તો સારુ –

 

 

Copyright © 2014 All Authors

http://shabdonusarjan.wordpress.com/

All rights reserved.

ISBN-13:

978-1496039149

 

ISBN-10:

1496039149

 

Your book has been assigned a CreateSpace ISBN.

 

અર્પણ

ગુજરાતી માતૃભાષા જેમને વહાલી છે

 

એમને સૌને

અનુક્રમણિકા

 • આભાર
 • કૃતજ્ઞતાની અભિવ્યક્તિ  .
 • મારું શમણું। ..
 • બેઠક – 1
 • અહેવાલ -6
 • વિજયભાઈ શાહ -9
 • કનુભાઈ શાહ -11
 • મેઘલાતા બેન -13
 • તરુલતા બેન -17
 • ચંદ્રિકાબેન વિપાણી -21
 • પદ્માબેન  કનુભાઈ શાહ -22
 • ફુલવતીબેન શાહ -25
 • વિનોદભાઈ પટેલ -28
 • રાજેશભાઈ શાહ -31
 • કલ્પનારઘુ  શાહ -33
 • પી.કે.દાવડા -36
 • જયાબેન ઉપાધ્યાય -38
 • હેમંત ઉપાધ્યાય -40
 • ભીખુભાઈ પટેલ -43
 • જયવંતીબેન પટેલ -46
 • પદ્માબેન  કાન્ત શાહ -49
 • વસુબેન શેઠ -51
 • કુન્તાબેન શાહ -54
 • પ્રમિલાબેન મહેતા -57
 • મધુરિકા શાહ -58
 • ગોવિંદભાઈ પટેલ -63
 • મારા અન્ય બ્લોગોની યાદી -65

 

આભાર

 

       

 

 

 

કૃતજ્ઞતાની અભિવ્યક્તિ:

 

  • કનુભાઈ શાહ (કનુકાકા અને પદ્મા માસી )  ગુજરાતી ભાષા કઈ રીતે લખી શકાય તે વિશેની સાદી અને સરળ  સમજ આપી.
  • મેઘલતાબેન મહેતા પ્રોત્સાહન આપ્યા બદલ.
  • વિજયભાઈ શાહ જેઓએ મારા સમગ્ર લેખન કાર્ય માટે — વિશેષ કરીને  ” શબ્દોનું સર્જન ” માટે મારી સાથે ને સાથે  રહી મને સતત માર્ગદર્શન અને આદર્શ પ્રેરણા અવિરત આપતા  રહ્યા ….
  • કલ્પનાબેન રઘુ શાહ અને રાજેશભાઈ શાહ સંચાલન માટે.
  • ડૉ રઘુ શાહ નો તસ્વીર અને વિડીઓ  માટે જેના વડે શોભા વધારી.
 • રાજેશભાઈ શાહ પ્રચાર અને પ્રસારણ માટે

 

 

આપ સહુનો  આભાર માનું એટલો ઓછો છે…..

 

 

આમ તો 2012માં પ્રતાપભાઈ પંડ્યા તરફથી પુસ્તકો મળ્યા ત્યારે પુસ્તકપરબ શરુ કરી લોકોની વાચવાની ભૂખ સંતોષી અને દર મહિને ઇન્ડિયા કોમ્યુનીટીસેન્ટર ખાતે મળતા,માતૃભાષાના પ્રેમને માતૃભાષાનાં સંરક્ષણની જ્યોત ને પ્રેરણા મળી, કનુકાકાની (કનુભાઈ શાહ)ની પ્રેરણા જ્યોતમાં ઘી ઉમેરતી અને એક દિવસ નારણજીભાઈ પટેલના સહકારથી વધુ પુસ્તકો મળ્યા  અને  એમાં  ભળ્યો મારા પતિ     શરદનો  સતત પ્રેમાળ સહકાર.   આ ચાલતી વાતને હ્યુસ્ટનથી આવેલા વિજયભાઇએ તેમના “ગુજરાતી સાહિત્ય સરિતા” ના અનુભવોની વાતોનાં અંતે જાગેલું એક શમણું એટલે “ તો સારું” વિષય હેઠળ અહીંનાં લેખકોને લખતા કરવા અને તેઓનાં લખાણ ને “શબ્દોનુ સર્જન” પર સંકલીત કરી મુકવા સુધીનું હતું

તેને  પુસ્તક રૂપે   સોનેરી  સંભારણું  આપ   સૌના  ચરણ કમળે….

પ્રજ્ઞા   દાદભાવાળા

 

બેઠક તો સારું

 

આપણું  મન જયારે જોઇતી વસ્તુનો એક વિચાર કરે છે ત્યારે આપણા  આંતરિક  મનમાં થી એક અવાજ નીકળે છેતો સારુંઅને વણજોઈતી વસ્તુ નો વિચાર કરે છે ત્યારે પણ ઉદગાર નીકળે છેતો સારું ‘  “તો સારુંઆમ જોવા જઈએ તો માત્ર કલ્પના જ છે,ભલે એ કાલ્પનિક હોય પણ મન સજાગ થઇ જાય છે .. અને  આકર્ષણનાં નિયમ મુજબ એક વિચાર એના જેવા બીજા અસંખ્ય વિચારોની   શ્રુંખલાને   ખેંચી લાવે છે. ધંધાપાણી સારા છે પણ મંદી ન આવે તો સારું ….. અને મંદી ના વિચારની શરુ થઇ શ્રુંખલા જાય છે.તો સારુંઆપણો દરેક વિચાર છે  આપણી અદ્રશ્ય વાસ્તવિકતા છે…..દરેક વ્યક્તિના મનમાં છુપાયેલી આશા એટલે તો સારું.તો બીજી તરફ માનવીના મનનો ભય એટલેતો સારું”! …જે છે તે બધું સારું છે હવે બાજી બગડે નહિતો સારું

આમ જોવા જઈએ તો માનવીના બધાજ વિચારોનું પ્રતિબિંબ એટલેતો સારું। …પ્રતીક્ષા,આકાંક્ષા અપેક્ષા, આશા, અભિલાષા, ,વાંધો ,.સંદેહ, શંકા, સંશય,આફત,સંકટ, આપત્તિ,વિપત્તિ,કષ્ટ,અનર્થ,માંગણી કે વિનંતી,ભીતિ, બીક, ડર, ધાસ્તીઆ બધાને માટે જાણતા અજાણતા વપરાતો શબ્દ  એટલેતો સારું। ..એક જાતની ચિત્તવૃત્તિ

હવે પત્ની ની અપેક્ષા હોય કે પતિ વાત કરેતો સારું” …જયારે પતિનો ધાસ્તી હોય કે પત્ની ન બોલેતો સારું। …..માની અભિલાષા હોય કે દીકરો ભણી ગણી ને મોટો થાયતો સારું। …અને એનોજ પિતા પોતાનો ડર  “તો સારુંવડે પ્રદશિત કરતા કહે કે દીકરો હવે કામે વળગે તો…… સારું। .મોટાભાગના લોકોને સૌથી વધુ વિચાર જે બાબત નથી જોઇતી એના જ આવતા હોય છે. જોઇએ છે…….બિઝનેસ ધમધોકાર ચાલે તેવી ઇચ્છા હોય પણ વિચાર એવો આવે કેમંદી ન આવેતો સારું”………… વર્ષનાં અંતે સારું બોનસ મળે એવી ઇચ્છા હોય પણ વિચાર એવો આવે કેપગાર ન કપાઇ જાયતો સારું”………..  સ્વચ્છતા હોય તો પણ મનમાં વિચાર એવો ચાલતો હોય કેગંદકી ન હોયતો સારું”……સોદો સારી રીતે પાર પડે તેવી ઇચ્છા હોય,પણ વિચાર એવો આવતો હોય કેહું છેતરાઇ ન જાઉ તો સારું,……તંદુરસ્તી જોઇતી હોય પણ વિચાર એવો ચાલતો હોય, ‘વાતાવરણ ખરાબ છે, માંદા ન પડાય તો સારું.’…તો વળી કોઈ ને કહેતા સાંભળ્યા હશે કે …આવી બધી ફોર્મેલીટીની જરૂર છે? ન રાખો તો સારું,.. તો પત્ની પતિને વારવા કહે છે કે  સાનમાં સમજેતો સારું”, …અને પ્રેમી પોતાનો પ્રેમ આમ દર્શાવે છે કે …….તમારા જીવનનાં બગીચામાં હું પુષ્પ બની ખીલું તો સારું,… તો વળી કોઈ કહે છે કે .મારા જીવન રૂપી સમુદ્રમાં મોજા બની ઉછાળો તો સારું,……..તો  કોઈ ભાવના દર્શાવતા કહે છે કે  દિવસ સૂર્યને, રાત્રિ તારાને, નદી પાણીને વિસરી જાય, પણ તમે મારાથી કદી વિસરો નહીં…..તો  સારું। …કયારેક અપેક્ષા સ્વરૂપે આવે છે. એના થી વિપરીત શંકા માનવી આમ રજુ કરે છે,કે તેમના વિષે એવી ઘણી બાબતો છે, જે હું જાણતો હોત તો સારું।…….હવે આ  આતંકવાદ  બંધ થાય તો સારું। ……………..આવી ચડ્યું છે આ જન લોકપાલ કેરું જાળું…હવે સમજોતો સારું”  આવોજ પ્રયોગ ધર્મમાં  

પણ વપરાતો દેખાય છે.ચડસાચડસીમાં ન ચડો  તો સારું ..અને હવે અહમને ન પોસોતો સારું”..તો વળી કોઈ તો સારું કહીને સલાહ પણ આપે છે …સાથે કામ કરોતો સારું”…….ઝઘડામાં ના પડોતો સારું”…..ભાગલા પાડી  રાજ ન કરોતો સારું” …સ્વતંત્રતા મળી છે તો સાચવી રાખોતો સારું” ..કારણોમાં ના પડોતો સારું” ……………તારણોમાં ના પડોતો સારું”., ……..લફરામાં  ના પડોતો સારું”…..પ્રશ્નો એનાથી નહિ ઉકલે..આ અડચણોમાં ના પડોતો સારું”.  એટલુજ નહિ ભયને લીધે  વિચાર એવો આવતો હોય કેહું છેતરાઇ ન જાઉતો સારું”.વાચકોને ખાસ જાણવાનું કે આતો માત્ર દાખલા છે.પરંતુ બેઠકમાં આવેલ લેખકોએતો સારુંપોતાની દ્રષ્ટિએ ખુબ સરસ આલેખ્યું છે. કોઈએ કવિતા તો કોઈએ લેખ અથવા સ્વાનુભવે વર્ણવી આખી બેઠકને મનોરંજન

બનાવી છે. આપણે  સહુ જાણતા  અજાણતાતો સારુંશબ્દનો પ્રયોગ આપણા  જીવનમાં કરતા હોઈએ છીએ, આ શબ્દના  આ ખેલની મોટી મજા એ છે કે જયારે જોઇતી વસ્તુનો વિચાર મનમાં ચાલતો હશે ત્યારે એ વિચારતો સારુંસ્વરૂપે પ્રગટશે,દરેક વ્યક્તિના સ્વપનાતો સારુંસ્વરૂપે કયાંક જરૂર દેખાશે…..મોટા મોટા કવિએતો સારુંશબ્દ પર પોતાનો હાથ અજમાવ્યો છે, તો અમને થયું અમે કેમ રહી જઈએ.બેઠકમાં આવનાર પુસ્તક વાંચનાર તેમની સમજ અને શક્તિ પ્રમાણે એમનુ યોગદાન આપ્યું છે. એ દ્વારા ગુજરાતી ભાષા પ્રત્યેના  એના પ્રેમના દર્શન થાય છે જે આપણા  સહુનો હેતુ છે ,કદાચ ભાષની  યોગ્યતા કે સાહિત્યના વિચારે,ઘણો મામુલી પ્રયત્ન ગણાય ગુજરાતીમાં લખનારાં–વાંચનારાં સૌ કોઈને વ્યાપક રીતે જોડવાનો આ નમ્ર પ્રયત્ન માત્ર છે.બીજી બાજુ ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રચાર,પ્રસાર આ રીતે કરી કરી ભાષાને જીવંત રાખવા લોકોને સજાગ કરવાનો પ્રયોગ છે. આમ જોવા જઈએ તો સામાન્ય રીતે આપણા જીવનમાં ઘણી બધી વસ્તુઓ કરવા ખાતર જ થતી હોય છે તેમ બેઠક બોલાવવી લોકોને  વાંચન સાથે લખવા પ્રેરવા એવો મારો ધ્યેયમાં હતો પરંતુ  પુસ્તક સ્વરૂપે મુકવાનો શ્રેય વિજયભાઈ શાહ ને   જાય છે એમ કહું તો અતિશયોક્તિ ન માનતા. જેને જશ આપો એટલો ઓછો છે, લખનાર, પ્રેરનાર ,વાંચનાર, સહકાર આપનાર ,સૌજન્ય બનનાર  બધાજ તેના સહભાગી  છે  હું તો પ્રભુનો પાડ માનું છું  કે તમે મને  નિમિત્ત  બનાવી છે, તો કોઈની પણ લાગણીને દૂભવું નહિ તો સારું …..અને આપ સહુ આ બુક વાંચો  તો સારું અને  એના પર વિચાર કરો તો સારું। …..અને નવા લેખકોને પ્રેરણા આપોતો સારું”! …

 

(ગુજરાત સમાચાર ​ USA  એડીશન ના પત્રકાર ,રાજેશ શાહ ,પ્રજ્ઞા દાદભાવાળા ,કલ્પનાબેન રઘુ શાહ એ  બેઠકનું સંચાલન કર્યું )

સરસ્વતી વંદના -કલ્પના રઘુ શાહ
બે એરિયામાં રહેતા ગુજરાતી ભાષાના પ્રેમીઓએ ઉપાડી કલમ ….ફળ સ્વરૂપે માત્ર વાંચન નહિ લખવાનું  કાર્ય થયું​.  

અને દર મહિને મળતી પુસ્તક પરબને મળ્યું નવું સ્વરૂપબેઠક

બેઠકમાં લેવાયો નવો સંકલ્પ અત્યાર સુધી આપણા પરબમાં કાવ્યપઠન,વિચારો અને લખાણો પુરતા વાંચન પૂરતા માર્યાદિત હતા,હવે તેને મોટો મંચ આપશું જેમાં જે કોઈએ વાચ્યું હશે તે અથવા લોકો પોતાનું લખાણ પણ રજુ કરશે,તેમજ હવે”શબ્દોનાસર્જન” http://shabdonusarjan.wordpress.com/માં  લખતા લેખકો એમની રજૂઆત” બેઠક” દ્વારા કરશે.બેઠક લખવા માટે લોકોને પ્રેરશે  ગુજરાતી ભાષામાં જે ઉત્તમ સાહિત્ય સર્જન થાય છે તેને લોકો સમક્ષ રજૂ કરશે,બે એરિયાના ગુજરાતી ભાષાના પ્રેમીઓ અને પ્રતિભા ને મંચ આપી લોકો સમક્ષ રજુ કરશે …ટુકમાં લેખક,વાચક,પ્રેક્ષક અને કલાકાર વચ્ચે કડી થવાનો સેતુ -​એટલે ​”બેઠક “ગુજરાતી ભાષાનાં ગુજરાતી સાહિત્ય અને લલિત કલાઓ જેવીકે લોકસંગીત,નાટ્ય અને ગુજરાતી પદ્ય અને ગદ્યને માણનારો વર્ગ અત્રે એકત્રીત થઇને તેના સર્જન,સંવર્ધન અને પ્રચાર પ્રસારમાં સક્રીય ભાગ લેશે  આપણી ભાષાને ઉજાગર કરવા ,ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીના એક નાનકડો ​પ્રયાસ  એટલેબેઠક

બેઠક એકત્રીસ  મી જાન્યુઆરી 2014ના ​ઇન્ડિયા કોમુયુનીટી સેન્ટર મિલ્પીટાસ કેલીફોર્નીયા ખાતે યોજાઈ​.આ બેઠકનો વિષય હતોતો સારું”,આવા નુતન વિષયને પહેલીવાર સ્થાન આપવામાં આવ્યું હતું ​.પ્રજ્ઞા દાદભવાળા​ એ બેઠકનું આયોજન કરી​,​રાજેશભાઈ શાહ તથા કલ્પનાબેન​ ​રઘુ શાહ​ના ​સહકાર સાથે ​સમગ્ર બેઠકનું સંચાલન કર્યું,આમંત્રિત સઘળાં મિત્રોનું સ્વાગત રામજીભાઈ દ્વારા સ્પોનસર કરેલ  મસાલેદાર ચાય, કોફી,જ્યોત્સનાબેનના બિસ્કિટ અને પ્રજ્ઞાબેનના ખીચા સાથે થયું.ચહા અને નાસ્તાની લહેજત માણી સભાનો દોર સંચાલકના હાથમાં સોંપ્યો. 35 કરતાં વધુ સભ્યોની હાજરી આકર્ષક રહી.

કલ્પનાબેન ની ગણેશસ્તુતિ પછી પ્રજ્ઞાબેને સહુનું  માનભેર સ્વાગત કરી, બેઠક નીશરૂઆત કરી. ભીખુભાઈએ  રજૂઆતની શરૂઆત કરીને લોકોને પ્રેરણા આપી.એક પછી એક મિત્રો આવીને પોતાની કૃતિનો રસથાળ પીરસી  રહ્યા હતા. તેને સાંભળવાનો તથા નિહાળવાનો લહાવો સહુએ ખુલ્લા દિલે માણ્યો ​.​

પ્રજ્ઞાબેને હ્યુસ્ટનથી મોકલેલ વિજયભાઈની કવિતા વાંચી સભળાવી અને તો ફૂલવતી બેન હાજર ન હોવાથી તેમનો  લેખિત લેખ ,”તો સારું “કલ્પનાબેને વાંચી પ્રગટ કર્યો ..હેમંતભાઈ ઉપાધ્યાય અને જયાબેન ઉપાધ્યાય  દર વખતની જેમ મેદાન મારી ગયા. તો પત્રકાર રાજેશ શાહે વીસ વર્ષે અંદરના કવિને જગાડ્યો … અને સ્વરચિત કવિતા રજુ કરી. સાથે સાથે ​રાજેશભાઈ એ  દાનવીર  શ્રી દીપચંદભાઈ ગારડીને ​આપી શ્રધાંજલિ.  ​ ​

કલ્પનાબેન શાહે દર વખતની જેમ કૈક જુદું લખી “તો સારું ” હાસ્ય સાથે રજુ    કર્યું. વસુબેન શેઠે” તો સારું ” પર પોતાનો લેખ એમની અનોખી શૈલીથી સ્વપ્રસ્તુત કર્યો ,તો બ્યાશી વર્ષના પદ્માબેન શાહે પણ માઈક ચાલતું ન હોવાથી ન બોલી શકતા હોવા છતાં, મોટા અવાજે રજુ કર્યો ,પી.કે.દાવડા હાજર ન રહી શક્યા, પરંતુ તેમની કવિતા પ્રજ્ઞાબેનની રજૂઆતથી હાજર રહી. પછી તો એક પછી એક રજૂઆત આવતી ગઈ ,ઉષાશાહ ,કુન્તાબેન શાહ પણ કલમ અજમાવી ,રમણીકભાઈ ગોહેલ  બીજા કોઈ કવિની કવિતા વાંચી ઉત્સાહ દેખાડ્યો , જયવંતી બેને      હિંમત  જોડી પોતે લખી રજુ કર્યું.પ્રવિણા શાહે વૃદ્ધા અવસ્થા ન આવે” તો સારું “ની અજ્ઞાત  કવિની કવિતા રજુ કરી.દેવ્યાનીપટેલે બધાથી પ્રેરાઈ શીઘ્રકવિની જેમ લખી રજૂઆત કરી,રામજીભાઈએ બેઠકને પ્રોત્સાહન આપ્યું, ભરતભાઈ દેસાઈ હાજર ન રહી શક્યા પરંતુ બધાને શુભેચ્છા ઈમેલ દ્વારા મોકલી,ને છલ્લે તો જે કોઈને મન થયું તેમણે ઉમરા ઓળંગી,હરીન્દ્ર દવે,માધવરામાનુજ,રાજેન્દ્ર ત્રિવેદી જેવા જાણીતા કવિની કવિતા “તો સારું” વિષયને વળગી રજૂઆત કરી ,અંતમાં અવિનાશ વ્યાસનું ગીત ,તમે આવો તો સારું અને ન આવો તો સારું સહુએ સાથે ગાઈને છુટા પડ્યા, સાથે પુસ્તક પરબના પુસ્તકો ​ હોંશે  ઘરે લઇ ગયા, સહુ સભ્યો  ઉત્સાહ સાથે આવ્યા અને બેઠકને રસપ્રદ બનાવી તે બદલ સહુનો આભાર.

આ અહેવાલ  દિવ્યભાસ્કર usaમાં ઓન લાઈન મુકેલ છે

http://www.divyabhaskar.co.in/article/NRG-USA-bay-area-gujarati-group-meet-4514305-PHO.html?seq=1

“તો સારૂ” by Kalpana Raghu

 

વિજયભાઈ શાહ-

મિત્રો ,આપણી  બેઠક તો શુક્રવારે  સાંજે મળશે  પરંતુ આપણા વડિલ, મિત્ર વિજયભાઈ શાહ એ હ્યુસ્ટન(અમેરિકા)થી ”તો સારું” પર  સુંદર કવિતા  મોકલાવી છે, તો મિત્રો વિજયભાઈ આપણા માટે હ્યુસ્ટનથી કવિતા મોકલે એ આપણા માટે મોટી વાત છે ….. તો આપ બધા ક્યાક અટક્યા હો અને કલમ ન ઉપાડી હોય તો…આજે તમારી એક સ્વરચિત કૃતિ. રચવા, સ્વની  ખોજ  સાહિત્ય દ્વારા વ્યક્ત કરવાનો સુંદર મોકો” બેઠક ” દ્વારા  લાવી છું….તમારે માત્ર હિમત કરી …ધીરજથી ઉંબરા ઓળંગવાના છે અને કાલની બેઠકને આપના વિચારો અને લખાણોથી ભરી દેવાની છે

વિજયભાઈ વિષે લખવા બેસું તો  ઘણું લખી શકાય પરંતુ ​ખાસ જણાવું તો ​મારા માટે મેન્ટર રહ્યા છે, મને માર્ગદર્શક આપી શબ્દોનાસર્જન ને પ્રોત્સાહન પણ આપ્યું છે ,એમના લખાણ માં સરળતા સાદગી સાથે સહજતા દેખાય છે. ટૂંકમાં જાણવું તો આધુનિક ગુજરાતી ગદ્ય  અને પદ્ય સાહિત્ય ના એક સર્જક; નમ્ર અને સરળ વ્યક્તિ એટલે વિજયભાઈ, માત્ર લખી જાણે છે તેવું નથી બીજાને પ્રોત્સાહન આપી લખાવી  જાણે છે.વધુ કંઈ કહું એ પહેલા વિજયભાઈને માણો એમની કવિતા એજ એમની ઓળખ છે…  બધાં માટે મનન માંગતુ, વિચાર કરતુ …તદ્દન વાસ્તવિક.. કાવ્ય, …ઓછા શબ્દમાં ખુબ મોટી વાત કહી છે. …..“ના કશું આપે તોય  સારું “  એક વાક્ય સંતોષ થી ભરપુર છે,  તો ”જીવન ઝરણા ની જેમ વહે તો સારુ”કાવ્યની અને કવિની સરળતા સહજતા પ્રગટ કરે છે. આજ એમની લેખન શૈલીની વિશિષ્ઠતા છે,

તો સારુ.

પ્રભુ તુ મને કશું આપે તો સારુ

અને  ના  કશું આપે તોય સારુ

 તારો તો માનવો રહ્યો આભાર

બળ બુધ્ધી ને  ધન તો દીધા છે

 ઝાઝુ શું માંગવુ? કૃપા મળે તો સારુ

જીવન ઝરણા ની જેમ વહે તો સારુ

 અપેક્ષા ઘટે ને  રહે મન ભક્તિમાં

અંતિમે નામ તારું હૈયે રહે તો સારુ

વિજયભાઈ શાહ

મિત્રો બેઠકની રજૂઆત અહી જોઈ શકશો –http://youtu.be/hgEfWQUKNkw

 

સ્નેહી બહેન પ્રજ્ઞાબેન,

 

અભિવ્યક્તિ :

 

સ્નેહી બહેન પ્રજ્ઞાબેન

આપે મોકલાવેલ “બેઠક” — પ્રથમ બેઠક શરૂ કરવા અંગેનું નિમંત્રણ મોકલ્યું જે વાંચીને ઘણો આનન્દ થયો.  “પુસ્તક પરબ” ની  પ્રવૃત્તિને આગળ વધારી, લખવાની અભિવૃત્તિને સતેજ કરી લોકોને પોતાની ગુજરાતી માતૃભાષામાં લખવા માટે ઉત્સાહી કરવાનો આપનો આ પ્રયત્ન ખરેખર આવકાર્ય છે.  આ રીતે માતૃભાષાનું   જતન કરી અને માતૃભાષા દ્વારા સર્જનશક્તિ, કલ્પનાશક્તિ ખીલવવાનો  અને સંસ્કૃતિને સાચવવાનો આપનો પ્રયાસ ખરેખર આવકાર્ય છે.

મને યાદ આવે છે તે મુજબ બે હજાર અને દસની સાલમાં આપે  “શબ્દોનું સર્જન”  શરૂ કર્યું.  આપણી માતૃભાષા ગુજરાતીને જીવંત રાખવા,  તેને ટકાવી બળ આપી એને વધુ ચેતના આપવાનો આપનો આ નમ્ર પ્રયાસ અહિ વરતાય છે. એ અરસામાં આપે અહિના અન્ય કાર્યકર્તાઓ સાથે મલી  ગુજરાતી સાહિત્ય, સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવા  “ડગલો”  પણ સ્થાપ્યો.

“શબ્દોનું સર્જન” ની  શરૂઆતમાં મોટે ભાગે  “પદ્ય” વિભાગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત હતું. આપની પ્રેરણા અને પ્રોત્સાહનથી  “પદ્ય” વિભાગમાં અનેક કૃતિઓ  આવવા માંડી અને હોંશે હોંશે વંચાવા લાગી. અને હવે “ગદ્ય” વિભાગ શરૂ કરી પોતાની કૃતિઓને વાચા આપવાની અભિવૃત્તિને ઉત્તેજિત અને ઉત્સાહિત કરી એમ કહું તો અતિશયોક્તિ નથી કરતો.  “શબ્દોનું સર્જન” માં “પદ્ય”  અને  “ગદ્ય” બંને વિભાગ સાથે રજુ કરવાનું કાર્ય પ્રસંસનીય છે.બધાને આ કૃતિઓમાં વધુ રસ પડવા લાગ્યો. . વાંચવાની ઉત્સુકતા વધી આના પરિણામે શ્રી પ્રતાપભાઈ પંડ્યાના સૌજન્યથી આપે  “પુસ્તક પરબ” શરૂ કરી,લોકોને ગુજરાતી સાહિત્ય પીરસ્યું , આજે  “બેઠક” શરૂ કરીને તેમના વિચારો અને સ્વપ્નોને વાચા આપી. શ્રી  વિજયભાઈ શાહની  ( હ્યુસ્ટન ) હૃદયપૂર્વક મદદથી લેખકોની આ કલ્પના અને વિચારોને તેઓએ ‘પુસ્તક’ સ્વરૂપ આપ્યું…. પોતાની કૃતિઓને વાચા આપવાની અભિવૃત્તિને ઉત્તેજિત અને ઉત્સાહિત  આપે કરી એમ કહું તો અતિશયોક્તિ નથી કરતો. .

“શબ્દોનું સર્જન”ના  “ગદ્ય”  અને  “પદ્ય”  બંનેના લેખનકૃતિ રજુ કરનાર સાહિત્યપ્રેમી કલાકારને તમો  ” પ્રજ્ઞા ”  બની રહો — તેઓને પ્રોત્સાહન, પ્રેરણા ને ઉત્સાહ સદાય આપના તરફથી મળતા રહે એ અભ્યર્થના કનુભાઈ તથા પદ્માબેન શાહ

 

 

મેઘલાતાબેન મહેતા

 

મેઘલાતાબેન ને આપ સહુ જાણો છો ,તેમ છતાં કહીશ કે “શબ્દોનું સર્જન” ,કહો કે” બેઠક” દરેક વખતે માસી મારા પ્રેરણા મૂર્તિ તરીકે રહ્યા છે મને પ્રોત્સાહન આપી નદીની જેમ વહેતા શીખવ્યુ છે ,પોતે સારા લેખિકા છે ,કવિતા, નાટક, લેખો,અનુવાદ તો કર્યા છે…અરે  એટલુજ નહિ રેડિયોના ખુબ જાણીતા કલાકાર પણ છે.એમની બોલવાની છટા પ્રેક્ષકોને જકડી રાખે છે ,આજે “તો સારું” ની બેઠકમાં હાજર ન હતા પરંતુ  ધ્રુજતા હાથે “બેઠક” માટે કલમ ઉપાડી છે  ….. ,માસીને દુખતા ઘુંટણે ,અને વિલચેર ના સહારે જિંદગીમાંથી હાસ્ય શોધતા આવડે છે ,આમ પણ પાછલી ઉંમરે જિંદગીની વાતો ને વાગોળી આનંદ માણવાનો હોય છે.માસીએ અમેરિકાની એક વાસ્તવિકતા હાસ્ય સ્વરૂપે લખી મોકલાવી છે,અમેરિકા સ્વતંત્ર દેશ છે અને એથી અહી privacy નો મહત્ત્વ ખુબ છે એ કરતા પણ  એમ કહું કે જરા વધારે પડતું છે…. તો ખોટું ન લગાડતા।.અમેરિકામાં knock knock કર્યા વગર ક્યાય નથી બોલાતું કે નથી જવાતું … એજ વાત “તો સારું “ના વિવિધ ઉપયોગ કરી માસીએ પોતાની જ વાત,પોતાનો જિંદગીનો એક અમુલ્ય પ્રસંગ, કલમમાં ઉતારી રજુ કર્યો છે.

તો મિત્રો માણો જિંદગીની વાસ્તવિકતાને હસતા હસતા. …

 

“Knock-Knock” કરો તો સારું। ….

આ ઘણા વર્ષ પહેલાની વાત છે …..”તો સારું” શબ્દ કઈ રીતે આપણા જીવનમાં આવે છે એની વાત છે…..લગ્ન થાય એટલે ઘરના દરેક વ્યક્તિ ના મનમાં એક વિચાર આવે કે હવે પારણું બધાય તો સારું। …અને મારી પણ વ્યક્ત ન કરતી ઈચ્છા હતી કે પ્રભુ મને માતૃત્વનું વરદાન આપે તો સારું। …આખરે ડૉ ,દોરા ધાગા ,બાધા આખડી ના પરિણામ રૂપે હું ગર્ભવતી બની  અને થયું આખરે મારા પ્રેમને સ્વરૂપ મળે “તો સારું  “અને બંને પક્ષે જાણે ઉત્સવ આવ્યો ,અને આનંદની છોળો ઉછળી ,ત્યારે થયું મારા ઘરમાં  કુળદીપક ની હવે જયોત પ્રગટવું તો સારું। ….અત્યાર સુધી ખુબ મેણા ટોણા સંભાળવા પડતા અને મનમાં થતું કે હવે આ બંધ કરો તો સારું। ….મેં કોઈ ગુનો નથી કર્યો ,પણ ભગવાન ને બાજી પલટતા આવડી અને મારી સામે જોયું ,મારા માનપાન વધી ગયા। …અને લોકો કહેતા તમે હવે કામ ન કરો હવે બધું રહેવા દો  તો સારું। …વહું બેટા તમે આરામ કરો ,તમારી જાતને સાંભળો તો સારું। …અને મનમાં એમ ઈચ્છતા  હોય કે કુળદીપક ને કોઈ આંચ ન આવે તો સારું। …..અંતે ખુબ આરામ કર્યા બાદ અને ખુબ ખાણી પીણી કર્યા બાદ જેની રાહ જોવાની હતી તે દિવસ નજીક આવ્યો ,બધા ડોક લાંબી કરી મુખ ઉપર આનંદ અને ચિંતા ના મિશ્રિત ભાવે રાહ જોતા, આંતરિક મનમાંથી બોલતા કે બધું હેમખેમ પાર પડે તો સારું। …

પણ અંદરથી બિરાજેલા મહાશયને આરામ ફાવી ગયો ,પૃથ્વીપર પ્રગટ થવાની ઉતાવળ હોય તેમ લાગ્યું નહિ પછી તો મુખ પરની આનંદની રેખાઓ લુપ્ત થઇ ગઈ અને ચિંતામાં ફેરવાઈ ગઈ,પછી તો સમય પૂરો થઇ ગયો અને એ ફુગ્ગાની જેમ વધુ ને વધુ વિસ્તરતો જતો હતો। …મારી તકલીફનું પૂછવું જ શું। .. બધાને થયું .કુળદીપકને સ્વાદ ચાખવાની ભાવના અતૃપ્ત રહી હશે એટલે મને જાત જાતની વાનગી ખાવા આપતા જે કમને હું ખાતી ત્યારે થતું હવે બસ કરો તો સૌ તો સારું। ….છેવટે ડૉ પાસે ગયા। …ભય હતો ઓપરેશન કરવાનું ન કહે તો સારું। ….મને કરવું પણ નહતું ,ઘરના ડૉ  પેટ પર સેથોસ્કોપ રાખી અંદર બિરાજેલા આત્માને પ્રગટ થવા  વિનંતી કરી કે હવે બહાર આવો તો સારું। ….

ડોક્ટર સાહેબે કહું ફોન જોડ્યો હતો શું જવાબ આપ્યો છે, જાણવું છે ?ડૉ live me alone  please, you know America is free country.

મારે શું કરવું અને શું નહિ એ હું નક્કી કરીશ ,મને આરામ કરવા દો ,અને please  do not heart my privacy જરા  સાચવો અને અંદર  જાંખતા પહેલા  “Knock-Knock” કરો તો સારું। …. મેઘલાતાબેન મહેતા

 

અભિવ્યક્તિ :

કલમથી જાય ભાગી માંદગી,કલમ  ઇલમ હોય શકે, એ મલમ બની શકે,તેમ કોઈ ઘા ઉપર શું શું કરી શકે ,એ આ પુસ્તકના પાના બોલે છે પ્રજ્ઞાબેનના આ ઉપાડે ઘણાની સુષુપ્ત કલમને જગાડી છે ,કેટલાયના હૃદય ને એમના વિચાર શક્તિને ,ખેડાણ કરીને કેટલી બધી મુલવણ ઉપજ પ્રાપ્ત કરી છે એ આ પુસ્તક દર્શાવે છે અનેકોની કલ્પના શક્તિથી નીકળેલા મોતી ની માળા પ્રજ્ઞાબેને પુસ્તક સ્વરૂપે પ્રગટ કરી છે અને અનેકાનેક ગૃહિણી ,અને ભાઈઓના હ્રદય અને બુદ્ધિના મંથન કરી  વલોણાના સત્ત્વસ્વરૂપ આ પુસ્તક અનેક રીતે આવકાર્ય છે અને હજી લેખિકા કે લેખક વધુ ને વધુ લખે  અને પુસ્તક સરિતા વહેતી રહે એવી શુભકામના ,પ્રજ્ઞાબેનના આ કાર્યમાં વ્યક્તિગત રસ લઈને વિજયભાઈ  શાહ અને કનુભાઈ શાહે  પ્રેરણા આપી, આ કાર્યમાં અને ભાષાને જીવંત રાખવા માટે  તેમનો પણ અગત્યનો ફાળો  છે” બેઠક”  કહો કે ગુજરાતી સાહિત્ય ગ્રહના દ્વાર પર અનેક વ્યક્તિ પડાપડી કરી રહ્યા છે ત્યારે  અમારા જેવા  નિવૃત્ત થઇ રહેલા exit થઇ રહેલા વયોવૃદ્ધને હાથ પકડી કલમ ચલાવવાની   પ્રવૃત્તિમાં   પ્રવૃત્ત કરે છે,  ભાષા અને સાહિત્યપ્રેમી પ્રજ્ઞાબેન અને વિજયભાઈનું આકાર્ય અને પ્રવૃત્તિ ખરેખર પ્રશંસનીય છે આ બધાનો કલમ ઉપાડવાનો આગ્રહ રાખીને પુસ્તિકા પ્રગટ કરી છે જેમાં બેચાર ટીપા મારા પણ છે જેનો મને આનંદ છે। ત્યારે મારી શુભેચ્છા છે કે નાનકડી વાવ આગળ ઉપર મહાસાગર બને ……

મેઘલતાબેન શશિકાંત મહેતા

 

તરુલતા મહેતા

મિત્રો,

તરુલતાબેન આપણી બેઠકમાં આવી શક્યા નહીં  પરંતુ તો સારું વિષે તેમનો સ્વાનુભવ ખુબ સરસ રીતે લખી મોકલ્યો,તરુલતા બેન બે એરીયાના એક અનુભવી લેખિકા  છે.તેમના ઘણા પુસ્તકો બહાર પડ્યા છે,અને “વિયોગે”વાર્તા સંગ્રહ ને તો ઉમાશંકર જોશી પારિતોષક પણ મળ્યું છે,તેઓ માને છે કે કોઈપણ વ્યક્તિ માતૃભાષામાં પોતાની અભિવ્યક્તિ સુંદર રીતે કરી શકે છે.એમના લખાણમાં સાહજિકતા જોવા મળે છે. હૃદય જે અનુભવે છે અને  સ્પર્શે છે તે જ શબ્દોમાં તરી આવે છે. વધુ કહું એના કરતા આપ જ એને માણો મને ખાતરી છે કે તમારા હૃદયને એ જરૂર સ્પર્શે…..

તો સારું। ..

મારી જીન્દગીમાં “ તો સારું”કયારે કયારે  અને કેવી રીતે આવ્યું ,​

મેં મારા હુદયને  ઢંઢોળ્યું ,ભાવો તો  નદીના જળની જેમ વહેતા રહે એમાંથી અનેક તરંગો ઉઠે ને શમે પરંતુ એ બધાંમાંથી એકવારના ભાવ પૂર લઇ આવ્યું,જેણે મારા અસ્તિત્વને હચમચાવી નાખ્યું,તીવ્રતાપૂર્વક “તો સારું”વેદના બની આવ્યું,મારા બા,જેના થકી હું પૃથ્વી પર આવી,જેની આંગળી ​ઝાલી જીવનમાં પગલા માંડ્યા​.​મને યાદ છે એ દિવસો જયારે હું ​પાંચ સાત વર્ષની હોઈશ ત્યારે થતું બા સાથે  આંગળી ઝાલીને સંતરામ મંદિરના મેળામાં જવાનું મળે તો સારું …,અને મેળામાં જવાનું મળતું ,પરીક્ષા ​આવી ​પરીક્ષા આપી પેપર   ખુબ સારા લખ્યા પરંતુ પરિણામ ન આવે ત્યાં સુથી એક જ વિચાર આવતો પાસ થઇ જવાય “તો સારું”… અને બાના આશીર્વાદથી નોકરી પણ મળી ગઈ,હું પરણી પણ ગઈ.

જીવન એમ સરળ જતું હોત તો શું જોઈતું હતું?​,ખરી કસોટીની વેળા આવી આજથી બારવર્ષ પહેલા .​.​એ વખતે મારા બા પથારીના બિછાને હતા અને એક દિવસ અચાનક ભાઈનો ફોન આવ્યો ,બાની તબિયત સારી નથી ,તું અહીં  આવી જા  તો સારું…પણ બાને શું થયું છે? તો કહે તું અહી આવી ને જો. .જેમ તેમ ટીકીટ મેળવી વિમાનમાં તો બેઠી પણ મન ચિંતા કરવા માંડ્યું ,વિમાનના અન્જીનનો અવાજ કોણ જાણે કેમ વધુ લાગવા માંડ્યો જાણે મને  વ્હેરતો ન હોય,મન વલોવાતું હતું ,બા ને શું થયું હશે?,ભાઈએ માંદગીની વાત કરી પણ શું થયું હશે ?

બધા સારાવાના થઇ  જાય “તો સારું”, સાનફ્રાન્સિસ્કોથી શિકાગો નો પ્રવાસ કોણ જાણે કેમ ખુબ લાંબો લાગ્યો,બાની વય બ્યાંસી વર્ષની,લાકડીના ટેકે અને વોકરથી બા ઘરમાં હાલતા ચાલતા હતા. અને હું શિકાગો જાઉં ત્યારે અચૂક ભાભી સાથે કારમાં બેસી જતા, એરપોર્ટ પર બા, ભાભીને ને ભાઈને જોઉં ત્યારે પિયર આવી છું તેવું લાગતું …તે દિવસે મારી બેગ લઇ ભાઈ એ જ કારમાં મૂકી દીધી,મેં અને ભાઈએ વાતો કરી પણ ખુબ ​ઠાલા ​શબ્દો અને મને બધું સારું હોય “તો સારું “એવા વિચાર આવવા લાગ્યા,​ઘરમાં પણ વાતાવરણ ગંભીર દેખાયું,બધાના મો પર ગુંગળામણ, બોજ અને વમળમાં ફસાયાની લાગણી હતી.ભાઈ ભાભી મને બાના ઓરડામાં લઇ ગયા,બા તો ખાસ્સા બે તકિયાના ટેકે બેઠક માં બેઠા હતા ,ભાઈ ભાભી બા પાસે લઇ ગયા અને બાને ક​હ્યું ​ જો કોણ આવ્યું છે ? હું હરખઘેલી થઇ બાને પડખે બેસી પડી, તો ​બા ​કહે અત્યારે નર્સ ને કેમ બોલાવી ​છે? ​વિચારોની અને લાગણીઓની એવી ભીસ મારા હૃદયમાં હતી કે મેં બાને હચમચાવી કહ્યું ​હું તમારી દીકરી  તરુ …અને બાની આંખોમાં અજાણ્યાપણું તરી આવ્યું ! તું કોણ છે ? બાનો યક્ષપ્રશ્ન મને વીંધવા લાગ્યો,હું જાણે નાપાસ થઇ ગઈ,અજાણ્યાપણા અને પારકાપણા ના પુરમાં તણાઈ ગઈ,ભાઈએ મને આશ્વાસન આપ્યું કે   બાને મીનીસ્ટ્રોક આવ્યો છે. અને ડીમેનસ્યા ​થયો છે.ત્યાં તો ભર બપોરે બા બોલ્યા કે હવે લાઈટ બંધ કરો હું સુઈ જાવ છું,બાને હ​વે ​સંબંધ, ​સ્થળ, સમયનું ભાન નહોતું ..અને બા હવે તેમની દુનિયામાં જ હતા.હું  સ્તબ્ધ  હતી,મારું હુદય દ્રવી ઉઠયું અને અંદરથી પોકારીને કહેતું હતું કે બા બા એકવાર તમારી તરુને ઓળખો તો સારું…હું ઓરડાની બહાર નીકળી ત્યારે થયું​,​કે મારું નામ ​અસ્તિત્વ  અને મારી ઓળખ જે બા હતા તેણે મને પાછી ગર્ભમાં સમાવી લીધી ?​ત્યારે મારું અસ્તિત્વ ગર્ભમાં તડફડતું હતું અને કહેતું હતું કે ​બા મને મારું અસ્તિત્વ પાછુ આપો તો સારું..

તરુલતા મહેતા

-અભિવ્યક્તિ-

માનનીય પ્રજ્ઞા બેન,

ગુજરાતી ભાષાને ચેતના અને બળ  આપવા, તમારા દ્વારા થતા પ્રયત્ન  અભિનંદનિય  છે.મતૃભાષામાં અભિવ્યક્તિ કરવામાં કેટલો આનંદ થાય છે તે સૌ જાણે છે.તમે સૌ લેખક લેખિકાને લખવા માટે બેઠક અને શબ્દોના સર્જન દ્વારા આંગણું આપ્યું છે,શબ્દોનાસર્જન પર મેં જોયું કેવા સુંદર પુષ્પો ખીલ્યા છે  નવી તાજી કલમોને સ્થાન મળ્યું છે.પ્રજ્ઞાબેન તમારી ગુજરાતી ભાષાને જીવંત રાખવાની પ્રવૃતિએ મારા હુદયને ઊંડી શાતા અને પ્રસંનતા અર્પી છે, નવી પેઢી સુધી તમારા કાર્યના પડઘા પડે તેવી મારી શુભેચ્છા.

તરુલતાબેન મહેતા.

 

*************************************

 

બસ હવે અહીંથી અટકો તો સારું।…

 

બદલશે ધારણા સીધી તફાવતમાં

ખોટા અભિપ્રાય થી બંધાવ નહિ તો સારું

સરળ છે કોઈના પર ઉંગલીનીર્દેશ કરવું

કોઈને ખોટું મહેણું ન મારો તો સારું

કોઈને ઉતારીને શું મળશે તમોને

ખોટા અહમ ને પોસો નહિ તો સારું

દરેક સંબંધ પાછળછે પ્રભુ નો નિર્દેશ

અજાણતા કોઈને અન્યાય ન થાય તો સારું ,

મન થી નથી સ્વીકારતા કોઈનું સામર્થ્ય ,

પરાણે કોઈને બિરદાવો ન તો સારું ,

મહેનત કરે કોઈ પ્રાણ લગાવીને ,

જશ ખાઈ આગળ ખુરશી પર બેસવાનું ટાળો તો સારું

ખુબ થઇ રહ્યું છે ,ન થવું જોઈતું હતું તે

બસ હવે અહીંથી અટકો તો સારું

અજ્ઞાત કવિ

 

ચંદ્રિકા પી. વિપાણી

-અભિવ્યક્તિ-

 

સ્નેહી પ્રજ્ઞાબેન ,બેઠકમાં આવવાનું આપનું આમંત્રણ મળ્યું ,અમારા ભાવોને ખોલવાનો નકલ્પેલો અનેરો અવસર મળીયો તે કેવું સારું લાગ્યું હશે તે તો અનુભવથી જ જાણી શકાય ,આભાર પ્રજ્ઞાબેન ,કાશ હું આવી શકું તો કેવું સારું…

હાથમાં કલમ લઉં છુ અને વિચાર આવી જાય છે કે વૃદ્ધા અવસ્થાની આ જીવન સંધ્યામાં આ કોણ મને મેઘધનુષના રંગો પૂર્વ પ્રેરિત કરે છે ?કોણ અમારામાં સુતેલા ગ્રહણ કરેલા આ વાદ્યને ઝણકાર કરી જગાડે છે પ્રભુ કોઈ ભ્રાંતિ ન હોય તો સારું ?અ હાશ આ જાગૃતિ જ છે। ..પ્રભુની ચોક્કસ કૃપા એના વગર આ શક્ય નથી ,એમની પ્રેરણાથી જ કલમ આજે કામ કરી રહી છે। ….હાથમાં કલમ લઈને બેસું તો સારું લાગે છે। …કોઈ મને પ્રેરીરી રહ્યું છે એ વિચાર માત્ર મારા મનને પુલકિત કરી દે છે ,શું લખું અને શું નહિ એવા તરંગો ચાલ્યા કરે છે ,મારી ચેતના આમ ચેતનવંત બને અને હું કલમ ઉપાડું તો કેવું સારું। ……. ચંદ્રિકા પી. વિપાણી

પદ્માબેન  કનુભાઈ  શાહ

 

તો  સારું

પદ્મામાસીનો પરિચય એમની ગુજરાતી ભાષાનો પ્રેમ છે .એમના શબ્દો કહુતો .”સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ ભાષા છે.” ..મારે જો ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી ભાષા વિશે કંઇ પણ કહેવાનું હોય તો હું એટલું કહીશ. ભાષા મારી ગુજરાતી પણાની  ઓંળખ અને ગૌરવ છે .. એમના લખાણ માં મુલાયમ લાગણીઓ ભરપુર ઉછાળા મારતી અનુભવાય છે.એમની ભાવનાઓ જ્યારે શબ્દદેહ ધારણ કરે છે ત્યારે સર્જાય છે કવિતા .

તો  સારું

ગુરૂ વગર જ્ઞાન  નથી ”  જીવનમાં પહેલા ગુરૂ સંસ્કાર દેનાર માતા પિતા છે. તેમનાજ દ્વારા સંતાનોને જ્ઞાન મેળવવાની શરૂઆત થાય છે.   સમજ  અમુક ઉમ્મર થયા પછી સમજાય છે.  જીવનની શરુઆતમાંજ સમજ મળતી હોત તો કેટલુ સારૂ ??   જ્ઞાન આપનાર બીજા ગુરૂ   શાળાના શિક્ષક છે. સમજ પણ ઘણી મોડી સમજાય છે.

લાગણીશીલ માનનીય પ્રજ્ઞાબેન કે જેમણે અહિના  નિવૃત્ત ભાઈ બેનોમાં પ્રવૃત્તિમય જીવન જીવવાનું પ્રોત્સાહન આપ્યું. આપણા તહેવારો, ઋતુઓ, રીત રિવાજ વિ.વિ.ઉપર લખવાની પ્રેરણા આપી. ” શબ્દોનું સર્જનના શિર્ષક હેઠળસિનિયર્સના લેખ, કવિતા અને વાર્તાઓ વિ. વિ. સામગ્રી  કોમ્પુટરમાં આવતી થઇ, સૌ ઉત્સાહથી વાંચતા થયા એટલુજ નહિ પરંતુ તેના ઉપર પોતાના અભિપ્રાય આપતા થયા. બધાનો યશ પ્રજ્ઞાબેનને ફાળે જાય છે.    જો   દાયકા અગાઉ શરૂઆત થઇ હોત તો કેટલું સારું?

હજુ ઉમ્મરે પણ કિશોર કિશોરી જેવા દિવાસ્વપ્ન આવ્યા કરે, જે નથી જોયુ, નથી જાણ્યું તે જોવાની અને જાણવાની ભાવના જાગૃત થાય છે. વાસ્તવિક  હકીકત બને તો કેવુ સારું?હું આભમાં ઉંચે ઉડી હિમ આચ્છાદિત ઊંચા પર્વતો, ઉંડી કોતરો, લીલાછમ ખેતરો આમ ધરતીની રમણીયતા નિહારવાનો આનંદ માણું તો સારું.ઉગતી ઉષાના સૂર્ય કિરણો રેતીના પટ પર પડતા અનેક રજકણને હીરા સમ ઝગમગતા કિરણો નિહારવામાં કેટલો બધો આનંદ થાય છે? આવો આનંદ સૌને મળી શકતો હોત તો કેટલું સારું?……..દરિયાના પેટાળમાં ઉંડે ઉંડે ડૂબકી મારનાર તરવૈયા — ” ડાઈવર્સ ” – ની જેમ ડૂબકી મારી સુંદર આકર્ષક પરવાળાના રંગબેરંગી ખડકો અને અસંખ્ય ઝગમગતા કિંમતી રત્નો નિહાળી શકુ તો કેટલુ સારું?….દેશની સરહદે ચોકી પહેરો ભરી રહેલા લશ્કરી યુવાનો જેઓ ચોકિયાત સંત્રીઓ છે જે દેશની સલામતીની રક્ષા કરે છે, જે દુશ્મનોના હૂમલાથી સજાગ  રહે છે તેવા સૈનિકોનો હું મદદગાર બનું તો કેવું સારું?  ” જનની જન્મભૂમિ:ચ  સ્વર્ગાદપિ ગરિયસી ”  જે ભૂમિમાં જન્મ લીધો હોય તે ભૂમિ સ્વર્ગથી પણ વિશેષ વ્હાલી લાગે છે આવી ભાવના દરેક માનવમાં હોત તો કેવુ સારું???….

હે પ્રભુ, ઉપરનુ બધું વાંચીને એમ સમજવાની ભૂલ ન કરતા કે આટલી બધી મારી  માગણીઓ  છે.  આ તો ફક્ત ઈચ્છાઓ – wishes પ્રદર્શિત કરી છે. મારે તારી પાસે કોઈ અંગત માગણી નથી. …પણ  હા એક વાત તને જરૂરથી કહીશ અને માગીશ.  મારો દેશ ભારત આજ આઝાદ – સ્વતંત્ર  થયાને છચ્છ દાયકાઓ થઇ ગયા પણ સ્વતંત્રતાને બદલે ચોમેર એકલી સ્વચ્છંદતા, અનીતિ, આતંકવાદ, અનાચાર, અત્યાચાર, બળાત્કાર, પાશવી વૃત્તિઓ વાળાઓને લીધે સ્ત્રીઓની – મા, બેનોની બિન સલામતી  વિ. વિ. ભરપૂર દુ:ષણોથી ઉભરાઈ રહ્યો છે.  જનતા ત્રાહિમામ થઇ છે. માં ,બહેનની ગગન ભેદી આક્રંદો સાંભળી એ જગતપતિ હવે તો આપનો  પરચો અને પ્રભાવ બતાવો તો સારું ……

પદ્માબેન  કનુભાઈ  શાહ-( Sunnyvale, CA )

ફૂલવતી શાહ.

મિત્રો,

“બેઠક” ખુબ સરસ રહી  …..35થી વધુ લોકોની હાજરી રહી,  એ કરતા પણ વધુ, ઘણાએ પોતાની કલમ ઉપાડી અને અંદરના લેખકને જગાડ્યો ,ઘણા હાજર ન રહી શક્યા  તો લખી મોકલ્યું ,ફુલવતીબેને પણ ઉમરા ઓળંગી પોતાના વિચારોને શબ્દ્સ્વરૂપ આપ્યું ,આજે પહેલીવાર એમના લખાણ ને આપની સમક્ષ રજુ કરું છું ,તો પ્રોત્સાહન આપી આવકારજો ,ફુલવતી બેન આપનું સ્વાગત છે,

મારા પ્રિય ભાઈ બહેનો,

આજે હુ તમારી સમક્ષ પ્રત્યક્ષ હાજર નથી રહી શકતી  પરન્તુ  મારા શબ્દો      દ્વારા    આજ ની  ”બેઠક’ માં હાજરી આપુ છુ. સૌને મારા સ્નેહ વંદન.

આજની બેઠક નો વિષય છે ” તો સારુ…” એક જ અક્ષરનો કા’નો અને માત્રા  વાળો શબ્દ ” તો “નું કેટલું મહત્વ છે એ વિચારશો તો સમજાશે. આપણી ગુજરાતી ભાષા માં એક જુની કહેવત માંતોને તોતેર  (૭૩) મણ નોતો આવુ કહેવા માં આવતું. જો આ “તો ” વ્યક્તિથી જીતાય તો જ ધાર્યુ કાર્ય સંપુર્ણ થઈ શકે. જો તે કાર્ય કરવાનુ હોય તો કરીને,અથવા ન કરવા જેવુ કાર્ય હોય તો અટકાવી ને સફળતાને આરે પહોંચી શકાય.આજે હું આ “તો” શબ્દ વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક  કે રાજકીય ક્ષેત્રે ક્યાંઅને કેવી રીતે સ્પર્ષે છે તેનો વિચાર રજુ કરીશ.

વ્યક્તીથી  કુટુંબ બનેલુ છે અને કુટુંબથી સમાજ રચાયો છે. એજ રીતે સમાજ થી રાષ્ટ્રો અને વિશ્વ રચાયું છે. આમ વિશ્વ નો એકમ વ્યક્તિ પોતે છે. અને માટે જ દરેક વ્યકતિ પોતાના વર્તન અને ગુણદોષને નિહાળે તો સારુ…”પરીણામે કૌટુંબિક , સામાજિક,રાજકીય અને  વિશ્વ માં શાંતિ  ફેલાય. દરેક વ્યક્તિ પોતે પહેલા પોતાના વર્તન માં  સુધારો કરે.પોતાનાં વિચારો અને વર્તન બીજાને દુઃખ દાયક નહીં થાય એનો વિચાર કરી અમલ કરે. જીવનમાં  નીતિ નિયમોનું પાલન કરે અને સાત્વીક વ્રુત્તિથી જીવન જીવે.અને  પછી”તોસારુ” જ પરિણામ મળશે. આજે આપણે સૌ મળી સંકલ્પ કરીએ  અને એના પરિણામે …” તો સારુ …’  ફળ મેળવીએ.વ્યક્તિઓના અરસપરસના સબંધોએ કુટુંબો રચ્યાં. માતા પિતા ઇછ્છે કે આપણા બાળકો સારો અભ્યાસ કરી ઉજ્જવલ કારકિર્દી બનાવે અને તે જ બાળકો યુવાન વયે પુત્ર, પુત્રી, પુત્રવધુ કે જમાઈ ના રુપે વૃધ્ધ માતા પિતાની  ખૂટતી   શક્તિ ના પુરક બને. આવા કુટુંબો પરોપકારી  ભાવના  પ્રગટાવી સમાજ સેવા કરી સામાજિક ઋણ પણ અદા કરી શકે. આવુ થાય તો કેવુ સારુ!

નિઃસ્વાર્થ ભાવે નિષ્ઠાવાન નાગરિકો રાજકારણમાં ભાગ લઈ સમાજ અને દેશની ઉન્નતિ અને પ્રગતિ ના કાર્યોમાં સહાય રુપ થાય.યોગ્ય વ્યક્તિ લોક સેવા અને સ્વદેશપ્રેમની ભાવનાં પુર્વક રાજકારણમાં પ્રવેશે. લાંચ અને રુશવત જેવા શબ્દો સદન્તર ભુંસાઈ જાય અને ચોરી, લૂંટફાટ, અપહરણ, બળાત્કાર અને ખુન જેવા શબ્દો સમાચાર પત્રો માંથી  બાકાત થઈ જાય. અને ફરી ” રામ રાજ્ય”ની સ્થાપના થાય

તો કેવું સારુ!

ફૂલવતી શાહ.

 

રાજેશ શાહે વીસ વર્ષે અંદરના કવિને જગાડ્યો

વિનોદભાઈ પટેલે

મિત્રો ,

સેન્ડીએગો કેલીફોર્નીયાથી આપણી બેઠકના વિષયને અનુરૂપ એક સુંદર કાવ્ય મોકલ્યું છે ,તેઓ  ખૂબ  જાણીતા  લેખક અને અને બ્લોગર રહ્યા છે (http://vinodvihar75.wordpress.com/)આપણા શબ્દોના સર્જન પર વારંવાર પોતાના પ્રોત્સાહનભર્યા અભિપ્રાય આપતા હોય છે , ખૂબ  સરળ છે અને ઉંચી ભાવના સાથે લખે છે તેમના શબ્દોમાં વાંચો .

એક સુરજ થવાનાં નથી મને કોઈ શમણાં

માટીના મારા કોડીયામાં તેલવાટ પેટાવી

અંધારાં ઉલેચતો ઘરદીવડો થવાનું મને ગમે .

તો સારું ….

જીવનમાં બધું સારું બનશે એવું હંમેશાં બનતું નથી

જ્યારે ખોટું બને ત્યારે મનથી ભાંગી પડાય તો સારું

 

જીવન  એક દોડની હરીફાઈ જેવો ખરાખરીનો ખેલ છે

ભય કે નિરાશાથી દોડ છોડી ભાગી જવાય તો સારું

 

પાંચ ટકા પ્રેરણા અને પંચાણું ટકા પરિશ્રમ એક નિયમ છે

માટે ધ્યેય પ્રાપ્તિ માટે  હંમેશાં ઝઝૂમતા રહીએ તો સારું

અમેરિકા અનેક દેશની સંસ્કૃતિઓનું મિલન સ્થાન છે

અતડા ના રહેતાં દેશના મુખ્ય પ્રવાહમાં ભળીએ તો સારું  

નવી પેઠીને ગુજરાતી શીખવામાં બહું રસ જણાતો નથી

ભૂલકાંઓથી ગુજરાતીની શરૂઆત કરાવીએ તો સારું

સાહિત્ય સરિતાનો પ્રવાહ હંમેશાં વહેતો રહેતો હોય છે  

એમાંથી ખોબલે સાહિત્ય રસ પીને તૃપ્ત થઈએ તો સારું

દેશમાં ગુજરાતી ભાષાનો પ્રચારપ્રસાર સરળ નથી

બ્લોગ જગતમાં ડોકિયું કરતાકરાવતા રહીએ તો સારું

સૌને ગુજરાતી ભાષા માટે સરખો રસ હોય એમ બને

એમ છતાં સાહિત્યની બેઠકોમાં હાજરી આપીએ તો સારું

આભાર

વિનોદ પટેલ , સાન ડિયેગો , કેલીફોર્નીયા

તારીખ૧૪૨૦૧૪ , વેલેન્ટાઈન ડે

અભિવ્યક્તિ

આદરણીય બહેન પ્રજ્ઞા

આપના બ્લોગશબ્દોનું સર્જનને હું ફોલો કરું છે.શબ્દોના સર્જનઉપરથી આપની સાહિત્ય પ્રીતિ અને ગુજરાતી ભાષાની અસ્મિતા જાળવવા માટેની બે એરીયામાંની આપની સાહિત્ય પ્રવૃતિઓ વિષે વધુ જાણીને પરિચય વધુ દ્રઢ થયો .અને હવેબેઠકબોલાવી વાચવા સાથે લખવાની અને પુસતક રૂપે રજુ કરવાની આપની પ્રવૃત્તિ ખરેખર સુંદર છે, સરાહનીય સાહિત્ય સેવાઓ માટે આપને અભિનંદન .આપણી દેવ ભાષા સંસ્કૃતના એક શ્લોકમાં કહેવાયું છે એમ સાહિત્ય ,સંગીત અને ( કોઈ પણ જાતની ) કળા વિહીન મનુષ્ય પૂંછડા વિનાના પશુ સમાન છે.આપણી ગુજરાતી ભાષામાં આપણા પૂર્વજો દ્વારા વિપુલ પ્રમાણમાં સાહિત્ય ખેડાયું છે.ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ આપણી એક જાજરમાન ધરોહર છે એને  જાળવવાની નહી પણ એમાં વૃદ્ધી કરવાની આપણા સૌની એક ફરજ છે.સાહિત્ય અને કલમ સંજીવની રૂપ હોય છે.કહેવાય છે એમાં મડદાને બેઠા કરવાની શક્તિ છે.આપણા પ્રિય શાયર અમૃત ઘાયલ કહે છે

શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું. વિશ્વભરમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં,ફેલાયેલા છે.એમાંના ઘણાં ખરા ગુજરાતીઓને ગુજરાતી ભાષામાં જીવનનો ઉત્કર્ષ કરે એવું સાહિત્ય વાંચવાની ભૂખ પડેલી હોય છે . આજે ગુજરાતીબેઠકજેમાં સહું સાથે મળીને ગુજરાતીઓ સાહિત્યરૂપી મોતીઓ પ્રાપ્ત  કરવાના પ્રયત્નો કરી રહ્યા છો, તે  સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે એક અગત્યનું સાધન છે .સુતેલા સાહિત્ય રસને ઢંઢોળીને જગાડવાની ચાવી છેસરખા સાહિત્ય રસિકો સાથે ચર્ચા કરવાનો ચોતરો  છે–        

વિનોદ પટેલ , સાન ડિયેગો , કેલીફોર્નીયા

Photo-(દેવ્યાનીપટેલે બધાથી પ્રેરાઈ શીઘ્રકવિની જેમ લખી રજૂઆત કરી,)

 

 

રાજેશભાઈ શાહ

 

મિત્રો ,

શબ્દોના સર્જન પર હવે થી રાજેશભાઈ શાહ પણ લખી અવનવું પીરસશે.રાજેશભાઈ એટલે બીજા કોઈ નહિ પણ ગુજરાત સમાચારના( યુ.એસ.એ. )ના પત્રકાર, જી હા એમને સંગીત સાહિત્ય માં ખૂબ દિલચસ્પી છે અને સિનિયરો ને મદદ પણ કરે છે, બે એરિયામાં બે દિવસ પહેલા મળેલી  બેઠકમાં રાજેશભાઈ એ અંદર બેઠેલા કવિને જગાડ્યો ,આમતો આપ સહુ એ  તેની કલમની તાકાત  છાપામાં જોઈ છે,પરંતુ હવે અહી એક કવિ, લેખક તરીકે આપણે મળશું,આમતો બે અરિયાના કોઈપણ પ્રસંગના અહેવાલ છાપામાં છાપી આપણા સમાજને ખુબ મોટો ફાળો આપી રહ્યા છે ,તેમ છતાં કવિતામાં કહે છે સેવા અને સત્કર્મ ની સુવાસ ફેલાવીને જવું છે” જે સમાજ થકી આપણ ને કઈ મળ્યું તે સમાજને પાછુ આપવાની કેટલી ઉત્તમ ભાવના।….” જીવન ની પાનખર ને વસંત માં ફેરવવી છે?: માણસો ઉમર થાય તેમ નિરાશા તરફ જતા હોય છે જયારે રાજેશભાઈને તો વસંતની જેમ માણવી છે,જીવન ને ઉપવન બનાવવું છે, હવે હું વધુ કહું તે પહેલા તમે જ વાંચીને અભિપ્રાય આપો તો સારું……

સૌ જાણી લો તો સારું….

જીવન જીવવું છે તે હવે લાગી છે લગન

ઉરે આનંદ સમાય ના એ જાણો તો સારું

સેવા અને સત્કર્મ ની સુવાસ ફેલાવીને જવું છે

તે નક્કી વાત હવે કહી દઉં તો સારું

તમારા જીવન ને ઉપવન બનાવવું છે ?

તો હવે નક્કી કરી લો તો સારું

જીવન સંધ્યા ની રંગોળી માણવી છે?

દૂર નથી હવે મંઝિલ તે હવે જાણી લો તો સારું

જીવન ની પાનખર ને વસંત માં ફેરવવી છે?

મન ની એ વાત મન માં જ ના રહી જાય હવે સમજી જાવ તો સારું,

જીવન ને  માણવા હવે સમજૂ થયી ને પાછા ફરવું છે

તે સૌ ને જણાવી દઉં તો સારું,

બેઠક માં પ્રેમ થી આવો અને મનનો જમણવાર માણો

એ સુંદર વાત હવે સૌ જાણી લો તો સારું।–

રાજેશભાઈ શાહ

કલ્પના રઘુ શાહ

મિત્રો

હસવાને બિમાર ન પડવા માટેનો સૌથી જૂનો નુસખો માનવામાં આવે છે. ડૉક્ટર પણ લાફ્ટર થેરેપી (હાસ્ય દ્વારા લોકોનો ઈલાજ) દ્વારા અનેક બિમારી ઠીક થતી હોવાની વાત કરે છે. તમને હસાવવા માટે તો સારું બેઠકની સૌથી રમુજી  રજૂઆત કલ્પનાબેન ની રહી ,હસવું સૌને આવે પણ જાહેરમાં લોકોને હસાવવા માટે સૌથી પહેલા તમારો પોતાનો સ્વભાવ વિનોદી હોવો જોઈએ. અને રમૂજ કેવી રીતે કરવી તેની સમજ હોવી જોઈએ।….. પોતાની વાત કહી લોકોને હસાવવા માટે હિંમત અને રજુ કરવા માટે આવડત બન્ને જોઈએ।..લોકો સહુ  હસતા હતા કારણ એમના એક એક વાક્યમાં  લોકોને પોતાના જીવનનો પડઘો સંભળાતો હતો હવે વધુ શું કહું તમેજ વાંચીને કહો અથવા “તો સારું  ”બેઠક ની વિડીઓ જોઈ લેજો.  ‘તો સારૂ

મિત્રો,મેં અને મારા પ્રેમી પતિ રઘુએ જ્યારે ૬૦ વર્ષનો ઉંબરો ઓળંગ્યો છે ….. કેટલો વિરોધાભાસ લાગે છે. નહીં? આ પ્રેમી અને પાછો પતિ ….. આમ તો કહેવાય છે કે લગ્ન એટલે પ્રેમનું પૂર્ણવિરામ અથવા બાદબાકી ….. પરંતુ અમને બન્નેને વિરોધાભાસ સદી ગયો છે. એમ કહેવાયને કે કોઠે પડી ગયો છે.તો હા ….. અમે જ્યારે ૬૦ વર્ષનો ઉંબરો ઓળંગ્યા ત્યારે આ ‘તો સારૂ’નાં શિર્ષક હેઠળ મારા માટે આનાથી બીજુ કાંઇ લખવા જેવું યોગ્ય ના લાગ્યું અને મેં લખી નાખ્યું ….. જે હું સંભળાવી રહી છું અને આ રચના હું મારા પ્રેમી પતિ રઘુને અર્પણ કરૂં ….. ‘તો સારૂ’.આવશો ‘તો સારૂં’ અને જાશો ‘તોય સારૂ’…..આ આવન-જાવનમાં જીન્દગી જવાની ‘તો સારૂ’…..જવાની તો જવાની અને ઘડપણ આવે ‘તો સારૂ’…..કંઇક મેળવ્યું ‘તો સારૂં’, કંઇક ગુમાવ્યું ‘તો સારૂ’…..ગુમાવેલું પાછું આવીને મળે ‘તો સારૂ’…આ આખાય આયખાને ખૂંદીને જીવતરમાં ‘રીવર્સ ગીયર’ પડે ‘તો સારૂ’

આ મારા-તારાનાં મેળામાં ભેળા થઇએ ‘તો સારૂ’…હવે તો તુ મારી રતન અને હું તારો રતનીયો બનું ‘તો સારૂ’…..પરંતુ તુ હવે મને આયનો બતાવવાનું બંધ કરે ‘તો સારૂ’……રીસામણા મનામણામાં વર્ષો વિતાવ્યાં પણ આખરે હવે એકમેકનાં થઇને રહીએ ‘તો સારૂ’

હાલને, જીવનની પાનખરને પલટાવીએ ‘તો સારૂ’….તું હવે કંઇક વાતો કરે ‘તો સારૂ’…..જીવનમાં કરેલી ભૂલોને સુધારીએ ‘તો સારૂ’….નથી ભોગવ્યું તે ભોગવી લઇએ ‘તો સારૂ’…..ફરી એજ હારજીતનાં ચક્કરમાં પડીએ ‘તો સારૂ’……આજ જીતે તું અને હારુ હું ‘તો સારૂ’….અને ક્યારેક હું જીતુ અને તું હારે ‘તો સારૂ’….ફરી નવી ઘોડી નવો દાવ રમીએ ‘તો સારૂ’…..ફરી એજ ઢીંગલા-ઢીંગલીનો ખેલ ખેલીએ ‘તો સારૂ’…..ફરી એજ જીન્દગીની ચોપાટ રમીએ ‘તો સારૂ’…..ચાલને, એકબીજામાં ખોવાઇ જઇએ ‘તો સારૂ’…..અને હજારો-લાખોમાં ચર્ચાઇ જઇએ ‘તો સારૂ’…મારી આંખ મીચાય તે પહેલાં તુ મને દિલથી ‘I Love You’ કહે ‘તો સારૂ’….

આ મારા-તારાનાં ખેલમાંથી આપણે બનીએ ‘તો સારૂ’અને આવતા જન્મે મળવાનો વાયદો કરીને છૂટા પડીએ ‘તો સારૂ’…એકબીજાને ‘અલવીદા’ કહીએ ‘તો સારૂ’….અંતે એક બનીને શીવમાં ભળીએ ‘તો સારૂ’.

અને તમે બધાં હવે થોડી તાળીઓ પાડો ‘તો સારૂ’….અને હું તમારો આભાર માનીને વિરામ લઉં ‘તો સારૂ’….હાલને રઘુ, તુ હવે આ કીકીઓથી મને કેમેરામાં કંડારવાને બદલે હમેશ માટે દિલમાં બેસાડે ‘તો સારૂ’ આભાર.કલ્પના રઘુ

 

તો સારૂં”–પી. કેદાવડા

મિત્રો દાવડા સાહેબ આપણી  બેઠકમાં હાજર ન રહી શક્યા  તેનો અફસોસ છે ,પરંતુ તેમણે  એમની કવિતા મોકલી છે તો માણીએ ,દાવડા સાહેબ આમ તો ભારત છોડીને અહી આવ્યા છે પરંતુ એમ કંઈ આપણા  વતનને થોડું ભૂલાય છે। ..આપ એની કવિતામાં હજી વતનને યાદ કરતા જોઈ શકશો અમેરિકામાં ડોલરની બદલે હજી પાંચ રૂપિયાની વાતો ,ટીકીટબારીની લાઈન,રેલ્વે ની મુસાફરી ,બધું યાદ કરે છે અને પ્રભુને પણ યાદ કરાવે છે  એટલુજ નહિ તો સારું કહી પ્રભુને અરજી કરે છે કે હવે ભલું કરવાની શરૂઆત મારાથી કરો તો સારું …..

તો સારૂં

હે પ્રભુ, તું ભલે બધાનું ભલું કરે, પણ શરૂઆત મારાથી કરે તો સારૂં.

પરીક્ષામાં મને જેના જવાબ આવડતા હોય એવા જ પ્રશ્નો આવે તો સારૂં.

હું જે કંપનીમાં અરજી કરૂં તેમાં મને નોકરી મળી જાય તો સારૂં.

હું રેલ્વે ટીકિટની લાઈનમાં ઊભો હોઉં અને જ્યારે મારો વારો આવે ત્યારે જ બારી લંચ માટે બંધ ન થાય તો સારૂં.

હું જ્યારે સિનેમાની ટીકિટની લાઇનમા ઊભો હોઉં અને જ્યારે મારો વારો આવે ત્યારે જ હાઉસફૂલનું પાટિયું ન લાગે તો સારૂં.

જ્યારે મારા હાથમાંથી પાંચ રૂપિયાનો સિક્કો પડી જાય તો એ ગબડીને ગટરમાં ન પડે તો સારૂં.

ભર ઊનાળે હું ચાલતો હોઉં ત્યારે જ મારી ચપ્પલ ન ટુટે તો સારૂં.

પીઠમાં મારો હાથ ન પહોંચે ત્યાં ચળ ન આવે તો સારૂં.

નહાતી વખતે સાબુ ચોડ્યું હોય ત્યારે જ નળમાં પાણી બંધ ન થઈ જાય તો સારૂં.

બસ પ્રભુ, આટલી વસ્તુઓ સંભાળી લેજો, ત્યાર બાદ હું જરૂર કહીશ કે ઈશ્વર જે કરે તે સારૂં.

-પી. કે. દાવડા

 

…..જયા ઉપાધ્યાય

મિત્રો ,

બેઠકના નવા   કવયત્રી   જયાબેન ઉપાધ્યાય ને સંભાળવાનો મોકો પહેલીવાર મળ્યો ,પરંતુ આવ્યા ભેગા મેદાન મારી ગયા ,લખ્યું તો ખૂબ  સરસ પણ રજૂઆતે લોકોને મોમાં આંગળા નાખતા કર્યા।જયાબેન માત્ર લખતા નથી એક્ટિંગ પણ ખુબ સરસ કરે છે તેમનું પહેલું વાક્ય “  માનવ   સ્વભાવ  ને  આલેખતું    શબ્દ   પુષ્પ ”એમને બીજા કરતા અલગ તારવે છે ,

​”​આ મારું , આ તારું  , એ  ભાવનાથી   અલગ  થવાય તો સારું,

ઈર્ષ્યા અને   અહમ ને , જીવન માંથી  દુર  કરી શકાય તો સારું

પૈસો હાથ નો મેલ છે , એ  બોલવામાં  લાગે  ઘણું સારું

પણ પૈસા  માટે ની મેલી રમતો થી  દુર  રહેવાય તો સારું,“

માનવીની પ્રકૃતિને વર્ણવતી આ પંક્તિ જિંદગીની વાસ્તવિકતા ને ખૂબ  સરસ આલેખી છે.કે ક્યાં સુધી માનવી અહમને પોસી  પહેલી હરોળમાં બેસી તાળીઓ વગાડશે…..​હવે હું વધુ કહું તેના કરતા આપ સહુ  વાંચીને માણો અને હા સંભાળવાજ હોય તો  28મી ફેબ્રુઆરી ની બેઠક માં જ આવજો। ..

માનવ   સ્વભાવ  ને  આલેખતું    શબ્દ   પુષ્પ   આ મારું , આ તારું  , એ  ભાવનાથી   અલગ  થવાય તો સારું  ઈર્ષ્યા અને   અહમ ને , જીવન માંથી  દુર  કરી શકાય તો સારું   પૈસો હાથ નો મેલ છે , એ  બોલવામાં  લાગે  ઘણું સારું  પણ પૈસા  માટે ની મેલી રમતો થી  દુર  રહેવાય તો સારું   પ્રાર્થના દ્વારા રોજ  પ્રભુ ને  એકવાર   મળી લેવાય તો સારું  ને  એની જ  અખંડ  શ્રદ્ધા માં,દુખ સહન કરી લેવાય તો સારું   દુખો ને  સુખ ના ચશ્માં થી   જોઈ લેવાય  તો ઘણું સારું  ને પ્રભુ પાસે જ અશ્રુધારા  વહાવી લેવાય તો   સારું  દુર્ગુણો  અને  દુર્વીચારો સામે હિંમત થી  લડાય  તો સારું  ને જીવન માં રોજ  કોઈ સારું કામ   કરી લેવાય તો સારું   પ્રેમ અને  ક્ષમા મારી હસ્તી ના બે  હાથ થઇ જાય  તો સારું  અને આ   બાહુમાં   સહુ સ્વજનો ને સમાવી લેવાય તો  સારું   જીવનની  હર એક  ક્ષણો માં ,  પ્રભુ સન્મુખ થઇ જવાય  તો  સારું  ને  ફરી  ફરી માનવ   જન્મ  લેવાય તો સારું   ઓમ   મા  ઓમ    જયા   ઉપાધ્યાય

તો સારું”-હેમંતભાઈ ઉપાધ્યાય

 

મિત્રો,

આપણા શિધ્ર કવિ હેમંતભાઈ ઉપાધ્યાય એ વિષયને વળગી રહી એક નહિ બે કવિતા રજુ ક.રી  સર્જનાત્મક શકિતના દર્શન કરાવ્યા હતા ,તેઓ કવિ છે પરંતુ કૈક નવું કરી જીવન જીવવાની ખેવના  રાખે છે ,જે જોઈ પ્રભુ પણ મલકાઈ ઉઠે ….અને કયારે શક્ય બને જયારે માબાપના ચહેરા પર સ્મિત જોવા મળે .બહુ ઉંચી ભાવના આખા કાવ્યમાં રજુ કરી છે ,તો બીજા કાવ્યમાં અંદર છુપાયેલા પ્રેમીના દેખાય છે,પ્રેમી  પામવા ની ખેવના માં…બીજા જન્મ લેવા તૈયાર છે  એને પામવા ની ખેવના માં,. આ જીવન ને. પણ દેકારો આપતા કહે છે …..

“ખુદા  ઈશ્વર કે પયગંબર,બધાય ને આજીજી ઘણી કરી ,

હવે કશું  નહિ તો મારા શ્વાસ   થંભી   જાય  તો સારું”

​….​

રોજ મલકાવાય  તો સારું………… 

સરકતા  જતા સમય ને  બાંધી શકાય તો  સારું ને તૂટેલા  બે હૃદય  ને સાંધીશકાય તો   સારું

સહારો થઇ શકાય અન્ય નો  રસ્તે  જતાં જતાં કોઈક  ગમગીન ચહેરા ને હસાવી  શકાય તો સારું

પુણ્ય ના ભાથા  તીર્થો  મંદિરો માં  ઘણા કર્યા હવે માનવ સેવા   થી મહેકી જવાય  તો સારું

સહુ ને કર્મ ના ફળ  મુજબ મળે છે  જિંદગી

આ   જિંદગી  ને અણમોલ ઉપહાર બનાવાય તો સારું

જિંદગી  આવે  ને જતી રહે , નોંધ  કોઈ ના  લે હરખાય  ઈશ્વર પણ એવું જીવન જીવાય   તો સારું

જીવન ઝરુખે  ઝગમગે સત કર્મો ની દીપમાળા ક્ષમા  , પ્રેમ ,અને કરુણા ,  અપનાવાય  તો સારું

જન્મ  આપી જેણે જીવન સજાવ્યું છે  આપનું એ માત પિતા નું  મુખડું રોજ  મલકાવાય  તો સારું

પ્રેમી ની   વેદના  એકવાર   નજર થી નજર   મળી  જાય તો સારું અને  નયનો થી  સઘળું   સમજી  જાય તો  સારું

શબ્દો મારા સીમા ઓ માં, બંધાઈ જાય  તો સારું ને મૌન માં જ બધું    કહેવાઈ      જાય  તો સારું

લાગણી ના મોજા  હવે શમી     જાય  તો સારું અને આ દરદ   સહન થઇ    જાય  તો સારું

રાત અને દિવસ હૃદય  માં કોતર્યું છે નામ  જેનું એ સ્મરણો  માં થી હવે ખોવાઈ   જાય  તો સારું

શ્વાસે  શ્વાસે સતત નામ  ગોખ્યું   છે મેં  જેનું એ નામ ધબકારા  માં હવે તણાઈ    જાય  તો સારું

ખુદા  ઈશ્વર કે પયગંબર,બધાય ને આજીજી ઘણી કરી હવે કશું  નહિ તો મારા શ્વાસ   થંભી   જાય  તો સારું

આ જન્મ  માં જે પ્રેમ પામી ના શક્યો   હું આવતા  જન્મે  એ જ પ્રેમ મળી જાય  તો સારું…

હેમંત   ઉપાધ્યાય૬૬૯  ૬૬૬  ૦૧૪૪ 

 

તો સારું “-ભીખુભાઈ પટેલ

 

મિત્રો,

ભીખુભાઈએ નવા વિષય પર કલમને ઉપાડી ,જ્યારથી પુસ્તક પરબ શરુ કર્યું ત્યારથી ભીખુભાઈની હાજરી હંમેશા રહી છે  એમને વાંચવાનો શોખ છે પરંતુ પુસ્તકપરબને લીધે  લખવા પણ માંડ્યા છે ,ઘણીવાર કહે છે મારું ગુજરાતી સાહિત્યના ટોચનું નથી કારણ જીવન વહેવારમાં હું અંગ્રજી નો ઉપયોગ કરું છું ,પરંતુ પુસ્તકપરબ અને બેઠકે મને મારી   માતૃભાષા   સાથે ઓળખ કરાવી છે.” તો સારુંવિષય પર લખતા સાઇકાયટ્રિસ્ટની જેમ કહે છે “ તો સારુંશબ્દ માનવ મનની અપેક્ષાવૃતિ નિર્દેશક છે.  બીજી તરફ..માનવીની વૃતિ વિષે કહે છે કે “તો સારુંમાનવીનું દિવાસ્વપ્ન છે.  એને તો એની સામે પ્રશ્ન ઉઠાવી ભીખુભાઈ કહે છે  …. તો સારું કહી બધું જોઈએ છે પરંતુ જવાબદારી કોણ લેશે ? અને અંતમાં ખુબ સરસ વાત સહજતાની કરી છે કે.. “તો સારું નીઅપેક્ષા વૃતિને પોસવા કરતા જીવનને સહજ રીતે જોતો થઇ જાઉં તો સારું …….મિત્રો પહેલીવાર એમનું લખાણ મુકું છે તો આપના અભિપ્રાય આપી પ્રોસાહન આપજો.

 “તો સારું “

 

તો સારું શબ્દો ,માનવ મનની અપેક્ષાવૃત્તિ     નિર્દેશક છે ,માનવ અને જનાવરમાં ભગવાને આત્મારૂપી વસવાટ કર્યો છે ,તેમજ શારીરિક અને માનસિક શક્તિઓ મૂકી છે ,તફાવત ફક્ત વૃત્તિઓનો છે.

એક શારીરિક જરૂરિયાતની પૂર્તિમાં સંતોષ અનુભવે છે. જયારે માનવ આવતી કાલનો પણ વિચાર કરતો હોય છેઆવતી કાલ સારી જાય જાય ,તેની માનસિક ચકાસણી કરતો થઇ જાય છે,ધંધો લીધો છે,સરસ ચાલે છે,કોઈ હરીફાય આવેતો સારું”,…… કાયદા કાનુનમાં બદલાવ આવેતો સારું”…  ,માનવીની તૈયારીઓનો કોઈ અંત નથીએક મરઘીમાંથી અનેક મરઘીઓ,અને તેના ઈંડા વેંચીને તવંગર થઇ જઈશઅને દિવાસ્વપ્નો જોતા થઇ જઈએ છે

  પ્રદુષણ  આપણી જીવન દોરી ટુંકાવી દેતો સારું  ” આવું બધા બોલતા હોય છે પરંતુ પ્રદુષણ થાય તે માટે ની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી .સારું કહી બધું જોઈએ છે પરંતુ જવાબદારી કોણ લેશે ?

હવે આતંકવાદ  બંધ થાય તો સારું , આતંકવાદ  કહેવો કોને ?ઘરમાં જગડે એને કે બીજા સાથે બાખડે એને ?કોઈ શારરિક રંગ થકી ,કોઈ વિચારોમાં સુમેળ નહિ હોવાથી ,તો વળી કોઈ ધાર્મિક વિચારોમાં  સુમેળ નહિ હોવાથી ,તો વળી કોઈ ધાર્મિક વિચારોમાં સુમેળ નહિ હોવાથી ,તો કોઈ વળી સીધી સાદી ઈર્ષા થકી ,કોઈ પોતાના દેશમાં ,કોઈ પરદેશમાંકોને આતંકવાદ  કહેવો ?

ધરતીમાતાએ પોતાના બાળકોને જુદી જુદી જગ્યાઓ પર રહેઠાણ આપ્યું છે ,ભૌતીક તથા હવામાનના કારણે રીતરસમ બની ,શારરિક દેખાવ બન્યો ,તેમજ જીવનનિર્વાહનના સાધન બન્યા ,એકબીજાની જરૂરીયાતને સમજવાની વાત છે બધા સમજેતો કેટલું સારું” !

સત્ય મેવ જયતે” – આપણું રાષ્ટ્રીય વાક્ય ,જુઠાણું હોય તે બદલતું રહે છે ,સત્ય હમેશાં એક  હોય છે  હિન્દુસ્તાન (ભારત )નો ઈતિહાસ બદલતો રહે છે ,પહેલેથી સત્ય લખ્યું હોતતો સારુને !

અને છેલ્લે બે પંક્તિ …..

જીવન દુઃખનો દરિયો માનવા કરતા ,

ઉમંગોનો ઉછળતો મહાસાગર જોતો થઇ જાઉં– “તો સારું” 

ભીખુભાઈ પટેલ

 

 

જયવંતીબેન પટેલ 

મિત્રો ,

ભીખુભાઈ પટેલને વાંચ્યા અને બેઠકમાં સાંભળ્યા પછી તેમના પત્ની જયવંતીબેન કહે…. કે “તો સારું ના સારા અને  ખરાબ અહોભાવ માનવીના મનને પ્રદર્શિત કરે છે, અને એ એમણે  ગમેતેમ  તારણ  નથી કાઢ્યું, પોતાના જ જીવનને અને મનને ઝાંખી ને લખ્યું  છે.તો  એક પક્ષીના ખાલી માળા ની વાત,  મુક સન્નાટોની વાતતો સારુંસ્વરૂપે રજુ કરી છેતેઓ આશાવાદી છે, હહ.. કયારેક મન ની ગાડી પાટા  પરથી ઉતરી જાય તો( u) યુ  ટર્ન લઇ આગળ વધતા પણ આવડે છે, . ફરી એજ મારે કૈક કરવાનું છે ,કે પછી મારે ઘણી બધી વસ્તુઓ કરવી છે….એક નમતી સાંજે ઉડતા પણ શીખી ગયા છેઅને કહે છે હું યોગમાં જાઉં, હું મારી જાતે શરીરને સાચવુંતો સારું”  કારણ એમને ખાબર છેતો સારુંમાનવીના મનના ભાવ છે જેમ વાળીશ તેમ વળશે  ખુબ મોટી વાત સરળ શબ્દો અને દાખલા આપી રજુ કરી છે.આફિકામાં રહ્યા છતાં પોતાની ભાષા અને સંસ્કૃતિ માટે ગર્વ   પડે છે?  લે  છે. તો આ લેખ જરૂર વાંચજો જેથી કોઈવાર તમને કયાંક પાછા વળવું પણ પડે તો ખચકાટ નહિ અનુભવો અને હા અભિપ્રાય દેવામાં કયાંય ખચકાટ નહિ કરતા હો। …..

 

તો સારું।જયવંતીબેન પટેલ 

 

તો સારું એ શબ્દ એક જાતની આશા પ્રગટ કરે છે,દરેકને આશાવાદી બનાવી દે છે. માનવી સ્વપ્નની દુનાયામાં રહેતો થઇ જાય છે. કેટકેટલી કલ્પનાનાં રંગમાં રંગાઈ જાય છે તરંગો કરતો થઇ જાય છે.

જીવનમાં ઘણી વાતો અને વસ્તુઓ એવી હોય છે કે આપણને એમ લાગે કે આને બદલે આમ હોત તો  કેટલું સારું !આમ જોવા જઈએ તો। …. “તો સારું આપણો  પીછો છોડતું  નથી.

પતિ પત્નીનાં  જીવનમાં શરૂઆત પ્રેમ, અને આનંદ ઉત્સાહ અને કરી છુટવાની લાગણીથી થાય છે. એમ વખત જાય તેમ સંજોગો બદલાતા જાય ….નોકરી શોધવાની જરૂરિયાત ઘર લેવાની તમન્ના,પછી બાળકો તેના ઉછેરની યોજના,સમય ઝડપથી વધવા માંડે. …બાળકો મોટા થઇ જાય  અને એક દિવસ પરણી  પોતાના પોતાના ઘરમાં ઠરી ઠામ પણ થઇ જાય  અને કિલોલ કરતા માળામાં રહી જાય આપણે  બે…… ત્યારે એકલતામાં  મન પાછલા જીવનમાં ડોકિયું કરવા માંડે  અને રહી રહીને એક જ વાત સામે આવે આમ થયું હોત “તો સારું”.….જુવાનીમાં તો સારું  એક આશા હતી તે જીવનની પાછલી જિંદગી માં તો સારું સરવૈયું  બની નિશાશા બની…આંખનું આંસુ  બની સરે આમ થયું હોય તો સારું……..  અને ફરી મન વર્તમાનમાં જોડાય જાય। …. ફરી એજ મારે કૈક કરવાનું છે ,કે પછી મારે ઘણી બધી વસ્તુઓ કરવી છે -આ શરીર સારું રહે માટે યોગા કલાસમાં જવાય તો સારું -તબિયત સારી રહે તો સારું -ચાલવા જવાય તો સારું -ખાવામાં કાળજી રાખીશ તો સારું -બધું જેટલું સહેલું લાગે છે તેટલું બધું સહેલું નથી પહેલા જેટલી શક્તિ હવે નથી તો આ બધું કરવાની  શક્તિ મળે તો સારું  ……

અને ફરી મન સામાન્ય માનવીની જેમ ભગવાનને દોષ દેવા માંડે છે  . પ્રભુએ બાળપણમાં શક્તિ ,જુવાનીમાં જોમ આપ્યું તો ઘડપણ માં જ શક્તિ વધારે જોઈએ તો અત્યારે કેમ ઓછી    પડે છે?  ભગવાને આની વ્યવસ્થા કરી હોત તો ઘરડા લોકોને આટલી તકલીફ ન પડતને !મન કયારે સંતોષ નથી થતું  …સર્જનહારનો પણ વાંક કાઢે છે  ત્યારે “તો સારું આશાવાદી શબ્દ બળવો પોકારે છે અને કહે છે ભગવાને આ પરિસ્થિતિ ઉભી જ ન કરી હોત તો સારું  … જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સજા સમા જ રહીએ અને સ્વીચ દબાવી જોઈતું સર્વ મળે તો સારું 

હવે સમજાયું ને હું શું કહું છું ? જગતમાં આ બધા “તો સારું ના સારા અને  ખરાબ અહોભાવ માનવીના મનને પ્રદર્શિત કરે છે માણસના મનમાં સારા અને ખરાબ બન્ને તત્વ રહેલા હોય જ છે મૈત્રી ,પ્રેમ દયા અને આશા પ્રગટે ત્યારે શુભ ભાવો પ્રગટે અને જીવન પુલકિત થઇ જાય  એજ તો સારું  વેર ઝેર ,ક્રોધ ,ઉપેક્ષા અને નિષ્ઠુરતા બની આવે ત્યારે આંતક ફેલાવે

તો ત્યારે હ્રદય માંથી એક જ પ્રર્થના ઉદભવે  કે માનવ કોઈનું બુરું ન ઈચ્છે તો કેવું સારું !મન વચન  કયાંથી કોઈનું અહિત ન થાય તો કેવું સારું !અને બધા જ આવું વિચારતા થઇ જાય તો કેવું સારું ! અને આ પૃથ્વી જ સ્વર્ગ બની જાય તો કેવું સારું !

-જયવંતીબેન

પદ્માબેન કનૈયાલાલ શાહ

 

મિત્રો,આજે બ્યાસી વર્ષના આપણી બેઠકના હકારાત્મક અભિગમ સાથે જીવતા પદ્માબેન શાહ ની રજૂઆત લઈને આવી છું,માસી ની અંદર ની ધરબી રાખેલી લેખિકાને એમણે બેઠક દ્વારા જગાડી છે,એમને માત્ર લખવું નથી પણ ભાષા અને સાહિત્ય નવી પેઢી ને સોપવું છે,એમણે બેઠક દ્વારા પોતાની ભાષાની અભિવ્યક્તિ જાણે પાછી મેળવી છે. સૌથી વધુ આ ઉમંરે પણ સમાજને કૈક દેવું છે તેવી ભાવના રાખે છે ,આજે પણ કહે છે ફુલની પાંખડી સ્વરૂપે મારી ભાષા અને સાહિત્યને હું કંઈક પ્રદાન કરી શકું “તો સારું”. એમણે ઉંબરા ઓળંગી હિમંત દેખાડી છે, તો આપણી ફરજ છે કે આપણે એને પ્રોત્સાહન આપીએ ….

તો સારું …. ઉપસ્થિત વ્હલા મિત્રો ,આપ જાણો સહું જાણો છો તેમ દેરક વ્યક્તિમાં અદમ્ય શક્તિ છે, એ શક્તિને ખીલવવાનો પ્રયાસ થાય”તો સારું જેથી ફુલી ફાલીને પાંગરે ,આપણે બધા ટીવી સિરીઅલ ડાન્સ ઇન્ડિયા ડાન્સ ,સારેગમ ,જોઈએ છીએ ,તે કાર્યક્રમોમાં અવનવા કલાકારો પોતાની ગુઢ શક્તિઓને વાચા આપે છે.તેમના માટે આ પ્રેરણાદાયક મંચ છે.તેવી રીતે ગુજરાતી ભાષાને જીવંત રાખવા,તથા નીતનવા સર્જકો અસ્તિત્વમાં આવે ,એ શુદ્ધ હેતુ પૂર્ણ થાયતે માટે આ  ”બેઠક”  નો મંચ પણ પ્રેરણાદાઈ છે,આ મંચના પ્રેષકો,સર્જકો,તેને સદાય પ્રગતીશીલ રાખવાના પ્રયાસ કરનાર સર્વ કાર્યકર્તાઓને મારા અંતરના શુભ આશિષ. હું નાની હતી ત્યારે લખતી હતી, પણ સમયની સાથે કયાં આલોપ થઇ ગયું તે ખબર ન પડી, ભાષાની અભિવ્યક્તિ જાણે ખોવાઈ ગઈ છે…. એટલું” તો સારું” છે કે એ કળા સંપૂર્ણ મુરજાય ન હતી જેથી આજે “બેઠક”માં લખવાની અને બોલવાની હિંમત કરી શકી છું. તો વિચાર આવે છે કે આ થાય તો સારું ,ન થાય તો સારું ,મળે તોય સારું ,અને ન મળે તોંય સારું…હું મારી પ્રગતી કરવા માટે લખું છું માત્ર મારે મારી જાતે ધ્રુજતા પગે અને હાથે ઉંબરા ઓળંગવાના છે ,તો” યા હોમ કરીને પડો ફતેહ છે આગે “ ગાડી બીજા પાટે લઇ જાઉં તે પહેલા એક વાત કહીશ કે ઘરમાં પડેલા સુંદર પુષ્પોને જોઈ મને પ્રેરણા મળી છે  કે “મમ હૈયાના ગગનમાંહી એવું એ વસતું ,દિનાન્તે આજ સકલ નિજ અર્પી ઝરી જવું। .”સાચા ફુલોના હકારાત્મક અભિગમ જોઇને મારા મનમાં એવી લગની લાગી  કે ભાષા એક પટારો છે, જેમાં સંસ્કૃતિનો સમગ્ર ખજાનો સચવાઈને રહે છે. સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ ભાષા છે. આપણો અમૂલ્ય સાહિત્યનો વારસો ભાષાએ સાચવ્યો છે અને આપણે પછીની પેઢીને એ વારસો ભાષાની સંદૂકમાં સુરક્ષિત સોપવાનો છે, તો ફુલ નહિ ફુલની પાંખડી સ્વરૂપે મારી ભાષા અને સાહિત્યને હું કંઈક પ્રદાન કરી શકું તો સારું। ….મારું જીવન અંજલી થાય તો સારું।…ધ્રુજતા પણ વણ થાક્યા હાથે આ કલમ માતૃભાષા ને સમર્પિત થાય તો સારું…. ….પદ્મા -કાન

વસુબેન શેઠે

મિત્રો ​,

તો સારું ની બેઠકમાં એક પછી એક રજૂઆત થઇ અને” તો સારુને  લોકો એ પોતાના દ્રષ્ટીકોણ થી રજુ કર્યો ,તો વસુબેન શેઠે પ્રભુ સાથે “તો સારું” કહી પોતાની ઈચ્છા દર્શાવી અને પ્રાર્થના કરી  ,પ્રાર્થના  એટલે પ્રભુ સાથે ગોષ્ટી પ્રાર્થના એટલે અંતરનો પોકાર,‘પ્રાર્થના એટલે ભગવાનને કહેવાતા એવા શબ્દો કે જેમાં આપણી માંગણી,,પ્રાર્થના એટલે પ્રભુ સાથેનો સીધો વાર્તાલાપ, પ્રભુની સમક્ષ કરવામાં આવતું નિવેદન, અંતરમાંથી ઊઠતો પોકાર.મિત્રો આ તો સારું શબ્દનો જાદુ જ કૈક નોખો છે આ બે શબ્દો જાણે બધુજ કહી શકે છે ,વસુબેન નો ભય ,દુઃખ ,સંતાપ ચિંતા બળ , શક્તિ બધું જ આ બે શબ્દતો સારુંકાવ્યમાં રજુ કરે છે  અને  કહી જાય છે આપણું  મન જયારે જોઇતી વસ્તુનો એક વિચાર કરે છે ત્યારે આપણા  આંતરિક  મનમાં થી એક અવાજ નીકળે છે “તો સારું ” વધુ કહી નથી કહેવું આપ જ વસુબેનની રજૂઆત વાંચીને માણો.

 

પ્રભુ પ્રાર્થના સાંભળોતો સારું ​”

 

વિપત્તિમાં મારી રક્ષા કરો એ ,મારી પ્રાર્થના  નથી

પણ    વિપત્તિમાં હું ભય ન પામું તો સારું

 

દુઃખ અને સંતાપથી ચિતવ્યથિત થઈ જાય ત્યારે સાંત્વન ન આપો તો ભલે

પરંતુ દુઃખ પર પ્રભુ વિજય મેળવી શકું તો સારું

 

મને  ટાંકણે સહાય ન આવી મળે તો  કંઈ  નહિ

પણ મારું બળ ટુંકી ન પડે તો સારું

 

પ્રભુ સંસાર જ છેતરામણી  છે, નુકશાન થાય પણ

ત્યારે મારા અંતરમાં કોઈને માટે શંકા ન કરું તો સારું

 

જીવનનો બોજો હળવો કરી હૈયાધારણ ન આપો તો  કંઈ  નહિ

પણ  પ્રભુ એને ઉચકીને જઈ શકું એવો ખભો આપો  તો સારું

 

મને તમે ઉગારો એવી મારી પ્રાર્થના  નથી

પણ હું તરી  શકું એટલું બળ પ્રભુ  મળે તો સારું

 

દુખની રાત્રે સમગ્ર ધરા જયારે પગ તળેથી ખસી જાય ત્યારે

ત્યારે તમે છોજ એ વાત વધુ દ્રઠ  થાય તો સારું

 

પ્રભુ આ જીવન તમારું આપેલું જ છે, માટે આ પ્રાર્થના  છે

પરંતુ હું કમજોર નથી માટે આજીજી  ન સમજો તો સારું

વસુબેન શેઠ– 

ચાલો ખીચું અને નાસ્તો સાથે ચા કોફી તૈયાર છે.

 

કુન્તાબેન શાહ

આપણે સહુ જાણીએ છે કે ભગવાન કોઈને મારતા નથી. મનુષ્યનું પાપ મનુષ્યને મારે છે. વાત આપણે સહુ જાણીએ છીએ,છતાં અંદરથી આપણને એવું થાય તો….,અને આપણો ડર આવું થાયતો સારુંએમ બોલી ઉઠે છે. વાત કુન્તાબેને કરી છે. સાથે  સમર્પણ ની ભાવના કુન્તાબેનેતો સારુંકહી પ્રગટ કરી છે. પ્રેમમાં તમારે તમારી વ્યક્તિની સંવેદનાને સમજવી પડે છે, સાર્થક કરવી પડે છે.કોઈના જીવનમાં પુષ્પ બનવું અને ખીલવું અને મહેકવું ખુબ મોટી ભાવના છે.તમારા જીવનમાં પુષ્પ્ બની ખીલું તો સારું, વાંચીને કોઈની પ્રેરણા બની શકો તો સારું। ..

તમારા જીવનમાં પુષ્પ્ બની ખીલું તો સારું

પુષ્પની શાખાઓમાં મુજ રક્ષા થકી તુ કાંટો બને તો સૌભાગ્ય મારું

પણ ભાગ્ય કાંટા ના બને તો સારું!

પુષ્પ કયું? ગુલાબ કે મોગરો?  નાગકમળ બનું તો સારું!

રંગોનો તો કઇં પાર નથી.

લાલ ભલે શુકનિયાળ, ભડભડતો   અંગાર  ના વરસાવે તો સારું!

પીળો ભલે વસંત સમો,  ઊંચ નીચનો ભેદ ના જગાડે તો સારું!

વાદળી ભલે, ગગને વિહરવાની મૌજ કરાવું, આંધી ના પછાડે તો સારું!

લીલો ભલે મારા નીલકંઠ જેવો, ઝેર પચવવાનું ના ભુલીએ તો સારું!

શ્યામ રંગ સર્વ રંગોની ખીચડી, અંધકારમાં જ્યોતિર્મય ઘી થઇ રેલાઉ તો સારુ!

શ્વેત જેવો શુદ્દ્ધ અરંગ નહી.  બધી તારી ત્રુશ્ણા ત્રુપ્ત કરીશ, મુજ રંગોનુ સમર્પણ કરીને,

પણ વૈધવ્યનો શ્રુંગાર બનુ તો સારુ!

તમારા સિંચનથી હું ખીલું, કરમાવાનું તો છે , પણ સુગંધ એની રહી જાય તો સારુ!

તમારા જીવનમાં હું ફૂલ બનીને ખીલું તો સારુ.

તમને મારી પ્રાર્થના સ્વિકાર ના હોય તો કાંઇ નહી,

(જમાના સાથે બદ્લાવું પડે)

કોઇ બીજાના જીવનને સુગંધિત કરીશ

છતાં, તમારી  સ્મૃતિઓમાં  મારી ઝલકની સુગંધ તમને મલકાવે તો સારુ!

કુન્તાબેન શાહ

——પ્રવિણા શાહ-                 રામજીભાઈ એ પ્રોત્સાહન પણ આપ્યું

પ્રમિલાબેન   મેહતા

પ્રમિલાબેન સરસ  ખૂબ  જાણીતી વાત લઈને આવ્યા છે ,આપણે બધા અમુક વસ્તુ  સદાય જાણીએ છીએ,પરંતુ  વાસ્તવિક જીવનમાં જયારે અનુભવમાં આવે છે.ત્યારે કોણજાણે આપણે જાણતા  અજાણતા બધું ભૂલી ફરી એજ ભૂલો કરીએ છીએ, તો ફરી એને વાગોળી એવી પચાવી લ્યો કે આવા સંજોગો આવે ત્યારે પ્રમીલાબેનની વાતને યાદ કરી  આપણે સહુ અટકી જઈએ.

અહી થી અટકો તો સારું ….

પારકી પંચાત ન કરો તો સારું

તમારી પરિસ્થિતિમાં શાંત રહો તો સારું

કડવા ઘુંટડા ગળી જાવ તો સારું

બધું કરો તમારા કાર્યના કોઈ વખાણ કરે કે ના કરે…પણ

તમે તેની ઝંખના ન કરો તો સારું

નવરું મન  નખ્ખોદ   વાળે ,

મનને  નવરુ  ન રાખો તો સારું

ફોગટની ચિંતા ન કરો તો સારું

દેખા દેખી થી દુર રહો તો સારું

અલ્પમાં જરૂરિયાત પૂરી કરો તો સારું

પ્રમિલાબેન મહેતા

 

મધુરીકાબેન શાહ

મિત્રો ,

આમ તો મધુરિકા માસી પુસ્તક પરબની બેઠકમાં આવતા ,નાના કાગળિયાં પર પોતાના વિચારો ,અથવા જે વાચ્યું અને ગમ્યું તે અચૂક લખીને લઇ આવતા ,ગઈ બેઠકમાં પોતે હાજરી ન આપી શક્યા  પરંતું  “તો સારું” ઉપર સરસ મજાનું લખાણ મોકલ્યું છે. માસી પરદેશમાં ,જે જોવે છે એ વાતને હાસ્ય સ્વરૂપે રજુ કરવાનો એમનો સરસ પ્રયત્ન છે અને સાથે એક સરસ વાત કરી છે કે  માત્ર સાસુ અને વહુ બનીને રહેવાથી સંબંધોમાં કોરી ફરજ અને નિરસ જવાબદારીઓ જ બચશે. તેના કરતાં મા તથા બેટી બનીને રહેવાથી બેઉ પક્ષે ઘણું બધું ના ધારેલું મળી રહે છે ,વાત અને વિષય ખુબ સામાન્ય છે.સાસુ અને વહુની ,વર્ષો થી આ સંબધ ખાસ અલગ જ રહ્યો છે આમ પણ જીવનના રંગમંચ પર આ બે પત્રો અનોખા જ છે કદાચ આ વાંચીને સંબંધો બદલાય તો સારું। …

 

મારા સાસુજી સમજે તો સારું। ………

મારા લગ્નને 20 વર્ષ થયા ,અને સાસુજી સાથે ને સાથે જ છે ,ડર લાગે છે કે ઉંમર સાથે સાસુજીની કટકટ ન વધે તો સારું। …..

સવાર પડેને સાસુજી ની ચહલ પહલ થાય અને કટકટ પણ શરુ થઇ જાય ,રાત્રે ઉજાગરા કરવાના અને દિવસે કરે દોડમ દોડ….હે ભગવાન કયાંક ડોશીમાં પડે નહીતો સારું  ….ઉઠતાવેત કરે લાલીને લીપ્સ્ટીક ,અને કાઢે સમય ટાપટીપમાં ,એના કરતા મને મદદ કરવા છોકરા માટે નાસ્તો બનાવતા હોય તો સારું  ….અને આ હાય બાય કહેવાનું બંધ કરીને બાળકોને સમય આપે તો સારું   …..

ઘણીવાર મારે બીઝનેસ ડીનરમાં  જવાનું હોય ,પ્રોજેક્ટ મારે પુરા કરવાના હોય ,રાતે કામના ઉજાગરા હોય ,ઘર, પતિ, બાળકોની જવાબદારી હોય,ત્યારે સાસુને ત્રણ ચાર ફોન કરી પુછવું પડે ,ફ્રીઝમાંથી જમવાનું ખાધું કે નહિ ,તોય સાંજ પડે, થાકી પાકી સાસુને હાય કરું તો…મોઢું ચઢાવ …..આમ મોઢું ચઢાવતા ન  હો તો સારું। …

મને યાદ આવે છે મારી બા ગાતા એ ગીત….

ત્રીજું ફુલ જાણે મારા સાસુજી આકરા ,જાણે પેલું સુર્યમુખી ફુલ

દિવસ ઉગતાની સાથે માંડતું એ મહેકવા

સાંજ સુથી કાઢતું એ ભુલ

મારી વેણીમાં ચાર ચાર ફુલ

હવે આ ત્રીજું ફુલ મને પાગલ ન કરે અને સમજે તો સારું। …….

આમ તો ઘરની વાત બહાર થોડી કોઈને કહેવાય

આતો તમને જ કહેવાય

બાકી આ માજી આટલે થી અટકે તો સારું। …

હું તો સાસુજી ને પ્રાર્થના કરું કે

તમેં રહ્યા મારા સાસુજી

ટોણા મહેણા નાં મારો તો સારું

હું તો માનું તમને માતાજી

હેત દીકરી સમાન આપો તો સારું

લાડ પિયર નાં બધા છોડ્યા જી

મોકો સેવાનો મને ન આપો તો સારું

ચાડી કદી નાં મારી કરશો જી

મારૂ  મન માં આછું નાં લાવો તો સારું

હું તો આપીશ તમને માતા સમાન હેત જી

ભૂલચૂક થઇ જાય તો છોરું ગણી માફ કરશો તો સારું

મધુરીકાબેન શાહ

                      *********************

                    —-અભિવ્યક્તિ : –વિનોદ પટેલ———

આદરણીય બહેન પ્રજ્ઞા

આપના બ્લોગશબ્દોનું સર્જનને હું ફોલો કરું છે.શબ્દોના સર્જનઉપરથી આપની સાહિત્ય પ્રીતિ અને ગુજરાતી ભાષાની અસ્મિતા જાળવવા માટેની બે એરીયામાંની આપની સાહિત્ય પ્રવૃતિઓ વિષે વધુ જાણીને પરિચય વધુ દ્રઢ થયો . આપેતો સારું નામથી કાવ્ય રચનાઓની જે શ્રેણી શરુ કરી છે એક સુંદર વિચાર  છે અને એમાં જે વિવિધ સાહિત્ય રસિકોએ રચનાઓ મોકલી છે ,અને હવેબેઠકબોલાવી વાચવા સાથે લખવાની અને પુસ્તક રૂપે રજુ કરવાની આપની પ્રવૃત્તિ ખરેખર સુંદર છે, સરાહનીય સાહિત્ય સેવાઓ માટે આપને અભિનંદન .આપણી દેવ ભાષા સંસ્કૃતના એક  સ્તબ્ધ  શ્ર્લોકમાં કહેવાયું છે એમ સાહિત્ય ,સંગીત અને ( કોઈ પણ જાતની ) કળા વિહીન મનુષ્ય પૂંછડા વિનાના પશુ સમાન છે.આપણી ગુજરાતી ભાષામાં આપણા પૂર્વજો દ્વારા વિપુલ પ્રમાણમાં સાહિત્ય ખેડાયું છે.ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ આપણી એક જાજરમાન ધરોહર છે એને  જાળવવાની નહી પણ એમાં વૃદ્ધી કરવાની આપણા સૌની એક ફરજ છે.સાહિત્ય અને કલમ સંજીવની રૂપ હોય છે.કહેવાય છે એમાં મડદાને બેઠા કરવાની શક્તિ છે.આપણા પ્રિય શાયર અમૃત ઘાયલ કહે છે

શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું.”

વિશ્વભરમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં,ફેલાયેલા છે.એમાંના ઘણાં ખરા ગુજરાતીઓને ગુજરાતી ભાષામાં જીવનનો ઉત્કર્ષ કરે એવું સાહિત્ય વાંચવાની ભૂખ પડેલી હોય છે . આજે ગુજરાતીબેઠકજેમાં સહું સાથે મળીને ગુજરાતીઓ સાહિત્યરૂપી મોતી પ્રાપ્ત  કરવાના પ્રયત્નો કરી રહ્યા છો, તે  સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે એક અગત્યનું સાધન છે .

બેઠક જન હિતાર્થે  કરવા જેવી  એક સેવા છે

જીવન સંધ્યાએ રમવા જેવી એક ઉપયોગી રમત છે

મિત્રો સાથે અંતરનો તાર જોડવાનું  અમોલ સાધન છે

સુતેલા સાહિત્ય રસને ઢંઢોળીને જગાડવાની ચાવી છે

ગમતાનો ગુલાલ કરવા માટેની ગુલાલ ભરી થાળી છે

ઉચ્ચ જીવન જીવવા માટેના સાહિત્યનો ખજાનો છે

સરખા સાહિત્ય રસિકો સાથે ચર્ચા કરવાનો ચોતરો  છે

નિવૃતિનો સદુપયોગ કરવાની એક ઉત્તમ પ્રવૃત્તિ છે  

આભાર વિનોદ પટેલ , સાન ડિયેગો , કેલીફોર્નીયા

 

અમે પણ કૈક બોલશું ,ઉષા શાહ અને  દીપિકા શાહ

 

મિત્રો ,

વિનોદકાકા ની જેમ  લોસ એન્જેલસમાં રહેતા ગોવિંદભાઈ  પટેલે  પણ આપને પ્રોત્સાહન આપતા લખાણ સાથે સુંદર તેમની કવિતા લખી મોકલાવી છે તેઓ  ( ” સ્વપ્નજેસરવાકર )ના નામે બ્લોગ જગતમાં ખુબ જાણીતા છે,

પોતાની અભિવ્યક્તિ દર્શાવતા કહે છે કે જે લોકો માતૃભાષાના જતન માટે ,અથવા તેના પ્રચાર અને પ્રસારણ માટે અને જીવંત રાખવાના અર્થે કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે મતૃભાષા ને સર્વસ્વ ગણી અહમને આડે લાવ્યા સિવાય  કાર્ય કરતી દરેક વ્યક્તિને અમારી શુભેચ્છા અને ગુજરાતી ભાષા જગ આકાશે ઝળકે એવી શુબ ભાવના

કવિતા કાવ્યાત્મક શૈલીમાં સુંદર રીતે રજુ કરેલ છે,

હજુ માનો તો સારું   માનવી હજુ માનો તો બહુ સારું

જુઓ અલ્યા આવી ચડ્યું છે જન લોકપાલ કેરું જાળું……હજુ માનો  

સત્તામાં  કાળા કામો કર્યા ના કોઈ પૂછવા વાળું

ઘર ને તિજોરીઓ ઉભરાઈ ગઈ ભેગું કર્યું  નાણું

જાગી છે જનતા   હિસાબ માગી કરશે મોં કાળું ……હજુ માનો.

સાયકલ લઇ તમે ફરતા ક્યાંથી આવી મોટરું

ઇતિહાસના પાને જરૂર લખાશે છો તમે એક લુટારુ

જેલો બધી ઓછી પડશે  ત્યાં કરવું પડશે વાળું ….હજુ માનો.

કોર્ટમાં  નહિ ચાલે આગોતરા જામીનનું ભોપાળું

કરેલા કર્મોનો હિસાબ માગશે કાયદા કલમ વાળું

સજા થશે તમને ત્યારે કોઈ નહિ મળે રડવાવાળું ….હજુ માનો.

સ્વપ્ન જેસરવાકર

રમણીકભાઈ ગોહેલે રજૂઆત કરી પ્રોત્સાહન આપ્યું.