ બની ને સફળ પણ થઇ. સેવાની ધગશ, નવુ શીખવાની તમન્ના, ને મહેનત, હોસ્પીટલ બહાર પણ એનુ નામ થઇ ગયુ. નોકરી સિવાયના સમયમાં વૃધ્ધાશ્રમોમાં, ધર્માદાના દવાખાનામાં  ને ગરીબ વિસ્તારોમાં સેવા આપતી. એ જેે હોસ્પીટલમાં કામ કરતી હતી ત્યા ડો. વિશાલ તાલીમાર્થી તરીકે જોડાયો. ત્રણ વરસ સાથે કામ કર્યુ. કંચનાના સેવાભાવી સ્વભાવથી એ પ્રભાવિત થયો. એ કયારેક કહેતો પણ ખરો, ‘તું ડોકટર બનીહોત તો લોકોને વધારે મદદ કરી શકી હોત’ તો એ પણ હસીને જવાબ આપતી’ ડોકટર બનવામાં કેટલા બધા પૈસા ને સમય લાગે. જ્યારે આ કામ તો બચપણથી જોતી ને શીખતી આવી છુ.. મારા મા નો વારસો છે.

તાલીમ પુરી થતા વિશાલે પોતાનુ દવાખાનુ ખોલ્યુ ને કંચનાને સાથે કામ કરવા આમંત્રણ આપ્યુ.આ રીતે બન્ને એકબીજાના ગાઢ પરિચયમાં આવ્યા.ને પરિચય પ્રેમમાં પલટાયો.  જોકે  કંચનાએ ગોપિત રાખ્યુ. વિશાલ ડોકટર,   શ્રીમંત, પોતે સામાન્ય નર્સ,સામાન્ય દેખાવ ને ગરીબ. મા એ મદાલશાને જે સમજાવ્યુ હતુ. એનુ પુનરાવર્તન મા ને કરવુ નપડે એ માટે પ્રેમને એણે માનનુ સ્થાન આપ્યુ. પણ વિશાલને આવી કોઇ સમસ્યા નહોતી. એણે પહેલ કરી.’ કંચના હું તને ચાહુ છુ. તારી મને ખબર નથી. પણ એ જાણવા માટે રાહ જોવાની મારી ધીરજ નથી. તુ મને યોગ્ય માનતી હો તો મારી જીવનસંગીની  બની જા’ એણે હાથ લંબાવ્યો. કોઇ પણ યુવતી માટે મનભાવન ને દિલધડક આહવાન આથી વિશેષ શૂ હોઇ શકે? પણ એક પળના રોમાંચ પછી એ અટકી ગઇ.એણે  પોતાનો દ્રષ્ટિકોણ રજુ કર્યો. ‘ વિશાલ’ આપણી વચ્ચે ધણી અસમાનતાઓ છે. તમે શિક્ષિત,સફળ,ને સુંદર યુવાન છો. તમારો પ્રેમ પામવા કેટલીય સુંદર યુવતીઓ ભટકતી હશે જે તમારી સાથે શોભે એવી.આજે તો ઠીક પણ ભવિષ્યમાં મારા જેવી સામાન્ય સ્ત્રીને તમારી સાથે જોઇને કોઇક તમારી હાંસી ઉડાવશૈ તો તમને દુઃખ નહિ થાય?   ઉપરાંત મારા પર વૃધ્ધમાતાની જવાબદારી છે’  કંચનાએ કોઇ પીઠ પાછળ પોતાના વિશે બોલે એ જાતે જ કહી દીધુ.

‘ કંચના, તુ એક જ એવી સ્ત્રી મે જોઇકે જેણે પોતાનો દેખાવ સાહજિક સ્વીકાર્યો. નિખાલસતા એ પણ તારો વિશેષ ગુણ કહેવાય.તારી એ વાત સાચી કે હુ ઘણી સુંદર યુવતીઓના પરિચય મા આવ્યો છુ.પણ અંતરનુ જે સૌંદર્ય છે એ  માત્ર મેં તારામાં જોયુ છે.  પ્રમાણિકતા, માનવતા, સચ્ચાઇ જેવા ગુણ જે કોઇ વ્યકિતના સતત સહવાસથી જ જાણવા મળે છે.તારા ચહેરા પર એ આંતરિક સૌંદર્યની જે આભા છે એ જ મને મુગ્ધ કરે છે.એટલે જીવનસાથી  તરીકે  વિચાર કરુ તો તારો જ ખ્યાલ આવે છે’ વિશાલે લાગણીસભર  એકરાર કર્યો.’ વિશાલ, એ તમારી માણસ પારખવાની વિશિષ્ટ શકિત છે. હુ એમાથી પાર ઉતરી એનો મને આનંદ છે. ‘તો મારે પક્ષે મારી જવાબદારી બાકી છે’. કંચનાએ કહ્યુ, ‘ તને જો મારામાં વિશ્ર્ચાસ હોય ને આપણે લગ્નબાબતમાં એક મત હોઇએ તો હુ મા ને મળવા માગુ છુ’ વિશાલે જવાબ આપ્યો.એક દિવસ વિશાલ આવ્યો.કોઇ ભભકા વિના. આવીને કુવરબેનની બાજુમાં નીચે પાથરણા પર જ બેસી ગયો.  ‘  મા,તમને કંચનાએ વાત તો કરી હશે.આજે હું તમારી પાસે તમારી દિકરીનો હાથ માગવા આવ્યો છુ. સાથે બીજી વિંનતી એ છે કે લગ્ન પછી તમારે અમારી સાથે જ રહેવાનું છે.’એણે લાગણીસભર અવાજે કહ્યુ. ‘બેટા, દિકરીને ઘેર રહેવા ન જવાય.કોઇ મેણું મારે મારી દિકરીને કે કરિયાવરમાં મા ને લાવી.બસ,મારે તો એ સુખી રહે એ જ જોઇએ.બાકી શરીર  છે તો સાજુમાંદુ થાય. આબધા પાડોશી સારા છે એટલે ચિંતા કરવા જેવુ નથી.’ એણે જવાબ આપ્યો.’મા .તમને મેણુ મારે એવુ કોઇ નથી. હુ એકલો જ છુ. મારા માબાપ મારા જન્મ પહેલાથી જ પરદેશ હતા.મારો જન્મ પણ પરદેશમાં થયો.મા  એતો પોતાની કારકીર્દિ બનાવવા મને બાળક તરીકે નર્સરીમાં મુકી દીધેલો. બેમાથી એકેયને મારા માટે સમય નહોતો. એ સમયે મારા દાદા દાદી ફરવા આવ્યા. એમના ભારતીય માનસને બાળક આમ અજાણ્યા પાસે અનાથની જેમ ઉછરે એ ગમ્યુ નહિ. એમને સમજાવી પટાવી મને દેશમાં લાવ્યા. મારી પુરી સંભાળ ને પ્રેમથી પરવરીશ કરી. સારા સંસ્કાર આપ્યા. ભણવાની ઉંમરે માએ ત્યા બોલાવ્યો. પણ મને ફાવ્યુ નહિ. પાછૌ આવ્યો.પછી તો વેકેશનમાં  મળવા જતો. ઉચ્ચ શિક્ષણ માટે ગયો ને પુરુ થતા અહી દાદા દાદી પાસે આવી ગયો. બને એટલી એમનીસેવા . કરી.બેવરસ પહેલા જ એમણે વારા ફરતી વિદાય લીધી. આજે એકલો છુ . મા નો પ્યાર એ ખોટ તમે પુરી પાડશોએવી આશા રાખુ છુ.વિશાલે પોતાની ઇચ્છા વ્યકત કરી. આટલી ચોખવટ પછી એ સાથે રહેવા તૈયાર થયા.

લગ્નનુ પ્રથમ વરસ તો સડસડાટ વહી ગયુ. કુંવરબેન ઘર સંભાળતા એટલે કંચના નચિંત બહારનુ કામ કરતી.પણ ત્યાર પછી કુંવરબેનની તબિયત લથડી. સારવારમાં કમી નહોતી ને એવો કોઇ રોગ નહોતો. પણ પોતાનુ સંસારઋણ પુરુ થતા એની જીજીવિષા સંકોચાવા લાગી. ટુંકસમયમાં દિકરીનો સુખીસંસાર જોઇને સંતોષથી આંખ મીચી દીધી.

હવેજ ખરો સંસાર શરુ થયો. કંચનાની બહારની પ્રવૃતિનો વ્યાપ એટલો વધી ગયો હતો કે ઘેર માત્ર એ ખાવા કે સુવા આવતીહોય એવુ જ લાગતુ.  વિશાલ આમતો સમજદાર હતો. લ્ગન પહેલા ય એ કંચનાના કાર્યક્રમોથી પરિચિત હતો આ ગુણોથી આકર્ષાઇ તો એણે લગ્ન કર્યા હતા એને કંચનાની સમાજસેવા તરફ ફરિયાદ નહોતી પણ સાથે સાથે એ પોતાના માટે પણ થોડુ જીવવા માગતો હતો.એકલો તો આટલા વરસોથી હતોજ. સાજની શીતલ હવામાં દરિયા કિનારે હાથમાંહાથ  રાખીને ટહેલવાનુ,ચાંદની રાતે અગાશીમાં ચદ્રંની માદકતામાં ઓગળી જવાનુ,આવા તો કેટલાય રંગીન    સપના એના મનમાં સમાયેલા હતા તો સામે કંચનાહતી સુંદર ને યુવાન. પણ રસિક નહોતી.એ તો માત્ર કામને જ વરેલી હતી.વિશાલની અપેક્ષા  પણ કાઇ વધારે પડતીકે અજુગતી ય નહોતી. પણ કંચના એ સમજીન શકી. પોતાના કામમા કાપ ન મુકી શકી.છેવટે એ વ્યસ્તતા લગ્નજીવન માટે ધાતક નીવડી, વિશાલએકલો પડવા માંડ્યો.સાંજ સુમસામને કંટાળાજનક બનવા લાગી.એની રાહ જોતા જોતા એ કયારેક ડાઇનિંગ ટેબલ પર જ ભુખ્યો સુઇ જતો.તો એકલો જ ક્લબમાં જઇ ચડતોને આસપાસ આનંદ કિલ્લોલ કરતા .નાચતા  ગાતા યુગલોને જોઇને પોતાનુ શુષ્ક લગ્નજીવન ખુંચતુ ને નિરાશાને શરાબમાં હળવી કરતો.તો કયારેક કોઇના સહવાસની તીવ્ર ઝંખના જાગી ઉઠતી.તો જાણે કંચનાનો દ્રોહ કરી રહ્યો હોય એવી ગુનાહિત લાગણી અનુભવતો. કારણકે કાઇ ખોટા કારણસર તો બહાર નહોતી ભટકતી.આજ સુધી એના આગુણોનો પ્રશંસક હતો ને હવે?  એને પોતાની બીક લાગવા માંડી. આ હતાશા એને અય્યાશ,શરાબી, રખડુ બનાવી દેશે તો? તો દયાની દેવીની તપસ્યા નકામી જાય. એના કરતા એક ઉમદા રસ્તો હતો.  એક સાંજે જમીને થોડી શરાબ પી ને ટેબલ પર માથુ ઢાળીને સુઇ ગયો હતો.

કંચના રાતના આંઠેક વાગે થાકી પાકી ઘેર આવી. એને પોતાની ભુલનો અહેસાસ  થયો. એણે વિશાલના માથે સ્નેહથી હાથ ફેરવ્યો. વિશાલે ઉંચુ જોયુ.એની આંખોમાં દર્દ હતુ.’મને માફ કર, વિશાલ. આજે કામમાં સમયનુ ભાનનરહ્યુ.’એના સ્વરમાં અપરાધભાવ હતો. ‘ કાઇ વાંધો નહિ, તુ જમીને પર આવ પછી આપણે વાતો કરીએ ને ઉપર જતો રહ્યો.

.    એ જમીપરવારી ઉપર આવી.વિશાલ કઇક વિચારમાં હતો. થોડીવાર બન્ને એકબીજા સામે જોઇ રહ્યા. રુમમાં ભારેખમ મૌન છવાઇ ગયુ. જાણે આવનાર પળોનુ વજન અકળાવતુ હતુ.છેવટે વિશાલે શરુ કર્યુ.’ કંચના. છેલ્લાકેટલાય  સમયથી  વિચાર્યા પછી હું આનિર્ણય પર આવ્યો છુ.  આપણે અલગ પંથના પ્રવાસી ભળતા રસ્તે ભેગા થઇ ગયા છીએ. આપણે સાથે ચાલી નહિ શકીએ. તારી રાહ જોઇ જોઇને હું થાકી ગયો છું હવે  છુટા પડી જઇએ એજ બન્નેના હિતમાં છે.’ એટલુ કહેતા એ થાકી ગયો.એના સ્વરમાં ભારોભાર દર્દ હતુ.આ સાંભળી કંચના ધ્રુજી ધ્રુજી ઉઠી.એને તો એમ હતો કે વિશાલ ફરિયાદ કરશે, ઠપકો આપશે,ગુસ્સે થશે ને કદાચ બહાર આટલુ કામ કરવાની મના કરશે. પણ આવો આખરી નિર્ણય લઇ લેશે એવી તો કલ્પના નહોતી.’ વિશાલ, એમારી કમજોરી કહે કે મારા જન્મદત સંસ્કાર માને તો એમ. પણ કોઇને દુઃખ દર્દથી પીડાતુ જોઉ ત્યારે એને માટે બધુ જ કરી છુટવાની ઇચ્છા રોકી શકતી નથી.’કંચના એ જવાબ આપ્યો. ‘દયા ને સેવા એ કામ કરવામાં તો હુ પણ માનુ છુ. મારો તારી સાત્વિક પ્રવૃતિ તરફ વિરોધ નથી. હું સ્વાર્થી નથી. પણ જીવન થોડુ મારા માટે પણ જીવવા માગુ છુ. તને એ કદાચ નહિ સમજાય કેમકે લગ્ન તારા લોહીમાં જ નથી’ વિશાલે કહ્યુ.’ ધારો કે હુ મારી પ્રવૃતિ મર્યાદિત કરી દઉ. ‘ એણે સમાધાનની આશા સાથે કહ્યુ.’ તુ મારા કહેવાથી, દબાણ કે પ્રેમથી રોકાઇશ.તો પણ અંદરથી તુ તડપતી રહીશ.સ્વભાવ બદલાતા નથી. પરાણે સાથે રહેવુ, ઝધડાને છેવટે ન છુટકે છુટા પડવુ ને જીવનભર એ કડવાશ વાગોળવી એના કરતા પરસ્પર સ્નેહ,આદર છે ને સમજણથી અલગ થઇ જવામાં મજા છે એવુ તને નથી લાગતુ?’ વિશાલે કહ્યુ.

કંચનાની આંખો ભરાઇ આવી. આજ સુધી શાંતિ હતી કે વિશાલ જેવો સમજદાર પતિ મળ્યો છે.એને ભરોંસે તો એ નિર્ભય બનીને સેવા    કરતી હતી.વિશાલ સિવાય જીવનમાં કોઇ આધાર નહોતો ને એ પણ આજે ખસી જવા માગતો હતો. કોના આધારે એ જીવશે.

‘ રો નહિ,કંચના તુ સો નહિ પણ સવાસો ટચનુ સોનુ છો. પણ સત્ય એછે કે સોનાએ પણ વહેવારમાં રહેવા માટે એની શુધ્ધતામાં બાંધછોડ કરવી પડેછે.તુ એ કરી નથી શકી એનુ પરિણામ આપણે બન્નેને ભોગવવાનુ છે. ગમે એમ પણ મારા આગ્રહ કે દુરાગ્રહથી તારો ધર્મ બદલવાની જરુર નથી.’વિશાલે એના આંસુ લુછતા કહ્યુ. જો કે એની પોતાની આંખો પણ છલકાઇ ગઇ હતી..

‘ ભલે તો હુ કાલે જ મારો સામાન લઇને ચાલીના ઘેર જતી રહીશ.  મારી રુમ હજુ ખાલી જ છે’ કંચનાએ પરિસ્થતિ સ્વીકારવાનો પ્રયત્ન કર્યો.  ‘ નહિ, કંચના, જવાનુ તો મારે છે. મારો એક ફ્લેટ છે જ. હુ ત્યા જતો રહીશ. તુ આ ઘર સંભાળ. ઘર ઉપરાંત મારી અર્ધી મિલક્તમાં તારો ભાગ  છે. મને ભંરોસો છે કે તારે હાથે એનો સદઉપયોગ થશે.’ વિશાલે  કહ્યુ. તો એના  નામ   પ્રમાણે એનુ દિલ પણ એટલુ વિશાલ હતુ!.એકાદ અઠવાડિયામાં વિશાલે જવાની તૈયારી કરી લીધી. જતા જતા એણે કહ્યુ’ કંચના, દોસ્તીના દરવાજા ખુલ્લા રાખીને જાઉ છુ.સબંધ રાખજે.જરુર પડે યાદ કરજે.આપણે છુટા પડીએ છીએ પણ મારા દિલમાં મારુ સ્થાન હંમેશા રહેશે’  બન્ને સૌજન્યપુર્વક છુટા પડી ગયા.      ત્યાર પછી કંચનાને સમાચાર મળ્યા હતા કે વિશાલે એનુ દવાખાનુ ને બાકીની મિલક્ત વેચી નાખી હતી ને કોલેજ સમયની એક મિત્રને પરણીને પરદેશ જતો રહ્યો હતો.

એવામાં એક દિવસ મદાલસા એને મળવા આવી. સામાન્ય સંજોગોમાં બે બહેનો એકબીજાએ ઘેર મળવા જાય, સુખદુઃખની વાતો કરે,નાનપણની યાદો સંભારે ,જરુર પડે એકબીજાના બાળકોને સાચવે, એ તો સંસારનો ક્રમ. પણ આબહેનોમાં અત્યાર સુધી આવુ કશુ બન્યુ નહોતુ. જે અંદાજમાં એણે ઘર છોડ્યુ હતુ ને પૈસાદાર ઘર ને વર ને મેળવીને ચાલીની સાથે સાથે પરિવારને ભુલી ગઇ હતી. આટલો સમય એ કયા હતી? કોઇ દિવસ પાછુ વાળી ને મા બેનની શુ હાલત છેએ જાણવાની ય પરવા નહોતી કરી.એનુ અચાનક આગમન કંચનાને તાજુબ કરી ગયુ.બેનને પ્રેમ  ઉભરાઇ આવે ને મળવા દોડી આવે એવી આ ‘માયા’ નહોતી. જે કાઇહશે ત હમણા ખબર પડશે. એણૈ વિચાર્યુ.’આવો આવો, મોટીબેન,સુરજ કઇ દિશામાં ઉગ્યો કે તમને નાની બેન યાદ આવી’ એણે હસીને આવકાર આપ્યો.

‘ તે નાની બેન ભુલાઇ થોડી જાય?આતો સંસારની જળોજથામાં સમય નહોતો મળતો. હવે સુખદુઃખમાં સંભારવા જેવુ આપણ બે સિવાય કોણ છે?’એણે મીઠાશથી કહ્યુ.’ થોડીવાર મૌન પથરાઇ ગયુ.આટલા વરસની જુદાઇ થી બન્ને બહેનો એકબીજાથી અજનબી બની ગયા હતા. શુ વાત કરવી એજ સમજાતુ નહોતુ.છેવટે મદાલશાએ વાત શરુ કરી’ તું એક ભાણાની માસી છેએ તને ખબર છે?તારો ભાણો સોળ વરસનો  થઇ ગયો’. ઓહ તો આટલો સમય વહી ગયો? ને આજે આટલા વરસો બાદ’તારો ભાણો’ આટલી આત્મીયતા દર્શાવવાનુ કારણ? કંચના મનમાં હસી.  ‘શું ચાલે છે આજકાલ? બધા સાજાનરવા તો છેને?ને ‘મારો ભાણૌ’ શુ કરે છે?  કંચનાએ સ્વભાવિક સવાલ પુછ્યો. ‘આમ તો બધુ ચાલ્યા કરે.આતો તારા ભાણાની જીદે મને અંહી સુધી દોડાવી’ અંતે મદાલશાએ મુદાની વાત કરી નાખી. તો એનુ અનુમાન સાચુ હતુ!         ‘કહો, ભાણાને માસીની એવી તો શું જરુર પડી’ એણે મજાકમાં કહ્યુ. નને વાત આગળ ચાલે એ પહેલાઆગળનુ બારણુ ખુલ્યુ ને એક યુવક દાખલ થયો. પણ મદાલશાને જોઇને અચકાયો’ બેન ,

મને ખબર નહિ કે મહેમાન છે.હુ પછી આવીશ. ‘કહેતા એ પાછો ફર્યો.’ નહિ સતીશ, અંદર આવ, આતો મારા મોટાબેન છે’ કંચનાએ ઓળખાણ કરાવી.સતીશે પ્રણામ કર્યા,’  ‘ સતીશ, આજે કોલેજની ફી ભરવાનો છેલ્લો દિવસ છે ને,મે તારુ કવર તૈયાર રાખ્યુ છે. ફીના પૈસા ઉપરાંત બુકો ને પરચુરણ ખર્ચના પણ છે એટલે જોઇ લેજે” એણે સતીશના હાથમાં કવર આપ્યુ. ‘ બેન આટલા બધાની જરુર કયા હતી?’ એનો અવાજ રુધાઇ ગયો. ‘ હુ જાણૂ છુ’ કંચનાએ હસીને કહ્યુ.સતીશ પ્રણામ કરીને ગયો. મદાલશા આલાગણી સભર દ્રશ્ય જોઇ રહી હતી.

એણે પુછ્યુ’ આ યુવાન કોણ હતો?

‘બેન એ અમારી ઓફિસના એક કામદારનો દિકરો છે. ભણવામાં હોશિયાર છે પણ ગરીબ છે. થોડી મદદ મળે  તો એનુ ભવિષ્ય બની જાય.  હવે મુળવાત. તમે શુ કહેતા  હતા  મારા ભાણા માટે’?એ વાત તો પામી ગઇ હતી,છતા ય.

‘ વાત એમ છે કે તારા ભાણાને સ્કુટર લેવુ છે. થોડી સગવડ કરવાની હતી ‘મદાલશાએ સંકોચથી કહ્યુ.   ‘ બેન,તમે મારી મશ્કરી કરો છો કે પરીક્ષા કરો છો? આટલો ખર્ચો તો તમારે માટે મામુલી ગણાય’ કંચના માની નહોતી શકતી કે એની મોટી બેન આટલા વરસે આવીને એ પણ પૈસા માટે.’ હા, બેન, એક જમાનામાં તો એવુ જ  લાગતુ.’ મદાલશાએ ઉદાસભાવે કહ્યુ’ તારા બનેવી થોડાઢીલા ને ભોળા. ભાઇઓ પર વિશ્ર્વાસ.ઘરમાં સૌથી નાના.એટલે ચીધ્યુ કામ કરે. બાકી ઉંડી ગતાગમ નહિ. વરસદાડા પહેલા મારા સસરા ગુજરી ગયા. મોટા ભાઇઓએ ધંધામાં ખોટ બતાવીન ેઅમને કરજમાં ધકેલી દીધા. ‘     ‘ વારુ,અક્ષય અત્યારે શુ ભણે છે’

કંચનાએ પુછ્યુ. ‘ભણવાનુ તો એવુ. વહેલા મોડા ઘરના ધંધામાં પડવાનુ છે એજ ગણતરી. એટલે ભણવા તરફ પ્રથમથી કોઇએ દ્યાન આપ્યુ નહિ. ઉપરાંત થોડો લાડમાં ઉછર્યો છે.એટલે જીદી પણ છે. અછતકે અગવડ એણે જોઇ નથી. જેટલુ માગ્યુ એટલુ મળ્યુ છે. અત્યારે  હાઇસ્કુલના છેલ્લા વરસમાં છે’ મદાલશાએ દિકરાના બચાવ સાથે એનો પરિચય આપ્યો.   ‘ ‘વાહ, ભણવાને નામે મીંડું ને ઉપરથી આવા ખર્ચા? આ તો તમને જ પોષાય. યાદ છે બેન, આપણે નાના હતા ત્યારે સાઇકલ જેવી સામાન્ય વસ્તુ ય અલભ્ય હતી.કોક કરતા લોકોને નસીબ થાય. બાકી છોકરાઓ બાઇક પાછળ દોડીને આનંદ માણે. હવે આનવી પેઢીને કમાવાની દાનત નથી પણ શોખ પાર વિનાના છે.તમારે અક્ષયને આ સમજણ આપવી જોઇએ’ કંચનાએ કદાચ જીવનમાં પ્રથમ વખત મોટીબેનને સલાહ આપી હશે.

‘ બેન આપણો જમાનો જુદો હતો. ચાલીની બહાર શુ ચાલી રહ્યુ છે એની જાણ પણ નહોતી. પણ હવે ઘેર ઘેર ટીવી, કોમ્પ્યુટર, સેલફોન, ને જાહેરાતોનો રાફડો.  બજારમાં કોઓ નવી વસ્તુ આવે ને યુવાનોમાં વીજળીવેગે સમાચાર ફેલાઇ જાય. એમા પણ હરિફાઇ. કોણ સૌથી પહેલા એ હાંસલ કરે છે?હવે થાય એવુ કે આપણે છોકરાઓને એ ચીજ અપાવી ન શકીએ તોએના મિત્રોમાં એપાછા પડે ને લઘુતાગ્રંથિ અનુભવે. આત્મવિશ્ર્વાસ ગુમાવે. એટલે એમની પ્રગતિ માટેય વિચારવુ પડે.ઘણીવાર આવા ખર્ચા ન પોષાય  તો ય કરવા પડે. ‘ મદાલશાએ જમાનાની રુખ સમજાવી.

‘બહેન, મને તો એવુ લાગે છેકે તમે એને વધારે પડતા લાડ કરાવીને એનો વિકાસ રુંધી નાખ્યો છે.એનામાં જાતમહેનતકરીને વસ્તુ પામવાની ખુમારી નહિ હોય  તો એને એની કિંમત ક્યાથી સમજાવાની? ને ક્યા સુધી તમે એની આવી માંગ સંતોષી શકશો? કંચનાએ બહેને સમવાજવા પ્રયાસ કર્યો.

હવે મદાલશા પોતાને મૂળ સ્વભાવ પર આવી ગઇ. ‘એ તો તારે ભાળકો નથી  ને  એટલે તને  મા નુ દિલ નહિ સમજાય.આપણે   બાળક તરીકે ઇચ્છા  હોય તો પણ અમુક  વસ્તુ પામી ન શક્યા હોઇએ એ નિરાશા આપણે જ જાણતા હોઇએ ને આપણા બાળકને એમાથી પસાર નથુ પડે એવી દરેક માબાપની ઇચ્છાહોય. ‘ ‘ મદાલશા  હજુ પણ દિકરાનો  બચાવ કરતી હતી.  કંચના પણ હવે લડાયક મિજાજમાં આવી ગઇ. ‘ મારે બાળકો નથી.  પણ હુ લાગણીહીન નથી. બીજાના દુખદર્દ સારીરીતે અનુભવી શકુ છુને સહાય કરુ છુ. હુ તો અહી સાચી જરુરીયાતની વાત કરુ છુ. મને તો એવુ લાગે છેકે તમારા કિસ્સામાં  તમારા દીકરાના સુખદુઃખ કરતા તમને તમારી સામાજિક પ્રતિષ્ઠાની વધારે ચિંતા હોય એવુ લાગે છે” ‘

આ પણ સામાજિક મેકપ છે. સફળ થવા સામાજિક પ્રતિષ્ઠા, માભો બધુ જાળવવુ પડે છે. અંદર ભલે પોલમપોલ હોય’. મદાલસાએ સમાજનો નિયમ સમજાવ્યો.  પણ કંચના આવા માભા કે દંભમા માનતી નહોતી ને એને એવી જરુર પણ નહોતી.’ માફ કરજો.મોટીબેન. પણ મારી પાસે આવા દંભને પોષવાના પૈસા નથી.તમારે જે સમજવુ હોય જે સમજો’ એને અણગમાથી કહ્યુ.

એના આવા  ચોખ્ખા ઇન્કારથી મદાલશા ઉશ્કેરાઇ ગઇ. ‘ તુ પારકાને પૈસા આપે છે ત્યા ોત આવા સવાલ જવાબ કે ઉઁડી તપાસ નથી કરતી ને તારા ઘરના લોકોની ઉલટતપાસ ગુનેગારની જેમ કરે છે. ચાર દિવસથી મારો દિકરો ખાતો પિતો નથી. રિસાઇને ખુણામા બેઠો છે.એનો ઉતરેલો ચહેરો ને રડમસ આંખો જોઇ મારા હૈયામાં વેદનાના સોળ ઉઠે છે. પણ   પણ તને શુ ફરક પડે છે?  મદાલસાએ લાગણીપ્રહાર કર્યો.

કંચનાએ ય વળતો જવાબ આપ્યો’ હુ  એવા લોકને મદદ કરુ છુકે જ્યા એ પૈસા ઉગી નીકળે. કોઇના મોજશોખ માટે નહિ.મારા પૈસા ગટરમાં ફેંકી દેવા માટે નથી’.

‘મારી ભુલ થઇ અહી આવવામા ને તારી પાસે હાથ લાંબો કરવામાં આજે જેની પાછળ તુ લુંટાઇ રહી છો એ તારા સગા જરુર પડ્યે પાસે ય નહિ ઢુંકે.  યાદ રાખજે, આ બધી સંપતિ હશે તો ય તો ય તુ એકલી પડી હઇશ. ‘ મદાલશાએ શાસ્ત્રોમાથી શોધી શોધીને શ્રાપ આપવા માંડ્યા.  કંચનાને એના વર્તનથી આઘાત તો લાગ્યો પણ નવાઇ ન લાગી. એ જાણતી જ હતીકે બેન માત્ર લેતા જ શીખી છે,દેતા નહિ. સિવાય શ્રાપ.આટલા વખતે મળવા આવી એ પણ લેવા જ ને આનંદને બદલે દુઃખ આપી ગઇ.

મોટીબેન આંધીની જેમ આવી ચડીને શાંત જીદંગીને ડહોળી ગઇ.   ન જાણે પણ કેમ એની અમંગળ વાણી એનુ પોત પ્રકાશવા માંડી.આજસુધી ઘરમાં સથવારા રુપ એક માસી એની સાથે રહેતા હતા. ઘર સંભાળતા, ગમે ત્યારે એ થાકીને ઘેરઆવે, માસી એને ગરમ રસોઇ બનાવીને જમાડે.સુખદુઃખમા સાથ આપે.એવા એ માસી અચાનક બિમાર પડ્યા.  લકવાનો ભોગ બનીગયા. કોઇ દવા કારગત ન નીવડી. કંચનાનો એક માત્રસહારો ભાંગી પડ્યો એ એકલવાઇ જીંદગી અવૈર એકલી બની ગઇ. પણ મુસીબત આવે ત્યારે એકલી નથી આવતી પણ બેચારને નોતરતી આવે છે.     એક દિવસ સવારે કોઇએ બારણુ ઠોક્યુ. એણે બારણુ ખોલ્યુ તો સામે બે વ્યક્તિ ઉભી હતી.એક પૌઢ છતા પ્રયત્નપુર્વક યુવાન દેખાતી સ્ત્રી ને એટલીજ ઉંમરનો પુરુષ. કંચના બેમાથી કોઇને ઓળખતી નહોતી. અજાણ્યાલોકોને આવકારતા એ અચકાઇ.ઘરમાં એકલી હતી ને આજકાલ સમાજમાં બનતા અનિષ્ટ બનાવોએ એને ભયભીત કરી દીધી હતી.

આગંતુકે એની અકળામણ પારખી.એણે આગળ આવીને પ્રણામ કર્યા ને પોતાની ઓળખાણ આપી. ‘ મારુ નામ નિમા. હુ ડો. વિશાલની પત્નિ છુ. તમારાથી અલગ થઇ ને મારી સાથે વિવાહ કર્યા હતા.પછી તરત જ અમે વિદેશ જતા રહ્યા હતા. વિશાલે તમારા વિષે ઘણી વાતો કરી છે. મને પણ આજે દયાના દેવી એવા તમને મળીને આનંદ થાય છે. ‘થોડુ અટકીને ઉમેર્યુ’ ‘ હવે મને મળીને તમને આનંદ થશૈ કે કેમ?એ હુ જાણતી નથી. કારણ કે અમે અંહી   પરદેશથી         કાયદેસરના કામે    તમને    મળવા આવેલા છીએ.’   આ મારા વકીલ હેમાંશુ રાવ છે.’ ‘આવનારે પોતાના પરિચય સાથે  આવવાનુ પ્રયોજન  જણાવ્યુ. કંચના ગભરાઇ ગઇ. એતો આ બન્નેથી અજાણ. કાયદેસરનુ કામ ને વકિલની હાજરી. ! એણે પુછ્યુ’ ડો. વિશાલ પોતે કયા છે? એ હાજર હોય તો ઘણા સવાલ ઉકલી જાય’. ‘ ડો.વિશાલ તો   તો કહેતા એ નીચુ જોઇ ગઇ. કદાચ પોતાના આંસુ છુપાવી રહી હતી.વાતાવરણમાં   વગર બોલ્યે ગ્લાનિ છવાઇ ગઇ. થોડીવારે સ્વસ્થ થયા પછી એણે સમાચાર આપ્યા.ડો .વિશાલ એકાદ વરસ પહેલા કાર અકસ્માતમા ને એ આગળ બોલતા અટકી ગઇ. કંચના સમજી ગઇ. એ ગમગીન થઇ ગઇ. વિશાલ ભલેએનો અત્યારે કોઇ નહોતો.પણ એક માણસ તરીકે એણે જે ઉદારતા સમજણ દાખવી હતી.

એ ઉમદા માણસ થોડા આંસુને લાયક હતો જ.દુનિયાના ગમે તે ખુણે, કંચનાથી દુર , તો પણ એનો અદ્રશ્ય સહારો એણે અનુભવ્યો હતો ને આજે એ પણ ઓગળી ગયો હતો.

એણે બન્નેએ અંદર બોલાવ્યા. સોફા પર બેસવાનુ સુચન કરી ચાપાણી કરવા જતી જ હતી કે નીમાએ એને રોકીને પોતાના કામની અગત્યતા સમજાવી.’ બેન, અમે જરુરી કામ માટે આવ્યા છીએ. આ બંગલો  વિશાલે મારા નામ પર કર્યો છે, આ જુઓ કાયદેસરનૂ વિલ. આ એનુ ડેથ સર્ટીફિકેટ. બધા દસ્તાવેજ તમારી સામે છે.તમે વાંચો,વિચારો,ને જરુર પડેતો તમારાવકીલને મળી બધુ સમજી  લો, તમારે ભાડે રહેવુ હોય, ખરીદવો હોય તો તમને પ્રથમ પસંદગી મળશે. પણ એ બધુ તોઆપણે પછી વિચારીશુ. અમારી પાસે સમય થોડો છે. એટલે તમારો સહકાર ની આશા રાખુ છુ. ‘   આભાર સાથે એ લોકો વિદાય થયા.  થોડીવાર તો કંચનાને તમ્મર આવી ગયા. એના જીવનમાં આવતા દરેક લોકો એની જીંદગીનો થોડો થોડો ભાગ જાણે કાતરતા જતા હતા. પણ હકીકતને સ્વીકાર્યા વિના છુટકો પણ નહોતો. એ એના વકીલને મળી.  વકિલે  બધા પેપર ચીવટથી જોયા. સલાહ આપી.’ બેન,  સર્ટી ફિકેટ સાચા છે. કોઇ છેતરપીંડીકે છળકપટ જેવુ લાગતુ નથી. હા, તમારા પક્ષે કાયદો એટલી મદદ કરીશકે તો તમે લાંબા સમયથી આ  મકાનમાં રહો છો. તમારુ કાયદેસરનુ રહેઠાણ છે. એ બાબત ઉપર આપણે લડત આપી શકીએ. જયા સુધી ચુકાદો નઆવે ત્યા સુધી કોઇ તમને મકાન ખાલી ન કરાવી શકે. પરદેશી લોકો છેએટલે ધક્કાથી બચવા સસ્તામાં મકાન કાઢીનાખવા પણ તૈયાર થાય. એ વખતે આપણે  તમારી ઇચ્છા પ્રમાણે વિચારીશુ.’ પણ આ દુન્યવી ઉકેલ હતો.

કંચનાને અણહકનુ કશુ જોઇતુ નહોતુ. વિશાલે કેવા સંજોગોમાં આનિર્ણય લીધો હશે એ તો એ જ જાણતો હશે. જે હોય તે પણ એને આવી કાયદા કાનુન એ કોર્ટના ચક્ક્રમાં પડવુ નહોતુ. કાયદો  ગમે તે કહે પણ કુદરતના કાનુન પ્રમાણે એ આ મિલક્તની માત્ર રખેવાળ હતી. માલિક નહિ. ે વિશાલની ઉદારતા  હતી કે એણે એને બેઘર કરી નહોતી. બલ્કે આજીવન રહેવાની પરવાનગી આપી હતી.એ જો એને માલકિન  બનાવીને ગયો હોત તો અલગ વાત હતી. ઉપરાંત કામધંધો છોડીને કોર્ટ કચેરીમાં ધક્કા ખાવાની એની તૈયારી નહોતી.આવા ખર્ચા પોષાય એમ પણ નહોતા.સૌથી વિશેષ તો એ કે એને આ મિલકત જોડે કોઇ લગાવ નહોતો. એકલા જીવને આ જાળવવાની  જંજાળ ને ભોગવવાના નામે મીંડુ   એટલે નીમાએ બહુ ઓછા ભાડા  સાથે રહેવાની ને બંગલો સંભાળવાની અરજ કરી.  પણ એણે ના પાડી દીધી.નક્કી થયા પછી ટુંકસમયમાં જે વસ્તુ સાથે એ ચાલીમાથી વરસો પહેલા આવી હતી એ જ લઇને નીકળી ગઇ. ઘરની એકપણ કિંમતી વસ્તૂને હાથ પણ ન લગાડ્યો.

નીમાએ આવી નિસ્પૃહ વ્યકિત કોઇ દિવસ જોઇ કે સાંભળી નહોતિ.કલ્પનામાં પણ ન આવે કે મહાનગરમાં આટલી સંપતિ કોઇ આસાનીથી ખાલી કરી દે. એણે મનોમન આમહાન નારીને પ્રણામ કર્યા.

કંચના ચાલીમા આવી તો ખરી.પણ આ કુવરબેનના જમાનાની ચાલી નહોતી રહી.જયા એનુ ઘડતર થયુ હતુ, ત્યા હવે બધે ‘ મદાલશા ‘રાજ કરતી હતી. અહી પણ વીસમી સદી ને ભૌતિકવાદ  પહોચી. ગયા હતા.એક પરિવારની જેમ રહેતા નેએ એકબીજાની સાસંભાળ રાખતા લોકો હવે વ્યકિતવાદી થઇ ગયા હતા.કોઇની પાસે હવે  બીજાની મુશ્કેલી સમજવાનો કે મદદ કરવાનો  વખત નહોતો. બધાને કશુક મેળવવુ હતુને એ દોડમા જીવનમુલ્યો વિસરાઇ ગયા હતા,બૌતિકવાદે સર્જેલો અસંતોષ પ્રસરી રહ્યો હતો.માનવતા પાછળ ઘસાતી પેઢી ખલાસ થઇ ગઇ હતી. નવી પેઢી એશો આરામના સપના જોતી તઇ ગઇહતી.

કંચના આ ઘેલછાના ઘૂઘવતા પુરને એકબાજુ ઉભી રહીને જોતી રહી  એને  એ  સમજાતુ નહોતુ આ બધુ એકાએક કેમ બદલાઇ ગયુ? જાણે દરેક વસ્તુ  ને વ્યકિત એની વિરુધ્ધમા જ કામ કરતી હતી. એણે ક્યા ભુલ કરી હતી?   આ બધુ વિચારતાવાનો ય હવે થાક લાગવા માંડ્યો.નિરાશા એને ઘેરી વળી.જીંદગી માં આવતા સંઘર્ષો સામે એકલે હાથે લડતા લડતા એ થાકી ગઇ હતી. એબધા માટે હતી, પણ એને માટે કોઇ નહોતુ.!આજ સુધી બૌજા લોકોના દુઃખ દર્દનો ખ્યાલ કરી પોતાની જાત ઘસી નાખી હતી. જાતની સંભાળ નહોતી લીધી. હવે મનની સાથે શરીર પણ થાકી ગયુ હતુ. એ પણ આરામ ઝંખતુ હતુ.  છેવટે એ તાવમાં પટકાઇ પડી.ત્યારે એટલુ તો સમજાયુ કે હવે લોકો એની પાસે નહિ આવે.એને જ લોકો પાસે જવુ પડશે. મહામહેનતે ઉભી થઇને લાકડીને ટેકે એ જ્યારે નજીકમાં આવેલા વૃધ્ધાશ્રમમા જવા નીકળી  ત્યારે એને ટેકો આપવા વાળુ કોઇ નહોતુ.હા. વાંઝણીદયા  ખાનાર થોડાક હતા.’ બિચારી , બાપડી.આખી જીંદગી બીજા માટે ઘસાણી.આજે એને જરુર છે તો છે કોઇ ટેકો કરનારુ.? આવો ગણગણાટ એના દુખાતા દિલને વધારે દઝાડી ગયો.

આએનો છેલ્લો આશરો. પણ ત્યાય એને શાતા નમળી.’અક્ષય’ એનો ભાણેજ કયાકથી  સમાચાર લઇ આવ્યો હશે. તે અહીઆવીને મરતી સિંહણઆસપાસ ઝરખ ભાંગડા કરે એમ માસીની દુર્દશા પર હાંસી ઉડાવી  રહ્યો હતો.   પણ કુદરતને પલ્લે કંચનાની પરિક્ષા પુરી થઇ હતી ને એ બરાબર પાસ થઇ હતી. અક્ષયની કાર પાસે જ એક અફલાતુન કાર આવીને ઉભી રહી.યુવાન ડોકટર બહાર આવ્યો. કંચના પર નજર પડતા  એ દોડયો.’બેન, તમે અહી? આ  હાલતમાં ?કયા હતા અત્યાર સુધી? એસાથે જ એની આંખોમાં આંસુ વહીનિકળ્યા.’કોણ ?’ એણે આંખો  ખોલી ને જોવાનો પ્રયત્ન કર્યો.  અવાજ પરિચીત લાગતો હતો પણ યાદ આવતુ નહોતુ. ‘ બેન ‘હુ સતીશ,ભુલી ગયા મને? તમારા પ્રતાપે તો ગાડીમા ફરુ છુ. ડોકટર થયા પછી તમને બહુ શોધ્યા. તમારો જ શીખવેલો સેવા ધર્મ. અહી સેવા આપવા આવુ છુ,ને તમારો ભેટો થઇ ગયો.બેન, તમને કશુ થયુ હોત તો ભગવાનને શ્રાપ લાગી જાત.ધરતીનુ ગૌરવ જોખમાઇ જાત.સતની તાણ પડી જાત’ સતીશે એના આંસુ લુછ્યાને કહ્યુ’ ચાલો બેન,આપણે ઘેર, જીવીશ ત્યા સુધી સાચવીશ.’ એણે બે હાથની ખોયમાં કંચનાને ઉપાડીને કારમાં સુવડાવી. કાર ચાલુ થઇને સાઇલેન્સરનો ઘુમાડો પાછળ ઉભેલા અક્ષયનુ મોં કાળુ કરતો ગયો,બરાબર હતુ ને

તપસ્યા  

‘  મમ્મી   ઓ મમ્મી’ સવારની શાંતિને ચીરતી ઉંચી ને તીક્ષ્ણ ચીસો સાંભળીને વાસંતીબેન માળા છોડીને એકદમ ઉભાથઇ ગયા.  બુમોની સાથે જ દાદર પર ધડબડાટનો અવાજ આવ્યો ને એણે જોયુ કે એની સોળ વરસની દિકરી અનુ એકીસાથે બે બે પગથિયા કુદતી એના તરફ આવી રહી હતી.     છેલ્લા બેએક વરસથી શુનમુન થઇ ગયેલી દિકરીને અત્યારના પહોરમાં આટલા આવેગમાં જોઇ એ ચોંકી ગયા. આ આવેગ ભયનો હતો કે આનંદનો?  એ દોડતી આવીને વાસંતીબેનની બાથમાં સમાઇ ગઇ.એનુ હૈયુ જોર જોરથી ધડકી રહ્યુ હતુ.શ્વાસોચ્છશ્વાસ ધમણની  માફક ચાલી રહ્યા હતા.પ્રયત્ન કરવા છતાય એ બોલી નહોતી શકતી. કદાચ આવેગ એનુ મોં ખોલવા નહોતુ દેતુ.    જાણવાની તીવ્ર ઇચ્છા  છતા  એણે અનુને શાંત થવા દીધી.થોડીવાર છાતીએ વળગાડી રાખી. પીઠ પસવારી, વિખરાયેલી લટોને સમારી.કુમાશથી ચહેરો ઉંચકીને આંખોમાં પ્રશ્ર્નસુચક નજર નાખી.

અનુ ધીમે ધીમે  શાંત થઇ.પછી સમાચાર આપ્યા. ‘ મમ્મી, મોટીબેન આવે છે. મે એને અગાસીમાંથી જોઇ. આપણી શેરીમાં જ વળી. મે એને ઓળખી લીધી. મમ્મી કહે ને આપણે ઘેર તો આવશે ને?

વાસંતીબેનનો ચહેરો સમાચાર સાંભળતા વિલાઇ ગયો. ઘરનો દરવાજો બંધ કરી ક્યાક સંતાઇ જવાનુ મન થઇ ગયુ.   શા માટે? સામાન્ય રીતે તો દિકરીના આગમનના સમાચાર સાંભળી મા નુ હૈયુ તો આનંદથી ઉછળી પડે.જ્યારે અહી તો મા ક્યાક સંતાઇ જવાની વેતરણમાં હતી.  ને એ પણ અવની જેવી દિકરી માટે?   હા, કેટલીક દિકરીઓ હોય જ એવી જેની નાદાનિયત  ને કરતુતથી પ્રેમાળ માબાપના હૈયામાં આગ લાગે. દિકરીને નામે કલંક જેવી. માબાપના મસ્તક શરમથી ઝુકી જાય. પણ આ દિકરી સાસરામાં નસમાયેલી ને પિયરમાં પાછી આવતી હોય એવુ પણ નહોતુ  તો?     વાંસતીબેનને એના  આગમનની  જાણ કે રાહ પણ નહોતી.   તો પછી? આ તો સાંસારિક ને પારિવારીક નાતો છોડીને  મોક્ષના માર્ગે ગયેલી દિકરી હતી. હવે એ સાધ્વી અધ્યાત્મા તરીકે ઓળખાતી હતી. આજે એ મા ને ત્યા નહિ પણ એક ગૃહસ્થને આંગણે ભિક્ષા માટે આવી હતી. હવે એને દિકરી તરીકે  બોલાવાય કે કેમ એ પણ મુંઝવણ હતી.વરસ પહેલા જ એ આમાર્ગ પર ચાલી નીકળી હતી. વાસંતીબે નને છેક છેલ્લે દિવસે જાણ થઇ હતી. સામાન્ય રીતે માબાપ આવા મોક્ષાર્થી સંતાનો માટે ગૌરવ અનુભવે. પણ જે સંજોગોમાં ને કારણે અવનીએ આ રાહ પસંદ કર્યો એ જ એ ને ખટકતુ હતુ.ભલા સાધુ તો ચલતા ભલા. એના સમાચાર કયાથી મળે?એવી એ દિકરી આજે આંગણે આવી રહી હતી. કેવી રીતે તટસ્થ રહી શકાય?

થોડા વરસો પહેલા જ વાસંતીબેન ને વસ્તુપાળ બજાજનો સુખી પરીવાર હતો.અવની, અનુ ને ચિરાગ ત્રણ ભાઇ બહેન. અવની મોટી.  પિતાની લાડકી, ધીર ગંભીર ને જવાબદાર. અનુ વચેટ. શરમાળ ને લાગણીશીલ. તો ચિરાગ તો  ભાવિ વારસ ને સહુનો પ્યારો.  વસ્તુપાળનો નાનો પણ  વ્યવસ્થિત  ધંધો. પરિવારની પરવરિશ સારી રીતે થઇ શકે. બાળકોને જરુરી વસ્તુઓ માટે કજીયા ,જીદ, કે રાહ નજોવી પડતી.એટલે ત્રણે ભાઇબહેન  સંસારના  દુઃખ દર્દથી દુર એવા શૈશવનો આનંદ માણતા હતા. જીવનમાં એવી કોઇ વિષમતા નહોતી કે એના  આનંદને કરમાવી નાખે. એ સમયમાં  માબાપ   ઢાલ બનીને સંતાનોને   ધર કે બહારના સંધર્ષથી અજાણ રાખતા. એટલે ધરમાં ચાલતા અણબનાવ કે માબાપ વચ્ચે અણબનાવ કે અબોલા કે ઝધડાની બાળકોને ક્યારેય  જાણ ન થાય ને બાળકોની હાજરીમાં આવા પ્રશ્ર્નો ચર્ચાય પણ નહિ.  પણ સુખનુ આ ભ્રામક આવરણ એક વખત ખસી ગયુ.  અવની એક વખત રાતના જાગી ગઇ ને માબાપની રુમ પાસેથી પસાર થતા એને કાને વાતચીતનો અવાજ આવ્યો. પણ આ   સામાન્ય વાતચીત કરતા જુદો હતો બલ્કે ઉગ્ર હતો. પપ્પા મમ્મીને ધમકાવતા હતા. તો ધીમા રુદન સાથે મમ્મી જવાબ વાળતી હતી. આખાસ્સી વાર ચાલ્યુ. એને પ્રથમ વાર ધરમાં  ચાલતી વિસંવાદિતાનો ખ્યાલ આવ્યો. એ ઉદાસ થઇ ગઇ.પ્રસન્નદામ્મપત્યના આવરણ નીચે છુપાયેલ કલહની ખબર પડી.  બીજે દિવસે એણે બન્નેની હિલચાલ પર ધ્યાન રાખ્યુ. પપ્પાનુ મોં ચડેલુ હતુ. જરુર પડે તો આડુ જોઇને બોલતા હતા તો મમ્મી ચુપ હતીને જરુર પડે હા કે ના જેવા ટુંકા જવાબ આપતી હતી.  આંખો સુઝેલી હતી. ચહેરો મુરઝાયેલો હતો. કદાચ આંસુ છુપાવવા ધીમે ધીમે સ્તવન ગણગણતી હતી.અવનીએ આજે જે કાંઇ જોયુ તે પોતાના માટે જ રાખ્યુ. પણ હવે એ સભાન થઇ ગઇ.  ત્યાર પછી આવો કલહ એણે ઘણીવાર સાંભળ્યો હતો. તો કવચિત બનતો ઝધડો નહોતો. કયારેક દિવસે પણ બન્નેના હાવભાવ જોતા એ સમજી જતી ને નાનાભાઇબહેનને લઇને પોતાની રુમમાં ભરાઇ જતી.   એ એકલી એકલી મુંઝાયા કરતી. શું કારણ હશે? કોઇને સાથે આવી ધરનાકલહની વાત બહાર ન થાય એવી સમજણ તો એને આવી ગઇ હતી.

એમ કરતા એ હાઇસ્કુલમાં છેલ્લાવરસમાં આવી. અભ્યાસનુ ભારણ ને મહત્વનુ ને નિર્ણાયક વરસ.ઉપરથી પપ્પાએ પ્રોત્સાહન આપેલુ કે બોર્ડમાં આવીશ તો મેડીકલમાં મોકલીશ. બસ, બધૂ ભુલીને એ રાત દિવસ ધ્યેય સિધ્ધિમાં વ્યસ્ત  હતી.      એક તરફ ઉનાળાની ગરમી ને બીજી તરફ પરિક્ષા ચાલુ થઇ.અવનીએ ઘરમાં બધાને આવી ગરમીમાં પરિક્ષાકેન્દ્ર પર બપોરની રિસેસમાં આવવાની મનાઇ કરી હતી. ‘મમ્મી, રેણુકા માસીનુ ઘર નજીક જ છે ને જરુર પડશે તો  ચા પાણી કે નાસ્તા માટે ત્યા જ જઇ આવીશ’     આ રેણૂકામાસી એ  મમ્મીની બહેનપણી હતા. પતિ પત્નિ બેજ. બીજો કોઇ પરિવાર નહોતો. એમાંય એમના પતિ જયમલભાઇ ત્રાવેલ એજન્ટ હતા. પ્રવાસનુ આયોજન કરતા ને મુસાફરો જોડે જતા. કયારેક દેશ તો પરદેશના  પ્રવાસમાં મહીના નીકળી જતા. રેણૂકા બેન આમ તો સાથે હોય પણ એકની એક જગ્યાએ જવાનુ હોય તો એ ધેર રહેવાનુ પસંદ કરતા.આવી એકાદ બે યાત્રામાં વાસંતીબેન જોડે પરિચય થયા ને  ઘરોબો બંધાઇ ગયેલો. બન્ને બહેનપણીઓ અવારનવાર મળતા. સાથે શોપિંગમા જાય, દેવદર્શને જાય, સાથે જમે, કયારેક રાત પણ રોકાઇ જાય તો કયારેક વસ્તુપાળ સ્કુટર પર ઘેર પણ મુકીઆવે. એ જ્યારે આવે ત્યારે અવનીને અચુક આગ્રહ કરે’ અવની, તારી સ્કુલ  પાસે જ મારુ ઘર છે. આવતી હોતો. જો, માસી તો મા કરતા ય વધારે લાડ કરાવે. ને અવનીને આજે એ લાડ માણવાનુ મન થઇ ગયુ. પરીક્ષાનો અંતિમ દિવસ ને  છેલ્લો દિવસ. સવારનુ પેપર જલ્દી લખાઇ ગયુ. બપોરનુ પેપર સાવ સહેલુ હતુ. વચ્ચેના ફાજલ સમયમાં અવની માથા પર બુકોનો છાયો કરીને માસીના લાડ માણવા દોડી . પણ બારણા આગળ અટકી ગઇ . કારણ પપ્પાનુ સ્કુટર  ત્યા જોયુ. એક પળના અચકાટ પછી વિચાર આવ્યો કે માસીને કાઇક અગત્યનુ કામ આવ્યુ હશે. એકલા જ છેએટલે પપ્પાને બોલાવ્યા હશે. એટલે ડોરબેલ વગાડવાને બદલે બેઠકરુમની બારીમાથી અંદર જોયુ તો કોઇ દેખાયુ નહિ. અહિથી રસોડુ પણ દેખાતુ હતુ. ત્યાય કોઇ નહોતુ. તો પણ ઘરમાં વાતચીતનો અવાજ તો આવતો જ હતો.એટલે ઘરમાં કોઇક તો હતુ જ છેવટે એણે શયનકક્ષનીબારીના પરદાને આંગળીથી હટાવીને અંદર નજર નાખી ને જે જોયુ એ  માટે એને જીવનભર પસ્તાવો થયો હતો.  તો એ શય્યામાં લગ્નજીવનની તમામ આચારસંહિતાઓનો ભંગાર પડ્યો હતો.આ સંસારના ઉજળા લાગતા સબંધો,સ્નેહ,સમજણ ને રુપાળા શબ્દોના આવરણ નીચે છુપાયેલી મલિન વૃતિઓનો એને ખ્યાલ આવ્યો.દુનિયા આટલી દંભી હશે?ચહેરા આટલા છેતરામણા હશે? અવનીની દુનિયા ઘડીકમાં બદલાઇ ગઇ. એ ચીસ પાડી ઉઠે કે  કંઇક કરી બેસે એ પહેલા એ ભાગી.  સ્કુલે કેવી રીતે પંહોચી કે બપોરનુ પેપર કેમ લખ્યુ એનુ ભાન પણ ન રહ્યુ. પરીક્ષાનો બોજો ઉતરવાને બદલે વધી ગયો.  એજ હાલતમાં એ ઘેર આવી ત્યારે સખત થાકી ગઇ હતી.વિચારોથી ઘેરાયેલી.પપ્પા તરફ ક્રોધ, માસી તરફ તિરસ્કાર ને મમ્મી તરફ દયા.આવા ત્રિવિધ લાગણીમાં એલગભગ બધીર થઇ ગઇ હતી.ઘરમાં કોઇની સાથે શાંતિથી વાત કરવાની  ક્ષમતા ય એણે ગુમાવી દીધી હતી.    તો આપરિસ્થતિ અજાણ નાનાભાઇબહે ન નેવાસંતીબેન એની રાહ જ જોઇ રહ્યા હતા. ‘ બેન હવે તારી પરીક્ષા પુરી થઇ,હવે મને  મુવી જોવા લઇ જઇશ ને?’ ચિરાગે લાડથી એનો હાથ પકડ્યો. હજુ એ જવાબ આપે એ પહેલા અનુ આવી.’ મોટી બેન. કાલે આપણે શોપિંગ જઇશૂ ને ‘ બન્નેના નિર્દોષ ચહેરા સામે જોતા એનીસાથે ઉધ્ધત તો ના થઇ શકી પણ બને એટલી શાંતિથી કહ્યુ ‘ આજે હુ થાકી ગઇ છુ, કાલે વાત’ એટલામાં વાસંતીબેન બહાર આવ્યા ને અવનીના મોં પર નજર પડતા એને લાગ્યુ કે આટલા દિવસના ઉજાગરા, પરિક્ષાની ચિંતા,સવારની  જમીને ગઇ હતી તે બરાબર ભૂખી થઇ હશે. ને ઉપરથી આ ગરમી. પરિસ્થિતિ પ્રમાણે એનુ અનુમાન બરાબર જ હતુ પણ એ સિવાય જે હતુ  એની તો એને કલ્પના જ ક્યાથી આવે.? એણે તો માતૃસહજ કુમાશથી એના માથા પર હાથ ફેરવીને કહ્યુ’ ભુખ લાગીછે ને ,બેટા, તારી મનગમતી વાનગી તૈયાર જ છે. ચાલ જમી લે પછી આરામ કરજે.’ માના આવા પ્રેમાળ પ્રસ્તાવનો અવનીએ  સાવ લુખ્ખો જવાબ આપ્યો. ‘મારે ખાવુ નથી, મારુ માથૂ દુઃખે છે. મને સુઇ જવા દો’ ‘ એ તો તુ ભુખી હઇશ એટલે માથુ દુખતુ હશે. જમીને આરામ કરીશ તો સારુ લાગશે’ એણે આગ્રહ કર્યો.મા ના પ્રેમાળ ને લાગણીનો અવનીએ જે જવાબ આપ્યો એ એટલો ઉધ્ધત ને કલ્પના બહારનો હતો.’ મે તને એકવાર કહ્યુ ને મારે નથી ખાવુ, પછી મારી પાછળ શું કામ પડી છે? મને હવે થોડી શાંતિ લેવા દઇશ?એણે એસાથે બન્ને બાળકો સામે એવી રીતે જોયુ કે બધા ઓઝપાઇ ગયા.અવનીના ચહેરા પર શબ્દ કરતા ય વધારે ઉશ્કેરાટ હતો. વાસંતીબેન છોભીલા પડી ગયા. ને અવની! પોતાની અકળામણ ઠાલવવા આના કરતા સહેલુ ઠેકાણુ મળ્યુ નહોતુ. અવની આવી રીતે કયારેય વર્તી નહોતી. વાસંતીબેન રુમના બંધ બારણાને તાકી રહ્યા.

એ બિચારા કયા જાણતા હતા કે કોનો ગુસ્સો કોન ા પર ઉતર્યોછે? તો પથારીમાં  સુતી સુતી અવની આ જ વિચારી રહી હતી. શું મમ્મીને આની ખબર હશે? કદાચ જાણ હોય ને પપ્પાને રોકી ન શકતી હોય. પણ તો પછી માસી અહી આવીને ધામા નાખે છે ને મમ્મી એની દિલોજાનથી સરભરા કરે છે. એજોતા એ માસીના અસલી રુપથી અજાણ હોય એવુ લાગે છે. તો પછી ઘરમાં મમ્મી પપ્પા વચ્ચે ઝધડા શા માટે થાય છે.? આવુ પુછાય તો નહિ જ. તો હવે આ વાત જાણ્યા પછી મમ્મીને ચેતવવી? પપ્પાનુ રહસ્ય ખુલ્લુ પાડવુ? કે જેમ ચાલે છેએમ ચાલવા દેવુ?એ પણ શક્યતા  કે અવની મા ને વાત કરે તો મા એની વાત વિશ્ર્વાસ કરે કે નાદાન કે ચુગલીખોર ગણી ઉતારી પાડે? તો માસીને તો આમાં કશુ ગુમાવવા જેવુ કયા છે?એને જો જરા ય લાજ શરમ કે  નીતી નિયમ જેવુ હોય તો પોતાની બહેન સમાન   બહેનપણી નો વિશ્ર્વાસઘાત કરે? આ બનાવને બાદ કરતા ઘરમાં અત્યાર સુધી ભલે મમ્મીના ભોગે ય પણ શાંતિ હતી.પપ્પા બાળકો તરફ તો પ્રેમાળ હતા જ.  બજારમાં નવી ફેશનના કપડા આવે તો તરત ખરીદીમા લઇ જાય. સારુ મુવી આવેતો બાળકોને જોવા લઇ જાય.મમ્મી નાપાડે તો પણબાળકોની માગણી પુરી કરે. અનુ કે અવનીનો ઉદાસ ચહેરો જુએ તો કઇનુ કઇ થઇ જાય.કયારેક એ વિચારે ગમગીન થઇ જાય કે આ દિકરીઓને  સાસરે વળાવ્યા પછી આઘરમાં હુ કેમ જીવી શકીશ? આટલો ઉત્કટ પ્રેમ! એમાં પરિક્ષા પુરી થયા પછીઅવનીનુ ઉજવવા  હિલ સ્ટેશનનો સરસ પ્રવાસગોઠવ્યો હતો. બધા ઉત્સાહમાં હતા એક અવની સિવાય.વસ્તુપાળે એકવાર  યાદ દેવરાવ્યુ પણ અવનીએ કોઇ આતુરતા ન દાખવી. એ અવનીમાટે સ્કુટર લઇ આવ્યા પણ અવનીએ  સ્કુટર સામે પણ ન જોયુ.  હવે વસ્તુપાળને ચિંતા થવા લાગી એ આવી રિસાળ તો હરગીઝ નહોતી. આઉદાસી ને અવહેલનાનુ કારણ શું હોઇ શકે કે આનંદી ને ઉત્સાહી દિકરી એકાએક ગનગીન થઇ ગઇ? કદાચ પરિક્ષામાં જોઇએ એટલી સફળતા ન મળી હોય ને  વધારે પડતી અપેક્ષા નિરાશા ને હતાશામાં ફેરવાઇ ગઇ હોય.કદાચ   કદાચ એની ઉંમર ને સમયની તાસીર પ્રમાણે પ્રણયપ્રકરણ પણ હોય. જો કે દરેક માબાપની જેમ એને દિકરી પર વિશ્ર્વાસ હતો.છતા ય શાંત પાણી વધારે ઉંડા હોય ને ડાહ્યા સંતાનો વધારે આંચકો આપે.   તો  અવનીના આવર્તનથી ઘરનુ વાતાવરણ ગમગીન થઇ ગયુ હતુ. એને ય મનમાં દુઃખ તો થતુ જ હતુ કે પપ્પાના પ્રેમાળ વર્તન સામે એ રુક્ષ પ્રતિભાવ આપતી હતી. પોતાની ઇચ્છા વિરુધ્ધ એને મુંઝવણમાં મુકી રહી હતી.પણ એ બોલી નહોતી શકતી કે તમે આ માટે જવાબદાર છો.ભય હતો કે જો પપ્પા એનુ મોં ખોલાવવા જો વધારે દબાણ કરશે તો એ એવી છેડાઇ પડશે કે સબંધોની મર્યાદા તુટી જશે. એટલે એ એનાથી દુર ભાગતી હતી.

એણે થોડો સમય આમ અકળામણમાં કાઢ્યો ને ત્યા માસીની પાછી પધરામણી થઇ. અવનીએ એને દુરથી જોયા ને મોં મચકોડી એ રુમમાં ભરાઇ ગઇ.વાસંતિબેન રસોઇ કરતા હતા એને અવનીને બારણૂ ખોલવા કહ્યુ. એણે જાણે સાંભળ્યુ નહોય. એટલે જાતે બારણૂ ખોલી આવકાર આપ્યો. થોડીવારમા બે સાહેલીઓએ સોફા પર બેઠક  જમાવી ને અવનીને બે કપ સરસ ચા બનાવવાનો આદેશ આપ્યો.સાથે સુચના આપી’ અવની કાલે જ   ચાનો  નો ગરમ મસાલો   બનાવ્યો છે. એ વાપરજે’ ચા બનાવતા અવનીની આંખોમાં ગેસ જેવી જ આગ જલતી હતી. મનમાં એક હિંસક વિચાર પણ આવી ગયો કે માસીના માથા પર આ ગરમ ગરમ ચા રેડી હોય તો? છેવટે મનની આગ ઠારવા  માસીના કપમાં ઠાંસી ને બે ચમચી ગરમ મસાલો ભેળવી દીધો.    વાતોામાં મશગુલ માસીએ એક જોરથી ઘુટડો ભર્યો ને જીભમાં બળતરા ઉપડી. ગળુ સસડી ગયુ. ખાંસીનો જોરદાર હુમલો આવ્યો. આંખો ને નાકમાંથી પાણીની ધાર દદડવા માંડયુ. આ જોતા વાસંતીબેન સમજી ગયા.  જ્યારે અવની રુમમાં ઉભી ઉભી હસતી હતી. આ જ લાગની છે તુ મારી માસી.થોડીવારે ખાંસી  સમી. વાસંતીબેને પાણી આપ્યુ. સ્વસ્થ થયા પણ વાતો કરવાનો ઉત્સાહ શમી ગયો હતો  જલ્દી વિદાય થયા. તરત જ એ અવનીની રુમમાં આવ્યા. અવની સાવ ભૌળી  કાઇ ખબર ન હોય એમ વાંચવાનો ડોળ કરી રહી હતી. એ જોઇને એને પાકી ખાતરી થઇ ગઇ. એના હાથમાથી બુક ઝુટવતા ઉચે અવાજે બુમ પાડી’ તે જાણી  જોઇને આહરકત કરી છેને?તુ નાદાન કે બુધ્ધૂ આટલી હદે હોય એહુ માનતી નથી, બરાબર?’ અવનીએ જવાબ નઆપ્યો પણ એના ચહેરા પર લુચ્ચુ િસ્મત સચ્ચાઇની ચાડી ખાતુ હતુ. એ જોઇને વાસંતીબેન ઓર ગુસ્સે થયા. ‘ એ મારી બહેનસમાન છે ને તને તો દિકરીની પ્રેમ કરે છે. બિચારી એકલી ઓરત ધડીભર આવીને મન હળવુ કરે. તારેએક કપ ચા જ બનાવવાની હતીએમા ય તારો ગરાસ લુંટાઇ ગયો? શુ બગાડ્યુ હતુ એને તારુ. ‘    અવનીને પણ હવે ગુસ્સો ચડ્યો. કહી દઉ કે મારુ તો નહિ પણ તારુ તો જરુર બગાડયુ છે.એ તો તને ક્યારેક ખબર પડશે. મા હજુ એનુ ઉપરાણૂ  મુકતી નથી. કેટલી ભૌળી છે કે સાપણને એના અસલી રુપમાં જોઇ શકતી નથી.પણ સ્પષ્ટ કહેવાની હિંમત નહોતી. મા ને જાણે અજાણે  એક આઘાતમાથી બચાવવા પ્રયત્ન કરી રહી હતી. પણ હવે જો ના બોલે મા અવનીને જ જુઠી માને. મા ની નજરમાં એ હલકી પડીજાય. ‘ મા, અવનીએ કહ્યુ’આભાર માન જીન પ્રભુનો કે મે એને ઝેર નથી આપ્યુ. બાકી એ જ લાગની છે તારી બહેનપણી”. ‘ તો તુ એવુ શુ જાણે એના વિષે, જરા મને તો ખબર પડે ‘ વાસંતીબેન પણ હવે જીદ પર આવીગયા.  હવે જ અવનીની કસોટી હતી. હવેતોસત્ય જણાવવુ પડશે નહિ તો મા ને અવનીમાટે ખટકો રહી જશે કે અવનીએ જાણવા છતામને ના કહ્યુ જો ભવિષ્યમાં સત્ય બહાર આવે તો.     સત્ય બોલવુ, સત્યનુ પાલન કરવુઆપણા ધર્મે પણ આદેશ આપ્યો છે.પણ સત્યના સંદેશવાહક થવુ એ બહુ કપરુ કામ છે.સત્ય કડવુ છેતો એનો સંદેશવાહક એના કરતા ય વધારે કડવો ને અળખામણો લાગે છે.એમા ય સામી વ્યકિત નિર્દોષ ને  વહાલુ સ્વજન હોયએના પર કુઠારાઘાત કરવાનો થાય તો પહેલી વેદના સંદેશવાહકને થાય છે.કમનસીબે એના ભાગ્યે એવી સત્ય હકીકતનો  સંદેશઆપવાનો હતો જેનો અંજામ કુટુંબ વિચ્છેદમાં પણ આવી શકે. કદાચ એનાથી જ આગળ ખાનાખરાબી થાય.

પણ આવા વિચારો હવે વ્યથ હતા. વાત ઘણી આગળ વધી ગઇ હતી.હવે ચોખવટ કર્યા વિના છૂટકો જ નહોતા. મમ્મી હજુ એ એના તરફ જવાબ માટે તાકી રહી હતી.છેવટે અવની  ઉશ્કેરાઇ ગઇ.’ તારે જાણવુ જ છેને? તોમે અમુક દિવસે,અમુક સમયે ને ચોક્કસ જગ્યાએ નજરે જોયુ છે. તારે ખાતરી કરવી હોય તો ફોન કરીને તારી બહેનપણીને પુછી લે કે આસમયે આ તારીખે એની સાથે  બેડરુમમાં કોણ હતુ?   . જરુર પડે તો પપ્પાને ય પુછી લે જે  બસ?’આટલુ બોલતા ય એને કેટલુ કષ્ટ પડ્યુ હશે એ તો એના પરસેવાથી નીતરતા ચહેરા પરથી ખ્યાલ આવતો હતો. આટલી  સ્પષ્ટતા પછી વાસંતીબેનને અવનીની વાતમાં સંદેહ કરવા જેવુ રહ્યુ નહોતુ.   એ પ્રથમથી જ જવાબદાર છોકરી હતી. બે હાથમાં માથૂ પકડી ને સમતોલન  ગુમાવે એ પહેલા બહાર  નીકળી  ગયા.

હવે એને દિકરીનુ અકળ લાગતુ મૌન ને ઉદાસીનનુ કારણ જાણવા મળ્યુ. દેખીતી રીતે જ પતિ પર ભયંકર ગુસ્સો ચડ્યો પણ બાળકોની હાજરીમાં ઘરમાં આવો જંગ છેડવાની હિંમત ન ચાલી.આમ પણ એ ભીરુ તો હતા જ. થોડો વિચાર કરી એણે પ્રવાસમાં પાછા આવેલા જયમલભાઇને જ બધુ જણાવી દીધૂ. તો જયમલભાઇનો ગુસ્સો ય કમ નહોતો. એણે એક દિવસ વસ્તુપાળને ઘેર બોલાવ્યા ને  ત્રણ જણ વચ્ચે શું રમઝટ  બોલી હશે એના તો કોઇ સાક્ષી નહોતા પણ એ દિવસથી વસ્તુપાળ ઘેર પાછા જ ન ફર્યા!  બે ત્રણ િદવસ  રાહ જોઇ એણે જયમલભાઇને ત્યા ફોન કર્યો પણ જવાબ ન મળ્યો. સગા સંબધીઓમાં છાની તપાસ કરી.છેવટે પોલીસમાં ફરિયાદ નોંધાવી પણ એના જેવી સરળ ગૃહીણીનો હાથ કયાય પહોચ્યો નહિ. એક વાર અનિચ્છાએ પણ જયમલભાઇ ત્યા તપાસ માટે પણ જઇ આવ્યા તો એમના ઘેર તો કોઇ ભાડુઆત આવી ગયા હતા ને એ બન્ને તો ઘર આમને સોંપીને લાંબા પ્રવાસે નીકળી ગયા હતા. જાણે એક જીવતો જાગતો જણ હવામાં ઓગળી ગયો હતો. આખરે જે ખોવાઇ જવા માગતુ હોય એને કોણ શોધી શકે?    છેવટે છેલ્લા ઉપાય તરીકે એણે ધંધો ને મોટુ રહેણાક વેચી નાખ્યુ ને નાનુ મકાન લઇ લીધુ. અવનીએ પોતાના સપનાને ભીતર ભંડારીને મા ને મદદરુપ થવા નોકરી સ્વીકારી લીધી. તો વાસંતીબેને ફાજલ સમયમાં નોકરી કરતી બહેનોના ના બાળકોને સાચવવાનુ કામ શોધી લીધુ.     આબધામાં સૌથી વધારે અફસોસ ને દુઃખ અવનીને થયુ. જો એણે મોં બંધ રાખ્યુ હોત તો આટલી બધી જિંદગી એકસાથે જોખમાઇ ન જાત. આતો મા ને એક અનિષ્ટમાથી બચાવવા જતા એણે પપ્પા ગુમાવ્યા. કયા હશે? કેવી હાલતમાં હશે? હશે કે કેમ? એપણ સવાલ હતો.છેલ્લા કેટલાક સમયથી એણે પપ્પા તરફ જે અવિવેકી વર્તન કર્યુ હતો એ યાદ આવતા રડી પડતી.તો મમ્મી પર અચાનક આખા પરીવારની જવાબદારી આવી પડી જેને માટે એની કોઇ પુર્વતૈયારી નહોતી.પોતાનુ તોઠીક પણ નાના  ભાઇબહેનનુ ભવિષ્ય ડામાડોળ થઇ ગયુ.

આમ કરતા એ એકવીસ વરસની થઇ ને  ને વાસંતીબેને એને પરણાવવાની હિલચાલ શરુ કરી. વચ્ચે રહીને મદદ કરે એવુ તો કોઇ  નિકટનુ સ્વજન તો હતુ નહિ પણ અવનીના એક દુરના ફોઇ ચંચળબેને એની સાસરીમાથી એક ઠેકાણૂ બતાવ્યુ.

વાસંતીબેને છોકરો એટલે કે અશેષનો જોયો. ઘરબાર પૈસેટકે સુખી ને ન્યાતમા આબરુદાર,વાંધા   જેવુ કશુ  નહોતુ. એણે અવનીને આ અંગે જાણ કરીને એકવાર  અશેષ જોડે વાતચીત કરવાનુ સમજાવ્યુ. અવનીએ ચુપચાપ સાંભળી લીધૂ. કોઇ પ્રતિભાવ નઆપ્યો.હાલને તબ્બકે લગ્નકરવાની એની મરજી નહોતી. પપ્પા હોત તો અલગ વાત હતી ને એની ગેરહાજરી માટે પોતે જવાબદાર હતી એ અપરાધભાવ ે એને લગ્ન પ્રત્યે ઉદાસીન બનાવતો હતો. હાલના તબ્બકે તો એપપ્પાની ખોટ પુરી કરવા જ નોકરી કરતી હતી પણ મા સાથે આ બાબત  ચોખવટ કરવાનુ ટાળતી હતી. કદાચ એવી ચોખવટ થઇ   હોતતો બીજા કેટલાય સવાલ પેદા નથાત.

એ પણ હતુ કે પપ્પાનો વિશ્ર્વાસઘાત જોયા પછી એને કોઇ પુરુષમાં વિશ્ર્વાસ જ નહોતોબેસતો. છેવટે મા ના સંતોષ ખાતર મુલાકાત માટે તૈયાર થઇ. મન મનાવ્યુ કે આજકાલના છોકરા એવા કહ્યાગરા થોડા  છે કે એક મુલાકાતમાં હા પાડી દે ને નાપસંદ કરે તો વધારે સારુ. પણ અશેષને એક જ નજરમાં એ ગમી ગઇ! હવે?એના ઘરના ને  વાસંતીબેન તો રાજી જ હતા. અવનીએ મા પાસે વિચારવાનો વખત માગ્યો. એ  ભાવિ જીવનસાથીને બરાબર ચકાસવા જાણવા, એના ગમા અણગમા,  નીતિનિયમો, પત્નિ તરફ એનો અભીગમ. ના એ છેતરાવા માગતી નહોતી. પણ મા ને બીક હતી. સારુ નરસુ કરવા જતા ઠેકાણુ હાથથી નીકળી જાય,આજકાલના છોકરાઓનુ મન ફરી જાતા વાર ન લાગે. જોવા જાણવા માટે આખી જીંદગી પડી છે.એટલે અવનીની અનિચ્છા જાણવા છતા ય માગુ સ્વીકારી લીધુ. એના ચહેરા પર રાહત ને આનંદના ભાવ જોઇને પોતાની  નારાજગી મનમાં સમાવી લીધી.  સગાઇ પછી અશેષ અવનીને લેવા આવતો ને બન્ને હરતા ફરતા. સંવનન ના એસમયમાં અવની એનો વર્તનને બારીકાઇથી જોતી. પોતાના જીવનમાં એ દુઃખદ ઘટનાનુ પુનરાવર્તન  ન થાય એ માટે અશેષ સાથે આગળ વધતા બધુ ચકાસતી હતી. એનો સંદેહ અકારણ નહોતો. અશૈષની નજર ચંચળ હતી. કોઇ રુપાળી યુવતી એની બાજુમાથી પસાર થાય તો તાકીને જોયા કરતો.એના અંગઉપાંગોની અણછાજતી કોમેન્ટ કરતો. એના ચહેરા ને હાવભાવમાં લોલુપતા દેખાઇ આવતી. એ અવનીની હાજરી પણ ભુલી જતો. પૈસાદારનો છકેલો દિકરો.ક કોલેજસમયની એની સાહેલીઓ ઘણીહતી ને અવનીની હાજરીમા ય  મજાકમશ્કરીમાં જે રીતે વર્તન કરતો એએના  શિથિલચરિત્રનુ પ્રમાણ હતુ. એને જાણવા માટે આટલુ પુરતુ હતુ. આબાબત બન્ને વચ્ચે ચર્ચા થઇ તો અશેષે કહી દીધુ. ‘ તુ મારી પત્નિ બને એનો અર્થ એવો નહિ કે મારે આંખો બંધ કરી દેવી.ભગવાને આંખો સૌંદર્ય જોવા માટે આપી છેએટલે તો એણે  એક કરતા અનેક સુંદર સ્ત્રીઓ બનાવી છે. પુરુષતો રુપનો પુજારી. એટલે આવુ દાદીમા જેવુ સંકુચિતમન રાખીશ તો દુઃખી થઇશ. બાકી આ બંદા તો સુંદરતાના પુજારી છે. પછી તો વાત  આગળ વધી ગઇ. અવની ઉશ્કેરાઇ ગઇ .સગાઇની વીંટી અશૈષના હાથમાં મુકી ને ચાલતી થઇ ગઇ. એ જ અંદાજમાં ઘેરઆવી પણ હવે એને મા ના વિચારો આવવા લાગ્યા. એને ખબર  પડશે તો ભડકી જ ઉઠશે. ખુલાસો સાંભળવાની ય  પરવા નહિ કરે.  આમ જેને સાંભળવુ જ હોય કે સમજવુ ન હોય એવા લોકો ખુલાસો માગતા ય નથી કે સાંભળતા ય નથી. એટલે એની ધારણા પ્રમાણે જ એ આક્રમણ માટે તૈયાર જ થઇને બેઠા હતા. અશેષની મા નો સંદેશો પહોચી ગયા હતો. એમાં મરી મસાલાનુ પ્રમાણ કેટલુ હશેે તો એ જ જાણે.એ તો પરાયા હતા,દિકરાનો જ પક્ષ લેવાના. પણ પોતાની મા જ પણ એની વાત માનીને તુટી જ પડી, ‘ શું છે આ બધી છોકરમત?તું તારી જાતને એટલી હોશિયાર માને છેકે આવી ગંભીર વાતમાં અમને પુછતી નથી? કોઇ વાંધો હોય તો ઉકેલ લાવનારા અમે બેઠા જ છીએ.’ અવની સહેમી ગઇ.આટલા ઉકળાટ પછી એ પણ ધીમા પડ્યા.લડાઇ પછી સમાધાનની રીતે સમજાવટના સુરે કહ્યુ.’ બેટા, તારા ઉતાવળીયા  પગલાનુ શુ પરિણામ આવશે એ તે વિચાર્યુ? હવે પછી ભવિષ્યમા સબંધોની બાબતમાં કોઇ વચ્ચે ન રહે.આપણા જેવા નિરાધાર માણસો જલ્દી વગોવાઇ જાય.કયા શોધીશુ હવે આવુ ઠેકાણુ? છે કોઇ મદદ કરે એવુ?તારુ તો ઠીક , પણ આ બે નાના ના સબંધોમા ય લોકો તારો દાખલો આગળ ધરશે’. વાસંતીબેને ફફળતો નિસાસો નાખ્યો.

‘ પણ મા , તુ એના લક્ષણો તો જો.તારી દિકરી જેવીતો કેટલીયને એ રમાડી ચુક્યો છે હજુ ય ધરાયો નથી.ના મા ના મારે ઝુરી ઝુરીને  કે આંસુ સારી સારીને નથી જીવવુ.ભલે આજીવન કુંવારા રહેવૂ પડે.’ અવનીએ ઉગ્રતાથી  દલીલ કરી.

‘ દીકરી ,મર્દો તો હોય જ મનચલા. એ તો ઘરબારી થાય ને છૈયા છોકરાની ઝંઝાળ વળગે એટલે આપોઆપ ધીરા પડે. આપણે ધીરજ રાખવાની.

આપણો ખીલો સાબુત પકડી રાખવાનો.’મા એ દુનિયા દારી સમજાવી ને સહનશીલતાનો સદીઓ જુનો મંત્ર ગોખાવવાની કોશિશ કરી.’

મા. તારો જમાનો તને મુબારક.તે સહન કરી લીધુ એ તારી મરજીની વાત  મારે એવી જીવતી ચિતા પર ચડીને સતિ નથી થવુ. હું અસહાય નથી ને મારે થવુ પણ નથી. મને એના લક્ષણ સારા ન લાગ્યા ને મે સગાઇ તોડી નાખી.જીવવાનુ મારે છે. તારે કે સમાજને નહિ’.

અજાણતા જ એના અવાજમાં તિક્ષ્‌ણતા આવી ગઇ.  નહોતુ બોલવુ તો ય વાસંતીબેનથી બોલાઇ જવાયુ.’ તારા બાપે તો મનમાની કરી. હવે તું પણ એજ કરી રહીછો. ભોગવવાનુ તો મારે જ ને.’દિકરી સાપનો  ભારો’  કોણ જાણે ક્યારે  ઉતરશે આ  ભાર? માંડ એટલી નિરાંત થઇ હતી કે ચાલો, એકને તો સારું ઠેકાણુ મળ્યુ. પણ હુ જ અભાગણ છું ‘ કહેતા એણે કપાળ કુટ્યુ. ને અવનીને આંચકો  લાગી ગયો.     મા પરથી બોજો ઓછો કરવા તો એ નોકરી કરે છે ભણવાનુ બાજુમાં રાખીને. બધી આવક એના હાથમાં આપી દે છે. તો ય એ મા ને બોજા રુપ લાગે છે.માત્ર હુ દિકરી છુ એટલે? એટલી બોજારુપ કે સામા પાત્રની યોગ્યતા તપાસવે જેટલી ધીરજ  પણ નથી કે જાણયા પછી પણ સગપણ ફોક કરવાની હિંમત નથી. ઉપરથી દિકરીને કોષે છે ને પોતાને અભાગણી માનીને કપાળ કુટે છે! તો દિકરીનુ બીજુ નામ જ બોજ! બસ બીજી કોઇ લાગણી જ નહિ. વળાવી દો પારકે ઘેર. એટલે આપણા પરથી બોજ ઉતરે. આપણે છુટા. પારકે ઘેર સુખી થાય કે દુઃખી, જેવા એના નસીબ.  ‘ વાહ રે નસીબ, કેવુ સરસ બહાનુ! મમ્મી  છતી આંખે આંધળા  થવુ, આટલા અવગુણ જાણ્યા પછી ય આંખ આડા કાન કરવા ને ભવિષ્ટમાં સુધરી જશે એવી વ્યર્થ આશા રાખવી. મા  શામાટે તુ તારી જાતને અને મને ફણ છેતરે છૈ> આજથી તુ મારી ચિંતા છોડી દેજે.’ એણે પોતાનો ફેંસલો સંભળાવી દીધો.

એપછી એ વધારે ગંભીર થઇ ગઇ. સાંજના સમયની બીજી નોકરી શરુ કરી દીધી.    કામકાજ સિવાય વાતોનો વ્યવહાર બંધ થઇ ગયો. હરવા ફરવા કે  થિયેટરની મુલાકાતો ને શોપીંગ નહિવત થઇ ગયા. હાથમાં પૈસા હોવા છતા અવનીપોતાના માટે ભાગ્યેજ ખર્ચ કરતી. રાસ ગરબા જે તહેવારોમા પણ હવે એને ઉમંગ નહોતો.  એ પોતાની જાતને એવા કોચલામાં સમેટીને બેઠી હતી કે કોઇ લાગણી એને સ્પર્શતી નહોતી. ભાર?

એક ઘેરી ચુપકીદી અખા પરિવારને વિંટળાઇ રહી હતી. એસિવાય વાસંતીબેનેએક ફેરફાર જોયો કે અવની નવલકથા કે છાપા,મેગેજીન ને બદલે ધાર્મિક બુકો વાચ્યા કરતી. એટલુ તો સારુ થયુ કે એની રીસ, ગુસ્સો ને નિરાશા  ધર્મ તરફ વળી હતી.  દુઃખી આત્મા પ્રભુ શરણે જાય ે તો સારી નિશાની ગણાય.  છતાય મા તરીકે જીવ  બળતો હતો લજ્જીત પણ હતા કે આવી દિકરીને એણે બોજ   ગણીને      ને એના સ્વમાનને ઘાયલ કર્યુ હતુ. એની હિંમત ને હીર ને પારખવામાં ઉણા  ઉતર્યા હતા. માફી માગવાનુ કે ચર્ચા વિચારણા કરવાનુ મન થતુ.પણ આવાત પર એવો ભોગળ ભીડાઇ ગયો હતો કે એને કેમ ખોલવો એ જ મુંઝવણ હતી. આ કાઇ રમકડા, કપડા કે ઘરેણા કે કોઇ ભૌતિક સુખથી મનાઇ જાય     એવી સામાન્ય  દિકરી નહોતી. એક દિવસ અવનીના મનોમંથનનુ પરિણામઆવ્યુ.  એક દિવસ સાંજે મા ને પાસે બેસાડીને પોતાની બધી  વસ્તુ સોંપી દીધી. એ સંસાર ત્યાગીને બીજે જ દિવસે દિક્ષા લઇ રહી હતી!

વાસંતીબેનને કદાચ અવનીએ ગૌરવભર્યો રસ્તો અપનાવ્યો એ બદલ આનંદ થયો હોત. પણ એના છેલ્લા શબ્દો હતા ‘ મા. એક રીતે નહિ તો બીજી રીતે  તારો બોજ ઉતારુ છું હવે તો તારે મારામાટે  શરમાવુ નહિ પડે ને”  તો આ વૈરાગ્ય નહોતો પણ સંસારીઓ તરફ રોષ હતો. આવો વૈરાગ્ય મનને શાંતિ આપે ખરો ?   સૌથી વધારે આઘાત અનુને લાગ્યો. સાધ્વીઓના ટોળામાં અલંકારવિહિન ચહેરો ને વાળવગરનુ મસ્તક. આંખોમાં કોઇ જાનપહેચાન નહિ. અવની પાસે દોડીજવા છટપટતી અનુનો હાથ મા એ સખત પકડી રાખ્યો હતો. અનુએમાત્ર બેન જનહિ પણ મિત્ર, માર્ગદર્શક  ગુમાવી હતી જે ખોટ  એને હંમેશા સાલી હતી.ત્યારથી એ શૂન્ય થઇ ગઇ હતી.    આજે એ  મા ને આંગણે ના એક સંસારીને આંગણે ભીક્ષા માટે આવી હતી.આજે એ જોતા જ હૈયુ હરખી ઉઠે એવી દિકરી તરીકે નહોતી આવી. એને વંદી શકાય પણ પોતાની ન કહી શકાય.એ  આવીને આંગણામાં ઉભી રહી. એમના તરફ કરુણાસભર સ્મિત કર્યુ. વાસંતીબેનની આંખો છલકાઇ ગઇ. જયારે અનુ તો બારીએથી જોઇ રહિ હતી. બેનને જો બેન તરીકે બોલાવી ન શકાય તો કોઇ સાધ્વીને મળવામાંએને રસ નહોતો ધણી સમજાવટ પછીય એ બહાર ન જ આવી. માત્ર બારીએથી પરાઇ થઇ ગયેલી બેનને જોઇ રહી.

પણ આ છેલ્લી મુલાકાત નહોતી. ત્યાર પછી એકાદ વરસે એ મા ને મળવા આવી હતી. હા, મા નેજ મળવા. હવે તે સાધ્વી નહોતી પણ સંસારી હતી. સાથે એક સુંદર યુવાન હતો. ‘મા, આ કવન છે. એને પણ એની પ્રેયસીના વિશ્વાસ  ધાતથી દુઃખી થઇને સન્યાસ લીધેલો. અમને સમજાયુ કે માત્ર આપણા વ્યકિગત દુઃખથી હારીને આપણે ધર્મના બહાના નીચે   સંસાર તરફના વૈરાગ્ય તરીકે દિક્ષા લઇએ છીએ. આ પલાયનવાદ છે જેનાથી વ્યકિત કે સમાજ કોઇનુ કલ્યાણ થતુ નથી બલ્કે એમાથી ઘણા અનિષ્ટ ઉભા થાય છે.આવા દંભીજીવનથી ધર્મમા સડો પેસે છે. એટલે સન્યાસ ત્યાગી અમે વિવાહ કરી લીધા છે.   વાસંતી બેન સ્તબ્ધ થઇ ગયા.  છેવટે અવનીને જ કહેવુ પડ્યુ.’ મારા પગલાથી તને દુઃખ થયુ હોય તો માફ કરજે’ ‘

‘નહિ. માફી તો મારે તારી માગવાની  લાંબા સમયથી બાકી છે’ વાસંતીબેને આંસુ સાથે બન્નેને માથે હાથ મુક્યો ને વાતાવરણ આનંદથી છલકાઇ ગયુ.   એક અપરાધનો બોજ મનપરથી હઠી ગયો

 અવશેષ

 -સમી સાંજનો સમય. સુર્યાસ્ત થવા આવ્યો હતો.સજન પોતાની ગુફા જેવા રહેઠાણમાંથી બહાર આવ્યો.સાવધાનીથી ટેકરી ચડી ઉપર સપાટ જમીન પર પગ ટેકવી ઉભો રહ્યો.ચારેતરફ રમ્ય કુદરત પથરાયેલી હતી.આસપાસની વનરાઇમાંથી ગળાઇને આવતો સુર્યાસ્તનો સોનેરી તડકો, ખળખળવહેતી નદીના સ્વચ્છજળમાં   ઉતરીજતો હતો.વનરાજીમાં ખેલતા હરણા,સસલા ને વૃક્ષો પર સંતાકુકડી રમતા ખિસખોલી જેવા નિર્દોષ પ્રાણીઓ જેને  આધૂનિક સુખસગવડ કે માણસની પ્રગતિ કે અધૌગતિ સાથે કોઇ નિસ્બત નહોતી.એ તો સદીઓથી એમ જ પોતાની મસ્તીમાં જીવતા હતા. પ્રકૃતિમાં ક્યાય વિસંવાદિતા નહોતી.કોઇ દુષ્ટ માણસનુ હદય પણ કુણુ પડીજાય એવુ પવિત્રતાસભર વાતાવરણ હતુ.

સજન જેવો સજ્જન માણસ પ્રકૃતિનુ આ મનોરમ દ્રશ્ય જોઇને આનંદવિભોર થવાને બદલે ઉદાસ થઇ ગયો.એની કરુણાસભર આંખોમાંવેદના છવાઇ ગઇ.કારણકે કાલે આ સુંદર સૃષ્ટિનો અંત આવી જવાનો હતો.જેમ સુર્યાસ્ત પછીના અંધકારમાં આસુંદર સૃષ્ટિઅલોપ થઇ જાય છે એમ જ.એ અલગ વાત હતી કે બીજે દિવસે સુર્યોદય થતા ફરીથી આ સુંદરતા આળસ મરડીને બેઠી થશે. પણ માનવ સર્જિત વિનાશ????   નહિ, સર્જને પોતાની ભુલ સુધારી. આરમણિય સૃષ્ટિ તો એમ જ રહેશે.જાણે કશુ બન્યુ જ નથી.સુર્યોદય, સુર્યાસ્ત, નદીઓના વહેણ, પવનની લહેરે ઝુમતા  વૃક્ષો,  બધુ યથાવત રહેશે. માત્ર એમાં માણસ નહિ હોય.એવો માણસ કે બંધ બાંધીને  જેણે નદીઓને વહેંણને રુંધી નાખ્યા છે,પર્વતોને કોતરી નાખ્યા છે,જંગલો કાપીને ધરતીને વેરાન કરી નાખી છે,ખાણો ખોદીને  ,ઝેરી રસાયણો શોધીને હવાને પ્રદુષિત કરી છે, કુદરતનુ સંચાલન ખોરવી નાખ્યુ છે, નિર્દોષ પ્રાણીઓને પાંજરામાં પુરી સતાવ્યા છે,અકારણ યુધ્ધ છેડીને વિનાશ વેર્યો છે, રાષ્ટહિતના નામે માનવઅધીકારોનો સરેઆમ ભંગ કર્યો છે,એવો માણસ કાલે આ દુનિયામાં નહિ હોય. હા, થોડા અફસોસની વાત એ પણ હતીકે એમાં અમુક  પાપીઓના નાશ સાથે  થોદા સારા ને સજ્જન લોકો ને નિર્દોષ પ્રાણીઓ પણ હોમાઇ જવાના હતા.સામાન્ય એવુ જ બનતુ હોયછે ને કે પહેલો ભોગ આવા બેકસુર  આત્મા  જ બનતા હોય છે.પછી એ વિનાશ માનવસર્જિત હોય કે કુદરત.

એણે આંખો બંધ કરી છેલ્લી ઘડીએ પોતાના મિત્રો ને સ્વજનોને યાદ કર્યા જે કેટલાય સમય થી ભુલી ગયો હતો.એ નવાઇની વાત હતી કે એ જીવનભર સજ્જન માણસ તરિકે આળખાયો હતો ને એ રીતે યર્થાથ જિવ્યો પણ હતો.પણ આજે એનુ નામ દુનિયાના એવા સજ્જન લોકોની યાદીમાંથી ભૂસાઇ  જવાનુ હતુ બલ્કે ઘાતકી ને સંહારક લોકોની યાદીમાં ઉમેરાઇ જવાનુ હતુ. કારણ એ આજે દુનિયાનુ વિસર્જન કરવા નીકળવાનો હતો!

સજન ખરેખર તો સજ્જન જ હતો. જાતે રસાયણ શાસ્ત્રી. નોબેલ પારિતોષિક વિજેતા.દુનિયાના જે થોડા શાંતિપ્રિય ને બુધ્ધિશાળી લોકો ગણાતા એમા એનુ નામ આદરપુર્વક લેવાતુ.એઞે પોતાની શકિત,સમય, સંપતિ ને જ્ઞાનનો ઉપયોગ માત્ર પોતાના રાજ્ય માટે જ નહિ પણ સમગ્ર માનવ હિત માટે કર્યો હતો.એને વ્યકિતગત  સુખ જતુ કર્યુ હતુ.રસાયણનાનિયમો માત્ર લેબોરેટરી પુરતા મર્યાદિત ન રહેતા માણસને પણ રોજ બરોજના પરસ્પરના વ્યવહારમાં પણ કેવી રીતે લાગુ પડે એ લોકોને સમજાવ્યુ હતુ.આપણુ શરીર ને મન પણ રસાયણોનુ જ બનેલુ છે. વાત પિત ને કફ. એમની વચ્ચે સમતોલન ખસી જાય તો શરીરમાં વિસંવાદિતતા ઉભી થાય ને માણસ બિમાર પડે.માનસિક સમતુલન પણ ખોરવાઇ જાય.એની અસર એના પુરતી નરહેતા પરિવારના લોકો ને એના સંપર્કમાં બીજા લોકો ને એમ આખા સમાજને અસર થાય. એ જ રીતે માણસ માણસ વચ્ચેવિસંવાદિતતા ઉભી થાય તો લડાઇ, ઝઘડા ને છેવટે સમાજ નષ્ટ થાય. સરખા રસાયણો સુમેળ સર્જે ને વિરુધ્ધ ગુણધર્મો ધરાવતા રસાયણો વિસ્ટોજ સર્જે.એ નિયમ પ્રમાણે એ જીવ્યો હતો નેએના સહવાસમાં આવતા લોકોને સમજવા ને સમજાવવા પ્રયત્ન કર્યો હતો.એના આવા શાંતિપ્રિય ને સમાધાન કારી વલણ ને લઇને એ ‘અજાતશત્રુ’ ગણાતો. એના ઉમદા સ્વભાવને લઇને પ્રજાએ એને એ નાનકડા રાજ્યનો રાષ્ટપતિ બનાવ્યો હતો.એક આશાસાતે કે એ  માત્ર એના જ નહિ પણ આખી માનવજાતને સુખશાંતિ તરફ દોરી જશે.

પણ સજનના આવા સમાધાનકારી સ્વભાવને  નબળાઇ તો નહિ પણ ઢીલોપોચો ને કાયરતા ખપાવનાર એક નાનકડો વર્ગ હતો ખરો.જેણે આ જ કારણસર એને ચુંટાવામાં મદદ કરી હતી. મતલબ એ જ આવા માણસને સતા પર બેસાડી એની આડમાં આપણા ધંધા ચલાવવાના.આપણી ઇચ્છા પ્રમાણે એણે રાજ ચલાવવાનુ.કારણ આવા શાંત માણસો જલ્દીથી કોઇ વાત નો વિરોધ નથીકરતા.ખોટુ કરતા પકડાઇ જવાય તો માફી માગી લેવાની. આવા લોકો કોઇને શિક્ષા કરવાની હિંમત નથી કરતા. મનોમન દુઃખી થાય પણ બીજાને દુઃખી  ન થવા દે.એમાં આ તો રાષ્ટપિતા ને આપણે એના બાળકો. ને ભૂલ તો બાળકો જ કરે ને. થોડા સ્વાર્થી સ્થાપિત હિતો ને ઉદ્યોગપતિઓનીઆ માન્યતા ને ગહેરી ચાલ હતી.      સજન હજુ વહિવટ સંભાળે કે સ્થિર થાય એ પહેલા જ આ ગીધોનુ ટોળૂ આવી  પંહોચ્યુ. ‘ જુઓ સજન. આપણી પાસે અઢળક ખનિજ સંપતિ છે. અમને રજા આપો તો ખનિજ ઉ્દ્યોગ વિકસે ને નિકાસ કરી શકાય.લોકોને નોકરી મળે ને નિકાસથી દેશની સંપતિ વધે’ જેના હાથમાં ભુસ્તરસંપતિનુ સંચાલન હતુ એણે હળવેથી પોતાના સ્વાર્થના આવરણ આડે દેશના વિકાસનુ ચિત્ર રજુ કર્યુ.  સજનનો જવાબ હતો કે જે કાઇ જમીનમાં હોય એ ખોદી કાઢવુ ને વેચી નાખવુ એ ભાવિ પેઢીને લુંટવા બરાબર છે. આખનિજ બનાવતા કુદરતને હજારો વરસો લાગ્યા છે ને તમારે એક જ પેઢીમાં ખાલી કરી નાખવુ છે?હા, જરુરી હોય એટલુ વાપરવુ એમાં ના નથી. પણ છે એટલે બસ વાપરી કાઢવુ ને પછી એ  સુખસગવડની ટેવ પડી જાય એટલે બહાર  બીજા દેશ પાસે લેવા દોડવુ. માણસની જેમ રાજ્યનો આમજ નાશ થાય  છે. ‘ સજનનો આવો સ્પષ્ટ જવાબ  એવા લોકોની ધારણા બહારનો હતો.આવો જ પ્રસ્તાવ લઇને  એક વગદાર કોન્ત્રાકટર આવ્યા, જુઓ, સાહેબ, અમે આપના માટે ભવ્ય  આવાસ બાંધવા માગીએ છીએ. આપના હોદાને છાજે ને દેશનુ ગૌરવ વધે’. ‘ ભાઇ, આપણે એવો કોઇ દેખાડો કરવાની જરુર નથી. આપણે જરુર છે સારા રસ્તાની વાહનવ્યવહાર માટે. ગરીબ લોકો માટે ઘર બનાવો, બાળકો માટે સ્કુલો, ક્રીડાંગણો, આપણે એરપોર્ટની જરુર નથી. સારા રેલ્વેસ્ટેશન ને રેલ્વેત્રેકની જરુર છે. ‘ એક નિરાશા સાથે એ ભાઇ વિદાય થયા. માત્ર થોડા જ ાસમયમાં સજનને આવા સ્વાર્થી લોકોનો  પરિચય થવા  માંડયો તો એવાલોકોને સજનની મક્કમતા, સત્યનિષ્ઠા ને પ્રમાણિકતા પરચો થઇ ગયો.એને મોટે ઉપાડે ચુટીકાઢનારા ને એના ગુણગાન ગાનારા એ જલોકોને એવુ લાગવા માંડયુ કે આ માણસ નેતા થાવાને લાયક જ નથી, આને તો સંત,સાધુ કે તત્વજ્ઞાની થવાની જરુર હતી.જો કે એટલે પુરતો રાજકરણી જરુર કહી શકાય કે તડ ને ફડ કરવાને બદલે હીરે મઢીને જવાબ આપતો હતો. આ નારાજ પક્ષકારોએ એને હલકો પાડવાના પેંતરા કરવા માંડ્યા.એની વિરુધ્ધ  છાનો અસંતોષ  ઇરાદાપુર્વક ઉભો કરવાામાં આવતો. એના એક વખતના સમર્થકો હવે એની નાની નાની ભુલોને  મોટુ સ્વરુપ આપીને લોકોને ભડકાવવા લાગ્યા.એટલુ જ નહિ પણ બહારના રાજ્યની સંડોવણી કરવા લાગ્યા.     એવો મોકો પણ એને મળી ગયો ને સાથે સજનની કસોટી થઇ જાય એવો બનાવ અણધાર્યો ને બહારના પરિબળથી ઉભૌ થયો. દેશની સરહદ પર વિશાળ નદીને સામે એના જેવુ રાજ્ય હતુ.એનો નેતા સરમુત્યાર હતો ને સતા ને સરહદનો  મહત્વાકાંક્ષી  હતો.એણે સજન પાસે પ્રસ્તાવ મુક્યો. ‘ તમારા રાજ્યમાં ખનિજસંપતિ છે જે અમારી પાસે નથી. અમને તમારા રાજ્યમાં ખનિજઉદ્યોગ વિકસાવવા દો. તમારા લોકોને રોજગારી મળશૈ ને તમને અમે કમીશન આપીશુ. ‘ નહિ, મને એ મંજુર નથી. તમે તો ખાણ ખોદી તમારો મતલબ પુરો થઇ જાય એટલે ઘરભેગા થઇ જાવ. જમીન બગડે, હવા પાણી દુષીત તો અમારા ને સહન કરવાનુ અમારા લોકોને. ‘ સજને ઇન્કાર કરી દીધો. સામેવાળો માથાનો ફરેલો ને સરમુખત્યાર, ના સાંભળવા ટેવાયેલો નહોતો. એણે બીજો રસ્તો અપનાવ્યો

આ બનાવ પછી ઉશ્કેરાયેલા પાડોશી કામરુએ નદી પર બંધ બાંધીને પાણીનુ વહેણ એના રાજ્યમાં વાળી લીધુ. ત્યા એક પાવરસ્ટેશન પણ ઉભુ થઇ ગયુ. સજન આ જોઇને આભો જ થઇ ગયો. આજ સુધી બે પાડોશી દેશો વચ્ચે સારા સબંધો હતા. નદી માલસામાનની હેરફેર ને માણસોની અવરજવરમાટે ધોરી માર્ગની ગરજ સારતી. જરુરિયાત પ્રમાણે બન્ને દેશએનો ઉપયોગ કરતા ને હવે? નદીનુ વહેણ સુકાઇ ગયુ હતું સજને આ બાબત ફરિયાદ કરી તો જેવી ધારણા હતી એવો જ તોછડો જવાબ મળ્યો. ‘ નદી તમારા એકલાની નથી. અમને મન ફાવે એવો ઉપયોગ કરી શકીએ. તમે  અમને રોકનાર કોણ ?જે વાત સજન જાણતો નહોતો એ કે એ દેશ  અમુક મોટા દેશનુ પીઠબળ ધરાવે છે. પૈસાથી માંડી ને શસ્ત્રો સુધીની મદદ મળે છે. યુનો જેવી વિશ્ર્વસંસ્થામાં એવા દેશોનુ વર્ચસ્વ છે.એ મહેરબાની બદલાની શુ ં કિંમત  હશે ?એતો એ જ જાણે. પણ મોટા રાષ્ટ આવા રક્ષિત રાજ્યના નાના મોટા ગુના છારવતા.  સજને પહેલા તો સમાધાન ને સમજાવટ માટે સદેશ મોકલ્યો. પણ  સામા પક્ષે એ વાતને એની કાયરતા   માનીને ઇન્કાર કર્યો.  તો શુ શાંતિ એ નબળાઇ છે?માણસે પોતાની વાતને  સમજાવવા હંમેશા લોહિયાળ માર્ગ લેવો?એના જીવનમાં પ્રથમવખત એણે ક્ષમા ને શાંતિનો રાહ છોડી કઇક દેખીતુ પરિણામ આવે એવો નિર્ણય લીધો ને બંધ તોડાવી નાખ્યો!!  ને આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો.  સજન એક શાંત ને શાણો માણસ ઘડીભરમાં આક્રમણખોર ગણાઇ ગયો. એ પાડોશી રાજ્યે વળતો હુમલો કર્યો ત્યારે અર્ધી દુનિયાને એનો નૈતિક ટેકો મળ્યો.ઉપરાંતઅસ્ત્ર શસ્ત્રનીય મદદ મળી. સામે સજન જેવા શાંતિ પ્રિય વ્યકિત પાસે આવા હથિયાર કે સૈન્ય હોય જ  ક્યાથી? હાર નક્કી જ હતી. દુશ્મનદેશે સચિવાલય, માહીતી પ્રસારણ ને તિજોરી પર કબજો લઇ લીધો. લશ્કરને વિખેરી નાખ્યું સામનો કરનારાને ખતમ કરીનાખ્યા. સજનની કાર્યવાહીથી નાખુશ એવા સમાજના સ્થાપિત હિતો તો દુશ્મન જોડે તરત ભળી ગયા. ઉપલા વર્ગે સહકાર આપીને પોતાના હિતની રક્ષા કરી લીધી. સામાન્ય પ્રજા તાબે થઇ ગઇ ને  એમને એમના નોકરી ધંધાની સલામતી ની ખાતરી શાષક પક્ષ તરફથી આપવામાં આવી, યુવાનોને નવા વિશ્ર્વના સપના બતાવવામાં આવ્યા ને બધાને મનગમતુ  મળવાની આશા સાથે પરદેશી શાસન યાને ગુલામી સ્વીકારી લીધી. યુધ્ધ ને એની પાયમાલી માટે સજનને જવાબદાર ગણીને એને દેશનિકાલ કરવામાં આવ્યો એના સમર્થકો ક્યારેય વિદ્રોહ નકરે એ માટે. સજન જેવી કોઇ વ્યકિત હતઇ એવી સ્મૃતિ પણ ભુંસી નાખવામાં આવી.

ઘર કરતા બહારની દુનિયામાં એની ખ્યાતિ વધારે હતી. અનવર નામક એના એક વખતના મિત્ર ને સમર્થકે એને માનભેર પોતાના રાજ્યમાં આશરો આપ્યો. બધી સગવડ આપી. પણ સજન હિજરાતો હતો. જે દેશ માટે પોતાનુ વ્યકિતગત ને સાંસારિક કેપરિવારનુ સુખ જતુ કર્યુ કે એની આટલી જ કદર?એના બચાવ પક્ષે કોઇ ન આવ્યુ?શું શાંતિને નામે એણે કાચરોની ફોજ પેદા કરી હતી.? મનોમંથન ચાલ્યા જ કરતુ હતુ.

અનવરે આ જોયુ. એણે એક વખત સજનને સમજાવ્યા. ‘સજન, આપણે દુનિયાને બદલી શકતા નથી. હું જાણુ છુકે તમારા જેવા સ્વમાની આત્માને આવી રીતે મહેમાન તરીકે રહેવુ આકરુ લાગતુ હશે. આપણે કોઇની સાથે લડાઇ ના કરવી હોય તો પણ એવા  ઝધડાખોર માણસ પર તો આપણો કાબુ  નથી હોતો. હવે તમે હથિયાર ને સેનાનુ મહત્વ સમજ્યા હશ. આપણા  ને આપણા આશ્રિતોના રક્ષણની જવાબદારી સ્વીકાર્યા પછી એના રક્ષણ માટે સજ્જ રહેવુ જોઇએ’ સજન એનો ઇશારો સમજ્યા. પોતાને આશરો આપીને  અનવરે કેટલાક લોકોની નારાજગી વહોરી લીધી હતી . એને પણ આવા આક્રમણનો ભય સતાવતો હોય. તો હવે સજનની નૈતિક જવાબદારી બનતી હતી  અનવરને શસ્ત્રસહાય કરવાની. એ પોતે તો આવા શસ્ત્રોબનાવવા વિરુધ્ધ હતો પણ ઋણીને પોતાની કોઇ શરત નથી. એણે અનવરનો પ્રસ્તાવ માન્ય રાખ્યો. અનવરે એની મુલાકાત એવી ત્રણ વ્યકિત જોડે કરાવી કે સજન જેવી પ્રતિભા ધરાવતા હતા ને એની માફક જે તે દેશના સતાધીશોથી છેતરાયેલા ને દુભાયેલા હતા. એક હતા મિલાન. ઉતમ કક્ષાના વૈજ્ઞાનિક ને વિચારક. એમણે બીજા બે મહાનુભાવીઓ વાલીદ ને નિષાદ સાથે સજનને મેળવ્યા. જાણે દુનિયાનુ બધુ જ બુધ્ધિધન અહિ યા એકઠુ થયુ હતુ. ચારે ય સમાનધર્મી વચ્ચે અર્થપુર્ણ ચર્ચા સાથે કયારેક સામાન્ય માણસોની માફક હૈયાવરાળ પણ નીકળી જતી.  ચારે ય દાઝેલાહતા .પોતાના જ લોકોથી તરછોડાયેલા હતા.એમની મહેનત ને બુધ્ધિને  આપખુદ શાષકોએ રાજાજ્ઞાની બેડી પહેરાવી હતી.એમના આર્દશો વિરુધ્ધ અઘટિત કામો કરાવ્યા હતા.દેશભકિતને નામે માનવદ્રોહ કરવા મજબુર કર્યા હતા. એમના જ્ઞાન  ને શોધોનો દુરુપયોગ કર્યો હતો.કયારેક ધાકધમકી કે મૃત્યુદંડનો ભય બતાવી સત્ય બોલતા અટકાવ્યા હતા.

મિલાન સૌથી જ્ઞાન ને અનુભવમાં મોટા. એમણે પોતાનુ મંતવ્ય રજુ કર્યુ. ‘ અત્યાર સુધી  આપણે એવા લોકોની મનમાની ચલાવી લીધી. પણ હવે આપણુ જ્ઞાન એવા લોકોને નહિ વેચીએ.આવા સતાધિશો આપણા ભાડુતી સમજે છે? ના.હવે એની ધાકધમકી કે લાલચને વશ નહિ થઇએ.હવે આપણે જે કાંઇ સંશોધન કરીશુ એના પર માત્ર આપણો જ અધિકાર.એનો ઉપયોગ સમગ્ર માનવજાત માટે જ થશે. જરુર પડશે ત્યારે  ઘાતકી સરમુત્યારો, અવિચારી નેતાઓ,પોતાના સ્વાર્થ માટે નિર્દોષ નાગરીકોની જાનમાલને ખતરામાં  ધકેલનારા, વિના કારણે યુધ્ધ છેડી બહાદુર જુવાનોને દેશભકિતને નામે હોમી દેનારા, માનવઅધિકારોનો સરેઆમ ભંગ કરનારા આવા નરાધમોનો નાશ કરવામાં આપણા શસ્ત્રો વપરાશે. એની માલિકી ને સાચવવાની જવાબદારી આપણી. જ્યારે એનુ રક્ષણ કરવાની આપણી ક્ષમતા ખુટી જશે ત્યારે એનો નાશ કરી દઇશુ પણ કોઇ કુપાત્રનૅ હાથમાં નહિ જવા દઇએ .બાકી અન્નાયને સહન કરીલેવો એ પણ અન્નાયને સાથ આપવા જેવુ જ છે. સજનના દુભાાયેલા દિલને  આપ્રસ્તાવ બરાબર લાગ્યો. .

ભગવાન પણ કયારેક એની જ બનાવેલી સુષ્ટિ બેકાબુ બને ત્યારે પોતાના હાથે જ એને ખયતમ  ખતમ કરી દે છે ને. આપણને જે શકિત આપીછેએનાથી આપણે પણ  પૃથ્‌વી પર પાપી લોકોને સજા કરવામાં મદદ કરવી જોએ. આ  દલીલ સાચી હોય કે ખોટી. સજનના અપરાધભાવને હળવો તો કર્યો.     અનવરે સંમતિ સાથે આર્થિક મદદ પણ કરી. રાજ્યની સરહદ એક બાજુ સમુદ્ર ને ત્રણ બાજુ દુર્ગમ પહાડો ને ગાઢ જંગલો હતો.પહાડની તળેટીમાં આધુનિક સાધનોથી સજ્જ લેબોરેટરી શરુ થઇ. આવા ખરાબા જેવા વિસ્તાર ને આસપાસ વસ્તીના અભાવે શરુઆતમાં કોઇને જાણ નથઇ. માલ સરકારને નામે આવતો ને અનવતર સર્વેસર્વા હતો. પણ આરસાયણો ને સાધનો વેચનાર વેપારીને સંદેહ ગયો. કોઇ સામાન્ય માણસ આવા રસાયણો શામાટે ખરીદે ને ક્યા વાપરે? રસાયણના ગુણધર્મોની વેચનારને તો જાણ હોય જ.એણે માલની ડીલીવરી કરનાર ડ્રાઇવરને ફોડ્યો ને પગેરુ પર્વતના પેટાળમાં નીકળ્યુ.  એને જોખમનો  અંદાજ આવી ગયો. લાગતીવળગતી સતાને જાણ કરવામાં આવી ને છેવટે મહાસતા સુધી વાત પહોચી  ગઇ. એ સાથે અનવર પર તવાઇ ઉતરી. આવૈજ્ઞાનિકોને પકડીને યુનોને હવાલે કરવાનો આદેશ  આપવામાં આવ્યો. સાથે  એની સામે પ્રજાએ પણ વિરોધ ઉઠાવ્યો કે આવા માણસોને આશ્રય આપીને પોતાના નાગરિકો માટે જોખમ ઉભૂ કર્યુ છે. અનવરે વૈજ્ઞાનિકોને પોતાની મુશ્કેલી જણાવી. મિલાને કહયુ’ તમે યુનોને સંદેશ આપો કે આલોકો મારા નાગરિકો નથી. એમને પકડીને તમારે હવાલે કરવાની મારી ફરજ નથી  કે એમને એમની પ્રવૃતિમા રુકાવટ  કરવાની મને સતા નથી. પણ તમે ધારો તો એ લોકોનો કબજો લઇ શકો’ ને અનવરે હાથ ઉંચા કરી દીધા.  જવાબદાર ને જાગૃત લોકોને કોઇ ભયાનક કાવતરાની ગંધ આવી ને યુનોએ તત્કાલ પગલા લીધા. આ કાવતરા ને એના પ્રણેતાઓને રંગે હાથ પકડવા એ દુર્ગમ પહાડોમાં લશ્કર  ઉતાર્યુ.પણ લક્ષ્ય નજીક પહોચતા પહેલા એ સલામત અંતરે ઉભુ રહી ગયુ.    કાનને ફાડી નાખે એવો ભયાનક વિસ્ફોટ  થયોને  એમની નજર સામે જ કાળમીંઢ પર્વતના ટુકડે ટુકડા થઇને આભમાં ઉડયા.આજુબાજુની ધરતી ધણધણી ઉઠી. પર્વતોની શિખરો ને મોટી મોટી શિલાઓ તોતિંઘ વૃક્ષોને  જડમુળમાથી ઉખાડીને પોતાની સાથે  ઘસડીને ખીણંમા પટકવા લાગી. એસાથે આગ સળગી. એની જ્વાળાઓ ચારેબાજુ પ્રસરવા લાગી. આકોઇ સામાન્ય આગ નહોતી.અનેક પ્રકારના ઝેરી રસાયણો નાના મોટા ધડાકા સાથે રંગબેરંગી જ્વાળા સાથે સળગી રહ્યા. આકાશમાં  જાણે રસાયણોનુ મેધધનુષ રચાયુ. હવામાં એ જ્વાળા ભળી ને એની ભયાનકતા વધી ને લશ્કર સુધી પંહોચી ગઇ. લશ્કર પાછૂ હઠવા માંડ્યુ.

ત્રણેક માસ સુધી મોતના એ ડુંગરની કોઇએ મુલાકાત નલીધી.હવામાથી રસાયણોની ભયાનકતા ઓછી થઇ પછી થોડા સાહસિકોએ માસ્ક પહેરીને એ સમયની અતિ આધુનિક પણ અત્યારે છિન્નભિન્ન થઇ ગયેલી પ્રયોગશાળામાં ધડકતા હૈયે પ્રવેશ કર્યો.કોઇ વ્યકિત કે વસ્તુ પુરાવા તરીકે અકબંડ મળે એમ નહોતુ. જે કોઇ અહી એસમયે હાજર હશે એણે કેવીવેદના અંત સમયે વેઠી હશે એઆપ્રયોગશાળાના હાલ પરથી ચોખ્ખુ જણાઇ આવતુ હતુ.

પ્રયોગશાળાના લોખંડના બારીબારણા ઉડીગયા હતા. કેટલા લોકોહશે નેકોણ હશે એનો અંદાઝ લગાવવો મુશ્કેલ હતો. કારણકે વિસ્ફોટને કારણે એમના શરીરના ટુકડા થઇ ગયા હતા ને કાચની રસાયણો  ભ ંરેલી બોટલો ફાટતા સળગતા રસાયણો ઉડીને માથે આવવાને કારણે હાડકા સુધી સળગી ગયા હતા. ઉપરાંત કાચની બોટલોના   કાચના ટુકડા હાડકા સુધી ખુંપી ગયા હતા. મૃત્યુનુ ભયાનક તાંડવ અહિ ખેલાઇ ગયુ હતુ. દુનિયાનુ અમુલ્ય બુધ્ધિજન બહુ ખરાબ રીતે ઘાયલ થઇને અહિયા પડ્યુ હતુ.  યુનો માટે તો હાલ પુરતુ એ જ આશ્ર્વાસન હતુ કે આ કાવતરાના પ્રથમ પ્રણેતા જ એના ભોગ બન્યા હતા.   પણ એને ખબર નહોતી કે એક વ્યકિત આમાથી બચી ગઇ છે. સજન કોઇ કારણથી હાજર નહોતો.

એક દિવસે સજને પોતે આપ્રયોગશાળાની મુલાકાત લીધી.પોતાના સાથી મિત્રો ને સહકાર્યકરો જે એક નાના સરખા પરીવાર જ બની ગયો હતો એની આહાલત જોઇ એ કંપી ઉઠ્યો.કદાચ આલોકોને તક આપવામાં આવી હોત તો દુનિયા કેવી સુંદર હોત. પણ આ દિશામાં ધકેલનારા આરામથી જીવતા હતા ને એના કલ્યાણ માટે મથનારાની આ દશા હતી. નહિ, આ આત્માઓને ન્યાય મળવો જ જોઇએ. ને એના મનમાં એક ભયાનક આગ પ્રગટી.એની શાંતિની સીમા તુટી ગઇ.નૈતિક હિંમત વિનાના ને કાયરો  તરફ દયાની જગ્યાએ નફરત પ્રગટી.     બધુ જ તૈયાર હતુ.ગેસના સિલિન્ડરો વિમાનમાં ગોઠવાઇ ગયા.પ્રકાશના કિરણોની ઝડપે ઉડતા વિમાન માટે પૃથ્વીની પ્રદક્ષિણા માટે થોડા કલાક કાફી હતા.પોતાનો વિચાર બદલાઇ જાય એ પહેલા વિમાન ચાલુ કરી દીધુ.  છેલ્લી વાર સરજનહારને પ્રાર્થના કરી માફી માગી.પોતાની પરીક્રમા પુરી કરી ને ફરિ એકવાર આંટો માર્યો. પૃથ્વી શાંત થઇ ગઇ હતી.માત્ર ક્યાક આગની જ્વાળાઓ દેખાતી હતી. બાકી કુદરત તો સાક્ષી ભાવે જોઇ રહી હતી. આ વિનાશથી અલિપ્ત,

પોતાનુ કામ સમાપ્ત થયુ. એક સંતોષ સાથે મોં પરથી ઓક્સીજન માસ્ક હટાવી લીધો.  એન્જીન બંધ કર્યુ. સુકાન છોડી દીધૂ.  હવામાં ગુંલાટો ખાતુ વિમાન સાગરને તળીયે જઇને બેસી ગયુ.     સજનના સમજણ પ્રમાણે પોતાની સાથે સાથે આખી જીવીત દુનીયા ખતમ થઇ ચુકી હતી.  પણ એક આત્મા માત્રએક   દસ વરસનો બાળક ‘અહમદ’ બચી ગયો હતો.

આ તાંડવનો એકમાત્ર સાક્ષી.     માનવ નાતનો અવશેષ. એની વાત   બીજી વાર

અમૃતા

સિંતેર વરસના નરસિંહરાયે પુનઃલગ્ન કર્યા ને  પણ બાવીસ વરસની યુવતી  અમૃતા સાથે. ત્યારે સમાજમાં તળીયેથી ટોચ સુધી ખળભળાટ મચી ગયો.વાતોનો વાયરો ચડ્યો ને ટીકા ટિપ્પણીનો વરસાદવરસ્યો.મંદિરને ઓટલે  ને પરસાળેએની પારાયણ ચાલુ થઇ ગઇ.વયસ્કો જાણે આબનાવથી ડઘાઇ ગયા હતા.’ હરિ હરિ ઘોર કળજુગ આવ્યો છે.નહિતર આમાયા છોડવાને ટાણે શેઠને આવી અવળી મતિ સુઝે ખરી? ઘેર વસ્તાર છે, દિકરા, દિકરીઓને ઘેર છોકરાવ છેને શેઠને વળી પૈણ ક્યાથી ચડ્યુ હશે’ જાણે પોતાનો ગરાસ લુંટાઇ ગયો હોય એમ કપાળકુટતા હતા.જો કે ઘણા આધેડો મનમાં બળતા ય હશેકે આપણને આ વયે આવુ જુવાન બૈરુ ક્યાથી મળે? તો પોતાની અરસિક ને ઘરડી પત્નિઓને જોઇ જોઇને થાક્યા હોય ને મનમાં હજી અભરખા રહી ગયા હોય!પણ સમાજની બીકે મનમાં સોસવાઇ રહ્યા હોય  એવા  અસંતુષ્ટ આત્માઓ પણ  જાણે નરસિહરાયે આખી સંસ્કૃતિનુ ખંડન કરી નાખ્યુ હોય એમ ઉકળતા હતા.તો કોઇ જુવાનિયા  મશ્કરીના રુમમાં ટીકા કરતા કે  આવડીલો ય હવે ‘લગને લગને  કુંવારા થવા’માંડશે તો આપણે તો અત્યારથી સંન્યાસ લઇ લેવો પડશે.તો સમાજસુધારકો બીજી લાયમાં હતા.’પૈસો બોલે છે,ભાઇ, આ પૈસાને જોરે જ શેઠે કોક કોડભરી કન્યાની જિંદગી બરબાદ કરી છે. કોકની મજબુરી પર  નવો સંસાર માંડયો છે.નહિતર આવી ભણેલી ગણેલી, રુપાળી ને જુવાન છોકરી આવા ઘરડા જોડે સંસાર શું કામ માંડે?સિવાય કે કોઇ માથાની ફરેલી હોય.તરત બીજી કોમેન્ટઆવે.’ ભઇ, છોકરી નાદાન હોય પણ એના માબાપને સમજ નહિ હોય? છોકરી  તો સમજો કે પૈસાની લાલચમાં આવી ગઇ હોય.તૈયાર ભાણે જમવાનુ ને મોજશોખ કરવાના. પણ માબાપને દુનિયાદારીનુ ભાન હોય કે નહિ?એનો જવાબ બીજી વ્યકિત તરત જ આપે કે કોણ જાણે માબાપ પણ આમાં શામેલ નહિ હોય?દિકરીની ઓથે ભવની ભૂખ ભાંગવાની આવી તક ક્યાથી મળે?એમ પણ વિચારે ને કે ડોહા હવે જીવી જીવીને કેટલુ જીવવાના?પછી  તો બધુ દિકરીનુ જ ને’!  નરસિંહરાય ગામમાં નગરશેઠ તરીકે ઓળખાતા.બેશક પૈસા હતા ને એનો સદઉપયોગ પણ કરી જાણતા હતા,એમનુ ઉજ્જવળ ચરિત્ર સમાજમાં ઉદાહરણ રુપ ગણાતુ એટલે  એમનુ આપગલુ વધારે વિવાદાસ્પદ બન્યુ હતું રાયશેઠ આવાત સમજતા હતા. પણ એમને કશુ છાનુ છપનુ કરવુ નહોતુ. એણે છાપામાં છડેચોક લગ્નવિષયક જાહેરાત આપી હતી, એમની શરતો ચોખ્ખી હતી. એમનો ઇરાદો સ્પષ્ટ હતો.કોઇને છેતરવાની કે હલકી રમત રમવાની મુરાદ નહોતી.એની જાહેરાતના જવાબમાં  ઉમેદવારોની વિવિધતા ય હતી.

યુવાનીની શરુઆતમાં એકાદ બે પ્રેમપ્રકરણ ખેલ્યા પછી જીવનમાં િસ્થર ન થઇશકી હોય, ઘણીવાર  લગ્નને બંધન માનતી યુવતીઓ મસ્ત  બેફિકર જિવન માણી  પછી એકલતાથી થાકી હારીને  અમુક વય પછી સાથી શોધવા નીકળી હોય,તો થોડી ખોડખાપણધરાવતી ને કયારેક મજબુરી થી ઉંમર વીતી ગઇ હોય તો કયારેક માનવ સેવા કે વડીલોની જવાબદારી ને એવી આર્દશવાદી સ્ત્રીઓ.તો  મોટી ઉંમરની વિધવા કે એકલી સ્ત્રીના પ્રશ્રો અલગ. એમને ઉંમર પ્રમાણે વા, બીપી કે ડાયાબીટીસ  એતો શેઠની સંભાળ રાખે કે પોતાની?ઉપરાંત એમનો આગલો પરિવાર  માલ મિલ્કત માટે દાવો કરે એ પણ શક્યતા.ઝધડા ઉભા થાય ને શેઠની ઇચ્છા જીવનના  પાછલા વરસો આવા કલહ ને કોર્ટકચેરી કે વકીલોની ઓફીસમાં ધક્કા ખાવાની નહોતી. જયારે નાની ઉઁમરની ઘણી સ્ત્રીઓની નજર બહુધા  શેઠની સંપતિ પર હતી. આટલા પાત્રોમાંથી અલગ તરી આવી અમૃતા.

આમ તો એ પણ જરુરિયાત મંદ હતી.માબાપ ગરીબ હતા. મહેનત મજુરી કરીને ય એને સારુ શિક્ષણ અપાવ્યુ  હતુ ને એ હાલમાં લાઇબ્રેરીમાં નોકરી કરતી હતી. હવે માબાપ સારુ પાત્ર જોઇને વિવાહ કરવા માગતા હતા પણ અમૃતાની સમજણ પ્રમાણે અહી જ સમસ્યા ઉભી થઇ હતી.મહેનત મજુરી તો હાથપગ સાજા હોય ત્યા સુધી જ થાય બચત તો હોય જ ક્યાથી? ઉપરાંત ઉંમર વધેએમ શારિરીક ક્ષમતા ઘટે ને બીમારી પણ આવે.પોતે જો પરણીને સાસરે જાય તો જે થોડો ઘણો આર્થિક ટેકો  પણ બંધ થાય. ઘડપણમાં એનુ કોણ?    અમૃતાએ શેઠની જાહેરખબર વાંચી.એનેય  પહેલા તો હસવુ જ આવ્યુ.એક વિચાર એવો પણ આવ્યો કે આ પણ એક ખેલ લાગે છે.છતાય કુતુહલ ખાતર શેઠની મુલાકાત લેવાનુ નક્કી કર્યુ. ‘ચાલ , જોઉ  તો ખરી,  આપણે ક્યા બાનાખત પર સહી કરી છે?એ બહાને શેઠનો બંગલો ને વૈભવ જોવા તો મળશે’ બસ, નોકરીનુ ઇન્ટરવ્યુ માનવાનુ. બીજે જ દિવસે સરનામા પ્રમાણે પંહોચી ને રિક્ષામાથી ઉતરી. એક પળશેઠનો બંગલો જોઇ એનો વિશ્વાસ ડગી ગયો. આવો બંગલો કદાચ એણે મુવીમાં જ જોયો હશે. કદાચ મુલાકાત પણ નમળે. એક મિનિટ એ અવઢવમાં ઉભી રહી.  જવુ કે ન જવુ. અંદર જવા પગ ઉપાડ્યા .  મનોમન ભગવાનને પ્રાર્થનાકરી. ફજેતીનો કોઇ સાક્ષીનહોય. દરવાજા પાસે દરવાન બેઠો હતો.સારુ હતુ કે એક દિવસ પુરતા એણે સાહેલીના સારા કપડા ઉછીના લીધા હતા. એટલે દરવાનને કામ શોધવા નીકળેલી કોઇ જરુરિયાતમંદ કે શિક્ષાવૃતિ માટે આવેલી વિદ્યાર્થીની ન લાગી. ઉપકાર કરતો હોય એમ દરવાજો ખોલ્યો ને લોન પર આરામ ફરમાવતા શેઠ અંગુલિ નિર્દેશ કર્યો. અમૃતા ચારે તરફ કાતર નજરે જોતી ને અચોક્કસપણે પગલા ભરતી આગળ વધી. શેઠનુ દ્યાન એના તરફ દોરાયુ. એણે છાપુ બાજુમાં મુકીને એને નજીક આવવા ઇશારો કર્યો.  હવે અમૃતા ને ખરેખર મુંઝવણ થઇ. વાતકે મકરવી?છેવટે પર્સમાંથી કાપલી કાઢીને શેઠના હાથમાં મુકી.શેઠે ેને સામે ખુરશીમાં બેસવા કહ્યુ.વાત શરુ થઇ. ‘નામ ‘? ‘અમૃતા’એણે નીચુ જોઇને જવાબ આપ્યો.’તારો પરિવાર’? ‘જી , મારા માબાપ જે મહેનત મજુરી કરીને ગુજરાન ચલાવે છે, મે કોલેજનું શિક્ષણ લીધુ છે ન ેહાલમાં નોકરી કરુ છુ.’ અમૃતાએ જવાબ આપ્યો.’ અમૃતા, તુ પગભર છે, તારા પરિવારને મદદ કરે છે તો પછી’ શેઠે અદ્યાહાર રાખીને કહ્યુ.  ‘વડિલ,  નોકરીની એવી કોઇ મોટી આવક નથી ને હવે સમાજના નિયમ પ્રમાણે મને પરણાવીને પોતાની જવાબદારી પુર્ણ કરવા માગે છે જે વયસ્ક દિકરીના દરેક માબાપની ઇચ્છા હોય. સવાલ એ છે કે જો હું સાસરે જાઉ એટલે મારી નવી જવાબદારી ઉભી થાય ને મારા માબાપને થોડો પણ જે આર્થિક ટેકો મળે છે એ પણ બંધ થાય’એણે પોતાની સમસ્યા સમજાવી.  ‘તુ ં કઇ ગણતરીથી આ સંબંધ  સ્વીકારવા માગે છે. આપણે સ્પષ્ટતા કરી લઇએ’ શેઠે  તટસ્થભાવે કહ્યુ. લાગણીના તાણાવાણા વણાય એ પહેલા કેટલીક વાતો જાણવી બન્ને પક્ષે જરુરી હતી.’ વડીલ, મને આમાથી કાઇ મળે નમળે એની બહુ પરવા નથી. આમ પણ આટલી મોટી મિલ્કત સંભાળવાની મારી હેસિયત કે હિંમત પણ નથી. મને તો મારી નોકરી જેટલુ મળે તો  પુરતુ છે. માત્ર મારા માબાપના ભવિષ્ય માટે મને જે કાઇ મળે એ જ મારો આશય છે.હું એ લખી આપવા તૈયાર છુ કે  સમય આવશે તો હું મિલ્કતમાથી મારો હિસ્સો નહિ માગુ’ અમૃતાએ પોતાનો આશય જણાવ્યો.તો પણ શેઠને પક્ષે હજુ એક સંદેહ હતો કે છોકરીના ખાતામાં રકમ જમા થઇ પછી એ છટકી જાય, ફરી જાય કે ભાગી જાય તો પોતાને તો ડોબુ ખોઇને ડફોળ બનવા જેવુ થાય.આની પાછળ કોઇ એવુ અસામાજિક તત્વ કામ કરતુ હોય તો આ છોકરીને ફસાવવાનો આરોપ  પણ આવે. આમ  જુઓ તો બન્ને પક્ષે પરસ્પરને છેતરાવાનો ભય તો સરખો જ હતો.  ‘ અમૃતા , તારા માબાપને તારા આ પગલા વિષે ખબર છે’?શેઠે પુછ્યુ. ‘નહિ’ એણે એકાક્ષરી જવાબ આપ્યો. ‘ છોકરી, તુ ઘેર  જા ને તારા પરિવાર સાથે વાતચીત કરીને નિર્ણય લે. કદાચ તારા માબાપ એવો પણ આક્ષેપ કરે કે મે તને ફસાવી છે કે પૈસાથી ખરીદી છે કે બળજબરી કરી છે. મારા પક્ષે તો ખાસ ગુમાવવા  નથી પણ તારી તો આખી જિંદગી બાકી છે.’ શેઠેસલાહ સાથે એક વડીલ તરીકે ચેતવણી આપી. અમૃતા એ જ્યારે એના માબાપઆગળ પોતાનો આશય રજુ કર્યો તો બન્ને ઉછળી પડયા. ‘છોકરી. તારી બુધ્ધિ બહેર મારી ગઇ છે ?આવા લફરામાં પડાતુ હશે?એ તો મોટા લોકો, ગમે ત કરે ને છુંટી પણ જાય ને પાછા સમાજમાં ઉજળા થઇને ફરે.જ્યારે આપણા જેવા નંગપંગ વગરના માણસો હાંસી પાત્ર થઇએ ને ગાંડામાં ગણાઇ જઇએ.’        ‘ બા બાપુજી, મે આ બાબત બધો વિચાર કર્યો છે. આ બધુ જાહેરમાં, કોર્ટમાં , સાક્ષીઓની હાજરી માં જજ સમક્ષથશે. વિધિ સરની દસ્તાવેજ પર સહીસિક્કા થશે. નજદીકના પરિવાર સાથે સમાંરભ પણ થશે. તમારા ખાતામાં રકમ જમા થશે પછી જ હુ ત્યા રહેવા જઇશ’ એના પરથી એટલુ તો સ્પષ્ટ હતુ કે અમૃતાએ બહુ કાળજીપુર્વક આયોજન કર્યુ હતુ, તો પણ ‘લગ્ન” શબ્દ એ હજી ઉચ્ચારતા અચકાતી હતી.   પણ માબાપનુ દિલ હજુ માનતુ નહોતુ. દિકરી માત્ર એમના માટે જ આવુ બલિદાન આપી રહી હતી!’ ‘ દિકરી , તે હજુ દુનિયા જોઇ નથી. લાગવગ આગળ કાગળના ટુકડાની કોઇ કિંમત નથી.કોર્ટ, કચેરી ને  સાક્ષીઓ ય પૈસા આગળ વેચાઇ જાય.બીજુ કે આટલી સંપતિના અનેક વારસદાર ફુટી નીકળે. તને ક્યા ખબર નથી કે પૈસા માટે કેવા કેવા ખેલ ખેલાતા હોય છે? આપણા જેવા નોધારા માણસો તો ચપટીમાં ચોળાઇ જાય.  સંપતિ તો જાયપણ કયારેક જાન પણ જાય. ભલે શેઠને વૈરાગ્ય આવી ગયો હોય કે દિકરાઓને બતાવી દેવા  આપગલુ લીધુ હોય તો પણ એવારસદારો આટલી મોટી મિલ્કત તારા હાથમાં આટલી સરળતાથી આવવા દે? ને તને સંપતિના વહિવટનુ કોઇ જ્ઞાન કે અનુભવ છે?માબાપે એનો આક્રોશ ઠાલવ્યો, જો કે એમણે વર્ણવી એ  શક્યતાઓ બનચાજોગ હતી. આજના સમયમાં ગરીબની ફરિયાદ કોણ સાંભળે? એમનો ભય અકારણ નહોતો પણપણ અમૃતૅ પોતાના નિર્ણયમાં અડગ હતી.તો માબાપે બળતા હૈયે કહી દીધૂ. અમે તો આમાં જરાય રાજી નથી. પણ તું ભણેલી ને અમારા કરતા વધારે સમજદાર છો. જેવી તારી મરજી’     અમૃતાએ શેઠની શરતો સ્વીકારી. કોર્ટમાં સાદાઇથી લગ્ન થયા, જો કે એ લગ્ન કરતા ‘બિઝનેસકરાર’ વધારે લાગતો હતો.એના પ્રત્યાઘાતરુપે સમાજ ખળભળી ગયો. છાપા મેગેઝીન ને સમાચારનો ગરમાગરમ મસાલો મળી ગયો. શેઠે બહુ શાંતિથી પત્રકારો ને સામાજિક કાર્યકરોના  સવાલજવાબ ને ઇન્ટરવ્યુનો સામનો કર્યો.કુતુહલ પ્રિય વ્યકિતઓને જવાબ આપ્યા.ઘણાએ નિંદારસ ધરાઇ ધરાઇને પીધો.ટીકા ટિપ્પણી ને મશ્કરી પારાવાર હતી.પણ એણે આવણમાગી પ્રસિધ્ધને હસતા હસતા સ્વીકારી લીધી.

સાથે સાથે એણે અમૃતાને પણ આવા પ્રત્યાધાતોનો સામનો કરવા તૈયાર કરીહતી. સમાજનો એ તો નિયમ કે કોઇ નવી વિચારસરણી એમને એમ સ્વીકારાતી નથી. બધાને એ બંધન  તોડવુ હોય પણ હોળીનુ નાળીયેર કોક વિરલો થાય પછી બાકીના માટે રસ્તો સરળ થઇ જાય. તો સગાવહાલા ને મિત્રોના મશ્કરી મિશ્રિત અભિનંદન બધુ મનમાં સમાવી ને રાયશેઠની કાર નવવધૂ અમૃતા સાથે બંગલામાં પ્રવેશી.એના શુભાગમન નિમિતે બંગલાને શણગારાયો હતો.રસોયાએ  નવા શેઠાણીના માનમાં લાપશી બનાવી હતી. શેઠની સુચના પ્રમાણે અમૃતાએ બધા નોકરચાકરોને ભેટસોગાદ આપી ખુશ કર્યા. સહુને એના આગમનથી આનંદ થયો.    લગભગ દસેક  વાગે અમૃતા પોતાના શયનકક્ષમાં આવી.રાયશેઠ પથારીમાં બેઠા બેઠા હિસાબ કિતાબના કાગળો તપાસી રહ્યા હતા.આ  આ ઉંમરે ય એની યાદશકિત ને વિચારશકિત સતેજ હતી. શરીર પણ ઉંમરના પ્રમાણમાં નિરોગી હતુ.

અમૃતા આવી તો ખરી પણ એના પગલામાં ખચકાટ હતો.રાયશેઠ સમજ્યા. પેપર બાજુમાં મુકી િસ્મતપુર્વક એને આવકારી. બાવીશ વરસની કોડભરી યુવતીની સુહાગરાતની કલ્પના કેવી રળીયામણી હોય? એનાથી એ અજાણ નહોતા. એટલે અમૃતાની મનોદશા સમજતા હતા, એણે એને પલંગને પર બેસવા નિર્દેશ કર્યો. એ બેઠી તો ખરી પણ હવે આવનારી પળ વિષેએ વિચારી પણ નહોતી શકતી. હૈયુ જોર જોરથી ધડકી રહ્યુ હતુ.

થોડીવાર રુમમા મૌન છવાઇ ગયુ. છેવટે રાયશેઠે મૌનભંગ કર્યો.’ અમૃતા. સામે દિવાલ પર જો. ત્યા મારી પત્ની દિવ્યાનો ફોટો  દેખાય છે?એ તારી જેટલી જ ઉમરે  દુલ્હન બનીને મારા જીવનમાં આવી હતી. ત્યારે તો આ ઘર મધ્યમ વર્ગનુ સીધુ સાદુ. પણ એનો  સાથ ને સમજણનો સહારો મળતા  મારી મહેનત ફળી ને સારા દિવસો આવ્યા પણ  એને ભોગવવા એ ન રહી. તને એ પણ ખબર હશેકે મારા દિકરા દિકરીને ત્યા પણ વસ્તાર છે ને કદાચ તારા જેવડી તો મારી પૌત્રી છે. તને એમ પણ લાગે કે ગલઢા ગાંડા થયા કે શું? પણ ખરી વાત એ છે કે મારા દિકરા પરદેશમાં સ્થાયી થયા છે ને એને વતનમા વસવાનો કે મારા ધંધામાં કોઇ રસ નથી તો એના બાળકોને આપણની શુ માયા હોય? એકાદ વાર અમે બન્ને ફરવા ને દિકરાઓના મનનો તાગ લેવા ગયેલા. જે કાઇ જોયુ મન ન માન્યુ. મહેમાન તરીકે જ રહેવાનુ. આપણુ કશૂ જ નહિ. ને હવે આપણે આઉઁમરે અપનાવી પણ શું શકીએ? બાળકો આપણી સાથે વાત પણ શૂ કરે?હાઇ હલ્લો ને બાય સિવાય ત્રીજો શબ્દ જ નહી. એમનો ય શો દોષ? દિકરા વહુ રાતવરત એના કામમાં શનિરવિમાં બાળકો સાથેના એના પ્રોગ્રામો. જેમા આપણે ભળી ન શકીએ. સારુ હતુ કે અહીબધુ અકબંધ રાખીને ગયો હતો ને પાછા આવીને સંભાળી લીધુ.પછી તો દિવ્યા પણ જતી રહી ને એકલો પડી ગયો.

મારો કારોબાર તો હજુ સંભાળી શકુ છુ પણ ભીતર ખાલી થઇ ગયુ છે.ઘરની અંગત વ્યકિતની ખોટ સાલે છે. હુ જુના સંસ્કારોમાં મોટો થયો છું એટલે ઘરનુ બહાર ખોળવા ને ઘરનુ દુઃખ બહાર ગાવામાં માનતો નથી. બીજી એક વાત સમજી લે. આઉંમરે  મને સંસારસુખની કોઇ તૃષ્ણા નથી. હુ ભરપુર જીવન જિવ્યો છું તો કોઇ તારા જેવી નિર્દોષ સ્ત્રીને મારી વાસના ખાતર ફસાવવાની હલકી રમત હરગીઝ પસંદ ના કરુ. પણ આસમાજમાં પતિ પત્નિના સંબંધ સિવાયના અજાણ્યા સ્ત્રી પુરુષના સબંધને સમાજે માન્ય નથી રાખ્યો .એમાં પણ સ્ત્રીને બહુ સહન કરવુ પડે. સામાજિક બહિષ્કાર જેવુ જ.એટલે મે લગ્ન વિષયક જાહેર આપીને આ વિવાહનુ મહોરુ તને પહેરાવ્યુ છે. કારણકે મા બહેન કે દિકરી માટે જાહેરાત ન થાય ને થાય તો કોઇ માને પણ નહિ. સત્ય એ જ કે તું મારા માટે દિકરી ના રુપમાં છે. તું હંમેશા પ્રવિત્ર રહીશ. બાકી દુનિયાને જે સમજવુ હોય તે સમજે.    અમૃતાની આંખો આનંદ ને રાહતથી છલકાઇ ગઇ. એક અજાણ્યો પુરુષ એની જીંદગીમાં આવ્યો ને એ પણ તારણહાર બની ને. હે ભગવાન, તુ કયારેક એવો ચમત્કાર કરે છે કે નાસ્તિકને ય તારુ અસ્તિત્વ સ્વીકારવુ પડે છે.

વાર્તા ઝાંસીની રાણી

 હરિહર ત્રિવેદીના ઘરમાંઆજે જાણે જ્વાળામુખી ફાટ્યો હતો ને ઘરના માણસો એમાં જીવતા શેકાતા હતા.હરિહર સાક્ષાત દુર્વાસાનો અવતાર ને પાછુ બ્રહ્મત્વનુ એટલુ અભિમાન. ભગવાનના પહેલા ખોળાના દિકરા. એની જ ઓલાદે એના  એ અહમ પર જનોઇવઢ ઘા કર્યો હતો. એ ક્રોધમા નખશીખ કાંપતા હતા તો એ જ હાલત એની પત્નિ દુર્ગાદેવીની હતી.એ ય કાપંતા હતા પણ પતિના પ્રકોપના પરિણામથી.પતિનો ક્રોધ પત્નિ તરફ લાવાની જેમઉછળતો હતો.’ તારો જ વાંક છે આ બધો,બહુ ઉપાડો હતો ભણાવવાનો,જમાના પ્રમાણે ભણતર તો હોવુ જોઇએ ને’ આમ જુઓ તો દિકરીએ ભણી ભણી ને શુ ભણી નાખ્યુ હતુ? સાત ગુજરાતી.પણ બાપને મન તો શું યજાણે આટલુ ભણીને  ને એને લીધે જ આ કમઠાણ ઉભૂ થયુ હોય એમ દુર્ગાદેવીને મહેણાટોણા સંભળાવતા હતા.’ લે હવે  ખુશ થા, તારી દિકરીએ જમાના કરતા ય આગળ ભણી બતાવ્યુ.આપણૂ નામ ઉજાળ્યુ. અરે વર્ણશંકર પ્રજા થશે એની.ઘોર કળજુગની નિશાની.’ જાણે એકલા દુર્ગાદેવીની જ દિકરી હોય એમ અશુભવાણી ને શાપ ઉચાર્યે જતા હતા.     તો ત્રણે ભાઇઓ ખાંડા ખખડાવી રહ્યા હતા તો પારકી જણીઓ શું કામ બાકી રાખે?’લો બહુ આબરુવાળા હતા, અમ વહુવારુથી તો લાજનો ઘુમટો ય ઉંચો ન થાય. એમા ચુક થાય તો તમારી આબરુ જાય ને આજે તમારી દિકરી જ આબરુનો વીંટો વાળીને જતી રહી નેતમારી છાતી ઉપર જ મગ દળ્યા, હવે શુ કરશો’?

દિકરી ઉમા ,જેના નામના મરશિયા ગવાતા હતા એનો અપરાધ એ જ હતો કે બધાની મરજી વિરુધ્ધ  પાડોશમા જ રહેતા કુંભાર યુવક ઉમેશ જોડે લગ્ન કરી લીધા હતા.હવે એ પરાણે જમાઇ થયેલો ઉમેશ અજાણ્યો નહોતો. નાનપણથી ઘરમા આવતો જતોને ઉમીના ભાઇઓનો દોસ્ત, સારા ને સંસ્કારી જુવાન તરીકે ની એની છાપ . એક જ દિવસમા લુચ્ચા, બદમાશ ને લફંગા જેવા વિશેષણોથી પોખાઇ ગયો. અધુરામા પુરુકે બાજુની જ શેરીમા એટલે લોકોને વાતો કરવાનો ને મેણા  નિંદા કુથલીનો વિષય મળી ગયો.

ઘરમાં તંગદીલી ત્યા સુધી પ્રસરી ગઇ કે કાંતો મા કે કા દિકરી બે માથી કોકનુ મંગલસુત્ર નંદવાઇ જવાની નોબત આવી ગઇ.  માને લાગ્યુ કે દિકરીને સાવધાન કરવાની ને સમજાવવાની તાતી જરુર છે. જો એ આસાન નહોતુ, દિકરી ય બાપ જેવી જ જીદ્દી હતી.બહુ ખાનગીમા મા દિકરી મળ્યા ને એ ણે ઉમીને વિંનતી કરી’ ઉમી માની જા મારી વાત. અંહિ નજર સામે રહેવાની હઠ છોડી દે. આખી દુનિયા પડી છે.નહિતર વાત વણસી જશે ને આપણા બેમાથી કોકનુ સૌભાગ્ય નંદવાઇ જશે.તારા ભાઇઓ ઝનુનેઉની ભરાયા છે ને તારા બાપાને તો તુ જાણે જ છે.’ છેવટે માની મમતા જીતી ગઇ ને ઉમી ને ઉમેશશહેરના ભીજા ભાગમા જતા રહ્યા.    આ નવા સાહસિક ને એકલા દંપતિને એકે ય પક્ષે અપનાવ્યા નહિ, માત્ર થોડા વફાદાર ને સુધારાવાદી મિત્રોએ સહકાર આપ્યો ને ઉમેશને નાની  નોકરી શોધી આપી. ઘર વસાવવામાં મદદ કરીઆમ સામાજિક ને પારીવારીક બહિષ્કાર સામે ઝઝુમતા એમનો  બાળસંસાર શરુ થયો.  એકાદ બે વર્ષમા તો પ્રેમના પ્રતિક જેવી રુપાળી દિકરીનો જન્મ થયો. નામ રાખ્યુ ‘અમી’ પણ કોણ જાણે એ પોતાના જીવનમા સંધર્ષ લખાવીને જ આવી હશે.અમી વરસની થઇને એ જ દિવસે ઉમેશને જીવલેણ અકસ્માત નડ્યો. માનવસર્જિત કે નિયતિ એ રહસ્ય જ રહ્યુ ને બન્નેને નિરાધાર છોડીને ઉમેશે વિદાય લીધી.

બન્ને ખરેખર નિરાધાર થઇ ગયા. અત્યાર સુધી પરિવારમા જે ગણો એ ઉમેશના મિત્રોની જ ઓથ હતી એમા અનેક કારણોસર ઓટ આવવા લાગી.મોટાભાગના પોતે જ ઘરજોગ સંસારી થઇ ગયા હતા.હવે એકલી યુવાન વિધવાને ત્યા આવવા જવામા ય લોકાવપાદનો ભય. ઉમીને સમજાઇ ગયુ કે પોતાના પગ પર ઉભા રહેવા સિવાય કોઇ આરો નથી.ભણતરનુ ભાથૂ તો હતુ નહિ.એટલે એણે મહેનતમજુરી ને લોકોનુ ઘરકામ સ્વાકારી લીધુ. ખાવાનો ખર્ચ  નીકળી જતો ને થોડા રોકડા  પૈસા માદિકરીનો નિભાવ થઇ જતો.

એમ અમી પંદર વર્ષની થઇ ગઇ.એ જ અરસામા જે મકાનમા માદિકરી ભાડે રહેતા હતા એ ઉપર ખાલી મેડા પર એક યુવાન રહેવા આવ્યો.અવકાશ એનુ નામ. રુપાળો ને સુઘડ પહેલી નજરે ગમી જાય એવો. તો સામેય અમી જેવી મુગ્ધ ને હસમુખી ને ભોળી છોકરી. ઉમી જેવી એકલી નારી.સ્વજનોથી તરછોડાયેલી નેસહારો ઝંખતી સ્ત્રી. અવકાશ સજ્જતાના એવા તો આવરણ નીચે છુપાયેલો સેતાન હતો એ ઓળખવા જેટલી માદિકરી સાવધાન  નહોતા. ખરેખર અવકાશ એક નામાંકિત  સ્કુલના ત્રસ્ટીનો દિકરો બાપની વગ વાપરી ત્રસ્ટમા ઘુસી ગયો હતો ને લાચાર ને એકલી યુવાન શિક્ષિકા  ને એવી જરુરીયાત વિદ્યાર્થીનીઓનો લાભ ઉઠાવતો  હતો.એની અય્યાશીથી થાકીને એની પત્ની અવનીએ ઘરમાથી કાઢી મુક્યો હતો. તો એવા એ આખલાને અંહી મોકળુ મેદાન મળી ગયુ. જતા આવતા ઉમીની રસોઇના વખાણ કરીને થોડી આનાકાની કરી જમવા બેસી જતો. બિચારી ઉમી, આટલા વરસોથી કોઇના સાથ ને  પ્રશંસાના થોડા શબ્દો માટે ઝંખતી .એને સંતોષ થતો. તો એ અમીને ય સમજાવતો.’ ભણવામા ધ્યાન રાખીશ ને સારુ પરિણામ લાવીશ તો અમારી સ્કુલમા વગર ડોનેશને પ્રવેશ અપાવી દઇશ ને જરુર પડશે તો હુ તને ભણાવીશ.  ટયુશનનો ખર્ચ બચી જાય.’ એક ગરીબ માટે આના કરતા મોટુ પ્રલોભન શું હોઇ શકે? હવે અમી અવારનવાર અવકાશ પાસે ભણવા પંહોચી જતી ને એમ સાનિધ્ય વધતુ ગયુ. એની આજ સુધીની જિંદગીમા કોઇપણ સબંધના રુપમા પુરુષનો પ્રવેશ નહોતો ને એને કેમ ઓળખવો કે ક્યા સાવધાન રહેવુ એ કોણ શીખવે? ને ખરીવાત તો એ પણ હતી કે ઉમી પોતે પણ અવકાશ તરફ આકર્ષાઇ હતી. આ મરદ બન્ને ને એકબીજાની પીઠ પાછળ રમાડતો હતો. પણ એક દિવસ ઉમી કામ પરથી વહેલી આવી. અમીના ચંપલ ને સ્કુલ બેગ પરથી ખબર તો પડી કે  આવી ગઇ છે પણ સ્કુલથી આવવાને તો વાર હતી.અચાનક ઉપરથી નીચે ધસી આવતી અમીના અસ્તવ્યસ્ત કપડા ને વાળ ને ચહેરા પર તોફાની હાસ્ય ને ઉમીને એક પળમા બધુ સમજાઇ ગયુ. એણે અમીને એક બાજુ લઇજઇને ધમકાવી.’છોકરી, જો તો ખરી, તારા બાપની ઉમરનો આદમી છે. ભણવાને નામે આવા ધંધા કરતા શરમાતી નથી?’ તો અમીએ સામે એવો જ  જવાબ આપ્યો જે ઉમીની કલ્પનામા ય  નઆવે એવો આધાતજનક હતો ‘ એ તારાથી દસ વરસ નાનો છે,શરમ તો તને આવવી જોઇએ’ તો આ એક સ્ત્રી સામે બીજી સ્ત્રીનો પરાજય હતો. કમનસીબે દિકરી સામે મા ની હાર હતી. ઘડીભર એને અમી ઉપર એવો ક્રોધ ચડ્યો કે બેચાર તમાચા ચોડી દઉ. પણ તરત ભાન આવ્યુ. આમા પોતાની ક્યા ભુલ છે?અમીની ભૂલ તો ઉમરસહજ હતી એને સારુ નરસુ કે સાચુ ખોટુ સમજાવવાની પોતાની ફરજ હતી પણ એક જવાબદાર સ્ત્રી ને મા પોતે જ આવી ભુલ કરે તો દિકરીએ જે ચુભતુ સત્ય કહ્યુ એ પછી જીવવા જેવુ ક્યા રહ્યુ હતુ? હા, એ સત્ય હતુ કે ઉમીને ય પુરુષના રુપમા કોઇક સહારા ની જરુર હતી.વર્ષોથી એક અતૃપ્ત વાસના અંદર ધરબાઇને પડી હતી ને અવકાશને  જોઇને સળવળી ઉઠી હતી.અવકાશની ચકોર નજરમા એ આવી ગયુ હતુ. એણે એનો લાભ ઉઠાવ્યો હતો. તો વાત રહી અમીની.એણે અવકાશમા પિતા, ભાઇ , પથદર્શક કે શિક્ષક,એના જીવનમા  અત્યારસુધી પુરુષપાત્રની જે ખોટ હતીએ જોવાની કોશીશ કરી હશે.પણ છેવટે એની મુગ્ધ ઉઁમરને છાજે એવુ પ્રેમીનુ સ્વરુપ જીતી ગયુ.  એ જ રાત્રે ઉમીએ અગન પછેડી ઓઢી લીધી. અમી તો આધાતની મારી પાગલ થઇ ગઇ શિકારી ઉપર બેઠો બેઠો બધો ખેલ જોઇને હસતો હતો એનો રસ્તો હવે સાફ.એક માત્ર અંતરાય પણ જાતે જ ખસી ગયો. એ નીચે આવ્યો ને આશ્ર્વાસનના બહાને અમીને નજીક ખેચી. અમીએ જોરથી ધક્કો માર્યો.’આ દસ્તાનો છુટો ઘા કરીશ જો નજીક આવવાની કોશિશ કરીશને માથૂ રંગાઇ જશે. નાલાયક. તુ જ મારી માનો હત્યારો છે’     ‘તુ   ને માત્ર તુ જ તારી માના મોત માટે જવાબદાર છો, બચ્ચી, જોઉ છુ હવે તને કોણ બચાવે છે?મને રોકનાર કોણ ને એનુ એ વાક્ય પુરુ થાય એ પહેલા ત્રાડ સંભળાઇ’ તારે જોવુ છે કે તને રોકનાર કોણછે?’અવકાશે પાછળ ફરીને જોયુ ને એક પળ ધ્રુજી ગયો. હા,એ એની એકવખતની પત્નિવિશાખા દાખલ થઇ. અવકાશને ખબર નહોતીકે વિશાખા આવી ફસાયેલી ને આવા હવસખોર પુરુષના  કરતુતનો ભોગ બનેલી સ્ત્રીઓને બચાવવાને ન ેન્યાય અપાવવા  મંડળ ચલાવે છે. એણે મજાક ઉડાવી ‘ તો તમે ભલે પધાર્યા, ઝાંસીની રાણી, તલવાર લાવ્યા છો કે વેલણ’?ન ેએ નિર્લજ્જ હસી પડ્યો.’તારા જેવા બાયલા માટે તો આટલુ જ પુરતુ છે’ કહેતા વિશાખાએ બે હાથે જોરથી ધક્કો માર્યો. અવકાશ દિવાલ સાથે અફળાયો ને  બે હાથમા  માથૂ પકડી બેસી પડ્યો. ‘ વિશાખાએ થરથર કાંપતિ અમીને બાહોમા ં લીધી ને કહ્યુ.’ ચાલ.દિકરી, તુ હવે મારી સાથે  સલામત છે.તુ નિરાધાર નથી’ એક તિરસ્કાર ભરી નજર અવકાશ તરફ નાખી અમીને લઇને એ ચાલી ગઇ ને અવકાશ  ઝરખના પંજામાથી હરણી શિકાર છોડાવી જાય એમ નિસહાય જોતો રહ્યો. અમૃતા

સિંતેર વરસના નરસિંહરાયે પુનઃલગ્ન કર્યા ને  પણ બાવીસ વરસની યુવતી  અમૃતા સાથે. ત્યારે સમાજમાં તળીયેથી ટોચ સુધી ખળભળાટ મચી ગયો.વાતોનો વાયરો ચડ્યો ને ટીકા ટિપ્પણીનો વરસાદવરસ્યો.મંદિરને ઓટલે  ને પરસાળેએની પારાયણ ચાલુ થઇ ગઇ.વયસ્કો જાણે આબનાવથી ડઘાઇ ગયા હતા.’ હરિ હરિ ઘોર કળજુગ આવ્યો છે.નહિતર આમાયા છોડવાને ટાણે શેઠને આવી અવળી મતિ સુઝે ખરી? ઘેર વસ્તાર છે, દિકરા, દિકરીઓને ઘેર છોકરાવ છેને શેઠને વળી પૈણ ક્યાથી ચડ્યુ હશે’ જાણે પોતાનો ગરાસ લુંટાઇ ગયો હોય એમ કપાળકુટતા હતા.જો કે ઘણા આધેડો મનમાં બળતા ય હશેકે આપણને આ વયે આવુ જુવાન બૈરુ ક્યાથી મળે? તો પોતાની અરસિક ને ઘરડી પત્નિઓને જોઇ જોઇને થાક્યા હોય ને મનમાં હજી અભરખા રહી ગયા હોય!પણ સમાજની બીકે મનમાં સોસવાઇ રહ્યા હોય  એવા  અસંતુષ્ટ આત્માઓ પણ  જાણે નરસિહરાયે આખી સંસ્કૃતિનુ ખંડન કરી નાખ્યુ હોય એમ ઉકળતા હતા.તો કોઇ જુવાનિયા  મશ્કરીના રુમમાં ટીકા કરતા કે  આવડીલો ય હવે ‘લગને લગને  કુંવારા થવા’માંડશે તો આપણે તો અત્યારથી સંન્યાસ લઇ લેવો પડશે.તો સમાજસુધારકો બીજી લાયમાં હતા.’પૈસો બોલે છે,ભાઇ, આ પૈસાને જોરે જ શેઠે કોક કોડભરી કન્યાની જિંદગી બરબાદ કરી છે. કોકની મજબુરી પર  નવો સંસાર માંડયો છે.નહિતર આવી ભણેલી ગણેલી, રુપાળી ને જુવાન છોકરી આવા ઘરડા જોડે સંસાર શું કામ માંડે?સિવાય કે કોઇ માથાની ફરેલી હોય.તરત બીજી કોમેન્ટઆવે.’ ભઇ, છોકરી નાદાન હોય પણ એના માબાપને સમજ નહિ હોય? છોકરી  તો સમજો કે પૈસાની લાલચમાં આવી ગઇ હોય.તૈયાર ભાણે જમવાનુ ને મોજશોખ કરવાના. પણ માબાપને દુનિયાદારીનુ ભાન હોય કે નહિ?એનો જવાબ બીજી વ્યકિત તરત જ આપે કે કોણ જાણે માબાપ પણ આમાં શામેલ નહિ હોય?દિકરીની ઓથે ભવની ભૂખ ભાંગવાની આવી તક ક્યાથી મળે?એમ પણ વિચારે ને કે ડોહા હવે જીવી જીવીને કેટલુ જીવવાના?પછી  તો બધુ દિકરીનુ જ ને’!  નરસિંહરાય ગામમાં નગરશેઠ તરીકે ઓળખાતા.બેશક પૈસા હતા ને એનો સદઉપયોગ પણ કરી જાણતા હતા,એમનુ ઉજ્જવળ ચરિત્ર સમાજમાં ઉદાહરણ રુપ ગણાતુ એટલે  એમનુ આપગલુ વધારે વિવાદાસ્પદ બન્યુ હતું રાયશેઠ આવાત સમજતા હતા. પણ એમને કશુ છાનુ છપનુ કરવુ નહોતુ. એણે છાપામાં છડેચોક લગ્નવિષયક જાહેરાત આપી હતી, એમની શરતો ચોખ્ખી હતી. એમનો ઇરાદો સ્પષ્ટ હતો.કોઇને છેતરવાની કે હલકી રમત રમવાની મુરાદ નહોતી.એની જાહેરાતના જવાબમાં  ઉમેદવારોની વિવિધતા ય હતી.

યુવાનીની શરુઆતમાં એકાદ બે પ્રેમપ્રકરણ ખેલ્યા પછી જીવનમાં િસ્થર ન થઇશકી હોય, ઘણીવાર  લગ્નને બંધન માનતી યુવતીઓ મસ્ત  બેફિકર જિવન માણી  પછી એકલતાથી થાકી હારીને  અમુક વય પછી સાથી શોધવા નીકળી હોય,તો થોડી ખોડખાપણધરાવતી ને કયારેક મજબુરી થી ઉંમર વીતી ગઇ હોય તો કયારેક માનવ સેવા કે વડીલોની જવાબદારી ને એવી આર્દશવાદી સ્ત્રીઓ.તો  મોટી ઉંમરની વિધવા કે એકલી સ્ત્રીના પ્રશ્રો અલગ. એમને ઉંમર પ્રમાણે વા, બીપી કે ડાયાબીટીસ  એતો શેઠની સંભાળ રાખે કે પોતાની?ઉપરાંત એમનો આગલો પરિવાર  માલ મિલ્કત માટે દાવો કરે એ પણ શક્યતા.ઝધડા ઉભા થાય ને શેઠની ઇચ્છા જીવનના  પાછલા વરસો આવા કલહ ને કોર્ટકચેરી કે વકીલોની ઓફીસમાં ધક્કા ખાવાની નહોતી. જયારે નાની ઉઁમરની ઘણી સ્ત્રીઓની નજર બહુધા  શેઠની સંપતિ પર હતી. આટલા પાત્રોમાંથી અલગ તરી આવી અમૃતા.

આમ તો એ પણ જરુરિયાત મંદ હતી.માબાપ ગરીબ હતા. મહેનત મજુરી કરીને ય એને સારુ શિક્ષણ અપાવ્યુ  હતુ ને એ હાલમાં લાઇબ્રેરીમાં નોકરી કરતી હતી. હવે માબાપ સારુ પાત્ર જોઇને વિવાહ કરવા માગતા હતા પણ અમૃતાની સમજણ પ્રમાણે અહી જ સમસ્યા ઉભી થઇ હતી.મહેનત મજુરી તો હાથપગ સાજા હોય ત્યા સુધી જ થાય બચત તો હોય જ ક્યાથી? ઉપરાંત ઉંમર વધેએમ શારિરીક ક્ષમતા ઘટે ને બીમારી પણ આવે.પોતે જો પરણીને સાસરે જાય તો જે થોડો ઘણો આર્થિક ટેકો  પણ બંધ થાય. ઘડપણમાં એનુ કોણ?    અમૃતાએ શેઠની જાહેરખબર વાંચી.એનેય  પહેલા તો હસવુ જ આવ્યુ.એક વિચાર એવો પણ આવ્યો કે આ પણ એક ખેલ લાગે છે.છતાય કુતુહલ ખાતર શેઠની મુલાકાત લેવાનુ નક્કી કર્યુ. ‘ચાલ , જોઉ  તો ખરી,  આપણે ક્યા બાનાખત પર સહી કરી છે?એ બહાને શેઠનો બંગલો ને વૈભવ જોવા તો મળશે’ બસ, નોકરીનુ ઇન્ટરવ્યુ માનવાનુ. બીજે જ દિવસે સરનામા પ્રમાણે પંહોચી ને રિક્ષામાથી ઉતરી. એક પળશેઠનો બંગલો જોઇ એનો વિશ્વાસ ડગી ગયો. આવો બંગલો કદાચ એણે મુવીમાં જ જોયો હશે. કદાચ મુલાકાત પણ નમળે. એક મિનિટ એ અવઢવમાં ઉભી રહી.  જવુ કે ન જવુ. અંદર જવા પગ ઉપાડ્યા .  મનોમન ભગવાનને પ્રાર્થનાકરી. ફજેતીનો કોઇ સાક્ષીનહોય. દરવાજા પાસે દરવાન બેઠો હતો.સારુ હતુ કે એક દિવસ પુરતા એણે સાહેલીના સારા કપડા ઉછીના લીધા હતા. એટલે દરવાનને કામ શોધવા નીકળેલી કોઇ જરુરિયાતમંદ કે શિક્ષાવૃતિ માટે આવેલી વિદ્યાર્થીની ન લાગી. ઉપકાર કરતો હોય એમ દરવાજો ખોલ્યો ને લોન પર આરામ ફરમાવતા શેઠ અંગુલિ નિર્દેશ કર્યો. અમૃતા ચારે તરફ કાતર નજરે જોતી ને અચોક્કસપણે પગલા ભરતી આગળ વધી. શેઠનુ દ્યાન એના તરફ દોરાયુ. એણે છાપુ બાજુમાં મુકીને એને નજીક આવવા ઇશારો કર્યો.  હવે અમૃતા ને ખરેખર મુંઝવણ થઇ. વાતકે મકરવી?છેવટે પર્સમાંથી કાપલી કાઢીને શેઠના હાથમાં મુકી.શેઠે ેને સામે ખુરશીમાં બેસવા કહ્યુ.વાત શરુ થઇ. ‘નામ ‘? ‘અમૃતા’એણે નીચુ જોઇને જવાબ આપ્યો.’તારો પરિવાર’? ‘જી , મારા માબાપ જે મહેનત મજુરી કરીને ગુજરાન ચલાવે છે, મે કોલેજનું શિક્ષણ લીધુ છે ન ેહાલમાં નોકરી કરુ છુ.’ અમૃતાએ જવાબ આપ્યો.’ અમૃતા, તુ પગભર છે, તારા પરિવારને મદદ કરે છે તો પછી’ શેઠે અદ્યાહાર રાખીને કહ્યુ.  ‘વડિલ,  નોકરીની એવી કોઇ મોટી આવક નથી ને હવે સમાજના નિયમ પ્રમાણે મને પરણાવીને પોતાની જવાબદારી પુર્ણ કરવા માગે છે જે વયસ્ક દિકરીના દરેક માબાપની ઇચ્છા હોય. સવાલ એ છે કે જો હું સાસરે જાઉ એટલે મારી નવી જવાબદારી ઉભી થાય ને મારા માબાપને થોડો પણ જે આર્થિક ટેકો મળે છે એ પણ બંધ થાય’એણે પોતાની સમસ્યા સમજાવી.  ‘તુ ં કઇ ગણતરીથી આ સંબંધ  સ્વીકારવા માગે છે. આપણે સ્પષ્ટતા કરી લઇએ’ શેઠે  તટસ્થભાવે કહ્યુ. લાગણીના તાણાવાણા વણાય એ પહેલા કેટલીક વાતો જાણવી બન્ને પક્ષે જરુરી હતી.’ વડીલ, મને આમાથી કાઇ મળે નમળે એની બહુ પરવા નથી. આમ પણ આટલી મોટી મિલ્કત સંભાળવાની મારી હેસિયત કે હિંમત પણ નથી. મને તો મારી નોકરી જેટલુ મળે તો  પુરતુ છે. માત્ર મારા માબાપના ભવિષ્ય માટે મને જે કાઇ મળે એ જ મારો આશય છે.હું એ લખી આપવા તૈયાર છુ કે  સમય આવશે તો હું મિલ્કતમાથી મારો હિસ્સો નહિ માગુ’ અમૃતાએ પોતાનો આશય જણાવ્યો.તો પણ શેઠને પક્ષે હજુ એક સંદેહ હતો કે છોકરીના ખાતામાં રકમ જમા થઇ પછી એ છટકી જાય, ફરી જાય કે ભાગી જાય તો પોતાને તો ડોબુ ખોઇને ડફોળ બનવા જેવુ થાય.આની પાછળ કોઇ એવુ અસામાજિક તત્વ કામ કરતુ હોય તો આ છોકરીને ફસાવવાનો આરોપ  પણ આવે. આમ  જુઓ તો બન્ને પક્ષે પરસ્પરને છેતરાવાનો ભય તો સરખો જ હતો.  ‘ અમૃતા , તારા માબાપને તારા આ પગલા વિષે ખબર છે’?શેઠે પુછ્યુ. ‘નહિ’ એણે એકાક્ષરી જવાબ આપ્યો. ‘ છોકરી, તુ ઘેર  જા ને તારા પરિવાર સાથે વાતચીત કરીને નિર્ણય લે. કદાચ તારા માબાપ એવો પણ આક્ષેપ કરે કે મે તને ફસાવી છે કે પૈસાથી ખરીદી છે કે બળજબરી કરી છે. મારા પક્ષે તો ખાસ ગુમાવવા  નથી પણ તારી તો આખી જિંદગી બાકી છે.’ શેઠેસલાહ સાથે એક વડીલ તરીકે ચેતવણી આપી. અમૃતા એ જ્યારે એના માબાપઆગળ પોતાનો આશય રજુ કર્યો તો બન્ને ઉછળી પડયા. ‘છોકરી. તારી બુધ્ધિ બહેર મારી ગઇ છે ?આવા લફરામાં પડાતુ હશે?એ તો મોટા લોકો, ગમે ત કરે ને છુંટી પણ જાય ને પાછા સમાજમાં ઉજળા થઇને ફરે.જ્યારે આપણા જેવા નંગપંગ વગરના માણસો હાંસી પાત્ર થઇએ ને ગાંડામાં ગણાઇ જઇએ.’        ‘ બા બાપુજી, મે આ બાબત બધો વિચાર કર્યો છે. આ બધુ જાહેરમાં, કોર્ટમાં , સાક્ષીઓની હાજરી માં જજ સમક્ષથશે. વિધિ સરની દસ્તાવેજ પર સહીસિક્કા થશે. નજદીકના પરિવાર સાથે સમાંરભ પણ થશે. તમારા ખાતામાં રકમ જમા થશે પછી જ હુ ત્યા રહેવા જઇશ’ એના પરથી એટલુ તો સ્પષ્ટ હતુ કે અમૃતાએ બહુ કાળજીપુર્વક આયોજન કર્યુ હતુ, તો પણ ‘લગ્ન” શબ્દ એ હજી ઉચ્ચારતા અચકાતી હતી.   પણ માબાપનુ દિલ હજુ માનતુ નહોતુ. દિકરી માત્ર એમના માટે જ આવુ બલિદાન આપી રહી હતી!’ ‘ દિકરી , તે હજુ દુનિયા જોઇ નથી. લાગવગ આગળ કાગળના ટુકડાની કોઇ કિંમત નથી.કોર્ટ, કચેરી ને  સાક્ષીઓ ય પૈસા આગળ વેચાઇ જાય.બીજુ કે આટલી સંપતિના અનેક વારસદાર ફુટી નીકળે. તને ક્યા ખબર નથી કે પૈસા માટે કેવા કેવા ખેલ ખેલાતા હોય છે? આપણા જેવા નોધારા માણસો તો ચપટીમાં ચોળાઇ જાય.  સંપતિ તો જાયપણ કયારેક જાન પણ જાય. ભલે શેઠને વૈરાગ્ય આવી ગયો હોય કે દિકરાઓને બતાવી દેવા  આપગલુ લીધુ હોય તો પણ એવારસદારો આટલી મોટી મિલ્કત તારા હાથમાં આટલી સરળતાથી આવવા દે? ને તને સંપતિના વહિવટનુ કોઇ જ્ઞાન કે અનુભવ છે?માબાપે એનો આક્રોશ ઠાલવ્યો, જો કે એમણે વર્ણવી એ  શક્યતાઓ બનચાજોગ હતી. આજના સમયમાં ગરીબની ફરિયાદ કોણ સાંભળે? એમનો ભય અકારણ નહોતો પણપણ અમૃતૅ પોતાના નિર્ણયમાં અડગ હતી.તો માબાપે બળતા હૈયે કહી દીધૂ. અમે તો આમાં જરાય રાજી નથી. પણ તું ભણેલી ને અમારા કરતા વધારે સમજદાર છો. જેવી તારી મરજી’     અમૃતાએ શેઠની શરતો સ્વીકારી. કોર્ટમાં સાદાઇથી લગ્ન થયા, જો કે એ લગ્ન કરતા ‘બિઝનેસકરાર’ વધારે લાગતો હતો.એના પ્રત્યાઘાતરુપે સમાજ ખળભળી ગયો. છાપા મેગેઝીન ને સમાચારનો ગરમાગરમ મસાલો મળી ગયો. શેઠે બહુ શાંતિથી પત્રકારો ને સામાજિક કાર્યકરોના  સવાલજવાબ ને ઇન્ટરવ્યુનો સામનો કર્યો.કુતુહલ પ્રિય વ્યકિતઓને જવાબ આપ્યા.ઘણાએ નિંદારસ ધરાઇ ધરાઇને પીધો.ટીકા ટિપ્પણી ને મશ્કરી પારાવાર હતી.પણ એણે આવણમાગી પ્રસિધ્ધને હસતા હસતા સ્વીકારી લીધી.

સાથે સાથે એણે અમૃતાને પણ આવા પ્રત્યાધાતોનો સામનો કરવા તૈયાર કરીહતી. સમાજનો એ તો નિયમ કે કોઇ નવી વિચારસરણી એમને એમ સ્વીકારાતી નથી. બધાને એ બંધન  તોડવુ હોય પણ હોળીનુ નાળીયેર કોક વિરલો થાય પછી બાકીના માટે રસ્તો સરળ થઇ જાય. તો સગાવહાલા ને મિત્રોના મશ્કરી મિશ્રિત અભિનંદન બધુ મનમાં સમાવી ને રાયશેઠની કાર નવવધૂ અમૃતા સાથે બંગલામાં પ્રવેશી.એના શુભાગમન નિમિતે બંગલાને શણગારાયો હતો.રસોયાએ  નવા શેઠાણીના માનમાં લાપશી બનાવી હતી. શેઠની સુચના પ્રમાણે અમૃતાએ બધા નોકરચાકરોને ભેટસોગાદ આપી ખુશ કર્યા. સહુને એના આગમનથી આનંદ થયો.    લગભગ દસેક  વાગે અમૃતા પોતાના શયનકક્ષમાં આવી.રાયશેઠ પથારીમાં બેઠા બેઠા હિસાબ કિતાબના કાગળો તપાસી રહ્યા હતા.આ  આ ઉંમરે ય એની યાદશકિત ને વિચારશકિત સતેજ હતી. શરીર પણ ઉંમરના પ્રમાણમાં નિરોગી હતુ.

અમૃતા આવી તો ખરી પણ એના પગલામાં ખચકાટ હતો.રાયશેઠ સમજ્યા. પેપર બાજુમાં મુકી િસ્મતપુર્વક એને આવકારી. બાવીશ વરસની કોડભરી યુવતીની સુહાગરાતની કલ્પના કેવી રળીયામણી હોય? એનાથી એ અજાણ નહોતા. એટલે અમૃતાની મનોદશા સમજતા હતા, એણે એને પલંગને પર બેસવા નિર્દેશ કર્યો. એ બેઠી તો ખરી પણ હવે આવનારી પળ વિષેએ વિચારી પણ નહોતી શકતી. હૈયુ જોર જોરથી ધડકી રહ્યુ હતુ.

થોડીવાર રુમમા મૌન છવાઇ ગયુ. છેવટે રાયશેઠે મૌનભંગ કર્યો.’ અમૃતા. સામે દિવાલ પર જો. ત્યા મારી પત્ની દિવ્યાનો ફોટો  દેખાય છે?એ તારી જેટલી જ ઉમરે  દુલ્હન બનીને મારા જીવનમાં આવી હતી. ત્યારે તો આ ઘર મધ્યમ વર્ગનુ સીધુ સાદુ. પણ એનો  સાથ ને સમજણનો સહારો મળતા  મારી મહેનત ફળી ને સારા દિવસો આવ્યા પણ  એને ભોગવવા એ ન રહી. તને એ પણ ખબર હશેકે મારા દિકરા દિકરીને ત્યા પણ વસ્તાર છે ને કદાચ તારા જેવડી તો મારી પૌત્રી છે. તને એમ પણ લાગે કે ગલઢા ગાંડા થયા કે શું? પણ ખરી વાત એ છે કે મારા દિકરા પરદેશમાં સ્થાયી થયા છે ને એને વતનમા વસવાનો કે મારા ધંધામાં કોઇ રસ નથી તો એના બાળકોને આપણની શુ માયા હોય? એકાદ વાર અમે બન્ને ફરવા ને દિકરાઓના મનનો તાગ લેવા ગયેલા. જે કાઇ જોયુ મન ન માન્યુ. મહેમાન તરીકે જ રહેવાનુ. આપણુ કશૂ જ નહિ. ને હવે આપણે આઉઁમરે અપનાવી પણ શું શકીએ? બાળકો આપણી સાથે વાત પણ શૂ કરે?હાઇ હલ્લો ને બાય સિવાય ત્રીજો શબ્દ જ નહી. એમનો ય શો દોષ? દિકરા વહુ રાતવરત એના કામમાં શનિરવિમાં બાળકો સાથેના એના પ્રોગ્રામો. જેમા આપણે ભળી ન શકીએ. સારુ હતુ કે અહીબધુ અકબંધ રાખીને ગયો હતો ને પાછા આવીને સંભાળી લીધુ.પછી તો દિવ્યા પણ જતી રહી ને એકલો પડી ગયો.

મારો કારોબાર તો હજુ સંભાળી શકુ છુ પણ ભીતર ખાલી થઇ ગયુ છે.ઘરની અંગત વ્યકિતની ખોટ સાલે છે. હુ જુના સંસ્કારોમાં મોટો થયો છું એટલે ઘરનુ બહાર ખોળવા ને ઘરનુ દુઃખ બહાર ગાવામાં માનતો નથી. બીજી એક વાત સમજી લે. આઉંમરે  મને સંસારસુખની કોઇ તૃષ્ણા નથી. હુ ભરપુર જીવન જિવ્યો છું તો કોઇ તારા જેવી નિર્દોષ સ્ત્રીને મારી વાસના ખાતર ફસાવવાની હલકી રમત હરગીઝ પસંદ ના કરુ. પણ આસમાજમાં પતિ પત્નિના સંબંધ સિવાયના અજાણ્યા સ્ત્રી પુરુષના સબંધને સમાજે માન્ય નથી રાખ્યો .એમાં પણ સ્ત્રીને બહુ સહન કરવુ પડે. સામાજિક બહિષ્કાર જેવુ જ.એટલે મે લગ્ન વિષયક જાહેર આપીને આ વિવાહનુ મહોરુ તને પહેરાવ્યુ છે. કારણકે મા બહેન કે દિકરી માટે જાહેરાત ન થાય ને થાય તો કોઇ માને પણ નહિ. સત્ય એ જ કે તું મારા માટે દિકરી ના રુપમાં છે. તું હંમેશા પ્રવિત્ર રહીશ. બાકી દુનિયાને જે સમજવુ હોય તે સમજે.    અમૃતાની આંખો આનંદ ને રાહતથી છલકાઇ ગઇ. એક અજાણ્યો પુરુષ એની જીંદગીમાં આવ્યો ને એ પણ તારણહાર બની ને. હે ભગવાન, તુ કયારેક એવો ચમત્કાર કરે છે કે નાસ્તિકને ય તારુ અસ્તિત્વ સ્વીકારવુ પડે છે.

પ્રેમની જીત

એર ઇન્ડીયાનુ જમ્બો જેટ લંડનનુ હિથ્રો હવાઇમથક છોડીને આકાશમા ઉંચે  ચઢ્યુ ત્યારે મધરાત થવા આવીહતી. જોકે એરપોર્ટની સદાબહાર દુનિયામાં તો રાતદિવસના કો ભેદ હોતા. કોઇ પરગ્રહવાસી હવામાં આટલુ મોટુ વિમાન ઉડતુ જોઇને એવુ પણ સમજે કે કોઇ વિરાટ પંખી એના પેટાળમાં બચ્ચાઓને બેસાડીને માળા ભણી ઉડી રહ્યુ છે. એક રીતે વાત પણ સાચી કે અંદર બેઠેલા હરએક પ્રવાસી પોતાના માળા ભણી જવા આતુર હતા. દરેકનર પોતાનુ ગંતવ્ય સ્થાન હતુ.        ચડઉતરની ધમાલ થોડીવારમાં શમી ગઇ.મુસાફરોપોતાની સીટ પર આરામથી ગોઠવાઇને નીજી દુનિયામાં ખોવાઇ ગયા.સૌથી આગળની હરોળમાં બેઠેલા વયસ્ક દંપતી ભોગીલાલ ને એમના ઘર્મપત્નિ દિનાબેન સરૈયા છએક માસના વિદેશવસવાટ પછી આજે દેશમાં પાછા ફરી રહ્યા હતા. યુરોપનો પ્રવાસ, અમેરિકામાં એક દિકરી નેએનો પરિવાર, લંડનમાં એક દિકરો એમના બાળકો. આમ  સંતાનો નેએના સંતાનો સાથે  વિતાવેલા સુખદ સમયની સ્મૃતિઓને વાગોળતા એમણે મનોમન ખરીદીની યાદી તપાસી લીધી. કોઇ ભૂલાઇ તો નથી ગયુ ને?એક અજાણતા થયેલી નાનીસરખી ભુલ જીવનભરનુ દર્દ આપી શકે છે.

એક તરફ પાછળ છોડેલા પરિવારના વિરહનુ દુઃખ તો દેશમા રાહ જોઇ રહેલા બાકીના પરિવારના મિલનની આશા,એક આંખમાં આસુ ને બીજી આંખમા હર્ષ સંતાકુકડી રમતા હતા.   વિમાને એરપોર્ટ પર ઉતરાણ કર્યુ ને મુસાફરો સજાગ થઇ ગયા. શાંત સરોવરમાં જાણે સુનામીનુ મોજુ આવ્યુ!ઉતરાવાની એટલી આતુરતા પ્રવાસીઓમા હતી કે ચાલુ વિમાને બારીમાથી કુદી જવાતુ હોત  તો વિમાનને અટકવાની જરુર જ નપડત.એકાદ કલાકની આધમાલ ને કસ્ટમની કંટાળાભરી વિધિ પતાવીને બહાર આવ્યા ત્યારે આખી મુસાફરીનો થાક એક સામટો લાગી ગયો હોય એવુ લાગતુ હતુ.માત્ર પરિવારને મળવાની આતુરતા જ થાકેલા ચરણોને ધકેલતા હતા.

બહાર મસાફરોને આવકારવા સ્વજનો ઉભા હતા. ટોળામાંથી દિનાબેનનો મોટો દિકરો આરવ આગળ આવ્યો ને પ્રણામ કર્યા, કારના ડ્રાઇવરે આગળ આવીને બેગો ઉંચકીને કારમા ગોઠવી. એરપાર્ટ બહાર નીકળ્યા.  કારમાં ગોઠવાયા. દિનાબેને ઉત્કંઠાપુર્વક ઘરના બધાના સમાચાર પુછવા માંડ્યા.લાગતુ હતુ કે આરવ ભલે માબાપના આગમનથી નારાજ ન હોય તો પણ વાતો કરવાના ઉત્સાહમા નહોતો.સવાલના જવાબ હા કે ના જેવા ટુંકા આપતો હતો.દિનાબેન થોડા નિરાશ થયા, એ જોઇને ભોગીલાલને જ કહેવુ પડયું ‘હવે ઘેર જ જઇએ છીએ ને,બધાને રુબરુ જ પુછી લેજો ને’   કાર બંગલાના પોર્ચમા આવી  ને હોર્નનો અવાજ સાંભળીને બાળકો બહાર દોડી આવ્યા. ને કારને ઘેરી વળ્યા. દિનાબેન બહાર આવ્યા. બાળકોને વહાલ કર્યુ. પણ જાણે બાળકો ધરાતા જ નહોતા. આરવે સહેજ મોટેથી ઘાંટો પાડીને અંદર ધકેલ્યા,

પ્રાંત વિધી  પતાવી બધા બેઠકરુમાં ભેગા થયા,બાળકો બેગોની આજુબાજુ ગોઠવાઇ ગયા. એમની આતુરતા નાનકડા ચહેરા પર દેખાતી હતી,’અમારા માટે બા શું લાવ્યા હશે? કુતુહલ તો મોટાને ય હશે. પણ એ તો રાહ જોઇ શકતા હશે ને.  બેગો ખોલાઇ, દરેકને મનગમતી વસ્તુ મળી. બાળકો ખુશ થઇ ગયા. એમના કલરવથી ઘર ગુંજી ઉઠ્યુ. બન્ને વડીલોને સંતોષ થયો.

સાંજ સુધીમા તો પરિવાર વિખરાવા માંડ્યો. દિકરીઓ પોતાના બાળકોને લઇને સાસરે જતી રહી.  નાનો દિકરો એમનો પરિવાર લઇને વિદાય થયો. ઘરના રોજના રહેવાસી આરવ, એની પત્નિ દર્શના ને બે બાળકો મંજુલ ને નિધી. ઘર યથાવત  થઇ ગયુ. દિના બેને લાંબી ઉંઘ ખેંચી લીધી. જાગ્યા તો પરોઢ થઇગયુ હતુ. તાજગી લાગતી હતી.હવે એણે છમહીનાથી છોડેલા ઘરને એક નજરથી બરાબર જોયુ. ઘરમાં તો કશું બદલાયેલુ લાગતુ નહોતુ.  હા, ઘરવાળા થોડા બદલાયેલા લાગતા હતા.દર્શના તરફ એની નજરગઇ.હંમેશા ખુશમિજાજ,હસતી ને હસાવતી પુત્રવધુ ઉદાસ લાગતી હતી. ચહેરો મુરઝાયેલો હતો.એ આવ્યા ત્યારથી અણસાર તો આવ્યો હતો પણ  દિકરા દિકરી નેબાળકોમાં વ્યસ્ત હતા.એટલે દર્શના જોડે સરખી વાત પણ નહોતી થઇ.જો કે મનમાં ધરપત હતી કે ઘરમાં જ છે ને  બધા જાય પછી નિરાંતે વાત કરીશુ.

અત્યારે એણે એની શુન્ય નજર ને કરમાયેલો ચહેરો જોઇને ગઇકાલે આરવનુ આવુ જ વર્તન યાદ આવ્યુ.માનો કેન માનો  પણ આબે બાબતો કયાક જોડાયેલી છે!બન્ને વચ્ચે કોઇ બાબત આવો મતભેદ થયો હોય. કોઇ પણ ઉંમરે દંપતિ વચ્ચે નાનમોટા ઝધડા  નવાઇ  ન  કહેવાય.એટલે આવુ  તેવુ પુછવુ ીએ વડીલો માટે અજુગતુ કહેવાય.ઉંમરલાયક  દિકરા વહુને આવી પુછપરછ   અંગત બાબતોમાં દખલગીરી લાગે. કદાચ  જવાબ મળવાને બદલે  ઉતારી ય પાડે.  બાકી એમની આશંકા ખોટી નહોતી. બન્ને જરુર પુરતી જ વાત કરતા હતા. અગાઉની માફક હસી મજાક કે એકબીજાની  મીઠી ફરિયાદ નહોતી.એક ભારેખમ  શાંતિ હતી.પ્રસન્ન દામ્મપત્યની જગ્યાએ નછુટકે સાથે જીવતા પતિ પત્નિ જેવુ વર્તન નજરે પડતુ હતુ.  વળી એ પણ શક્યતા હતી કે એને મનગમતી વસ્તુ નહિ મળી હોય કે નંણદો જોડે કાંઇ બોલા ચાલી થઇ હોય.પિયરમાં કોઇ સાજુમાં દુ હોય.પણ આતો પોતાની ધારંણાઓ હતી. કદાચ એ વધુ પડતુ ધારી લેતા હતા. જવા દો એલોકો સમજદાર છે જાતે જ સમાધાન શોધી લેશે. કદાચ કાલે બધુ બરાબર થઇ જશે.

પછીના ને એના પછીના દિવસે ય પરિસ્થતિ તો એ જ હતએનુ પ્રમાણ પણ મળવા માંડ્યુ.     હમેંશના નિયમ મુજબ દર્શનાએ પુજાની સામગ્રી પુજાના રુમમા તૈયાર કરી રાખી હતી. પુજા કરી ને નિયમ મુજબ પ્રસાદની થાળી લઇને ઉભા થયા તો દર્શના પ્રસાદ લેવા ત્યા નહોતી. રોજ તો   દિનાબેન એના મોમાં પ્રસાદ મુકે,આરતી લઇને પછી દર્શના  ઘરમાં બધાને પ્રસાદ વંહેચી દે. એને અચરજ થયું પ્રસાદ એકબાજુ મુકી ઘરમાં બધે એને ખોળી છેવટે ઉપર આવ્યા. તો એ અગાસીની પાળીએ હાથ ટેકવીને શુન્ય નજરે સામે લહેરાતા બગીચાને જોઇ રહી હતી.

આ બગીચો એ એનુ પોતાનુ આગવુ સર્જન હતુ. એના કાર્ય ક્ષેત્રનો એક ભાગ.એ નાના ગામડામાં મોટી થઇ હતી.એનાપિતા  દિનુભાઇ ખ્યાતનામ વૈદ્ય હતા.આસપાસ પ્રથમિક જીવન જીવતી પ્રજા જેને  એલોપોથી દવા , ડોક્ટરો કે દવાખાના  જેવી સગવડો  અલભ્ય હતી, એલોકોને માટે એ દેવ તુલ્ય હતા. દિનુભાઇ માટે આવ્યવસાય નહિ પણ જીવનભરની તપસ્યા હતી.એ જાતે જ બધી વનસ્પતિ  ગાડતા ને દવા તૈયાર કરતા.  દર્શના આવા સાત્વિક વાતાવરણમાં ઉછરી  હતી.  એને પ્રથમથી જ વનસ્પતિ વાવવી, માવજત કરવી ગમતી. પિતા સાથે દવા તૈયાર કરવામાં મદદ કરતી. એદરેક વનસ્પતિના ગુણધર્મ જાણતી. એમ કરતા બાલ સહજ અનુકરણ ન રહેતા એણે મોટાથતા બધાનો વ્યવસ્થિત અભ્યાસા કર્યો ને આયુર્વેદની સ્નાતક પણ બની.

કાળક્રમે એ આરવને પરણીને શહેરમાં આવી.અહી ેના વનસ્પતિશાસ્ત્રનો એના જ્ઞાનનો કોઇ વ્યવહારિક ઉપયોગ  તો થયો. પણ પોતાનો શોખ જાણવી રાખવા  અહી પણ એવો જ બગીચો બનાવેલો.નવરાશનો સમય વૃક્ષોની મા વજતમાં જતો.કયારેક મુશ્કેલીના સમયમાં અહી આવીને ઉભી રહેતી ને એને પિયર મળ્યુ હોય એટલો આનંદ થતો. અત્યારે એવી જ  અસ્વસ્થપળોમાં એબગીચાના જોઇ રહી હતી. જાણે હમણા જ કોઇ વૃક્ષ એની શાખા લંબાવીને એને ગોદમાં લઇ લેશે.      એને બદલે એને એવુ લાગ્યુ કે પવનની લહેરે ઝુમતા વૃક્ષો જાણે હવામાં સ્થિર થઇ ગયા. રમકડાના નિર્જિવ વૃક્ષોની જેમ જ.એના પર ખીલેલા  પમરાટભર્યા પુષ્પો જાણે પ્લાસ્ટીકના  બનીગયા. શું એને ય શહેરની હવા લાગી ગઇ હતી? આરવની  માફક? શું આરવનો પ્રેમ પણ આ પુષ્પો જેવો જ ભ્રામક જ હતો? દર્શના આ ભ્રમને  જ પ્રેમ માનીને જીવી રહી હતી.? સહજીવનમાં એણે પોતાનૂ સર્વસ્વ હોમી દીધૂ હતુ. એ  એનુ ભોળપણ હતુ  કે ભુલ?

કોણ આપી શકે આવા સવાલોના જવાબ? જવાબ તો જવા દો, સવાલ સમજનાર કોઇ મળે તોય ઘણુ. અચાનક એના થભા પર કોઇનો મૃદુ સ્‌પર્શએણે અનુભવ્યો. એ પાછળ ફરી. સામે દિનાબેન ઉભા હતા.માતૃવત વાત્સલ્ય ભરી આંખો,એની સમસ્યા સમજી શકે, સાંભળી શકે ને સહાનુભુતિ આપી શકે એવી એક માત્ર વ્યકિત. ‘ શું થયુ છે ,બેટા,તુ  કશુક દર્દ છુપાવી ને હસવાનો પ્રયત્ન કરે છે.હુ ગઓ કાલથી જોઉ છુ. બરાબર છે?    એણે મૃદુતાથી પુછ્યુ.
દર્શના  ચુપ રહી. દિનાબેને ભાર પુર્વક સવાલ દોહરાવ્યો. ‘શું આરવ જોડે  કાંઇ, ને બોલતા અટકી ગયા. આતો નપુછવાનુ જ પુછાઇ ગયુ! પણ એની ધારણા વિરુધ્ધ  હકારમાં જવાબ મળ્યો.  ‘બેટા, મા ગણે તોએમ,પણ કહેવા જેવુ હોય તો કહી નાખ. અંતે આપણે સ્ત્રીઓ જ એકબીજાની વેદના સમજીશકીએ’ એણે પુત્રવધુને ધરપત આપી. ‘મા,  છેલ્લા થોડા વખતથી ‘જીગીષા’ નામની કોઇ છોકરીનો ફોન આવે છે. આરવ માટે. બસ. આગળ કશુ નહિ. આરવાના ફોનમાં પણ એના સંદેશા હોય છે. મે આ બાબત  આરવને  પુછ્યુ તો પહેલા તો ચોરી  પકડઇ ગઇ હોય એમ છોભીલો થઇ ગયો.છેવટે કબુલ કર્યુકે જીગીષાને એ ચાહતો હતો. પણ એતો ભુતકાળમાં પણ આજે હવે અમારા આટલા વરસમાં સંસાર પછી એપ્રથમ  પ્રેમનુ સ્થાન કયા ને કેવુ હોઇ શકે  એનો જવાબ એની પાસે નથી. ત્યારથી એનુ વર્તનબદલાઇ  ગયુ છે.કઇક ગુનાહિત લાગણી એના મનમાં લાગે છે. લગભગ ઘરમાં હોવા છતા એની હાજરી વર્તાતી નથી. ‘ વાત કરતા કરતા એની આંખમા આંસુ આવી ગયા.

વાત સાંભળી એ પણ વિચારમાં પડી ગયા. જ્યા સુધી સાચી વાતની ખબર ન પડેત્યા સુધી જુવાન દિકરાને ઠપકો પણ કેવી રીતે અપાય ને પુછાય પણ કેમ?તો ‘જીગીષા’ નામ અજાણ્યુ તો નહોતુ.પણ એની વિદાયને તો વરસો થઇ ગયા.  સાસુ વહુ થોડીવાર ચુપચાપ ઉભા રહ્યા,  ‘મા’ છેવટે દર્શનાએ મૌન તોડ્યુ.’ હુ થોડો વખત સેજપુર જઇ આવુ? ઘણા વખતથી બાબાપુજીને મળી નથી. છોકરાઓને પણ વેકેશન છે. મારે પણ હવાફેર થશે ને શાંતિથીણ વિચારવાનો વખત મળશે.’  ‘દર્શના, આપરિસ્થિતિનો સામનો કરવાનો વખત છે. આવા સમયે મેદાન છોડવુ એટલે સામી વ્યકિતને મોકળુ મેદાન કરી આપવુ. એમ કરીને આગળ વધવાનુ પ્રોત્સાહન ‘આપવા જેવુ થાય.’ દિનાબેને એને દુનિયાદારી સમજાવી. ‘ મા, હવે તો તમે અહી છો. એટલે મને નિરાંત છે.નેહવે તમે બધુ જાણો છો એટલે વાતને ચકાસતા રહેજો.’ દર્શનાએ જવાબ આપ્યો.     બે બાળકોને લઇને એ પિયર એટલે કે સેજવુડ આવી. બધુ યથાવત હોવા છતા એનુ મન અસ્વસ્થ હુ ,એટલે અહીપણ ચેન પડતુ નહોતુ.   માબાપ બન્ને એની ઉંમરના પ્રમાણમા ધણા નિરોગી ને સશક્ત હતા તોપણ દર્શનાને એ અકાળે વૃધ્ધ  ને અશક્ત લાગતા હતા. એમામ પોતાનો બળાપો ઉમેરીને એમની શાંતિને ડહોળી નાખવાની એની ઇચ્છા નહોતી.પ્રયત્ન પુર્વક એ મનની વ્યથા મનમાં સમાવીને સ્વસ્થતાનો નકાબ પહેરીને બધા સાથે હસી ખુશીથી વાતો કરતી હતી .પણ ચતુર ને અનૂભવી માતાની નજરમાં દિકરીની બેચેની છુપી ન રહી.

પુછતા જીભ ના ઉપડી. ને જાણ્યા કરતા ન જાણ્‌યાનુ  દુઃખ  વધારે હોય છે.એક દિવસ એ નદી કિનારે એકલી ફરવા નીકળી. કાંઠા પર ભોળા શંભુનુ મંદિેર હતુ. મંદિરના પ્રાંગણમાં બન્ને બાજુ વિશાળ પીપળાના વૃક્ષો હતા.એના થડને ફરતા ઓટલા હતા. પુરુષો ને સ્ત્રીઓના અલગ ઓટલા પર બેથકો જામતી. ભજનોની રમઝટ બોલતી ને ભગવાનથી લઇને અનેકવિધ વિષયો પર ચર્ચાઓ જામતી.દર્શના માટે આ સ્થળ શૈશવની અનેક નચિંત યાદગીરી થી ભરેલુ હતુ.અહી . એણે ગોર પુંજી હતી ને મનગમતા ભરથાર માટે પ્રાર્થના કરી હતી. અમુક અંશેએ ફળી પણ હતી.શિવપાર્વતીની સાક્ષીએ આ જ વડ નીચે આરવ જોડે એનુ સગપણ થયુ હતુ.અહી જ નવરાત્રીમાં ગરબા ગાયા હતા. ગામના મોડબંધા વરરાજા નવેલી દુલ્હનને પરણી ને ગામમાં પ્રવેશતા પહેલા આમંદિરે પગે લાગીને નવજીવન માટે આશીષ માગતા તો યુવાન દિકરીઓ સાસરે જતા  આ મંદિરે માથુ ટેકવીને વેલમાં બેસતી. એની કેટલી સાહેલીઓ આ રાહ પરથી જીવનમાંઅલગ અલગ રસ્તે જતી રહી હતી. કેટલી યાદો હતી?સાથે સાથે ભોળા શંભુને થોડી ફરિયાદ સાથે એના ઉકેલ  ને આશિષ ને આશ્ર્વાસન માટે એ ત્યા આવી હતી.

એ પ્રાર્થના કરીને બહાર આવીત્યા જ કોઇએએને નામથી બોલાવી. તો ઓટલા પર કોઇ પૌઢવયના બહેન બેઠા હતા.એ ઓળખી ગઇ. આ તો સરલાબેન.એના પ્રાથમિક સ્કુલના શિક્ષક. એએના તરફ દોડી.જેમ સ્કુલમાં બેન બોલાવે ને એ દોડી જતી.’બેન,તમે હજુ અહી જ છો’ એસિવાય એ કશુ બોલી નશકી. બહુ લાંબા સમયે કોઇ પરિચિત અચાનક મળી જાય ને અવાચક થઇ જવાય એમ જ.’ દિકરી, તુ તો બે ભવ જીવીને પાછી ફરી હોય એવી વાત કરેછે.હજુ તો કાલસવારની જવાત છે.બે ચોટલા વાળી,ચણીયાચોળીમાં ગરબે ઘુમતી એ મારી નજરે તરવરે છે.તારુ બાળપણ,મુગ્ધાવસ્થા ને યૌવન બધાની હુ સાક્ષી છું’ બેને એના માથા પર હાથ ફેરવતા કહ્યુ. ગુરુ શિષ્યા ભુતકાળની અનેક વિધ સ્મૃતીમાં સરી પડ્યા. એની સાથે ભણતા છોકરા છોકરીઓના સમાચારની આપલે પછી બેને પુછ્યુ, ‘ હવે તારી વાત કર.કેવુ છે તારુ સાસરુ ને ભણેલો ભરથાર?ભોળાશંભૂની કૃપા છે ને તારા સંસાર પર?

પોતાની વાત આવતા દર્શના વ્યાકુળ થઇ ગઇ.ચહેરા પરથી હાસ્ય ઉડી ગયુ, બેનને નવાઇ નલાગી. એને થોડીખ જાણ તો હતી. એટલે દર્શનાને વધારે દબાણ કરવાને બદલે જાતે જ શરુ કર્યુ. દર્શના ચોંકી ગઇ. એણે તો હજી કોઇને પોતાની વાત કરી નથી.’ મને ભોળા શંભૂએ કહ્યુ’ બેને મજાક કરી. પછી જરા ગંભીર થઇને કહ્યુ. ‘ ગઇકાલે દિનુદાદા મળેલા. એમની સાથે તારા વિષે થોડીવાત થઇ ને બાકી આજે તારા વર્તન પરથી લાગ્યુ કે વાતમાં કંઇક તથ્ય તો છેજ.તારા વર્તનથી એ બન્ને પામી ગયા છે પણ તને પુછી શકતા નથી.  એમને બહુ દુઃખ થાય છે. જો કહેવા જેવુ હોય તો મને જણાવ તો અમે બધા તને સહાયબ કરી શકીએ. પણ વાત કરતા પહેલા એના પ્રત્યાધાતો વિષે પણ વિચારવુ પડે. ભોગીલાલ ને દિનુદાદા બચપણના ગાઢ મિત્રો હતા. આટલા વરસે એ મૈત્રી પોતાના લઇને જોખમાઇ જાય, આ જ ગામમાં ભોગીલાલની જમીન જાગીર ને મકાન હતા. ગામ સાથે સારો નાતો હતો. એની ઉપર જાણે કેટલી શક્યતાઓનો બોજો આવીગયો.એ  જવાબ આપે તો પણ કેવી રીતે?    સામે બેન એના જવાબની રાહ જોતા હતા,’ અરે દર્શના,એક સવાલમાં આટલીવાર?સ્કુલમા તો ફટાફટ ને સૌથી પહેલા તું જવાબ આપતી’

‘ બેન , એતો ચોપડીઓની શાળા હતી  ને જવાબ એમાથી જ આપવાના હતા. સાચા ખોટાની અસર મને જ થવાની હતી.પણ જીંદગીની નિશાળમાં સવાલ જવાબ એટલા સરળ  ને ‘રેડીમેઇડ’   નથી હોતા ને એની  ગાઇડો નથી હોતી.અહિ તો સવાલમાથી જવાબ ને એમાથી સવાલ ઉભા થતા હોય છે. એક સમસ્યાનો ઉકેલ લાવતા બીજી ઉભી થાય ને ઘણી વ્યકિતઓના જીવનને અસર કરે’ દર્શનાએ વ્યવહારુ ને સંસારી સત્ય રજુ કર્યુ.સરલાબેન હસી પડ્યા. .દિકરી, તુ તો જિંદગીની શાળામાં જાણે પી. એચ. ડી. થઇ ગઇ!આખરે બેનના આગ્રહ આગળ ઝુકી જઇને એણે મનની વાત જણાવી દીધી.  થોડીવાર વિચારીને સરલાબેને આખી વાતનુ આપ્રમાણે અર્થઘટન કર્યુ.’ મારા માનવા પ્રમાણે સ્ત્રી પુરુષની પરસ્પરની  જીવનસાથી માટેની અપેક્ષસ સમય પ્રમાણે બદલાતી રહે છે.એક સમયે ભરણપોષણ ને રક્ષણ એ પુરુષની પતિ તરીકેની યોગ્યતા ગણાતી.  તો સામે પક્ષે સ્ત્રી બાળઉછેર,રસોઇ ને ઘરકામમાં માહેર હોય. પરિવારના બધા સભ્યો સાથે સંપથી રહે,    પતિને ય પહેલા ખોળાના બાળકની જેમ સાચવી લે વડીલોનો પડ્યો બોલ જીલે એવી ગુણિયલ ને સહનશીલ સ્ત્રીની માંગ રહેતી. આજે આબધી લાયકાત ઉપરાંત નોકરી કરતી, બહાર ના ક્ષેત્રે સારો માભો ધરાવતી જેમ કે ડોકટર, બેંકમેનેજર કે સ્કુલની આચાર્યા વગેરે વગેરે. ટુંકમા એની આગવી ઓળખાણ  જેના પર ગૌરવ લઇ શકાય.તારા કિસ્સામાં તારી પસંદગી વડીલોએ કરી છે ને આરવે આજ્ઞા માથે ચડાવી છે.એટલે આરવના મનમાં ઉંડે ઉંડે જીગીષા જેવી  તેજસ્વી છોકરી પામવાની ઇચ્છા અધુરી રહી ગઇ હોય.એ આરવના જીવનમાથી અચાનક ચાલીગઇને એ શુન્યાવકાશમા એણે તને સ્વીકારી. ટુંકમાં જીગીષા એની પ્રથમ પસંદગી હતી. આજે જે રુપમાં એણે જીવનસાથીની કલ્પના સેવી હતી એ જ સ્વરુપે  એને એ છોકરી પાછી મળી. એટલે એ લલચાઇ ગયો હોય એમ લાગે છે.’

‘બેન તમારી વાત  તો સાચી, પણ આ સ્પધામાં હુ કેવી રીતે ઉભી રહી શકુ? મારી પાસે મારી  વિશિષ્ટ ઓળખાણ આપી શકાય એવી કોઇ આવડત નથી. જે કાઇ હતુ તે તો ગૃહસ્થાશ્રમમાં અર્પણ કરી ચુકી છુ. ‘ એણે હળવો નિસાસો નાખ્યો.   એના ગાલ પર હળવી ટપલીં મારતા સરલાબેને કહ્યુ.’ પગલી, તુ તારી વિશિષ્ટ શકિતને જ ભુલી ગઇ છો.’ બેન એવી કઇ શકિતની વાત કરતા હશે?દર્શના  વિમાસણમાં પડી. જેની એને પોતાને ય જાણ નહોતી! થોડીવાર એને વિચારવા દઇ સરલાબેને ફોડ પાડ્યો. ‘ દર્શના, તારી પાસે વનસ્પતિ વિજ્ઞાન છે.  સાવ નાની વયે તે વિવિધ વનસ્પતિ, એનો ઉછેર, એના ગુણધર્મો.એના ઉપયોગ, શરીર ને રોગો પર એની અસર. આબધી માહીતિસભર નોંધપોથી  બનાવેલી એ એક વખત દાદાએ મને બતાવેલી.આજે શહેરી સંસ્કૃતિ ને આરોગ્યમાં આપણે વિદેશી દવાઓ પર બહુ જ આધાર રાખતા થઇ ગયા છીએ. એટલે આર્યુવેદ ને એની સારવારમાં આધારભુત એવા વનસ્પતિનુ જ્ઞાન લગભગ વિસરાઇ ગયુ છે. આજે જરુર છેવૃક્ષોને  નવપલ્લવિત કરવાની,ભુલાયેલી અમુલ્ય અૌષધિઓ એ આપણો વારસો આપણે ગુમાવી બેઠા છીએ. તારી પાસે તો પથ ને દર્શક બન્ને છે. શરીર, સંપતિ ને સમય બધુ જ છે. આગળ અભ્યાસ કર ને બતાવી દે સેજવુડનુ પાણી’ .    દર્શનાને તો જાણે સંજીવની મળી. ચહેરા પરથી નિરાશાનુ વાદળ હઠી ગયુ.બેનનો આભાર માની ઘેર આવી. માળીયામાથી પોતાની નોંધપોથી કાઢી. એની નવાઇ વચ્ચે દાદાએ એને સારી રીતે સાચવીને રાખી હતી એટલુ જ નહિ પણ એમાં ઘણી નવી માહીતિ પણ ઉમેરી હતી! ‘ બાપુજી આજે તમે મને નવો જન્મ આપ્યો’ એની આંખો હર્ષથી છલકાઇ ગઇ.

આરવને આમ તો દર્શના સામે કોઇ કોઇ ફરિયાદ નહોતી. ભલે એ ગામડામાં ઉછરી હતી પણ ગામડીયણ કે ગમાર નહોતી. બલ્કે શિક્ષિત ને ચબરાક હતી એટલે શહેરી વાતાવરણમાં આસાનીથી ગોઠવાઇ ગઇ હતી.ઉપરાંત ઘરમાં બધા નો એને સહકાર હતો.     આરવ ડોક્ટર હતો. બેએક વરસથી સરકારી નોકરી છોડીને પોતાની સ્વતંત્ર પ્રેકટીસ શરુ કરીન હતી. ત્યારે સમાજમાં હજુ ડોકટરો તરફ માન ને વિશ્ર્વાસની લાગણી હતી.એ ખોટુ કરી જ ન શકે. દર્દીને સારુ નથાય તો એનો દોષ જોવાને બદલે લોકો ભાગ્ય કે ભગવાનનો દોષ કાઢતા.એવા વાતાવરણમાં ડોકટર પર બેદરકાર જેવો આક્ષેપ મુકી એને કોર્ટમાં ગુનેગાર સાબિત કરીને વળતર માગવુ કે એની પરમીટ રદ કરાવી દેવી,આવી સજા એ બિલકુલ નવી જ વિચારસરણી હતી. પણ એના મંડાણ થઇ ચુક્યા હતા. આરવ સામે આવો જ એક ગફલતનો કેસ એક પૈસાદાર ને માથાભારે પાર્ટીએ ઠોકી દીધો.  આરવ આ કેસમાં  બરાબરનો સલવાઇ ગયો.જબરી પાર્ટી હતીને જબરુ વળતર માગતી હતી. એટલે ઘરમેળે સમાધાન કરવામાં જબ્બર ખોટ ખાવાની હતી. નહિતર બદનક્ષી વહોરવાની હતીને કદાચ પરમીટ પણ ગુમાવવી પડે.  આવો તો પહેલો અનુભવ હતો. એસમયે એના મદદનીશ વિરલે એક રસ્તો બતાવ્યો.  વિરલ અારવનો મદદનીશ હતો. હોસ્પિટલમાં એના હાથ નીચે કામ કરતો. પરપ્રાંતિય હતો.એકલો હતો ને સાથ વિના હિજરાતો હતો. આરવે એને પોતાની પાંખ નીચે લીધો ને પોતાના પરિવારમાં પણ ભેળવી દીધો. પછી તો બન્ને ગાઢ મિત્રો બની ગયેલા. વિરલ આરવને મોટાભાઇ જેટલુ માન આપતો. આરવે સ્વતંત્ર પ્રેકટીસ શરુ કરીને વિરલને પોતાની સાથે ભાગીદરીમાં રાખી દીધો.ઓફીસના સમયને બાદ કરતા બન્ને વચ્ચે નાના મોટાભાઇઓ જેવો સબંધ હતો.’ આરવભાઇ, આપણે વકિલની મદદ લઇએ તો કેમ? મને એક વકિલનો પરિચય છે. બહુ તેજસ્વી બાઇ છે.’ વિરલે સુચન કર્યુ. ‘ તને વિશ્ર્‌વાસ હોય તો મુલાકાતનો સમય નક્કી કરી મને જાણ કરજે’.આરવે સંમતિ આપી. પછીને એક દિવસે બન્ને વકિલને મળવા એની ઓફીસે ગયા.એમનો વારો આવતા અંદર જતા જ વકિલને જોઇને આરવ આનંદથી ઉછળી પડ્યો.’ અરે આ તો મારી બાલસખી જીગીષા. કયા હતી અત્યાર સુધી? ક્યારથી છુપાઇ છે આશહેરમાં ‘આરવે કેટલાય સવાલો પુછી નાખ્યા. જવાબની રાહ જોયા વિના. હજુ ય એ અટકત નહિ. પણ જીગીષાના કોરાકટ ચહેરા પર પહેચાન કે આવકારના કોઇ ભાવ ન દેખાતા એ અટકી ગયો. એને પોતે શું કામ માટે આવ્યો હતોએનુ ભાન થયુ.   ‘ડો. સરૈયા,  તમારા અંગત સવાલોના જવાબ આપવા માટે આ ઉચીત જગ્યા કે સમય નથી.અત્યારે આપણે તમારા કેસ વિષે ચર્ચા કરીએ એ મહત્વનુ છે.એને લગતી કોઇ માહીતીકે દસ્તાવેજ તમારી પાસે હોય તો મને આપો.જેથી હુ તમને મદદરુપ થઇ શકુ’ એના ચહેરા પર ધંધાકીય સ્મિત હતુ.  આરવે પોતાનુ કુતુહલ દબાવી જરુરી વિગતોની આપલે કરી. પછી જીગીષાએ એને પોતાના વ્યવસાયના નિયમો સમજાવ્યા. ડો. મારે તમને રોકવા પડ્યા. કારણ  કે આપણી વચ્ચે ધંધાકીય ઓળખાણ સિવાય કોઇ અંગત સબંધ કે ઓળખાણ છે એ હાલના તબ્બકે સામી પાર્ટીને જાણ થાય,એ આપણા હિતમા નથી. એટલે ઘરમાં  કે બહાર મારી ઓળખાણ માત્ર ને માત્ર વકીલ તરિકેની જ આપવાની.આરવના મનનુ ં સમાધાન થઇ ગયુ.     પછી તો આ કેસના  સિલસિલામાં ફૌન પર ને રુબરુમાં મળવાના ઘણા પ્રસંગો ઉભા થયા.   જીગીષાએ કેસ જીતવા પોતાની બધી શકિત કામે લગાડી દીધી.પુરી સાબીતી સાથે સચોટ કાયદાની કલમો ને દલીલો સામા પક્ષને લગભગ ધોઇ નાખ્યો.દર્દીની હાલત પહેલેથી જ ખરાબ હતી. એલોકોએ એની અગાઉની સારવાર, દવાઓ ,એની આડઅસરના રિપોર્ટ  બધૂ ડો. આરવથી છુપાવ્યુ હતુ.એના પુરાવા રજુ કર્યા, જીગીષાની હિંમત, કાયદાકીય જ્ઞાન ને એનુ અર્થઘટન કરવાની ક્ષમતાએ કોર્ટમા ને વકિલમંડળમા ને ખાસ તો સામી છાવણીમાં તરખાટ મચાવી દીધો.આરવને બાઇજ્જત બચાવી લીધોને ઉપરથી એની આબરુ વધારી. ને આરવ તો એની પ્રતિભાથી અંજાઇ ગયો, એના અહેસાસ તળે દબાઇ ગયો.એના પર વારી ગયો. એમાથી  જે પ્રેમની સરવાણી વરસો પહેલા સુકાઇ ગઇ હતી એ સજીવન થઇને વહેવા લાગી. સામે એવો જ પ્રતિભાવ મળ્યો. પછી તો સ્વર્ગ કેટલુ છેટુ રહે?   હવે આપ્રેમકહાણીના મુળ બહુ ઉંડા નહોતા પણ એના બીજ તો રોપાયેલા હતા જ.બન્ને બાળપણથી એકબીજાને જાણતા હતા> આરવના બંગલાની સામેજ  રોડને  સામા કાંઠે જીગીષા નેએના મમ્મી પપ્પા ઉપરમા માળે રહેતા હતા. આરવની બે બહેનો,બે ભાઇ બધા એક જ સ્કુલમાં આગળપાછળ ભણતા હતા.એટલે સાથે વાંચવા,લેસન કરવા નેરમવા ભેગા થતા ને જરુર પડે એકબીજાને લેસનમાં મદદ કરતા. દિનાબેન જીગીષાને પોતાની દિકરીની જેમ સાચવતા. એને આઘરમાં આવવા માટે પરવાનગી લેવી ન પડતી. ઘરના સભ્યની માફક ગમે ત્યારે આવી જઇ શકતી.

એના  પપ્પા આરવના પપ્પા ભોગીલાલની કંપનીમાં હિસાબનીશ તરીકે કામ કરતા.ઇમાનદાર વ્યકિત તરીકેની એની છાપ હતી.જીગીષા એવા જ પિતાની પુત્રી હતી. ભણવામાં તેજ, સ્વભાવે નીડર,કોઇની દાદાગીરી ચલાવી ન લે, પોતાનો મત જણાવતા ડરે નહિ, કોઇ સંમત થાય નથાય એની પરવા નહિ

 

મારો પરિચય

vimala-hirpara

નામ   વિમળા   સવજીભાઇ હિરપારા

જન્મસ્થળ  અમરેલી ,ગુજરાત

માતા સાકરબેન

પિતા હંસરાજભાઇ

શીક્ષણ –    અમરેલીમાં હાઇસ્કુલ કોલેજ  બીએ સંસ્કૃત સાથે

 વાર્તા કહેવી કે સાંભળવી આબાલવૃધ્ધ બધાને ગમે છે.વાર્તા ગમે તેટલી કાલ્પનિક હોય તો પણ સંપુર્ણપણે  વાસ્તવિકતા  તજી શકતી નથી.મારી વાર્તાઓ સામાજિક ધટનાઓ, જુના રીરિવાજો  કે જે એક જમાનામાં કોઇ  સચોટ ને સારા કારણસર જરુરી હશે. પણ સમય જતા એ એટલા જડ થઇ જાય છે કે એનો મુળ હેતુ માર્યો જાય છે. જેમ કટાયેલા   વાસણને સાફ કર્યા વિના વાપરવામાં તો જેવુ નુકશાન    થાય એવુ જ      રિવાજમા પણ બની શકે.   મારો બીજો  મુદો એ છે કે આપણી ભાષાને શુધ્ધ રાખવાનો. ગુજરાતી ભાષાને પોતાનુ વ્યાકરણ ને વિપુલ  શબ્દભંડૌળ છે. શા માટે આપણે આવી ભેળસેળ કરવી પડે? એક તરફ આપણે ભાષાને બચાવવા નારા લગાવીએ છીએ ને બીજી બાજુ એનો ખીચડો કરીએ છીએ.  દુનિયાના બીજા સમાજને રિવાજો ને માનવમુલ્યો અપનાવીએ સાથે આપણા સમાજની સારી બાજુ ન ભુલીએ.  લેખક પર બહુ મોટી જવાબદારી છે ભાષાને શુધ્ધ રાખવાની.  વાંચકો તો એને જ અનુસરવાના. સુજ્ઞ વાચકોને રસ પડશે તો મારી મહેનત સાર્થક ગણીશ.  ગાયકવાડની દીર્ધદ્રષ્ટી ને કૃપાથી એમના તાબા નીચેના ગામોમાં કન્યા કેળવણીની જાગૃતિ વધારે હતી. એ સમયે ગામમાં હાઇસ્કુલ નેપછી કોલેજ પણ સ્થપાઇ. જેનો મને લાભ મળ્યો. હુ ખેડુતપુત્રી ને ખુલ્લા ખેતરની હરીયાળી ને પ્રકૃતિ ને ખોળે મોટી થઇ છું વિજળીવિનાના નાના ગામમા દિવાના અજવાળે લેસન કરવાનુ. સવાર સાંજ ખેતરમાં કામ કરવાનુ. એસાથે કુદરતને માણવાનો ભરપુર લહાવો મળ્યો છે. રાતના અંધકારમા તારા મઢ્યુ આકાશ, સુર્યોદય ને સુર્યાસ્ત ને સંધ્યાના રંગોથી રંગાયેલુ આકાશ, વરસતા વરસાદમાં આકાશના ચંદરવા નીચે કામ કરવાનુ   બસ આજ કામ કહો કે મનોરંજન હતુ. હરિયાળા ખેતરોનો નજારો મન ભરીને માણ્યો છે. એસમયે એ જીવન હતુ કવિતા નહોતી. અમારા ગામમાં લાઇબ્રેરી હતી ને મે એનો બરાબર ફાયદો ઉઠાવ્યો. પન્નાલાલ પટેલ જેવા ધરતીજાયાના પુસ્તકો. રમણલાલ દેસાઇ. ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી જેવા ઉતમ સર્જકોના પુસ્તકોનો પરિચય થયો. આમ કુદરત ને મહામાનવોના પુસ્તકોએ મને પણ લખવાની પ્રેરણા આપી. અહી અમેરિકામાં ‘આભુષણ’ ને દર્પણ જેવા મેગેઝીનમાં વાર્તાઓ  પ્રગટ પણ થઇ. એમ કરતા મારા ચાર વાર્તા સંગ્રહો નવજીવન પ્રકાશનમાથી પ્રકાશીત થયા છે.જે અનુક્રમે ૧.પ્રેમનાપુષ્પો  ૨.  સ્નેહની સૌરંભ   ૩. અંતરનુ સંવેદન   ૪ .ઉરના આંસુ.

આ લાંબી સર્જન યાત્રામાં મને મારા પરિવારનો સહકાર  ને પ્રોત્સાહન મળતુ રહ્યુ છે. મોટો દિકરો  જે પોતે પણ નાની વાર્તાઓ લખે છે. એ સોફ્ટવેર એન્જીનીયર છે. જે મને કોમ્પ્યુટરમાં જે કાઇ સમસ્યા હોય તો ઉકેલી આપે છે. નાનો દિકરો  ડોક્ટર છે. બે પૌત્ર ને એકપૌત્રી છે. લગભગ ચાલીસ વરસથી  ‘મેરી લેંડ’ છોડીને મેરીલેંડ સ્ટેટમા રહુ છુ. મારુ એ માનવુ છેકે કોઇ પણ લેખક તટસ્થ રહી શકતો નથી. જાણે અજાણ્યે એના વ્યકિતગત ગમા કે અણગમા ને મંતવ્ય એના લખાણમા ઉતરી આવે છે. એ જ નિયમ પ્રમાણે મારા સર્જનમા સમાજમાં જેકાઇ જોયુ ને અનુભવ્યુ એને શબ્દોમામ વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. વાંચકો    તમે જ વાંચીને પાસ કે નાપાસ કરશો બન્ને માટે હુ તૈયાર છુ. એક મહત્વની વાત. મારા વડીલ હીરજીભાઇ નાકરાણી જેમણે મને આપુસ્તકો તૈયાર કરવામામ બહુ મદદ કરી છે એનો ખુબ આભારમાનુ છુ. બાકીનો પરિચય મારુ સર્જન આપશે .   અસ્તુ