તારામતી પાઠક

તારામતી પાઠક()-પ્રભુલાલ ટાટારીઆ ”ધુફારી

Posted on October 4, 2011 by vijayshah

પ્રભુલાલ ટાટારીઆ નાં નેતૃત્વમાં  શરુ થાય છે એક નવી સહિયારી નવલકથા.

આત્મારામને બાળપણથી કઇ વસ્તુ કેમ કામ કરે છે તે જાણવાની જીજ્ઞાષા રહેતી અને તેથી તે નાની મોટી ચીજો પોતાનીરીતે રીપેર કરવા પ્રયત્ન કરતો એક વખત એલાર્મ ક્લોક બગડી ગયો ત્યારે તેની આઇ ભાનુમતીએ કહ્યું તું રીપેર કરી જો નહીંતર કારીગરને આપીશું અને તે આત્મારામ રીપેર કરી બતાવ્યું ત્યાર બગડેલું સિલાઇ મશીન રીપેર કરેલ ત્યારે તુકારામને પોતાના દીકરાના રસનો વિષય જાણી લીધો હતો એટલે જ સાઇઠના દાયકામાં મેટ્રિક ભણેલા આત્મારામને ક્યાં પણ નોકરીનો મોકો ન મળ્યો એટલે તુકારામજીના કહેવાથી તેમના એક મિત્રની વર્કશોપમાં સામાન્ય મેકેનિક તરિકે જોડાયા

અને બે-એક વર્ષની કર્તવ્યનિષ્ઠાને લીધે એક સારા જાણકાર કારીગર થયા.

ઘેર આવેલ એક મિત્ર સાથે આત્મારામની વાતચીત ભાનુમતીએ સાંભળી જાણ્યું કે આત્મારામ સ્વતંત્ર ગેરેજ શરૂ કરવા માગે છે. તેણીએ તુકારામના કાને વાત નાખી સાંગલીમાં તેમનો એક જમીનનો કટકો હતો જે ગીરવે મુકીને અત્મારામને ગેરેજ  કરાવી અને તેમની કર્તવ્ય નિષ્ઠા રંગ લાવી અને ગેરેજ ચાલી પડી અને સાથે સાથ ટ્રાન્સપોર્ટ કંપની શરૂ કરી અને સારા કમાતા દીકરા માટે ભાનુમતીએ પોતાની સહેલી કૌશલ્યા પાસે તારામતીનું માગુ નાખ્યું અને  લગ્ન લેવાઇ ગયા મેટ્રીક ભણેલી  તારામતીએ પીટીસીની પરિક્ષા આપી એક પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરિકે જોડાયા અને આગળ  જતાં આચાર્ય પદે પહોંચ્યા હતા. લગ્ન પછી એક વર્ષ બાદ કામીનીના જન્મ પછી તેમના સાસુમા  ભાનુમતીના નોકરી ન છોડવાના આગ્રહ છતાં તેણીએ આચાર્ય પદથી રાજીનામું આપી દીધું.બે વર્ષ  બાદ અનિલના જન્મ પછી તુરત જ ભાનુમતીએ પોતાની જીવનલીલા સંકેલી લીધી જાણે પૌત્રનું મ્હોં  જોવા જ રોકાયા હતા અને સંધ્યાના જન્મ પછી આત્મારામના બાપુજી તુકારામજી સ્વર્ગે સિધાવ્યા.

અનિલના અભ્યાસમાં કામીની સતત મદદ રૂપ થતી નાની સંધ્યાને બન્ને ભાઇ બહેને હથેળી પર રાખી હતી એટલે જરા વધુ પડતા લાડકોડમાં ઉછરી હતી.

સમયના અવિરિત વહેતા વહેણ સાથે કામીની અને અનિલ ભણીને પાર થયા અનિલ એક મોટી વિદેશી કંપનીમાં આઇટી કંસલટંટ હતો અને બીએ થયેલી કામીનીની ઓળખાણ એક ફંકશનમાં કિશોર સાથે થઇ ઓળખાણ પ્રણયમાં અને પ્રણય પરિણયમાં પરીણમ્યો.

કામીનીના લગ્ન પછી તારામતીને એક જાતનો ખાલીપો સતાવ્યા કરતો હતો. કોણ જાણે કેમ તેણીને આંતરિક સંદેશો મળતો હોય તેમ તેણીને લાગ્યા કરતું હતું કે, તેણી  પાસે ઉમરનો ખજાનો ખૂટવાલાગ્યો છે એટલે તેણીની હવે અનિલને પરણાવવાની ચટપટી ઉપડી હતી અને અનિલના લગ્ન પછી તેણી બહુજ અલ્પ સમય સુધી જ પોતાની પ્રીય પુત્રવધુની સેવાનો અને પૌત્રને રમાડવાનો લહાવો લઇ શક્યા,

કોઇ પણ સ્વજનના મૃત્યુ વખતે તેણી આત્મારામને અચુક એક જ વાત ફરી ફરી કહેતી જોજો હું તમારાથી પહેલા અમર ચૂડી-ચાંદલા સાથે સોહાગણ જ મરીશ”

ઢળતી ઉમરે જયારે એક બીજાના સાથની અને હુંફની પુરૂષ અને સ્ત્રી ઉભયને વધુ જરૂર હોય તેવા ત્રીભેટે ખરેખર લીલીવાડી મુકી તારામતી અખંડ ચૂડી-ચાંદલા સામેત જીવન લીલા સંકેલીને આત્મારમનો સાથ છોડી અમરાપર સિધાવ્યા. “ “તારા…તારા…આમ દરેક વખતે એકની એક વાત કહીને તું મને શા માટે ડરાવે છે?” “આ તમને ડરાવવા નથી કહેતી એ સ્ત્રી ભાગ્યશાળી કહેવાય જે અખંડ ચૂડી-ચાંદલા સાથે જાય નહીંતર વિધવાઓની હારમાળા ઓછી નથી મને એ જમાતમાં નથી બેસવું” “તે હશે તોય……”

“નારાજ થઇ ગયા હવે બીજી વાર નહી કહું બસ ચાલો હમીરસરની પાળે ફરવા જઇએ”

ખરેખર તારામતીએ ત્યાર બાદ પોતાના મૃત્યુની વાત આત્મારામને કદી ન કરી પણ જીવનસાથી વિદાયનો છુપો ભય આત્મારામના હ્ર્દયના ઊંડાણમાં તો ઘર કરીને બેસી ગયું હતું

એક દિવસ સામાન્ય તાવ અને ઉધરસ  જેવી ઝીણી બિમારીએ તારામતીના દેહમાં પ્રવેશ કર્યો તાવ શેર બઝારના આંકની જેમ ઉપર નીચે થતો હતો પણ હઠીલા બાળકની જેમ તારામતીના દેહમાંથી જવાનું નામ ન્હોતો લેતો.આત્મારામને તારામતીએ ભાંખેલી ભવિષ્યવાણી અને અચાનક વિદાયનો  ઉરના ઉંડાણમાંથી ધરબાયેલો પેલો છુપો ભય જાણે આળસ મરડીને ઊભો થઇ અટહાસ્ય કરતો જણાતો.અનિલના ખાસ મિત્ર ડૉકટર મયુરના ક્લિનિકમાં તારામતીને દાખલ કરી હતી.ખુદ ડૉ.મયુરને પણ સમજણ નહોતી પડતી કે આમ કેમ થાય છે?તેની જ લેબમાં બધા ટેસ્ટ થયા હતા અને બધા રિપોર્ટ નોર્મલ જ હતા એ મોટું આશ્ચર્ય હતું. તેની કેરિયરમાં આવો અટપટો કેસ ક્યારે જોયો નહોતો.

મયુરે તેને ન સમજાતી તારામતીની બિમારી બાબત તેના મુંબઇ અને દિલ્હી રહેતા બે ડૉકટર મિત્રો સાથે ચર્ચા કરી હતી પણ પરિણામ શુન્ય આવ્યું લગભગ એક અઠવાડિયું પસાર થઇ ગયું અને એક સવારે ડૉકટર મયુર રાઉન્ડ પર હતો ત્યારે તેણે તારામતીની રૂમમાં પ્રવેશ કર્યો તો સદા પથારીમાં દેખાતી તારામતી બેડમાં બેસીને માથામાં કાંસકો ફેરવતી હતી અને હંમેશ ફિક્કા ચહેરે કશું પણ બોલ્યા વગર આંખના પલકારે આવકારતી તારામતીએ ડૉકટર મયુરને પુછ્યું

“દીકરા મયુર મને ઘેર જવાની રજા ક્યારે મળશે?”

“તમારે ઘેર જવું છે આન્ટી?” તાવ માપતા અને બ્લ્ડપ્રેશર ચેક કરતાં ડૉકટરે પુછ્યું અને બધું નોર્મલ જોઇને તેણે કહ્યું

“બપોરે રાઉન્ડ પર આવીશ ત્યારે ચેક કરી તમને કહીશ કે તમે આજે સાંજે નહીંતર કાલ સવારે ઘેર જઇ શકશો”

સાંજે ફરી ડૉકટરે તારામતીને ચેક કરી ડિસ્ચાર્જના ડૉક્યુમેન્ટસ તૈયાર કરીને રજા આપી.ઘેર આવ્યા બાદ બીજા જ દિવસે તેણીની ગેરહાજરીમાં ઘર સંભાળતી તેની પરણેલી દીકરી કામીનીને કહ્યું

“કમુ બેટા! હું ઘેર આવી ગઇ છું તો હવે તારે તારા ઘેર જવું જોઇએ”

“કેમ આઇ હું તને ભારે પડું છું?”

“દીકરી કદી માવતરે ભારે ન પડે? ભારે પડવાનો સવાલ નથી પણ ત્યાં કિશોરકુમાર એકલા છે અને સાસરિયામાં તારા સાસુ સસરા અને નણંદ પ્રત્યે પણ તારી ફરજ ખરી કે નહીં?”

“તારા જમાઇની ફિકર નહીકર ત્યાં બા છે માયા છે તેમની સંભાળ લેવા માટે અને તેમણે જ તો મને રજા આપી છે”

“દીકરી એ વાત બરોબર છે તેઓ તેનું ધ્યાન રાખતા જ હશે પણ તોયે અર્ધાગિની એ અર્ધાગિની તેની ખોટ કોઇ ન પુરી શકે”

“હં…..”

બીજા દિવસે સવારે તારામતીએ કિશોરકુમારને ફોન કરીને કામીનીને લઇ જવા કહ્યું અને ખરેખર એ મોકાની જ રાહ જોતો હોય  તેમ કિશોર બપોરે કામીની ને લેવા આવી પણ ગયો.ત્યારે અનિલે મજાક કરી

“મધુબાલા બી રેડ્ડી કિશોરકુમાર આવી ગયા તેમની  લૈલાને લેવા”

થોડીવાર ગામ ગપાટા થયા અને જમવાનું પુરૂ થયું અને ઢળતી સંધ્યાએ કિશોર અને કામીની ઘેર જવા રવાના થયા. હોસ્પિટલમાંથી આવ્યા બાદ જાણે તારામતીને અંદરથી સંકેત મળતો હોય તેમ તેણીને સતત લાગ્યા કરતું હતું કે જાણે તેણીના પાસે સમયનો અભાવ છે અને એક દિવસ તેણીએ અનિલને બાજુમાં બેસાડીને પુછ્યું

“એલા! તને કોઇ છોકરી પસંદ છે કે? હોય તો બોલી નાખ નહીંતર તારા માટે છોકરી શોધવાનું શરૂ કરૂં?”

“તુંયે શું આઇ….”

“એમાં છોકરીની જેમ શરમાય છે શું?ભઇ કોલેજમાં ભણ્યો છો….તારી પાસે સારી ડીગ્રીઓ છે…..સારી નોકરી છે….એ દરમ્યાન કોઇ ગમી ગઇ હોય તો બોલી નાખ તો મારે તારા માટે દુરબીન લઇને છોકરી શોધવાનું મટે તું ખુશ હું ખુશ”

“એવું કશું નથી આઇ…”કહી અનિલ જતો રહ્યો.એટલે તારામતીએ કામીનીને ફોન કર્યો.

“હલ્લો…કમુ દીકરી કેમ છો?”

“…………”

“કિશોરકુમાર કેમ છે અને ઘરમાં બધા કેમ છે?”

“………….”

“મેં તને ફોન એટલા માટે કર્યો હતો કે તારા લગ્ન તો થઇ ગયા હવે મારે અનિલને ઠેકાણે પાડવો જોઇએ મેં તેને પુછ્યું કે,તને કોઇ છોકરી ગમતી હોય તો મને બતાવ  તો તેણે એમ કહીને વાત ઉડાવી દીધી કે “આઇ એવું કશું નથી તો તું અનિલના મિત્રો ઓળખે છે તેમના મારફત તેના સહકાર્યકર વગેરેમાં તારી રીતે તપાસ કર કદાચ અનિલને કોઇ પોરગી ( છોકરી) ગમતી હોય બનવા જોગ છે તેણીની જ્ઞાતિ અલગ હોય  અને અનિલ  કહેતા અચકાતો હોય …તું સમજે છે ને…? હું શું કહેવા માગું છું?

“………….”

તારામતીના મનમાં જે ચટપટી લાગી ગઇ હતી તેના લીધે તેણીએ ડૉકટર મયુરને ફોન કર્યો

“………….”

“દીકરા મયુર હું તારા. કેમ છો?”

“…………..”

“હા…ને મોટી કોમ્પ્લિકેશન છે….”

“………….”

“અરે….ના..ના…..દીકરા તને ઘેર ધક્કો પડે એવી કોમ્પ્લિકેશન નથી…”કહી તારામતી હસી

“………….”

“જો દીકરા તું અનિલનો ખાસ મિત્ર છે પણ શું કામનું? પોતે પરણીને ઠરી ઠામ થઇ ગયા એટલે પત્યું?”તારામતીએ મીઠો ઠપકો આપતા કહ્યું

“………..”

“મેં તને ફોન એટલા માટે કર્યો કે મેં અનિલને પુછ્યું કે તને કોઇ છોકરી  પસંદ હોય તો બોલ તો તેણે આઇ એવું ક્શું નથી કહી વાત ટાળી દીધી તને કશી ગંધ હોય તેના પ્રેમ પ્રકરણની તો વાત કર…નહીંતર તપાસ કર…..”

“……….”

“ભલે તારા ફોનની હું રાહ જોઇશ…..વિદ્યાને મારા આશિર્વાદ કહેજે જયશ્રી કૃષ્ણ”

 

તારામતી પાઠક (2)-પ્રભુલાલ ટાટારીઆ ”ધુફારી

Posted on October 10, 2011 by vijayshah

એક રવિવારના અનિલ પોતાની બાઇક લઇને નિકળવાનો હતો ત્યારે તારામતીને કોણ જાણે શું સુઝ્યું તેણીએ તૈયાર થઇને બહાર જતી સંધ્યાને બોલાવી અને કહ્યું

“અલી! ક્યાં જાય છે?”

“અપૂર્વા ને મળવા કંઇ કામ છે આઇ?”

“હા…બેટા! સંધ્યા જરા તારી બાઇક બહાર કાઢ આપણે ફરવા જઇએ.”

“તું ફરવા આવે છે? તે પણ મારી બાઇક પર? વા,,વ!”

“હા પણ એક શરતે બાઇક પર હું બેસું પછી કોઇ સવાલ જવાબ નહીં કરવાના હું કહું એમ જ કરવાનું ઓ.કે.?

“આઇ તું તો સી.આઇ.ડી.સિરિયલ જેવું સસ્પેન્સ ઊભું કરે છે”બાઇક બહાર લાવતાં સંધ્યાએ કહ્યું

“એ તું જે સમજે તે….ચાલ સ્ટાર્ટ કર”

સંધ્યાએ બાઇક સ્ટાર્ટ કરી અને મેઇન રોડ પર આવ્યા તો  તારામતીએ એક ગલીમાં બાઇક લેવડાવી ને ઊભી રખાવી.સંધ્યાએ આંખના ઇશારે પુછ્યું “કેમ?”

તારામતીએ પાંચ આંગળી ભેગી કરીને હાથનો ઇશારો કર્યો “પાંચ મિનિટ રાહ જો”

એટલામાં રિન્ગ રોડ પર અનિલની બાઇક જતી દેખાઇ એટલે તારામતીએ સંધ્યાને બાઇક સ્ટાર્ટ કરવા ઇશારો કર્યો.રોડ પર આવ્યા બાદ કહ્યું

“જો પેલી પીળી બાઇક જાય છે ને તેના પાછળ પાછળ ચાલ”

“પણ…..આઇ એ તો અનિલની બાઇક છે….”સંધ્યાએ આશ્ચર્યથી પુછ્યું

“તને મેં શું કહ્યું હતું કે કોઇ સવાલ જવાબ નહીં કરવાના…..”

“પણ આ…ઇ…..”

“રોડ પર ધ્યાન રાખ…” અને થોડીવારમાં મિરઝાપર બસસ્ટેશન પાસે અનિલની બાઇક ઊભી રહી એટલે થોડું અંતર રખાવી તારામતીએ પણ બાઇક ઊભી રખાવી ત્યાંતો બસ સ્ટેશન પર સલવાર કમીઝમાં સજ્જ અનિલની રાહ જોતી એક સુંદર યુવતી અનિલની બાઇક પર બેઠી અને બાઇક માંડવીના રસ્તે રવાની થઇ.દૂર ઊભા રહી આ બધું જોતી સંધ્યાએ તારામતી સામે આશ્ચર્યથી અવાંક ભાવે જોયું.તારામતી ભવા ઉપર નીચે કરી માથું ધુણાવ્યું પછી સંધ્યાને કહ્યું

“પાઠ લાગ(પીછો કર),,,”

“યસ સર…..”ગેલમાં આવીને સંધ્યા ટહુકી અને બાઇક અનિલની બાઇકથી અંતર રાખી રવાની કરી.

અનિલની બાઇક માંડવીમાં કાશી વિશ્વનાથના મંદિર પાસે પાર્ક થઇ બન્ને એ સજોડે દર્શન કર્યા અને મંદિરથી થોડે દૂર ધૂળના એક મોટા ઢગલા પર બેઠા.યુવતીએ સાથે લાવેલ  થેલા જેવી પર્સમાંથી ચિપ્સનું પેકેટ કાઢ્યું અને બન્ને ખાવા લાગ્યા.થોડી દૂર બાઇક પર રાહ જોતી સંધ્યા અને તારામતીએ બાઇક પાર્ક કરી કાશીવિશ્વનાથના દર્શન કર્યા,

“પંડિતજી હમણાં દર્શન કરીને ગયો એ જોડલો કોણ છે?”તારામતીએ પુજારીને પુછ્યું

“ખબર નથી બહેન મહિનામાં એકાદ બે વાર રવિવારે આવે છે”

“હં…નહીં શોભે છે જોડી..”

“ભોળાનાથના આશિર્વાદ છે…”

સંધ્યા અને તારામતી બન્ને બાઇક પાસે આવ્યા અને ભુજ તરફ વહેતા થયા ત્યારે સંધ્યા એ પુછ્યું “આઇ તને આ વાતની ખબર ક્યાંથી પડી?”

“આ તો મારા મોબાઇલની બેટરી ઉતરી ગયેલી એટલે અનિલનો મોબાઇલ ઉપાડયો તેમાં એક મિસકોલ જોઇ મેં ઇનબોક્ષમાં જોયું તો અનામિકાના નામના મિસકોલ હતા એટલે મને લાગ્યું કે ભાઇ રવિવારે અનામિકાને મળતા હશે અને મારો અંદાઝ સાચો પડ્યો.હવે આપણને કોઇ વાતની ગંધ નથી એમ જ ચાલવાનું તું ચાંપલાઇ ન કરતી”

“ઓકે આઇ સમજી ગઇ”

ઘેર આવી તારામતી અને સંધ્યા નોર્મલ થઇ ગયા.બે દિવસ બાદ તારામતીએ કામીનીને ફોન કર્યો

“હલ્લો…કમુ દીકરી કેમ છો?”

“………..”

“કેમછે મારા જમાઇરાજ ને ઘરના બધા?”

“………..”

“કમુ તું કોઇ અનામિકાને ઓળખે છે?”

“………….”

“આ હમણાં ટાઉન હોલમાં રસોઇ કોમ્પિટીશનમાં કચોરી માટે પહેલું ઇનામ લઇ જનારના નામ તરિકે અનામિકાનું નામ છાપામાં વાંચ્યું એટલે પુછ્યું”

“………….”

“તારી સાહેલી થાય?…સરસ ક્યારેક લઇ આવ જોઇએ કેવીક કચોરીઓ બનાવે છે”

“………….”

“જયશ્રી કૃષ્ણ” તારામતીને હાશ થઇ ગઇ.

 

તારામતી પાઠક () –પ્રભુલાલ ટાટારીઆધુફારી

Posted on October 10, 2011 by vijayshah

બે દિવસ બાદ એક બપોરે કામીની અનામિકાને પોતાને પીયર લઇ આવી. ચીવટથી પહેરેલા ચુડીદાર અને ટોપમાં આવેલી અનામિકાની ડબછબ તારામતીને ગમી ગઇ.તારામતીને ક્યાં કચોરીની પડી હતી તેણીએ તો વાતોવાતોમાં જે જાણવું હતું એ બધું જાણી લીધું. બધા રસોડામાં ગયા અને તારામતીએ કચોરી માટે જોઇતી બધી સામગ્રી હાજર કરી દીધી.કચોરીઓ બની ગઇ અને નાસ્તા તરિકે ચ્હા સાથે ખવાઇ પણ આ દરમ્યાન સંધ્યા બહારથી આવી અને તેણીને અનામિકાને પોતાના ઘેર જોઇ આશ્ચર્ય થયું પણ તેણી કંઇ બોલે તે પહેલા તારામતીએ આંખના ઇશારે ચુપ રહેવા સમજાવી દીધું “લે સંધ્યા આ કચોરીઓ ચાખી જો.ખબર છે રસોઇ કોમ્પિટીશનમાં આ અનામિકાને પહેલું ઇનામ મળેલું”કચોરીની પ્લેટ આપતા તારામતીએ આંખ મીચકારી. “વાવ! કોન્ગ્રેચ…અનામિકા…”કચોરી ચાખીને સંધ્યાએ કહ્યું . થોડીવાર અહીં ત્યાંની વાતો થઇ અને પછી કામીનીએ કહ્યું “આઇ હું માધાપર જાઉં મારા સાસુમા અને સસરાજી સ્વામિનારાયણ મંદિરમાંથી સંધ્યા આરતીના દર્શન કરીને આવી ગયા હશે.” “સારૂં….વેવાણ અને વેવાઇને મારા જયશ્રી કૃષ્ણ કહેજે”કહી એક ચીઠ્ઠી કામીનીના હાથમાં આસ્તેથી સરકાવી. “રજા આપો આન્ટી હું પણ જાઉ મમ્મી રાહ જોતી હશે” “સારૂં આવતી રહેજે સંધ્યાને કશુંક નવું નવું શિખવાડવા” “કમુની ફ્રેન્ડ તો મારી પણ ફ્રેન્ડ, ફ્રેડશિપ રાખીશને?” “ઓહ! સ્યોર…”કહી બન્ને બહાર આવી કામીનીએ પોતાની બાઇક સ્ટાર્ટ કરી અને અનામિકાને રાઇડ આપી તેણીના ઘેર મુકી આવી. સંધ્યાએ પુછ્યું “આઇ તેં અનામિકાને ક્યાંથી શોધી કાઢી?” “છાપામાં અનામિકાની કચોરીના વખાણ વાંચ્યા હતા હવે એ અનામિકા એ જ છે કે બીજી તે જાણવા માટે કમુને ફોન કરેલો તો એ કમુની સહેલી નીકળી એટલે તેણીને ઘેર લઇ આવવા કહ્યું અને તે એ જ નીકળી જેને આપણે શોધતા હતા શોભે છે નહી?” “હા ને આઇ મને તો કાશીવિશ્વનાથના મંદિરમાં પહેલી વખત જોઇ ત્યારે જ ગમી ગયેલી” આ તરફ કામીનીએ તારામતીએ આપેલી ચીઠ્ઠી ખોલી તેમાં લખ્યું હતું અનામિકાને મુકીને પાછી ઘેર આવજે એટલે કામીની પાછી ઘેર આવી “હા..બોલ! આઇ એવું તે શું હતું કે ત્યારે કશું ન કહેતા પાછી બોલાવી” “તારો ભાઇ તારી સહેલીને લઇ ને માંડવી સુધી બાઇક ઉપર લોંગ ડ્રાઇવ પર જાય છે” “વાવ! શું વાત કરે છે….?? તને કેમ ખબર પડી??” “હમારે જાસુસ ભુજકે કોને કોને મેં ફૈલે હુવે હૈ જા….ની”કહી સંધ્યાએ પોતાના નાક તળે આંગળી ઘસી. “………” કામીની કંઇક અવઢવમાં અટવાઇ એટલે તારામતી હસી અને કામીનીને અતઃ થી ઇતી સુધીની બધી વાત કરી. “મારો ભાઇ બહુ પાકો શું પ્લાનિન્ગ કર્યું છે,શિવમ્પાર્કમાં રહેતી હિરોઇન ઠેઠ મિરઝાપર સ્ટેશન પર આવે અને મહેરાઅલી ચોકમાં રહેતો હિરો હિરોઇનને પોતાની બાઇક પર બેસાડીને માંડવી લઇ જાય વા,,,વ હાઉ રોમાન્ટિક” “હવે…આ બધુ જાણ્યા પછી તું તારી રીતે તું તારી સખીનું મન જરા ફંફોસી જો” “મને પણ અનામિકાને મારી ભાભી બનાવવાની વધારે ઇચ્છા છે” બે દિવસ બાદ કામીની અનામિકાને ત્યાં ગઇ અને તેની મમ્મી સાથે વાતો કરતા પુછ્યું “આન્ટી આ અનુને ક્યાં સુધી ઘરમાં ગોંધી રાખશો કોઇ છોકરો શોધ્યો નથી હજી સુધી?” “સારૂ થયું તું આવી આ જો મયાશંકરના છોકરા ઉદયનું માંગુ આવ્યું છે” કહી બાજુમાં રાખેલી ગીતામાંથી એક ફોટોગ્રાફ કાઢી બતાવ્યો “છોકરો તો સારો છે”અનામિકા તરફ આંખ મિચકારતા કહ્યું “સારૂં ભણેલો છે અને વાણિયાવાડમાં રેડીમેઇડની દુકાન છે પણ તારી આ સખી મારે હમણાં નથી પરણવુંની રઢ લઇને બેઠી છે તેને સમજાવ” કહી રસોડામાં ગયા અને કામીની અનામિકા સાથે તેણીના રૂમમાં ગઇ “અલી! હમણાં નથી પરણવું તો ક્યારે પરણીશ બુઢ્ઢી થઇ જઇશ ત્યારે” “……….” “આમ બાઘાની જેમ શું જુવે છે તારા મનમાં જે ઘૂટાંતુ હોય તે બોલી નાખ તો હું આન્ટી સાથે તારા વતી વાત કરૂં” “હું અનિલને ચાહું છું પણ મમ્મીને કહેતા અચકાઉ છું જો તેણી ના પાડશે તો હું અનિલને શું જવાબ આપીશ?” “અનિલ પણ તને પરણવા માગે છે?” “હા આમ તો અમે ગાંધર્વ લગ્ન કરી લીધા છે” “વાવ! ક્યાં? માંડવીના કાશીવિશ્વનાથના મંદિરમાં?” “………..” “રવિવારે મિરઝાપર બસ સ્ટેશનથી અનિલની બાઇક પર બન્ને માંડવી કાશીવિશ્વનાથ મંદિરે આવો છો એમને?” “…………” “આમ બાઘાની જેમ શું જુએ છે મારીમાને બધી ખબર છે અને તેણી સંધ્યા સાથે છેક કાશીવિશ્વનાથ સુધી તમારા પાછળ આવી હતી અને હવે હું તારૂં હૈયું ફંફોસવા આવી છું” “…………” “આમ બાઘા જેમ મારી સામે શું જુએ છે ? હવે તું બધી ફિકર છોડી દે મારીમા બધું સંભાળી લેશે” બે દિવસ પછી એક દિવસ શિવમ્ પાર્કમાં અવાજ સંભળાયો “ગોમતીબેન જયશ્રી કૃષ્ણ” “જયશ્રી કૃષ્ણ…”સવારનું છાપું વાંચતા ગોમતીબેને છાપું બાજુમાં મુકતા જવાબ આપ્યો અને આંગુતક કોણ છે એ વિચારવા લાગ્યા “તમે મને નથી ઓળખતા હું અનામિકાની સહેલી કામીનીની મમ્મી” “અરે હા! ઓલી માધાપર વાળી કામીનીને?”કહી તેમણે સાદ પાડ્યો “અરે! અનુ….જરા નીચે આવતો બેટા જોતો કોણ આવ્યું છે” “આન્ટી તમે…?”તારામતીને જોતા પગે લાગતા અનુએ પુછ્યું “હા…તારૂં ઘર જોવા અને તારી મમ્મીને મળવા આવી છું” “શું ચાલશે ચ્હા કે કોફી?”ગોમતીબેને પુછ્યું “આન્ટી ચ્હા પીએ છે ચ્હા બનાવું ને?” “હા દીકરી…”કહ્યું તો અનુ રસોડામાં ગઇ એટલે તારામતીએ વરંડામાં ઉગેલી તુલસી તરફ જતા કહ્યું “વાહ! તમારે ત્યાં તો તુલસી સારી ફાલી છે મને સુકા માંજર આપજો” “હા ને કાનુડાને તુલસી જોઇએ એની મહેર છે” કહેતા ગોમતીબેન બહાર આવ્યા એટલે બહાર હિંચકા પર બેસતા તારામતીએ ગોમતીબેનને બાજુમાં બેસવાનો ઇશારો કર્યો. “મને કમુએ કહ્યું કે,મારી સહેલી મને હમણાં નથી પરણવુંની રઢ લઇને બેઠી છે તો તું તેને સમજાવ” “હા સાચી વાત છે” “અનામિકા આંતરજ્ઞાતિય લગ્ન કરવા માંગતી હશે તેથી પણ કદાચ અચકાતી હોય” “અરે! પણ મગનું નામ મરી પાડે તો ખબર પડે ને?” “તો હું પાડું…?” “…………”ગોમતીબેન તારામતીને જોઇ જ રહ્યા “અનામિકા મારા દીકરા અનિલને ચાહે છે તમે છો પુષ્કરણા બ્રાહ્મણ અને અમે છીએ મરાઠી ચિત્પાવન બ્રાહ્મણ જોકે મારા દાદા સસરા કચ્છમાં ઠરીઠામ થયા હતા. તેઓ એક હાઇસ્કૂલમાં આચાર્ય હતા તે જુની હાઇસ્કૂલનું તો હાલ નામો નિશાન પણ નથી એ અસ્તિત્વમાં હતી ત્યારથી અમે અહીં જ છીએ,” “લે તો મને શો વાંધો હોય બન્નેના હૈયા હળી ગયા છે તો હવનમાં હાડકા નાખવાથી શું વળે?” “છોકરા આપણી આમન્ય રાખે છે એટલું સારૂં છે નહિતર ભાગીને લગ્ન કરી લે તો હું કે તમે શું કરી લેવાના હતા કહો જોઇએ?” “હા એ વાત તમારી સાવ સાચી” “તો લાવો કુંડલી હું અમારા પુરોહિતને બતાવીને મુહુર્ત જોવડાવી તમને જાણ કરીશ” “લો આ રહી..”કહી ગોમતીબેને બાજુમાં રાખેલી ગીતામાં સંતાડેલી કુંડલી આપી જે તારામતીએ પોતાની પર્સમાં સરકાવતા કહ્યું “હમણાં કંઇ બોલતા નહીં વિઠોબા બધે સારા વાના કરશે” ત્યાં અનામિકા ચ્હા સાથે પાતરા લઇ આવી. “વાહ! પાતરા….??” “અનુને વાનગીઓ બનાવવાનો શોખ છે”ગોમતીબેને કહ્યું “તે વગર કોમ્પિટિશનમાં પહેલું ઇનામ થોડું જ મળે?” પાતરા ખવાયા ચ્હા પિવાઇ અલક મલકની વાતો થઇને પછી વિદાય લઇ તારામતી ઘેર આવી.કુદરતનું કરવું ને આત્મારામના પુણેના મિત્ર કુલકર્ણીનો કુરિયર આવ્યો અને તેના કાકાઇ ભાઇની દીકરી મંજુશ્રીનો બાયા ડાટા અને ફોટોગ્રાફ મળ્યા હતા.મંજુશ્રી ફોટો સરસ હતો કોઇને પણ ગમી જાય એવો. તારામતીતો આ જોઇને કામીનીને ફોન કરી બોલાવી લીધી અને પોતાનો પ્લાન સમજાવ્યો.રાત્રે જમ્યા બાદ તારામતી અનિલના રૂમમાં આવી ત્યારે પલંગ પર આડા પડી વાંચતા અનિલે બુક કોરાણે મુકી બેઠો થતાં પુછ્યું “હા..બોલ આઇ કંઇ કામ હતું?” “હા..ને આ તને છેલ્લીને ફાઇનલ વાર ફેસલો કરવા પુછું છું તને કોઇ છોકરી ગમે છે?” “ફેસલો મતલબ?” “જો કોઇ તને ગમતી હોય તો બોલ નહીતર પુણે વાળા મિસ્ટર કુલકર્ણીની પોરગી મંજુશ્રી મને ગમે છે તેમનો આજે જ આવેલ માંગુ સ્વિકારી લઉ ને? “તું…યે શું મમ્મી એ..વું કશું..પણ..તને મારા લગ્નની ઉતાવળ શું છે?” “સાલા ડરપોક ગંધર્વ લગ્ન કર્યા ત્યારે ન્હોતું વિચાર્યું ને હવે કહેતા લારા શું ચાવે છે?”બારણાંમાં ઉભેલી કામીનીએ કહ્યું “ગંધર્વ લગ્ન?કો…કો…કોના?”અનિલ થોથવાયો “તારા ને મારા..માંડવીના કાશીવિશ્વનાથના મંદિરમાં”અનામિકા ટહુકી “અનુ…તું,,,,અહીં……?”

 તારામતી પાઠક () –પ્રભુલાલ ટાટારીઆધુફારી

Posted on October 19, 2011 by vijayshah

“હા….હું…..અનામિકાએ રૂમમાં દાખલ થતાં કહ્યું “ભાઉ તારો અજાણ્યા થવાનો નાટક પુરો થયો કારણ કે હવે આના અને આપણા બન્નેના કુટુંબને તમારા ગાંધર્વ લગ્નની ખબર છે હવે વિધિવત લગ્ન કરાવવા બાકી છે બસ”સંધ્યાએ કહ્યું “ભાઉ તું તો એક નંબરનો ગિલિન્ડર નીકળ્યો”કામીનીએ અનિલનો કાન આમળતા કહ્યું “હા ને લગ્નનું પુછીએ તો આઇ એવું કશુ નથી”અનિલના ચાળા પાડતા તારામતીએ કહ્યું “ને આ,,,,મારે હમણાં નથી પરણવું”અનામિકાના પીઠે ધબ્બો મારતા કામીનીએ કહ્યું “…………”બાઘાની જેમ અનિલ આજુબાજુ જોતો હતો એટલે સંધ્યાએ કહ્યું “હું ને આઇ મારી બાઇક ઉપર છેક માંડવી કાશીવિશ્વનાથ સુધી આવેલા અને તમને ચીપ્સ ચાવતા જોઇ ને ઘેર પાછા આવેલા આતો આઇએ મનાઇ કરેલી એટલે હું કશું બોલી નહી” “ભલે આઇ હવે હું જાઉ નહીતર મારા સાસુને ચિન્તા થશે” “આન્ટી હું પણ જાઉ”અનામિકાએ તારામતીને પગે લાગતા કહ્યું “આન્ટી નહી હવેથી આઇ કહેજે”સંધ્યાએ ટકોર કરી “ભલે આઇ હું પણ જાઉ”અનામિકાએ કહ્યું તો તારામતીએ તેણીને બાથમાં લઇ માથું ચુમ્યું આત્મારામે ટી.વી.સ્વીચ ઓફ કર્યો અને પલંગમાં લંબાવ્યું દશેક મિનિટ બાદ પણ તારામતી દેખાઇ નહી એટલે અનિલના રૂમમાંથી આવતા અવાઝથી ત્યાં વળ્યા તો કામિનીને બહાર આવતા જોઇ આશ્ચર્ય થયું “કમુ બેટા તું અત્યારે અહીં અને આ કોણછે?”કામીનીની પાછળ આવતી અનામિકાને જોઇને પુછ્યું “આ આપણી સુનબાઇ છે”તારામતીએ અનિલના રૂમમાંથી બહાર આવતા કહ્યું તો અનામિકાએ દુપટ્ટો માથા પર મુકી આત્મારામના ચરણ સ્પર્શ કર્યા “આયુષ્યમાન ભવ”આત્મારામે આશિષ આપ્યા. બધા બારણા સુધી આવ્યા અને બન્નેને વિદાય કરી પાછા આવ્યા ત્યારે આત્મારામના ચાલતી ગડમથલનો સવાલ કર્યો “તારા…આ આપણી સુનબાઇ તેં ક્યાંથી શોધી કાઢી?” “શિવમ પાર્કમાંથી મેં નહીં તમારા બારકસે શોધી કાઢી” “એક મિનિટ એક મિનિટ તારી એ કહેવાતી સુનબાઇના પપ્પાનું નામ શું છે?” “મયાશંકર પ્રાણજીવન જોશી કેમ?” સાંભળી આત્મારામ હં હવે તાળો મળ્યો એવા ભાવથી માથું ધુણાવ્યું “કેમ શું થયું તમે ઓળખો છો?” “ના પણ તને યાદ છેને આપણા ડ્રાઇવર અને મેકેનિક હજીપીરવલીની સલામે ગયેલા?” “હા એને તો જમાનો વીતી ગયો તેનું અત્યારે શું છે?”તારામતીએ પુછ્યું “જો હવે હું કહું તે સાંભળી તારે ગુસ્સે નહીં થવાનું ઓકે? “એવી તે શું ગુપ્ત વાત છે જેના માટે તમે મને અત્યારથી જ બાંધી લો છો?” “એ તું સાંભળ્યા પછી નક્કી કરજે” કહી આત્મારામ તારામતીને પોતાની હાજરીમાં બનેલ અને પછી અનિલ પાસેથી સાંભળેલ વાર્તા કહી આત્મારામના ગેરેજ કામ કરતા મેકેનિકો અને ટ્રાન્સપોર્ટમાં ટ્રક ચલાવતા ડ્રાઇવરો બધા સલાયાના મુસ્લિમ બિરાદરો હતા.એક દિવસ સવારના પહોરમાં મેકેનિક અને ડ્રાઇવરો એ ભેગા મળીને આગેવાન તરીકે બુઝુર્ગ અબુચાચાને આગળ રાખી આત્મારામ પાસે રજુઆત કરાવી. “શેઠ આવતી કાલથી હાજીપીરવલીનો ઉર્સ(મેળો) શરૂ થાય છે તો તમે રજા આપો તો આપણા એક ટ્રકમાં અમે બધા હાજીપીરવલીની સલામે(માથું ટેકવવા) જઇ આવીએ” “તો પાછા ક્યારે આવશો?” “બસ એક દિવસની વાત છે આવતીકાલે વહેલી સવારના ઠંડા પહોરમાં નીકળી જઇશું અને પરમ દહાડે સવારના નીકળીને દશેક વાગ્યા સુધીમાં આવી જઇશું” “ભલે તો વાંધો નહી અરે! હા આ લે હજાર રૂપિયા ત્યાંથી જ ચાદર લઇને મારા વતી પીરને એનાયત કરજો અને જો કંઇ પૈસા વધે તે ખેરાત(દાન) કરી દેજો.” બધા આનંદથી હસ્તા મોઢે વિખરાયા અને એક છોકરાને સાઇકલ લઇને સલાયા રવાનો કર્યો બધાને ઘેર સંદેશો પહોચાડવાકે આવતી કાલે હાજીપીરવલીની સલામે જવાનું છે તો તૈયારીમાં લાગી જાય.તે રાતના સલાયામાં બિરયાની રંધાઇ અને બિસ્મિલ્લાહ કરી અબુચાચાને ત્યાં સમુહ ભોજન થયું તે દરમિયાન ટ્રકની સારી રીતે સફાઇ થઇ અને કાગળના ધજા પતાકાથી શણગારાઇ અને સવારે વહેલું જવું છે એટલે જલ્દી સૌ વિખરાયા. સવારના પહેલી આજાન થતા નમાજ અદા કરીને બધા ટ્રકમાં ગોઠવાયા ઓસમાણ હાર્મોનિયમ લઇ આવ્યો મહમદે ઢોલક ઉપાડેલી કરીમે ખંજરી ઉપાડેલીને ભુજ મુક્યાબાદ ઇકબાલ અને મક્બુલ કવ્વાલીઓ ગાવા લાગ્યા બીજા પોતાની રીતે સુર પુરાવવા લાગ્યા. આ બાજુ પ્રસાંત પેકર અને મુવરનો માલિક જગજીવન અવઢવમાં હતો તેના એક ટ્રકમાં ગાંધીધામ ખાતે ઘરનો બધો સમાન ખડકાયેલો પડ્યો હતો પણ ડ્રાઇવર રામદાસની ઘરવાળી દાદરથી પડી જતાં તે ટ્રક ત્યાં જ મુકીને હોસ્પિટલમાં દોડ્યો ત્યાં પહોંચ્યા બાદ તેણે પોતાની ઓફિસમાં જાણ કરી કે, સામાનની ડિલિવરી અર્જન્ટ છે તો બીજા ડ્રાઇવરની વ્યવસ્થા કરજો પણ તેના તો બધા ટ્રક ડિલિવરી માટે નિકળી ગયા હતા હવે? તેમણે આત્મારામનો કોન્ટેકટ કરવાનું નક્કી કરી તેમની ઓફિસે આવ્યા આત્મારામ આરામથી સવારનું છાપું વાંચતા હતા કેબીનનો દરવાજો ખુલતા આત્મારામે ઊંચું જોયું “રામ રામ દેવા” “રામ રામ ઓહો! જગજીવનભાઇ તમે સવારના પહોરમાં?” “આત્મારામજી મારા બધા ડ્રાઇવર ડિલિવરીમાં નીકળી ગયા છે કોઇ હાજર નથી મારો એક ગયો છે તો તમારો કોઇ ડ્રાઇવર આપો તો સારૂં” “ભાઇ જગજીવન મારા તો બધા ડ્રાઇવર અને મેકેનિક પણ હાજીપીરવલીની સલામે ગયા છે હમણાં તો કોઇ નથી આવતીકાલે ડિલિવરી કરાવવાનું રાખોને” “આત્મારામભાઇ પાર્ટીએ મને એક્સ્ટ્રા ચાર્જ આપીને કહ્યું છે કે,માલ આજ બપોર સુધીમાં કોઇ પણ હિસાબે ઘેર પહોંચી જવો જોઇએ એટલે મારે કોઇ પણ હિસાબે સામાન પહોચાડવો જ પડશે તમને તો ખબર છેને કે યુનિયનના ડ્રાઇવરોની હળતાલ ચાલે છે?” “મારા ડ્રાઇવરો એમાં નથી” “ડ્રાઇવરો તો મારા પણ યુનીયનમાં નથી પણ હવે આ ડિલિવરીનું શું કરીશું?” “તમે ટ્રકનાં નંબર,તેની ડુપ્લિકેટ ચાવી ક્યાં ઊભું છે એ લોકેશન અને ડિલિવરીનું એડ્રેસ આપો અને બેફિકર થઇ જાવ ડિલિવરી થઇ જશે”આટલી વારથી ઓફિસમાં બેસી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા વાંચતા અનિલે કહ્યું તો આત્મારામે તેના સામે જોયું એટલે અનિલે થઇ જશે એવી હૈયા ધરપત ઇશારાથી આપી “હમણાં જ લઇ આવું” કહી ખુશ થતો જગજીવન ઓફિસમાંથી બહાર આવ્યો.તેમના ગયા પછી આત્મારામે અનિલને પુછ્યું “એલા! ડ્રાઇવર તું ક્યાંથી લાવીશ?” “હું છું ને અપ્પા ફીકર નહી કરો” “તું ને ટ્રક ચલાવીશ?” “તો શું થયું હા પગાર બરાબર આપવો પડશે” “તારી આઇને ખબર પડશે તો મારી ધુળ કાઢી નાખશે કહેશે આઇ.ટી.કન્સલ્ટન્ટને ડ્રાઇવર બનાવી દેતા તમને શરમ ન આવી?” “આઇને ખબર ક્યારે પડશે જયારે તમે કહેશો ત્યારેને?” “પણ દીકરા….” “અપ્પા હવે કશું પણ બોલશો નહી હા જગજીવનભાઇ પાસેથી ડ્રાઇવિન્ગ ફી બરોબર મળવી જોઇએ” “જોઇશું” “આ લ્યો ચાવી સામાનનો ઇનવોઇસ ડેસબોર્ડના ખાનામાં હશે,ગાંધીધામ રામબાગ હોસ્પિટલ પાસે ઓરેન્જ કલરની અશોક લેલેન્ડ ટ્રક ઊભી છે નંબર છે જીજે ૧૫ એમપી ૧૨૩૪, સામાન પહોંચાડવાનો છે શિવમ્પાર્કમાં ઉમાશંકર ઉદયરામ જોશીને ત્યાં. ડ્રાઇવર ક્યાં છે?” “ડ્રાઇવરને સંદેશો મોકલાવ્યો છે આવતો જ હશે આ હડતાલિયા ડ્રાઇવરોથી ડરીને એતો ગલ્લા તલ્લા અને આનાકાની કરતો હતો પણ મેં કહ્યું તું આત્મારામનું કામ નહી કરે? તો માની ગયો બસ આવવો જોઇએ તમે જાવ સવારે સામાન મળ્યાની રસીદ તમને મળી જશે”સાંભળી અનિલ મરક્યો. “ભલે આત્મારામજી રજા આપો તમે મારી ફિકર દૂર કરી દીધી લ્યો આ ૫૦૦ રૂપિયા ડ્રાઇવરને ટ્રીપના આપી દેજો” કહી જગજીવનભાઇ ગયા. “ભલે અપ્પા હું પણ જાઉ છું”કહી અનિલે બાઇક સ્ટાર્ટ કરી “દીકરા આ ફોર્ડ સલૂન ગાડી નથી ચલાવવી ટ્રક ચલાવવાનો છે સંભાળજે” અનિલ ઘેર આવ્યો અને સીધો પોતાના રૂમમાં જઇને તેણે જુની જીન્સની પેન્ટ કાઢી અને હોળી રમતા રંગાયેલ કાબરચિતરૂ શર્ટ કાઢ્યું અને એક ગમછો કાઢ્યો અને બધું એની લેપટોપની બેગમાં નાખીને એકલા રહેતા હિમાંશુને ત્યાં આવ્યો “ઓહો! અનિલ તને આજે ફુરસદ મળી ગઇ?” “હા…”કહી અનિલ સીધો તેના બાથરૂમમાં ગયો અને ત્યાં કપડાં બદલ્યા અને બહાર આવી ગમછો માથાપર બાંધ્યો એ જોઇ હિમાંશુંએ પુછ્યું “આ વળી કેવું નાટક છે?આ પહેરી તું ક્યાં જાય છે અને શું કરવા માગે છે?” “એ બધી વાત પછી નીરાંતે અત્યારે ઉતાવળમાં છું ચાલ જલ્દી મને મારી બાઇક પર ગાંધીધામ મુકીજા અને હા પછી બાઇક તારી પાસે જ રાખજે મારા ઘેર મુકવા જતો નહી” થોડીવારે બન્ને ગાંધીધામના રસ્તે પડ્યા રામબાગ હોસ્પિટલ નજીક જ ઊભેલી જગજીવનભાઇની ટ્રક અનિલે ઓળખી લીધી એટલે નજીકની એક હોટલમાં ચ્હા પીવા બન્ને બેઠા ચ્હા પીવાઇ ગયા પછી અસ્ટમ પસ્ટમ સમજાવીને હિમાંશુને રવાનો કર્યો અને દશેક મિનિટ પછી અનિલે ટ્રક પાસે આવ્યો અને ટ્રક પાસે જ બેઠેલા મજુરોને ગાડીમાં બેસવાનું કહી સ્ટીયરિન્ગ સંભાળ્યું એ પહેલા ટ્રકના વ્હીલ પર લાગેલી માટી અને ક્રુડ ઓઇલ લઈને ચહેરા પર અહી ત્યાં ચોપડી અને કોઇ પણ જાતની ઉતાવળ વગર શિવમ્પાર્કમાં પાસે મળેલ સરનામા મુજબ ટ્રક ઊભી રહી એટલે ઘરના ઓટલે બેઠેલા ગોમતીબેને બુમ પાડી “દીકરી અનુ જો સામાન આવી ગયો” “કેમ આટલું મોડું કર્યું તમારા શેઠે તો કહ્યું હતું સવારના નવ વાગે સામાન મળી જશે આ જો અત્યારે બાર વાગવા આવ્યા”અનામિકા આંખો તતડાવી ગરજી “દેખો મેડમ ઇસ ટ્રકકા ડ્રાઇવરકી ઘરવાલી હોસ્પિટલમેં હૈ હમકો તો કુછ માલુમ નહીં હૈ જો બોલના હૈ શેઠકું બોલો ઉસને બોલા સામાન લેકે જાવ લેકે આયા” “અનુ…અનુ….મુક લમણાંજીક સામાન આવી ગયોને?” “હા…ને આને કંઇ ખબર નથી સાવઘોઘો છે”સાંભળી અનિલ મરક્યો અને કહ્યું “મેડમ પાની પિલાઇએ” “હું…લો….”પાણીની બોટલ પકડવતા મ્હોં ફેરવી ગઇ “મેડમ આપકા બોટલ…” પાણી પી બોટલ પાછી આપતાં અનિલે કહ્યું “કોઇ જરૂરત નહીં તુમહી રખ્ખો હું….”કહ્યું તો અનિલે ખભા ઉલડ્યા “ઐસે ઘૂર ઘૂર કે ક્યા દેખતા હૈ?” “માલકને આંખે દેખને કે લિયે દી હૈ મેડમ”સાંભળી ગોમતીબેન મરક્યા.”જોઇ અનામિકા ધુધવાઇ “બેન ક્યો સમાન ક્યાં ક્યાં મુકવો છે એ બતાવો એટલે ત્યાં મુકવાનું કરીએ”એક મજુરે કહ્યું અનિલ બહાર ઓટલા પર બેસીને તંબાકુ ચોળતો હોય તેમ પાન-મસાલા મસળીને મ્હોમાં મુક્યો અને થોડીવાર આમતેમ આંટા માર્યા બાદમાં એક લીમડાના ઝાડ નીચે ગમછો માથાનીચે મુકી આડો પડ્યો.સામાન ઉતરી ગયો એટલે સામાન મળ્યાની પહોંચ લેવા અનામિકાને ઇનવોઇસ આપ્યો. “મેડમ ઇસમે સાઇન કરકેદો સમાન મિલ ગયા કરકે” “અગર ઇસમેં કુછ તૂટ ફૂટ હોગા તો?” “મેડમ જો બોલના હૈ શેઠકો બોલના આપ આઇટમ ગિનકે સાઇન કરદો બસ” “અનુ…અનુ…આના સાથે શા માટે માથાકુટ કરે છે સહી કરી દેને દીકરી”એટલામાં મયાશંકરજી આવ્યા “શું વાત છે? “શેઠજી સામાન મિલ ગયા કરકે સાઇન કરદો ના!” અનામિકાના હાથમાં પકડેલા ઇનવોઇસને ઝાટકાથી ખેંચી મયાશંકરજીને આપતા કહું “અનુ…નકલા ગણી લીધાને દીકરી?બધા બરાબર છે ને?” “બાપુજી આઇટમ તો પુરી છે પણ એમાં કશી તૂટ ફૂટ હશે તો?” “અરે! તેમાં બિચારા આ ડ્રાઇવરને રોકી રાખવાનો શો મતલબ?” “યહી ચ તો કબસે મેડમકું હમ બોલતા હૈ લેકીન સુનતા ચ નહીં”સાંભળી અનામિકાએ મ્હોં મચકોડ્યું મયાશંકરજીએ સહી કરી ઇનવોઇસ અનિલને આપ્યો તો અનિલે મયાશંકરજીને સલામ કરી અને જોયું? એવા ભાવથી અનામિકા સામે જોઇ આંખો નચાવતો બહાર આવ્યો.મજૂરોને ટ્રકમાં બેસાડીને ગાધીધામથી ભુજ આવવા રવાનો થયો.ભુજ આવી ટ્રક ભીડ બજારમાં આવેલી જગજીવનની ઓફિસ પાસે ઊભી રાખી મજૂરોને રવાના કર્યા. ટ્રક ઊભી રહેવાનો અવાજ સાંભળી જગજીવન બહાર આવે અને અનિલને ઓળખે તે પહેલા એ રિક્ષામાં બેસીને હિમાંશુના ઘેર જવા નીકળી ગયો. હિમાંશુ તો અનિલના રૂપરંગ જોઇને હસી હસી ઊંધો વળી ગયો તેની તરફ ધ્યાન આપ્યા વગર અનિલ તેના બાથરૂમમાં ગયો અને ફ્રેશ થઇ બહાર આવ્યો અને લેપટોપના્થેલામાં પોતાનો ડ્રાઇવરનો વેશ નાખી કહ્યું “બાઇકની ચાવી આપ” “પહેલાં એ કહે કે આ બધો નાટક શું હતો?” “એ ઘણી રસપદ વાત છે મિત્રો ભેગા મળીશું ત્યારે વાત”કહી અનિલ સીધો ઘેર આવ્યો” “હં…..”. ત્યારે તું સોફા પર બેઠા તેની રાહ જોઇ રહી હતી અને ઠપકો આપેલો યાદછે?“ક્યાં ભાટક્યા કરે છે માણસ જમવાના ટાઇમ પર તો માણસ ઘેર આવી જાય” “તેણે તને કહેલું સોરી આઇ એક કામે ગાધીધામ ગયો હતો પછી જમવાની ટેબલ પર બેસતા અનિલે મારી સામે આંખ મિચકારી એ સંધ્યાના ધ્યાન બહાર ન રહ્યું “ “હ…” “આઇ.. કહી સંધ્યા કંઇ બોલે તે પહેલા અનિલે ઘુરકીને તેના સામે જોયું તો ચુપ રહી ગયેલી” “હં એટલે મારા દીકરાને તમે ડ્રાઇવર બનાવ્યો?” “તારા….તારા….મેં નહીં તારો દીકરો ખુદ બ ખુદ ડ્રાઇવર બનેલો” “બાપની ઇજ્જત સાંચવવા” .”વિઠોબાની મહેર છે” “ તને અનામિકાની ખબર ક્યાંથી પડી?”આત્મારામે પુછ્યું તો તારામતી એ મોબાઇલની ડાઉન થયેલી બેટરીથી કરીને ગોમતીબેનને મળી આવ્યા સુધીની બધી વાત કરતા અનામિકાની કુંડળી આપી આવતી કાલે આપણા અનિલની કુંડલી સાથે પુરોહિતજીને મેળાપ માટે મળી આવજો,

 

તારામતી પાઠક ()-વિજય શાહ

Posted on November 9, 2011 by vijayshah

બીજા દિવસે ઓફિસ જતાં આત્મારામે તારામતીને કહ્યું “પેલા અનામિકા અને અનિલના જન્માક્ષર લાવતો કૃપાશંકરને જોડા-મેળ જોવા કહું જો તેને સમય નહીં હોય તો રમાકાન્તને જોવાનું કહું” “ના મારે ન તો કૃપાશંકર પાસે કે નતો રામકાન્ત પાસે જન્માક્ષર જોવડાવવા છે…” “તો….?” “મેં કલકત્તા અનિલના મિત્ર ઇન્દ્રકુમારને જોવા માટે બન્ને કુંડલી કુરિયર કરવા માટે સંધ્યાને મોકલાવી છે સાથે તાકિદનો પત્ર પણ લખ્યો છે વિગત વિસ્તાર પૂર્વક ભલે પછી પોસ્ટમાં લખી મોકલાવે પણ મેળાપનો રિપોર્ટ મને ફોન પર આપે” “સારૂં..” બરોબર ચોથે દિવસે ઇન્દ્રનો ફોન આવ્યો. અનિલે ફોન ઉપાડ્યો અને બીજા રૂમમાં થી તારામતીએ પણ ઉપાડ્યો. અનિલે હલો કર્યુ એટલે ઇન્દ્રે તેને અભિનંદન આપ્યા અને કહ્યું “ અનામિકા અને તારા જન્માક્ષર તો સુંદર છે ૩૨ ગુણ આવે છે.. પણ સૂર્યનું ધન રાશીમાં ભ્રમણ શરૂ થઇ ગયું હોતા કમુર્તા બેસી ગયા છે તેથી વિવાહ ચારેક મહીના પછી કરો તો સારું” અનીલને ખબર નહીં કે તારામતી બીજા ફોન ઉપર છે તેથી બોલ્યો, “અલ્યા ઇન્દુ..તું તો ભાઇબંધ છે કે કોણ?” “કેમ?” “આ સૂર્યની ગાડી જે પાટા પર દોડેછે તે બીજા પર વાળી દોષનું નિવારણ બતાવ ને….મારે તો થતા હોય તો કાલે જ વિવાહ કરવા છે અને તરતજ  માંયરામાં મારૂં પાનેતર ઓઢેલી અનુને જોવી છે.” ઇન્દ્રે હસતા હસતા કહ્યું.. “એલા તારામાસીને મારી પર ભરોંસો છે તેથી તો જન્માક્ષર આટલે દૂર કલકત્તા મોકલ્યા….બાકી ભૂજમાં જ્યોતિષિઓ નથી તેવું ઓછું છે…અરે કદાચ મારા કરતા પણ ધુરંધર હશે” “જરા લાજ અનિલ!.. તારા પરણ…વાને કાબુમાં રાખ અને ઇન્દ્ર કહે છે તેમ વિધિ તો ૩ મહિના પછી જ થશે સમજયો?…”તારામતીએ ત્યારે ટહુકો કર્યો….તો અનિલે બે દાંત વચ્ચે જીભ દબાવી “પ્રણામ તારા માસી”કહીને ઇન્દ્રે વિવેક કર્યો અને ફોન મુકાઇ ગયો. તારામતીએ તરત ફોનના ચકરડા ફેરવ્યા અને સૌથી પહેલા આત્મારામને પછી કામીનીને ત્યાર બાદ ગોમતી બેનને જોડામેળ મળ્યાના સમાચાર આપ્યા તો ગોમતીબેનને આ વિઘ્ન ગમ્યુ. તેઓ માનતા હતા કે આ છોકરડાઓ જાતે નિર્ણય લે તે કરતા વડીલોને વચ્ચે રાખીને નિર્ણય લે તે સારૂંને? અને આ બધું જે થતુ હતું તેમાં તેમને અનિલને ચકાસવાનો બહુ મોકો મળતો નહોતો તેથી તેમને અંતર મનમાં હજી પાઠક કુટુંબ ને ચકાસવાની ઇચ્છા થયા કરતી હતી પ્રેમી પંખીડા તો અધિરા થયા હતા.. અનિલ અને અનામિકા તો લગ્ન પહેલાનાં પ્રેમ માં રોજ નહાતા હતા અને અવનવા સ્વપ્નોના મહેલો ચણતા હતા.સંધ્યા અનુભાભીને જોતી અને પોરસાતી હતી…ક્યારેક બેઉ પ્રેમી પંખીડાને જોઇતું એકાંત આપતી તો ક્યારેક કબાબમાં હડ્ડી બની સાથે પિક્ચર જોવા જતી..અનામિકા ખીજવાતી સંધ્યા જ્યારે બહુ ડબ ડબ કરે ત્યારે..અને અનિલ ક્યારેક અનામિકાને ઘરેથી તેને સીધો જ સાંજનાં ચલચિત્રમાં લઇ જતો. આ બન્નેનો પ્રેમ પ્રકરણ પ્રકાશમાં આવ્યા બાદ માંડવી કાશીવિશ્વનાથ સુધીની લોંગ ડ્રાઇવ બંધ થઇ ગઇ હતી તેથી તારામતીના આગ્રહને માન આપી દર શનિવારે સાંજની હાજરી અનિલના ઘરે અને રવિવારે અનામિકાના ઘરે બંને મળતા…તારામતીને રસોઇ કરતી અનામિકા અને અનીલને સાથે ધમાચકડી કરતા અને હાસ્યોથી ભરેલા ઘરમાં ખુબ જ સારૂં  લાગતું. આત્મારામ પણ પ્રસન્ન તારામતી ને જોઇ રાજી થતા. એક દિવસ અનિલે આત્મારામને તેમના બીઝ્નેસને આગળ વધારવા કોમ્પ્યુટરાઇઝેશન નું સુચન મુક્યું. આત્મારામે બીઝનેસની ભાષામાં ખર્ચો કેટલો અને ફાયદા શું? ની વાતો કરી ત્યારે તારાબહેન વિફર્યા.. “આ શું? તમારો દીકરો કોઇક નવી વાત લઈને આવ્યો છે ત્યારે શાંતિથી તેને સાંભળવાને બદલે પ્રશ્નો કરો છો?” અનિલે શાંતીથી કહ્યું “આઇ  અપ્પા જે પુછે છે તે બધા અમારા કન્સલ્ટંટના બીઝનેસમાં કસ્ટમર પુછે જ અને મારે તે તેમને સમજાવવું પડેજ અત્યારે અપ્પા મારા કસ્ટમર છે અને હું સેલ્સમેન છું ” આત્મારામ બોલ્યા “ હા મારે આ ચર્ચા કરવી પડે કારણ કે ટેક્નોલોજી એ સતત બદલાતી અને નવા ખર્ચ માંગતી પધ્ધતિ છે જાણકારી વિના સફેદ હાથી ઘરમાં ન લવાય.. એ ઘણું જ કરી શકે પણ જેની મને જરૂર ના હોય તે સમજવા પણ મારે અનિલને પુછવું તો પડેજ ને?.” “હા…એ સાચું  યોગ્ય ટેકનોલોજી તમારી કામ કરવાની ઝડપ વધારે અથવા એમ કહી શકાય કે વધારે કાર્યદક્ષ બનાવે.”અનિલે કહ્યું “એ…એમ ગોલ ગોલ જલેબી પાડ્યા વગર  કેવી રીતે તે કહેને ભાઇ” “જુઓ હું તમને એક સોફ્ટવેર આપું જે તમારા ૪૦ ટ્રક ક્યાં અને કેટલી ઝડપે ક્યાં જઇ રહ્યા છે. તેની તમને જાણ અહીં ઓફિસમાં બેઠે બેઠે કોમ્પ્યુટર આપી શકે. તમારા જે તે ડ્રાઈવરો સાથે તમારે વાત કરવી હોય તો તેની સગવડ પણ આપે..અને સૌથી અગત્યની બાબત જો તમે દરેક ટ્રક્માં કેમેરો ફીટ કરી દો તો ધારો ત્યારે અને જે ટ્રક્માં જોવું હોય તો તે પણ જોઇ શકો. હવે મને કહો આ શક્ય થાય તો તમારી કેટલી ચિંતા ઘટી જાય?” આત્મારામ તો અનીલને સાંભળી જ રહ્યા..” શૂં આ શક્ય છે?” “હા તે શક્ય છે અને એટલું જ નહીં તમારા દરેક નાણાકીય હિસાબો સમય સર એટલે કે દરેક મહિનાનાં અંતે જોવા ઇચ્છો તો તે ફક્ત એક બટન દબાવો અને મળી જાય તો…?” આતમારામ ને બદલે તારામતી બોલ્યા “તો તો એમના ધંધાની સૌ ચિંતાઓ જ મટી જાય અને દેવ ધરમે પણ ચઢાય.” આત્મારામે હકારમાં ડોકુ હલાવતા હલાવતા કહ્યું ઇ બધું તો ઠીક પણ ભઇલા કાવડિયા ( પૈસા) કેટલા દેવાના તે તો કહે?” “કાવડીયા ( પૈસા) તો અપ્પા તમારે ત્યાં  કેટલી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તે પ્રમાણે લાગે પણ તે અંગે માહિતી પહેલા મંગાવું અને તેના પ્રતિનિધિને બોલાવું? “ભાઇ આ બધું કામ તો તમારા ભવિષ્ય માટે કરૂં છું. જા તેં તારૂં પહેલું કામ કરી નાખ્યું…. તારો વિચાર મને તેં ગળે ઉતારી દીધો હવે તે કેવી રીતે શક્ય બને છે તે તારે જોવાનું છે.” આત્મારામની સંમતિ મળતાં ફોન ઉપર અમદાવાદ તે કંપની ના પ્રતિનિધિ સાથે વાત કરી તે ટેક્નોલોજી વિશેની માહિતી અને એસ્ટિમેટ અનિલે મંગાવી લીધા. ગઇ કાલે ઉતરાણ ગઇ.તારામતીને લગ્ન પછીની પહેલી મકરસંક્રાતિ યાદ આવી ગઇ માવતરે નાગપુર ગયેલી તારામતીની સહેલીઓએ ભેગી મળીને તારામતી પાસેથી કોણ જાણે કેટલી વખત આત્મારામનું નામ બોલાવ્યું હતું એ યાદ આવતાં મલકી.ત્યારે અનામિકા અને સંધ્યા બન્ને દાખલ થઇ. “શું વાત છે આઇ?” “કઇ નહીં ચાલો તૈયાર થઇ જાવ તો ગણપતિના દર્શન કરી આવીએ” “આઇ વહિનિને નવવારી પહેરાવું?” “તારી મરજી પણ જરા જલ્દી” થોડીવારમાં સંધ્યા અને અનામિકા બન્ને નવવારી પહેરીને આવી તારામતી તો પોતાની પુત્રવધુનો આ અનોખો રૂપ જોઇ ખુશખુશાલ થઇ ગઇ પાસે જઇને બાથમાં લઇને પોતાની આંખની ખુણાનું કાજળ લઇ અનામિકાના કાન પાછળ ટપકું કર્યું.અનિલ અને આત્મારામતો ક્યારના ગાડીમાં ગોઠવાઇ ગયા હતા પણ નવવારી પહેરેલી ત્રણ નારીઓ ને જોઇ જ રહ્યા તારામતી ને સંધ્યાને ઘણી વખત શુભ પ્રસંગે નવવારીમાં હોઇ હતી પણ અનામિકા… ગણપતિના દર્શન કરી ઘેર આવ્યા ત્યારે દરવાજા પાસે જ કામીની અને કિશોરકુમારને રાહ જોતા જોયા બન્ને બધાને સાથે ઘરમાં આવ્યા તો કામીનીએ તલના લાડું આપતા કહું “આઇ!! તિલ-ગુડ઼ ગ્યા ગોડ઼ ગોડ઼ બોલા” ત્યાં સુધી અનામિકાએ સંધ્યા સામે જોયું તો તેણી કહ્યું તલ ગોળ લ્યો ને મીઠું મીઠું બોલો”એ અનામિકાના કાનમાં કહ્યું “વહિનિ તમને મરાઠી કલ્ચર દેખાડું” “કમુ…તિલ ગુડ઼ ગોડ઼ ગોડ઼ બોલા નવર્યા ચા નાંવ ઘ્યા (કમું તલ ગોળ લ્યો ને મીઠું મીઠું બોલો વરનું નામ લ્યો)” “કિશોરકુમાર…”કામીનીએ કહ્યું “હું…હું…તસ નાહીં ઉખાણ્યાત મ્હણા(ના..ના.. એમ નહીં ઉખાણામાં બોલો)”સંધ્યાએ કહ્યું સોન્યા ચા પાનદાન ત્યાચેત હીરે જોડ઼લેઃ(સોનાની પાનદાની તેમાં મઢ્યા હીરા) કિશોરકુમાર સાથી મી આઇ બાપ સોડ઼લે”(કિશોરકુમાર માટે મેં મા-બાપ મુક્યા) “વાવ!!!…સંધ્યાએ કહ્યું પછી આ જોતી અનામિકાને સમજણ પાડી એ કામીનીના ધ્યાન બહાર ન રહ્યું.એટલે અનામિકાને ધબ્બો મારતા લહ્યું “વહિનિ તિલ ગુડ઼ ગોડ઼ ગોડ઼ બોલા નવર્યા ચા નાંવ ઘ્યા” “કમું તેણીને ક્યાં મરાઠી આવડે છે?હેરાન નહીં કર” “તો મરાઠી કલ્ચર કેમ આવડશે? ભાભી તમે ગુજરાતીમાં બોલો ચાલશે”સંધ્યાએ કહ્યું તો અનામિકા શરમાઇ “એમ શરમાતા નહીં ચાલે રાણી…..” આટલી વારથી આ બધું જોતા અનિલે કહ્યું શિવમ પાર્કની હું તો છોકરી ભોળી અનિલને મળવા માંડવી સુધી દોડી” “વાવ!!! ભાભી યુ આર ગ્રેટ…”કામીની એ કહ્યું “ચાલો…ચાલો…પતંગબાજી નથી કરવી?”તારામતીએ કહ્યું અનામિકા અને અનિલે પતંગો ખુબ ચગાવી. સુરતી માંજો પાયેલી દોરી એ એક સોપો પાડી દીધો હતો જ્યુબિલી સર્કલ પાસેના ખુલ્લા મેદાનમાં રેડ રોઝસ ફ્રેન્ડસ સર્કલ આયોજીત પતંગબાજીમાં પતંગ ચઢે અને સહેજ હવામાં સ્થિર થાય અને અનિલે ચઢાવેલો મોટો સિંદુરિયા પતંગની ઝાપટ વાગે અને પ્રેક્ષકોમાં કાપ્યો છેની કીલકારીઓ નીકળતી. એકાદ કલાક ધમાલ કર્યાને અંતે સિંદુરિયો કપાયો અને અનામિકા અને અનિલનાં કેંપમાં થોડો વિશ્રામ થયો. સંધ્યા બોર અને તલનીચીકી લાવી હતી તેને ન્યાય અપાયો. તારામતી અને આત્મારામ છોકરાની પતંગબાજી જોતા કૂણો કુણો તડકો માણી રહ્યા હતા. “હવે ભાભી તમે પતંગ ચઢાવો અને ભાઉ ફીરકી પકડે..”સંધ્યાએ સુચન કર્યું “ સંધ્યા બેન તમે પણ શું?” અનામિકા સંકોચાતા કહ્યું “પતંગ ચગાવવી તે અનુનું કામ નહીં તે તો મારી ફીરકી પકડે તે જ સારૂં લાગે.”અનિલે કહ્યું “અનિલ! તુ નારી સમુહને છંછેડ નહી હં?જોજે ક્યાંક તારી ફિરકી ન લેવાઇ જાય”આ ટિપ્પણી ને તોડતા તારામતી બોલ્યા “હા અનિલ જો ખોટું બોલતો હોય તો સાબિત કરો…થઇ જાય શરત?” આત્મારામ તારામતીના ચહેરા પર આવેલ શરારતને સમજતા બોલ્યા. “ચાલો લગાવીયે શરત… હું અને અનુ અને તમે અને અનિલ… ૧૨ પતંગમાં થી કોણ કોની પતંગો વધુ કાપે છે.” અનામિકાને પોરસ ચઢાવતા તારામતીએ કહ્યું “અરે!! આપણે ઉડાડીયે પણ આપણી પતંગો નહીં ..બીજાની કેટલી કાપીયે છે..તો હો જાયે..?” સિંદુરિયા બધા પતંગ તારામતી એ કોર્નર કર્યા અને આત્મારામે સફેદ ચકવ્વા… પતંગો જેવા ચઢે તેવા જ કપાય અને અનિલની જેમજ તારામતીએ પણ સટાસટ પેચ લેતા જાય.. અનામિકાને તો બધુ જુએ અને ખડ્ખડાટ હસે…બાર વાગ્યા સુધીમાં તો મેદાનમાં ગણ્યા ગાંઠ્યા જ રહ્યા.પતંગોનો સ્કોર તો સરખો જ હતો પણ સફેદ ચકવ્વો હજી ચગતો હતો અને સિંદુરિતા બધી પતંગો પુરી થઈ ગઈ હતી..તેટલે અનામિકા તાળીઓ પાડતા જીતી ગયા ભાઇ જીતી ગયાની મોટા અવાજે કિકિયારી પાડતી હતી.ખુણામાં બેઠા બેઠા તારામતી બંન્ને પુરુષોને વીલા મોઢે હાર સ્વિકારતા જોઇ રાજી થતી અનામિકા ને કહ્યું “ગાંઠે મારી વાત બાંધી લે પુરુષ અને સ્ત્રી બંને સરખા.. પતિને માન આપવાનું વ્હાલ કરવાનું પણ માથે નહીં બેસવા દેવાનું બરોબર?” -@- સાંજે અનામિકા ઘરે આવવાની હતી તેની રાહ જોતો અનીલ પુસ્તક વાંચી રહ્યો હતો…સમય જતો નહોંતો અને આ બેચેની જોઇ સંધ્યા બોલી “ ભાઉ.. એ આવશે…જરૂર આવશે જ….આમ બેચેન ના થાવ!” “બેસને ચાંપલી હું તો કંઇ બેચેન નથી..આ ચોપડીમાં જે લેખક પ્રિયતમાનું વર્ણન કરે છે તે જોઇ ને અચરજ થાય છે.. ખરેખર એવું થાય ખરું?” “શું થયુ?” “રાહ જોતી જોતી એ નાયિકા સુર્યમુખી બની ગઈ!” “શું?” “અંગ્રેજ કવિઓ ને પણ આપણા ઘેલા કવિઓની અસર આવી કે શું?” “ હા મને પણ અજુગતું લાગ્યું પણ પછી થયું કે આ અનુ ની રાહ જોવામાં આવું વાંચી ને હું મારોય સમય જ બગાડું છુંને? “ “ જોવા દે..તો શું વાંચે છે?” અનામિકા ટહુકી “ચાલ ભાભી આવી ગયા હવે તમે બે અને આ તમારો આખો હિંચકો અને હું ગયા પછી આખો રૂમ…”કહેતી સંધ્યા નીચે પહોંચી અને રસોડામાં ગરમ નાસ્તો બનાવતા તારામતીને કહ્યું.. ”આઇ ! ભાભી આવ્યા છે તે ખબર છે ને?” “હા અનુ મને પગે લાગીને અને મળીને ઉપર ગઇ છે.” “આજે સરસ તૈયાર થઈને આવી છે.” “હા અનિલ ને તેણી તૈયાર થઇને આવે તે  જ ગમે છે.” “ ભાઉ પણ એવો જ સરસ તૈયાર થઇ ને બેઠોછે ને?’ “સરસ એમના જ તો પહેરવા ઓઢવાના દિવસો છે.” “ ભાભી તો એવી સરસ નમણી છે ને કે તેણીને તો કંઇ પણ પહેરે તે સરસ દેખાય…” “સંધ્યા એ સાથે સાથે તેના પુલકિત ચહેરામાં સહજ હાસ્ય એ ખરી સંપતિ છે” “હા આઇ  તારી વાત સાચી છે” “અને તે હાસ્ય ત્યારે જ આવે કે જ્યારે મનગમતો સાથી હોય અને હ્રદય તેના પ્રેમ માં ગળાડૂબ હોય.” “આઇ!! મને તો આ જ્યોતિષ અને કમૂર્તા તે પ્રેમી પંખીડાઓ ઉપર જુલમ કરતા જણાય છે” “ના… ઇન્દ્ર સાથે મેં ફરી વાત કરી હતી અને તે કહેતો હતો કે મારી ગણતરીઓ અને ફેર ગણતરીઓ મને કહે છે કે કમૂરતાઓ જવા દેવાજ જોઇએ..પછીનું લગ્ન જીવન પીડા રહિત હશે” ઉપરના રૂમમાં પણ આજ ચર્ચા ચાલતી હતી …પ્રેમી પંખીડાઓ એક મેક્ને મન ભરીને નિહાળ્યા પછી અનામિકા બોલી “અનિલ..મને લઇ જાને.. હવે મને એકલું ગમતુ નથી..” “હા મને પણ પૃથ્વીરાજની જેમ તારૂં અપહરણ કરીને લઇ જવી છે.”અને બંન્ને મલક્યા પેલું પુસ્તક બીચારુ બની ને હીચકાનાં ખુણે લપાયુ..અને બારી પાસે ચીં ચીં કરતી ચકલી પ્રેમી પંખીડાનાં એકત્વને મહોર મારી બારીથી ઉડી ગઈ -@- કલાકેક રહીને અનામિકા રસોડામાં આવી ત્યારે ગરમ ચ્હા અને મઘ મઘતા બટેટાવડા તૈયાર હતા. પ્લેટો ગોઠવાતી હતી તારામતીએ અનામિકાને હેતાળ નજરે જોઇ અને કહ્યું “ બેટા અનિલને પણ બુમ પાડ અને તમારો ચલચિત્રનો પ્રોગ્રામ છે કે આપણે બજારે જઇએ?” અનિલ નીચે આવી ગયો હતો તેણે અનામિકાને બદલે જવાબ આપ્યો “મા પહેલાં બજાર અને સમય વધશે તો ચલચિત્ર  જોઇશું.” “ ભલે બજારમાં તો સોની ને ત્યાં ઘરેણાંની ડીઝાઇનો જોવાની છે.ભૂજમાં ના ગમે તો માંડવી જઇને ખરીદશું. આ કમૂરતા એ લગ્ન વ્યવસ્થિત કરવાનો સમય આપ્યો અને તમને બંન્ને ને એક મેક ને ઓળખવાનો અને સમજવાનો સમય આપ્યો..’ “આઇ!! એતો આપણે તેમને પકડ્યા ત્યારે આપણ ને ખબર પડી તે પહેલાં કોણ જાણે ક્યારનું ય લફડું ચાલતું હશે…”“ સંધ્યાએ કહ્યું “ના. હો સંધ્યા ત્યારે જ શરૂ થયું હતું.” અનિલે પાંગળો બચાવ કર્યો.. “લગ્નમાં વિધિ વિધાન જરૂરી છે પણ સૌથી અગત્યનું છે એકમેકનાં મન મળવા. જે કાશીવિશ્વનાથ મહાદેવના મંદિરમાં ગાંધર્વ વિવાહ કર્યા ત્યારે મળી ગયા હતા.” તારામતી તેમની બાજુમાં બેઠેલી અનામિકાના માથે હાથ ફેરવતા કહ્યું ચાલો હવે બટાટાવડા ઠંડા પડે છે અને ભુજ સોનીવાડ આપણી રાહ જુએ છે.એમને ફોન કરી દઉં એટલે તે પણ નીકળે અને કામીનીને પણ ત્યાં બોલાવી લઉં.” “અહો હો!! આ તો મોટો કાર્યક્રમ લાગે છે..ગોમતી બાને પણ બોલાવીએ?”અનિલ બોલ્યો “હા તેમને પણ ફોન કરી લઇએ અને આપણે તેમને તેમના ઘરેથી લેતા જઇશું.”તારા બહેને અનામિકા સામે જોયુ અને તેની મરજી જોઇને ઉમેર્યું “ચાલો ત્યારે હવે આપણું ચલચિત્ર ગયું”અનીલે અનામિકા નો હાથ દબાવી ગણગણતાં કહ્યું સોનીવાડમાં જ્યારે ત્રણ ગાડી માધવ જ્વેલર્સમાં પહોંચી ત્યાં જાત જાતનાં દાગીનાઓ ઠલવાવા માંડ્યા અને પ્રસંગોની સાથે તે દાગીનાઓના મહ્ત્વ સમજાવવા માંડ્યા જેમ બનતુ આવ્યુ છે તેમ દરેક પ્રસંગે પોતાન ભૂતકાળ યાદ આવે તેમ જ ત્યારે તારામતીને આત્મારામએ આપેલુ સોળ શણગાર કાવ્ય યાદ આવ્યું વ્હાલી પ્રિયા રિઝવો પ્રિયતમને પ્રિયતમનાં પ્રિયને પ્રિય થઇને પ્રિયનાં પ્રિય થવા કાજ સજો શૃંગાર સંકોચ ભરી મધુર વાણીનાં સેંથીમાં સિંદુર પ્રિયનું હાસ્ય નથણી વહાલી પ્રિયની ચુમી કાનમાં કર્ણફુલ ઘરની હાશ! ગળે મંગળ સુત્ર બનશે શીલની વાત હાથમાં કંગન વહેવારનાં ભાર પગનું ઝાંઝર ઘરનું કામ ચલો સજની સજી સોળે શૃંગાર પ્રિયતમને દ્વાર….પ્રિયતમને દ્વાર આ કાવ્ય જ્યારે આપ્યુ ત્યારે તેની મહત્તા નહોંતી સમજાઇ પણ જ્યારે પ્રથમ રાત્રે તે કાવ્ય ભાવ સભર રીતે તેમણે વાંચીને સમજાવ્યું કે આ કાવ્ય જ્યારે તુ મારા ભરોંસે મારા ઘરમાં આવેછે ત્યારે સાચો શણગાર મારા ઘરમાં આ દાગીના નથી..આ સોનુ નથી પણ મધુરી વાણી..ઘરની હાશ અને વહેવારનાં ભારથી ભરેલ ઘરનાં કાર્યો છે. અને શ્રધ્ધા રાખજે તે દરેક ઠેકાણે હું તારી સાથે જ છું. તેને આ વાત યાદ આવી અને તેણે આત્મારામ સામે જોયું. આત્મારામે તારામતીને પોતાની સામે જોતા જોઇને કહ્યું..”સોળ શણગાર યાદ આવ્યા?” ગોમતીબેન બોલ્યા “ શું વાત છે” “કંઇ નહીં આ નવા વરઘોડિયાઓને સમજાવું છું કે આ સોનું એ તો સ્ત્રી ધન છે જે સંકટ સમયે કામ લાગે પણ સાચા શણગાર તો એક મેક્નો આદર છે એક મેક્નું વહાલ છે. જે જાળવવા એકના એક પાત્રના પ્રેમ માં હર સમયે  પડવાનું “સાચે જ ૩૫ વરસના અનુભવનું આતો અમૃત છે”ગોમતી બેને સમર્થન આપતા કહ્યું

 

તારામતી પાઠક () વિજય શાહ

Posted on November 14, 2011 by vijayshah

સુરખાબ પ્રકરણ ૬ અનામિકાતો તે કવિતાના ભાવો જોઇને મુગ્ધ થઇ ગઇ. આત્મારામના આવા વિચારોનો પ્રતિભાવ અનિલ પણ ક્યારેક આપશે પણ તેણે તો કહ્યું “અપ્પા તમે તો સરસ શબ્દો વાપરીને આઇને છેતરી.. જુઓ તો ખરા બસ આભુષણોના નામો આપી કામ કરવાની સલાહ આપી..” ”ખાખરાની ખીસકોલી સાકર નો સ્વાદ શું જાણે?” અનામિકા તે વખતે બોલી.. તારામતી મલકી અને અનિલ ઝંખવાયો પણ કહે “આ તો હું ગમ્મત કરતો હતો…અપ્પા જ્યારે આઇ ઉપર જે કંઇ લખે ત્યારે સરસ જ હોય છે.” “આવું જ કંઇક મારા માટે તમે લખશો કે નહીં તેની તો ખબર નથી પણ મને તેમની કહેવાની પધ્ધતિ ગમી.. બાકી શબ્દો તો હ્રદયના ઊંડાણથી નીકળ્યા છે.” અનામિકાએ કહ્યું સોનીવાડમાંથી જ્યારે તેઓ નીકળ્યા ત્યારે સોનાનું મહત્વ ઘટી જાય અને શબ્દોનું વજન વધે તે અનિલને ના ગમ્યું. તે તો કોમ્પ્યુટરની ભાષા ૦ અને ૧ જ જાણે. તેને સાહિત્ય કે ૦ અને ૧ની વચ્ચે બીજું કંઇક હોઇ શકે તે ન સમજાય.આત્મારામે જ્યારે બધા દાગીનાનો ચેક ફાડ્યો ત્યારે તારામતી ખુશ હતા ગોમતી બેન પણ ખુશ હતા..પણ અનામિકાનો અનિલ સાથે શાબ્દિક સંઘર્ષ તેમને ગમ્યો નહીં… ઘરે જતા પોતાનો રોષ વ્યક્ત કરતા ગોમતીબેને કહ્યું “બેટા! તને કાવ્ય ગમ્યું તે સારી વાત છે પણ અનિલ ને ખાખરાની ખીસકોલી કહેવાની જરૂર નહોંતી. પતિઓ ને સમજુ પત્ની ગમે છે પણ બહું હોંશિયાર પત્ની બહુ સહન નથી થતી” “મમ્મી મારો ઇરાદો તેમને ઉતારી પાડવાનો નહોંતો પણ તેઓ જે રીતે આઇની મઝાક કરતા હતા તે મારાથી સહન ના થયું તેથી બોલી હતી..” “તમને જુવાનિયાઓને આમન્યા ક્યારેય સમજાતી નથી.. માન્યું કે તમે એક મેકમાં ઓત પ્રોત થઇ ગયા પણ વડીલોની હાજરીનું ધ્યાન જરૂર રાખવું જોઇએ” “હા મા તમારી વાત સાચી છે…” ઘરે પહોંચ્યાં ત્યારે સૌ સરખા થાકી ગયા હતા….દાગીના,,,રોશની અને પ્રસંગનું મહત્વ હતુ. જિંદગીમાં આવો પ્રસંગ એક જ વખત આવે અને આવે ત્યારે ન પરણેલાના કોડ વધે અને પરણેલા તેમના ભૂતકાળમાં એક આંટો મારી આવે. સંધ્યા અને કામીનીનું તેવું જ હતુ.. હા ફરક એક વાતનો હતો અને તે આત્મારામ અને તારામતી પલ્લુ ખરીદતા હતા,, જ્યારે કામીનીના પ્રસંગે તેઓ કન્યાદાન રૂપે સ્ત્રી ધન આપતા હતા. ક્યારેક સારે માઠે પ્રસંગે સ્ત્રી ધન ખર્ચીને દીકરી પોતાનો સમય કાઢી લે. આવા પ્રસંગોએ ક્યારેક લેવડદેવડના નિમિત્તે મન પણ ઉંચા થાય,, પણ આત્મારામને તેવો કોઇ અભરખો જ નહીં તેઓ તો કહે અમારે ત્યાં લક્ષ્મી આવે છે કન્યા સ્વરૂપે અને વંશ આગળ વધારે છે.. અમે તો તેની વધામણીમાં માનીયે.. તેથી ગોમતી બેને લીધું તેનાથી દોઢું તારામતી વર્ત્યા બંને મા અને બાપોનો ઉત્સાહ સાતમે આસમાને હતો. અનિલ મનમાં વિચારતો હતો કે ઉતરાણ પછી લગ્ન માટે ખરીદીના મુહુર્ત તો સારા જ હોય છે પણ આ ઈંદુ….!! કોણ જાણે કયા ભવનો વેરી છે કે આઇને આજ થી ૩ મહિના પછીનો સમય આપે છે. બરાબર ત્રીજે દિવસે રીચમંડ કંપનીનો પ્રતિનિધિ આવ્યો.. ભાવો જોઇને તો અનિલના હાજા ગગડી ગયા.પણ પ્રતિનિધિ શું લઇને આવ્યો છે તે જોવા ઓફીસે બોલાવ્યો.તેની વાતો શરૂ થાય તે પહેલાં આત્મારામ બોલ્યા “ભાઇ તું મને જે બતાવે તે પહેલાં મારી વાત સાંભળ..મને મારા દરેકે દરેક ટ્રકના ખબર અંતર રાખવા નવી ટેક્નોલોજી જોઇએ છે જે અનિલ સમજશે અને જોશે…જો તેને ગમશે અને સમજાશે અને કાવડિયા વ્યાજબી હશે તો જ હું લઇશ બરોબર…?” પ્રતિનિધિ અનિલ ની સામે જોઇ રહ્યો..આત્મારામની વાત તો તેને સમજાઇ ગઇ પણ કાવડિયા શબ્દ ના સમજાયો એટલે અનિલે કહ્યુ.. “પૈસાની વાત પાછળથી કરીશુ.” કોમ્પ્યુટર ખોલીને તેણે પાવર પોઈંટ ખોલી જુદી જુદી વાતો શરૂ કરી.. વાયરલેસ કેમેરા.. વાયર લેસ માઇક અને તે સર્વેની કનેક્ટીવીટી એક બાજુની વાત અને બે બાજુની વાત સમજાવી. આત્મારામને બધું જ સમજાતું હતું પણ તેઓ બધુ અનિલ ઉપર છોડતા હતા કારણ કે તેનું આ સુચન હતુ. એટલે અનિલે પ્રશ્ન પુછ્યો “આ કનેક્ટીવીટી ભુજમાં મળશે ખરી?” પેલો પ્રતિનિધિ આ પ્રશ્ન માટે તૈયાર જ બેઠો હતો તેના કહેવા પ્રમાણે જો એમનું પ્રોડક્ટ જો લેવાય તો ટાટા ટાવર ઉપર તે લીઝ થી તે લોકો બાકી બધી સર્વિસીઝ લઇ લેશે. અને ટાટા કોમ્યુનીકેશન તેમને સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના કવરેજ આપશે. આટલી વાતો સમજાવવામાં જ સાંજ પડી ગઇ. આત્મારામે તેના ભાવો પર નજર નાખતા કહ્યું.. “આ આખી સીસ્ટમ.. ટાવર અને ટુ વે માઇક અને કેમેરા ની સાચવણી અને જાળવણી માટે પાછો અમારે માણસ રાખવાનો  ને?” પેલા પ્રતિનિધિ એ કહ્યુ “વોરંટી સમય માં નહીં.” બીજો કોઇ પ્રશ્ન પુછ્યા વિના આત્મારામે કહ્યું “મને લાગેછે કે હું ટેક્નોલોજી સમજું છું તે પ્રમાણે મારે આ સીસ્ટમ ખરીદવી નથી પણ એકાદ મહીનો ટ્રાયલ માટે તમે અમને આપી શકો ખરા?” પ્રતિનિધિને ધંધો આવવાની શક્યતા જણાઇ તેથી બોલ્યો..”જો સર્વીસ કોંટ્રાકટ એક વરસ માટે રાખશો તો આખી સીસ્ટમ અમે તમને લીઝ ઉપર આપી શકીશુ.” “તેની શરતો અને બીજી માહિતી આપો” અનિલે કહ્યું.. પ્રતિનિધિ કહે “અમારા બધા સાધનો અમારો માણસ અને અમારી બધી સર્વીસો મહીને ૬૦૦૦ રૂપિયામાં અપાય. અને સીસ્ટમ ઉપર કાયદાકીય કબજો અમારો..તેની જાળવણી માટે અમારો માણસ તમારી સાથે ઓફીસમાં રહેશે તેનો પગાર અને ઇંટરનેટની ફી તમારે આપવાની થશે. ટર્મીનલને રાખવાની  અને તેની સુરક્ષાની જવાબદારી તમારી… કુલ્લે ૧૦૦૦૦ જેટલો તમને ખર્ચો આવશે.” “પહેલા મહીને તમે તમારૂં કોમ્પ્યુટર કેમેરો માઇક મુકો અમારી ટ્રકો જ્યાં જાય છે તે ટ્ર્રાયલ લઇએ અને પછી બધું યોગ્ય લાગશે તો મહીના પછી કોન્ટ્રાક્ટ સાઇન થશે.”અનિલે કહ્યું પ્રતિનિધિ થોડાક વિચારોને અંતે બોલ્યો..”ના કોન્ટ્રાક્ટ કર્યા વિના હુ લાઇન લીઝ ન કરી શકુ, મને કોન્ટ્રાક્ટનાં પૈસા પણ એડવાન્સમાં જોઇએ.” “જો ભાઈ તમારી ટેકનોલોજી નવી છે અને અમને તે ચાલશે અને અમારી ઉપયોગીતાની છે કે નહીં તે જાણ્યા વિના સમજણ ના પડે તેથી એડ્વાન્સ પૈસા અને કાયદાકીય જવાબદારી કેવી રીતે લેવાય?” આત્મારામે કહ્યું “હું સીસ્ટમ અહીં સેટ કરૂં છું અને તમારી કોઇક ટ્રક જે પાંચસો માઇલ આજે જવાની હોય તેમાં મારૂં માઇક અને કેમેરો મુકી દો  તે ટ્રક ક્યાં જવાની છે તે મને ના કહેશો અને ડ્રાઇવરને સીસ્ટમ વિશે ના કહેશો.કાલે સવારે તે ટ્રક ક્યાં છે અને ડ્રાઇવર શું કરેછે તે આપણે અહીં બેઠે જોઇશું.” પ્રતિનિધિએ કહ્યું “ટ્રક નહીં અત્યારે મારી કારમાં તે ફીટ કરો અને હું મને ગમશે તે રૂટ લઇશ  અને આપણે વાતો કરીશુ..અપ્પા સાથે તેમની ચેમ્બરમાં.” અનિલે કહ્યું ઓફીસમાં અને કારમાં પંદરેક મીનીટમાં સાધન ફીટ થઇ ગયા અને બીજે દિવસે મળીશું તેમ કહી તે પ્રતિનિધિ તેની હોટેલમાં ગયો. સાંજે અનામિકા ઘેર આવી ત્યારે છાપું વાંચતા તુકારામે છાપું બાજુ મુકતા કહ્યું “દિકરી કાલે સવારના અહીં જ નાસ્તો કરજે” “એમ તમારી સુનબાઇ નહી આવે”રસોડામાંથી આવતા તારામતીએ ફોન ઉપાડતા કહ્યું “તો…?” “હલ્લો…ગોમતીબેન….હું તારા…” “,,,,,,,,,,,,” “કહું છું હું કાલે પુરણપોળી બનાવવાની છું અનામિકાને એ મરાઠી સ્ટાઇલ શીખવી હતી એટલે તેણીને સવાર ના જ મોકલાવજો ને હા જમવાટાણે રાહ ન જોતા જયશ્રી કૃષ્ણ” “………..” બીજા દિવસે નક્કી થયા મુજબ પોપટીયા રંગનું પાનેતર અને રાણી કલરનાં કોંટ્રાસ્ટ બ્લાઉઝમાં પહેરીને અનામિકા સવારના વહેલી જ આવી ગઇ “આઇ!! બોલો શું કરવાનું છે?”સાંભળી તારામતીએ અનામિકાને જોઇ ખુશ થઇ ગયા “વાવ!! વહીની ક્યા બાત હૈ!!!”સંધ્યાએ અનામિકાને બાથ ભરતા કહ્યું “બેટા! તું નાસ્તો કરી આવી છો?”તારામતીએ પુછ્યું “ના…” “તો પહેલા ગરમા ગરમ ઉપમા ખાવ”કહી સંધ્યા ઉપમાને પ્લેટ લાવી અનામિકાને આપી “આઇ ચાલો પુરણપોળી બનાવીએ…”નાસ્તો કરી રસોડા તરફ જતા અનામિકાએ કહ્યું “દીકરી અત્યારમાં પુરણપોળી બનાવીને શું કરીશું અત્યારે કરીશું તો જમવા ટાણે ફરી ગરમ કરવી પડશે તારા અપ્પાને ઠંડી નહીં ભાવે ને તારો હીરો તેને તો પુરણ્પોળીમાં ગાડો ઘી જોઇએ?” “તો…” “અત્યારે તો અનિલ અને તું ખાવડા જાવ ત્યાં બહુ બધ્ધા સુરખાબનું આગમન થયું છે અને આ વખતે તારા અપ્પાથી છબીઓ લેવા જઇ શકાયું નથી તો તમે જોઇ આવો અને છબીઓ પણ લઇ આવો”આ વાત ચાલતી હતી ત્યાં આનિલ આવ્યો. “આઇ…..” “ઉપમા તૈયાર છે નાસ્તો કરી તું અને અનામિકા ખાવડા જઇ આવો અને સુરખાબની છબીઓ લઇ આવો”અનિલ આગળ કંઇ કહે તે પહેલાં તારામતીએ કહ્યું અનિલ નાસ્તો કરતો હતો ત્યાં સુધીમાં તારામતીએ ગોમતીબેનને ફોન કર્યો “હલ્લો…ગોમતીબેન જયશ્રી કૃષ્ણ” “…………..” “તમે અને વેવાઇ હમણાં તમારા વેવાઇની ઓફિસે આવી જાવ” “…………..” “અનિલ અને અનામિકા ગાડીમાં ખાવડા જાય છે તેણે ગાડીમાં બેસાડેલા કોમ્પ્યુટરથી આપણે ભુજમાં બેઠે છારી ઢંઢના સુરખાબ જોઇ શકીશું” “…………..” “ના સંધ્યા તેમના સાથે નહીં જાય સંધ્યાને કામ અંગે માંડવી જવાનું તેથી તેઓ એકલાજ જશે” “…………” “અરે!! વસુંધરાને પણ મોક્લવાની જરૂર નથી  ગોમતીબેન…..ગોમતીબેન આમ તો તે બેઉં ગાંધર્વ લગ્નથી પરણેલા જ છેને? દર રવિવારે માંડવી સુધી એકલા જ જતા હતા એ મેં કહ્યું ત્યારે જ તમે જાણ્યું ને? એતો આપણા વડીલોની અને સમાજની આમન્યા રાખે છે તેથી હવે બહુ વિચાર ના કરો…એમની તો આજ ઉંમર છે ને હરવા ફરવાની અને અનિલનો કોઇક નવો પ્રોજેક્ટ છે તેથી જવાના છે. હા તમે જો ના કહેશો તો અનિલ એકલો જશે.. અને અનિલના અપ્પાથી આ વખતે પક્ષીઓ જોવા જવાયું નથી એટલે એક પંથ દો કાજ છે.” “…………” “તમે એકલા આવવાના છો તો સંધ્યાને તમને લેવા મોકલું છું” O***O***O બધા આત્મારામની ઓફિસે ભેગા થયા પેલો પ્રતિનિધિ પણ આવી ગયો સિસ્ટમ ચાલુ કરવામાં આવી અને અનિલ અને અનામિકા કારમાં ગોઠવાયા અને કાર રવાના થઇ. પ્રેમી પંખીડાઓને ઉડવા માટે મુક્ત ગગન મળ્યું. પોપટીયા રંગનું પાનેતર અને રાણી કલરનાં કોંટ્રાસ્ટ બ્લાઉઝમાં અનામિકા બહુજ આકર્ષક દેખાતી હતી.ગાડી હાઇવે પર આવતા અનિલે કહ્યું “અનુ આજે અકસ્માત થવાનો છે તારી પાસે ઇન્સ્યોરન્સ છે ને?” “કેમ એમ કહે છે?” “યાર! મારે ગાડી ચલાવવાની છે અને આજે તુ એટલી મસ્ત દેખાય છેકે મારી નજર રોડ ઉપર રહેવાની જ નથી.” મોહક રીતે હસતા હસતા અનામિકા બોલી “મારી પણ એજ દશા હતી જ્યારે મેં તને પહેલી વાર જોયો..ત્યારે અંદરથી અવાજ આવી ગયો હતો કે આજ છે મારો સાહ્યબો…” “એમ કે તો પછી ભાવ કેમ ખાતી હતી…” “લે કઇ છોકરી પહેલી નજરે જ કહી દે કે,,,,,,,,,” “હં…….” “અમારો સામાન શિવમ્ પાર્કવાળા નવા ઘરમાં ઉતર્યા બાદ સામાન ગોઠવણી વખતે અમારી બાજુમાં રહેતી વસુંધરાની ફેમિલિએ અમારા જમવા તથા ચ્હા-પાણીને સારી વ્યવસ્થા કરેલી અને વસુંધરાએ સામાન ગોઠવવામાં સારી મદદ કરી હતી.બે દિવસ પછી મે વસુંધરાને પુછેલું વસુ આ ભુજ શહેર મારા માટે નવું છે તો મને ભુજની ઓળખાણ કરાવીશને?” “હં…….” “બે દિવસ પછી માધાપર મહિલા મંડળની મિટિંગ હતી તેમાં વસુંધરા મને લઇ ગઇ અને મને મેમ્બર બનાવી ત્યારે મહિલા મંડળની સેક્રેટરી કામીની દીદીની ઓળખાણ થઇ. મંડળ તરફથી થતી એકટીવીટીથી અમે નજીક આવ્યા, વસુંધરાએ આપેલ પ્રોમિસ મુજ્બ અમે તેની બાઇક પર ભુજમાં ફરવાનું શરૂ કર્યું. એક દિવસ વાણિયાવાડમાં એક દુકાને હું અને વસુ ઉભા હતા ત્યારે બે દુકાન મુકીને એક દુકાને અંગ્રેજી પુસ્તક ખરિદતા પહેલા પાના ઉથલાવતા અને દુકાનદાર સાથે કચ્છીમાં વાત કરતા તને સાંભળી હું ડઘાઇ ગઇ હતી,જ્યારે વસુંધરાએ મને કહ્યું ચાલ તો મેં તેણીને તારી તરફ આંગળી ચીંધી પુછેલું વસુ આ તો ઓલો ટ્રકવાળો ડ્રાઇવર લાગે છે” “હા લાગે તો એવો જ છે” વસુએ હામી ભરી “પણ ઓલો તો હિન્દી બોલતો હતો અને આ કચ્છી….” “કેમ કચ્છી હિન્દી ન બોલી શકે?”કહી વસુંધરા હસી “હં…” “તે દિવસે રવિવાર હતો વસુએ મને કહ્યું આજે ચાલ તને મજનુંપીરના મેળામાં લઇ જાઉં” “વાવ!! મજનુપીરનો મેળો?”અનિલે પુછ્યું “મેં પણ પુછેલું એ વળી શું?” “તું ચાલને જોઇશ તો બધું સમજી જઇશ,હું અને વસુંધરા હમીરસરની પાળે આવ્યા. ત્યાં ઉભેલી લારીઓમાંથી એક પરથી વસુંધરાએ દાબેલી બંધાવેલી અને હમીરસરની સામે પગથિયા જેવી પાળે બેસી અમે દાબેલી ખાવા બેસતા હતા ત્યારે ત્યાં બેઠેલા પ્રેમી પંખીડા બતાવી વસુંધરાએ મારા કાનમાં કહ્યું જોઇ લેજે આ બધા લૈયા-મજનું ને આજ છે મજનુપીરનો મેળો” “સરસ નામ શોધી કાઢ્યું મ..જ…નું…પીરનો મેળો”અનિલે કહ્યું અમે જ્યાં બેસી દાબેલી ખાતા હતા અને અમે બેઠા હતા બરાબર તેના નીચેના પગથિયે તું તારા મિત્રો સાથે એકના કોમ્પ્યુટરમાં આવેલ પ્રોબ્લેમ બાબત કશિક ચર્ચા અંગ્રેજીમાં કરતો હતો ત્યારે મેં વસુંધરાને તારા તરફ આંગળી ચીંધીને કહ્યું “વસુ..આ….!!!” “હા…ઓલો ડ્રાઇવર બરાબરને?” “એક દિવસ તું તમારા ટ્રકમાં રહી ગયેલી અમારી ચાંદીની વાટકી આપવા આવ્યો ત્યારે મને ખાત્રી થઇ ગઇ કે પેલો ટ્રક ડ્રાઇવર તું જ હ્તો પછીની બધી વાત તું જાણે છે.તારા એક બે મિત્રો જે હલકા પેટના હતા એ જો તને અને મને મળતા જોઇ જાય તો કાગડાના મ્હોમાં કંકોતરી એટલે જ મારે શિવમ્ પાર્કથી મિરજાપર બસ સ્ટેશન પર આવવું ત્યાંથી આપણે માંડવી જઇશું અને ત્યાં તો કોઇ તને કે મને કોઇ ઓળખનાર હતું નહીં. અને ચાર રવિવારની ઓળખાણ પછી આપણને લાગ્યું કે વી આર મેઇડ ફોર ઇચ અધર અને એટલે જ કાશીવિશ્વનાથ મદિરમાં પુજારીની સાક્ષીમાં આપણે ગાંધર્વ લગ્ન કર્યા” “મંગલમ્ ભગવાન વિષ્ણુ મંગલમ્….. ગાંધર્વ લગ્ન એ જબરજસ્ત કહાણી બનીને…”કહેતા અનિલ હસી પડ્યો “સાચું કહું તો મારી જીભ મમ્મી પાસે તો ઉપડતી નહોંતીજ.. પણ આ વડીલોને ખબર તરત જ પડી જાય છે..આઇ આટલી જલ્દી મને પકડી પાડશે તે ખબર નહોંતી..” “આજે પણ જોને ગોમતી બા અકળાતા હતા.. સંધ્યાને સાથે મોકલો…વસુને સાથે મોકલીએ કરતા હતા..”અનિલે કહ્યું “તેમને સમાજની બહું બીક લાગે..લોકો શું કહેશે”કહી તેણીએ અનિલના ખભે માથું નાખી આંખો મીંચીં લીધી. “લાગેછે કે દસ વાગતા સુધીમાં પહોંચી જઇશુ…”અનિલે કહ્યું

રિન્ગ રોડ મુકી જ્યારે કારે ખાવડા જવા હાઇવે ૪૫ પક્ડ્યો ત્યારે પ્રતિનિધિએ કહ્યું “જુઓ પેલું ટપકું દેખાય છે એ અનિલની કાર છે અને આ મિટર તેમની ઝડપ બતાવે છે તે મુજબ તેઓ ૬૦ કિલોમિટરની ઝડપે ભુજથી સાઉથમાં જાય છે તે ઓલો કંપાસ બતાવે છે” “તમે તો કહેતા હતા કે આપણે તેમને જોઇ શકીશું વાત કરી શકીશું”આત્મારામે કહ્યું “ઓહ! સ્યોર…”કહી તેણે સ્ક્રીન પર દેખાતા પોઇન્ટ પર માઉસથી ક્લિક કર્યું અને ગાડીમાં લાલ બત્તી ચમકવા લાગી. અનામિકા ખભે માથું નાખી ને સુતી હતી અને એકદમ તેણીને જગાડી દીધી. “ શું કરેછે અનીલ…” “ જો આ કેમેરો ચાલુ થયો છે એટલે પ્રયોગ શરુ થયો..આપણને ગોમતી બા,આઇ અપ્પા અને સંધ્યા જુએ છે.”ગણગણતાં અનિલે કહ્યું “હલ્લો અનિલ તું મને સાંભળી શકે છે?”આત્મારામે પુછ્યું “હા અપ્પા તમને આઇને સંધ્યાને….”કેમેરા ઓન કરતાં અનિલે કહ્યું “મમ્મી કેમ છો? જયશ્રી કૃષ્ણ…અપ્પા તમને બધાને અમે જોઇ શકીએ છીએ” અનિલ આગળ બોલે તે પહેલા વચ્ચે અનામિકાએ કહ્યું તેમને પણ અનિલ અને અનામિકા દેખાયા “અનિલ તું ૬૦ની સ્પીડથી ગાડી ચલાવે છે?”આત્મારામે પુછ્યું “હા..અપ્પા…કેમ?” “અહીંનો મીટર તમારી ગાડીની સ્પીડ બતાવે છે એ કંફર્મ કરતો હતો” “હં…..” “અત્યારે તેઓ ખાવડાથી કેટલા દૂર છે?”આત્મારામે પુછ્યું “અંદાઝે ૬૦ કિલોમીટર…મી.અનિલ ઇસ ઇટ કરેક્ટ?” પ્રતિનિધિએ પુછ્યું અનિલ ખાવડા થી ૬૦ કીમી દુર છે તે કેવી રીતે જાણ્યું…?”ગોમતિબેન  પુછ્યું “ગાડી બે માઇલ કરતા વધુ ચાલે એટલે બારીકાઇથી જુઓ તો માઇલ સ્ટોન દેખાય જ. “યસ…..”અનિલે કહ્યું “એટલે તેમને ખાવડા પહોંચતા કલાક થશે ત્યાં સુધી આપણે સ્વામિનારાયણ મંદિરે જઇ આવીએ”તારામતીએ બધા સામે નજર કરતા કહ્યું “હા એ ઠીક રહેશે…”ગોમતીબેને સુર પુરાવ્યો “અરે!!! રાધેશ્યામ ગાડી લઇ આવ અને આમને સ્વામિનારાયણ મંદિરે દર્શન કરાવી આવ” આત્મારામે સાદ પાડ્યો. O***O***O કલાક વારે સૌ ઓફિસમાં આવ્યા ત્યારે ગાડીમાંના કેમેરાને અનિલે ડેસબોર્ડ પર મુક્યો હતો અને સામે સુરખાબનો ઝમેલો જામેલો હતો કેટલાક ઊભા હતા કેટલાક ઉડતા હતા તો કેટલાક ઉડીને નીચે ઉતરતા હતા.અનામિકા એક ઊંચા પથ્થર પર બેસી સુરખાબની વિડિઓ ઉતારતી હતી અને અનિલ જુદા જુદા એંગલથી સુરખાબના ફોટોગ્રાફ લઇ રહ્યો હતો.લગભગ પંદરેક મિનિટ પછી તેઓ ગાડીમાં પાછા બેઠા અને કેમેરાનું રૂખ બદલાવ્યું “અપ્પા સુરખાબ જોયા?”અનિલે પુછ્યું “હા…રૂબરૂ”આત્મારામના ઉરમાં આનંદ હતો “તો હવે અમે ભુજ માટે રવાના થઇએ છીએ”અનિલે કહ્યું “ત્યાં ખાવડાથી ત્યાંનો વખણાતો મેસુક એક કિલો લાવજે”તારામતીએ કહ્યું “ભલે લાવીશ”કહી અનિલે ગાડી સ્ટાર્ટ કરી “માંડીવાળોને આ જાસુસી..”તારામતીએ કહ્યું “અલી અનુ તું તો ફીલમની હીરોઇન જેવી આ પડદે લાગે છે ને?”હરખાતા ગોમતીબેને કહ્યું “ગોમતી બા હું કેવો લાગુ છુ?” “તમે તો અનિલ કુમાર મારી અનુના સરખા જોડીદાર છો..બેઉ જણા અમારી માઓના મન ઠારો તેવા રૂપાળા છો.” આત્મારામ કેનેરાની સ્વીચ બંધ કરી પેલા પ્રતિનિધિને પુછતા હતા. “આ આટલા નાના પડદા ઉપર મારા ૪૦ ટ્ર્ક કેવી રીતે દેખાય.? સ્ક્રીન ઉપર દરેક ટ્રકના કેમેરાનંબર અને નામ લખાઇ શકશે કે જેથી તમે ઇચ્છો તે અથવા એક સાથે બધા કેમેરા નાના સ્વરુપે દેખાશે.” હવે આત્મારામભાઇનાં ચહેરા ઉપર સંતોષ ઝબકતો હતો… ગાડી પાછી આવીને ભુજ ઊભી રહી તો પ્રતિનિધિએ કહ્યું “તમને આ ડેમોસ્ટ્રેશન કેવું લાગ્યું?” “આ તો સોર્ટ રૂટ હતો આવતીકાલે અમારી સામે ઊભી એ ટ્રક લોંગ ટ્રીપ પર જવાની છે તેમાં આ સિસ્ટમ ફીટ કરો ટ્રીપ દરમ્યાન તમે કહો છો એ બાબતો એ સિસ્ટમ પર ચેક કરીશું પછી જ નિર્ણય લઇ શકાય”આત્મારામે કહ્યું “એસ યુ પ્લીઝ સર…”કહી પ્રતિનિધિએ અનિલની ગાડીમાંથી સિસ્ટમ લઇને ટ્રકમાં ફીટ કરીને હોટલ પર ગયો. આત્મારામે એના એક ડાઇવર હુસેનમિયાંને બોલાવ્યો. “જુઓ બડે મિયાં આવતી કાલે આપણી આ ટ્રક લઇને તારે કચ્છ માર્બલ્સમાંથી ટ્રક લોડ કરી સુરત લઇ જવાના છે.” “ભલે શેઠ…”

તારામતી પાઠક () –શૈલા મુન્શા

Posted on December 7, 2011 by vijayshah

 અનામિકાને કાલની વાતનો મનમાં ને મનમાં પસ્તાવો થતો હતો.એક બીજાને જાણવા તો ઉમર ઓછી પડે અને પોતે અનિલને “ખાખરાની ખીસકોલી” જેવા શબ્દોથી નવાજયો અનિલને ખુશ કરવા શું કરું ને શું ના કરું ના અવઢવમાં હતી ત્યાં જ અનિલનો ફોન આવ્યો.

”અનુ!! આજે શું કરવાની છો? કાંઇ ખાસ કામ ન હોય તો ઘેર આવને કામીની અને જીજાજી પણ આવવાના છે ખાસ તો જીજાજીને તારા હાથની કચોરી બહુ ભાવે છે. મારે તેમને આપણી  હવે બેસાડવા વિચારેલી કોમ્પ્યુટર સિસ્ટમની વાત કરવી છે અને તેમનો અભિપ્રાય પણ જાણવો છે”

“હં……”

“તું કચોરી બનાવજે અને આઇ ને સંધ્યા બાકીનું જેવણ (જમવાનું) બનાવશે હા ગોમતીબાને જમણ વખતે રાહ ન જુવે એ પણ ખાસ કહી આવજે”

અનામિકાને તો જાણે “ભાવતુ હતું ને વૈદે બતાવ્યું” જેવું થયું. મન મોર નાચી ઉઠ્યો અને થનગનતી તેણી તો સરસ મજાની નીલવર્ણી સાડી અને આભલા ભરેલું બ્લાઉસ પહેરી તૈયાર થઇ ગઇ.ગોમતીબેને પોતાના સ્વભાવ અનુસાર તેણીએ અનિલના આવેલ ફોનની વાત કરી ત્યારથી ઘેરથી નીકળી ત્યાં સુધી તો સુચનાઓનો ધોધ વહાવી દીધો.

-૦-

બીજા દિવસે નક્કી થયા મુજબ હુસેનમિંયા કચ્છ માર્બલ પહોંચી ગયા અને ટ્રક લોડ કરી સુરત બાજુ રવાના થઇ ગયા.આત્મારામ,અનિલ અને માધાપરથી બોલાવેલા જમાઇરાજ કિશોરકુમાર પણ સમયસર ઓફિસ આવી ગયા હતા અને સોફ્ટવેરનો પ્રતિનિધિ આવી ગયો અને સિસ્ટમ શરૂ કરી.અને અનિલને કહ્યું

“તમારી ટ્રક હમણાં સ્ટેટ હાઇવે SH42 પર પશ્ચિમથી પૂર્વ તરફ જઇ રહી છે અત્યારે એ ભચાઉ પહોંચી ચુકી છે અને તે ૬૦ કિલોમિટરની ઝડપથી જઇ રહી છે અને આ અંતર તેમણે લગભગ દોઢ કલાકમાં કાપ્યું છે કારણ કે, આ કંપાસ મુજબ તે લગભગ ૮૩ કિલોમિટર જેટલું અંતર કાપ્યું છે”

“બરોબર ભચાઉ અહીંથી એટલું જ દૂર છે” આત્મારામે હામી ભરી

“તેને સુરત પહોંચતા કેટલો સમય લાગશે?”અનિલે પુછ્યું

“સુરત અહીંથી પહેલાં SH 7 પછી NH 8 થઇને જતાં લગભગ ૬૧૦ કિલોમિટર જેટલે દૂર છે અને ટ્રકની સ્પીડ જોતા લગભગ ૧૦ કલાક થશે”પ્રતિનિધિએ કહ્યું

“વાહ! અનિલ આતો બધું બરાબર બતાવે છે”કિશોરકુમારે કહ્યું

“હા ને  જીજાજી એક બીજી કમાલ બતાવું જરા હુસેનચાચા સાથે વાત કરાવો”અનિલે કહ્યું

“ઓકે….!!”

અનિલે કોમ્પ્યુટર પર દેખાતા ડોટ પર ક્લિક કર્યું અને હુસેનમિંયાની ટ્રક કેબિનમાં લાલ લાઇટ ઝબુકવા લાગી અને તેમને મળેલ સુચના મુજબ તેમણે કેમેરા ઓન કર્યો

“અ-સલામ-વાલેકુમ હુશેનચાચા કેમ છો?”અનિલે કહ્યું

“વાલ-એ-કુમ સલામ મઝામાં દીકરા”હુશેનમિયાંએ જવાબ આપ્યો

“અત્યારે તમે ક્યાં છો?”આત્મારામે પુછ્યું

“જનાબ હમણાં જ ભચાઉ ક્રોસ કર્યો છે”

જવાબ સાંભળી આત્મારામને ધરપત થઇ અને અનિલ સામે સંમતિ સુચક ઇશારો કર્યો

“ભલે બડેમિંયા સુરત પહોંચો ત્યારે મોબાઇલ પર મીસ કોલ કરજો પછી આમ રૂબરૂ વાત કરીશું ખુદા-હાફિસ” કહી સ્વિચ ઓફ કરી

“તો હવે શું વિચાર્યું છે?”પ્રતિનિધિએ પ્રશ્ન કર્યો

“અરે!! સુરતથી હુસેનમિંયા આવી જાય પછી વાત”આત્મારામે કહ્યું

“એસ યુ પ્લીઝ સર”કહી પ્રતિનિધિ ઊભો થયો

અનિલ હોંશભેર નવી કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ જે ઓફિસમાં લગાડવામાં આવી હતી જેના લીધે ટ્રકમાં લગાડેલ કેમેરાથી કોમ્પ્યુટર પર અત્યારે ટ્રક ક્યાં છે,તે SH પર છે NH પર, કેટલી ઝડપથી જઇ રહ્યું છે કેટલું અંતર કાપ્યું છે અને કેટલું બાકી છે અને ડ્રાઇવર સાથે વાત પણ થઇ શકે તે બધું કિશોરકુમારને સમજાવતો હતો

“જો અક્સ્માત થાય તો એ પણ ખબર પડે ને?”કિશોરકુમારે પુછ્યું

“ઓફ કોર્સ”

“બેટા! અનિલ આપણી ટ્રક માલ ભરીને સુરત ગઇ છે તેમાં ફીટ કરેલ કેમેરાની કરામત આપણે એ ભચાઉ પહોંચી ત્યાં સુધીની જોઇ હવે સુરત પહોંચ્યા સુધી એ સફળ થાય તો તારું શું માનવું છે?એક વર્ષના લીઝ ઉપર આ કોન્ટ્રાકટ આપણે સાઇન કરીએ?તમને શું લાગે છે?”પહેલા અનિલ તરફ અને પછી કિશોરકુમાર તરફ જોતાં આત્મારામે સવાલ કર્યો.”

”અપ્પા!! દુનિયા જે ઝડપે આગળ વધી રહી છે એ જોતા ભલે મહિને ૧૦,૦૦૦ રૂપિયાનો વધારાનો ખર્ચો થાય પણ આ સાહસ માટે કરવા જેવો છે.

“…………”આત્મારામે કિશોરકુમાર સામે પ્રશ્નાર્થ જોયું

“જો અનિલ કહે છે તેમ ઓફિસમાં બેઠે બેઠે આપણે આપણી ટ્રકો અને ટ્રક ડ્રાઇવર પર નજર રાખી શકીએ તો ઘણી તકલીફોનો અંત આવી જાય એટલે ઇટ’સ વર્થ વાહિલ…..”કિશોરકુમારે અભિપ્રાય આપ્યો.

“………….”આત્મારામે અનિલ સામે જોયું

“અપ્પા એમ તો નથી કે આપણે આપણાં ડ્રાઇવરો પર અવિશ્વાસ કરીએ છીએ એવું નથી પણ ક્યારેક ટ્રાફિક સમસ્યા થાય અથવા અકસ્માતમાં ટ્રક સપડાય તો તરત રાહતની સગવડ કરી શકીએ એ બેનીફીટ મોટું છે”અનિલે કહ્યું

આખરે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે એક વર્ષની લીઝ સાઇન કરવાનું હાલ પુરતું નક્કી થયું. તુકારામે પોતાના દિકરાને પ્રોત્સાહન આપી તેને ગમતું કાર્ય કરવાની સગવડ કરી આપી હતી તેમ પોતાના અપ્પાનું અનુકરણ કરી આત્મારામે પણ અનિલને નવું સાહસ ખેડવા પ્રોત્સાહિત કર્યો એ વિચારે આત્મારામ ભુતકાળમાં ખોવાઇ ગયા

પોતે મેટ્રીક ભણી રહ્યો (ત્યારે તે આજના એમ.બી.એ. જેટલું ભણેલો ગણાતો) એટલે નોકરીની શોધમાં પડ્યો.એમપ્લોયમેન્ટ એક્ષ્ચેનજમાં અરજી કરી.આખરે બચપણથી મેકેનિઝમ રસ ધરાવતા દીકરાને આઇના કહેવાથી જ આઇને વારસામાં મળેલી સાંગલી વાળી જમીન ગીરવે મુકાવ્યા બાદ શરૂ થયેલ ગેરેજ અને ટ્રાન્સપોર્ટ કંપનીની કમાણીમાંથી સૌથી પહેલાં સાંગલીની જમીન તો છોડાવી પણ વ્યાજમાં આઇના નામે બે બીજા જમીનના કટકા લઇ લીધા તે જાણતા આઇએ હસીને કહેલું

“ગાડવા હું જમીન લઇને શું કરીશ?સાંગલી વાળી જમીન આમેય આખરતો તને જ મળવાની હતી ને?.”એ યાદ આવતા મલક્યા/

“અપ્પા આપણે ઘેરથી એમ જ નીકળી ગયા છીએ ચ્હા નાસ્તો બાકી છે”

“હં…હા હા ચાલો ચાલો”કહી આત્મારામ પછી બધા ઓફિસમાંથી બહાર આવ્યા.

-૦-

રીક્ષામાંથી ઉતરી એક નજર “તારા નિવાસ” તરફ કરતા અનામિકા વિચારી રહી કયારે આ કમુર્તાનો સમય પુરો થાય અને ક્યારે સદાયના માટે આ “તારા નિવાસ”માં આવી જાઉં.

ઘરમાં દાખલ થતા જોયું કે, બધા દાગીનાની ખરીદીની વાતોમાં મસગુલ હતા. તારામતી કામીનીની કહી રહ્યા હતા

“જો કમુ,દાગીનાની ખરીદી તો થઇ ગઇ હવે સમય છે તો સાડીની ખરીદી પણ વેળાસર પતાવી દઇએ તને શું લાગે છે?”

“આઇ! તારો વિચાર ક્યાંથી સાડીઓ લેવાનો છે?જો પટોળા લેવા હોય તો પાટણમાં સારા મળશે અને સુંદર ફેન્સી સાડીઓ સુરતમાં સારી મળશે અને હા જો બાંધણીઓ તો ભુજમાં જ નહીંતર જામનગર…”

કામીની પોતાની વાત કરતી હતી અને તારામતી મનમાં વિચારતા હતા કે,હવે સંધ્યાને પણ થોડા વખતમાં સારો મુરતિયો જોઇ વિદાય કરવી પડશે તો તેણી માટે પણ સાથો સાથ સાડીની ખરીદી પતાવવી પડશે.સારું છે કે દાગીનાની ખરીદી તેણી માટે થઇ ગઇ.સોનાના ભાવ તો આમે પણ આસમાને પહોંચ્યા છે.

“આઇ!! શું વિચારે છે??” શુન્યમનશ્ક સામેની દિવાલને તાકતા તારમતીનો ખભો હલાવતા કામીનીએ પુછ્યું

“કંઇ નહીં એ જ કે પહેલાં સાડીઓ લેવી કે,સેલા અથવા પટોળા?”

ખરેખર તો એક વખત માંદા પડ્યા પછી તેણીને એ પણ ચિંતા મનમાં ઘર કરી ગઇ હતી કે,મને કંઇ થઇ જાય તો સંધ્યાના લગ્નની તૈયારીમાં કશી કચાશ ન રહેવી જોઇએ.એટલામાં કામીની નજર અનામિકા પર પડી

“હે બગ આઇ! તારી સુનબાઇ આવી ગઇ તેણીને જ પુછને સાડીઓ ક્યાંથી લેવી છે? પહેરવાની તેણીને છે,જો કે આજકાલની  છોકરીઓ ભારે સેલા-પટોળા નથી પહેરી શકતી એટલે તેણીને જે ગમે તેવી સાડીઓ અપાવીએ”

“આઇ! મારે માટે તો તમે જે પસંદ કરશો એ મને પણ પસંદ આવશે તમારી પસંદ એ મારી પસંદ”આંખો ઢાળીને શરમાતા અનામિકાએ કહ્યું

“અગ બાઇ!! આઇ આતો અત્યારથી તારા છેડે બંધાઇ ગઇ”કામીનીએ અનામિકાને ધબ્બો મારતા કહ્યું તો અનામિકાએ કહ્યું.

“આઇ! ચાલો કચોરીઓ બનાવીએ….”

“નાસ્તા સાથે ચ્હા પણ જોઇશે”આત્મારામે ઘરમાં દાખલ થતા સંવાદ સાંધ્યો.

લેડીઝ બધે રસોડામાં ગઇ અને આત્મારામ,અનિલ અને કિશોરકુમાર સોફા પર ગોઠવાયા ત્યાં સંધ્યા પાણીના ગ્લાસ આપી ગઇ અનિલ અને કિશોરકુમારે પાણી પી ને ગ્લાસ પાછા આપ્યા સંધ્યાને ખબર હતી અપ્પા એકદમ પાણી નહીં પીએ.થોડીવારે નાસ્તો સર્વ થયો ત્યારે આત્મારામના સોફા નજીક પડેલ ગ્લાસ ઉપાડવા અનામિકા નીચે વળી ત્યારે તેણીની નજર આત્મારામના ડાબા પગની પાની નજીક પડેલ ઘાની નિશાન જોઇ પુછ્યું

“અપ્પા આ ડા..ઘ…”

“બેટા! એ……” આગળ બોલે ત્યાં તેમની નજર તારામતી પર પડી અને તેમણે મલકીને ઇશારો કર્યો થવાદો તમારી રામકહાણી જોકે ઘરના સર્વેએ એ પ્રસંગ ઘણીવાર સાંભળ્યો હતો પણ આજ અનામિકા અને કિશોરકુમાર માટે ખાસ ફરી સંભળાવવા તૈયાર થયા

“હાં….શું અપ્પા….??”

“ચોમાસાના દિવસો હતા ને મુસળધાર વરસાદ વરસતો હતો,ઘરના ચોકમાં પાણી ભરાયું હતું આઇની ના છતા નાનકડો હું વરસાદના પાણીમાં રમવા માંડ્યો રમતા રમતા પગ અપસ્યો અને ખુણામાં મુકેલ લોખંડના પાવડાની ધાર પગમાં પેસી ગઇ.લોહી તો જાણે રોકાવાનું નામ જ ન્હોતું લેતું.ચોકમાં ભરાયેલું પાણી જાણે લોહીની નદી વહેતી હોય એવું લાલ થઇ ગયું.નશીબ જોગે અપ્પા ઘેર જ હતા તેઓ ભર વરસાદે દોડતા ઘા બાજરિયું લઇ આવ્યા.આઇને કહ્યું જલ્દી ઘા પર હળદર દાબી ઘા બાજરિયું ભરી પાટો બાંધી દે.બીજા દિવસે અપ્પા ગામ બહારના વઘડામાં ગયા અને બે-એક જાતના પાંદડા લઇ આવ્યા અને ચટણી જેવું વાટીને બાંધી દીધું અને ઘા રૂઝાઇ ગયો પણ ડાઘ રહી ગયો કહી પગ ઉંચોં કરી અનામિકા અને કિશોરકુમારને બતાવ્યું

-૦-

નાસ્તો પુરો થયો અને સંધ્યા અને અનામિકાએ વાસણો ઉટકી કાઢયા. તારામતી રેફ્રિજરેટર ખોલીની શાકભાજી પર એક નજર કરતા હતા ત્યાં પાછળ આવીને સંધ્યા ટહુકી

“આઇ! આજે આલુ,બૈગન,કાંદા અને ભેંડીનું મસાલા ભરેલું શાક બનાવને?”

“સાથે કઠ પણ…. “કામીનીએ સુર પુરાવ્યો

“કઠ…..?”અનામિકાએ પુછ્યું

“તુવેર દાળના પાણીનું…..”

“ઓસામણ બરોબર ને આઇ??”

“હા…અને પોરણા ચી પોડી પણ…..”અનિલ અને આત્મારામનો અવાઝ આવ્યો

“હં….મને હતું જ કે આ બાપ દીકરો હજુ કેમ બોલ્યા નહીં” કહી તારમતી હસ્યા

આ બાજુ રસોઇની તૈયારી થવા લાગી આત્મારામ અને કિશોરકુમાર પોતાની ઓફિસે જવા  રવાના થયા તો તારામતીએ કહ્યું

“જમવા સમયસર આવી જજો જમાઇરાજ…..”સાંભળી કિશોરકુમાર મલક્યા

“અપ્પા હું મારું ઓફિસ કામ કરી લઉ…”કહી અનિલ પોતાના રૂમ તરફ વળ્યો તો કામીનીએ અનામિકાને ધબ્બો મારી અનિલ રૂમમાં જાય છે તું પણ જા એવો ઇશારો કર્યો

“તમે પણ શું દીદી…”કહી બટેટા છોલવા લાગી.

“કાય ઝાલ્‌??”તારામતીએ ખોપરૂં છીણતા પુછ્યું

“કંઇ નહીં આઇ…”અનામિકાએ કહ્યું તો સંધ્યા અને કામીની હસી એ તારામતીએ જોયું

“કેમ મારી સુનબાઇની શું ફીલમ ઉતારો છો?”તારામતીએ ટેબલ પર પડેલ અનિલનો પાઉચ જોઇ પુછ્યું “ને આ અનિલ ક્યાં ગયો?”

“પોતાની રૂમમાં…”સંધ્યાએ કહ્યું તો

“હં…….”તારામતીએ ત્રણેય તરફ એક નજર કરી માથું ધુણાવ્યું કે હવે તાળો મળી ગયો એટલે અનામિકા તરફ જોઇને કહ્યું

“બેટા…શાકમાં ભરવાનો મસાલો થઇ ગયો…?”

“હા…!! આ ખોપરૂ મિક્સ કરવાનું છે…”

“એ થઇ રહેશે…જા અનિલને તેનું પાઉચ આપી આવ”

“…………”અનામિકાએ તારામતી સામે જોયું

“………….”તારામતીએ પહેલાં પાઉચ તરફ અને પછી ઉપર જતા દાદર જોઇ જવાનો ઇશારો કર્યો એટલે અનામિકાએ હાથ ધોઇ પાઉચ ઉપાડીને હળવે હળવે દાદરના પગથિયા ચઢવા લાગી તે જોઇ સંધ્યાએ કહ્યું

“વહિનિ….આમ તો દાદર પર જ સાંજ પડી જ્શે એ સાંભળી અનાનિકા સડસડાટ દાદર ચઢી ગઇ અને પાછળ હાસ્યનું મોજું ઉછળ્યું

“આ સંધ્યા એક તક નથી છોડતી…”કહી તારામતી હસ્યા.

અનામિકા અનિલ પાસે આવી ત્યારે તે લેપટોપના કાન મરોડતો હતો.અનામિકાને જોઇને તેણે લેપટોપ કોરાણે મુકીને અનામિકા સામે મલક્યો

“મને તો એમ કે રસોડામાં ગઇ એટલે નહીં આવે….”કહી ઊભો થઇ અનામિકાના હાથ પકડીને પાસે ખેંચી તો અનામિકાએ પાઉચ પકડાવતા કહ્યું

“હું આવી નથી આઇએ મોકલાવી છે આ…આપવા”

“એમ તો એમ આવી છો તો જરાવાર બેસને”

“અરે હા એક વાત પુછવી હતી…”

“શું……??”

“આ છેલ્લા રૂમને હું જ્યારે પણ આવી જોયું છે તાળો મારેલો રહે છે શું છે એમાં?”

“તુકારામ દાદાજીનો ખજાનો…”કહી અનિલ હસ્યો

“ખજાનો…?? દાદાજીનો??”

“હા”

“એ જોઇ શકાય??”

“ના ચાવી અપ્પા પાસે છે તેઓ જ્યારે અપસેટ થઇ જાય કે અધરાતે અપ્પા જાગી જાય ત્યારે ત્યાં બેસે છે તેમના માટે એ મંદિરથી પણ વિશેષ છે બેસ તો સંભળાવું”

“ના અત્યારે તો મારે રસોડામાં જવું છે પરમદિવસે શનિવારે અહીં આવવાનો સિડ્યુઅલ છે ત્યારે વાત તું પ્લીઝ અપ્પા પાસેથી ચાવી લઇ રાખજે”કહી અનામિકા નીચે જતી રહી.

@@@@@@@

અનામિકાને તુકારામજીનો ખજાનો જોવાની ઉત્‌કંઠાનો અંત લાવનાર શનિવાર આવી ગયો.અનામિકાએ મોરપીંછ કલરનીસાડી બ્લાઉઝ પહેરીને તૈયાર થઇ ગઇ આવી એટલે ગોમતીબેને પુછ્યું

“ક્યાં તારા નિવાસ…?”

“હા મમ્મી…”

“બે દિવસ પહેલાં તો ત્યાં ગઇ હતી આજે ફરી,,,?”ચ્હાનો કપ પકડાવતા ગોમતીબેને પુછ્યું

“ગોમતી તેણીના સમયપત્રકની તો તને ખબર છે પછી શું સવાલો કરે છે”સવારનું છાપું વાંચતા મયાશંકરે છાપાનું પાનું ફેરવતા કહ્યું

“તો મમ્મી હું જાઉ આઇ રાહ જોતા હશે”ચ્હાનો ખાલી કપ રસોડાના પ્લેટફોર્મ પર મુકતા કહ્યું

“વાહ! અહીં મમ્મી અને ત્યાં આ…ઇ..”કહી મયાશંકર હસ્યા

અનામિકા ઘરમાંથી બહાર આવી તો વસુંધરા બાઇક સ્ટાર્ટ કરતી જોઇ અને અનામિકા તેણીને કશું કહે તે પહેલાં વસુંધરાએ પુછ્યું

“ક્યાં મહેરઅલી ચોક…?? ચાલ મુકી દઉ”અનામિકા પુલકિત થતા વસુંધરા પાછળ બેઠી

અલક મલકની વાતો કરતી બન્ને સીટીમાં આવી ત્યાં અનામિકાની નજર એક બેનર પર પડી “ગાઇડ”

“વાવ!!! વસુ આજે ફરી ગાઇડ લાગ્યું છે”

“અનિલ સાથે જોયેલું યાદ છે ને?”

“એ તો હંમેશા યાદ રહેશે”કહેતા અનામિકા એ પ્રસંગમાં સરી પડી.

કોઇ પુરૂષ મિત્ર સાથે પહેલી વાર સિનેમા હોલના અંધકારમાં ત્રણ કલાક સાથે ગાળવાના.મમ્મી પાસે ક્યું બહાનું રજુ કરવું?કેવી રીતે સિનેમા જોવા જવાની વાત કરવી એ જ ગડમથલમાં અઠવાડિયું નીકળી ગયું એક બાજુ અનિલ અનામિકાને મળવા આતુર…અને બીજી તરફ પોતાની મુંઝવણ અને એક દિવસ અનામિકાએ વસુંધરા પાસે પોતાની મુંઝવણ રજુ કરી એ જ તો અનિલ સાથે ભેટો કરાવવામાં આગળ પડતી હતી.બહુ વિચારના અંતે વસુંધરાએ જ સુઝાવ આપ્યો કે,

“અનુ તું અને અનિલ મેટીની શોમાં પિકચર જોવા જાવ આપણે બન્ને કોલેજમાંથી ગુટલી મારી નીકળી જઇશું એટલે તારે ઘેર કોઇ વાત કરવાની જરૂર નહીં પડે.બજારમાં મારે થોડું કામ છે એટલે હું સિનેમા ચાલુ થાય એટલે બહાર નીકળી જઇશ ને પુરું થતાં પહેલાં પાછી આવી જઇશ”

“………..”

“હું સિનેમાની ત્રણ ટિકિટ બુક કરાવી રાખું છું.બપોરના સમયે થિયેટરમાં પણ બહુ ગિરદી નહીં હોય અને તમને બન્નેને શાન્તિથી વાત કરવા પુરતું એકાંત મળી રહેશે, અને હા અનિલને કહેજે કે, ટિકિટના પૈસા તો હું તેના પાસેથી વસુલ કરવાની છું”

હવે તો વાત બન્ને ઘરમાં જાહેર થઇ ગઇ પણ બધાથી છુપાઇને પ્રેમ કરવાની મજા કંઇક અલગ જ છે એ વિચાર આગળ ચાલે ત્યાં તારા નિવાસ આવી ગયું

“ચાલ પિયાકા ઘર આવી ગયું”વસુંધરાએ કહ્યું તો અનામિકા વર્તમાનમાં આવી ગઇ

“થેન્ક યુ” કહી”અનામિકા વસુંધરા સામે મલકી અને તેણી “તારા નિવાસ” તરફ વળી અને

વસુંધરાએ બાઇક વાળી.

“આવી ગઇ? બેટા ચાલ અનિલને બોલાવ એટલે સાથે નાસ્તો કરીએ”તારામતીએ કહ્યું

“આઇ! શું બનાવો છો? ગાર્લિકની સુગંધ તો સરસ આવે છે”અનામિકાએ તારામતીના ચરણ સ્પર્શ કરતા પુછ્યું

“આ માંડવીની આઇટમ છે લસણિયા ભજિયા”

સંધ્યાએ બાફેલા બટેટાને સ્લાઇસ પર લસણની ચટણી ચોપડતા અને બીજી સ્લાઇસથી સેન્ડવિચ બનાવતા કહ્યું એ દરમ્યાન અનિલ જ નીચે આવી ગયો તો સંધ્યા એ અનિલ તરફ તારામતીનું ધ્યાન દોરવા કહ્યું

“હે બગ આઇ!!”

“સુગંધ તો સરસ આવે છે ઉપર સુધી….”અને અનામિકાને જોતા વાક્ય અધ્ધર જ રહ્યું

“સુગંધ કે મારી સુનબાઇનો અવાઝ….”સોફા પર બેસી છાપું વાંચતા આત્મારામે છાપું નીચે કરી અનિલ સામે જોતા પુછ્યું સાંભળી અનામિકા તારામતીના પાલવ હેઠળ મ્હોં છુપાવ્યું

“તમે પણ શું અપ્પા….”મ્હોં મચકોડતા કહ્યું

“આલે!! અપ્પાના રૂમની ચાવી” કહી તુકારામના ખજાના વાળા રૂમની ચાવી આગળ ધરી

લસણિયા ભજિયા ને મીઠી ચટણીનો નાસ્તો થયો આત્મારામ ઓફિસ તરફ ગયા અને અનામિકા અને અનિલ બંધ ઓરડા તરફ

“આ તાળો જોયો?” અનિલે પુછ્યું

“હં…બહુ જુના જમાનાનું છે”અનામિકાએ કહ્યું

“અત્યારે તો ઘણી કંપની તાળા બનાવે છે પણ જુના વખતમાં મજબુત તાળા અલીગઢ યુપીમાં જ બનતા અને વખણાતા એ અલીગઢનો જ આ તાળો છે”કહી તાળો અને રૂમનું બારણું ખોલ્યો તો અનામિકાએ નીચે વળીને રૂમના ઉંબરાને સ્પર્શ કરી આંખે અડાળ્યું

ઓરડામાં સામે જ તુકારામ અને ભાનુમતીના આદમકદ પોર્ટ્રેઇટ્સ હતા તુકારામ લાંબો મરહુન ડગલો મરાઠી ધોતી ખભે ખેસ માથે મરાઠી પાઘડી અને હાથમાં બંકોળા જેવા હાથાની છત્રી અને કપાળમાં ત્રીપુંડ અને આંખે ગોલ ફ્રેમના ચશ્મા પહેર્યા હતા તો ભાનુમતીએ નવવારી સાડી નાકમાં નથ ગળામાં મોહન માળા અન્ર ગળા ચપોચપ મગળસૂત્ર બાજુ બંધ અને કમર બંધ અને કપાળમાં અર્ઘ ચંદ્રાકાર કુમકુમ બિંદી તળે કાળી બિંદી અને આંખોમાં કાજળ બન્ને એકદમ જાજરમાન અને હમણાં જ બોલી પડશે એટલા જીવંત લાગતા હતા અનામિકા બસ એકી ટસે જોઇ જ રહી.

“અનુ….”અનિલે કહ્યું તો જાણે ભાવ સમાધીમાંથી જાગી હોય તેમ કહ્યું

“હં….”

“શરૂ કરીએ?” અનિલે પુછ્યું અને અનામિકાએ નજર ફેરવવા માંડી એક ખુણામાં ઊચી ટિપોય પર જુના જમાનાનું હિસ માસ્ટર્સ વોઇસના સિમ્બોલ જેવું ગ્રામાફોન હતું તેના ઉપર બનાવેલ સ્ટેન્ડ પર સુરૈયા,નુરજહાં,ખુર્શિદ,કે.એલ.સાયગલ એસ.ડી.બર્મન અને માસ્ટર અસરફખાનની રેકર્ડ હતી. એક ખીંટી પર એક પખવાજ ટીગાડેલું હતું તેના નીચે બનાવેલ સ્ટેન્ડ પર કપડાના કવરમાં મુકેલી એક સીતાર હતી.એક ખુણામાં એક હાર્મોનિયમ કપડાના કવરથી ઢાંકેલું હતું તેની બાજુમાં મંજીરા,કરતાલની જોડી હતી એક બાજુ મોટો પટારો હતો તેમાં જુના જમાનામાં એકાઉન્ટ માટે વપરતી એવી વહીઓનું એક પોટલું હતું જેના સાથે એક ટેગ મારેલું હતું “અભંગ માઝે” એક ખાલી સિગાર બોકસમાં જુના જમાના કોઇન્સ હતા તો એક ખાલી સીગાર બોક્સમાં જુના જમાનાની દેશ-વિદેશની ટપાલ ટિકિટો હતી અનામિકાને તો એજ ન્હોતું સમજાતું કે શું જુએ ને શું મુકે અનિલ બાલકનીની રેલિન્ગ પકડીને ઊભો હતો તે અંદર આવ્યો

“જોયું…જોઇ લીધું??”અનિલે પુછ્યું

“અનિલ અનિલ આમ ઉતાવળે આંબા ન પાકે આ ખજાનો જોવા વાંચવા અને સમજવા ઘણો સમય જોઇએ તે હું સદાને માટે તારા નિવાસમાં આવીશ ત્યારે વાત”અનામિકાએ બારણા વાંસતા અને તાળો લગાવી ચાવી આપતા કહ્યું

“તો…”

“અનિલ મને દાદા અને દાદી વિષે કહેને”અનિલને તેના રૂમ તરફ લઈ જતાં અનામિકાએ કહ્યું

-૦-

“દાદા તુકારામ મહારાષ્ટ્ર અમરાવતીના વતની હતા અને દાદી ભાનુમતી સાંગલીમાં જન્મેલા તેમના લગ્ન દાદા સાથે થયા દાદા અમરાવતીની એક શાળામાં સંસ્કૃત વિષય ભણાવતા હતા આમ તો બધી વાતે સુખી હતા પણ નિઃસંતાન હતા.તેમના પડોશમાં કચ્છી લોહાણા સદ્‌ગૃહસ્થ રહેતા હતા તે વીરજીભાઇ ઠક્કર નવરાત્રીમાં કચ્છ જનાર  હતા વાતો વાતોમાં તેમની પત્ની નર્મદાબેનના મોઢે ભાનુમતીદાદીએ સાંભળ્યું કે,કચ્છની કુળદેવી મા આશાપુરા જાગૃકદેવી છે અને ત્યાં જે જાય છે તેની મનોકામના જરૂર પુરી થાય છે તે જ રાત્રે દાદીએ દાદાને વાત કરી કે,મને લાગે છે આપણે પણ એક વખત કચ્છ જઇ આવીએ અને દાદા સહમત થયા.

ત્યારે આજની જેમ ડાયરેક્ટ કે એક્સપ્રેસ ગાડીઓ તો હતી નહીં અમરાવતીથી બડનેરા ભુસાવડ,સુરત,અમદાવાદ,પાલનપુર,જામનગર,રાજકોટ,નવલખી થી કંડલા(બોટમાં) ત્યાંથી ભુજ ક્યાંક બ્રોડગેજમાં ક્યાંક મીટરગેજમાં ક્યાંક નેરોગેજમાં તો ક્યાંક બોટમાં કુટાતા પહોંચ્યા. વીરજીભાઇના મોટા ઘરે પુરો આરામ કરી અને પછી બધા પગપાળા માતાના મઢ જવા ઉપડ્યા.રસ્તામાં વિસામા ખાતા આખરે બે દિવસે માતાના મઢ આવ્યા.

ભક્તોની ભીડમાં જોડાઇને માતાના દર્શન કર્યા સજળ નયણે ખોળો પાથરી દાદીએ મા આશાપુરા પાસે ખોળાનો ખુંદનાર માંગ્યો તો દાદાએ નક્કી કર્યું કે હે! આઇ જો તું મને સંતાન આપશે તો હું ફરી મારા બાળને લઇ તારા દર્શને આવીશ અને અહીં જ સ્થાહી થઇ જઇશ જેથી દર નવરાત્રીમાં તારા દર્શનનો લાભ મળે.

દાદા અને દાદીની વિનંતી માએ સાંભળી અને ફળી.તેમને ત્યાં પુત્ર જન્મ થયો નામ પાડ્યું આત્મારામ.અપ્પા એક વર્ષના થતાં દાદાએ શાળામાં રાજીનામું આપ્યું અને એક આદર્શ શિક્ષક તરિકેનું પ્રમાણપત્ર પામીને ઘર સમેટી કચ્છની વાટ પકડી. પડોશી વીરજીભાઇ તેમના સાથે કચ્છ આવ્યા અને તેમના મોટાભાઇની મદદથી દાદાને આ ઘર અને નોકરી બન્ને મળી ગયા નવરાત્રી શરૂ થતાં  દાદા દાદી અપ્પાને લઇ માતાને મઢ આવ્યા.માતાના આંગણમાં અપ્પાના બાળ મોવાળા ઉતરાવયા અને ખજુર ભારોભાર તોળી ખજુર ગરિબોમાં વહેચીં.

કચ્છમાં સ્થાહી થયેલ હસમુખા અને રમુજી દાદા સાથે કામ કરતા શિક્ષકોમાં અતિ પ્રિય પાત્ર હતા.હળવે હળવે કચ્છીભાષા આત્મસાત કરવા માંડી અને દાદીએ પણ તેનું અનુસરણ કર્યું. અપ્પા તો કચ્છી સહાધ્યાયીમાં વસતો હોવાથી એ સરળતાથી કચ્છી શીખી ગયા. ઘરમાં પણ હળવે હળવે મરાઠીનું વલણ ઓછું થવા માંડ્યું.અપ્પા મેટ્રીક ભણી રહ્યા (ત્યારે તે આજના એમ.બી.એ. જેટલું ભણેલો ગણાતો) એટલે નોકરીની શોધમાં પડ્યા.એમપ્લોયમેન્ટ એક્ષ્ચેનજમાં અરજી કરી આખરે બચપણથી મેકેનિઝમમાં રસ ધરાવતા દીકરાને દાદીના કહેવાથી દાદીને વારસામાં મળેલી સાંગલીની જમીન દાદાએ ગીરવે મુકાવીને મળેલી રકમમાંથી ગેરેજ શરૂ કરાવી અને પછી ટ્રાન્સપોર્ટ કંપની પણ. કમાણીમાંથી અપ્પાએ સાંગલીની જમીન તો છોડાવી પણ વ્યાજમાં દાદીના નામે બે બીજા જમીનના કટકા લઇ લીધા તે જાણતા દાદીએ હસીને કહેલું “ગાડવા હું જમીન લઇને શું કરીશ?સાંગલી વાળી જમીન આમેય આખરતો તને જ મળવાની હતી.” આ વાક્ય તો અપ્પાના મોઢે બોલતા અને પછી ખડખડાટ હસ્તા કોણ જાણે કેટલી વાર સાંભળ્યું છે”

“ચાલ હું નીચે જઇને આઇને રસોડામાં મદદ કરું”કહી અનામિકા ઊભી થઇ તો અનિલે કહ્યું

“બેસને જવાય છ”

“બહુ ઘેલા ન કાઢ જમી ને મળીશું ને?” કહી અનામિકા દાદર તરફ જતી રહી

“વહિનિ જોયો દાદાનો ખજાનો?”સંધ્યાએ છાપાની પુર્તિ બાજુમાં મુકી પુછ્યું

“ના માત્ર દર્શન કર્યા જોવા માટે વાંચવો અને સમજવો જરૂરી છે”કહી અનામિકા રસોડામાં ગઇ તો તારામતીએ હામી ભરતા કહ્યું

તારામતી પાઠક () –શૈલા મુન્શા

Posted on December 25, 2011 by vijayshah

તુકારામના ખજાનામાં એક પોટલું જોયું હતું જેના પર ટેગ મારેલું હતું “અભંગ માઝે” મતલબ તે મરાઠીમાં જ લખાયેલા હશે તો તે સમજવા માટે મરાઠી શિખવું જરૂરી છે એવું વિચારતી અનામિકાના હાથ પુરણપોડી માટે પુરણના લાડુ વાળતા થંભી ગયા જે તારામતીના ધ્યાનમાં આવ્યું એટલે પુછ્યું

“અલી! ક્યાં ખોવાઇ ગઇ ?શું વિચારે છે?”

“આઇ! મારે મરાઠી શિખવી છે કોણ શિખવાડશે?”

“તારા અપ્પા…કેમ?”

“આઇ દાદાજીના ખજાનામાં એક પોટલું છે તેના પર ટેગ છે “અભંગ માઝે” તો અભંગ તો મરાઠીમાં જ લખાયા હશે ને?”

“મરાઠી ભજન એટલે અભંગ”તારામતીએ કહ્યું

અનામિકાને ધરપત થતા તે પાછી કામમાં લાગી ગઇ બધી રસોઇ બની ગઇ પુરણપોડી બાકી હતી જે બધા જમવા બેસે ત્યારે બનાવવાની હતી.સંધ્યા,અનામિકા,કામીની અને તારામતી સોફા પર ગોઠવાયા ત્યાં અનિલ નીચે આવ્યો

“આ મહિલા મંડળ ભેગું થયું છે તો જમવાનું…..?”

“તારા અપ્પા અને કિશોરકુમાર આવે એટલે પુરણપોડી બનાવવાનું શરૂ કરીયે”તારામતીએ કહ્યું

“તને ભુખ લાગી હોય તો વહિનિ પુરણપોડી બનાવી આપે”સંધ્યાએ અનામિકાની પીઠમાં ધબ્બો મારી કહ્યું

અનિલને થયું કે અહીં ઊભા રહેવામાં માલ નથી તેથી પોતાની રૂમ બાજુ ગયો. કામીનીએ અનામિકાને દાદર તરફ જોઇ અનિલના રૂમમાં જા એવો ઇશારો કર્યો તે જોઇ તારામતીએ કહ્યું

“તમને બન્નેને અનિલ અને અનામિકાની ફિલમ ઉતારવા સિવાય કંઇ બીજુ સુજે છે કે નહીં?”

“સાચું પુછ તો આઇ! આ ફિલમ ઉતરતી હોય ત્યારે તેમના લાલ થતા ચહેરા જોવાની મજા આવે છે”

આ સાંભળી અનામિકા શરમાઇ તો કામીનીએ સંધ્યાને ખભાથી તારામતી તરફ ધક્કો મારતા કહ્યું “જો જોઇલે આઇ!”

“બેટા! અનુ બેટર છે કે તું દાદાના રૂમમાં જા આ લે ચાવી”તારામતીએ કહ્યું

અનામિકાને તો ભાવતું હતું ને વૈદે બતાવ્યું જેવું થયું એટલે તેણી ચાવી લઇને તુકારામના રૂમમાં આવી.તાળું ખોલી ઉંબરાની રજ માથે લગાડી અંદર દાખલ થઇ અને પટારો ખોલ્યો તેમાં રહેલ પોથીઓમાંથી એક ઉપાડી લાલ કપડામાં બાંધેલી સાચવીને ખોલી તો તેમાંથી જુના જમાના કથાકારો જેવા એકેક પાના લઇને વાંચતા એવા છુટા પાનાઓ હતા.એ ત્યાં રાખેલી ખુરસીમાં બેઠી અને પહેલું પાનું ઉપાડયું અને તેના અક્ષર જોઇને તેણીને લાગ્યું કે,એ છાપેલા છે એ લખાણ સંસ્કૃતમાં હતું જેમ જેમ તેણી પાના ઉલટાવતી ગઇ તેણીને ખબર પડી કે,એ એક નાટકની સ્ક્રીપ્ટ હતી “વાવ!! અનુ આ તો તારો ફેવરેઇટ સબજેક્ટ નાટક

અનામિકાએ તે પોથી બાંધીને પાછી મુકી બીજી ગણી તો એવી બીજી નવ પોથીઓ હતી મતલબ દસ સંસ્કૃત નાટક હતા.અનામિકા તો ખુશખુશાલ થઇ ગઇ.એક લાંબા શો-કેશનું ડ્રોવર ખોલ્યું તો તેમાં ફાઇ.ફાઇ.ફાઇ.,મેક્રોપોલો,રોથમેન,બર્કલી,કેવેન્ડર્સ,રેડ એન્ડ વ્હાઇટ,કેપસ્ટન,

માર્લબોરો જેવી પ્રખ્યાત બ્રાંડની સીગારેટ્ના ૨૫ જેટલા ખાલી ડબ્બા હતા એક નાનું બોક્ષ હતું તેમાં ચકમકનો પથ્થર અને એક લોઢાનો કડો હતો, એક ખાલી વાટ અને મોટા ચક્કર વાળું લાઇટર હતું જે જુના જમાનામાં વપરાતા અને તે સિવાય જુદી ડિઝાઇનના પેટ્રોલથી ચાલતા લાઇટર હતા,એક નાની ડબ્બીમાં લાઇટર માટે વપરાતી કાકરીઓ હતી.એક પુઠાના બોક્ષમાં મચીસના જુદી જુદી બ્રાડના ખાલી ખોખાઓ હતા.

એક સેલ્ફ ઉપર કાળી શાહીનો ખડિયો હતો અનામિકાએ જોયું કે,તે વોટરપ્રુફ શાહી હતી અને સમડીના પીછાને ત્રાંસો કાપો મુકીને બનાવેલી કલમ જોઇ એટલે તેણીને લાગ્યું કે,પેલી પોથીમાં જોયેલા અક્ષર છાપેલા નહોતા પણ  તુકારામના હાથે લખાયેલા હતા.તે સિવાય તુકારામનો ઇસ્ત્રી કરેલ ડઘલો,સરસ ગડી વાળી મુકેલ ધોતી અને ખેસ,મરાઠી પાગડી,કાળી બારીક ગોળ ફ્રેમના ચશ્મા,બકોળા જેવા હાથાવાળી છત્રી,એક જુદા જુદા ખાના વાળી થેલી હતી જે ગોળ ગોળ વીટી છેડે લગાડેલી દોરીથી બાંધેલી હતી.એક સેલ્ફ પર એક સરસ સોનેરી નક્શીવાળા મ્યાનમાં તલવાર હતી.એ કબાટની પાસેની ભીંત પર એક ઢાલ ટીંગાતી હતી અને તેની બાજુમાં એક ભાલો ઊભો હતો.

એક કબાટ આખું જુદા જુદા પુસ્તકોથી ભરેલું હતું.અનામિકાએ બે ત્રણ પુસ્તકોની પબ્લીકેશન તારીખ જોઇ જે ૧૮૯૦ની આસપાસની હતી અને બ્રિટનમાં મુદ્રણ પામેલા હતા બનવા જોગ છે કે અલભ્ય પુસ્તકો હોય.અનામિકાએ નક્કી કર્યું કે,બધાની એક યાદી બનાવી પુસ્તક વિક્રેતાઓ પાસે તપાસ કરવી જોઇએ જેથી તેની ખરી કિમત સમજાય.

“શું ચાલે છે?”પાછળથી આત્મારામનો અવાઝ આવ્યો તો અનામિકાએ પાછા ફરીને પુછ્યું

“અપ્પા તમે મને મરાઠી શિખવાડશો?”

“મ..રા..ઠી?કેમ?”

“મારે આ અભંગ વાંચીને તેનો મરમ સમજવો છે જેથી હું તેના પર પહેલા કચ્છીમાં પછી ગુજરાતીમાં છેલ્લે અંગેજીમાં થીસીસ લખવા માંગું છું’

“વિચાર સારો છે અને સંસ્કૃત?”

“અપ્પા તેનો કોઇ પ્રોબ્લેમ નથી મેં સેકન્ડ લેન્ગવેઝ તરિકે સંસ્કૃત લીધેલું તે ભાષા હું જાણું છું”

“વાહ! તો તો તું અપ્પાના લખેલા નાટક વાંચી શકીશ”

“અપ્પા એ પણ મારો શોખ છે અને ગુજરાત આંતરકોલેજ નાટ્ય હરિફાઇમાં અમારી કોલેજ તરફથી “ઝાંસીકી રાની” નાટક સ્ટેઝ થનાર છે”

“ને લક્ષ્મીબાઇ તું થવાની હશે ખરૂં?”

“યસ અપ્પા આશિષ આપો કે હું સફળ થાઉં”કહી અનામિકાએ આત્મારામના ચરણ સ્પર્શ કર્યા તો

“આયુષ્યમાન ભવઃ વિજયી ભવઃ”એવા આશિષ આત્મારામે આપ્યા.

“મરાઠા સરદારના પાત્ર માટે તલવાર ઢાલ ભાલો વગેરે અહીં અપ્પાની કોઇ ચીજ લઇ જવી હોય તો લઇ જજે”

“ના અપ્પા ત્યાં સ્ટેજ પર કામ પત્યા પછી ક્યાં ફેકી દેશે કહેવાય નહીં અને આ દુર્લભ અમાનતો વેડફી દેવા માટે નથી અને મારો જીવ પણ ન ચાલે”

“અગર તેમ હોય તો સાચી વાત છે”અત્મારામે સંમત થતા કહ્યું

“અપ્પા એક ચીજ બતાડું એ શું કામ આવે?”કહી પેલી ખાના વાળી થેલી બતાડી

“બેટા એને ચંચી કહેવાય”

“એ શું કામ આવે?”

“આ જો સૌથી મોટોખાનો સોપારી રાખવા માટે છે,આ બીજા ખાનામાં સુકા કાથાની ગાંગડીઓ રખાય,આ એક ખાનામાં ચુનાની ડબ્બી હોય,એક ખાનામાં ગામઠી તંબાકુ હોય અને આ ખાનામાં નાગરવેલના પાન રખાય મારી આઇ ભાનુમતી પાન ખાવાની શોખીન હતી તેની છે આ ચંચી ”આત્મારામે બધુ સમજાવી પાછી વીટીને અનામિકા ને આપી તો એને આનામિકાએ આંખે લગાડી જયાંથી ઉપાડી હતી ત્યાં મુકી.

“દાદાજી પણ પાન ખાતા હશે?”

“ ના તેઓ ફકત તંબાકુ અને ચુનો ચોળી ને ખાતા”

“અપ્પા અહીં આટલા બધા સાજ છે તે….”

“હા તારા દાદા સંગીતજ્ઞાતા હતા અને આ બધા વાજીન્ત્રો તેઓ વગાડી શકતા આ પખવાજ વગાડીને અભંગ ગાતા ત્યારે બાલપણથી જ હું તેમના સાથે બેસીને ગાતો,જરા મોટો થયો તો હું પખવાજ વગાડ્તો અને અપ્પા કાં તો સિતાર વગાડતા યા હાર્મોનિયમ”અનામિકાની વાત સાંધતા આત્મારામે કહ્યું

“અપ્પા તમને પખવાજ સિવાય બીજુ શું વગાડતા આવડે છે?”

“બધું જ અપ્પાની ટ્રેનિન્ગ છે”

“અપ્પા ચાલો આઇ જમવા બોલાવે છે?”સંધ્યાએ કહ્યું તો અનામિકાએ બારણે લગાડવા તાળું ઉપાડ્યું એટલે આત્મારામ બહાર આવ્યા અને રૂમને તાળું મારી ચાવી આત્મારામને આપી તો તેમણે કહ્યું

“તારાને આપજે”

અનામિકા તરત નીચે આવીને રસોડામાં ગઇ.અને તારામતીને ચાવી આપી ચકલો વેલણ તેમના પાસેથી લઇ લીધા તે જોઇ કામીની મલકી.થાળીઓ પીરસાઇ હતી અને ગરમા ગરમ પુરણપોડી થાળીઓમાં આવવા લાગી.અનિલ આત્મારામ અને કિશોરકુમાર જમી રહ્યા એટલે બાકીની પુરણપોડી બનાવી સૌ જમવા બેઠી.રસોડામાંથી પરવારીને પાછી બધી સોફા પર ગોઠવાઇ તો અનામિકાએ કહ્યું

“આઇ! દાદાજીના રૂમની ચાવી આપોને?”

“હું તને એ જ કહેવાની હતી કે,અહીં રહેશે તો આ બન્ને તારી ફીલમ ઉતાર્યા કરશે એટલે તારા માટે એ જ સેફ જગા છે”કહી તુકારામના રૂમની ચાવી આપી.

અનામિકા તુકારામના રૂમમાં આવી તો પેલા બુકનો કબાટ જોઇ તેણી બાલપણના સંભારણામાં સરી પડી.તેની નજર સામે નાનકડી અનુ દેખાઇ.

ગોમતીબેન વેકેશનમાં નાની અનામિકાને લઇને પોતાના માવતરે કે બહેનને ઘેર જતા અનામિકા માશી મામીના છોકરાઓ સાથે રમવાને બદલે એક ખુણામાં બેસીને વાંચતી હોય.માશીએ તેના માટે પંચતંત્ર, હિતોપદેશ ને વૈતાળ પચ્ચીસીની ચોપડીઓ વસાવેલી તે અનામિકાને વાંચવા આપતા નહીંતર સાચવીને છાજલી પર મુકી રાખતા,મામાનું ઘર તો બરાબર યાદ છે મોટો બંગલો હતો મોટામામા નીચેનો માળ વાપરતા જ્યારે નાનામામા ઉપલો માળ વાપરતા.કહેવા ખાતર રસોડા જુદા હતા પણ રસોઇ એક જ રસોડામાં બનતી અને સૌ સાથે જમતા.ગોમતીબેન જ્યારે પિયર આવતા તો મોટેરા બધા મોટા મામાને ત્યાં ભેગા થતા અને છોકરાઓ ઉપલામાળે રમતા. મોટા મામાની અનામિકા લાડલી હતી એટલે તેણી માટે ચાંદામામા મંગાવતા પછી એ બધા ચોપાનિયાની સંભાળીને બુક બાઇડિન્ગ કરાવતા અને એ ભડકિયામાં રાખેલ કબાટમાં રાખતા જેથી અનામિકા આવે ત્યારે તેણીને વાંચવા મળે મોટી મામીનું એક ધ્રુવ વાક્ય હતું “અલ્યા છોકરાઓ અનુને પેલા ભંડકિયામાંથી ખોળી લાવો જે પહેલા ખોળી લાવશે તેને એક ચોકલેટ ઇનામમાં મળશે” બપોરના કેં રાત્રે જમવાના સમયે અનામિકા પેલી બાઇડિન્ગ કરેલ બુક જ વાંચતી હોય.

શાળામાં નિબંધ સ્પર્ધા હોય કે વફૃત્વ સ્પર્ધા અનામિકા હંમેશા પ્રથમ ઇનામ મેળવતી. અનામિકા જ્યારે સાતમા ધોરણમાં આવી ત્યારે તેણીના ગુજરાતીના ટીચર હતા તેમણે બાળકોમાં વાંચન પ્રત્યે રસ વધે એ માટે એક નવો પ્રયોગ કર્યો હતો.વર્ષની શરૂઆતથી દુલેરાય કારાણીની રચના “કચ્છના કળાધરો” જયારે સમય મળે ત્યારે વાંચજો અને વાર્ષિક પરિક્ષામાં એ માંથી ૨૦ માર્કસના પ્રશ્ન પુછાશે.આ પ્રથાના પરિણામે વાંચન શોખીન અનામિકાએ મોટા મામાને વાત કરી તો પોતાની વાંચન પ્રેમી ભાણેજી ને “કચ્છના કળાધરે પુસ્તકના ભાગ-૧ અને ભાગ-૨ ભેટ આપ્યા

આઠમા ધોરણમાં આવ્યા બાદ સેકન્ડ લેગ્વેઝ તરિકે અનામિકાએ દેવ ભાષા સંસ્કૃત પસંદ કરેલ.આમ સાહિત્યના વિવિધ પાસાઓનું વાંચન દિન પ્રતિદિન વધતું ગયું. અનામિકાને ક્યારે પણ કન્યા સહજ ભરત ગુંથણ પ્રત્યે લગાવ નહતો તે જોઇ ગોમતીબેન ક્યારેક ચીઢાતા પણ ખરા”કોણ જાણે આ છોકરીનું શું થશે?સાસરે જશે તો સાસુ કહેશે”આની મા એ કાંઇ શિખવાડ્યું જ નથી બસ એમને એમ ભૂત જેવી મોકલી દીધી છે”

અનામિકાની મામાની દીકરી કૃપા ભરત ગુંથણમાં ઘણી હોશિયાર હતી.ટીવી કવર સોફાના કુશનના કવર વગેરે પર સરસ મજાના ક્રોસ સ્ટીચના ભરતથી શણગાર્યા હતા તો તેણીએ ગણા સ્વેટર પણ ગુંથ્યા હતા એ બધું  દેખાડીને ગોમતીબેન કહેતા “જો જો કૃપા પાસેથી કંઇક શીખ પણ અનામિકાના બહેરા કાને ક્યારે એ વાત સંભળાતી નહીં ઉલટાનું ગોમતીબેનને કહેતી કે હું એવું જ સાસરું પસંદ કરીશ જે મને જેવી છું તેવી સ્વિકારી લે.હા જરા ટાઇમ મળે તો રસોડામાં મા પાસેથી ચકલો વેલણ લઇને રોટલીઓ વણવાની કોશીશ કરતી પછી ભલે એ હિન્દુસ્તાનના નકશા જેવી થાય એ જોઇને ગોમતીબેન  હૈયે ધરપત હતી કે, ચાલો રસોઇમાં તો તેણીને રસ છે.

ઉમર વધતી ગઇ તેમ તેણીને નવી નવી વાનગીઓ બનાવવાનો શોખ વધતો ગયો તેણી રેડિયો પર આવતી વાનગી બનાવવાની રીત નોંધી લે કે. છાપામાં આવતી વાનગી બનાવવાની રીતની કટિન્ગ સાચવી રાખતી અને ત્યાર બાદ જરૂરી સામગ્રી ભેગી કરી બનાવતી.આગળ જતાં વાનગી હરિફાઇમાં ભાગ લેવા લાગી અને તેણીને પુરસ્કાર મળવા લાગ્યા એટલે ગોમતીબેન પોરસતા.

અનામિકા તુકારામવાળા રૂમમાં ગઇ તો સોફા પરનું વૃંદ પણ અ વિખરાયું તારામતી પોતાના રૂમમાં જતા જતા તાકીદ કરતા ગયા કે અનામિકાને કોઇ હેરાન ન કરે.કામીની પોતાના રૂમમાં ગઇ અને સંધ્યા પોતાના રૂમમાં પુરણપોડી આમ પણ ભારે ખોરાક તેમાંના જાયફળના ઘેનની અસર હેઠળ સૌ જેવા પથારીમાં પડ્યા તેવા ટપ ઊંઘી ગયા.અનામિકાને પણ ઘેનની અસર જણાઇ એટલે તુકારામના રૂમને તાળો મારી તેણી પણ એક ગેસ્ટ રૂમમાં બારણા વાસીને ઊંઘી ગઇ સાડા પાંચ વાગ્યાના એલાર્મથી આત્મારામ જાગ્યા અને તારામતીને પણ જગાડી.

“ચાલ જલ્દી ચ્હા પીવડાવ મારે ઓફિસે જવું છે જરા અનિલને પણ બોલાવ”

“કેમ તેનું શું કામ છે?પુરણ પોડી ખાધી છે એટલે તે તો મઝેથી સુઇ ગયો હશે”ગેસ ચાલુ કરતા તારામતી એ કહ્યું

“હુસેન મિયાંને સુરત મોકલ્યા છે તેમની સાથે કોમ્પ્યુટરની નવી સિસ્ટમથી વાત કરવી છે ઓલ્યો પ્રતિનિધી પણ આવશે…”

ચ્હાનો કપ આત્મારામને આપી તારામતી અનિલના રૂમમાં ગયા અને તેને જગાડ્યો

“ચાલ તારા અપ્પા બોલાવે છે ઓલ્યુ કોમ્પ્યુટરનું શું કરવાનું છે….”

“હા…હા આઇ હું આવું છું તું ચ્હા મુક”

“તૈયાર છે નીચે આવ….”કહી તુકારામવાળા રૂમ તરફ વળ્યા તો ત્યાં તાળું હતું

“અગ બાઇ હા મુલી કુટે ગેલી?” કરતા ગેસ્ટ રૂમમાં ગયા ત્યાં બારણા બંધ જોઇ ને લાગ્યું કે તેણી એમાં જ હશે અને બારણું થપથપાવ્યું તો આંખો ચોડતી અનામિકા બહાર આવી.

“સોરી આઇ! ઊંઘ આવતી હતી એટલે અહીં જ સુઇ ગઇ”

‘સારું ચાલ ચ્હા પી લે”

બન્ને નીચે આવી ત્યારે આત્મારામ અને અનિલ ઓફિસ જવા નીકળી ગયા હતા.રસ્તામાં આ સુરતવાળો પ્રોગ્રામ સફળ થાય તો એક વરસનો કોન્ટ્રાક્ટ કરી લેવો એવું નક્કી થયું.આત્મારામ અને અનિલ ઓફિસે આવ્યા ત્યારે તેમની કેબિન બહાર પેલો પ્રતિનિધિ રાહ જોતો હતો.સાંજના છ વાગવાની તૈયારી હતી તેમણે સિસ્ટમ ચાલુ કરી અને ત્યાં હુશેનમિયાંના ટ્રકની કેબિનમાં લાલ લાઇટ ઝબુકવા લાગી એટલે હુશેનમિયાંએ કેમેરો ઓન કર્યો.“અ–સલામ–વાલેકુમ હુશેનચાચા કેમ છો?”અનિલે કહ્યું

“વાલ–એ–કુમ સલામ મઝામાં દીકરા”હુશેનમિયાંએ જવાબ આપ્યો

“અત્યારે તમે ક્યાં છો?”આત્મારામે પુછ્યું

“જનાબ હમણાં જ સુરત પહોંચ્યો છું”

“ભલે માલની ડિલેવરી કરીને આવી જજો”કહી આત્મારામે કેમેરા બંધ કર્યો

“તો મી.અનિલ નાઉ એની ક્વેશ્ચન?”

“ના તમે તમારી સિસ્ટમને લગતી બધી આઇટમ મંગાવી લો અને કોન્ટ્રાકટ્ના ડોક્યુમેન્ટ્સ પણ સિસ્ટમ ઇન્સ્ટોલ થસે તે પહેલા ટર્મ અને કંડીશન જોઇ સમજી સાઇન કરીશું અને તમે સિસ્ટમ ઇન્સ્ટોલ કરી આપજો ઓકે?”

“ઓકે ડન…”કહી પ્રતિનિધિ ગયો.અનિલે કાંડા ઘડિયાલ તરફ જોયું તે જોઇ આત્મારામે કહ્યું

“તું જા મારી સુનબાઇ તારી રાહ જોતી હશે.રાધેશ્યામને કહે તને ઘેર મુકી જાય”

અનિલ ઘરમાં દાખલ થયો ત્યારે સંધ્યા અને અનામિકા સોફા પર બેસીને એક બીજાને તાળી મારી હસી રહી હતી એ જોઇ રસોડામાં તારામતી પાસે જઇ ને પુછ્યું

“આ ભાભી નણંદ બહુ ખુશ જણાય છે શું વાત છે?”

“કોઇ જાણે ક્યારની મંડી પડી છે”રસોડાની કેબીનેટમાંની બોટલો ચેક કરી ખૂટતી આઇટમનું લિસ્ટ બનાવતી તારમતીએ કહ્યું

“મતલબ તેમની નજીક જવામાં જોખમ છે તો અમારા બહાર જવાનું શું?”અનિલે પુછ્યું

“અરે! અનુ….”તારામતીએ સાદ પાડ્યો

“એ…આવી આઇ….”કરતિક અનામિકા રસોડામાં દાખલ થઇ

“ચાલ બધા માટે ચ્હા બનાવ….”રસોડામાં દાખલ થતાં સંધ્યાએ કહ્યું

“ચુપ કર ચાંપલી……”તારામતીએ કહ્યું

“અગ બાઇ! આઇ તું કહેવાની હતી એ મેં કહ્યું બસ”કહી સંધ્યા હસી તો નીચેના ખાનામાં નાસ્તો ગોતી રહેલો અનિલ પણ હસ્યો

“ચાલ અનિલ શોધે છે એ ચકરીનો ડબ્બો શોધી આપ અને પ્લેટમાં બધા માટે કાઢ”

ચકરી ખવાઇ ચ્હા પીવાઇ અને પછી અનિલ અને અનામિકા ફરવા જવા નિકળ્યા તો તારામતીએ ટકોર કરી “જમવાના ટાઇમે આવી જજો”

“પિકચરમાં જવાનો ટાઇમ નથી તો ક્યાં જઇશું?”અનિલે બાઇક સ્ટાર્ટ કરતા પુછ્યું

“જવું તો કાશી વિશ્વનાથ હતું પણ જમવાના ટાઇમ સુધી ત્યાં જઇને પાછા ન આવી શકાય”

“તો….?”

“અહીં બુક સેલર શોપ ક્યાં છે?”

“કેમ…?”

“મારે અમુક  બુકની પુછા કરવી છે”

“ઓકે ચાલ…”

વાણિયા વાડમાં એક મોટી દુકાન પર બન્ને ઊભા રહ્યા.અનામિકાએ તુકારામની સંગ્રહિત બુકમાંની અમુક બુકનું પોતે બનાવેલું લિસ્ટ આપ્યું.દુકાન દારે ભ્રકુટી ખેંચી ભમર પરનું

કપાળ ખંજવાળતા લિસ્ટ વાંચ્યું પછી મોઢું મચકોડી પાછું આપતા કહ્યું

“સોરી! આમાંની એક પણ બુક અવેલેબલ નથી”

“ક્યાંથી મળશે?”

“કદાચ મુંબઇમાં મળે”

“થેન્ક યુ”અનિલે લિસ્ટ હાથમાં લઇ એક નજર કરી અનામિકાને આપતા પુછ્યું

“આ નામ તને ક્યાંથી મળ્યા?”બાઇક તરફ જતા અનિલે પુછ્યું

“દાદાજીના કબાટમાંના પુસ્તકોમાંથી”

“દાદાજીના કબાટમાં આ બુક્સ છે તો પછી તારે નવી શા માટે જોઇએ છે”

“હું તો હાલ જો મળે તો એનું મુલ્ય કેટલું છે? એ જાણવું છે બનવા જોગ છે કે આ માંની એન્ટિક પણ હોઇ શકે કારણ કે,એ બુક્સ ઓગ્ણીસમી સદીમાં છપાયેલી છે અને તે પણ બ્રીટનમાં એટલે મને નથી લગતું કે,એ ક્યાંથી પણ મળે”

“હં…..”

“ચાલ એ છોડ હવે ક્યાં જઇશું?”અનામિકાએ પુછ્યું

“મજનુપીરના મેળામાં”કહી અનિલ હસ્યો

બાઇક હમીર સરની પાળે ઊભી રહી.એક લારી પરથી દાબેલી બંધાવી અને એક લારી પરથી ખારી સિંગનું પેકેટ લઇ હમીરસર સામે પગથિયા જેવા ઓટલા પર બેસી બન્ને ખાવા લાગ્યા.અચાનક યાદ આવતા અનિલે પુછ્યું

“હું ઓફિસેથી આવ્યો ત્યારે શેની વાતો ચાલતી હતી બહુ ગેલમાં હતી તું ને સંધ્યા?”

“સંધ્યા તારા પરાક્રમની વાતો કરતી હતી”

“એમ! જેવા કે……?”

“આઇના કહેવા પ્રમાણે તું નાનપણથી ભાંગફોડિયો હતો.તારા માટે જે નવા રમકડાં મળતા તેથી રમવાને બદલે તું તેનું ઓપરેશન કરી નાખતો” “હં….પછી,…?”

“તેમાં કામીની અને સંધ્યાની ઢીંગલીઓના પણ તું એજ હાલ કરતો કપડા અલગ માથું અલગ હાથ પગ અલગ તે બધું અલગ કરતી વખતે કશું ડેમેજ પણ થઇ જતું પછી જોડાય ક્યાંથી? અને તે ઢીંગલીઓની એવી અવદશા જોઇ બન્ને બહેનો રડતી રડતી આઇ પાસે જઇને ફરિયાદ કરતી કે “આઈ તુ અનિલ લા કેવાજ કાહી સાંગત નાહિ, ઉગીજ આમાલા ઓરડતે.” (મા તુ અનિલને ક્યારેય કાંઈ કહેતી નથી, ખાલી અમને જ વઢે છે.)”

“હં….”

“હું સાચું મરાઠી બોલીને?”

“હા…પછી આગળ?”

“પછી આઇ અપ્પાને કહેતા કે “તમે અનિલને બહુજ મોઢે ચડાવ્યો છે મારું તો તે સાંભળતો નથી અને તેને  મારો તો ડર નથી તમે જ જરા સરખો કરો અને ત્યારે અપ્પા કહેતા કે,લાડલો તો તારો છે હું કંઇ કહેવા જઇશ તો તું જ વચ્ચે પડી તેનો બચાવ કરીશ તો મારો વઢવાનો શો મતલબ?”

“હા…એ વાત સાચી અપ્પા જરા ભ્રકુટી ચડાવી મને હાંક મારતા ત્યારે હું આઇ પાછળ સંતાતો એટલે આઇ કહેતી આ શું તમે છોકરાને ડરાવો નહીં જરા પ્રેમથી સમજાવો અને અપ્પા બે હાથ પહોળા કરી ખભા ઉલાળતા ત્યાંથી જતા રહેતા”

“ત્યારે તને તો મજા પડતી હશે ને?”

“હા….હું કમુ અને સંધ્યા સામે જીભડો કાઢતો અને બન્નેને રડાવતો”

“બહુ બહાદુરીનું કામ કરતો નહીં?”સાંભળી અનિલ જરા જંખવાણો પડી ગયો

“આઇએ તારો બચાવ કરતા અપ્પાને કહેલું ભુલી ગયા? યાદ કરો બાલપણમાં તમે પણ એવા જ ભાંગફોડિયા હતા રિપેરીન્ગ કામ તમને બહુ ગમતું મેં આઇ પાસેથી તમારા બધા પરાક્રમ જાણ્યા છે બાપના ગુણ દીકરામાં તો આવે ને?”

“હા અને અપ્પાએ એક અઠવડિયા પછી મુંબઇથી મારા માટે મેકેનિઝમવાળા રમકડાં મંગાવી આપ્યા સાંજે ઘેર લઇ આવ્યા અને મને આપતા તાકીદ કરી કે મારે કમુના કે સંધ્યાના કોઇ પણ રમકડાંને હાથ નહીં લગાડવાના અને તેમ કરીશ તો હું તને ઊંધા માથે લટકાવીશ”

“કેટલી વખત લટકાવેલો?”

“એક વખત પણ નહીં પછી તો હું ડાહ્યો ડમરો થઇ ગયેલોને?”

“કે અપ્પા ખરેખર લટકાવી દેશે તેનો ડર પેસી ગયો?” કહી અનામિકા હસી સાથે અનિલ પણ ખડખડાટ હસ્યો.

“સંધ્યાએ મને કહ્યું અપ્પા આમ બોલ્યા ત્યારે અનિલનો બચાવ કરનાર આઇ ત્યાં નહોતી એટલે અનિલનું મ્હોં જોવા જેવું હતું

“હં… એટલે જ બન્ને ખુબ હસેલી એમ ને?”

“સારું ચાલ પહેલા ધીંગેશ્વર મહાદેવના અને પછી સ્વામિ નારાયણના દર્શન કરી ઘેર જઇએ”કહી અનામિકા ઊભી થઇ

(ક્રમશઃ)

 

તારામતી પાઠક () –પ્રભુલાલ ટાટારીઆધુફારી

Posted on January 4, 2012 by vijayshah

હમીરસરની પાળેથી ધિંગેશ્વર મહાદેવના મંદિરમાં બન્ને આવ્યા અનામિકા અને અનિલે સાથે બેસીને હળવા સ્વરે બસ એક બીજાને સંભળાય તેમ “શિવ તાંડવ સ્તોત્ર” બોલવા લાગ્યા પુરૂ થતાં બન્ને પ્રણામ કરી પ્રરિક્રમા કરી બહાર આવ્યા અને પછી સ્વામી નારાયણ મંદિરમાં ગયા ત્યાં દર્શન કરી ને ઘેર આવ્યા ત્યારે સંધ્યા પુલાવ માટે ગાજર સમારતી હતી તે છરી તેણીના પાસેથી લઇને અનામિકા સુધારવા લાગી અને તારમતીએ બાજુમાં મુકેલા ભાત જોઇને તેણીએ કહ્યું

“આઇ! તમે બહાર બેસો હું બનાવું છું પુલાવ”

“કેમ? હું ઊભી રહીશ તો શું વાંધો છે?”

“એવું કશું નથી આઇ! હું તો અમસ્થું કહેતી હતી…”તારામતી સામે જોયું તો તારામતી હસી

“સારું ચાલ મને સરસ ચ્હા પિવડાવ”કહી તારામતી બહાર સોફા પર બેઠી

અનામિકાએ બીજા ગેસ પર ચ્હા મુકી થોડું આદુ છીણીને નાખ્યું અને એલચી પણ રસોડામાંથી એલચીની સોડમ માણીને ઘરમાં દાખલ થતા આત્મા રામે કહ્યું

“બેટા! અનુ મને પણ ચ્હા પીવડાવજે”

સાંભળી અનામિકાને ધબ્બો મારી સંધ્યા મલકી અનામિકાએ બનતી ચ્હામાં બીજુ દૂધ ઉમેર્યું અને મસાલા પણ અને બનેલી ચ્હા ગાળીને સંધ્યા બહાર લાવી તારામતી અને આત્મારામને આપી તો

આત્મારામે ચ્હાનો કપ નાક પાસે રાખી સુગંધ માણી કહ્યું “વાહ!….”

રસોઇની રસિયણ અનામિકાએ સરસ પુલાવ અને કઢી બનાવ્યા અને સાથે ટોમેટો સૂપ પણ બનાવ્યું. બધા જમવા બેઠા તો અનામિકાએ પહેલા ડાઇનિન્ગ ટેબલ વચ્ચે ત્રણ મોટી મીણબતી સળગાવી અને પછી લાઇટ બંધ કરી ને બધાને સુપના બાઉલ આપ્યા તો આત્મારામે પુછ્યું

“રસોડામાંથી તો બીજી સુગંધ આવતી હતી અને આ સૂપ?”

“પેલી ડીલ ફાઇનલ થઇને તેના માનમાં કેન્ડલ લાઇટ ડીનર છે અને આ સ્ટાર્ટર છે”સંધ્યાએ કહ્યું

પછી અનિલએ ફોડ પાડ્યો તો તારામતી અને આત્મારામે ખુશ થઇ જતા કહ્યું

“એટલે હોટેલનું વાતવરણ ઊભું કર્યું એમને?પણ જરા કમી રહી ગઇ એ હું પુરી કરી દઉ”કહી આત્મારામ ઊભા થયા અને સીડી પ્લેયર પર જગજીતસિંઘની ગઝલ વહેતી મુકી તો અનિલે કહ્યું

“અપ્પા યુ આર ગ્રેટ….” અને હસી મજાકમાં ડીનર પુરું થયું

રસોડામાંથી પરવારીને સંધ્યા અને અનામિકા બહાર આવ્યા અને બાજુના સોફા પર બેઠી

“અપ્પા મને તમે મરાઠી ક્યારે શિખવાડશો?”

“કાલથી….કાલે હું રાધેશ્યામને કહીશ એ તને સાંજના ચાર વાગે ઘેર લેવા આવશે અને સાંજે છ વાગે પાછો ઘેર મુકી જશે”

“ના અપ્પા સાંજે તો મારે રિહર્સલમાં જવાનું હોય છે”

“હા…ઓલી ઝાંસીકી રાની વાળું…..તો…..?

“સવારના ૯ થી ૧૧ સુધીનો સમય રાખોને…..પછી મારે કોલેજ પણ જવાનું ને?”

“ભલે તને તેમ ફાવતું હોય તો તેમ”

સાંભળી અનામિકાએ પહેલાં દિવાલ ઘડિયાળ તરફ અને પછી અનિલ તરફ જોયું તો

“જા ભઇ! મારી સુનબાઇને ઘેર મુકી આવ”આત્મારામે કહ્યું અનામિકાએ તારમતી અને આત્મારામના ચરણ સ્પર્શ કર્યા અનિલ સાથે ઘરથી બહાર આવી.

-@-

બીજા દિવસે સવારના વહેલી તૈયાર થયેલી અને નાસ્તો કરી રહેલી અનામિકાને જોઇ ગોમતીબેનને જરા નવાઇ લાગી એટલે પુછ્યું

“અલી છોડી!! સવારના પહોરમાં ક્યાં ઉપડી?”

“અપ્પા મને મરાઠી શિખવાડવાના છે”

“એમના ઘરમાં પણ હવે  ઘણું ખરૂં ગુજરાતી જ બોલાય છે પછી તારે મરાઠી શીખીને શું કરવું છે”સવારનું છાપુ વાંચતા ઉમાશંકરે નવાઇ પામી પુછ્યું

“પપ્પા “તારાનિવાસ”માં એક રૂમમાં મારા દાદા સસરા તુકારામજીનો ખજાનો છે જેમાં તેમના લખેલા અભંગ મારે વાંચવા છે અને એનો મર્મ સમજી મારે થીસીસ લખવા છે,”

“વાહ!…..વિચાર સારો છે” ત્યાં તો ગાડીનો હોર્ન સંભળાયો

“ચાલ મમ્મી હું જાઉં અને ત્યાંથી જ કોલેજ જઇશ”

“સારૂ…”

રાધેશ્યામે લાવેલી ગાડીમાં બેસી અનામિકા આત્મારામની ઓફિસમાં આવી.આત્મારામ સવારનું ટાઇમ્સ બાજુમાં મુકતા કહ્યું

“આત્મારામની નિશાળમાં તમારૂં સ્વાગત છે”

“તમે ય શું અપ્પા…..” કહી શરમાતા અનામિકા સામેની ખુરશીમાં ગોઠવાઇ

આત્મારામે એક જુની મરાઠી બાળપોથી એક ગુજરાતી ટુ મરાઠી અને મરાઠી ટુ ગુજરાતી કંબાઇન ડિક્સનેરી એક નોટબુક અને એક પેન્સિલ એક ઇરેઝર અને શાર્પનર ટેબલ પર મુક્યા અને કહ્યું

“આ બાળપોથીનો પહેલો પાઠ વાંચી જા અને દસ વખત લખી નાખ પછી આ ડિકસનેરીની મદદથી તેનો ગુજરાતી અર્થ શોધી કાઢ અને તે પણ દસ વખત લખી નાખ ત્યાર બાદ પહેલા મરાઠી અને પછી ગુજરાતી ભાષાંતર સાથે દસ વખત લખ”

કહી આત્મારામ પોતાના ઓફિસ કામમાં લાગ્યા,અનામિકા એક ડાહી ડમરી સ્ટુડન્ટની જેમ બેસીને વાંચવા લખવા લાગી.પહેલો પાઠ પુરો થયો તે આત્મારામને બતાવ્યું તો તેમણે કહ્યું

“ગુડ…આજે આટલું બસ…અરે રાધેશ્યામ અનામિકાને ઘેર મુકી આવ”

“નહીં અપ્પા હું અહીંથી કોલેજ જઇશ”

“ભલે રાધેશ્યામ ને કહેજે તને કોલેજ મુકી આવે”

રોજ રેગ્યુલર મરાઠી ક્લાસ શરૂ થયા હવે અનામિકાએ અનેક મોરચા પર લડવાનું હતું.રોજ સવારના મરાઠી કલાસ,કોલેજ,લાયબ્રેરી,અને શનિવાર રવિવાર અનિલ માટે તો પહેલેથી ફાળવેલો હતો પહેલા શનિવાર “તારાનિવાસ”માં અને રવિવાર શિવમ્‌પાર્કમાં નક્કી થયેલ હતા તે બન્ને વાર “તારાનિવાસ”ના નામે ચડી ગયા.અનામિકા તારામતી પાસે તુકારામની વાતો પુછવા લાગી.

“આઇ! અપ્પાએ મને કહ્યું હતું કે, દાદાજીને પેલા રૂમમાં સાચવેલા બધા સાઝ વગાડતા આવડતા હતા તમે તેમને વગાડતા સાંભળે

લા?”

“હા! બેટા તેઓ વગાડતા ત્યારે સાંભળીને ભાવ વિભોર થઇ જવાતું”

“આ બધામાં તેમને સૌથી પ્રિય વાજીન્ત્ર કયું?”

“સીતાર તેમને બહુ પ્રીય હતી તેઓ તેના પર સમયને અનુરૂપ રાગ વગાડતા”

“મતલબ??”

“એ તો તું જાણે છે ને કે,દિવસ આઠ પહોરમાં વહેંચાયેલો છે?”

“હા અને એક દિવસના ૨૪ કલાકના હિસાબે એક પ્રહર ૩ કલાકનો થયો”અનામિકાએ કહ્યું

“ના અપ્પાના હિસાબમાં પ્રહરના બે ભાગ હતા પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ તો તેઓ તે પ્રમાણે નક્કી કરેલા રાગ વગાડ્તા તેથી તે સમયે એ અતિ કર્ણપ્રીય લાગતું”

“આઇ પેલા સિગારેટના ખાલી ડબ્બા…..??”

“અમરાવતીના ઘરની નજીક એક પાન વાળો હતો રામખિલાવન. અપ્પા તેના પાસેથી જ પોતાના માટે તંબાકુ અને આઇ માટે નાગરવેલના પાન ખરીદતા તેના પાસેથી જ આ ડબ્બા મેળવેલા જુના વખતમાં સુટ્બુટ પહેરેલા હાથમાં સિગારેટનો ડબ્બો ને તેના પર લાઇટર રાખવું એ એક એટીકેટ હતી તેના પાસેથી જેટલા મળ્યા ભેગા કર્યા”કહી તારામતી હસી

“પેલી ખાલી સિગારેટની પાકિટ અને માચીસના ખાલી ખોખા….એ પણ રામખિલાવને જ આપ્યા હશે ??”

“ના એ અપ્પાનો એક મિત્ર હતો ગોપાળરાવ પુણતાંબેકર તેણે અપ્પા અમરાવતીથી કચ્છ આવતા હતા ત્યારે આને જોઇ મને યાદ કરજે એમ કહી પ્રેઝન્ટ કરેલ”

“વાહ!!”

“આઇ તો અપ્પા પર ચીડાઇ ગઇ પહલેથી ગામ આખાનો ડૂડસ ભરી રાખ્યો છે તેમાં ભરતી ખબર છે અપ્પાના રૂમમાં રાખેલું છે તેમાં વાજિન્ત્ર અપ્પાની હસ્ત પ્રતો સિવાય કશું પણ સાથે લાવવા તૈયાર જ નહોતા પછી લાવ્યા તે એ શરતે કે,એ બધાની સંભાળ અપ્પાએ લેવાની”

“પેલા કબાટમાં રાખેલી બૂકસ પણ નહીં???”

“આઇ! તો એ લાવવા પણ તૈયાર નહોતા એમ કહીને કે, આ જુના થોથા શું કરવા છે”

“ખબર છે આઇ એમાં રાખેલી લગભગ ૧૮૯૦ની આસપાસ છપાયેલી છે અને તે પણ બ્રીટનમાં”

“એમ!!”

“પેલી વાણિયાવાડમાં મોટો બુકસેલર છે તેને મેં થોડી બુકનું લિસ્ટ બનાવી આપેલ તો માથું ખંજવાડતા વાંચ્યું પછી હોઠ લાંબા કરીને મ્હોં બગાડી દશશેરિયું હલાવીને કહ્યું અહીં તો નહીં મળે પણ કદાચ મળેતો મુંબઇમાં મળે નહીંતર અશક્ય છે,”અનામિકાએ કહ્યું

“હં….કદાચ અલભ્ય પણ હોઇ શકે”

“આઇ આ માથા માટે દશશેરિયું શબ્દ વપરાય છે તો માથું કોઇએ જોખી જોયું હશે?”અનામિકાએ પુછ્યું

“આ દશશેરિયું તેં ક્યાં સાંભળ્યું?”તારામતીએ પુછ્યું

“પેલી બુકસોપમાં”

“મતલબ…?”

“બુકસોપમાં દુકાનદારે માથું ધુણાવીને નાપાડી તો ત્યાં બેઠેલા કાકાએ કહ્યું શું દશશેરિયું હલાવસ સરખો જવાબ આપને ક્યાં મળશે”

“આઇ!! ત્યાં સિગારના બોક્સ છે તે……”

“અપ્પાના એક મિત્ર હતા શિક્ષણ ખાતામાં તેઓ સિગાર પીતા પહેલી વખત સ્કૂલના કામસર તેમને મળવા ગયા ત્યારે અપ્પાને સિગાર ઓફર કરેલી અપ્પાએ નમ્રતાથી ના પાડી પણ સિગારબોક્ષ અપ્પાને ગમ્યો એટલે તેમને કહેલું કે,આ બોક્સ ખાલી થાય તે મને આપજો અને તેણે વચન પાડ્યું બોક્સ ખાલી થાય ત્યારે તે સ્કૂલમાં મોકલી આપતો.”

“અપ્પાએ સારો ઉપયોગ કર્યો છે એકમાં મેં જોયું ટપાલ ટિકિટો હતી”

“એ બધી અપ્પાના મિત્રોની મહેરબાની છે,તેઓ પોતાની ઓફિસમાં આવતી ટપાલના ખાલી કવર કચરામાં ફેકતા પહેલા ટપાલ ટિકિટો કાઢી લેતા અમુક મોકલાવી આપતા અમુક ઘેર આવીને આપી જતા કેટલી એક્ષચેન્જમાં ભેગી કરેલી છે કેટલિક અમરાવતીના કોલેજ કાળમાં ત્યાંના પોસ્ટલ ખાતાના ક્લાર્ક પાસેથી મળેલી છે”તારામતીએ કહ્યું

“દાદાજી ને બીજો શું શોખ હતો?”

“ટેનિસ રમવાનો”

“વાવ!! દાદાજી ટેનિસ રમતા….??”

“હા અપ્પા તેમના એક શિક્ષક મિત્ર હતા અશોક અલરેજા તેમના સાથે રમતા”કહી તારામતી હસી

“કેમ આઇ! કેમ હસુ આવે છે?”

“અપ્પા ટેનિસ રમવા જતા તો આઇ ખીજાતી શું નાના બાળકની જેમ ચડ્ડી ગંજી પહેરી નીકળી પડો છો”

“ગંજી??”

“હા આઇ ટી-શર્ટને ગંજી કહેતા એટલે તો હસુ આવે છે”તારામતીએ કહ્યું

“હં….તે સિવાય”

“અપ્પાએ અમરાવતીમાં કેટલાય મરાઠી ડ્રામા કરેલા અને તેમાં અભિનય પણ કરેલો”

“તો અહીં કચ્છ આવ્યા પછી પણ કર્યા હશે??”

“હા…પણ ખાલી ડાયરેક્ટર જ રહીને”

“તે કેમ?”

“અપ્પાનું કહેવું હતું કે જે ભાષા બોલો તે બને એટલી શુધ્ધ બોલો”

“હં……”

“ત્યાં અમરાવતીમાં તો મરાઠી ડ્રામા કરેલા અને અહીં હતું ગુજરાતી એ આત્મસાત કરવા સમય જોઇએ”

“તો અમરાવતીમાં ઇનામો પણ મળ્યા હશે??”

“હા…ટેનિસ તથા ડ્રામામાં મળેલા મેડલ્સ અને પ્રમાણ પત્રો પણ હશે પેલા ખજાનામાં”

“એ હું શોધી લઇશ……બીજુ???”

“આઇના કહેવા પ્રમાણે અપ્પાને સંસ્કૃત બહુ પ્રીય હતી તેમનું અમરાવતીમાં સર્કલ હતું તેઓ જ્યારે પણ એક બીજાને મળતા ત્યારે એક બીજા સાથે સંસ્કૃતમાં વાત કરતા”

“વાવ!! સંસ્કૃતમાં???”

“જ્યારે આપણા ઘેર બધા ભેગા થતા ત્યારે આઇ તો ખીજાતા બસ શરૂ થયું ગમ ગચ્છ સાગરમધી મચ્છ”કહેતા તારામતી હસી.

”હં….”

“અમરાવતીમાં જ્યારે વકૃત્વ હરિફાઇ થતી ત્યારે અપ્પા જરૂર જતા અને લોકો પીનડ્રોપ સાયલંસથી સાંભળતા”

“દાદાજીએ આપેલ વકૃત્વની કશી નોધ છે??”

“ખબર નથી આતો આઇના મોઢે સાંભળેલું છે”

“વાંધો નહીં હું તપાસ કરીશ”

“આઇ દાદાજીની કોઇ ખાસ વાત યાદ હોય તો કહોને”અનામિકાએ જીજ્ઞાષા દર્શાવી

“અમારા લગ્ન થયા ત્યાર બાદ છ-એક મહિના પછી બનેલી વાત છે”તારામતીએ કહ્યું

“શું….???”

“તારા અપ્પાનો એક મિત્ર હતો….કુંદનલાલ મહેતા”

“એક મિનિટ એક મિનિટ આઇ હતો મતલબ…..??”તારામતીને વાત કાપતા અનામિકાએ પુછ્યું

“આ બનાવ બન્યો પછી ત્રણેક મહિના બાદ તેઓ ભૂજ છોડી ગાંધીનગર ગયા અને ત્યાંથી ક્યાં ગયા તેની કશી ખબર નથી”તારામતીએ જાણે અતીતમાં જોતા હોય તેમ છત સામે જોઇ કહ્યું

“હં…શું બન્યું હતું..??

“તેઓ મારા ધારવા પ્રમાણે બેન્ક ઓફ ઇન્ડિયામાં કામ કરતા હતા,.સાંજે ફરવા જતા અને તારા અપ્પાને હમીરસરની પાળે મળતા,ત્યાં ઊભી રહેતી લારીમાંથી એક બીજાને ચ્હા પીવડાવતા અને વાતો કરતા ઘણી વખત આપણા ઘેર પણ આવતા.ઘરમાં ત્રણજ જણ હતા, કુંદનલાલ તેની પત્નિ કાવેરી અને તેના બા ગોદાવરીબેન,કુંદનલાલના લગ્ન થયાને દોઢ વર્ષ થયું હશે અને એ સુખી કુટુંબમાં એક દિવસ અચાનક ધરતીકંપ સર્જાયો”

“ધરતીકંપ…??”

“હા ધરતીકંપ જ કહેવાય કાવેરીના મગજમાં ક્યાંકથી અલગ રહેવાનો ભુત ભરાયો”

“અલગ રહેવાનો કોનાથી??”

“એ જ તો નવાઇની વાત હતી ઘરમાં ન જેઠ-જેઠાણી ન દેર-દેરાણી ન તો કોઇ નણંદ હતી”

“ને છતાં અલગ રહેવું હતું કમાલ છે ને?”

“આ બનાવનું સમાધાન થયા પછી કાવેરી એ કબુલેલું કે તેણીએ આ મૂર્ખાઇ શા માટે કરી હતી”

“શા માટે?”

“તેણીની જેટલી બહેનપણીઓ હતી તેમણે સમજાવેલું કે,આ સાસરિયાના ભૂત આપણી લાગણીઓ સમજી ન શકે તો બેટર છે કે સમયસર અલાયદા રહેવાની સગવડ કરી લેવી કારણ કે બધી લગ્ન પછી અલગ થઇ ગયેલી અને જે મેઇન સલાહકાર હતી તેણીએ તો અલગ રહેવાની બધી જોગવાઇ કરીને પછી જ લગ્ન કરેલા”

“ભારે જબરી બાઇ….. હં…તો પછી થયું શું અને સમાધાન કેમ થયું?”અનામિકાએ પુછ્યું

તારામતી સામે બનાવનું ચિત્ર ઉપસી આવ્યું

“શું વાત છે મહેતા એની પ્રોબ્લેમ છેલ્લા બે ત્રણ દિવસથી તમને મુંજાયલો જોઉ છું”આત્મારામે પુછ્યું

“ના પાઠક સાહેબ એવું કશું નથી”કુંદનલાલ વાત ટાળી જતા જવાબ આપ્યો

“આ પાઠક સાહેબ દેખાયા નથી ચાલ એમની ઓફિસે જાઉ”એક દિવસ કુંદનલાલ કુંદનલાલે વિચાર્યું “રામ રામ દેવા ચાર દિવસથી દેખાયા જ નથી” ટ્રાન્સપોર્ટ્ની ઓફિસમાં દાખલથતા કુંદન્લાલે પુછ્યું “………”આત્મારામ કુંદન લાલ સામે જોતા જ રહ્યા.

“શું વાત છે તબિયત તો સારી છેને?”કુંદનલાલે હાથ લાંબો કરી હાથ મેળવતા પુછ્યું

“હું સમજતો હતો કે તમે મારા સારા મિત્ર છો પણ મારી ધારણા તમે ખોટી પાડી દીધી”આત્મારામે કહ્યું

“કેમ એમ બોલો છો?”કુંદનલાલે મુંજાઇ જતા પુછ્યું

“મિત્ર કોને કહેવાય જે પોતાના સુખદુઃખ મિત્ર સાથે વહેંચે”

“કેમ એમ બોલો છો પાઠક સાહેબ?”કુંદનલાલે મુંજાઇ જતા પુછ્યું

“તો હવે કહો તમારા મગજમાં શું રંધાય છે”આત્મારામે પુછ્યું

“કાવેરીને અલગ રહેવું છે”પોતાના મનનો ઉદ્‌વેગ જણાવતા કુંદનલાલે રડમસ અવાજે કહ્યું

“પણ ઘરમાં તો તમે ત્રણ જ છો પછી અલગ કોનાથી રહેવું છે કાકીથી?”

“હા…”

“પણ મારા ધારવા પ્રમાણે કાકીતો કાવેરીની કે ઘરની કોઇ વાતમાં માથું મારતા નથી”આત્મારામે કહ્યું

“એતો તેણી પણ કબુલ કરે છે”

“તો પછી અલગ રહેવાનું કારણ શું”આત્મારામે જીજ્ઞાષા દર્શાવી

“એ પણ પુછ્યું તો કહે છે કારણ બારણ કંઇ નહીં અલગ રહેવું છે મતલબ રહેવું છે બસ”

“ભલે હું તમારી વાત સમજી ગયો છું વિઠોબા બધા સારા વાના કરશે ચાલો હમીરસરની પાળે”

-@-

“અપ્પા ઓલ્યા કુંદનલાલની ઘરવાળી અલગ રહેવા માગે છે”આત્મારામે તુકારામને વાત કરી

“એના ઘરમાં તો ત્રણ જ જણ છે છતાં અલગ રહેવું છે?”ભાનુમતીએ પાન બનાવતા પુછ્યું

“હા…ને આઇ તેણી કોઇ વાતે સમજતી જ નથી”આત્મારામના સ્વરમાં ચિંતા હતી

“પણ કંઇ કારણ તો હશે ને?”તુકારામે પુછ્યું

“કહે છે કારણ બારણ કંઇ નહી અલગ રહેવું મતલબ રહેવું”આત્મારામે કહ્યું

“ઠીક છે સવારે વાત”

-@-

“હં….પછી શું થયું આઇ??”અનામિકાએ પુછ્યું

“હમીરસરની પાળે બન્ને મિત્રો મળ્યા ત્યારે તારા અપ્પાને તારા દાદાજીએ બતાવેલી ગોઠવણ કુંદનલાલને સમજાવી”તારામતીએ કહ્યું

“પછી…?”

“પછી શું બીજા દિવસથી સામાન અલગ તારવવામાં આવ્યો કાવેરી કોઇપણ ચીજ બતાવી પુછતી બા હું આ લઇ જાઉ તો ગોદાવરીબેનનો એક જ જવાબ હતો તને જોઇએ એ મને ન જોઇએ”તારામતીએ કહ્યું

“આઇ!એનો મતલબ કાવેરીની જીત થઇ?”અનામિકાએ ચિંતિત થતા પુછ્યું

“અનુ…અનુ…કોઇપણ વાત પુરી સાંભળ્યા કે જાણ્યા વગર કોઇ નિર્ણય ન લેવો માઇન્ડ વેલ”

“સોરી આઇ!!”

“બીજા દિવસે ટેમ્પોમાં માલ ખડકાયો અને મિરઝાપરના એક મકાનમાં ખાલી થયો”

“હં……”

“મિત્રતાના દાવે હું અને તારા અપ્પા ત્યાં મદદ માટે ગયેલા બે-એક કલાકમાં લગભગ સમાન ગોઠવાયો સાથે લાવેલ સ્ટવ પર કાવેરીએ ચ્હા બનાવી અને ચ્હા સાથે ખાખરા ખવાયા”તારામતીએ કહ્યું

“હા…વાણિયાના ઘરમાં ખાખરાનું ચલણ વધારે”અનામિકાએ કહ્યું

“તારા અપ્પા અને મહેતા સાહેબ બારે ઓટલા પર બેઠા હતા તારા અપ્પા તંબાકુ મસળતા હતા અને મહેતા સાહેબ સિગારેટ પીતા હતા ત્યાં કાવેરીએ કહ્યું લાપસી મુકું છું તારાભાભી અને પાઠક સાહેબ તમારે પણ અહીં જ અમારા સાથે જમવાનું છે”ખુશખુશાલ દેખાતી કાવેરી એ બોલી”તારામતીએ કહ્યું

“શુકનની લાપસી…”

“હા પણ ત્યાં તારા અપ્પાએ કહ્યું ના અમારે તો મારી આઇએ પોરણાચી પોડી બનાવી છે એ ખાવાની છે ત્યાં કુંદનલાલે કહ્યું હા..હા ચાલો પાઠક સાહેબ”તારામતીએ કહ્યું

“મતલબ…?”આશ્ચર્ય પામતા અનામિકાએ પુછ્યું

“તારાભાભી અને પાઠક સાહેબને જવું હોય તો ભલે જાય આપણે તો અહીં જ જમવાનું છે એમ કાવેરીએ કહ્યું ત્યારે પહેલી વખત મહેતા સાહેબનું રૂદ્ર રૂપ જોયું ભ્રકુટી ચડાવી ગરજીને તેમણે કહ્યું મારે નહીં તારે અહીં જમવાનું છે…તો કાવેરી અવાંક થઇ ગઇ”તારામતીએ હસ્તા કહ્યું

“આતો બોમ્બ ફાટ્યો”અનામિકાએ કહ્યું

“હા કાવેરીએ કહ્યું હવે તો આ જ આપણું ઘર ને? તો ફરી મહેતા સાહેબ ગરજ્યા આપણું નહીં તારું તારે અલગ રહેવું હતું તું રહે હું તો જાઉ છું ભુજ…ચાલો પાઠક સાહેબ”તારામતીએ કહ્યું

“ઓહો! તો આ હતી દાદાજીની ગોઠવણ”અનામિકા કહ્યું

‘હા બિચારી કાવેરી ગોઠણિયે પડી બે હાથમાં માથુ રાખી રડી પડી મહેતા સાહેબના ઇશારાથી મેં તેણીને રડવા દીધી શાંત થઇ બાથરૂમમાંથી ફ્રેશ થઇને બહાર આવી ઘરને તાળું માર્યું ત્યારે મહેતા સાહેબે પુછ્યું શું થયું નથી રહેવું અલગ? તો તારા અપ્પાએ વારતા કહ્યું હવે બહુ થયું મહેતા સાહેબ ભાભીને વધુ શરમાવીને રડાવો નહીં અને બધા અહીં તારા નિવાસમાં આવી સાથે જમ્યા”તારામતીએ કહ્યું

“તો પછી કાવેરીકાકીના મગજમાં ભરાયેલા ભૂતનું શું?”

“જે દિવસે તેઓ ગાંધીનગર જતા હતા ત્યારે તેણીને મેં જ પુછેલું કે અલી તારા મગજમાં આ અલગ રહેવાનું ભૂત કેમ ભરાયું ત્યારે તેણીએ કહ્યું કે એ બધી ચડામણી તેમની બહેનપણીઓની હતી”

“સારું છે કે મારી એક જ બહેનપણી છે વસુ”કહીઅનામિકા હસી

“અને વસુંધરા એવી નથી તેની મને ખાત્રી છે”

“અને હોય તો પણ હું મારી આઇને મુકીને ક્યાં પણ ન જાઉ”કહી અનામિકા તારામતીમે બાઝી પડી”

(ક્રમશઃ)

 

તારામતી પાઠક (૧૦) પ્રવિણાબેન કડકિયા અને પ્રભુલાલભાઇ ટાટારીઆ

Posted on January 17, 2012 by vijayshah

“અનુ બેટા આવતા વેત જ વાતોમાં પડી ગઇ તું નાસ્તો કરી આવી છો?”

“હા આઇ હું ટોસ્ટ સેન્ડવીચ સાથે સુપ પીને આવી છું”

“સારૂં ચાલ મારા માટે એક કપ સારી ચ્હા બનાવ પછી આપણે જમવાનું બનાવિએ”

ત્યાં બાજુની ટેબલ પર મુકેલ ફોન રણક્યો

“હલ્લો…કોણ…?”

“…………..”

“ફ્લાઇટની વિગત આપ દીકરા એટલે અનિલને કહું તને લેવા આવે”

કહી તારમતીએ ટેબલના ખાનામાંથી પેન અને પેડ ઉપાડીને અનામિકાને આપ્યા

“………….”

“કલકત્તા ટુ બોમ્બે જેટ એરવેઝ સવારે ૦૬.૨૫ ઉપડશે અને મુંબઇ આવશે ૦૯.૦૫ વાગે”

“…………”

“બોમ્બે ટુ ભુજ કિંગ ફીશર બપોરે ૧૩.૩૦ ઉપડશે અને ભુજ આવશે ૧૫.૨૫ વાગે”

“………….”

“તો અનિલ કાલે એરપોર્ટ પર આવશે ઘરમાં બધાને જયશ્રી કૃષ્ણ કહેજે હું રાહ જોઇશ”

કહી ફોન મુક્યો તો અનામિકાએ કહ્યું

“આઇ!! ઇન્દુભાઇ આવે છે તો જરા મારી બા ને ફોન કરોને કે તેઓ અહીં છે ત્યાં સુધી હું કોલેજમાંથી સીધી અહીં જ આવીશ અને છે ત્યાં સુધી અહીં જ રહીશ તેવી રજા આપે”

“ફીકર નહીં કર એ થઇ રહેશે ચાલ ચ્હા બનાવ પછી તને લાયબ્રેરીમાં પણ જવું હશે ને?”

“ના આઇ આજે નથી જવું” ચ્હા બનાવતા અનામિકાએ કહ્યું

“તો બોલ બપોરે શું બનાવશું?” તારામતીએ કપ રકાબી ગોઠવતા પુછ્યું

“હું જરા ફ્રીઝમાં નજર કરી લઉ પછી નક્કી કરીએ”કહી ચ્હા ગાળીને તારામતીને આપી

“આઇ! દુધી છે તો હલવો બનાવશું?”

“અરે!! પણ દુધી એટલીતો નથી કે બધાને પુરે(પુરુ થાય) એટલો હલવો થાય”

“તો આઇ!! સાથે ગાજરનો હલવો પણ બનાવીએ પછી એક પડ ગાજરનો હલવો અને એક પડ દુધીનો હલવો ઢાળીશું”અનામિકાએ સજેશન કર્યું

“હા! એ બરોબર રહેશે”તારામતીએ સંમતિ આપી

“નહીંતર વચ્ચે સુગર મેળવેલ પનીરનું પડ ઉમેરીશું”

“વાહ!!તિરંગી હલવો બસ હવે તું એની વેતરણ કર હું બાકીનું આયોજન કરું”

અનામિકાએ કહ્યું હતું તેવો તિરંગી હલવો બનાવીને થાળીમાં ઢાળીને ડીપ ફ્રીઝમાં મુક્યો.તારામતીએ ભરેલા બટેટાનું શાક દાળ ભાત બનાવી લીધી તો અનામિકા લોટ મસળવા લાગી એટલે તારામતીએ કહ્યું

“અલી!! હલવો ક્યાં મુકી આવી? ફ્રીઝમાં તો નથી”

“આઇ! ડીપ ફ્રીઝરમાં મુક્યું છે જરા સખત થાય તોચોસલા બરોબર પડે”

“હં……”

-@-

રાત્રે જયારે તારામતી અને આત્મારામ પોતાના બેડરૂમમાં આવ્યા ત્યારે તારામતીએ આત્મારામને કહ્યું

“અહો!કાલે ઇન્દુ કલકત્તાથી આવે છે અને તમને તો ખબર છે કે, તે જ્યોતિષ શાસ્ત્ર,હસ્તરેખા શાસ્ત્ર અને અંક શાસ્ત્ર વગેરેનો જ્ઞાની છે આપણી સુનબાઇને આ બધી વાતોમાં રસ છે તો તેણી તેના સાથે ઘણી વાતો કરવા માગે છે પણ એ ત્યારે જ શક્ય બને કે તેણી અહીં રહે……”

“તું કહેવા શું માંગે છે…??”તારામતીની વાત કાપતા આત્મારામે પુછ્યું

“એ જ કે, તમે કાલે આપણા વેવાઇ ઉમાશંકરજીને ફોન કરી જરા જણાવજોકે, આપણા વેવાણ ગોમતીબેનને સમજાવે અને આપણી સુનબાઇને  ઇન્દુ અહીં છે ત્યાં સુધી રહેવાની રજા આપે” તારામતીએ વાત સાંધીને કહ્યું

બીજા દિવસે આત્મારામે ઉમાશંકરજીને બધી વાત કરી અને ઉમાશંકરજી અને ગોમતીબેન માની ગયા તો અનામિકા ખુશખુશાલ થઇ ગઇ અને પોતાની બેગ પેક કરી તૈયાર રાખી તેણી આત્મારામ પાસે મરાઠી કલાસ માટે રવાની થઇ.

“અનુ બેટા મેં તારા પપ્પાને વાત કરી છે સાંજે અનિલ ઇન્દુને લેવા જશે ત્યારે તને સાથે લઇ જશે એટલે તું ઇન્દુ સાથે તારાનિવાસમાં આવી જજે”

“થેંકયુ અપ્પા”

“ચાલો પાઠ શરૂ કરો…”

-@-

સાંજે સાડા ચાર વાગે અનિલ શિવમ્‌પાર્કમાં આવ્યો ગાડીનો હોર્ન સાંભળીને ઉમાશંકરજી બહાર આવ્યા.અનિલ ગાડી લોક કરી વરંડામાં આવ્યો

“આવો અનિલકુમાર…”

“પપ્પા અનુ ક્યાં છે?” અહીં ત્યાં નજર કરતા પુછ્યું

“બેટા એ ડ્રામાની રિહર્સલમાંથી પાછી નથી આવી”

“તો હું તેણીને ત્યાંથી જ પિક-અપ કરી લઇશ સારું રજા આપો જયશ્રી કૃષણ”

“અરે! ચ્હા તો પીતા જાવ”ગોમતીબેને ચ્હાનો કપ લંબાવતા કહ્યું

“તમે ય શું મમ્મી આ મારું જ ઘર છે પછી આ બધું……”ચ્હાનો કપ લેતા અનિલે કહ્યું

“બેટા આમે મહેમાનને એમ જ જવા ન દેવાય તેમાં તમે તો જમાઇને તો એમ જ થોડા જવા દેવાય તમે ચ્હા પીઓ હું અનુની બેગ લઇ આવું…”

બેગ ડીકીમાં મુકીને અનિલ રેડ રોઝ સર્કલના હોલમાં ચાલતી ઝાંસીકી રાની નાટકની રિહર્સલમાંથી અનામિકાને લેવા આવ્યો ત્યારે અનામિકા ગર્જના કરતી હતી

“હું મારા પ્રાણની આહુતિ આપીશ પણ મારી ઝાંસી કદાપી નહીં આપુ………”તાળીઓ વાગી અને ડાયરેક્ટર પંકજ ત્રિવેદીનો અવાઝ સંભળાયો“બ્રાવો અનામિકા બ્રાવો કીપ ઇટ અપ”

“થેન્ક યુ સર”અનામિકાના બદલે અનિલે કહ્યું તો પંકજ ત્રિવેદી હસ્યા

“ચાલ અનુ એરપોર્ટ પર જવામાં મોડું થાય છે”અનિલે કહ્યું તો અનામિકાએ પંકજ ત્રિવેદી સામે જોયું એટલે સંમતિ આપતા બોલ્યા

“હા…હા તારે જવું જોઇએ”

તેઓ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમણે ફ્લાઇટ લેન્ડ થતાં જોઇ.ગાડી પાર્કિંગમાં મુકી તેઓ ઇન્દુની રાહ જોવા લાગ્યા લગભગ અર્ધા કલાક બાદ ઇન્દુ બહાર આવ્યો.

“હાય! અનિલ…..અને આ અનામિકા હોવી જોઇએ બરાબર?”

“કેમ! કોઇ બીજી પણ અનિલ સાથે હોઇ શકે?”અનામિકાએ પુછ્યું

“નહીં નહીં એવું તો હું વિચારી પણ ન શકું”ગુંચવાયેલા ઇન્દુએ કહ્યું

“અરે!! પેસેન્જર તો આટલા બધા હતા નહીં પછી આટલી બધી વાર કેમ લાગી?”

“ઓલી!! લાલ સલવાર વાળી જોઇ…”

“કેમ તારી ફલાઇટ દરમ્યાન મન મળી ગયું”અનિલે વાત કાપતા મજાક કરી

“નહીં યાર તું પુરી વાત સાંભળ્યા વગર વતેસર ન કર”મ્હોં બગાડતા ઇન્દુએ કહ્યું

“હવે નહીં બોલું બસ”કહી અનિલે હોઠ પર ઝીપ બંધ કરવાનો અભિનય કર્યો

“તેણી સાથે મારી બેગ બદલાઇ ગઇ હતી આ સ્ટીકર તેણીની બેગ ઉપર ન જોતા મને ડાઉટ ગયો અને તેણી સાથે બેગ બદલતા વાર થઇ”

“હં તેણીના હાથમાં તારા જેવી જ બેગ હતી ખરી ચાલ ઘેર જઇએ”કહી તેના હાથમાંથી અનિલે બેગ લીધી તો હેન્ડબેગ અનામિકાએ લેવા ગઇ તો ઇન્દુએ કહ્યું

“ભાભી….અનિલ અનામિકાને ભાભી કહી શકુંને?”

‘એમાં પુછવાનું શું હોય….”અનિલે કહ્યું તો અનામિકા જરા શરમાઇ

-@-

“તારા નિવાસ”માં બધા આવ્યા તો બારણામાં રાહ જોતી તારામતી ખુશ થઇ ગઇ

“પ્રણામ આન્ટી…”તારામતીના ચરણ સ્પર્શ કરતા ઇન્દુએ કહ્યું

“આવી ગયો દીકરા સુખી રહે કેમ છે કલકત્તામાં બધા?”

“ બધા મજામાં છે અને આપને જયશ્રી કૃષ્ણ પાઠવ્યા છે”બેગ ઉપાડતા કહ્યું

“આવ ઘરમાં….”

બધા ઘરમાં આવ્યા તો અનામિકા સીધી રસોડામાં ગઇ અને ફ્રીઝમાંથી ઠંડા પાણીના બે ગ્લાસ ભરી લાવી અને અનિલ અને ઇન્દુને આપ્યા પછી પાછી આવીને ચ્હા બનાવવા લાગી. તારામતીએ પ્લેટોમાં નાસ્તો મુક્યો અને બધા ડાઇનિન્ગ ટેબલ આસપાસ ગોઠવાયા તો ચ્હા નાસ્તો પિરસાયા

“કેટલા દિવસનો સેમીનાર છે દીકરા?”

“એક અઠવાડિયાનું….આવતીકાલથી”ઇન્દુએ ચ્હાનો કપ ઉપાડતા કહ્યું

“ક્યાં છે અને કેટલા વાગે?”

“સવારના ૯.૦૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધી ટાઉન હોલમાં”

“ગાડી તું લઇ જઇશ કે રાધેશ્યામને કહું તારી ગાડી ચલાવવા”

“નહીં આન્ટી રેડ રોઝ સર્કલવાળાએ મારા માટે બધી સગવડ કરી છે તેમની ગાડી લેવા આવશે”

“હં….”

“તેમણે તો મારી ઉતરવા વ્યવસ્થા ગ્રીન ગાર્ડન હોટેલમાં કરવાના હતા પણ મેં ના પાડી”

“મારો ડાહ્યો દીકરો…”તારામતીએ કહ્યું તો સૌ હસ્યા

“કોઇ પોતાનું ઘર મુકીને થોડો જ હોટલમાં રહે ખરૂંને આન્ટી?”

‘ઍકઝેટલી…”ખુશ થતા તારામતીએ કહ્યું

નાસ્તો થઇ ગયો એટલે અનિલે કહ્યું

“ઇન્દુ ચાલ અપ્પાને મળી આવીએ…” કહી બન્ને બહાર આવ્યા તો તારામતીએ કહ્યું

“અરે!! અનુને મુકીને ક્યાં જાવ છો?”

“જા દીકરા તું પણ ફરી આવ”કહી અનામિકાના પીઠમાં ધબ્બો માર્યો

આત્મારામને મળીને અનિલે ગાડી હમીરસરની પાળ તરફ વાળી તો ઇન્દ્રકુમારે પુછ્યું “અનિલ ક્યાં જાય છે?”

“મજનુપીરના મેળે….કેમ?”

“ઇ વળી શું…….??”

“હમીરસર તળાવની પાળે”અનામિકાએ કહ્યું

“ના મારે માંડવી કાશી વિશ્વનાથના મંદિરે જવું છે”સાંભળી અનામિકા હરખાઇ અને સામે જ દેખાતી લારી પાસે ગાડી ઊભી રખાવી અને ચિપ્સના ત્રણ પેકેટ લીધા અને ગાડી માંડવીના રસ્તે વહેતી થઇ.

-@-

 

કાશીવિશ્વનાથના દર્શન કરી ત્રણેય અનિલ અને અનામિકાની ફેવરેઇટ જગા પર બેઠા તો અનામિકાએ ચિપ્સના પેકેટ કાઢ્યા અને સામે દેખાતા ઘૂઘવતા સાગરની લહેરો જોતા ચિપ્સના પેકેટ ખુલ્યા.અચાનક ઇન્દુએ કહ્યું

“ચાલ અનિલ જરા દરિયા કિનારે લટાર મારી આવીએ”

ચિપ્સ ખાતા ખાતા બધા ધીમા પગલે ચાલવા લાગ્યા અચાનક ઇન્દુની નજર દૂરથી દેખાતા લાઇટ હાઉસ પર પડી “વાવ!!! ખરેખર યુનિક છે ગઢના કોઠા પર લાઇટહાઉસ જેથી સારી ઉંચાઇ મળે અને દૂર સુધી દેખાય પણ”

“આ લાઇટહાઉસનું કચ્છી નામ છે હુડિયોકોઠો”

“હં….” કહી ઇન્દુ એક ઊંચા ધૂળના ટેકરા તરફ વળ્યો અને સૌ ત્યાં ગોઠવાયા

“સાત વાગ્યા આપણે ચાલવું જોઇએ ઘેર પહોંચતા લગભગ સાડા આઠ થશે”અનિલે કહ્યું

“હં….”ઇન્દુ દરિયા તરફ જોતા મનમાં કશી ગણત્રી કરતા જોઇ અનિલે પુછ્યું

“કેવા દાખલા ગણી રહ્યો છે?”

“આજે આઠ વાગે ભરતી હશે”ઇન્દુએ કહ્યું

“તમે શાના આધારે કહો છો?અનામિકાએ પુછ્યું

“તને ઘડિયા આવડે છે?”

“એ શું…..”અનિલે પુછ્યું

“તમે બન્ને તો વન થી હંડ્રેડ જ શીખ્યા હશો”ઇન્દુએ હસ્તા કહ્યું

“હા તો…?”

“ઘડિયા મતલબ રામના ઘડિયા…”

“એ કેવા….”

“૧૧X ૧૧=૧૨૧,૧૧X૧૨=૧૩૨ તેવી રીતે ૨૧ નો ૩૧નો અને ૪૧નો ઘડિયો ગણાય પછી આવે આણ પાણ…….”ઇન્દુએ કહ્યું

“એ વળી કેવા……?”

“પા(ક્વાટર)નો,અર્ધા(હાફ)નો,પોણા(થ્રી ક્વાટર)નો,સવા(વન એન્ડ ક્વાટર)નો દોઢા(વન એન્ડ હાફ)નો અઢિયા(ટુ એન્ડ હાફ)નો અને ઊંઠા(થ્રી એન્ડ હાફ)ઘડિયા….”

“આ ઇન્ગલિસ મિડિયમ આવ્યું તે પહેલાં બાળકને આંકોડીમાં દાખલ કરતા અને આખો વરસ એકડે એકથી ઊંઠા સુધી શિખવાડતા ને કંઠસ્થ કરાવતા”

“હં….પણ મારો પ્રશ્ન તો અધુરો જ રહ્યો….”અનામિકાએ યાદ અપાવ્યું

“આજે છે તીથી દશમ પહિનાનો દશમો દિવસ એટલે દશનો પોણો ભાગ સાડા સાત મતલબ ૦૭.૩૦ હવે થ્રી ટાઇમ દશ એટલે .૩૦ એટલે બન્નેનો સરવાળો આઠ થયો ને?”ઇન્દુએ કહ્યું

“હં….”

“ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે તેની ભ્રમણ કક્ષા ગોળ નહીં પણ લંબગોળ છે”કહી ધુળમાં પથ્વી અને ચંદ્રની ભ્રમણ કક્ષા દોરી

“હવે ચદ્ર જ્યારે પૃથ્વીની નજીક આવે છે ત્યારે ભરતી(હાઇ ટાઇડ) હોય છે અને જ્યારે દૂર જાય છે ત્યારે ઓટ(લો ટાઇડ) હોય છે”ઇન્દુએ સમજણ પાડી

“મતલબ પુનમના દિવસે ૧૨ વાગે હાઇટાઇડ હોય બરાબર”ધુળમાં જ આંકડા માંડીને અનામિકાએ પુછ્યું

“કરેક્ટ”ઊભા થતા ઇન્દુએ કહ્યું તો અનામિકા ખુશ થઇ ગઇ

બધા ગાડીમાં ગોઠવાયા અને ગાડી ભુજ તરફ વહેતી થઇ ઘેર આવ્યા ત્યારે અનિલની ગણત્રી મુજબ સાડા આઠ થયા હતા

“ક્યાં ફરી આવ્યા હાથ મ્હોં ધોઇ લો ને જમવા બેસી જાવ”તારામતીએ કહ્યું

“આ ભગતને કાશીવિશ્વનાથના દર્શન કરવા હતા”અનિલે બાથરૂમ તરફ જતા કહ્યું

“અનુ બેટા ફ્રીઝમાંથી હલવો લઇ આવ”બધા જમવા બેઠા તો તારામતીએ

“આ ત્રીરંગી હલવો,,,,,?”આત્મારામે પુછ્યું

“તમારી સુનબાઇની કરામત છે”તારામતીએ કહ્યું

-@-

જમી અને રસોડામાંથી પરવારીને અનામિકા ઇન્દુના રૂમમાં આવી ત્યારે ઇન્દુ અનિલ સાથે અંક શાસ્ત્રને ચર્ચા કરતો હતો.

“બધાની પોતાની આગવી પધ્ધતી છે,ગણા જન્મ સમયની તારીખ ઉપર શુભાંક કાઢતા હોય છે જન્મ સમયની તારીખ એકાંકી અગર ન હોય અને દ્વી અંકી હોય ધારીલે કે ૧૦ તો શુન્યમાં એક ઉમેરતા એક અંખ્યા આવે તો ૧૯ હોય તો નવમાં એક ઉમેરતા દશ અને સુન્યમાં એક ઉમેરતા એક આવે તેવી રીતે કોઇની જ્ન્મ તારીખ ૩૧ હોય તો ત્રણમાં એક ઉમેરતા ૪ આવે”

“હં…..”

“તો કોઇ આખી જન્મ તારીખની ગણત્રી કરેતા હોય કેમકે ૨૯.૧૨.૧૯૪૨ તો આ જેટલા આંકડા છે તેનો સરવાળો કરીયે તો કેટલા આવે?”ઇન્દુએ અનામિકા સામે જોઇ પુછ્યું

“૩૦ આવે મતલબ શુન્યમાં ત્રણ ઉમેરતા ૩ જ આવે બરાબર?”

“તો કોઇક નામના અક્ષરો લખી તેના નીચે આંકડા માંડી તેનો સરવાળો કરી સંખ્યા કાઢે છે અને એ સંખ્યા મુજબ ભવિષ્ય કથન કરતા હોય છે”ઇન્દુએ કહ્યું

“આ આટલે દૂર રહેલા ગ્રહો માનવીના જીવન પર અસર કરે?”

“હવે અવડા મોટા સમુદ્ર પર અસર કરતા હોય તો માનવી શું વિસાતમાં”

“માંગલિક છોકરી હોય તેને માંગલિક જ વર જોઇએ નહીંતર વરનું મૃત્યું થઇ જાય?”

“ના એવું નથી જેમ વરની કુંડલીમાં મંગળ બળવાન તેમ જો કન્યાની કુંડલીમાં શનિ બળવાન હોય તો એ મંગળને ફાઇટ આપે”

“મતલબ બેઉ બળિયા સાથે લડિયા બરાબર”અનામિકાએ હસ્તા કહ્યું

“યા….”

“ઘણા ચહેરો જોઇને ભવિષ્ય કથન કરતા હોય છે એ શું છે?”અનામિકાએ પુછ્યું

“એ સામુદ્રિક શાસ્ત્ર છે,તને આ બધા શસ્ત્રોમાં રસ હોય તો હું તને કુરિયરથી અંક શાસ્ત્ર,જ્યોતિષ શાસ્ત્ર,સામુદ્રિકશાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રને બુક્સ મોકલાવિસ પણ યાદ રાખજે બહુ કિમતી છે એટલે જતન કરજે”ઇન્દુએ તાકીદ કરતા કહ્યું

“તું કેટલા મોરચે લડીશ અનુ?”અનિલે પુછ્યું

“મતલબ…”ઇન્દુએ પુછ્યું

“હમણાં એ કોલેજના ફાઇનલ ઇયરમાં છે,સવારના અપ્પા પાસે મરાઠી શીખવા જાય છે સાંજે ડ્રામાની રિહર્સલ કરે છે અને અહી આવે એટલે આઇને રસોડામાં કશું કરવા નથી દેતી”

“ડ્રામા….કયું ડ્રામા છે?’’

“ઝાંસીકી રાની”અનામિકાએ કહ્યું

“ક્યારે સ્ટેજ થશે?”

“વેલેન્ટાઇન-ડેના”અનિલે કહ્યું

“તો તો જોવા ન મળે”ઇન્દુએ કહ્યું

“વિડિઓ રેકોર્ડિન્ગ થશે તે તને મોકલાવીશ “અનિલે કહ્યું(ક્રમશઃ)

 

તારામતી પાઠક (૧૨) –પ્રભુલાલ ટાટારીઆ ‘ધુફારી

Posted on March 15, 2013 by vijayshah

       બધાં ભારે હ્રદયે પોતાના રૂમમાં ગયા. બધાનાં મનમાં એક સવાલ ઘુમરાયા કરતો હતો હવે શું કરવું તેમાં અનામિકા અને અનિલની ઊંઘ તો વેરણ થઇ ગઇ હતી. ઘરમાં છવાયેલી અદમ્ય શાંતિનો ભંગ કરતાં આત્મારામે તારામતીને કહ્યું………..અઘ તારા આઇકલ્સ કાય ઇન્દુ કડુન અસી બાતમિ મિળાલ્યાસ નંતર મી ગપ બસનાર નાહી

તર કાય કરાય ? તારામતી બોલ્યાં

અનુ ચા આઈ વડીલાનાં સાંગાય ચા  આહે પણ કસ સાંગાવે હા મી વિચાર કરતો . આત્મારામ બોલ્યાં

હં અઘ તુ ખરસ સાંગતેસ આહે પણ માઝા પણ હા વીચાર આહે……… તારામતી બોલ્યાં.

મગ અસ કર ઉદ્યા યાં સઘળ્યાનાં જેવાલ્યાં બોલવ. જેવલ્યા નંતર સર્વાનાં આપણ ઇન્દ્રુ ચીબાતમી સાંગું. તું ફોન વર બોલતાંનાં શાંત પણે બોલ કારણ ત્યાં લોકાનાં કશલા હી સંશય એતાકામા નાંહીં

તુમહી મ્હણતાત તે ખરા આહે…….. તારામતી મ્હાણાલી

અઘતારા કમુ આણી કિશોરકુમાર લા પણ જેવાલયા બ્લહવુંયા.અનુચા બાબાનાં સાંગ ઉદ્યા રવિવાર આહે તેવા તુમી યાં આણી આપણ સર્વ જણ મિળુંન એકત્ર જેવુયાં……….આત્મારામ બોલ્યા

કોઇની અલપ ઝલપ તો કોઇની ખુલ્લી આંખે આખરે રાત પુરી થઇ ગઇ સવારે સૌથી પહેલાં અનુ નિત્યનિયમથી પરવારીને રસોડામાં આવી અને સૌ માટે ચ્હા બનાવવા લાગી

      એકલા આત્મારામ તુકારામજીના રૂમમાં ગયા અને સિતાર પરથી કવર ઉતારી સમયના અનુરૂપ રાગ વગાડવા લાગ્યા. સિતારના ઝંકારથી વાતાવરણ જાગૃત અને આનંદિત થઇ ગયું.સિતારના સૂરો સાંભળીને ઇન્દ્રકુમાર રૂમમાં આવ્યો અને હાર્મોનિયમ પરથી કવર ઉતારી વગાડવા લાગ્યો તો ત્યાં અનિલે આવીને તબલાની જોડી ઉપાડી ને ઇન્દ્રકુમાર અને આત્મારામજીની સંગત કરવા લાગ્યો.

                    લગભગ અર્ધો કલાક પછી આત્મારામે સિતારને વિરામ આપ્યો ત્યાં તારામતી રૂમમાં આવી ને કહ્યુંચાલો ચ્હા પીવા

તારામતીની વાત સાંભળીને લગભગ સૌ સાથે ડાઇનીંગ ટેબલ પર ચ્હા પીવા ભેગા થયા.

ત્યાં આત્મારામે સુચન કર્યું…….. અનુ…..  બેટા….. આજે તારી પેલી વિટલા ખાંડવીનો નાસ્તો કરાવને

સવારના પહોરમાં તમે સિતાર વગાડી તો બહુ સારૂં લાગ્યુંતારામતીએ કહ્યું

આતો આત્મારામે વિચાર કર્યો કે આજે સવારના પહોરમાં બધાનાં સોગિયા મ્હોં છે તો બધાંને આનંદમાં લાવીએ……..તેથી સિતાર વગાડી પણ એમાં સારું થયું કે અનીલ અને ઇન્દ્રુ મારા બે સાજિંદાઑનો સારો એવો મેળ બેસી ગયો, કહી આત્મારામ હસ્યા

વાઉ!!બાબા સાચે તમે ને તમારા સાજિંદાઓએ તો મસ્ત સવાર બનાવી નાખી પણ આજે એક દિવસ શું કામ ? રોજે સાજિંદાઓને બેસાડતા હોય તો કેવું સારું? કહી સંધ્યા હસી

ચાંપલી આવું બધું શોધતી હોયકહી તારામતીએ સંધ્યાનું નાક પકડવા ગઇ તોઆઇ…’કહી અનામિકા પાછળ લપાઇ ને અનામિકાના દુપટ્ટાથી પોતાનું મ્હોં ઢાંક્યુંઅઘ બાઇમારી ડાહી દીકરી તો બહુ શરમાય છે….કહું છું પહેલા આના માટે નવરો ગોતો…’ તારામતીએ સંધ્યાને પોતાના તરફ ખેંચી.

ના હો આઇ એમ જલ્દી હું નથી જવાનીકહી સંધ્યા તારામતીના ગળે બાજી.

ચાલ ચાલ હવે બધાને નાસ્તો આપપછી તું જવાની છે કે નહીં તે વિષે આપણે ચર્ચા કરીશું ખરું ને અનુ……? તારામતીએ સંધ્યાને કહ્યું

      અનામિકાએ બનાવેલ વિટલા ખાંડવીનાં નાસ્તાને ન્યાય આપી આત્મારામ અને અનામિકા આત્મારામની ઓફિસે ગયા. ને અનિલ પોતાની મિત્રને મળવા ગયો અને ઇન્દ્રકુમાર સેમીનારના આયોજકોને મળવા ગયો. પછી તારામતીએ ગોમતી બહેનને ફોન કરવા માટે પગ ડ્રોઈંગ રૂમ તરફ ઉપાડ્યાં.

હલ્લો…..હલ્લો….કોણ ગોમતીબેન…? એતોહું તારા…’

‘………….’

…..જયશ્રી કૃષ્ણમેં ફોન એટલા માટે કર્યો હતો કે આજે રવીવાર છે તો તમે અને મયાશંકરજી આપણે ઘેર આવો આજે આપણે સાથે જમીએ

‘………..’

કમુ અને કિશોરકુમાર પણ આવવાના છે….ઘણા વખતથી એવી ઇચ્છા હતી સાથે બેસી જમીએ

‘…………’

તમારે ત્યાં ફરી કોઇ વારભલે તમને લેવા હું રાધેશ્યામને મોકલાવીશ

‘…………’

જયશ્રી કૃષ્ણકહી પછી તારામતીએ ફોન મૂક્યો ને પછી તરત કમુને ફોન જોડ્યો…..

હલ્લો…… કમુ પોરગી…….કસી આહેસ તું….?આણી કિશોરકુમાર કસે આહે ?

‘……………’

જયશ્રી કૃષ્ણ

‘………….’

સાંભળ આજે ઘરે અનુનાં આઈબાબા જમવા આવવાનાં છે તો મારી ઈચ્છા છે કે તું ને કિશોરકુમાર પણ આવો આજે હું રાધેશ્યામને મોકલીશ તું ને કિશોરકુમાર તૈયાર રહેજોઆજે સૌ સાથે બેસીને જેવણ કરીશું હોં…………..’

બર આઈ કહી કમુએ ફોન મૂક્યો……. પછી તારામતીએ આત્મારામને ફોન જોડ્યો

અહો!!રાધેશ્યામને સૂચના આપી શિવમ પાર્ક અને માધાપર મોકલો અને એને કહોને કે બધાંને લઈને ઘરે આવે.;

     આટલી વારથી તારામતીને ફોન પર વાતો કરતી સાંભળી સંધ્યાએ પુછ્યું

આઇ ઇન્દુભાઇએ કરેલ વાત જણાવવા બધાને બોલાવ્યા છે?’

હા આપણને ખબર પડી તો આપણે કોઇને અંધારામાં રાખવા જોઇએ ખાસ તો અનુના આઇબાબાને

હાતેમને પાછળથી ખબર પડે તો……’ ‘ખોટી ગેરસમજણ, ગુંચવાડો અને સંબધમાં ખારાસ ઊભી થાય’ તારામતીએ સંધ્યાની વાત સાંધતાકહ્યું

હા…’

ચાલ રસોડામાં શાક ભરવાનો મસાલો બનાવવામાં મને મદદ કર

પણ….મને ક્યાં મસાલો બનાવતા આવડે છે વહિની સરસ બનાવે છે

બાબા પાસેથી આવશે ક્યારેને બનાવશે ક્યારે ?માટે ચાલ હું બતાવું તેમ કર

પણઆઇ……

અરેઅત્યારે નહીં શીખે ત્યારે કયારે શીખીશ? લગ્ન પછી સાસરે જઇશ તો તારી સાસુમા કહેશે તારાએ દીકરીને કશું શિખવાડ્યું નથી ભૂત જેવી અમારે ગળે બાંધી દીધીછે

ના હો મારી આઇનું નામ કોઇ ખરાબ કરે એવું શું તારી સંધ્યા કરે? ચાલ શું કરૂં બોલ?’

પહેલા તો નાના શોધીને બટેટા છોલી નાખ

શું બનાવવાની છો?’

મગનીદાળનો શીરો, પુલાવ, કઢી, ઢોકળા,ચણાના વઘારિયા અને ભરેલા શાકના સંભારિયા સાથે રોટલી

વાઉ….….કહી સંધ્યા તારામતીની સાથે કામમાં જોડાઈ

      આત્મારામની ઓફિસેથી અનામિકા ઘેર આવી ત્યારે ઢોકળાને થતા વઘારની સુગંધ માણતાં માણતાં સીધી રસોડામાં આવી અને રસોડાના પ્લેટફોર્મ ઉપર પડેલી રસોઇ જોવા લાગી.

આઇ બધું શું છે ?’

વહિની આજે તમારા પપ્પામમ્મી,કમુ દીદી ને જીજાજી જમવા આવવાના છે

આઇ બધુ બનાવવું હતું તો મને કહ્યું હું બાબા પાસે આજે મરાઠી શીખવા જાત અને રસ્તામાં વસુંધરા મળી તેના સાથે વાતો પણ કરત

અરે નારાજ શા માટે થઇ ગઇ…? ક્યારેક મને પણ બનાવવા દેસારૂં મગની દાળનો શીરો બનાવવો બાકી છે. દાળ શાકના વઘાર બાકી છે તું કરવા માંડ.જરા થાકી ગઈ છું તો હું બહાર બેસુ છું

હાચાલ આઇકહી સંધ્યા પણ બહાર આવતી હતી તો તારામતીએ પુછ્યું

અલી બાઈ તું ક્યાં ચાલી..? મેં કહ્યું હું એટલે કે તારામતી બહાર બેસે છે સમજી? જા રસોડામાં ને અનુને મદદ કરકહી તારામતી સંધ્યાના પીઠમાં ધબ્બો મારી પાછી રસોડામાં ધકેલી

ઉં……ઉં……કહીસંધ્યાને પછી આવેલી જોઈ અનામિકાએ હસીને સંધ્યાને કોપરૂ છીણવા બેસાડી.

રસોઇ તૈયાર થઇ ગઇ ત્યાં રાધેશ્યામ ગાડીમાં સૌને લઇને આવી ગયો.

જયશ્રી કૃષ્ણ વેવાણગોમતીબેન અને મયાશંકરે ઘરમાં દાખલ થતા સામે સોફા પર બેઠેલી તારામતીને કહ્યું

જયશ્રી કૃષ્ણ આવો આવો બેસોઊભી થઇ તારામતીએ કહ્યું

આઇ જય શ્રી કૃષ્ણકિશોરકુમારે કહ્યું

આવો જમાઇરાજ

શું આઇ જમાઇરાજ જમાઇરાજ કરો છો કિશોર કહોને હું તો તમારો દીકરો છું ને?’ કિશોરકુમારે તારામતીના ચરણસ્પર્શ કરતા કહ્યુ

આયુષ્યમાન ભવઃ નારાજ થઇ ગયાહા દીકરા સાચા હો લો હવે નહી કહું

કમુ બહુ સ્વાદડી છેજુઓને એટલે સીધી રસોડામાં ગઇ…….કિશોરકુમારે કહ્યું

      કામિનીએ ઢાંકી રાખેલી બધી રસોઇ જોવા લાગી. અનામિકાએ મમ્મીપપ્પા અને કિશોરકુમારને પાણી પાયું, ત્યારે ખાલી ગ્લાસ ઉપાડતા કમિનીએ કહ્યું……

આઇજયશ્રી કૃષ્ણ

તને તારી આઇ યાદ આવી ખરીતારામતીએ કહ્યું તો સહુ હસ્યા

 ‘ લે આવી આઇ તું કેમ છો?’કામિનીએ તારામતીની બાજુમાં બેસતા પુછ્યું

જોઇ લે કેવી લાગું છું?’

બધા નોંકજોંક સાંભળતા હતા ત્યાં આત્મારામ આવ્યા તો મયાશંકરે કહ્યું

રામ રામ દેવા

રામ રામ રામ રામ હાથ મેળવતા આત્મારામે કહ્યું પછી હાથ જોડીને કહ્યુંજયશ્રી કૃષ્ણ વેવાણ

જયશ્રી કૃષ્ણતો કિશોરકુમારે આત્મારામના ચરણસ્પર્શ કર્યા

આયુષ્યમાન ભવઃ બેટા ….કેમ છો કિશોરકુમાર

મજામાં તમે કેમ છો બાબા?’

તારા બાબાને શું થવાનું હતું?’કહી આત્મારામ હસ્યા તેમને અનામિકાએ પાણી પાયું

અનુ અહીં હોય તો તારાને કશું કરવા નથી દેતીઆત્મારામે કહ્યું

હા ઘરની થનાર પુત્રવધુ છે ને?’કહી મયાશંકર હસ્યા

વાઉ!!અંકલ પુત્રવધુ? અરે! ભાઉ અનિલ ને મારા કરતાંયે વધુ આઇ વહિનીનું બહુ ધ્યાન રાખે છેસંધ્યાએ કહ્યું ત્યાં અનિલ અને ઇન્દ્રકુમાર આવી ગયા.

ઇન્દ્ર અનિલનો જુનો અને ખાસ મિત્ર કલકત્તામાં રહે છેસાંભળી ઇન્દ્રકુમારે ગોમતીબેન અને મયાશંકરના ચરણ સ્પર્શ કર્યા……તો તેમણે ઇન્દ્રને આર્શિવાદ આપ્યાં……‘સદા સુખી રહે

ચાલોચાલો જમવા કામિનીએ રસોઇ ડાઇનીંગ ટેબલ પર મુકતા કહ્યું તો સૌ હાથ ધોવા ગયા તેમને સંધ્યાએ નેપકીન પકડાવ્યા.

આટલી બધી તકલીફ લેવાની શું જરૂર હતી? પિરસાતી રસોઇ જોઇ મયાશંકરે કહ્યું

લો હવે આમાં તકલીફ શેની આમ તો બધી સાદી રસોઇ છે એક શીરો અને ઢોકળા વધારાના છેએમ કહી તારામતી હસી.

બેટાઅનુ….તમે સંધ્યા ને કમુ પણ બેસી જાવઆત્મારામે કહ્યું

નહીં બાબા અમે પછી જમીશું

બધા જમી રહ્યા. ડાઇનીંગ ટેબલ સાફ થઇ ગયાં પછી આત્મારામે ઇન્દ્રકુમારને કહ્યું

ઇન્દ્ર આપણે કાલે જે ચર્ચા કરી તે અનુના મમ્મીપપ્પાને જણાવ?’

આત્મારામજીની વાત સાંભળીને ઇન્દ્રકુમાર રૂમમાં ગયાં

         ગોમતીબેન અને મયાશંકર એક બીજા સામે જોવા લાગ્યા ત્યાં સુધી ઇન્દ્રકુમાર અનિલના હાથના પંજાની છાપ લઇ આવ્યો અને બધાને ટેબલ પાસે બેસવા બોલાવ્યા પછી કહ્યું….

અનિલ અને અનામિકાના લગ્ન પછી અનિલને ભયંકર અકસ્માત થવાના સંજોગ ઉભા થાય તે ઇમ્પ્રેશન પરથી લાગે છે.’

હાય રામ!!’ ગોમતીબેનને ધ્રાસ્કો પડ્યો અને મયાશંકર પણ હબકી ગયા પણ સ્વસ્થતાં જાળવતા પુછ્યું

તેમાં……”પણ આગળ વધી શકતાં મયાશંકરના ગળામાં શબ્દો અટવાઇ ગયા.

કદાચ જીવન મરણ વચ્ચે ઝોલા ખવડાવતી પરિસ્થીતી ઊભી થાય તેવા સંજોગો દેખાય છેબધાની સામે જોતા ઇન્દ્રકુમારે કહ્યું.

જીવનમરણ?’કહેતા ગોમતીબેનની આંખો ઉભરાઇ તો મયાશંકરે કહ્યું

ગોમાગોમા પહેલા પુરી વાત તો સાંભળી લેમયાશંકરે ગોમતીબેનને ધરપત આપતા કહ્યું

ત્યાં તારામતી પાણીનાં ગ્લાસ લઈને આવ્યાં અને કહ્યું લો ગોમતીબેન શાંત થઈ પહેલા પાણી પી લો કહીતારામતીએ ગોમતીબેન અને મયાશંકરને પાણી પાયું.

તો લગ્ન થવા જોઇએ…?’ મયાશંકરે પૂછ્યું.

નાના એવું નથી અને એવું વિચારતા પણ નહીં અનામિકા અને અનિલ તો માત્ર એક બીજા માટે સર્જાયા છે; ઇન્દ્રકુમારે કહ્યું

પણ મારી દીકરીનો ચૂડીચાંદલો….’

કાકી તેનો ભય રાખશો નહીં એવું કશું અઘટિત થવાનું નથી કારણકે…’

શું કારણ કે?’ગોમતીબેને વાત કાપતા પુછ્યું

કારણ કે અનિલને બે સંતાન થવાના છે એક દીકરો અને એક દીકરી

એવું પણ બને કે અકસ્માતમાં અનુને કંઇ થઇ જાય…..’

ગોમતીએવા અશુભ વિચાર કર ને લોકો શું કહે છે તે પુરી વાત તો સાંભળી લે

………પણ કાકીતેના માટે અનિલના હાથમાં દ્વિભાર્યા યોગ હોવો જોઇએતે અનિલની કુંડળીમાં નથી અને હાથના પંજામાં અહીં બે રેખાઓ હોવી જોઇએ ઇન્દ્રકુમાર મુઠ્ઠી બંધ કરી ટચલી આંગળી નીચેની જગા બતાવતા કહ્યું

એક બીજી વાત એવું પણ બને કે અનામિકાના સૌભાગ્યથી અનિલ પર આવેલી ……ઘાત……. સાણસાનો ઘા સોયથી પતી જાય અને અનામિકાના લગ્ન અનિલથી થવાના છે સત્ય છે જે ખાસ ધ્યાન રાખજો અને ગાંધર્વ લગ્ન કરેલી અનામિકાને બીજે પરણવવાનો વિચાર સુધ્ધા કરશો.’

હં….તોય ભય તો….’

જુઓ કાકી અનિલના લગ્ન અનામિકાની સાથે થવાનાં છે માટે અકસ્માત થવાનો નથી પણ અનિલનાં ભાગ્યમાં અકસ્માત છે કારણ કે ભાગ્ય જન્મથી લખાય છે માટે અકસ્માત ક્યારે થશે તે હું જણાવું છું માટે કોઇ અભાવ રાખશો’       

ગઇકાલે ઇન્દુએ અમોને વાત કરી એટલે તમને બાબત અંગે અજાણ રાખવા મને કે એમને મુનાસિબ લાગ્યું

એટલે બધી વાત ઇન્દુના મોઢે સંભળાવવા તમને બોલાવ્યા સાંભળી તમારા મનમાં કોઇ પ્રશ્ન ઊભો થાય તો ઇન્દુ તેનું સમાધાન કરી શકેતારામતીએ કહ્યું

કાકી આતો તારાકાકી મને દીકરા જેવો ગણે છે એટલે આવનાર વિપતીથી તેમને અજાણ રાખવા મને યોગ્ય લાગ્યું એટલે ચેતવણી ખાતર બધી વાત કરી

હા…. સારૂં કર્યું દીકરા જો બનાવ બનશે તેનાથી અજાણ હોત તો તે સમયે કેવા અવઢવમાં અમે હોત?’ ગોમતીબેને કહ્યું

હજુ પણ તમારા મનમાં કશો સવાલ ઉદ્ભવતો હોય તો પુછોઇન્દ્રકુમારે કાગળ ઉપાડતા કહ્યું

ના સાંભળ્યા પછી કોઇ પ્રશ્ન નથી રહેતોગોમતીબેને કહ્યું

ને કાકી અનામિકાના લગ્ન અનિલ સાથે થશે એટલે અન્ય અવઢવમાં રહે

દીકરા તારા મિત્રને તો અમે જમાઇ તરીકે સ્વિકારી ચુક્યા છીએ સ્થાન હવે બીજું કોઇ લઇ શકે વાત ચોક્કસ છેમયાશંકરે ઇન્દ્રકુમારના ખભો થાબડતા કહી અનામિકા સામે જોઇ મલક્યા

હા એક બીજી વાત અકસ્માતમાંથી બહાર આવ્યા બાદ અનિલ અનામિકાનું સુખદ અને લાંબુ લગ્નજીવન રહેશે જે ધ્યાનમાં લેશોઇન્દ્રકુમારે કહ્યું

સૌથી સારી વાત કરીબધા સામે જોઇ તારામતીએ કહ્યું તો ગંભીર વાતાવરણ હળવું થયું તે જોઇ આત્મારામે કહ્યું અનુ બેટા….તારા…. બધાને ચ્હા પિવડાવ

સાંભળી અનામિકા રસોડા તરફ વળી તો સંધ્યાએ કહ્યું

વહિની ચ્હા હું બનાવું છું તમે બહાર આઇબાબા પાસે બેસોસાંભળી તારામતી ખુશ થઇ ગઇ.

ચ્હા બનીને પિવાઇ ગઇ ત્યાર બાદ તારામતીએ ગોમતી બહેનને કહ્યુંહું તમને ચાલો અનુનો પૂજા રૂમ બતાડું

ત્યાં આત્મારામે મયાશંકરભાઈને ઉદ્દેશીને કહ્યુંને તમેય ચાલો હું તમને મારા બાબાઆઈ સાથે મેળવું’. 

મયાશંકરજી આત્મારામજીની પાછળ પાછળ તેમના પાછળ તુકારામજીનાં રૂમમાં આવ્યા.

આગળ ગયેલા તારામતીએ પહેલા દરવાજો ખોલ્યો તો સામે તુકારામ તથા ભાનુમતીની આદમકદ તસ્વીરો બતાવતા તારામતીએ કહ્યું.

મારા સસરા તુકારામજી અને સાસુ ભાનુમતીજી છે

‘……..અને બાજુમાં અનુનો પૂજાનો રૂમ છે?’ગોમતીબેને પુછ્યું

ના…..અનુ જ્યારે અમારી પાસે આવે ત્યારે ઘણો ખરો સમય અહીં વિતાવે છે તેણી માટે રૂમ પૂજા રૂમથી વિશેષ છેતારામતીએ કહ્યું

આટલા બધા સાજ?’મયાશંકરે પુછ્યું

બાબાને સંગીતનો શોખ હતો તેમણે બધા વસાવ્યા છે અને બધા સાજ ખુદ વગાડી જાણતા હતા મને પણ તાલિમ આપી તે સિવાય બીજી ઘણી બધી ચીજો સંગ્રહિત કરી છેકહી આત્મારામે એક પછી એક ચીજ બતાવવા લાગ્યા જ્યારેઅભંગ માઝેનામનું પોટલું ઉપાડ્યું ત્યારે આત્મરામે કહ્યું

મારા બાબાના સ્વયં રચિત અભંગ છે અને તેનો મર્મ સમજવા અનુ મરાઠી પણ શીખે છે

હા તેણીએ મને વાત કરેલી કે તે તેના પર થીસીસ લખવા માગે છેમયાશંકરે કહ્યું

બધુ જોઇને બધા બહાર આવ્યા અને આત્મારામે દરવાજે તાળુ માર્યું તો બધા ડ્રોઇન્ગ રૂમમાં આવ્યા ત્યારે અનામિકા, અનિલ, ઇન્દ્રકુમાર, સંધ્યા અને કામિની ગપાટા મારતા હતા તો કિશોરકુમાર કામિનીના રૂમમાં ઊંઘતા હતા. બપોર ઢળતા ગોમતીબેને કહ્યુંચાલો રજા આપો હવે અમે ઘેર જઇએ.’

……..ત્યાં આત્મારામ બોલ્યાંઆવતીકાલે સવારે તૈયાર રહેજો ઇન્દ્રને કાળો ડુંગર અને કચ્છનું સફેદ રણ બતાવવા જવાનો પ્રોગ્રામ છે તો તમે પણ સાથે ચાલજો.’

ના દેવા શક્ય નથી કાલે સોમવાર છે અને મારે નિત્યક્રમ પછી શંકરની પૂજા કરવાની હોય છે એટલે લગભગ બે કલાક સાચામયાશંકરે કહ્યું

કાકી મારે પણ રેડ રોઝ સર્કલવાળાએ ગોઠવેલ લંચમાં જવાનું છેઇન્દ્રકુમારે કહ્યું

તો પછી મંગળવારે રાખીએ બુધવારના તો ઇન્દ્ર પાછો કલકત્તા જાય છે

ભલે મંગળવારે પાકુંકહી મયાશંકર અને ગોમતીબેન ગાડીમાં બેઠા તો આગલું બારણું ખોલી અનિલ બેસવા જતો હતો તો તારામતીએ પુછ્યું

તું વળી ક્યાં ચાલ્યો?’

હું જરા હિમાશું ને મળી આવુંકહી અનિલે ગાડીમાં બેસી દરવાજો બંધ કર્યો બધા ઘરમાં જતા હતા તો ઇન્દ્રકુમારે હળવે સાદે આત્મારામને કહ્યું.

મારે તમારી અને કાકી સાથે અંગત વાત કરવી છેઆત્મારામ તારામતીને બોલાવે તે પહેલા ઇન્દ્રકુમારે કહ્યું

અહીં નહીં ક્યાંક એકલા બેસી ને

બધા ઘરમાં આવ્યા તો આત્મારામે કહ્યું

અનુ બેટા આજે પેલી કશ્મીરી ભેલ બનાવ કમુ તું પણ જોઇલે કેમ બને અને તારા તું જરા માથામાં કાંસકો ફેરવી લે આપણે જરા શ્રી સ્વામીનારાયણનું મંદિર ઇન્દુને બતાવી આવીએ

હા ચાલો…’ સંધ્યાએ કહ્યું                       

તું શું ચાલો કહી તૈયાર થઇ ગઇ જા તારી અનુ વહિનીની મદદમાં રહેઆત્મારામે સંધ્યાને સંબોધીને કહ્યું

      આત્મારામની વાત સાંભળીને સંધ્યા ઉં……..ઉં…..કહી પાછળ જોતી જોતી અનુ પાસે રસોડામાં ચાલી ગઈ.

આત્મારામ પોતાની ગાડી તરફ વળ્યા અને ડ્રાઇવિંગ સીટ પર બેસવા જતા હતા ત્યાં ઇન્દ્રકુમારે કહ્યું

અંકલ તમે પાછળ બેસો ગાડી હું ચલાવીશ.’

આત્મારામે પાછળનો દરવાજો ખોલીને તારામતીને બેસવા ઇશારો કર્યો અને પછી પોતે બેસતા પુછ્યું

તું રસ્તો જાણે છે?’

હા..અનિલ સાથે અને રેડ રોઝવાળા સાથે ફરતા થોડી જાણ છે

        ગાડી શ્રી સ્વામીનારાયણ મંદિર આવી ગાડી પાર્ક કરી અને મંદિરમાં ફરી દર્શન કર્યા બાદ બગીચાના એક અલાયદા બાંકડા પર બધા બેઠા તો આત્મારામે કહ્યું.

હા બોલ શું એવી અંગત વાત કહેવી હતી?’

કાકી અનિલને તમે કહ્યુંને તને ફરી પરણ વા ઉપડ્યો?’

હાતો?’તારામતીએ ઇન્દ્રકુમાર સામે જોતા પુછ્યું

મેં પડદા પાછળ ઊભા રહી અનિલ અને અનુ ને વાત કરતા સાંભળેલા અનુ કહેતી હતી અનિલ ઇન્દુભાઇ જશે પછી મારે પાછું શિવમ્પાર્ક જવું પડશે. હવે આમ એકલા રહેતા નથી ગમતું તું ઇન્દુભાઇને સમજાવને કોઇ રસ્તો કાઢે તો અનિલે કહ્યું તને શું લાગે છે મને તારા વગર ગમશે? અને ઇન્દુ તો એક વાત કરે છે કમુર્તા પતે પછી લગ્ન થશે તો આપણાથી શું થાય અને આઇબાબાને કહેતા તો જીભ નથી ઉપડતી ને કહું તો શું કહું?’

હં….તો?’તારામતીએ આત્મારામ સામે જોતા કહ્યું

કાકી બંને તમારી આમન્યા જાળવે છે પણ તેમની આંખોમાં મેં જે રઘવાટ જોયો….’

પણ તેમાં આપણાથી શું થાય?’તારામતીએ વાત સાંધતા પુછ્યું

હમણાં સુર્ય મકરમાં ચાલે છે અને ૧૪ તારીખે કુંભમાં આવે છે તે દરમ્યાન અનુનું નાટક સ્ટેજ થઇ જાય પછી તમે કોઇ તારીખ તેમના લગ્ન માટે નક્કી કરો

પણ તું તો કહેતો હતો મીનાર્ક કમુર્તા ઉતર્યા પછી લગ્ન થશે તેનું શું?’

હવે જે કહું છું ધ્યાનથી સાંભળજો ઘરમાં કોઇ અઘટિત બનાવ બનશે જેથી નક્કી કરેલા લગ્ન મોકુફ રહેશેઇન્દ્રકુમારએ બંને સામે જોતા કહ્યું

લગ્ન નક્કી થશે એટલે બનાવ બનશે તો શા માટે લગ્ન નક્કી કરવા?’

બનાવ તો બનવાનો છે તો બંનેને ખુશ રાખવા માટેનો એક પ્રયોગ છે અનિલ કે અનુને એમ લાગવું જોઇએ કે આઇબાબાને અમારી વ્યથા સમજાતી નથી

મતલબ લગ્ન તો કમુર્તા ઉતર્યા પછી થશેતારામતીએ કહ્યું

હા…..’

પણ અઘટિત બનાવ શું છે?’આત્મારામ બોલ્યાં.

મને નથી સમજાતું કદાચ કોઇનું અપમૃત્યુ પણ હોઇ શકેઇન્દ્ર બોલ્યો.

તારાનિવાસમાં?’ અચાનક…. તારામતીની અકળ બિમારીની યાદ આવતા આત્મારામે પુછ્યું

નહી રે એવું હોય તો મને ખબર પડી જાત

ઠીક જેવી વિઠ્ઠલાની મરજી

ચાલો ઘેર જઇશું?’ ઇન્દ્રકુમારે ઊભા થતા પુછ્યું

હા ચાલોચાલ તારા….તારા તું ક્યાં ખોવાઇ ગઇ?’

કેવી વિટંબણા છે?એક તરફ લગ્ન કરાવવાની ખુશી અને બીજી તરફ કોઇના અપમૃત્યુનો ભયતારામતીએ ઊભા થતા કહ્યું

આનુ નામ જીવન છે તારા એક આંખમાં ખુશી બીજી આંખમાં આસુંઆત્મારામે કહ્યું.

ગાડી તારાનિવાસમાં ઊભી રહી તો આત્મારામે કહ્યું

તારા ચહેરા પર ગંભીરતા જોઈ કોઈને શંકા જાશે તારાતારી ગંભીરતા છોડઆત્મા રામ બોલ્યાં.

આત્મારામની વાત સાંભળીને મો પર બનાવટી નરમાશ રાખી તારામતી સીધી રસોડામાં ગઇ.

રસોડામાં અલગ અલગ સમારેલી સામગ્રી જોઇ તારામતી પાછળ આવેલા ઇન્દ્રકુમારે પુછ્યું

ભેળમાં આટલી બધી વસ્તુઓ પડે?’

યે તો મેરી વહિની કી કશ્મીરી ભેલ હૈ જાની…..’ કહી સંધ્યાએ નાક નીચે આંગળી ઘસી તો બધા સંધ્યાની મિમિક્રી પર હસી પડ્યાં.

એક મોટા તપેલામાં બધી સામગ્રી મિક્સ કરી ને અનુએ ત્રણ બાઉલમાં ભેળ ભરી ઇન્દ્રકુમાર, તારામતી અને આત્મારામને આપ્યા.

ઇન્દ્રકુમારે ભેળ ચાખી ને કહ્યુંવાઉ!! સુપર્બ હોં અનુ….…..…. ભેળ તો મેં ઘણી જગાએ ખાધી છે પણ આનો તો સ્વાદ કાંઈક  અલગ છે

એટલે તને તેનો ટેસ્ટ કરાવવા અનુને મેં ભેળ બનાવવાનું કહ્યું હતું…………’આત્મારામ બોલ્યાં

તમને ખબર છે ઇન્દુભાઇ કુકિન્ગ કોમ્પીટીશનમાં વહિનીને હંમેશા ફર્સ્ટ પ્રાઇઝ મળે છેસંધ્યાએ ખુશ થતા કહ્યું.

(ક્રમશ)

# વિશેષ નોંધઃ ચેપ્ટરમાંની પૂરક માહિતિ પુરી પાડનાર ભાઇશ્રી     અશોકકુમાર દેસાઇ (U.K.) hppt://das.desais.net તથા શ્રીમતિ પૂર્વીબેન મોદીમલકાણ’ (U.S.A.) નો ઋણ સ્વિકાર કરૂં છુંલેખક

 

તારામતી પાઠક ( ૧૩) – પ્રભુલાલ ‘ધુફારી

Posted on March 21, 2013 by vijayshah

  ભેળનો કાર્યક્રમ ચાલુ હતો ત્યાં અનિલ આવ્યો. બધાને ભેલ ખાતા જોઇને અનામિકાને કહ્યુંવાહ!! ભેલ…..?

આગળ કંઇ બોલે તે પહેલાં સંધ્યાએ અનિલને ભેળનો બાઉલ પકડાવ્યો, તે જોઈ તારામતીએ કામીનીને કહ્યું

‘કમુ બેટા..જરા જોતો કિશોરકુમાર જાગ્યા કે નહીં?’

નહીં આઇ તેઓ જાગશે ત્યારે પોતે બહાર આવશે

અરેઅનુ બેટા ચ્હા બનાવનેઆત્મારામે સીડી પ્લેયર પર જગજીતસિંહની સીડી મુકી સોફા પર બેસતા કહ્યું

મારા માટે પણ…’કિશોરકુમારે કહ્યું

ઊંઘ થઇ ગઇ?’કામિનીએ પુછ્યું

અરે!! ફર્સ્ટ ક્લાસબધા સાથે બેસતા કિશોરકુમારે કહ્યુ

ચ્હા પિવાઇ ગઇ તો બધા જગજીતસિંહને સાંભળવા લાગ્યા આત્મારામ તો બંને હાથના આંગળા ભીડી તેના પર માથું

ટેકવી સોફા પર આંખો મીચી ધ્યાન સમાધીમાં ડૂબી ગયા હતા. અનિલ ઊભો થઇ પોતાના રૂમમાં જતો હતો તે જોઈને

ઇન્દ્રકુમાર પણ તેના પાછળ ગયાં.

કિશોરકુમાર સેલ્ફ પર રાખેલા પ્લેઇન્ગ કાર્ડસનો પિરામિડ બનાવવા લાગ્યો.

સીડી પુરી થતા આત્મારામ ભાવ સમાધીમાંથી જાગ્યા અને પૂછ્યું

તારા આજે રાતનો જમવાનો પ્રોગ્રામ શું છે?

બપોરે ભારે ખવાયું છે ને પાછો સાંજે ભેળનો નાસ્તો થયો છે એટલે કોને કેટલી ભુખ છે ખબર નથી તમારે શું ખાવું છે?’ તારામતીએ પૂછ્યું.

એમ કર બે ખાખરા ને વાટકીમાં દહી આપી દેજે એટલે પત્યુંઆત્મારામે કહ્યું.

આઇ! મને પણ આપજોકિશોરકુમારે પિરામીડ બનાવતા કહ્યું

અનુ જા અનિલ અને ઇન્દુને પુછી આવ શું ખાવું છેતારામતીએ કહ્યું

અનામિકા અનિલના રૂમમાં આવી ત્યારે બંને લેપટોપ પર ચલતી કા નામ ગાડી પિકચર જોતા હતા

આવ અનુ….’ઇન્દ્રકુમારે અનામિકાને કહ્યું

આઇ પુછે છે આપને બંનેને શું ખાવું છે?’અનિલની બાજુમાં બેસતા અનામિકાએ કહ્યું

આત્મારામ કાકા અને કિશોર જીજુનો શું પ્રોગ્રામ છે?’

બાબા અને જીજાજી તો ખાખરા ને દહી ખાય છે મને લાગે છે કમુ તાઈ અને સંધ્યા પણ ખાશે

તો પછી અમારા માટે પણ લઇ આવજેઇન્દ્રકુમારે કહ્યું.

ઇન્દ્રકુમારની વાત સાંભળીને અનામિકા રસોડા તરફ ગઈ.

‘અનુ શું ખાવું છે એમને?’તારામતીએ રસોડામાં જતી અનામિકાને પુછ્યું.

ખાખરા ને દહીકહી અનામિકા બે પ્લેટ તૈયાર કરી અને અનિલના રૂમમાં ગઇ. એક પ્લેટ ઇન્દ્રકુમારને આપી અને બીજીમાંથી અનિલ સાથે ખાવા લાગી.

ખાખરા દહી ખવાઇ ગયા તો ખાલી વાસણ લઇ અનામિકા ઊભી થઇ રસોડામાં આવી તો તારામતીએ પુછ્યું

તારે કશું ખાવું નથી?’

આઇ અમે ખાખરા ખાઇ લીધા

વાઉ! વહિની અમે ખાઇ લીધા એમ ને ?’

ચુપ કર ચાંપલીતારામતીએ કહ્યું

ખાખરા ને દહી ખાઇને કામિની અને કિશોરકુમાર માધાપર પોતાને ઘેર જવા રવાના થયા.આજનો દિવસ હવે પૂરો થવા આવ્યો હતો તેથી બધાં પોતપોતાના રૂમમાં ગયાં.

અનામિકાએ અનિલના રૂમમાં ડોકિયું કર્યું ત્યારે ઇન્દ્રકુમારે કહ્યું

બાકી કાલે જોઇશું ચાલ હું સુવા જાઉ છું ગુડનાઇટ

સાંભળી અનામિકા પોતાના રૂમ તરફ વળી.

            બીજા દિવસે અનામિકા નિત્યનિયમથી પરવારી હજુ ચ્હા બનાવવા દુધ ઉપાડે તે પહેલા સંધ્યા આવીને કહેવહિની જય શ્રી કૃષ્ણ…….

જય શ્રી કૃષ્ણઅનુએ હસીને જવાબ આપ્યો.

લાવો વહિની આજે હું ચ્હા બનાવું ત્યાં સુધી વિચારી લો કે નાસ્તો શું બનાવવો?’

તું બોલ શું બનાવશું?’કહી અનામિકા કપરકાબી ગોઠવવા લાગી ત્યાં તો તારામતી રસોડામાં દેખાયા સંધ્યાને રસોડામાં જોઇ ખુશ થઇ ગઇ

આઇ! જય શ્રી કૃષ્ણઅનામિકા અને સંધ્યાએ સાથે કહ્યું

જય શ્રી કૃષ્ણતારામતી બોલ્યાં.

આઇ! નાસ્તામાં શું બનાવવું છે?’સંધ્યાએ પુછ્યું

અં….એમ કર આજે સમોસા બનાવતારામતીએ ચ્હાનો કપ ઉપાડતા કહ્યું

તો હું બટેટા બાફવા મુકી દઉઅનામિકાએ બટેટાની ટોપલી ઉપાડતા કહ્યું

સંધ્યા તું ખજુરના ઠળિયા કાઢવા લાગ અને પછી લસણ ફોલી નાખ તો આજ અને કાલને માટે લાલ અને મીઠી ચટણી સાથે બનાવી કાઢીએતારામતીએ કહ્યું.

અનામિકાએ બટેટા સાથે બીજા ગેસ પર ખજુર અને આંબલી ઉકળવા મુકી તો સંધ્યાએ પુછ્યું

વહિની આટલું લસણ બસ કે હજુ બીજું ફોલી નાખું?’

ના આટલુ ઘણું ચાલ મિક્ષ્ચર કાઢ ને બાઉલમાં લસણ નાખ તને હું બીજુ ઉમેરી દઉં એટલે પીસી નાખસંધ્યા અનામિકાના કહ્યા પ્રમાણે કરતી જોઇ તારામતી ખુશ થઇ ગયાં.

                      એક પછી ડાઇનીંગ ટેબલ પર ચ્હા પીવા આવવા લાગ્યા. ચ્હા પીવાઇ ગઇ તો તારામતીએ કહ્યુંસૌ પરવારી જાવ ત્યાં સુધી અનુ નાસ્તો બનાવી લેશે.’

અરે તારા…..રા…… આપણી સંધ્યા આટલી બધી કામઢી ક્યારથી થઇ ગઇ?’ હસીને ગણગણતા આત્મારામે પુછ્યું

તારામતીએ ગઇકાલે સવારના તેણી અને સંધ્યા વચ્ચે જે સંવાદ થયો હતો તે હળવા સાદે સંભળાવ્યો.

અનુના બનાવેલા સમોસાનો નાસ્તો કરી આત્મારામ અનામિકા સાથે ઓફિસે ગયા.

ઇન્દ્રકુમારે અનિલને કહ્યુંચાલ કાલનું અધુરૂં પિક્ચર જોઇએતો અનિલ કહે એમ કર તું પિકચર જો હું ઓફિસ જવા માટે તૈયાર થાઉં…..

હા …..સારું થયું તે યાદ અપાવી દીધી મારે પણ રેડ રોઝ વાળા આયોજકોને મળવા જવા માટે તો મારેય તૈયાર થવાનું છે કહી ઇન્દ્ર પણ તૈયાર થવા ગયો.થોડી જ વારમાં અનિલ તૈયાર થઇ પોતાની ઓફિસે ગયો.

તૈયાર થઈ ઇન્દ્ર લેપટોપમાં પીકચર જોતો હતો ત્યાં જ સંધ્યાએ આવીને કહ્યું ઇન્દ્રુ ભાઉ રેડ રોઝ સર્કલમાંથી તમને લેવા ગાડી આવી છે

ઇન્દ્રકુમારના ગયાં બાદ બપોરના સમયે તારામતી અને સંધ્યા બંને સાથે બેસીને ટીવી જોતી હતી ત્યારે તારામતીએ કહ્યુંખબર છે સંધ્યા આજે તારા બાબા અને હું સાથે બેસી ચ્હા પીતા હતા ત્યારે તને રસોડામાં જોઇને તારા બાબા કેટલા ખુશ થયા? અને કોઇ સાંભળી જાય અને તારી મજાક ઉડાડે એટલે મને ધીરેથી પૂછ્યું કે તારા સંધ્યા આટલી બધી કામઢી ક્યારથી થઇ ગઇ? મેં તેમને ગઇકાલે સવારના મારા અને તારા વચ્ચે જે સંવાદ થયો હતો તે કહી સંભળાવ્યો.’

સાચે આઇ…’ કહી સંધ્યા તારામતીના ગળા ફરતે હાથ રાખી અવાજમાં કંપન સાથે બોલી

આઇ મલા માફ કર મલે અસી કલ્પના સુધ્ધા ન્હોતી

લક્ષાત ઠેવ માણસાચા મસ્તકાચા માર્ગ પોટાત પુડે સરકતેકહી તારામતી રસોડામાં ગઇ અને સંધ્યાના માથા પર હાથ ફેરવતા પાણી પિવડાવ્યું પછી કહ્યુ

ચાલ આજની રસોઇ કરીએબંને રસોડામાં ગઇ ત્યાં અનામિકા આવી

અનુને જોઈ તારામતી પૂછવા લાગ્યાં કે અરી અનુ બેટા ‘આજ તું કોલેજ નથી ગઇ?

આઇ! આજે કોલેજમાં એક પ્રોફેસરે એક નબડા સ્ટુડન્ટની મજાક ઉડાડી તો કોલેજમાં હંગામો થઇ ગયો અને અમુક સ્ટુડન્ટને પહેલાથી પ્રોફેસર પર ખાર હતા તેમણે તેની ધોલાઇ કરી એટલે કોલેજ બંધ રહી’ અનુએ કહ્યું.

હં…. આજના જમાનામાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે તાલ મેલ નથી રહ્યો

‘અમે શું બનાવીએ આઇ!….’અનામિકાએ ફ્રીઝમાં નજર કરતા પૂછ્યું

આજે સાદી રસોઇ બનાવતારામતીએ કહ્યુ

બપોરે જમીને આત્મારામ,તારામતી પોતાના રૂમમાં ગયા તો અનામિકા તુકારામના રૂમ તરફ વળી. તાળુ ખોલતા પહેલા ઉંબરાની રજ માથે ચડાવી અને અંદર દાખલ થઇ અને બુકના સેલ્ફમાંના પુસ્તકોના નામ, લેખક, પ્રકાશક અને પ્રથમ અને છેલ્લી આવૃતિની સાલનું લિસ્ટ બનાવવા લાગી ત્યાં સંધ્યા આવી પૂછવા લાગી શાનું સંશોધન ચાલે છે વહિની?’

હા તને ખબર છે સંધ્યા કોઇ પુસ્તકો હમણાં ઉપલબ્ધ નથી મેં અહીં તપાસ કરી તો….કહી અનામિકા હસી

કાં શું થયું?’

પેલા બુકસેલરે માથું ધુણાવી ના પાડી તો ત્યાં બેઠેલા કાકાએ કહ્યું આમ દશ સેરિયું શું ધુણાવે છે ક્યાં મળશે કહેને ત્યારે તેણે કહ્યું કદાચ મુંબઇમાં મળે

વાઉ!! માથાને દશ સેરિયું કહ્યું

તું મને મદદ કરશે? અનામિકાએ પૂછ્યું

હા….હા…કેમ નહીં વહીની….! કહી સંધ્યા એક પછી એક બુક કાઢતી ગઇ અને અનામિકા નોંધ કરતી ગઇ પુરૂ થતા અનામિકાએ કહ્યુંચાલ ચ્હા બનાવીએ હમણાં આઇ આવવા….’

આવવા જોઇએ ?’તારામતીએ રૂમના બારણે ઊભા રહી વાત સાંધી. રૂમ બંધ કરી બધા બહાર આવ્યા તો સંધ્યા ચ્હા બનાવવા લાગી.અનામિકાએ ફ્રીઝમાંથી મેથીની ઝુડી કાઢી પાંદડા છુટા કરતાં પૂછવા લાગી.

આઇ!! રાત માટે શું જમવાનું બનાવીશું? મેથીના પાંદડા છુટા કરતા અનામિકાએ પુછ્યું

મેથી..?….મેથીનું શું કરવું છે?

‘આઈ કાલ માટે થેપલા જ બનાવું છું અનુએ કહ્યું…..

અનુની વાત સાંભળીને તારામતીએ અનામિકાની બાજુમાં બેસીને કહ્યું કે અનુ તો એક કામ કર થોડી કચોરીયે બનાવી નાખ રસ્તામાં કામ આવશે.રાત માટે કાઢી ને ખિચડી બનાવી નાખ એટ્લે શાંતિ…..સાદું ને સાદું વળી થેપલા ને કચોરીમાંથી તમે ઊભા થાશો ત્યાં સુધીમાં થાકીયે જાશો ને. મેથીના પાંદડા છુટા કરવાંમાં મદદ કરતાં તારામતીએ  કહ્યું.રસોઈ-પાણી બનાવીને સંધ્યાને અનુ ઊભા થયાં ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ હતી અનિલને ઇન્દ્ર ઘરે આવી ગયાં હતાં.ઓફિસેથી આત્મારામજી પણ ઘરે આવી ગયાં હતાં. આવતીકાલે વહેલા નીકળવાનું હોવાથી સૌ વહેલા પરવારી પોતાના રૂમમાં ગયા. સવારના ચ્હા અને બટેટા પૌઆનો નાસ્તો કરી બધા તૈયાર થઇ ગયા તો મીની બસ લઇને રાધેશ્યામ આવી ગયો જરૂરી સામાન મુકીને સૌ બસમાં બેઠા.

         બસ પહેલા શિવમ્પાર્કમાંથી અનુનાં મમ્મીપપ્પાને પિકઅપ કર્યા. પછી માધાપર જઇને કામિની અને કિશોર કુમારને પિકઅપ કરી સૌ કાળા ડુંગર તરફ રવાના થયાં.કાળા ડુંગર પર પ્રથમ ભગવાન દત્તાત્રયના દર્શન કરી બહાર આવ્યા પછી પ્રસાદ લેતા તારામતીએ ઇન્દ્રકુમાર ને કહ્યું

બપોરે બાર વાગે પૂજારી પેલી જગા પર પ્રસાદી મુકી સાદ પાડે લોંગ લોંગ ત્યારે ક્યાંથી ને ક્યાંયથી કેટલાય શિયાળવા પ્રસાદી ખાવા આવી જાય છે

પણ અત્યારે તો નથી દેખાતાપ્રસાદ લેતા ઇન્દ્રકુમારે કહ્યું

ક્યાં સંતાયેલા હોય છે ખબર નથી પડતીઆત્મારામે કહ્યું.

ચાલો આગળ જઈશું?’ અનિલનો અવાજ સાંભળીને સૌ બસમાં બેઠા.

       સફેદ રણ પાસે ગાડી પાર્ક કરી સૌ પગે ચાલવા લાગ્યા જ્યારે રણમાં આવ્યા ત્યારે જમીન પરથી મુઠી ભરીને નમક બતાવતા આત્મારામે કહ્યું

જો ઇન્દુ અસલ નમક છે જુના વખતમાં રસોઇમાં નમક વપરાતું અને કુંભારો ગધેડા પર ગલી ગલી વહેંચવા આવતા આજે રિફાઇન્ડનો જમાનો છે

             ઇન્દ્રકુમારે એક મુઠ્ઠી નમક પોતાના કેમેરા કેસમાંથી એક પ્લાસ્ટિકની ડબ્બી કાઢી તેમાં મુક્યું તો આત્મારામે તેના સામે પ્રશ્નાર્થ ભાવે જોયું

કલક્ત્તામાં સૌને અસલ નમક બતાડીશઇન્દ્રએ કહ્યું.

હં કચ્છની યાદગીરી પણ ખરી

હા…. તો બહુજ તેજ છેએક કણી ચાખતા ઇન્દ્રકુમારે કહ્યું તો આત્મારામ હસ્યા

ચાંદની રાતે રણ જોવું જોઇએઅનિલે કહ્યું

ફરી ક્યારેક જોઇશું રણ ક્યાં ભાગી જાય છેફોટો લેતાં લેતા ઇન્દ્રકુમારે કહ્યું

          સારૂં એવુ ફર્યા બાદ સૌ બસમાં બેઠા તો અનામિકાએ પેપર પ્લેટમાં થેપલા અને પ્લાસ્ટિક કપમાં બધાને દહી આપ્યું. કામિનીએ કોળિયો ભરતા કહ્યું

વાઉ!! વહિનીના હાથમાં તો જાદુ છે જે બનાવે તે બસ ખાતા જ રહીએ છીએ. વાઉ….’સાંભળી સૌ હસ્યા તો તારામતીએ કહ્યું ‘ અરે હજી અનુની બનાવેલી કચોરી તો બાકી છે

કમુતાઈ પેલી કોમ્પીટીશનવાળી કચોરીસંધ્યાએ આંખ મિચકારતા કહ્યું

કોમ્પીટીશનવાળી કચોરી…?’ઇન્દ્રકુમારે સંધ્યા સામે જોતા પુછ્યું

ઇન્દુભાઇ બહુ ઇન્ટ્રેસ્ટિન્ગ સ્ટોરી છે…’કહી સંધ્યાએ અનામિકા સામે જોયું તો અનામિકાએ ભ્રમર ભેગી કરી ચુપ એવો ઇશારો કર્યો.

શું છેસ્ટોરી?’ ઇન્દ્રએ ઉત્સુકતાથી પૂછ્યું.

બસ સ્ટોરી શબ્દ યાદ રાખજો કાલે કહીશસંધ્યાએ કહ્યું

     કચોરી થેપલા ખવાઇ ગયા તો ગાડી સુરખાબ જોવા માટે જવા લાગી ત્યારે અનિલે કહ્યું

ઇન્દ્ર સુરખાબ આઇ મીન ફ્લેમિંગો ઠેઠ સાઇબેરિયાથી અહીંની ઠંડી અને છીછરા પાણીને કારણે અહી માઈગ્રેટ કરીને આવે છે. અહી આવ્યાં બાદ તેઓ 4 મહિના કચ્છનાં મહેમાન બને છે. આ 4 મહિના દરમ્યાન તેઓ અહીં પોતાનો માળો બનાવે છે અને પોતાનો સંસાર વસાવે છે. એક એક માળામાં માદા ફ્લેમિંગો 2-થી 4 ઇંડા મૂકે છે અને સેવે છે. પછી જ્યારે ગરમીની ઋતુ અહીંયા ચાલું થાય ત્યારે તેઓ પાછા પોતાનાં દેશમાં જાય છે ત્યારે તેમની સાથે તેમનાં બાળકો પણ હોય છે.’ અનિલની વાતથી ઇન્દ્રકુમાર ખુશ ખુશ થઇ ગયો.

     છારી ઢંઢ આવ્યા પછી ઇન્દ્ર કુમાર તો ગાંડો થઈ બસ કેમેરામાં ઉડતા, નીચે ઉતરતા અને દોડતા સુરખાબને કેમેરામાં કેદ કરવા લાગ્યો અમુક વિડિઓ ક્લીપ પણ લેવા લાગ્યો. ઇન્દ્રને ફ્લેમિંગોની પાછળ ખોવાયેલો જોઈ અનિલ, અનુ ને સંધ્યા હસવા લાગ્યાં તો આત્મારામજી તારામતી, અને અનુના મમ્મે-પપ્પાની સામે જોઈ કહેવા લાગ્યાં કે

‘ભાઈ આપણે તો આ ઇન્દ્ર જેટલું ઊભા નહીં રહી શકીએ માટે આપણે બસમાં જ બેસીએ તો કેમ રહેશે?

       તારામતી,ગોમતીબેન અને મયાશંકરને આત્મારામજની વાત સાચી લાગી તેથી તેઓ બસમાં જઇને બેસી ગયાં. બસમાં બેઠા પછી આત્મારામે પરમ દિવસે શ્રી સ્વામી નારાયણ મંદિરના બગીચામાં ઇન્દ્રકુમારે જે વાત કરેલ હતી તે વાત ગોમતી બેન અને મયાશંકરજીને કહી સંભળાવી.

પણ લગ્ન મોકુફ રહેવાના હોય તો પછી પળોજણમા પડવું શા માટે જેમાં આદર્યા અરમાન અધુરા રહેગોમતીબેને કહ્યું

ગોમતી તને પળોજણની ચિંતા છે? છોકરાઓનું દુઃખ દેખાતું નથી? તો તેમને ખુશ કરવાનો એક કિમિયો છેમયાશંકરે ધરપત આપતા કહ્યું

તો પણ…’

ગોમતી એટલો તો વિચાર કર જેના લીધે લગ્ન મોકુફ રહેવાનો છે અઘટિત અપમૃત્યુની ઘટનાથી ડર્યા વગર આત્મારામજી અને તારામતીજી તૈયાર થયા છે તો પછી તું શા માટે ના પાડે છે?’ પછી આત્મારામ તરફ જોઇ કહ્યું ‘દેવા…તમે જે નક્કી કરો તે મને જણાવજો

હજુ મયાશંકરજીની વાત પૂરી થાતી જ હતી ત્યાં જ અનિલ,અનામિકા,ઇન્દ્રકુમાર,્કામિની,કિશોરકુમાર અને સંધ્યાને બસ તરફ આવતાં જોઈ તારામતી બોલી ઉઠ્યા.‘બસ હવે આગળ વાત કરશો છોકરાઓ આવે છે

પછી તમારા ટ્રકમાં બેસાડવાની ઓલી કોમ્પ્યુટરવાળી સિસ્ટમનું શું થયું દેવા? ’મયાશંકરે ચેપ્ટર બદલતા પુછ્યું

તો પેલો એજન્ટ ક્યારે લાવે છે તેના પર આધાર છે અનિલ આવ્યો એને પુછો શું અને ક્યારે થશે?’ આત્મારામે વાત સાંધતા કહ્યું ગાડીમાં બેસી અનિલે બધી માહિતિ આપી તો ઇન્દ્રકુમારે કહ્યું

વાઉ શું આઇડિયા છે? આનાથી ડ્રાઇવર અને તમે એક બીજાના સંપર્કમાં રહો અને ઇમર્જન્સી ઊભી થાય તો વેળાસર એકશન પણ લેવાય

        પાછા વળતા એક હોટલ પાસે ગાડી ઊભી રખાવામાં આવી અને અલક મલકની વાતો કરતા ભોજન પુરૂં થયું બીલ આવ્યું તો આત્મારામ પોતાનું મની પર્સ ખોલે તે પહેલા મયાશંકરે બીલ ઉપાડતા કહ્યું

‘દેવા… આજનું લંચ મારા તરફથી

ઇન્દ્રકુમાર બાજુમાંની પાનની દુકાનેથી બધા માટે મસાલા પાન લઇ આવ્યો તો પાન લેતા તારામતીએ કહ્યું

તને ખરૂં યાદ આવ્યુંપાન ખાતા બધા બસમાં બેઠા અને બસ પહેલા શિવમ્પાર્ક અને પછી માધાપર બધાને મુકી સૌ તારાનિવાસમાં આવ્યા.

મજા આવી ગઇ નહીં ઇન્દુભાઇ? ’સંધ્યાએ કહ્યું

પેલા સુરખાબવાળી જગા બહુ સુંદર છે મને તો કલ્પના પણ નહીં કે આટલા બધા જોવા મળશેકહી ઇન્દ્રકુમારે વિડિઓ ક્લિપ્સ સૌને બતાડી.

ચાલ ઇન્દુ ક્લિપ્સ અને ફોટોગ્રાફ મારા લેપટોપમાં ડાઉન લોડ કરી લઇએ.. અને સાથે પેલા માંડવીના ફોટાઓ પણ

…’અનિલની વાત સાંધતા અનામિકાએ કહ્યું અને ત્રણેય અનિલના રૂમ તરફ વળ્યા.

અનિલ લેપટોપમાં બધુ ડાઉન લોડ કરતો હતો ત્યારે ઇન્દ્રકુમાર પેકિંગ કરવા લાગ્યો. થઇ જતા અનિલને પુછ્યુંચાલ દેખાડ તારા પાસે કઇ કઇ ફિલ્મ ડાઉન લોડ કરેલી છે? બીસ સાલ બાદ તો સસ્પેન્સ પિકચર છે નહીં?’

હાખુની કોણ છે છેવટ સુધી ખબર નથી પડતી જેટલા કેરેક્ટર છે….’

બસ બસ રહેવાદે ચાલ જોઇએઇન્દ્રકુમારે પિકચર ચાલુ કરતા કહ્યું.

અર્ધુ પિકચર જોયા બાદ અનામિકા જવા લાગી તો અનિલે કહ્યુંકેમ પિકચર નથી જોવું?’

તારા લેપટોપમાં છે ક્યારે પણ જોઇ શકાશે હું જાઉ આઇને સાંજની રસોઇનું પુછું

અનામિકા બહાર આવી ત્યાર પછી ઇન્દ્રકુમાર ઊભો થયો તો અનિલે પુછ્યુંતું ક્યાં ચાલ્યો?’

હું કાકીને કહું મને છાશ પિવડાવે

અનામિકા રસોડામાં હતી તો ઇન્દ્રકુમારે તારામતીને કહ્યું

કાકી મને છાશ પિવડાવોતારામતીએ ઇન્દ્રકુમાર સામે જોયું તો હળવેકથી એક ચીઠ્ઠી તેણીના હાથમાં સરકાવી

ઇન્દુભાઇ છાસમાં નમક અને જીરૂં નાખું?’ સંધ્યાએ પુછ્યું

ના સાદી જોઇશેકહી ગ્લાસ મોઢે માંડ્યો ત્યાં અનિલ આવ્યો ‘’મને પણ

અનામિકાએ છાસનો ગ્લાસ અનિલને આપતા પુછ્યુંઆઇ તમને આપું?’

અનુ બેટા મને પણ આપજે હોટલમાં જઇએ તો છાસ મળે’આત્મારામે કહ્યું

એટલામાં ઊભી થયેલ તારામતીને આત્મારામે પુછ્યુંતું ક્યાં ચાલી?’

હું જરા બાથરૂમ જઇ આવુંકહી તારામતી બાથરૂમમાં ગઇ અને ઇન્દ્રકુમારે આપેલ ચીઠ્ઠી વાંચી

કાકી આપણી થયેલ વાત મુજબ તમે અનુ કે અનિલને તેમના લગ્ન બાબત કશું જણાંવતા નહીં હું તેમને એરપોર્ટ પર સરપ્રાઇઝ આપીશતારામતીએ ચીઠ્ઠી ફાડી કમોડમાં નાખી ફ્લસ કરી બહાર આવી અને ઇન્દ્રકુમાર સામે માથું નમાવી સંમતિ આપી.

      રાત્રે ઉપમા અને ખાખરા ખવાયા અને થાકેલા સૌ પોતાના રૂમમાં ગયા અનિલ અનમિકા અને ઇન્દ્રકુમારેબીસ સાલ બાદબાકીનું પિકચર જોયું અને સૌ પોતાના રૂમમાં ગયા.

     સવારના ઇડલી સંભારનો નાસ્તો થયો અને એરપોર્ટ પર જવા અનિલ અને ઇન્દ્રકુમાર રવાના થતા હતા ત્યારે અનામિકા પણ પોતાની બેગ લઇ આવી અને આત્મારામના ચરણ સ્પર્શ કરી તારામતીના ગળેઆઇકહી વિદાય થતી નવોઢા જેમ બાઝીને રડી પડી.

રડ નહીં બેટા કમુર્તા પુરા થતા તને વાજતે ગાજતે લેવા આવીશ પછી તું તારી આઇ પાસે રહેશેઅનામિકાના આંસુ લુછતા કહ્યું ત્યાંવહિની…’કહી સંધ્યા અનામિકાના ગળે વિટળાઇ.

હવે એકને માંડ છાની રખાવી ત્યાં તું ક્યાં રડવા બેઠીસંધ્યાને અનામિકાથી અલગ કરતા તારામતીએ કહ્યું સૌ ગાડીમાં બેઠા અને ગાડી એરપોર્ટ પર વહેતી થઇ તો તારામતીએ ઇન્દ્રકુમારને કહ્યું

કલકત્તામાં બધાને યાદી આપજે ને ફોન કરજે

એરપોર્ટ પર આવ્યા બાદ કચ્છની ટ્રીપ તેને સદા યાદ રહેશે બાબતની ઇન્દ્રકુમારે વાતો કરી અનિલ અને અનામિકા હા હું માં જવાબ આપતા હતા બંનેના ચહેરા પર નિરાશા લિપાયેલી જોઇ ઇન્દ્રકુમારે કહ્યું

આમ સોગિયા મોઢે વિદાય કરશો? જરા તો મલકાટ આણો મ્હોં પર

અમારા પર શું વીતે છે જાણ્યા છતા અમને હસવાનું કહે છે?’અનિલે મ્હોં બગાડયું

તો મારી વાત સાંભળી લો મેં કાકી અને અંકલને અનુનું નાટક સ્ટેજ થઇ જાય પછીની કોઇ પણ તારીખે…..’કહી ઇન્દ્રકુમારે બંને સામે જોયું

શું કોઇ પણ તારીખે…?’અનામિકાએ ઉત્સુકતાથી પુછ્યું

તમારા લગ્ન કરાવી આપેઇન્દ્રકુમારે આમ કહ્યું તો અનિલ અને અનામિકા એક બીજા સામે જોવા લાગ્યા એટલે અનિલે કહ્યુંવિશ્વાસ નથી આવતો ફરી બોલ તો

તમારા લગ્ન કરાવી આપે

થેન્ક યુ ઇન્દુભાઇઅનામિકાએ ઇન્દુનો હાથ થપથાવતા કહ્યું પણ અનિલ તો ઇન્દ્રકુમારના ગળે ભીની આંખે વિટળાઇ પડયો.લાસ્ટ કોલ થતા ઇન્દ્રકુમાર ગયો અને અનિલ અને અનામિકા ગાડીમાં બેઠા ત્યારે ક્યાંક ગાયન વાગતું હતું

પંછી બનુ ઉડતી ફિરૂં મસ્ત ગગનમેં……’

      અનામિકા ઘેર આવી ગોમતીબેને અનિલને આવકાર્યો અને ચ્હાપાણી કરાવ્યા.અનામિકા પોતાના રૂમમાં જતા ખુશ દેખાતી હતી જોઇને મયાશંકરે કહ્યું

લાગે છે થનાર લગ્નની વાત તેણીને જણાવવામાં આવી છે એટલે ખુશ છે

પણ ખુશી ટકશે કેટલા દિવસ?’ગોમતીબેને નિસાસો નાખતા કહ્યું

ગોમતી…..તું મહેરબાની કરીને લગ્ન મોકુફ રહેશે વાતનો અણસાર પણ અનામિકાને આવવા દેતી નહીં નહીંતર બાઝી બગડી જશે

તે બાઝી બગડવાની તો છે ને?’

વળી પાછી એની વાત તું આમ કરે છે તે જોઇને તારી ચાલાક દીકરીથી કશું અછાનું નહીં રહે અને તેણી જરૂર તને પુછશે શું વાત છે મમ્મી ત્યારે તું શું જવાબ આપીશ?’

‘……….’ઘડી ભર ગોમતીબેન મયાશંકર તરફ જોઇ રહ્યા પછી સંમતીમાં માથું ધુણાવ્યું.

    ૧૪મીના અનામિકાનું નાટક સ્ટેજ થવાનો હતો અને ૨૫મીએ લગ્ન કરવા એવું ઉભય પક્ષે નક્કી થયું. લગ્નની તૈયારી તો વેવિશાળ પછી થઇ ગઇ હતી બસ કંકોતરી છપાવવાની હતી ઉભય પક્ષે વિગતની આપલે પણ થઇ ગઇ અને કંકોતરી પસંદ કરીને છપાવવા પણ અપાઇ ગઇ.

    ૧૩ તારીખના ગ્રાંડ રિહર્સલ થઇ અને ૧૪ તારીખના નાટક શરૂ થયું ત્યારે આત્મારામના કુટુંબના સર્વે સભ્યો અને ગોમતીબેન, મયાશંકર અને વસુંધરાના કુટુંબના સભ્યો વગેરે પહેલી હરોળમાં બેઠા હતા. નાટક શરૂ થયું ત્યારે ઝાંસીની રાણી બનેલ અનામિકાએ પડકાર કર્યો સત્તા ભુખ્યા વરૂઓએ મારી લોહી તરસી તલવાર નથી જોઇ હું મારા પ્રાણની આહુતી આપીશ પણ મારી ઝાંસી કદાપી નહીં આપુ નહીં આપુ નહીં આપુંત્યારે પ્રેક્ષકોમાંથી બ્રેવો બ્રેવો…… વન્સમોર વન્સમોર થયો એટલે એજ સંવાદ અનામિકા ફરી બોલી તો બીજીવાર વન્સમોર થયો અનામિકા ફરી એજ સંવાદ બોલી અને ત્રીજી વખત વન્સમોરનો સાદ પડ્યો તો ડાયરેકટર પંકજ ત્રિવેદી સ્ટેજ પર આવી હાથ જોડી કહ્યું

હવે ખમૈયા કરો બાપલિયા ને નાટકને આગળ ચાલવા દોતો એક હાસ્યનું મોજુ સભાગૃહમાં ફરી વળ્યું.

    નાટક પુરૂ થતાં અતિથિ વિશેષ કહેવાતા નગરશેઠ શ્રીમોતીલાલ વૈકુઠરાય તરફ્થી દરેક કલાકાર ને ૫૦૦૦ અને અનામિકાને ૨૫૦૦૦નું ઇનામ જાહેર કરવામાં આવ્યું અને પંકજ ત્રિવેદીનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું. અનામિકાએ લક્ષ્મીબાઇના ડ્રેસમાં આત્મારામ અને તારામતીના તથા ગોમતીબેન અને મયાશંકરના ચરણસ્પર્શ કર્યા કામિની અને સંધ્યાને ગળે મળી કિશોરકુમારે હાથ જોડી અભિવાદન કર્યુ તો અનિલ અંગુઠો ઉચો કરી મલક્યો.  નાટક પછી હરખાતા હરખાતા સૌ નાટક પછી સ્વરૂચિ ભોજનને માન આપી છુટા પડયા.

૨૦ તારીખે સવારના વાગે અચાનક આત્મારામના પલંગ પાસે મુકેલો ફોન રણક્યો રિન્ગ સાંભળતા આત્મારામને ધ્રાસ્કો પડ્યો અને ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યોહલ્લો…’

‘………..’

કીતી વાજતા?’

‘………’

બર મી આણી તારા આજ મુંબઇ લા નીગતો આણી ત્યાતુન નાગપુર યેતો

       આટલીવારથી ફોન પર આત્મારામને વાત કરતા સાંભળતી તારામતી પુછ્યું

કાય જાલા નાગપુર મધ્યે?’

અવિનાશ આજ સકાળી સદ્યા વૈકુઠલોક ગેલે આપ્લાલા આજ મુંબઇ ચી ફ્લાઇટ ધરાય ચી આહે આણી ત્યાતુન નાગપુર ચી

વિઠલા વિઠલા હે કાય કેલા?’માથુ પક્ડી તારામતી રડી પડી.

ત્યાલે આગોદર દોન માઇનોર હાર્ટ અટેક આલે હોતે આજચા હા ભયંકર હોતા’ ‘ભાઉ..ભાઉસંધ્યાએ અનિલને જગાડ્યો

કાય આહે સકાળી સકાળી?’

આઇ ચા રડાય ચા આવજ આઇકલા મીંબંને આત્મારામના રૂમમાં આવ્યા

આઇઆઇ કાય જાલસંધ્યાએ તારામતીના ગળેહાથ ભેરવી પુછ્યું

તુજા મામા અવિનાશ…..ગળે ડૂમો ભરાતા આગળ બોલી શકી

અવિનાશ આજ સકાળી વૈકુઠલોક ગેલેઆત્મારામે કહ્યું તો અનિલ આત્મારામના ગળે વિટળાઇ રડતા કહ્યુંબાબાબાબા.. પણ આગળ બોલી શક્યો.તારામતી આત્મારામ સંધ્યા અને અનિલે મરણ સ્નાન કર્યું

           અનિલે ઓળખીતા ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કરી તારામતી અને આત્મારામની ભુજથી મુંબઇ અને મુંબઇથી નાગપુરની ફલાઇટની ટિકિટ બુક કરાવી અને સંધ્યાએ બધા માટે ચ્હા બનાવી,ચ્હા પીને આત્મારામે પહેલા કામિનીને અવિનાશના સમાચાર આપ્યા અને પોતાની ગેરહાજરીમાં તારાનિવાસમાં રહેવા બોલાવી ત્યાર બાદ મયાશંકરને પણ પોતાનાં સાળા અવિનાશના સમાચાર આપ્યા અને પોતે અને તારામતી આજે નાગપુર જવા રવાના થાય છે એમ જણાવ્યું.

ગોમતીતારામતીના ભાઇ અવિનાશનું આજ સવારે નાગપુરમાં અવસાન થયું છેમયાશંકરે કહ્યું

હું તો પહેલેથી ના પાડતી હતી આખરે આદર્યા અરમાન અધૂરા રહ્યાને?’ ગોમતીબેને કહ્યું

      માવિત્રો વચ્ચે થતો સંવાદ બારણા પાસે ઉભેલી અનામિકાએ સાંભળ્યો અને ધબ દેતી બારણામાં બેસી પડી જોઇ ગોમતીબેન પાણીનો ગ્લાસ લઇ દોડ્યા

મમ્મી તેં કહ્યું તેનો મતલબ શું હતો?’ પાણીનો ઘુટડો ભરી ભીની આંખે પુછ્યું

     મયાશંકરે આત્મારામ તારામતી અને ઇન્દ્રકુમાર વચ્ચે શ્રી સ્વામી નારાયણ મંદિરના બગીચામાં થયેલ વાત અને પછી આત્મારામ અને પોતા વચ્ચે થયેલ વાત કહી સંભળાવી તો અનામિકા ઘર બહાર નીકળી.

અનુ ક્યાં જાય છે?’ગોમતીબેને પાછળથી બુમ પાડી અનામિકાએ ઓટલા પર બેસી છાપુ વાંચતી વસુંધરાને કહ્યુંચાલમને તારાનિવાસ મુકી આવવસુંધરાએ અનામિકાનો ચહેરો જોતા કોઇ સવાલ કરવો યોગ્ય લાગતા ચુપચાપ બાઇક ચાલુ કરી. અનામિકાએ રસ્તામાં તેણીને બધી વાત કરી.

     તારાનિવાસમાં સામે સોફા પર બેઠેલી કામીની અને સંધ્યા તેણીને જોતાવહિની…’કહી અનામિકાના ગળે વિટળાઇ રડી પડી.વસુંધરાએ રસોડામાંથી પાણી લાવી બધાને પિવડાવ્યું

અનિલ ક્યાં?’

આઇ બાબાને એરપોર્ટ મુકવા ગયો છેઆત્મારામના રૂમમાંથી કંકોતરીનું લિસ્ટ લાવેલ કિશોરકુમારે કહ્યું

કંકોતરીના લિસ્ટમાં જે મુખ્ય હતા તેમને અવિનાશના અવસાન અને લગ્ન મોકુફ રહ્યાના સમાચાર આપ્યા અને બાકીનાને એસ.એમ.એસ મોકલવા શરૂ કર્યા ત્યાં મયાશંકર પણ એજ કરી રહ્યા હતા.

   કામીની,સંધ્યા અને અનામિકા શૂન્યમસ્તકે સોફા પર બેઠી હતી તો વસુંધરાએ રસોડામાં જઇ બધા માટે ચ્હા બનાવી અને બધાને ચ્હા પિવડાવી અનામિકાને પુછ્યુંતોહું જાઉ?’ અનામિકાએ માથું ધુણાવી હા કહી.

       એરપોર્ટથી અનિલ પાછો આવ્યો અને અનામિકાને જોઇ દોડીને તેણીને બાથમાં લઇ રડી પડ્યોઅનુઅનુ શું થઇ ગયું?’

ઇશ્વરેચ્છા બલિયષીઅનામિકાએ સજળ નેણે અનિલના વાળમાં આંગળા ફેરવતા અને પીઠ પસવાર્તા કહ્યું

મારી લગ્ન માટેની ખોટી જીદને લીધે મેં મારો મામા ખોયો ધિક્કાર છે મને

એવું વિચાર અનિલ તો થવાનું હતુંસોફા પર બેસતા અનામિકાએ કહ્યું

મતલબ…?’બધાના ચહેરા પરના પ્રશ્નાર્થ જોઇ કિશોરકુમારે પુછ્યું

         અનામિકાએ શ્રી સ્વામીનારાયણ મંદિરના બગિચાના બાંકડે આત્મારામ, તારામતી સાથે ઇન્દ્રકુમારે કરેલ વાત અને ગોઠવણની વાત કરી

મતલબ ઇન્દુને મામાનું અવસાન થશે ખબર હતી પણ કોઇનું અપમૃત્યુ શબ્દ વાપરી વાત મભમમાં કહી હતીકિશોરકુમારે પૂછ્યું. (ક્રમશ)

વિશેષ નોંધઃ આ ચેપ્ટરમાંની પૂરક માહિતિ પુરી પાડનાર તથા પ્રુફ રીડીન્ગ કરી આપવા બદલ ભાઇશ્રી અશોકકુમાર દેસાઇ (U.K.) hppt://das.desais.net તથા શ્રીમતિ પૂર્વીબેન મોદી ‘મલકાણ’ (U.S.A.) નો ખુબ ખુબ આભાર -લેખક

 

તારામતી પાઠક ( ૧૪) – પ્રભુલાલધુફારીઅને હેમાબહેન પટેલ

Posted on March 30, 2013 by vijayshah

પ્લેનમાં તારામતી ગુમસુમ બેઠી હતી તે જોઇ આત્મારામે કહ્યું

‘તારા…સ્વસ્થ થવાની કોશિશ કર તું આમ રડતી રહેશે તો નાગપુરમાં ત્યાંના લોકોને આશ્વાસન કોણ આપશે?

‘….તારામતીએ શુન્યમનસ્ક થઇને આત્મારામ સામે જોયું તો આત્મારામે તેણીનો ખભો થપથપાવતા તેણીને પ્રયત્ન કર એવો ઇશારો કર્યો.તારામતી અને આત્મારામને એરપોર્ટ પરથી લેવા તારામતીનો નાનો ભાઇ ગંગાધર આવ્યો હતો. એરપોર્ટમાંથી બહાર આવેલી તારામતી અને આત્મારામના ગળે વળગી એ રડી પડ્યો.

‘ભાઉ સમતા જાળવ જસી વિઠ્ઠલાજી મરજી’કહી તેની સજળ નેણે પીઠ પસવારી તો આત્મારામે આંખના ઇશારે ‘તારા રડ નહીં’સમજાવ્યું

ઘેર આવ્યા અવિનાશની પત્નિ કૌશલ્યા અને ગંગાધરની પત્નિ સાવિત્રી તારામતીના ગળે મળીને ચોધાર આંસુએ રડી.તારામતીએ બંનેની પીઠ પસવારતા કહ્યું

‘જસી વિઠ્ઠલાચી મરજી ત્યા સમોર આપણ કાય કરણાર? બસ અવિનાશચા આત્માચી શાંતિ સાઠી દેવાલા પ્રાર્થના કરાયચી’ આત્મારામે રસોડામાં જઇને પાણી લાવી રડતાના માથા પસવારી પાણી પિવડાવ્યું.

અવિનાશના શબને બરફની લાદીઓ પર મુકવામાં આવ્યું હતું.તારામતી તેના પાસે ગોઠણિયા ભેર બેસીને એકીટસે જોયા કરતી હતી તેણીના ગળે ડૂમો જામી ગયો હતો એ આત્મારામથી અજાણ્યું ન રહ્યું તેણે તારામતીનો ખભો દબાવી સ્વસ્થતા જાળવવા ઇશારો કર્યો.

‘હે કાય ભાઉ અનિલચા લગ્નલા ભુજલા યા ચા માર્ગ સોડુન વૈકુઠચી વાટ ધરલી?’કહી માથા પર હાથ ફેરવ્યો પણ અચાનક જામેલો ડૂમો સાગરમાં આવેલ ભરતી જેમ બહાર ધસી આવ્યો ને ‘માજા ભાઉ રે…’કહી તારામતી ચોધાર આંસુએ અવિનાશના શબને વળગી રડી પડી અને આખા ઘરમાં ફરી રો-કકળ શરૂ થઇ ગઇ આત્મારામની મતિ મુંજાઇ ગઇ કોને ચુપ કરાવે ને કોને નહીં એ વિચારે બે હાથે માથું પકડી જમીન પર બેસી પડ્યો.

આખર કાળજુ કઠણ કરી સૌને શાંત્વન આપી અવિનાશને અવલ મજલ પહોચાડવા ભેગા થયેલા સ્વજનો સાથે મળીને બધી વિધિ શરૂ કરાવી.પુરોહિતજી વિધિ સંપન કરતા નનામી શબ વાહિનીમાં મુકી સ્મશાન  તરફ ચાલ્યા.અવિનાશના મોટા દિકરાના હાથે અગ્નિદાહ અપાયો.

@@@

મયાશંકરે અનામિકાએ તારા-નિવાસમાંથી લાવેલી બેગ ઉપાડી તો ગોમતીબેને પુછ્યું

‘તમે ક્યાં ચાલ્યા?’

‘તારા-નિવાસમાં અનુની બેગ આપવા’મયાશંકરે જોડા પહેરતા કહ્યું

‘પણ…’

‘અનુ ભલે આપણને ન કહે પણ તેણીનું મન હું જાણું છું ભલે થોડા દિવસ રોકાતી’

મયાશંકર તારા-નિવાસમાં આવ્યા તો સામે સોફા પર બેસી ટાઇમ્સ વાંચતા કિશોરકુમારે સામે ચાલી આવકાર્યા ‘જયશ્રી કૃષ્ણ જોશીજી’

આ સાંભળી રસોડામાંથી કામિની અને સંધ્યાએ ડોકિયું કર્યું તો અનિલે આવીને મયાશંકરને ગળે વિટળાઇ’પપ્પા….કહી રડી પડ્યો

‘રડ નહીં અનિલ આપણી તારા મામા સાથેની લેણાદેણી પુરી થઇ ગઇ દીકરા’ અનિલની પીઠ પસવારતા મયાશંકર બોલ્યા ત્યાં તુકારામના રૂમમાં બેઠેલી અનામિકા દોડતી આવી અને ‘પપ્પા આ શું થઇ ગયું?’ કહી મયાશંકરના ગળે વિટળાયલા અનિલ સાથે એ પણ વિટળાઇ

‘રડ નહીં દીકરી ભાગ્યમાં લખાયેલું હોય તે થાય લેખ પર કોઇ મેખ ન મારી શકે’ મયાશંકરે દીકરીના માથા પર હાથ ફેરવતા કહ્યું

‘ભાઉ સાંત થા લે પાણી પી’કામિનીએ અનિલને મયાશંકરથી અડગો કરતા સજળ નેણે કહી પાણી પિવડાવ્યું પછી અનામિકાને મયાશંકરથી અડગી કરતા કહ્યું

‘વહિની શાંત થા લે પાણી પી’કહી અનામિકાને પાણી પિવડાવ્યું.સ્વસ્થ થતાં અનામિકા રસોડામાં ગઇ તો સંધ્યા ગોઠણ વચ્ચે માથું મુકી રડી રહી હતી.અનામિકા પાછળ આવેલી કામિનીએ સંધ્યાને બાથમાં લઇ શાંત્વના આપતા કહ્યું

‘સંધ્યા રડુ નકો રે!! ચલ મામાચ્યા આત્માચી શાંતિ સાઠી આપણ દેવા લા પ્રાર્થના કરૂ’કહી પૂજાઘરમાં લઇ ગઇ.

‘તારાબેનના કશા સમાચાર?’મયાશંકરે કિશોરકુમારને પુછ્યું

‘હા મામાના અગ્નિસંસ્કાર થઇ ગયાના સમાચાર આપ્યા વધુ વાત ન કરી શક્યા એટલી બાબાએ મને અહીં સર્વેની સંભાળ લેવાની ભલામણ કરી પણ એકને શાત પાડુ તો…… ત્યાં બીજીનાં આંખમાં પાણી આવી જાય છે, ખાસ કરીને કામિની, અને સંધ્યા….. ’કિશોરકુમારના ગળે ડૂમો બાજી ગયો.

કિશોરભાઇ આથી તો વેવાઈ તમને જવાબદારી, ઘર ને ઘરનાં લોકો તમને સોંપીને ગયાં છે અને જવાબદારી તમારે સંભાળવાની છે.’ મયાશંકર બોલ્યાં……

‘કમુ ક્યાં શાંત રહી શકે છે?’

‘હોય ભાઇ આ સમય જ એવો છે સ્વજન ખોવાનો રંજ તો રહેવાનો જ છે’મયાશંકરે કિશોરકુમારનો ખભો થાબડતા કહ્યું’ભલે રજા આપો હું જાઉ’કહી એ ઊભા થયા

કિશોરકુમાર બારણા સુધી આવ્યો તો મયાશંકરે કહ્યું

’અનુને જેટલા દિવસ રોકાવું હોય ભલે રોકાતી અને મારા જેવું કામ હોય તો કાળીરાતના પણ ફોન કરજો હું આવીશ સંકોચ ન રાખતા’કહી મયાશંકર ગયા.

@@@

શોકસભા અને ૧૧મા દિવસથી પ્રેતભોજન પત્યા પછી તારામતીએ કલકત્તા ઇન્દ્રકુમારને ફોન કર્યો

‘હલ્લો..’

‘………..’

‘જયશ્રી કૃષ્ણ…તેં…’

‘………..’ કેટલીવારથી ટેલીફોન પર વાત કરતી તારામતીને કશું ન બોલતા માત્ર સાંભળતી જોઇને આત્મારામને જરા આશ્ચર્ય થયું તેણીને કોનો ફોન છે એવું ઇશારાથી પુછ્યું પણ ખરૂં પણ તારામતીએ પાંચ આંગળી ભેગી કરી પાંચ મિનિટ રાહ જુઓ એવો ઇશારો કરેલ તેથી આત્મારામે વધુ પુછ પરછ કરવાનું મુકી ટાઇમ્સ લઇને સોફા પર બેઠા અને છાપાની આડસમાં થોડી થોડી વારે વાત પુરી થઇ કે નહીં તે જોઇ લેતા હતા.આખર ટેલીફોન મુકાયો એટલે આત્મારામે આંખના ઇશારે પુછ્યું કોનો ફોન હતો?

‘ઇન્દુને મેં ફોન કરેલો’તારામતીએ કહ્યું

‘એવું તે શું હતું કે તું કશું બોલી નહીં માત્ર સાંભળતી જ હ્તી?’આત્મારામે પુછ્યું

‘મેં ઇન્દુને ભાઉના અવસાનની તેને ખબર હતી તે બાબત પુછવા ફોન કર્યો…..’

‘હં…ત્યારે પાર્કમાં વાત કરતા કોઇનું અકાળ મૃત્યુ એવું મભમ તેણે કહ્યું હતુ તે તેને ખબર હોવી જ જોઇએ’આત્મારામે વાત સાંધતા કહ્યું

‘હા…હું આગળ કશું બોલું કે તેને ધમકાવું તે પહેલા જ તેણે કહ્યું તારાકાકી પહેલા મારી વાત સાંભળી લો પછી તમારે મને જે કહેવું હોય તે કહેજો અને ઇન્દુએ કહ્યું હા અવિનાશના અવસાન થવાનું છે તેની તેને ખબર હતી પણ કમુર્તા ઉતર્યા પછી પણ અનિલના લગ્ન મોકુફ રહ્યા હોત તે જાણતો હોવાથી અવિનાશના અવસાન અને ત્યાર બાદ લગ્ન મોકુફ રહ્યાના આમ બમણા આઘાતથી બચાવવા માટે જ અનિલના લગ્ન કુંભમાં સૂર્ય આવતા કરાવ્યા.અનિલના લગ્ન મોકુફ રહ્યાનો આઘાત અવિનાશના અવસાનના આઘાતમાં ગૌણ થઇ જશે એવું મને વિચાર આવતા મેં આમ કર્યું છતા તમને લાગે કે મેં ખોટું કર્યું છે તો હું તમારો ક્ષમા પ્રાર્થી છું  પણ એક વાતની હું ખાત્રી આપુ છું કે હવે થનારા લગ્નમાં કોઇપણ જાતનો વિઘ્ન નહીં આવે આવું સાંભળ્યા પછી મારે કશું બોલવાનું ક્યાં રહ્યું?’તારામતીએ આત્મારામને પછ્યું

‘મને લાગ્યા જ કરતું હતું કે ઇન્દુ કશુક છુપાવે છે.જે માણસ અનિલના લગ્નમાં આવનાર અવરોધ અને અનિલને લગ્ન પછી થનાર અકસ્માતની આગાહી કરી શકે એનાથી અવિનાશના મૃત્યુનું રહસ્ય કેમ અજાણ્યું હોય? સાચું પુછ તો નાગપુરથી ફોન આવ્યો ત્યારે જ હું હબકી ગયેલો’આત્મારામે પોતાના મનની વાત કરતા કહ્યું

‘હા..ને ઇન્દુ આવ્યો ત્યારે જ મને પુછેલું અનિલના પહેલા લગ્ન થયા છે?’તારામતીએ કહ્યું

‘હા તે કાશીવિશ્વનાથમાં તેઓએ ગાંધર્વ લગ્ન કરી લીધેલાને’આત્મારામે કહ્યું

‘હું જાણતી હતી છતા મેં પુછ્યું એમ કેમ કહે છે? તો તેણે કહ્યું અનિલની કુંડલીમાં પુનઃવિવાહ યોગ છે એટલે મેં ગાધર્વ લગ્નની વાત કરી તો એ હસ્યો’તારામતીએ કહ્યું

@@@.

તારામતી અને આત્મારામ બે અઠવાડિયા નાગપુરમાં રોકાઇ પાછા આવી ગયા.બપોરે જમ્યા બાદ તારામતીએ કામિની અને કિશોરકુમારને માધાપર જવાની રજા આપી અને અનામિકાને કહ્યું

‘બેટા અનુ તું પણ શિવમ્‍ પાર્ક જા અને તારા ફાઇનલ ઇયરનું વાંચવા માંડ’

‘તારી ફાઇનલ એક્ઝામ પુરી ન થાય ત્યાં સુધી હાલ મરાઠીના કલાસમાં છુટી’ આત્મારામે કહ્યું

અનિલ તેણીને શિવમ્‍ પાર્ક મુકી આવ્યો.સંધ્યા એમ.બી.એ.નો એક્ષ્ટરનલ કોર્સ કરતી હતી તે પણ પોતાના અભ્યાસમાં લાગી ગઇ.હવે દર શનિવારે સાંજે શિવમ્‍ પાર્કમાં અને રવિવારે સાંજે તારા-નિવાસમાં અનામિકા અને અનિલનું મળવાનું પણ તારામતીએ હાલ મોકુફ રખાવ્યું.

હળવે હળવે ઘરમાં જામેલા શોકના વાદળ વિખરાવા લાગ્યા.એક દિવસ પેલા ટ્રકોમાં મુકાનારી સિસ્ટમની કંપનીમાંથી ફોન આવ્યો અને એર પાર્સલથી મોકલાવેલ સામાનને ઇ-મેઇલથી મોકલાવેલ રસીદ મુજબ છોડાવી લેવા માટેની તાકિદ કરી અને પોતે ત્રણ ચાર દિવસ પછી ત્યાં આવશે એવું એજન્ટે જણાવ્યું

અનિલે એરપોર્ટ પર તપાસ કરી અને ત્યાં આવેલ સામાન રસીદની નકલથી છોડાવી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં બધા બોક્સ રખાવ્યા.ચોથા દિવસે એજન્ટ પોતાના બે ટેક્નિશિયન સાથે આવ્યો અને આત્મારામના સોળ ટ્રકમાં અને પોતાની અને અનિલની ગાડીમાં તે સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી.બે દિવસ સુધી આ કાર્યવાહી ચાલી આત્મારામની ઓફિસમાંના લેપટોપ અને અનિલના લેપટોપમાં સિસ્ટમ ડાઉન લોડ કરવામાં આવી.એજન્ટે સિસ્ટમની કાર્યવાહી સમજાવી. ટ્રકો અને ગાડીઓમાં બેસાડેલ સિસ્ટમનું ટેસ્ટિન્ગ થયું. ટ્રકના ડ્રાઇવરોને સિસ્ટમથી માહિતગાર કરવામાં આવ્યા. બધું બરાબર સંતોષકારક રીતે કામ કરતું જાણ્યા બાદ એગ્રિમેન્ટ સાઇન થઇ ગયા અને ઇન્સ્ટોલમેન્ટનો ચેક લઇ પેલો એજન્ટ ગયો.

હોળી આવી પણ કોઇનામાં હોળી રમવાનો ઉત્સાહ ન હતો શુકન પુરતું એક બીજાને ગુલાલના તિલક કર્યા. તારામતીએ પહેલી વખત ઘરમાં મિષ્ટાન તરિકે પુરણપુડી બનાવી.માધાપરથી કામિની અને કિશોરકુમાર અને શિવમ્‍ પાર્કમાંથી અનામિકાને બોલાવવામાં આવી.તારા-નિવાસમાં બધા ભેગા થયા એકાએક ત્યાંથી ઊભા થઇને આત્મારામે તુકારામના રૂમમાં આવ્યો અને સિતાર પરનું કવર દૂર કરી ને એક સરસ ધુન છેડી.

‘આઇ નઇ ઋતુ બહારકી આજ…

અનામિકા સીધી ત્યાં ગઇ તો આત્મારામ તાન પલ્ટા લગાવી રહ્યા હતા

ડાલી પતનમેં ફૂલ સુગંધી મહેંક રહી હૈ ક્યારી ક્યારી…..

….સાની પ મપ નીપ ગ મ મ રેરે સા…..સા ની પ મપ નીધ નીધની સારે ની સા….’

આત્મારામને ગાતા સાંભળી અનિલ પોતાના રૂમમાંથી દોડતો આવ્યો અને તબલાની જોડ લઇને વગાડવા લાગ્યો.તો આત્મારામ એજ ધુન ફરીથી ગાવા લાગ્યા સારી જુગલ બંધી ચાલી બધા બારણા પાસે ભેગા થઇ ગયા અને વસંતની લહેર વાતાવરણમાં ફેલાઇ ગઇ એ જોઇ તારામતી ખુશ થઇ ગઇ.લગભગ પંદર વીસ મિનિટ આ જુગલ બંધી ચાલી અને આત્મારામે સિતારને વિરામ આપી રૂમની બહાર આવ્યા ત્યારે તારામતીની આંખમાં અહોભાવની ઝલક દેખાઇ.સૌ સાથે જમ્યા અને સાંજ ઢળતા અનિલ અનામિકાને શિવમ્‍ પાર્ક અને કામિની અને કિશોરકુમારને માધાપર મુકી આવ્યો.

સમયનો પ્રવાહ સાથે ગમગીની દૂર થતી ચાલી સંધ્યા પોતાની એક્ષ્ટરનલ કોર્સની એકઝામ આપવા પુણે મી.વામનરાવ આનંદરાવ કુલકર્ણીને ત્યાં ગઇ અને અનામિકાની એક્ઝામ પણ લેવાઇ ગઇ.એક્ઝામ પુરી થતા સંધ્યા અને મી.કુલકર્ણીની દીકરી મજુશ્રીની બાઇક ઉપર પુણે ફરવા નિકળ્યા.

‘કુઠે જાયા ચા….”મંજુશ્રીએ પુછ્યું

‘સર્વાચી આધી દગડુશેઠચે ગણપતિલા નંતર સારસબાગ આણી મહાલક્ષ્મી મંદિર’

ત્રણે મંદિરના દર્શન કરી પાછા ઘેર આવી ગયા.આ પહેલા સંધ્યા પુણે આવી હતી ત્યારે લોણાવલા ખંડાલા મહાબળેશ્વર પંચગીની શીરડી વગેરે ફરીને જોયા હતા. બે દિવસ બાદ સંધ્યા પુણેથી આવી ગઇ.

અનામિકા અને સંધ્યા બંને ફ્રી થઇ ગઇ.અનામિકાના મરાઠીના કલાસ ફરી શરૂ થયા અને સંધ્યા તારામતીની મદદમાં રહેવા લાગી.અનિલ અને અનામિકાને રૂબરૂ મળવાની ઇચ્છા થતી પણ માવિત્રોની રજા ન મળે ત્યાં સુધી સંયમ જાળવવો એવું બંનેએ નક્કી કરેલું બસ મોબાઇલ પર વાર્તાલાપથી સંતોષ માનવો રહ્યો.

અવિનાશના અવસાનને દોઢ મહિનો થાય તે પહેલા આપણે લગ્નની તારીખ નક્કી કરી રાખીએ એમ આત્મારામે સુચન કર્યું. તો તારામતીએ ગોમતીબેનને ફોન કર્યો

‘જયશ્રી કૃષ્ણ વેવાણ’

‘…………’

‘આ મારા ભાઉના અવસાનને દોઢ મહિનો પણ પુરો થાય છે અને કમુર્તા પણ પુરા થાય છે તો હવે લગ્ન માટે નવી તારીખ સુચવો’

‘…………’

‘ભલે વિચારીને જણાવજો જયશ્રી કૃષ્ણ’કહી ફોન મુક્યો અને ઇન્દ્રકુમારને જોડ્યો

‘ઇન્દુ દીકરા હવે તારા ફ્રેન્ડના લગ્નની તારીખ નક્કી કર.છઠ્ઠી એપ્રિલે અવિનાસના અવસાનને દોઢ મહિનો પુરો થશે અને કમુર્તા પણ પુરા થશે તો તું લગ્નની નવી તારીખ નક્કી કર’

‘…………’

‘૩૦મી એપ્રિલ તેં પહેલેથી જ જોઇ રાખેલી સરસ તો તું લગ્ન પર આવશેને?’

‘………….’

‘જયશ્રી કૃષ્ણ’તારામતીએ ફોન મુક્યો તો આત્મારામે પ્રશ્નાર્થ નજરે પુછ્યું

‘આપણા કરતા ઇન્દુને વધુ ઉતાવળ છે તેણે પહેલેથીજ તારીખ જોઇ રાખેલી ૩૦ એપ્રિલ’

‘ભલે ગોમતીબેનને તેં ફોન કર્યો છે તો હવે તેમના જવાબની રાહ જો’

રસોડામાં શાક સમારતી સંધ્યાએ બધો સંવાદ સાંભળ્યો હતો એટલે હળવેકથી અનિલના રૂમમાં સરકી

ભાઉ તારા લગ્ન ક્યારે નક્કી થાય…….એનાં સમાચાર હું તને આપું તો મને તું શું ગિફ્ટ આપે…?’ કહી સંધ્યા હસી…. સંધ્યા પાસેથી લગ્નની વાત સાંભળી અનિલ તેના સામે આશ્ચર્યથી એકીટશે જોઇ રહ્યો

આમ બાઘાની જેમ શું જુએ છે….ભાઉ કહે….ને? મને શું ગિફટ આપે?’

સંધ્યાની વાતમાં રહેલાં આનંદને ઓળખી જઈ અનિલ બોલી ઉઠ્યો…’બોલ તને શું જોઈએછે?.. ગિફ્ટ તને આપું.

સાચ્ચે ભાઉ …’કહી સંધ્યા હરખાઈ ગઈ.

હા સાચ્ચે બોલ…..’

વાઉ….ભાઉ….કહી સંધ્યા તાળી વગાડતાં બોલી ઉઠી ભાઉ ….. આઇએ કલકત્તા ફોન કરેલો અને ઇન્દુભાઇએ ૩૦મી એપ્રિલ જણાવી છેકહી સંધ્યા મસ્તીભર્યું હસતી રહી……અને પછી કહે

ભાઉ મારી ગિફટ યાદ રાખજે હં….’ કહી રૂમની બહાર નીકળી ગઇ.

@@@@

 

@@@@

મી.કુલકર્ણીની દીકરી મજુશ્રીના લગ્નની કુમકુમ પત્રિકા પુનાથી સવારના મળી અને મી,કુલકર્ણીનો ફોન આવ્યો

‘હલ્લો…કોણ વામન?”

‘………….’

‘હો યેણાર જરૂર પરંતુ માઝી એક શર્ત આહે’

‘………..’

‘હે પાહ અમી સર્વ ૨૧ લા યેણાર આણી ૨૩લા નિગુન જાણાર ૩૦ તારીખલા અનિલચા લગ્ન આહે મગ જાસ્ત દિવસ હાથી નાહી રાહણાર તુ વહિની આણી ઘરાચે સર્વ સભ્યાલા સમજુન ઠેવ આગ્રહ નાહી કરાય ચ’

‘………..’

‘હો…હો માઝી સુનબાઇ લા સુધ્ધા આણતો….રામરામ’

કુલકર્ણી સાથે થયેલ વાત આત્મારામે તારામતીને જણાવી તારામતીએ કહ્યું ‘રાધે શ્યામને મોકલો હું રૂબરૂ શિવમ્‍ પાર્ક જઇ આવું’

‘જયશ્રી કૃષ્ણ વેવાણ’

‘જયશ્રી કૃષ્ણ….;ગોમતીબેન અને મયાશંકરે સાથે જવાબ આપ્યો.

‘બેસો અનુ તો મરાઠી શીખવા ગઇ છે હું ચ્હા બનાવું’કહી ગોમતીબેને પાણીનો ગ્લાસ આપ્યો

‘હું ચ્હા પીને જ આવી અને હવે હું થોડી જ મહેમાન છું બેસો બેસો મારે તમને એક વાત કરવી છે’

‘હા……શું?’ગોમતીબેને ઉત્સુકત્તાથી પુછ્યું

‘અનિલના બાબાના મિત્ર મી.કુલકર્ણીની દીકરી મજુશ્રીના લગ્નમાં અમે સૌ પુણે જઇએ છીએ મી.કુલકર્ણીના શ્રીમતિજી સરસ્વતીનો આગ્રહ છે કે,અમે અનુને પણ સાથે લાવીએ એટલે તમે મજુરી આપો તો અનુને સાથે લઇ જઇએ’ ગોમતીબેનના હાથ પર હાથ રાખતા તારામતીએ કહ્યું

‘જુઓ વેવાણ હવે અનુ પર અમારા કરતા તમારો હક્ક વધુ છે છતા પણ અમારી મંજુરી માંગી એ તમારી મોટાઇ છે ખુશી ખુશી લઇ જાવ’ગોમતીબેન કહ્યું

‘લગ્ન પહેલાં સાથે લઈ જવાની, એટલે અમારી ફરજ છે અમારે તમને પુછવુ પડે.તમે રજા આપી એટલે મારા મનને શાંતિ થઇ’કહી તારામતી ઊભા થયા.

‘એક વાત મનમાં ઘોળાય છે કે તમે પુણે ટ્રેઇનમાં જશો અને ટ્રેઇનમાં પાછા આવશો પછી દિવસો કેટલા હાથમાં રહેશે?’

‘ના…રે… અમેતો ૨૧ તારીખની ફ્લાઇટમાં જઇશુ ને ૨૩ની ફ્લાઇટમાં પાછા આવી જઇશું ને આમે લગ્નની સર્વ તૈયારી તો પહેલેથી કરેલી છે ફકત એક નજર કરવાની અને કંકોતરી મોકલવાની છે એતો પૂણે જતા પહેલા અમારા જમાઇ સંભાળી લેશે ફિકર નહીં કરો’કહી તારામતી હસીને ગાડીમાં બેઠી.

આ તરફ મરાઠીનો આજનો ક્લાસ પુરો થતા બહાર ખુરસી પર બેઠેલા હુસેનમિંયાને આત્મારામે કહ્યું કે તે અનામિકાને ઘેર મુકી આવે.શિવમ્‍ પાર્કના રસ્તે રાધેશ્યામ અને હુસેનમિંયાની ગાડી ક્રોસ થઇ અનામિકાએ દૂરથી જ ગાડી ઓળખી લીધી તારામતીનું ધ્યાન સાથે લાવેલ મી.કુલકર્ણીની કંકોતરી જોવામાં હતું.અનામિકા ઘેર આવીને પહેલો પ્રશ્ન ગોમતીબેનને કર્યો

‘મમ્મી..આઇ શા માટે આવેલા?’

‘તને પુણે મી.કુલકર્ણીની દીકરીના લગ્નમાં સાથે લઇ જવાની મંજુરી લેવા’ગોમતીબેને કહ્યું

‘મેં તો ચોખ્ખી ના પાડી દીધી લગ્ન પહેલા દીકરીને આટલે દૂર ન લઇ જવા દેવાય’મયાશંકરે મજાક કરી

‘શું કામ છોડીને સતાવો છો? અમે રજા આપી છે હો દીકરી’અનામિકાના માથે હાથ ફેરવતા ગોમતી બેને કહ્યું તો ‘થેન્ક યુ મમ્મી’ કહી અનામિકા ગોમતીબેનના ગળે વિટલાઇ પુણે જવાનુ થયુ એટલે ખુશ થઈ ગઈ ગયેલી અનામિકા મનોમન કહ્યું ચાલો આટલા દિવસ અનિલ મારી સાથેતો હશે અને ગીત ગણગણવા લાગી.

જુદાઈના દિન થાય પુરા,જુદાઈ તો ડંખે નાગીન સમાન

તુ છે સાથે મારી, પણ ઝંખુ પાસ પાસ, તારો સાથ રાત દીન.

જોઈશ વાટ પળની, બે ઘડી પ્રેમની ,જીવી લઈશુ સાથે

જો હશે સાથ તારો ,જીવનની કાંટોભરી રાહ બનશે ફુલોભરી.

ફુલોભરી રાહ પર ચાલતા,સાથે નીભાવશુ સપ્તપદીના વચનો.

નીભાવશુ સાત જન્મોના બંધનો સાથ સાથ પ્રેમથી.જનમજનમ.

‘દિકરી શુ ગાય છે?તુ બહુ સરસ ગાય છે’ગોમતીબેને અનામિકાને ગાતી સાંભળી પુછ્યું

‘કંઇ નહી આતો…, હુ… તો, ખાલી અમસ્તી જ…. મમ્મી’કહી અનામિકા રસોડામાં ગઇ

પ્લેનમાં બધાનું બુકીન્ગ હતુ અને લગ્નના આગલા દિવસે બધા પુણે પહોચી ગયા.ઘણા દિવસે બધા મળ્યા એટલે એકબીજાને અનેરી ખુશી થઈ.લગ્નમાં અનામિકા સરસ રીતે નવવારીમાં તૈયાર થયેલી તે, જોઈને બધા જોનાર તારામતીને કહેવા લાગ્યા,તારામતી તમારી સુનબાઈ બહુજ સુન્દર છે.વિવાહ ચાલતો હતો ત્યારે નવ-દંપતિને જોઈને અનામિકાની આંખ આગળ,વર કન્યાની જગ્યાએ તેણીએ અનિલ અને પોતાને જોયા, દીવા સ્વપ્નમાં ખોવાઈ ગઈ,વર-વધુની જગ્યાએ અનિલ અને અનામિકા લગ્નની વેદી પર બેઠા હોય એવુ દેખાવા લાગ્યુ. તેણીને મનમાં એક રોમાંચ અનુભવ્યો.અને બાજુમાં બેઠેલા અનિલને ગણગણતા પુછ્યું

‘જે હુ જોઈ રહી છુ, તેતો તુ નથી જોઈ રહ્યો ને?’

‘લગ્નની વેદી પર અનિલ અને અનામિકા બેઠેલા તને દેખાય છે ને?’અનિલે પણ તેવી જ રીતે કહ્યું

‘હા અનીલ આપણે બંને એકજ સ્વપ્ન જોઈ રહ્યા છીએ.’અનામિકાએ કહ્યું ત્યાં તો સંધ્યા આવી

‘વહિની…ચાલો આઇ બોલાવે છે’

અનામિકા અને અનિલને સાથે બેઠેલા કોઇ જુએ અને વાતો કરે તે પહેલા સાવચેતી ખાતર અનામિકાને પોતાની પાસે બેસાડી.અનામિકા બીજા વિચારોમાં ખોવાઈ ગઈ,તેને વાંચનનો શોખ છે એટલે તે ગુજરાતી સાહિત્યની સાથે સાથે અંગ્રેજી પુસ્તકોનું પણ વાંચન રાખે છે, તેમાં તેને એક પુસ્તક્નુ લખાણ યાદ આવ્યુ.અંગ્રેજી પુસ્તક “The secret”માં લેખક The law of attraction (આકર્ષણનો નિયમ) સમજાવતાં લખે છે, તમે જે વિચારો તે બધા વિચારો આ યુનીવર્સમાં પહોચે છે અને તે વિચારોને યુનીવર્સ ડબલ ફોર્સમાં આપણી જીન્દગીમાં પાછા મોકલે.આપણેજેવુ વિચારીએ તેવુ જ આપણા જીવનમાં થાય.એટલે જો સારુ વિચારીએ તો જીન્દગીમાં સારુ જ થવાનુ છે.અને હુ તો હમેશાં હકારાત્મક વિચારો રાખુ છુ.છતાં પણ અમારા લગ્ન કેમ વારંવાર પાછા ઠેલાય છે.શુ આ પુસ્તકના લેખકની વાત ખોટી હશે પરંતુ લખનારા બધાજ ખોટા ન હોઈ શકે, હુ તો માનુ છુ ભગવાન જે પણ કંઈ કરે તે સારા માટે જ કરે મને ભગવાન પર પુરો ભરોસો છે, તે સારુ જ કરશે.

આજે લગ્નની વેદી પર મેં અનિલ અને મને જોયા છે એટલે મને હવે ચોક્ક્સ ખાત્રી છે ૩૦ એપ્રિલે અમારા લગ્ન નિર્વિઘ્ને થઇ જશે.અને વિચાર માત્રથી મનમાં ખુશીની લહેર દોડી ગઈ. લગ્નમાં આનંદથી ભાગ લઇ બીજા દિવસની ફ્લાઇટમાં સૌ ભુજ આવી ગયા.સંધ્યાએ અનામિકાને પ્લેનમાંજ પુછવા લાગી’વહિની પુણેના લગ્નમાં મઝા આવી કે નહી?હવે તમારા બંનેનો નંબર છે.’

‘હા હવે ૩૦ તારીખ ક્યાં દૂર છે?’અનામિકાએ કહ્યું

‘તમારી મહેનત અને અનુની ધગસ આખર રંગ લાવી’પ્લેનમાં જ તારામતીએ આત્મારામને કહ્યું

‘મતલબ..?’આત્મારામે પુછ્યું

‘મંજુશ્રીના લગ્નમાં અનુને નવવારી પહેરેલી અને મરાઠી બોલતી સાંભળી કોઇ માનવા જ તૈયાર ન્હોતું કે અનુ ગુજરાતણ છે બે ત્રણ જણીએ તો પુછ્યું પણ ખરૂં હા કોણાચી મુલગી આહે? એક જણીએ તો કહ્યું તારા તુઝી ઓડખી ચી અસેલ તર માઝા પોરા સાઠી ત્યાચા આઇ વડિલા લા વિચારુન પહા…’કહી તારામતી હસી

@@@@@

આમ તો બધીજ સરસ રીતે તૈયારી લગ્ન મોકુફ રહ્યા તે પહેલા થઇ જ ગયેલી અને લગ્ન તારીખનો દિવસ આવી ગયો.મહેમાનો આવવાના બંને પક્ષે ચાલુ થઈ ગયા અને ઉતારા પર રહેવાની સગવડ કરેલી ત્યાં બધા ઉતરવા લાગ્યા.પુણેથી મી.કુલકર્ણી ફેમિલી અને કલકત્તાથી ઇન્દ્રકુમાર આવી ગયો તો ઘરમાં આનંદ આનંદ છવાઇ ગયો

મયાશંકરે રેડ રોઝ સર્કલના હોલમાં લગ્નની તૈયારી કરાવી રાખેલી.લગ્નના આગલા દિવસે ગુજરાતી રિવાજ મુજબ મડપ મુહુર્ત અને જમણવાર થયું અને રાત્રે દાંડિયા રાસમાં વર પક્ષના સૌ સામેલ થયા અને ગુજરાતી ડ્રેસમાં અનામિકા અને અનિલ, ઇન્દ્રકુમાર અને વસુંધરા સાથે સૌ ધુમ દાંડિયા રમ્યા મોડી રાત્રે સૌ છુટા પડયા.

સવારે ચ્હા આપતા સંધ્યાએ ગણગણતા ઇન્દ્રકુમારને પુછ્યું ‘કાલે ઓલી વહિનીની સહેલી સાથે ખુબ ચગ્યા હતાને કંઇ ગમી ગઇ લાગે છે?’

‘હા છે તો સારી પણ કદ જરા નાનું છે અને થોડી સાંવરી છે’ઇન્દ્રકુમારે ગણગણતા જવાબ આપ્યો.

‘કોઇ બીજી ધ્યાનમાં છે?’સંધ્યાએ પુછ્યું

‘મારા લગ્નનો યોગ જ બે વરસ પછી છે તો ખોટા વલખા શા માટે મારવા?’

ઇન્દ્રની વાત સાંભળીને સંધ્યા કહે

વાંધો નહીં ભાઉ……બે વરસ તો આમ ચપટી વગાડતાં નીકળી જશે….બસ ત્યાં સુધી તમે રાહ જોઈ લો…….

સંધ્યાને આમ પોતાની ટાંગ ખેંચતી જોઈ ઇન્દ્ર…..ધીમું ધીમું હસવા લાગ્યો.

વહિની તમારા હાથ બતાવો તોદાડિયારાસ શરૂ થતા પહેલા સંધ્યા કહ્યું

મંડપમુહુર્તની આગલીરાત્રે અનામિકાને હાથે અનિલના નામની મેહદી લાગવામાં આવી હતી અને ખરેખર અનામિકાના હાથોમાં એકદમ ઘેરો લાલ રંગ આવી ગયો.

અનામિકાના હાથની મહેંદી જોતાં અનામિકાની  બાજુમાં બેઠેલી વસુંધરા ટહુકી

સંધ્યા તને ખબર છે…..જેટલો વધારે પ્રેમ તેટલો મેહદીનો રંગ વધુ ઘેરો બને……..

વસુંધરાની વાત સાંભળી અનુ મનમાં મલકાવા લાગી.

ઢોલ,વાજા અને શરણાઈના સુર મંડપમાં ગુજ્યા, કન્યા પક્ષના મહેમાનો, પરિવાર માંડવે બેઠા.લગ્ન વેદી રંગ બે રંગી ફૂલો અને રોશનીથી ઝળહળી ઉઠી.ચારે તરફ ખુશીનુ વાતાવરણ છવાઈ ગયુ ફુલેકું લગ્ન મંડપના આંગણે આવી પહોચ્યું,કન્યાની માતા ગોમતીબેને વરરાજાને પોંખ્યા અને વરરાજાનું નાક પકડવાના બદલે અમસ્તો હાથ લગાડ્યો પછી અનિલના અંગોઠે ખોંભાનાડો વીટીને માંડવે દોરી લાવ્યા મયાશંકરે જાનૈયાનું સ્વાગત કર્યુ.

અનિલ લગ્ન મંડપમાં બાજઠ પર બેઠો,પ્રતિક્ષા કરી રહ્યો છે અનામીકાને નવોઢાના રૂપમાં જોવાની.અનુ (અનામિકા) છે તો રૂપાળી પણ આજે તેનુ રુપ ઓર ખીલેલુ હશે.અને પંડિતે લગ્નના મંત્રોચાર બોલવાના ચાલુ કર્યા.કન્યા પધરાવો સાવધાનનો ઉચ્ચાર થયો અને અનામિકાના માથા પર પોતાના પાલવ મુકી ગોમતીબેન અનામિકાને લઈને લગ્નવેદી આગળ આવ્યા અને કન્યાને બાજઠ પર બેસાડી.

અનિલ અનામિકાનુ રુપ જોઈને દંગ રહી ગયો મારી અનુ ઐયશ્વર્યારાયથી  કંઈ કમ નથી.આજે બહુજ સુન્દર દેખાય છે જાણે રૂપરૂપના અંબાર. લગ્ન વિધિ ચાલુ થયો .ગોમતીબેન અને મયાશંકરે કન્યાદાન દીધા અને બંનેનો હસ્તમેળાપ થયો.વસુંધરાએ છેડાછેડી બાંધ્યા પંડીતજીએ મંગલાષ્ટકના ઉચ્ચારો ચાલુ કર્યા વાતાવરણ મંત્રોચારથી મંગલમય બની ગયુ.અને ત્યાર બાદ મંગલ ફેરા લીધા. સર્વેએ વર-વધુ પર ફૂલોની વર્ષા કરીને વધાવ્યા.અને સપ્તપદીના સાત વચનો,પંડિતજીએ સમજાવ્યા,અને સાત વચનો લેવડાવ્યા.ખુશી ખુશી વિવાહ સંપન થયો.વર-વધુએ વડીલોના આશીર્વાદ લીધા.વરપઅના અને કન્યા પક્ષના સૌ સભ્યો સાથે જમ્યા.

કન્યા વિદાઈનો સમય આવ્યો.માતાએ સુખી સંસાર માટે દિકરીને શીખામણ ભર્યા શબ્દો કહ્યા, અને અનામિકા પિતાને ભેટી તો પિતાએ જે આંસુ છુપાવી રાખ્યા હતા તે અત્યારે નદીમાં પુર આવે તેમ ધસી આવ્યા અને ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યા. દરેક માતા-પિતા માટે દીકરીની સાસરે વિદાઈ હૈયા પર પત્થર મુકીને આપવી પડે છે.એક બાજુ ખુશી હોય અને એક બાજુ દીકરી પરાઈ થઈ એટલે જીગરના ટુકડાને જુદા કરતા અપાર દુઃખ થાય છે,છતાં પણ દુનિયાનો આ તો રિવાજ છે. વસુંધરા અનામિકાને ભેટીને રોઇ બીજી પણ સહેલીઓ અનામિકાને વળગીને રોઈ.અને આમ માતા-પિતાએ દિકરીને વસમી વિદાય આપી.

અનિલની મોજડીઓ વસુંધરાએ સંતાળી દીધી હતી કિશોર ગુજરાતી રિવાજ જાણતો હોવાથી થેલીમાંથી બીજી મોજડીની જોડ કાઢીને અનિલને પહેરાવવા જતો હતો ત્યાં વસુંધરા ટહુકી

‘કિશોરભાઇ વરરાજા જે મોજડી પહેરીને આવ્યા હતા તે જ પહેરીને જાય તમે ચીટિન્ગ ન કરો લાગો આપો અને મોજડીની જોડ લ્યો’કિશોરકુમારે આત્મારામ સામે જોયું તો આત્મારામે ૧૧૧૧ વસુંધરાને આપ્યા.

‘આ લ્યો તમારી મોજડી’ કહી તેણીએ મોજડીઓ અનિલના પગ પાસે મુકી.

વરઘોડિયાની ગાડીનીચે શ્રીફળ મુકી પૈડું શિંચ્યું અને ભાંગેલું શ્રી ફળ અનામિકાના ખોળામાં રૂમાલ પાથરીને આપતા વસુંધરા અનામિકાની બાજુમાં બેઠી.

તારામતીએ વરઘોડિયાને પોખીં ઘરમાં લીધા.કામિની થાળીમાં પાણી કંકુ ઘોળી અનામિકાના કુમકુમ પગલા કરાવ્યા અને ભીંત પર હાથના પંજાની છાપ.વસુધરાએ ગુજરાતી રિવાજ મુજબ એક મોટા થાળમાં ચોખા લાવવાનું કામિનીને કહ્યું ત્યાર બાદ આત્મારામ પાસેથી અનામિકાને ખોબા ભરાવવાની વિધી વસુંધરાએ કરાવી અને વિધિ પુરી થતા આત્મારામે અનામિકાને સોનાનો કડો ભેટ આપ્યો ત્યાર બાદ ઘરના સભ્યો દ્વારા એ જ વિધિ થઇ.આ બાજુ બીજા મોટા થાળમાં વસુંધરાની સુચના મુજબ સંધ્યાએ દુધ પાણી કંકુ ઘોળીને તૈયાર રાખ્યો હતો.બધા પાસેથી વીંટીઓ ઉતરાવી અને થાળાની સામ સામે અનિલ અને અનામિકાને બેસાડીને વસુંધરાએ કહ્યું

’જેના હાથમાં વધુ વીંટી તેનું રાજ’સાંભળી સૌ હસ્યા વસુધરાએ વીંટીઓ ઘોળમાં ફેકીં અને પહેલા દાવમાં અનામિકાના હાથમાં ૧૦ અને અનિલના હાથમાં ૫ જ આવી તો અનામિકા મલ્કી બીજી વખતમાં અનામિકાને ૮ અને અનિલને ૭ જ મળી ત્રીજા દાવમાં અનામિકાએ એવી જાપટ મારી કે તેણીના હાથમા એકીસાથે ૧૨ વીંટી આવી અને અનિલને ૩ જ મળી’

‘ભાઉ સંભાળજે વહિનીનું રાજ રહેશે તારા પર’સંધ્યા અનિલના કાનમાં ગણગણી

‘ચાલો બહુ થઇ ગઇ રમત હવે સૌ વરઘોડિયાને એકલા મુકો અને તમારા રૂમમાં જાવ’તારામતીએ કહ્યું

‘સંધ્યા વસુને તારા રૂમમાં લઇ જા’આત્મારામએ કહ્યું

અનામિકા તારા-નિવાસથી અજાણી ન્હોતી પણ લગ્ન પછી નવોઢાના રૂપમાં આ શરૂઆત નવી હતી.પહેલી વખત વાત સમજાઇ કે લગ્ન પહેલા પોતાની મરજીથી તારા-નિવાસ અને શિવમ્‍ પાર્કમાં થતી તેણીની અવર જવર હવે એટલી સહેલી નથી.તેણીને કામિની યાદ આવી ગઇ તેણીને તારામતી બોલાવતી ત્યારે જ તેણી તારા-નિવાસમાં આવતી હતી તેણીને પણ હવે શિવમ્‍ પાર્કથી બોલાવામાં આવે ત્યારે જઇ શક્શે તેનો અહેસાસ થયો.

અનિલનો પલંગ ફુલોથી શણગારવામાં આવ્યો હતો, અનિલ અનામિકાના આવવાની રાહ જોઇ રહ્યો હતો ત્યાં સંધ્યા અનામિકાને અનિલના રૂમમાં મુકવા આવી. પિતાના પરિવારથી અલગ થવાથી અનામિકાની થોડી ગમગીન થઈ પરંતુ તેનો પ્રેમાળ પતિ તેને પ્રેમમાં એટલી ડુબાડી દીધી કે બીજા વિચારો કરવાનો વખત ન આપ્યો.

બીજા દિવસે અનામિકા સેમીનાર માટે આવેલા ઇન્દ્રકુમારના આગમન પછી તારા-નિવાસમાં નિત્યનિયમ મુજબ ચ્હા બનાવતી તેમ રસોડામાં આવી ‘જયશ્રી કૃષ્ણ આઇ’ કહી  ચરણ સ્પર્શ કર્યા કરી કપ-રકાબી ઉપાડવા જતી હતી ત્યાં તારામતીએ કહ્યું ‘હજુ તારી મહેંદીનો રંગ તાજો જ છે એટલે રહવા દે’કહી ચ્હાનો કપ પકડાવ્યો.એક એક કરતા બાધા ડાઇનિન્ગ ટેબલ આસપાસ બેસવા લાગ્યા.સંધ્યા અને કામિનીએ બધાને ચ્હા આપી અનામિકાએ આત્મારામના ચરણ સ્પર્શ કર્યા

‘અખંડ સૌભાગ્યવતી ભવઃ’આત્મારામે આશિર્વાદ આપ્યા અને તારામતીએ ચાનો કપ આપતા કહ્યું

‘અનુ બેટા જા અનિલને ચ્હા આપી આવ’

અનામિકાએ અનિલને જગાડ્યો તો તેણે અનામિકાને નજીક ખેંચી તો ચ્હાનો કપ પકડાવતા અનામિકાએ કહ્યું ‘ઇશ્વરે રાત ધણી ધણિયાણીને મળવા બનાવી છે’કહી મલકીને બહાર જતી રહી.

ઉપમા માટે ગાજર,કેપ્સીકમ વગેરે સુધારતા કામિનીએ તારામતીની બાજુમાં આવી ગણગણી

‘આઈ તુ હવે અનીલ અને અનામિકાને હનીમુન (મધુરજની) માટે ક્યાંક મોકલે તો સારુ”.

‘હા હું એ જ વિચારતી હતી, તુ જગ્યા નક્કી કર આપણે તેમને સરપ્રાઈઝ આપીએ’તારામતીએ કહ્યું.

‘તેમને ઈન્ડિયાની બહાર મોક્લવા છે કે ઈન્ડિયામાં ક્યાંક?’કામિનીએ પુછ્યું

‘અનીલનું પોતાનું કામ અને પેલી સિસ્ટમ બેસાડ્યા પછી વધેલું તારા બાબાનું કામ છોડીને વધારે વખત બહાર નહી જાય એટલે અહિયાંનો કોઈ પ્લાન બનાવીએ’તારામતીએ સોજી સેકતા કહ્યું

‘આઈ આપણે એ લોકોને પુછવું નથી એ લોકોને ક્યાં જવાની ઈચ્છા છે.’કામિનીએ કહ્યું

‘તે લોકોલા વિચાર્લ તર સરપ્રાઇઝ કુટે રાહેલી?તું જાસ્ત સાણપન કરુ નકો આણી ગપ બસ લક્ષાત આલા’તારામતી જરા નારાજ થઇ ગયા

‘હો..’કહી કામિનીએ વધેલી વસ્તુઓ ફ્રીઝમાં મુકી તો નહાઇને આવેલી સંધ્યા તારામતી અને કમિનીની વાત સાંભળતી રસોડા બહાર ઊભી રહી વાળ ફરતે ટોવેલ લપેટતા રસોડામાં આવી અને તારામતીના કાન પાસે આવી કહ્યું

‘આઇ મહાબળેશ્વર કસા રાહીલ?’તારામતીએ સંધ્યા સામે જોયું

‘હં…’

‘પુણેચી મંજુશ્રી સોબત મી ચાર દાવ પાહેલી આહે તી જાગા આણી મલે લઇ આવડલી ત્યા લોકાના તર આવડનાર’

આખર અનિલ અને અનામિકાને મધુરજની માટે મહાબળેશ્વર મોકલવાનું નક્કી કર્યું એટલે આત્મારામે પુછ્યું ‘અનિલ તું અહીંથી પ્લેનમાં પૂણે અને ત્યાંથી મહાબળેશ્વર જવા માગે છે કે અહીંથી જ ગાડીથી રસ્તામાં રોકાતા જતા મહાબળેશ્વર જવા માગે છે’

‘નહીં આપણી જ ગાડીમાં રસ્તામાં મરજી પડે ત્યાં રોકાતા જવું છે’અનિલે કહ્યું

‘જેવી તારી સોરી તમારી મરજી’

‘બાબા!! અનુને પેલી દાદાની ફોર્ડ ગ્લેકસી ગાડી ગમે છે તે લઇ જાંઉ?’ અનિલે પુછ્યું

‘ના દીકરા ભુજમાં જ કે કચ્છમાં ફરવા પુરતી વાપરો તેનો વાંધો નહી પણ લોંગ ટ્રીપમાં લઇ જવાની હું સલાહ નથી આપતો તેના કરતા લેન્ડરોવર લઇ જા ફોર વ્હીલ ડ્રાઇવ છે એટલે મહાબળેશ્વરમાં એ ઠીક રહેશે’

ભુજથી અમદાવાદ ત્યાંથી સુરત ત્યાંથી મુંબઇ અને ત્યાંથી પુણે અને છેલ્લી મહાબળેશ્વર એવી રીતે જ હોટેલ બુકીન્ગ થયેલી અને બંનેને વિદાય કર્યા. બે દિવસ અમદાવાદમાં રોકાયા અને આખુ અમદાવાદ ફર્યા, ત્યાથી નીકળી એક દિવસ સુરત રોકાઇ ને મુંબઇ આવ્યા. ત્યાંથી પુણેમાં મી.કુલકર્ણીના આગ્રહને માન આપી એક દિવસ પુણે રોકાયા પુણેમાં ફરીને ખંડાલા ઘાટ થઇ લોનાવાલા આવ્યા ત્યાં એકવીરા માતાજીના દર્શન કરી જુની ગુફાઓ જોઇ ત્યાંથી નિકળી મહાબળેશ્વર પહોચ્યા. હોટેલ પહોચ્યા અને હજુ રાત પડી ન હતી ચ્હા નાસ્તો કરીને લેક પર ગયા, થોડુ બોટીન્ગ કરીને હોટેલ પર પાછા આવીને જમીને પાછા રૂમમાં આવ્યા.

‘અનિલ મને સ્વપ્ન જેવુ લાગે છે, કેટલી પળો જુદાઈની વીતાવી છે.ઘણા ઈન્તજાર પછી આજે આપણને આ સુખ મળ્યુ છુ તેની હરેક પળ હુ પ્રેમથી ખુશી ખુશી જીવી લેવા માગું છું’અનામિકાએ કહ્યું

‘હા અનુ આ સ્વપ્ન સુખની પળોતો જીવનનું ભાથું છે,એટલે હુ પણ હરપળ મારી સ્મૃતિમાં કેદ કરી લેવા માગું છું’કહી અનિલે રૂમની લાઈટ બંધ કરી દીધી.

સવારે જાગ્યા ત્યારે બેલ-બોયે સમાચાર આપ્યા કે, ઘોડા વાળો આવી ગયો છે. અનિલે આગલે દિવસે જ ઘોડાવાળા સાથે નક્કી કરી લીધુ હતુ અને આજે બધી સાઈટ અને પોઈન્ટ જોવા ઘોડા પર જવાનુ નક્કી કર્યુ હતુ. ન્હાઈને તૈયાર થઈને ચ્હા-નાસ્તો પતાવ્યો.

‘આજે સાડી કે સલવાર ન પહેરીશ,પેન્ટ ટીશર્ટ પહેરજે એટલે ઘોડા પર બેસતાં ફાવે’અનિલે કહ્યું.

‘નવવારી પહેરૂં તો?’ અનામિકાએ મજાક કરી

શું કીધું નવવારી….? હા હા પહેરને…..પછી ઘોડો તને જોતાં ભાગી જશે……’અનિલે કહ્યું

ત્યાં તો લાલ ટીશર્ટ અને બ્લુ જીન્સ પહેરી હેડ બેન્ડ પર સ્કાર્ફ બાંધી છુટા વાળ રાખેલી અનામિકા બહાર આવી. જોતાં અનિલ હસીને પૂછવા લાગ્યો

કેમ અનુ નવવારી પહેરી….? ઘોડાની બીક લાગી ગઈ કે શું…?’

જા…..ને હવે….. કહી……..અનુ  હસવા લાગી પછી કહે હા ….રે સાચું કહું તો તારી વાત સાંભળીને મનેય થયું કે બિચારા ઘોડા માટે મારેય થોડી દયા રાખવી જોઈએને….જો ઘોડો મને લઈને ભાગી જાય તો તારું શું થાય મારા વિના…..? વિચારે તારી વાત મે માની લીધી.’અનામિકાની વાત સાંભળી હસી પડેલો અનિલ કહે

હવે ઘોડાની સાથે મારીયે થોડી દયા રાખને…….ચાલ હવે નીકળશું…..?

હા…..હા….ચાલને……હું તો ક્યારનીયે તૈયાર છું કહેતા અનામિકા આગળ થઈ.

બોબિંગ્ટન પોઈન્ટ, ગણેશ મંદિર, પ્લેટો પોઈન્ટ, કિંગ્સ ચેર, કેટ્સ પોઈન્ટ, ઈકો પોઈન્ટ, નીડલ પોઈન્ટ, પારસી પોઈન્ટ અને ભીલારનો ધોધ વગેરે ક્યાંક ૩ મિનિટ ક્યાંક ૫ મિનિટ જ ઘોડા વાળો રોકાતો હતો તે ન તો અનિલને ગમ્યું કે ન તો અનામિકાને પણ રસ્તોની ખબર પડી એટલે પોતાને રીતે લેન્ડરોવરમાં ફરી આવવાનું નક્કી કરીને બપોરે જમવાના સમયે હોટેલ પર આવી ને જમી લીધુ અને સાંજના પાછા ચ્હા પીને લેક પર ફરવા ગયા.અનામિકાને બોટીન્ગ કરવુ બહુ ગમે છે એ શોખ પુરો કર્યો.

આજે પંચગીની જવાનો પ્રોગ્રામ કર્યો હોટલ મેનેજર પાસેથી માહિતી લઇ બંને લેન્ડરોવર લઇ નિકળ્યા.પંચગંગા મંદિર અને મહાબલેશ્વર મહાદેવના મંદિરથી શરૂઆત થઈ. પંચગંગા મંદિરના પુજારી કહ્યું કે,

‘આ ક્રિષ્ણા, સાવિત્રી, ગાયત્રી, વેન્ના અને કોયના એ પાંચ નદીઓનો પ્રવાહ અહીંથી શરૂ થાય છે. સરસ્વતી ગુપ્ત નદી છે અને તે દર બાર વર્ષે અહીં પ્રગટ થાય છે એમ માનવામાં આવે છે જ્યારે એ જ રીતે ભાગીરથી પણ ગુપ્ત નદી છે જેનો પ્રવાહ દર સાઇઠ વર્ષે અહીં પ્રગટ થાય છે. આ મંદિર હજારો વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે.આ પાંચેય પ્રવાહો એક કુંડમાં ખૂબ રચેલા સુંદર અને શિલ્પમય ગૌમુખના માધ્યમથી એકત્ર થાય છે.’.

પંચગંગા મંદિરના પાસે જ આવેલ મહાબળેશ્વર મહાદેવના મંદિરમાં ભૂમિસ્થ વિશાળકાય શિવલિંગ દર્શનીય છે.ત્યાં બેસીને. અનામિકા અને અનિલ શિવ તાંડવ સ્તોત્ર બોલવા લાગ્યા તો પુજારીએ ખુશ થઇ કહ્યું

‘વાહ!! ઘણા વખત પછી અહીં આ સ્તોત્ર સાંભળવા મળ્યું’

ત્યાંથી નિકળી બંને પારસી પોઈન્ટ, સ્ટ્રોબેરી ગાર્ડન અને જામ ફેક્ટરી ગયા. સ્ટ્રોબેરી ગાર્ડનમાં સ્ટ્રોબેરીક્રીમ, સ્ટ્રોબેરી મિલ્કશેક તથા મલબેરીક્રીમ મન ભરીને માણ્યા, મેપ્રો અને માલા’સ ફેકટરીમાં બનતા બધા પ્રોડક્ટ્સ નજરો નજર જોયા.ત્યાંથી  ક્રશ, જામ, જુદી જાતની ફ્લેવરના સરબત અને ચોકલેટ ટોફી કેન્ડી વગેરે ખરિદ કરી એક કાર્ટુનમાં પેક કરાવી લેન્ડ રોવરમાં મુકયો.

પંચગીની ફરીને બીજે દિવસે ઓલ્ડ મહાબળેશ્વર ગયા ત્યાં મહાદેવ મંદિરમાં દર્શન કરીને પછી શીવાજી મહારાજે જ્યાં અફ્ઝલખાનનો વધ કર્યો હતો તે જગ્યા પણ જોઈ લીધી. હજુ બીજી જગાઓ જોવાની બાકી હતી પણ વરસાદના જાપટા પડતા ફરી કયારેક વાત કહી માંડી વાળ્યું

‘અનિલ આપણે ફરવામાં આઈ-બાબાને ફોન કરવાનો ભુલી ગયા, આઈ આપણી ચિન્તા કરતા હશે’ અનામિકાએ કહ્યું તો અનિલે ઘરે ફોન લગાડ્યો અને ઘરમા બધા સાથે વાત થઈ ,

‘આઇ!! અમે અહીં કુશલ-મંગલ પહોંચી આવ્યા છીએ અને ખુશી આનંદથી ફરીએ છીએ તમે અમારી ચિન્તા ન કરશો’અનામિકાએ કહ્યું

‘હા બેટા!! તમારુ ધ્યાન રાખજો અને વખતસર જમી લેજો’ તારામતીએ કહ્યું

‘અનિલ આજે આપણે બધાને ભેટ આપવા માટે થોડી ખરીદી કરી લઈએ કાલે તો પાછા જવાનુ છે’ફોન મુકતા અનામિકાએ કહ્યું

બંને માર્કેટમાં આવ્યા ઘણી દુકાનો ફર્યા અને ખરીદી થઈ ગઈ અનામિકાએ રાત્રે જ સામાન પેક કરી લીધો.સવારે વહેલા જ તૈયાર થઇ નાસ્તો પાણી કરીને પાછા લેન્ડરોવરમાં નિકળ્યા રસ્તામાં લોણાવલાથી જુદી જુદી ફ્લેવરની ચીક્કી લીધી અને હાઇઅવે પકડી સીધા મુંબઇ આવ્યા.રાત ત્યાં રોકાઇને સુરતમાં આરામ કરી અમદાવાદ આવ્યા ત્યાં રાત રોકાઇને પછી ભુજ જવા રવાના થયા..અનિલ અને અનામિકા પાછા આવી ગયા  એટલે ઘરમાં પાછુ ખુશીનુ વાતાવરણ છવાઈ ગયુ.મહાબળેશવરથી લાવેલ ભેટો બધાને અપાઇ અને પેલું કાર્ટુન ખોલીને બધી વસ્તુ બતાવી લોણાવલાની ચીક્કી ખવડાવી.

છોકરાઓ ફરીને પાછા આવી ગયાના સમાચાર થતા ગોમતીબેનનો ફોન આવ્યો, અને તારામતીએ ઉપાડ્યો,

‘કાલે અનુને પાછા પગલા કરવા માટે હુ તેણીને લેવા વસુને મોક્લીશ. મધુરજની માટે ગયા એટલે હુ બોલી નહી.  જમાનો બદલાય તેમ આપણે રિતી રિવાજોમાં પણ ફેરફાર કરવા પડે’

‘તમારી વાત સાચી છે ગોમતીબેન હુ પણ એજ વિચારોની છુ, જમાના અને સમયને અનુસરીને આપણે ચાલીએ તો આપણે સુખી થઈએ અને આપણા સંતાનો પણ સુખી થાય ભલે અનુ તૈયાર રહેશે’તારામતીએ કહ્યું

તારામતીએ ફોન મુક્યો અને આત્મારામને કહ્યુ,

‘કાલે ગુલાબ પાકના બે પેકેટ મંગાવી લેજો, અનુ તેના પિતાજીને ઘેર પગફેરા માટે જવાની છે તો ખાલી હાથે થોડી જ જશે?’.

‘ભલે રાધેશ્યામને કહું છું એ લઇ આવશે સાંજે સાથે લેતો આવીશ પણ બે પેકેટ કેમ બીજું કોના માટે?’આત્મારામે છાપુ બાજુમા મુકી પુછ્યું

‘વસુંધરા આવશે તો એક પેકેટ તેણીના ઘર માટે’તારામતી એ સમજાણું એવા ભાવથી આત્મારામ સામે જોયું

‘…………’આત્મારામે સાચી વાત એવા ભાવ થી માથું ધુણાવ્યું

તારામતીએ સંધ્યાને બોલાવી ને એક થેલીમાં મહાબળેશ્વરથી અને લોણાવલાથી લાવેલ સામાનમાંથી અનામિકાના ઘેર મોકલવાનું પેક કરાવ્યું

‘આઈ અનુ કેટલા દિવસ માટે જવાની છે?’અનિલને ખબર પડી એટલે તેણે તારામતીને પુછ્યુ

‘દીકરા તેણી લગ્ન પછી પહેલી વખત માવતરે જાય છે એટલે તેણીની મરજી પ્રમાણે તેણીને જેટલા દિવસ રહેવુ હોય એટલુ રહેવાની છુટ છે’તારામતીએ અનિલની પીઠ પર ધબ્બો મારતા કહ્યું

‘આઈ અનુને જલ્દી આવવાનુ કહેજે તુ કહીશ એટલે જલ્દી આવશે’અનિલે કહ્યું

‘દીકરા આપણે સમાજમા રહ્યા એટલે થોડુ રિતી રિવાજોને પણ માન આપવુ પડે.ભલેને અનુ તેણીની મમ્મીને ઘેર બે ચાર દિવસ વધારે રહે વારે ઘડીએ એ થોડી જ જવાની છે?;કહી તારામતી હસી

અનિલે મનમા વિચાર્યુ કે,ભલે આઈ ના પાડે પરંતુ હું અનુને સમજાવીશ તો તેણી જલ્દી પાછી આવશે. રાત્રે અનીલે અનામિકાને સમજાવી

‘તુ જલ્દી મમ્મીને ઘેરથી જલ્દી પાછી આવી જજે.તારા વીના મને ઘરમાં જરાય નહીં ગમે.’અનિલે રિસાયેલા બાળક જેમ કહ્યું

‘અરે તમે તો આમ નાના છોકરા જેવી જીદ ન કરો.જલ્દી આવી જઈશ બસ’અનામિકાએ કહ્યું

‘જો તું જલ્દી નહી આવે તો તારી સાથે હુ વાત નહી કરુ’અનિલે કહ્યું

‘મારા લાડકવાયા કંથ આમ ઘેલા ન કાઢો ભલે હુ જલ્દી આવીશ બસ હવે શાંતિ રાખો”અનામિકાએ કહ્યું.

બીજે દિવસે અનામિકાને લેવા વસુંધરા બાઇક પર આવી અને તેણી મમ્મીને ઘરે ગઈ.હજુ ઘરે પહોચી ત્યાંતો અનિલે ફોન કરીને પુછ્યુ

‘તું બરાબર પહોંચી ગઈ?’

‘હુ થોડી પરદેશ ગઈ છુ. ભુજમાં જ તો છુ, શિવમ્‍ પાર્ક અને મહેરઅલી ચોક ક્યાં દૂર છે?પરમ દિવસે પાછી આવવાની છું, એટલે હવે શાંતિ રાખો.વારંવાર ફોન કરીશો તો બધા કહેશે અનિલ વહુ ઘેલો છે.’

‘એના માટે કોણ જવાબદાર છે?તેં જ મને વહુ ઘેલો બનાવ્યો છે’અનિલે કહ્યું

અનામિકા બે દિવસ મમ્મીને ઘરે રહીને પાછી તારા-નિવાસ આવી, અનિલને હવે હાશ થઈ.અનિલ અને અનામિકા બંનેની એકદમ ખુશ ખુશાલ આનંદમય દાંપત્ય જીવન છે બંને જણા સુખી છે.અને તેમનુ જીવન ખુશીઓની ગાડીમાં સવાર ભવિષ્યના સ્વપ્નમા રાચતુ તેજ ગતીથી ચાલવા લાગ્યુ.(ક્રમશ)

# વિશેષ નોંધઃ આ ચેપ્ટરમાંની પૂરક માહિતિ પુરી પાડનાર તથા પ્રુફ રીડીન્ગ કરી આપવા બદલ ભાઇશ્રી અશોકકુમાર  દેસાઇ (U.K.) http://das.desais.net તથા શ્રીમતિ પૂર્વીબેન મોદી ‘મલકાણ’ (U.S.A.) નો ખુબ ખુબ આભાર

-લેખક

તારામતી પાઠક (૧૫) – પ્રભુલાલધુફારીઅને શ્રીમતિ હેમાબેન પટેલ.

Posted on April 6, 2013 by vijayshah

        

અનિલ અને અનામિકા હનીમુન પર ગયા તે જ દિવસે ઇન્દ્રકુમારે તારામતીને પુછ્યું

‘કાકી દાદાજીના રૂમની ચાવી ક્યાં છે?’

‘કેમ તારે શું કરવું છે?’ચાવી આપતા તારામતીએ પુછ્યું

‘અનુ કહેતી હતી કે તેમાં બહુ જુના જમાના પુસ્તકો છે તો એ ક્યા કયા પુસ્તકો છે એ મારે જોવું છે’કહી તુકારામબાબાનો રૂમ  ખોલ્યો.

અનામિકાની દેખરેખ હેઠળ આ રૂમ હોઈ એકદમ સ્વચ્છ હતો. ઇન્દ્રકુમારે પુસ્તકોનો કબાટ ખોલ્યો અને એ કોઇ પુસ્તક ઉપાડે તે પહેલા સંધ્યા ત્યાં આવી

‘જોઉ છું કે અહીં ક્યા ક્યા પુસ્તકો સચવાયેલા છે?

એમ કહી ઇન્દ્રએ ત્યાં પડેલું‘બૃહદ્‍ ભૃગુ સંહિતા’ નામનું પુસ્તક ઉપાડ્યું.

‘અમસ્થા તમારે નામ જ જોવા હોય તો વહિનીએ કબાટમાં પેલી ડાયરી છે ને….. તેમાં પુરી માહિતિ સાથે પુસ્તકોનું લિસ્ટ બનાવેલ છે. પણ ભાઉ જે બુક જયાંથી ઉપાડો તે પાછી ત્યાં જ મુકજો નહીંતર વહિનીને મારા અજોબાની જેમ નહીં ગમે’કહી સંધ્યા ઇન્દ્રકુમારને ડાયરી આપવા માટે આગળ વધી ત્યાં જ ઇન્દ્રકુમારે કહ્યું

‘સંધ્યા…….અત્યારે તો તું તે ડાયરીને ત્યાં જ રહેવા દે અને રૂમ બંધ કરી દે’

એમ કહી ઇન્દ્રકુમાર ‘બ્રહદ્‍ ભૃગુ સંહિતાનાં પુસ્તકને હાથમાં લઇને અનિલના રૂમમાં આવ્યો

અગાઉ સેમીનાર માટે આવેલ ત્યારે અનામિકા સાથે ચર્ચા મુજબ પોતાના પાસે હાજર શાસ્ત્રોના પુસ્તક હતા જે તેણે અનામિકાને કુરિયરથી મોકલાવેલા એ અનિલના રૂમમાં સેલ્ફ પર જ પડ્યા હતા તેમાંથી પોતે અનામિકાને મોક્લાવેલ ભૃગુ સંહિતા અને તુકારામબાબાએ પોતે સંગ્રહિત કરેલ ભૃગુ સંહિતામાં ફરક હતો તે ઇન્દ્રકુમારને જણાઈ આવ્યું. પોતાના પાસેની નકલમાં અમુક વિગત ન હતી અને કાં તો બહુજ ટૂંકમાં હતી.જ્યારે તુકારામબાબાની આ નકલમાં વિસ્તારપૂર્વકનું સુંદર લખાણ હતું.

ઇન્દ્રકુમારનો ઘણો ખરો સમય પુસ્તકના અભ્યાસમાં જ પસાર થતો હતો પણ હા સાંજે હમીરસર તળાવની પાળે તે અને સંધ્યા સાથે ફરવા જતા ક્યારેક બાઇક ઉપર ક્યારેક રિક્ષામાં તો ક્યારેક ગાડીમાં.એક દિવસ હમીરસરની પાળે જતા હતા ત્યાં શહેરના કોટની દિવાલ પર લગાડેલ ઇંગ્લિશ મુવીનું પોસ્ટર ‘The Great Love Story’ પર ઇન્દ્રકુમારની નજર પડતા તેને સફેદ રણ જોવા ગયેલ ત્યારે કચોરી ખાતા ખાતા સંધ્યાએ કહેલ ‘બસ સ્ટોરી શબ્દ યાદ રાખજો’ તે વાક્ય યાદ આવી ગયું, તેથી હમીરસરની પાળે બેસી ચિપ્સ ખાતા ઇન્દ્રકુમારે સંધ્યાને પુછ્યું

‘ઓલી કોમ્પિટીશનવાળી કચોરીની સ્ટોરી શું છે?”

‘ઓહો!!તમને યાદ છે ? સંધ્યાએ આશ્ચર્ય સાથે ઇન્દ્રને પૂછ્યું. પછી પોતે જ કહેવા લાગી…….

‘વહિનીની ફેમિલી શિવમ્‍ પાર્કમાં રહેવા આવી,તેમના ઘરનો સામાન જે ટ્રક લાવેલ હતો તે ટ્રકના ડ્રાઇવરની ઘરવાળીને હોસ્પિટલમાં એડમિટ કરેલી તેથી તેણે ટ્રક ગાંધીધામમાં જ ઊભી રાખી ટ્રકના માલિક જગજીવનને સામાન પહોંચાડવા બીજો ડ્રાઇવર મોક્લવા વ્યવસ્થા કરવા કહ્યું. સામાન જલ્દી અને સમયસર પહોંચે તે માટે વધારે પૈસા પણ વહિનીના પપ્પાએ આપ્યા હતા તેથી કોઇ પણ હિસાબે અને આજે જ આ સામાન જલ્દી પહોંચાડવો જ રહ્યો.જગજીવનના બધા ડ્રાઇવર ડિલીવરીમાં નિકળી ગયા હતા.બીજી તરફ ડ્રાઇવરોની હડતાલ ચાલતી હતી એટલે બીજો ડ્રાઇવર મળવો મુશ્કેલ હતો તેથી તેણે બાબાને વાત કરી.તે જ દિવસે આપણા ડ્રાઇવર અને મેકેનિક પણ હાજીપીર ઉર્સ એટલે મેળો હોવાથી હાજીપીરની સલામે ગયેલા એટલે આપણા ત્યાંથી પણ ડ્રાઇવર મુશ્કેલ હતો ત્યારે ભાઉ ડ્રાઇવર જેવો ધુળિયો વેશ કરી ટ્રક લઇને શિવમ્‍ પાર્ક ગયો.’

‘અનિલ ટ્રક ડ્રાઇવર થઇને ગયેલો?’ઇન્દ્રકુમારે પુછ્યું

‘હા…બાબા તો જગજીવનને ના પાડવાના હતા પણ…..ભાઉ ત્યાં બેઠો હતો તેણે જગજીવનને કહ્યું ટ્રકની વિગત આપો.તમે ફિકર નહીં કરો સામાન પહોંચી જશે.ટ્રકની વિગત આપી જગજીવન જતા રહ્યા તો બાબાએ પુછ્યું પણ ખરૂં કે ડ્રાઇવરની હડતાલ ચાલે છે…..સામાન કોણ લઇ જશે તો ભાઉએ કહ્યું હું….’ કહી સંધ્યા હસી

‘ખરો છે અનિલ પણ..પછી?’

‘બાબાએ કહ્યું પણ ખરૂં અનિલ….અનિલ….આ ફોર્ડ સલુન કાર નથી લેલેન્ડ ટ્રક છે….પણ ભાઉ તો ગયો.’

‘અંકલ પાસે આવેલ જગજીવનને નિરાશ ન કરવાના આશય થી જ અનિલે આમ કર્યું હશે’ઇન્દ્રકુમારે કહ્યું

‘હા….વહિનીના ઘેર ભાઉ સામાન મુકવા ગયેલ ત્યારે વહિની અને ભાઉ વચ્ચે સામાન મોડો મળ્યા બાબત મોટો ઝઘડો થયો. ત્યાર બાદ વસુંધરા સાથે ભુજના જોવા લાયક સ્થળોના નિરિક્ષણ દરમ્યાન, હમીરસરની પાળે, વાણિયાવાડ, મહેરઅલીચોક વગેરેની બજારમાં ફરતા વસુંધરાએ બંનેના હાવ ભાવ પરથી બંનેના મન જાણી લીધેલ.’સંધ્યાએ કહ્યું

‘વાહ!!!’

‘ભુજમાં જ જો બંને ફરે તો ચર્ચાના ચગડોળે વાત ચડે એટલે વહિની શિવમ્‍ પાર્કથી મિરઝાપર જતી અને ત્યાંથી ભાઉની બાઇક પર તેઓ ૬૦ કિલોમિટર દૂર માંડવી કાશીવિશ્વનાથના મંદિરે જતા મન હળી ગયા અને એક રવિવારે બંને ત્યાં જ ગાંધર્વ લગ્ન કરી લીધા.’સંધ્યાએ કહ્યું

‘તો તમને ખબર ક્યાંથી પડી?’ઇન્દ્રકુમારે પુછ્યું

‘આઇના મોબાઇલની બેટરી ઉતરી ગયેલ એટલે ભાઉનો મોબાઇલ ઉપાડ્યો અને વહિનીના નામ અનામિકાના મિસ કોલ જોઇ આઇને ડાઉટ ગયો કે ભાઉ રખે રવિવારે વહિનીને મળવા જાય છે.’સંધ્યાએ કહ્યું

‘વાહ!!..પછી?’

‘બીજા જ રવિવારે એ ડાઉટ સાચો પડ્યો હું અને આઇ મારી બાઇક પર આગળ જતી ભાઉની બાઇક પર બેઠેલી વહિની પાછળ ઠેઠ માંડવીના કાશીવિશ્વનાથ મંદિર સુધી ગયેલા.એક દિવસ છાપામાં કુકિંગ કોમ્પિટશનમાં કચોરી બનાવી ઇનામ જીતનાર અનામિકાનું નામ વાંચી આઇએ કમુ દીદીને ફોન કર્યો અને અનામિકા માધાપરના મહિલા મંડળની મેમ્બર અને કમુદીદીની સહેલી નીકળી.

અને કમુદીદીની સહેલી નીકળી.આઇએ કચોરી બનાવવા તેણીને આપણા ઘેર લઇ આવવા કમુ દીદીને કહ્યું. પછી કમુદીદી જ્યારે વહિનીને લઈને ઘરે આવ્યાં કે તરત જ મને ને આઈને ખબર પડી કે તેણી આ જ હતી જેને અમે ભાઉના બાઇક પર પાછળ બેઠેલી જોઇ હતી.’સંધ્યાએ કહ્યું

‘ઓહો…..’

‘હમણાં અમે પુણેજે મંજુશ્રીના લગ્નમાં ગયેલા તેનું માંગુ ભાઉ માટે આવેલું અને એ જ રાત્રે આઇએ અનિલને જણાવ્યા વગર કમુ દીદી અને વહિનીને બોલાવી રાખેલ અને ભાઉને કહ્યું જો અનિલ આજે પહેલી અને છેલ્લી વખત તને પુછુ છું જો કોઇ છોકરી તને ગમતી હોય તો બોલી નાખ નહીંતર પુણે વાળા મિસ્ટર કુલકર્ણીની પોરગી મંજુશ્રી મને ગમે છે તેમનો આજે જ આવેલ માંગુ સ્વિકારી લઉ ને? તેમનોઆજે જફોન આવેલ બોલ શું કરું? તો ભાઉએ કહ્યું તું…યે શું મમ્મી એ..વું કશું.. પણ.. નથી…પણ…તને મારા લગ્નની આટલી બધી ઉતાવળ શું છે?….સાલા ડરપોક ગાંધર્વ લગ્ન કર્યા ત્યારે ન્હોતું વિચાર્યું ને હવે કહેતા લારા શું ચાવે છે?કમુ દીદીએ રૂમમાં આવીને કહ્યું ‘ગાંધર્વ…. લ…ગ્ન?કો…કો…કોના? ભાઉ મુંજાઇ ગયો તારાનેમારા..કહેતી અંદરનાં રૂમમાંથી વહિની બહાર આવી પછી ભાઉને પૂછ્યું કેમ ભૂલી ગયો?માંડવીના કાશીવિશ્વનાથનામંદિરમાં આપણે ગાંધર્વલગ્ન નોહતાં કર્યા?…..યાદ છે કે ભૂલી ગયો? વહિનીએ આમ અચાનક આવીને કહ્યું ત્યારે ભાઉની હાલત જોવા જેવી હતી અને ભાઉ તો થોડો છોભીલોય પડી ગયો ને થોડો શરમાઇ પણ ગયો હતો…’ કહી સંધ્યા ખડખડાટ હસી

‘ખરો પકડી પાડ્યો’ઇન્દ્રકુમારે કહ્યું

વાણિયાવાડમાં ફરતા અને હમીરસર પર જામતા મજનુપીરના મેળામાં, સિનેમા હોલમાં મળવાની બધી એરેન્જમેન્ટ વસુંધરાની હતી તેણી વહિની અને ભાઉ સાથે ફિલ્મ જોવા આવતી અને ફિલ્મ શરૂ થતાં બહાર જતી રહેતી તે છેક છેલ્લા સીન વખતે પાછી આવતી.મિરઝાપરથી માંડવી કાશીવિશ્વનાથના મંદિર સુધી  જવાનો આઇડિયા પણ તેણીનો જ હતો આ બધા પાછળ વસુંધરાનો આસય પોતાની સખીને મનગમતો ભરથાર મેળવી આપવાનો હતો. ઇન્દુભાઇ ભલે તમે આમ કદમાં જરા નાની….’કહી સંધ્યાએ અંગુઠા અને તર્જની વચ્ચેનો ગેપ બતાવતા કહ્યું અને વર્ણમાં જરા સાંવરી…કહી પોતાના ચહેરા ફરતો હાથ ફેરવ્યો

‘હું……’

‘એવું ભલે તમે કહો છો પણ હું તો કહું છું આ જમાનામાં આવી સખી ભાગ્યે જ મળે!!’

‘હં….એક રીતે વાત તો તારી તદન સાચી છે’

‘હું હંમેશા સાચીજ વાત કરૂં છું…તમને ત્યાંની સોનાર બાંગ્લાની કોઇ બંગાલણ તો પસંદ નથી ને?’

‘અરે!!! નારે એવું કંઇ નથી’કહી ઇન્દ્રકુમાર હસ્યો

‘તમે પણ ઇન્દુભાઇ ભાઉની જેમ એવું કશું નથી કહી વાત ટાળતા તો નથી ને?’સંધ્યાએ આંખો જીણી કરીને ભંવર ઉપર નીચે કરતા પછ્યું

‘ના હું અનિલની જેમ ખોટું નથી બોલતો’કહી ઇન્દ્રકુમાર ફરી હસ્યો.

અનિલ અને અનામિકા હનીમુનથી આવી ગયા પછી થોડા દિવસ બાદ જ પુનમ હતી ત્યારે રાત્રે સફેદ રણ જોવા અનિલ અનામિકા સંધ્યા અને ઇન્દ્રકુમાર સાથે ગયા અને સાથે સાથે ધોળાવિરા સિન્ધુ સંસ્કૃતિના અવશેષ અને લખપતના કિલ્લા પરની મિલટરીની ચોકી પરથી પાકિસ્તાનની બોર્ડર વગેરે જોઇને ઘરે પાછા આવ્યાં.

ત્યાંથી પાછા આવ્યા બાદ અનામિકાને કહીને તુકારામના ખજાના મહીંની અમુક બુકો લઇને જરૂરી નોંધ કરી કલકત્તાથી પાછી મોકલાવી આપશે એમ કહ્યું.બે ત્રણ દિવસ રોકાઈ ઇન્દ્ર કલકત્તા જવા નીકળી ગયો

અનામિકા ઘરનું કામકાજ રબેતા મુજબ સંભાળતા બાકીનો સમય તુકારામના ખજાના મહીંના સૌથી પહેલા તુકારામના લખેલા અભંગ ઉપર થિસીસ ગુજરાતીમાં લખવા શરૂ કર્યા અને તે માટે અનિલે તેણીને નવો લેપટોપ લઇ આપ્યો. સમય મળે ત્યારે થતી મહેનતથી એ કાર્ય ચાલુ હતું સાથો સાથ અંગ્રેજીમાં લખી અંગ્રેજી આવૃતિ તૈયાર કરવાનું પણ શરૂ કર્યુ.

કેવડા ત્રીજ નજીક આવી, અખંડ સૌભાગ્યવતી થયેલી અનામિકાની આ પહેલી કેવડા ત્રીજ હતી તારામતીને કહ્યુ

‘આઈ આ વખતે હુ પણ અનિલના દીર્ઘ આયુષ્ય માટે વ્રત કરી સકીશ’

“હા બેટા….’કહી તારામતીએ તેણીના ઓવારણા લીધા.

દર વર્ષે તારામતી પોતાને ઘરે જ પુરોહિતને બોલાવી કેવડાત્રીજની પુજા રાખતી અને પોતે જેમ વ્રત કરતી તેમ આ વખતે પણ બધી બેનોને આમંત્રિત કરી. બધી બેનોએ રાત્રે ભેગી મળીને હાથે મેંદી મુકી.

બીજે દિવસે સવારે ઘરમાં પુજાની તૈયારી ચાલુ થઈ,ઘર આંગણે આસોપાલવના અને હજારીના પીળા ફૂલોના તોરણ બાંધ્યા, આંગણામાં મરાઠી રિવાજ મુજબ શુભ પ્રસંગે થતી રંગોળી બનાવાઇ. પુરોહિતે પુજાનો મંડપ સજાવ્યો,  મંડપમાં દીપ પ્રગટાવ્યા.તારામતી ,અનામિકા.સંધ્યા અને કામિની આજે નવવારી પહેરી તૈયાર થઇ. અનામિકા એ દરેક હાથમાં લીલા રંગની કાચની ડઝન ચુડીયો, નાકમાં મોતીની નથ, કેડે કંદોરો,પગમાં પાયલ, ગળામાં મરાઠી રિવાજ મુજબની મોહનમાળા અને મંગલ સુત્ર ધારણ કર્યા કપાળમાં અર્ધ ચંદ્રાકાર ચાંદલો નીચે બિન્દી કરી પછી સેંથો પુર્યો.અનામિકાને નવવારી પહેરેલી જોઈ અનિલ ખુશ થઇને બોલ્યો

‘અઘ માઝી શકબાઈ કિત્તિ છાન દીસતીસ તું…. આણી તુઝા હા નખરા……!!! આઝ તો તું માલા સિનેમાચી હિરોઇન સારખી દિસતે.’

‘હા હિરોઇન તુમ્હાલા આવડલી માઝા સખારામ?’કહી અનામિકા હસી

તારામતીના આમંત્રણથી ગોમતીબેન અને મયાશંકર તથા વસુંધરા અને તેના પપ્પા ચંપકલાલ વાલજી ગણાત્રા અને મમ્મી હેમલતા પણ વ્રતવાળી બેનો સાથે આવી ગયા એટલે પંડિતજીએ પુજા ચાલુ કરાવી,અને વ્રતનો મહિમા પણ સમજાવ્યો વિવાહિત સ્ત્રીઓ પતિના દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત કરે છે.મા ભવાનીએ ભોળેનાથ શિવશંકરજી માટે આ વ્રત કરીને તપસ્યા કરી હતી અને ભોળેનાથને પામ્યા હતા.

અનામિકાએ આંખ બંધ કરી અને મા ભવાની અને ભોળેનાથનું ધ્યાન ધર્યુ અને મનમાં પ્રાર્થના કરી હે ભગવાન મારા અનિલની હમેશાં રક્ષા કરજો અને મારો ચુડી ચાંદલો અખંડ રાખજો.સર્વ વિધિથી સંપન્ન થઈ પછી સૌએ ભજન ગાયા ને સત્સંગ કર્યો.આજે ઘરનુ વાતાવરણ ભાવ ભક્તિમય આનંદ ઉલ્લ્સાસ સાથે એક્દમ પવિત્ર બની ગયુ હતું તેથી સૌ આનંદિત થઈ ગયાં હતાં. પછીથી તારામતીએ બધી બેનોને કેસરવાળુ દુધ,ચ્હા,કોફી અને ફ્ળાહાર કરાવ્યો અને રાત્રે ફળાહાર અને રાત્રિ જાગરણ માટે આમંત્રણ આપી બેનોને વિદાય આપી..

રાત્રે સમય થયો બધી બેનો ભેગી થઈ અને તારામતીએ દુધ અને ફળાહાર વગેરે કરાવ્યુ થોડો સતસંગ કર્યો અને હવે બેનોને જાગરણ કરાવવા માટે બધા ભાઈઓ પણ સાથે ભેગા થયા અને રંગત જામી. ગરમા ગરમ ચ્હા કોફી પીધા.જોક્સ અને જુદી જુદી રમતો રમાઇ હવે અન્તાક્ષરી ચાલુ થઈ.

બપોરે અનિલે તુકારામના રૂમમાંથી હાર્મોનિયમ.પખવાજ,તબલા જોડી, સિતાર ઉપરથી કવર કાઢતો હતો ત્યાં અનામિકા રૂમમાં આવી અને અદબવાળી અનિલને પુછવા લાગી.

‘આ શું કરો છો?’

‘રાત્રી જાગરણમાં વગાડવા માટે સાજ કાઢુંછું કેમ?’

‘એક પણ સાજ બહાર કાઢતા નહીં’ અનામિકાએ સિતાર પર ફરી કવર ચઢાવતા ગંભીરતાથી કહ્યું

‘પણ શુ કામ?’અનિલે મુંજાઇ જતા પુછ્યું

‘તમે સાજ બહાર લઇ જશો અને કોઇ વગાડવા માગે તો ના પાડી શકશો?અને ન કરે નારાયણ ને કોઇ વસ્તુ ડેમેજ થાય તો આટલા વરસથી અજોબાની સાચવી રાખવાની મહેનત પાણીમાં જ જાય મારે એમ થવા નથી દેવું’અનામિકાએ સમજ્યા એવા ભાવ સાથે અનિલ સામે જોતા કહ્યું

‘દીકરા અનિલ અનુની વાત સાવ સાચી છે છતા પણ તને જે વગાડવું હોય એ એક સાજ બહાર લઇ જા પણ સાવચેત રહેજે અને બીજા કોઇને હાથ લગાડવા ન દેવું એ શરતે’બારણામાં ઉભેલી તારામતીએ કહ્યું

‘તો હું હિમાશું ને કહી એ-વન રીધમવાળા પાસેથી ઓરકેસ્ટ્રા મંગાવી લઉ?’અનિલે પુછ્યું

‘ભલે… ‘કહી અનામિકા બધા સાજ પર કવર ચડાવી બહાર આવી રૂમને તાળુ માર્યું

રાત્રે સમયે બધી બેનોએ ભેગા થઈ થોડો સત્સંગ કર્યો અને હવે બેનોને જાગરણ કરાવવા માટે બધા ભાઈઓ પણ સાથે ભેગા થયા અને રંગત જામી. તારામતીએ બધાને દુધ અને ફળાહાર વગેરે કરાવ્યું. ગરમા ગરમ ચ્હા કોફી પીધા પછી સહુ મૂડમાં આવી જતાં સહુએ જુદી જુદી રમતો રમી પછી જોક્સ કર્યા ને પછી છેલ્લે એક પક્ષમાં ભાઈઓ અને સામેના પક્ષમાં બેનોએ ભેગા થઈ અંતાક્ષરીચાલું કરી, ત્યાં અનિલ હિમાશુંએ મોકલાવેલ ઓરકેસ્ટ્રાને લઈને રંગ જમાવવા આવી ગયો.

સૌથી પહેલાં અનિલે તારામતીને અંતાક્ષરી ચાલુ કરવાનુ કહ્યુ અને તારામતીએ શ્રી ગણેશજીનો એક શ્લોક ગાઈને શરુઆત કરી પછી અનિલે આત્મારામ બાબાને ગાવા માટે કહ્યુ ત્યારે આત્મારામે વિઠોબાની સ્તુતિ ગાઈ.પછી ત્યાં બેસેલાં બધાં જ લોકો વારાફરતી બધા જોડાયા.કોઈએ ભજન તો કોઈએ ગરબા ગાયા પછી જવાનિયાઓએ હવે ફિલ્મીગીત ગાવાના શરુ કર્યા.

અનિલે અનામિકાની સામુ જોઈને‘ક્યા ખુબ લગતી હો બડી સુંદર દિખતી હો….’ગીત ગાયુતો અનામિકાએ તારામતી કામિની સંધ્યા અને વસુંધરા તરફ એક નજર કરતા ગાયું

‘ફેશનવાલા પતિ મિળાલા…..’

‘અગ બાઇ….’ગીત સાંભળતા તારામતી કામિની અને સંધ્યાએ બંને હાથ મ્હોં પર મુકી એકબીજા સામે આશ્ચર્યથી જોયું તો ત્યાં બેઠેલી અન્યને અને વસુંધરાને પણ નવાઇ લાગી ગોમતીબેન તો જોતા જ રહી ગયા.

‘ફેશનવાલા પતિ મિળાલા ફેશન મી કરતે….”

‘અરે કસ્લી ફેશન વહિની ?’સંધ્યાએ સીટી મારતા પુછ્યું

‘ફેશનવાલા પતિ મિળાલા ફેશન મી કરતે…અગ બાઇ….નાયલોન સાડી ખાંધ્યા વરૂન સરતે…બાઇ બાઇ નાયલોન સાડી ખાંધ્યા વરૂન સરતે….’તારામતીએ વાહ માઝી સુનબાઇ કહી અનામિકાના ઓવારણા લીધા તો અનામિકાએ તારામતીના પાલવમાં મોઢુ સંતાળ્યું

‘દેવા આતો પુરી મરાઠણ થઇ ગઇને?’મયાશંકરે ખુશ થતા આત્મારામને કહ્યું

‘હમને તુમકો દેખા તુમને હમકો દેખા ઐસે સાતો જનમ મિલતે રહે હો જૈસે’અનિલે જવાબ વાળ્યો

આમ સંગીતની મહેફીલમાં સવારના પાંચ વાગ્યા ખબર ન પડી,બહુજ સરસ રીતે વ્રતનુ જાગરણ થયુ.તારામતીએ બધા માટે ચ્હા કોફી મુકાવડાવી અને બધાને ચ્હા કોફી પીવડાવીને વિદાય કર્યા. બીજા સવારના અચાનક અનામિકા વહેલી જાગી અને મ્હોં પર હાથ રાખી વોસબેસીનમાં ઉલટી કરવા લાગી તેનો અવાજ સાંભળી અનિલ દોડ્યો.અનામિકાની પીઠ પસવારવા લાગ્યો. મ્હોં ધોઇને અનામિકા સ્વસ્થ થઇ અને રસોડામાં ચ્હા બનાવવા ગઇ અને હજુતો ફ્રીજમાંથી દુધનું પાઉચ ઉપાડે ત્યાં ફરી બાથરૂમમાં ગઇ ત્યારે જ જાગેલી તારામતી તેણીને પાછળ ગઇ અને પીઠ પસવારી અને મ્હોં ધોવડાવી ને પોતાના પાલવથી મ્હોં લુછી ડાઇનિન્ગ ટેબલની ખુરશી પર બેસાડી સંધ્યાને જગાડી પાછળ અનિલ પણ આવ્યો ને કહ્યું

‘લાગે છે ખાવામાં કશુંક આવી ગયું છે’

‘હશે…ચાલ સંધ્યા બધા માટે ચ્હા બનાવ અને તું જરા પરવારીને તૈયાર થઇ જા તો આપણે ડૉ.માધવી ઝાલાને ત્યાં જઇ આવીએ’અનામિકાને તારામતીએ કહ્યું

‘આઇ અમસ્થી ઉલટીમાં ડૉકટરને ત્યાં?’અનામિકાએ અવઢવમાં પડતા કહ્યું

‘સારૂં ડૉકટરને જ અહીં બોલાવીએ મનમાં કંઇ શંકા ન રહેવી જોઇએ’તારામતીએ કહ્યું તો અનિલે કહ્યુ

‘તેં પહેલી વખત વ્રત રાખ્યુ હતુ અને ઉપવાસ કર્યો હતો અને ઉપરથી ઉજાગરો એટલે તારી તબીયત બગડી હશે માટે આઈ બરાબર કહે છે અનુ આજે થોડો આરામ કર’

‘…….. ને ખબરદાર જો કોઈ કામ કાઢ્યું છે તો….’કહી તારામતીએ પ્રેમાળ નજરે વ્હાલ ભર્યો હાથ અનામિકાનાં માથા પર ફેરવ્યો.

‘બેટા આજે આખો દિવસ આરામ કર કંઈ કામ નથી કરવાનું,અનિલની વાત પણ સાચી છે તેં ઉપવાસ અને ઉજાગરા કર્યો તેના લીધે તારી તબીયત બગડી લાગે છે.’તારામતી અનિલની વાત સાંધતા કહ્યું

તારામતી અનામિકા સાથે વાત કરતી હતી છતાં પણ તેમના મનમાં બીજા વિચાર ચાલી રહ્યા હતા અને હરખાઇ પણ ખરી, જો હુ વિચારુ છુ એમજ હોય તો કેવું સારું.ડોક્ટર આવશે એટલે ખબર પડશે, અનિલે ડોક્ટરને ફોન કર્યો હતો એટલે ડોક્ટર માધવી ઝાલા વીઝીટ માટે આવી ગઇ. અનામિકાને તપાસી અને કહ્યુ,

‘ચિન્તાકરવા જેવુ કંઈ નથી, તેણીને આરામની જરૂર છે અને તેણીના ખાવા પીવામાં ધ્યાન રાખવાનુ છે’ તારામતી ડોક્ટરનીવાતો ધ્યાનથી સાંભળતી હતી અને મનમાં સમજી ગઇ છતાં પણ ડોક્ટર માધવી ઝાલાના બોલવાની રાહ જોઈ રહી હતી,

‘શુભ સમાચાર છે આત્મારામભાઇ અને તારામતીબેન તમે બંને દાદા-દાદી બનવાના છો’સ્ટેથોસ્કોપ ગળે ભેરવતા ડૉકટર માધવીએ કહ્યું

‘ડોક્ટર તમે તો શુભ સમાચાર આપ્યા,ખુશીના સમાચાર આપ્યા, તમારા મોઢામાં ઘી સાકર’તારામતીએ કહ્યુ.

તો ડોકટર માધવીએ હસીને કહ્યું તારામતીબેન તમને તો ખબર છે અમે ડોક્ટર લોકોને ઘી અને ખાંડ ઓછી ખાવાની સલાહ આપીએ છીએ પણ ખાલી સલાહ જ નહીં એ સલાહનું પાલન અમેય કરીએ છીએ તેથી ઘી ને સાકર મારાથી કેવી રીતે ખવાય? ના બાબા તે મારા કામનું નહીં’

‘ખુશી હોય ત્યારે તો કોઈક વખત ચાલી જાય, ને આજે તો મિઠાઈ ખાધા વીના નહીં જ ચાલે’ મધુરા સમાચાર આપીને તમે જ મ્હોં મીઠું ન કરો તો કેમ ચાલે?કહી તારામતીએ ડૉકટર માધવીનાં મુખમાં એક ટુકડો કાજુ કતરીનો મૂકી દીધો.

આ ખુશીના સમાચારથી ઘરમાં આનંદનો મહોલ છવાઈ ગયો.

‘અનુ તે તો ખરેખર બધાને બહુ ખુશ કરી દીધા એટલા કે જેનું વર્ણન ન થઈ શકે’અનિલે કહ્યું

‘અનુ બેટા તે તો આપણું ઘર આનંદ ઉલ્લાસથી ભરી દીધુ.સદા સુખી રહે ખુશ રહે તું ખુશ બધા ખુશ દીકરી’ કહી તારામતીએ અનામિકાનુ માથુ ચુમીને તેણીના હરખાઇને ઓવારણા લીધા તો સંધ્યાએ આંખના ખુણેથી કાજળ લઇને અનામિકાના કાન પાછળ બીંદી કરતા કહ્યું

‘મારી વહિનીને કોઇની નજર ન લાગી જાય’

ઘરમાં બધાએ અનામિકાનુ ખાસ ધ્યાન રાખવા માંડ્યુ.તારામતીએ અનામિકાનુ ઉઠવાનુ ,ખાવા પીવાનો ચોક્કસ ટાઈમ,ને કેવો આહાર લેવો,કેવી હળવી કસરત ,દરરોજ થોડુ ચાલવા જવાનુ વગેરે,નક્કી કરી દીધુ અને ટાઈમ ટેબલ બનાવી અનિલ અને અનામિકાના હાથમાં પકડાવ્યુ અને કહ્યુ,

‘હુ તો છુ જ અનામિકાનું ધ્યાન રાખવા માટે પરંતુ તમારા બંનેની જાણકારી માટે આપ્યું છે અને આ રીતેજ ચાલવાનું,’

તારામતીને ખબર છે અનામિકાને વાંચનનો ભારે શોખ છે, છતાં પણ તેમણે અનામિકાને સમજાવ્યુ બેટા હવે ધાર્મિક પુસ્તકોનુ વાંચન વધારે કરવાનુ, સારા વાંચનથી સારા વિચારો આવે અને સારા વિચારો હમેશાં આનંદ આપતા રહે એટલે આવનાર બાળક એકદમ તંદુરસ્ત અને સંસ્કારી આવે.

‘હા આઈ હુ તમે જેમ કહોશો તેમજ તમારી સલાહ મુજબ અને તમારી મરજી મુજબ જ કરીશ, તમે મારા માટે મારા મમ્મી કરતાં વધારે છો, અને તમે મારા ભલા માટે તો કહો છો.’અનામિકાએ તારામતીને ગળે લાગી કહ્યું

ગોમતીબેનને ફોન કરીને તારામતીએ સમાચાર આપી દીધા,અને કામિનીને પણ ફોન કરી દીધો .અને બપોરે બધા અનામિકાને અને પરિવારને વધાઈ આપવા માટે મિઠાઈ લઈને આવી ગયા.

અનામિકાનો ઘણો ખરો સમય વાંચનમાં અને ઘરમાં તારામતીની સુચના મુજબ મદદ કરવામાં જ જતો.એક શનિવારના સાંજના શોની ફિલ્મની બે ટિકીટ લઈને અનિલ આવ્યો.

‘આપણે ઘરમાં તો આટલી ડીવીડી ઉપર પિક્ચર જોઈએ જ છીએ તો પછી સિનેમાઘરની ટિકીટો શુ કામ લાવ્યા?’અનામિકાએ પુછ્યું

‘અમુક પિક્ચરો થીએટરમાં જ જોવાની મઝા આવે એટલે લઇ આવ્યો’અનિલે કહ્યું

‘સારૂં એમ તો એમ હું સમયસર તૈયાર થઇ જઇશ બસ’અનામિકાએ ખભા ઉલાળતા કહ્યું  સાંજે બંને જણા ફિલ્મ જોવા નિકળતા હતા ત્યારે તારામતી આવીને કહેવા લાગી,

‘ફિલ્મ જોવા ભલે જાવ પરંતુ બહારનું ખાવાનુ નથી ઘરે આવીને જમજો.’

‘હા આઈ મને ખબર છે હું બહારનુ કંઈ પણ નહીં ખાઉ,અનિલને ખાવું હશે તો તે ખાસે હુ ઘરે આવીને ખાઈશ’અનામિકાએ અનિલ સામે જોઇ મરકતા કહ્યું

અનિલે કોમેડી ફિલ્મની ટિકીટ લાધી હતી કે, જેથી અનામિકા ખુશ રહે. અનામિકાને ફિલ્મ બહુજ પસંદ આવી.અનિલ અનામિકાને હમીરસરની આજુબાજુ વોક માટે લઇ જતો. અઠવાડિયામાં એક વખત અનામિકાને પસંદ એવી તુકારામની જુની ગાડી ફોર્ડ ગ્લેકસીમાં માંડવીના કાશી વિશ્વનાથના મંદિરે જતા.દરિયા કિનારે લગ્ન પહેલાના મિલન કાળમાં જ્યાં બેસતા ત્યાં જ રેતીના ઢગલા પર બેસતા અને ચિપ્સ ખાતા.

અહીં તેઓ જ્યારે પણ આવતા ત્યારે દૂર દૂર સુધી ધરતી અને ગગનને એક બીજાને ક્ષિતિજ પર મળતી ત્યાં નજર મંડાયેલી રહેતી.દૂરથી હળવે હળવે ઉદ્‍ભવતી અને કિનારે આવી પથરાતી સમુદ્રની લહેરો જોતાં રહેતા. પવનના સુસવાટા અને સમુદ્રની લહેરો જાણે સંગીતના સુર રેલાવતી હોય તેમ બંને શાંતિથી સાંભળતા રહેતા, અનિલ અને અનામિકાને આમ એક બીજામાં સમાઈને બેસીજ રહીએ એવી ઈચ્છા થઈ આવતી આંખોથી પ્રશ્ન થાય ને સ્પર્શથી જવાબ મળે.

એક દિવસ અનિલ ત્યાંથી ઉઠવાનું નામ જ ન્હોતો લેતો તેનો હાથ જાલી અનામિકાએ કહ્યું

‘અનીલ ચાલો હવે આપણે ઉઠીએ, આપણે માંડવીમાં છીએ અને ભુજ જવાને મોડું થાય છે’

‘અનુ આજે ઉઠવાનુ મન નથી થતું એવું લાગે છે જાણે ક્લાકો અહિયાં બેસી રહીએ બસ એક તુ અને બસ એક હુ, દુનિયાને થોડા વખત માટે ભુલી જઈએ’અનિલે ક મને ઉભા થતા કહ્યું

‘એમ થોડી જ દુનિયાને ભુલી જવાય? ભગવાને માયાના બંધન એવા મુક્યા છે કે કોઈને ભુલવું સહેલું કામ નથી, આઈ આપણી રાહ જોતા બેઠા હશે, મોડુ થશે તો ફીકર કરશે, એટલે હવે વધારેના બેસાય’

‘હા…ચાલ કહી બંને ગાડીમાં બેઠા અને ગાડી ભુજ તરફ વહેતી થઇ..

એક દિવસ બપોરે અનિલ જમવા બેઠો હતો અને તેના મિત્ર હિમાશુંનો ફોન આવ્યો જમતા અનિલે સ્પીકર બટન દબાવ્યું

’અનિલ મારે ધંધાના કામ અર્થે ગોવા જવાનુ છે તો તુ અને ભાભી પણ અમારી સાથે ચાલો, મારૂં કામનુ કામ થશે અને તમને ફરવાનુ મળશે’.

‘નહી અવાય ,આટલે દૂર અનામિકા આવવા તૈયાર નહીં થાય’.

‘ભાભીને મનાવી લે ને યાર ચાલને મઝા આવશે’હિમાંશુએ કહ્યું

‘ભલે હુ ઘેર પુછીને તને જણાવુ છું.’કહી અનિલે તારામતી અને અનામિકા સામે જોયું

‘મારી આ હાલતમાં આટલે દૂર ગોવા સુધી મુસાફરી કરવી મારા માટે બહુ સારુ નહીં અને તે પણ કારમાં નો વે’અનામિકા બોલી,

‘અનિલ બેટા અનુ બિલકુલ સાચુ કહે છે,આ હાલતમાં તેણીને લાંબી મુસાફરી કરવી એ યોગ્ય નથી એમ કર, તુ એકલો જઈ આવ અનુ તારી સાથે ફરી કોઈ વખત આવશે.’તારામતીએ સલાહ આપી

અનિલનું તેના મિત્રો સાથે ગોવા જવાનું નક્કી થયું.ચાર દિવસ પછી ગોવા જવાનું હતું અનામિકાએ અનિલની બેગમાં કપડાં અને જરૂરી સામાન ગોઠવીને બેગ તૈયાર કરી આપી.

‘અનિલ તારા વીના ઘરમાં મને સુનુ સુનુ લાગશે, જલ્દી પાછો આવી જજે”.અનામિકાને ઈન્દ્રકુમારે કરેલી આગાહી યાદ આવી જતા મનમાં ડરી, અનિલ જાય છે ને કંઈ ઉચ-નીચ બનાવ ન બને તો સારુ.કારણ ગાડી લઈને જાય છે.પરંતુ તેણીએ અનિલને ખબર ન પડે એમ ભાવ મોઢા પર ન આવવા દીધા.

‘અનુ તું સાથે હોત તો વધારે મઝા આવત, તારા વીના ગોવામાં મને નહીં ગમે’અનિલે કહ્યું

‘કોઈ વખત પત્નિ વગર એકલા જવાની આદત પણ પાડવી જોઈએ,દોસ્તોને પણ સમય આપવો પડે આખો વખત શું બાઈડીનો છેડો પકડી ચાલવાનું’અનામિકએ અનિલના ગાલે ટાપલી મારતા કહ્યું

‘આજે બહુ મોટી મોટી વાતો કરે છે’

‘મોટી નહીં પણ સાચી વાત કરું છું અને આફટર ઓલ હું તુકારામ ધ ગ્રેટ ફેમિલીની સુનબાઇ છું” કહી અનામિકા હસી.

અનિલ અને તેના મિત્રો ગાડી લઈને ગોવા જવા માટે નીકળ્યા.રસ્તામાં અનિલ ત્રણ ચાર કલાક થાય એટલે અનામિકાને ફોન કરી ખબર પુછી લેતો અને તારામતી સાથે પણ વાત કરી લેતો.અનામિકા આજે બહુ ઉદાસ છે,તેને ઈન્દ્રકુમારના શબ્દો કાનમાં ગુજે છે,અનિલને લગ્ન પછીથી ગંભીર અકસ્માત થશે.તેણીને એકદમ “the secret”નુ “Law of attraction”નુ લખાણ યાદ આવ્યું અને મનમાં વિચારવા લાગી અને પોતાની જાત સાથે જ વાત કરવા લાગી,

‘અરે અનુ તુ પાગલ થઈ ગઈ છે, તે વાંચ્યુ છે અને તુ જાણે છે, જેવું વિચારીએ તેવું જ બને તો તું શુ કામ ખોટા વિચાર કરે છે?’અનુની જમણી આંખ ફરકવાની ચાલુ થઈ એટલે તેને મનમાં ધ્રાસકો પડ્યો, અને આંખમાંથી આંસુ વહી આવ્યા.આઇ આશાપુરાને પ્રાર્થના કરવા લાગી હે માવડી મારા અનિલની રક્ષા કરજો.

જગદંબા જગત જનની રક્ષા કરવા વાળી બેઠી છે,જે કરે તે આઇ બધુ સારુ જ કરે,મા દુર્ગા આખી દુનિયા ચલાવી રહી છે. છતાં આ માનવજાતનુ “હુ” એ અહમ્‍ નથી જતો,હુ જ બધુ કરુ છુ,હુ સર્વ શક્તિમાન છુ, હુ હોશિયાર છુ,મારાથીજ દુનિયા ચાલે, હુ નહી હોઉ તો કાલે શુ થશે? કોઈના વીના દુનિયા અટકી નથી જતી અને અટકવાની પણ નથી એ તો પોતાની ગતિમાં ફર્યા જ કરે છે પરંતુ પામર માનવી નથી સમજતો ,જે કંઈ જીવનમાં બને છે તે કર્મને આધીન છે,અને તે દરેક વ્યક્તિએ ભોગવવુ પડે છે, સર્વ શક્તિમાન તો એક આદ્યશક્તિ જ છે,દીન દયાળીની આઇ આશાપુરાને તેના બાળકો ઉપર દયા હોય છે અને તેના બાળકોની સંભાળ રાખે છે,

અનિલ અને મિત્રો રસ્તામાં રોકાતા રોકાતા જતા હતા અમુક અંતર કાપ્યા પછી ગાડીનું સુકાન સંભાળવા મિત્રો બદલતા હતા ગોવા દુર છે એટલે આમ કરવું પણ જરૂરી હતું રસ્તામાં રોકાયા વીના છુટકો નથી. તે દિવસે સવારે નીકળ્યા અને પણજી નજીક જ હતું અને જોરદાર વરસાદ ચાલુ થયો. રસ્તામાં વરસાદને લીધે આગળ કંઈ દેખાતું ન હતું,એટલે અનિલે ગાડી ચલાવતા હિમાંશુને કહ્યું

‘આપણે ગાડી ક્યાંક ઉભી રાખીએ અને વરસાદ થોડો ઓછો થાય એટલે કોઈ હોટેલ લઈ લઈએ.’

હિમાંશુ ગાડીને વળાંક આપી રહ્યો હતો અને સામેથી તેજ ગતિથી ચાલી આવતી ટ્રક ન દેખાઈ,ગાડી અને ટ્રક જોરમાં અથડાયા,અનિલ આગળ જ બેઠો હતો ટ્રક અને ગાડીની ટક્કર તે બાજુ જ થઇ એટલે અનિલને બહુ વાગ્યુ, બીજા મિત્રે એમ્બ્યુલન્સ બોલાવી લીધી ગાડી ચલાવનાર હિમાંશુને ઓછુ વાગ્યુ હતુ, બંને મિત્રને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા,હિમાંશુને ઓછુ વાગ્યુ હતુ તેને પાટાપીન્ડી કરીને ડોક્ટરે ચેક કરીને રજા આપી,ગાડીમાં પાછળની સીટ પર બેઠેલાને બિલકુલ વાગ્યુ ન હતુ.અનિલને વધારે વાગ્યુ હતું, અને તેની હાલત ગંભીર છે એટલે તેને I.C.Q. માં સારવાર માટે દાખલ કર્યો.

હિમાંશુએ અનિલના ઘરે અકસ્માત થયો છે અને અનિલને હોસ્પિટલમાં દાખલ કર્યો છે, વગેરે સમાચાર આપી દીધા.આત્મારામ,તારામતી,અનામિકા,સંધ્યા.ગોમતીબેન,મયાશંકર કામિની અને કિશોરકુમાર વગેરે હવાઈ માર્ગે પણજી પહોંચી ગયા,એરપોર્ટથી ગાડી ભાડે કરીને હોસ્પિટલ પહોચ્યા, અનિલની હાલત જોઈ અનામિકા ધ્રુસકે ધ્રુસકે રડી પડી,તારામતીને દીકરાને જોઈને આઘાત લાગ્યો ચક્કર આવી ગયા અને ધબ દેતા જમીન પર પડી.અનિલની હાલત જોઈને બધાના હોશ ઉડી ગયા. અનામિકાને તો આંખો આગળ બધુ ગોળ-ગોળ ચક્કર ભમ્મર ફરતું લાગ્યું,ગોમતીબેને તેણીની હાલત જોઈ એટલે તેણીને પકડી લાધી અને પાણી પાઇ ગોમતીબેન કાળજુ કઠણ કરી બોલ્યા

‘દિકરી જરાય ચિન્તા ના કરીશ, આઇ આશાપુરા ઉપર ભરોસો રાખ માવડી બધુ સારુ કરશે આ કપરો કસોટી કાળ છે ધીરજ રાખ’ગોમતીબેનની વાત સાંભળી તેણીએ હકારાત્મક માથું ધુણાવ્યું

અનિલની રક્ષા માટે આઇ આશાપુરાને પ્રાર્થના કરવા લાગી, હે આઈ આશાપુરી મારા અનિલની મારા સુહાગની રક્ષા કરજો,હુ જલ્દી તમારા દર્શન કરવા માટે આવીશ.આત્મારામે અનીલને ભુજ લઈ જવા માટે ડોક્ટરને વિનંતિ કરી અને પુછ્યુ હુ મારા દિકરાને ચાર્ટર પ્લેનમાં ભુજ લઈ જવા માગું છુ, મને સાથે એક ડોકટર અને નર્સ આપજો પૈસાની ફીકર ન કરશો. ડિસ્ચાર્જના ડોક્યુમેન્ટ તૈયાર કરી અનિલને એક ડોક્ટર અને નર્સની દેખરેખ હેઠળ પ્લેનમાં ભુજ લઈ આવ્યા.

પણજીથી નિકળતા પહેલા કિશોરકુમારે મયુરને અકસ્માતની બધી વિગત જણાવી અને ડોકટરે લખેલા ડોક્યુમેન્ટ ફેક્સ કર્યા.ભુજમાં પ્લેન લેન્ડ થયું કે મયુરે એમ્બ્યુલન્સની સ્ટ્રેચર લઇ જતા વોર્ડ બોય સાથે પ્લેન પાસે આવ્યો.રાધેશ્યામ ગાડી લઇને આવેલો તેમાં બધા બેઠા.મયુરના ક્લિનીકમાં તરફ જતી એમ્બ્યુલન્સમાં મયુરે અનિલ સાથે આવેલ ડોકટર પાસેથી બધી વિગત જાણી.એટલે અનિલને અહિયાં પણ I.C.U.માં દાખલ કર્યો.

આ તરફ ગોમતીબેન  અને તારામતીને અનામિકાની  ફિકર તો હતી જ પણ તેના ઉદરમાં પાંગરતા પૌત્ર, દોહિત્રની પણ એટલી જ કદાચ તેનાથી વધારે  ફિકર હતી એમ કહીએ તો પણ અતિશ્યોક્તિ નથી અને હોય જ, દુનિયામાં દરેક સ્રી પ્રોઢ ઉંમરે પોતાને પૌત્ર કે દોહિત્ર હોય તે ઇચ્છા ધરાવતી હોય છે.અનામિકાને ૫ મો માસ શરુ થયો, આજે ડો.માધવી ઝાલા ને ત્યાં ચેક-અપની એપોઇન્ટમેન્ટ હતી. આજે અનામિકાની એપોઇન્ટ્મેન્ટ હોવા છતાં અનિલની આવી હાલત જોઇ તેણી આવવા તૈયાર ન હતી.

‘અનુ બેટા…આ ચેક-અપ નહીં કરાવીએ ને કશું અજુગતું થશે તો હું અનિલને શું જવાબ આપીશ?’ તારામતીએ કહ્યું તો ઘડીભર અનામિકા તેણીની સામે જોઇ રહી અને પછી જવા તૈયાર થઇ.

આજે અલ્ટ્રાસાઉન્ડ મસીન ટેસ્ટ કરવાની હતી.બાળકની જાતિ જાણવી  હોય તો તે પણ જણી શકાય ,જો કે તેના પર ભારત સરકારે નિયંત્રણ રાખ્યું છે.બપોરે બે વાગે તારામતી અને અનામિકા ડો.માધવી ઝાલાના દવાખાને પહોચ્યા, તો શિવમ્‍ પાર્કમાં થી ગોમતીબેન પણ વખતસર આવી ગયા.ડો ઝાલાની નર્સે તુરતજ અનામિકાને અંદર લીધી ઉંચાઇ વજન ,બી પી વગેરે ની નોંધ કરી એક્ષામિનેસન ટેબલ પર સુવા કહ્યુ ત્યાં જ ડો ઝાલા આવી

‘અરે આ શુ! અનામિકા બે આઇને સાથે લાવી છે કોઇ તકલીફ તો નથીને ?

‘ડો માધવી આજે અલ્ટ્રા સાઉંડમાં અમારે બાબાને જોવો છે’’તારામતીએ જવાબ આપ્યો

“તમોએ કેવી રીતે જાણ્યું કે બાબો જ છે અને જો બેબી હશે તો?!

“ડૉ માધવી મારો અંદાઝ અને અનુભવ એમ કહે છે કે, બાબો જ છે અને સાથે અમારા કુળદેવી આશાપુરા માતાના આશીર્વાદ છે.”

‘ચાલો કરી લઇએ ખાત્રી’

ડૉ.માધવી અલ્ટ્રા સાઉન્ડ મસીનનુ પેડ જેલી લગાડી પેટ પર ફેરવવા લાગ્યા તારામતી અને ગોમતીબેન બંને ની નજર મસિનના સ્ક્રીન પરથી ખસતી ન હતી ડૉ, જાલાનો અવાજ સંભળાયો બાબો જ છે સુ સુ ઉડાડયુ તે જોયુ? ને બંને એક સાથે બોલ્યા ‘હા…જોયુ!’ અને ડો ઝાલાએ તપાસ પુરીકરી .

‘બસ આ ચાર મહિના આશાપુરા માની કૃપાથી હેમ ખેમ પસાર થઇ જાય એટલે ગંગા ન્હાયા’તારામતીએ કહ્યું

‘કોઇ ચિંતા કરવા જેવુ નથી બાળક એકદમ તંદુરસ્ત છે અને બાળકનો વિકાસ સંતોષકારક છે કોઇ જાતની ખોડ પણ નથી’ડો.માધવીએ કહ્યું

અનામિકા અત્યાર સુધી શાંત હતી બોલી ‘આઈ હું  માતાના મઢ જઇ શકુ કે નહી તે તો પુછી જુઓ’

‘ડો. માધવી અનામિકા આશાપુરામાના દર્શન માટે માતાનો મઢ  જવા માંગે છે તેણી જાય તો વાંધો નથી ને?”

“ના જરાય વાંધો નથી પરંતુ સ્કુટિ પર બેસવાની ચોખ્ખી મનાઇ છે’ડો.માધવીએ તાકીદ કરી

“નારે…હું અનુ, ગોમતીબેન, કામિની અને કિશોરકુમાર ગાડીમાં જઇશુ દર્શન કરી પાછા’તારામતીએ કહ્યું

“તો વાંધો નથી ચોક્કસ જઇ આવો અને મારો પ્રસાદ ભુલતા નહીં”

“ડો.માધવી તમારો પ્રસાદ તો પહેલો”.તારામતીએ કહ્યું

અનામિકા તારામતી ગોમતીબેન, કામિની અને કિશોરકુમાર ગાડીમાં કચ્છની કુળદેવી આઈ આશાપુરીની યાત્રાએ માતાના મઢ જવા માટે નીકળી.અનામિકાને રસ્તામાં એકજ વિચાર આવતો હતો મેં અનિલને ગોવા જવાની મંજુરી શુ કામ આપી,મેં ના પાડી હોત તો તે ગોવા જાત નહીં અને અકસ્માત થયો ન હોત.મંદિર પહોચીને આઈ આશાપુરીના ચરણોમાં માથુ નમાવ્યુ  અને ચોધાર આંસુએ રડવા લાગી અને માને પ્રાર્થના કરી હે મા હવે તુ જ મારો સહારો છે,મારા અનિલને જલ્દી સાજો કરી દે,મા તારી પાસે મારા અનિલના આયુષ્યની ભીખ માગુ છુ,મારા ચુડી ચાંદલાની લાજ રાખજે.મારુ સર્વસ્વ મારો અનિલ છે,તેના વીના મારા જીવનનો કોઈ અર્થ નથી, હુ તેના વીના નહી જીવી શકુ, રક્ષા કર મા રક્ષા કર.’

આ તરફ સજળ નેણે તારમતીએ પણ પ્રાર્થના કરી

‘હે આઇ આશાપુરા માઝે મુલાચી રક્ષા કર રક્ષા કર આણી માઝી સુનબાઇચા સોભાગ્ય અખંડ રાહુ દે રે યેણારા બાળને દુર્ભાગી કરુ નયેરે આઇ અનિલચે આયુષ્યાચી મી તુઝા કડે ભીખ માંગતે મલે નિરાશ કરુ નયે રે આઇ રક્ષા કર રક્ષા કર માઝે બાળચી રક્ષા કર’ (ક્રમશ)

# વિશેષ નોંધઃ આ ચેપ્ટરમાંની પૂરક માહિતિ પુરી પાડનાર તથા પ્રુફ રીડીન્ગ કરી આપવા બદલ ભાઇશ્રી અશોકકુમાર

દેસાઇ (U.K.) http://das.desais.net તથા શ્રીમતિ પૂર્વીબેન મોદી ‘મલકાણ’ (U.S.A.) નો ખુબ ખુબ આભાર

-લેખક

તારામતી પાઠક (૧૬) –ડૉ. ઇન્દિરાબેન શાહ

Posted on April 15, 2013 by vijayshah

ડોકટર મયુરની હોસ્પિટલમાં અનિલને દાખલ કર્યાના બીજા જ દિવસે સ્થાનિક સમાચારમાં પહેલા પાને જ અનિલને નડેલ અકસ્માતના સમાચાર મોટા અક્ષરે છપાયા.”આત્મારામ ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક આત્મારામ પાઠક ના પુત્ર અનિલ પાઠકને ગોવા નજીક નડેલો જીવલેણ અકસ્માતવેપારી આલમ સાથે સંકડાયેલી આત્મારામની ટ્રાન્સપોર્ટ કંપનીના લીધે આ સમાચાર વેપારી આલમમાં ચકચારનો વિષય બની ગયો હતો.આત્મારામે હુસેનમીયાને ટેલીફોન પાસે જ બેસાડી દીધા અને સતત આવતા ટેલિફોનનો ટૂકામાં શું જવાબ આપવો એ પણ સમજાવી દીધું.

ડોકટર મયુરને ખબર હતી આ મીડિયાવાળા વાતની છાલ ઉતારવા જરૂર આવશે એટલે મનોરમા જેવી જાડી અને લલિતા પવાર જેવી કડક સ્વભાવની એક મેટ્રનને હોસ્પિટલના દરવાજા પાસે જ બેસાડી દીધી જે મીડિયાવાળાઓને બારણા પાસેથી જ રવાના કરી દેતી હતી.

ડો. મયુરે આસિસ્ટન્ટ ડોકટરને જરૂરી સુચના આપી ઓફિસમાં એક નજર કરી સાથે આવેલ ડોક્યુમેન્ટસની સ્ટડી કરવા ડોકટરોની એક મિટિં બોલાવી અને પણજીથી આવેલા ડોક્યુમેન્ટસની ઝેરોક્ષ કોપી સૌને આપી. હોસ્પિટલના નિષ્ણાત ડોકટરો એવા ડોકટર દવે કાર્ડીયોલોજીસ્ટ(હ્રદયરોગના નિષ્ણત), ડોકટર શાહ પલમોનોલોજીસ્ટ (ફેફસાના રોગોના નિષ્ણાત) અને ન્યુરોલોજીસ્ટ ડોકટર ભટ્ટ(જ્ઞાનતંતુ રજ્જુ અને મગજના રોગોના નિષ્ણાત) વચ્ચે ચર્ચા કરી  અનિલની સારવાર વિના વિલંબે શરૂ કરાવી.

પણજીથી લવાયેલ અનિલને મયુરના ક્લિનીકમાં દાખલ કર્યાને આજે ચાર દિવસ થયા અનિલ I.C.U. માં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે, ૨૪ કલાક હ્ર્દય ના ધબકારાની ગતિ, શ્વાસોછસ્વાસની ગતિ, પ્રાણવાયુના ટકા (o2 saturation) વગેરે અનિલના શરીરની દરેક પ્રક્રિયાઓની નોંધ મોનિટર પરથી ૨૪ કલાક સતત  પ્રિન્ટ થાય છે અને ડોકટરો તેની નોંધ રાખે છે અને ડૉકટરો તેનું વિશ્લેષણ કરી તે મુજબ સારવારમાં ફેરફાર કરે છે. કોઇકવાર હ્રદયના ધબકારા ૨૦૦નો આંક વટાવે તો કોઇક્વાર ૬૦ની નીચે પહોંચે ,કોઇકવાર થોડીક ક્ષણો માટે ૭૦ થી ૧૩૦ /૪૦ નો આંકડો બતાવે અને આ સ્થિરતા જોઇ બધા ડોકટરોના  ચિત્ત પર આશાના કિરણો ઝળહળે. સતત અનિલના બેડ પાસે જ રહેતા ડોકટર દવે આઇ વીમાં દવાના ડૉઝમાં ફેરફાર કરવાની સુચના નર્સને સતત આપતા રહે છે.

અનામિકાની શારીરિક અને માનસિક બંને તરફી સંભાળ બને ત્યાં સુધી ક્યારેક તારામતી તો ક્યારેક ગોમતીબેન સતત લઇ રહી હતી તારામતી અનામિકાને રામચરિત માનસનુ વાંચન કરાવે તો કોઇક વાર ગોમતીબેન અનામિકાનું મન પ્રફુલ્લિત કરવા ભાગવતના ૧૦માં સ્કંધની કૃષ્ણની બાળલીલાનું વાંચન કરાવે.

તારામતી અને ગોમતીબેનને અનામિકાની જેટલી ફિકર હતી તેનાથી વિશેષ ફિકર અનામિકાના ઉદરમા પાંગરતા બાળકની હતી.કહેવત છે કે મુદલ કરતા વ્યાજ વ્હાલુ હોય તેમ બંને આવનારના મોઢે નાની દાદી સાંભળવા ઉત્સુક હતા રાધે શ્યામ ગાડી લઇને આવી ગયો ગોમતીબેન  શિવમ પાર્ક માં ઉતર્યા અને પછી તારામતી અને અનામિકાને લઇને ગાડી તારા-નિવાસ પર આવી.

આખુ  ભુજ આત્મારામની ફેમિલીને વર્ષોથી ઓળખે એટલે હોસ્પિટલમાં ખબર કાઢવા આવનારની સંખ્યા પણ વધવા લાગી. જોકે કામિની કિશોરકુમાર અને સંધ્યા બધાને સંભાળી લેતા બને ત્યા સુધી બહારથી જ રવાના કરતા અને ડોકટર મયુરે નર્સ પાસે રૂમના બારણે  બોર્ડ મુકાવી દીધેલ બે થી વધારે વ્યક્તિને અંદર જવાની મનાઇ છે, ૫ મિનીટથી વધારે અંદર દર્દી પાસે રહેવું નહીં. અનિલના અકસ્માતના સમાચાર આખા ભુજમાં ચોરે ચૌટે ચર્ચાનો વિષય થઇ ગયેલો સહુ પોત પોતાની રીતે જાત જાતની વાતો કરતા,

‘આ તો ભાઇ!! હસ્તરેખામાં માંડ્યુ હોય એ કાંઇ ભુસી શકાય નહીં ઓલ્યો અનિલનો ખાસ દોસ્તાર છેક કલકતાથી આવેલ શું નામ…..અં,,, હા  ઇન્દ્રકુમાર  તેણે તો હાથ જોઇને ચોખ્ખુ કહેલ કે લગ્ન પછી અનિલને ભયંકર અકસ્માત થશે. આ…જાણતા હોવા છતાય લગ્ન કર્યા બોલો’

‘અરે ભાઇ!! છેક માંડવીના કાશીવિશ્વનાથના મંદિરમાં જઇને ગાંધર્વ લગ્ન કરી લીધા હોય એટલે લગ્ન કર્યા વગર છુટકો જ ન હોતો ‘

‘લગ્ન કર્યા પણ છેક ગોવા સુધી ફરવા જવાની શું જરૂર હતી ? અહીં કચ્છમાં ને ગુજરાતમાં જ  જોવા જેવા ફરવા જવાના સ્થળોની ક્યાં ખોટ છે’

‘એમ તો સાંભળ્યું છે કે,લગ્ન પછી વરઘોડિયા અહીં ભુજથી છેક મહાબળેશ્વર સુધી ગાડીમાં જ ગયા અને ત્યાંથી હેમેખેમ પાછા ત્યારે કેમ કંઇ ન થયું?’

‘આ અનિલને અકસ્માત નડવાનો હતો એટલે જ.આત્મારામની દીકરા વહુ અનામિકાને સારા દિવસ જતા હતા એટલે એ સાથે ન ગઇ  અને અનિલ એકલો ગયો અને અક્સ્માત થયો’

‘મારા ભઇ જે જગાએ અક્સ્માત લખ્યો હતો ત્યાં જ થાય મહાબળેશ્વરમાં નહોતો લખ્યો તો ન થયો’

‘હા ઇ વાત સાચી આ અનિલ એકલો ગોવા ન ગયો હોત તો અક્સ્માત ન નડત’

‘હા ભાઇ આજકાલના જુવાનિયાઓને કંઇ કહેવાતું  નથી ભણ્યા અને ડીગ્રી મળે એટલે એમ જ માને કે એમને બધી ખબર પડે……’

‘……નહીંતર શું? આપણા જેવા કંઇ કહેવા જાય તો કહી દે અમે એવા વહેમમાં નથી માનતા બોલો….આ ગયા વર્ષનો જ દાખલો લ્યોને તોફાનની આગાહી હતી મારા ભાણિયા કનુને મેં અને મારી બેન બંને જણાએ નળ સરોવર જવાની ચોખ્ખી ના પાડી હતી અને કહેલું પણ ખરૂં કે ભાઇ  આ વર્ષે ત્યાં જવાનું રહેવા દે પક્ષીઓ તો દર વર્ષે આવવાના છે,આવતા વર્ષે જજે તો કહે ના મારા દોસ્તોના અમેરિકન મિત્રો આવ્યા છે અને મને પણ આઇ ટી માં મોટુ કામ મળે એમ છે અને પરદેશ જવાનો ચાન્સ પણ છે.’

‘હં…જુવાનિયાઓને અષ્ટમ પષ્ટમ ભણાવતા બહુ આવડે….હં પછી?’કહેનાર હસ્યો

‘……..અં…હા…એટલે વાતમાં આવી જઇ મારા બેન બનેવીએ હા પાડી દીધી આ તો નસીબ સારાકે ભાણિયો બેઠો હતો તે બોટ વાળો હોશિયાર કે બોટ પાછી વાળી તો એક અમેરિકન અને મારો ભાણિયો બચી ગયા આગલી બોટ વાળા બધા ડૂબી મર્યા અને એ….ને….છે…..ક  બે દિવસે મરનારનારાઓની લાશ  હાથ લાગી બોલો’

“હા….. હાવ હાચી વાત તમારા બોન બનેવી ના પુન્યે જ તમારો ભાણિયો બચી ગયો’

‘…..પણ એક વાતની હરખાઇ થઇ ગઇ આ અકસ્માતથી મારો ભાણિયો એવો પાઠ ભણી ગયો છે કે,  કોઇ દિવસ મામા કે મા બાપની ના ઉપર વટ ડગલુય ભરતો નથી….હા…’બોલનારે ઠવકાઇથી કહ્યું

‘હમજુ કહેવાય હાલો હવે ઘર ભેગા થઇએ અને બીજુ તો શું થાય આપણાથી? રોજ સવારે પ્રાર્થના કરીએ કે, અનિલને જલ્દી ઉભો કરે.એની ઘરવાળી બચારી બે જીવી છે અને આત્મારામનો એકનો એક દીકરો છે’

આમેય કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખબર કાઢવા જવાની પ્રથા. અહીંના લોકોમાં આત્મિયતા વધારે જોવા મળે  તેવી મોટા શહેરમાં નથી જોવા મળતી મોટા શહેરમાં આ પ્રથા ઓછી થતી અને લગભગ ઘસાતી જાય છે જ્યારે પરદેશમાં તો જવલે જ જોવા મળે.

@@@@@

અનિલના હ્રદયના ધબકારા હજુ પણ નિયમીત થતા ન હતા .ડોકટર દવે લેટેસ્ટ દવાઓ આપતા હતા પરંતુ અસર જોઇએ તેવી નહોતી થતી.ડોકટરે દવે એ ડોકટર મયુરને કનસલ્ટ કરી આત્મારામને પોતાની કેબિનમાં બોલાવી વાત કરી .

‘જુઓ આત્મારામ કાકા  આપણે એરિધીમિયાની બધી જ આધુનિક દવાઓ અનિલને આપી ,જે કામ કરતી નથી આપણે હવે એટલે ના છુટકે તેના હ્રદયમાં પેસ મેકર મુકવું જ પડશે’ડૉકટર દવેએ કહ્યું આ સાંભળી આત્મારામના ચહેરા પર ચિન્તાના વાદળ ઘેરાયા.

‘કાકા શુ વિચારો છો? કશી મુંઝવણ થતી હોય તો પુછી શકો છો, સંકોચ ના રાખશો.’ ડોકટર મયુરે આત્મારામના ચિન્તાગ્રસ્ત ચહેરા તરફ જોતા તેમના હાથ પર હાથ રાખી કહ્યું

‘દવે સાહેબ આ તમે પેસ મેકર કો છો તે શું છે?’તેમાં જાનનું જોખમ ખરુ?’આત્મારામે પુછ્યું

‘કાકા તમે સારો સવાલ કર્યો જુઓ હું સમજાવું…. પેસ મેકર એ હ્રદયના ધબકારાને નિયમિત કરવાનું નાનકડું અમસ્થુ મશીન છે જે બેટરીથી ચાલે,એમાં જાનનું  જોખમ જરા પણ નથી.મશીન બેસાડ્યા પછી દર્દી બે કે ત્રણ દિવસમાં ઘેર જઇ શકે છે અને રાબેતા મુજબ પોતાનો વ્યવસાય નિયમિત સંભાળી શકે છે ‘

‘તે સાહેબ એમાં હ્રદયને ઉઘાડવું પડે એમ મેં સાંભળ્યું છે,તેમાં તો બહુ જોખમ અને એતો મુંબઇ, અમદાવાદ જામનગર જેવી મોટી હોસ્પિટલમાં જ થાય તો પાછો અનિલને અમદાવાદ લઇ જવો પડશે? ‘

‘અરે કાકા આ કઇ જાતનું ઓપરેશન છે એ ન જાણતા લોકોએ પેસમેકર બાબત ફેલાવેલો ગપગોળો છે’કહી ડોકટર દવે હસ્યા

‘અનિલને ક્યાં પણ લઇ જવાની જરૂર નથી આપણી જ હોસ્પિટલમાં પણ બધી સગવડ છે .તેમાં હ્રદય ખોલવાની જરૂર નાપડે, ગળાની અથવા જમણા કે ડાબા હાથની ધોરી નસ મારફત હ્ર્દયમાં નાનુ એવુ જ મશીન તેના સ્પેશિયલ સાધનોની મદદથી હ્રદયના ઉપલા ભાગમાં બેસાડવાનું, એટલે કોઇ જાતની તકલીફ ના પડે કોઇ પણ જગ્યાએ નાનો સરખો ઘા નહીં બોલો હવે છે કોઇ બીજો સવાલ મુંજવે છે?’ડોકટર મયુરે સમજાવ્યું

‘હં….’

“કાકા આ પહેલા પણ ડોકટર દવેએ આપણી હોસ્પિટલમાં ઘણા પેસ મેકર મુકેલા છે આખા કચ્છમાં ડો. દવે એક જ છે  જે  આ જાતનું  ઓપરેશન કરે છે.’ડોકટર મયુરે કહ્યું

‘ભલે તું અનિલનો મિત્ર છે એટલે એના જીવ પર જોખમ તું નહીં આવવા દે તેની તો મને ખાત્રી છે દીકરા’આત્મારામે કહ્યું

‘કાકા તમારા ટ્રાન્સપોર્ટના બિઝનેસને લીધે તમે માંડવીના વેપારી પેલા ખેંગાર નગિનદાસને તો ઓળખતા જ હશો?ડોકટર મયુરે પુછ્યું

‘હા…રે ઓળખું કેમ નહીં હાં તો તેનું શું?’આત્મારામે ઉત્સુકતાથી પુછ્યું

‘ બે મહિના પહેલા જ  તેમના હ્રદયમાં પેસ મેકર આપણા આ ડોકટર દવે સાહેબે જ મુક્યુ  છે,ડોકટર  દવેનુ નામ કચ્છ અને ગુજરાતમાં જાણીતુ  છે એટલે કોઇ જાતની ચિંતા કરશો નહીં’ ડોકટર મયુરે આત્મારામને સાંત્વન આપતા કહ્યું

‘ભલે ચાલ છતા સાંજે હું ઘરના બધાને વાત કરૂં ,અને સવારે નક્કી કરી લઇએ’આત્મારામે કહ્યું

‘ભલે ત્યાં સુધીમાં હું પણ ડોકટર સાહ આપણી હોસ્પિટલના કારડીયાક સર્જન છે તેમની સાથે ક્નસલટેસન કરી લઉ અને રાજકોટના વિખ્યાત કારડીયોલોજીસ્ટને પણ ફોન કરી બોલાવી લઇએ ’ડોકટર મયુરે કહ્યું

‘જો દીકરા મયુર…. તને અમદાવાદથી, મુંબઇથી  કે બીજે ક્યાંથી કોઇ  પણ નિષ્ણાત ડોકટર બોલાવા હોય તો તેમને પણ બોલાવી લે ખર્ચનો જરા પણ વાંધો નથી ,મારો અનિલ બેઠો થાય તેવા બધા પ્રયત્નો તારી રીતે કરી જો બસ’આત્મારામે કહ્યું

“આત્મારામ કાકા તમારા અનિલની જગ્યાએ જો મારો દીકરો હોય તો પણ હું આ પ્રમાણે જ સારવાર કરૂં ,તે બાબત તમો બિલકુલ બે ફિકર થઇ જાવ ચાલો હવે ઘેર જાવ , બહુ મોડુ થયું ઘેર બધા ચિંતા કરતા હશે, અનામિકા ને આ સ્થિતીમાં ચિંતા કરાવવી સારી નહીં.’બોલી ડોકટર  દવે ઉભા થયા.આત્મારામ તેના સાથે હાથ મેળવીને ડોકટર મયુર સાથે બહાર નીકળ્યા.

‘અત્યારે અનિલની ચિંતામાં હું અનુ સાથે વાત પણ નથી કરી શકતો મને બીક લાગે છે કે,તેણી સાથે વાત કરતા ક્યાંક હું ઢીલો પડી જઇશ તો……..”આત્મારામે ભીની આંખે કહ્યું

‘ કશો વાંધો નહી કાકા તેની સંભાળ મારા તારાકાકી અને ગોમતીમાસી બરાબર લે છે.’ડોકટર મયુરે ધરપત આપતા કહ્યું

“હા એ બે જણી તો અનુને જરા પણ એકલી નથી પડવા દેતા આવી બાબતમાં તારી તારા કાકી ઘણા હિંમત વાળા છે, અને સંધ્યા તો તેણીને ખુશ રાખવા અને હસાવવા આપણા શહાબુદીન રાઠોડની સી ડી  સંભળાવતી હોય છે અથવા કોમેડી ફિલ્મો બતાવતી હોય છે”.આત્મારામે એમ કહી રજા લીધી

અનામિકાએ માતાના મઢથી લાવેલ આઇ આશપુરાને છબી દેવઘરમાં અલગથી મુકીને તેની સામે અખંડ દીવો પ્રગટાવ્યો અને પોતાની ગેરહાજરીમાં દીવાની સંભાળ લેવા સંધ્યાને જણાવ્યું તેણીને એકદમ “the secret”નુ “Law of attraction”નુ લખાણ યાદ આવ્યું અને મનમાં વિચારવા લાગી દિવસ રાત એક જ રટના મારો અનિલ સાજો સારો થઇ ગયો છે મારો અનિલ હોસ્પિટલમાંથી હેમખેમ પાછો ઘેર આવી ગયો છે.

એક દિવસ અનામિકા અગાસીમાં ઉભી રહી ધોયેલા વાળ સુકવતી હતી ત્યાં ક્યાંક વાગતુ ગીત સંભળાયું કુરબાની કુરબાની કુરબાની અલ્લાહકો પ્યારી હૈ કુરબાની આ ગીત સાંભળતા જ મોગલ શહેનશાહ બાબરે પોતાના દીકરા હુમાયુના પલંગ ફરતે ચાર આંટા મારી ગોઠણિયે પડી હાથ ઉઠાવી અલ્લાહને કરેલી પ્રાર્થના યાદ આવી ગઇ કે, યા ખુદા જો હું તારો નેક બંદો હોઉ અને પાંચ વખત તારી સાચા દિલથી નમાજ અદા કરી હોય તો મારૂં બાકીનું આયુષ્ય મારા દીકરાને બક્ષીને તેને મોતના મ્હોંમાંથી ઉગારી લે’

અનામિકા હાથમાંનો ટુવાલ દોરી પર સુકવીને દોડતી નીચે આવી દેવઘરમાં ગઇ અને હાથ જોડી આઇ આશપુરાને પ્રાર્થના કરી

‘હે મારી મા આશાપુરા મેં જો અનિલને સાચા હ્રદયથી ચાહ્યો હોય અને જાગતા કે સ્વપ્નમાં કોઇ પર પુરૂષનો વિચાર સુધ્ધા ન કર્યો હોય અને મારી તને કરેલી આ પ્રાર્થના સાચા હ્ર્દયની હોય તો મારી બાકીના આયુષ્યનો અર્ધો ભાગ તું અનિલને આ પળે આપી તેને મોતના મ્હોંમાથી પાછો વાળ મારી મા આ મારી પહેલી અને છેલ્લી અરજ સાંભળી લે મારી મા રક્ષા કર રક્ષા કર’

આ બાજુ ડોકટર દવે પેસ મેકર મુકવાની પુર્વ તૈયારી કરતા હતા અનિલના રિપોર્ટ અને I.C.U.માં અત્યાર સુધી થયેલ સારવાર ના રેકોર્ડ રાજકોટના ડોકટર કોટકને ફેક્ષ કરતા હતા ત્યાં જ I.C.U.માંથી નર્સનો ફોન આવ્યો.

“હલો દવે સાહેબ….’

“હા હું દવે  બોલું છું  બોલો કોકીલાબેન શું છે? અનિલના હાર્ટ બીટ કેમ છે?’સ્પીકર ફોન પર વાત કરતા પુછ્યું

“સાહેબ… સાહેબ ખુશ ખબર અનિલભાઇના હાર્ટબીટ ૭૦ અને ૧૨૦ જેટલા છેલ્લી ૫ મિનીટથી સ્થીર છે’

“શુ વાત કરો છો…. ?”

‘હા સાહેબ….. આપ આવીને જાતે જોઇ જાવ… હું સાચુ કહુ છુ, ડોકટર મયુર પણ મારી સાથે મોનિટર જુવે છે આપને જોવા પ્રીન્ટ પણ કાઢી છે’

‘હું આવુ છુ….’ બોલી ડોકટર દવે તુરત ફેક્ષ પડતો મુકી I.C.U.તરફ દોડ્યા

મોનિટર જોઇ ડોકટર દવેની આંખો આશ્ચર્યથી પહોળા થઇ ગઇ તેમણે પાસે ઊભેલા ડોકટર મયુરને બાથ ભીડી અને ભીની આંખે કહ્યું ‘આ મિરેકલ કે આટલા દિવસની આપણી મહેનતનું પરિણામ?’

‘ડોકટર દવે હું તો કહુ છુ બેઉ’

ડોકટર મયુરે આત્મારામને અનિલની તબિયત સુધારાના સમાચાર આપ્યા તો ઘરમાં આનંદ આનંદ છવાઇ ગયો.અનામિકાએ સજળ નેણે મા આશાપુરાનો આભાર માનતા કહ્યું

‘અનિલ જ્યારે હરતો ફરતો થઇ જશે ત્યાર બાદ એક વખત સજોડે તારા દર્શને આવીશ અને મારા સંતાનના પ્રદુર્ભાવ પછી સજોડે પગપાળા તારા મંદિરે આવીશું’અનામિકાએ સજળ નેણે કહ્યું

અનામિકા અને તારામતીને હોસ્પીટલના દ્વારે જ ઉતારી આત્મારામ ગાડી પાર્ક કરવા ગયા અને અનામિકા તથા તારામતી બંને બીજા દર્દીઓના સગાઓને જાણે ધક્કો મારી ઉતાવળા પગે I.C.U. તરફ દોડી એક બેન તો બોલ્યા પણ ખરા ‘આ બેઉ ગાંડી છે કે શું !!હોસ્પિટલમાં આમ ધક્કા મુક્કી કરાય!?’

‘ હોય…..કોઇ સિરિયસ દર્દીને જોવાની ઉતાવળમાં હશે બચારીઓ….’બીજીએ શાણપણ બતાવ્યું

આત્મારામે રાધેશ્યામને ગોમતીબેન અને મયાશંકરને લેવા શિવમ પાર્ક મોકલાવ્યા અને કામિનીને અનિલના સમાચાર આપ્યા તો તેણીએ કિશોરકુમાર સાથે બાઇક પર ત્યાં આવે છે એમ જણાવ્યું તારામતી અને અનામિકા અનિલની રૂમમાં પહોંચી તો ત્યાંનું દ્રશ્ય જોઇ પહેલા તો ગભરાઇ ગઇ આજે એક સાથે આટલા બધા ડોકટરો રૂમમાં જોઇ કંઇ અમંગળ તો નથી બની ગયુ ને? એવો પહેલો વિચાર ઘડીભર માટે આવ્યો પરંતુ  બધાના ચહેરા આનંદ સભર જોઇને બંનેએ હાશકારો અનુભવ્યો. અનિલનો ચહેરો પણ બંધ નેત્રો સાથે પ્રફ્ફુલીત જણાયો આટલા દિવસો બાદ પહેલી વખત અનિલ ભર ઊંઘમાં હોય તેવો ઘરના સહુને અનુભવ થયો

‘અનિલ…. બેટા ઉઠો ….’અનિલના માથાપર હાથ ફેરવતા તારામતી મૌન તોડ્યુ અને અનિલે આંખો ખોલી જોયું.અનામિકાને સામે જોઇ બંનેના નેત્રો મળ્યા બંનેના ચહેરા પર સ્મિત ફરક્યુ.બધા સગાઓને ડોકટર મયુરે બહાર જવા ઇશારો કર્યો ડોકટર દવે બોલ્યા

‘અનામિકા પતિ પાસે બેસ’ અનામિકા બેડ પર બેઠી અનિલનો હાથ હાથમાં લીધો ચુમી કરી અનિલે સ્મિત ફરકાવી હોઠ પર આંગળી મુકી અનામિકાએ ડૉકુ ધુણાવી ના પાડી બોલી

‘બહુ ઉતાવળા નહીં થવાનું , હજુ ઉભા થાવ ઘેર આવો ત્યારે ડાહ્યા ડમરા થઇ જવાનું ચાર મહિનામાં બાપ થશો’ સાંભળી અનિલે પોતાનો હાથ અનામિકાના ઉભરેલા પેટ પર ફેરવતા કહ્યું

‘લાગે છે તો મોટો….. ‘

‘હાસ્તો બાપ જેવો જ બેટો હોયને ’અનામિકાએ કહ્યું ત્યાં ડોકટર મયુર અને ડોકટર દવે રૂમમાં દાખલ થયા

‘ચાલો દર્દીને મળવાનો સમય પુરો થયો‘ અને ચારેય જણા હસી પડ્યા.

‘દીકરા મયુર અનિલને  રજા ક્યારે આપશો?’ તારામતીએ પુછ્યું’

‘રજા….અં… હજુ બે ત્રણ દિવસ પછી મળશે…. આવતી કાલે સવારે સ્ટૅપ ડાઉન યુનિટમાં સિફ્ટ કરીશુ…. ત્યારબાદ વોર્ડમાં અને ત્યાર બાદ ઘેર’.ડોકટર મયુરે કહ્યું

‘આ મયુર કહે તેમ જ કરવાનુ  ઉતાવળ નહીં કરવાની.’આત્મારામે તારામતી સામે જોઇ કહ્યું

‘ચાલો હવે સહુ પોતપોતાને ઘેર દર્દીને આરામની જરૂર છે’બોલી ડોકટર દવે બહાર નીકળ્યા અનામિકાએ આજ રાત રોકાવાની ઇચ્છા દર્શાવી ,

“અનામિકા તને પણ આરામની જરૂર છે આજે કિશોરકુમાર થાકેલા છે એટલે કામિની રોકાશે’તારામતીએ કહ્યું

ડોકટર મયુરના ઓર્ડર પ્રમાણે સહુ અનિલને ગુડ નાઇટ વિશ કરી ઘેર ગયા.

ઘણા દિવસે ઘરના સહુને ઘસઘસાટ ઊંઘ આવી.સવારે અનામિકા વહેલી ઉઠી ઘણા દિવસે રસોડામાં ગઇ પોતાની જાતે ચ્હા બનાવી થરમોસમાં ભરી સાથે થોડા ગરમા ગરમ બટેટાપૌવા બનાવ્યા ચાર પાંચ જણા માટે ચ્હા નાસ્તો તૈયાર કરી આત્મારામ સાથે હોસ્પિટલમાં ગઇ.આજે ફક્ત પ્રવાહી ખોરાક જ આપવાનો હોવાથી અનિલને પોતાના હાથે ફક્ત ચ્હા પીવડાવી બાકીની ચ્હા અને બટેટા પૌવાને કામિનીએ નર્સ અને અનામિકાએ ન્યાય આપ્યો આત્મારામ અનિલે સાથે ચ્હા  પિધા બાદ ઓફિસે જવા નીકળી ગયા .

આમ ડોકટર મયુરની સુચના મુજબના ત્રણ દિવસ પુરા થયા અનિલે બધુ ખાવાનુ શરૂ કર્યુ. હોસ્પિટલમાંથી રજા મળતા તારામતીએ સારૂં ચોઘડીયુ જોયુ અને શુભ ચોઘડિયામાં અનિલને ઘેર લઇ ગયા તારામતીએ દીકરાની આરતી ઉતારી કળશના શુકન કર્યા , રવિવારે નજર ઉતારી આમ બધી વિધી કરી અને અનિલે પણ કોઇ વાંધો ના ઉઠાવ્યો આઇને અને ગોમતીબેનને જે કંઇ કરવાની ઈચ્છા હતી તે સર્વ કરવા દીધુ. આત્મારામ પણ ખુશ થયા કે દીકરો હવે સમજદાર થઇ ગયો.

‘તારૂં વોક તો બંધ થઇ ગયું હશે’અનિલના રૂમમાં એકલા પડતા અનિલે અનામિકાને પુછ્યું

‘હા તું આરામ કર વોકની વ્યવસ્થા હું કરૂં છું’તારામતીએ કહ્યું

‘આઇ તું અનુને વોક માટે લઇ જશે?’અનિલે પુછ્યું

‘ના સંધ્યા અને અનુ ને રાધે શ્યામ રોજ હિલ ગાર્ડન લઇ જશે ત્યાં સંધ્યા અનુને વોક કરાવશે’ તારામતીએ કહ્યું

‘આઇ હું હિલ ગાર્ડન વોક માટે નહીં જાઉ’આનામિકાએ કહ્યું

‘વોક કરવો જરૂરી છે દીકરી એટલે જવું તો પડશે જ’તારામતીએ કહ્યું

‘આઇ હિલ ગાર્ડનમાં ઘણી ગિરદી હોય છે અને સૌ…….’કહેતા અનામિકા અચકાઇ

‘હા સૌનું શું?’તારામતી સમજી તો ગઇ પણ મરકતા પુછ્યું

‘સૌ મારૂં આ ઉભરેલું પેટ……’અનામિકા ફરી અચકાઇ

‘વહિની આપણે એમ કરીએ માંડવીના.ગાંધીધામના કે મુંદ્રાના રસ્તા પર ગાડીથી જઇશું અને ત્યાંથી નાના ગામડા તરફ જતા સુના રસ્તા પર ગાડી પાર્ક કરી ત્યાં વોક કરીશું તો તો વાંધો નથી ને?ત્યાં તમારૂં પેટ જોવા વાળુ કોઇ નહીં હોય’ સંધ્યાએ સુચન કર્યું

‘હા ઇ ઠીક રહેશે પણ ટ્રાફિકમાં આવતી ગાડીથી સંભાળ લેવાની’તારામતીએ કહ્યું

બીજા દિવસથી એ યોજનાનો અમલ શરૂ થયો

સંધ્યા જન્મ પછી ભંડકિયામાં સાચવીને મુકેલ હિંડોળો બહાર લાવવામાં આવ્યો અને અનિલના રૂમમાં રહેલા ફર્નિચરની ફરી ગોઠવણ કરી તેના માટે જગા ફાળવીને ગોઠવવામાં આવ્યું(ક્રમશ)

વિશેષ નોંધઃ આ ચેપ્ટરમાંની પૂરક માહિતિ પુરી પાડનાર તથા પ્રુફ રીડીન્ગ કરી આપવા બદલ ભાઇશ્રી અશોકકુમાર દેસાઇ (U.K.) http://das.desais.net તથા શ્રીમતિ પૂર્વીબેન મોદી ‘મલકાણ’ (U.S.A.) નો ખુબ ખુબ આભાર  -લેખક

 

તારામતી પાઠક (૧૭) – ડૉ. ઇન્દિરાબેન શાહ

Posted on April 17, 2013 by vijayshah

        અનિલ  હોસ્પિટલમાંથી ઘેર આવ્યો અને ઘેર લોકોની ખબર કાઢવા આવનારની અવર જવર વધવા લાગી. સવાર પડે એટલે ફોનની ઘંટડી વાગવાનું શરૂ થાય,તારામતી અને આત્મારામ લગભગ વિવેક જાળવી જવાબ આપે ધક્કો ખાસો નહીં, ડોકટરોએ કહ્યું છે કે, અનિલને હજુ આરામની જરૂર છે વધારે સમય વાત કરવાની પણ ના પાડી છે. પણ કચ્છ સૌરાષ્ટ્રના આગ્રહી અને માયાળુ લોકો એમ માને !!  બે ચાર જણ રોજ ખબર કાઢવાવાળા આવ્યા હોય.

                 આજે સવારે વાતોડિયા વજાભાઇને બારણામાં દાખલ થતા જોયા એટલે અનામિકા અને તારામતીએ એકમેક સામે જોયું ,અનામિકાના ચહેરાના ભાવો જોઇ તારામતી બોલ્યા,

અનુ બેટા તું ચિંતા નહીં કર હું તેમને જલ્દી રવાના કરવાની વ્યવસ્થા કરૂં છું’  

       વજાભાઇએ તો આવીને તુરત હિંડોળા પર અનિલની બાજુમાં જમાવી દીધું,પછી અનિલના વાંસા પર હાથ મુકી શરૂ કર્યું, ‘અનિલ તો તું નશીબદાર બાકી આવા જીવલેણ ..’  તેઓ આગળ બોલે ત્યાં તારામતી દાખલ થઇ કહ્યું,

વજાભાઇ આપણે હોલમાં બેસીએ તો તમારા ભાઇ ત્યાં તમારી રાહ જુવે છે ત્યાં આત્મારામ દાખલ થતા કહ્યું,

તારા જરા જલ્દી ચ્હા નાસ્તો ત્યાર કર, મારે જલ્દી નીકળવું છે

મને પણ આજે દુકાન જલ્દી પહોંચવાનું છે ચ્હા નાસ્તો કરીશ તો મોડું થઇ જશે વજાભાઇએ કહ્યું..

અરે..વજાભાઇ એમ કંઇ ચાલે તમને રાહ નહીં જોવડાવું અનુએ નાસ્તો તૈયાર રાખેલ છે ત્યાં તો અનામિકા ચ્હા સાથે સાબુદાણાના વડા લઇને આવી ગઇ.

લ્યો નાસ્તો આવી ગયો એકાદશીનો ફરાળી નાસ્તો છે તારામતીએ વડાની પ્લેટ વજાભાઇને આપતા કહ્યું

વાહ !!!  હવે તો ન્યાય આપવો રહ્યો,પણ દીકરી તને કેમ ખબર પડી કે મને અપવાસ છે ?‘  વજાભાઇને નવાઇ લાગતા અનામિકાને પુછ્યું,

કાકા મને યાદ છે તમે અમારા લગ્ન બાદ આવેલ ત્યારે એકાદશી હોવાથી તમે બટેટા પૌવા નહીં ખાધેલા ફકત ચ્હા પીધેલી બરાબર ?’  અનામિકાએ મલકાઇને કહ્યું

આત્મારામ તમારી વહુની યાદશક્તિની દાદ આપવી પડશે વજાભાઇએ વડો ઉપાડતા કહ્યું,

અરે તું તેણીના સાબુદાણાના વડા ચાખ એટલે રસોઇના પણ વખાણ કરતો થઇ જઇશ  આત્મારામે કહ્યું

        બંને મિત્રો ચ્હા નાસ્તો પતાવી બહાર નીકળ્યા, ત્યારે તારામતીએ વિવેક બતાવ્યો ..

અરે..વજાભાઇ તમે પણ ચાલ્યા?’

મારા દોસ્તની સાથે ગાડીમાં જલ્દી પહોંચું એક માણસ માંડવી ગયો છે તે આવી જાય પહેલા…’ ગાડીનું બારણું ખોલતા વજાભાઇએ કહ્યું,

આવજોતારામતીએ હાશ અનુભવતા કહ્યું,

આવજો કહી વજાભાઇ ગાડીમાં બેઠા..

 

     અનામિકા અનિલ સાથે હિંડોળે હલકી ઠેસે જુલતી હતી તારાબેન ઘણા વખતે બંનેને સાથે જુલતા જોઇ તારામતી ખુશ થઇ, સંધ્યા તૈયાર થઇ નીચે આવી ભાઇ ભાભીને સાથે જુલતા જોઇ તારામતીને બુમ મારી

આઇ…. હે બગ આજ માઝી વહિની ભાઉ સંગ હિંડોળે બસલી

મી પાહેલા, તુ ત્યા લોકાલા ડિસ્ટર્બ કરૂ નકો ચ્હા નાસ્તા થંડ હોત આહે ઝટપટ નાસ્તા કરૂન ગે તારામતીએ કહ્યું,

હો….. મી એક ફોટુ ગેઉન યેતે

       સંધ્યાએ સ્માર્ટ ફોનમાં ગુપચુપ બંનેનો એક ફોટો લીધો ને રસોડામાં ગઇ, તારામતીને ફોટો બતાવ્યો તે જોઇ તેણી પણ ખુશ થઇ. બાજુ હિંડોળે જુલતા અનિલ અનામિકાના ખોળામાં માથુ મુકી નિરાંતે ઊંઘી ગયો અને જુલતા અનામિકા ગીત ગણગણવા લાગી

હું તો પ્રિયતમ સંગ ઝુલે ઝુલુ

ઝુલુ ઝુલુને હું સોહણા સપના સૃજુ

હારે હું તો પિયુ સંગ ઝુલે ઝુલુ

હું તો બાળા રાજાને જુલાવું

હું તો લાલાને હિંડોળે પોઢાળું

           અનિલના કેશ હલકે હાથે સવારતી જાય ને ગાતી જાય આજે તો તેણીએ પ્રિયતમને જાણે બાળારાજા બનાવી પોઢાળી દીધો તેની તેણીને કાંઇ ખબર રહી. ગીત સાંભળી તારામતી રસોડામાંથી બહાર આવી.

બેટાઅનુ બાળરાજા પણ આવશે ઉતાવળ કરસાંભળી અનામિકા શરમાઇ ગઇ.અનિલે પણ આંખ ખોલી અને તારામતીને જોતા બેઠો થઇ બોલ્યો,

ચાલો અનામિકાદેવી હવે નર્સ બની જાવ B. P. Heart rate વગેરે તપાસો અને રિપોર્ટ લખો નહિંતર દર્દી ડોકટરને ફરિયાદ કરશે

યસ સર…..’ કહી અનામિકા રૂમમાં B.P.મશીન લેવા ગઇઅનિલ અને અનામિકા વચ્ચેનો સંવાદ સાંભળી તારામતીએ મનોમન કહ્યું,

આમેય સ્ત્રીએ ચાર રૂપ ધારણ કરવા પડે છે

भोजनेसु माता,सयनेसु रंभा,सेवेसु दासी,कार्येसु मंत्री

         અનામિકાએ B.P. – Heart rate મશીને બતાવ્યા તે ડાયરીમાં લખ્યા B.P ૧૨૦/૭૬ અને હાર્ટ રેટ (હ્રદયના ધબકારા) ૮૬/મિનીટ પછી નર્સની અદાથી બોલી ..

તમારો પ્રોગ્રેસ ઘણો સારો છે મિસ્ટર અનિલ ચિંતા નહીં કરતા’  અને પછી તારામતી તરફ ફરી બોલી

આઇ.. ફિકર કરવા જેવું કંઇ નથી

તારા જેવી કાબેલ નર્સ હોય પછી મારે મારા દીકરાની ફિકર શા માટે કરવી જોઇએ?’ તારામતીએ મલકાઇને કહ્યું,

આભાર…’ અનામિકાએ માથું નમાવીને કહ્યું, પછી ત્રણે જણા પોતાના નાટક પર હસી પડ્યા

     આમ આનંદ વિનોદમાં દિવસો પસાર થતા. અનામિકાને ૬ઠો મહિનો શરૂ થયો, ગોમતીબેનનો ફોન આવ્યો

‘………..’

હલ્લો..વેવાણ જયશ્રી કૃષ્ણ

‘…………..’

હાઅનિલની તબિયત સારી છે અને અનુની પણ…..બધા મજામાં છે શું ખબર છે ?’

‘……………’

હા…..બરાબર છે….તમે યાદ કરાવ્યું સારૂં કર્યું હાબરાબરઅનુને ૬ઠો બેઠો કમુ પાસે રાખડી બંધાવાની છે!’

‘…………..’

અમારે આવો રિવાજ નહીં તમે અગાઉ વાત કરેલ પણ વિસરાઇ ગઇ આમ તો કમુને વાત કરેલ એટલે તેણીએ તમારા કહેવા મુજબ રક્ષાની પોટલી અને કોડી તૈયાર કરી દીધેલ છે, હું આજે ઇન્દ્રને ફોન કરી મુહુર્ત જોવડાવું છું અને તમને જણાવું છું.’

;………….’

આવજો જયશ્રી કૃષ્ણ

              તારામતીએ તુરત ઇન્દ્રકુમારને ફોન જોડ્યો તેના જણાવ્યા પ્રમાણે આવતી કાલે સુદ છઠ, ૬ઠા મહિને રાખડી બાંધવા ૬ઠનો દિવસ ખુબ સારો ગણાય એટલે તુરત આવતી કાલના દિવસનું સારૂ ચોઘડીયું જોયું ને જણાવી દીધુ.અનિલ અને અનામિકાએ હાશ અનુભવી તારામતી ઇન્દ્રકુમારને જયારે ફોન કરે ત્યારે અનામિકાને ધ્રાસકો પડે ઇન્દુભાઇ કંઇ નવું તુત ના કાઢે તો સારૂ!

        તારામતીએ કામિનીને જણાવ્યું, ગોમતીબેનને જણાવ્યુ, અને બે ત્રણ નીકટની હતી તે સ્ત્રીઓને ફોન કર્યા આમંત્રણ આપ્યા. અનામિકાની પાડોશી વસુંધરાના કુટુંબને પણ બોલાવ્યા .વસુંધારાને આવા પ્રસંગે કેમ ભૂલાય ! તેણીએ તો અનામિકાના કુટુંબ સાથેના સંબંધ જોડાવવામાં મુખ્ય ભાગ ભજવેલ.

અનામિકાના ઘેર અનિલ સામાન મુકવા આવેલ ત્યારથી……માંડવીના કાશીવિશ્વનાથના મંદિર સુધી જવાનો આઇડિયા પણ તેનો હતો…..સિનેમા હોલમાં મળવાની બધી એરેન્જમેન્ટ પણ તેણીની હતી બધા પાછળ વસુંધરાનો આસય પોતાની સખીને મનગમતો ભરથાર મેળવી આપવાનો હતો.        

        અનામિકા સવારના વહેલી ઊઠી નહાઇને ગર્ભવતિ હોવાથી સંધ્યાની સહાયથી લીલારંગની પૈઠણી નવવારી પહેરી, કામિની અને સંધ્યા અને સખી વસુંધરાએ મળી અનામિકાને સરસ તૈયાર કરી વસુંધરાએ તો ખાસ સેવંતીના પુષ્પોના ગજરા બનાવી અનામિકાના વાળમાં અને હાથમાં પેહરાવ્યા.

       અનામિકા બહાર આવી તેવી સંધ્યા જાણી જોઇને બોલીજોયું મારી ભાભીને નવવારી પહેરતા ફાવી ગયું! હે બગ આઇ !છાન દીસતે !!’

હો…. છાન દીસતેપછી આત્મારામ સામે જોયું

હે બગા આપલી સુનબાઇ

તો આત્મારામે પણ અનામિકા સામે જોઇ બોલ્યા

વાહ આજે કેવડા ત્રીજના તૈયાર થયેલી તેવીજ મરાઠણ લાગે છેસાંભળી અનામિકા શરમાઇને નીચું જોઇ ને હળવે રહીને તારામતી પાછળ લપાઇ. અનિલ અત્યાર સુધી શાંત હતો તે બોલ્યો

બાબાઆઇઆજે સંતોષ થયોને મારી પસંદગી પર ?’

અરે! અમને તો તેણીના હાથની કચોરી ખાધી ત્યારનો સંતોષ છે, આજે તેના પર બે મહોર વધારે ચડીતારામતીએ કહ્યું

ચાલો શ્રી ગણેશ પૂજન શરૂ કરીએતારામતીએ કહ્યું તો સહુ અનામિકા પાછળ અલતાર ભણી દોરાયા આજે અલતારની શોભા ગલગોટાના અને રંગીન બલ્બોના તોરણોથી અનેરી હતી. અનામિકાએ શ્રી ગણેશ પૂજન કર્યું ત્યાર બાદ કામિનીએ ગોમતીબેનના કહ્યા મુજબ અનામિકાને રક્ષા બાંધી સહુ મેહમાન જમણનો પ્રસાદ લઇ ઘેર ગયા.

      ગોમતીબેને અનામિકાને સમજાવ્યું રાખડી પ્રસૂતિનું દર્દ ઉપડે અને પ્રસૂતિ ગૃહમાં તું દાખલ થાય ત્યાં સુધી બાંધી રાખવાની,રક્ષા પ્રિમેચ્યોર  પ્રસૂતિ થવા દે બરાબર નવ માસ પૂર્ણ થયે બાળકનો જન્મ થાય, અને પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડે ત્યારે છોડી બાળકના પારણે બાંધી દેવાની.

ગોમતીબેન આવતા મહિને ગોદ ભરાઇ પ્રસંગની તૈયારી કરવાની છેતારામતી બોલ્યા

હા જરૂર જરૂર સીમંતનો પ્રસંગ ધામધુમથી કરવાનો છે આપણે બેઉ પહેલી વખત દાદી,નાની થવા જઇ રહ્યા છીએ હરખાતા ગોમતીબેન બોલ્યા

તો પછી બેઉ વેવાણો મહેમાનોનુ લિસ્ટ તૈયાર કરવામાં લાગી જાવઆત્મારામે ટકોર કરી

અને હા….કમુ, સંધ્યા, વસુંધરા તમે ત્રણ મળી ફૂલ હાર ગજરા ના ઓર્ડર આપી દેજો,વખતસર મકનો માળી ફૂલ મંગાવી રાખે

      કામિની અને વસુંધરાએ ફૂલહારથી હિંડોળા શણગારની જવાબદારી લીધી. સંધ્યાએ અને અનિલે સાથે મળી કોમપ્યુટર પર સરસ E vite invitation card તૈયાર કરી જેમના પાસે ઇન્ટરનેટની સુવિધા હતી તેમને ઇલેકટ્રોનિક આમંત્રણ મોકલી આપ્યા અને યુ.એસ.બી.માં કોપી કરીને સરસ પ્રિન્ટ તૈયાર કરાવી બાકીનાને પોસ્ટ દ્વારા તેમજ  રૂબરૂ મોકલાવી.

     સાતમો મહિનો બેસતા તારામતીએ ઇન્દ્રકુમારને ફોન જોડ્યો તો ઇન્દ્રકુમારે સજેશન કર્યું કે, રવિવાર માતાજીનો વાર છે અને આઠમ પણ આવે છે તો તે દિવસ પ્રસંગને અનુરૂપ છે.  રવિવાર આવ્યો વહેલા ઉઠી કામિની, સંધ્યા અને વસુંધરા હિંડોળો શણગારવાના કામે લાગી ગયા, બધી સ્ત્રીઓકન્યાઓને તારામતી અને અનામિકાએ હલદી કુમકુમ શુકુન કર્યા.

          હિંડોળો આજે સરસ શોભતો હતો રેશમના ગાદી તકિયાને ફૂલોના શણગારથી શોભતા હિંડોળા પર બેસવાની લાલચ અનિલ રોકી શકયો અને જેવો બેસવા ગયો ત્યાં સંધ્યા બોલી

હંહં.ભાઉ આજે વહિની એકલીનો હિંડોળા પર અધિકાર છે બીજા કોઇને બેસવાનો નહીં

         વસુંધરા અને કામિનીએ અનામિકાને સરસ તૈયાર કરી લઇ આવ્યા, ગોમતીબેને ખાસ મુંબઇથી મંગાવેલ લીલારંગનું લાલ બોર્ડર પલ્લુ સાથે નવ વારી સેલુ લાલ બ્લાઉસ સાથે અનામિકાએ પહેરેલ હતો.  મોગરા, ગુલાબ, જુઇ અને સેવંતી વગેરે સુગંધી ફૂલોથી આખો ઓરડો મઘમઘતો હતો.

          સૌ પ્રથમ શ્રી ગણેશ પૂજન થયું ત્યારબાદ અનામિકાને હિંડોળા પર બેસાડી કામિનીએ સૌ પ્રથમ શ્રીફળ રોકડા રૂપિયા સાથે અનામિકાના ખોળામાં મુક્યા ત્યારબાદ સૌ સોહાગણોએ ખોળાની વિધી પુરી કરી.     

           બધી આમંત્રિત બહેનોએ અનામિકાને નાની મોટી ભેટ આપી, ઉદરમાં બાળક હોય ત્યારે બાળક માટે કોઇ ભેટ લાવે, ભારતમાં તેને અપશુકન ગણાય છે, કદાચ આનુ કારણ હોઇ શકે કે, ભારતમાં નવજાત શિશુઓનો મરણ આંક વધારે હતો. પરંતુ હવે મોટા શહેરોમા રિવાજ બદલાઇ રહ્યા છે પરદેશમાં તો બેબી સાવરમાં બાળક માટે ભેટ આપવાનો રિવાજ છે અને તે માટેબેબી આર અસજેવા સ્ટોરમાં ગિફ્ટ રજીસ્ટર પણ કરાવાય છે જેથી ગિફ્ટ એકસરખી થાય .

                બધી વિધિ અને જમણવાર પતતા બપોરના બે વાગ્યા,સૌ મહેમાનોને વિદાય આપતી વખતે ટોકન ભેટ અપાઇ. અનામિકા થાકેલી હતી, સિમંત પ્રસંગ બાદ દીકરી પિયર જાય તેવો રિવાજ હોય છે પરંતુ પાઠક કુટુંબમાં વહુને પ્રસૂતિ માટે પિયર મોકલવામાં આવતી નથી. પ્રસૂતિ બાદ સવા મહિને પિયર મોકલવામાં આવે છે.

           પાઠક કુટુંબના રિવાજને લીધે ગોમતીબેનને ચિંતા રહે તે સ્વાભાવિક વાત છે, દર અઠવાડિયે ડોકટર માધવી ઝાલાના દવાખાને તારામતી અને અનામિકા ના પાડે પણ તેઓ શિવમ્પાર્કથી આવ્યા વગર રહે.  ૮મો મહિનો પૂરો થતા મેથીના લાડવા ગોમતીબેને મયાશંકર સાથે મોકલાવ્યા.  સવારના પહોરમાં મયાશંકર જોશીને બારણે જોઇ તારામતી અને આત્મારામ બંને સાથે બોલ્યા,

અરે…. જોશીજી આજે સવારના પહોરમાં ભૂલા પડ્યા…..વેવાણ તો મજામાં છે ને?’

હા..ગોમતી મજામાં છે આતો ગોમતીએ મને અનુ માટે મેથીના લાડવા આપવા મોક્લ્યો કહી મયાશંકર હસ્યા

અરેએટલા માટે તમારે ધક્કો ખાવો પડયો? સંદેશો આપ્યો હોત તો અનિલ આવીને લઇ જાત ને આત્મારામે વિવેક કર્યો.

હા તો બરાબર છે, એમ તો હું વસુ સાથે પણ મોકલી શકત,પણ તો લાડવાના આપવાની બહાને મારી દીકરી ને પણ મળાય અને તમને બધાને મળાય અને અનિલકુમારના સમાચાર પણ જાણી શકાય મયાશંકરે કહ્યું,

તમે બ્રાહ્મણ થઇને વાણિયા જેવી વાતો કરો છો કહી આત્મારામ હસ્યા

હા વાણિયાઓ સાથે પનારો છે અને તે પણ પાછા કચ્છીવાણિયાઓ તેમના સાથે કામ કરવાનું એટલે શીખવુ તો પડે ને?’ મયાશંકરે મજાક કરી

આવોઆવો હવે દીકરી અને જમાઇ સાથે બેસીને ચ્હા નાસ્તો કરીને જવાનું છે કહી આત્મારામે મયાશંકરને સીધા ડાઇનીંગ ટેબલ પર દોરી ગયા.

     બંને વેવાઇએ આરામથી ટેબલ પર જમાવ્યું તારામતી અને અનામિકા ચ્હા નાસ્તો લઇ આવી ગયા ત્યાં તો અનિલ પણ તૈયાર થઇ આવી ગયો, સૌ એક સાથે બેસીને ચ્હા સાથે ગરમ ઘઉ બાજરીની ભાખરી અને બટેટા પૌવાને ન્યાય આપ્યો, નાસ્તો કરતા અનામિકાની તબિયતના સમાચાર પૂછ્યાતારાબેન ડોકટર માધવી ઝાલાનું શું માનવું છે ?  બધુ નોરમલ છે ને ?’

આમ તો બધું સારૂં છે પણ દર અઠવાડિયે વજન ધારવા કરતા વધારે વધે છે એટલે ડોકટર માધવીએ રોજ ત્રણ ચાર કિલોમીટર ચાલવાનું કહ્યું છે.’

એમાં શું ચાલવાનું, અનિલકુમાર તમારે કંપની આપવાની મયાશંકરે કહ્યું

આમ તો સંધ્યા રાધેશ્યામ સાથે અનુને વોક માટે લઇ જાય છે ક્યારેક મુંદ્રાના કયારેક ગાંધીધામના તો ક્યારેક માંડવીના રોડ પર વચ્ચે નાના ગામડા તરફ જતી સુની કેડીઓ પાસે ગાડી પાર્ક કરાવીને ચલાવે છેતારામતીએ કહ્યું,

એટલે દૂર સુધી જાવાની શી જરૂર હમીરસર અને પાવડી પાસે પણ વોક થઇ શકે મયાશંકરે કહ્યું

હાથઇ શકે પણ પોતે પાતળીને ફુલેલા……’તારામતી આગળ બોલે ત્યાં વાત કાપતા મયાશંકરે કહ્યુંશરમાય છે બરાબર ?’

હા…..’તારામતીએ મલકાતા કહ્યું,

તો.. ..હવે હું તેણીને લઇ જઇશ અને એક માઇલ સ્ટોન પાસે ગાડી ઊભી રાખીને બીજા માઇલ સ્ટોન સુધી ચલાવીશ અને ત્યાંથી પાછા આવતા બે કિલોમીટર વોક થઇ જાય એમ સવારના અને સાંજે એમ બે વખત વોકના ચાર કિલોમીટર થઇ જાય.’ અનિલે સુજાવ આપ્યો

હા બેટા સાંજે જાવ ભલે પણ અંધારૂં થતા આવી જવાનું તારામતીએ કહ્યું

આઇ અત્યારે મે જુન મહિનામાં દિવસ લાંબો હોય એટલે વાંધો આવે હું તો કહુ છું તું પણ સાથે આવજે સંધ્યા બાબાને જમાડી લેશે

હા બેટા તારી વાત સાચી પણ મારા ઘુંટણ મને ચાલવા દે તોને ?’ તારામતી પોતાની લાચારી દર્શાવતા બોલી.

આઇ જેટલુ ચલાય તેટલુ ચાલજે અને મરજી પડે ત્યાંથી પાછી વળીને આપણી ગાડીમાં આરામથી પાછલી સીટ પર સુઇ જજે નહીંતર શિવમ્પાર્કથી અનુની મમ્મીને તને કંપની આપવા બોલાવીએ અનિલે કહ્યું

સારૂં સારૂં આવીશ બસ?’ તારામતી સહમત થઇ

હા અનિલનો વિચાર સારો છે તારી આઇને લઇને જજે હું બે વાગે જમું એટલે મારે સાંજના જમવાનુ ખાસ હોતુ નથી આત્મારામે કહ્યું

ચાલો ફરવા જવાની ગેંગ નક્કી થઇ ગઇ હવે હું ઉપડુ મયાશંકરે કહ્યું

અરે બેસોબેસોએમ ના જવાય મેથીના લાડવા બધાએ સાથે ચાખવા પડશે ને ?  અરેઅનુ બેટા તું પણ બેસ…’ તારામતીએ અનામિકાને આખો લાડવો મુક્યો બાકી સૌએ બીજી પ્લેટમાંથી કટકો કટકો ચાખ્યો ત્યાર બાદ આત્મારામ અને મયાશંકર ઉઠ્યા.

ચાલો જોશીજી તમને શિવમ્પાર્ક મુકી જાઉ

અનુ તારી મમ્મીએ બહુ સરસ લાડવા બનાવ્યા છે મારે અનિલથી સંતાડવા પડશે નહીંતર એજ પૂરા કરી નાખશે તારામતીએ લાડવાના વખાણ કરતા કહ્યું

આઇ હુ ખાઉ તો હું પણ તેણીને ખરે સમયે બોલીને જોર કરાવડાવું ને?’ અનિલે કહ્યું

સારૂં સારૂં વડીલની આમન્યા રાખ તારામતીએ કહ્યું

આઇવડીલ તો ગયા તું તો મારી ફ્રેન્ડ કેહવાય એટલે સંધ્યાની સાથે સ્પાયીંગ કરવા સ્કુટી પર છેક માંડવી સુધી આવેલી ને ?’  અનિલે તારામતીના ગળે વિટળાઇને કહ્યું

હા હા હવે મોડુ થશે નીકળ કામે જવા તારામતીએ ખોટો ગુસ્સો કરતા કહ્યું

બાયઆઇ, બાયઅનુકરી અનિલ પણ રવાના થયો,

      આમ નક્કી કર્યા મુજબ રોજ અનિલ અનામિકાને સાંજે ચાલવા લઇ જાય,તારામતી પણ સંધ્યા સાથે રહી જલ્દી રસોઇ તૈયાર કરે જેથી અનિલ ઘેર આવે હાથ પગ ધોઇ કપડા બદલે કે, તુરત અનામિકા અને અનિલ બંને સાથે જમવા બેસે અને ચાલવા નીકળી જાય.  કોઇકવાર તારામતી સાથે જાય તો કોઇકવાર આજે નહીં આજે ઘુંટણ બહુ દુઃખે છે કરી ટી વી સીરીયલ જોવા બેસી જાય. આમ નવમો મહિનો પુરો થયો, હવે તો અનામિકાને પણ બેસવા ઉઠવામાં તકલિફ પડતી હતી.

      આજે સોમવાર ડોકટર માધવી ઝાલાને બતાવવા જવાનું હતુ બપોરના બે વાગે બંને સાસુ વહુ રાધેશ્યામ સાથે ગાડીમાં પહોચી ગયા નવમો પુરો થયો ત્યારથી રાધેશ્યામ આત્મારામને મુકી ઘેર આવી જતો જેથી દર્દ ઉપડે કે તુરત ડોકટર માધવીના પ્રસૂતિ ગૃહમાં વિના વિલંબે પહોચી જવાય આજે અનિલ પણ ડોકટર ઝાલાના દવાખાને ગોમતીબેનને લઇ આવી ગયો.

      આજે ડોકટર માધવી ઝાલાએ સ્પેશિયલ પેલવીમેટરી તપાસ કરવાની હતી, તપાસથી બાળકના મસ્તકના કદ પ્રમાણે અનામિકાના પેલવિસ પેસેજનુ કદ છે કે કેમ ?  જો બંનેના કદ મેચ થતા હોય તો નોરમલ પ્રસૂતિ થાય, નહીંતર પ્લાન C. section, એટલે પેટ પર કાપો મુકી ગર્ભાશય પર કાપો મુકી બાળકને લેવું પડે .

       તપાસ પુરી કરી ડોકટર માધવી બહાર આવ્યા,રિપોર્ટ બરાબર હતો પરંતુ વધારે રાહ જોવાય અને બાળકનું વજન પાઉન્ડ વધી જાય તો જોખમ ગણાય અત્યારે બાળકનું વજન . પાઉન્ડ છે, એટલે ડોકટર માધવી ઝાલાએ કહ્યું,

અનામિકાને અત્યારે દાખલ કરી પ્રસૂતી શરૂ કરાવી દેવી જોઇએ તેને અમારી ભાષામાં (induction of labour) કહેવામાં આવે છે….બોલો છે તૈયારી?’

અનિલે તો તુરત હા પાડી દીધી તારામતીએ ચુપ એવા ભાવથી અનિલ સામે જોઇ ડોકટરને પુછ્યુ,  ‘આમાં બાળકને કોઇ જોખમ ખરૂં?’

જરા પણ નહી ડોકટર માધવી તારામતીને ધરપત આપતા કહ્યું

તોઅનુને કોઇ જોખમ ખરૂં?‘ ગોમતીબેને ચિંતિત સ્વરે પુછ્યું

ગોમતીબેન ધરપત રાખો તમારી દીકરી પર પણ બિલકુલ જોખમ નહીં ડોકટર માધવીએ કહ્યું

તો આજે શરૂ કરી દો….સોમવાર શંકર ભગવાનનો વારતારામતીએ કહ્યું

      આમ બધાની સંમતિ લીધી. અનામિકાને પ્રસૂતિગૃહમાં દાખલ કરી ગોમતીબેન અને અનિલ રોકાયા તારામતી રાધેશ્યામ સાથે ઘેર ગયા.

          ડોકટર ઝાલાએ કાર્યવાહી શરૂ કરી કલાક્માં પ્રસૂતિનું દર્દ શરૂ થયું, ડોકટર ઝાલાએ ઇન્ટરનલ તપાસ કરી પેલવિસ પેસેજનું મુખ સોફ્ટ અને ખુલ્લું જણાતા પ્રોગ્રેસ સારો જણાયો એટલે તુરત એનેસ્થિસ્યોલોજીસ્ટને બોલાવી એપિડ્યુરલ કેથેટર મુકાવી દર્દ સહન થાય તેટલી દવા જ્ઞાનતંતુને મળ્યા કરે અને પ્રસૂતિ પ્રોગ્રેસમાં રહે તેવી વ્યવસ્થા કરી, અનામિકાને દવા સાથે ગોમતીબેન અને અનિલ આટા મરાવડાવતા હતા જેથી બાળકનું મસ્તક નીચે પેસેજમાં રહે.

       પાંચ વાગે દર્દ સખત ઉપડ્યું ડોકટર ઝાલાએ પાછી તપાસ કરી, ફુલ ઓપન જણાતા અનામિકાને પ્રસૂતિ રૂમમાં લઇ ગયા. અનામિકાનુ દર્દ વધી રહ્યુ હતુ છતાં ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જાપ ચાલુ રાખતી હતી પણ ક્યારેક અનાયસ મા…. ચીસ પડી જતી ગોમતીબેન અને અનિલ બંને હિમત આપતા હતા હવે જાજી વાર પણ નથી કલાક્માં બાબો,આમ કરતા વાગ્યા

ઓહમમ્મી જો ને બારકાસ બહાર આવવાનું નામ નથી લેતોઅનામિકાએ કહ્યું

તેને અંદર આટલો આરામ હોય પછી શેનો બહાર આવે?’ અનિલે મજાક કરી

જા…..અહીંથી તને નથી પુછ્યું?’અનામિકાએ અનિલ સામે જોઇ કહ્યું

 ‘જુવો જુવો ગોમતીબા અનિલભાઇ બાબાનું માથું દેખાયું નર્સે જણાવ્યુ

તો રાહ કોની જુઓ છો બેન જલ્દી ડોકટર ને બોલાવો અનિલે કહ્યું

         નર્સે ઇન્ટરકોમથી તુરત ડોકટર માધવીને બોલાવ્યા,૧૦ મિનીટમાં ડોકટર આવ્યા બરાબર ૭ને ૨૧ અવાજ સંભળાયો ઊંવા ઊંવા બાબાનો જન્મ થયો. નર્સે બાબાને ટોવેલમાં લીધો અનામિકાને અનિલને બતાવ્યા બાદ ક્લીન કરવા લઇ ગઇ અનિલ તેની સાથે ગયો ડોકટરે ઓર પાડ્યા બાદ અનામિકાને અભિનંદન આપ્યા.

ડોકટર કેટલા ટાંકા આવ્યા?’અનામિકાએ પુછ્યું

બે કે ત્રણ આવશે ચિંતા નહીં કરતી હું ઓગળી જાય એવા ટાંકા લઇશ એટલે જરા પણ તકલિફ નહીં પડે ધરપત રાખજે ડોકટરે ખભો થાબડતા કહ્યું

થેક્યું ડોકટર…’ કહી અનામિકાએ આંખ બંધ કરી એટલામાં નર્સ બાબાને ક્લીન કરી ઝબલું પેહરાવી લઈ આવી

ચાલો ગળથુથી કોણ પીવડાવશે નાનીમા કે પપ્પા ?’ ગોમતીબેને ના પાડી

હું પીવડાવીસ ભલે મારો બેટો મારા જેવો થાય બરાબરને અનુ?’ અનિલે કહ્યુંહા….પિવડાવ હવે મારે બે નટખટને સંભાળવાના કહી અનામિકા હસી

એતોબાપ તેવા બેટા અને વડ તેવા ટેટાગળથુથી પાવ કે પાવ તમારા જેવો થવાનો છે ગોમતીબેન બોલ્યા

       આમ વાત ચાલતી હતી ત્યાં તારામતી આત્મારામ પણ આવી ગયા, અનિલે ફોન કરી દીધેલ એટલે ટિફીન સાથે અનામિકા માટે રાબ પણ લેતા આવ્યા. ગોમતીબેને અનામિકાને રાબ પીવડાવી તારામતી અને આત્મારામ બંનેની હાજરીમાં કોઇપણ જાતની આનાકાની વગર રાબ ભાવે છતા કશું પણ બોલ્યા વગર અનામિકાએ ચુપચાપ પી લીધી. ગોમતીબેન અને તારામતી બંને ખુશ થયા.

       ડોકટર માધવી ઝાલાએ કોઇને રાત રોકાવાની જરૂર નથી એમ કહ્યું એટલે સહુ નવજાતને જોઇ ઘેર જવા નીકળ્યા ત્યાં અનિલે બોલ્યો

આઇ…. ટિફિન લાવી છે તો હું અહીં જમીને આવું છું

સારૂં તું તારે થોડું રોકાઇજા અને જમી લેજે અમે ગોમતીબેન ને ઘેર મુકી દઇશુંઅને હાખબરદાર જો અનુને હેરાન કરી છે તોતેણીને  આરામની જરૂર છે એટલે આરામમાં ખલેલ નહીં કરવાની  તારામતીએ ચીમકી આપી.

આઇ….બાબા ગાડી પાર્ક કરશે ત્યાં સુધીમાં હું આવ્યો સમજો અનિલે કહ્યું

     ત્રીજે દિવસે અનામિકા ઘેર આવી.તેણીને અને બાબાને મસાજ કરી સ્નાન કરાવવા એક રાજગોર બાઇ રાખી લીધેલી. છઠ્ઠે દિવસે કામિની ફોઇ બાબાનુ છઠ્ઠીયું લઇ આવી ગઇ, ફોઇએ દીવો કર્યો કોરો કાગળ અને સરસ રત્ન જડેલ પેન મુક્યા ચાંદીની થાળી પર દીવાની મેસ ભેગી કરી બાબાની આંખમાં અંજન કર્યું

કહેવત છે…. ને છઠ્ઠીના આંજ્યા કોઇથી નજાય ગાંજ્યાતારામતી બોલ્યા

આઇ નો શું અર્થ થાય? સંધ્યાએ પુછ્યું

છઠ્ઠીના દિવસે મેસ આંજેલ કોઇનાથી ડરે નહી તારામતીએ સમજાવ્યુ

વહિની સંભાળજો કોઇનાથી નહીં બીએ કામિનીએ મજાક કરી

કાંઇ વાંધો નહીં તમારે ત્યાં મોકલી આપીશ તમે આંજ્યો છે તો તમેજ સંભાળજો અનામિકાએ મલકાઇને કહ્યું

         આમ દિવસો જવા લાગ્યા નવમે દિવસે નામ કરણ વિધી કરવામાં આવી.અનામિકાને અનિલને પ્રમોદ નામ પસંદ હતું પરંતુ તારામતીએ તો ઇન્દ્રકુમાર આપે તે નામ પાડે એટલે જ્ન્માક્ષર આવ્યા સાથે પ્રદ્યુમન

નામ પણ આવી ગયેલ એટલે કામિની અને સંધ્યાએ સરસ ચાદરમાં નવજાતને સુવડાવી ગાયુંઓળી ઝોળી પિપળ પાન ફઇબાએ પાડ્યું પ્રદ્યુમન નામ પછી કામિનીએ નવજાતના કાનમાં કહ્યું

આજથી તારૂં નામ પ્રદ્યુમન હંકે!!!’ (ક્રમશ)

  વિશેષ નોંધઃ ચેપ્ટરમાંની પૂરક માહિતિ પુરી પાડનાર તથા પ્રુફ રીડીન્ગ કરી આપવા બદલ ભાઇશ્રી અશોકકુમાર દેસાઇ (U.K.) http://das.desais.net તથા શ્રીમતિ પૂર્વીબેન મોદીમલકાણ’ (U.S.A.) નો ખુબ ખુબ આભાર  –લેખક

 

તારામતી પાઠક ૧૮ વિજય શાહ

Posted on April 30, 2013 by vijayshah

તે દિવસે રોજના નિયમ અનુસાર પ્રદ્યુમન અને અનામિકાને માલીસ કરવા આવનાર બાઇ આવી અને પ્રદ્યુમનને માલીસ કરી નવડાવીને બાળોતિયે લપેટીને તારામતીને આપ્યો તો તારામતી પ્રદ્યુમનને ચુમતા કહેવા લાગી

‘ઓ તું મારો રાજકુમાર ઓ તું મારો લાલો ચાલ મમ્મી પાસે જઇએ’

‘બેટા અનુ લે સંભાળ…આને ભુખ લાગી હસે’કહી પ્રદ્યુમન તેણીને સોંપ્યો

‘આઇ! બાબા આવી ગયા ચાલ ચ્હા પી લે’સંધ્યાએ સાદ પાડ્યો

તારામતી અનિલના રૂમમાંથી બહાર આવતા તેણીને અંધાર આવવા લાગી અને બારણું પકડીને ઊભી રહી ગઇ અને એક જોરદાર ઉધરસનો ઠસ્કો આવ્યો અને તે ઠસકા સાથે તેણી બેવડ વળી ગઇ તેણીની આ દશા જોઇ સંધ્યાથી જોરથી બુમ પડાઇ ગઇ ‘આઇ………બાબા…..’બુમ સાંભળી આત્મારામ દોડ્યા.

સંધ્યા અને આત્મારામે તારામતીને સોફા પર સુવડાવી ત્યારે આત્મારામને ખબર પડી કે તારામતીનું આખું અંગ તાવથી તપી રહ્યું હતું. આત્મારામે તરત ડોકટર મયુરને ફોન કરી એમ્બ્યુલન્સ મંગાવી અને તારામતીને ડોકટર મયુરના ક્લિનીકમાં દાખલ કરી.ડોકટર મયુરને આત્મારામે બધી હકિકત જણાવી.પ્રાથમિક તપાસમાં જે લક્ષણો જણાયા તે જોઇ ડોકટર મયુરે અનિલના લગ્ન પહેલા તારામતીને અહીં દાખલ કરેલ તે વખતના ડોક્યુમેન્ટસની ફાઇલ કાઢી અને ચેક કરતા આજની અને તે વખતની પરિસ્થિતીમાં સામ્ય જણાયું,

હકિકતમાં સામાન્ય તાવ અને ઉધરસ  જેવી ઝીણી બિમારીએ તારામતીના દેહમાં પ્રવેશ કર્યો હતો પણ પ્રદ્યુમનનાં જન્મની ખુશી હતી અને તાવ શેર બઝારના આંકની જેમ ઉપર નીચે થતો હતો પણ તારામતીનું ધ્યાન પ્રદ્યુમ્નમાં હોવાથી ગણકારતી નહીં અને તેણીની વ્યાધી હઠીલા બાળકની જેમ તારામતીના દેહમાંથી જવાનું નામ નહોતી  લેતી પણ તેણીએ કોઇને આ વાતનો અણસાર આવવા દીધો નહીં પણ આજે તેણીની હાલતથી આ ચાલ પકડાઇ ગઇ.

ઉધરસના લીધે કદાચ પ્રદ્યુમનને ઇંફેક્શન ન થઇ જાય તે માટે પ્રદ્યુમનને તારામતીથી દૂર રાખવાની સુચના ડોકટર મયુરે કરી હતી. તારામતીને બાળ પ્રદ્યુમનથી દૂર થવું નહોંતુ પણ ડોકટર મયુરનાં સુચનથી જ પ્રદ્યુમનને લેવાની કે તેની નજીક જવાની પણ મનાઇ  હતી આમ શા માટે તે વાતને સમજાવતા ખુદ ડોકટર મયુરને પણ નવ નેજાના પાણી મોભે ચડાવતા નાકે દમ આવી ગયો હતો આ તો ભલુ થજો ગોમતીબેનનું તેઓ તારામતીને મળવા ડોકટર મયુરના ક્લિનીકમાં આવ્યા ત્યારે ડોકટર મયુરે બધી પરિસ્થિતી તેમને સમજાવી તો ગોમતીબેને ડોકટર મયુરને ધરપત આપી અને તારામતીના રૂમમાં દાખલ થયા.

‘જયશ્રી કૃષ્ણ વેવાણ…..’ગોમતીબેને કહ્યું

‘જયશ્રી કૃષ્ણ ગોમતીબેન’પથારીમાં બેઠા થતા તારામતીએ કહ્યું

‘તે શું ઘરમાં આરામ નહોતો મળતો તે અહીં મયુરના ક્લિનીકમાં ખાટલો ઢાળ્યો?’ગોમતીબેને જીણી આંખો કરતા પુછ્યું

‘કંઇ નહીં રે આ સાધારણ તાવ અને અમસ્થી ઉધરસ આવી અને તમારા વેવાઇ ને તમારા જમાઇએ મળીને મને અહીં મુકી ગયા’નિસાસો નાખતા તારામતીએ કહ્યું

‘માઠું ન લગાડતા પણ એક જુની કહેવત છે ઝઘડાનું મુળ હાંસીં અને…

‘રોગનું મુળ ખાંસી એમ જ ને?’તારામતીએ વચ્ચેથી વાત સાંધતા કહ્યું

‘બરાબર…આટલું બધુ જાણો છો છતા તમે પ્રદ્યુમનને રમાડવાની જીદ કરો છો? જરા વિચાર કરો આ નવજાતની સહન શક્તિ કેટલી ન કરે નારાયણ ને તમારી ખાંસીનો ચેપ તેને લાગી જાય તો?બાળકને પણ તમારી જેમ ક્લિનીકમાં દાખલ કરવાનો વારો આવે તો?’

‘નહીં..નહીં મારા લાલાને કંઇ ન થવું જોઇએ’કહેતા તારામતીની આંખ ઉભરાઇ પડી.

અહીં ડોકટર મયુર પોતાની કેબીનમાં માથું પકડી બેઠો હતો તેને સમજણ નહોતી પડતી કે આમ કેમ થાય છે? તેની જ લેબમાં તારામતીના બધા ટેસ્ટ ફરી થયા હતા અને બધા રિપોર્ટ જુના રિપોર્ટ મુજબ નોર્મલ જ હતા એ મોટું આશ્ચર્ય હતું. તેની કેરિયરમાં આવો અટપટો કેસ ક્યારે જોયો નહોતો.તબિબિ વિજ્ઞાનમાં જ્યાં સુધી ચોક્કસ નિદાન ના થાય ત્યાં સુધી ડોકટરને ચેન ના પડે..તેથી બધા નોર્મલ રીપોર્ટ આવ્યા તો ગડબડ ક્યાં હતી? એજ પ્રશ્ન વારંવાર ડોકટર મયુરના મગજમાં ઘુમરાયા કરતો હતો.

ડોકટર મયુરના ક્લિનીકમાંના સાઇકીયાટ્રીસ્ટ, ગાયનેકોલોજિસ્ટ અને પેથોલોજીસ્ટ સહિત ૬ ડોક્ટરની પેનલે તારામતીને તપાસ્યા..સૌનું સહિયારું નિદાન એક જ આવ્યુ..તેમનું મન હવે શરીરને સાથ નથી આપતું…નિત્ય ક્રિયાઓ સામાન્ય છે પણ તેઓ જાગૃત અવસ્થામાં પણ સુઇ નથી જતા અને અજાગૃત અવસ્થામાં પણ સુતા નથી.

શરીરની સલામતી માટે મનનું સ્થિર થવું જરુરી છે તેમ માનીને તારામતીને ઉંઘવાની દવા પુરતી માત્રામાં આપવાનો નિર્ણય લેવાયો અને તે પણ ગ્લુકોઝ મારફતે.આત્મારામ ખાટલે પાસેથી હટતા નહોંતા અને તારામતીને પ્રદ્યુમનનાં સમાચાર જાણવા મળે તેથી અનિલ હેન્ડી કેમેરામાં ક્લિપ લઇ આવતો અને તારામતીને બતાડી ખુશ રાખવાની કોશીશ કરતો હતો.

તારામતી એ જુએ અને આનંદ વ્યક્ત કરે.ક્લિપમાં અનામિકાને જુએ નાના પ્રદ્યુમનને જુએ અને નિઃસાસો નાખે..મારો અનિલ..પણ નાનો હતો ત્યારે આવો જ હતો.. આ તાવ અને ખાંસી…મારા પ્રદ્યુમનને ના લાગી જાય તેથી આ સજા મારે ભોગવવાનીને? ગ્લુકોઝ ચઢાવાયો.. અને દવા તેનું કામ કરવા માંડી.. આંખો ભારે થતી જાય અને હાથમાંથી વીડિઓ ઉપરની પકડ ઢીલી પડવા માંડી.. આત્મારામને ડોકટર મયુરે ઈશારો કર્યો કે હવે આખી રાત તારામતી શાંતિથી સુઇ જશે તમે સવારે નિરાંતે આવજો..કામિની અહીં રહેશે.

‘તારાને ઊંઘનું ઇંજેક્શન આપ્યુ તે તો સારુ કર્યુ પણ તેની ટેવ ના પાડશો. મને ખબર છે ત્રણ ચાર દિવસમાં તેણી જરૂર સારી થઇ જશે’આત્મારામ આત્મવિશ્વાસથી બોલ્યા

‘હા મને પણ એવીજ આશા છે પણ અહીં આવે તેમને દસ દિવસ થયા કાકા અને રોગ કાબુમાં ના આવે તો દવા પણ બદલવી પડે અને ચિકિત્સાની પધ્ધતિ પણ.. સાઇકીયાટ્રીસ્ટનું સ્પષ્ટ માનવું છે કે તેમનું મન બેકાબુ છે. દીકરાનાં દીકરાને જોયો તેથી કે પછી અગોચર મનમાં કોઇ છુટા પડી જવાનો અવ્યક્ત ભય છે જેને કારણે જે હોય તે દવાથી તેમના વિચારોને શાંત કરવા અમે મથીયે છીએ’ડોકટર મયુરે સમજણ પાડી

‘હા… દીકરા તું તારાથી બનતામાં કંઇ કસર નહીં છોડે તેની મને ખાત્રી છે’ આત્મારામે ડોકટર મયુરનો વાંસો થપથપાવતા કહ્યું

આ પરિસ્થિતિ ૭૨ કલાક માટે રાખવાની હતી.. તેથી સમય સમયે બાટલા બદલાતા કેથેટર દ્વારા મુત્ર વિસર્જન થતુ હતુ..આત્મારામ તારામતીને બેડ બાજુમાં જ બેસીને જાપ કરતા અને એમ કરતા ૭૨ કલાક પુરા થયા અને પહેલી વખત તારામતીએ ઉંહકારો ભર્યો ત્યારે મયુરે બધા ઉપકરણો હટાવી લીધા… તાવ અને ખાંસી બંને કાબુમાં હતા પણ હવે જ જોવાનું હતુ કે શરીર ઉથલો મારે છે કે સ્વસ્થતા પકડે છે.આત્મારામને જોઇ તારામતી કહે

‘મને કેમ હજી પણ ઉંઘ આવે છે?’

‘સારુ થયુને ઘણા દિવસે શાંતિથી નિંદર કાઢી.. હવે જરા ઉભા થઇને બ્રશ કરો તો સરસ મસાલા વાળી ચ્હા આપુ અને પ્રદ્યુમ્ન ની વીડિયો પણ તૈયાર છે દાદીમાનાં આશિર્વાદ લેવા માટે.’આત્મારામે વહાલથી માથે હાથ ફેરવતા કહ્યુ.તારામતીના બેડ પાછળ ટેપ રેકોર્ડ ઉપર સરસ ધુન ઇલેક્ટ્રીક ગીટાર ઉપર વાગતી હતી.

અનામિકા અને પ્રદ્યુમન બંને સારી માવજત પામીને સારા થતા જતા હતા અને આ બાજુ તારામતીની તબિયત સુધરતી નહતી તેથી અનામિકા પણ આકુળ વ્યાકુળ થતી હતી.એક્વીસમે દિવસે જ્યારે અનામિકાએ રસોડે જવાની જીદ કરી ત્યારે ફોન ઉપર તારામતીનો ઠપકો સાંભળવો પડશે તેવી આત્મારામે ધાક બતાવી ત્યારે તે પાછી પડી.

અનિલે તારામતીને જ્યારે પ્રદ્યુમનની વીડિઓ ટીવી ઉપર મોટા સ્વરુપે બતાવી ત્યારે તારામતીની આંખ આંસુઓથી ભરાઇ ગઇ..

‘આઇ આ આંસુ ખુશીનાં કે ગમનાં?’અનિલે તારામતીના આંસુ લુછતા પુછ્યું  ‘સુખ જ્યારે ખંડીત મળે ત્યારે જે અફસોસ થાય તે અફસોસનાં .. પ્રદ્યુમ્ન ને હું માથા ઉપર હાથ ફેરવીને આશિર્વાદ નથી આપી શકતી તેના આંસુ છે અને સાથે જ તરત બીજો વિચાર આવે..આ રોગ તો કેટલા દિવસનો? હું મારા લાલાને જોવાની જ છું મળવાની જ છુ..ને?’તારામતીએ કહ્યું

‘આઇ આ શ્વાસનો રોગ વિઘ્ન બને છે ને?.. અનુ પણ આવીને તને મળવા માંગે છે..’અનિલે કહ્યું

‘મયુરને વાત કરીયે જો થોડા સમય માટે પ્રદ્યુમનને આવવા દે. તો.. ”આત્મારામે કહ્યું આ મસલત અનિલ અને આત્મારામ તથા કામિની વચ્ચે ચાલતી હતી ત્યાં ડોકટર મયુરે રૂમમાં દાખલ થતા કહ્યું

‘રોગ હજુ પરખાયો નથી તેથી આમ કરવામાં જોખમ છે અને આમેય વીડિઓ ઉપર તો તેઓ જુએ જ છે ને?”તારામતીએ વાત આ સાંભળી અને ફરી નિઃસાસો નાખ્યો..

’રે વિઠલા….વિઠલા…હે કાય કેલ રે…..’પછી ડોકટર મયુર તરફ જોઇને કહ્યું  ‘ભગવાન પણ કેવી કપરી કસોટી કરે છે ..જે સુખની ખેવના હતી તે મળ્યુ છતા આ વિલંબ…?’

‘તારાકાકી તમે મનથી પણ સ્વસ્થ થાવ તે જરુરી છે ..એટલે આ લાંબી નિંદ્રા લો અને અપેક્ષાઓને ઘટાડો.. એવું માનો કે અનિલ મુંબઇમાં છે અને તેને રજા નથી મળી કે અનામિકાની તબિયત સુધરશે એટલે એ લોકો અહીં આવીને તમારા આશિર્વાદ લઇ જ જશે..પણ આ મન તમારું.. અત્યારે દુશ્મન બની ને બેઠુ છે. તેને જે જોઇએ છે તેની જીદ જ લઇ ને બેઠું છે.પણ જરા કલ્પના કરો..પ્રદ્યુમ્ન ને તમારો આ વણ ઓળખ્યો રોગ જો લાગી ગયો તો? તેને આ વણ નિયંત્રીત તાવ કે ખાંસી વળગી ગઇ તો? અને નવજાત શિશુની સહન શક્તિ કેટલી?’ હું માનુ છુ કે ડોકટર માધવી ઝાલાની સલાહ લેશો તો તેણી પણ આ વાત સાથે સહમત નહી થાય.’

આ સાંભળી આત્મારામ હચમચી તો ગયા પણ આત્મજ્ઞાનનાં વિવેક સાથે તારામતિને કહ્યું ‘એક વધુ દીર્ઘ નિંદ્રા અને તેનાં પરિણામો જોઇને દાદીમાનાં આશિષ પૌત્રને અપાવીશુ..’

તારામતીનું મૌન એમ સુચવતુ હતુ કે તેણીએ તેની ભાવનાઓને રોકવી જ રહી.. અને તે પણ ફરી એક લાંબી ઉંઘ..સુધી ભલેને તારીખિયુ બે ચાર દિવસ આગળ જતુ રહે…

‘ભલે મયુર! જેમ કહેશે તેમ જ કરીશુ..પણ..”તેમની વાત કાપતા મયુરે કહ્યું ‘તારાકાકી સાઇકીયા્ટ્રીસ્ટનું માનવુ છે કે મન ને દોસ્ત બનાવવાનો સહજ રસ્તો છે હકારાત્મક અભિગમ.. તમે એમ કેમ માની લોછો કે તમે સાજા નહીં થાવ?…આગળ પણ તમે આ બિમારીને ગાંઠયા નહોંતા તેમ આ વખતે પણ સાજા થશો અને પ્રદ્યુમ્ન ને દાદીમા ઘણી વાર્તાઓ કહેશે..હા દવાઓ શરીરને સાજુ કરે છે મનને તો તમારે જ સાજુ અને તાજુ રાખવાનુ છે…’

તારામતીની ઝુકી ગયેલી આંખો તે વાતનો પુરાવો હતો કે હકારાત્મક અભિગમો તે સ્વિકારી રહી હતી…ત્યારે આત્મારામે કહ્યું

‘અને હા તને એમ જલ્દી જવા દેવાનો નથી હં કે!” વાતાવરણ હલ્કુ કરવા છેલ્લી વીડિઓ ટેપ મુકી જેમા અનામિકા તારામતીને ગમતુ હાલરડુ ગાઇને પ્રદ્યુમનને સુવાડી રહી હતી… ‘સુઇ જા લલ્લા મારા..ચંદામામા લાવે મીઠી નિંદરીયા…’

નર્સે આવીને સુવાની દવા મિશ્રીત ગ્લુકોઝ ચઢાવવા ની તૈયારી કરી. બીજે દિવસે તારામતીને ખુબ જ પરસેવો થવા લાગ્યો..સ્ટાફ તાવ ચેક કરતા હતા અને ડોકટર મયુરને જાણ કરી…ડોકટર મયુરે તાત્કાલીક રીતે ગ્લુકોઝ હટાવી લીધો દવા તો તેનું કામ કરતી હતી પણ ગ્લુકોઝ પચતો નહોતો…પેશાબમાં સુગર દેખાઇ અને આત્મારામને જાણ કરી..હવે દવા એકલી અપાશે અને સાથે સાકર નિયંત્રણ માટે દવાઓ પણ અપાશે. તારામતીનાં ચહેરા ઉપર વિહ્વળતા દેખાતી હતી. આત્મારામે પ્રયોગને બંધ કરવાનો મયુરને સુઝાવ આપ્યો. એકાદ બે કલાકે તારામતી સ્થિર થતી દેખાઇ.

આ પરિક્ષણ રોકવાની પાછળ આત્મારામને ડર હતો કે લાંબો સમય ઘેન ની દવા ચાલુ રહે તો પેશંટ કોમામાં જાતુ રહે અને ખબર પણ ના પડે…ચારેક કલાકે જ્યારે તારામતી હોંશમાં આવી ત્યારે આત્મારામ તેના ઓશીકે જ બેઠા હતા..અને જાપ ચાલુ હતા.તારામતીએ પડખુ ફેરવ્યુ અને કહ્યુ.. ‘બહુ રાત થઇ ગઇ તમે હજી સુતા નથી?’

હા તુ જાગે તેની રાહ જોતો હતો..આ પ્રદ્યુમન તારી વીડિયોમાં રાહ જુએ છે.’

થોડી ક્ષણો વહી ગઈ તારામતીએ એક બગાસુ ખાધુ અને હાથથી ઇશારો કર્યો.. હજી થોડુક સુઇશ તમે જાવ.આ દવાની નિંદર નહોંતી…શરીરે હવે નિયંત્રણ પોતાના હાથમાં લીધુ હતુ..આ ઇશારાને સમજતી નર્સે આત્મારામને કહ્યુ ‘હવે તમે જાવ..તેઓ દવા મુક્ત છે..અને વહેલી સવારે કુદરતી નિંદ્રાથી તેઓ સાજા અને સ્વસ્થ હશે.’(ક્રમશ)

 

 

તારામતી પાઠક૧૯ શૈલા મુન્શા

Posted on મે 21, 2013 by vijayshah

              આત્મારામ આજે ઘણા દિવસ બાદ તારામતીને ડોકટર મયુરના ક્લિનીકમા મુકી ઘેર ગયા. જ્યારથી તારામતીને ક્લિનીકમા દાખલ કર્યા હતા ત્યારથી આત્મારામ ફક્ત સવારે બે કલાક ઘરે જઈ નાહી દેવપૂજા કરી પાછા આવી જતાં.આખો વખત તારામતીના બેડની બાજુ બેસી મનમા ને મનમા જાપ કર્યાં કરતા.બહારથી એ સ્વસ્થતા જાળવી રહ્યા હતા પણ મનની બેચેની વધતી જતી હતી. તારામતીની દશા તેમનાથી જોવાતી નહોતી આજની એકવીસમી સદીમા પણ ડોક્ટર દર્દીનો રોગ પારખી ના શકે, એ લાચારી એમનાથી જીરવાતી નહોતી.મનમા ને મનમા એ ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં.’હે વિઠલા તુ હે કાય કેલા રે…. આતા તુ ચ કાય તરી ઉપાય દાખવ… માઝી તારાલા લવકર ચાંગલી કર….. તીચી હા અવદશા આતા મી જાસ્ત બગુ શકણાર નાહીં’

ભગવાને તેમની પ્રાર્થના સાંભળી હોય તેમ આટલા દિવસની તાણમાંથી તેમને રાહત થઇ હતી. ડોકટર મયુરના કહેવા પ્રમાણે તારામતી સ્વસ્થ થતા જતા હતા તેથી જ આજે નિરાંતે ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા.

હોસ્પિટલમા અનિલ રોકાયો હતો તેથી આજે આત્મારામે પણ ઘણા દિવસે સારી ઊંઘ ખેંચી કાઢી. માને નિરાંતે ઊંઘતી જોઈ અનિલ ડોકટર મયુરને મળવા ગયો.માની આ અગોચર બિમારીએ બધાને વિચારતા કરી દીધા હતા.મયુરને મળે તે પહેલા પોતાની અને મયુર વચ્ચે થયેલી વાતો તેને યાદ આવવા લાગી.

‘યાર મયુર તારા યંત્રો કાંઈ કારણ પકડી શકતાં નથી? આઈને નરી આંખે જોતા તો સામાન્ય  ખાંસી અને તાવ સિવાય બીજું કાંઈ કારણ દેખાતુ નથી તો તેણીનો ઈલાજ કેમ થઈ શકતો નથી? આઈ પ્રદ્યુમનને હાથમા લેવા રમાડવા કેટલી તરસી રહી છે,એ વ્યાકુળતા તેણીની નજરમાં સાફ દેખાય છે”વાત કરતાં અનિલથી ડુસકું ભરાઈ ગયું. મયુર ઊભો થઈ તેની પડખે જઈ બોલ્યો, “અનિલ હિંમત રાખ, આપણે બધા જ ઉપચાર કરી રહ્યા છીએ અને તને તો ખબર જ છે કે આપણે બધા સ્પેસિઆલીસ્ટ ને ભેગા કરી બધા રિપોર્ટ પણ કઢાવી ચકાસી જોયા છે, પણ રોગ તો પરખાવો જોઇએ ને? રોગ પરખાતો નહોય તો શકયતા પ્રમાણે આપણે દવાઓ તો કરી રહ્યા છીએ ને?અમુક વસ્તુ ડોક્ટર ના હાથમા પણ નથી હોતી મારા ભાઇ. ડોકટર પણ બધા જ ઉપચાર કર્યા બાદ છેવટે ઈશ્વર ને જ યાદ કરે છે.હા…એ છેલ્લી ઘડી સુધી આશા છોડતા નથી આવિચારોનું ચિત્રપટ ચાલુ હતો ત્યાં મયુર કેબીનમાં દાખલ થયો

‘કેવા વિચારો કરે છે અનિલ’ડોકટર મયુરે પુછ્યું

‘યાર મયુર આઈને આ સુગરની બિમારી ક્યાંથી વળગી?અમારા કુટુંબમા તો મારા દાદા પરદાદા કોઈને આ બિમારી નહોતી.મેં સાંભળ્યું છે કે ડાયાબિટીશ (મધુ પ્રમેહ) એ તો વારસાગત રોગ છે.’ચિંતીત સ્વરે અનિલે પુછ્યું

‘અનિલ તારી જાણકારી બરાબર છે, વારસામા આ રોગ ન મળ્યો હોય તો એવું પણ બને કે આન્ટી થી એની શરૂઆત થાય. બીજું એ કે ડાયાબિટીશ થવાના બીજા ઘણા કારણો છે એમા એક કારણ ચિંતા અને માનસિક તનાવ પણ છે આપણે બધા આન્ટીને રોજ સમજાવીએ છીએ કે “તમારે જલ્દી સાજા થવું હોય તો બધી ચિંતા છોડી સારા વિચાર કરો અને સકારાત્મક વલણ રાખો”  મન એ એક જ વસ્તુ એવી છે જેનો ઈલાજ કોઈ નથી કરી શકતું. પોતાના મનને કેમ કેળવવું એ દરેક વ્યક્તિના પોતાના હાથમા છે. પણ ફિકર નહીં કર એ હવે કંટ્રોલમાં છે’ મયુરે સમજણ પાડતા કહ્યું

આમ વાતો કરતાં લગભગ રાતના અગિયાર વાગવા આવ્યા અને ડોકટર મયુર ઘરે જવા નીકળ્યો. જતાં જતાં અનિલને ખાસ તાકીદ કરી,

“અનિલ આજે તારા આન્ટીને ઊંઘની દવાનો ડોઝ નથી આપ્યો, અત્યારે તો એ આરામથી સુઈ રહ્યાં છે પણ તું જરા વચ્ચે વચ્ચે જોતો રહેજે અને જરૂર પડે નર્સ ને તરત બોલાવજે.નર્સ તો પોતાનુ કામ બરાબર કરશે જ છતાં આપણી સાવધાની રાખવી સારી.મારૂં ઘર પણ ક્લિનીકની પાસે જ છે એટલે જરૂર પડે હું પણ દસ મિનીટમાં આવી જઈશ.’

મયુરને વિદાય કરી અનિલ તારામતીના રૂમમા પાછો આવ્યો.તેણે જોયું તો તારામતી ઘસઘસાટ ઊંઘતી હતી.આજે જ્યારે અનુ અને પોતે માતા-પિતા બન્યા ત્યારે તેને સાચા અર્થમા સંતાન અને માતા-પિતા વચ્ચે જન્મતી લાગણીનો અહેસાસ થયો.

મા ના ચહેરા સામે જોતા અનિલ ભૂતકાળની યાદોમા સરી પડ્યો.પહેલેથી જ અનિલ તારામતી નો ખુબ લાડકો હતો. ઘણીવાર એ માટે કામિની અને સંધ્યા મા ને ખિજવતી “આઈ તુ લા પ્રત્યેક વેળા ભાઉ જ ખર વાટતે” અને તારામતી હસીને જવાબ આપતી, “તમે બંને તો પરણીને સાસરે જતી રહેશો આ અનિલ જ ઘડપણમા મારૂં ધ્યાન રાખશે’ અનિલને અનામિકા સાથે પરણાવવામા પણ તારામતીએ જ સંધ્યા સાથે બાઈક પર જઈ અનિલ ને અનામિકા નો પીછો કરી તેમના પ્રેમ પ્રકરણ જાણી લીધું હતું. આવાં તો કેટલાય પ્રસંગો ફિલમની રીલની જેમ અનિલની આંખોમાં રાતભર દોડતાં રહ્યાં.

વહેલી સવારે તારામતી એ આંખ ખોલી ને પોતાના બેડની બાજુમા આત્મારામને બદલે અનિલને જોયો.રાતભર જાગતા રહેલા અનિલની વહેલી સવારે જરા આંખ મિચાઈ.ખુરશી પર બેઠાં બેઠાં ક્યારે માથું તારામતીના ઓશિકે ઢળી પડ્યું એની તેને ખબર ના રહી.

તારામતી હેતાળ નજરે દીકરાને નીરખતી રહી ને મનોમન કલ્પના કરતી રહી.“મારો પ્રદ્યુમન પણ આવો જ ડાહ્યો અને હોશિયાર થશે.અનિલે આજે પોતાના પિતાના માથે થી ધંધાનો બધો ભાર ઉતારી દીધો છે, નવી ટેકનીક અપનાવી ટ્રાન્સ્પોર્ટના ધંધાને કેટલો વિકસાવી દીધો છે. ભગવાનની દયા કે સુનબાઈ પણ ઠાવકી અને પ્રેમાળ મળી છે.આઈ આઈ કરતી હેતથી ગળે વળગે છે.કામિની અને સંધ્યાને તો નણંદ નહીં પોતાની બહેનો માને છે.ઓહ!! ભગવાન આ બિમારીથી ઝટ મુકત થાઉં તો મારા પૌત્રને હાથમા લઈ રમાડી શકું.મારા પોતરા ને મારે શું આમ વિડીયો મા જ જોયા કરવાનો?

અત્યારે જ અનુ ને મારી સહુથી વિશેષ જરૂર છે, અમારા પાઠક કુટુંબના રિવાજ પ્રમાણે વહુની પહેલી સુવાવડ સાસરે થાય એટલે અનુને મેં તેણીના પિયર જવા ન દીધી.મને કેટલી હોંશ હતી કે જેવી વહુ બાળકને લઈ દવાખાનેથી ઘરે આવશે પછી વહુની બધી જવાબદારી હું લઈ લઈશ. સવારની રાબ થી માંડી ગરમ નાસ્તો, ગરમ જમવાનુ બધું  મારા હાથે બનાવી ખવડાવીશ.

અનુ પ્રદ્યુમનને લઇને આવી પણ તે પોતાની હોંશ કેટલા દિવસ ચલાવી શકી?

તારામતીને પોતાની પહેલી સુવાવડ યાદ આવી ગઈ.કામિનીના જનમ બાદ તારામતી કામિનીને લઈ ઘેર આવી ત્યારે સાસુ ભાનુમતીએ તારામતીનો રૂમ તૈયાર જ રાખ્યો હતો.તારામતી અને કામિનીને રોજ માલિશ કરવા બાઈની વ્યવસ્થા કરી દીધી હતી.તારામતીનો નાસ્તો બનાવે ત્યારે કોઈને રસોડામા આવવા ન દે, તારામતીને ગરમ નાસ્તો, શીરો ખવડાવી વાસણમા રાખ નાખી દે કારણ કોઈની નજર ન લાગે.જમવામા રોજ ફરતું ફરતું બધુ બનાવે, બધા કઠોળ, બધા શાકભાજી, બધી જાતની મિઠાઈ થોડી થોડી ખવડાવે.મા જો બધી જાતનો ખોરાક ખાય તો બાળકને આગળ જતા અપચાની કે એવી કોઈ તકલીફ ના થાય. મા ના દુધ સાથે બધા રસ જનમ થી જ બાળકના પેટમા જાય તો બાળક વધુ તંદુરસ્ત બને.

આ બધા ઓરતા તારામતી ના મનમા ને મનમા જ રહી ગયા. તારામતી વિચારી રહી, “બધા મને ખુશ રહેવાનુ જણાવે છે, સકારાત્મક વિચાર જેને અંગ્રેજી મા (positive thinking) કહે છે તે વલણ રાખવાનુ કહે છે પણ હું કેટલાય પ્રયત્ન કરૂં, મન વાંદરાની જેમ એક ડાળે થી બીજી ડાળે ગુલાંટ મારે છે.”

તારામતીની વિચારધારા આગળ વધે ત્યાં તો આત્મારામ હાથમા ચ્હાનો થરમોસ અને ગરમ ફરસી પુરીનો ડબ્બો નાસ્તા માટે લઈ ને દાખલ થયા.તારામતીએ આંગળી મોં પર મુકી અવાજ ન કરવાનો ઈશારો કર્યો.ધીરેથી આત્મારામ બેડની બીજી બાજુની ખુરશી પર ગોઠવાયા. હેતાળ હાથે તારામતીનુ માથું પસવારી આંખના ઈશારે જ હાલચાલ પુછ્યા. તારામતીનો હાથ હાથમા લઈ બંને પતિ-પત્નિ ઊંઘતા અનિલને મમતામયી નજરે નીરખી રહ્યાં

‘કેમ છો માશી….’ કરતી નર્સ રૂમમા દાખલ થઈ અને અનિલ સફાળો જાગી ગયો.

’શું થયું આઈ?તું ઠીક તો છે ને?’અનિલે આંખો ચોળતા પુછ્યું અને સામે મરક મરક હસતા બાબા દેખાયા. અનિલની નજરમા જાણે ગુનેગાર જેવો ભાવ ઉપસી આવ્યો.

“સોરી બાબા ક્યારે આંખ મિચાઈ ગઈ એ ખબર જ ન પડી, તમે મને એક રાત આઈનુ ધ્યાન રાખવા કહ્યું ને હું ઊંઘી ગયો.’અનિલે જંખવાઇ જઇને કહ્યું

‘અરે!બેટા તારી આઈ નિંરાતે ઊંઘતી હશે એટલે જ તો તારી પણ આંખ મિચાઈ ને?જો આઈને તકલીફ હોત, એ ખાંસતી હોત તો શું તુ ઊંઘી જવાનો હતો?બેટા તારે કેટલી બધી જવાબદારી છે તે શું મને ખબર નથી? હું તો ચોવીસે કલાક ક્લિનીકમા જ રહું છું એટલે તારે તો ધંધો સંભાળવો,

અનુનુ ધ્યાન રાખવું, ઘરમા બધાને સાચવવા એ કાંઈ ઓછી જવાબદારીનુ કામ નથી. ચાલ હવે જલ્દી બ્રશ કરી લે એટલે આપણે સાથે ચ્હા પીએ અને તારી આઈને પણ પિવડાવીએ.”

તારામતી પાછી વિચારે ચઢી ગઈ.આ મારી બિમારીએ મારૂં આખું ઘર અસ્તવ્યસ્ત કરી નાખ્યું.બધા બિચારા રઘવાયાં થઈ ફરે છે.કોઈ મોં પર દેખાડતું નથી પણ તેમની આંખમા સતત ચિંતાનો પડછાયો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

માનવીનુ મન પણ કેવું અકળ છે જે ન કરવું જોઈએ એ જ સતત કરે છે.હજારો પુસ્તકો મનોવિજ્ઞાન પર લખાયા છે ને લખાતા રહેશે છતાં મન કે સ્વભાવ બદલવો સહેલો નથી.“ચિંતા ચિતા સમાન છે” એ જાણતા હોવા છતાં માણસ ચિંતા કરવાનુ છોડતો નથી.કોઈને આપણે સ્વભાવ સુધારવાની સલાહ આપીએ તો સામે તરત જવાબ મળે છે, “જે છું તે છું હવે આ સ્વભાવ તો લાકડા મા જઈશ ત્યારે જ છૂટશે.”

“તારા શું ચાલે છે તારા મનમા?એકવાર કહી દે.તારૂં મન હલકું થશે અને જોજે તારી તબિયત પણ જલ્દી સારી થઈ જશે. આ ડાયાબિટીશ પણ ભાગી જશે અને તું જલ્દી ઘરે આવીને તારા પ્રદ્યુમનને મનભર રમાડી શકીશ. કાલે રાતે તને કોઈ ઘેનની દવા નહોતી આપી તો ય તું નિરાતે ઊંઘી.આમ રહેશે તો મને આશા છે કે થોડા જ દિવસમા તું ઘરે આવી જઈશ.’ તારામતી ને ચિંતીત જોઈ આત્મારામે કહ્યું

અનિલ ઘરે જવા નિકળ્યો.નાહી ને પુજા કરી તેને પાછું ઓફીસ જવાનુ હતું.ઘેર આવીને તેણે બધાને ખુશખબરી આપેલી કે આઈ આખી રાત નિરાતે ઊંઘી હતી.એટલે ઘણા દિવસે ઘરમા સહુના ચહેરા પર રાહતના ભાવ આવ્યા.સંધ્યા ફોઈ તો દોડતી પ્રદ્યુમનના હિંચકા પાસે પહોંચી ગઈ. લાડકા ભત્રીજા ને વધામણી આપતી બોલી ‘લાલા….બસ હવે તો થોડા દિવસમા જ તારી આજી આવી જશે અને પછી તો અમને કોઈને  તારી પાસે આવવા પણ નહીં દે, અમને કોઈને રમાડવા નહીં દે. આટલા દિવસ તારાથી દુર રહી છે એનુ સાટું વાળી દેશે.બસ પછી તો આજી ને પોતરો. અરે! તારા આઈ બાબા ને પણ તને રમાડવા આજી ની પરમિશન લેવી પડશે.’

‘કિશોર તું જલ્દી ઘરે આવી જા અને ચિંતા ના કરતો, આઈ ની તબિયત સુધારા પર છે. આજે ઘણા દિવસે સહુ ને જરા હાશ થઈ છે.’ કામિની એ કિશોરને ફોન કરી જણાવ્યું,

આમ સહુ પોત પોતાની રીતે આનંદિત થઈ રહ્યાં હતા પણ વિધાતા ના લેખની કોઈને ક્યાં ખબર હતી અને આ બુઝાતા દિપકનો આખરી પ્રકાશ હતો એની પણ કોઈને ક્યાં ખબર હતી.

તારામતીની આંતરિક ચિંતા એ હતી કે જ્યારે તેમના ભાઈ અવિનાશ નુ અચાનક અવસાન થયું અને ઈન્દ્રકુમારની ભવિષ્યવાણી સાચી પડી અને અનિલને લગ્ન બાદ નડેલો જીવલેણ અકસ્માત. આ બધા બનાવો ઈન્દ્રકુમારે કહ્યા પ્રમાણે સાચા પડ્યાં હતા,

કામિનીના લગ્ન બાદ તારામતીને એક જાતનો ખાલીપો સતાવ્યા કરતો અને જાણે તેમને આંતરિક અંદેશો મળતો હોય કે મારૂં જીવન અને મારૂં અસ્તિત્વ હવે આ ધરતી પર લાંબો સમય સુધી નથી. પોતાના સાસુને તેણીએ સુહાગણ ને ચૂડી-ચાંદલા સાથે વિદાય કર્યા હતા ત્યારથી તેણીની ઇચ્છા હતી કે પોતે પણ આમ જ સુહાગણ અને ચૂડી-ચાંદલા સાથે આ જગમાથી વિદાય પામે.એકાદ વાર આ વાત એમણે આત્મારામને કહેવાનો પ્રયત્ન કર્યો તો આત્મારામે તેણીની વાત મજાકમા ઉડાવી દીધી.

“તારા તું ય શું?મારી આઈ બાબા કરતાં પહેલા સ્વર્ગે સિધાવી એનો અર્થ એવો નથી કે તું પણ મને એકલો મુકી જતી રહેશે.હવે જ તો આપણને એકબીજાના સાથની સૌથી વધુ જરૂર છે.છોકરા મોટા થઈ ગયા.કામિની તેણીના ઘેર સુખી છે, અનિલે ધંધાનો ભાર ઉપાડી લીધો છે, થોડા વખતમા સુનબાઈ પણ ઘરે આવશે, સંધ્યા પણ કોલેજમા આવી ગઈ.બસ હવે તો આપણે એકબીજા ના સાથમા વધુ સમય વિતાવી શકીએ અને આનંદમાં રહીએ, માટે મરવાની વાત કે એ વિચાર સુધ્ધા તારે કરવાની જરૂર નથી.

અવિનાશના  અવસાન વખતે તારામતી એ ફરી એ વાત આત્મારામને કરી. “જો જો  હું તમારાથી પહેલા અમર ચૂડી-ચાંદલા સાથે સોહાગણ જ મરીશ.” આત્મારામના ચહેરાના ભાવ જોઈ તારામતીએ કહ્યું હતું નારાજ થઇ ગયા કહી વાત હસીને ટાળી દીધી હતી.

જ્યારે તારામતીએ ઈન્દ્રકુમારને ફોન કરી સીમંત માટે સારો દિવસ પુછ્યો ત્યારે તેમના અવાજમા છલકતી ખુશી ઈન્દ્રકુમારથી છાની ના રહી.તારીખ તો તેણે જણાવી દીધી પણ સાથે સાથે બીજી પણ એક વાત કહી.

‘કાકી અનુભાભી ને દિકરો જ આવશે પણ મારે તમને જે વાત કહેવાની છે તે કાળજું કઠણ રાખી સાંભળજો.અનિલની હસ્ત રેખાનો જ્યારે અભ્યાસ કરી મે તેના અકસ્માતની આગાહી કરી હતી ત્યારે બીજી પણ એક વાત મારી નજરે ચઢી હતી, પણ હું તમને સહુને વધુ આંચકો આપવા નહોતો માંગતો.અનિલનુ આયુ તો લાંબુ જ છે પણ તેના નસીબમા માતૃસુખ બહુ લાંબુ નથી.તમારા પાઠક કુટુંબમા સ્ત્રી હમેશ સુહાગણ જ મૃત્યુ પામશે,આ વાત જ્યારે હું તુકારામ દાદાનો ખજાનો જોતો હતો ત્યારે તેમની એક અંગત ડાયરીમા મારી નજરે ચઢી હતી.લખાણ મરાઠીમાં હતું અને સાથે સામુદ્રિક કુંડળી પણ હતી જે અનુભાભી ને સમજાયું નહિ હોય.આ વાત નો પુરાવો મને અનિલની હસ્ત રેખામા પણ મળ્યો અને મારો વિશ્વાસ દ્રઢ થયો.”

તારામતી ઇન્દ્રકુમારમી આ વાત સાંભળી હબકીં તો ગયા પણ તરત જ તેણીને પોતાના મનના અગોચર ભાવ નો ખ્યાલ આવ્યો.કદાચ એટલે જ હમેશ પોતાને પતિ કરતાં પહેલા સોહાગણ થઈ મરવાનો ખ્યાલ આવતો હશે.તારામતી એ આ વાત કોઈને જણાવી નહિ અને ઈન્દ્રકુમારને પણ તાકીદ કરી કે એ કોઈને કશું જણાવે નહિ.

આજે ઘણા દિવસે તારામતી ખુશ હતાં.ચ્હા નાસ્તો કરી તરત પોતરાની વિડીયો જોવામા મગન થઈ ગયાં.વચ્ચે વચ્ચે તેમની રનીંગ કોમેન્ટ્રી ચાલુ હતી.“ અરે! વાહ ભઈ મારો લાલો તો જરાય રડતાં નથી, નાહીને કેવો સરસ તૈયાર થઈ ગયો, અનુ ચાટણ ચટાડે છે તો મારો લાલો લબક લબક ચાટી જાય છે ને”

બપોરે તેણીએ ઘરના બધાંય સભ્યોને બોલાવ્યાં.આત્મારામને ફાળ પડી.

‘તારા શું થાય છે?કેમ બધાને બોલાવ્યા?’

’કેમ મને બધાને સાથે મળવાનુ મન ના થાય?કામીની ને માથે તો ઘરનો ભાર પડ્યો છે તે બિચારી મારી પાસે શાંતિથી બેસી પણ નથી શકતી.એક કામ કરો, આજે સાંજનુ રસોડું બંધ. સાંજનુ જમવાનુ બહારથી મંગાવી લેજો અને ગોમતીબેન અને મયાશંકરજીને પણ બોલાવી લેજો બધા મારી પાસે બેસજો અને જમજો’તારામતી એ હસીને જવાબ આપ્યો. પછી ડ્યુટી પરની નર્સને ડોકટર મયુરને બોલાવી લાવવા કહ્યું.

‘ચાલ દિકરા મયુર મને બરાબર તપાસી જો, મને જરાય ઉધરસ નથી અને તાવ પણ નથી માટે તું રજા આપતો હોય તો મારા પોતરાને પણ દશ મીનિટ રમાડી લઉં.’તારામતીએ ડોકટર મયુરને કહ્યું

ડોકટર મયુરને પણ લાગ્યું કે તારાકાકી આટલી ઈચ્છા ધરાવે છે તો ભલે થોડીવાર વહિણી પ્રદ્યુમન ને લઈ આવી જાય. તારામતીની રૂમમા તો જાણે મેળો ભરાયો હોય એવો આનંદ ઉલ્લાસ છવાઈ ગયો.તારામતી એ ખાસ ઘરેથી તુકારામજીના રૂમમાં મુકેલી એક નાની સુટકેશમાં સાચવીને મુકેલ લાલ આભલાં ભરેલી સાડી અને લીલું મોરની ડિઝાઈન વાળું બ્લાઉસ કામિની ને સાથે લાવવા કહ્યું.સાથે સરસ લીલી કાંચની બે ડઝન ચૂડીઓ અને માથામાં નાખવા મોગરાનો ગજરો અને કેમેરા પણ લાવવા કહ્યું.તારામતીની મરજી મુજબ બધી વસ્તુઓ લાવવામાં આવી તો સરસ બની ઠનીને તૈયાર થયેલી તારામતીના ચહેરાં પર આગવું તેજ ચમકતું હતું.એક બાજુ સંધ્યા ને કામિની અને કિશોર બીજી બાજુ અનામિકા, અનિલ અને અનિલના હાથમાં પ્રદ્યુમન.આ બાજુ ગોમતીબેન અને મયાશાંકર આવ્યા સાથે આત્મારામ ઊભા રહ્યા.તારામતી ને સ્વસ્થ જોઈ સહુના ચહેરા પર ખુશી ઝલકતી હતી.

તારામતીના કહેવાથી સૌનો એક ગ્રુપ ફોટો ડોકટરે મયુરે લીધો ઘણા વખતે સહુ પરિવારજનો મજા મસ્તીના મુડમા હતા.તારામતી સહુને અમીભરી નજરે નિહાળી રહ્યાં હતા.પ્રદ્યુમન ને માથે હાથ ફેરવી અંતરના આશિષ આપી કાનમાં કહ્યું તું તારા પપ્પા જેવો ભાંગફોડિયો અને ઉધમાતિયો ના થતો દાદીની આટલી વાત માનશે ને?તેની વિડીયો ક્લિપ પણ ઉતાર્વામાં આવી. તારામતીની આખરી ઈચ્છા પોતાના પોતરાને રમાડવાની પુરી થઈ હોય એમ હવે ચહેરા પર થોડો થાક વરતાયો. આત્મારામ અને ડોકટર મયુરની નજર સાથે જ તેણીના ચહેરા પર પડી. મયુરે બધાને વિનંતી કરી,

‘તમે બધા હવે કાકીને થોડો આરામ કરવા દો, આજે લાંબો સમય એ બેઠા છે એટલે થાક લાગ્યો હશે હવે થોડીવાર ઊંઘવા દો.’

તારામતીના ચહેરા પર સહુને અને ખાસ તો પૌત્ર ને મળવાની પ્રસન્નતા છલકતી હતી. તેણીએ પણ ડોકટર મયુરની વાત માની સહુને જવા કહ્યું અને પોતે હવે એક લાંબી  નિરાતની ઊંઘ લેવા ઈચ્છે છે કહી સહુને વિદાય કર્યાં

સહુના ગયા બાદ તારામતી અને આત્મારામ એકલાં પડ્યાં.આત્મારામનો હાથ પોતાના હાથમા ઝાલી તારામતી બોલ્યા

‘બસ હવે મનને પરમ શાંતિ છે, તમારો હાથ હાથમા લઈ સુઈ જવા માંગુ છું.મને ઉઠાડતા નહિ.’

આત્મારામ તારામતીનો હાથ હાથમા લઈ જાપ કરતાં રહ્યાં સમય પસાર થતો ગયો અચાનક તારામતીના હાથની ગરમી ગુમાવી રહ્યો હતો અને તારામતીએ અચાનક ડચકા ભરવા લાગ્યા.આત્મારામ સામે જોઇ મલકીને તુટક તુટક શબ્દોમાં કહ્યું મેં…કહ્યું હતુને…હું સોહા..ગણ…

…તારા તારા મલે સઘળી ગોષ્ઠ માહિત આહે દેવા ચા નાવ ગે બોલ વિઠ્ઠલ…વિઠ્ઠલ,,,હ્યા આત્માચી કાળજી સોડુન સ્વતાચે આત્માચી સદ્‍ગતિ કર….આત્મારામે તારામતીની વાત કાપતા તેણીના આત્માની સદ્‍ગતી માટે કાળજુ કઠણ કરી કહ્યું

તારામતીએ બંને હાથ જોડી બોલ્યા વિઠ્ઠલ…્વિ..ઠ્ઠ…લ…ને જોડેલા હાથ બેડ પર પડ્યા ત્યારે તારામતીના મુખ પર પરમ શાંતિ અને અજબ આનંદનો ઓજશ પથરાયેલો દેખાયો.

આખર પોતાને થયેલા અંદેશા પ્રમાણે તારામતી લીલીવાડી મુકી જીવન લીલા સંકેલીને પાઠક કુટુંબની પરંપરા અનુસાર આત્મારામનો સાથ છોડી અખંડ ચૂડી-ચાંદલા સમેત અમરાપર સિધાવ્યા. આત્મારામ સજળ નયણે તારામતીના નશ્વર દેહને જોઇ રહ્યા.(ક્રમશ)

 

તારામતી પાઠક૨૦ પ્રવિણાબેન કડકિયા/પ્રભુલાલ ટાટારીઆધુફારી

Posted on June 3, 2013 by vijayshah

    આત્મારામ તારામતીના નશ્વર દેહને એકી ટસે જોઇ રહ્યા હતા ગળામાં બાઝેલો ડૂમો એકાએક નદીમાં વરસાદનું ઘોડાપુર આવે અને બધા બંધને ઓળંગીને સર્વત્ર ફેલાઇ જાય તેમ આત્મારામના ગળામાંથી જોરથી ચિત્કાર નીકળી ગયો તા…..રા અને ચિત્કાર પડઘાઇને બહાર બેઠેલાઓમાં ફેલાઇ ગયો અને સૌ તારામતીના રૂમમાં દોડ્યા ત્યારે ત્યાં હાજર ડોકટર મયુરે સૌ સામે જોઇ નકારત્મક (સી ઇઝ નો મોર) માથું ધુણાવ્યું

,,,,કરતી અનામિકા જમીન પર ફસડાઇ પડી

બાબા હે કાય ઝાલ રે? અમચી આઇ…..’કહી અનિલ,સંધ્યા અને કામિની આત્મારામના ગળે વિટળાયા અને આત્મારામ ચોધાર આંસુંએ રડી પડ્યા અને રડતા રડતા બધાના માથા પર હાથ ફેરવતા બોલ્યાતુમચી આઇ વિઠ્ઠલા લા ભેટાયલા ગેલી……રે.’

પાઠક સાહેબશાંત થાવ સ્વસ્થતા કેળવો તમે આમ રડતા રહેશો તો બાળકોના આંસુઓ કોણ લુછશે?’ મયાશંકરે આત્મારામના ખભો પકડી કહ્યું,ગોમતીબેન દીકરીની સંભાળ લેવા દોડ્યા

ડોકટર મયુરે કરેલ ફોનથી ડોકટર માધવી ઝાલા ત્યાં આવી ગયા અને બેહોશ અનામિકાને તપાસી

અને ડોકટર મયુરને કહ્યું કે, હમણાં બે અઠવાડિયા પહેલા અનામિકાની પ્રસૂતિ થઇ છે એટલે અશક્તિ અને તારા કાકીના અવસાનના પ્રચંડ આઘાતને લીધે તેણી બેહોશ થઇ ગઇ છે પણ હાલ તો તેણીને ફકત આરામની જરૂર છે જાગે ત્યારે હું પ્રિસ્ક્રિપશન લખી આપુ છું દવાઓ મંગાવી લેજો અને આપજો.’ બંને ડોકટરોને મસલત કરતા જોઇ આત્મારામ ત્યાં દોડ્યા અને ડોકટર માધવીને પુછ્યું

અનુને શું થયું કંઇ ચિંતા જેવુ….?’

કંઇ ફિકર જેવું નથી કાકા હમણાં પ્રસૂતિ થઇ છે તેની અશક્તિ અને તારા કાકીના અવસાનનો આઘાત…….’ડોકટર માધવીએ કહ્યું

હા તેણીની આખી દુનિયા તારામાં હતી આઇ….આઇકરતી સતત તારાની આજુબાજુ મડરાયા કરતી એટલે તેણીને વધુ આઘાત લાગે સ્વાભાવિક છેડોકટર માધવીની વાત સાંધતા આત્મારામે કહ્યું  

           કિશોરકુમારે સ્વસ્થતા જાળવી ને કુટુંબી જનો સગા સબંધીઓને અને મિત્રોને ફટાફટ ફોન કરી તારામતીના અવસાનના સમાચાર આપ્યા.ટ્રાન્સ્પોર્ટ ઓફિસના સટર ડાઉન થઇ ગયા.ટ્રકો ઊભી રહી ગઇ.જરાવારમાં તો વનમાં આગ ફેલાય તેમ આખા શહેરના વેપારી વર્ગમાં આત્મારામના ધર્મપત્નિના અવસાનના સમાચાર ફેલાઇ ગયા.

             ડોકટર મયુરે તારામતીનું ડેથ સર્ટિફિકેટ અને ડિસ્ચાર્જના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી મયાશંકરને સોંપ્યા.અનિલ અનામિકાની બેડ પાસે રોકાયો. રાત બહુ વિતી ગઇ હતી એટલે તારામતીની ઇચ્છા મુજબ અત્યારે અંતિમ સંસ્કાર કરાવવા માંડવી લઇ જવું આત્મારામને મુનાસિબ લાગ્યું એટલે તારામતીના નશ્વર દેહને એમ્બ્યુલન્સમાં મુકી તારાનિવાસમાં લાવવાની ગોઠવણ કરવામાં આવી. કિશોરકુમારે બરફની પાટો મંગાવી તેને તારામતીના રૂમમાં મુકાવી હતી તેના પર તારામતીના શબને મુકવામાં આવ્યું અને કાન અને નાકમાં કપાસના પુંમડા ભરાવ્યા વસુંધરાએ બનાવેલી ચ્હા બધાને ગોમતીબેને પિવડાવી.કોઇને કશું બોલવાની કે કહેવાની ઇચ્છા નહતી.

               બધાના મગજમાં તારામતી સાથે વિતાવેલી સુખદ પળોની સ્મતિઓ વિડિઓ ક્લિપ જેમ પસાર થઇ રહી હતી અને આંખો ઉભરાતી હતી,જેઓ જ્યાં બેઠા હતા ત્યાં શુન્ય મનસ્ક બેઠા રહ્યા.આમને આમ ઉઘાડી આંખે સૌએ રાત પસાર કરી.

          ગોમતીબેન અને કામિનીએ તારામતીના શબને સ્નાન કરાવીને તેણીને ખાસ ગમતી નવવારી પહેરાવીને ફરીથી તેણીના કેશમાં ગજરો અને સેંથામાં સિંદૂર પુર્યો.

                પુરોહિતજીએ અંતિમયાત્રાની વિધિ સંપન્ કરી ત્યાં રાધે શ્યામ સાથે મયુરના ક્લિનિકમાંથી અનામિકા અને અનિલ આવી ગયા.કઠણ કાળજે આત્મારામે કહ્યુંઅનુ બેટા તારી આઇના અંતિમ દર્શન કરી લેઅનિલ અનામિકાને ખભેથી પકડીને તારામતીના શબ પાસે લાવ્યો

આઇ…’કરતી અનામિકા તારામતીના શબને બાઝી રડી પડી

અનુ બેટા શાંતથા તારી આઇ તને આખા ઘરની જવાબદારી સોંપી ગઇ છે તે આમ રડતા રડતા નહીં સંભાળાય દીકરી શાંત થા…’ગોમતીબેને દીકરીને ખભેથી પકડી બાથમાં લેતા કહ્યું આત્મારામે ડોકટર મયુરને ફોન કરીને કહ્યુ

બેટા મયુર તારી તારાકાકીની ઇચ્છા હતી કે તેણીના અગ્નિસંસ્કાર માંડવીના દરિયાકિનારે થાય તો જરા તારી એમ્બ્યુલન્સના ડ્રાઇવરને સુચના આપકહી એમ્બ્યુલન્સના ડ્રાઇવરને ફોન આપ્યો

હલ્લો સરજી સર…. સમજી ગયો સર…’કહી મોબાઇલ આત્મારામને આપતા કહ્યુ

સાહેબ તમે જ્યારે કહેશો ત્યારે અને જ્યાં કહેશો ત્યાં આપણી જઇશું

          આત્મારામે અનિલ અને અનામિકાને પ્રધુમન સાથે લઇને રાધેશ્યામ સાથે આવવા કહ્યું

અને હુશેનમિયાંને કિશોરકુમારે કહ્યું હતું તે મુજબ એક બસની સગવડ કરવામાં આવી હતી તેમાં મયાશંકરના નેતૃત્વ તળે બધા ગોઠવાયા અને એમ્બ્યુલન્સમાં આત્મારામ ડ્રાઇવરની બાજુની સીટમાં ગોઠવાયા એક બસમાં ટ્રાન્સ્પોર્ટના બધા કર્મચારી ગોઠવાયા તે સિવાય વેપારી વર્ગના વેપારીઓ પોતાના વાહનમાં રવાના થયા અને આમ આખો કાફલો માંડવીના રસ્તે વહેતો થયો,

            પાચ સાત જણાં પહેલેથી માંડવી આવી ગયા હતા અને ચીતા ગોઠવવામાં લાગી ગયા હતા.એમ્બ્યુલન્સમાંથી નનામી ઉતારવામાં આવી મયાશંકર,આત્મારામ,કિશોરકુમાર અને અનિલ નનામીને લઇને દરિયા તરફ ગયા અને નનામીને દરિયાના જળમાં જબોળી અંતિમ સ્નાન કરાવીને તારામતીના શબને ચીતા પર ગોઠવી તારામતીના મસ્તક પાસે આવી આત્મારામે કહ્યું

તારા જો તારી ઇચ્છા મુજબ માંડવીના દરિયાકિનારે તારા અંતિમ સંસ્કાર થાય છે.’

અહીં થવાના હતા…..’બાજુમાં ઉભેલા ઇન્દ્રકુમારે કહ્યું

આત્મારામ અવાક્ઇન્દ્રકુમાર સામે જોઇ રહ્યા. અગ્નિદાહ આપવા પ્રદ્યુમનને લાવી તેના હાથે તારામતીના દેહને અગ્નિસંસ્કાર અપાયો અને પ્રદ્યુમન અનામિકાને સોંપ્યો.

                           બે કલાક પછી બધા ભારે હ્રદયે ભુજ તરફ આવવા રવાના થયા અને   તારાનિવાસના બારણે ઊભા રહેલા આત્મારામે સ્મશાન યાત્રામાં આવેલ સૌને હાથ જોડી વિદાય કર્યા.સ્મશાનેથી આવીને બધાએ સ્નાન કર્યું.મને કમને બે કોળિયા સૌએ ખાધા.સાંજે જ્ઞાતિની વાડીમાં તારામતીની ફોટા સામે દીવો અગરબત્તી કરી ફૂલની માળા પહેરાવી પ્રાર્થના સભા આયોજિત કરવામાં આવી.

અચાનક છેલ્લી ઘડી ક્યાંથી અને કેમ આવી ગયો?’આત્મારામે ઇન્દ્રકુમારને પુછ્યું

પ્રદ્યુમનના જન્મના સમાચાર મને મળ્યા ત્યારે મેં નવજાતની કુંડલી માંડી તારાકાકીને નામ પણ સુચવ્યું હતું બે દિવસ પહેલા પ્રદ્યુમનની કુડલી આપણા ઘરની કુંડલિયોમાં મુકતો હતો ત્યારે અચાનક તારાકાકીની કુંડલી નીચે સરી પડી તે ઉપાડી જોઇ અને મારી ગણત્રી મુજબ સમય ઓછો હતો.મેં મારા બધા કામકાજ બાજુ મુકી કલકત્તાથી મુંબઇ અને મુંબઈથી ભુજની ફ્લાઇટ પકડી આવ્યો.કિશોરભાઇ પાસેથી સમાચાર મળ્યા કે અગ્નિસંસ્કાર માંડવીના દરિયા કિનારે થનાર છે એટલે હું ત્યાં પહોંચ્યો અને કાકીના અંતિમ દર્શન થયાઇન્દ્રકુમારે કહ્યું

તો તને વાતની ખબર હતી એમ?’આત્મારામે પુછ્યું

વાત અવિનાશના થનાર અવસાન બાબત જ્યારે તારાકાકીને ત્યારે કરી હતી લાગે છે સાંભળી તમે ત્યાર્થી ફિકરમાં પડી જાવ એટલી કહી નહીં હોયઇન્દ્રકુમારે કહ્યું

    બીજા દિવસે ઇન્દ્રકુમાર કલકત્તા જવા રવાનો થઇ ગયો,સમય જાણે મંથરગતિથી ચાલતો હતો.એક એક પળ ભારેખમ ભાસતી હતી.તારાનિવાસમાં જાણે શુન્યાવકાસ ફેલાઇ ગયો હોય એવો આભાસ થતો હતો. આભાસ છતા સમય પોતાની ગતિથી પસાર થતો હતો.બારમા તેરમાનું પ્રેતભોજન પત્યા સુધીમાં ઘરના સભ્યોએ થોડી સ્વસ્થતા કેળવી લીધી હતી અને સમય સાથે ઘા જીરવવાની શક્તિ પણ આવી ગઇ હતી.

          આત્મારામની તારામતી વગર જીવવાની શૈલી તરિકે પ્રદ્યુમનમાં પોતાનું ધ્યાન પરોવ્યું.

કામિની અને સંધ્યાએ ઘરની સંભાળ લેવા માંડી.ગોમતીબેન અને કામિનીના આગ્રહથી પ્રસૂતિ પછી ૪૫મા દિવસ સુધી ઘરના કામ કાજથી અલગ રહેલી અનામિકાએ સમય મર્યાદા પુરી થતાં ઘરની જવાબદારી સંભાળી લીધી.

                  કામિનીને માધાપર જઇ પોતાની ગૃહસ્થી સંભાળવા અનામિકાએ કહ્યું હવે આઇ વગર ખંડેર સમ ભાસતા તારાનિવાસમાં પ્રાણ પૂરવાની તૈયારી કરવા તેણીએ અનિલને સવારે સિતાર વગાડવાની  આપી.પોતે કરતાલ લઇ તારામતીને પ્રીય અભંગ ગાવા લાગી.ઘરનું વાતાવરણમાં આનંદની લહેરો આવવા લાગી.

      આત્મારામે પ્રદ્યુમનની સંભાળ લેવા માંડી તેના કારણે અનામિકાને બાળ ઉછેરમાં ઘણી રાહત રહી.આત્મારામને એક ધરપત હતી કે,ખોળાનો ખુંદનાર અને આત્મારામના વંશજને જોઇને તારામતી ગયા.તારામતી હતા કૃષ્ણ ભક્ત અને તેમાં અનહદ શ્રધ્ધાથી નવજાતની રાશી કન્યા આવી અને તેમણે નામ પ્રદ્યુમન પાડેલું.ક્યારેક આત્મારામ વિચારે ચઢી જતા વિઠ્ઠલની કેવી લીલા છે એક હાથે આપે છે અને બીજા હાથે લઇ લે છે.તેમણે હવે દાદા અને દાદી બંનેની ભૂમિકા નિભાવવાની હતી.

                કયારેક આત્મારામ સંજોગોનો આભાર પણ માનતા કે,લગ્ન પહેલા અનામિકા તારા નિવાસમાં આવતી જતી હતી એટલે ઘરના વાતાવરણ અને સૌના સ્વભાવથી પરિચિત હતી.તેણીને તારામતીએ એકવાર કહ્યું હતું કે,માણસની ખુશીની શરૂઆત પેટથી થાય છે અને વાત રસોઇ પારંગત અનામિકાએ ગાંઠે બાંધી લીધી હતી.એક વખત શ્રી કાશીવિશ્વનાથ મંદિરના પુજારીએ કહેલું કે,સ્ત્રી પરણીને ખુશ થવા સાસરે નથી જતી પણ દીકરી સાસરિયાને ખુશ કરવા જાય છે તે તેણીએ આત્મસાત કરી બતાવી હતી એટલે તારામતી અને આત્મારામ અનિલની પસંદગી પર ખુશ હતા.

      આત્મારામનો ગણખરો સમય હવે પ્રદ્યુમનને રમાડવામાં જમાડવામાં પસાર થતો હતો અને તારામતીના વિયોગ હવે હળવો થતો જતો હતો અનામિકાની ચકોર નજરે નોંધ લીધી એટલે તેણી જેટલો વધારે સમય પ્રદ્યુમન આત્મારામ પાસે રહે તો તેમને તારામતી વગરનું અકલવાયું જીવન કસ્ટદાયક રહે તેવી જીવનશૈલી અપનાવી.આમે આત્મારામ હતા મર્દ માણસ પોતાની દબાવી રાખેલી લાગણીઓ છતી થઇ જાય તે બાબત જાગૃત હતા.

           અનામિકાને અનેક મોર્ચા પર લડવાનું હતું.પોતાના એક વખતના પ્રિયત્તમ અને હવેના પતિ પ્રત્યેની ફરજમાં ચૂક આવવી જોઇએ,આત્મારામ,સંધ્યા અને પ્રદ્યુમનનું પણ ધ્યાન રાખવાનું અને સૌથી મોટી વાત તુકારામના અમુલ્ય ખજાનાની સારસંભાળ લેવાની અને તેમના લખેલા અભંગનું ભાવર્થ મરાઠીમાં લખતી વખતે તેમાં તુકારામ દ્વારા લખેલા વિઠોબાના વર્ણન,તેમાં ભક્તિભાવનું નિરૂપણ અને તેમની વિદ્વતાભરી અલંકારી ભાષા વાંચી તેણીને ગર્વ થતો કે તેણી કેટલી ભાગ્યશાળી છે કે તેણી તુકારામ જેવા વિદ્વાનની કુળવધુ છે આવા અભંગ પર તેણીને થીસીસ તૈયાર કરવાના હતા અને તેમના અલભ્ય ખજાનાની સાચી ઓળખ કરાવવાને સુયોજીત આયોજન પણ કરવાનું હતું

                એક દિવસ અનામિકાએ અનિલને તુકારામના રૂમમાં લઇ ગઇ અને પટારો ખોલીને તેમાની વસ્તુઓ સુરક્ષિત અને સુવ્યવસ્થિત ગોઠવી શકાય તેવા શોકેસની ડિઝાઇન બનાવવા કહ્યું જેથી તે મુજબનું શોકેસ બનાવી શકાય અને તે પ્રમાણેનું આયોજન થઇ ગયું.સિગારેટના વિવિધ બ્રાંડના ખાલી ડબ્બા, સિગારેટ્ની ખાલી પાકિટો અને માચિસના ખાલી ખોખા જુદી જુદી સ્ટાઇલના લાઇટર અને તેમાં જુના જમાનાનું વાટવાળું પિતળનું લાઇટર જેના પરની નક્શી અને તેના પરનું જડતર અજબ હતું તેવું ચકમકનો પથ્થર અને ગજવેલનું કડું જુનો જમાનો તાજો કરાવે તેવા હતા બધું તેણીએ વ્યવસ્થિત અને બરોબર અલગ અલગ નજરે પડે એમ નવા બનાવેલા શોકેસમાં ગોઠવી દીધા.

               ટપાલની ટિકિટો તેણે એક સરસ આલબંબમાં ચોટાળી દીધી.તેમાં અમુક ટિકિટો બહુ અમુલ્ય હતી તે તેણીએ અલગ સાચવીને રાખી હતી. બધુ થઇ જતાં આત્મારામને દેખાડીને અભિપ્રાય માગ્યો આત્મારામ જોઇને ખુશ થયા કે મારી પુત્રવધુ અણમોલ ખજાનાની સાચી કદરદાન છે,સંસ્કૃતમાં તુકારામના લખેલા નાટકોનું ગુજરાતીમાં અનુવાદ કરવું તેણી માટે સરળ હતું કારણકે,તેણીએ સેકન્ડ લેંગ્વેઝ તરિકે સંસ્કૃત લીધેલું જે હવે કામ લાગશે.

           એક દિવસ અનિલે આત્મારામને કહ્યુંબાબા તમે પ્રદ્યુમન પાછળ કેટલા હેરાન થાવ છો?’ ‘દીકરા તારી આઇ વગર જીવવા અને ઘરમાં કશુંક કરવાનો આનંદ પ્રદ્યુમનની સભાળ લેવાથી થાય છે તું ફિકર કરઆત્મારામે કહ્યું

બાબાની દેખરેખમાં પ્રદ્યુમનનું લાલનપાલન થાય તો તેમના આપેલા સંસ્કાર પામી તે ભાગ્યશાળી થશે મને આજોબાના ખજાનાને યોગ્ય ન્યાય આપવાની મારી પ્રવૃતિને વેગ મળશે અને હું નિશ્ચિંત થઇ મારૂં કામ કરી શકીશઅનામિકાએ અનિલને કહ્યું

             પ્રદ્યુમનની પહેલી વર્ષગાંઠ જોવા તારામતી તો હાજર નહોતા પણ સારી ધામધુમથી ઉજવાઇ.પ્રદ્યુમન રડ્યો તો નહીં પણ ઘર જ્યારે મહેમાનોથી ઉભરાતું હતું ત્યારે તે પારણામાં આરામથી ઊંઘતો હતો.તારામતીના અવસાન પછી કામિનીતો અમુક વાતે ગંભીર હતી પણ હવે   સંધ્યાના સ્વભાવ પણ ઠરેલ થઇ ગયો.તારામતીની જગાએ અનામિકાએ ઘરની સંભાળ લેવા મંડી હતી.તેણી સતત સતર્ક રહેતી કે બંને નણંદોને ક્યારે એવું લાગવું જોઇએ કે આઇ નથી અથવા આઇની કમીનો અહેસાસ કે અફસોસ થાય આમે અનામિકા તેમની વ્હાલી વહિણી હતી. અનિલ અને અનામિકાની કુશળ માવજતને લીધે તારાનિવાસમાંથી ખાલિપાને વિદાય આપી ઘર ભર્યુ ભર્યું લાગવા લાગ્યું હતું.આવેલ મહેમાનોએ વર્ષગાંઠના આયોજનના બે મોઢે વખાણ કર્યા.       

           આત્મારામ પોતાના રૂમમાં પ્રદ્યુમનના પારણું મુકી આરામથી પુસ્તક વાંચતા હતા.આમે બાળકની પહેલી વર્ષગાંઠ બાળક માટે નહીં પણ માતા પિતા માટે હોય છે.કારણ કે એક વરસના બાળકને હોય ખાવા પીવાનું ભાન કે રમવાનું ભાન તેણે તો મોડેથી ચલનારી પાર્ટી દરમ્યાન ઊંઘવાનું હોય છે અને અત્યારે તે આત્મારામના રૂમમાં આરામથી ઊંઘતો હતો.થોડી થોડી વારે આત્મારામ પારણા તરફ નજર કરી લેતા હતા એકાએક તેમને પોતાની પ્રવૃતિ પર હસવું આવ્યું આટલું જતન તો તેમણે અનિલ નાનો હતો ત્યારે પણ નહોતું કર્યું કારણ કે તે તારામતીની તેહનાતમાં ઉછર્યો હતો.

      આત્મારામને એટલી મનમાં ધરપત હતી કે અનામિકા અને અનિલ બંને ખુશ હતા.પ્રદ્યુમન જરા અમસ્થો રડે તો અનામિકાથી પહેલા આત્મારામ પહોંચી જતા અને તરત ઉચકી લેતા તેથી તે દાદાનો હેવાયો થઇ ગયો હતો.અનામિકાને ઘણી વખત થતું મારો દીકરો છે કે દાદાનો?પછી પોતાના વિચાર પર હસી પડતી.બાટલીની આદત છુટી ગઇ હતી તેથી આત્મારામ પોતાના ખોળામાં બેસાડી દુધ ગ્લાસથી પીવડાવતા.ઘણી વખત બાળોતિયું ભીનું કે ગંદુ થતું તો તે અનામિકા તેમને બદલવા દેતી કારણ કે તેણી આત્મારામનું ખુબ આદર કરતી હતી જોકે આત્મારામને તો કશો વાંધો નહોતો પણ અનામિકા કહેતી

બાબા આટલું કામ તો મને કરવાદો

       ચાલતા શિખેલો પ્રદ્યુમન હવે આત્મારામ સાથે પકડદાવ અને છુપાછુપી રમતો.રાત્રે દાદા પાસેથી કાગડા અને બગલાની,સસલા અને કાચબાની કબુતર અને કીડીની બાળવાર્તાઓ સાંભળતા ઊંઘી જતો ક્યારેક આત્મારામ અભંગ ગાતા ત્યારે પ્રદ્યુમન રડવા લાગતો એટલે આત્મારામને સમજાઇ ગયું કે ભાઇ વાર્તાના રસિયા છે.

        ઘણી વખત અનામિકા ઘરકામમાં વ્યસ્ત હોય ત્યારે આત્મારામને પ્રદ્યુમનને નવડાવવાનો મોકો મળતો આત્મારામ પ્રદ્યુમનને નવડાવતા જાય અને શ્લોકો બોલતા જાય જે પ્રદ્યુમન પોતાની કાલીઘેલી ભાષામાં બોલતો સાંભળવાની સૌને મજા આવતી. સમય સમયનું કામ કરેછે.

            જોત જોતામાં પ્રદ્યુમન ત્રણ વર્સનો થયો એટલે તેને સ્કૂલના પ્લેગ્રુપમાં એડમિશન અપાવ્યું.’પેરન્ટસડેની ઉજવણી વખતે દાદા પાસેથી શીખી કંઠસ્થ કરેલા શ્લોકો જ્યારે પ્રદ્યુમન સ્ટેજ પરથી બોલ્યો ત્યારે સૌ શ્રોતાઓ આફરીન થઇ ગયા.અનામિકા અને અનિલને પણ આનંદ થયો કે અમારો દીકરો કેટલો તેજસ્વી છે અને દાદાના રાજમાં સરસ કૅળવાઇ રહ્યો છે.

        રમત રમાડતા આત્મારામ અંકગણિત અને મુળાક્ષરો બોલતા,ઓળખતા અને લખતા શિખવાડતા.આમ કોણ વધુ આનંદ પામતું કહેવું મુશ્કેલ હતું પણ જે હતું સરસ હતું.ક્યારેક અનિલ ઘેર વહેલો આવતો ત્યારે દાદા અને દીકરાને સાથે મળી આનંદતા જોતો.તેને વધારે ધરપત તો વાતની હતી કે આઇના વિયોગમાં દુઃખી થવાને બદલે પ્રદ્યુમન સાથે બાબા કેવી સરસ રીતે જીવી રહ્યા છે.અનામિકાનું તુકારામ ગ્રેટ નામનું અભિયાન,ઘરની.અનિલની,સંધ્યાની આત્મારામની સંભાળ લેવામાં મથર ગતિથી પણ સુદર રીતે ચાલી રહ્યું હતું.પ્રદ્યુમનની તેણીને જરા પણ ફિકર હતી. તેણીએ વાત વાતમાં પોતાની સખી વસુંધરાને કહેલું કે,હું એવી જગાએ પરણીસ જયાં મારી આવડતની સાચી કદર થાય યથાર્થ થઇ હતી.

        શોકેસ આવી ગયા બાદ બધી વસ્તુઓ સુંદર રીતે ગોઠવાઇ ગઇ હોવાથી પટારો સરસ પોલિશ કરાવીન્રે આત્મારામના રૂમમાં પ્રદ્યુમનના રમકડાં મુકવા વપરાવા લાગ્યો પટારો ખુલતા જાણે તુકારામજી હાજર થતા એવો આભાસ અને રોમાંચ આત્મારામને ઘણી વખત થતો.

           એક દિવસ અનામિકાને વિચાર આવ્યો કે તારામતીની ઓળખાણ પ્રદ્યુમનને કેવી રીતે કરાવવી પણ આત્મારામ પ્રદ્યુમનને તારામતીનો ફોટોગ્રાફ દેખાડીને કહી રહ્યા હતાજો અનુ તારી આઇ છે ને તેમ તારા બાબાની આઇ છે…..’ એક દિવસ અનિલ કે અનામિકા કોઇ પ્રદ્યુમનને સ્કૂલથી લેવા જઇ શકે એમ નહોતા અનિલના ફોન મુજબ આત્મારામ ખુદ પ્રદ્યુમનને લેવા ગયા. હંમેશા આત્મારામને જોઇઆજોબા….કહી પગે વિટળાતો પ્રદ્યુમન દોડ્યો નહીં એટલે આત્મારામે પુછ્યુંશું થયું દીકરા?’

આજોબા મારી બાજુમાં પ્રીતિ બેસે છે તેણીને ઉધરસ આવતી હતીપ્રદ્યુમને કહ્યું

ચાલ મારો હાથ પકડ તને ઘેર જઇને ઉકાળો પિવડાવીસપણ આત્મારામે જેવો પ્રદ્યુમનનો હાથ પકડ્યો તો કહ્યુંઅરે! તને તો તાવ છે

       ઘેર આવી કપડાં બદલી પથારીમાં સુવડાવ્યો અને થર્મોમિટરથી તાવ માપ્યો તો બે ડીગ્રી જણાયો.આત્મારામે બરફના પાણીના પોતા કપાળે મુકવા શરૂ કર્યા.થોડીવારમાં આનામિકા આવીને દ્રષ્ય જોઇને પુછ્યું લાલા શું થયું?’પ્રદ્યુમનતો તાવના ઘેનમાં હતો શું જવાબ આપે આત્મારામે બધી વાત કરી તે સાંભળી અનામિકાની આંખો ઉભરાઇ

બેટા અનુ શું…?’આત્મારામે કહ્યું

બાબા તમને બહુ તકલીફ પડીઅનામિકાએ આંખો લુછતા કહ્યું

અર! હોતું હશે અનિલ નાનો હતો ત્યારે તારી આઇ આવા પ્રસંગે મને સંભાળ લેવા બેસાડી ઘરનું કામકાજ કરતી.તું હવે આવી ગઇ છે તો મોસંબીનો રસ કાઢીને પ્રદ્યુમનને પિવડાવજે.જરા જોઇ લેજે જો જરૂર હોય તો ડોકટર મયુરને ફોન કરી દેજે

       અનામિકા પ્રદ્યુમનને લઇને પોતાના રૂમમાં જતી હતી જોઇ આત્મારામ હસ્યા એટલે અનિલે પુછ્યુંશું થયું બાબા?’

અનુ ભલે હમણાં તેને તમારા રૂમમાં લઇ ગઇ છે પણ અર્ધીરાતે ઓશિકું અને ઓઢવાનું લઇ તે મારી બાજુમાં સુવા આવશેકહી આત્મારામ હસ્યા અને સાથે અનિલ પણ હસ્યો.

હં….ત્યારે અનુ ઘણી વખત કહે છે પ્રદ્યુમનને આપણા સાથે સુવુ નથી ગમતું

હા ને તમારા સાથે વાનરવેડા કરવા મળે એટલે ઘણી વખત હું કોઇ પુસ્તક વાંચી તેમાં આવેલી વાત બાબત ગંભીરતાથી વિચારતો હોઉ તો તે મને વાનર વેડા કરી હસાવેઆત્મારામે કહ્યું

ત્યારેજ ઘણી વખત અનામિકાને લટકા મટકા કરી હસાવતો હોય છેઅનિલે કહ્યું

આશાપુરા માતાજી મંદિરમાં લટકાવેલા ઘંટ વગાડે અને આરતીની થાળીમાં રૂપિયો મુકે,

ઘણી વખત સ્કૂલમાં કોઇ લંચ બોક્ષ લાવ્યું હોય તો પોતાના લંચ બોક્ષમાંથી ભાગ આપે,કોઇના ફાટી ગયેલા શૂઝ,દફતર કે બુક્સ અપાવવાનું મને કહે છેઆત્મારામે કહ્યું.

        ચાલો આઇના ગયા પછી બાબાના જીવનમાં વ્યાપેલ શુન્યાવકાસ પ્રદ્યુમનની ઉછેરની પ્રવૃતિથી ભરાઇ ગયું,અનામિકાતો નામ ખાતર મા હતી તેણીની પ્રદ્યુમન પ્રત્યેની જવાબદારી આત્મારમે ઉપાડી લીધી એટલે તે તુકારામના ખજાના તરફ વધુ ધ્યાન આપી રહી હતી,પ્રદ્યુમનને હોમવર્ક કરાવવું,તેને શાળામાંથી મળતું પ્રગતિપત્રક જોવું તેણે આજે શાળામાં શું શું કર્યુ તે પુછતા અને પ્રદ્યુમન પણ હોંશે હોશે બધી બાબત અક્ષરસ જણાવતો તેમાં કંઇ ચુક હોય તે સુધરાવતા.

        પ્રદ્યુમનને બેડમિટન અને ક્રિકેટનો ચસકો આત્મારામે લગાડ્યો તેથી તે તેમાં સારો દેખાવ કરવા લાગ્યો.જ્યારે રમતો હોય ત્યારે તેના દાદાજીની હાજરી અચુક હોવી જોઇએ તેવો તેનો આગ્રહ રહેતો.પ્રદ્યુમન પોતાના દાદાજીના આશિષ લઇને રમવા જતો ત્યારે સારો દેખાવ કરતો અને સારો ખેલાડી સાબિત થતો જોઇ આત્મારામને શેર લોહી ચડતું ક્યારેક વિચારતા કે આટલી સંભાળ તો તેમણે નાના અનિલની પણ નહોતી લીધી.

      એક દિવસ પ્રદ્યુમને આત્મારામને ખુબ થકવી નાખ્યા એટલે અનામિકા પ્રદ્યુમનને પોતાના સાથે લઇ ગઇ.તેનું હોમવર્ક કરાવીને સુવડાવી દીઘો આત્મારામ પણ ક્યારે ઊંઘી ગયા તેની તેમને ખબર પડી.

આટલા થાકી જાવ છો તો થોડી ઓછી દોડાદોડ કરતા હો તો?’તારામતીએ કહ્યું

મારી માટે આટલી લાગણી થતી હોય તો તું થોડીવાર રમને પ્રદ્યુમન સાથેઆત્મારામે કહ્યું

તમને શું લાગે છે મને તેના સાથે રમવાનું મન નહીં થતું હોય?’તારામતીએ કહ્યું

તારી યાદ સતાવે એટલે તો હું જરાય નવરો નથી પડતો થાકી જાઉ એટલે તરત ઊંઘ આવી જાય નહીંતર મારે આખી રાત પાસા ઘસવા પડેઆત્મારામે કહ્યું

તમે પ્રદ્યુમનને ખુબ માયા લગાડી છે પછી પસ્તાવાનો વારો આવેતારામતીએ કહ્યું

જેમ તું મને છોડીને જતી રહી તેમ તે કોલેજમાં જશે અને અનિલની જેમ કોઇ સારૂં પાત્ર જોઇને પરણી જશે ત્યાં સુધી મારો તારી પાસે આવવાનો વારો નહીં આવે?’આત્મારામે પુછ્યું

એવું અશુભ બોલોતારામતીએ કહ્યું તો આત્મારામ સફાળા જાગી ગયા.

       આત્મારામ આંખો ચોળી વિચારવા લાગ્યા.થાકેલા હતા છતાં આંખમાંથી ઊંઘ ગાયબ થઇ ગઇ. તારા અચાનક સ્વપ્નમાં કેમ દેખાઇ એવું વિચારવા લાગ્યા જોકે સ્વપ્નમાં તારામતી સાથે થયેલો વાર્તાલાપ તેમને ગમ્યો પણ સ્વપ્નમાં આવી તેણી શું કહેવા માગતી હતી તારામતી જેવી પ્રેમાળ પત્નિ શું સંદેશો આપવા માગતી હતી એવું વિચારવા લાગ્યા.પ્રદ્યુમન પ્રત્યેનો તેમનો અપાર પ્રેમ એક સરિતા સરીખો હતો અને સરિતામાં જયારે પૂર આવે ત્યારે તારાજી સરજાય છે,પોતાનો અપાર પ્રેમ પ્રદ્યુમનને પરાવલંબી બનાવી દે. આમે અતિ સર્વત્ર વર્જયેત ના સુત્ર અનુસાર હવે પ્રદ્યુમનને સ્વાવલંબી બનાવવાનો નિશ્ચય કર્યો.તેમને તારામતીનો સંદેશો સમજાઇ ગયો.

      સ્કૂલમાંથી આવ્યા બાદ આત્મારામ પ્રદ્યુમનને હોમવર્ક કરાવવાના બદલે તેણે કરેલું હોમવર્ક તપાસતા.સ્કૂલમાં ગુણાંક ઓછા આવે તો મીઠો ઠપકો આપતા અને અભ્યાસની જેમ રમત ગમતમાં એટલી એકાગ્રતાની જરૂર છે સમજાવતા.અભ્યાસ હોય,રમતગમત હોય કે કોઇ અન્ય પ્રવૃતિ હોય જે કશું પણ હાથમાં લો પુરી જવાબદારીથી પૂરૂ કરવાની સલાહ આપતા.વાંચનમાં ફકત વાર્તાઓ નહીં પણ જ્ઞાનવર્ધક પણ વાંચવું જોઇએ તેથી થનાર લાભના દાખલા આપી તેમાં રસ લેતો પણ કર્યો.

         શિસ્તના પાઠ ભણાવતા આત્મારામ સમય આવે હસી મજાક પણ કરી લેવાનો એક પણ અવસર ચુકતા નહીં છતા પ્રેમ પ્રેમની જગાએ શોભે અને શિસ્ત શિસ્તની જગાએ બદલાવના લીધે પ્રદ્યુમનને પોતાના દાદાના પ્રેમમાં ઉણપ આવી ગઇ છે એવો ભ્રમ થવો જોઇએ તે બાબત આત્મારામ સજાગ રહેતા.પ્રદ્યુમન પણ હવે ઘણો સમજુ થઇ ગયો હતો.અનિલ અને અનામિકાએ વિચાર્યું કે બીજા બાળકનું આયોજન સમયસર થવું જોઇએ.મનુષ્ય યત્ન ઇશ્વર કૃપા અને તેમાં પણ દીકરી આવે તો ઘર ભર્યું ભર્યું થઇ જાય

       આજે આત્મારામને જરા અસુખ જેવું થઇ આવ્યું ક્યાંયે મન નહોતું લાગતું તેમા ભલું થજો અનામિકાનું તેણી આજે પ્રદ્યુમનની સ્કૂલ તરફથી આવવાની હોતા તેણીએ આત્મારામને કહ્યું

બાબા આજે લાલાને હું સ્કૂલથી લેતી આવીશ તમે આરામ કરજો.’

              પ્રદ્યુમન સ્કૂલથી આવ્યો ત્યારે આત્મારામની આંખો મિંચાઇ હતી પણ પ્રદ્યુમન તો આજોબાઆજોબા કરતો તેમના પાસે દોડ્યો એટલે આત્મારામ પથારીમાં બેઠા થઇ ગયા. પ્રદ્યુમનનો હાથ તેમના શરીરને લાગ્યો તો તેણે કહ્યું

મમ્મી આજોબાને તો તાવ છે,થર્મોમિટરથી તપાસી જો,પછી મોસંબીની રસ લઇ આવ ને તમે મારા ડાહ્યા આજોબા છોને? તો પથારીમાં પાછા સુઇ જાવ અને આરામ કરો અને રાત્રે ભાખરી થેપલા કંઇ નહીં મળે બસ ખીચડી ખાવાની

         પ્રદ્યુમનની આવી ડાહ્યી ડાહ્યી વાતો અનામિકા તો વિસ્મયથી સાંભળતી રસોડા તરફ ગઇ તો સંધ્યા મોસંબીમો રસ લાવી પણ આત્મારામથી રહેવાયું એટલે પ્રદ્યુમનને કહ્યું

વાહ! બેટા મેરી બિલ્લી મુઝકો હી મ્યાંઉ? હા બેટા આજે તું જેમ કહે તેમ થશે બસસાંભળી સૌ હસ્યા ત્યાં અનિલ આવ્યો ઘરમાં ઉડતી હાસ્યની છોળનું કારણ જ્યારે અનામિકાએ જણાવ્યું તે સાંભળી ખુબ ખુશ થયો અને આત્મારામ પાસે બેસી પગ દબાવવા લાગ્યો દીકરાના હાથના પ્રેમાળ સ્પર્શથી આત્મારામની અર્ધી બિમારી તો ભાગી ગઇ તેઓ ખીચડી ખાઇને સુતા પહેલા પ્રદ્યુમનને મમ્મી પાસે સુવા કહ્યું કદાચ પોતાની બિમારીનો ચેપ તેને લાગી જાય તો?પ્રદ્યુમનને મમ્મી પાસે સુવામાં મજા નથી આવતી ત્યાં તેને વાનરવેડા કરવા મળે પણ આજોબા કહે એટલે જવું પડે(ક્રમશ)

 

તારામતી પાઠક૨૧ રાજુલ શાહ

Posted on June 8, 2013 by vijayshah

એક અજબ જેવો સંબંધ વિકસતો જતો હતો. કોણ કોના વગર સુનુ પડી જાય એ કહેવુ કે સમજવુ  ક્યારેક અનામિકા માટે અઘરૂ પ્રદ્યુમન અને આત્મારામનો બનતુ જતુ .આત્મારામને ખબર હતી કે પૌત્ર જોડે કેટ કેટલા માયાના તાણાવણા ગુંથાતા જતા હતા. દાદાનુ હેત અને દાદીની મમતા એ એકલા હાથે લુંટાવે જતા હતા અને એ વ્હાલ  ઉત્તરો ઉત્તર વધતુ ય જતુ હતુ.

આજે પોતાની તબિયત બરાબર નહોતી એટલે એટલુ તો તે પણ સમજતા કે પ્રદ્યુમનને સાથે રાખવો કે સુવાડવો જરાય હિતાવહ નથી એટલે પ્રદ્યુમન અને પોતાની નામરજી છતાંય તેમણે પ્રદ્યુમનને તેની મમ્મી સાથે સુવા તો મોકલ્યો પણ અંદરથી એક અજબ જેવો ખાલીપો અનુભવી રહ્યા. તારામતીના અવસાન પછી ખાલી પડેલા ઓરડા અને હ્રદયના એક ખુણાને પ્રદ્યુમને કેવો ભર્યો ભર્યો બનાવી દીધો હતો ? તેઓ પ્રદ્યુમનને સાચવતા એના કરતા સતત આજોબા આજોબા કરતો તેમની આસપાસ મડરાયા કરતા તેણે તેમને જાળવી લીધા હતા એવુ વધારે અનુભવાતુ હતુ.

અનામિકાયે આ સમજતી હતી. દાદીનુ વાત્સલ્ય તો પ્રદ્યુમન પામી ન શક્યો . દાદી હોત તો કોઇનીય મજાલ નહતી કે પ્રદ્યુમનને તેણીની પાસેથી જરીય આઘો કરી શકત.દાદીએ કેટલાય શમણા જોયા હતા. ” જો જે ને તે મારો તો કહાન અને તેની તો હું યશોદા.એ મારો તો એવો હેવાયો બની જશે કે ઘડીભર આઘો નહી થાય હોં કે.”

અનામિકા આઇની આ હેતાળવી વાતોથી પોરસાઇ જતી. કેવી નસીબદાર પોતે હતી કે તેણીને આઇનો મા જેવો જ પ્રેમ મળ્યો હતો  અને હવે આવનારુ સંતાન પણ કેવા નસીબ લઈને આવવાનુ કે આમ પારણે નહી હથેલીના છાંયે મોટુ થશે. પણ  તારામતીના  અચાનક  અવસાનથી  તેમની  પ્રદ્યુમનને  લઈને  તમામ હોંશ  આમ જ આથમી ગઈ.જો  કે આત્મારામે તેણીનુ સાટુ વાળી દીધુ હતુ.

અત્યારે પ્રદ્યુમન મમ્મી સાથે સુવા તો આવ્યો હતો પણ ક્યાં સુધી સુઇ રહેશે એની ય તેને ખાતરી નહોતી. પણ અત્યારે બધા વિચારો આઘા હડસેલીને તેણીએ પ્રદ્યુમનમાં મન પરોવ્યુ. હળવા હાથે તેનુ માથુ પસવારતા તેણીએ પ્રદ્યુમન સાથે ગોષ્ઠી માંડી.બાળ કાનુડાની મસ્તી, એ માખણચોરની શરારત, કાળી નાગ નાથ્યો એની વાતો કરતી રહી. પ્રદ્યુમનને પણ રસ પડ્યો.” અરે મમ્મીને ય આવુ બધુ આવડે છે?” તેને મન તો તેના આજોબા જ સર્વ માહિતગાર હતા પણ આજે મમ્મી જોડે ય મઝા પડી ગઈ. ધીમે ધીમે તેની આંખો ઘેરાવા માંડી. અનામિકા એ ધીમા સાદે ગણગણવા માંડ્યુ…. “દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે વાયરા જરા ધીમે વાજો એ નિંદમાં પોઢેલ છે”

તેણીના મીઠા અવાજની  હલકે  પ્રદ્યુમન ઘેરી  નિંદરમાં  સરી  પડ્યો.  આત્મારામને  દવા  આપીને  અનિલ  રૂમમાં આવ્યો ત્યારે અનામિકાના ચહેરા પર એક અજબ જેવા સુખ અને સંતૃપતિના ભાવ હતા અને તેણી પણ  લગભગ ઊંઘમાં આવી ગઈ હતી.પ્રદ્યુમનની વાનર બેડા  વગર સુના પડેલા આત્મારામને એમ જલ્દી ઉંઘ આવવી શક્ય નહોતી. ક્યાંય સુધી સાથે બેસી રહેલા અનિલને ય તેમણે ઊંઘવા મોકલ્યો. બાજુમાં પડેલુ પુસ્તક ઉપાડીને વાંચવા પ્રયત્ન આદર્યો એમ કરતા ય જો ઊંઘ આવી જાય તો. સારૂ.થોડી વાર તો પુસ્તકમાં જીવ પરોવાયો પણ આસ્તેથી મન વિચારોના વમળમાં ઘેરાવા લાગ્યુ. તારામતી પરણીને આ ઘરમાં આવ્યા ત્યારથી માંડીને આ ઘરમાંથી લીધેલી વિદાય સુધીની યાદો મનમાં ઉમટવા માંડી.

સહેજ ઘઉ વર્ણો વાન , કથ્થાઇ  રંગની મોટી આંખો, સપ્રમાણ નાક , ભરાવદાર ચહેરો અને એ ચહેરા પર શોભતો ચીબુક પરનો તલ. એમ તો તારામતીના  ડાબા હાથના બાવડા પર લાલાશ પડતુ લાખુ ય હતુ. ” આ શું ઠેરઠેર નિશાનીઓ લઈને જન્મી છો?” લગ્ન થયા બાદ આત્મારામ તારામતીને ચીઢવતા. “તે તમને ક્યાં નડી મારી આ નિશાનીઓ ? હું સૌના કરતા જુદી નથી પડતી?”તારામતીએ દલીલ કરી  હા! હોં, જુદી તો પડે જ છે. ક્યાંક હમીરસરની પાળે ભરાતા મજનુપીરના મેળામાં તું  ભુલી પડી હો અને મારે શોધવી હોય તો કોઇને મારે એધાંણી આપવાનુ સહેલુ તો પડે જ .ભઈ મારા ધર્મ પત્નિ ખોવાયા છે , જરી શોધવામાં મદદ કરશો? એમની હડપચી એ તલ છે અને બાવડા પર લાલ લાખુ છે. એ વાત સાચી કે આ તલ અને લાખાથી લાખો સ્ત્રી માં  તું નોખી તો પડે જ”આત્મારામે મજાક આદરી

” મઝાક સુજે છે  તમને પણ  ખબર છે લાખુ હોય એ નસીબદાર કહેવાય ? “આંખો નચાવતા તારામતીએ કહ્યું ” કે પછી નસીબદારને જ લાખુ હોય? ” આત્મારામ હજુ ય મસ્તીના મુડમાં જ હતા. ” ગમે તે રીતે બોલો અર્થ તો એક જ રહેવાનો ને? અને જો જો ને આ તલ કે લાખુ જ તમને મારી યાદ અપાવતુ રહેશે.” તારામતીએ શુન્યમાં તાકતા કહ્યું “કેમ યાદ અપાવતુ રહેશે મતલબ? આઘા જાય તેની યાદ હોય પાસે  હોય, નજર સામે હોય તેની વળી યાદ કેવી ને વાત કેવી?’આત્મારામે બે હાથના આંગળા ભીડી માથા પાછળ રાખતા કહ્યું ” એ અત્યારે નહી સમજાય, જ્યારે હું નહી હોઉ ત્યારે સમજાશે.”તારામતી કોઇ અગમવાણી બોલતી હોય તેમ કહ્યું ” નહી હો… ત્યારે… મતબલ? ક્યાં સિધાવાના છો? આ આત્મારામને મુકી ને?”તારામતીના ખભા પકડી આત્મારામે પુછ્યું ”સ્વર્ગે…વિઠોબાના ધામમાં”

આભ તરફ આંગળી ચીંધતા તારામતીએ મલકતા કહ્યું “જો પાછી .. આ્વી અવળવાણી કેમ તને સુજે છે ?”જરા હેબતાઇને આત્મારામે પુછ્યું ” આ અવળવાણી નથી. આ તો મારા મનની મુરાદ છે. મારી જ નહી મારા જેવી તમામ સૌભાગ્યવતી ય એ જ ઇચ્છે કે એ ચુડી ચાંદલા સાથે જ સ્વર્ગે સિધાવે. આપણી આઇ બાબા પહેલા નહોતી ગઇ? એમાં મેં કોઇ નવી વાત નથી કરી કે આમ આકળા થઈ જાવ છો.” તારામતીએ કહ્યું “તારા..તારા… પહેલા મરવુ કે પછી એ કોઇનાય હાથની વાત નથી. જે જન્મે છે એ એક દિ તો મરવાનુ જ છે પણ આમ મરતા પહેલા મરવાની વાત કરીને શીદને તું મારા જીવને દુભવે છે? હજુ તો માંડ સાથે જીવવાની શરૂઆત થઈ છે અને આમ અધવચ્ચે રઝળાવવાની વાત શીદને માંડે છે?”આત્મારામેજરા ચિડાઇને કહ્યું ” નહી કરુ બસ, પણ આ પુણ્યપ્રકોપ જરા ઓછો કરશો તો અત્યારે આપણા બે ય ના જીવ ઓછા દુઃખાશે.”તારામતીએ કહ્યું પલંગની સામેની ભીંતે ટાંગેલા તારામતીના ફોટા સામે જોઇને આત્મારામે ઊંડો નિસાસો નાખ્યો. ” છેવટે તેં તારુ ધાર્યુ જ કર્યુ ને તારા?  આમ મને અધવચાળે છોડીને તું તો તારા ચુડી ચાંદલા સહિત નિકળી પડી. તને મારો કે આ ઘરનો, તારી આસપાસ  વિંટળાયેલી રહેતી તારી અનુ કે સંધ્યાનો ય વિચાર ન આવ્યો?  પ્રદ્યુમનને જોવાની રમાડવાની તને કેટલી લાલસા હતી , એ ય તને ના રોકી શકી? અને તને ખબર છે હવે તો આ ઘરમાં ફરી એક નવો જીવ જનમ લેવાનો છે? અનુ કે અનિલ તો બિચારા શરમના લીધે કહી ન શક્યા પણ કામિનીએ બે દિ પહેલા જ વધામણા આપ્યા. તું હોત તો કેટલી રાજી થઈ હોત?” આત્મારામને હજુ બે દિ પહેલા જ કામિની સાથે થયેલી વાત યાદ આવી.

અનામિકાએ આ રવિવારે જ કામિની અને કિશોરકુમારને જમવા બોલાવ્યા હતા. તારામતીના અવસાન બાદ જાણે અનુ  આ ઘરની સાચા અર્થમાં ગૃહીણી સાબિત થઈ હતી. વાત- તહેવારે કે વ્યહવારે એ કોઇ રીતે પાછી પડતી નહોતી. પાઠક પરિવારની પરંપરા એ બહુજ સહજતાથી નિભાવે જતી હતી.  ભાભી તો  હતી જ પણ સંધ્યાની તો જાણે  મા બની ગઈ હતી. તારામતી વગરના આ ઘર-ગૃહસ્થીને તેણીએ એવી તો સરસ રીતે સંભાળી લીધા હતા કે કોઇને ય ક્યાંય કોઇ અધુરપ લાગતી નહોતી. સાથે સાથે તુકારામદાદાના અલભ્ય ખજાની ય જે રીતે સંભાળ લેતી હતી એ જોઇને આત્મારામનો આત્મા પ્રસન્ન થઈ ઉઠતો. અનુના મસ્તક પર હાથ મુકીને એ કહેતા ય ખરા કે  મારા ઘરની લક્ષ્મી જ નહી સરસ્વતી પણ તું જ છો.”

અનામિકાને પાઠક પરિવારમાં પોતાનુ આવવુ આમ સાર્થક થશે એવી તો કલ્પનાય નહોતી.તારામાતીના ગયા બાદ આત્મારામે પોતાની જાતને જરા સમેટવા માંડી હતી. પ્રદ્યુમન સાથેનો સમય  એ જ તેમના બાકીના જીવનનુ કર્તવ્ય હોય એમ તેમણે બાકીની વાતોમાંથી જરૂર સિવાય પોતાની જાતને ખસેડવા માંડી હતી. અનિલ-અનામિકા કે કામિની-કિશોરકુમાર અને સંધ્યા બેઠા હોય ત્યારે ત્યાં પણ એ ઝાઝુ બેસતા નહી.પોતાની હાજરીના લીધે જુવાનિયાઓને મોકળાશ ઓછી લાગે એવુ સહેજ પણ તેઓ કરતા નહી.          રવિવારે બપોરે જમીને વામકુક્ષિના બહાને એ ઉભા થઈને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. થોડીવાર રહીને બારણુ હડસેલીને રૂમમાં આવેલી કામિનીને જોઇને એમને નવાઇ લાગી.    ” બાબા, એક વાત કહેવી હતી મારે.” ” હા! એ તો તને જોઇને જ હું સમજી ગયો. ” આત્મારામના જીવને જરા ઉચાટ થયો કારણકે આમ કામિનીને ક્યારેય પોતાની સાથે અંગત વાત કરવાની પરિસ્થિતિ ઉભી થઈ જ નહોતી. ” બાબા, જરાય ચિંતા ના કરશો, વાત તો મઝાની જ છે પણ તમને કેવી રીત કહેવી એની અવઢવ હતી એટલે એ પુણ્યકામ કરવાનું મારા ફાળે આવ્યુ છે.”કામિનીએ કહ્યું ” અગ….  તુ વાતમાં આમ મોણ નાખ્યા વગર જે હોય એ ઝટ કહી દે એટલે મારા જીવને ધરપત થાય.”આત્મારામે કહ્યું  “બાબા, તમે ફરી દાદા બનવાનો છો.”આત્મારામ કુતુહલના માર્યા અથરા થઈ ગયા છે એ જોઇને કામિનીએ સીધે સીધી મુદ્દાની વાત કરી દીધી.

” દેવા રે દેવા! આ તો ખુશીના સમાચાર.”આત્મારામે બે હાથ જોડીને કપાળે અડાડ્યા અને પળ વાર માટે આંખો બંધ કરી વિઠોબાનો મનોમન પાડ માની લીધો. પણ સાથે વળતી પળે જ કપાળે ચિંતાના સળ દેખાયા. “કેમ બાબા, આમ કેમ ? હમણાં તો ખુશ થઈ ગયા અને વળી પાછા આમ કેમ ઢીલા પડી ગયા?” કામિની પણ આત્મારામના ચહેરા પરના પલટાયેલા ભાવ જોઇને ચિંતિત થઇ પુછ્યું. “બેટા કમુ , મને અનુની ફિકર થાય છે. પહેલી વાર તો આશા હતી કે તારી આઇ હતી અને તેણી બધુ સંભાળી લેશે પણ એ વખતે ય જે ઓચિંતી પરિસ્થિતિ ઊભી થઈ એમાં અનુ બિચારી કશા જ લાડ કે હોંશ પુરા ના પામી. . હવે આ વખતે તો કોણ જાણે કેવી રીતે બધુ પાર પડશે? “ચિંતિત સ્વરે આત્મારામે કહ્યું “હું છું ને બાબા , જરાય ચિંતા ના કરતા. ” સંધ્યાએ પાછળથી આવીને ટહુકો કર્યો.” વહિની એ મને બરાબર પલોટી દીધી છે. ઘરની જવાબદારી મારી. પ્રદ્યુમનની જવાબદારી તમારી અને ધંધાની જવાબદારી ભાઉની…છે કોઇ સમસ્યા? અને વહિનીને તો આ વખતે ગોમતીબા તેમના ઘેર શિવમ્‍ પાર્ક જ લઈ જવાના છે. ગયા વખતે તો આઇનુ માન રાખીને ગોમતીબા એ વહિનીને અહીં રાખવાનુ સ્વીકારી લીધુ હતુ પણ આ વખતે તો તેમના રિવાજ પ્રમાણે વહિની ત્યાં જ રહેશે. અને જો જો ને બધુ બરાબર પાર પડી જશે અને જરૂર પડશે તો કમુ દીદી ય છે જ ને?” આત્મારામની નજરે હંમેશા નાદાનમાં ખપતી આ  નાનકડી  દીકરીને  જોઇ જ રહ્યા. સાચે જ મા વગર ક્યાંય પણ  ઓઝપાયા વગર  કેવી સ્વસ્થતાથી વાત કરતી હતી? “હા! બાબા, બધુ બરાબર ગોઠવાઇ જશે. તમે સહેજ પણ ફિકર ના કરતા અને હવે જરા બહાર આવીને વહિનીને આશીર્વાદ તો આપો.” કામિની એ આત્મારામને હાથ પકડીને ઉભા કર્યા. ” અરે હા! ચાલો ચાલો, આ ખુશી ખબરના વધામણા લઈએ. ” આત્મારામ બહાર આવ્યા અનામિકાના માથે  હાથ મુકી આશીર્વાદ આપ્યા “અખંડ સૌભાગ્યવતી રહો,સદા સુખી રહો, સ્વસ્થ રહો અને ઝટપટ મ્હોં મીઠુ કરાવો.”આત્મારામે અનામિકાનું માથું સુંઘી કહ્યું અનામિકાએ ઉભા થઈને આત્મારામના ચરણ સ્પર્શ કર્યા અને તેણીનુ અનુસરણ કરીને અનિલે પણ આશીર્વાદ લીધા. આત્મારામને આ રવિવારની બપોર યાદ આવી ગઈ અને એમણે તારામતીને ય વધામણા દીધા. “તારા , આશીર્વાદ આપજે કે આ વખતે સૌ સારા વાના થાય.”  તારામતી જાણે ખડખડાટ હસી પડ્યા હોય એવો ભાસ કેમ થયો? જાણે કહેતા ના હોય કે  તમને અત્યારે ખબર પડી મને તો ક્યારની ય ખબર છે.”         સુખના સ્વાદ સાથે આત્મારામે પથારીમાં લંબાવી દીધુ અને થોડી વારે જાણે સ્વપ્નભૂમિમાં પહોંચી ગયા.તારામતી જાણે કહી રહ્યા હતા કે જો જો ને આ વખતે તો દીકરી જ આવવાની . આ ઘરથી હું ક્યાંય આઘી ગઈ જ નથી એની ય તમને અનુભૂતિ થશે. અને સાચે જ તારામતી એ સપનામાં  કહેલી વાત સાચી ઠરી. પુરા સમયે અનામિકાએ દીકરીને જન્મ આપ્યો. ઇન્દ્રકુમારને ફોન કરી વધામણા સાથે બધી માહિતિ આપી અને રાશી આવી સિંહ અક્ષરો મ અને ટ ઇન્દ્રકુમારે  જન્મ સમય પ્રમાણે રાશી જોઇને મંદાકિની નામ સુચવ્યુ હતુ એ સૌએ ખુશી ખુશી વધાવી લીધુ હતુ.

કામિની અને સંધ્યાએ નવજાતને ચાદરમાં સુવડાવી ગાયું ઓળી ઝોળી પિપળ પાન ફૈયે પાડ્યું મંદાકિની નામ અને સંધ્યાએ નવજાતના કાનમાં કહ્યું આજથી તારૂં નામ મંદાકિની હં…કે સવા મહિનો પિયરમાં રોકાઇને અનામિકા પોતાના ઘરે તારા-નિવાસમાં પાછી આવી.ઘરના બારણે કામિની એ કંકુ ચોખાથી અનામિકા અને મંદાકિનીને  પોંખ્યા , આરતી ઉતારી ઘરમાં પ્રવેશ કરાવ્યો.. ખુશખુશાલ આત્મારામે અનામિકાના હાથમાં સોનાનો લક્ષ્મીજીનો સિક્કો આપ્યો. બાબાની ચરણરજ લઈને અનામિકાએ ફરી એક વાર ગૃહપ્રવેશ કર્યો ત્યારે ઘર આનંદ અને પ્રદ્યુમનની કિલકારીથી ગુંજી ઉઠ્યુ.

પ્રદ્યુમનને તો જાણે રમવા માટે રમકડું અને પોતાની મોટાઇ બતાવવાનો મોકો મળી ગયો. અનામિકાએ ફરી એક વાર ઘર સંભાળી લીધુ. વાર્તાની રાજકુંવરીની જેમ મંદાકિની મોટી થતી ગઈ. પ્રદ્યુમનને જેમ આત્મારામે સંભાળી લીધો હતો એમ સંધ્યાએ મંદાકિનીને સંભાળી લીધી. સંધ્યા માટે તો જાણે મંદાકિની ખુશીનો ખજાનો બનીને આવી હતી. ઢિંગલી  જેવી મંદાકિનીને સાચવવી તો જાણે સાવ સહજ લાગતુ હતુ. આમે ય દીકરી તો વ્હાલનો દરિયો..અને મંદાકિની  તો સાચે જ પરાણે વ્હાલી લાગે એવી જ હતી.          હમણાં કેટલાક દિવસથી લગભગ એવુ બનતુ કે ચોક્કસ સમયે  કોઇ પણ કારણ વગર મંદાકિની અચાનક જ ખુબ રડવા ચઢી જતી. ગમે એટલુ કરો તો ય એ શાંત પડવાનુ નામ નહોતી લેતી. ક્યારેક તો સંધ્યા અને અનામિકા તેણીને બાઇક પર આંટો મરાવતા. ક્યારેક સંધ્યા અથવા અનામિકા બહાર ખુલ્લા પવનમાં લઈને ટહેલતા અથવા ઝુલા પર બેસી ઝુલાવતા. પણ ગમે એટલુ કરવા છતાં મંદાકિની ચુપ જ નહોતી રહેતી . કોલિક બેબી હશે એમ સમજીને પીડ્યાટ્રીશનની સલાહ  મુજબ દવા આપવા છતાં, પેટમાં ચુંકાતુ હશે એમ માનીને ગોમતીબાની સલાહથી ગ્રાઇપ વૉટર પણ આપવા છતાં કોઇ કાળે તેણીને અસર નહોતી થતી. આમ તો સંધ્યા અને અનામિકા જ મંદાકિનીને સંભાળી લેતા પણ ક્યારેક આત્મારામ પણ તેમની વ્હારે જતા.

તેમાં જોવાની ખુબી તો એ કે આત્મારામના હાથમાં આવતા જ મંદાકિની શાંત થઈ જતી.ઘરમાં સૌને અત્યંત નવાઇ લાગતી. આટ આટલુ કરવા છતાં ચુપ થવાનુ નામ ન લેતી મંદાકિની આમ જાદુઇ છડી ફેરવી હોય એમ આત્મારામ પાસે સાવ શાંત થઈ જતી એટલુ જ નહીં પણ ગેલમાં આવી રમવા લાગતી. સંધ્યા તો ઘણી વખત કહેતી ‘શું અમે તને ચિંટિયા ભરીએ છીએ કે રડવા લાગે છે’ અનામિકાનો એ વાત પર બહુ જીવ બળતો એક તો પ્રદ્યુમનની જાણે બધી જ જવાબદારી દાદાની હોય એમ એ તેમની પાસેથી ખસતો નહોતો એમાં એટલુ ઓછુ હોય તેમ મંદાકિનીને લઈને ય આત્મારામને ઉંચા નીચા થવુ પડતુ. એ જોઇ  અંદરથી એકદમ કોચવાઇ જતી. “બાબા, કેટલી ઉપાધીઓ લેવી પડે છે તમારે? આ  પ્રભુ સ્મરણ કરવાની ઉંમરે આમ તમારે નાના છોકરાઓ પાછળ સમય આપવો પડે છે.”રડમસ અવાજે અનામિકાએ એકવાર કહ્યું ” અરે! બાળક એ ય પ્રભુનુ સ્વરૂપ નથી?” આત્મારામ શાંતિથી , હળવેથી હસીને જવાબ દેતા. પછી ઉમેરતા ” જેના ઘરમાં આ પગલીના પાડનાર નથી તેમના જીવનો  વલોપાત જોયો છે તેં બેટા અનુ? અને મારે તો વિઠોબાની  લીલા છે તો હું માણુ છું એમાં તું શાની કોચવાય છે?”

હવે તો સંધ્યાય બધા પ્રયત્નો છોડીને મંદાકિનીને બાબાને સોંપી દેતી.અને અનામિકાને સમજાવતી  ય ખરી કે “વહિની , છોડો ને તેણીને ય પ્રદ્યુમનની જેમ દાદા પાસે જ રહેવુ હોય તો આપણે શું કરીએ? આપણે કંઇ સામે ચાલીને આપવા તો નથી જતાને? અને હવે પ્રદ્યુમન મોટો થઈ ગયો છે તો બાબા ને ય એક નવુ રમકડુ જોઇએ ને? ” બધુ સમજતી અનામિકા એક વાત ક્યારેય ન સમજી શકી કે ન સમજી શકી સંધ્યા , અરે ડૉક્ટરો ય ક્યાં સમજી શક્યા હતા ? સૌને મન એક કોયડો હતો કે આ આમ અચાનક જ મંદાકિનીના રડવાનુ કારણ શું હોઇ શકે અને એ ય આમ ચોક્કસ જ સમયે?

આખો દિવસ ખીલખીલાટ હસતી- રમતી મંદાકિની આમ આ ચોક્કસ સમયે જ કેમ રડે છે? પણ એનો જવાબ કદાચ આત્મારામ પાસે જ  હતો. એ સમય હતો તારામતીના અવસાનની ઘડીનો . જે સમયે તારામતી છેલ્લા શ્વાસ લેતા હતા તે સમયથી ચાલુ કરીને મંદાકિનીનુ રડવાનુ શરૂ થતુ તે આત્મારામના ખોળે જ જઈને અટકતુ.જન્મથી માડીને આજ સુધી રંગ રૂપ બદલતી મંદાકિનીમાં તેમને તારામતીનો જ અણસાર દેખાતો. સહેજ ઘઉ વર્ણો વાન , કથ્થાઇ  રંગની મોટી આંખો,   સપ્રમાણ નાક , ભરાવદાર ચહેરો અને હવે રહી રહીને ચિબુક પર દેખાતુ નાનુ અમસ્તુ કાળુ ટપકુ અને ડાબા બાવડા પર ઉપસતુ લાલાશ પડતુ લાખુ. આ બધુ ય મળીને તારામતીનુ આખુ ય ચિત્ર ઉભુ થઈ જતુ અને આત્મારામથી આપોઆપ બે હાથ જોડાઇ જતા. “પ્રભુ તારીય લીલા અપરંપાર છે ને? ” અને દિવાલ પર ટાંગેલા ફોટામાંથી જાણે તારામતી ખડખડાત હસી પડતા ” હું નહોતી કહેતી આ તલ અને  લાખુ જ તમને મારી યાદ અપાવતુ રહેશે?(ક્રમશ)

 

તારામતી પાઠક૨૨ રાજુલ શાહ

Posted on June 21, 2013 by vijayshah

          પ્રદ્યુમન સાથે હોડ બકતી હોય એમ  મંદાકિની તો દિવસે વધે એટલી રાત્રે અને રાત્રે વધે એટલી દિવસે વધતી ચાલી.ઘરમાં તેણીનો આત્મારામ માટેનો અનુરાગ જોઇને સૌ અચંબામાં  પડી જતાઆજ સુધી એવુ હતુ કેપ્રદ્યુમન  દાદાનો લાડકો હતો પણ હવે તો મંદાકિની દાદાના લાડમાં ભાગ પડાવા લાગી

            આત્મારામને જોઇને સૌને લાગતુ કે, ક્યારેક તો તેઓ પ્રદ્યુમન કરતાય મંદાકિનીને  વિશેષ  મહત્વ આપે છેઅગર  આપે તો એમ કંઇ મંદાકિની પાછી પડે એમેય ક્યાં હતી. તારામતી વગર ઘર તો થાળે પડવા માંડ્યુ હતુ પણ આત્મારામનો જીવ પણ જાણે થાળે પડ્યો હતો અને જોઇને અનામિકાનુ મન પણ થાળે પડવા માંડ્યુ હતુ. ઘરની ગોઠવણ ખુબ સરસ રીતે ચાલી રહી હતી અને એમાં સંધ્યા પણ ઘણો સાથ આપતી હતી.કામિની પણ જરૂર પડે આવતી જતી રહેતી, પણ હંમેશા અનામિકાનો એવો આગ્રહ રહેતો કે જરૂર પડે નહીં પરંતુ તારામતી હયાત હતા અને જે  હક કરીને  કામિની મહિયરમાં આવતી એવા હકથી આવે.

       સંધ્યા અને કામિની એમની વહિનીનુ વ્હાલ જોઇને ઓછા ઓછા થઈ જતા. કામિની તો ક્યારેક કહેતી પણ ખરી કેવહિની તમે કેટલું શિવમ્પાર્કમાં જાવ છો? એના કરતા તો હું સાચે વધારે અહીં આવુ છુ.અને ક્યારેક તો કામિની રહેવા આવે તો આગ્રહ કરીને બંને બહેનો અનામિકાને શિવમ્ પાર્ક રહેવા મોકલી દેતી.      અનિલ બંને બહેનો અને અનામિકાને ચિઢવતોજો અનુ સાચી વાત તો છે કે બંને જણીને તારાથી ખાનગી વાતો કરવી હોય અથવા તારી બુરાઇ કરવી હોય છે ને એટલે તને આમ ગોમતીબા પાસે ધકેલે છે.’ સંધ્યા અને કામિની સાચે ચિઢાતા પણ અનામિકા તો બંને બહેનોનો પોતાના તરફનો નિષ્પક્ષ પ્રેમ  જાણતી હતી એટલે તો અનિલને સામો ફટકો મારતી

જો સંધ્યા અને કમુદીદીનો સાથ છે તો સારુ છે બાકી મારા એકલી પર બધો મદાર હોત તો ઘર અને વરમાંથી મને એકે મિનીટની ફુરસદ ના મળત.બીજી ખાસ વાત તને જૂઠુ બોલતા ફાવતું નથી છતાં શા માટે બોલે છે?’સાંભળી ક્યારેક કામિની તો ક્યારેક સંધ્યા અનામિકાની બાજુમાં ઊભી રહી કહેતીભાઉ આપ જવાબત્યારે અનિલ માથું ખંજવાળવા લાગતો,          આમ હસતા રમતા દિવસો પસાર થઈ રહ્યા હતા.તેમાં ખુશહાલ પરિવારમાં એક વધુ ખુશી ઉમેરાઇ. કામિની પણ હવે સારાદિવસો જતા હતા અને શુભ સમાચાર સૌથી પહેલા તેણીની વ્હાલી વહિનીને આપ્યા હતા. અનામિકાએ દિવસે કંસારના આંધણ મુક્યા અને આત્મારામને ખુશખબર આપ્યા. અનામિકા કામિનીનો પુરતો ખ્યાલ રાખતી હતી. સમયાનુસાર તેણીને ડૉક્ટર પાસે ચેક અપ માટે લઈ જવાની હોય તો અનામિકા સમય કાઢીને પણ તેણી કામિની સાથે જરૂર જતી. સાતમે મહિને સારો દિવસ અને શુભ ચોઘડિયું જોઇને અનિલને કામિનીને તેડવા તેણીના સાસરે મોકલ્યો.      ઘરમાં તો આનંદમંગલનુ વાતાવરણ થઈ ગયુ. દિવસ ક્યાં ઉગે અને ક્યાં આથમે એની ઘરમાં કોઇને ખબર રહેતી નહીં. પુરા સમયે કામિનીએ એક તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો. અનામિકા તો કામિની અને નવજાત બાળકી માટે દિવસ રાત એક કરી નાખતી.પ્રદ્યુમન વખતે જે ખોટ તેણીએ અનુભવી હતી એવી કોઇ કચાશ તેણી કામિની માટે રાખવા માંગતી નહોતી. તારામતી હયાત હોત અને એમણે જે કઈ કરવા યોગ્ય કર્યુ હોત એવુ બધુ ગોમતીબાના સલાહસુચન પ્રમાણે  સર્વથા સર્વ યોગ્ય તેણીએ કર્યુ.        અનામિકા એક સારી પુત્રવધુ ની સાથે એક ઉત્તમ કુળવધુ અને શ્રેષ્ઠ ભાભી પણ સાબિત થઈ રહી હતી. સૌ ખુશ હતા અને અનિલની ખુશીનો તો કોઇ પાર નહોતો કે તેણે ખરેખર યોગ્ય જીવનસાથીની પસંદગી કરી હતી. બધુ કરવાની સાથે સાથે હવે અનામિકાને અંદરથી એક વાતની તાલાવેલી ઉપડી હતી.તુકારામદાદાના અભંગ પર થીસીસ લખવાનું સત્વરે પુરૂ કરવાની.છેલ્લા કેટલાય સમયથી તેણી ઘરપરિવારમાં રાચ્યા કર્યુ હતુ.તેણીને વાતનો સંતોષ હતો કે તેણી પર આવેલી જવાબદારી તેણીએ પુરતી સંનિષ્ઠાની નિભાવી હતી અને માત્ર ફરજ સમજીને નહી પણ ખરા હ્રદય અને મનથી નિભાવી હતી.            કામિનીની બાળકી હવે સવા મહિનાની થઇ ગઈ હતી, એટલે ફરી એકવાર સારો દિવસ અને  શુભ ચોઘડીયું જોઇને કામિનીને પણ સાસરે વળાવી.પ્રદ્યુમન તો હવે લગભગ સવારે દસ વાગ્યે સ્કૂલે જતો અને સાંજે પાંચ વાગ્યે આવતો અને મંદાકિનીને પણ પ્લે ગ્રુપમાં મુકી દીધી હતી એટલે સવારે દસથી એક જતી થઈ ગઇ હતી. જો કે આત્મારામને આમ સાવ નાનકડી ટબુડીને પ્લેગ્રુપમાં મુકવાનો જીવ જરાય ચાલ્યો નહોતો. તેમણે તો જરાક કડક અવાજે અનામિકા અને અનિલને ધમકાવ્યા પણ હતા. ‘ શું આવડી અમથી નાનકીને તમે ઘરમાંથી બહાર ધકેલવાની વાત કરો છો? શુ નડી તમને ? તેણીને પોપટ બનાવી દેવાની છે? પઢોરે પોપટ સીતારામયાદ નહીં હોય તમે પાંચ વર્ષના થયા તો સ્કૂલે નહીં જવા માટે ભેંકડા તાણતા હતા ભુલી ગયા?” સંધ્યા ફક્ક્ક કરીને હસી પડતી.” શું બાબા તમે ! પાંચ વર્ષના હતા ત્યારે અમે કે ભાઉ શું કરતા અત્યારે અમને કેવી રીતે યાદ હોય?” આત્મારામ ડોળા ગગડાવતા સંધ્યાની સામે જોઈ રહેતા અને વધુ નારાજગીથી અનામિકા અને અનિલને કહેતાતમારે ક્યાં તેણીનો ભાર વેઠવો પડે છે કે આમ એનુ બાળપણ છીનવી લો છો? હજુ તો બિચારી માંડ પા પા પગલી માંડતા શીખી છે અને તમારે તેણીને ભણતરની રેસમાં જોતરી દેવી છે?” ” બાબા, અત્યારે તેણીને ક્યાં ભણવાનું છે કે તમે આમ અમારા ઉપર ગુસ્સે થાવ છો. અત્યારે તો તેણીને બચ્ચાઓની સાથે રમવાનુ મોકળુ મેદાન મળશે, બીજા બાળકો સાથે હળવા મળવાનુ શિખશે અને કઈ કેટલીય નવી પ્રવૃત્તિઓ શિખશે. ઘેર તો બેઠા બેઠા ચાર વાર્તાઓ સાંભળશે કે બહુ બહુ તો ઘર ઘર રમતા શિખશે અને બાબા અત્યારે તમે આમ બોલો છો યાદ કરો પ્રદ્યુમનને ઉમરે પ્લે ગ્રુપમાં નહોતો મોકલ્યો?’અનિલે પુછ્યું            અનિલની વાત સાંભળી આત્મારામ ચુપ થઈ જતા કારણકે અનિલની વાત સાવ સાચી હતી પણ વખતે મંદાકિની તેમની પાસે હતી એટલે તેમને પ્રદ્યુમનને સ્કુલે મોકલવાનુ બહુ આકરુ લાગ્યુ નહોતુ. અને આમ મંદાકિની પ્લે ગ્રુપમાં જતી થઈ ગઇ હતી.         હવે અનામિકાએ પોતાનુ બધુ ધ્યાન તુકારામદાદાના અભંગ પર કેન્દ્રીત કરવાનુ નક્કી કર્યુ. જાણતી હતી કે જો બધુ એક વાર ઠેલે ચઢશે તો કદાચ સાવ ખુણામાં ધકેલાઇ જાય . હજુ તો ઘરમાં સંધ્યા છે ત્યાં સુધી તેણીની જવાબદારી વહેંચતી રહેવાની પણ હવે તો  યોગ્ય સમય અને મુરતિયો જોઇને સંધ્યાનાય હાથ પીળા કરવાની તેણીએ તૈયારી પણ કરવી પડશે. જો કે આવી બધી વાત સાંભળીને સંધ્યા નારાજ થઈ જતી અને અનામિકાની કોટે વળગીને વ્હાલથી કહેતી

જો જે ને વહિની હું ઘર અને તમને બધાને છોડીને કોઇ બીજા ઘેર જવાની નથી.” ” જા જા હવે આવુ તો બધું બધી છોકરીઓ બોલતી હોય પણ કોઇ કનૈયા કુંવરને જોઇને બેન એવા તો રાધા બની જશે કે વહિની તો શું ઘર છોડતા એક ક્ષણ પણ ઉભા નહી રહો”       અનામિકા હવે સાચે ઉતાવળી બની ગઈ હતી. લગ્ન પહેલા તેણી ઘરમાં આવતી જતી થઈ ત્યારથી તેણીએ  આત્મારામ પાસેથી મરાઠી શિખવાની શરૂઆત કરી દીધી હતી. આત્મારામની શિક્ષા રંગ લાવી હતી પણ ક્યારેક અલંકારી શબ્દોમાં મુંઝાતી ત્યારે આત્મારામને પુછતી. તેણી  સવારના ખુબ વહેલી ઉઠી જતી અને ઘરમાં બીજા બધા ઉઠે પહેલા નાહી પૂજા કરીને રસોઇમાં લાગી જતી. પ્રદ્યુમન અને મંદાકિની ઉઠે પહેલા તો લગભગ સવારનો નાસ્તો અને બપોરનુ જમવાનુ તૈયાર થઈ જાય એવી કોશિશ કરતી. પ્રદ્યુમન અને મંદાકિની ઉઠે એટલે તેમની દિનચર્યા ચાલુ થતી. બંનેને તૈયાર કરી દૂધ નાસ્તો કરાવી સ્કુલે રવાના કરતી.અનિલ સાથે બાળકો સ્કુલે જાય એટલે તરત પરવારીને તુકારામદાદાના ઓરડામાં પહોંચી જતી.તેમના લખેલા અભંગ પર તેણી નોટ્સ તૈયાર કરવામાં લાગી જતી.           તારામતી હયાત હતા ત્યાં સુધી સંયમ જાળવતો અનિલ પણ તેમના સ્વર્ગવાસ બાદ ક્યારેક થોડો અકળાતો અથવા તો અનામિકાને અકળાવતો. ” મેડમ, યાદ છે ને કે ઘરમાં અનિલ નામની કોઇ વ્યક્તિ પણ રહે છે જેને તમે પરણીની ઘરમાં આવ્યા છો? ” “કેમ , અનિલ તમારે એવુ પુછવુ પડ્યુ? તમે ના હોત તો હું ઘરમાં હોત ને?” ” ચાલો એટલુ તો કબુલી લીધુ કે તમે મારા લીધે ઘરમાં છો.” “ તમે તમે શું માંડ્યુ છે? ” અનામિકાને ખબર હતી કે અનિલ જ્યારે એની પર અકળાતો ત્યારે તેણીને તુ માં થી તમે કહીને બોલાવતો. ” નહી તો શું ? આપને ઘરમાં સૌ માટે સમય છે ,એક મને બાદ કરીને.”          અનિલને ફરિયાદ મહદ અંશે સાચીય હતી. અનામિકા ઘરબાળકો અને અભંગ ઉપર લખાતા  થીસીસને લઈને એટલી તો વ્યસ્ત રહેવા માંડી હતી કે તેણીનુ સમગ્ર ચિત્ત જાણે કોઇ એક બિંદુ પરથી ખસીને આખા ઘરમાં પસરી ગયુ હતુ.સંધ્યા તેણીને ઘણી મદદરૂપ બનતી પણ દરેક બાબતની ખરી જવાબદારી તો તેણીની રહેતી.સાંજ પડે સૌ સાથે તો જમતા પણ જમતા જમતા ક્યાં તો બાળકો કે અભંગ ઉપર લખાતા થીસિસ અંગે વધુ વાતો થયા કરતી. બાળકોને સુવડાવીને બાકીનો જે કોઇ સમય રહેતો એમાં પણ પત્નિના બદલે ગૃહીણી વધુ બની રહેતી. પણ આજે અનિલની ટકોરથી તેણીની અને અનિલની દુનિયામાં પાછી વળી. ” અનિલ, આઇ એમ સૉરી, તમારી વાત સાચી છે. બધી ધાંધલમાં હુ જરાક ભુલી પડી ગઇ હતી. પણ એટલો વિશ્વાસ રાખજો કે પૃથ્વી કોઇ પણ કક્ષામાં પરિભ્રમણ કરે પણ એની ધરીથી ખસીને ક્યાંય ફરવાની નથી. અને મારી સાચી ધરી તમે છો. તમારાથી ખસીને ક્યાય ભ્રમણ કરવાની મારી કોઇ તાકાત નથી. આમ  જોવા જાવ તો મારુ સાચુ આત્મબળ તમે છો. અને એટલે આટલી નિશ્ચિંત થઈને હું કશુ કરી શકુ છું. અને તમે જાણો છો કે થીસિસ મારા માટે જેટલી મહત્વની છે એના કરતા ક્યાંય વધીને મહત્વનુ છે એક વચન, એક ખાતરી.વચન એટલા માટે કે મેં કામ કરીને દાદાને સાચી શ્રધાંજલી આપવાનુ બાબાને કહ્યુ હતુ અને  આઇ ને કામ હું કરી શકીશ એવી ખાતરી હતી. મને  આઇ અને બાબાની મારા પરની શ્રધ્ધા જરાય ઓછી ઉતરે કોઇ કાળે મંજૂર નથી અને હું જાણુ છું ત્યાં સુધી તો મારા પર મુકાયેલી શ્રધ્ધા કે વિશ્વાસને મારા થકી ઠેસ પહોંચે તો તમને મંજૂર નહી હોય. ”         બધું સાંભળતા એક ક્ષણ માટે તો અનિલ પણ સ્તબ્ધ થઈ ગયો. અનામિકા,તેની પત્નિ આટલુ બધુ ઉંડાણથી સમજતી હશે ?આટલુ બધુ ઉંડાણથી વિચારતી હશે ?તેણીને સોંપાયેલી તમામ જવાબદારી અથવા તો તેણી સ્વીકારેલી તમામ જવાબદારીઓને આટલી કટીબધ્ધ થઈ ને પાર પાડશે ? તેણી  આટલી  વચનબધ્ધ હશે? ગર્વથી એનુ મન છલકાઇ ગયુ. જરાક નજીક ખસીને તેણે અનામિકાને પોતાની નજીક ખેંચીને અત્યંત વાત્સલ્યથી તેણીના વાળમાં હાથ પસવારતો બોલી ઉઠ્યો

નૉ, અનુ યુ ડોન્ટ હેવ ટુ ફીલ સૉરી, ખરેખર તો મારે તને સૉરી કહેવુ જોઇએ ,આટ આટલી તન્મયતાથી તું જે કંઇ કરતી હતી , સંભાળતી હતી એમાં મારે તને સાથ આપવો જોઇએ એના બદલે તારુ દિલ દુભવ્યુ.” અનામિકાએ અનિલનો હાથ પકડીને ચુમી લીધો .” બસ, હવે તમારા તરફની મારી બેદરકારીને ભુલી જઈને વળી પાછી તમારે દિલગીરી અનુભવાની કોઇ જરૂર નથી. તમારી  વાત  સાવ  સાચી  છે  હું  બીજુ કંઇ પણ હોઉ પહેલા તમારી પત્નિ છુ. અને કરતાંય પહેલા તમારી પ્રિયતમા હતી અને હંમેશ   બની રહેવા માંગુ છું.”      અનિલે અનામિકાને પોતાની એટલી તો નજીક ખેંચી લીધી કે જાણે તેણીને પોતાનામાં એકાકાર કરી દેવાની હોય!” અનુ , મારુ તને ખરા હ્રદયથી પ્રોમિસ છે આજ પછીના તારા તમામ કાર્યોમાં મારો એકધારો તને સાથ અને સહકાર રહશે. ”       ખરેખર બીજા દિવસની ઉગતી સવારથી અનિલે અનામિકાના દરેક કામ કેમ કરીને હળવા થાય માટે સજાગ રહેવા માંડ્યુ. અને તેના પરિણામે અનામિકાનુ થીસિસનુ કામ પણ ઝડપથી આગળ વધવા માંડ્યુ. જેમ જેમ અનામિકા એમાં વધુ વધુ ખુંપતી ગઈ એમ એમ તેણી વધુ ને વધુ વિઠોબા અને રુકમાઇ મય બનતી ચાલી. તેણી તેમાં નો એક અંશ હોય એમ સતત અનુભવા લાગી. તુકારામદાદાના અભંગ માઝે પર અનામિકાની થીસિસ લગભગ તૈયાર થવા લાગી હતી. થીસિસ એક સાથે ગુજરાતી અને અંગ્રેજીમાં લખતી જતી હતી. ખુબ મહેનત અને સમય માંગી લે એવુ કામ હતુ પણ જરાય કટાંળ્યા કે થાક્યા વગર એકધારુ કામ કરતી ગઈ. સંધ્યા પણ એની વહિનીનુ જોમ અને જુસ્સો જોઇને દંગ થઈ જતી અને વિઠોબાને મનોમન પ્રાર્થના કરતીહે દેવા, હે વિઠ્ઠલા માઝી વહિણીલા શક્તિ પ્રદાન કર ત્યા ચા કર્ય સફળ હોઉ દે રે દેવા માઝી પ્રાર્થના સાર્થક કર

અને સાથે સાથે પોતે પણ અનામિકા જેવી જોરુકી સાબિત થાય એવી કામના કરતી. અને સાચે  અનામિકાની મહેનત ,સંધ્યાની પ્રાર્થના,અનિલનો સાથ અને આત્મારામનુ માર્ગદર્શન ફળ્યા હોય  એમ “અભંગ માઝે”  પરની  અનામિકાની થીસિસ  ગુજરાતી  અને અંગ્રેજીમાં તૈયાર થઈ ગઈ. હવે બાકી હતુ એનું મરાઠીમાં ભાષાંતર.

       એક દિવસ અનામિકાએ યુએસબીમાં બંને ફાઇલ કોમ્પ્યુટરમાંથી કોપી કરી અને બજારમાં જઇ પ્રિન્ટ આઉટ કઢાવી લાવી,ગુજરાતી પ્રિન્ટ તુકારામના રૂમમાં રહેવા દઇ અંગ્રેજીની ફાઇલ લઇને આત્મારામ પાસે આવી ફાઇલ તેમના હાથમાં આપતા કહ્યું

બાબા અંગ્રેજી થિસીસનું મરાઠી ભાષાંતર કોણ કરી આપે?’ “ભાષાંતર….અં….આત્મારામ થોડીવાર આંખો મીચી ગયા અચાનક ઝબકારો થયો હોય તેમ આત્મારામને યાદ આવ્યું કે, થીસિસને સરખો ન્યાય આપી શકે એવા મરાઠી ટ્રાન્સલેટર  એક છે  “દેશપાંડે“. આત્મારામના મિત્ર દેશપાંડે પુણેની કોલેજમાં મરાઠી ના પ્રોફેસર હતા. એટલુ નહી પણ મરાઠી સાહિત્યમાં પણ તેમનુ આગવુ પ્રદાન હતુ. માત્ર એક મુશ્કેલી હતી કે અત્યંત વ્યસ્ત રહેતા હતા એટલે ભાષાંતર માટે કેવો અને કેટલો સમય ફાળવી શકે કહેવુ અઘરુ હતુ. જો  સમયના અભાવે થીસિસનુ કામ લંબાતુ જાય તો એના માટે હવે અનામિકાની ધીરજ ટકે એમ નહોતી. આત્મારામે દેશપાંડેનો સંપર્ક કરી અતઃ થી ઇતિ સુધીની બધી વાત કરી તો દેશપાંડેએ સહર્ષ જવાબદારી સ્વિકારી લીધી.આત્મારામે વિઠોબાનો આભાર માન્યો

     દેશપાંડે સાહેબ માટે અંગ્રેજીમાં લખાયેલી કોપી કુરિયરથી પુણે રવાના કરવામાં આવી પુણેથી દેશપાંડે તરફ્થી પહોંચનો ફોન પણ આવી ગયો. હવે શરૂ થતા હતા દિવસો માત્ર રાહ જોવાના. અનામિકાએ થીસિસ લખવામાં જે સમય લીધો એટલો સમય તો એનુ ભાષાંતર કરવામાં નહોતો થવાનો પરંતુ અત્યંત કાર્યરત દેશપાંડે સાહેબની અનુકુળતા જોવી રહી .હવેનો સમય અનામિકા માટે જરા અઘરો હતો. તેણીની તાલાવેલી તેણીની ઉત્કંઠા તેણીને જંપીને બેસવા દે એમ નહોતા. પણ સમય અનિલે ખુબ સરસ રીતે જાળવી લીધો.     

                અનામિકાને લઈને અવારનવાર બહાર જતો ક્યારેક હમીરસરની પાળે ભરાતા મજનુપીરના મેળામાં કયારેક તેણીને લઈને શિવમ્પાર્ક જતો ત્યારે વસુંધરાને મળતા અનામિકાનું મન થોડું હળવું થતું ક્યારેક આમ તો અનિલ અને અનામિકા બાઇક પર બહાર જતા હતા પણ ઘણી વખત અનામિકા વધારે પડતી વ્યગ્ર જણાતી ત્યારે અનિલ અનામિકાની પ્રિય ફોર્ડ ગ્લેક્સીમાં પ્રદ્યુમન અને મંદાકિની સાથે અનામિકાને માંડવી કાશીવિશ્વનાથના મંદિરે લઇ જતો.

                 બાળકો દરિયાની લીસી રેતીમાં રમતા જોઇ અનામિકા બધા દુઃખ ભુલી જતી અને સંવનનના જુના દિવસોની યાદમાં સરી પડતી ત્યારે ઘડીભર લગ્ન પહેલાની અનામિકા બની જતી.

           આત્મારામ પણ સમજતા કે અનામિકાએ જે રીતે દિવસ રાત એક કર્યા હતા એમાં પણ માનસિક રીતે ખુબ ગુંચવાઇ હતી હવે તેણીને પણ જરા આરામ અથવા તો જરા ઇત્તર પ્રવૃત્તિમાં રસ લેતી કરવી જરૂરી હતી. પ્રદ્યુમન અને મંદાકિનીને અનામિકાની થીસિસની પ્રવૃત્તિ દરમ્યાન સંધ્યા અને આત્મારામે ખુબ સરસ રીતે જાળવી લીધા હતા. ” બાબા તમે અને સંધ્યા હોત તો આટલો અઘરો અને લાંબો પ્રોજેક્ટ હુ પાર પાડી ના શકી હોત. અને અનિલે પણ જે સાથ સહકાર આપ્યો છે એની તો તુલના મારાથી ક્યાંય થઈ શકે એમ નથી.”આજે તો સાચે અનામિકા ગળગળી થઈ ગઈ હતી. ” અનુ બેટા,તેં જે દાદા માટે કર્યુ છે એની તુલના ક્યાં કોઇની સાથે થઈ શકે એમ છે? કેટલાય વર્ષોથી પટારામાં સચવાયેલી જણસમાં તમે પ્રાણ ફુંક્યો છે નહીંતર તો ઘરમાં સભ્યોની ક્યાં કમી હતી? પણ નેક કામનો જશ તારા નામે લખાયેલો હશે અને તેં સાચે એને ખરો ન્યાય આપ્યો છે. ક્યાંક કોઇ અગોચરમાંથી રહી રહીને તુકારામદાદા તને આશિષ આપતા હશે.” ” હા ! બાબા એમના આશિષ હશે તો બાકીનુ કામ પણ સરળતાથી ઉકલી રહ્યુ છે ને? અને આઇ ! પણ ત્યાં દૂર બેઠા ગગનના ગોખમાંથી બધુ જોતા હશે ને? એમનો આત્મા જ્યાં હશે ત્યાં ખુશ હશે ને?” અનામિકાના આંખ તરલ થઈ ગઈ.             વાત ચાલતી હતી ત્યાં આત્મારામની બાજુમાં બેઠેલી ટબુડી મંદાકિની કશુ સમજ્યા વગર ખિલખિલ હસી પડી. આત્મારામે એને તારામતીની સહમતી માનીને બે હાથ જોડી મસ્તકે લગાડ્યા.અનિલ અને સંધ્યા પણ અનામિકા અને આત્મારામની વાતો સાંભળીને લાગણીવશ થઈ ગયા હતા.             વહેતા સમયની  ગતિની સાથે દેશપાંડે સાહેબે પણ તાલ મેળવી લીધો હતોતેમને પણ  અભંગના અનામિકાના લખેલા થિસીસમાં  એટલો  રસ પડી ગયો હતો કે  કોલેજ અને   થીસિસના ભાષાંતર સિવાયની તેમની  અન્ય તમામ ઇતર પ્રવૃત્તિઓ અટકાવી દીધી હતી. બરાબર મહિનાના ગાળામાં તો તેમણે અભંગની થીસિસનું  ભાષાંતર પુરુ કરી લીધુ.  અને અનામિકાને  એની પ્રત કુરિયર દ્વારા પરત કરીજે દિવસે પ્રત અનામિકાના હાથમાં આવી ક્ષણે તેણીએ જઈને સીધુજ પૂજા ઘરમાં માથુ ટેકવી વિઠ્ઠોબાનો ખરા મનથી આભાર માન્યો અને પછી તુકારામદાદાની તસ્વીર પાસે જઇને તેમને અર્પણ કરતી હોય એમ પ્રત ત્યાં મુકી. “અભંગ માઝે“….આહ ! તો મારુ સપનુ હતુ અને દાદા આજે તમારા આશીર્વાદ તમારા આધિપત્ય હેઠળ, તમારી રાહગીરી હેઠળ કાર્ય સંપંન્ન થયુ.આજે મારાથી વધુ ખુશનસીબ બીજુ કોણ હશે?” એની આંખમાંથી આંસુની ધાર વહી રહી પાછળ આવીને ઉભેલા આત્મારામે  એના માથે હાથ ફેરવ્યો ” “યાદ છે ? બેટા અનુ એકવાર મેં તને કહ્યુ હતુ કે ઘરના લક્ષ્મી નહી પણ મા સરસ્વતી પણ તું છો.અને સાચે આજે એમ તેં પુરવાર કર્યુ છે. અનામિકાએ ઉભા થઈને આત્મારામના ચરણસ્પર્શ કર્યા અને બહાર જઈ તારામતીની તસ્વીર પાસે જઈને મસ્તક ટેકવ્યુ.અનિલ અને સંધ્યા અનોખી ઘડીના સાક્ષી બની રહ્યા. “બાબા , પુસ્તકનુ પ્રકાશન થઈ જા  એટલે એનુ વિમોચન પણ આપણે પુણે દેશપાંડે સાહેબ પાસે કરાવશુ ને?” ” અનુ, બેટા તમે તો મારા મનની જાણે વાત કરી. મારી પણ એવી ઇચ્છા હતી કે પુસ્તકનુ પ્રકાશન અને વિમોચન જેવુ શુભ કાર્ય પુણેમાં યોજાય.” “બાબા, જ્યાં મન એક હોય ત્યાં વિચારો પણ એક સરખા આવવાના ને? તમે અને અનુ દાદાના અભંગ માટે જેટલો રસ લીધો છે, જેટલો સમય ફાળવ્યો છે શું એમ થયુ હશે? ” અનિલ પણ બંનેની એક સરખી ચાલતી વિચારધારા સાથે સંમત હતો. “અનિલ,ખરી યશની હકદાર તો માત્ર અને માત્ર અનુ છે મેં તો માત્ર એને સધિયારો આપ્યો છે.” અનામિકા અને આત્મારામની ઇચ્છાનુસારતુકારામ ગ્રેટ પોએટપુસ્તકનુ વિમોચન અરવિંદ દેશપાંડેના વરદ હસ્તે પુણેના ધનવટે રંગ મંદિરમાં યોજાયુ.   શુભ અવસર  પર આત્મારામનો સમગ્ર પરિવારની સાથે અનામિકાના મમ્મીપપ્પા પણ તેમની દીકરીના યશ કલગીના સાક્ષી બનવા ઉપસ્થિત રહ્યા અને વસુંધરા અને તેનો પરિવાર કેમ ભુલાય?.

                      ધનવટે રંગ મંદિર ખીચોખીચ બહ્રેલો હતો.દીપ પ્રાગટ્ય આત્મારામના વરદ હસ્તે થયું અને વિમોચન વીધી અરવિંદ દેશપાંડેના વરદ હસ્તે થયું ત્યારે તેમણે સભાગ્રહમાં ઉપસ્થિત્ને સંબોધતા કહ્યુંબીજ માત્ર રોપવાથી ફળફુલની પ્રાપ્તિ નથી થતી હોતી બીજને યોગ્ય જમીન, ખાતરપાણી અને માવજતની સાથે યોગ્ય સૂર્ય પ્રકાશનીય જરૂર પડે છે ત્યારે જઈને બીજ ફળફુલમાં અંકુરિત થાય. તુકારામ પાઠકે રોપેલા બીજને તેમના ઘરની પુત્રવધુએ તેણીની મહેનતની જમીન અને ખંતનુ ખાતર પુરુ પાડ્યુ છે સાથે તેણીની આવડતના દિવાનો પ્રકાશ ધરીનેતુકારામ ધે ગ્રેટ પોએટનામની ફળશ્રુતિ આપણી સમક્ષ રજૂ કરી છે. ધન્ય છે અનામિકા તમને .તમે જ્યારે કાર્ય આદર્યુ હશે ત્યારે કદાચ તમને કલ્પના નહી હોય કે મરાઠી અને ગુજરાતી સાહિત્યની સાથે અંગ્રેજી સાહિત્યને તમે કેવો અણમોણ ખજાનો અર્પણ કરવાને સદ્ભાગી બનવા જઈ રહ્યા છો. ફરી એક વાર ખુબ ખુબ ધન્યવાદ અનામિકા તમને અને સાથે બીજા એક શુભ સમાચાર આપવા હું સદ્ભાગી બન્યો છુ મારા માટે ગૌરવની વાત છે.” સૌની આતુર નજર સામે એક નજર નાખીને અરવિંદ દેશપાડે જાહેર કર્યુ કેતુકારામ ધે ગ્રેટ પોએટપુસ્તકને સર્વશ્રી પદ્મનાભ પુણતાંબેકર ગૌરવ પુરસ્કારથી નવાજવામાં આવ્યુ છે.” એક નાનકડા પ્રવચનના અંતે તાલીઓના ગડગડાટ સાથે પુસ્તકનુ વિમોચન કાર્યક્રમ પુરૂં થયુ ત્યારે અશ્રુભીની આંખે આત્મારામે ઇશ્વરનો આભાર માનતા હોય એમ ઉપર આભ તરફ નજર માંડી અને એક ખરતો તારો જોઇને ફરી એક વાર તારામતીની યાદ આવી ગઈ અને આંગળી પકડી ઉભેલી મંદાકિનીએ ખિલખિલાટ હસીને તાળીઓ પાડી(ક્રમશ)

 

તારામતી પાઠક૨૩પ્રભુલાલ ‘ધુફારી

Posted on July 9, 2013 by vijayshah

તુકારામ ધ ગ્રેટ પોએટ પુસ્તકની વિમોચન વિધિ અને ગૌરવ પુરસ્કાર લઇને અનામિકા જ્યારે સ્ટેજ પરથી નીચે ઉતરતી હતી ત્યારે તેની ભીની આંખો જોઇ આત્મારામ અને મયાશંકર તેની પાસે આવ્યા ‘શું થયું બેટા અનુ….?આત્મારામને અંદેશો હતો કે તેણીની આંખ કેમ ભીની છે છતા પુછ્યું ‘બાબા આજે આઇ હોત તો…..’કહી અનામિકા રડી પડી ‘હા બેટા તારા હાજર હોત તો સૌથી વધારે ખુશ એ હોત જેવી વિઠલાની મરજી….’કહી આત્મારામે અનામિકાના માથે હાથ મુક્યો અને મયાશંકરે તેણીને બાથમાં લીધી ત્યાં ગોમતીબેન આવ્યાને પુછ્યું ‘શું થયું આ અનુ કેમ રડે છે?’ ‘કંઇ નહીં વેવાણ તેને તારા યાદ આવી ગઇ…’આત્મારામે કહ્યું ‘હા…હંમેશા આઇ…આઇ…કરતા ન થાકતી મારી દીકરી ને તારાબેન યાદ આવે એ સ્વાભાવિક છે…હા આજે તેઓ હાજર હોત તો બહુજ ખુશ થયા હોત…પણ તેઓ અંતરિક્ષમાંથી જરૂર આશિષ આપતા હશે’ આ વાત ચાલતી હતી ત્યાં ક્યાંકથી મંદાકિની આવી ચડી અને તાળીઓ વગાડવા લાગી.આ સંકેત ફકત આત્મારામ જ જાણતા હતા પણ કહી કે સમજાવી શકે એમ ક્યાં હતા? તેમણે મંદાકિની ને ઉચકી તો તે અનામિકા તરફ ઝુકી અને અનામિકાને ગળે વિટાળાઇને તેણીના ગાલ ચુમ્યા એ આશિષ આત્મારામ જ સમજ્યા. આ પુસ્તક વિમોચનના એક ભાગ રૂપે ત્યાં આયોજીત સ્વરૂચી ભોજન માટે જવાનું હતું તે તરફ સૌ વળ્યા.જમવાની પ્લેટો લઇ આત્મારામ,મયાશંકર,ચંપકલાલ ઠક્કર,સુબોધરાય કોઠારી અને દેશપાંડે એક અલાયદી જગાએ ગોઠવેલી ટેબલ સામે બેસી જમવા લાગ્યા અનિલ અને કિશોરકુમાર પોતાની પ્લેટો લઇ ને ઊભા રહી જમતા હતા.આત્મારામના ડાબે અને જમણે મંદાકિની અને પ્રદ્યુમન બેસી દાદા સાથે જ જમતા હતા.અચાનક આત્મારામે દેશપાંડેને પુછ્યું ‘તો કુલકર્ણી કાંઉન દિસલા નાહીં?(ઓલો કુલકર્ણી કેમ દેખાયો નહીં?)’ ‘ઇથ પુણ્યાત અસેલ તર દિસલા હોતા ન?(અહીં પુણેમાં તો દેખાયને?)’દેશપાંડેએ કહ્યું તો આત્મારામે પુછ્યું ‘મહણજે..કુટે ગેલા?(મતલબ ક્યાં ગયો છે?)’ ‘ઓસ્ટ્રેલિયા….’ ‘………….”આત્મારામ આશ્ચર્યથી દેશપાડે સામે જોયું ‘’તીન માહ આગોદર ચ મંજુશ્રી આણી ત્યાચા જાવાઇ આલા હોતા આણી વામન આણી સરસ્વતીલા મ્હણાલે આપલ્યાલા અતઃ ઇથ એકાટા રાહણ્યાચી ગરજ નાહી આમચી સોબત ચલા આણી ત્યા લોકાલા ગિવુન ગેલે(ત્રણ મહિના પહેલા જ મંજુશ્રી અને તેનો જમાઇ આવ્યા હતા અને વામન અને સરસ્વતીને કહ્યું કે હવે તમારે અહીં એકલા નથી રહેવાનું ચાલો અમારી સાથે અને તેમને ઓસ્ટ્રેલિયા લઇ ગયા.)’ ‘તર કુલકર્ણીચા જાવાઇ કાય નાંવ તેચા?(તો કુલકર્ણીનો જમાઇ શું નામ……?) ‘શશીધર’ ‘’હાં તર શશીધર સ્વતા ચે આઇ વડીલલા નાહી ગિવુન ગેલા?(હાં તે શશીધર પોતાના મવતરોને ન લઇ ગયો?)’આશ્ચર્યથી આત્મારામે પુછ્યું ‘તો જાયા લા તયાર ચ ન્હોતે આંણી મજુશ્રી ગર્ભવતી હોતી તીચી સંભાળ કરાયલા કોણી તરી પાહિજે ન?(તેઓ જવા જ તૈયાર ન હતા અને મંજુશ્રીને સારા દિવસો જતા હતા તો સંભાળ લેનાર તો કોઇ જોઇએને?’) અહીં દેશપાંડેના પત્નિ અનસુયા સાથે ગોમતીબેન,સ્નેહલતા,હેમલતા,માયા,કામિની,સંધ્યા અને અનામિકા પણ અલાયદી મુકેલ ટેબલ સામે જમાવી જમવા બેઠા હતા. ભોજન સમારંભ પુરો થતા દેશપાંડે અને આત્મારામે આયોજકોનો આભાર માન્યો.ચંપકલાલ,હેમલતા અને વસુંધરા તેમજ સુબોધરાય.સ્નેહલતા તથા માયાના ઉતારાની સગવડ એક હોટલમાં કરવામાં આવી હતી તેઓ ત્યાં ગયા બાકીના સૌ દેશપાંડેના ઘેર આવ્યા.રાત્રે મોડી રાત સુધી અનામિકાએ કરેલ મહેનત અને પુસ્તકની જ વાતો થતી રહી. સવારે સૌ નિત્યક્રમથી પરવાર્યા.સૌ સવારનો નાસ્તો કરવા બેઠા. અનિલે એક મીની બસ પુણે દર્શન માટે ભાડે રાખેલી તે પહેલા હોટલ પર ગઇ ત્યાંથી સૌને લઇ આવી બાકીના દેશપાંડેના ઘેરથી બેઠા દેશપાંડેની કારમાં આત્મારામ,મયાશંકર,ચંપકલાલ અને સુબોધરાય ગોઠવાયા તો પ્રદ્યુમન અને મંદાકિની ‘દાદા…દાદા કરતા કારમાં ચડી બેઠા તે જોઇ મયાશંકર હસ્યા ‘દેવા…આ બંને તમને મુકે એમ નથી’ ‘હા….રે ઘરમાં પણ આસપાસ મંડરાતા હોય છે’બંનેને ખોળામાં લેતા આત્મારામે કહ્યું દેશપાંડેની કાર પાછળ મીની બસ ઉપડી સૌથી પહેલા દગડુશેઠ હલવાઇના ગણપતિના દર્શન કર્યા ત્યાંથી જોવા લાયક સ્થળોમાં ફરતા બપોઅર થઇ ગઇ એટલે એક સરસ હોટલમાં સૌ જમ્યા અને ફરી પુણે દર્શન માટે વહેતા થયા.સારસબાગના ગણપતિ મંદિરમા આવ્યા અને સૌ દર્શન કરી મંદિરમાં બેઠા તો મંદાકિની જયદેવ જયદેવ જયદેવ જયદેવ ગણગણવા લાગી તો આત્મારામને તારામતી યાદ આવી તેણી આ આરતી ગાતી હતી તોંય આત્મારામે હળવેકથી પુછ્યું ‘બેટા મંદા શું ગાય છે…?’ ‘………….’મંદાકિનીએ આત્મારામ સામે મલકીને જોયું જાણે કહેતી હોય તેને ખબર નથી?આત્મારામ એક ક્ષણ દિગ્મુઢ થઇ ગયા પછી સ્વસ્થ થતા દેશપાંડેને પુછ્યું ‘નિગાય ચ ના?(જઇશું,,,?)’ ‘હો ચલા હજુન મહાલક્ષ્મી આણી માધવબાગ ચારધામ મંદિર જાયા ચા આહે ન?(હા ચાલો હજી મહાલક્ષ્મી અને માધવબાગ ચારધામ મંદિર જવું છે ને?’) સૌ ઉભા થયા અને જ્યાંથી મંદિરમાં આવ્યા હતા તે તરફની સીડીઓ બાજુ સૌ વળવા જાય ત્યાં મંદાકિની દોડીને ઓવરબ્રીજ તરફની સીડીઓ ચઢવા લાગી.તે જોઇને આત્મારામને તારામતી યાદ આવી લગ્ન પછી ખંડાલા લોણાવલા ફરવા જવા પહેલા પુણે રોકાયેલા ત્યારે તારામતી સારસબાગ ગણપતિના દર્શન કરી આ ઓવરબ્રીજથી જ મહાલક્ષ્મી મંદિર જતી હતી. ‘મંદા…બેટા ત્યાં ક્યાં જાય છે…?’ગોમતીબેને બુમ પાડી ‘વેવાણ ત્યાંથી મહાલક્ષ્મી મંદિર જવાય તો ટ્રાફિક વચ્ચે અટવાયા વગર રસ્તો ક્રોસ થઇ જાય….એ સૌ આ બાજુ ચાલો’આત્મારામ સાદ આપ્યો અને સૌ ઓવરબ્રીજ તરફ વળ્યા. ‘દેવા…આ ઓવરબ્રીજની સારી સગવડ છે’મહાલક્ષ્મી મંદિર તરફ જતા મયાશંકરે કહ્યું ‘હા જોશી સાહેબ નીચે નજર કરો કેટલો ટ્રાફિક છે આ માંથી પાર કેમ ઉ્તરાય?’ સૌ મહાલક્ષ્મી મંદિરમાં આવ્યા તો ડાબી બાજુ આદમકદની સરસ્વતીની સફેદ આરસમાં કંડારેલી અને જમણી તરફ કાળા ગ્રેનાઇટમાંથી કંડારેલી મહાકાલીની ઊભી મુર્તિઓ વચ્ચે સફેદ આરસમાંથી કંડારેલી મહાલક્ષ્મીની પદ્માશન વાળેલી મુર્તિઓ જોઇ સૌ આનંદિત થઇ દર્શન કર્યા ત્યા પણ મંદાકિનીનું યા દેવે સર્વ ભુતેસુ….ચાલુ થયું જે તારામતી અહીં બોલતા હતા. ‘પાઠક સાહેબ આ મુર્તિઓ તો જાણે હમણા બોલશે એવી સરસ છે’ચંપકલાલે કહ્યું તો સુબોધરાયે એ કહ્યું ‘હા…ને આ મહાલક્ષ્મીની મુર્તિ કંઇક અલગ જ લાગે છે’ ‘એનું ખરૂં રૂપ જોવું હોય તો બે ચાર દિવસ રોકાવ તો ખબર પડે સવારની મુદ્રા અલગ બપોરની મુદ્રા અલગ અને સાંજની મુદ્રા અલગ હોય’આત્મારામે કહ્યું સૌ દર્શન કરીને વાહનમાં ગોઠવાયા અને વાહનો માધવબાગ ચારધામ મંદિર પર આવ્યા.સામેજ શેષશૈયા પર ભગવાન વિષ્ણુની મુર્તિ હતી અને આજુબાજુ અલગ અલગ મુર્તિઓની હારમાળાઓ હતી. ‘વાહ! આની તો કલ્પના પણ નહતી….આટલી બધી મુર્તિઓ’ગોમતીબેને કહ્યું અન્ય સૌ છતમાં લખેલા શ્લોકો વાંચવામાં અને શેની શેની મુર્તિઓ છે એ નીરખવામાં રહ્યા. ‘અહી ચારેધામના દેવોની મુર્તિઓ છે એટલે જ આ મંદિરને ચાર ચામ મંદિર કહેવાય છે’આત્મારામે કહ્યું આ વાતો ચાલતી હતી ત્યાં વિઠ્ઠલ અને રુકમાઇની મુર્તિઓ સામે ઉભી રહી મંદાકિની તાળીઓ પાડતી નાચતા નાચતા વિઠ્ઠલા…વિઠ્ઠલા કરતી હતી.આત્મારામના હ્રદયમાંથી અવાઝ ઉભર્યો તારા….તારા હવે બસ કર અને તેનો પડઘો પડયો હોય તેમ મંદાકિની ગાતી બંધ થઇ ગઇ. દર્શન કરી સૌ વાહનમાં ગોઠવાયા અને વાહનો માર્કેટ યાર્ડ પાસે કાળુભાઇ મંદિર પાસેથી પસાર થયા ત્યારે ત્યાં અભંગ ગવાતા હતા એ સાંભળીને અનામિકાને એક વિચાર આવ્યો જે તેણે આત્મારામને જણાવવા નક્કી કર્યું રાત્રે સૌ હોટલમાં જ જમ્યા અને બીજા દિવસની ટ્રેઇન પકડવાનું નક્કી કરી સૌ વિખરાયા. દેશપાંડેના ઘેર આવ્યા બાદ અનામિકાએ આત્મારામને કહ્યું ‘બાબા આ આજોબાના અભંગની સીડી તૈયાર કરાવી હોય તો?’ ‘વિચાર સારો છે ભલે હું દેશપાંડેને પુછી જોઉ છુ’ બીજા દિવસે સવારે નિત્યક્રમથી પરવારી ચ્હા-પાણી માટે ભેગા થયા ત્યારે આત્મારામે દેશપાંડેને પુછ્યું ‘દેશપાંડે માજી સુનબાઇ ચી અસી ઇચ્છા આહે જર બાબા ચે અભંગચી સીડી તયાર કેલી તર કસા રાહીલ?(દેશપાંડે મારી સુનબાઇની ઇચ્છા છે કે બાબાના અભંગની સીડી બનાવીએ તો કેમ?’) ‘વિચાર ચાંગલા આહે(વિચાર ખોટો નથી)’ ‘હા સઘડે અભંગ કોણ કંપોઝ કરણાર ગાણાર કોણ તે બાબત માર્ગદર્શન કોણ કરણાર?(પણ આ બધા અભંગ કંપોઝ કોણ કરે ગાય કોણ એ નક્કી કોણ કરી આપે?’) ‘આપણ નારાયણરાવ વિંચુરકરલા ભેટુ(આપણે નારાયણરાવ વિંચુરકરની મળીએ)’ ‘વિંચુરકર તુઝા ઓળખી ચા આહે?(તું ઓળખે છે વિંચુરકરને?’) ‘નાહી રે તુઝા બાબા સોબત ત્યાને કામ કેલા આહે ત્યા ચા નાંવ દિલા તર પટકન તયાર હોણાર(ના પણ તારા બાબા સાથે તેણે કામ કર્યું છે એટલે તેમનું નામ આપીશું તો તરત તૈયાર થઇ જશે’) ‘તર ભેટુ યા (તો મળી આવીએ)’ ‘હો ચલા (હા ચાલ) શુભસ્ય શિગ્રમ્…’કહી બંને દેશપાંડૅની કારમાં રવાના થયા.કસ્બા પેઠમાં વિંચુરકરના ઘેર ગયા.બેલ મારી તો એક યુવતિએ દરવાજો ખોલ્યો. ‘મીંરા પોરી કસી આઃએ રે તુ વિંચુરકર ઘરી આહે કા(મીરાં દીકરી કેમ છે તું વિંચુરકરજી છે કે?)’દેશપાંડેએ યુવતિને પુછ્યું ‘અરે કોન આહે મીરાં(અરે કોણ છે મીરાં…..?)’ ‘યા…યા બાબા દેસપાંડે અંકલ તુમ્હાલા ભેટાલે આલે(લા આવો…આવો બાબા દેશપાંડે અંકલ તમને મળવા આવ્યા છે’) ‘’ઓહો દેશપાંડે તુલા આજ ફુરસદ મિળાલી કાય?(ઓહો…દેશપાંડે તને આજે ફુરસદ મળી ગઇ?’)બેતાલા કપાળ પર ચઢાવી હાથમાંનુ છાપુ બાજુમાં મુકતા કહ્યું પછી આત્મારામ તરફ જોઇ પુછ્યું ‘હા તુઝી સોબત કોણ આહે?(આ તારી સાથે કોણ છે?’) ‘તો લઇ ગાજલેલા નાટક મીં મ્હણજે કોણ? ચી આઠવણ આહે ના?(પેલુ બહુ વખણાયેલું નાટક મીં મહણજે કોણ? યાદ છે?’)દેશપાંડેએ પુછ્યું ‘અરે તો કસા વિસ્મરણ હોણાર સરળ તીન માહ ચાલલા હોતા….કિંતુ ત્યાચા સદ્યા કાય આહે?(અરે એ કેમ ભુલાય એક સાથે ત્રણ મહિના ચાલેલું..પણ તેનું અત્યારે શું છે?’) ‘તો નાટક ચે (તે નાટકના) ડાયરેકટર…’ ‘તુકારામ પાઠક ત્યા ચા વિસ્મરણ સુધા નાહીં હોણાર…કિંતુ? (તેમને કેમ ભુલાય?…પણ?)’વિંચુરકર અવઢવમાં અટવાયા ‘તો તુકારામ ચા હા મુલગા આત્મારામ(તે તુકારામનો જ આ દીકરો આત્મારામ)’સાંભળી આત્મારામે ચરણ સ્પર્શ કર્યા ‘આયુષ્યમાન ભવઃ….હં…તર યાચી જ સુનબાઇની તો થિસીસ લિહલા બરાબર?(તો આની જ સુનબાઇએ પેલું થીસીસ લખેલું એમને?)’છાપા ઉપાડતા વિંચુરકરે કહ્યું ‘હો આણી (હા…અને )પદ્મનાભ પુણતાંબેકર ગૌરવ પુરસકાર તર મિળાલા (પણ મળ્યો)’આત્મારામે ઉમેર્યું ‘કિંતુ તુકારામ તર કચ્છ ગેલે હોતે….મંગ હા સુનબાઇ કાય નાંવ અનામિકા હા મુલગી કુંણાચી?(પણ તુકારામ તો કચ્છ ચાલ્યા ગયેલા…તો આ સુનબાઇ શું નામ…અનામિકા કોની દીકરી?’) ‘એક કચ્છી સદ્ગૃહસ્થ મયાશંકર જોશીચી’આત્મારામે કહ્યું ‘ત્યાંની હા મરાઠી અભંગ વાંચલે આણી થિસીસ લિહલા? (તેણીએ મરાઠી અભંગ વાંચીને થીસિસ લખ્યું?)’વિંચુરકરે નવાઇ પામતા કહ્યું ‘તી સર્વાચી આધી માઝાસી મરાઠી શીકલી આણી નંતર ગુજરાથી આણી અંગ્રેજી ભાષેત થિસીસ લિહલે(તેણી પહેલાં મારી પાસેથી મરાઠી શીખી અને પછી ગુજરાતી અને અંગ્રેજીમાં થીસિસ લખ્યા)’ ‘ઓહો…લઇ આશ્ચર્યચી ગોષ્ટ આહે દોન-દોન ભાષેત લિહલે?(ભારે કહેવાય…બ-બે ભાષામા લખ્યા?)’ ‘હો આણી ત્યાચા મી મરાઠી ભાષાંતર કેલા (હા અને તેનું મેં મરાઠીમાં ભાષાંતર કર્યું)’દેશપાંડેએ કહ્યું ત્યાં સુધીમાં ચ્હા આવી અને પીવાઇ ગઇ. ‘અતઃ આત્મારામચી સુનબાઇચી અસી ઇચ્છા આહે તુકારામચે લિહલેલે અભંગચી સીડી તયાર કરાયચી ત્યા કાર્યા ત આપલી મદત હવેત (હવે આત્મારામની સુનબાઇની ઇચ્છા છે કે તુકારામના લખેલ અભંગની સીડી તૈયાર કરાવવી તેમાં તમારી મદદની જરૂર છે)’ ‘પોરી મીરાં માઝી ટેલિફોનચી ડાયરી આણ બગુ (બેટા મીરાં મારી ટેલિફોનની ડાયરી આપતો)’ ટેલિફોનની ડાયરીમાંથી એક નંબર શોધીને વિંચુરકરે ચકરડા ફેરવ્યા ‘હલ્લો…’ ‘………….’ ‘મુલગાંવકર મીં વિંચુરકર’ ‘………….’ ‘(જર તું કામાત ગુંતલેલા નસેલ તર ઘરી યે તુઝા સારખા કામ આહે (જો કામમાં ન હો તો જરા ઘેર આવને તારા જેવું કામ છે)’ ‘………….’ ‘યેતે ના મીં વાટ પાહતો (આવે છે ને હું રાહ જોઉ છું)’કહી વિંચુરકરે ટેલિફોન મુક્યો. ત્યાર બાદ તુકારામજીએ શા કારણે અમરાવતી મુક્યું કેમ ભુજમાં સ્થાહી થયા આત્મારામનો જન્મ ભાનુમતીનું અને તુકારામનું અવસાન આત્મારામનો બિઝ્નેસ કામિની,અનિલ અને સંધ્યાનો જન્મ અનિલ અને અનામિકાનો મેળાપ લગ્ન વિઘ્ન અને તારામતીના અવસાન અને પ્રદ્યુમન અને મંદાકિનીના જન્મ સુધીની વાતો થતી હતી ત્યાં મુલગાંવકર આવ્યો અને વિંચુરકરના ચર્ણસ્પર્શ કર્યા ‘આયુષ્યમાન ભવઃ’ ‘હાં બોલા દાદા કાય કામ હોતા? (હા બોલો દાદા શું કામ હતું?)’ ‘કાલ ધનવટે મધ્યે મોઠા જલસા ઝાલા તે તર તુલા મહિત આહે ના? (ગઇ કાલે ધનવટેમાં મોટો જલસો થયો તે તો તું જાણે છે ને?)’વિંચુરકરે પુછ્યું ‘હો…સકાળ મધ્યે બાતમી વાંચલી, મીં પિંપરી લા ગેલો હોતો ત્યા કારણ બગાયચા અવસર ચુકલા (હા…સકાળમાં વાંચ્યું હું પિંપરી ગયેલો એટલે જોવાનો મોકો ગયો)’ ‘તો તુકારામ ધ ગ્રેટ પોએટ ચે લિહલેલે અભંગચી સીડી તયાર કરાયચી આહે આણી તુલા ગાયા ચે આહે (એ તુકારામ ધ ગ્રેટ પોએટ’ના લખેલા અભંગની સીડી બનાવવાની છે ને તારે ગાવાના છે’ ‘કાય સાંગતા હો દાદા? (શું વાત કરો છો દાદા?)’મુલગાંવકર એકદમ એકસાઇટ થઇ ગયો ‘અતઃ કંપોઝ કોણા કડે કરાયચે તે તુ નક્કી કર (હવે કંપોઝ કોના પાસેથી કરાવવા તે તું નક્કી કર)’ ‘બર તો નક્કી ઝાલ્યા વર તુમ્હાલા કડવતો (ભલે એ નક્કી થયેથી હું જણાવીશ)’ ‘મલે નાહી દેશપાડેલા કડવાય ચ (મને નહીં આ દેશપાંડેને જણાવજે)’ ‘અભંગચી નકલ કુટે આહે? (અભંગની નકલ ક્યાં છે?)’મુલગાંવકરે પુછ્યું ‘મીં તુમ્હાલા થિસીસચી બુકાત કોપી કરૂન દેણાર કદાચિત અનામિકા નકલ સોબત આણલી અસેલ તર મીં તીલા વિચારૂન કડવતો (હું તને થિસીસની બુકમાંથી નકલ કરાવી આપીશ કદાચ અનામિકા નકલ સાથે લાવી પણ હોય હું પુછી ને જણાવું?)દેશપાંડેએ પુછ્યું ‘તર હે ગ્યા માઝા કાર્ડ મલે ફોન કરા મી યેવુન કલેક્ટ કરૂ (તો લ્યો મારો કાર્ડ મને ફોન કરજો હું આવીને લઇ જઇશ)’કહી પોતાનું એક કાર્ડ દેશપાડેને અને એક આત્મારામને આપ્યું ત્યાંસુધી મુલગાંવકર માટે ચ્હા આવી તે પીવાઇ ગઇ પછી સૌ વિંચુરકરની રજા લઇ બહાર આવ્યા. ‘અંકલ જર તુમ્હાલા અવગડ નસેલ તર અનામિકાચા લિહલેલા થિસીસચી એક કોપી દેણાર કાય? (અંકલ તમને વાંધો નહોય તો અનામિકાએ લખેલ થિસીસની એક નકલ મને આપશો?)’ ‘હો…હો..કસાલા નાહી? (હા..હા શા માટે નહીં?)’દેશપાંડેએ કહ્યું દેશપાંડે અને આત્મારામ કારમાં રવાના થયા પાછળ મુલગાંવકર પોતાની કારમાં પાછળ પાછળ આવવા લાગ્યો.દેશપાંડેના ઘર પાસે બંને કાર ઊભી રહી અને ત્રણે સાથે ઘરમાં આવ્યા તો મંદાકિની આવીને આત્મારામના પગે વિટળાઇ. ‘અનુ બેટા….’આત્મારામે સાદ પાડ્યો તો અનામિકા ઉપરના માળેથી નીચે આવી ‘બાબા તમે મને બોલાવી?’અનામિકા તરફ દોડતી મંદાકિનીને ઉચકતા પુછ્યું ‘બેટા તું કહેતી હતીને અભંગ માઝે સ્વર બધ્ધ થાય તો એ બધા અભંગ આ મુલગાંવકર ગાસે’આત્મારામે મુલગાંવકર તરફ અંગુલીનિર્દેશ કરતા કહ્યું ‘જયશ્રી કૃષ્ણ’અનામિકાએ હાથ જોડી મુલગાંવકરનું અભિવાદન કર્યું ‘જયશ્રી કૃષ્ણ’મુલગાંવકરની નજરે અનામિકાને એક જાજરમાન બાઇ તરિકે જોઇ જ રહ્યો. ‘કાય પ્યા ચ ચ્હા કિંવા કાફી? (શું ચાલશે ચ્હા કે કોફી?)’અનામિકાએ પુછ્યું ‘કાહી ચ નાહી આમી દાદા વિંચુરકરચે ઘરી સદ્યા ચ ચ્હા પિવુન આલો (ના કશું નહીં અમે દાદા વિંચુરકરને ત્યાં હમણાં જ ચ્હા પીધી)’મુલગાંવકરે વિવેક કર્યો ‘મંગા થોડા નાસ્તા તર ચાલેલ ના? (તો થોડો નાસ્તો તો ચાલશે ને)?કહી સંધ્યા નાસ્તો લઇ આવી નાસ્તો થયો અને ચ્હા પણ પિવાઇ ત્યાર બાદ આત્મારામે અનામિકાને પુછ્યું ‘બેટા અનુ તારા થિસીસની એક નકલ લઇ આવ અને મુલગાંવકરને આપ..ને હાં પેલા ‘અભંગ માઝે’ની નકલ તારી પાસે છે?’ ‘હા લઇ આવું… કહી અનામિકા ગઇ અને હમણાં પ્રકાશિત થયેલ ‘તુકારામ ધ ગ્રેટ પોએટ’બુકની એક નકલ અને તુકારામના લખેલા ‘અભંગ માઝે’ની ફોટોકોપી લઇ આવી અને આત્મારામને આપી. ‘મને નહી બેટા મુલગાંવકરને આપ’આત્મારામે કહ્યું પુસ્તક અને ફોટોકોપી બંને હાથમાં લેતા મુલગાંવકરે પહેલા ફોટોકોપી પર નજર કરી પુછ્યું ‘હા આપલે બાબા ચે અક્ષર આહે? (આ તમારા બાબાના અક્ષર છે?)’ ‘હો બાબા દોત કલમ ચ વાપરત હોતે (હા બાબા શાહી અને કિત્તાથી લખતા હતા)’ ‘એકદમ છાપલેલે અસેલ તે સારખે દિસ્તે (એકદમ છાપેલા હોય તેવા લાગે છે)’મુલગાંવકરે કહ્યું ‘બાબા કવચિત ચ પેનચા ઉપયોગ કરત હોતે બાકી દોત-કલમાત ચ લિહત હોતે (બાબા પેનનો ઉપયોગ ન છુટકે જ કરતા બાકી કિત્તાથી જ લખતા)’આત્મારામે કહ્યું ‘મમ્મી મને બિસ્કીટ આપને’મંદાકિનીએ કહ્યું તો અનમિકા મંદાકિનીને લઇ ને ગઇ ‘એક ગોષ્ટ વિચારયાચી હોતી આપણ આપલી સુનબાઇસી ગુજરાથી સી બોલતા આપલી સુનબાઇલા મરાઠી યેતે તર ઘરી મરાઠી ભાષા ચા વાપર નાહી કા? (એક વાત પુછવી હતી તમે તમારી સુનબાઇ સાથે ગુજરાતીમાં જ વાત કરો છો તમારી સુનબાઇ મરાઠી જાણે છે તો ઘરમાં મરાઠી નથી બોલાતી?)’મુલગાંવકરે ‘નાહી બાબા કચ્છ આલે મલ્યા નંતર મલે આઠવણ આહે તસ માઝા જન્મા આધી ચ ઘર મધ્યે ગુજરાથી ચા વાપર આહે બાબા કચ્છચી માતૃભાષા કચ્છીચે માહિત ગાર હોતે આણી સ્વતઃ બોલત હોત હા થિસીસ લિહણ્યા સાઠી આણી અભંગ વાંચાયલા આણી ત્યાચા મર્મચી સમજુતી સાઠી અનામિકા મરાઠી સીકલી આણી આત્મસાત સુધા કેલી(ના બાબા જ્યારથી કચ્છ આવ્યા મને યાદ છે તેમ મારા જન્મ પહેલાથી ઘરમાં ગુજરાતી બોલાય છે.બાબા તો કચ્છની માતૃભાષા કચ્છી પણ જાણતા અને બોલતા હતા.આ થિસીસ લખવા અને અભંગનો મર્મ સમજવા અનામિકા મરાઠી શીખી આત્મસાત કરી છે’આત્મારામે ગર્વથી કહ્યું ‘બર મીં જાતો આણી આપણ કચ્છ કડુંન મલે ફોન કરા તર આપલા કચછ ચા નંબર સેવ હોઇલ (ભલે હું જાઉ અને તમે કચ્છથી મને ફોન કરજો તો કચ્છનો તમારો નંબર સેવ થઇ જાય)’કહી મુલગાંવકર ગયો. મુલગાંવકર ગયો અને અનિલ અને ઇન્દ્રકુમાર દાખલ થયા ઇન્દ્રકુમારને જોઇને આત્મારામે પુછ્યું ‘એલા ઇન્દુ તું ક્યારે આવ્યો?’ ‘આજે જ….’આતમારામના ચરણસ્પર્શ કરતા કહ્યું ‘તો કાલે કેમ ન આવ્યો?’આત્મારામે જરા કડકાઇથી પુછ્યું ‘હું સેમીનારમાં ફસાઇ ગયો હતો તમે પુણે આવવા નિકળ્યા ત્યારે જ અનિલે ફોન કરેલો એટલે ફારગ થતાં પહેલી ફ્લાઇટ પકડીને આવ્યો છું’ઇન્દ્રકુમારે સ્વબચાવમાં કહ્યું ‘તો હાલ ઘડી તો ફુરસદ છે ને? કે ભાગવું છે તરત જ?’અનામિકા પાછળથી ટહુંકી ‘ના હાલ કંઇ પ્રોગ્રામ નથી….’ ‘તો આવતી કાલે અમે સૌ ભુજ જઇએ છીએ તું આવે છે ને સાથે?’આત્મારામે પુછ્યું ‘હું ટીકિટ લઇ આવ્યો છું’અનિલે ટીકિટ બતાવતા કહ્યું બીજા દિવસે સૌ ફ્લાઇટમાં ભુજ રવાના થયા.રાધેશ્યામ એરપોર્ટ પર મીની બસ અને એક ટેમ્પો સાથે હાજર હતો.સૌને માધાપર શિવમ્પાર્ક મુકી તારા-નિવાસ તરફ આવતા હતા તો સંધ્યાએ હળવેકથી હેમલતાને કહ્યું’આંટી હું વસુને મારી સાથે લઇ જાઉ છું’ સૌ તારા-નિવાસમાં આવ્યા તો સંધ્યા સીધી રસોડામાં જઇને રસોઇની વેતરણમાં પડી.તો અનામિકા પાછળ દાખલ થઇ તેના હાથ પકડી સંધ્યાએ કહ્યું ‘વહિની હું સંભાળી લઇશ તમે બહાર બેસો’ ‘હા અનુ તું બહાર બેસ….’રસોડામાં દાખલ થતા વસુંધરાએ કહ્યું ‘કેમ મારાથી છાની કસી મસલત કરવાની છે કે?’અનામિકાએ ભમર ઉપર નીચે કરતા પુછ્યું ‘ના રે હું તો સંધ્યાની મદદમાં રહેવા આવી’કહી વસુંધરા હસી તો અનામિકાને ગળે મંદાકિની વિટળાઇ ‘મમ્મી મને બિસ્કીટ આપને’મંદાકિનીએ કહ્યું ‘જા સંધ્યા ફઇને કહે’અનામિકા તેણીને અળગી કરે ત્યાં પ્રદ્યુમને એજ વાત કરી ‘અરે સંધ્યા….’અનામિકાએ સાદ પાડ્યો તો સંધ્યાએ બંનેને બિસ્કીટ આપતા કહ્યું ‘પોતાના જ ખાવાના હં..કે…લડાઇ નહીં કરવાની’ અનામિકા ‘તુકારામ ધ ગ્રેટ પોયેટ’બુકની એક નકલ અને ગૌરવ પુરસ્કાર લઇને તુકારામના રૂમમાં આવી અને તુકારામની છબી પાસે બંને મુક્યા ‘બાબા મેં મારી શક્તિ પ્રમાણે તમારા અભંગને ન્યાય અપાવવાની કોશીશ કરી છે’કહી છબીને માથું નમાવ્યં્ ‘અલી ઇન્દુભાઇને તું ગમે છે તને એ ગમે છે?’અનામિકા ત્યાંથી ગઇ એટલે સંધ્યાએ વસુંધરાને પુછ્યું ‘………….’વસુંધરા આ અચાનકના પ્રશ્નથી અવઢવમાં પડી ગઇ ‘આમ બાઘાની જેમ શું જુવે છે તારૂં મન ફંફોસવાતો તને અહીં લાવી છું’સંધ્યાએ વસુધરાને ધબ્બો મારી કહ્યું ‘તું યે શું સંધ્યા….’કહી વસુંધરાએ સંધ્યા સામે જોઇ આંખો ઢાળી ‘ઓહ!!! આ તો બહુ શરમાય છે નહીં કે સંધ્યા’આટલી વારથી બંનેની વાત સાંભળતી અનામિકાએ પુછ્યું ‘તુંયે શું અનુ…?’ ‘વાતનો ફોડ પાડ તો કંઇક માર્ગ નીકળે…’અનામિકાએ કહ્યું તો વસુંધરાએ જવાબ ન આપ્યો ‘મને પરણાવવા થનગનતી હતી મારા બે બાળકો થઇ ગયા હજુ તું ક્યાં સુધી વાંઢી ફર્યા કરીશ”અનામિકાએ વસુંધરાની હડપચી પકડી મ્હોં ઉપર કરી તેણીની આખોમાં જોતા પુછ્યું તો વસુંધરા અનામિકાને બાઝીને રડી પડી એટલે અનામિકાએ પીઠ પસવારતા તેણીને રડવા દીધી.સંધ્યાએ તેણીને પાણી પાયું ‘હું મારા મનની વાત કેમ કરૂં તારા લગન પછી ઇન્દુ તરત જ ચાલ્યો ગયો’વસુધરાએ આંખો લુછતા કહ્યું ‘હે ભગવાન…અરે!! મને તો વાત કરવી હતી’અનામિકાએ કહ્યું ‘વહિની તમારા લગ્નમાં ઇન્દુભાઇ અને આ બંને ધુમ સાથે દાંડિયા રમ્યા હતા મેં ઇન્દુભાઇને મજનુપીરના મેળામાં પુછ્યું પણ હતું કે ઓલી વસુંધરા સાથે બહુ ચગ્યા હતા ગમી ગઇ લાગે છે’સંધ્યા કહ્યું ‘તો….ઇન્દુભાઇએ શું કહ્યું?’અનામિકાએ ઉત્સુકતાથી પુછ્યું ‘વસુ આ સાંભળીને ચીડાજે નહીં હં કે….ઇન્દુભાઇએ કહ્યુ હા છે તો સારી પણ જરા સાંવરી છે અને કદ નાનું છે…..પણ….’ ‘પણ શું?’અનામિકાએ પુછ્યું ‘પણ હમણાં મારા નશીબમાં લગ્નનો યોગ નથી’સંધ્યાએ બંને સામે જોતા કહ્યું….અને આ જ વાત મેં વસુને પણ કરેલી’ ‘પણ મને તારી સહેલીને તેં વાત ન કરી? અને સંધ્યા તેં મને પણ ન કહ્યું?’નારાજ થતા અનામિકાએ કહ્યું ‘તારા લગ્ન પછી તારા ઘરમાં જે બનાવોની હારમાળા થઇ તેથી મારી જીભ ન ઉપડી’વસુંધરાએ દયામણા ચહેરે અનામિકા સામે જોઇ કહ્યું ‘ચાલો દેર આયે દુરસ્થ આયે ફરી એકડે એકથી શરૂ કરી વાતને પાર ઉતારશું’અનામિકાએ કહ્યું ‘વહિની તમે બાબાને વાત કરો તેઓ જ રસ્તો કરશે’સંધ્યાએ કહ્યુ ‘એ થઇ રહેશે હવે તું જરા હસ જોઉ’વસુંધરાને ધબ્બો મારતા કહ્યું(ક્રમશ)

 

તારામતી પાઠક૨૪ પ્રભુલાલ ધુફારી

Posted on July 19, 2013 by vijayshah

બપોરના જમણ પછી સૌ આરામ કરવા પોતાના રૂમમાં ગયા ત્યારે અનામિકાએ આત્મારામના રૂમના બારણે ઊભી રહી તે જોઇને આત્મારામે કહ્યું ‘કંઇ કામ હતું અનુ બેટા?’ ‘હા બાબા આ કામ તમે જ પાર પાડી શકો એમ છો’અનામિકાએ આત્મારામના બેડ પાસેની ખુરશી પર બેસતા કહ્યું ‘હા…બોલ શું કામ કરવાનું છે?’આત્મારામે ઉત્સુકતાથી પુછ્યુ અનામિકાએ અતઃ થી ઇતી સુધી ઇન્દ્રકુમાર અને વસુંધરા પાસેથી સાંભળેલી બંનેની વ્યથા વિષે બધી વાત કરી એ સાંભળી આત્મારામને સંતોષ થયો કે.તારામતી જતા તેમની પુત્રવધુએ ઘરની વ્યવસ્થા અને વહેવાર કુનેહ પૂર્વક સંભાળી લીધી છે. ‘બસ એટલી જ વાત ને હું ઠક્કર સાહેબ સુધી વાત પહોચાડેશ’ ‘પહોંચાડીશ મતલબ? કેવી રીતે?’અનામિકાએ અવઢવમાં પુછ્યું ‘હું જોશીજીને વાત કરીશ તે બધુ પાર ઉતારશે એવી મને સંપૂર્ણ ખાત્રી છે બેટા તું બેફિકર થઇ જા’ બીજા દિવસે ફોર્ડ ગ્લેક્સી લઇને આત્મારામ શિવમ્પાર્ક આવ્યા અને ગાડીનો અવાઝ સાંભળી મયાશંકર બહાર આવ્યા ‘રામ રામ દેવા આજે સવારના પહોરમાં?’મયાશંકરે આવકારતા કહી બુમ મારી ‘અરે!! ગોમા જોતો વેવાઇ આવ્યા’ ‘જયશ્રી કૃષ્ણ વેવાઇ’ ‘જયશ્રી કૃષ્ણ વેવાણ’ ‘ચ્હા બનાવુંને?’પાણી આપતા ગોમતીબેને પુછ્યું ‘લે આ કંઇ પુછવાની વાત છે’કહી મયાશંકર હસ્યા ‘તમારે તો ચ્હા પીવાનું બહાનું જોઇએ…કેમ ઓલી ટેણકીને ન લાવ્યા?’ લ ‘મંદા અને પ્રદ્યુમન બંને સ્કૂલ ગયા છે’ ‘ગોમા તું ચ્હા બનાવને…શું ફોજધારની જેમ…..’ ‘જાઉ છું જાઉ છું….’મયાશંકરની વાત કાપતા એમ કહી ગોમતીબેન છણકો કરતા રસોડામાં ગયા ‘ચ્હા બની જાય ત્યાં સુધી તમે તૈયાર થઇ જાવ આપણે મારી ઓફિસે વાત કરીશું’આત્મારામ ગણગણ્યા સાંભળી મયાશંકર તૈયાર થવા ગયા.ચ્હા લઇ ગોમતીબેન બહાર આવ્યા તો ઝભ્ભાના બટન બીડતા મયાશંકર પણ બહાર આવ્યા ‘તમે સવારના પહોરમાં ક્યાં ઉપડ્યા?મયાશંકરને ચ્હા આપતા ગોમતીબેને પુછ્યું ‘વાત જાણે એમ છે વેવાણ કે,હું માંડવી એક કામે જતો હતો તો જોશીજી સાથે હોય તો કંપની રહેને?’ આત્મારામે ચ્હા પીતા કહ્યું ‘ચાલો પાઠક સાહેબ….’ચ્હા પીને મયાશંકરે કહ્યું અને બંને ફોર્ડ ગ્લેક્સીમા ગોઠવાયા તો મયાશંકરે કહ્યું ‘પાઠક સાહેબ તમારી આ ગાડી ભલે જુના મોડલની છે પણ છે ટોપ કન્ડીશનમાં’ ‘હા….જોશીજી અમારા અબુ મીંયા દર મહિને આ ગાડીનું ફુલ ચેક-અપ કરે છે તેમને બાબાએ ભલામણ કરી હતી કે અબુ આ ગાડીનું તું ધ્યાન રાખજે ત્યારથી આજ દિવસ સુધી એ ફરજ અચુક અદા કરે છે’ પુણે દર્શન વખતે જોયેલા સ્થળોની વાતો કરતા બંને ટ્રાન્સપોર્ટની ઓફિસે આવ્યા અને કેબીનમાં બેસતા પહેલાં આત્મારામે સાદ પાડ્યો ‘હુસેનમીંયા……’ ‘જી…સાહેબ’દોડતો હુસેન આવ્યો ‘બહાર ખુરશી નાખીને બેસો અને હું બહાર ન આવું ત્યાં સુધી કોઇને અંદર આવવા નહીં દેતા’સાંભળી હુસેન હામી ભરી ખુરશી લેવા દોડયો ‘હં તો બોલો પાઠક સાહેબ શું વાત છે?’મયાશંકરે પુછ્યું આત્મારામે અનામિકાએ કહેલી વસુંધરા અને ઇન્દ્રકુમારની બધી વાત અથ થી ઇતી સુધી કહી સંભળાવી અને આ વાત ચંપકલાલને કરી વાત પાર પાડવાની જવાબદારી મયાશંકરને સોંપી. ‘ઇન્દ્રકુમારના માવિત્ર?’મયાશંકરે જરા આંખ ઝીણી કરી પુછ્યું ‘મનસુખરાય કપુરચંદ મહેતા મારા ખાસ મિત્ર હતા અને તેમનો ધરમતલામાં જનરલ સ્ટોર હ્તો.હાવરાબ્રીજ ઉપર થયેલ કાર અકસ્માતમાં તેમનું અને તેમની ધર્મપત્નિ માલતીબેનનું ઓન ધ સ્પોટ અવસાન થયું પણ ઇશ્વર કૃપાથી ઇન્દુ બચી ગયો.સ્ટોરના મેનેજરનો કરેલો તાર મને મળતા હું કલકતા ગયેલો ત્યાં રોકાઇને સ્ટોર વહેંચી નાખ્યો અને મકાનને તાળુ મારી ઇન્દુને કચ્છ લઇ આવ્યો અને સાતમી ચોપડી પછી પંચગીની હોસ્ટેલમાં અનિલ સાથે મુકી આવ્યો બંને ત્યાં જ ભણ્યા.હાલ ઇન્દુ એ જ વિશાળ મકાનમાં એક વફાદાર નોકર સુખદેવ સાથે એકલો જ રહે છે.વાંચન વિશાળ છે એટલે ઘણી કોલેજો સાથે વિવિધ વિષયો પર લેકચરર તરિકે સંકળાયલો છે અને સેમિનારમાં પણ જાય છે. મનસખરાયના બીજા કોઇ સંતાન નથી અને ન તો મનસુખરાયના કોઇ ભાઇ બહેન છે એટલે તેમની મિલકતનો એક નો એક વારસ આ ઇન્દુ એકલો છે.’ આત્મારામે કહ્યું ‘આ બધી માહિતી મને આપી એ સારૂં કર્યુ હવે મારૂં કામ સરળ થઇ જશે પાઠક સાહેબ ચંપકલાલને કેમ સમજાવવા એ મારા પર છોડી દો’કહી મયાશંકર ઊભા થયા તો આત્મારામે હુશેનને ચાવી આપતા કહ્યું ‘જોશી સાહેબને શિવમ્પાર્ક મુકી આવો’ @@@@@ અહીં અનિલ પોતાની ઓફિસે ગયો તો ઇન્દ્રકુમાર અનિલના લેપટોપમાં ડાઉનલોડ કરેલ ફિલ્મ ‘ચલતી કા નામ ગાડી’ જોતો હતો.ત્યાં અનામિકા રૂમમાં આવીને પુછ્યું ‘શું ચાલે છે?વાસ્તુ શાસ્ત્ર કે જ્યોતિષ શાસ્ત્ર?’અનામિકાએ પુછ્યું ‘ચલતી કા નામ ગાડી’ જોઉ છુ’ ‘તો તમારી અટકેલી ગાડી ક્યારે આગળ ચાલશે?’અનામિકાએ પુછ્યું ‘મતલબ…?હું સમજ્યો નહીં’ ઇન્દ્રકુમાર અવઢવમાં અટવાયો ‘ઓલી… સાંવરી….. અને જરા કદમાં નાનીની ગાડી ક્યાં સુધી સિગનલ આપ્યા વગર અધ વચ્ચે અટકાવી રાખવી છે?’અનામિકાએ પુછ્યું ‘સારૂં થયું અનુ તું આવી ગઇ તને તો ખબર છે મારા માવિત્રો નથી તારામાશી પણ નથી એ હોત તો સંધ્યા પાસેથી વાત સાંભળી કઇક રસ્તો કરત અને અંકલને વાત કરતા મારી જીભ ઉપડે એમ નથી….’ઇન્દ્રકુમાર ગળગળો થઇ ગયો. ‘એ થઇ રહેશે તમને વસુ ગમે છે ને? આંખો ઝીણી કરી કાન સરવા કરતા અનામિકાએ પુછ્યું ‘એટલા માટે તો ભુજ આવ્યો છું’ ‘મેં વસુ અને સંધ્યા પાસેથી બધુ જાણી લીધું છે અને બાબાને વાત કરી તો તેમને કહ્યું હું વસુના પપ્પા ચંપક્લાલને આ વાત મારા પપ્પા મારફત પહોંચાડીશે’ ‘થેન્કસ અનુ તેં મારા મનનો ભાર હળવો કરી દીધો’ભીની આંખે ઇન્દ્રકુમારે કહ્યું ‘ડાહ્યા છોકરા રડતા સારા ન લાગે’કહી ઇન્દ્રકુમારના આંસુ લુછી અનામિકા ગઇ અને રસોડાની બહાર ઊભી રહી સંધ્યાને કહ્યું ‘સંધ્યા એક કપ સરસ મજાની ચ્હા બનાવ’ ‘હું બનાવું છું સંધ્યા તું રસોઇ સંભાળ’ કહી વસુંધરા ચ્હા બનાવવા લાગી તેણીનું ધ્યાન ચ્હામાં હતું તો સંધ્યાએ ઇશારાથી અનામિકાને પુછ્યું આ ચ્હા કોના માટે? તો અનામિકાએ અનિલના રૂમ તરફ ઇશારો કર્યો.ચ્હાનો કપ આપતા વસુંધરાએ કહ્યું ‘લે અનુ જોતો ચ્હા કેવી બની છે?’ ‘મારે નથી પીવી…જા ઇન્દુભાઇને આપી આવ’ ‘તું આપી આવ…’વસુંધરાએ અચકાતા કહ્યું ‘ના…રે બાબા હું શું કામ જાઉ ને આમ શરમાઇશ તો ગાડી પાટા પર કેમ ચઢશે’કહી સંધ્યાએ બાવડું પકડીને વસુંધરાને રવાની કરી. ‘આ લ્યો તમારી ચ્હા….’વસુંધરાએ ફિલ્મ જોવામાં મશગુલ ઇન્દ્રકુમારને કહ્યું ‘લે મારી સાથે અર્ધી ચ્હા પી’રકાબીમાં પોતા માટે ચ્હા રેડી કપ વસુંધરાને આપતા કહ્યું ‘મારે નથી પીવી…’કહી વસુંધરા મ્હોં ફેરવી જવા લાગી. ‘મારાથી નારાજ છો?’ટેબલ પર ચ્હાની રકાબી અને કપ રાખતા ઇન્દ્રકુમારે વસુંધરાનો હાથ પકડી પુછ્યું ‘આજે પુછો છો? હું રાજી હોઉ કે નારાજ તમને શું ફરક પડે છે તમને તો હું કયારેય યાદ પણ નહીં આવી હોઉ’સજળ નયણે વસુંધરાએ કહ્યું ‘તેં પણ ક્યાં મને યાદ કર્યો?”ઇન્દ્રકુમારે વસુંધરાને ખભેથી પકડી પલંગ ઉપર બેસાડતા ભીની આંખે કહ્યું તો વસુંધરા ઇન્દુ કહી ઇન્દ્રકુમાર ને બાઝીને રડી પડી કેટલી વાર સુધી તેઓ એક બીજાને સાંત્વન આપતા એમ જ બેસી રહ્યા.અનામિકાએ આ જોઇ વાહ! આઇ આશાપુરા તેં મહેર કરી ખરી મનોમન આભાર માની રૂમના બારણે ઊભી રહી કહ્યું ‘આ રડવાનો પ્રોગ્રામ પુરો થયો હોય તો બીજી ચ્હા મોકલાવું’કહી રૂમમાં દાખલ થઇ અને રકાબીમાંની ચ્હા કપમાં રેડી.અનામિકાની વાત સાંભળી બંને આંખો લુછતા નત મસ્તક બેસી ગયા. ‘ઇન્દુભાઇ….વસુ તમે ફિકર નહીં કરો મેં બાબાને વાત કરી છે અને તમે શું ઇન્દુભાઇ આઇ નથી તો મને પરાઇ સમજી મને વાત પણ ન કરી? ચાલો આ ચર્ચા લંબાવવાનો કંઇ અર્થ નથી આઇ આશાપુરા બધા સારા વાના કરશે’કહી અનામિકા રસોડા તરફ જવા લાગી તો વસુંધરા પણ ઊભી થઇ ‘તું બેસ અને ઇન્દુભાઇ સાથે ફિલ્મ જો’કહી અનામિકાએ વસુંધરાને પાછી બેસાડીને ગઇ ‘વહિની શું થયું?’સંધ્યાએ પુછ્યું તો અનામિકાએ બે હાથ આંખો પાસે રાખીને આંસુ પાડવાનો અભિનય કર્યો. ‘ચાલ બંને માટે સરસ ચ્હા બનાવ અને આપી આવ’ સંધ્યા જયારે અનિલના રૂમમાં ગઇ ત્યારે બંનેને ફિલ્મમાં જોવામાં મગ્ન જોઇ કહ્યું ‘ચાય ગરમ….’કહી સંધ્યાએ બંનેને ચ્હાના કપ પકડાવી રૂમ બહાર નીકળી ગઇ. @@@@@ સવારના ઓટલા પર બેસી છાપું વાંચતા મયાશંકરે ચંપકલાલને બાઇક સ્ટાર્ટ કરતા જોઇ પુછ્યું ‘ચંપકભાઇ કઇ તરફ…?’ ‘એ.ટી.એમમાંથી પૈસા કાઢવા’ ‘પાંચ મિનીટ ઊભા રહો હું પણ આવું છું મારે પણ પૈસા કાઢવા છે’કહી મયાશંકર ઘરમાં ગયા અને તૈયાર થઇ બહાર આવ્યા અને બાઇક પર પાછળ બેસતા કહ્યું ‘ચાલો” શિવમ્પાર્કના બસ સ્ટેશન પાસે આવ્યા ત્યારે નિર્જન બસ સ્ટેશન જોઇ મયાશંકરે બાઇક ઊભી રખાવી અને બાઇક પરથી ઉતરી બસ સ્ટેશનમાં જઇ ઓટલા પર બેઠા આ જોઇ ચંપકલાલે બાઇક પાર્ક કરી પુછ્યું ‘જોશીજી શું થયું તબિયત તો બરાબર છે ને?’ ‘ઠક્કર સાહેબ બેસો બેસો પૈસા કાઢવાનું તો બહાનું હતું મારે તમને એક વાત કરવી હતી એટલે અહીં લાવ્યો’ ‘હા..બોલો શું કહેવું છે?’અવઢવમાં અટવાતા ચંપકલાલે પુછ્યું ‘આ વસુને ક્યાં સુધી કુંવારી ઘરમાં બેસાડી રાખશો?’મયાશંકરે ચંપકલાલ સામે જોતા પુછ્યું ‘અરે!! જોશી સાહેબ એજ તો રામાયણ છે વસુને જ્યારે પુછીએ ત્યારે એકજ જવાબ આપે છે મારે નથી પરણવું આમ તો માંડવીના પુરષોત્તમ ચોથાણીનો દીકરો મયંક મારા ધ્યાનમાં છે અમારા ગોર મારાજ મારફત વાત ચલાવું તો પાકું થઇ જાય એમ પણ છે પણ આ વસુ હા પાડે ત્યારેને’દયામણા ચહેરે ચંપકલાલે કહ્યું ‘કદાચ વસુ કોઇ અંતરજ્ઞાતિના છોકરાને પરણવા માંગતી હોય અને કહેતા અચકાતી હોય તો?’ ‘તમે નહીં માનો જોશી સાહેબ હું બાપ થઇ મારી દીકરી પર શંકા કરી ત્રણ ચાર વાર વસુની પાછળ ગયેલો પણ વસુ કોઇને મળતી હોય તો દેખાયને?હવે ચંપકલાલ રડવા જેવા થઇ ગયા. ‘તો સાંભળો વસુ લગ્નની ના શા માટે પાડે છે’મયાશંકરે કહ્યું તો ચંપકલાલ આશ્ચર્યથી જોઇ રહ્યા એટલે મયાશંકરે આત્મારામ પાસેથી જાણેલી હકિકત અતઃ થી ઇતી સુધી કહી સંભળાવી ‘જોશીજી તમે તો મારોં મન હળવું કરી મારા માથા પરનો બોજ ઉતારી દીધું’મયાશંકરના હાથ પકડી ચંપક્લાલે ગળગળા થઇ કહ્યું ‘પણ એક વાત છે વસુના લગ્ન થશે એટલે તેણી કલકત્તા જતી રહેશે’કહી મયાશંકર મલક્યા ‘અરે!! જોશી સાહેબ કલકત્તા શું કેનેડા જતી રહે તોંય મને વાંધો નથી બસ દીકરીનું ઘર વસી જાય અને પોતાને ઘેર સુખી થાય એટલે ગંગાનાહ્યા ચાલો એ.ટી.એમને મળી આવીએ’કહી ચંપક્લાલે ખુશખુશાલ થઇ બાઇક સ્ટર્ટ કરી અને બંને જ્યુબિલી તરફ વહેતા થયા અને એ.ટી.એમમાંથી પૈસા લઇ બહાર આવ્યા તો મયાશંકરે બાઇક આત્મારામની ઓફિસે લેવડાવી. ‘રામ રામ દેવા…કહી મયાશંકર આત્મારામની કેબિનમાં દાખલ થયા ‘રામ રામ અરે ઠક્કર સાહેબ તમે પણ છો જય જલારામ બેસો બેસો’કહી બેલ મારી ‘જય જલારામ પાઠક સાહેબ’ ચંપકલાલે કહ્યું ત્યાં બેલ બોય આવ્યો ‘જાફર ફ્રીઝમાંથી સ્પ્રાઇટની બોટલ કાઢ અને ત્રણ ગ્લાસ ભર મારા ભાઇ’ સ્પ્રાઇટ પીવાઇ ગઇ એટલે આત્મારામે ચંપકલાલનો હાથ પકડી કહ્યું ‘ઇન્દુના મવિત્ર તરિકે તમારી વસુંધરાનો હાથ મારા ઇન્દુ માટે માંગુ છું’ ‘તમારી આજથી તમને સોંપી બસ લગ્નની તૈયારી કરો અને લગ્નની તારીખ જણાવજો’ચંપકલાલે સહર્ષ કહ્યું ‘તો ભલે ચાલો એ ખુશીમાં મોઢુ ગળ્યુ કરીએ’ કહી’આત્મારામે ડ્રોવરમાંથી ગુલાબપાકનો પેકેટ કાઢ્યો અને ત્રણેય મળીને એકબીજાને બટકા ખવડાવ્યા તો આત્મારામે ડ્રોવરમાંથી બીજા બે પેકેટ કાઢી બંનેને આપ્યા. ‘પાઠક સાહેબ રજા આપો ઘેર જઇને શુભ સમાચાર આપું’ કહી ચંપકલાલ ઊભા થયા અને મયાશંકર પણ ઘેર આવી ગોમતીબેનને પેકેટ અને પૈસા મયાશંકરે આપ્યા તો ગોમતીબેને બોકસ ખોલી પુછ્યુ ‘આ મિઠાઇ કઇ ખુશીમાં?’ ‘વસુંધરાનું સગપણ ઇન્દ્રકુમાર સાથે પાકું થયું તે ખુશીમાં’ ‘અરે! વાહ તો હેમલતાબેનના માથેથી દીકરીને પરણાવવાનો બોજ ઉતર્યો એમ ને?’ ‘હા…” અહીં એકસાઇટ થયેલા ચંપકલાલે ઘરમાં દાખલ થઇ બોકસ ખોલતા બુમ મારી ‘અરે!! લતા ક્યાં છો બહાર આવ’ ‘વાહ!! બહુ ખુશ ખુશાલ લાગો છો’ નેપકીનથી હાથ લુછતા રસોડામાંથી બહાર આવતા હેમલતાએ પુછ્યું ‘ખુશીની જ વાત છે’ગુલાબપાકનો કટકો હેમલતાના મ્હોંમાં મુકતા કહ્યું ‘………….’મ્હોંમાં ગુલાબપાકનો બટકો હોતા ઇશારાથી હેમલતાએ શું ખુશીની વાત છે એમ પુછ્યું ‘પાઠક સાહેબ ને મળી આપણી વસુનું સગપણ ઇન્દ્રકુમાર સાથે નક્કી કરી આવ્યો છું’ ‘પેલો કલકત્તા વાળો ઇન્દ્રકુમાર તો નહીં?’ ‘હા એજ’ ‘સાચે જ વાહ જલારામ બાપા તારી મહેર અપરંપાર છે’કહી હેમલતાએ આકાશ તરફ હાથ જોડ્યા ‘એ…વેવાણ વધામણી?’ગોમતીબેને ઘરમાં આવતા કહ્યું ‘હું તમારી વેવાણ…..?’હેમલતાએ આશ્ચર્યથી ગોમતીબેનને પુછ્યું ‘લે…આ ઇન્દ્રકુમારને આત્મારામભાઇ પોતાનો દીકરો માને છે અને અનુ તેને ભાઇ માને છે તો તમે વેવાણ થયા કે નહીં?’ગોમતીબેને કહ્યું ‘સોનામહોર જેવા’મયાશંઅરે ટાપસી પુરાવી આત્મારામ ઘેર આવ્યા અને સોફા પર બેઠેલી અનામિકાને ગુલાબપાકનું બોક્સ આપ્યું ‘આ મિઠાઇ મતલબ વાત પાકી ગઇ ખરૂંને બાબા?’સંધ્યાને પેકેટ આપતા અનામિકાએ કહ્યું ‘હા અને આપણાં પડિતજી ક્યાં છે જરા બોલાવી લાવ તો મારા દીકરાના સગપણ અને લગ્નનું મુહુર્ત જોઇ આપે’આત્મારામે મજાક કરતા કહ્યું ત્યાં સુધી સંધ્યા ઇન્દ્રકુમારને બોલાવી લાવી ‘હા અંકલ મને બોલાવ્યો?’ ‘હા તો પંડિતજી મારા દીકરા ઇન્દુના સગપણ અને લગ્નનું મુહુર્ત જોઇ આપો ક્યાં છે પેલું તમારૂં ટીપણું’આત્મારામે ફરી મજાક કરી તો ઇન્દ્રકુમાર માથું ખંજવાળતો અનિલના રૂમમાં ચાલ્યો ગયો. ‘આને શું થયું?’આત્મારામે પુછ્યું તો અનામિકાએ એક ચીઠ્ઠી આત્મારામને પકડાવી કહ્યું ‘મેં ઇન્દુભાઇ વાત કરી કે તમારા લગ્ન બાબત બેફિકર થઇ જાવ તો પહેલેથી જ બધુ જોઇ રાખ્યું છે’ ‘આ પણ અનિલ જેવો ગિલીન્ડર નીકળ્યો સારૂં સારૂ તો આપણી સુનબાઇ ક્યાં છે?’આત્મારામે ચીઠ્ઠી ખોલતા પુછ્યું અને ચીઠ્ઠી વાંચી સંધ્યાને આપી. ‘એ બેઠી ઇન્દુભાઇ પાસે બંને સાથે બેસી ફિલ્મ જુએ છે’સંધ્યાએ કહ્યું ‘વસુ ચાલ હાલ તો શિવમ્પાર્ક જા આટલા વખત રાહ જોઇ આઠ દશ દિવસ બીજા ભેગી રાહ જોજે લગ્ન કરાવી તને વાજતે ગાજતે તારા-નિવાસમાં ઇન્દુભાઇને સોંપવા લાવશું’અનામિકાએ અનિલના રૂમમાં ઇન્દ્રકુમાર સાથે ફિલ્મ જોતી વસુંધરા કહ્યું તો શરમાઇને વસુંધરા ઊભી થઇ ગઇ. ‘હવે થોડું શરમાવાનું ઇન્દ્રકુમારને લગ્ન પછી મળે ત્યાર માટે બાકી રાખ મારી બઇ ’અનામિકાએ ધબ્બો મારતા કહ્યું અને વસુંધરાનો હાથ જાલી બહાર લાવી કહ્યું ‘સંધ્યા આને શિવમ્પાર્ક ચંપક અંકલને અમાનત તરિકે સોંપી આવ’ સંધ્યાએ બાઇક સ્ટાર્ટ કરી વસુંધરાને ઘેર મુકી ગઇ અને ચંપકલાલને સમાચાર આપ્યા ‘અંકલ બાબાએ કહેવડાવ્યું છે આ બુધવારે સગપણની વીધી આઇ મીન રિન્ગ સેરીમની કરવાની છે અને દશ દિવસ પછી લગ્ન અને વહિનીએ કહ્યું છે ત્યાં સુધી અમારી અમાનત સંભાળજો’કહી સંધ્યા હસી ‘અરે!! તું બેસતો ખરી’હેમલતાએ સંધ્યાને પાણી આપી ખુરશી ખેંચતા કહ્યું ‘ના આન્ટી હું જાઉ વહિનીને ઘણા કામ ઉકલાવવાના બાકી છે અને મારે પ્રદ્યુમન અને ખાસ તો ઓલી ટેણકીને સાચવવાની છે નહીંતર તેણી તો મમ્મી કરીને વહિનીને ગળે વિટળાસે ને કંઇ કામ કરવા નહીં દે અને પછી પ્રદ્યુમનને પોરસ ચઢશે તો થઇ રહ્યું બંને ભેગા મળી ધમાચકડી કરશે એટલે હું જાઉ’પાણી પી ગ્લાસ આપતા સંધ્યાએ કહ્યું @@@@@ સગપણ અને લગ્ન રંગે ચંગે પુરા થયા અને વિદાયનો દિવસ આવી ગયો.તે દિવસેની આગલી સાંજે સૌ તારા-નિવાસમાં સાથે જમ્યા અને બીજા દિવસે એરપોર્ટ પર જવાની વ્યવસ્થા કરી છુટા પડ્યા.ફોર્ડ ગ્લેક્સીમાં અનિલ અનામિકા વસુંધરા અને ઇન્દ્રકુમાર બેઠા બાકીના મીની બસમાં બેઠા અને એરપોર્ટ પર આવ્યા હેમલતાને વસુંધરાને ભલામણો કરતી જોઇ ચંપકલાલ નજીક આવીને ગણગણયા ‘બસ કર લતા તારી દીકરી સમજુ છે બધું સંભાળી લેશે’સાંભળી વસુંધરા ચંપકલાલના ગળે વિટળાઇને રડી તો ચંપકલાલની આંખો ભીની થઇ ગઇ ત્યાં ચેક-ઓનનો કોલ સંભળાયો અને ઇન્દ્રકુમારે બધા વડિલોના ચરણસ્પર્શ કર્યા તેનું અનુસરણ વસુંધરાએ કર્યું સિક્યુરિટી ચેકમાં જતા પહેલા ઇન્દ્રકુમારે આત્મારામને કહ્યું ‘આજે તારામાશી હોત તો કેટલા ખુશ થાત’એ સાંભળતા આત્મારામ સામે મદાકિનીએ હાથ ઊંચા કર્યા તો આત્મારામ તેણીને ઉચકી એકાએક મંદાકિની ઇન્દ્રકુમારના ગળે વિટળાઇ અને તેના ગાલે અને કપાળે ચુંબન કર્યા તો ઇન્દ્રકુમાર આશ્ચર્યથી જોઇ રહ્યો.આત્મારામે ઇન્દ્રકુમારને જરા બાજુમાં લઇ જઇ કહ્યું ‘ઇન્દુ આજ દિવસ સુધી મેં કોઇને કહ્યું નથી તને પહેલી વખત કહુ છું આ જો મંદાકિનીની હડપચી ઉપરનો તલ અને બાવડા પરનું લાલ લાખું’ તે બંને નીશાન બતાવી ઉમેર્યું ‘આ તારા જ છે મંદાના સ્વરૂપમાં’સાંભળી ઇન્દ્રકુમારે મંદાકિની સામે જોયું તો તેણી તાળી પાડી ખિલખિલાટ હસી. વસુંધરા અને ઇન્દ્રકુમાર બંને કલકત્તા એરપોર્ટ પર ઉતર્યા તો સામે ઇન્દ્રકુમારનો સોફર લેક્સસ કાર સાથે રાહ જોતો હતો તેણે દોડીને ટ્રોલીમાંનો સામાન ડીકીમાં મુક્યો અને ગાડીનો પાછલો દરવાજો ખોલ્યો એટલે વસુંધરા અને ઇન્દ્રકુમાર ગાડીમાં બેઠા.વસુંધરાએ આ લક્ઝરી કારમાં એક નજર ફેરવી રોમાંચિત થઇ ગઇ.ગાડીમાં ઇન્દ્રકુમારે તેના બંગાલી મિત્ર અને વડીલ જેવા બુઢ્ઢા નોકર સુખદેવની વાત કરી.બંગલા પાસે આવી પોર્ચમાં કાર ઊભી રહી તો ઘરના દરવાજા પાસે અનુરાગ બેનરજી અને સવિતા બેનરજી સ્વાગત માટે તૈયાર ઊભા હતા.સવિતાએ બંનેને સજોડે ઊભા રાખી આરતી ઉતારી અને બંગાલી રિવાજ મુજબ ગૃહપ્રવેશ કરાવ્યો ત્યાં બાજુમાં ઊભેલા સુખદેવની આંખ ભીની થઇ ગઇ તે જોઇ ઇન્દ્રકુમારે કહ્યું ‘સુખીબાબા તમે કેમ રડો છો?’ ‘આ તો ખુશીના આંસુ છે દીકરા આજે આ ઘરને માલકિન મળી ગઇ’સાંભળી વસુંધરાએ સુખદેવના ચરણસ્પર્શ કર્યા ‘અખંડ સૌભાગ્યવતી ભવઃ’ અનુરાગને હાથ જોડી અભિવાદન કર્યુ અને સવિતાને ભેટી પડી તો સુખદેવે કહ્યું ‘ચાલો જમવાનું તૈયાર છે’સાંભળી વસુંધરાએ કહ્યું ‘ઇન્દુ મને પપ્પા મમ્મીના આશિષ નહીં આપાવે?’ ‘હા ચાલ….’ કહી વસુંધરાને પૂજા રૂમમાં લઇ ગયો સુખડના હાર સાથે તાજા ફૂલના હાર પહેરાવેલી અને સરસ ફ્રેમમાં મઢેલી મનસુખરાય અને માલતીબેનની મોટી છબીઓ પાસે જઇ વસુંધરાએ સાડીનો પાલવ માથા પર મુકી બંનેને પ્રણામ કર્યા અને મનો મન કહ્યું મમ્મી-પપ્પા તમારી પુત્રવધુને આશિષ આપો.કેટલી વાર સુધી વસુ છબીઓ પાસે નત મસ્તક ઊભી રહી ત્યાં એક ફૂલ માલતીબેનની છબી પરના ફૂલ હારમાંથી વસુના માથા ઉપર પડ્યું વસુંધરાએ એ ફૂલ આંખે અડાળ્યુ અને તેણીની આંખ ભીની થઇ ગઇ એ જોઇ ઇન્દ્રકુમારે પુછ્યું ‘શું થયું વસુ?’ ‘કંઇ નહીં આ ફૂલથી મમ્મીએ મને આશિષ આપ્યા એ હર્ષના આંસુ છે’વસુંધરાએ કહ્યું અને બંને સાથે બહાર આવ્યા અને સૌ ડાઇનિન્ગ ટેબલ તરફ વળ્યા તો વસુંધરા રસોડામાં ગઇ ‘ भाभी यह घर आपको ही संभालना है आज के दीन इन्दुभाइके पास बेठीए ’ (ભાભી આ ઘર તમારે જ સંભાળવાનું છે આજનો દિવસ ઇન્દુભાઇ પાસે બેસો’)કહી સવિતાએ વસુંધરાને ઇન્દ્રકુમાર્ની બાજુમાં બેસાડી. ‘आप इन्दुके मित्र है तो हमारी शादीमें क्यों शरीक नहीं हुवे? (તમે ઇન્દુના મિત્ર છો તો લગ્નમાં કેમ ન આવ્યા?’)વસુંધરાએ અનુરાગ અને સવિતા સામે જોતા પુછ્યું ‘जीस दिन आपकी शादीथी हमें मेरे चाचाकी लड़कीकी शादी अटेन्ड करने जाना था (તમારા લગ્નના દિવસે જ અમારે મારા કાકાની દીકરીના લગ્ન અટેન્ડ કરવા જવાનુ હતું)’અનુરાગે કહ્યું ‘सही वात है रेलेटीव्स के रिलेशन पहेले संभालने चाहिये (સાચી વાત છે સબંધીઓ સાથેના સબંધ પહેલા સાચવવા જોઇએ)વસુંધરાએ કહ્યું જમણ પુરૂ થતા બધા સોફા પર બેઠા તો સુખદેવ બધાને બાઉલમાં રસગુલ્લા આપી ગયો ‘વસુ જેમ આપણા કચ્છમાં છાસ વગર જમણ પુરૂ ન થાય તેમ અહીં કલકત્તામાં રસગુલ્લા વગર ભોજન અધુરૂં ગણાય’ઇન્દ્રકુમારે કહ્યું રસગુલ્લા ખાતા અહીં તહીં વાતો થઇ કલાક વાર પછી અનુરાગે કહ્યું ‘इन्दु आज सामको तुम्हारे सोरी आपके शादीका रिसीप्शन होटल बेला कलकत्ता प्लाझामें है इस लीए सामके छ बझे दोनो तैयार रहेना (ઇન્દુ સાંજે તારા સોરી તમારા લગ્નનું રીસિપ્શન હોટેલ બેલા કલકતા પ્લાઝામાં છે તો સાંજે છ વાગે બંને તૈયાર રહેજો)’ કહી અનુરાગ અને સવિતા બંને ગયા પછી ઇન્દ્રકુમારે કહ્યું ‘ચાલ તને ઘરનો પરિચય કરાવું’ ‘એ પરિચય પછી કરાવજો પહેલા ભુજ આપણા કલકત્તા પહોંચના ફોન કરો’ ‘અરે!!! હાં…મમ્મી પપ્પા ફિકર કરતા હશે’કહી વસુંધરાના આપેલા ઘરના નંબર પર કોલ કરી ઇન્દ્રકુમારે રીસિવર વસુંધરા તરફ લંબાવ્યું ‘મને શું આપો છો પપ્પા-મમ્મી સાથે વાત નહી કરો?’ ‘હલ્લો…’ ‘……………’ ‘કેમ છો પપ્પા પ્રણામ હું ઇન્દુ’ ‘………….’ ‘હા અમે બંને આરામથી પહોંચી ગયા છીએ મારા મિત્ર અનુરાગ અને સુખીબાબાએ જમવાનું તૈયાર જ રાખ્યુ હતું એટલે જમ્યા બાદ હમણા ફોન કર્યો વસુને આપુ છું વાત કરો’કહી રીસિવર વસુંધરાને આપ્યું ‘………….’ ‘પપ્પા કેમ છો? હું મજામાં છું મમ્મીને આપોને’ ‘………..’ ‘મમ્મી હું મજામાં છું તું તારી સંભાળ રાખજે‘ આ ઓપચારિકતા પછી અહીં ત્યાંની ઘણી વાતો સાથે ફોન પુરો થયો તો ઇન્દ્રકુમારને વસુંધરાએ કહ્યું ‘અનુને ફોન કરોને’ વસુંધરાએ ફોનનો રિસીવર પક્ડી કહ્યું તો ફરી ફોનના ચકરડા ફર્યા ‘હલ્લો….’ ‘……………’ ‘અનુ કેમ છો તું?’ ‘………….” ‘હા અમે આરામથી કલક્ત્તા પહોંચી ગયા અને હમણાં જ જમ્યા જરા સંધ્યાને આપને’ ‘………….’ ‘સંધ્યા કેમ છો તું? હું મજામાં છું તારા લીધે મારો સંસાર વસી ગયો’કહેતા વસુંધરા રડી પડી ‘………….’ ‘હલ્લો સંધ્યા હું ઇન્દુ કંઇ નહીં તેં વાત થાળે પાડી એટલે વસુનું મન ભરાઇ આવ્યું’ઇન્દ્રકુમારે વસુંધરા પાસેથી રિસીવર લેતા કહ્યું ‘…………..” ‘બાબાને અમારા પ્રણામ કહેજે ચાલ હમણા મુકું છું પછી ફરી ફોન કરીશ’કહી ફોન મુક્યો ‘વસુ રડ નહીં હસ જોઉ ચાલ તને ઘરનો પરિચય કરાવું’ઇન્દ્રકુમારે વસુંધરાના આંસુ લુછતા કહ્યું બે માળનું પાંચ બેડરૂમ અને વિશાળ લિવિન્ગ રૂમ સાથેના મકાનની ફરતી લોન,બગિચો અને મોટા વૃક્ષો અને જુદા જુદા ફૂલ ઝાડ સાથે જુદા જુદા રંગના બોગનવેલિયાથી શોભતી બાઉન્ડ્રી વોલ વગેરે જોઇ વસુંધરા રોમાંચિત થઇ અને ઇન્દ્રકુમારના ગળે વિટળાઇ તો ઇન્દ્રકુમારે કહ્યું ‘ચાલો મેડમ થોડો આરામ થઇ જાય પછી રિસીપ્શનમાં પણ જવાનું છે’ સાંજે પાર્ટીમાં લઇ જવા અનુરાગ અને સવિતા આવ્યા સવિતાએ વસુંધરાને દક્ષિણી સાડી ઉતરાવી બંગાળી સાડી પહેરાવી સરસ તૈયાર કરી તો તૈયાર થયેલી વસુંધરાને જોઇ સુખદેવ ઘરની ચાવીનો ગુછ્છો આપી ગયો જે બંગાળી સ્ટાઇલમાં વસુંધરાના પાલવના છેડે બંધાયો.ઇન્દ્રકુમારે સેરવાની અને સુરવાલ પહેરેલા તે ઉતરાવી આનુરાગે બંગાલી ધોતી કુરતો આનુરાગે પહેરાવ્યા. પાર્ટીમાં આવેલા મહેમાનો જોઇને વસુંધરાને ઇન્દ્રકુમારના વિશાળ સર્કલનો ખ્યાલ આવી ગયો અને તેમને જોઇ રોમાંચિત પણ થઇ.ઇન્દ્રકુમારી પોતાના અંગત મિત્રો સાથે વસુંધરાનો પરિચય કરવતો ગયો.મોડી રાતે બંને પાર્ટી અને રિસીપ્શનમાંથી પરવારી ઘેર આવ્યા.તો ઇન્દ્રકુમારે વસુંધરાને ઉચકીને બેડરૂમમાં લઇ ગયો અને પલંગ પર સુવડાવી બંગાલી સાડીમાં સજ્જ વસુંધરાને જોઇને કહ્યું ‘આછી…આછી,,ઓહો આમાર સોનાર કચ્છી બંગાલન’ (અચ્છા અચ્છા અહો મારી સોનેરી કચ્છી બંગાલણ) ‘ઇન્દુ તને મને બંગાલી શીખવશોને?’કહી ઇન્દ્રકુમારમાં સમાઇ ગઇ તો ઇન્દ્રકુમારે તાળી પાળી તો લાઇટ ઓલવાઇ ગઇ. (ક્રમશ)

 

તારામતી પાઠક૨૫ પ્રભુલાલ ધુફારી

Posted on July 19, 2013 by vijayshah

બીજા દિવસે વહેલી સવારે જાગેલી વસુંધરાએ નિત્યક્રમથી પરવારીને રસોડામાં આવી તો સુખદેવ ગેસ પર દૂધ ગરમ કરતો હતો. ‘જયશ્રી કૃષ્ણ બાબા’ ‘જયશ્રી કૃષ્ણ માલકિન’ ‘બાબા મને માલકિન કહી પરાઇ ન કરો તમે તેમને ઇન્દુ દીકરા કહો છો માલિક તો નથી કહેતા ને તો મને વસુ દીકરી નહી કહો? તમે મારા વડિલ છો કે નહીં?’ ‘બેટા વસુ તું મને વડીલ સમજે છે એ મારા માટે મોટી વાત છે નારાજ ન થા હવે ભુલથી પણ માલકિન નહી કહું’ ‘તો આ સ્ટૂલ પર બેસો હું ચ્હા બનાવું આપણે સાથે ચ્હા પીએ’ કહી હાથ પકડી સુખદેવને સ્ટુલ પર બેસાડ્યો. ‘પણ બેટા વસુ તને વસ્તુઓ નહીં મળે….’ ‘એ હું મારી મેળે શોધી લઇશ હવે તો મારે ઘર સાથે પરિચય કરવો જ પડશેને? નહીં મળે તો તમને પુછીશ’ કહી વસુંધરાએ ચ્હા માટે તપેલી કપ-રકાબી ખાંડ-ચ્હાના ડબ્બા શોધી કાઢી ચ્હા બનાવીને બે કપ લઇને ડાઇનિંગ ટેબલ પર મુકી કહ્યું ‘ચાલો બાબા ચ્હા પીએ’ચ્હાનો કપ ઉપાડતા સુખદેવની આંખ ભીની થઇ ગઇ ‘શું થયું બાબા?મારી કંઇ ભૂલ થઇ?’ચ્હાનો કપ હોઠે માંડતા વસુંધરાએ પુછ્યું ‘ના બેટા આ તો ખુશીના આંસુ છે હવે મને ફિકર નથી કે મારા પછી ઇન્દુનું ધ્યાન…..; ‘આગળ કશું બોલતા નહીં’વસુંધરાએ સુખદેવના હોઠ પર હાથ રાખતા કહ્યું તો સુખદેવે આંસુ લુછતા વસુંધરાનો હાથ ચુમ્યો.ચ્હા પીવાઇ ગઇ ત્યાં ઘરની સાફ સફાઇ કરનાર બાઇ આવી તેને સુખદેવે કહ્યું ‘જયોત્સના આ છે ઘરની માલકિન હવે તારે તેણી કહે તેમ કરવાનું સમજાયું?’તો તેણી માથું હલાવી હામી ભરી અને વેક્યુમ ક્લીનર ઉપાડ્યું અને આખા ઘરમાં ફેરવ્યું પછી નાની મોટી ચીજો કપડાના કટકાથી સાફ કરી રસોડામાં ગઇ અને વાસણ સાફ કર્યા પછી આંગણામાં આવી જારીથી ફૂલ ઝાડને પાણી પાઇને સુખદેવને પુછ્યું ‘સુખીબાબા બીજું કંઇ કામ છે?’ ‘નહીં….વસુંધરાએ કહ્યું એટલે બાઇ ગઇ તો વસુંધરા રસોડામાં જઇને ઇન્દ્રકુમાર માટે ચ્હા બનાવી ‘ચાલ ઇન્દુ સવાર પડી ગઇ ચ્હા પી લે’ઇન્દ્રકુમરને જગાડતા વસુંધરાએ કહ્યું તો ઇન્દ્રકુમારે વસુંધરાને નજીક ખેંચી ને ભીસી તો વસુંધરાએ કહ્યું ‘ચાલો ચાલો યુનિવર્સીટીમાં નથી જવું?’ ‘હવે જવાય છે…..’કહી ફરી વસુધરાને નજીક ખેંચી ‘એ આવું છું બાબા…..મુકો બાબા બોલાવે છે’ કહી વસુંધરા ગઇ આ સાંભળી ઇન્દ્રકુમાર હસ્યો બાબા બોલાવે છે…સારો ઉપાય છે છુટવાનો ગણગણી બ્રશ કરી ચ્હા પીધી અને નિત્યક્રમથી પરવારી રસોડામાં આવ્યો ‘શું બનાવે છે સુગંધ તો સરસ આવે છે’ ‘બટેટા પૌવા ચાલ નાસ્તા માટે બેસી જા’કહી બાઉલ ટેબલ પર મુક્યું તો સુખદેવે પ્લેટો મુકી વસુંધરાએ ત્રણ ડીસમાં નાસ્તો પિરસ્યો અને સુખદેવને કહ્યું ‘ચાલો બાબા નાસ્તો કરવા’તો સુખદેવે પ્લેટ લઇ રસોડાના સ્ટૂલ પર બેસી નાસ્તો કરવા લાગ્યો. @@@@@ અનામિકા ફરી તુકારામના રૂમમાં ગઇ અને નાટકોનું બડલ ઉપાડી તેમાંથી એક નાટક બહાર કાઢી ને લેપટોપ ઉપાડીને ગુજરાતી ભાષાંતરમાં લાગી ગઇ ત્યાં મંદાકિની આવી અને અનામિકાને ગળે વિટળાઇને કહ્યું ‘મમ્મી મને બિસ્કીટ આપને’ ‘જા સંધ્યા ફઇને કહે આપે’પોતાને મંદાકિનીની પકડમાંથી છોડાવતા કહ્યું ‘ના તું આપને……’કહી મંદાકિની ફરી અનામિકાના ગળે વિટળાઇ ‘જો દીકરી મને આટલું બધુ કામ છે’અનામિકાએ હાથ પહોળા કરી કહ્યું તો મંદાકિની રિસાઇને એક ખુણામાં બે પગ વચ્ચે માથું રાખીને બેસી ગઇ. ‘ચાલ મારી ડાહી દીકરી….’કહી મંદાકિનીને ઉચકીને અનામિકા રસોડામાં આવી તો સંધ્યાએ પુછ્યું ‘શું જોઇએ છે બિસ્કીટ? કેમ મને ન કહ્યું ચાંપલી?’તો મંદાકિનીએ જીભડો કાઢી કાન પાસે હાથ રાખી હલાવ્યા ‘મંદા દીકરી ફઇ સામે આમ નહીં કરવાનું નહીંતર મમ્મીના તારી સાથે કિટા ફઇને સોરી કહે’અનામિકાએ કહ્યું ‘સોરી ફઇ…. કહી મંદાકિનીએ સંધ્યાના કાન પકડ્યા તો અનામિકા અને સંધ્યા હસ્યા. ‘વહિની આ મંદા તમારી પાસે જ બિસ્કીટ કેમ માંગે છે?’સાંભળી અનામિકાને તારામતી યાદ આવી ગઇ તેણી પણ સોફા ઉપર બેસી ટીવી જોતા ઘણી વખત અનામિકાને કહેતી ‘બેટા અનુ મને બે-ચાર બિસ્કીટ આપને’ ‘ખબર નથી ઘણી વખત કહું છું સંધ્યા ફઇને કહે તો ક્યારેક જ તારી પાસેથી બિસ્કીટ લે છે નહીંતર બાઇ રાજ આજે રિસાયા એક ખુણામાં બેસી બે ગોઠણ વચ્ચે માથું રાખી રિસાઇ જાય છે’ સાંભળી પોતાની રૂમના બારણે ઊભેલા આત્મારામે અનામિકાને ઇશારાથી પોતાની પાસે બોલાવી ‘બેટા અનુ મંદાકિની તારી પાસેથી જ બિસ્કીટ કેમ માંગે છે તે કહું? આ પહેલા ઇન્દુને કહેલું આજે તને કહું છું’ ‘હા બાબા મને પણ ખબર પડે ને?’ઉત્સુકતાથી અનામિકાએ પુછ્યું ‘આ….જો…મદાકિનીની હડપચી પરનો તલ અને બાંવડા ઉપરનું લાલ લાખુ બતાવી ફરી પુછ્યું….આ જોઇ કંઇ યાદ આવે છે?’ ‘આ નીશાનીઓ તો આઇ…..’અનામિકાએ કહ્યું તો મંદાકિની ખિલખિલાટ હસી અનામિકાના ગાલ ચુમ્યા ત્યાર બાદ મંદાકિનીની હરકતો અનામિકાના સ્મરણ પટ પર ચિત્રપટ જેમ ઉભરી આવી. લગ્ન પછી આત્મારામે આ નીશાનીઓ બાબત તારામતીની કરેલી મજાક અને તારામતીએ કરેલ આગાહીની વાત અનામિકાને કરી. ‘હવે હું જ તને બિસ્કીટ આપીશ હં…કે?’કહી અનામિકાએ મંદાકિનીને ચુમી તો મંદાકિની હસીને અનામિકાને ચુમી. અનામિકાએ સંસ્કૃતમાં લખેલા નાટક’હાસ્ય સમ્રાટ’નું ગુજરાતીમાં રૂપાંતર શરૂ કર્યુ અને એ નાટકનું ભાષાંતર પુરૂ થતા પોતે ભજવેલ નાટક ‘ઝાંસીકી રાની’ના ડાયરેકટર પંકજ ત્રિવેદીને મળી અને કહ્યું ‘ત્રિવેદી સાહેબ આ મારા દાદા સસરા તુકારમજીનું લખેલ સંસ્કૃત નાટક’હાસ્યસમ્રાટ’નું ગુજરાતી રૂપાંતર મારી શક્તિ અનુસાર મેં ગુજરાતીમાં તો કર્યું છે પણ તેને નાટકની ભાષાના વાઘા કેમ પહેરાવવા અને કોણ પહેરાવે એ તમે નક્કી કરો’કહી અનામિકાએ ત્રિવેદીને ફાઇલ આપી. ‘આને નાટકની ભાષાના વાઘા પહેરાવવા હું રૂપેશ ચંદારાણાને વાત કરીશ અને તૈયાર થઇ ગયે તને જણાવીશ’પંકજ ત્રિવેદીએ ધરપત આપતા અનામિકાને કહ્યું @@@@@ એક દિવસ મનોજ મુલગાંવકર તરફથી એક કુરિયર અને પત્ર મળ્યો જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ સીડી સાંભળીને તમારો અભિપ્રાય આપો તેમાં જો કશો ફેરફાર કરવાનો હોય તો તેમ નહીતર માસ્ટર કોપી બની જાય અને પછી સીડીનું ઉત્પાદન અને અન્ય અભંગ કંપોઝ કરવાની પ્રક્રિયાને વેગ મળે.બધા અભંગની સીડી તૈયાર થઇ જતા સંપૂટ બજારમાં મુકી શકાય. લગભગ પંદર દિવસ પછી પંકજ ત્રિવેદીએ અનામિકાને બોલાવીને એક ફાઇલ સોંપતા કહ્યું’આ વાંચી જજે અને તું સહમત થાય તો સ્ટેજ કરવા રિહર્સલ શરૂ થઇ જાય’ અનામિકાએ ઘેર આવીને ફાઇલ આત્મારામને આપતા કહ્યું ‘બાબા આ ફાઇલ જોઇ જજો જો બરોબર લાગેતો ત્રિવેદી સાહેબ આ નાટક સ્ટેજ કરવા માગે છે’ ‘અનુ બેટા આ વિષયમાં મારી ચાંચ ડૂબતી નથી તું નાટકનો જીવ છે એટલે ત્રિવેદી સાહેબના માન ખાતર એક નજર ફેરવી પાછી આપી આવજે’આત્મારામે અનામિકાને ફાઇલ પરત કરતા કહ્યું બે મહિના પછી એક દિવસ સવારના પહોરમાં અનુરાગ આવતી કાલે રવિવાર છે તો ક્યાંક ફરવા જવાનો પ્રોગ્રામ નક્કી કરવા આવ્યો.ઇન્દ્રકુમાર બાથરૂમમાં હતો તેના રૂમમાં સેલ્ફ પરની બુક પર નજર ફેરવતા અચાનક ટેબલ પર હમણાં જ પ્રકાશિત થયેલ ‘તુકારામ ધ ગ્રેટ પોએટ’ની મરાઠી આવૃતિ પર નજર પડી.મરાઠી જોઇ મુકી દીધી ત્યાં ઇન્દ્રકુમાર બહાર આવ્યો. ‘इन्दु तु मराठी जानता है? (ઇન્દુ તું મરાઠી જાણે છે?)’તુકારામ ધ ગ્રેટ પોએટની નકલ બતાવતા અનુરાગે પુછ્યું ‘नही यह तो सिर्फ स्वीट मेमेरी के लीए है (ના આ તો યાદગિરી માટે છે)’કહી અનામિકાએ કરેલ મહેનત અને પુસ્તકને મળેલ ગૌરવ પુરસ્કાર બાબત વાત કરી તો અનુરાગે પુછ્યું ‘फिर अंग्रेजी…(તો અંગેજી…..)’એ વાક્ય પુરૂ કરે તે પહેલા ઇન્દ્રકુમારે તેને એક ફાઇલ પકડાવી. સુખદેવે ચ્હા નાસ્તો તૈયાર છે ના સમાચાર આપ્યા.ચ્હા નાસ્તા દરમ્યાન અનુરાગે ક્યાંક ફરવા જવાની વાત કરી અને ક્યાં જવું એ નક્કી થઇ ગયેથી ગયો અનુરાગે એક બેઠકે જ આખુ થિસીસ વાંચી કાઢ્યું.બે દિવસે પછી અનુરાગ મનમંથરાય બોઝને મળવા ગયો અને ફાઇલ તેને સોંપતા કહ્યું ‘(पढ़्कर तुम्हारा कोमेन्ट बताना (વાંચીને તારો અભિપ્રાય આપજે)’ ‘अभी तो बहुत बीझी लेकिन पढ़्कर जरूर बताउंगा (હમણાં તો બહુ વ્યસ્ત છું પણ વાંચીને જરૂર જણાવીશ)’મનમંથરાયે કહ્યું બે અઠવાડિયા પછી વ્યસ્તતામાંથી મળેલ થોડી ફુરસત વખતે મનમંથરાયે કોરાણે મુકી રાખેલ અનુરાગે આપેલ ફાઇલ ઉપાડી અને વાંચવાની શરૂઆત કરી અને રાત જાગીને આખી ફાઇલ વાંચી કાઢી.બે દિવસ પછી ફાઇલની ઝેરોક્ષ કોપી કરાવીને લંડન તેના મિત્ર વિલિયમ જહોનને એક નોટ લખ્રી કુરિયરથી મોકલાવી.એક અઠવડિયા પછી મનમંથરાયને ફોન કરી વિલિયમે જણાવ્યું કે,બેસ્ટ સેલર બુક પબ્લિશ કરનાર ઇયાન પિટરસન એન્ડ નેફ્યુ પબ્લિકેશન કંપનીએ આ બુક છાપવાની પરવાનગી માંગી છે. મનમંથરાયે અનુરાગને વાત કરી અનુરાગે આ સમાચાર ઇન્દ્રકુમારને પહોંચાડ્યા તો ઇન્દ્રકુમારે આત્મારામની ઓફિસે ફોન કર્યો ‘હલ્લો…’ ‘………” ‘અંકલ એક શુભ સમાચાર આપવાના છે’ “………….’ ‘ના…ના હજી પિતા બનવાનો યોગ નથી આ તો બીજા સમાચાર છે’ ‘………..’ ‘અનુએ જે થિસીસ અંગ્રેજીમાં લખેલું તેને લંડનની બેસ્ટ સેલર બુક પબ્લિશ કરનાર કંપનીએ આ થિસીસ પબ્લિશ કરવાની પરવાનગી માંગી છે’ ‘………..’ ‘તો હું જોઇતા ડોક્યુમેન્ટસ તૈયાર કરાવી કુરિયરથી મોકલાવું છું તેમાં અનુની સહી કરાવી મને મોકલાવશો તો કામગિરી આગળ ચાલે’ ‘………..’ ‘કેમ છે ટેણકી અને પ્રદ્યુમન? ઘરમાં સૌને મારી અને વસુની યાદી આપજો તો મુકું છું’ આટલીવારથી ઇન્દ્રકુમારની વાત સાંભળતી વસુંધરાએ સજળ નયણે કહ્યું ‘ચાલો અનુની મહેનત સફળ થઇ.’ આત્મારામે જમવાની ટેબલ પર અનિલ અનામિકા અને સંધ્યાને ઇન્દ્રકુમારે આપેલ સમાચારની વાત કરી તો આત્મારામની બાજુમાં બેઠેલી મદાકિની તાળીઓ પાડી ખિલખિલાટ હસી. ચાર દિવસ પછી ઇન્દ્રકુમાર તરફથી મળેલ ડોક્યુમેન્ટસ અનિલ અને આત્મારામ નજર નીચે કાઢી અનામિકાની સહી કરાવી પાછા કુરિયર કરી દીધા. બે મહિના પછી બુકની એક નકલ અને રોયલ્ટીનો ચેક મળ્યો અને આવતા મહિને લંડનના આલ્બર્ટ હોલમાં વિમોચન વિધિનું આમંત્રણ પણ મળ્યું. એ સમય પણ આવી ગયો અને ‘તુકારામ ધ ગ્રેટ પોએટ’ની મરાઠી આવૃતિના વિમોચન વખતે ગયેલા સૌ લંડન પહોંચ્યા.બે ત્રણ દિવસનો સમય હતો એટલે પ્રેમથી સૌ લંડનમાં ફર્યા ખરીદી કરી અને નક્કી કરેલ તારીખે સૌ હોલમાં સમયસર પહોચ્યા.આત્મારામના અધ્યક્ષ પદે કાર્યક્રમ આરંભ થયો. પબ્લિકેશન કંપનીના માલિક મી.ઇયાન પિટરશને અનામિકાનો પરિચય આપ્યો અને તેણીની ધગસ અને કેવા વિકટ સંજોગો સામે ઝઝુમીને આ પુસ્તક તૈયાર કર્યું તે બાબત સૌને માહિતગાર કર્યા.ઇન્દ્રકુમારે પોતાની પાઠક કુટુંબની આ પુત્રવધુએ કરેલ આ જ પુસ્તકની મરાઠી આવૃતિને મળેલ પદ્મનાભ પુણતાંબેકર ગૌરવ પુરસ્કાર બાબત પણ માહિતગાર કર્યા બાદ અનામિકાના હસ્તે પુસ્તક વિમોચન વીધી કરાવવામાં આવી ત્યારે લંડનમાં વસવાટ કરતા કચ્છી અને ગુજરાતી પ્રેક્ષકોની વિશાળ હાજરીની તાળીઓના ગળગળાટથી હોલ ગુંજી ઉઠ્યો. બારણા પાસેજ એક ટેબલ અને ખુરશીની વ્યવસ્થા ઇન્દ્રકુમારે કરાવી અને પુસ્તક પર અનામિકાના હસ્તાક્ષર કરાવવા લોકોની લાઇન લાગી એ જોઇ ટેબલ પર બેઠેલી મંદાકિની વારંવાર તાળીઓ પાડી ખિલખિલાટ હસ્તી હતી.લગભગ કલાક દોઢ પછી અનામિકા હસ્તાક્ષર કરવામાંથી ફારગ થઇ તો મંદાકિની અનામિકાના ગળે વિટળાઇ ત્યારે અનામિકા આઇ….કહી રડી પડી તો મંદાકિનીએ અનામિકાના આંસુ લુછી તેણીના ગાલ ચુમ્યા આ દ્રશ્ય સજળ નયણે આત્મારામ જોઇ રહ્યા. હોટલના ઉતારા પર સૌ પહોંચ્યા અને બીજ દિવસે ભારત આવવાની તૈયારીમાં કરી સૌ આરામથી ઊંઘી ગયા.સવારે એરપોર્ટ પર જવાની તૈયારીમાં સૌ હતા ત્યારે વિલિયમ જહોન આવ્યો અને અનામિકાના હાથમાં રોયલ્ટીનો ચેક આપ્યો તો અનામિકાને જણાવ્યું કે,’તુકારામ ધ ગ્રેટ પોએટ’ની બીજી આવૃતિની રોયલ્ટીનો આ ચેક છે અનામિકાએ ચેકનું કવર આંખે અડાડીને પર્સમાં મુક્યો. ભુજ આવ્યા બાદ અનામિકાએ તુકારામના રૂમમાં જ મુકેલ તારામતીની છબી પાસે જઇ સાળીનો પાલવ માથા પર મુકી રોયલ્ટીના બે ચેક તારામતીની છબી પાસે મુકી કહ્યું ‘આઇ આપના માર્ગદર્શન અને કૃપાથી મેં હાથ ધરેલ કામ પાર પડ્યું અને તેના ફળ સ્વરૂપ આ રકમો મળી છે તે સ્વિકારો.’આ વાતનો પડઘો પડ્યો હોય તેમ મંદાકિની ત્યાં આવી અને તાળીઓ પાડી કહ્યું’મમ્મી મને બિસ્કીટ આપને’ ‘હા ચાલ મારીમા તને બિસ્કીટ આપું. બીજા દિવસે અનામિકાએ આત્મારામને રોયલ્ટીની મળેલ રકમમાંથી ‘તુકારામ પાઠક ચેરિટેબલ ટ્રસ્ટ’સ્થાપના કરવાની વાત કરી તો આત્મારામ પોતાની પુત્રવધુના વિચાર પર ઓવારી ગયા.સરકારી ફોર્માલિટી પુરી કરીને અનામિકાના અધ્યસ્થ પદે ટ્રસ્ટની સ્થાપના થઇ ગઇ.(સંપૂર્ણ)