જયાં જયાં નજર મારી પડે…કવિ કલાપી-.સંપાદક :પ્રજ્ઞા દાદભાવાળા

               કવિ કલાપી          

 

 

Acknowledgments i
1 Chapter Name 1
2 Chapter Name Pg #
3 Chapter Name Pg #
4 Chapter Name Pg #
5 Chapter Name Pg #
6 Chapter Name Pg #
7 Chapter Name Pg #
8 Chapter Name Pg #
9 Chapter Name Pg #
10 Chapter Name Pg #

પ્રસ્તાવના-

પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ,ને યાદ કરતા  કલાપીને તો યાદ આવ્યા વગર ના રહે ..પંખીઓના કલરવ,વનરાજીની શીતળતા,કાઠિયાવાડી મહેમાન નવાઝી,પ્રિયતમાનાં ગીત ગુંજન,ફુલો ફુલો પર ભમરો બધું જ કલાપીની યાદ કરાવે એ .ઇશ્કના આલમનો શહેનશાહ કલાપી માત્ર ૨૬ વર્ષની ઉમરમાં એક શાંત પનાહગાહમાં પોઢી ગયો… છવ્વીસ વર્ષની ઉંમરનાં માત્ર ૧૦ વર્ષ દરમ્યાન સુરસિંહે પુષ્કળ સાહિત્યસર્જન કર્યું છે. તેમાં ૧૫૦૦૦ પંક્તિઓ સુધી વ્યાપેલાં ૨૫૯ કાવ્યોનો સમાવેશ થાય છે. તેમાં એક દીર્ઘકાવ્ય, ૧૧ ખંડકાવ્યો, ૫૯ ગઝલો અને ૧૮૮ ઊર્મિકાવ્યો છે જે ૨૫ જેટલા વિવિધ છંદોમાં લખાયેલ છે.માત્ર સોળથી છવ્વીસ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કરી જનાર લાઠી નામના નાકકડા રજવાડાના રાજા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલને એક આખી સદી બાદ શા માટે આ દુનિયા યાદ કરે? કારણ પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ વિશેના એમના કાવ્યો ભાવની સ્નિગ્ધ મીઠાશ અને રસાળ ચિંતન બધાને નજરે દેખાય છે અનુભવાય છે.તેમની કવિતામાં ચિત્રાત્મકતા, ચિંતન અને ભાવપ્રણવતા સમય બદલાયા પછી પણ એક બંધ છે,બસ આજ વાત અને આજ લાગણી ભીના સપર્શને લીધે પેઢીઓ સુધી તે કાવ્યો સતત વંચાતાં રહ્યાં છે. કવિ કલાપીને એમની  રચના વિષે શું કહેતાએ અહી ટાંકતા કહીશ કે  ” હું કવિતા લખતો નથી. હું કવિ છું એવું હું માની જ શક્યો નથી. મને વિચારો ગોઠવતાં આવડતું નથી, કવિતા મારા જીવનમાં કલા નથી, માત્ર લાગણીઓ છે. ……તેમની કવિતા એટલે જ તો સચ્ચાઈ અને સંવેદના જે સહજ રીતે ઊતરી આવે છે।..બસ આ જ વાત બેઠકના સર્જકોને સ્પર્શી ગઈ છે માટે એમની કવિતાનો આસ્વાદ કરાવી અહી આ પુસ્તકમાં માત્ર કવિને માણ્યાનો અનુભવ્યા નો અહેસાસ છે.તો ચાલો આ કવિને યાદ કર્યાના દરેક સર્જકના આ નાનકડા પ્રયત્નને વધાવીએ અને કવિ કલાપીને બિરદાવીએ। …

પ્રજ્ઞા દાદભાવાળા

 

 

 

 

 

‘કલાપી’

નામ              

સુરસિંહજી તખ્તસિંહજી   ગોહેલ

ઉપનામ          

કલાપી

જન્મ              

26 જાન્યુઆરી – 1874, લાઠી

અવસાન

9 જૂન – 1900, લાઠી

કુટુંબ 

પત્ની રમાબા ઉર્ફે રાજબા – રૂહા, કચ્છનાં કુંવરી (1889 – 15 વર્ષની વયે); એમનાંથી 8 વર્ષ મોટા

આનંદીબા ઉર્ફે કેસરબા – કોટડા, સૌરાષ્ટ્રનાં કુંવરી (1889 – 15 વર્ષની વયે) ; એમનાંથી 2 વર્ષ મોટા

શોભના – રમાબા સાથે પિયરથી 7-8 વર્ષની ઉંમરે આવેલ મોંઘી નામની દાસી (1898) ; એમનાંથી 7-8 વર્ષ નાના

             

અભ્યાસ

1882-1890 રાજકુમાર કોલેજ – રાજકોટ માં અંગ્રેજી પાંચ ધોરણ સુધી,અંગત શિક્ષકો પાસે સંસ્કૃત, ઉર્દૂ, ફારસી સાહિત્યનો અભ્યાસ

વ્યવસાય

1895- લાઠી(ગોહિલવાડ, સૌરાષ્ટ્ર)ના રાજવી

પ્રદાન

પ્રજાત્સલ રાજવી

ખુદ વફાઇવાળા ઊર્મિકવિ જેણે ગુજરાતી કલા સાહિત્યને સમૃધ્ધ કર્યું

પ્રવાસ લેખન-મુખ્ય કૃતિઓ

કાવ્યસંગ્રહ- કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્યકલાપ , હમીરજી ગોહેલ (દીર્ઘકાવ્ય )

વર્ણન – કાશ્મીરનો પ્રવાસ

નિબંધ- સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર

                  

જીવન

21 વર્ષની વયે રાજ્યાભિષેક (21 જાન્યુઆરી 1895)

નાનપણથી જ લાગણીપ્રધાન, સાહિત્ય અને કુદરતી સૌન્દર્યનો ઘણો શોખ અને આદર્શ રાજવી બનવાની ઇચ્છા

માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખતા અને માતાના મૃત્યુ બાદ રમાબા પ્રત્યે પણ તેવો જ પ્રેમ રાખતા

આનંદીબા પ્રત્યે કદી પ્રેમ રાખી શક્યા નહીં પરંતુ પતિ તરીકેની બધી ફરજો અદા કરી,રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંધી (પાછળથી શોભના)ની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં 20 વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો

શોભના સાથેના પ્રણયને કારણે રાજખટપટ અને ગાદીત્યાગનો વિચાર વરિષ્ટ સાહિત્યકારોની સાથે મિત્રતા,સ્વીડનબોર્ગના વિચારોની ઊંડી અસર

16 થી 26 વર્ષની ઉંમરનાં 10 વર્ષના ગાળામાં જ 500થી વધુ વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરેલો અને 250 થી ઉપર ગુજરાતી સાહિત્યના ઘ્રેણા જેવી રચનાઓ કરેલી (કાવ્યસર્જન 1892થી શરૂ થયેલ)મહત્તમ કાવ્યો, પ્રણયતમ અને પ્રણયમંથન જેવા; ઘણાં કાવ્યો દ્વિઅર્થી અને પરમાત્માને સંબોધીને પણ લખેલા; કાવ્યોમાં વિષયોનું વૈવિધ્ય અને હ્રદયના ભાવો રહેલા છે; પત્ર સાહિત્યમાં પણ ઘણું ચિંતન સમૃધ્ધ કર્યું છે;

મિત્રો અને સંબંધીઓને લખેલા તેમના પત્રો પણ તેમની માનવતાને મઘમઘાવે છે.26 વર્ષની યુવાન  ઉંમરે મૃત્યુ  (કહેવાય છે કે રમાબાએ યુક્તિથી ઝેર પાયું હતું)

સન્માન  

‘રાજવી કવિ કલાપી’ નામનું એમનાં જીવન વિશેનું પુસ્તક

એમના નામથી કુમારનો ‘કલાપી’ એવોર્ડ – ગઝલ માટે

1966માં ગુજરાતી ચલચિત્ર ‘કલાપી’ બનાવાયું જેમાં અભિનેતા સંજીવકુમારે કલાપીની ભૂમિકા ભજવેલી

 

સાભાર

ગુર્જર સાહિત્યભવન – અમૃતપર્વ યોજના

તરુલતા મહેતા

કવિ કલાપીની ગઝલ ઈશ્કેમિજાજી એટલે કે મનુજપિયાને માર્ગે આરંભાઈ અને ઈશ્કેહકીકી પ્રભુપ્રેમ તરફ વળી,યુવાન રાજા કવિએ ટૂકી જિંદગીમાં પ્રેમમાં આશા નિરાશા ,વેદના સામાજિક સંધર્ષ  બધું  જ અનુભવી લીઘુ.હેયાના વલોપાતે છેવટે તેમને તેમની પત્ની રમાં અને પ્રિયા શોભના બન્ને પ્રત્યે વિરક્તિ આવી.રાજપાટ ,સમાજ લોકિક પ્રેમને દિલથી  છોડી દેતા ગઝલ રચે છે.કલાપીની કવિતા તેમના આત્મજીવનની આબેહૂબ છબી છે.એમના જેટલી નિખાલસતાથી,નીડરતાથી અને અલગારીપણે પોતાના અનુભવોને કવિતામાં ઓછા કવિઓએ અભિવ્યક્ત કર્યા છે.
કલાપીની ગઝલ એટલે આજના મોબાઈલ ફોનના જમાનામાં કહીએ તો selfie,એમણે પોતાના અનુભવોનો ફોટો લીધો છે,.કલાપીનો  ‘કેકારવ ‘ તેમની સર્જનકલાનો spontaneous overflow of powerful feeling. સ્વયંભૂ, પ્રબળ  લાગણીઓનો  ધોધ,એ ગઝલોના ધોધથી રસિકજનો આજે અને ભાવિમાં સદાય ભીજાશે અને ડોલશે.કલાપીનો પ્રેમ હેયાને હચમચાવે તો વિરાગ પણ કેટલો પ્રબળ,ગઝલની શરૂઆતનો શેર છે

,‘હું જાઉં છુ ! હું જાઉં છુ !ત્યાં આવશો કોઈ નહી ! 

સો સો દિવાલો બાંધતા ત્યાં ફાવશો કોઈ નહી ! 

ના આંસુથી,ના ઝૂલ્મથી,ના વસ્લથી ના બન્ધથી 

દિલ જે ઉઠ્યું રોકાય ન! એ વાત છોડો કેદની! 

વૈરાગ્યભાવના આવર્તનો અને પુનરાવર્તનથી ગઝલનું બંધારણ થયું છે. આ એક દીર્ધ ગઝલ છે, કોઈ નહીના નકાર રદીફ  લગભગ જળવાયા છે,પણ કાફીઆમાં છુટછાટ લીધેલી છે. કલાપીનો ઊર્મિનો ફુવારો  કોઈ બન્ધનથી બંધાતો નથી,ગઝલના  છંદની તેમની ગઝલોમાં નબળાઈ જણાય પણ સુફીઝ્મની મસ્ત બાની અને સચ્ચાઈ  આપણા હદય સોસરવી ઊતરી જાય છે.શંકરાચાર્યના ‘નિર્વાણશટક ‘ ના  સ્ત્રોત્રમાં  ‘ન બન્ધુ  ન મિત્ર ‘ જેવી વિરાગ ભાવના જાણે કે કલાપીની ગઝલમાં ટપકી છે.

મને આ ગઝલ ગમી ગઈ કારણ કે કલાપીને સંસાર પ્રત્યેના વિરાગમાં કડવાશ કે તિરસ્કાર નથી,તેનાથી પલાયન થવાની કે ભાગી જવાની વૃતિ નથી,પરંતુ સંસારના પ્રેમને જોયા પછી હવે

‘જોવા ચાલ્યું જિગર હરિને’ હવે પત્ની,પ્રિયા સૌ પ્રત્યેથી દિલ ઉઠ્યું,

કેવો સચોટ શબ્દ યોજાયો છે.રોજની ગુજરાતી બોલીમાં આપણે દિલ ઉઠી ગયું વાપરીએ છીએ.કવિના કોમલ હેયાની ઉદારતા જુઓ ‘;

સૌ ખુશ રહો જેમાં ખુશી  ,

હું જ્યાં ખુશી તે કરું ,

શું એ હતું,શું આ થયું?

એ પૂછશો કોઈ નહી! 

કઈ છે ખુશી કઈ  છે નહી ,

દિલ  જાણતું જે છે તે છે1

પેદા કર્યો તો ઈશ્ક જ્યાં ના કોઈને પૂછ્યું હતું ; 

એ ભૂસવા જો છે ખુશી  તો પૂછવું  એ કઇ નથી,

છે ઈશ્ક જોયો   ખૂબ તો જોવું હવે જે ના દીઠું ,

કિસ્મત બતાવે ખેલ તે આનંદથી જોવા

‘ જે ગમે જગતગુરુ જગદીશને ‘ સાંભરે છે ને?

કલાપીની આવી પંક્તિઓ લોકહેયામાં આજે પણ ગુંજ્યા કરે છે.લોકહેયુ  સરળ છતાં અર્થભરપુર કવિતાને પોતાની સ્મુતિએ ગાંઠ બાંધી રાખે છે.શબ્દોની  મર્યાદા  અને વાચકની ધીરજને લક્ષમાં રાખી ગઝલના ભાવનો રસાસ્વાદ  ઉચિત ગણું છુ,કવિની પ્રભુ પ્રત્યેના સ્નેહની આંખો ખૂલી હવે એ ચશ્મ પર પાટા  વીટવા શક્ય નથી.એટલું જ નહી પોતાની અંતિમ ખ્વાહીશ કહી  દે છે,કે

‘ હું જ્યાં  દટાઉ ત્યાં ફૂલોને વેરશો કોઈ  નહી ‘.

પોતે હવે વિશાળ દરિયાના જીવ છે,કોઈની પરવાહ નથી.છેલ્લા બે શેરમાં દિલ ખોલીને અલવિદા આપે છે

‘તમ ઉર્મિઓ તમ વારિધિ,

મુજ વારિધિ મુજ ઉર્મિ છે,

‘જે હિકમતે આ છે બન્યું,તે જાણશો કોઈ નહી! 

શું પૂછવું ? શું બોલવું ?ખુશ છો અને રહેજો ખુશી!

વ્યર્થ આંસુ ખેરશો તો લુછશે કોઈ નહી.’

સમાજના લોકોને કહે  છે,તમારી લોકિક લાગણીઓ અને માયાનો સાગર,હું અનંત પ્રભુ પ્રેમના સાગરનો જીવ છું.સુફીઝ્મના ઊર્દુરંગથી ગુજરાતી કવિતામાં ગઝલસ્વરૂપ આવ્યું ,વિકસ્યું અને તેમાં   ગુજરાતીપણું ભળ્યું,પછીના દાયકાઓમાં ખૂબ ગઝલો લખાઈ એમ જ કહો કે ગઝલમાં પુર આવ્યું, આજે ગઝલ અને ગીતો મહોરી રહ્યાં છે.કેટલાને યાદ કરવા ને સલામ કરવી,આપણા બે એરિયામાં પણ કવિઓ સુંદર ગઝલ લખી રહ્યા છે.અભિનદન.ગઝલમાં ઊર્દુ અને ગુજરાતી શબ્દોનું રસાયણ કહી  છે.જે શાશ્વત આનંદ અર્પે છે.. કલાપીના શેરોમાં સરસ છે.કલાપીની કવિતાનો પ્રાણ ઊર્મિઓ છે.

મારે અંતે કલાપીનું અભિવાદન કરતા કહેવું પડશે કે લાઠીના ઇતિહાસનાં પાનાઓ પર અંકાયેલી રાજાઓની જાહોજલાલી ઝાંખી થઈ,રાજાશાહી ગઈ પણ ન વિસરાયા રાજવી કવિ સૂરસિહજી તખ્તસિહજી ગોહિલ, આપણા લાડીલા કવિ કલાપીના ન  ભુલાયા  એ મોરના મધુર ટહુકા  ગુજરાતી સાહિત્ય અને કવિતાની કુંજોમાં  સદાય ટહુક્યા કરશે.માટે કવિતાને આત્માની કલા

મિત્રો કલાપી જેવા કવિઓને માણી,જાણી આપણે ખુશીના   ગુલાલથી ખુદને  રંગી બીજાને રંગીએ તો આપણી ભાષાનું ઋણ ચૂકવાય કે નહી?

જય ગુર્જરી ગિરા

તરુલતા મહેતા 15,જુલાઈ 2914.

ડો.ઇન્દુબેન શાહ-

એક ઈચ્છા-

પડ્યા ઝખમ  સૌ સહ્યા, સહીશ હું હજીએ બહુ,

નવ કદી ગણુ નવ કદી પડે છો હજુ
અપાર પડશે અને જીગર હાય આળુ થયું,

કઠિન ન બનો છતાં હ્રદય એજ ઈચ્છું પ્રભુ

પડી વીજળી તે પડી સુખેથી છો,

બળુ છું સુખે, ન દાહ વસમો કદી જીગર બૂમ ના પાડતું

કઠિન બનજો નહી હ્રદય એજ ઈચ્છું પ્રભુ,

બહુય રસ છે મને હ્રદય છે હજુ તો અહો

અરે હ્રદય જો ગયું રસ ગયો પછી તો બધો,

ભલે મૃદુ રહી જખમ છેક ચૂરો થતું

કઠિન ન બનો કદી હ્રદય એજ ઈચ્છું પ્રભુ.પૃથવી છંદમાં  લખાયેલ આ નાનકડું કાવ્ય કવિ હ્રદયના અપૂર્વ ભાવ ઘટીત કરે છે. બહુ નાની ઉમર ૧૨મે વર્ષે પિતાશ્રી અને ૧૪ વર્ષે માતુશ્રીના મૃત્યુંના,બે વર્ષમાં બે જખમ સહન કર્યા, મોટાભાઇનું અવસાન થયું, આમ એકપછી એકઆઘાત કવિશ્રીના કોમળ હ્રદયે સહ્યા .તે સમયના રજવાડાના કાવાદાવા, કુટુંબ ક્લેશ આ સર્વે તદઉપરાંત પોતાનાથી ૮ વર્ષ મોટા રમાબા સાથેના લગ્ન ,બીજા લગ્ન કેશરબા સાથે, બન્ને લગ્ન ખાંડાથી થયા હતા, એ જમાનાના રજવાડામાં આ બધુ સાધારણ ગણાતું. જેમ વધારે ઘા પડે તેમ હૈયું કઠોર બનતું જાય. કવિ કલાપીનું કવિ હ્રદય પ્રભુ પાસે જખમોથી હ્રદય કઠીન ન બને તે માગે છે, કવિ કહે છે ઘા કદી ગણ્યા નથી, ગણીશ નહીં ભલે હ્રદય આળુ બને, હ્રદય મૃદુ રહી સર્વ ઘા ભલે સહે, તે જ ઇછ્છુ છું .

સગીર વયે રજવાડાની ગાદીના વારસ બન્યા. અનુભવ મેળવવા પોલિટિકલ એજન્ટૅ તેમને દેષના પ્રવાસે મોકલ્યા. બે પત્નીઓના વિરહ, સૌથી વિષેશ વિરહ શોભનાનો , શોભના પ્રત્યેનું ખેંચાણ અને વધતુ  જતું અદમ્ય આકર્ષણ,તો રમા પ્રત્યેનો પ્રેમ અને ફરજ, પ્રીતિ અને નીતિ વચ્ચે હ્રદયમાં સતત ચાલતું યુધ્ધ ,વિરહની આગ વિજળી જેવા ભભૂકતા દહે છે, કવિ કહે છે “બળું છું સુખે! અનંત ભભૂકા દહે,બહુ દહો ગળું છું સુખે!” આ કંઇ સાધારણ ભૌતિક આગની જ્વાળા નથી, પ્રેમ પ્રણયનો વિરહ અનન્ત માત્રાનો, શોભનાના લગ્ન થયા દૂર જતી રહી, આવા વસમા  દાહથી હ્રદય કઠીન ન બનતું,કદી બૂમ ના પાડતું ,આવું પ્રભુ પાસે કવિ ઇચ્છે છે.

કવિ કલાપી મૃદુ, કોમળ હ્રદયના કવિ છે , આવા હ્રદયે અનેક વિરહ ગીતો, પ્રણય ગીતો ગઝલોનો વારસો સાહિત્ય પ્રેમીઓને આપ્યો, છેલ્લી ચાર પંક્તિઓમાં કવિ કહે છે, બહુય રસ છે મને, ઊર્મિ, સંવેદના, માધુર્ય, કરૂણતા, આ તો કવિની મૂડી છે, જો હ્રદય જ  ગુમાવી બેસે તો જીવનનો રસ ચાલ્યો જાય ,કવિને એ ના પોષાય,કવિ હ્રદયને સુકુમાર મૃદુ જીવન પર્યંત રાખવા માગે છે, એટલે જ કવિ લખે છે ,” ભલે મૃદુ રહી જખમ સહે સહી સહી છેક ચૂરો થતું “,કઠીન ન બનો કદી હ્રદય એજ ઇછ્છું છું પ્રભુ!.”

 

ડો.ઇન્દુબેન શાહ

 

 

મિત્રો આજે એક એવા મિત્રની કવિતા અહી મુકીશ કે   જેમણે શબ્દ રચના દ્વારા કવિ કલાપીનો પરિચય  સુંદર રીતે આપ્યો છે ,

ભાઈશ્રી ડો. ચંદ્રવદન મિસ્ત્રી.ની    કાવ્ય કરવાની આવડતે એકજ કાવ્યમાં કલાપીનું આખું જીવન ચરિત્ર વર્ણવી દીધું . તો ચાલો  જોઈએ 

કવિ કલાપી જીવન !

કવિ કલાપીનું જીવન એક ટુંકુ સ્વપ્નું રહ્યું,

જે ગુજરાત સાહિત્યભંડારરૂપી ધન રહ્યું !……………(ટેક)

૧૮૭૪માં જન્મ હતો ગુજરાતના રાજવંશી કુટુંબે,

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ નામ મળ્યું જેને,

એવા એક બાળની આ વાત છે !………………….(૧)

 

જન્મ બાદ, બાળલગ્ને મળે બે પત્નીઓ ભાગ્યમાં,

કચ્છની રાજબા-રમાબા ‘ને સૌરાષ્ટ્રની કેસરબા-આનંદીબા નામમાં,

એવી એક બાળલગ્નની, આ વાત છે !……………….(૨)

 ૨૦ વર્ષની વયે સુરસિંહજી, ઘરની દાસીના પ્રેમમાં પડે,

થાય એથી રમાબા સાથે અણબનાવો, ‘ને ૧૯૦૦માં ઝેર પી મરે,

આ કરૂણગાથાની, આ વાત છે !……………………..(૩)

 ૨૬ વર્ષની ટુંકી જીદંગી તો પણ જે શક્ય થયું,

તેમાં ગુજરાત સાહિત્યનું મુલ્ય ખુબ જ વધ્યું,

આ એક યુવાનની, આ વાત છે !…………………..(૪)

ગુજરાતી ભાષા પર એમનો કાબુ હતો,

કાવ્યો સુંદર લખી “કવિ કલાપી”બિરદ મળ્યો હતો,

એવા એક કવિની, આ વાત છે !…………………(૫)

 શાળા અભ્યાસે ગુજરાતી અને અંગ્રેજી શીખી હતી,

ઈંગલેન્ડની સફર ટુંકી, ‘ને ફરી દેશ આવી રાજગાદી ત્યાગી,

આવા દેશપ્રેમીની, આ વાત છે !…………………(૬)

 શોભના નામે દાસીના પ્રેમમાં કાવ્યોની પ્રેરણાઓ હતી,

જે પુષ્પો બની, આજે પણ સૌના હ્રદયોમાં એની મહેક રહી,

આવા એક પ્રેમીની, આ વાત છે !……………….(૭)

 ઉચ્ચ ભાષામાં સુંદર રચનાઓ કલાપી કળા કહેવાય,

પુસ્તકો પણ એના ગુજરાતનો શણગાર કહેવાય,

આવા સાહિત્ય-રત્નની, આ વાત છે !…………….(૮)

 શું ખરેખર, જીવનમાં મળેલ પ્રેમ કારણે કલાપી બન્યા ?

કે, પ્રેમ દ્વારા હ્રદયના ઉંડાણમાં છુપાયેલા શબ્દો પ્રગટ થયા ?

આવા સવાલો ચંદ્ર કરે, એમાં જ કલાપીની વાત સમાય છે !….(૯)

 કાવ્ય રચના ઃ તારીખ,એપ્રિલ,૨૨,૨૦૧૪ ચંદ્રવદન-

 (chandrapukar WordPress.com)

 

          છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!

રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,

નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,

પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના;

ક્યાંથી ઊઠે? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો!

ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિંતુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,

મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?

જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,

આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

રે રે! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,

આવે તોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;

રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,

લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

આ કાવ્ય વાંચતા  સૌથી પહેલી જે વાત દ્રષ્ટી ગોચર થઇ તે હતા આ શબ્દો કે ઉદગાર। ….અરરર।..રે રે !,આહા ! આ શબ્દો  આખા કાવ્યનો જાણે સાર  પ્રસ્તુત કરે છે..અરર  ચિંતા, દિલગીરી, દુઃખ, ભય વગેરે બતાવતો ઉદ્ગાર।.. બીક સાથે આશ્ચર્ય બતાવતો શબ્દ.એક નાનકડા  શબ્દોનું વજન કેટલું ?દર્દ નો અહેસાસ ,કોઈની વેદનાનો પીડા નો સ્વયં અનુભવ કે પસ્તાવો ? અને  તેમ છતાં અનાયસે સહજ નીકળતા માનવીય શબ્દો …અહી કવિ બીજા કરતા જુદા તરી આવે છે આંસુથી ન ધોવાઇ  શકે  કે ભુંસાઈ શકે તેવી વાત માત્ર આ એક શબ્દ આલેખી જાય છે….. આમ જોવા જઈએ તો કાવ્યમાં શોભનાથી પોતાને દૂર કર્યા પછી જે  વલોપાત અનુભવે છે, તે દર્દ શબ્દ બનીને ટપકે છે …બીજી તરફ જોવા જઈએ તો ગાંધી, બુદ્ધ,કે  જૈન ધર્મનો ચીંધેલો અંહિસાનો માર્ગ જાણે આ કવિતા દ્રષ્ટી ગોચર કરાવે છે. કલાપીએ જીવનની  વાસ્તવિક્તા સચ્ચાઈ  કે સત્ય કેટલું સચોટ રીતે પ્રગટ કર્યું છે એક વાર વિશ્વાસ ઉઠી જાય તો ફરીથી ભરોસો કરવો મુશ્કેલ છે. શોભના ને એક નિર્દોષ પક્ષી સાથેની કલ્પના અને તેની વેદનામાં પ્રેમનો અહેસાસ પ્રગટે છે તો બીજી તરફ પક્ષી તરફની મનુષ્યની વૃતિ તરફ ઉંગલી નિર્દેશ કરે છે ,સમાજ ના બંધનો ,વિચારો થકી નિર્દોષ જાણે રૂંધાઇ જાય છે એ વાત કવિએ ખુબ સરસ રીતે આલેખી છે કવિ નિર્દોષ ને બચાવવા એ પોતાનો ધર્મ સમજે છે

પ્રેમ ,પ્રકૃતિ અને પરમેશ્વર કવિના કવન વિષય છે  અનલહક નો દાવો કરતા આ-પ્રેમી, રાજવી …સમસ્ત માનવ-જાત અને સૃષ્ટિ ને પ્રેમ કરવાનું કહે છે માત્ર 26,,વર્ષના આયુષ્ય માં તેઓ કેટલું બધું મ્હાણી ને ગયા .જેટલો સ્નેહ એટલો સંતાપ. અને એટલો જ તીવ્ર વૈરાગ ભાવ। …..અને આપણા માટે પણ કેટલું બધું છોડતા ગયા.ફક્ત છવ્વીસ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કરી જનાર લાઠી નામના નાકકડા રજવાડાના રાજા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલને એક આખી સદી બાદ શા માટે આ દુનિયા યાદ કરે?..પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ વિશેના એમના કાવ્યો ભાવની સ્નિગ્ધ મીઠાશ અને રસાળ ચિંતનના કારણે અજર-અમર બની ગયાં છે…એમને વિચારો ગોઠવતાં આવડતું ન હતું , એમના જીવનમાં કલા નહોતી , માત્ર લાગણીઓ હતી .વહેતી ઝરણા જેવી લાગણી અને પાણી ની જેમ વહેતા શબ્દો .આપણે પણ પક્ષીઓ જોઈએ છે પરંતુ આપણ ને વિચારો કે શબ્દો કેમ સરતા નથી ?તેઓ  કોઈ પણ પંખીનો અવાજ તેઓ મોઢેથી કાઢી શકતા એ શું સૂચવે છે કે પોતાની સમ્વેદના થી પક્ષીને સમજી શકતા હતા…. તો આવી ભૂલ કેમ થઇ મારાથી ,આ પક્ષીનો મારા પરનો વિશ્વાસ પાછો કેવી રીતે આવશે ,પક્ષીની વેદના અનુભવતા સહજ નીકળી પડેલા શબ્દો એટલે અરરર। … અને શબ્દો થી રચાણી આ કવિતા। …કવિતામાં ચિત્રાત્મકતા તો જુઓ કેટલી ? વાંચતા ની સાથે  ચિંતન અને ભાવ ,પ્રણવતા બધું જ  નજરો નજર વર્તાય છે,પ્રેમના તાણાવાણા ઉકેલતા રચાયેલું કાવ્ય પ્રકૃતિના નિયમને ઉકેલી નાખે છે  કહેવાય છે કે ‘કસ્તુરી મૃગ’ની નાભીમાં કસ્તુરી હોય છે. તેની સુગંધ ચારે બાજુ ફેલાય છે. મૃગ તે સુગંધ ને મેળવવા માટે વન-વન, વૃક્ષ, છોડ, ફૂલ વગેરે ને સૂંઘે છે અને જિંદગી પૂરી કરે છે. બસ આજ રીતે કવિ કલાપી કુદરતના હરેક તત્વમાં પ્રેમને શોધે છે ,વિરહની વેદના અને સંતાપ અનુભવે છે અને અંતમાં ફિલસૂફ જેવી વાતો સહજતાથી લઇ આવે છે.. આ કાવ્યમાં મનના  થતા વિકલ્પ ને  અને વલોપાત ને ખુબ સરસ આલેખ્યા છે……કારણ એ જાણે છે આ પ્રકૃતિ ના એક એક તત્વ માં પરમાત્મા છે એને પ્રશ્ન પૂછી બેસે છે કે  મારવાનો કે દુઃખ પોહોચાડવાનો અધિકાર આપણ ને  છે ખરો ? તેમના આત્મચિંતન દ્વારા જીવનના સત્યને અંતિમ પડાવ  પર લઇ આવે છે।  

ક્યાંથી ઊઠે? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો!

ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!..

આહા! કિંતુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,

મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ? જીવ્યું, આહા!

આપણે હોત આ જગ્યાએ તો કદાચ આમજ વિચારતા હોત આવું કવિતા વાચતા જાણે ભાશે છે…પ્રિયાથી શરૂ થયેલા હૃદયભાવ અંતે અહિંસા ના સિધાંત માં પર્યાવસાન પામે છે. અહિંસા’નો સંદેશ કલાપીએ સમાજને આપ્યો છે..એ એક કવિ જ સમજાવી શકે…. જે કોઈનું બૂરું ન કરી શકે ને ઈચ્છી પણ ન શકે. બલ્કે સૌનું કલ્યાણ વાંછતા કવિ સૃષ્ટિના એક એક કણમાં  પ્રેમને સ્મરે છે.  કવિ કલાપી બહુ મૃદુ હ્રદયના ઉમદા વ્યક્તિ ની છાપ આ કાવ્ય દ્વારા મુકીને આપણને વિચાર કરતા મુકે  છે

આખું કાવ્ય વિશ્વાસ પર રચાયેલું છે .શોભના એટલે પ્રેમ પ્રાણ, અને ભરોસો।… કવિ કહે છે વિશ્વાસ એ કીમતી જણસ છે .કોઈપણ સંબંધનું પહેલું પગથિયું આ વિશ્વાસ જ હોય શકે ! શોભના સાથેનો  વત્સલ્ય ભાવ વિશ્વાસના તાંતણે જ પ્રેમમાં પરિણમે છે અહી શોભનાને કવિનો વિશ્વાસ જ જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે પક્ષી સાથેની તુલના કરતા કવિ કહે છે  વિશ્વાસ એવું પક્ષી છે જે પ્રભાતના પહેલા અંધકારમાં પ્રકાશનો અનુભવ કરાવે છે…..અહી કવિ પક્ષીના અનુભવે શીખે છે કે  જ્યારે વિશ્વાસ જાય તો  જીવનરસ છીનવાય જાય છે .“શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે” …. શ્વાસ ટુટવાથી જીવનું મ્રુત્યુ થાય છે અને વિશ્વાસ ટુટવાથી જીવનનું મ્રુત્યુ થાય છે…આ વાત પક્ષીના પ્રસંગ દ્વારા રજુ કરી છે વિશ્વાસ તૂટ્યા પછી  પ્રેમના નવસર્જન શક્ય નથી એવું કવિને અહી ભાશે છે …કવિ લાગણી સભર છે એટલે જાણે છે કે વિશ્વાસ માનવ મનને જોડતી આ નાજુક તંતુ જેવી  કેવી મહાન લાગણી છે  !…કવિ પક્ષીને નિહાળતા અનુભવે છે કે  વિશ્વાસ જીવનની શક્તિ છે. વિશ્વાસ બધા જ વરદાન નો આધાર છે. ..વિશ્વાસ એ જીવનનું બળ છે… પછી એ શોભાના હોય પક્ષી હોય કે માનવી. એથી પણ આગળ વિચાર કરતા કહે છે ગુમાવેલો વિશ્વાસ તેની ભવ્યતા પાછી મેળવી શકે ખરો ?  જિંદગીનું આ સત્ય કવિ છેલ્લી બે પંક્તિમાં વણી લે છે

શોભનાનું લગ્નજીવન દુ:ખી હતું. તેનો પતિ તેના પર જુલમ ગુજારતો હતો. એ માંદી પડી. મરણતોલ થઈ ગઈ. એવી દશામાં તેણે સુરસિંહજીને છેલ્લી સલામની ચિઠ્ઠી લખી. એમણે મોંઘીને નજરે જોઈ. શોભનાને બચાવવી છે તેમ એમને લાગ્યું, પરંતુ શું હું મારા પરનો વિશ્વાસ પાછો મેળવી શકીશ  એ મુંજવણ પણ વર્તાય છે ) આમ સમગ્ર કાવ્ય સ્વ સાથેની વાતચીત સમા વિકલ્પો થી રચાયેલું છે પક્ષીના ઉદારહણ દ્વારા જવાબ પણ કવિ પક્ષી માંથી મેળવે છે આમ વલોપાત ,વેદનાનો સારંસ તેમજ એજ દિલનો અહેસાહ  અને એક નગ્ન સત્ય છેલ્લી બે પંક્તિ પુરવાર કરે છે…..અહી વિશ્વાસનો સેતુ તૂટ્યા પછી સંધવાના કોઈ એંધાણ કવિ ને દ્રષ્ટી ગોચર ન થતા શબ્દો ખરી પડે છે।.. રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,……લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે  

આ કાવ્ય  ગુજરાતી સાહિત્યનું  એક અજોડ અને આજ એક સદીએ પણ અજોડ રહેલું છે. એ માં શંકા નથી. કલાપીની ઉત્તમ કૃતિ છે.

 પ્રજ્ઞા દાદભાવાળા

                  

“જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,”

 કવિ કલાપી વિષે વધુ એક લેખ “બેઠક”ના સર્જક નો ,જયવંતીબેન પટેલ અત્યાર સુધી હમેશાં લખીને આવતા હતા પરંતુ કોમ્પુટર પર ટાઇપ  કરતા હવે શીખી ગયા તે નો આનંદ આ લખાણ વાંચીને માણીએ…. ​

ગુજરાતના કવિ કલાપીનું ગુજરાતની પ્રજાને બહુ મોટું પ્રદાન છે. ગુજરાતની પ્રજા એમના અમર કાવ્ય ના અમર શબ્દો માટે હંમેશા ઋણી રહેશે। …રાજવી કુળ માં જન્મેલાં સુરસિહજી તખ્તશીહજી ગોહીલને એમની રચનાએ કલાપી બનાવ્યા એમની સાથે સંકળાયેલા ત્રણ સ્ત્રી નો પ્રણય ત્રિકોણ એ બધા એ એમને એક દંત કથા સમાન બનાવી દીધાં છે ઈશ્ક ના આલમ નો શહેનશાહ કલાપી માત્ર  26 વર્ષની યુવાન વયે એક શાંત પાનાહ્ઘાહમાં પોઢી ગયો
ત્યાં સુધીમાં એમના કોમળ હૃદયે વિવિધ અનુભવો મેળવ્યા હતા એ બધાં એમના કાવ્યો અને ગઝલમાં પ્રતિત થાય છે એ સમય નાં અન્ય કવિઓ નો સંપર્ક એમની કાવ્ય સર્જનતામાં સહાય રૂપ બન્યાં પત્ર સાહિત્યમાં પણ ઘણું ચિંતન સમૃદ્ધ કરીયું છે મિત્રો અને સબંધીયોને લખેલ પત્રો તેમની માનવતા ને મઘમઘાવે છે

પ્રથમ નજરે પ્રેમ માં પડેલા હૃદયને વાચા આપતાં આ રાજવી ના લાગણી નાં પ્રતિબિંબ ગઝલમાં જોવા મળે છે કુદરત પ્રેમી કવિ પ્રેમને પણ કુદરત સાથે જ ઉપમા આપે છે કલાપીની કવિતા માં પ્રેમ-દર્દ અને જીવન સોન્દર્યની શોધ છે આ સાથે પ્રેમ પ્રત્યેનું એક પ્રકારનું લગાવ પણ જોવા મળે છે આ કવિ ની કવિતા માં સાચા પ્રેમની શોધ જોવા મળે છે એટલું જ કહેવાનું કે “કલાપી “માટે તો પ્રેમ જ ઈશ્વર હતો કવિ કલાપી આખા જીવન દરમિયાન જીવનનાં સોન્દર્યની અને જીવનનાં સત્યની શોધ કરતાં રહયા છે અને આખરે કવિ કલાપી પ્રેમનાં દર્દથી કવિતા તરફ વળે છે અને જીવન સોન્દર્યથી ભરપુર પ્રેમથી તરબોળ કવિતાનું સર્જન કરે છે કવિ શ્રી કલાપીની કદાચ સૌથી વધુ લોકજીભે ચડેલી અને પસંદગીની કહી શકાય એ આ ગઝલ છે.ઈશ્વરને સર્વત્ર નિહાળતા કવિનો સંવેદનાપૂર્ણ અનુભવ તેમની રચના કાવ્ય “આપની યાદી “માં જોવા માં;મળશે
                                                      આપની યાદી
“જ્યાં જ્યાં નજર મારી ઠરે ,યાદી ભરી ત્યાં આપની
આંસુ મહિયે આંખથી યાદી ઝરે છે આપની

કલાપીએ એમની કવિતામાં પ્રિયતમાને સંબોધતા હોય એ રીતે પ્રેમને જીવાત્મા અને પરમાત્મા વચ્ચે જોડિયા છે આ પંક્તિમાં ભારોભાર શ્રદ્ધા પ્રગટ થાય છે આમાં સુફી ભાવ સમાયેલો છે ઘણા ધર્મોમાં પરમાત્માને પ્રેમિકા તરીકે સંબોધવામાં આવે છે કલાપી સહજ ભાવે એ દર્શાવી શકયા છે તેમની કવિતામાં જરાયે કૃતીમતા નથી એમની કવિતા એ અમૃતનો મીઠો ઝરો છે એમાં સરલતાભરી સચ્ચાયી જોવામાં આવે છે સાચા દિલ પ્રેમી ની આત્મકથા છે
16 થી 26 વર્ષની ઉમ્મર ના દશ વર્ષના ગાળામાં એમણે 500 થી વધુ વિવિધ પુસ્તકનો અભ્યાસ કરેલો અને 250 થી વધુ ગુજરાતી સાહિત્ય ના ઘ્રાણ જેવી રચનાએ કરેલી મહતમ કાવ્ય, પ્રણયતમ અને પ્રણયમંથન જેવા ઘણા કાવ્યો દ્વિઅર્થી અને પરમાત્માને સંબોધીને લખેલા એમના કાવ્યમાં વિષયનું વૈવિધ્ય અને હૃદયના ભાવો રહેલાં છે.
“દેખી બુરાય ના ડરું હું , શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની
ભગવાનને ભૂલ્યા એ પાપ હતું અનન્ય ભાવે ભગવાનનું સ્મરણ આદર્યું એટલે એ પાપને અવકાશ રહ્યો જ નહી –કેટલું સુંદર હૈયું અને કેટલી સરસ સમજણ

“કિસ્મત કરાવે ભુલ તે ભુલો કરી નાખું બધી
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની

અંધારામાં અટવાવું થશે તો ? ડગલે પગલે ભૂલો થઇ જશે તો ?મન સાક્ષી પૂરે છે પણ પ્રભુની યાદી તો હરદમ હર-કદમ હશે ને ?
પોતાને ભૂલો કરવાનું જોર છે એમ નહી કિસ્મત કરાવે તે ભૂલો પોતે ભલે કરી નાખે હર હાલત માં ઉગારનાર તત્વ તો એકલી ,પેલી પ્રભુની યાદી જ છે તે કાયમ રહયા કરતી હોય ,જ્યાં ને ત્યાં ભરી પડી વરતાતી હોય ,તો પછી કિસ્મત ની કરામતની શી તમા છે શેષ સહારો રહે છે યાદી નાનકડો શબ્દ ને બહુ ભાર સૂચક બન્યો છે અહિ  એકલી યાદી જ છેવટે ખપની છે એકલી પણ કેવી ? એકલી અને એ જ  અન્ય બીજા કોઈની નહિ  – પ્રભુની યાદી ક;કલાપીની આ છેલ્લી કૃતિ હતી કલાપી મહામાંન્થાનશીલ કવિ થઇ ગયા તેમને આત્મા નો પરમાત્મા સાથે સંબંધ બાંધતાં આવડયો પહેલા પ્રેમિકા મનુષ્ય સ્વરૂપે હતી અને એ જ પ્રેમ છેલ્લે પરમાત્મા સાથે જોડાઈ ગયો

 

જયવંતીબહેન પટેલ

 

 

“જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,”

આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને

જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની

આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા, મીઠી લહર,

તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,

તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,

યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?

ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી થાકું શરાબી આપની!

સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવીહાથને,.

…………અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,

ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?

આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,

જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,

જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,છે આખરે તો એકલી ને એ જ યાદી આપની

                               

કવિ કલાપી – એક આગિયાને

સૂરતાની વાડીનો મીઠો મોરલો એટલે કલાપી. કલાપીનો અર્થ મોરલો થાય છે. જેમ મોરલો તેના બહુરંગી મોરપિચ્છ સાથે કળા કરતો હોય છે, તેવું જ કવિ કલાપીનું ગુજરાતી સાહિત્યમાં કવિતા ક્ષેત્રે છે. શૈશવમાં ગિરિ કંદરાઓ અને કુદરતનો ખોળો ખૂંદવાનો શોખ, પંદર વર્ષે પોતાની રાણીની દાસીના પ્રેમમાં પડવું અને પ્રેમમાં નિષ્ફળતા મળવી, આ દરેક ઘટના કવિ-હ્રદયને ઉંડાણમાં સ્પર્શે છે અને સર્જાય છે … ‘કલાપીનો કેકારવ’ … પ્રકૃતિ સાથે ઓતપ્રોત બનીને તેને જીવન સાથે જોડીને આધ્યાત્મની ચરમસિમાએ પહોંચવું એ આ કવિ માટે સહજ હતું.

આમ કવિ કલાપીની કમનીય કલમની કળાનો બેનમૂન પૂરાવો છે તેમની કવિતા ‘એક આગિયાને’. પ્રારંભમાં કવિ આગિયાની સુંદરતાનું વર્ણન કરે છે. રાત્રિના અંધકારમાં આગિયો પોતાનાંજ પ્રકાશથી ચળકે છે. અને પર્ણોમાં ચળકાટથી ચક્રો રચાય છે.આ ચક્રોને કવિ બ્રહ્માંડનાં ચક્રો સાથે સરખાવે છે. તેને સ્પર્શતાં બીક લાગે છે, કે રખેને તેની રજ ખરી જાય!! પણ તેને ભાલ પર ચોંટાડવાનું પણ મન થાય છે. તેનું આ રૂપ તેનાં ઉદરપોષણ માટે અંધકારમાં ઉપયોગી નીવડે છે તેવું કવિનું માનવું છે. કવિ કહે છે જ્યારે રાત્રીએ બીજાં વૃક્ષો ઉંઘતાં હોય છે ત્યારે તું જાગે છે અને ખેલે છે. તને જોવા હું નિત્ય ઉપવનમાં જાઉં છું.પરંતુ … કવિતાની મધ્યમાં કવિનું દ્રવિત હૈયું પોકારે છે … આગિયાને કહે છે, તને ખબર છે …

’તું જાગજે, તું ખેલજે, તું પત્રપત્રે મહાલજે,

ચળકાટ તારો એજ પણ તુજ ખૂનની તલવાર છે!

તું કેમ એ માની શકે? આધાર તારો એજ છે,

એ જાળ તું જાણે નહીં, હું જાણું ને રોઉં અરે!

રે! પક્ષી કોની દ્રષ્ટિએ તું એજ ચળકાટ પડે,

સંતાઇ જાતાં ન્હાસતાં એ કાર્ય વૈરીનું કરે;

ધ્યુતિ જે તને જીવાડતી, ધ્યુતિ તે તને સંહારતી,

જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી.’

કવિ કહે છે તારા જ પ્રકાશથી રાત્રે જાગીને તું અન્ય જીવોનું ભક્ષણ કરે છે. અને અન્ય જીવો રાત્રે એજ પ્રકાશને કારણે સરળતાથી તને નિહાળીને તારું ભક્ષણ કરે છે. આમ जीवो जीवस्य भोजनम्‍!આ ઉક્તિની સચોટતા કવિએ વર્ણવી છે. આગિયો તેના આ જીવનથી અચેત, અજ્ઞાત હતો. પરંતુ કવિનું સંવેદનાસભર હૈયું એ જાણીને રડતું હતું. આગિયાના દુઃખને આટલા નજીકથી અનુભવવું … એ માત્ર કલાપી જ કરી શકે. કેટલું ગૂઢ અને ગહન છે આ કવિનું લખાણ!!! જીવનની આ તો છે સત્યતા જે કવિએ ખૂબજ નાની વયે એક આગિયામાં જોયું અને આપણને સૌને વિચારતાં કરી દીધાં … વિચારો …પતંગીયુઃ એક દિવાની જ્યોતમાં પાગલ બનીને મૃત્યુને શરણ થાય છે.કસ્તુરી મૃગઃ સુગંધ અંદર છે, પણ સુગંધ શોધવા દોડી, થાકીને મૃત્યુ પામે છે.મૃગલાઃ રણમાં મૃગજળ પાછળ દોટ મૂકીને તરસ્યા મૃત્યુ પામે છે.સાબરઃ તેના શિંગડા તેને અતિ પ્રિય છે પણ દોડતાં દોડતાં શીંગડા ઝાડમાં ભરાય છે અને શિકારીનો શિકાર બને છે.મારીચઃ રાવણનો મામો … સીતાને લોભવવા સુવર્ણનું મૃગ બને છે. અને જીવ ગુમાવે છે.સીતાજીઃ સ્ત્રી શિરોમણી કહેવાય. પરંતુ સુવર્ણલોભથી વંચીત નથી રહી શકતા. અને કાંડ સરજાય છે.દ્રૌપદીઃ દુર્યોધનને કહે છે, આંધળાનો પુત્ર આંધળો … અને સર્જાય છે મહાભારત …આમ જે પોષતુ તે મારતું એવો દીસે ક્રમ કુદરતી અને કવિનાં શબ્દો આગળ સરી પડે છે …

આ પ્રેમ સંસારી તણો, તુજ તેજ જેવો છે નકી

એ અમૃતે શું ઝેરનાં બિન્દુ ભર્યા વિધિએ નથી?

અમ એ જ જીવિત, એ જ મૃત્યુ, એજ અશ્રુ ને અમી

જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી?’

આમ કવિની સંવેદના આધ્યાત્મિકતા તરફ લઇ જાય છે. અને છેલ્લે આધ્યાત્મિકતામાં કહેવાય છે કે તમે જે દ્રશ્યમાન કરો તે જ ઘટના ઘટે છે. તેમનાં જીવનમાં દાસી પ્રત્યેનો પ્રેમ જ તેમનાં મૃત્યુનું કારણ બને છે. લોકવાયકા મુજબ રાણી પોતે ઝેર આપે છે અને કલાપીનું મૃત્યુ થાય છે. આમ કવિ કલાપી ખૂબજ ટૂંકુ અને યાદગાર જીવન જીવીને ગુજરાતી સાહિત્યમાં અમર બની ગયા.વાચક મિત્રો, અંતમાં આપ સૌને એક પ્રશ્ન પૂછીને હું મારા લખાણને વિરામ આપીશ.શુંઆપણાં સૌનું જીવન પણ આગિયા જેવું નથી? ક્યારેક વિચારજો તો જવાબ મળશે … આપણા જીવનમાં પણ આપણી હોંશીયારી. આવડત, પ્રતિષ્ઠા અને સારા ગુણોજ આપણું પતનનું કારણ બનતું હોય છે … અનેક દુઃશ્મનો ઉભા કરતું હોય છે …

કલ્પના રઘુ

 

                             પદમાં-કાન

                          કલાપીનું કાવ્ય

હું જ મારા ભારથી થાકી ગયો

હું હતો એ હું જ ખોટો નીકળ્ય

ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી

મુઠ્ઠ ખોલી ત્યાજ તડકો નીકળ્યો

સાંજ પડતા એ ફર્યું ના એટલે

શોધવા પંખીને  માળો નીકળ્યો

આશરો કેવળ નદીને જ હતો

એક સાગર એય ખારો નીકળ્યો

આગિયાઓ ઉજળા છે કે પછી

વેશ બદલી સુરજ ઉડતો નીકળ્યો

થોભવાનો થાક  વસમો હોય છે

માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો

કલાપી એ એક અતી સંવેદનશીલ હ્રદય ધરાવનાર કવિ હતા. એ એક એવા કવિ હતા જેમણે તેમના કાવ્યો છંદમાં રચ્યા છે. પ્રેમ પ્રકૃતિ અને પ્રભુ વિશેના એમના કાવ્યો ભાવની સ્નિગ્ધ મીઠાશ,અને રસાળ ચિંતનના કારણે આજે અમર બની ગયા છે. યુવાન હ્રદયની સુકોમળ ઉર્મીઓ સરળ અને સહજ સુમધુર બાનીમાં ગુજરાતના ખોળે ધરનાર આ કવિને એક સદી બાદ પણ દુનિયા યાદ કરે છે.

સંસારિક જીવનનું સુખ એ ઝાંજ્વાના નીર જેવું છે. જે છે એ નથી અને જે નથી એ છે  એવું ભાસે છે. હરદમ લીલા અને કલાની સાથે ખેલતા પ્રભુને કોણ સમજી શક્યું છે? એટલે જ તો ભક્તો ભજનમાં પોતાની વ્યથા ઠાલવે છે. ને કહે છે “કરીએ કોટી ઉપાય હરી તારી લીલા નાસમજાય ,પ્રભુ તારી કલા ના કળાય”. આ સંસાર એટલે ખારો સાગર..ખારાસાગરથી  આપણા મનની તૃષા ક્યારેય છીપાતિ નથી. શેખચલ્લીના વિચારોમાં ઘણી બધી આશાઓ, અપેક્ષાઓ, અને આકાંક્ષાના વરઘોડા સાથે આ નદી રૂપી શરીર વડે દરેક ઈચ્છાએ આટલું મળ્યું હવે આટલું, મળી જાયેં એમ સુખની  શોધમાં નીકળી પડે છે. દુરથી ઉછળતા મોજાને જોઈ હૈયું હરખાય છે ને ત્યાં પહોચતા જ દરિયાની એટલે સંસારની ખારાશનો સ્વાદ મલતા એક ધક્કો લાગે છે, ને ડૂબકી મારતા મારતા ગોથા ખાય છે.એવી જ રીતે આગિયાના ચમકારા આપણને અંધારી રાતમાં જ દેખાય છે.અને અંધારું એ અજ્ઞાનતાનું સુચન કરે છે. આગિયાના ચમકારા એ કોંઈ પ્રકાશ નથી, નથી તેના ચમકારા દિલને દઝાડતા,બલ્કે તેવું દ્રશ્ય મનને આહ્લ્લાદ આપે છે. નયનને ઠંડક મળે છે. આગિયાના ચમકારા જોઇને મનમાં એક પ્રકારની આશા જન્મે છે કે જે સુખની કલ્પના કરી હતી તેના પગરણ મને દ્રશ્યમાન થઇ રહ્યા છે.બસ હવે તો હાથ છેટું ને? ને હવે તો વેંત જ છેટું! ને ત્યાં જ એક વિસ્ફોટની સાથે અઘ્નાન રૂપી અંધારાને દુર થતા એ પ્રકાશનું સત્ય પ્રગટ થતા એ ઘોકો ધોમ ધકધકતા ઉનાળાના તાપની જ્વાળા સમાન બની જાય છે.અહી  એક પંક્તિ યાદ આવે છે. પથિક તારે વિસામાના દુર દુર આરા હિમાંમ્બુની શીતલ ધારા, માથે વરસે ધોમ ધખારા ઉની રેતીના પથારા આ બધું સહન કરતા કરતા માનવ જીવનથી હતાશ થઇ જાય છે. સંસારિક સુખ એ આગિયાના ચમકારા જેવું ક્ષણિક સુખ સમજતા સમજતા જીવનની સંધ્યા આવી ગઈ ત્યારે પ્રભુ પરાયણ થઇ આ કાયા રૂપી માળો ખુદ પરમાત્મા રૂપી પંખીને શોધવા નીકળી પડે છે. ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. ચાલતા ચાલતા થાકવાથી થોડો વિસામો સારો લાગે છે.પણ મજબુરીથી જીવનથી હારીને પોતાની પ્રિયતમા કહોકે પ્રભુના વિયોગમાં એ થાકનો  વિસામો  પણ વસમો લાગે છે જ્યાં સુધી ‘’હું’’ છે ત્યાં સુધી હું થાકતો રહ્યો, જયારે ‘હું’ જશે ત્યારે જ શું પરમાત્મા રૂપી પ્રિયતમાનું મિલન થશે?

 પદમાં-કાન

હ્ર્દયક્મલની જૂઠી આશા – કલાપી — કાવ્યનો આસ્વાદ કાવ્યની નીચે છે

 

રે ભોળી! જલઝુલતી કમલિનિ! કાં ભૂલ? વ્હાલી સખી,

જોઈ પૂર્વદિશામુખે પ્રસરતી લાલાશ આ ઊજળી?

આશા વ્યર્થ ધરે રવિ સુકરની સંધ્યા સમે, બાપલા!

એ તો હિમપતિ શશી નિકળશે, ના ના પતિ, હે હલા!

 

એ પોચું દિલ તું સમું સુનમન છે, તેણે ગૃજી આશ’તી:

જાણ્યું સૂર્ય થઈ પ્રફૂલ્લ કરશે પ્રેમી તણી પ્રીતડી;

ના તે તે નિકળી હતી શશી સમી, હિમે હણ્યું કાળજું;

જૂઠી આશ દઝાડતી સુમનને, ભુલે ન તે ઝાળ તું!

 

આસ્વાદ

 

કેટલીયે વખત આપણે ખુબ આશાથી રાહ જોતા હોઈએ અને તે આશા નિરાશામાં બદલી જાય – તે વાત ખુબ સુંદર રીતે અહી કલાપીએ વર્ણવી છે.  ખાસ કરીને વાત જયારે પ્રેમ ની હોય ત્યારે આશા પણ તેવોજ અતિરેક હોય.  કલાપી કહે છે પૂર્વમાં સૂર્ય ઉગે તેની સાથે જ આશા નો ઉદય થાય છે કે પ્રેમી તણી પ્રીતડી પ્રગટશે.  પરંતુ આશા નીકળી શશી (ચાંદ) સમી – ઠંડીગાર।  અને ખોટી આશા પ્રેમની જ્યોત પ્રગટાવવાની બદલે દઝાડી ગયી.

 

એક ઈચ્છા by કલાપી

પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ,

ગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ;

અપાર પડશે અને જિગર હાય ! આળું થયું,

કઠિન ન બનો છતાં હૃદય એ જ ઈચ્છું, પ્રભુ !

 

પડી વીજળી તે પડી સુખથી છો, બળું છું સુખે,

અનન્ત ભભૂકા દહે, દહો, ગળું છું સુખે !

ન દાહ વસમો કદી, જિગર બૂમ ના પાડતું,

કઠિન બનજો નહીં હૃદય, એ જ ઈચ્છું પ્રભુ !

 

બહુય રસ છે મને, હૃદય છે હજુ તો, અહો !

અરે ! હૃદય જો ગયું, રસ ગયો પછી તો બધો;

ભલે મૃદુ રહી સહી જખમ છેક ચૂરો થતું,

કઠિન ન બનો કદી હૃદય એ જ ઈચ્છું, પ્રભુ !

 

મને કલાપી લિખિત આ રચના ખુબજ ગમે છે.  એમની બધી રચના કરતા આ સાદી રચના છે પણ તે આપણને તેમના અંતર માં ડોકિયું કરાવી દયે છે – તેમની એક સાદી ઈચ્છા કે ગમે તેવા દુખ નો સામનો કરવાનો થાય પણ પ્રભુ હૃદય ને કોમળ રાખજે કે હૃદય ને કઠીન અને કઠોર નહિ બનાવતા.  ઘણા વખત પહેલા સહન કરતા મેં પણ તેવીજ એક ઈશ્વર પાસે યાચના કરેલી કે ભલે કઠોરતા નો સામનો કરવો પડે અને ભલે ક્ષણીકવાર માટે ધુખ અને ગુસ્સા માં દિલ ભરાઈ આવે, પણ ઈશ્વર મારા હૃદય માં કોમળતા અને સુંદરતા રહેવા દેજો કે હું ઝીંદગી માં હમેશા પ્રેમના પંથે ચાલી શકું, પ્રેમને અનુભવી શકું અને ઓળખી શકું.   તે વખતે મેં નાની ચાર લીટી ની સાદી કવિતા  અંગ્રેજીમાં લખેલી, તે નીચે પ્રમાણે છે.

When anger dwells in my heart and mind
It lasts but a tiny moment
Leaves silently with a lament
Saluting the abundant love
Peaceful and tranquil as a dove
Love stays in my heart
Beacons anger bitter and tart
To taste the sweetness it relishes
Nudged gently, my anger relinquishes

 

અમે જોગી બધા વરવા

અમે જોગી બધા વરવા સ્મશાનો ઢુંઢનારાઓ
તહીંના ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ

જહાં જેને કરી મુર્‌દું કબરમાં મોકલી દેતી
અમે એ કાનમાં જાદુ અમારું ફૂંકનારાઓ

જહાંથી જે થયું બાતલ અહીં તે થયું શામિલ
અમે તો ખાકની મૂઠી ભરી રાજી થનારાઓ

જહીં જખ્મો તહીં બોસા તણો મરહમ અમે દેતાં
બધાંનાં ઈશ્કનાં દરદો બધાંએ વહોરનારાઓ

અમે જાહેરખબરો સૌ જિગરની છે લખી નાખી
ન વાંચે કોઈ યા વાંચે ન પરવા રાખનારાઓ

ગરજ જો ઈશ્કબાજીની અમોને પૂછતા આવો
બધાં ખાલી ફિતુરથી તો સદાએ નાસનારાઓ

જહીં સ્પર્ધા તણી જગની દખલ ના પ્હોંચતી ત્યાં ત્યાં
જમીં ને આસમાનોના દડા ઉડાવનારાઓ

ગમે તે બેહયાઈને દઈ માથું ધરી ખોળે
અમે આરામમાં ક્યાંએ સુખેથી ઊંઘનારાઓ

સનમની બેવફાઈથી નથી સુખ કાંઈએ કરતાં
અમે જાણ્યું અમે માણ્યું ફિકરને ફેંકનારાઓ

જખ્મથી જે ડરી રહેતા વગર જખ્મે જખ્મ સહેતા
અમે તો ખાઈને જખ્મો ખૂબી ત્યાં માનનારાઓ

બની ઉસ્તાદ આવો તો થશો આંહી તમે ચેલા
મગર મુરશિદ કરો તો તો અમે ચેલા થનારાઓ

અમારા આંસુથી આંસુ મિલાવો આપશું ચાવી
પછી ખંજર ભલે દેતાં નહિ ગણકારનારાઓ

આસ્વાદ-આ રચના માં કલાપી પ્રેમના જોગી ની વાત અતિ સુંદર રીતે કહે છે.  પ્રેમ જોગી ને નથી મૌત નો ડર કે ભૂત ની દરકાર, તે તો કબરમાં જતા મડદા  ની કાન માં પણ જાદુ ફૂકી દયે તેમ છે.  પ્રેમ જોગી તો ગમે તેના ઇશ્ક ના દર્દ નો અનુભવ કરી શકે છે અને તેનો ઈલાજ પણ કરે છે.  આ કાવ્ય પણ એક ઈલાજ જ છે ને?  જીગરની વાત ને કહેવાવાળા પ્રેમ જોગી ને કોઈ ફર્ક નથી પડતો કે તેને કોઈ વાંચે કે ન વાંચે.  સ્પર્ધામાં જીતવા માટે નહિ પણ પ્રેમ જોગી તો અમથાજ જમીન થી આસમાન સુધી દડા રમનારા અને હૃદય માં પ્રેમ તેથી જ્યાં માથું ઢાળે ત્યાં આરામ ની ઊંઘે ઊંઘનારા.  ક્યારેક સનમની બેવફાઈ નો પણ સામનો કરવો પડે છે પણ પ્રેમ જોગી તેથી થોડા ડરી જવાના છે?  તે તો જખમ ખાઈ ને તેને પણ પ્રેમ ની ખૂબી માને છે.  પ્રેમની દુનિયા માં કોઈ ઉસ્તાદ નથી, અહીં તો બધા ચેલા છે.  જ્યારે ઇશ્ક ના આંસુ તમને રડાવે તે પછી તમે પણ પ્રેમ જોગી બન્યા સમજો અને પછી તમે ખંજર ને પણ નહીં ગણકારો.

Darshana દર્શના વારિયા નાટકરણી

 

હેમાબેન પટેલ

એક ઈચ્છા-

પડ્યા ઝખમ  સૌ સહ્યા, સહીશ હું હજીએ બહુ, ગણાયા નવ કદી ગણુ નવ કદી પડે છો હજુ

અપાર પડશે અને જીગર હાય આળુ થયું, કઠિન ન બનો છતાં હ્રદય એજ ઈચ્છું પ્રભુ

પડી વીજળી તે પડી સુખેથી છો, બળુ છું સુખે, ન દાહ વસમો કદી જીગર બૂમ ના પાડતું

કઠિન બનજો નહી હ્રદય એજ ઈચ્છું પ્રભુ, બહુય રસ છે મને હ્રદય છે હજુ તો અહો

અરે હ્રદય જો ગયું રસ ગયો પછી તો બધો, ભલે મૃદુ રહી જખમ છેક ચૂરો થતું

કઠિન ન બનો કદી હ્રદય એજ ઈચ્છું પ્રભુ.

કવિ કલાપી એક પ્રેમી, બે પત્નીના પતિ અને રાજવી છે. આ કાવ્યમાં કવિ કલાપીની હ્રદય વેદાન છલકાઈ રહી છે.પ્રભુ ને વિનંતી, આજીજી કરીને તેમની સામે તેમના દિલની ઈચ્છા વ્યક્ત કરતાં તેમના હ્રદયમાંથી જે એક એક શબ્દ સ્ફુર્યા છે તે આપણા દિલને પણ સ્પર્શ કર જાય છે.કવિ પ્રેમરસમાં તરબોળ છે.હ્રદય પ્રેમરસ થી છલકાઇ રહ્યું છે. ત્રણ સ્ત્રીઓ વચ્ચે જીવન જીવતાં તેમની મનો દશા કેવી હશે ? તેમના સિવાય કોણ સમજી શકે.દાસીને પ્રેમ કર્યો છે, ઘર પરિવાર, સમાજ શું તેમને બે બે પત્ની હોવા છતા બીજી સ્ત્રીને પ્રેમ કરવાની છુટ આપે ? આ તો રાજવી છે પુરું રાજ્ય થુ થુ કરે. પ્રેમીને એક પ્રેમી જ સમજી શકે, પ્રેમી ના દિલ પર શું વીતી હશે. દિલ પ્રેમથી ભરપૂર હોવા છતાં પણ મનની અંદર કેટલી બધી વેદના ને વ્યથા ભરેલી છે તે દેખાઈ આવે છે. એક પત્નીને પ્રેમ કરે છે, જ્યારે તેમની પ્રેયસી જેને તે અનહદ ચાહે છે, બીજી પત્નીને પ્રેમ નથી કરી શકતા ફક્ત પતિ ધર્મ નિભાવે છે..ત્રણ સ્ત્રીઓ વચ્ચે ભીંસાઈ રહ્યા છે. પ્રેયસી પત્નીની દાસી હોવાથી  સ્વાભાવિક છે દિલ ખોલીને છૂટથી પ્રેમ ન કરી શકે બબ્બે પત્ની બેઠી છે ઘણા બધા બંધન અને સીમા હોય એ વાતાવરણમાં, પ્રિયતમા માટે તડપતા રહે, પ્રિયતમાનો વિયોગ હોય, આ વિયોગ તેમની હ્રદય ગાથા ગાવા માટે તેમને પ્રેરી રહી છે.મજબુર છે પ્રિયતમાને દિલ ખોલીને પ્રેમ ન કરી શકે. આવા સંજોગોમાં હ્રદયના ભાવ શબ્દો બનીને કોરા કાગળ પર ઉતરી આવ્યા છે.

પ્રિયતમાની યાદ, તેના વિરહ થી હ્રદય ઘવાઈને દિલમાં અનેક ઝ્ખમ પડ્યા. કવિ કહે છે, હ્રદય પર જે ઝખમ પડ્યા છે તે સૌ અત્યાર સુધી બહુજ સહ્યા, અને હજુ પણ સહીશ, કેટલા પડ્યા છે તે હું ક્યારેય નહી ગણુ, તૂ હર સ્વાસમાં સમાયેલી છે.હે પ્રિયે તારે જેટલા જખમ આપવા હોય તેટલા મને આપ. હું તને સદાય પ્રેમ કરતો રહીશ. અપાર ઘાવ પડશે તો પણ મારું હ્રદય તો ઉદાર દયાળુ જ રહેશે, તેં જ મારા દિલમાં પ્રેમ ભરીને મૃદુ કોમળ બનાવ્યું છે તો પછી તારા આપેલ અનેક ઘાવ થી મારું દિલ ક્યારેય કઠીન કેવી રીતે બની શકે ? છતાં પણ  પ્રાર્થના કરું છું એ ક્યારેય કઠીન ન બને એજ ઈચ્છું છું પ્રભુ. આ પ્રેમી કવિ નુ હ્રદય જેમ જ્યાં વીજળી પડે તેને બાળીને ભસ્મ કરી નાખે, તેવી વીજળી સમાન વેદના ભરેલી છે. અસહ્ય વિરહ રૂપી વેદનામાં બળી રહ્યા છે છતાં કવી કહે છે તું તો સુખી છે, તારી યાદમાં મારું દિલ જલી રહ્યુ છે તેની તને જરાય પરવા નથી.મને વીજળી સમા ઘા આપવામાં જો તને સુખ મળતુ હોય તો ભલે તું તેમાં રાજી થતું વીજળી સમા ઘા ભલે સુખેથી પાડે મારા હ્રદય પર, હું પણ સુખેથી જ બળવા માટે તૈયાર છું અને બળીશ એ વીજળીના તાપમાં.મને એ દાહ વસમો નથી લાગતો, મારું હ્રદય પ્રેમથી ભરેલ છે, મારા પ્રેમથી ભરેલ કોમળ હ્રદયમાં બધા દાહ ક્યાંય પીગળી જશે. હું એક હુંફ નહી કરું,મારું જીગર આ દાહથી ક્યારેય બુમ નહી પાડે.બધા દાહ ઠંડા પડી જશે.પ્રિયે તૂં જ મારા દિલમાં પ્રેમ ભરે છે તુંજ તેને કોમળ મૃદુ બનાવે, તો ક્યારેક વીજળી પાડે છે, તું જ હ્રદયને ઘાવ આપે છે મારા હ્રદય સાથે ખેલ ખેલે છે, આ ખેલ મને જીવનમાં પ્રાણ પુરે છે. તેને આધારે તો હું જીવી રહ્યો છું. હે પ્રભુ મારું હ્રદય ક્યારેય કઠીન ન બને હમેશાં કોમળ રહીને ધડકતું રહે, હર ધડકન માં હું મારી પ્રિયતમાને સાંભળી શકું, ભાળી શકુ. કવિ વિયોગ માં તડપી રહ્યા છે છતાં તેમની હ્રદય યાચના કેટલી સુંદર ભાવ ભરેલી છે, આ સાચે જ કોમળ હ્રદય વાળા સાચા પ્રેમી જ લખી શકે કે જેના દિલમાં ભરપુર પ્યાર સિવાય બીજું કંઈ નથી જોવા મળતું. હે પ્રિયે તેં મારા દિલને અન ગણિત જખમ આપ્યા છતાં હજુ મારુ હ્રદય તુટી ગયુ નથી, અહો કેટલી સુંદર વાત છે ! મારી પાસે હજુ એજ પ્રેમથી ધડકતું હ્રદય છે. એજ આ હ્રદય માં ભરપુર પ્રેમરસ ભરેલો હોવાથી દિલમાં બીજી કોઈ વસ્તુને સ્થાન નથી..પ્રેમમાં હું ક્યારેય નાસીપાસ નહી થાઉં , દિલ પર જખમ ભલે પડતા રહે, મારું દિલ હું નહી તૂટવા દઉં, અરે જો મારું હ્રદય જ નહી હોય તો હું પ્રેમ કેવી રીતે કરીશ. દિલની હરેક ધડકનમાં હે પ્રિયે તું સમાયેલી છે તેને કેમ તુટવા દઉં ? તારા પ્રેમમાં, પ્યાર ભરેલું જખમી હ્રદય પણ મંજુર છે. તેં આપેલ હરેક જખમ મને મંજુર છે, તારા હરેક જખમને  હું મૃદુ અને એકદમ કોમળ સમજું છું, આ મૃદુ જખમથી દિલ ભલે ચુરો થઈ જાય, તે ક્યારેય તુટવાનુ નથી.હે પ્રિયે તૂ મારી ધડ્કન છે, દિલ તૂટે એ મને મંજુર નથી.હે પ્રભુ મારી પર દયા કરજો  મારું હ્રદય ક્યારેય કઠીન ન બને.મારા આ હ્રદયમાં મારી પ્રિયતમા વસે છે દિલ તુટી જશે તો હું તેની ઝાંખી કેવી રીતે કરીશ ? દિલ હશે તો તેને પ્રેમ કરતો રહીશ, દિલમાં તેની યાદી ભરેલી છે, તેની યાદોને સહારે જીવી શકાશે .


 

 

 

કવિ કલાપી

ગુજરાતી  સાહિત્યમા કવિતાનો સુંદર રાગ સાથે આસ્વાદ કરાવનાર કળાએલ મોર  સરખા દેદિપ્યમાન કવિતાઓનું  આલેખન કરનાર કવિ કલાપી છે.  એમની કવિતામા ભાવના પ્રેમ અને ઊર્મિઓનો સાગર હિલોળા લે છે. જુદા જુદા છંદ અને રાગમાં લખેલા કાવ્યોનુ  સ્મરણ કરતા ભાવ વિભોર અનુભૂતી થાય છે.જેટલો સાહિત્ય પ્રત્યે રાગ હતો તેટલો રાજ વહીવટમાં નહી, છતાં પણ તેઓ પ્રજાના સુખ દુ:ખ માં સાથે રહ્યા.તેમની પ્રજા વત્સલતા “ગ્રામમાતા” કાવ્યમાં ઉભરી આવે છે:

ગ્રામમાતા

વહેલી સવારે પૂર્વમાં ઉગતા રવિના ઉગતા મૃદુ સોનેરી કિરણો ના તાજગી ભર્યા દર્શનથી સારી સૃષ્ટિ પુલકિત થઇ ઉઠે છે. વાદળ વગરનુ ભૂરું સ્વચ્છ આકાશ શોભી રહ્યું છે.  શિયાળાનો ઠંડો પવન લહેરાઇ રહ્યો છે અને પક્ષીઓનો કલરવ ગુંજી રહ્યો છે.  આ જગતનો માનવ સમાજ એના  વ્યવસાય પ્રમણે તાજગી ભર્યા ડગલા ભરતો એના કામે લાગે છે.મીઠી શેરડીના ખેતરો નજીક કોમળ કળી સમા કૃષિ બાળકો  ઉગતા સૂર્યના મધુર તાપમાં રમી રહ્યા છે. એમના કમળ સરખા કુમળા ચહેરા આનંદ વિભોર થઇ રહ્યા છે. પર્ણકુટીની બહાર વૃદ્ધ કૃષિ માતાપિતા માટીની સગડીમાં તાપણી  કરી રહ્યા છે.  શિયાળાની કડકડતી ઠંડીમાં અંગારાથી હૂંફ લઇ રહ્યા છે.  ઈશ્વરે કેટલું સુંદર જોડુ નિર્માણ કર્યું છે!એક ઘોડા ઉપર બેસીને આવતો માણસ દૂરથી નજરે પડે છે , જે આ વૃદ્ધ દંપતી તેમજ સૌ બાળકો કુતુહલથી  નિહાળતા હોય છે ,  આવી પહોંચેલા  એ યુવકને એ વૃદ્ધ ખેડૂત ઉભા થઈને આવકારે છે , “આવો બાપુ!” ઘોડા ઉપરથી ઉતરીને  યુવક પીવાના પાણી માટે વિનંતી કરે છે .

એ વૃદ્ધ માતા યુવકને શેરડીના ખેતર પાસે લઇ ગઈ .  એક શેરડીને કાપતાંજ મીઠ્ઠી રસની ધાર છૂટી , અને પ્યાલો છલકાઈ ગયો. એ તાજો મીઠો મજાનો રસ એ યુવકે આનંદથી પીઘો .  તૃષા છિપાવવા બીજો રસનો પ્યાલો પીએ છે, અને   ત્રીજો પ્યાલો ફરી એ યુવકે માંગ્યો . વૃદ્ધ  માતાએ ફરીવાર બીજી શેરડી કાપી. એમાંથી એકે ટીપું રસનું નીકળ્યું નહિ!  વૃદ્ધ માતાએ ફરી ફરી કાપાના ઘા માર્યા, છતાએ તે નિષ્ફળ નિવડી . તેથી વૃદ્ધ માતાના આખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. “હે ઈશ્વર! આપ મારા પર કોપાયમાન થયા છો?  શેરડીનો રસ એકાએક કેમ સુકાઈ  ગયો? ” એમ વૃદ્ધ  માતા મનમાં વિચારવા લાગી.”જરૂર આ ધરતીનો માલિક યા અહીંનો રાજા દયાહીન થઇ ગયો હોય તેમ લાગે છે!  નહીતો આવું બનેજ નહિ.”  બોલતા બોલતા એ વૃદ્ધાના આંખમાંથી ફરી અશ્રૂ વહેવા લાગ્યા.  માતાના આ શબ્દો સાંભળી યુવક ચમકી ગયો, અને માતાના પગે પડ્યો અને બોલ્યો , “હે માં! એ જ હું રાજા છું.  માં, મને માફ કરી દ્યો .” અને તે મનમાં વિચારવા લાગ્યો ,  ” હે ઈશ્વર, મને માફ કરો , હું જયારે રસ પીતો હતો ત્યારે મારા મનમાં  કુવિચાર આવ્યો કે  આવી રસ ભરેલી મીઠ્ઠી શેરડીના પાકમાંથી આ ખેડૂતો ખૂબ પૈસા બનાવતા હશે. હું શા માટે આ ખેડૂત પાસેથી વધુ કર નાં ઉઘરવું?” રાજાએ ખરા મનથી  ભગવાન પાસે ક્ષમા માંગી, અને નિશ્ચય કર્યો કે આવા મહેનતુ ખેડૂત પાસે હું લોભવૃત્તી કરી વધુ કર નહિ માંગુ. આ રાજાના  વિચાર  અને ન્યાયપૂર્વક નિર્ણય બદલાતા  મોટું આશ્ચર્ય થયું .  આ યુવક રાજા બોલ્યા, “હે માતા, તમે ફરીવાર રસ કહાડો, હવે જરૂર શેરડીમાંથી રસ નિકળશે અને પ્યાલો જરૂર ભરાશે.”  વૃદ્ધ માતાએ ફરી શેરડી કાપી  અને   મીઠા રસની ધારા છૂટી. આ જોતા સૌ ખુબ આનંદ પામ્યા.  યુવક રાજા આનંદ પૂર્વક બોલ્યા,” તમે સૌ સુખી રહો.  હવે હું વધુ કર નહિ ઉઘરાવું . ફક્ત હું તમારા આશિષ માંગુ છું . “વૃદ્ધ માતાએ ફરી શેરડીમાં કાપ મુક્યો અને તેમાંથી રસની ધારા વહેવા લાગી.માનવીના મનના વિચારોની અસર ધરતીને પણ તરત જ થાય છે .  “વિચારો માનવીને ઘડે છે”   જેના જેવા વિચાર તેવી કુદરત તેને ફળ આપે છે

ઉદારતા, નિખાલસતા, નિર્ભયતા, અને  વિશાળતા માનવીને ખુબ સુખી કરે છે.

પદ્માબેન ક. શાહ-July 1, 2014

મિત્રો દાવડા સાહેબનો કલાપી થવાનો પ્રયત્ન જોવા જેવો છે ,દાવડા સાહેબ ને જે કવિ ગમે એ એમના પાત્રમાં ગોઠવાય જાય કયારેક અખો ભગત તો કયારેક કલાપી બની કવિતા લખવા માંડે આસ્વાદ લખવા માં તો છટકી ગયા। .પણ કલમ એમ થોડી અટકે એટલે કલાપીની જેમ કવિતા લખી નાખી  તો  માણો  એમના વિચારોને।..બધાને અભિપ્રાય આપવાની સંપૂર્ણ છુટ છે. કલાપી મારા સૌથી વધારે પ્રિય કવિ છે. મને એમની બધી કવિતાઓ ગમે છે.પણ હું માત્ર મારી બે પ્રિય પંક્તિઓની જ વાત કરીશ.

એક કવિતામાં કલાપીએ કહ્યું છે, “રે રે શ્રધ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે.”આ પંક્તિમાં કલાપીએ જીવનની સચ્ચાઈ કેટલી મીઠાસથી કહી દીધી છે. એક વાર વિશ્વાસ ઉઠી જાય તો ફરીથી ભરોસો કરવો મુશ્કેલ છે. ઘણીવાર આપણે આપણા પ્રિયજન સાથે મીઠી મજાક કરીએ છીએ. મેં પણ કલાપી સાથે મજાક કરતાં મંદાક્રાન્તા છંદમાં જ લખ્યું છે,

રે રે કલાપી

(મંદાક્રાંતા)

“રે રે શ્રધ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે”

શાને આવા અશુભ વચનો બોલતો તું  કલાપી?

મારી શ્રધ્ધા પિયર ગઈ છે, આજ આવી જવાની,

તોયે  શાને  ભિતરમનમા  બીક  લાગ્યા કરે છે?

તારું  બોલ્યું  વચન ફળશે, શું થશે  હાલ મારા?

તું તો રાજા, તરત  મળશે સાત રાણી તને તો,

મારા  જેવા  રખડી પડસે, બોલ તારા  ફળે તો.

મારી શ્રધ્ધા તો પાછી આવી ગઈ, એટલે આ વાત તો પતી.

હવિ હું મારી બીજી પ્રિય પંક્તિની વાત કહું.“હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે, પાપી એમાં ડૂબકી લઈને પુણ્યશાળી બને છે.”જીવનમાં કલાપીના આ શબ્દો ઉતારી લો તો સંતનો દરજ્જો દૂર ન રહે. આ પંક્તિ પ્રત્યેના આકર્ષણને લઈને મેં ચાર પંક્તિઓ લખી છે, પણ તમે તો કલાપીની જ વાત માનજો.

હવે મારી પંક્તિઓ સાંભળો.

પસ્તાવાના વિપુલ ઝરણે ડૂબકી મેં લગાવી;

ન્યાયાધિસે કબુલ ગણીને કેદમા નાખી દીધો;

ના કીધેલી વકીલે મુજને, તોય એનું ન માન્યુ,

શાને સાચું સમજી લઈને માન્યું તારું કલાપી?

મને ભલે તકલીફ પડી, પણ તે છતાંયે કલાપી મારા સૌથી પ્રિય કવિ છે.

પી.કે.દાવડા

(જયવંતીબેન  પટેલ ,કલ્પના શાહ ,પ્રજ્ઞાબેન દાદભાવાળા  રાજેશ શાહ)

કવિ કલાપી યાદી ઝરે છે આપની …..

 25મી જુલાઈ ના ઇન્ડિયા કોમયુનિટી  સેન્ટર મિલ્પીટાસ  કેલીફોર્નીયા ખાતે મળેલી બેઠકે કલાપી ના અક્ષર દેહને જીવિત કર્યો …,………જિંદગીએ કવિ  કલાપી સાથે ભલે અન્યાય કર્યો અને ટુકું જીવન આપી નાની ઉંમરે જિંદગી સમેટી લીધી પરંતુ તેમના અક્ષર દેહ થી તેઓ ચિરંજીવ રહશે ગુજરાતની પ્રજા તેમનાં અમર કાવ્યોના અમર શબ્દો માટે હંમેશા ઋણી રહેશે, રાજવી કુળમાં જન્મેલા સુરસિહજી તખ્તસીહજી  ગોહિલ  ને  એમની રચનાઓએ કલાપી બનાવ્યા , એમની સાથે સંકળાયેલી ત્રણ સ્ત્રી અને પ્રણય ત્રિકોણ  અને  બધાએ એમને એક દંતકથા સમાન બનાવી દીધા પરંતુ બેઠકના સર્જકોએ જાણે કલાપીને યાદ કરી તેમને જીવિત કર્યા।..

શરુઆતમાં, બેઠકના  આયોજક  શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાળા એ  સૌને આવકાર આપ્યો હતો, કલ્પના બેને નિયમ મુજબ પ્રભુ વંદનાથી કરી અને રાજેશભાઈ એ કલાપી ના જીવન અને કવન વિષે રજૂઆત કરી કવિ ને હાજર હજૂર કર્યા ત્યારબાદ એક પછી એક રજૂઆતે બેઠકને જાણે કલાપી મય બનવી દીધા,પદ્મા બેન શાહ,પી.કે.દાવડા સાહેબ ,દર્શના નાટકરણી, કુમુદભાઈ રાવલ ,જયવંતીબેન પટેલ ,પિનાક દલાલ, વગેરેએ કવિતા ના આસ્વાદ રજુ કરી.કલાપીને શબ્દોના માધ્યમ દ્વારા મળવાનો આ આનંદ અનેરો અને અવર્ણનીય હતો,કુંતાબેન એમની  નાજુક તબિયતના હિસાબે હાજર ન રહ્યા પરંતુ તેમણે  કલાપીની એક રચના ફોન પર ગાઈ  સંભળાવી,કલ્પના બેને  પોતાની રજૂઆતમાં ભાવ અને વૃતિના ઉછાળા લાવી બધાને જાણે ઝબોળી દીધા અને કવિ કલાપીની કવિતા જાણે જીવંત થઇ.કોઈ પણ વ્યક્તિ લખવાનો નો સાચો હૃદય માંથી પ્રયત્ન કરે તો શું ન થઇ શકે ?  જયવંતીબેને સચોટ રજૂઆત કરી વિકસતી કલમને પુરવાર કરી. 

કલાપીના સંદર્ભ માં પ્રજ્ઞાબેને કહેતા કહ્યુકે કવિ કલાપીને લખવા માટે કલમ સહજ હતી,લાગણી નો ધોધ એમના દિલમાંથી નીકળતી સંવેદના શબ્દ્સ્વરૂપ લેતી હતી અને એણે કયારેય બીજા વાંચે માટે લખ્યું જ ન હતું,એમના લખેલા પત્રો એટલા સાચુકલા અને દિલમાંથી હતા કે વાંચતા સ્પર્શી જતા અને સમય જતા સાહિત્ય બની ગયા,એમના સાહિત્યના મૂળ જાણે પત્રો દ્વારાજ નખાણા,કવિએ પ્રકૃતિનો સહારો લઇ લખવાની શરૂઆત કરતા અને પછીતો પ્રેમ નું માત્ર એક માધ્યમ બનતું પ્રેમ પ્રકૃતિ અને પરમેશ્વર એમના કવન વિષય હતા એમણે રાગ તરફથી ત્યાગ તરફની ગતિને અક્ષર રૂપ આપી  જિંદગી સમેટી લીધી,હાજર રહેલા પ્રક્ષકોને પ્રશ્ન પૂછાતા પ્રજ્ઞાબેને કહ્યું તમે હું આપણે સૌ રોજ પારેવડા કે પક્ષીને જોઈએ છે શું આપણે કવિતાની બે પંક્તિ કયારેય લખી છે ?બસ આજ ફરક છે એક સામાન્ય કવિમાં અને અનુભવી કવિમાં,…. માટે જ સુરસિહજી તખ્તસીહજી  ગોહિલ એક રાજવીને ને એમની રચનાઓએ કવિ કલાપી બનાવ્યા,આગળ બેઠકનો દોર રાજેશભાઈ અને કલ્પનાબેનને સોપી પ્રજ્ઞાબેને  કામસર રજા લીધી પરંતુ કલાપી જાણે પ્રેક્ષકોના મન પર છાઈ ગયા ,રેડિયો જિંદગીવાળા જાગૃતિબેન અને નૈમેષ જેવા સ્વયંસેવક બેઠકનું બળ બન્યા તો રામજીભાઈ પ્રોત્સાહન,અને તેની યાદોને વાગોળવા રઘુભાઈ જાણે ફોટોગ્રાફર બની નીમ્મિત બન્યા,બેઠકના કર્યો વાંચન અને સર્જન સાથે ભાષાના ને સાચવવાનો પ્રયત્ન અમદાવાદથી આવેલ કુમુદભાઈ રાવલને સ્પર્શી ગયો કે  કુમુદભાઈ એ હૃદય સ્પર્શી બેઠકમાં જાહેરમાં એકરાર  કર્યો। ..ને પ્રેક્ષકો એ તાળીથી વધાવ્યો …આમ બેઠકનો એક નાનો નમ્ર પ્રયત્નએ  માતૃભાષાનું ઋણ ચુકવ્યું.

મિત્રો આ મહિનાના બેઠકના વિષય ઉપર દ્રષ્ટી કરવતો સુંદર લેખ  મિત્રો આ લેખ વાંચવા જેવો છે માટે ખાસ આ બુકમાં રજુ કરું છુ.

રાગ તરફથી ત્યાગ તરફની ગતિ : બિલ્વમંગલ

કોઇપણ કૃતિના આસ્વાદ-ભાવન માટે જે તે કવિના જીવનની માહિતી અનિવાર્ય બની રહે છે.કલાપી માટે તો ખાસ. આ કવિના જીવનનો એમના કવન સાથે દઢ નાતો  રહેલો છે. સર્જનમાં જીવનની પ્રત્યેક ક્ષણની પ્રતીતિ અનુભવાય છે.એમની કવિતા આસ્વાદમાં જીવનનો વિચ્છેદ વિધ્નરૂપ બની રહે છે.

કલાપીના હ્રદયના રાગ અને  વિરાગ બે સ્થાયીભાવ છે. આ બંને ભાવો એમના જીવનનું પ્રભાવક બળ હતા.જન્મ્યા ત્યારથી જ કલાપી મૃત્યુ ઓથાર નીચી જીવ્યા.તેમના માતાપિતાનું પણ રાજખટપટને કારણે જ થયું.1-પ્રવાસ જતાં પહેલાં તેમને પણ ઝેર આપવાનો પ્રયાસ થયો હતો.૨ તેમના જન્મ વિશે પણ અનેક લોકવાયકાઓ પ્રચલિત છે.પોતે રાજબીજ નહી પણ બાવાનું સંતાન છે એવો અધ્યાસ તેમનો હતો.૩-.પરિણામે કવિમાં વૈરાગ્યભાવ શૈશવથી કેળવાયો હતો. વળી, બે કુંવરીઓ સાથે લગ્ન અને કિશોર દાસી શોભના પ્રત્યેનો અનુરાગ કવિચિત્તમાં ઘમસાણ મચાવી દે છે. રાગ અને ત્યાગની વચ્ચે ખેંચાતું રહેલું એમનું હૈયું કવિતામાં ધબકે છે.

“ માયિક પ્રેમ તરછોડી અનલહકનો તું કર દાવો!

બન્યું રહે મસ્ત મસ્તાનું,મસ્તીનો તું લે લ્હાવો” (મસ્ત ઇશ્ક)

માયાવી પ્રેમથી મુક્ત થવા પાછળના અનેક કારણોમાં કવિના જીવનની કેટલીક ઘટનાઓની સાથે અભ્યાસ અને અનુભવ મુખ્ય  છે. વર્ડઝવર્થ  એમના પ્રિય કવિ.તો મિત્ર  કાન્તને લીધે સ્વીડનબોર્ગના અભ્યાસી બન્યા. જ્યારે મણિલાલ નભુભાઇ દ્વિવેદી ગુરુ સમાન હતા.એમના સહવાસને લીધે  શંકરાચાર્યના વેદાંતનું જ્ઞાન કલાપીને મળ્યું હોવાનું મનાય છે. એટલે જ અદ્વૈતવાદ, સૂફીવાદ અને  વર્ડઝવર્થના સર્વાત્મવાદ(PANTHEISCN) નો ત્રિવેણી સંગમ એમની કવિતામાં જોવા મળે છે.

આટલી પૂર્વભૂમિકા પછી કલાપીના ‘બિલ્વમંગલ’ કાવ્યને તપાસીએ તો અહીં સૂફીવાદની અસર જોઇ શકાય છે. સૂફીવાદ સમજ્યા સિવાય કલાપીને અનેકોએ અન્યાય કર્યો છે. આવા જ અન્યાયનો ભોગ દયારામ પણ બન્યા હતા.ઉઘાડા શૃંગારના કવિ હોવાનો આરોપ દયારામ પર લાગેલો,પણ ગોવર્ધનરામ ‘દયારામનો અક્ષરદેહ’ લખી એમની કવિતાનું રહસ્ય સમજાવ્યુ. તેજ પ્રમાણ્રે કલાપીની કવિતામાં માશુકના નામથી પ્રિયાપ્રેમ નહી પરંતું પ્રભુપ્રેમનું વર્ણન છે.જે સૂફીવાદની અસર છે. ‘સુફી વિચારસરણી મુજબ ઇશ્વરી પ્રેમ ‘ઇશ્ક હકીકી’ ની શરૂઆત પાર્થિવ માનવી પ્રેમ ‘ઇશ્ક મિજાજી’થી જ થઇ શકે. સૂફી મહાત્મા ‘જામી’ આ સિદ્ગાંતનું એક એક દ્દષ્ટાત આપતાં જણાવે છે કે કોઇ એક શિષ્ય એક સૂફી મહાત્મા પાસે દીક્ષા લેવા ગયો ત્યારે મહાત્માએ તેને કહ્યું કે તું કોઇ વ્યક્તિનો આશક થઇને આવ અને તારા ખરા પ્રેમથી તેને ચાહતા શીખ ત્યાર બાદ જ તને દીક્ષા આપી ‘ઇશ્ક હકીકી’ ઇશ્વર પ્રેમ શું છે તે શીખવી શકાય૪.  સૂફી એ ઇસ્લામનો અગમ્યવાદ છે. સૂફી શબ્દ ‘સૂફ’ એટલે ઉન પરથી નીકળ્યો છે.ઉનનો ડગલા પહેરી જે ઇસ્લામી સંતો પ્રભુની સાથે એકરૂપ થવાનો બોધ કરતા તેમને સૂફી નામ આપવામાં આવતું.સૂફીવાદમાં ફનાફી શય૫ ફનાફી શેખ૬ ફનાફી રસુલ૭ અને ફનાફીલ્લાહ૮ એમાં ચાર તબક્કા મનાય છે. જે કલાપીની કવિતામાં જુદા જુદા રૂપે-રંગે છે. જેમકે –       

‘હવે જોવા ચાલ્યું જિગર મુજબ સાક્ષાત હરિને’           (ઉત્સુક હદય)

‘હમો મનસૂરના ચેલા ખુદાથી ખેલ કરનારા          (હમારા રાહ)

‘ફાની છે આ જગત સઘળું, અન્ત આ જીવવાને,

જે છે તે ના ટકી દર્દી કહે સર્વદા કાલ કયાંયે,

શોધી લે ને  પ્રિય સખે ! સર્વદા જે રહેશે,

આશા તૃપ્તિ વિભવ સુખની તુચ્છ  સૌ છોડી દે ને !                ( બિલ્વમંગલ)

કલાપીમાં રહેલ આ સૂફીવાદનો મર્મ સહ્રદયોને જગન્નાથ દામોદર ત્રિપાઠી-સાગર મહારાજે સમજાવ્યો છે. એમણે ૧૯૦૭, ૦૮ અને ૦૯ માં ‘કલાપી અને તેની કવિતા’ વિશે એક સુદીર્ઘ વિવેચન લખયું.તેઓ ૧૯૧૦ માં બે વાર લાઠી ગયાં બીજી વાર ગયા ત્યારે કલાપીની સમાધી આગળ તેમણે ગૃહસ્થી પહેરવેશ ત્યાગી સૂફી અલ્ફી ધારણ કરી૯.  તા. ૩૦/૧૧/૧૮૯૫ ના રોજ ‘બિલ્વ મંગલ’ છપાયું. તે વેળા કવિના મનમાં ચાલતી ગડમથલ રમાને સંબોધીને લખેલ પત્રમાં સ્પષ્ટ થાય છે. ‘અરે મેં જે પ્યાર તમારા પર રાખ્યો હતો તેટલો ઇશ્વર પર  રાખ્યો હોત તો આજ તરી ગયો હોત તો હવે મારે આ જંજાળ, જેમાં હું ખોટો ગેરવિશ્વાસુ અને કદર વિનાનો ગણાયો, તે છોડી દઇ એક પરમાત્માની સાથે જ લગની રાખવી એ જેવું બીજું કંઇ જ ઉત્તમ નથી’૧૦.  ‘મહાત્મા મૂળદાસ’ અને ‘ગ્રામ્યમાતા’ ની જેમ ‘બિલ્વમંગલ’નું વસ્તુ પણ કલાપીએ લોકસાહિત્યમાંથી લીધું છે. મહાત્મા મૂળદાસની હકીકત અમરેલી પાસે બની હતી. આજેય એ જગ્યા હયાત છે. ‘બિલ્વમંગલ’ વિશે પણ એવું છે.’ એ નામનો એક વૈષ્ણવ ભક્ત  કવિ ને પાછલા  જીવનમાં સુરદાસ નામથી પ્રખ્યાત થયેલો છે.તે ઇ.સ.ચૌદમાં શતક પહેલા થઇ ગયેલ નક્કી થાય છે. ચિંતામણી નામની ગણિકાથી તે ભક્તિમાં પ્રેરાયો હતો’૧૧ . ‘બિલ્વમંગલ’ સંવત ૮૬૫માં થયેલ એક આચાર્ય હોવાનું પણ મનાય છે.૧૨ એવી  જ રીતે તુલસીદાસના જીવન સાથે પણ આ કાવ્યની કથા સંકળાયેલી છે.કલાપીએ  આ કાવ્યનું પ્રથમ શીર્ષક ‘તુલસી’ રાખ્યું હતું.પછી કાન્તે ‘બિલ્વમંગલ’ કર્યુ છે. એ જ શીર્ષકથી પછી એ છપાતું રહ્યું.

આ કાવ્યના સ્વરૂપ વિશે વિવિધ મતમતાંતરો છે.ખંડકાવ્યોના અભ્યાસુ ચિનુ મોદીના મતે ‘આ રચના લોકરૂઢ ખ્યાતકથા પર આધારિત એ કથાકાવ્ય છે’૧૩તો પ્રા.જયદેવ શુકલને ‘બિલ્વમંગલ’ ખંડકાવ્ય કરતાં કથાકાવ્યની વિશેષ નજીક પહોંચી જતું લાગે છે’૧૪ જ્યારે ડૉ.ઇન્દ્રવદન      દવે આરંભે આ કાવ્યને ‘એક દીર્ધ કથાકાવ્ય’ કહે છે. પણ પછી તરત જ કાન્ત રીતિનું ખંડકાવ્ય રૂપે ઓળખાવે છે.૧૫ કથાકાવ્ય અંગેની વિદ્ગાનોની દલીલો સાથે સહમત થવું યોગ્ય છે.

૨૦૪ પંક્તિમાં વિસ્તાર પામેલા આ કાવ્યનું વસ્તુ જોઇએ  તો આટલુ જ છે. બિલ્વમંગલ  શબ પર સવાર થઇ બે કાંઠે જતી નદી ઓળંગી, લટકતા સાપને દોરડું સમજી તેનો સહારો લઇ ચિંતામણી સુધી પહોંચે છે.કામવશ બિલ્વમંગલના આંધળા પ્રેમની-સ્નેહની ચિંતામણીને સવારે ખબર પડે છે. આટલા પ્રેમને લાયક હું નહી ઇશ્વર હોવાનું સૂચન –કાંતાસંમિત ઉપદેશ બિલ્વમંગલનું હ્રદયપરિવર્તન કરી દે છે.તે ‘સંસારીને શીખવીશ હવે સ્નેહ’વૈરાગ્ય’ ભક્તિનો સંકલ્પ કરી નીકળી પડે છે. ચિંતામણીની આજીજી સાથે કાવ્ય પૂર્ણ થાય છે.

કવિને આ કાવ્યના વસ્તુ કે કથાનકની પસંદગીમાં સફળતા મળી છે. એમાં ભાવ અને વૃતિના ઉછાળા લાવી શકાય એટલી શક્યતા છે. જે ઉત્કટતાથી બિલ્વમંગલ વાસના તૃપ્તિ તરફા આગળ વધે છે.એવી જ રીતે પાછો વળે છે. આખાય કાવ્યમાં નાયકની ચિત્તવૃતિની ચહલપહલ સંઘર્ષની ક્ષણો ઊભી કરે એમ છે.પરંતુ તેનો લાભ કવિ લઇ શક્યા નથી. કાન્ત જેટલી સજ્જતા કલાપીમાં નથી, તે અહી સ્પષ્ટ થાય છે.

કાવ્યના આરંભે સમય-સ્થળનો નિર્દેશ કરવા કવિએ પ્રકૃતિનો સહારો લીધો છે.

‘છૂપી ઊંઘે ઘનપડ મહીં તારલા વ્યોમઅંકે,

નિદ્રા મીઠી ગિરિ, નદી અને વિશ્વ આખુંય લે છે,

ને રૂપેરી શ્રમિત દિસતી વીજળી એક સ્થાને,

સૂતી સૂતી  હસતી મધુરૂં સ્વપ્ન માંહી દિસે છે.’

મેઘલી, અંધારી-તોફાની રાતે બિલ્વમંગલ પત્નીને મળવા નીકળી પડે છે. એનામાં જાગેલ કામવાસનાને વધુ પ્રત્યક્ષ કરવા કવિ નદીના પૂરને આલેખે છે. મેઘાચ્છાદિત આકાશ’ મેઘગર્જના,વીજળીના ભડાકા અને કડાકા, ગર્જતી શ્યામ યમુના, શબ અને સર્પ એ પ્રકૃતિના ભયાનક સ્વરૂપો છે.આવી ભયાનકતામાં પણ મસ્ત પ્રેમીને પ્રિયાદર્શનની તલપ છે.’

‘તેની પત્ની હ્રદયવિભુતિ સ્નેહની જે સરિતા,

તેની પાસે જિગર ઘસડી જાય છે લેઇ હાવાં,

આલેખાયું હ્રદયપટમાં ચિત્ર વ્હાલી તણું છે,

અંગોમાંથી જીવન સઘળું ત્યાં જ આવી રહયુ છે’.

પ્રિયાપ્રેમનું ખેંચાણ શબ કે સર્પને કયાંથી જુએ ? ‘પ્રેમ આંધળો છે’! એ અર્થમાં કહેવાતું હશે! પરંતુ સમયના પરિવર્તન સાથે જ કાવ્ય પણ પલટો લે છે.રાત્રીમાંથી પ્રભાતમાં, અંધકારથી પ્રકાશ તરફ,કામાંધતાથી જ્ઞાનપ્રકાશ તરફની ગતિ કવિ સૂચવે છે.સૂર્યોદય સાથે જ્ઞાનપ્રકાશનો ઉદય થાય છે. લાકડું માન્યું હતું તે શબ અને દોરડું જેને  માન્યું હતું તે સર્પ હતો તેનો ખ્યાલ આવે છે. પ્રેમીજનોના ચિંતનને વેગ આપવા કવિ દીવાનું પણ પ્રતીક પ્રયોજે  છે.

‘પેલો કામી પુરૂષ હજુ ત્યાં ગોખ માંહી ઊભો છે,

તેનો કામી પ્રણયી નયનો પ્રેમીને નીરખે છે,

ત્યાં દીવામાં ચડચડી મર્યુ એક ભોળું પતંગ,

જોવા લાગ્યો સ્થિર નયનને ફેરવી ત્યાં યુવાન’.

મૂક વિચારતી નાયિકા દીવાના પ્રસંગથી નિશ્ચિંત થઇ, આ આસક્તિને ક્ષણભંગુર દેહ તરફથી શાશ્વત પરમાત્મા પ્રતિ વાળવા નાયકને પ્રેરે છે.તે પ્રિયતમને બોધ આપે છે.

‘મારા વ્હાલા ! સુર ! હ્રદયથી દાસતું ઇશનો થા !’

**     **     **     **     

‘શું છે હું-માં ? સુખરૂપ તને દેહ આ ના થવાની’

               આ પંક્તિઓ કલાપીના અસ્વસ્થ ચિત્તમાં વારંવાર ઉઠતા નિર્વેદ (વૈરાગ્ય) ની નિશાની છે.પ્રણય દ્ગારા પણ ઇશ્વર પ્રાપ્તિની શક્યતા સૂફીવાદમાં શ્રધાળુ કલાપીને છે. સ્નેહ જ્યારે જ્યારે પરાકાષ્ટાએ પહોંચે છે. ત્યારે એનો અંત શાંત હોય છે. જે અહી ફલિત થાય છે.કવિનું કાવ્યનું કાવ્યયોજન પણ સિધ્ધિ થાય છે.

‘ફાની છે આ જગત સઘળું…………….’

બિલ્વમંગલનો માનસપલટો થાય છે. જો કે કવિએ ધીરજ ગુમાવી છે. કવિની આ મર્યાદા અંગે ચિનુ મોદી નોધ્યું છે કે  ‘અપ્રતીતિકર અભિવ્યક્તિને કારણે ‘બિલ્વમંગલનું’ પોત ઘણું ફિસ્સુ લાગે છે.ચરિત્રચિત્રણ સાવ પાંખું લાગે છે.આ રચનામાં બિલ્વમંગલ નહી પણ કલાપી જ નાયક બને છે.અને ચિંતામણીને પણ મુખવાદ્ય જ બનાવે છે. આથી, આ બેમાંથી એકકેયનું ચરિત્ર સુરેખ,જીવંત અને એથી કલામય બની શક્યુ નથી. બેઉનાં ઉચ્ચ કવિ દ્ગારા હ્રદયવલોવણ સંઘર્ષણોની જે શક્યતાઓ હતી તેનો લાભ કલાપી લઇ  શક્યા નથી અને એથી વસ્તુગત બાહ્ય સંઘર્ષને કલાપી પાત્રમાં સંક્રાત કરી શક્યા નથી૧૬ કવિનો વર્ણનશોખ અને ઉપદેશશોખ પણ કાવ્યને હાની પહોચાડે છે. વૃતવૈવિધ્યની દ્રષ્ટિએ  જોઇએ તો અહીં કવિએ પ૧માંથી ૪૯ શ્ર્લોકોમાં મંદાક્રાન્તાનો વિનિયોગ કર્યો છે. ૫૦-મા શ્ર્લોકમાં  અનુષ્ટુપ અને ૫૨-મા શ્ર્લોકમાં દ્ગુતવિલિંબિતનો પ્રયોગ છે.

ટૂંકમાં ‘ઇશ્કે મિજાજી’ માંથી ‘ઇશ્કે હકીકી’ –પ્રિયા પ્રેમમાંથી પ્રભુપ્રેમમાં થયેલું એક ‘મસ્ત પ્રેમી’ના પ્રેમનું પરિવર્તન એ આ કાવ્યનો વિષય છે.પ્રેયસીની એક ટકોર નાયકનું હ્રદયપરિવર્તન કરી નાખે છે.કાંતાસંમતિ ઉપદેશ એક રાગીને વિરાગી બનાવી દે છે.ગગનવિહારી મહેતાએ જરા જુદી રીતે કાન્તના ‘વર્સતવિજય’ સાથે આ રચનાની સરખામણી કરી છે.અહીં કામી પ્રેમીનું વિરાગી ભકતમાં રૂપાંતર થાય છે. જ્યારે કાન્તના ‘વસંતવિજય’માં એક વિરાગીનું રાગીમાં પરિવર્તન થાય છે.બાહ્ય બળની મદદથી બિલ્વમંગલ આંતરિક બળ મેળવે છે, જ્યારે પાંડુને તે મળી શકતું નથી. તેના માટે તો બાહ્ય બળ કામોદ્રીપકતાનું સાધન  બને છે.પાડુંને ત્યાગ તરફ જવું છે, પણ રાગમાં લપસી પડે છે. બિલ્વમંગલને રાગ તરફ જવું છે.પણ આંખ ઉઘડી જતાં ત્યાગ જ તેનો નિર્ધાર બને છે.એકના પતનની કથા છે.બીજાના ઉધ્ધારની કથા છે.૧૭

આમ ,કામી પ્રેમીનું જ્ઞાનીમાં રૂપાંતર એ આ કાવ્યનો મુખ્ય વિષય છે.લૌકિકને બદલે કવિની અલૌકિક સનમની શોધ અહીં આરંભાઇ છે.આ પ્રભુ સનમની ખોજ જ એમની પાસે લખાવે છે.

‘પેદા   થયો  છું ઢૂંઢવા તુંને સનમ

ઉમ્મર ગુજારી   ઢૂંઢતાં તુંને સનમ’

આભાર- ડૉ.એ.એ.શેખ
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ
વાંસદા.જિ.નવસારી

મારા પ્રિય લેખક ગુણવંત છો. શાહ નો કલાપી વિષે ૩ ભાગમાં બહુ સરસ લેખ તબક્કા વાર મુકું છું.

ગુજરાતીઓએ જે કવિઓને અતિશય પ્રેમ આપ્યો છે એવા લોકપ્રિય બનેલા ત્રણ કવિઓ છે ઃ નર્મદ, કલાપી અને મેઘાણી
ગુજરાતીઓના પ્રિયકવિ કલાપીની ૧૧૦મી મૃત્યુતિથિ જૂનની ૧૦મીએ છે એ નિમિત્તે ખાસ લેખ ઃ ૧
ફક્ત ૨૬ જ વર્ષ જીવેલા રાજવી કવિ કલાપીની ૧૩૫ વર્ષ પહેલાંની પ્રેમકથની
છેલ્લાં ૧૫૦ વર્ષથી આઘુનિક ગુજરાતી કવિતાના પાંચ શ્રેષ્ઠ કવિઓમાં જેનું સ્થાન છે તે તો કલાપી જ!

કવિ કાન્તે કહેલું કે કલાપી કવિ નથી, સ્નેહી છે. કલાપી પણ કહે છે મારી કવિતાને હું કવિતા કહેતો નથી. હું કવિ છું એવું હું માની જ શક્યો નથી. મને વિચારો ગોઠવતાં આવડતું નથી, મારા જીવનમાં કલા નથી, માત્ર લાગણીઓ છે. 

આમ છતાં ગુજરાતીઓના ઘરે ઘરે કલાપીની કવિતા સૌથી વઘુ વર્ષોથી વંચાતી રહી છે, સૌએ તેને કવિ તરીકે પ્રણામ્યા છે. તેમ પ્રેમી તરીકે પણ સૌએ તેમને ઓળખ્યા છે, સન્માન્યા છે, અંજલિઓ આપી છે. તાજેતરમાં બહાર પડેલ પ્રણવ પંડ્યા સંપાદિત સંગ્રહ ‘…ને સાંભરે કલાપી’માં કલાપીને કાવ્યાંજલિઓ આપતી જુદા જુદા ગુજરાતી કવિઓની ૬૩ રચનાઓ પ્રગટ થઈ છે.

ગુજરાતના જે કવિઓને પ્રજાએ અતિશય પ્રેમ આપ્યો છે તેમને વ્હાલપથી એક વચને સંબોઘ્યા છે. તેવા લોકપ્રિય બનેલા ત્રણ કવિઓ છેઃ નર્મદ, કલાપી અને મેઘાણી. તેમાં પણ છેલ્લાં દોઢસો વર્ષ આઘુનિક ગુજરાતી કવિતાના પાંચ શ્રેષ્ઠ કવિઓમાં જેનું સ્થાન છે તે તો કલાપી જ. રાજા હોય અને ઊંચા દરજ્જાના કવિ પણ હોય એવા અનોખા માનવીઓમાં કલાપીનું આગળ પડતું સ્થાન છે. જગતના મોટા કવિઓમાં જેમનું સ્થાન છે તે શેલી ૨૯ વર્ષ જીવ્યા હતા, જ્યારે કીટ્સે માત્ર ૨૬ વર્ષ જેટલું જ આયુષ્ય ભોગવ્યું હતું. તેમાં કવિ કલાપીનું પણ સ્થાન છે જેમણે ૨૬ વર્ષની ઉંમરે જીવનલીલા સંકેલી લીધી હતી.

લાઠીના રાજવી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (૧૮૭૪-૧૯૦૦) જગવિખ્યાત સૂર્યવંશી ગોહિલકુળમાં જન્મ્યા હતા. ગોહિલો દક્ષિણના ચંદ્રવંશી ગણાતા શાલિવાહનના વંશજો નથી, પણ સૂર્યવંશી ગુહ રાજાના વંશજો છે. તેમના વંશજોની ગોહિલ-ગેહલોત, સીસોદિયા વગેરે ૨૪ શાખાઓ છે. તેમના વંશજોની તેમનામાંથી મેવાડ-ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડા, પ્રતાપગઢ, નેપાલ, બડવાની, ભાવનગર, પાલિતાણા, વળા, લાઠી, રાજપીપળા, ધરમપુર, મુધોળ, કોલ્હાપુર વગેરે રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં તેમ ઇતિહાસ કહે છે. આ સૌમાં ગોહિલ-ગેહલોત શાખા સૌથી પ્રથમ સ્થાને હોવાથી સૌરાષ્ટ્ર્ના ગોહિલ રાજવીઓને મેવાડ-ઉદયપુરના રાજવંશીઓ મોટાભાઈ તરીકે સન્માને છે.

સૌરાષ્ટ્રના ગોહિલોના પૂર્વજો મારવાડમાં ખેડ (ખેરગઢ)માં રાજ્ય કરતા હતા. તે છોડીને સેજકજી ગોહિલ (૧૨૫૦-૧૨૯૦) સૌરાષ્ટ્રમાં આવી રા’ મહીપાલના સામંત તરીકે રહ્યા. તેમણે પોતાનાં કુંવરી વાલમ કુંવરબાને રા’ના કુંવર ખેંગાર વેરે પરણાવ્યાં ત્યારે રા’એ તેમના બે પુત્રો (વાલમકુંવરબાના ભાઈઓ)ને ચોવીસીઓ (ચોવીસ ગામની જાગીરો આપી. તે પૈકી માંડવી ચોવીસીમાંથી આગળ જતાં પાલિતાણા રાજ્ય થયું અને અરથીલા ચોવીસીમાંથી લાઠી રાજ્યનો ઉદય થયો. તેમના મોટા ભાઈ રાણજીએ રાણપુર (હાલ અમદાવાદ જિલ્લામાં) વસાવ્યું અને ગઢ બંધાવ્યો. તેમના દીકરા વીર મોખડાજીએ ઘોઘા અને પીરમબેટમાં રાજધાની કરી, તે પછીના રાજાઓએ રાજધાની ઉમરાળા અને શિહોર લઈ જઈ અંતે ભાવનગરની ૧૭૨૩માં સ્થાપના કરી.

લાઠીમાં જે રાજવંશ ચાલ્યો તેમાં હમીરજી ગોહિલનું આગવું સ્થાન છે જેમણે સોમનાથ ઉપરના મહમદ ગીઝનીના આક્રમણ વખતે વીરગતિ પ્રાપ્ત કરી હતી. આગામી નવેમ્બર આરંભે ત્યાં હમીરજીની ઘોડા સાથેની પૂર્ણ કદની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ થવાનું છે. લાઠી ઘણું નાનું રાજ્ય હતું. તેની આસપાસ ઘણાં કાઠીઓનાં રાજ્યો હતાં તેની રંજાડ રહેતી. ઠાકોર લાખાજીએ આપબળે લાઠીનું રક્ષણ કર્યું હતું તેમ રાજવીઓ સાથે સારા-સંબંધો પણ રાખ્યા હતા. એટલે કહેવાય છે કે ‘કોરેમોરે કાઠી, વચમાં લાખાની લાઠી.’ લાખાજી પછી દાજીરાજ ઉર્ફે અમરસિંહજી ગાદીએ આવ્યા. ટૂંક સમયમાં તેમના અવસાનથી તેમના નાનાભાઈ તખ્તસિંહજી ગાદીએ આવ્યા.

તખ્તસિંહજીને ત્રણ પુત્રો હતા. ભાવસિંહજી સુરસિંહજી અને વિજયસિંહજી. તેમાં ભાવસિંહજી યુવરાજ હતા. આથી સુરસિંહજી (કલાપી) દત્તક લીધેલા હતા કે રાજબીજ નહોતા વગેરે વાતો વહેતી થયેલી તે કપોળકલ્પિત ઠરે છે. સુરસિંહજી હજી થોડા મહિનાના જ હતા એટલામાં ભાવસિંહજીનું ઘોડા પરથી પડી જવાથી અવસાન થયું. આથી સુરસિંહજી યુવરાજ બન્યા. પાંચ જ વર્ષમાં તખ્તસિંહજીનું અવસાન થતાં સુરસિંહજી ગાદીવારસ બન્યા, તેમને શિરસ્તા પ્રમાણે રાજતિલક કરવામાં આવ્યું. (ઈ.સ. ૧૮૭૯)

આમ સુરસિંહજી લાઠીના ઠાકોર તખ્તસિંહજીના બીજા ક્રમના રાજકુમાર હતા. તેમનો જન્મ ૨૬ જાન્યુઆરી, ૧૮૭૪ના રોજ થયો હતો. તખ્તસિંહજીનાં ગણોદવાળાં રાણી રામબા તેમના માતા થતાં હતાં. ઠાકોરના અવસાન પછી રાજ્યનો વહીવટ પ્રણાલિકા પ્રમાણે અંગ્રેજ સરકારે નિયુક્ત કરેલા અધિકારી દ્વારા થતો હતો. સુરસિંહજીને ખાનગી ખર્ચ માટે બાંધી રકમ અને સુવિધાઓ આપવામાં આવતાં હતાં.

આઠ વરસની ઉંમરે સુરસિંહજીને અભ્યાસ માટે રાજકોટની રાજકુમાર કોલેજમાં દાખલ કરવામાં આવ્યા. ફૂટબોલ અને ટેનિસના તેઓ સારા ખેલાડી હતા. અભ્યાસ ઘ્યાન દઈને કરતા. પણ રમતિયાળ એટલા જ હતા. કોઈ પણ પંખીનો અવાજ તેઓ મોઢેથી કાઢી શકતા. એટલે સુરસિંહની આસપાસ કુમારોનું ટોળું વળેલું રહેતું. ફરમાઈશ પ્રમાણે તેઓ પંખીના અવાજની નકલ કરતા. અંગ્રેજ પ્રિન્સિપાલ મેકનોટન (તેમનો કુમારો ‘ભાભો’ એવા નામથી ઉલ્લેખ કરતા) ઘણા કડક હતા. તેઓ બે-ત્રણ વખત જોઈ જતાં પંખીનો અવાજ કાઢવા પર તેમણે પ્રતિબંધ મૂકી દીધો. હવે સુરસિંહ એકલા પડી ગયા. એકવાર એકલા એકલા પંખીના અવાજની સુંદર નકલ કરતા પ્રિન્સિપાલ સાંભળી ગયા. સુરસિંહનું ઘ્યાન નહોતું. મેકનોટન હસી પડ્યા. ત્યારથી તેમણે તેની ફરીથી છૂટ આપી દીધી.

પંદર વર્ષની ઉંમરે સુરસિંહજીનાં બે રાજકુમારીઓ સાથે લગ્ન થયાં. રાજપૂતોમાં આજે પણ રિવાજ છે કે થોડાં લોકો ખાંડું (તલવાર) લઈને જાય અને કન્યાને વરના ગામ લઈ આવે. બે, ત્રણ કે વઘુ કન્યાઓ સાથે એક જ માંડવે લગ્ન થાય ત્યારે આ જરૂરી બનતું હશે. રિવાજ માટે બીજું કારણ એ હશે કે લગ્ન માટે નિમંત્રીને દગાફટકાથી મારી નાખે તેવા બનાવો બનતા. એકથી વઘુ કન્યા સાથે લગ્ન થાય ત્યારે જેની સાથે વરરાજા પહેલા ફેરા ફરે તે પટરાણી ગણાય. 

ગોડંખ પાસેના કોટલા સાંગાણીનાં કુંવરી કેશરબા (શ્વસુરગૃહે નામ આનંદીબા)ને તેમના સંબંધીઓ વહેલા ફેરા ફેરવાવી શક્યા એટલે તે પટરાણી ઠર્યાં, કચ્છના સુમરીરોહાનાં બીજાં રાજકુમારી રાજબા (રમા) પછીથી પોખાણા. છતાં પોતાની હોશિયારી અને ચતુરાઈથી સુરસિંહનો પ્રેમ મેળવી સ્નેહાજ્ઞી બની રહ્યાં. તેઓ કલાપીથી આઠ વર્ષ મોટાં હતાં, આનંદીબા બે વર્ષ મોટાં હતાં. આનંદીબા સાથે કલાપીને મનમેળ થયો જ નહીં, કેટલાંક વર્ષ અબોલા રહ્યાં. આમ છતાં, સુરસિંહજીએ પતિધર્મ ન્યાયપૂર્વક બજાવ્યો.

સુરસિંહજીને આંખની તકલીફ થતાં રાજકોટમાં અલગ મકાન (લીંબડીનો ઉતારો) રાખી બંને રાણીઓ સાથે રહ્યા.રમાબા સાથે કચ્છથી સાત આઠ વર્ષની છોકરી મોંઘી વડારણ તરીકે આવી હતી. આ સુંદર અને ચપળ છોકરીને જોઈને સુરસિંહજીને વાત્સલ્ય ભાવ પ્રગટ્યો. તેને જાતે ભણાવી, કવિતા વાંચતાં લખતાં પણ શીખવી.
સોળ વર્ષ પૂરાં થયા પછી સુરસિંહજીનો રાજકુમાર કૉલેજનો અભ્યાસ પૂરો થયો (ઑગસ્ટ ૧૮૯૧). બ્રિટિશ પઘ્ધતિ પ્રમાણેનો તે અભ્યાસ મેટ્રિક સુધીનો ગણાતો. એજંસીની કાર્યપઘ્ધતિ અનુસાર અભ્યાસના ભાગ રૂપે કુમારોને દેશદર્શન કરાવવામાં આવતું. અન્ય કુમારો, સહાયકો વગેરેના ૧૬ વ્યક્તિઓના સમૂહ સાથે કાશ્મીર અને અન્ય સ્થળોનો પ્રવાસ યોજાયો. સાત મહિનાના આ પ્રવાસ દરમ્યાન અઢાર વરસની ઉંમરે સ્ટીમલોંચમાં બેસીને માત્ર સાત દિવસમાં સુરસિંહજીએ ‘કાશ્મીરનો પ્રવાસ’ લખ્યો જે ગુજરાતી ભાષાનો એક ગણનાપાત્ર ગદ્યગ્રંથ ગણાય છે.

આ પહેલાં સોળ વરસની ઉંમરે સુરસિંહે કાવ્યરચનાનો પ્રારંભ કરી દીધો હતો. ૨-૯-૧૮૯૦ના દિવસે પહેલી કવિતા રમાબાને સંબોધીને લખી હતી જે અપ્રગટ છે. અઢાર વરસની ઉંમર સુધીમાં ગુજરાતી સાહિત્યનું બહોળું વાચન કરી લીઘું હતું. લાઠીમાં શિક્ષકો રાખીને સંસ્કૃત શીખવાનું, અંગ્રેજી સાહિત્યનું પુષ્કળ વાંચન કરવાનું, ફારસી પણ શીખવાનું શરૂ રાખ્યું હતું. લગભગ એ જ સમયે મણિલાલ નભુભાઈ દ્વિવેદીના સામયિક ‘સુદર્શન’માં પ્રથમ ગઝલ ‘ફકીરી હાલ’ જી.્.ય્. ની સંજ્ઞા સાથે છપાઈ હતી. (૧૫-૧૦-૧૮૯૨). અઢાર વર્ષની ઉંમરે જ મણિલાલ નભુભાઈ સાથે પત્રવ્યવહાર શરૂ થયો અને એમને પોતાના ગુરૂપદે સ્થાપ્યા. આ જ વર્ષે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી સાથે પત્રવ્યવહાર શરૂ થયો. અંત સુધી રાજ્ય વહીવટ માટે તેમનું માર્ગદર્શન મેળવવાનું રહ્યું હતું.

સોળથી છવ્વીસ વર્ષની ઉંમરનાં માત્ર ૧૦ વર્ષ દરમ્યાન સુરસિંહે પુષ્કળ સાહિત્યસર્જન કર્યું છે. તેમાં ૧૫૦૦૦ પંક્તિઓ સુધી વ્યાપેલાં ૨૫૯ કાવ્યોનો સમાવેશ થાય છે. તેમાં એક દીર્ઘકાવ્ય, ૧૧ ખંડકાવ્યો, ૫૯ ગઝલો અને ૧૮૮ ઊર્મિકાવ્યો છે જે ૨૫ જેટલા વિવિધ છંદોમાં લખાયેલ છે. તેઓ ખૂબ ઝડપથી લખી શકતા. પોતે જ લખે છે તેમ રસનું કાવ્ય હોય તો ચોવીસ લીટી પાંચ મિનિટનું કામ છે અને ઉમેરે છે કે તેવા હૃદયના વેગ વિના હું કવિતા કરતો જ નથી.


તેમણે અનેક પ્રણય કાવ્યો આપ્યાં છે જે ઘણાં લોકપ્રિય થયાં છે. તેમની કવિતામાં ચિત્રાત્મકતા, ચિંતન અને ભાવપ્રણવતા રહેલાં છે જેનાથી પેઢીઓ સુધી તે કાવ્યો સતત વંચાતાં રહ્યાં છે. ‘કલાપીનો કેકારવ’ની એટલે જ અત્યાર સુધીમાં ૨૦ આવૃત્તિઓ થઈ છે અને તે ચપોચપ ઉપડી ગઈ છે. તેમનું કાવ્ય ‘આપની યાદી’ તો ગાંધીજી જેવા અનેકને પ્રિય થઈ પડ્યું હતું. ‘હૃદય ત્રિપુટી’માં પ્રેમનું આલેખન છે તેમ કેટલીક રૂપકાત્મક રીતે આપકથા પણ છે.

છેક ૧૯૯૩માં પોતાનાં કાવ્યોનો સંગ્રહ કરવાનું કવિએ નક્કી કર્યું હતું અને પોતાનું ઉપનામ ‘મઘુકર’ તથા સંગ્રહનું નામ ‘મઘુકરનો ગુંજારવ’ રાખવાનું વિચાર્યું હતું. તેની પ્રસ્તાવના પણ પોતે લખી રાખી હતી જે હજી છપાતી રહી છે. પણ એક તબક્કે જીવનરામ દવે ‘જટિલ’ જેઓ કલાપીના મિત્ર હતા તેમ જ અંગતમંત્રી પણ હતા તેમણે ‘કલાપી’ નામ સૂચવ્યું અને ગ્રંથનું નામ ‘કલાપીનો કેકારવ’ દર્શાવ્યું તે ગમી જતાં અંતે તે જ રાખવામાં આવ્યાં. ત્યારથી ગુજરાતી કવિતામાં કલાપી અને ‘કલાપીનો કેકારવ’ છવાઈ ગયાં.

 

જો કે, કલાપીનું વહેલું અવસાન થઈ જતાં કાવ્યસંગ્રહ અંતે કવિ કાન્તના સંપાદન હેઠળ ૧૯૦૩માં પ્રગટ થઈ શક્યો હતો. ‘સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે’ ‘હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે’, ‘તમારા રાજદ્વારોના ખૂની ભપકા નથી ગમતા’, ‘માણ્યું તેનું સ્મરણ કરવું એમ છે એક લ્હાણું’, ‘પ્રીતિને કારણો સાથે સંબંધ કાંઈ એ નથી’, ‘જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી’ વગેરે પંક્તિઓ તો કહેવતરૂપ બની ગઈ છે. કલાપીની આવી કાવ્યસૃષ્ટિ ગુજરાતી ઊર્મિકવિતાના એક મહાન ઉન્મેષરૂપ સિદ્ધ થઈ છે.
– ગુણવંત છો. શાહ

પ્રેમરસથી છલકાતા ફાંકડા કવિ કલાપી

માત્ર ૨૬ વર્ષના રજવાડી પ્રેમી બે રાણી અને પ્રેમિકાને પ્રેમની વેદી પર જીવતી રાખવા જાતે મરી ગયા કલાપી ઉર્ફે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. ગોહિલવાડના લાઠી ગામના એ બંકા યુવાન અને પ્રેમી રાજા માટે ત્રિભુવન વ્યાસે બળૂકું ગૌરવ ગીત રચેલું. કડક ધરતી જહાં ખડકની આકરી… કાઠી ખસયિા વસ્યા વીર આહીર ગોહિલ બંકા… હા, અમારા ગોહિલવાડના કવિ કલાપી બંકા હતા. બંકા એટલે ફાંકડા-રોમેન્ટિક, બહાદુર અને સાહસકિ. બંકા એટલે રસકિડા અને વરણાગી. એનું ઓછું જીવ્યું એ ઝાઝું બધું અને પ્રેમ પ્રેમ અને પ્રેમભરેલું માત્ર ૨૬ વર્ષનું સદાય ધબકતું જીવન હતું. તેમને માટે જાણે જન્મ્યા ત્યારથી જ બધા જ દિવસ વેલેન્ટાઇન હતા! આપણે ૨૧મી સદીમાં શું રાખ પ્રેમ કરીએ છીએ? વેલેન્ટાઇનનો એ કાગળિયો અને ચોકલેટિયો પ્રેમ છે. જોઈ-વિચારીને, ફૂંકી ફૂંકીને અને પછી સેકસના એંઠવાડવાળો પ્રેમ હોય છે. જગતભરમાં અમુક એવા રસક્રિડા જીવ ઈશ્વર સર્જતો કે જાણે એ ઘોડિયામાંથી રોમેન્ટિસીઝમ શીખી જતા. આપણે રશિયન કવિ અને ફિલસૂફ યેવતશેકોની વાત કરીએ. તે ૯ વર્ષના હતા ત્યારે માતાએ બહાર જતી વેળા કહ્યું, ‘યેવતિયા, જો, આ કબાટનું ખાનું તારી બુકો માટે છે પણ બાજુના કબાટમાં તાળું માર્યું છે તે તારે વાંચવા જેવી બુકો નથી. તું હજી નાનો છો.’ મા હજી દરવાજે પહોંચે ત્યાં યેવતિયાએ હથોડી લઈ તાળું તોડયું. તેમાં બધાં જ પુસ્તકો પ્રેમની ટ્રેજેડીનાં અને રહસ્યમય પ્રસંગોના હતાં અને નવની ઉમરે એ પુસ્તકો ચાંટી ચાંટીને યેવતશેકો વાંચી ગયો. અમે બધા ૪૦ કે ૩૫ આસપાસ જે.કષ્ણમૂર્તિથી માંડીને ઇમ્યેનુઅલ સ્વિડનબોર્ગની ફિલસૂફી વાંચતા માંડ થયા, પણ કવિ કલાપી તો લાઠીના મહેલમાં એમની પ્રેમિકાના વિરહમાં મહાન સ્વિડિશ ફિલસૂફ સ્વિડનબોર્ગની આખી ફિલસૂફી પચાવી ગયા હતા. ૧૮૭૪માં જન્મેલા કવિ કલાપી હજી પંદરના હતા ત્યાં રોહાની કુંવરી રમાબા સાથે લગ્ન થયાં. એક બીજી તેનાથી ૮ વર્ષ મોટી કન્યા સાથે પણ લગ્ન થયાં. આ રોમેન્ટિક કવિ ૨૦ની ઉમરે મહેલની દાસી શોભનાના પ્રેમમાંય પડયા અને બસ પ્રણયની વેદના શરૂ થઈ. હિન્દી વાર્તાકાર, કવિ અને ફિલસૂફે પ્રણયની વેદનાવાળી ‘નદી કે દ્વીપ’ નામની નવલકથા લખી છે. અજ્ઞેયે તેમાં ઘણા પ્રેમીઓને શાતા આપે તેવાં અમર વાકયો લખ્યાં છે.-સત્ય અપની અંતરકી પીડા સે જાના જાતા હૈ.કલાપી પીડા દ્વારા સત્ય, અસત્ય, પ્રેમ, જીવન અને મરણ બધું જ જાણી ગયેલા. અજ્ઞેયનું બીજું વાક્ય-અપને તાપકી તપનમેં સબ કુછ ઉસને રચા. કલાપીના રોમેન્ટિક જીવનના તાપની તપનને જાણી ગયા હોય તેમ અજ્ઞેયે આવું લખ્યું. કલાપીએ શેલીના કાવ્યને તો જાણે પચાવેલું. કઈ હેર-ભરે દ્વિપ અવશ્ય હોંગે, વ્યથા કે ગહરે ઔર ફૈલે સાગર મેં, નહીં તો થકા-હારા સાહસકિ,કભી ઐસે યાત્રા ન કર સકતા. કલાપીએ પ્રેમયાત્રા આજીવન સાગરમાં શરૂ કરી. રાજકીય ખટપટ, નાની વયે બબ્બે રાણીઓના કંકાસ અને એ વ્યથામાં પ્રેમિકા શોભના નામનો દ્વીપ-ટાપુ મળ્યો. તે દ્વીપમાં આ દુ:ખી કવિને શાતા વળતી.રોમિયો-જુલિયટ,કલીઓપેટ્રા-માર્ક એન્થની, હેલન ઓફ ટ્રોય-નેપોલિયન જોસેફાઈન, લયલા-મજનુ, સલીમ- અનારકલી, શાહજહાં- મુમતાઝ, રાણી વિકટોરિયા અને પ્રિન્સ આલ્બર્ટ -એ બધી કથામાં સલીમનો અનારકલી પ્રત્યેનો પ્રેમ તો કલાપીના પ્રેમ સામે ખરેખર કચરો ગણાય. કવિ કલાપી પ્રેમની વેદીમાં બે રાણી અને પ્રેમિકાને જીવતી રાખવા જાતે મરી ગયા. સલીમે તો અનારકલીને મોતના મુખમાં નાખેલી. છેલ્લે છેલ્લે કલાપીએ મિત્રો ઉપરના પત્રોમાં સતત સ્વિડિશ વિજ્ઞાની, ફિલસૂફ, મિસ્ટિક અને ધર્મશાસ્ત્રી સ્વિડનબોર્ગનો ઉલ્લેખ કર્યા છે. સ્વિડનબોર્ગને છેક ૫૬ની વયે આઘ્યાત્મિકતા જાગૃત થયેલી અને સ્વર્ગ-નરક અહીં જ જગતમાં છે એવી બધી જાગૃતિ આવી. એવી જાગૃતિ કવિ કલાપીને તો જાણે ટિનેજર હતા ત્યારથી આવેલી. સ્વિડનબોર્ગના જીવનની વાતો કલાપીને સ્પર્શી ગઈ, તેનાં ઘણાં કારણો હતાં. (૧) સ્વિડનબોર્ગ ખૂબ પ્રેમાળ અને વોર્મહાર્ટેડ હતા.(૨) મિત્રોની સંગાથમાં ખૂબ આનંદમાં આવી જતા. (૩) ધર્મની બાબતોમાં કોઈ દલીલ ન કરતા, કોઈ પણ વિષયની ચર્ચા ઊડાણથી કરતા. આ તમામ ગુણો કે પ્રેમાળતા કલાપીમાં હતા. સ્વિડનબોર્ગ જીવનના સાતત્યમાં માનતા અને જૈન ધર્મને અનુરૂપ માન્યતા હતી. આ જન્મનાં કર્મોનાં ફળ બીજા જન્મમાં મળે છે અને એ જન્મ મોક્ષ માટેનો હોય છે. પ્રેમની બાબતમાં કલાપી અને સ્વિડનબોર્ગના મત સરખા હતા. સ્વિડનબોર્ગે લખ્યું છે-ધ બોન્ડ યુનાઇટિંગ ગોડ એન્ડ ધ હ્યુમન રેઈસ ઈઝ લવ. લવ ઈઝ ધ હ્યુમન ડિઝાયર ટુ બી યુનાઇટેડ વિથ અધર્સ ઈન એ મ્યુરયુઅલ બેનીફિશ્યલ રિલેશનશિપ-અર્થાત્ ઈશ્વર અને માનવ વચ્ચેની સાંકળ, પ્રેમ છે. માનવી જેને ખૂબ પ્રેમ કરતો હોય તેની સાથે એકાકાર થવા માગે છે. લાઇફ આફટર ડેથમાં માનતા અને સ્વર્ગ અને નરક બધું અહીં જ તેમ સ્વિડનબોર્ગ કહેતા. અમારું ગોહિલવાડ અને ખાસ તો ભાવનગર સાક્ષરોથી ભરપૂર છે. ભાવસિંહજી રાજા પ્રજાપ્રિય હતા. સાવરકુંડલામાં ત્રિભુવન વ્યાસ નામના કવિ પાકયા. કવિ કાન્ત ભાવનગરમાં પાકયા. મુકુંદરાય પારાશર્યથી માંડીને નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોલી અને બીજા એક મહુવાના કવિ ત્રિભોવનદાસની કવિતાથી કલાપી ભારે અંજાઈ ગયેલા. તેમણે કવિ ત્રિભોવનદાસની ગરીબી જોઈ અને ભાવસિંહજીને ૧૮-૭-૧૮૯૮માં મરતાં પહેલાં બે વર્ષ અગાઉ કલાપીએ પત્ર લખ્યો કે ‘આ ગરીબ બ્રાહ્મણ કવિ રાજાનો મિત્ર થવા યોગ્ય છે. મેં તેને મહિને રૂ.૧૦ પેન્શન બંધાવ્યું છે. કદી પણ અંત:કરણની ઉચ્ચ ભાવનાથી ન ડગે એવું ચરિત્ર કવિ ત્રિભોવનદાસમાં મેં જોયું છે. તેને આપ મદદ કરો.’ ભાવનગરના જ ડો.ધનવંત શાહે કવિ કલાપીના પ્રેમ, પ્રથા અને વ્યથાની નાટયકથાનો ગ્રંથ લખ્યો છે. તેમાં કલાપીએ તેની પ્રેમિકા શોભનાને લિખિતંગ ‘રખડતો બાપુ’ કહીને માત્ર ૧૬ની વયે એક પ્રેમપત્ર લખ્યો છે-‘વહાલી, તને મારા વગર નહીં જ ગમતું હોય. મારું જીવન તો સર્વત્ર આનંદમય છે. મને તારી પાસે કે દૂર સદા ભરપૂર આનંદ રહે છે. દુ:ખમાં જીવી દુ:ખમાં મરવું હતું તેને બદલે પ્રભુએ સુખમાં જિવાડી મારવાનું નિર્માણ કર્યું છે… મને થાય છે મારું આ જીવન તને પાઈ દઉ અને ગંભીર આનંદમાં આપણે બન્ને સાથે (મૃત્યુમાં) કૂદી પડીએ…’ કલાપીએ વિધવા બહેનને ઉદ્દેશીને કવિતા લખી છે-સહન કરવું, એય છે એક લ્હાણું, માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું. બહેની! અહીં વિરહ જ ખરો-ચિર સંબંધ ભાસે! ૨૪ની ઉમરે લખેલું કે ‘મ્હારો હિસાબ વિધિ પાસે-કશો ન લાંબો, જીવ્યો, મરીશ: જયમ તારક ખરે છે.’ અને પછી તેના જીવનની ફિલસૂફીનો અર્ક હોય તેવી પંકિત-‘પીજો, પીવાડી મધુ અમૃત પુષ્પનું સૌ, બીજી: ધરે પ્રભુજી તેને લઈ મગ્ન રહેજો.’ સ્વિડનબોર્ગની પણ આ જ ફિલસૂફી છે. તમને આ સંસારમાં જે સુખદુ:ખ મળે છે તેને ઈશ્વરની પ્રસાદી માનીને આનંદથી જીવજો અને જીવનમાં જે કોઈ અમૃત મળે તે વહેંચીને પીજો.

http://www.divyabhaskar.co.in/

કલાપીજી ગુજરાતી સાહિત્ય જગતનું એવું વિરાટ વ્યક્તિત્વ છે ,,કે તેમના વિષે કઈ લખવું,, બોલવું ,,એ સુરજ’દેવતા સામે દીવો ધરવા જેવું કામ છે ..હું છેલ્લા 10,વરસથી કલાપીજી પર રીસર્ચ અને અભ્યાસ કરું છું …તેમના સાહિત્ય અને જીવન બંને ઊંચ કોટી ના છે ..તેમની રચનાઓં માં વિશ્વ એક્યની ભાવના છે ..હૃદયની ઉર્મીઓ તો જેવી જીવન માં છે તેવી જ કવન માં છે ..તેઓ પ્રેમ કરતા જ નથી શીખવતા પ્રેમને નિભાવવાનું પણ શીખવે છે,નૈતિકતાપૂર્ણ પ્રેમ કોને કહેવાય એ જાણવાને તો કલાપી સાહેબ નું જીવન જ બસ છે …માયિક પ્રેમ ,,જ નહિ ..અનલહક નો દાવો કરતા આ-પ્રેમી, રાજવી …સમસ્ત માનવ-જાત અને સૃષ્ટિ ને પ્રેમ કરવાનું કહે છે .. જીવનની હરક્ષણ ને મ્હાણવાનું અને ઉર્ધ્વગમન કરવાનું કલાપીજી પાસે થી શીખી શકાય!! માત્ર 26,,વર્ષના આયુષ્ય માં તેઓ કેટલું બધું મ્હાણી ની ગયા …અને આપણા માટે પણ કેટલું બધું છોડતા ગયા ..તેમના દેહાવસાન ને આજે 114,વર્ષ થયા …પણ તેમના શબ્દો તેમની રચનાઓ આજે પણ ગુંજે છે …થાકેલાને ..હારેલાને ,,નિરાશ થયેલાને ,,જીવનનો સાચો માર્ગ બતાવી ફરી ધબકતો અને આનંદ કરતો આ કવિ કરે છે ..કલાપીજી ,,માં કવિની સાથે એક ફિલસૂફ અને ચિંતક ના દર્શન થાય છે …સૃષ્ટિના તાણાવાણા ઉકેલવાના તેમના પ્રયાસો ,,બહુ રોચક અને ઉપકારી રહ્યા છે ,,,તેમની કેટલી બધી પંક્તિઓ આજે કહેવત ના રૂપે પ્રયોજાય છે,, કાળ-ની સામે ટક્કર લઈને તેમની અમુક રચના તો ચિરંજીવ બની છે ,,,,ખોબા જેવડા મારા લાઠી ગામના આ રાજા એ આખાયે વિશ્વના ગુજરાતી, રસિકજનો ના દિલપર રાજ્ય કર્યું છે ,,કરતા રહેશે … કાલે આપણે નહિ હોઈએ !!! પણ કલાપીનું કાવ્ય-સામ્રાજ્ય હમેશા રહેશે!! …સમય સાથે નવા પરિવેશ માં નવા સ્વરૂપે કલાપીજી પ્રગટશે ,,તેમાં કોઈ શંકા નથી …આખરે આ દૈવીતત્વ લઈને અવતરેલા ગોહિલકુળ ના ગરવા રાજવી અને કવિ છે …જેને સમજવા માટે આપણી પ્રજ્ઞા ઓછી પડે ……રાજેશ પટેલ

અહેવાલ -બેઠક ​-કવિ કલાપી યાદી ઝરે છે આપની …..

Posted on July 27, 2014by Pragnaji

  1. 1-દર્શના નાટકરણી

કવિ કલાપી યાદી ઝરે છે આપની …..

25મી જુલાઈ ના ઇન્ડિયા કોમયુનિટી  સેન્ટર મિલ્પીટાસ  કેલીફોર્નીયા ખાતે મળેલી બેઠકે કલાપી ના અક્ષર દેહને જીવિત કર્યો …,………

(જયવંતીબેન  પટેલ ,કલ્પના શાહ ,પ્રજ્ઞાબેન દાદભાવાળા  રાજેશ શાહ)


જિંદગીએ કવિ  કલાપી સાથે ભલે અન્યાય કર્યો અને ટુકું જીવન આપી નાની ઉંમરે જિંદગી સમેટી લીધી પરંતુ તેમના અક્ષર દેહ થી તેઓ ચિરંજીવ રહશે ગુજરાતની પ્રજા તેમનાં અમર કાવ્યોના અમર શબ્દો માટે હંમેશા ઋણી રહેશે,

બેઠક અંતમાં માં એક વાત બધાના હૃદયમાં નીકળતી હતી કે કવિ કલાપી ને માણવા  આ સમય ઓછો પડ્યો।. રાજવી કુળમાં જન્મેલા સુરસિહજી તખ્તસીહજી  ગોહિલ  ને  એમની રચનાઓએ કલાપી બનાવ્યા , એમની સાથે સંકળાયેલી ત્રણ સ્ત્રી અને પ્રણય ત્રિકોણ  અને  બધાએ એમને એક દંતકથા સમાન બનાવી દીધા પરંતુ બેઠકના સર્જકોએ જાણે કલાપીને યાદ કરી તેમને જીવિત કર્યા।..

શરુઆતમાં, બેઠકના  આયોજક  શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાળા એ  સૌને આવકાર આપ્યો હતો, કલ્પના બેને નિયમ મુજબ પ્રભુ વંદનાથી કરી અને રાજેશભાઈ એ કલાપી ના જીવન અને કવન વિષે રજૂઆત કરી કવિ ને હાજર હજૂર કર્યા ત્યારબાદ એક પછી એક રજૂઆતે બેઠકને જાણે કલાપી મય બનવી દીધા,પદ્મા બેન શાહ,પી.કે.દાવડા સાહેબ ,દર્શના નાટકરણી, કુમુદભાઈ રાવલ ,જયવંતીબેન પટેલ ,પિનાક દલાલ, વગેરેએ કવિતા ના આસ્વાદ રજુ કરી

કલાપીને શબ્દોના માધ્યમ દ્વારા મળવાનો આ આનંદ અનેરો અને અવર્ણનીય હતો,કુંતાબેન એમની  નાજુક તબિયતના હિસાબે હાજર ન રહ્યા પરંતુ તેમણે  કલાપીની એક રચના ફોન પર ગાઈ  સંભળાવી,કલ્પના બેને  પોતાની રજૂઆતમાં ભાવ અને વૃતિના ઉછાળા લાવી બધાને જાણે ઝબોળી દીધા અને કવિ કલાપીની કવિતા જાણે જીવંત થઇ.કોઈ પણ વ્યક્તિ લખવાનો નો સાચો હૃદય માંથી પ્રયત્ન કરે તો શું ન થઇ શકે ?  જયવંતીબેને સચોટ રજૂઆત કરી વિકસતી કલમને પુરવાર કરી. 

કલાપીના સંદર્ભ માં પ્રજ્ઞાબેને કહેતા કહ્યુકે કવિ કલાપીને લખવા માટે કલમ સહજ હતી,લાગણી નો ધોધ એમના દિલમાંથી નીકળતી સંવેદના શબ્દ્સ્વરૂપ લેતી હતી અને એણે કયારેય બીજા વાંચે માટે લખ્યું જ ન હતું,એમના લખેલા પત્રો એટલા સાચુકલા અને દિલમાંથી હતા કે વાંચતા સ્પર્શી જતા અને સમય જતા સાહિત્ય બની ગયા,એમના સાહિત્યના મૂળ જાણે પત્રો દ્વારાજ નખાણા,કવિએ પ્રકૃતિનો સહારો લઇ લખવાની શરૂઆત કરતા અને પછીતો પ્રેમ નું માત્ર એક માધ્યમ બનતું પ્રેમ પ્રકૃતિ અને પરમેશ્વર એમના કવન વિષય હતા એમણે રાગ તરફથી ત્યાગ તરફની ગતિને અક્ષર રૂપ આપી  જિંદગી સમેટી લીધી,હાજર રહેલા પ્રક્ષ્કોને પ્રશ્ન પૂછાતા પ્રજ્ઞાબેને કહ્યું તમે હું આપણે સૌ રોજ પારેવડા કે પક્ષીને જોઈએ છે શું આપણે કવિતાની બે પંક્તિ કયારેય લખી છે ?બસ આજ ફરક છે એક સામાન્ય અને અનુભવી કવિમાં,…. માટે જ સુરસિહજી તખ્તસીહજી  ગોહિલ એક રાજવીને ને એમની રચનાઓએ કવિ  કલાપી બનાવ્યા,આગળ બેઠકનો દોર રાજેશભાઈ અને કલ્પનાબેનને સોપી પ્રજ્ઞાબેને  કામસર રજા લીધી પરંતુ કલાપી જાણે પ્રેક્ષકોના મન પર છાઈ ગયા ,રેડિયો જિંદગી વાળા જાગૃતિબેન અને નૈમેષ જેવા સ્વયંસેવક બેઠકનું બળ બન્યા તો રામજીભાઈ પ્રોત્સાહન,અને તેની યાદોને વાગોળવા રઘુભાઈ જાણે ફોટોગ્રાફર બની નીમ્મિત બન્યા,બેઠકના કર્યો વાંચન અને સર્જન સાથે ભાષાના ને સાચવવાનો પ્રયત્ન અમદાવાદથી આવેલ કુમુદભાઈ રાવલને સ્પર્શી ગયો કે  કુમુદભાઈ એ હૃદય સ્પર્શી બેઠકમાં જાહેરમાં એકરાર  કર્યો। ..ને પ્રેક્ષકો એ તાળીથી વધાવ્યો …આમ બેઠકનો એક નાનો નમ્ર પ્રયત્નએ  માતૃભાષાનું ઋણ ચુકવ્યું। .. 

​ ​