એક કદમ પાછા ફરાય ખરું?-

એક કદમ પાછા ફરાય ખરું?- વિજય શાહ

 

http://images2.fanpop.com/images/photos/3900000/-Sometimes-They-Come-Back-one-tree-hill-3992669-395-310.jpg

પ્રીતિ જેવો મુરતીયો શોધતી હતી તેવો જ મુરતીયો છાપાની જાહેરાતમાં તેને દેખાયો. પ્રીત્યેશ ૧૫ દિવસ માટે ભારત આવ્યો હતો અને જાહેરાતમાં જણાવ્યુ હતુ તે મુજબ જો છોકરી ગમે તો લગ્ન કરીને તરત જવાનુ હતુ. સમય થોડો અને જાહેરાતમાં પડાપડી હતી. સમય જતો હતો અને નિર્ણય તરત લેવાનો હતો.

પ્રીતિ..પ્રીત્યેશને મળી..અમેરિકાથી સારી એવી અંજાયેલી ફૂટડી પ્રીતિ પ્રીત્યેશને ગમી ગઈ.. બીજી મુલાકાતે લગ્ન અને  બીજા ત્રણ દિવસે અમેરિકા જવા નીકળી ગયો.. ઘણી બધી અધુરપો અનુભવતી પ્રીતિ વસમી છ મહિનાની સજાને અંતે અમેરિકા આવી.. એરર્પોર્ટ પર પ્રીત્યેશ આવ્યો ત્યારે તેની સાથે પૌલોમી હતી..પ્રીત્યેશની બોસ..

પ્રીતિ ઘણા અરમાનો સાથે આવી છે તે જાણવા છતા પૌલોમી પ્રીત્યેશને છોડતી નહોંતી.. ડેડ લાઇન.. નવો પ્રોજેક્ટ. . ક્લાયંટ મીટીંગ વિગેરેમાં ઉલઝેલો રાખતી.. પ્રીતિ અમેરિકામાં હતી પણ ન હોવા જેવી.. રસોઇ કરીને રાખે પણ પ્રીત્યેશ ક્યારે આવશે અને એ ક્યારે મળશેમાં પાંચ દિવસ પુરા થયા અને રવિવાર આવ્યો ત્યારે મોંઘેરો પ્રિયતમ એક દિવસ માટે તેના ભાગે આવ્યો…

ભાગે આવ્યો તો ખરો પણ પ્રેમનાં પ્રતિસાદ પાંગળા અને અમેરિકામાં ભારત કરતા બધુજ ઉંધુ જુદુ અને પતિ પત્ની એ સામાજીક સ્ટેટસ સીમ્બોલ માત્ર..જ..વાળા લેક્ચરો પીવા મળ્યા.. પ્રીતિ ને બધુ જોવું હતું..મોટી ગાડીઓમાં ફરવું હતું  શહેરનાં મોટા મસ મૉલ જોવા હતા..બીચ ઉપર ફરવું હતું પણ હજી સોસીયલ સીક્યોરીટી નંબર આવ્યો નહોંતો..એક ગાડી તેથી પ્રીત્યેશ જ્યારે નવરો પડે ત્યારે..ના આશ્વાસન સાથે ચેનલો બદલતી અને નવા મિત્રો બનાવવા મથતી.

તેણે ધાર્યુ હતું કે તેનો પતિ તેના રૂપ પાછળ ગાંડો હશે..તેને ધાર્યુ હતુ કે અમેરિકાની ધરતી ઉપર પગ મુકતાની સાથે તેની કાયાપલટ થઇ જશે અને તે ગોરી અમેરિકન મેડમ બની જશે..પણ ના એવું કંઇ જ ના થયુ પતિ મળ્યો પણ તે વહેંચાયેલો નોકરી અને ઘર વચ્ચે વહેંચાયેલો..સમયની મારા મારી  અને ત્રણ મહીને તે પાકુ જ સમજી ગઈ કે તેની જરુરિયાત ઘરવાળી તરીકે નહીં કામવાળી તરીકેની હતી.. ઘરમાં રહેવાનું રસોઇ કરવાની ઘરને ચોખ્ખુ રાખવાનુ અને કોઇ જ અપેક્ષા નહી રાખવાની…

પૌલોમી બોસ એટલે તે કહે તેમ જ થાય..સ્પોન્સરર એટલે તેની મરજી વિના એચ ૧ની અરજી આગળ ના વધે તે બાબત પ્રીતિને સમજાવતા સમજવતા પ્રીત્યેશને લગભગ નવ નેજા આવી ગયા હતા.પ્રીત્યુશા ત્યારે ગર્ભમાં ફરતી થઇ ગઇ હતી અમદાવાદ જ્યારે તેના ઘરે વાત કરતી ત્યારે પ્રીત્યેશનું બુરુ ના દેખાય તે માટે બે બાજુની વાત કરતી પ્રીતિને તેના પપ્પાએ કહ્યું

“બેટા..તને અમે વાત કરીયે ત્યારે તુ જુઠ્ઠુ બોલતી હોય તેમ કેમ લાગે છે?”

” પપ્પા! તમને શું કહેવું? તમે સાચા હતા આટલી ઝડપથી લગ્ન લીધા એ ભુલ હતી…તેમને તો રસોઇયણ કામવાળી અને સહ્શયન માટે એક બાઘી ભારતિય નારી જોઇતી હતી..મારા જેવી દરેકે દરેક બાબતે સ્વતંત્ર મીજાજ ઉધ્ધત સ્ત્રી નહોંતી જોઇતી..”

” પણ બેટા તે તબક્કામાં છોકરું ના કરાયને?”

” મને એવું હતું કે પપ્પા પોતાનું લોહી જોશે તો તેમને મારા તરફ લાગણી જાગશે.”

” આવું ના વિચારાય બેટા.. પહેલાતો અમેરિકા જવાની ઘેલછામાં ખોટો મુરતીયો લીધો અને તે પણ ૧૦૦૦૦ માઇલ દુર..અમારો તો જીવ ખેંચાય છે બેટા! જ્યાં તમારા બેનાં મન મળ્યા નાહોય ત્યાં સંતાન ની જવાબદા્રી તો કેવી રીતે લેવાય?”

” પપ્પા પૌલોમી તેમની બોસ અને તેમના ઉપર બધોજ આધાર…ગુગલ ઉપર આ ચર્ચા વાંચી હતી અને તારણ મળ્યુ કે પોતાનું બાળક થયા પછી પતિદેવો પાછા ફરતા હોય છે..”

“પણ બેટા કોઇક્ની સાથે વાત તો કરવી હતી? ખૈર..હવે કદાચ નવું બાળક તારા માટે સારુ નસીબ લઇને આવે તે આશા સાથે પ્રસુતિ કાળ પુરો કરો…”

પુરા સમયે સુંદર ચહેરો અને તંદુરસ્ત ૮ પાઉંડની પ્રીત્યુશા જન્મી.

દુશ્મનને પણ વહાલી લાગે તેવી પ્રત્યુશાને પ્રીત્યેશે જોઇ અને બાપ ઘેલો ઘેલો થઇ ગયો..પણ પૌલોમી તો પ્રીત્યુશ ને ઠપકારતી જ..બાળક પેદા કરતા પહેલા કહે તો ખરો કે તારુ બેંક બેલેન્સ ૫ લાખ જેટલુ છે?

પ્રીતિને આ વાત ના સમજાતી..તે વિચારતી દરેક બાળક તેમનું નસીબ લઈ ને આવે છે તેમને માટે અત્યારથી પૈસા બચાવવા અને તેવી બધી અમેરિકન વાતો તેને ન ગમતી…

પ્રીત્યુશા જ્યારે ૮ મહીનાની હતી ત્યારે બરફનાં તોફાનો ને કારણે પૌલોમી પ્રીત્યુશનાં ઘરે રોકાઇ ત્યારે પ્રિયુશને લઇને પ્રીતિ એ ખુબ ઝઘડો કર્યો.. તેને કહ્યું કે લગ્ન કરીલોને કે જેથી પારકા પુરુષો ઉપર અધિકારો કરતા અટકો…

પૌલોમી પણ ફટકારવાનાં મુડમાં હતી તેથી પ્રીત્યુશને લઇને આખી રાત તેના બેડરુમમાં રહી જાણે તે તેનો ધણી ના હોય..”

પ્રીતિ બહુ જ રડી..ઘણાં જ ધમ પછાડા કર્યા.. પ્રીત્યુશે કહ્યુ કે જો આ સ્વિકારીને ચાલીશ તો તુ અમેરિકામાં રહી શકીશ..નહીંતર પૌલોમી તને ડીપોર્ટ કરાવી દેશે.. સમજી?

પોતાનો માણસ તો કેમ વહેંચાય?

બીજે દિવસે પ્રિત્યુશાને લઇ પ્રીતિ ભારત જવા નીકળી ગઇ.

અમદાવાદ પહોંચી તે સાથેજ પ્રીત્યુશનો છુટાછેડા માંગતો અને તેને ચરિત્ર હીન કહેતો પત્ર પણ આવી ગયો હતો….

અમદાવાદનાં વકીલનાં મતે આ પ્રીતિની અમેરિકામાં કોઇ જવાબદારી ના લેવાની ચાલ છે.. સામન્ય રીતે આવું કરવાનું કારણ અહીં આવા કેસો ૮ થી દસ વર્ષે પતે તેથી તને ક્યાંય બીજે સારું પાત્ર મળે તો તુ જતી ના રહે માટે આ ખેલ કર્યો છે.

તમે પણ આજ રીતનો કેસ ન્યુ જર્સીમાં ફાઇલ કરી દેશો તોસમય બચશે.

કોણ જાણે કેમ પ્રીતિને દબાયેલા પ્રિત્યેશની પાછળ પૌલોમી ખડ્ખડાટ હસતી દેખાતી હતી.. અને કહેતી હતી.. મીસ સ્માર્ટ.. તમે તો હવે ગયાજ..હવે તારું આ રમકડું મારું.. હા..હા..હા

(૨) એક કદમ પાછા ફરાય ખરુ?- વિજય શાહ

ન્યુ જર્સીમાં કેસ કરવો અઘરો તો હતોજ પણ ગુગલસાઈટ દ્વાર એવો વકીલ શોધી કાઢ્યો કે જે ફી કેસ પતે ત્યારે મળનારી રકમનાં દસ ટકા લે .. અમેરિકામાં કાયદાઓ એવા છે કે બાળકને તે ૧૮ વર્ષનો થાય ત્યાં સુધી કમાતા વાલીઓએ સંતાનને દરેક મહીને પૈસા આપવા જ પડે તેથી ભરણ પોષણ ના મળે તે શક્ય જ નથી અરે જેની પાસે સંતાન હોય તે લેવાની ના પાડે તો પણ કોર્ટ તે અપાવેજ…

પ્રીતિ એ વકીલને બધી જ માહીતિ આપી અને વકીલે કહ્યું તે પ્રીત્યેશ ને મહિનામાં કોર્ટમાં લઇ આવશે.

ન્યુ જર્સીની કોર્ટમાં થી સમંન્સ જ્યારે પ્રીત્યેશને મળ્યો ત્યારે પૌલોમી બોલી..”પ્રીત્યેશ આ તારી પ્રીતિ સહેલાઇ થી પીછો નહીં છોડે..”

પ્રીત્યેશ કહે-” કોર્ટ ખર્ચ મારે આપવાનો, ભરણ પોષણ મારે આપવાનું વકીલોની ફી ચુકવવાની?”

પૌલોમી કહે- ‘કંપની નો વકીલ આ બધુ કરશે ચાલ લીઝ એંડર્સન ને ફોન કરી પુછી લઈએ”

લીઝે આખી વાત સાંભળ્યા પછી કહ્યું..”મુંબઇનો તારો કેસ સુનાવણી માં આવશે તે પહેલા આ કેસ તને મહીને હજાર ડોલર કરતા વધુ ભરણ પોષણ કેસ ફાઇલ થયો તે દિવસથી અપાવશે.- આવું બધું કરતા પહેલા મને પુછવુ તો હતુ?”

“હેં?”

” મને તો તુ કેસ લઢવાનું કહીશ એટલે મારું મીટર ચાલુ થઇ જશે પણ ભરણ પોષણ તો તારે જ ભરવુ પડશે…”

“તો?”

” મિત્ર તરીકેની સાચી સલાહ તો એક જ છે..પાછી બોલાવી લે અને કેસ પાછો ખેંચાવ..”

પૌલોમી નાં ચહેરા ઉપર રંગ બદલાતો હતો..પ્રીતિ જાણે તેનું રમકડૂ ખુંચવવા આવી રહી લાગતી હતી.

ફોન મુકાઇ ગયો…પૌલોમી પ્રીત્યેશ સાથે સુંવાળી જિંદગી જીવવાનાં સ્વપ્નામાં પડતો વિક્ષેપ જોઇ રહી.  તેને પ્રીત્યેશ આખો જોઇતો હતો..વહેંચાયેલો નહીં.. ઉંમર ઉંમરનું કામ કરતી હતી. પ્રીત્યેશને અન્યનો પતિ નહોંતો જોવો..મનમાં લાવા ઉકળતો હતો..વેપારી માનસે તેને કહી દીધું કે પ્રીત્યેશ પતિ તરીકે ખોટનો સોદો છે. પણ તે ધંધામાં કૂશળ અને કાબેલ છે.. તેથી કંપની ને તેની જરુર છે …

સાંજ જેમ ખીલતી જતી હતી તેમ તેની પ્રીત્યેશને મળવાની ઇચ્છા તીવ્ર થતી જતી હતી..પ્રીત્યેશને ફોન કરી સ્પ્રીંગ ક્લબ ઉપર બોલાવી લીધો..ગરમ પાણીનાં ટબ મા ઝુકુચી ચાલુ કરી તે નહાતી રહી. સાત્નાં ટકોરે ગુલાબી રંગનાં ટોપમાં અને કીરમજી કલરનાં પેંટમાં પૌલોમી લેક્ષસ ચાલુ કરી સ્પ્રીંગ ક્લબ પહોંચી ત્યારે પ્રીત્યેશ આવી ગયો હતો. તેણે પણ સફેદ જર્સી અને આછો બદામી રંગનો કેઝ્યુઅલ ડ્રેસ પહેર્યો હતો…ઓફીસમાં નક્કી થયા પ્રમાણે અમદાવાદ ફોન કરી પ્રીતિને ખંખેરવાની હતી. પૌલોમી તેને ડરાવીને કેસ પાછો ખેંચી લેવા સમજાવવાની હતી પ્રીત્યેશને લીઝે દર્શાવેલો ભય ડરાવતો હતો. સામે છેડે ઘંટડી વાગતી હતી..સવારનાં ત્યાં છ વાગ્યા હતા.પ્રીતિ એ ફોન ઉપાડ્યો ત્યારે પ્રીત્યુશાનો મોમ..જેવો અવાજ સાંભળીને પ્રીત્યેશ એક્દમ ગળગળો થઇ ગયો…એનાથી બોલાઇ ગયુ..મારી નાની મઝાની ઢીંગલી. પ્રીતિ એ હેલો કહેવાને બદલે પુછ્યુ..’કેમ તારી બોસે તને છુટો મુક્યો?” પ્રીત્યેશે ફોન ચાવી દીધેલ રમકડાની જેમ સીધો જ પૌલોમીનાં હાથમાં મુક્યો..

” પ્રીતિ તને ગામ માંથી ભગાડી તોય તુ સખણી ના રહી કેમ ખરુંને?”

” હંમ..નોટીસ મળી ગઇ..તારા ફોનની રાહ હું જોતી જ હતી ડાકુ રાણી પૌલોમી.”

” જો દોઢ ડાહી થયા વિના અમેરિકાનો કેસ પાછો ખેંચ.. નહીંતર મારા જેવી ભુંડી કોઇ નથી હંકે..”

” જા જા થાય તે કરી લે…હું તો  અમેરિકા પાછી આવું છુ અને ભરણ પોષણ અમેરિકાનાં કાયદા પ્રમણે લેવાની છું …ડાકુ સામે ડાકુ ન થવાય પણ પોલીસ તો લગાડી શકાયને?”

“બેસ બેસ હવે! કહ્યુંને ચુપ ચાપ કેસ પાછો ખેંચી લે…”

તો મારા વરરાજાને કહે કે એ તને છોડે અને મુંબઇ નો કેસ પાછો લે.મને તો બેઉ હાથમાં લાડવો છે કશું કર્યા વિના પગારનાં ૫૦% મળવાના છે અને અડધો અડધ મિલકત..મને તો જલસા જ છે….અને પ્રત્યુશા મારી પાસે રહેશે તેમા તો કોઇ બેમત જ નથી.. મા છું એની સમજી!” અને ફોન કપાઇ ગયો.

પ્રીત્યેશ ધ્રુજી ગયો… બોસને જાળવવામાં તે અઢાર વર્ષ સુધી ફસાઇ ગયો. જ્યાં સુધી પ્રત્યુશા મોટી ન થાય ત્યાં સુધીનું ભરણ પોષણ…તેનું મગજ ગુણાકાર કરવા માંડ્યુ ૧૮ ગુણ્યા ૧૨ એટલે ૨૧૬ ગુણ્યા ૨૦૦૦ તેનું મગજ ચક્કરે ચઢ્યું વળી દરેક બેંક એકાઉંટ..રીટાયર્મેંટ એકાઉંટ.. મકાન..બધાનો અડધો ભાગ..એટલુ તો પૌલોમી કદી તેને આપવાની નથી.

પોતે ફસાવવા ગયો પણ એ ફસાઇ ગયો છે તે વાતથી હવે પૌલોમી ભડકશે તો પણ અને પ્રીતિ પાછી આવશે તો પણ તેને તો બધ ઈ જ બાજુ થી ખોવાનું છે.

સુન્ન મારી ગયેલા પ્રીત્યેશ્ને જોઇને પૌલોમી બોલી..ખાલી ફીફા ખાંડે છે.. કશું થવાનું નથી..

ઘરે પહોંચ્યો ત્યારે પ્રીતિ ઓન લાઇન હતી પ્રીત્યેશે ક્લીક કરી ત્યારે પહેલી ક્લીપ હતી નાની પ્રીત્યુશા બોલતા શીખી તે અને બીજી ક્લીપ હતી પ્રીત્યુશા ચાલતી થઇ અને પ્રીતિ બોલતી હતી કે..પ્રીત્યુશ શું તારું છે? પૌલોમી કે પ્રીત્યુશાનું બચપણ? હજી તેનું બચપણ તો હમણા શરું થયું છે…થોડીક મોટી થશે અને વાતો કરતી થશે ત્યારે કેવી રીતે જીવીશ?

પ્રીત્યેશ.. મોટેથી બુમ પાડી ને બોલ્યો… મારી છોકરી લઇને તું ભાગી છું.. હું તને નહી છોડું..

પાછળ પ્રીતિનો અવાજ સંભળાયો..તું ખૉટો છે..કેવી રીતે તું ..તારી પરણેતર સાથે આવો દ્રોહ કરી શકે?

() એક કદમ પાછા ફરાય ખરું?- ?-પ્રવિણા કડકિયા 

પુરા નવ મહીને પ્રીતિ પાછી ફરી . આ સમય દરમ્યાન પ્રીત્યેશ ઘણી બધી વાતો માટે તૈયાર થઇ ગયો હતો. તેની ને પ્રીત્યુશાની ભારતથી અમેરિકા આવવાની ટીકીટ, તેનાં જ એપાર્ટ્મેંટ્કોમ્પ્લેક્ષ માં ભાડે બીજું નાનું એપાર્ટ્મેંટ અને ભારતમાં અને અમેરિકામાં  કેસ ચાલે ત્યાં સુધી  ૫૦૦ ડોલરની મર્યાદા વાળૂ ક્રેડીટ કાર્ડ આપ્યુ.. અને સામે દરરોજ સાંજે પ્રીત્યેશ ને જમાડવાનો.. કે જેથી તે પ્રીત્યુશા સાથે સાંજે બે કલાક રહી શકે કે તેને નજીકનાં બાગમાં ફરવા લઇ જઇ શકે

પ્રીત્યુશા દિવસે દિવસે મોટી થઈ રહી હતી. પ્રીતિની મીઠી નજર તેને જોતાં ધરાતી નહી.  લગ્ન પછી આ દિવસો જોવાના આવશે તેની તો તેણે કદી કલ્પના પણ કરી ન હતી.ખેર, જ્યારે સુંદર પ્રીત્યુશાને જોતી ત્યારે જીવનની બધી મુસિબતો ગૌણ બની જતી. આંખ આડા કાન કરી શકાય. રોજની ઘટમાળ  ડરાવવાનો પ્રયત્ન કરતી ત્યારે બાળકીમાં જીવ પરોવી તેને વિસારે પાડવાની આદત કેળવી લીધી.

પ્રીતિએ વિચાર્યું ચાલને જીવ હવે કેસ માંડ્યો છે અને અમેરિકાના કાયદા પ્રમાણે ભરણ પોષણ પણ મળશે  અને પ્રીત્યુશાનું અમેરિકન પધ્ધતિ પ્રમાણે ભણતર મળશે.  ગ્રીનકાર્ડ મળ્યે પછી ભણેલી ગણેલી પ્રીતિ દીકરી સાથે રહી નોકરીએ લાગી જશે. ભણતરની મૂડી તેની પાસે અકબંધ હતી. કમપ્યુટરમાં માસ્ટર્સ કર્યું હતું તેનું  જીવન સગવડ ભર્યું બનાવવા માટે પુરતું હતું..

ગ્રીનકાર્ડ  ગમે ત્યારે આવે તેવી શક્યતા હતી. કોર્ટે પણ કેસ ચાલે ત્યાં સુધી દરરોજ પ્રિત્યેશ બે કલાક માટે પોતાની દીકરીને રમાડી શકે એવી પરવાનગી આપી હતી.પ્રીતિ ભલે પ્રિત્યેશથી નારાજ હોય ‘ તેની પણ દીકરી છે એ સત્ય સમજતી હતી.’ બે કલાક માટે દીકરી જતી ત્યારે તેનો જીવ તાળવે ચોંટતો.  ભલેને પ્રિત્યેશ તેને કાયદા અનુસાર સમય સર પૈસા ન આપતો છતાં પણ તેની ચાલમા તે સપડાઈ ગઈ. પ્રીત્યુશાને પાછી લઈને આવે ત્યારે પ્રીત્યેશ  રોજ જમવા બેસી જતો. એ બહાને તેના બહાર ખાવાના પૈસા બચી જતાં. પાકો વાણિયો હતો. જો કે શની રવિ તે પૌલોમી સાથે બહાર જમતો. ત્યારે તો આમેય કંપની નું ક્રેડીટ કાર્ડ ચાર્જ થતું

પ્રીતિ પોતાની લાડલીના પ્યારમાં વર, બેવફા નિકળ્યો તેનું ગમ વિસરી ગઈ. પ્રીત્યુશા એવી સુંદર હતી કે વાત ન પૂછો. રૂપના ટુકડા જેવી પ્રીતિ અને સોહામણો પ્રીત્યેશ પછી પ્રીત્યુશામાં શું ખામી હોય? મોરના ઈંડા ચિતરવા ન પડે! તેની કાલી કાલી બોલી અને સુંદરતાની લોહચુંબક અસરથી ‘બાપ’ બાકાત ન રહી શક્યો. હજુ છૂટાછેડાનો તો ખાલી કોર્ટમાં કેસ દાખલ થયો હતો.

વકીલોએ પ્રીતિને સલાહ આપી સંભાળજે આ માણસ ખૂબ ચાલાક છે.  તે પૌલોમીને ફાળવેલો સમય પ્રીત્યુશાને આપવા લાગ્યો.પૌલોમી નારાજ થઈ.  પ્રિત્યેશે, પૌલોમીની એક પણ વાત ન સાંભળી. દીકરી બાપના દિલની ધડકન હોય છે.. પ્રીતિને સમયસર પૈસા આપવામાં  બહાના બનાવતો. પણ દીકરી માટે રોજ નવા રમકડાં લાવતો. પ્રીત્યુશા તેને પ્રેમ કરે અને ‘પાપા’ કહે તેના માટે તરસતો. પ્રીત્યુશા, હજુ અણસમજુ હતી. નવું રમકડું જોઈ લેવા હાથ લંબાવતી. જેવું રમકડું હાથમાં આવે એટલે મમ્મીની ગોદમાં સમાઈ જતી.પ્રીતિ  ‘મા’ થઈ હતી. મા થયાનો સુખદ અનુભવ આપવા બદલ પ્રીત્યુશ રોજ જમતો તે ચલાવી  લેતી. જ્યારે પૈસા આપવામાં કનડગત કરતો ત્યારે રોજ ‘ખીચડી ‘ જમવામાં આપતી. પ્રીત્યુશને ખીચડી જરા પણ ભાવતી નહી તેથી તરત પૈસા આપતો. ઘરનું ભાડું ચૂકવતા પેટમાં દુખતું પણ જમવાનું મળતું તેનો જરા પણ ગણ ન હતો.

કોને ખબર કેસ ક્યારે આગળ વધશે? પૈસા આપવાના ભારે લાગતા હતાં પણ ‘પોતે જાતે જ પોતાના પગ ઉપર કુહાડો માર્યો હતો. પૌલોમીએ પ્રીત્યુશને દુખી કરવામાં જરા પણ કચાશ છોડતી નહી.  પ્રીતિના  સમસ્ત અસ્તિત્વમાં  એવી હલચલ મચી ગઈ હતી.. બસ ‘બાળક’ની આજુબાજુ તેનું વિશ્વ ઘુમતું..પ્રિત્યુશ, પ્રીતિ  પર કતરાતો. નાનું બાળક ખૂબ નિર્દોષ હોય. એ તો પ્યારથી સંતોષ પામે. માનો પ્યાર દુનિયાની કોઈ પણ દૌલતની સરખામણી ન કરી શકે. પૌલોમીને ભાગે પ્રિત્યુશ હવે  માત્ર ‘ઓફિસ ટાઈમનો પ્રિત્યુશ’ થઈ ગયો હતો. ઓફિસથી સીધો પ્રીત્યુશાની સાથે રમવા ઘરે પહોંચી જતો. પ્રીતિને ગમે કે ન ગમે દીકરીને ખાતર કાંઈ બોલતી નહી. મનમાં એવું  ઈચ્છતી ‘ક્યારે કોર્ટના કેસનો નિવેડો આવે અને બાળકીની માતા હોવાને કારણે સંપૂર્ણ અધિકાર તેને મળે!’

રોજનું થયું હતું. પ્રીતિ થાકી હતી. તેને હવે રોજ પ્રીત્યુશનું મોં જોવું પણ ગમતું નહી. થોડો વખત જે લાગણી થઈ હતી તેમાં પરિવર્તન આવ્યું. શું લગ્ન પછી આવી જીંદગી હોય ? તેની બહેનપણીઓ અમદાવાદમાં રહી સાસરીયા અને પતિની સાથે મોજ માણતી હતી. વળી અમેરિકામાં હજુ તેની પાસે ડ્રાઇવીંગની પરમીટ પણ ન હતી. નસિબવાળી કે શોશિયલ સિક્યોરિટી કાર્ડ તેના કબજામાં હતું. ઘણી વખત તેને ઘરમાં કંટાળો પણ આવતો. લાચારી અને મજબૂરી તેનો પીછો છોડતાં નહી. એકલી પડતી ત્યારે વિચારતી ‘કેવા કાળ ચોઘડિયામાં અમેરિકાના છોકરાં સાથે ચાર ફેરા ફરી.’ ફેરા ફર્યા પછી

મધુરજનીના દિવસો બાદ કરતાં કદી શાંતિ પામી નથી. મેં કેટ કેટલાં પ્રયત્નો કર્યા ? ગયા ભવની વેરણ પૌલોમીએ મારા લગ્ન જીવનમાં રોડાં નાખ્યાજ કર્યા. અધુરામાં પુરું આ કાયદા અને કાનૂનની ચુંગલ ક્યારે  મારો પીછો છોડશે ? ભારત અને તેમાંય અમદાવાદ હોત તો જીવનના કડવા ઘુંટડા ગળવા સહેલા લાગત. આતો પરદેશ અને તેમાં પાછું અમેરિકા ,વતનથી ૧૦ હજાર માઈલ દૂર.

આજે બે કલાક ઉપર સમય થઈ ગયો. પ્રીતિ વારે વારે ગેટ ખૂલે અને કોઈની ગાડી આવે તેની રાહ જોતી હતી. લગભગ પોણો કલાક નિકળી ગયો. આખરે પ્રીત્યુશની દેખાઈ.  રડી રડીને તેની આંખો સુઝી ગઈ હતી. પ્રીત્યુશાને લઈ ગળે વળગાડી. પ્રીત્યુશ પર વરસી પડી. ગુસ્સાથી કાંપતી ગમેતેમ બોલવા લાગી. પ્રીત્યુશે બચાવ કર્યો પણ સાંભળવા તૈયાર ન હતી. આખરે વાસ મારતું   ડાઈપર  જોઈ સમજી ગઈ કે પ્રીત્યુશાએ  પરાક્રમ કર્યું  તેથી સાફ કરવામાં સમયનું પ્રીત્યેશને ભાન રહ્યું નહી.”આજે ખાવા નહી મળે” મારી દીકરી મોડી આવી તેના બદલામાં ‘પનીશમેંટ.’

ભૂખ્યો ડાંસ પ્રીત્યુશ ઘર ભેગો થયો. મોટી થઈરહેલી પ્રીત્યુશા હવે એકલી ઘરમાં કંટાળતી. તેને  બે બ્લોક દૂર મોન્ટેસોરી સ્કૂલમાં દાખલ કરી. જો કે પ્રીતિને આથી  એક ફાયદો થયો પ્રીત્યુશાના ક્લાસમાં ભણતા છોકરા અને છોકરીઓના મમ્મી અને ડેડી સાથે ઓળખાણ થઈ. ગાડી હતી નહી અરે લાઈસન્સ પણ ક્યાં હતું. રોજ  ચાલીને મૂકવા જતી અને પાછાં આવતા તેને સ્ટ્રોલરમાં બેસાડી ઘરે લાવતી.

આમાં એક ફાયદો થયો તેને દિવસના ત્રણ કલાક જરા છૂટા થવા માટે મળ્યા. જેની અસર પ્રીતિ પર વિપરીત થઈ. નવરું મન શેતાનનું ઘર. એકલા તેને ઘર ખાવા ધાતું. હતો તો નાનો એક બેડ રૂમનો અપાર્ટમેંટ પણ કોઈ વાત કરનાર નહી. કોઈને ત્યાં ખાસ જવા આવવાનું નહી. તેને બે બહેનપણી થઈ હતી પણ તેની સુંદરતા તેનો દુશ્મન  બની ગઈ હતી.

જુવાન સખીઓને તેમના પતિ પર વિશ્વાસ ન રહેતો. જ્યારે બધું જ વાતાવરણ પ્રતિકૂળ બને ત્યારે મન નિરાશાની ગર્તામાં સરી પડે. તેને અમદાવાદની યાદ  આવતી. માતા પિતા વગર એકલવાયું લાગતું. ધીરે ધીરે મોઢા પરથી નૂર ઉડવા માંડ્યુમ. ભૂખ લાગતી નહી. પ્રીત્યુશાને ડેકેરમાં મૂકી આવ્યા પછી સુનમૂન બેસી રહેતી. વિચારમાં સરી જતી ક્યારે આ દિવસો પૂરા થશે?  ક્યારે કોર્ટનો ચુકાદો આવશે ? ક્યારે આ  જાલિમની ચુંગલમાંથી છૂટીશ . જો પ્રીત્યુશા ન હોત તો પ્રીતિએ કોઈ અઘટિત પગલું ભર્યું હોત !

આજે પ્રીત્યુશાને ડે કેરમાંથી લઈ આવી. પ્રીત્યુશા રડતી હતી. તેને  જરા ઠીક ન હતું. પ્રત્યુશ આવે પછી ડોક્ટર પાસે લઈ જવાય. ખૂબ મુંઝાયેલી પ્રીતિ શું કરવું  તેના વિચારમાં ખોવાયેલી હતી ! પ્રીત્યુશાને હાથમાં બનના આપવાને બદલે છાલ આપી રહી હતી. પ્રીત્યુશા છાલ મોંમા મૂકી, થુંકીને જોરથી રડતી હતી. પ્રીત્યુશાની નરમ તબિયતે પ્રીતિના દિલને ઠેસ પહોંચાડી. બેબાકળી બની ગઈ.  તેને ડર પેઠો કે શું પોતે “ડિપ્રેશનનો’ ભોગ તો નથી બની રહીને

દરેક વ્યક્તિની પ્રતિકૂળ સંજોગો સામે લડવાની હદ હોય છે. અજાણી ધરતી, તેની ઉપર પ્યાર ઉપજે તે પહેલાં  છેતરામણી નો અનુભવ..તેને વારંવાર થતું કે પૌલોમી સાથે જ રહેવું હતુ તો ભારત આવી મને છેતરવાની શી જરુર હતી? તેનું હ્રદય બેરોક બોલ્યું તને અમેરિકન છોકરો જોઇતો હતો ને? તેથી તો ભુલી પડી અને હવે આવા પ્રશ્નો જાતને પુછવાને બદલે બહાર નીકળ.. જે પુરુષની વિચાર શક્તિ કુંઠીત હોય.. જે જાતે ગુલામ હોય તેની પાસેથી મને માન મળે તે શક્ય જ નથી.. હવે તો જેમ બને તેમ તારો હાથ પથ્થર નીચે થી કાઢ.. કશુંક એવું કર કે તને જે નથી મળતુ તે પૌલોમી ને પણ ના મળે.

 

 

(૪). એક કદમ પાછા ફરાય ખરું?- પ્રવિણા કડકિયા

Posted on August 2, 2012 by vijayshah

ખુશી હોય કે ગમ ,મનની સ્થિતિની સમય ઉપર કોઈ અસર થતી નથી.પ્રીતિને ખબર હોવાથી નિરાશા અને હતાશાના સાગરમાં ડૂબકી ખાવા લાગી. પ્રીતિ જાણતી હતી કે પોતાની તથા બાળકીની સુંદરતા તો એક કુદરતી અકસ્માત છે. વહાલી પ્રીત્યુશા સાથે રમતી ત્યારે તેને સ્વર્ગમાં વિહરવનો સુંદર આનંદ પ્રાપ્ત થતો. દીકરીના પ્યારમાં ડૂબેલી પ્રીતિ જાત પ્રત્યે બેદરકાર રહેવા લાગી. પ્રીત્યેશ જ્યારે રમાડવા આવતો ત્યારે મુખ ઉપર બનાવટી હાસ્યનું મોહરું પહેરતી. જુવાન પ્રીતિ, કેટકેટલાં શમણાં સાથે પ્રીત્યેશનો હાથ પકડી અમેરિકા આવી હતી ! શમણા સજાવવાને બદલે તેને સાકાર થવાના કોઈ ચિન્હ દેખાતાં ન હોવાને કારણે તન અને મનથી ભાંગી પડતી જતી હતી. ક્યાં તિતલી જેવી કોલેજ કાળની પ્રીતિ અને ક્યાં આજની પ્રીતિ ? કોલેજના છોકરાંઓ તેના રૂપ પાછળ લટ્ટુ હતા. પ્રીતિ કોઈને ઘાંસ સુદ્ધાં નાખતી નહી ! તેને રૂપ અને બુદ્ધિનું અભિમાન નહી પણ ભાન જરૂર હતું. કોને ખબર શામાટે તે ‘અમેરિકા’ના નામ પાછળ પાગલ હતી? પ્રીત્યેશ સાથે પ્રથમ મુલાકાત થઈ અને ‘અમેરિકાની’ વાતો સાંભળી પાગલ બની હતી. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ભોળી અને દુનિયાદારીથી અજાણ પ્રીતિને ક્યાં ખબર હતી, કે આ ચક્રવ્યૂહમાં ફસાયા પછી બહાર નિકળવાનો માર્ગ બંધ છે ! પ્રીત્યુશને પ્રીતિ ગમી ગઈ હતી. તેને એમ હતું કે ભારતની ‘ગમાર’ને પરણીશ એટલે ખાવાપીવાનો અને ઘરકામનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે !! પૌલોમી સાથે રંગરેલિયાં મનાવવામાં કોઈ બાધા નહી આવે. મૂરખ એ ન સમજતો કે ૨૧મી સદીની ભારતની કન્યા ભલે ખૂબ પ્યાર અને લાડકોડમાં ઉછરેલી હોય પણ તેના અરમાન જાગી ચૂક્યા હોય છે. તેને તેના જીવનનો રાહ સ્પષ્ટ જણાય છે. આજના આધુનિક જમાનામાં ,ક્મપ્યુટરમાં માસ્ટર્સ થયેલી છોકરી કાંઈ તેની ‘હજુરિયણ’ થઈને રહેવાની ન હતી. પ્રીતિને આવતાંની સાથે ખ્યાલ આવી ગયો હતો ! આ છે અમેરિકાની ધરતી. અહીં આપણું કહી શકાય તેવું તેના માટે કોઈ ન હતું. ગ્રીન કાર્ડ ન હતું તેથી નોકરી પણ ન મળે. નોકરી કરવા જવું હોય તો ગાડી જોઈએ. તેણે માતા પિતા અને કુટુંબથી દૂર હોવા છતાં બધા પ્રયત્નો આદર્યા. રૂપ, ગુણ અને સર્વ સંપન્ન પ્રીતિએ કોઈ એવો માર્ગ બાકી ન રાખ્યો કે જે તેણે અખત્યાર ન કર્યો હોય! હોનીને કોણ ટાળી શકે ! જુવાની પર મુસ્તાક ,પતિને પોતાનો કરવા સમર્પિત થઈ પરિણામ પ્રીત્યુશાનું આગમન. કૂતરાની પૂંછડી ભોંયમાં દાટો તોયે વાંકી ને વાંકી. પ્રીત્યુશ ,પ્રીતિનાં રૂપ પાછળ પાગલ તો હતો પણ મદારીના વાંદરાની દોરી પૌલોમીના હથમાં હતી. તેને કારણે પ્રીતિની અવહેલના કરતો રહ્યો. જુલ્મીએ પ્રીતિને ખૂબ રંજાડી. તેના બધિર કાન પર કોઈ અસર થઈ નહી ! પરિણામ પ્રત્યુશાનું ધરતી પર અવતરણ, છૂટાછેડાની ગંદી રમત ! પ્રીતિ જ્યારે કોલેજકાળ પછીના જીવન વીષે વિચારતી ત્યારે બે હાથથી માથું પકડી ધ્રુજી ઉઠતી. ભલું થજો કે  ટેલિફોન સિસ્ટમને કારણે રોજ માતા પિતા સાથે વાત કરતી. બંને તેને ધીરજ બંધાવતાં. આશ્વાસન આપતાં ‘બેટા , કોર્ટનો ચૂકાદો આવે ત્યાં સુધી ધીરજ ધર. દીકરા પછી પ્રીત્યુશાને લઈને સીધી ઘરે આવતી રહેજે ! એ, નરાધમનું તારે ફરી મોઢું પણ નહિ જોવું પડે . પ્રીતિ તેના બાપના દિલની ધડકન અને માની આંખનો તારો. અત્યારે મધદરિયે મોજાની અડફ્ટમાં ભરાઈ પડી હતી. તરવાનો સહારો હતો એક માત્ર તેની લાડલી “પ્રીત્યુશા”. ફોન ઉપર વાત કરતી હોય ત્યારે અમદાવાદ પહોંચી જતી. એ સુંદર શેરી, ઘરની સામેનું બાળમંદિર, ભગિની સમાજ સ્કૂલ , પ્રેસિડન્ટ કોલેજ અને યુનિવર્સિટિનું કંપાઉંડ.બધું નજર સમક્ષ તરવરતું. શાળા કોલેજના અલમસ્ત દિવસો, હેવમોરનો આઈસક્રિમ અને કાંકરિયાની પાળ. જેવો ફોન બંધ થાય કે અમેરિકાની ધરતી પર પટકાતી. આજે ફોન મૂક્યા પછી મન લગાડવા ટી.વી. ચાલુ કરીને બેઠી. ઈંગ્લીશ મુવી જોતી હતી. જેમાં હીરો ઓફિસની સેક્રેટરી સાથે લંચ ટાઈમમાં રોમાંસ કરતો દેખાયો. હાથમાંનો રીમોટ જોરથી ફેંક્યો. ટી.વી. તો બંધ ન થયો પણ રીમોટ ટૂટ્યો અને બેટરી સોફા નીચે ભરાઈ ગઈ. પ્રીતિ બબડી, ‘આજે મને શું થયું છે’? ઘરમાં એકલી હતી તેથી હૈયા ફાટ રૂદન કરવા લાગી. ઘડિયાળમાં ચાર વાગ્યા જોતા હાંફળી ફાંફળી થઈ પ્રીત્યુશાને લેવા લગભગ દોડવા લાગી. જો સાંજે પ્રીત્યુશ જાણશે તો ,’કેમ મોડું થયું’ પૂછશે. મોડું થાય એટલે વધારાના સમયના ‘ડે કેર’ વાળા ડબલ પૈસા લેતાં. મનની હાલત ખરાબ હોય ત્યારે રસોઈ પણ દાઝી જાય. રાતના જમવા ટાણે પ્રીત્યેશ નારાજગી દાખવે. એટલે પ્રીતિ જેમ તેમ બોલે. પ્રીત્યેશ એક શબ્દ બોલી તેને એવી ઉશ્કેરી મૂકે કે પ્રીતિની સંયમની લગામ છૂટી જાય. ચાલાક પ્રીત્યેશે નવી ચાલ ચાલવાનું મોહરું તૈયાર કર્યું. કોઈને કોઈ બહાને પ્રીતિને ઉશ્કેરી તેને અસ્વસ્થ બનાવી દે. ધીરે ધીરે પ્રીતિ તેની ચાલમાં ફસાવા લાગી. પ્રીત્યેશે એક ડાયરી તૈયાર કરી, દિવસ, સમય અને તેનું વર્તન બધું વિગતવાર નોંધવા માંડ્યું. હવે નવો દાવ ખેલ્યો જેમાં પ્રીતિ એવી સપડાઈકે બહાર આવવાને બદલે અંદર ગુંગળાઈ મરી. કોઈને કોઈ કારણસર પ્રીત્યુશાને વાતમાં લાવતો. પ્રીતિ તેનું સરખું ધ્યાન આપતી નથી એમ બતાવી તેને ઉશ્કેરતો. પ્રીત્યેશે પ્રીતિને ‘ડિપ્રેશનની’ દરદી બને એવા સઘળાં રસ્તા અખત્યાર કરવા માંડ્યા. ઉપરથી બરાબર ડાયરીમાં નોંધ રાખતો થઈ ગયો. પ્રીતિ તેની આ ચાલ પિછાણી શકી નહી. પ્રીતિ બધું સહન કરી શકતી, પણ પોતાની દીકરી પ્રત્યે બે દરકાર છે એ આક્ષેપ સહન ન કરી શકતી. આજે રવિવાર હતો. પ્રીત્યુશાને ડે કેરમાંથી લાવવા લઈ જવાનો સવાલ ન હતો. કોને ખબર કેમ તેને જરા પણ ચેન પડતું ન હતું. હસવું કે રડવું ? આ જીંદગી માટે કોણ જવાબદાર. મનુષ્ય સ્વભાવ છે સારું થાય તો મેં કર્યુ ને વિપરિત પરિણામ આવે તો બીજાએ. લગ્ન તો પ્રીતિએ મનપસંદગીથી કર્યા હતાં. કોને માથે આક્ષેપ ઢોળે ? પ્રીત્યુશાને લંચ ખવડાવી સુવાડી. કદી નહીને આજે નજર અનાયાસે આયના પર પડી. પ્રીતિ છળી ગઈ. શું આ એ જ પ્રીતિ છે જે ચાર વર્ષમાં ત્રણ વખત ‘ પ્રેસિડન્ટ કોલેજની બ્યુટિ ક્વીન બની હતી ‘? કોઈની તાકાત ન હતી કે જો પ્રીતિ ગરબામાં ભાગ લે તો બેસ્ટ પરફોર્મનરનું ઈનામ લઈ જાય? તેનું પ્રતિબિંબ આયનામાં જોઈને ડરી ગઈ. મનમાં તો થયું આયના પર છુટ્ટી હથોડી ફેંકુ. વિચાર બદલ્યો અને બાથરૂમના કાઉન્ટર પર પડેલી ટુથ પેસ્ટ વડે આયના પર લપેડા કર્યા. ગાંડાની જેમ હસવા લાગી. આયનાને કહે ‘ લે હવે મને બદ- સૂરત બનાવ.’ એવામાં ફોનની ઘંટડી રણકી. દોડીને ફોન લીધો અવાજ સાંભળ્યા વગર કહે, જો હું કેવી સુંદર લાગું છું ને ? સામે છેડૅ પ્રીત્યુશ હતો સમજી ગયો. પ્રીતિ દિવસે દિવસે “અન ફિટ મધર” પુરવાર થઈ શકશે. જેથી પ્રત્યુશાનો સંપૂર્ણ કબજો તેને મળશે . હોંશિયાર પ્રીતિ નિરાશાની ખાઈમાં સરતી જતી હતી. પપ્પા સાથે વાત કરે ત્યારે કદી પોતાની હાલત સંપૂર્ણ પણે કહેતી નહી. તેને થતું શા માટે મમ્મી અને પપ્પાને પણ માનસિક ત્રાસ આપું. આમ બધી બાજુથી ઘેરાયેલી પ્રીતિ ‘ડિપ્રેશનનો શિકાર ‘ થઈ ગઈ. તેમાં તેનો વાંક પણ ન હતો. બધે કાળી ઘનઘોર ઘટા જણાતી. આશા અને ઉત્સાહ પ્રગટે એવા કોઈ ચિન્હ જણાતાં નહી. કોડભરી પ્રીતિના નસિબમાં આવું લખાયું હશે એવો તો વિચાર પણ અસ્થાને હતો. પ્રીત્યેશને ખબર નહી પ્રીતિ પર જુલમ ગુજારી શું મળ્યું.? માનવ જ્યારે સ્વાર્થમાં રચ્યો પચ્યો હોય છે ત્યારે સારા નરસાનું ભાન ગુમાવી બેસે છે. પ્રીતિને જે થોડા ઘણાં પૈસા આપતો તે જાણે દાન ન કરતો હોય તેવી ભાવનાથી !પ્રીત્યુશાને વહાલ આપતો દીકરીની નિર્દોષતા તેના પર જાદુ ચલાવી ગઈ હતી. પૌલોમી શું કરવું અને કેવી રીતે પ્રીત્યુશને પામવો તેના વિચારોમાં ગુંથાયેલી રહેતી. પ્રીતિની હાલત દિવસે દિવસે બગડતી ચાલી. કોને દોષ આપે? પ્રીત્યેશને? પોતાની જાતને? કે સંજોગોને?

(૫) એક કદમ પાછા ફરાય ખરું?- હેમાબહેન પટેલ

Posted on August 6, 2012 by vijayshah

પ્રીત્યેશના અત્યાચારથી પ્રીતિની જીંદગી એકદમ નર્ક બની ગઈ છે અને માનસીક તણાવમાં જીવી રહી છે. વિચારોમાં ખોવાએલી રહે છે. ડીપ્રેશનમાં છે પરંતુ મગજ એટલુ પણ ખરાબ હાલતમાં નથી કે વિચારવાની શક્તિ બિલકુલ ગુમાવી દે.હજુ સારુ ખોટું વિચારી શકે છે. કેટલાં સપના અને મોટી આશાઓ સાથે તેણે પ્રીત્યેશ સાથે લગ્ન કર્યા હતા. પતિનો પ્રેમ ઝંખી રહી છે, પતિના પ્રેમ વીના જીવન નીરસ અને ખાલી-ખાલી લાગે છે.પ્રેમ વીના જીવન જીવવું અસહ્ય બની ગયું છે.

बडे अरमानसे रख्खा है सनम तेरी कसम

प्यारकी दुनियामें ए पहेला कदम होओ…… पहेला कदम.

મોટા મોટા અરમાન અને આશાઓ લઈને લગ્ન કર્યા અને આ શું થઈ ગયું ?પ્રીતિ વિચારે છે, જોડી ભગવાન ઉપરથી બનાવીને મોકલે છે તો શું ભગવાનની ભુલ થઈ હશે ? ભગવાને ખોટી જોડી બનાવી ? ના આવુ ક્યારેય ના બને,ભગવાન ક્યારેય ભુલ ના કરે, ભુલો તો માનવજાત કરે. તો શું આ મારા કર્મનો હિસાબ છે ?મારા ગત જન્મોના કર્મોનો હિસાબ ચુકાવી રહુ છું ? મારા કર્મો હું ભોગવી રહી છું ? હે ભગવાન મારા ખરાબ કર્મો બદલ મને માફ કરી દેજો. હે પ્રભુ મારા અવગુણ ચિત ના ધરશો.પાછલા જનમ મને યાદ નથી તો એનો બદલો આ જનમમાં ના આપશો. હે પ્રભુ મને આ પરિસ્થિતીમાંથી બહાર કાઢો.મારે મારી દિકરીનુ ભવિષ્ય નથી બગાડવાનુ. મારી દિકરીને સુખી જોવા માગું છું.આખો દિવસ પ્રીતિનુ મગજ વિચારોના ચકરાવે ચડતું અને સારા ખોટા વિચારો કર્યા કરતી.

પ્રીતિના એપાર્ટમેન્ટની બાજુમાં શોપીંગ કોમ્પલેક્શ હતું તેમાં ઈન્ડીયન ગ્રોસરી સ્ટોર હતો તેમાં પ્રીતિ ગ્રોસરી લેવા માટે હમેશાં જાય છે. આ સ્ટોર એક  નિવૃત પ્રૌઢ યુગલ ચલાવે છે દિકરો સરસ રીતે સેટલ છે પરંતુ આ લોકો એકદમ પ્રવૃત અને શારીરિક રીતે પણ સ્વસ્થ છે અને તેમની જીદને કારણે દિકરાએ માતા-પિતાને સમય પસાર થાય એટલા માટે સ્ટોર કરી આપ્યો. આ યુગલ સેવાભાવી પણ છે અને કોઈ પણ હોય અને મુશ્કેલીમાં હોય તો તેમને મદદરુપ થાય છે અને ખાસ કરીને ભારતીયોને  મદદરુપ થાય છે. પ્રીતિ અહિયાં ગ્રોસરી લેવા માટે આવે ત્યારે પ્રીતિ સાથે વાતચિત કરે અને પ્રીતિના હાલચાલ પુછી લે, અને પ્રીતિ પણ તેમને માસી અને માસા કહીની બોલાવે. આજે પ્રીતિ આવી એટલે માસીએ પ્રીતિને પાસે બોલાવી અને પુછ્યું બેટા તને હું હમેશા જોઉં છું અને દિવસે દિવસે તારો ચહેરો મુરજાએલો દેખાય છે, કોઈ પરેશાની છે ? તારી અંગત જીંદગીનો સવાલ મારાથી ના પુછાય પરંતુ તું કોઈ મોટી તકલીફમાં હોય એમ લાગે છે તો વીના સંકોચે મને વાત કર મારાથી કોઈ મદદ થશે તો હું કરીશ. પ્રીતિને તો કોઈએ એની દુખતી નસ પર હાથ મુક્યો હોય એમ લાગ્યું અને પ્રીતિ ભાવ વિભોર થઈ ગઈ એટલે પ્રીતિ તેના આંસું ના રોકી શકી. માસી તેને અંદર ઓફિસમાં લઈ ગયાં બેસાડીને પાણી આપ્યું અને શાંત કરી અને કહ્યું બેટા હવે વીગતથી મને વાત કર અને પ્રીતિએ બધીજ વાત કરી અને તેના મનને થોડી શાંતિ થઈ અને મન હળવું થઈ ગયું તેની બધીજ ભડાશ બહાર નીકળી ગઈ. માસીએ સાંત્વન આપ્યું અને સમજાવીને હિંમત રાખવાનુ કહ્યુ. પ્રીતિ ભગવાનને ઘરે દેર છે પરંતું અંધેર નથી. ભગવાન ઉપર ભરોસો રાખ, ભગવાન જે કરે તે સારુ જ કરે એટલે ચિંતાઓ ઓછી કરજે.પ્રભુ સ્મરણ હમેશાં કરજે. માસી પણ સમજે છે માથા ઉપર આસમાન તુટી પડે, મન અસ્થિર થયુ હોય ત્યારે ખોટા વિચારો જ આવે ભગવાન યાદ ન આવે.છતાં પણ વિપત્તિમાં પ્રભુ સ્મરણ એક દુખ દુર કરવાની ચાવી છે. ભગવદ સ્મરણથી મનને શાંતિ મળે છે.માસીએ કહ્યુ મારા ઘરે આવતી  જતી રહેજે તને સારું લાગશે અમે તને લઈ જઈશું અને પાછા મુકી પણ જઈશુ. અમારી સાથે મંદિર પણ આવી શકે છે રવિવારના દિવસે એમપ્લોઈ સ્ટોર ચલાવે છે અમે બંને મંદિર જઈએ છીએ. અમારી સાથે આવીશ તો તારા મનને થોડો ચેઈન્જ મળશે. તારું મન ફ્રેશ થશે. કંઈ પણ કામ હોય તો વીના સંકોચે કહેજે અને મારા ઘરના દરવાજા તારા માટે અડધી રાત્રે પણ ખુલ્લા છે તો ચોક્ક્સ મને જણાવજે. માસીએ પ્રીતિને કોફી બનાવી આપીને કહ્યું થોડી કોફી પી એટલે તને તાજગી આવશે.કોફી પીધા બાદ પ્રીતિ માસીનો ધન્યવાદ માનીને ગ્રોસરી લઈને નીકળી ગઈ.આજે તેનુ મન હળવાશ અનુભવે છે. અને વિચારે છે આજના જમાનામાં આ દેશમાં હજુ સારા માણસો પણ છે જેઓ બીજા માટે સારુ વિચારે છે અને બીજાને મદદ પણ કરે છે.આજે મને લાગ્યું મારૂ પણ અહિયાં કોઈક છે.

પ્રીત્યેશ નથી ચાહતો કે ભારતમાં જે કેસ ચાલે છે તેનો નીવેડો જલ્દી આવે.ભારતમાં પ્રીત્યેશના વકીલે તારીખ લીધી અને પ્રીત્યેશને ફોન કર્યો, આવતા અઠવાડીયાની કોર્ટની તારીખ છે તમે અહિયાં આવી જાવ તો સારું,પ્રીત્યેશે વકીલને બહાનુ બતાવ્યુ જોબ પર એટલું બધુ કામ છે બોસ મને ત્યાં આવવાની છુટ્ટી નથી આપતા તમે બીજી બે મહિના પછીની તારીખ લઈ લો હું ગમે તેમ કરીને આવીશ, ચોક્ક્સ હાજર રહીશ. અને વકીલે કોર્ટમાં તારીખ માગી તો ચાર મહિના પછીની મળી. ભારતમાં દરેક સરકારી કચેરીઓમાં ફાઈલોના મોટા પહાડ જેવડા ઢગલા હોય એટલે તેનો નીવેડો આવતાં વર્ષોના વર્ષો નીકળી જાય અને ઉપરથી પ્રીત્યેશ જેવા કોર્ટમાં તારીખો પડાવે એટલે શું હાલત થાય.

વકીલે ફોન પર પ્રીત્યેશને જણાવ્યું, ચાર મહિના પછીની તારીખ મળી છે પ્રીત્યેશ તો સાંભળીને ખુશ થઈ ગયો, તેને તો જોઈતું હતું અને વૈદે કર્યું.અને તેને હાશ થઈ, ચાલો ચાર મહિના સુધી નીરાંત.

પ્રીત્યેશ વર્ક પરમીટ ઉપર અમેરિકા આવ્યો હતો એટલે એને એક માત્ર સ્વાર્થ હતો કંપની દ્વારા ગ્રીન કાર્ડ મેળવવાનો અને એટલેજ તે પૌલોમી તેની બોસ જેમ નાચ નચાવે તેમ નાચતો હતો કેમકે પૌલોમી તેની ગ્રીન કાર્ડ મેળવવાની એક માત્ર સીડી હતી અને પૌલોમીની નજર પ્રીત્યેશ સાથે લગ્ન કરવાની હતી. આમ બંને એક બીજાના સ્વાર્થમાંજ હતાં એમાં પ્રીતિ પીસાઈ રહી હતી અને બંનેને પોતાના નીજી સ્વાર્થ ખાતર પ્રીતિની વેદના જરાય દેખાતી નથી પ્રીતિની જીંદગી બરબાદ થઈ રહી છે, એ લોકો પ્રીતિની જીંદગી બરબાદ કરી રહ્યા છે તે દેખાતું નથી પ્રીતિની સાથે સાથે પ્રીત્યુશાની જીંદગી ખરાબ થઈ રહી છે.કહે છેને કે ગરજવાનને અક્ક્લ નથી હોતી.ખરેખર તો આ જગત સ્વાર્થીઓથી ભરેલ છે.તેમાં પ્રીતિ જેવા ભોળા માણસો ફસાઈ જાય છે. અને પ્રીતિને તો અમેરિકાનો મોહ હતો અને અમેરિકા આવવું હતું એ મોહના કારણે તો દુખી થઈ રહી છે.દુનિયામાં દરેકના જીવનમાં જેટલું વૈભવ સુખ માણવાની લાલસા જાગે છે તેટલાજ લોકો સુખની પાછળ દોડી દોડીને દુખી થાય છે.અને દુખોના ચક્રવ્યુહમાં ફસાતા જાય છે.

પૌલોમી અને પ્રીત્યેશ ભેગા મળી દરેક ચાલ ચાલવામાં કામીયાબ થાય છે.પૌલોમી પ્રીત્યેશને જેટલું ભણાવે તે પ્રમાણે પ્રીત્યેશ એટલાજ પગલાં ચાલે.પ્રીતિને લગ્ન કરીને ભારતથી અમેરિકા લઈ આવ્યો પરંતુ પ્રીતિને અમેરિકાનો કોઈ રાઈટ મળે એવું પ્રીત્યેશ ઈચ્છતો જ ન હતો.અમેરિકાના કાયદા પ્રમાણે જેટલા વર્ષની વર્ક પરમીટ મળી હોય એટલા વર્ષના વીઝા મળે અને વર્ક પરમીટ પુરી થાય ત્યારે ફરીથી રીન્યુઅલ માટે એપ્લાય થવું પડે તેમ સાથે સાથે વીઝા પણ ફરીથી રીન્યુ કરાવવા માટે એપ્લાય થવું પડે એટલે જ્યારે પ્રીતિના વીઝા રીન્યુ કરાવવાનો ટાઈમ થયો ત્યારે પ્રીત્યેશે પેપર્સ રીન્યુ કરાવવા માટે ના આપ્યા, તેણે તે પેપર્સ રીન્યુ ના કરાવ્યા પ્રીત્યેશને પ્રીતિના વીઝા રીન્યુ કરાવવા જ ન હતા અને તેમાં તે  કામીયાબ પણ થયો.અને પ્રીતિને સાવ અંધારામાં રાખી.પ્રીત્યુશા અમેરિકામાં જન્મી એટલે ઓટોમેટીક એતો અમેરિકન સીટીઝન બની. પરંતુ પ્રીતિને ભારત પાછા ફરવું પડે એવી પરિસ્થિતી સર્જાઈ, કેમકે કાયદાની દ્રષ્ટિએ તેનુ અમેરિકામાં કોઈ સ્ટેટસ રહ્યું જ નથી.પ્રીતિ અમેરિકા માટે સાવ નવી છે અને અમેરિકાના કાયદા કાનુનથી સાવ અણજાણ છે અને આમેય એ એટલી મજબુર પરિસ્થિતીમાં જીવી રહી છે કે એ કંઈ કરી શકે તેમ નથી એતો ખાલી પૌલોમી અને પ્રીત્યેશની કટપુતલી બનીને રહી ગઈ છે. પ્રીત્યેશ જેમ નચાવે તેમ નાચવાનુ  અને જેમ કહે તેમ કરવાનું એક અપાહીજ જેવી જીંદગી છે.એક મજબુર ઓરત બીજું કરી પણ શું શકે? રુટીન ચાલતું હતું આખો દિવસ ઘરમાં બેસી રહો પ્રીત્યેશની રસોઈ બનાવી તેને જમાડવાનો. પ્રીત્યુશાને ડે કેરમાં મુકવા જવાનુ અને પછી પાછી લેવા જવાનુ આ બધું કામ પ્રીતિ યંત્રવત કરતી. એને કોઈ કામમાં રસ ન હતો. ચોવીસ કલાક વિચારોમા ખોવાયેલી રહેતી અને પાછો પ્રીત્યેશે ધડાકો માર્યો ભારત પ્રીત્યેશાને સાથે લીધા વીના ફરવાનુ થાય.પ્રીતિને કાયમ માટે ભારત પાછું જવાનુ થાય અને આ વિચાર માત્રથી પ્રીતિ ધ્રુજી ઉઠી, પ્રીત્યુશા તેનો જીવન જીવવાનો સહારો હતી પ્રીત્યુશા વીના જીંદગી  તે વિચારી પણ નથી શકતી. પતિ તો પોતાનો ના થયો વહાલસોઈ દિકરી પણ એ જાલીમ મારી પાસેથી છીનવી લેવા માગે છે. આટલો નીષ્ઠુર અને સ્વાર્થી માણસ હજુ સુધી મેં જોયો નથી. હે ભગવાન મને મારી દિકરી મારી સાથે હોય એટલે બહુ થઈ ગયું, મારી દિકરી મારી પાસેથી ના છીનવીશ એટલી રહેમ કરજો પ્રભુ.પ્રીત્યેશ આ નામ પર જ હવે મને નફરત થઈ ગઈ છે અને પાછું છોકરીનુ નામ પણ પ્રીત્યુશા ! મને તો મારી છોકરીનુ નામ પણ બદલી નાખવાનુ મન થાય છે.

પ્રીતિ ફરીથી પાછી પ્રીત્યુશાના નામને લઈને ચિંતામાં પડી અને વિચારવા લાગી પતિ તો મને જરાય પ્રેમ નથી કરતો પરંતું મારી દિકરી મને બહુ વ્હાલી છે અને તે પણ મમાને બહુ જ પ્રેમ કરે છે. પ્રેમ એટલે લવ, તો લવલી નામ રાખું કેટલું સરસ નામ છે અને મારી છોકરી સાચે જ એક નજરમાં જ બધાને ગમી જાય અને બધાને વ્હાલી લાગે એવી છે પ્રેમની મુરત દેખાય છે એટલે પ્રીત્યુશા નહી પણ હું તો લવલી કહીને જ બોલાવીશ,બીજાને આ નામ ગમે કે ના ગમે. ડેકેરમાંથી આવતાં રસ્તામાં જ પ્રીતિએ પ્રીત્યુશાને કહ્યું બેટા ઘરે જઈને હુ તને સરર્પ્રાઈઝ આપીશ અને ઘરે પહોચતાની સાથેજ પ્રીત્યુશાએ સરર્પ્રાઈઝ માગી એને એમકે મમા કોઈ વસ્તુ લાવી હશે અને જ્યારે કહ્યું બેટા આજથી  તું પ્રીત્યુશા નહી હું તને લવલી કહીને બોલાવીશ તું મારી લવલી ! પ્રીત્યુશાને પણ આ નામ બહુજ ગમ્યુ અને થેન્ક્યુ મમા કહીને પ્રીતિને બાઝી પડી પ્રીતિની આંખો પણ ભાવાવેશમાં હર્ષથી છલકાઈ ગઈ.

સ્ટેટસ ના પ્રશ્ને પ્રીતિ હવે વધારે ટેનશનમાં આવી ગઈ અને હવે શું કરવું તો ડીપોર્ટ ના થવાય એ જ વિચારવા લાગી. કોઈક તો રસ્તો હશે બહાર નીકળવાનો. વિચારવા લાગી હું સ્ટોરવાળા માસા-માસીને ઘરે જઈશ અને વાત કરીશ એ લોકો વર્ષોથી અહિયાં રહે છે કોઈક તો રસ્તો જરૂર કાઢી આપશે.અને મને મદદ પણ કરશે. પ્રીતિને હવે માસા-માસીનો સહારો લેવાનો વખત આવ્યો અને તેને આશા હતી એ લોકો ચોક્કસ મદદ કરશે જ. રજાને દિવસે માસીને ઘરે જઈશ એટલે એમનો દિકરો પણ ઘરે મળે અને એમની સલાહ પણ લઈને કોઈ રસ્તો કાઢી શકાય.

પ્રીતિ માસીના સ્ટોર પર ગઈ અને માસીને બધી વાત કરી એટલે માસીએ કહ્યું પ્રીતિ બેટા જરાય ઘભરાઈશ નહી કોઈને કોઈ રસ્તો કાઢીશું. તારા મુશ્કીલ વખતમાં અમે તારી સાથે જ છીએ.રવિવાર બપોરે મારા ઘરે આવજે હુ તને લેવા આવીશ, અને મારા ઘરેજ બપોરનુ લંચ સાથે જ કરીશું. નક્કી થયા પ્રમાણે માસી પ્રીતિને બપોરે તેમને ઘરે લઈ ગયા અને દિકરા- વહુની ઓળખાણ કરાવી. અને પ્રીતિએ માસીના દિકરાને વીગતવાર બધીજ વાત કરી. અને માસીના દિકરાએ ખાત્રી આપી ચોક્ક્સ કોઈ રસ્તો નીકળશે, મને બે ચાર દિવસનો વખત આપ હું બધીજ તપાસ કરી લઉં છુ અને કોઈ સારા વકીલને મળીને તેની સલાહ લઈ લઈએ. વકીલો પાસે બધા જ દાવ-પેચ હોય અને રસ્તા કાઢી આપે.સાંભળીને પ્રીતિ ખુશ થઈ ગઈ અને જેમ ડુબતાને તણખલુ હાથમાં આવે અને આશા બંધાય, તેમ પ્રીતિને મનમાં મોટી આશા જાગી.ગળગળી થઈ અને આંખમામાંથી અશ્રુધારા વહેવા લાગી,માસી તરત જ બોલ્યા રડીશ નહી બધું બરાબર થઈ જશે. ના માસી આ તો હર્ષના આંસુ છે. એક દુખીયાળીના જીવનમાં ભગવાને તમને મસિહા બનાવીને મોકલ્યા છે.તમે મારા માટે ભગવાનથી કમ નથી.કયા જનમમાં આ રુણ ચુકવીશ. માસી-“ બેટા એમાં રુણ શું ચુકવવાનુ એક માણસ બીજાને કામ નહી આવે તો આ જીવન શું કામનુ બધી જ રીતે આપણે શક્તિમાન હોઈએ તો એક બીજાને મદદ કરવી જ જોઈએ અને એજ માનવ ધર્મ છે અને તને બેટા કહીને બોલાવું છું તું મારી દિકરી સમાન જ છે”.

પૌલોમી ઈચ્છે છે પ્રીત્યેશ વધારે સમય તેની સાથે જ વીતાવે અને પ્રીતિથી દુર રહે પરંતુ પ્રીત્યેશને તેની દિકરી લવલીની માયા એટલી બધી છે કે તે લવલી વીના હવે રહી શકે તેમ નથી અને પૌલોમીની વાત બહુ ગણકારતો નથી અને તેની વાત આગળ આંખ આગળ આડા કાન કરી દેછે. ધીમે ધીમે પોલોમી તરફથી દુર અને આ બાજુ વધારે ઢળતો જાય છે, પોતાને પણ એનો ખ્યાલ નથી આવતો.પૌલોમી બધુજ નોટીસ કરે છે અને પ્રીતિ ઉપર ધુંઆ પુંઆ થાય છે એ સમજે પ્રીતિ તેના રસ્તા વચ્ચે કાંટા સમાન છે પરંતુ એ સ્વાર્થીને એ સમજણ નથી પોતે  પ્રીતિના રસ્તાનો કાંટો છે.અમેરિકન છોકરીઓને એ ભાન નથી અને પરણેલા પુરુષોને ફસાવે છે અને ચાર જીંદગી અને સાથે બાળકોની જીંદગી બરબાદ કરે છે. રોજ કપડાં બદલે એમ પુરુષો બદલે એ સ્ત્રીઓને પતિનો પ્રેમ ક્યાંથી સમજાય ? ત્યારે તો આપણી ભારીતીય સંસ્કૃતિને સલામ કરવાનુ મન થાય છે કેટલા ઉંચા વિચારોવાળું જીવન ધોરણના માળખાની રચના કરી છે.ધન્ય છે આપણા ઋષિ-મુનિઓ, પ્રણામ શ્રી કૃષ્ણને ગીતા ઉપદેશ આપીને, જ્ઞાન આપી શ્રેષ્ઠ જીવન જીવવાનો બોધ આપ્યો. સન્માન છે આપણા વેદ-પુરાણ, ઉપનીષદ,ગ્રંથો. આપણા આધ્યાત્મિક શાસ્ત્રો, આપણને ઉચ્ચતમ જીવન જીવવાની રાહ બતાવી છે.

પ્રીત્યેશની હાલત ધોબીના કુતરા જેવી છે ન ઘરકા ન ઘાટકા. કરે તો શું કરે ? એક બાજુ પત્નિ અને દિકરી અને એક બાજુ પૌલોમી, જેના થકીતો ગ્રીનકાર્ડ મેળવવા પ્રયત્ન કરે છે એણે પણ એક ઉજ્વળ ભવિષ્યનુ સપનુ જોયું  છે. પરંતું એ બીજાને સહારે ઉપર આવવા માગે છે, જ્યારે પ્રીતિ તેણે તો જીવનસાથી શોધીને લગ્ન કરીને જીવનના સપના જોયા. પ્રીતિ કંઈ સારૂં થાય એની રાહ જોઈને બેઠી છે. જોઈએ ભગવાન આ

( ૬) એક કદમ પાછા ફરાય ખરું?- –હેમાબહેન પટેલ

Posted on August 8, 2012 by vijayshah

પ્રીતિને માસીના ફેમિલીનો સપોર્ટ મળ્યો છે એટલે તે રાહત અનુભવે છે. અને ભગવાનને યાદ કરીને કહે છે હે પ્રભુ તેં મારી પ્રાર્થના સાંભળી અને એટલે જ તેં માસીને મારી જીંદગીમાં મોકલ્યા છે અને તેમને હું તારૂ જ સ્વરૂપ માનું છું. કેહે છે ને જેનુ કોઈ ના હોય તેનો ભગવાન સહારો હોય. પ્રીત્યેશ ગંદી ચાલ ચાલી રહ્યો છે તો હું પણ ચુપ નહી બેસું, તેને બરાબર વળતો જવાબ આપીશ. તેણે વિચાર્યુ હશે આ ભારતની છોકરી શું કરી શકવાની છે,તે અસહાય છે ક્યાં જવાની છે હું જેમ કહીશ તેમ કરશે.તેણે ધાર્યુ પણ નહી હોય પ્રીતિ કયું હથિયાર તેની સામે લડવા માટે તૈયાર કરવાની છે.એણે જ લડાઈ ચાલુ કરી છે અને કાવા-દાવા રચી શકે છે તો હું તેનો જવાબ આપી શકું એમ છું. એક અબલાનારી જ્યારે તેની અંદર છુપાએલી શક્તિનો ઉપયોગ કરે છે ત્યારે માદુર્ગાનુ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એક પુરુષ કરતાં પણ વધારે શક્તિશાળી બની જાય છે.પ્રીતિને થોડો સપોર્ટ મળ્યો એટલે તેની નૈતિક હિંમત વધી ગઈ છે.તે જાણે છે, “ જો ડર ગયા વો મર ગયા”. એટલે પ્રીત્યેશ અને પૌલોમીથી ડરીને હિંમત હારીને ના બેસી રહેવાય.

પ્રીતિ આજે લવલીને ડે કેરમાં મુકવા જાય છે રસ્તામાં વિચારતી વિચારતી જાય છે મારું કામ પાર તો પડશેને? કંઈ નહી “હિંમતે મર્દા તો મદદે ખુદા” મારે હવે હિંમત રાખવાની જરુર છે.મુકીને ઘરે આવી અને પછીથી માસીના સ્ટોર પર ગઈ અને માસી સાથે ગપસપ કરી અને માસીની સાથેજ લંચ પણ કર્યુ કોફી પીધી. માસીના સ્ટોરની ઓફિસમા બેઠી હતી અને હળવું મ્યુઝીક વાગતું હતું અને માસીએ સીડી બદલી અને મીંરાબાઈનુ એક ભજન ચાલુ થયું “ રામ રાખે તેમ રહીએ ઓધ્ધવજી, રામ રાખે તેમ રહીએ” આ ભજનમાં મીંરાબાઈએ જીવનની કેટલી બધી સચ્ચાઈ બતાવી છે. પ્રીતિ ધ્યાનથી સાંભળવા લાગી અને તેને સારુ લાગ્યુ. ભગવાન આપણને જે હાલમાં રાખે તે હાલમાં રહેતાં શીખવું જોઈએ, હા પરિસ્થિતીનો સામનો કરવાનો અને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ આપણે જ કાઢવાનો છે.જીવનમાં કોઈ પણ વસ્તુ માટે હિંમત હારીને નાસીપાસ ન થવું જોઈએ.પરિસ્થિતીનો સામનો કરીને તેનો રસ્તો કાઢીએ તોજ જીવનમાં આગળ વધાય. જીંદગીમાં ગમે તેવી પરિસ્થિતીમાં ચાલતા જ રહેવું એનુ નામ તો જીવન છે.અટકી જઈએ તો જીવન પણ અટકી જાય સમયની સાથેજ કદમ મીલાવીને ચાલવું જ પડે છે.

માસીનો દિકરો અશ્વિન, તે જે કંપનીમાં કામ કરે છે તે કંપનીમાં હાઈ પોષ્ટ પર છે અને પગાર પણ એકદમ હાઈ છે,અને તેણે વકીલ સાથે વાત કરીને વકીલની એપોઈન્ટમેન્ટ લઈ લીધી અને વકીલે કહ્યુ બધા પેપર્સ સાથે લઈને આવજો.અશ્વિનએ પ્રીતિને ફોન કર્યો અને જેટલા પેપર્સ હોય તે તૈયાર રાખવાનુ કહ્યુ. અને બંને જણા વકીલે જે ટાઈમ આપ્યો હતો તે ટાઈમે વકીલની ઓફિસમાં પહોચી ગયા. પ્રીતિ અને અશ્વિનએ વકીલને બધી વીગત સમજાવી અને પેપર્સ આપ્યા, વકીલે પેપર્સ જોઈને કહ્યુ પેપર્સ પુરા નથી. બધા પેપર્સ પ્રીત્યેશે પોતાની પાસે રાખ્યા છે.વકીલ કહે કંઈ વાંધો નહી હું પ્રીત્યેશ પાસેથી મંગાવી લઈશ. પરંતુ વકીલે પ્રીતિના જે તેણે ભારતમાં કમ્પ્યુટરમાં ડીગ્રી લીધી હતી તે પેપર્સ જોઈને કહ્યુ તું આ જ લાઈનમાં આગળ અભ્યાસ કરે તો તું ડીપોર્ટ ના થઈ શકે. તો  અશ્વિન તમો કોઈ કોલેજમાં જઈને કાઉન્સેલરને મળો અને પ્રીતિનુ એડમિશન કોઈ પણ કોલેજમાં લઈ લો એટલે સ્ટુડંટ વીઝા પર પ્રીતિ અમેરિકામાં રહી શકશે.

પ્રીતિના વકીલે પ્રીત્યેશને નોટિસ મોકલી અને પ્રીતિના બધાજ પેપર્સની માગણી કરી. અને પ્રીત્યેશે ના છુટકે પેપર્સ મોકલાવવા પડ્યા. તેના દિલમાં તો આગ લાગી. પ્રીતિ આ કદમ ઉઠાવશે સ્વપ્ને પણ ધાર્યુ ન હતું. પ્રીત્યેશ પ્રીતિ ઉપર ગુસ્સે થયો. પ્રીતિ માસીને ઘરે ગઈ અને માસીને વાત કરી માસી હુ વકીલની ફી અને મને કોલેજમાં એડમિશન મળશે તે ફી, હું બધો જ ખર્ચ તમને આપી દઈશ

માસી – “ એક બાજુ મને માસી કહીને બોલાવે છે અને બીજી બાજુ ખર્ચો આપવાની વાત કરે છે. તને ખબર છે માસી એટલે મા સમાન હું તારી મા જ છું, કોઈ મા પોતાની દિકરી પાસે પૈસા લેતી હોય અને જો પ્રીતિ ભગવાને આપેલુ અમારી પાસે ઘણું છે. અને આમેય અમે બધી સંસ્થાઓમાં અને મંદિરમાં દાન કરીએ છીએ અને મારી ઈચ્છા છે હું તને વિદ્યા દાન કરીશ એટલે બેટા સમજી લેજે તું મને પૈસા પાછા આપવાનુ વિચારીશ નહી અને ભણવામાં બરાબર ધ્યાન રાખીને ભણી લેજે. વકીલની ફી અને તારો ભણવાનો ખર્ચ અમે ઉઠાવીશુ. બેટા મને પુણ્ય કમાવાનો મોકો આપજે. અને તુ ભણીને ઠરી ઠામ થશે તો મને પણ કલેજે ઠંડક થશે, મને લાગશે હુ કોઈના દુખમા કામ તો આવી.અને કોઈની જીંદગી ખરાબ થતી મેં રોકી. ફરીથી પૈસાની વાત ના કરીશ “.

અશ્વિન, પ્રીતિને લઈને કોલેજમાં કાઉન્સેલરને મળવા ગયો અને બધી વાત કરીને પ્રીતિની ભારતની કમ્પ્યુટરની ડીગ્રી બતાવી . કાઉન્સેલરે પેપર્સ ચેક કરીને કહ્યુ એડમિશન થઈ શકશે અને નવી પધ્ધતિ પ્રમાણે કમ્પ્યુટરમાં ક્લાઉડ ટેકનોલોજીમાં આગળ ભણે તો તેના માટે ભવિષ્ય સારુ છે.અને હા કોમ્યુનીટી કોલેજમાં એડમિશન કરાવશો તો ફી ઓછી છે અને યુનિવર્સીટીમાં ફી વધારે થશે.અને એડમિશનની સાથેજ સ્ટુડંટ વીઝા પણ થઈ જશે. પ્રીતિ તો સાંભળીને એકદમ ખુશ થઈ ગઈ, અને જાણે તેને જીવતદાન મળ્યું હોય એમ લાગ્યું. પ્રીતિએ અશ્વિનને કહ્યુ ભાઈ હું કોમ્યુનીટી કોલેજમાં એડમિશન લઈશ ત્યાં ફી ઓછી હોય. અશ્વિન-“ આપણે મમ્મીને વાત કરીશુ મમ્મી જેમ કહેશે તેમ કરીશુ”. પ્રીતિ- “ ભલે ભાઈ”.

ઘરે જઈને બધી વાત અશ્વિનએ મમ્મીને કરી અને બધાએ ભેગા મળીને વિચાર્યુ જો પ્રીતિ કોમ્યુનિટી કોલેજમાં એડમિશન લે તો ઘર આગળ જ મેટ્રો બસની સરવીસ છે તો કોલેજ જવા આવવાનુ આસાન થઈ જાય અને યુનિવર્સીટીમાં જાય તો તેને કોલેજ આવવા જવાનો પ્રોબલેમ થાય. એટલે અશ્વિનએ કોમ્યુનિટી કોલેજમાં ફી ભરી દીધી અને કોમ્યુનિટી કોલેજમાં પ્રીતિનુ એડમિશન કરાવી આપ્યું. પ્રીતિને હવે  નિરાંત થઈ અને જીવવાની એક તમંના જાગી અને વીલાએલો છોડ પાણી નાખવાથી ફરીથી ખીલી ઉઠે એમ પ્રીતિ ધીમે ધીમે ખીલી ઉઠી.પ્રીત્યેશને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે જેમ જ્વાળામુખી ફાટે તેમ તેનો ગુસ્સો બહાર નીકળ્યો અને પ્રીતિને ઘરે આવ્યો ત્યારે પ્રીતિ સાથે મોટો ઝઘડો કર્યો. પ્રીતિએ કહ્યું તારુ મોઢું બંધ કર નહી તો હમણા ૯૧૧ કોલ કરીશ પરંતુ પ્રીત્યેશ ગુસ્સામાં એટલો પાગલ થયો હતો તેને શું કરે છે ભાન નથી અને પ્રીતિને કહ્યુ જા કર ફોન, પોલિસથી કોણ ડરે છે મને ખોટી ધમકી આપે છે હું તારી પોલિસની ધમકીથી કંઈ ડરી નથી જવાનો, તને થાય તે કરી લે. પ્રીત્યેશ તેના ગુસ્સામાં તેના હોશ ખોઈ બેઠો છે અને તેણે ગુસ્સામાં વાતને મોટું સ્વરૂપ આપ્યુ અને મોટે મોટેથી ગમે તેવી બિભત્સ ભાષામાં બુમો પાડવા લાગો અને આ બુમાબુમ, બાજુ વાળી માર્થાએ સાંભળી અને તેને લાગ્યુ પતિ-પત્નિને કંઈ મોટો પ્રોબલેમ થયો લાગે છે. અને ગુસ્સામાં પેલો, તેની પત્નિને મારી ના નાખે, એટલે તેણે પોલિસ બોલાવી અને પોલિસ આવી ગઈ પોલિસે તપાસ કરીને બધું પુછ્યું પરંતુ વાત આગળ ના વધે અને બીજા મોટા પ્રોબલેમ ઉભા ના થાય એટલે પ્રીતિએ કહ્યું કોઈ વાત નથી ઈન્સ્પેક્ટર, આતો ખાલીજ બુમા બુમ કરે છે. હું ખાત્રી આપું છું ફરીથી આવુ નહી થાય. અમારા બે વચ્ચે કોઈ પ્રોબલેમ નથી. પ્રીતિને, પ્રીત્યેશ આટલો ત્રાસ આપે છે, પ્રેમ નથી કરતો ,બીજી સ્ત્રી સાથે લફ્ડાં છે છતાં ઈન્સ્પેક્ટરને કહે છે, અમારે કોઈ પ્રોબલેમ નથી આ છે એક સંસ્કારી ભારીતીય નારી, જે પતિનો અત્યાચાર, જુલમ સહ્યા પછી પોલિસને આ જાતનુ સ્ટેટમેન આપી શકે. અમેરિકન પત્નિ હોય તો પતિને જેલભેગો કર્યો હોત.

પ્રીત્યેશને ગમે તેટલો ગુસ્સો આવે પરંતુ હવે કંઈ કરી શકે તેમ નથી.પ્રીતિનુ એડમિશન થઈ ગયુ અને સ્ટુડંટ વીઝા પણ આવી ગયા. હવે પ્રીત્યેશ તેનુ કંઈ ના બગાડી શકે અને પ્રીતિ ભારતમાં નહી પરંતુ અમેરિકામાં પોતાની દિકરી લવલી સાથે જ રહેશે. અમેરિકામાં રહીને જ પ્રીત્યેશની છાતી પર રોટલી શેકશે. પ્રીતિને ત્રણ દિવસ જ કોલેજ જવાનુ છે એટલે એ ત્રણ દિવસ તેણે ડેકેરનો ટાઈમ વધારી દીધો. પ્રીત્યેશને ડેકેરની ફી ભરવાની છે, ઘણોય ભરશે હું શું કામ ચિંતા કરું ? પ્રીતિનુ રુટિન ચાલુ થઈ ગયું. કોલેજ જવુ, લવલીને ડેકેરમાંથી લેવા મુકવાની, ઘરે પોતાનુ હોમવર્ક કરવાનુ અને માસીના સ્ટોર પર દરરોજ માસીને મળવા જાય છે અને રજાના દિવસે માસીને ઘરે જાય છે પ્રીતિને તો માસીનુ ઘર જાણે એનુ પીયેર બની ગયુ છે. બધાની સાથે એવા ભળી ગયાં છે જાણે માસીનુ ફેમિલી અને પ્રીતિ-લવલી એક પરિવારના સદસ્ય હોય.બધાં પ્રેમબંધનમાં બંધાઈ ગયાં

પ્રીત્યેશની હાલત ખરાબ છે પોતાનો અહમ ઘવાઈ રહ્યો છે. પ્રીતિ સાથે બદલો કેવી રીતે લેવો એ જ  વિચારે છે જાણે છે તેના હાથમાં કંઈ નથી છતાં વિચારે છે બદલો કેવી રીતે લેવો, મનનું કામ તો વિચારવાનુ જ છે, એટલે વસ્તુ શક્ય હો કે ના હોય એતો વિચારશે જ. અને પૌલોમી આનો લાભ ઉઠાવીને તેને દરોજ ડીનર માટે બહાર લઈ જવાની કોશીશ કરતી  અને પ્રીત્યેશ ના પાડતો આજે પૌલોમીના આગ્રહને વશ થઈ અને ડીનર માટે પૌલોમી પ્રીત્યેશને બહાર લઈ ગઈ અને રેસ્ટોરંટમાં પૌલોમીની સાથે ડ્રીંક્સ પણ કર્યુ. અહિયાં પ્રીતિ, પ્રીત્યેશની જમવાની રાહ જોવે છે અને મોડી રાત સુધી આવતો નથી એટલે બધુ ખાવાનુ ફ્રીઝમાં મુકી દેછે અને બબડી કાલે આ વાસી જ તેને ખવડાવીશ એક તો મને ટાઈમ નથી મળતો અને હું તેનુ ખાવા બનાવું છું અને જમવા નથી આવતો, પડ્યો હશે પેલી ડાકણ સાથે ક્યાંય. અને ત્યાંજ પ્રીત્યેશની કાર આવી અને આવતાંની સાથે જ બુમા બુમ ચાલુ કરી દીધી અને ઝઘડા ચાલુ થઈ ગયા અને મમા અને પાપાને ઝઘડતાં સાંભળીને નાદાન લવલીએ રડવાનુ ચાલુ કર્યુ અને જેટલા જોરમા ઝઘડતા ગયા એટલા જ જોરમાં લવલીએ રડવાનુ ચાલુ કર્યું અને મોટો ભેંક્ડો તાણ્યો. માર્થાએ સાંભળ્યુ એટલે તે આવીને પ્રીત્યેશને કહ્યુ તારો મોટો અવાજ બંધ કર નહીં તો હું પોલિસને ફોન કરીશ લાસ્ટ ટાઈમ તું બચી ગયો આ વખતે તો હું પોલિસને સ્ટેટમેન આપીને તને જેલ ભેગો કરાવીશ, નીકળ અહિયાંથી બિચારીને જીવવા દે શાંતિથી.

માર્થાની ધમકીથી પ્રીત્યેશ ત્યાંથી નીકળી ગયો અને બોલતો ગયો પ્રીતિ હું તને છોડીશ નહી. માર્થા કહે અરે જા અહિયાંથી, ભસતા કુતરા ક્યારેય ના કરડે.અને કુતરાના ગળામાં પટ્ટો બાંધતાં અમને સ્ત્રીઓને આવડે છે આ પ્રીતિ બહુ સારી છે, એ થોડી ઢીલી પડે છે, બાકી તારા જેવા બહુ જોયા છે. પ્રીત્યેશને  હવે બાજી પોતાના હાથમાંથી જતી લાગી એટલે તેનાથી સહન નથી થતુ અને તેને લીધે તેણ્રે પૌલોમીની સાથે સાથે પોતે પણ પીવાનુ ચાલુ કરી દીધું. પરંતુ પ્રીતિને ઘરે ધમાલ કરવાની ઓછી કરી અને લવલીને રમાડવામાં ટાઈમ પસાર કરતો લવલી માટે અવાર નવાર રમકડાં પણ લઈ આવતો. તેને પણ લવલી બહુ જ વ્હાલી છે અને કેમ ના હોય લવલી પોતાનુ જ લોહી છે અને આમેય એક બાપને દિકરી બહુજ વ્હાલી હોય છે. પ્રીત્યેશ પ્રીતિની સામે જેટલી હોશિયારી મારવા ગયો એટલો તે પોતે જ મુશીબતમાં ફસાઈ ગયો .વિધાતાએ  જે ધાર્યુ હશે એમજ થવાનુ છે જે બનવાનુ હોય એ બનીને જ રહે છે ત્યાં મનુષ્યનુ કંઈ ચાલતું નથી કુદરત આગળ મનુષ્ય પામર છે ત્યાં આગળ તેની કોઈ હોશિયારી ચાલતી નથી.છતાં પણ બધા બીજા ઉપર જબર જસ્તી પોતાનુ રાજ ચલાવવા માગે છે.

લવલી અને અશ્વિનના બે બાળકો લગભગ સરખી ઉમરના છે થોડા મોટા છે પરંતુ સાથે રમે ત્યારે ઉંમર ભુલાઈ જાય છે. અને બાળકો એક બીજા સાથે બહુ હળીમળી ગયાં છે. અને લવલીને સારી કંપની મળી ગઈ છે. અશ્વિન જેટલી વસ્તુ બાળકોની લેતો એટલીજ લવલીની લેતો. રક્ષાબંધનો દિવસ છે અને પ્રીતિ લવલીની ભારતીય પોશાક પહેરાવે છે લવલી ઢીંગલી જેવી સુંદર દેખાય છે, પોતે પણ સાડી પહેરી અને માસીને ઘરે અશ્વિનને અને તેના દિકરાને રાખડી બાંધવા નીકળી. રાખડી બાંધી અને પ્રીતિની આંખમાંથી અશ્રુધારા વહી આવી. અશ્વિન તેને ગીફ્ટ આપે છે પ્રીતિ ના પાડે છે ભાઈ તમે મને આટલી મદદ કરી અને મારા માટે ખર્ચા પણ કરો છો મારા માટે તમારા બધાનો પ્રેમ જ અણમોલ ભેટ છે.અશ્વિન-“ પ્રીતિ આ ભેટ એ મારો એક બહેન પ્રત્યે પ્રેમ છે એટલે લઈ લે”. અને પ્રીતિએ ભેટ સ્વિકારી લીધી.

પૌલોમીને પણ બધી વસ્તુની જાણ થઈ એટલે ગુસ્સાથી લાલપીળી થઈ ગઈ તેને પણ તેનુ સ્વપ્ન તુટતું લાગ્યું. તેની બધી મહેનત, બધી ચાલ ઉંધી પડતી નજર આવે છે.તેને પ્રીતિ અને લવલી આંખના કણાની જેમ ખુંચે છે. શું ઉપાય કરું તો પ્રીત્યેશ મારો થાય, હું એની સાથે લગન કરી શકું? પૌલોમીએ  પ્રીતિને ટેનશન આપ્યુ હતું હવે પ્રીતિએ પૌલોમીને ટેનશન આપવાનુ ચાલુ કર્યું. પૌલોમી પોતેજ પોતાના ચક્રવ્હ્યુહમાં ફસાઈ ગઈ. હવે બહાર નીકળવાનો કોઈ રસ્તો તેની પાસે નથી. વિચારે છે આ પ્રીતિ જેટલી દેખાય છે  એટલી ના સમજ નથી એતો બહુ ભારે નીકળી. મને પ્રીતિ ભારી પડી ગઈ.

પ્રીતિ વિચારે છે પ્રીત્યેશને પૌલોમી નામનુ ભુત વળગ્યું છે આ ભુત ઉતારવું કેવી રીતે ? ભુતને કાઢવા માટે તો ભુવા હોય, આ જીવતી જાગતી પૌલોમીના ભુતનો ભુવો ક્યાં શોધવો ? હા મેં જે રસ્તો શોધ્યો છે તેમાં કદાચ ભવિષ્યમાં પ્રીત્યેશને પૌલોમી નામનુ ભુત ઉતરે અને પ્રીતિ માટે વિચારતો પણ કદાચ થાય. જોઈએ આગળ શું થાય છે. આટલુ સારું થયું તો આગળ પણ બધું સારુ જ થશે.સારા ભવિષ્યની આશા રાખી છે.

 

( ૭) એક કદમ પાછા ફરાય ખરું?- –ચારુ બહેન વ્યાસ

Posted on September 3, 2012 by vijayshah

માર્થા આ બધુ જાણતી હતી. અને તેથીજ જ્હોન ને તક લેવાનું કહ્યું હતુ..જોહન આમતો હ્રદય્ભંગ તો હતો જ.. લીઆ તેને ડંપ કરીને ગયા પછી ઉદાસી વર્ષ જેટલી રહી.માર્થા જાણતી હતી કે પ્રીતિ તો સોનાની લગડી છે. અને દુઃખી પણ છે તેથી જુગતે જોડી જામી પણ જાય…

જોહન તેના ગામ થી ૨૦૦ માઇલ દુર રહેતો હતો…ધીકતો કન્વીનીયંટ સ્ટોર હતો એક ૫ વર્ષની દીકરી હતી.. છોકરી જહોન પાસે હતી

પ્રીતિની જિંદગીમાં તે દિવસ પણ આવી ગયો..ભારતમાં એક તરફી ચુકાદો આવી ગયો હતો.. સાત વર્ષની પ્રત્યુશા પ્રીત્યેશને મળી હતી અને પ્રીતિને પ્રીત્યુશાને મળવાની છુટ હતી પણ તે માટે તેને ૧૦0 માઇલનાં વ્યાસમાં પ્રીત્યેશ નાં ઘરની નજીક રહેવાનું હતું.. સ્ટુડંટ વીઝા પર આમેય હવે ટકાય તેવું પણ ક્યાં હતુ?

એક દિવસે માર્થાના ભાઇ જહોને પ્રીતિને પુછ્યુ.”.તારા છુટા છેડા થઇ જાય પછી હું તને પ્રપોઝ કરી શકુ?” ફૂટડા આ સ્પેનીશ છોકરાની આંખમાં નીતરતા વહાલને જોઇ પ્રીતિના ન પાડી શકી..

જ્હોન સાથે લગ્ન કરતાની સાથે”ગ્રીનકાર્ડ મળે તો અહી સ્થાયી  થઇ શકાય અને એ તો મારું એક સ્વપ્ન છે. પણ પ્રત્યુશાનું શું? દીકરી નાં ભોગે….

“નાં એ બરાબર નથી.” પ્રીતિ ગડમથલ માં પડી. જ્હોન નો ધર્મ, રહેણી કહેણી વગરે બધું સાવ જુદું. અને ભાષા મારે પણ સ્પેનીશ શીખવી પડશે? મને પાછો તેને જવાબ આપ્યો

“નાં જ્હોન અને માર્થા સાથે તો વાત કરવામાં કોઈ મુશ્કેલી નથી. હા તેઓ નાં અમુક અંગ્રેજી ઉચ્ચારો મને સમજતા સમય લાગે છે. પણ પ્રેમ પૂર્વક પાછા મને સમજાવે પણ ખરા. ક્યારેક એવું લાગે કે આ બંને ને કોઈ નું દિલ જીતતા વાર નહિ લાગતી હોઇ. જેમ કે બહુ થોડા સમયમાં તેઓ એ મને જીતી લીધી.

તાડુકતાં હ્રદયે પ્રીતિને કહ્યું “જીતી લીધી? કે તું સામે ચાલી ને હારી?”

મને દબાયેલા અવાજે કહ્યું” મારો સ્વાર્થ છે કે હું ખરેખર જ્હોનનાં પ્રેમમાં છું?” પ્રીતિ વિચારે જ નહિ પણ વિચારોના ચક્રાવે ચડી.

“એક વાત તો નિશ્ચિત છે કે ભારત પાછા નથી જવું અને માં-બાપને ભાર  રૂપ  નથી થવું. મારો ભાઈ ત્યાં છે. સબંધ રાખતો નથી અને કંઈ મદદ પણ નહિ. તેની પત્ની સાથે જુદો રહેછે. બાપુજી નાં નજીવા પેન્શન માંથી માં માંડ પૂરું કરેછે. મને અહી સારી નોકરી મળશે તો પ્રત્યુશાને ખુબ સરસ ભણાવીશ અને બા-બાપુ ને નિયમિત થોડી રકમ મોકલ્યા કરીશ. બંને મને ખુબ પ્રેમ કરેછે અને તેમને મારી જરૂર છે. ગ્રીન કાર્ડ અને પછી સીટીઝન બધુજ “ઓફીસીઅલી”, પછી કોઈ ની સાડીબાર નહિ. ભારતનો દસ વરસ નો વિસા લઇ લેવાનો અને પછીતો…….”

હ્રદય ધબક્યું અને બોલ્યું? “મારી લાડકવાયી પ્રીત્યુષાનાં ભોગે..?

મન પાછુ લલચાવતા બોલ્યું” જ્હોન સાથે લગ્ન…. અમેરિકન સીટીઝન…ડોલરમાં કમાણી…અહીંથી ૧૦૦ મોકલું તો બા-બાપુને રૂ. ૫૦૦૦ મળે.”

ભવિષ્ય માં જ્હોન સાથે જ જોડાયેલી તેની પત્ની – મારી ઓળખ થશે….! હા નિર્ણય મારે લેવાનો છે.

જોકે જ્યારે અમેરિકાથી આવેલો પ્રીત્યેશની સાથે ૧૦૦૦૦ માઈલ દુર જવા પણ હું તૈયાર થયેલી તો આ તો અહિં નો જ છે અને  તૈયાર પણ છે…..છે?” આળા મને ફરીથી એક સણ સણતો પ્રશ્ન પૂછ્યો

”…કે તેમ મને  લાગે છે. અહી સમાજ માં ગર્લ ફ્રેન્ડ અને પત્ની બંને એક સાથે હોવું સામાન્ય છે. સ્નેહ ભંગ અને ઘર ભંગ પણ ચોરે ને ચૌટે જોવા મળે. કોઈને કોઈની લાજ શરમ નહિ. આવા સમાજમાં મારો જ્હોન અને તેનેમાટે હું એકજ હોવાનું શક્ય બને? શક્ય બનાવાવુજ પડે અને સત્ય સ્વિકારવું જ પડે…જ્હોન જેવો છે તેવો અને ભવિષ્ય માં બીજી ને અપનાવે તેની પણ તૈયારી રાખવી પડે”

“પ્રીતિ તેવી જ રીતે તું પણ ગ્રીન કાર્ડ મળ્યા પછી ભારત જૈ ને કોઇ ડૉક્ટર લૈ આવી જૈ શકેને? કોઈ સાહસ વગર કશું મેળવી શકાતું નથી.

જ્હોન  ની મારી તરફ પ્રગટ થતી લાગણી અરે તેની મારી નાની પ્રીત્યુષા  પ્રત્યે નું વ્હાલ…હું મારી જાતને ન્યોછાવર કરવા તૈયાર થઇ ગઇ….માં-બાપુજી ને પૂછ્યા વિના….આ સમાજ માં બધાજ સબંધો ક્ષણ ભંગુર જ હોઇ તો…પ્રીત્યુષા ને આજ વાતાવરણ ઉછેરી તેને કેવા સંસ્કાર આપી શકીશ??? તે પણ સમજણી થયે પોતાની માં સામે પ્રશ્ન નહિ કરે?

“માં-બાપુજી ને પૂછ્યા વિના…”  મારું પ્રીત્યેશ સાથે નું લગ્ન માં-બાપુની સંમતિ થી જ થયેલું.

સંમતિ થી જ થયેલું ? કે મારી અમેરિકા જવાની ઘેલછા જોઈ તેમણે મને રોકી નહિ? ફરી વિચારો નાં ચક્કરમાં હું અટવાઈ. જીન અને ટી શર્ટ પહેરેલો  પ્રીત્યેશ જયારે મને જોવા આવ્યો ત્યારે મને તેના માં ડોલરિયો દેશ જ દેખાયેલો. તે કેટલું ભણેલો અને અમેરિકામાં શું કરેછે તેવી જાણવાની બહુ ઈચ્છા મેં નહતી દર્શાવી. હા, બાપુએ ખુબ બધી તેના વિષે માહિતી મેળવેલી અને મને બધી બાબત ઉપર વિચારવા અને ચર્ચા કરવા કહેલું. “બેટા જીવનનો આવો મહત્વ નો નિર્ણય આમ ઉતાવળે ન લેવાય. આપણે બે ત્રણ વડીલો, મિત્રો ની સલાહ લઇએ. એ ત્યાં પરદેશ જે ગામ માં છે ત્યાં કોઈને  પુછાવીયે.” બા કહે તું ભણેલી છો તારો મોઢાનો ચાંદલો બહુ નમણો અને સોહામણો છે. આપણાં ગામમાંજ જ્ઞાતિ નાં ભણેલ ગણેલ માંથી કોઈ સાથે ઘર માંડીશ તો તું અમારી નઝર સામેજ રહીશ. બા લાગણી વાળી માયાળુ ત્યારે મને થોડી જુનવાણી લાગેલી.

“અરે જીવનમાં આગળ વધવા અનેક સંઘર્ષ કરવા પડે ત્યારે આ થોડા સમય માટે અમેરિકાથી આવેલો મારી સામે મોટી તક આપવા માટે ઉભો છે…એ તક જતી કરું તો….” બા મારા મનની વાત જાણી ગઈ. તે દિવસ પછી મારા પ્રીત્યેશ વિષે નાં નિર્ણય બાબત માં બા-બાપુ  કશું બોલ્યા નહિ. જાણે બધું જ તેમણે સચિંત સ્વીકારી લીધું.

“મમ્મી” પ્રીત્યુષા નાં અવાજે મને ભૂતકાળ ભુલાવી આજ અને અત્યાર પર લાવી દીધી. “હું તૈયાર થઇ જાઉં…ડેડી હમણાજ લેવા આવશે.” કોર્ટ નાં આદેશ મુજબ આજે પ્રીત્યેશ પ્રીત્યુષા ને લેવા  આવવાનો હતો. કોર્ટના ચુકાદા પછી પહેલી વખત તે મને મળશે. તેનું વર્તન મારી પ્રત્યે કેવું હશે? પણ આ પ્રીત્યુષા આમ પ્રીત્યેશ ને મળવા આતુર કેમ લાગે છે? ખાલી લોહી નાં સબંધે કે લાગણી નાં….આટલી નાની ઉમરે નિર્દોષ પ્રીત્યુષાનાં મન ને મારે ખુબ નજદીક થી જાણવું જરૂરી છેજ..હું નહિ જાણું અને તેના મન ને તો માં તારીકેની મારી ફરજ હું ઉણી ઉતારું….

પ્રીત્યેશ ને મારા તરફ નફરત છેજ … પણ ઔપચારિક રીતે પૂછશે  કે કોલેજ માં જાઓ છો તો પ્રીત્યુષા ને માટે કેવી વ્યવસ્થા કરી છે..તે જાણવા આતુર હશે કે મારો ભવિષ્ય નો પ્લાન શું છે…..

હું મનના ઘોડા દોડવું છું…તે પૌલોમી સાથે લગ્ન કરવાનો છે…તેને મારું શું થશે એમાં શું રસ હોઇ? કદાચ એક બાબત જાણવા તે ઉત્સુક હોઇ અને તે હું અહી આ દેશ માં કંઈ રીતે રહી શકું છું…તે જાણી જાય તો તેમ થતું રોકી શકાય? મારી પ્રત્યે નો તેનો અણગમો અને ધિક્કાર જગ જાહેર છે. જો પ્રીત્યેશ મને મધદરિયા ડૂબતી જોવા માં આનદ પામતો હોઇ તો….નહિ તે નહિ જ થવા દઉં …હું એમ હારીશ નહિ…હું પણ મારો રસ્તો શોધી શકીશ….અરે શોધી લીધો છે…અને એની કરતા પહેલા હું ગ્રીન  કાર્ડ મેળવી સીટીઝન થઇ  જઈશ…

“હોલા” જ્હોન સસ્મિત દરવાજે ઉભો હતો

“એસ્તોય બીએન” મેં ઔપચારિક જવાબ આપ્યો. એક ભૂરા રંગની કેમરી ડ્રાઇવ વે પાસે આવી ને ઉભી રહી. ગાડી જણાતી લાગી…તેમાં થી ઉતારેલી વ્યક્તિ મારી બાજુ આવવા લાગી….તે પ્રીત્યેશ હતો…પ્રીત્યુષા ને લેવા આવ્યો હતો…મને તેના ગંભીર મોઢા પર અનેક સવાલ દેખાયા..તે બધાનો જવાબ મારી પાસે હતો….બાજુમાં ઉભેલો જ્હોન.

જવાબ કે એક સમાધાન ..નસીબ સાથે ની સમજુતી…

પ્રિત્યેશને જોતા જ પ્રીતિને પ્રિત્યુષાનાં જન્મ પહેલા તેણે કરેલી મારા મારી યાદ આવી.. ૮મો મહીનો ચાલતો હતો અને તેનાથી ફ્રીજમાં બગડી ગયેલુ બટર જોઇને ઢોર માર મારેલો..તેની અંદર હવે મન અને હ્રદય્નો દ્વંદ્વ ચાલતો બંધ થઇ ગયો. હવે જે કદમ આગળ વધી રહ્યું છે તે વધ્યે જ છુટકો.

પ્રીત્યુષા પપ્પા પપ્પા કરતા આગળ વધી.. તેને વહાલથી તેડીને પ્રીત્યેશ ચાલી ગયો..ગાડીમાં બેઠેલી પૌલોમી..પ્રિત્યુષા ને અને પ્રીતિને ઝેર ભરેલી નજરે જોઇ રહી.

ગાડી જતા રહ્યા પછી માર્થાએ પ્રીતિને રડવા દીધી.. જહોન પણ પ્રીતિને જોતો રહ્યો…

ઘરની બહાર માર્થા બેલ મારી રહી હતી અને પ્રીતિની આંખ ખુલી.. સવારનાં સાત વાગ્યા હતા અને માર્થાને પ્રીતિ સાથે વાત કરવી હતી તેને જોબ ઉપર જવામાં વિલંબ થતો હતો…આ તો બધી અજંપ મનની માયા જાળ હતી…મારા મનમાં છુપાયેલી બીક હતી..હું જે જોતી હતી તે હજી થયુ નથી…થશે જો તે જ્હોન ને હા કહેશે તો….વહેલી પરોઢનું સ્વપ્નુ સાચુ પડી શકે છે…

(૮) “એક કદમ પાછા ફરાય ખરુ?”-ડો ઇંદિરાબહેન શાહ

Posted on September 3, 2012 by vijayshah

એક તરફી ભારતના ચુકાદા અનુસાર ૭ વર્ષની પ્રિત્યુષાની કસ્ટડી પ્રીત્યેશને મળી.પ્રીત્યેશના આનંદનો પાર નથી.” હવે ગ્રીન કાર્ડ હાથમાં આવી જશે, પૌલોમી તો પ્રીતિ સાથે છૂટાછેડા મળે તેની કાગડોળે રાહ જોઇ રહી છે, એટલે જેવો હું કોર્ટનો ચુકાદો જણાવીશ તેવી નાચી ઉઠશે, અમે બન્ને આ શનિ રવિ લાસવેગસ જઇને રજીસ્ટર મેરેજ કરી લઇએ કે તુરત અઠ્વાડીયામાં ગ્રીનકાર્ડ હાશ! પછી તો દર વર્ષે વર્ક પરમિટની ભાંજગડ નહીં,ડી પોર્ટ થવાનુ ટેનસન નહીં, આરામથી જોબ કરી શકીસ,અને જો લગ્ન પછી પણ પૌલોમીનું બોસિંગ ચાલુ રહેશે તો મને પણ જોબ બદલતા વાર નહીં લાગે, હવે તો મારી પાસે ગ્રીનકાર્ડ અને ૮ વર્ષનો અમેરિકામા કરેલ જોબ અનુભવ પછી મને કોઇ પણ કંપનીમાં કામ મળી જ જાય આમેય હ્યુસ્ટનથી મારો કઝિન નરેશ વારંવાર ફોન કરી બોલાવે છે અને અત્યારે હ્યુસ્ટનની ઇકોનોમી પણ નોર્થઇસ્ટ કરતા ઘણી સારી છે, આવી એકાદ જોબ ઓફર બતાવીશને તો પૌલોમીની જોહુકમી પણ ઓછી થઇ જવાની પછી તો બસ મઝા જ મઝા.”આમ પ્રીત્યેશના મનના ઘોડાઓ દોડવા લાગ્યા.પરંતુ ભાવિ કઇ દિશામાં લઈ જશે ક્યાં ખબર છે?!!

પ્રીત્યેશને સૌથી વધુ આનંદ તો પ્રિત્યુષાની કસ્ટડી પોતાને મળી તેનો થયો. થાય જ ને દિકરી તો બાપના વહાલનો દરિયો, પ્રિત્યુષા તો પરી જેવી દુશ્મનને પણ વહાલી લાગે તેવી મીઠ્ડી  દિકરી .બસ હવે તો મારી વહાલી દિકરી મારી પાસે જ રહેશે મારે સમયનુ કોઇ બંધન નહીં, આખો દિવસ અમે બન્ને ઝુ માં જઇશું એકવેરિયમમાં જઇશું તો કોઇ દિવસ સમરમાં આખો દિવસ બીચ પર પિકનિક કરીશુ.

પૌલોમીને પણ આ બધુ બહુ ગમે છે, બસ હવે તો મારી પ્રિયતમા પૌલોમી અને મારી વહાલી દિકરી પ્રિત્યુષાનો હું એકલો માલિક.પ્રીતિની હું પણ ખબર લઇ લઈશ જો મારી દિકરીને સમયસર મૂકી નહીં જાય તો. ખેર આ તો બધા પ્રિત્યેશના દિવાસ્વપનો .

પૌલોમી અમેરિકામાં જન્મેલી અમેરિકન કલ્ચરમાં ઉછરેલી, ખરેખર પ્રિત્યુષાને પ્રેમથી અપનાવી સકશે,? સાવકી મા સગી મા બની સકશે?બાપડા પ્રિત્યેશને આ બધી ક્યાં ખબર છે!તેનામાં સુતેલા ભારતીય સંસ્કાર એમ જ માને છે કે પૌલોમી મારી દિકરીને પોતાની સમજી અપનાવશે.

પૌલોમી પ્રિત્યેશના એપાર્ટમેન્ટના લિવીંગરુમના સોફા પર આડી પડી ટી વી ચેનલ બદલ્યા કરે છે. ધુંઆપૂંઆ થઇ રહી છે,”૧૦ વાગ્યા પ્રીત્યેશનો હજુ પત્તો નથી, કોણ જાણે શું કરતો હશે મા દિકરી સાથે. અમારે હવે જેમ બને તેમ જલ્દી રજીસ્ટર મેરેજ કરી લેવા જોઇએ,પપ્પાને રિસેપ્સન ધામધુમ જે કરવુ હોય તે પાછળથી કરી શકાસે, કાલે જ પપ્પાને વાત કરી દઇશ, પ્રીતિ પાછી કોઇ ૧- ૮૦૦ વાળો લોયર ગોતી નવી અડચણ ઉભી પહેલા મારે પ્રિત્યેશ સાથે પરણી જવું જોઇશે.આજકાલ દેશી બૈરાઓને મદદ કરવા ઘણી સંસ્થાઓ ખુલી ગઇ છે, પ્રીતિનો વિશ્વાસ કરાય નહીં નવુ ધતીંગ કરી પ્રિત્યેશના પૈસા ખંખેરવા લાગશે.

પૌલોમી પૈસાદાર પિતાની એક્ની એક દિકરી,મા તો પૌલોમીને જન્મ આપી અસ્ખલીત રક્ત સ્ત્રાવમાં પ્રભુને પ્યારી થઇ ગયેલ.Live in Neni and formula vitaminesના સહારે મોટી થયેલ પૌલોમી માના પ્યાર અને સંસ્કારથી વંચિત, spoiled Brat.

પ્રિત્યેશ પ્રિત્યુષાને માટે ચોકલેટ ટોયસ વગેરે લેવા ઓફિસેથી સીધો મોલમાં ગયો.આ બાજુ પ્રીતિ પ્રિત્યુષાને લઇ ઘેર આવી જમાડી તેની બેગ તૈયાર કરવા લાગી.

‘મમ્મી why are you putting my clothes in bag I don’t like them in bag, I like them on hanger’

“yes I know “બોલતા પ્રીતિના નેત્રોમાંથી ગંગા જમુના વહેવા લાગી અત્યાર સુધી મહા પ્રયત્ને રોકાયેલ અશ્રુ અસ્ખલીત વહેવા લાગ્યા “બેટા થોડા દિવસ તારે ડેડી સાથે રહેવા જવાનુ છે”

“ના મમ્મી મારે ડેડી સાથે નથી રહેવુ”

“જો બેટા એવી જીદ નહીં કરવાની અત્યાર સુધી તુ મમા સાથે રહી ડેડી રોજ મળવા આવતા હતા રાઇટ? હવે ડૅડીનો વારો, ડેડીને ના પાડે તો પછી ડેડી રિસાય જશે તો તારા માટે ટૉય્સ ચોકલેટ ગેમ્સ બધુ કોણ લાવશે?”.અને જો મમા રોજ તને મળવા આવશે,ડાહી દિકરી મારી જરા પણ તોફાન જીદ નહીં કરવાના ઓ કે બેટા”

“ઓ કે પણ મમા તમે બેઉ સાથે કેમ નથી રહેતા? તમારા ડીવોર્સ થયા છે?!!”

“આવુ કોણે કહ્યુ તને?”

“મારા ક્લાસમાં એમિલી છે ને તેના પેરન્ટસ ડીવોર્સ છે તે આખુ વિક તેની મમા સાથે રહે છે ફ્રાઇડે તેના ડેડી તેને લઈ જાય અને સન્ડે પાછા તેની મમા પાસે મુકી જાય”.તુ મને પિન્કી પ્રોમિસ આપ રોજ મને મળવા આવશે.”

“હા બાબા તને પિન્કી પ્રોમિસ”.બન્ને મા દિકરીએ ટચલી આંગળીએ પિન્કી(ટચલી આંગળી)પ્રોમિસ લીધા અને ડોર બેલ વાગી પ્રીતિએ દરવાજો ખોલ્યો પ્રિત્યેશ ચોકલેટના બોક્ષ સાથે પ્રવેસ્યો.

“જોયુ બેટા ડેડી તારા માટે કેટલી બધી ચોકલેટ લાવ્યા.”

“વાવ “બોલી બોક્ષ હાથમાં લીધુ મમ્મીને હગ આપી બોલી મમા કાલે જલ્દી આવજે”.

“હા બેટા’

આંખના અશ્રુ પરાણે રોકી બાય કરી. દિકરીને બાપ સાથે વળાવી.

સોફા પર ફસડાઇ ધ્રુસકે ચડી,રૂમની ચારે તરફ આંખ ફાડી જોવા લાગી મમ્મી પપ્પાને શૉધી રહી,આ સમયે મા બાપના ખભાની ખોટ પ્રીતિને સાલિ, આજ મમ્મી પપ્પા પાસે હોત,તેમના ખભે માથુ ઢાળી નિરાંતે રડતી હોત ને લાગણી નીતરતા હાથ વાસો પ્રસરાવતા આશ્વાસન આપી રહ્યા હોત,મારા જેવુ કોઇ અભાગી હશે જેને આશ્વાસન દેવા ચાર દિવાલ અને સોફા સિવાય કોઇ હાજર નથી.

રડી રડી થાકેલ કાયા, ભાંગેલ મન નિદ્રાદેવીના શરણે થયા.

સવારે ઉઠી બાથરૂમમાં ગઇ અરિસામાં સુજેલી આંખો જોઇ,”અરે ગાંડી આટલુ રડાતુ હશે !?તુ તો હજુ જુવાન છે અને હવે તો તારી પાસે ઇન્ડીયાની માસ્ટર ડીગ્રી અને અહીંનુ સર્ટી પણ આવી ગયેલ છે,આ અઠવાડિયામાં બે સ્કુલના ઇન્ટરવ્યુ પણ આવી ગયા છે,ગ્રીન કાર્ડ નથી તો શું થયુ, જોબ પરમીટ લઇશ, હું પણ કાંઇ પૌલોમીથી કમ નથી પ્રિત્યેશની નજીક જ રહીશ મારી લવલી(પ્રિત્યુષા)ને પાછી મેળવીશ”.

જલ્દી તૈયાર થઇ, બસ પકડી ડાઉન ટાઉન ઇન્ટરવ્યુ આપવા ગઇ.

પ્રિત્યેશ સવારે ઉઠ્યો પ્રિત્યુષાને તૈયાર કરી, પૌલોમી તો સૂર્યવંશી તેનો દિવસ આઠ વાગ્યા પછી જ શરૂ થાય.

ગઇ કાલ રાત્રે પ્રિત્યુષાએ ડેડી સાથે સુવાની જીદ કરેલ.પૌલોમીએ કડકાઇથી પ્રીત્યેશને સંભળાવી દીધેલ આજે પહેલો દિવસ છે એટલે જવા દઉ છુ કાલથી તારી Xની છોકરીને બીજા બેડરૂમમાં સુવાની ટેવ પાડ્જે, પ્રીત્યેશને પણ ગ્રીન કાર્ડ હાથમાં ના આવે ત્યાં સુધી પૌલોમીની દાદાગીરી ભોગવવી જ રહી..

સવારે વહેલો ઉઠી ચા બ્રેકફાસ્ટ તૈયાર કરે ત્યારે પૌલોમી ઉઠે.આજે પણ બ્રેકફાસ્ટ તૈયાર કર્યો ,નિર્દોષ પ્રિત્યુષાએ પુછ્યુ ડૅડી આન્ટીને ચા અને બ્રેકફાસ્ટ બનાવતા નથી આવડતા? “

“બેટા આન્ટીને ઓફિસમાં બહુ કામ હોય એટલે હું બનાવુ છુ, ચાલો જલ્દી સીરિયલ દુધ પુરા કરો બસનો સમય થઇ ગયો.”

“મે તો ખાઇને બ્રસ પણ કરી લીધુ”.

‘અરે વાહ, બેક પેકમાં લન્ચ બોક્ષ મુકી દ્યો’.

“યસ ડેડી”

અને બન્ને બાપ દિકરી નીચે ઉતર્યા.

આ પ્રિત્યેશનો નિત્ય ક્ર્મ.

પૌલોમીને પ્રિત્યુષા બિલકુલ ગમતી નથી પણ કરે શું? ૧૮ વર્ષ સુધી પ્રિત્યેશની જવાબદારી હતી .

પ્રીતિને ડાઉન ટાઉન માઇનોરિટીની સ્કુલમાં જોબ મળી ગઈ.અને સાથે વર્ક વીસા પણ મળી ગયા.

પ્રીતિને માર્થા અને તેના ભાઇ જોહનનો સારો એવો સહકાર મળતો.જોહનને પ્રીતિમાં રસ હતો.

પ્રીતિ માર્થા સાથેના સંબંધે કોઇકવાર જોહનની દિકરી આનાનુ બેબી સીટીંગ પણ કરતી.

એક વખત જોહને પ્રીતિને પ્રપોઝ કરવા પ્રયત્ન કર્યો “પ્રીતિ you are waiting for what?”Ana also loves you”.

“John 200 miles away!! I can not go,start your business here and I will think about it”

“આમ આવા જવાબ આપી જોહનને કોણીએ ગોળ ચોટાડી લબડાવતી’પ્રીતિને પણ હવે અમેરિકન કલચરની હવા લાગવા લાગી છે કહેવત છે ને કે” કાળીયા ધોળીયા સાથે ફરે વાન ના આવે પણ સાન જરૂર આવે”.

 

સ્કુલેથી છુટી પ્રીતિ સીધી પ્રિત્યુષાને લેવા જતી રસ્તામા પ્રિત્યુષા આખા દિવસનો અહેવાલ આપતી દિકરીની વાતો સાંભળી પ્રીતિનો આખા દિવસનો થાક ઉતરી જતો બન્ને સાથે ડીનર લે . અને રાત્રે પ્રિત્યેશ ઓફિસેથી ઘેર જતા પ્રિત્યુષાને બહારથી જ પિક અપ કરે આ નિત્ય ક્ર્મ પ્રીતિ પ્રિત્યુષા અને પ્રિત્યેશને ફાવી ગયેલ પરંતુ પૌલોમીને પ્રિત્યુષામાં પ્રીતિ દેખાતી, જાણે તેના પ્રીત્યેશને પ્રીતિ છિનવી રહી છે તેમ જણાતુ.મનમાં ધુંધવાતી તેનો ભોગ પ્રિત્યુષા બનતી.

ફ્રાઇડે પ્રિત્યુષાને હોમવર્ક નહોય,પ્રિતીને માર્થાના મેક્ષિકોથી આવેલ પિત્રાઇ બહેનોને અંગ્રેજી શીખવવાનુ હોય એટલે પ્રિત્યુષા, બન્ને પ્રેમીઓને કબાબમાં હડ્ડી જેમ ખુંચતી, બન્ને જણા એક કાઉચ પર અર્ધ નગ્ન કપડામાં આર રેટૅડ મુવી જોવામાં મશગુલ હતા ,ને પ્રિત્યુષા આવી” ડેડી મને ડિઝની ચેનાલ જોવી છે મારા રૂમના ટી વીમાં નથી મને અહીં જોવા દો ને.”

પૌલોમી વાઘણની જેમ ઉઠી પ્રિત્યુષાનો હાથ પકડી તતડાવી બેડ પર મુકી” ખબરદાર જો રૂમની બહાર આવી છે તો ૯ ઓ કલોક બેડ ટાઇમ “તારા કુકી અને મિલ્ક ખાઇ સુઇ જા”.

“Aunty to day is Friday my all friends watch Dizany chenal why can’t I watch”

‘How many times I told you I am not your aunty “

“મારી મમ્મીએ તમને આન્ટી કહેવાનુ કહ્યુ છે’

‘મમ્મી વાળી ચાંપલાશ છોડ અને હું કહુ તેમ કર. શું કહેવાનુ મને યાદ છે ને કે તમાચો મારૂ એટલે યાદ રહેશે”.

“યસ મેમ યાદ છે હવે મેમ કહીને જ બોલાવીશ’

બારણુ બંધ કરી પૌલોમી પ્રિત્યેશના પડખામાં પેંઠી .પ્રિત્યેશતો ત્રણ વિસ્કીના પેગ પછી નસ્કોરા બોલાવતો હતો.

ગભરૂ પ્રિત્યુષએ ફરી ટીવી ચાચુ કરવાની હિમત ના કરી આજ તેને પૌલોમીમાં સીન્ડ્રેલાની સાવકી મા દેખાઇ સેન્ડ્રેલાના પ્રીન્સ સાથે મહેલમા ડાન્સના વિચારોમાં ખોવાઇ નિદ્રાધીન થઇ.

સવારે ઉઠી “ o no I lost my gold with Diamond sandle’બુમ મારી બહાર આવી.

પ્રિત્યેશઃ પ્રિત્યુષા ડુ નોટ સાઉટ મેમસાબ ઇસ સ્લિપીંગ”.

“યસ સર બોલતી પાછી રૂમમાં ભરાય ગઇ,હવે તો મમ્મીની રાહ જ જોવાની રહી.

ડોર બેલ વાગતા જ પ્રિત્યુષા બહાર નીકળી પ્રિત્યેશે બારણુ ખોલ્યુ બન્ને મા દિકરી બોલ્યા વગર નીકળી ગયા.

“બેટા કેમ રહ્યુ આ ફ્રાઇડે’

મમા “આઇ હેટ ડેડિ અને આન્ટી’.

પ્રીતિ સમજી ગઇ વધારે કાંઇ પુછ્યા વગર મેકડૉના ના સ્ટોપ પર બન્ને ઉતર્યા ,હવે તો પ્રીતિને સ્કુલનો જોબ અને થોડી વીક એન્ડની વધારાની આવક હોવાથી પ્રિત્યુષાને મેકડોના પિઝા હટ ટાકો બેલ વગેરે અમેરિકન કીડના ફેવરેટ ફાસ્ટ ફુડની ટ્રીટ મળતી.જેથી પ્રિત્યુષા સ્કુલમા બીજા કીડ સાથે વાતચિતમાં ભાગ લઇ શકે ..આ બધુ ધ્યાન પ્રીતિ રાખતી.એને તો પ્રીત્યેશ પ્રિત્યુષાનો જાગિરદાર તે જરાય જચતુ નથી ,પોતે મા છે નવ મહિના પંડમાં સાચવી પ્રસુતી પીડા પોતે ભોગવી હવે ફક્ત મળવાનો જ હક્ક !!આ તે કેવો ન્યાય ખેર ભારતિય કોર્ટ્ના ચુકાદા સામે અહીં કશુ થઇ ના શકે. હવે તો પ્રિત્યુષા ૧૮ વર્ષની થાય ત્યાં સુધી આ રીતે જ મા દિકરીએ મળતા રહેવું પડશે.હકિકતનો સ્વીકાર કરવો જ રહ્યો.

 

પ્રિત્યેશને પણ પૌલોમી સાથે નવી જિંદગી શરૂ કરવી છે.અફસોસ ,ચારેય અભાગિયા પ્રીતિ પ્રિત્યેશ જોહન અને પૌલોમી વિધીના લખ્યા લેખની સામે થયા છે. જોહન પ્રીતિને મેળવવા માગે છે જેથી તેની એનાને મા મળે,   પૌલોમીને પ્રિત્યેશને જલ્દી પોતાનો કરવો છે.પ્રીતિને ગ્રીન કાર્ડ મેળવવુ છે.આમ ચારેય પોતપોતાનો સ્વાર્થ સાધવા ઇચ્છે છે.જોઇએ ભગવાને બનાવેલ જોડી નંદવાય ગઇ છે.જોડાશે?!! કોણ કોની સાથે??અને બે માસુમ બાળાઓનું શું થશે ?તેમના કુમળા વિકસતા માનસ પર મા બાપના અજુગતા વ્યહવારની શું છાપ પડશે?કોઇને તેના વિશે વિચારે છે ?

(૯.) એક કદમ પાછા ફરાય ખરુ? -રાજુલબહેન શાહ

Posted on September 5, 2012 by vijayshah

એક ઉતાવળો નિર્ણય લેવાની ભૂલ અને આખી જીંદગીની સજા ? અમેરિકા આવવાનો મોહ ? ડોલરના ખનખનતા ૫૦ ગણા રૂપિયામાં આળોટવાનો લોભ? આ ઝાગઝમાળવાળા દેશ નો  મોહ કે પછી અમેરિકન લેબલ લાગેલો મુરતિયો મેળવવાની ઘેલછા? આજે પ્રિતીને સાચે જ સમજાતુ નહોતુ કે એ ક્યાં થાપ ખાઇ ગઈ.

પાછુ ફરીને છેલ્લા કેટલાક વિતેલા વર્ષો પર નજર નાખે તો ક્યાંય દૂર સુધી એક પણ પળ એવી નહોતી દેખાતી કે જ્યાં પ્રિતીને એના આ નિર્ણય પર પસ્તાવો ન થાય. કોઇ એક એવી પળ નહોતી જ્યાં પ્રિતીને એના આ સંસારનુ સુખ છલકતુ દેખાય. સતત અવહેલના અને એકલતાની પીડા જ પ્રિતીના નસીબમાં લખાયેલી હતી ને? હા ! પ્રિત્યુષાનો જન્મ એના ઉજ્જડ વેરાન રણ સમા જીવનમાં  અમીનો ઝરો બની એને સુખી ભઠ્ઠ બનતા રોકી રહ્યો હતો. પ્રિત્યુષા જ એક માત્ર હતી જે એને જીવવાનુ , પરિસ્થિતિ સામે લઢવાનુ બળ પુરુ પાડતી હતી.

હવે તો કોર્ટના ચુકાદાથી એ આધાર પણ જાણે હાથવગો ન રહ્યો.. સખત અકળામણ થઈ આવી પ્રિતીને આ તે કેવી અદાલત? જ્યાં બાળકની આર્થિક સધ્ધરતાને મહત્વની ગણવાની?  લાગણીની કોઇ કિંમત જ નહી?

“આઇ હેટ ડૅડી એન્ડ આન્ટી.” પ્રિત્યુષા જે ધિક્કારથી બોલી હતી એ કોઇ અદાલતે જોયુ? બસ ચુકાદો આપી દીધો. પિતા ઢગલાબંધ રમકડા લાવશે, થોકબંધ ચોકલેટ્સ અને કુકીઝ અપાવશે ,બસ એનાથી જ દિકરીએ રાજી રાજી થઈ જવાનુ? પ્રિતીને દૂર રહ્યે પણ એટલી તો ખબર હતી કે પૌલોમીને માત્ર અને માત્ર  પ્રિત્યેશમાં જ રસ છે. પ્રિત્યુષા તો એને આંખના કણાની જેમ ખુંચતી હશે .અને પ્રિત્યેશ પણ એની આગળ લાચાર બની રહેવાનો. તો પછી શા માટે એને દિકરીની કસ્ટડી માટેનો આગ્રહ રાખવો જોઇતો હતો? અત્યાર સુધી જેમ ચાલતુ હતુ એ બરાબર તો હતુ. પણ જીવન ક્યાં આપણે નક્કી કરીએ એ મુજબ જીવાય છે કે પ્રિતી જીવી શકવાની હતી?

અદાલતે ફાળવેલા સમયના ટુકડામાં એને દિકરી સાથે જીવી લેવાનુ હતુ. એ  જેટલો સમય મળે એ સમયમાં ઢગલાબંધ સ્નેહ, થોકબંધ વ્હાલ વેરી દેવાનુ હતુ જેનાથી પ્રિત્યુષાને પિતા સાથેના સમયમાં મા ના પ્રેમનો અભાવ ન સાલે. કોર્ટ ક્યારેય માનવીય દ્રષ્ટીએ-લાગણીને પલ્લામાં મુકીને વિચાર જ નહી કરતી હોય?

એ પણ એક હકિકત છે કે જીવનમાં આર્થિક સધ્દ્ધરતા બાળક માટે જરૂરી જ છે. તો હવે તો એને પણ ક્યાં પહોંચી વળાય એમ નથી?  સ્કુલની જોબ અને આનાનુ બેબી સિટીંગ મા-દિકરી માટે તો પુરતા થઈ જ રહેતને? પબ્લીક સ્કુલમાં પ્રિત્યુષાના એજ્યુકેશનના ખર્ચાની એટલી ચિંતા ય નહોતી. હા! એને સ્કુલ પછી આફ્ટરકેર ના થોડા પૈસા આપવા પડત પણ એ ય સચવાઇ જાત. આ તો આફ્ટરકેર કે બીફોર કેર કશું જ ક્યાં સચવાવાનુ હતુ? જે રીતે પ્રિત્યુષાએ ડેડી અને આન્ટી માટે ધિક્કાર વરસાવ્યો હતો એ કોઇ જજ જોવા આવવાના હતા? નાનકડા કુમળા મન પર એની શું અસર થશે એના પુરાવા  કોઇ અદાલતને એકઠા કરીને આપી શકાવાના હતા? પ્રિત્યુષાને હજુ બીજા દસ-દસ વર્ષ આમ જ વિતાવવાના? ત્યાં સુધીનુ એનુ બાળપણ આમ જ રોળાઇ જવાનુ ને?  મન ચીસો પાડી પાડીને આના જવાબ માંગતુ હતુ પણ બધુ જ વ્યર્થ છે એવુ એને કે પ્રિત્યુષાને કોણ સમજાવે? હવે તો એણે જ મન સાબૂત રાખવાનુ હતુ અને જે પરિસ્થિતિ માથે પડી હતી  એને જીરવી લેવાની હતી. હારી થાકીને એ પણ પ્રિત્યુષાની બાજુમાં ક્યારે સુઈ ગઈ એની સુધબધ જ ન રહી.

સવારે સતત વાગતા ડોરબેલથી એની આંખ માંડ ખુલી.

“ગુડ મોર્નીંગ ” પ્રિટી…..માર્થા કે જ્હોન જ શુ અહીં બધાની જીભે પ્રિતીના બદલે પ્રિટી જ જલદી ચઢી જતુ. એ પણ હવે  પ્રિટીના સંબોધનથી ટેવાવા માંડી હતી.

“ગુડ મોર્નીંગ માર્થા.” હસીને એણે સામે અભિવાદન તો કર્યુ પણ એનો સુજેલો ચહેરો અને આંખના ભારે થયેલા પોપચા જોઇને માર્થા સમજી ગઇ કે એની રાત કેવી વિતી હશે.

“લુક પ્રિટી…તને કઈ પણ કહેવાનો કોઇ હક મને તો નથી જ . તુ મારા માટે શુ વિચારે એ એની મને ખબર નથી પણ હુ તને એક સારી મિત્ર અને એક સારી વ્યક્તિ માનુ છુ. તારી તકલીફોનો મને એહસાસ  નથી પણ ખબર તો છે. એહસાસ એટલા માટે નથી કે અહીં આ દેશમાં આ સિંગલ પેરન્ટહુડ એ કોઇ નવાઇની વાત નથી. તમે ઇન્ડીયનો હજુ તમારી એ રૂઢીચુસ્ત માન્યતામાંથી જલદી બહાર આવી શકતા નથી એટલે આ બધુ તમને જરા વધારે પડતુ લાગે એ સ્વભાવિક છે. પણ હુ ખરા દિલથી તને કહુ છું કે તુ જેટલી જલદી આમાંથી બહાર આવીશ અને સચ્ચાઇનો  સ્વીકાર કરી લઈશ એટલી જલદી સુખી થઈશ કે કેમ એ ખબર નથી પણ એટ્લીસ્ટ સ્ટેબલ તો થઈ જ શકીશ. “ થોડિક વાર થંભીને તે ફરી બોલી

“અહીં તો હજુ પહેલા પતિ-પત્નિ એકમેકથી છુટા પડ્યા ન હોય એ પહેલા જ બીજા લાઇફ પાર્ટનર શોધી લેતા હોય છે અને એમાં કોઇને કશુ જ અજુગતુ પણ નથી લાગતુ.”

પ્રિતી હસી પડી..” થેન્ક્યુ માર્થા , સવાર સવારમાં સુસ્તી ઉડાડવાનો સરસ ડોઝ આપીદીધો.. ચાલ હવે હું તને એક સરસ ચા કે કોફીનો ડોઝ પિવડાવુ  બાકીની વાત આપણે પછી કરીએ તો કેવુ?”  અને ત્યારે જ માર્થાને ખ્યાલ આવ્યો કે હજુ તો પ્રિતી નાઇટ ગાઉનમાં છે એનો અર્થ એ ઉંઘમાંથી હજુ હવે ઉઠી રહી છે.

“આઇ એમ સો સૉરી પ્રિટી,  માર્થા સહેજ છોભીલી પડી ગઈ.”

“નો યુ ડોન્ટ હેવ ટુ બી સૉરી માર્થા.આવ અંદર તો આવ.”

“આઇ એમ રિયલી વેરી સૉરી , પ્રિટી.”

“બસ કર માર્થા , હવે તુ આ તારુ સૉરીનુ પુરાણ બંધ કર. તને ખબર છે ? તુ આ કે અમારી ઇન્ડીયન મેન્ટાલીટીની વાત કરે છે ને એમાં તો અમે મિત્રતાના બધા જ હક માન્ય રાખીએ . મિત્રતા હોય ત્યાં સૉરી અને થેન્ક્યુ ન હોય. સાચા દિલથી જે સારુ લાગે એ કહેવા સાંભળવાનુ અમે ખુલ્લા દિલથી આવકારીએ એટલે જો તુ મને તારી સારી અને સાચી ફ્રેન્ડ ગણતી હોય તો મહેરબાની કરીને આમ વારંવાર સૉરીનુ ગાણુ બંધ કર અને મને મોર્નીંગ ટી માટે કંપની આપ.”

“ઓ કે. આઇ વીલ જોઇન વીથ યુ ફોર ટી.”

પ્રિતીએ ફટાફટ ચા બનાવી , કુકી અને ટોસ્ટ -બટર તૈયાર કર્યા.

“આહ! પહેલો જ ઘુંટડો ભરતા માર્થા જાણે તરબતર થઈ ગઈ. તમારી ઇન્ડીયન ટી તો સાચે જ ફેન્ટાસ્ટીક છે. “

“છે ને? ચાલ તો તને બીજી એક ફેન્ટાસ્ટીક આઇટમ ટેસ્ટ કરાવુ.” પ્રિતીએ ઇન્ડીયન સ્ટોરથી લાવેલા ખાખરા અને ઘરના બનાવેલા વડા એક પ્લેટમાં કાઢ્યા.

“નાઉ યુ કેન ટ્રાય ધીસ. “

માર્થા એ ખાખરાનો એક પીસ તોડીને મ્હોંમાં મુક્યો. “હવે એની સાથે ચા નો સીપ લે માર્થા”. પ્રિતીએ એને શિખવાડવા માંડ્યુ. અને પછી આ વડા ટેસ્ટ કરી જો.માર્થાને  વડા જરા તીખા લાગ્યા પણ મઝા આવી.

ટી પોટમાંથી પ્રિતીએ બીજી ચા એના અને માર્થાના મગમાં ભરી. એને પણ હવે જરા સારુ લાગતુ હતુ. રાતના વિચારોના ભાર -ઓથારમાંથી જાણે બહાર આવી હોય એવુ લાગ્યુ. એને સાચે જ માર્થાનુ આગમન ખુબ ગમ્યુ.

“આજે સાંજે જ્હોન તને મળવા આવવાનો છે. તારી ઇચ્છા હોય તો તારા ઘરે નહીં તો મારા ઘરે.”

પ્રિતીનુ હ્રદય એક થડકારો ચુકી ગયુ. જે ક્ષણ એ દૂર દૂર સુધી ટાળવા માંગતી હતી એ આટલી જલદી આવી જશે ? હજુ ય મન સાચે જ ખુબ અવઢવમાં હતુ. જ્હોન સારો હતો, ખુબ સારો હતો પણ પૂર્વ અને પાશ્ચાત રહેણી -કરણી ,વિચારોનો તદ્દન વિરોધાભાસ, ક્યાંય દૂર સુધી કશુ જ મળતુ નહોતુ. એને તો હજુ ય એ સમજાતુ નહોતુ જે જ્હોનને એ ખરેખર ગમે છે કે ફક્ત એક એવી કંપનીની જરૂર છે કે જે એની પત્નિની ગેરહાજરી પુરી કરે અથવા તો એની દિકરીની સાર- સંભાળ રાખે? જ્હોન એને ગમતો હતો પણ પતિની જગ્યાએ એ એને હજુ ય વિચારી શકતી નહોતી. અંદરથી એવો કોઇ ઉમળકો જાગતો નહોતો. કેમ? એ ભારતિય નથી એટલે? જ્હોનના બદલે કોઇ જીગર હોત ,જીગીષ હોત કે જીનાંશ હોત તો એ સ્વીકારી શકી હોત?

“મમ્મા, મમ્મા,વેર આર યુ? “

પ્રિત્યુષાએ એને ઢંઢોળી નાખી. એ હબકી ગઈ. ક્યારની એ ક્યાં ખોવાઇ ગઈ હતી? જાતને જ્હોન જોડે એક પત્નિના સ્વરૂપમાં ગોઠવી રહી હતી. અને એ એટલુ બધુ તો અજુગતુ લાગતુ હતુ કે એને સખત અકળામણ થઈ આવી. અંદરથી એક ઉફાળ આવીને ગળામાં અટકી ગયો. પરાણે એણે જાતને એ વિચારોમાંથી બહાર ખેંચી શકી ત્યારે ખ્યાલ આવ્યો કે જ્હોન તો આસપાસ ક્યાંય છે જ નહી અને માર્થા પણ ચાલી ગઈ છે. એને જરા એના આ અવિવેક પર સંકોચ થઈ આવ્યો.

સાંજ સુધીમાં એણે નિર્ણય કરવો જ પડશે એવુ એ સમજી શકી હતી. અને હવે તો લીગલ ડિવોર્સ થઈ ગયા હતા એટલે એ બહાને પણ વાત ટાળી શકાય એમ નહોતી.

અંદરથી એ ખુબ નર્વસ થઈ રહી હતી. સમજણ નહોતી પડતી કે હવે એ જે નિર્ણય કરશે એનાથી એનુ બાકીનુ જીવન કેવુ વિતશે? દૂધનો દાઝેલો છાશ પણ ફુંકીને પીવે ને? પોતે તો હ્ર્દય- મન બધેથી દાઝેલી હતી.

“મમ્મા યોર ફોન… “ફરી એક વાર  પ્રિત્યુષાએ એને ઝંઝોડી નાખી. માસીનો ફોન હતો.

“હાશ ! તુ ઘરમાં છું ખરી. ક્યારની રિંગો વાગતી હતી એટલે અને જરા ચિંતા થઈ .” માસીનો ઉચાટભર્યો અવાજ સાંભળીને એનો ઉચાટ થોડો ઓછો થયો એવુ લાગ્યુ. ચાલો કોઇ તો છે આપણી ચિંતા કરવાવાળુ.

એમ તો માર્થા ય હતી પણ માસી જોડે જે આત્મિયતા અને હૂંફ મળતા હતા , એક નિશ્ચિંતતાનો અનુભવ થતો હતો એનાથી જ પ્રિતી ટકી રહી હતી ને?

“મને ખબર છે વીક ડૅય્ઝમાં તો હવે સ્કૂલમાં બીઝી થઈ ગઈ. પણ વીક એન્ડમાં તો મળવાનુ રાખ. આજે તો પ્રિત્યુષા પણ તારી પાસે છે તો એને લઈને આવ. સાથે જમીશુ.”

માસીનો ભાવભીનો આગ્રહ જોઇને એ ના ન પાડી શકી. સાથે મનમાં એક વિચાર પણ ઝબક્યો , માસી સાથે જ્હોન અંગે વાત કરી હોય તો કેવુ? આમ પણ હવે તો માસી અને એમનુ ફેમિલી જ એનો સધિયારો હતા દૂર દેશમાં બેઠેલા મા-બાપુ જોડે આ અંગે ચર્ચા કરવાનો કોઇ અર્થ જ નહોતો. આમ પણ  પ્રિત્યેશ સાથે લગ્ન કરવાના એના  ઉતાવળા નિર્ણય માટે મા-બાપુ ક્યાં રાજી હતા?  હવે જ્હોન સાથે લગ્ન માટે એમને રાજી કરવા તો દૂરની વાત પ્રસ્તાવ પણ મુકવો અયોગ્ય હતો. હવેની એની તમામ લડાઇ એણે જાતે જ લડવાની હતી. જે કોઇ નિર્ણય લે એની માટે એની અને માત્ર એની જ સંપૂર્ણ જવાબદારી રહેવાની હતી. તેમ છતામં માસી સાથે ચર્ચા કરવી એવો નિર્ણય લઈ લીધો.

એ અને પ્રિત્યુષા માસીના ઘેર પહોંચ્યા ત્યારે માસી લંચ માટે એની રાહ જોતા બેઠા હતા અશ્વીનના દિકરાની સાથે રમવાની મઝા પડતી એટલે પ્રિત્યુષાને માસીના ઘેર આવવુ ગમતુ. પ્લે રૂમમાં ગોઠવેલા નવા નવા જરા જુદા જુદા રમકડા, અવનવી પઝલ ,  કન્સ્ટ્રકશન કરાય એવા લેગો લેન્ડના બ્લોક્સ , આ બધુ જ એના માટે નવુ હતુ. આજ સુધી એ ડોલ હાઉસ, બાર્બી ,પ્લે ડૉ , જ્વેલરી મેકીંગ એવુ જ રમતી. માસીના ઘેર આ બધુ જ એના માટે નવુ હતુ એટલે વધુ રસપ્રદ પણ હતુ. એ અને અશ્વિનનના બાળકો જમીને પ્લે રૂમમાંભાગી ગયા.

માસી જોડે  સ્કૂલની નવી જોબ , પ્રિત્યુષાને લઈને પ્રિત્યેષ સાથે ને નવી ગોઠવણ ,એવી બીજી બધી આડી અવળી વાતો થતી રહી.પણ માસી જોઇ શકતા હતા કે આજે પ્રિતી એમની જોડે વાત તો કરે છે પણ અંદરથી એ ક્યાંક બીજે જ વિચરી રહી છે. તનથી પ્રિતી અહીં છે મનથી ક્યાંક બીજે અટવાયેલી છે.

“શું વાત છે પ્રિતી ?” માસીએ પ્રિતીના હાથ હાથમાં લઈને વ્હાલથી પુછ્યુ. “આજે તારું ધ્યાન બીજે જ ક્યાંક છે . કોઇ મુશ્કેલી ? પ્રિત્યેશે વળી નવો કોઇ ઉત્તપાત કર્યો કે પછી પ્રિત્યુષાની ચિંતા ? મા તો નથી તારી પણ એવુ કહે છે ને કે મા મરજો પણ માસી જીવજો. હું એવુ તો નહી કહુ પણ સાચા દિલથી મને માસી કહી હોય તો દિલ ખોલીને વાત કર. મારી પાસે કોઇ ઉકેલ હશે તો તને મદદરૂપ થઈ શકીશ.”

“માસી , એવુ નથી. મારે મન તો તમે મા થી ય અધિક છો. અને તમે મને પુછ્યુ ના હોત તો પણ હું તમને વાત કરવાની જ હતી. માર્થા અને જ્હોનને તો તમે મળ્યા નથી પણ મારી પાસે થી ઘણીવાર વાત સાંભળી છે એટલે હું સીધી જ મુળ વાત પર આવુ . આજે જ્હોન મને મળવા આવવાનો છે.  પ્રપોઝ કરવાનો છે..ડીવોર્સ થવાની એ રાહ જોતો હતો. માર્થા પણ ઇચ્છે કે હું આ પ્રસ્તાવ સ્વીકારી લઉ. “

“માર્થાની વાત છોડ. તું શું ઇચ્છે છે? તને જ્હોન ગમે છે?”

“મારે હજુ મને નથી ખબર પણ જ્હોનને હું ગમુ છુ. “

“જ્હોનની ખબર છે અને તારી તને ખબર નથી એ કેવુ? “

“માસી , સાચુ કહુ છુ, હજુ હું નક્કી કરી શકતી નથી કે મને જ્હોન ગમે છે પણ ક્યા સ્વરૂપે. એક મિત્ર અથવા એક સારી વ્યક્તિ તરીકે મને ગમે છે પણ પતિના સ્વરૂપે હજુ હુ એને જોઇ શકતી નથી.”

“કેમ ? એ ઇન્ડીયન નથી માટે? “

“ એવુ પણ ખરુ માસી”.

“જો પ્રિતી, આ નાત જાતના વાડામાં અહીં આટલો સમય રહ્યા પછી હુ માનતી નથી. આ અશ્વિનનની પેઢી સુધી બરાબર છે કે હજુ એમનામાં થોડા-ઘણા ભારતિય સંસ્કાર રહ્યા હોય એટલે આપણા ગુજરાતીને પરણે  પણ હવે આવનારી પેઢી તો એમનુ મૂળ ભારત  છે એ સ્વીકારે તો જ નવાઇ. આ તારી લવલી કે મારા અશ્વિનના બાળકો તો પોતાને અમેરિકન જ સમજે છે અને એ જ સમજવાના. સ્કૂલમાં ગ્રેજ્યુએશન પર તો ગઈ હોઇશને ? ત્યાં પણ અમેરિકા માય અમેરિકા જ શિખવાડે છે ને? એટલે એ પેઢી તો ગુજરાતી તો દૂર કોઇ ઇન્ડીયનને પરણે તો ય નવાઇ. ત્યારે અમારા જેવાએ એ બધુ ખુલ્લી આંખે અને ખુલ્લા દિલે સ્વીકરવુ જ રહ્યુ. એટલે જ્હોનનો એ માત્ર મેક્સીકન છે એમ સમજીને અસ્વીકાર ના કરીશ અને સાથે મન ન માને તો ઉતાવળે સ્વીકાર પણ ના કરીશ.અને આમ પણ પ્રિત્યેષ ભારતિય હતો તો ય કયા ભારતિય સંસ્કારોને વળગી રહ્યો? માણસને માણસ તરીકે જ  જોજે  મલયાલી , મદ્રાસી , મહારાસ્ટ્રીયન  કે મેક્સીકન તરીકે ન જો” થોડિક ચુપકીદી પછી તેઓ બોલ્યા.

“હજુ તારી એવી કોઇ ઉંમર વહી નથી ગઈ કે એમ ઉતાવળે નિર્ણય લેવો પડે સાથે એમ પણ વિચારજે કે ઉમર વિતી જશે તો આ એક્લતા બહુ આકરી ય લાગશે. અને તેં હજુ સંસારનુ એવુ કોઇ સુખ માણી કીધુ નથી કે તારે આમ આખુ જીવન એકલુ વિતાવવુ પડે.”

“પણ માસી, એક અનુભવ એવો થઈ ગયો છે કે હવે બીજી વાર નિર્ણય લેવાની હિંમત ચાલતી નથી.“

“એ કડવા અનુભવને તુ ક્યાં સુધી વાગોળ્યા કરીશ? એ એક દુઃસ્વપ્ન હતુ એમ માનીને ભુલીશ તો જ તુ કશુ પણ નક્કી કરી શકીશ. પ્રિત્યેષને વળગીને બેસી રહી હોત તો આટલુ ભણી કે સ્કુલમાં જોબ લીધી એ પણ ના કરી શકી હોત ને? હવે આગળ વધવાનુ નક્કી કર્યુ છે અને આગળ વધી રહી છો તો પછી આવી અવઢવમાંથી બહાર આવી જા. આમ તો આપણે નોટના કોઇ પાના પર ખોટુ લખાઇ ગયુ હોય અને ભુસી ન શકાય તો પાનુ ફાડી નાખીએ છીએને? તારાથી પ્રિત્યેષ નામનુ પાનુ ફાડી તો નહી જ નંખાય કારણકે તમારી વચ્ચે લવલી છે પણ એ પાનુ રોજે રોજ વાંચવાના બદલે  વાળીને મુકી તો શકીશને ? કોઇ હાથ લંબાવે છે ત્યારે આવી રૂઢીમાં બંધાઇને એ હાથ પકડવામાં ઢીલ ન કરીશ. અને અકસ્માતોનું નામ જ જીવન છે. ક્યારે ક્યાંથી આવીને તમને કોઇ ભટકાઇ જશે એની ક્યાં ખબર હોય છે? આવા અકસ્માતો ક્યાર્ક દુઃખદ નિવડે તો ક્યારેક સુખદ પણ નિવડે હોં! માટે ડર્યા વગર મન માને તો જ્હોનના પ્રસ્તાવ માટે માની જજે. મારા તને દિલથી આશીર્વાદ છે.”

સાંજ પડે પ્રિતી હળવા મને પાછી ફરી ત્યારે માર્થાના ઘેર જ્હોન એની રાહ જોતો બેઠો જ હતો. હવે માત્ર ચિંતા હતી તો પ્રિત્યુષાની. જ્હોન સાથે જે દિવસે એ લગ્ન કરશે એ દિવસથી પ્રિત્યુષાને પ્રિત્યેશ એની પાસે નહી મોકલે એવી મનથી ધાસ્તી હતી.

માર્થા પાસે એનો ય ઉકેલ હતો.એ પોતાના ભાઇને સુખી જોવા માંગતી હતી, પ્રિતી અને જ્હોન બંનેને એ ઓળખતી હતી. પ્રિતીના પ્રિત્યુષા પ્રત્યેના સવિશેષ લગાવની ય એને ખબર હતી.  સાથે રહેવામાં આના અને લવલી વચ્ચે જો જાણે-અજાણે પણ કોઇનાથી સરખામણી કે ભેદભાવ થઈ જાય તો એ પ્રિતી અને  જ્હોન બંનેને  ખટકે . અને જો એ બંને છોકરીઓ એમની સાથે રહે તો એ શક્યતા નકારી તો ન શકાય ને? બંને સમદુખિયાના એ સુખ આડે આના કે પ્રિત્યુષા આવે તો એ સુખની સરિતા સુકાતા વાર ન લાગે એ ય સ્વભાવિક છે એના કરતા આના અને પ્રિત્યુષાને પોતાની પાસે  રાખી લે તો? જ્હોન કે પ્રિત્યેશને સમજાવી શકાય. પૌલોમી માટે તો ભાવતુ”તુ ને વૈદે કીધુ એવો ઘાટ થાય.તો પ્રિતી માટે પણ આ સગવડ વધુ સુખદાયી હતી કારણ કે એટલો તો એને વિશ્વાસ હતો કે પૌલોમી કરતા માર્થા પાસે પ્રિત્યુષા વધુ સચવાશે.

આના અને લવલી માટે અઠવાડીયાના ૨૫૦ ડૉલર જ્હોન અને પ્રિત્યેશ આપે  તો એ આ જવાબદારી સ્વીકારવા તૈયાર છે એમ એણે જ્હોન અને પ્રિતીને જણાવી દીધુ.

સમાધાનકારી આ નવા સંબંધ માટે પ્રિતી મનથી તૈયાર થવા લાગી હતી એટલે એ સાંજ પ્રિતી માટે ધાર્યા કરતા વધુ સરળ રહી. માર્થાની હાજરીમાં જ જ્હોને પ્રિતીને લગ્ન માટે મનાવી લીધી. માર્થાએ તો પહેલેથી જ  વેનીલા-ચોકલેટ કેક તૈયાર રાખી હતી એ ખવડાવીને બંનેનુ મ્હોં મીઠુ કરાવ્યુ.

(૧૦)એક કદમ પાછુ ફરાય ખરુ?-રાજુલબહેન શાહ

Posted on September 7, 2012 by vijayshah

સમાધાનકારી પણ સંબંધ તો હતો જ ને? જ્હોન ખરેખર અત્યંત સહ્રદયી હતો. એના દિલની કુમાશ અને પ્રીતિ પ્રત્યેનુ કાળજીપૂર્વકનુ વર્તન પ્રીતિને સ્પર્શી રહ્યુ હતુ. કોઇ અધિકારની ભાવના નહી , કોઇ ભૂતકાળને ઝંઝોડવાની વૃત્તિ નહી , બસ એકદમ સરળતાથી એ વહે જતો હતો.

ન તો  ક્યારેય  લિયા વિષેની કોઇ વાત સુધ્ધા યાદ કરતો કે  ન તો  એની સાથે પ્રીતિની સરખામણી થતી. લિયા અને જ્હોન એક માટીના  બનેલા -એક સંસ્કારે રંગાયેલા એકદમ આધુનિક  પશ્ચિમી  વિચારસરણી ધરાવતા હતા એમના માટે પ્રેમ કોઇ બંધ બારણે જ કરી શકાય એવી માન્યા નહોતી.

ઉમળકો આવેને વ્હાલ દર્શાવી જ શકાય , એના માટે જગ્યાનુ બંધન હોય એવુ કોઇ માનસિક બંધારણ નહોતુ  જ્યારે  પ્રીતિમાં હજુ ક્યાંક એવી ખુલ્લી વૃત્તિઓને આવકારવાની તૈયારી નહોતી. મોલ હોય  થિયેટર હોય કે રેસ્ટૉરન્ટ , અરે રસ્તે ચાલતા પણ વ્હાલ ઉભરાઇ આવે તો એ વ્યક્ત કરી જ શકાય એવુ માનવાવાળા જ્હોનને પ્રીતિ તરફથી પ્રતિસાદ ન મળે અને એ પાછો પડેત્યારે નવાઇ લાગતી પણ તેમ છતાં એ ક્યારેય એણે પ્રીતિ તરફ મન મોળુ કર્યુ નહોતુ.

પ્રીતિ આ સમજતી હતી પણ હજુ એનામાં આ રીતે પ્રેમ કરવાની કે દર્શાવવાની માનસિકતા ઉભી થઈ નહી. નોન વેજ ખાવાવાળા જ્હોન માટે એ હજુ નોનવેજ રાંધી શકતી નહી તો ય જ્હોન એનો આગ્રહ પણ રાખતો નહી. અરે પ્રીતિ એના એ નોનવેજ કુકીંગના વાસણો જુદા રાખે તો ય એ હસીને સ્વીકારી લેતો.ક્યારેય એ આધિપત્યની ભાવનાથી પ્રીતિને પોતાની વાત કે વર્તન માટે સંમત કરવા પ્રયત્ન સુધ્ધા કરતો નહી.

પ્રીતિ સંપૂર્ણતયા તો નહી પણ અધિકતર એની સાથે વહે જતી હતી. સુખ નામનો પ્રદેશ આટલો હાથવગો હશે એવુ તો એણે સ્વપ્નામાં ય વિચાર્યુ નહોતુ. શું જોઇએ એક સુખી ઘર સંસાર માટે?  એક નાનકડુ ઘર, એ ઘરને સદાય હસતુ- રમતુ રાખે , પત્નિની ભાવના સમજે , પત્નિને પુરેપુરો આદાર આપે એવો પતિ ? આર્થિક ,માનસિક અને ભાવનાત્મક સલામતી?  જ્હોનમાં લગભગ એ બધુ જ મળી રહેતુ હતુ. રવિવારે સવારની પ્રેયર માટે ચર્ચમાં આવતી પ્રીતિ સાથે સાંજ મંદિર જવાનુ પણ એને સ્વીકાર્ય હતુ. અરે ! પ્રીતિ ચર્ચમાં ન આવે તો ય એની સાથે મંદિર જવાનો એનો બાધ નહોતો. એને મન તો સૌનો ઇશ્વર સમાન હતો. એના માટે ઇશ્વર પિતા તુલ્ય હતો પછી ભલેને એ ક્રોસ સાથે હોય કે કામધેનુ  સાથે.

ક્યારેક પ્રીતિ લિયા માટે પુછી બેસે તો પણ એ હસીને એની વાત ટાળી દેતો. એને મન એ ભૂતકાળ હતી અને પ્રીતિ એનો વર્તમાન. ભૂતકાળ પછી ભલેને ગમે એવો મનભાવન હોય એમાં જીવી શકાતુ નથી એમ માનતો અને પ્રીતિને પણ મનાવતો. એ કહેતો પણ ખરો કે આ તો બંને તરફથી તરછોડાયેલો સંસાર હતો તો પછી એમાં ડૂબકી મારીને શા માટે ભીના થવુ?  પાણીમાં રહીને પીછા ખંખેરી નાખતા પંખીની જેમ જળકમળવત રહેવુ એવુ એ પ્રીતિને સમજાવતો. ધર્મપરાયણ ન હોવા છ્તાં ધર્મને જાણે પચાવ્યો હોય એટલી તટસ્થા એનામાં હતી.

લુક પ્રિટી, આપણી પાસે આપણો આ જે સમય છે એને જ ભરપૂર જીવી લેવો જોઇએ એવુ નથી લાગતુ તને?  જે સમય હાથમાં એ બાથમાં .હું આ ક્ષ્ણ જીવી લેવામાં માનુ છું અને મારી આ ક્ષણ તુ છે. એટલે વિતી ગયેલી ક્ષણોને યાદ કરીને આ ક્ષણ હુ બરબાદ કરવા કે ગુમાવવા નથી માનતો. બસ અત્યારે તો તુ જ મારી આસપાસ છો. આપણે લગ્ન કર્યા છે એક બીજા સાથે સુખી થવા માટે. એકમેકને સુખી કરવા માટે અને  જો ઇશ્વર કૃપા રહી તો એક બીજા સાથે બુઢ્ઢા થવા માટે. જો કે મારે મન તો એ પણ અત્યંત લાંબા ભવિષ્યની વાત છે એટલે એની વાત પણ આપણે જવા જ દઈએ. હું તારો સાથ સંપૂર્ણ વફાદારીથી નિભાવુ અને તુ મારી સાથે ખુશ હો એ જ મારે મન અગત્યનુ છે. બાકી જો ભૂતકાળના પોપડા ખોતરવા જઈશુ તો બની શકે કે એ આજે પણ આપણને લોહી લુહાણ કરી મુકે.

ભલે જ્હોન ગમે એટલુ સમજાવે પણ પ્રીતિથી મનોમન પ્રિત્યેશ સાથે એની સરખામણી થઈ જતી અને ધીમેધીમે એનો જ્હોન માટે આદર વધતો જતો હતો. ક્યાં પ્રિત્યેશ તરફથી મળેલી સતત અહવેલના અને ક્યાં જ્હોન તરફ્થી મળતો સતત માવજતભર્યો વ્યહવાર?  સ્ત્રી દાક્ષીણ્ય ને પ્રાધાન્ય આપતા જ્હોન સામે સ્ત્રીને રમકડુ માનતા પ્રિત્યેશની સરખામણી એનાથી તો  જાણ્યે અજાણ્યે અને અનાયાસે થઈ જ જતી. જો કે એ જ્હોન આગળ ક્યારેય વ્યક્ત ન થાય એટલુ ધ્યાન પણ રાખતી.

જ્હોન માટે પ્રીતિનો આદર વધતો જતો હતો તો પ્રિત્યેશનો પૌલોમી માટે આદર જ નહી મોહ પણ ઉતરતો જતો હતો. પૌલોમી એકનુ એક સંતાન હતી અને મા વિહોણી દિકરીનો ઉછેર જે રીતે થયો હતો એમાં એનામાં કોઇ બાંધછોડ કરવાની વૃત્તિ વિકસી જ  નહોતી. એ જે વિચારે અને જે પ્રમાણે વર્તે એ જ રીતે દુનિયા ચાલવી જોઇએ એવુ જીદ્દી વલણ નાનપણથી જ વિકસ્યુ હતુ અને  પ્રિત્યેશે એની સાથેના સંબંધની શરૂઆતમાં એ ભાવના પોષી હતી જે હવે એને જ બૂમરેંગની જેમ પાછી વાગતી હતી.

ક્યારેક પ્રિત્યેશને થતુ કે એણે પગ પર કુહાડી નહોતી મારી ધારદાર કુહાડી પર જાતે જ પગ માર્યો હતો. અને એ કુહાડી વાગવાની વેદના એ પૌલોમી તો શુ કોઇને બતાવી શકવાનો નહોતો અને પૌલોમી જાતે તો ક્યારેય સમજવાની જ નહોતી.

પૌલોમીમાં   ભરપૂર આધિપત્યની ભાવના હતી પણ સામે કોઇનુ આધિપત્ય સ્વીકારવાની લેશમાત્ર તૈયારી નહોતી. એને તો માત્ર અને માત્ર પ્રિત્યેશમાં જ રસ હતો. પહેલા તો પ્રીતિની હાજરી એ સહન કરી શકતી નહોતી પણ હવે તો પ્રિત્યુષા તરફનો પ્રિત્યેશનો લગાવ પણ સહી શકતી નહી.  લવલીની માર્થાના ઘેર રહેવાની ગોઠવણથી એ  બે હાથે સ્વર્ગ મળ્યુ હોય એવી ખુશ હતી.હવે તો સાંગોપાંગ પ્રિત્યેશ એનો હતો.બેફામ વૃત્તિ વચ્ચે કોઇ આડખીલી નહી.એકદમ મનસ્વી રીતે વર્તવાના વલણને છુટ્ટો દોર મળ્યો હતો. હણહણતા તોખારને  નાથવાની લગામ પ્રિત્યેશના હાથમાંથી સરતી જતી હતી.

રવિવારે માર્થાના ત્યાં લવલીને મળવા જવાના ટાઇમે એ ઉઠી જ ન હોય એટલે પ્રિત્યેશ એકલો જ જતો. પણ પાછો આવે ત્યારે છંછેડાયેલી નાગણના ઝેરીલા ફુત્કારને સહન કરી લેવાની માનસિક તૈયારી સાથે જ એ જતો.

પ્રિત્યેશની રવિવારની એ બપોર પૌલોમીને મનાવવા પટાવવામાં જ પતી જતી. હવે તો એ આ ઉધામા , આ બંડથી ઉબાવા માંડ્યો હતો. રસોઇમાં દરેક સ્વાદનુ આગવુ મહત્વ હોય ને? એકલુ ગળ્યુ ખાવ તો મ્હોં ભાંગી જાય સાથે નમકીન જોઇએને ? તો એકલી કડવાશ તો કેવી રીતે પચે?

પૌલોમી સાથેના સંબંધમાં શરૂઆતમાં ભરપૂર આકર્ષણ  હતું . પ્રીતિ સાથે લગ્નથી પૌલોમી વધુને વધુ અસલામતી અનુભવતી એટલે પ્રિત્યેશને બાંધી રાખવા , પોતાની તરફ ખેંચી રાખવા સંપૂર્ણ સમર્પણની ભાવના સાથે સમર્પિત થતી . હવે તો ક્યાં ચિંતા હતી? ડીવોર્સ પછી તો પ્રિત્યેશ એનો જ હતો ને? હવે ક્યાં જવાનો હતો?

એટલે જાણે આટલા વખતના સમર્પણનુ સાટુ માંગતી હોય એમ પ્રિત્યેશ તરફનુ એકચક્રી વર્તન થવા માંડ્યુ .  પ્રિત્યેશની લાગણીનો પડઘો પાડવાની વાત તો દૂર એની અવહેલના કરતા પણ એ જરાય અચકાતી નહી.

આજે તો એ શોપીંગ પર પ્રિત્યેશને કહ્યા વગર જ ઉપડી ગઈ હતી.  રવિવારની સવારે પ્રિત્યેશ માર્થાના ઘેર પ્રીત્યુષાને મળવા ગયો એની સામે બંડ પોકારવાનુ હોય એમ વારંવાર પ્રીત્યેશે ફોન કર્યા તો પણ એને જવાબ આપવાની સહેજ પણ દરકાર રાખ્યા વગર મનમાં આવે એમ રખડતી ગઈ અને મનમાં આવે એમ વસ્તુઓ ઉપાડતી ગઈ.  લંચ ટાઇમે પ્રિત્યેશ પાછો આવશે તો શું જમશે એની પણ સાડાબારી રાખ્યા વગર સમય પસાર કરતી રહી. છેવટે ખોટી રઝળપાટથી  થાકીને ઘેર પહોંચી.

ગુસ્સા અને ચિંતામાં ધમધમતા પ્રિત્યેશને જોઇને જાણે એક તૃપ્તિ થઈ હોય એવુ લાગ્યુ. પોતાની ચિંતા થાય છે? આહ ! આ તો સારી વાત કહેવાય. માણસને થોડા ઉંચા નીચા કરીએ તો કિંમત સમજાય ને? ચાલો આ જે સમય પસાર કર્યો એની ફોગટમાં બરબાદી તો નથી જ થઈ , લેખે લાગ્યો ..

પ્રિત્યેશની હાજરીની નોંધ લીધા વગર ફ્રીજ ખોલીને સોડા કાઢી, પેન્ટ્રીમાં જઈ પીટા ચીપ્સ અને હમસ લઈ આવી અને શાંતિથી ટી.વી ચાલુ કરીને બેસી ગઈ. ન તો એણે પ્રિત્યેશને ઓફર કરી કે એણે શું ખાધુ છે એ પુછવાની દરકાર કરી.

વોટ્સ ગોઇન ઓન?  પ્રિત્યેશની ધીરજ ખુટી ગઈ હતી.અવાજની માત્રા કોમળ- મધ્યમથી વધીને સપ્તમ સુધી પહોંચી ગઈ. હજુ ય જાણે ટી.વી જોવામાં બહેરા કાને અવાજ ન પહોંચ્યો હોય એમ એ ચેનલ સર્ફીંગ કરતી રહી.

પ્રિત્યેશના ગુસ્સાએ માઝા મુકી અને ભાગ્યેજ પૌલોમી સાથે કૃધ્ધતાથી વાત કરનાર પ્રીત્યેશે એને કાઉચ પરથી હાથ ખેંચીને ઉભી કરી દીધી અને લગભગ હાથ ખેંચતો ડાઇનીંગ ટેબલ સુધી લઈ આવ્યો. એને ખબર હતી કે આજે એ લવલીને મળવા જવાનો છે એની સજાના તોર પણ લંચ તૈયાર મળવાનુ નથી જ. એટલે એણે એના અને પૌલોમી માટે પાસ્તા અને સુપ તૈયાર કરી રાખ્યા  હતા. ખબર હતી કે એ  ઘેર પાછો વળશે ત્યારે પૌલોમી ને રાજી કરવાનો મરણીયો પ્રયાસ કરવો જ પડવાનો છે . એટલે ખુબ ભુખ લાગી હોવા છતાં એ એની રાહ જોઇને બેઠો હતો. પૌલોમીએ આવીને એ નફિકરાઇ બતાવી એનાથી એનો ય અહં ઘવાયો હતો.

ક્યાં હતી અત્યાર સુધી અને કેમ મારા એક પણ ફોનનો રિપ્લાય ન આપ્યો જાણી શકુ છુ હું?

કેમ દર રવિવારે તુ જાય અને મારે  જ તારી રાહ જોઇને બેસી રહેવાનુ? તારે એક દિવસ રાહ જોવાની આવી તો એમાં આટલી બધી અકળામણ? ગજબ ના કહેવાય?  એક અજબ સુકુન મળતુ હોય એમ પૌલોમી હજુ શાંતિથી અને પ્રિત્યેશ ઉશ્કેરાય એ પ્રમાણે વર્તી રહી હતી.

પણ ફોન તો ઉપાડાય ને? કે પછી એની પણ મારે રાહ જોયા કરવાની? ખબર છે કેટકેટલા વિચારો આવી ગયા?

શું વાત છે? હજુ ય તને મારા વિચારો આવે છે ? મારી ચિંતા થાય છે?

સ્ટોપ ઇટ, પૌલોમી. હવે આ તારા નાટકિયાવેડા બંધ કર. સીધે સીધા જવાબ આપ.

લુક પ્રિત્યેશ , હું આ લોકશાહી દેશની લોકશાહી વલણ ધરાવતી નાગરિક છું, મારે કોને કેટલા જવાબ આપવા એ મારી મુનસફીની વાત છે. તારી છોકરીને મળવા જાય ત્યારે તને ફોન કરીને ડિસ્ટર્બ કર્યો ક્યારેય ? તો પછી હુ ક્યાંય જઉ ત્યારે તારે મને પણ ડિસ્ટર્બ નહી જ કરવાની સમજ્યો?

તને ખબર હોય છે કે હું ક્યાં કેટલો વખત જઉ છું અને કેટલુ રોકાવાનો છું , તારે કમ સે કમ મને કહી તો રાખવુ જોઇએ ને? એક તો  મેમસાબ માટે લંચ તૈયાર કરી મુક્યુ છે અને મેમસાબને તો પડી જ નથી ને?

હવે તો હદ થતી જાય છે પૌલોમી. પ્લીઝ ફોર ગોડ સેક એટલુ તો મને કહે કે નાની છોકરીએ તારુ શું બગાડ્યુ છે? પ્રીતિ સામે તારો આક્રોશ હોય એ સમજી શકાય એવી વાત છે પણ આ પ્રીત્યુષા? હવે તો એ તારી અને મારી વચ્ચે પણ રહેતી નથી તો  વીકમાં એક વાર એને મળી લઉ એમાં ય તને આટલુ દાઝે છે.જરા વધારે પડતુ ન કહેવાય?

નો, ના કહેવાય. એ તારી નાનકડી ચાર ફૂટની છોકરી મને સતત તારી અને પ્રીતિના લીગલ સંબંધની યાદ આપતી રહે છે અને મને ઝાળ ઉઠે છે , સમજ્યો તું?

પણ હવે  એનુ શું છે? હવે તો એ લીગલ સંબંધનો લીગલ અંત આવી ગયો છે ,પ્રીતિ પણ પરણી ગઈ અને સુખી છે . હવે  એ તને ક્યાં નડી?  મહેરબાની કરીને જે હવે આપણી વચ્ચે છે નહી એને કામ વગર યાદ કરીને આપણા સંબધમાં તો કડવાશના બી ન રોપ.

ઓ કે..આ હવે તુ મહેરબાની કરવાની વાત બોલ્યો એ બરાબર . બસ. જા બક્ષ્યો તને.

પણ આ  તો કોઇ એક દિવસના ઝગડાનો અંત હતો ? ફરી બીજી કોઇ વાત લઈને ફરી કોઇ નવો ઝગડો એ હવે કોઇ નવી વાત રહી નહોતી. પ્રિત્યેશ સાચે જ ડાહ્યો થયો હતો. પ્રીતિની કિંમત હવે સમજાવા લાગી હતી. એને પ્રીતિને ગમે તે રીતે રાખી, છેતરી કે એના અંતરના , એના અસ્તિત્વના લીરે લીરા  ઉડી જાય એટલી હદે ઉપેક્ષી તો ય એને પૌલોમી જેવુ વર્તન ક્યારેય કર્યુ નહોતુ. સહેમીને રહી જતી હતી. કથીર હતુ એને કંચન સમજીને એણે દોટ મુકી હતી અને કંચનને કાંકરી સમજીને એક ઝાટકે ઉડાડી દીધી હતી. હવે તો હાથના કર્યા હૈયે વાગે તો ય સહન કરે જ છુટકો હતો.

સમય સરતો જતો હતો. પાંચ વર્ષના વ્હાણા કેવી રીતે વહાયા એ તો પ્રિત્યેશના દિલ પર થતા ઉઝરડાના લીલા સોળથી માપી શકાય એમ હતુ. હ્રદય , મન અને અહં પર થતા ફટકાઓથી એ વેર-વિખેર થતો ગયો. એનો માહ્યલો લોહી લુહાણ થતો ગયો. દર રવિવારે  પ્રીત્યુષાને મળવા જતા માર્થાના ત્યાં પ્રીતિ અને જ્હોનને સાથે જોઇને એક સણકો ઉપડતો અને એ વળ ખાઇને રહી જતો.

આટલો વખત જ્હોન સાથે રહીને પ્રીતિ પણ અજબ તટસ્થ બનતી  જતી હતી. પહેલા તો પ્રિત્યેશને જોઇને એ પોતાની જાત પરનો સંયમ ગુમાવી બેસતી અને એના વર્તનમાં એક તણાવ આવી જતો . પ્રીત્યુષાને મળવાનો મોહ ન હોત તો એ પ્રિત્યેશની હાજરી જરાય  સહન કરવા તૈયાર નહોતી પરંતુ માર્થાનો આગ્રહ હતો કે એક જ સમયે જ્હોન -પ્રીતિ કે પ્રિત્યેશ આવે તો એને વધુ રોકાયેલા ન રહેવુ પડે એટલે એ સમયે ગયા વગર છુટકો જ નહોતો.

પ્રીત્યુષા જેમ જેમ મોટી થતી જતી એમ વધુને વધુ વ્હાલસોયી બનતી  ગઈ.મોમ ડૅડની જુદાઇ અને બીજા લગ્નના સંબંધને સમજી શકે એટલી પાકટ થઇ ગઈ હતી.

માતા- પિતા હોવા છતાં આમ પારકા ઘેર ઓશિયાળા બનીને રહેવુ એ એના કુમળા મન પર કઠુરાઘાત સમાન હતુ.શરૂ શરૂમાં તો એનુ બાળ માનસ આ ગોઠવણ સ્વીકરવા જ નહોતુ માનતુ. એને થતુ કે મમ્મા અને ડૅડી હોય તો એ કેમ સાથે ન રહે? ડૅડી કેમ પૌલોમી આન્ટી સાથે રહે? મારે મમ્મા કે ડૅડી કોઇ એકની જ સાથે કેમ રહેવાનુ? વીક ડૅયઝ ડૅડી સાથે વીક એન્ડ મમ્મા સાથે ?

પછી તો ધીરે ધીરે એની સ્કુલમાં પણ આવા કેટલાય વિખેરાયેલા સંસારવાળા બાળકો જોતી -જાણતી થઈ. જાસ્મીન ને કોઇ વાર એના ડૅડી લેવા આવે ત્યારે એને ડૅડી ના ઘેર જવાનુ , મમ્મા લેવા આવે

ત્યારે મમ્મા ના બોય ફ્રેન્ડના ઘેર જવાનુ? અને કેથરીન તો વળી મમ્મા કે ડૅડી કોઇની સાથે નથી રહેતી એને તો એના ગ્રાન્ડ મા જ લેવા આવે છે ને?   આના પણ ક્યાં એના મમ્મા ડૅડ સાથે રહે છે?

એટલે જ્યારે આના અને એને માર્થા આન્ટીના ત્યાં રહેવાનુ થયુ ત્યારે એ થોડી નર્વસ થઈ ગઈ હતી. મમ્માની સાથે સુવાની કેવી મઝા આવતી હતી? મમ્મા કેવુ સરસ પૅટ કરીને સુવડાવતી હતી? અને સેટરડૅ સન્ડૅ તો કેવો મસ્ત મઝાનો બબલ બાથ આપતી હતી? અને મમ્માની પેલી ઇન્ડીયન કેક ?  હવે કોણ  બનાવશે? પ્રીતિ હંમેશા પૂનમના દિવસે સુખડી નો થાળ ધરાવતી એ એને ખુબ ભાવતો.

એકલી એકલી એ રડી પડતી. કેટલીય વાર એને મન થતુ કે એ મમ્માને કહે કે મને ડૅડી ના બદલે  જ્હોન અંકલ સાથે રહેવાનો વાંધો નથી પણ પ્લીઝ મને તારી જોડે લઈજા. પણ એવુ એ ક્યારેય કહી શકી નહી. બાળપણ કોને કહેવાય એ સમજે એ પહેલા તો એ  એ નાજુક સમયનો ઉંબરો છોડીને એ એક એવી અજાણ મનોભૂમિ પર આવીને ઉભી કે જ્યાં હવે એના માટે નવી દુનિયા ખુલતી હતી. નવા સંબંધો ઉભા થવાના હતા. આ તમામ સમયમાં આના એની એવી દોસ્ત બની રહી કે જેની સાથે એ આ બધા મનના વલોપાત ઠાલવી શકતી . આના ને પણ માતા-પિતાના બદલે આન્ટીના ઘેર રહેવાનુ ક્યાં પસંદ હતુ? પણ મા તો ક્યારનીય એને અને ડૅડને મુકીને જતા રહી હતા.  મા ની બહુ જ ઓછી સ્મૃતિ એના બાળમાનસ પર અંકાયેલી હતી એટલે જ્યાં સુધી જરૂરીયાતો  સચવાય ત્યાં સુધી મમ્મા હોય કે આન્ટી ખાસ કશો જ ફરક પડતો નહોતો.

માર્થાએ પણ આના અને પ્રીત્યુષાને ખરા દિલથી સાચવવાનો પુરતો પ્રયાસ કર્યો હતો. એક તો પતિની ગેરહાજરીમાં આ બંને બાળકીઓથી ઘર ભરેલુ લાગતુ અને બીજુ બંને તરફ્થી  થઈને મળતા પાંચસો ડૉલર .આ  દર વીકના પાંચસો ડૉલર ઘરમાં જ રહીને જો મળવાના હોય તો એટલી જવાબદારી તો નિભાવવી જ પડે ને ? જ્હોનની જેમ ધર્મમાં આસ્થા રાખતી માર્થાને મન એ એની એક  નૈતિક અને ધાર્મિક ફરજ હતી . અને એ ફરજ એણે નિષ્ઠાપૂર્વક નિભાવી પણ ખરી.

જો કે છેલ્લા કેટલાક સમયથી એના માટે એક ધર્મસંકંટ ઉભુ થયુ હતુ. ગયા વીક એ આના અને પ્રીત્યુષાને લઈને મૉલ શોપિંગમાં ગઈ ત્યાં સામે મળી ગઈ લિયા. માર્થા સાથે આનાને જોઇને એ સ્તબ્ધ બની ગઈ.  આનાને મુકીને એ નિકળી ગઈ ત્યારે કેવડી હતી આના? અને હવે? બાળપણ વળોટીને મુગ્ધાવસ્થા તરફ વધતી આના પ્રીત્યુષા જેટલી તો નહી પણ સાચે જ નજર બાંધી રાખે એવી થઇ ગઈ હતી. પ્રીત્યુષા સુંદર દેખાતી તો આના એટલીજ સ્માર્ટ. જ્હોનનો ચહેરો-મહોરો અને પોતાનો વાન લઈને ઉભરેલી આના પર એની નજર ઠરી ગઈ. એસ્કેલેટર પર ઉતરીને આવતી આના સીધી જ એના દિલમાં ઉતરી ગઈ.

માર્થા, કેન વી હેવ કોફી પ્લીઝ ?  સામે જ દેખાતા ફુડ કોર્ટ આંગળી ચીંધીને એણે વિનંતી કરી. માર્થા ના ન પાડી શકી. એને થયુ કે આખરે એક મા દિકરી સાથે જો ઉડતી મુલાકાત ઇચ્છે તો એમાં કશુ જ ખોટુ તો નથી જ ને?  આનાનો વ્યહવાર તો એક્દમ નિસ્પૃહ હતો. પણ એ એક કલાકનો સમય લિયાને લાગણીથી ભીની ભીની કરી ગયો. એણે આનાને મળવા આવવા માર્થાની મંજૂરી માંગી લીધી. માર્થાએ સ્પષ્ટ જણાવી દીધુ કે દર રવિવારે જે સમયે બધા ભેગા થાય છે એ જ સમયે એ આનાને મળવા આવી શકશે.

લિયા માટે તો આનાને મળવુ જ મહત્વનુ હતુ. એક સિલસિલો ચાલુ હતો એમાં એક બીજી વધારાની વ્યક્તિ ઉમેરાઇ. જ્હોનને તો પ્રિત્યેશની કે લિયાની હાજરીથી કશો જ ફરક પડતો નહોતો પણ પ્રીતિ થોડી અસ્વસ્થ થઈ જતી. માંડ માંડ પ્રિત્યેશનો સામનો કરવા સજ્જ થયેલી પ્રીતિ સમક્ષ જ્હોનનો એવો ભૂતકાળ આવી ને ઉભો હતો જેની જ્હોન ક્યારેય વાત કરી નહોતી. એક તો એને આમ સૌની સાથે  પ્રીત્યુષાને મળવુ મંજૂર નહોતુ એમાં  આ અણધારી પરિસ્થિતિએ એને વધુ મૂંઝવણમાં મુકી દીધી.

માર્થા બંને પરિવાર માટે બે અલગ રૂમ ફાળવતી જેથી આના અને પ્રીત્યુષાને અંગત રીતે એમના માતા-પિતા મળી શકે.   આ પાંચ વર્ષના સમયમાં જ્હોન તરફ પ્રીતિનો લગાવ સાચે જ ઘણો વધી ગયો હતો ત્યારે લિયાનુ આમ મળવુ જરાક આકરુ લાગ્યુ. જ્હોન સાથે તો વાત જ કરવી નકામી હતી કારણકે પ્રિત્યેશને અને પોતાને જો દિકરીને મળવાની ઉત્સુકતા હોય તો સ્વભાવિક લિયાને પણ હોય જ ને? આના તરફ વધતો જતો લિયાનો લગાવ જોઇને એ પોતાની જાતને લિયાની જગ્યા એ મુકીને જોતી તો એક મા તરીકે  લિયાનુ આમ આવવુ સ્વીકાર્ય હતુ.

આનાને મળતી રહેતી લિયા માટે હવે આનાથી દૂર રહેવુ અશક્ય બનતુ જતુ હતુ. છ વર્ષ સુધી દૂર રહ્યા પછી  હવે વચ્ચેના છ દિવસ પણ એને અત્યંત લાંબા લાગતા. એ હવે કોઇપણ હિસાબે આના સાથે રહેવા માંગતી હતી.

આના અને પ્રીત્યુષાની ઉંમરનો આ એવો સંધિકાળ હતો કે જેમાં એમની જીંદગીમાં લિયા અને પ્રીતિનુ હોવુ આવશ્યક છે એવુ બંનેને લાગતુ હતુ.  જ્હોન સાથે આટલા સમયના સહવાસ પછી પ્રીતિ વર્તમાનમાં જીવતા શીખી ગઈ હતી પણ એનુ મન કહેતુ હતુ  પ્રીત્યુષાના વર્તમાન અને ભવિષ્ય માટે પણ હવે એનુ પ્રીત્યુષા સાથે રહેવુ જરૂરી છે. સાથે એ પણ નક્કી હતુ કે પ્રિત્યેશ ક્યારે જ્હોન સાથે પ્રીત્યુષાને રાખવા તૈયાર નહી જ થાય.

લિયાના વર્તન પરથી સ્પષ્ટ દેખાતુ કે હવે એને પણ આના અને જ્હોન સાથે પાછા આવવામાં રસ છે. જો પોતાને દિકરી તરફ આટલુ ખેંચાણ હોય તો લિયાને પણ હોય એ તદ્દન સ્વભાવિક લાગતુ હતુ.પણ  આ તો જ શક્ય બને જો પોતે એ ત્રણ વચ્ચેથી ખસી જાય. અને એ જો આ ત્રણ વચ્ચેથી ખસી જાય તો પ્રીત્યુષાને પણ પોતાની સાથે રાખી શકે..  તો શું આજ સુધીના જ્હોન સાથેના સહજીવન પછી  જ્હોન વગર રહેવુ હવે શક્ય બનશે? મન પ્રીત્યુષા અને જ્હોન વચ્ચે આટાપાટા રમતુ હતુ. વિચારોની અજબ કશ્મકશ પ્રીતિના મનમાં છવાયેલી રહેતી.

અંતે પ્રીતિએ વિચારી લીધુ કે એ માર્થા જોડે ખુલ્લા મનથી વાત કરી લેશે અને જ્હોનની પણ મરજી જાણી લેશે.

(૧૨) એક કદમ પાછું ફરાય ખરું?-વિજય શાહ

Posted on September 13, 2012 by vijayshah

ચર્ચા અનપેક્ષિત રીતે નવા રંગો લઇ રહી હતી.. જેવું વિચારીયે તેવું શક્ય બને ખરું? આપ્ણે માણસો છીયે..વહી ગયેલા પાંચ વર્ષોમાં ઘણું શારીરિક અને માનસિક રીતે બદલાઇ ગયું હતું..જેમને લપડાકો મારી હતી તેને લપડાક ખાવાનો સમય આવતો હતો…લીયા અને પ્રીત્યેશ ધરમૂળ થી ખોટાં પડ્યાં હતાં. પ્રીતિ અને જોહન ખુબ વેઠીને આજ ની મજબુત સ્થિતિમાં હતા….

બધાનાં મનમાં હવે શું? એપ્રશ્ન ઘુમતો હતો અને્ માર્થા અને બંને છોકરીઓ ઘરમાં દાખલ થયા.પૌલોમીને હવે અહીં રહેવા માટે કંઇ હતું નહીં તેથી તે નીકળી અને તેને જતા જોઇને પ્રિત્યુશા એકદમ પ્રસન્ન થઈ ગઇ.મમ્મી અને પપ્પા સાથે રહેવાના?…અને આનાનું મોં પડી ગયુ..લીઆ આ જોતી હતી..અને તે બોલી” ના દીકરા હવે તારા પપ્પાને નહીં છોડી દઉ.”

માર્થા એ જોહન અને પ્રિત્યેશને પોત પોતાના રૂમ માં જ્વાનું કહ્યું અને આગળ જે કરવાનું હોય તે નક્કી કરો તેમ સુચવ્યું. અને સાથે સાથે તાકિદ પણ કરી બેમાં થી એકેય છોકરીઓ હવે મારા ઘરમાં ના જોઇએ.. સમજ્યા…

આના પ્રીતિને છોડવા તૈયાર નહોંતી અને પ્રિત્યેશ પણ પ્રીતિને છોડવા નહોંતો માંગતો..બંને પોતાના રૂમ માં ગયાતો ખરા પણ પાંચ જ મીનીટમાં આના પ્રીતિ પાસે આવીને રડવા લાગી.” ના મોમ તારા વિના મારા ડેડી એકલા પડી જશે”

પાછળ લીઆ પણ આવી. તેને સારું નહોંતુ લાગતું કે તેનું સંતાન તેના ઉપર વિશ્વાસ નહોંતું રાખતું. અને દસ વર્ષની છોકરીને સમજાવે જ છુટકો..

પ્રિત્યેશ સાથે તેણે આ જ વાતો કરવાની હતી તેથી પાછા બીજા રુમ માં જુદા બેસવાને બદલે છએ છ જણ સાથે બેઠા. જોહન આના ને સમજાવતો હતો કે લીઆ તારી મા છે પણ તે પહેલા તે મારી પત્ની છે અને જો હું તેની તે ભૂલ માફ કરતો હોઉ તો તારે માફ કરવું જ જોઇએ.

પ્રીતિએ  લીઆ અને પ્રિત્યેશને ઉદ્દેશીને પોતાના વિચારો કહ્યાં

જોહન અને હું બંને ભલે પતિ અને પત્ની તરીકે રહ્યા.. પણ તે ફક્ત કાનૂની જરુરિયાત સંતોષવા અને ગ્રીન કાર્ડની વીધી પુરી કરવા.. બાકી અમે બે સારા મિત્રો જ હતા..ન દૈહીક ભુખ હતી કે ન કોઇ શારિરીક ભુખ.

જોહન ને લીઆ ત્યારે પણ પ્રિય હતી અને આજે પણ છે. તે માનતો હતો કે હશે કોઇ ઉણપ તેનામાં તેથી તે તેને છોડી ને જતી રહી.પણ મોટી થતી આનાનાં મા માટેનાં ફાંફા સંતોષવા તેણે મારી સાથે લગ્ન કરેલા. શક્ય છે તે પાછી ફરે.. તેવું તો જોહને ત્યારે જ કહેલું. મને પ્રીત્યેશ તરફથી થતી કનડગત અને પૌલોમી ની જોહુકમીને લીધે થતા અન્યાયોને ફેડવા જ તેણે કહેલું કે આપણે બંને કમ ભાગીયા છીએ..અને જમાના ની નજરોમાં શુન્ય કે એકડો છીયે..ચાલ સાથે મળી જઇએ અને દસ થઈ જઇએ.

આના..તું તારી રીતે સાચી છું..પણ હવે લીઆને ભૂલ સમજાઇ છે ત્યારે તેને એક તક આપવી જોઇએ…જેમ મારી લવલી તેના પપ્પાની સાથે રહેવા મને લઇ જઈ રહી છે.

પાંચ વર્ષમાં જ્હોન સાથે રહીને બે વાત હું સમજી છું તે સમજવા માટે તું કદાચ હજી નાની હોઇશ પણ છતા કહું  પ્રેમ માં સદા આપવાની વાત ઉપર ભાર વધુ મુકજે.. પ્રેમ વ્યાપાર નથી.. પ્રેમ અનુભૂતી છે..જે પ્રીત્યેશે એક જ ઝાટકે સાત મીલીયન ડોલર જતા કરી દઇને સાબિત કરી દીધું કે તેને માટે પ્રિત્યુષાનું હીત મહત્વનું છે…  અને જોહન પણ તારા હીતને વધુ મહત્વ આપે છે.

જોહન બોલ્યો” આના દૈહીક આકર્ષણો એક સમય પછી બહું મહ્ત્વનાં નથી અને મેં લીઆને સાચા દિલથી ચાહી છે માણી છે..મે લાગેછે કે હવે તને મેળવ્યા પછી લીઆ તારી દીકરીને રમાડશે.”

” પણ પપ્પા..મેં તમને હીજરાતા અને રડતા જોયા છે તેવું ફરીથી મને નથી જોવું”

” બેટા લીઆ મારી સાથે હોય તો તે થવાનું જ નથીને?”

” પણ પપ્પા મને ભરોંસો નથી બેસતો..પાછો કોઇ અબ્રાહમ આવશે અને …’

લીઆની આંખો ભરાઇ ગઇ ” ના બેટા હું મારી ભૂલ સમજી ગઈ છું ધણીનું સંહિષ્ણુપણું એ મોટી મૂડી છે દેખાવ અને પૈસો ક્યારેય મહત્વનાં નથી..”

પ્રીત્યેશ પણ તેજ બોલ્યો..પતિ અને પત્ની બંને સરખા હોવા જોઇએ.એક મેક્નાં પૂરક હોવા જોઇએ.એક પૈડું ટ્રેક્ટરનું  અને બીજુ સ્કુટરનુણ હોય તો તે ના ચાલે. પૌલોમી કદી પ્રીતિ બની નહોંતી અને તેની સાથે હું સ્કુટરનું પૈંડા જેવો હતો.. તેના એક ચક્કરને પુરુ કરતા મારે સાત વખત ફરવું પડતું હતું

આના લીઆ પાસે જઇને બોલી ” અબ્રાહમને આપ છૂટા છેડા અને આવ મારા બાપનાં સુના ઘરમાં.. આવીશને?”

માર્થા બધાને માટે પીઝા લઇને આવી ત્યારે ઘડીયાળ સાંજનાં સાત વાગ્યા બતાડતી હતી.

પીઝા પત્યા પછી માર્થાનાં ઘરેથી બે ગાડીઓ નીકળી પણ મુસાફરો બદલાયા હતા..પ્રિત્યેશ સાથે પ્રીતિ હતી અને પ્રિત્યુશા વચમાં ખીલ્ખીલાટ હતી..આના લીઆની સાથે હતી..જોહન આગળ બેસી ગાડી ચલાવતો હતો…

બીજે અઠવાડીયે કોર્ટમાં ત્રણ છૂટા છેડા અને બે લગ્ન થવાનાં હતા તેને બદલે ત્રણ લગ્નથયા..પૌલોમીને અબ્રાહમ ગમી ગયો હતો….સાચું જ કહ્યું છે લગ્ન તો ઉપરથી જ નક્કી થઇ ને આવે છે…