પંચાજીરી

સંકલન

 

 

 

 

વડીલ લેખક મિત્રો

ગીરિશ દેસાઇ

ધીરુભાઇ શાહ

અંબુભાઇ દેસાઇ

ડો.લલિત પરીખ

અને

પદ્મા કાન

 

 

 

 

 

પ્રજ્ઞા દાદભાવાળા

કલ્પન રઘુ

હેમાબહેન પટેલ

તરુલતા મહેતા

ડૉ.ઇંદુબેન શાહ

ગીરિશ દેસાઇ

પદ્મા કાન

વિજય શાહ

પ્રવીણા કડકિયા

પ્રભુલલ ટાટારીયા

ડ્ર. લલિત પરિખ

 

 

 

પૂર્વી મોદી મલકાણ

આમેય આધ્યાત્મ જ્ઞાન વિશે લખવું અને વાંચવું તે દરેક વાચકો કે લેખકોનો પ્રિય વિષય નથી છતા હું માનું છું કે આ પુસ્તક્નાં લેખકોની જહેમત જે વાચકો વાંચશે તેને સમજાશે કે ફીલ્મી સંગીત અને શાસ્ત્રીય સંગીત માં જે તફાવત હોય તે અત્રે દેખાશે. આધ્યાત્મની આ વાતો શસ્ત્રીય સંગીત જેવો વિરલ વિષય છે.

આપ તે વાંચી રહ્યા છો તેથી આપનો આભાર

 

તસ્વીરો બદલ ગુગલનો આભાર

 

પાંચ જુદા જુદા વિષયો પર તૈયાર કરેલી અવનવા પુસ્તકનું અવનવું નામ ગમશે ! વિષયો વિચાર માગી લે તેવા છે. લખાણમાં ઉંડાણઘીતત્વ જેવું અને મિઠાશસાકરજેવી છે. પચાવવામાં સરળતા રહે તેથી ચિંતન માગે તે સહજ છે. કોપરૂ, ધાણા અને બદામ તબિયત માટે ખૂબ આરોગ્યપ્રદ છે. પાંચ વાંચવા ગમે તેવા વિષયોનું મિશ્રણ આપ સમક્ષ રજૂ કરીએ છીએ

 

હવે સમજાય તેવું લાગે છે ને, ‘શામાટે પુસ્તકને આવું સુંદર નામ આપ્યું !

 

શબ્દ સાંભળતાની સાથે શ્રી કૃષ્ણનું મુખારવિંદ નજર સમક્ષ તરી આવે. જન્માષ્ટમી પછી પંચાજીરીની સામગ્રી તેમને ધરવામાં આવે છે. જેમાં પાંચ વસ્તુ મુખ્ય હોય છે. ધાણા, બદામ , સુવા, ઘી અને સાકર.તેની બનાવેલી પંચાજીરી લાલો સામગ્રી રૂપે આરોગે પછી વૈષ્ણવો તે પ્રસાદનું માધુર્ય માણે.

દરેક વિષય ખૂબ રસપ્રદ છે. ચીલાચાલુ કરતાં ઘણાં ભિન્ન છે. જીવનના અનુભવ, વાંચન, મંથન, મૂલ્ય અને ચિંતનનો મહાસાગર તેમાં લહેરાતો જણાશે !

મિત્રો, પાંચે પાંચ વિષયો મનનના અધિકારી છે. મનને મથીને તેમાંથી માખણ સ્વરૂપે આપની સમક્ષ રજૂ કરતાં આનંદ અને ઉમંગ મિશ્રિત લાગણી અનુભવું છું. આપ તેને આવકારશો તેવી તમન્ના સાથે ! તો આવો અને માણૉપંચાજીરીઆપની સમક્ષ હાજર છે.

 

પ્રવીણા કડકિઆ

 

 

પંચાજીરી-૧

 

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર

સંકલન હેમા પટેલ

 

 

 

 

“ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર”

-પ્રજ્ઞા દાદભાવાળા

જીવ થકી શીવમાં સમાઇ  જવું

જીવ માંથી  શીવ તો, માનવી ઇચ્છાએ થાય છે.

એજ એક સનાતન સત્ય

સમજપૂર્વકનું, ભાવસહિત,

સર્વસમર્પણ એજ  સ્વિકાર

જીવન કેવું સુંદર બને

જયારે ચૈતન્યનો સ્વીકાર થાય

જ્યારે તમે પ્રભુને સર્વત્ર જુઓ,

ચૈતન્ય સાથે સંવાદ સંધાતા

તે આવે

તમારી સાથે વાત કરે

તમને માર્ગદર્શન આપે, ત્યારે

દિવ્ય પ્રેમનો પ્રણય શરૂ થાય છે .

જે શાશ્વત મુક્તિ નો માર્ગ બને છે

અનંત આનંદ અનુભૂતિ વર્તાય છે

નથી નકારાત્મકતા ,

અને હકારાત્મકતા પણ નથી .

બન્ને પરિબળોને સમાન મૂકી દે છે.

ફૂલની સુગંધને માણતા

કાંટા  વાગવામાં પણ

મન પ્રભુને અનુભવે છે

મારા કાન

હવે માત્ર તમને સાંભળે છે

મારી આંખો

તમને  જુએ  છે.

સ્પર્શમાં પ્રભુ

માત્ર આપનો અનુભવ છે.

મારો સ્વીકાર

દિવ્યતમ તત્વનો સ્વીકાર

આત્માના સ્વભાવને હવે જાણે છે.

અને બ્રહ્મની ભૂમિકા સ્વચ્છ થાય છે.

કે મારું આસ્તિત્વ દેહ આધારિત નથી.

આત્મા એજ પરમાત્મા છે.

ભ્રમણા ભાંગે છે.

હવે  અહં રહેતો નથી.

એને રાગ, દ્વેષ સતાવતા નથી.

પોતાની ઈચ્છા જેવું કાંઈ રહેતું નથી.

વાસ્તવિકતાની

વિવિધતાને સ્વીકારી લેવાથી

મારા સંકલ્પ વિકલ્પો શાંત થઈ જાય છે.

એજ અનુભૂતિએ

હવે હું ક્યારેક મીરાં

તો ક્યારેક નરસિંહ બનુ છું

ક્યારેક ભરવાડણ બની

હું સાદ પાડું છું,

સામન્ય  સભાનતામાં

જાણે હું અભાન છું.

મારો જીવનરથ હવે અર્જુન ની જેમ

દિવ્ય શક્તિથી  ચાલે છે.

નરસિંહ ની જેમ મારી

લાજ રાખવા

પ્રભુ આવે છે.

હવે પહેલાની જેમ હું ભયભીત નથી.

હું હવે સંતોષી, નિસ્પૃહી,બનું છું.

હતાશ, નથી,

પરાધીન નથી,

કોઈ  સંદેહ નથી,

સહજતા મને નિર્ભય બનાવે છે.

સ્વરૂપશબ્દનો અર્થ બદલાયો છે.

સ્વ રૂપ! બધુંસ્વનું રૂપછે!

સ્વમાં રાચી  સ્વગુણો પ્રગટ થતા

પૂર્ણ સભાનતાથી

પૂર્ણ એકરૂપતા

મન, શરીર, આત્મા,

ચૈતન્ય  સમરૂપ

આત્મા  સ્વબળે સંપૂર્ણપણે

ખીલેલું જીવન

અનુભવે  છે.

અહં‌ બ્રહ્માસ્મિ.”

માત્ર આચરણ નથી.

સમજપૂર્વકનો, ભાવસહિતસહજ સ્વીકાર છે.

હાચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર

 

પ્રજ્ઞાજીપ્રજ્ઞા દાદભાવાળા

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર ()- હેમાબહેન પટેલ

 

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર ()- હેમાબહેન પટેલ

આ બહુજ ગહન વિષય છે, તેમાં ઉંડું તત્વચિંતન સમાયેલું છે . તેને સમજવું આસાન કામ નથી. છતાં પણ આપણે સૌ માટે રસનો વિષય છે. કારણ આપણે એવા પડાવ પર આવીને ઉભા છીએ જ્યાં ચિંતનની ખુબજ જરૂર છે. દરેકે આગળનુ ભાથુ તૈયાર કરીને રાખવું પડે છે. આખી જીંદગી પરિવાર પાછળ વ્યસ્ત રહ્યા હોઈએ, ઈશ્વર માટે બહુ સમય ન મળ્યો હોય એટલે મોટા ભાગના લોકો ઘડપણમાં ભગવાનને યાદ કરે. પરંતું આ ખોટું છે. ઈશ્વર ચિંતન માટે આપણો એક જન્મ ઓછો પડે. કેટલા જન્મોથી તેને ભજતા આવીએ ત્યારે અનેક જન્મના ઈશ્વર ચિંતન પછીથી આપણો ઉધ્ધાર થાય. જન્મ અને મૃત્યુના ચક્ક્રરમાંથી નિકળવું હોય તો આ વિષયને સમજવો બહુ જરૂરી છે.

આપણે સૌ દુનિયાની પંચાત કરવામાં રચ્યા પચ્યા રહેતા હોઈએ છીએ. ક્યારેય આપણી પોતાની અંદર જોવાનો પ્રયત્ન પણ નથી કરતા. પરંતું જો એક વખત પણ આપણી જાતને સવાલ કરીએ,’ હું કોણ છું ‘? તો આપણી અંદર જે છે તેની ખોજ ચાલુ થઈ જશે. ચૈતન્ય સ્વરુપને સમજવા માટે આપણી જાતને ઢંઢોળવી પડે.

( ચૈતન્ય સ્વરૂપ આત્મા અને પરમાત્મા છે. જો ચૈતન્ય સ્વરૂપનો પુર્ણ પણે સ્વિકાર કરવામાં આવે તો જ પરમ તત્વને પામી શકાય )

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર એટલે સ્વને જાણવું, સ્વને માણવું, સ્વની સ્વભાવિક શુધ્ધ નિર્મલ દશા. સ્ફટિક જેવા સ્વચ્છ, નિર્મળ, અવિકારી સ્વરૂપનો અનુભવ કરવો. પૂર્ણ, નિત્ય, નિર્લેપ, સત, ચિત, આનંદ સ્વરૂપને સમજવું. સ્વમાં સ્થિર થઈને, સ્વમાં સમાઈને નિજાનંદનો અનુભવ કરવો. હું ચૈતન્ય ,દ્રવ્ય સચ્ચિદાનંદ, બ્રહ્મરૂપ આત્મા મારે મારું દર્શન કરવું છે. ‘હું આત્મા છું’. એ પોતાના સ્વરૂપને અનુભવીને પૂર્ણ પણે તેના સ્વીકાર ભાવમાં રહેવું.

પુરા બ્રહ્માંડમાં પરમાત્મા અને આત્મા બે ચૈતન્ય સ્વરૂપ છે. બાકી બધું જ એક માયા અને નાશવંત છે. પરમાત્માએ માયાથી સૃષ્ટિ ઉભી કરી, માટે આપણને જે ભાસે છે તે માયામય હોવાથી આ જગતમાં આપણી આંખોથી જે દેખાય છે તે  નાશવંત છે. જે જોઈએ છીએ તે તદન ખોટું, અસત્ય, એક ભ્રમ છે.  છતાં સત્ય માની  આસક્તિમાં આપણે જીવીએ છીએ. જેનો નાશ છે તે જડ ગણાય. જે વસ્તુ આપણે આપણી આંખોથી નથી જોઈ શકતા તે આપણો આત્મા અને પરમાત્મા છે. આત્મા પોતાના મૂળભુત સ્વરૂપમાં શાંત હોવાથી એ શાંતિની પ્રાપ્તિ અર્થે નિત્ય નિરંતર આત્માનુ જ ચિંતન, આ શાંત સ્વરૂપનુ ચિંતન કરીને સ્વમાં સમાઈ જઈ, સ્વમાં એકરાર થઈને જ અનુભુતિ થાય ‘ હું આત્મા છું‘. આત્માને કોઈ રૂપ નથી.આત્માની સુષુપ્તિ, સમાધી અવસ્થા ને કારણ તેની પ્રતિતી થતી નથી. અજ્ઞાનને કારણ પંચમહાભુતથી બનેલ આપણું આ સ્થુળ શરીર તેને જ સત્ય માની લીધું છે. અંદર બેઠેલ આત્માને આપણે ઓળખી નથી શક્યા. જે અસલ સ્વરુપ છે તેને જાણવુ, સમજવું બહુ કઠીન છે. આ નાશવંત સ્થુ્ળ શરીરને સર્વસ્વ માનીને ભ્રમમાં જીવીએ છીએ, તેને કારણ હું સ્ત્રી છું, કોઈની દિકરી, બહેન, માસી, ભાભી છું. એમ માનીને બેઠા. મનની અંદર જે ‘હું’ બેઠેલો છે તેને કાઢવાની જરૂર છે. અજ્ઞાન દુર થાય અને જ્ઞાન થાય ત્યારે તેનો ભ્રમ દુર થઈને હકીકતમાં તો હું આત્મા છું એમ સમજાય ત્યારે હુ આત્મા, મારુ ચૈતન્ય સ્વરૂપ આ મારી પહેચાન છે.

જ્યારે સ્વની ચેતનાનો અનુભવ થાય ત્યારે આત્મશાક્ષાત્કાર થાય. શ્રવણ, મનન તથા નિદિધ્યાસાન એ ત્રણ આત્મશાક્ષાત્કાર થવાના સાધન છે. આત્મશાક્ષાત્કાર એ મોક્ષ મેળવવાનુ મુખ્ય સાધન છે. આ બધું શક્ય બને  બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસેથી વેદાંતનુ જ્ઞાન મળે!

‘ શ્રવણ, મનન, નિદિધ્યાસ કરી, કરીએ શાક્ષાત્કાર

સચ્ચિદાનંદ પરબ્રહ્મ હું , કહે છે વેદ પુકાર ‘

હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું એ માનવું અને સમજવું સહેલું છે પરંતું તેની અનુભુતિ કરવી કઠીન કામ છે. તેને માટે ધ્યાન,યોગ સાધના દ્વારા શુધ્ધાત્માના ચિંતનથી આપણા મનને તૈયાર કરવું પડે. જ્યારે મન માને આ સ્થુલ શરીર એ હુ નથી, ‘હું આત્મા છું’.મનની અંદર અનેક તર્ક વિતર્ક હોય પરંતુ તેની નિવૃતિ થઈને મન મક્કમ થાય ત્યારે આત્મ સ્વરૂપને સમજી શકીએ. આ વસ્તુ યાજ્ઞવલક્ય ૠષિએ ઉપનિષદમાં વેદાંતની અંદર સમજાવ્યું છે. તેનો અભ્યાસ કરવામાં આવે ત્યારે આત્મા શું છે એ સરળ રીતે સમજાય. વેદાંતમાં સ્થુલ શરીર અને આત્મા વચ્ચેનો તફાવત બંને વચ્ચેનો ભેદ સમજાવ્યો છે. માટે જ વેદાંતનો અભ્યાસ, શ્રવણ તેનુ મનન કરી જ્ઞાન પ્રાપ્ત થયા વગર આત્માને બરોબર ન ઓળખી શકીએ.આપણા ચૈતન્ય સ્વરૂપને ઓળખવા માટે, જાણવા માટે વેદાંતનો અભ્યાસ બહુજ જરૂરી છે. વેદાંતમાં પંચીકરણના સિધ્ધાંત દર્શાવ્યા છે, જે આત્માને અને સ્થુલ શરીર વચ્ચેનુ અંતર સમજાવે છે. આત્માને ઓળખીએ તો જ પરમ તત્વની પ્રાપ્તિ થાય.

પોતાના સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ આત્મ સ્વરૂપને જાણવા માટે, સમજવા માટે તેની અનુભુતિ કરવા માટે જાતે  પ્રયત્ન કરવો પડે. ગુરુ અને ગ્રંથો જ્ઞાન આપીને માર્ગ દર્શન કરાવે, ચૈતન્ય સ્વરૂપનુ જ્ઞાન આપે તેનો સ્વિકાર આપણે જ કરવો પડે. આત્મજ્ઞાન બીજા પાસેથી મળી શકે પરંતું મન નિર્વિકલ્પ બનાવી મક્કમ કરીને તેનો શાક્ષાત્કાર અનુભુતિ જાતે કરવી પડે છે. બીજુ કોઈ ન કરાવી શકે.

जीसको नही है बोध तो गुरु ज्ञान क्या करे ?

नीज रूपको जाना नही पुरान क्या करे ?

આપણે સૌ જાણીએ છીએ હજારો વર્ષ પહેલાં આ પરમ તત્વની પ્રાપ્તિ માટે ૠષિમુનીઓ વર્ષો તપસ્યા કરતા હતા.આપણું ચૈતન્ય સ્વરૂપ સહજ રીતે ન સમજાય, તેના માટે એકાગ્રતાથી કઠીન સાધનાની જરૂર છે.આ માનવ દેહ મહા મુલ્યવાન છે, જેના થકી પરમ તત્વની પ્રાપ્તિ થઈ શકે છે. પરમ તત્વની પ્રાપ્તિ પછી કંઈ બાકી નથી રહેતું! પૂર્ણતા આવી ગઈ.

ૐ पूर्णमदः पूर्णमिदं पूर्णात पूर्णमुदच्यते

पूर्णस्य पूर्णमादाय पूर्णमेव अवशिष्यते

અર્થાત

પૂર્ણ છે તે , પૂર્ણ છે આ ,પૂર્ણમાંથી પૂર્ણ ઉદ્ભવ્યું

પૂર્ણનુ પૂર્ણ ગ્રહી લેતાં પૂર્ણ જ બાકી રહી ગયું.

 

 

 

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર () પ્રવીણા કડકિયા

 

 

જે જડ નથી તે ચેતન છે. જે નિત્ય નવિન રૂપે જણાય તેમાં ચૈતન્યનો વાસ છે. ચૈતન્યથી ઉભરાતી આ સૃષ્ટિ દિવ્યતાનો પ્રકાશ અને સુગંધથી મહેકે છે. એ ચેતના શું છે?  જેમાં લાગણીનો પ્રવાહ નિરંતર વહેતો જણાય છે. જેની વૃદ્ધિ અને ક્ષય નિશ્ચિત છે. જે અદૃશ્ય છે , સાક્ષી તરિકે હાજર છે. જે સૃષ્ટિના કણકણમાં વ્યાપક છે.

પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કરી તેના અંશ રૂપ આત્માને છૂટો કર્યો ત્યારે તેને ‘જીવાત્મા’ નામ આપ્યું. એ જીવાત્મા  એટલો બધો રસમય બની ગયો કે અહંકારથી છલકાઈ ઉઠ્યો. પરમાત્માના અંશ રૂપ આત્મા, તેના સઘળા ગુણ  ધરાવે છે. કિંતુ જીવાત્મા જે સિંધુના બિંદુ સ્વરૂપ  છે તે પોતાના સ્વરૂપમાં રમણ કરે છે. તેની વિચાર શક્તિ કુંઠિત છે. માત્ર આ શરીરને સર્વસ્વ માની અસલ ચેતનાને વિસરી ‘હું’ ની દુનિયામાં રચ્યો પચ્યો રહે છે.

હું કરું હું કરું અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. ‘

વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું, એ વિસારે પાડી   વિચરે છે. સંસારની માયા જાળમાં એવો ગુંથાઈ જાય છે તેના અસ્તિત્વ વિષે બેખબર બની   ભટકે છે. તેને પોતાની અંદર જોવાનો સમય નથી. સંસારની આંટીઘુંટીમાં અટવાયેલો જીવ માત્ર અસ્તિત્વની આળપંપાળ કરી સર્જનહાર પ્રત્યે આંખ આડા કાન કરી તેની અવગણના કરે છે. ચારે બાજુ ઉછળતી માયાની લહેરોમાં રાચી ચૈતન્યને વિસારે પાડે છે. જે નથી તેને સત્ય માની ચાલે છે.

ચૈતન્ય જે સત, ચિત અને આનંદ સભર છે તેને બદલે મોહ, લોભ અને માયાની જાળમાં ફસાઈ પોતાને સુખી ગણે છે. જાણે એ ચૈતન્યનો સાદ તેના બધિર કાનને સ્પર્શતો જ ન હોય તેવું તેનું બેહુદું વર્તન બને છે.

હું, મારું અને મને એ ચૈતન્યના માર્ગના બાધક છે. શંકા, ઈર્ષ્યા, સ્વાર્થ, લોભ, મોહના પડળ માનવીને ચૈતન્યની પહેચાનથી સો જોજન દૂર ધકેલે છે. માયામાં ફસાયેલો જીવ, દુનિયાદારીમાં ભરાઈ તેના જીવનનો મુખ્ય હેતુ શું છે તે સમજી શકતો નથી.  જીવવાની જીજીવિષા એટલી પ્રબળ છે કે અંતરનો અવાજ સાંભળવા માટે તેની પાસે સમય યા ઇચ્છાનો સદંતર અભાવ જણાય છે. તેની અવગણના કરી  ‘મન’માં ભરમાય છે. મન સંકલ્પ, વિકલ્પ દ્વારા ગેરમાર્ગે દોરવે છે.

મોહમાયાને સત્ય માની ચૈતન્યના અસ્તિત્વની હસ્તિ સમક્ષ આંખ આડા કાન  કરવામાં જરા પણ સંકોચ થતો નથી. બરફ પાણીનું ઘન સ્વરૂપ  છે.  પ્રવાહી પાણી છે. વરાળ વાયુ સ્વરૂપે પણ પાણીનું એક સ્વરૂપ છે. આ ફરક માત્ર દેખાવમાં છે. ‘ઘાટ ઘડિયા પછી નામ રૂપ ઝૂઝવા, અંતે તો હેમનું હેમ હોયે. ‘

ચૈતન્ય સ્વરૂપને અજ્ઞાન વશ માનવ ભલે વિસારે પાડે . જે સત્ય છે તે કોઈ કાળે બદલાવનું નથી. ચૈતન્યનો ખુલ્લા દિલે સ્વિકાર ત્યારે શક્ય બને જ્યારે માનવ ‘ઉંઘમાંથી જાગે.’ તે તરફ કદમ ઉઠાવે. આત્માને ઢંઢોળે !  જીવનનું મહાત્મ્ય સમજાશે ત્યારે એને રોકવો અસંભવ બનશે. ધ્યેયને પામવા એ પ્રયાણ કરશે.  માત્ર નાનીશી દીવી અંતરમાં પેટાવવાની જરૂર છે. તિમિર દૂર કરવાની તાકાત એ નાની દીવીમાં છે.

બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.

ચૈતન્યનું ભાન , જીવનનું ધ્યેય, અંતરાત્માની પહેચાનના કિરણો તેના સમગ્ર જીવનને પ્રકાશિત કરવાનું સામર્થ્ય ધરાવે છે. જ્યાં આત્મા, પરમાત્મા અને જીવાત્મા એકબીજામાં ભળી સમસ્ત વાતાવરણને આહલાદક બનાવે.  જેનું વર્ણન અવર્ણનિય બને. સમય અને કાળ એકબીજામાં સમાઇ જાય. પછી ભલેને આ નાશવંત શરીર અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય. પેલું ચૈતન્ય તેનાથી વિખુટું પડી અનંતના માર્ગને અનુસરે. ચૈતન્યનું રૂપાંતર થાય તેનો નાશ નહી. ક્યાંથી આવ્યા, ક્યાં જવાના કોને ખબર? શું લાવ્યા શું લઈ જવાના અનજાણ. માત્ર’ હું કોણ’ની શોધ જારી રહે. જેનો ઉત્તર આપવા આજ સુધી કોઈ શક્તિમાન બન્યું નથી.

જીવ જ્યારે શરીર ત્યજે છે ત્યારે એ ચૈતન્યને છુટું પડતું દૃશ્ય નરી આંખે જોવાનું ભાગ્ય કોને સાંપડ્યું છે? તેના અસ્તિત્વનો સ્વિકાર નરી આંખ નિહાળે છે. આપણે કોણ છીએ, શરીર, મન , બુદ્ધિ કે અહંકાર?  શરીર સિવાયના ત્રણેયનું અસ્તિત્વ ક્યાં છે, તેની પણ ખબર નથી !

તેરા સત ચિત આનંદ રૂપ , કોઈ જાને ના.

જે આત્માનું સ્વરૂપ છે . જે અમર છે તેનો નાશ નથી. આત્મા ત્રણેય કાળમાં હયાત છે. કાલે હતો, આજે છે અને આવતી કાલે હશે. ચૈતન્ય આ ત્રણેય કાળનો સાક્ષી છે. ભલે તે દેખી નથી શકતા પણ જ્યારે તે અદૃશ્ય થાય છે ત્યારે તેનો પ્રભાવ જરૂર જણાય છે. એ ચૈતન્યનો પૂર્ણ પણે સ્વિકાર એટલે માનવીની હસ્તિ !

 

 

 

 

 

 

 

નર્યા ( ૪) ડૉ લલિત પરીખ

જૂની આંખે નવા તમાશા – ડો.લલિત પરીખ →

ચૈતન્ય સ્વરૂ્પનો પૂર્ણ સ્વિકાર () તરુલતા બેન મહેતા

ચરાચર સહિત સમગ્ર જગતમાં અજરા અમર ચૈતન્ય વિલસી રહ્યું છે. તેનો સ્વીકાર, પૂર્ણ સ્વીકાર કોણ અને ક્યારે કરી શકે? વિનાશી તત્વોમાં માનવનો પણ સમાવેશ થાય છે. વિનાશી મર્યાદિત સમયમાં નાશ પામે છે. પણ જગતના પ્રત્યેક તત્વમાં ચૈતન્યનો આવિષ્કાર છે. સમગ્ર જીવસમુદાયમાં એક માત્ર મનુષ્ય ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે જ મનુષ્ય અવતાર મહામુલો માનવો. મનુષ્ય પોતામાં રહેલા ચેતનાના અંશને શ્રદ્ધા, ઝંખના, પ્રયત્ન, સાધના, તપસ્યા, ભક્તિ કે જ્ઞાન દ્રારા સિદ્ધ કરવા ચાહે છે. કોઈ પણ વાત કે વસ્તુનો પૂર્ણ સ્વીકાર જેનામાં અહંકાર અને મમતા છે તે કદાપી ન કરી શકે!જેને ભય છે, સતત મુત્યુનો ડર છે. તે સ્વીકાર કરી શકતો નથી. મનુષ્ય સ્વમાં ચેતનાના અંશની પ્રતીતિ કરે તો અનંત, અમર, સત્ય અને આનંદરૂપ પરમ ચૈતન્ય સ્વરૂપનો સ્વીકાર થાય .બધા ભેદભાવો ઓગળી જાય, જીવમાંથી શિવ બને.

જૈનધર્મની પરંપરામાં તીર્થંકરોને ચૈતન્ય સ્વરૂપ સિધ્ધ થયું હતું. ચૈતન્ય સ્વરૂપનો સ્વીકાર એટલે પોતાના અહં, મન, ધનનો નિઃશેષ પૂર્ણપણે ત્યાગ. શરીર પુદગલ બની જાય, આ માર્ગ અત્યંત કઠીન અને દુર્ગમ છે. સામન્ય માનવો ધર્મની પરંપરાને અનુસરે છે. કેટલાક શ્રધ્ધાપૂર્વક ભક્તિ કરે છે. કોઈક જ્ઞાન મેળવવા અથાગ  શ્રમ કરે છે. વિરલાઓ તપસ્યા અને ત્યાગ કરે છે.

ચૈતન્યરૂપનો પૂર્ણપણે સ્વીકાર એટલે સંપૂર્ણપણે તેને આઘીન. પછી તો સુખ, દુઃખ, મારું, તારું, ગમા,અણગમા, જીવન કે મુત્યુ સઘળુ સમાન થઈ જાય છે. નાનપણમાં બાળક સહજપણે માનો પૂર્ણપણે સ્વીકાર કરે છે. કુદરતની એવી રીત છે.  મા બાળકને પ્રેમ કરે,વઢે,શિક્ષા કરે,ખવડાવે કે ભૂખ્યો રાખે તે માને આધીન છે. આપણે જાણીએ છીએ મા સદૈવ બાળકને સાચવે છે.

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર કરનાર અભય અને ત્રણે કાળથી પર છે. સ્વયં સુખનું ધામ છે. સ્વયં જ્યોતિરૂપ છે. આ જગતના ક્ષણિક સુખ દુઃખ સાથે કઇ લેવાદેવા નથી. અંદરથી જાગ્રત માણસને જીવનના કોઈ સંજોગોમાં સંસારના ભોતિક સુખો, સામાજિક દુઃખો કે પોતાની જ આધિ વ્યાધિ પ્રત્યે ઉદાસિનતા આવી જાય છે. સંસારની સૌ ચીજોને ક્ષય પામતી જોઈ પોતાના દેહની નશ્વર સ્થિતિ સમજે છે.

એનામાં ચૈતન્ય સ્વરૂપનો અહેસાસ કરવાની તરસ, ઝંખના અગ્નિ રૂપે જલે છે. એની ભૂખ તરસ બધુ અગ્નિમાં હોમાતું જાય છે. એ હમેશા જાગ્રત રહે છે. એક પળનો પ્રમાદ કે બગાડ તે કરતો નથી. ઋષિ મુનીઓ યજ્ઞ તેમની તપસ્યાના સંકેતરૂપે કરતા હતા. યજ્ઞના અગ્નિમાં, ‘હોમ સ્વાહા ‘ના મંત્રથી દેહની વાસનાઓ તેમજ મનના પ્રમાદને આહુતિ રૂપે હોમી દેતા.

પછીના સમયમાં યજ્ઞના નામે ઘણા અનિષ્ટો આવ્યાં એ સમાજની અંધશ્રધ્ધા બતાવે છે. હરપળ જાગ્રત અને સંયમી ચૈતન્ય સ્વરૂપના પૂર્ણ સ્વીકારથી માનવ જન્મને સાર્થક કરે છે. મારા પ્રશ્ન, દ્વિધા, શંકા, આશંકા, ચૈતન્ય સ્વરૂપના પૂર્ણ પણે સ્વીકારના માર્ગમાં કાંટા પાથરે છે.

જગતના દુષ્ટ તત્વોની લીલા મારી શ્રદ્ધાને ડગમગાવવા સમર્થ છે. ’ગીતા’માં અર્જુનને મહાભારતની યુદ્ધ ભૂમિમાં વિષાદ ઉપજે છે.  શ્રીકૃષ્ણ એના રથના સારથી ઉપરાંત એને  ધર્મ અને સત્યના માર્ગે દોરનાર છે. અર્જુનના પ્રશ્નોના જવાબ શ્રીહરિ આપે છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ યોગથી, ‘ન હન્ય્તે હન્યમાને શરીરે ‘એવા પરમાત્મ સ્વરૂપને પામવાનો માર્ગ બતાવે છે. વાસ્તવમાં એ ત્રણમાંથી કોઈ પણ રસ્તો  ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ સ્વીકાર કરાવી શકે! કેવી કરામતથી આ મોહ માયામાં વળગી ગયેલા જીવને માથે લટકતી જરા, મુત્યુના ભયની તલવારથી મુક્ત કરાય? ‘કાંટો કાંટાને કાઢે,’

વિરલાઓ જીવનને અંતિમ છેડા જેવું પૂરી તાકાતથી જીવી જાણે ! નિર્ભય અને વિરક્ત જેણે જીવનમાં સર્વત્ર ભયને જીતી લીધો છે,તેઓ ‘માહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જો ને ‘  સ્થિતિમાં હોય છે. નરસિહ, મીરાં તો આપણા લાડીલા નામો છે. સમગ્ર ભારતમાં અને જગતભરમાં સંતોએ ચૈતન્ય સ્વરૂપના પૂર્ણ સ્વીકારથી આત્માનું અને  સમાજનું કલ્યાણ કર્યું છે. કરી રહ્યા છે. કોલસામાંથી હીરો પારખે તેવા પિપાસુઓને આજના જમાનામાં પણ સાચા સંત કે ગુરુ મળી શકે છે. ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ સ્વીકાર કરનાર સમગ્ર જગતના સૂક્ષ્મ કે સ્થૂળ તત્વોને સમાન  નજરે જુએ છે.  જલક્મલવત રહે છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ, સાઈંબાબા જેવા સંતોને કૂતરામાં ભગવાન દેખાતા હતા.

મારી પામર બુદ્ધિ મને કહે છે, જીવનમાં જેનું વળગણ હોય, જેને ગુમાવી દેવાનો ભય હોય, તેને આપમેળે ધીરે ધીરે છોડવાથી જગતમાં વ્યાપ્ત ચૈતન્ય સ્વરૂપના સ્વીકાર તરફની બારી ખૂલે. મારાપણાના કોચલામાં રહેવાની આદતમાં બધી જ બારીઓ બંધ કરી દેવાથી ચૈતન્ય સ્વરૂપના સ્વીકારની બધી જ શક્યતાઓ ઉપર પડદો પડી જાય છે. મારો એક સામાન્ય અનુભવ કહું, નાનપણથી મને નદી તળાવના પાણીમાં જવાનો જાન નીકળી જાય તેવો ડર લાગતો. દરિયાનું આકર્ષણ ખૂબ પણ ઉછળતા મોજામાં પલળવાની હિમત નહી. પાણીમાં તરવું એ મારી કલ્પનામાં પણ ન વિચારું. બન્યું એવું કે બેકની ઇન્જરીથી કેડનો દુઃખાવો ધર ઘાલી ગયો, સર્જરી કરાવવાની નોબત આવી. સર્જરીનો અતિશય ડર લાગે, ડોકટરે બીજો રસ્તો બતાવ્યો,પાણીમાં કસરત કરો અને ધીરે ધીરે તરવાનું શિખો, સારું થશે. મારા મોતિયા મરી ગયા. પાણીમાં પડવાની તો મરવા જેટલી બીક લાગે. બીજી બાજુ સર્જરીની બીક. છેવટે મેં પાણીમાં જવાના ડરને સ્વીકાર્યો. સ્વીમીગ પુલના પાણીમાં થોડું તરવાની હિમત આવી ત્યારે કેડનો દુઃખાવો ઓછો થયો. પાણીમાં મળતા નિર્દોષ આનંદની દુનિયાના બારણા મારે માટે ખૂલી ગયાં.

હવે સાગર કે મહાસાગરને કિનારે ખૂલ્લા પગે દોડતી, દૂરથી આવતા પિતાને બાળકી ભેટી પડે તેમ સાગરના મોજાને ભેટી પડું છું. ખારા પાણીના હેલારા મારા વય,વસ્ત્રોને ધોઈ નાંખે છે. બદલામાં આનંદના મહામૂલા મોતી મળે છે. હું વિચારું છુ, પાણીનો સાગર એમાં ભીજાવાથી આવો આનંદ આપે  તો કાલાતીત ચૈતન્ય સ્વરૂપના મહાસાગરનો પૂર્ણ પણે સ્વીકારનો અનુભવાનંદ કેટલો અદભુત હશે! દુનિયાના બધા આનંદો છેવટે ક્ષણિક હોય છે. આ ક્ષણિકના કોચલમાથી બહાર આવી, સદૈવ વિરાજમાન ચૈતન્ય સ્વરૂપના પૂર્ણ પણે સ્વીકારના માર્ગને મનુષ્યજીવનની સાર્થકતા માનવી.

એક પ્રાર્થના સાથે મારી કલમને વિરમું છુ .

ૐ પૂર્ણમદ:પૂર્ણમિદં પૂર્ણાતપૂર્ણમુદ્ચ્ય્તે

પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશીષ્યતે

 

 

 

 

 

 

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર ()

કલ્પના રઘુ શાહ

જે જડ નથી તે ચેતન છે. પ્રાણ, ચેતના, ઉર્જાથી જે સભર છે તે ચૈતન્ય છે. આપણામાં વહેતી ચેતનાનો વિસ્તાર કરી વિશ્વવ્યાપી ચેતના સાથે એટલેકે આત્માને પરમાત્મા સાથે જોડી દઇને, એની શક્તિનો વિચાર અને ભાવ દ્વારા વારંવાર અનુસંધાન કરવાથી ભગવદ્‍તત્વની વધારે પ્રતિતિ થશે. અને તેની કૃપા આપણા પર અવિરત વહેશે. અંતે જીવનમાં પરમાત્મા પ્રગટ થશે. આ માટે ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર જરૂરી છે.

જગત અને જગત નિયંતા જુદા નથી. કપાસ, કપડું બને, લાકડું, ખુરશી બને, ઘંઉ, રોટલી બને પછી કપડું, ખુરશી અને રોટલી જ દેખાય છે. કપાસ, લાકડુ અને ઘંઉ ના દેખાય. એમ પરમાત્માનું જગતમાં રૂપાંતર થયા પછી પરમાત્મા ક્યાંથી દેખાય? માટે સમસ્ત વિશ્વમાં, પ્રાણીમાત્રમાં પરમાત્માનો અનુભવ કરો.

માનવી તો અખિલ બ્રહ્માંડનો એક અંશ માત્ર છે. બધું ગોઠવે છે એ ચૈતન્ય સ્વરૂપ કિરતાર. જરા વિચાર્યુ છે, એ કર્તા કોણ છે? માનવીનું શરીર ચાલે છે, જીવન ચાલે છે, સૂતાં-જાગતા એના શ્વાસ ચાલ્યા કરે છે. અરે! શરીરમાં નખથી શીખ સુધી લોહીનું ભ્રમણ કોઇ પણ પંપ વગર થાય છે!  ક્યારેય વિચાર્યુ છે દિવસ,રાતનું વર્તુળ, સૂર્ય, ચંદ્રનું પરિભ્રમણ, તારાઓ, ગ્રહો-નક્ષત્ર અને તમામ અવકાશી પદાર્થોની ગતિ! બધું જ સમયસર, નિયમિત, અથડાયા વગર ચાલે છે. કોનાથી ચાલે છે? કોણ ચલાવે છે? માનવી તો ઇશ્વરે સર્જેલી સમગ્ર વ્યવસ્થાનો એક ભાગ છે. એની યોજનાથી જ માનવીનાં શરીરમાં શ્વાસની આવન-જાવન ચાલ્યા કરે છે. આમ કર્તા ઇશ્વર છે. શરીર કાંઇજ કરી શકતું નથી. શરીર શું કરી શકે? જે પળે એ જીવાદોરી, શ્વાસ ખેંચી લેશે ત્યારે શરીર એક નિષ્પ્રાણ, જડ શબ બની જશે. જ્યાં સુધી શરીરમાં ચૈતન્ય હતું, માનવ પોતે કોઇના સહારા વગર પોતાનું વજન ઉપાડીને ચાલી શકતો હતો. ચૈતન્ય વગરનાં શરીરને ઉચકવા ૪ થી ૬ વ્યક્તિઓની જરૂર પડે છે. આ એક સત્ય છે અને માટેજ ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર કરેજ છૂટકો છે.

શરીરની આટલી જ કિંમત છે. એ સાધનરૂપ જ છે. એ પોતે કઇ કરી શકવા સમર્થ નથી.  છતાં માનવી પોતાનાં શરીરને શક્તિશાળી માને છે. એની આળપંપાળ કરે છે. અને એ દ્વારા બધુ હું કરું છું, મારા વડે જ થાય છે અને મારી ઇચ્છા મુજબ થાય છે એવો અહં સેવે છે. કર્તાપણાનો ભાવ ઇશ્વરથી દૂર કરે છે. કર્તા થાય એણે ભોકતા થવું જ પડે છે. ઇશ્વર કહે છે, સારું, કર્તા તું છે તો જા, તું જે કરે છે એનાં પરિણામ પણ તું ભોગવ! પછી ઇશ્વર મદદ કરવા કયાંથી આવે? એ શાંતિથી ખેલ જોયા કરે છે. આધુનિક માનવ લોજીકથી બધુ વિચારે છે. જ્યાં લોજીક આવે ત્યાં ઇશ્વરિય શક્તિ દૂર ભાગે છે. જો માનવીનું કર્યુ જ બધુ થતું હોત તો કહેવત પ્રમાણે “વૈદોનાં કદી મરત નહીં અને જોશીઓનાં રાંડત નહીં.” તેમજ ધનવાનો પર કદી આપત્તિ આવત જ નહીં. પરંતુ એવું બનતું નથી.

ચૈતન્ય શક્તિ સામે માનવ કંગાળ છે. કર્તાપણાનો ભાવ એની પાછળ બધાં દુઃખો ખેંચી લાવે છે. જ્યાં હરિ ઇચ્છા ને બળવાન માની, જ્યાં એનું ધાર્યુ બધુ સ્વીકારવાની તૈયારી બતાવી, જ્યાં ચૈતન્ય સ્વરૂપની શરણાગતિ સ્વીકારી ત્યાં મુસીબતોનો અંત આવે છે. કર્મનાં ફળ સ્વરૂપ મુસીબતો આવે તો પણ એમાંથી હસતાં હસતાં પાર ઉતરી જવાય છે. કારણ કે તારનાર અને ડૂબાડનાર બન્ને ઇશ્વર છે. માનવી કર્તા ન બને, માત્ર દ્રષ્ટા બની જાય. પોતાનાં શરીરને એક સાધન માને, ઇશ્વર ઇચ્છાને વહન કરવાનું નિમિત્ત માત્ર માને ત્યારે જીંદગી સરળ બની જાય છે. પર્વત પરથી વહેતાં ઝરણાં જેવી. વહેવાની શક્તિ ઉપરથી આવે છે. વહેવાની દિશા પણ ઉપરવાળો જ નક્કી કરે છે. કારણકે સમગ્ર સૃષ્ટિનો અને તમામ જીવ માત્રનો કિરતાર  એક  છે.

કબીરજીએ એક ઉદાહરણ આપતાં કહ્યું છે કે દળવાંની ઘંટીમાં ઘઉં દળતાં જે ઘઉં ખીલાને વળગીને રહે છે તે દાણા આખા રહે છે. અને જે છૂટાં પડે છે તે ઘંટીનાં બે પડ વચ્ચે પીસાઇને લોટ થઇ જાય છે. માનવે આ ગહન વાતને સમજવાની જરૂર છે. અર્થ ખૂબજ ઉંડો છે. માયા અને અવિદ્યા મનુષ્યને તેના આત્માથી દૂર કરે છે. આ કળિયુગમાં ઇશ્વર તત્વ સાથે પળેપળનાં અનુસંધાન માટે નામ સ્મરણનું ભાગવતજીમાં ખૂબ મહત્વ સમજાવ્યું છે.

મનને અને જ્ઞાનેન્દ્રિયોને માંજી આજને શણગારતાં શીખો. પતાંજલીનાં યોગસૂત્ર અનુસાર અષ્ટાંગ યોગનો અભ્યાસ રોજીંદા જીવનમાં અપનાવો.  પછી સત્સંગ, ચિંતન, મનન અને આત્મદર્શનનાં અભ્યાસ ચરણથી ચૈતન્ય સુધીની યાત્રા સરળ બનાવશે. ચૈતન્ય સ્વરૂપનો સ્વીકાર સહજ બની જશે. પછી હું જ ચૈતન્ય છું એવા અનુભવો થવાં માંડશે. હું, હું ન રહેતાં એકો અહંની અનુભૂતિ થશે. પછી જણાશે, ‘બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે’ જે ભકત નરસિંહને દેખાતું હતું.

આ માટે સિધ્ધ સદ્‍ગુરૂની જરૂર હોય છે. જે આ યાત્રામાં અંતરનું તિમિર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવીને હાથ પકડીને ચૈતન્ય સ્વરૂપનું અનુસંધાન કરાવી આપે છે. સદ્‍ગુરૂની શરણાગતિનાં સથવારે ચૈતન્ય સ્વરૂપની શરણાગતિ સરળ બને છે. આ માર્ગ જેટલો દેખીતો કઠીન છે તેટલોજ આસાન છે. સિધ્ધ બનવું સંસારી માટે શક્ય નથી હોતું .પરંતુ સિધ્ધતાનો  અનુભવ  યોગીક જીવનમાં  ક્યારેક શક્ય  બને છે. જેને  માટે કરવો પડે છે ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર.

 

 

 

 

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર

()પદ્માકાન

વ્યક્તિ જેવું વિચારે, અનુભવે અને માને તે પ્રમાણે તેનું મન શરીર અને સજોગો આકાર લેતા હોય છે. દરેક વ્યક્તિ સારું આરોગ્ય, સલામતી, માનસિક શાંતિ, દરેક પ્રકારના સુખ જન્ખતી હોય છે. પરંતુ બધી જ વ્યક્તિઓને આ બધું ઉપલબ્ધ થવાનું શક્ય નથી હોતું, તેનું કારણ આપણું મન છે. આપણા મન પાસે અદભૂત શક્તિઓ રહેલી છે.

મનના બે પ્રકાર છે. જાગ્રત મન અને અર્ધ જાગૃત મન. જાગૃત મન પાસે ૧૦% શક્તિ છે જયારે ૯૦% શક્તિ અર્ધ જાગૃત મન પાસે રહેલી છે. તેથી જો આપણે આ અર્ધ જાગૃત મનની ૯૦% શક્તિઓનો ઉપયોગ કરવાનું શીખી લઈએ તો બધું  આપણે મેળવી શકીએ.

જીવનમાં દરેક વ્યક્તિને કોઈ ને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે. પછી એ સમસ્યા આર્થિક, શારીરિક માનસિક કે કોઈ પણ હોઈ શકે. જાગ્રત મનથી સમસ્યાનો હલ ન કરી શકવાથી તે સગાસંબંધીમા કોઈ સમર્થ વ્યક્તિ પાસે સલાહ લેવા દોડી જાય છે. કોઈ ગ્રહ નડતા હશે એવી શંકાથી  જ્યોતિષશાસ્ત્ર તરફ વળે. સમસ્યાનો ઉકેલ ક્યાંય ન મળતા તે ભગવાનના શરણે જાય છે. આ ત્રણ સિવાય જે વૈજ્ઞાનિક રીતે સચોટ રસ્તો તે “તમારા અર્ધ જાગૃત મન પાસે જવાનો”! આપણને મુઝવતા દરેક પ્રશ્નનો ઉકેલ આપણા અર્ધ જાગ્રત મન પાસે છે. તે આપણને ક્યારેય નિરાશ નહી કરે. તેમાં આહવાન કરવાનું હોય છે. આપણા દરેકના અર્ધ જાગ્રત મન પાસે વિશ્વના સમગ્ર વાતાવરણ ઉપર અસર કરવાની તાકત છે. એ ભૌતિક  વાતાવરણ હોય, માનસિક વાતાવરણ હોય કે બાયોલોજિક વાતાવરણ હોય.

આપણે જયારે અર્ધજાગ્રત મનને કોઈ મહાન કાર્ય માટે આહવાન આપીએ ત્યારે આત્મચેતના જગાડીએ છીએ. અર્ધ જાગ્રત મન વિશ્વચેતના [કોસ્મિક પાવર] પાસેથી શક્તિ મેળવી પોતાની ધારી અસર દેખાડે છે. તેથી દુરથી ‘રેકી’ આપી શકાય છે, આ વાત માનવી થોડી મુશ્કેલ હોવાથી ઉદાહરણ આપી સમજાવું. પ્રથમ રામાયણમાં ડોકિયું કરીશું. વિજ્ઞાનના નિયમ મુજબ પાણીમાં પત્થર નાખીએ તો ડૂબી જાય. પણ રામાયણમાં હનુમાનની વાનર સેનાએ બધા પત્થર ઉપર રામનામ લખીને પાણીમાં ફેંક્યા, તે તરવા લાગ્યા અને એક બીજા સાથે જોડાઈને સેતુબંધ બની ગયો. આ કમાલ વાંદરાઓના અર્ધજાગ્રત મનની શક્તિની . વાનરસેનાએ પોતાના અર્ધ જાગૃત મનની શક્તિથી આ શક્ય બનાવ્યું કારણ કે રામના નામ પર વિશ્વાસની શક્તિ વહેતી હતી. આ રામાયણમાં સેતુબંધનો જે ઉલ્લેખ છે તેનું પ્રમાણ N.A.S.A. એ ૨૦૦૧માં એના ફોટા આપ્યા છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે દરિયાના તળિયા ઉપરથી આ સેતુના અવશેષોના ફોટા છાપ્યા છે. જુનાગઢના સંત નરસિંહ મહેતા એમના જીવનના બે કિસ્સા “કુંવરબાઈનું મામેરું અને નરસિંહ મહેતાની હુંડી.” નરસિંહ મહેતા એક ભલા ભોળા માણસ હતા, તેઓ ભગવાનને પોતાના બે કામ માટે મદદ કરવા માટે મજબુર કરી શક્યા. રામાયણનો હજી એક સરસ પ્રસંગ’શબરી’નો. પ્રભુ શ્રીરામ પોતાને ઘેર જમવા પધારે એવી પ્રબળ ઈચ્છા હતી. તે [બર્નિંગ ડીઝાયર] તેના અર્ધ જાગૃત મનમાં જઇને એક ચુંબકીય ભાવાવરણ ઉત્પન્ન કરે છે. એ ચુંબકીય પાવરથી ભગવાન શ્રીરામ્ તેમના ઘરે આવે છે અને તેની ઈચ્છા પૂરી થાય છે. જંગલમાં રહેતી એક આદિવાસી સ્ત્રી શબરી જો પોતાના અર્ધજાગ્રત મન દ્વારા ભગવાનને પોતાના તરફ ખેચી લાવે, તો શું આપણે આપણી આ શક્તિને ઓળખી લઈએ અનેં બરાબર એનો ઉપયોગ કરી શકીએ તો? તો ના જવાબમાં પ્રતીક્ષા, અને સમયથી પહેલા અને ભાગ્યથી વધુ કોઈને કઈ મળતું નથી.

નિશ્ચિત સમય પહેલા આપણને કઈ મળવાનું નથી, તો શાંતિથી પ્રતીક્ષા શા માટે ન કરવી? ધીરજથી પ્રતીક્ષા તે જ કરી શકે છે જેને પોતાના અર્ધજાગૃત મનની શક્તિ પર પુરેપુરો વિશ્વાસ હોય. અર્ધજાગૃત મન એ ભગવાનનો જ અંશ છે તો તેની શક્તિ પર શંકા કરીને અધીરા શાને થવું?

આપણી ધ્યેય સિદ્ધિને ઝડપી બનાવવા છ ઉદ્દીપકો છે. ઉપવાસ, મોન, પ્રાર્થના, હકારાત્મક વિચારો, ધ્યાન અને અલ્ફા મ્યુઝિક. જયારે ઉપવાસ કરીએ ત્યારે જઠર તથા આતરડાને કામ ઓછુ કરવું પડે છે. મન શાંત હોય તો આપણા મનના કીમતી સંદેશા આપણે સાંભળી શકીશું. એકાંતની પ્રાર્થના દરમ્યાન આપણે આપણી આત્મચેતનાને જગાડીએ છીએ. એટલે કે અર્ધજાગૃત મનને કાર્યશીલ કરીએ છીએ ત્યારે વિશ્વચેતનામાંથી શક્તિનો સંચાર થાય છે. જ્યારે સમુહમાં પ્રાર્થના કરીએ ત્યારે આપણા બધાની આત્મચેત્નામાંથી એક સમૂહ ચેતના ઉત્પન્ન થાય છે સમૂહ પ્રાર્થના વધારે ફાયદો આપે છે.

હકારાત્મક વિચારો જીવનમાં ખૂબ જરૂરી છે. ટૂંકમાં કહું તો આપણા  જીવનની સફળતાની એ શુકનવંતી ચાવી છે. છલોછલ પ્રેમથી આપણા જીવનને ભરી દેશે.અલ્ફા મ્યુઝીક મનને કુદરતી રીતે શાંત કરે છે.

ચેતના શક્તિ, શક્તિની જાગૃતિની ક્રિયા જે પૂર્ણતા પ્રાપ્ત કરવા માટેની ચાવી છે. તેને વિકસાવવા માટે “રેકી“ એક અદભૂત મદદ રૂપ સાધના છે. જીવનમાં મોટા ભાગની વસ્તુઓ માટે અનુભવ જરૂરી છે. તેવી રીતે રેકીની કદર કરવા માટે તેનો અનુભવ લેવો જરૂરી છે. આ શક્તિ ગુહ્ય છે, જે બિલકુલ અમાપ ક્રિયાશીલ શક્તિ છે અને તે પૃથ્વી અને બ્રહ્માંડને સંભાળે છે. તે બ્રહ્માંડની અદ્રશ્ય શક્તિ છે,તે ગતિમાં રહે છે, અને બીજી બધી શક્તિઓ તેની આગળ કોઈ વિસાતમાં નથી. માટે તે સંપૂર્ણ છે. રેકી ખરેખર  પુરાણું વિજ્ઞાન છે, જાપાનના ડોક્ટર મીકાઓ ઉસુઈ કે જેમણે આ શોધ પાછળ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. ઉપચારની પ્રંપરાગત અને પ્રવર્તમાન પધ્ધતિઓની લાંબી યાત્રા ખેડ્યા પછી તેઓને એક પર્વત પર એકવીસ દિવસના અનુષ્ઠાન બાદ ઈશ્વરની કૃપા માત્રથી “રેકી” નો પ્રાદુર્ભાવ થયો. રેકી સ્થૂળ શરીર, પ્રાણ શરીર અને માનસિક શરીર પર અસર કરે છે. બીના હાનીકારક અને ફાયદાકારક છે. આની દીક્ષા આપવાની પવિત્ર વિધિ એ કાર્ય ગુરુ કરે છે. તેથી શક્તિનો સંપર્ક પ્રાપ્ત થાય છે.

ન્યુ મેક્સિકોના જાણીતા સંશોધનકાર ડોક્ટર.બારા ફિશરેજીવન શક્તિ જાણવા માટેની કીર્લીયનફોટોગ્રાફીની આગવી કલા વિકસાવી છે. શક્તિ મોકલતા પહેલા પ્રકાશનો વિસ્તાર નાનો હતો જે શક્તિ મોકલ્યા પછી ઘણો જ વિસ્તાર પામેલો માલુમ પડ્યો.

રેકી ખૂબ જ સરળ છે અને કુદરતી પ્રક્રિયા કરેછે. હાથ મૂકતા તે વહે છે અને હાથ ઉઠાવી લેતા રેકી બંધ થાય છે. રેકી માસ્ટર તરફથી મળેલી શક્તિ તમારી પાસે આજીવન રહે છે. તમે રેકી છો, પ્રભુ મૂળ સ્ત્રોત છે. તમે પ્રભુ સાથે જોડાયલા છો. તમે દિવ્ય આત્મા છો, રેકી દિવ્ય છે. પ્રાચીન કાળના બધા તત્વજ્ઞાન અને મુખ્ય ધર્મોમાં “પોતાની જાતને સમજવી, ઓળખવી એ ઈશ્વરને સમજવા બરાબર છે”, એવું શીખવવામાં આવતું. તમારામાં કૃતજ્ઞતાની ભાવના કેળવવા માટે અને તે માટે તમારી ચેતના શક્તિને જાગૃત રાખવા પ્રયત્નોની જરૂર છે. જયારે તમારી ચેતના શક્તિમાં સતત કૃતજ્ઞતાની ભાવના રહેશે ત્યારે તે જ {કૃતજ્ઞતા} ભરપૂરતા ને તમારા તરફ ખેચવાનું ચુંબકીય સાધન બની જશે. તમે જાતે જયારે રેકી લેશો, ત્યારે તે, તમારા અર્ધજાગૃત મનમાની જૂની ગ્રંથીઓ, જે તમારા આબાદીના માર્ગમાં અવરોધરૂપ છે. તેને દુર કરવામાં મદદરૂપ થશે. ચૈતન્ય સ્વરૂપની તરફ પ્રયાણ કરશો.

જીવનમાં જે સારું થાય તે પ્રભુ કૃપા અને કૈક આફતજનક બને તો “દરેક સંજોગ તમને કૈક શીખવે છે.” એવી વૃત્તિ રાખવી . સંજોગોના ગુલામ ન બનતા ઈશ્વરને શરણે જવું અને તમારી જાતને ચિંતાથી મુક્ત કરો.ગુસ્સો ન કરવો જે શરીરમાં રોગ પેદા કરે છે.આ શક્તિનો રચનાત્મક ઉપયોગ કરવાનું શીખી લઈને આપણે તેને શ્રેષ્ઠ લાભકારક શક્તિમાં ફેરવી શકીએ તેથી ગુસ્સો ન કરતા કૃતજ્ઞતાની ભાવનામાં રહેવું. ‘રેકી’ નું વરદાન મેળવ્યા પછી સાધકનું ઉચ્ચ અધ્યાત્મિક સ્તરમાં છલાંગ લાગે છે. સ્વસારવાર દ્વારા સાધકને આ અંગે વધુ પ્રશિક્ષણ મળે છે. થોડું કાવ્યમાં –

મિચ્છામી દુક્કડમ,

મિચ્છામી દુક્કડમ જૈનોનું પર્વ છે મોટું

બિન શરતી દઈ ક્ષમા, ભરી લો પ્રેમનું ભાથું છે મોટું

એનાથી ના હથિયાર મોટું, તો વન વન શાને ભટકવું?

તું તારો ભાગ્ય વિધાતા બનો, અટલ શ્રધ્ધા ને વિશ્વાસ પ્રભુ તણો

પૃથ્વી પર જન્મ્યું એક સ્થૂલ શરીર,

તેને જાગૃત રાખવા દીધું ચૈતન્ય  રૂપી એકજાગૃત મનશરીર

જાગૃતિમાં તે કામ કરે તે પણ ૧૦%,

બીજો જોડિયા ભાઈ સમોઅર્ધ જાગ્રતમન કરે કામ ૯૦%

અર્ધજાગ્રત મનને લઈએ જો આપણા પક્ષમાં,

સમજીને, વિચારીને તે લઈએ જો વર્તનમાં,

તો પામીએ ચૈતન્ય સ્વરૂપને પૂર્ણપણે વર્તમાનમાં

એક કેડીરેકી’ “ટચ એન્ડ હિલશ્રધ્ધા તણી મીકાઉ ઉસુઈને લઈ જાય પર્વત ભણી

એકવીસ દિવસના કરી અનુષ્ઠાન, પામેરેકીશક્તિનું અદભૂત જ્ઞાન

વિશ્વમાં આંતરિક સારવાર, સૃષ્ટિ સાથે એકાત્મ, પરમ સાથે આત્મસાત,

અધ્યાત્મ પંથે કરે સહાય, સૌન્દર્ય અને સાદગીરેકીએક ઉપચાર

ત્રણ મીનીટની સારવારમાં, કઈ સર્જે અદભૂત ચમત્કાર?

હાઉ, વાઉ ને ? માય ગોડ?

સરી પડે દર્દીના મુખમાંથી એવા બોલ,

જોડાઈ ગયો પ્રભુને કૉલ?

છે ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર

પદમાં-કાન

 

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ સ્વીકાર ()

ડૉ ઇંદુબહેન શાહ

માતાના ઉદરમાં નવ મહિના રહ્યા ત્યારથી ચેતના, બ્રહ્મન, આત્મા જે નામ આપો તે આ પંચમહાભૂતના બનેલા શરીરમાં કોઇ ગુઢ ગુહામાં છૂપાઇ રહેલો છે. જે પંચમહાભૂતનું પંચીકરણ કરી માનવ દેહનું ત્રણ શરીરમાં રૂપાંતર કરી જન્મ આપે છે. આ આત્મા નાના મોટા બધા પ્રાણીઓમાં સરખો છે. કીડી હોય કે હાથી બધામાં આત્મા, ચેતના છે. હકિકતનો સ્વીકાર કરવો અનિવાર્ય છે. માનવ દેહના ત્રણ શરીર તે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. આપણે સ્થૂળ શરીરને હંમેશા મહત્વ આપતા રહીએ છીઍ. અંદર રહેલ સ્વને જાણવાનો કદી વિચાર નથી કરતા. સંસારની માયાજાળમાં ગમો, અણગમો, મિત્ર, દુશ્મન, સુખ, દુઃખ માન, અપમાન, ચડતી,પડતી વગેરે દ્વદ્વમાં જીંદગી પૂરી કરી.પાછા જન્મ મરણના ફેરા ફર્યા કરીએ. ,”ભજ ગોવિંદમ”માં આદિ શંકરાચાર્ય જણાવે છે તેમ “પુનરપિ જનનં પુનરપિ મરણં પુનરપિ જનની જઠરે શયનમ” .કદી સૂક્ષ્મતમ તત્વ સત યા ચિત્તનો વિચાર નથી કરતા. હું કોણ? ક્યાંથી આવ્યો? ક્યાં જઇશ? એવા પ્રશ્નો ક્યારેય મગજમાં આવતા નથી. સવાલ એ છે આત્માને કેવી રીતે જાણવો? સહેલુ નથી,તેમજ અઘરું પણ નથી. તેને જાણવા જરૂર છે, શ્રોત્રીય, બ્રહ્મનિષ્ઠ ગુરુની, ગુરુ સાથે સતસંગ, ગીતામાં દર્શાવેલ ત્રણ માર્ગનું કર્મ યોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગનું જીવનમાં આચરણ. નિષ્કામ કર્મ, શુધ્ધ ભક્તિ અને વેદાન્તના (ઉપનિષદ)જ્ઞાન દ્વારા જાગૃતિ. ગુરુ માર્ગ બતાવશે. શ્રવણમ, મનનમ, નિદિધ્યાસન પોતે કરવું પડશે. શાસ્ત્રનું શ્રવણ જે સંતસંગમાં સાંભળૅલું છે તે અને ખુદના વાંચન પર વિચાર, રટણ જેને મનનમ કહેવામાં આવે છે. ત્યારબાદ નિદિધ્યાસન (ધ્યાન) જાતે કરવું પડશે. આ સિવાય બીજો કોઇ માર્ગ નથી. કારણ વેદ વાક્ય જણાવે છે,  ” ન તસ્ય પ્રતિમા અસ્તિ”. તેને કોઇ રૂપ નથી, તે સર્વ પ્રકૃતિ, ચર અચરમાં વ્યાપેલ છે. સર્વ કર્મમાં તેને તેને કોઈ રૂપ નથી. સર્વ કર્મ તેના તેને અર્પણ કરો.

વેદ વાક્ય“ વિષ્ણૌ વ્યાપન સર્વે  વિષ્ણૌ કર્માણિ પશ્યતિ”

આત્મા અમર છે. તે અજન્મા છે. ગીતાના બીજા અધ્યાય, સાંખ્યયોગમાં ભગવાન અર્જુનને કહે છે “નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ ન ચૈનં ક્લેદયન્ત્યાપઃ ન શૉષયતિ મારુતઃ આત્મા એક દેહ ત્યાગી, બીજો દેહ ધારણ કરે છે. આપણા અહમથી ખરડાયેલ જીવાત્મા જ્યારે  પ્રયત્નો કરી સત, ચિત્ત આનંદની અનુભૂતિ કરશે, ત્યારે સ્વને,ચૈતન્ય સ્વરૂપને જાણશે.

 ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ સ્વીકાર () વિજય શાહ

 

કહેવાય છે  પ્રભુ  મોટો સર્જક છે.  તેના સર્જનનો શિરમોર  મનુષ્ય છે. જેને પ્રભુએ સંપૂર્ણ બનાવ્યો છે. તેના સંપૂર્ણ સર્જનમાં શયતાને આવીને એક દુષણ ઘુસાડ્યું જે  અન્ય કોઇ સર્જનમાં નથી. એ દુષણ કે વાઇરસનું નામ છે ” મન”.

મનનું કામ  એક  તે જ્યાં ત્યાં અને જ્યારે ત્યારે સક્રિય થાય અને વિકલ્પો પેદા કરે. સરખામણી કરે જેના પરિણામે  રોજીંદુ કામ પણ વિલંબમાં પડે. જેમ કે શનીવાર છે. આજે કામે નથી જવાનું તેથી ચાલો થોડુ વધુ સુઇ લઇએ! જરૂર હોય કે ના હોય એક કપ ચાનો આજે વધુ પી લઈએ !

આ વિકલ્પ સર્જવાનું કામ મન કરે છે. આ મન મર્કટને  નાથીએ તો જ શ્રદ્ધાના અંતિમ ચરણ જેવું અદકેરું જ્ઞાન હ્રદયમાં પ્રગટે !  સાચું જ્ઞાન  તેને કહેવાય જે વિકલ્પોને શમાવે.

એક સાધુને કોઇએ પુછ્યુ,’  આપ માનો છો કે પ્રભુ છે, એની કૃપા થાય ત્યારે  સુખ જ હોય એ વાત સામાન્ય બુદ્ધિથી સમજાતી નથી ?’ ત્યારે સાધુ કહે ,’ આ બુદ્ધિ સામાન્ય છે તેથી ન જ સમજાય ને ‘? આ સમજવા માટે બુદ્ધિ નહીં હ્રદયનાં અવાજ ને સાંભળવાની અને સમજવાની જરૂર હોય છે. એક્વીસમી સદીમાં આ વાત કોણ માને ?

ચૈતન્ય સ્વરૂપનો સંપૂર્ણ સ્વિકાર જ્યાં આવે છે ત્યાં બુધ્ધિનો ઉપદ્રવ શમી જાય છે. પ્રભુ ભક્તિ એક આદત બની જાય ત્યારે પાપ પ્રવૃત્તિને મોકો  નથી મળતો કે તે કોઇ પણ રીતે તેનો  પ્રભાવ બતાવે !

પ્રહલાદને  હિરણ્યકશ્યપે બહુ વાર જુદી જુદી રીતે સમજાવ્યું કે પ્રભુ જેવું કંઇ નથી છેલ્લે તો હોળીકા સાથે સળગાવી દેવાનું કાવતરુ રચ્યું.   પ્રહલાદ તો પ્રભુ સિવા્યની કોઇ પણ વાત માનતો નહતો. આ કામ એટલા માટે શક્ય બન્યુ કે પ્રહલાદ ને ખબર હતી કે પ્રભુ વિષ્ણુ સર્વસ્વ છે. તે ન ચલાયમાન થયો કે ના ભયભીત થયો. અંતે જે બનવાનું હતુ તે બન્યુ. પ્રભુએ નૃસિંહાવતાર રૂપ ધરી  હિરણ્યકશ્યપનો સંહાર કર્યો .

આજની જિંદગી એટલે બુદ્ધિ અને હ્રદય વચ્ચેનું તુમુલ યુધ્ધ. આ યુધ્ધ ઘણા બુદ્ધિશાળી સતત જીતતા દેખાય.  તેથી દેખાદેખી  હ્રદયની વાતોને દબાવવામાં સફળ થાય. જેનું પરિણામ જીવન પર્યંત અસંખ્ય માનસિક રોગો, તણાવો અને અશાંત જીવન. ખરેખર તો કળયુગમાં “શાંતિ” શબ્દ નો અર્થ સમજવો હોય તો હ્રદયના અવાજ ને સાંભળતા શીખીએ. ત્યારે સમજાય કે ૯૦% અશાંતિ કાલ્પનિક ભયોથી અને ભૂતકાળ અને ભવિષ્ય કાળની ચિંતાઓને લીધે હોય છે.

આ “હ્રદય” એ પ્રભુની દેન છે. તે દરેક પરિસ્થિતિમાં સાચું કહે છે તે વાતની પ્રતિતી એટલે ચૈતન્ય સ્વરૂપનો સંપૂર્ણ સ્વિકાર. આ સત્યને પામવા નિશદિન ગરબડ કરતા “મન” નામના વાઇરસનું  નિયંત્રણ અને “હ્રદય”ના અવાજને સાંભળવાની કવાયત.

અલ્પમતિ હોવાને કારણે આ કથન સમજાવવામાં ક્ષતિ રહી હોય તો ક્ષમા યાચુ છું.  એક વાત સત્ય છે અને તે હ્રદયની વાતો સાંભળનારા સદાય તણાવ મુક્ત હોય છે . ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા તેના સંતાનોને કદી દુઃખી જોવા ઇચ્છતા નથી. તેથી  ભય સ્થાનોની સુચના હ્રદયના અવાજ દ્વારા આપતા રહે છે. તેને જો તમે સાંભળો અને તે મુજબ પાલન કરો તો ” મન” વકરતું નથી. જેમ કે સ્વર્ણ મૃગ હોતું નથી તે માયાવી છે.  તે જાણતા લક્ષ્મણે, લક્ષ્મણ રેખા દોરી તે તેના હ્રદયનો અવાજ હતો.  સાધુ સ્વરૂપે રાવણે જ્યારે તે ઓળંગીને દાન આપો એમ કહ્યું, તે ક્ષણે દ્વીધામાં સીતા માતાએ હ્રદયના અવાજ ને અવગણ્યો. તેમાંથી સર્જાયો દુઃખ અને પીડા સભર રામાયણનો અંતિમ અધ્યાય. કદી એવી કલ્પના તો કરો કે રામે જ્યારે ધોબીની વાતે સીતા ત્યાગનો નિર્ણય લીધો હશે ત્યારે તેમના હ્રદયે તેમને ચેતવ્યા નહી હોય?  જો તેમણે ધોબીને પ્રથમ અગ્નિપરિક્ષા વિશે જાણ કરી હોત તો શું તેમનું રામરાજ્ય ખોડંગાયુ હોત?  આપણે જ્યારે દ્વીધામાં નિર્ણય આપવાનો હોય ત્યારે બધા વિકલ્પો વિચારીએ છીએ. તેથી  વધુ પીડા ભોગવીએ  છીએ. દરેક ઘટનામાં  બે વિકલ્પ  હોય છે.  હ્રદય  બેમાંથી એક નિર્ણય તરત  આપે છે.  “મન”નાં વિકલ્પોને ટાળવા ચૈતન્ય સ્વરૂપનો સંપૂર્ણ સ્વિકાર એક માત્ર પર્યાય છે.

બુદ્ધિ કેરા સીમાડા જ્યાં અટકી ગયા

શ્રદ્ધાસંતો તેને કહી ગયા

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર-() ગિરીશ દેસાઇ

 

ચૈતન્ય સ્વરુપનો પૂર્ણ સ્વીકાર

ચૈતન્ય,  શબ્દના બીજા ઘણા પર્યાય શબ્દો છે જેવા કે બ્રહ્મ, સચ્ચિદાનંદ,પરમાત્મા,જગદાધાર વગેરે વગેરે. છતાં મને સહુથી વધારે પસંદ છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં અપાયેલું નામ અદઃ અર્થાત ‘તે’. આપણે જે વસ્તુ કે વ્યક્તિને  જાણતા ન હોઇએ તેનો ઉલ્લેખ ‘તે’ ના સંબોધનથી જ કરીએ છીએ. અને જે વસ્તુ કે વ્યક્તિ આપણી સમક્ષ હોય પણ તેનું નામ ન જાણતા હોઇએ તો તેને ‘ઈદં’ અર્થાત ‘આ’ કહી સંબોધીએ છીએ. આ ‘અદઃ’નું બીજું નામ છે પુરુષ અને ‘ઈદં’નુ બીજું નામ છે પ્રકૃતિ. ઈશાવસ્યના શાંતિ મંત્રમાં કહ્યું છે કે ‘તે’ એક પુરુષમાંથી  ‘આ’  સર્વ પ્રકૃતિ ઉદ્ભવી છે.  તે પુરુષ પ્રકૃતિની અંદર અને બહાર બધે જ વ્યાપ્ત છે. ‘તદ અંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ’ ‘તે’ના સ્વરુપનું આવું વર્ણન કર્યા પછી તેનો પૂર્ણ પણે સ્વીકાર કરવા કેવી રીતે કર્મ કરવું તે સમજાવતા કહ્યું કે “કુર્વન એવેહ કર્માણિ જિજીવિષેત શતં સમાઃ, એવં ત્વઈ ન અન્યથા અસ્તિ ન કર્મ લિપ્યતે નરે” એટલેકે આ પ્રમાણે સમજી કર્મો   કરતાં કરતાં સો વર્ષ જીવવાની અશા રાખો. દરેક કર્મનું એક સામાન્ય ફળ  મળે છે જેનું નામ છે અનુભવ . અને અનુભવ વિના અનુભૂતિ થવી અશક્ય છે. અને અનુભૂતિ વિનાનો પૂર્ણ સ્વીકાર પણ અસંભવ છે. તેથી જ જીવનમાં કર્મ યોગ મહત્વનો ગણાયો છે. કર્મયોગ કરવાની સાચી રીત બતાવતા છાન્દોગ્ય ઉપનિષદમાં શ્રવણ, મનન અને નિદિધ્યાસન ઉપર ભાર મુકાયો છે. તો આ શ્રવણ, મનન અને નિદિધ્યા્સન શું છે?  તેને કર્મયોગ કેવી રીતે કહેવાય તે મારી સમજ પ્રમાણે અહીં રજુ કરું છું. અહીં શ્રવણનો અર્થ કેવળ કાનથી સાંભળવું એવો નથી. મારી દ્ર્ષ્ટિએ એનો અર્થ છે આપણી પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયોથી મળતા અનુભવો કે જેનાથી આપણે આપણુ અંતઃકરણ ઘડતાં રહીએ છીએ.  મનમાં ઉભરાતા આ અનુભવો શાથી થયાં, તે સારા હતા કે ખોટા, ફરીથી એવો અનુભવ કરવાની ઇચ્છા થાય કે નહીં, તેનો બુદ્ધિ પૂર્વક ઉકેલ લાવવો એ છે મનન, અને આ ઉકેલ પ્રમાણે આપણા વર્તનમાં જરુરી ફેરફાર કરવા એ છે  નિદિધ્યાસન. આપણા દરેક કર્મમા આ ત્રણે ક્રિયાઓ અગત્યની છે. કારણ કે

શ્રવણં,મનનં,નિદિધ્યાસં કૃત્વા ત્રયો તત ભવતિ વિકાસં

શ્રવણં,મનનં,નિદિધ્યાસં ત્યક્તવા એકોપિ ભવતિ વિકારં

શ્રવણં,મનનં,નિદિધ્યાસં ત્યક્તવા ત્રયો તત ભવતિ વિનાશં

 

પરપોટો

તળાવ કેરે તળિએ એક દિ, થયો નાનો પરપોટો,

ધીરે ધીરે ઉપર આવ્યો ને થતો ગયો મોટો.

જોવાદે ઉપર જઈ મુજને કે કોણ છે મુજથી મોટો,

એમ વિચારી કર્યું ડોકિયુંત્યાંતો દેહ એનો છૂટ્યો.

 

દેહ જુઓ પરપોટાનો આભાસ છે કેવો ખોટો,

જો હોય પાણી ચારે કોરે તો બને શું કદિ પરપોટો ?

સંસાર કેરા સાગર માહીં, દેહ છે એક પરપોટો

જો હોત ચૈતન્ય ચારે કોરે તો થાત કેમ નાનેથી મોટો.

 

 

 

 

 

 

 

પંચાજીરી ૨

 

પ્રભુ જ્ઞાની જીવન દે

સંકલનઃ પ્રવીણા કડકિયા

 

પ્રભુ જ્ઞાની જીવન દે ()

પ્રજ્ઞા દાદભાવાળા

અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. આખી લીટીનો અર્થ છે. ‘ પ્રભુ જ્ઞાની જીવન દે‘ !

 પ્રભુ જ્ઞાની જીવન દે!અહી માગણી છે ,અપેક્ષા છે, માનવીની સૌથી મોટી કમજોરી જો હોય તો તે છે માંગણી બીજી કમજોરી છે તે પુરુષાર્થ વગર સીધે સીધું મેળવવું.  અહી એક વાત આપણે ભૂલી જઈએ છે કે મનુષ્ય જન્મતાની સાથે જ્ઞાન નું વરદાન લઈને આવે છેઆંખે દેખાતા અણુમાં જ્ઞાન નો ભંડાર ભર્યો છે. દેખાતા બેકટેરિયામાં રોગ ફેલાવાની તાકાત આપણે સૌએ અનુભવી છેવસ્તુના વિચાર માત્ર થી જ્ઞાન પેદા થાય છે. અનિચ્છા પણ જ્ઞાનને રોકી શકતી નથીબાળક જન્મતાની સાથે રડે છે તે પણ જ્ઞાનને લીધે  ! જ્ઞાન જીવનનું રૂપ  છે માત્ર અરૂપી છે અને દ્રષ્ટિ ગોચર નથી થતું માટે આપણી માગણી છે. જ્ઞાનનો અગ્નિ સદાય આપણામાં પ્રજવલ્લિત છે . માત્ર ભ્રમ ને દુર કરી શુદ્ધ સ્વરૂપને પામવાનું હોય છે.  

જયારે માનવી કહે છે કે,’  પ્રભુ જ્ઞાની જીવન દે‘ તો શું જ્ઞાન મેળવવું અઘરું છે? માટે  માંગણી છે કે જ્ઞાન હોય તો બધું છે એમ માનવી ને વર્તાય છે માટે  બીજી ઈચ્છાઓ ની જેમ એક માત્ર વિશેષ ઈચ્છા છે. જ્ઞાન શા માટે મેળવવું જોઈએ ? જ્ઞાન એટલે શું

અંગ્રેજીમાં જ્ઞાનના અનેક અર્થ છે. knowledge; information, consciousness, awareness,  જયારે જ્ઞાન શબ્દ નો અર્થ આટલો મહત્વનો હોય તો જ્ઞાનનું મહત્વ કેમ હોય? કહેવાતા શિક્ષણ અને ડીગ્રીઓ હોવા છતાં માનવી જ્ઞાનની અપેક્ષા કેમ રાખે છે ? શિક્ષણ બુદ્ધીનો વૈભવ છે. જે અહં અને મિથ્યાભિમાન ને પોષે પણ છેડીગ્રી છેતરામણ  છે.આપણા કોલાહલની અંદર આપણે ડૂબી મરીએ છીએ અને એટલે આપણને જ્ઞાનના  ટહુકાઓ સંભળાતા નથી. જિજ્ઞાષા  દરેક માનવીમાં હોય  છે. જે જ્ઞાનનો માર્ગ છે. જીવન દરમ્યાન જ્ઞાન હજાર વેશે હજારો ચહેરે મળે છે કયારેક જીવનની દોડમાં આપણે લક્ષ ચુકી પછીપછીકહી એને ટાળી  દઈએ છીએ.  એમાં  માણસ આંખ મેળવે છે, પણ દ્રષ્ટિકોણ મેળવતો નથી !

 આપણી આંખને મોતિયો છે.  કારણ  દ્રષ્ટિકોણ મેળવવો એટલે કે જ્ઞાન મેળવવુંમાનવી  જયારે   શરીર મેળવે ત્યારે શરીરનું મહત્વ સમજવા માટે એક દ્રષ્ટિકોણ ની જરૂર પડે છેત્યારે જીવનનું મહત્વ માત્ર માનવી જ્ઞાન થકી  પામી શકે છે. જ્ઞાન  આપણા અસ્તિત્વનો આદર કરે છેજીવન કેવી રીતે જીવવું સમજાઇ જાય તો  જીવન સાર્થક બને, જે માત્ર જ્ઞાન દ્વારા  શક્ય બનેમાટે માનવી કહે છે, મને જ્ઞાની જીવન દે.’જ્ઞા એટલે જાણવું!  જાણવું, અનુભવવું અને પછી ઉપયોગમાં લેવું ત્યારે સંપૂર્ણ જ્ઞાન શબ્દનો અર્થ પુરવાર થાય છે. જ્ઞાનનો એક અર્થ સનાતન જાગૃતિ છેઉણપો અને અધૂરપોની સભાનતા જ્ઞાન છેકર્મ જ્ઞાન પ્રાપ્તિનો પુરષાર્થ છે. જાણવાની પ્રક્રિયા એટલે એને પૂર્ણપણે પામવાની વાત છેવાંચવુ, સાંભળવુ, અવલોકવુ, સંવેદવુ. માનવ શરિર ની સ્થુળ ઇન્દ્રીઓ  જે બાહ્ય જગત સાથે સીધી  સંપર્કમાં આવે છે .જે કંઈ બધી માહિતી ભેગી થાય તેને પોતાની જાત સાથે બેસી(ધ્યાન) વિચારી સુગ્રંથિત કરીએ તો તે માહિતી જ્ઞાન બને. જ્ઞાન આંતરિક ક્રિયા છે જેમ આપણે જમીએ ત્યારે ચાવવું જરૂરી છે તેમ પુરષાર્થ વગર જ્ઞાન શક્ય નથી. જ્ઞાન આત્મીક સ્થિતી છે અથવા આત્માનો ગુણ કહી શકાય.   માત્ર પુરુષાર્થ દ્વારા મેળવી શકાયઆવરણો હઠવાથી તેનું શુદ્ધ સ્વરૂપ પ્રકાશમાં આવે છે, જે  આત્મા નો ગુણ છે.  નરસિંહ મહેતાને જયારે શક્તિપાત  થયો ત્યારે આપ મળે જ્ઞાન પ્રકાશમાં આવ્યુંહવે અહી પ્રશ્ન છે કે જ્ઞાન થકી શક્તિપાત થાય કે શક્તિપાત  થકી જ્ઞાન મેળવવાય ? નરસિંહ ભણેલા હતા છતાં જ્ઞાન હતું તો કઈ રીતે ? પ્રભુ ની વ્યાખ્યા અહી ગુરુ તરીકે લઇ શકાય છેપુરુષાર્થ થકી શક્તિપાત થાય છે જ્ઞાન અનેક માર્ગે મળવાય છે. પહેલું સમર્પણ ભાવ એટલેકે ખુલ્લું મનઅંદર ની ઊઁડી શ્રધ્ધામાં તરબોળ એવી જ્ઞાન સાધનાપુરુષાર્થ અને છેલ્લે આંતરિક ક્રિયા દ્વારા જેમાં તર્કબુદ્ધિ વડે પોતાના પ્રશ્નો ના જવાબ મેળવવાસત્યને ખોળવાનું। જ્ઞાનના વૃક્ષને તો સદાય લહેરાતું રાખવું આપણું કર્તવ્ય છેહવે બધું માનવીએ સ્વંય  કરવાનું છે. તો પ્રભુ પાસે માગણી કેમ ? પ્રભુ પાસે હું કામ કરાવવા માગતી નથી માટે અહી વિરમું છું.  -pragnaji –પ્રજ્ઞા દાદભવાળા 

પ્રભુ જ્ઞાની જીવન દે () હેમા બહેન પટેલ

મનુષ્ય જનમની ખાસિયત એ છે, ભગવાને વિચારવા માટે બુધ્ધિ આપી તેને કારણે જ તે જે સાંભળે, આંખોથી જુએ, વાંચે, અનુભવે તેમાંથી સારા ખોટાનો વિચાર કરીને તેને તે વસ્તુ સમજાય. વસ્તુનુ ભાન થાય, જે વસ્તુ તેને સમજાય તે જ્ઞાન છે. જ્ઞાન એટલે કોઈ પણ વસ્તુ વિષેની માહિતી, જાણકારી,  ખબર હોવી,  વસ્તુની સમજ પડવી. ઘણા ખરા જ્ઞાન એવા હોય જે આગલા જન્મના સંસ્કારના બીજ રૂપે આપણી સાથે જન્મની સાથે જ આવે. જેને કોઈએ આપણને શીખવાડવા ન પડે. તે આપોઆપ જ થાય છે. બાળક જન્મે ને તરત  માતાનુ દુધ પીવા બેસી જાય આ કોઈએ તેને શીખવ્યુ નથી. તેની જાતે કુદરતી રીતે જ કરે. જે કુદરતી રીતે સાથે લઈને જન્મ્યા હોઈએ તેને માટે કોઈના સહારાની જરૂર નથી પરંતું બીજા જ્ઞાન માટે બીજાનો સહારો લેવો પડે છે. માણસને પાંચ જ્ઞાનેન્દ્રીઓ દ્વારા જોઈને, સાંભળીને , સ્પર્શ, ગંધ અને સ્વાદ વગેરેથી જ્ઞાન  થાય છે. બીજું વાંચન અને મનન થી જ્ઞાન થાય. સંસારિક જ્ઞાન, દુનિયાદારી વગેરે જ્ઞાન જેમ જેમ ઉંમર વધે તેમ પરિવાર તરફથી, રોજીંદી જીંદગીના અનુભવથી મળી રહે છે. શાળા-કોલેજનુ જ્ઞાન શિક્ષક આપે.આધ્યાત્મ જ્ઞાન જ્ઞાની ગુરુ આપણને સમજાવે.

જ્ઞાન એ જીવનની પ્રગતિ અને ઉન્નતિનુ એક માધ્યમ કહો યા સાધન કહો. જ્ઞાનથી જ એ શક્ય બની શકે. મનુષ્ય જીવન એ પાઠશાળા સમાન છે, એમ કહીએ તો તેમાં કંઈ ખોટુ નથી. જ્યાં જન્મ લઈએ ત્યાંથી મરતાં સુધી કંઈનુ કંઈ શીખ્યા કરીએ છીએ. જ્ઞાનનો કોઈ અંત નથી. વિશ્વ , દુનિયા , સંસાર  વિશાળ છે. અનંત  બ્રહ્માંડનો કોઈ અંત નથી.  એમાં જ આપણે રહીએ છીએ માટે આ જ્ઞાન પણ વિશાળ છે. વિશાળ દુનિયામાં અગત ક્ષેત્રો, ગણત્રી કરીએ તો  તેનો પાર ન આવે એટઆ બધા ક્ષેત્રો તેમાં શીખતા રહીએ તો પણ તેનો અંત ન આવે. કેટલી બધી જાતની વિદ્યા અને અનેક જાતની કલા છે. સંસારિક જ્ઞાન, વહેવારિક જ્ઞાન જેમાં સંસ્કાર, નિતી-નિયમ વગેરે માતા બાળકને આપે. માતા એ દુનિયામાં શ્રેષ્ઠ શિક્ષક છે. જે સો શિક્ષકની ગરજ સારે! તેણે આપેલુ જ્ઞાન બાળક પુરી જીંદગી યાદ રાખે, તેને ભુલી ન શકે. ઘરમાંથી માતા, પિતા, દાદા, દાદી,  ભાઈ, બહેન અને વડીલો બાળકને ડગલે ને પગલે કંઈને કઈ શીખવાડે. ભારતની અંદર નિશાળમાં શિક્ષણની શરૂઆતથી પંચતંત્રની કથાઓ દ્વારા બોધ આપીને જીવનના પાઠ ભણાવવામાં આવે છે. અકબર-બીરબલની વાતો બીરબલને સમજવા માટે મગજ કસીને પછીથી સમજાય અને જ્ઞાન મળે. જે બહુ જરૂરી છે. અહિંયાંથી બાળકો માટે જ્ઞાનની શરૂઆત થાય છે. દિકરીના લગ્ન થાય અને સાસરે વળાવીએ ત્યારે માતા-પિતા એક જ શીખામણ આપે બેટા જેમ દુધમાં સાકર ભળી જાય તેમ તું સાસરીમાં સમાઈ જજે, આમારા કુળની લાજ રાખજે અને તારુ કુળ તારજે. આ શીખામણમાં એક અતિ આવશ્યક જ્ઞાન સમાયેલું છે. આ જ્ઞાનથી ઘરની સુખ તેમજ શાંતિ બની રહે છે.

જીવન વિકાસ માટે સ્કુલ, કોલેજનુ શિક્ષણ જરૂરી છે. સ્કુલ કોલેજની ડીગ્રી વીના અભણ માણસ જીવનમાં શું કરી શકે ? લક્ષ્મી ચંચલ છે લાખો કરોડો રૂપિયા હશે તે લૂટાઈ જવાનો, જતા રહેવાનો ભય રહે અને જતા પણ રહે પરંતું જો આપણી પાસે જ્ઞાન હશે તે ક્યારેય ક્યાંય ન જાય અને કોઈ ચોરી ન કરી શકે, ન લુંટી શકે. અજ્ઞાની જીવન એ પશુ સમાન છે. દરેક વસ્તુનુ જ્ઞાન હોય તો જીવન સુંદર બનાવી શકીએ. કોઈ કોઈ લોકોને જ્ઞાનની એટલી બધી ભુખ જાગેલી હોય તે લાયબ્રેરીમાં જઈને પુસ્તકો ભેગા કરીને વાંચીને જ્ઞાન મેળવે. ઘણા લોકો એવા જોયા છે જેને આખી દુનિયાનુ બધું જ જ્ઞાન ( જ્ઞાનનો ભંડાર )હોય તેને લોકો હરતી ફરતી પાઠશાળાનુ ઉપનામ આપે  (Encyclopedia,) તેની પાસે કોઈ પણ સવાલનો જવાબ હોય. આ ક્યારે બને દરેક ક્ષેત્રનુ વાંચન જેનાથી બધી માહિતી મળી રહે.

હજારો વર્ષો પહેલાં આપણા ૠષિ મુનિયો જેમણે શોધખોળ કરીને દુનિયાને અદભુત જ્ઞાન પ્રદાન કર્યું છે. તેઓ અત્યારના વૈજ્ઞાનિક સમાન છે, શોધખોળ કરીને કોઈ આવિષ્કાર કરીને તેમણે દુનિયાને નવી નવી દિશાઓ બતાવી છે, તેને લીધે જ પ્રગતિ શક્ય બની. જ્ઞાનની કોઈ સીમા નથી, અત્યારના વૈજ્ઞાનિક તો ઈશ્વરી કણ શોધવા માટે અગાધ પરિશ્રમ કરી રહ્યા છે. અશક્ય વસ્તુ શક્ય કરવા માટે સતત મહેનત કરીને આવિષ્કાર કરીને દુનિયાને અનોખા જ્ઞાનની ભેટ અર્પણ કરે છે.

જ્યારે બ્રહ્મ જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન જોઈતું હોય ત્યારે ઘણી વખત ઈશ્વરને પ્રાર્થના પણ કરવી પડે છે, જ્ઞાન માટે યાચના કરવી પડે છે. તત્વ જ્ઞાન એવું છે જેમાં જેને શોધવો છે તેને શોધવા માટે તેને પ્રાર્થના કરવી પડે છે. સ્કુલ કોલેજમાં ભણતા બાળકો પણ વિદ્યા-જ્ઞાન માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. આમ જોઈએ તો દરેક મનુષ્ય ઈશ્વર પાસે કંઈને કંઈ માગ્યા કરે છે તેવીજ રીતે જ્ઞાન માટે પણ માગણી કરે છે.

ધરતી પર એક માણસ એવું નહી હોય જેણે પ્રભુ પાસે વસ્તુની માગણી ન કરી હોય. ભગવાનને માતા-પિતા માન્યા હોય, બાળક માતા-પિતા પાસે જ વસ્તુની અપેક્ષા કરે. કહેવત છે ને,’ માગ્યા વીના મા પણ ન પીરસે’. ભુખ લાગે ત્યારે માને કહેવું પડે, મા મને ભુખ લાગી છે. એમ  જ્યારે જ્ઞાનની ભુખ જાગી હોય તો પ્રભુ પાસે માગણી કરવી પડે છે હે પ્રભુ મને જ્ઞાની જીવન દે, મને મનુષ્ય જનમ મળ્યો છે તો હું જ્ઞાન દ્વારા એક માનવ બની શકુ. અજ્ઞાનને કારણ પશુ સમાન ન બની જાઉં. અજ્ઞાન અને જડતાને કારણ માનવમાંથી દાનવ ન બની જાઉં. જ્ઞાન દ્વારા  મનની અંદર રહેલી પશુતા, જડતા દુર કરવાનો પ્રયત્ન કરવાનો છે. યોગશાસ્ત્રમાં ચાર શરીરનુ વર્ણન કરવામાં આવ્યું છે.

૧ – સ્થુલ શરીર  ૨- શુક્ષ્મ શરીર  ૩ – કારણ શરીર  ૪ – મહાકારણ શરીર.

અજ્ઞાનતા એને કારણ શરીર કહ્યું  છે. જ્યારે જ્ઞાન થાય ત્યારે તેને મહાકારણ શરીર કહ્યું છે. જોકે આ આધ્યાત્મ વિષય છે. અહીં આત્મ જ્ઞાનની વાત છે. છતાં પણ કોઈ પણ જ્ઞાન હોય, અહીં જ્ઞાનની વાત થઈ રહી છે. તો તેમાં આધ્યાત્મ જ્ઞાન પણ સમાવી લેવાય. હવે જ્યાં અઘરો વિષય છે, તેનુ જ્ઞાન જોઈતું હોય તો પ્રભુનો સહારો લેવો પડે છે. મહાભારતના યુધ્ધ સમયે યુધ્ધ ભુમિમાં શસ્ત્ર ઉઠાવતા પહેલાં અર્જુનને પણ મનની અંદર અનેક શંકાઓ, ઉલઝન,અનેક સવાલ હતા શ્રીકૃષ્ણએ દરેક સવાલનો જવાબ આપીને અર્જુનના મનની અંદર ચાલતી શંકા, આશંકાઓનુ સમાધાન કરીને તેનુ નિરાકરણ કર્યુ. ગીતા જ્ઞાન દ્વારા અર્જુનનુ મન શાંત કર્યુ હતું. અર્જુન અને શ્રીકકૃષ્ણના સવાલ ,જવાબ એને જ્ઞાન નહી તો શું કહીશુ ? આ ગીતા જ્ઞાન અર્જુન પુરતુ સીમિત નથી તે સમગ્ર સંસાર માટે છે. અર્જુનના સવાલ એ પુરી દુનિયાના સવાલ છે. ગીતા જ્ઞાન  પુરી દુનિયા માટે શ્રીકૃષ્ણએ આપ્યું છે. આ જ્ઞાન આપવા માટે ફક્ત એક ઈશ્વર જ સમર્થ છે, આપણે તો તેને સાંભળીને આચરણમાં મુકવાનુ છે. જ્ઞાનને આચારણમાં ન મુકાય તો તે શું કામનુ ? જ્ઞાન હોવું અને આચરણમાં મુકવુ બંનેમાં ફરક છે. સૌ જાણે છે રાવણ મહાજ્ઞાની, પંડિત હતો. અહંકાર વશ તેણે તેનુ જ્ઞાન આચરણમા ન મુકવાથી તેનો સર્વનાશ થયો. જ્યારે બીજી બાજુ ભારતના મહાપુરૂષો જેમની પાસે જે હતું, જે જ્ઞાન પામ્યા  હતા તેને પોતે આચરણમાં મુક્યું હતું પછી  દુનિયાને સમજાવ્યુ હતું. પોતાનામાં સમજ હતી માટે જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને સમજને કારણ જ સૌથી પહેલાં પોતે આચરણમાં મુક્યુ અને સમાજમાં સુધારા કર્યા. બાળકોની બોધકથાઓ તો મોટા માણસો માટે આપણા શાસ્ત્રો એ બોધ કથાઓ સમાન  છે. મનુષ્ય જાતીને શાસ્ત્રો દ્વારા જે બોધ અપાય છે તે જ્ઞાન  છે. કથાકારો શિવપુરાણ, રામાયણ, ભાગવત,ગીતાના જ્ઞાનયજ્ઞોનુ આયોજન કરીને બોધ આપવાનો પ્રયત્ન કરે છે.

( બ્રહ્માનંદની એક સુંદર રચના )

जीसको नही है बोध, तो गुरु ज्ञान क्या करे

नीज रूपको जाना नही, पुरान  क्या करे

घट घटमें ब्रह्म ज्योतका प्रकाश हो रहा

मीटा न व्दैत भाव तो फीर ज्ञान क्या करे

रचना प्रभुकी देखके ज्ञानी बडे बडे

पावे न कोई पार तो नादान क्या करे

करके दया दयालने मानुष जनम दीया

बन्दा न करे भजन तो भगवान क्या करे

सब जीव जंतुओपे जीसे है नही दया

ब्रह्मानंद भरत नेम पुण्य दान क्या करे

पुण्य दान क्या करे.

દરેક ગ્રંથની શરૂઆત સવાલથી શરૂ થાય છે. શૌનકજી પુછે અને સૂતજી તેનો જવાબ આપે. મા સતી સવાલ કરે અને શિવજી જવાબ આપે. અર્જુન પુછે અને શ્રીકૃષ્ણ  જવાબ આપે. આમ દરેક શાસ્ત્રો સવાલ જવાબના રૂપમા છે. આ વસ્તુ એક જ સમજાવે છે, પરોક્ષ રીતે જ્ઞાનની માગણી છે. જ્ઞાન જોઈએ છીએ સવાલના રૂપમાં માગણી થઈ છે. પૂછ્યા વીના બીજાને શું ખબર પડે આપણા મનની ઈચ્છા શું છે ? શું જોઈએ છીએ ? કહેવામાં આવે છે જ્ઞાન વહેંચવાથી વધે છે. પોતાની પાસે જે જ્ઞાન છે તે બીજાને કામ ન લાગે તો તે જ્ઞાન શું કામનુ ? જ્ઞાન બીજાને કામ આવે ત્યારે તે સાર્થક ગણાય.

तमसो मा ज्योतिर्गमय – અમને અંધકારમાંથી પ્રકાશ ભણી લઈ જાવ

અમારા મનની અંદરથી અજ્ઞાનરૂપી અંધકાર દુર થઈને જ્ઞાનરૂપી પ્રકાશ પ્રગટ થાય.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રભુ જ્ઞાની જીવન દે ! ()પ્રવીણા કડકિયા

 

 

પ્રભુએ કેવું સુંદર, નિર્મળ અને પવિત્ર જીવન અર્પ્યું છે. આ જગે ઈશ્વરના દર્શન કરવા હોય તો ધરતી પર અવતરણ કરી રહેલ નવજાત શિશુના દર્શન કરવા. કેવું સુંદર, તાજગી ભરેલું અને આંખોને શાતા આપે તેવું દર્શન. જ્ઞાન નિર્દિષ, સરળ અને પવિત્ર આ શિશુ સમાન જણાશે. એ બાળક જન્મતાંની સાથે દૂધ પીવાનું જ્ઞાન પામીને અવતર્યો હોય છે. જ્ઞાની એટલે વિવેક અને નમ્રતાનો ચરૂ. તે કદી છલકાય નહી. જ્ઞાની ભગવાનનું સ્થૂળ સ્વરૂપ છે. જે જ્ઞાનની પરિભાષા છે. જ્ઞાન પુસ્તકમાં નથી, કે નથી આજના વિજ્ઞાન યુગમાં થતી આધુનિક શોધોમાં! હા, એ જરૂર માનવની પ્રગતિ અને ઉંચી ઊડાણના પ્રતિબિંબ છે! તેને કદી જ્ઞાન કહી અપમાન ન કરશો.

જ્ઞાન છુપાયું છે માનવની ભિતરમાં જે સ્વંય જાણે છે, છતાં અણજાણ બને છે. બરફથી ઉભરાતો પાણીનો જગ ઠંડો હોય એ જ્ઞાન દરેકને છે. પ્રયોગ કરી જો જો નાના બાલક પર તેને કહેવું ગરમ છે એ તેને અડકતાં ગભરાશે. જ્ઞાનની અનુભૂતી ચિત્તમાં કાયમ માટે અંકાય છે. ગમે તે સંજોગમાં કે સ્થળ પર તે સદા સાથ નિભાવે છે.

લગ્ન જીવનના શરૂઆતમાં બનેલી સત્ય ઘટના છે. બંને બાળકો નાના હતાં. મારા પતિના ભાઈ અને બહેનના બાળકો સમજુ પણ વાનર જેવા લગભગ દસથી બાર વર્ષની ઉમરના. રક્ષાબંધનના પર્વ ઉપર સહુ અમારે ત્યાં ભેગા થયા હતાં. ઉમંગ અને આનંદનો મેળાવડો જામ્યો હતો. બાસુંદી,સમોસા અને વિધવિધ વાનગીની મોજ માણી રહ્યા હતાં. બધા બાળકોનો કલશોર કાનને ગમતો. ત્યાં મારા વચલા નણંદબાના બે તોફાની બારકસો મારા નાના બે ભૂલકાને કહે,” બાસુંદી તીખી છે અને આ લીલી ચટણી ગળી છે’. બસ ખેલ ખતમ ! બાળકો તેમની વાતમાં આવી ગયા. ચટણી ચમચી ચમચી ભરીને પીધે રાખી અને બાસુંદીને અડતા ડરતા હતાં. મેં સમજાવ્યું પાણ બાળકો બાળકોનું માને વાનર સેના દસેક બાળકોની હતી. મારા હાથ હેઠા પડ્યા. આને શું કહીશું? તીખું લાગે સિસકારા બોલાવે ને પાછા કહે ચટણી ગળી છે અને બાસુંદી તીખી છે.

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ’મને, મારો જ્ઞાની ભક્ત વહાલો છે’. ભગવાન સ્પષ્ટ પણે કહે છે કે જ્ઞાની ભક્ત આર્ત હોય છે. તે સંપૂર્ણ પણે મારામાં શ્રદ્ધા રાખે છે. જ્ઞાની જિજ્ઞાસુ હોય છે. તે અર્થાર્થી છે. કાંઈક મેળવવાની તેના અંતરમાં ઈચ્છા હોય છે. ગીતામાં જ્ઞાનીને ભગવાન પોતાનો આત્મા માને છે. એ જ્ઞાની જીવન કેવું ભવ્ય હશે તેની માત્ર કલ્પના કરવી રહી. અનુભવ દ્વારા મેળવેલું જ્ઞાન કદી વિસરાય નહી. જે જ્ઞાન જીવન પર્યંત સાથ નિભાવે. એકવાર જ્ઞાન નો પ્રકાશ ફેલાય પછી કાળી રાતનું અંધારું પણ તેને અડી શકતું નથી. જ્ઞાની જીવન પામવા માટે અથાગ પ્રયત્ન અને ત્યાર પછી અંતરનો સાદ સુણવાની ક્રિયા અગત્યના છે.

જ્ઞાની જીવન સમજ સાથે આવે છે. સરળ ભાષામાં કહીએ તો જ્યારે રસગુલ્લા ખાધા ત્યારે ગળ્યા લાગ્યા. હવે એ ગળપણનું જે જ્ઞાન થયું તે કાયમને માટે હ્રદય પર અંકિત થઈ ગયું. જ્ઞાની જીવન એ પ્રભુની કૃપા છે. જેને કારણે જ્ઞાની કોઈના અવગુણ ન જોતાં ગુણોનું દર્શન કરે છે. જ્ઞાનીની નજરમાં કોઈ મહાન નથી, કોઈ નાનું નથી, કોઈ ઉંચુ નથી તો કોઈ નીચું નથી. તેનામાં સમત્વ ભાવ કેળવાયેલો હોય.

સારા નરસાનું જ્ઞાન, ઉંચ, નીચના ભેદ રહિતનું જ્ઞાન એ માનવીના ઉત્થાનની સીડીના પાયદાન છે.જ્ઞાની જીવન જીવનાર પોતાનો નહી બીજાનો હમેશા ખ્યાલ રાખે છે. ઝાડ કદી પોતાના ફળ ખાતાં દીઠા. જ્યારે ફળ લાગે છે ત્યારે નમે છે. નદી ખળખળ વહી પ્યાસાની પ્યાસ બુઝાવે છે. તેને કદી ગુમાન નથી. જ્ઞાનનો ભાર નહી તેને કારણે ‘વિનમ્રતા’ અનુભવે છે. જે કલ્યાણકરી ભાવનાથી છલકાતી જણાશે ! અનુભવ દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન એ વિજ્ઞાન બને છે. સાદી ભાષામાં જ્ઞાન સમજ દ્વારા પ્રાપ્ત થાય છે. જ્યારે એક કન્યા રસોઈ બનાવતી હોય પણ ચોપડીમાં તેને બતાવવાની રીત વાંચીને. તે રસોઈ સારી થાય પણ બીજીવાર જો ચોપડીમાં જોઈને જ બનાવવાની હોય તો તે જ્ઞાન ન કહેવાય, જ્યારે વગર વાંચે પોતાના અનુભવ પરથી બનાવે તો એ જ્ઞાન તેનું જીવન ભરનું.

જ્ઞાન એટલે સત્યનું દર્શન. જેમાં આડંબરનો સંપૂર્ણ અભાવ. આધુનિક યુગનો માનવ સદા ચહેરા પર મહોરું પહેરીને ફરતો જણાશે. તેના વાણી અને વર્તનમાં નરી આંખે ઉડીને વળગે તેવો ભેદ સ્પષ્ટ જણાશે. જ્ઞાનીનો સ્વાંગ રચી અજ્ઞાની કરતાં પણ દુષ્કર આચરણ કરશે. નવાઈની વાત તો એ છે કે સભ્ય ગણાતો આજનો સમાજ તે જાણવા છતાં તેની’ હામાં હા’ મિલાવશે! જ્ઞાનનું પ્રદર્શન ન હોય. તે વિના કહે સમજી શકાય તેવું પારદર્શક હોય. જ્ઞાનીના ચહેરાની આભા આંખને ઉડીને વળગે તેવી લાગશે. પાંચ જ્ઞાનેન્દ્રિય સાથે લઈને આ પંચમહાભૂતનો દેહ પામ્યા છીએ. તેમના દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન કોઈ કાળે વિસારે ન પડે. સ્પર્શેન્દ્રિય જે ત્વચા દ્વારા પ્રાપ્ત થાય છે. ઘ્રાણેન્દ્રિય જે સુગંધ માણવામાં સહાય કરે છે. સ્વાદેન્દ્રિય, ખોરાક ભાવતો કે અણગમતો છે તે નક્કી કરે છે. સુણવાનું કાર્ય કર્ણેન્દ્રિય દ્વારા અને જોવાનું જ્ઞાન નેત્રેન્દ્રિય દ્વારા મેળવીએ છીએ, આ જ્ઞાન દરેક માનવ પોતાની ક્ષમતા પ્રમાણે સોગાદ રૂપે પામ્યો હોય છે. જે શાશ્વત છે.

જ્ઞાની જીવન ત્યારે સોહી ઉઠે જેવા છીએ તેવા દેખાઈએ નહી કે અંદર કોઈ ઔર વાત અને જુબાન પર અલગ.આ શિષ્ટાચાર નહી દંભ છે. આડંબર સહિતનું જ્ઞાન સમય આવ્યે પડદો ચીરીને બહાર આવ્યા વગર નહી રહે,’ દૂધકા દૂધ પાનીકા પાની’ જણાઈ આવશે. પૂજ્ય મહાત્મા ગાંધીનું એક હ્રદય સ્પર્શી વાક્ય છે. ‘મારું જીવન એ જ મારી કહાની.’ આ વાક્યનું ખુલ્લા દિલે પૃથક્કરણ કરીશું તો જણાશે તેમાં કેટલું ગુઢ તત્વ સમાયેલુ છે! કદી કશું છુપાવવાનું નહી. જે છે તે બધું નજરની સમક્ષ. અરે તેઓ જ્યારે વકિલાત કરતાં હતાં ત્યારે આફ્રિકાના એક કિસ્સાની વાતમાં ધોળા જજે કહ્યું હતું, ‘તમે ગમે તે કહેશો.હું ગાંધીની વાત સાચી માનીશ’. બિચારો ધોળો વકીલ કાપો તો લોહી ન નિકળે એવો થઈ ગયો !

જ્ઞાની જીવન એટલે શું પુસ્તકિયું જ્ઞાન? એને વિદ્યા નામ આપીએ તો શોભશે. જે આપણને જીવનમાં પ્રગતિના સોપાન સર કરવામાં સહેલાઈ આપે. જેને કારણે વિચાર શક્તિ ખીલે. જીવન જરૂરિયાતની આવશ્યકતા છે એવા ધનના ઉપાર્જનનો માર્ગ સરળ કરી આપે. તેને ભૂલે ચૂકે જ્ઞાન કહી અવહેલના ન કરશો. જ્ઞાન બજારમાં વેચાતું નથી કે વિદ્યાલયોમાં શિખવાતું નથી. જ્ઞાન માનવના અંતરના સ્ફૂરણા છે. તેને સત્ય સાથે સરખાવી શકાય. જેમ અરીસો કદી જુઠું ન બોલી શકે તેમ જ્ઞાની, અજ્ઞાનનો આંચળો ઓઢી અસત્યનું આચરણ ન કરી શકે. ભલેને પછી દુનિયા તેની અવહેલના કેમ ન કરે? જ્ઞાન કેળવાય છે. અનુભવથી અને અહેસાસથી, તેનું ચિંતન કરી સત્યને પંથે પ્રયાણ કરવાનું એક માત્ર સાધન છે.

આંબાના ઝાડ પર કેરી લાગી હોય ત્યારે નિહાળ્યું છે. ‘આંબો ઝુકે છે. ‘ જ્ઞાની અભિમાન રહિત અને વિનમ્ર હોય. તેના મુખ પરની કાંતિ કહી આપે કે જ્ઞાની કેવો હોય. વાણી મધુર અને નયનો પ્રેમ નિતરતાં. સમજાવવાની કળા વાણી કરતાં તેના વર્તનમાં ડોકિયા કરતી દેખાય. તેનું આચરણ કહી આપે કે તે કોણ છે!

બાકી ખાલી ચણો વાગે ઘણૉ. ઢોલ પીટીને જ્ઞાનનો દેખાડો કરે. આડંબર તેના વર્તનમાં અને રહેણીકરણીમાં સ્પષ્ટ તરી આવે. શોખ રાજા મહારાજાઓને લજવે તેવા રાખે. રૂઆબ તો જાણે નાકને ટેરવે ન બેઠો હોય! એવા ધતિંગખોર જ્ઞાનીઓથી સાવધાન રહેવું.આવા લોકો બીજા બધાંને મગતરા સમજી તિરસ્કારે. શું આ જ્ઞાનીના લક્ષણ છે! પ્રભુ પાસે જો કદી માગવાની ઈચ્છા થાય તો ‘જ્ઞાની જીવનની’ ખુલ્લા દિલે યાચના કરવી.

પૈસા ખપ પૂરતા હોય. જેનાથી પરિવારનું ભરણ પોષણ કરવામાં બાધા ન થાય એ જરૂરી છે. જે મહેનત અને આવડત પર આધાર રાખે છે. ત્યાર પછી જીવનમાં પ્રથમ જરૂરિયાત જ્ઞાનની હોવી એ સજ્જનતાના માટે આવકાર્ય છે. સૃષ્ટીના સર્જનમાં કમાલ જણાશે. અનેક અલગ અલગ શ્રેણીના જીવ અને તે સહુની અલગ અલગ જરૂ્રિયાત કેવું સુંદર નિર્માણ છે.માનવને સર્જીને સર્જનહારે કમાલ કરી છે. તે જીવન દીપાવવાનો સહજ અને સરળ માર્ગ છે જ્ઞાનનો. વરના માનવ અને બીજા જીવો વચ્ચે શું તફાવત?

જ્ઞાની હોવું અને જ્ઞાની જીવન જીવવું એ બન્ને વચ્ચે આસમાન અને જમીનનો તફાવત છે. રાવણ જ્ઞાની હતો એમાં શક નથી. તેનામાં ગુમાન ભારોભાર ભરેલું હતું. જ્યારે વિભિષણ જ્ઞાની જીવન જીવતો હ્તો. અભિમાનમાં છકેલા રાવણે ઘરમાં સુંદર મંદોદરી હોવા છતાં અજ્ઞાની જેવું આચરણ કરી સીતાનું હરણ કર્યું. લંકાનો વિનાશ નોતર્યો. વિભીષણે ભાઈ પાસે નમતું ન જોખ્યું. જ્ઞાની હોવાને કારણે વિનમ્રતા પૂર્વક પોતાની માન્યતામાં અડગ રહી રામનું નામ અને શરણું ગ્રહ્યા.

મહાભારતનો કર્ણ શું જ્ઞાની ન હતો? સૂર્યપુત્ર કર્ણ, ’દાનેશ્વરી કર્ણ’નામે ખ્યાતિ પામેલો છે. તેણે ક્ષણવારમાં કવચ અને કુંડળ ઉતારી આપ્યા હતાં. જ્ઞાની હોવા છતાં દુર્યોધનને વફાદાર રહ્યો.

જ્ઞાનને પચાવી જ્ઞાની જીવન વિરલાઓ જીવી શકે. બાકી સાદગી અને સરળતાવાળું જ્ઞાની જીવન મારા અને તમારા માટે મુશ્કેલ નથી. બસ બે હાથ જોડી પ્રભુ પાસે શક્તિ મળે તેવી પ્રાર્થના કરવાની. અંતરથી કરેલી વિનતી જરૂર સ્વિકારશે અને જીવવા માટે મંઝિલ સરળ કરી આપે તેવી આશા ! અજ્ઞાનના તિમિર હટાવી નાનીસી જ્ઞાનની જ્યોત જલાવીએ !

!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રભુ જ્ઞાની જીવન દે () કલ્પના રઘુ શાહ

 

મનુષ્ય આજીવન જ્ઞાનની અપેક્ષાથી જીવતો રહે છે. માટે તો જીવનને એક પાઠશાળા સાથે સરખાવવામાં આવી છે. અનેક ગુરૂ તેના જીવનમાં આવે છે. જીવનના દરેક તબક્કે જુદા જુદા પ્રકારના જ્ઞાનની ભૂખ અને તરસ મનુષ્યને લાગે છે.  એક પછી એક મેળવવાં તે પ્રયત્ન કરે છે. પરંતુ એક ભૂખ સંતોષાતાં બીજી ઉભી થાય છે. અને ઇચ્છાઓનો કોઇ અંત આવતો નથી. આ પ્રકારનાં મેળવેલાં જ્ઞાન દ્વારા માનવ અલગ અલગ વસ્તુઓની પ્રાપ્તિ આજીવનકાળ દરમ્યાન કરે છે. છતાં તેને સંતોષ થતો નથી. જ્ઞાનથી તે ઘર, વાહન, સંપત્તિ, મિલ્કત, પ્રતિષ્ઠા, સગા-સંબંધી બધુંજ મેળવે છે. પરંતુ સુખ-સંતોષનો અભાવ તેને સતાવ્યાજ કરે છે. હજુ જીવનમાં કંઇક ખૂટે છે તેવું તેને સતત લાગે છે.ઘણું બધું મેળવ્યાં પછી પણ અધૂરપથી માનવ વામણો બને છે.

માનવ જીવન એક પતંગિયાનાં જીવન સમાન છે. અંધારામાં પ્રકાશની જ્યોત પાછળ પોતાનું જીવન સમાપ્ત કરે છે. સામાન્ય માનવની આ સામાન્ય જ્ઞાનની ભૂખ અને જીવનનો અંત, આ છે માનવ-જીવન. પરંતુ, જ્યારે ‘પ્રભુ જ્ઞાની જીવન દે’ આમ એક માનવ બોલે ત્યારે તેના જીવનમાં આધ્યાત્મિકતા પ્રવેશી છે તેમ સમજવું. માનવીની ચેતના શક્તિ જયારે ઉપર ઉઠે છે ત્યારે તેની આધ્યાત્મિક જ્ઞાનની ભૂખ ઉઘડે છે. એક જાણીતી વાર્તા છે. ‘એક ફકીર રાજા પાસે માંગવા જાય છે. દરવાન બહાર રોકે છે. ફકીરને પૂછતાં માલુમ પડે છે કે રાજા ઇશ્વરની બંદગી કરી રહ્યાં છે, ઇશ્વર પાસે કંઇક માંગી રહ્યાં છે. ફકીર ચાલતાં થાય છે. ત્યાં રાજા આવીને પૂછે છે, શું જોઇએ છે?ત્યારે ફકીર જવાબ આપે છેઃ’ હું તારી પાસે માંગું એનાં કરતાં શહેનશાહનો પણ શહેનશાહ , જેની પાસે તું માંગી રહ્યો હતો, એની પાસેજ હવે હું કેમ ના માંગું?’ આમ ફકીરને જ્ઞાન થાય છે કે કોની પાસે માંગવું જોઇએ તો તેની માંગણી સંતોષાશે.

જ્ઞાનનાં આધિપતિ દેવ ગણેશજી અને અધિષ્ઠાત્રી દેવી મા સરસ્વતિ છે. અને પછી આવે ગુરૂજી. ‘પ્રભુ જ્ઞાની જીવન દે’માં જ્ઞાનની માંગણીનો ભાવ છે અને આ માત્ર પ્રભુજ પુરી કરી શકે. પ્રભુ સદેહે આવીને આ માંગણી પૂરી કરે એ આ કલિયુગમાં શક્ય નથી. માટે તે ગુરૂ બનીને જીવનમાં પ્રવેશે છે. ઇશ્વરકૃપા હોય તોજ સિધ્ધ ગુરૂનો ભેટો થઇ શકે છે. સિધ્ધ ગુરૂ પુલ બનીને તમને ઇશ્વર સાથે હમેશા જોડેલા રાખે છે. અને જે ઇશ્વર તત્વ સાથે જોડાયેલો રહે તે હમેશ માટે ઉપર ઉઠી જાય છે. અને એક સમય એવો આવે છે કે તે સિધ્ધત્વને પ્રાપ્ત કરીને સ્વયં સિધ્ધ બની જાય છે. અને આ ગુરૂ વગર શકય નથી. ગુરૂ અનંતા, ગુરૂકૃપા અનંતા, ગુરૂકૃપા અને જ્ઞાન મેળવવા માટે પાત્ર છિદ્ર વગરનું અને ખાલી હોવું જરૂરી છે. જ્ઞાનનાં યાચકને ગુરૂમાં વિશ્વાસ હોવો જરૂરી છે.  શ્રધ્ધાની હોડીમાં બેસીને ગુરૂ નાવિક બની યાચકને ભવસાગર પાર ઉતારે છે. શરણાગતિ અને સ્વીકારની ભાવનાથી ગુરૂ મારફત ગોવિંદ અને જ્ઞાનની પ્રાપ્તિ શકય બને છે.  સમાજમાં જલકમલવત રીતે સાક્ષી ભાવ કેળવીને પ્રભુ સાથેનું સંધાન સતત ચાલુ રાખવાનો અભ્યાસ કેળવવામાં સફળ થવાય છે.

‘પ્રભુ જ્ઞાની જીવન દે ’ ,આ માંગણી મૂર્તિ સામે કે મંદિરમાં કરવાથી સાધ્ય થતી નથી. તેના માટે સાધના જરૂરી છે. ધ્યાન જરૂરી છે. ધ્યાન માર્ગ એ અમૂલ્ય અને અસરકારક છે. જેમાં તમે ઇશ્વર સાથે વાત કરી શકો છો, ફરિયાદ કરી શકો છો અને તમારા પ્રશ્નોનું સમાધાન મેળવી શકો છો.

જ્ઞાન લાધે પછી સ્થિતપ્રજ્ઞતા આવે છે. સુખ-દુઃખ સમાન લાગે છે. નામધારી શરીરનાં વળગણ આત્માને કોઇ અસર કરી શકતાં નથી, અને આ જ્ઞાન મૃત્યુ પછી આગલા જન્મમાં ઉચ્ચ કક્ષાએ લઇ જાય છે. આ જ્ઞાન ભૂત, વર્તમાન, ભવિષ્ય અને આગલા જન્મનો પણ ઉધ્ધાર કરે છે. આ મોક્ષની સ્થિતિ છે. જીવનના અંત સમયે ગુરૂ, શિવજીનું એક સ્વરૂપ રૂદ્ર બનીને માનવમાં રહેલાં આસુરી તત્વોનો નાશ કરીને શિષ્યને મોક્ષની સ્થિતિમાં લાવે છે. મારા ગુરૂ હમેશા કહે, ‘જ્ઞાનીકો મોક્ષ’.  ત્યારે ‘બ્રહ્મ સત્ય, જગત મિથ્યા’નું,  પરમ જ્ઞાન પ્રાપ્ત થાય છે.

કામનાનો ત્યાગ જ્ઞાનને વધુ પ્રકાશમય બનાવે છે. જ્ઞાનની દિવાસળીથી આંતર જીવનમાં આંતર પ્રકાશ ઝળહળી ઉઠે છે. તમામ પ્રશ્નોનું સમાધાન આપોઆપ મળે છે.  નિત્યોહં, બુધ્ધોહં, શુધ્ધોહં, મુકતોહં અને જેમ જેમ સાધના દ્વારા ધ્યાનમાર્ગ પર આગળ જઇએ તેમ તેમ જ્ઞાનની સરવાણી આપોઆપ ફૂટે છે. અને કર્મો કપાવાથી શુધ્ધતા આવે છે.  મુક્તિમાર્ગ સરળ બને છે. મન જંપી જાય છે. માન,અપમાન, રાગ, દ્વેષ, સુખ-દુઃખ, કોઇ ફરિયાદ ના રહેતાં બસ પરમાનંદ, પરમ શાંતિનો અનુભવ થાય છે. જ્ઞાન એક અગાધ દરિયો છે. આ દરિયો ઉલેચવાની આદત પડી જાય તેને જ્ઞાનરૂપી હિરા, મોતી, માણેક જેવાં રત્નોનો ખજાનો લાધે છે. જ્ઞાની વ્યક્તિ વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ હોય છે. પછી તેને દુન્યવી અન્ય ચીજોની ખેવના રહેતી નથી. કિમતી વસ્તુ પણ તેના માટે તુચ્છ હોય છે. તુષ્ટિગુણની પરમ સીમાએ આ વ્યક્તિ પહોંચી શકે છે. માટે ‘પ્રભુ જ્ઞાની જીવન દે’, એ સર્વોત્કૃષ્ટ માંગણી છે. પછી ઇશ્વર પાસે કંઇજ માંગવાનું રહેતું નથી. શિવોહં અને અહં બ્રહ્માસ્મિનો અનુભવ જ્ઞાની વ્યક્તિને થાય અને એજ જીવનની સર્વોત્તમ સંતુષ્ટ અવસ્થા છે.  જેને આ જ્ઞાન હોય તે જ પ્રભુ પાસે માંગી શકે, ‘પ્રભુ જ્ઞાની જીવન દે’.

કલ્પના રઘુ

 

 

 

 

 

 

 

 

પ્રભુ જ્ઞાની જીવન દે () વિજય શાહ

જ્ઞાન એ દરેક આત્મામાં સંપૂર્ણ હોય જ છે . છતા કોઇક જ્ઞાની અને કોઇક અજ્ઞાની હોવાનું કારણ દર્શાવતા એક  યોગી કહે છે એક લાઈટનો બલ્બ કે જે વિદ્યુત પ્રવાહથી જોડાયેલો છે, પ્રકાશમાન છે, તે પરિસ્થિતિ જ્ઞાનીની છે. એ પ્રકાશીત બલ્બ ઉપર પહેલા મલમલનું કાપડ, પછી રેશમનું કાપડ પછી, જાડું સુતરનું આવરણ અને પછી જાડી ખાદીનું આવરણ ચઢે તો પ્રકાશ દેખાય?

આત્મા તો વિજળીનાં બલ્બ જેવો પ્રકાશીત છે. છતાયે એ પ્રકાશ ઘણા ને તે આવરણો ને લીધે દેખાતો નથી. આ આવરણો ઘટાડવા આપણે જ્ઞાનની આરાધના કરીએ છીએ. શાળામાં કે મહાશાળામાં (કૉલેજ્માં) જઈએ છીએ.

કેટલાંક કહે છે, જો જ્ઞાન હયાત હોય  તો તે મેળવવા આવી આરાધના શા માટે?

આ આરાધના માત્ર તે આવરણોને હટાવવા માટે  હોય છે.

હવે ક્યારેક જ્ઞાન જીવ માત્રમાં હોય છે.  કહેવાય છે કે તાજેતરમાં આવેલ સુનામી આવતા પહેલા બધાજ જળચર તે દરિયો છોડી ઉત્તર તરફ જતા રહ્યા હતા.  એક માણસ માત્ર આ તારાજી વેઠતો હતો.એવું  ધરતી કંપ માટે પણ મનાય છે તે આવતા પહેલા ઉંદરડા સૌ પર્વત તરફ જતા રહે છે. હવે તેમને કોણ કહેવા જાય છે કે જાન બચાવો?

પ્રભુ પાસે જ્ઞાની જીવન ની માંગણી કરતા દરેક આત્મા એક વસ્તુ તો સહજ રીતે સમજે છે, કે જ્ઞાન એ ઉજાસ છે.  જે તિમિરને  હઠાવે છે. આ તિમિરને જ્ઞાનવરણીય કર્મ કહે છે.  જે કર્મ આત્મા ભવાંતરમાં અજાણતા બાંધતો હોય છે. જે કર્મ ઉદયમાં આવે ત્યારે તે તેજ ઝાંખુ પડતુ હોય છે.

આ કથન આધુનિક માણસ ને હજમ થતું નથી. પણ આ પ્રશ્ન ને સમજવા એવી દલીલ થાય છે કે આંધળાનો દીકરો આંધળો નથી હોતો, તેમ બહેરાશ પણ વારસામાં આવે તેવું જરુરી નથી. કર્મવિજ્ઞાન સમજવા માટે સૌથી પહેલા જે જરુરિયાતની બાબત છે સ્વીકારવી કે  મન અને આત્મા બે ભિન્ન છે. જે એમ માને છે કે ગમે તેવી પરિસ્થિતિમાં અંદરનાં અવાજને સાંભળવાની ટેવ પાડનાર બહુધા દ્વિધામાં રહેતો નથી. આ વાત નો સ્વીકાર એટલે  જ્ઞાન. તેના વિકલ્પો દ્વારા ગુંચવણ થાય તે મન.

પ્રભુ પાસે જ્ઞાની જીવન માંગવાની વાત સાથે હું સંમત થયા વિના એટલું જરૂર કહીશ કે સામાન્ય સ્તરની બુધ્ધિ વાળો ભક્ત જન સુખી અને સંતોષી એટલા માટે હોય છે કે તે જાણે છે ‘માંહ્યલો  મારા હિતમાં વિચારે છે. તર્ક, દલીલ અને વિકલ્પો મન ની પેદાશ છે.  જે ૫૦% સાચુ કે ખોટુ હોઇ શકે છે.

કહેવાય છે કે જ્ઞાની હઠીલા અને જીદ્દી હોય છે પણ તે હંમેશા સાચા હોય છે.અને તેથી જ ભક્ત પ્રહલાદ કદી હિરણ્ય કશ્યપને તાબે થયા નહતા. તેઓ માનવા તૈયાર જ નહોતા કે ભગવાન નારાયણ ત્રિદેવ નથી. હોલીકા દહન થતા પહેલા કે લાલ ચોળ ગરમ સ્તંભને બાથ ભરતા પ્રહલાદ ને પુરો વિશ્વાસ હતો..જે જુઠુ છે તે છે જ. આ જ્ઞાન છે.

પ્રભુ જ્ઞાની જીવન દેની વાત સહેજ મઠારીને હું આમ લખીશ કે પ્રભુ જ્ઞાનાવરણિય કર્મને ક્ષય કરવા શક્તિ દે. હિંમત દે. માર્ગ સુજાડ કે જેથી તે કર્મો કપાય અને આત્માનું સ્વયંભૂ તેજ બહાર આવે.

એક પ્રચંડ હરિકેન ચાલતું હતું, ત્યારે જોનાથન વર્ગીઝ  નામે એક પાદરી જીદે ચઢ્યા. મને પ્રભુ આવી ને લઈ જાય તો જ હું જઉં.  મેં કેટલી તેમની પ્રાર્થના કરી છે. પોલીસ વૉર્નીંગ આપી ને ગઈ કે પાણી ગામમાં ભરાઇ રહ્યુ છે ગામ ખાલી કરો.  પણ જોનાથન વર્ગીઝ જેનું નામ. ના માન્યા!  મકનના બીજે માળે ચઢી ગયા.  જાપ જપતા જાય અને કહેતા જાય પ્રભુ મને તારો તો જ મારી ભક્તિ સાચી.

છાપરા ઉપર હેલીકોપ્ટર આવ્યું અને રૂઆબદાર અવાજે  હેલીકોપ્ટરનાં પાયલોટે જાણ કરી કે હજી પાણી વધવાનું છે.  તમારો જીવ બચાવવા આ નિસરણી પકડીને ઉપર આવી જાવ. માને તે બીજા!  મને તો મારા પ્રભુ જ લઇ જશે.

જે મકાનના ધાબે હતા તે મકાન આખુ ડગમગવા લાગ્યુ. ત્યારે છેલ્લે એક બોટ આવી અને ફરીથી વિનંતી કરી.  પૂરમા બધા મકાનો તણાઇ રહ્યા છે. આ મકાન પણ હવે ઘડી બે ઘડીનું મહેમાન છે. તમે ચાલો જોનાથન કહે મને તો મારા પ્રભુ લઇ જ જશે !

પંદર મીનીટમાં મકાન તણાઈ ગયું અને જોનાથન પણ વહેણમાં તણાઇ ને ડુબી મુઆ.

ઉપર  જઈને પ્રભુ સાથે ફરિયાદ સ્વરુપે બોલ્યા. ” આવું કરવાનું પ્રભુ? મને તમે કેમ ના સહાય કરી?

પ્રભુ કહે,’ તને લેવા હું એક વખત નહીં ત્રણ વખત આવ્યો પણ તું આવે જ નહીં તો હું શું કરું’?

આ પાદરી અજ્ઞાની તેથી તે હઠાગ્રહમાં ડૂબી મુઓ.

જ્ઞાની આવે વખતે  એમ જ વિચારે કે પ્રભુ અસંખ્ય જાન બચાવવા મથે છે. જે રાહત આવી છે તેને વધાવી લો. પણ ના પોતાની ભક્તિ ઉપર મુસ્તાક પાદરી માનતો હતો કે મારા જ પ્રભુ મને આવીને તારશે.

સંદેશ સાવ ટુંકો અને ટચ છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરવા મથવું અને તે સફળતાથી ત્યારે જ થાય છે જ્યારે વિનય અને વિવેક આવે. જ્યારે સમજ આવે કે પામવા હાથ નીચો રાખવો પડે નમ્રતાથી ગુરુ પાસે જ્ઞાનદાન પામવું પડે.

આજની વાત તો એ છે, કે ગુગલ જે કહે તે સાચુ. ભણવાની જરૂર જ ક્યાં છે? કેલ્ક્યુલેટર અને કંમપ્યુટર ચપટી વગાડતા  જવાબ આપી દે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પંચાજીરી ૩

અહં બ્રહ્માસ્મિ

સંકલનઃડૉ ઇંદુબેન શાહ

 

 

અહં બ્રહ્માસ્મિ (૨) હેમા પટેલ →

અહં બ્રહ્માસ્મિ () પૂર્વી મોદી મલકાણ

આપણાં ઋષિમુનિઓ, શાસ્ત્રોએ અને વિદ્વાનોએ આપણનેઅહં બ્રહ્માસ્મિનું સૂત્ર આપ્યું. અહં એટલે હું અને બ્રહ્માસ્મિ એટ્લે બ્રહ્મ અથવા બ્રહ્મા છું. પણ બ્રહ્મ કોણ છે, બ્રહ્મા કોણ છે અને હું કહેનાર જીવ કોણ છે, તેમનું સ્વરૂપ શું છે અને તેના ગુણો ક્યાક્યા છે તે જાણવું જરૂરી છે. વેદાર્થના જ્ઞાતાઓ કહે છે કે જ્યાં સુધી જીવહુંમાં બિરાજી રહેલા બ્રહ્મને જાણી શકતો નથી ત્યાં સુધીઅહં બ્રહ્માસ્મિકહેવું વ્યર્થ છે.

શ્રી વલ્લભાચાર્ય રચિત અંતઃકરણ પ્રબોધમાં કહ્યું છે एक एव एकवृदेक एव सर्वे अस्मिन् देवा एकवृतो भवन्ति અર્થાત્ પરબ્રહ્મનું અદ્વિતીય સ્વરૂપ તે એક છે, એક છે અને કેવળ એક છે. તેના વગર અન્ય કોઈ નથી તેથી સર્વે દેવો એક પરબ્રહ્મનું અવલંબન કરે છે.

વેદોએ જણાવ્યું છે કે યુગો પહેલા કેવળ પરબ્રહ્મનું અસ્તિત્વ હતું, અન્ય કશું હતું. તેથી સૃષ્ટિની રચના પૂર્વે સત્, ચિત્ત અને આનંદમાં જે પુરુષ હતો તેને પરબ્રહ્મનું નામ અપાયું. જે સર્વે રહેલા છે, સર્વત્રે રહેલા છે, જે સર્વને માટે છે, સર્વેશ્વર છે, જે કશું થનાર છે, જે થઈ રહ્યું છે તે બધુ  સર્વાધીશને આધીન છે. સર્વાધિશ સૃષ્ટિના કણ કણમાં વસેલા હોઇ ઋષિમુનિઓએ અને વિદ્વાનોએ બ્રહ્મ તરીકે, તત્ત્વવેત્તાઓએ પરમતત્વ, પરાત્મા તરીકેની, યોગીઓએ તેને પરમાત્મા તરીકે અને ભક્તોએ ભગવાન તરીકેની પરિભાષા આપી છે.

વેદ અને ઉપનિષદે પરમતત્ત્વ બ્રહ્મને એક અને અદ્વિતીય કહ્યા છે. પરમતત્ત્વ બ્રહ્મ સર્વકર્તા હોવાથી તેમણે પોતાના અંશથી સૌ પ્રથમ બ્રહ્માની ઉત્પતિ કરી. (એટ્લે કે બ્રહ્મથી બ્રહ્માની ઉત્પતિ થઈ) બ્રહ્માએ એવી ઈચ્છા કરી કે મારી શક્તિથી હું બહુરૂપે પ્રગટ થાઉં. ઈચ્છાને કારણે તેઑ અનેક જીવરૂપે ઉત્પન્ન થયાં. પરંતુ બ્રહ્માએ નવજીવનનું સર્જન કર્યું છે પણ, તેઓ જીવન આપી શક્યા નહીં. આથી તેમણે સર્વેશ્વર સર્વકર્તા પરમેશ્વરને વિનંતી કરી કે મારા દ્વારા સર્જાયેલ સૃષ્ટિમાં આપ વસવાટ કરો જેથી કરીને તે જીવનમાં ચૈતન્ય આવે.

બ્રહ્માજીની વિનંતી બાદ પરબ્રહ્મ પરમાત્મા પોતાની માયાઅંશથી જગતરૂપ થયાં. જેથી કરીને સૃષ્ટિ બ્રહ્માંશ તરીકે ઓળખાઈ.

( प्रपंचो भगवत्कार्यस्तद्रुपो माययाडभवत् तच्छकत्या ।। )

વેદોએ કહ્યું છે કે પરબ્રહ્મ પુરુષ તે સત્, ચિત્ત અને આનંદમાંથી બનેલો હોવાથી તેના સત્ માંથી જડપદાર્થોની, ચિદ્ માંથી અસંખ્ય જીવોની અને આનંદાશમાંથી અંતર્યામી સ્વરૂપોની ઉત્પતિ થઈ. જ્યારે પરબ્રહ્મપુરુષના મુખમાંથી બ્રહ્મની, બાહુમાંથી વૈશ્યોની, જંઘામાંથી શુદ્રની, મનમાંથી ચંદ્રની, કાનમાંથી વાયુની, નયનમાંથી સૂર્યની, મુખમાંથી અગ્નિની, નાભિમાંથી અંતરિક્ષની, પગમાંથી ભૂમિની, શ્રોત્રમાંથી દિશાઓની ઉત્પતિ થઈ. પરંતુ જેનો લય છે તેનો વિલય પણ હોવાનો આથી સૃષ્ટિને જીવન આપતી વખતે પરબ્રહ્મએ બ્રહ્માજીને કહ્યું કે આપની ઈચ્છા મુજબ આપની સર્જેલ મૂર્તિઓને હું જીવન ચોક્કસ આપીશ પણ જે રીતે શબ્દોથી વિશ્વનું સર્જન થાય છે અને શબ્દથી વિસર્જન થાય છે તે રીતે હું પણ જ્યારે મારી ઈચ્છા થશે ત્યારે જીવનને મારી સૃષ્ટિમાં ફરી ખેંચી લઇશ.

વાતને અનુલક્ષીને શ્રી ભગવત્ગીતામાં પ્રભુએ કહ્યું છે કે

अहं कृत्स्नस्य जगतः प्रभव प्रलयस्तथा

હું સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્તા છુ અને હું સૃષ્ટિનો સંહાર કર્તા છુ. પ્રભુની વાત સમજીએ તો ખ્યાલ આવે છે કે પરબ્રહ્મ પોતે જીવરૂપ થયા હોવાથી તેઓનું મૂળ તત્ત્વ સ્વરૂપ એક છે પણ, તેમનું બાહ્યસ્વરૂપ અને ગુણ અલગ અલગ છે. વેદો અને ઉપનિષદે બ્રહ્મ અને બ્રહ્મતત્ત્વ હોવાની પૂર્તિ તો કરી છે પણ તે પૂર્તિમાં વેદોએ કહ્યું છે કે પરબ્રહ્મ તે નિર્ગુણ બ્રહ્મ છે, જ્યારે ઉપનિષદ કહે છે કે સગુણ બ્રહ્મ છે. વેદનો નિર્ગુણ બ્રહ્મ પ્રાકૃત ધર્મથી પરે છે તેથી બ્રહ્મને તેમણે નિરાકાર કહેલો છે, જ્યારે ઉપનિષદનો સગુણ બ્રહ્મ અલૌકિક, અપ્રાકૃત, અને આનંદ આકારવાળો હોવાથી તે પોતાના પ્રાકૃત ધર્મો સાથે રહે છે. શુધ્ધાદ્વૈત બ્રહ્મવાદનો માર્ગ કહે છે કે બ્રહ્મનું સ્વરૂપ નિર્ગુણ અને સગુણ બંને છે તેથી સગુણ બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મથી ભિન્ન નથી. બંને બ્રહ્મનું સ્વરૂપ એવું છે જે જીવોને પોતપોતાના મત અનુસાર દેખાય છે. જે નિરાકાર બ્રહ્મને માને છે તેમને માટે બ્રહ્મ અમૂર્ત છે અને જે સગુણ બ્રહ્મને માને છે તેમને માટે બ્રહ્મ મૂર્ત સ્વરૂપ ધારણ કરે છે. અંતઃકરણપ્રબોધમાં કહે છે કે બ્રહ્મનું પ્રત્યેક સ્વરૂપ એટલું મહાન છે કે જગતમાં એકીસાથે રહી શકે તેવા સર્વગુણો અને સર્વગુણધર્મ એકબીજાથી વિરુધ્ધ હોવા છતાં પણ પરબ્રહ્મ પરમાત્માના અંશોમાં એકીસાથે રહી શકે છે.

પુષ્ટિસાહિત્યમાં એક પ્રસંગ રહેલો છે કે એકવાર ગદાધરદાસ નામના વૈષ્ણવ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુને મળ્યા. તેમણે શ્રી વલ્લભાચાર્યજીને પૂછ્યું કે જો પરબ્રહ્મ પ્રભુ સૃષ્ટિના બધા જીવોમાં બિરાજતા હોય તો બધાને તે જીવતત્ત્વ અલગ અલગ સ્વરૂપે કેમ દેખાય છે? ગદાધરદાસના પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુએ જણાવ્યું કે ચક્રવર્તી રાજા એક હોય પણ તેમની નીચે રહેલા દરેક નગરના એક એક રાજાઓ હોય છે. તે રીતે પૂર્ણ બ્રહ્મ ચક્રવર્તી સમ્રાટ છે,  સર્વોપરી છે અને ભિન્ન ભિન્ન રાજાઓ તે ભિન્ન ભિન્ન બ્રહ્મઅંશનું સ્વરૂપ છે જેને પકડી શકાય છે, અડકી શકાય છે, મળી શકાય છે, તેનાથી જુદા પડી શકાય છે. હે ગદાધરદાસ ભિન્ન ભિન્ન જીવતત્ત્વ દ્વારા બ્રહ્મને વધુ આનંદ લેવો છે તેથી તેઓ પોતાની ક્રીડાને પોતાના જીવો દ્વારા રજૂ કરે છે. નરસિંહ મહેતા પોતાના પદમાં કહે છે કે

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત ભાસે,

દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વસે

ચતુઃશ્લોકીમાં બ્રહ્મવાદનો સિધ્ધાંત બતાવતાં કહ્યું છે કે બ્રહ્મ સત્ય છે, જગત ભ્રમ નથી તેમ છતાં યે બ્રહ્મનું કાર્ય છે કે તેમના અંશરૂપ જીવને અંશીનું સ્વરૂપ આપવાનું. તેથી બ્રહ્મવાદનો સિધ્ધાંત જાણીને લાગે છે જગત અને જગદીશનો સંબંધ કાર્યકારણ અને અકારણનો સંબંધ રહેલો છે. જેમાં કાર્ય અને કારણનો સંબંધ અંશીના આત્મા સાથે રહેલો છે અને અકારણનો સંબંધ અંશીના મન હૃદય સાથે રહેલો છે. બ્રહ્મ અને અંશનો સંબંધ એક સત્ય હોવા છતાં માયાવાદનો મત છે કે બ્રહ્મ અવિદ્યાને કારણે જીવરૂપે ભાસે છે છે, પણ વેદોએ કહ્યું છે કેબ્રહ્મ જીવરૂપે ભાસે છેતેમ જીવ જો વિચારશે તો જીવને પોતાના જીવનમાં મિથ્યાપણું આવી જવાનું છે તેથી જીવને જ્ઞાન થાય તે હેતુથી બ્રહ્મ જીવ ઉપર માયાનું આવરણ ચઢાવી દે છે જેથી કરી સત્ય જીવની સન્મુખ થઈ જાય. વાસ્તવમાંહું અનેક રૂપે થાઉંએમ પરબ્રહ્મ ઈચ્છા થઈ હોવાથી તે પોતાના પૂર્ણભાવને તિરોહિત (અદ્રશ્યકરીને જીવસ્વરૂપ ધારણ કરે છે, માટે જેમ બ્રહ્મ સત્ય છે તેમ જીવ પણ સત્ય છે.

વિવિધ રચના કરી અનેક રસ લેવાને, જીવ થકી શિવ થયો એજ આશે” (નરસિંહ મહેતા)

તત્ત્વદીપ નિબંધમાં શ્રી વલ્લભ શુધ્ધાદ્વૈત મત પ્રકટ કરતાં કહે છે કેએકમાંથી અનેક થવાની સત્ય સંકલ્પ એવા પ્રભુની ઈચ્છા થતાં તે ઈચ્છા માત્રથી બ્રહ્મમાંથી બ્રહ્મભૂત અંશરૂપ જીવોનું વ્યુચ્ચરણ થયું છે, જ્યારે શ્વેતાશ્વતર ઉપનિષદે જીવનું સ્વરૂપ સમજાવતા કહ્યું છે કે જીવ ડાંગરની અણી જેવડો છે પણ જીવ લૌકિક દેહમાં હૃદયસ્થ રહેતો હોવાથી તે આખા દેહમાં પ્રકાશની જેમ ફેલાય છે જેને કારણે જીવમાં ચૈતન્ય આવે છે. ચેતનમય દેહની મદદથી જીવ પોતાના એક જન્મના કર્મો રહે છે ત્યાં સુધી રહે છે, અને પછી બીજા કર્મોની શોધમાં બીજા દેહની શોધમાં નીકળી પડે છે. મુંડક ઉપનિષદમાં કહે છે કે જેમ અત્યંત પ્રજ્વલિત થયેલા અગ્નિમાંથી સૂક્ષ્મ તણખા નીકળે છે તેમ પરબ્રહ્મમાંથી સર્વ પ્રાણ, સર્વ લોક અને દુરાચારી તેમજ સદાચારી એવા બધા આસુરી અને દૈવી જીવોનું વ્યુચ્ચરણ થયું છે. તેથી જેમ બ્રહ્મનું સ્વરૂપ અગ્નિ છે તેમ તણખારૂપ જીવ પણ અગ્નિ છે.

મુંડક ઉપનિષદમાં ચૈતન્યમય જીવનમાં કેવા ગુણો હોય છે તે સમજાવતા મુંડક મહારાજે કહ્યું છે કે બ્રહ્મમાં જેમ સૌંદર્ય, દયા, પવિત્રતા, સંતોષ, ક્ષમા, સત્ય વગેરે ગુણો રહેલા છે તેમ જીવ રૂપી અંશમાં પણ બ્રહ્મના સમસ્ત ગુણ આવે છે. પરંતુ જીવ ઉપર માયા અને અહંનું આવરણ હોવાથી તે ગુણોને સરળતાથી જાણી શકતો નથી. માયા અને અહંના આવરણની નીચે રહેલ જીવને માટે અજ્ઞાનતા આત્મ વિસ્મૃતિનો આધાર છે જે જાણે અજાણ્યે પીડાનું આકાશ બની જાય છે. બ્રહ્મના અંશ પ્રમાણે બધાં બ્રહ્મઅંશીઓ પાસે જે જ્ઞાન રહેલું હોય છે, તે જ્ઞાનથી તેમને પોતાના અસ્તિત્વનો આભાસ રહે છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે જ્યારે જીવ બ્રહ્મના સ્વરૂપને સમજશે ત્યારે તેઓ અદ્ભુત આનંદને મેળવશે કારણ કે બ્રહ્મનું હોવું સનાતન સત્ય છે. તેથી જો બ્રહ્મ હોય તો બ્રહ્મતત્ત્વ અને બ્રહ્મઅંશ બંને પણ સનાતન સત્ય રહેવાના છે.

સનાતન સત્ય પશુ, પક્ષી, માનવ, ઝરણા, નદી, પર્વત, ફૂલ, પથ્થર વગેરે જેવા અનેક ચૈતન્યવિધ ધરાવતા પદાર્થોમાં હાજર રહેશે જેને આપણે નેચર તરીકે ઓળખીએ છીએ. ફાધર ફ્રાન્સિસે કહેલું કે તમે હિન્દુઓ જેને બ્રહ્મ કહો છો તેને અમે ગૉડ કહીએ છીએ. ગૉડ કે બ્રહ્મ તરફ ચાલવાના અનેક માર્ગો રહેલા છે પણ આખરે એક દિવસ એવો આવશે કે આપણે એક વિશાળ પરાશક્તિની અંદર સંમિલિત થઇ તેની અંદર એક સૂક્ષ્મ અણુ બની જઈશું.

વિશ્વના લગભગ બધાં ધર્મગ્રંથો કહે છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણે કોણ છીએ અને ક્યાં જવાના છીએ કેવળ ત્રણ પ્રશ્નોનાં ઉત્તર આપણે જ્યારે સમજી લઈશું ત્યારે अहं ब्रह्मास्मिની વ્યાખ્યા પણ પૂર્ણ થઈ જશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

અહં બ્રહ્માસ્મિ () હેમા પટેલ

આ એક ગહન વિષય હોવાથી તેને ટુંકમાં સમજાવવો મુશ્કેલ છે. વેદોનો ( ઉપનિષદ ) વિષય છે, તે ગુરુ-શિષ્ય પરંપરાથી ચાલી રહ્યો છે. જ્ઞાની ગુરુ તેને સમજાવી શકે.

કઠોપનિષદ કહે છે આ મહાવાક્ય દરેક વેદ જુદી જુદી રીતે બતાવે છે.

સામવેદ કહે છે – तत्वमसी,

યજુર્વેદ કહે છે – अह्म ब्रम्हास्मि,

ૠગવેદ કહે છે – प्रज्ञानं ब्रम्ह,

અથર્વવેદ કહે છે – अयमात्मा ब्रम्ह.  દરેકનો ભાવાર્થ એક સરખો છે.

જીવને શુધ્ધ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કરવા માટે આ મહાવાક્યનુ આલેખન કરવામાં આવ્યું છે. છ શબ્દના વાક્યને મહા વાક્ય સંબોધિત કરવામાં આવ્યુ છે .દરેક જીવ માત્રનુ આ શુધ્ધ સ્વરુપ છે. આ સ્વરૂપથી તે અજ્ઞાન છે. જેણે જડ ભાવમાંથી પોતાને અલગ કરીને સ્વને ઈશ્વર ભાવમાં સ્થાપિત કર્યું છે, આવા મનનશીલ વ્યક્તિની આત્મા ઈશ્વરરૂપ થઈ જાય છે. આત્મદર્શન બહુજ કઠીન છે. મલ વિક્ષેપ આવરણને કારણ આત્મ દર્શન થતા નથી. અહંકાર,પશુપ્રવૃત્તિ , મનમુખી પ્રવૃત્તિ છુટી જાય ત્યારે મનુષ્ય બની અંતઃકરણ શુધ્ધ થાય.,મનના ભાવ બદલાય, જ્ઞાન માટે મનરૂપી દર્પણ જરૂરી છે. પરંતુ તેની ઉપર વિષયરૂપી ધુળ જામેલી હોવાથી પોતાનુ અસલી સ્વરૂપ નથી જોઈ શકતો.  વિવેક-વૈરાગ્ય અને સંયમથી મન જ્યારે સમજે, જે સુખ શાંતિની ઝંખના કરે છે તે આ જગત નથી આપી શકતું.  બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા છે .આ જો મનમાં બેસી જાય ત્યારે પરમાત્મસ્વરૂપ સમજવાને યોગ્ય બને.

હજારો મનુષ્યોમાંથી કોઈક જ આત્મજ્ઞાનની સિધ્ધિ માટે પ્રયત્ન કરે છે અને એવી રીતે સાધનોથી સિધ્ધ થયેલા માણસોમાંથી કોઈક જ ખરી રીતે બ્રહ્મને જાણે છે, શાક્ષાત્કાર કરે છે.માટે જ સૌ પ્રથમ મનમાં બ્રહ્મજ્ઞાનને જાણવાની , પોતાના આત્મસ્વરૂપને જાણવાની ઈચ્છા જાગે ત્યાર બાદ શાસ્ત્રનુ શ્રવણ કરવાથી પછી યુક્તિ પૂર્વક મનન કરવાથી , ત્યાર બાદ ધ્યાનનો અભ્યાસ કરવામાં તલ્લીન થવાથી એટલે કે નિદિધ્યાસનથી. આમ આત્માનુ શ્રવણ-મનન અને નિદિધ્યાસન કરીને આત્મ સ્વરૂપને અને બ્રહ્મ સ્વરૂપને જાણવુ પડે.શ્રવણ એ ઈન્દ્રિયોનો વિષય, મનન એ મનનો વિષય, નિદિધ્યાસન અને સાક્ષાત્કાર એ બુધ્ધિનો વિષય છે.આમ મન-બુધ્ધિ-ચિત્ત પ્રવૃત થવા જોઈએ. બ્રહ્મ સાથે એકતા, સત-ચિત્ત-આનંદ તે બ્રહ્મ હું છું. જીવ પોતેજ પોતાનો શત્રુ અને બંધુ છે.  મન વિષયોનુ ચિંતન કરે તો શત્રુ છે, પરમાત્માનુ ચિંતન કરે તો મિત્ર છે. બંધનનુ કારણ મન છે. મોક્ષનુ કારણ મન છે .જેણે પોતાની રીતે મનને જીત્યું છે તેનુ મન તેનો બંધુ  છે. શુધ્ધ વૃત્તિથી બ્રહ્મમાં આત્મબુધ્ધિ થાય છે એમ સિધ્ધ કરવામાં આવ્યુ છે તેથી શુધ્ધ સત્વગુણ આત્મા પ્રત્યે ગમન કરે છે. સુખ-દુઃખ-જ્ઞાન-અજ્ઞાન એ જગતનુ બીજ મન છે. એ મનનુ શોધન કરવું એટલે તેને ઉલ્ટે માર્ગે લઈ જતાં અટકાવવું. તેમાં અશન શુધ્ધિ એટલે નિષિધ્ધ અન્નનો ત્યાગ કરવો.વિષયોમાં વૈરાગ્ય રાખવો ,એક બ્રહ્માલંબનમાં ચિત્તને ફરી ફરી સ્થાપવા રૂપ અભ્યાસ કરવો આ ત્રણ ઉપાયથી ચિત્તનુ શોધન થાય છે.બુધ્ધિ બ્રહ્મમાં સ્થિર થઈ બ્રહ્મને પામે છે.

બ્રહ્મને જાણવા માટે જીવને સાત અવસ્થા થાય છે અજ્ઞાન-આવરણ-વિક્ષેપ-પરોક્ષજ્ઞાન-અપરોક્ષજ્ઞાન-શોક્નાશ-નિરંકુશ.

જીવને બ્રહ્મ વિષે અજ્ઞાન,પછી બ્રહ્મ નથી અને તે દેખાતુ નથી એવુ આવરણ થાય છે, ‘ દેહવાળો તે જ હું છું ‘ એવો વિક્ષેપ થાય, જેનાથી  સર્વ ભુત માત્ર ઉત્પન થાય છે તે બ્રહ્મ છે એવા વેદવચનરુપ આપ્તના ઉપદેશથી બ્રહ્મ છે એવું પરોક્ષ જ્ઞાન થાય છે, પછીથી ‘ તત્વમસિ’ મહા વાક્યના અર્થના વિચારથી ‘તે બ્રહ્મ હું છું’ એવુ અપરોક્ષ જ્ઞાન થાય છે, પછી દેહાધ્યાસની નિવૃતિ થાય છે તેનુ નામ શોક્નાશ. પછી નિરંકુશ તૃપ્તિ થાય છે, છેલ્લે બ્રહ્મ થઈને બ્રહ્મને પામે છે.

અહમ બહ્માસ્મિ – કેવી રીતે સાચુ મનાય ? બ્રહ્મ જેવા લક્ષણ  છે ? પોતાનુ બ્રહ્મ સ્વરૂપ જાગૃત કરવાનો પ્રયત્ન ક્યારેય કર્યો છે ? બ્રહ્મને જાણ્યો છે ? જો સંસાર પ્રત્યેનો મોહ ઓછો થાય તો આ સ્વરૂપ સમજાય. દરેક વ્યક્તિ માટે આ શક્ય છે ?

ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણએ ઉપદેશ આપીને જે જ્ઞાન વહેતુ મુક્યુ છે તેમાં બ્રહ્મની પ્રાપ્તિ માટે ત્રણ માર્ગ બતાવ્યા  કર્મમાર્ગ, ભક્તિમાર્ગ, જ્ઞાનમાર્ગ.

કર્મ માર્ગ પર ચાલનાર જીવ કહે  ‘ હું ભગવાનનો છું ‘

ભક્તિ માર્ગ પર ચાલનાર જીવ કહે  ‘ ભગવાન મારો છે ‘

જ્ઞાન માર્ગ પર ચાલનાર જીવ કહે  ‘ હું અને ભગવાન એક છીએ ‘

હું અને ભગવાન એક છીએ, આ જ્ઞાનનો વિષય છે એટલે જ્ઞાન થયા પછી તેને મહેસુસ કરીને તેનો અનુભવ કરવાનો છે. અનુભવીને તેને આચરણમાં મુકવાનુ છે. બોલવું ઘણુજ સહેલુ છે પરંતુ સિધ્ધ કરી બતાવવુ અઘરું છે.બ્રહ્મ બનવા માટે ખુબજ પરિશ્રમ કરવો પડે છે.મનના વિકારો દુર થઈ મન કંચન સમાન શુધ્ધ બને ત્યારેજ દુનિયાને અને ઈશ્વર ને સમજવા માટે દ્રષ્ટિ બદલાય. એક જ્ઞાની બોલે ‘ અહમ બ્રહ્માસ્મિ ‘. જ્ઞાન છે પરંતું ખરેખર તે બ્રહ્મ સ્વરૂપ બન્યો છે ? જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તે આચરણમાં મુકાય અને દ્રષ્ટિ બદલાય ,’સર્વત્ર સમદર્શનામ ‘ પરમેશ્વરના સ્વરૂપનો સાશાત્કાર થઈ જાય પછી સંસારમાં દરેક જીવ પ્રાણી માત્રમાં, કણકણમાં ઈશ્વરના દર્શન થાય, ઈશ્વરને મહેસુસ કરીએ ત્યારે જ તે બોલી શકે અહમ બ્રહ્માસ્મિ.ઈશ્વર જો કણ કણમાં સમાયેલ છે તો દરેક જીવ માત્રમાં તે વસે છે. પોતાને બધુજ જ્ઞાન હોવા છતાં પણ ઈશ્વર મંદિરમાં મુર્તિમાં દેખાય છે પરંતુ કોઈ દુખી કે ગરીબમાં ક્યારેય નથી દેખાતો. જો દ્રષ્ટિ બદલાય તો શક્ય છે. અને બોલવા માટે હક્કદાર બની શકે.

કોઈ જગ્યાએ વાંચ્યુ છે, રામકૃષ્ણ પરમહંસ જ્યારે ઘાંસ ઉપર ચાલતા હતા અને તેમનો પગ પડવાથી ઘાસને જે પીડા થતી હતી તે દુખ રામકૃષ્ણ પરમહંસ મહેસુસ કરી શકતા હતા. ઘાંસના તણખલામાં પણ જીવ રહ્યો છે.

આ વિષય ને અનુરૂપ ભાગવતમાં જડભરતની એક સુંદર વાર્તા છે, રાજા રહુગણ તત્વજ્ઞાનનો  ઉપદેશ લેવા માટે કપિલમુનિના આશ્રમમાં જાય છે.રસ્તામાં માણસ પાલકી ઉચકનાર થાકી ગયો હતો એટલે તેની બદલીમાં માણસ મુકવાનો હતો રાજાએ ભરતજીને મુઢની જેમ ઊભેલા જોઈને તેમને પાસે બોલાવી પાલકી ઉંચકવાનુ કહ્યું. તેઓ રાજાની ડોલી ઉઠાવીને ચાલતા હતા રસ્તામાં કીડી, નાના જીવ આવે તો તેના પર પગ પડી ન જાય તેથી કુદકો મારે અને ડોલી ડગમગી જાય.નાના જીવની હત્યા ન થાય તેનુ ધ્યાન રાખે. આવુ વારંવાર થતાં રાજા ગુસ્સે થાય છે અને કુદકા મારવાનુ કારણ પુછે છે, રાજા કહે છે, મુર્ખ તૂં તગડો છે છતાં આમ મરેલાની માફક શું ચાલે છે ? તૂં જીવતાં મુઆ જેવો છે, તને વજન વધુ લાગે છે ? સીધો ચાલ નહી તો હું તને મારીશ. તું જાણતો નથી હું આ પ્રદેશનો રાજા છું તને બરાબર સજા કરીશ.

રાજાના અભિમાન ભર્યા શબ્દ સાંભળીને ભરતજીને દયા આવી, અને વિચાર્યું તેનો ઉધ્ધાર કરવો જોઈએ. ભરતજીને રાજા રહુગણને બોધ આપવાની ઈચ્છા થાય છે. સદા મૌન રહેતા ભરતજી રાજાને સતસંગનો મહિમા સમજાવતાં કહે છે “ રાજન, તેં કહ્યું કે હું બહુ તગડો છું પણ તે તો શરીરનો ધર્મ છે આત્માનો નથી હું શરીર નથી શરીરનો સાક્ષી છુ હું દુબળો નથી, પુષ્ટ નથી, તેં કહ્યું કે તૂં જીવતો મુઆ જેવો છે, મને તેં કહ્યું વજન લાગે છે કે શું ? અરે વજન નામની કોઈ વસ્તુ જ નથી જ્ઞાનીઓ તો એવું માને છે કે જગત ખોટું છે, પરમાત્મા સીવાય બીજું કંઈ સત્ય નથી. વજન એ મનની કલ્પના છે, વજનનો સવાલ મન સાથે છે, આત્મા સાથે નહી, હું મન નથી મનનો સાક્ષી છું, હું ચેતન છું, પરમાત્માનો અંશ છું. રાજા તેં કહ્યું હું તને મારીશ, આ શરીરથી હું જુદો છું, શરીરને કોઈ મારે તો મારી ચાલ નહી સુધરે. મેં બ્રહ્મ દ્ર્ષ્ટિ સ્થિર કરી છે. ( ભરતજીની બ્રહ્મનિષ્ઠા પ્રકટ થઈ છે. )પગ તળે કોઈ જીવની હિંસા ન થાય માટે કુદકા મારું છું.

ભરતજીને સાંભળીને રાજા વિચારવા લાગ્યા આ તો વેદાંતનો સિધ્ધાંત બોલે છે, કોઈ સાધારણ મનુષ્ય નથી.ભરતજીના ખભે જનોઈ જોઈને રાજાને ખાત્રી થઈ કે બ્રાહ્મણ છે કેવલ જાતનો નહી તેણે બ્રહ્મદ્રષ્ટિ સ્થિર કરી છે.રાજાને ભુલ સમજાઈ, પાલખીમાંથી ઉતરી ભરતજીના ચરણમાં સાષ્ટાંગ વંદન કર્યા, પુછે છે આપ કોણ છો ? આપનો પરિચય આપો, કંઈક ઉપદેશ આપો. ભરતજીએ  કહ્યું મેં એક વખત ભુલ કરી હરણનુ ધ્યાન કરતો હરણનો જનમ લેવો પડ્યો, એક વાર પશુ થયો હવે હું સાવધાન રહું છું, મન ઉપર જરાય

વિશ્વાસ નથી રાખતો, સતત ભક્તિ કરું છું.. જ્ઞાન અને ભક્તિ, વૈરાગ્યથી દ્ર્ઢ થાય છે જગત સ્વપ્ન જેવું છે, સંસાર કલ્પિત છે.રાજાને દિવ્ય તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો.

જે સ્થુલ શરીરને  ‘હું’ માનીએ છીએ તે જ અજ્ઞાનતા છે. સાચુ  શુક્ષ્મ સ્વરૂપ જે પોતાનુ આત્મ સ્વરૂપ કોઈ માનવા અને જાણવા માગતું નથી. આત્મસ્વરૂપ્ને સમજવુ બહુજ કઠીન છે.પહેલાં બ્રહ્મ જ્ઞાન કરવાનુ છે પછી આત્મજ્ઞાન. કર્મ અને મૃત્યુ બંનેમાંથી છુટીને બ્રહ્મને પ્રાપ્ત કરવાનુ છે. પોતાના બ્રહ્મ સ્વરૂપનો અનુભવ થાય તે જ બ્રહ્મ પ્રાપ્તિ છે. બ્રહ્મજ્ઞાની બનીને જ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. હું શરીર-પ્રાણ-ઈન્દ્રિયો વગેરે નથી પરંતું આ બધાની અંદર સ્થિત પ્રત્યકસ્વરૂપ જે ચૈતન્ય છે તે હું છું એવો નિશ્ચય થઈ જાય તે જ બ્રહ્મસ્વરૂપ થઈ જાય.આત્મા અનંતની સફરે નીકળ્યો છે અનેક જન્મ-મરણ પછી તે પરમ તત્વમાં જ વિલીન થઈ જવાનો છે. તેનુ ધ્યેય, એક લક્ષ્ય ફક્ત પરમાત્મા જ છે. વેદો સમજાવે છે, દરેક મનુષ્ય બ્રહ્મસ્વરૂપ છે, પરંતુ તે સ્વરૂપને પામવા માટે અથાગ પરિશ્રમ કરવો પડે , તે તત્વની ખોજ માટે સાધના કરવી પડે આપ મેળે ક્યારેય ન મળે.આપણે સૌ જાણીએ છીએ આ સ્વરૂપને પામવા આપણા  ઋષિમુનિઓ વર્ષો તપસ્યા કરતા હતા.

ગોસ્વામિ તુલસીદાસજી ભગવાનના શબ્દો કહે છે,

“ મોરે પ્રૌઢ તનય સમ જ્ઞાની. “

જ્ઞાની મારો મોટો દિકરો છે, જ્યારે ભક્ત મારો નાનો બાળક છે. જ્ઞાની ભગવાનનુ ધ્યાન કરે, જ્યારે ભગવાન ભક્તનુ ધ્યાન રાખે છે છતાં પણ બંને ઉપર ભગવાનને સરખી કૃપા હોય છે.ખરેખર તો અહમ બ્રમ્હાસ્મિ માટે પણ બ્રહ્મની કૃપા થવી જોઈએ.કરોડો જીવોમાંથી અલ્પ જીવોનો કેમ ઉધ્ધાર થાય છે.જેને પ્રબળ ઈચ્છા જાગૃત થાય તેને આ પદ પામવા માટે સહાય કરે.જેને સંસારના ભોગ વિલાસમાં આનંદ મળે છે તેને તો આને માટે પરિશ્રમ નથી કરવાનો પરંતું જેને પરમ પદ પામવું છે તેને  વિવેક-વૈરાગ્ય અને સંયમથી દ્રઢ બનીને અહમ દુર કરીને  સાધના કરીને આગળ અવશ્ય વધે છે.

આ વિષય ને અનુરૂપ ભાગવતમાં જડભરતની એક સુંદર વાર્તા છે, રાજા રહુગણ તત્વજ્ઞાનનો  ઉપદેશ લેવા માટે કપિલમુનિના આશ્રમમાં જાય છે.રસ્તામાં માણસ પાલકી ઉચકનાર થાકી ગયો હતો એટલે તેની બદલીમાં માણસ મુકવાનો હતો રાજાએ ભરતજીને મુઢની જેમ ઊભેલા જોઈને તેમને પાસે બોલાવી પાલકી ઉંચકવાનુ કહ્યું. તેઓ રાજાની ડોલી ઉઠાવીને ચાલતા હતા રસ્તામાં કીડી, નાના જીવ આવે તો તેના પર પગ પડી ન જાય તેથી કુદકો મારે અને ડોલી ડગમગી જાય.નાના જીવની હત્યા ન થાય તેનુ ધ્યાન રાખે. આવુ વારંવાર થતાં રાજા ગુસ્સે થાય છે અને કુદકા મારવાનુ કારણ પુછે છે, રાજા કહે છે, મુર્ખ,તું  તગડો છે છતાં આમ મરેલાની માફક શું ચાલે છે ? તું જીવતાં મુઆ જેવો છે, તને વજન વધુ લાગે છે ? સીધો ચાલ નહી તો હું તને મારીશ. તું જાણતો નથી હું આ પ્રદેશનો રાજા છું. તને બરાબર સજા કરીશ.

રાજાના અભિમાન ભર્યા શબ્દ સાંભળીને ભરતજીને દયા આવી, અને વિચાર્યું તેનો ઉધ્ધાર કરવો જોઈએ. ભરતજીને રાજા રહુગણને બોધ આપવાની ઈચ્છા થાય છે. સદા મૌન રહેતા ભરતજી રાજાને સતસંગનો મહિમા સમજાવતાં કહે છે “ રાજન તેં કહ્યું કે હું બહુ તગડો છું પણ તે તો શરીરનો ધર્મ છે. આત્માનો નથી .હું શરીર નથી શરીરનો સાક્ષી છુ, હું દુબળો નથી, પુષ્ટ નથી, તેં કહ્યું કે તું જીવતો મુઆ જેવો છે, મને તેં કહ્યું વજન લાગે છે કે શું ? અરે વજન નામની કોઈ વસ્તુ જ નથી જ્ઞાનીઓ તો એવું માને છે કે જગત ખોટું છે, પરમાત્મા સીવાય બીજું કંઈ સત્ય નથી. વજન એ મનની કલ્પના છે, વજનનો સવાલ મન સાથે છે, આત્મા સાથે નહી, હું મન નથી મનનો સાક્ષી છું, હું ચેતન છું, પરમાત્માનો અંશ છું. રાજા તેં કહ્યું હું તને મારીશ, આ શરીરથી હું જુદો છું, શરીરને કોઈ મારે તો મારી ચાલ નહી સુધરે. મેં બ્રહ્મ દ્ર્ષ્ટિ સ્થિર કરી છે. ( ભરતજીની બ્રહ્મનિષ્ઠા પ્રકટ થઈ છે. ) પગ તળે કોઈ જીવની હિંસા ન થાય માટે કુદકા મારું છું.

ભરતજીને સાંભળીને રાજા વિચારવા લાગ્યા આ તો વેદાંતનો સિધ્ધાંત બોલે છે, કોઈ સાધારણ મનુષ્ય નથી. ભરતજીના ખભે જનોઈ જોઈને રાજાને ખાત્રી થઈ કે બ્રાહ્મણ છે કેવલ જાતનો નહી તેણે બ્રહ્મદ્રષ્ટિ સ્થિર કરી છે. રાજાને ભુલ સમજાઈ, પાલખીમાંથી ઉતરી ભરતજીના ચરણમાં સાષ્ટાંગ વંદન કર્યા, પુછે છે આપ કોણ છો ? આપનો પરિચય આપો, કંઈક ઉપદેશ આપો. ભરતજીએ  કહ્યું મેં એક વખત ભુલ કરી હરણનુ ધ્યાન કરતો હરણનો જનમ લેવો પડ્યો, એક વાર પશુ થયો હવે હું સાવધાન રહું છું, મન ઉપર જરાય વિશ્વાસ નથી રાખતો, સતત ભક્તિ કરું છું.  જ્ઞાન અને ભક્તિ, વૈરાગ્યથી દ્ર્ઢ થાય છે જગત સ્વપ્ન જેવું છે, સંસાર કલ્પિત છે. રાજાને દિવ્ય તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો.

જે સ્થુલ શરીરને  ‘હું’ માનીએ છીએ તે જ અજ્ઞાનતા છે. સાચુ  શુક્ષ્મ સ્વરૂપ જે પોતાનુ આત્મ સ્વરૂપ કોઈ માનવા અને જાણવા માગતું નથી. આત્મસ્વરૂપ્ને સમજવુ બહુજ કઠીન છે.પહેલાં બ્રહ્મ જ્ઞાન કરવાનુ છે પછી આત્મજ્ઞાન. કર્મ અને મૃત્યુ બંનેમાંથી છુટીને બ્રહ્મને પ્રાપ્ત કરવાનુ છે. પોતાના બ્રહ્મ સ્વરૂપનો અનુભવ થાય તે જ બ્રહ્મ પ્રાપ્તિ છે. બ્રહ્મજ્ઞાની બનીને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. હું, શરીર,પ્રાણ, ઈન્દ્રિયો વગેરે નથી. પરંતું આ બધાની અંદર સ્થિત પ્રત્યકસ્વરૂપ જે ચૈતન્ય છે તે હું છું એવો નિશ્ચય થઈ જાય તે જ બ્રહ્મસ્વરૂપ થઈ જાય.આત્મા અનંતની સફરે નીકળ્યો છે અનેક જન્મ-મરણ પછી તે પરમ તત્વમાં જ વિલીન થઈ જવાનો છે. તેનુ ધ્યેય, એક લક્ષ્ય ફક્ત પરમાત્મા જ છે. વેદો સમજાવે છે, દરેક મનુષ્ય બ્રહ્મસ્વરૂપ છે, પરંતુ તે સ્વરૂપને પામવા માટે અથાગ પરિશ્રમ કરવો પડે,  તે તત્વની ખોજ માટે સાધના કરવી પડે આપ મેળે ક્યારેય ન મળે. આપણે સૌ જાણીએ છીએ આ સ્વરૂપને પામવા આપણા  ઋષિમુનિઓ વર્ષો તપસ્યા કરતા હતા.

ગોસ્વામિ તુલસીદાસજી ભગવાનના શબ્દો કહે છે,

“ મોરે પ્રૌઢ તનય સમ જ્ઞાની. “

જ્ઞાની મારો મોટો દિકરો છે, જ્યારે ભક્ત મારો નાનો બાળક છે. જ્ઞાની ભગવાનનુ ધ્યાન કરે, જ્યારે ભગવાન ભક્તનુ ધ્યાન રાખે છે.  છતાં પણ બંને ઉપર ભગવાનને સરખી કૃપા હોય છે. ખરેખર તો અહમ બ્રહ્માસ્મિ માટે પણ બ્રહ્મની કૃપા થવી જોઈએ. કરોડો જીવોમાંથી અલ્પ જીવોનો કેમ ઉધ્ધાર થાય છે.  જેને પ્રબળ ઈચ્છા જાગૃત થાય તેને આ પદ પામવા માટે સહાય કરે. જેને સંસારના ભોગ વિલાસમાં આનંદ મળે છે તેને તો આને માટે પરિશ્રમ નથી કરવાનો પરંતું જેને પરમ પદ પામવું છે તેને  વિવેક-વૈરાગ્ય અને સંયમથી દ્રઢ બનીને અહમ દુર કરીને  સાધના કરીને આગળ અવશ્ય વધે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

અહં બ્રહ્માસ્મિ (3) પ્રવીણા કડકિયા

‘અહં બ્રહ્માસ્મિ’ જેવા અણમોલ શબ્દ ઉચ્ચારતા પહેલાં તેનું અર્થ ઘટન  કરવું ઉચિત છે.  અવશ્ય એ શબ્દોમાં ગહન અર્થ છુપાયેલો છે. મારા જેવી સામાન્ય વ્યક્તિ તેના ઉપર શું પ્રકાશ પાડી શકે? વેદ, ઉપનિષદ અને પુરાણોમાં તેનો વારંવાર ઉલ્લેખ  જોવામાં આવ્યો છે. તેમાંથી અલ્પ જ્ઞાન ગ્રહણ કરી મારો દૃષ્ટિબિંદુ પ્રદર્શિત કરવાની પરવાનગી તમારી સહુની પાસેથી માગી રહી છું.

એ અમૂલ્ય શબ્દો વિશે લખતા પહેલાં ‘હું કોણ છું’ એ જાણવું જરૂરી છે. આ પ્રશ્નનો સંતોષકારક જવાબ હજુ મળી શક્યો નથી. “હુ કોણ છુ’ એ સવાલ જેટલો સહજ લાગે છે તેટલો તેનો ઉત્તર કઠિન છે. માનવ દેહમાં ક્યાંય ‘હું’ તમને દેખાય યા જણાય છે? છતાં પણ આપણા સહુનો અનુભવ જણાવે છે, ‘મારા કરતાં મોટો હું’! હા, દરેક અંગના નામ છે. એ બધા અંગના નામના સમૂહને શરીર કહી સંબોધીએ છીએ. આપણે સહુ જાણીએ છીએ કે આત્મા, સત, ચિત અને આનંદ રૂપ છે. બાકી આ શરીર પંચમહાભૂતમાંથી બનેલું છે. જે અંતે તેમાં મળી જશે. જેનો જન્મ છે તેનો નાશ છે. આત્મા આ બધાથી પર એક અલગ અસ્તિત્વ ધરાવે છે.

‘તેરા સત ચિત આનંદ રૂપ રે કોઈ જાને ના.’

આ ત્રણે રૂપ આત્મામાં સમાયેલા છે.  જે ધબકે  છે. આત્મા, અંશ છે પરમાત્માનો ! જેમ સમુદ્રના  બિંદુમાં તેના પાણીના સર્વે ગુણધર્મોનો સમાવેશ  છે. તેનામાં ખરાશ છે. જેમ ભરતી અને ઓટનું સાગરથી અલગ અસ્તિત્વ નથી. ભરતીના પ્રચંડ મોજા વિરમીને સાગરમાં એકાકાર થઈ જાય છે. ઓટ સમયે એ જ મોજાં શાંત થઈ સાગરનો સાથ ન ત્યજતાં તેનું અભિન્ન અંગ બની સાથ આપે છે. અરે મીઠી મધુરી નદી જે પોતાનું સર્વ જળ સાગરમાં ઉંડેલે છે . તે પોતાનું અસ્તિત્વ સમુદ્રને સમર્પિત કરી ખારી થઈ જાય છે. પરમાત્મા ભલે આપણે નરી આંખે નથી નિહાળી શક્તા પણ તેના અસ્તિત્વનો ઈન્કાર કરવો અસંભવ છે. આપણે કદી ‘પવન કે હવા’ જોઈ છે ? હા, પણ તે છે તે કબૂલ્યું છે. કદી ‘ઈલેક્ટ્રીસીટી ‘જોઈ છે.  તેના રંગબેરંગી તેમજ અવનવા રૂપે તે આપણી સમક્ષ છે. તેનો ઈન્કાર ન થઈ શકે.

તેવી રીતે પરમાત્મા ના દુર્લભ દર્શન કોઈક મહાન અત્મા સિવાય શક્ય નથી. તે છતાં તે નથી એ કહેવું યોગ્ય નથી. ઘણી વખત લોકો કહે છે , ‘પરમાત્મા’ ક્યાં છે ?  કેમ દેખાતો નથી એ પરમાત્મા?   મારા દિલના ઉદગાર સાંભળો,

જ્યાં જ્યાં નજર હું ઠેરવું બસ તારી ભવ્યતા દેખું

તું ક્યાં નથી તું ક્યાં નથી જાણવાને હું મથું

નિર્સગદત્ત માહારાજના ‘આઈ એમ ધેટ’ એ પુસ્તક વિષે થોડો અભ્યાસ કર્યો હતો. સામાન્ય માનવી, ખેતવાડી ૧૦મી ગલીમાં પાનનો ગલ્લો ચલાવતા હતા. તેમનામાં શ્રદ્ધા આખી દુનિયાના લોકોએ મૂકી. સરળ ભાષામાં સહુની સાથે પ્રેમ પૂર્વક વાત કરી સમજાવતા. અંગ્રેજીની એ, બી, સી, ડી ન ભણેલા તેઓશ્રીને મળવા દુનિયાભરના લોકો ઉમટતા.   ખૂબ સાદી અને સચોટ ભાષામાં તેમણે સુંદર રીતે રજૂ કર્યું છે. મારી યથાર્થતા તે સમજવા માટે હજુ પરિપક્વ નથી, એ હું ખુલ્લા દિલે કબૂલ કરું છું.

બાકી નરસિંહ મહેતાનું જુનું, જાણીતા અને પ્રચલિત ભજનની પંક્તિ,

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરી ઝુઝવે રૂપ અનંત ભાસે

ગ્રંથ ગરબડ કરી વાત નવ કરી ખરી જેહને જે ગમે તેને પૂજે

બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.

આજે મનમાં ઘુમરાય છે. અહં બ્રહ્માસ્મિ, હું બ્રહ્મને કાજે  છું . જીવ બ્રહ્મ નથી બનતો. બ્રહ્મ મય બની જાય છે. આત્માનું પરમાત્મામા વિલિની કરણ એ કદાચ’ અહં બ્રહ્માસ્મિ’ કહેવાતું હશે. બ્રહ્મન એ એવું સનાતન તત્વ ચે જે સૃષ્ટીના કણકણમાં વ્યાપ્ત છે. તેથી કહેવાય છે બ્રહ્મન સત્ય છે. જગત મિથ્યા છે. મિથ્યાનો અર્થ જે આજે છે ને કાલે નથી. આ સત્ય પચાવવું ખૂબ મુશ્કેલ છે. નાનું બાળક, માતા, પિતા , પતિ અને પત્ની જે નજર સમક્ષ છે . જેમનો અહેસાસ છે એ નથી કેવી રીતે માની શકાય? એ મિથ્યા છે આ શ્બ્દો કોઈને પણ ગળે ઉતારવા અશક્ય છે.

‘હું’ ને શરીર માનતો માનવ પોતાની અલ્પ શક્તિને કારણે કઈ રીતે સમજી શકે? જન્મથી મૃત્યુ સુધીનું ચક્ર સદા ફરતું રહે છે. જે જગતમાં જીવી ૭૦, ૮૦ યા ૫૦ વર્ષ ગાળ્યા હોય તેને મિથ્યા માનવું દુષ્કર છે.

હિંદુ તત્વજ્ઞાન અને વેદ વેદાંતના મત અનુસાર જગત મિથ્યા છે. કપોલકલ્પિત છે. બુદ્ધિનું ક્ષેત્ર અને વિચાર વિનિમય દ્વારા પરખાય નહી. બ્રહ્મનનું અસ્તિત્વ છે અને રહેશે એ સનાતન સત્ય સ્વિકરવું રહ્યું. જગતની માયામાં સંપૂર્ણપણે રચ્યો પચ્યો રહેતો આ જીવ બ્રહ્મનની કલ્પના કરવા અસમર્થ છે. તેનું જ્ઞાન આ ક્ષેત્રમાં સિમિત છે.  જેને કારણે બ્રહ્મનના કદ, આકાર અને વિસ્તારની કલ્પના કરવી પણ અસંભવ છે. માત્ર તેનો ખુલ્લા દિલે સ્વિકાર એ જ સત્ય છે.

જે વારંવાર કહે છે જીવ યા આત્મા પરમાત્માનો અંશ છે. બ્રહ્મન નથી ! .

સર્વ ખલુ ઈદમ બ્રહ્મ’.

જે સર્વમાં વ્યાપક છે. ઈશ્વર યા સર્જનહાર પરબ્રહ્મન છે.  ‘અહં બ્રહ્માસ્મિ’ એ ક્યારે શક્ય બને જ્યારે આત્મ પરમાત્મામાં સમાઈ જાય. જ્યારે હું નું અસ્તિત્વ ભુંસાઈ જાય. જે આ સામાન્ય જીવ માટે અતિ કઠીન છે. બ્રહ્મન નાશવંત નથી તે અનાદી છે. જેની શરૂઆત ક્યાંથી થઈ અનજાણ છે. જેને સમય નો બાધ નથી. જે આત્મા છે તેને કાળનું  બંધન નડતું નથી. શરીર મૃત અવસ્થાને વરે છે. આત્મા ને જન્મ યા મૃત્યુના બંધન કનડતા નથી ! શરીરને મર્યાદા છે. આત્મા તે સર્વ બંધનથી પર છે.

જ્યારે માનવી પોતાનું ધ્યાન ‘હું’ પર કેન્દ્રિત  કરે છે, ત્યારે તે તેને પામે છે. સાધના એ માત્ર ખાલી પાત્ર છે. જે માણસે પૂરી જીજ્ઞાસાથી ભરી ખંત પૂર્વક પોતાની જાતને તેમાં ઉંડેલી દઈ  પ્રેમે પ્રયત્ન  જારી રાખવા. જેની  અંદર સર્વત્ર સમાયેલું છે, જે સર્વમાં અસ્તિત્વ ધરાવે છે, જે સહુને ખુલ્લે હાથે પ્રેમે સંવારે છે. તે ર્સવાત્મા જગતના બંધનથી પર છે , તે કદાચ હું હોઈ શકું?

હવે જ્યારે બ્રહ્મનનું સામ્રાજ્ય  ચારેકોર છવાયેલું હોય ત્યાં મારી દોટ ક્યાં સુધી પહોંચે ? તેને  માટે મારે અથાગ પ્રયત્ન જારી રાખવા રહ્યા.  ધાર્મિક તત્વજ્ઞાનની દૃષ્ટીએ જોવા જતાં તેમાં ઘણા  અવરોધો જણાશે. દરેક ધર્મ પોતાનો કક્કો સાચો કરવા બીજા મંતવ્યોમાંથી વાંધા બતાવશે ! જેને કારણે તે સહુના સવાલના જવાબ સંતોષપૂર્વક નહી આપી શકે.

સાધક શું જાણવા ઈચ્છે છે તેના સંતોષપૂર્વકના જવાબ તેની જીજ્ઞાસાને સંતોષસે. સત્ય હર હાલમાં સત્ય રહેવાનું. જ્ઞાન યોગ કે અદ્વૈત્વાદના પંથે તેનો અર્થ બદલાશે નહી. કુદરતના કાયદા સહુને એક સરખી રીતે લાગુ પડે છે.

અહંકારી માનવ પોતાના હુંકારમાંથી બહાર નિકળવા વ્યર્થ ફાંફાં મારે છે. પોતાની જાતને કર્તા સમજે છે. ‘ગાડા તળે કૂતરું જાય અને કૂતરું જાણે ગાડાનો ભાર હું ખેંચું છું. કર્તા પણાના મદમાંથી માનવ બહાર નિકળ. પછી ‘અહં બ્રહ્માસ્મિ’ની વાતો કરીશું.  આચાર્ય શ્રી મહાપ્રભુજી માર્ગ બતાવે છે. વેદો પોકારીને કહે છે. ગીતામાં કૃષ્ણ ભગવાન ચોખ્ખી રીત સમજાવે છે. કદી આપણે આપણા અધિકાર વિશે ર્ક પળ વિચાર્યું છે ? હા, અતિ સુંદર કહેવાય એ રસ્તે આપણે પદાર્પણ કરીએ.

જો કોઈ પણ અસંગત વિચારો ઠલવાય હોય તો ક્ષમા માગું છું.  આ મારું ક્ષેત્ર નથી.

 

 

 

 

 

 

 

અહં બ્રહ્માસ્મિ, () ડૉ ઇંદુબહેન શાહ

 

‘અહં બ્રહ્માસ્મિ’ જેવા અણમોલ શબ્દ ઉચ્ચારતા પહેલાં તેનું અર્થ ઘટન  કરવું ઉચિત છે.  અવશ્ય એ શબ્દોમાં ગહન અર્થ છુપાયેલો છે. મારા જેવી સામાન્ય વ્યક્તિ તેના ઉપર શું પ્રકાશ પાડી શકે? વેદ, ઉપનિષદ અને પુરાણોમાં તેનો વારંવાર ઉલ્લેખ  જોવામાં આવ્યો છે. તેમાંથી અલ્પ જ્ઞાન ગ્રહણ કરી મારો દૃષ્ટિબિંદુ પ્રદર્શિત કરવાની પરવાનગી તમારી સહુની પાસેથી માગી રહી છું.

એ અમૂલ્ય શબ્દો વિશે લખતા પહેલાં ‘હું કોણ છું’ એ જાણવું જરૂરી છે. આ પ્રશ્નનો સંતોષકારક જવાબ હજુ મળી શક્યો નથી. “હુ કોણ છુ’ એ સવાલ જેટલો સહજ લાગે છે તેટલો તેનો ઉત્તર કઠિન છે. માનવ દેહમાં ક્યાંય ‘હું’ તમને દેખાય યા જણાય છે? છતાં પણ આપણા સહુનો અનુભવ જણાવે છે, ‘મારા કરતાં મોટો હું’! હા, દરેક અંગના નામ છે. એ બધા અંગના નામના સમૂહને શરીર કહી સંબોધીએ છીએ. આપણે સહુ જાણીએ છીએ કે આત્મા, સત, ચિત અને આનંદ રૂપ છે. બાકી આ શરીર પંચમહાભૂતમાંથી બનેલું છે. જે અંતે તેમાં મળી જશે. જેનો જન્મ છે તેનો નાશ છે. આત્મા આ બધાથી પર એક અલગ અસ્તિત્વ ધરાવે છે.

‘તેરા સત ચિત આનંદ રૂપ રે કોઈ જાને ના.’

આ ત્રણે રૂપ આત્મામાં સમાયેલા છે.  જે ધબકે  છે. આત્મા, અંશ છે પરમાત્માનો ! જેમ સમુદ્રના  બિંદુમાં તેના પાણીના સર્વે ગુણધર્મોનો સમાવેશ  છે. તેનામાં ખરાશ છે. જેમ ભરતી અને ઓટનું સાગરથી અલગ અસ્તિત્વ નથી. ભરતીના પ્રચંડ મોજા વિરમીને સાગરમાં એકાકાર થઈ જાય છે. ઓટ સમયે એ જ મોજાં શાંત થઈ સાગરનો સાથ ન ત્યજતાં તેનું અભિન્ન અંગ બની સાથ આપે છે. અરે મીઠી મધુરી નદી જે પોતાનું સર્વ જળ સાગરમાં ઉંડેલે છે . તે પોતાનું અસ્તિત્વ સમુદ્રને સમર્પિત કરી ખારી થઈ જાય છે. પરમાત્મા ભલે આપણે નરી આંખે નથી નિહાળી શક્તા પણ તેના અસ્તિત્વનો ઈન્કાર કરવો અસંભવ છે. આપણે કદી ‘પવન કે હવા’ જોઈ છે ? હા, પણ તે છે તે કબૂલ્યું છે. કદી ‘ઈલેક્ટ્રીસીટી ‘જોઈ છે.  તેના રંગબેરંગી તેમજ અવનવા રૂપે તે આપણી સમક્ષ છે. તેનો ઈન્કાર ન થઈ શકે.

તેવી રીતે પરમાત્મા ના દુર્લભ દર્શન કોઈક મહાન અત્મા સિવાય શક્ય નથી. તે છતાં તે નથી એ કહેવું યોગ્ય નથી. ઘણી વખત લોકો કહે છે , ‘પરમાત્મા’ ક્યાં છે ?  કેમ દેખાતો નથી એ પરમાત્મા?   મારા દિલના ઉદગાર સાંભળો,

જ્યાં જ્યાં નજર હું ઠેરવું બસ તારી ભવ્યતા દેખું

તું ક્યાં નથી તું ક્યાં નથી જાણવાને હું મથું

નિર્સગદત્ત માહારાજના ‘આઈ એમ ધેટ’ એ પુસ્તક વિષે થોડો અભ્યાસ કર્યો હતો. સામાન્ય માનવી, ખેતવાડી ૧૦મી ગલીમાં પાનનો ગલ્લો ચલાવતા હતા. તેમનામાં શ્રદ્ધા આખી દુનિયાના લોકોએ મૂકી. સરળ ભાષામાં સહુની સાથે પ્રેમ પૂર્વક વાત કરી સમજાવતા. અંગ્રેજીની એ, બી, સી, ડી ન ભણેલા તેઓશ્રીને મળવા દુનિયાભરના લોકો ઉમટતા.   ખૂબ સાદી અને સચોટ ભાષામાં તેમણે સુંદર રીતે રજૂ કર્યું છે. મારી યથાર્થતા, તે સમજવા માટે હજુ પરિપક્વ નથી, એ હું ખુલ્લા દિલે કબૂલ કરું છું.

બાકી નરસિંહ મહેતાનું જુના, જાણીતા અને પ્રચલિત ભજનની પંક્તિ,

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરી ઝુઝવે રૂપ અનંત ભાસે

ગ્રંથ ગરબડ કરી વાત નવ કરી ખરી જેહને જે ગમે તેને પૂજે

બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.

આજે મનમાં ઘુમરાય છે. ‘અહં બ્રહ્માસ્મિ’, હું બ્રહ્મને કાજે  છું . જીવ બ્રહ્મ નથી બનતો. બ્રહ્મ મય બની જાય છે. આત્માનું પરમાત્મામા વિલિની કરણ એ કદાચ’ અહં બ્રહ્માસ્મિ’ કહેવાતું હશે. બ્રહ્મન એ એવું સનાતન તત્વ છે જે સૃષ્ટીના કણકણમાં વ્યાપ્ત છે. તેથી કહેવાય છે’ બ્રહ્મન સત્ય છે. જગત મિથ્યા છે’. મિથ્યાનો અર્થ જે આજે છે ને કાલે નથી. આ સત્ય પચાવવું ખૂબ મુશ્કેલ છે. નાનું બાળક, માતા, પિતા , પતિ અને પત્ની જે નજર સમક્ષ છે . જેમનો અહેસાસ છે એ નથી કેવી રીતે માની શકાય? એ મિથ્યા છે આ શ્બ્દો કોઈને પણ ગળે ઉતારવા અશક્ય છે.

‘હું’ ને શરીર માનતો માનવ પોતાની અલ્પ શક્તિને કારણે કઈ રીતે સમજી શકે? જન્મથી મૃત્યુ સુધીનું ચક્ર સદા ફરતું રહે છે. જે જગતમાં જીવી ૭૦, ૮૦ યા ૫૦ વર્ષ ગાળ્યા હોય તેને મિથ્યા માનવું દુષ્કર છે.

હિંદુ તત્વજ્ઞાન અને વેદ વેદાંતના મત અનુસાર જગત મિથ્યા છે. કપોલકલ્પિત છે. બુદ્ધિનું ક્ષેત્ર અને વિચાર વિનિમય દ્વારા પરખાય નહી. બ્રહ્મનનું અસ્તિત્વ છે અને રહેશે એ સનાતન સત્ય સ્વિકરવું રહ્યું. જગતની માયામાં સંપૂર્ણપણે રચ્યો પચ્યો રહેતો આ જીવ બ્રહ્મનની કલ્પના કરવા અસમર્થ છે. તેનું જ્ઞાન આ ક્ષેત્રમાં સિમિત છે.  જેને કારણે બ્રહ્મનના કદ, આકાર અને વિસ્તારની કલ્પના કરવી પણ અસંભવ છે. માત્ર તેનો ખુલ્લા દિલે સ્વિકાર એ જ સત્ય છે.

જે વારંવાર કહે છે જીવ યા આત્મા પરમાત્માનો અંશ છે. બ્રહ્મન નથી ! .

સર્વ ખલુ ઈદમ બ્રહ્મ’.

જે સર્વમાં વ્યાપક છે. ઈશ્વર યા સર્જનહાર પરબ્રહ્મન છે.  ‘અહં બ્રહ્માસ્મિ’ એ ક્યારે શક્ય બને જ્યારે આત્મ પરમાત્મામાં સમાઈ જાય. જ્યારે’ હું’ નું અસ્તિત્વ ભુંસાઈ જાય. જે આ સામાન્ય જીવ માટે અતિ કઠીન છે. બ્રહ્મન નાશવંત નથી, તે અનાદી છે. જેની શરૂઆત ક્યાંથી થઈ અનજાણ છે. જેને સમય નો બાધ નથી. જે આત્મા છે. તેને કાળનું  બંધન નડતું નથી. શરીર મૃત અવસ્થાને વરે છે. આત્મા ને જન્મ યા મૃત્યુના બંધન કનડતા નથી ! શરીરને મર્યાદા છે. આત્મા તે સર્વ બંધનથી પર છે.

જ્યારે માનવી પોતાનું ધ્યાન ‘હું’ પર કેન્દ્રિત  કરે છે, ત્યારે તે તેને પામે છે. સાધના એ માત્ર ખાલી પાત્ર છે. જે માણસે પૂરી જીજ્ઞાસાથી ભરી ખંત પૂર્વક પોતાની જાતને તેમાં ઉંડેલી દઈ  પ્રેમે પ્રયત્ન  જારી રાખવા. જેની  અંદર સર્વત્ર સમાયેલું છે, જે સર્વમાં અસ્તિત્વ ધરાવે છે, જે સહુને ખુલ્લે હાથે પ્રેમે સંવારે છે. તે ર્સવાત્મા જગતના બંધનથી પર છે , તે કદાચ’ હું’ હોઈ શકે?

હવે જ્યારે બ્રહ્મનનું સામ્રાજ્ય  ચારેકોર છવાયેલું હોય ત્યાં મારી દોટ ક્યાં સુધી પહોંચે ? તેને  માટે મારે અથાગ પ્રયત્ન જારી રાખવા રહ્યા.  ધાર્મિક તત્વજ્ઞાનની દૃષ્ટીએ જોવા જતાં તેમાં ઘણા  અવરોધો જણાશે. દરેક ધર્મ પોતાનો કક્કો સાચો કરવા બીજા મંતવ્યોમાંથી વાંધા બતાવશે ! જેને કારણે તે સહુના સવાલના જવાબ સંતોષપૂર્વક નહી આપી શકે.

સાધક શું જાણવા ઈચ્છે છે તેના સંતોષપૂર્વકના જવાબ તેની જીજ્ઞાસાને સંતોષસે. સત્ય હર હાલમાં સત્ય રહેવાનું. જ્ઞાન યોગ કે અદ્વૈતવાદના પંથે તેનો અર્થ બદલાશે નહી. કુદરતના કાયદા સહુને એક સરખી રીતે લાગુ પડે છે.

અહંકારી માનવ પોતાના’ હુંકાર’માંથી બહાર નિકળવા વ્યર્થ ફાંફાં મારે છે. પોતાની જાતને કર્તા સમજે છે. ‘ગાડા તળે કૂતરું જાય અને કૂતરું જાણે ગાડાનો ભાર હું ખેંચું છું. કર્તા પણાના મદમાંથી માનવ બહાર નિકળ. પછી ‘અહં બ્રહ્માસ્મિ’ની વાતો કરીશું.  આચાર્ય શ્રી મહાપ્રભુજી માર્ગ બતાવે છે. વેદો પોકારીને કહે છે. ગીતામાં કૃષ્ણ ભગવાન સ્પષ્ટ સમજાવે છે. કદી આપણે આપણા અધિકાર વિશે એક પળ વિચાર્યું છે ? હા, અતિ સુંદર કહેવાય એ રસ્તે આપણે પદાર્પણ કરીએ.

જો કોઈ પણ અસંગત વિચારો ઠલવાય હોય તો ક્ષમા માગું છું.  આ મારું ક્ષેત્ર નથી. ખૂબ ગહન વિષય છે.

અહં બ્રહ્માસ્મિ, () ડૉ ઇંદુબહેન શાહ

મનુષ્ય જન્મ લીધો, ચોર્યાસી લાખ ફેરા ફર્યા બાદ મહામુલો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. તેનું ધ્યેય બ્રહ્મને ઓળખવો, બ્રહ્મનિષ્ઠ થવું. આ ધ્યેય કોઇ દુન્યવી વસ્તુ કે દુન્યવી જ્ઞાન મેળવવા માટેનું નથી, તે તો છે સ્વને, આત્માને સતને, બ્રહ્મને (આ ચારેય પર્યાયવાચી શબ્દો છે) જાણવાનું પામવાનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવું તે છે. આ ધ્યેય પ્રાપ્તિ માટે આપણા ઋષિઓએ માર્ગ બતાવ્યા છે.

ચાર વેદમાં દર્શાવેલ  બ્રહ્મવાક્યોના અર્થ પર સતત મનન, ચિંતન કરવું એ આત્મ જ્ઞાન માટેની અંતરંગ સાધના છે. સૌ પ્રથમ આ ચાર વાક્યો શું છે તે જાણીયે.

૧  પ્રજ્ઞાનંબ્રહ્મ     ઋગ્વેદનું મહાવાક્ય

૨  તત્ત્વં અસિ     સામવેદનું મહાવાક્ય

૩  અયમાત્મા બ્રહ્મ   અથર્વવેદનું મહાવાક્ય

૪  અહમ બ્રહ્માષ્મિ    યજુર્વેદનું મહાવાક્ય

પ્રજ્ઞા એજ બ્રહ્મ, પ્રજ્ઞા એટલે કાર્યદક્ષ, નિર્ણાયક બુધ્ધિએ મેળવેલ યથાર્થ જ્ઞાન. સાંસારિક, કોલેજ યુનિવર્સિટી દ્વારા મેળવેલ જ્ઞાન, જેને સેક્યુલર નોલેજ કહેવામાં આવે છે, એ વિષયોનું જ્ઞાન છે, જેનાથી સાંસારિક સુખ સમૃધ્ધિ મેળવી શકાય છે. જે મેળવી માનવી ક્ષણિક સુખ મેળવે છે. તે થકી કદી પૂર્ણ સંતોષ પામતો નથી. વધુને વધુ સુખ સમૃધ્ધિ માટે દોડધામ સકામ કર્મ ચાલુ  રહે છે, અંતે કર્મ અનુસાર તેનો આત્મા જુદી જુદી યોનીમાં ભટકતો રહે છે.

પ્રજ્ઞા એ ગુરુ પાસે બેસી મેળવેલ વેદાંત જ્ઞાન. જે ઉપનિષદ જ્ઞાન, ઉપ એટલે સરન્ડર’, ગુરુ સામે સમધિ (યજ્ઞ માટે) સામગ્રી લઇને ઉપસ્થિત થવું, નિ એટલે પાસે,નીચુ આસન ગ્રહણ કરી, ષદ એટલે બેસવું- પૂર્ણ શ્રધ્ધા સાથે ગુરુના ચરણોમાં સરન્ડર થવું. બ્રહ્મજ્ઞાન મેળવવું, આતો ફક્ત જ્ઞાન, શિષ્યને પ્રોત્સાહિત કરવા ગુરુ બોલે છે “પ્રજ્ઞાનંબ્રહ્મ”

તત ત્વં અસિ   આ વાક્ય સામવેદના વેદાન્ત ભાગના છાંદોગ્ય ઉપનિષદનો છઠો મંત્ર.

“तत ત્વં असि वाक्यार्थ चिन्तनमेवान्तरंग्साधनमात्म बोधस्य।“

શબ્દાર્થઃ- તત- તે , ત્વમ-તું, અસિ- છે, વાક્યાર્થ- વાક્યનો અર્થ, ચિન્તનમ-ચિન્તન, એવ-એજ, અન્તરંગ સાધનમ-આંતરિક સાધના, આત્મબોધસ્ય-,આત્મસાક્ષાત્કાર.

તે તું છે એ વાક્યના અર્થ પર ધ્યાન કરવું એ આત્મજ્ઞાન માટેની અંતરગત સાધના છે.

આ વાક્ય વેદાન્તના વિદ્યાર્થિઓ સૌ જાણે છે.આ મહાવાક્ય દ્વારા જે ઉપદેશ મળે છે તેનાં ત્રણ વિભાગ છે,- ૧ સમાનાધિકરણ, ૨ વિશેષણ-વિશેષભાવ. ૩ લક્ષ્ય-લક્ષણભાવ.

આ વા્તનું ઉદાહરણ, આ તેજ વિનયભાઇ છે. (સમાનાધિકરણ). વિનયભાઇને ૨૫ વર્ષ પહેલા દેશમાં જોયેલ ત્યારે ધોતિયું, ઝભ્ભો, બંડીના પહેરવેશમાં જોયેલ, અત્યારે અમેરિકામાં કોટ, પાટલુન પહેરેલ જોયા, એક વ્યક્તિ જુદા સ્થાને, જુદા સમયે જોવામાં આવી તે સ્થાન, પોષાકની વિશિષ્ઠતા (વિશેષભાવ) છોડી, વ્યક્તિના તાદાત્મયને(લક્ષણભાવને) ગ્રહણ કરી વ્યક્તિને મળ્યાનો આનંદ વ્યક્ત કરીએ છીએ. તે જ પ્રમાણે તત્ સર્વજ્ઞ ઇશ્વર અને ત્વમ્ એટલે અલ્પજ્ઞ જીવ-(આપણે સૌ),માં રહેલ પરમ ચિત(ચેતના)નું દર્શન કરવું જોઇએ.

૩ અયમાત્મા બ્રહ્મ-મારો આત્મા બ્રહ્મ છે.

સ્વરૂપ, આત્મા, બ્રહ્મ, ચૈનન્ય વગેરે પર્યાયવાચી શબ્દો છે.

સ્વસ્વરૂપને ઓળખવું, જો પોતાને જ ન ઓળખીએ તો કેવી રીતે કહી શકીએ મારો આત્મા બ્રહ્મ છે?

તેને ઓળખવા માટે જ્ઞાન, અને વિજ્ઞાન બન્નેની જરૂર છે. જ્યારે મનુષ્ય વિષયો પ્રત્યે અનાસક્તિ કેળવશે અને ચિંતન કરી માનશે હું પદાર્થોની વસ્તુ નથી અને પદાર્થોને મારી સાથે કોઇ સંબંધ નથી આ રીતે મનને વાસનાઓથી મુક્ત કરશે, ત્યારે રાગ દ્વેશ, સુખ દુઃખ, કામ ક્રોધ વગેરે નષ્ટ થશે અને તે હંમેશ આનંદમાં રહેશે, આ મેળવવા નિરંતર ઉપાસના સાધના આ્વશ્યક  છે. જુદા જુદા ઉપનિષદ, શિષ્ય ગુરુ સંવાદ દ્વારા આ વિષય શીખવે છે.

આપણો આત્મા પંચ મહાભૂતથી બનેલા શરીરમાં, પાંચ કોશમાં પુરાયેલો છે.આ કોશ તે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય, આ પાંચ કોશ પંચ મહાભૂતના પાંચ તત્વો, આકાશ, વાયુ, અગ્નિ, આપ અને પૃથ્વીના પંચીકરણથી બનેલ છે.આ પાંચ કોષથી ત્રણ શરીર બનેલ છે, અન્નમય કોષથી સ્થુળ શરીર, પ્રાણમય, મનોમય, અને વિજ્ઞાનમય કોષથી સૂક્ષ્મ શરીર, અને આનંદમય કોષથી કારણ શરીર બને છે. જેવી રીતે પ્યાજના છોતરા ઉતારતા જઇએ તો તે વિલુપ્ત થઇ જાય છે તેવી રીતે આ કોષોના નિરાકરણથી ત્રણે શરીર વિલુપ્ત થઇ જાય છે કેવળ આત્મા જ રહે છે.

આના માટે શ્રુતિમાં નેતિ- નેતિનો સિધ્ધાંત દર્શાવેલ છે. અન્નમય કોષ સ્થૂળ શરીર તેનું મૃત્યું થાય છે, જ્યારે આત્મા અમર અવિનાશી છે, માટે તે આત્મા ન હોઈ શકે. પ્રાણમય કોષ રજોગુણનું કામ છે, જ્યારે ગુસ્સો આવે ત્યારે પ્રાણની ગતી વધે છે અને શાંત પ્રકૃતિ હોય ત્યારે ધિમી ગતી થાય છે એટલે તે સ્વતંત્ર નથી જ્યારે આત્મા સ્વતંત્ર સ્વપ્રકાશિત છે. તે જ રીતે મનોમય અને વિજ્ઞાન્ય આનંદમય કોષ પણ જડ અને પરિવર્તનશીલ છે, આત્મા તો અપરિવર્તનશીલ, અસીમ, અમર, સર્વજ્ઞ, પૂર્ણ સર્વ વસ્તુઓનો આધાર છે. આ પાંચ કોષોનું અતિક્ર્મણ કરી સચ્ચિદાનંદ સ્વરૂપમાં નિવાસ કરો. ત્યારે કહી શકાશે “અયમાત્મા બ્રહ્મ”. બ્રહ્મની સાથે ઐક્યતાનો અનુભવ, જન્મ-મૃત્યુ ના ચક્રમાંથી મુક્તિનું કારણ બને છે. શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે.

અહમ બ્રહ્માસ્મિ- હું બ્રહ્મ છું અહિ હું નો વાચ્યાર્થ અહંકાર. તેનો લક્ષ્યાર્થ બ્રહ્મ છે.

તૈત્તિરીયોપનિષદ એ બ્રહ્માનુભવ ઉપનિષદ ગણાય છે.આ ઉપનિષદ સર્વ ઉપનિષદનો સાર છે. વેદાંતિક નિદિધ્યાસ માટે આ ઉપનિષદ અત્યંત મહત્વપૂર્ણ છે. આમાંનો કોઇ પણ મંત્ર પસંદ કરી તેના અર્થ અને ભાવ પર ધ્યાન ધરવાથી મન ઉન્નત બને છે, અધ્યાત્મ તરફી નિષ્ઠા વધે છે.

આપણે જ્ઞાન પ્રત્યેક્ષ, પરોક્ષ અને અપરોક્ષ ત્રણ રીતે પ્રાપ્ત કરીએ છીએ, પ્રત્યેક્ષ જ્ઞાન બાળપણથી માતા, પિતા, વડિલો પાસેથી અને મોટા થઇને શાળા, કોલેજના શિક્ષક, પ્રોફેસર  પાસેથી મેળવીએ છીએ.પરોક્ષ જ્ઞાન- માઇલો દૂર થતી ક્રિયા- સ્થિતિ-પરિસ્થિતિનું જ્ઞાન મિડિયા મારફત મેળવીએ તે છે. દાખલા તરીકે ઇન્ડિયામાં રમાતી ક્રિકેટ મેચ, અમેરિકામાં ટી.વી પર જોઇ શકાઇ કે રેડિયો પર કોમેન્ટરી સાંભળી માહીતી મેળવી શકાય તે પરોક્ષ જ્ઞાન. અપરોક્ષ જ્ઞાન એ આત્મ જ્ઞાન જે કોઇ પાસેથી પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે પ્રાપ્ત ન થઇ શકે, તે ખૂદના પ્રયત્ને જ મળી શકે. તે જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે તેને કોઇ ભેદભાવ રહેતો નથી, જાતિ, સંપ્રદાય અને રંગ વગેરે શરીરગત છે, એ તો જીવની અનિત્ય ઉપાધિ છે, જ્યારે આત્મા તો નિર્મળ-શુદ્ધ-કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર્ય વગેરે મળોથી મુક્ત છે.

અપરોક્ષ જ્ઞાન મેળવવા નિષેધાત્મક પ્રણાલી જ યોગ્ય પ્રણાલી છે, દેહની ભ્રાંતિ દૂર કરી આત્મા સાથે ઐક્ય થશે ત્યારે બંધનથી મુક્ત શાશ્વત આનંદ પ્રાપ્ત થશે.

દેહ શબ્દ દિહ્ ધાતુમાંથી બન્યો છે. જેનો અર્થ છે બળી જવું આ સ્થૂળ શરીરને અંતે બાળવામાં આવે છે. સૂક્ષ્મ શરીર કામનાઓ અને આંતરિક અવયવોના કાર્યથી વૃધ્ધિ પામે છે, તેના સંકુચન અને ક્ષયથી તે નષ્ટ થાય છે. ‘હું જીવ છું મારું નામ છે, આ અહં વિચારથી કારણ શરીરની વૃધ્ધિ થાય છે. પરંતુ અહંને બ્રહ્મની સાથે તાદાત્મ્ય થયા પછી તે શરીર પણ નષ્ટ થાય છે. આ સમજણથી દેહાસ્કતિ ક્ષીણ થશે. બ્રાહ્મીવૃત્તિ જાગૃત થશે. અંતે બ્રહ્મમાં સ્થિત થઇ જશે.

“અહં બ્રહ્માસ્મિ”

અંતમાં જ્યોતિ બિંદુ ઉપનિષદમાં ૠષિ સાધકને માર્ગદર્શન આપે છે તે જોઇએ.

૧  સ્વસ્થ શરીર અને ઇન્દ્રિયોની આવશ્યકતા

૨  શરીર ઇન્દ્રિયોના સાધન દ્વારા પ્રબળ સાધના

૩   ઇશ્વર સર્વવ્યાપક છે તે સત્ય સતત યાદ રહેવું જોઇએ

૪  નિત્ય ઇશ્વર સ્મરણ

૫  સાધકે સાધન ચતુષ્ટયથી સંપન્ન બનવું જોઇએ

આપણું સીમિત મન અસીમ બ્રહ્મને સ્પર્શી શકે નહીં. વાણી પણ સીમિત છે જે બ્રહ્મને વર્ણવી શકે નહી.

પરંતુ જે વિવેક, વૈરાગ્ય, ષટ્સંપદ અને મુમુક્ષુત્વ-સાધન ચતુષ્ટય સંપન્ન છે, અને શ્રવણ, મનન, નિદિધ્યાસનમાં રત છે. તે તેને જાણી શકે છે. સતત મહાવાક્ય પર ધ્યાન કરવું, “તત ત્વમ અસિ” તથા ‘અહં બ્રહ્માસ્મિ”.

ડૉ.ઇન્દુબહેન શાહ ૦૨/૨૪/૧૫

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

← એક નવતર પ્રયોગ ! તસવીર બોલે છે (3) પ્રવીણા કડકિયા

એક નવતર પ્રયોગ ! તસવીર બોલે છે (4) ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી →

અહં બ્રહ્માસ્મિ-() ગીરીશ દેસાઇ

अहं ब्रह्मास्मि

ब्रह्म वा इदम अग्रे आसीत,

तद आत्मानम एव अवेत.

अहं ब्ह्मास्मि इती तस्मात

तत सर्वं अभवत.”

ઉપરનું આ વાક્ય બૃહદારણ્યક ઉપનિષદનું મહાવાક્ય છે. જેનો અર્થ છે સૃષ્ટિની  શરુઆતમાં સહુથી પહેલા કેવળ બ્રહ્મનું અસ્તિત્વ હતું  અને તે પોતાને જ ‘હું બ્રહ્મ છું’ એમ જાણતું હતું. તેથી તે સર્વ રુપ થયું. અર્થાત એના સિવાય કશું જ હતુ નહીં. અને આગળ ચાલતા એમાં એમ પણ કહ્યું કે જેને મારી અનુભૂતિ થશે તે બ્રહ્મરુપ થશે. પરંતુ મારા જેવા કરોડો માનવો માટેતો આ મહાવાક્યમાનું બ્રહ્મ છુ થઇ જાય છે  અને હું. હું જ બાકી રહે છે.

આ બ્રહ્મ શબ્દ મૂળ ધાતુ બૃહમાંથી બન્યો છે. બૃહનો અર્થ છે વધવું કે વિસ્તાર પામવું. અને આ બ્રહ્મના પર્યાય વાચક બીજા ઘણા પ્રચલિત નામો છે. જેવા કે પરમાત્મા, પુરુષ, અદઃ, સચ્ચિદાનંદ, સર્વવ્યાપી, સર્વશક્તિમાન, સર્વગ્ન, શૂન્ય કે નેતિ નેતિ વગેરે વગેરે. અને સાકાર સ્વરુપે તે બ્રહ્મા, વિષ્ણુ,મહેશ નામે પણ ઓળખાય છે. હું તો માનું છું કે, અસ્તિત્વ એટલે જ બ્રહ્મ.

ત્રણ શબ્દના આ મહાવાક્યનો અર્થ સમજવા માટે બૃહદારણ્યક ઉપનિષદનો આધાર લેવો જરુરી છે એમ હું માનું છું. પરંતુ અન્ય ઉપનિષદોમાં આ ઉપનિષદ સહુથી મોટું છે. તેને સમજવાની શક્તિ મારમાં નથી તેથી તેના સાર રુપ ઈશાવાસ્ય ઉપનિષદનો અધાર લેવાનો વિચાર કર્યો છે. કરણકે બૃહદારણ્યક અને ઈશાવાસ્ય ઉપનિષદના અમુક શ્લોક તો એક સરખા છે વળી બેઉ ઉપનિષદનો શાન્તિ પાઠ એક જ છે.  હું તો માનું છું કે ઇશવાસ્ય એ બૃહદારણ્યકની સંક્ષિપ્ત  આલોચના જ છે.

શાન્તિ મંત્ર

पूर्णमदः पूर्णम ईदं पूर्णात पूर्णं उदच्यते

पूर्णस्य पूर्णं आदाय पूर्णं एव अवशिष्यते

આ શ્લોકમાં અદઃ એટલે બ્રહ્મ અને ઈદં એટલે બ્રહ્માંડ એવો અર્થ લઈએ તો એમ સમજાય કે બ્રહ્મ અને બ્રહ્માંડ બેઉ પૂર્ણ છે. છતાં એક બીજાથી જુદા નથી. કારણ કે બ્રહ્મમાંથી જ બ્રહ્માંડ ઉદ્ભવ્યું છે. અર્થાત એક જ વસ્તુ બે જુદા જુદા રુપે દેખાય છે પણ કદિ આ બે રુપ એક સાથે દેખાતા નથી. તેથી જેને બ્રહ્મ દેખાય છે તેને બ્રહ્માંડ નથી દેખાતું અને જેને બ્રહ્માંડ દેખાય છે તેને બ્રહ્મ નથી દેખાતું. ઉદાહરણ તરીકે રમવાના બાવન પત્તાની એક ઢગલી હોય તો તે એક જોડ (અદઃ) રુપે દેખાય છે. પરંતુ તે બધાને અલગ અલગ પાથરી દઈએ તો તે ‘આ બધા પત્તા’ (ઈદં સર્વં)ના રુપમાં દેખાય છે. અને આ દરેક પત્તાને પોતાનું અલગ નામ અને રુપ હોય છે. જેમ દરેક પત્તું એ આ જોડનો જ અંશ છે તેમ આપણે સહુ આ બ્રહ્માંડમાં પથરાયેલા વિવિધ નામ રુપ ધરાવતા બ્રહ્મના અંશ જ છીએ.

હવે બ્રહ્મ અને અહં વિશે ઈશાવાસ્યમાં શું કહ્યું છે તે જોઈએ.

આ આખું જગત બ્રહ્મતત્વથી ઢંકાયેલું છે અને જગતના કણે કણમાં તે છુપાયેલું છે.તે કાયારહિત, સ્નાયુવિહોણું, પાપવિહો્ણું, શુદ્ધ, અને સર્વવ્યાપિ છે. તેને ઈન્દ્રિઓ જોઈ શકતી નથી તેથી આ બ્રહ્મ હંમેશા અદ્રશ્ય જ રહે છે.  એણે સૃષ્ટિના બધા જ પદાર્થોને પોત પોતાના સ્થાને ગોઠવી દીધાં. જો આપણે આ અદ્રશ્ય બ્રહ્મ વિશે કાંઈ જાણવું હોય તો આપણી સમક્ષ સદા દ્રષ્ટિગોચર આ બ્રહ્માંડનો અર્થાત તેના પ્રત્યેક અંશનો અભ્યાસ કરવો એજ ઉચીત ગણાય. અને તે માટે યોગ્ય માર્ગ લેવો જરુરી છે. તેથી જ આજના વિજ્ઞાનીઓ અણુથી માંડી અનંતની ખોજમાં મગ્ન રહે છે. અને તેઓ હીક્સ બોઝોન પાર્ટીકલથી માંડી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલી નિહારિકાઓનો અભ્યાસ કરવામાં સફળ થયા છે પરંતુ બ્રહ્મતત્વ વિશે હજી પણ અજાણ જ રહ્યાં છે. આ ઉપરથીતો એટલું જ પુરવાર થાય છે કે अणोर अनीयान महतो महीयान એ ઉક્તિ સાચી છે. તો બ્રહ્મને જાણવાનો બીજો એક ઉપાય અજમાવવા જેવો છે. સંકૃતમાં બીજી એક ઉક્તિ છે કે यथा ब्रह्मांडे तथा पीन्डे  જે ઈશાવસ્ય ઉપનીષદમાં બતાવ્યો છે. તેના પહેલા શ્લોકમાં જ જગત્યાંજગત (જગતી અયં જગત)નો નિર્દેશ કર્યો છે. (જગતી) એટલે બ્રહ્માન્ડ અને (અયં જગત) એટલે એ જગત જે આપણે આપણા અનુભવોથી ઊભું કરી આપણા અંતરમાં સંગ્રહી રાખીએ છીએ જેનું નામ છે અંત;કરણ.(મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર) આ અંત;કરણ એટલે આપણુ અંગત બ્રહ્મ, જેની દોરવણીથી આપણે જીવન વિતાવતા રહી રાગ, દ્વેષ, સુખ, દુઃખ વગેરે અનુભવીએ છીએ. પરંતુ અંતઃકરણની શુદ્ધિ અને શાંતિ વગર સચ્ચિદાનંદ બ્રહ્મનો અનુભવ અશક્ય છે. અંતઃકરણની  શુદ્ધિ માટે ભટકતા મનને રોકી અહંનો ત્યાગ કરવો જરુરી છે. તો અહં શું છે તે જાણ્યા વગર તેનો ત્યાગ શી રીતે કરાય.મારી દ્રષ્ટિએ અહંના બે રુપ છે. એક અહં એ છે જે (અદ્રશ્ય) પુરુષ રુપે સારી સૃષ્ટિમાં પ્રસરી ગયું છે, અને બીજું અહં દ્રશ્ય (પ્રકૃતિ) રુપે દરેક મનુષ્યમાં અભિવ્યક્ત છે. આ દ્રષ્ય અહંને અદ્રશ્ય કરવા માટે આપણી દ્રષ્ટિની દિશા બદલવાની જરુર છે અર્થાત જીવન પ્રત્યેનું વલણ બદલવાની જરુર છે. અને તે અંગે ઈશાવસ્યમાં આ પ્રમાણે કહ્યું છે.

यस्तु सर्वाणि भूतानी आत्मनि एव अनुपश्यति

सर्व भूतेषु आत्मानं ततो विजुगुप्सते

જે સર્વ ભૂતોને આત્મામાં દેખે છે અને એક આત્મતત્વને સર્વ ભૂતોમાં દેખે છે તે ઈશ્વરને ઢાંકી શકતો નથી. અને જે આવી સ્થિતિએ પહોંચે છે તે શોક અને મોહમાં ફસાતો નથી. વળી આ માટે શ્રી.શંકરાચાર્યએ પણ કહ્યું છે કે

अहं निर्विकल्पो निराकाररूपो ; विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणाम

सदामे समत्वं मुक्तिर्न बन्धः चिदानंदरूपः शिवोअह्म शिवोअह्म

જેનો અર્થ છે

આપણામાં રહેલ અહં એવો નિર્વિકલ્પ હોવો જોઈએ કે તેમાં હું, તું કે તે વિશે ભેદભાવ નહીં પણ સમભાવ હોવો જોઈએ. આર્થાત વિશ્વ ભરના સર્વ ઈન્ર્દિયધારી પ્રાણીઓમાં હું રુપે ફેલાએલ એક જ શક્તિ છે કે જેને બંધન કે મુક્તિની કોઈ વળગણ નથી. અને

‘તે શક્તિ હું છું’   ‘તે શક્તિ હું છું’

चिदानंदरूपः शिवोअह्म  शिवोअह्म

 

 

 

 

 

 

 

પંચાજીરી ૪ આધ્યાત્મ એ જ ઉત્થાનની સીડી

સંકલનઃ હેમાબહેન પટેલ

 

 

 

આધ્યાત્મ ઉત્થાનની સીડી”-() વિજય શાહ

 

આત્માને અધિક જાણવો તેને આધ્યાત્મ કહેવાતું હશેને?

સ્વ. થતા પહેલાસ્વને જાણવો તેનેજ આધ્યાત્મ કહેવાતુ હશેને?

દરેક ધર્મમાં ઢળતી ઉંમરે સ્વ. થતા પહેલા “સ્વ”ને જાણવાનાં પ્રયત્ન ને પુરતુ મહત્વ અપાય છે. હું  અલ્પમતિ આજની મારી વાતને મારા જ્ઞાન ની  મર્યાદામાં રહીને રજુ કરીશ. એનો અર્થ એ કે મારી સમજ સૌના જેટલી કે તેથી ઓછી પણ હોઇ શકે..

જૈન સંપ્રદાયોમાં એવું સ્પષ્ટ મનાય છે કે

આત્મા છે

તે અજર અને અમર છે

તેને સમજી શકાય છે

તેને સમજીને મુક્તિ પામી શકાય છે.

આ મુક્તિ એટલે શું?

મુક્તિ કેમ પામવી જોઇએ?

મુક્તિ શાનાથી પામવી જોઇએ?

ઘણાં પંથોમાં મુક્તિ એટલે સ્વર્ગની પ્રાપ્તિ…

આત્માનું પરમાત્મા સાથે મિલન એટલે સંપૂર્ણ સુખની અનુભૂતિ..

હું કહીશ કે ખરું સુખ છે જન્મ મરણ નાં ચક્રોમાં થી મુક્તિ.

સિધ્ધ થયેલા આત્માઓ સિધ્ધ શીલા ઉપર ઉંધા માથે લટકીને ભવ્યતા પ્રાપ્ત કરે છે ૮૪ લાખ ભવોમાં જાણે કંઇ કેટલાય વર્ષોથી આપણે ભમીએ છીએ. પણ કર્મ રાજાની સત્તા હેઠળ “કર્મ શુન્યતા ” થતી જ નથી.  કહે છે કે કર્મ શુન્યતા આવે તોજ  મોક્ષ દ્વાર ખુલે અને સિધ્ધ શીલા પર સ્થાન મળે.

મારામાં રહેલો વૈજ્ઞાનિક વિચારક આવી બધી વાતો સાંભળુ ત્યારે સાધુ સંતો ની તર્કબદ્ધતા અને કલ્પનાશીલ વાતો ઉપર ગર્વ લે પણ પુરાવા વિના કશુ માનવાનું મન જ ના થાય. કારણ કે તેઓની વાતો તો હમેશા “બુદ્ધી કેરા સિમાડા જ્યાં અટકી ગયા શ્રદ્ધા સંતો કહી ગયા” ઉપર જ આવીને અટકે.

ક્યારેક તેઓની વાત સમજવા હું આસ્તિક બની ને જ્યારે સાંભળુ ત્યારે આધ્યાત્મની વાતોમાં મને રસ પડે. જેમ કે આત્મા કર્મનાં રજકણોનાં ભારથી ભારે બની જાય છે તેથી તે આત્માનું ઉર્ધ્વગમન શક્ય બનતુ નથી.

તુંબડાનો દાખલો તેથી આપવામાં આવે છે કે તુંબડા ઉપર માટીનો લેપ લગાડો અને તે સુકાઇ જાય પછી પાણીમાં નાંખો ત્યારે તુંબડુ તે માટીનાં ભારથી ડૂબી જાય છે.. સાવ સાચી વાત છે. હવે પાણીમાં ઝાઝો સમય રહેવાથી સુકાયેલી માટી ભિંજાઇને છુટી પડી જાય છે અને તુંબડૂ પાછુ પાણી ઉપર તરવા માંડે છે. આ વાત પણ અગાઉની વાત જેટલી જ સાચી છે અને તેથી કહે છે પાણી જેવા સત્સંગિઓ સાથે રહો તો જ તો કર્મો છુટતા જાય ને?  આપણો અજર અમર આત્મા પાછો ઉપર આવશે. હવે ઉપર આવીને તે સંભવીત નર્ક્માં થી છુટશે પણ હજી મુક્તિનો માર્ગ તો ઘણો જ લાંબો છે. તમે પાપ કરો તો તે પણ અહીંજ ભોગવવાનાં અને પુણ્ય કરો તો તે પણ અહીં જ ભોગવવાનાં.  એવું નહીકે ૧૦૦ પાપ કરો અને સામે ૧૦૦ પૂણ્ય કરો તો આમને સામને જીરુ મીઠુ થઇ જાય . કદાચ આ જ્ઞાન મોટી ઉંમરે સમજાય છે કારણ કે હવે ભવ ખુટતો જાય છે. તેથી થાય તેટલું પૂણ્ય કરી લો ધર્મના સ્થાને પૈસા ખરચો એટલે પૂણ્ય ઉપાર્જીત થાય.

આ વાત મને જચતી નથી. સોસાયટી ને પાછું જ આપવું હોય તો ધર્મ સ્થાનો ઉપરાંત ઘણી જગ્યાએ  આપી શકાય છે.  ખાસ તો મોટી ઉંમરે એક સત્ય જલ્દી લાધે છે કે  અહીંનું  કશુંય સાથે આવવાનું નથી. વંશજો હોય તો તેમને માટે છોડી જવાનું છે.  તેથી મન ધીમે ધીમે વિરક્તિ તરફ વળે છે. જેને  હું આધ્યાત્મનો પહેલો અનુભવ કહીશ. કહેવાય છે જ્યારે ‘અહં’ માં થી “અ” નીકળે ત્યારે “હમ રહે છે જે ઉત્થાનની સીડી ઉપરનું પહેલું પગથીયું બને છે. સ્વર્ગસ્થ  થતા પહેલા આ “સ્વ” તરફનું પ્રયાણ એટલે જ પરમાં થી “સ્વ” તરફ જવાનું પ્રયાણ.

અધ્યાત્મ ને આજ કારણે હલકા થવાની ક્રીયા કહે છે  નર્કમાં થી “માનવ”થયાની વાત કહેવાય છે. પણ અહીંથી અટકવાનું નથી આપણે તો હજી ઉપર ચઢવું છે અને તે ઉપર ચઢવાની સીડી છે આધ્યાત્મ જે આત્માને કર્મનાં રજકણો થી મુક્ત કરે છે.

આ પ્રક્રિયા સમજાવવા એક દાખલો અપાય છે કે કાણી નાવ છે અને ઉંડા તોફાની સમુદ્રમાં તમે એકલા છો અને ડુબવું ના હોયતો બે  ઉપાય છે એક તો કાણું પુરવા પ્રયત્ન કરો અથવા નાવમાં આવતા પાણી ને ઉલેચો . કર્મ શુન્યતા પામવા આ બંને ઉપાયો પ્રયોજવા પડે છે એક તો નવા કરમ બાંધવાનાં છોડો અથવા કર્મને તેનું ફળ આપી  જવાદો. ‘ ક્યાંક સાંભળેલુ હતુ કે કોઇ પણ ઘટના ઘટી તેની અસરો પાછળ “હાય હાય” કરવાનું છોડો અને તેને એક માત્રા વધારીને એટલે કે “હોય હોય “કહી જીવવાનું શીખાય તો નવા બંધાતા કર્મો ઘટી જતા હોય છે

દુષ્કરોમાં સૌથી દુષ્કર શું હશે ?

મોહ ને મહોરાં ઉતારી જીવવું.

મનસુખલાલ ઝવેરી

http://layastaro.com/?p=855

“લય સ્તરો” માંથી જડેલ આ ધ્રુવ વાક્ય વાંચતા જ વિચારો એ જોર પકડ્યું.  શાશ્વતા સુખની શોધ દરેક જણ તેમની જિંદગીમાં કરે છે. કેટલાક તે સુખ જ્યાં દુ:ખ છે ત્યાંથી કરે છે, તેમાં કરે છે અને તે છે મોહ રાજાનો ગઢ એટલે મમ, મારુ અને મારા પણાનો ભાવ અને તે જન્માવે અપેક્ષાઓની વણઝાર . આતમ રાજાને ગુંગળાવતા આ આવરણો પછી ચઢાવે ઘણાં મહોરાં જેમ કે મારું કુટુંબ, મારુ ઘર, મારો ઉદ્યમ, મારા સંતાનો અને મારુ જગત. સમયનાં વહેતા વહેણમાં  મારાની આગળ “અ” કે “ત’ આવે તે અમારા કે તમારા થાય. અને શરુ થાય વરવી અપેક્ષા હનનની રંગમંચી રમત. જેમાંથી સર્જાય વિધ વિધ અંકોનુ પણ કદી ન પુરુ થતુ સંસાર, ઝંઝાળ, દુ:ખોનુ ગીચ જંગલ અને એકલી વેદનાઓ કે સંવેદનાઓ.

ઓછા નુકશાને બહાર આવવાનો રસ્તો કવિ શ્રી મનસુખભાઇ ઝવેરી એ સુચવ્યો છે. તે છે સ્થિતપ્રજ્ઞ થા અને તે થવા જરુરી છે મોહ ને મોહરાં ઉતારવા!

આ સમજણો વૈજ્ઞાનીક અભિગમોથી સમજાય છે અને તેથી જ   મનાય છે કે આધ્યાત્મની સાચી સમજ જ ઉત્થાનની એક માત્ર સીડી છે. સર્વ ધર્મો આ વાત પોત પોતાની રીતે કહેતા હોય છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આધ્યાત્મ એજ ઉત્થાનની સીડી () હેમાબહેન પટેલ

 

પ્રકૃતિનો નિયમ છે. તેમાં સતત પરિવર્તન આવતું રહે છે.  તેવીજ રીતે આપણા જીવનમાં પણ પરિવર્તનને કારણ બદલાવ આવતો રહે છે. આ બદલાવનો અર્થ એકજ થાય છે . જીવનનો ઉદય થઈ અને ઉન્નતિ થવી. ક્ષેત્ર કોઈ પણ હોઈ શકે.દરેક વ્યક્તિમાં પોતાની ઉન્નતિ કરવાનુ સામર્થ્ય રહેલું હોય છે. પોતાની જાતે જ પ્રયત્ન કરવાનો છે.

ઈશ્વરને લગતા કોઈ પણ કાર્યમાં રચ્યા પ્ચ્યા રહી તેના વિષેજ વિચારવું એના થકી જ મન જાગૃત થઈને જીવનનો ઉદય અવશ્ય થાય છે. આ પરમ તત્વને જાણવા માટે તેને પામવા માટે શાસ્ત્રોએ અનેક માર્ગ બતાવ્યા. યોગ માર્ગ , ભક્તિમાર્ગ અને જ્ઞાન માર્ગ આ ત્રણ માર્ગ એ ઉત્થાનની સીડી કહેવાય. વેદાધ્યયન આદી વડે આત્માને જાણવાની ઈચ્છા થાય છે.આત્માને ઉદ્દેશીને જે જ્ઞાન કહેવામાં આવે છે તે ચાર પ્રકારનુ છે, આત્માનુ શ્રવણ કરવું મનન કરવુ, નિદિધ્યાસન કરવું અને શાક્ષાત્કાર કરવો. શ્રોત્ર ઈન્દ્રિયોથી, શ્રવણ-મનન એ મનથી, નિદિધ્યાસન તથા આત્મશાક્ષાત્કાર એ બુધ્ધિથી થાય છે. વેદ, ઉપનિષદ વગેરેનુ અર્થ સહીત અધ્યયન કરવું તે સ્વાધ્યાય છે.એ સ્વાધ્યાય તથા યજ્ઞ, તપ , દાન એ સર્વેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. વેદાધ્યયન , સ્વાધ્યાય વગેરે સાધનોથી અંતઃકરણની શુધ્ધિ થાય છે અને તેની ઉન્નતિ થાય છે એટલે ક્રમે ક્રમે બ્રહ્મજ્ઞાન તરફ ગતિ કરવાને લાયક બને છે. તથા બુધ્ધિ પણ બ્રહ્મનુ દર્શન કરવાને યોગ્ય થાય છે.અંતઃકરણની શુધ્ધિ થવાથી આત્મજ્ઞાનની ઈચ્છા ઉત્પન થાય છે.આ ઈચ્છાને કારણ જ્ઞાનોત્પત્તિ થાય છે.અંતઃકરણની ચિત્ત શુધ્ધિ જ બ્રહ્મ જિજ્ઞાસાનુ કારણ છે. શ્રવણ ,મનન, નિદિધ્યાસન કરવાથી ઘણુ કરીને અંતરાયો નાશ પામે છે બ્રહ્મ જિજ્ઞાસા આત્મશાક્ષાત્કાર કરાવે છે. આત્મશાક્ષાત્કાર એ પરમસુખની અનુભુતી કરાવે છે. અંતઃકરણની શુધ્ધિ મનને શાંત કરી દે છે.સત-ચિત્ત-આનંદ, નિજાનંદ પરમસુખ એ એવું સુખ છે જેને પામ્યા પછીથી મન શાંત પડી જાય છે, મનમાં કોઈ વાસના, કામનાઓ , કોઈ ઈચ્છાઓ નથી રહેતી.

શુક્ષ્મ વિષયને સમજવા જેવી બુધ્ધિ તિક્ષ્ણ ન હોવી એ બ્રહ્મજ્ઞાન થવામાં એક અંરરાય અથવા પ્રતિબંધક રૂપ કહેવાય. દેહને આત્મા માનવો અને જગતને સત્ય માનવું એ બધું અજ્ઞાન બ્રહ્મજ્ઞાન થવામાં અંતરાયરૂપ છે.હજારો મનુષ્યોમાંથી કોઈક જ આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરે છે. અંતરાયો દુર કરવાનુ બીજુ સાધન છે ૐ કારના જપ (  प्रणवजपः ) અ ઉ મ એ ત્રણના ઉચ્ચાર પછી જે રણકારો ચાલે છે તે. એ સર્વે મળીને સાડાત્રણ માત્રાવાળો ઓમકાર એટલે પ્રણવ કહેવાય છે એ પ્રણવનો જપ કરવો એટલે ઘંટાનો લાંબો નાદ થાય છે તેવી રીતે પ્રણવનુ ઉચ્ચારણ કરવામાં આવે, તે પ્રણવનુ ચિંતન એજ સમજાવે છે બ્રહ્મ સર્વત્ર છે. આ સમજાતા બ્રહ્મજ્ઞાન માટેના બધા અવરોધો , અંતરાયો દુર થાય છે.આપણે સૌ જાણીએ છીએ જ્યારે કોઈ પણ મંત્ર જાપ કરતા હોઈએ ત્યારે દરેક મંત્ર ૐ ઉચ્ચારથી શરૂ થાય છે.પરમ તત્વ ૐ કારમાં સમાયુલું છે એમ સમજાય છે. આ વિષય એક બહુજ ઘહેરુ વિજ્ઞાન છે જે આટલા શબ્દોમાં લખી ન શકાય આટલા શબ્દોમાં સમજાવી ન શકાય અને સમજી પણ ન શકાય.પ્રખર સાધના કરેલ જ્ઞાની ગુરુ જ સમજાવી શકે.આપણે સામાન્ય માણસો સમજાવવા માટે લખવા માટે શક્તિમાન નથી. છતાં પણ આપણે લખવા માટે સમજવા માટે પ્રયત્ન તો ચોક્કસ કરવો જ જોઈએ. જો તેના માટે પ્રયત્ન જ ન કરીએ તો કેવી રીતે સમજાય. સંપુર્ણ ન સમજાય છતાં પણ ધીમે ધીમે કોશીશ કરતાં તેના માટે આતુરતા જાગતાં મન તે તરફ આપણને દોરી જાય માટે પહેલાં મનને જાગૃત કરીને તૈયાર કરવું પડે. मन चंगा तो काथरोटमे गंगा. મનની જાગૃતિ એજ ઉદય છે અને એ જ ઉન્નતિનો માર્ગ મોકળો કરી આપે.

પ્રાર્થના

હે દયા કૃપાનિધી તૂ શક્તિ દે,

તૂ ભક્તિ દે, તૂ જ્ઞાનનુ વરદાન દે.

અસત્ય માંહેથી પ્રભુ પરમ સત્યે લઈ જા

ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે લઈ જા

મહામૃત્યુમાંથી અમને અમૃત સમીપે લ

જડતા પ્રજાણી તૂ શક્તિને કણ કણમાં દઈ

પ્રજ્ઞાનની પરમ જ્યોતિનુ સ્વરલીંગ દઈ દે

હે દયાના સાગર તારા સર્જ્યા ખોળે લઈ લે

તારા ખોળે લઈ લે,

તૂ શક્તિ દે, તૂ ભક્તિ દે, તૂ જ્ઞાનનુ વરદાન દે.

અધ્યાત્મના ભાવથી ભરેલ એક સુંદર પ્રાર્થના છે.

આ પ્રાર્થાનામાં કવીએ પહેલાં ભક્તિ કરવાની શક્તિ માગી, પછીથી જ્ઞાન માગ્યું અજ્ઞાનરૂપી અંધકાર દુર થઈને જ્ઞાનરૂપી પ્રકાશ પ્રગટ થાય તેની યાચના કરી છે. જે જડસ્વરૂપ છે તેમાં શક્તિ ભરીને અંદર રહેલી જડતા દુર કરીને પ્રજ્ઞાની જ્યોતિથી તને સમજી શકીએ. મહામૃત્યુમાંથી ઉગારી અમૃત સમીપ લઈ જઈને જેમાંથી આપણુ સર્જન થયું એમાં સમાઈ જવાની ઈચ્છા વ્યક્ત કરીને, આત્મા પરર્માત્મામાં લીન થઈ જાય એવી માગણી કરી છે, અને જો સમજીએ તો આજ જીવનની સચ્ચાઈ છે.

નરસિંહ મહેતાએ પણ ગાયું છે,

જ્યાં લગી આતમાતત્વ ચીંધ્યો નહી ,ત્યાં લગી સાધના સર્વ જૂઠી

માનુષા દેહ તારો એમ એળે ગયો ,માવઠાનો જેમ વૃષ્ટિ જૂઠી.

દરેક માનવીની ઝંખના હોય, જીવનમાં તે આગળ વધે, ધીમે ધીમે તેનો ઉદય થાય, ઉન્નતિ થાય. દરેક વ્યક્તિ એમ ઈચ્છે જીવન ઉચ્ચ કોટીનુ બને. ઉચ્ચતમ જીવન બનાવવાના ઘણાજ રસ્તા છે, અને આ સંસારમાં અનેક ક્ષેત્ર પણ છે.જેને પૈસાની જ ભુખ છે, તેતો ઉચ્ચ શિક્ષણ મેળવીને સારી નોકરી કરીને પૈસા કમાશે તો કોઈ વળી વેપાર-ધંધો કરીને લખપતિ , કરોડપતિ બનવાની ઈચ્છા રાખે. મહેનત કરી દરેક પોતાનો માર્ગ શોધી લે અને પોતાની મંઝિલ સુધી પણ પહોંચી જાય.

પરંતું અધ્યાત્મનો માર્ગ અલગ છે. સંસારમાં રચ્યા પચ્યા હોઈએ, અનેક જવાબદારીઓ હોય ત્યારે એટલા બધા વ્યસ્ત હોઈએ ઈશ્વર માટે બહુ સમય ન હોય એ સ્વાભાવિક છે.એક મિનિટ ભગવાનના ફોટા સામે નમસ્કાર કરવાનો સમય ન હોય, ઘડિયાળના કાંટે જીવન ચાલતું હોય ત્યાં ઈશ્વરની પાછળ કોણ વધારે પડવાનુ છે. જીવનમા દુખ આવે ત્યારે ભગવાન યાદ આવે બાકી જીવન આમ જ પસાર થતું હોય છે.અત્યારનો આ યુગ એવો છે, જીંદગી એકદમ તેજ ગતીએ ચાલી રહી છે, આ તેજ ગતી જીંદગીમાં યોગ સાધના કરવાનો કોને સમય હોય ? સ્વની ખોજ માટે બહુજ ઉંડા ઉતરવું પડે કેટલી બધી મહેનત,નિતી-નિયમ,પરમ તત્વની સાધના, આ બધું વિચારીએ એટલું સહેલુ નથી. જીવનના માયાના ચક્રમાં એવા ફસાયા છે, અને એ માયાને છોડીને તેમની સમીપ જવાનુ છે. બધું છુટે તો તેને પામી શકાય આ કેટલું મુશ્કેલ છે.માયા છોડવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે.આધી-વ્યાધી-ઉપાધીમાં હમેશાં પરેશાન રહેતા માણસને એ પણ યાદ નથી હોતું કે તે વિચારે ‘હું કોણ છું’ ? સંસારની માયા જાળ એવી છે તેમાંથી બહાર નીકળવુ કઠીન છે.મગજ પર તણાવ હોય ત્યારે બીજુ વિચારવા માટે તેનુ મગજ કામ કરતું બંધ થઈ જાય.જો એક વખત પણ વિચાર આવે તો ચોક્ક્સ સ્વ ની ખોજ ચાલુ થઈ જાય અને તેના માટે તે પ્રયત્ન અવશ્ય કરે. ‘હું’ ને ઓળખવાનો પ્રયત્ન એજ ઈશ્વર તરફ પહોચવાની સીડીનુ પહેલુ પગથિયું છે. એક વખત પગ મુકાઈ ગયો પછી પાછુ વળીને જોયા વીના બસ એક એક પગ ઉપર મુકીને ઉપર જવાની વાત છે.

આધુનિક યુગમાં ઘેર બેઠાં ગંગા જેવી વાત છે. આત્મા, પરમાત્માને ઓળખવા માટે તેને જાણવા માટે ઘેર બેઠા સુવિધા મળે છે. ટીવી , ક્મ્પ્યુટર, સંતોના પ્રવચનો, સતસંગ વગેરે દ્વારા ઘેર બેઠાંજ જ્ઞાન મેળવી શકીએ છીએ.અનેક સુવિધાઓને કારણ ટેકનોલોજીએ આધ્યાત્મિક જ્ઞાન નો રસ્તો સરળ બનાવી દીધો છે.આપણા ગુગલ મહારાજ પાસે દરેક સવાલનો જવાબ છે. જન્મો જન્મથી ભટકી રહ્યા છીએ આપણે કલીયુગના જીવ છીએ, કળીયુગ ગમે તેટલો ખરાબ યુગ હશે પરંતું આ યુગનુ વિજ્ઞાન,  તેની ટેક્નોલોજી એકદમ જોરદાર છે. એમ આપણે માનવું જ પડશે . ટેકનોલોજીએ દુનિયા એકદમ નાની કરી દીધી છે.અધ્યાત્મ જ્ઞાનના રસ્તાઓ ખોલીને સરળ કરી દીધા છે.

શાસ્ત્રોએ માનવ જન્મ દુર્લભ અને મહામુલ્યવાન કેમ કહ્યો ? બીજા બધા પ્રાણીઓ કરતાં મગજમાં વિચારવા માટે તેજ બુદ્ધિ આપી, આ બુદ્ધિને આધારે સારા-ખોટાનુ ભાન થાય, જીવનનુ સત્ય સમાજાય અને ૠષિમુનીઓએ આપેલ બોધ-જ્ઞાન તે શાસ્ત્રો દ્વારા સમજી શકે છે. વેદ પુરાણ સમજવાની ક્ષમતા ખાલી મનુષ્યમાં રહેલી છે. આંખોથી દેખાતી દુનિયા મૃગજળ સમાન હોવાથી જે ભાસે છે, તે આંખોનો ભ્રમ છે.આ ભ્રમમાં જીવી રહ્યા છીએ ઝાંઝવાના નીર પાછળ દોડીને જીંદગી પુરી થઈ જાય છે.જે વસ્તુ નાશવંત છે તેની પાછળ આખી દુનિયા દોડી રહી છે. જે શા્શ્વત અને નિત્ય છે તેની કોઈને પડી નથી. સાચી ભુખ જાગે,જેને પરમ તત્વને પામવું છે તેને તો તેની શોધમાં એ રાહ પર ચાલવું પડે. માર્ગ કઠીન છે પરંતુ તે માર્ગ પર ચાલવું પણ શક્ય છે. કબીરવાણી પણ આ જ વસ્તુ સમજાવીને બોધ આપે છે.

जनम तेरा बातों ही बीत गयो , रे तूने कबहुं न क्रष्ण कह्यो

पॉच बरसका भोला-भाला, अब तो बीस भयो

मकरपचीसी माया कारण, देस बिदेस गयो

तीस बरस की अब मति उपजी,लोभ चडे नित नयो

माया जोडी लाख-करोडी अजहुं न त्रुप्त भयो

व्रुध्ध भयो तब आलस उपजी, कफ नित कंठ रह्यो

संगति कबहुं न कीनी तूने, बिरथा जनम गयो

ये संसार मतलब का लोभी ,झूठा ठाठ रच्यो

कहत कबीर समझ मन मूरख , तू क्यों भुल गयो.

મન,બુદ્ધિ, ચિત્ત,અહંકાર ચાર વસ્તુ સાથે મળીને કામ કરે છે.મનની અગાધ શક્તિ છે. અગાધ શક્તિને કારણ માણસ જે ધારે તે કરવાની ક્ષમતા ધરાવે છે. મન ખુબજ શક્તિશાળી છે, મનની શક્તિથી તેને ઓળખીને તેનો આધાર લઈએ તો જીવનમાં ઉદય અને ઉન્નતિ ચોક્ક્સ થાય. પછી ભલેને ક્ઠીન એવો અધ્યાત્મનો માર્ગ હોય.

 

 

 

 

 

 

 

 

 

 

 

આધ્યાત્મ- ઉત્થાનની સીડી () –પ્રવીણા કડકિયા

સીડી એટલે જેના પગથિયા પર એક પછી એક પગ મૂકી ઉપર જવાય. તેનો અર્થ ઉત્થાન થાય. સીડી સડસડાટ પણ ચઢાય અને એક એક પગથિયા દ્વારા ઉપર જવાય. જે ખૂબ ઝડપથી ચડે તે થાકી જાય. જે આરામથી ચડે તેને થાક ન લાગે ઉપર આવ્યાનો આનંદ પ્રાપ્ત થાય .   મારા જેવી વ્યક્તિ એ ઓછી ઉંચાઈને કારણે દિવસમાં દસ વાર તેનો ઉપયોગ કરવો પડે. જીવનમાં ઉત્થાનનો સમય આવે ત્યારે ‘અધ્યાત્મની’ સીડી જેવો કોઈ માર્ગ નથી. જીવન એટલે શું ? ખાધું પીધું ને મઝા કરી ! હા, એ પણ એક સમયે કર્યું. જ્યારે માનવી જીવનના એવા તબક્કામાં પ્રવેશે જ્યાં તેને લાગે હવે આત્માનું કલ્યાણ, માનવ જીવનની સાર્થકતાનો સમય આવી ગયો છે. જવાબદારીનું વળગણ હવે છૂટ્યું છે. ત્યારે તેના જિવનમાં શું અગત્યનું છે તેનું ચિત્ર સ્પષ્ટ અંકાય છે.

આધ્યત્મ વાડાવાદમાં કેદ ન થઈ શકે. તે કોઈ વર્ણ યા જાતિથી અલિપ્ત છે. તત્વજ્ઞાનને ખોટાં વાઘા પહેરાવી સામાન્ય પ્રજા સમક્ષ વ્યક્ત કરી અવળે રસ્તે આધ્યાત્મ દ્વારા દોરવાનું દુષ્કૃત્ય જ્યારે પોતાને જ્ઞાની માનતા પંડિતો કરે છે ત્યારે દયાજનક પરિસ્થિતિ સમાજમાં રચાય છે. ગેરમાર્ગે સામાન્ય પ્રજા આસાનીથી ફંટાય છે. તેમનામાં માત્ર અનુકરણની ઈંદ્રિય ખૂબ સતેજ હોય છે. આધ્યાત્મ ક્યારે અસરકારક થાય જ્યારે તેનું પ્રસરણ કરનારના જિવનમાં તે પ્રવેશેલું હોય. ‘પરોપદેશે પાંડિત્ય” જેવું આચરણ વ્યક્તિને અસર કરવામાં નાકામયાબ નિવડે છે.

આધ્યત્મના મોટાં મોટાં ભાષણો સાંભળી કદાચ ટુંક સમય માટે અસર થાય. તે કાયમ ન ટકી શકે. જેને સાદી ભાષામાં સ્મશાન વૈરાગ્ય કહેવાય છે. સગાં યા સંબંધીને મંજિલ પર પહોંચાડી ઘરે પાછાં વળતા, જીવનમાં શું રાખ્યું છે. શામાટે કા્ળા ધોળા કરવા? શું કામ જુઠ્ઠું બોલવું? આવા બધા પ્રશ્નો ઉદભવે. થોડા દિવસ  વૈરાગ્ય ટકે . વળી પાછાં હતા એના એ! કદી સાંભળ્યું છે કૂતરાની પૂંછડી ભો્યમાં દાટે સીધી થાય?

જો કે આધ્યાત્મિકતાને  ત્યાં સુધી ઠેલવાની આવશ્યકતા નથી. એ તો સંસ્કાર દ્વારા બીજ રૂપે દરેક માનવીની ભિતરમાં આકાર લઈ રહ્યું હોય છે. મીઠું મધુરું બાલપણ, સુઘડ શાળાનું જીવન, સંયમી યુવાની અને સુખી સાંસારિક જીવન પછી જ્યારે સમયની અનુકૂળતાએ જીવનમાં ઉત્થાન. તેનો અર્થ એમ નહી કે બાળકો યા સંસારિક જવાબદારીમાંથી છૂટકારો. ત્યાં વિવેક બુદ્ધિ વાપરી સક્રિય ફાળો આપવો આવશ્યક છે. માત્ર આસક્તિનો અભાવ હોવો  જરૂરી છે. અધ્યાત્મ કદી એવું નથી કહેતું કે તમારો ભાગ ન ભજવો ! સમાજમાં, કુટુંબમાં જ્યાં પણ તમારી જરૂરિયાત જણાય ત્યાં પાછી પાની ન કરવી. આધ્યાત્મના નામે સદાચાર, વિવેક અને સદવર્તનને ન વિસરવા!

આધ્યાત્મિકતાનું ઉત્થાન માત્ર પુસ્તકિયું જ્ઞાન બની સિમિત હોય તેનો કશો અર્થ ન સરે. યાદ હશે,

પોથી પઢી પઢી જગ મુઆ,પંડિત હુઆ કોય

ઢાઈ અક્ષર પ્રેમકા પઢે સોં પંડિત હોય

અધ્યાત્મ  જીવન સાથે વણાઈ જવું જોઈએ. દિલમાં પ્રેમની ગંગાનું અવતરણ. સહુને માટે સમાન દૃષ્ટી. કોઈ માટે દ્વેષની ભાવના નહી. મારા તારાનો ત્યાગ. ઉદાર દિલ. અપેક્ષા રહિત આચરણ. આમ તો સાવ સહેલું છે! આધ્યાતમની સીડીના બે પાયદાનની વચ્ચેની જગ્યા પર સ્વાર્થની જાજમ બિ્છાવેલી જણાશે. જેના પર પગ પડતાં ભલ ભલા જોગીઓ પણ રાહથી વિચલિત થયા છે. અધ્યાત્મ ઉત્થાનની સીડી ત્યારે બને જે અવળચંડાઈથી અળગી હોય. અધ્યાત્મનો માર્ગ સત્યની ખોજ માટે છે. બાહ્યાડંબર ઘણીવાર વિપરિત દિશા તરફ તાણી જાય. સાચી દિશા તરફનું પ્રયાણ સતત તે તેનું મુખ્ય લક્ષણ છે.

‘ભગવદ ગીતા’નું અધ્યયન એ અધ્યત્મની સીડીના પાયામાં જણાશે. ‘ભગવદ ગીતા’ ૫૦૦૦ વર્ષ પહેલાં રચાઈ હતી એમ કહેવાય છે. આજના આધુનિક યુગમાં તેમાંથી સઘળાં પ્રશ્નોનું નિરાકરણ આસાનીથી  પ્રાપ્ત થાય  છે.  ગીતામાં તેના ચાર માર્ગ બતાવ્યા છે. કર્મયોગ, જ્ઞાનયોગ, રાજયોગ અને ભક્તિયોગ. મનગમતો માર્ગ પસંદ કરવાની દરેકને સ્વતંત્રતા છે.

જો જ્ઞાનયોગના પથ દ્વારા ઉત્થાન કરવું હોય તો પગથિયા, શ્રવણ, મનન, નિધિધ્યાસન, જ્ઞાન, જિવન મુક્તિ,સિદ્ધ સ્થિતિ અને મોક્ષ. આ માર્ગ કઠિન છે.

શ્રદ્ધાવાનલભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ

જ્ઞાનં લબ્ધવા પરાં શાન્તિં અચિરેણાધિગચ્છતિ

‘જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ઈન્દ્રિયો પર સંયમ ધારી જ્ઞાન પ્રાપ્ત કરે છે તે પરમ શાંતિને પામે છે.

રાજયોગના પગથિયા છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા ,ધ્યાન અને સમાધિ. આ માર્ગ પર ચાલનારનું જીવન એક જ્વલંત ઉદાહરણ પુરું પાડે છે.

પ્રશાંતમનસં હ્યોનં યોગિનં સુખમુત્તમમ

ઉપૈતિ શાન્તરજસમ બ્રહ્મભૂતંકલ્મષમ

‘એ યોગી પરમ શાંતિ પામે છે જેનું મન ખૂબ શાંત છે.જે સંયમને વરેલો છે. જે પાપાચરણ રહિત અને બ્રહ્મનમાં એકાકાર થઈ ગયો છે.

ભક્તિયોગ દ્વારા ઉત્થાનના પગથિયા. આસુરી, દૈવ, પ્રેમ, ભક્તિ, સગુણ સાક્ષાત્કાર, નિર્ગુણ સમાધિ અને મોક્ષ. આ માર્ગ ખુબ સરળ અને સહજ છે. દિલની પાવનતાને તેની સાથે ગાઢ સંબંધ દેખાય છે.

અન્તકાલે મામેવ સ્મરન્મુક્ત્વા કલેવરમ યઃ

પ્રયાતિસ મદ્ભાવં યાતિ નાસ્ત્યત્ર સંશયઃ

મૃત્યુ સમયે શરીરના ત્યાગ વખતે જે માત્ર મને યાદ કરે છે તે મને પામે છે તેમાં શંકાને સ્થાન નથી.

કર્મયોગ દ્વારા પણ ઉત્થાન સરળ બને છે. તે તમસ, રજસ, સત્વ, ગુણાતીતને પસાર કરી મોક્ષ પામે છે. કર્મમાર્ગ એ એવો રસ્તો છે જેના પર ચાલનાર ઉંધુ ઘાલીને ચાલે છે. કર્મને ફરજ માને છે.  એ માર્ગ પર ચાલનાર કદી પાછું વળી જોતો નથી !

કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન

મા કર્મફલહેતુર્ભૂમા તેસંગસ્ત્વકર્મણિઃ

તારું કર્મ કરે જા, કદી ફળની આશા ન રાખવી. માત્ર ફળને માટે કાર્યન કરવું તથા અકર્મી પણ ન બનવું !

આમ આ ચાર રસ્તામાંથી કોઈ પણ માર્ગ પર ચાલવાથી આધ્યાત્મની દિશા સાંપડશે. જે જીવનને એવા ઉન્નત સ્થળે લઈ જવા શક્તિમાન છે જ્યાં માનવી ખરેખર પહોંચીને જીવન સાર્થક કરવા શક્તિમાન બને છે.

જનકરાજા રાજા હોવા છતાં વિદેહી ગણાય છે. અષ્ટાવક્ર ભલભલા પંડિતોને હરાવવા શક્તિમાન બને છે. તેમની સીડીને કેટલા પગથિયા હશે? અરે પહેલે પગથિયે પગ મૂકીને આચરણ તથા વિચાર દ્વારા ગંતવ્ય સ્થળની પ્રાપ્તિ આસાન બને છે.આજની આધુનિકતાની ૨૧મી સદીમાં કદાપી કોઈ મહારાજોની વાતમાં આવી તેમનો હાથ ઝાલી આધ્યાત્મિકતાની સીડી ચડવાનું પાપ ન આદરશો. ગુરુની સાથે નરકના ભાગિદાર બનશો! આપણા દેશમાં પહેલા “રાજાઓ’ હતા. હવે “મહારાજો’ ( કહેવાતા ધર્મ ગુરૂઓ ) અસ્તિત્વમાં આવ્યા છે. બને તો ‘ગીતાને’ ગુરૂ સ્થાને સ્થાપવી! તેના ઉપર પ્રવચનો ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ છે. હવે તો સી.ડી.,યા ડી.વી.ડીનો યુગ છે. ટીવી ઉપર સંસ્કાર ચેનલ સારા કાર્યક્રમો દર્શાવે છે. તેમાં ચાંચ ડુબે પછી મહાન લેખકોના વિવેચનો વાંચવા. બને તેટલું સાદુ અને સરળ ભાષાનું વાંચન હશે તો દિમાગમાં બરાબર બેસશે. બાકી બહુ પંડિતની ભાષા તો સમજતા, ધોળે દિવસે તારા દેખાશે.

અધ્યાત્મ જેટલી સરળ ભાષામાં પ્રજા સમક્ષ મૂકવામાં આવશે તેટલું જીવનમાં તેનું ઉતરણ સહેલાઈ પૂર્વક થશે. વિષય ગંભિર છે. આજે અમેરિકામાં બાળકોને આ રીતનું સમજાવવું ખૂબ મુશ્કેલ છે. નામુમકીન નથી. મારી પૌત્રી મને પૂછે ,’દાદી તું કેમ મીટ નથી ખાતી’? હવે તેને અંહિસા પર મોટું મસ ભાષણ આપવાને બદલે સાદી ભાષામાં  સમજાવવાનું વિચાર્યું.

ગાય અને મરઘીના બે ફોટા બતાવ્યા. ગાયની બાજુમાં વાછરડું  તેને પ્રેમ કરતું  બેઠું હતું. મરઘી તેના નાના નાના બચ્ચાં સાથે હતી અને બે બચ્ચાં ઈંડામાંથી  બહાર નિકળવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. અડધું ઈંડુ ફૂટેલું હતું. મારી દીકરી બંને ચિત્ર જોઈને ખુશ થઈ ગઈ. ,દાદીમા, આતો એવું લાગે છે જાણે મારી મમ્મી નાનકી  બહેનને દુધ પિવડાવતી હોય યા ડાઈપર બદલતી હોય’! બાળક હમેશા તેની મર્યાદામાં રહીને વિચારે એ  આપણા બધાનો અનુભવ કહે છે.

બીજું ચિત્ર બતાવ્યું જેમાં ગાયનું માથું ધડથી જુદું હતું. મરઘીની ડોક મરડાયેલી હતી. ‘દાદી, આ કેમ આમ છે’?

‘બેટા, ગાય કતલખાનામાં છે. તેને મારી નાખી.’

‘કેમ’?

‘આપણને સહુને ‘બીફ’ બહુ ભાવે છે’.

‘દાદી આવી રીતે ‘બીફ’ નિકળે’?

‘હા, બેટા.’

‘હવે, આ જો આ મરઘીની ડોક મરડી.   તેમાંથી બનતું ચિકન કેટલું સ્વાદિષ્ટ છે.’

‘દાદી, આ બધું મને કેમ બતાવ્યું’. મારું મન ખૂબ દુઃખી થયું.

‘બેટા, તે મને સવાલ કર્યો હતો, દાદી તું ‘મિટ કે નૉન વેજ’ કેમ ખાતી નથી’?

‘ઓ મારી વહાલી દાદી, સારું કર્યું તે મને આ રીતે સમજાવી. તને લાગે છે હવે હું નૉન વેજ ખાઈ શકીશ’?

‘બેટુ,મારા કહેવાથી નહી તારા અંતરાત્માને પૂછીને  નિર્ણય લેજે’!

બસ ત્યારથી તેણે નૉન વેજ ખાવાનું છોડ્યું. આમ કોઈને પણ આધ્યત્મના માર્ગે વળવું હોય યા વાળવા હોય તો સાદી, સહજ અને સરળ વાત શીરાની જેમ ગળે ઉતારવી રહી. પછી તે નાનું બાળક હોય, જુવાન હોય કે આધેડ. બળજબરી યા જબરદસ્તી કામમાં ન આવે. ઉત્થાન માટેની ભૂખ ઉઘડવી આવશ્યક છે. જ્યારે તે પળ આવશે ત્યારે આપોઆપ વલણ અને વાંચન સુરૂચી પૂર્વકના થશે. આપણે સંસારી જીવ, ભર્યું કુટુંબ હોય તે સહુ ની અવગણના ન કરી શકીએ. તેમને પ્રેમ આપવો અને પામવો એ આપણો ધર્મ છે. આધ્યાત્મ કદી એવી ખોટી સલાહ ન આપે કે સંસાર પ્રત્યે ઉદાસિન બનો. હા, તેમાં રચ્યા પચ્યા ન રહો.’ જલ કમલ વત’ રહી સ્વનું ઉત્થાન કરવું. સંસાર અસાર છે તે જગ જાણિતી વાત છે. એ અસાર સંસરમાં રહી જીંદગીનો સાર પામવાનો છે. આધ્યાત્મના પથ પર એક પછી એક ડગ ભરી સંચરીએ. સત્યને પંથે ધપીએ. જીવનને ઉચ્ચ કક્ષાએ દોરી જનાર માર્ગ, એ ‘આધ્યત્મની સીડી’ના પગથિયે બસ પગ મૂકી પ્રવાસનો શુભ આરંભ જારી રાખી ઉત્થાન પામીએ!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આધ્યાત્મ ઉત્થાનની સીડી”() ગિરીશ દેસાઇ

­­

આધ્યાત્મ એજ ઉત્થાનની (પ્રગતીની)સીડી છે એ વિશે મને કોઈ શંકા નથી. પરંતુ હું માનું છું કે આ સીડી ઉપર ચઢવું એ સહેલી વાત નથી.  આ સીડી કોઈ પણ ઢાળ વગરની વર્તુળાકારે સીધી ઊપર ચઢતી સીડી છે અને તે આપણને ગોળ ગોળ ફેરવતી ઉપર લઈ જાય છે. વળી એના દરેક પગથીયાં સાંકડા હોય છે અને દરેક પગથીયા વચ્ચેનું અંતર પણ વધારે હોય છે. આ પગથીયાં એટલે આપણા અંતઃકરણમાં છૂપાયેલ વાસના, વિચાર, વાણી અને વર્તનનો ભંડાર. ઈશાવાસ્ય ઉપનિષદમાં “તેન ત્યક્તેન ભુજ્જીથા”ની સલાહ આ ભંડાર ઓછો કરવા માટે આપી છે, પરંતુ આપણે તો તેને બદલે રોજબરોજના અનુભવો સંઘરી એ ભંડારનો ભાર વધારતા  રહીએ છીએ. આટલો બધો ભાર ઉચકી ઉત્થાન અર્થાત પ્રગતિ કરવાનું સહેલું નથી. અહીં મને કાકા સાહેબ કાલેલકરનું એક વાક્ય યાદ આવ્યું. ‘પ્રગતિ સ્ક્રુના આંટા જેવી છે. જે સ્ક્રુ ઉપર આંટા વધારે હોય એની પ્રગતિ ધીમી થતી હોય છે. તે જ પ્રમાણે જો આપણે અપણા અંતઃકરણમાં પડેલા વાસના, વિચાર, વાણી અને વર્તનના આંટા વધારે હોય તો આપણી પ્રગતિ પણ ધીમી જ થાય. તો આપણા મનમાં પડેલા આ આંટા ઓછા કરવાનો ઉપાય શું ? આ લેખના શીર્ષકમાં સીડી શબ્દ વપરયો છે તેથી મેં આ સીડીનું વર્ણન મારાથી શક્ય હતું તેટલું દુષ્કર બનાવ્યું છે. પરંતુ કઠોપનિષદમાં તો અધ્યાત્મનો રસ્તો કેટલો દુષ્કર છે અને તે રસ્તે ચાલી કેમ સફલ થવું તેનો નિર્દેશ કર્યો છે. તેમાં કહ્યું છે કે

ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત /

ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગં પથઃ તત કવયો વદંતિ.”

અર્થઃ  અધ્યાત્મનો રસ્તો તલવારની તીક્ષ્ણ ધાર ઉપર ચાલવા બરાબર છે. માટે ઉઠો, જાગો, સજાગ રહો અને સિધ્ધ પુરુષની દોરવણી અને આશિર્વાદ લઈ ખૂબ સાવધાનીથી અગળ વધો તો જરુર સફળ થશો.

હવે અહીં હું આપણા અંતઃકરણમાં પડેલ ધાર્મિકતા વિશેના વિચાર અને વર્તન રુપી એક આંટાનું ઉદાહરણ આપી મારી વાતને પૂર્ણ વિરામ આપીશ. આપણે સહુ જાણીએ છીએ કે ઘણા લોકો પોતાની ધાર્મિકતા પોશવા માટે કે તેનું પ્રદર્શન કરવા માટે નિયમીત રીતે એમના દેવસ્થાનોમાં પ્રાર્થના કરવા જતા હોય છે. વળી કેટલાક સત્સંગ ને નામે કથા, વાર્તા સાંભળવામાં વ્યસ્ત રહેતા હોય છે. આમ કરવું કશું ખોટું નથી, પરંતુ આમ કરવાથી ધાર્મિક થવાશે એ મનનો ભ્રમ છે. ધાર્મિક વ્યક્તિ મંદિરે જાય એ બને પણ મંદિરે જાય તે ધાર્મિક બને એ માની લેવું શંકાસ્પદ છે. અને સાચો સત્સંગતો ત્યારે થયો કહેવાય કે જ્યારે આપંણા વાણી, વિચાર અને વર્તનમાં સચ્ચાઈ ભળે.

વાણી,વર્તન ને વિચારમાં જો ભળે સત્યનું અંગ,

તો જાણજો ભાઈ થયો સાચો સત્સંગ

ધાર્મિકતા અને અધ્યાત્મિકતા Religiosity And Spirituality

આ બે શબ્દો મેં ઘણી વાર સમાનાર્થે વપરાતા સાંભળ્યાં છે. પરંતુ મારી સમજ પ્રમાણે  મને આ બેઉના અર્થમાં આસમાન જમીનનો ફેર લાગે છે. તેથી આ વાતની ચોખવટ કરવા અહીં મારા વિચારો રજુ કરું છું. મારી સમજમા કાંઈ ભૂલ હોય તો તે અંગે પ્રતિભાવ પાડવા આપ સહુને મારી ખાસ વિનંતી છે.

ધાર્મિક્તા એટલે ધર્મપાલનને લગતા વિચાર અને વર્તન અને આધ્યાત્મિકતા એટલે આત્મા સંબંધિ વિચાર અને વર્તન આમતો ધર્મના ઘણા અર્થ થાય છે પરંતુ અહીં મેં  અર્થ જુદા માનવ સમાજમા પળાતાં ધાર્મો જેવા કે “હિન્દુ, મુસ્લીમ, ખ્રીસ્તી, જૈન વગેરે ” એવો કર્યો છે. આ બધા સામાજિક ધર્મો માનવકૃત છે. અર્થાત પોતપોતાના સ્થળ અને કાળને ધ્યાનમાં રાખી સમાજની સુવિધાઓ સચવવા તે સમાજે ઘડેલા નિતી નિયમો.  આ નિયમો તે સમાજનો ધર્મ બની જાય છે. જે સમયાનુસાર બદલાતો રહે છે. વળી આ બધા ધર્મો કેવળ માનવો માટે છે. આ દરેક ધર્મમાં તેમના અલગ અલગ શાસ્ત્રોક્ત અને સામાજિક રીત રીવાજ અને વિધિ નિષેધોના બંધન હોય છે. અને દરેક વ્યક્તિ પોતાના ધર્મના આ બધા બંધનો મને કે કમને સ્વીકારી લે છે. આ સ્વીકૃતી જ તેને આધ્યાત્મને રસ્તે જતાં રોકી રાખે છે. દા.ત. કોઈને ત્યાં લગ્ન, કથા કે નવા ગૃહ પ્રવેશ નો પ્રસંગ હોય તો તેની વિધિ માટે કયા મહારાજને બોલાવવા, કેટલા માણસોને આમંત્રણ મોકલવા, કયા હોલમાં સહુની વ્યવસ્થા કરવી આ બધનો કેટલો ખર્ચ થશે, આવી બધી ગડમથલમાં એનો બધો સમય બરબાદ થઈ જાય તો આધ્યાત્મનો વિચાર કરવાની ફુરસદ ક્યાંથી મળે. રોજબરોજની ગડમથલો જ વ્યક્તિને બહિર્મુખ બનાવેછે. વૈદિક કાળમાં પણ આ જ સમસ્યા હતી. તે સમયના બ્રાહ્મણો અને ક્ષત્રીઓ કર્મકાંડમાં એટલે કે  યજ્ઞયાગ, હવન અને આહૂતિ, બલીદાનની પ્રવૃત્તિમાં એટલા બધા વ્યસ્ત રહેતા કે તેમને વેદની રુચાઓનો ગુઢાર્થ સમજવાનો સમય જ મળતો નહીં. તેથી આવી ક્રિયામાં રત રહેતા સમાજને બહિર્મુખ થતો જોઈ કેટલાક સમજુ વિદ્વાન ઋષિઓએ વેદાંતની એટલે કે ઉપનિષદોની અર્થાત જ્ઞાનકાંડની રચના કરી સમાજને અંતરમુખ કરવાનો પ્રયાસ કર્યો. ધર્મની સાચી વ્યાખ્યા તો છે “ધારયતિ ઈતિ ધર્મ” એટલે કે જે સત્ય માત્રનું પાલન કરે તે છે સાચો ધર્મ. તો જે ધર્મનું આપણે પાલન કરવું પડે તે ધર્મ અપંગ જ કહેવાયને ? વળી માનવકૃત આ બધા ધર્મોમાં કેવળ માનવ જાતીની ગણના થતી હોય છે. જગતના અન્ય પ્રાણીઓની નહીં. એટલું જ નહીં પરંતુ પોતાના ધર્મથી જુદા ધર્મોના માણસોની પણ ગણના નથી થતી. કારણ કે દરેક ધર્મના રીત રીવાજો અલગ અલગ હોય છે. એમના મંદિરો,મસ્જિદો,ચર્ચ વગેરેમાં પ્રાથના કરવાના ઢંગ પણ અલગ અલગ અને સહુના દેવ પણ અલગ અલગ, જ્યાં આવો શંભુમેળો હોય ત્યાં આધ્યાત્મિકતા ઉપર કોનું ધ્યાન રહે ! અરે આવી સ્થિતિમાં આધ્યાત્મિકતા તો શું પણ ધાર્મિકતા પણ ભૂલાઇ જાય છે અને અંતે અલગ અલગ ધર્મો વચ્ચે ઝગડા શરુ થઈ જાય છે. મારું એવું માનવું છે કે આજ સુધી આ દુનિયામા જેટલા યુદ્ધો થયા છે તેના મૂળમા મહદ અંશે આ ધાર્મિક ઝગડા જ કારણભૂત બન્યા છે.

આપણે સહુ જાણીએ છીએ કે માનવ મનને અંતરમુખ કરવું એ અતિ મુશ્કેલ છે. એ વાત ધ્યાનમાં રાખી મહર્ષિ પતંજલીએ યોગ સૂત્રની રચના કરી ધર્મિકતાથી અધ્યાત્મિકતા સુધી પહોંચવાનો સાચો રસ્તો બતાવ્યો છે. તેમણે બતાવેલા અષ્ટાંગ યોગના નિયમો જગતની દરેક વ્યક્તિ માટે એક સરખાં છે. આ નિયમો અનુસાર જીવન જીવવા માટે કોઈ મંદિર,મસ્જિદ કે ચર્ચની આવશ્યકતા નથી. જરુરત છે કેવળ સૃ્ષ્ટિ અને સૃષ્ટિમાં રહેલા અન્ય પ્રાણીઓ સાથેના આપણા વ્યવહાર ઉપર ચાંપતી નજર રાખવાની. આ નિયમો છે સનાતન ધર્મના, માનવતાના, જેનું અનુસરણ કરીએ તો બીજા કોઈ ધર્મની  જરાએ આવશ્યકતા નથી. આ નિયમોથી ભલે આપાણું મન સો ટકા અંતરમુખ ન થાય પણ આપણા મનને સ્વસ્થ અને શાંત રાખવામાં જરુર સહાયક થશે. અને મન જ્યારે સ્વસ્થ અને શાંત થશે ત્યારે મનને અષ્ટાંગ યોગના છેલ્લા ત્રણ અંગો “ધારણા, ધ્યાન અને સમાધિ” તરફ વાળવાનુ સરળ થશે. શક્ય છે કે સમાધિ સુધી આપણે ન પહોંચીએ પરંતુ ધારણા અને ધ્યાનથી અંતરમુખ તો જરુર થઈ શકીએ. અંતરમુખ થઈએ તો જ આપણે આપણા અહંને દૂર કરી શકીએ. હવે ધાર્મિક્તા અને આધ્યાત્મિકતામાં મને જે ફરક જણાયો તે રજુ કરું છું

 

ધાર્મિકતા                               આધ્યાત્મિકતા

માનવકૄત  છે                                કુદરતી છે

અનુકરણીય છે                              અનુભવનીય છે

બહિર્મુખી છે                                 અંતરમુખી છે

અનેક છે                                     એક જ છે

સ્વૈચ્છિક છે                                   અનૈચ્છિક છે

કેવળ માનવ માટે છે                          સર્વ પ્રાણી માટે છે

આપણે તેનું રક્ષણ કરવું પડે છે                               તે આપણુ રક્ષણ કરે છે

 

  કોઈ કહે છે હું છું હિન્દુ, તો કોઈ કહે હું છું ઈસાઈ.

  છે મારો ધર્મ તારાથી સારો, કરે મન મહીં ખોટી વડાઈ.

ધર્મને નામે યુદ્ધ આદરે, શસ્ત્ર ધરી બને આતતાયી.

કરીએ તુલના તેઓની સાથે, તો લાગે સંત સમો કસાઈ.

જુઓ ધર્મોના વાડા માંહે, માનવ જાય કેવો ભરમાઈ.

સીધી વાત તે કેમ સમજે, માણસનો ધર્મ છે માણસાઈ.

                                                                        ઈતિ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

અધ્યાત્મ એજ ઉત્થાનની સીડી-()-ડૉ ઇંદુબેન શાહ

અધ્યાત્મ એજ ઉત્થાનની સીડી-()-ડૉ ઇંદુબેન શાહ

અધ્યાત્મ, આત્મા વિષે, આત્મા (સ્વ) ને જાણવા અધ્યાત્મની સીડીના સોપાન ચઢવા પડશે. આ સોપાન ચઢવા સહેલા નથી, પરંતુ અઘરા પણ નથી, તે માટે જરૂર છે; દ્રઢ નિર્ધાર અને સતત પ્રયત્ન. બાળક ચાલતા શીખે ત્યારે અનેક વાર પડે, તેથી તે પ્રયત્ન છોડી નહીં દે, તેને પોતે ચાલવું છે, ચઢવું છે. આપણા શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, અધ્યાત્મના અંતિમ સોપાન પર પહોંચવા માટે સાધના જરૂરી છે. સાધના માટે ચાર સાધન આવશ્યક છે.  જેને साधन चतुष्टयम् (four fold qualification) કહેવામાં આવે છે. સૌ પ્રથમ વિવેક અને  ડીસ્ક્રિમિનેશન આ બન્નેમાં બુધ્ધિ છે,પરંતુ તે મન પ્રમાણે વર્તે છે, મનને ભોગની વસ્તુ મેળવવી છે, તો બુધ્ધિ તે મેળવવા કર્મેન્દ્રિયોને કામે લગાડશે, પ્રાપ્ત કરશે અને ક્ષણિક સુખ ભોગવશે. જ્યારે વિવેક બુધ્ધિથી આપણે સત્, અસત, નિત્ય, અનિત્ય પર ચિંતન કરી ક્ષણિક સુખ, ભોગને છોડતા જઇશું તેમ તેમ બીજુ સાધન વૈરાગ્ય કેળવતા જઇશું. વૈરાગ્યનો અર્થ સંસાર છોડી જંગલમાં જતા રહેવાનું? ના, સંસારમાં રહી કર્મ કરવાના, પત્ની, બાળકો, વડિલો પ્રત્યેની ફરજ બજાવવાની આ બધા કર્મ નિષ્કામ ભાવે, અહંકાર વગર કરવાથી વૈરાગ્ય જીવનમાં પ્રવેશે. કોઇ પણ કર્મ કરીએ તે ગમા, અણગમાના ભાવ વગર ઇશ્વરે સોપેલ કર્તવ્ય સમજી તેને અર્પણ કરીએ, તો અજ્ઞાનતા દૂર થશે.

હું કરું હું કરું એજ અજ્ઞાનતા,

કટનો ભાર જેમ શ્વાન શીરે,’

જ્યારે આ રીતે વૈરાગ્ય જીવનમાં વણાય ત્યારે તે વ્યક્તિ દુનિયામાં ભય વગર જીવી શકે છે, કારણ તેનો આનંદ કોઇ અનિત્ય, ભૌતિક વસ્તુ પર આધારિત નથી. તેને તો આનંદ ખુદમાં છે. આ વ્યક્તિ હંમેશા સૌને પ્રેમ કરે છે. ત્રીજુ સાધન આપણામાં રહેલ છ સંપત્તિ, તે શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રધ્ધા, સમાધન. શમ્ એટલે મનો નિગ્રહ, કંટ્રોલ માસ્ટરી ઓવર મન. મન સતત વિચાર કર્યા કરે અને આપણે તેને આધિન ભોગ વિલાસ તરફ દોરાતા રહીએ, જો મનના વિચારો વહેતા રહે તેને આપણે તટસ્થ ભાવે જોયા કરીએ, બિલકુલ આવકારીએ નહીં, જીદ્દી બાળકને જેમ માતા સ્નેહથી બીજી તરફ વાતોમાં લઇ જઇને જીદ ભૂલવાડે છે તેમ મનને મિત્રતાથી સ્નેહથી અધ્યાત્મિક ચિંતન તરફ દોરવવાનું. આને માટે નિયમિત પ્રેકટિસ કરતા રહેવું પડે. દમ એટલે બાહ્ય ઇન્દ્રિયો પર કંટ્રોલ; દાખલા તરીકે આંખોને ટીવી જોવું હોય, કોઇ વ્યક્તિને ગુસ્સામાં ગમે તેવા અસભ્ય શબ્દો બોલવાની ટેવ હોય, બધા પર કંટ્રોલ રાખવો તે દમ. જેને બાહ્ય ઇન્દ્રિયો પર કંટ્રોલ હશે તેનો મન પર કંટ્રોલ હશે અને મન પર કાબુ તેનો બાહ્ય ઇન્દ્રિયો પર કાબુ- બન્ને એકબીજાના પૂરક છે. ઉપરમ અથવા ઉપરતી એટલે હંમેશા પોતાના ધર્મ, ફરજ પ્રત્યે જાગૃત રહેવું તે. જેનું મન અને ઇન્દ્રિયો દુન્યવી ભૌતિક વસ્તુઓથી દૂર રહી, પોતાના સ્વધર્મમાં રત રહે અને આનંદ મેળવે તે ઉપરતિ. તિતિક્ષા-સહન શક્તિ; દુનિયા આપણને ઘણા અનુભવો કરાવે છે, શારીરિક ઠંડી-ગરમી, માનસિક સુખ-દુઃખ વગેરે. બૌધિક સ્થરે પણ આપણે ધિક્કાર,વખાણ, માન, અપમાન વગેરે અનુભવો કરીએ છીએ, સારા અનુભવ તરફી કોઇ ફરિયાદ નથી હોતી, પરંતુ જ્યારે ખરાબ અનુભવ થાય છે ત્યારે આપણે અપસેટ થઇ, બીજાને બ્લેમ કરીએ છીએ; સોસાયટીને, સરકારને, તો કોઇ વળી ભગવાનને દોષ આપે છે, કોઇ પોતાના ફેમીલી પર ગુસ્સો ઠાલવે છે.આમ કરવાથી પરિસ્થિતિમાં કોઇ ફેર ન પડે, માનસિક રીતે વધારે દુઃખી થઇએ. આવા સમયે શાંતિથી, હસતે મોઢે આવેલ પરિસ્થિતિનો સ્વીકાર કરવો, તે તિતિક્ષા, જો આપણું મન આવેલ સ્થિતિ પર દુઃખી જ રહ્યા કરશે તો સારા સુક્ષ્મ વિચારો નહીં કરી શકે,અને પ્રગતિના સોપાન નહીં ચઢી શકે. શ્રધ્ધા; ગુરુ અને શાસ્ત્ર પર શ્રધ્ધા હોવી જરૂરી છે, ગીતામાં ભગવાન અર્જુનને જ્ઞાન-કર્મ યોગ સમજાવતા કહે છેઃ

श्रध्धावांल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः।

ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरणाधिगच्छति॥

શ્રધ્ધાવાનને જ્ઞાન પ્રાપ્ત થશે, અને પરમ શાન્તિ મેળવશે.

માન્યતા એ શ્રધ્ધા નથી માન્યતા જેને અંધ શ્રધ્ધા કહી શકાય, જો તે બુધ્ધિ પુર્વક વિચાર્યા વગરની ગાડરિયા પ્રવાહ જેવી હોય તો, તે વ્યક્તિને ધર્માન્ધ ફેનેટીક બનાવે, જ્યારે ગુરુ અને શાસ્ત્ર પરની શ્રધ્ધા એ બુધ્ધિપુર્વક માનેલી સ્વીકારેલી છે. પુર્ણ વિશ્વાસ છે કે ગુરુ મને શાશ્ત્રાર્થ સમજાવશે, ભગવાન સુધી દોરી જશે. અજ્ઞાત માટે શ્રધ્ધા જરૂરી છે, જ્ઞાત માટે શ્રધ્ધાની જરૂર નથી, મારે એક નાક, બે કાન છે મને ખબર છે તે જાણવા શ્રધ્ધાની જરૂર નથી. રવિન્દ્રનાથ ટાગોર શ્રધ્ધા માટે કહે છેઃ “Faith is the bird that sings in joy when dawn is still dark” પક્ષીએ સૂરજને જોયો નથી છતા તેને ખબર છે સૂર્યોદય થશે. આ શ્રધ્ધા. ગુરુ પ્રત્યેની શ્રધ્ધા વિશે લખતા ગુરુ નાનકની પંક્તિ યાદ આવે છેઃ

गुरु गोविंद दोउ खडे, किसको लागु पाय,

बलिहारी गुरु आपकी, गोविंद दियो दिखाइ,

શ્રદ્ધા સાધકને ગુરુ વાક્ય અને શાસ્ત્ર વાક્ય પર મનન અને ચિંતન કરવા પ્રેરણા આપશે. ગીતામાં કહ્યું છેઃ

અજ્ઞશ્ચાશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ

જો ગુરુ કે શાસ્ત્ર પર શંકા કરશે તો પોતે સર કરેલ સોપાન પરથી ગબડી પડશે. હવે છઠ્ઠી સંપત્તિ, સમાધાન, એટલે એકાગ્રતા. મન ભટક્યા કરે છે, જ્યારે આપણું ધ્યેય એક નથી હોતું, ધ્યેય એક જ હશે મોક્ષ પ્રાપ્તિ, એકાગ્ર ચિત્તે શ્રવણમ્, મનનમ્, નિદિધ્યાસન કરી શકાશે.

આ છ સંપત્તિ પ્રાપ્ત થયા પછી, લાસ્ટ બટ નોટ લિસ્ટઃ. મુમુક્ષત્વમ્, મને મોક્ષની ઇચ્છા. ઇચ્છા જેવી તેવી નહીં, તીવ્ર ઇચ્છા. મારે આ અધુરપતા, અપૂર્ણતામાંથી પૂર્ણ સુખ તરફ જવું છે તેવી દ્રઢ ઇચ્છા તે મુમુક્ષત્વમ. આ ચાર સાધન પ્રાપ્ત થશે, અંતકરણ શુધ્ધ થશે, અધ્યાત્મ સરળ સહેલુ બનશે અને ઉત્થાનની સીડી ચઢતા થાક, કે પ્રમાદ નહીં અનુભવાય, સત ચિત્ત આનંદ અનુભવાશે.

 

 

 

 

 

 

 

 

 

 

અધ્યાત્મ એજ ઉત્થાનની સીડી-() પ્રજ્ઞા દાદભાવાળા

 

ચેતનાને પ્રગતિ તથા પ્રસન્નતા પ્રદાન કરનારી વિદ્યાનેઅધ્યાત્મકહેવાય છે.જે સ્વના અનુભવ દ્વારા થાય છે અનુભવ  દ્વારા સ્વની ઓળખ એટલે અધ્યાત્મ .ધર્મ પુરુષાર્થ છે અધ્યાત્મ અનુભવ..દિવેટ, તેલ અને દીપક જ્યોતિ નથી. દીપક માત્ર આધાર અને દિવેટ સંસ્કાર છે. ધર્મ માટે પણ દેહ આધાર અને બુદ્ધિ સંસ્કાર છે.

જ્યોતિ બધાંમાં સમાયેલા ગુણોની ચેતના છે.ધર્મ ખુદ ચેતના છે, જેચારિત્ર્યમાં પ્રગટ થાય છે

માંહ્યલામાં ફૂટે છે પાપ પુણ્ય ની વણઝાર

પણ રોજ વાઢ કાપ કરુ છું હો રાજ

ત્યાં કઈ રીતે આત્માને ઓળખું  બોલોને આપ?

સપના અને ઈચ્છા સાથે સંધી કરું તો

પણ ધર્મ ચુકી જાવ છું, હો રાજ

ત્યાં કઈ રીતે આત્માને ઓળખું  બોલોને આપ?

અધ્યાત્મની કેડીએ શોધવો છે આત્મા

પણ ફરી ફરી ભટકી જાવ છું હો રાજ

ત્યાં કઈ રીતે આત્માને ઓળખું  બોલોને આપ?

ચોર્યાશી લાખ ફેરા કેમ કરી ટાળવા

પણ સંસારની કેડીએ,મોક્ષ શોધું છું હો રાજ

ત્યાં કઈ રીતે આત્માને ઓળખું  બોલોને આપ ?

માંહ્યલા પરના આવરણ તોડવા છે મારે

પણ ઈચ્છા ને મોહ નું શરીર છું હો રાજ

ત્યાં કઈ રીતે આત્માને ઓળખું  બોલોને આપ?

આધ્યાત્મતા અપાવે છેકર્મ શુન્યતા

પણ બુદ્ધિનો  રોજ રોજ ડખો છું હો રાજ

ત્યાં કઈ રીતે આત્માને ઓળખું  બોલોને આપ?

આત્માનું ઉર્ધ્વગમન સ્વના પ્રયાણ થકી

પણ, ભીડમાં હું ભટકી ગયો છું ,હો રાજ

ત્યાં કઈ રીતે આત્માને ઓળખું બોલોને આપ?

અવકાશ ,થી છે,આંતરિક શક્તિ ચેતનવંત

પણ અતિવ્યસ્ત,અસ્વથ ખળભળ છું હો રાજ

ત્યાં કઈ રીતે આત્માને ઓળખું  બોલોને આપ?

ચેતનાના ઉર્ધ્વીકરણથી પામવો છે આત્મા

પણ કર્મનાં ભારથી ભારે છું હો રાજ

ત્યાં કઈ રીતે આત્માને ઓળખું  બોલોને આપ?

અધ્યાત્મ એજ ઉત્થાનની સીડી છે

પણ અજ્ઞાનતામાં  હજી ફરું  છું હો રાજ

ત્યાં કઈ રીતે આત્માને ઓળખું,  બોલોને આપ?

પ્રજ્ઞાજીપ્રજ્ઞા દાદભાવાળા

આધ્યાત્મ એજ ઉત્થાન ની સીડી-() પૂર્વી મલકાણ

 

 આધ્યાત્મક  વિષય વિષે લખતા પહેલા આપણે અધ્યાત્મકનો અર્થ જાણી લઈએ. સંસ્કૃતમાં આધ્યાના બે અર્થ બતાવેલા છે. જેમાં પ્રથમ અર્થ છે પાવન પવિત્ર અને બીજો અર્થ શક્તિના રૂપમાં પ્રદર્શિત થયો છે. અધ્યાત્મકમાં રહેલો દ્વિતીય શબ્દ આત્મ છે. આત્મ અર્થાત પ્રત્યેક જીવોના હૃદયમાં જે ચૈતન્ય બ્રહ્મ રહેલ છે તેજેને આપણે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે ઓળખીએ છીએ

(આજ આત્મ પરથી આત્મજઆત્મીયઆત્માનુજઆત્મારામ વગેરે શબ્દો આવ્યાં અને બધા શબ્દોના અર્થ હૃદય સાથે જોડાયેલ છે.) આમ જે હૃદયમાં પાવન અને પવિત્ર એવી શક્તિ બિરાજી રહી છે તે અધ્યાત્મક છે. પરંતુ તે અધ્યાત્મક રહે છે ક્યાંતેનું મૂળ સ્થાન ક્યાં છેશાસ્ત્રો કહે છે કે સમસ્ત જીવોના હૃદયમાં આધ્યાત્મક રહે છેપણ  અધ્યાત્મકનું મૂળ સ્થાન ધર્મને માનવામાં આવેલું છે. સંસ્કૃત શાસ્ત્રો અનુસાર જેને સૌથી પાવન અને પવિત્ર ગણવામાં આવ્યો છે તે કેવળ ધર્મ છે.

 કોઈપણ ધર્મધર્મ અંગેનું લેખનવાંચનક્રિયાઑને આધ્યાત્મકનું રૂપ ગણવામાં આવેલ છે. સંસ્કૃતને માનનારા સૌ પ્રથમ ઋષિમુનિઓ અને વિદ્વાનો હતાં ઋષિ મુનિઓ અને વિદ્વાનોએ સૌ પ્રથમવાર કહેલું કે આત્મા જીવના જ્ઞાન અને ઉત્થાનની પ્રથમ સીડી છે. અહીં એક વાત ઉપર ધ્યાન દોરવા જેવુ છે. ઉપરોક્ત વાતમાં ઋષિમુનિઓ અને વિદ્વાનો કહ્યા છેઅહીં બ્રાહ્મણોનો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. બ્રાહ્મણો…. સંસ્કૃતશાસ્ત્રોક્ત જ્ઞાન અને ધર્મને સારી રીતે જાણનારા બ્રાહ્મણોનો ઉલ્લેખ અહીં કેમ નથી કર્યો તે વાત સમજવા જેવી છે. હંમેશા આપણે ત્યાં બ્રાહ્મણોનું એક અલગ વર્ચસ્વ રહ્યું છે. તેથી બ્રાહ્મણો વિષે જાણીએ તે પહેલા બ્રાહ્મણ શબ્દને પણ સમજી લઈએ. વેદો અને ઉપનિષદોએ કહ્યું છે કે જે બ્રહ્મને જાણે છે તે બ્રાહ્મણ છે. પણ બ્રહ્મને કોણ જાણી શકેતો કહે કે જેમણે આત્મા અને આત્મીય શક્તિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે બ્રહ્મને જાણી શકે છે. વેદ ઉપનિષદના કથન અનુસાર આત્મા અને આત્મીય શક્તિથી સૌ પ્રથમ ઋષિમુનિઓએ બ્રહ્મને જાણ્યા હતાંતેથી તેઓ બ્રાહ્મણ કહેવાયા. પરંતુ આજની દૃષ્ટિએ જોઈએ તો આપણે ત્યાં બ્રાહ્મણોએ અલગ જાતિના રૂપમાં જોવા મળે છે. અલગ જાતિના લોકોને બ્રાહ્મણ માનવા કે નહીં તે આપણાં ઉપર આધાર રાખે છે. જો આપણે હિન્દુ જાતિ ધર્મ પ્રમાણે જોઈએ તો તેઓ ચોક્કસ બ્રાહ્મણ છે પણ તે કેવળ જન્મને કારણે છેપણ જો તેઓના કર્મ સારા હોય તો તેઓને બ્રાહ્મણ ગણવા નહીં તેમ શાસ્ત્રોક્ત વિધાન રહેલું છે. વાક્યના ઉપરોક્તમાં એક ઉદાહરણ આપણે જોઈએ. શ્રીમદ્ ભાગવદ્ પુરાણમાં ગોકર્ણ મહારાજનો એક પ્રસંગ આવે છે. ગોકર્ણ મહારાજ એક બ્રાહ્મણ પુત્ર હતાંપણ તેઓએ ગૌપુત્ર તરીકે જન્મ લીધો હતો. તેઓનો દેહ મનુષ્યનો હતો પણ તેમના કાન ગૌ જેવા હતાં. ગૌપુત્રના કર્મ બ્રાહ્મણ જેવા હોય તેમની ગણના પણ બ્રહ્મપુત્ર તરીકે થાય છે જ્યારે તેઓ જેમના માટે કથા કરી રહ્યા છે તે તેમના ભાઈ બ્રાહ્મણ પુત્ર હોવા છતાં પણ કર્મે બ્રાહ્મણ નથી તેથી તેઓ અંતે બ્રહ્મરાક્ષસ રૂપે પીડા પામે છે. આમ જન્મે બ્રાહ્મણ નહીંપણ કર્મે બ્રાહ્મણ હોવું મુખ્ય ગણાતું હતું. આમ વેદ ઉપનિષદની વ્યાખ્યા અહીં ખરી પડતી દેખાય છેતેથી આપણે કહી શકીએ છીએ કે એક સમય એવો હતો કે આપણે ત્યાં બ્રાહ્મણ વિદ્વાન તે અલગ અલગ જાતિમાંથી આવતો હતોભારતીય સંસ્કૃતિની લૈખિક શરૂઆત થઈ ત્યારે જ્યાં મહર્ષિ વશિષ્ઠ જેવા બ્રાહ્મણ ગુરુ હતાંજેઓ જન્મે અને કર્મે બ્રાહ્મણ ગણાતા. મહર્ષિ વિશ્વામિત્ર…. જન્મે ક્ષત્રિય હતાં પણ કર્મે બ્રાહ્મણ હતાં. તેથી તેમને આપણે રાજર્ષિ બ્રાહ્મણ ગણી શકીએ છીએતો ઋષિવર સત્યકામ જાબાલ શુદ્ર વર્ગના હતાંતેમ છતાં તેમની ગણના પરમ જ્ઞાની પુરુષોમાં થાય છે. આમ તે સમયમાં પ્રત્યેક જ્ઞાનીવિદ્વાન અને ઋષિ સમાજના વિવિધ વર્ગમાંથી આવતો હતો તેમ છતાં તે બ્રાહ્મણ ગણાવાયો છે. પરમ જ્ઞાની બ્રાહ્મણોના મુખમાંથી જે પરમ પવિત્ર એવી આત્મીય શક્તિની વાણી પ્રગટ થઈ તે આધ્યાત્મિક જ્ઞાન તરીકે ઓળખાવાઈ. પરંતુ પૂર્વાનુકાલીન યુગના ઉત્તરાર્ધમાં અને મધ્યકાલીન યુગમાં સંસ્કૃત અને ધર્મ ઉપર જાતિ બ્રાહ્મણોની પકડ ખૂબ હતી તેથી આધ્યાત્મક શબ્દ કેવળ ભાષામાં અને ધર્મમાં બંધાઈને રહી ગયો સમય એવો પણ હતો જ્યારે આધ્યાત્મિક જ્ઞાન કેવળ બ્રાહ્મણો પાસેથી મેળવાતું હતું. પણ જ્યારથી વિદ્યા ઉપર પ્રત્યેક વ્યક્તિઓનો અધિકાર થયો ત્યાર પછી કેવળ બ્રાહ્મણો આધ્યાત્મિક જ્ઞાન દઇ શકે તેવી માન્યતા પણ ખંડિત થઈ ગઈ. સમયનુસાર બ્રાહ્મણોનો સંસ્કૃત અને આધ્યાત્મ ઉપરનો અધિકાર હટયો છેતેનો અર્થ થયો કે હવે પ્રત્યેક વ્યક્તિએ આધ્યાત્મક જ્ઞાન પોતાની રીતે લેવાનું છે. હંમેશા લોકો કહે છે કે આધ્યાત્મિક જ્ઞાન લેવું હોય તો ધર્મ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. પરંતુ આચાર્યોની વાણી કહે છે કે ધર્મ પ્રત્યેક જીવોના હૃદયમાં હંમેશાને માટે સ્થિર થઈને રહેલો છે. જે દયાક્ષમાકરુણામૌનએક નિષ્ઠાતાસ્નેહભાવનાદાન એમ વિવિધ રૂપે પ્રગટ થતો હોય છે. તેથી કોઈ વિશેષ ક્રિયા કરવાની કે વિશેષ સ્થળોએ (મંદિરચર્ચમસ્જિદ વગેરે) જવાની જરૂર હોતી નથી.

 છાંદોગ્ય ઉપનિષદમાં અધ્યાત્મ ને વિવિધ સાધનો સાથે જોડવામાં આવ્યો છેજેમાં ધ્યાત્મનો પ્રથમ સંબંધ  હૃદય અને મન સાથે છેઆપણે ત્યાં લોકો કહે છે કે પ્રત્યેક જીવ પરમાર્થપુરુષાર્થ અને નિર્મળ હૃદયથી કાર્ય કરશે ત્યારે તે ખરા ભગવાન અને આધ્યાત્મકતાના સારને સાર્થક કરશે

 પૂર્વી મોદી મલકાણયુ.એસ..)

 

પંચાજીરી-

હાથનુ અભુષણ દાન

સંકલનઃ પ્રવિણા કડકિયા

 

 

 

હાથનુ અભુષણ દાન  (૧) પ્રવિણા કડકિયા

“અરે, આ સુંદર મોંઘીદાટ હીરાની બંગડી અને ત્રણ આંગળીઓમાં હીરાની  વીંટી તારા  હાથ કેટલા સુંદર લાગે છે” . આ વાક્ય સાંભળીને મારી નજર એ બહેન તરફ ગઈ. જેની વાત કરી રહ્યા હતાં એ બહેન ના મુખ પર આછો મલકાટ જણાયો. ખરેખર તે બંગડી અને વીટી ખૂબ સુંદર હતાં. મારી નજર ત્યાંથી ખસવાનું નામ લેતી ન હતી. બીજી ક્ષણે મારી નજર મારા હાથ પર ગઈ. ગયા અઠવાડિયે ભૂલેશ્વરથી લીધેલી કાચની બંગડીઓનો મધુર રણકાર મને સંભળાયો. તેનો અવાજ હવામાં સ્ફૂર્તિ રેલાવી રહ્યો હોય એમ લાગ્યું.

લગ્ન મંડપમાં બેઠી હતી. મારી બાળપણની સખીની એકની એક દીકરીના લગ્નની વિધિ ચાલતી હતી. જીવનનો રાહ ફંટાઈ ગયો હતો. છતાં પ્રસંગોપાત લગ્ન કે પછી  સામાજીક પ્રસંગોએ હાજરી આપવી અનિવાર્ય હોય છે. મોટે ભાગે હું નિરીક્ષણ કરતી હોંઉ છું. જીવનમાં એવા તબક્કે આવીને ઉભી હતી જ્યાં લેવા કરતાં આપવામાં હૈયું આનંદ માણતું. નાનપણથી એક આદત હતી, જરૂરતમંદોને આપીને રાજી થવું. કદી અભાવ સાંપડ્યો ન હતો. જ્યારે ગામ જવાનો મોકો મળતો ત્યારે જમવા બેસીએ ને કોઈનો અવાજ કર્ણપટે અથડાય,’ બહેન બે દિવસથી ખાધું નથી’ . ભાણેથી ઉઠી પિરસેલી થાળી તેને આપી દેતી. ખેર, એ તો બચપનની યાદો છે. ઈતિહાસ બની પાન  પર અંકિત થઈ ગઇ.

જીંદગીમાં ઈશ્વર કૃપાથી પાત્રતા કરતાં ઘણું મેળવ્યું. હવે , બાકી રહેલી જીંદગી  આપીને ખુશ થવાનો નિર્ધાર કર્યો છે.  મારું સહુથી પ્રિય પાત્ર, ‘કુંતી પુત્ર કર્ણ’ છે. જેંણે પળના વિલંબ  વિના ‘કવચ અને કુંડળ’ આપી પોતાનો ધર્મ નિભાવ્યો હતો. દાનેશ્વરી કર્ણ કહી તેને નવાજ્યો છે. ભલે તે કૌરવોને પક્ષે હતો, કિંતુ પોતાનો સ્વભાવ અને ધર્મ ચૂક્યો ન હતો. ‘દાન’નો મહિમા કર્ણની જીદગીનો નિચોડ છે.

આજે ૨૧મી સદીમાં ઐશ્વર્ય અને ભોગના સાધનોનો રાફડો ફાટ્યો છે ત્યાં ‘આપવું’ એ શબ્દ વિલિન થતો જણાય છે. ‘દાન’ શબ્દ તો જાણે કયા ઉપગ્રહનો હોય તેવું લાગે. જો કે સાવ એવું પણ ન કહેવાય. વિશ્વના અમીર ‘બીલ અને મિલિન્ડા ગેટ્સ’ જેવા દાન આપીને આશિર્વાદ પામે છે. ‘ઑપરા વિન્ફ્રી’  છે. દાન આપવામાં પહેલો નંબર પ્રાપ્ત કરી ચૂકી છે. ખૂબ દરિદ્રતાના તળવમાં ખિલેલું એ કમળ આજે સારા વિશ્વમાં સુંદરતા અને સુગંધ પ્રસરાવી રહ્યું છે . મિલિયન્સ ઓફ ડૉલરમાં જે આજે આળોટી રહી છે. તે જ્યારે આફ્રિકન દેશોમાં જઈ ‘ચેરિટેબલ’ કાર્ય કરે છે ત્યારે તેનું મુખ કેવું દમકે છે. એ રૂપ તેના શૉમાં અદૃશ્ય રહે છે. આ હાથ જ્યારે સત્કર્મ કરવા લંબાયો હોય ,ત્યારે એ સતકર્મ આભૂષણ રૂપે તેનું રૂપ નિખારે છે.

સહુ વિદિત છે. આપણા શાસ્ત્રો વારંવાર જેનો ઉલ્લેખ કરે છે, ” જમણા હાથે આપો તે ડાબા હાથને ખબર ન પડવી જૉઈએ”. મતલબ સાફ છે. કોઈને પણ મદદ કરો, સહાય આપો તેના બણગાં ન ફુંકો. એના કરતાં તો ન આપવું સારું. આપણે જ્યાર  કોઈને યથા શક્તિ કાંઇ પણ આપીએ તેમાં  આપનાર ક્રરતાં લેનારનું ગૌરવ વધે છે. યથા શક્તિ આપી પુણ્ય કમાવવાનો હેતુ હોય તો તે વ્યાજબી નથી. ઈશ્વરે આપ્યું તેનો સદઉપયોગ થયો . “તેરા તુજકો અર્પણ”.

“બે હાથ અને તેમાં કલામય દસ આંગળીઓ”, આપીને સર્જનહાારે આપણને ધન્ય  બનાવ્યા છે. દાનનો મહિમા આપણને ભગવદ ગીતામાં ખૂબ સુંદર રીતે કૃષ્ણ ભગવાને દર્શાવ્યો છે. ‘સાત્વિક દાન’ કોઈ પણ જાતની અપેક્ષા વગર. જેવું કે ‘વિદ્યા દાન’ જે બાળકોને પોતાનું ભવિષ્ય બનાવવા કાજે ઉપયોગી થાય. પૈસાના અભાવને કારણે વિદ્યા લેવાનું જેને સહજ ન બને. અણીના સમયે તે પ્રાપ્ત થવાથી વિદ્યા મેળવી પ્રગતિ સાધી શકે ! યોગ્ય વ્યક્તિને યથા સમયે આવી મળે.

બીજું. દાન છે યશ અને કીર્તિને માટે. એ દાન પણ અગત્યનું છે.જે સમાજના ઉત્થાનમાં અગત્યનો ફાળો આપે છે. જેવું કે હૉસ્પિટલ બંધાવવી. શાળા, કૉલેજ કે લાઈબ્રેરીમાં યોગદાન કરવું. જેમાં પૈસાનો ખરેખર સદ ઉપયોગ થાય છે. જે ચીર સ્મરણિય બની રહે છે. એ રાજસી દાન છે અને આવકાર્ય છે. મોટી મોટી હૉસ્પિટલો આધુનિક સગવડથી ઉભરાતી હોવાને કારણે અનેક વ્યક્તિઓ જીવનદાન પામી પાછાં પોતાના હર્યાભર્યા કુટુંબ ભેળાં થાય છે. પુસ્તકાલયોમાં વિદ્યાર્થિ તેમજ જ્ઞાનના પિપાસુઓ પોતાની ભૂખ સંતોષે છે.

જ્યારે દાન કુપાત્રને થાય ત્યારે ખરેખર અફસોસ થાય. પૂરતી  જાંચ વગર  દાન થાય અને તેનો ગેરમાર્ગે  ઉપયોગ થાત તે તામસી દાન. કુટુંબમાં કોઈને સહાય કરીએ અને તે દારૂ કે જુગારમાં વેડફે તેવા દાનનું શું કહેવું ? તેથી  તો કહેવાય છે ,”સુપાત્રે દાન” !

દાનના અનેક પ્રકાર છે. જેવું  કે પાણીની પરબ બાંધાવવી. જ્યાં વિજળીની સગવડ ન હોય ત્યાં લાઈટની વ્યવસ્થા કરાવવી. આજના યુગમાં બાળકો માટે પુસ્તકાલયમાં  ‘કમપ્યુટર’ની સગવડતા આપવી. જન સમુદાય હિતાય કોઈ પણ નાનું મોટું કાર્ય ‘દાન’ ગણાય. ‘શક્તિ તેવી ભક્તિ’ એ ઉક્તિ અનુસાર આપણા હાથેથી જે પણ કૃત્ય થઈ શકે તે મહામૂલું ગણાય.

આ હાથ જ્યારે લાચાર અવસ્થામાં પ્રસરે છે એ ખૂબ દયનિય પરિસ્થિતિ છે. તેમાંથી બહાર નિકળવાનો પ્રયાસ પણ આ બે હાથ દ્વારા છે, એ યાદ રાખવું જરૂરી છે !

અનાથ આશ્રમમાં બાલકોને સુવિધા મળે તેવી વ્યવસ્થા કરવી. તેમને પૌષ્ટિક ખોરાક મળે તેનું ધ્યાન રાખવું. જરૂરતમંદોને દવા મળે તેવી સગવડ વધારવી. મફતમાં થતાં આંખના ઓપરેશન. નાના નાના ગામોમાં ફરતાં ચિકિત્સાલયો. જો આપણી પાસે જરૂરત કરતાં વધુ લક્ષમી હોય તો ‘દાન’ જેવું કોઈ ઉત્તમ કાર્ય નથી. હા, પરિવાર જનોની સુખ સગવડ એ આપણો પહેલો ધર્મ અને ફરજ બને છે.

આપણે સમાજના પણ ઋણી છીએ. સમાજ પાસેથી આપણે અગણિત પ્રાપ્ત કર્યું છે. દાન ધર્મ કરીને બને તેટલું  ઋણ અદાકરવું ઈશ્વર  અર્પિત આ સુંદર બે હાથનો ધર્મ છે, “આપવું” !

આ હાથ જ્યારે આપવા માટે લંબાય છે ત્યારે તે સોહી ઉઠે છે. અરે પડતાંને હાથ આપી ઉભો કરી જો જો. દિલમાં એવી લાગણીના સ્પંદનો ઉઠશે જે શબ્દમાં ઉતારવા કઠીન છે. એ હાથની શોભા સોનાના કે હીરાના કોઈ પણ આભૂષણ વગર વધુ સુંદર તમને જણાશે.

 

 

 

 

 

 

 

 

 

 

હાથનું આભુષણ દાન(૨)- ડો લલિત પરીખ

‘ હાથની શોભા દાન અને તેમાં જ

આપણું  માન -સન્માન’.                                                                                                                                                             તુલસીદાસે સરસ  ગાયું છે કે “પરહિત સરિસ ધરમ નહિ કોઈ” અર્થાત પરહિત સદૃશ -સમાન- બીજો કોઈ ધર્મ નથી.જેમ’ ક્ષમા વીરસ્ય ભૂષણમ’કહેવાય છે. તેમ  ‘દાન  ધનિકસ્ય ભૂષણમ’  કહી શકાય. દાન વિનમ્ર ભાવે અપાય તો જ તે શોભે એવું બને. અહંકાર યુક્ત દાન કરતા પહેલા કહેવાતા દાનીએ પોતાના અહંકારનું દાન કરી નાખવું જોઈએ. હિન્દી કવિ રહીમ પોતાની કવિતાની જેમ જ પોતાની દાનશીલ વૃત્તિ-પ્રવૃત્તિ-પ્રકૃતિ માટે અતિ પ્રસિદ્ધ છે.તેમના  બાળકોને ભણાવવા એક મૌલવી તેમના ઘરે આવતા હતા અને કયાંક ભણાવતા ભણાવતા ‘અશરફી ‘નો ઉલ્લેખ આવ્યો તો બાળકોને તે બાબત સમજાવતા સહેજે બોલી ઊઠ્યા: ‘મેં આજ સુધી અશરફી જોઈ જ નથી.”બીજા કક્ષમાંથી કવિ રહીમ આ સાંભળી ગયા અને તરત મુઠ્ઠી ભરીને એ મૌલવીને અશરફીઓ આપતા બોલ્યા:”લો આ અશરફીઓ- જુઓ અને ઘરે સાથે પણ લઇ જાઓ.તમારા બીબી-બચ્ચાઓને પણ બતાવો અને રાખો તમારી પાસે જ.આ હવે તમારી જ થઇ ગઈ.” આવી તો હતી તેમની દાનશીલતા.પણ અભિમાન જરાય નહિ.એ જ્યારે દાન આપે ત્યારે આંખો ઝુકેલી-ઝુકાવેલી જ  હોય એટલે કોઈએ એક વાર પૂછ્યું:

 

 

સીખે કહાં નવાબજૂ ઐસી દેની દેન,

જેતો ઊંચો કર કરો તેતો  નીચો નૈન ? “

જવાબમાં તેમની વિનમ્રતા તો જુઓ -બોલ્યા:

 

દેનહાર કોઈ ઔર હૈ,જો દેતા  દિન રૈન,

લોગ ભરમ હમ પૈ કરેં,યા તે નીચે નૈન. ” 

 

અર્થાત દેનારો તો ભગવાન છે.લોકોને ભ્રમ થાય છે કે હું આપું છું એટલે મારા નેત્રો નમેલા હોય છે. દાની પ્રકૃતિનો માણસ સાવ ઘસાઈને ખલાસ થઇ ગયો હોય તો ય દાન તો આપીને જ રહે એવું તેમની વિપન્ન  સ્થિતિ- પરિસ્થિતિમાં કોઈએ કહ્યું:

 

દાની કિતૌ દરિદ્રતર,તઉ જાંચબે  યોગ;

 જ્યોં સરિતન સૂખા પરે, કુંઆ ખનાવત લોગ

 

અર્થાત દાની ગમે તેટલો દરિદ્ર થઇ ગયો હોય તો માંગવા યોગ્ય છે,જેમ દુકાળ પડે ત્યારે સૂકાયેલી નદીને જ  લોકો ખોદે  છે અને તેમાંથી પાણી મળે છે.એ સાંભળી જહાંગીરના સમયમાં સાચા ખોટા આરોપોના કારણે દેશનિકાલો ભોગવતા રહીમે પહેલા તો એમ કહેલું:” અબ રહીમ વે નાહીં”.પણ ભિક્ષુક દ્વારા પોતાનો  જ લખેલો  ઉપરોક્ત

દોહો સાંભળી એ વખતે ચિત્રકૂટમાં ભટકી રહેલા રહીમે ચિત્રકૂટના નરેશને આ દોહો લખીને મોકલેલો:

 

ચિત્રકૂટ મેં રમિ  રહૈ, રહિમન અવધ નરેશ,

જા પર બિપદા  પરત હૈ, સો આવત યહી દેસ.”

 

અર્થાત આ ચિત્રકૂટમાં ત્યારે રામ અને અત્યારે આ રહીમ ભટકી રહ્યા છે -જેના પર વિપત્તિ પડે છે એ એ આ દેશમાં જ આવે છે.”

ચિત્રકૂટના રાજાએ મોટી રકમ રહીમ પાસે મોકલી દીધી જે એ ભિક્ષુક બ્રાહ્મણને તેની પુત્રીના વિવાહ માટે, આમ કાવ્યાત્મક રીતે મેળવીને -માંગીને પણ, દાનમાં આપીને જ રહ્યા.

સંપત્તિ-વિપત્તિ એ શબ્દો પર રમત કરતા એક વાર કોઈ ગરીબ યાચક અકબરના દરબારમાં રહીમનું નામ પોકારતો આવી ગયેલો ત્યારે મશ્કરીમાં અકબરે પૂછેલું:”આ કોઈ તમારો સગો લાગે છે. તો ” જવાબમાં રહીમ બોલેલા કે આ તો મારો સાઢુભાઈ છે” ત્યારે અકબરે નવાઈ પામી પૂછેલું કે “એ કેવી રીતે?” ત્યારે રહીમે કહેલું:

સંપદા વિપદા દોઉં બહિન હૈ,ઇક મુઝે બ્યાહી,ઇક ઇસે.”

અર્થાત મારો વિવાહ સંપત્તિ સાથે થયો છે અને આ બિચારાનો વિપત્તિ સાથે થયો છે.અકબરે   તેનું વાક્ચાતુર્ય જોઈ પ્રસન્ન -પ્રભાવિત થઇ મોટું ઇનામ આપ્યું તો દાનવીર રહીમે એ રકમ પેલા ગરીબ યાચકને જ આપી દીધી.આવા દાની હતા કવિ રહીમ.

કવી નિરાલા પણ પોતાને સન્માનમાં પહેરાવેલી શાલ કોઈ થરથરતા ભિખારીને ને ઓઢાડી ઉષ્માનું આદાન-પ્રદાન કરેલું.

આવા દાનવીરો આજે પણ  સમાજમાં છુપાયેલા જોવા મળે છે. રતન ટાટાએ પોતાની દાનશીલાતાનો કોઈ  દિવસ ઢંઢેરો નથી પીટ્યો-પીટાવ્યો. મારો એક મિત્ર ક્યાંય મૃત્યુ થયું હોય,સાદડીમાં જાય તો મધ્યમ વર્ગના કુટુંબમાં સારી એવી રકમનું, વગર નામનું કવર તેના ઘરમાં જઈ,ક્યાંક મૂકી આવે.કવર દેનાર-લેનારને કોઈ સપાડો નહિ.

 

એક બીજા મિત્રને હું જાણું છું, જેણે મારી દોસ્તીના કારણે મને સહજ ભાવે જણાવેલું કે તેના નોકરની પુત્રીના  સગાઇ- લગ્ન પ્રસંગે પોતાની દાઝેલી પત્નીના ઘરેણા સુદ્ધા આપી દીધેલા કેમ કે તેની પત્ની તો એ ક્યારેય પહેરી શકે તેમ ન હતી.તે જ પ્રમાણે રેશમી સાડીઓનો ઢગલો પણ સાથે આપી દીધેલો.તે નોકરના નામે દર મહીને અડધો પગાર તેની જાણ વગર પોતા પાસે એક પ્લાસ્ટિક થેલામાં વર્ષો  સુધી ભેગો કરેલો તે પણ તેને આપી દઈ ધન્યતા અને કૃતકૃત્યતાનો અનેરો અનોખો આનંદ અનુભવેલો.

એક બીજા મિત્રને હું જાણું છું જે દરેક જરૂરતમંદ  ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને છુટ્ટા હાથે માંગી મદદ કરતો હોય છે. નોકરોને પણ જીવન -વીમો, મેડિકલ વીમો,તેમના બાળકોને ભણાવવાનો ખર્ચ વી.ની વ્યવસ્થા કરવામાં ખુશ ખુશ થાય છે. કોઈના બાળકોને ભણવા માટે  વિદેશ જવા માટે,તો કોઈ વિધવાને પગભર થવા માટે પોતાની બચત છૂટથી વાપરે છે. આવા દાનીઓના કારણે જ ઘણી વાર ધનની અને ધનવાનની સાર્થકતા જોવા મળે છે. અનેક સ્થળોએ અન્નદાન,પાણીની પરબ,ચણનો ચોક વી.જોઈ મન પ્રસન્ન થઇ જાય છે. ઈદ પહેલા ગરીબોને નવા વસ્ત્રો નિયમપૂર્વક સીવડાવી આપનાર મુસ્લિમો આવા દાનનો મહિમા બરાબર જાણે  પણ છે અને માણે  પણ છે.

 

રહેવા માટે કોઈ ફી ન લેનાર ફ્રી વૃદ્ધાશ્રમો,વિધવાશ્રમો ,અનાથાશ્રમોને, વિકલાંગ ઘરોને  દાન આપીએ, ઉચ્ચ શિક્ષણ માટે દાન આપીએ તો એ દાન આપણા  ધનની શુદ્ધિ છે એ સમજ આપણા મન માટે બહુ જરૂરી છે.

વિનોબા ભાવે કહેતા “દે તે દેવ અને રાખે તે રાક્ષસ.” એટલે જ કહેવાય છે, “દાન  હાથનું આભૂષણ ”
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

દાન -હાથનું આભૂષણ (૩ ) પૂર્વી મલકાણ

 

નદી ખુદ પોતાનું પાણી નથી પીતી, વૃક્ષો ખુદ પોતાના ફળો નથી ખાતા, ફૂલો સ્વયં પોતાની સુવાસ નથી લેતા, વર્ષા ઋતુ પોતે પોતાની વર્ષાથી ઉગાવેલ અનાજ નથી કારણ કે સદગૃહસ્થ અને સજ્જનોનો સ્વભાવ છે કે પોતાની પાસે પોતાનું જે કાંઇ સર્વોત્તમ છે તે પ્રકૃતિના અન્ય પરિબળોને આપી દેવાનું. પ્રકૃતિની જેમ માણસે પણ દેવાનું શીખવું જોઈએ. પરંતુ દેવું એ સારું છે તેમ છતાં પણ દેવા માટે મનુષ્ય નકાર કરતો રહે છે. દાન શબ્દ યુગો યુગોથી ભારતીય સંસ્કૃતિમાં વણાયેલો છે. ઋષિમુનિઓના શિક્ષાદાન, મહારાજા શિબિના દેહદાનથી લઈ આજ દિવસ સુધી અનેક પ્રકારના દાનનું પ્રતિબિંબ સમાજદર્પણમાં પડતું રહે છે તેમ છતાંયે દાન એટ્લે શું? શું કંઇ દાન દેવાની પણ કલા હોય શકે કે તેવા અનેક પ્રશ્નો સદાયે આપણાં મનમાં ઉઠતાં હોય છે.

આપણાં સમાજમાં, આપણાં ધર્મમાં, આપણાં શાસ્ત્રોમાં દાન દેવાનાં અને દેવાનાં અનેક પ્રકારો બતાવ્યાંમાં આવ્યાં છે. જેમ કે કન્યાદાન, અન્નદાન, લક્ષ્મીદાન, શિક્ષા દાન, ગૌદાન…….ગુપ્ત દાન એમ ગણ્યા ગણાય નહીં તેટલા દાન આપણાં વેદો અને ઉપનિષદમાં વર્ણવેલા છે. આપણે પણ અનેક પ્રકારના દાન એક યા બીજી રીતે કરીએ પણ છીએ તેમ છતાં જો દાન શબ્દનો અર્થ શું છે તે સામાન્ય રીતે આપણને ખબર હોતી નથી. ઉપનિષદમાં દાનનો શાબ્દિક અર્થ બતાવતાં કહેલું છે કે દા એટ્લે કે દેવું અને ન એટ્લે કે નકારવું. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે શું દઈને નકારવાનું છે? સંતો અને વિદ્વાનો કહે છે કે મનુષ્યમાં સુસુપ્ત એવી એક અહંકારની વૃતિ રહેલી છે જ્યારે દેનાર કંઇ દેવા માટે નીચે નમે છે ત્યારે તેનામાં રહેલી અહંકારની વૃતિ જાગૃત થઈ ઊઠે છે જેને કારણે તે મનુષ્ય ગર્વિત થઈ ઊઠે છે આથી આપણાં ધર્મ પુસ્તકો કહે છે કે દાન દઈને પોતાનામાં રહેલા ગર્વ અને અહંકારને નકારવાનો છે. હિન્દુ ધર્મ સહિત અન્ય ધર્મોમાં પણ સુપાત્રને દાન કરવાનું મહત્વ રહેલું છે, પરંતુ અહીં એક પ્રશ્ન એ પણ થાય કે કોને દેવું જોઈએ અને કોને ન દેવું જોઈએ, તેમજ દેવું હોય તો ક્યારે દેવું જોઈએ?

દાન દેવાની બાબતમાં મહાભારતમાં એક પ્રસંગ બતાવેલો છે. જેમાં મહારાજ યુધિષ્ઠિર પાસે મોડી બપોરે એક યાચક દાન લેવા માટે આવ્યો ત્યારે મહારાજ યુધિષ્ઠિરે બીજે દિવસે આવવાનું કહ્યું જ્યારે ભીમે આ વાત જાણી ત્યારે તે અત્યંત હર્ષિત થઈ કહેવા લાગ્યો કે આજે મોટાભાઈએ કાલ પર વિજય મેળવી લીધો છે કારણ કે આવતી કાલે તેઓ દાન દેવા માટે તેઓ હાજર રહેશે તે વાતની તેમને જાણ થઈ ગઈ છે. ભીમની આ વાત મહારાજ યુધિષ્ઠિરની સમજમાં આવી ગઈ કે દેવા માટે આવતી કાલે તે વ્યક્તિ અને પોતે પણ જીવિત હશે કે નહીં તે વાત તેઓ જાણતાં નથી, માટે આજનો જ દિવસ દેવા માટે, અને આપવા માટે સૌથી સરસ છે.

કોને દેવું જોઈએ

શાસ્ત્રો કહે છે કે વ્યક્તિને પોતાના જીવનમાં કોને શું દેવું અને કેટલું દેવું તે વ્યક્તિના પોતાના પર નિર્ભર રહેલું છે જ્યારે મનુષ્ય પોતાની આસપાસ રહેલા કોઈ વ્યક્તિને આપે છે ત્યારે તેમાં સૂક્ષ્મ અંશ રૂપે સ્વાર્થ રહેલો હોય છે પરંતુ શાસ્ત્રો નિઃસ્વાર્થી બનીને દીધેલાં દાનને અનમોલ અને અમૂલ્ય માને છે. આપણાં સમાજમાં એક નિયમ છે પિતા પોતાનો વારસો પોતાના સંતાન ને સોંપે છે પરંતુ આપણે આપણાં સંતાનોને કેટલું દેવું જોઈએ? વિદ્વાનો કહે છે કે તમે એટલું તમારા સંતાનોને આપી જાઓ કે તેઑ કંઇ કરી શકે, પરંતુ એટલો વારસો આપીને ન જાઓ કે તેઓ કંઇ જ ન કરે. ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજમાં કરેલી માખણચોરી અને દાણલીલાનો આજ સંદર્ભ છે કે વ્રજના માખણ, દૂધ, દહીં વગેરે પર સૌ પ્રથમ વ્રજના બાળકો, અને વાછરડાઓનો અધિકાર છે. જ્યારે સૌ પ્રથમ વાછરડાઑ અને ત્યાર બાદ બાળકો અને ગામના અન્ય લોકો સંતુષ્ટ હોય ત્યાર પછી જ વધેલું દહીં, દૂધ, માખણ મથુરા વેચાવા જશે. ભગવાન શ્રી કૃષ્ણનો અહીં કહેવાનો અર્થ એ છે કે કોઈને કંઇ દાન કરો તે પૂર્વે તમારી આસપાસ જ નજર ફેરવીને જુઓ કે આપના સગા સંબંધીઓમાં જ કોઈ એવું વ્યક્તિ તો નથી ને જેને મદદની જરૂર હોય પરંતુ તે શરમના માર્યા કહી શકતાં ન હોય? એક કહેવત છે કે ગરીબોને મદદ કરવા માટે સૌ આગળ આવશે અને સાથે ગરીબને મદદ જોઈશે તો તે હાથ આગળ કરતાં શરમાશે નહીં,

ધનિકોને મદદની જરૂર નથી પરંતુ જે મધ્યમ વર્ગ છે તેઓને મદદની જરૂર હોવા છતાંયે તેઓ સંકોચને કારણે હાથ લાંબો કરી શકતાં નથી જેને કારણે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી જ વિદ્વાનો કહે છે કે દેવાની શરૂઆત કરતાં પહેલા તમારા કુટુંબની સમસ્યાઓને દૂર કરો જેથી કરીને એક સ્વસ્થ પરિવાર એક સ્વસ્થ સમાજનો ભાગ બની શકે. એ જ રીતે કોને દેવું જોઈએનાં સંદર્ભમાં બીજી એક અન્ય વાત પણ રહેલી છે કે ઘણીવાર એવું બને છે કે જ્યારે આપણે દેવાનો સમય આવે છે ત્યારે આપણે સામી વ્યક્તિને અને તેના વ્યવહારને ખરાબ માનીને તેને દેવાની ના કહી દઈએ છીએ અથવા તેને દેવાની પ્રક્રિયાથી બચવા માગે છીએ. કારણ કે આપણે સ્વયં માની લઈએ છીએ અથવા સ્વયંને મનાવી લઈએ છીએ કે સામી વ્યક્તિ લેવા માટે પાત્રતા ધરાવતી નથી. પરંતુ શાસ્ત્રો કહે છે કે કારણ કે પોતાની માન્યતા પર જ નિર્ણય લેનાર વ્યક્તિ જીવનમાં થનાર પ્રત્યેક બદલાવની પ્રક્રિયાનો નકાર કરી દે છે. પોતાના પૂર્વાનુમાન ઉપર સ્વયં નિર્ણય લેવો યોગ્ય નથી કે પોતાના નિર્ણય પર જ તે વ્યક્તિનો અસ્વીકાર કરી દેવો તે પણ યોગ્ય નથી.

કેટલું દેવું જોઈએ?

કોને દેવું જોઈએ તે પ્રશ્ન ઊભો થાય છે તેમ કેટલું દેવું તે પ્રશ્ન પણ ઊભો થાય છે. મોગલોની સામેની લડતમાં મહારાણા પ્રતાપનાં ચરણોમાં સંકટના સમયે શેઠ ભામા શાહે પોતાની તમામ સંપતિને મૂકી દીધી જેના કારણે મહારાણા પ્રતાપમાં ખોવાયેલું બળ પાછું આવ્યું. અહીં મુખ્ય વાત એ છે કે મહારાણા પ્રતાપને મુશ્કેલીના સમયમાં ફક્ત સંપતિ જ નહીં પરંતુ માનસિક સાથ પણ મળ્યો છે જેના કારણે તેમને ફરી ઊભા થવાની તાકાત મળી. બીજા શબ્દોમાં કહીએ તો આપ કેટલું દઈ શકો છો તે જરૂરી નથી, પણ ક્યા સમયમાં કેટલું અધિક, કેટલા પ્રેમથી અને કેવા મનથી દઈ શકો છો તે જોવું જરૂરી છે.

શું દેવું જોઈએ?

જગતમાં જરૂરી નથી કે આપ શું દઈ રહ્યાં છો આપ કેવળ ધૂળ પણ દઈ શકો છો પરંતુ એ ધૂળ પણ ક્યા ભાવથી દઈ રહ્યાં છો. ચપટી એવી એ ધૂળ પણ આપ સાચા મનથી અને હસીને દો છો ત્યારે એ ધૂળનું મહત્વ પણ વધી જાય છે, અને બની શકે કે મનથી આપેલી એ ચપટી ધૂળ પણ ચરણરજ બની જાય જેનું મૂલ્ય અનમોલ હોય.

વ્યક્તિનો દેવા બાદનો અનુભવ અને પીડા

મહાભારતનાં એક પ્રસંગમાં ભીલપુત્ર એકલવ્ય પાસેથી ગુરુ દ્રોણે ગુરુદક્ષિણામાં તેનો અંગુઠો માંગી લીધો અને એકલવ્યએ અંગુઠો આપી પણ દીધો. ઇતિહાસની જેમ આપણે પણ એમ જ જાણીએ છીએ કે અંગુઠો દાન દીધા બાદ પણ એકલવ્ય સદાયે એજ સંતોષમાં રહ્યો કે ગુરુ આજ્ઞાનું તેણે માન રાખ્યું છે. પરંતુ ઇતિહાસકારો કહે છે કે ઉત્તમ ગુરુભક્તિના પ્રમાણરૂપ આ પ્રસંગની આગળની આખી વાત અજ્ઞાત બનીને ઇતિહાસમાં ખોવાઈ ગઈ. જે પ્રસંગને આપણે એકલવ્યના જીવનમાં સંતોષરૂપ પ્રસંગ માનીએ છીએ તે જ પ્રસંગ એકલવ્યના મનમાં પીડા બનીને સદાને માટે ઘર કરી ગયો. એકલવ્યને હંમેશા દુઃખ રહ્યું કે ગુરુ દ્રોણની અર્જુન ને શ્રેષ્ઠ બાણાંવળી બનાવવાની ઘેલછાને કારણે તેણે પોતાનો અંગુઠો સદાને માટે ગુમાવવો પડ્યો એટલું જ નહીં જે ધનુષ વિદ્યા શીખવા માટે તેણે આટલો પ્રયત્ન કર્યો તે જ ધનુષ વિદ્યાથી તે સદાને માટે દૂર થઈ ગયો. જેને કારણે અર્જુનનો દોષ ન હોવા છતાં તેને હંમેશા અર્જુન સાથે વૈમનસ્ય રહ્યું. આ જ પ્રસંગને અનુરૂપ એક અન્ય વાત પણ છે કે કુરુક્ષેત્રનાં યુધ્ધમાં ધૃષ્ટદ્યુમ્નનાં હસ્તે નિઃશસ્ત્ર એવા ગુરુવર દ્રોણનું મૃત્યુ થયું ત્યારે દુર્યોધને એકલવ્યને એ પૂછ્યું કે તારી હાજરી હોવા છતાં ગુરુ દ્રોણની હત્યા શી રીતે થઈ? ત્યારે એકલવ્ય કહે કે મિત્ર આજે આટલા વર્ષ પછી પણ મને એ પીડા છે કે મે ગુરુવરની ઈચ્છા પૂર્ણ ન કરી હોત તો આજે હું દૂરથી જ મારા બાણ દ્વારા ધૃષ્ટદ્યુમ્નનો અંત કરીને ગુરુદ્રોણની રક્ષા પણ કરી શક્યો હોત પરંતુ સચ્ચાઈ એ છે કે મારી પાસે મારા ધનુષને ટેકો આપવા માટે અંગુઠો નથી. આ કથાનો અર્થ એ છે કે એકલવ્યને દાન દીધા બાદની પીડા હંમેશા રહી છે, કહેવાનો અર્થ એ છે કે વિચાર્યા વગર દાન ન કરવું જોઈએ અને જો દાન કરવું હોય તો એકવાર દઈ દીધું ત્યારબાદ કોઈપણ પ્રકારની પીડા, દુઃખ કે અફસોસ ન કરવો જોઈએ.

કેવી રીતે દેવું?

કોઈને કશું દેવું હોય તો કેવી રીતે દેવું જોઈએ? બાઇબલમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આપ કોઈને જમણા હાથે કંઇ આપો ત્યારે આપના ડાબા હાથને પણ જાણ ન થવી જોઈએ કે આપે કોઈને કંઈ આપ્યું છે અર્થાત કોઈપણ પ્રકારના પ્રચાર કે જાહેરાત વગર મૂક બનીને ગુપ્ત રીતે દેવું જોઈએ કારણ કે પ્રસાર, પ્રચાર કે જાહેરાત કરીને દેવાથી વ્યક્તિનો ખોટો અહંકાર વધે છે અને જે કાંઇ દઈ રહ્યાં છે તેનું મૂલ્ય પણ ઓછું થઈ જાય છે. સજ્જનો કહે છે કે કોઈને કંઈક દેવા માટે જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે, અથવા કોઈને ય કશુંયે દેતા પૂર્વે એ રીતે દેવું જોઈએ કે લેનાર વ્યક્તિને પોતે કંઈક લઈ રહ્યાં છે અને પોતે દેનાર વ્યક્તિથી ઊતરતી કક્ષાનાં છે તેમ તેઓને ન લાગવું જોઈએ. વળી લેનાર વ્યક્તિઓના માન સન્માન સચવાય તે રીતે અને દેનાર વ્યક્તિનો પોતાનો ગર્વ કે અહંકાર ન વધે તે વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ. આથી જ શાસ્ત્રોમાં કહે છે કે જ્યારે વ્યક્તિ ગુપ્ત દાન કરે છે ત્યારે તેમનામાં શાલિનતાં અને કૃતજ્ઞતાનો વધારો થતાં તેઓ વધુ વિનમ્ર બને છે.

દાન અને દેવાની બાબતે આપણાં શાસ્ત્રોનો અભિપ્રાય

સંત કબીર કહે છે કે નાવમાં વધી ગયેલું પાણી નાવને ડૂબાડી દે છે તેમ ઘરમાં પણ આવી ગયેલા વધુ પડતાં ધનને કારણે વ્યક્તિ પણ પતનને માર્ગે ચડી જાય છે આથી જ્યારે જ્યારે નાવમાં પાણી અને ઘરમાં ધનનો વધારો થઈ જાય ત્યારે બંને હાથે ઉલેચી નાખવું તેજ ચતુર વ્યક્તિઓનું કામ છે. કવિ કાલિદાસ કહે છે કે જ્યારે કોઈ સજ્જન વ્યક્તિ પાસેથી માંગે છે ત્યારે સજજનો મુખથી કશુંયે કહેતા નથી બલ્કે બોલ્યા વગર જ કામ પૂરું કરી આપે છે. અથર્વવેદમાં કહ્યું છે કે હજાર હાથે સંચય કરવું અને લાખો હાથોથી વહેંચવું, કારણ કે વહેંચવાથી ઘટાડો નથી થતો બલ્કે આપના પુણ્યમાં વધારો થાય છે                                                                    પૂર્વી મોદી મલકાણ યુ એસ એ. purvimalkan@yahoo.com