“લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે.

મિત્રો

ગુર્જરોની ગુજરાતી ભાષા કંઇ એક કોકડામાં સંકોચાઇને બેસી રહે તેવી નમાલી નથી તે વાત હમણા મિલિપિટાસ ખાતે શરું થયેલ નાનાકડા ગુજરાતી વૃંદે સાબિત કર્યુ.. પ્રજ્ઞાબેન દાદભાવાલાએ સૌ સભ્યોને માસિક બેઠક્માં વિષયો આપ્યા અને ત્યાંનાં વરિષ્ટ નાગરિકોએ દરેક મહીના ની બેઠકોને તેઓનાં લખાણો થી ભર્યા ભર્યા કર્યા. વિષયોમાં પાછું કેવું વૈવિધ્ય? “તો સારું”, “ગુજરાતી કહેવતો”, પ્રસ્તાવના””નરસિંહ મહેતા” અને કંઇક નવું દર વખતે…

આ વાતો થી પ્રેરાઇને હયુસ્ટન નાં કવિયત્રી અને લેખીકા હેમાબહેન પટેલનાં આગ્રહ થી સહિયારું સર્જન માં આપને આમંત્રણ આપતા હું આનંદ અનુભવું છું.

હેતુઃ આપણી ભાષાને સમૃધ્ધ કરવા આપના વિચારોને લેખન સ્વરુપે વ્યક્ત કરવાની તક આપવી

દરેક મહીને એક વિષય અપાશે જે મહદ અંશે જીવન ઉપયોગી વાતો વિશે આપના મંતવ્ય સમો હશે.

 • સારા અને સ્વિકૃત લેખોને પ્રસિધ્ધિનાં માધ્યમે મુકાશે
 • લેખો દ્વારા આપ ગુજરાતી ભાષાને સમૃધ્ધ કરી રહ્યા છો.
 • સાર્થ જોડણી અને શ્રુતિ ફોંટમાં ૧૨ સાઇઝમાં છપાયેલું સાહિત્ય સ્વિકારાશે
આ વિષેની જાણકારી આપના મિત્રો અને સ્નેહીઓ જે કંઇક લખવા માંગે છે અને લખી શકે છે તે સૌને કરશો.
જુલાઇ મહીના નો વિષય છે “લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે.
શબ્દ સીમા લઘુત્તમ ૫૦૦ શબ્દો-મહત્તમ ૨૦૦૦
લેખ મોકલવાની છેલ્લી તારીખ ૨૦ જુલાઇ ૨૦૧૪
લેખ મોકલવાનાં ઇ મેલ એડ્રેસ ;
આભાર- હેમાબહેન! પ્રવીણાબહેન તથા પ્રજ્ઞાબહેન

મણકો ૧ વિજય શાહ

.

त्राणं हि शरणं सुरनरहरिखेचर किन्नरादिननाम I

यमपाशपाशितानां पर लोक गच्छतांनियतम II

ध्यानदीपिका

જૈન સુત્ર “ધ્યાનદીપિકા”માં જણાવ્યું છે કે યમરાજાની જાળમાં સપડાઇને પરલોક જતાં દેવ, મનુષ્ય, ઈંદ્ર, વિદ્યાધર, કિન્નર વગેરે કોઇનો પણ નિશ્ચયથી કોઇ પણ રક્ષણહાર કે શરણ આપનાર નથી.

જૈનમુની તેમના વ્યાખ્યાનમાં જ્યારે આ મુદ્દો સમજાવી રહ્યા હતા ત્યારે શ્રાવક તલકચંદને પ્રશ્ન થયો કે દેવો તો અમર છે મનુષ્ય તે દૈવત્વ માટે એટલે જ મથતો હોય છે કે જેથી જન્મમરણનું ચક્ર ખતમ થઇ જાય. તેથી તેણે ગુરુદેવને પુછ્યું “ હું અલ્પમતિ પણ એટલું તો સમજું છુ  કે દેવો અમૃત પાન કરી અમરત્વને વરતા હોય છે..તેઓને તો યમરાજાનો કોઇ ભય હોતો નથી..સભામાંસૌનેતલક્ચંદનીવાતતર્કસંગતલાગી

ત્યારે ગુરુદેવ બોલ્યા આ અધુરી સમજણ છે..મનુષ્યનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હોય તેની સરખામણીમાં દેવોનું આયુષ્ય સગરોપમમાં હોય તેથી તેવું મનાય કે તેઓ અમર હોય છે પણના તેઓનું પણ આયુષ્યકર્મ ઉદયમાં આવે એટલે તેઓનો  પણ ભવ બદલાય.

તલકચંદ માટે આ વાત નવી હતી તેથી પ્રશ્ન ફરી કર્યો તો ભવાટવીનાં  ફેરાનોકોઇ અંત જ નહીં?

ગુરુદેવનો ઉત્તર સ્પષ્ટ હતો “જ્યારે કર્મશુન્ય થાવ ત્યારે સિધ્ધપદ પમાય અને સિધ્ધપદ એટલે જનની ઉદરે ઉંધા લટકવાની સજા માફ અને સિધ્ધાશીલા ખાતે કાયમી વસવાટ”

ફરી પ્રશ્ન થયો કે “કર્મશુન્ય થવા કર્મનું ગણિત કેવી રીતે સમજાય?”

ગુરુદેવનો ઉત્તર હતો “ એ એક કઠીન કોયડો છે..કારણકે પાપ અને પૂણ્ય બંને તેમનુ ફળ આપે આપે અને આપે જ.વળી જટીલ વાત એપણ છે કે જન્મની સાથે વિધાતા જ્યારે ભાગ્ય લખવા આવે ત્યારે કેટલા કર્મો ક્યારે ઉદયમાં આવશે તે શરુઆત કોઇને ખબર હોતી નથી તેથી માની લઇએ કે આખી જિંદગી સારાજ કર્મો કરનાર સાધુ સંતો પણ પૂણ્યકર્મ બાંધે અને તેને ભોગવવા પડે.કે આખી  જિંદગી કસાઇનું કામ કરી અઢળક પાપ કર્મ બાંધે તો તે પણ ભોગવવા જ પડે.

સામાન્ય બુધ્ધી આ કોયડાને સમજવા કે ઉકેલવા અસમર્થ હોય ત્યારે એકજ વાત કરવી રહી કે બને તેટલા નિઃસ્પૃહ રહી..કર્મનાં કણો કેજે ભવાંતરમાં સાથે આવે છે તેનાથી દૂરરહેવું. અથવા એવું કરવું કે આત્માને મોહ માયા લોભઅનેક્રોધનાંકષાયો ના લાગે તેવું જીવવું.

તલક્ચંદ ગુરુજીની વાત સમજીતો શક્યા પણ સાથે પ્રશ્નોનું નિરાકરણ તો ના જ થયું ત્યારે ગુરુદેવે કહ્યું પ્રભુ મહાવિરની સભામાં બે ભાઇઓએ પોતાનું આયુષ્ય કેટલું ?એ પ્રશ્ન પુછ્યો ત્યારે જવાબ મળ્યો મોટાભાઇનું આયુષ્ય બે ભવ અને નાનાભાઇનું આયુષ્ય અસંખ્યભવ.

આ સાંભળી મોટોભાઇ  થોડોક હરખાયો જ્યારે નાનો ભાઇ ધર્માભિમુખ થયો. ત્યારે પ્રભુએ થોડોક વધુ ફોડ પાડીને કહ્યું“ સમયની દ્રષ્ટીએ મોટાભાઇને બે ભવ સગરોપમનાં નર્ક યોનીમાં કાઢવાનાં  છે જ્યારે નાનાભાઇનાં અસંખ્યાતભવો નાના અને પળ બે પળનાં છે એટલે મુક્તિતો નાનોભાઇ ત્વરિત પામશે..

આ ઉદાહરણનો અર્થ તો સાવ સામાન્ય છે. તે છે મૃત્યુ એ સનાતન છે..અને તે આયુષ્ય કર્મયોગને કોઇ ટાળી શકતું નથી. તેથી તેને અનુલક્ષીને અનુભવાતો ભય કે જીજ્ઞાસા અર્થહીન છે. અર્થપૂર્ણ તો એક જ ઘટના છે અને તે નવા કર્મોનાં ઉદય રોકવા અને જે ભોગવાતા કર્મો હોય તેને સમતાભાવથી ભોગવવા.

જન્મ સાથે જ આવેલું મૃત્યુ દેહ બદલાનાં નામે આત્માને કર્મવિસર્જનની એક ઉમદા તક આપે છે તેથી લીલી વાડી જોતા વડીલોએ તો મૃત્યુને ઉત્સવ જ માનવું રહ્યું અને તેમના વંશજોએ તેમના સદગુણોને અપનાવવા પણ તેનો શોકતો કદી ન મનાવવો

મણકો ૨ પ્રવીણા કડકિયા

આજે સવિતા મૃત્યુ શૈયા પર પોઢી હોય તેવું લાગતું હતું. સવારથી શ્વાસ ચડ્યો હતો. ૭૫ થવા આવ્યા હતા, શરીરમાં અશક્તિ જણાતી. કામકાજ હવે પહેલાંની જેમ થતું નહી.

સુહાની આવી ‘મમ્મી, આજે તમારે પથારીમાંથી ઉભા નથી થવાનું’.

આ ઘરમાં સુહાની કહે એટલે બ્રહ્મ વાક્ય. દુનિયા ઉધરથી ઈધર થાય પણ તેનું કહેલું જો કોઈ ન માને તો તેનું આવી બને. સુહાની પરણીને આવી ત્યારે ૨૦ વર્ષની હતી.

કૉલેજનો અભ્યાસ કરીને હજુ તો પરિક્ષા આપીને ઘરે આવી ન હતી ત્યાં,’સુહાની બેટા અમેરિકા રિટર્ન સાહિલને જોવા રવિવારે સવારે જવાનું છે.’

પપ્પા કહે એટલે સુહાનીને કરવું જ પડે! પપ્પાની તે ખૂબ લાડકી હતી. ફાંકડો સાહિલ,તેની અદા, તેનું ભણતર અને મોહક વ્યક્તિત્વ. સુહાનીને ના પાડવા માટે કોઈ કારણ ન જડ્યું.

છ મહિના ફરવા અને એકબીજાને જાણી શકવા માટે મળ્યા હતાં. ધામધુમથી પરણીને સાહિલ લાવ્યો ત્યારે બધા તેના બે મોઢે વખાણ કરતા ધરાતા નહી. સવિતાબહેન માનતા વખત આવ્યે ખબર પડશે આ આજકાલની વહુ કેવી નિપજશે!

સાહિલ, તેમનો એકનો એક દીકરો ખૂબ વહાલો હતો. તેથી સ્વાભાવિક છે તેની પત્ની વહાલી હોય! મોટી બહેન સોના, સુકેતુ સાથે લંડન ગઈ હતી. સાહિલ અમેરિકા હતો ત્યારે તેણે પિતાને ખોયા હતાં તેથી તેને પાછું ‘મા’ને મૂકીને જવું ન હતું.

સુહાની લગ્ન પછી સાસરીમાં ગોઠવાઈ તો થોડા સમયમાં. તેને મમ્મીનો વિશ્વાસ મેળવતા જરા સમય લાગ્યો. સવિતાબહેન પતિ ગુમાવ્યા પછી ખૂબ નિરાશાવાદી થઈ ગયા હતા. ઉમર તો હજુ પચાસની પણ નહતી. આમ અધરસ્તે સાથ છૂટી જશે તેવી કલ્પના ક્યાંથી હોય? શાંતિભાઈ નોકરી પરથી ઘરે આવતાં સ્કૂટરની અડફેટ્માં આવ્યા અને સામેથી આવતી ટેક્સીએ ઉછાળ્યા. અકસ્માતના સ્થળ ઉપર તેમણે પ્રાણ ત્યજ્યા. સવિતા બહેન એકલા હતા. દીકરીને છ મહિના પહેલાં પરણાવી હતી.

સાહિલ ભણતર પુરું કરીને સીધો પ્લેન પકડી ઉડીને મા પાસે આવી પહોંચ્યો. આવીને માને સંભાળી. પિતાના કાગળિયા બધા વ્યવસ્થિત હતાં તેથી તેમનું ‘પ્રોવિડન્ટ ફંડ, જીવન વિમો, બચત બધું મેળવતાા બહુ તકલિફ ન પડી. શાંતિભાઈ ભણેલા હોવાથી બધે સવિતા બહેનની સહી હતી. સહુ પ્રથમ સાહિલે પિતાના પૈસાનો વહીવટ કરવામાં સમય ગુજાર્યો. ‘મા’ને ધરપત આપતો, ‘હું છું તને કોઈ તકલિફ નહી પડવા દંઉ!’

સવિતાબહેનને સાહિલ પર સંપૂર્ણ વિશ્વાસ હતો. મા અને દીકરો બને સાથે શાંતિભાઈની ખોટ સહન કરવાની શક્તિ કેળવતાં. સોના તાજેતરમાં ગઈ હતી તેથી મળવા ન આવી શકી. ફોન ઉપર સદા ધિરજ બંધાવતી.

વરસી વાળ્યા પછી સવિતાબહેને સાહિલને લગ્ન કરવા માટે સમજાવ્યો. સાહિલે ના પાડી, અંતે સવિતા બહેનના આગ્રહ પાસે સાહિલે નમતું જોખવું પડ્યું. સુહાની અને સાહિલ મળ્યા. જાણે ભગવાને બંનેને એકબીજા માટે સર્જ્યા ન હોય? સોના અને સુકેતુ છ મહિના પછી આવી શકે તેમ હતા તેથી લગ્ન ત્યારે લેવાનું નક્કી કર્યું.

સાહિલે પહેલેથી ચોખવટ કરી હતી.

“મારી મા આપણી સાથે રહેશે. જો મંજૂર હોય તો વાત આગળ વધારીએ”.

સુહાનીને પોતાની મા ખૂબ વહાલી હતી. તેને એમાં જરા પણ વાંધો ન જણાયો.

તેને અણસાર ન હતો કે પતિ ગુમાવેલી સ્ત્રીની મનોદશા કોઈ વાર વિચિત્ર હોઈ શકે. ખેર, જેવા પડશે તેવા દેવાશે !

શરૂ શરૂમાં તો બધું સીધું ચાલ્યું. સુહાની આંખ આડા કાન કરતી. સહન ન થાય તો બાથરૂમમાં જઈ રડી લેતી. સાહિલને કાંઈ પણ ન જણાવવાનો નિર્ધાર કર્યો હતો. તેને ખબર હતી, સાહિલ પોતાની ‘મા’ વિષે એક શબ્દ પણ નહી સાંભળે. તેને અમેરિકા મોકલવા માએ જે બલિદાન આપ્યું હતું તે કેવી રીતે વિસરાય?

સુહાનીએ, મમ્મીને પ્રેમથી જીતવાનો પેંતરો કર્યો. મમ્મીને પૂછ્યા વગર પાણી પણ ન પીતી. આજકાલની વહુની જેમ,’મારે શું કામ સાસુને પુછવાનું કે જણાવવાનું એવી ભાવના ન રાખતી. તેને થતું હું મારી મમ્મીને કહ્યા વગર કદી ઘર બહાર ગઈ નથી, કે કદી ખોટા બહાના યા જુઠાણું આચર્યું નથી તો અંહી શું કામ’?

આ ફિલોસોફી પર તે મેદાન મારી ગઈ. સવિતા બહેનનું દિલ જીતવામાં સફળતાને વરી. સાહિલ તાલ જોતો કદી ‘સાસુ અને વહુની’ વચ્ચે એક પણ અક્ષર બોલતો નહી. માને હંમેશા આદર અને પ્યારથી નવાજતો. સોના પણ ભાઈ અને ભાભીની નિખાલસતા પર વારી ગઈ.

એકવાર સાસરીમાં વિશ્વાસ સંપન્ન કરી લો પછી તમે જો જો પિયર જવાનું નામ છોકરી નહી લે! સુહાની ધાર્યું પોતાનું કરતી થઈ ગઈ.

સવિતાબહેન તેને પૂછીને નિર્ણય લેવા લાગ્યા. આજુબાજુવાળા કે સગાવહાલાં ચડાવે તો તેમની બોલતી બંધ કરી શકવાની ક્ષમતા ધરાવતા થઈ ગયા.

‘આજે મારી સુહાનીનો ખોળો ભરવાનો છે.’

હરખભેર બધાને આમંત્રણ આપ્યા. સુહાનીના મમ્મી, પપ્પા અને ભાઈ ભાભી ખુશખુશાલ હતા, દીકરીએ પિયરનું નામ ઉજાળ્યું. માતા અને પિતા હરખાયા. સુહાનીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો. એક દીકરો અને એક દીકરી. બાળકો મા અને દાદીની દેખરેખ નીચે સુંદર સંસ્કાર પામી ઉછરી રહ્યા હતાં.

નોકરીમાંથી સાહિલને ભાગીદારી મેળવવાની તક સાંપડી. સુહાની બાળકોમાં વ્યસ્ત રહેતી. સવિતાબહેનનો સંપૂર્ણ સાથ અને સહકાર મળ્યો. હમેશા ઈશ્વરનો આભાર માનતી. ‘હે, પ્રભુ મારી મતિ ફેરવીશ નહી. સ્વાર્થ ને સો જોજન મારાથી દૂર રાખજે’.

સવિતા બહેનને ૬૦ થયા ત્યારે બધા સાથે શ્રીનાથજી દર્શન કરી આવ્યા. જો તેમની તબિયત જરા પણ નરમ લાગે તો સુહાની આગ્રહ પૂર્વક ‘મમ્મી, તમે થાક્યા છો આરામ કરો.’એમ રમાવતી.

સોના પણ લંડનમાં બે બાળકોની માતા બની. જ્યારે ભારત આવે ત્યારે ભાઈ અને ભાભીનો અનહદ પ્રેમ પામે. ફોઈબા લાવે તેનાથી બમણું સાથે લઈને જાય. આવી ભાભી કોને વહાલી ન લાગે?

બંને બાળકો મોટા થતા ગયા. દાદીમા વાર્તાઓ કહેતાં અને ગીતાનો અભ્યાસ કરાવતા. સવિતાબહેનની કોઈ મનોકામના અધૂરી ન રહી. સાહિલ હમેશા સુહાનીને જશ આપતો.

‘સુહાની તેં આવીને મારી સંસારની વાડી મઘમઘતી કરી. શરૂઆતમાં હું ખૂબ ડરતો. તું મને અત્યંત વહાલી છે. તને નારાજ નહોતી કરવી. મારી મા માટે તો હું પ્રાણ પાથરું તો પણ ઓછા છે. સુહાની તેં મને ખરેખર જીત્યો. ‘સુહાની બંધ આંખે સાંભળી રહી અને રોમરોમ આનંદની અનુભૂતિ કરી રહી.

સવિતાબહેન આજે નરમ જણાતા હતાં. “મમ્મી તમે આરામ કરો”. ૭૫ વર્ષની ઉમરે હવે તમને થાક ન લાગવો જૉઇએ. તમે છો તો મારા જીવને કેટલી શાંતિ છે. બાળકો તમારી નિગરાની નીચે કેવા સુદર સંસ્કાર મેળવી રહ્યા છે. મમ્મી તમે મને ઘડીને કેવી સરસ તૈયાર કરી, તમાર જીવનના અનુભવો દ્વારા અમને કેટલી બધી ભૂલોમાંથી ઉગાર્યા.

બસ કર બેટા,’આવી લીલીછમ વાડી હોય. પ્રેશા અને રીક જેવા ગુલાબ ખિલ્યા હોય ત્યારે મને શેની ચિંત હોય? સવિતાબહેન આજે દિલ ખોલીને સુહાનીને અંતરના ભાવ વર્ણવી રહ્યા હતાં. તેમને ઉંડે ઉંડે હતું કદાચ હું સવારે સૂરજના દર્શન નહી કરી શકું.’

મમ્મી, તમે પ્લિઝ બોલો નહી તમને શ્રમ પડે છે. બસ સાહિલ આવતો જ હશે!

સવિતા બહેનના મુખ પર સ્મિત વિલસી રહ્યું હતું. આંખો સંતોષ અને પ્રેમથી પરિપૂર્ણ હતી. સાહિલ માને વળગ્યો અને બસ……………

આવા મૃત્યુનો તો મહિમા હોય તેની પાછળ શોક યા રૂદન ન શોભે!

મણકો ૩ ડો લલિત પરીખ

આપણો વસ્તાર જોઈ- જાણી- માણી લીધા પછી તો – લીલી વાડી જોયા પછી તો- મૃત્યુ એક ઉત્સવ નહિ,મહોત્સવ છે.જીવનમાં ઘણા ઘણા વિવિધ પ્રકારના ઉત્સવો જોયા માણ્યા બાદ આ અણમોલ મહોત્સવ તો ખુશી ખુશી મનાવવા જેવો,માણવા જેવો અનેરો,અનોખો, અદ્વિતીય તેમ જ અભૂતપૂર્વ મહા- મહોત્સવ છે.દીકરાઓ, દીકરીઓ,પૌત્રો પુત્રીઓ,દોહિત્રો અને દૌહિત્રીઓ જોયા પછી,બધાને રમાડી જમાડીને લહેર,મોજ મસ્તી માણી લીધા પછી તો હસતે મોઢે,પ્રસન્નવદને,સસ્મિત નેત્રે, ભરેલા- ધરેલા હૈયે મૃત્યુને ભેટવું એ તો અમૂલ્ય અવસર છે .કાકાદત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરે કાલેલકરે તો લખ્યું છે કે લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો નિર્વાણ છે,મોક્ષ છે,મહામુક્તિ છે.આવા મૃત્યુ મિત્રને મળવું-ભેટવું એ તો મોંઘેરો લહાવો છે.મૃત્યુ તો નિશ્ચિત છે જ છે અને એટલે જ એવા નિશ્ચિત મૃત્યુની ચિંતા ન કરતા એ બાબત નિશ્ચિંત રહેનાર અને લીલી વાડી જોયા પછી પોતાના ખુશી ખુશી જીવનનો સંકેલો કરનાર સત્યમ શિવમ અને સુન્દરમનો સાક્ષાત્કાર કરતો હોય છે.આવું મૃત્યુ તો જીવનનું પ્રેય અને શ્રેય બંને એક સાથે છે.

તેમાય પોતાના દાદા દાદી નાના નાનીને પણ જોઈ શક્ય હોય એવા લોકો તો વિશેષ બડભાગી ગણાય જેમણે બેઉ બાજુની પેઢીઓને -વિશેષ પ્રકારની લીલી વાડીને જોઈ લીધી છે.મેં મારા માતા પિતાની ઇચ્છા મૃત્યુ જોયું છે અને છેલ્લી ક્ષણ સુધી સભાનપણે ભજન ગાતાગાતા ,ગીતા સાંભળતા,બેઉ હાથે આશીર્વાદ આપીને,અંતિમ સૂચનાઓ આપીને જીવનની મંગળ યાત્રાનો અંતિમ મૃત્યુ પડાવ અપનાવી, સ્વીકારી, તેનું સ્વાગત કરી તેનું વરણ કરી મૃત્યુ ને મહામહોત્સવ નાનાવી અમને સદભાગી બનાવેલા.તેમના મંગલ મૃત્યુના શુભ સમાચાર મેં સહુ સગા વહાલાઓને લાલ શાહીથી લખીને પાઠવેલા એ ઘટના મારા માટે રમણીય,સ્મરણીય,અવિસ્મરણીય ઘટના છે.આવું સદભાગ્ય મારી પત્ની કુન્દાનને પણ મળ્યું અને કાશ મને પણ મને મળે તો ખરા હાશકારાનો અનુભવ થાય.

પ્રસન્નતાપૂર્વક મરવું તો આવા પાકટ સમયે ગમવું જોઈએ.આપણને મળેલ સુખ જ સુખના ઓડકાર આવવા જોઈએ.વરિષ્ટ નાગરિકને મળનારો આતો એક અદભુત પારિતોષિક છે,એક મહામોંઘો લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવાર્ડ છે,મરનાર માટે આ તો ગૌરવભર્યું છે,પાછળ જીવનારાઓને પણ ગૌરવવંતા કરનારું યાદગાર મૃત્યુ છે.આવું મૃત્યુ પ્રાપ્ત કરનાર તો “જીવી પણ જાણ્યો અને મારી પણ જાણ્યો’ એવી સ્તુતિ-પ્રશસ્તિ સાંભળતો સાંભળતો મૃત્યુને ભેટે છે.અનેક પ્રદેશોમાં અને જ્ઞાતિઓમાં તો ઢોલ નગારા વગાડતા વગાડતા આવા મહામૃત્યુના મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવે છે.ઘણાય શાના સમજદાર લોકો તો જીવતે જુગતિયું કરી મૃત્યુના મહોત્સવની અગ્રિમ ઉજવણી કરી લે છે.પરમ શાંતિનો આવો સુખદ અવસર તો ગાઈને ઉજવવો જોઈએ કે આ અમૂલ્ય,દુર્લભ,મહામૂલો અવસર સામે ચડીને આવ્યો છે.ચાલો તેને ભેટીએ.

મણકો ૪ તરુલતા બહેન

પ્રકુતિમાં વસંતનો ઉત્સવ પછી પાનખરનો ઉત્સવ ઉજવાય તેનો નજારો મને અમેરિકામાં આવ્યા પછી વીસેક વર્ષો પૂર્વે હું નોર્થ કેરોલીનામાં હતી ત્યારે જોવા મળેલો,’ફોલ’ના સોંદર્યને જોવા આવતા પ્રકુતિ પ્રેમીઓથી અમારી મોટેલના બધા રૂમો ભરાઈ જતા.પછી લાલ ,મરુન,પીળા રંગબેરંગી ખરતા પાનને જોઈ થતું કે વૃક્ષો આંસુ સારે છે કે શું? ના,ના,એ તો મારી ભ્રમણા,વૃક્ષોનો ઘડીક વિસામો, મોંનનો ઉત્સવ.નવાની તેયારી.,બસ મારો અંત પણ મોંનનો ઉત્સવ, અરે પ્રેમસમાધિમાં પણ મોન જ હોય છે ને! આપણા સંતાનોની સુખી,લીલીછમ વાડીને લેહરાતી જોઈ ,એટલું જ નહિ સ્વની જન્મ,બાળપણ,યુવાની અને જરા અવસ્થાની લીલીછમ વાડીમાંથી ખટમધુરાં ફળોનો આસ્વાદ માણ્યા પછીનો તૃપ્તિનો ઓડકાર એટલે મુત્યુ,મંગલકારી મહાપ્રયાણ,આ હું લખી રહી છું,ત્યારે મૃત્યુ વિષેના ચિતન ઉપર વેદઉપનિષદથી આજ સુધીના બઘા જ ફિલોસોફરે લખેલી વાતો મારા મનમાં સાગરના મોજાની જેમ ઉછળે છે.પણ હું અંગત રીતે અંતઘડીએ શું કરીશ?આ માયા,મમતાના મૂળીયાને મૃત્યુ તો એક ઘાએ કાપી દેશે,ત્યારે કોઈની વાત યાદ આવશે? મેં પ્રભુની કુપાથી આનદપૂર્વક જીવન પસાર કર્યું,જન્મ ,લગ્ન ,સંતાનપ્રાપ્તિ એમ ઉત્સવોની પરમ્પરા ઉજવી.મારા અંતરઆત્માને સતત જગાડું છુ કે જાગ,નામ તેનો નાશના સત્યને પામવાના સૌથી નિરાળા અનુભવ માટે જાગ.એક રહસ્યમય,રોમાંચક ઉત્સવને માણવા જે લીલી વાડી છે તેને ત્યાગીને ભોગવ.ટ્રેન ઉપડે ત્યારે બઘુ છૂટી જાય છે.બીજે જવાનો આનદ મનમાં થનગને છે.જે આશા અને ઉલ્લાસથી જીવન ઉજવ્યું છે તેવા હકારાત્મક અભિગમથી અંતિમ ઉત્સવ ઉજવાય તો કેવું રૂડું! હવે મારા મનને પ્રશ્ન પૂછું કે કોઇપણ પરિસ્થિતિમાં આનંદ ક્યારે મળે?’ હું ‘ પણું કર્તા ભાવના અહમને છોડી આવનાર દરેક પળને આવકારી લઉં,સહજતાથી પળને કાર્ય -કારણ કે ફળની અપેક્ષા વિના પસાર થવા દઉં. અંતિમ સમયના અનુભવની સાધના

માટે તે જ કેડી છે.ખૂબ સાંકડી ,નિરવ ,એકલ પંથી ,સ્વયં પ્રકાશિત.આ ઉત્સવ વિયોગી થયેલા જીવનો,આત્માનો પરમાત્મા સાથેના મિલનનો. એમ તો લગ્નનો ઉત્સવ પણ મિલનનો છે,પણ ઉજવણીમાં ભેદ છે.આ અંતિમ ઘટનાની ઉજવણી સોએ સ્વની સાથેના જોડાણથી કરવાની છે.ના બંધુ ,ના મિત્ર,ના માતા કે પિતા કે ગુરુ,બસ એક અપાર શાંતિ,અનંત સમય અને સનાતન સત્યમાં નિ :શેષ ભળી જવાનું ,વિલીન થઈ જવાનું.મર્યાદિત સમયની જાવનયાત્રા અનંત સમયમાં પાણીમાં દોરેલી રેખાની જેમ ભળી જાય.જન્મનો એક માર્ગ પણ મુર્ત્યુ ના અગણિત.જ્યાં વાચા,ચક્ષુ આદિ પાંચે ઇન્દ્રિયોનો વિરામ ત્યાં એના અનુભવને કોણ કહી શકે? ગમે તેટલું કહેવાય પણ અપૂરતું,પ્રેમના વિષે દુનિયા બધાના કવિઓ ,સર્જોકોની કલમ પુરતું કહી શકી નથી,મુતત્વ ઇન્દ્રિયાતીત પરમાત્મા સાથેના પ્રેમની અંગત ગોષ્ઠી , અનંત,અલોકિક પ્રેમનો તાતણો,અદીઠ અગોચર સ્થૂળમાંથી સુક્ષ્મમાં સરી જવાનો ઉત્સવ.એ તો શબ્દાતીત!

કેવો સરસ ભાવ મનમાંથી ઉઠે છે,પણ આ શરીરની પીડા ફરિયાદો કરે છે,ઘડી ઘડીએ મનને પીડામાં ખેચે છે,કેમ જાણે પીડામાં મધ હોય તેમ મનરૂપી મધમાખી ત્યાં જ જાય છે.ઘડીક પહેલાના ડહાપણને કોરે મૂકી દે છે.પયગંબરો ,ફિરસ્તાઓ ,સંતો મહાત્માઓ શરીરને જડ માની વેદના ,પીડાને સહન કરી પરમતત્વને પામે છે.પણ હું તો અતિ સામા ન્ય,રમતમાં વાગે લોહી નીકળે દુઃખ સહન ના થાય એટલે ‘ઓ’મા,’ઓ ‘ પ્રભુ પોકારું,મારી મા માંદગી છતાં લાંબી જીવનયાત્રામાં કયા સહારે હસતી રહેતી હતી.જયારે કોઈ એમની પાસે જાય ત્યારે વહાલ કરી મીઠું હસે.વિસ્મુતિને કારણે પોતાના -પારકાનો ભેદ ભુંસાઈ ગયો હતો.બઘાને જય શ્રી કુષ્ણ કે જે સાઇ કે પછી જે મહારાજ કહી પ્રેમથી બોલાવે,સંપૂર્ણ પ્રભુને શરણાધીન,જ્યાં બુઘ્ઘી ,તર્ક ,દલીલ કે સાયન્સ કે ટેકનોલોજી પાસે શરીરની વેદનાને પાર કરવાનો રસ્તો નથી ત્યાં પ્રભુની શરણાગતિની હુંફાળી છાયા પરમાનદનો અનુભવ કરાવે.મિત્રો ,મીની ડેથ જેવી રાત્રીની નિદ્રાને ટાણે માયાની પળોજણને અલવિદા કહી સ્વમાં લીન થવાનો રિયાઝ કરીએ ,નિરવના ઉત્સવનો નિ :શબ્દ આનંદ માણીએ તો કેવું.વિરામ ખરો, પૂર્ણવિરામ પરમાત્માને આઘીન.

મણકો ૫. પ્રભુલાલ ટાટારિયા “ધુફારી”

તાપીશંકરના અવસાન બાદ સ્કૂલમાં ભણતા ગુણવંતે વર્નાક્યુલર પાસ કરીને સરકારી હોસ્પિટલમાં  કંપાઉન્ડર તરીકે જોડાયા હતા પણ વખત જતા અંગ્રેજ સરકાર તરફથી આર.એમ.પી.(રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર)નું સર્ટિફિકેટ મળી ગયા બાદ ડ્યુટી અવર્સ પછી પોતાનું દવાખાનું ખોલતા અને પ્રેક્ટિશ જામી ગયા બાદ નોકરીમાંથી રાજીનામું આપી ફુલ ટાઇમ દવાખાનું ચાલુ કરી બેપાંદડે થયા.

સારું કમાતા દીકરાના માંગા આવવા લાગ્યા અને સંતોકબા એ તેના દીકરાના લગ્ન સગુણા સાથે કરાવી આપ્યા.એ સુશીલ પુત્રવધુએ એક વરસ પછી સંતોકબાના ખોળામાં શશાંક નામનો રમકડો આપી દીધો. સંતોકબા તો ખુબ ખુશ થયા અને એના લાલનપાલનમાં લાગી ગયા. શશાંક ખુબજ હોશિયાર હતો પણ  પોતાની વાત મનાવવા ઘણી વખત જીદ કરતો અને સંતોકબાના લાડથી તેને પ્રોત્સાહન મળતું. શશાંક પણ ભણી ગણીને પિતાની ઇચ્છા અનુસાર ડૉક્ટર થયો.

સંતોકબાની ઇચ્છા મુજબ શશાંકના લગ્ન પ્રથા સાથે થયા અને સંતોકબા પ્રપોત્ર મોહિતનું મોઢું જોવા નસીબદાર થયા પણ જાજુ જીવ્યા નહીં અને સૌને રડતા મુકી સ્વર્ગે સિધાવ્યા. મોહિત પણ પોતાના પિતા સમાન ભણવામાં  હોશિયાર હતો પણ પિતાની જેમ પરંપરાગત ડૉકટર બનવાની તેને ઇચ્છા ન હતીઅને તે   આઇ.ટી.કન્સલટંટ થવા માંગતો હતો. શશાંકે જયારે મોહિતને ડૉકટર જ થવાનું દબાણ કર્યું ત્યારે મોટા બાપુ  ગુણવંતે તેનો પક્ષ લેતા કહ્યું કે,

‘રહેવા દે શશાંક જેને જે વિષયમાં રુચી હોય તેણે તેજ માર્ગ અપનાવવો જોઇએ.તેને તેના રસ્તે જવા દે’

શશાંક પોતાની ઇચ્છા અનુસાર આઇ.ટી.કન્સલટંટ થયો પણ ગુણવંત જોશી તેને એક સફળ ઓફિસર તરિકે જોવા જીવ્યા નહીં. એક મોટી કંપનીને કોમ્પ્યુટરાઇઝ કરવાનું કામ જયારે મોહિતની કંપનીને મળ્યું ત્યારે તે માટે મોહિતને તાલિમ માટે મુંબઇ મોકલવામાં આવ્યો. એ કંપનીનું ઇન્ટીયર ડેકોરીટિન્ગ કરતી સોફિયા સાથે મોહિતની ઓળખાણ થઇ. સાથી કામદારો સોંપેલા કામ કરતા હોય તે દરમ્યાન અવકાશના સમયમાં બંને કેન્ટિનમાં બેસી કોફી પીતા અને ગપસપ મારતા. આ મિટિન્ગો દરમ્યાન પ્રેમના અંકુર ફૂટયા અને બંનેએ લગ્ન કરવાના એકબીજાને  કોલ આપ્યા.

મોહિત પિતા શશાંકનો જલદ સ્વભાવ જાણતો હતો એટલે તેણે પોતાના પ્રેમપ્રકરણની વાત પોતાની મા પ્રથા અને દાદી સગુણાનેકરી.

‘બેટા સોફિયા ક્રિશ્ચિયન છે મતલબ એ માંસાહારી હશે અને દીકરા મારા આપણે પુષ્કર્ણા બ્રાહ્મણ અને શુધ્ધ શાકાહારી આપણે માંસાહારીથી દસ ડગલા દૂર રહીયે તો સોફિયા સાથે તારા લગ્ન કેમ થાય?’ સગુણાએકહ્યું

‘દાદી સોફિયા ભલે  ક્રિશ્ચિયન છે પણ એણે કદી માંસને તો દૂરની વાત છે ઇંડાને પણ હાથ નથી લગાડ્યો એ પણ આપણી જેમ શુધ્ધ શાકાહારીછે’મોહિતે સગુણાનો હાથ પકડીને કહ્યું

‘દીકરા મારા હું તારી વાતો પરતો વિશ્વાસ કરી લઉ પણ તારા પપ્પાને તો તું જાણે છે તેમની વાત તો બ્રહ્મવાક્ય જાનાર્દન હું  તેમને સમજાવવાની કોશિશ કરીશ પણ તને કોઇ પણ વચન આપવા અસમર્થ છું’ ભીની આંખે પ્રથાએ કહ્યું

એક દિવસ જમ્યા બાદ સૌ બેઠા હતા ત્યારે મોહિતે સોફિયા સાથે લગ્ન કરવાની વાત ઘરમાં કરી.

‘ગામમાં બ્રાહ્મણની કન્યાઓ બધી મરી પરવારી  છે? કે તું  એક ક્રિશ્ચિયન  છોકરીને પરણવા તૈયાર થયો છે?’ શશાંકે ત્યારે મોટો હોબાળો કર્યો.

‘પપ્પા સોફિયા ભલે ક્રિશ્ચિયન છે પણ એણે કદી માંસને તો દૂરની વાત છે ઇંડાને પણ હાથ નથી લગાડ્યો એ પણ આપણી જેમ શુધ્ધ શાકાહારી છે’મોહિતે પ્રથા અને સગુણાને જે વાત કરીહતી તે દોહરાવતા કહ્યું.

‘એ જે હોય તે હું આ લગ્નની મંજુરી આપી મારા ઘરનો ધર્મભ્રષ્ટ કરવા નથી માંગતો એટલે તું ઓલી….શુંનામ હા…સોફિયા ને ભુલી જા’ શશાંકે કરડાકીથી કહ્યું

‘હું સોફિયાને લગ્નનું વચન આપી ચુક્યો છું’શશાંકે દ્ર્ઢતા કહ્યું

‘એ વચન બચન ભુલી જા આ મે મેં તારા માટે કન્યા પસંદ કરી રાખી છે અને બે અઠવાડિયા પછી તારા લગ્ન સુપ્રિયા સાથે થવાના છે’ શશાંકે કહ્યું

‘હું સુપ્રિયા સાથે લગ્ન કરી સોફિયા અને સુપ્રિયા બંનેના જીવનમાં આગ લગાડવા નથી માંગતો ’મોહિતે દલીલ કરી.

‘તો તું શું કરવા માંગે છે?’શશાંક ગર્જ્યો

‘હું એક જ વાત જાણું છું મારા અને સોફિયાના લગ્ન’ મોહિતે આંખો ઢાળી કહ્યું

‘તો મારો ફેસલો પણ સાંભળી લે. જો તું સોફિયા સાથે લગ્ન કરીશ તો આ ઘરના દરવાજા તારા માટે હંમેશ માટે બંધ થઇ જશે’શશાંકે મ્હોંફેરવી કહ્યું”

‘અરે….આ શું કહો છો એકના એક દીકરાને ઘરમાંથી અલગ કરો છો?’પ્રથાએભીનીઆંખેકહ્યું

‘મને જે કહેવાનું હતું તે મેં કહી દીધું તું તો મારો સ્વભાવ જાણે છે….અને હા જો મોહિત પોતાની જીદ ન છોડે તો આ ઘરમાં તેનો પ્રવેશતો દૂરની વાત છે તેના નામનો ઉલ્લેખ પણ નહી કરવાનો….’ કહી શશાંક બેડ રૂમમાં જતો હતો તેને સગુણાએ કહ્યું “શશાંક આ તારી ખોટી જીદ છે યાદ રાખ જે દીકરા નમ્યા એ સૌ ને ગમ્યા ને ના નમ્યા તે તુટ્યા”’

આખર મોહિતે સોફિયા સાથે હિન્દુ રીત રિવાજ મુજબ મિત્રોની હાજરીમાં લગ્ન કરી લીધા. કૌટુંબિક વ્યક્તિ તરિકે પ્રથા અને સગુણા હાજર હતા. સોફિયા એક ફ્લેટમાં એકલી જ રહેતી હતી તેમાં મોહિત અને સોફિયાએ પોતાનો ગૃહસંસાર શરૂ કર્યો. દર રવિવારે પ્રથા મંદિર જવાના બહાને મંદિરમાંથી પાછા વળતા અચૂક સોફિયાને મળવા આવતી. સગુણા પણ કોઇ પણ બહાને સોફિયાને મળવા આવતી ઘેર પાછા વળતા એનું મન ખિન્ન થઇ જતું કે આવી સંસ્કારી અને સુંદર વહુને એ પોતાના પુત્રના ઉગ્ર સ્વભાવને લીધે ઘરમાં રાખી નથી શકતી. સોફિયાની કરકસરને લીધે બંનેની આવકમાંથી સારી એવી બચત થતી  હતી અને તે બચત અને બેન્કલોનની મદદથી એક નાનો પણ સુંદર બંગલો ખરિદી લીધો. બંગલાના વાસ્તુપૂજનમાં પ્રથા અને સગુણા બહુ પ્રેમથી હાજર રહ્યા અને શુભાષિશ આપી છુટા પડ્યા.

એ બંગલો સોફિયા અને મોહિતને ફળદાઇ સાબિત થયો અને જયારે સગુણાને સોફિયાને ગર્ભધાન રહ્યાની જાણ થઇ ત્યારે સગુણાએ શશાંકને જાણ કર્યા વગર સોફિયાની સંભાળ લેવા એને ત્યાં રહેવા આવી ગયા અને સગુણાની સારસંભાળથી સોફિયાની સુખદ પ્રસુતિ થઇ અને પહેલા સંતાનનો જન્મ થયો એ જોતાજ એટલો મિઠડો લાગતો હતો તેથી સગુણાએ નામ પાડ્યું મોહન પણ એ આ રમકડાથી રમવા જાજુ જીવ્યા નહીં અને સંતોષનો શ્વાસ લઇ સ્વર્ગે સિધાવ્યા.

એક દિવસ શશાંકના પેટમાં સખત દુખાવો ઉપડ્યો. પ્રથાએ શશાંકના ખાસ મિત્ર ડૉકટર નાડકર્ણીને ફોન કરી બોલાવ્યા.નાડકર્ણીએ ચેક-અપ કરતા ખાસ કંઇ જણાયું નહીં. દર્દીઓની સંભાળ બાબત ખુબ જાગૃત શશાંક પોતાની તબિયત બાબત પણ ખુબ સજાગ હતો એ નાડકર્ણી જાણતો હતો તો પણ તેને એક શંકા  જરૂર ગઇ એ પોતાના ચહેરા પર લાવ્યા વગર પ્રથાની હાજરીમાં શશાંકને કહ્યું

‘અરે ચિંતા જેવું કંઇ નથી…. ચાલ મારા ક્લિનિક પર જરા વાર બેસસું ત્યાં અનુરાધા મારી નર્સ તને સારી કોફી પિવડાવશે અને તું એકદમ ફ્રેશ થઇ જઇશ.’ કહી નાડકર્ણીએ શશાંકનો હાથ પકડી ઊભો કર્યો અને પોતાની ગાડીમાં પોતાના ક્લિનિક પર લઇ જવાને બદલે કેન્શર એકસ્પર્ટ ડૉકટર જાવળેકરને ત્યાં ઉતર્યા ત્યારે શશાંકેપુછ્યું

‘ભાઉ….અહીં…?’

‘મને શંકા છે કે તને આંતરડાનું કેન્શર છે ભગવાનની મહેરબાનીથી કદાચ ન પણ હોય પણ ભાભી સામે  મારી શંકા વ્યક્ત કરી  આગાઉથી તેમને ચિંતા કરાવવા નહોતો માંગતો એટલે મારા ક્લિનિકનું બહાનું કર્યું’ કહી બંને જાવળેકરની કેબિનમાં દાખલ થયા તો જાવળેકરે  ઊભા થઇ આવકારતા કહ્યું

‘ઓહો…આ જાવળેકરના કેવા સદ્‍ભાગ્ય કે આજે બબ્બે ડૉકટરના દર્શન થયા…બેસો…બેસો’

‘બબ્બે ડૉકટર નહીં એક ડૉકટર એકપેસન્ટના’ કહી નાડકર્ણીએ વિગતે વાત કરી અને બધા ઉપકર્ણોથી તપાસ કરતા નાડકર્ણીની શંકા સાચી પડી.

‘જાવળેકરશુંકરીશું…?’

‘આ કમબખ્ત બિમારી જ એવી છે કે, છેલ્લો સ્ટેજમાં ન આવે ત્યાં સુધી ખબર નથી પડતી અને ઇટ ઇઝ ટુ લેઇટ કશું થઇ શકે એમ નથી.   ’ જાવળેકર અને નાડકર્ણીનો સંવાદ સાંભળી શશાંક ક્લિનિકની બહાર નીકળી ગયો અને એક ઓટો પકડી ઘેર આવ્યો. શશાંકનો વ્યગ્ર ચહેરો જોઇને પ્રથાને ફાળ પડી.

‘શું થયું તમારી તબિયત…..?’

‘પ્રથા…પ્રથા મને છેલ્લા સ્ટેજનું આંતરડાનું કેન્સર છે અને હું અભાગિયો મારા વારસદાર…..’ કહેતા શશાંક સોફા પર ફસડાઇ પડ્યો ત્યારે સગુણાના શબ્દો તેના કાનમાં ગુંજતા હતા ‘શશાંક આ તારી ખોટી જીદ છે યાદ રાખજે દીકરા નમ્યા એ સૌને ગમ્યા. ન નમ્યા એ તૂટ્યા’

શશાંકને ક્લિનિકમાં ન જોતા જાવડેકર અને નાડકર્ણી શશાંકની પાછળ જ ઘેર આવ્યા. શશાંકને બેડ પર સુવડાવી જાવડેકરે પોતાની બેગમાંથી એક ઇન્જેક્શન આપ્યું.

પ્રથાએ મોહિત અને સોફિયાને મોહનને લઇને તાકીદે ઘેર આવી જવા કહ્યું. બંને ઘેર આવ્યા ત્યારે પ્રથાએ વિગતે વાત કરી. મોહિત બેડ રૂમના દરવાજેથી પિતાને જોઇ રડી પડ્યો. થોડી વારે શશાંકને ભાન આવ્યું ત્યારે તો મોહિતે નાના મોહનને સમજાવીને શશાંક પાસે મોકલ્યો

‘દાદા….”

શશાંક નાના મોહન ને જોઇ ગદ ગદ થઇ ગયો તેને ભૂતકાળમાં કરેલી તેની ગર્જનાઓ ઉપર લાજ આવી..

“દાદા! તમને શું થયું છે?’મોહને શશાંકની મુછ સાથે રમતા પુછ્યું

‘કંઇ નથી થયું બેટા આવ મારી પાસે બેસ’ કહી મોહનનો હાથ પકડી પોતાની પાસે બેસાડતા ભીની આંખે પુછ્યું  ‘ તું મારી પાસે રહીશને બેટા….?’

“દાદા હું તો તમારી લીલી વાડીનો વારસ. પપ્પાને કેટલીય વાર કહ્યું મને દાદાને મળવું છે તેમની સાથે સાથે તેમની સમજણ નો અમૃત પીવો છે..”

“ તો પછી અત્યાર સુધી ક્યાં હતો?”

“મમ્મીને બીક લાગતી હતી પપ્પાનાં ગુસ્સાથી અને મને મમ્મી ડરે કે રડે તે મને કેમ ગમે?”

“ તે મમ્મીને શાની બીક લાગતી હતી?”

“ ખબર નહીં? પણ તે ક્રીસ્ચીયન ધર્મ પાળે તે તમને ન ગમે અને તેથી કદાચ તમે મને પણ…”

“ મોહન તારું નામ છે ને? તે તો કૃષ્ણ કનૈયો છે…બેટા તને અત્યારે નહીં રમાડુ તો ક્યારે રમાડીશ?”

મોહિત..મોહન અને શશાંક ત્રણે ય રાજી હતા..અને રાજીપો હતો પ્રથા અને સોફીયાનાં હૈયે…પણ આંખમાં આંસુ હતા ખુશીનાં..

ગેરસમજણ પીગળી ગઇ હતી..લીલી વાડી છોડવાનો હવે શશાંકને કોઇ અફસોસ નહોંતો…

મણકો ૬ પ્રજ્ઞા દાદભાવાલા

મૃત્યુની અમંગલતાને હટાવીએ તો  મૃત્યુ પણ મંગલ મહોત્સવ છે. મૃત્યુ હંમેશા માનવીની જીજ્ઞાસા, ભય તેમજ કુતૂહલનો વિષય રહ્યું છે..કારણ આ દેહ છોડ્યા પછી આત્મા ક્યાં જાય છે એ કોઈ જાણી  શક્યું નથી ,માનવીએ મૃત્યુ ના રહસ્યો ઉ૫રથી ૫ડદો ઉઠાવવા માટે ભરપુર પ્રયત્નો ૫ણ કર્યા છે હજી પણ થાય છે તેમ છતાં  કોઈને ઈચ્છા મૃત્યુ મળતું નથી માટે જ મૃત્યુ જેવી ઘટના થી સામાન્ય વ્યક્તિ  ભયભીત છે.મૃત્યુ  શબ્દને ઉત્સવ કહેવા માટે  ખુબ હિમત જોઈએ।..અહી મૃત્યુ ને સમજવાનું છે .મૃત્યુ ના શોક, મોહ અને ભયને હરાવવાની શક્તિ માત્ર સ્વીકારમાં છે …અને એજ સત્ય છે  પૃથ્વી પર કાયમી કશું જ નથી,એ જાણ્યા પછી તેનો સ્વીકાર એ એક ખુબ મોટો અનુભવ છે..તત્વદર્શન જેવો જ। …જન્મ આપતી વખતે ગર્ભનાળથી વિખૂટું પડતું બાળક, એ માતા થી વિખૂટું થાય તો જ જન્મ શક્ય છે માતાના ગર્ભમાંથી વિખુટા પડવું।.. અને એક બાળક ના જન્મ સાથે  નવ જીવનમાં એક પુન:સંધાન।….. જન્મ  અને મૃત્યુ વચ્ચેનું એક સંધાન એ જ તો જીવન  …માતા ગર્ભ માંથી નીકળતી વેળા વેણ ની અસહ્ય વેદના અને એ પળને પેલે પાર ખુશી .. એના બાળકનો જન્મ,… એક ઉત્સવ। ….એવી જ એક પળ હોય છે જયારે જીવ આ દેહનું બંધન ત્યજીનેઅનંતની સફરે જતો રહે છે પુન:સંધાન…માટે જ મૃત્યુ બાળકના જન્મ જેટલી એક કરુણ-મંગલ ઘટના.એક સત્ય એક વાસ્તવિકતા  અને દુનિયાનું  સૌથી મોટું આશ્ચર્ય …તમારા મૃત્યુ પર લોકો રડે નહિ અને ઉત્સવની જેમ ઉજવે તો સમજજો કે તમે ચિરંજીવ છો… જીવનના બે બિંદુ વચ્ચે દરેક  માનવી કોઇને કોઇ ઉદ્દેશ્યની પૂર્તિ થકી ચિંધેલા કર્યો કરી ચાલ્યા જાય છે .જે સ્વજની સાથે જિંદગીની અનેક ક્ષણ માણી અનુભવી એને યાદ કરવાથી આંખ છલકાય પણ ખરા. પરંતુ ..પાનખર ખરની ની જેમ એક એક જિજીવિષાના પાન ખેરવ્યા પછી પણ લીલી વાડી મૂકી ને જનાર માટે મૃત્યુ વસંત જેવો ઉત્સવ જ હોય શકે ..શ્રમ, સ્વાશ્રય તથા સમર્પણની સુવાસ એજ તો લીલી વાડી …ભર્યા ફળિયાનું આંગણું એજ તો લીલી વાડી અને આપણું આંગણું અજવાળીને ગયેલાના  જીવન કાર્યોની સુગંધ એમના મૃત્યુ પછી પણ આપણ ને  તરોતાજા રાખે છે ને ! એજ તો લીલીવાડી।… જીવનની પ્રત્યેક ક્ષણ ને ખળ ખળ  વહેતા પ્રવાહ ની જેમ જેણે  માણી છે  ને એજ તો લીલી વાડી।… જીવનની પ્રત્યક ક્ષણ પારંગતી પરિવર્તનતાને નિહાળી  છે ને એજ તો લીલી વાડી। … . જીવનને વિશિષ્ઠ રીતે જોયું ,પોખયું  અને નિહાળયું અને અનુભવ્યું છે એજ તો લીલી વાડી। ..‘સ્વેચ્છા-મૃત્યુ’નો નિર્ધાર એજ તો લીલી વાડી . જીવનની વૃતિ પ્રવૃત્તિ ને સમજીને સ્વીકાર એ જ તો લીલી વાડી। .,મૃત્યુ ને મંગલમય મહોત્સવરૂપે માણવાની સમજ એ જ તો લીલી વાડી .જીવતા જગતિયું અને એ સમજદારી એજ લીલીવાડી।...જીવનમાં સંતોષ,શાંતિ અથવા નિરાંત અથવા સુખ બસ એજ લીલીવાડી…પોતાના હર્યા-ભર્યા કુટુંબના અતિસુખના સાગરને મનની આંખથી એ માણસ માણી એજ તો લીલી વાડી। ...એથી પણ વિષેસ જિંદગી જીવ્યાનો સંતોષ એ જ તો લીલી વાડી।... એ સંતોષના ઓડકાર ખાધા પછી  નવી શરૂઆત …એને ઉત્સવ કહો। . એ  પામ્યા પછી તો જ મૃત્યુ મહોત્સવ બનીને મહેકતું રહેશે.’... “મૃત્યુ” એક અનિવાર્ય અંત છે  અને નવી શરૂઆત એક બાળકના જન્મ જેટલી જ શરૂઆત .. આતો બાળકના જન્મ ના વધામણા જેવી વાત થઇ તો...શોક શેનો ?..…રાહ જુદો  જ  જો  ફંટાય  તો  અંત ન કહો..શ્વાસની  લીલા  સમેટાય   તો  મૃત્યુ ન કહો..પરિવર્તન ની પ્રક્રિયા ને કરુણ ન કહો  .  .મ્હેકમાં મ્હેક  મળી  જાય  તો  એને ઉત્સવ કહો…તેજમાં તેજ   ભળી  જાય  તો  એને ઉત્સવ કહો….મૃત્યુ આવે ત્યારે વૃંદાવનની જેમ સ્વીકાર એજ તો  ઉત્સવ।….એજ ક્ષણયોગ .. છેલ્લી ક્ષણ સાથેનું તાદાત્મય.. અનંત એવી શાશ્વતી સાથે નું  ધ્યાનનુંસંધાન…… અને ત્યારે  જ તો મૃત્યુ બને ઉત્સવ .. ,..  સ્વજન ને એમની યાદ…  રમણીયતા પમાડે એને  ઉત્સવ કહો….જેની યાદમાં અંતરમાં આનંદ તથા ઉલ્લાસની હેલી પ્રગટ થાય…. એના પ્રાણના વિસર્જન નો શોક શું હોય ખરો ?મૃત્યુ માત્ર એક  બદલાવ જ.એક નવો આયામ...આવા નવ સૃષ્ટિમાં રૂપાંતરને ….કહો  પુન:સંધાન..આવા મૃત્યુને.. આપણે અશુભ કહીશું કે પરમ મંગળ? કે  એક પરમ કલ્યાણસ્વરૂપ શુભ ઘટના ?! મૃત્યુ એ તો પુન:સંધાન છે.નિરર્થક વૃદ્ધત્વ પછી પ્રાપ્ત થતું મૃત્યુ એ તો નવસર્જન માટેનું માંગલિક પર્વ છે તો મંગલમય મહોત્સવ થયો ને ? આ પ્રશ્નનો જવાબ શોધવામાં વિવેકી પુરૂષ પોતે પોતાનામાં એ પુન:સંધાન.નો અનુભવ કરે છેએક દેહમાંથી મુક્ત થયેલો આત્મા નવી શક્તિ અને નવી સ્ફૂરણા પ્રાપ્ત કરીને પુનર્જન્મરૂપી વસ્ત્ર પરિધાન કરે એવો પરમ પવિત્ર મંગલ પ્રસંગ છે, અવસર છે.મૃત્યુ શુભ અવસર  છે, તો એ ઉત્સવ જ હોય શકે…એને  વધાવી લેવું  જોઈએ... “આત્માની અનુપસ્થિતિ એ મૃત્યુ.” હવે તો દેહનો પણ કોઈ આકાર રહેવાનો નથી…પરંતુ જીવનની સુવાસ નિરાકાર છે ને ?કરેલા કર્મ જ પ્રિયજનને સુવાસરૂપે ફેલાતા રહેશે….ક્ષરલોકના અંધારેથી નીકળીને અક્ષરલોકના અજવાળાંની યાત્રા . પોતાના મૂળ (નિરાકાર પ્રભુ પરમાત્‍મા)માં વિલિન થઇ જાય છે..ત્યારે પાંપણ ભીની કર્યા વિના સ્વજનને  આપવી છે વિદાય ..અઘરી વાત છે  છે.. પણ આંખમાં આશુ બે કારણ સર આવે છે એક શોકના અને એક આનંદના,. મુખારવિંદનાં દર્શન નહીં થાય એનો કારમો વસવો અહી સ્વજનને ગુમાવ્યાનો શોક અને અને તો બીજી તરફ  આનંદ લીલીવાડી સમાન જીવનની સુવાસનો ।…માટે આશું તો આવવાના ….આપણી વ્યક્તિ ની વિદાયથી દુઃખ થાય અને ખોટ પણ વર્તાય ,અને હૃદય અને  બે હાથ અચાનક જોડાઈને પ્રાર્થના કરતા કહે પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપો….અને એ પ્રાર્થના મનને અચનાક વિચાર કરતા મૂકી દે.. કે અને મન કહેવા માંડે કે મારા સ્વજનનું મરણ એ તો જીવનની જ પૂર્ણતા,  સંપૂર્ણતા છે…આવી મનની લીલી વાડી જોયા પછીનું એમનું મૃત્યુ તો ઉત્સવ જ  છે ને…આત્‍મા નિરાકાર પરમાત્‍માનું જ સુક્ષ્‍મરૂ૫ છે. .આજ સુધી એમનામાં  મેં પરમાત્મા જોયા પ્રભુ હવે આપમાં એમને નિહાળીશ..

કશુંકથી છૂટવા કશું પામતા

શોક શેનો થાય હ્રદયને?

બાળકના જન્મ સમો

આ અનુભવ થાય આજ મને

રે પરિવાર જનો શોક

ન કરશો મૃત્યુ ને સમયે

બસ આતો પુન:સંધાન.

કરુણ-મંગલ ઘટના

મૃત્યુ : કરુણ-મંગલ ઘટના

મણકો ૭ કલ્પના રઘુ શાહ

આદ્યાત્મિકતામાં ડૂબેલો માનવી હરક્ષણ મૃત્યુ માટે તૈયાર હોય છે. પરંતુ, સંસારી જીવડો હરપળ કર્મો ફેડવામાં અને લેણાદેણી ચૂકવવામાં ડૂબેલો હોય છે. મૃત્યુનું જ્ઞાન હોવાં છતાં મૃત્યુ માટે તૈયાર હોતો નથી. તેને મૃત્યુનો ડર અને જીવવાની જીજીવિષા હોય છે.

જીવનનાં વિસર્જનનો સમય એટલે સન્યાસ. જીવનનાં દરેક આશ્રમ પસાર કરીને છેલ્લે સન્યાસાઆશ્રમમાં પ્રવેશ કરીએ, ત્યારનો સમય લીલીવાડી જોયા પછીનો છે એટલેકે લગભગ ૭૫ વર્ષ પછીનો, જ્યારે વ્યક્તિ સાંસારીક જવાબદારી નિભાવીને જીવનને બીજે કિનારે પહોંચી ગઇ હોય છે. સન્યાસઆશ્રમમાં એમ કહેવાય છે કે સમાજ કે નજીકની વ્યક્તિ તમને kick મારે એ પહેલાં તમે kick મારો એટલાં તમે સુખી થશો. જીવનને પેલે પારનું મૃત્યુ એ એક કડવું સત્ય છે. જેમ ઉગતા સૂર્યનું એક સૌંદર્ય હોય છે તેવીજ રીતે અસ્ત પામતો સૂર્ય પણ એક ગરિમા સાથે નિખરેલો હોય છે. જીવનની આ પરિસ્થિતિ એ જીવનની પરાકાષ્ઠા છે. મૃત્યુ જીવનનું પૂર્ણવિરામ છે.

जातस्य हि ध्रुवों मृत्युः। જે જન્મ્યો છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે. માનવનાં મૃત્યુ માટે કારણ જોઇએ છે. ઇશ્વરને થાય છે તેનું સર્વોત્કૃષ્ટ સર્જન (મરનાર વ્યક્તિ) પૃથ્વીના બદલે સ્વર્ગમાં હોવુ જોઇએ, એટલે તેને બોલાવી લે છે. પછી કારણ ગમે તે હોય. યમરાજાના ભાથામાં શસ્ત્રોની ખોટ નથી હોતી. જીવંત વ્યક્તિ એકાએક અતીત બની જાય છે … કેલેન્ડરનાં ફાટેલાં પાનાની જેમ … ૬ ફૂટની વ્યક્તિ અસ્થિની રાખ બનીને એક કુંભમાં સમાઇ જાય છે.

ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે: ‘नैनं छिन्दन्ती शस्त्राणि नैनं दहति पावकः

न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारूतः॥’

આત્મા કદી મરતો નથી, શસ્ત્રો તેને છેદી નથી શકતાં. અગ્નિ તેને બાળી નથી શકતો … તો પછી મૃત્યુ શેનું છે? શરીરનું મૃત્યુ એટલે … આત્માનું નામ સરનામુ બદલાય એટલે કહેવાતી વ્યક્તિનું મૃત્યુ થયુ તેમ કહેવાય. જેમ સાપ એક કાંચળી ઉતારી બીજી ધારણ કરે છે, તેમ મૃત્યુથી આત્મા એક કહેવાતું વ્યક્તિત્વ, ખોળીયું, શરીર રૂપી ઝભલું જે જૂનુ પુરાણું થયું હોય તે છોડીને નવું ધારણ કરે છે … એક નવા પંથે પ્રયાણ કરે છે.

જૂનું મકાન ત્યજીને, જૂનાં કર્મો ફેડીને, નવાં કર્મો કરવાં, નવું શરીર ધારણ કરે છે તો એ એક પ્રકારનો ઉત્સવ જ કહેવાયને!! A Grand celebration … જીવને શિવનું તેડુ આવે તેનાથી રૂડો ઉત્સવ શું હોઇ શકે? તમામ અનિશ્ચિતતાઓ વચ્ચે એક માત્ર મૃત્યુજ નિશ્ચિત છે અને જે નિશ્ચિત છે તેને સ્વીકારે જ છૂટકો છે. માટે મોતનો માતમ ના હોય જશન જ હોય.

લીલીવાડી જોયા પછી મૃત્યુને ઉંબરે ઉભેલી વ્યક્તિ માટે જીવન અને મૃત્યુ બન્ને ઉત્સવ બને છે તે માટે લાઓત્સેનું આ એક ઉદાહરણ પૂરતું છે. લાઓત્સે એક ઝાડ નીચે વિશ્રામ કરતાં હતાં, એવામાં ઉપરથી એક પીળું-પાકું પાન ખર્યું. એ જ્યાં સુધી લીલુ હતું ત્યાં સુધી ઝાડની ડાળ સાથે જોડાયેલું હતું. ખેંચો તો પણ છૂટું પડવા તૈયાર ના હતું. અને જોર કરીને તોડીલો તો એમાંથી ક્ષીર નીકળે જે એક પ્રકારનો રક્તપાત કહેવાય. જ્યાં સુધી આસક્તિ હોય ત્યાં સુધી પીડા અને વેદના તેનો પીછો નથી છોડતી. પરાણે છોડવું પડે તો મૂળ સહિત ઝાડને ઉખેડવામાં આવે ત્યારે ભૂમીની જે હાલત થાય એજ હાલત સંસાર પ્રત્યે આસક્તિ રાખીને જીવતી વ્યક્તિની મૃત્યુ સમયે થાય છે. અને આ ઘટના એક ગુરૂમંત્ર બની જાય છે.

ક્ષણભર સ્મશાનમાં ઉભા ઉભા તમે કલ્પી લો કે તમે મરી ગયા છો, પતિ કે પત્ની, બાળકો, સગાં-સંબંધીઓ તમને જોઇ રડી રહ્યાં છે. હવે એમના જીવનમાં કોઇ આનંદ-ઉલ્લાસ નહીં આવે એવું ક્ષણભર તમને લાગશે. તમેજ તેમનું સર્વસ્વ હતાં, સુખનું કારણ કે ઉત્સવનું નિમિત્ત હતાં તેવું લાગશે. જીવતે જીવત તમને જે જોવા-અનુભવવા નહીં મળ્યું હોય તે તમને મૃત્યુ પછી જોવા અને જાણવા મળશે.

બસ … થોડી સબૂરી … અને સમાજનો, જીવનનો અને સંબંધોનો એક નવો ચહેરો તમને જોવા મળશે. આજે જે મીઠાઇ મોંમાં નથી જતી તે ખડખડાટ હાસ્ય સાથે ખવાશે. માત્ર થોડા સમયનો જ સવાલ છે. આજે રંગીન કપડાં થોડા અજુગતા લાગે છે, થોડા સમય બાદ તમામ રંગો આવી જશે. થોડા સમય બાદ આજ ઘરમાં ઉત્સવનું વાતાવરણ આવી જશે. જીવનનું આ કાયમથી ચાલતું ચક્ર છે. અહીં કોઇના વીના કાંઇજ અટકતું નથી. કોઇના જવાથી કાયમ માટે ક્યાંય ખાલી જગ્યા જોવા મળતી નથી.

અહીં નીદા ફાજલીનું લખાણ યાદ આવે છે …

‘મારા પછી મારી યાદ એવી ભૂલાઇ ગઇ, પાણીમાંથી આંગળી કાઢી, જગ્યા પૂરાઇ ગઇ …’

દરેક વ્યક્તિ તેની રૂટીન જીન્દગીમાં ગોઠવાઇ જાય છે. આજે તમારા દ્વારા મળેલા સુખની જ વાતો થાય છે … થોડા સમય પછી તમારા દ્વારા મળેલા દુઃખની ફરિયાદ થશે. આજે તમે ઉપયોગમાં લીધેલી ચીજવસ્તુઓ સ્મૃતિચિહ્ન જેવી લાગે છે … જતે દિવસે કોઇ ખૂણામાં ચાલી જશે, અથવા જગા રોકી રહી હોય તેવું લાગશે. આજે તમારા માટે બધું કરવાની લાગણી દેખાઇ રહી છે, તેનાં સ્થાને ક્યારેક બેંક-બેલેન્સ, વીમો, વસિયતનામું કે સંપત્તિની વહેંચણીની વાતો આવી જશે. કાયમથી જગતમાં આવુંજ થતું રહ્યું છે અને થતું રહેશે. કારણ? કારણકે ઇશ્વરે માનવને સ્મૃતિ સાથે વિસ્મૃતિની અણમોલ ભેટ આપેલી છે. અને બીજું, આગમન સાથે ગમન પણ ના હોય તો? પૃથ્વી પર ભાર વધી જાય અને દરેક કુટુંબમાં એક સાથે કેટલી પેઢી?!! માટે ઇશ્વરે બેલેન્સ કરવા માટે જીવન-મૃત્યુની ઘટમાળ સુંદર રીતે ઘડી છે. માટેજ મૃત્યુને સ્વીકારો.

તમે મરી ગયા છો એવી કલ્પના જો તીવ્રતાથી કરી શકો તો મગજમાં રહેલું ગુમાન ઘટી જશે. તમે વાસ્તવિક્તાની ધરતી પર જીવી શકશો. ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશેની સમજ અપનાવીને શેષ જીવનને ઉત્સાહભર્યુ બનાવવાથીજ જીવન અને મૃત્યુ ઉત્સવ બની જશે. જીવનને વહેતુ રાખીને મૃત્યુને સાર્થક બનાવવાનો પ્રયત્ન એટલેજ આત્મજ્ઞાન, જાગરૂકતા. આ આત્મજ્ઞાન થકી સંસારમાં તમારે જે કર્મો કરવાનાં છે તે ઇશ્વરને સાક્ષી રાખીને કરવા જોઇએ. જેથી બીજા જન્મે તે લઇ જવા ના પડે. કારણકે કર્મ એજ જીવન છે. શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે, કર્મ કરવામાં, કર્મ ભોગવવામાં ઇશ્વરને સાક્ષી રાખો. તમામ કાર્યો તેને અર્પણ કરો. પછી જીવન અને મૃત્યુમાં કોઇજ ભેદ નહીં રહે. હર પળ એક ઉત્સવ બની જશે.

આપણે આત્મા અને પુનર્જન્મમાં માનતા હોઇએ અને એક સામાન્ય દ્રષ્ટિકોણથી વિચારીએ તો લીલીવાડી જોઇને મરનાર પાછળ ઉત્સવ એટલેઃ લાડુ-મિઠાઇનું જમણ, પુણ્ય-દાન કરવું, મરનારને ગમતાં વિધિ-વહેવાર કરવા, મરનારને ગમતાં ભજન-ધાર્મિકવિધિ કરવી, મરનારને ગમતી વાતો વાગોળવી, મરનારે આપેલ સંસ્કાર-વારસો જાળવવા પ્રયત્નશીલ રહેવું, તેમણે ચીંધેલા રસ્તે ચાલવું, કુટુંબના વડીલનાં મૃત્યુ બાદ થનાર વડીલે કુટુંબનાં અન્ય સભ્યોની કાળજી રાખીને મૃતાત્માને શાંતિ મળે એ માટે પ્રયત્નો કરવા. મરનારને યાદ કરીને રોક્કળ ના કરવી. તેના આત્માને મુક્તિ મળે તે માટે તમે તેને છોડશો તો જ તે ઉર્ધ્વગતિને પામી શકશે અને મૃત્યુ મંગલમય બની શકશે. જો તમે માનતા હો કે મરણ બાદ મૃતાત્મા આજુબાજુ ફરતો હોય છે, તો લાગણીનાં બંધનમાં બાંધીને દુઃખી શા માટે કરવો? મૃત્યુનો સહજતાથી સ્વીકાર અને મરનારની ઇચ્છાઓની પૂર્તિ એટલેજ ઉત્સવ.

મણકો ૮ પદમાં-કાન

આજનો વિષય ‘લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે’ પ્રથમ આપણે લીલી વાળીને સમજીએ.લીલીવાડી એટલે આપણા ઉધ્યાનમાં એકએક મોટા વૃક્ષથી માંડીને નાનામાં નાના છોડવા ,વેલીનો પૂર્ણ વિકાસ થયો હોય.ફળ ફૂલથી ઉભરાતું ઉદ્યાન. તેને જોતા મનને આનંદ થાય છે.એવી જ રીતેજીવન ઉદ્યન્મા આપના પરીવાર્ માં એક સંસારિક સુખ જોઈએ તે બધું મળ્યું છે,પુત્ર પોત્ર પ્રપોત્ર દોહિત્ર બધાની પ્રગતિ સારી થઈ રહી છે.ઘરમાં બધા પ્રેમ લાગણીથી હળીમળીને રહે છે.આવા પ્રેમ સભર ઉદ્યાનને નીરખતા ક્યાય કશી ઉણપ વર્તાતી નથી.આપણું કર્તવ્ય બરાબર બજાવ્યું છે.એમ સંતોષ માને છે.હવે કોઈ ઇચ્છા બાકી નથી રહી એમ લાગે છે.

આપણું જીવન એક યાત્રા છે.યાત્રા દરમ્યાન ઘણા બધા મુસાફરોનો મેળાપ થાય છે.સગા સંબંધી મિત્રો વગેરે .અનેક જન્મોના કર્માનુસાર આ દેહ આપણેને મળે છે.તેમાં જેનાથી લગાવ થાય છે તેનો અર્થ્કે કે તે વસ્તુ કે વ્યક્તિ આપણને ગમે છે ને ગમવું એટલે એક આનંદની અનુભૂતિ તે કરાવે છે.’જીંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો’ અહિયાં કમાઈ એટલે પેસો નથી. તમને બધાનો પ્રેમ કેટલો મળ્યો છે/સારા કામ કેટલા કર્યા છે, અહિયાં લેનદેનીનો સંબંધ મોટો છે .આને લગતી કહેવત લેણું હોય તો લાકડાથી ય લેવાય. નહિ તો માથાના વાળ પાથરો તોય કહેશે કે મને ખુંચે છે.જીવન દરમ્યાન બધાની સાથે સારું રાખવું શક્ય નથી પણ સમજદારીથી જીવનનો કોયડો ઉકેલવા પ્રયત્ન કર્યો હશે તો જીવનમાં બાદબાકી કરતા સરવાળાનું પલ્લું ભારે હશે. આ પરિસ્થિતિને પણ આપણે લીલી વાડીનો એક હિસ્સો કહી શકાય.વળી એક દેહ રૂપી વાડી છે.તેને યમ નિયમમાં રાખી તંદુરસ્ત રાખી હશે તો તમારી જીવન સંધ્યાખીલી ઉઠશે.તે પણ તમે અમુક સમય સુધી માણી શકશો .કારણ કે ગીતાના કથન અનુસાર દેહ નાશવંત છે ને આત્મા અમર છે.એટલે દેહના મૃત્યુથી મારી યાત્રા તો વણથંબી ચાલુ જ રહેવાની છે તો આ કાયા ક્યાં સુધી સાથ આપી શકશે/ ને આ વિચાર આવતા તરત જ કોઈની પ્રાર્થનામાં સાંભળેલું ભજન યાદ આવે છે નેને તેનો મર્મ સમજાય છે, શબ્દો છે

‘’પંખીડાને આ પીંજરું જુનુજુનું લાગે રે ,બહુ રે સમજાવ્યું તો યે પંખી નવ પીંજરું માંગેરે’’

નેઅહિયા મૃત્યુ એ ઉત્સવ બની જાય છે.અહિયાં મૃત્યુમાં જનારને જીવવા કરતા જવાની તાલાવેલી લાગી હોય એક નાના બાળકની જેમ હઠ લીધી હોય તેમાં જ તેનો આનંદ વર્તાય છે. તેના આપ્તજનોને તેના વિયોગનું દુખ જરૂર થાય છે પણ વાતાવરણમાં દુઃખનો કકળાટ જોવા નથી મળતો.ને જેવી પ્રભુની મરજી ,પ્રભુને ગમ્યું તે ખરું એ શબ્દોના સહારે મનને સમજાવે છે.,નેસ્વીકારી લે છે.એક દીકરીને સાસરે વળાવતા તેના વિયોગ નું દુખ સાથે સાથે દિકરીતેના નવા સંસારમાં પગરણ માંડી રહી છે,તેની ખુશી અનુભવાય છે .થોડું જુદું પણ થોડું એવું આપણા સ્વજનની વિદાય વેળાએ અનુભવીએ છીએ.

છેલ્લી એટલે આપણા આત્મારામની વાડી છેલ્લો મુકામ/ અમારા પૂજ્ય બાપુજી જેની પાસે અમે બાળપણમાં શિક્ષા લેવા જતા હતા .એક દિવસ તેમના થોડા શિષ્યો સાથે આળંદી ગયા.નિત્ય ક્રમ મુજબ બાપુજી હમણાં ધ્યાનમાંથી ઉઠશે એમ સમજી બધા તેમની રાહ જોતા બેઠા હતા .થોડો સમય વીતી ગયો.બધાના મનમાં શંકા ઉઠી ને બારણું તોડ્યું ને જોયું તો બાપુજી ચાદર ઓઢીને ચીર નિદ્રામાં પોહી ગયા હતા. વળી જૈનમાં ઘણા સંથારો એટલે કે અન્નજળનો ત્યાગ કરી પ્રભુનું નામ સ્મરણ કરતા કરતા દેહ છોડે છે. એ બધું શું સૂચવે છે? ખરેખર /તે જીવ તો તેની અંતિમ ઈચ્છા પૂરી કરી ઉત્સવ મનાવે છે. ત્યાં બીજું કોઈ જ નહિ .

ફક્ત હું ને તું ,તું ને તું જ્યમ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.
એકએક બુંદ અભિષેક મંત્ર જાપ થકી
પ્રેમ ભક્તિથી ભીંજવી હૃષ્ટપુષ્ટ કીધી
આત્માની લીલી વાડી નિહાળી
પાછુ ના જોઉં હું વળી વળી લળી લળી
હું તો ઉત્સવ મનાવવા ચાલી

મણકો ૯ તરુલતા મહેતા

પ્રકુતિમાં વસંતનો ઉત્સવ પછી પાનખરનો ઉત્સવ ઉજવાય તેનો નજારો મને અમેરિકામાં આવ્યા પછી વીસેક વર્ષો પૂર્વે હું નોર્થ કેરોલીનામાં હતી ત્યારે જોવા મળેલો,’ફોલ’ના સોંદર્યને જોવા આવતા પ્રકુતિ પ્રેમીઓથી અમારી મોટેલના બધા રૂમો ભરાઈ જતા.પછી લાલ ,મરુન,પીળા રંગબેરંગી ખરતા પાનને જોઈ થતું કે વૃક્ષો આંસુ સારે છે કે શું? ના,ના,એ તો મારી ભ્રમણા,વૃક્ષોનો ઘડીક વિસામો, મોંનનો ઉત્સવ.નવાની તેયારી.,બસ મારો અંત પણ મોંનનો ઉત્સવ, અરે પ્રેમસમાધિમાં પણ મોન જ હોય છે ને! આપણા સંતાનોની સુખી,લીલીછમ વાડીને લેહરાતી જોઈ ,એટલું જ નહિ સ્વની જન્મ,બાળપણ,યુવાની અને જરા અવસ્થાની લીલીછમ વાડીમાંથી ખટમધુરાં ફળોનો આસ્વાદ માણ્યા પછીનો તૃપ્તિનો ઓડકાર એટલે મુત્યુ,મંગલકારી મહાપ્રયાણ,આ હું લખી રહી છું,ત્યારે મૃત્યુ વિષેના ચિતન ઉપર વેદઉપનિષદથી આજ સુધીના બઘા જ ફિલોસોફરે લખેલી વાતો મારા મનમાં સાગરના મોજાની જેમ ઉછળે છે.પણ હું અંગત રીતે અંતઘડીએ શું કરીશ?આ માયા,મમતાના મૂળીયાને મૃત્યુ તો એક ઘાએ કાપી દેશે,ત્યારે કોઈની વાત યાદ આવશે? મેં પ્રભુની કુપાથી આનદપૂર્વક જીવન પસાર કર્યું,જન્મ ,લગ્ન ,સંતાનપ્રાપ્તિ એમ ઉત્સવોની પરમ્પરા ઉજવી.મારા અંતરઆત્માને સતત જગાડું છુ કે જાગ,નામ તેનો નાશના સત્યને પામવાના સૌથી નિરાળા અનુભવ માટે જાગ.એક રહસ્યમય,રોમાંચક ઉત્સવને માણવા જે લીલી વાડી છે તેને ત્યાગીને ભોગવ.ટ્રેન ઉપડે ત્યારે બઘુ છૂટી જાય છે.બીજે જવાનો આનદ મનમાં થનગને છે.જે આશા અને ઉલ્લાસથી જીવન ઉજવ્યું છે તેવા હકારાત્મક અભિગમથી અંતિમ ઉત્સવ ઉજવાય તો કેવું રૂડું! હવે મારા મનને પ્રશ્ન પૂછું કે કોઇપણ પરિસ્થિતિમાં આનંદ ક્યારે મળે?’ હું ‘ પણું કર્તા ભાવના અહમને છોડી આવનાર દરેક પળને આવકારી લઉં,સહજતાથી પળને કાર્ય -કારણ કે ફળની અપેક્ષા વિના પસાર થવા દઉં. અંતિમ સમયના અનુભવની સાધના
માટે તે જ કેડી છે.ખૂબ સાંકડી ,નિરવ ,એકલ પંથી ,સ્વયં પ્રકાશિત.આ ઉત્સવ વિયોગી થયેલા જીવનો,આત્માનો પરમાત્મા સાથેના મિલનનો. એમ તો લગ્નનો ઉત્સવ પણ મિલનનો છે,પણ ઉજવણીમાં ભેદ છે.આ અંતિમ ઘટનાની ઉજવણી સોએ સ્વની સાથેના જોડાણથી કરવાની છે.ના બંધુ ,ના મિત્ર,ના માતા કે પિતા કે ગુરુ,બસ એક અપાર શાંતિ,અનંત સમય અને સનાતન સત્યમાં નિ :શેષ ભળી જવાનું ,વિલીન થઈ જવાનું.મર્યાદિત સમયની જાવનયાત્રા અનંત સમયમાં પાણીમાં દોરેલી રેખાની જેમ ભળી જાય.જન્મનો એક માર્ગ પણ મુર્ત્યુ ના અગણિત.જ્યાં વાચા,ચક્ષુ આદિ પાંચે ઇન્દ્રિયોનો વિરામ ત્યાં એના અનુભવને કોણ કહી શકે? ગમે તેટલું કહેવાય પણ અપૂરતું,પ્રેમના વિષે દુનિયા બધાના કવિઓ ,સર્જોકોની કલમ પુરતું કહી શકી નથી,મુતત્વ ઇન્દ્રિયાતીત પરમાત્મા સાથેના પ્રેમની અંગત ગોષ્ઠી , અનંત,અલોકિક પ્રેમનો તાતણો,અદીઠ અગોચર સ્થૂળમાંથી સુક્ષ્મમાં સરી જવાનો ઉત્સવ.એ તો શબ્દાતીત!

કેવો સરસ ભાવ મનમાંથી ઉઠે છે,પણ આ શરીરની પીડા ફરિયાદો કરે છે,ઘડી ઘડીએ મનને પીડામાં ખેચે છે,કેમ જાણે પીડામાં મધ હોય તેમ મનરૂપી મધમાખી ત્યાં જ જાય છે.ઘડીક પહેલાના ડહાપણને કોરે મૂકી દે છે.પયગંબરો ,ફિરસ્તાઓ ,સંતો મહાત્માઓ શરીરને જડ માની વેદના ,પીડાને સહન કરી પરમતત્વને પામે છે.પણ હું તો અતિ સામા ન્ય,રમતમાં વાગે લોહી નીકળે દુઃખ સહન ના થાય એટલે ‘ઓ’મા,’ઓ ‘ પ્રભુ પોકારું,મારી મા માંદગી છતાં લાંબી જીવનયાત્રામાં કયા સહારે હસતી રહેતી હતી.જયારે કોઈ એમની પાસે જાય ત્યારે વહાલ કરી મીઠું હસે.વિસ્મુતિને કારણે પોતાના -પારકાનો ભેદ ભુંસાઈ ગયો હતો.બઘાને જય શ્રી કુષ્ણ કે જે સાઇ કે પછી જે મહારાજ કહી પ્રેમથી બોલાવે,સંપૂર્ણ પ્રભુને શરણાધીન,જ્યાં બુઘ્ઘી ,તર્ક ,દલીલ કે સાયન્સ કે ટેકનોલોજી પાસે શરીરની વેદનાને પાર કરવાનો રસ્તો નથી ત્યાં પ્રભુની શરણાગતિની હુંફાળી છાયા પરમાનદનો અનુભવ કરાવે.મિત્રો ,મીની ડેથ જેવી રાત્રીની નિદ્રાને ટાણે માયાની પળોજણને અલવિદા કહી સ્વમાં લીન થવાનો રિયાઝ કરીએ ,નિરવના ઉત્સવનો નિ :શબ્દ આનંદ માણીએ તો કેવું.વિરામ ખરો, પૂર્ણવિરામ પરમાત્માને આઘીન.


 મણકો ૧૦ ડૉ ઇંદુબહે્ન શાહ

 જે જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત છે.જન્મદિન સાથે, મૃત્યુ દિન વિધાતાએ લખી દીધેલ છે.ભીષ્મ પિતા જેવા કોઇ વિરલ વ્યક્તિ ઇચ્છા મૃત્યુ પામી શકે. બાકી કહેવત છે.તેમ “પાચમની છઠ કોઇ કરી શકતુ નથી”.

૨૮/૬/૧૪ ના આપની ઇ મેલ મળી તેજ દિવસે સવારે ૫ વાગે મને મારા મોટા બનેવીના દુઃખદ અવસાનના સમાચાર મળ્યા હતા. ૮૬ વર્ષની ઉંમર ચાર પેઢીનો પરિવાર સેવામાં હાજર હતો.બધાની સેવા ચાકરી પામ્યાના પૂર્ણ સંતોષ લઇને ગયા, લીલી વાડી દીકરીની દીકરીના દિકરા, દીકરીના દિકરાના દીકરાને જોયા. છેલ્લી ઘડીએ બધાની હાજરી,ગીતા ૮મા અને ૧૫મા અધ્યાયનું સતત વાંચન,સ્મશાન યાત્રામાં એજ વાત,આવું મૃત્યું તો નસિબદારને જ મળે.ઉત્તર ક્રિયા વિધીસર થઇ, ૧૨માં, ૧૩માંનો જમણવાર થયો.લીલી વાડી જોયા પછીનું મૃત્યું ઉત્સવ છે. જરૂર ૧૫ દિવસ સુધી ઉત્સવ જેવી જ ઘરમાં ચહલ પહલ,ઘરના સૌના મુખ પર પરાણે આછેરુ સ્મિત આંખમાં કરૂણા, દુઃખ કે અસહાયતાના ભાવ, દુનિયા ન પારખી શકે,તે સ્વાભાવિક છે, તેઓ તો વ્યવાહરીક ફરજ અદા કરવા આવ્યા હોય,બે હાથ જોડી જૈ શ્રી કૃષ્ણ કરી પ્રાર્થના સભામાં હાજરી આપી કે બેસણામાં હાજરી આપી, બે ચાર સારા વાક્યો બોલી,જૈશ્રી કૃષ્ણ કર્યા,ઊભા થયા, સૌ સૌના રોજીંદા વ્યવસાયમાં, લાગી જાય.

જે વ્યક્તિ પત્નિ પતિના મૃત્યું બાદ, કે પતિ પત્નિના મૃત્યું બાદ જીવે છે, તેના અંતરના ભાવ કોઇ નહીં જાણી શકે, જેણે ૫થી ૬ દાયકા એકબીજાની હુંફમાં વિતાવ્યા હોય, હવે એકલા રાત્રી કેમ વિતાવશે,થોડા દિવસ પુત્રના ઘેર,થોડા દિવસ એક પુત્રી સાથે, થોડા દિવસ બીજી સાથે એમ દિવસો પસાર કરશે, પણ ક્યાં સુધી? આ જમાનામાં કોઇની પાસે એટલો સમય નથી. સૌને પોતાના પરિવાર પ્રત્યેની ફરજ નીભાવવાની હોય છે.જે વ્યક્તિ પાછળ રહે છે. પતિ કે પત્નિ અત્યાર સુધી સ્વતંત્ર જીંદગી જીવ્યા છે, પોતાની રીતે,એને એ જ રીતે બાકીનુ જીવન વિતાવવા દેવું જોઇએ,નિજા આનંદમાં રહે, પોતાની લીલી વાડીનો આનંદ માણે,વડીલ તરીકે પોતાના અનુભવો બધાને પ્રસંગે વહેંચે જરૂર, પરંતુ અજાણતા પણ નવી પેઢીની રહેણીકહેણીમાં દખલ ન કરે.તો બસ લીલી વાડી સદા બહાર મઘમઘતી રહેશે.

પાછળ રહેલ વ્યક્તિ અંદર સોસવાય(જેને Internal Dipresipresion કહેવાય છે) નહીં તેનું ધ્યાન દિકરા દીકરીએ રાખવું જરૂરી છે,પેલા ૬ મહિના ઘણા અગત્યના ગણાય છે, સાયકોલોજીસ્ટ તથા સાયકાટ્રિસ જરનલના સ્ટડિ મુજબ, આ સમય દરમ્યાન તે વ્યક્તિને એકલી નહીં પડવા દેવાની, તેની મનપસંદ ઇતર પ્રવૃતિમાં વ્યસ્ત રહે તેવી સગવડતા કરી આપવાની દાખલા તરીકે વાદ્ય સંગીત,વોકલ સંગીત,ચિત્રકળા, ભરત ગુંથણ કળા, રસોય કળા વગેરેમાં ઇનવોલ્વ કરવા પ્રયત્ન કરવાનો શરૂઆતમાં નકારાત્મક જવાબ મળશે,”બેટા હવે મારે કેટલુક જીવવાનું છે? બહોત ગઇ થોડી રહી,”વગેરે છોડી નહી દેવાનું પ્રયત્ન ચાલુ રાખવાના, પ્રોસ્તાહન મળે તેવા સમાચાર આપતા રહેવાના,ક્લાસિસ શરૂ કરાવવા ફી ભરી દેવાની, અને જોતજોતામાં મા,પિતા, દાદી, દાદા કેટલા આનંદ સાથે નવું નવું શીખતા રહેશે.પોતાનો નિજાનંદ મિત્રમંડળ અને પરિવારમાં વહેચશે.

હવે એક બીજા મત્યુની વાત, એ મૃત્યુ,પ્રખ્યાત સેવાભાવી ડોનુ ત્રણ દિકરા એક દીકરી કોઇની હાજરી નહીં, સૌ વધુ અભ્યાસ માટે પરદેશમાં, ફક્ત જીવન સંગીની હાજર,માસિવ હાર્ટ એટેક,જીવન દોરી તુટી.ત્રણ દિવસ નિસ્ચેત પાર્થિવ દેહ મોર્ગમાં રહ્યો, સૌ પરદેશથી આવ્યા,સ્મસાન યાત્રામાં આખું ગામ,બધાના મુખે એક જ વાત, ભગવાન આવા અમારા સેવાભાવી દાક્તરની તને શું જરૂર પડી? હશે સારા માણસની કદાચ દેવોને પણ જરૂર પડતી હશે.ભલે ચાર પેઢીની લીલી વાડી નથી,આખુ ગામ જેનો પરિવાર છે,તેનુ મૃત્યું પણ મારા મત મુજબ ઉત્સવ જ ગણાય.

જે વ્યક્તિના મૃત્યુ પાછળ હજારો અશ્રુ સારે તે સાર્થક જીવન જીવી ગયા.

દરેક મૃત્યુ જીવનની અંતિમ યાત્રાનો ઉત્સવ જ છે. તમે સહમત છો?

મણકો ૧૧ ફુલવતી  શાહ

” લીલી વાડી પછી નું મૃત્યું તો ઉત્સવ છે. ” આ શીર્ષક ઉપર ઘણું બધું લખાયું અને આપણે વાંચ્યું પણ ખરું. મને કંઈક જુદો વિચાર આવે છે. આ ઉત્સવનો અનુભવ કોને થવાનો છે? ઉત્સવ મરનાર વ્યક્તિ માટે કે તેની આસપાસ સંકળાયે વ્યક્તિઓ માટે ? જ્યાંરે ચારે બાજુ પુત્રો, પુત્રવધુઓ ,પુત્રીઓ ,જમાઈઓ ,પૌત્રો,પૌત્રિઓ,દોહીત્રા તેમજ ભાઈ ભાંડુઓ નાં કુટુંબીજનો આનન્દ કિલ્લોલ કરતાં હોય , ઘરમાં મહેમાનોની આગતા સ્વાગતા થતી હોય ,ઉદાર હાથે દાન દક્ષિણા અપાતી હોય અને વડીલ માટે સૌના દીલમાં પ્રેમ અને માન હોય ત્યારે સ્વપ્નામાં પણ કોઈ મારવાનો વિચાર કરે ખરો ? આવા આનંદિત વાતાવરણ માં વડીલ વિદાય લે તો તે પણ શાંત જળ માં પત્થર ફેંકી ઉત્પાત પેદા કરવા જેવું ગણાય .સૌના આનંદ માં વિક્ષેપ પડશે. આને ઉત્સવ કેમ મનાય? વર્તમાન પરિસ્થિતિ આનંદિત હોય ત્યારે મૃત્યુંનો વિચાર આવે તે પણ યોગ્ય નથી . માણસને ખબર નથી કે મૃત્યુ ક્યારે આવશે? અથવા તો મૃત્યુ બાદ જીવાત્મા ની શું પરિસ્થિતિ હશે એ પણ એને ખબર નથી. કોણ માતાપિતા મળશે,કેવું કટુંબ હશે, કે કેવો જન્મ મળશે તેનું કઈ જ જ્ઞાન નથી .નવી જીંદગી નવો દાવ. ફરી એકડો શીખવાનો. આવા અનેક પ્રશ્નો માનસિક ઉદ્ભવતા હોય.આનાં કરતા ચાલુ પ્રવાહ માં આનંદિત જીંદગી જેટલી જીવાય તેટલી સારું. એને જ ઉત્સવ મનાય . એ સમય જ તે વ્યક્તિ તેમજ તેમના કુટુંબ માટે સાચો ઉત્સવ છે.

હું નાની હતી ત્યારે મારા માતુશ્રી સાથે એક ભજન ગાતી હતી.તેની એક ટુંક અહી લખું છું.
” પળ વાર જ મોત તું થોભ ભલા , મરવું મુજને હજી નાં ગમતું
. નીરખી બધી આશા હજી નાં લગી, નીરખું તુજ ચક્ર શિરે ભમતું…..પળવાર .”
પરંતુ લીલી વાડી ને બદલે વીખરાયેલા વનમાંથી પસાર થતી વ્યક્તિ ને મૃત્યુ આશીર્વાદ સમાન લાગશે. શારીરિક શક્તિ હણાઈ ગઈ હોય, સાર સંભાળ લેનારા દુ:ખ જોઈ નાં શકતા હોય, શારીરિક, માનસિક અને આર્થિક પરિસ્થિતિ અનુકુળ નાં હોય , આસપાસ નાં લોકો તુચ્છકાર કરતા હોય તેવે સમયે મૃત્યુ એ સાચો ઉત્સવ છે. મરનાર વ્યક્તિ દુ:ખ માંથી છૂટે છે અને તેની સાથે સંકળાયેલા પણ વિશ્રામ અનુભવે છે. સ્વજન ગુમાવ્યાનો શોક જરૂર થશે ,આખોમાંથી આંસુ ટપકશે છતાં એ મૃત્યું મરનાર માટે ઉત્સવ છે.અને સ્વજનો એ પણ પોતાનું આત્મીયજન દુ:ખ મુક્ત થયાનો સંતોષ માનવો જોઈએ.વાસ્તવિકતા એ છે કે મળેલા અમૂલ્ય જીવનનો લાહવો જેટલો આનંદ પૂર્વક લેવાય તેટલો બધા સાથે મળીને લો અને મૃત્યુની બીક ન રાખો. દરેક જન્મેલાને મારવાનું છે જ. એ જ્યારે આવે ત્યારે આનંદ પૂર્વક વધાવો .

મણકો ૧૨ હેમાબહેન પટેલ

મા વસુંધરા સાથે આપણો નાતો ઘહેરો છે, માટે જ વારંવાર અહિંયાં આવન-જાવનચાલતુંરહેછે. શાસ્ત્રોએકહ્યુંએમમાનીએતોજો૮૪લાખફેરાહોયતોઆપણેપણદરેકયુગસાથેજોડાયેલાછીએ. આપણેકદાચસતયુગમાંહતા, ત્રેત્રાયુગમાંહતા, દ્વાપરયુગમાંહતાઅનેકલીયુગમાંપણછીએ.આત્માપરમતત્વનીશોધમાંનીકળ્યોછે,આત્માનીસફરનોકોઈઅંતઆવતોનથી.તેનીઆ યાત્રામાંકંઈકેટલાયશરીરધારણકરવાપડેછે.જ્યાંસુધીઆત્માનુલક્ષ્યપુરુનથાય,મુક્તિનમળેત્યાંસુધીઆત્માનીસફરચાલતીરહેછે,વારંવારજન્મ- મૃત્યુના ચક્રમાં ફસાયેલારહીએછે.આત્માનીઆગળનીસફરમાટેમૃત્યુજએકરસ્તોછે. માટેતોભગવાનેજન્મ-મૃત્યુનોક્રમબનાવ્યોછે.

આપણેજ્યાંજન્મલીધોછેતેધરતીએમૃત્યુલોકહોવાથી .જેજીવજન્મલઈનેઆવેતેનેમૃત્યુઅવશ્યહોયજ. મૃત્યુનેકોઈટાળીનશકે. મૃત્યુનિષ્ચીતહોવાછતાંપણદરેકમનુષ્યમૃત્યુથીડરેઅનેઘભરાયછે. મૃત્યુકોનેગમે ? છતાં પણજેઆવ્યાછેતેનેએકદિવસચોક્ક્સજવાનુજછે.આસનાતનસત્યદરેકેસ્વિકારીલેવુજોઈએ. મનુષ્યએજન્મલીધો, આસંસારમાંઆપણોપરિવારપણછે, પરિવારમાંમાતા-પિતા, પતિ-પત્ની,સંતાનદરેકએકબીજાસાથેમાયાથીબંધાયેલારહેછે.દરેકસદસ્યએકબીજાનાસુખ-દુખનીલાગણીઅનુભવે.નાનામોટાદરેકપ્રેમબંધનથીબંધાયેલાહોય, એકબીજામાટેસદભાવહોય,એકબીજાનાશુભેચ્છકહોય, જ્યાંનથીવેરઝેર, નથીકોઈરાગદ્વેશ, પરિવારમાં સુખ-શાંતિ,ખુશી-આનંદ હોય તે ઘર ખરેખર સુખી પરિવાર છે.સંસારની આ લીલીવાડી છે.આ લીલીવાડી ખરેખર તો સંસારી માયાજાળનો મોહ સીવાય કંઈ નથી.ઈશ્વરે પુરુ જગત માયાથી રચેલ છે,માટે જ આપણે માયાજાળમાં ફસાયેલા છીએ માયામય જગતમાં તેના પ્રભાવથી કોઈ ન બચી શકે એ સ્વભાવિક છે.

આપણે જાણીએ છીએ દરેકને ઈચ્છા મૃત્યુ નથી મળતું, હા ભિષ્મપિતામહને ઈચ્છા મૃત્યુ વરદાન પ્રાપ્ત હતું અંતિમ સમયે બાણસૈયા પર સુતેલા છે. લોહી લુહાણ શરીરની પીડા, જે કષ્ટ હતું, શરીર યાતનાથી પીડાઈ રહ્યું છે.છતાં પણ મનની અંદર સતત ઈશ્વર ચિંતન ચાલી રહ્યુ છે. શ્રી ક્રિષ્ણ સામે ચાલીને તેમને મળવા માટે આવે છે. ભિષ્મપિતાએ શ્રી ક્રિષ્ણને પ્રાર્થના કરી છે, અંતિમ દર્શન કરીને આત્મા અનંતનની સફરે નીકળી પડ્યો.ભિષ્મપિતાએ લીલીવાડી નથી જોઈ, તેમની જીવનની વાડીમાં તો રાજ સિંહાસન માટે કજીયા-કંકાસ હતા અને આખરે દુનિયાનુ સૌથી મોટું યુધ્ધ લડાયું. આ માણસની શું મનઃસ્થિતિ હશે તેની કલ્પના પણ ન કરી શકીએ.પરંતું તેમનુ મૃત્યુ અંતિમ સમયે ઈશ્વર દર્શન પામીને મહોત્સવ બની ગયું.અંતિમ સમયે પરમાત્માનુ સ્મરણ થાય અને પ્રાણ તનમાંથી નીકળે તો તે મૃત્યુ ઉત્સવ બનીને ભવ્ય બની જાય.કેટલા બધા અપવાદ છે જેણે સંસારની લીલી વાડી નથી જોઈ છતા પણ તેઓનુ મૃત્યુ ઉત્સવ બન્યુ છે. મીંરા તો લીલી વાડી છોડીને કિષ્ણ પ્રેમમાં સાધુ સંગ ચાલી નીકળ્યા છે. પત્નીનુ મૃત્યુ થતા નરસિંહે ગાયું “ભલુ થયું ભાગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાળ “.ગોરા કુંભારે ક્રિષ્ણ સ્મરણમાં માટીની સાથે પોતાના બાળકને પણ ગુંદી નાખ્યું હતું .જલારામબાપા પ્રભુની સેવામાં તેમની પત્નીને આપવા માટે પણ તૈયાર થયા, આ છે ભક્તોને જીવન જીવવાની એક મોજ, તેમનો આનંદ. તેમના માટે ઈશ્વર તેમની લીલીવાડી છે.જેને સંસારી મોહ માયાની પડી નથી, ઈશ્વર શરણ સ્વિકાર્યુ છે તેને મૃત્યુનો ભય નથી, અનંત અવિનાશી લીલીવાડીનુ ચિંતન કર્યુ છે જે ક્યારેય મુરઝાવાની નથી તેને સંસારની લીલીવાડી તુચ્છ લાગે. છે.

ઈચ્છા મૃત્યુ નથી મળતું પરંતું અંતિમ સમયે દરેકને મનની અંદર કોઈ ને કોઈ ઈચ્છા જરૂર હોય જ. જેમ ઈચ્છા મૃત્યુ દરેકને નથી મળતું તેમ દરેકને માગ્યું મોત પણ નથી મળતું. કોઈ કોઈ દેશમાં સરકાર માગ્યું મોત માટે મંજુરી આપે છે.કોઈ વ્યક્તિને એવી બિમારી હોય તેમાં અસહ્ય પીડા અને વેદના ભરેલી હોય, બિમારી લાંબી ચાલે તે તેને સહનન કરી શકે ત્યારે મોત માગે, આવા સમયે તેને ન સંસારની લીલી વાડી દેખાય કે ન શાંતિથી ઈશ્વરને યાદ કરી શકે.શરીરની બિમારીને લીધે મન કંઈ પણ વિચારવા શક્તિમાન ન હોય તન-મન બંને નબળા પડી ગયા હોય.શારિરીક અને માનસિક બંને રીતે પીડાય, સહનશક્તિની હદ આવી ગઈ હોય ત્યારે આવી વ્યક્તિ મૃત્યુની યાચના કરે, મોત માગે ત્યારે તેને હોસપિટાલમા ઈન્જેક્શન આપીને તેની દુખી જીંદગીનો અંત લાવવામાં આવે છે. શરીરની પીડામાંથી મુક્તી મળી જાય તેના માટે તેનુ મૃત્યુ એક મોટો અવસર જ કહેવાય.તે ઉત્સવ બની જાય. આ અપવાદ રૂપ છે.

આપણા જેવા સામાન્ય માણસો માટે તો આપણે પરિવારને અગત્યનો માનીએ છીએ. ઈશ્વર ચિંતન થતું હોય પરંતું સાથે સાથે પરિવાર તરફ જે ફરજો છે તે નિભાવવી પડે. ફરજો અને આપણો ધર્મ નિભાવતાં સાથે સાથે પ્રભુ ભજન કરવાનુ છે કઠીન કામ છે પરંતું નામુમકીન પણ નથી આ જગતમાં કશું અશક્ય નથી.માટે જ અંતિમ સમયે મૃત્યુને સુંદર બનાવવા માટે આપણે મૃત્યુના દેવ શીવજીને પ્રાર્થના કરીએ છીએ

ૐ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ

ઉર્વારુકમિવ બન્ધનાન મૃત્યોર્મૃક્ષીય મામૃતાત

અર્થાત –

“ હે ત્રણ નેત્રવાળા ( મૃત્યુંજય શંકર ભગવાન ) અમે આપનુ પૂજન કરીએ છીએ.

જેમ પાકું થઈ ગયેલ ફળ આપોઆપ વૃક્ષ પરથી ડીંટામાંથી તૂટી પડે છે તેમ અમને પણ

અમારું કાર્ય પુરું થયે લઈ લેજો. આપની કૃપાથી મૃત્યુથી મુક્ત થઈ અમૃતમાં વિલિન થઈ જઈએ.”

સાચા અર્થમાં ખરેખર આ તો લીલી વાડી છે.

અંતિમ સમયે બસ એકજ ઈચ્છા હોય પરિવારમાં બધાં સંપીને શાંતિથી રહે.એકતા અખંડ રહે. સુખ-દુખમાં બધા સાથે મળીને એક્બીજાને સહાય કરે.એકબીજાના શુભેચ્છક બને.એક બીજા માટે પ્રેમ ભાવ હોય.જે પરિવારને પ્રેમ અને સંસ્કારોનુ સિંચન કરીને એક દોરીથી બાંધી રાખ્યો છે તે હમેશાં સુખી રહે.દરેકની મનની અંદર આ એકજ ઈચ્છા હોય આ તો સંસારની લીલી વાડી છે.તેને જોઈને મરનારની કોઈ ઈચ્છા બાકી નથી રહેતી.

લીલીવાડીપરદ્રષ્ટીપડેત્યાંજમનપ્રફુલિતથઈજાય,દિલમાંખુશીનીલહેરદોડીજાયઅનેઆત્મસંતોષથાય.આપણીજીવનવાડીજ્યાંપરિવારમાંપ્રેમભાવનહોયતોતેમનોસંસારશુષ્કબનીજાયઅહિયાંનજરકરતાંદિલમાંદુખસીવાયકંઈનમળે.અત્યારનોસમયએવોછેજ્યાંભાઈભાઈવચ્ચેમનમેળહોતોનથી, ઈર્ષાઅનેજલનતેઓનેશાંતિથીજીવવાદેનહી,આજોઈમાતા-પિતાનેમનમાંઅજંપોહોય. પોતાનાસંતાનહળીમળીનેપ્રેમથીસંપીનેરહેએવીદરેકમા-બાપઈચ્છતાહોય. માતા-પિતાકેદાદા-દાદીએક જઆશારાખે, તેમનીઆજ્ઞાનુપાલનથાય,માનસન્માનઆપે, પ્રેમથીમીઠાબેબોલબોલે.દરેકવ્યક્તિનેમૃત્યુનજીકહોયત્યારેપરિવારનીચિંતાસતાવતીહોયમારાગયાપછીબધાંકેવીરીતેજીવનસંભાળશે ?મારાગયાપછીમારોપરિવારવેરવિખેરતોનહીથઈજાય ને ? ખરેખરતોકોઈનાવીનાજીવનઅટકીનથીજતું. છતાંપણમરનારનેચિંતારહે.ઘરમાંકોઈનુમોતથાયત્યારેતેનીપાછળપરિવારશોકમનાવેકેમકેતેઓનેએકબીજામાટેમાયાહોવાથીતેનાચાલ્યાજવાથીદુખથાયછે.એમાણસહવેક્યારેયપાછુનથીફરવાનુ. જ્યારેમરનારમાણસમાટેએકઅનેરોઉત્સવગણાય, આત્માજુનુશરીરછોડીનેનવુંશરીરધારણકરવાનોછે.આત્માનેતેનીઆગળનીસફરમાટેમૃત્યુજએકરસ્તોછે. મોતસ્થુલશરીરનેઆવેછે, આત્માનેનથીઆવતું.

ધન-દોલત-સંપત્તિ,ગાડી-બંગલાથીઘરનીઅંદરક્યારેયસુખનથીઆવતુંસુખસમાયુંછેપ્રેમનીઅંદર.જ્યાંપ્રેમછેત્યાંહમેશાંશાંતિહોયછે. ‘Home sweet Home’ હોયત્યાંશાતિનીજઆશારખાયસમગ્ર સંસાર પ્રેમને આધારે ટકી રહ્યો છે.પરિવારમાંએક્બીજામાટેપ્રેમભાવએલીલીવાડીછે. પ્રેમવીનાનોસંસારએશુષ્ક, મુરઝાએલીવાડીસમાનછે. આપણાજેવાસામાન્યમાણસોનીલીલીવાડીબનેછેપ્રેમ , સંપ-એકતા,એકબીજામાટેમનનીઅંદરસદભાવનાપરિવારનેમજબુતબનાવીનેહર્યોભર્યોરાખેછે.

દરેકવ્યક્તિનેપોતાનાહાથમાંછેમૃત્યુનેઉત્સવબનાવવું , મહોત્સવબનાવવુ, ભવ્યબનાવવું. મનનેઅગાધશક્તિછે. મનનીશક્તિનોઉપયોગકરીએતોબધુંજશક્યછે. મનજેધારેતેકરવાશક્તિમાનહોવાથીઆપણુમૃત્યુઆપણેભવ્યબનાવીશકીએઅનેતેમોટોમહોત્સવબનીશકે.સંસારીમાયામાંથીમનનેથોડુંહઠાવીનેપરમાત્મામાંજોડીએતોઅંતિમસમયખરેખરઉત્સવથીકમનથી. ઈશ્વરનેએકજપ્રાર્થનાકરવાનીછે

ईतनातोकरनास्वामि, जबप्राणतनसेनिकले

गोविंदनामलेकरतबप्राणतनसेनिकले

चाहेगंगाजीकातटहो, चाहेकालिंदीकावटहो

मेरासांवरानिकटहो,जबप्राण …..

सिरपरमुकुटधराहो, मुरलीमेंसुरभराहो

तिरछाचरणधराहो,जबप्राण ….

चाहेब्रुंदावनकास्थलहो,मेरेमुखमेंतुलसीदलहो

विष्णुचरणकाजलहो, जबप्राण ……

यहीहैभक्तोंकीअरजी, खुदगर्जोंकीहैगरजी

आगेतुम्हारीमरजी, जबप्राणतनसेनीकले.

અંતિમસમયેઈશ્વરનેકરેલીઆપણીઆપ્રાર્થનાસાકારથાયતોમૃત્યુમોટોઉત્સવબનીનેભવ્યબનીજાય.

આત્માપરમાત્માએકથઈજાયપછીનજન્મનમૃત્યુ ,

શિવોહમ.શિવોહમ, શિવોહમ !

ૐશાંતિૐશાંતિૐશાંતિ.

 

2 Responses to “લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે.

 1. dinesh shah (dk) કહે છે:

  sundar majan lekho vachi khub aanand thayo.
  gaya ravivare mara banevilal nu 55 yers aavsan thayu. hu bahu dukhi hato.parantu temne to lili vadi joi pan na hati… parantu tamara lekh vanchi thodu samadhan thayu..ke mrutyu to nischint chhe. ko nu kyare ki khabar nathi…
  dinesh shah (dk)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.