રૂપ એજ અભિશાપ-રેખા પટેલ”વિનોદિની”

રૂપ એજ અભિશાપ (૧) વિજય શાહRape-Art

 

 

 

 

 

 

 

સમજણ

*************
રાનીપુર એટલે ખોબા જેટલું ગામ. શહેરની હવાથી દૂર કુદરતની ગરીમાને સાચવતું ગામ . લીલીકુંજાર કેડીઓ, માટીની મહેક, હર્યાભર્યા ખેતરો અને મહેનતકશ ખેડુતોનું ગામ. રાનીપુર નેશનલ હાઇવે ૮ ઉપર નવસારીથી ખૂબ નજીક એટલે ચોવીસ કલાક વાહનોના આવરા જાવરાથી ધમધમતું. ફળોથી લચેલી વાડીઓ અને હરિયાળાં ખેતરોથી લહેરાતું. ઋતુ બદલાય તેમ ફળો બદલાય. ક્યારેક કાશી બોર, ચીકુ   અને કેરીઓના પથારાવાળા  ખેડુઓ રાનીપુરના પાટીયા પાસે કાયમ જોવા મળે.
ગામની ઉત્તર દિશાએથી હાઇવે પસાર થાય. નાનો પથરાળો રસ્તો, ગામને પાદરે આવેલ અદભૂત સ્વામિનારાયણ મંદીરની ધજાઓ અને ઘંટડીઓ  વટેમાર્ગુને આવો કે આવજો કહી હસતો દેખા દે. હજી ધુળીયા રસ્તા હતા. આ વર્ષે સરકાર માઇ બાપ એ દૂર કરી પાકી સડક બાંધવાની  વાતો  કરે છે. ગામનું ચૂંટણી તંત્ર ગરમ થાય ત્યારે વચનોનો વરસાદ થાય, જે ચુંટણી પછી બંધ થાય. પાંચ વર્ષ પછી બીજી ચૂંટણી ટાણે ફરી ગરજે.  જમીનદાર અભેસિંગ પાકો ભારાડી એટલે એની સામે કોઇ પડે નહીં, વળી તેની મથરાવટી પણ મેલી. પુરા ૨૦ વર્ષ પછી આ વખતની ચૂંટણી તે હારે તેવા સંજોગો ઉભા થયા હતા. જકાત ચોરીનો કેસ થયો હતો અને વિરોધ પક્ષ તેને વારંવાર ઉછાળતો.
જન જીવન આમતો રાબેતા મુજબ ચાલતું રહેતું. સ્વામિનારાયણ મંદિરના મહંત ક્યારેક સામૈયુ, તો ક્યારેક જન્મ દિવસ એમ વારતહેવારે ગામને ભેગું કરતા ત્યારે સહુ ભેગાં મળી પ્રસાદ ઝાપટતાં. ગામમાં દુષણ નાબુદી કે મોતીયા માટેનાં નેત્ર કેંપ કરાવતા રહેતા.
કહેવાય છે કે ગામ હોય ત્યાં ઉકરડો હોય. તેવા ઉકરડા જેવો હતો, જમીનદારનો પાટવીકુંવર દેવો! ઉર્ફ દેવેન્દ્રસિંહ. દારુ પીને કાયમ ગામમાં મોટેથી વાતો કરે. ગામની વહુવારૂઓ અને દીકરીઓ એ જે રસ્તેથી જતો હોય તે રસ્તેથી જવાનું ના પસંદ કરે. ૭૦ વરસના મણીમા હોય કે સ્કુલે જતી દસ વર્ષની છોકરી હોય, બધાની સાથે કછારી વાતો કરે. સત્તાનાં રાજકારણમાં અભેસિંગની ધાક એટલે ચાલતુ પણ જકાત ચોરીમાં તે સલવાયો હતો તેથી થોડો દાબમાં રાખેલો.
શિવમંદિરનાં નરભેશંકરે તો ખુલ્લે આમ ભવિષ્ય ભાખેલુ,’ કે હવે અભેસિંગે રાજકારણ છોડવુ જોઇએ’. તેના ગ્રહો હવે વિષાદ સુચવે છે’. જો કે અભેસિંગ તો “એ ભામટો રાજકરણના આટાપાટા શું જાણે કહી તેની ઉડાવતો’. પણ ગામના લોકો કહેતા અભેસંગ માટે આ વખતની ચૂંટણી સહેલી નથી. ગામની સ્કુલનાં શાંતિ માસ્તર આખી દુનિયાના છાપા વાંચે, તે પણ એવું  માને છે કે હવે ગામલોક હોશિયાર બન્યા છે. દારૂ પીશે, પૈસા ખાશે પણ વોટ ભાજપને આપશે.
ગામમાં બે મંદિર હતા અને કાસમ ફળીયાને નાકે એક મસ્જીદ પણ હતી. ૩૦ ટકા જેટલા ઘાંચી અને વણકરોનાં ઘર હતા. જે આ અભેસંગની વોટ બેંક અને બોડીગાર્ડ હતા. હિંદુ વોટ બેંક હવે હળવી થવા માંડી હતી. તે ભાજપ તરફ વળી  હતી. તેનું મૂળ કારણ દેવો હતો. તે બધી દિશામાં ડફોળિયા મારતો. ગમે તેવા મુદ્દા ઉપર લઢતો, ઝઘડતો અને ભર બજારે હુલ્લડ મચાવતો.
સુમુલ ડેરી વાળાએ જ્યારથી દુધનો ભાવ ઘટાડવા માંડ્યો ત્યારથી લોકો માનતા કે આ અભેસિંગનું કાવતરું છે. વેરો નાખી ગામ લોકને નુકશાન કરે છે. થોડો વિરોધ અને ચણભણ પછી ઘટેલા ભાવે પણ ડેરીમાં દુધ ભરાતુ રહ્યું. અભેસિંગ જાણતો હતો કે આ ભાવે પણ ગામના લોકોને નુકસાની નહતી કે નહોતું ડોબુ વધુ દાણ માગતું. હા ભાવ ઘટવાથી નફો ઘટ્યો હતો પણ દુધ ઘરે રહી જાય તો બગડી જાય અને દહીં બનાવે તોય કેટલુ બનાવે?
રાનીપુર ગામની એક બીજી ઓળખ હતી ‘રૂપા’. ગામનાં ચોકીદાર માધવ અને મંગુની વચલી છોડી.
રૂપા એટલે એક ગરીબના ખોરડામાં સોના રૂપાની જણસ. એની ઉગતી જવાની એટલે સુર્યના કિરણો પાણીમા પડે અને જે ચમક દેખાય એવી ચમકીલી. કોઇની પણ આંખો અંજાય જાય એવી પાણીદાર. આવી ચમક થોડી ઢાંકી એ છતાં ચમકી ઊઠે. આ ગરીબની છોડીનું થનથનગતું પાણીદાર વછેરી જેવું યૌવન જોઇને યુવાનો તો ઠીક ચારપાંચ દશકા વટાવી ગયેલા પાકટ પુરુષોને અસ્વારી કરવાનાં સપના આવે!
રૂપા આમ તો અલ્લડ અને નખરાળી.મંગુ તેને કહી કહીને થાકી જાય. વળી સોળમું વર્ષ બેઠું. શરીરમાં થતા પરિવર્તનોથી જ્યારે મુંઝાતી ત્યારે મંગુને પુછે, “ મા,આ મને શું થાય છે?” ત્યારે ફળફળતો નિઃસાસો નાખતી મા બોલી.’બેટા સોળે સાન અને વીસે વાન’. તારું કાઠુ બદલાઇ રહ્યુ છે. બહુ સાચવીને ચાલવાનો હવે સમય છે. હવે આ ફ્રોક પહેરવાના બંધ”
“ પણ મા કહે ને એવું કેમ? મારી સાથે ભણતી બધી છોકરીઓ વાતો કરે છે.તને જરુર કોઇ છોકરો ઉપાડી જશે”?
“ બેટા! આવી વાતો માટે તું નાની છે પણ હવે તારા દેહને દુનિયાની નજરથી બચાવવો જરુરી છે. તેથી કોઇ અજાણ્યા માણસ સાથે વાતો નહીં કરવાની અને મોટેથી ખીખીયારા કરે છે તે સઘળું પણ બંધ, સમજી?”
મંગુ હવે સમજાવતી હતી, જે તેની મા તેને પણ લગ્ન પહેલા સમજાવતી હતી. મંગુએ તેની વધતી છાતી તરફ આંગળી કરી અને બોલી, ‘જો આ ઉંમરે છાતી ઉછાળા મારે નહીં તેવી રીતે દબાઇ અને ચંપાઇને ચાલવાનું, બને તો કંચુકી કસીને બાંધવાની’!
“પણ મા, મને તો ગભરામણ થાય છે. છાતી ઉપર ન સહેવાય તેવો ભાર લાગે છે. તેને હું શું કરુ?
“ બેટા એ ભાર વેઠવો સારો પણ કોઇ નરાધમ પીંખી ખાય અને જો પેટે રહી જાય તો નવ મહીના ભાર વેંઢારવો નકામો.”
“મા. મને નરાધમ શું કામ એવું કરે? જરા ફોડ પાડીને વાત કરને?”
“ જો સાંભળ આ આખું શરીર તારે તારા પતિ માટે સાચવવાનુ છે. લગન થઇ ગયા પછી તને કોઇ એવી વિકૃત દ્રષ્ટિએ નહીં જુએ”
“ મા મને સમજાય તેવું બોલને. આ વિકૃત દ્રષ્ટિ એટલે શું?”
“ જો તુ ભણી રહે અને પરણી રહે એટલે સુધી મારી ચિંતા,એટલે હવેથી કોઇ પણ પુરુષ જાત સાથે બહુ ભળવાનું કે એમની વાતોમાં નહીં આવવાનુ. પછી તે સગુ હોય કે પારકું.” તારી જાતને બરાબર સાચવવાની.
માની વાત સાંભળતી હતી પણ તેના અજાગૃત મને વર ની કલ્પના કરવી શરુ કરી. પાછી માની નરાધમની વાત ઉપર આવીને તેના વિચારો અટક્યા!
“પણ આ નરાધમ એટલે કોણ,મા?”
“જો તારા બાપુ પગી તરીકે શું કામ કરે છે તને ખબર છે ને?”
“ઝાડ ઉપર ફળ આવે તેને સાચવે છે.”
“બસ એમજ તારા શરીર ઉપર યુવાની ચઢે છે. જેમ ફળ તોડવા કે ચાખવા જેમ ચોર અને પક્ષીઓ આવે તેમ નરાધમો તને ભોળવવા આવે તેનાથી ચેતવાનો એકમાત્ર રસ્તો છે. પહેલે ધડાકે કહેવાનું ના, મારે મારી માને પુછ્યા વિના કશું જ ન થાય કે કરાય.”
“ પેલો દાંડ દેવો તો રોજ કેવુંય બોલે છે. હું તો તેને સાંભળ્યા વિના ભાગી જઉ છુ.”
“બેટા! આવા લોકોને જ નરાધમ કહેવાય.  જેઓ અણહક્કનું ખાવા અને કુમળી કળીઓને કચડવા બેઠા છે.’
“ મા નરાધમ પીંખી ખાય એટલે?”
રૂપાની નાદાની ઉપર મંગુ કમકમી ગઇ.
મંગુ હવે સમજાવતી હતી જે તેની મા તેને પણ લગ્ન પહેલા સમજાવતી હતી. તે બોલી અને વધતી છાતી તરફ આંગળી કરીને કહ્યું “ જો આ ઉંમરે છાતી ઉછાળા મારે નહીં તેવી રીતે દબાઇ અને ચંપાઇને ચાલવાનું.. અને બને તો કંચુકી કસીને બાંધવાની..”
“પણ મા.. મને તો ગભરામણ થાય છે અને છાતી ઉપર ભાર ભાર લાગ્યા કરે છે તેથી…”
“ બેટા એ ભાર વેઠવો સારો પણ કોઇ નરાધમ પીંખી ખાય અને જે પેટે રહી જાય તો નવ મહીના ભાર વેઠવો નકામો.”
“મા. મને નરાધમ શું કામ એવું કરે? જરા ફોડ પાડીને વાત કરને?”
“ જો સાંભળ આ આખુ શરીર પતિ માટે સાચવવાનુ છે. લગન થઇ ગયા પછી તને કોઇ એવી વિકૃત દ્રષ્ટીએ નહીં જુએ”
“ મા મને સમજાય તેવું બોલને.. આ વિકૃત દ્રષ્ટી એટલે શું?”
“ જો તુ ભણી રહે અને પરણી રહે એટલે સુધી મારી ચિંતા..એટલે હવે થી કોઇ પણ પુરુષ જાત સાથે બહુ ભળવાનું કે એમની વાતોમાં નહીં આવવાનુ. પછી તે સગુ હોય કે પારકુ.. સાચવ તારી જાતને.”
માની વાત સાંભળતીતો હતી પણ તેના એક્ક અજાગૃત મને વર ની કલ્પના કરવી શરુ કરી..પણ પાછી મા ની નરાધમની વાત ઉપર આવીને અટકી.
“પણ આ નરાધમ એટલે કોણ મા?”
“જો તારા બાપુ પગી તરીકે શું કામ કરેછે? “
“ઝાડ ઉપર ફળ આવે તેને સાચવે છે.”
“બસ એમજ તારા શરીર ઉપર યુવાની ચઢે છે.. અને જેમ ફળ તોડવા કે ચાખવા જેમ ચોર અને પક્ષીઓ આવે તેમ નરાધમો તને ભોળવવા આવે તેનાથી ચેતવાનો એકાક્ષરી રસ્તો છે પહેલે ધડાકે કહેવાનું ના.. મારે મારી માને પુછ્યા વિના કશું જ ન થાય કે કરાય.”
“ પેલો દાંડ દેવો તો રોજ કેવુંય બોલે છે.. હું તો તેને સાંભળ્યા વિના ભાગી જઉ છુ.”
“બેટા! આવા લોકોને જ નરાધમ કહેવાય.. જેઓ અણહક્કનું ખાવા અને કુમળી કળીઓને કચડવા બેઠા છે.’
“ મા નરાધમ પીંખી ખાય એટલે?”
રૂપાની નાદાની ઉપર મંગુ કમ કમી ગઇ.
ધીરેથી તેણે દીકરી ને તળપદી ભાષામાં જાતીય વિજ્ઞાન સમજાવ્યુ અને તેની દુરગામી અસરો જણાવતા કહ્યું આ બધાને અંતે ગર્ભ રહી જાય અને તે ગર્ભ એટલે નવ મહિનાની સજા. જો લગ્ન પછી આ થાય તો તેમાં મા બન્યાનો આનંદ પણ જો લગ્ન પહેલા થઇ જાય તો દોષનો ટોપલો સ્ત્રી ઉપર અને કુલટા કે બદચલન જેવા આળ સાથે આખી જિંદગી જીવવાનું.
રુપાનાં ચહેરા ઉપર ભયનું લખ લખુ પસાર થઇ રહ્યું હતું, ત્યાં એક વધુ ચેતવણી આપતા મંગુ બોલી’.આ વસ્તુ દરેક સ્ત્રીને માટ સાચી છે પણ તુ ઘાટીલી અને રુપાળી છો તેથી દેવા જેવા દાંડ એકલા નહીં પણ બધી  ઉંમરનાં પુરુષો ભલેને તે પરણેલા હોય કે ના હોય શરીર ઉપર હાથ ફેરવવાની લાલચને ના રોકી શકે તેથી સો વાતોની એક વાત અને તે “ના”.
“ મા મને તો મારા વર્ગમાં ઘણા બધા છોકરા વાત કરે છે,  હસે છે અને ભાઇબંધી કરવાનું કહે છે.”
“બસ આજ થી બધે એક જ નિયમ અને તે, માને પુછીને કહીશ. બધી વાતમાં શંકા કરવાની.  કદાચ તેનો ઇરાદો ખરાબ હોય તો? પુરૂષને ભ્રમર કહ્યો છે ને? સહેજ ઢીલુ જોશે તો નરાધમ થતા વાર નહીં લાગે.   નવ મહીનાની ભાર વેંઢારવાની સજા તરત જ મળી જશે.”
“ઓય મા!” રૂપાના આ પ્રત્યાઘાત પછી મંગુને સંતોષ થયો કે ડર તો બરોબર બેઠો છે. પણ ચંચળ અને અલ્લડ દીકરી આ વાતોને ક્યાં સુધી સાચવશે તે કલ્પના એ ફરી  કંપી ઉઠી.
ગરીબને ઘેર રુપ રુપની પરી જન્મે તે માને માટે અભિશાપ જ ને? અરે લગ્ન પછી પણ ક્યાં છોડે છે આ નરાધમો. તેને માધવ અને અભેસંગની ચડસા ચડસી યાદ આવતી હતી.
લગ્ન પછીના અઠવાડીયે નશામાં ધુત અભેસિંગે આવીને એક રાત તારી વહુને મારે ત્યાં મોકલ જેવી નઠારી માંગણી કરી હતી ત્યારે માધવે બે અડબોથ મારીને તેનો નશો ઉતારી નાખ્યો હતો.
‘ દારુ બોલે છે, અભેસિંગ.ગામનો મુખી તો ગામની વહુવારુઓની લાજ સાચવે, ઉતારે નહીં કાંઈ સમજણ પડે છે?’
જોકે આ અડબોથે માધવને પગી તરીકે ફુલટાઇમ કરી દીધો. અને હજી પણ અભેસંગ માધવને માનથી બોલાવી તેની ઈજ્જત કરતો.
રુપા ડરી તો જરુર ગઇ પણ તેનાથી તેની ચંચળતા ઘટી નહોંતી અને નહોતું ઘટ્યુ તેનું  ખળખળ વહેતા ઝરણા જેવું નિર્દોષ હાસ્ય. ઉંમર ઉંમર નું કામ કરતી હતી. સ્વપ્નનાં સુંદર અને સોહામણા રાજકુમારની કલ્પના તે કરતી ગઇ. તે બાપુ જેવો નિડર હોવો જોઇએ. તલવાર કટ મુછો હોવી જોઇએ  અને તે મોટી મોટર બાઇક ઉપર ફરતો હોવો જોઇએ. જાણે અણજાણે તે કલ્પના દેવા દાંડ સાથે મળતી  આવતી હતી. પણ માએ કહેલા નરાધમની વ્યાખ્યામાં તે આવતો હોવાથી તે સ્મરણ ચિત્રને  દરિયામાં રેતી ઉપર લખેલા નામ ઉપર ફરતા સમુદ્રનાં પાણીની જેમ ભુંસાઇ જતું જોઈ રહેતી.
આ ઉંમર અને આ ઉંમરનાં શારિરીક હોર્મોન્સની અસરો તેના મનમાં દ્વંદ જગાવતા હતાં. મંગુને કંઇ આ બધી ખબર નહોતી તેવું  નહતું.
તેથી હવે તે રૂપાની દરેક હરકત ઉપર ખુબ જ સચેત થઇ ગઇ હતી. તે માનતી કે અગમચેતી રાખીશું તો રૂપામાં સમજણ આવશે.
માની સાથે વાતો થયા પછી તેના દેહને તે બરોબર સાચવતી થઇ ગઈ. તેની ચાલમાંની ઉછળ કૂદ જંપવા માંડી. ત્યારે ઠરેલા પુરુષો સમજી ગયા કે ફળ હવે પાકવા માંડ્યુ છે. મફતની  ઠંડક હવે આંખને નહી મળે!
દિલફેંક મજનુ કિંજલ તો બોલ્યો પણ ખરો,
નજર લગ ગઇ હમારે ચમન કો.
ઉનકી નજર અબ ઢલને લગી

 

 

રૂપ એજ અભિશાપ-(૨) પ્રવીણા કડકિયા

આ માણસ સાચો છે કે ભેડિયો

ગરીબના ઘરનું ચિંથરે ઢાંક્યું રતન સાચવવું દોહ્યલું. જેમ કાળા ડિબાંગ વાદળ પાછળ ઢંકાયેલો સૂરજ છાનો ના રહે તેમ રૂપાનું રૂપ જેમ ઢંકાય તેમ વધુ નિખરે. એ કાંઈ ઢોર ન હતી કે ગમાણમાં બાંધી રખાય. જણસ ન હતી કે પોટલીમાં બાંધી ભોંયમાં ભંડારાય.’રૂપા’ તો છે છોડી, સોળની થઈ, થનગનતી જવાની ચારેકોરથી નજરે પડતી. મંગુ ખૂબ મુંઝાતી. રૂપા માની સમજાવી સમજતી કે મુંઝાતી? આ રૂપ કાંઈ છુપાવ્યું છુપાય ખરું?
રૂપ રૂપના અંબાર જેવી રૂપા, ગામના સહુની આંખમાં વસી ગઈ હતી. રૂપા સમજતી ઝાઝું નહી પણ કોણ જાણે ઉંડે  અંતરમાં હલચલ અનુભવતી. વધુ તો કાંઈ નહી પણ એ સંવેદના માણવી તેને ગમતી. જુવાની પૂર બહારમાં ખીલી હોય તો કોઈ માઈનો લાલ તેના આગમનનો આનંદ ન માણે? રૂપા અંગે અંગ ફૂલ બની મહેકી રહી હતી. સીધી હતી તેથી તેને અચંબો થતો! ‘આ મને શું થાય છે? મને શું જોઈએ છે?’
મંગુને એકવાર કહ્યું તો સાંભળવું પડ્યું. ‘મેર મુઈ અભાગણી તું પથરો થઈને કાં મારે કરમે લખાણી? હું તને કેમની જાળવીશ?  કોઈ લખપતિને ઘરે જનમવું હતું ને? તારો બાપ તો પગી છે. તારી ચોકી કરે કે ગામના લોકોના ખેતરો અને  બગીચાની ? આ સાપના ભારાને હું કેમ કરી સાચવીશ?’ ‘હે ઈશ્વર તને કોઈનું ઘર ન મળ્યું, મારા જેવી અભણ અને સાધરણને ત્યાં કેમ આવો કોહિનૂરનો હીરો દીધો?’ રૂપા તો આવું સાંભળીને ડઘાઈ ગઈ. તેને થયું,’ જો મા દર વખતે આવું નાટક કરવાની હોય તો હવે મારે તેને બધી વાત નથી કરવી.’
મંગુને બોલ્યા પછી થયું કાંઈક ભરડાઈ ગયું. જો હું આવી રીતે બોલીશ તો રૂપા મારાથી વેગળી થઈ જશે. છાતીએ ચાંપીને બોલી , “બેટા  આ ઉમરે આવું બધું થાય, બહુ ગણકારવાનું નહી.  જો તું એ લાગણીઓને ગણકારીશ નહી તો ઉભરો શમી જશે”.
રૂપા મનમાં બોલી ,”માની વાત સાચી છે. એનાથી છુપાવવાનું પાપ મારાથી નહી થાય. મને કેટલું વહાલ કરે છે. એને મારી ખૂબ કાળજી છે.’ ધીરે ધીરે રૂપા બહેનના કપડામાં ફેરફાર થયો. કંચુકી કસકસાવીને બાંધવાની. ઓઢણીનો છેડો માથેથી ખસવો ન જોઈએ. વાળ છૂટા નહી રાખવાના અંબોડી વાળવાની. માથામાં લાલ ગુલાબ નહી ખોસવાનું. વાળ ધોયા પછી ઝાટકવા અને  સૂકવવા ઓસરીમાં નહી પાછળ  ઢોર બાંધવાની ગમાણ છે ત્યાં જવાનું. રસ્તા પરથી જતા અવતાની નજરે ન ચડાય. સારા બદનમાં વ્યાપેલા યૌવનને જાળવવા રૂપા મથતી તેમ વધુ જોર પકડતું.
જેમ ઘોડીને ખુંટે બાંધી હોય ને હણહણાટી  વધુ કરે તેમ જેમ મંગુ ના પાડે તેમ રૂપા છોકરાંઓને પછેડીની આડમાંથી જોતી. ચોરી પકડાઈ જાય ત્યારે નજર ઘુમાવી લેતી. તેને તાકનારના દિલમાંથી ઠંડી આહ નિકળતી. રૂપાને છોકરાઓ જોવાનું તેમની સાથે વાતો કરવાનું મન થતું. પણ પેલો શબ્દ ‘નરાધમ’ યાદ આવતો અને તે જાગી જતી. શાળાએ જવાનું હોય ત્યારે રોટલા ઘડતી મંગુ ઉભી થાય અને છોડીને શાળા સુધી મૂકી આવે. બસ હવે ૧૦મું પાસ થવાને એક વર્ષ બાકી હતું. શાળા છૂટે ત્યારે સહુથી પહેલી મંગુ દરવાજે આવીને ઉભી હોય. વર્ગના છોકરાઓ વાત કરવા તરસ્યા રહી જાય. મારા બેટાઓ ઉસ્તાદ હતા.બપોરે જમવા બેસે ત્યારે રૂપાને રેઢી ન મેલે. જો મેદાનમાં રમવા જાય ત્યારે તેને દોડાવે અને હાંફતી શ્વાસ લેતી રૂપાને લાલચુ આંખોથી નિહાળે! રૂપા તેમાંથી એક જાતનો નિર્દોષ આનંદ મેળવતી.
મંગુ વિચારતી ૧૦મું પાસ થાય એટેલે છોડીના હાથ પીળા કરી દઈશ. હવે ચુલો ફુંકવા આવે તો રાંધતા પણ શીખી જાય! મનમાં હમેશ તેને શેખચલ્લીના વિચારો આવતાં. રૂપાને રાંધણિયામાં ચૂલા પાસેની આગ ગમતી પણ તેમાંથી નિકળતા ધુમાડાની દુશ્મન. પાણિયારાના ખાલી બેડાં ભરવા વધારે ગમતાં. માથે બેડું મેલી લટક મટક કરતી  કૂવે જાય. વાડી કૂવેથી પાણી ખેંચી બેડું ભરીને આવે. વાડીકૂવાનું પાણી મીઠું મધ જેવું અને ઠંડુગાર.પીનારને કાળજે ઠંડક થાય. ઉનાળે વટેમાર્ગુને પાણી પાઈ તેના અંતરની આશિષ રૂપા પામતી. પાછાં આવતાં ગામની છોડીઓ જોડે અલક મલકની વાતો કરવાની મઝા માણતી.હવે, મંગુએ વાડીકૂવે જવાની ધરાર ના પાડી. અજવાળામાં તો નહી.
પેલો અભેસિંગનો પાટવીકુંવર દેવો ટાંપીને બેઠો હોય. તેની ઠઠ્ઠા મશ્કરી કરે અને અડપલાં કરવા નજદિક સરે ત્યારે રૂપા હરણીની જેમ દોડી ઘરમાં ભરાઈ જાય. ઉઘાડે છોગ તેને રૂપાને સતાવવાની મઝા આવતી. તેના બાપની ધાકે કોઈ કાંઈ બોલતું નહી પણ તેને કોઈ રોકતું પણ નહી. દેવો તો એમ માનતો કે મને કોઈ આંગળી પણ અડાડી શકે તેમ નથી ! ખૂબ સાવચેતીથી બહાર નિકળતી રૂપા મનમાં કાયમ ગભરાયેલી રહેતી. “નરાધમો તને પીંખી નાખશે? કોઈ છોકરો તને ઉપાડી જશે. તને અડપલાં કરશે. કોઈ છોકરા સાથે ભાઈબંધી કરવાની નહી.” આ બધા માના વાક્યો તેને સતાવતાં. જાણે તેની ચારે બાજુ ફરીને તાડંવ ન કરતાં હોય!
તેને મનમાં વિચાર આવતો આવું બધું બધાં શા માટે મને કરશે? આયનામા જોતી ત્યારે તેને કશું નવું ન લાગતું. રોજ અંબોડો લેતી ત્યારે આયનામા જોતી જ હતી ને? તેને માત્ર શરીરમાં થતાં નિત્ય ફેરફારોથી જે આહલાદક લાગણી ઉદભવતી તે માણવી ગમતી. એમાં એનો શું વાંક? એ તો કુદરતનું કર્યું કારવ્યું છે. આ દશા બધી જુવાન છોડીઓની હોય છે. રૂપાનું રૂપ જ તેનું વેરી હતું. જે માધવ અને મંગુ દ્વારા તે પામી હતી. ઉપરવાળો જેની જરૂર છે તે નથી દેતો!  થોડું રૂપ ઓછું અને કાવડિયા ઝાઝા દિધાં હોત તો તેનો  કયો કુબેરનો ભંડાર લુંટાઇ જવાનો હતો?  આ રૂપ જીરવવું અને સાચવવું બંને ખૂબ કઠીન હતા.
શાળાના પેલા શાંતિ માસ્તરે એકવાર ગણિત શિખવાડતાં પેન્સિલ લેવાને બહાને તેની હથેળીનો સ્પર્શ કર્યો હતો. ભોળી રૂપાને બહુ ગતાગમ પડી નહી પણ તેને કારણે જે વિજળીનો કરંટ તેના રોમ રોમમાં ફરી વળ્યો તે ભૂલી ન શકી. ત્યાર પછી તે માસ્તર પાસે કદી ગણિત શિખવા ન ગઈ. હવે એ હતા માસ્તર, માને જઈને શું કહે? મા કદાચ તેનો વાંક કાઢે તો? તેથી ગભરાઈ ગઈ હતી. તેની બહેનપણી કંકુને ગણિતના દાખલા કાયમ બધા આવડતા  હોય, રૂપા તેની પાસે શિખતી.
કંકુ, રૂપા જેટલી દેખાવડી નહી પણ સુંદર હતી. તેના બાપની કરિયાણાની દુકાન હતી. ઘણીવાર બાપા ન હોય તો ગલ્લા પર બેસતી. તેથી લોકોની વાત કરવાની ઢબ તે પકડી શકતી. વાણિયાની ચાલાક છોકરી કોઈથી ગાંજી જાય તેવી ન હતી. તેને અને રૂપાને સારા ગોઠિયા હતા. મંગુએ કંકુને સાનમા સમજાવ્યું હતું. કંકુ તેથી રૂપાને હમેશા ખબરદાર કરતી. રૂપા કંકુની સંગાથે નિષ્ફિકર રહેતી. પણ ચોવીસ કલાક તે થોડી સાથે હોય! કંકુની સોબતે થોડી હિમત તેનામા આવી હતી. તેને પહેરવે ઓઢવે ઘણા શોખ. તેની મા મંગુ પણ ક્યાં કમ હતી.
તેથી તો જ્યારે અભેસિંગે એક રાત માટે તેની બેહૂદી માગણી કરી તો માધવે કસકસાવીને ગાલ ઉપર લાફો ખેંચી દીધો હતો.
એ માબાપની રૂપા એકની એક દિકરી હતી. તેના કેડનો કંદોરો અને તેના કમખાના ચોંટાડેલા ફૂલ કાયમ ઝુલતા હોય. એવા વેશ કાઢી તે ઘર બહાર ન જતી પણ કંકુ અને એ બંને ઘરમાં ધિંગા મસ્તી કરતાં. મંગુ રાજી થતી કે આમ એની દીકરીના અરમાન પૂરા થાય છે. તેના રૂપને સાચવવાનો આ ઇલાજ અકસિર સાબિત થયો. રૂપા ઘર બહાર કામ વગર ન જતી.
એકવાર અભેસિંગ કામને બહાને માધવને મળવા આવ્યો ત્યારે રૂપા નજરે પડી. એતો આભો થઈ ગયો. પોતાની ઢળતી ઉમર અને ખખડેલું મોઢાનું ચોકઠું પણ વિસરી ગયો. વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે. તેની દાનત બગડી. પછી ભેજામાં બત્તી થઈ કે મારો દેવો આને લાયક છે. હું તો હવે ખર્યું પાન કહેવાંઉ.  ક્યાં રૂપાની ઉમર અને ક્યાં મારી ? ભારાડી અભેસિંગને તેનાથી ચાર ચાસણી ચડે એવો એનો સુપુત્ર દેવો ઉર્ફ દેવેન્દ્રસિંગ. તેની બૂરી નજર  હમેશા રૂપાની આજુબાજુ વિંટળાતી. તેનું ભારેખમ યુવાન શરીર, નશીલી આંખો અને મોઢા પર જુવાનીને દિપાવતી મુછો. આમ બિહામણો લાગે પણ જ્યારે લોલુપ નજરે જુએ ત્યારે છોકરીઓને ગમતો પણ ખરો. રૂપા તેનાથી ડરતી પણ મનમા ને મનમાં તે દેવાને દિવાસ્વપનામાં જોતી. તેને ખબર ન પડતી કે આ માણસ સાચો છે કે ભેડિયો!
રૂપા પહોંચેલી ન હતી. જ્યારે દેવો નિત નવા નવા ઘાટના પાણી પિધેલાં હોય તેવો હતો. તેની તો રૂપા પર બરાબરની નજર બગડી હતી. રૂપા હતી ગરીબ ઘરની, તે જાણતો હતો. માત્ર તેની હવસ સંતોષવા તેનો ઉપયોગ કરવો હતો. દેવો, રૂપાને જોતો અને તેના શરીરમાં હવસના સાપોલિયા સળવળતાં. ક્યારે તેને મારી બનાવું અને તેનો ઉપભોગ કરું?  દિવસ રાત તેને ફસાવવાના રસ્તા વિચારતો.
રૂપા ખૂબ ચેતીને ચાલતી હતી. કંકુની સોબતે હવે તે બરાબર જાણી ગઈ હતી કે તેના જોબન ઉપર નરાધમ લોકો શિકારીની જેમ ટાંપેલા રહેતાં. ‘નિશાળેથી નિસરી જવું પાંસરું ઘેર.’ ક્યાંય આડી અવળી માને કહ્યા વગર જતી નહી. જ્યારે ક્યાંય પણ જાય ત્યારે સહેલીઓનું ટોળું સાથે હોય. તેમાં એ નરાધમોની બહેન, દીકરીઓ શામેલ હોય. જેને લઈને ‘રૂપાના રૂપના ગઢમાં’ બાકોરું પાડવું સહેલું ન હતું. જમીનદાર અભેસિંગ મંગુ, માધવની બૈરી પામી શક્યો ન હતો. તેના દિલમાં વેરની ચિનગારી ઉઠી. મને રૂપાની મા ન મળી. ખેર હવે તો વાત જૂની થઈ ગઈ અને મારી ઉમર થઈ ગઈ.’મારો કનૈયા કુંવર જેવો દેવો છે. ભૂલી ગયો કે ચુંટણી માથા પર આવીને ઉભી છે. પેલા જકાત અને મહેસૂલના પૈસામાં ગોટાળા કર્યા હતાં એ કેસો નો ચૂકાદો હજુ પંચાયતે કર્યો નથી.

તેની નજરોમાં રૂપ રૂપના અંબાર જેવી રૂપાનું  રૂપ, યૌવન અને ઘાટીલું બદન વસી ગયા  હતાં. દેવાના પરાક્રમો તે બરાબર જાણતો હતો. ખાલી તેને ઉશ્કેરવાનો હતો.અભેસિંગ આવ્યો અને રૂપા નજરે પડી તે મંગુને જરા પણ ગમ્યું ન હતું. તેના ગયા પછી માધવના છાજીયા લેવા બેઠી.’ શામાટે તે સિંહને આપણી બખોલમાં બોલાવ્યો. શું તું નથી જાણતો તેના લક્ષણ કેવા છે. જો મારી છોડીને તેના દેવાએ આંગળી પણ અડાડી છે તો હું તેને કાચો ખાઈ જઈશ.’ માધવ તો મંગુનું આવું રણચંડી જેવું રૂપ જોઈ ગભરાયો. તેને મંગુની વાતમાં સત્ય જણાયું પણ હવે શું થાય. મંગુના બે પગ પકડીને માફી માગી. રૂપા પર ચાંપતી નજર રાખવાના સોગંદ ખાધાં. ‘ શું મારી લાખોમાં એક મને વહાલી નથી?  તેને કાંઈ પણ થાય તો શું હું ચેનથી સૂઈ શકીશ.મારામાં વિશ્વાસ રાખ.’ બોલી માધવ ઘરની બહાર નિકળ્યો. સારું થયું  રૂપા ઘરમા ન હતી.તે કંકુને ત્યાં ગણિત શીખવા ગઈ હતી. માધવ સીધો કંકુને ત્યાં પહોંચી ગયો. કંકુની માએ ગરમા ગરમ રોટલા , અડદની દાળ અને લસણની તાજી ચટણી બનાવ્યા હતાં. કંકુ અને રૂપા હસતાં હસતાં ખાતા જાય અને વાતોની મઝા માણતા જાય.’ માધવ રૂપાને હેમખેમ જોઈ આનંદીત થયો. તેને ગળે વળગાડી.  મારી વહાલી દીકરી હું તને ઘરે લઈ જવા આવ્યો છું’.————–

 

રૂપ એજ અભિશાપ (૩)-રેખા પટેલ

હીરાને કંતાન માં કેમ કરી છુપાવું ?

મજુરીયાતની છોડી એટલે કામના બહાને સમય કસમય તેને ઘરની બહાર જવુ જ પડતું. આવી આ વછેરા જેવી છોડીને આખો દહાડો ઘરમાંય કેમની પૂરી રાખે ! એની માને તો ઘરનાય બીજા કામ હોય આથી લઈને તેના જેવડી બીજી છોડીયું હારે તેને ગામનાં પાદરે ઇંધણ વીણવા મોકલતી અને બહુ કામ હોય ત્યારે ખેતરે એનાં બાપુને કામમાં હાથ દેવાય તે જાતી.  ત્યારે દરેક વખતે તેની મા તેને અચુક કહેતી છોડી સંભાળીને જજે!
“આજુબાજુ બહુ તાક્યા ના કરતી અને સીધા રસ્તે ખેતરમાં જજે. તહીં નળીયા વારે રસ્તે ના જતી સાંજના સમયે ત્યાં અવરજવર બહુ ઓછી હોય છે. ”
“એ હા! મારી માડી! તું રોજ એકની એક વાત કેટલી વાર કહીશ, કહી હસતી ફૂદકતી રૂપા ચાલી જતી. ”
એની મદ છલકાતી કાયા જોઈ પાદરે બેઠેલા મુછાળાના  રોંગટાં ઉભા થઇ જતા અને કેટલાક મનમાં બબડી લેતા કે આ કોણ નસિબદાર હશે કે આ મોંઘો મહામૂલો હાર તેના ગાળામાં જઈને પડશે. પેલા જમીનદાર અભેસિંગનો ભારાડી દેવો વિના સંકોચ તેને જોઈ બોલી ઉઠતો,
” ઓ રૂપની રાણી, ક્યા જાય છે એક નજર આ બાજુ કરતી જા. ” કહી હાથના ઈશારે બોલાવતો.
રૂપા તીરછી આંખો કરી, કરડી નજરે તેને જોઈ ને આગળ નીકળી જતી ।  શરુ શરૂમાં આ બધું બહુ સારું લાગતું કે બધા તેનું ઘ્યાન રાખે છે. તે આવડા મોટા સરપંચના છોકરાની નજરમાં છે. પણ જ્યારથી માએ બધું સમજાવ્યું કે, “આવા લોકોને નરાધમ કહેવાય છે. જે એના જેવી કુમળી કળીઓ ને કચડી નાખે છે. ”
ત્યારથી તેને છેડતી ગમતી નહોતી.
છતાય સ્વભાવગત અલ્હડપણું તે ત્યજી શકતી નહોતી.
એક દિવસ વહેલી સવારે મા, બાપુને ચા અને રોટલાનું સીરમણ દેતા કહેતી સંભળાઈ, ” કંઈ સોંભળ્યું તમે, ફળિયામાં સુખાભાઈ ની છોડી કંકુ નાસી ગઈ. તેના માં બાપના મોઢા ઉપર કાલક પોતીને. ”
” ના હોય, તને કોને કીઘું ? ” સાચું કહે છે ને ? પાછી જોજે કોઈની છોડીની નકામી વાતો ના કરતી તારેય માથે સાપનો ભારો છે, ” તે બોલી ઉઠ્યો.
પછી આગળ ચલાવ્યું, “કોની હારે એને કાળું મ્હોં કર્યું તે તો કહે ? ”
‘એ તો પેલા પાનની દુકાન વાળા દલા જોડે ભાગી ગઈ’. જાણનારા બધાય કહેતા કે કેટલીય વાર તેમણે તેની જોડે આંખોથી ચાળા કરતી જોઈ છે. એ છોડીના લક્ષણ તો પહેલેથી જ સારા નહોતા. બધાય વાતો કરતા કે જતા આવતા જોડે લળી લળીને વાતું કરતી હતી. મેં તો પહેલેથીજ આપણી રૂપાને કહી રાખ્યું હતું, કે છોડી એની વાદે ના ચાલતી, નહી તો તારો બાપુ જ તને વાઢી દેશે. ”
જે હોય તે,’ હવે આ ભગત જેવા સુખાને તો નાતમાં મોઢું બતાવવાનું ના રહ્યું. તમે બૈરાઓ તો છેડો વારી ઘરમાં બેસી જાવ અમ પુરુષોએ બહાર જવા આવવાનું હોય છે.’
‘હું દલાને સાંત્વન આપી આવું છું. તું તારી છોડીને સંભાળજે, ‘કહી માઘવ ઉભો થયો. હાથમાં પાણો લઇ બહાર નીકળ્યો.
તેને જતા જોઈ રૂપા એની મા પાહે આઈ પૂછવા માંડી, ” તે હેં મા શું થ્યું ? કંકુડી કઈ ગઈ ? ભાગીને કઈ રહેશે ? હેં મા,  એ પાછી આવશે ?”
મંગુ ખીજાઈને બોલી, “તું ચુપ મર તારું મોઢું બંધ રાખજે ,નહીતર તારો બાપ તેના  ડંગોરા વડે તને વધેરી નાખશે.  આપણ ગરીબોની એકજ મોંઘી જણસ છે,’ આબરૂ ” સમજી તું?
વાતોનો દોર સંકેલી મંગુએ રૂપાને બહાર આંગણું વાળવા ઘકેલી. પરંતુ તે વિચારોની આંઘીમાંથી ના બચી શકી.
હવે આ કંકુ ઘેર પાછી આવે કે ના આવે પણ તેનો વાગોવાએલો મનખો અને આ ગયેલી ઈજ્જત ક્યાંથી પાછી આવવાની છે? મારી છોડી તો બવ હારી છે પણ આ જમાનો મુઓ।  બસ આ છોડી અઢાર વર્ષ પુરા કરે અને તેના હાથ પીળા કરી દઈએ એટલે અમે બંને જગ નાહ્યા.
આ દુઃખનું ઓસડ દા’ડા. બધું રાબેતા મુજબ ચાલતું હતું. આજ રૂપા બહુ ખુશ હતી, કારણ કાલથી તેનું ગોરમાનું વ્રત શરુ થતું હતું. ગામની બધીય છોડીઓ આ દિવસોની આતુરતાથી રાહ જોતી. કારણ તો સીધું સાદું ગામડામાં ગરીબ અને મઘ્યમ પરિવારો માટે આવા નાના ઉત્સવો જીદગીમાં જોશ અને ઉમંગ ભરતા હોય છે . રૂપા પટારો ખોલી કશુંક ખોળા ખંભોડા કરતી હતી. આ જોઈ તેની માએ બુમ પાડી “અલી શું કામ બધું ગોઠવેલું બગાડે છે”?
“મા કાલે ગોયરો છે, મારે  નવા કપડા પહેરવા છે . મારા પગમાં પહેરવાના ઝાંઝરા ખોળું છું ” રૂપા ટહૂકી. ગોરમાના વ્રત કરવા ગામની બધીય છોડીયું પૂજા કરવા ગામની બહાર આવેલા ભોલેનાથના મંદિરે એકઠી થતી. કુવારી કન્યાઓ મનગમતો વર મેળવવા માટે મા પાર્વતીની પૂજા કરતી અને ગોરમાને  મંદીરે દીવો પ્રગટાવી, નૈવેધ ઘરાવતી અને ગીતો ગાતી.
” ગોરમાનો વર કેસરીયો, નદીએ નહાવા જાય રે ગોરમા ”
પછી એ બધી બહેનપણીઓ આખો દિવસ મસ્તી મોજની છોળો ઉડાડતી, આ પાંચ દિવસ  બધા માટે આનંદ અને મોજમજાના રહેતાં.
સવારે વહેલી જાગી, તાજી નાહીને સ્નાન કરેલી રૂપા તેની ગયા વરસે નવી સીવડાવેલી તંગ ચોલી પહેરીને બહાર આવી.
” મા, આ ચોળી બહુ ફીટ પડે છે, તેના લટકતા  ફૂમતા બાંધી દે. ”
મંગુ હાથ લૂછતાં જોડે આવી એક મિનીટ રૂપાને જોઈ આભી બની ગઈ. લાલ આભલા ભરેલી તંગ ચોલી, ઉપર ભીના ટપકતા વાળ, કેડે ફૂમતા વાળો જાતે ગુથેલો કંદોરો ,નીચે તાણીને બાઘેલો ઘેરદાર લીલો ઘાઘરો, પગમાં છમછમ કરતા ઝાંઝર અને હાથે પગે મહેદી વાટીને ભરેલો લાલ રંગ!.
શું રૂપ કાઢ્યું છે, આ છોડીએ. આ હીરાને કંતાનમાં કેમ કરી છુપાવું ?
જ્યાં આખું ગામ હિલોળે ચડ્યું હોય ત્યાં મારી પારેવા જેવી ભોળી દીકરીને ઘરમા કેમ કરી ગોંધી રાખું !
” છોડી હવે આ ચોલી તને નથી આવી રહેવાની, તારો જુના ઘાઘરા જેવો લીલો કબજો પે’રી લે ”
ના મા કાશી નવા કપડા પહેરવાની છે, તો હું કેમ ન પહેરૂ ? તું તારે બાધી દે હું ઓઢણાનો છેડો સરખો રાખીશ. છેવટે રૂમઝુમતી રૂપા હાથમાં પૂજાની થાળી લઇ બહેનપણીઓ સાથે મંદિર જવા માટે નીકળી ગઈ.
શિવમંદિરનાં નરભેશંકર બહુ ભક્તિ ભાવથી પૂજા કરાવતા અને પછી બધીય દીકરીયુંને પ્રસાદમાં એક ફળ ખાવા આપતા.
પૂજા પત્યા પછી બધી બહેનપણીઓ સાથે રૂપા મંદિર પાછળના નાનકડા બગીચામાં બાંધેલા હિંચકા ઉપર હિંચવા બેસી ગઈ.
હવાના એક લહેરખાથી તેની છાતી ઉપર ઢાંકેલું ઓઢણું સરકી ગયું. બેઘ્યાન રૂપાની ઉઘાડેલ  બહાર ઉપર બે ગીઘ નજર  ખોડંગાઈ ગઈ.
એટલામાં એક સખી આવી તેને નીચે ઉતારી.ચાલ હવે મારો વારો આયો છે મને બેસવાદે!
રૂપા આમતેમ ઉડતા તેના વાળને બાંધતી એક બાજુ જઈને ઉભી રહી. ત્યાતો બાજુમાં ઝાડ પાછળથી એક ઓળો બહાર આવ્યો અને તેને કેડેથી ઝાલીને પાછળ ખેચી લીઘી .
રૂપા કઈ સમજે એ પહેલાતો ઓલ્યા દેવલાએ તેને ભીંસમા લઇ લીધી અને એના વાસના ભરેલા ગરમ હોઠ રૂપાના રતુમડાં ગાલ તરફ વળ્યા. ત્યાતો રૂપા વિફરેલી વાઘણની જેમ દેવા ઉપર તૂટી પડી. ગરીબ ઘરની હતી પણ મા બાપુની લાડકી મજબુત કસાએલી હતી. તેણે દેવાને ગળે એક જોરદાર બચકું ભરી લીધું અને બે પગ વચ્ચે  જોરદાર ઘુંટણની મારમારી દેવાના હોશ ઉડાડી દીઘા. તે જમીન ઉપર બેસી પડ્યો. આ બધું તેની બહેનપણીઓ જોઈ ગઈ હતી. બઘી ખી ખી ખી કરી હસી પડી.આ જોઈ તે પગથી માથા સધી અપમાનિત થઈ  સામસમી ઉઠ્યો અને તેના લાલ ડોળા ઘુમાવતો નીકળી ગયો ! જતા જતા એટલું બબડ્યો કે, જોઈ લઈશ તને મારા આ અપમાન નો એવો બદલો લઈશ કે તું આખી જિંદગી મને યાદ કરીશ.
રૂપા હવે હિંમત હારી બેઠી અને બે હાથમાં મ્હોં છુપાવી રડી પડી.  સીધી પગ માથે લઈ ઘર તરફ દોડી અને મા ના ખોળામાં માથું છુપાવી રડવા લાગી।
મંગુએ સમજાવી પટાવી ત્યારે તેણે સવારે બનેલી સઘળી વાત તેને કહી સંભળાવી. આ સાંભળતા તે પગથી માથા લાગી કાળઝાળ સળગી ઉઠી બહુ ઘીરજથી તેને સમજાવતા બોલી,
“જો છોડી, તું આ વાત તારા બાપુને કહેતી નહી. નકામો ગોકીરો થશે અને બદનામી આપણી અસ્ત્રી જાતની જ થાય. ” મુઓ, આટલો હલકટ હશે તેની ખબર નહોતી મને. રોયાને હું સમય આવે પછાડી દઈશ!
પણ મા દીકરી એ વાતથી અજાણ હતા કે માઘવ આ વાત બહાર ઉભો રહી સાંભળતો હતો. અંદર આવતા વેંત તાડૂક્યો, “સાલો નપાવટ”તેના બાપ ઉપર ગયો છે. તેની બત્રીસી સખત થઇ ગઈ.ગુસ્સામાં તેના નાકોરા ફૂલી ગયા, તેને આ વખતે તો હું નહી છોડું “કહેતાંક ને હાથમાં ઘારીયું ઝાલી લીધું.
હા !હા ! કરતી મંગુ વચમાં પડી. રહેવા દ્યો છોડી આપણી બદનામ થશે ” એતો પિત્તળ નો લોટો માંજે એટલે ચોખ્ખો. ”
કેટલુંય સમજાવતા તે ટાઢો પડ્યો.
હવેથી રૂપાલીને ખેતરે એકલી ના મોકલતી. આવે તો તેના ભાઈઓ કે તું જોડે આવજો, કહેતો ગુસ્સામાં બહાર નીકળી ગયો.
હવે  રૂપા ક્યાય એકલી જતી નહી. આથી દેવાના લાગમાં એ આવતી નહોતી. દેવો તેને દુરથી જોતા મુઠ્ઠીઓ ભીડીને રહી જતો.
લો, આ આવ્યો આખા ગામનો માનીતો તહેવાર. આખું ગામ ઉલાળે ચડે એવો ગામ બહાર ટેકરી ઉપર ભરાતો મેળો. એમાય જુવાનીયાઓને તો લીલાલહેર. તે આ અદભૂત મેળો. એય ને જાણે જોબન હિલોળે ચડતું .
આનો ફાયદો સહુ કોઈને થતો. નાની નાની હાટડીઓ નખાતી, ખેડૂતો પોતપોતાનો માલ વેચવાની વેતરણ કરતા અને સહુથી મોટો ફાયદો અભેસંગ ને થતો. તેના શહેરી પોલિટિક્સના દોસ્તારોને ગામનો મેળો બતાવવા આમંત્રણ આપતો .પછી તેમને શરાબ અને શબાબમાં ઉતારી ઘાર્યું કામ કરાવી લેતો.  આ વખતે તો દેવો પણ બહુ ખુશ હતો. આ ગંદુ રાજકારણ તેના બાપા જોડેથી તેને વિરાસતમાં મળ્યું હતું।  તેને બીજા શહેરથી  હમ દઈ,  મામાના દીકરાને તેડાવ્યો હતો. તે તેના એક ખાસ ભાઈબંધ જોડે આવ્યો હતો. આ  ત્રિપુટી કઈક અલગ ઉત્સાહમાં હતી !
મેળાની આગલી રાતે રૂપા તેની માને કાલાવાલા કરતી હતી. “મા મને જવા દેને ! જો આખા ગામની છોડીયું મેળે જાય તો હું શુ કામ ઘેર રહું ? ”
“જો રૂપા મને બે દ’ડાથી તાવ છે.  હું તારી જોડે નહી આવું અને તારા બાપુ ને આજે ગામમાં મહેમાનો આવ્યા છે તો અભેસંગ જોડે રહેવું પડે તેમ છે.  હું, તને એકલી નહી જાવા દઉં ”
પણ મા હું એકલી કઈ છું?  હું, કાશી અને તેની મા જોડે જ રહીશ.  બેવ ભાઈઓ ને સાથે રાખીશ. મા,  જવાદે ને મને ,” કરગરતા રૂપા બોલવા લાગી.
રૂપાનું બઉ મન જોઈ મંગુએ કમને તેને મેળામાં જવાની હા પાડી।

રૂપ એજ અભિશાપ (૪) પ્રભુલાલ ટાટારીઆ‘ધુફારી’

’રૂપલી મેળામાં ચાલને?’

મંગુએ મેળામાં જવાની રજા આપી એટલે હરખાઇને મેળા વિષે અવનવી કલ્પનાઓ કરતી રૂપા ઊંઘી ગઈ. વહેલી સવારના પહોરમાં ઘરની પછવાડેની બે શેરી વટાવી રહેતા કાદરના કૂકડાએ કૂકડે કૂક બાંગ પોકારી એ સાંભળી રૂપા સફાળી જાગી ગઇ અને આળસ મરડીને પથારીમાં બેઠી થઇ ગઇ. ઝપાટે પાથરણા સંકેલી ખુણામાં ઉભી રાખેલી બાવડની સળી ઉપાડીને ગોખલામાં મુકેલી સુડીથી દાતણ માટે કટકા કર્યા. દાતણનો ડોયો મ્હોંમાં ઘાલી મંગુની પથારી પાસે આવી મંગુના માથા પર હાથ મુક્યો એ જોવા કે માને તાવ છે કે નહીં એ જોઇ મંગુ હસી.
‘મા, લે દાતણ કરી લે તો હું દાતણ કરી તને ચ્હા પાવું’ . એક દાતણનો કટકો મંગુને આપ્યો. દાતણ
પાણી કરીને બંને ભાઇઓને જગાડયા અને જલ્દી દાતણ કરી તૈયાર થવા જણાવી પોતે ન્હાવા ગઇ. મેળામાં જવું છે એટલે બરોબર ચોળી ચોળીને ન્હાઇ અને ઝટપટ તૈયાર થઇ શિરામણ માટે રોટલા ટીપવા મંડી. મંગુએ શિરાવાની ના પાડી એટલે ભાઇઓ સાથે શિરાવીને માથું હોળવા બેઠી. ચાટલામાં જોઇ લાલ ચટક ચાંદલો કરી આંખોમાં મેસ આંજી ત્યાં કાશીનો સાદ સંભળાયો.
‘રૂપલી તૈયાર છો કે?’
‘એ હા,   આવ કાશી..’
‘કેમ છે મંગુ તને?’ કાશીની મા જમકૂરે મંગુ પાસે બેસતા પુછ્યું
‘આ જોને તાવ કેડો નથ મેલતો’ કહી મંગુ ગરીબડું હસી.
‘માશી તમારા માટે ચ્હા બનાવુંને?’ ચુલો સંકોરતા રૂપાએ પુછયું.
‘ના,હેવા દે. હું શિરવી,ચ્હા પી ને આવી છું’
‘અલી જમકૂર, મારી છોડી તું ભેળી છે એટલે મેળામાં મોકલવું છું તો હવે હાચવજે ને અળગી થવા ન દેતી.’મંગુએ જમકૂરનો હાથ પકડી કહ્યું.
‘હા, હારે  જઇશું ને હારે  આવશું,ચાલ અમે ઉપડીએ’?
સૌ સાથે બહાર આવ્યા.મંદિરમાં બનેલા બનાવ પછી આંગણામાં પણ રૂપાને બેસવાની મંગુની મનાઇને લીધે ઘરમાં ગોંધાયેલી રૂપા પિંજરામાંથી બહાર આવેલા પંખીની જેમ ખુશ ખુશાલ હતી. કાશીએ હળવેથી  પોતાના પાલવના છેડે બંધેલું અર્ધુ પાન રૂપાના હાથમાં સેરવ્યું જે રૂપાએ ખાધું તો તેના ભાઇએ કહ્યું,
‘અમને મુકીને એકલી પાન ખાય છે?’
‘એ છોડીયું ના હોઠ રંગવા માટે તમારા હોઠ ન રંગાય’
જમકૂર સાથે મંગુએ રૂપાને મેળામાં જવાની રજા તો આપી પણ બીજી જ પળે એને રૂપાને, દેવાએ દબોચેલી એ વાત યાદ આવતા થથરી ગઇ.  આમતો કાશી, એની મા જમકૂર અને રૂપા ભેગા એના બેઉ ભાઇઓ છે, પણ આ રૂપલીનો કંઇ ભરોસો નહીં કશું નવતર ભાળે અને એ જોવામાં બધાથી વિખુટી પડી જાય તો?  ઓલો અભેસંગનો ઓટીવાળ દીકરો રૂપલીની આજુબાજુ જ મંડરાયા કરતો હશે અને તે લાગ સાધીને કદાચ એકલી પડેલી રૂપલીને ફરી દબોચે તો? તે દિવસે રૂપલીએ તેને પાટુ મારેલી એ બીજો કોઇ જણ હોય તો રૂપલીની આજુ બાજુ ફરકે નહીં પણ આ ભારાડી અને પાછો અપમાનિત થયેલો દેવલો સાટુ વાળવાની વેતરણમાં જ હશે?
મંગુએ એક મોટો નિસાસો નાખ્યો. ગરણ ટાણે સાપ જેમ આ તાવ પણ ખરે ટાણે વેરી થયો નહીતર પોતે રૂપલી સાથે હોત તો મજાલ છે કે કોઇ રૂપલીને આંગળી પણ અડાડી જાય. હે ભોળાનાથ, શું કરૂં હવે તું જે કરે તે ખરૂં.
ફરી મંગુના સામે પહેલા વરસાદ ટાણે આંગણામાં ન્હાતી ને નાચતી રૂપા વાળો પ્રસંગ આંખો સામે તરી આવ્યો.
બરાબર હનુમાન જયંતિના દિવસે ધુળની ડમરી ઉડેલી ત્યાર સારો એવો સમય સૂરજ ઢંકાયલો રહ્યો હતો. પછી હવાના જોરથી ઝાપટા આવતા હતા. આ ડહોળાયેલા વાતાવરણ જોઇ જમાનાના ખાધેલ એક ઘલઢેરાએ આગાહી કરતા કહ્યું હતું કે, ‘જો ચઇતર ડહોળો તો વરસાદ બહોળો એટલે આ વરસે વરસાદ બહુ સારો થશે. કેટલાક ચકલીઓને ધૂળમાં આળોટતી જોઇને કહેતા હતા કે, આ વખતે વરસાદ સારો થશે એ જે હોય તે, પણ હાલઘડી તેમની આશા ફળેલી.
બરાબર અષાઢ મહિનો બેઠો. બીજનો ચંદ્રમા તો મેઘાડંબરની કાળી ઓઢણીમાં ઢકાઇ ગયો અને તેના દર્શન જ ન થયા, કાળા ડિબાંગ વાદળાથી આકાશ ઘેરાઇ ગયું ને વાદળા ઘેલમાં આવેલા નાના બાળકો જેમ હાથતાળી રમવા લાગ્યા અને તેની ધક્કા મુકીથી કંટાળેલી વીજ રાણીએ પહેલો કડાકા સાથે ડારો દીધો અને પછી તો એટલા કડાકા થયા કે માળામાં બેઠેલા પંખીઓની જેમ ખોરડા અને કુબામાં બેઠેલા નાના બાળકો હેબતાઇને રડતા માની ઓથે લપાયા.એકાએક ઝરમર ઝરમર વરસાદની સરવાણી ફુટી અને તે જોઇ હેબતાઇને માની ઓથે લપાયેલા બાળકો હરખાયા અને પહેલા વરસાદમાં ન્હાવા દોડ્યા પછી રૂપા ઝાલી રહે?  તે હરખાઇ અને આંગણામાં દોડી અને ઝરમર વરસાદમાં ન્હાવા લાગેલી. તે જોઇને તેના બે ભાઇ પણ દોડ્યા. વરસાદની શિતળ સરવાણીથી રૂપાના આખા અંગમાં પહેલા જે ઠંડકની લાગણી થઇ હતી તેની જગાએ યૌવનનું ગરમ લોહી હવે એને દઝાડતું હોય એવી મીઠી મુંઝવણ હતી. તેનો ક્યાસ એને આવતો નહતો! પણ જે થતું હતું તે એને ગમતું જરૂર હતું . એ આંખો મીચી નાચતી રૂપાના હાવભાવ ખુલ્લી રાંધણિયાની બારીમાંથી જોતી મંગુને સમજાતુ હતું. એટલે  વરસાદ શરૂ થયો ત્યારથી આંગણામા નાચતી રૂપાને મંગુએ ખોરડામાંથી સાદ પાડ્યો.
‘અલી રૂપલી, બહુ નહાઇ વરસાદમાં હવે ઘરમાં આવતી રહે નહીતર શરદી થઇ જશે.’
રૂપાનું રૂપ જોવા એની આસપાસ મંડરાયા કરતા ગામના નવરા ધૂપ જુવાનિયાઓ એક ઝાડની નજીક  ભાંગેલા ગાડાની બાજુમાં ઉભા રાખેલા પૈડાની ઓથેથી નિહાળી રહ્યા હતાં. આ હિલોળે ચડેલી રૂપા અને વરસાદને લીધે અંગ સાથે ચોટી ગયેલા લુગડાઓમાંથી દેખાતું ફાટફાટ યૌવનનું રસપાન કરતા નિશ્વાસ નાખી રહ્યા હતા. એક બીજાને પુછી રહ્યા હતા આનો હકદાર કોણ થસે, જે થસે તેને તો હરગની અપસરા મળશે?  એતો ઓલ્યો અભેસંગનો ઓટીવાળ કુંવર લાગ સાધીને  બેઠો છે, તે દી’ રૂપલીએ તેની પાટુ મારી ગોટો વાળી દિધેલો, એ થોડો જ ભુલવાનો છે?
રૂપાએ માની વાત ગણકારી ન્હોતી એટલે રાંધણીયાની બારીમાંથી અચાનક મંગુએ બહાર જોયું અને ગાડાની ઓથે બેઠેલા જુવનિયા જોઇને લાકડી લઇને દોડી, એક રૂપાને ફટકારતા કહ્યું ‘જા ઘરમાં અને પછી પેલા ગાડા તરફ દોડીને કહ્યું, ‘ઉભા રહેજો મુવા અડવિતરાઉં.’ લાગમાં આવેલા એકનો બરડો રંગી નાખ્યો.  સૌ અજાણી શેરીમાં આવેલ કુતરા જેમ પુછડી બે પગ વચ્ચે દબાવીને ભાગે તેમ ભાગ્યા, હતા.ભાગતાને મંગુનો પાછળથી ડારો સંભળાયો ‘મુવાઓ તમારા ઘરમાં મા, બહેન નથી? આ બાજુ બીજીવાર ફરક્યા છો તો આ મંગુ જેવી ભુંડી કોઇ નથી હા. બધાની કેડ ભાંગી નાખીશ. લાકડી બતાવીને કહે, આ જોઇ, તમારી સગી નહી થાય? ’ કહી લાકડીનો આંગણામાં ઘા કર્યો. લાકડીના અચાનક પછડાટ સાંભળીને ગભરાઇને રૂપાના બંને ભાઇઓ પણ વરસાદમાં ન્હાવાનું ભુલી ખોરડામાં ભાગેલા ઘડી ભર આ યાદ આવતા મંગુ હસી.  પણ ત્યારે તો પોતે હાજર હતી અને પેલા અડવિતારાઉંને ડંગોરો લઇ ભગાડી મુકેલા પણ એ નફફટ પાછા મેળામાં ભેગા થયા તો?
ગોરમાના વ્રત ટાણે તૈયાર થયેલી, તેમ જ આજે પણ રૂપલી પેલી કસોકસ થતું ફૂમકા વાળું કાપડું મહેંદીથી રંગેલા હાથ અને પગમાં રૂમઝુમ કરતા ઝાંઝર પહેરીને નીકળી હતી. ત્યારે તો એકી ચોટ પોતે પણ ઘડી ભર રૂપલીનું રૂપ જોતી રહી ગયેલી હવે મેળામાં.?
રૂપા, કાશી સાથે અલક મલકની વાતો કરતી ચાલી જતી હતી. રસ્તામાં મળતી સાહેલીઓ સાથે મજાક કરતી હતી. મેળામાં મહાલવા જતી રૂપાના રૂમઝુમ કરતા ઝાંઝરથી આસપાસના લોકોનું ધ્યાન પણ ખેંચાતું હતું.  બે-એક જણી તો બોલી પણ ખરી, આ ઓલી મંગુડીની છોડી કે નહી? શું રૂપ કાઢ્યું છે? સાંભળી રૂપા મનોમન મલકાઇ.
મેળે  જવામાં રૂપાને તો રાની નદીના સામે કિનારે રહેતા રબારી અને રબારણ, ભરવાડ અને ભરવાડણો જે આખી રાત રાસડા લેતી હોય, જેની નકકર ધીંગી કાયાઓનાં કામણ રેલમછેલ થતા હોય .એ જોવા હતા એ લોકોનો આખું ટોળું  એટલે જાણે એક રૂપનગરી. તસતસતા કાપડા ને કસો, લાલ રંગે રંગાયેલા દાંત, બલોયા, કાંબી ને કડલા, હાંસડી ને પોખાનિયું પહેરીને રંગબેરંગી લિબાશોમાં ગામડાગામની એ છોડીયું અને બાયુ હેલારે ચડી હોય. જેની રગોમાં જુવાન લોહી ફાટાફાટ થાતું હોય . એ જોવા માટે રૂપાનો જીવ ચકડૉળે ચડ્યો હતો.એનું તો મન બસ ક્યારે મેળામાં પોગીએ અને ક્યારે તેમને રાસડા લેતી જોવાનો લ્હાવો મળે?
એક વિચાર રૂપાના મનમાં એ પણ આવ્યો કે, કંકુડીને પેલો દલો ગમી ગયો અને માવતરોની આમન્યા જાળવ્યા વગર ભાગી ગઇ. પોતાને પણ કોઇ ગમી જાય તો? ના,ના હો એમ હું ન ભાગી જાઉં પાછો મારો બાપ તો પગી ચોરના પગલા શોધવામાં માહીર એટલે મારા પગલાતો તરત  પકડી પાડે અને પકડાઇ જાઉં તો? બરડો  રંગી નાખે અને જેના હારે હોઉ તેને  ધારિયાથી વધેરી  નાખે. માણહ મરી જાય તો પોલીસ તેને પકડી જાય અને ગામ આખું થુ થુ કરે ને પોતાને ખુનીની દીકરી કહીને, ના ના રૂપલી રખે એવું કંઇ કરતી કહી પોતાના વિચારો પર જ હેબતાઇ ગઇ.
આખર ચાલતા ચાલતા રામ મંદિરના ટેકરા પાસે પહોંચી આવ્યા ટેકરો ચડી મંદિર પાસે આવ્યા. મંદિરમાં દર્શનાર્થીની ભીડ હતી. સારૂ હતું કે એક તરફ બાઇ માણસ અને બીજી તરફ ભાઇ માણસની અલગ વ્યવસ્થા હતી. તોય મશીનમાં શેરડીનો સાંઠો પિલાય તેમ ભીડમાં ભીંસાતા મંદિરના મુખ્ય દ્વાર સુધી પહોંચ્યા. દર્શન કર્યા ન કર્યા ને પાછળથી આવતા ધક્કાથી ધકેલાઇને બહાર આવી ગયા.
ટેકરો ઉતરી રસ્તામાં મળતી સાહેલીઓ સાથે વાતો કરવા રૂપા રોકાતી તેનો હાથ ખેંચીને ભાઇઓ કહેતા ’રૂપલી મેળામાં ચાલને?’
મેળામાં મંડાયેલી હાટો જોતા આખર મેળાના પટમાં આવ્યા ત્યાં બંને બાજુ ત્રણ ત્રણ વાંસ ખોડી તેના પર બાંધેલી દોરી પર એક દશેક વરસની બજાણિયાની છોડી હાથમાં લાંબો વાંસ લઇને ચાલતી હતી. આ કિનારેથી બીજા કિનારે જઇને પાછી ફરતી હતી. રૂપાના ભાઇઓને તો આ જોતા મોજ પડી ગઇ. પછી એ છોડી સાઇકલનું ખાલી પૈડું દોરી પર મુકીને ચાલતી હતી.  થોડી વાર આ ચાલ્યું. રૂપાનું મન તો રબારણો ને ભરવાડણોના રાસ જોવા માટે આતુર થતું હતું . એણે ભાઇઓના હાથ ખેંચ્યા પણ એમ રૂપાને તેમણે ગણકારી નહીં. તેમાં પેલી છોડી માથા પર માટલા લઇને ચાલી એટલે રૂપાના ભાઇઓને હજી બીજું કશુંક નવું જોવા મળશેની ઉત્સુકતામાં ત્યાં જ ખોડાઇ ગયા હતા. આખર માટલાવાળો ખેલ પુરૂં થતાં પેલી છોડી થાળી ફેરવવા નીકળી ત્યારે તેમાં પાંચકો નાખી રૂપાએ બંને ભાઇઓના હાથ ખેંચ્યા.
આગળ જતા આંખે પાટા બાંધીને ચપ્પુ ફેકવાનો અને બળતી  રીંગમાંથી કુદવાના ખેલ જોતા ચગડોળ પાસે આવ્યા અને રૂપાએ તેના બંને ભાઇઓને ચગડોળમાં બેસડયા. આખર રૂપા જેની રાહ જોતી હતી એ ઉડામ ખાટલીમાં રૂપા, કાશી અને રૂપાના ભાઇ બેઠા. રૂપા ઉડામ ખાટલી જેવી ઉપર જતી એટલે રાસડા ક્યાં ચાલે છે એ જગા શોધવા નજર ફેરવતી હતી. આખર એને રાસડાના ઝુંડના સગડ મળી ગયા એટલે બહુ ખુશ થઇ ગઈ. ઉડામ ખાટલીમાંથી ઉતરી સીધી  ધ્રુબાંગ ધ્રુબાંગ વાગતા ઢોલના અવાજના હારો હાર કાશીનો હાથ ઝાલી તે તરફ વળી.
‘રૂપલી અમને ગોટા લઇ આપ ભુખ લાગી છે.’
જમકૂરે એક હાટડી પાસે ગરમાગરમ થતા ગોટા, કાંદા અને મરચાના ભજિયા લીધાં અને એક જગાએ સૌ બેસી પેટ ભરીને ખાધા. ભજીયા અને ગોટા ખાઇ પાણી પીને રૂપા કાશીનો હાથ જાલી જયાં રાસડા ચાલતા હતા ત્યાં લઇ ગઇ. રબારણોનું ઝુંડ અલગ અને ભરવારણોનું ઝુંડ અલગ રાસડા લેતું હતું. બંને ઝુંડમાં ઢોલ વગાડતા ઢોલીઓ ખરા તાનમાં હતા. એક બીજાથી ચડસા ચડસી કરતા હતા.
રાસ રમનાર પણ અલગ અલગ લહેકાથી અને અંગ મરોડથી રાસડા લેતી હતી. એક ઉંચી ભેખડ પર બેસીને સૌ આ રાસડા જોતા હતા. હળવે હળવે સુરજ નારાયણ પણ અસ્તાચળ તરફ ઢળવા લાગ્યા અને સોનેરી ઓઢણી ઓઢી આવેલી સંધ્યાને દિવસનો હવાલો આપ્યો ત્યારે કાશીએ રૂપાનો હાથ જાલી ઊભી કરી.
‘રૂપલી બહુ જોયા રાસડા હવે ઘર ભેગા થઇએ’કાશીએ કહ્યું.
‘બેસને જવાય છે’,કહી રૂપાએ કાશીને બેસાડવા હાથ ખેંચ્યો.
‘રૂપલી ચાલ ઘેર જઇએ હવે અમે તો થાકી ગયા છીએ.’કહી બંને ભાઇઓએ રૂપાનો હાથ ખેંચ્યો.
‘અલી ચાલ હવે ટાણાસર ઘર ભેગા થઇએ, ઘેર પોગતા સુધીમાં રાત રસ્તામાં જ પડી જશે’કાશીએ ફરી રૂપાનો હાથ ખેંચતા કહ્યું.

 

રૂપ એજ અભિશાપ ( ૫) ડો ઇંદુ બહેન શાહ

જુવાની દીવાની

મેળાની મઝામાં સાંજ પડી ગઇ. રૂપા તો મેળામાં ઓતપ્રોત થઇ ગઇ છે. સમયનું ભાન નથી, કાશી આવી રૂપાનો હાથ ઝાલી બોલી “અલી હાલ્ય હવે ઘર ભેળા થઇએ.ઊંચે જો આભમાં કાળી વાદળીઓ હડિયું કાઢે છે. એકાદી વરસવા માંડશે ને તો પલળી જઇશું. આ મનુ અને કનુએ હવે થાક્યા છે. ધીરે ધીરે હાલતા રાત પડી જશે”.
“અરે પલળવાની તો ઓર મઝા આવશે, તું તારે જા મારા ભાઇઓને લઇને. હું મારા ફળીયાની ચાર બહેનપણીઓ ભેળી આવીશ. બોલતી રૂપા તો મેળામાં અટવાઇ રબારણો ભેળી રાસડામાં ગાવા લાગી. વજુભાઇ ટાંકનું લોક ગીત,
પ્રીત્યું તો શ્રાવણી સાંજ મારી સૈયર
ઝરમર વરસતી રાત મારી સૈયર
પ્રીત્યું તો મલ્હારી રાગ મારી સૈયર..પ્રીત્યું તો શ્રાવણી..
પ્રીત્યું તો સમણાની વાત મારી સૈયર
પ્રીત્યું નંઇ વેવારી વાત મારી સૈયર..પ્રીત્યું તો શ્રાવણી…
કાશી ખરેખરી અકળાઇ,  પાછું રૂપાનું બાવડું જાલ્યું રાસડામાંથી બહાર ખેંચી બોલી,“રૂપા હાલ હવે ગાંડી થા મા, બહુ રાસડા લીધા. તારી માએ મને તારી હારે ને હારે રહેવા કીધું છે. હું એકલી કીમ જાઉ” ? મંગુમાસી મને વઢે. ત્યાં તો રૂડી રબારણ રૂપાનો હાથ ખેંચતા બોલી “અલી રૂપલી રાહડો પૂરો કરાવની ક્યાં હાલી”તારો રાગ બહુ હારો છે.  કાશી તું તારે જા કનુ અને મનુને લઇને રૂપલી અમારી ભેળી આવશે.”
આજ રૂપાની જુવાની દીવાની થઇ છે, કોઇ એના વખાણ કરે તે એને બહું જ ગમતું. માએ દીધેલ બધી શિખામણ ભૂલી ગઇ. “ભીડમાં ભરવાડણ અને રબા્રણના નેહડામાં રાસડા લેવા નહીં જતી ઇ બધીઓ તો આખી રાત રમે, એમના ધણી એમની હારોહાર હોઇ એટલે એમનું નામ લેવાની દરબાર પણ હિંમત ન કરે, તારે તો ઓલા અભેસિંગના છોકરાથી બચવાનું છે એ બેઉ બાપ દીકરાની નજર બહુ ખરાબ છે, તારે બેઉ ભઇલા અને કાશીની હારો હાર હાલવાનું. કોઇ જુવાનિયાની સામે નજર નહીં કરવાની એ નરાધમો તારી છેડતી કરે એનો જવાબ નહીં દેવાનો ” ત્યારે તો રૂપાએ માની બધી વાત માની લીધી.  હા, મા હું કાશીબુનની હારો હાર, બેઉ ભાયલાના હાથ જાલી હાલીસ.”પણ કીધુ છે ને શેઠની શીખામણ ઝાંપા સુધી. રૂપાનું જોબન આજે ઊછળી રહ્યું છે, એને પોતાને ય ખબર નથી આ શું કરી રહી છે.
કાશીએ તો મેળામાં ફરતા એક બે વાર રૂપાને યાદ કરાવ્યું હતુ.  રૂપા, “સાવચેત રહેજે દેવો મેળામાં એના ભાઇબંધો ભેળો આવવાનો.” “હજુ સુધી મને દેખાણો નથી, કાશી તું નકામી ગભરાઇ છે’. મારા બાપુ કેતા’તા કે આજે દેવાને એના બાપુ  પોતાની હારે રાખવાના છે. એટલે શહેરથી આવેલા પોલિટિસિયન જોડે દેવલાની ઓળખાણ થાઇ.  હવે અભેસિંગ કાકાની ઉમર થઇ એટલે દેવાને આવતી ચૂટણી માટે તૈયાર કરવાના છે”.
“ તારી વાત સાચી આમેય અભેસિંગ આ વખતે ચુંટાવાના નથી.  જકાત અને મહેસૂલમાં બહુ ગોલમાલ કરી છે. સો વાતની એક વાત ચેતતા નર સદા સુખી. હું તો કહુ છું દેવલો મોડો મોડોય એના ભાઇબંધ હારે આવવાનો ખરો.”
“તો આવવા દે ગોયરો વખતે બચકુ ભરી ઘુંટણથી માર મારેલ એમ મારીને ભગાડીશ. આજે તો લાલ મરચાની ભુકી ઘાઘરીના ફૂમતામાં ભરાવી છે તે ઊડાડી આંખ ચોળતો કરી મુકીશ”.
“રૂપા બોલવું સહેલું છે.  ગોયરો વખતે તો ધોળો દિ હતો, માથે ધોમ ધખતો સૂરજ દાદા આપણી રખેવાળી કરતો’તો.  અત્યારે તો આ વાદળીઓને રાત સોંપી દાદા છુપાઇ ગયા છે.  જેણે માથા પર ધોમ ધખતા સૂરજ દાદાની શરમ નેવે મૂકી.  જેવું તારું ઓઢણું માથેથી ખસ્યું કે તુરત ભૂખ્યું વરુ ગભરું વાછરડી પર ત્રાટકે તેમ તારા પર ત્રાટક્યો અને તને ઊપાડી ઝાડવા વાંહે લઇ ગ્યો. ને તારી  ઘાઘરી ફાડી, ઇ દેવો આજ તે બચકું ભર્યું ‘તુ એનુ વેર વાળવા જરૂર આવવાનો”.
“હા હા મને બધી ખબર છે આ તો રૂડી બહુ આગ્રહ કરે છે તો રાસડો પૂરો કરી તારી વાંહોવાસ મોંઘી અને કંમળા ભેગી નીકળું છું.
એમ બોલતી રૂપા તો પાછી રબારણ ભેગી ગાવા લાગી. આજ રૂપાનું જોબન ઊછળી રહ્યું છે. જાણે વિજળી  પસાર થઇ રહી છે. ઘડીક એની આંખોમાં ચમક આવે છે. તો ઘડીક એના ગોરા ગોરા ગાલ રતુંમણા થાઇ છે. તો ઘડીક તેના તસમસતા કાપડામાં છાતી ઊછાળા મારે છે.  રૂપાને ખબર નથી આ બધુ શું થઇ રહ્યું છે. પણ એને ગમે છે. એને તો આજ મેળાની મજા પેટ ભરી માણવી છે.
ગામના ટાવરના પાંચના ડંકા સાંભળ્યા ને મંગુનું મન ઉચાટે ચડ્યું. “અરર પાંચ વાગ્યા હજુ કાશી અને એની મા મારી છોડી ને બેઉ છોકરાઉને લઇ ઘેર નથી પુગ્યા. હમણા એમના બાપુ ઘેર આવશે. બેઉ  છોકરાઉને ને છોડીને નહીં ભાળે અને મને પૂછશે હું શું જવાબ આપીશ?
આજે આખો દિવસ મંગુ ઘરની બહાર નહોતી નીકળી,અત્યારે છોકરાઉની રાહ જોવા બહાર નીકળી.  અરે અત્યારમાં અંધારું ! ઊચે નજર કરી કાળી વાદળીયોને જોઇ, તેની જમણી આંખ ફરકવા માંડી.  વધારે ગભરાણી મનોમન ફાટકના ગણેશની માનતા માની હે, ગણપતી બાપા મારા છોકરાઉને હેમ ખેમ ઘેર પુગાડજે, મંગળવારે હું ને મારા ત્રણેય છોકરાઉ લાડવા લઇ હાલતા હાલતા તને પગે લાગવા આવશું. આજ સવારથી રોટલાય ઘડ્યા નથી, લાય ચુલો પેટાવું રોટલાને શાક કરી લઉ.  છોકરાઉના બાપુ તો મહેમાન ભેળા અભેસિંગની વાડીમાં ખાઇને આવવાના છે. મારા કનુ,મનુના પેટ મેળાના આચર કુચર ખાયે ન ભરાય, રૂપલીને તો ખાવાની પડી નથી.  હમણા હમણાની તો આખો દિ આભલામાં જોયા કરે, ને નિશાળેથી આવે એવી કંકુની હારે ગણિત શીખે.  બેઉ બહેનપણીઓ ભેળી રમ્યા કરે. બેઉની સારી ગોઠડી જામી છે. એના બાપુનેય સંતોષ છે. બસ હવે તો છ મહિનામાં રૂપાના હાથ પીળા કરી વળાવું ને નિરાંતનો શ્વાસ લઉ.” આમ વિચારતા રોટલા ને શાક કરી ઘરના આડા અવળા કામ આટોપી મંગુ પાછી બહાર આવી.  “હાસ ઝરમર ઝરમર વરસી વાદળા વિખરાયા. ઉઘાડ નીકળ્યો, પ્રભુનો પાડ, પણ હજુ છોકરાઉ ન આવ્યા, બોલી મંગુ ઓસરીમાં લમણે હાથ દઇ બેઠી અને મન માંકડુ વિચારના ચગડોળે ચઢ્યું.
“હે ભગવાન અમારા રાંકના ઘેર આવું રતન શું કામ મોકલ્યું?  કેમ કરી સાચવું? ગોયરો વખતે થ્યું ‘તુ એવું તો કંઇ નહીં થ્યું હોયને ? હે ભગવાન આ પથરો હીરો બની મારે પેટ કેમ અવતર્યો ? આ ચમકતા હીરા જેવી મારી રૂપાને મુવો દેવલો ઝાંખી તો નહીં પાડી દે ને?”
આમ વિચારે ચડેલી, મંગુ ડેલી ખખડતા ઊભી થઇ, ડેલી ઊઘડી કનુ, મનુ અંદર આવ્યા  રૂપા નહીં ! મંગુએ તો પ્રશ્નોની ઝડી વરસાવી બેટા બેના ક્યાં? કાશીને ઘેર રોકાણી? કે મેળામાં? કે બહેનપણીઓ ભેળી રમવા?
છોકરાઉને માની બીક લાગી.  મેળાનું નામ ના લીધું બોલ્યા, “હા મા બેનાને થોડી વાતુ કરવી‘તી,રોકાણી છે.  હમણા આવશે.મા બહુ ભૂખ લાગી છે ખાવા દે ને.
”તમે બેઉ હાથ પગ ધોઇ આવો હું ભાણા પીરશું છું. બેઉ દીકરાને જોઇ મંગુની અડધી ચિંતા ઓછી થઇ..
મંગુને ક્યાં ખબર હતી અત્યારે મેળાની ટેકરી નીચે,ગામની સીમમાં શું થઇ રહ્યું છે?
વરસતા વરસાદમાં બધા ક્યાં આઘાપાછા થઇ ગયા રૂપાને ખબર ના રહી. આજુબાજુ દૂર સુધી કોઇ દેખાયું નહીં. રૂપાના શરીર પરથી ભયનું લખ લખુ પસાર થય રહ્યું છે. તેને માએ કહેલ નરાધમોની વાતો યાદ આવવા માંડી. ઘાઘરાના લટકતા ફૂમતા કસીને બાંધ્યા, ઑઢણાનો છેડો બરાબર ઘાઘરામાં ભરાવ્યો. માથા પરનું  ઓઢણું કપાળ સુધી ઓઢ્યું ને કમળા, મોંઘી બુમો મારતી દોડવા લાગી. કોઇ સીસોટી મારે તો કોઇ તાળીઓ પાડે, તો કોઇ વડીલ વારે, “અલ્યા મગન રહેવા દે એનું નામ લેવું, ઇ માધવ પગીની છોડી છે, એક દિવસ અભેસિંગ સરપંચની અજુગતી માગણી પર માધવે એને લાફો ઝીકી દીધેલો.  પોલિટિકમાં આબરૂ જાળવવા સરપંચને એની પગીની નોકરી કાયમી કરવી પડી”.
રૂપાતો બસ દોડ્યા કરે છે તેનું ધ્યાન બીજી કોઇ વાતમાં નથી. માએ એકવાર વાર ખોડીયાર માતાની વાત કરેલ યાદ આવી, મુસીબતમાંથી મા ઉગારે. રૂપાતો મનમાં જય  માતાજી, જય માતાજી બોલતી સીમ સુધી આવી ગઇ. હાંફતા હાંફતા બોલી હાસ હવે જાજી વાર નથી!
રૂપાનો હાસકારો લાંબુ ટક્યો નહીં, વિધાતાએ રૂપાની નિયતી નક્કી કરી હશે, કે પછી રૂપાની જુવાની દીવાનીએ નિયતી બદલાવી?  માતાએ એની ફરજ બજાવી દીકરીને સોળે સાન આપી સમજાવી. ખરે સમયે સાન ભૂલાઇ. વીસે વાન આવે, પતિ ગૃહે નવ પરણીત મુગ્ધાનું રૂપ પૂર્ણ ખીલે એ પહેલા જ મુરજાઇ જવાનું હશે. જે હોય તે.
નિર્જન કેડી આવી,  રૂપા ગભરાણી વધારે ઝડપથી ચાલવા લાગી. જે ભગવાનના નામ યાદ આવે તે બોલવા લાગી.” જય સીયારામ, જય સીયારામ, રાધેશ્યામ, રાધેશ્યામ,” બોલે જાય ને ઝડપ વધારતી જાય.
ત્યાં તો ઝાડીમાંથી ત્રણ ઓળા આવ્યા. ઝડપથી ચાલતી રૂપા પર બાજની જેમ ત્રાટક્યા.  એના ઓઢણાથી કસકસાવીને મોઢું બાંધ્યું, રૂપાને ગભરાટને અંધારામાં ચહેરા ના ઓળખાયા. અવાજ સાંભળ્યો “ રૂપલી લે ભર બચકા અમને ત્રણને”, દેવાનો અવાજ રૂપા ઓળખી ગઇ. સજાગ થઇ, ત્વારાથી ફૂમતે બાંધેલ મરચાની પડીકી કાઢી ઊછાળી ત્યાં તો ત્રણે એ રૂપાને ઊપાડી અને બાજુના નિર્જન ખેતરમાં લઇ ગયા. સૂકા ઘાસના ઢગલા પર પટકી. ત્રણે નરાધમોએ વલખા મારતી રૂપાના દેહને પીંખી નાખ્યો. ત્રણે ચહેરા રૂપાના નેત્રોમાં જડાઇ ગયા.
પુષ્પ પૂર્ણ ખીલ્યા વગર ગુંથાય ગયું
યૌવન પૂર્ણ ખીલ્યા પહેલા પીંખાઇ ગયું,
ત્રણે નરાધમો પોતાની પાસવી હવસ સંતોષી અંધારામાં ઓગળી ગયા.

 

રૂપ એજ અભિશાપ (૬) પ્રવીણા કડકિયા

નરાધમોએ રૂપાને અભડાવી

નિર્જન વગડામાં માઝમ રાત રૂમઝુમ કરતી પસાર થઈ રહી હતી. જે કાંઈ પણ બન્યું તેનો એક માત્ર શાક્ષી આ વેરાન વગડો હતો.પૂનમનો ચાંદ અને ઘાંસની ગંજીઓ હતાં પણ તેઓ અલપ ઝલપ નિહાળતાં. વગડાએ તો તેના અંગે અંગનો સ્પર્શ અનુભવ્યો. બધાએ ભેગા મળી જોયું અને શરમનો માર્યો પેલો પૂનમનો ચાંદ વાદળ પાછળ મ્હોં ઘાલી લપા્યો. તે બહાર આવવાની હિંમત નહોતો કરતો. તેણે ઘણા ન જોવાનાં દૃશ્યો નિહાળ્યાં હતાં. સારા યા માઠા અનેક દૃશ્યોનો તે મૂક સાક્ષી હતો.  આવું અધમ કૃત્ય? ત્રણ ભૂખ્યાં વરૂએ ભેગાં થઈ એક કુમળી કળીને મસળી નાખી! ચાંદ બહાર ભૂલથી ડોકિયું ન કરે એટલે વાદળા વિહરવાનું વિસરી ગયા. એક સમ ખાવા પૂરતો તારલો આભે નજરે પડતો ન હતો. રાત હતી પૂનમની પણ લાગતી હતી કાળી ડિબાંગ,અમાસની!
પેલા ત્રણે નરાધમો નીચ કૃત્ય કરીને રફુચક્કકર થઈ ગયાં. રૂપા અધમૂઈ હાલતમાં કણસતી હતી. જાણે અચેતન ન હોય? તેણે હાલવા ચાલવાની શક્તિ ગુમાવી હતી. સમગ્ર બદન ટૂટતું હતું. કોઈ હોશ હવાસ રહ્યા ન હતાં. હજુ વિચારી શક્તિ ન હતી કે આ શું થઈ ગયું?  ભાઈઓથી છૂટી પડી ગરબે ઘુમતી હતી અને આ આભ ક્યાંથી ફાટી પડ્યું? ક્યારે અને કેવી રીતે પેલો નરાધમ તેને ખેંચીને લઈ ગયો?  કશી ગડ બેસતી ન હતી. હજુ તેના માનવામાં આવતું ન હતું કે તેની જાત સાથે આ શું થઈ ગયું?
જમીન પરથી ઉભા થવા માંડ માંડ શક્તિ ભેગી કરી.ઘાંસમાંથી ઉભા થવા હવાતિયાં મારવા લગી. શરીરમાંથી બધી શક્તિ હણાઈ ગઈ હતી. ઘાયલ હરણીની માફક છટપટી રહી. ન લુગડાંનું ઠેકાણું.ન જીંથરાનું!  ફુમતામાં ટાંકેલા મોતી ચારેકોર વેરણ છેરણ પડ્યા હતાં. નંદવાયેલી કાચની ચૂડીઓ તેની સામે દાંતિયા કરતી હતી.  ઉભી થઈને જુએ છે તો તેના સમગ્ર બદન ઉપરના કપડાં ચિંથરે હાલ હતાં. તેનાં ઓઢણાના લીરે લીરા ઉડી ગયા હતાં. બદન પર પહેરેલું કાપડું બદનને ઢાંકતું હતું કે તેની જવાનીને છતું કરતું હતું એ કહેવું મુશ્કેલ હતું.  લોહી ભરેલાં કાપડાંને જોઈ રૂપાને શરમના માર્યા ભોયમાં ગડાઈ જવાનું દિલ થયું. જીંદગીમાં પહેલી વખત રૂપાને પોતાના શિયળનો ભંગ થયો હતો તેનો અનુભવ થયો. હવસના ભૂખ્યા ડાંસ ત્રણ વરૂઓ તેની ઉપર ત્રાટક્યા હતાં. વાળનો અંબોડો છૂટી ગયો હતો. અંધારી ઘટા જેવા તેના કાળા કેશની સ્યાહી મુખ ઉપર છાઈ ગઈ હતી. રૂપાનું મગજ બહેર મારી ગયું હતું.
તેને ભાન આવ્યું ત્યારે માનો અવાજ કાનમાં ગુંજતો સંભળાયો અને તેનો ’મરમ’ બરાબર સમજાયો.
‘એ નરાધમો તને પીંખી નાખશે’!  તેની નજર સમક્ષ અભેસિંગનો ‘દેવો’ તરવરી ઉઠ્યો. ત્રણ નરાધમો હતાં. એક સિવાય બીજા બેને તે ઓળખી પણ ન શકી. પડોશના ગામડેથી કે બાજુના શહેરથી તે લફંગાના દોસ્ત આવ્યા હશે એમ ધાર્યું.
રૂપાના ગળામાંથી ચિત્કાર નિકળ્યો. સાંભળનાર ત્યાં કોઈ નહતું. મોટે મોટેથી રૂદન કરતી પણ કોને કાને અથડાય?  અંહી ચારેકોર ભેંકાર હતું. ચકલુંય ઉડતું જણાતું ન હતું. ફાટેલા ચિંથરામાં માંડ શરીર ઢાંકી તેણે ઘર તરફ દોટ મૂકી. પડતી, આખડતી, ગામના લોકોથી નજર બચાવતી રૂપાએ ઓઢણાના લીરાથી મુખ ઢાંક્યું પણ ક્યાંથી ઢંકાય?  તેના લીરા થઈ ગયા હતાં. ગાયની ગમાણમાંથી ઘરમાં ઘૂસી અને ધબ્બ કરતીકને પછડાણી. છાણનો પોદરો બાજુમાં હતો, ભલું થજો સૂકાઈ ગયો હતો!
મંગુની તો આખી રાત નિંદર વેરણ થઈ હતી. છોડી જે આવી નહતી! તેની વાટ જોતી અને મનમાં અમંગળ વિચારો કરતી. જુવાન જોધ અને તેમાંય પાછી સરગની અપસરા જેવી દીકરી! મા અને બાપ બંને વાટ ભાળીને ઉપરવાળા પરભુને પ્રાર્થના કરતા હતા.
‘હે પરભુ, મારી રૂપલીને હેમખેમ ઘરભેગી કરજે’.
‘હે પરભુ અમ ગરીબની લાજ તારા હાથમાં છે.’મારી છોડીની રક્ષા કરજે.’
રૂપલીનો બાપ તો હાથમાં ડંગોરો લઈને ઘરથી ઓસરી અને ઓસરીથી ઘરના ચક્કર આખી રાત મારતો રહ્યો. કરી પણ શું શકે?  ભળું ભાંખળું થયું હતું ને ગમાણમાં ધુબાકો હંભળાયો. મંગુ અને રૂપલીનો બાપ બેઉ ગાંડાની જેમ દોડી આવ્યા. મંગુ તો રૂપાના બાપુ, રૂપાના બાપુના નામની ચીસો પાડતી રહી. રૂપા ઢગલો થઈને પડી હતી. માબાપ સામે ઉભા હતાં ને સહુની આંખોમાંથી ગંગા અને જમુના વહી રહ્યા હતાં.
રૂપા મોઢામાંથી એક શબ્દ પણ બોલી ન શકી. તેનામાં કશું કહેવાના હોશ ન હતાં. મંગુ મા, હતી વણ કહે બધું સમજી ગઈ. માધવ તો રાતોચોળ થઈ ગયો હતો .આંખમાંથી અંગારા વરસતા હતાં. હવે માત્ર માબાપનું હૈયું આક્રંદ કરતું હતું. જુવાન જોધ છોડીના દેખતાં બેય માબાપ શાંત થઈ ગયા. હવે છોડીને વઢ્યે પણ શું થવાનું. તેની આબરૂ લુંટાઈ ગયાનું દુખ રૂપાને ક્યાં ઓછું હતું તે માવતર થઈ ઘા પર મીઠું ભભરાવે!
‘બાપ હતો ને?’ આંખના રતન જેવી તેની દીકરીના હાલ જોઈ વિફર્યો હતો.
‘બાપુ, મને એ નરાધમો એ પીંખીં નાખી’!
‘મા, તું કહેતી હતી એનો મરમ હવે મને સમજાયો’.
‘મા, મને વખ ઘોળીને હૂઈ જવું છે. મા,મને એ ત્રણ ભેડિયાઓએ અભડાવી’!
‘મારા દીકરા, એવું ન બોલ. તું શાંત થા. છૉડી તું અનાથ નથી. તારા મા અને બાપ હજુ હયાત છે. તું શાંત થા’.
‘લે પાણી પી.’તેના બંને ભાઈઓ વહાલી બુન માટે પાણીનો કળશિયો લઈ આવ્યા.
મંગુએ રૂપાનું માથું પોતાના ખોળામાં લીધું.રૂપાને લાગ્યું કે ધરતી પર સ્વર્ગ હોય તો એ મારી વહાલી માવડીની ગોદમાં છે.
મંગુ તેનું મસ્તક પસવારતી રહી અને જાણે નાની રૂપા હોય તેમ હાલરડું ગાવા લાગી. રૂપાના ડૂસકાં શમતા ન હતાં. માના ખોળામાં તેને થોડી શાંતિ મળી.
માધવ અસહાય બની માને અને છોડીને એકટક ભાળી રહ્યો. બંને ભાઈઓ નાના હતાં. ઝાઝું હમજ્યા નહી પણ એવા હેબતાઈ ગયા કે ગોદડામાં માથું ઘાલી હૂઈ ગયા. મેળાનો થાક લાગ્યો હતો. નાના હતા એટલે બહુ હમજણ ના પડી પણ કશું ખરાબ થયું છે એવું લાગ્યું.
રૂપા માની ગોદમાંથી ઉઠવાનું નામ લેતી ન હતી. મંગુ કાંઈ કેટલાય વિચાર કરી રહી હતી. માધવ તો બેબાકળો બની દીકરીને નિરખી રહ્યો.
હવે આનું શું ? એ બિહામણો પ્રશ્ન બંને પતિ પત્નીના મનમાં ઘોળાઈ રહ્યો?
મંગુએ ઇશારાથી ચૂપ રહેવા સમજાવ્યું. જો પોતે શાંત નહી રહે તો રૂપલીનો બાપ કોઈનું માથું વાઢી નાખશે. તે જાણતી હતી કે પત્ની અને દીકરીની આબરૂ સામે જો કોઈ ચેડાં કરે તો તેને ભોં ભારે પડી જાય. માધવ જેટલો પ્રેમ આપતો તેનાથી વધારે તીખા સ્વભાવ વાળો હતો. એ તો મંગુ જે તેને કાયમ વહાલ આપી વારતી. માધવ મંગુ આગળ નરમ ઘેંસ જેવો થઈ જતો. હવે ઠંડે કલેજે માધવ અને મંગુએ વિચાર કર્યો.અત્યારે રૂપલી સુતી છે. ઉઠે એટલે નાના બે દીકરા પાડોશીને ભળાવી બે જણા રૂપાને લઈને શહેર જશે.
‘આપણે એને બાજુના શહેરના દવાખાને લઈ જઈએ ત્યાં પેલી દાક્તરણી છે ને તે બહુ હારી છે. યાદ છે રૂપલી આવી ત્યારે મારી સુવાવડ તેણે જ કરી હતી.તેને તો આપણી રૂપલી રાખી દેવીતી પણ આપણી લખમી જેવી આ છોડી દેતાં જીવ નો’તો હાલ્યો.’હવે આટલા વર્ષે થાય છે,તેને દીધી હોત તો આ દી’ જોવાનો વારો ન આવ્યો હોત! પણ આ તો રાંડ્યા પછીનું ડહાપણ છે.
માધવ તો મરદ માણહ એને આવું બધું યાદ ન હોય. પણ મંગુ પર ભરોસો હતો. બેય છોકારવને અષ્ટં પષ્ટં હમજાવી ત્રણેય જણા ચૂપકીથી શહેર જવાની બસમાં ચડી બેઠાં. રૂપા તો જાણે જીવતી લાશ જોઈ લ્યો! એક હમ ખાવાનો શબ્દ મોઢામાંથી કાઢતી નહી.
દાક્તરણીએ રૂપાને બરાબર તપાસી અને ભય દૂર કર્યો. તેની આંતરડી પણ કકળી ગઈ. કુમળી કળી જેવી છોડીને કેવો જબ્બર ઘા કર્યો તે નરાધમોએ !સમાજમાં વસતાં આવા ભુખ્યા વરૂઓએ રૂપાનું રૂપ અને મનની શાંતિ હણ્યા હતાં દાક્તરણીનું હૈયું પણ ચીરાઈ ગયું. રૂપલી હતી જ એવી કે દુશ્મનને પણ વહાલી લાગે. રૂપાને બરાબર તપાસી. મંગુને કહ્યું જો કદાચ તેને મહિના રહી જાય તો મારી પાસે લાવજો. હું તેનો નિકાલ કરી આપીશ. આ વાત રૂપાના બાપુને ન કરીશ. ખાનગી રાખજે!
ઘરમાં જાણે સોપો પડી ગયો હતો.રૂપાએ અરીસામાં મ્હોં જોવાનું બંધ કર્યું હતું.આખો દિવસ પડી રહે મનમાં આવે તો કહેશે.
‘મા, લાવ રોટલા ઘડી દંઉ. તું પાણી જા. હું કયે મોઢે ઘરની બહાર નિકળું. ‘
‘કેમ રે અલી, તેં કાંઈ છિનાળું કર્યું છે કે નાતરું કર્યું છે? તને કોનો ભો છે? તું બેફિકર રહેજે.’તારા મા અને બાપ બેઉ તારી પડખે છે.આતો તે દી’મને તાવ આવ્યો ને તને રેઢી મેલી.નહી તો આ દી ‘જોવાનો વારો ન આવ્યો હોત!
આવું સાંભળી રૂપા રડતી અને માના ખોળામાં માથું ઘાલી ડુસકાં ભરતી. મંગુનું હૈયું ચીરાઈ જતું. પણ તે નિસહાય હતી. શું કહીને પોતાની છોડીને આશ્વાસન આપે. બસ હૈયા સરસી ચાંપતી અને તેને વાંસે પ્રેમપૂર્વક હાથ ફેરવતી.
માધવ વિચારતો હતો હમણાં થોડા દિવસ પગી વેડા બંધ. નજીકના બે ચાર ગામોમાં જ્યાં તેની ઓળખાણ હતી ત્યાં જઈ રૂપલીને હારું ઘર જોઈ પૈણાવી દેવી. જેથી ગામમાં વાત ચોળાય નહી અને તેની રતન જેવી દીકરી વગોવાય નહી.
રૂપાને કાને વાત પડી ગઈ હતી. બાવરી રૂપા સાનભાન ભૂલી ગઈ હતી. કોઈક વાર ગાંડાની જેમ હસે તો કોઈક વાર મોટી પોક મૂકીને રડે. પછી મા, મને બચાવ. મા મને બચાવની રાડો પાડે. પાડોશી સાંભળે નહી તેથી મંગુ ઘરના બારી અને બારણા ભચકાવી દે. દીકરીને પાંખમાં ઘાલે અને આશ્વાસન આપે. તેનાથી રૂપાની આવી હાલત જોવાતી નહી પણ બેસહારા શું કરે !
રૂપાના કુમળા દિમાગ પર તેની ગહરી ચોટ લાગી હતી. જ્યારે તે વાતનો વિચાર કરતી ત્યારે છટપટતી અને તફડિયા મારતી. ઘડીના છઠ્ઠાભાગમાં તેનું અલ્લડપણું ઉડી ગયું. તેને પોતાની જાત ઉપર રીસ ચડતી. નાઈલાજ હતી.જે તેના પર વિત્યું તે તેની કલ્પના બહારની વાત હતી.
મંગુએ ચાર દી’ચાલે એટલા રોટલા ઘડી દીધાં.અથાણું અને ડુંગળી દીધાં.પાણીની વટલોઈ ભરી દીધી. ગામ પરગામ જતાં ભૂખ તો લાગે.રોટલા વગર માધવનું પેટ શીદ ભરાય! નજીકના બે ગામમાં કાંઈ પત્તો ખાધો નહી. હવે માધવ જરી દૂરને ગામ ગયો. રૂપલીને ઝટ ઝટ પૈણાવવાની પેરવી સફળ થઈ. માધવ પગીના પગમાં જોર આવ્યું. તેને થયું વાત ગામમાં ફેલાય નહી. મારી કુમળી કળી જેવી છોડીનો આત્મા દુભાય નહી. ઘરે જઈને તેની માને હમજાવિશ, કે જો છોડીનું સુખ જોવું હોય તો હવે
તેને હમજાવી પૈણી જવાની સલાહ દે! આ કામ તારે એળે કે બેળે પાર પાડવું પડશે.બાકી આપણા જેવા સાધારણ લોકની છોડીઓને તો કૂવો કે હવાડો કરવો પડે!’ શું તારે રૂપલીને ખોવી છે?  બસ તો પછી હંધીય જવાબદારી તારી!’ મને મારી છોડી વહાલી છે.
અડીખમ બાપ બેઠો હતો ને એની છોડીના આવા હાલ. એ બાપ બહારથી ભલે મજબૂત જણાતો હોય પણ અંદરથી મોમ જેવો નરમ હતો. રૂપા એક પણ અક્ષર મ્હોંમાંથી ફાટતી નહી. જાણે ખૂંટે બાંધેલી ગાય.નિરણ નાખો તે ચરે. મા રોટલો દે ત્યારે બે બટકા ખાય અને બાકીનો કૂતરાને નીરી આવે.
માબાપે પરણાવવાની પેરવી કરી જરાય આનાકાની કર્યા વગર તેઓ જેમ કહે તેમ કરવા દેવાની મજૂરીની મહોર મારી.
રૂપા, જાણે બલિનો બકરો ન હોય.  બકરાને કદી કોઈ પૂછે છે તારી મરજી શું છે?

 

 

 

 

રૂપ એજ અભિશાપ (૭) શૈલાબેન મુન્શા

રૂપા ના લગન

માધવ ગામ નો પગી, ભલભલા ચોરના પગલાં પારખે પણ આજે એના હૈયા માથી ઊંડા નિહાહા નેકરી રહ્યાં. રાત વરતની રૂપલી ની બેબાકળી ચીસો એના કાળજા પર જાણે કરવત ફેરવતી હોય એવુ લાગતું. મંગુ સામે તો એ ભડની જેમ હિંમત દાખવતો પણ રૂપલી ની ચીહ ભેગી એની છાતી ચિરાઈ જાતી. રહી રહીને એને પોતાની જાત પર ગુસ્સો આવતો. અભેસંગની બેહુદી માંગણી તો એને અડબોથ મારી જડમુળથી ઉખેડી નાખી હતી પણ દેવલા એ જ્યારે પહેલી વાર રૂપલી ની સોનલવરણી કાયા પર હાથ નાખ્યો, ત્યારે કેમ એ મંગુની વાત માની ટાઢો પડી ગયો? ત્યારે જ જો ભરબજારે દેવલાને પણ બે અડબોથ ફટકારી હોત તો કદાચ આજે આ દિ’ દેખવા વારો ન આવત.
જમીનદાર અને હવે તો પાછા રાજકારણમા સંકળાયેલા અભેસંગના આજકાલ વળતા દિ ચાલે છે એમા દેવલાનું છિનાળુ એને સમુળગો ભોંયભેગો કરી દેત. અત્યારે માધવ પોતાને ગુનેગાર માની દિકરી થી નજર મિલાવી શકતો નહોતો. દિકરી પર હેવાનિયત વરસાવનાર નરાધમોને મોતને ઘાટ ઉતાર્યા સિવાય એના દિલમા ટાઢક થાવાની નહોતી. એ તો મંગુની કંઈ કેટલીય કાકલુદીએ એ ટાઢો પડ્યો હતો. વાત તો મંગુની સાચી હતી.
મંગુ જાણતી કે માધવ જેટલો પ્રેમાળ હતો એનાથી ય વધુ તીખા સ્વભાવનો હતો અને એમા પણ જો એની ફુલ જેવી દિકરી ની આબરૂની વાત હોય તો એને ઝાલી રાખવો કે સામાનું માથુ ધડ પરથી ઉતારી લેતા રોકવો એ લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી.
મંગુ ને દિ’રાત બસ એકજ ચિંતા હતી કે આ ભયંકર આઘાતમાંથી રૂપાને બહાર કેમ કાઢવી ને લોકો મા વાત ચુંથાય એ પહેલા કોઈ ભલું ઘર ને વર જોઈ રૂપા ના હાથ પીળા કરી દેવા.
માધવને પણ એજ વાત સમજાવતી.
“માથું વાઢતા તો વઢાઈ જાય પણ સાથે કારણ પણ લોકોની જાણમા આવી જાય. દિકરીને નરાધમો એ ચુંથી નાખી એ વાત લોકજીભે ચડે એમા સહન તો રૂપલીને જ કરવાનુ ને,” બસ એ વિચારે માધવના હાથ હેઠા પડતાં.
મંગુ દિવસ રાત રૂપાના પડછાયાની જેમ એની વાંહે રે’તી. ઘડીભર છોડીને એકલી ના મેલતી.
રૂપલીની વખ ઘોળવાની વાત એના હૈયામા તિક્ષ્ણ ભાલાની જેમ હરદમ ભોંકાતી રે’તી. રખેને મારી નજર ખહે ને છોડી ના કરવાનુ કરી બેહે. કાળ ચોઘડિયે છોડી કાંઈ કરી બેહે તો જે વાત ગામ આખાથી છુપાવી છે તે જગ જાહેર થાતાં કાંઈ વાર ના લાગે.
જે દાકતરણી એ રૂપાને જનમ આપ્યો હતો એને જ્યારે રૂપાને તપાસી તો એના હૈયામાંથી પણ અરેરાટી નીકળી ગઈ. એ નરાધમો હેવાનિયતની હદ ઓળંગી ચૂક્યા હતા. આમ પણ રૂપા એને જનમથી વહાલી હતી. પોતાની દિકરી પર જ જાણે અત્યાચાર થયો હોય એમ એનુ હૈયું દ્રવી ગયું.
મંગુને એણે હૈયાધારણ આપી, બસ હાલ તો તમે રૂપાની સંભાળ લ્યો. એના મનમાથી ડર અને ભય દુર કરવા પર જ ધ્યાન આપો. જે કાંઈ બની ગયું એમાં એનો કોઈ દોષ નથી. એ પોતાને ગુનેગાર માને છે એ ભાવ એના દિલમાંથી દૂર કરવામા એની મદદ કરો.
ઘરે આવી મંગુએ માધવને સાબદો કર્યો.  હૌથી પેહેલું કામ તમે આસપાસ ના ગામમા રૂપલી માટે કોઈ મુરતિયાની તપાસ કરવાનુ કરો. વાત ચેહરાઈ જાય પહેલા રૂપલી ના લગન થઈ જાવા જોઈએ. હમણા તમારું પગીપણું નેવે મેલો. માધવ પણ મંગુની વાત માની મુરતિયા ની શોધમા નીકળી પડ્યો.
જીવતા શબ જેવી ઘરના ખુણે પડેલી રૂપલી ને મંગુ સમય મળે કેટલુંય હમજાવતી. “દિકરા હિંમત રાખ્ય. તું તો અમારે મન અમારી મોંઘેરી મિરાત છો. તારૂં મન હાવ સોના જેવું છે, એને કાંઈ ડાઘ નથી લાગ્યો. એક ખરાબ શમણુ ગણી એને ભુલી જા, તારા બાપુ તારા હાટુ મુરતિયો હોધવા પાસેના ગામ ગયા છે અને મા અંબાની કૃપા હશે તો તારૂં લગન ઝટ નક્કી થઈ જાહે.
રૂપા ચુપચાપ માની વાત સાંભળતી રહેતી. એની આંખ્યું કોરીધાકોર દેખાતી. આંસુ પણ જાણે ખુટી પડ્યા હતા. જીભ પર જાણે સવા મણનુ તાળું લાગી ગયું હતું.
રાનીપુર સાવ નાનકડું ગામ. શહેરોની કહેવાતી પ્રગતિ થી સાવ અણજાણ. દુનિયા ભલે ૨૧મી સદીમા પહોંચી ગઈ ને મોટા મોટા શહેરોમા પરણ્યા વગર છોકરાં છોકરી સાથે રહે એને કોઈ લાંછન નહિ આધુનિક ભાષામા તો એને “Live-in relationship” કહેવાય. ગામડાના લોકને એની કોઈ ગતાગમ નહિ શહેરની જેમ ત્યાં કોઈ N G O, Social worker કે મનોચિકિત્સક ની સગવડ નહિ, કે જે રૂપા જેવી ગભરૂં પંખિણી ને બાજની જેમ પીંખી નાખનાર હેવાનો ના અત્યાચાર સામે લડવા, પોતાનુ આત્મ સન્માન જાગૃત કરવામા મદદ કરે. અહીં તો ગામડાંના અબૂધ લોકો જેમ તેમ પોતાની આબરૂ કેમ સચવાય એની પળોજણમા હંમેશ હોય. તેમા ગામના ઉતાર જેવા લોકો ગામના સરપંચ કે ચોવટિયા લોકોને ગામની વહુ દિકરીઓ ની છેડતી, ગંદા ઈશારા કે જાતજાતના બિભસ્ત ચાળા કરવામા કોક અનોખા રસનું પાન થાતું હોય એવું લાગે.
આ બધાની શરીરને છિન્ન ભિન્ન કરી નાખે એવી તીક્ષ્ણ કાતિલ નજરોથી રૂપલીને બચાવવા નો એક જ ઉપાય મંગુ ને માધવને સુઝતો હતો. રૂપલીના લગન. ક્યાં સુધી ગામ લોકો ને રૂપલીની હાલતથી બેખબર રાખવા? કાશી તો મેળાના બીજા  દિવસે મળવા આવી હતી પણ મંગુએ રૂપલી થાકી ને સુઈ ગઈ છે એવું કાંક બહાનુ કાઢી કાશીને રવાના કરી, પણ એવા બહાના ક્યાં સુધી ટકે?
માધવ આજે પણ રોટલાનુ શિરામણ કરી ને સાથે બે રોટલાને ડુંગળી ને લીલાં મરચાં કાપડામા વિંટાળી રસ્તે પડ્યો.એના ધ્યાનમા આવ્યું કે બાજુના ગામનો શંકર હમણા થોડા વખત પહેલા જ વિધુર થયો છે.
શંકરની ખેતીવાડી સારી હતી માણસ પણ સ્વભાવે સુંવાળો હતો. એ ભલો અને એનુ કામ ભલું.એની બૈરી પાર્વતી પણ ભલી બાઈ હતી. બેઉ માણા અડધી રાતે પણ બીજાની તકલીફમાં ખડે પગે ઊભા રહેતા. શંકરે ચીકુની વાડી કરી હતી ને મીઠાં મધુરા ચીકુ ઉતરતા ને છેક મુંબૈ સુધી વેચાવા જાતા. વેપારી સહુ પહેલા એની વાડીએ પુગતા અને આગોતરા પૈહા આપી ચીકુની પેટીઓ નોંધાવી જાતા. શંકર પણ ઈમાનદારી થી કામ કરતો. વેપારીઓ ને ક્યારેય ફરિયાદ નો મોકો ના આપતો.
પારવતી ધણીને ખેતીના કામમા પુરી મદદ કરતી. ચીકુની વાડીમા ઝાડ પરથી ઉતરેલા ચીકુ પેટીમા ભરી વેપારી માટે તૈયાર રાખવા, એ બધા કામમાં શંકરની હારોહાર રે’તી. પારવતીને એક દિકરો જનમ્યો પછી ફરી સારા દા’ડા ના રહ્યા. એક જ દિકરો એટલે આંખના રતન જેવો. માબાપે લાડ કરવામાં કોઈ કમી નહોતી રાખી. ગામમા શંકરનુ ખોરડું ખાધે પીધે સુખી ગણાતુ અને તેમાય એકનો એક દિકરો એટલે સૂરજ તો પાણી માંગતા દુધ મળે એવા લાડમા મોટો થયો હતો. કોઈ ટોકવા વાળું નહિ એટલે નાનપણથી સૂરજના તોફાને માઝા મુકી હતી. પારવતી ઘણીવાર શંકરને કહેતી “દિકરા પર જરા કડપ રાખો, અત્યારથી રોકશો નહિ તો મોટો થાતાં ઝાલ્યો નહિ ઝલાય” શંકર દર વખતે “તુ ચિંત્યા ના કર, કામ માથે પડશે એટલે હૌ હારા વાના થઈ જાહે” કહી વાત ટાળતો. એમા વળી ઘરમાં ફોઈબા હતાં જે સૂરજને સોનાના કોળિયા ખવડાવી લાડ કરતાં કે ફટવતા ઈ ઉપરવાળો જાણે!
જુવાનીમા પગ મુકતા સૂરજના અપલખણ દેખાવા માંડ્યા. ભણતર કોઈ’ દિ કોઠે ચઢ્યું નહિ ને મનમા ખુમાર કે બાપાની વાડી ને મિલકત મારે ભાગે જ આવવાના છે તો મારે ચોપડા ફાડી હું કરવું શેં? તેમા બે વરહ પહેલા બાજુના ગામનો દેવલો અને એના મામાનો દિકરો જશલો મેળામા ભેળા થયા અને ભઈબંધી થઈ ત્યાર થી તો સૂરજ જમીન થી જાણે બે વેંત ઊંચો ચાલતો. સૂરજ નામ પણ જાણે એને જુનુ લાગતું. દેખાવડો તો હતો જ એટલે દેવલો એને સૂરજ ને બદલે સની કહી બોલાવતો અને સૂરજ ને પણ એ નામ ગમી ગયું હતું. પોતે જાણે સાચે જ “સની દેઉલ” હોય એવો વટ મારી ગામમા ફરતો.
શંકર કે પારવતી કોઈનુ ય હવે સાંભળે એ બીજા.શંકરને હવે પોતાની ભુલ સમજાતી પણ હવે નેવના પાણી મોભે ચઢી ગયા હતા.
દર સાલની જેમ જેઠ મહિનો આવતા તો ચોમાસાની શરુઆત થઈ ગઈ પણ આ વરસ કાંઇ મેહુલો હદ બહાર વરસી રહ્યો હતો. અષાઢ આવતા આવતા તો જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ ત્રણ દહાડા થી ઝીંકાતો વરસાદ થંભવાનુ નામ નો’તો લેતો.
ખેતરે જવા નીકળેલો શંકર હારે બે રોટલા લઈને જ નીકળ્યો હતો. પારવતીને શિરામણ લઈને આવવાની ના જ પાડી હતી. આટલા ધોધમાર વરસાદમા પલળી, પારવતી માંદી પડે તો ઘર આખું ભેળાઈ જાય. બે ગાય અને બે ભેંશ ની માવજત ઉપરથી રોટલા ઘડવાથી માંડી ઘરના બધા કામ પારવતી સંભાળી લેતી. શંકરને ઘડી પણ પારવતી વગર ના ચાલતું.
શંકર હજુ તો ખેતરે પહોંચ્યો ને પાછળ હડી કાઢતો સોમો “શંકરભાઈ, શંકરભાઈ ઝટ ઘેરે હાલો, પારવતી ભાભીને એરૂ આભડ્યો છે” કરતોક ને ધસી આવ્યો.
શંકર ખેતરે જવા નીકળ્યો એટલે પારવતી ગમાણમા ગાયને નીરણ આપવા ગઈ.ભીંજાયેલા ઘાસના પુળા ઉપાડતા જાણે હાથ પર વીંછી એ ડાંખ માર્યો હોય એવી બળતરા થઈ ને લીલો કચ સાપ સરી જાતો જોયો. મોઢામાંથી રાડ ફાટી ગઈ. “કોઈ સૂરજના બાપુને હાદ દ્યો, મુને એરૂ આભડ્યો છે”
નસીબે બાજુના ખોરડાનો સોમો હજી ઘરમા જ હતો, એ ને એની બૈરી સાવિત્રી બેઉ માણા દોડી આવ્યા. સોમો હડી કાઢીને શંકરને બોલાવવા ધોડ્યો.
શંકર ઘરે આવે તે પહેલા તો ઝેર આખા શરીરમા ફેલાઈ ગયું ને પળભરમા શંકરની દુનિયા ઉજડી ગઈ. ઘરમા બાપ દિકરો જાણે સાવ અનાથ બની ગયા. ઘરને વાડી બન્ને સંભાળવા શંકર માટે દોહ્યલાં બની ગયા.
મહિનો વિત્યો ને બુન શંકરને સમજાવતા બોલ્યા,”પારવતી ગયાનુ દુઃખ મને પણ છે, પણ આ ઘર, તને, ને સૂરજને કોણ હાચવશે? હું તો ખર્યું પાન. કેટલા દા’ડા જીવીશ? સૂરજ તો હજી વીસીએ ય નથી પોંક્યો, ને તારે માથે ય આખી જીંદગી પડી છે માટે મારૂં માન અને કોઈ સારી છોડી જોઈ ફરી પૈણી જા”
માધવને શંકરની બૈરી ગુજરી જવાના સમાચાર મળ્યા અને ગામમા શંકરની આબરૂ એક ભલા માણહની છે એની ખબર પડતા જ એ શંકરના ઘરે ઉપડ્યો. શંકર ભલે બીજવર હતો પણ એટલો મોટો પણ નહોતો. રૂપાથી ઉમરમા અઢારેક વરસ મોટો હશે પણ ખોરડું ખાધે પીધે સુખી. વળી માધવ ને કોણ જાણે કેમ પણ ઊંડે ઊંડે એવો ભરોસો હતો કે રૂપાની આવી પરિસ્થિતીમા થૉડો ઠરેલ માણસ કદાચ એની યાતના સમજી શકશે.
શંકરને ઘરમા એક સ્ત્રીની જરૂર હતી. દહેજની નહી અને વાત નક્કી થઈ ગઈ.
દેવ ઊઠી અગિયારસના લગન લેવાયા. રૂપાને મન મા બાપુ જે કરે તે એના ભલા માટે જ.  રૂપલી માટે જીવન જ જાણે અટકી ગયું હતુ. જ્યાં માબાપુ કહે ત્યાં પરણવા એ તૈયાર હતી. મંગુ એ વાત જરાય બહાર પડવા ના દીધી. ઘર મેળે તૈયારી કરી લીધી. આ રીતે છોડી પૈણાવી પડશે એવી તો બિચારી ને શમણા મા ય કલ્પના નહોતી. બસ મનમા એક જ ફડક રહેતી કે બધું હેમખેમ પાર પડી જાય.
ગામ લોક કાંઈ જાણે સમજે તે પહેલા તો અગિયારસે માધવને આંગણે ઢોલ વાગવા માંડ્યા ને નાનો સરીખો મંડપ ભાઈઓ એ ભેળા મળી ઊભો કરી દીધો.
ગોરજ ટાણે જાન આંગણે આવીને ઊભી. વરને જોઈ ગામમા ચણભણ શરૂ થઇ ગઈ. અરે! આ તો બાજુના ગામનો શંકર છે. એની તો બૈરી બે મહિના પહેલા જ મરી ગઈ અને માધવને પણ ગામમા કોઈ ના મળ્યું તે બીજવરને પોતાની રૂપ રૂપના અંબાર સમી દિકરી સોંપી રહ્યો છે? કોઈ તો વળી નિંરાત નો શ્વાસ લઈ બોલ્યું જે થયું તે સારૂં જ થયું. “મુવા આ રૂપલીનુ રૂપ જોઈ ગામના ગૈઢાં પણ લાળ ટપકાવતાં હતા, ને જુવાનિયા પોતાના કામધામ ભુલી સાકર પર કીડી ઉભરાય તેમ રૂપલી ના ઘરની આસપાસ ઉભરાતા રહેતા. નખ્ખોદિયાઓ ને કાંઈ કામ જ નહોતું સુઝતું”
ગામલોક વાત કરતાં રહ્યાને રૂપાનુ કન્યાદાન થઈ ગયું. એક ઉગતી કળી ખીલે તે પહેલા જ લગનના મંડપમાં સ્વાહા થઈ ગઈ.જીવતરના કેટલાય ઓરતા અંતરમા જ ગોપાવી રૂપા ને લઈ શંકરની જાન વિદાય થઈ.
મંગુ, માધવ ને રૂપાના ભાઈઓ આંસુ નીતરતી આંખે રૂપા ને નજરો થી દુર જતી જોઈ રહ્યા ને આબરૂભેર દિકરીને વિદાય કર્યાનો શ્વાસ લઈ રહ્યાં!

રૂપ એજ અભિશાપ (૮) દેવીકા રાહુલ ધ્રુવ

અજવાળી રાતનો રૂપભર્યો ચાંદ

રાનીપુર ગામ અને માબાપને છોડી રૂપા સાસરે આવી. તેની આંખોમાં નરી શૂન્યતા હતી. ના કોઈ અરમાન કે ના કોઈ થનગનાટ. ના માબાપ કે ભાઈઓને છોડ્યાનું દુઃખ કે ના ગામની કોઈ યાદોનો રંજ. તેનું દુઃખ સીમા પાર કરી ચૂક્યું હતું. તન-મનની તમામ સંવેદનાઓ બરફ જેવી થીજી ગયેલી. તે સંજોગોના દોરડે ચાલતી કઠપૂતળીની જેમ ચાલ્યે જતી હતી. ૧૦-૧૨ વર્ષની ઉંમરે બેનપણીઓ સાથે કેવાં ગોરમાને પૂજેલા! ક્યાં ખબર હતી ત્યારે કે જીંદગી કેવો વળાંક લેશે?
શંકર પૈસે ટકે સુખી હોવાથી, લોકોમાં એનું નામ હતું. તેથી આખું  ગામ આ બીજવરની રૂપાળી નવી વહુને જોવા ઉમટ્યું હતું અને લોકો ટોળે વળી ખુશી ખુશી અંદર અંદર ગુસપુસ કરવા માંડ્યા.
‘હેંડો,હેંડો, વહુનું મોં તો જોઈએ.”
‘શંકરલાલ ભારે નસીબવાળા. હજી તો છ મહિના ય નથ થ્યા ને હારી છોડી મલી.”
“મલી તો મલી.પણ પાસી કુંવારી અને નોની.”
“ અને રુપારી નહિ? જુઓ ને,બળ્યું નોમે  ય રૂપા”.
“પણ માણહ હારો હોં.  ઉપરવાળો ઇને સુખી રાખે બાપલા.”
“એની પહેલીવારની ધણિયાણીએ લોકોનું બહુ કર્યું સે.”
ભલાનો ભગવાન સે. અવ હૌ હારા વાના થસ ને એનો છોરો ય હુધરસે.”
બાજુના ખોરડાવાળા સોમો અને સાવિત્રી, ફોઈના કહ્યા પ્રમાણે વર-કન્યાને પોંખીને ઘરમાં લાવ્યા, દીવો ધૂપ કર્યા,  ભગવાનને અને ફોઈને પગે લગાડ્યા. ચાવી આપેલા પુતળાની જેમ રૂપા કહેલું કર્યે જતી હતી. જે કંઈ થઈ રહ્યું છે તેનું કશું યે ભાન ક્યાં હતું તેને ? ઇશ્વર પરની આસ્થા તો તે દિવસથી જ ભાંગી ગઈ હતી.  ધરતીકંપ જેવી પેલી ઘટના પછી પુરુષ જાત પર એને ધિક્કારકંપ થઈ ગયો હતો.
પડોશની એક બે સ્ત્રીઓ લગ્નનું કામકાજ આટોપી શંકરનો ઓરડો ઠીક કરવામાં લાગી ગઈ. આજે રૂપાની સોહાગ રાત હતી. પણ તેના હૈયામાં હોળીની આગ હતી. નવા ઘરના નવા, અપરિચિત લોકોની ચહલપહલ, ઓરડામાં આંટાફેરા,જાતજાતની સજાવટ, વારંવાર ‘નવી વહુ, રૂપરૂપના અંબાર જેવી વહુ” વગેરે અવારનવાર કાને પડતા શબ્દો  બધું તેને હજાર હજાર વીંછીની વેદના આપતું હતું. રૂપાની પીડા,વેદના વકરતી જતી હતી. તેના તમામ અરમાનો લગ્નની વેદીમાં હોમાઈ ચૂક્યાં હતાં. રુંવે રુંવે વીંટળાયેલી હતાશા અને લાચારીએ તેને લગભગ મૃતઃપ્રાય બનાવી દીધી હતી. પેલા નરાધમોને કારણે આજની એની સોહાગરાત કાંટાળી, કટોકટીની, જાણે કે ધગધગતા અંગારા સમી રાત હતી. વળીવળીને એ પાશવી અત્યાચાર એને ભડકાવી દેતો.
રૂપાનું ગમગીન મન કહેતું, ‘રૂપલી હવે જીવવાનો શો અર્થ છે ? એકવાર પુરુષના હાથે ચૂંથાઈ ગયેલો આ દેહ ઝેરી ટીકડીઓ ખાઈને કાયમને માટે સૂઈ જા. જીવીને ન તો તું સુખી થઈશ કે ના કોઈને સુખી કરી શકીશ. હર પળ પેલા રાક્ષસોના ચહેરા તારી નજર સામે આવશે.”
એણે ઓરડામાં ચારે બાજુ નજર ફેરવી. ક્યાંય કંઇ ગળે ફાંસો ખાવાનું સાધન દેખાય છે ? ક્યાંય કોઈ દવાની ટીકડીઓ મળે છે?  બારીમાંથી નીચે ભૂસ્કો , ઘડીભર લોક વાતો કરીને રહેશે. માબાપ રોઈને રહેશે. પણ આ અભડાયેલ શરીરથી તો છૂટકારો તેને પોતાની જાત પર ધૃણા થઈ.

એટલામાં તેના કાને દૂરથી આવતાં રેડિયો પરના શબ્દો અફળાયા “ દૂનિયામેં હમ આયે હૈ તો જીના હી પડેગા. જીવન હૈ અગર જહર તો પીના હી પડેગા.” ને ઘડીભર ખાનદાન, નીડર માબાપના સંસ્કારો જાગીને એને વાળતા, “ના,ના, એમ જીવતરને ટૂંપો ના દેવાય. જનમ દેનાર જનેતા અને બહાદુર,મગરૂર બાપનું શું? ખુબ વહાલા ભાઈઓનું શું ? આ ભલા પરણેતરનો શો વાંક ?” જાતજાતના વિચાર-કુવિચારોના વમળોમાં  અટવાવા લાગી. પોતે કરે તો શું કરે ? આ વમળમાંથી બહાર કઈ રીતે આવે ?
ઘડીભર રૂપાને લાગ્યું તેની તમામ શક્તિ અને બુધ્ધિ બુઠ્ઠી થઈ ગઈ છે. મનથી કશું નક્કી કરી શક્તી નથી કે હવે શું કરવું અને શું થશે ? ધરતી મારગ  આપે તો સમાઈ જાઉં. પણ, આખરે મહામહેનતે થોડી ઘણી હિંમત ભેગી કરી જે થાય તે જીરવવાનું એમ વિચારી ઉભા થવાનો પ્રયત્ન કર્યો.  કલંકની કાળી વાતનું પોટલું વાળી જીવતરના કોઈ એક દૂર ખૂણામાં ફેંકી દઈ ધીરા પગલે ઊભી થઈ.
બીજી તરફ રૂપાના માબાપનું હૈયું વલોવાતું હતું. માંડ માંડ કાશી અને રૂપલીની બેનપણીઓને વિદાય કરી મંગુ ઘરમાં આવી. દીકરી વગરના સૂના ઘરમાં એ બે હાથે માથું દબાવીને બેસી પડી. રૂપાને વિદાય કર્યાના દુઃખ કરતાં એની આબરુ લૂંટાયાનો ઘા ભારે હતો. દિલડાનો એ ઘા ડૂમો થઈ કંઠે બાઝી ગયો. ઇશ્વરના ફોટા પાસે બેસી કાકલૂદીભર્યા સ્વરે પૂછી રહી. “ઓ મારા ભગવાન, બાપલા,તેં આ હું કઈરું? મને રૂપારી છોડી દઈ કયા જનમના કયા ખોટા કોમના ફળ આલ્યાં? જે કંઈ દખ્ખ દેવુ’તુ તે મુને દેવું’તુ. આ ભલીભોરી છોડીનું જીવતર હું કરવાને બગાડ્યું ? કેટકેટલી કાળજી રાખી હતી.  રડી રડીને એની  આંખો સુઝી ગઈ.
માધવ આગળ આ વેદના ઠાલવતી મંગુ બોલી.
“મારી જ ભૂલ કે મેં એને મેળે મોકલી. સહેજ કાઠી થઈને ના જવા દીધી હોત તો આ દા’ડો જોવા વારો ના આવત. ફટ છે મને. મા થતા ના આવડ્યું. અક્કરમીની આ જાત મૂઈ તાવમાં પટકાઈતી. હારે ગઈ હોત તો મરી ના જાત” કહી એ પોતાનું માથુ કૂટવા લાગી.
માધવે એને અને પોતાની જાતને પણ સાંત્વન આપવા માંડ્યુ. “વિધિના લેખ. ઈમા તારો કે મારો હુ વાંક મંગુ? લખ્યા લેખ કોણ મથ્યા કરી હકે ?”
“એ તો તમે ઈમ કહો સો. બાકી ઉપરવાળો દીનાનાથ જાણે કે આગળ ઉપર હું થવાનું ? મને તો ભારે વ્યાધિ થાય સે. રૂપાના બાપુ, જીવ મૂંઝાય સે”!
માધવના દિલમાં પણ ભારે વ્યથા હતી. જુવાન જોધ દીકરીની આવી વાત કોને કહી ભાર હળવો કરે ? પોતે મરદ થઈને ક્યાં જઈને રડે ? પરણાવી તો દીધી. હજી આગળનું તો ભાવિ ધૂંધળુ હતું. મૂંછાળો મરદ આજે મિંયાની મીંદડી થઈને પડ્યો’તો.  વિચારતો હતો “શું રૂપ દશમન છે ?”
“હ્રદયને ક્યારેક તમ્મર આવે છે. બુધ્ધિને ક્યારેક ચક્કર આવે છે. ઘટના ક્યારેક એવી પણ સર્જાય છે. જે લાગણીને પથ્થર બનાવે છે.”
આ બાજું, સાસરિયામાં લગ્નની પહેલી રાતે મનને સમજાવવાના સતત પ્રયત્નો કરતી રૂપાને પણ જાણે ભગવાન આકરી પરીક્ષા કરી રહ્યો છે કે દંડ તે સમજાતુ ન હતું. એટલામાં બારણું ખુલ્યું અને વસાયું. શંકર ઓરડામાં પ્રવેશ્યો. એને જોતાવેંત રૂપા ધોળી પૂણી જેવી થઈ ગઈ. તેના શરીરમાંથી એક ભયનું લખલખુ પસાર થઈ ગયું. એ ધ્રુજી ઊઠી.
થરથર કાંપતુ મન અને તન લઈને ઓરડાના એક ખૂણામાં અંગોને સંકોરી, ટૂંટિયુ વાળીને  પડી રહી. સોહાગ રાતના સપના સાથે શયનખંડમાં આવેલા શંકરની નજર સૌથી પહેલાં પલંગ પર ગઈ. એને હતું સજીધજીને મારી રૂપની રાણી આતુર નયને રાહ જોતી બેઠી હશે. પોતે એનો ઘૂંઘટ ખોલશે અને આજની રૂપામઢી રાત રળિયામણી બની રહેશે. પોતાની ઉંમરથી ૧૮ વર્ષ નાની કુમળી કળી જેવી અને તે પણ રૂડી રૂપાળી કન્યા મેળવીને ખુશખુશાલ હતો. કલ્પનાઓથી રોમાંચિત બની એ હવામાં ઊડવા લાગ્યો. શંકરને પહેલી પરણેતરના શબ્દો યાદ આવ્યાં.
“કાલ ઊઠીને ન કરે નારાયણ ને મને કંઈ થાય તો બીજી રૂપાળીને ઘરમાં લાવજો હોં.”
“ના રે ના, બીજવરને વળી કોણ મળવાની ?”
“એવું કંઈ નહિ હોં. પૈસો હોય તો કોઈ ગરીબની કન્યા તો મળે.”
“લે, તારા મોંમાં ગોળ”. પોતે પણ પાર્વતીને ચીડવવા કેવો મસ્તીખોર જવાબ આપેલો તે યાદ આવ્યું.
કલ્પનાઓથી રોમાંચિત બની એ હવામાં ઊડવા લાગ્યો. પણ એણે જોયું કે પલંગ તો ખાલીખમ છે ! પરિસ્થિતિથી અણજાણ શંકરને લાગ્યું કે રૂપા છુપાઈ ગઈ હશે. થોડી શરમાશે, નાની છે એટલે ઉંમરસહજ મસ્તી કરશે. તેના મનસુબાઓ ગમતી અટકળો કરવા માંડ્યાં. તેની આતુર નજર ઓરડાની ચારેબાજુ, દરેક ખૂણે ફરી વળી. ત્યાં તો! તેણે શું જોયુ ? અરે ! આ શું ? ખૂણામાં ભરાયેલી રૂપા થરથર કાંપતી હતી, ડરતી હતી,પગથી માથા સુધી ધ્રુજતી હતી. પળમાત્રમાં તો શંકરે ઘણું ઘણું વિચારી લીધું. અનેકાનેક પ્રશ્નો ઊઠ્યાં.
શું પહેલી વાર છે એટલે ? માબાપને અને મૈયરને છોડીને આવી છે એટલે ? સોહાગરાતની કશી ખબર નહિ હોય એટલે કે પછી તાવ આવ્યો હશે ? સવાલોની ઝડીઓને મનમાંથી ઝાટકી દઈને પાકટ વયનો એ સમજુ પુરુષ રૂપાની સહેજ પાસે ગયો. થોડીવાર કંઇ ન બોલ્યો. રૂપા તરફથી કોઈ પ્રતિભાવ ન આવતાં શંકરને લાગ્યું કે એ કાચી કુંવારી છોકરી સાથે સમજાવટથી કામ લેવું પડશે. તેણે ધીરે રહીને વાતચીતની શરૂઆત કરી.
“રૂપા, થાકી ગઈ હોઈશ.નહિ?”
“બેનપણીઓ વધારે યાદ આવે છે કે માવતર? ”
‘હાચું કે’જે હોં’ ,કહી તેને હસાવવા પ્રયત્ન કરવા લાગ્યો.

રૂપા શું બોલે ? તેના જીવતરનું પોત કાળની કારમી સોયથી સીવાઈ ગયું હતું. તેની જીભ પર મણમણના તાળા વાગી ગયાં હતાં. સાચું કારણ ક્યાં કહેવાય તેમ હતુ? એ કશું ન બોલી. તેના કાળજે ધગધગતો લાવા હતો. જવાળામુખી બનશે કે રાખ બની ઢંકાઈ જશે ક્યાં ખબર હતી. પરિસ્થિતિથી અણજાણ શંકરે મૌન તોડવા વાત ચાલુ રાખી.
“મા-બાપને છોડીએ ત્યારે દુઃખ તો લાગે. પણ હું તને કોઈ રીતે ઓછું નહિ આવવા દઉં હોં.”
“ચાલ, ઉભી થા અને પાણી પી લે. તને ખબર છે તું આજે કેટલી સરસ લાગે છે ?”
પગની ગોઠણ વચ્ચે મોં છૂપાવેલી રૂપા વધુ સંકોચાઈ, વધારે ધ્રૂજી. પુરુષના શબ્દે શબ્દ એની છાતીમાં તીરની જેમ ભોંકાતા હતા.
“આવ, આ બારી પાસે. તાજી હવા લે. મન થોડું છૂટું થશે. જો, ચાંદ કેવો ખીલ્યો છે ?”
રૂપા ફરી એક વાર કંપી ગઈ. શંકર  વધુ નજીક ગયો. મીઠા બોલથી,પ્રેમથી તેને રીઝવવા, સમજાવવા માંડ્યો. એ જેવો હાથ ફેરવવા ગયો કે, તરત જ પુરુષના સ્પર્શથી ફફડી ગયેલી રૂપા મોટેથી છુટ્ટા મોંએ પોક મૂકીને રડવા માંડી. પથ્થર બનેલી રૂપાની આંખોમાંથી હવે બોરબોર જેવડા આંસુની ધારા વહેવા લાગી. ધીરે ધીરે તેના ડૂસકા ચાલુ થયાં.
ઠરેલ ઉંમરનો શંકર સમજીને પાછો હઠી ગયો. કારણ શું હશે તેની વધુ ચર્ચા કે ચિંતા કર્યા વગર એણે શાંતિ અને અદબ જાળવી. પોતાના અરમાનોને આજની રાત અંદર જ ધરબી દઈ, ખુબ મ્રુદુ અવાજમાં તે બોલ્યો.
“ રૂપા,તું ગભરાઈશ નહિ. અહીં તને કોઈ વાતે અગવડ નહિ પડે. આજે તને ઠીક ન લાગતું હોય તો કંઈ વાંધો નહિ હોં. શાંતિથી સૂઈ જા. આખી જીંદગી પડી છે. આપણે કાલે વાત કરીશું. તું જેમ કહીશ તેમ જ કરીશું” કહી શંકરે સૂવાનો પ્રયત્ન કરવા માંડ્યો.
મનમાં વિચારતો હતો, જીંદગી પણ કેવી અટપટી છે! વાળની ગૂંચ જેવી અણઉકલી છે. કોઈને ઘર ઉજવણી છે તો કોઈને ઘર પજવણી છે. એ વેળાવેળાની છાંયડી છે અને સંજોગની પાંખે ઉડતી પવન-પાવડી છે. કાલે શું થશે કે ક્ષણ પછી શું થશે ક્યાં કોઇને ખબર હોય છે? સારા ખોટા સમયને જાણવો અને જીરવવો એ જબરદસ્ત જીગરનું કામ છે.
પોતે ધાર્યું હતું કે પાર્વતીના ગયા પછી ધંધામાં મંદી આવી છે. હવે આ લગન પછી બધું બરાબર થઈ જશે.ઘર સચવાશે અને દાણોપાણી પણ ઠેકાણે પડશે. એ વિચારોમાં ઊંડે ઉતરી ગયો. માંડ કરીને મનને તૈયાર કરેલા શંકરને આજે પાર્વતી ખુબ સાંભરી. એને જ કારણે તો પોતે આટલો ઠરેલ બન્યો હતો અને જીવવાની સાચી સમજણ પણ એણે જ આપી હતી ને ? વળી વળીને તેના શબ્દો આજે પડઘાતા હતા.
“એમ ઉતાવળે આંબા નો પાકે. થોડી ધીરજ રાખવી પડે.”
“સૂરજના બાપુ, હવ નોના નથ રહ્યા. તમતમારે ધંધામાં આંખ રાખો બાકી બધું  હું હંભારી લઈશ.”
“ભલા સો ઇવા રેજો.  કોઈ માથાભારે ઘરાક વેતરી ના જાય ઈ  હમજતા રેવું.”
“ ક્યારનું દૂધ મૂક્યું સ. હજી પીધું નથી? બહુ થાકી જ્યા? લાવો,તમારા પગ દાબી દઉં,” કહી કેવી હેતને હિલોળે હિંચવતી એ બધું શંકરને આજે ફરી એકવાર યાદ આવી આંખો ભીની કરી ગયું.
સ્વસ્થ થવા એણે પાણીનો ઘૂંટડો પીધો, ગળુ ખંખેર્યું. પાસે પડેલા છાપાના ચોપાનિયાથી થોડો પંખો ખાધો. બારીની બહાર આકાશ તરફ નજર નાંખી અને એક નજર રૂપા તરફ ફેરવી. તેના ડૂસકાં હજી સંભળાતા હતાં. હજી યે તે ટુંટિયુ વાળી એમની એમ જ પડી હતી.
“રૂપા, રાત ઘણી વીતી છે. હવે છાની રહે અને શાંતિથી સૂઈ જા. કાલ વાતો કરીશું” કહી ફરી એક વાર લાગણીભર્યા શબ્દો બોલી, એ ભલા માનવીએ ઇશ્વરને યાદ કરી, ઉંઘવાનો પ્રયત્ન કર્યો. પણ આજની રાત વેરણ બની સરતી હતી. જુદી જુદી અવસ્થામાં જાગતા બંનેના જીવન આકાશમાં ઘટનાઓની સારી ખોટી યાદોના તારલાઓ ટમટમતા હતા. પલકમાત્રમાં પાંપણો વચ્ચે પૂરાતી નિંદર આજે પડખા ઘસતી હતી. પડઘા પાડતી હતી. ઓરડામાં બફારો હતો. બહાર ઘેરું ધૂમ્મસ હતું.  અજવાળી રાતનો રૂપભર્યો ચાંદ, કાળા ડાઘને છુપાવતો,  વાદળાઓથી ઘેરાયેલો હતો.

 

રૂપ એજ અભિશાપ (૯) રેખા પટેલ “વિનોદીની”

પ્રભુ! આ કેવી વિટંબણા!

સુવાનો ખોટો ડોળ કરતા બેય જીવો પોતપોતાના વિચારોના કોશેટામાં પુરાઈ ગયા। …….
પરણ્યાની રાત હતી ! રૂપા માટે પહેલી રાત, પણ ઉમંગનો સદંતર અભાવ. પારેવડાંની જેમ કાંપતી અને શું થશે તેની કલ્પનામાં ધ્રુજતી.  હજુ પણ ભયથી થરથરતી હતી. તેના તન સાથે મન પણ કંપી રહ્યું હતું. જે ભય અંદર હતો તે આંખોથી હોઠ સુધી આવતો નહોતો. બહાર વહી જાય તેના કરતા તે આંખ મીચીને પોતાની અંદર સમાવતી રહી.
પરંતુ એક વાતની હાશ થઈ, કે પાસે સૂતેલો પુરુષ જે હવે તેનો પતિ હતો તે જેમ ઉંમરમાં બમણો હતો તેમ સ્વભાવે પણ તેટલો જ સજ્જન હતો. જો અડવા આવશે તો શું? એ પ્રશ્ન તેને સતાવતો હતો. ઉંધ તેનાથી આજે કોશો દુર હતી.  રહી રહીને પેલી ભયાનક સાંજ યાદ આવી જતી અને પરાણે બંધ રાખેલી આંખો ખુલી જતી!
શંકરની મનોદશા પણ આવી  હતી. તેની આંખોમાં  ઊંઘનું નામોનિશાન ન હતું. તેણે બીજા લગ્ન કર્યા હતા. જીવન સંગીની્ના સહકાર માટે. તેને સ્ત્રી શરીરના સાથની એવી કોઈ જરૂર યા ભૂખ ન હતી. આજે તેને લાગતું હતું કે નાની ઉંમરની નવી પત્ની લાવીને તેના થકી કઈ ભૂલ તો નથી થઈને ? હા, રૂપા ઉમરમાં નાની છે પણ ‘લગન’નો અર્થ ન સમજે તેવી નાદાન નથી? આટલી બધી ગભરાય છે તો તેને વતાવવી નથી એવું મનમાં નક્કી કર્યું. ધીરજ ધરવી પડશે! એ સમજુ હતો એટલે શાંત રહ્યો.
નાની ઉમરની રૂપા સાથે લગ્ન થઈ ગયા ! પણ હવે પાણી વહી ગયા છે. પાળ બાંધવાની વાત કરવી અસ્થાને છે.  વિચારોમાં કાળી રાત પસાર થતી રહી.પ્રભાતે ઉગતા સૂર્યની પ્રતિક્ષા કરવાની હતી.  આમ રાહ જોવામાં રાત સરતી રહી અને ક્યારે આંખ મીચાઈ ગઈ તે પણ ખબર ન રહી!
વહેલી સવારે જ્યારે શંકરની આંખ ખુલી ત્યારે પહેલી નજર તેની બાજુના પલંગ ઉપર પડી .જ્યાં રાતના અંધારામાં  એક સ્ત્રીનું શરીર ટૂંટિયુ વાળીને પડ્યું હતું.  દુનિયાની નજરે અને અગ્નિની સાક્ષીએ  જે તેની પત્ની હતી! તે  જગ્યા અત્યારે ખાલી હતી. તેને ફાળ પડી. તે ખુદની પથારીમાંથી ફટાફટ ઉભો થઇ ગયો અને ઓરડામાં ચારે બાજુ નજર દોડાવી. તેને રૂપાની ચિંતા હજુ પણ સતાવતી હતી. આથી તે કમરાની બહાર આવ્યો અને  તેને શોધવા આખા ઘરમાં ફરી વળ્યો.
છેવટે રસોડામાં તેને ફોઈબા અને રૂપાનો અવાજ સંભળાયો. તેને હાશ થઇ અને  પાછો રૂમમાં વળ્યો. બધું હેમખેમ જોઈ તેને હૈયે ટાઢક થઈ. દાતણ પાણી પરવારી પાછો રસોઇ ઘરમાં આવ્યો. જાણે કશું અજૂગતું બન્યાની ફોઈબાને ગંધ ન આવવી જોઈએ તેની તકેદારી રાખવાની હતી. આમ જોઈએ તો ક્યાં કશું બન્યું જ હતું?
શંકરે પત્ની ગુમાવ્યા પછી તેના ઘરનો બધો કારબાર ‘ફોઈબા સંભાળતાં હતાં.’ મોટી બહેન પ્રત્યે શંકર ખૂબ માન પૂર્વક જોતો. માતા ગુમાવ્યા પછી તેમણે શંકરને પાંખમાં ઘાલ્યો હતો. શંકરની પત્ની હતી ત્યારે તેમના માનપાન ખૂબ સાચવતી. પત્નીના અકાળ અવસાન પછી ઘરની વ્યવસ્થા ફોઈબાએ સંભાળી હતી.
શંકરને સવારના પહોરમાં નિહાળી  બોલ્યા,” જય શ્રી કૃષ્ણ ,આવ ભાઈ જાગી ગયો ?  જો વહુ તો વહેલી ઉઠી ગઈ હતી. “
“હા ફોઈબા, ઉઠતા થોડું મોડું થયું ,ચા મળશે ?”હસીને  શંકર બોલ્યો.
‘અરે હા, કેમ નહિ આજે ચા વહુએ બનાવી છે. લે તેના હાથની ચા પી અને સાથે બે કોળિયા ખાઈ લે ” બા ફોઈ બોલ્યા.
રૂપા હજુ નીચા મોંએ બેઠી હતી. લગ્ન પછીની પહેલી સવાર, મુંઝાતી હતી ? ગભરાતી હતી કે પછી તેના હ્રદયામાં વિચારોનો મહાસાગર હિલોળા  લેતો હતો? માથે ઓઢણું હતું, તેની નીચે તેની ગમગીની છુપાવતો ચહેરો હતો!
રૂપાને ખુશ કરવાના આશયથી શંકર થોડો મજાકિયો બની બોલવા લાગ્યો.,
ફોઈબા, હું એક જવાબદારીમાંથી છૂટ્યો આજે !કારણ તમારે કોક માણસ રોજ ટોકવા જોઈતું અને હું જ તમારા હાથે ચડી જતો! તે હવે તમે અને તમારી વહુ, આ કહેવા સાંભળવાનો વહેવાર પતાવી લેજો મને માફ રજો ” કહી હસવા લાગ્યો.
પરંતુ રૂપાના ચહેરા ઉપર કોઈ ફેરફાર જણાતા નહોતા. જાણે સાવ સપાટ ચહેરો કોઈ ભાવ વગરની આરસની પુતળી ! એણે તો ખોટોખોટોય શંકરના હસવામાં સૂર ન પૂરાવ્યો.
પણ શંકરની આજ ખાસિયત હતી. બહુ ધીરજવાળો સમજુ પુરુષ હતો. એટલું તો સમજી ચુક્યો હતો કે આ લગ્નથી રૂપા ખુશ નથી. બસ કારણની જાણ તેને ન હતી. તેને હવે કોઈ કારણ જાણવું પણ ન હતું. હવે જાણ્યે  શું ફરક પડવાનો છે? નવું નવું છે, ઉમરમાં નાની છે. સંયમ રાખ્યો, બધાંય સારાવાના થઈ રહેશે! તેણે બધું સમયને માથે નાખી દીધું.
ત્યાં તો ફોઈબા બોલ્યા, વહુ લાવ ચા પાઈ દે બધાને. શિરોમણ હાટુ રોટલા અને પવાલામાં પાપડી શેકીને રાખી છે તે લાવજો.  શંકરને રોજ આવું સાદું ખાવાનું ભાવે છે.  હવે તમે બધું થોડા દહાડામાં સમજી લેજો જેથી હું છુટું આ બઘી જંજાળ માંથી, ” તમે આવી ગયા એટલે હવે મારે કો’ ચિંતા ન રહી.
રૂપા ચુપચાપ કહ્યા પ્રમાણે કામ કરતી જતી હતી. ચા રકાબીમાં રેડી શંકરને આપી. રોટલો આપવા જતા શંકરનો હાથ રૂપાને અડી ગયો, રૂપા અંદરથી  કંપી ઉઠી. શંકરને તેનો સ્પર્શ ગમ્યો પણ બોલ્યો કાંઈ નહી. ફોઈબા ત્યાં જ હતાં. હવે શંકરના મીઠા નેહપૂર્ણ વર્તન ને કારણે રૂપા થોડી સ્વસ્થ રહી શકી. આ ફેરફાર અનુભવી શંકર સમજી ચુક્યો હતો!
આ બધાથી અજાણ ફોઈબા તેમની ઘુનમાં બોલે જતા હતા. ફોઈબાનો હરખ સમાતો ન હતો. મા જણ્યો ભાઈ ઘર ભાગ્યા પછી આવી સુંદર ભાભી લાવ્યો હતો. પોતે તો આદત પ્રમાણે વહેલી સવારે બે લોટા રેડી નાહી લેતાં. પૂજા પાઠમાંથી પરવારી બધા સાથે ચા પીવા બેસતાં.
“ હવે જલદીથી નાહીને પરવારી લ્યો એટલે કુળ દેવીના મંદિરે જઈ પગે લાગી આવીએ. બધી નકામી બલાથી છુટકારો મળે અને આ બળ્યું વહુ બહુ રુપાળી છે તો કોઈની નજર ના લાગે તે હાટુ મારે હનુમાનજી નો દોરો બંઘાવવો છે. ” રૂપાળી વહુ જોઈ ઘેલાં થયેલા ફોઈબા બસ બોલ્યે જતા હતાં.
રૂપા વિચારી રહી, “હવે શું નજર લાગવાની છે?  એક મોટી ઘાતક નજર તો લાગી ગઈ! હવે આ નાની મોટી બલાઓથી મને હું નુંક્શાન થવાનું હશે ? “
બરાબર આજ વખતે શંકરના મનમાં અલગ વાત ઉભરી આવી. ” સારું રૂપા બહાર જશે તો કદાચ નવી જગ્યા, ગામ, અને  નવા લોકો જોઈ તેનું મન કંઈક હલકું થશે ! “
“અલગ અલગ મનનાં અલગ અલગ ભાવ તે આને કહેવાય ” સહુ પોતાને મધ્યમાં રાખી વિચારતું. રૂપા તો બાઘાની જેમ સાંભળતી, હોંકારોય દેતી નહી.
રૂપા ચાલ હું તને આખું ઘર અને તેની બધી વ્યવસ્થા દેખાડી દઉં. કહી શંકર રસોડામાંથી બહાર નીકળ્યો।   હા, જા જા વહુ તૈયાર થઇ જા કહી ફોઈબા એ તેને ઉભી કરી અને રૂપા  કમને શંકરની  પાછળ ઘસડાઈ.
શંકર તેને આખું ઘર બતાવતો રહ્યો. ઘર ખૂબ મોટું હતું.  એક ઓરડો બંધ હતો. તે બહારથી બોલ્યો, આ આપણા દીકરા સનીનો સુવાનો ઓરડો છે. તે રોજ મોડો ઉઠે છે.તેને કોઈ ઉંઘમાંથી ઉઠાડે એ જરા પણ પસંદ નથી.  ગઈકાલે રાતના તો  ઘુંઘટમાં તારું મુખડું  ઢાંકાયેલું હતું. તેં તેને બરાબર જોયો નહિ હોય. ઉઠે તારે તને ઓળખાણ કરાવી દઈશ.
રૂપાને આ બધું બહુ નવું લાગતું હતું. એક નાના ખોરડાંમાંથી આવા મોટા ઘરમાં આવી ચડી હતી . અહીં  દરેકના સુવાના અલગ ઓરડા હતા અને નહાવાનો મોટો ઓરડો અલગ હતો. જ્યારે એના ઘરે તો માના ખોરડા પાછળ વાંસથી ઓરડી બનાવી હતી તેમાં નહાતી હતી।  આટલું બધું સુખ હોવા છતાં તેના મનમાં આનંદ ન હતો. છતાય હવે આ ઘરને, આ પ્રેમાળ માણસને અપનાવવો રહ્યો સમજી તે તેની હા મા હા ભણી સહેજ હસી !
રૂપાને આમ હસતી જોઈ શંકરના મનને રાહત મળી. કંઈક અંશે તેને મન ઉપર ભાર હતો કે નાની દીકરી જેટલી  ઉંમરની રૂપાને પત્ની તરીકે લાવી ભૂલ તો નથી  કરી ને?  પણ ફોઈબા આગળ કશું ચાલ્યું નહોતું ! આ લગ્ન જલ્દીથી આટોપાઈ ગયા હતા !  ખેર હવે બધું બરાબર થઇ જશે ,તેને રૂપાને નહાવાનું પતાવી લેવા કહ્યું.
રૂપા નાહીને બહાર આવી તેના ભીના ધોયેલા વાળમાંથી પાણીના ટીપા મોતીની સેર બની ટપકતા હતા . તેનું પારીજાત જેવું નાજુક દુધે ઘોયેલ રુપાળુ મ્હોં ચમકી રહ્યું હતું. એક રૂપ તો હતું, જે રૂપાની અણમોલ મૂડી હતી. જે તેને માટે અભિશાપ બની ગયું હતું. ખેર, બાપે પરણાવી દીધી!
આજે પહેલો દિવસ હતો માટે ફોઈએ નવી લાલ સાડી જેના પર લીલા કલરની ભરેલી બોર્ડર હતી તે પહેરવા આપી. તેમાં રૂપા સોનપરી જેવી લાગતી હતી।
શંકર તેને મુગ્ધ બની જોતો રહ્યો. મન માકડું રૂપાને પ્રેમ કરવા ઉછળી રહ્યું હતું .પરંતુ શંકરે પોતાના મનની ભાવનાઓ ઉપર કાબુ રાખ્યો. તે બાથરૂમમાં ગયો નાહીને બહાર આવ્યો. ત્યાં રૂપાએ કબાટમાંથી તેની માટે કપડા વગેરે બહાર કાઢીને મૂકી રાખ્યા હતા. આ જોઈ શંકર મનોમન ખુશ થઈ ગયો અને રૂપાના સુઝબુઝ ઉપર વારી ગયો. પછી તૈયાર થઇ રૂપા સાથે ફોઈબાને પગે લાગવા પુજાના ઓરડામાં જવા લાગ્યા. ત્યાં જ સામેના સનીના ઓરડાનું બારણું ખુલ્લું હતું.
લાટ સાહેબ પથારીમાંથી  બુમ પાડી રહ્યો હતો  “બા મારી ચા ક્યાં છે? “કહી ફોઈબાને બુમ મારી. ફોઈબા પૂજાના ઓરડામાં મંદીરે જવા માટેની તૈયારીમાં ગુંથાયા હતાં.
બેટા, હવે તારી નવી મા આવી ગઈ છે!  ઉભો થા અને એને પૂછી જો. આજે ચા પણ તેણે જ બનાવી છે! બસ આજથી મારી જવાબદારી પૂરી.  હવે હું જાત્રા કરવા જવાની છું.  હવે મારો પીછો છોડ, “કહી પાછા ભજન ગાવા લાગ્યા! ફોઈબાને ભજન ગાતાં સાંભળી સનીએ પથારી છોડી અને રસોડા તરફ ચાલવા માંડ્યું.
તેના પપ્પાને સામે જોઈ તે બોલ્યો, “પપ્પા, જય શ્રી કૃષ્ણ. “કહી મોટું બગાસું ખાધું તેને હાફ ચડ્ડી અને બનિયાન પહેર્યું હતું.પપ્પાની બાજુમાં ચાલતી સ્ત્રી તેની નવી ‘મા’ છે એ સમજતાં વાર ન લાગી.
રૂપાની અને સનીની નજર એક થઇ! રૂપાને માથે આભ તૂટી પડ્યું . શું જે નિહાળી રહી હતી તે સત્ય હતું?   દુનિયા   તેની સમક્ષ ભમરડા્ની માફક ફુદડી ફરી રહી હતી. શંકર બાજુમાં જ  ચાલતો હતો. તેણે રૂપાના હાલ જોયા. કાંઈ સમઝે તે પહેલાંતો રૂપા  મૂર્છા ખાઈ ત્યાં ઢળી પડી ! શંકર હાથ દેવામાં જરા મોડો પડ્યો!
સની ના હાલ તો વાઢો તોય લોહી ન નિકળે એવા હતાં. સની ચા માગવાનું અને પીવાનું બંને વિસરી ગયો.
ધડામ અવાજ, ફોઈ પૂજા કરતા બહાર દોડી આવ્યા. ” ઓરે મા, શું થયું વહુને ઓચિંતું આ ” કહેતા બહાર દોડી આવ્યા અને જોયું તો શંકરના ખોળામાં રૂપાનું માથું હતું . બાજુમાં સની ઉભો ઉભો ઘ્રુજતો હતો!
રૂપાને માટે તો વજ્રાઘાત  હતો ! તેને ચુંથનારો તેનો સાવકો દીકરો હતો! હે પ્રભુ! આ કેવી વિટંબણા!

રૂપ એક અભિશાપ (૧૦) -પ્રજ્ઞા દાદભાવાળા

“શું સ્ત્રીના ચરિત્રની કિંમત કાંઇ જ નહી?”

મોટાભાગના બળાત્કારના કિસ્સામાં જેવું બને છે તેમ રૂપા માનસિક રીતે  એવી ગભરાઈ ગઈ હતી કે આગળ કંઈ જ વિચારી શકતી  ન હતી. તેથી માબાપે કહ્યું અને રૂપા  પરણી તો ગઈ પણ મન  ભૂતકાળમાં જે થયુ તે ભૂલી શકે તેમ ન હતું. હવાથી પટકાતું બારણું એની ઊંઘ ઉડાડી દેતું. રાતના સન્નાટામાં ટપકતા નળમાં એને પુરુષનાં પગલાં સંભળાતાં. કયારેક  પવનનો સુસવાટ થતો અને રૂપ થરથરતી, તો કયારેક  બિલાડીની અવરજવર  રૂપાને ભયભીત કરતી. શંકરે તો તેને  સ્પર્શ ન કર્યો!  પરંતુ  રૂપા દરેક ક્ષણે સેંકડો મોત મરતી  હતી.
સુહાગ રાતે  યુવાન હૈયાંને કંઈ કેટલીય ઝંખનાઓ અને ઇચ્છાઓ હોય છે. એમ રૂપાને પણ પતિ અને પ્રેમની ઝંખના  હતી. પરંતુ હવે તો પુરુષનો સહવાસ જાણે રૂપાને કંપાવતો હતો .  એની અંદર લાગેલા કાંટા, ચુભતા  હોય એવી વેદના થતી હતી. આંખો પણ જાણે દર્દ થી સમસમી જતી. હ્રદયની વેદના આંખો સુધી પહોંચતી  પણ  હવે આંસુ સુકાઈ ગયા હતા. ઉપરથી ફોઈબાની ચોકી કરતી નજર રૂપાને અકળાવતી હતી.   એમાં સનીની ઘરમાં હાજરી તેને દઝાડતી. બને ત્યાં સુધી રૂપા ઘરમાં એકલી રહેવાનું ટાળતી.
દિવસ દરમિયાન રૂપાની હાલત ઠીક જણાતી. સાંજની વેળાએ ફોઇબા મંદિરે જવા તૈયારી કરી. કહેવા લાગ્યા પહેલી વાર સાસરે આવતી નવવધૂને પાદરના મહાદેવે પગે લગાડવાની રસમ છે. તારી તબિયત સારી નથી અને શંકર પણ કામસર ગામમાં જવાનો છે એટલે કાલે ઉગતા પહોરે જશું. સાંભળતા રૂપાને  ધ્રાસકો પડ્યો, આ ફઈબાને કેમ કરી રોકું ? પોતે કંઈ કહે તે પહેલા ફૈબા કહે ,’ પણ રૂપા વહુ  અત્યારે તારી નજર ઉતારી લેવા દે’ અને  ફોઈ ગણગણ્યાં. એવડું રૂપ લેઈને આઈ છો તું !’  ઘડામાંથી પાણીનો લોટો ભરી કહે, ‘ઊભી  રે !’  લોટો લઈ એમણે રૂપાને ને માથે ત્રણ વાર વાર્યો ને એ પાણી આંબાના થડમાં રેડી દીધું.  નીકળતા પહેલા કહે ‘ રૂપા વહુ,  હું મંદિરે જઈને આવું છું.  આ ઓસરી વાળી દીવો કરવો ભૂલતી નહી અને સનીને  પ્રેમથી વાળું કરાવજે.  હવે તારે જ એનું ધ્યાન રાખવાનું છે’ . આ સંભાળતા જાણે રૂપા ડરથી કંપી ઉઠી. એને ખબર ના પડી કે કોને દોષ દઉં મારા તકદીરને કે ભગવાનની આ રમતને ?  ખૂણામાં બેસીને ખૂબ રોઇ લીધું.  હવે ક્યાં જઈને  કોનો હાથ ઝાલું! જેનો ભગવાન રૂઠીયો એનું કોણ ? ઘણા વિચાર કર્યા કે ફઈબાને કહું કે’ આ નરાધમનું તો મોઢું પણ નથી જોવું’.પણ એની જીભ ફૈબા આગળ ઊપડી નહિ. ઓઢણીના પાલવથી આંસુ લૂછવા લાગી. રૂપાને  શું કહેવું ખબરના ના પડતા મુંગી થઈ  કામમાં પરોવાણી. એનું મન કામમાં ઓછું અને ફૈબા ના વિચારોમાં વધારે ખોવાયું હતું.  જે માણસે મારું જીવતર બગાડ્યું  એને આમ રોજ કેવી રીતે સહન કરીશ?
“મારે જીવતર પર થીંગડું નથી દેવું!’   હું, આમ એકલી શું કરીશ ‘? શંકર બહાર જતા પહેલા રૂપા પાસે આવ્યો અને એ તો જાણે ફફડી ઉઠી.’ મારે જરાક કામે જવાનું છે, આવતા મોડું થશે પણ તું જમી લજે  અને હમણાં આટલું બધું કામ કરવાની જરૂર નથી. ફઈબા તો કહે એનું ખરાબ ન લગાડીશ. બોલે છે પણ દિલના સારા છે.  હા અહી ડરવાની  જરાય જરૂર નથી કહી’. શંકર બહાર નીકળ્યો તો એને રોકી પણ ન શકી. થયું કયા મોઢે રોકું? મારા રોકવાનો અર્થ કૈક જુદો  તારવશે !  ફઈબા  કયારે આવશે ? ત્યાં સુધી મારે આ ઘરમાં સની સાથે  કેવી રીતે સમય કાઢવો ?
રૂપા પોતાના ઓરડામાં ગઈ અને ભગવાનને પ્રાર્થના કરવા માંડી.  ’હે ભગવાન હવે વધુ પરીક્ષા ન લ્યો તો સારું. આ(સની ) વીંછીએ ડંખ મારી દીધો છે.  પ્રભુ એ  વેદના મારે કયા સુધી ખમવાની છે ‘? ઘર બિહામણું લાગવા માંડ્યું .
આ તરફ સની એ જયારથી રૂપાને ઘરમાં જોઈ હતી ત્યારથી મન પસ્તાવો કરવા માંડ્યું હતું.’  મેં એક છોકરીની જિંદગી વેડફી નાખી. મારા મિત્રોની ચઢામણીથી મેં આ રૂપા ને અભડાવી. એટલે જ ભગવાને મને પાઠ ભણાવવા આને મારી માની જગ્યાએ મોકલી. મેં  જે ખોટું કર્યું હતું એ જરૂર કરતા વધારે ગંભીર છે. એમાં આખા પરિવારની લાગણીઓ સંકળાયેલી છે. મારા બાપુની આબરૂ નો સવાલ છે. ફોઈબાને ખબર પડશે તો આ રૂપા પર શું વીતશે ? કયાંક કુવો પુરવા ન જાય તો સારું . પ્રભુ હું જાણું છુ ભૂલ સ્વીકારી લેવાથી કે એનો માત્ર પશ્ચાતાપ અનુભવવાથી એ સુધરી નથી જતી. પણ મને ઉપાય તો દેખાડો!  હાલ પહેલા એની માફી માગી આવું એને થોડીક ટાઢક થશે. બીચાળીની આંખો રોઇ રોઈને સુજી ગઈ છે. મારી ભૂલની સજા મારા કુટુંબને હું આપી રહ્યો છું.’
સનીને માટે આ મજબૂરી  હતી. કહેવાય નહીં ને સેવાય નહીં  એવી  હાલત હતી. ‘મારે આજે જે  ભોગવવું પડે છે તે ભોગવવાનું મારી જ ભૂલનું પરિણામ છે.’ સનીને એની માં યાદ આવી ગઈ. ‘મા, તું મને મુકીને કેમ ચાલી ગઈ?  હું કોની પાસે મારું મન હળવું કરું?  કોની પાસે જઈને માફી માગું’ ?  એક પવનની લહેર આવી જાણે સનીના માથે મા હાથ ફેરવીને કહેતી ન હોય કે ,’જા ઉભો થા રૂપાની માફી માગ અને જીવવાનું આશ્વાસન આપ’.
“પણ હું કયા મોઢે ત્યાં જાવ માં ?”
“ઉભો થા ભૂલ કરી છે તો માફી માગવાની હિમંત કેળવ” અને સની હિમંત કરી રૂપા ની માફી માગવા એક ગુનેગાર ચોરની જેમ ગયો.
તેની મા  સાથે જાણે વાતો ચાલુ હોય તેમ તે બોલ્યો. “આ ઉંમરે દેવલાએ મને તેના સાહસ ના  તેના દુઃસાહસ માટે ઉશ્કેર્યો.  મોકો હતો અને દેવલો તો જાણે ઝનુને ચઢ્યો હતો. તેનો બદલો લેવા માટે પણ મા મને કેવી કુમતિ સુજી કે દેવલાની પાછળ હું પણ તળાવમાં ભમ ભુસકા મારવા ઉઠ્યો”.
” મને ખબર છે ત્યારે તુ નવું સાહસ, પુરુષ હોવાનો અભરખો પુરો કરવા ગયો હતો? તો લે, હવે ભોગવ.”
“પણ મા આ તો કેવું નીચા જોણું?”
મા તેને બરોબર ઠપકારતા બોલી,  આજ ની નવી પેઢી કશુંય વિચાર્યા વિના ઝંપલાવે અને ત્યાર પછી પરિણામ ને સ્વિકારતા ખચકાય.  ખબર છે ને જે પરાક્રમ કર્યુ તે જુવાનીયાઓ ના કરે તે માટે જ લગ્ન પ્રથા અમલમાં છે. પણ ના લગ્ન એતો બંધન છે.”
” મા,  મને કહે ને તું કહે છે તેમ માફી માંગવાથી આ ભૂલ ધોવાઇ જશે?”
” ગાંડો થયો છે? છોકરીને તેની રજામંદી સિવાય આ કુકર્મ કર્યુ છે તેની તો સજા ૨૦ વર્ષ જેલ છે અને તુ આટલો જલ્દી બધુ સંકેલવાનું કહે છે?”
ધ્રુજતા પગે સની રૂપાનાં ઓરડા તરફ વળ્યો, રૂપા થરથરી ગઈ ,એક વાવાઝોડું આવી રહ્યું હતું . ડરથી ફફડતી રૂપા લપાવાની કોશિશ કરવા માંડી . કહે છે ને કે વાસનાવૃતિ સળવળે ત્યારે એનું મગજ કામ કરતું બંધ થઇ જાય. સારા-નરસાનું ભાન ન રહે. જ્યારે એ સંતોષાય અને શાંત પડે ત્યારે જ માણસ ટાઢો પડે. પણ, રૂપા મનમાં વિચારવા માંડી કે બહુ મોડું થઇ ગયું . ફઈબા હજી આવ્યા કેમ નહિ ? હવે  પરિસ્થિતિ વધુ બગડશે, તો ? અરે પરિસ્થિતિ બેકાબુ બની જશે. તો હું શું કરીશ ? સિંહ વાઘ જેવા પ્રાણીઓ લાગ મળ્યે શિકાર નહિં કરે તેવું માની શકાય? લોભી વેપારી ગ્રાહક સાથે છેતરપિંડી નહિં કરે તેવું માની શકાય? ખેલ ખલાસ હવે તો પરિણામ ભોગવવું જ રહ્યું!  રૂપા નું હ્રદય ધબકારો ચુકી ગયું. વાસંતી વાયરો,બળબળતી લૂ જેવો લાગ્યો અને દિલને દઝાડતો હતો.
સનીને જોતા રૂપા કબુતરીની માફક ફફડાવા લાગી. કહે છે ને  જ્યારે  સ્ત્રી શક્તી જાગે છે. ત્યારે સ્ત્રીનું સ્વરૂપ માં ચંડિકામાં  ફેરવાય જાય છે તેમ રૂપાએ પોતાનું દુર્ગા સ્વરૂપ દેખાડ્યું.  હિંમત કરી અને હાથમાં ડાંગ લઇ ચીલાઇ ઉઠી, મહેરબાની કરી મારાથી આઘા રે’જો નહિતર જોર જોરથી બુમો પાડી બધાને બોલાવીશ . તને બધાની વચ્ચે ઉઘાડો  પાડીશ.મારું જે થવાનું હોય તે થાય પણ હવે તને નહિ છોડું!
સની ઝડપથી રૂપાનાં પગ પાસે ગોઠણભેર બેસી ગયો અને બે હાથ જોડી,રડમસ ચહેરે  રૂપાને  આજીજી કરવા  લાગ્યો, ”મહેરબાની  કરીને  મારા  બાપુ  કે ફોઇબાને મેળા વારી  વાત ના કહેતા. મારા ભાઈબંધોની ઉશ્કેરણીથી  તમારી  સાથે હું ના કરવાનું કરી બેઠૉ.”
રૂપા જડવત બનીને સની સામે જોવા લાગી. આંખોમાં લાલાશ ઉભરી આવી. શરીર આખું ખેંચાવા લાગ્યું. .
સની ગોઠણભેર બેઠો હતો એને લાત મારીને કહ્યું, “જે થયું બહુ ભયાનક હતું? અને હવે પતી ગયું?”, ફરીથી ત્રાડ પાડતા તે આગળ બોલી, “નાલાયક મારી નજર સામેથી આધો ચાલ્યો જા.  ફરીથી ક્યારેય મારી સામે  આંખ ઉંચી કરીને જોયું છે તો તારા બાપુ ને ફોઇને બધી વાત જણાવી દઇશ.”
સની તરત તો રૂપાનાં રૂમ માં થી નીકળી ગયો.તેણે માન્યું હતુ તેમ આ લોઢૂ તો હજી ધખતુ છે. દેવલો એકલો હોત તો આ ચંડીકા સ્વરૂપ બીજી વખતે પણ એને મારતે. પણ સની અને બીજાને કારણે તે ઢીલી પડી. હવે સની ને તે ઘટનાની બીજી બાજુ સમજાઈ અને દેવલા દ્વારા તે પણ આ કળણમાં પડ્યાનો અને જે ગુનો કર્યો હતો તે હવે સમજાયો. એ ખાલી બે પાંચ મિનિટની ગમ્મત નહોંતી. એક સ્ત્રીનાં માન નું હનન હતું.
ઠંડા પવન ની લહેરખીમાં  તેને માનો અવજ  ફરી સંભળાયો.. સ્ત્રી દરેકે દરેક સ્વરુપે પૂજનીય હોય છે..જો તે વિફરીને તો તારું ધનોત પનોત નીકળી જશે.”
આ બાજુ રૂપા મનોમન પોતાના ભાગ્યને કોશવા લાગી.આ સની નું કોણ  સાચું માને? રૂપા ને અંદરથી  ગુસ્સો અને ચીતરીની ભાવના જન્મી હતી. ઉબકા આવતા હતા. એને ચીતરી એના રૂપ ઉપર ચડી કે મારા રૂપને લીધે મેં એક સ્ત્રીનું સ્ત્રીપણું ખોયું !  અને ગુસ્સો એટલે કે એની આસપાસનો સમાજ કે મારા ઘરવાળા કંઈ જ કરી ન શક્યાં! ઓ પ્રભુજી !
આ તે મારા કેવા ભાગ્ય લખ્યા‘ભગવાન હું દુનિયાની કેવી સ્ત્રી છુ, જેનો દેહ પોતાના ધણીના પહેલા સંતાને ચુંથીને ભોગવ્યો હોય! આ કઈ જાતની રમત આદરી છે ઇશ્વર, તેં મારી સાથે. મારા અરમાનોની  મારી જ સામે હાર. દ્રૌપદીને પાંચ પતિ હતા. એ સતી તરીકે પુજાય છે.  મારી વાત જાહેર થાય તો લોકો મને”કુલટા”, ”હલકટ”, રાંડ જેવા  નામ આપવામાં પાછું વળી નહી જુએ. “શું સ્ત્રીના ચરિત્રની કિંમત કાંઇ જ નહી?”પુરુષ સ્ત્રીની વેદનાને કયારે સમજશે ?  હર પળે રુક્ષ થતી લાગણીઓ અને  મારા મરતા  સ્ત્રીત્વને મારે શું આખી જિંદગી આમ ઝિલવા પડશે ..?
કુદરતનું શ્રેષ્ઠ સર્જન સ્ત્રી પોતાના અસ્તિત્વને ન ચાહી શકે તો બીજાના અસ્તિત્વને ચાહવાનો કોઇ અર્થ રહે ખરો?  સ્ત્રીઓ શા માટે પોતાની જાતને સ્વતંત્ર કે મુક્ત અનુભવી શકતી નથી? આ પુરુષ પ્રધાન સમાજ કયાં સુધી સ્ત્રીની અવગણના કરશે ? સમાજની બિમાર માનસિકતા કયારે દુર થશે ?
પોતાની જાતને અને પોતાનાં ભાગ્યને, સમાજને ,પુરુષની  પાશવી વૃતિને કોશતી  રૂપા  અંદરથી આપમેળે થોડી ઉભી થઇ. જાણે ‘મા દુર્ગા’ તેના શરીરમાં આવ્યા ન હોય અને એને  સમજણ  અચાનક  આવી  ગઇ  કે  મારે  બેધારી તલવાર પર ચાલવાનું છે. હું હવે મારી તલવાર ને, એક મ્યાનમાં બે તલવારની જેમ રાખીશ અને બળાત્કારને ખંખેરી  નવી રૂપા  ઉભી થઇ.

રૂપ એક અભિશાપ (૧૧) –પ્રભુલાલ ટાટારીઆ ‘ધુફારી’

કરચ ભોકાણી હોય એવી વેદના

આ બાજુ સુરજ નારાયણની અસવારી આવી પહોંચી અને શંકરના ઘેર પુત્ર જન્મ થયો. ભક્તિમાં ભીંજાયેલી વિધવા બહેને ભાઇનો વારસદાર આવ્યો જાણી અત્યંત ખુશ થઇ શંકરને કહ્યું ‘ભાઇ તારે ત્યાં વંશનો સુરજ ઉગ્યો એટલે આ નવજાતની રાશી ગમે તે આવે નામ આપણે સુરજ જ રાખશું’
‘મોટા બેન નામકરણ તો તમારે જ કરવાનું છે ને? પછી તેનું નામ સુરજ રાખો કે ચાંદો મને શું ફરક પડે છે?’હરખાતા શંકરે કહ્યું
ભાઇનો વંશ વધ્યો એ ખુશીમાં બહેને ગામ આખામાં ખારેક અને પતાસાની લાણી કરી પોતાનો હરખ પુરો કર્યો. યુવાનીમાં પગ માંડતા સુરજને મિત્રોની ચડામણીથી એ શંકરનો નંગ પોતાને સની દેઉલ જ સમજતો થઇ ગયો હતો. ગામના પાદરે વડના ઓટલા પર ભેગી થતી નવરા નાથાઓની ટોળકી સનીને ચણાના ઝાડ પર ચડાવી પોરસાવીને સની પાસેથી સની દેઉલની ફિલ્મોના ડાયલોગ બોલાવતા અને એની એકશન જોઇને વધુ પોરસાવતા.  હવે તેને સુરજ નામ ગમતું નહોતું એટલે પોતાની માઅને બાપને પણ કહી દીધું કે મને સુરજ, સુરજ ન કહો સની કહો અને એકનાએક લાડકવાયાનું મન રાખવા તેને સની નામથી બોલવતા હતા,એક દિવસે સૌ મિત્રોએ સહિયારી સલાહ પણ આપી,
‘તું નકામો રામપુરમાં ભેખડે ભરાઇ ગયો છો. તારે તો મુંબઇમાં હોવું જોઇતું હતું. ત્યાં હોત તો કોઇને કોઇ હીરા પારખું ફિલ્મ મેકર તને જરૂર પોતાની ફિલ્મ લઇ લેત’
‘હા ને પછી તો ફિલ્મોની લાઇન લાગી જાત દરેક ફિલ્મમાં નવી અને એક બીજાથી ચડે એવી રૂપાળી હિરોઇન સાથે કામ કરવાનો મોકો મળત.
આવી આવી વાતોથી તેના મગજમાં પોતે સની દેઉલ છે એવી રાઇ ભરાતી હતી.તેમાં રાનીપુરમાં ભરાતા મોટો મેળા જોવા સની રાની પુર આવ્યો અને દેવલાની નજરે ચડી ગયો.આવા જ લોકો તો દેવલાને ગમતા હતા તેથી સની દેવલાનો મહેમાન થયો.મેળાની આગલી રાતે દેવલા સાથે વાતો કરતા તેના મિત્રોની બધી વાત કરી.દેવલાએ સનીને સિગારેટ આપી ઘણી આનાકાની પછી તેણે સળગાવી અને પહેલા કસમાં જ તેને ઉધરસ આવી તેને પાણી પાઇ દેવલાએ કહ્યું
શરૂ શરૂમાં એવું થાય પણ પછી મજા આવશે સિગારેટ પી.’
સિગારેટ પીધા પછી દેવલાએ તેને દારૂની પ્યાલી આપી તે ચાખતા સનીએ કહ્યું
‘આતો બહુ કડવું છે’
‘એની કડવાસને ભુલીને પીઓ તો મજા આવે પણ પહેલો ઘુંટડો અંદર ગયેલો ત્યાર પછી સનીને અજબ અનુભૂતિ થઇ અને પ્યાલી ખાલી કરી ત્યારે દેવલાએ કહ્યું,
‘ફિલમના હીરો થવું હોય તો આ બધુ તો શિખવું પડે’
આમ કહી તેના મગજમાં ઠસાવી દીધું કે, મરદ માણસ સિગારેટ પણ પીએ અને દારૂ પણ ઢીંચે.
બીજા દિવસે સની, દેવલો અને તેનો સાથીદાર મેળામાં મહાલવા નિકળ્યા. દેવલાને એટલું તો સમજાઇ ગયું કે, સની છે ચડાઉ ધનેડું. પોરસાવો તો ગમે ત્યાં ચડી જાય એટલે તો દેવલો તેને પોરસાવતો હતો. શું સ્ટાઇલ છે, તારી અને સની મેળામાં કોલર ઊંચો રાખીને સની દેઉલની સ્ટાઇલ મારતો ફરતો હતો . દેવલાએ મેળામાંથી મેથીના ગરમા ગરમ ગોટા લીધા અને એક ખેતરના સેઢે ઝાડી પાછળ બેઠક જમાવીને દારૂની મોજ માણી ત્યારે સની ખુબ ખુશ થયો અને દેવલાને કહ્યું, ‘વાહ!! મજા આવી ગઇ.  સાંભળી દેવલો હસ્યો.
એકાએક દેવલાએ હાંફળી ફાંફળી દૂરથી આવતી છોકરી જોઇ એ રૂપા હતી અને દેવલો તો ટોળામાંથી રૂપાને ઓળખી કાઢે.એકાએક ગોરમા પૂજન વખતે રૂપાએ દેવલાને બે પગ વચ્ચે ગોઠણમારી ગોટો વાળી દીધેલ તે યાદ આવતા તેના શરીરમાં વેરાગ્નિ અને રૂપાના રૂપ જોઇ કામગ્નિ પ્રજવલિત થઇ અને જેવી રૂપા ઝાડી પાસેથી પસાર થઇ તરાપ મારીને જેમ વાઘ મૃગલા પર તૂટી પડે તેમ એક હાથ રૂપાના મ્હોં પર દબાવી ને દબોચી ને જમીન પર પાડી દીધી અને એના બધા કપડા ઠેક ઠેકાણેથી ચીરી નાખ્યા અને સાથે એનું શિયળ પણ ચિરાઇ ગયું દેવલા અને તેના સાથીદારે રૂપા સાથે અધમતા આચરીને નશામાં ધૂત સનીને બોલાવતા કહ્યું
‘તું પણ મોજ કરી લે તને આ મોજ જિન્દગી ભર યાદ રહેશે’
દેવલાની ચડામણીથી રૂપા સાથે સનીએ પણ અધમતા આચરી ત્યારે તેને પોતે પણ મરદ માણસ છે એવો ખુંમાર ચડી ગયો અને વધુ પોરસાયો.
થોડા દિવસ દેવલાનો મહેમાન રહ્યો અને ખુબ દારૂ પીધો અને જલસા કરી દારૂમાં ધુત રામપુર આવ્યો.  રાનીપુરની યાદો વાગોળતો અહીં તેની ગેરહાજરીમાં શું બની ગયું તેથી અજાણ પોતાના રૂમમાં ભરાઇને ઊંઘી ગયો.

સવારે જયારે ફઇબા પાસેથી ચ્હા માગી ત્યારે એણે કહેલું હવે તારી નવી મા પાસે ચ્હા માગજે અને જયારે તેને ખબર પડી કે, તેની નવી મા એટલે રૂપા ત્યારે તેને ધરા ફરતી જણાઇ તેને થયું કે, જો ધરા મારગ આપે તો એમાં સમાઇ જાઉ હે!  ભગવાન આ મેં શું કર્યુ જે સ્રી સાથે મેં અધમતા આચરી એ જ મારી નવી મા?
સનીએ તેના હ્રદયમાં બેઠેલી પોતાની મરેલીમાના કહેવાથી રૂપાની માફી તો મંગુ પણ એનું રૌદ્ર રૂપ જોઇ એ ડઘાઇ ગયો અને માથું નીચું ઘાલી પોતાના રૂમમાં જતો રહ્યો.
મંદિરેથી ફઇબા આવી ગયા અને રૂપાને લઇને નજર ન લાગે તે માટે હનુમાનજીનો કાળો દોરો બંધાવવા લઇ જતા હતા ત્યારે ફઇબાને ઓળખતા ગામ લોકોને સમજાતા વાર ન લાગી કે ફઇબા સાથે જતી  યુવતી એ શંકરની નવી વહુ હોવી જોઇએ. શંકર ભલે બીજવર હોય અને આટલા મહિના વિધુર રહ્યા બાદ ફરી પરણ્યો પણ કેવો ભાગશાળી કે,આવી અપસરા જેવી ઘરવાળી મળી. કોઇ કહેતું કાગડો દહીંથરું લઇ ગયો. કોઇ વળી શંકરથી થોડા દેખાવડા હતા અને હજુ વાંઢા ફરતા હતા તેમણે તો એટલે સુધી કહ્યું કે ગધેડાની ડોકે હીરો બંધાયો. એની ચર્ચા ચોફેર રામપુરમાં થતી હતી, કોઇ ખટસવાદિયાએ શંકા પણ કરેલી કે કશીક ગડબડ તો નહીં હોય?  શું રાનીપુરમાં કુંવારા જુવાનિયાની ખોટ હતી તે અહીં રામપુર સુધી લાંબા થઇને છોડી વળાવી અને તે પણ બીજવરને?  જરૂર દાળમાં કોકમ કાળું છે કે પછી દાળ જ કાળી છે કહી મજાકની મોજ માણતા,
મંદિર પર ફઇબા અને રૂપા આવ્યા દર્શન કરી ને પુજારી પાસે બેઠેલી વ્યક્તિ ઊભી થાય તેની રાહ જોવા લાગ્યા. પેલી સામે બેઠેલી વ્યક્તિને સંબોધીને કહેતા હતા ‘જુઓ જજમાન તમારી કુંડલીમાં બેઠેલો શનિ એ પાપગ્રહ છે. એ જેની કુંડલીમાં હોય તેને પીડવામાં કંઇ બાકી ન રાખે.પાછું એના મિત્ર ગ્રહ રાહુ સાથે યુતિ કરે છે રાહુ એ પણ પાપગ્રહ છે એટલે હાલ લોઢાના પાયે ચાલતી પનોતિ તમને હેરાન કરે છે પણ બે મહિના પછી એ પનોતિનો સમય પુરો થાય છે. તમારી પનોતી અઢી વરસ ની પુરી થશે તો સાડા સાત વરસની શરૂ થશે અને તમારી કુંડલી મુજબ એ પનોતિ ચાંદીના પાયે બેસસે ત્યારે જલસા કરાવશે’
પુજારી બોલે જતો હતો અને રૂપાના મગજમાં ઘમસાણ જામ્યું હતું એની કુંડલીમાં નહીં એના જીવનમાં અને ઘરમાં આ પાપી શનિ નામનો પાપગ્રહ તેના પતિનો નઠારો અને કપાતર દીકરો બેઠો હતો. એ રૂપાને એક વખત તો નડ્યો હતો ફરી ક્યારે અને કઇ રીતે અને કેટલી વખત નડશે તે કહેવાય એમ ક્યાં હતુ? સની નામના પાપ ગ્રહે અને દેવલા નામના રાહુ જેમ ચંદ્રમાને ગળી જાય તેમ એનું શિયળ ગળી ગયા હતા.
પેલાને કુંડલી સોંપી અને દક્ષિણા લઇ પુજારી ફારગ થયા એટલે ફઇબાએ કહ્યું
‘આ મારા શંકરના નવા ઘરવાળા છે જરા વધારે પડતા રૂપાળા છે એટલે તેમના પગે હનમાનજીનો મંત્રેલો દોરો બાંધી આપો કોણ જાણે કોઇની મેલી નજર મારી ભાભીને લાગી જાય તો હેરાન હતી થાય’
પુજારી ઘડીભર રૂપાને જોઇ રહ્યો.આ એજ રૂપા છે જેની વાત ગામ આખામાં ચર્ચાય છે તે ખોટી નથી . વિચારો ખંખેરી પુજારી પોતાના રૂમમાં ગયા અને એક કાળો દોરો લઇ આવ્યા અને હનુમાનજીની મુર્તિના ચરણસ્પર્શ કરાવી ખોબો ઢાંકીને અમુક મંત્ર બોલ્યા અને પછી રૂપાને પગે બાંધવા ફઇબાને આપ્યો. ફઇબાએ રૂપાના પગે દોરો બાંધી પુજારીને દક્ષિણા આપી ઘેર જવા ઉપડ્યા.
આમને આમ સમય વીતવા લાગ્યો,રામપુર આખામાં રૂપાના રૂપની ચર્ચા થવા લાગી. જરૂરવાળા તો ઠીક ,જરૂર વગરનાં રૂપાના દર્શનાભિલાષી માણસો પણ હવે શંકર નાં ઘરે આવતા જતા થયા.  બીજી તરફ અચાનક સનીના મિત્રોની આવન જાવન ધરે વધવા લાગી..
‘વહુ આ શંકરના ભાઇબંધો ઘરમાં હોય ત્યારે તું તારા ઓરડામાં જ રહેતી જા. હું જાણું ને એ લોકોને, મુવા શંકરને મળવા નહીં તને જોવા આવે છે. હું ઓળખું ને ગામ આખાને એમાના મોટા ભાગના તો મુવા મેલી નજરના જ છે શું સમજ્યા?’
‘જી ફઈબા….’
‘અને હા માથા પરથી છેડો ન ખસે અને ગવનમાં દેહ ઢાંકતા શીખો.ઇ મુવાની ભુખી ડાંસ આખો તમારા દેહ પર જ હોય છે તેમાં માણસની પેલી નજર તો અસ્ત્રીની છાતી પર જ જાય એટલે દેહ સાચવતા શીખો શું સમજયા?’
‘જી, ફઇબા’
‘વહુવારોએ જાજુ ઓશરીમાં ન બેસાય માટે તારા ઓરડામાં જ રહેજે કંઇ કામ હશે ત્યારે હું બોલાવીશ અસ્ત્રીની જાતને શરીર સાચવતા આવડવું જોવે’
‘જી, ફઇબા…’રૂપા આમ ટુંકા જવાબ આપતી એ ફઇબાને ગમતું હતું. સની મોટા ભાગે મિત્રો આવતા તેમના સાથે બારણેથી જ બહાર ચાલ્યો જતો કોઇને ઘરમાં પેસવા ન દેતો.  હવે તે શંકર સાથે વાડી પર વધુ રહેવા લાગ્યો એ ફઇબાને ગમતું હતું .તેમાં જો સનીનો કોઇ મિત્ર અથવા ગામનો માણસ સની કે શંકરની ગેરહાજરીમાં આવતા તેને ફઇબા ધુતકારીને કાઢી મુંકતા વાડી પર વધુ રહેતો સની શંકરને દીકરો સમજણો થયાનો આનંદ થતો.
રૂપા અને સની વચ્ચે એક ઊંડી ખાઈ હતી. છતાય સનીની નજરો રૂપા પર મડરાયા કરતી રૂપાની સતત ચોકી કરતી રહેતી એ આશયથી કે, તેને મનમાં એક જ બીક બેસી ગઇ હતી કે, રૂપા ફઇબાને કે પોતાના બાપને મેળાવાળી દુ્ર્ઘટના વિષે વાત ન કરી દે અથવા ભુતકાળની ભુતાવળ એને સતાવે અને આવેશમાં એ આત્મહત્યા ન કરી લે અથવા કુવો ન પુરી દે! જમાનાની ખાધેલ ફોઇબાની આંખો આ બધું જોતી હતી. એમના મનમાં શંકા હતી કે, સની અને રૂપા બંને જુવાન છે એટલે શંકરની અને પોતાની ગેરહાજરીમાં કંઇક છાનગપતિયા ન કરે. માટે હંમેશા રૂપાને ટોક્યા કરતી માથે ઓઢેલું રાખો, અંગ ઢાકેલું રાખો, કામ વગર ઓશરીમા બેસવાનું નહી અને બને ત્યા સુધી વહુવારૂઓએ એના ઓરડામા જ રહેવાનું. તમારા જેવું કામ હશે તો હું બોલાવી લઇશ.વગેરે વગેરે.
એક દી તો ફોઇબાએ રૂપાને ઠોકીવગાડીને કહી દીધુ,
’આ સનીડાને તો તારાથી આધો જ રાખજે, ને રખેને કાંઇ આડુઅવળું થયું તો તમારી ખેર નથી. જુવાન વહું છો, જાતને સાચવીને રે’તા શીખો’. સાંભળી અંદરો અંદર આખી સળગી ગઇ. આવેશમાં આવીને પોતાથી કંઇ બોલાઇ ન જાય એટલે રૂપા દાંત હેઠે હોઠ દબાવી સમસમીને રહી ગઇ એ બીચારી શું બોલે. કે  જે આડુઅવળુ થવાનું હતું એ તો ક્યારનું થઇ ગયું. હવે શું આડઅવળું થવાનું હતું અને પોતે કરવા દે એમ પણ ક્યાં હતી?  મુંગે મોઢે ફોઇબાનો ચેતવણી ભર્યા ઠપકાને નીચી આખે પચાવી ગઇ. કોઇ બીજો સમય હોત તો એ રડી પણ લેત પણ આંસુની સરિતા તો ક્યારની સુકાઇને સુકી ભઠ થઇ ગઇ હતી. એ શું રડે?
રૂપાની હાલત ઘરમાં જ એકદંડિયા મહેલમાં રહેતી કોઇ નજરકેદ રાજકુંવરી જેવી હતી. એક જ સહારો હતો. એ હતો શંકરનો સુંવાળો સ્વભાવ અને એની સમજદારી ભરી રૂપાની સંભાળ.  શંકરના સતત સારપભર્યા સહવાસના કારણે રૂપા પણ થોડી જીવન અને સમાજની નજીક આવતી ગઇ .  ઘણી વખત એને પેલી ભુતકાળની ભુતાવળ સતાવતી ત્યારે એની ઊંઘ હરામ થઇ જતી અને ઉઘાડી આંખે સવારનું અજવાળું જોઇ રાહત થતી.  અંદરો અંદર ચોતરફથી તેની ભાંગેલી બંગડીઓની કરચ ભોકાણી હોય એવી વેદના થતી હતી એ દુઃખ એ કોને કહી શકે? આ ન કહેવાય અને ન સહવાય એવી પરિસ્થિતીમાં જીવનનો બોજ વેંઢારે જતી  હતી.સતત સનીની ચોકી કરતી નજર અંદરથી અકળાવતી હતી. બને ત્યાં સુધી પોતાની જાતને એકલી ના પડવા દેતી અથવા પોતાના રૂમમાં બારણા વાળીને બેસતી. હવે ફોઇબા મંદિરે જતા ત્યારે એ પણ ફઇબા સાથે મંદિરે જવા લાગી.   ફઇબાને આટલું જ જોઇતું હતું.

 

 

રૂપ એજ અભિશાપ (૧૨) વિજય શાહ

તેના હાથ ફરી પીળા કરીશું?

રૂપાના કારણે ઘરમાં સુખ શાંતી અને થૉડી ચહલ પહલ જેવું થવા લાગ્યું. રૂપાએ ઘરનું મોટાભાગનું કામ પોતાના ઉપર લઇ લીધું હતું.  શંકરને હવે, તન અને મનથી રૂપાએ સ્વીકારી લીધો હતો, જો કે એકલી ઉંમરને બાદ કર્યા પછી તે ખૂબ પ્રેમાળ હતો.  બીજા વખતની વહુ ને આમેય પતિ પાસે થી ધ્યાન વધુ મળતું . ફરિયાદને ટાણું મળે જ નહીં . સની કોલેજમાં હતો તેથી તેની ગેર હાજરીમાં ફફડાટ નહીંવત હતો. પરિણામે રૂપાનાં શરીર ઉપર અસર દેખાવા લાગી. તેનો હસતો ચહેરો જોવા આખુ ગામ મરતુ.
પણ ઇશ્વરે કાંઇક જુદો જ ખેલ વિચાર્યો હતો. જાણે રૂપા અને નસીબને દુશ્મની હોય એ રીતે. એક દિવસ રૂપાના દુશ્મન, એના નસીબે પોતાનો ખેલ કર્યો. બે વર્ષનાં લગ્ન જીવનના અંતે તે દિવસે સની વેકેશન માટે ઘરે આવ્યો હતો. સમાચાર આવ્યા કે માર્ગના  અકસ્માતમાં શંકર બુરી રીતે ધાયલ થયો.  જે હોસ્પીટલમાં બધા ઘાયલો અને મૃતકો રાખ્યા હતા,  ત્યાં રૂપા,ફોઇબા અને સની તાબડતોબ પહોંચી ગયાં, હાફળા ફાંફળા માંડ શંકર સુધી પહોચ્યા તો રૂપાને માથે જાણે આભ તૂટી પડયું.
શંકર નાં ટ્રેક્ટરને બસે ટક્કર મારી હતી. વાંક બસ ડ્રાઇવરનો હતો પણ અક્સ્માત સ્થળે જ તેણે દેહ છોડ્યો.  તેની સાથે બીજા ચાર જણા જે આગળ બેઠા હતા તે પણ ડ્રાઇવર સાથે દેહ છોડી ચુક્યા હતા. ટ્રેક્ટર ઉપર શંકર અને ખેડુ સાથી ભૈલો કચડાઇ મુઓ હતો અને શંકર પણ સારો એવો લોહી લુહાણ હતો.  હોસ્પીટલમાં  સ્તબ્ધતા ડુસકાં અને ઉંહકારાનું સામ્રાજ્ય છાયું  હતુ. રૂપા એ જોયું તો લોહી નીંગળતી હાલતમાં શંકરનો દેહ હોસ્પીટલનાં ઓપરેશન થીયેટર બહાર સ્ટ્રેચર ઉપર તરફડીયા મારતો હતો. છતા પણ મજબૂત મનનો શંકર પોતાની જાતને સતત ભાનમાં રાખવાનો પ્રયાસ કરતો હતો.  ફોઇબા અને રુપાને જોઇને શંકરમા જાણે જાન આવી હોય એ રીતે સ્ટ્રેચર પર બેઠો થઇ ગયો .જેવી રૂપા એની નજીક ગઇ  ,શંકરે રૂપાનો હાથ પકડી લીધો. જાણે એને ખબર પડી ગઇ હશે કે આ મારી આખરી ઘડીઓ ગણાઇ રહી છે.
ફોઇબા નાના ભાઇનાં માથે હાથ ફેરવતા છુટ્ટા મોઢે રડી પડ્યા. ” શંકર આ શું થઇ ગયું?” નર્સે મોંથી ઇશારો કર્યો કે અહીં રડારોળ કરવાની મનાઇ છે. ડૉક્ટર એમની સારવાર કરે છે ને? મંગુ અને પગી પણ ત્યાં હાજર  હતા. દીકરીની માથે આભ તુટી પડ્યું ત્યાં ક્યાં થીંગડૂ દેવા જાય?
હીબકે ચઢેલી રૂપાની આંખમાંથી બોર બોર જેવડા આંસુઓથી ફોઇ, શંકર અને મંગુ પીલાતા હતાં. ડ્રાઇવરે છાંટો પાણી કર્યો હશે કે ગમે તે હોય પણ ટ્રેક્ટર ઉપર બસ સીત્તેરની ઝડપે ચઢી આવી હતી. હારી  ટ્રક ચાલાવતો હતો અને શંકર બાજુમાં બેઠો હતો તેથી તે ફેંકાઇ ગયો અને બસનાં ધક્કા થી ફંગોળાયેલું ટ્રેક્ટર બસની જોડે સાહીઠ ફૂટ દુર ઘસાતુ પહોચ્યું.  શંકર નો પગ પછડાતા ટ્રેક્ટર અને જમીન વચ્ચે આવી ગયેલો હતો. જીવી જાય તો પણ પગ તો કપાવવો જ પડશે.  આ બધુ સમજતો શંકર તૂટક તૂટક અવાજે રૂપાના હાથમાં ફોઇબા અને સનીનો હાથ મુકીને કહે કે,” હવે હું આ જગતમાં રહું કે ના રહું તમારે ત્રણેએ સાથે મળીને રહેવાનું છે.”
રૂપા શોકમગન હોવાથી કોઇજ જવાબ ના અપ્યો.
મંગુ કહે ફુલ જેવી છોડીને માથે આ ભાર ક્યાં બાંધો છો જમાઇજી.  તમારી તબિયત સાચવો અને સાચવો આ  મારી છોડીને! મેં તો તમારે ભરોંસે તેને આપી છે. હજી તો પહાડ જેવી જિંદગી તેને કાઢવાની..વેવાણ સામે નજર કર્યા વગર શંકરે રૂપાને ઉદેશીને કહે કે,”હું ના હોઉ તો મારા સની માટે તારા જેવી જ રૂપાળી ને ડાહી વહુ લઇ આવવાની તારી જવાબદારી છે.”
રૂપાએ મૌન રહીને ડોકું ધુણાવ્યું અને ફોઇ ફરીથી રડી પડ્યા. શંકર ને બચાવજો મારા મહાદેવ ભોળા. આ છોડીને ખાતર પણ એને નવું જીવતર આપજો ભોલેનાથ.

આટલી વાત કરી ત્યાં તો શંકરને ઓપરેશન થીયેટરમાં લઇ જવામાં આવ્યો.  ડૉકટરોની કલાકોની મથામણ પણ શંકરનો જાન બચાવી ના શક્યાં.
આમતો શંકર ચાલીસી વટાવી ચુક્યો હતો.  પણ આ મૃત્યુની ઉંમર તો નહોંતી.  બીજે દિવસે ઇસ્પીતાલથી મૃતદેહ આવ્યો ત્યારે રોઇ રોઇને રૂપા એ પોતાના હાલ બેહાલ કરી નાખ્યા હતા. વળી કુદરત કેવી મઝાક કરે છે દીકરાની અને ફોઇની જવાબદારી તેના માથે નાખી શંકરે ગામતરુ કર્યુ. સુની ગોદ, ભરપુર યૌવન અને વૈધવ્ય? કહે છે ને દેહ લગ્નની વિધવાને પૂનઃલગ્ન સમુ પુણ્ય કોઇ નથી.  સમયે તેની ગતિ પકડી તેમ રૂપાને ફરી પરણાવવાની વાતો જોર પકડવા માંડી રહી હતી.
બારમું પત્યું ત્યાં સુધી સની ઘરમાં હતો સગા વહાલાની રડારોળ ચાલુ હતું.  ગરુડ પુરાણ ચાલતુ હતુ અને તે કથા સાંભળતા સાંભળતા તે વિચારતી કે આત્મા પાછુ વળીને તેના દુઃખડા સાંભળી શકે!  ત્યારે એક જોરદાર ઉછાળ તેનામાં આવ્યો. હાથ જોડીને બડબડાટ શરુ કર્યો. એ બડબડાટ ક્યારે હીબકા અને આંસુમાં ફેરવાઇ ગયો તે મંગુને ખબર ના પડી.
બડબડાટ આમ તો તમે મને ક્યાં છોડીને જતા રહ્યા હવે, મારું શું થશે? જેવી અસ્પષ્ટ વાત હતી.દીકરીને ખોબલે ને ખોબલે રુપ આપનારી માતા આજે તે રૂપને કોષતી હતી..જોબનીયુ જરા છલક્યુ અને દેવા જેવા લોલૂપ ભેડીયા એ એને ભરખી..થોડું તે પ્રકરણ ટાઢું પડ્યુ અને આ અક્સ્માત? પહાડ જેવી લાંબી જિંદગી ધોળા પહેરીને કેમ કાઢશે મારી દીકરી? ખેતર સંભાળતો ઘરનો હારી (ખેડુત) અને શંકર બંને સાથે પાછા થયા. ખોયડું મોટું અને વહેવાર ઝાઝા. જમીન એટલી બધી કે સાચવવા અનુભવી માણસનો સાથ ના હોય તો ગામનાં નવરા ભેલી ખાય.
આ જ ચિંતા ફોઇ ને પણ સતાવતી હતી. તેરમા દિવસે ફોઇએ જમીન આધ ભાગે આપવાની વાત કરી ત્યારે પગી બોલ્યા. ‘હું હંધુય સંભાળી લઇશ’.  દીકરીનો પૈસો આઘો પાછો નહીં થવા દઉં.
સનીને રવાના કરાવી ઘરને સ્થિરતા પર લાવતા અને રૂપાને રડતી રોકવા ફોઇને સારો એવો શ્રમ પડ્યો.  તેમાં તેમણે પણ માડી જાયો ભાઇ ખોયો છે નો અફસોસ કરવાનો કે ખુણે બેસી રડવાનો મોકો જ નહોતો મળ્યો. તેમનું મન એક બાજુ રૂપા અને બીજી બાજુ હવે શું થશે? કેમ બધુ પાર ઉતારીશની ચિંતામાં ઘડીક આમ તો ઘડીક તેમ ડોલતુ હતુ.. મોટી ઉંમરે ભાઇ એકલો થયો તેને ખાવા પીવાનાં રોટલાનો પ્રશ્ન ના નડે માટે રૂપા આણી . તે તો જતો રહ્યો અને રૂપાને મારે ગોડવવાની? જેવા કેટલાય પ્રશ્નો તેને થતા. તે દિવસે મંગુએ જ પ્રશ્ન કર્યો “ આ છોડીનું શું? તેના હાથ ફરી પીળા કરીશું?” મા હતી ને? સમજતી હતી આ છોડીનું રૂપ એને વિધવા જીવન નહીં જીવવા દે. કારણ વગર જુવાનીયાઓ ઘરની આસપાસ ફરકતા રહે અને ચોકીદાર બની ને બેસી રહેવાનો મોટી ઉંમરે સમય પણ કોને હોય?

રૂપ એજ અભિશાપ (૧૩) નરેશ ડોડીઆ

વિજાતિય આકર્ષણ

હજુતો શંકરના દેહની રાખ પણ સ્મશાનમાં ઠરી ન હતી. રૂપાના આંસુ સતત વહ્યા કરતાં હતાં. ડાઘુઓ તો પાછાં વળી સહુ સહુને ઘરે પહોંચી ગયા. રૂપાને તેનો બાપ અને મા ઘરે સાડલો બદલવા લઈ ગયા. જાજ્વલ્યમાન દીસતી રૂપા હવે ચંદ્રમા સમાન શિતળ લાગતી પણ તેનું રૂપ પૂનમના ચાંદ જેમ નિખર્યું હતું.  શું કરવું આ રૂપાના રૂપનું?  જનમ ધર્યો ત્યારથી એ રૂપ તેનું વેરી હતું! જેમ ઢાંકો તેમ નિખરે!
બાપને ઘેરથી આવ્યા પછી ફોઈબાએ પહેલું કામ જણાવ્યું, ‘મારા ભાઈની વરસી વાળવી છે.’ અબુધ રૂપાને ત્યારે શું કરવું તે ખબર ન હતી. બામણને બોલાવ્યો. શંકર પાછળ ખુલ્લે હાથે રૂપાએ દાન ધરમ કરી તેના આત્માને શાંતિ આપવાનો પ્રયાસ કર્યો. આટલી મિલકત વેરી ગયો હતો. કોના માટે? પેલા અબુધ અને ગુંડા જેવા ‘સની’ માટે? ફોઈબા તો રાજીના રેડ થઈ ગયા. રૂપાએ જે રીતે વરસી વાળીને બધાના આત્માને ઠાર્યા. ગૌશાળામાં છૂટે હાથે પૈસા આપ્યા. બામણને સોનાની કંઠી આપી. તેના છોકરાંઓને ભણાવવાની જવાબદારી વહોરી. મંદિરના સમારકામ માટે ભંડોળ આપ્યું.
શંકરે ભલે થોડું પણ ખૂબ પ્રેમાળ વર્તન કર્યું હતું. જે રૂપાએ ભાથામાં બાંધ્યું. તેનો આત્મા શાંતિ પામે એવી પ્રાર્થના કરી. ઘડીભર તે શંકરમય થઈ ગઈ !
આ સમય દરમિયાન ઉમરમાં નહીવત ફર્ક હોવાનો લીધે સનીની અંદર રહેલો પુરુષ રૂપાની એકલતાનો જોઈ ઉશ્કેરાતો હતો…..પરિણામે રૂપાને કોઇ પણ બહાને રીઝવવા માંગતો હતો…..બસ એમાં બાધા હતી તો એક ફોઇબા. મુગ્ધ વય નું આકર્ષણ આક્રમક ન હોય પણ આ તો એક વખત શરીરની ગરમી માણી ચુકેલો હતો.  તેને રૂપાના શરીર ને વધુ અને વધુ માણવું હતુ. દિવા સ્વપ્નોમાં વારંવાર કામૂક કલ્પનાઓ દ્વારા તે હંમેશા રૂપાને પોતાની ભાર્યા સમજતો હતો. આ પરિસ્થિતિ ઘાતક હતી!
યુવાનીના ઉંબરે ઉભેલા સનીના અરમાનો વિજાતિય આકર્ષણથી થોડા બચી શકે? અધુરામાં પુરું ઘરમા જ યુવાન રૂપાનુ સાવકી માતા રૂપે આગમન થવું . એ જ છોકરી જેનો દેહ એને એક નરાધમની માફક ચુંથી નાખ્યો હતો.   કહે છે ને ઉન્માદ અને કામાંધ પરિસ્થિતિ યુવા જનને હંમેશા માર્ગ ભુલાવે.  સની એકનો એક દિકરો હોવાથી એને બહુ લાડમા રાખતા હતા અને સ્વભાવે ઉડાવ અને અમુક ગામના વંઠેલ છોકરાઓની દોસ્તીના કારણે સની યુવાનીમા ના કરવા જેવા અનેક કામો કરતા શીખી ગયો હતો.
ચાલાક ફોઇબાના ધ્યાનમાં સનીની રોજબરોજની આ હરકતો નજરમા આવી ગઇ હતી,પણ સની પ્રત્યે ફોઇબાને બહુ લાગણી હોવાથી હમેશાં આંખ આડા કાન કરતા હતા.  વિચારતા હતા કે હોય આવુ યુવાનીમાં નહિં કરે તો ક્યારે કરશે? ઘણીવાર એના મિત્રો આવે ત્યારે એના રૂમમા બંધ દરવાજે શરાબની મહેફીલ જમાવતા હતા. એ વાત ફોઇબાને જાણ હતી છતા કદી એને સનીને આ બાબતે ટોકયો નહી.  કદાચ શંકર પણ તેની યુવાનીમાં આવા સ્ખલનો અનુભવતો હશે?  ફોઇને ક્યાં ખબર હતી કે આ તો બગડેલો સંપૂર્ણ કામી પુરુષ થઇ ચુક્યો હતો જેને સારાસાર નું ભાન હોય જ નહીં.
ઘણી વાર સની એના બાપુ પાસેથી પૈસા માગી શકે એવી સ્થિતિમા ના હોય ત્યારે ફોઇબા એના બાપુની જાણ બહાર સનીને પૈસા આપતા અચકાતા નહી. પરિણામે સનીમાં નાની ઉમરથી એક અમીરજાદામાં હોય એવા બધા લક્ષણો દેખાવા લાગ્યા. સની માટે ફોઇબાનુ આંખ આડા કાન કરવાનુ બરોબર માફક આવી ગયુ હતુ. ઘણી વખત સાંજે ફોઇબા મંદિરે ગયા હોય ત્યારે મિત્રો સાથે જુગાર રમતો હતો.
નાની ઉમરમાં ક્રિકૅટ મેચ ઉપર સટ્ટૉ રમતા શીખી ગયો હતો. એક વખત બહુ મોટી રકમ હારી જતા ફોઇબાએ કોઇને જાણ ના થાય એ રીતે સનીના મૃત માતાનો ચાર તોલાનો ચેન સોનીને ત્યાં વેંચીને સનીની હારની રકમ માટે બારોબાર ચુકવી આપ્યા હતા. ત્યારે તો શંકર હયાત હતો અને ધીમેથી તેને સમજાવી દીધો હતો કે આ ઉંમર જ એવી કે માણસ લપશે. માવતર તરીકે તેને સમજાવવો અને પાછો વાળવો.
શંકર તે વખતે મોટી બેન ઉપર પણ બરોબર બગડ્યો હતો. ‘મોટી બેન તમે જ એને છાવરી છાવરીને બગાડો છો!  હું તો આ ચેનની ચોરી માટે તેને પોલિસમાં સોંપી દેવાના મતમાં છું.  આવું તે કંઇ ચાલતુ હશે? એક તો ખોટા ધંધા કરે અને પાછા તમે તેને ચેન વેચાવી આપી બળતામાં ઘી ઉમેર્યું.’
પણ જ્યારથી રૂપા આવી ત્યારથી ફોઇબા સનીને આ બધી હરકતો બંધ કરવા માટે વારંવાર તકાજો કરતા હતા. સની પણ સમજી ગયો હતો કે નવી માતાની ઘરમા કાયમી હાજરી હોવાથી હવે ઘરમા મૌજ મજા કરવા શકય નહોતા
થોડા દિવસ પહેલા સનીએ ફોઇબા પાસે પૈસા માંગ્યા તો મોઢામોઢ ચોક્ખુ સંભળાવી દીધુ કે,”હવે તારે પૈસા જોઇતા હોય તો તારા બાપુ પાસે માંગજે, હવેથી ફોઇબા પાસેથી ફૂટી કોડીની આશા રાખતો નહી.”
” પણ ફોઇબા! હવે હું પણ મોટો થયોને? મારે મારા દોસ્તારો સાથે ઉઠબેસ હોય ત્યારે ક્યારેક ખર્ચા તો લાગે ને?”
” એ સમજીને તને તારી ક્રીકેટ મેચની હાર થી બચાવેલો ત્યારે તારા બાપે મોટું ભજનીયુ આલેલું, કે હું તને બગાડું છું. સોની ને ત્યાંથી ચેન પકડાવી તને જેલ ભેગો કરવાની તેણે નેમ લીધેલી.  બહુ ભાઇ બાપા કરીને તેને વાળ્યો પણ તેણે મારી પાસે જીભ કચરાવી. પૈસાનાં મામલે મારે કંઇ નહિં બોલવાનું એટલે હવે તું જાણે અને શંકર મારી પાસેથી ફૂટી કોડીની આશા હવે ન રાખીશ.”
” ફોઇ બા! મારી મા મરી ગઈ ત્યાર થી તમે સાચવો છો અને આ નવું બાપાને શું સુઝ્યું?
” જો મારું સાચું માનતો હોય તો ભણવમાં ધ્યાન રાખ અને આ બધા ભાઇબંધોની વાદે જે ચઢ્યો છે તે છોડી દે.  શંકર ખીજાશે અને આ તારી નવીમા ચઢાવશે તો તને મિલકતમાંથી બે દખલ કરશે.  તેથી તો તને તેનાથી દુર રાખું છું.  પણ તું તો સમજતો નથી અને વળતો પણ નથી.”
” હેં? તારા ભાઇબંધો ને તો કશું ખોવાનું નથી. પણ તું તો આખી જિંદગી ઠિબરું લઇને ઘરે ઘરે ભટકતો થઇ જઇશ સમજ્યો?”
બાપા ઉપર ખીજ કાઢતો કાઢતો પગ પછાડતો તે ગામના ચોરે મિત્રોનાં પહોંચ્યો તે દિવસે શહેરમાંથી પ્રાઇવેટ શો માટે ઠુમકા મારતી મુન્ની બાઇ આવવાની હતી. નજરાના ખાતર પાનના પૈસા મુકવા રુપિયા જોઇતા હતા. તેની વ્યવસ્થા ન થઇ તે મિત્રોમાં જણાવતા સોપો પડી ગયો હતો. તેના બાકીના ત્રણેય દોસ્તો સુરજનાં પૈસે જ છમ્મક છલ્લા કરતા હતા. સુરજના પડી ગયેલા ચહેરા ને જોતા એક મિત્ર બોલ્યો “ચાલને હવે પડશે તેવા દેવાશે”
સાંજ ઢળતી હતી..વાતાવરણ જમાવવા ધીમુ ધીમું સંગીત વાગતું હતું. પાન નું બીડુ ફરતું થયું ત્યારે ૧૦૦ રુપિયાની નોટ મુકી અને ચાર બીડા ઉપડ્યા ત્યારે પાનનું બીડુ ફેરવતી બાંદીએ મોં મચકોડ્યુ,’  ક્યા જનાબ દિવલીયે હો ગયે હૈ તો તવાયફ કા શોક ક્યું પાલતે હો’? ચલો ઘર જાવ,  ત્યાં પર્દા પાછળથી અવાજ આવ્યો ” રહેને દીજીયે વો હમારે કલકે મહેમાન હૈ”
સંગીત, સુંદર નૃત્ય, ભંગીમા અને મારક અદાઓ સાથે પાનમાં મેળવેલ ભાંગની ગોળીએ આખી રાત બધાને ઝ્મતા રાખ્યા અને સૌએ ગજવા ખાલી કર્યા. બીજા દિવસની સવારે ઘર બહારનાં આંગણામાં પડેલા સૌ ઉપર પાણી ની ડોલ રેડતી બાંદીઓ ગાળો વરસાવતી હતી.
આ ઘેને સનીને વધુ પાગલ કર્યો હતો. તેને મુન્નીબાઇમાં સતત રૂપા દેખાતી હતી. તેની અદાઓ, નખરાં અને નૃત્ય ભંગીમાઓમાં રૂપાને માણતો હતો.  તેનું આ સ્વપ્નુ જ્યારે પુરું થયું ત્યારે તે આ પાર કે પેલે પાર કરવાનાં અજબ અંદાજમા આવી ગયો હતો. જરા એકાંત દેખે અને બિભત્સ ચાળો કરે. ઘર છે, ઘરમાં ફોઈબા છ, બીજા બધા નોકર ચાકર ફરતાં હોય તેનો ખ્યાલ પણ ન રાખે.  ઘરમાં ને ઘરમાં આ બધી વાતો અને સનીના વર્તનથી હવે રૂપા બરોબર કંટાળી હતી એને થતું કે આ બધું બન્યું તેમાં મારો શું વાંક?
ફોઇબાની સતત ટકટક અને સલાહોને કારણે ધીરે ધીરે સનીમા બદલાવ આવી રહ્યો હતો. જો કે રૂપા તો એને નાટક જ ગણતી હતી કારણ કે જેવા ફોઇ આડા અવળાથાય ત્યારે તેનું સ્વરૂપ બદલાઇ જતું. તે જાણતી હતી  યુવાન લોહી કદી વિજાતિય આકર્ષણથી અળગી રહી ના શકે.  હવે જે કામ સની રૂપા ના હતી ત્યારે ઘરમા કરતો હતો એ કામ ક્યારેક ઘરની બહારે ખાનગી જગાએ જઇને કરતો હતો. એટલે ફોઇબાને એમ લાગે સની સાચેસાચ સુધરી ગયો છે.
શંકરનુ મૃત્યુ થતા સનીની નજર રૂપા પર બગડી હતી. પણ ફોઇ સામે તો હમેશાની જેમ સારો હોવાનો જ દેખાવ કરતો હતો. સનીના સારાપણાન આંડબરને રૂપા બરોબર જાણતી હતી. એટલે જ્યારે પણ ફોઇબા ઘરમા ના હોય કે બહારે ગયા હોય ત્યારે રૂપા ઘરની બહાર બેઠી રહેતી અને ફોઇબા આવે એની રાહ જોતી રહેતી. સનીએ ઘણી વખત રૂપા સાથે આડકતરી રીતે સંવાદ સાધવાની કોશિશ કરી પણ રૂપાના મનમાથી હજુ સુધી પેલી ગોઝારી ઘટનાની અસર જરા પણ ઓછી થઇ નહોતી. પરિણામે રૂપાની નજીક જવાની સનીની એક પણ કારી ફાવી ના શકી.
ઘરમા જ્યારે રૂપા કામ કરતી હોય રૂપાને ચોર નજરે જોતો રહેતો . કોઇ વખત ફોઇનુ ધ્યાન ના હોય એ રીતે રૂપાનુ કોઇ કામ ના હોય તે છતા કામનુ બહાનુ કરી એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો રહેતો હતો. સની નું વેકેશન પત્યુ અને તે કોલેજ માં ભણવા માટે પાછો જવાનો હતો તેના આગલે દિવસે ફોઇ ની હાજરીમાં તે બોલ્યો  ” નવી મા ને તો હું કોલેજ માટે જાઉં છું તેનું જરાય દુઃખ નથી.”
રૂપા એ કચકચાવીને હોઠ બીડી દીધા અને બે હાથ જોડીને ચાળો કર્યો જાવ તે તો સારું જ છે.  તમને રડે જ કોણ છે? મારી બલારાત!
રાત સુમ સામ જતી હતી અને રૂપાની રૂમ ઉપર ટકોરા પડ્યા.. સની કોઇ પણ ભોગે રૂપા સાથે વાતનો દોર સાંધવા મથતો એ જાણતી રૂપા એ ઘાંટો પાડ્યો. ખબરદાર જો બારણું ખટખટાવ્યુ તો . ડાંગે  ડાંગે મારીશ અને ગામ આખામાં ફજેતી કરીશ.”
ફોઇબા રુમમાંથી હાંફળા ફાંફળા બહાર આવ્યા અને સની ને ઉભેલો જોઇ બૂમ પાડી,  કેમ અલ્યા તારી નવી મા છે તે સમજાતુ નથી?
” નવી મા શાની? તે તો મારા બાપાની બીજી પત્ની હતી, મારી મા શાની?”
ફોઇબાને પાણી નાકની ઉપર જતા લાગ્યા અને સનીને ખેંચીને બીજા રુમમાં લઇ ગયા. પાણી પાઇ ને ટાઢો કરીને પુછ્યુ”  શું છે આ મોડી રાતે ગામમાં તારા બાપાનાં નામે ભવાડા કરવા છે?”
” હા એ મારા ઘરમાં રહે છે અને મારી સાથે વાત ના કરે તે કંઇ ચાલતુ હશે?”
” તારી નજર એને વાંચતા આવડે છે.  તું ભુખ્યા ડાંસ વરુની જેમ એને ચુંથવાની વાત કરે તે  ચાલે કેમ?”
“ફોઇબા! તમે તો મારી વાત સમજતા કેમ નથી? એ મારાથી નાની છે અને હું ઘર બેઠે તેને ફરીથી સધવા બનાવવા માંગુ છું.”
એનું વાક્ય હજી પુરુ પણ નહીં થયું હોયને બીજા રૂમમાં થી આવીને રૂપાએ ડાંગે ડાંગે તેને ટીપી નાખ્યો.

 

રૂપ એ જ અભિશાપ (૧૪) પ્રવીણા કડકિયા

અળવીતરો સની

નામ તો સૂરજ પણ રંગીન મિજાજનાને તે જુંનું લાગ્યું એટલે બની બેઠો ‘સની’. દીવાની જુવાનીમાં કોણ કોનું સાંભળે કે પછી વર્તન પર સંયમ જાળવે? સાંઢ જેવો બેકાબૂ બનતો જતો હતો. ડંડુકાથી પિટાયો છતાં તેની સાન ઠેકાણે ન આવી!  બાપ ગુમાવ્યાનું દુઃખ તો બાજુએ રહ્યું ઘરમાં સાવકી મા છે તેનું પણ ભાન ખોઈ બેઠો!  રૂપ રૂપના અંબાર જેવી ‘મા’ !  સિંહ એકવાર લોહી ચાખી ગયો હોય તો પછી એ સ્વાદ દાઢમાં રહી જાય. બાપ ન રહ્યો, તો પછી આ ‘સાવકી મા’ ક્યાંથી? એ પ્રશ્ન સનીના દિલો દિમાગ પર છવાઈ ગયો હતો. બાપના જીવતાં તો સંયમ રાખ્યો હતો! હવે ઘરમાં ૨૪ કલાક નજરની સામે . હરી ફરીને પેલી મેઘલી કાળી ડિબાંગ રાતમાં વિજળીના ચમકારે અનુભવેલું સામિપ્ય તેને સતાવતું. ઘણા પ્રયત્ન કરતો પણ જુવાની તેને પાગલ બનાવવા માટે પૂરતી હતી. બને ત્યાં સુધી એક ઘરમાં રહેવા છતાં તેની સામે ન આવતો!
જ્યારે ભગવાને ખોબલે ખોબલે રૂપ દે ત્યારે તેને બહારના આવરણ, આભૂષણ કે ઠાઠની શી પરવા? એ તો બસ કમળ સમાન હોય. કાદવમાં પણ તેનાથી અલિપ્ત! રૂપા જે થોડો વખત શંકરનો સાથ પામી તેમાં તેના રૂપને ચાર ચાંદ લાગ્યા. તેનો વાન હતો તેના કરતાં વધારે નિખર્યો. છોકરી જ્યારે લગ્નની વેદીની ધુણી ખાય પછી તેના રૂપને નિખાર આવે!. લાવણ્યથી ભરપૂર રૂપા સુખના સાગરે હિલોળતી હતી. ગઈ ગુજરી ભૂલવાની કોશિશ કરતી રહી. શંકરની ધિરજ અને પ્રેમાળ વર્તને રૂપાને ઠારી. ભલે શંકર ઉમરમાં મોટો હતો પણ તેનું હૈયું જુવાન હતું. તેથી તો રૂપા તેના ઘરમાં સમાણી. તેને એમ ન લાગતું કે મારા ઓરતા અધૂરા રહી ગયા!
એ ઠાર દેવતા ઉપરની રાખ જેવો હતો. ઉપરથી ટાઢો માંહીથી ધગધગતો!  પૈસાની છોળમાં રમતી રૂપા મનને મનાવતી. જુવાનીનો સાદ સુણ્યો અનસુણ્યો કરતી. ત્યાં આભ ટૂટી પડ્યું. અભાગણી ક્યાંયની ન રહી. હવે મનને શું કહીને વારે? પેલો કાળોતરો નાગ નજર સમક્ષ હરતો ફરતો જણાય. કાયમ ફોઈબાની સોડમાં ભરાયેલી રહેતી. કેટલા ચમત્કાર તેને બતાવવા?
‘બેટા, હું ખર્યું પાન . કેટલા દિવસ ? હવે આ વહીવટ બધો તારે સંભાળવો પડશે. સની તો આમેય ફટવેલ હતો. જરાય ઠર્યો નથી. બાપ પાસે હંધુય શિખ્યો નથી. એના હાથમાં જો પૈસાનો વહીવટ આવશે તો લક્ષ્મી ઘરમાંથી પગ કરી જાહે’!  ફોઈબાનો કકળાટ સાંભળવાને રૂપા હવે ટેવાઈ ગઈ હતી. તેમાં પાછો ‘સની’ નામનો રાહુ ઘરમાં અથડાયા કરે. સાંઢ જેવો, તેના કોઈ કામમાં ભલીવાર નહી.
સનીની જુવાની રૂપાને જોઈ ઘેલી થતી. બાપ તો હવે હતો નહી !   જેને કારણે સનીને તેની આમન્યા સાચવવી પડતી! તેથી તે વિચારતો ‘આ કાંઈ ઓછી મારી ‘મા’ છે?’ કયા સગપણે રૂપાને ‘મા’ માનવી? તેમાંય રૂપા સનીથી છ મહિના ઉમરમાં નાની. જેનું રૂપ ટોપલો ભરેલું. સનીની આંખમાં સાપોલિયાં સળવળતાં! રૂપા સનીથી બચવા ફોઈબાની સોડમાં ભરાતી.
મા, જ્યારે પિયર લઈ ગઈ ત્યારે તેને થયું હાશ, છૂટી. કરમ તેનાં ફૂટેલાં હતાં. ત્યાંતો ભોરિંગ હતો. માએ ક્યાંય જવાની ના પાડી દીધી. બંને ભાઈઓ તેની ચોકી કરવા ઠોકી બેસાડ્યાં. માથી રૂપાના હાલ જોવાતાં નહી પણ શું કરે? આવી રૂપ રૂપના અંબાર જેવી દીકરીનું જતન કેમ કરે. તેને તો રોજના દળણાં દળવાનાં. પાણી ભરવાની શાંતિ હતી. વસ્તારીના ઘરના રોટલા ઘડવાના. ગાયના દુધમાંથી દહી, છાશ અને માખણની માથાકૂટ. રૂપાને કોઈ કામ કરવા ન દેતી! મા, હતી ને દીકરીનું દુઃખ દાઝતું. આવા કેદી   સમાન સંજોગોમાં રૂપા પિયર ઝાઝું ન રોકાણી. એણે તો હઠ પકડી મને મારે ઘેર જાવા દો! નાની થોડી હતી કે તેને પકડી કે બાંધી રખાય? મા અને બાપે તેનું ગમતું કર્યું અને પાછા તેને ઘેર મૂકી આવ્યા.
રૂપા તો ઉલામાંથી ચૂલ્હામાં પડી. અહીં ‘સની’ તેને દુશ્મન જેવો દેખાતો. આખો દિવસ ઘરની બહાર હોય ત્યારે શાંતિ લાગતી. વાળુ ટાણે આવે ત્યારે તેની થાળી ઓસરીમાં દેતી. રસોડામાં તેને પગ મૂકવાની મનાઈ ફરમાવી હતી. ફોઈબાને ખૂબ ગમ્યું. રૂપા, સનીની  નજરથી દૂર રહે તે જ તો તેમના મનની ઈચ્છા હતી.
શંકરે મૂકેલો વિશ્વાસ રૂપાને પ્રેરણા આપવા માટે પૂરતો હતો. ખેડૂતો, ગરાસિયા બધાના હિસાબ બરાબર રાખતી. તેનો બાપ પગી હતો તેથી ઘરમાં ન હોય ત્યારે માને ઘણી મદદ કરતી રૂપા, રૂપ સાથે આવડત પણ શંકરને પરણી ત્યારે દાયજામાં લાવી હતી. નસિબની ફૂટેલી લગ્ન પહેલાં અભડાઈ હતી તે શંકરના વહાલમાં વિસરવાનો પ્રયત્ન કરી રહી હતી, ત્યાં કિસ્મતે જોરદાર ઘા કર્યો. પતિનું શિરછત્ર ઝુંટવાઈ ગયું. માથું ઓઢી રૂઆબભેર જ્યારે પેઢીની ગાદી પર બેસતી ત્યારે લોકો ખૂબ આમન્યાથી તેની સાથે પેશ આવતાં.
પેલો અળવીતરો ‘સની’ નવી માનું આ રૂપ જોઈ આભો બની જતો. ધંધાપાણીમાં એ ઢબુ પૈસાનો’ઢ’ હતો. રૂપાની આભા જોઈ અંજાતો. તેની અંદરનો રાક્ષસ વધુ વકરતો. એમ રૂપા તેના હાથમાં આવે તેવી ન હતી. સનીની આંખમાં રમતાં સાપોલિયા રૂપા નિહાળતી અને ફોઈબાનો કેડો ન મેલતી. રૂપા સોડમાં ભરાતી એ ફોઈબાને ગમતું. નાની ઉમરમાં પતિ ગુમાવ્યા પછી ભાઈ અને ભાભીના સંસારમાં ફોઈબા દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા હતાં. બે કામ કરી છૂટવાની આદતે ભાઈના ઘરમાં આખી જિંદગી સમાણાં હતાં. શંકર મોટી બહેનને ખૂબ પ્રેમ અને માન આપતો. જેને લીધે તેની વહુ પણ નણંદબાનો મલાજો પાળતી. સની જો આખા ઘરમાં કોઈનું પણ માનતો કે ગભરાતો તે એક માત્ર ‘ફોઈબા’ હતાં. પોતાનાં લખ્ખણ જાણતો તેથી ફોઈબાથી ગભરાતો.
રૂપા વિશે કોઈ પણ આડાઅવળાં વિચાર આવે ત્યારે ફોઈબાના ‘ ડોળાં તેને ડારતાં. જેથી તે પાછો પડતો. અરે, પાણી પીવું હોય તોય ગોળી સુધી કદી ન જતો. પાણિયારું અને રસોઈ ઘર અડી અડીને હતાં. હિંચકે બેસતો અને મંછાને ને કહેતો,’ મારે હાટું કળશિયો ભરીને પાણી લાવ , તરસે ગળું સૂકાય છે’! મંછા પાણી લાવી દેતી અને નાના શેઠને આપતી. તેને કશી ગંધ આવી હતી પણ શું, તે નક્કી કરી શકતી નહી. મંછા કાંઈ પણ જાણવાનો પ્રયત્ન કરે તો રૂપા એવો છણકો કરતી કે મંછા સવાલ જ ભૂલી જતી! આમ રુપાએ ઘરમાં પોતાનું સામ્રાજ્ય જમાવ્યું અને સહુને પોતાના કબજામાં રાખ્યા.
રૂપા જેનું રૂપ કોઈ પણ વસ્ત્રમાં  ખીલી ઉઠતું. શંકરનો વેપલો વધતો જતો. તેના રૂપને પીવા, દર્શન કરવાં અને જો ભાગ્ય હોય તો સ્પર્શવા લોકો તલપાપડ થતાં. નવી ઘરાકી વધતી. રૂપા શંકરને કામકાજ કરતી જોતી. તેને થોડું ઘણું શંકર પ્રેમથી સમજાવતો પણ ખરો. રૂપાનો જાદુ શંકર પર બરાબર ચાલ્યો હતો. તેથી તો લગનને બે વરસ પણ નહોતા થયા તોય રૂપા તેના કારોબાર વિશે ઘણું જાણતી. જેને કારણે વેપલો વધતો ચાલ્યો. લક્ષમી રૂમઝુમ કરતી આવી રહી. રૂપા ઘણીવાર વિચારે ચડતી આટલા બધા પૈસા આવે છે તો કંઈક સદઉપયોગ કરું. શંકર અને સનીની માના નામનું દવાખાનું બનાવડાવ્યું. અનાથ આશ્રમના બાળકોને  દર અઠવાડિયે એકવાર જમાડવાનું  નક્કી કર્યું.
આજે વિચારમાં ડૂબેલી રૂપા, દિવા સ્વપ્નમાં રાચી રહી હતી. જાણે શંકર બાજુમાં હોય અને ઘોડિયામાં એની દીકરી ઝુલાવતો હોય. રૂપાની દીકરી રૂપા જેવી જ હોય ને? શંકર અને પોતાના બંનેના નામને જોડતી કડી હતી તેથી તેનું નામ પાડ્યું ‘સરૂ” . જેને કારણે રૂપાનું નવું જીવન શરુ થયું હતું. શંકર બંનેને ખૂબ પ્યાર કરતો. હજુ તો રૂપા તેના માટે દૂધની બાટલી ભરે ત્યાંતો ‘, આ ચૂલે દુધ ઉભરાઈ ચાલ્યું’! ફોઈબાની રાડ સંભળાઈ અને રૂપાનું દિવા સ્વપ્ન ટૂટ્યું. દોડતી જઈનેચૂલ્હા  પરથી તપેલી ઉતારી લીધી. અપશુકન નહોતા થવાના તેથી દુધ કિનારે આવીને અટક્યું હતું. સમ ખાવા પુરતું પણ જમીન પર નહોતું પડ્યું. સુંદર કલ્પનાની દુનિયામાં વિહરી રહેલી રૂપા વર્તમાનમાં પટકાઈ!
આજે ફોઈબાને આઠમનો ઉપવાસ હતો. આખો દિવસ બસ મંદિરમાં બેસી સેવા, પૂજા અને કિર્તન કરવાના હતાં. રૂપા ફોઈબાને જોઈતી સઘળી સામગ્રી આપતી હતી. હવે જે ચુલ્હા ઉપર બનાવવાનું હતું તે નાહ્યા વગર ન થાય. ફોઈબા, ‘હું, નાહીને કોરા કપડાં પહેરીને સામગ્રી બનાવી આપીશ’. ફોઈબા રૂપાની આવડત અને હોંશિયારીને કારણે ખુશ રહેતાં.‘સારું બેટા, આજે બને તો વાળ ધોઈને નહાજે’.
રૂપા પોતાના રૂમમાં ગઈ  અને બારણાની કડી વાસી. પેલો અળવીતરો આજે ઘરમાં હતો. સવારથી રૂપાની જમણી આંખ ફરકતી હતી. મનમાં કનૈયાને વિનવતી , હે પ્રભુ તું મારી લાજ રાખજે. હું તારા શરણે છું. આ ભોરિંગથી મારી રક્ષા કરજે!’
રૂપા શાંતિથી સ્નાન કરી રહી હતી. જનમ થવાનો હતો કૃષ્ણ ભગવાનનો અને માળા જપતી હતી’શંકર’ની ! કેવી વિપદા ભારી હતી, ઈલાજ પણ ક્યાં હતો? કોઈક વાર ફરી પરણવાનો વિચાર કરતી ત્યારે કંપી જતી. કોની સાથે, કેવી રીતે? આ ઘરનો કારભાર કોણ ચલાવે? જાતજાતના વિચાર તેનો પીછો છોડતાં નહી! ત્યાં અચાનક ખખડાટ સંભળાયો. બેઉ હાથે જાણે પોતાની જાતને ઢાંકતી ન હોય! વાળમાં સાબુ હતો એ પણ વિસરી ગઈ. જોરથી ચિલ્લાઈ, કોણ?
પેલો અવળચંડો સની, ડામચિયા પર   ચઢી જાળીમાંથી જોવા  ગયો. ત્યાં ડામચિયાનું ગાદલું ખસ્યું અને ભોંય પર પટકાયો. પૂજાના રૂમમાંથી ફોઈબા દોડતાં આવ્યા. શું થયું? કોણ પડ્યું? જવાબ કોણ આપે! રૂપા તો તેના રૂમના બાથરૂમમાં  નહાતી હતી. માથે અને મોઢે સાબુ હતો. સનીના રૂમમાં ગયા તો ભાઈ સાહેબ ચત્તા પાટ જમીન પર પડ્યા હતાં. ફોઈબાએ ઉંચી નજર કરી. ચકોર ફોઈબા સમજી ગયા આ ‘સની’  પોતાના નાના ભાઈ શંકરનો પાટવી કુંવર શું કરતાં પડ્યો. તેના રૂમના હાલ પરિસ્થિતિની ચાડી ખાતાં હતા. મનોમન સનીને ફિટકાર વરસાવવા લાગ્યા.’ અભાગિયા, આ તારી ‘મા’ છે’!
ફોઈબાની આંખો બોલ્યા વગર ઘણું કહી ગઈ. સનીના હાલ  વાઢો તો લોહી ન નિકળે એવા હતાં. સફાઈ પેશ કરવાની જરૂરત ન હતી. ભોંય પરથી ઉઠવાની શક્તિ પણ હણાઈ ગઈ. ફોઈબા મનોમન કશુંક નક્કી કર્યું.  જાણે કાંઈ નથી બન્યું એમ બતાવી પાછાં પૂજાના રૂમમાં આવ્યા. ચિત્ત કેવી રીતે પૂજામાં ચોંટે?
વાળ ધોયા હતાં તેથી ખુલ્લા વાળે નવા કપડાં પહેરેલી રૂપા નું રૂપ ઉડીને ફોઈબાની આંખે વળગ્યું. મનમાં તો તેમને પણ એક વાર થઈ આવ્યું. ‘શું રૂપ દીધું છે આને. અભાગણીનો ચુડી અને ચાંદલો શાને છિનવાયો? મારો ભાઈ શંકર હોત તો ઘર દિપાવે તેવી છે. લલાટે છપ્પર પગી કેવું લખાવીને આ ઘરમાં આવી હતી.
એક પણ અક્ષર બોલ્યા વગર રૂપાને કામ દીધે રાખ્યું. રૂપાએ પણ જાણે મોં પર અધમણનું તાળું માર્યું હોય તેમ ફોઈબાની બધી ઈચ્છા બોલ્યા વગર પૂરી કરી. કાલની કોને ખબર હતી!  રૂપા તો સાવ અજાણ હતી. ફોઈબા મનમાં કેવા ઘડા લાડવા વાળે છે તેનો તેને તલભર પણ અંદાઝ ન હતો. આ રૂપાના રૂપને ગ્રહણ લાગે તેવું વિચારી રહ્યા હતાં. જમાનાના ખધેલ  ફૉઈબાના મનમાં એક વિચાર ઝબકી ગયો!
‘સની’ની વાંદરાગીરીની ભોગ રૂપા બનવાની હતી. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે!

 

રૂપ એજ અભિશાપ (૧૫) રેખા પટેલ “વિનોદિની”-

રૂપ વરદાન કે શ્રાપ

ફોઈબાએ રૂપા કરતાં અનેક દિવાળીઓ વધારે જોઈ હતી. બાળપણમાં લગ્ન થયા હતાં. પહેલે આણે પરણીને સાસરે આવેલાં ફોઈબાએ પતિનું સુખ માણતા પહેલાં જ ગુમાવ્યા હતાં. ખેતરે કામ કરતાં એરૂ આભડ્યો અને પેલો સાપનું ઝેર ઉતારનારો આવ્યો. ઝેર તો ન ઉતર્યું , તેમના અંગે અંગમાં પ્રસરી ગયું અને રામશરણ થયા. ફોઈબાને તો હજુ લગન એટલે શું તેની પણ ખબર ન હતી?  દેવના દીધેલ ભાઈએ, મોટી બહેનની આંતરડી ઠારી. ઘરમાં માન પૂર્વક રાખ્યા. માબાપ તો હતા નહી. શંકરે તેની ખોટ બેહનને ન પડવા દીધી. સનીની મા પણ નણંદબાની ખૂબ કાળજી કરતાં.
હાલ પુરતી સનીના પરાક્રમની વાત સંકેલાઈ ગઈ હતી. ફોઈબા સમજી ગયા હતા કે આમ ઘસમસતા વહેણમાં આડો હાથ ઘરવાથી કંઈ પાણી રોકાવાના નથી અહી તો કોઈ મજબુત બંધ બાંધે જ છૂટકો છે.
પેલી કહેવત છે  કે, ” ભૂવો ઘૂણે તોય નાળિયેર ફેંકે  ઘર ભણી ” . ફોઈબા ને એવી કોઈ યુક્તિ  કરવી હતી કે, “લાઠી ના ભાંગે અને સાપ પણ ભાગે “.તે વિચારતા રહ્યા કે હવે શું કરું ?  મારા ઘોળામાં ઘુળ ના પડે અને બાપના આ ખાનદાની ખોરડાની આબરૂ પણ જળવાઈ જાય! આ ઘટના ઘટ્યાને હજુ તો બે દિવસ માંડ  થયા હતાં!   આ બે દિવસ  દરમ્યાન સની કામ વિના ઘરમાં રહેતો નહી.  રૂપાથી દુર રહેવા પ્રયત્ન કરતો હતો.  આ બધું ફોઈબા બરાબર જોઈ રહેતા હતાં.  તેમને અંદરખાને બીક  પેસી ગઈ હતી કે આમ કરવાથી કાચી ઉમરનો દીકરો ખરાબ સંગતે ચડી જશે અને ઘરની બહાર ભટકતો થઇ જશે।  હવે મારા બાપના  આ વંશવેલાને આગળ વધારનાર  ‘સની’ સિવાય બીજું કોણ છે?   બસ જો આ ચાર પાચ વરસ હેમખેમ નેકરી જાય તો ક્યાંક સારું ઠેકાણું જોઈ એને પરણાવી દઉં.  તેની મરતી માને આપેલી જવાબદારીમાંથી મુક્ત બનું .’
ભાઈના ઘરનો દાણો પાણી આખી જીંદગી ખાધા હતા. ફોઈબાને સની પ્રત્યે લાગણી કેમ ન હોય? સની  તો શંકરના ઘરનો ચિરાગ હતો! રૂપા કોણ? કાલે પરણીને આવી હતી. છપ્પરપગી આ ઘરમાં આવી, પતિને સુખી કરવાને બદલે પતિને ભરખી ગઈ.
ફોઈબા સ્ત્રી હોવા છતાં રૂપાનું શું, એ વિચાર એમના દિમાગમાં ન આવ્યો? એક સ્ત્રી થઇ બીજી દુઃખી સ્ત્રી વિશે  વિચારવા તૈયાર  નહોતા. તેમનું માનવું હતું કે સહુ કોઈ તેમના કર્મોને લીધે દુઃખી હોય છે. જુનવણી વિચારવાળા  ફોઈબા માનતાં કે  સ્ત્રીઓને પોતાની કોઈ જીંદગી હોતી  નથી. તેમને તો પતિ ગયા પછી, પાછળવાળાને સારું શું અને ખોટું શું?  જિંદગીને બસ ધસેડવા સિવાય બીજો કોઈ આરો નથી! આવા વિચારોના તુમુલ યુઘ્ઘમાં ગરકાવ ફોઈ પરસાળમાં આવેલા હિંચકે બેઠાં બેઠાં ઘડા લાડવા વાળ્યે જતાં હતાં.
રૂપા અંદર રસોડામાં ભરાઈ સાંજના વાળુની તૈયારી કરતી હતી. ત્યાં બાજુમાં રહેતા ગંગામાં ઘડી બે ઘડી બેસવા આવ્યા. ફોઈબાનો  ચહેરો જોતા અનુભવી આખોથી સમજી ગયા, કાંક દાળમાં કાળું છે!
આંખો આડે હાથ કરી ઝીણી આંખોથી ફોઈનો ચહેરો જાણે વાંચતા હોય તેમ બોલ્યા ,” કાં અલી આટલી મુંઝવણ શાની છે?” વહુ તો બરાબર છે ને ? આ તો સાપનો ભારો છે. એક તો નાની વયે ઘરવાળો ખોયો અને મુઈનું રૂપ ભલભલાને બાવળીયાના ગુંદરની જેમ લલચાવે. ” હાચું કહું, હું તો મારા નાથીયાને ના કહું છું કામ વગર એપા જવાનું  નહિ , હું છું ને બઘો વે’વાર હાચવવા. ”
પણ બળ્યું કે’તો ખરી શું થયું?  ” કહેતા ગંગામાં બળતામાં ઘી હોમવા લાગ્યા !
‘ગંગામાં શું  કહું? ” મરતા શંકરને મેં વચન આપ્યું હતું કે વહુને અહીં રાખીશ.  નહીતર ક્યારની એને એના બાપના ઘર ભેગી કરી દીધી હોત! અહી મારે આ રોજ નાગ થઇ મણીની રખવાળી કરવાનો દહાડો ના આયો હોત, ” ફોઈ એ હૈયા વરાળ ઠાલવી.
“જો છોડી ખોટું નાં લગાડતી તારે તો વિઘવા થઇ પછી અહી બાપનું ઘર , આગણું હતું એટલે તને આય કોઈ ચિંતા નહોતી , પણ આ છોડીને અહી રાખવી હોય તો તેની “લટ ઉતારવાની” વિઘી કરવી જ પડશે, આ  મારી મનની વાત કહું છું. મેં તમારા બધાય કરતા દુનિયા બહુ જોઇસે ” ગંગામાં ઘોઘરા અવાજે બબડ્યા અને ફોઈબા પણ હકારમાં માથું હલાવતા રહ્યા અને બોલ્યા , ગંગામા ” હું સંઘુય હમજુ છું .પણ બળ્યું આ રૂપા વહુને કેમનું સમજાવવું ? ”
“એમાં એને પુછીસ તો એ કઈ થોડી હા કહેવાની છે ? કાલ સવારે તું બધું નક્કી કરી રાખ અને પછી મને  બુમ પાડજે હું આવી જઇસ ” લે હેંડ, તારે હવે ફકર કે ચિંતા કરવાની લગારે જરૂર નથી.   હંધુય મારા પર છોડી દે.  પેલો હજાર હાથવાળો  છે ને , બધુંય હમું હુતરું પાર ઉતારનારો”!
મનમાં રાજી થતા હતા, કે હાલ હવે મારે પાડોશમાં રહી દરરોજ  મારા ઘરના  છોકરાઓને સાચવવા મટ્યા.  ગંગામા ગામના ઉતાર જેવી ડોશી હતી. ફૉઈબા કરતાં ઉમરમાં મોટા અને આ ગામની વહુ એટલે સહુના ઘરની મુશ્કેલીઓ પોતાની રીતે દૂર કરવાનો ઠેકો લીધો હતો. ફોઈબાને જાણે દીકરી હોય તેમ તેની વહારે ધાયા. ભૂલી ગયા કે રૂપા પણ કોઈની દીકરી છે?  ગામડા ગામમાં ગરીબને ઘેર દીકરી એને એમાંય પાછી રૂપરૂપના અંબાર જેવી એ કુદરતનો શ્રાપ છે. એમાંય જો લગન પહેલાં ગામના ઉતાર સમા છોકરાં તેને અભડાવે તો પછી એ છોડીના હાલ કેવા થાય એની કલ્પના પણ કંપાવનારી હોય.  લાકડે માંકડું વળગાડી માબાપ પોતાનો ભાર હલકો કરે. માબાપ પણ શું કરે? પેલો હજાર હાથવાળો જે અન્યાય કરે તે ચૂપચાપ સહન કરે અને નસિબને દોષ દે!
આ સઘળી ચહલ પહલથી અનજાણ રૂપા ટુંટીયું વાળીને સૂતી હતી. શંકર શમણામાં આવ્યો. માથે હાથ ફેરવ્યો. તેના વાળમાં આંગળા ભરાવી ગેલ કરવા માંડ્યો. ‘હેં રૂપા તારું રૂપ સોહામણું કે તારા કાળા ભમ્મર વાળ સુંદર?’ શંકર રૂપાના વાળ જોડે ગેલ કરતો તે રૂપાને ખૂબ ગમતું.
રૂપા લજવાઈ, ‘તમે મને શું કામ પરેશાન કરો છો? તમારી નજરોમાં જે વસે તે સુંદર! આ સુંદરતા તમારા પર કુરબાન. વાળનો વિંઝણો કરી શંકરને રિઝવી રહી.  શંકર રૂપાના વાળ સાથે ગેલ ન કરે ત્યાં સુધી નિંદર ન આવતી. રૂપા વાળને સજાવતી. તેની અલક લટમાં શંકર ઉલજી ગયો હતો.  વાળનો મોટો મસ અંબોડો અને તેના પર ખોંસેલા ગુલાબ, શંકરને ભાન ભુલાવતાં. જો તેમા વળી મોગરાનો ગજરો નાખે ત્યારે તો રૂપા સોળે કળાએ ખીલી ઉઠતી. શમણા્ના આનંદમા રાચતી રૂપાના મુખ  પર સ્મિત રેલાઈ રહ્યું. ક્યારે કૂકડો બોલ્યો તેનું ભાન પણ ન રહ્યું.
સવારનો સૂર્ય આજે કઈક વાદળોની સાથે આંખ મીચોલી ખેલતો હતો. રોજતો ધીમે ધીમે તેની શક્તિ અને તેજનો પરિચય આપતા સૂર્યનું તેજ વધતું હતું . છતાં આજે જાણે રીસાયેલો લાગતો  હતો! વાદળીઓનું ઝુંડ તેને મનાવવા આમતેમ દોડાદોડી કરતુ ,પવન તેનું વીઝણું લઇ ઠંડો પવન વીંઝતો હતો.
કદાચ તેને પણ રૂપાના જીવન માં છવાઈ જવાની કાળાશ ની ખબર પડી ગઈ હતી
આવી મદમાતી ઋતુ સામાન્ય રીતે  પ્રેમીજનોના હૈયાને ભરતીથી ભરી દેતી હોય છે ,આજે રૂપાને  શંકરના સ્નેહની બહુ યાદ આવતી હતી કેટલા પ્રેમથી તેને સાચવતો હતો. કેટલું ઘ્યાન રાખતો ! તેના કેશમાં ઉલઝતો! રૂપાની આંખોમાં હમણાં વરસું ,હમણા વરસું કરતા વાદળોને હટાવી આંસુ ટપકી પડ્યા અને શંકરની યાદમા ખોવાઈ ગઈ.
રૂપા બહાર ઓસરીમાં આવીને ઉભી. ત્યાંજ વરસાદની રમતી રમતી બુંદો તેના સ્નિગ્ધ દર્દ ભર્યા ચહેરા ઉપર ઝૂમવા લાગી અને રૂપાના તપતા મનને  કઈક રાહત મળતા ત્યાજ ઉભી રહી ત્યાતો ફોઈબા નો કડક અવાજ સંભળાયો
” બસ કરો વહુ જરા અંદર આવો, આજે તમારું ખાસ કામ છે ,જરા વહેલા નાહીને પરવારી પૂજા વિધિ પતાવી લ્યો ”
‘આજે ફરી વાળ ઘોઈને સ્નાન કરજે’.  ફોઈબાને યાદ હતું રૂપા એ બે દિ  પહેલાં જ વાળ ધોયા હતાં. રૂપા નજર નીચી કરી ઝડપભેર બાથરૂમ તરફ ભાગી.
રૂપાના સાલસ સ્વભાવ અને મીઠા વર્તન ને કારણે ફોઈબાને રૂપા તરફ સહાનુભુતી હતી. આજ કારણે તેના તરફ કુમાશ હતી .પરતું આજે આ બધું નકામું ઠર્યું હતું. આજે તેમનું સંપૂર્ણ ઘ્યાન સની તરફ હતું!
આજ કારણે રૂપા તરફ આજે ઓરમાયું વર્તન કરતા તેમનું દિલ દુખતું નહોતું અને તે અચાનક કઠોર બની ગયા હતા
રૂપા નાહીને બહાર આવી. તેના ભીના લાંબા કાળા વાળ અને તેમાંથી મોતીની સેરો જેવા ટપકતાપાણીના  બિંદુની હારમાળા ફર્સને ભીની કરી રહ્યા હતાં.
જાવ વહુ, પૂજા ઘરમાં દીવો પ્રગટાવી પાછલા રૂમમાં આવો . કહી  ફોઈબા, ગંગામાં ને બોલાવવા ગયા.
ગંગામાં એક વાળંદને સાથે લઈને પાછળના ઓરડામાં જઈને બેઠા.  પૂજા વિધિ પતાવી રૂપા ત્યાં આવી પહોચી તેને જોઈ ગંગામાં બોલ્યા, છોડી અહી બેસ આજે તારી લટ વિધિ પૂરી કરવાની છે.
રૂપા આ બાબતથી સાવ અજાણ હતી. તેની પૂજા કરી. તેના વાળમાં પ્રેમથી તેલ ઘસી દીધું.  હજુ કઈ વઘારે સમજે એ પહેલા  ખૂબ પ્રેમથી  તેને પાટિયા ઉપર બેસાડી દેવાઈ.   રૂપા ડઘાઈ ગઈ. આ બધું શું કૌતૂક છે?  કંઈ પણ વિચારે તે પહેલા તો વાળંદનાં ઘારદાર અસ્ત્રા વડે માથાની વચ્ચો વચ્ચ માંથી એક જાડી મોટી લટ સરકીને જમીન ઉપર આવી પડી
રૂપા જોરથી ચિલ્લાઈ પડી. ત્યાં તો ગંગામાંએ જોર કરી કરડાકીથી રૂપાનો હાથ ઝાલી લીધો અને બોલી ઉઠ્યા, બસ ચુપ છોડી એક હરફ પણ ઉચ્ચારીશ નહી! એકદમ ચૂપ ,રૂપા એક પિંજરામાં પુરએલી કબુતરીની જેમ  ફફડી પડી આંખોમાં  ચોધાર આંસુઓ વહી રહ્યા. “ફોઈબા આ શું કરો છો ? હું તો તમારી પૌત્રી જેવી છું. બા દયા કરો “, તે કરગરતી રહી.
“ફોઈબા તમારા શંકરને તમે શું જવાબ આપશો?  જે મારા વાળની પૂજા કરતો હતો! જેને તમે મારી રક્ષા કરવાનું વચન આપ્યું હતું ? ” રૂપા રડતા રડતા બોલાતી રહી, ત્યાં સુધીમાં તો માથેથી બધા વાળ નીચે ખરી પડ્યા. કાળા જંગલમાંથી જાણે એક દુઃખનો પરપોટો ફૂટી   નિકળ્યો  હોય  એવી સફેદ, સપાટ  ખોપરી આ કુરિવાજ સામે હસતી હતી ! રૂપાના રૂપનો દરિયો તેની સામે એકી ટશે આંખો ફાડીને જોઈ રહ્યો હતો! રૂપાના આંસુની તેમને કોઈ દરકાર ન હતી. રૂપા ઘડી ભર જમીન પર વિખરાયેલાં વાળ જુએ અને ઘડીભર પેલા વાળંદના હાથમાં ચળકી રહેલી પેલી લોઢાની કાતર.
રૂપાના કરૂણ અવાજને ડારતા ફોઈબા તડૂક્યા,  બસ કર રૂપા વહુ મારે શંકરને જવાબ ન આપવો પડે તેની  માટે આ કરું છું .મારા માથે આ ભાર મુકીને  ગયો છે તેને સાચવવા માટે આ કરું છું.
સહુ પહેલાં મારા મા જણ્યા ભાઈને ભરખી ગઈ અને હવે મારા પોતરાના જીવનને બગાડવા બેઠી છું!  મારી પાસે હવે  ભાઈની છેલ્લી નિશાની જેવો સની આ ખોરડાને ઉજાળનાર  કુળ દીપક બાકી રહ્યો છે .એને સાચવવા હું મારાથી બનતું બધું કરી છુટીશ। હવે જા, અહીંથી તારા આ કપડા બદલી આ ‘સેલું’ પહેરી લે ,’ તારા નસિબમાં બસ હવે  એક જ’ રંગ અને આ સેલું’ લખાએલું છે!  જા હવે અહીંથી, તેવો હુકમ કરી, રૂપાના લાંબા કપાએલા વાળા  જાજમની જેમ જમીન પર પથરાયેલાં હતા  તેના ઉપર પગ પછાડતાં  ઓરડાની બહાર નીકળી ગયા.
કરગરતી રૂપા ફરી બાથરૂમમાં ઘુસી ગઈ અને આપેલું’ કથ્થાઈ  રંગનું સેલુ’ પહેરી તેના ઓરડામાં ભાગી!   આ દશામાં   અરીસામાં જોવાની તેની હિમત બાકી ન  રહી!  રડતી, કકળતી,  હિબકે ચડેલી રૂપા આજે ફરી તેના સુવાના ઓરડામાં ટૂંટીયું વાળીને પડી હતી. જેવી એ સુહાગરાત શયનખંડના  ખૂણામાં ટૂટીયુંવાળીને  પડી હતી તેવી રીતે!
ફરક હતો તે દિવસે’ પાનેતર અને ઘરચોળામાં’ આજે ‘કથ્થઈ. સેલામાં’!  સોહાગ રાતે  ભેડિયા જેવા જુવાન પુરૂષોના હાથે ઘવાએલી હિરણી હતી! આજે સમાજના કુરિવાજો સામે હારેલી, પતિ વિહોણી  અભાગણી સ્ત્રી હતી! ચાંદ શરમનો માર્યો વાદળોની પાછળ લપાઈ ગયો. તેનામાં આ દૃશ્ય જોવાની હિમત ન હતી.

 મૂળ લઘુકથા

માર્ગી મેગેઝીન ના જાન્યુઆરી ૨૦૧૪ ના રોજ પ્રસિધ્ધ થયેલ

1505211_625029154212795_1395135163_n

 

 

 

 

 

 

 

 

 

રાનીપુર એટલે ખોબા જેટલું ગામ.શહેરની હવાથી દૂર કુદરતની ગરીમાને સાચવતું ગામ..લીલીકુંજાર કેડીઓ અને માટીની મ્હેક,હર્યાભર્યા ખેતરો અને મહેનતકશ ખેડુતોનુ ગામ.
પણ આ ગામની એક બીજી ઓળખ હતી “રૂપા”

રૂપા,એટલે એક ગરીબના ખોરડામાં સોનારૂપાની ઝણસ,એની ઉગતી જવાની એટલે સુર્યના કીરણો પાણીમાં પડે અને જે ચમક દેખાય એવી ચમકીલી,કોઇની પણ આંખો અંજાય જાય એવી પાણીદાર અને આવી ચમક થોડી ઢાંકી એ છતાં ચમકી ઊઠે.અને આ ગરીબની છોડીનું થનથનગતું પાણીદાર વછેરી જેવું યૌવન જોઇને યુવાનો તો ઠીક ચાર્-પાંચ દશકા વટાવી ગયેલા પાકટ પુરુષોને અસ્વારી કરવાનાં સપના આવતા હતાં
ગરીબાઈમાં રૂપ બહુ મોઘું પડતું તે ગરીબ માં બાપ જાણતા હતા પણ આ ઉછરતી વછેરીનું યૌવન હણહણાટી કરતું હતું.
રૂપાને સમજાતું નહી કે માં એની કૅડ ઢંકાઇ જેટલી લાંબી પછેડી ને ઓઢણું પણ માથા ઉપર રખાવે છે ,કેમ કુવે પાણી ભરવા વહેલી સવારે મોકલે કાં છે,જ્યારે બધી સખીઓ તો દી’ ચડે પછી જાય છે?
રૂપાને વિચાર આવતો,”મારો ફૂમતાં ભરેલો કમખો ઢંકાઈ જાય ને,મારા કેડનો કંદોરો એમાં સંતાઈ જાય છે!!!

રૂપાની માં મંગુ જાણતી હતી કે એની છોડી સાપનો ભારો બની ગઇ છે,ગામના બજાર વચ્ચોવચ બેસતા નાના મોટા સહુની નજરમાં વાસના અને લોલુપતાનાં સાપોલિયાં સળવળ થતા એ જોતી હતી,ને એમાંય ગામનાં જમીનદારનો છોકરો તો એના બાપ કરતાય ચાર ડગલા આગળ હતો! મંગુ જ્યારે નવી નવી પરણીને આવી ત્યારે જમીનદાર નજર બગાડી બેઠો હતો.જમીનદાર મુઓ ના ફાવ્યો તો જાણે એનો બદલો લેવો હોય એ રીતે જમીનદાર છોકરો ખાઈ-ખપુચીને રૂપાની પાછળ પડ્યો હતો.
-રસ્તામાં,ગામનાં પાદરે ઇંધણા વીણવા જતી ત્યારે,ખેતરે એનાં બાપુને કામમાં હાથ દેવા જાતી ત્યારે,જમીનદાર છોકરાએ આંતરી છે,નાં સંભળાય એવા બોલ રૂપાને બોલ બોલી જતો.
રૂપના આ ઉગતા યૌવનના સુરજને એકા’દી વાદળીની ઓથે ક્યાં સુધી સંતાડી શકો..ને એવામાં શ્રાવણ મહીનો આવ્યો.ને ગામના પાદરથી બે ગાંઉ છેટે વહેતી રાની નદીના કિનારે આવેલા રામજીના મંદિરનાં પટમાં મેળો ભરાયો !!!

શ્રાવણીયો મેળાની ગામનાં છોકરા છોકરીઓ કાગનાડૉળે રાહ જોતા હોય,સતર વરસની રૂપાનું મન મેળામાં મહાલવા લલચાયું.પહેલા તો મંગુએ મોરા વરસનું બહાનુ કાઢીને મેળામાં જવાની ના પાડી…પણ બહેનપણીઓની વાતો સાંભળીને મંગુએ, રૂપાનાં બે ભાઈઓ સાથે મેળામાં જવાની છૂટ આપી! મંગુએ કડક ચેતવણી આપી કે,”સાંજ પડે પેલા કાશીની હાયરે ઘરે પાછી આવતી રે’જે..ને ઓઢણું માથે ઢાંકીને રાખજે ને છેડૉ કેડમાં સરખો ભરાવીને રાખજે”…..મેળામાં જવા માટે રૂપાનું થનગનતું મન મગુંની વાત સાંભળી ના સાંભળી…”હા,માં”…..”હા,માં’ કહેતી રૂપા મંગુની આંખો સામેથી ઓઝલ થઇ ગઇ.

જતા જતા તેની માંએ ફરી ટોકી ” છોડી માથે ઓઢણું રાખજે
ગામડા ગામનો મેળો એટલે જુવાન હૈયાઓને વરસદાડે મનગમતા સાથીદાર શોધવાનો રૂડો અવસર…

“યૌવન હિલોળે ચડ્યું હોય.. આ નિર્જન પ્રદેશમાં ભરવાડ ને રબારીઓ આવે.ભરવાડણ અને રબારણ આંખી રાત રાસડા લે.નક્ક્કર ધીંગી કાયાઓનાં કામણ રેલમછેલ થતા હોય..જાણે એક રૂપનગરી.તસતસતા કાપડા ને કસો,લાલ રંગે રંગાયેલા દાંત, બલોયા,કાંબી ને કડલા હાંસડી ને પોખાનિયુ પહેરીને રંગબેરંગી લિબાશોમાં ગામડાગામ છોડીયું અને બાયુ હેલારે ચડી
હોય.જેની રગોમાં જુવાન લોહી ફાટાફાટ થાતું હોય એ રૂપાનો જીવ ચકડૉળે ચડ્યો…એનું તો મન બસ મેળામાં જ ભળી ગયું.

સાંજનો પ્હોર માથે ચડી આવ્યો..સૂરજ નારાયણ એનો સંતાપ ઓછો કરીને સુલુણી સંધ્યાને હવાલે પહોર ધરી દીધો.
રૂપાના નાના ભાઇઓ થાક્યા અને કાશીને પણ ઉતાવળ થવા લાગી..એટલે રૂપાનો હાથ જાલીને કહે છે,”હાલ્ય મારી માડી,હવે ઘર ભેગા થાય,ઘીરે પોગતા પોગતા રાત પડી જાશે..”
રૂપાનું મન મેળામાં અટવાય ગયું હતુ,રૂપા વળતો જવાબ દેતા કહ્યું,”કાશી,તું ને બેઇ ભાઇ નીકળૉ હું મારી બેનપણી હાયરે આવી જઇશ..” કાશીએ ધણી મનાવી પણ રૂપા એકની બે ના થઇ..

સાંજ ઢળી ગઇ..રૂપા એની ગામની એની બીજી બેનપણીને શોધે…ગામની એકેય છોકરી દેખાણી નહી ફફડતા જીવે રૂપા એકલી ઘરે જવા નીકળી..

રાતના ઑળાની જેમ રૂપાની પાછળ પાછળ ત્રણ ખેચાતા જતા હતા..રૂપા બીચારીને ભાન પણ ક્યાં હતી…થોડા વાર પછી એના શા હાલ થવાના છે?

એક નિર્જન કેડી આવતા અચાનક રૂપાના મોઢા પર ડુચો દઇને કંઇ સમજે તે પહેલા તો એને ત્રણ માણસોએ ઉચકી લીધી અને બાજુનાં નિર્જન ખેતરમાં પડેલા સુકા ઘાસ ના ભારા
ઉપર પટકી….રૂપા કંઇ સામનો કરે એ પહેલા ત્રણે જણા એનાં ઉપર બાજની જેમ ઝપટી પડયા….રૂપાનાં મોઢા ઉપર એની પછેડી કસીને બાંધી દીધી….તરફડીયા મારૂતું યૌવન ખીલ્યા પહેલા પીંખાય ગયું…ત્રણે નરાધમો એની હવશ સંતોષી અંધારામાં ઓગળી ગયા..
માંડ માંડ હોંસ આવતા રૂપાં ઉભી થઇ..ઘાસમાં વીખેરાઇ ગયેલા ફૂમતાનાં મોતી…ફાટેલી ઓઢણી,તુટેલી બંગડીની કરચો જોઇને મોટેથી પોક મુકી….આ નિર્જન વગડામાં એની ચીખ કોણ સાંભળે….ઢસડાતી ઢસડાતી લોહીલુહાણ હાલતમાં રૂપા ઘરે પહોચી અને આંગણા ફસડાય પડી..

ધબ્બાક અવાજ સાંભળાત જ મગું દોડતી આવીને દીકરીને કેડેથી જાલીને બાથમાં લઇ લીધી….અને રૂપાને બાપુને બોલાવતી કાન ફાડી નાખે એવી ચીસ નીકળી ગઇ

“રૂપાનાં બાપુ……..”

રૂપાનાં બાપુ અને બેઇ ભાઇ હાફળા ફાફળા મંગુની ચીસ સાંભળીને બહાર આવ્યા…

ગામમાં કોઇને ખબર ના પડે એ રીતે રાતોરાત રૂપાને બાજુનાં શહેરની હોસ્પીટલમાં લઇ ગયા….ચાર દાડા પછી રૂપા ઘરે આવી……દેખાવ તો એવો ને એવો જ હતો..પણ અંદરથી તુટેલા કાચની કરચો જેમ વિખેરાઇ ગઇ હતી…….આંખો દિવસ ધરના એક ખૂણામાં સૂનમૂન બેસી રહેતી….મન પડે તો મંગુને ક્યારેક કામમાં હાથ બટાવતી..ઘણીવાર અડધી રાતે ઉંધમા “બચાવો-બચાવો”ની બુમો પાડતી રૂપા સફાળી જાગી ઉઠતી અને પછી ધ્રુસકે ધ્રુસકે રડી પડતી..કુમારીકાના કુમળા માનસ પર અસહ્ય પીડાદાયક ઘટનાની ગહેરી ચોટ લાગી હતી….જે એને શાંતિથી ઉંઘવા નહોતી દેતી.

માં હોવાના લીધે મંગુથી રૂપાની આ હાલત જોવાતી નહોતી.
મંગુ અને તેના વર બંને નક્કી કર્યું કે વાત બહાર જાય એ પહેલા રૂપાને પરણાવી દેવી !!
થોડા દિવસમા રૂપાના ભાઈની મહેનતથી ઓછા સમયમાં અને સાવ લેણદેણ ઓછી કરવી પડે એવો એક બીજવર મળ્યો…અને ઝટપટ રૂપાને વળાવી દેવાની તૈયારી શરૂ કરી દીધી

ગામનાં લોકોને કોઇ અણસાર આવે એ પહેલા તો રૂપાની જાન ગામમાં આવી પહોચી..અને ગામ આખામાં ચણભણ શરૂ થઇ ગઇ કે ગામનાં જુવાનીયા મરી ગયા હતા કે રૂપનાં કટકા જેવી રૂપાને એક બીજવર સાથે પરણાવી છે…

અને બીજવર કેવો?રૂપાથી અઢાર વર્ષ ઉમરમાં મોટૉ..રૂપાનો કોઇ પ્રતિકાર જ ના થયો…એ ગભરૂ તો એમ જ માનતી રહી કે મારા બા-બાપુ જે કાંઇ કરે છે એ મારા સારા માટે જ કરે છે..

જાનને વિદાઇ થયી જોઇને કોક બોલ્યું કે,”ખાધે પીધે રૂપાનો વર સુખી લાગે છે”

એક ખાટસ્વાદીયો બોલ્યો,જે થતું એ સારૂં થયું,આપણા ગામમાંથી એક ભાર ઓછો થયો.”

બીજા એક જણાએ ટાપસી પૂરાવતા કહ્યું,”આખો દાડૉ નવરાં છોકરા રૂપાના ધર પાસે આટાફેરા મારતા હતા એના લીધે આપણા ગામની છોડીઓ બદનામ થતી હતી!”
રૂપાના બા-બાપુએ અને ભાઇઓએ રાહતનો શ્વાસ લીધો…અને ઉપરવાળોનો આભાર માન્યો.
આ બાજુ રૂપાની સુહાગરાતની તૈયારી હતી.રૂપા માટે તો એક કટોકટી ભરી રાત હતી..એક વાર પુરુષના હાથે પીંખાઇ ગયેલા દેહમાં પુરુષના પડખા સેવવાના વિચારથી શરીરમાં ભયનું લખલખુ પસાર થઇ જાય.રૂપા માટે સુહાગરાત નું સુખ તેના માટે અભિશાપ હતું,થરથર કાપતું મન અને તન લઈને રૂપા ઓરડાના એક ખૂણામાં ટુંટયું વાળીને થરથર કાંપતી હતી.

શંકર બારણા વાટે અંદર આવ્યો અને બારણું વાંસ્યુ.એની નજર પંલગ પર પડતા પલંગ ખાલી જોતા ઓરડાની ફરતે ફરી વળી.રૂપાને ખૂણામાં ભરાએલી જોઈને પાકટ વયનો શંકર સમજી ગયો કે સમજાવટથી આ કાંચી કુવારી છોડી સાથે કામ લેવું પડશે.

રૂપાની લગોલગ બેસીને એના બરડે હાથ ફેરવીને કોઇ નાના બાળકને સમજાવવાની કોશિશ કરી…..પુરુષનાં સ્પર્શથી ફફડી ઉઠેલી રૂપાની આંખમાં બોરબોર જેવાં આંસુડા દડી પડયા ને મોટેથી પોક મુકી…પાકટ અને ઠરેલ મગજનો શંકર પણ સમજી ગયો અને રૂપાને એક મૃદુ અવાજમા કહ્યું,” “જો રૂપા તું ગભરાઈસ નહી તને ઠીક ના લાગતું હોય તો સુઈજા આપણે કાલે વાત કરીશું”
રૂપાનો કશો પ્રતિભાવ ના મળતા છેવતે શંકર રૂપાને ત્યાં જ ખૂણામાં બેસવા દઇને,પોતે પંલગ ઉપર સુવા ચાલ્યો ગયો…..એક કુંવારી છોકરી જેનું શીયળ નરાધમો લૂટીં લીધું હોય એને ક્યાંથી પંલગ ઉપર એક પુરુષનું પડખુ સેવવાવાનાં ધખારા હોય…..જેનાં થનગનાં અરમાનોની કૃપણૉ ઉગતાની સાથે મસડી નાખી હોય,એને પુરુષનો હાથનો પાણીદાર સ્પર્શ થાય તો એને વિકસવાના કોડ ક્યાંથી જાગે…….એક કૃપણ જેને મુળસોતી ઉખેડી નાંખી હોય એ થોડી બીજી ધરા પર ઉગવાની છે..?

આમને આંમ રૂપાએ ખૂણામાં પડી રહીને અર્ધજાગૃત અવસ્થામાં રાત ગુજારી નાખી.

સવારે શંકરની આંખો ખુલી અને ખૂણામાં જોયું તો રૂપા ત્યાં ના હતી.શંકરે ઓરડાની બહાર નીકળી જોયું તો રસોડામાં રૂપા સ્ટવ પાસે બેસી ચા મુકવાની કોશીસ કરતી હતી અને બાજુમાં બેઠા બેઠા ફોઈબા તેને સલાહ સૂચનોના ફૂલો ચડાવતા હતા

શંકર મનમાં હસ્યો,”ચાલો ફોઈબાને એક નવું કામ મળ્યું.

ત્યા તો શંકરના પહેલા ઘરવાળા થકી જન્મેલો દીકરો સની તેની હાફ ચડ્ડીમાં ત્યાં આવી પહોચ્યો અને બોલ્યો,”બા મારી ચા ક્યા છે?”

ફોઈબા બોલ્યા “હવે આ તારી નવી માંને પૂછ હું તો આવતા અઠવાડિયે જાત્રા કરવા જાઉં છું …”

રૂપા એ માથે ઓઠેલી સાડીનો છેડૉ સરખો કરતા સની સામેં જોયું અને એના હાથ પગ ગભરાહટના કારણે ધ્રુજવા લાગ્યા,હાથમાં સાંણસી હતી એ છુટી ગઇ અને તરફડીયા મારતી એક ઘવાએલી હરણીની માફક ત્યાજ ઢળી પડી.

શંકર અને ફોઇબાને કશું સમજાયું નહી કે રૂપાને અચાનક બેહોશ થઇ જવાનું કારણ શું હશે? જ્યારે યુવાનીમાં પગ મુકી ચુકેલા સનીના પગ તળેથી જમીન સરકવા લાગી.સની તો ચા પીધા વીના સડસડાટ એના ઓરડા તરફ વળ્યો..રૂપાનાં સભાળવાના કામમાં સનીની આ હરકત તરફ ફોઇબા કે શંકરનું ધ્યાન ના ગયું.
દિવસ દરમિયાન રૂપાની હાલત ઠીક થતા સાંજની વેળાએ ફોઇબા મંદિરે જવા નીકળ્યા અને શંકર કોઇ કામસર ગામાં ગયો..એ દરમિયાન સની રૂપાનાં ઓરડા તરફ વળ્યો..સનીને જોતા રૂપા કબુતરીની માફક ફફડાવા આગી અને એક દમ જોરથી ચીલાઇ ઉઠી….”મહેરબાની કરીને મારાથી આધા રેજો….નહીતર જોર જોરથી બુમો પાડીને બધાને બોલાવીશ.”

સની ઝડપથી રૂપાનાં પગ પાસે ગોઠભેર બેસી ગયો અને બે હાથ જોડી,રડમસ ચહેરે રૂપાને આજીજી કરવા લાગ્યો,”મહેરબાની કરીને મારા બાપુ કે ફોઇબાને મેળા વારી વાત ના કહેતા,મારા ભાઇબંધોની ઉશ્કેરણીથી તમારી સાથે હું ના કરવાનું કરી બેઠૉ”
રૂપા જડવત બનીને સની સામે જોવા લાગી,આંખોમાં લાલાશ ઉભરી આવી,શરીર આખું ખેંચાવા લાગ્યુ…..અને સની ગોઠણભેર બેઠો હતો એને લાત મારીને કહ્યું,”નાલાયક મારી નજર સામેથી આધો ચાલ્યો જા….અને ફરીથી ક્યારેય મારી સામે આંખ ઉંચી કરીને જોયું છે તો તારા બાપુ ને ફોઇને બધી વાત જણાવી દઇશ….”

રૂપા મનોમન પોતાના ભાગ્યને કોશવા લાગી…..હું દુનિયાની કેવી સ્ત્રી છુ,જેનો દેહ પોતાના ઘણીના પહેલા ઘણીના સંતાન ચુથીને ભોગવ્યો હોય…..આ કઈ જાતની રમત આદરી છે ઇશ્વર તે મારી સાથે…દ્રૌપદીને પાંચ પતિ હતા…એ સતી તરીકે પુજાય છે..અને મારી વાત જાહેર થાય તો લોકો મને”કુલટા”,”હલકટ”,રાંડ જેવા કેવા કેવા નામ આપવામાં આવશે…..શું સ્ત્રીના ચરિત્રની કિંમત કાંઇ જ નહી…”

પોતાની જાતને અને પોતાનાં ભાગ્યને કોશતી રૂપા અંદરથી આપમેળે થોડી ઉભી થઇ…એને સમજણ અચાનક આવી ગઇ કે મારે બેધારી તલવાર પર ચાલવાનું છે..
આમને આમ સમય વીતવા લાગ્યો,રામપુર આખામાં રૂપાના રૂપની ચર્ચા થવા લાગી.જરૂરવાળા તો ઠીક,જરૂર વગરનાં માણસો પણ હવે શંકર નાં ઘરે આવતા જતા થયા
અચાનક સનીના મિત્રોની આવન જાવન ધરે વધવાલાગી..સની અને રૂપા વચ્ચે એક ઊંડી ખાઈ હતી ,છતાય સનીની નજરો રૂપાની સતત ચોકી કરતી રહેતી.જમાના ની ખાધેલ ફોઈબાની આંખો આ બધું જોતી હતી..માટે હંમેશા રૂપાને ટોક્યા કરતી માથે ઓઢેલું રાખો, કામ વગર ઓશરીમા બેસવાનું નહી,ને બને ત્યા સુધી વહુવારૂઓએ એના ઓરડામા જ રહેવાનું….ને કામ હશે તો હું બોલાવી લઇશ..”
એક દી તો ફોઇબાએ રૂપાને ઠોકીવગાડીને કહી દીધુ,”આ સનીડાને તો તારાથી આધો જ રાખજે,ને રખેને કાંઇ આડુઅવળું થયું તો તમારી ખેર નથી..જુવાન વહું છો, જાતને સાચવીને રે’તા શીખો..” રૂપા બીચારી શું બોલે….નીચું મો રાખીને ચેતવણી સાથે ફોઇબાનાં ઠપકાને નીચી આખે પચાવી ગઇ.

રૂપાની હાલત ઘરમાં જ કેદી જેવી હતી..એક જ સહારો હતો. એ હતો શંકરનો સુંવાળો સ્વભાવ અને એની સમજદારી ભરી રૂપાની સંભાળ….શંકરના સતત સારપભર્યા સહવાશના કારણે રૂપા પણ થોડી જીવન અને સમાજની નજીક આવતી ગઇ.

પણ અંદર લાગેલા કાંટા ચુભતા હોય એવી વેદના થતી હતી…સતત સનીની ચોકી કરતી નજર અંદરથી અકળાવતી હતી..બને ત્યાં સુધી પોતાની જાતને એકલી ના પડવા દેતી…પરિણામે જ્યારે ફોઇબા મંદિરે જતા ત્યારે એ પણ ફઇબા સાથે જવા લાગી…અને ફઇબાને આટલું જ જોઇતું હતું..
રૂપાના કારણે ઘરમાં સુખ શાંતી,અને થૉડી ચહલ પહલ જેવું થવા લાગી…રૂપાએ ઘરનું મોટાભાગનું કામ પોતાના ઉપર લઇ લીધું હતું…શંકરને હવે તન અને મનથી રૂપાએ સ્વીકારી લીધો હતો,પરિણામે રૂપાનાં શરીર ઉપર અસર દેખાવા લાગી….પણ ઇશ્વરે કાંઇક જુદો જ ખેલ વિચાર્યો હતો….જાણે રૂપા અને નસીબને દુશ્મની હોય એ રીતે.એકદીવસ રૂપાના દુશ્મન એના નસીબે પોતાનો ખેલ કર્યો.

લગ્નના બરાબર બે વર્ષ થયા હતા અને માર્ગ અકસ્માતમાં શંકર બુરી રીતે ધાયલ થયો..જે હોસ્પીટલમાં બધા ઘાયલો અને મૃતકો રાખ્યા હતા,ત્યાં રૂપા,ફોઇબા અને સની તાબડતોબ પહોંચી ગયાં,હાફળાફાફળા માંડ શંકર સુધી પહોચ્યા તો રૂપાની માથે જાણે તૂટી પડયું….રૂપા એ જોયું તો લોહી નીંગળતી હાલતમાં શંકરનો દેહ હોસ્પીટલનાં ઓપરેશન થીયેટર બહાર સ્ટ્રેચર ઉપર તરફડીયા મારતો હતો..છતા પણ મજબૂત મનનો શંકર પોતાની જાતને સતત ભાનમાં રાખવાનો પ્રયાસ કરતો હતો..ઘરના સભ્યોને જોતા શંકરમા જાણે જાન આવી હોય એ રીતે સ્ટ્રેચર પર બેઠો થઇ ગયો..જેવી રૂપા એની નજીક ગઇ,શંકરે રૂપાનો હાથ પકડી લીધો….જાણે એને ખબર પડી ગઇ હશે કે આ મારી આખરી ઘડીઓ ગણાઇ રહી છે…..

તૂટક તૂટક અવાજે રૂપાના હાથમાં ફોઇબા અને સનીનો હાથ મુકીને કહે કે”હવે હું આ જગતમાં રહુ કે ના રહું તમારે ત્રણેએ સાથે મળીને રહેવાનું છે.”

રૂપાને ઉદેશીને કહે કે,”હું ના હોઉ તો મારા સની માટે તારા જેવી જ રૂપાળી ને ડાહી વહુ લઇ આવવાની તારી જવાબદારી છે..”

આટલીવાત કરી ત્યાં તો શંકરને ઓપરેશન થીયેટરમાં લઇ જવામાં આવ્યો…ડૉકટરોની કલાકોની મથામણ પણ શંકરનો જાન બચાવી ના શક્યાં..
શંકરના પાર્થિવ દેહ સ્મસાનમાં અગ્નિદાહ દીધા પછી ડાઘુઓ બધા ધરે પાછા વળ્યા..આને રૂપાને તો હવે ધર જ સ્મસાન જેવુ લાગવા મંડ્યું….ત્રણ મહિના પછી શંકરની વરસી વાળવામાં આવી…આ બાજુ સનીની કોલેજ નિયમિત થઇ ગઇ..ખાધે પીધે સુખી ઘરમાં રૂપાને અન્ય વસ્તુઓની કમી નહોતી…..પણ જે હતી કમી હતી એ ખલતી હતી શંકરનો હેતાળ સ્વભાવ અને બાળકની જેમ સાચવણી કરવાની આવડત….છતા પણ કાળજુ કઠણ રાખીને રૂપાને બધું ભૂલીને જીવનને સામાન્ય બનવાવવાની કોશિશ કરતી રહી..
રૂપાની ખરી કસોટીની શરૂઆત થઇ .કેળનો કંદોરો,ફૂમતાવાળા ભરેલા કમખા અને કસો,હાથની બંગડી,પગનાં રણઝણતા ઝાંઝરા,લાલ ચટાક ચાંદલો,અને રંગબેરંગી કાપડાઓ એના માટે ભૂતકાળ બની ગયા હતા…..એ ભૂતકાળ ના દેખાય માટે બરફ જેવી, એષણા અને શરીર બંનેને ઠંડીગાર રાખે એવી વૈધ્વયની સાડી રૂપે ચાદર ચડી ગઇ હતી.

શૃંગાર હોય કે વૈધ્વય હોય…..જે રૂપની માલિકણ હોય એ બંને સ્વરૂપના રૂપમાં આંખે અડકતું હોય છે…શંકરની વિદાઇ પછી રૂપાની ખબરખત લેવાવાળા લોકોને રૂપાને પુછવાનો મોકો ચુકતા નહોતા..રૂપા હવે પુરુષોનાં લહેકાની પાછળ મર્મને ઓળખતા શીખી ગઇ હતી…કોઇ જ્યારે એમ કહેતું કે,”કાંઇ કામ-કાજ હોય તો અડધીરાતે યાદ કરજો હું હાજર થઇ જઇશ..
આ સમય દરમિયાન ઉમરમાં નહીવત ફર્ક હોવાનો લીધે સનીની અંદર રહેલો પુરુષ રૂપાની એકલતાનો જોઈ ઉશ્કેરાતો હતો…..પરિણામે રૂપાને કોઇ પણ બહાને રીઝવવા માંગતો હતો…..બસ એમાં બાધા હતી તો એ ફોઇબા.

એક દિવસની વાત છે.રૂપા નહાવા ગઈ હતી,ફોઈબા દેવસેવામાં તલ્લીન હતા,સની ઉઠીને આવ્યો,અંદર નો ઉછરતો યુવાન તેને પેલા દિવસની જેમ જ ઉશ્કેરી રહ્યો હતો અને તેને બાથરૂમનાં વેન્ટીલેસનને ઉચું કરી અંદર રૂપાને જોવા માટે કોશીસ કરી ત્યા જ,દેવસેવાંમાંથી પરવારેલા ફોઈબાનું ત્યાંથી પસાર થવું..ફોઇબાની અનુભવી આંખો સનીની આ હરકત જોઇને ચોકી ગઇ..
સનીને આડે હાથે લીધો અને કહ્યું કે,”શું હળાહળ કળજુગ આવ્યો છે,આજનાં છોકરાઓને માંના દેહ અને ગામની છોડીનાં દેહ વચાળે કાંઇ ફર્ક નથી દેખાતો…ક્યાં તારા બાપ શંકરની ખાનદાની અને ક્યાં તું…ખબરદાર બીજીવાર આવું કરતા જોયો તો તારી ખેર નથી….સની સમયને પારખીને ફોઇબા પાસે માફી માંગી અને કહ્યું કે એ બીજી વાર આવું નહી કરે…
પણ જમાનાની ખાધેલ ફોઇબાએ સાચી સજા તો રૂપા માટે નક્કી કરી લીધી..

એક દીવસ રૂપાની લટ ઉતારવાની વિધિ કરવાની બાકી રહી ગઇ છે એવું કહીને રૂપાને કહ્યું કે,”રૂપા વહું પાટલે બેસો એટલે તમારી લટ ઉતારવની વિધિ બાકી છે એ પુરી કરીએ..”

આ વિધિથી અજાણ રૂપા તુરત પાટલે બેસી ગઇ અને ફોઇબાએ રૂપાનાં લાબા વાળને પકડીને કાપડ કાપવાની કાતરથી આખા જથ્થાને પળભરમાં માથા પરથી અલગ કરી નાખ્યો….પોતાનાં વ્હાલસોયા લાંબાવાળને જમીનદોસ્ત થયેલા જોઇને રૂપાનાં મોઢામાંથી ચીસ નીકળી ગઇ અને કાંપતા અવાજે બોલી,”બા…..આ શું કર્યુ,મારામાં સૌથી વધું એને ગમતા લાંબા વાળને જ મારાથી અલગ કરી નાખ્યા…”

ફઇબા એના અસલ ગામડાશાહી મિજાજમાં રૂપાને બાવળેથી પકડીને કહે,”મારા છોકરાને તો તું ભરખી ગઇ ચુડેલ,હવે મારા પોતરાને પણ તારે ભરખી જાવો છે….ભારે પગી છે તું..” આટલું કહીને રૂપાને હડશેલો મારી,માસી બબડતા નીચે પડેલા રૂપાને વાળ પર પગ મુકીને ચાલતા થયા…રડતી રડતી રૂપા પોતાના ઓરડા તરફ દોટ મુકી અને અરીસા સામે ઉભી રહીને પોતાના વૈધવ્યને ક્ષુબ્ધ થઇને જોતી રહી……..મિનિટૉની ખામોશી પછી રૂપાએ ચીસ નાંખી…ફોઇબા સાંભળે એ રીતે,”હું શું તમારા પોતરને ભરખી જવાની હતી,મારા લગ્ન પહેલા જ તમારા પોતરાની અંદર રહેલા હેવાન મને ભરખી ગયો હતો….પુછો ફોઇબા તમારા વ્હાલા પોતરાને…..”

રૂપાના રૂમની બહાર ફોઇબા અને સની ચુપ ઉભા હતા….
અંદર રૂપા ફરી એ જ ખૂણામાં ટુટયુ વળીને પડી હતી,જ્યારે લગ્નની પહેલી રાતે પડી હતી એ રીતે….ફર્ક એટલો જ રહ્યો…ત્યારે એ દુલ્હનના જોડામાં હતી અને વૈધ્યવમાં ખોળામાં

-રેખા વિનોદ પટેલ (વિનોદિની )
ડેલાવર(યુએસએ)

4 Responses to રૂપ એજ અભિશાપ-રેખા પટેલ”વિનોદિની”

 1. rekha patel (Vinodini) કહે છે:

  મારી આ લઘુવાર્તાને એક નવો ઓપ આપવા માટે દરેક લેખકે ખુબજ મહત્વનો ભાગ ભજવ્યો છે , તે બદલ હું દરેકનો દિલથી આભાર માનું છું
  રેખા પટેલ વિનોદિની)

  http://vinodini13.wordpress.com

  Like

 2. Pankaj કહે છે:

  તો શું વાર્તા આહી પૂરી થઇ ..?

  કેમકે આગળની વાર્તા આવતી નથી માટે

  Like

 3. સરસ ..પ્રયત્ન ….ગમ્યું

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.