અમે પથ્થરનાં મોર કેમ બોલીએ?

વિજય ડી. શાહ

 Copyright © 2017 vijay Shah

All rights reserved.

ISBN-13:

978-1976257032

 

ISBN-10:

1976257034

Your book has been assigned a CreateSpace ISBN.

 

 

આર્પણ

પૂ. મોટાભાઈ અને બા… ને

છાયા તો વડના જેવી ભાવ તો નદના સમ

દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય

 

 

 

 

 

 

 

એક પછી એક

 

રણ તો લીલાછમ
મહેંક મળી ગઈ ૧૭
નીલવર્ણ કાળમીંઢ પથ્થર ૨૫
ફિક્કું હાસ્ય ૩૭
સફેદ સિંદુર ૫૦
હું, બાવો અને આદમ ૫૫
કિનારા મઝધાર ૭૬
તને મેં ઝંખી છે ૮૨
કાળી આંખો ૮૬
૧૦ ભવ બગડ્યાનો ભાર ૯૩
૧૧ એક દિવસ ૯૮
૧૨ રણને તરસ ગુલાબની ૧૦૬
૧૩ નાનકડા જુઠે સર્જ્યુ મહાભારત ૧૧૭
૧૪ ઋણાનુબંધ ૧૨૫
૧૫ અંક ત્રીજો ૧૩૬
૧૬ તમે કહો તો જીત્યાં વાલમ ૧૪૫
૧૭ સૂરજ કો ધરતી તરસે ૧૫૨
૧૮ ચાલુ મહારાજ ૧૬૨
૧૯ કશુંક કશુંક છે ૧૭૧
૨૦ કહ્યાગરા કંથની જેમ ૧૭૯
૨૧ વહાલાં ઉરો ચીરતાં ૧૮૫
૨૨ મનડું રડે છાનું છાનું ૧૯૩
૨૩ ભગ્ન હૈયે પણ ૨૦૪

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

અંગત વાત

અમે પથ્થરનાં મોર કેમ બોલીએ’  એ શીર્ષક આ વાર્તાસંગ્રહને આપવા પાછળ અમદાવાદથી વડોદરા સુધીની મુ. નટુભાઈ, રાવજીભાઈ અને મોટીબેન પ્રતિભાની મનોમંથનની પ્રક્રિયાઓ જેમ જેમ હું માણતો ગયો તેમ તેમ આ શીર્ષક મને ગમતું ગયું. આ વાર્તાઓનાં કેટલાંક પાત્રો પંગુ છે. તેઓને લાગણીઓએ કચડ્યા છે કે સમયે દુભાવ્યા છે. સમાજની અÂસ્થર રસમો અને અનિર્ણિત માનવીય વલણોનાં તે શિકાર છે. દરેકનાં હૃદયમાં ટહુકી નથી શકતા, કારણ કે તેમની પાંખ- તેમના પગ – તેમની ડોક- તેમની કલગી કે તેમનાં પીંછાં પથ્થરનાં છે. ક્યાંક પથ્થર છે અને તેથી તેઓ બોલી નથી શકતા.

આ પાત્રોમાંથી પ્રસંગત્વ પ્રસરવા ક્યારેક સંવેદનશીલ મનને વેદના વેઠવી પડી છે. આ સંવેદનશીલ મનને વેદના વેઠવી પડી છે. આ સંવેદનશીલ મન ક્યાંક ધબકાર, ચિત્કાર, સ્વીકાર કે સ્પંદન જુએ છે ત્યારે તેનું મનમાં વાર્તારૂપે અનુરોપણ થઈ જ જાય છે. જેને પ્રસવતા સંવેદનશીલ મનને કદીક બે કલાક લાગે છે તો કદીક બે વર્ષ. પણ જ્યારે વાર્તા લખાય છે ત્યારે જ એ મન સાંત્વના અનુભવે છે.

આ વાર્તાઓના જન્મથી માંડી ઉછેર-માવજત અને પ્રકાશન સુધી ઘણાં બધાં પરિબળોએ ભાગ ભજવ્યો છે. જેમાંનું પહેલું પરિબળ છે મિત્રો કે જેઓ સાંભળતા અને દાદ દેતા. પછીનું પરિબળ એ વાર્તાને જન્માવતા પ્રસંગોના સાક્ષી જેવા કેટલાક ચહેરાઓ … જેમણે ઘટનાત્વની કડી આપી છે – કલ્પનાશીલ મનને સીડી આપી છે અને સંવેદનાની વેદના દીઠી છે. એમને આ પુસ્તકના જન્મ સમયે યાદ કરું તો અજૂગતું કશું જ નથી. એ મિત્રો અને એ ચહેરાઓ તમે છો : શરદ, નરેન્દ્ર, અનીલ, વિનય, પરેશ, મયુર, અશોક, હર્ષદ, તુષાર, રશ્મિ, કિરણ, રાજુ, મેના, કલ્પના, હર્ષા, ભાવના, ઈલા, લીના, નીતા, મંજુ, જ્યોતિબહેન, અંશુભાભી, અરૂમાસી. હા. એ તબક્કો ૧૯૭૦થી ૧૯૭૫ની વચ્ચેનો છે. અને તે સમયે તમે બધા પ્રસંગોમાં હસતા હતા. શ્વસતા હતા.

વિજય શાહ

શીતળા સાતમ,

૩૦, ઓગષ્ટ, ૧૯૮૩,

૩૬, નીલકમલ સોસાયટી,

નિઝામપુરા, વડોદરા.

બીજી આવૃતિ વેળાએ

સન્મિત્ર અને પોઝિટિવ મીડિયા દ્વારા ગાંધીજી નું અધુરું સ્વપન પુરુ કરતા ગુજરાત વિદ્યાપીઠ નાં પત્રકાર રમેશ તન્ના અને અનીતા તન્નાનો ગુજરાતી પૂર્વક શત શત આભાર

 

 

ઋણ સ્વીકાર

મારી વાર્તાઓને સુંદર અક્ષરદેહ આપતી નાની બહેન નીલાનો * પ્રકાશન અને પ્રિન્ટિંગની પળોજણમાંથી મુક્ત રાખતા મુ.આચાર્યશ્રી નટુભાઈ ઠક્કરનો * પ્રુફ-રીડિંગ તથા અન્ય દરેક પ્રશ્નોની માથાકૂટ કરતી મોટીબેનનો *  અને છૂટીછવાઈ રખડતી વાર્તાઓને યોગ્ય રીતે સંગ્રહી રાખતી રેણનો * કેટલીક વાર્તાઓને યુવવાણીમાં સ્વરદેહ મળ્યો છે તેથી તે આકાશવાણીનો * કેટલીક વાર્તાને અક્ષરદેહ મળ્યો છે ‘સ્ત્રી’ માં તે માટે લીલાબહેન પટેલનો * આ વાર્તાઓને સમાજની સહિયારી મૂડી બનાવવાની સહાય કરનાર ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો.

વિજય શાહ

 

 

. રણ તો લીલાછમ

તમારું નામ કહું ?

“હ  !”

“સ્મિતા”

“તમને કેમ ખબર પડી ?” સ્મિત રેલાવતાં એ ટહુકી.

“ખરું નામ કહું ?”

“હા.”

“સ્મિતા.”

“અરે કમાલ છે !  તમે તો ખરું નામ જ કહ્યું – કઈ રીતે ખબર પડી ?”

“તમે સ્મિત સુંદર કરો છો તેના પરથી તર્ક દોડાવ્યો.”

“તર્કશાસ્ત્રી લાગો છો ?”

“ના, છું તો હથોડા શાસ્ત્રી… લોહા, લાકડા, ઈંટ – ચૂનાનો ભવિષ્યનો વેપારી.. ઈજનેર… પરંતુ કદીક તમને જાઈને તર્ક શાસ્ત્રી બની જાઉં છું.”

“તમારો તર્ક ખોટો છે.”

“મને ખબર છે – પણ સાચું નામ જાણી શકું ?”

“સીમા.”

“સરસ નામ છે.”

“ધન્યવાદ.”

આ સીમા સાથેની મારી પહેલી મુલાકાત. સીમા તે વખતે સોળેક વર્ષની હતી. જોતાંની સાથે જ ગમી જાય એવી. મનોહર ચહેરો. લાંબા સુંદર ગૂથાયેલા કાળા વાળ. તેમાં સાડીના જ કલરનું મેચીંગ ફૂલ… લાંબુ અણીયાળુ ઘાટીલું નાક.. અને મૃગલી જેવી ચંચળ આંખો, એટલે જ તો હું વાત કરવા પ્રેરાયો.

એક બસ, એક સમય, એક રસ્તો, અને એક જ સ્ટેન્ડ… કેટલું બધું અનુકૂળ – સામાન્ય પરિચય મૈત્રીમાં બદલાયો. ત્યારે તો હું ખરેખર લોહા – લાકડા અને ઈંટનો ચૂનાનો વેપારી થઈ ચૂક્યો હતો.

“સૌમિલ ભાઈ ! ભાભી ક્યારે લાવો છો ?”

“એક દિવસ મારી કેબીનમાં આવીને એ ટહુકી.”

“અરે તું.. ! સીમાડી… ! અહીં ક્યાંથી ભૂલી પડી હે ?”

“શું કરું ? તમે તો હવે મોટા માણસ થઈ ગયા… સમય ન મળે… પરંતુ અમે તો હજી નવરા ધૂપ જેવા રખડીએ છીએ. ”

“ગાંડી ! તારા તો આ રમવા-ફરવાના દિવસો છે. એન્જાય ધી લાઈફ ! ધીસ ઈઝ રીયલી ધી સ્વીટેસ્ટ પાર્ટ ઓફ લાઈફ.”

“સૌમિલભાઈ, એક સવાલ પૂછું ?”

“હં !”  “હેવ યુ એવર અન્જાયડ – ?”

ના – ભઈ-ના – આપણા એ દિવસો ક્યાં ? આપણે તો સીધા સાદા બજરંગબલીના ભગત – વો દિન કહાં કે મિયાં કી પાવમેં જુતી – અરે ! તારી જેટલી ઉંમરનો હતો ને ત્યારે તો છોકરીની સાથે વાત તો બાજુ પર રહી પણ એને જાતાં જ શરમથી પાણી પાણી થઈ જતો.

“ખેર… બોલ તું શું લઈશ ? ઠંડુ કે ગરમ ?”

“ઠંડુ અને ગરમ બેઉ.”

“એટલે ?”

“ઠંડી ચા અને ગરમ આઈસ્ક્રીમ.”

હું પટાવાળાને કંઈક નાસ્તો અને પીવાનું લાવવાનું કહું છું.

“બોલ આટલા બપોરે કેમ કરતાં ભૂલી પડી ?”

એ સહેજ ખમચાઈ અને પૂછી ધીમેથી બોલી –“ સૌમિલભાઈ પરિસ્થતિ કંઈક એવી ઊભી થઈ છે…“

“કેવી ઊભી થઈ છે ?”

“મા જોડે ઝઘડો થઈ ગયો છે.”

“પછી”

“પછી શું ? કીટ્ટા કરી નાખી.”

“ગાંડી થઈ છે કે શું ?”

“હા – ખરેખર નોકરી કે કંઈક કમાવવાનું મને નહીં મળે તો કદાચ હું પાગલ થઈ જઈશ.”

“સારા ઘરની છોકરીઓ નોકરી નોકરી કરીને ખરેખર જરુરિયાતવાળા જુવાનીયાઓને પણ અન્યાય કરતી હોય છે. લગ્ન થયા કે નોકરીને તિલાંજલી અને પેલા બિચારા છોકરાને બેકારીમાં જ સબડવું પડે – ઘરે જા. કંઈક રાંધવાનું શીખ”.

“અચ્છા બોલ રોટલી વણતા વણતા ગોળ ગોળ કેમ ફરે ? એ કાલા અવાજે બોલી. “બસ મને રોટલી કરવી જ નથી આવડતી – બાકી બધું.”

હું બીજું બધું પૂછવા જાઉં છું ત્યાં ચા – નાસ્તો આવી જાય છે. અને અમારી ચર્ચા અટકે છે.

સીમા એના બાપની એકની એક છોકરી છે, પરંતુ સાવકી મા ભારે ખંધી, ઠાવકી અને લુચ્ચી. સીમા પર જાતજાતના જુલમો કરે. પણ સીમા એ બધાથી ટેવાઈ ગયેલી. ઘાંટા બરાડા પાડીને કે ધોલધપાટ કરીને પણ મા પાસેથી કામ કઢાવી લે અને એટલે તો એના સ્વભાવમાં પહેલેથી સાહસ ધોળાયેલું રહેતું.

એક દિવસ તે મને કહેતી – “સૌમિલભાઈ ! હું આઠ-નવ વર્ષની હતી ને ત્યારે મારી માએ એક ઝેરી સાપ મારા પર ફેંકીને મને મારી નાખવાની કોશિસ કરી હતી. મેં એ સાપને એવી ધોબી પછાડથી સીધો કરી નાંખેલો ને કે ત્યાર પછી મા મને છંછેડતા વિચાર કરતી. તમે નહીં માનો એ સાપને હંટરની જેમ પકડી મેં મારી માને મૂડી નાખી હતી.”

મારા બાપુએ પણ તેને મારી પણ કોઈ અર્થ ન સર્યે ! બે-પાંચ દિવસ પછી રાત્રે હું ઊંઘતી હતી તે વખતે લાલ રંગનો સાલો પહેરી બંને હાથમાં લાલછમ ચીપીયા લઈને તે બીજી બે -ચાર બૈરી સાથે આવીને મારી છાતીમાં ઉપરાછાપરી ડામ દઈ દીધા. હું બેભાન થઈ ગઈ.

ત્યાર પછી એણે બાપુને પણ એવું કંઈક કરી નાખ્યું ને કે તે પણ એમનો જ પક્ષ લેતા થઈ ગયા.

“હં ! તો સીમા આજે મા સાથે ફરી શું ઝઘડો થયો ?”

“એ ડોકરીના મનમાં હજુ પેલું ભૂત ગયું નથી.”

“કયું ?”

“મારી મા એને ભૂત બનીને વળગી છે અને એ જ એ ડોકરીને છોકરા થવા દેતી નથી. ” – સૌમિલભાઈ – અમેરિકાવાળા ચંદ્ર ઉપર પહોંચ્યા અને આપણે… ક્યારે સુધરશે આ પ્રજા ? ગામડામાંથી શહેરમાં આવ્યા… શહેરમાંથી ફ્લેટમાં મારી મા રહેવા આવી તોય… વર્ણતૂક તો રામ જાણે ક્યારે સુધરશે ?

“પણ થયું શું એ તો કહે ?”

“અરે !  ઢોંગીલી – આજે સવારે ઊઠતાં વેંત રડવા માંડી… મને ફલાણા પીરે દર્શન દીધા છે – અને કહે તારા ઘરમાં પાપની જડ છે તેને તું નહીં કાઢે ત્‌ સુધી તારો ખોળો નહીં ભરાય.. નેચરલી – મારા બાપને તો ન જ કાઢી મૂકાય. એટલે આજે સવારે ઊઠીને મારી સાથે સંપૂર્ણંપણે યુદ્ધ જાહેર કરી દીધું.”

બળુકી થઈને અત્યારે તો મેં એને ટાઢી પાડી છે. પણ સૌમિલભાઈ મને નથી લાગતું કે હવે તે મને શાંતિથી જીવવા દે. ઘરમાં આટલો પૈસો, છતાં એક મિનિટ શાંતિ નહીં. – ખરેખર મગરની ચામડી કરીને રહું છું. તેથી જીવાય છે નહીંતર તો કાચીપોચી તો ક્યારનીયે કમોતે મરી ગઈ હોય…

“અને હા, તારો કોઈ સારો બોયફ્રેન્ડ છે કે નહીં ?  પરણીને જુદી થઈ જા. સ્વમાનભેર જિંદગી વીતાવીને – ”

“બોયફ્રેન્ડ… કહેવાના તો ઘણા છે – પણ ખરેખર તો કોઈ નથી. દરેક જણ પેલી ગોળની કાંકરી પર માખી બણબણે તેમ… દરેક મારા હાડમાંસના પૂજારી છે. સૌમિલભાઈ, ખોટું ન લગાડશો. પણ મને તો દરેક પુરુષમાં વાસનાની ચિનગારી ભડકતી દેખાય છે. હું સહેજ કુણી પુડું કે ઢીલી પડું તો મને આખેઆખી ચાવી જાય – અને તેમાં વળી મારી મા ધારે તો ફિલ્મોની વેશ્યાઓની માસી કે ફોઈનો રોલ કરવામાં પાછી ન પડે.”

“ખેર… જવા દો… તમે કાયમ માન આપ્યું છે. અને મેં તમને મોટાભાઈ માન્યા છે – તેથી…”

“તું નોકરીની ચિંતા ન કર… તને તે મળી જ છે સમજ… પણ એકલી નોકરીના જોરે તું શું કરવા માગે છે ?”

“હું એકલી રહીશ. મારા પોતાના પગ પર ઊભી રહીશ.”

“હે ! પછી ?”

“પછી શું ? કોઈક સારો મુરતીયો મળતીં પરણી જઈશ.”

“ભલે, કાલથી ટાઈપ શીખવા માંડ, દસપંદર દિવસમાં હું ઘરે તને ખબર કરીશ.”

***

સીમાને મેં જ્યાં રખાવી હતી. ત્યાં તેણે ચારેક મહિના કામ કર્યું. ત્યાર પછી અચાનક તેણે કામ છોડી દીધું. ઊડતી ઊડતી વાત મળી કે એણે એના બોસને લાફો મારી દીધો હતો. કંઈક અડપલું કર્યું હશે, અગ્નિ જેવી તેજ હતી. છોકરી. ખેર, ત્યાર પછી તો એના કોઈ સમાચાર નહોતા, પરંતુ એ છોકરી એનો રસ્તો ખુદ શોધે તેવી હતી.

વચ્ચે છાપામાં – બે ત્રણ વાર એના બાપુની જાહેરાત આવી હતી.

“સીમા દીકરા, જ્યાં હોય ત્યાંથી પાછી આવી જા ! મારી તબિયત બગડતી જાય છે. તારી મા તને મળવા કલ્પાંત કરે છે.”

મને તો ખાતરી હતી કે પાછી આવે તે સીમા નહીં. અને ખરેખર એ પાછી ન જ આવી.

***

સમય વીતતો ગયો. એક સાંજે હું અને સ્વાતિ અને મારી દીકરી સીમ્પુ  કાંકરિયા પાસેના રેસ્ટોરન્ટમાં બેઠા બેઠા નાસ્તો કરતા હતાં ત્યાં સીમ્પુએ બૂમ પાડી  – ડેડી !  ત્યાં કોઈક પડી ગયું – હમણાં જ … સામે નગીનાવાડીની પાળ ઉપરથી એક છોકરી કૂદી પડી હતી.. એ ડૂબકાં ખાતી હતી…

લોકો એની તરફ જાઈને આંગળી ચીંધતા કંઈક બોલતા હતા… કદાચ અરે કોઈ બચાવો… બચાવો ! ડચકાં ખાતી ખાતી એ છોકરીનો હાથ ફરી ઉપર આવ્યો. પણ કોઈની હિંમત ન ચાલી કે તેને બચાવે.

નીચે કોઈક બોટ તૈયાર થતી લાગી. હું સીમ્પુને “મમ્મી પાસે જ રહેજે” કહીને સડસડાટ નીચે ઊતરી ગયો…

એક નેવી ઓફિસર બોટને બંધ કરતો હતો… ત્યાં હું પહોંચ્યો.

“સા’બ કોઈ વહાઁ ગીર ગયા હૈ !”

“કોન કમબખ્ત”

“ચલો, સાબ વક્ત નહીં હે !”

હું અને નેવી ઓફિસર એ છોકરી જ્યાં પડી હતી ત્યાં ગયા. નેવી ઓફિસર પાણીમાં કૂદ્યો અને પેલી છોકરીને ઉપર લઈ આવ્યો.

***

સીમા સાથે આ રીતે મુલાકાત થશે એનો તો સ્વપ્ને પણ ખ્યાલ નહીં. પોલીસ પંચકેસ પત્યો અને  હોસ્પિટલમાં દાખલ કરો. બેભાન હતી ત્યાં સુધીમાં સ્વાતિને મેં સીમાની પૂર્વ હકીકતથી વાકેફ કરી દીધી. એની આંખમાં કરુણા હતી. સહાનુભૂતિ હતી. અને સાથે સાથે દુન્વયી રીતો સામે મર્દાનગીથી લડીને ટ્ટટાર રહેવાની રીત પ્રત્યે પણ માન હતું.

ભાનમાં આવ્યા પછી મેં સ્વાતિની ઓળખાણ આપી. એ બોલી, “કેવું કમનસીબ !  ભાભી, હું તમને મળી તો પણ કાયર જેવી. હું એવી નથી ભાભી !”

સ્વાતિ કહે, “સીમાબહેન મને એમણે બધું કહ્યં છે – તમે શાંતિથી સૂઈ રહો” પોલીસે સ્ટેટમેન્ટ લીધું – આપઘાતનો ગુનો દાખલ કર્યો – એ બધી વિધિ પત્યા પછી મેં સીમાને પૂછ્યું – “સીમા ! તું છેક આટલી બધી હારી જઈશ તેની તો મને કલ્પના સુદ્ધાં નહોતી.”

“સૌમિલભાઈ ! નાનપણથી જ હું અભાગી છું. નથી પિતાનું વાત્સલ્ય જાવા મળ્યું કે નથી માનો લાડ – પ્યાર, નથી ભાઈઓની દુલાર કે નથી બેનોનું સંખ્ય. બધાની સામે હું ઝઝૂમી. સીધી રીતે ન મળે તો ઝૂંટવીને પણ લીધું. તો પણ આત્મસંતોષ ન થયો. એ મમતા અને વાત્સલ્યની ઝંખનામાં હું તડપતી રહી, તપતી રહી.”

ત્યાં શિરીષ મળી ગયો. એ પણ મારા જેવો જ હતો સમ-દુઃખિયો. અમે પરણી ગયા.

દામ્પત્યજીવન વહેતું ચાલ્યું – મારી મમતા, લાગણી અને ભાવનાની જે પ્યાસ હતી તે મા બનવા તરસી રહી હતી. સૌમિલભાઈ મારા સંતાનને મારા જેવું દુર્ભાગ્ય ન સાંપડે તેથી તો કેટલાંય શમણાં ગૂંથી રાખ્યાં હતાં.

નાના-નાના મોજાં ગૂંથતી રમકડાં ખરીદતી -શીરિષ એ બધું જોતો અને હસી પડતો. મારી ઘેલછા પર.. દામ્પત્યજીવનના બે – અઢી વર્ષ વીત્યા પણ મારી ઘેલછાં ન સંતોષાઈ – આજે બપોરે એમની અને મારી મેડિકલ ચેક – અપનાં રીઝલ્ટ પરથી ખબર પડી… હું અભાગણી છું. વાંઝિયણ છું.

સૌમિલભાઈ મારી બધી હિંમત ઓગળી ગઈ. હું સાવ કાયર થઈ ગઈ. હું સમાજ સામે ટક્કર લેવાની જે હિંમત ધરાવતી હતી તે ગુમાવી બેઠી. મને મારી જાત પર તિરસ્કાર આવી ગયો અને આ પગલું લઈ લીધું.

“બહું સારું કર્યું નહીં ?” અજાણ્યો અવાજ સાંભળી અમે બંને ચોકી ઊઠ્યા.

“શીરીષ ! શીરીષ ! મને માફ કર.”

એની આંખમાં આંસુ વહી રહ્યા હતાં. “સીમા, તું એકલી નથી, તારું દુઃખ સહેવા તારી સાથે હું બેઠો છું – જા હવેથી આવું પગલું લેશે ને તો ભગવાન તને સાત ભવ માફ નહીં કરે, સમજી ? અરે, કોઈ અનાથના નાથ બનીશું… કોઈક આપણા જેવા કમનસીબ સંતાનના ભાગ્ય ફેરવીશું.”

એ બોલતો જતો હતો તેમ સીમા વધુ હીબકાં ભર્યે જતી હતી. એને રડીને હૈયું છાલવી દેવાનું હતું – શીરીષ એને કહેતો જતો હતો.

સીમ્પુ બોલી, “અંતલ, આંતી ભમ્‌ થઈ ગયા !”

શિરીષ કહે, “તાલી આંતી તો ગાંડી છે – કીટ્ટા કરી નાખ…”

સીમ્પુ વિચારમાં પડી ગઈ. પછી સીમાના ખોળામાં લપાઈ ગઈ. “આંતી તો ગાંડી નથી, ડાહી છે” અને સીમા તેને વહાલથી ગળે લગાડી લે છે. જાણે એની જ દીકરી ન હોય…

હું અને સ્વાતિ મલકી ઊઠીએ છીએ પરમ આનંદથી…

 

 

 

 

 

 

 

 

૨. મહેંક મળી ગઈ

ઢળતી સંધ્યા… મંદમંદ વહેતો પવન… ઉનાળાના તાપથી તપેલી ધરતી ઉપર હમણાં જ છાંટેલા પાણીથી ધરતી મ્હેંક મ્હેંક થતી… બંગલાના કમ્પાઉન્ડમાં ખીલેલા ગુલાબને જાઈ અંજુ વિચારતી હતી… કેવા સુંદર દિવસો હતા એ… અમરિષના કમ્પાઉન્ડમાં ખીલતાં પ્રત્યેક ગુલાબ જાણે અંજુના વાળમાં શોભાવવાનું બાનાખત લખાવીને આવ્યા હોય… ગુલાબની ભરપૂર સીઝનમાં આખા ચોટલાને ઢાંકી દેતી લાંબી લચક વેણી નાખીને અંજુ જતી…

અમરિષ અને અંજુ પાડોશી હતા. બાલ્યાવસ્થાની મૈત્રી યૌવનનાં ઉંબરે પ્રણયમાં પરિણમી. પરંતુ કોલેજને ઉંબરે છૂટા પડ્યાં. અંજુ મેડીસીનમાં ગઈ અને અમરિષને થોડા ટકા ખૂટતાં… ત્યાંનો ત્યાં જ રહ્યો… ભણતરના તફાવતને ગૌણ બનાવીને પણ અંજુ અમરિષ સાથેના સંબંધોને જાળવતી રહી અને બંને એક થયા.

કુળદેવીને પગે લાગતા અને બારણે કુમકુમના થાપા પાડતી અંજુ વિચારતી હતી પ્રણયની તપસ્યાનું આ સુખદ પરિણામ, આજે એનો મનનો માનેલો ભરથાર દુનિયાની હાજરીમાં અને અગ્નિ ની સાખે તેનો બન્યો. લગ્નથી તેનો અભ્યાસ ન અટ્‌કયો. ગાયનેકમાં એમ.ડી. કર્યું. બુદ્ધિની તેજસ્વિતાને પરિણામે એ સફળતાનાં શિખરો ઓળંગતી જવા માંડી.

પણ… કાશ તેને ખબર હોત કે આ તેજસ્વિતા એની વેરણ થવાની છે તો કદાચ કદી પણ તે આટલું બધું ન ભણત. અમરિષ એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં કેમિસ્ટ તરીકે કામ કરતો હતો અને અંજુ ભણતી હતી. ભણતર પૂરું થયું અને પ્રેક્ટિસ શરૂ કરી અને વિચારોમાં મતભેદ પડવાની શરૂત થવા માંડી. અંજુને લાગવા માંડ્યું કે અમરિષ કોઈ પ્રકારની લઘુતાગ્રંથિથી પિડાય છે… એના મિત્રવૃંદમાં ભળી શકતો નથી. પ્રેક્ટિસ જેમ જેમ વધતી ગઈ તેમ તેમ… એ બધાં ગૌણ મુદ્દા પર અંજુ બહુ ધ્યાન આપી શકતી નહીં.

એક દિવસ એવું  બન્યું. જેની એને ઘણા દિવસથી ધાસ્તી હતી. ‘અંજુ ! હમણાં તું સમયની બાબતમાં ખૂબ જ અનિયમિત થતી જાય છે.’

‘અમી, પેશન્ટ એટલા બધા હોય છે ને કે…’

‘અંજુ તુ ડોક્ટર ભલે હોય પણ સાથે સાથે મારી પ્રેયસી પણ છે, પત્ની છે. તારા આખા દિવસમાંથી ૬થી ૮ કલાક પેશન્ટોને માટે પૂરતા છે. ચોવીસ ચોવીસ કલાક કંઈ પેશન્ટોને ન જોયા કરવાના હોય. બાને થોડીક કામકાજમાં રાહત રહે… આપણું પણ ગૃહસ્થજીવન કિલ્લોલતું રહે. તું ટાઈમ ફિક્સ કરી નાખ અને ઘેર કોઈ જ પેશન્ટ ન જાઈએ.’

‘અમી ! એવું ન ચાલે. કોઈક ઈમર્જન્સીના કેસ હોય. પ્રેગ્નન્સીના અરજન્ટ કેસ હોય તો મારે જવું પડે.’

‘અંજુ ! તને કહ્યું ને ! બસ તેમજ કરવાનું…’

‘અમરિષ પતિ મહારાજના મૂડમાં આવી ગયો. અંજુને તેનું અભિમાન ઘવાતું લાગ્યું. તે સમજી ગઈ હવે આને સમજાવવો વ્યર્થ છે. પણ મનમાં તો તે સમસમી રહી હતી… અમરિષ મારી પ્રગતિ સાંખી નથી શકતો ! મારા વ્યક્તિત્વને … મારી વધતી જતી કીર્તિને સહી નથી શકતો. તેથી ઘડીભર તો રડી પડવાનું મન થઈ ગયું. હે ભગવાન, હું ક્યાં આને પનારે પડી. એ ડુમો ખાળીને એના રૂમમાં જતી રહી.’

અમી ! કટેલો મીઠડો હતો… એનામાં આ કડવાશ… ક્યાંથી ભરાઈ ગઈ ! લાગણીનો સતત વહેતો સ્ત્રોત અચાનક… કુંઠિત કેમ થઈ ગયો… ઘરમાં તથા મિત્રોમાં કેટલાયના વિરોધ વચ્ચે મેં અમરિષને પસંદ કર્યો… બાળપણથી ચાલી આવતી પ્રીતને માથે મુકુટ ચઢાવ્યો…. બધી જ બહેનપણી કહેતી હતી કે અંજુ ! ડોક્ટરને તો ડોક્ટર પતિ હોય તો જ એકબીજાને પૂરક બની રહે… તારો અમરિષ પ્રેમ વાસ્તવિકતાની ભૂમિકાથી પર છે તું પસ્તાઈશ…!

પણ પ્રેમનો પંથ છે શૂરાનો માનીને તો મેં ઝુકાવ્યું હતું. હવે પછી ડરે છે શાની ? તારો અમરિષ તારા પણ ભલા માટે જ કહે છે ને… ચોવીસો કલાક શું… પેશન્ટ પેશન્ટને પેશન્ટ હેં… ? તને તારું નાનકડું કિલ્લોલતું કુટુંબ બનાવવા ધગશ નથી ? એને વર્ષો પહેલાં પોતાના શબ્દો યાદ આવ્યા… અમરિષ ગુલાબની બે અધખૂલી કળીઓ લઈને આવ્યો હતો. એમે અમરિષને કહ્યું હતું.

‘અમી ! આ કળી છોડ પર રહી હોત તો કાલે મઝાનાં ગુલાબ થાત નહીં ?’ હા, પણ પછી એ કળી ન રહે.

તું જાણે છે અમી, દરેક છોડનું ફૂલ એ બાળક છે. પ્રસવવેદના સહીને જેમ મા બાળકને જન્મ આપે તેમ છોડ – ટાઢ-તડકો સહન કરીને એની ઋતુમાં ફૂલ આપે.

મને એટલે જ તો ડાળી તેને છેડા ઉપર જન્મ આપે છે.

‘અમી ! આપણું ફૂલ પણ આવું સુકોમળ અને પ્રફુલ્લિત હશે ને…’ સ્વપ્નશીલ દૃષ્ટિથી અમરિષને જોતાં હું બોલી હતી.

‘હા અંજુ, તારી બુદ્ધિ તેજસ્વિતા હશે અને મારી મીઠાશ…’

ઓહ ! અમી, તારી મીઠાશ ક્યાં ગઈ ? તું આટલો બધો કડવો કેમ થઈ ગયો ? તું તારી અંજુને આવી રીતે કહી કઈ રીતે શક્યો… ફરી પેલો ડંખ ચચરી ગયો… ઘણા સમયથી તે જોઈ રહી હતી કે અમરિષ તેનાથી ઊખડો ઊખડો રહેતો હતો. કામ પૂરતી જ વાત, ન હાસ્ય, ન વાણીમાં મીઠાશ, ન ટીખળ… પણ કામના બોજામાં એ બધું જ હું વીસરી જતી.

અચાનક હૃદયે ટકોર કરી. અરે ગાંડી, દાંમ્પત્યજીવનમાં પડેલી નાની તિરાડમાં જા બેદરકારી રાખીને કંઈ જ ન કરીએ તો એક દિવસ ખીણ બની જાય. ખરેખર આજે પહેલી વખત મને અમરિષ મારાથી જાજનો દૂર હોય તેવો લાગ્યો… છેલ્લાં ચાર વર્ષના દાંમ્પત્યજીવનમાં આજે પહેલી વખત તેને સંતાનની ઈચ્છા થઈ અને એક જ અÂસ્તત્વ ગમે તેટલી ઊંડી ખાઈ હોય તો પૂરી દેવા માટે સમર્થ છે.

તે જ દિવસે મેં સમય નક્કી કરવાનું કહી દીધું. મારો અમરિષ મારાથી દૂર જાય તે ન પાલવે. મારે મારું ગૃહસ્થજીવન પણ માણવું છે. મારું કુટુંબ પણ મારે જોઈએ છે અને મનોમન નિર્ણય કરી લીધો. હું અમીને આજે જ રાત્રે બધું સમજાવી દઈશ… વ્યવસાય પછી… પૈસા પછી… પહેલાં અમી…

રાત્રે સાડા દસની આસપાસ થયા હશે. બા અને બાપુજી ઓસરીમાં હીંચકા પર ટહેલતા હતા. નાનો દિયર ફિલ્મમાં ગયો હતો અને અમરિષ એકલો એના રૂમમાં હતો. તે વખતે મેં જઈને વાત મૂકી…

‘અમી ! હં !’

‘પેલી ફૂલવાળી વાત તને યાદ છે ?’

‘કઈ ફૂલવાળી ?’

‘કેમ એક દિવસ તું ગુલાબની કળી લઈને આવ્યો હતો… અને… મેં કહ્યું હતું કાલે આ કળી ફૂલ બની ગઈ હોત…’

‘હં ! પણ એ વાત અત્યારે ? છાપું બાજુ પર મૂકતાં અમરિષે પૂછ્યું, તે શું કહ્યું હતું ?’

‘એ જ, કે ડાળી એટલે તો તેના છોડ પર જન્મ આપે છે !’

‘હં ! પછી મેં શું કહ્યું હતું ?’

… વાતમાં મોણ ન નાખ. મને તારી ગોળ ગોળ વાત સમજાતી નથી.

‘બુધ્ધુ ! તને બાપ થવાની ઈચ્છા નથી ?’

‘ધત તેરી કી ? પરંતુ ડોક્ટર મહાશય, આજે અચાનક… આપને… આ સદ્‌વિચાર ક્યાંથી આવ્યો ?’

‘અમરિષ તું મારાથી દૂર ન જતો રહે ને તેથી.’

‘પણ હું ક્યાં દૂર છું ? એ એકદમ મારી નજીક આવીને બોલે છે…

ત્યાં નીચેથી બૂમ પડે છે ડોક્ટર સાહેબ !’

હું એકદમ સડક થઈ જાઉં છું… અમરિષના મોં પરથી પણ બધા જ ભાવો ચાલ્યા જાય છે અને ફરીથી મારો અમરિષ જાજનો દૂર જઈને બેસી જાય છે… હું એની સામે ટગર ટગર તાકી રહું છું. એ માથું ઝંઝોટીને મારાથી દૂર જતો રહે છે.

હું નીચે ઊતરું છું, પરંતુ મને થતું હતું કે અમરિષના હૃદયમાંથી હું બહાર જઈ રહી છું… ઉફ ! ક્યાં આ ડોક્ટરી લીધી… વખતે કવખતે પેશન્ટ ટપક્યા જ હોય… સડસડાટ ઊતરીને પેલાને લાફો મારી દેવાનું મન થઈ ગયું.

મને જાઈને પેલાનું ચિંતિત મોં એકદમ હળવું બની ગયું. ડોક્ટર સાહેબ ચાલોને ! મારી બેનને સતત દુઃખાવો ઊપડ્યો છે… !

મનમાં તો થાય છે અલ્યા હું ડોક્ટર છું કે દાયણ ! અચાનક કેસ હિસ્ટ્રી યાદ આવી. અલ્યા, આ તો વંદનાનો ભાઈ, વંદનાનો કેસ તો બહુ કોમ્પલીકેટેડ છે. જા પૂરતું ધ્યાન આપીને ઓપરેશન નહીં થાય તો… ખૂબ ભયજનક પરિસ્થિતિ છે….

અમરિષની આંખમાંથી ટપકતી ઉપેક્ષા મારા માટે અસહ્ય બની જાય છે. મારો સંસાર પણ ભયજનક પરિસ્થિતિમાં છે… હું લાચાર નજરથી અમરિષ સામે જાઉં છું, પરંતુ એની આંખમાં નરી ઉપેક્ષા સિવાય કશું જ નહોતું… હું લક્ષ્મણરેખાને અડીને ઊભી હતી.

એક બાજુ કુટુંબ સંસાર અને પ્રિયતમ – પતિ છે. જ્યારે બીજી બાજુ ફરજ છે. એક જિંદગીનો સવાલ છે. ડોક્ટર બનતી વખતે લીધેલા વચન યાદ આવે છે. કોઈ પણ ભોગે દર્દીની જિંદગી બચાવવાના વચનની યાદ સાથે હું વધુ બેચેન બની ગઈ, લોલકની પેઠે મન અહીંથી તહીં હીંચોળાવા માંડ્યું.

‘અંજુ તું ટાઈમ ફિક્સ કરી નાખ… અને ઘરે કોઈ પેશન્ટ જાઈએ નહીં. અમરિષનો ધગધગતો લાવા જેવો અવાજ એને બાળતો હતો…’ ‘ડોક્ટર સાહેબ, ચાલોને મારી બહેનને સખત દુઃખાવો ઊપડ્યો છે’ – વંદનાનો ભાઈ બોલતો હતો.

અમરિષ બારણું બંધ કરીને રૂમમાં જતો રહ્યો. હું મૂઢ જેવી એને જાતી રહી.

વંદનાનો ભાઈ બોલતો હતો – ‘ડોક્ટર સાહેબ, ચાલોને, મોડું થાય છે.’ મને મારા પગમાં જાણે મણ મણની બેડીઓ ન પડી ગઈ હોય એવો આભાસ થાય છે. જઈને અમરિષના પગ પકડી લેવાનું મન થાય છે…અમી… મને જવા દે મારો ધર્મ ચૂકાય છે… પણ આ રીતે તું જાય તો અહીં પણ ચૂકે છે.

અચાનક હું બેસી પડી અને રડી પડી. કશું જ સૂઝતું નહોતું. શું કરવું ? વંદનાનો ભાઈ સ્તબ્ધ બની ગયો.

ત્યાં ઉપરથી અમરિષનો અવાજ સંભળાયો… ‘અંજુ ! તૈયાર થઈ જા. ચાલ તને મૂકવા આવું છું.’

પણ… આ સમયે… હું હજી બાઘાની જેવી ઉપર તાકી રહી.

અમરિષ નીચે આવ્યો… ત્યારે પેન્ટ-શર્ટમાં હતો… ‘ચાલ ! ચાલ ! ગાંડી, કોઈની જિંદગીનો સવાલ છે. આમ બાઘાની જેવી મને શું જાઈ રહી છે ?’ અને એ હસ્યો મીઠું મધ જેવું…

‘અમી…’ હું દોડીને એને વળગી પડી… રડી પડી… હર્ષથી.

 

 

 

 

 

 

 

 

.    નીલવર્ણ કાળમીંઢ પથ્થર

તા. ૨૩-૧૦

પ્રિય સુનીતા,

પુરુષને જે લભ્ય થતું નથી તેની ખેવના તે હરદમ કર્યા કરતો હોય છે. તેને માટે પુરુષાર્થ કરતો રહેતો હોય છે. કોઈ પણ સિદ્ધિ અચાનક તો લભ્ય ન જ થાય. તે માટે એક યા બીજા પ્રકારની તપશ્ચર્યા આવશ્યક છે જ. ‘જ’ શબ્દ પર મૂકેલો ભાર તું કદાચ નહીં સમજે.

ચાલ, આજે તારી નજર સમક્ષથી સમગ્ર પડદો હટાવી દઉં. તારી સાથે મૈત્રી કેળવી ગાઢ કરવાનો એક જમાત્ર આશય એ હતો કે મારા ઘવાયેલા વિચારોને થોડું સાંત્વન મળે. ન જાણે શાય કારણથી તારી સાથે વાત કરવાનું મને ગમતું હતું. અને વળી તું મારી હમખયાલ નીકળી તેથી હૃદયના ખૂણે ધરબાઈ ગયેલી અવનિની સ્મૃતિઓ ફરી જાગૃત થવા માંડી. કદાચ તું પણ અવનિની જ પ્રતિકૃતિ જેવી છે તેથી…

શું લખું… ? શું ના લખું… ? અવનિ માટે મારા હૃદયમાં ખૂબ જ લાગણી હતી. ખૂબ જ. આ ‘ખૂબ જ’ શબ્દ પણ મને નાનો લાગે ચે એ લાગણીઓને જોખવામાં. પરંતુ સમય અને પ્રસંગોએ બતાવી દીધું છે કે આ લાગણીઓ ખોટી જગ્યા પર છે. જે વ્યક્તિને મનમાં તું દેવી માને છે તેને મન તો તું કથીર છે. પૂજારી નહીં… અને તેથી જ હું લાગણીઓના આવિર્ભાવમાં જબરદસ્ત ધોકો ખાઈ બેઠો… ઊંચાં ઊંચાં ગિરિશૃંગો પરથી અચાનક જ હું ગબડી પડ્યો અને તેય જોજનો ઊંડી ખાઈમાં… કે જ્યાંથી સહીસલામત રીતે બહાર નીકળવું એ એક અત્યંત કઠીન જ નહીં, પરંતુ લગભગ અશક્ય જેવું જ કામ હતું, પરંતુ હવે શું કરવું ? હૃદય આખરે તો હૃદય જ છે… આંખમાંથી આંસુ નીકળે તો પુરુષ – પુરુષ કહેવાય શાનો… ? અને હૃદય જો ધબકે ના તો હૃદય શાનું… ? ખૂબ જ દુઃખ થયું, પરંતુ આંસુ બહાર આવવા ન દીધા. જડવત્‌ બનીને જંદગીને જીવવાની જિજીવિયા થઈ આવી, પરંતુ એ રીતે જીવવાનો પણ શો ફાયદો…?

… પણ આપણા અસ્તિત્વ પર આપણા એકલાનો જ અધિકાર નથી. તેના પર ઘણી ઘણી વ્યÂક્તનો અધિકાર છે અને એથી જ તો શબવત્‌ જિંદગી પણ જીવવી જ પડી અને… હજુય જીવું છું… બહુ લાંબે ગાળે કદાચ એ જીવન તપશ્ચર્યાના રૂપમાં અંકુરિત થાય… એવી આશા રખે મને તું દેખાડતી…હું જાણું છું… અને માનું છું હવે અવનિ મને મળે તોય હું તેને મળવાનો નથી… મારી જે ઊર્મિઓ અને સ્પંદનો તેના માટે શરૂઆતમાં હતા તેનો એક અંશ માત્ર અત્યારે રહ્યો નથી.

 

તા. ૨૬-૧૦

પ્રિય નિમિત્ત,

તારો પત્ર મળ્યો, વાંચી આનંદ થયો… કારણ ખબર છે ? તે મને તારી હમખ્યાલ મિત્ર તો સમજી છે !  તો પછી મને કહેવા જ દે કે આ મૈત્રીની  ઈમારત નિખાલસતાના પાયા પર ઊભી છે. તેથી નિમિત્ત, તારા ગમનું મને નિમિત્ત બનાવી એ ધરબાયેલા જવાળામુખીને વહી જવા દે. વળી હું જા અવનિની ખરેખર પ્રતિકૃતિ હોઉં તો તો મને જ અવનિ સમજી કહી દે. બધું જ તારા હૃદયની ધરાના પેટાળમાં ઘરબાયેલું હોય તે… તારા હૃદયના એકએક તારને ઝણઝણાવવા જ કદાચ હું તારી મિત્ર બની છું. મૈત્રી બાંધી છે તો મને મિત્રની ફરજ નિભાવવા દે જે… પ્લીઝ… તારા મનના અંગારને મારી શ્રદ્ધાના શીતલ વારિમાં વહેવડાવી દે… પ્લીઝ…

તારી સુનિતા

તા. ૪-૧૧

પ્રિય સુનિતા

તારા ‘પ્લીઝ’ શબ્દનો ભાર સહી નથી શકતો… તને કહેવું છે અને નથી પણ કહેવું…હૃદયના સુખની તો ખબર નથી, પરંતુ દુઃખની વાત તો હું જાણું છું. પેલા મહિષાસુર રાક્ષસના લોહી જેવું છે તે દુઃખ… એક ટીપું જમીન પર પડે અને પાછા બીજા દસ મહિષાસુર પેદા થઈ જાય તેમ સહેજ જા દુઃખ બીજાને કહેવાઈ જાય તો વધુ ને વધુ દુઃખ મનને થયા કરે છે. અને તેથી ગભરાઉં છું… મારા ગમની ભાગીદાર તને બનાવી શીદ તારા હૃદયને પણ દુઃખી કરું…. હેં ?

સુનીતા… ! બસ એટલું જ કહી દઉં કે તોફાની દરિયામાં નાવનું સુકાન જે નાખુદાને સોંપ્યું તે નાખુદો જ મઝધારમાં નાવ  ડુબાડે તો કોને દોષ દેવો ? નાખુદાને ? તોફાનને ? કે પછી એ નાવના બદકિસ્મતને ? ખરેખર માણસની જિંદગીમાં કશુંક તો અલભ્ય રહેવું જ જાઈએ. સર્વ વસ્તુની પ્રાપ્તિ માણસને પુરુષાર્થ વિહીન બનાવી દે છે. અને તેથી જ અવનિ મારે માટે અલભ્ય રહી.

મારા હિતેચ્છુઓ ચાહતા હોય છે કે હું અવનિને ભૂલી જઉં અને ઘણી વખત મને પણ લાગતું કે મારે તેને ભૂલી જવી જાઈએ, પરંતુ મારા હૃદયની ઊર્મિઓ મેં એટલી બધી વહાવી દીધી હતી કે હવે તેને પાછી વાળવી અશક્ય જ હતી. વળી મીર્ઝાગાલીબ જેવાએ પણ કહ્યું છે ને કે,

ઈસ્ક પર જોર નહીં હૈ યે વો આતિશ ગાલિબ,

જા જલાયે જલે, ઔર બુઝાએ બુઝે…’

ની જેમ જે ચિનગારીઓ અવનિએ મારા મન-અંતરમાં મૂકી

આભાર –એ ચિનગારીઓ આજે તો કદી ન બુઝાય તેવી જ્વાળાઓ બની મારા મનોસામ્રાજ્યને સળગાવતી હતી… અને હું શૂન્યમનસ્ક તે તાપમાં સળગતો હતો…

આખરે એ બધી જલનને ચોપડીઓની સૃષ્ટિમાં વીસરાવી દીધી. ચોપડીની લગન મને અવનિ સુધી તો ન પહોંચાડી શકી, પરંતુ પરીક્ષામાં જરૂર મને કામયાબ બનાવી દીધો. દુર્લભ ગણાય તેવું પરિણામ સાંપડ્યું, પરંતુ તેની મને કાંઈ જ પડી નહોતી. દુનિયાની નજરમાં નસીબદાર કહેવાઉં તેટલું સુંદર પરિણામ… પરંતુ છતાંય કશીક જીવનમાં ખોટ વર્તાયા કરતી હતી. ઊણપ લાગ્યા કરતી હતી… કદાચ… ! અવનિની… ! તેના સિવાયની સર્વ વસ્તુ  ભેંકાર અને નિરર્થક ભાસ્યા કરતી હતી. પરંતુ તેને શું ? કશું જ નહીં… કશું જ નહીં…

સમુદ્રમંથન કર્યા પછી અચાનક જ અમૃતને બદલે હળાહળ ઝેર મળી જાય તો શું કરવું… ? બસ એમ જ મારા હૃદયમાં રહેલા અવનિ પ્રત્યેના પ્રેમનાં સમુદ્રમંથનના ફળસ્વરૂપે ઉપેક્ષાનું ઝેર મને મળ્યું.         જે થાય છે તે સારા માટે !  એમ વિચારી ગટાગટાવી ગયો. તે નીલું હળાહળ ઝેર… નસીબદાર હતો કે કોઈ પાર્વતાની મને આણ નહોતી. નહીંતર કમનસીબ શંકરની જેમ હું પણ નીલકંઠ બની ગયો હોત… પરંતુ અત્યારે તો તે ઉપેક્ષાનું ઝેર મારી રગેરગમાં પ્રસરી ચૂક્યું છે. હું નીલવર્ણ છું. શંકર કરતાં પણ વધુ મહાન – મારા હૃદયની જગ્યાએ છે એક નીલવર્ણ કાળમીંઢ પથ્થર… તેથી જ સુનીતા હવે પ્રેમ જેવી વસ્તુથી મને ધૃણા થઈ ગઈ છે… કદાચ ઉબકા આવે છે.

બસ ! હવે વધુ નથી લખતો, કારણ કે હું ખૂબ જ ઉત્તેજિત થઈ ગયો છું… !

હા, એક વાત કરી દઉં ! મારા મનનો ધબકતો જ્વાળામુખી ફાટે અને લાવા વહી નીકળે તેની રાહ તું ન જાઈશ. અને આ તબક્કે મિત્રથી પણ આગળ વધવાની તને ના પાડી દઉં તો ખોટું ના લગાડતી… હું પથ્થર છું. મારે માણસ નથી થવું… હું જે છું તે જ ઠીક છું. .. કદાચ કરુણાથી પ્રેરાઈને તું હમદર્દી દાખવતી હોય તો માંડી વાળજે… કારણ કે તેની નિમિત્ત પર કોઈ જ અસર થવાની નથી. અરે ! અવનિ પણ આવીને માથા પછાડે તો પણ જે પથ્થર હૃદયની ગોખમાં ભરાઈ ગયો છે તે પીગળવાનો નથી – તે નથી જ – કલાપિ યાદ આવે છે :

‘રે… રે… શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે

લાગ્યા ઘા ને વિસરી શકવા કોઈ સામર્થ્ય ના છે.’

– એ જ કદાપી કોઈ નો ન થયેલ

નિમિત્ત

પ્રિય મીતુ,

પથ્થર બનવાના તારા પ્રયત્નો દાદ માગે તેવા છે છતાં પણ તું પથ્થર નથી થઈ શક્યો ! તારા પથ્થર જેવા હૃદયમાં હજુ લાગણીનું એકાદ બિંદુ છે… અને તે ‘ખોટું ન લગાડતી’ વાક્યમાં દેખાઈ જાય છે. પછી ભલે તું નીલકંઠથી આગળ વધીને નીલવર્ણ અને પથ્થર થઈ ગયો હોય ! રહી હવે હમદર્દીની વાત ! તો મને હવે બધું જ કહી દેવાનું મન થઈ જાય છે. અવનિ તને ગુમાવીને જે પશ્ચાતાપ તથા અફસોસના અગ્નિમાં શેકાઈ હશે તેમાં હું પણ શેકાઉં છું… અને તેથી જ તારા હૃદયમાંના લાવારસને વહેવડાવવા કોશિશ કરું છું.

કોલેજ જીવન દરમિયાન દરેકની જિંદગીમાં ઘણા નાના-મોટા, ખાટા તથા મીઠા પ્રસંગો બનતા જતા હોય છે. અને તેનું જ ભાતું દરેક વ્યક્તિએ જિંદગીભર સાચવવાનું હોય છે. તુષાર જેવી શાંત અને સૌમ્ય વ્યક્તિનું અચાનક પાગલ થી જવું દરેક માટે ખૂબ જ નવાઈભર્યું હતું. ખબર છે ? પરંતુ તેના મગજની આ પરિસ્થિતિ કરવાનું પાપ મારાથી થઈ ગયું હતું – તે કદાચ ઘણી ઓછી વ્યક્તિને ખબર છે… તું જેમ અવનિને ચાહતો હતો તેમ જ તુષાર મને ચાહતો હતો. હું પણ તેને માટે કદીક મારા એકાંતોમાં વિચારતી… પરંતુ કોઈ પણ કારણે તેને હું  બહુ લાગણી દેખાડતી નહીં… અચાનક શું થઈ ગયું કે એક દિવસ તે મને પૂછી બેઠો… ‘સુનીતા, તું મને બહુ ગમે છે.’ હું વિચારમાં પડી ગઈ. અચાનક આ શું થયું ? મારા ઊંડાણોમાં તે પણ મને ગમતો તો હતો જ છતાંય હું બરાડી ઊઠી – ‘શટ અપ તુષાર’ ! એ બાઘો બનીને મારી સામે જાઈ રહ્યો… એની આંખોનો તાપ હું સહન ન કરી શકી.. અને ભાગી નીકળી… કાશ .. ! હું ત્યાંથી દોડી ન હોત તો તુષારની આ હાલત ન થઈ હોત. તે ખૂબ જ સંવેદનશીલ હતો એના મનમાં થઈ ગયું કે એણે મારું મન દુભાવ્યું છે… વારંવાર મારી માફી  માગી… પરંતુ હું કયા મૂડમાં હતી કે કશું જ બોલી નહીં… અને એ ધીમે ધીમે… જતો રહ્યો. થોડે દૂર જઈને અચાનક તે બબડવા માંડ્યો – મને માફ કર… મારો તને દુભાવવાનો કોઈ ઈરાદો નહોતો… કોઈ જ ઈરાદો નહોતો… હા… ! પણ તને કહી દઉં તું મને ખૂબ ગમે છે… બહુ ગમે છે… અને પછી ખડખડાટ હસવા માડ્યો… ખૂબ ખડખડાટ…

બસ ત્યારથી જ તેણે તેના મગજની સમતુલા ગુમાવી… ફક્ત મારી નાની જીદ… ! કેટલું ખરાબ પરિણામ લાવી શકે છે તે વિચારીને હું ગભરાઈ ગઈ. મને તુષારની જિંદગી સાથે ખેલવાનો કોઈ જ અધિકાર નહોતો… ત્યારથી તે આજ દિવસ સુધી હું એ જ અજંપાની આગમાં સળગ્યા કરતી હતી… અચાનક તું મળી ગયો અને મને લાગ્યું મારા પાપનું પ્રાયશ્ચિત ફક્ત આ એક જ રીતે શક્ય છે અને તેથી મારી તારા પ્રત્યેની હમદર્દીને લાગણી કરુણતાથી પ્રેરાયેલી નહીં, પરંતુ મારી નજીવી પણ ઘાતક ભૂલના પરિણામના પ્રાયશ્ચિત સ્વરૂપ છે.

નિમિત્ત ! આપણે માણસ છીએ… દેવતા નથી. ભૂલ થઈ જાય… પરંતુ તેની આટલી કડક સજા ન હોય… નિમિત્ત હું તને જડવત્‌ જીવન નહીં જીવવા દઉં… પાગલખાનામાં જીવતો તુષાર અને શબવત્‌ જીવન ગુજારતો તું… બંને સરખા છો. હું જરુર તને માનવ બનાવીશ જરુર…

તારી સુની

તા. ૧૬૧૧

સુનીતા,

તારો કાગળ મળ્યો… છેલ્લા વાક્યના અનુસંધાનમાં લખું છું કે મારું કોઈ નથી… અને હું કોઈનો નથી.. વળી ઘણા વખત પહેલાં હું લખી ચૂક્યો છું તે પ્રમાણે અવનિના ગયા પછી મારા હૃદયમાં એવો જલદ શૂન્યાવકાશ વ્યાપી ગયો છે કે તેમાં કોઈ શ્વાસ લઈ શકે તેમ નથી.

નિમિત્ત

તા. ૧૮૧૧

કદાચ આ મારો છેલ્લો જ પત્ર છે. નિમિત્ત, તેથી કશું સંબોધન પણ નથી કરતી. તારો ટૂંકો અને ઘાતક કાગળ મળ્યો, પરંતુ નિમિત્ત, મને કહેવા દે કે લાગણી અને બુદ્ધિના સિમાડા જુદા છે. લાગણીઓથી તો તું પર થઈ ગયો છે. તેથી બુદ્ધિવાદી વાત કરું છું. સ્વસ્થ ચિત્તે અને શાંત મને કદીક તે ઉપર વિચારજે.

પગમાં કોઈક દિવસ કાંટો વાગ્યો હોય તો તે પગને ડંખ્યા કરે. બરોબર ? પગમાંથી જ્યાં સુધી કાંટો નીકળે નહીં ત્યાં સુધી ચલાય નહીં અને ચાલીએ તો લોહી નીકળે… સોજા ચઢે અને છતાં પણ પગ પર જુલમ કર્યા કરીએ તો કદાચ સેપ્ટિક પણ થઈ જાય… સમજ્યો ? તારી અવનિને યાદ કરવાની વાત પણ કાંટાને સાચવી રાખીને ચાલવા જેવી નથી લાગતી ? જા ખરેખર થોડોક વ્યવહારુ બને તો તારે તારા પગનો કાંટો કાઢી નાખવો જાઈએ અને જા તું ન કાઢે તો તારું વલણ નરી ઘેલછા છે…

તું ભલે મારી વાત ન સમજવા પ્રયત્ન કરે, પરંતુ મારી બુદ્ધિ અને દીર્ઘદૃષ્ટિતા મને કહે છે કે એક દિવસ તું જરૂર પસ્તાઈશ… મારી વાત સમજીશ… કાશ… ! એ દિવસનો હું ઈન્તજાર કરી શકું ? તું ભલે કોઈનો ન થાય, પરંતુ કોઈને તારી અંગત વ્યÂક્ત બની તેને સમજાવવાની તક આપી હોત તો ઘણું સારું થાત. અવનિની ભૂલ હું સુધારી શકી હોત તો મને જરૂર બેવડો આનંદ થાત. તારો પ્રેમ પણ મળત અને મારા મનમાં સળગતા અજંપાનું શમન પણ થઈ જાત… પણ કદાચ હજુ મારે વધારે સહેવાનું છે. મારી ભૂલ હજી મને પશ્ચાતાપની આગમાં શેકવા માગે છે. અને તેથી જ તું તારા હૃદયના ભારેલા અંગારને ફૂંકી મારી ધગધગતો રાખવાના તારા ઘેલછાપૂર્ણ પ્રયત્નો પર મક્કમ છે.

ખેર… આઈ હોપ, ગોડ સેવ યુ.

એ જ સુનીતા

તા. ૨૫-૫

પ્રિય સુની,

અચાનક સંબોધનમાંનો ફેરપાર તારા મગજે નોંધ કર્યો હશે. પરંતુ મારા મનમાં ભયંકર ધમસાણ ચાલે છે. તારો સંબોધન વિનાનો કાગળ મળ્યો. કદાચ છ એક મહિના થઈ ગયા પછી તને પ્રત્યુત્તર આપવાનું સહેતુક રાખ્યું હતું, પરંતુ આજે તને લખ્યા વિના નથી રહી શકતો કારણ કે મારા મનનું ધમસાણ તું જ છે અને તું એકલી જ સમજી શકે તેમ છે.

ગઈ કાલે અચાનક જ મેન્ટલ હોસ્પિટલમાં જવું પડ્યું. મારા એક દૂરના પિતરાઈને દાખલ કરાવવા. તે વખતે તુષાર મળી ગયો. મને જાઈને હસ્યો. પછી કહે મને તું બહુ ગમે છે… બહુ ગમે છે.. અને પછી ખડખડાટ હસ્યો અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો… પછી જોર જોરથી ચિલ્લાવા માડ્યો… જાળી પર હાથ પછાડવા માડ્યો… માથાના વાળ ખેંચવા માડ્યો… મારો તને દુભાવવાનો ઈરાદો નહોતો… પણ તું મને બહુ ગમે છે… બહુ ગમે છે… જેવું બબડવા માડ્યો.. નર્સ તેને લઈ ગઈ… સુની તું નહીં માને. પણ તુષારને જાઈને હું ડરી ગયો હતો મને પણ હું તુષારની જેમ જેલના સળિયા પાછળથી બૂમો પાડતો દેખાયો.

આ કાગળ તને જ્યારે હું લખું છું ત્યારે થોડીક ઉદ્દીગ્નતા શાંત થઈ હોય તેવું લાગે છે. સુની, ગઈ કાલે રાત્રે પણ મારી નજરમાં તુષાર દેખાયા કરતો હતો… જ્યારે સૂઈ ગયો ત્યારે પણ મને મેન્ટલ હોસ્પિટલના સળિયા દેખાયા કરતા હતા. તેની પાછળ અવનિ… અવનિ… ની બૂમો પાડતો અને માથાના વાળ ખેંચતો હું દેખાયો … બીજા સપનામાં અવનિના મૃતદેહ પર માથા પછાડતો દેખાતો તો ઘડીકમાં તેના લગ્નની વેદીમાં અવનિની અચાનક સાડી આવી જતાં ભડકો થયો અને એમાં મારી અવનિને બળી જતા મેં જાઈ. ઘડીકમાં તેના પર હું ગોળી છોડતો હોઉં તેવું દેખાતું… સુની ગઈ કાલે આખી રાત હું સૂઈ પણ નથી શક્યો…. આવા આવા તો કેટલાય સપના આવતા હશે સુની… મન અવનિની ભૂલનો અંજામ તુષારમાં દેખાઈ ગયો. સુની મારે પાગલ નથી થવું… વર્ષોથી નીલવર્ણ રહેલ આ કાળમીંઢ પથ્થરમાં અજંપાના દવને અવનિની યાદોનો પવન વધુ વેગ આપે છે સુની… તારો પ્રેમ… એક માત્ર તે દવને સમાવવા સમર્થ છે… માટે સુની ચાલી આવ… જ્વાળામુખી ફાટી ચૂક્યો છે અને નીલવર્ણ પથ્થર પીગળીને ફાટી ચૂક્યો છે.

તારો નિમિત્ત

ઓપિનિયન-લંડન

આકાશવાણી અમદાવાદ

 

 

 

. ફિક્કું હાસ્ય

            અનુભવછૂટ્યુંનટરાજમાંથી હું અશોક અને હર્ષદ નીકળ્યાબહુ સ્લો અને ઈફેક્ટીવ મુવી છે નહીં ? “મને તો તેનો અંત ગમ્યો”… “એમાં રેડિયોનો કેટલો સરસ ઉપયોગ કર્યો છે નહીં ? મઝા પડી ગઈ. નીતા, અમર અને શશીખૂબ જીવંત પાત્રો હતાપ્રશ્નો પેદા કરીને તેનું નિરાકરણ કરવાને જે કુશાગ્ર બુદ્ધિ બંગાળી દિગ્દર્શકોની છે તે તો ખરેખર કહેવું પડે.”

            નેહરુબ્રિજ આવતાં ચાલ, અશોક હું તો બ્રિજ ચાલી નાંખું છું, મારી બસ તો નહીં આવેકહીને હું છૂટો પડ્યોઢાળ ચઢતાં ચઢતાંઅનુભવનોઅનુભવમનમાં વગોળવા લાગ્યોમીસીસ સેન ભી તો અચ્છા ગાતી હે

            ક્યા ? મીસીસ સેન ?… યાને નીતા ? … મેરી બીબી ?…. અચ્છા ગાતી હે ?… નીતા અચ્છા ગાતી હે ? ….નીતા ? … મેરી બીબી ? અચ્છા ગાતી હે ?….. વર્ષનું દામ્પત્યજીવન ગાળ્યું હોવા છતાં શ્રીમાનજીને ખબર નહોતી કે તેની શ્રીમતીજી સારું ગાય છેગજબ માણસો છે..

            ઢાળ પૂરો થયો અને સાબરમતીના પવનનો હવે પૂરેપૂરો અનુભવ થવા માંડ્યો હતોસાબરના સૂકા તટ પર નજર પડતાં રેતીના વાંકાચૂકા પટા નજરે પડવા માંડ્યાઅને દાદીમાનું બોખલું કરચોલીવાળું મોઢું યાદ આવી ગયું…. ખરેખર, દર ઉનાળે સાબરમતી ઘરડી થતી જાય છે.. અને દર ચોમાસે ફરી થોડું પાણી ભરાતાં નવયુવતી જેવી થનગનતી.. થનગનતીનવયૌવનની કલ્પના કરતાં એક હાસ્ય જન્મી જાય છે

            હાથમાં કોલેજના પ્રિન્સિપાલનું સર્ટિફિકેટ છેએને નિયોનની લાઈટમાં વાંચવાનો પ્રયત્ન કરું છું

            ધીસ ઈઝ ટુ સર્ટિફાય ધેટ શ્રી વિજય શાહ ઈઝ બોનાફાઈડ સ્ટુડન્ટ ઓફ કોલેજ એન્ડ બીઅર્સ ગુડ મોરલ કેરેક્ટરઆઈ રીકમન્ડ હીમ ટુ ગીવ એડમિશન ઈન એની ઓરીજીન યુનિવર્સિટી.

            પાછળની ટાઈપ કરેલી કોપી જાતાં તો હસવું આવી જાય છેકદાચ અડધો કાર્બન પેપર મૂકાયો હશે.. તેથી ટાઈપ પૂરેપૂરું થયું નહોતુંહી બીઅર્સ ગુડ મોરલ અને પછી આઈ રીકમન્ડ હીમ પછી નું બધું અદ્ધર હતુંઆપણે પણ કોપી છીએ નેઅડધી –  છપાયેલીઆપણા માબાપનીજવા દે વિચારો નકામા છે.

            રોડ પરથી ટાઈગર બસ દોડી જાય છે. ઊડતા વાળને હાથ ફેરવીને સમારવા પ્રયત્ન કરું છુંઅને ધૂળ હાથમાં આવે છેઅને કંઈક ગણગણવાનો પ્રયત્ન કરું છુંપેલું ગીતાદત્તનુંકૌન પ્યાસા હૈગીત ગવાઈ જાય છે

            કોણ પ્યાસુ હતું ? … નીતાઅમર કે પછી શશી ? ‘અનુભવફરી ચિત્ત ચગડોળે ચડવા માંડે છેનીતા તૃષિત હતીકદાચ નહીં. નીતાને ખરા હૃદયથી ચાહતો શશી નીતાને સ્પર્શ સુદ્ધાં કર્યા સિવાય.. ફક્ત અછડતા હાસ્ય અને વાતો મુલાકાતોથી જે પ્રેમ આપી જાય છે તે અમરનીતાને વર્ષના દામ્પત્યજીવનમાં પણ નથી આપી શકતોખરેખર શશીનો પ્રેમ વધુ જલદ અને સચોટ કહેવાય.

            અને મન પોતાની જાતને શશી માની લે છે. પણ શશીએ તો નીતાને દગો દીધો છેતો પછી અમર બનીને નીતાની નૈયાનું સુકાન શીદ સંભાળવું ? મન ફરીથી અમર બની બેસે છેપવનના ઘુઘવાટ સાથે વિચાર પણ બદલાયોના, શશી બનુંસ્ત્રી સહારો શોધે છેનીતાનો સહારો અમર છે. હું સહારો બનુંના સ્ત્રી પુરુષનો આશરો છે. શશીનો આશરો નીતા છે. હું પણ તો નીતાના આશરે છુંને ?

            પેલા લોલકના હિલોળાની જેમ મન નીતાનો સહારો અમર બનવું કે નીતાના આશરે રહેલ શશી બનવુંએની ગડમથલમાં હું ચાલ્યો જતો હતોમારો નીતાની સાથેનોઅને નીતા કહેવા દો નેએનું નામ ગમે તે હોય તો પણમારે માટે તો તે નીતા હતી… “અનુભવની નીતાની કોપીકદાચ અડધી છપાયેલી કોપીકદાચ અડધી તેની સાથેનો મારો સંપર્ક કેટલોકદાચ પાંચ કલાકથી પણ ઓછોક્યારેક હસવુંક્યારેક ઔપચારિક ઢંગથી વાતો કરવીક્યારેક અપલક તાકી રહેવુંતો ક્યારેક ફક્ત આંખથી નોંધ લેવીતોતોહું શશી બન્યોશશી ! શશીની કલ્પના આવતાં હું હસ્યોસાવ ફિક્કું.

            બ્રિજ અડધોપોણો પૂરો થઈ ગયો હતો. દસમાં દસ હતીચાલ જીવ દસમાં પાંચની ૫૨/ છે. મઝા પડશેપગ ઝડપથી ઊપડવા માંડ્યા. ૫૨/૩ની સ્મૃતિ સાથે નીતાની યાદ આવી ગઈ છપાયેલી નીતા…. એનું નામ તો કદાચ અંશ હતુંના સ્નેહા…. “અનુભવજાયા પછી તો એને નીતા કહીએહા નીતા સાથે ૫૨/૩માં આંખમીંચોલી થતી હતી નેકુલ મળીને પાંચથી કલાક પણ થાય તેવી

            સરદાર પાર્કથી ટૂંકા રસ્તેપાંચ નંબરના પ્લેટફોર્મ પર પહોંચી ગયોહજુ બસ આવી નહોતી.. કેબિનવાળાની ઘડિયાળમાં હજુ પોણા દસમાં પણ બે મિનિટ ઓછી હતી…. એટલે મારું ઘડિયાળ પંદર મિનિટ આગળ હતુંઝડપથી બ્રિજ ચાલ્યાની મૂર્ખામી પર હસવું આવ્યું

            આગળ ૭૨ કે ૬૧ની તપાસ કરવા જાઉંઅહીં ઊભા ઊભા પણ બોર થવાય છે નેચાલવા માંડ્યોબીજા પ્લેટફોર્મ સુધી પહોંચતામાં તો કોઈકની સાથે નજર ભટકાઈનામ ખબર નથી પણનજરોની ઓળખાણ હતીના ! “અનુભવવાળી નીતા નહોતીફરી એક વખત નજર ભટકાઈ… “કોન પ્યાસા હૈ મુઝે ક્યા માલુમવાળી તર્જ ફરી ગણગણવા લાગ્યનીતા કે શશીહું કે … “નીતા” … કોણ પ્યાસું હતું ? પ્રશ્નનો તરંગ શમ્યોને… “એક ટોલનાકા” … બોત્તેર નંબરની બસમાં હું બેઠોતે ૬૧ની લાઈનમાં ઊભી હતી. કદાચ જવાહરચોક  પાસે રહેતી હશેકદાચ તેથી પણ આગળહું ૭૨ નંબરની સીડી પાસે ઊભો રહ્યો, ઊભા રહેવાનું મન થયુંપેલી અજનબી આંખો જોવા ૬૧ નંબરની બસ તો ઊપડી પણ ખરી પણ પેલી આંખો જોવા મળીએક વખત મોડા પડ્યાનો અફસોસ થઈ આવ્યોકાશ ! ૬૧ નંબરની બસમાં બેઠો હતો તો પેલી આંખોને માણી લેત ને ?…

            શું ? પ્રશ્ન ઊઠ્યો….

            હા, માણી લેતઅને ફિક્કા હાસ્ય સાથે પ્રશ્ન શમી ગયો.

            ડબલડેકર આળસ ખંખેરીને દોડવા માંડીહાથી ડોકું ધુણાવતો હોય તેમ ડ્રાઈવરની કેબિન ઘૂમતી હતીપણ પાછલું શરીર તો ઈયળ જેવું લાગતું હતુંસ્નિગ્ધ છતાંય સહેજ ખરબચડું. ઈયળના શરીરની સાથે જાણે હાથીનું ડોકું જડી ના દીધું હોયકેવી ઢંગઢડા વગરની બેહુદી કલ્પનાખેર, અમર અને નીતાના આગલા દામ્પત્યજીવનની જેમ ડબલડેકર દોડવા માંડી હતીકાશપોતે પણ શશીની જેમ નીતાની જિંદગીમાં જઈ ચડે તો ?

            ….તો ફરી પાછા એકકાલઅમર અને શશીના જીવનમાં આવી ચડેઅને ગૂંચવતો પ્રશ્ન હું યાને શશીઅમરને પૂછી બેસું… “ જાને ક્યું બીતી હુઈ કલ હમારે બીચ આજ ભી જાતી હૈ ? ” અને જા… “નીતાનોઅનુભવમાં છપાયેલી નીતાનોછપાયેલો અમર સમજુ હોયતો ડાયલોગ ફરીથી સંભાળવી દેબીતી હુઈ કલ હમારે બીચ આજ ઈસલીયે આતી હૈ કી હમ આજ કો ભી અચ્છી તરહ સે નહીં જી લેતે. અને હું અને તે એટલે કે શશી અને અમર હસી પડીએ છીએ હાસ્યની કલ્પનામાં હું હસી પડું છુંસામે બેઠેલી પ્રોઢા ગૂંચવાઈ જાય છેઅને મારી સામે જાઈ હસવાનો પ્રયત્ન કરે છે.. કદાચ મારા હાસ્યના પ્રત્યુત્તર રૂપેએમની ગૂંચવણ હું સમજી જાઉં છું…. અને ફરીથી હસી પડું છુંકોઈક લિજ્જતથીમઝાથી

            મગજમાં કંઈક ભારભાર લાગ્યા કરે છેઆગળ નજર કરું છું તો હાથીના ડોક સાથે જાડાયેલું ઈયળનું શરીર કાગડાપીઠથી વળીને એસ.ટી. તરફ ભાગે છેમગજનો ભાર કોણ જાણે કેમ મીઠો લાગે છેઅને પેલા ઊભા થાંભલાનો ટેકો લઈનેગુમસુમ આંખો મીંચીને બેસવાનું મન થાય છેબસમાંથી ઉતરવું નથીઅરે એમ તો કંઈ ચાલેટોલનાકા આવી પણ ગયુંહું બેસી રહ્યોગુમસુમકદાચ કંડકટરને ખબર હશે તો મારી તરફ જોશેશંકાસ્પદ રીતે.. બીકે કંડકટરની સામે જાયું પણ હાશ, તે મારી સામે નહોતો જાતો..હાથીનું ડોકું ડાબી તરફ વળ્યું અને ઈયળનું શરીર આગલા સ્ટેન્ડ તરફ ખેંચાયુંપણ ટિકિટ તો ટોલનાકાની છેઅને હાંફળોફાંફળો આગલા સ્ટેન્ડ પર ઊતરી પડું છું

            ઘડિયાળનું રેડિયમ ચમકે છે. સવા દસ વાગ્યા હતાએકસો પચાસ અંશનો ગુરુકોણના કદાચ એકસો પીસ્તાલીસ કેએકસો સાડી બેતાલીસ અંશનો ખૂણોબે કાંટા વચ્ચે હશેઘરે જવાનો વિચાર કરું છુંમગજમાં ભાર લાગ્યા કરે છેહજુ બસમાં બેસવાનું મન થાય છે.

            પાછળથી બસનો અવાજ સંભળાય છેકદાચ નવને પંચાવનની ૫૨/ હશેટાઈગર છે ને ?

            કાંકરિયાના મુક્ત પ્રાણવાયુની મારા ફેંફસાને જરૂર હોય તેમ લાગ્યા કરે છેકદાચ નીતાનું ઘર તે રસ્તા પર હોયતો તેના ઘર તરફથી આવતી હવાની પણ મારા ફેંફસાને જરૂર છેહાઅને એટલે તો રહી રહીને ૫૨/૩માં જવાની ઈચ્છા થયા કરે છે.

            બસ આવી ગઈ. પર જેવું કશું અસ્પષ્ટ વંચાયુંજે હોય તેદોડીને ચડી ગયોહાંફતા હાંફતા કંડકટરને પૂછ્યું ૫૨/ છે ને ?

            “કેમ બહાર ના વંચાયું ? કે પછી ચશ્માંના નંબર વધી ગયા છે ?” કંડક્ટર મારાં ચશ્માનાં ભૂરા જાડા કાચ સામે જાઈને ફિક્સું હસ્યો. ના, દાંત ના દેખાય તે રીતે હોઠ વીસ્તર્યા….અને પંચ ખખડાવતા પૂછ્યું

            હા, તમારે ક્યાં જવું છે

            “છેલ્લું સ્ટોપ મણીનગરનું છે ને ? ત્યાંની આપી દો.”

            ફરી પાછી બસની ગતિકાંકરિયા આવ્યુંશુદ્ધ પ્રાણવાયુને એકસામટો ફેફસામાં ભરવાનો પ્રયત્ન બગાસામાં ફેરવાઈ ગયો. બગાસું પૂરું કરતાં સહેજ આંખ મિંચાઈ ગઈઅને આંખ ખૂલતાં મારા ફેફસામાં પ્રાણવાયુ ભરવાના રમૂજી પ્રયત્ન પર હસવું આવી ગયુંફિક્કું

            ગજબનો ધૂની માણસ છુંક્યાં ઊતરવાનું હતું ? અને ક્યાં ફરું છું ? ઝડપથી દોડતી ટાઈગર બસ માટે કોઈ ઉપમા આપવા પ્રયત્ન કરું છુંપેલી હાથીના ડોકા અને ઈયળના શરીરવાળી ઉપમા તો નહીં અપાય..કારણ બસ તો પૂર ઝડપે જાય છે. ઈયળની ગતિએ નહીં.

            “કૌન પ્યાસા હૈ મુજે ક્યા માલૂમ..”ની ધૂન મગજમાં ફરી એક વાર ગૂંજી જાય છેનીતા પણ આવું મીઠું ગાય છે ને ? “અનુભવમાંની છપાયેલી નીતાની કાર્બન કોપી ઉપર હું કોઈક નીતાનેમારા જીવનમાં હસેલી કોઈક નીતાને બેસાડવાનો પ્રયત્ન કરું છુંત્યાં આંચકા સાથે બસ ઊભી રહે છે અને

            “ચાલો ભાઈ, ઊતરો, મણીનગર આવી ગયું.”

            “પણ મારે તો આજ બસમાં પાછા જવું છે.”

            “ બસ તો હવે નહીં જાયપણ છેલ્લી દસને પાંત્રીસની ૫૨/ છે ખરી.”

            હું ઘડિયાળમાં જાઉં છુંદસને પાંત્રીસ તો થઈઅચાનક યાદ આવે છે કે મારી ઘડિયાળ તો પંદર મિનિટ આગળ છેઅને હું હસી પડ્યોફિક્કુંકંડકટર હસ્યો હતો તેવુંહું ઊતરી પડ્યોમારી પાછળ કંડકટર પણ ઊતર્યો

            દસને પાંત્રીસની છેલ્લી બસ છેહજુ તો પંદર મિનિટની વાર છે.. પણઆપણી ખરેખર છેલ્લી બસની કેટલી વાર છેતેની આપણને ખબર નથીકદાચબે મિનિટબે કલાકબે દિવસબે મહિનાબે વર્ષ કે પછી બેકશું નહીંઆપણે સૌ એક યા બીજા પ્રકારે આવી છેલ્લી બસની રાહ જાયા કરીએ છીએ.. લાંબી લાઈનાં ઊભા રહીનેએક પછી એક બસ ભરાતી જાય છેઅને લાઈન ઘટતી જાય છેઆપણો નંબર કઈ બસમાં હશે?

            હું સાયન્સનો બેકાર ગ્રેજ્યુએટઆર્ટસની ફિલોસોફી ડહોળું છુંએવો વિચાર આવતા ફિક્કું હસવાનું મન થઈ જાય છેપણ નથી હસતો

            બસસ્ટોપ સામેની બધી દુકાનો બંધ થઈ ગઈ હતીદુકાન પરના બીજા માળ પરની ત્રીજી બારીમાંથી લાઈટ આવતી હતીએની ઉપર નજર દોડાવું છુંફરીથી અમર અને નીતા મન પર છવાઈ જાય છેમગજ ભારે હતું તેનું જ્ઞાન ફરીથી એક વખત થાય છે.

            સ્ટેન્ડ પરનાં રેલીંગ પરથી નીચે ઊતરીને થોડું ટહેલવાનું મન થાય છેઊતરું છુંઅને થોડુંક ચાલું છુંદૂર દાળવડાની લારી દેખાય છે…. ખાવાની ઈચ્છા થઈ અને મરી ગઈગજવું બહુ ભારે નહોતું તેથી !

            “શુભ રાત્રીપ્રોગ્રામમાં કોઈક સરસ ગીત આવતું હશેતે ગીતબધી નીતાઓઅમરો અને શશીઓ પોતે પોતાની રીતે સાંભળતા હશેથોડુંક ચાલવાનું મન થાય છેચાલ જીવ ! આગલા બસ સ્ટેન્ડથી બસ પકડીશુંએમ વિચારતાં ચાલવા માંડ્યું. પહેલા ધીમેથીપછી ઝડપથીબસ ગુમાવવી નથીપોણા અગિયારમારી ઘડિયાળમાં થયા હતાએટલે સાડા દસ થવા આવ્યાદૂર બેઠેલા માણસની બીડીના લાલ ટોપકાને જાતાં વિચાર આવ્યો…. હમણાં હાથ બહુ ભીડમાં રહે છેઅશોક, હર્ષદને પિક્ચર બતાવવાની ના પડાઈ. ચારેક રૂપિયા ખર્ચાઈ ગયાખર્ચાઈ ગયા તો ખર્ચાઈ જવા દેહવે તેની ચિંતા શી કરવી ? ના, પણ આપણે તો સાધારણ કુટુંબના માણસોફરી એક વખત શશી નજરમાં ઊભો થયો

            “સર ! આપ ભી મેરી તરહ સાધારણ આદમી હોતે તો આપકી પરેશાની મેં સમજ શકતા…” અને અમર બબડી ઊઠે છે… “હર અસાધારણ આદમી કભી કભી તો સાધારણ આદમી હો જાતા હૈઆજ મેં તુમ્હારી વજહસે સાધારણ આદમી બન ગયા હુંસિર્ફ તુમ્હારી વજહ સે.” નહીં સર મેં બહાના હો શકતા હું વજહ નહીં.. શશી મક્કમ હતોતેની એકવડી કાયા ટટાર હતીતે પરનો ઝભ્ભો ફરકતો હતો…… મારું શર્ટ પણ ફરક્તું હતુંમને ઝભ્ભો પહેર્યો હોય તેવો અનુભવ થયોખરેખર હું શશી હતો ? શું ખરેખર ? ફરી એક વખત હું હસી પડ્યોફિક્કુંહું શશી હતો ? કેવી કલ્પના ?

            અચાનક ખબર પડી કે હું ચાલતો હતોબીજું સ્ટેન્ડ નજીક હતુંઅને પોણા અગિયાર ઉપર મિનિટ થવા આવી હતીએટલે કે દસ છત્રીસ. બસ આવવી જાઈએ.. પરાવર્તી ક્રિયા થઈપગની ઝડપ વધી ગઈવિચારો તો દોડતા રહ્યાસ્ટેન્ડ આવી ગયું. પગ થંભી ગયાવિચારો નહીં

            કેવો અનુભવહું શશી બન્યો !! નીતાનો શશી !! ફરકતા ઝભ્ભામાં હું ઊભો હતો ચશ્માં દાઢી…. મધુર મંદ અવાજખરેખર હું શશી હતો.. તોતો.. પછી મારી નીતા ક્યાં

            હું જોરજોરથી મારી છાતીમાં શ્વાસ ભરવા લાગ્યો. મને અચાનક એમ લાગવા માંડ્યું કે સામેની ગલીમાથી આવતો પવન નીતાના ઉચ્છવાસથી ભરેલો છેહા, મારી નીતાના ઉચ્છવાસથીસામેની ગલીના ત્રીજા કે ચોથા મકાનની લાઈટ ચાલુ છેબાકી બધાં ઘરની લાઈટો બંધ છે. મારા મનમાં પણ કોઈક એક નીતાના વિચારો ચાલુ છેમગજ ભારે ભારે લાગ્યા કરે છેબસમાં બેસવાની ફરી એક વખત તીવ્ર ઈચ્છા થઈ જાય છેપેલા દારૂડિયાને દારૂની તલપ લાગે તેમ તેટલી તીવ્રતાથી ૫૨/૩માં બેસવાનું મન થાય છેહું સામેની ગલીના ચોથા કે ત્રીજા ઘરમાં સળગતી લાઈટને જાયા કરું છુંઅને કંઈક સાંત્વના મળે છેત્યાં કદાચ કોઈક શશીની નીતા રહેતી હશેમારી કદાચ

            અગિયાર વાગવા આવ્યાતોય બસ કેમ આવી ? દસ પિસતાલીસ દસ પાંત્રીસની બસ દસ મિનિટ મોડી ? અરે પણ તો ૧૨૮ છે. પેલી તલપ અકાળે મૃત્યુ પામી તે મોત પર હસવું આવ્યું. પેલો કંડકટર હસ્યો હતો ને તેમ

            ફરી પાછા વિચારોનીતાના વિચારોશશીના વિચારો.. શશીએ નીતાને દગો દીધો હોત તો !

 “ના, પણ હજુ મેં ક્યાં નીતાને દગો દીધો હતોછે ? હું તો હજુ પણ એટલા પ્રેમથી નીતાને ચાહું છું. જેટલા જલદ પ્રેમથી તેને ચાહતો હતો…”

 “કોને ?”

નીતાને તો.”

કંઈ નીતાનેઅમરની બનેલી નીતાને ?”

ના મારી નીતાના હજુ લગ્ન ક્યાં થયા છે ? “

પણ તેમાં તું શાનો રાજી થાય છે ?”

 “થાઉં ને ?” 

હું શશી છું. અને હું નીતાને દગો નથી દેવાનોએટલે નીતા મારી થશે અને હું નીતાનો… “

આનંદ વિભોર થઈ એકાદ પળ માટે હું ઝૂમી ઊઠું છું… “કૌન પ્યાસા હૈ મુઝે ક્યા માલૂમગીતા દત્ત ગાઈ ઊઠી

પ્યાસો તો હું છુંનીતા મારી પ્યાસ બુઝાવશે ?”

કઈ નીતા ?”

 “અનુભવમાંછુપાયેલી નીતાની કાર્બન કોપીઅડધી છપાયેલી કોપી ? હું હસી પડ્યોસાવ ફિક્કુંસાવ ફિક્કું

આકાશવાણી અમદાવાદ

 

 

૫ સફેદ સિંદુર

બરફીલું ભીનું ઠંડુ હાસ્ય ફરી જન્મી ગયું હાસ્ય પાછળ ચમકતાં સફેદ દાંત પેટમાં ઊંડે ઊંડે ધ્રૂજારી પેદા કરી જતા હતાએના હાડપિંજર જેવા સફેદ હાથ મારા શરીર પર ફરતા હતા અને મને લાગતું હતું કે મોત મને એના સ્વરૂપે ભરખી જવા આવ્યું ચે. એનો ઊજળો ચહેરો જ્યારે હસતો ત્યારે મને ખાલી ખોપરી હસતી હોય તેવું લાગતું.     હાસ્ય ફરી રાત્રે દેખાતાં હું ઝબકી જાઉ છું અને જાગી પડું છું.

નજર છત પર ફરતાં પંખા પર સ્થિર  થાય છે. ફરતાં પાંખિયાથી સ્થિર થયેલી નજર સ્થિર થઈને ઓઈલ પેઈન્ટ ઉપર આવે છે. વાંકીચૂંકી ભાત શરીરમાંની ધમની અને શીરાઓનાં જાળાં બનીને જમીન ઉપર જાણે ને જડાઈ ગઈ હોય… !

હૃદય તરફ જતી એકાદ ધમની ઝાંખી થઈને સફેદ બનતી અનુભવું છું અને છાતીમાં દુઃખી આવે છે. ક્ષણ.. બે ક્ષણફરી પાછું લોહી ધબકવા માડે છે.

            આકાશે ઊભરાતાં વાદળોની જેમ વિચારો મનોમસ્તિષ્કમાં ઉભરાવા માડે છે. મારી કલાને ચાહતી હતી અને કલા એને ચાહતી હતીકંઈક ગોટાળો થાય છે. હું એને ચાહવા માંડું છું. ગોટાળો રંગ પકડે તે પહેલાં તો એની સેંથીમાં સિંદુર ભરીને ચાલી જાય છેમારાથી દૂર

            નજર છત પરના પંખા પર સ્થિર થાય છે. સફેદ રંગનો પંખો, સફેદ છત, સફેદ ચાદર, સફેદ ઓશિકું, સફેદ રજાઈ, સફેદ દીવાલોબધું સફેદસફેદ પીયાનાની ચાંપ જેવી સફેદ સ્વીચ દાબું છું અને ટ્યુબલાઈટ ઝબકે છેમને ફ્લેશનો ઝબકારો યાદ આવે છે. સ્ટેજ ઉપર અમારો એક દૃશ્યમાં ફોટો પડતો હતો. ઝબકારો થયો અને આંખ મીંચાઈ ગઈ અને ફોટો આંધળો આવ્યો.

            આંધળાની લાકડી પણ સફેદ હોય નેઆંધળાની આંખમાં સફેદાઈ ઝબકે ખરીપરંતુ દિવસે જ્યારે સંપૂર્ણ સફેદ વસ્ત્રમાં આવી ત્યારે મારી આંખમાં સફેદાઈ ઝબકી.

            હું એની આંખમાં આંખ પરોવીને પ્રશ્ન પૂછું છું –“ આમ કેમ થયુંઝળુબતાં આંસુ અને મૌન ગમગીન હાસ્ય સાથે આંગળી ઉપર ચીંધે છે. આકાશમાં ફરી સફેદ સફેદ વાદળો દેખાય છે.

            એને સફેદ રંગ કદી ગમતોએટલે સુધી કે હું તેને ચંપાનું કે મોગરાનું ફૂલ આપતો તો તે ફેંકી દઈને કહેતીછટ, હું કંઈ ઘરડી થઈ ગઈ છું ?’ અને એના લાલચટક હોઠ મલકી ઊઠતાજેને હું ગુલાબની પાંખડીઓની ઉપમા આપતો હતોજાણે કળીમાંથી બે પાંદડી છૂટી પડી ગઈ હોય ! બીજે દિવસે તેને ગમતું રાતું ગુલાબ આપવાને બદલે રાતરાણીનો ગુચ્છો આપ્યો તો મોઢું ચઢી ગયું જાણે કકેટસ ફ્લાવર પકડાવી દીધું હોય. ત્રીજે દિવસે પારિજાતકના ફૂલની વેણી આપી ત્યારે સહેજ મલકીપારિજાતકની ડાળી કેસરી હોય છે નેતેથી

            હું ફરીથી સૂવા પ્રયત્ન કરું છું. ટ્યુબલાઈટનો સફેદ પ્રકાશ ફરી વિચાર વલય ઝંકૃત કરી જાય છે. એના દાંત કેટલા સફેદ છેમારા પેટમાં ઊંડે ઊંડે ધ્રૂજારી આવતી અટકી જાય છે. એટલા સફેદ કે કોઈક ટૂથપેસ્ટની એડવર્ટાઈઝમાં જરૂર કામ આવી જાય.. સફેદ મુલાયમ ચાદરવાળી પથારીમાં મારો કૃશ દેહ સળવળે છે. સફેદ ડ્રેસમાં મારી પાસે આવે છે. ‘ઊંઘ નથી આવતી.. ?’ હું કશું બોલતો નથી.

            એના પાતળા હાથોથી તે મારું માથું દાબે છે. હું મારું માથું દબાતું અનુભવી રહ્યો છું. એની સેવાસ્વત્વયુક્ત નથી. નર્સ છે. મારી પત્ની નથી. એક અંતર છે. અમારી વચ્ચેઅચાનક મને અંતર મીટાવી દેવાનો વિચાર આવે છે અને સાથે સાથે ખૂબ જારથી ખાંસી ચઢે છે. મારી પીઠ ઉપર હાથ ફેરવે છે અને મારી સામે કરુણાથી તાકી રહે છે. મારી ખાંસી સહેજ હળવી પડતાં તે મને પાણીનો ગ્લાસ આપે છે. હું સહેજ ગ્લાનિયુક્ત હસીને પાણીના બે ઘૂંટડા પી લઉં છું. મને ઘેનનું ઈંજેક્શન આપવા જાય છે. અચાનક હું તેનો હાથ રોકીને પૂછું છું. —

            ‘તને સફેદ રંગ ગમે છે ?’

            એના ફિક્કા ચહેરામાંનું રહ્યુંસહ્યું લોહી પણ ઊડી જાય છે અને તે સફેદ પૂણી જેવી થઈ જાય છે. મારી એના વૈધવ્ય તરફની ટકોર એને ગમી નહોતી. હું એના ચહેરા પરની સફેદાઈ જોતો હતો ત્યાં જોરથી ઊબકો આવે છે અને હું ઓકી નાખુ છું. મારી ઉલટી એના કપડાને લાલ રંગે રંગી જાય છે, પરંતુ ફિક્કી પડતી મારી આંખો રતાશ પકડી શકતી નથી. પણ હું સમજી શકું છું કે લોહીની ઊલટી હતી. મારા બાપને ઉઠાડવા જાય છે પણ હું એનો હાથ પકડીને બેસાડી દઉં છું.

            હાંફતા હાંફતા ફરી પાછો પ્રશ્ન કરું છું – ‘તને સફેદ રંગ ગમે છે ?… નથી ગમતો ને ? … જા મેં તને રાતો રંગ દીધોગુલાબ જેવો રાતો…’ ફરી ઉબકો આવે છે. મારી સામે દયામણી નજરે તાકી રહે છે. હું સહેજ આંખ બંધ કરીને મારી નજર પાછળ પડતા પીળા ધાબાને શમાવવા પ્રયત્ન કરું છું. એનો મેં પકડી રાખેલો હાથ છોડાવવા પ્રયત્ન કરે છે. હું એને રોકું છું. ધીમે રહીને એનો ટેકો લઈને કબાટ સુધી જાઉં છું અને રોકું છું. ધીમે રહીને એનો ટેકો લઈને કબાટ સુધી જાઉં છું અને એને માટે ખરીદેલું લાલ ચટક શેલું એને આપું છું. મારો ઈશારો સમજે છે. સહેજ ગૂંચવાય છે. પછી ધીમે રહીને લોહી રંગ્યો ડ્રેસ ઉતારીને લાલ ચટક શેલુ પહેરીને મારી સામે ઊભી રહે છે. હું સિંદૂરની ડાબલી કાઢીને એના સેંથામાં ભરવા જાઉં છું. અચાનક હું ચમકું છુંસેંથીમાં પૂરેલું સિંદુર સફેદ કેમ છે ?

            અને હસી ઊઠે છેબરફીલું ભીનું ઠંડું હાસ્ય હાસ્ય પાછળ ચમકતા સફેદ દાંત મારા પેટમાં ઊંડે ઊંડે ધ્રૂજારી પેદા કરે છે. બોલે છે

            ‘તારું સિંદુર તો સફેદ છે. એનાથી હું શું સધવા બનવાની હેં !’

            ફરીથી જોરથી ખાંસી ચઢે છે. રાતા ચટક શેલુઑમાં તે નવોઢા જેવી લાગતી હોય છે, પરંતુ એની સેંથીમાંનું સિંદુરમારું મોં લોહીથી ભરાઈ જાય છે. લોહીનાં બેચાર ટીપાં ઊડીને સેંથીમાંના સિંદુરમાં પડે છે. મારી નિશ્ચેતન આંખો રતાશ પડતી સેંથીને તાકી રહે છે.

આકાશવાણી અમદાવાદ

 

 

 

 

 

 

 

૬ હું બાવો અને આદમ (એબ્સર્ડ નાટક)

પડદો ઊઘડતાં કોઈ હિમપ્રદેશનું દૃશ્ય નજરે પડે છે. સ્ટેજ પર બરફ પથરાયેલો છે. જમણી બાજુએ ગુફા જેવું દેખાય છે. ગુફાના મૂળ પાસે ભગવાન બુદ્ધની રક્તરંગી આંખોવાળી માણસના માપની પદ્માસન સ્થિતિમાં એક મૂર્તિ પડેલી દેખાય છે. ડાબી બાજુએ ચાર કોતરો જેવું દેખાય છે. મૂર્તિની બંને બાજુએ કેકટસ જેવો કાંટાળો રોપ પણ કોતરેલો દેખાય છે. મૂર્તિની આસપાસ અને શરીર ઉપર પણ બરફ જામેલો હોય છે. એક કોલેજિયન જેવો યુવાન ડાબી બાજુથી આવે છે. ખબે કેમેરો અને પટામાં રીવોલ્વોર ધરાવતો તે યુવાન સાહસી લાગે છે. એક બાજુએ જઈને મૂર્તિ જુએ છે. કેકટસના કાંટા પર હાથ ફેરવે છે. મૂર્તિની રક્ત આંખો જુએ છે. અને કંઈક માથું ખંજવાળે છે. બરફ ખસેડીને કંઈક વાંચે છે :

            બુદ્ધં શરણં ગચ્છામીબુદ્ધ ભગવાનની મૂર્તિ છે કે શું ? માથું ખંજવાળે છે.

            – છતાંય કાંટાળો છોડ રાતી આંખોબુદ્ધ ભગવાન તો હોઈ શકે …!!

            જરૂર કોઈ એબ્સર્ડ આર્ટિસ્ટનું કાર્ય હોવું જાઈએ. વળીમાથે ટોપી ઈસ્લામી સમાજનું પ્રતીકમૂર્તિની નીચે પીળા કોડિયામાં દીવો સળગે છે.

            મૂર્તિની આસપાસનો બરફ ખસેડીને શાંતિથી ફોટો લેવાની તૈયારી કરે છેત્યાં કોઈક ના આવવાનાં પગલાં સંભળાળા તે મૂર્તિની પાછળ છુપાઈ જાય છે. સાદા લેંઘા ઝભ્ભાના સ્વાંગમાં એક જાડો અને તેવા ગ્લાસનાં ચશ્માંવાળો અજનબી અંદર બાથોડીયા મારે છે. ચશ્માં ઉતારીને સાફ કરે છેફરીથી જગ્યામાં કંઈક શોધવા માંડે છે. પેલો કોલેજિયન બહાર નીકળે છે. પેલાને જોઈને કંઈક વિચારમાંથી જાય છેત્યાંત્યાં ફરીથી અવાજ સંભળાય છે. પાતળો સુકલકડી છતાં થોડો પ્રોઢ જેવો લાગતો નવાગંતુકને જાઈ પેલો કોલેજિયન ફરીથી સંતાઈ જાય છે. અજનબી નવાગંતુકને પૂછે છે :

            “તે ભૂતકાળ જોયો છે ?”

            હેં ભૂતકાળ તે વળી જાવાતો હશે ? ગયું તે ગયું વળી. હવે ભવિષ્યકાળ જુઓ મહોદય તો કંઈક સુખ મળશે.

            તું તે જુએ નેતો મને બતાવજે હોં ને

            ગજબ માણસ છો યાર તમે તો … ! ભૂતકાળ તે કંઈ જોવાય

            ના ! પણ તું તે જુએ નેતો મને બતાવજે હોંમારે તેનું કંકુચોખા વડે વેલકમ કરવું છે. આઈ મીન સુસ્વાગતમ્ કરવું છે !

            “પણ

            “પણ બણ કંઈ નહીંહવે તો હું બસ ભૂતકાળ ચાહું છુંબસ જ્યારથી જાગ્યો છુંત્યારથી હવે ભૂતભૂતની રટણા છે.”

            “હેં ?”

            “હા, ભાઈ તોસંગ એવો રંગ

            “તોશું હું ભૂત બની જઈશ

            “હા.”

            “તો.. તો હું કશું લખી નહીં શકું.. એટલે કે મારા માંહ્યલામાં રહેલાં કવિની કવિતાઓ બધી મરી જશેઅને…”

            “અને..”

            “અનેહું કશું જોઈ નહીં શકું… ! અનેજા.. હું કશું જોઈ શકું તો…”

            પેલા બીજાના ચશ્માં ઉતારી લે છે.

            “અરે…! અરે…! તું શું કરે છે ? મારા ચશ્મા કેમ લઈ લીધા ? હું કશું જોઈ નથી શકતો.”

            “તું કશું જોઈ નથી શકતો ને ?”

            “ના

            “એટલેકે તારામાં રહેલી કવિતા મરી ગઈ ને ?”

            “હા

            “એનો મતલબ કે તું ભૂત થઈ ગયો ?”

            “હેં ! હાહાહુંકશું જોઈ શકતો નથીએટલે કે મારામાં રહેલી કવિતા મરી ગઈએટલે કે હું ભૂત થઈ ગયોરડમસ અવાજ :”

            “હું ભૂત થઈ ગયોડૂસકાં ભરતા ભરતા.”

            “હે ! હું ભૂત થઈ ગયોમાથે હાથ દઈને રડે છે.

            “પણ… ! એમ… ! તું .. તું રડે છે કેમ ?”

            રડતાં રડતાં : “હું ભૂત થઈ ગયો… !”

            “અરે… ! પણ તું તો સાવ અનકલ્ચર્ડ ભૂત લાગે છે. ભલા આદમી ભૂત તે કંઈ રડતું હશે ? તો કોઈકને વળગીને રડાવેપેલો રડેએટલે જાઈને ખડખડાટ હસેશું સમજ્યો ?…”

            “હેં ! રડાવીને હસે ?”

            “હેં ! ! પેલી મહાપ્રભુ રાવણની સુપુત્રીરાગણીની માફકએણે કેટલાને રડાવ્યાહવે સિદ્ધાર્થનો વારોબિચારોભોળો જીવ”…

            “હા ! સાલું હવે એનું શું થશે ?”

            “ શાંતિદૂતની આંખોમાં મરચા આંજી દઈને બે કાંટાળા છોડમાં તેને કેદ કરી લેવામાં આવશે.”…

            “અરરર…! મહાપ્રભુએ એટલી બધી સજા તો કરવી જાઈએ ?”

            “ એટલી સજા તો ઓછી છે.. પણ તે પછી તેમને સ્વર્ણ કોડીયામાં સતત બળતાં મનુષ્યના લોહીની જ્યોત ઉપર રાખવામાં આવશેઅને શરીર પર ચંદનનો લેપ કરશે તેથીતેથીસહ્ય ઠંડીઅને અસહ્ય ગરમીના વિરોધાભાસથી તેના શરીરમાં એક પ્રકારનું તુમલ યુદ્ધ જાગશેઅનેઅનેતેની રુધિર વાહિનીઓ ફાટી જશેઅને…”

            “ એય મને તો બિચારાની દયા આવે છેકંઈ બચાવવાનો ઉપાય નથી ?”

            “હા.. છેપેલા સ્વર્ણ કોડિયામાં બળતી જ્યોતને બુઝાવીને પેલા લોહીને ચંદ્ર ઉપર છાંટી દેવામા ંઆવે તોતે છૂટી જઈ શકે છે.”

            પાછો વળીને મનમાં નિશ્ચય કરીને : “હું જ્યોત બુઝાવી નાખીશહાહા…”

            “કેમ ?”

            “જા તું જ્યોત બુઝાવી નાખીશ તોતોસૂર્ય કાળો પડી જશે અને મનુષ્યનું લોહી ચંદ્ર ઉપર પડતાં ચંદ્ર તેની શિતલતા ગુમાવી દેશેઅને ચાંદની ગુમાવી દેશેત્યાં ઝૂંપડામાં બેઠેલી રેંટિયો કાંતતી ડોશી ફરીથી યુવાન બનશે અને પોતાના પ્રિયતમને પોકારશે.”

            “હેં !”

            “હાઅને તેથી પૃથ્વી પર પ્રલય થશેઅંદરોઅંદર કાપાકાપી બાદ અહીંયા જ્વાળામુખી ફાટશેઅને અને…”

            “અરે… ! પણ તું ક્યાંનીવાત કરે છે ?”

            “હું અહીંની વાત કરું છું

            “અહીં એટલે ક્યાં ?”

            “અહીં એટલે અહીંવળી આપણે જ્યાં ઊભા છીએ ત્યાં.”

            “આપણે ક્યાં ઊભા છીએ ?”

            “હાઅલ્યા, આપણે ક્યાં ઊભા છીએ ?”

            “હું તને પૂછું છું ?”

            “મને તો ખબર નથી.”

            માથું ખંજવાળીનેમૂર્તિ સામે જુએ છે

            “ચાલ, પેલાને પૂછીએ.”

            “કોણ છે ?”

            “મને તો ખબર નથી.”

            “ચાલ તો ખરો…”

            “એઈ મિસ્ટર… !”

            … … … …

            “મિસ્ટર !”

            “… … … …”

            અરે ભાઈ અમે તમને બોલાવીએ છીએ.

            “… … … …”

            બંને જણા મૂર્તિને હલાવે છે.

            “ તો કંઈ બોલતો નથી.”

            “સાલોસાવ જડભરતનો પિતરાઈ છે.”

            તેનું નામ જાણતા હોઈએ તો પણ કંઈ ફેર પડેઅરે હા. પણ તારું નામ શું છે ?

            “હા, અલ્યા ! તારું નામ શું છે હેં ?”

            “મારે તો એક પણ ફોઈ નહોતી…”

            “તેતારું નામ કોઈએ નહોતું પાડ્યું ?”

            “હાએટલે સ્તો.. હું ભૂતકાળને શોધું છુંનેકેતેની એકાદ ગીરીશું ખલાની ગોખમાં મને મારું નામ જડી જાયહાતારું નામ શું ?”

            “મને તો બધા બાવો કહે છે.”

            “તો તારું નામ બાવોને…”

            “હા

            “દાદીમાવાર્તા કહેતા, જમાનોબાવા આદમનો હતોબાવા આદમનો જમાનોજડી ગયું, જડી ગયુંહા ! હા ! હા ! ખડખડાટ હસે છે….”

            “શું જડી ગયું ?”

            “મને મારું નામ જડી ગયું

            “હે…! કઈ રીતે ?”

            “મિસ્ટર બાવા ! મેની થેંક્સ ટુ યુ !”

            “પણપણકઈ રીતે ?”

            “તમારું નામ બાવો ને… ?”

            “હા

            “અને મારું નામ આદમબાવો અને આદમ…!”

 “ચાલ દોસ્ત ! તારું તો કામ થઈ ગયુંહવે ચાલસોમરસ પાઈ દે…”

            “નાપણ એકકામ અઘરું છે…”

            કઈ રીતે?

            “ મિ. જડભરતને પૂછવાનું છે કે…”

            “… કે…”

            “… કેહેબાવા ? શું પૂછવાનું હતું ?”

            “… કે… ? માથું ખંજવાળે છેમાથે ટકોરા મારી કંઈક યાદ કરવા પ્રયત્ન કરે છે.”

            “કે… ? ? ?”

            “ કયું સ્થળ છે… ? હાહાબરોબરકયું સ્થળઆઈ મીન પ્લેસ છે ?”

            “હાપણ.. જડભરતને બોલાવવો કઈ રીતે ?”

            “માથે તો બિરાદરીની ટોપી છેવળી પદ્માસન સ્થિતિઅને કાંટાળી કેદ…”

            “ સિદ્ધાર્થ તો નહીં હોય…”

            “લે તારાં ચશ્માં પહેરીને જા તો…”

            ચશ્માં પહેરીને

            “અલ્યા તો મૂર્તિ છે.”

            “હે ? પણ મૂર્તિ કોની છે ?”

            “લાગે છો સિદ્ધાર્થની કારણ કે મરચું લાગવાથી લાલ થઈ ગયેલી આંખો, અને કાંટાળી કેદપણ એની મૂર્તિને સજા થઈ કે શું ? પણબાવાતને કેમ દેખાતું નહોતું….”

            “મને તો આંખમાં પાણીનો દાણો થયો છે.”

            “હેં ? પાણીનો દાણો કેવો ?”

            “મોતી જેવો પાણીનો દાણો

            “હા, મોતિયો થયો છે એમ કહે ને… ? રાત્રે બહુ કવિતા લખતો હશે ?”

            “નાપણ…” માથું ખંજવાળે છેકંઈ બહાનું જડતું નથી

            “મિ. બાવા એક સોનેરી ચાવી આપું… ?”

            “યસ …! યસ… ! વ્હાય નોટ ?”

            “કવિતા લખવાનું છોડી દઈ નાટકો લખ…”

            “કેમ ?”

            નાટક લખવા સહેલાં છેવળી પ્રસિદ્ધિ વખતે તથા તે ભજવાય તે વખતે એમ બંને વખતે પૈસા મળેશું સમજ્યો ?

            “તે તું નાટક લખે છે ?”

            “હા ! હું તો ચિત્રો પણ દોરું છુંએક વખત તો એટલું મોટું ચિત્ર દોર્યું હતું કે…”

            “તે ચિત્ર મેં પ્રદર્શનમાં મૂક્યું ત્યારેત્યારે…”

            “ત્યારેત્યારેપણ શું થયું ?”

            “તે ચિત્ર જ્યારે મેં પ્રદર્શનમાં મૂક્યુંનેત્યારે વાદળો તેમાંથી કાળો રંગ ચોરી ગયાંસૂર્ય કરગરીને રાતો રંગ લઈ ગયોચંદ્ર પણ એનો ભાઈ બની શ્વેત બની ગયોઅને આકાશે વાદળી રંગની તફડંચી કરી.”      

            પણઆદમ તેનું મોઢું દાબીને

            “અને તે વખતે ધરતીએ આવીને મારી પાસે ફરિયાદ કરી.. હેમહાન કલાકાર ! મેંમારા વડે એવો તે કેવો ગુનો થઈ ગયો કેહું તમારી કૃપાદૃષ્ટિ માટે નાલાયક ઠરી…”

            “મોઢું છોડાવીને :  બસબસહવે…”

            પેલો ફરીથી મોઢું દાબી દે છે.

            “સાંભળતો ખરો ! અને ધરતીનો યાચના સાંભળી મહારાજા ધિરાજ આદમે ચિત્રમાં બાકી વધેલા રંગો લીલો, પીળો, વગેરે ધરતીનાં અંગોને ભેટ આપી દીધાં.”

            કાનમાં હાથ નાખીને :મિ. આદમહવે તો તમારા ગપ્પાનો અંત આવો…”

            ભાઈ હું તો કંટાળી ગયો… !  બહુ  ગપગોળા ફેંક્યાઆદમ ઝંખવાઈ જાય છેછતાંય પોતાના કથનની સત્યતા માટે પ્રયત્નશીલ રહેતાં             “જુઓ મિ. આદમતમારે મારું કહ્યું માનવું પડશે…” “હું કહું છું મેં એવું ચિત્ર દોર્યું હતું.. હું કહું છું…”

            “નાહું કહું છુંતમે એવું ચિત્ર દોર્યું હતું…”

            “નાનહોતું દોર્યું.”

            કહું છુંમેં એવું ચિત્ર દોર્યું તું

            ના, નહોતું દોર્યું  બંને ઝઘડી પડે છે

            પેલી મૂર્તિ પાછળથી પેલો કોલેજિયન બહાર નીકળે છે.

            શાંતિથી ઝઘડતા બાવા અને આદમનો ફોટો ખેંચી લે છે. કેમેરાનીલાઈટનો ઝબકારોથતા બંને જણા લડતા અટકી જાય છે અને….

            “બાવા ! જા તો કંઈક ચમત્કાર થયો હોય તેમ લાગે છે.”

            “હે ? આંખે છાજલી કરીને જુએ છે.”

            “કોણ હશે ?”

            “એઈ ! તું કોણ છે ? દેવ છો કે દાનવ ? ભૂત છે કે પ્રેત ?”

            “હુંહુંદેવોનું પ્રેત અને દાનવોનું ભૂત છુંએટલે કે હું હું છું…. મારી ગર્જનાભલભલા ભૂપતિઓ ભૂ પીતા થઈ ગયો છે.”

            “પણ તું કોણ છે ? તારું નામ શું ?”

            “હા… ! હા… !”

            “કહ્યું ને ? હું હું છું.”

            “હા ભાઈ ! તું તું છે ! પણ તારું નામ, કામ કે ઠેકાણું શું ?”

            “બધા મને હું કહે છે. સમસ્ત વિશ્વમાં હું નિવસું છુંજ્યારે હું જાગું છું.. ત્યારે તેનેકાં તો ભિખારીને રાજાનો તાજ પહેરાવું છું, કાં તો રાજાનો તાજ ઉડાવી ભીખ મંગાવું છું એટલે કે હું છું.”

            “આદમ લાગે છેઆને મેંટલ ભેગો કરવા ૧૧૨ નંબરની બસમાં લાલદરવાજાથી બેસાડવો પડશે. ભલા આદમીહુંતે વળી કંઈ નામ છે ?”

            જાણે છોકરાને પટાવતો હોય તેવા અવાજમાં :

            “ચાલ, ભાઈ, તારું નામ હું ને ?”

            “હા !”

            “અરે બાવા ! આપણા પ્રોબ્લેમનો નિકાલ આની પાસે કરાવીશું ?”

            “ક્યા પ્રોબ્લેમ ?”

            “અરે મિ. હું ! સ્થળ કયું છે હેં ?”

            “અરે

આભારહા. સ્થળ કયું છે ?”

            હું માનું છુંત્યાં સુધી લેખકનો મનોપ્રદેશ છે. તેમાં સૌથી પહેલો હું ફૂટી નીકળ્યો

            “હેં ?”

            “હાલેખક એક માણસ છે અને માણસનો મનોપ્રદેશ એક વિશ્વ મંડળની અજાયબી છે. હું તેમાં નબળી કડી શોધી અને મારો પગપેસારો કરવા માગતો હતો.

            “કેમ ?”

            “કારણ કે અજનબીઓને પોતાના કરી લેવાનો મારો ઈરાદો હોય છે.”

            “સારું ! સારું એક બીજા પ્રોબ્લેમ.. હું કહેતો હતો.. કે…”

            “ના હું કહીશજુઓ મિ. હું તમે તો જાણો કે સ્ટેચ્યુ પાછળ રહી અમારી વાતો સાંભળી છે ને ?”

            “ના

            “મિ. આદમનો દાવો એવો છે કે તેમણે એક એવું ચિત્ર દોર્યું હતું કેજ્યારે તિ ચિત્ર તેમણે પ્રદર્શનમાં મૂક્યું ત્યારેઆકાશ, વાદળ,… સૂર્ય વગેરેતેમાંથી જુદા જુદા રંગો ચોરી ગયા… ”

            “હા, બરોબર.”

            “હું કહું છું મિ. આદમ કાન્ટ ડ્રો સચ બીગ પીક્ચરકારણ કે જા એવું ચિત્ર દોરવું હોય તો તે ક્યાં દોરે… ? એટલે કે મિ. આદમહેઝ બોસ્ટેડ ઓફ હીઝ આર્ટએકસેપ્ટ ગોડનો વન કેન ડ્રો સચ બીગ પીક્ચર…”

            ખોટો પડતો જણાઈ ઝનૂનમાં ભરાઈને કહે છે :

            “મિ. બાવો ગોડ શું સવાશેર ઘી લાવ્યોકે ચિત્ર દોરી શકે અને આપણે ના દોરી શકીએ હેં ? તે ? ચાળા પાડતાં : એકસેપ્ટ ગોડ નો વન કેનઅરે જાવ રે ! ધીસ ઈઝ એન એઈઝ ઓફ સાયન્સઅન્ડરસ્ટેન્ડ મિ. બાવા ?”

            “હાહાહાએઈજ ઓફ સાયન્સવિજ્ઞાનનો જમાનો… ” હાહાહાખડખડાટ હસે છે : અરે વિજ્ઞાનના જમાનાને જઈને પૂછોકે કદી તે ટેસ્ટ ટ્યુબ અને માઈક્રોસ્કોપના દફકાયતની બહાર નીક્ળ્યો છે ખરો ? પદાર્થ સોલીડ છે ગરમ કરોએટલે ઊર્ધ્વ પતન થયુંના બાષ્પીભવન થયુંતેનં કારણ વળી ગાળણ અનેઅને પાછું તેનું નીતારણઆખું જીવન ટેસ્ટ ટ્યુબમાં વહી ગયું, કદાપી કાલ્પનિક દુનિયાનાં મુક્ત ઉડ્ડયનો જાયા છેહાહા.. હાસ્ય લંબાય તે પહેલા હું તેનું મોઢું દાબી દેં છે.

            “અરે યાર ! તમારો પ્રોબ્લેમ કહી દો નેતમે તો ફરી પાછા વાગ્યુધ્ધેચડ્યાં ?”

            “હા, અલ્યા બાવા ! આપણો પ્રોબ્લેમ શું હતો ?”

            સારું મને ખબર નથી માથું ખંજવાળે છે : અરે ભાઈ હું અમારો પ્રોબ્લેમ શું હતો ?

            “ચાલો, તમે ભૂલી ગયા ને ? સરસ, ટુ ફરગેટ ઈઝ ઓલ્સો બ્લેસિંગપ્રોબ્લેમ એની જાતે સોલ્વ થઈ ગયો.”

            “પણ બાવા નવો પ્રોબ્લેમ

            “શું ? … હુંશું… ?”

            બાવાને બાજુ પર લઈ જઈ આદમ કાનમાં કંઈક કહે છે :

            “હા… ! હા… ! પણ પ્રભુનો ખાસ હુકમ હતો.. એય હું ! તું અહીં શું કરતો હતો ? મૂર્તિની પાછળ અમારી વાતો સાંભળતો હતો ને…”

            “હાપણદુષ્ટહવે તું નહીં છૂટી શકે.”

            “હા… ! હા…! નહીં છૂટી શકે.”

            હું તરફ ઘસે છેબાવો પણ આદમને અનુસરે છે :

            “સબુરઅગડંબગડં જેવું કંઈક બબડીને: બંને હાથ પહોળા કરી બાવા અને આદમ તરફ મંત્ર પેંકે છે :તમેપૂતળા છો !”

આભાર

બંને સ્થિર થઈ જાય છે :

 

હું તેની પેટીમાંથી અરીસો કાઢીને બાવાને બતાવે છે. બાવાનો અદ્ધર રહેલો હાથ નીચે આવે છે. ચક્કર આવતાં તે પડી જાય છે. … હું તેને ઊભો કરે છે. ફરીથી અરીસો બતાવે છેમૂઢ જેવો બાવોતેમાં તાકી રહે છે.

            “ શું છે ?”

            “દર્પણ

            “તેમા તને શું દેખાય છે ?”

            “મારાં કાવ્યોતેની કલ્પનાસ્વર્ગીય દૃશ્ય.. આનંદ

            “બીજું તને શું દેખાય છે. એનાથી વધારે કશું દેખાય છે.”           

            “હાએકે મહેલ છેતેમાંતેમાં…”

            “તેમાં શું છે ?”

            “તેમાં એક સિંહાસન છે. સિંહાસન ખાલી છે. બાજુમાં રાજમુગટ છે. અનેઅને….”

            “મિ. બાવાજી, સિંહાસન તારું છે. તું એક રાજા છે. મહેલ તારો છે. તું ધારે તો આદમ કરતાં વધુ મોટો થઈ શકે તેમ છેતું મોટો કવિ છે. રાજા છેઅને રાજમુગુટ મળે તેમ છેપણ આદમ…”

            “હા, હું એક મોટો કવિ છું, જોડે જોડે રાજા પણ છું, હું આદમને મીટાવી દઈશ.”

            “શાબાશ !”

            બાવો એની ધૂનમાં એક તરફ બબડતો બબડતો ઊભો રહે છે. આદમને કઈ રીતે પછાડવો એનો પ્લાન કરે છે. આદમ સ્થિર ઊભો છે, હું આદમ પાસે જાય છેઅને આદમને અરીસો બતાવે છે. આદમ પણ ચક્કર ખાઈને પડી જાય છેહું તેને ફરી ઊભો કરે છે.

            “ શું છે ?”

            “દર્પણ

            “તેમાં તને શું દેખાય છે ?”

            “મારાં ચિત્રોતેની રેખાઓઆહ ! સ્વર્ગીય દૃશ્યઆનંદ.”

            “બીજું તને શું દેખાય છેએનાથી વધારે કશું દેખાય છે ?”      

            “હા, ધનધાન્યથી ભરપૂર નાનકડું ઘર.. કિલ્લોલતાં મારાં બાળકોકુબેરનો ધન ભંડાર…”

            “આનંદિત થતાં : હજું કંઈક વધુ

            “ બધું મારું છેહું એનો માલિક છુંઅરે ! અરેપણ કાળું કાળું કોણ આવ્યું ? મારા ઘરને તે સળગાવે છે. ઓહ ઓહ આંખો મીંચી દે છે…”

 “મિ. આદમ ઘર, બે ભંડાર બધું તારું છે. પેલો બાવો તને સળગાવે છે. તું.. એના કરતા વધુ મજબૂત છે.”

            “હા. હું મારા ઘરને નહીં સળગવા દઉંહું બાવાને મારી નાખીશ. હું એના કરતાં વધુ મજબૂત છું…”

            “હું તને મીટાવી દઈશ આદમ !”

            “હું તને મારી નાખીશ બાવા !”

            “હું તારા કરતાં મોટો છું, હું રાજા છું.”

 

            “હું તારા કરતાં મજબૂત છું, હું પિતા છું.”

            “હું તને મારી નાખીને મારું ઘર બચાવીશ .”

            એમ કરતાં બન્ને લડી પડે છે. હું વિચાર કરે છેઅને રિવોલ્વર કાઢીને બંનેને મારી નાખવા માટે તેમની તરફ રિવોલ્વર તાકે છે.

            “ હું શું છે ?”

            “ રિવોલ્વર છે. તેનાથી માણસને મારી શકાય છે.”

            “હે મહાન હું ! રિવોલ્વર મને આપો. હું તેના વડે આદમને મીટાવી શકીશ ! અનેહું રાજા બની શકીશ.”

            “ના હું ભાઈ ! રિવોલ્વર એને આપતા મને આપો. મારે મારું ઘર બચાવવું છે.”

            હું ખડખડાટ હસે છેઅને જારથી ગોળીબાર કરે છે :

            શું થયુંસિદ્ધાર્થ પાસે બળતું સ્વર્ણકોડિયું ઊભું પડી ગયું.

            હેં ! હે હવે મહાપ્રભુ પ્રલયને જગાવશેભાગ.

            પણ તારા રાજ્યનુ શું થશે ?

            પણ તારા ઘરનું શું થશે ?

            થશેજે થવાનું હશે તે જાતો નથી પેલો કંટકોની બેડીમાં જકડાયેલ સિદ્ધાર્થ છૂટો થવા માંડ્યો

            પેલી ડોશી યુવાન થવા માંડી.

            ભાગો ભાગોપ્રલય થશેભૂકંપ થશે

            ઠંડીગરમીના વિકરાળમાંની રૂધિરવાહીનીને તોડી નાખે તે પહેલાંભાગોભાગો

            હું ખડખડાટ હસે છેખડખડાટ….

            બાવો અને આદમ ભાગતા એકમેકને અથડાઈ પડે છેસિદ્ધાર્થની પ્રતિમા ઊભી થાય છે. પદ્માદભૂમાંથી ચિત્રવિચિત્ર અવાજા સાથે જવનિકા પડે છે. હું ખડખડાટ હસતો રહે છે …:

 

 

 

 

. કિનારા મઝધાર

ઢળતી સંધ્યાના નિરવ એકાંતમાં બેઠી બેઠી ધરા વિચારતી હતી કે જિંદગી એને ક્યાંની ક્યાં લઈ જઈ રહી છે. કોલેજના દિવસોમાં ક્ષિતિજ સાથેનાં છૂપાં આંખમિંચામણા, બસની લાંબી સફરો, વળી રોગગ્રસ્ત દુઃખતા શરીર પરનાં ડોક્ટરના ચીરાંવાઢકાપ.. લોહીગ્લુકોઝના બાટલાંલાંબા લાંબા રોગનાં રણ જેવા દિવસોમાં મીઠી વીરડી જેવાં ઝરણાંએની મીઠી વાતોઅને પાછી એકલતા

            ધરા જન્મથી કોઈક રોગ ઘરમાં લઈને આવી હતી તે રોગ ધરાની નસેનસમાં પ્રસરી ગયો. ત્યારે તેને ખ્યાલ આવ્યો અને ખ્યાલ એટલો મોટો હતો કે તેની જાણકારી તેને માટેયમદૂત સમી બની ગઈ.

            ડોક્ટરને મતે એનું હૃદય નબળું હતું.. શરીરમાં હૃદયની નબળાઈ એટલે સર્વેસર્વાની નબળાઈજ્યારે ડોક્ટરે કહ્યું કેહૃદયનો વાલ્વ ખરાબ છેત્યારે ચારે શબ્દો સિવાય ઘણા બધા બંધનો લદાઈ ગયાજેવા કે જારથી ચાલવું નહીં.. બહુ શ્રમ પડે તેવું કામ કરવું નહીં…. નિયમિત ઊંઘવુંનિયમિત દવાલેવીફળફળાદિ ખાવાતાજી હવા લેવા રોજ સાંજે બગીચામાં બેસવુંહરિયાળી જાવી

            તો જાણે સમજ્યાપણ ચાર શબ્દો એને માટે દવાની આખી ફોજ તાણી લાવ્યા. એન્ટિબાયોટિક, વિટામિન ટોનિક, કોલીસ્ટર ઘટાડવાની દવાઓ, બ્લડટેસ્ટ, ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, દર મહિને યોગ્ય તબીબી માવજત, પેથોલોજિકલ નિદાનો, ડોક્ટરના પરીક્ષણ, સંશોધન તથા વિશ્લેષણ અને ચર્ચાનું કેન્દ્ર બની ગઈ. શું હતીઅને શું બની ગઈ ?

            ધરા હતી તો મુક્ત ગગનની આઝાદ પંખીણીપણ રોગે ધરબી લીધી તેની આઝાદીઅને તેનું મુક્ત ગગન બની ગયું. ભેંકાર એકલતા અને શૂન્યાવકાશનું અનંત પ્રતીકક્ષણેક્ષણ મૃત્યુ તરફ ઘસેડાતી જતી ધરાની જીવનનૌકાને ડોક્ટરો ડૂબતી રોકવા પ્રયત્નશીલ હતા. જ્યારે રોગ તેને ડુબાડવા મથતો. ધરા સંઘર્ષને શૂન્ય નજરે તાકી રહેતી.

            તે દિવસે નાની ક્ષિપુ તેને પૂછતી હતી કે… ‘દાદી’. બુલબુલ અને ગુલાબની વાર્તામાં એવું તે શું ગમી ગયું કે તમે તેની ઉપર લાંબું કાવ્ય લખી નાખ્યું ?

            ‘શું કહું ક્ષિપ્રુ તનેયુવાનને પોતાની પ્રેમિકાને આપવા લાલ ગુલાબ જ જોઈતું હતું તે બુલબુલે હૃદય સાથે કાંટાને ચાંપી ગીત ગાઈ રાતું ગુલાબ બનાવી આપ્યું બસ એટલું ….’

            ‘દીદીના એથી પણ કંઈક વધારે છે…’ કાવ્યમાં આટલી નાની વાત નથીકંઈક વધારે છે

કાંટો બન્યો સંધાન હૃદયનું

ને રોણિતવર્ણ ગુલ ખીલ્યું !

હરખ્યો છેલો પ્રેમી જોઈ લાલ ગુલાબ.

ને પડી ગયું બુલબુલ જાઈ પ્રેમીનું હાસ્ય !

            કડીની છેલ્લી લીટીમાં જે દર્દ છે તે અનન્ય છે. ને પડી ગયું બુલબુલ જાઈ પ્રેમીનું હાસ્ય. દીદી બોલોનેસાચું છે ને !

            ‘ક્ષિપ્રુ બેટા દીદીને બહુ હેરાન કરીશ.’ પપ્પાનો ગંભીર અવાજ સાંભળીને ક્ષિપ્રા જતી રહીસાચે ક્ષિપ્રા સાચી હતી…. ને પડી ગયું બુલબુલ જાઈ પ્રેમીનું હાસ્યવાળી લીટીમાં ધરાએ એનું સર્વેસર્વ નીચોવી નાખ્યું હતું.

            ક્ષિતિજ સાથેની મુલાકાત તેને યાદ આવી ગઈ કહેતી હતીક્ષિતિજ ! જિંદગીમાં વળાંકો પર બે અજાણ્યા રાહી મળેથોડી ક્ષણ આનંદમાં ગુજરે ગુજરે ત્યાં ફરીથી કેડીઓ ફંટાયબસ, તેમજ હું દૂર જાઉં છુંતારી દુનિયાથી ખૂબ દૂર શક્ય હોય તો મને ભૂલી જજે.

            ‘ધરામાન કે તારી પરિસ્થિતિમાં હું હોઉં…. તે મારી પરિસ્થિતિમાં તુંતો તું શું કરે ?’

            ‘મારી વાતને ટાળવાનો પ્રયત્ન કર ક્ષિતિજગમે તેટલા દૂર દૂર જ્યાં ક્ષિતિજ અને ધરા મળે છે ત્યાં શું ખરેખરબંને મળે છે ખરાં ? આપણે બે નદીનાં કિનારા જેવા સમાંતર ચાલ્યા કરીશુંપણ મિલન ક્યાંય શક્ય નથી…’

            ‘પણ કેમ… ? ધરા કેમ…?’

            એના પ્રશ્નનો જવાબ દૂર જતી ધરાનાં ઝળુંબતા આંસુઓએ આપ્યો. ‘ક્ષિતિજ તારી ધરાને રોગનું હાડપિંજર વળગ્યું છેઆજે નહીં ને કાલે હાડપિંજર મને ગળી જશેત્યારેતું શું કરીશ હેં !!!’ 

            ત્યાર પછી પણ ક્ષિતિજ આવતોધરાને હસાવતોબેસતોપણ ધરા ક્ષુબ્ધ યંત્રની જેમ ઉપમાહીન વર્તતીચાવી દીધેલ પૂતળાની જેમ વર્તતી

            દુઃખ અનુભવતા ક્ષિતિજને સમયે પોતાની પાંખમાં લઈ ધરાથી દૂર કરી દીધોઅને રહી ગઈ એની સાથે માણેલ પળોની યાદએનો સ્નેહનીતરતો અવાજએનો પ્રેમાળ ચહેરો અને પ્રેમભીની આંખ

            એકાંતોના પહાડ ઓળંગતી ઓળંગતી આવી પહોંચી હતી અવલ મંઝીલેકેજ્યાંથી ફક્ત નસીબ તેને પાછી વાળી શકે તેમ હતું અને નસીબને રોગના હાડપિંજર સાથે ગજગ્રાહ ચાલતો હતો અને ધરાએ ગજગ્રાહમાં ત્રિશંકુની જેમ ઝૂલતી હતી.

            એવામાં ક્યાંકથી ધરાને ઝરણા મળી હતી.. ખિલખિલાટ હસતી અને હસાવતીસદાય બોલતીમધુર અને મીઠુંધરાની ખામોશી તોડવાના હેતુ સાથે જાણે એને મૈત્રી ના બાંધી હોય ? ધરાને અને તેના મૌનને જાણે ઝરણાનું વ્યસન પડી ગયું હતુંઅને તેથી તો મૈત્રીની સીમા વટાવી ઝરણા ક્યારે આત્મિય બની ગઈ તેની પણ ધરાને ખબર પડી.

            ગુમસુમ બાગને ઓટલે બેસી રહેતી ધરાને ઝરણા હેત, વાત્સલ્ય, અને મૈત્રીના વારીથી ભીંજવવા માંડી…. કઠોર રોગગ્રસ્ત અને મૃત્યાભિમુખ બનતી જતી ધરા ભીંજાવા માંડી હતીતાજા વરસાદ પડી ગયા પછી ભીની જમીનની જે સોડમ હવામાં ફેલાય તેવી કોઈક સોડમ તેની જિંદગીમાં ફેલાવવા માંડી હતીકૂણાકૂણા ઘાસની લીલી ચાદર ઓઢીને ધરતી જે વર્ષાગમને લીલુડા રૂપ ધરે તે રીતે ધરાને તેની ટૂંકી જિંદગી માણી લેવાનો ઓરતા થવા માંડ્યા.

            ‘ઝરણાંઝરણાંતું અભાગીને જિંદગી જીવવાની આશા કેમ દેખાડે છે ? ક્યારેક ઝરણાને પૂછી બેસતીઅને ઝરણા  હસી ઊઠતીધરા જે હાસ્ય તું હસી નોતી તે હાસ્ય આજે તારા હોઠ હસ્યા છેજે સ્વપ્ન તેં જાયું નહોતું તે તને આજે લાદ્યું છે. તેથી કહું છું કે કસ્તુરી મૃગની વંચના છોડી હસી લે નિર્દોષ બાળકની જેમ…’

            અને આત્મીય બનેલી ઝરણા શ્વાસ જેટલી વહાલી થઈ ગઈ. એવે સમયે સમયની આંગળી ઝાલી દૂર નીકળી ગયેલ ક્ષિતિજ મોટો વકીલ બનીને પાછો આવ્યોસાથે સાથે ધરાના નામને પણ હૃદયમાં રીતે ધબકતું રાખીને આવ્યો હતો.

            ધરાના મનમાં ચિત્કાર ઊડ્યો હતોકાશ ! રોગનું હાડપિંજર એને ક્યાંક તાણી ગયું હોત ! ધરા પોતે એવા વળાંક પર ઊભી હતી કે જ્યાં ક્ષિતિજ અને ઝરણા બંને અજ્ઞાતપણે એની રાહ જાઈને ઊભા હતાધરા નસીબ અને રોગના હાડપિંડરની આખરી ખેંચતાણમાં ફંગોળાયા કરતી હતી. ડોક્ટર્સની દવાઈન્જેક્શનો ઓપરેશનઅત્યારે નસીબની તરફેણમાં હતાત્યારે એકાદ નાજુક ક્ષણેધરાએ ઝરણાને પૂછી લીધું… ‘ઝરણા ક્ષિતિજ તને ગમે છે ?’ અને એના મનની સુરખી ક્ષણમાં ખીલી ગઈનવપલ્લીત કળીની જેમ…. તે દિવસથી એણે રોગના હાડપિંજરને હૃદય સરસું ચાંપી દીધું અને કાવ્યનું પુષ્પ જન્મ્યું.

            પડી ગયું ને બુલબુલ જાઈને પ્રેમીનું હાસ્ય.

 

 

 

 

૮. તને મેં ઝંખી છે…

વરસાદ વરસી ગયોઅને ધરતીની પ્યાસ બુઝાવી ગયોઘણાં વખતથી વાદળા ઘેરાયા કરતાં હતાંપરંતુ વરસાદ પડતો નહોતો અને બાફ વધાર્યા કરતો હતોજવા દો ને અમદાવાદનાં વરસાદની વાત પડે ત્યારે બરોબર ઓફિસ છૂટવાના અને જવાના સમયે કોણ જાણે એવું તે શું એને સૂઝતું હશે

            પરંતુ આજે તો કંઈક ડાહ્યો થઈ ગયો હોય તેમ લાગતું હતુંસવારના પહોરમાં પડવાનો શરૂ થઈ ગયોકે ઓફિસ જવાના સમયે તો વરસીને નવરો થઈ ગયો અને સવિતા નારાયણે દર્શન દીધાંમનમાં પણ હાશ થઈકે ચાલો હવે રીક્ષાના પૈસા નહીં ખરચવા પડેકારણ કે વરસતાં વરસાદમાં સાયકલ પર જવું ત્રણ બાજુની મુશ્કેલીપલળતાં જવું પડે વળી બ્રીજ ચડાવતી વખતે સામો પવન અને સાંજે ઘરે આવ્યા પછી શરદી

            સવા દસ વાગી ગયાચાલ જીવ સાયકલના પેંડલ સાથે કુસ્તી કરીએ. વિચારીને હું સાયકલ પર રવાના થયો

            ‘નચિકેત, તૃપ્તિને ત્યાં તું આવીશ ?’

            ‘તૃપ્તિને ત્યાં ? તું કહે ને મારે શું કરવું ?’

            ‘એને તારા માટે કંઈક પ્રીજ્યુડાઈસ માઈન્ડ છે એટલે હું તો તને શું કહું ?’

            ‘પણ તૃપ્તિને ત્યાં જવાના છો તો પહેલા મારે ત્યાં થઈને જજેનેસહેલું પણ પડશેપછી વિચારીશુંવેધર ટુ ગો ઓર નોટ ? એમ બંને બાજુના જવાબ આપીને નીકળી પડ્યો.’

            પેંડલ મારતાં મારતાં કાલે સાંજે થયેલી વાતચીત ચિત્ત તંત્રમાં ડહોળાઈ ગઈ

            ‘શું કરવું ? નો પ્રશ્ન હજુ મારા મનમાં ડહોળાતો હતોકાલે અક્ષયને ત્યાંથી પાછા ફરતાં તો ખૂબ ગૂંચાવાયા કરતો હતો…’વાત ચાવી ચાવીને ચોળવાની તને બહુ ખરાબ ટેવ છે હં નચિકેત. રાજુની ટકોર અચાનક યાદ આવી ગઈ.

            ‘ખેર; ટેવ છે તો છે સારી કે ખરાબ !’

            ‘પણ આવા સમયે તો નિર્ણયાત્મક વલણ જાઈએબહુ અસમતોલ અને તરંગી માનસને લીધે તું તને એકલાને નહીં તારા મિત્રો તેમજ ઘણા બધાને તકલીફમાં મૂકે છેનચિકેત !’ રાજુ કંક કટુતાથી બોલ્યો. ‘હશેકહીને એણે વાતને વાળી લીધી.

            પરંતુ વાત અત્યારે સાચી લાગે છેએક કેટલી નાની વાત ! તૃપ્તિને ત્યાં જવું કે નહીં ? તેને માટે નહીં, નહીં તો પચ્ચાસ વખત વિચાર કરી નાખ્યોકેવી અસમતુલ માનસિક પરિસ્થિતિ છે મગજની ? ના પણ પ્રશ્ન પણ એવો મોટો છે ને ? કેમ ?

            તૃપ્તિને મારા નામ માત્રથી એલર્જી છે. મારું નામ આવતાં તે એકદમ કૃદ્ધ થઈ જાય છેચીડાઈ જાય છેતો પછી હું જાતે જઈ પડું તો બિચારા અક્ષય અને તરુણનો પણ મુડ મરી જાય !

            તરત કાલ રાતનો પ્રસંગ ફરી યાદ આવ્યોપેલા લારીમાં ફુગ્ગા લઈને સાયકલવાળો આવે છે ને ? તે બજારમાં ઊભો હતો અન નીતિન બોલી ઉઠ્યોનચિકેત જે પેલો વચ્ચેનો ફુગ્ગો છે ને તે ઊડી જાય ને તો ?

            “એટલે જુગાર રમવાનું મન કરે છે ?”હા, તું ઉડાડી દે તો તૃપ્તિને ત્યાં જવું નહીંતર નહીં. “મને મારી નિશાનબાજી પર બહુ શ્રદ્ધા નથી પણ ચાલ જુગાર ખેલી નાંખીએ.”

            રાઈફલ હાથમાં લઈને બેક સાઈટ ફોર સાઈટ ને એક લાઈનમાં લઈને ઝીંકી દેવાનો વિચાર થઈ ગયોપરંતુ રાઈફલ હાથમાં આવતાં અને ઘોડાને દબાવતાં મનમાં સહેજ થડકારો થઈ ગયોજા ફુગ્ગો ફૂટ્યો તો તૃપ્તિને ત્યાં નહીં જવાય. પરંતુ મન મક્કમ કર્યું. .. ફુગ્ગો ફોર સાઈટ અને બેક સાઈટ ભેગી કરી ધડાકો કરી દીધો અને આંખો મીચી નીતીનનાહત તેરેકી !’ શબ્દો સાંભળવા હિંમત એકઠી કરવા લાગ્યોપરંતુ ત્યાં તોવાહ બાપુ ! નચિકેત રાજા જામ્યા ! કાલે જવાનાંએમની આગળ કશું બોલવા જાય તે પહેલાં તો મેં એને રોકી લીધોપણ બોલવા જતો હતોએમની મહેબુબાને ત્યાં…’

            કાશ, મારી મહેબુબા હોતમારું મન વ્યથિત હતું. કોઈ પણ જાતના ગુનાની જાણ વિના મારું હૃદય તૃપ્તિની નફરતનો  ભોગ બની ગયું હતું. ‘મારા મનમાં ગમે તેવા પ્રસંગે એના પ્રત્યે ઊઠતાં તરંગો આખરે એક વાક્ય સંભળાવી જતાનચિકેત તું તૃપ્તિને ચાહે છે પણ તૃપ્તિ ?’

            અને પ્રશ્નાર્થનો ભાર મારા માટે એટલો બધો અસહ્ય બની જતો કે હું એકદમ ક્ષુબ્ધ થઈ જતો

            ફુગ્ગો ફુટવાના માનમાં સત્કારમાં ચા પીવા ગયા ત્યારે નીતિને પૂછ્યું… ‘નચિકેત તું કેમ આટલો બધો હેઝીટેટ થાય છે તેને ત્યાં જવામાં હેં ?’ નીતિન તું જાણે છે કે એને મારા નામ માત્રથી ગુસ્સો ચઢે છે અને ત્યાં હું જાતે પહોંચી જાઉં તો કેવી શરમજનક પરિસ્થિતિમાં મારે મૂકાવું પડે ! તો જરા સમજ.

            ‘પણ યાર ! કાલે નવમી જુલાઈ છે ને ? બરોબર એક વર્ષ વીતી ગયું હૃદયંગમ મૂર્તિ જુએમારા મનનો અફસોસ તે સમજી શકતો હતોનીતિનની આંખમાં પણ મારી વ્યથા હતી અને એટલે તે બોલ્યો તો નચિ તારા મનમાં તેને માટે આટલી બધી લાગણી કેમ છે હેં ?’ ‘પેલું કહે છે ને કે અલભ્ય વસ્તુને મેળવવાની ઝંખના માનવમાત્રમાં રહ્યા કરે છે. બસ, બધી વસ્તુ મળી પણ એક તૃપ્તિ મળી અને ખરેખર એટલે અતૃપ્ત રહ્યો.’                                  ગુજરાત ટાઇમ્સ –ન્યુ યોર્ક

 

 

 

 

 

 

 

 

. કાળી આંખો

વસંતનાં વધામણાંની પૂર્વ તૈયારીરૂપે વૃક્ષોએ કુંપળોને જન્મ આપવા માંડ્યો હતો. થડને ટેકે રહેલ દરેકે દરેક ડાળીઓએ કુમળા પાનનાં વસ્ત્રોપહેરવા માંડ્યા હતા. યુનિવર્સિટીનાં ધમધમતા બસ સ્ટેન્ડ ઉપર લાગેલી લાઈનમાં હું ઊભો ઊભો રૂચિની રાહ જાતો હતો. લાઈન ટૂંકી થતી જતી હતી પણ રૂચિ દેખાતી નહોતી. સૂર્યનારાયણનાં છેલ્લા રાતા કિરણો ઝાડનાં પલ્લવ વસ્ત્રોમાંથી ગળાઈને સ્ટેન્ડ ઉપર પડતા હતા.

            બે બસ ઉપરાછાપરી આવીને ગઈ તોય હજી રૂચિ દેખાઈ. બોરીવલી સુધીનો રસ્તો એકલો કેમ કપાય ? ચાલ જીવ બહાર નીકળ લાઈનમાંથીહમણાં આવશે અને ઠેઠ સુધીની કંપની રહેશે.

            ‘કંપની ? કોની ?’ અળવીતરા મને સવાલ પૂછ્યો

            ‘કેમ રૂચિની સ્તો વળી ?’

            ‘કયે દિવસે રૂચિએ તારી સાથે વાત કરી છે તે તું એની રાહ જુએ છે હેં ? અને એણે તારી ક્યારેય રાહ જાઈ છે ?’

            મનના તીક્ષ્ણ પ્રશ્નો સામે હું જલ્દી હાર માનવાનો નહોતો તેથી ફરી જવાબ આપ્યો.

            ‘કેમ વાત કરી હોય તેથી શું થયું ? આજે નહીં ને કાલેજ્યારે મન મળ્યા છે તો સૌ સારા વાના થશે.’

            ‘મુરખ ! ખાલી ફીફા ખાંડવા છોડી દેકંઈક નક્કર વાત કરએમ ખાલી સમય બગાડ્યે ના પાલવે. મન મળ્યા છે તો હાથ પકડને વાત કરખોટી આશાના ઝાંઝવા જો.’

            ‘પણ રૂચિ મારી સામે જાઈને હસે તો છે ને?.’

            ‘હસી એટલે મન મળી ગયા. કમાલ છે તું પણ દોસ્ત !’

            ‘તો શા માટે મારી સામે જાઈને હસે હેં ?’

            ‘તું ઘુવડની જેમ ટીકી ટીકીને એને જાયા કરે એટલે તારો પીછો છોડાવવા હસી લેજેમ કૂતરાને રોટલો ફેંકે ?’

            સણસણતો તમાચો જાણે પડી ગયો હોય તેમ હૃદયમાં સન્નાટો છવાઈ ગયો. અને મને વિચારોનો કબજા લઈ લીધો. પાછો વળી જા અભય. રૂચિ માટે સમય બગાડ પાર કે પેલે પારઅને અચાનક પાછા પગ ફરી ગયાફરી લાઈનમાં ઊભો રહેવા. લાઈનને છેડે રૂચિ ઊભી હતી.

            આંખમાં અચાનક ઝબકાર થયો. પગમાં ખચકાટ લાગ્યોવચ્ચે કોઈક આવી ગયું.

            રૂચિના વાળમાં ચીમળાયેલ બોગનવેલ ને જાઈ હૃદય કમકમી ગયુંખરેખર શું એના મનમાં મારે માટે કશું નહીં હોય ? હું શું ઘુવડની જેમ ટીકી ટીકીને જાયા કરું છું. એને ખરેખર મારો વર્તાવ નહીં ગમતો હોય ?

            હૃદય મનની વાતોને માનવા તૈયાર થતું નહોતું.

            એના કાળા વાળમાં નજર સ્થિર થઈ ગઈ અને હૃદય સાત આઠ મહિના પાછું સરી ગયું. નવી નવી કોલેજમાં એક વિશ્વસનીય ચહેરો દેખાયો. બસમાં પણ ફરી ભટકાયો. વર્ગમાં પાછો ડોકાયો. લેબોરેટરીમાં પણ નજર સામે ભમતો રહ્યો. ખબર નથી પણ દરેક ઠેકાણે કાંતો મારી નજરો તેને શોધવા માંડી હતી.

            હું કાયમ તેની કાળી આંખોને પીતી હતો. થોડા સમયમાં તો તે કાળી આંખોને પણ ખબર પડી ગઈ કે મારી આંખો તેને શોધતી હતી. તેથી તો તે દિવસે કાળી આંખો મારી સામે જાઈ ને હસી. બસ તો એની ગતિએ જતી હતી. પણ કોણ જાણે કેમ તેની ગતિમાં તે દિવસે મને કોઈક લયબદ્ધ, તાલયુક્ત સંગીત સંભળાતું હોય તેમ લાગ્યું. પ્રસંગ કેટલો નાનો હતો. કાળી આંખો મારી સામે જાઈને હસી. છતાંય કેટલી મહત્તા લઈને આવેલ હતો.

            પછી તો પરોક્ષ રીતે અમે બંનેએ એક બસનો સમય નોંધી લીધો હતોદસ વીસની બસમાં આવતી અને બસ હું પકડતો. ક્યારેક તો મને જાઈને હસતી તો ક્યારેક એને જાઈને મલકતો ક્યારેક તેની કાળી આંખો સ્મિત વેરી લેતી. તેથી હૃદય કહેતું કે તેની નજરમાં પણ તારું સ્થાન છે જેમ તારી નજરમાં એનું સ્થાન છે. લાઈન ટૂંકી થતી જતી હતી. કાળા વાળમાંનું બોગનવેલ મારી ટીકા કરતું હોય તેમ હસ્યું અને ખરી પડ્યું. કુલ લેવા હું નીચે વળું ત્યાં તો વચ્ચેનાકોઈકે  તેને કચડી નાખ્યું હૃદયમાં એક ચીસ ઉઠી. મન ખડખડાટ હસી પડ્યું.

            લાઈન ખૂબ ઘટી ગઈ હતીકંડકટર પાસે રૂચિએ એક ટિકિટ લીધી. અને મન ફરીથી અટ્ટહાસ્ય કરી ઉડ્યુંમન હૃદય ને કહેતું હતુંલે લેતો જાબહુ મોટા ઉપાડે કહેતો હતો ને કે મન માની ગયા છે. આગળ હતી કેમ ટીકીટ ના લીધીહૃદય પછડાટ ખાઈ ગયું.

            રૂચિ તારી કોણ છે. તે તારી ટિકિટ લે હેં ?

            એક વખત તો થઈ ગયું કે હવે પછીની બસમાં જવાશે. પણ ફરીથી મન બોલી ઊઠ્યું કેમ આટલો સમય ઓછો બગડ્યો છે તે હજી વધુ બગાડવો છેટીકીટ લે અને બેસી જા ડબડબ કર્યા વીનાહમણાં મન જીત્યું હતું તેથી શરણાગતી સ્વીકારી લીધી અને ટિકિટ ફડાવી લીધી.

            બસમાં છેલ્લે તે બેઠી હતી. તેની બાજુમાં તથા સામેની બંને સીટ ખાલી હતી. કદાચ હું એની સાથે જઈને બેસીશ એવા ભ્રમમાં તે હતી. મનને વિજયનો નશો હતો તેથી છેક આગળની આડી સીટ ઉપર જઈને બેઠો. થોડી વારે આખી બસ ભરાઈ ગઈ અને બસ ઘંટડી સાથે આંચકો મારીને દોડવા માંડો. બે સ્ટેન્ડ છતાં સુધીમાં તો મારી અને રૂચિની આંખો વચ્ચે જિવંત અપારદર્શક પડદો રચાઈ ગયો.

            હૃદયની ઈચ્છાઓને વ્યવહારુ મન બહુ સમય સુધી રોકી શક્યું. મારી નજરો જ્યાં બેઠી હતી તે દિશામાં સતત રીતે જડાઈ ગઈ. અમારી વચ્ચે રચાયેલ આવરણ ક્યારેક વાંકુચૂંકું થઈને સીધી રેખામાં ગોઠવાઈ જતું અને રૂચિનાં મુખલાલીત્યની એકાદ આભા નજરે પડી હતી. ક્યારેક સીધું પાતળું લાંબુ ઘાટીલું નાક આગળ આવીને ગાલને રંઝાડતી લટને મારી આંખો જાઈ લેતી ચોરીછૂપીથી….

            નયન પ્રશ્નો પૂછીને મારા ધ્યાનને તોડતો હતો. ત્યાં ફરી એકવાર છિદ્રો સીધી રેખામાં આવી ગયા અને રૂચિની કાળી આંખોમાં મારી આંખો ડોકાઈ. સંપૂર્ણ ખૂલેલી કાળી આંખોએ મારી આંખોનું અભિવાદન કર્યું. એક સેકન્ડબે સેકન્ડત્રણ સેકન્ડચાર સેકન્ડઅને પાછા છિદ્રો આડા અવળા થઈ ગયા.

            હર્ષાન્વીત હૃદય મન પર વિજય પામવાનો આનંદ મગરુરી પૂર્વક લેવા માંડ્યું. કાળી આંખોને પણ તેનો ઈન્તજાર હતો.

            અચાનક તેને અગિયારમી જાન્યુઆરી યાદ આવી ગઈ.

            તે દિવસ પણ આવો હતો. બસ ખાલી હતી. કોઈક નેતાના મૃત્યુના માનમાં રજા પડી ગઈ હતી. તેથી બસમાં કોઈ નહોતું. ખાસ તો આવું જાડું આવરણ નહોતું. રૂચિ અને તેની આંખો મળતી, સ્થિર રહેતી અને નમી જતી હતી. હાસ્ય નહોતું સ્ફુરતું. મારી નજરનાં પ્રશ્નાર્થ ચિહ્નો એની નજરમાં પણ ડોકાયા હતા. પ્રશ્નાર્થ વડે અને એક બીજાની અસરમાં આવતા હતા અને પ્રેમની વ્યાખ્યા અપાઈ ગઈ કે પ્રેમમાં પડવું એટલે એકમેકની અસરમાં આવવું.

            નજરો એકમેકની અસરમાં હતી, પરંતુ હાસ્ય અસ્ફૂટ હતું. મારું ઉતરવાનું સ્ટેન્ડ નજીક આવતું હતું. એક વખત ફરી નજર મળી. સ્ટેન્ડ આવ્યું અને હું ઉતરી ગયો. ચાલતી બસની બારીમાંથી ફરી નજર મળી. હિંમત કરી આવજા કહેવા હાથ ઉંચો કરી દીધો. બારી પાછળથી પણ હાથ ઉંચો થયો ને કાળી આંખ હસી ઉઠી

પણ આજે શું કરીશ ! આજે હું આવજા કહીશ તો આંખો હસશે ખરી ?

            ‘નાઅળવીતરા મને તેના તોરમાં જવાબ આપ્યો. હૃદય પણ થોડું ધબક્યું. કદાચ ના પણ કરે.

            ‘તો?’

            તેની સામે જાયા કરીશ. તેની ક્રિયાનાં પરાવર્તન રૂપે કંઈક કરીશ.

            સ્ટેન્ડ આવી ગયું. હું કાળી આંખોની અલગારી આભાને ઓળખવા પ્રયત્ન કરતો હતો. ત્યાં નયને ધબ્બો માર્યો ચાલ યાર સ્ટેન્ડ આવી ગયું.

            હું ઊતરી ગયો.

            બસ ચાલવા માંડી. કાળી આંખો કદાચ મને જાતી હતી, પરંતુ બસ નો જાડો કાચ મને તેની સામે જાવા નહોતો દેતો. બસ ચાલી ગઈ – રૂચિને તાણી ગઈ પાછળ ઉડતી ધૂળ રૂચિનાં ગયાનો અફસોસ કરતી હતી.

ત્યાં હૃદય ધબક્યું. રૂચિ તો મારી પાસે છે. મારા હૃદયમાં એની કાળી આંખોને માણતો હું ઝુમી ઊઠ્યો.

એમ જી સાયન્સ કોલેજ અંક ૧૯૭૨

 

           

 

 

 

૧૦. ભવ બગડ્યાનો ભાર

સુધા હતી તો સુશીલ અને સમજુપરંતુ કોઈક નબળી ક્ષણે એના બાપુજીની વાતમાં આવી જઈને ના પાડી શકી. એની જીંદગીના સોદાને સોદા એના બાપુજીને મન તે વખતે બે ભાર માથા પરથી ઉતારનાર નો સોદો હતો. જેવો કે છોકરીનો ભાર અને ઓછી કમાણીને લીધે વધતો જતો દેવાનો ભાર.     

            કપડાં સિવવાના મશીન સાથે પોતાની જાતને જોડી મશીનની જેમ વર્તતી સુધા બાપની ટૂંકી આવકને પૂરી કરવા સોળ વર્ષથી લાગી ગઈ હતી. નાના ત્રણ ભાંડુરા, ગાંડીમાં અને સવારે સાત વાગ્યા સુધી મજૂરી કરતો બાપ બધાંને સમજણી થઈ ત્યારથી તે સાચજવવા લાગી હતી. .. જી.આઈ.ડી.સીમાં બે ઠેકાણે પાણી ભરતો બાપગાંડી માના ગાંડપણથી ત્રાસી જઈ ક્યારેક આવીને લુસલુસ ખાઈને સૂઈ જતો. ગાંડપણે ચઢેલી કે વધુ પડતી બબડાટ કરતી સુધાની મા ને કાંતો ઝુડી પાડતોઅને બધા છોકરાને નસીબને હવાલે મૂકી દઈ એનાથી ત્રણ માઈલ દૂર નાના ગામડામાં એના મિત્ર હસમુખ ને ત્યાં જઈ સૂઈ જતો.

            ગાંડી મા ઊઠે ત્યારથી અલી સુધા ! ઊઠનેસવારનાં સાત વાગી ગયા ! તારા બાપા જતા રહ્યાચા મૂક. મારા દેવ ક્યાં ગયાંઅલી સુધા નાનો ભાઈ રડે છેદૂધ પાને..વિગેરે ડાહી ડાહી સૂચનાઓથી દિવસ શરૂ કરતી. …અને જેમ જેમ સૂરજ ઉચે ચઢે તેમ તેમ તેના ગાંડપણના પોતને પ્રકાશતી.

            એક દિવસ શું ગાંડપણ સૂઝ્યું કે ઉઠતાંની સાથે કાતર લઈને તૈયાર સિવેલા દસ જાડ કપડાને કાપીને ઝીણા ઝીણા ટુકડા કરીને ચુલામાં નાખી દીધા. સ્ટીલનું કબાટતોડીફોડીને નવરું કરી નાંખ્યુંબિચારી સુધા ! તે દિવસે રાત્રે બે વાગ્યા સુધી જાગીને તૈયાર કરેલા કપડાંતે વહેલી સવારે ઊઠી શકી નહીં ને તેથી કલ્યાણ થઈ ગયું.

            એની મા એની વસ્તુને અડે નહીં તેથી તો પૈસા ભેગા કરીને સ્ટીલની આલમારી લાવી હતી અને તે કાયમ લોકમાં મૂકી રાખતીતે રાત્રે બહુ મોડી ઊંઘ આવી હતી અને ઉંઘમાં સ્વપ્ન પણ કેવા વિચિત્ર આવતા હતા. એનું માથું લોખંડના બખ્તરમાં વીંટળાયેલું હતું…. અને ભીમ જેવો તગડો સિપાહી માથામાં હથેલા મારતો હતોધમધમધમ અવાજ થતો હતો. પણ તેને વાગતું નહોતું. અચાનક ફરીથી ચમકતો ગોળો આવ્યો અને ભીમ જેવો સિપાહી એને જાઈને ભાગી ગયોઅને પછી શાંતિ

            નવ વાગે જ્યારે ઊઠી ત્યારે ખબર પડી કે માથામાં વાગતા પ્રહારો કબાટ પરનાં ગાંડીમાંના પ્રહારો હતાં અને પછી શાંતિમાં એની સત્યનાશીથઈ ગઈ હતી.

            અરજંટ કપડા લેવા આવનાર ઘરાકે જીવ લઈ લીધો. કેટલાય શ્રાપ દઈ દીધા. ગામ ગજવ્યું અને પૈસા લઈ કલાકે ગયો ત્યારે સુધા ખરેખર ભાંગી પડી હતી. એવો તો કાળ ચડતો હતો. એની મા પર કેજાણે એનો જીવ કાઢી લઉંપણઆખરે મા હતીને વળી ગાંડી

            પટેલની નાત એટલે પોતાના જાગુ તો કરવું પડે ! એટલે થોડા થોડા પૈસા ભેગા કરીને કબાટ વસાવેલપણ ! માને શું કહેવું ? એના પેટે જન્મ્યાનો અભિશ્રાપ ! … જા કે નાણાકીય પાતળી પરિસ્થિતિ અને ગાંડીમાંના લાગેલા સિક્કા સાથે કોઈ રાજકુમાર મળશે તેવી તો એને આશા નહોતી પણ છતાંય જા બચત કરી કરીને કંઈ આછું પાતળું લેતા જઈએ તો એટલી સાસરે રાહત રહેએમ વિચારીને કરકસર અને મશીનની સાથે સાથે મશીનની જેમ જીવીને ભેગું કરતી હતી.

            ‘સુધા બેટા !’ એના બાપુજીએ આટલા વહાલથી ક્યારેય નહોતી બોલાવીહં બાપુજી ! ‘તારી માને સાજી કરવની હોય તો કેટલું ખર્ચ આવે તેની ખબર છે ?’ ‘ના’ ‘ઓછામાં ઓછા દસ હજાર.’ બાપુજી દસ હજાર ભેગા કરતાં મને દસ વર્ષ નીકળી જાય અને વળી આવી ધમાલ કરે તો દસને બદલે વીસ વર્ષ પણ નીકળી જાય.

            ‘તારે એની ચિંતા કરવાની જરૂર નથી, ,સુધા’ – તો હરસુખ વ્યવસ્થા કરી આપશે.

            ‘હરસુખકાકા પાસેથી,’ પહેલાનું દેવું છે વળી વધારે કેટલું લેવું ?

            ‘દીકરી ! લેણીદેણી તો વ્યવહાર છે. ચાલતું રહેવાનુંએનાથી વધુ ચિંતા તો તારી છે. દીકરી ! બાવીસમું ચાલવા માંડ્યું અને દહેજ સાથે નહીં નહીં તો દસ હજાર તો લગ્નમાં જોઈએ ને ! ક્યાંથી કાઢીશું ?’

            શું બોલવું તે સમજાતા સુધા ચૂપ રહી.

            ‘હસમુખ આમ તો મારો જીગરી ભાઈબંધ અને સંકટમાં કામ આવે તો તે ભાઈબંધ શાનો. કેમ ? એણે એક વાત કહી. જા તારે ગળે ઉતરે તો !’

            ‘શું ?’

            ‘હરસુખ આમ તો ઘરભંગ થયેલો છે અને મારું પણ એક ઠેકાણું છે. તે તું જાણે છે કે કંટાળીને હું એને ત્યાં જતો રહું છું. આપણી પાસેથી દહેજ પણ નહીં લે અને તારી માને સાજી કરવા પૈસા આપશેઅને વળી દેવું માફપણ, દીકરી તું રાજી હોય તો…’

            ‘પણ.. બાપુજી ? હલસુખકાકામારા માટે…’

            ‘જા દીકરી, તું માને તોબાકી ઉંમર તો બહુ મોટી વસ્તુ નથીભરેલું ઘર છેધીકતી આવક છે.. અને હું વચન આપીને આવ્યો ુછું.. જા તું ના પાડીશ તો મારે ઝેર પીવું પડશેતારી મા સારી થવાનો જશ પણ તને મળશેજા તું હા પાડે તો.. અને ના પાડીશ તો બાપહત્યાનું પાપ !’     

            ‘બાપુજીએનું મન ચિત્કારી ઊઠ્યુંધ્રૂસકે ધ્રૂસકે રડતી સુધાને એના બાપજીએ શાંત રાખી કે ગાંડી માને એના આંસુને કોઈ મૂલ્ય સમજાયું

            એના મૌનનેહામાની એના બાપુજીએ કોર્ટ સ્ટેમ્પ ઉપર ત્રણ જણાની હાજરીમાં પરણાવી દીધી હાશ.. કરીને મન ઉપરનાં બે બોજ ઉતારી નાખ્યાં….

            પછીની વાત બહુ ટુંકી હતી.

            બાપ જેટલી ઉંમરના ઘરભંગ થયેલા ધણી સાથે ઘર માંડવાની સુધા કોઈ માનસિક તૈયારી થાય તે પહેલા ગાંડી માને સારવાર માટે મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી. વધુ પડતાં ગાંડપણે ચઢેલી માગાંડપણમાં પહેલા માળેથી નર્સના હાથ છોડાવીને કૂદી પડીને મરી ગઈ.

            હરસુખ સાથે દીકરીને વળાવવી કે નહીં તેની દ્વિધામાં સુધાનો બાપ ગુંચવાતો હતો.. હરસુખ કાયમ તેડા કરતો હતો..પણ દીકરીનો ભવ બગડતો હવે કેમ રોકવો તે વૃત્તિમાં હરસુખને કોઈ ને કોઈ બહાના બતાવતો રહેતો.

            અને સુધાદહેજના ખપ્પરમાં હોમાયેલી દિવસો ગણતી હતી એક ને એક દિવસ એવો આવશે કે જ્યારે હરસુખ કોર્ટને પગલે પગલે એને લઈ જશે કેવી રીતે બાપ જેવા માણસનું ઘર માંડશે ? જ્યારે એના બાપુજીબે ભાર ઉતારતા ઉતારતા એથી પણ મોટો ભાર માથે ચઢાવી બેઠાદીકરીનો ભવ બગડ્યાનો ભાર

 

 

 

 

 

 

 

 

૧૧. એક દિવસ

            કાયમ આઠ વાગ્યા કરતાં અડધો પોણો કલાક મોડો આવનાર ખેલાડી અચાનક સમયસર વોલીબોલ કોચ પર હાજર થઈ જાય તે નવાઈ જેવું લાગે મને જાઈને નીકુંજ તરત બોલી ઊઠ્યો – “વાહ રે વાહ ! સૂરજ પશ્ચિમમાં ઊગ્યો લાગે છે. અનુપ બાબુ એકદમ સમયસર આવ્યા છે ને કંઈ…”

            એની સામે ફિક્કું હસું છું – “યાર, આજે જરા વહેલી આંખ ઊઘડી ગઈ…”

            રમત ચાલુ થઈવન લવટુ લવથ્રી લવકેમ સર્વિસ બરોબર ઉપડતી નથીબાજુમાંથી અવાજ આવે છેમીડલમેન લોચા મારે છેહું સમસી ઊઠું છું. મીડલમાં તો હું છુંત્યાં તો ટીકા કરનાર નીખીલ સર્વિસ ઝીલી નથી શકતો અને તરત પરાવર્તી ક્રિયા થાયછે. હું બબડી ઊઠું છુંભાઈને ભાઈ કો પહેચાનાબધા હસવા માંડે છેરેફ્રી બૂમ પાડે છે સિક્સ લવ

            માય ગોડલવ સેટ મળશે કે શુંત્યાં તો સામેની ટીમનો નબળો ખેલાડી દડો છોડી દે છેઅને એક પોઈન્ટ મળી જાય છે.. હાશ ! આખી રમત રમાશેરેફી બૂમ પાડે છે. વન સિક્સસર્વિસ ચેન્જ. અનુપ તું સર્વિસ કર અવાજના સમર્થનમાં દડો મારા હાથમાં આવ્યો. નીચો વળું છું અને બીજા હાથથી શોટ મારું ચુંસરસ સર્વિસ થઈ છેઅને ફરી પાછો નબળો ખેલાડી ઝડપાય છે. તે સર્વિસ ઉપાડી નથી શકતોઅને રેફ્રી બૂમ પાડે છેટુ સિક્સસર્વિસ કંટીન્યુ.

            જાડે ઉભેલી નાનકડી વહીદા કાલાઘેલા શબ્દોમાં રેફ્રીની નકલ કરે છે. તું સિક્સ સર્વિસ કંતીનું. હું એની સામે હસું છું અને ભૂલ સુધારું છુંતું નહીં ટુ સિક્સ અને સર્વિસ કંતીનું નહીં પણ સર્વિસ કંટીન્યુન્યુ….બોલ જાઉં મારી સામે નિખાલસ રીતે હસતી હસતી ભૂલ સુધારે છે. ટુ સીક્સસર્વિસ કં તીનું….બધા હસવા માંડે છે. હું ધીમું હસી તેના ગાલપર ટપલી મારી ફરી સર્વિસ શરૂ કરું છુંબહુ નિર્દોષ છોકરી છે. મનમાં તરંગ પડ્યોહશે.

            ધબધબવોલીબોલ બાજુથી પેલીબાજુ ઊછળ્યા કરતો હતો. વચ્ચેવચ્ચેફાઈનવેલટેકનલોચો માર્યોજેવા શબ્દો ઘુમરાયા કરતા હતા. રેફ્રી બૂમો પાડ્યા કરતો હતોરમત ખૂબ ચાલી. મઝા પડી, સાડા નવે પૂરી થઈ. કોણ જાણે કગેમ આજે ડાબી આંખ બહુ ફરક્યા કરે છે.. છટકશું નથી થવાનુંઅશુભ થવાના વિચારને મનમાંથી ખંખેરી કાઢું છું.

            જમી કરીને વિવેક સાથે અનિમેષને ત્યાં ગયો. અનિમેષના ઘરની પાછળ અનીતા રહે છેતે બંને વચ્ચે કંઈ કં ટીન્યુઈટી જેવું છે. જતાની સાથે તેણે ધડાકો કર્યોયાર આજે તો ગજબ થઈ ગયો !”

            “કેમ શું થયું ?” વિવેકે પ્રશ્ન કર્યોતેને પ્રશ્ન કરવાની આદત છે.

            વાતની પૂર્વભૂમિકા કઈ રીતે બાંધવી તે વિચારતો માથુ ખંજવાળતો અનિમેષ બોલ્યો યાર ! આજે અનુએ મને કલીન બોલ્ડ કરી નાખ્યો…’

            “તું આડોઅવળો થયા વિના સીધી વાત કરવિવેક.

            રોજ પાછળ દાતણ કરવા જઉં છું તે તો તને ખબર છે નેરોજ વરંડામાં સવારની સલામઆઈ મીન ગુડ મોર્નિંગદાતણ કરતા કરતા અનિમેષ અનીતા જાડે આંખમીચોલી કરતો કહેતો હતો. તેની મને અને વિવેકને ખબર હતી.

            “પણ તેનું શું ? વિવેક ગુમાવ્યો.”

            “આજે ગયો નહીં.”

            “પછી

            પછી શુ…. બપોરે ધમાલ થઈ ચાર રસ્તા પર તે વખતે અચાનક મળી ગઈ. ‘હંહું એની સામે જાઈને હસ્યોપણ હસીહું તો ભોઠો પડી ગયો યાર ! પણ તરત તેણે ગુગલી બોલ ફેંક્યોઆજે દાતણ કેમ કર્યું ? અને હું તો ક્લીન બોલ્ડ થઈ ગયો. કશું કહુંતે પહેલાંતો જતી રહી.

            “લકી યાર.”

            “આઈ મસ્ટ જેલસ ઓફ યુતું તો પાકે પાયે કં ટીન્યુથઈ ગયો.”  વિવેકે ધબ્બો મારતા અનિમેષને કહ્યું.

            હું અનિમેષનો આનંદ માણી શકતો હતોવહીદાનું કંતીનુંયાદ આવ્યુંમલકી પડ્યોમને હસતો જાઈ અનિમેષ બોલ્યો… ‘દોસ્ત થઈ ગયો ને પાકે પાયે કં ટીન્યુએમ ત્યારે…’ પૂર્ણ આનંદથી તે ફરી હસ્યોકોલર ઊંચા કરતાં કરતાં ફરીથી તે મલક્યો. તેનું હાસ્ય માણતા હું બોલ્યો… “લકી દોસ્તલકી…”

            શુષ્ક બપોરકોલોનીના લીમડા પાસે બેસીને ગપ્પા મારીએ છીએગુજરાતના રાજકારણમાં નવનિર્માણની સાફસૂફીસોનલ દેસાઈથી ડિમ્પલ કાપડિયા સુધીની વાતો  થાય છે. યુવાશક્તિ વિશે જાત જાતની નરમગરમ ટીકાઓ થાય છેવાતોના પરપોટા ફુટતા જાય છે. ચર્ચાના વિષયો બદલાયા કરે છે. બધાનો આખરી ધ્યેય સમય પસાર કરવાનો છે. ધમાલ પત્યા પછી વેકેશન મળવાનું નથી તેથી માણી લઈએ છીએ.

            ગઈ કાલનો પપ્પાજીનો ગુસ્સો યાદ આવે છે. ધમાલીયા વિસ્તારમાં સીનેમા જાવા ગયો હતોતેથી ગુસ્સે થયા હતા. ટોળાને વિખેરવા છોડેલી ગોળી અચાનક રસ્તે ચાલતા રાહદારી કે નિર્દોષ માણસને વાગતી હોય છે. આવી એકાદ ગોળી મને વાગી જાય તોકલ્પના માત્રથી હું ધ્રૂજી ઊઠું છું. કદાચ આજન્મ પંગુતા કે પછી મોતનો મને ડર લાગે છે. વિવેક બાજુમાં વાત કરતો હતોએના કોઈ દૂરનાં સગાં રીતે મરી ગયાં હતાંબહેનને ત્યાં લગ્નપ્રસંગે આવ્યાં હતાં. અને ગોળી વાગીહું ધૂર્જી ઊઠું છું. ઉફ ફરી પાછી ડાબી આંખ ફરકકી. વહેમી માનસ અમંગળ આશંકા કરવા લાગે છે. તરત ફરી સ્વસ્થ થવા પ્રયત્ન કરું છું. બધા કંઈ રીતે મરી નથી જતા. તો હજારે એકાદ.

            પાછળ દેકારો સંભળાય છે. કોઈક સભા ગોઠવાઈ હશે. જાર જારથી વક્તા માઈક ઉપર ભાષણ કરતો હોય તેમ લાગે છે. ઈન્દિરા ગાંધી વગોવાય છે. શહીદોનાં લોહીની કિંમત વસૂલ કરવાની કસમો ખવાય છે. શુદ્ધ શબ્દોનાં લોહીની કિંમત વૂસલ કરવાની કસમો ખવાય છે. શુદ્ધ શબ્દોમાં ગાલી પ્રદાન થાય છે. એમ બધા કંઈક નવું જાવા મળશે. સાંભળવા મળશે. એમ વિચારીને ઉપડીએ છીએ. શ્લીલ અને શિષ્ટ શબ્દોમાં અભદ્ર અને લોકોત્તેજક શબ્દોનો વરસાદ વરસે છે. વાક્યે વાક્યે તાળીઓ પડે છે. વક્તા બેથી ત્રણ વાર બહેનોની માફી માગી શુદ્ધ તળપદીમાં બોલે છેરાંડ આડી જાય તો બધું પાંસરી થાય.. અને ગુજરાતના વિદ્યાર્થીએ કામ કરી રહ્યા છે.

            બધામાં મને બહુ રસ નથી. વિધાનસભાનું વિસર્જન કંઈ ભાષણોથી નથી આવવાનું. અમે સભામાંથી નીકળી રોડ પર આવીએ છીએ. વિવેક સાંજનો વધારો ખરીદે છે. હોટેલ ચંદ્રવિલાસ બાળી, ખાડિયામાં બીચકેલો મામલોહજી વાંચવાની શરૂઆત કરે છે ત્યાંમફતિયાઓવધારો વાંચવા ઘેરાઈ વળે છે. વિવેકને તેની સખત ચીઢ છે. તેથી ગીર્દીમાંથી વધુ દૂર નીકળી ઊભા રહીએ છીએ.

            અચાનક અનિમેય મારો હાથ દાબે છેઅનુપ  – અંજુ આવે છે. તેણે ચીંધેલ દિશામાં જાઉં છુંખરેખર અંજુ બસમાં હતીહેલ !મારે કેટલાટકા ….હતું ત્યારે ખૂબ હતું, પરંતુ હવે તો એક બે ને સાડાત્રણ. હું બબડું છુંબસ જતી રહી, અનિમેષ મારો બબડાટ સાંભળે છે.

            “ખરેખર ! અનુપ અંજુ માટે તને કશું નથી ? હું મૌન બની જઉં છું તે મર્મીલું મલકે છે. હજુ મારા મનમાં થોડીક તો લાગણી છે. તેવું તેસમજી જાય છે.”

            અચાનક લોકોમાં દોડધામ વધી જાય છે. ચારેક પોલીસવાન પણ બાજુથી આવીને ઊભી રહી જાય છે. સભાની અંદર ટીયર ગેંસના સેલ ઊડતા દેખાય છે. રાખોડીયા દુધિયા રંગનો ગેસ, વાતાવરણમાં ફેલાવા માંડે છે. વાતાવરણમાં ઉશ્કેરાટ વધવા માંડ્યો. તંગદિલી વધવા માંડીભીરુ જનસમુદાય આમથી તેમ દોડધામ કરવા માંડ્યો. પરંતુ કેટલાક અસામાજિક ઝનૂની તત્વોએ સામો પથ્થરમારો, એસિડના બલ્બ તથા પેટ્રોલ બોંબ જેવી વસ્તુઓ ફેંકવા માંડી. અમે બંને બાજુથી ઘેરાઈ ગયા હતા. આગળ પોલીસ અને પાછળ આવા ગંડા તત્વો. મિનિટના છઠ્ઠા ભાગમાં ગોળીબાર શરૂ થઈ ગયો અને એક ગોળી અનિમેષને વાગી. તે મને વળગી પડ્યો. ‘અનુપ, અનુ..’ એક આંચકો અને ખેલ ખલાશમારામાં ઝનૂન ભરાતું જતું હતું ત્યાં તો ધડાધડ પોલીસે દંડાબાજી કરી દીધી. અને હું પણ ગબડી પડ્યો. મારા માથામાંથી પણ લોહી નીકળતું હતું. મેં કે અનિમેષે કોઈએ પથ્થર ઉપાડ્યો નહોતો. છતાંય અને ભોગ બની ગયા. વિવેક દૂરથી બૂમો પાડતો રહ્યો. બનવા કાળ બની ગયું હતું.

            સામાન્ય પાટાપીંડી પછી ઘેર આવ્યો. ઓળખીતાની ઘરે લાઈનો લાગી. મને આશ્વાસન દેવા ! ના હાંસી ઉડાડવા. જા મુરખને દંડા પડ્યા. .. પરંતુ મને બહુ પડી નહોતી. મન હીજરાયા કરતું હતું. વિવેક બાજુમાં બેઠો હતો. વારંવાર નીતા યાદ આવતી હતી. અનિમેષનાં કં ટીન્યુ અને લકી જેવા શબ્દો મનમાં ઘુમરાયા કરતા હતા. મનમાં થતું કેશહીદના ભારેખમ બખ્તરમાં અનિમેષનો જીવ ગૂંગળાતો હશે. સાથે સાથે ખૂબ ગુસ્સો ચઢતો હતો. લોહિયાળ ક્રાંતિ પર મનમાં થતું કાશશંકરની જેમ ત્રીજી આંખ હોત તો અત્યારના રાજકારણમાંના દરેકને બાળી મૂકું કે જેથી નિર્દોષતા ન રેડાય.

            વિચારોનું લોલક બંને બાજુ ફંગોળાયા કરતું હતું. મોડી સાંજે અનિમેષને ત્યાં જઈ આવ્યો. અનીતાને મળ્યા. ખૂબ રડ્યા. પોલીસદમનને, રાજકારણીઓનેચળવળનેખૂબ ગાળો દીધી. પણ આખરે એનું અકળાવનારું મૌન, ઘેરો અજંપો મનમાં ઉગાડવો પડ્યો. લોકશાહીમાં આવું બધું પણ થઈ શકે.

            રાત્રે રેડિયા પર એનાઉન્સ થયુંરાજપાલ શ્રી વિશ્વનાથને ગુજરાત વિધાનસભા બરખાસ્ત થયેલી જાહેર કરી છે. ચારેબાજુથી થાળીઓ પીટાય છે. બેસતા વર્ષે ફૂટે તેટલું બધુંબહુ વધારે દારુખાનું ફૂટે છે. મદોન્મત ઝૂમતાં હાથીના ટોળાની માફક લોકોના ટોળા અહીંતહીં ઝૂમતા હતા. ઘડીભર તો શરીરની પીડા હું પણ ભૂલી જઈબહાર નીકળી પડ્યો. કેટલા બધા યુવાનોનાં લોહીની હોળી રમ્યા બાદનો વિજય હતો. હું તટસ્થતાથી લોકોના આવેશને જાઈ રહ્યો હતો. નહોતો હસતો કે નહોતો રડતો. કારણ ? કારણ કે ગાંડીતૂર પ્રજાનો આનંદ ખાળવા.. ના.. આંતરિક કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે ફરી ગોળીબાર કર્યો હતો. અને લોહીના ખાબોચીયામાં મારો એક દિવસઅંતિમ પૂરો થયો.

આકાશવાણી અમદાવાદ

 

 

 

 

 

૧૨. રણને તરસ ગુલાબની

એના ખડખડાટ હાસ્યથી હું ચોકી ગયો અવિરત હસતી હતી હાસ્યમાં રૂદનનો રણકો નહોતો…. નહોતી એમાં બેફીકરાઈનહોતી આનંદનો કોઈ ઓછાયોબસ હસ્યા કરતી હતી…. ખળખળ વહેતા ઝરણાંની માફકઅતૂટ.

            હસ્યા કરતી હતી.

            જા કે પાગલોના ડોક્ટરને દર્દી હસે તેમાં નવાઈ તો લાગે પણ હાસ્ય

            કોણ જાણે કેમ હાસ્ય પાગલ નહોતું

            હા, પાગલનું નથી .

            તો પછી અહીંયા શા માટે ?

            ભૂપેન્દ્ર નવોનવો પાગલખાનમાં ડોક્ટર તરીકે દાખલ થયો હતો. દરેકેદરેક પેશન્ટની હિસ્ટ્રી ચાર્જ સંભાળતાં પહેલાં વાંચી ગયો હતો.

            પરંતુ ઝૂલેખાના કેસમાં એને શંકા હતી

            તે ખરેખર પાગલ છે ખરી ?

            પ્રશ્ન ફરી ઊઠ્યો અને ફરી કેસોની ફાઈલ ફેંદવા લાગ્યો.

            ઝુલેખા બીબી સમસુદ્દીન કાદરી

            ઉંમર ૨૩ વર્ષ

            દાખલ તારીખ ૨૬ જૂન, ૧૯૭૫

            શાદીની આગલી રાતે અચાનક તોફાનખડખડાટ હાસ્યકાઝીની સામે થવુંતેને લાફો મારવોહસતાં હસતાં બેભાન થઈ જવું

            શાદી ફોકગાંડપણ વધતું ગયું.

            “કશું અસાધારણ કે શોક પહોંચે તેવી પરિસ્થિતિ નથી.”

            મનોમન ભૂપેન્દ્ર બબડ્યો

            “ઝુલેખા તું હસે છે કેમ ?”

            “ તો રડું ?”

            “તને રડતાં આવડે છે ?”

            “હા.”

            “તો રડ.”

            ખડખડાટ હસે છે.

            “તારે તો રડવાનું છે ને તું તો હસે છે.”

            “એમ ?”

            “હા.”

            “તો મને શીખવાડ ને !”

            ધીમું મલકે છે અને પછી હસવા માંડે છે.

            “ તો તું હસી.”

            “હં

            “હસવા સિવાય તને બીજું આવડે છે ?”

            “હોવ્વે

            “શું ?”

            “રડવાનું

            “રડતી તો તું નથી, એમ કર તું ગા.”

            “ગાઉં ?”

            “હા.”

            “શું ?”

            “તને જે આવડે તે.”

            તે ફરી હસે છેમર્મીલુંમારી શંકા ફરી દૃઢ બને છે.

            “ઝુલેખા ઢોંગ કરે છે. તે પાગલ નથી.”

            મારા ચહેરા પરના ફેરવાત રંગો જોતા ફરી પાછી તે હસવા માંડે છે. બેફામટેબલ ઉપરનું પેપર વેઈટ ઉપાડીને ઉપર ઉછાળે છે. .. ધડામ દઈને પેપર વેઈટ ઉપર ફરતા પંખા સાથે અથડાઈને ખૂણામાં પડે છે. બે નર્સ દોડીને ઝુલેખાને પકડે છે.

            “લઈ જાઓ એનેહું ગુસ્સામાં બરાડું છું

            જ્યારે શાંત પડું છું ત્યારે વિચારુંમ છું.જા ખરેખર મેં તેના મગજને ઠેસ પહોંચાડી હોય તો પેપર વેઈટ મારા માથામાં મારે, ઉપર ફેંકેપણ તે પાગલ નથી નથી મારે કેસનો નિકાલ લાવવો પડશે.

            હું પ્રસંગ શોધતો રહ્યોઝુલેખા હતી તો નમણી અને દેખાવડીએનાં માબાપને જઈને મળ્યોતે તેમને જઈને ઓળખ આપીને કહ્યું.

            “ઝુલેખાના કેસમાં મને રસ છે, પરંતુ ગાંડી થતાં પહેલાં કંઈક એવું બન્યું હતું કે જે એના મનને ઠેસ પહોંચાડે ?”           

            “સાહેબ, તમે તો ચોથા છો. જે આવ્યા તે બધાને કહ્યું હવે તમને પણ કહીએ, પરંતુ જે કેસમાં લખેલું છે તેટલું સાચું છે. અનવર સાથે શાદી નક્કી થઈ ત્યારે બહુ રાજી થઈ હતી. એને અનવર ગમતો હતો અને ગમતા દુલ્હાની દુલ્હન થઈને સાસરે જવાનું જેટલું આનંદપ્રદ હોય ?”

            “તમને વાંધો હોય તો હું જાણી શકું કે અનવર કોણ છે ? ઊભો અનવર, પચ્ચીસેક વર્ષનો સોહામણો છોકરો હતોઝુલેખા અનવરની જાડી ખરેખર જામે તેવી હતીઅમારા મોટાભાઈનો છોકરો બી.. થઈને એના અબ્બા સાથે લોખંડના ધંધામાં જાડાયો છે.

            એણે મનેનમસ્તેકહીને શિષ્ટાચાર દાખવ્યો.

            “અનવરભાઈ ! હું તમને થોડું અંગત પૂછવા માંગું છું. તમે કાલે દવાખાને આવી શકો ?”

            “જરુર

            બીજે દિવસે ઔપચારિક વાતચીત અને વિવિધ પતાવ્યા પછી મેં પૂછ્યું :અનવરભાઈ ! ઝુલેખા અને તમે ક્યારે બહાર ક્યાંય મળ્યા હતા ?” ‘ના.’ અમારામાં રિવાજ નથી. પણ ઈકબાલને ત્યાં ઘણી વખત ભેગા થઈ જતાં. ઈકબાલની બહેન તેની બહેનપણી છે.

            “લગ્ન પહેલાં ક્યારેય તમને એની વર્ણતૂક બદલાતી લાગેલી ?”  હું ધીમે ધીમે મારા મુદ્દા પર આવતો જતો હતો.

            ‘ના, આમ તો ખાસ એવું કશું લાગતું નહીં. હા પણ એક દિવસ મને જાઈને તે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડેલી.’

            મારી વિચારધારા તરત સચેત થઈ ગઈ.

            ‘કેમ ?’ ‘ખબર નહીં.’

            ‘તમે કારણ નહોતું પૂછ્યું.’

            ‘હા, પૂછ્યું હતું પણ તે કશું બોલી નહોતી. મોં છૂપાવીને જતી રહી.’

            અંદાજે કેટલા દિવસ પહેલા ?

            “પચ્ચીસેક દિવસક પહેલા.”

            “અંદાજે તારીખ કહી શકો ?”

            એકવીસમી મે. બીજી મારા દોસ્તની શાદી હતી તેનું આમંત્રણ આપવા હું આવ્યો હતો.

            “ધન્યવાદહું હાથ મિલાવતા બોલ્યો.

            ***     

            ઝુલેખા એક ખૂણામાં શાંતિથી ઊભી હતી. ડૂબતા સૂરજને જાઈ રહી હતીઅપલકવેદનાની સાક્ષાત મૂર્તિ સમહું એને જાયા કરતો હતોઅચાનક એની આંખો છલકાઈગઈએક ડૂસકુંહું એની બાજુમાં જઈને ઊભો રહ્યો

            “ડૂબતા સૂરજ જેવી જિંદગી છે નહીં ?”

            “મારી હાજરી જાણીને સહેજ ચમકીપછી પાછું હસવા માંડી -”

            બસ કર ઝુલેખા, નાટક બંધ કર. હું જાણું છુંતું ગાંડી નથી.

            હસતી રહીપરંતુ હાસ્ય વેદનાસભર હતું.

            ઝુલેખા એવી કઈ પરિસ્થિતિ હતી ? તું અનવરને દુભાવે છે. ઝુલેખા તારું ગાંડપણ જાઈને તે પણ ગાંડો થઈ ગયો છે. અનવર તારો છે. ઝુલેખા સાજી થઈને એની સાથે શાદી કરી લે.

            ક્ષણભર ચૂપ રહી ફરી રડી પડે.

            “ડોક્ટર સાહેબ, મને ખબર છે. તમે મારું નાટક પારખી ગયા છો. પણ હું એને કાબેલ નથી. મને ભૂલી જાય તે માટે હું નાટક કરું છું.”

            “પણ એવી શી મજબૂરી છે જેથી તું…”

            જવા દો ફફડતા બળતા ડામ જેવો ભૂતકાળ, ડોક્ટર સાહેબ, અનવરને કહી દો તું પણ જા, ઝુલેખા ગાંડી છે અને ગાંડી રહેવાની.

            તું કાયદેસર રીતે ગુનેગાર ઠરે છે. ઝુલેખા તને ખબર છે તું ગાંડી નથી એવું સાબિત થાય તો તને જેલ થાય. ‘થવા દો.’ પણ હું અનવરના સ્ફટીક જેવા શુદ્ધ પ્રેમને દગો નહીં દઉં, અને પેલા ડામ ઉપર મીઠું છંટાઈ જાય છે. વેદના તો એવી થઈ જાય છે કે શું નું શું કરી નાખું. પરંતુ હાય મજબૂરી.

            કેવી મજબૂરી, કોને જુએ છે.

            “અનવરનો મિત્ર ઈકબાલ

            “કેમ શું કર્યું એણે ?”

            “એણે શું નથી કર્યું ?” મારો સુખી સંસાર પળવારમાં ભસ્મીભૂત કરી દીધો. હું અને અનવર કાયમ ઈકબાલને ત્યાં મળતાખાસ વાતચીત થતી નહીં. પણ ક્ષણવાર માટે મળી લેતા. અનવર મુલાકાત ઉપર શાયરીઓ લખતો અને ઈકબાલની બહેન મને કહેતી.

            “હં

            એક રાત્રે ઈકબાલ આવ્યો, અમ્મીજાનને કહે, “ફરીદા બિમાર છે તને યાદ કરે છે.”

            “હું એને ત્યાં ગઈ. રાક્ષસે મને ક્યાંયની રાખી. તેનું ઘર ગામબહાર છે. અને તે દિવસે ઘરમાં કોઈ નહોતું. ડોક્ટર સાહેબ એણે મને અબળાને લૂંટી લીધી. હું બહુ રડી. છેલ્લે એણે મને ધમકી આપી. જા તે કોઈને વાત કરશે તો અનવરને ખેદાનમેદાન કરી નાખશે. અનવરના અબ્બાનો ધંધામાં ઈકબાલ સાથે ભાગ છે. હું ડરી ગઈ. ૩૧મી હું અનવરને જાઈને રડી પડી હતી ? ડોક્ટર હું ભ્રષ્ટ છું.”

            અને મારા કલ્પેલા સુખી સંસાર અનવરને જાઈને યાદ આવી ગયો. હું મારી અભડાયેલી કાયા એને કેવી રીતે આપું ?

            “અનવરને નહીં તો ઈકબાલને તો આપી શકે ને ?”

            એની સાથે જીવવાનો શો અર્થ ? જ્યાં મન મળેલા હોય. ખાલી ચામડા ચૂંથાવવાબે બટકા રોટલા માટેનાનાહું કોઈને કાબેલ નથી. ડોક્ટર હું અહીં સારી છુંજા અહીં હોત તો ઉપર હોતશાદીની આગલી રાતે મરવાની દવા લીધી હતી. પણ મરાયું. એટલે વિધિની વક્રતા પર હસી અને હસતા હસતા પાગલ થઈ ગઈ. મારા અનવરને હું મારી લીધે દુઃખી કરું અને સારો રસ્તો અચાનક મળી ગયો.

            તું ભૂલે છે ઝુલેખા. સાચો પ્રેમ કદી આવી મિથ્યા વાતોને વિચારતો નથી.

            “ભૂલો છો તમે. કોઈ પણ પુરુષને મન તેની પ્રેયસી સંપૂર્ણ પણે સ્વચ્છ અને નિષ્કલંકિત હોય છે. એને ખબર પડે કે મૂર્તિ ખંડિત છે. એને ખબર પડે કે કલંકિત છે તો તે ભલે તેને ગમે તેટલો ચાહતો હોય તો પણ તે અપનાવી શકે.”   

            “ના એવું નથી. અનવર તને અપનાવશે.”

            “હું એક પ્રશ્ન પૂછું છું ?”

            “તમે મને અપનાવી શકો ?”

            “ઝુલેખા.”

            “હા, અનવરની જ્ગ્યાએ હું તમને વિચારું. શું તમે એક ભ્રષ્ટ કલંકિતને અપનાવો ?”

            “ઝુલેખા … ? મારા શબ્દો હવામાં ટીંગાઈ રહ્યા….”

            “ડોક્ટર સાહેબ ઉપદેશ આપવો સહેલો છે પરંતુ આચરણ અશક્ય છે. અનવર અને મારી વચ્ચે ઈકબાલ સૂક્ષ્મ સ્વરૂપે ઊભો રહેવાનો . ભલે ને અનવર ચાહે તેનું ખૂન કરી નાખે.”

            “ઝુલેખા મને વિચારવાનો સમય આપ.”

            “તમને મારે માટે પહેલાં કરુણા હતી પછી લાગણી થઈ. અને લાગણીમાં એક કલંકિતાને જિંદગી બક્ષો તો સફળ થાય.”

            “ઝુલેખા હું તને થોડા સમય પછી કહું…”

            “ક્યાંય આશાનું તરણું દેખાડીને નિરાશ તો નથી કરવા માંગતા ને ? ડોક્ટર મને ખબર છે તમારી લાગણી પ્રેમમાં ફેરવાઈ ગઈ છે. છેલ્લા ચાર માસથી લગન અને ધગશથી તમે મને સાજી કરવા પ્રયત્ન કર્યા છે. તેથી સમજી શકું છું. મને પણ તમારે માટે લાગણી છે જેની તમને કદાચ ખબર નથી.”

            “ઝુલેખા….”

            “હાભૂપેન હું તમને ચાહવા લાગી છું. તમે મને અપનાવશો ? તમે કલંકિતાને સૌભાગ્ય બક્ષસો ?”

            ***

            ઝુલેખાનો પ્રશ્ન કિડિયારાનીહારની જેમ મારા મગજમાં સતત અફળાયા કરતો હતોઝુલેખા ? મારી પત્ની ? જવાબો પણ લોલકની જેમ હા ના ની વચ્ચે ટીંગાયા કરતા હતા.

            અવ્યવહારું હૈયું તેને અપનાવવાની ઈચ્છા કરતું.

            પણ વ્યવહારું હૈયું તેને ડારતુંહતુંમારું ભવિષ્ય? ઝુલેખાનું આગમન સામાજિક મોભો ? માતાપિતાના કટુવચનો, મિત્રોની ઉપેક્ષા

            હૈયાની એકહા’         ની સામે ઈજારો વિધ્નો હતા. ઈચ્છાનો અશ્વ દોડી દોડીને હાંફતો હતો. વિધ્નો વધતાં જતાં હતાં આખરે અશ્વ ટળી પડ્યોગબડી પડ્યો

            અને ઝુલેખા ખરેખર હસી પડીખડખડાટ અવિરત પણે હસતી હતીજાણે તેનું હાસ્ય મારાથી સંભળાતું નહોતુંકારણ કે મારી ઝુલેખા ખરેખર પાગલ થઈ ગઈ હતી.

            એના હાસ્યમાં દીધેલ ખોટી આશાનો ભગ્ન રણકાર હતોઈકબાલનો વિશ્વાસઘાત હતોઅને અનવર પ્રત્યેનો પ્રેમ હતો.. હસતી હતીખડખડાટ અવિરત અને અતૂટઝરણાંની જેમ

 

 

 

 

 

 

 

૧૩. નાનકડા જુઠે સર્જ્યુ મહાભારત…

રેલવેવાળા હડતાળ પર ઊતર્યા ત્યાર પછી તો બસમાં મુસાફરી કરવી એટલે જાણે જંગમાં ઊતરવું. જાતજાતના લોકો સાથે વાક્યુદ્ધમાં ઉતરવું પડે. પ્રત્યક્ષપરોક્ષ રીતે અનુભવવી પડતી જાતજાતની મુશ્કેલીઓ અને એમાંય જ્યારે બસનો સેનાપતિભૂલ્યો કંડકટર વંકાય કે પછી અધવચ્ચે બસ બગડે તો તો આવી બન્યું.

            ગઈ કાલે કોલેજના કામસર વડોદરા જવું પડ્યું. પ્રો. પરીખના અતિઆગ્રહથી રાત ત્યાં રોકાઈ જવું પડ્યું. પણ વહેલી સવારની બસ તો પકડવી પડે નહીંતર આખો તાપ માથે લેવો પડે અને બેસુમાર ગીર્દીમાં માંદી તબિયત સાથે બપોરની બસમાં મુસાફરી કરવી એટલે મહાત્રાસ. વહેલી સવારે સ્ટેન્ડ બહાર એક બસ ઊભી હતી. (પાટણ એક્સપ્રેસ). પેલા ગોળના કાંકરા પર કીડા ખદબદે તેમ બસનાં દ્વાર પર મુસાફરો સળવળતા હતા. આવી ભરચક બસમાં વાગે તો તીર નહીં તો તુક્કોવિચારીને મેં પણદ્વાર પ્રવેશના જંગમાં ઝૂકાવી દીધું. પાછળથી ધક્કા એટલા બધા આવતાં હતાં ને કે મારે કોઈ પણ જાતની ચાલવાની તકલીફ શરીરને આપવી પડતી નહીં. સ્વયં સ્ફુરીત ગતિ મંઝિલ તરફ બસના દ્વારા તરફ હું ધકેલાતો જતો હતો. કદાચ પાતળા અને ઓછા વજનવાળા માટે એક ફાયદો હશે. અંતે તેનસીંગ ને એવરેસ્ટારોહણ વખતે જેટલો આનંદ થયો હશે તેટલો આનંદ મને થયો કારણ કે બસનાં દ્વારનો ડંડો હાથમાં આવી ગયો હતો. હવે તો બંદા રાજાજખ મારે છે દુનિયા

            પણ ત્યાં તો સેનાપતિજી આડા ફાટ્યા… ‘બસ, ભાઈ હવે તમે છોડી દોગાડી ઓવરલોડ થઈ ગઈ છે.’ મનમાં થઈગયું મારું વજન ખૂબ ઓછું છેમાત્ર ૪૭ કિલોઅને હમણા ટાઈફોઈડ થયો તો તેમાં સાત કીલો ઘટી ગયું હતુંતેથી મારા બે મણીયા શરીરનો ભાર બસ ઝીલી શકશે. પરંતુ હું બોલ્યો નહીં તેથી તેમણે મારા હાથમાં આવેલો વિજયએટલે કે દ્વારનો ડંડો છોડાવવા પ્રયત્ન શરુ કર્યોપરંતુ ત્યાં તો સેનાપતિનો પતિ… (ટી.ટી) આવીને કહે, ‘મોહન બહેનને લઈ લે છેક પાટણ સુધીનાં છે.’

            સેનાપતિ આગળ હું ધીમે ધીમે હારતો જતો હતો, પરંતુ અચાનક શુરાતન ચઢ્યુંપાટણ તો અમારે પણ જવું છે. સ્ત્રીસન્માનની ભાવનાથી પ્રેરાઈને હું સહેજ નીચે ઊતર્યોત્યાં તો પેલા નાપાક કંડકટરે ઘંટડી મારી દીધી અને બસ તો ઊપડી. હું અને બીજા ચાર પાંચ જણકે જેમના ધક્કાથી બસના અર્ધ ખુલ્લા બારણામાંથી ડોકાતો ડંડો મારા હાથમાં આવી ગયો. પેલી કોઈ મા તેના જિદ્દી છોકરાને તેનું કહ્યું ના માને પછી જેમ ઘસડી જાય તેમ હું હવામાં ફંગોળાયો.

            હવે સેનાપતિ વીફર્યાંટીનકરતી એક ઘંટડી મારીઅને મને કંઈક સંભળાવવા જાય તે પહેલાં તેઓશ્રીની નજર બસને ઊભેલી જાઈ પાછળ દોડતાં પેલા ચારપાંચ જણ પર પડી અને જલદીથી  બારણું ઉઘાડી અને મને અંદર ખેંચી લીધોકે જેથી વધુ કચકચ થાય અને સ્પીડમાં જોરથી બારણું બંધ કરવા ગયોપરંતુ આગળ ઊભેલા સ્થૂળકાય સહપ્રવાસો અને પાછળ બારણાનું દબાણ, બારણું બંધ કરવાના મરણીયા પ્રયાસોમાં હું સેન્ડવીચ બની ગયો. છાતી પરનું પ્રેસર પચાસસાઠ પાઉન્ડ જેટલું વધી ગયું અને પ્રેસરથી જાણે પાંસળીઓના ભુક્કા બોલી જવાના હોય તેમ લાગવા માંડ્યું. જારથી ઘાંટો પાડ્યો ભાઈ, જરા ખસો તો ખરા, પણ તેમના પર કોઈ અસર થતાંમેં જારથી તેમને ધક્કો માર્યપણ ડબલ વેગથી હું પાછો પડ્યોબારણું ઊઘડી ગયુંફરીથી પડતાં પડતાં બચ્યોકંડકટરે ઘંટડી મારી દીધી તેથી બસ તો ફુલ સ્પીડમાં ચાલુ થઈ ગઈ હતી. પેલા સ્થૂળકાય સહપ્રવાસી બધીર હશેપરંતુ બારણું ખૂલતાં અને મને હવામાં ફંગોળાતો જાતાં જલદીથી મારો હાથ ખેંચ્યો અને હું જેટ પ્લેનની જેમ સીધો અંદર બસમાં પેલા પાટણવાળા બહેનના નાના બાબા પર પડ્યોવાક્યુદ્ધનાં રણ શીંગડાં ફૂંકાય તે પહેલાં સેનાપતિએ લગામ સંભાળી લીધી અને બારણું બંધ કરી દીધું.

            હાશ ! જાન બચી તો લાખો પાયેપહેલાં કંડકટરને થેંક્યુ કહ્યું. તો મોં બગાડીનેશું યારતમે આવા ભણેલા ગણેલા આવું કરશો તો પછી કેમ ચાલશે ? પણ પાટણની એક બસ હતી…  અને પાટણ જવાનું હોય તોઅમદાવાદથી બદલીને આવવું જાઈએ. ‘પણ આવું રિસ્ક તો લેવાતું હશે. ભલા આદમી !’ પેલા સ્થૂળકાય પ્રવાસીને થેંક્યું કહ્યું તો પ્રત્યુત્તર મળ્યો… ‘શું કહ્યું ? કેમ ખેંચ્યો ? અરે ભાઈ ખેંચ્યો હોત તો મરી જાત… ?’ ખરેખર તો બધીર હતા તેથી મોટા અવાજે … ‘થેંક્યુફોર યોર હેલ્પબોલ્યોતો શ્રીમાનજી સહેજ મલકાયાહોય યાર, ચાલ્યા કરે !’

            બસ ફુલ સ્પીડમાં જતી હતીધીમે રહીને બાજુના ભાઈને પૂછ્યું, ‘પાટણનું કેટલું ભાડું હશે આશરે ?’ ‘સાડા દસ’ ‘માર્યા ઠાર’ ‘ગજવામાં તો સાત રૂપિયા છે. અને મોટે ઉપાડે પાટણ જવું છે. પાટણ જવું છે તે વાક્યશાશાસ્ત્રનો ઉપયોગ કંડકટર સાથેના વાક્યુદ્ધમાં કર્યો છે. પરસેવો વળવા માંડ્યો…. હિંમત ઓસરવા માંડીમગજ કસવા પ્રયત્ન કર્યો  પણ વ્યર્થ અને સેનાપતિજી પંચ ખખડાવતા આવતા દેખાયમારી બાજુ આવતા હતા.

            મેં પેન્ટના ગજવામાંથી પાકીટ ધીમે રહીને હેન્ડબેગમાં સેરવી દીધું અને જેવો કંડકટર નજીક આવ્યો ત્યા રૂઆબથીએફ ત્રીજું, ચોથું, શર્ટનું ગજવું…. બાઘો બની જવાનો અભિનય શરૂ કર્યોમારું પાકીટબાજુમાં ઊભેલા કાકા બોલ્યા.. ચ્યંમભાઈ શું થયું ? પાકિટ ગયું ?’ ‘હા કાકા ! શક્ય એટલી નિર્દોષતા ચહેરા પર લાવી સીરિયસ અભિનય કર્યો અને ઉમેર્યું, સીત્તેર રૂપિયા હતા.’

            ‘તીં ઠેકાણે મૂકીએ ને ભઈ !’ કંડકટરનો રૂક્ષ ચહેરો પીગળી ગયો. આવું આવું બહુ બને છે હમણાંકયા ગજવામાં રાખ્યું હતુંઆગલા કે પાછલા ? ‘ના, ના યારઆગલા માંજ રાખ્યું હતું….’ ‘ફૂલેલું હતુંના ખાસ તો નહીં પણ વીસેક રૂપિયાની નોટો છૂટી હતી તેથી કદાચ ઊપસેલું હતું…. બાકી પેલી ડાયરીના કવરને પાકિટ તરીકે વાપરુ છું કોઈને ખબર પડે.

            “આજકાલનાં ગઠિયા બહ પાકા થઈ ગયા છે. ખબર તો તમને પડેએમને તો પડી જાય…”

            ‘બસમાં વાયુ વેગે વાત ફેલાઈ ગઈફલાણા ભાઈનું પાકિટ ગયુંચારે બાજુથી દયામણી નજરો વડે હું જાવાતો હતો.. એક ભાઈ દસની નોટ આપી અમદાવાદની ટિકિટ કઢાવતા હતા તેમને રીક્વેસ્ટ કરીદોસ્તઈફ યુ ડોન્ટ માઈન્ડ, મારી ટિકિટ લઈ લેશો ? અમદાવાદ ઊતરીને તરત અપાવી દઈશમારા ભાઈની દુકાન એસ.ટી.સ્ટેન્ડ પર છે.’

            અરે યાર ! એમાં શું ? અને અમદાવાદની આપણી ટિકિટ ફાટી ગઈ. બહાર ઊતરીને દેખા જાયેગાવિચારી મનોમન હાશ કરી. પરંતુ ટિકિટ ગયાનો શોક તથા મરતાં બચ્ચાની હાશનું લીંપણ મારા મોઢા પર અમદાવાદ સુધી લગાવી રાખવાનું હતુંનાટક સહીસલામત રીતે ભજવાઈ ગયું.

            જે ભાઈ ટિકિટ લીધી તેમની સાથે વાતની શરૂઆત કરીરોદણાં રડવાની વેપારીને ના પાડી તોય કરગરીને વળગાડી ગયોપચાસ રૂપિયાસાહેબ ! ફલાણા વેપારીને પુગાડી આવજાને પા તમારોહવે અત્યારે તો મને ચોંટીને પચાસ રૂપિયાની લેવા દેવાવીસની નોટ મારી હતી અને બધું કચુંબર આપી ગયો હતોદસની બે નોટ, પાંચની બે નોટ અને એક એક રૂપિયાની વીસ નોટોપેલાને કહ્યું, “ભાઈ, કચુંબર હું ક્યાં સાચવીશ ?”

            “હશે ભાઈ, બનવા કાળ બની ગયું.” સહાનુભૂતિથી તેમણે મારા ખભે હાથ મૂક્યો અને પછી કહેકેવું હતું પાકીટ ?” “યાર ભૂરા  રંગની ડાયરીનું પાતળું કવરહતું પરંતુ ચીલ્લર ભરાયુંને તેથી પહોળું થઈ ગયું હશે અને કોઈ ગઠિયો તફડાવી ગયો.”

            ધીમે ધીમે બસના પ્રેક્ષકોનું કેન્દ્ર હું ઘટવા માંડ્યો હતોએકલી ટ્રેજડી સારી લાગેઆખરે નડિયાદ આવી ગયુંપેલા કાકાથી બહુ ઊભા રહેવાયું નહીં તેથી સીટના અઢેલવાના ભાગના સળિયા પર તેમણે ધીમે રહીને જમાવી દીધુંબેચાર જુવાનીયાઓએ કાકાને પક્ડયા, માથે મોટો પાઘડો અને કાઠિયાવાડી લીબાસ તેથી કહ્યુંકાકા, ક્યાંના ?” રાજકોટના ? ના રે ભાઈ અહીં નડિયાદ પોંહે એક ગામડું સેકયું ?” પેલાએ વાત લંબાવીનાર” … ગામડું ગાળો બોલવા માટે બહુ પ્રખ્યાત છે તેવું યાદ આવતાં પેલાએ ટીખળ કરી… “નારના લાગતા નથીએટલે કાકાએસાકહીને અડધો મણની અશ્લીલ ગાળ જોખીએટલે બધા હસી પડ્યા.” “ના, ના હવે ખરા તમે નારનાં… ” “પણ પાઘડો ચ્યંમ બાંÎયો સે ?” પેલાએ શુદ્ધ ચરોત્તરીમાં જમાવી – “ભઈલા, પહેલેની આદત સે”… “ચ્યોં જવાના ?” “અમદાવાદ ગીતા મંદિર જવું સે…” કાકા, બીજા મંદિર પણ જાવાહોય તો ત્યાંગીતા મેરા નામપીક્ચર જાઈ આવજાગીતામંદિર, વેદમંદિર, બધાં મંદિર જોવા મળશેપેલાએ મર્મીલું સૂચન કર્યુંબધા ટીખળથી  હસતાં હતાંપણ કાકાય ગાંજ્યા જાય તેવા નહોતાં. હા, ભઈલા જાઈ આવીશ હોએવા ટ્યુનમાં બોલ્યા ને કે હસ્યા વિના રહેવાય.

            કાકા રંગમાં આવતા જતા હતા અને પેલા નટખટ જુવાનીયાઓ તેમને ચઢાવતા જતા હતામારો શોકમગ્ન ચહેરો પણ ટીખળોથી મલકી ઊઠ્યોપેલા સ્થૂળકાય પ્રવાસી પણ ગમ્મતમાં જાડાયાકાકા તમે એકેય પાટોબાટો ઉખેડ્યો તો કે નઈ ? – “અરે શું વતા કરો સો ! પેલો નડિયાદ પાંહેનો પાટો મેં ઉખેડ્યો તોએટલે તો હડતાળ પડી. બીજે દાડે આખા ભારતભરમાં. કાકા ફર્નાન્ડીઝની અદામાં બોલતાં હતાંપરંતુ પેલા બધીર સ્થૂળકાય પ્રવાસીને સમજ પડીપણ બધાંને હસતાં જાઈ હસવામાં ભળ્યા.”

            “અમદાવાદથી સીધા દિલ્હી જાવું સેકેમ ? ઈન્દિરા ગાંધીને મળવા” – કાકા ચગ્યા – “ રેલવેવાળાને પગાર અપાવવા.” કાકાની અતિશ્યોક્તિની હદ થતી હતી… “કાકા તમે અમનો ઓળખો ઈન્દિરા ગાંધીને ? અરે આપણા સરદાર વલ્લભભાઈ નહીં ? મારો ખાસ લંગોટીયો ભાઈબંધઅમે બધા બધુંય હાથે કરતા રમતા, જમતા ને લોટે પણ જતા અને જવાહરલાલ નહેરુ પણ આપણા ખાસ ભાઈબંધકાકાએ એમની ફેંકને ટર્ન આપ્યો, અરે અમે બધાં ૧૯૪૦માં સાબરમતી જેલમાં પણ ત્રણ મહિના સાથે રહેલા.”

            “એમ ?” એટલે કાકા તમે જેલમાં ય ગયેલાકહીને કાકાએ અઢેલવાની સળિયા પર પૂરેપૂરી બેઠક જમાવી દીધીબધા માટે સારું મનોરંજન હતું કાકાનું. ખેડા ગયું અને અસલાલીનું તળાવ દેખાયું તેની તો ખબરેય પડી.

            “તી હવે ઈન્દિરાને જઈને કેશઆલી દેને બુન લોકોને જે આપવું હોય તે નકામી પ્રજાને શીદ હેરાન કરેસવાત પૂર બહારમા હતી અને અચાનક ભંગ પડ્યોતેમની નીચે સીટ પર બેઠેલા છોકરાએ કાકાનો હાથ ઝાલ્યો. બાજુવાળા ઊંઘતા ભાઈના ગજવામાંથી પાકિટ કાઢતા હતા.

            પછી તો ધમા ચકડીને મારા મારી શરૂ થઈ. કાકા ઉપર ચારે બાજુથી ગાલીપ્રદાનગડદાપાટુઠોંસાનો વરસાદ વરસ્યો પાકિટમાર પકડાયોરસપ્રચુર વાતો સંભળાવતા કાકા માર ખાઈ ખાઈને અધમુવા થઈ ગયા. કંડકટરે એક મુક્કે કાકાનો પાઘડો હવામાં ઊછાળ્યોઅને ટપ દઈને એક પાકીટ નીચે પડ્યું ભૂરા રંગનું ડાયરીનું કવરઅને મેં કહેલા એટલા રૂપિયા રીતે નીકળ્યાપેલા ટિકિટ લેનાર ભાઈ હવે રંગમાં આવ્યાસાભલાભોળા માણસોના ઊંમરે પાકિટો મારે છે. મારો સાલાને…” કાકા બૂમો પાડતા હતા… “મી. ભઈનું પાકિટ નથી માર્યું તો મારું સે ભગવાનના સોગંદ.. કાકા ખરેખર કગરતા હતા.”

            અને મારા હાથમાં કાકાનું પાકિટ હતું. કાકા પર ગડદા પાટુનો વરસાદ વરસતો હતો. પરંતુ ગડદાપાટુને જાઈને મારી સાચું કહેવાની નૈતિક હિંમત ચાલતી નહોતી. કાકાનો કરગરાટ જાઈ ભલભલાનું દિલ પીગળી જાયમારા નાનકડા જૂઠથી આટલું મોટું મહાભારત સર્જાશે તેની તો મને મુદલે કલપ્ના નહોતી. આખરે પોલીસચોકી પરથી કાકાને નિર્દોષ છોડાવી લાવ્યો અને પાકિટ પરત કર્યુંતેમની ગુસ્તાખીની સજા તો તેમને પહેલેથી મળી ગઈ હતી.

 

 

 

 

 

 

 

 

૧૪. ઋણાનુંબંધ

નાનકડું ખોબલા જેવું રામપર ગામ. હજારેકની વસ્તી એમાં ત્રીજા ભાગ ગરાસિયાનો, ત્રીજા ભાગ પાટીદારનો અને ત્રીજા ભાગની ભીલ અને કોળી જેવી ખેતમજૂરની વસ્તી…!

            સુંદર મઝાનું ગામસવાર પડે ને ભેંસો અને ગાયો નીકળે ચરવાબે ચાર ઘરે વલોણું હોય જેમાંથી ઘમર.. ઘમઘમર ઘમ અવાજા આવતા હોય.. ગામનો ચોતરે રામજી મોટા શીવના મંદિરમાં પૂજા કરતા હોયઅને એય બળદના ગળે બાંધેલા ઘુઘરાનો મધુર ધ્વનિ ગામના પાદરને રણકાવતો હોય

            તે વેળા તો ગામના પાદરે આવેલા તળાવે કપડાં ધોવા કે કુવાને પાણીયારે પાણી ભરવા પનિહારીઓ જતીએટલે સવાર પડે અને નિંદ્રામાં પડેલું ગામ જાગૃત થાયહવે તો જાણે લાઈટો આવી, નળ આવ્યાગામમાં ટ્રેક્ટરો આવ્યાંઘણું બધું આવ્યુંગામમાં ડેરીનું મથક આવ્યું….સહકારી સોસાયટી થઈકૂવામાં મોટરો નંખાઈ

            પણ બધું આવતાં ગામડાના સુંદર સવારની જે મઝા માણવા મળતી તેમાં ઓટ આવી ગઈજા કે બધી પ્રગતિને જાનારો હું નજરોનજર સાક્ષી છું.

            ગામના માણસોએ પ્રગતિ સામે ઘણુંબધું ભૂલી ગયાઘણુંબધું નવું શીખ્યા.. પરંતુ કાળઝાળ જેવું દુઃસ્વપ્ન હજુ કોઈ ભૂલી શક્યું નથી

            રામજી મોટાના શબ્દો હજુ મને યાદ આવે છેઅને શરીરમાં ધ્રૂજારી થવા લાગે છેઆખી દુનિયાથી બળેલાઝળેલા માણસ જયારે ઘેર આવે અને ત્યાં જા શાંતિ મળે તો કાં તો ગાંડો થઈ જાય અથવા તો ઝેર પી લે

            સોમાનું કંઈક એવું થયું હતું

            મણીએની પત્ની. ભારે કર્કશા. આખો દિવસ કટકટ કર્યા કરેનાની નાની વાતમાં ઝઘડો કરેટોકેભોળો સોમો આંખ આડા કાન કરીને જીવ્યા કરે.

            પણ તે દિવસે

            એનાથી રહ્યું ગયું

            એના હાથ ખેંચાતા હતા

            એના પગ ખેંચાતા હતા…        

            મોંમાથી ફીણ નીકળતું હતું….

            આકુળવ્યાકુળ એનું શરીર આમથી તેમ અમળાતું હતું જીવ ભરાતો હતો.

            અચાનક ધડાકો થયો. ખાટલા પરથી જમીન પર પછડાયો. ઉપરથી ક્રોધિત થયેલી મણીનો અવાજ સંભળાયો.

            “મુઓ પીટ્યો પાછો ઢેંચીને આવ્યો લાગે છે…”

            દુઃખતા દેહને ઊભો કરી ઉપર ચઢી

            “તમે, વાંટામાં કંઈ પીને આયા કે શું ?”

            “ના

            “તંઈ આમ આખલાની જેમ જમીન પર કાં આમરડાવ છો ?”

            “મેં તો ઝેર પીધું છે.”

            ફરીથી એનો દેહ આમરડાયોઆંખો ઊંચે ચઢી ગઈમોંમાંથી ફીણ નીકળવા માંડ્યું

            “ સવજીભાઈ ! રામજી મોટા ! વિનુભાઈદોડોકંઈક કરો મરણપોક જેવી મણીની ચીસથી અડધું ગામ તેને ફળીયે એકઠું થઈ ગયું.”

            સોમોમણી દુનિયાના રીતરિવાજના ફંદાનું એક કજાડું હતા. કર્કશા મણી અને સરળ સોમા વચ્ચે કાયમ કંઈકને કંઈક ટકટકારો થયા કરતો. દર વખતે તો સોમો આવું કંઈક બને એટલે ઊભો થઈને બબડતો બબડતો ઘર છોડીને બહાર નીકળી જાયગામલોક પણ જાણે કે આજે પછી કંઈ નવાજૂની થઈબહુ નવાઈ હવે સમય વીતતા લોકોને લાગતી નહીં….

            પણઆજે કંઈક નવું હતું

            બપોરના ૧૨ વાગે અચાનક મણીની મરણપોકકાયમ બબડીને જતાં રહેતાં સોમાએ એને મારી કે શું થયું ? લોક બેગું થવા માંડ્યું.

            “લ્યા સોમલાએ ઝેર પીધું -”

            “ઝેર ?” હા, શું કરે બિચારો !… કર્કશા ? મારા જેવો હોય તો તો ક્યારનીયે પોટલું પકડાવીને પોબારા ગણાવી દીધા હોયપણ ભોળિયાએ એને અત્યાર સુધી સાચવી અને અંતે કમોતે !!!

            વાત વાયરા વેગે વહેતી થઈનાનું ખોબલા જેવું રામપર ગામ, આવું તો કેટલાંય વર્ષો બાદ એકાદ વખત બંનેઅને કોઈક કંઈક જાવાસાંભળવા.. કોઈક કરુણાથીસહાનુભૂતિથીમદદરૂપ થવાના હેતુથી આવવા લાગ્યું

            રામજી મોટા કહેતા હતા … “અલ્યા શેરેક ઘી પાઈ દો હમણાં. અમળાતા જીવને રાહત થશે…”

            વિનીયો કહે – “ઘી સાથે મીઠું પીવડાવીને ઊલટી કરાવોઝેર પેટમાંથી નીકળતાં તરત સોમલાને આરામ થઈ જશે.”

            ભઈ લો બોલ્યો – “મારા આતાએ ઝેર પીધું હતું ત્યારે મોરથુથુ પાયેલું. ઝેરનું મારણ ઝેર.”

            કોઈક કહે – “અલ્યા, બોડકા જઈ ડોક્ટર તેડી આવોસૌથી સારો ઉપાય. સાડાબારની બસ આવી.”

            કોઈ ઘી લેવા દોડ્યું, કોઈ મીઠાને પાણીમાં ઓગાળવા લાગ્યું કોઈ મોરથુથુ ભાંગવા બેઠું, કોઈ ડોક્ટરને તેડવા ગયું પણ સોમલાનો અમળાતો દેહ અટક્યો .- જીવ નીકળતા પહેલાં બહું મુંઝાતો હતોવાટકી ભરીને કપાસના જીવડાને મારવાની દવા પી ગયો હતો.

            બહાર ઓટલા પર ઘરડેરા જુવાનીયા વ્યાકુળ હૈયે બેઠા હતા. અંદર બૈરામંડળ બેઠું હતુંમણી રડતી હતીએનું સાડા મહિનાનું ધાવણું છોકરું પણ દૂધ મળવાથી રડતું હતુંમણીને કોઈક છાનું રાખતું તો કોઈક છૂપો ટોણો પણ મારી લેતું જીવ્યો ત્યાં લગી તો દુભવ્યો. હવે મરવા ટાણે તો શાંતિ રાખકર્કશા, છપ્પરપગી.

            “રાંડ ! કોને છપ્પરપગી કહે છે ? તો મારા નસીબ ફૂટલા કે આવો બાંયલો ધણી મળ્યોકોઈ હોય તો પથ્થરમાંથી લાતમારીને પૈસા પેદા કરેઆતો મારા પિયરના પૈસે લહેર કરતો હતો.. રડતી મણી અચાનક લડવા માંડી, કોઈકે એને સલાહ આધી ગમે તેમ તોય તારો ધણી છે જીવતો રેશે તો તું ઊજળી રહીશ સમજી ?”

            બહાર ઘરડેરાઓ કપાસની નવી જાતોને ગાળો દેતા હતા. કપાસને બીજા પાકોની નવી નવી જાતો આવી અને લોકોને ઝેરી દવાઓ જાડે કામ કરતા થવું પડ્યું, પહેલાના સમયમાં નહોતી દવાઓ અને નહોતી જીવાતો

            “અને જુવાનીયાઓ પણ આછકલા ! કંઈક થયું ને લાગે ઝટકો અને પી લે ઝેર ! હું તો કહું છું કે ઝેર તો ઘરમાં રાખવું નહીં. સહેજ ચણભણ થઈ અને બૈરી ધમકી આપે કે હું ઝેર ખાઈ લઈશઘરમાં ઝેર હોય તો યાદ આવે ને હોય તો શું ખાય ? ચૂલાની રાખ ?”

            “અરે અમારા શનીયાનો ટબુડોએક દિવસે બાટલી જાડે રમવા માંડ્યો તો સારું થયું કે શનીયાની નજર પડી ગઈ. તે લઈ લીધી નહીંતર નાના છોકરાને શું ખબરશીશી ખોલીને પી જાય તો !”

            અંદરથી! અવાજ આવ્યોકદાચ સોમલાએ ઊલટી કરી હતી. .. રામજી મોટાનું ઘી અને વિનીયાનું મીઠું એક સામટા બહાર આવ્યા હતા. બેભાન સોમલો હાથપગ પછાડતો રહ્યો. ઝેર ધીમે ધીમે આખા શરીરમાં પ્રસરી રહ્યું હતું.

            રામજી મોટા બોલ્યા, અલ્યા કોઈ સોમલાના મોટાભાઈને તો બોલાવોભરૂચ હોÂસ્પટલમાં લઈ જઈએ.

            “મણી કહે, મારા પિયરથી મારા ભાઈઓ તથા બાપાને બોલાવો. છેલ્લે છેલ્લે મળી તો લે.”

            રામજી મોટાએ છણકો કર્યોઅલી ! હજી મર્યો નથી, જીવે છે. બેશરમ, હમણાં ડોક્ટર આવશે અને બચી જશે. સમજી. છેલ્લે છેલ્લે એટલે શું ?

            સાડા બારની બસ આવવાનો ખખડાટ થયો.

            પેલો ડોક્ટરને તેડવા ગયેલો જુવાનીયો વિલે મોઢે પાછો ફર્યો ડોક્ટરે ના પાડી. ઝેર પીધાને બે કલાક થઈ ગયા એટલે ના જીવે તો પોલીસ કેસ થાય.

            સોમલાનો ભાઈ આકસ્મીક રીતે આવી ગયો.

            “કુન ! ભરુચ લઈ જશે !”

            “પણપૈસા…”

            વાસ્તવિકતા નગ્ન સ્વરૂપે દૈત્ય બની નાચવા લાગીપૈસા ક્યાં હતા ? ટેક્ષીમાં નાખીને ભરૂચમાં લઈ જવાના ઓછામાં ઓછા પચાસ રૂપિયા જાઈએ. હોસ્પિટલમાં ડોક્ટરને ખવડાવવા ૧૦૦ની નોટ જાઈએદવાદારૂ વગેરેનો ખર્ચ ઓછામાં ઓછો અઢીસોત્રણસોનો તો ખરો .

            ભલભલા ભૂપતિઓના પાણી રૂઠેલી કુદરતે છેલ્લી ત્રણ સિઝનમાં ઉતારી નાંખેલા. ઉપરાઉપરી પડતો દુકાળ.. વધતા જતા દવાખાતરોના ભાવ, અને સામે આવક નહિવતલોકો દેવામાં ડૂબી ગયેલાકોઈની હિંમત ચાલીગામના માણસને બચાવવા અઢીસો રૂપિયા કાઢે .. ફક્ત અઢીસોઅઢીસોશું અઢી રૂપિયા પણ ખેડૂત પાસે નહોતા

            મણીને પૂછ્યું – “પૈસા છે?”

            એની તો મોંકાણ થઈ છે.

            અને હજી તો લોક કંઈક નક્કી કરે તે પહેલા તો.. સોમલો ખેંચાયો.. જારથી ડચકું ખાધું. છાતીમાં બને તેટલી હવા ખેંચવા પ્રયત્ન કર્યોમોંમા ફીણ ઊભરાઈ આવ્યું અને શાંત થઈ ગયો.

            મણી માથે હાથ દઈને રોવા વળગી, “તમે શું કર્યું ? લોકોના મેણાટોણા ખાવા મને જીવતી રાખીઉં..હુંહુંઉંહુંહુંહું… ”

            કનુ એક ખૂણામાં ઊભો ઊભો સોમલાના દેહને જાતો હતો. એક આંખ ખેંચાઈ ગયેલી અને મોં ઉપર ફીણ ફીણઅને કાળું પડી ગયેલું શરીર

            અચાનક શું થયું કે ઊભા થઈને મણીને એક લપડાક લગાવી દીધીરાંડ કર્કશા ! તારા લીધે મારા ભાઈએ ઝેર પીધું. છપ્પરપગી….

            લોકોએ કનુને પકડ્યોમણી તો બરાડા પાડવા માંડી… ! હાય હાય ! હજુ તો એમનો દેહ ઘરમાં છે ને, મને મારે છે. નખ્ખોદીયો જાણે કે પછી શું યે કરશેનીચા વરણની બાઈઓ બોલતાં શરમાય તેવી ગંદી અને બિભત્સ ગાળો બોલવાનું ચાલું કરી દીધુંએના નસીબનેસોમલાનેકનિયાનેએના ઘરવાળાનેબધાંનેછેલ્લે કશું ચાલ્યું તો દૂધ માટે ટળવળતા એના છોકરાને ટીપી નાખ્યોબેચાર બૈરા એને ઢસડીને બહાર લઈ ગયા

            એક પ્રકારનો ખળભળાટ મચી ગયો.

            માથે વાદળ ઘેરાતાં હતાં….

            કનુ પોક દઈને રડતો હતોરામજી મોટાએ એને છાનો રાખીને ઝટપટ સ્મશાન ભેગા કરવા કહ્યું – “કનુ ! આપઘાતનો કેસ છે. પોલીસ આવી પહોંચે અને ચીરફાડ થાય તે પહેલાં એને જલદીથી અગ્નિદાહ દઈ દેવડાવ. વળી માથે વાદળા ઘેરાય છે…”

            “પણ મારો ભઈ લો ! કનુ વળી હિબકે ચડ્યોએનો તો મા જણ્યો ભાઈ હતો નેગમે તેમ તો પણ એક લોહી હતું ને…”

            એને રડતો મૂકીને સોમલાના દેહને બાંધવા માંડ્યા

            બહાર ચણભણ થતી હતી.

            “સોમલાને પેલો ગામનો તલાટી વારંવાર તેડતો હતો. હજી મહેસૂલ અને પંચાયતવેરો ભર્યો હતો….” તલાટી મૂઓ વારં વાર તેડ્યા કરે. પચાસ રૂપિયા તો ભરવાનાપણ તોય રોજ તવાઈ…. પણ જાણે ભાગી જવાના હોય બિચારો કરે પણ શું ? ઉપરથી રોજ એની ઝાટકણી થતી હોય તે પચાસ રૂપિયા પણ ભરી શક્યો. બિચારો રાતદિવસ વૈતરું કૂટતો હતો. પણ કુદરત રૂઠી હોય ત્યાં શું ? પહેલાં તો એના સાળા પાસેથી ઉછીના લાવતો હતો, પણ વખતે તો એણે પણ હડધૂત કરી નાખ્યોપછીપછી શું વખતે તો એની મોટીબેનને ત્યાં ગયો તોગઈ કાલે મણી બબડતી હતી. દાડો ઊગ્યો નથી ને દોડતા હતા મારા ભઈ પાસે વખતે એની દસા સારી નહોતી તો ધીર્યું કોઈએ ? તમારી બેને પણ ખાલી હાથે પાછા વાળ્યા ને ? મણીની ટકટકથી સોમલો કંટાળી ગયો હતો. તે જમ્યો પણ નહોતો.

            પણ આજે અચાનક શું થયું ?

            “થાય શું ? આજે સવારે સીમમાં ચાર લેવા ગયેલો. પાછો આવ્યો ત્યારે ચૂલામાં હડતાળ.”

            “હં ! કોઈ કે હોકારો પૂર્યો.”

            “મૂરખ બૈરી ! જાણે છે કે ગઈ કાલનો જમ્યો નથી તો થોડી ખીચડી બાફી દઈએ ભૂખ્યો બિચારો આવ્યો હશે અને ચૂલો ટાઢો જાઈ ગુસ્સે થઈ ગયો હશે. પાછી બૈરાની કટકટ બળતામાં ઘી હોમાયું હશે અને ગુસ્સાનો માર્યો પી ગયો હશેતર્કમાં વાસ્તવિકતા ભળી હતી.”

            સોમલાને ગામમાંથી કાંધે ચઢાવીને ઝટપટ કાઢ્યો. ગામને પાદર તળાવના કિનારે લાકડા ખડકીને સોમલાને ચિતા પર ચડાવ્યોચિતા સળગી સળગી ત્યાં તો આકાશમાં વાદળો ઘેરાવા માંડ્યા અને એક કડાકો થયો.

            રામજી મોટા પ્રાર્થના કરવા માંડ્યાક્યાંક વીજળી પડી. થોડી વારમાં દેકારો મચી ગયો.. સોમાના ઘર પર વીજળી પડી હતી.. મણી અને તેનો છોકરો બળીને ભડથું થઈ ગયાઅર….….

            અમંગળના એંધાણ સમો કમોસમી વરસાદ પણ વરસવા માંડ્યો અને અડધી બળેલી લાશવાળી ચિતા ઠરવા માંડી

            ગામમાં એક દિવસે ત્રણ મોત… !

            કાચાપોચાનાં હાડ બેસી જાય તેવી વિકૃત થઈ ગયેલી મણીની લાશઅડધી બળેલી સોમાની લાશ અને એનું છોકરું ત્રણે ત્રણને વરસતા વરસાદમાં આખરે મીઠું નાખીને દાટવા પડ્યા.

            “કેનારા કહે છે કેસોમલો વીજળી થઈને પડ્યો અને મણીને ભરખી ગયો.. અનો અવગતીયો જીવ મણીને આમેય જીવવા દેત !”

            કોઈ કહે છેહશે, ગતભવના ઋણાનુબંધગમે તે હોય.. રામપર ગામ હજીએ દુઃસ્વપ્ન જેવા અવગતીયા મોતને ભૂલી નથી શક્યું !

 

 

 

 

 

 

 

 

 

 

 

૧૫. અંક ત્રીજો

લગ્ન ચાલુ હતા. સાત માટલાનું એક એવા ચાર સ્ટેન્ડની બનેલી ચોરીમાં જીવ ગૂંગળાતો હતા. છતાંય તેમનો હસતા રહેવાનો ડોળ ચાલુ હતો. પાંચમો જીવ મોટે મોટેથી અસ્પષ્ટ શબ્દોમાં બબડી બબડીને ગૂંગળામણ વધારતો હતો. હા, ગોર હતો. જે પેલા ચાર જીવોમાંથી બેને  કહેવાતા લગ્નની બેડીઓમાં ગિરફતાર કરતો હતો અને બાકીના બે જીવન ગિરફતારીને ફૂલ અને ચોખાથી વધાવતાં હતાં.. કન્યાદાનનું પુણ્ય કમાતાં હતાં.

            થોડા સમય બાદ ગોર મહારાજ ઊભા થયા. તેમના અસ્પષ્ટ અને કુશ્રાવ્ય બબડાટની ગતિ વધી અને ટ્યુન મોટો થયો. સાથે પેલા બે જીવોને પણ ઊભા કર્યા, ને હવનકુંડમાં પ્રગટેલા અગ્નિમાં કશુંક નંખાવ્યું. લોકો કહે છે જવતલ હોમાવ્યા. એનો શો અર્થ હશે તો ખુદ ગોર પણ નહીં જાણતો હોય. પછી રાઉન્ડ પરેડ. એક ફાઈલમાં ચાર વખતચાર ફેરા એક જીવને ચાર નાખવા આવું કરવું પડે. કંકોત્રી લખવી પડે. નજીકનાં સગાંઓને જુદા કાગળ લખવા પડે. જાન તેડાવવી પડે : કે કાઢવી પણ પડે, બધાને જમાડવા પડે, માનઅપમાન સાચવવા પડે અને છેલ્લે ચોરીનાં ચાર સ્ટેન્ડમાં એકથી દોઢ કલાક ગૂંગળાવું પડે. કહોને કે જિંદગીભરની બચાવેલી મૂડીનો મોટો હિસ્સો ખરચવો પડે ત્યાર પછી લગ્નનું નાટક થાય.

            લગ્ન ચાલુ છે. ના દંભ, દેખાડ, ઢોંગ ચાલુ છે. મારા પપ્પાને પણ તેમણે બચાવેલી મૂડી ખરચવાના કોડ જાગ્યા છે તેથી તો મને અહીં  બોલાવ્યો છે. છોકરી જોવા, છોકરી જોઈ લઉં પછી.. મોટું નાટક કરવાની સ્ટેજ પ્રેક્ટિસ શરૂ કરે. એમની ઈચ્છા નહીં હોય તો પણ સમાજમાં માન ને મોભો સાચવવા કહોને કે તમાચો મારીને ગાલ રાતો રાખવા એમને બધું કરવું પડશે. કારણ કે હવે હું ઊંમરલાયક થઈ ગયો છું.

            અચાનક મારી બહેન દોડતી આવે છે અને મને કહે છે, જુઓ પેલી બદામી રંગની સાડી પહેરીને બેઠી છે નેતે છોકરીગમી ? સાવ કચરો છે નહીં ? મારી નજર લગ્નની ગડભાંજમાં પડેલા વરઘોડિયામાંથી છટકીને જાનૈયા તરફ ગઈ. તેમાં કઈ ? “પેલું રાણી કલરનું બેલબોટમ પહેરીને જાડી છોકરી બેઠી છે ને તેની સાથે વાત કરે છે તે. રાણી કલર એટલે કયો કલર અને આવી નજર જ્યારે જ્યારે મારી આંખો સાથે અથડાય છે ત્યારે ત્યારે મને કોણ જાણે કેમ અંદરથી ભયની ઘંટડી સંભળાયા કરે છે અને હું સમજી જાઉં છું. આપણો શિકારી છે.”

            પેલો ગોર મહારાજ મોટા અવાજે કશુંક બોલે છે અને બડબડાટ ચાલુ હોય છે, તે સમયે મારા હાથમાં બેપાંચ ફૂલો બે નાના છોકરા આપી જાય છે. ગોરનો બડબડાટ શમતાની સાથે વરઘોડિયા ઉપર ફૂલોનો વરસાદ વરસે છે. હું સમજી જાઉં છું. ધરપકડ થઈ ચૂકી. મારા હાથમાં જે થોડાંક ફૂલ હતાં તે હું નીચે ફેંકું છું. કમબખ્ત પંખો ફૂલની દિશા બદલી નાખે છે, અને તે ગોર મહારાજની ચકચકતી તાલ ઉપર પડે છે. બે એક ફૂલ તાલના મધ્યબિંદુ ઉપર સચવાઈ જાય છે. ગોર મહારાજે જાણે તાલ ઉપર ફૂલના ખોસ્યા હોય ? હું સહેજ મલકું છું. તાલમાં ગુલાબ કઈ રીતે ખોસાય હેં ?

            મારી નજર ગોર મહારાજની તાલ પરથી સહેજ હટીને દૂર જાય છે તો આપણો શિકારી હસતો જણાય છે. મારા મલકાટના પ્રત્યાઘાતરૂપે. રોંગ નંબર મેડમયે હસી આપકે લીયે નહીં થી ક્યા સમજી ? હું દાંત કચકચાવું છું. ખોટો ભાવ ખાઈ જાય તે કંઈ ચાલે ?

લગ્ન પૂરા થયા. નાટકનો પ્રથમ અંક સમાપ્ત. હવે દસ મિનિટના વિરામ પછી દ્વિતીય અંક શરૂ થશે. ભૂલ્યબે કલાક પછી દ્વિતીય અંક શરૂ થસેઆઈ મીન રીસેપ્શન

            હું અને મારા બે મારી જેટલી ઉંમરના કાકાઓ બે કલાકમાં થોડું ફરવા બહાર નીકળીએ છીએ. ડબલડેકર આવતી જાઈને દોટ મૂકીએ છીએ અને ઘૂસી જઈએ છીએ. ભીડ ખૂબ હતી. બસ ચાલુ થયા પછી ઉપરથી અવાજ આવે છે – “એઈ ! તમે ક્યાં જવાના ?” – હું ઉપર જાઉં છુંઅરેબાપરે ! ફસા ! યે તો અપના શિકારી ! હું અગડંબગડં સ્ટેન્ડનું નામ આપી દઉં છું. અમારી ત્રણ ટિકિટ કઢાવીને મને આપે છે. મેં અચાનક કડવી બદામ ચવાઈ જતા કેવો ભાવ થાય તેવા મોં સાથે એક થેંક યુ ફેંક્યુ અને શિકારી હસી ઊઠ્ય, જાણે મેવા મળ્યા હોય !

            હું સ્વસ્થતા જાળવવાની કોશિશ કરતો હતો, અને મારી સ્વસ્થતા ભાંગવાની. જાણે હું એનો શિકાર હોઉં તેમ મને જાઈ રહી હતી. મને કોણ જાણે કેમ પેલું નાસમજ ગરીબ છોકરું મોટી દુકાનમાંથી મોંઘી ઢીંગલી સામે તાકી રહે તેવું વારંવાર લાગ્યા કરતું હતું. ખરેખર તો મારે છોકરી જોવાની હતી. એની જેમ જોયા કરવાનો વારો મારો હતો પણવીસમી સદીમાં. .. બધું બદલાઈ ગયું હોય તેમ લાગતું હતુંએની બિચારા જેવી તરસી નજર મને અનુકંપા પ્રેરતી હતી. અરે ! આખરે મારું અગડંબગડં સ્ટેન્ડ આવ્યું અને અમે ઊતરી પડ્યા. મને હાશ થઈ. પેલી કોઈ છોકરીને એકાંતમાં કોઈ ગુંડો છેડતો હોય અને કોઈ આવી ચઢે ને કેવી હાશ થાય તેવી. જાન છૂટી, પેલા મારા બે કાકાઓ મારી ફિરકી ઉતારતા હતા. “ભાવ ખાય છે. ખાઈ લો ભાઈ ખાઈ લો. આજકાલ તમારી ડિમાન્ડ છે.” અને હું ગુસ્સામાં પગ પછાડું છું, ગાળો દઉં છું છોકરીનેડફોળ છે. બુદ્ધિ જેવી ચીજ એના મગજમાં હશે ખરી ? પછી થાય છે ગરજવાનને અક્કલ હોય ખરી ?

            નાટકનો બીજા અંક

            રીસેપ્શન શરૂ થવાને હજુ અડધા એક કલાકની વાર હતી. હું ઘરે જવાની ગડભાંજમાં હતો. પેલાકાકાઓને શોધતો હતો. ત્યાં મારી ઉપર પાછળથી ત્રિપક્ષી હુમલો થયો. હું બિચારો એકલો અટૂલો ! નિઃશસ્ત્ર ! શિકારી અને તેના મમ્મીપપ્પાએ મને એમનો જમાઈ માની લીધો લાગે છે – “શું તમે તો ખરા છોકુમાર ! અમારી ઓળખાણ નથી રાખતા, હું તમારા ફલાણા ભાઈનો સાઢુ થાઉં અને તમને કદાચ ખબર હોય તો તમારા મોટા કાકી ખરાને તેમને અને અમારા ફોઈને બહુ સારાસારી. વળી તમારી ફલાણી બહેન મારી દૂરની સાળાવેલી થાય. હવે ઓળખાણ પડી ? હું પરાવર્તી ક્રિયાવશ ઓળખાણ પડી હોવા છતાં માથું હલાવું છું. ખરેખર તો હું ફલાણા ભાઈને ઓળખતો હતો તો ફલાણી બહેનને. હશે કોઈક ચોથી પાંચમી પેઢીના સંબંધો.”

            હુમલો અટક્યો નહોતોબીજી પાંખ ઉપરથી ફાયરિંગ ચાલુ થાય છે – “તમારે તો સંબંધ રાખવા ક્યાં છે. નહિતર અમે ક્યાં અહીંથી દૂર રહીએ છીએ. અહીં કેટલીયે વખત આવ્યા છો, પણ અમારે ત્યાં આવ્યા છો?  આજે હાથમાં આવ્યા છો. ચાલો, આજે તો તમારે આવવું પડશે. નહીંતર અમે તમારા ફલાણા બહેનને કહી દઈશું કે તમારા ભાઈ તો અમારે ત્યાં આવ્યા નહોતા.” એમનું ફાયરિંગ અટક્યું નહોતું ત્યાં તો શિકારભૂલ્યો એમની નજરોનો શિકાર તો હું છું. એટલે તો શિકાર થયા. તે બોલ્યાભલે હજુ સુધી તમે અમારે ત્યાં આવ્યા હો પણ તમે આજે તો ચાલો ચાલો

            હું ધીમેથી કહું છું. પણ તમે મને કશું બોલવા દેશો કે પછીમારે મૌન રહેવાનું છે. ત્રણેય હસી પડ્યાખોટું ખોટું.

            મનમાં થતું હતું કે સંભળાવી દઉંતમે મારા કોણ છો ? તે મારે તમારે ત્યાં આવવું પડે હેં ! જાન પેહચાન ઔર મેં તેરા મહેમાન. પણ પછી મન વાળી લીધું કે જવા દો યાર ! આપણે તો કૂતરું કરડવા આવે એટલે કરડવા જવાય. એમ વિચારીને કહું છું. “પણ કંઈ કારણકે કામ વિના કોઈને ત્યાં થોડું જવાય છે ? જુઓ બહાના નહીં કાઢવાના આજે તો તમારે આવવું પડશે. શિકારી વદયા.”

            એમના અતિઆગ્રહ પર ઠંડુ પાણી રેડવાના ઈરાદે હસતાં હસતાં કહું છુંશિકારીનેએમ કર તું પરણી જાએટલે તારા લગ્નમાં હું જરૂર આવીશપછી ખમચાઈ જાઉં છું. ક્યાંક સીધી ઓફર મૂકી દે કેતમે જાન લઈને આવો એટલે હું તમનેએટલે અધૂરું વાક્ય ફરી પાછું ફેરવીને તોળું છું. જો જે વહેલી પરણ જે કારણ હું તો બેએક મહિનામાં અમેરિકા જતો રહેવાનો છું, તેથી મોડી પરણીશ તો મારા આશીર્વાદ નહીં મળેધાર્યા કરતાં નિશાન સચોટ નિકળ્યું. ત્રણે પાંખોનો ફ્યુઝ ઊડી ગયો. એમને થયેલ પક્ષાઘાતની અસર દૂર થાય તે પહેલા હું છટકી ગયો. જો કે બીજા અંક શરૂ થવાની શરૂઆત હતી. પરંતુ મને લાગતું હતું કે બીજા અંક પૂરો થઈ ગયો હતો.

            પ્રથમ અંકમાં ગૂંગળાતા બે જીવો હવે સ્ટેજ ઉપર ઊભા રહીને ખુલ્લી હવા લેવાની કોશિશ કરતાં હતાં, પરંતુ તેમણે પહેરેલાં ભારેખમ ફૂલોના હારની સુગંધ અને જાતજાતુનાં સેન્ટરસ્પ્રે અત્તરની સુગંધના ખીચડામાં ખુલ્લી હવા તેમને મેળવવાના ફાંફાં પડતાં હતાં. બીજા અંક શરૂ થઈ ગયો હતો. આઈસ્ક્રીમની પ્લેટો વહેંચાતી હતી. પેલી શિકારી મારી દરેક હલનચલનની નોંધ રાખ્યા કરતી હતી. હું ગૂંચવાયા કરતો હતો. અચાનક મારા પેટમાં તેલ રેડાયું, કારણ કે એનાં મમ્મી પપ્પા ઉપર લઈ ગયા હતા. જમાનાના ખાધેલ હોય છે. મમ્મી પપ્પાએ જાણે છે થડ હાલશે તો ડાળપાંદડા આપોઆપ હાલશે ને ? અને હું પણ એક ડાળું છું ને ?

            મને લાગતું હતું કે અંક ત્રીજા શરૂ થઈ ગયો છે.આખરે લોકો મને ચોરીમાં ફેરા ફેરવાવીને રહેશે. એમની બુડથલ છોકરી સાથે હું ગૂંચવાયા કરતો હતો. કંઈક કરવું પડશે, જો થડીયું હાલ્યું તો ખેલ ખલાસ. મનમાં વિચાર આવ્યો કે લોકો જેને માટે મારી પાછળ પડ્યા છે પાંદડું તોડી નાખું તો ? તેથી એક કાગળ લઈ લખવા બેઠો.

            ચિ. બહેન,

            તારો અને તારા મમ્મીપપ્પાનો મારા આશીર્વાદ મેળવવાનો આટલો બધો આગ્રહ જાઈને હું ખરેખર ગળગળો થઈ ગયો છું. ચાલ, હું અહીં હોઉં કે અમેરિકા, પણ એડવાન્સમાં તને આશીર્વાદ આપી દઉં. “અખંડ સૌભાગ્યવતી ભવબસ, હવે બહુ આગ્રહ કરીશ. મારા પપ્પાને એકની એક વાત બહુ સાંભળવાથી માથું દુઃખે છે.

તારા ભાઈના

આશીર્વાદ

            ચિઠ્ઠી હાથમાં લઈને હું ઈશારો કરીને તેને બોલાવું છું. રીસેપ્શન પૂરું થવાની તૈયારીમાં છે. ખુશખુશાલ ચહેરે મારી પાસે આવે છે. કદાચ એનાં મમ્મીપપ્પા આવવાનાં છે. હું એના હાથમાં ચિઠ્ઠી મૂકું છુંકહું છું ઘરે જઈને વાંચજે, મારી સામે અદમ્ય આનંદથી મલકે છે. કદાચ ચિઠ્ઠીને લવ લેટર માની બેઠી છે.

            ઘરે જઈને પહેલો અક્ષર વાંચતા ફરી જશે. હું મૂંછમાં હસું છું. કાગળ વાંચ્યા પછી તો જરૂર ત્રીજા અંક પૂરો થઈ જશે.

 

 

 

 

 

 

 

 

૧૬. તમે કહો તો જીત્યાં વાલમ

ગરબો હિલોળે ચઢ્યો હતો. ચિત્રની નાયિકા નાયકના ઈજનને ઈન્કારતી ગાતી હતી.. નહી મેલુ તાર ફળિયામાં પગ નહીં મેલું છોને લાગ્યું છબીલા મને તારું ઘેલુંનહીં મેલું.

            નિખિલ ભૂતકાળમાં સરતો જતો હતો. સુમિ… ! સુમિત્રાએ પણ આમ કહ્યું હતું. જાણું છું ચિતડાને લાગ્યો તારો ચટકોકંઠ તારો સાકરનો કટકો

            ભૂતકાળનાં વમળો ઘેરાતાં જતાં હતાં. કોલેજના ટેલેન્ટેડ પ્રોગ્રમ ની સૂર સંધ્યાવાર્ષિકોત્સવ રાસગરબાની રમઝટઅને એવે સમયે એક નવોસૂર સાંભળવા મળ્યો.

            સુમિત્રા બહાડકર. પ્રોગ્રામના પ્રારંભમાં સરસ્વતી પૂજનનો શ્લોકયા કુન્દેન્તુષાર હાર ધવલા…” કેવો રસમધુર કર્ણપ્રિય અવાજજાણે સાંભળ્યા કરીએઅરે નિખિલ ! આવો ને.

            અચાનક સુરસમાધિનો ભંગ થતાં હું ચમક્યો. મહેતા સાહેબ મને ઓળખાણ કરાવી રહ્યા હતા. નિખિલ, બહેન સુમિત્રા બહાડકર. સરસ્વતી પૂજન કરશે. નવો પ્રયાસ છે તેથી સહેજ ગભરાય છે. પરંતુ અવાજ તો ખૂબ મધુર છે. ખરેખર આવો કર્ણપ્રિય અને લયબદ્ધ અવાજ મેં ઘણાબધા સમય બાદ સાંભળ્યો. હું સહેજ મલકીને એમને અભિનંદું છું.

            સ્ટેજ ઉપર નૃત્ય સહિત કંઠ ખૂબ સફળ રહ્યો અને કોલેજના સંગીતપ્રેમી જુવાનીયાઓના આકર્ષણનું કેન્દ્ર બની રહી. બેચાર આશિકોએ વન્સમોરની બૂમ પાડી દીધી. હું કશું જાણતો નહોતો. પરંતુ મારા હાથ તાળીઓ પાડીને રાતાચોળ થઈ ગયા હતા. ખરેખર સૂરસંધ્યાના પ્રોગ્રામમાં ખોટ પડતાં કંઠની શોધ મારે માટે ખૂબ આનંદજનક હતી.

            સુમિત્રા ત્યાર પછી ઘણી બધી વખત મળી. મારા વ્યાકુળ લયને સંગીતનો તેનો સૂર ખૂબ જચી ગયો. હું કોઈ નવી ધૂન શોધતો અને એના સૂર ધૂનને મૂર્ત કરી દેતાસિતાર, સારંગી, કલેયોનેટ, ગીટાર બધાં વાજિંત્રોના જમેલાથી લદાયેલ લોકપ્રિય ધૂનોનો એનો સ્વર એટલો સલુકાઈથી ઉપાડી લેતો કે હું આનંદથી ગાંડો ગાંડો થઈ જતો.

            તે દિવસે સુમિત્રા કોલેજના પ્રોગ્રામ પત્યા પછી મને એના ઘરે લઈ ગઈ. માનથી તે મને પંડિતબાબુ કહેતી, “પંડિતબાબુ ! એક વાત પૂછું !”

            “કહે

            “મને ઘણી વાર થઈ જાય છે કે હું જન્મજન્માંતરની તમારી શિષ્યા બની જાઉં.. તમે જે નવી ધૂન વગાડો છો જે બનાવો છો તે ઉપર ખરેખર હું ઝૂમી ઊઠી છું. વારી જાઉં છું.”

            “બસ, ગાંડી ! આટલી વાત કરવા માટે આટલો મોડો મને ધક્કો ખવડાવ્યોમારે પાછું લીટર પેટ્રોલ બાળીને ઘરે જવું પડશે.”

            “ના આટલું નહીં. કંઈક બીજું પણ કહેવું છે પણ જીભ ઊપડતી નથી.”

            “હું ભાઈ છું.”

            “ના.”

            “તો પછી ?”

            “કંઈ નહીં, જાવ નથી કહેવું.”

            બીજે દિવસે સુમિત્રાની ચિઠ્ઠી મળી ત્યારે મારી આંખ ઊઘડી.

            “પંડિતબાબુ, સૂર અને સંગીતનો તો વર્ષોપુરાણો સંબંધ છે. આપણે સંબંધ તાજા કરી શકીએ. ” તમારી સુમી.

            હું અર્થઘટન કરતાં કરતાં આનંદતી ઝૂમી ઊઠ્યો. મારા સંગીતને સુમીનો ટેકો (જિંદગીભર). સુમીને પત્ની તરીકે હું આજે પહેલી વખત વિચારતો હતો. કેટલો સુમેળભર્યો સુઝાવ.

            સંગીતની સાધનામાં કદમ વધતાં ગયાં. સુમીનો કંઠ મારા સંગીતના સહારે સ્ટેજ પરથી રેડિયો પર અને રેડિયો પરથી ટી.વી. પર ગૂંજવા માંડ્યો. સાથે સાથે અમારો પ્રણય પર પાંગરવા માંડ્યો. ખીલતું પ્રણયપુષ્ય અને પગનું ઝાંઝર બહુ લાંબો સમય છુપાય નહીં. બસ એમ વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ અમારા પ્રણયને જે દિવસે મળે તે દિવસે મારા ઘરમાં હોળી સળગી.

ઘરમાં હું એકનો એક છોકરો. પિતાજીનો ખૂબ લાડકો. તે દિવસે મને તેમણે બોલાવીને પૂછ્યું, “બેટા, છાપામાં બધું આવે છે તે શું યોગ્ય છે?”

            પણ પિતાજી છાપાવાળા નવરા હોય છે. કંઈક પબ્લિસિટી સ્ટંટ જાઈએ તેથી

            “તો પણ આગ દેખા દેતા પહેલાં ધુમાડો તો જોવાની તેમનામાં આવડત હોય છે.”

            જા એક વાત કહી દઉં.. સુમિત્રા ગમે તેટલી ઉચ્ચ કલાકાર હોય, પરંતુ તેનું સ્થાન ત્યાંથી ઘરમાં આવવું જાઈએ. તે મહારાષ્ટ્રિયન અને આપણું કુટુંબ ઉચ્ચ વડનગરા બ્રાહ્મણનું

            “પિતાજી નાતજાતનાં બંધનો તો આપણે સર્જેલાં છે. ભગાવનને ત્યાંથી તો કોઈ લેબલ લગાવીને આવતું નથી.”

            “તું દલીલ કરે છે તે બતાવે છે કે છાપાની હકીકત સત્ય છે. અને હું તને કહી ચૂક્યો છું કે તારા વિવાહ નક્કી થઈ ગયા અને તું એને કદાપિ વહુ તરીકે ઘરમાં નહીં લાવી શકે.”

            “પણ પિતાજી એના વિના હું સાવ ઊણો અને અધૂરો છું. તો મારા સંગીતનો પ્રાણ છે.”

            “તારા સંગીતને એની જરૂર હશે, પરંતુ ઘરને એની જરૂર નથી. ઘરને તો ઘરનો મોભો જાળવે, ધર્મ જાળવે અને કુટુંબ સાચવે તેવી છોકરીની જરૂર છે. બેટા તારા ઉપર તારા એકલાનો નહીં સમગ્ર વડનગરા કોમનો અધિકાર છે. તેથી સાનમાં સમજી જા.. રૂડું છે”.

            કુટુંબ અને સુમી વચ્ચે પેલા લોલકની જેમ મન હિંચોળ્યા કર્યું. અને સ્થતિની ગંધ સુમી પારખે નહીં તેવી નાસમજ તો હતી નહીં. તેથી તો તે દિવસે મને કહી દીધુંનહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલુંછોને લાગ્યું છબીલા મને તારું ઘેલું

            ગીત તો પૂરું થઈ ગયું. ચિત્રમાં કોઈક મારામારીનું દૃશ્ય ચાલતું હતું. હું દૃશ્ય જોવાનાં કે માણવામાં મૂડમાં નહોતો તેથી બહાર આવી ગયો. ઘરે આવીને મારા સાધનાખંડમાં જઈને બેઠો. સિતારનાં તાર સજાવીને રાગરાગીણીઓના આલાપમાં ખોવાઈ જઈને સુમીને ભૂલવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

            પણ શું ? જે રાગ છેડું તેરાગ મને અધૂરો ભાસતો હતો. કદાચ સુમીનો કંઠ તેમાં સાથ પુરાવતો નહોતો. કદાચ મારી કલાને સમજતી એની આંખોનો મૂક સથવારો નહોતો.

            હું મારી હાર સ્વીકારવા હરગીઝ તૈયાર નહોતો. એક પ્રકારના ઝનૂનથી એક પછી એક રાગ છેડવા માંડ્યો. તાર ઝણઝણતા હતાં. પરંતુ તેમાંથી સંગીત નહોતું જનમતુંએકલું રુદન મને સંભળાતું હતું. અચાનક તાર તૂટી ગયો.

            જિંદગીનો મોટો જુગાર રચવાનું મેં નક્કી કરી નાખ્યું. પિતાજીએ નક્કી કરેલ છોકરી સાથે વિવાહની સત્તાવાર જાહેરાત કરી દીધી. સુમીના આઘાતને હું સમજી શકતો હતો. પરંતુ મારી કલા પંગુ બને તે પણ મને ગમતું નહોતું. સુમિત્રા વિના પણ નિખિલ પંડિત જીવી શકે છે એનું સંગીત જન્મી શકે છે.

            વરસોના વહાણા વીતી ગયા. કોઈક ઈજનેરને પરણીને યુરોપ જતી રહી. હું પણ મારી દુનિયામાં સમાઈ ગયો. પિતાજીને તેમનો ધર્મ સાચવે તેવી કુળવધૂ મળી ગઈ. પણ મારા સંગીતનેભલે એનો પ્રવાહ ચાલુ છે પણ પહેલા જેવી મીઠાશ નથી, પહેલા જેટલી એકસૂત્રતા નહોતી. પણ ઘણા સંગીતપ્રેમી સુમિત્રા બહાડકરને યાદ કરે છે. નિખિલ પંડિતના સંગીતને પણ યાદ કરે છે અને સાથે અફસોસ પણ કરે છે. સંગીતમાં એકસૂત્રતા સાંભળવા નથી મળતી તેનો

            મહાલક્ષ્મીના ધૂધવતા દરિયાની પછાડતી લહેરોમાં હું શાંત ઊભો ઊભો કોઈક રવ, કોઈક લય શોધું છું. આજે વીસ વીસ વર્ષના વહાણા વાઈ ચૂક્યા હોવા છતાં અનેક નવા કલાકારોને અજમાવી ચૂક્યો હોવા છતાં હું સુમિત્રાની સ્વરની મીઠાશને ભૂલી શક્યો નથી. મીઠાશ દરિયાનાં એક પછી એક દોડી આવતાં મોજામાં છે. ધૂધવતા પવનમાં છે. ફરકતી ધજામાં છે. કિનારાને ભેટતા મોજામાં છે. શીળી ચાંદનીના પ્રકાશમાં છે.

            “પંડિત બાબુ !” મને કશોક ભ્રમ થાય છે. ફરીથી અવાજ આવે છે. “પંડિત બાબુ,” હું ઝબકીને પાછળ જાઉં છું અને નજર મને દગો દેતી હોય તેમ લાગે છેસુમિત્રા.’

            એક ખડક પાછળથી બીજી સુમિત્રા ઊભી થાય છે. સાચે પંડિત બાબુ ! હું તો તમારી શિષ્યા બની શકી પણ  મિતા જરૂતર ખોટ પૂરી પાડશે.

            હું સ્તબ્ધતાથી એની સામે તાકી રહું છું.

            એની આંખમાં ઝળહળીયા છે. નાતજાતના નિષ્ઠુર વાડાએ પહેલાં તો એક કલાકારનો ભોગ લીધો. પંડિત બાબુ ! માનો છો ને કલા વિના કલાકાર અધૂરો અને કલાકાર વિના કલા.

            મારું તૂટી ગયેલું સ્વપ્ન તમારા વડે સાકાર કરવું છે. પંડિત બાબુ ! મારી મિતાને તમારી કલાની જરૂર છે. એની પાસે મારો અવાજ છે. પંડિત બાબુ ના કહેશોતમારી કલાને પડતી ખોટ પૂરી પાડવા હું આવી છું. હું ભલે અધૂરેથી મંઝિલ છોડી ગઈ પણ મિતાને મંઝિલ પર પહોંચાડજા.

            પરંતુ સુમી અને મારી શક્તિઓમાં વિશ્વાસ નથી. હું ભાંગી ચૂક્યો છું. તારા વિના સાવ ભાંગી ચૂક્યો છું.

            પરંતુ ફરીથી એક વખત સૂર સમાધિમાં બેસી જાવ. હવે એવું કોઈ વિધ્ન નથી જે તમારી કલાને રૂંધી શકે છે.

            મારા આશ્ચર્યની વચ્ચે બીજી દિવસે સાંજની સુર સમાધી અદ્ભૂત નીવડી. મિતા એની મા કરતાં સવાઈ નીવડી અને સુમી દૂર એની આંખની કોરે બાજેલા અશ્રુબિંદુને છુપાવવા વ્યર્થ પ્રયત્ન કરતી હતી. કદાચ ખુશીનાં આંસુ.

 

 

 

 

 

૧૭.. સૂરજ કો ધરતી તરસે

            બળતી અગરબત્તીના ધુમાડા ધીમે ધીમે ઓગળતા જતા હતાં. વાતાવરણ પ્રસન્ન હતું. પરંતુ શરદ વારંવાર સિલોન મેળવવાનાં જીવલેણ પ્રયત્નોથી વાતાવરણની શાંતિને ખંડિત કરી નાખતો હતો. રેડિયો જાણે પણ જંગે ચઢ્યો હોય તેમ વારંવાર ચિત્રવિચિત્ર, તીણા, ટૂંકા, જાડા, લાંબા અને કર્ણકટુ અવાજો કરી કરી શરદને હંફાવતો હતો. શરદ અને રેડિયાનું યુદ્ધ જાતો જાતો વિચારોનાં વમળોમાં હું ક્યારે ઘેરાઈ ગયો તેની ખબર શુદ્ધાં પડી.

            ટેબલ ઉપર પગ લંબાવી, ખુરશીપર માથું ઢાળી હું અતિતને ડહોળતો હતોનચિ ! તું પણ એક જિંદગી જીવતો હતોજેમાં એક રવ હતોએક લય હતોજિદંગી એક કિલ્લોલતા ઝરણાંની જેમ વહેતી હતી.. મુક્ત પંખીની પાંખોમાં સમાઈને મન ઊડતું તો કદીક ગુલાબની પરાગમાં છુપાયેલી મહેંકની જેમ મહેંકતુંપરંતુ આવી મસ્તી શાસ્વત હોતી નથી.. ઝરણું પણ કદીક શાંતિ નદીનું રૂપ ધારણ કરે છે. બસ તેમજ જિંદગીનો એક વળાંક એવો આવી ગયો જ્યાંખામોશી સર્વસ્વ હતી.. રવગુંજન ઉડયન કશું નહીં અને ત્યાર પછી….

            નચિ, ત્યાર પછી તું નવી જિંદગી જીવે છે, તદ્દન નવી જિંદતગી, જેમાં નથી કોઈ નવીનતા..કોઈ ઉત્સાહબસ જીવીએ છીએ જીવવું પડે છે તેથી

            શરદઅચાનક કૂદ્યો. રેડિયો સાથેના યુદ્ધમાં જીત્યો હતોહેં ! સિલોન પકડાયું…, સાડા આઠપૂરા અડધા કલાકની જહેમત બાદબીનાકાપકડાઈ હતીએક પછી એક મિત્રો રૂમ પર આવવા માંડ્યાહોસ્ટેલમાં ગણીને એક રેડિયોઅને વળી બિનાકા જેવો પ્રોગ્રામનાનકડું કુંડાળું રેડિયોની આસપાસ થઈ ગયુંહવે હર્ષદરાય ફોર્મમાં આવ્યા હર્ષદ, મારો રૂમ પાર્ટનર હતો. દરેક નવાગંતુકને કહેતો હતો…’ “જુઓ, ચુપચાપ ગરબડ કર્યા વગર બેસજા. નહિતર હમણાં રેડિયો બંધ કરીને પેટીમાં મૂકી દઈશ.” લુખ્ખી ધમકીને વધુ જલદ બનાવવા તે ઉમેરતો અને હા, નવ વાગે એટલે રૂમમાં હું અને નચિ સિવાય કોઈ જાઈએ, સમજ્યા !

            “અતિથિ દેવો ભવ” – વાળા દેશમાં હર્ષદ અતિથિનું અપમાન કરી રહ્યો હતો. પરંતુ અતિથિ પણ માથે પડેલા હતા ને ? વળી હું હર્ષદના રૂઆબ પર હસી રહ્યો હતો. “રેડિયો ક્યાં તારો છે ?” કહીને તેના ભ્રામક રૂબને મારે ભાંગવો નહોતો. આખરે તો તે મારો રૂમપાર્ટનર હતો ને. થોડાક મ્લાન હાસ્ય સાથે ફરી પાછો મારા ખ્યાલોની દુનિયામાં હું ખોવાઈ ગયો. અર્ચનાથી છૂટા પડ્યે તો વરસ કહોને દોઢેક વરસ થઈ ગયું પણ કોણ જાણે કેમ હૈયામાં તેની યાદ કદીક હાસ્યથી તો કદીક આંસુથી જીવંત રાખી મૂકવાની ઘેલછા હજુ સુધી હું ત્યજી નથી શક્યો. મારા હૃદયના દરેક સ્પંદનની આસપાસ મેં એક પથ્થરનો ગઢ જાણે કેમ ચણી દીધો હોય !” અને એના દરેકેદરેક ડુંગરા પર અર્ચનાની યાદોવાતો અને હાસ્યો જડાઈને ચમક્યા કરતાં હતાં. વજ્જર ગઢમાં હું જીવતો હતો.

            રેડિયોનો વારંવારનો ટકટકારો ગમતો નહોતો. અચાનકહસ્તે જખ્મનું પેલું ગીત રેડિયામાં વહેવા લાગ્યું

            હું પણ ગીત ગાતો જતો હતોગીત પૂરું થયું અને હૈયામાં પડેલો જખ્મ ફરી દૂઝવા માંડ્યો. કારણ ખબર છે ? હા, ગીત જ્યારે શરૂ થયું ત્યારે જાણે ખરેખર મને અર્ચના મળી ગઈ હોય ને તેમ તેટલા ભાવ અને આનંદમાં ગાતો હતો. પરંતુ ગીત પૂરું થતા વાસ્તવિકતા કડવી દવા પીધા પછીના ઓડકારની જેમ નજર સમક્ષ આવી ગઈ અને હૃદયનો જખ્મ ફરીથી વહેવા માંડ્યો. “ મળેલી વસ્તુને મળેલી માની જીવવું. કેટલી ભયંકર વયનાઆત્મઘાતક વંચનાછતાંય જિંદગીની નાની નાની પળોને પણ પોતાની રીતે માણી લેવાની ક્ષુલ્લક તક જવા દીધી અને ક્ષણિક આનંદ માણી લીધો. પરંતુ વાસ્તવિકતાથીએમ કંઈ થોડું છૂટી શકાય છે ? આનંદની પેલી પળ ગઈ ગઈ અને તરત દુઃખવા માંડે છે પેલી અતુપ્ત પ્યાસ…. કઈ પ્યાસ ? અર્ચનાને મેળવવાની ? મન થોડુંક હિચકિચાયુંના મારે કશુંક બીજું મેળવવું હતું એના નિમિત્તે. અર્ચનાને મેળવી મારે જિંદગી જીવવી હતી. હું ઈચ્છતો હતો તે રીતે કોઈક અનોખા આનંદથીપણ અર્ચનાની પોતાની પણ જિંદગી હોય ને એની અને તારી જિંદગી કદાચ એક જેવી પણ હોઈ શકે.” મને હૃદયને ટકોર્યું.

            મનની વાત સાચી હતી. હૃદય સમજતું હતું છતાં પણ તેની અંદરના ઊંડાણમાં અર્ચનાં એટલી ઊંડી ઊતરી ગઈ હતી કે રહી રહીને પણ પેલું હઠીલું અને લાડલું બાળક પોતાને ગમતી વસ્તુ માટે જીદ કરે તેમ.. ઘડી ઘડી હૃદય અર્ચનાની ખેવના કર્યા કરતું હતું.. ખેરનિશ્વાસ સાથે વિચારધારાને તોડવા પ્રયત્ન કર્યો અને હર્ષદનો અવાજ સંભળાયો.

            “ચાલો હવે. બધાં પોતપોતાની રૂમ પર જાવ. નવ વાગી ગયા શું સમજ્યા ? – ” મોઢું કટાણું કરી શરદ સહિત બધા બહાર નીકળી ગયા અને પછી હર્ષદને થોડુંક સમજાવાનું મન થયું પણ પછી માંડી વાળ્યું. છે તડ અને ફડ કરનારોબધા ગયા પછી તેણે મને પૂછ્યું

            “અલ્યા નચિકેત ! આજે દિપ્તી કેમ દેખાઈ ?”

            “હા,કદાચ તબિયત સારી નહીં હોય. પણ એની ચિંતા તને કેમ થઈ હેં બ્રહ્મચારીજીમેં વ્યંગ્ય કર્યો.

            હર્ષદ ચૂપ થઈ ગયો. થોડી નવાઈ લાગી. થોડોક ગંભીર થઈ પાંચેક મિનિટ પછી કહે – “નચીતું અર્ચનાને ખૂબ ચાહે છે ?

            “હા, કેમ પણ અચાનક, અર્ચના, કશી સમજ પડી. તું શું કહેવા માગે છે” – હર્ષદ થોડુંક ઠાવકું મલક્યો અને કહેદોસ્ત દિપ્તી પણ મને ખૂબ ગમે છે” –

            “હેં ! હું આશ્ચર્યચક્તિ થઈ અને તાકી રહ્યો. અચાનક બે દિવસ પહેલાનો પ્રસંગ દૃષ્ટિ સમક્ષ ઊભરાઈ ગયો. લાઈબ્રેરીમાંથી રૂમ પર આવતાં અચાનક દિપ્તી સાથે થઈ ગઈ.”

            “નચિકેત આજે ચાલને ઘેર” “કેમ ? અચાનક ?” “તું ઘરે આવે તો કામ કહું…”

 “…”

આજે થોડું કામ બાકી છેઅને…”

જા બહાના નહીં. આજે મારી બર્થડે છે અને તેથી ખાસ તને ઈન્વાઈટ કર્યો છે કે તે બહાને તું મારે ઘેર આવે.”

            “ઓહ ! આઈ સી ! મેની મેની હેપી રીટર્નસ ઓફ ડે એન્ડ વીશીંગ યુ હેપી બર્થડે

 “…” એમ લુખ્ખા લુખ્ખા નહીંતારે ઘરે તો આવવું પડશે.”

            “ઓહ સ્યોર ! વીથ ઓલ પ્લેઝર

            રસ્તામાં મને બહુ પ્રશ્નો પૂછતી રહી…” નચિકેત, તું સાવ કેમ એકલો ગુમસુમ રહે છે ? અને કેમ કશું કરતો નથીતને હૃદયનાં સ્પંદનો તરંગો જેવી કશીક વસ્તુનો અનુભવ નથી કે શું ? સીધા યા આડકરતરા અનેક પ્રશ્નો કરી મારા વજ્જર ગઢમાં ગાબડા પાડવાના પ્રયત્ન તે કરતી હતી, પરંતુ પથ્થર પર પડતા પાણીની જેમ હું અચળરહ્યો.” છંછેડાઈ ગઈ.

            “નચિ, હું તને માણસ બનાવીને રહીશ. આજના સારા દિવસે નિશ્ચય કરું છું. તને હું સમજીશમારો બનાવીશ.. હા, જરૂરસાચી લગન હશે તો તારા પથ્થર હૃદયમાંથી પણ પ્રેમનું ઝરણું હું વહેવડાવીશ.”

            દિપ્તીના ઘરે પહોંચ્યારસ્તામાં હર્ષદ મળી ગયો. એને પણ સાથે લઈ લીધો. પાંચસાત મિત્રો અને દિપ્તીની થોડીક સખીઓસરસ મજાનું ગ્રુપ જામ્યું હતું. જાતજાતની અને ભાતભાતની વાતો ચાલતી હતી અને અચાનક દિપ્તીએ ગીત ગાવાની પ્રપોઝલ મૂકી. આજે ખરેખર દિપ્તી મારા માટે દ્વિધા રૂપ બની ગઈ હતી. તેના મનમાં મારે માટે આટલી લાગણી છે તે જાણી હું દુઃખી થતો હતો કારણ કે તે માટે હું લાયક નહોતો. અને તે વિચારોમાં ગીત ગાવાનુંત્રાસદાયક હતુંમેં હર્ષદ પર વાત ઢોળી દીધી અને હર્ષદે શરૂ કર્યુંગીતમાં હર્ષદે એની લાગણી અને દિપ્તીએ એની લાગણી વ્યક્ત કરીદિપ્તીથી છૂટા પડ્યા પછી પણ હું વિચારોમાં ઘેરાયેલો રહ્યોહર્ષદ આનંદમાં હતોપરંતુ હું વ્યથિત હતો. હર્ષદને ક્યાં કશી ખબર હતી. મારું હૃદય પથ્થરનું હતુંજેમાં ઊર્મિ, ભાવના, સ્પંદનોને સ્થાન નહોતું.. દિપ્તીના સ્નેહનું સિંચન અર્થહીન થઈ જતું હતુંખરેખર અર્થહીન હતુંકાશ.. તે કોઈક ફળદ્રુપ જમીન પર પોતાના સ્નેહ વારી સીંચે તો…”

            દિપ્તી ખરેખર પાગલ છોકરી છે. આજે હર્ષદની વાત પરથી જણાયું.પણ અત્યારે તો હું બિચારો બનીને રહી ગયો હતોહર્ષદને કેમ કરીને કહું કે તને ગમતી દિપ્તી ખરેખર ગાંડી છે જે તને ચાહવાને બદલે મારા જેવા પથ્થરને પીગળાવવા પ્રયત્ન કરે છે. જે મળે છે તે માણવું નથી અને નથી મળતું તેનાં ફાંફાં મારે છે. ક્ષણભર માટે તો હું પણ કંપી ગયો.. મને થયુંનચિ તું પણ તેમાં ક્યાં બાકાત છે ? દિપ્તી તને ચાહે છે તેની તારા પર અસર નથી અને પેલી ઝાંઝવાના જળ જેવી અર્ચનાની ઝંખના કર્યા કરે છે.

            પણવિચાર અટકી જાય છે. કોઈક નવું બહાનું શોધવાનો પ્રયત્ન કરું છું….મળતું નથી. સ્વીચ ઓફ કરી સૂઈ જાઉં છું.

***

બરાબર ત્રીજે દિવસે દિપ્તી ફરી દેખાઈ. મારી સામે આંખ મિલાવી થોડુંક હસી પરંતુ થોડીક ગંભીરતા હતા. અચાનક હર્ષદની વાત યાદ આવી ગઈ તેથી તેનું વલણ હર્ષદ તરફ વાળવાની ઈચ્છા હું રોકી શક્યો.

            “દિપ્તી કેમ હમણાં કોલેજ નહોતી આવતી ?”

            “બસ, એમ .”

            “હર્ષદે કાલે એક મઝાની વાત કહી.”

            “એમ ! હંએને જાણે હર્ષદની વાતમાં રસ નહોતો.

            “એણે કહ્યું કે…” વાત જાણી જાઈને લંબાવી.

            “…” મૌન દિપ્તીના ચહેરા પર કોઈ અસર નહોતી.

તેથી ધડાકો કર્યોયુ નો ! વુમન શુડ મેરી મેન હુ લવ્ઝ હર એન્ડ નોટ હીમ વ્હુમ શી લવ્ઝ…”

            “એટલે તું શું કહેવા માગે છે ?”

            “ના ખાસ કશું નહીંપણ હર્ષદ.”

            મારું વાક્ય પૂરું થાય તે પહેલાં બસબસરહેવા દે એમ હું તારે ગળેથી છૂટવાની નથીયાદ રાખજે હું તો તને ચાહતી રહેવાની.’

            “ઉફ કેવી છોકરી છે” …માથું પકડીને હું બેંચ પર બેસી પડ્યો.

            “ચાલ કેન્ટીનમાં બેસીશું ?” ‘ચાલએને સમજાવાશે ઈરાદે હું ઊપડ્યો.

            “નચિકેત હું કેવી છોકરી છું ?”

            “સારી.”

            “તો પછી તું મને કેમ ચાહતો નથી ?”

            “દરેક સારી છોકરીને ચાહવી પડે ?”  મેં વ્યંગ્ય કર્યો. દિપ્તી થોડીક ગંભીર બની. વેઈટરને ચાનો ઓર્ડર આપ્યો અને મારી સામે જાઈ કશુંક બોલવાનો પ્રયત્ન કરતી હતી ત્યાં મેં કહ્યું

            “દિપ્તી, જુવારનો દાણો પહેલી વખત આગમાં ભુંજાય છે ને તો મધુર ધાણી બને છેપણ જો ધાણીને ફરી વખત ભુંજીએ તોરાખ થઈ જાય ખબર છે ને ?”

            “મને કશું સમજાયું નહીં.”

            “મારું હૃદય પણ એક વખત આગમાં ભૂંજાઈ ચૂકેલું છે હવે તેમાંથી તું ફરી કશું નહીં મેળવી શકે સિવાય કે રાખ.”

            હું દિપ્તીની કાળી મોટી આંખમાં અર્ચનાને શોધી રહ્યો હતોદિપ્તી અપલક મને તાકી રહી હતી.

            “દિપ્તી !”

 “હં

            “દિપ્તી, કાશ ! અર્ચના પહેલાં તું મારા જીવનમાં આવી હોત તો ? ”

            “અર્ચના ?” કોણ અર્ચના ? સ્વભાવગત આશ્ચર્ય એના અવાજમાં હતુંઈર્ષા નહીં.

            અર્ચનાને હું બેહુદ ચાહતો હતો. મારું સ્વપ્ન હતું. હું ખીલતાં પુષ્પની પાંદડીઓની જેમ પાંગરતો હતો. પેલી કુમળી વેલ આધાર મળતાં જેમ આધારને વળગી પડે, તેમ અને પછી ચારેબાજુ ફાલે તેમ હૃદયની ઊર્મિઓ અર્ચનાના નામથી મ્હોર્યા કરતી હતી.

            “ચા પીવા માંડ, ઠંડી પડશેદિપ્તીએ ટકોર કરી.

            “૧૩મી જાન્યુઆરીની રાતમેં બહુ અજંપામાં કાઢી હતી.”

            “કેમ ?”

            મેં અર્ચનાને પૂછ્યું – “અર્ચુ ! હું તને ખૂબ ચાહું છુંશું આપણે એક બની શકીએ ?”

            દિપ્તીની આંખોમાં સળવળાટ હતોચાનો ઘૂંટડો ગળામાં અટવાઈ ગયો. પ્રશ્નાર્થ ચિહ્ન તેની નજરમાં ડોકાયા કરતાં હતાં. પછી ?

            “કાલે સવારે કહું તો નચિ ?” એણે રાતની મુદત માંગી. હું આશ્ચર્યચકિત થઈને રહી ગયો. રાત ભારે અજંપામાં જેમ તેમ કરીને વિતાવી. બીજે દિવસે અર્ચનાની ચિઠ્ઠી મળી.

નચિ,

મન અને હૃદય તને ચાહે છે. પરંતુ આત્મા ડંખે છે. હું પરાઈ છુંતારી હોવા છતાંશક્ય હોય તો મને ભૂલાવી દેજેહું તો તને નહીં ભૂલું.

અર્ચના

            ૧૪મી જાન્યુઆરી વીતી ગઈ. તે પછીની બીજી ૧૪મી જાન્યુઆરી પણ ગઈ. આજે ૧૪મી જુલાઈપૂરું દોઢ વર્ષત્યાર પછી કદી પ્રણયની આગમાં મારું હૃદય નથી ભુંજાયું દિપ્તી, અને ત્યારથી પથ્થર બી.., પાછલા શબ્દો હું ગળી ગયોદિપ્તી અને ત્યારથી પથ્થર બી…, પાછલા શબ્દો હું ગળી ગયોદિપ્તી મને જાઈ રહી હતી અને મનમાં શબ્દો ગૂંજતા હતા :

            સૂરજ કો ધરતી તરસે, ધરતી કો ચંદ્રમા

            પાની મેં છીપ જૈસી પ્યાસી હર આત્મા.”

 

 

 

૧૮. ચાલુ મહારાજ

            એનું નામ ચારુદત્ત – પણ અમે એને કાયમ ‘ચાલુ મહારાજ’ કહેતા… જબરો   ‘ચાલુ’ હતો. ઘુસણીઓ તોએવો  કે જેની વાત નહીં. ખાસ કરીને છોકરીઓના મામલામાં તો જબરો ‘ચાલુ’ – એણે જ્યારથી જાણ્યું કે પેલી બાબુલાલની આશા એના પર ફિદા છે ત્યાર પછી તો એનો રૂઆબ કંઈ ઓર વધી ગયો. જાકે વો તો પહેલા પહેલા પ્યાર થા.. એટલે થોડીક ગૂંચવણ થોડીક હિંમત.. થોડોક ખચકાટ… નાના નાના પ્રસંગો પરથી મોટા મોટા સંદર્ભો અને ભવ્ય લીમડા પરિષદ ગોઠવીને કાઢતા.

અમે ચાર-પાંચ જણા… અને કાયમનો અમારો અડ્ડો કોલોનીનો લીમડો. લીમડા નીચે બેઠા બેઠા આખા ગામની પંચાત અમે કોલેજથી માંડીને આજ સુધી કરતાં આવ્યાં હતા… થોડોક આમેય રોમેન્ટીક અને રમૂજી આદમી… પાવલીગીરી કરીને હસાવી જાણે… અને છોકરી જો સહેજ હસી તો તો આવી જ બન્યું.

            બાબુલાલની આશાનું પણ કંઈક એવું હતું. ચારુની કોમેન્ટ પર હસે. અરે સાવ ફેંકી દેવા જેવી કે હસવા જેવી વાત ઉપર પણ હસે અને પછી ચાલુ મહારાજના, ચારુ મહારાજ ફોર્મમાં આવી જાય. આખી બસની સફર ક્યાં પૂરી થઈ જાય ખબર પડે. કોઈકનીફિલમઉતારે કોઈકની ટીખળ કરે. રસ્તે જતાં કાકાની ટોપી ઉછાળે. હવે ચાલુ બસે ટોપી ઉછાળે એટલે કાકો કંઈ કરી શકે.

            પણ એક વખત કંઈ ચારુ મહારાજના સ્ટાર ફેવરમાં નહીં. તે એમની ઝપટમાં પોલીસ ઝડપાઈ ગયો. ટોપી તો જાણે ઉછાળી પણ કમબખ્ત ક્રોસિંગ આડુ આવી ગયું અને ચારુના હોશહવાસ ઊઠી ગયા. પેલો પોલીસ તો જમડાની જેમ આવી પહોચ્યો. અને પાછું પહેરેલું ભભકદાર લાલચટક શર્ટતેથી દૂરથી પણ બારીમાંથી પાછો જતો ચારુ મહારાજનો હાથ તે જાઈ ગયો હતો. અને ભીડ પણ એવી જબ્બર કે જલદી બહાર પણ નીકળાય.

            પોલીસ તો ધુંઆપુંવા થતો આવી પહોંચ્યો અને ચારુનું બાવડું ખેંચી ધોલધપાટ કરતો પોલીસ સ્ટેશને લઈ ગયો. નસીબની બલિહારી તો જુઓ કે ગમે તેમ આશા પણ તે બસમાં હતી. તરત તેની પાછળ પાછળ ઊતરીને હું ઠેઠ પોલીસ સ્ટેશન સુધી ગયો. મેં પેલાની રીક્વેસ્ટ કરી, માફી માગી પણ પેલા જમરાજાનો ગુસ્સો કંઈ એમ ઊતરે ?

            બેચાર કલાક ચારુ મહારાજ પોલીસચોકીની અંદર અને હું અને આશા બહાર આંટાફેરા મારતા રહ્યા. છેવટે ૨૫ રુપિયા આપીને કામ તો પતાવ્યું. પણ ચાલુ મહારાજ બહાર આવ્યા ત્યારે એમના બંને ગાલ સૂજેલા હતા. અને આંખે ઘેરા કથ્થઈ રંગનો મોટો ફોલ્લો ઊપસી આવ્યો હતો. વિના યુદ્ધ લડે પણ હેવી વેઈટ બોક્સીંગ ચેમ્પીયનશીપ જાણે જીતીને ના આવતા હોય તેમ શ્રીમાન હસતા હસતા સૂજેલા મોંઢે બહાર આવ્યા.

            આશા તો રડવા માંડીહાય ! હાય ! કેટલું બધું માર્યું તમને ! એમની સૂઝ્યા વિનાની આંખ મિચકારતા ચારુ મહારાજ હસ્યા. અરે ગાંડી ! તું જા રીતે મારી પાછળ આવવાની હોય તો તો બંદા પોલીસની તો શું પોલીસ કમિશનરની પાઘડી ઉછાળવા તૈયાર છે સમજી ? ચાલ, છાની રહી જા તો !

            એમની પહેલી મુલાકાતનો પહેલો અને મધુર ડાયલોગ….

            ખેર ! ત્યાર પછી તો એમનું ગાડું જારદાર ગબડવા માંડ્યો. આશા જાડે ગાડું ગબડતું હતું. દરમિયાન અચાનક તેને જ્ઞાન થયુ કે કોલોનીમાં પાછળના ઘરમાં રહેતી દામીની પણ રિસ્પોન્સ આપે છે. એટલે કોલેજમાં આશા અને ઘરે દામીની. એમ બે ઘોડા પર ભાઈએ સવારી કરવા માંડી.

            અમારી લીમડા પરિષદમાં હવે દામીની પણ ચર્ચાવા માંડી. અધૂરામાં પૂરી આવી નવરાત્રીની સીઝન. ચારુ મહારાજને ગરબા જાકે આવડતા નહોતાપણ દામીનીના મૌન આંખના ઈજનને ઈન્કાર કરાય થોડું ? ભાઈ સાહેબે બે દાંડિયા લઈને રમવાનું શરુ કર્યું. એક રાઉન્ડમાં નહીં નહીં ને પચાસ માણસો સાથે અથડાયા છતાં પણ જ્યારે દામીની સામે આવે ત્યારે એક દાંડિયો અથડાવતા પાણી પાણી થઈ જતાખરું કહું તો ફક્ત એક દાંડિયા માટે પચાસ જણની ગાળો ખાતા અને દરેક જાનારા માટે સારું મનોરંજનનું સાધન બની રહેતા. પરંતુચાલુ મહારાજને એની ચિંતા ક્યાં હતી ?

            અમે ચારુની કાયમ ઈર્ષા કરીએ. એકસાથે બબ્બે છોકરીઓ ફેરવતો અને સોલ્જર સલીમ નિસાસો નાંખે. સાલી અપની તકદીર હી કુછ એસી હૈ ! અપને જૈસે સ્માર્ટ કો સાલી એક ભી લડકી નહીં ઔર ઈસ બુધ્ધુ કો દો દો મીલી હૈ.

            પણ બે ઘોડા પરની સવારી કદી સફળ થઈ છે ખરી ? એક દિવસ દામીની, આશા અને ચારુ મહારાજ ભેગા થઈ ગયામહાયુદ્ધની નોબતો ગડબડી. બંને પક્ષો તરફથી ફાયરિંગ થયુંચારુને આશા પૂછે… ‘કોણ છે ચીબાવલી તારી સામે જાઈને મલકાયા કરે છે ?’ અને દામીની કહે, એઈ ! જીભ સંભાળ, કોને ચીબાવલી કહે છે. અંતે ભાંડો ફૂટી ગયો અને દામીની મોઢું ચડાવીને પૂર્વમાં ગઈ ને આશા પશ્ચિમમાં ગઈ. બંને ઘોડીઓએ ભેગા થઈને ચારુ મહારાજને ભોંય ઉપર પછાડ્યો.

            ખેર દિવસે સાંજે અમારી લીમડા પરિષદમાં શોકસભા ભરાઈ. અમારો એકનો એક મુરતીયો બે વખત એકસામટો વાંઢો થઈ ગયો. સાયરાના મિજાજના સલીમે એક ગઝલ માઠા પ્રસંગ ઉપર ફટકારી દીધી. હું, સુરીયો અને પદીયો શોગીયું મોઢું કરીને પ્રસંગને દીપાવવા ગંભીર પ્રયત્નો કરતા હતા. ત્યાં ચાલુ મહારાજે એમની ફિલોસોફી ફરમાવીએઈ દોસ્તો ! તૂટ્યું  મારું ને તમે કેમ દુઃખી થાવ છો હેં ? ચાલુ થવું હોય તો એક નિયમ રાખોજતી કોઈપણ સ્ત્રી જાતિની વસ્તુઓ પાછળ દોડવું નહીંદા.., બસ, ટ્રેન, બૈરી, કારણ કે એમની પાછળ બીજી બસ કે ટ્રેન આવતી હોય છે.’

            અમે બધા ચારુની એબનોર્મલ કોમેન્ટ પર હસી પડ્યા અને હાસ્યના વાતાવરણમાં ચારુએ ધડાકો કર્યો. દોસ્તોમારા શાંત પડેલા હૃદયના ટ્રાન્સમીટન્રમાં ધ્રુજારીઓ આવે છેયાર.. ક્યાંકથી વાઈબ્રેશન આવે છે. અમે ચારે બાજુ નજર ફેરવીએ છીએ. પરંતુ ચારુ જેટલી પાવરફુલ અમારી નજર નહોતી. સુરીયાની બાજુમાં રહેતી યામીની જાણે તકની રાહ જાતી હોય તેમ ચારુની સામે મલકે છે. કદાચ એને ખબર પડી ગઈ છે કે ચારુ મહારાજ બંને બાજુથી લબડ્યા. નબળા શરીર પર બીજા રોગ હુમલો કરે તેમ યામીની ચારુ મહારાજના ખાલી પડેલા હૃદય ઉપર કબજા જમાવવા મંડી પડે છે.

            તે દિવસે રાત્રે હોટલમાં અડધી અડધી ચા અને બે ડીશ ફાફડાનો ફટાકેદાર પ્રોગ્રામ ચારુ તરફથી થઈ ગયો. આશાદામીનીને અને રીતે ભવ્ય સેન્ડ ઓફ આપી અને યામીનીને વેલકમસુરેશ કમ્પ્લેઈન કરે છે યાર ! મારી બાજુમાં રહે છે. એની મને તો આજે ખબર પડી.. ચારુ મલકે છે – ‘પણ બહુ મોડી પડી નહીં ?’

            નાનીમાંથી મોટી છોકરી થઈ જાય તેની ખબર દુનિયાને જલદી પડે છે. બુધ્ધુરામ તેં આપની મુર્ગી દાલ બરોબરની જેમ રાખ્યું. અને ચારુ ફાવી ગયો. મેં મમરો મૂક્યો. ‘વાત તો સાચી છે. ખેર, કાલે હું ફરી દાણો ચાંપી જાઈશ.’ ખીચડી કાચી તો નથી રંધાતી ને. સુરેશ બોલ્યો. બીજે દિવસે લીમડા પરિષદમાં સુરેશ ચારુને અભિનંદન આપે છે. ‘યાર તું જીત્યો ખીચડી બરોબર રંધાય છે. ત્યાર પછી સુરેશને ઘેર ચારુ આવતો જતો થઈ જાય છે. વાતોના તડાકાઓમાં એના ઘર પાસેના લીમડાનાં ઝાડનો પડછાયો ક્યારે ટૂકો થઈને લાંબો થઈ જતો તે ખબર પડતી.’

            એક દિવસ અમને ખબર પડી. યામીની તો પરણેલી છે. બાળ લગ્ન થઈ ગયા છે અને પાછું ચારુ મહારાજની પોઝીશનમા પંક્ચર પડ્યું. પરંતુ એમને શોક કરવાનું તો આવડતું નહોતું. કોલોનીમાં ખૂબ વગોવાઈ ગયેલી નંદિતા સાથે વાતચીતનો વ્યવહાર તો હતો . એક દિવસે ચારુ ધડાકો કર્યો. આજે નંદિતાને કોલેજ પરથી પીક અપ કરીને પિક્ચર જાયું અને અમારી લીમડા પરિષદ સત્બ્ધ થઈ ગઈ. ‘યાર, આટલી બધી હિંમત તારી ક્યાંથી વધી ગઈ હેં ?’ તો ચારુ કહે, ‘બહેતી ગંગામાં હાથ ધોઈ લીધા. પાંચસાત દિવસ પછી અચાનક પડેલું મોઢું જાઈને મેં ચારુને પૂછ્યું, ભાઈ કેમ આજે ઉદાસ છે ?’  તો ચારુ કહે, ‘યાર નંદિતા જબરી નીકળી મારે ઘેર માંગુ નંખાવ્યું. એવી ગામમાં ઉતાર જેવી છોકરીને હું લેવાનો હતો હટ !’

            ત્યાર પછી તો ઘણા લંગસીયા ઊછળ્યા. પણ લગ્ને લગ્ને કુંવારાલાલ જેવા ચારુ મહારાજ ઠેરના ઠેર રહ્યા. મોહિની પૈસા ખર્ચાવી સનતની સાથે પરણી ગઈ. સુશીલાનું નામ ફક્ત સુશીલા હતુંચારુ મહારાજને કોઈની જાડે બન્યું નહીં. બધો સમય દરમ્યાન, સલીમ ફરીદા સાથે ગોઠવાઈ ગયો. પદીયાના વિવાહ થઈ ગયા. સુરીયો તો બે છોકરાનો બાપ થઈ ગયો. અને ચારુ પણ મારા છોકરાનો કાકો હતો. છતાં અમારી લીમડા પરિષદ અટકી નહોતી. અને ચારુ એનો રેગ્યુલર સભ્ય હતો. છેલ્લા દસ દિવસથી કંઈક બેચેન લાગતાં ચારુની ત્રણ દિવસની સળંગ ગેરહાજરીએ અમને વિચારતા કરી મૂક્યા. ચોથે દિવસે ચારુ પેંડા લઈને આવ્યો. એણે શામળી શિલ્પા સાથે લગ્ન કરી દીધા. હવે થાક્યો હતો. એના શબ્દોએ અમને દંગ કરી દીધા.

            યાર ! પહેલાં મજાકમાં સાચા પ્રેમને ઠુકરાવી દીધો. પછી છોકરીઓએ મજાકમાં મને ઠુકરાવવા માંડ્યો. પછી તો મજાક પણ રહી અને ઠોકર પણ રહી. અને જે જાઈતુ હતું તે પણ રહ્યું. અચાનક શિલ્પા મળી ગઈ. એણે એની મજાક ઉડાવી. અને અચાનક એને જે જાઈતું હતું તે મળી ગયું. અને તે પરણી ગયો. તમને પ્રશ્ન થશે કે એને શું જાઈતું હતું ? સ્પર્ધારહિતનો મુક્ત નિખાલસ પ્રેમ. અને તે શિલ્પા પાસેથી મળી ગયો. આમ ચાલુ મહારાજની સ્વીચ શિલ્પાએ ઓફ કરી નાખી.

 

 

 

 

 

 

 

 

 

૧૯. ‘કશુંકકશુંક છે

હું ૬૦ વોલ્ટના બલ્બ નીચે બેઠો કશુંક લખવા પ્રેરાઉ છું. કોના વિશે હું શું લખીશ કશું મારા મગજમાં નક્કી નથી. પરંતુ કશુંક લખવું ચે નક્કી છે. પેન પણ સડસડાટ ઉપડે છે. નાનકડા ”X  ની સાઈજમાં પાતળા કાગળવાળા પેડ પર કશુંક લખવાની શરૂઆત થાય છે. પાન ઘણાં ઓછા છે પણ આજે એટલા પૂરા કરવા છે. એમાં કશુંક લખવું છે. કશુંક શું હોઈ શકે તે વિચારું છું અને રોડ પરથી પસાર થતી ટ્રકનો અવાજ સંભળાય છે. ટ્રક ડ્રાઈવર કદાચ રતનસિંહ હશે કે પછી મિલ્ખાસિંહ, કદાચ મોહન હોય કે કાળું પણ હોય. એણે કદાચ પીધો હોયઅને નશામાં ઝૂમતો હોયકદાચ નશામાં એની સુરજીત કે કુલજીતને યાદ કરતો હશે.. કે પછી મસ્તીમાં કોઈક ગીત લલકારતો કે ગણગણતો જતો હશેટૂંકમાં કશુંક કરતો હશેઝૂમતો હશેયાદ કરતો હશેલલકારતો હશેગણગણતો હશે.. કશુંકકરતો હશે

            કશુંક ગુલાબસિંહની વાંકડી મૂછોના મરકાટ જેવું લાગે છેફાંફડી મહેજબીનનાં ઘૂઘરુંના ઝણકાર જેવું લાગે છે. સાંકડી શેરીના સોમચંદની સાકર જેવું મીઠ્ઠું લાગે છેકપડાં સૂકવતી કલ્પનાની કમરના થડકાર જેવું લાગે છેક્ષિતિજને ઘરે તળાતા બટાકાવડા જેવું એ કશુંક

            હા, કશુંક પેલી ચૌદ વર્ષની મુગ્ધાની ભૂખી નજર છે. એનું નામ સુનિતા. એની માનું નામ એકલી નીતાઅને એની દાદીનું નામકદાચ એકલુંતાહસે સતતસ્ટેરકરતી હતીકદાચ ઉંમરનો દોષતેના શરીરમાં જાગતા વિકારાત્મક કામુક ભાવનાનો દોષબાકી માસમાં કશુંસ્ટેરકરવા જેવું નથી. હા, હું એના કરતાં વિજાતિય લિંગ ધરાવું ચુંતેના કરતાં દસેક વર્ષ મોટો છુંસુઘટીત બાંધો ધરાવતો ગોરો યુવાન છું….બાકી બીજું કશુંય વધારે મારા મન નથી જે એને કામુક કરેપરંતુ એની ભૂખી નજરો મારામાં કશુંક વધુ

            પેલી ફ્રેમમાં ગૂંગળાવતા ભગવાન તોકશુંક નથી ને ?’ ભગવાન હું માનતો નથી પણ કદીક નાહીને હું બેચાર માળા કરી લઉં છું. અને સારેમાઠે પ્રસંગે બેચાર ગાળો ચોપડાવી દઉં છુંકદીક ખૂબ હતાશ થયેલી વ્યÂક્તને ભગવાનના બ્હાને છેતરી લઉં છુંએને એમ લાગે છે કે ભગવાન જા હોત તો તે આટલો ભાંગી પડત. (ભગવાન) તેની મદદ કરત ત્યારે એને હું પટાવું છું. વહાં દેર હે અંધેર નહીંબાકી ભગવાન જેવું છે કે નહીં તેની મને ખબર નથી પણ તેના જેવું કશુંક

            મારા ઘરે સ્કૂટર બંધાય છેજાણે પહેલાના જમાનામાં હાથી બંધાતા હોયપરંતુ હવે જમાનો બદલાઈ ગયોબધું ઘટવા માંડ્યું. ડેલીમાંથી બે રૂમની ખોલી થઈ અને હાથમાંથી સ્કૂટર.. સ્કૂટરની નીચે કૂતરાનું ગલુડીયું ભરાઈ રહે છે ગલુડીયું કાયમ કશુંક સૂંÎયા કરે છેકદીક ધીમે ધીમે ધીરુ ધીરુ ભસ્યા કરે છેકદાચ ભૂખ્યું થયું હશે. એની મા પાસે માગતું હશેકશુંક મારી જેમ

            ‘બા મને દસ રૂપિયા આપને.’

            ‘કેમ ? હજી ગયા શનિવારે તો આપ્યા હતા.’

            ‘તે તો વપરાઈ ગયા’ ‘શેમાં ?’

            ‘આવું બધું નહીં પૂછવાનુંકંઈ હું પાનબીડીમાં નથી વાપરતોતમે તો જુઓખિસ્શાખર્ચી તો જાઈએ ને ?’

            ‘ભાઈ સાહેબે બે ચાર પિક્ચર જાઈ નાંખ્યા હશે….’ નાનકી ટહુકી :

            ‘બેસને હવે ચાંપલી જ્યારે ને ત્યારે ફાયર મારે છે…’

            હું બબડું છુંધીમું ધીમું ગલુડીયા જેવુંકશુંકકશુંક

            કશુંક શું છે ? ફરી પ્રશ્નાર્થ ચિહ્ન આળસ મરડી ગયુંવહેલી સવારે સપનું તૂટી જતી ઊડી ગયેલ નિંદરની જેમભરચક બસ સ્ટેન્ડ પર ઊભી રહેતા તેની પીઠને નિરાશ નજરે તાકી રહેતા મુસાફરની જેમઅચાનક બહાર જવાને સમયે ટપકી પડેલા તિથિ વિનાના અતિથિની જેમ

            કશુંક મારી પેન છે.. મારી ડાયરી છેમારી વાર્તા છેમારી લાગણી છેમારી ભાવના છેમારી સંવેદના છેમારી કવિતા છેમારી ચોપડી છેમારી ઊર્મિ છે.. મારી સ્પંદના છેમારી ક્ષુધા છેમારીમારી… !

            મારી ક્ષુધા મરી ગઈ છેત્યારે મને ભૂખ બહુ લાગતી હતી કેમ કે ત્યારે હું નીતાને બહુ ચાહતો હતોનીતા એટલે ગમે તે હોઈ શકે જેમકે રીટા, મીતા,  સ્મિતા, સ્મિતા, વિનિતા, તિનિતા, સુજાતા, સુનિતા, કવિતા, અંશીતાહું થોડોક દીર્ઘદૃષ્ટા છુંસાચું નામ નથી આપતો. હું એને ઓળખું છુંતમને ઓળખાણ નથી કરાવતો પણ મારી સામે જાઈને કામય હસતી.. તે મને બહું ગમતુંપેલી મુગ્ધા મને ઘણી વખત સ્ટેર કરતીતે પણ મને ગમતુંહું જ્યારે જ્યારે તેને માટે કશુંક વિચારતો, લખતો કે કહેતો ત્યારે મને તેના હાસ્યની ખૂબ ભૂખ લાગતી. એના હોઠ જ્યારે મરડાતા ત્યારે મને એના ગાલ ચાવવાનું મન થતું.. પણ જવાદો, નીતા નામની ક્ષુધા મારી અત્યારે મરી ગઈ છેખરેખર ? ફરી પેલો પ્રશ્નાર્થ મારી સામે મરક્યો. મારી ભૂખ મૃતઃપ્રાય છે મરી નથી. હું શરમાઈ જાઉં છું.. પેલી મુગ્ધતાની જેમ મુગ્ધાની સામે જાતો ત્યારે તે આમ શરમાઈ જતી.

            મુગ્ધા કાલે ઊઠીને યૌવના થશે. પછી એની મુગ્ધતા પર વિચારશે. થોડુંક મલકાશેમને છોકરા માટે કેવું થી ગયું હતું. નહીં ? કોઈક ભિરુતા એનામાં હશે.. તો પ્રશ્નનો જવાબ મનમાં દોહરાવશે. નહીં તો એની સુખીને કહેશે

            “હું પેલાથી એટ્રેક્ટ થતી હતી” … “કોના થી ?”

            “… થી” – તે મારું નામ દેશે

            “તો તું સદ્નામ થઈશ ?”         

            “ના.”

            “તો બદનામ ?”

            “તો ?” જવા દો ને યાર પ્રશ્નાર્થ ફરી ક્યાં ઊભો કરો છો

            ઊઠ ! હજુ પાંચ પાનાં બાકી છે લખવાનાહું માથું ખંજવાળું છુંવાળ વધી ગયા છે. એટલે થોડોક ચહેરો ભરાવદાર દેખાય ચે. કોલેજ ચાલુ થઈ ગઈ છે. એટલે વટ પડશેબે ચાર છોકરી આપણા ઉપર મરશેઆપણી ઉપર નહીં તો કંઈ નહીંવાળ ઉપર વિચારાશે ખરી ! સાલાના વાળ સરસ છે ! એટલે પૈસા વસૂલ

            પાંચને પાંચ દસ ને ત્રણ તેર ને સાત વીસ ને નવ ઓગણત્રીસ.. ઓગણત્રીસ કેટલીઓડફીગર છે.. ઓગણત્રીસ ઈંટો ઉપર અઢી ગેલનની પાઈપ ઊભી છે.. ભૂલ્યો ટાંકી છે.. ટાંકીમાં છલ્લોછલ પાણી ભર્યું છે. એક સે.મી. વ્યાસના નળમાંથી પાણી વહી જતાં વાર લાગે એવું લાઈટમાં ઊડતું જીવડું મને પૂછે છે

            “હેં જીવડાને કંઈ જીભ હોયતારે છે ?” ‘હા.’ તો તું જીવડું છે, કારણ કે જીવડાને જીભ હોય છેસમજ્યો ?

            “ક્ષિતિજ, જ્યારે હું કંઈક ગાતો હોઉં છુંજાકે હું કોઈ દિવસ ગાતો નથીપણ કોઈક દિવસ ઓવર મૂડમાં કે નાહતા નાહતા કોઈક ગીત લલકારી બેસું છું. ત્યારે મને કહેતો હોય છેયાર, તું ત્રીજા સપ્તકમાં મુકેશનું ગીત ગાય તો કમલ બારોટ જેવું લાગે છે… ‘સાલા, મને ગાળ દે છે ?’ ” હું તાડુકું છું, ના પણ તું સૂર, લય, તાલ બધાનું એકદમ ખૂન કરી પેલી ૪૫ની સ્પીડ ઉપર ફરતી રેકોર્ડ જેવું ગાય તે સારુ લાગે… “એટલે એમ કહી દે ને કે હું ભેંસાસુર જેવું ગાઉં છું.” “ના રે ના, યાર મારાથી એવું કહેવાય ?” તું તો મારો ફાસ્ટ પરમેન્ટ અને રેકગ્નાઈઝડ ફ્રેન્ડ છે ! યાર, તુમ તો હમારી જાન હોહમારા પ્યાર હોહમારા… “બસબસબસમને પ્યાર કહીશ તો તારી નિલમને શું કહીશ ?” “અરે ચલ હટ ! તારી આગળ બધી નિલમો, હિરીઓ પણ પાણી ભરે…” પછી કાંઈક સમજાય તેવી ચેસ્ટા કરે છે ? તેની આંખમાં કશુંક હતું કશુંક પ્રેમ હતુંઈર્ષા હતી, વાસના હતી, ઝંખના હતી.. શ્રદ્ધા હતી, Âક્ત હતી, ઝનૂન હતું, ખુન્નસ હતું, મશ્કરી હતી કે પછી મજાક….

            ક્ષિતિજ મજાક બહુ કરે છે મારા જેવો શાંત પણ છેપરંતુ એના કરતાં વધુ શાંત વ્યક્તિ પાસે બહુ બોલકો હોય છેદા.., હું અને તેના કરતાં વધુ બોલકા છોકરા પાસે તે મારો રોલ અદા કરતો હોય છેએટલે કે શાંત, શ્રોતા હોય છેદા.. પ્રભાકરપ્રભાકર ખૂબ બોલે છે ખૂબ શબ્દને બેફામઅનહદઅતિશયબેહદશબ્દો વડે શણગારીએ તો નવાઈ નહીં. સાલો પાંચ વર્ષ વહેલો મરશેપ્રોફેસરો અને વકીલો એમની ઉંમર કરતાં વહેલાં મરતા હોય છેપણ એમની ખપત કળાથી હું અને ક્ષિતિજ બંને મુગ્ધ છીએ. ‘સાલા દરેક વિષય ઉપર બોલવું કાંઈ નાનીસૂની વાત નથીતે જાયું નહીં વાડેકરથી  ઠેઠ વડોદરા સુધી કેટલી આસાનીથી ઊતરી આવ્યો. એણે તને ક્યાં ક્યાં ફેરવ્યો છે ખબર છે. ક્ષિતિજ ? વાડેકર પરથી દુરાનીનો છગ્ગો. તેના પરથી બી.આર.ઈશારત્યાંથી પરવીનબાબી.. ત્યાંથી સેન્ટ ઝેવીયર્સ કોલેજતેમાંથી સ્મિતાઅને સુરસાગર જ્યાં તે લોકો ચોરીછૂપીથી મળ્યા કરતાં.. બોલ બધી વાત તમને ખબર પડે તે રીતે કહી દીધી ! તું સારો શ્રોતા પણ છે પરથી સાબિત થાય કે નહીં ?’

            હાશ ! બે પાનાં બાકી છેકશુંક મેં લખ્યું તો છે , હવે કશુંકને શેષનાગના દોરડાથી બાંધેલા ચાંદ અને સૂરજના ત્રાજવા વડે તોળીશવચ્ચે મેરુપર્વતની ધરી હશે કશુંક શંકરની જટામાં ગૂંગળાવેલ ગંગાની ધાર હશે તો ચાંદવાળું પલ્લું નમી જશે અને જા ક્રોસ પર ખીલાથી જડાયેલ ઈસુનું લોહી હશે તો સૂરજવાળું પલ્લું નમી જશેઅને હા, જા બંને પલ્લાં સાથે નમી જાય તો ?  “ શક્ય નથી.” “કેમ ?” ધરી બનેલો મેરુ પર્વત સખત છે.

            ‘પણ ધારી લો કે ધરી વળી જાય. તો.. ’ તો.. તો.. હું માથું ખંજવાળું છુંકન્ફરમેટીવ ટેસ્ટમાં ઈન્ટરમીડીએટ રીઝલ્ટ હોયપણતાર્કિક રીતે એવું કશુંક થાય તો ?… તોતોતે મારી પેનમાંથી ઢોળાયેલી સહીમાંથી સર્જાયેલી કોઈક કૃતિ હશે… (હું પ્રશ્નાર્થચિહ્નના ત્રિશૂળથી બચવા બકી મારું છુંપેલા ઈન્ટરવ્યૂમાં પ્રશ્ન આવડતાં ગપ્પું ગગડાવું તેમ)…હા, એવું જરૂર કશુંક હશે.

            ચંદ્ર અને સૂરજના ત્રાજવાને અનંત વ્યોમના અવકાશમાં ખસેડી હુંકશુંકને તોલવા જાઉં છુંત્યાં છેલ્લું પાનું પૂરું થઈ જાય છેસહી ખૂટી જાય છે. મેં કશુંક લખ્યું છેપણ કશુંક શું છે ? … કશુંક પેલી મુગ્ધાની નજરભગવાનગલુડીયુંમાપેનનીતાટાંકીક્ષિતિજની નિલમપ્રભાકરની ખપતથોડા કાગળનું પેડનથી ? “નના” “તો ?” ફરી પેલું પ્રશ્નાર્થ ચિહ્નનું ત્રિશૂળ ઊડ્યુંકશુંકશું….કશુંક જરૂર છેપણ બધું નથી.. તો ? તો શું છે ?

            “કશુંકકશુંક છે.

 

 

 

 

૨૦. કહ્યાગરા કંથની જેમ

અમારી વચ્ચે મનમેળ નથી. પરણ્યાની પહેલી રાતથી અમારો ઝઘડો શરૂ થઈ ગયેલ. પહેલાં ઝઘડો થયો મીઠો ઝઘડો હતો. પરંતુ ધીમે ધીમે ઝઘડાની મીઠાશ ઓછી થતી ગઈ અને કડવાશ વધતી ગઈ. હું એની પાસેથી મારું ગૌરવ ઝંખું છું. હું એનું સર્વસ્વ છું એવી ભાવના એની દરેકેદરેક વર્તણૂકમાં મને જાવા મળે તેવી મારી ઈચ્છા છેજ્યારે એનું સ્વતંત્ર અસ્તિત્વ ઝંખે. જાતે ભણીને નોકરીએ લાગી છે તેથી તે મારા મય રહેવાને બદલે એના મય રહે છે. જા તે નોકરી કરતી હોત તો.. જરૂર મારા મય થઈ શકી હોત. પરંતુ નોકરી છોડી શકવાની છે મારા મય થવાની છેઅને કારણે અમારી વચ્ચે તિરાડ પડેલી છે જે વધતી જાય છે. કોઈ પણ પક્ષ નમતું જાખે તો ઘટે ને

            હું લાગણી ભૂખ્યો અને સ્વમાનભૂખી. લગ્ન જાણે એના માટે બંધન બની ગયું છે. મારી રીસને ઓળખવાનો સમય નથી. મારાં અસત્યોને ખૂબ સ્વાભાવિકતાથી સ્વીકારી લઈને મને વધુ ચીઢવે છે. અને કમનસીબી તો છે કે આખો દિવસ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરીને રાત્રે બેચાર કલાક ભેગા થવાનું હોય ત્યારેત્યારે હું ઝગડો કરીને બેસી જાઉં છું.

            કલબસંઘમંડળ જેવા કંઈ કેટલાય ઝંઝાવાતોનો ઠેકો લઈને બેઠી છે. જેને સાચવવાનો છે તેને નથી સાચવતી નેફલાણી ક્લબમાં નહીં જઉં તો એમને માઠું લાગશે અને આમને દુઃખ થશેની પોકળ વાતો મારા ગુસ્સાનાં બળતણમાં ઘી હોમે. એના સ્વતંત્ર વિકાસમાં સૌ સગાંવહાલાં અને મિત્રો મારી ઈર્ષા કરેકેવી સરસ અને ઈન્ટેલીજન્ટ ઘર ગૃહિણી છેઅને હું મનમાં વિચારું કે મહાદેવના ગુણ તો પોઠીયો જાણે ને

            તે દિવસે રોજની જેમ ઘરે આવ્યો ત્યારે કાયમની માફક તાળું લટકતું હતું. … તાળું ખોલીને ટેબલ પરની ચિઠ્ઠી વાંચવાની જરૂર લાગી. તેમા ંપણ કાયમની જેમ લખેલ હશે.. કે હું ફલાણી સભામાં જાઉં છું. ખાવાનું ઢાક્યું છે. જમી લેજા વગેરેવગેરેહું મનમાં ને મનમાં ગુસ્સે થઈ જઉં છું. સાલુ લગ્ન કર્યા પછી પણ ઠંડું અને હાથે ખાવાનું હોય તો લગ્નની ધૂસરી શીદ નાખી ? નોકરી પરથી થાકીને આવ્યાં હોઈએ અને મારે માટે રાહ જાતી ઊભી હોય.. મને જાઈને એના હોઠ ખીલી ઊઠતા હોયપાણી આપીને ટહુકો કરેગરમ પાણી મૂક્યું છેજરાં નાહી લોચા ઠંડી પડશેબસ, આખા દિવસનો થાક ગૂમપરંતુ દિવસ ક્યારે આવશેઆવશે કે કેમ તે વિશે હજી હું દ્વિધામાં છું.

            તપેલી સ્ટવ પર મૂકવા જતાં સ્ટવની જાળ લાગી ગઈપાણી ઊકળતું હતું ત્યાં હરેન આવ્યો. ઘણા સમયે ઘરે આવ્યો. અને કહે, “અલ્યા ! જયુ પરણ્યો છતાં વાંઢાવિલાસ ચાલુ છે ?”

            “બસ ! ભાભીને જાવાને મળવા આવ્યો છુંક્યા છે તમારા રાણી જનાબ.”

            “છોડ યાર ! મશ્કરી કર. ચાલ ક્યાંક ચા પી આવીએ.”

            “અરે યાર ! મારે તો એમના હાથની ચા પીવી હતી.”

            “ફરીથી ક્યારેકકહી મેં ઊકળતા પાણીની જેમ મારો ઊકળતો ગુસ્સો સ્ટવની સ્વીચ ઉપર કાઢ્યો. ઊકળતા પાણીની છાલક હાથ ઉપર પડતાં સીસકારો બોલાઈ ગયો અને સાથે એક ગાળ પણ નીકળી ગઈ. ગોર મહારાજ પર જેમણે અમારી જિંદગીને લગ્નની બેડી પહેરાવી.

            રામભરોસે હોટેલ પર જઈને બેઠા. ચાનો ઓર્ડર આપ્યો. હિરેનની વાતો ખૂટી. બોલતો જતો હતો અને હું હાહં ના જેવા ટૂંકાક્ષરી પ્રત્યુત્તર આપતો જતો હતો. એના પીળા સડેલા દાંત જાઈ મને ગોર મહારાજ યાદ આવ્યા. છે મારા મોટા સાલેરામશ્રીમતીજીનો કઝીન. ખબર નથી કે આવા કઝીનો ચોકઠા બેસાડવામાં એક્ષપર્ટ ક્યાંથી થઈ જતા હોય છેપીળા સડેલા દાંત, બીડીની ગંધાતી વાસ, અનેક સમયે વહી જતું તેમનું અટ્ટહાસ્ય ભલભલાને બેસાડવા પૂરતું છે. એમણે ગોઠવેલા ચોકઠાનો એક ખૂણો તો હું છું. બીજાની તો ક્યાં વાત કરવી ?

            આખરે હીરેનની વાતો ખૂટી. ઘણા વર્ષે મળ્યા એટલે આટલું બેઠા. નહીંતર ચા પીને ચાલવા માંડનારો હું છું. આજે આટલું બેઠેલો જાઈને વેઈટરને પણ નવાઈ લાગી. હીરેન ભાભીને મળ્યાનો અફસોસ કરતો છૂટો પડ્યો. મેં કહ્યું, “જવા દે ને યાર ફોર્માલિટી કર.” પણ મનમાં તો હતું કે મળ્યા મળ્યામાં કાંઈ ફેર નથી પડવાનો. દોસ્ત, બેચલર રહીશ તો સુખી થઈશ. અને સુખી માણસોની બહુ લોકો ઈર્ષા કરે છે. સંભાળજે કોઈ દુઃખી કરી જાય મારી જેમપણ બધું બોલ્યો હોત તો ગૂંચવાત. એટલે બોલ્યો.

            પાછા ફરતી વખતે સાલેરામ સામે મળી જાય છે. “જુઓ જયકુમાર ! વખતે મારી બેનને થોડાક દિવસ માટે મારા ઘરે મોકલો. એની ભાભીની તબિયત એક તો સારી રહેતી નથી તેથી તેને રાહત રહેશે. અને એને પણ થોડોક સમય પિયરમાં રહેવા મળશે.” મનમાં તો થઈ ગયું. લઈ જાઓને કાયમ માટે જેથી મને નિરાંત. કઝીન બ્રધરે મારા શ્રીમતીજીને નાનપણથી સ્વાભિમાનીનું મહોરું પહેરાવેલું છે. કમબખ્ત મહોરાએ તો મારું દાંપત્યજીવન રોળી નાખ્યું છે. ઘરે આવું છુંપેલું એકાંત મને ખાવા ઘસે છે. મારી પાસે મારી પોતાની પત્નીની કલ્પના છે. લગ્નની વ્યાખ્યા છે. લગ્ન પછીના દાંપત્યજીવનના મોહક વિચારો છે. પરંતુ અત્યારે છે.’ ક્રિયાપદ ભૂતકાળમાં ફેરવાઈનેહતાથઈ ગયું છે. મારી અપેક્ષા સમજી શકે તેવી પત્ની મારે તો જાઈતી હતી. એકમેકમાં સર્વેસર્વો ખોવાઈ જઈને એક નાનકડી દુનિયા ખડી કરવી હતી, પરંતુ અત્યારે તો ફક્ત સ્વાભિમાની પૂતળું મારા કરમે ભટકાઈ છે. જે પહેલી રાતથી પોતાના હક્કો વિશે પોતાની ફરજા કરતાં વધુ સજાગ છે અને આધિપત્ય માટેના દાવપેચ લગાવતી રહી છે. એના ઈશારા પર નચાવવા મને ઈચ્છતી રહી હતી અને આજે ઈચ્છે પણ છે.

            એને પત્નીના હક્કો એટલે પતિની ફરજા સત્યનું જ્ઞાન લાધેલ હતું. પરંતુ પતિના હક્કો એટલે પત્નીની ફરજા વિશે અજ્ઞાન હતીઅને જ્યારે તે મારા હક્કો વિશે લાપરવાહ બને તો હું શું કામ તેના હક્કો વિશે ચિંતિંત રહું ?

            રાત કયારે પડી અને ક્યારે આંખ મીંચાઈ ગઈ તેની ખબર પડી. પણ જ્યારે ઝબકીને જાગી ગયો ત્યારે જાયું તો મારી બાજુમાં સૂતી છે. હું તેના શરીર ઉપર મારો કામાતુર હાથ નાખું છું. એકાદ ક્ષણ કશું થતું નથી.. અચાનક જારથી તે મારા હાથને ઝંઝોટી જાય છે. હું ફરીથી તેના શરીર ઉપર હાથ ફેરવું છું જારથી પડખું ફરી જાય છે. જાણે મારા ગાલ ઉપર કોઈએ તમતમતો તમાચો મારી દીધો હોય

            હું પશું બની જઉં છું. અમારી વચ્ચેની તિરાડ મોટી અને મોટી થતી જાય છે. મન થાય છે મારી પત્ની છે. હું એનો પતિ છું. લાગણી મારા તન અને મનમાં તીવ્રતાથી ફરી વળે છે. જારથી ઝાટકો મારીને હું તેને મારી તરફ ખેંચું છું અને ધડ દઈને મને લાફો મારે છે.

            અમારી વચ્ચે પડેલ તિરાડ મોટી મોટી બનીને જાજનો ઊંડી ખીણ બની ગઈ. એના લાફાતી મારામાંનો સ્વાભિમાનનો નાગ છંછેડાઈ જાય છે.

            છંછેડાયેલો નાગ ઝનૂની બનીને મારા મગજ પર ચઢી બેસે છે. તારી હિંમત.. મને તમાચો મારે છેનાલાયકહું સટાસટસટાસટઉપરાછાપરી ચાર તમાચા એના ગાલ ઉપર રસીદ કરી દઉં છું. સ્વાભિમાનની પૂતળીનું અભિમાન વંકાયુંએની આંખમાં પણ ગુસ્સો છે. પણ મારું રૂપ જાઈ તે ડઘાઈ ગયેલી લાગી. બેઠી થવા જાય છે ત્યાં હું કામુક પશુ બનીને હુમલો કરુ છું. મારો વિકરાળ દેખાવ જાઈ બી જાય છે. ક્ષણો એમ મૌન તથા સંચારહીન પસાર થાય છે.

            એના ધીમા ડુસકા અને હીબકાથી મૌનનું સામ્રાજ્ય ધીમે ધીમે તૂટે છે. હું પણ પશુમાંથી માનવ બનું છું. ડૂસકાનો વેગ ધીમેધીમે વધે છે અને મારો ગુસ્સો પણ ધીમે ધીમે ઓગળે છે. પ્રશ્ચાતાપનો ભાર વધે તે સહ્ય બનાવવા હું પડખું ફરીને સૂઈ જઉં છું. સ્વાભિમાનની પૂતળીના ગર્વ તોડ્યાના મિથ્યાડંબરને ઓઢીને.

            થોડાક સમય બાદ રડતાં રડતાં થંભી ગઈ. એનો હાથ મારા શરીર પર પડ્યો. ઝંઝોટવાની ઈચ્છા થઈ અને દાબી દીધી. એણે મને ફેરવ્યો અને હું તેની તરફ ફરી ગયો. કહ્યાગરા કંથની જેમ

 

૨૧. વહાલાં ઉરો ચીરતાં

ઓફિસમાં કામ કરતાં પૂતુલ કંટાળ્યો. ચાલ જઈને ચા પીઉં. હમણાં હમણાં ઓફિસમાં દરેકની નજરનું તથા વાતોનું કેન્દ્ર બની ગયો હતોકારણ તો સાવ સામાન્ય હતું, પરંતુ એણે ચોળી ચોળીને કરી નાખ્યું હતું.

            એના વિવાહ પૂર્વી સાથે થઈ ગયા હતા. ત્યાં અચાનક એને સાંભળવા મળ્યું. પૂર્વી એના કઝીન સાથે આડો વ્યવહાર રાખે છે. જા કે ખરેખર તો એનો કઝીન પણ નહોતો. પૂર્વીની મમ્મી પૂર્વીના જન્મ પછી તરત મૃત્યુ પામી હતી. ત્યાર પછી તેની સંભાળ માટે તેના પપ્પાએ એક ત્યક્તા સાથે લગ્ન કર્યા હતા. અને કઝીન એમનો પુત્ર હતો. મૃગાંગ પૂર્વીથી લગભગ ચારપાંચ વર્ષ મોટો.

            પહેલેથી ભાઈબહેનમાં સારી બનતી. પૂતુલને શું સૂઝ્યું કે પૂર્વીને જઈને સંભળાવી દીધું. મૃગાંગ સાથે જા તું બોલીશ તો હું સંબંધ તોડી નાખીશ. અને તે દિવસે જબરી ધમાચકડી મચી ગઈ. પૂર્વીએ બરોબર સંભળાવી કે કેવા વહેમી છો તમે ? મા જણ્યો ભાઈ નથી તેથી શું ભાઈ મટી ગયો ? સારું થયું કે લગ્ન પહેલાં તમારા સ્વભાવની ખબર પડી ગઈ.

            વિવાહ તૂટવાની અણી પર રહ્યા. બંને પક્ષમાંથી વિવાહ તોડવાની પહેલ કોઈએ ના કરી. બંને પક્ષ તરફથી આશા હતી કે સામેથી સંબંધ તોડવાની પહેલ કરે.

            અને પ્રસંગને પૂતુલ પોતાની રીતે સાચો છે તેમ મૂલવવા દરેકેદરેક જણને કહી વળ્યો કે પૂર્વી ચારિત્રભ્રષ્ટ છે. તેથી મેં એને કહ્યું. જેવું એનું મોં ફરતું કે શ્રોતા કહેતામૂરખ છે. ભાઈ ઉપર શંકા કરે છે. વહેમી છે. ખરેખર તો લોકો એને સાંભળવા કરતાં તેની મૂર્ખાઈને માણવા એને સાંભળતા. એક પ્રકારનું મનોરંજન બની ગયો હતો. એની મૂર્ખતાને પવન ફૂંકી ફૂંકીને પ્રજવલિત કરતાં બધા શ્રોતાઓ દરેકેદરેક તેના મોંઢે તો એના લીધેલા પગલાના વખાણ કરતાં.

            ‘હા યાર ! સ્ત્રીને તો ભગવાન પણ નથી ઓળખી શકતા ત્યાં આપણે કોણ ? તો ઠીક છે વિવાહ થયા છે અને છતી આંખે કૂવામાં પડવાનું કંઈ કારણ ખરું …?’  અને એક વખત તું લગ્ન કરી લે ત્યાર પછી પણ સંબંધો પ્રકારે ચાલુ નહીં રહે તેની શી ખાતરી ? “હા યાર ! તોડી નખા વિવાહ. એક નહીં હજાર મળશે.” – પરંતુ એકદમ લેતા એના પગ ધ્રૂજતા હતા. કારણ એને પોતાને ઊંડે ઊંડે ભય હતો કે પછી પૂર્વી જેવી સારી છોકરી એને નહીં મળે. તેથી ફક્ત મૃગાંગ વચ્ચેથી હટી જાય એવું ઈચ્છતો હતો.

            કોઈ રસ્તો સૂઝતો નહોતો મૃગાંગને વચ્ચેથી હટાવવાનો. કારણ કે ઘર એક હતું. તેથી લગ્ન સિવાય બીજા કોઈ રસ્તો નહોતો પૂર્વીને ઘરમાંથી કાઢવાનો. અને હવે તો શક્ય નહોતું. વેઈટ એન્ડ વોચની પોલિસી અજમાવવાની ઈચ્છા થઈ આવી. જાકે આમેય વેઈટ થતો હતો.

            બહુ ધમપછાડા કર્યાં. પણ તો એના ઘરવાળા તૈયાર થયા, તો પૂર્વીના ઘરવાળા. આખરે કંટાળીને એણે કોઈ મધ્યસ્થી રાખીને પૂર્વીને લગ્ન માટે મનાવી લીધી. લગ્ન લેવાયાએક દુઃખદ સ્વપ્નના પ્રભાતની જેમ. પુતૂલ મનમાં ધુંધવાતો હતો. પૂર્વી પણછતાંય સમાજમાં માનમોભો સાચવવા લગ્ન લેવાયા અને નવોઢા બનીને પૂર્વી ઘરે આવી.

            સુહાગ રાતને દિવસે પુતૂલે પૂર્વીની માફી માગી. પૂર્વી શરમાઈ અને કહી દીધું, “મારા ભોળા રાજા ! અગ્નિ પરીક્ષા કરી લો. પણ મા જણ્યા ભાઈ જેવા ભાઈ સાથે તો તમારી દુલ્હનને જાડો.” હનીમૂનનો મૂડ પણ પૂતુલ માટે મીઠ્ઠો નહોતો. એના મનને કોઈક ખૂણે શંકાનો કીડો સળવળ્યા કરતો હતો. મૃગાંગ જ્યારે પણ ઘરે આવતો ત્યારેત્યારે તે ઉદાસ થઈ જતો. એને એની મૂર્ખતા ડંખતી, મૃગાંગ પાસે પોતાની જાતને હીણો ગણતો. પરંતુ કીડાની સળવળની તો મૃંગાંગને ખબર હતી કે તો પૂર્વીને

            માણસ બધું ભૂલી જઈ શકે છે, પરંતુ અપમાનનો કે નીચા જાયાનો ઘાવ ક્યારેય ભૂલી નથી શકતો. કૌટુંબિક મર્મિલા ઝઘડા પણ મૃંગાગ ઘરમાં ઊભા કરતો અને એવી કોઠાસૂઝથી શરમાવી દેતો કે ઝઘડામાં સામેલ દરેકેદરેક વ્યક્તિના મોં પર હાસ્ય હોય. પૂતુલના કુટુંબમાં પણ સાકરની જેમ તે ભળી ગયો. ભાભીના ભાઈને જે આવકાર મળે તે દરેક માનમરતબો તેને મળતા. દરેક રજાના દિવસે કાં તો મૃગાંગ પૂર્વીના ઘરે હોય કાં તો પૂર્વી મૃગાંગના ઘરે. પરંતુ પૂતુલના મનમાં સળવળતા કીડાનોસળવળાટ ધૂધવાતો ધૂધવાતો એક દિવસ ફૂંફાડામાં ફેરવાઈ ગયો.

            “ શું દહાડો ઊગ્યો ને ઘર સાંભરે છે. અને મૃગાંગ પણ નવરો ધૂપ જેવો આવી     ટપક્યો છે.” પણ તેમાં ખોટું શુ છે. લાગણી છે તો આવે છે અને હેતપ્રેમ સાચવે છે. “ બધો દેખાડ છે. હું સાચું માનતો નથી. કદાચ તું ગંગા જેવી પવિત્ર હોઈશ. પણ શું મૃંગાંગ હશે ?” “એટલેએટલે કશું નહીંબધું ધીમે ધીમે ઓછું કરી નાખમને આવી એકની એક જિંદગી નથી ગમતી. તારા આવા બધા પ્રોગ્રામથી હું તંગ આવી ગયો છું.

            “એમ કહો ને હજુ મનમાંથી પેલો વહેમ નથી ગયો.” ‘વહેમ’ – હા જા સાડી સત્તર વાર વહેમ. પણ હું ના કહું તે થવું જાઈએ સમજી. પૂર્વી વળ ખાઈ ગઈ – “સારું”.

            ત્યાર પછીની ઉદાસી સમજે એવો બાઘો મૃગાંગ નહોતો. એક દિવસ પૂતુલ સાથે પેટછૂટી વાત કરી નાખી.

            “જુઓ, પૂતુલકુમાર ! તમારા મનમાં શું છે તે તો મને નથી ખબર પણ પૂર્વી હમણાં ખુશ રહેતી નથી. અને મને શંકા પ્રેરે છે. તમારી અને એની વચ્ચે કશુંક મનદુઃખ થયું છે. પણ મારા આવનાર ભાણિયાના સોગંદ ખાઈને કહું તો પ્લીઝ સ્થિતિમાં એને દુઃખી ના કરશો.”

            પૂતુલ મૌન રહે છે. અચાનક પ્રશ્ન થાય છે : “આવનાર ભાણિયો ? તો તો…” મૃગાંગ આનંદથી મલકી ઊઠે છે. હા હું મામો બનવાનો અને તમે પપ્પા.

            શંકાનો કીડો નાગ બની ગયો – ?

 “મામો નહીં બાપ” – “એટલે” – એટલે પૂર્વી મારું નહીં તારું બાળક પોષી રહી છે.

            “પૂતુલકુમારબોલવાનું ભાન છે કે નહીં ? સનસનાટી વ્યાપી ગઈ. મૃગાંગ ક્રોધથી રાતોપીળો થઈ ગયો.”

            “સત્ય હંમેશા કડવું હોય છેઠંડા પેટે પુતૂલ ડામ દેતો હતો.”

            “વહેમીઓ તો ખૂબ જાયા પણ તમારા જેવો મૂર્ખ અને પાગલ વહેમી આજે પહેલો જાયો.” હવે પૂર્વી એક પળ તમારે ઘરે રહી શકે. મારી બહેન ઉપર ચારિત્રનો આવો ડાઘ ?

            “ઘાંટા પાડીને ગામ ભેગું ના કરો. સત્ય હંમેશા સત્ય છે. તમે પૂર્વીને નહીં લઈ જઈ શકો. કયા હક્કથી તેને લઈ જાવ છો ?”

            “ મારી બેન છે. હું એને લઈ જઈશ.”

            “સારું પણ પછી પાછી મૂકવા આવશો.”

            “અમારા ઘરમાં અન્ન હજી ખૂટ્યું નથી. ખૂટશે દિ વાટકો ઝેરનો ધોળી પીવડાવી દઈશુંપણપણતમારા જેવા નીચ અને વહેમીલા પતિને ઘરે નહીં મોકલીએ. સમજ્યા ? ઘરે આવીને ભગ્ન અવાજે પૂર્વીને કહ્યું, ચાલ બેન ! આપણા અન્નજળ ખૂટ્યાંપારકી થાપણ સાચવવાનો ભાર તારા ભાઈ પર બાકી રહ્યો છે. પ્રભુ તેમને સદ્બુદ્ધિ આપે.”

            પૂર્વીને વાત સમજતાં વાર લાગી અને ઘેર આવી. ત્યક્તા બનીનેમૃગાંગના રોષનો પાર નહોતોસાથે સાથે પારાવાર દુઃખ પણ થતું હતું. છેવટે ઉપરવાળા ઉપર બધું છોડીને ધગધગતો નિઃશ્વાસ નાખી દેતો.

            બાજુ પૂતુલે વાતનું વતેસર બનાવીને આખી દુનિયામાં ઢોલ પીટવા માંડ્યો. મૃગાંગ અને પૂર્વી પર માછલાં ધોવાનું ચાલુ રાખ્યું. અને વળી કાયદાનો વકીલ એના કાન ભંભેરવા માંડ્યો. ખરેખર તો તેની અભણ અને પંગુ બહેનનું પુતૂલ સાથે ગોઠવવાની વેતરણમાં જે તે પૂતુલનો સંસાર સળગાવતો હતો.

            એક દિવસ કાયદેસરની નોટિસ આવી ગઈ. છૂટાછેડા માટે. પંરતુ કોઈ સંગીન કારણ મળતાં પૂર્વીને ચારિત્રહીન ચિતરી. મૃગાંગ ઉપરવાળાની લીલા પર હસતો હતો. પ્રભુ તેને પારખ્યો. પારખવાની તક પણ તેં આપી. આવો કરુણ અંત !

            દિવસો પહેલાં હસતું કિલ્લોલતું ઘરભૂતિયું બની ગયું. પૂર્વીની નાજુક પરિÂસ્થતિ અને ઉપરાઉપરી આવતા ઘા. પૂર્વીના પપ્પામમ્મી પણ અસ્વસ્થ હતાં. પરંતુ સહન કર્યે જતા હતા. પૂર્વીને જે દિવસે બાબો આવ્યો તે દિવસે પૂતુલનો વકીલ આવીને લોહી સરખાવી ગયો. પૂર્વી અને પૂતુલ બંનેનું લોહીગ્રુપનું હતું અને બાબાનું લોહી પણ ગ્રુપનું હતું. મૃગાંગનું લોહીએબી’  ગ્રુપનું હતું.

            કાયદાની દ્રષ્ટિએ ફરી એક વખત કેસ પાંગળો બની ગયો. છતાંય પૂતુલની કાયદાકીય કાર્યવાહી ઘટી. પણ હવે તોમા મને કોઠીમાંથી કાઢજેવો ઘાટ થયો. મૃગાંગને લાખ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો અને પૂર્વીનો પણ ખાધાખોરાકી તથા અન્ય ખર્ચ બધું ભરવાનો વારો આવ્યો.

            પૂતુલ આકુળવ્યાકુળ થઈ ગયો. ધોબીના કૂતરા જેવી દશા હતી. તો છૂટકારો મેળવી શકતો હતો. તો તે પૂર્વીને પામી શકતો. એના પુત્રને પણ તે મળી શકતો નહોતો.

            કટુવાણી અને વહેમી સ્વભાવને લીધે આજે છતાં કુટુંબે એકલો હતો. પૂર્વી પ્રત્યેની બધી તેની ફરિયાદો હવે તેને પાયા વિનાની લાગતી હતી. એણે જાતે કેસને એટલો ગૂંચવી નાખ્યો હતો કે તે જાતે જઈને પોતાની ભૂલની ક્ષમા પણ માગી નહોતો શકતો.

            એક દિવસ તેને પત્ર મળ્યો.

            સ્નેહી પૂતુલકુમાર

            નાથાલાલ દવેનું એક કાવ્ય વાંચ્યું. તેમાનું કેટલુંક તમને લખું છું.

            બહુ ના બોલીએ રે બાંધવ ! થઈ બેબાકળા રે

            વરવા ના વેરીએ રે વચનોનાં બાણજા

            તીર જે તાતા રે તે પંડ ઉપર પાછા વળજા

            વળી તો પોતાનું જાણે રે પ્રમાણજા

            હૈયા જીતવાં રે ત્યાં હુશીયારી હોય નહીં

            મન મૂકીને કરજા મનની વાત રે

            બોલજે સાચ ના રે તે અંતરમાંથી ઉભરે રે

            દિલની વાણી તે તો દિલથી ઝીલાય જા

            છેલ્લી ચારેક પંક્તિ તમારા દામ્પત્યજીવનની તડ પૂરવા સમર્થ નથી શું ? જા તમે ઈચ્છો તો ?

            – તમારો શુભેચ્છક

            અક્ષર મૃંગાગના હતા. તે સમજી શકતો હતો. અને તેનું હાર્દ સમજતાં પૂતુલની આંખમાં ઝળહળીયા આવી ગયા પસ્તાવના આંસુ.

            અને તૈયાર થવા લાગ્યોપૂર્વીના તથા તેના સંતાનને લેવા જવા માટે

 

 

 

 

 

 

 

૨૨. મનડું રડે છાનું છાનું

            બેઠી હતી.

            કૃષ થઈ ગયેલી કાયા.

            વિધવા માનું પડખું બનીને બેઠી હતીને હવે એણે નક્કી કર્યું હતું. કૂતરાબાલાડાને મોતે મરીશ પણ ગરીબ દીકરી બનીને હવે ઘરમાં કદી પગ નહીં મૂકુંમાનવીય મૂલ્યો અને માનવીની જેને કિંમત ન હોય. જેને ખાનદાનીની તમા કે ફિકર હોય એવા માનવીઓને માનવી શેના કહેવાય ?

            જીવન શા માટે ?

            જીવન શું ટુકડા રોટલા માટે ?

            જીવન શું ચામડા ચૂંથવા માટે !

            જીવન પાશવી અવતાર પાર કરવા માટે !

            એવું જીવન તો ગમે ત્યારે અને ગમે તેની સાથે પસાર થાય. થાત નેપણ પેલા ભાંજગડિયા આવ્યાજામીનો આવ્યાજવાબદારીઓ લેનારા આવ્યાઅને એમણે મારી માને ભલીભલી.. મીઠી મીઠી વાતો સમજાવી.   

            દલાલો બધા ક્યાં ગયા ?

            કોર્ટમાં પણ એણે કહી દીધેલુંસાહેબતમે મને જ્યારે અને જે સજા કરશો ત્યારે અને તે સઝા ભોગવવા તૈયાર છું પણ પણ

            ને ફફડી ઊઠી.         

            વર્ષાના પહેલા વંટોળિયામાં હોલી જેમ ફફડી ઊઠે છે એને હોલાના કોઈ અમંગળની એંઘાણી વરતાય એમ એના જીવન વિશે એને અમંગળની એંધાણી વરતાતી હતીહવે એને જીવન ખારું ઝેર લાગતું હતુંએને સમજાતું નહોતું શા માટે જીવતી હતી ? આમેય હવે એના જીવનમાં જીવવા જેવું શું હતું ? એણે તો કોર્ટમાં પણ કહી દીધેલું સાહેબ. મને જેલમાં મોકલી આપો તો પણ અદાલતની આંખોએ તો પાટા હોય છે. એને કોણ નાનો, કોણ મોટોધનિક, શ્રીમંત એવા ભેદા દેખાતા નથી

            ન્યાયાધીશ તો તટસ્થ હોય ને!

            ઉકેલ આવી ગયો.

            અવલંબન તૂટી ગયુંઅરે..અવલંબન હતું ક્યાં ?

            દુનિયાની નજરે જાયું કે પરણેલી હતી. બાકી તો પતિને ઘરે જઈ એણે એક રૂમમાં શયન પણ લીધું નહોતું.

            બ્રિજેશ

            હાબ્રિજેશ જુદો હતો.. શ્રીમંતાઈ ને વારસાગત રીતે જે અપલક્ષણો ભેટમાં મળતાં હોય છે એવાં મળ્યાં હતાં.

            પણ જીવન !

            જીવનનું એવું છે !

            ભારતીને આજે સમજાઈ ગયું હતું કે જીવતરના માપ આમ ફેરાફેરી કરી નાખવાથી નીકળતા નથીકરુણતા હતી કે ભારતીને મન જે જીવન હતું બ્રિજેશને મન ગંજીપાની રમતનું એક પાનું હતું.. એણે તો ભારતીનો ઉપયોગ માત્ર હાથમાંથી જતી રહેલી બાજીથી દુનિયાની નજરે હાર્યા દેખાય એટલા માટે કર્યો હતો. બાજી રમવા કરતાં એણે અંચઈ વધારે કરી હતીને જીતનાર ભિલ્લુને અંચઈથી હરાવ્યો હતો.

            પણ આજે ભારતી જુદી હતી.

            પેલી નમણી ભારતી તો કાયરની આથમી ચૂકી હતી.. આજે ભારતી માતાને ઘેર હતી.   

            એના માણીગર રૂપ આજે જુદાં હતાંશૂન્યમનસ્ક બની ગયેલી ભારતી આજે જર્જરિત વસ્ત્રોમાં બેઠી હતી.. દાદરનું પહેલું પગથિયું એને જોઈને અનુકંપાથી જીવતું હતું

            શું ગુનો હતો એનો ?

            શા માટે ઘેર હતી ?

            એના પતિએ એને કેમ ઘેરથી કાઢી મૂકી ?

            બધા પ્રશ્નોનો જવાબ એક શબ્દથી શમી જતો હતો અને તે હતોગરીબી”.

            વિધવા માએ પેટે પાટા બાંધ્યા.

            એને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો.

            એને મોટી કરી. મા દીકરી એકમેકને સહારે પોતાનું પેટિયું કૂટી ખાતાતા.

            એક દિવસ એક અમીર ઘરનું દીકરી માટે માંગું આવ્યું. અમીર બાપનો એક નો એક નબીરો બ્રિજેશબાપને કાપડની મોટી દુકાન ધીકતો ધંધોહજારોની લેવડદેવડ.

            વિધવા મા પહેલાં તો દીકરીનું સુખ જાઈ રાડીની રેડ થઈ ગઈ. હું કહેતી નોતી મારી ભારતુડી બહુ મોટું નસીબ લઈને આવી છે. જુઓ, મનસુખલાલાના ઘરનું માંગું આવ્યુંરાજ કરશે મારી દીકરી !

            અને ભારતુડી પણ આમ તો હતી પૂરેપૂરી ઠરેલ.. ઘરના કામકાજથી પણ સંપૂર્ણપણે કેળવાયેલીવળી માનો નમણો ચહેરો અને બાપનો ગૌરવર્ણ લઈ જન્મેલી છોકરી આમ તો ઉકરડાના રતન જેવી હતી. મોટા ઘરનાં માન મોભા સાચવે તેવું રૂપ અને ઠસ્સો હતો. રૂઆબ તો પૈસા આવતાં ગમે તે વ્યક્તિને કરતાં આવડી જાય

            જે દિવસે બ્રિજેસ અને મનસુખલાલ ભારતીને જાવા આવવાના હતા તે દિવસે ભારતીની માએ તેના પુરાણા જર્જરિત ઘરને વાળીઝૂડીને ચોખ્ખું બનાવવાના પ્રયત્નો કરવા માંડ્યા.. બાજુના ઘરમાંથી બે ગદેલા, ચાદર, ખાટલો, ખુરશી આણી બેઠક ખંડને સજાવ્યા.

            છેલ્લા બે પાંચ મહિનાથી સાચવેલી મૂડીનો મોટો હિસ્સો તેમની આગતાસ્વાગતા માટેની તૈયારીમાં ખર્ચ્યોરખેનેવેવાઈને ઓછું આવી જાયઅને આવી સોનેરી તક ચૂકી જવાયભારતી પણ કાકાના ઘરેથી સારી સાડી લઈ આવી અને સહેજ બનીઠનીને તૈયાર થઈ.

            વેવાઈ આવ્યા. ઈન્ટરવ્યૂ લેવાયોઆગતાસ્વાગતા થઈ અને બધું નક્કી થયું. બ્રિજેશને ભારતી ગમી. વિવાહ થવાની તૈયાર થવા લાગી ત્યાં તો વાતો ઊડતી ઊડતી આવવા માંડી. બ્રિજેશને તો બેએક વર્ષ પહેલાં લોહીની ઊલ્ટી થઈ હતી તેથી તો નાતમાંથી કોઈ છોકરી આપતું નહોતું. નહિતર આવા પૈસાદાર અને મોભાદાર કુટુંબનો છોકરો બેસી રહે ખરો.”

            તો શિથિલ ચારિત્ર્યનો છે. કોઈક નીચ વર્ણની છોકરી સાથે આડો સંબંધ છે.

            “એને તો કેન્સર છે. જવા દોને સાવ પિત્તળ કુટુંબ છે.”

            પહેલાં પહેલાં તો વાતને ભારતીની મા બહુ ધ્યાન પર નહોતી લેતી કારણ કે ઘણા વિધ્નસંતોષીઓ હોય તે આવા વિધ્ન નાખતા હોય છે.

            પરંતુ એક દિવસ મનનો કીડો સળવળ્યો.. તો પહોંચી વેવાઈના ઘરેત્યાં રાત રહી.. જમાઈરાજ રાતના બે વાગે પધાર્યાઅને એના ઉપરથી બધી અફવાઓમાં કંઈક તથ્ય હોય તેવું લાગ્યું. જાકે સમજતી તો હતી કે ધુમાડો કંઈ એમ ને એમ નીકળે. કંઈક તો બળતું હોય

            બીજે દિવસે સવારે વેવાઈને પૂછ્યું : “મનસુખલાલ શેઠ બ્રિજેશકુમાર રાત્રે મોડા કેમ આવ્યા ?” અને એમના મોં પરનું નૂર ઊડી ગયું. જાણે કોઈ ગુનેગારને ચોરી કરતા પકડી લીધો હોય ! ભારતીની માએ એની નોંધ લીધી.

            “કાલે એના મિત્રને ત્યાં પાર્ટી હતી.” પોકળ બહાનું પકડતાં વાર લાગી છતાં ભારતીની મા ઠાવકું હસી.

            પછી તબિયતની વાત કાઢી. વાતમાં ને વાતમાં લોહીની ઊલટીનું પણ પૂછી લીધું. તે વખતે પણ ફરીથી પકડાઈ ગયાનો ભાવ છુપાયો નહીં.

            બેએક વર્ષ પહેલાં કશુંક ખાવામાં આવી ગયુંતું તે ઊલટી થઈ અને મરચા જેવું કંઈક દેખાતું હતું અને લોકો લોહીની ઊલટી, લોહીની ઊલટી એવું માનવા માંડ્યા. બાકી ખરેખર એવું કશું નથી.

            ભારતીની મા ઢીલે પગે ઘેર આવી અને દીકરી કંઈ ઊકરડે નહોતી ફેંકવાનીએણે મનોમન નક્કી કરી નાખ્યું. છો છોકરી કુવારી રહે પણ એવા કેન્સર થયેલા છોકરા જાડે પરણાવીને એની જિંદગી નથી બગાડવી. હું તો ખર્યું પાન કહેવાઉંકાલે હોઉં તો એનું કોણ ?

            વાત જ્યારે વહેતી થાય ત્યારે વાયરાની ઝડપે વહેતી થાય. મનસુખલાલને જ્યારે ખબર પડી ત્યારે ઊંચાનીચા થઈ ગયા. વિવાહ થવાની તૈયારી પર વાત આવીને તૂટી જાય એટલે એમને તો નીચા જાયું થાય.

            વેવાણને ત્યાં આવીને વાત કરી. એમને સમજાવ્યા. એવું કશું નથી. એમ નાતના બેત્રણ મોભીએ પણ કહ્યુંઅને સાથે સાથે છોકરી સુખી થતી હોય તો એમણે વચ્ચે આવવુંમ જાઈએ તેવું સમજાવ્યું. એક મોભીએ તો તેમ પણ કહ્યું, “અરે છોકરી દુઃખી થસે તો અમે જવાબદાર છીએ. એના સુખને તમે આગ ચાંપો આવી શંકા કરીને.”

            ભોળી અભણ મા વળી ગઈ અને વિવાહ થયા. પેલા બેચાર મોભીની આંખની શરમથી. બહુ ખર્ચો થઈ શકે તેમ હતો. અને સાથે સાથે વધુ બફાય નહીં તે માટે બહુ સાદાઈથી અને ઝડપથી મનસુખલાલે પતાવી દીધું.

            માને પણ બિચારીને ઉતાવળ તો સમજ પડી. પણ જેમ તેમ કરીને લગ્ન ઊકેલ્યું.

            લગ્નની પહેલી રાત્રે બ્રિજેશે ભારતીને ચોખ્ખું પરખાવી દીધું. લગ્ન મારી મરજી વિરુદ્ધ થયા છે, તેથી તને હું અડકવાનો પણ નથી તું અહીં રૂમમાં સૂઈ રહેજે, હું બહાર, સમજી !

            પાંચસાત દિવસ પછી સાસુમાએ કામમાં ટોકી, સાસુમાના સાસુએ રસોઈ વખોડી, નણંદીએ સાડી પહેરતા આવડ્યું એમ કહીને ટીકા કરી.

            પતિનો ધડાકો હજી શમ્યો નહોતો તે પહેલાં તો ઉપરાઉપરી ફાયરિંગ થવા માંડ્યું.

            ગરીબ ઘરમાંથી આવેલી છોકરી એકદમ પૈસાદારના ઘરમાં અનુકૂળ તો કઈ રીતે થઈ શકે. ટેબલખુરશી પર ચમચીથી ખાતા આવડ્યું તો સાસુએ ટોકી. તેને પ્રેમથી શીખવાડવાને બદલે તમારી માનું ઘર નથી. અહીંયા જરા રીતભાતથી રહેવું પડશે. ટાપટીપ કરતાં આવડવું જાઈશે.

            કોઈ પણ સ્ત્રી પિયરિયાની રોજ રોજ થતી મશ્કરી તો સાંખી લે. સાથે સાથે ગરીબીનાં સંભારણાં, મેણાં અને ટોણા રૂપે દિવસ ઊગે ત્યારથી ગભરુ સસલીને એની સાસુવડસાસુ અને નણંદી ત્રણે જણા પેલા જંગલી કૂતરાની જેમ પીંખી નાકથા. ચિત્રવિચિત્ર પ્રાણીપ્રહાર, વ્યંગ, કટાક્ષ ઉપાલંભ અને ઉપેક્ષાથી ભારતી ઉભાઈ ગઈ.

            બધું તો જાણે સહી લેવાય પણપતિનો સંગાથ હોય તો ક્યાં સુધી ચાલે ? રાત્રે દોઢબે વાગ્યે બ્રિજેશ આવીને એના રૂમમાં સૂઈ જાય અને દિવસભર ટોણા અને મેણાનાં પ્રહાર ખમી ખમીને