મારી બકુનું શું?

 મારી બકુનું શું?(૧)-વિજય શાહ

કેન્સરનુ નામ પડતાની સાથે જ ભલ ભલા ભૂપતિઓની છાતી બેસી જતી હોય છે ત્યાં નકુલરાયનું શું ગજુ? આમ તો નકુલરાયનુ સુરતમાં મિત્રમંડળ મોટુ, સગા વહાલા પણ ઘણા બધા પણ તે અહીં શું કામના? સુરત થી દસ હજાર માઇલ દુર ગેઇન્સ્વીલ  ફ્લોરીડાનું યુનીવર્સીટી ગામ.

સાત હજાર વિદ્યાર્થીને પોષતા આ ગામમાં બે ગેસ સ્ટશન અને એક વોલમાર્ટ. ગેસ સ્ટેશનની પાછળનાં એપાર્ટમેન્ટ કોમ્પેક્ષમાં નકુલરાય અને તેમની પત્ની બકુલાનું ૫૫ વરસનું બીન સંતાનવાળુ લગ્નજીવન જીવતા હતા.

તે માનતા હતા કે બકુલાની તબિયત આછી પાતળી .. તેને કાને બહેરાશ. વણ જોઇતી ચિંતાઓ કરી ડાયાબીટીસ અને બી.પી વહોરેલા.અંગ્રેજી ઝાઝુ આવડે નહી અને જરુર પણ નહિ તેથી બે સમયની રસોઇ અને લાલાની સેવા તે સિવાય કોઇ નવુ કામ નહી.
મોટી ઉંમરે અમેરીકા આવેલા તેથી બચતો પણ શું હોય? રોજ શાંતી થી બે સમયનો રોટલો નીકળે અને રવિવારે હવેલીનાં દર્શને જવાય તેટલુ મળી રહેતુ.

કેન્સરની વાત આવતા તે વિચારે ચઢ્યા..નકુલ તુ તો રીબાઇને છુટી જઇશ પણ તારી બકુ નુ શું? તેને તો ગાડી ચલાવતાય આવડતી નથી. સુરતનું ઘર પણ ભાડુઆત હડપ કરવા બેઠો છે.

તેના ઘરમાં પણ હવે ક્યાં કોઇ છે? દુરની ભાણી છે પણ તેને માસી પાસે દલ્લો હોય તો લેવામાં રસ છે સેવા કરવામાં ક્યાં કોઇને રસ હોય? અહિ સારવાર સારી પણ તે કરવા જવામાં નવા બીલો અને ન ભરાય તો દેવાળુ કાઢવાનો સમય આવે.. હે પ્રભુ! મને આવો ગાંડો અમેરીકા આવવાનો ચાળો શીદ ને સુજ્યો? તેની વાતો સાચી હતી.

તે તો ના જ કહેતી હતી. અહિ આવવાની અને સુરત નું મકાન ભાડે આપવાની. પણ મને એમ કે તે પહેલી જવાની છે અને મારે પૈસા કોને માટે સંઘરવાના? ખાઓ પીઓ અને મઝા કરો…બહુ મુંઝાયા પછી પણ રસ્તો ના મળ્યો અને તેણે અમેરીકા આવવાનં તેના નિર્ણયોને ફેરવી જોખ્યા..

અહિ મેડીકેર મળે, સોશિયલ સીક્યોરીટી મળે તે મુખ્ય વાત હતી પણ હજી તેની લાયકાતો ૪ વરસ પછી આવશે.આ કેન્સરની લપડાક વાગશે તો બધુ કડડભુસ કેમકે દસ વર્ષ તો પુરા નહિ થાય અને બકુલા તો કામ નથી કરતી તેથી તેને તો તે મળવાની પણ શક્યતા નહિ તે લેવા માટે તેણે અહિ દસ વરસ રહેવુ પડે અને સોશિયલ સીક્યોરીટી ભરવી પડેને? ત્રિશંકુની જે દશા હતી તે નકુલરાયની દશા થઇ.

કૌશલ પર ભરોસો મુકી પત્ર લખ્યો.
જોડે શરત પણ મુકી મારુ ઓપરેશન નિષ્ફળ જાય અને હું ના રહુ તે પછી આ વાંચજે. 

મારીબકુનુંશું?(૨) કિરીટકુમારગો. ભક્ત

મેઇલબોક્સમાંથી મેલનો થોકડો લઇને કૌશલ ઘરમાં પેઠો.બાથરુમમાં ફ્રેશ થવા ગયો.અને,તેની પત્ની ચા બનાવવા રસોડામાં પેઠી.મેલનો થોકડો અને ચા લઇને એણે રીડીંગરુમમાં મૂક્યાં.ફ્રેશ થઇને તે ચા પીતાં પીતાં આજની મેલ જોવા લાગ્યો.અચાનક પેનથી લખાયેલ સરનામાવાળા એક મોટા પરબીડીયા પર તેની નજર પડી.

કૌતુકવશ તેણે તે ઉપાડ્યું.સામાન્ય અહીં મેલ ટાઇપ કરેલ સરનામા સાથે હોય છે. મોકલનારનું નામ જોઇ એનું આશ્ચ્રર્ય વધી ગયું-નકુળરાય. અઠવાડિયામાં બે-ત્રણ વાર મળનાર એનો નિ:સંતાન મિત્ર.પણ,એ એને ફૉન કરી શકતો હતો કે રુબરુ વાત કરી શકતો હતો.આ પત્ર લખીને સસ્પેન્સ ઉભુ કરવાની શી જરુર હતી? એને થોડો ગભરાટ થયો. થોડી શંકાસહિત એણે પત્ર ખોલ્યો.

કૌશલના સંબોધનથી શરુ થયેલ આ પત્રમાં,પોતાને શું સંબોધન કરવું તેનાથી શરુઆત થઇ.આજ સુધી તો આવી જરુર જ ન પડી હતી.એકબીજાને ગાળો દઇ,અને પછી શ્રીરામ,શ્રીહરિ જેવાં શબ્દો બોલી મુલાકાત અને વિદાય થતી.આજે નકુળરાયે પત્ર લખવાની શી જરુર પડી?શંકાના વાદળો ઘેરાં થતાં ચાલ્યા.અને પત્ર આગળ વંચાયો.”એક દિન મિટ જાયગા….”ની કડીઓ પુરી થઇ.

એવા તો શું કામ કર્યા છે, કે દુનિયા તને યાદ રાખે. હા…હા…હા…આ વાંચતા સસ્પેન્સ પરાકાષ્ઠાએ પહોંચ્યુ.

કૌશલને લાગ્યુ કે નકુળરાય એની સામે આવીને ઉભો છે. “પત્ર લખવાની શી જરુર હતી?ફૉન કર્યો હોત કે રુબરુ વાત કરતે?”

“કદાચ,મારી પાસે તારા જેટલી હિંમત હોત!”

“ચાલ બસ હવે દિલીપકુમારની જેમ ડાયલોગ બંધ કર,કામની વાત કર.”

“ફરીથી બોલ તો.”

“હા, આ પત્ર તું વાંચતો હોઇશ ત્યારે,કદાચ હું ઑપરેશન ટેબલ પર મૃત્યુ સાથે ઝઝૂમતો હઇશ.”

એ વાત જરુર મેં મારાં મિત્રો અને સ્નેહીજનો થી છુપાવી છે કે,મને કેન્સર છે.મરવાનું નક્કી છે.ઑપરેશન મૃત્યુને પાછળ ઠેલી શકે એમ છે.પરંતુ, એ તક ફીફટી ફીફટી છે.પહેલાં ફીફટી ફક્ત મૃત્યુ પાસે છે.અને,બાકીના ફીફટીમાં મારાં સત્કર્મો-જે નહીવત છે,મારાં કુટુંબી અને બકુની ભક્તિ,વડીલોના આશીર્વાદ,મિત્રોની દુઆ અને ડૉકટરની કુશળતા.તો જાહેર છે ને મૃત્યુ પાસે જીતવાની તક વધી જાય છે.અને….”

“ચાલ હવે,બહુ થયુ.સાચી વાત બોલ.”

“મને ખબર હતી.મારું કોઇ સાચુ માનશે જ નહી.હકીકતની જિંદગીમાં પણ નાટકો જ કર્યા છે ને…!”

“ના,હું તારો વિશ્વાસ કરુ છુ.પણ,આ બધુ અચાનક કેવી રીતે…?આઇમીન કે ….ક્યારેય તને કે મને તારા વહેવારમાં કે રોજિંદા જીવનમાં…તું સમજે છે ને હું શું કહેવા માંગુ છું.”

“મને થોડી શંકા તો ગયેલી.એટલે,ડૉક્ટર પાસે ગયેલો પણ-ડૉકટરે ચેતવણી આપેલી પણ ખરી…તને ખબર છે ને અહીંના દવાના ખર્ચા.એટલે…”

“પણ ગાંડા,મને તો કહેવું હતું.”-કૌશલ સ્વગત બબડ્યો

“મને જાણ હતી એટલે જ મેં તને જણાવ્યુ ન હતું.જો તું તો મિત્રોમાં ચંદન છે.ચંદનનો પૂજામાં ઉપયોગ થાય,ચિતામાં નહી ભલે ને પછી એ ચિતા નકુળની હોય….મને અત્યારે મારી ચિંતા નથી.મને ફક્ત એક જ વાત કોરી ખાય છે કે – મારા પછી મારી બકુનું શું?”

કૌશલ એક મિનીટ માટે બત્રીસ વરસ પહેલાના મુંબઇના તખ્તા પર પહોંચી ગયો. જ્યાં નકુળ ક.મા.મુન્શીના માલવપતિ મુંજ ને જીવતો કરી દેખાડી રહ્યો હતો.’બેડીઓથી જકડાયેલો નકુળ પોતાના પહાડી અવાજથી”-તૈલપ,પૃથ્વીવલ્લ્ભ ખંચાઇ તો પૃથ્વી રસાતળ જાય ,આ તો જરા વિચાર આવી ગયો કે–

લક્ષ્મી રાજાઓને ત્યાં જશે,કીર્તિ વીરોને જશે.પણ મારા પછી બિચારી સરસ્વતીનું શું થશે?”

આજે નકુળ એ જ તો બોલી રહ્યો હતો-”મારી બકુનું શું?”

ફરી એકવાર યુનિર્વસિટીની સામાજિક નાટક હરિફાઇમાં ટી.બી.ના રોગના દર્દીની ભૂમિકામાં,એ તખ્તા પર દેખાયો.કુટુંબ માટે પોતાના રોગની પરવા કર્યા વગર બે-ત્રણ પાળીમાં કામ કરી જાત ઘસી નાખતો,નકુળે આધુનિક શ્રવણના પાત્રને જીવંત કરી દીધેલું.

જર્જરિત અવાજમાં સરકારી દવાખાનાના ખાટલા પર પડીને-”મને મોતની ચિંતા નથી.પણ, મારા ગયા પછી,મારા ઘરડાં માબાપનું શું?” આજે નકુળ એ જ તો બોલી રહ્યો હતો-”મારી બકુનું શું?”

કૌશલે પત્ર આગળ વાંચવો શરુ કર્યો.

શરુઆતના પત્રમાં નકુળની હિંમત વરતાતી હતી.અસાધારણ વ્યક્તિત્વ ધરાવતો આ માણસ આખીય જિંદગી સામાન્ય અને સાધારણ બનીને રહી ગયો તેનું દુ:ખ અને બળાપો ચોખ્ખો વરતાતો હતો.તે પોતાની જાતને હિંમત આપતો હતો.સઘન કોશિશો પછી પણ એને શબ્દોએ સાથ આપ્યો નથી એ કૌશલને સાફ દેખાયું.મૃત્યુ કરતાં મૃત્યુનો ડર આટલો ભયાનક હશે તે તેને સમજાતું હતું.કૌશલ નકુળને હિંમત આપવાના શબ્દો ખોળવા, ગોઠવવા માંડ્યો.અને,અચાનક,રાજ્ય નાટ્ય મહોત્વસના તખ્તા પર પોતે જિંદગીના કુરુક્ષેત્રમાં યુધ્ધથી પહેલાં હારી ગયેલાં,મનથી તુટી ગયેલાં અર્જુનની ભૂમિકા કરતો.અને, કૃષ્ણની જેમ હિંમત આપતો નકુળ- કૌશલને ધ્યાનમાં આવ્યો.જિંદગીની ફિલોસોફી સમજાવતો.કૌશલને હસવું આવી ગયું.કુદરત ખરેખર ફાંટાબાજ છે.ગઇકાલનો તખ્તો પાત્ર ફેરબદલી સાથે હકીકતમાં કૌશલની સામે મૂછમાં હસી રહ્યો હતો.

પત્ર આગળ વંચાયો.

હકીકતની જિંદગીમાં હું બકુને મન,વચન કે કર્મથી ક્યારેય પણ વફાદાર રહ્યો નથી.અને, હું વફાદાર શા માટે રહું? કુદરતે વફાદારી તો ઘોડા અને કૂતરાને ઠાંસી ઠાંસીને ભરી આપી છે. જ્યારે હું તો માણસ છું. વફાદારીથી મને શું લાગેવળગે? અરે મને શું ,આખી માણસજાતને….અરે! આપણે ઘૉડા કે કૂતરા થોડા છીએ. શ્રીરામ શ્રીરામ….હું હંમેશા બકુની અંદર- તને ખબર નથી પણ,પેલી રંડીના નખરાંઓ શોધતો. ભોજનેષુ માતા….શયનેષુ રંભા માતા અને ભગિની સુધી તો વાંધો આવ્યો નહી.પરંતુ, શ્લોકની પુર્ણતા શયનેષુ….માં હંમેશા હું અધુરો રહ્યો. કદાચ અમારા નિ:સંતાન હોવાનું આ પણ કારણ હોઇ શકે.હવે,અત્યારે મને વફાદારીનો અર્થ સમજાય છે એટલે જ……..

આજે નકુળ એ જ તો બોલી રહ્યો હતો-”મારી બકુનું શું?”

સાલી જિંદગીને જેમ જવું હતું તેમ જવા દીધી,જે કરવું હતું તે કરવા દીધું. તોપણ, આજે બેવફાઇ કે દગો…ક્યારેક પણ શામાટે?નો પશ્ન તો મેં એને કર્યો નથી.એણે મને જેમ ફેરવ્યો તેમ હું ફર્યો.કરવું હતું શું,બનવું હતું શું અને,બનાવી દીધો શું.હંમેશા હનુમાન બનાવવાની કોશિશ કરી અને,એણે બનાવી દીધો વાંદરો….હા..હા..હા..હવે ફરિયાદ કોને અને શા માટે કરવી. અરે! સાંભળનાર તો કોઇ હોવો જોઇએ.વિચારેલુ  કે કલમમાં તાકાત છે અને માંહ્યલામાં કલાકાર છે તો, તખ્તાઓ ગજવીશુ. સો-સો પેઢી યાદ રાખે તેવું ઉત્તમ સાહિત્ય- નરસિંહ મહેતા ને મીરાંબાઇ જેવુ સર્જન કરીશું.

એના બદલે સંતાડીને વેચવુ પડે અને તેવી જ રીતે વાંચવું પડે તેવું માતૃભાષાનું અપમાન થાય તેવું-ગંદુ લખાણ લખવું પડ્યું. પેટ,સમાજ, કુટુંબ પણ આનો જ એક ભાગ ગણાવો જોઇએ. ભલે એ પાપમાં ભાગીદાર ન થતાં વાલિયો વાલ્મિકી થઇ જાય.પણ, હકીકત તો વાલ્મિકી જ વાલિયા થતાં હોય છે.ઉત્તમ પ્રણય કથાઓ લખી,વાંચકનુ દિલ રડી ઉઠતું.પણ ના,એવું નહી લખવાનું.અશ્લીલતાની જો કોઇ મર્યાદા હોય તો તેને પેલે પારનો  સ્ત્રી-પુરુષનો નાગોનાચ જ લખવાનો.અને,લખવો પડ્યો.જવાબદારીઓ હતી.સાલું…પગમાં સાંકળ નાખી કહે કે દોડ…આ બધામાં બકુ મારી સાથે રહી એ આજે મને ખબર પડે છે.

આજે નકુળ એ જ તો બોલી રહ્યો હતો-”મારી બકુનું શું?”

મારી બકુનું શું?-(૩) કિરીટકુમાર ગો. ભક્ત

કાગળ આગળ વંચાવા લાગ્યો.હવે કૌશલ આવનાર ભવિષ્ય માટે ચિંતિત બની ગયો હતો.નકુળના પત્રની સાથે સાથે એની જિંદગી ચિત્રપટની માફક એની નજર સમક્ષ દોડવા લાગી. “બકુ મને પરણીને આવી, હું એક કલ્પનાની દુનિયાનો જાદુગર અને,એ એક પરંપરાગત સમાજનું પ્યાદું. છટ્ટ !દુર્ભાગ્યે એને મારી સાથે પરણાવવામાં આવી હતી. ના. મને એની સાથે પરણાવવામાં આવ્યો. એણે તો આવતાવેંત જ આખા ઘરની જવાબદારીઓ માથે ઓઢી લીધી.નાના ભાઇ-બહેનોની એ સાચા અર્થમાં મા બની ગઇ.

મારા જ ઘરમાં હું પારકો બની ગયો.એવું હું માનવા લાગ્યો.સમાજની સામે માથુ ઉચકવાની હિંમત કરી શક્યો નહી. ઢોલ,ગંવાર,શુદ્ર,પશુ નારી,સબ તાડનકે અધિકારી…મારાથી એ પણ થઇ શહ્યું નહીં.

બાયલો…હા,હકીકતમાં હું કાયર જ હતો….“આજે તારી સામે પરોક્ષ રીતે સ્વીકારુ છું કે મેં હકીકતની જિંદગીમાં પીછેહઠ જ કરી છે.“સાલી મારી ઇચ્છાઓ બકુને કહી ના શક્યો. કહી ના શક્યો કે મારી પત્નીની પસંદ શું છે? એવુ ના કહી શક્યો કે મારા હિસાબે તું ઠંડી છે.

હવે કૌશલને ખબર પડી કે નકુળ હંમેશા શું કામ બોલતો કે-“ચા, ભજિયાં અને બૈરી તો ગરમ જ સારાં“ ગરમ શોધતાં બાયલાનું સમીકરણ કૌશલથી બેઠું નહી.

“બકુની કુટુંબ સેવા કામ લાગી.બધા જ ભાઇ-બહેનો ભણી પરવાર્યા.એ બધાંમાં એકલી એ જ અભણ,ઘરમાં ક્યારેક ‘ઇન્ટેલીજન્ટ કોમેન્ટ થતી બધા ને હસવું આવતું, ક્યારેક ભાઇ-બહેનો બકુ અને એનાં ભોળપણ પર હસતાં. એને,કંઇ જ ખબર પડતી નહી.મને સાલું મરવા જેવું લાગતું.પરંતુ ભાઇ-બહેનોનો પુજ્યભાવ બકુ સાથે હંમેશા રહ્યો.આજે ભગવાન પછીનું સ્થાન મારા કુટુંબમાં વડીલ તરીકે મારું નહી પણ બકુનું છે.“

કૌશલ ઉંડો શ્વાસ લીધો.આ પત્ર હવે કોમેડી,ડ્રામામાં થઇ સંવેદનાના રણમાં પ્રવેશતો હતો.

આ બધું વાંચીને પછી જો નકુળને ન મળાયું તો? આટલો વિચાર આવતાં જ કૌશલને લાગ્યું કે પત્ર અતિ ભારે થઇ રહ્યો છે એનાથી એ વજન ઉચકી શકાશે નહી.

“એને ગુજરાતીથી આગળ કોઇ દુનિયા ન હતી.મિત્રોની પત્નીને કડકડાટ અંગ્રેજી બોલતી જોઇને… મને ક્ષોભ થતો. શેરીમાં આવતો ભંગારવાળો મારવાડી એને ઉલ્લુ બનાવી જતો.અને મજાની વાત તો એ કે એને એ વાતનું દુ:ખ ક્યારેય થતું જોયું નહી.આવા પણ માણસો પૃથ્વી પર હોય છે. ભગવાન પણ પ્રયોગો કરતો હોય છે. અને મારી સહનશક્તિ માપવા એણે આ પ્રયોગ એની પર કર્યો,કે જોઇશે શું થાય છે… શ્રીરામ, શ્રીરામ…”

“અને એની આ અણઆવડત એને અને મને આ દેશમાં નડી.ભાષાની સમસ્યા અને મોટરડ્રાઇવીંગ નહી કરી શકવાથી મારા પ્રોબલેમમાં ઉમેરો થયો. દોડવાની હરીફાઇ જીતવા માટે પહેલી શરત તો એ જ છે ને કે તમે તમારા પગ પર ઉભા તો રહો, પછી ચાલતા શીખોને અને,પછી દોડતાં…

આજે,તને જ્યારે આ પત્ર લખી રહ્યો છું.ત્યારે,હવે મને થાય છે કે સાથે એ મારી દરેક સમસ્યામાં મારી સાથે અડોઅડ ઉભી રહી.સાચા અર્થમાં મારી અર્ધાંગિની બની,અને આટલી સાદી વાત હું મારા ફક્ત અને ફક્ત સ્વાર્થનો જ વિચાર કરતો રહ્યો. નગુણો જ ને?

આજે મારી અંતિમ વેળાએ મને એના કામની અને એના અસ્તિત્વની કિંમત સમજાય છે. એ શાસ્ત્રોકત પત્ની બની.પણ,હું પતિ તો છોડ,મિત્ર કે એક પુરુષ પણ ન બની શક્યો.શ્રીહરિ શ્રીહરિ…એ તો એકદમ સહજ છે એને ખબર નથી કે મને હોસ્પિટલે નહી સ્મશાને લઇ જવાના છે.એણે તો મારા સાજા થવાની બાધા પણ રાખી છે.અને તે પણ ઇંડિયાના મંદિરોમાં…એને કેમ સમજાવવું કે હું વન-વેમાં ઘુસી ગયો છું ત્યાથી રીવર્સ કે યુ-ટર્ન શક્ય નથી.હવે મને ગભરામણ થાય છે…

આમેય કાયરનો હંમેશનો મિત્ર ભય જ છે ને !હવે મને બે ભય સતાવે છે.એક મારા મૃત્યુનો અને બીજો મારા ગયા પછી મારી બકુનુ  શું?

ઑપરેશન થિયેટરમાં-મુત્યુશૈય્યા પર..હા..હા..હા…,હું એકલો જ હોઇશ ને. મરતી વખતે પણ મારાં કુટુંબીજનો અને બકુથી દૂર…કદાચ પાપની સજાનો પર્યાય હશે, મરવાનું તો નક્કી થઇ ગયું. સ્ત્રી ગર્ભવતી થાય એટલે સંતાનના આગમનનું કાઉન્ટડાઉન ચાલું થાય,મારે તો મોતનું કાઉન્ટડાઉન શરુ થયું…ખરુ થયું નહી…?સ્ત્રીને મહિના રહે તેની ખબર-ખુશખબર,હસીને,અપાય.અરે! ઘણા તો એનું અભિમાન લેતા હોય છે.મારે એવો સમય આવ્યો નહી અને જે સમય આવ્યો તેની ખબર કોઇને અપાય તેમ નથી.

કેવું સત્ય છે નહી-જાહેરમાં નૈસર્ગિક ક્રિયા પણ પતાવવી છે અને, કોઇ જોઇ ન જાય તેની પણ કાળજી રાખવાની છે. મારો છુટકારો તો થઇ જશે,પરંતુ,એકલી બકુનો તો…સમજે છે ને,

એને પૈસેટકે તો વાંધો આવવાનો નથી.વીમાના અને બચતના પૈસા એના માટે ઘણાં થઇ રહેશે,એની તો મને ખાતરી છે.પછી કોઇ દગો કરે તો બીજી વાત છે. અને એમાં હું કંઇ જ કરી શકવાનો નથી. મારું અસ્તિત્વ હોઇ તો ને ? આજે મને મારી જાત પર ગુસ્સો આવે છે.અને સાથે ગુનેગારની લાગણી પણ થાય છે.

અહીં જેની જરુર હતી તે મારે બકુને શીખવવું જોઇતુ હતું.તો આજે આવી માનસિક પરિસ્થિતીનો મારે કદાચ સામનો કરવો પડ્યો ન હોત. ,મારી હાલત અત્યારે સાપે છછુંદર ગળ્યા જેવી છે.એને બધા કાગળો બતાવીને સોંપવા છે.શું કહીને સોંપુ ? કે આ રાખ હવે હૉસ્પિટલેથી હું ઘેર નથી આવવાનો,મરી જવાનો છું.તારે વિધવા થવાનું છે. દુનિયાની પહેલી પત્ની છે- જેને પહેલેથી ખબર હોય કે-તે આજે  વિધવા થવાની છે.

મને હવે ચિંતા એ થાય છે કે ઘણી નાની નાની વસ્તુઓ માટે બકુને તકલીફો થશે. આપણે ઇન્ડીયાથી અમેરિકા આવીએ ત્યારે,બસ વિમાનમાં બેઠા કે અમેરિકા…ખરું ને.પણ, એમાં નાની ચીજો જેમકે-બાથરુમ,સીટબેલ્ટ,જમવાનું,બહાર નીકળવાનો રસ્તો,સામાન વગેરે કેટલીબધી વસ્તુઓ સામેલ થતી હોય છે.તો આ તો જિંદગી અને આખા ઘરની વાત છે.તો, એમાં તુ કલ્પી શકે છે કે – એણે એકલા હાથે,અને મારી ગેરહાજરીમાં,એને કેટલી તકલીફ પડેશે તેનો અંદાજ મને હવે આવે છે.ઘરનું ભાડું આપવા જવાનુ ,બેંક,મંદિર,…એને તો કોઇ રસ્તાની પણ ખબર નથી.લોંગડિસ્ટંસ ફોન કેમ કરવો? એના માટે ઘણી વસ્તુઓ  પ્રશ્નવિરામ છે.એની આંશિક પંગુતા સામાન્ય જિંદગીમાં પણ ઘણી સમસ્યાઓ પેદા કરે છે.તો મારા વગર એને જમવાનું બનાવતા,બાથરુમ જતાં,ઘરની સાફસુફી…રોજિંદી જિંદગી પણ કેટલી કઠણ હશે.મારા વગર.

આજે મને પ્રાયશ્ચિત થાય છે.આખી જિંદગી સ્વાર્થી જ રહ્યો.મને મરવાનો કોઇ અધિકાર નથી.હું કેવી રીતે મરી શકું? આટલી બધી જવાબદારીઓ છે.કુદરત ક્રૂર છે.

ઑપરેશન ટેબલ પર એકલો હોઇશ,પછી શરીરને બાળી નાખવામાં આવશે.કૌશલ તું જ કહેતો હતો ને-“વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય…..નિન્યાનિ સંયાતિ દેહી“.મારાં કેસમાં એવું થવાનું નથી.સાલો હું ભૂત બનીશ. શ્રીહરિ…શ્રીહરિ.

અરે! મને પર્શ્ચાતાપનો સમય તો આપવા હતો? અરે! ફાંસીની સજા પામેલા સમાજના દુશ્મનો, આતંકવાદીઓ કે દેશદ્રોહીઓને મારતા પહેલાં એની ઇચ્છા પુછવામાં આવે છે. હું તો ફક્ત બકુનો ગુનેગાર છે.અને, એને તો એની ખબર પણ નથી.મને એટલું જણાવે કે એણે બકુ માટે શી વ્યવસ્થા કરી છે.

કૌશલને નકુળની વ્યથા – મારી બકુનું શું? હવે સમજાતી હતી.

મારી બકુનુ શું?(૪)-વિજય શાહ

ડો. સ્કોટ બોલ્ટ ઓપરેશન થીયેટરમાં લઈ જતા જતા બોલ્યા આ તો સાવ નાની શસ્ત્ર ક્રીયા છે અને સફળતાનો દર ઉંચો છે. તમે સહેજ પણ ગભરાશો નહીં અને જ્યારે ઉઠશો ત્યારે શરીર હળવુ લાગશે…નકુલે મનમાં નિઃસાસો નાખતા કહ્યું ઉઠીશ તો ને? લીલા ગાઉન પહેરેલા અને મોઢા બાંધેલા હોસ્પીટલના સ્ટાફને જોઈને એનામાં થોડી ધરપત તો આવી..તેણે ‘વ્રજ્’નાં બાળ કૃષ્ણ ને યાદ કર્યા અને શ્રી રામ શ્રી રામ કહી માથુ ઝુકાવ્યું..નર્સે આપેલ ઈંજેક્શનની અસર થવા માંડી હતી..અને ધીમેધીમે તેણે નિંદ્રા દેવીનું શરણુ ખોળી લીધુ.

બહાર બકુ તેની નણંદની સાથે પ્રભુ નામની માળા ગણ્યા કરતી હતી નકુલની સાથ છેલ્લા ૧૮ કલાકથી અન્ન અને જળ વિનાનો નકોરડો ઉપવાસ હતો. પતિ આટલી વ્યથામાં હોય ત્યારે ખાવાનું ભાવે પણ્ કોને?

ખાસ તો નકુલે ઓપરેશન થીયેટરમાં જતા જતા કહેલા શબ્દો થી હચમચી ગઈ હતી.બકુ જો પછો જીવતો આવીશ તો તારા પુણ્ય અને ન આવુ તો મારા પાપ.બોલ્યુ કર્યુ માફ…તે વખતેતો નાની બેન બોલી કે નકુલ તને કશુ નથી થવાનુ હિંમત રાખ તુ હમણા ગયોને તરત પાછો આવવાનો છે. બકુ આમ તો ધ્યાન બહેરી તેથી જાણે કશુ સાંભળ્યુ ન હોય તેવો તેવો દેખાવ કર્યો…નકુલનાં ઓપરેશન થીયેટરનું બારણું બંધ થયા પછી આંખમાં બોર બોર જેવડા આંસુ સરવા માંડ્યા..નાનકી નણંદ મોટી ભાભીની પીઠ પસારતી હતી..થોડાક ડુસકાં શમ્યા.

નાનકો  દિયર પાણી લઈ આવ્યો તે પીને તેમનુ મન પસંદ ભજન મનમાં ગણગણવા લાગ્યા-સુન પ્રભુ મેરી લાજ રખના..ઉનકો મેરે પાસ રખના…
ઑપરેશન્ દરમ્યાન બે વખત જુનીયર ડોક્ટર અહેવાલ આપવા આવ્યો. અને નાનકી તેનો ગુજરાતીમાં તરજુમો કરી બકુને સમજાવતી.પણ બકુને તેથી ધરપત બંધાતી નહોતી..તેણે મનમાંને મનમાં બાધા રાખી લીધી હતી કે નકુલને ઓપરેશનમાંથી કળ વળે એટલે શ્રીનાથજી ની જાત્રા કરી આવવી છે.
૪.૩૦નુ શરુ થયેલ ઓપેરેશન સાડા આઠે પત્યુ.. નકુલતો ઘેરી ઉંઘમાં હતો.વચ્ચે બે વખત લોહીની જરૂર પડી અને ડોક્ટરે સવા ઈંચની ગાંઠ નાનકીને બતાવી ત્યારે તે તો હબકી જ ગઈ.

કૌશલે તેને સંભાળી લીધી અને તે બકુને નહીં બતાવવાનો ડૉક્ટરને ઈશારો કર્યો. નકુલને શાંતિથી સુતેલો જોઈ બકુભાભીએ તેમને માથે હાથ ફેરવ્યો અને પહેલી વખત હાંશનો દમ લીધો અને પુછ્યુ ક્યારે જાગશે? ત્યારે નર્સે કહ્યુ સવારે દસ વાગશે..નાનકીએ નારંગીનો રસ આપ્યો અને બે ચમચી લઈને કહ્યું “નકુલ બહુ ડરતો હતો.”
“તમારા પુણ્યે પાછા આવ્યા છે ભાભી!” નાનકીએ ટહુકો પુર્યો…
ઘડિયાળે તેના નિયમીત ટ્ક ટકારાથી સવારને ખેંચી આણી
બકુ નકુલનાં માથે હાથ ફેરવતા ફેરવતા ગાતી હતી-જાગો મોહન પ્યારે..
અને નકુલે ધીમેથી પડખુ ફેરવ્યુ..“બકુ  જો તારા પ્રતાપે પાછો આવ્યોને?’’
હોસ્પીટલનાં ડોક્ટરે પહેલા રીપોર્ટ જોયા અને જરૂરી દવાની વિગતો નર્સને સમજાવી
કૌશલ અને નાનકી ઘરે જવા નીકળ્યા ત્યારે નકુલે કૌશલને મંદિરથી પ્રસાદ લાવવા કહ્યું
જો હવે મારા ભગવાનની કૃપા માનીને તેથી તમે હવે તદ્દન સારા થઈ જશો
‘બકુ હવે તારી બધ્ધીજ વાતો માનીશ હં!’
બકુની નજર નકુલ તરફ વળી જાણે તોફાની બાળક સજા ખમ્યા પછી ડાહ્યું થઇ જાય અને મા તેની સામે જેમ જોતી ના હોય્..

મારી બકુનુ શું?(૫) -પ્રવિણા કડકીયા

નકુળ અને બકુ એકબીજાનો હાથ પકડીને અમદાવાદના વિમાનઘરે ઉતર્યા. નકુળ માની ન શક્યોકે એનો મિત્ર તેને લેવા વિમાનઘર પર આવ્યો હતો. એકલો નહી પોતાની પત્ની તથા બીજા બે બાળગોઠિયા સહિત. વતનની ધરતીની સુગંધ તનમનમાં છવાઈ ગઈ. જે ધૂળમા રમીને બાળપણ વિતાવ્યુ હતુ તે માભોમનો ચરણને સ્પર્શ થયો ને રોમેરોમ પુલકિત થઈ ઉઠયું.

બકુ ઉપર રહી રહીને પ્યાર આવતો હતો. બકુ ભલે ભોળી હતી નાદાન નહી. નકુળમાં આવેલું પરિવર્તન તેને ખૂબ ગમ્યું. કારણ જાણવાની તેને બહુ ઉત્કંઠા ન હતી.

કિંજલ બધી પરિસ્થિતિથી માહિતગાર હતો. પણ મૌનં પરમ ભૂષણં રાખી ઉમંગ ભેર નકુળ ને ભેટ્યો. નકુળનુ અંતર વાંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ખેર! બધા ગાડીમાં બેસી ઘરે આવ્યા.બકુ તો જાણે સ્વર્ગમા ન આવી પહોંચી હોય તેમ ઉત્સાહથી બધાને મળી ખુશી દર્શાવી રહી હતી.

નકુળનું અંતર ચિત્કાર પાડતું હતું. બકુ તેને ભગવાન ગણતી હતી જ્યારે—-

આવી સુંદર, સરળ ,ભલી ભોળી પત્નીને તેણે આખી જિંદગી શું આપ્યુ? હા તેનામા અમુક ક્ષતિઓ જરૂર હતી તો પોતે પણ ક્યાં બત્રીસ લક્ષણો હતો. આજે જુવાની દરમ્યાન તેને બકુનું સૌંદર્ય ન જણાયું તેનો અફસોસ થતો હતો. હવે જ્યારે તેની પાસે ગણત્રીનો સમય ખાતામાં જણાયો ત્યારે ‘બકુનું’ આપોઆપ નિખરી ઉઠેલ સૌંદર્ય દેખાવા માંડ્યું. ચાલાકી, કમનિયતા, નયનોના કટાક્ષ જુવાનીના કિમિયા બકુ પાસે સિલકમાં ન હતા. પરંતુ બકુનુ ડાઘ વગરનું દિલ આજે નકુળના અંતઃસ્તલના ઉંડાણને આજે સ્પર્શી ગયુ. અમેરિકાથી એટલે તો એ વતન ભેગો થયો હતો. એણે મનોમન દૃઢ નિશ્ચય કર્યો હતો કે હવે મારી પાસે જે જૂજ સમય બાકી રહ્યો છે તેમાં બકુ માટે બધી ગોઠવણ કરી લઈશ.

હા, પસ્તાવોવિપુલઝરણુંસ્વર્ગથીઉતર્યુંછે.

પાપીતેમાંડૂબકીદઈનેપુણ્યશળીબનેછે.

બસ નકુળે એક પળનો પણ વિલંબ કર્યા વગર બધાથી વિખુટા પડી કિંજલ સાથે ગુફ્તગુ કરવા માંડી.
જનમ ધર્યો ત્યારથી દરેક વ્યક્તિ મૌત ભણી જઈ રહ્યો છે. કિંતુ બહુ ઓછા તેને યાદ રાખે છે,જ્યારે કુદરતની થપાટ વાગે ત્યારે જાગે છે. નકુળ એકનો એક દિકરો હતો તેથી બંગલો તેનેજ મળ્યો હતો. સહુથી પહેલા ડૉક્ટરની મુલાકાતનો સમય નક્કી કર્યો. વચમા બે દિવસ હતા, કડીયા ,સુથાર વિ.ની સાથે વાત કરી ઘરમાં કામ કરાવવા માંડ્યુ. એક પળની પણ આળસ તેને પાલવે તેમ ન હતી. આડોશી પાડોશીને ત્યાં થોડી ચોકલેટો અને ડોલર સ્ટોરની ભેટ સોગાદો મોકલાવી.

બકુ, અમેરિકાથી આવી હતી તેથી તેનામાં આવેલા સામાન્ય ફેરફારથી દેશી અમદાવાદી થોડા પ્રભાવિત થયા હતા.પણ બકુ જેનું નામ તેને તો કશોજ ફરક ન પડ્યો. બકુને પરિસ્થિતિની ગંભીરતાનો અંદાઝ ન હતો. પોતાની નાની બહેન નજીકમાં હતી અને હવે રોજ મળશે એ વિચારે ખુશ હતી. પૈસે ટકે તેને જરાયે ચિંતા ન હતી. થોડી ઘણી અમેરિકાની બચત અને ‘સોશ્યિલ સિક્યોરિટી’ ની આવક ભયો ભયો થઈ જાય. ઘરમાં રાંધવાવાળી બાઈ રાખી લીધી.

નકુળ તો જાણે  પોતાની યાતના જાણે વિસરી ન ગયો હોય? તેને તો બસ બકુ કેવી રીતે ખુશ રહેશે તેની જ ફિકર હતી. જે જૂજ અમય બાકી હતો તે બકુની સગવડો ગોઠવવામા અને તેને પ્રેમ આપવામા ગાળતો. દેર સે આયે દુરસ્ત આયે. તે ઉક્તિ પ્રમાણે આખી જીંદગી બકુને કરેલા અન્યાયનું પ્રયાશ્ચિત કરવાની ધૂણી ધખાવી હતી.કેન્સર એટલે કેન્સલ તેને ખબર હતી. દવાદારૂ બરાબર ચાલતા હતા . તબિયત લથડતી જતી હતી. બકુ મન મૂકી તેની સારવાર કરતી હતી. પણ ભોળી બકુને ખ્યાલ પણ ન હતો કે આ પ્યાર તેના નસીબમાં ખૂબ અલ્પ સમય માટે છે. તેથી તો તે ભલી હસી હસીને નકુળનો પ્યાર મનભરીને મણતી હતી.
મિત્રોને નકુળમાં ધરમૂળથી ફેરફાર જણાયો હતો. છલિયો નકુળ આજે પત્ની ઘેલો જણાયો. તેની પ્રગતિ અતિ પ્રશંશનીય હતી. નકુલ તેનું બારિકાઈથી નિરિક્ષણ કરી રહ્યો હતો. બકુ તેનુ અવિભાજ્ય  અંગ બની ચૂકી હતી.
ખુલ્લા દિલે કરેલા પાપની ઈશ્વર સમક્ષ માફી માગતો. આમ કરવાથી તેનું દર્દ સહ્ય બનતું જતું હતું. નકુળ જાણતો હતો તેની જીંદગીના દિવસો ધીરે ધીરે પૂરા થઈ રહ્યા છે. નકુલ પર પોતાના કરતા વધુ વિશ્વાસ હોવાથી બકુનું ધ્યાન રાખવાની ભલામણ કરી હતી. હા, બકુને ઘણી અગવડો પડશે. તેનું શું એ પ્રશ્ન અનુત્તર જ રહેવાનો. પામર માનવી ઈશ્વરની મરજી આગળ ઝુકે નહી તો શું કરે?
મુખ પર સંતોષ જરૂર લહેરાઈ રહ્યો હતો. મરવા ટાંકણે ઈશ્વરે સદબુધ્ધિ આપી તેનો આભાર માનવાનું નકુળ ન ચૂક્યો. બકુ તો બસ બકુ એતો નકુળનો પ્રેમ પામી સાતમા આસમાનમાં વિહરતી હતી. તેને ક્યાં ખબર હતી કે સુખ અલ્પજીવી છે.
ભલે ને મોડે મોડે પણ બે જણાને જીવનમા સાચુ સુખ સાંપડ્યું——

મારીબકુનુંશું? (૬)-પ્રવિણાકડકીયા

દેશની ધરતીની સુગંધ જેણે દેશ છોડ્યો હોય છે તેને બરાબર સમજાય છે. આમાં જરાપણ અતિશયોક્તી નથી. એમાંય જ્યારે નાની ઉંમરમા કુદરત રૂઠી હોય! કુદરતને દોષ ન દેવાય. આ જીંદગીની મુસાફરી ચાલુ થયા પછી ક્યારે વિરામ સ્થળ આવશે એની કોને આગળથી ખબર હોય છે? તેને જ તો આપણે “કુદરત” એવુ સુંદર નામ આપ્યું છે.
અમેરિકાના લાંબા વસવાટ પછી કદાચ અહીં ફરીથી એકડો ઘુંટવો પહેલાના નકુળને ન ફાવ્યું હોત! આજે પરિસ્થિતિ અલગ હતી. સ્વભાવમા ધરખમ ફેરફાર થયેલો નકુળ હરપળ શ્વાસમાં ભરવા તત્પર થયો હતો. ઘરમા ચારે બાજુ કામ ચાલતુ હતુ. બકુ તો
રાણીની જેમ મહાલતી હતી. અંદરથી ચિત્કાર પાડતું નકુળનું હૈયું બહાર ન ડોકાય તેનો હરદમ ખ્યાલ રાખતો. બગીચામા ખુરશી ઢાળીને બંને જણા ચ્હા તથા “ચંદ્ર વિલાસ” નાં ફાફડાને ન્યાય આપી રહ્યા હતા. ફાફડા નકુળ ખાતો હતો ત્યારે ફેલાયેલી સંતોષની રેખાઓ બકુ નિહાળવામા મશગુલ હતી. પગલીને ક્યાં ખબર હતી કે આ તેનો ખુશીનો નહી ગમનો બનાવ છે. નકુળે ખાસ ડોક્ટર પાસે જવાની તારિખો અઠવાડિયા પછીની લીધી.

તેને રહી રહીને બકુનો સહવાસ માણવાની તીવ્ર ઉત્કંઠા જાગી હતી. તેની બેદરકારી કે પૂરતી કાળજીનો અભાવ ઘરમા શેર માટીની ખોટ આજે તેને સતાવતી હતી. જોકે એ વિચાર ક્ષણજીવી નિકળ્યો. જો બાળક હોત અને એમાંય દિકરો તો શું તે નિશ્ચિંત થઈને મરી શકત? દિકરી હોત તો પોતાની માતાને તેની ખામીઓ સાથે ભર જુવાનીમાં પાળી પોષી શકત? આ બધા સવાલોના જવાબો મેળવવા ખૂબ અઘરા છે.
હા, અમેરિકામા હોવાથી ૬૭ નો આંકડો તમને ઘરડામા નથી ખપાવતો. હા, જો ભર જુવાની અતિશયોક્તિ લાગતી હોય તો પ્રૌઢાવસ્થા નકુળ જેવા રંગીલા દિલના યુવાનને ન છાજે.ખેર, આ બધી ચર્ચાનો હવે કોઈ મતલબ નથી.જે થવાનું છે એને
કોઈ રોકી શકવાનું નથી. હા, માત્ર કેટલો સમય નકુળના ખાતામા સિલક છે, તે જ અગત્યનું છે. બકુને તો આ બધું સ્પર્શતું પણ નથી. વહાલી બકુનું રૂપ આજે રહી રહીને નકુળને પાગલ બનાવતું. કહેવાય છેને કે સુંદરતા જોનારની આંખોમાં સમાયેલી છે.
હે પ્રભુ જો તારી કૃપા વરસાવવાની હોય તો મન મૂકીને બકુ પર વરસાવજે! હું નહી પણ તું તો સાક્ષી ભોળી બકુને માથે કેટ કેટલું વિત્યું હતું! આજે નકુળને પસ્તાવો થયો છે તો તેનો રસ બકુને મન મૂકીને પીવા દે. એ પગલી તો પોતાની દુનિયામા મસ્ત છે. ચા પીને નકુળના કપ રકાબી લઈને તે ઉઠી. મનમા ગુનગુનાતી હતી ‘ ઘરકી રાની હું મૈં ઘરકી રાની હું’ નકુળ તેના શબ્દે શબ્દનો લહાવો માણી રહ્યો હતો. મનોમન પોતાને કોસતો હતો. શું આ બકુને મેં કદીય મન મૂકીને પ્રેમ કેમ ન કર્યો? જુવાની મેં વેડફી તેની શું પ્રભુ તું મને સજા કરી રહ્યો છે?
શામકા ભૂલા જબ ઘર વાપસ લૌટતા હૈ તો ઉસે ભૂલા નહીં કહતે! બસ આ હાલ હતા નકુળના. કારીગરો બધા ૧૦ના ટકોરે આવી પહોંચ્યા. નકુળ,બકુનો અભિપ્રાય પૂછી પૂછીને તેમને સૂચનાઓ આપી રહ્યો હતો. બકુ ભોળી હતી પણ તેનું કામકાજ ખૂબ વ્યવસ્થિત હતું. તેનામાં ચબરાકી  ઓછી જણાય કિંતુ આંગણે આવેલને કેમ માન આપવુ તે સમજ ઠાસી ઠાંસીને ભરેલી હતી. નકુળ જે તેને અન્યાય કરતો તે તેના મિત્ર મંડળથી અજાણ ન હતું. પણ વંઠેલ નકુળ કશુંજ ગણકારતો નહી. આજના નકુળને જો કોઈ જુએ તો આંખ ચોળતા જ રહી જાય.

ઘર અવાવરૂ હતું તેથી સાફ કરાવી, રંગરોગાન કરાવ્યું અને ટૂટ્યું ફૂટ્યુ સમારકામ કરાવી નકુળને શાંતીથી બકુ સાથે રહેવાના કોડ પ્રગ્ટ્યા. હે, પ્રભુ થોડી દયા નકુળ પર કરજે. તેને સાચા દિલનો પસ્તવો થયો છે. પ્રયાશ્ચિતનો સમય જરૂર ફાળવજે જેથી તે શાંતિથી તારી પાસે આવે! વહાલી બકુ સુખના દરિયામા થોડીવાર ડૂબી પોતાની જૂની જીંદગી વિસારે પાડે. જો કે તે સુખ શબ્દથી અજાણ છે. પણ સુખની અનૂભુતી દરેક જીવ પામે ત્યારે તેની દશા અવર્ણનીય હોય.
દવા સમયસર લેતો નકુળ પાણી અચૂક બકુ પાસે મંગાવતો. બકુ પણ વહાલી દોડીને એના હાથમા ગ્લાસ થમાવતી. પછી પાસે બેસીને જોતી રહેતી. અ ધ ધ આટલી બધી દવા નકુળ કેમ લેતો હશે તેના વિચારમા તેની સામે ટગર ટગર જોયા કરતી. બકુ તો માત્ર વિટામીન લેતી, તેના હાડકા માટેની કોઈ દવા ડોક્ટરે લખી આપી હતી તે નકુળ સાથે લાવ્યો હતો. તેને કોણ સમજાવે સત્ય શું છે!

‘મધુરજની’ કોની લાંબી ટકી છે! નકુળના કિસ્સામાં તો દેરસે આયે દુરસ્ત આયે જેવા હાલ હતા. બકુ ,તને શું કહું. આજે નકુળને ડોક્ટર પાસે જવાનુ હતુ. નકુળે પોતાની મનગમતી સાડી કાઢીને બકુને કાનમા કહ્યું આ પહેરજે. બંને જણા તૈયાર થયા.પહેલાં હવેલીમા જઈ દર્શન કરીને ડોક્ટરને મળવા જવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. બકુ તો ભાવથી ઠાકોરજીના દંડવત દર્શન કરી ગાડીમા જઈને બેઠી. નકુળને આવતા વાર થઈ. જ્યારે આવ્યો ત્યારે હાથમાં પ્રસાદ જોઈને બકુ છળી મરી.

” અરે, આજે હું ભેટ મૂકવાનુ બોલી નથી પોતાની મેળે મૂકીને આવ્યા! “

મનોમન પ્રભુનો આભાર માની નકુળના ઓવારણા લેવા માંડી. અને ગાડી સડસડાટ ડોક્ટરના દવાખાના તરફ સરી રહી 

મારીબકુનુંશું? (૭)-પ્રવિણાકડકીયા

ગાડી દોડતી હતી કે નકુળનુ ચંચલ મન? કોની ઝડપ તેજ હતી તે કહેવું મુશ્કેલ હતું. બકુ તો બસ મસ્ત હતી.તે પોતાના સ્વપ્નાની દુનિયામા રાચતી હતી.અમદાવાદનો આશ્રમ રોડ અને તેના પર ચાલતી નવી નકોર ગાડીમા તે નકુળની બાજુમા બેઠી હતી. ભારત પાછા ફરવાનો ફાયદો, કે ડ્રાઈવર ગાડી ચલાવે અને પોતે નકુળની બાજુમા,અડોઅડ.

નકુળ વિચારતો હતો , મારી બકુ હા , મારી બકુ કેવી આનંદમા છે. આજે રહી રહી ને તેને કરેલો અન્યાય નકુળને પજવતો હતો. ઈશ્વર આ તારી કેવી લીલા છે. જ્યારે બકુ પ્યારને તરસતી હતી ત્યારે તેને અવગણી હતી .હા,તે ભોળી હતી તેથી કદી ઝઘડી ન હતી. માત્ર બે આંસુ સારી ભૂલી જતી. અને નકુળ બીજી સ્ત્રીઓ સાથે ડીસ્કોમા કે ક્લબોમા રંગરેલિયા મનાવતો.

તેની બેદરકારીને કારણે બકુનો ખોળાનો ખુંદનાર કદી ડોકાયો ન હતો. બકુ તેને પોતાનું બદનસીબ માની ભાઈ બહેનોના બાળકો પર જાન છિડકતી. પૈસે ટકે તેને કદી અગવડ પડી ન હતી. નાના નાના ભૂલકાઓની વર્ષગાંઠ ઉપર સુંદર ભેટ સોગાદો આપી ખુશ થતી. આવી વહાલી બકુનો શો વાંક હતો? આજે જ્યારે નકુળને તબિયતમા વાંધા જણાયા ત્યારે બકુને કરેલા અન્યાય તેની નજર સમક્ષ ચિત્રપટની જેમ સરી રહ્યા હતા.

બાજુમા બેઠેલી બકુનો હાથ પસવારતા નકુળ બોલ્યો,’બકુ, તને અમદાવાદમા ગમે કે અમેરિકામા?’ જે હ્યુસ્ટન શહેરમા ભર જુવાનીના ૨૦ વર્ષ ગાળ્યા. બકુ તો નકુળની સામે જોઈ નિર્દોષ ભાવે બોલી. “મને અમદાવાદ બહુ ગમે. અમેરિકામા તું કદી આમ મારી સાથે ગાડીમા બેઠો હતો?”

સહજતાથી નિકળેલો પ્રશ્ન નકુળના હૈયા સોંસરવો ઉતરી ગયો. શું આ વાત સાચી ન હતી? કદીય બકુને સાથે ફેરવી હતી? કદી ક્લબમા કે ડીસ્કોમા લઈ ગયો હતો? દિવાળી કે ક્રિસમસ પાર્ટીમા કદી બકુ સાથે હતી? અરે ભાઈ બહેનો કે મિત્રને ત્યાં જવાનું હોય તો પણ કદી સાથે ન જતો.

નોકરી નહોતી કરતી પરંતુ ઘરરખ્ખુ અને વ્યવહાર કુશળ બકુ નકુળનુ જીવન શાંતિથી ચલાવતી. નકુળને ખાવા પીવાનું દુઃખ ન હતુ. સાચા શબ્દમા કહું તો તેને જલસા હતા. ભગવાન જ્યારે એક ખામી આપે છે
ત્યારે તેને ઢાંકવા બીજા ઘણા ગુણો અર્પે છે. તેથીજ છૂટાછેડા નો વિચાર નકુળના મનમા કદી ઝબક્યો ન હતો. આજે એ જ નકુળ મનોમન પ્રભુને પ્રાર્થી રહ્યો હતો કે તે હજુ બકુ સાથે છે. ભલે હવે કદાચ સિલકમા તેની પાસે સમય ઓછો બચ્યો છે. પરંતુ જે પણ છે તેની હર ઘડી ,હર પળ, હર વિપળ તે બકુના સાંનિધ્યમા માણી લેવા તલપાપડ થઈ રહ્યો છે.બકુનો જવાબ અમદાવાદ તેને ખૂબ ગમ્યો.કારણ સ્વાભાવિક છે.તેની બકુનું અંતર ખુશ હતું અને મુખ પર આનંદની ઝલક પ્રસરી રહી હતી. કોઈકે સાચું જ કહ્યું છે સુંદરતા જોનારની આંખોમા છુપાયેલી છે.
રહી રહી ને નકુળ નિસાસા નાખતો જુવાનીમા મેં કેમ આવી અક્ષમ્ય ભૂલ આદરી હતી. ખેર હવે ખૂબ મોડું થઈ ગયુ હતું. ગાડી ડોક્ટરના દવાખાના પાસે ઉભી રહી. ત્યાં પાર્કિંગની જગ્યા ન હતી તેથી ડ્રાઈવર કહે સાહેબ તમને ડોક્ટર તપાસી લે એટલે મને મોબાઈલ પર સંદેશો આપજો, હું તમને લેવા આવી જઈશ. નકુળ હાથમા બકુનો હાથ પરોવી ગાડીમાંથી ઉતર્યો.— 

મારીબકુનુશું?-(૮)-પ્રવિણા કડકીયા

ગાડીમાંથી ઉતરીને બકુનો હાથ પકડી નકુળે ડોક્ટર કાપડીઆના દવાખાનામા પ્રવેશ કર્યો. અમદાવાદમા ડોક્ટર કાપડીઆ ખૂબ પ્રસિધ્ધ કેન્સરના નિષ્ણાત ગણાતા. હા, કેન્સર એટલે કેન્સલ એમ બધા જ જાણતા છતાંય ડોક્ટર કાપડીઆના દર્દીને દર્દ થૉડુ ઓછુ થતુ અને જીવાદોરી થોડી લંબાતી જણાતી.
જેમ ઘણાને વનસ્પતિ માટે હાથમા જાદુ છે એમ કહેવાતું હોય તેમ ડોક્ટર કાપડીઆના હાથમા જશ રેખા ઘણી લાંબી હતી. તેમા બે મત ન હતા. તેમનો હસમુખો ચહેરો અને પ્રેમાળ શબ્દો, દર્દી અડધુ દુઃખ ભૂલી જતા. સામાન્ય રીતે આમ જનતા માનતી હોય છે કે લોકો ડોક્ટર પૈસાના મોહમા બને છે. પણ એક સામાન્ય વાત વિસારે પાડે છે કે કેટલા વર્ષોની તેમા તપસ્યા સમાયેલી છે. ડોક્ટર બને ત્યારે આખુ કુટુંબ કેટ કેટલા ભોગ આપે છે. ડોક્ટરના પેશામા જો દર્દીઓ તથા તેના કુટુંબીજનો માટે હમદર્દી ન હોય તો તે વ્યર્થ છે.
૧૦૦માંથી ૯૯ ડોક્ટર તમને પ્રેમાળ ,લાગણીશીલ જણાશે. ડોક્ટર કાપડીઆ તેનો જીવતો જાગતો પુરાવો છે. હસતા મુખે નકુળને આવકારતા કહેવા લાગ્યા , અરે અમેરિકાવાસી અમદાવાદમા ગોઠે છે કે નહી? હાથ જોડીને બકુને પણ સ્મિત સાથે આવકારી.
નકુળ સમય કરતા દસ મિનિટ વહેલો હતો. સામે પડેલા ગુજરાતી ચોપાનિયા ઉથલાવવા લાગ્યો.બકુને ફિલ્મફેર અને જનકલ્યાણ વાંચવા મળ્યા. હજુ સ્થાયી થયા ન હતા તેથી છાપાવાળો છાપુ અને ચિત્રલેખા જ નાખતો હતો. ડોક્ટર કાપડીઆ દર્દી ગરીબ હોય કે તવંગર બધાને સરખો ન્યાય આપતા. ધાર્યા કરતા અડધો કલાક વધારે થયો તેથી નકુળ ઉંચોનીચો થતો હતો. ત્યાં અચાનક બકુ પર નજર ગઈ તે તો વાંચવામા પરોવાઈ હતી.નકુળ તેને નિહાળવામા મશગુલ થઈ ગયો.જ્યારે મિસ્ટર નકુળ કરીને નર્સે બે વાર કહ્યું ત્યારે તે સફાળો બોલી પડ્યો હું અહી છું, આવુ છું. બકુને લઈને અંદર દાખલ થયો.

ભોળીભાલી બકુ સમજતી ખૂબ ઓછું પણ નકુળનો હાથ ક્ષણ માટે પણ ન છોડતી. નકુળને તેથી ઘણું સારું લાગતું અને તેને હૈયે હામ વસતી. ડોક્ટર કાપડીઆ નકુળને વિગતવાર પ્રશ્નો પૂછી તેના ઉત્તર સાંભળી ઉંડા વિચારમા ગરકાવ થઈ ગયા.અમેરિકાથી ઓપરેશન કરાવીને આવેલા નકુળમા આવો ફેરફાર કેવી રીતે થયો. કારણ શું હતું ? પ્રેમાળ પત્ની, દવાદારૂ, જન્મ્ભૂમિ નો સ્નેહ, ડોક્ટર કાપડીઆ કે પછી વિધિનું વિધાન.
ડોક્ટર કાપડીઆને લાગ્યું કે હમણા કીમો આપવાની જરૂર નથી. અહીંનુ વાતાવરણ જો ભાગ ભજવતુ હોય તો ભલે નકુળ જેમ છે તેમ રહે.આડકતરા પ્રશ્નો દ્વારા નિદાન કર્યુંકે અમેરિકાનું ઓપરેશન અને અમદાવાદના પાણી એ નકુળની તબિયત પર ધારી અસર પાડી છે. વહાલી બકુના ભાગ્યમા હજુ નકુળનો પ્યાર લાંબો સમય ટકે એ વિધિએ મંઝુર કર્યું છે. છલિઓ નકુળ હવે મન મુકીને બકુને વહાલમા નવડાવશે. તેના ઓરતા પૂરા કરવાના પ્રયત્નો જારી રાખશે.
ડોક્ટર કાપડીઆએ નકુળનું ગંભીર બાબતો પર ધ્યાન દોર્યુ. શરાબ અને સિગરેટને અડકવાનુ પણ નહી. સાદો અને પૌષ્ટિક ખોરાક ખાવો. ફળ તથા લીલા શાકભાજી ખાવા. તાજુ અને ગરમ ખાવુ. અમેરિકામા વાસી ખાવાની આદતને તિલાંજલી આપવી અમદાવાદમા જો વધારે રંધાઈ ગયું હોય તો લેવાવાળા અગણ્ય લોકો મળી આવશે તે સામાન્ય ગણિત સમજાવ્યું. આંખોથી,હાથેથી અને શબ્દોથી ડોકટર કાપડીઆ નો આભાર માનતો નકુળ બકુના હાથમા હાથ ઘાલી મોબાઈલનો રીડાયલ નંબર દબાવતો દવાખાનાના પગથિયા ઉતરવા લાગ્યો.———– 

મારીબકુનુંશું-(૯)-પ્રવિણા કડકીયા

દવાખાનાના પગથિયા ઉતરતા નકુળ મનમા વિચારી રહ્યો હતો.શું હિંદુસ્તાન અને તેમાંય અમદાવાદ આવીને ચમત્કાર સર્જાયો છે કે કેમ? દુખાવો થોડો સહ્ય બનતો ગયો છે. જો કે દવા લેવામા બકુ જરા પણ ગફલત ચલાવતી નથી. સમયસર બધું જ નકુળને મળવું જોઈએ. બકુને ખુશ દેખી નકુળ મનમાં ને મનમાં પોરસાતો. ડ્રાઈવરે ગાડી ઉભી રાખી. નકુળે બકુ માટે દરવાજો ખોલ્યો. પોતા માટે ડ્રાઈવર રાહ જોઈને ઉભો હતો. બકુને ભાવતા શાકભાજી અને ફળ લેવા જવા માટે ડ્રાઈવરને સૂચના આપી.બહાર ખાવાનું તેની તબિયતને અનૂકુળ નહોતું તેથી ઘરે બંને જણા શાંતિથી જમતા.
સાંજે બકુની મસિયાઈ બહેન ઝરણા તેના બાળકો સાથે ખબર કાઢવા આવવાની હતી. સાંજના જ્યારે ઝરણા તેના સુંદર બે બાળકોને લઈને આવી ત્યારે ઘર કલબલાટથી ઉભરાઈ ગયું. તેનો પતિ નિરવ સીધો ફેક્ટરી પરથી આવશે તેમ ઝરણાની વાતચીત પરથી લાગ્યું. બાળકો સાથે રમવામા નકુળ દુખ વિસરી ગયો. તે પણ જાણે બાળક ન હોય? ભુલકાઓની બાલ ચેષ્ટાઓ પર તે પણ બાળક બનીને ખીલતો જતો હતો. અરે એ જ તો રામબાણ ઈલાજ છે.
બાળકોને ગરમીની ઋતુ હતી તેથી બરફના ગોળા અને આઈસક્રિમ ખવડાવ્યા.થાક્યા એટલે થોડી વાર ટીવી.નાં પ્રોગ્રામ જોયા.નિરવ આવ્યો એટલે બધા સરસ જમ્યા.હા,નકુળ માટે મરચા વિનાનું ખાવાનું અલગ હતું તે જ મળ્યું જે હંમેશ બકુ પણ લેતી.’ધર્મપત્ની’આમ તો ગાંધારી હતી.
ચાર થી પાંચ કલાક ઘર ગુંજી રહ્યું હતું. તેઓના ગયા પછી ઘરમા સોપો પડી ગયો. બકુ નાહી ધોઈને જ્યારે સૂવા માટે આવી ત્યારે નકુળે તેને કહ્યું,

“બકુ,મને માફ કરજે.’

બકુતો આભી થઈ ગઈ. પ્યારથી નકુળને પૂછવા લાગી શું થયું,

“કેમ આજે આમ બોલે છે? શાની માફી માગે છે?

નકુળને બકુનું ભોળપણ ખૂબ વહાલું લાગ્યું.

“અંતરથી કહેજે બકુ તને નથી લાગતું,આપણને બાળક નથી તેનો ગુન્હેગાર હું છું.મારા કારણે આપણા આંગણમા કોઈ બાળક ખેલ્યું નથી તારી ગોદ હંમેશને માટે સૂની રહી.બકુ,મને માફ કરજે “કહી નાના બાળકની માફક ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી રહ્યો. બકુ તેને વહાલભેર પસવારતી રહી. તે ગાંડી નકુળને દિલોજાનથી ચાહતી હતી. વર્તમાનના સુખના દરિયામા હિલોળા લેતી હતી. ભૂતકાળતો એણે ધરબી દીધો હતો. તેથી જ તો એ સુખી હતી.
હા,બાળક તેને ખૂબ ગમતા.તેનો પ્યાર પોતાના એક યા બે બાળકમા ન રહે તેથીજ તો પ્રભુએ તેને બાળક નહી આપ્યું હોય. તે કોઈ પણ હિસાબે નકુળને જવાબદાર ગણવા માગતી ન હતી. કુદરતની કમાલ તો જુઓ. આખી જીંદગી જેણે અમન ચમનમા ઉડાવી છે તેને આજે હૈયું કોરે છે. જ્યારે જેણે કદીયે સુખની છાયા પણ નસીબ નહોતી થઈ એ બકુ,પરમ શાંતિનો અનુભવ કરી રહી છે. આને સર્જનહારની સૃષ્ટિની કરામત નહી તો બીજું શું કહીશું?———–

મારીબકુનુંશું?(૧૦) –પ્રભુલાલ ટાટારીઆ

ડૉકટર કાપડિયાએ ચેક-અપ પછી સધિયારો આપ્યો હતો કે, હાલ કોઇ અન્ય ટ્રીટમેન્ટ્ની જરૂર નથી. અમેરિકાથી આવ્યા તે કરતાં તબિયતમાં ઘણો સુધારો છે. દવા અને પરેજી બરોબર પળાશે તો સારૂં પરિણામ આવશે.

બે દિવસ પછી કૌશલને ઘેર બોલાવ્યો.લેન્ડ લાઇન ટેલિફોન.ડીસ એન્ટેના. રેશન-કાર્ડ અને બકુલાના બેન્ક એકાઉન્ટ લોકર સાથે આ બધા માટે ક્યા કયા ફોર્મ ભરવા પડશે અને અટેચમેન્ટમાં ક્યા ડોક્યુમેન્ટસ જોઇશે અને શું વિધી કરવી પડશે આ બધું જેટલી જલ્દી બની શકે તેમ કરાવવા કહ્યું.

“તમે ધરપત રાખો બધું થઇ જશે, હું મનસુખને વાત કરીશ એ આ કામમાં એ વન એક્ષપર્ટ અને પરફેક્ટ માણસ છે ફકત એક કામ કરજો અપ્સરામાં તમારો અને બકુલા બહેનના ફોટા પડાવી આવજો અને દરેકની બે ડઝન કોપીઓ લઇ લેજો અને હા એ તમને નેગેટીવ આપશે તે સાચવીને રાખજો”

બીજા દિવસે સવારના મનસુખ બરોબર ૯ વાગે હાજર થઇ ગયો અને નકુળરાયને શું શું જોઇતું હતું તેનું લિસ્ટ બનાવી ને વિદાય થયો અને બે દિવસ પછી જોઇતા બધા ફોર્મ લઇને હાજર થઇ ગયો.જ્યાં જ્યાં જરૂર હતી તેમાં એકલી બકુલાની સહી કરાવી એક બેન્ક એકાઉન્ટ સિવાય એ જોઇન્ટ હતું.જે ડોક્યુમેન્ટસની જેટલી કોપીની જરૂરત હતી તેનું લિસ્ટ બનાવી ઓરીજનલ રામઅવતારને આપી કોપી કરાવી લાવવા કહ્યું.આ બધું પતી ગયા પછી મનસુખે ફોટોગ્રાફની માગણી કરી. એટલે કૌશલના કહ્યા મુજ્બ તૈયાર કરેલ કવર મનસુખને આપ્યું. સાંજે કૌશલને વાત કરી ત્યારે તેમણે તાકીદ કરેલી કે એ જે બીલ આપે તે મુજબ કોઇ પણ લમણાજીક કર્યા વગર ચુકવી આપજો.

પંદર દિવસમાં તો બધું પતી ગયું અને મનસુખને પૈસા ચુકવાઇ ગયા એટલે નકુળરાયને ધરપત થઇ ગઇ.

અમેરિકાના ભાડાના એપારમેન્ટ બકુને ક્યારે પણ પોતિકુ નહોતું જણાયું પણ અમદાવાદના આ વારસાગત બંગલામાં આવ્યા બાદ એક હુંફ એક પોતિકાપણું જણાતું હતું. બંગલાનું બધું ફર્નિચાર મજબુત સાગ અને સીસમનું હતું,જેના પર વાર્નિશ કરાવ્યા બાદ અને બંગલામાં રિપેરીંગ અને રંગરોગાન બાદ એનો અનેરો ઓપ ઉભરતો હતો.

બકુલાના મન તો નાનોસો રાજમહેલ હતો.

ઘરના ભંડકિયામાં વાસણ અને રસોડાને લગતી બધી વસ્તુઓ તો હતી, તે સિવાય ટી,વી.,વી.સી.આર.,વૉશિંગ મશીન,એ.સી. જેવી આધુનિક જીવન જરૂરિયાત ની બધી વસ્તુઓની ખરીદીને નકુળે અગ્રતા આપી.જેથી બકુને કોઇ વાતે તકલીફ ન પડવી જોઇએ.

નકુળને કશું કામ તો હતું નહીં એટલે સદા બકુની આસપાસ નવપરણિતની જેમ મંડરાયા કરતો હતો. આ નવા વલણથી બકુલાને મીઠી મુંઝવણ થતી હતી.નકુળના મનમાં એક જ વાત ઘુંટાયા કરતી કે, કશું ખરીદવાનું રહી ન જાય બસ બકુને તકલીફ ન થવી જોઇએ.

નકુળ કૌશલના ઘેર ગયો હતો.બકુ બંગલાના બગીચામાં મુકેલ ઝુલામાં ઝુલતા આજે જ આવેલ ચિત્રલેખા વાંચતી હતી. સવારનો કુણો તડકો હતો. એક લગ્ન પ્રસંગે માવતરે આવેલ ચંદ્રિકાને બકુલા આવ્યાના સમાચાર મળતાં તેણી તેની જુની સાહેલીને મળવા આવી. નોકરને તેણીએ પુછ્યું તો તેણે કહ્યું કે, તેઓ બગીચામાં છે. બગીચામાં દાખલ થતાં બકુ એ બકુ એમ બે વખત બુમ પાડી પણ બહેરી બકુને સંભાળાયું નહીં એતો વાંચવામાં મશગુલ હતી,તેણીએ નજીક આવીને બકુના હાથમાંથી એક ઝાટકે ચિત્રલેખા ઝુટવી લીધું

“અરે!!! ચકુ તું?”

“હા….હું….એલી તને અમેરિકાનું પાણી એટલું બધું ચડી ગયું કે,મેં બે બુમ પાડી તેં તને ન સંભળાઈ? ન તો કશો જવાબ જ આપ્યો કે, ન તો મારા તરફ જોયું.”

“મને બહુ ઓછું સંભળાય છે અને આમેય હું ધ્યાન બહેરી છું”દયામણા ચહેરે કહ્યું

“ડોલરનો અવાઝ તો સંભળાય છે ને?”ચકુએ ચીડવવાના ઇરાદે કહ્યું

“હવે સંભળાવાની છાલ છોડને  મારી બઇ…..તું કેમ છો એ કહે”

“એકદમ મઝામાં…મારા બનેવીલાલ કેમ છે? શું કહ્યું ડૉકટરે?”

“ગઇકાલે જ ગયા હતા તેણે કહ્યું અમેરિકાથી આવ્યા એ કરતાં તબિયતમાં ઘણો સુધારો છે,આમ જ નિયમિત દવાઓ લેવાશે અને પરેજી પળાશે તો ભવિષ્યમાં કોઇ મુશ્કેલી ઊભી નહી થાય અને કોઇ વધુ ટ્રીટ્મેન્ટ્ની જરૂર નહીં પડે”

“એ તો સારી વાત છે પણ તેઓ માનશે? આમેય રંગીલા અને શોખીન જીવ છે”

“બધાને તિલાંજલી આપી દીધી છે.”

ગંગાબા પાણીના ગ્લાસ ટ્રેમાં લઇ આવ્યા.એક ગ્લાસ પોતે પકડતાં બકુલાએ પુછ્યું

“શું ચાલશે ચકુ?ચ્હા મંગાવું કે ઠંડુ મંગાવું?”

“બસ ચ્હા જ મંગાવ..”

“ગંગાબા બે કપ ચ્હા સાથે પકોડા, અલી પકોડા ખાઇશ ને?”

ગંગાબા ખાલી ગ્લાસ લઇને ગયા એટલે ચંદ્રિકાએ અધુરી વાત સાંધતા પુછ્યું

“બધું બંધ કરી દીધું એ તું કહે છે એટલે માની લઉ છું પણ મન નથી માનતું……”

“કેમ એમ બોલે છે? તને ખબર છે અમેરિકામાં હતા તે કરતાં બધું અલગ જ થઇ ગયા છે તેમાં હમણાં હમણાં તો નવા પરણેલાં જેમ બકુ બકુ કરતાં ફરે છે”

“પણ અત્યારે ગયા ક્યાં દેખાતા નથી……”

“નાનકીને ત્યાં ગયા છે કહ્યું કે,કૌશલભાઇનું કંઇ કામ છે” કહી પાસે પડેલી પર્સ ખોલી તેમાંથી ઇયર બડ કાઢીને કાનમાં ફેરવ્યું તે જોઇ ચંદ્રિકાએ પુછ્યું

“શું થયું?”

“આ જુની બિમારી છે ક્યારે કાનમાં ખંજવાળ ઉપડે કહેવાય નહી તેથી આ તો સાથે જ રાખુ છું.જરૂર પડે ત્યારે કયાં શોધવા જવું?”

“ત્યાં કોઇ ડૉકટરને બતાવ્યું?”

“હવે અમસ્થી ખંજવાળમાં ડૉકટર પાસે શું દોડી જવું?”

“આ સંભળાતું નથી તે એના કારણે જ ન હોય ચાલ અત્યારે જ કાનના ડૉકટર પરાંજપે ને બતાવી આવીએ”

“ના ના રહેવા દે”

“ના નથી રહેવા દેવું આ ચ્હા આવી જાય એટલે પી ને જઇએ”

ગંગાબા ચ્હા અને પકોડા મુકીને જવા લાગ્યા તો બકુલાએ કહ્યું

“માશી! રામઅવતાર એમને મુકીને પાછો આવ્યો કે નહી?”

“એ બેઠો ઓટલે ચ્હા પીએ છે..”

“સારૂં તમે જાવ”

“હું જરા સાડી બદલી લઉ….ચ્હા પકોડા પુરા થયા એટલે બકુલાએ કહ્યું

“જરા ઉતાવળ કરજે”

“બસ ગઇ ને આવી સમજ” કહી બકુલા અંદર ગઇ ને ચંદ્રિકાએ ચિત્રલેખા ઉપાડયું

“ચાલ…”દશેક મિનિટમાં બકુલાએ બહાર આવતાં કહ્યું

“રામઅવતાર ચાલ….”ગાડીમાં બેસતા બકુલા એ કહ્યું

“ગાડી તો સરસ છે…..”બકુલાની બાજુમાં બેસી દરવાજો બંધ કરતાં ચંદ્રિકાએ કહ્યું

“અહીં આવીને જ નવી લીધી છે……”ખુશ બકુલાએ બારીના કાચ પર હાથ ફેરવતાં કહ્યું

“બેન કઇ બાજુ જવું છે?”મેઇન રોડ પર આવતાં ડ્રાઇવરે પુછ્યું

“ગાંધી રોડ પર..”ચંદ્રિકાએ જવાબ આપ્યો.

“બસ આવી ગયું….”મેઇન રોડ પર ડૉકટર પરાંજપેનું દવાખાનું આવતાં ચંદ્રિકાએ કહ્યું

“હું બાજુની ગલીમાં ગાડી પાર્ક કરૂં છું ઘેર જવું હોય ત્યારે મીસકોલ આપજો…” બંને ગાડીમાંથી બહાર આવ્યા એટલે દરવાજા લોક કરતાં રામ અવતારે કહ્યું

દવાખાનામાં ખાસ ગીરદી નહોતી. કાઉન્ટર પર નામ લખાવીને બેઠા ત્યારે બીજા ત્રણ પેશન્ટ બેઠા હતાં.લગભગ અર્ધા કલાક પછી બકુલાનું નામ બોલાયું એટલે બંને સખી ડૉકટરની ચેંબરમાં દાખલ થયા.

“બેસો આપ બંનેમાંથી બકુલાબેન કોણ છે?”

“હું..”આંગળી ઉંચી કરીને બકુલાએ કહ્યું

“તો બેન આ ખુરશી પર બેસો.”ડૉકટરે પોતાની બાજુની ખુરશી દેખાડતાં કહ્યું

“બોલો શું તકલીફ છે?બકુલા ત્યાં બેઠી એટલે ડૉકટરે પુછ્યું

“ડૉકટર એમને બહુ ઓછું સંભળાય છે”ચંદ્રિકાએ કહ્યું

ડૉકટરે કાન તપાસવાનું યંત્ર બકુલાના કાનમાં મુકીને જોયું.

“ઓહોહો!!!!” કાન જ ચોક-અપ છે તો સંભળાય ક્યાંથી?

“એમ..?”ચંદ્રિકાએ કહ્યું

ડૉકટરે દિવાલ પર લગાડેલું કાનની રચનાનું પોસ્ટર બતાવતાં કહ્યું

“જુઓ આ કર્ણ નલિકા દ્વારા અહીં કર્ણપટલ સુધી અવાજ પહોંચે અને એના પર જ્યારે અવાજના મોજા અથડાય એટલે એના પર જે કંપન ઉત્પન્ન થાય છે તેથી આપણે સાંભળતા હોઇએ છીએ”

“હં…..”

“બકુલાબેનના કર્ણ નલિકામાં મેલનો ભરાવો છે,એ સાફ કરીએ એટલે ખબર પડે કે બહેરાશનું કારણ તે જ છે કે બીજુ કંઇ.ચાલો બકુલાબેન તપાસ શરૂ કરીએ”

ચેકીંગ  ટેબલ પર સુવડાવીને બકુલાના કાનમાં અમુક ટીપા નાખ્યા.પાંચ મિનિટ પછી તેઓ એક સાધન વડે કાનમાંથી મેલ કાઢવા લાગ્યા.થોડા પ્રયત્ન પછી ફરી ટીપા નાખ્યા આમ ત્રણ વખત કર્યા બાદ લગભગ એક કાળા ચણા જેટલો મેલ બહાર કાઢ્યો.

આટલી ટ્રીટમેન્ટ પછી બકુલાને પણ સારૂં લાગવા માંડયું.ડૉકટરે પછી એ જ રીતે બીજો કાન સાફ કર્યો તેમાંથી પણ એટલો જ મેલ કાઢ્યો પાછી બાજુવાળી સીટ પર બેસાડીને પાછું યંત્ર બંને કાને માંડી. જોયું પછી યંત્ર ટેબલ પર મુકતાં કહ્યું

“લગભગ તો બંને કાનની કેનાલો સાફ થઇ ગઇ છે બાય ધ વે બકુલાબેન તમને કેવું લાગે છે?” લેટર પેડ પર કાનના ટીપાનું નામ લખતાં પુછ્યું

“મને તો એવું લાગે છે કે, એકાએક જાણે મારા કાનના દરવાજા ખુલી ગયા હોય એવું લાગે છે. હવે તો મને પહેલાં કરતાં બહુ જ સારૂં સંભળાય છે.”

“ગુડ…..ગુડ…હું તમારા મેલનું સેમ્પલ લેબોરેટ્રીમાં મોકલાવીશ ખબર તો પડે એ આ મેલમાં શું છે? અને એનો રિપોર્ટ તમને મોકલાવીશ.”

“બકુલાને નહીં મોકલતા આ મારા મોબાઇલ નંબર છે મને કોલ કરજો હું લઇ જઇશ”

“પણ ચકુ……”

“કહ્યુંને હું લઇ જઇશ……”

“ઓકે…..ઓકે એઝ યુ પ્લીઝ,હા અને હવે કાનમાં ખંજવાળ આવે તો આ ટીપા નાખજો”

કાઉન્ટર પર કનસલ્ટીંગ ફી ચુકવી બંને બહાર આવ્યા .બકુલાએ ડ્રાઇવરને મીસકોલ આપ્યો પછી ચંદ્રિકાને પુછ્યું “કેમ મને રિપોર્ટ લેવાની ના પાડી?”

“સમજાવું  છું ઘેર ચાલ….”કહી આવેલ ગાડીમાં બંને ગોઠવાઇ.

ગાડીના બારીના કાચ ખુલ્લા હતાં તેથી રસ્તામાંથી આવતાં અવાજો બકુલાને અજબ રોમાંચ આપતાં હતા.ગાડી બંગલા પર આવી એટલે બહાર આવતાં બકુલા એ કહ્યું

“ચાલ તને મારૂં ઘર બતાવું”

બકુલા પોતાની સખીને ખુબ ઉત્સાહથી ઘરના એક એક ખુણો બતાવતી હતી

છેલ્લે બકુલાના બેડરૂમમાં આવ્યા.ત્યારે ચંદ્રિકાનો હાથ પકડી પોતાના સાથે પલંગ પર બેસાડતા બકુલાએ કહ્યું “હવે અહીં તો કોઇ નથી રિપોર્ટ લેવાની મને કેમ ના પાડી?”

ચંદ્રિકાએ પલંગ પરથી ઊભી થઇને બેડરૂમનો દરવાજો બંધ કર્યો અને પછી બકુલા પાસે બેસી તેણીનો હાથ પોતાના માથા પર મુકી કહ્યું “મારા સોગંદ ખા કે હું કહીશ એમ કરીશ….”

“પણ…..”

“તને તારી બાળપણની સાહેલી પર ભરોસો નથી?”બકુલાનો હાથ માથા પર પક્ડી રાખતા તેણીએ પુછ્યું

“લે એમ હું કેમ કહી શકું? ભલે તારા સોગંદ તું કહીશ એમ કરીશ બસ…..”

“તો સૌથી પહેલાં બનેવીલાલને કહેતી નહી કે તું ડૉકટર પરાંજપેને મળી આવી છો અને હવે તું સાંભળી શકે છે….

“પણ એ તો આ સાંભળીને ખુશ થસે કે હું સાંભળી શકું છું”

“એ જ તો સમજાવવા માંગુ છું ડોબી.અમેરિકામાં તો સારી ટ્રીટમેન્ટ મળે છ્તાં નકુળરાય તને કદી ડૉકટર પાસે લઇ ગયા છે?”

“ના……”

“કેમ? અહીં અમદાવાદમાં તેં સ્વયં ટ્રીટમેન્ટ કરાવવા અને પોતાની ચેક-અપ માટે ગયા પણ તારો વિચાર કર્યો કે,તારી બહેરાશ નું કારણ શું છે?

“હં…..”

“આજે પોતાને કેન્સર છે એ જાણ્યા પછી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું છે? અને આખી જીંદગી રંગરેલિયા મનાવ્યાથી ધરપત નથી થઇ અને હજી બાકીના બચેલા સમયમાં મનાવી શકાય તે મનાવી લેવાના વલખા મારવાનું ચાલુ જ છે ને?”

એકાએક સામે મુકેલ કક્કુ-ક્લોક્માં દોઢ વાગ્યાનો સંકેત મળ્યો  એટલે ઊભી થતાં ચંદ્રિકાએ કહ્યું

“હવે મોડુ થાય છે હું જાઉ આતો પાશેરાની પહેલી પુણી છે આખી રામાયણ તો બાકી છે એ તને સપના પાસેથી સંભળાવીશ”

“કોણ સપના? ઓલી મથુરભાઇની તો નહીં?”

“હા એ જ તારી અને મારી ખાસ સહેલી.એનો વર અમેરિકામાં છે અને તું જ્યાં રહે છે ત્યાં કોઇ પબ છે?”

“ઇ વળી શું?બકુલા એ પુછ્યું

“દારૂની દુકાન….એને પબ કહેવાય…”

“હા કંઇક નાઇટ આઉલ જેવું કશુંક નામ છે”માથું ખંજવાળતા બકુલા બોલી

“નાઇટ આઉલ…..”કહી ચંદ્રિકા હસી

“હા એવું જ કંઇક છે…એમાં હસવાનું શું છે?”કંટાળતા બકુલા બોલી

“નાઇટ આઉલ” એટલે રાતનો ઘુવડ”કહી ચંદ્રિકા હસી

“મુવા આ ગોરીઆ કેવા નામ રાખે છે”

“એ પબના બાર કાઉન્ટર પર સોમુ સપનાનો વર કામ કરે છે અને નકુળરાયને પગથી માથા સુધી ઓળખે છે.તેની રગ રગથી વાકેફ છે.”

“પણ…..”

“એ પણ ને બણ સપનાને પુછજે અત્યારે તો હું જાઉ બે દિવસ પછી રવિવાર છે ત્યારે તેણીને ઓફિસે જવાનું નહીં હોય એટલે નિરાંતે મળીશું હું તને ૯ વાગે લેવા આવીશ”

“રસોઇ તૈયાર છે જમીને જ જા”પલંગ પરથી ઊભી થઇ દરવાજો ખોલતા બકુલા એ કહ્યું

“જમવાનો ટાઇમ થઇ ગયો ને મારા મુકુંદના જોડકાના બે ટાબરિયા મારા સાથે મારી જ થાળીમાં જમે છે એ મારી વાટ જોતા હશે એટલે ચાલ જાઉ”

“ભલે પણ હવે આવ ત્યારે બંનેને સાથે લાવજે “

“સોગંદ યાદ રહેશે ને?”

“હા મારી મા હા યાદ રાખીશ”

મારી બકુનું શું?(૧૧) -પ્રભુલાલ ટાટારીઆ ‘ધુફારી’

રવિવારના બરાબર ૯ વાગે ચંદ્રિકા આવી ગઇ.બારણામાં જ ઊભી રહી સામે સોફા પર તૈયાર થઇ બેઠેલી બકુલાને પુછ્યું

“તૈયાર?”

“હા પણ બેસતો ખરી ચ્હા-પાણી કરી ને જઇએ…..”

“ના….મેં સપનાને કહ્યું છે અમે તારી સાથે ચ્હા પીશું તને કોફી પીવડાવશે”

“સારૂં ચાલ….અરે….રામઅવતાર ગાડી કાઢ…..”

બંને ગાડીમાં બેસી રવાના થયા મેઇન રોડ પર આવી અને રામઅવતાર કશું પુછે એ પહેલાં જ ચંદ્રિકાએ કહ્યું

“નવરંગપુરા..”

એક બિલ્ડીંગ “અશોક વાટિકા” પાસે ગાડી ઊભી રહી. લિફ્ટ નહોતી તેથી ત્રીજા માળે દાદર ચઢીને જવાનું હતું.પહેલા દાદર પાસે જ ઊભા રહી બકુલાએ ઊપર જોયું

“શું જુએ છે……? દાદર નહી ચઢાય?”

“ના એનો..તો વાંધો નથી” કહી બકુલા દાદર ચઢવા લાગી

“તો…..?”

“તને પ્રેકટિસ નહીં હોય……નહી?”

“હા એ સાચું…”

“આ ત્રીજા માળના બન્‍ને ફ્લેટ ખરીદી વચ્ચેની દિવાલ પાડી ને એક મોટો ફ્લેટ તેણીએ બનાવી લીધો છે.” કહી ચંદ્રિકાએ બેલ મારી પછી બકુલાનો હાથ પકડીને પોતા પાછળ ઊભી રાખી દીધી.

“આવો આવો મોઘેરાં મહેમાન…..”બારણું ખોલી ચંદ્રિકા પાછળ જોતા સપનાએ કહ્યું એટલે બંને અંદર આવી.

“તો તને ખબર હ્તી…એમને? બકુલાએ તેણી ભેટીને પુછ્યું

“હા ગયા અઠવાડિયે સોમુ સાથે વાત થઇ ત્યારે તેણે કહેલું કે,દામોદરકાકાની બકુલા અને નકુળભાઇ હંમેશ માટે ઇન્ડિયા આવવાના છે તે આવી ગયા હશે,” .

“હા….અમે અઠવાડિયા પહેલાં જ આવ્યા”બકુલા મકાનમાં નજર ફેરવતાં કહ્યું

“હું તો એમ સમજેલી કે,તું સુરત ગઇ હશે,નકુળરાયનું ઘર તો સુરતમાં છે ને?”

“છે નહીં હતું……”નિઃશ્વાસ નાખતાં બકુલાએ કહ્યું

“એમ કેમ? વેચી નાખ્યું?હા અમેરિકામાં રહેવું હોય તો આ ઘર શું કામનું?”

‘ના વેચ્યું નથી પણ જેને ભાડે આપેલું એના પાસે ભાડું માંગવા તો કોઇ જતુ નહોતુ એટલે બોડી બામણીનું ખેતર સમજી ભાડૂઆતે પચાવી પાડ્યું”આટલી વારથી ચુપ રહેલી ચંદ્રિકાએ ટાપસી પુરાવી.

“તો હવે દામુકાકાનું બંધ મકાન ખોલ્યું એમ જ ને?”

“હા….નહીં તો જાય ક્યાં?”ચંદ્રિકા એ કહ્યું

“ઘર સરસ છે..”બકુલાએ કહ્યું

“અરે હા તું તો મારે ત્યાં પહેલી વાર આવી છો ચાલ તને મારૂં ઘર બતાવું”સપનાએ કહ્યું

“આ માસ્ટર બેડરૂમ અટેચ્ડ બાથરૂમ અને પાછળ મોટી બાલ્કની,આ ગેસ્ટ બેડરૂમ એ પણ અટેચ્ડ બાથરૂમ વાળુ,આ બાળકોનો રૂમ અહી નાની બાલ્કની છે એનું બાથરૂમ બહાર છે. આ ઊભુ રસોડું અને ડાઇનીંગ  રૂમ,પાછળ સ્ટોર રૂમ છે અને ડ્રોઇંગ રૂમ તો જોયો ને?

“કેટલા બાળકો છે? દેખાતા નથી?” બકુલાએ પુછ્યું

“અઢાર વરસની મંજુ અને પંદર વરસનો અશોક, આજે રવિવાર ને? બન્‍ને મિત્રો સાથે કાંકરિયા ગયા છે.”

“હં…….”

“ચકુ તને તો ચ્હા ચાલશે અને અમેરિકા વાસી કોફી વાળા ખરૂં ને?”

“હા……”આશ્ચર્યથી બકુલાએ જોયું

“સોમુ અહીં આવે ત્યારે કોફી જ પીએ છે એટલે અંદાજ લગાડ્યો”

“વાહ! આપકે અંદાજ  કી ક્યા બાત હૈ…..વાહ…વાહ”

“એલી ચિબાવલી તારો વર કવિ છે તું નહીં”સપના એ ચંદ્રિકાનું નાક પક્ડી કહ્યું

“ચંદ્ર્કાન્તભાઇ કવિતાઓ લખે છે?”બકુલા એ પુછ્યું

“હા કવિ”શુન્ય”ના ઉપનામે વડોદરામાં તો એમનું ગ્રુપ બહુ મોટું છે”

“કંઇ ચોપડીઓ છપાવી કે નહી?”બકુલાએ પુછ્યું

“હા ત્રણ “શુન્યનું સર્જન” “શબ્દના સથવારે” અને “કાવ્ય કુંભ”તને કવિતાઓ ગમે?”

“હા…ને બહુજ”

“વડૉદરા જઇને તને કુરીઅરમાં મોક્લાવી આપીશ”

“તો….તો…તું ચંદ્રકાન્ત  સાથે દરેક મુશાયરામાં જતી હશે ખરૂને?રૂબરૂ સાંભળવાની મજા જ કંઇ અલગ છે”બકુલાએ કહ્યું

“હવે એના સાથે હંમેશ મુશાયરામાં જઇ જઇ ને ઇર્શાદ અને વાહ વાહ કરવાની આદત પડી ગઇ છે.ચંદુ કહે છે વાહ વાહ ન થાય તો કવિ આહ ભરતો થઇ જાય”

“સંગ તેવો રંગ”બકુલાએ કહ્યું

વાતો કરતાં ચ્હા બની અને પિવાઇ ગઇ સાથે આવેલા બટેટા-પૌંવા પણ ખવાયા બકુલાને તો મજા પડી ગઇ. ઘણા સમય બાદ આટલા સરસ બટેટા-પૌંવા ખાધા તે પણ ફ્રેશ વટાણા, ફ્રેશ ગાજર,ફ્રેશ કેપ્સીકમ…વાળા. ખરેખર એટલે જ ઇન્ડિયા એ ઇન્ડિયા જ છે.રોજ રોજ તાજુ અને ગરમા ગરમ રાંધેલું ખાવાની મજા કંઇ ઔર જ છે.અમેરિકામાં તો ફ્રીઝ માં ત્રણ દિવસ પહેલાં રાંધેલું માઇક્રોવેવ ઓવનમાં ગરમ કરવાનું અને ફ્રેશ સમજી ખાવાનું

“અલી ક્યાં ખોવાઇ ગઇ ? તારા નકુળરાય પાસે?”ચંદ્રિકાએ કહ્યું

“તુંએ શું મારી બાઇ….પાછળ જ પડી ગઇ હું તો સપનાએ ખવડાવ્યા એ બટેટા-પૌંવાનો વિચાર કરતી હતી અમેરિકામાં આવા ન મળે”

“હા એ તો છે જ.”

“સપના તને સોમુએ જે કહ્યું છે આમના નકુળરાયના પરાક્ર્મ બાબત તે રામાયણ જરા આપણી આ સખીને સંભળાવ…….”ચંદ્રિકાએ શરુઆત કરી

“હા આ અલક મલક્ની વાતોમાં તેં કહ્યું હતું એ તો ભુલાઇ ગયું…..”

“તો શરૂ થઇ જા……….”

“તુ્લસી ઇસ સંસારમેં દાળ-ભાતકે લોગ………..”

“બસ….બસ…..બસ…..તુલસીદાસજી આગળ ચલાવો..”ચંદ્રિકાએ ચોપાઇ કાપતા કહ્યું

“તો હવે નકુળરાયનો પટારો ખોલું છું……કહી તેણીએ એક નક્શીદાર પેટી ખોલી ને કહ્યું

“આ પેટીમાં નકુળરાયના પુરાવાના ફોટોગ્રાફ છે,જે સોમુએ પબમાં પાડ્યા છે. એપહેલી વખત….”

એક મીનીટ એક મીનીટ સોમુ જે પબમાં કામ કરે છે એનું નામ શું છે?ચંદ્રિકાએ સપનાની વાત કાપતા પુછ્યું

“નાઇટ આઉલ….કેમ?”સપના એ બન્‍ને ને મરકતા જોઇ પુછ્યું

“આ ડોબી ને પબ એટલે શું એ ખબર નહોતી અને નાઇટ આઉલ એટલે શું એ પણ

રા..ત.નો…ઘુ…વડ”કહી ચંદ્રિકા ફરી પેટ પકડી હસવા લાગી

‘હવે બહુ થયું મારા ઘેર હસી હસી ને ઉંધી થઇ ગઇ એ ઓછું છે?”બકુલા ખીજાઇ

“હં….તું શું કહેતી હતી?બકુલાએ સપનાને પુછ્યું

“અં….હા સોમુએ પહેલી વખત અમેરિકાથી આવ્યો ત્યારે કહ્યું તારી બહેનપણી બકુલા ખોટી ભેરવાઇ ગઇ છે નકુળરાયમાં. એટલે મેં પુછ્યું એમ કેમ બોલે છે?તો કહ્યું નકુળરાય એક નંબરનો લંપટ માણસ છે.રોજ ખુબ દારૂ ઢીચે છે સિગાર ચાલુ જ હોય છે અને સાથે પેલી ગોરી વેશ્યાઓ નો તો પાર નથી.”

“તેમને કોણે કહ્યું કે, એ જ બકુલાના પતિ છે?ચંદ્રિકાએ પુછ્યું

“ત્યાં વાલજી પરષોત્તમ કાપડિયા છે?”સપનાએ બકુલાને પુછ્યું

“હા છે ને તેમનો તો બહુ મોટો બિઝનેસ છે…હા પણ તેનું શુ?” બકુલાએ પુછ્યું

“તેમની દીકરીના લગ્નની મોટી પાર્ટી રાખી હતી?”

“હા”

“તું એ પાર્ટીમાં નકુળરાય સાથે ગયેલી…..?”

“હા”

“એ પાર્ટીમાં દારૂ અને બીયરનો કોન્ટ્રાક્ટ સોમુની પબને મળેલો તેણે તને ત્યાં જોયેલી”

“તો મને બોલાવી કેમ નહીં?”બકુલાએ કહ્યું

“પાર્ટી ત્યારે જ શરૂ થયેલી કાઉન્ટર પર ભીડ હતી અને મેનેજર ત્યાં જ ઊભો હતો એટલે તેણે કાઉન્ટર પર પહેલાં ધ્યાન આપવું જોઇએ નહીં તો ગોરીઆઓ ગાળો બોલતા અને તેમાં ઇન્ડિયન સામે તો જરા પણ ન અચકાય”

“હા….ઇ..વાત સાચી….મને મોલમાં બે-એક વખત એવી માથા ફરેલી મઢમો ભટકાઇ ગયેલી મને મુઇને તો ગીટ પીટ કરતાં આવડે નહી બસ સોરી ને થેન્ક્યુ થી કામ ચાલે”

“કાઉન્ટર પર ગણ્યા ગાંઠ્યા માણસો રહ્યા ત્યારે સોમુએ અહીં તહીં આંટા માર્યા પણ તું મળી નહીં એટલે કાઉન્ટર પર પાછો આવતો રહ્યો.”

“હા હું વાલજીભાઇના માજી પાસે બેઠી હતી એક બાજુમાં….”બકુલા એ કહ્યું

“હં તેને એ ખ્યાલ આવ્યો જ નહી હોય….”ચંદ્રિકાએ ટાપસી પુરાવી.

“બેન્ડ વાગતો હતો અને કમરમાં હાથ ભેરવી,એક બીજાને ચોટીને બધા નાચતા હતા મને એ ન આવડે”બકુલાએ કહ્યું

“ગોરીઆઓ ગરબા થોડા જ લે…..હા…હા…હા…”ચંદ્રિકા હસી

સપનાએ પેટીમાંથી એક ફોટો કાઢ્યો અને બકુલાના હાથમાં આપતાં કહ્યું

“આ પેલી પાર્ટીનો જ ફોટો છે ને?”

“હા…એ જ વીસનખી તેમની સાથે હતી..”

કહી ફોટા પા્છળ કશુંક લખેલું છે એમ લાગતાં બકુલાએ ફોટો ફેરવીને વાંચ્યું નકુળરાય ની ડાન્સ પાર્ટનર અને બેડ પાર્ટ્નર સોફિયા અને્….. આગળ વાંચતા તેણીને નકુળરાય તેના સાથે રાત્રે ઘણી વખત આમ શા માટે વર્તતા હતાં તે સમજાઇ ગયું.

“સોમુ ત્યારથી તેમના પર નજર રાખવા લાગેલો અને એવી વંતરીના ફોટા ભેગા કરવા લાગ્યો.જેથી તેણે કરેલી વાત સાબિત થાય”

“હં……”

“માણસ જ્યારે નશામાં હોય ત્યારે મનની સાચી વાત કરતો હોય છે.સોમુ પણ દરેક વંતરીના નામ અને તેણીને શું શોખ છે તે નકુળરાયને હંમેશ પુછ્તો અને દરેક ફોટાગ્રાફ પાછ્ળ તેણી શેની શોખીન છે તે લખી રાખતો હવે તેમના નમુના બતાવું”કહી સપનાએ ફોટાગ્રાફ કાઢ્યા

“આ છે એલિઝાબેથ….,આ છે કેથેરીન….,આ છે સિલ્વિયા….,આ છે એન્જેલા…..,આ છે મેરેલીન…..આ છે રોઝી….આ છે કેટરિના…..આ છે બાર્બરા…..અને સૌથી છેલ્લી આ છે લા-ફારા”સપના એકેક ફોટોગ્રાફ બકુલાના હાથમાં આપતી ગઇ

“શું નામ છે?”ચંદ્રિકાએ પુછ્યું

“લા-ફારા……”

“આ લફરા ને તો હું કેમ ભુલું એ બંનેને મેં મોલમાં પડદાના પાછળ લફરૂં કરતાં જોયેલા ઝાડ ને વેલ વીંટળાય એમ તેમને વીંટળાયેલી હતી અને ઘરે આવ્યા ત્યારે એ માટે તો મોટો ઝગડો થયેલો અને તેઓ બારણા પછાડીને ઢીંચવા ચાલ્યા ગયા હતા. મોડી રાતે જ્યારે ઘેર આવ્યા ત્યારે બકુ મને માફ કરજે પ્લીઝ મને મા…ફ કરજે કરતાં સુઇ ગયેલા”બકુલા ગળગળી થઇ ગઇ.

બકુલાએ દરેક ફોટાગ્રાફ પાછળ લખેલ વિગતો વાંચતી ગઇ તેમ નકુળરાયે તેણી સાથે કરેલ વર્તાવના દ્ર્ષ્યો સ્લાઇડ શો સમ પસાર થવા લાગ્યા અને એમાંની અમુક વિગતો ઘૃણાસ્પદ અને અમુક જુગુપ્સાપ્રેરક હતી એ બધું વાંચી બકુલા હેબતાઇ ગઇ હતી.બકુલાએ બધા ફોટા સપનાને પાછા આપ્યા તો સપનાએ બધા પેલી પેટીમાં મુકી બકુલાને એ પેટી આપી ત્યારે બકુલાના આંખમાંનો પ્રશ્નાર્થ સમજતા સપનાએ કહ્યું

“આ મારા શા કામના તારી અમાનત છે તું રાખ”

સપનાએ બકુલાના ખભે હાથ મુકતાં કહ્યું તો બકુલા તેના હાથ પર મ્હોં રાખી રડી પડી સપનાએ તેની આંખ લુછતાં કહ્યું

“રડ નહી સોમુએ આ ફોટા તો પોતાની વાત સાબિત કરવાના આશયથી પાડેલા સાચું પુછ તો હું પણ આ બધું વાંચી હેબતાઇ ગયેલી છી…ગોરીઓ આવી ગંદી હોય છે? સોમુએ કહ્યું તેઓમાં કેવી વિકૃતી ભરેલી હોય છે એ તને બતાવું કહી કોમ્પ્યુટર પર મને બતાવ્યું તો તેના સામે તો આ પાશેરાની પહેલી પુણી છે” કહી કબાટમાંથી લેપટોપ કાઢ્યું અને ચાલુ કર્યું.

“તને કોમ્પ્યુટર ચલાવતાં આવડે છે?” બકુલાએ કહ્યું

“હા સોમુ જ આ લાવેલો અને ચલાવતાં પણ શીખવાડયું. ટેલીફોન પર વાતો કરીએ તો મોટું બીલ આવે એટલે રાત્રે સોમુ સાથે ઇન્ટરનેટ પર વાત થાય.અહી રાત અને ત્યાં દિવસ હોય ખરૂં ને?

“હા…. એ વાત સાચી” બકુલાએ કહ્યું

“તો જ્યારે ફુરસદ હોય ત્યારે અમે વાતો કરીએ…એમાં અમે એક બીજાના મોઢા પણ જોઇ શકીએ”

“એમ તમે એક બીજાને જોઇ શકો?”બકુલાએ આશ્ચર્યથી પુછ્યું

“હા….”

પછી સપનાએ ઇન્ટરનેટ ચાલુ કરીને અમુક વિડીઓ ચંદ્રિકા અને બકુલાને બતાવી

“છી મુઇઓ કુતરા અને ગધેડાને પણ નથી મુકતી છી…છી…બંધ કર મારી બાઇ મારે નથી જોવું આવું બધું….કહી બકુલાએ આંખો બંધ કરી હાથ આડા દઇ મ્હોં ફેરેવી લીધું

“આ તો તને સમજાય તે માટે દેખાડ્યું મનેય શોખ નથી આ જોવાનું”કહી સપના હસી અને લેપટોપ બંધ કરી પાછું કબાટમાં મુક્યું પણ બકુલાના માનસ પટ પર નકુળરાયના કુકર્મોના દ્રશ્યોની વણજાર શરૂ થઇ ગઇ.

એકાએક ચંદ્રિકાએ કાંડા ઘડિયાળમાં જોયું અને સફાળી ઊભી થતાં કહ્યું

“અરે….સાડા અગ્યાર થયા.તમારે બન્‍નેને તો અહીં જ રહેવું છે. મારે વડૉદરા જવાની તૈયારી કરવાની છે.ચાલ મારી બાઇ ચાલ…કહી બકુલાનો હાથ ખેંચી ઊભી કરી.

“આજે જ જવાની છો નહી તો એકાદ નાટક જોઇ કાઢીએ…”સપનાએ કહ્યું

“ફરી ક્યારેક વાત ચાલ જાઉ….” કહી અધીરી ચંદ્રિકાએ જ બુમ પાડી

“રામઅવતાર……”

“તું એ શું જોયા કારવ્યા વગર બુમાબુમ કરે છે આ સામે તો ઊભો છે…”બકુલા કહ્યું

“મને ગાંધીરોડ પર ઉતારી દેજે” ગાડીમાં બન્‍ને બેઠી એટલે ચંદ્રિકાએ કહ્યું

“કેમ ગાંધી રોડ?”

“મારા મુકુંદના બન્‍ને ટાબરિયા મારી બેનના ઘેર ગયા છે.સવારના તારે ત્યાં આવી તે પહેલાં એમને ત્યાં પહોંચાડેલા તે રાહ જોતા હશે”

“ભલે તો હું ગાડી નીચે ઊભી રાખું છું તું એમને બોલાવી લાવ પછી તું કહીશ ત્યાં ઉતારી દઇશ તો તો વાંધો નથી ને?”

“હા વાંધો છે અમારે ત્યાં જ જમવાનું છે…”સમજી એવા ભાવથી બકુલા સામે જોઇ હસી

“હં…”

“અરે હા તારો રિપોર્ટ આવી ગયો.માથામાં કેટલું તેલ નાખે છે મારી બાઇ ?ત્યારે તો કાનમાં કેટલોક અંશ જાય છે,બીજુ કાનનું નૈસર્ગિક મેલ,ત્રીજુ વાતાવરણમાંની બારિક રજકણ અને છેલ્લે તું જે કાનમાં કોટન-બડ ફેરવે છે તેના નરી આંખે ન દેખાતા કપાસના બારિક રેસા આ બધાએ તારા કાન જામ કરી નાખ્યા હતાં સમજી? હવે ખંજવાળ આવે તો પેલા ટીપા નાખજે.કોટન બડ બંધ સમજી”કહ્યું અને પછી બોલી.

“બસ મને અહીં જ ઉતારી દે”બારણું ખોલી બારણાં પાસે ઊભી રહેતાં કહ્યું

“મેં જે કહ્યું છે એ યાદ રહેશે કે યાદ અપાવવી પડશે?”

“હા મારી મા હા યાદ રાખીશ…..”બકુલાએ હાથ જોડી જવાબ આપી દરવાજો બંધ કર્યો.

મારી બકુનુ શું? ૧૨-વિજય શાહ

બહાર નીકળીને કારમાં બેસીને બકુ તો એક્દમ શોક પામી ગઇ.એની આંખમાં  છેતરાયાના ભાવો તીવ્રતમ બનતા જતા હતા. ક્ષણેક વાર પછી થયું.. બળ્યો આ અવતાર જ ખોટો.. અપેક્ષાઓ પુરી થાય અને તરત જ નવી અપેક્ષાઓ જન્મી જાય. હું તો માનતી કે નકુલ મારો કાન છે અને હું તેની રાધા…પણ ખરેખર કાનાની જેમ તેને પણ અસંખ્ય ગોપીઓ છે. અને હવે અહી આવ્યા પછી તો એ મારું ખુબ જ ધ્યાન રાખે છે તો મારે આજમાં રહેવું કે ગઈ કાલમાં?

મારી ગઇ કાલ તો જતી રહી વિશ્વાસમાં અને હવે આજે અવિશ્વાસ કરું તો માંડ માંડ આજે મળેલું સુખ પણ ખોઇ નાખું?

બકુનું મન તો ધીમે ધીમે સ્પષ્ટ અવાજમાં બોલતું હતું ” બકુ માન કે આવા છીનાળા તં જો કર્યા હોત તો તે સાંખી લેત? જાગ આ વિશ્વાસ અને અવિશ્વાસની વાતોમાં થી અને વહેવારિક બન..”

બકુનું હ્ર્દય કહેતું કે ” આજમાં જીવવું તે જ તો વહેવારનું નામ છે. હવે બહુ થોડા વર્ષો છે. પાછલી કબરો ખોદીને એ ભુતડા ઉભા કરવા એટલે એકલી મુર્ખતા..”

તેનું ઘર નજીક આવ્યુ પણ મન અને હ્રદય દ્વંદ્વ ના અટક્યું. નકુલનાં નખરા અને અદાઓ ઉપર તો તે દિવાની હતી.પણ તે આવો વહેંચાયેલો અને જ્યાં ત્યાં છોકરીઓને કુદ્રષ્ટી થી જોતો રહે..તે ખોટું જને.. અને નકુલ બધુ મારી સાથે કરે તે ચાલે પણ દુનિયાભરમાં કરતો રહે તે તો કેમ ચાલે? મન વધુ ને વધુ જલદ આક્ષેપો કરતું હતું.

બકુનું હ્રદય ધર્મભીરું હતું. મેલ્યને આ કડા કુટ..ત્યારે તો હું બહેરી હતી. અને હવે માંડ આ કાન મળ્યા છે તો મારા લાલાના ભજનો ના સાંભળુ..? મારે નકુલની લીલા નથી સાંભળવી.

પણ તેનું મન ગાંજ્યુ જાય તેવુ નહોંતુ..” અલી તુ બહેરી હતી પણ હવે તો તુ સાંભળે છેને? તને છેતરતા એને સહેજ પણ લાજ ના આવી? લૈ લે તેને લબડ ધક્કે અને કહી દે કે આવું બધું નહીં ચાલે…”

” તેને મારા લાલાએ આટલો મોટો રોગ આપીને તેના કર્મોની સજા તો કરેજ છે. મારે તેને હવે આ પાછલી ભુલોની કંઇ સજા નથી આપવી. હવે તો તે જેટલો સમય મારી પાસે છે મારે તેને સાચવવો છે.”

મન ફટકી બેઠુ.” તુ કાયર છે. ડરપોક છે. કમસે કમ હવે પાછુ યુ એસ એ જવાનું નામ ના લે તેવું તો તારે કરવું જ જોઇએ.”

આ બધા વિચારોમાં ગંગાબેને જ્યારે પુછ્યુ કે “ચા લેશો બુન!” ત્યારે તે તેની તંદ્રામાં થી પાછી આવી.

“નકુલ ક્યાં?”

” ભાઇને આજે આખા શરીરે લ્હાય જણાતી હતી તેથી હોસ્પીટલમાં ગયા છે.”

“હેં?”

મને ફરીથી ઉથલો માર્યો…”પેલી ગોરીઓને કાખમાં ઘાલેલી ને તે લ્હાય હવે રોમે રોમ છે.”

ઋજુ હ્રદય ફરીથી કકળી ઉઠ્યુ અને કહે ” મારા લાલાને વિનંતી કરું કે તેને આવી લ્હાય ન આપ્તો અને તેના ઉપર મીઠી નજર રાખજે.

સેલ ફોનથી ફોન કર્યો ત્યારે નકુલ કેમોથેરાપીની આડઅસરથી પીડાતો હતો..છતા કહે “બકુ! તેં તો મને તારા લાલાની રહેમ નજરથી જીવાડ્યો પણ આ ઉપરવાળાને હજી જંપ નથી.”

” હું આવું? તુ કઇ હોસ્પીટલમાં છે?”

” ના મને જે બાટલો ચઢાવવાનો છે તે પુરો થવાની તૈયારી છે. એટલે તુ અહી પહોંચે તે પહેલા તો હું ઘરે આવી જઇશ.”

” ભલે.”

” તારે માટે આઇસ્ક્રીમ મંગાવી રાખુ છુ.”

તે ધીમેથી ફોનમાં ગણગણ્યો ” બકુ લવ યુ”

બકુ પણ બોલી ” લવ યુ ટુ!”

ધુંધવાયેલું મન ખડ્ખડાટ હસ્યુ..” વાહ બકુ .. તુ તો સરસ દેખાવ કરે છેને? સાચુ કહે આજની વાતો સાંભળ્યા પછી શું તુ નકુલને ચાહે છે?’

કચડાયેલું છતા સંસ્કારી હ્રદય બોલ્યું.” તે તો મારો મનનો માણીગર છે…મારા મન અને તન નો તે એક માત્ર ચાહેલો મયુર છે. હું તો મારા કાન ની એક માત્ર રાધા છું. કાન ને ગમે તેટલી ગોપીઓ હોય પણ રાધા તો તેની એક માત્ર હું છું…”

મને તેને એક કસીને તમાચો રસીદ કરતા કહ્યું..” તુ એ છલીયાની છલના થી કંપી તો ગઈ છે.. અને શીદને તમાચ મારીને ગાલ લાલ રાખે છે.”

રોજની આદત પ્રમાણે ઠંડા પાણીનાં ફુવારા નીચે ઉભી રહી તે દ્વંદ્વ થી બચવા ફુવારામાંથી વરસતી જળધારામાં ભીંજાતી રહી.

નાહ્યા પછી ટાલ્કમ છાંટતા અરિસામાં તેની જાજ્વલ્ય્માન દેહયષ્ટીને જોતા તેને લાગ્યું કે તે દરેક રીતે સંપુર્ણ છે તો..નકુલને બહાર કેમ જવુ પડ્યું? અને મન તેના વિજ્ય ઉપર ખડ ખડાટ હસ્યુ…

નકુલ આવ્યો ત્યારે બકુ આછા ગુલાબી અને જામલી રંગની સાડીમાં સજ્જ હતી.

નકુલ આવ્યો ત્યારે તેના વદન ઉપર પીડા સ્પષ્ટ જણાતી હતી.

બકુની સામે જોઇ ને તે તરત બોલ્યો.. બકુ આજે તો તે મને લવ યુ ટુ.. કહ્યુને કંઇ..

અરે લવ યુ ટુ, થ્રી ફોર ફાઇવ…હ્ન્ડ્રેડ્ કહુ તો પણ ખોટુ નથી.

નકુલે નાટકીય અદાથી બહોત ખુબ..દુબારા દુબારા કહ્યું..

ચાલ તારા માટે મેંગો આઇસક્રીમ બહાર કાઢ્યો છે તે ખાઇ લે પછી મારે તારી સાથે ઝઘડો કરવાનો છે.

“બકુ! તુ ઝઘડો કરે કે નહીં મેં તો પહેલેથી જ સાચા હ્રદયથી માફી માંગી લીધી છે.”

“એમ સાવ છેલ્લે પાટલે નથી બેસવાનુ….”

” સારું હું પહેલા નાહી આવુ પછી આઈસ ક્રીમ ખાઈશ.”

બકુનું હ્રદય પાછુ મનને હંફાવવા કમર કસી રહ્યુ હતુ. ” કાને બહેરાશ એ કેવો મોટો અંતરાય છે તે ખબર છે ને? એણે તને કંઇ કહેવુ હોય તો આખુ ગામ સાંભળે તેટલુ મોટે થી બોલવુ પડે. તને ક્યાંક બહાર લઈ જાય તો તારી લાલાની સેવાનાં સમયો વિઘ્ન બની ને આવી જાય…ને પાછળ થી તો તુ જ તેની સાથે મીટીંગો માં જવાનું ટાળતી નહોંતી?”

“ હા એ વાત સાચી છે. પણ આજે આટલુ જાણ્યા પછી કંઇ ના બોલો તો સજ્જનતા કાયરતામાં નહી ખપી જાય?” મન થોડીક શરણાગતી સ્વીકારતુ હોય તેમ બોલ્યું.

હ્રદય કહે “જરા વિચાર કરી જો. થયુ છે તે ના થયુ તો થવાનું નથી”

મન કહે ” પણ હવે ના થાય તેવુ તો થવુ જોઇએ ને?”

હ્રદય અને મન બંને જ્યારે એક થયા ત્યારે બકુએ રાહતનો શ્વાસ લીધો.

નકુલ ન્હાઈને બહાર આવી ગયો હતો અને મેંગો આઇસ્ક્રીમ શરુ કરતો હતો..

ત્યારે બકુ બોલી ” નકુલ! તુ સાવ આમ સાવ ઢેડ વાડે બેસીશ તેની મને ખબર નહોંતી”

“બકુ! મને માંડીને વાત કર.. તને કઇ બાબતે ઝઘડો કરવો છે?”

આ ” નાઈટ આઉલ”ની જ વાત તો!”

” મેં મારી જાતને આજે સમસ્ત રીતે જોઇ..બધિરતા સિવાય કોઇ કમી નહોંતી છતા તુ બહાર ફાંફા મારતો હતો…”

“બકુ! આ કેન્સર થયાની વાત જાણી ત્યારથી મને થઇ ગયુ હતું કે આ પેટ ભરીને ગુના કર્યા છે ને તેની સજા દેહ્દંડ રુપે ભોગવું તો છું જ.. અને તેથી ય વધુ મનથી તને છેતર્યાનો ભાવ મને છેલ્લા છ મહીનાથી કોરી ખાય છે.”

“ …”

” બહુ વ્યથાઓ સહ્યા પછી બે વસ્તુ નક્કી કરી તારે માટે અહી અમદાવાદમાં મકાન લીધુ અને બધી જ વ્યવસ્થાઓ કરી કે કાલે ઉઠીને હું ના હોઊ તો તારે વેઠવું ના પડે અને હવે જેટલો બાકી સમય તે બધો તારો અને ભગવાન પ્રાર્થનાઓનો…”

નકુલની વાતમા સચ્ચાઇ રણકતી હતી… બકુનું મન ક્ષીણ થતુ જતુ હતુ…

તે બોલી પણ તને શરમ નહોતી આવતી…?

નકુલ બોલ્યો…”બહારની છાક્ટાઇ બીયરને લીધે આવતી..પણ  કાયમ તે વૈશ્યાઓનાં નખરા કટકા ને અંતે મનથી તો હું તને જ જોતો..અને જોતો ખરી મને તે માનસિક વ્યભિચારની સજા કેન્સર સ્વરુપે ફુટી.”

“…”

” પણ આજે તારી પાસે પાપનો એકરાર કરી લીધો તેથી હવે શાંતિ અનુભવું છું”

” તારો ગુનો પાપના એકરાર થી હળવો બને છે પણ મટી નથી જતો.”

” હા મને ખબર છે અને ગુના ની સજા ભોગવવાજ તો મને ફરી થી નવો જન્મ મળ્યોછે.”

” તો મુકો પાણી મારા રાજ્જા.. અમેરિકા નહીં.. બીયર નહીં અને મારા સિવાય બીજી કોઇ નહીં!”

નકુલ બકુનાં આ નાટકીયા પરિવર્તનને માણી રહ્યો… 

મારીબકુનુંશું? (૧૩)ડોઇંદિરાબેનશાહ

ત્યારે તો વાત આટલેથી પતી , ગંગાબેનની હાજરીમા આમેય વધારે વાત કરવી નકામી બકુ ભલે અભણ,પણ ઘણી સમજદાર, એટલે બોલી ‘સારુ તે કાન પકડી ભુલ કબુલ કરી એ મારે માટે બસ છે’.

પછી રસોડામા ગંગાબેનને તાજુ સલાડ સમારવા કહ્યુ અને પોતે જ્યુસરમા શાકભાજીનો રસ તૈયાર કરવાના કામામા લાગી, ગંગાબેને રોટલી શરુ કરી, બકુ બહાર આવી

જોયુ તો નકુળ સિરીયલ જોઇ રહ્યો હતો,” સો દિન સાસુકા તો એક દિન બહુકા”

બકુ બોલી ‘અરે તમે વળી આજે હિન્દી જુવો છો ને શું! ‘તમને તો અંગ્રેજી અભિનેત્રીઓ જ જોવી ગમે, સોફિયા લોરેન’ મને તો બોલતાય ન આવડે’

નકુળ’ આવડ્યું તો ખરુ’ ,

‘આતો ક્યારેક કાને પડેલ હોઠે આવી ગયુ, ચાલો હવે ટેબલ પર રોટ્લી ઠંડી થાય છે’.

બન્ને ટેબલ પર ગોઠ્વાયા ગંગાબેને ગરમ ગરમ રોટલી પીરસી,ખરેખર ઇન્ડીયામા જ ગરમ ગરમ રોટલી ખાવા મળે બાકી અમેરિકામા તો માઇક્રોઓવનમા ગરમ કરેલી રોટલી થી સંતોષ માનવાનો .જમવાનુ પત્યુ નકુળને ઉંઘ ચડી કિમોથી અશક્તિ આવી ગયેલ. જમ્યા પછી બે ત્રણ કલાક આરામ જ કરતો. બકુને સિરીયલો ઘણી જોવા મળતી, એણે સિરીયલ જોવા ચેનલ શરુ કરી મનમા સિરીયલ જોતા પા્છો મન અને બુધ્ધીએ હ્રદય પર કબજો લીધો, ભારતમા છે ત્યાં સુધી શાણપણ. અહીંનુ વાતાવરણ અને ત્યાના વતાવરણંમા પણ ઘણો ફરક, મંદોદરીનુ રાવણે માન્યુ હતુ? વ્યભિચારી માનવી પણ જ્યારે સાન ભાન ખોઇ બેસે છે ત્યારે રાવણ જ બની જતો હોય છે, મને તો હજુ નથી સમજાતુ કે આટલી બધી ગોરીઓમા શું ભાળી ગ્યોતો? આમ વિચારતી હતી કે ફોનની ઘંટ્ડી વાગી ફોન ઉપાડયો સામે સપના હતી.

‘’હલો બકુલા’

‘હા બોલ’સપના બોલી

‘આજે મારે તને નાટક જોવા લઇ જવી છે’તુ તૈયાર થઇ જા ૧૫ ૨૦ મિનીટ્મા હુ તને લેવા આવુ છું’

બકુલા બોલી ‘પણ નાટ્કનુ નામ તો કહે ..”મનમા આમેય મેં વર્ષોથી ક્યાં નાટ્ક જોયુ છે” છેલ્લુ ક્યારે જોયુ હશે તેપણ યાદ નથી”

સપનાઃ’નાટક્નુ નામ તને નથી કહેવાનુ  તુ તૈયાર રહે’

’ હુ નીક્ળુજ છું’ બોલી તેણે ફોન મુક્યો.

બકુલાને થયુ આમેય આજ નકુળ થાકેલા છે, ભલે આરામ કરે, સપના સાથે વધારે વાતો પણ થશે, આમ વિચારી અંદર તૈયાર થવા ગઇ , નકુળ ઘસઘસાટ ઊંઘતા હતા ,દબાતે પગે કપડા લઇ વેનિટીમા ગઇ, કપડા બદલી મેકઅપ કરી તૈયાર થઇ ડ્રોઇંગ રૂમમા આવી. હમણાથી બકુલા સરસ તૈયાર થતી અમેરિકામા તો હરીફરી હવેલીમા જ્વાનુ બાકી કયાંય નકુળ લઇ જાઇ તો જાયને?

બે મિનીટ્મા બંગલાનો દરવાજો ખુલ્યો એટલે તુરત જ બકુલા બાહર આવી જેથી સપનાને બેલ ન વગાડ્વી પડે, નકુળને ડિસ્ટર્બ ન થાય, બકુલા ધ્યાન તો ખુબ જ રાખતી, માંદો નહતો ત્યારે પણ આ બધુ ધ્યાન રાખતી જ હતી પતિવ્રતા નારીના બધા ગુણો બકુમા હતા,

ડ્રાયવર જમીને આવી ગયેલ બકુને જોઇ બોલ્યો બેન ગાડી કાઢુ ?’ ના હું સપનાબેનની ગાડીમા

જઉ છું તમે આરામ કરો’.

સપનાએ ગાડી બાહર જ પાર્ક કરેલ બન્ને બાહર નીકળી ગાડીમા બેઠા. ડ્રાયવરની સીટ પર સપના બેઠી તે જોઇ બકુલા આશ્ચ્રર્ય ભાવ સાથે બોલી ‘અરે સપના તુ અહીં પણ ગાડી ચલાવે છે!!’હા મને તો મારા સોમુએ બધુ શીખવાડીયુ છે.’બોલી ગાડી મારી મુકી આશ્રમ રોડ પર,આધુનિક વાતાનુકુલ નાટ્ય ગૃહના પ્રાંગણંમા ગાડી પાર્ક કરી બન્ને સહેલી અંદર દાખલ થઇ પોતાની સીટ પર ગોઠ્વાઇ.

બકુલા તો ચારે બાજુ જોતી વિચારતી જ રહી અમદાવાદમા આટલો સરસ હોલ, તેણે તો બાપડીએ અમેરિકામા પણ ક્યા સારા સિનેમા ગૃહ પણ જોયા હતા.કોઇક વાર વળી નાનકી ભાભીને લાંબુ ડ્રાઇવ કરી દેસી સિનેમા જોવા લઇ જતી. આમ બકુલાને ચારે તરફ જોતા જોઇ સપના બોલી શું જોયા કરસ? બકુલા બોલી આ હોલની સુંદરતા જઉ છું

“અરે નાટક જોઇને તો તુ આશ્ચ્રર્યમા જ પડી જવાની.” સપના આટ્લુ બોલી ત્યાં નેપથ્યમાથી અવાજ સંભળાયો.

“બાએ મારી બાઉન્ડરી”ના ૧૦૦મા પ્રયોગમા આપ સૌનુ હાર્દીક સ્વાગત,’અને પડદો ખુલ્યો નાટ્ક્નો

પહેલો અંક શરુ થયો. ત્રી અંકી નાટક શરુ થયુ બન્ને નાટ્ક જોવામા મશગુલ થયા.

આખા નાટ્ક દરમ્યાન બકુલા ગંભીર જણાઇ ઇન્ટરવલમા સપનાએ પુછ્યુ ‘બકુલા કેમ આટ્લી ગંભીર થઇ ગઇ શું વિચારે છે ? “

બકુલાએ ત્યારે તો જવાબ આપી દીધો “એમજ મને નકુળની ચિંતા થઇ આજે એને કિમો પછી સારુ નહતુ બહુ લાય બળતી હતી”; બકુલા સરળ નારી પતિ સિવાય બીજુ વિચારી ન શકે.

સપના બોલી ‘એતો ધીમે ધીમે ટેવાઈ જશે.. એમા ચિંતા શું? સૌ ના કર્યા સૌ ભોગવે’

બકુલા મૌન રહી તેથી સપના ફરી બોલી “તુ બીજો અંક જોશે તુ જુદા જ વિચાર કરતી થઇ જવાની”

,ત્યા જ અવાજ સંભળાયો, “બાએ મારી બાંઉડરી” અંક બીજો અને રંગમંચનો પડદો ખુલ્યો, બન્ને પાછા નાટ્ક માણવામા લીન થયા. નાટકનો આ અંક બકુલાને અંદરથી ખળભળાવી મુકવાનો છે તેની સપના ને ખબર હતી તેથી બકુલાનાં હાવભવ જોતી રહી. બદલાતી બા નાં તેવર જોઇ એક દ્રશ્યમાં તો તે હબકી ગઈ…”આવુ થાય?”

સપના કહે “ આ નાટક છે પણ નાટક લખનારે ક્યાંક આવુ જોયુ હશે કે વિચાર્યુ હશે તેથી તો આટલી તાળીઓ પડે છે બા ના ડાયલોગ ઉપર… “

બીજો અંક પત્યો પછીનાં સમયમાં બહારથી ઠંડુ પીણું અને સમોસા લઈ આવેલ સપના સાથે વાત આગળ ચાલે તે પહેલા અંક ત્રીજો શરુ થઈ ગયો..બા એ બધાને સીધા કરવા માંડ્યા હતા..દરેકે દરેક કે જેમણે બાને બહુ પજવ્યા હતા તે ઢીલા પડતા જતા હતા અને બા છેલ્લે એક જ વાક્ય બોલ્યા-“ સમજણને બેવકુફી ના માનો..એ મારો પ્રેમ છે તે ન સમજાય તો મારે તમને તે સમજાવવા સીધા અને આડકતરા ઘણા રસ્તા આવડે છે”

તાળીઓનાં ગડ્ગડાટ સાથે નાટક પુરુ થયું, બન્ને ગાડીમા ગોઠવાયા.

સપનાએ પુછ્યુ “અલી નાટક ગમ્યુ?”

બકુલાએ ઔપચારિક જવાબ આપ્યો “ સરસ હતું ખુબ ગમ્યુ,”

સપનાએ જાણી જોઇને પુછ્યુ “બાનુ પાત્ર કેવુ લાગ્યુ?”

બકુલાએ જવાબ આપ્યો “ખુબ સરસ”

“તો બેન તુ પણ બા જેવી બન અને પાઠ ભણાવ.”

.ત્યાં બકુલાનુ ઘર આવી ગયુ,’ સપના ચાલ અંદર જમીને જજે,

‘ના આજે તો મંજુ અને અશોક મારી સાથે જ જમવાના છે મે ખાસ પીઝા બનાવ્યો છે બન્ને રાહ જ જોતા હશે’ એમ બોલી આવજે હુ ફોન કરીશ કહીને તે ઉપડી ગઇ.

બકુલા અંદર આવી ગંગાબેને રસોઇ તૈયાર જ રાખેલ નકુળ ટી વી જોતા ભાખરી શાક માણી રહ્યો હતો.

બકુલાએ પુછ્યુ ‘કેમ છે તને ? ‘ઉંઘ સારી આવી ગઇ એટ્લે બધુ મટી ગયુ ?

“તે સપના સાથે મોલમાથી શુ ખરીદી કરી? “ નકુલ બોલ્યો (જો કે તેને સપના સાથે બકુની સોબત હવે ગમતી નહોંતી)

ડ્રાયવરે બેન બેનપણીની કાર મા શૉપીંગ માટૅ ગયા છે તેમ જ કહેલ એટ્લે બકુલાએ પણ એ ચાલુ રાખ્યુ બોલી “સપનાએ જ લીધુ. હું તો ખાલી કંપની આપવા ને મોલ જોવા જ ગયેલ’ પછી અંદર કપડા બદ્લવા ગઇ.

કપડા બદલતા વિચારી રહી મારે બા ની જેમ બાંઉન્ડરી મારવા વિચારવુ જોશે અત્યારે તો માને પણ અમેરિકા ગયા પછી મઢમણીઓને જોવે ને પાછો બધુ ભુલી જાય તો? કહ્યુ છે ને કુતરાની પુછ્ડી બાર મહિના જમીનમા દાંટો તોય બાહર નીકળે વાંકી ને વાંકી જ, આવી તો કેટલીએ કહેવતો તેના મનમા આવાવા લાગી ઘડપણમાય વાંદરો ગુંલાટ ન ભુલે પ્રાણને પ્રકૃતિ સાથેજ જાય.

અને મનની જીત અને હ્રદયાની હાર આમેય લાગણીના ક્યાં સુધી લિલામ થાય!! આમ વિચારતી ડાયનીંગ રુમમા પ્રવેશી.

નકુલ તૈયાર થયેલી બકુલાને એક ટસે જોઇ રહ્યો..તેનો ઠસ્સો હવે જાજ્વલ્ય થતો જતો હતો.

બકુલા જરા હસીને બોલી “ કેમ પેલી સાસુને વહુ કેવી રીતે પછાડે છે?”

નકુલ કહે” આ સપનાની જોડે તુ ક્યાંક બહાર જઇને આવે અને મને બીકનું લખલખુ પસાર થઇ જાય છે..”

બકુલા કહે” જો કાળા કામો ના કર્યા હોય તો બીવાનું કારણ જ ના હોયને!”

નકુલ કહે “ એ કામ જો કે ગુલાબી હતા ત્યારે તો.. પણ આ કેમોથેરાપી લેતા સમજાય છે કે તે બધું કાળુ કામ જ હતુ તેથી તો આ સજા ભોગવું છું.”

બકુલાના મનમાં થઈ તો ગયું કે કહી દે કે વાંદરો ઘરડો થાય તો પણ ગુલાંટ મારવાનુ ના ભુલે..પણ ક્ષણ માટે તે સહેમી ગઈ સજ્જનતા પ્રેમ પાસે જીતી ગઈ… 

મારીબકુનુંશું?-(૧૪)ડોઇન્દીરાબેનશાહ

નકુલને બકુલાનુછેલ્લુવાક્યખુબઅક્ળાવીરહ્યુ.’કાળાકામકર્યાહોતતોબીવાનુકારણહોત‘.મનમાઆમતોબકુકેટલીભોળી.. પણજ્યારથીસપનાસાથેબહારજતીથઇછેત્યારર્થીથોડીબિનધાસ્ત થતીજણાઇરહીછે! મારેએનેબહારજતીતોન જઅટકાવાય,તોતોહુંઅમેરિકારહીનેપણસુધર્યોનહિએવુલોકોમાને, ભારતઆવ્યાપછીનકુલનેસમાજનોડરશુંછેતેસમજાવાલાગેલ.

અમેરિકામાતોહુતોહુતીબેક્યારેઆવેછેક્યાંજાયછે, શુકરેછેકોઇનેકોઇનીપડીહોય, ભારતમાતોનોકરચાકરથીપણસજાગરહેવુપડે,ક્યાંકઘરનીવાતબહારચાલીજાઇ!! આમનકુલનુમનવિચારેચઢીક્યારેનિદ્રામાપડ્યુખબરરહી.

તરફબકુલાપણવિચારતીહતીકાલેસપનાનોફોનઆવેતોશુંજવાબઆપવો! ફોનપરશુંનવુશિખવશે! આમવિચારતાતેપણસુઈગઈ.

સવારેબકુલામોડીઉઠી,ઘડિયાળમાજોયુસાડાસાતવાગ્યાહતારોજતોસમયેહવેલીમાહોયબકુરોજમંગળાનાદર્શનકરવાજતી,અમેરિકામાતોશનિરવિલાભમળતો,ભારતઆવ્યાબાદઆજપહેલીવારદર્શનગુમાવ્યા.. બકુનેમનમારંજથયો..જેવીલાલાનીઇચ્છા !બાથરુમમાગઇપ્રાતઃક્રમપતાવીનાહીધોઇતૈયારથઇબેડરૂમમાઆવીજોયુનકુલહજુપણુઉંઘતોહતોનવાઇપામી!પાસેગઇ.. માથેહાથફેરવ્યોહેબતાઇગઇ

અરેનકુલનેતોતાવછે! નકુલનેજગાડ્વાલાગીનકુલજાગો,શુથાયછે? “

નકુલેઆંખખોલીબોલ્યોમાથુભારેલાગેછેમનેતુમાથાનાદુખાવાની  બેગોળીઆપને

બકુલાબોલીઃપણડોક્ટરનેપુછ્યાવગર

નકુલઃતુતેનીચિંતાનકરમાથુઉતરીજશેનેતાવપણઉતરશેમાથાનાદુખાવાનીગોળીલેવામાડોકટરનેપુછવાનુનાહોય

બકુલારસોડામાગઇપાણીલાવીનકુલનેબેગોળીઆપીબોલીતુઆરામકરહુંતારામાટેજલ્દીદુધબનાવીલાવુ ,આજેતાવછેતોઠંડુમિલ્કશેકવધારેભાવશેને?’

તારેજેઆપવુહોયતેઆપનેમનેભાવશે.’

સારુબોલીબકુલારસોડામાઆવીગંગાબેનપાછ્લેબારણેથીઅંદરઆવીગયેલચાનુપાણીમુકતાહતાબકુલાનેજોઇજયશ્રીકૄષ્ણકર્યાનેબોલ્યા

બેનઆજેહવેલીનથીગયા?’

બકુલાજયશ્રીકૃષ્ણકરીબોલીના, આજેસાહેબનેસારુનથીતાવછેમાથુભારેલાગેછે,તમેઆપણાબેનીચામુકજો,હુંતેમનામાટેઠંડુમિલ્કશેકબનાવુછુ

ફ્રીજમાંથીતખુમલતનુમલનુંબદામકેસરનુસરબતકાઢ્યુઅડધુદુધઅડધુપાણીસરબતમિ મિક્સીમાનાખીમિકસ કરીગ્લાસભરીબેડરૂમમાઆવીનકુલનેઉઠાડીપોતાનીજાતેજશરબતપિવડાવ્યુ

નકુલબોલ્યોહાશ! બકુતારાહાથેમિલ્કશેકપીધુહવેતાવઉતરીજવાનો. માથુતોતારાહાથફર્યાત્યારનુહલકુથવામાંડ્યુછે

..મનમાહુંનકામોશંકાકરુછુમારીબકુતોસોસપનાનીસંગતથીપણબદલાયતેમનથી,એમવિચારતોપાછોરજાઇઓઢીસુઇગયો.

બકુરસોડામાઆવીત્યારેચાતૈયારહતીચાનાસ્તોકરીગંગાબેનનેરસોઇનીસુચનાઆપીબહારડોકટરનેફોનકરવાઆવી

ડોકટરનેઘેરફોનકર્યોડોકટરેઉપાડ્યોબકુનીવાતસાંભળીતુરતનકુલનેદવાખાનેલઇઆવવાજણાવ્યુ.બકુએબહારઆવીડ્રાયવરનેગાડીકાઢ્વાજણાવ્યુ,

બેડરૂમમાઆવીનકુલનેસ્પંજબાથઆપીકપડાબદ્લાવ્યા, નકુલનેબહુગમ્યુતેનીનજરબકુપરથીખસતીહતી!

બકુલાજોઇબોલીઆમશુજોયાકરશજાણેકોઇદિવસજોઇહોય! ચાલઉભોથાનેવાળસરખાકર, ડોકટરપાસેજવાનુછે‘,

બન્નેબહારઆવ્યાગાડીમાબેઠા. ગાડીડોકટરકાપડીયાનાક્લીનિકસામેઆવીબન્નેઉતર્યા. ડ્રાયવરગાડીપાર્કકરવાગયો,બન્નેજણાવેટીંગરૂરૂમમા આવ્યાદસવાગ્યાહતાતેઓનોઇમરજ્ન્સીહોવાથીતુરતજનર્સઅંદરલઇગઇ, ડોકટરકાપડીયાએનકુલનેતપાસ્યા, બોલ્યાતાવતોકાબુમાછેએટ્લેમનેચિંતાનથીતેછ્તાઆપણેબ્લડલેબમામોક્લાવીશુ,

મનેવધારેચિંતામાથાનાદુખાવાનીછેબ્રેનનાસીટી, એમઆરઆઇકરાવાપડ્શે‘,

બકુએગભરાતાગભરાતાપુ્છ્યુસાહેબબ્રેઇનમાકેન્સરથાયતે  બ્રેઇનકેન્સરઆખાશરીરમાગમેત્યાંપસરીશકેને?’

એકકેન્સરથયુએટલેચેતતાનરસદાસુખીકહેવતતોતમેસાંભળીહશે! તપાસકરાવીલેવીસારી

ડોકટરકાપડીયાઆમદર્દીનેબધીરીતેસાંત્વનાઆપતા.પછીનર્સલેબમાલોહીતપાસમાટૅદોરીગઇ. લેબમાબેટ્યુબભરીલોહીલેવાયુ ,

પછીનર્સેકહ્યુફોર્મલઇતમેસીટીએમઆરઆઇમાટૅજાવનજીક્માંછે.નામઆધુનિકઓપનસિટીએમઆરઆઇસેન્ટરબકુએડ્રાયવરર્નેમિસકોલઆપ્યોબન્નેબાહરઆવ્યાગાડીસિટીએમઆરઆઇતરફલેવાકહ્યુપાંચેકમિનીટ્માતેઆવીગયુ. બકુએડ્રાયવરનેજમીઆવવાકહ્યુઆમેયબેઉટેસ્ટ્માત્રણકલાકથઇજાય. બંનેઅંદરગયાફોર્મબતાવ્યુ. અર્જંટલખેલએટ્લેતુરત c t રુમમાલઇગયા

બકુનેરુમનીબહારબેસવાકહ્યુનકુલનેઅંદરલઇગયા,આમ ct mri પતાવીઘેરઆવ્યાતોબેવાગેલ. ગંગાબેનેતુરતથાળીઓતૈયારકરીદીધી. બન્નેજમ્યાનકુલજમીનેસુઇગયો, બકુવિચારેચડીશુંરિપોર્ટઆવશે! શ્રીજીબાબાનેપ્રાર્થનાકરવાલાગીથાકેલીઆંખમિચાઇગઇ..

 

 

મારીબકુનુંશું?-(૧૫)ડોઇન્દીરાબેનશાહ

બકુલાની આંખ ઉઘડી ઘડિયાળ જોઇ ઓ હો ..૪ વાગી ગયા બોલતી ઉભી થઇ નકુલ પણ હજુ સુતો હતો માથે હાથ મક્યો બોલી ‘હાશ! તાવ તો ઉતરી ગયો છે’ નર્સે કહેલ બહેન જો તાવ ૧૦૦ ઉપર હોય તો તુરત ફોન કરજો, કપાળ ઠંડુ જ હતુ.તેમ છતા થર્મામીટર લાવી નકુલને ઉઠાડી તાવ માપ્યો, પારો ૯૮ પર જોઇ ખુશ થઇ.

ત્યારબાદ ફ્રેશ થયા બન્ને બહાર આવ્યા, નકુલ તો T V જોવા બેસી ગયો , બકુલા બોલી નકુલ તારે તો બસ બેડરૂમમાંથી બહાર આવ્યો નથી કે T V શરુ થયુ નથી!

નકુલ બોલ્યો’ બકુ આવ તુ પણ બેસને આજે આપણે બેઉ સાથે સો દાડા સાસુના એક દાડો વહુનો જોઇએ ’રોજ તો તારી સહેલી ઓ જોડે મોલમાં જ માહલતી હોઇ’,

બકુ લાડ કરતા’ બેજ દિવસ ગઇ એમા એવુ બોલવાનુ બસ હવે નહિ જાઉ’ ,

નકુલ ‘હું તો મજાક કરતો હતો’ બોલી હાથ પકડી બકુને બાહુમાં લીધી બેઉ સાથે સૉફા પર બેઠા ,

બકુલા ‘અરે નકુલ આ શું કરે છે!! ગંગાબેન આવતા હશે , એ  જુવે તો કેવુ લાગે!’————-

વાક્ય પુરુ કરે ત્યાં જ બેક ડૉર ખુલવાનો અવાજ આવ્યો . બકુ તુરત જ બોલી ‘ જો કહેલુને ગંગાબેન આવ્યા’

નકુલ બોલ્યો’ તો શું થઇ ગયુ ભલે ને આવ્યા,’વાક્ય પુરુ કરે છે અને ગંગાબેન દીવાનખંડ્મા આવ્યા પુછ્યુ તાવ ઉતર્યો?

બકુએ જવાબ આપ્યો’ તાવ તો નોર્મલ છે. હવે રિપોર્ટ્ની જ રાહ જોવાની રહી.’

‘બેન તાવ નથી એ સારુ તાવથી પાછી નબળાઇ આવી જાય, કાલનુ સરખુ ખાધુ ય નથી બોલો શુ બનાવુ આજ? પછી નકુળ તરફ જોઈ સાહેબ ‘તમને સૌથી વધારે શું ભાવે?’

નકુલે જવાબ આપ્યો’ મને તો ગરમ ગરમ ભજીયા ખાવાનુ મન થાય છે રોજ સાદુ ફિકુ સલાડ્ને શાક્ભાજીના જ્યુસ પી ને કંટાળી ગયો છું,’

બકુલા બોલી’ ભલે ભજીયા મળશે પણ બાજુવાળા મંગુમાસીએ એલો પ્લાન્ટ આપ્યો છે તેનો જ્યુસ તો આજે પીવો જ પડ્શે,’

‘જોયુ ગંગાબેન તમારા શેઠાણી મને જ્યુસ પીવડાવશે જ સારુ મને પહેલા સાવ થોડો આપજે; જો ભાવે તો જ રોજ બનાવજે,’

બકુ બોલી નાભાવે તોય દવા જાણી પી લેવાનો’, માસીના બેનને એલો જ્યુસ લેવાથી ઘણી સ્ફુરતી આવવા મંડી’,

નકુલ બોલ્યો’ સારુ થોડો નાસ્તો લઇ આવ ભુખ લાગી છે’ ત્યાં ગંગાબેન જ ચા નાસ્તાની ટ્રે સાથે દાખલ થયા બોલ્યા ‘ લ્યો બન્ને થોડો નાસ્તો કરો બપોરે સરખુ જમ્યા નથી’ દેશ મા કામ કરવા વાળા ઘરના સભ્ય જ બની જાય, આત્મિયતા દાખવે’ બકુલાએ ટ્રે લીધી ડાઇનીંગ ટેબલ પર મુકી બન્ને જણાએ ચા નાસ્તાને ન્યાય આપ્યો.

ફોનની ઘંટડી વાગી બકુલાએ ઉપાડયો ડૉ કાપડીયાની નર્સનો અવાજ “સવારે નવ વાગે ક્લીનિક પર આવશો C T ; MRI ના રિપોર્ટ તૈયાર છે, અને તે વિશે ડોક્ટર વાત કરવા માગે છે ‘અને અવાજ બંધ ઓટો મેસેજ હતો. બકુલાએ ફોન મુક્યો. નકુલને મેસેજ જણાવ્યો. વિચારમા પડી શું રિપોર્ટ હશૅ!! નકુલ તેનો ચહેરો જોઇ બોલ્યો બકુ રિપોર્ટ જાણ્યા પહેલા ચિંતામા પડી ગઇ?’ચાલ મારી સાથે જરા બગીચામા આંટો મારીએ બે દિવસથી મારી ચિંતામા હિંચકા પર પણ બેઠી નથી’ નકુલે આટલુ ધ્યાન રાખ્યુ તે બકુલાને ગમ્યુ, બન્ને બહાર આવી હિંચકે બેઠા.

શિયાળાની સાંજ શુષ્ક હોય. સહુ વહેલા વહેલા ઘરમા ભરાય જાઇ પક્ષીઓપણ વહેલા વહેલા પોતપોતાના વૃક્ષો પર સ્થાન જમાવી દે. બકુને આજની સાંજ જુદી જણાઇ સામે આંબાના વ્રુક્ષને જોઇ બોલી નકુલ  હજુ તો વસંત પંચમીને બે દિવસની વાર છે ને જો આપણા આંબામા મોર આવ્યા, આ વખતે તો મારા લાલાને કેરી ખાવા મળશે’, સંતાન વિહોણી બકુ લાલાને લાડ લડાવી પોતાની બધી હોંશ પુરી કરતી ’ઘરની કેરી ખાવાની તોબહુ મઝા આવશે નકુલ’,હા આવશે પણ પક્ષીઓ ટોચી નીચે નાખશે નહી તો,’બકુલા બોલી મે તેનો ઉપાય માળીને પુછી લીધો છે,મરવા બેસે એટ્લે કોથળીઓ બાંધી દેવાની હુ કાલે જ માસીને ત્યાં જઇ કોથળીઓ સીવી લઇશ’.

આમ વાતો કરતા સાજ માણી રહ્યા હતા. ત્યા ગંગાબેનનો અવાજ સંભળાયો ‘બેન ભજીયા ઉતારુ? બકુએ જવાબ આપ્યો હા ઉતારો’ ચાલ નકુલ હવે અંદર કોઇક મચ્છર ઉડતુ જણાય છે, દવા રોજ છટાવુ છુ તોય જતા જ નથી’. બેન અમદાવાદમાથી મચ્છર હોળીનો ધુમાડો ખાધા પછી જ જાય ’ ગંગાબેને અનુભવ જણાવ્યો.બન્ને અંદર આવ્યા હાથ ધોઇ ટૅબલ પર બેઠા, ગરમ ગરમ ભજીયા સાથે તીખી મીઠી ચટણી નકુલને તો મઝા આવી ગઇ,એલો જ્યુસ પણ ભજીયાની સાથે ફરિયાદ વગર પીવાઇ ગયો, એ જોઇ બકુને સંતોષ થયો.

જમવાનુ પત્યુ નકુલ મેગેઝિન જોવા માંડ્યા , બકુલાએ રસોડામા જઇ ગંગાબેનને આવતી કાલની સુચના આપી. ડ્રાયવરને પણ જમાડી સવારે આઠ વાગે આવવા જવા કહ્યુ.

બહાર આવી , નકુલે મેગેઝિન બંધ કર્યુ બોલ્યો મેમસાહેબ આજે તો તમારા ચોઇસની ચેનલ જોવાની છે ,ફરમાવો!’ બકુલા મનમા ઓ…હો.. મારા( નસીબ) તો દિવસે દિવસે ઉઘડતા જાય છે.અમેરિકામાતો જાણે મારુ અસ્તિત્વ જ ન હોય એમ વર્તતો હતો. અને છેલ્લા બે દિવસથી તો સાવ બદલાઇ જ ગયો જણાઇ છે. ચાલો આજે તો આપણા બેઉની પસંદ સાસુ બહુ ઓર બેટી જોઇએ તો કેમ!’ નકુલ’ સરસ ‘બન્ને એ સાથે ટી વી જોયુ નકુલની આંખો ભારે થવા લાગી બકુએ તેને અંદર સુઇ જવા કહ્યુ , સીરિયલ પુરી થઈ એટલે તેપણ અંદર ગઇ..

સવારે બકુલા વહેલી ઉઠી બાજુવાળા માસી સાથે હવેલીએ મંગળાના દર્શન કરી આવી, ગંગા બેન આવી ગયેલ, જૈ શ્રી કૃષ્ણ કરી ચા જ્યુસ અને ગરમ ઉપમા બનાવવાની તૈયારી તો શરુ થઇ જ ગઇ હતી એ જોઇને એ અંદર ગઇ. નકુલ બાથરુમમા જ હતો તેને જલ્દી તૈયાર થવા જણાવી બહાર આવી ટેબલ પર ચા નાસ્તો ગોઠવ્યા ત્યા નકુલ પણ આવી ગયો.

ડ્રાયવરને પણ ગંગાબેને ચા નાસ્તો આપી દીધા , ડ્રાયવરે ગાડી કાઢી બકુલા અને નકુલ ગાડીમા બેઠા બરાબર ૮ ૫૦ સે ગાડી ડૉ. ના દવાખાના સામે ઉભી રહી બન્ને વેઇટીંગ રુમમા આવી બેઠા.

ડૉ હજુ આવ્યા નહ્તા બન્ને મેગેઝિનના પાના ઉથલાવા લાગ્યા બેમાથી એકેયને તેમા રસ નહોતો. બન્નેના મનમા રિપોર્ટ કેવો હશે તે જ વિચાર ચાલતા હતા!

ત્યાં નર્સનો અવાજ કાને પડ્યો નકુલરાય , નકુલ અને બકુલા ઉભા થયા નર્સ પાછળ રુમમા ગયા ગુડ મોર્નીંગ કરી ડૉક્ટરે બન્નેને બેસવા જણાવ્યુ બન્ને બેઠા

ડૉક્ટર થોડા ગંભીર જણાયા, બકુલાની ધીરજ ન રહી પુચ્છ્યુ  ડૉક્ટર સા’બ રિપોર્ટ કેવો છે?

ડૉઃ’ જમણી બાજુ બ્રેનમા એક સેન્ટીમિટર જેવડી ગાંઠ છે, અત્યારે કહી ના શકાય  કેન્સરની છે કે Benine છે,

ન્યુરો સર્જન બાયોપ્સી કરે પછી ખબર પડે, મારા મિત્ર ન્યુરો સર્જન છે તમારે અહી કરવવાની ઇચ્છા હોઇ તો લેટર લખી આપુ,’ નકુલ અત્યાર સુધી મૌન હતો બોલ્યો ‘સાહેબ રિપોર્ટ આપો અમે સગાવ્હાલા મિત્રો સાથે બેસી વિચાર કરી જણાવીશુ’.

તમારા આજ સુધીના રિપોર્ટ્નુ કવર તૈયાર છે નર્સ આપશે’, નકુલ સાથે હાથ મિલાવી ગુડ લક વિશ કર્યા બકુલાને જૈ શ્રી કૃષ્ન કર્યા છુટા પડ્યા .

ઘેર જઇ નક્કી થયુ અમેરિકા જઇને જ સર્જરી કરાવવી. તુરત જ ટ્રાવેલ એજંટને ફોન જોડ્યો, ઓળખાણથી ટિકીટ્ની વ્યવસ્થા થઇ ગઇ. બકુલાએ પેકીંગ શરુ કરી દીધુ, નાનકી નણંદ માટે સાડી લીધી તેના બાળકો માટે પણ ઇન્ડીયન ડ્રેસ લીધા. બધા માટે નાની મોટી વસ્તુની ખરીદી કરી બકુ બહુ લાગણી વાળી બધા સાથે સબંધ રાખે. ઘર માટે અહીંના ફ્રેશ મસાલા બનાવડાવેલ તે લીધા. ગંગાબેને એલો પ્લાન્ટ અને તુલસી યાદ કર્યા, બકુલાએ ના પાડી કોઇ વનસ્પતિ ના લઇ જવાય . બધાને બક્ષીસ આપી ખુશ કર્યા. મિત્રને ઘરની ચાવી આપી, ગાડી પણ તેને ત્યાં જ રાખવાનુ નક્કી કર્યુ. આમ બધી વ્યવસ્થા કરી આમેરિકા આવ્યા. એરર્પોર્ટ પર કૌશલ અને નાનકી લેવા આવેલ , નકુલે હ્યુસ્ટ્નમા કોન્ડૉ હજુ રાખેલ, એમ ડી એન્ડરસનમા ટ્રીટ્મેંટ લેવી પડે તો કામ આવે

નાનકી બોલી ઘેર થઇ કોન્ડૉ પર જજોને શુ ઉતાવળ છે ?કૌશલને સી ટી બેન્ક્મા સારો ચાન્સ મળેલ એટ્લે તેઓ ઇન્ડિયાથી આવી અહીં જ સેટ થવા માગતા હતા,હવામાન અનુકુળ હતુ અને અત્યારે હ્યુસ્ટનની ઇકોનોમી પણ બીજા સ્ટૅટના પ્રમાણમા સારી હતી.

કૌશલે પણ વિવેક કર્યો અત્યારે ભાભીને ક્યાં તકલીફ આપવાની મારે ત્યા ફ્રેશ થઇ જમી કરીને કોન્ડો પર જજો.તેઓનુ ટાઉન હાઉસ નજીક જ હતુ.ગાડી ટાઉન હાઉસના પાર્કીંગમા આવી

એક જોડી કપડા તો હેન્ડબેગમા જ હતા એટલે મોટી બેગો ગાડીમાં જ રાખી બધા ટાઉન હાઉસમા દાખલ થયા, બકુ બોલી ‘ટાઉન હાઉસ તો સરસ મોટુ છે કૌશલે જવાબ આપ્યો હા ભાભી અહીં બધુ ટૅક્ષાસ સાઇઝનુ જ હોય.નાની રસોડામા ગઇ કુકર તૈયાર જ હતુ એ્ટલે દાળ શાક વઘારી રોટલી શરુ કરી ત્યાં સુધીમા કૌશલે ટૅબલ તૈયાર કર્યુ નકુલ અને બકુલા ફ્રેશ થઇ આવી ગયા સૌ ટેબલ પર ગોઠ્વાયા, બકુલાએ વિવેક કર્યો બેન ગરમ રોટ્લીની જરુર નહીઆ્ટલી બધી તકલીફ હોય ?

ભાભી એમા તકલીફ શુ!ભાઇને હમણા ગરમ રોટલીની ટેવ છે’ ચાલો હું પણ બધુ ટેબલ પર લઇને આવી ગઇ , ને સૌએ જમવાનુ શરુ કર્યુ, જમ્યા પછી બકુ અને નાનીએ થઇ વાસણ ધોયા કૌશલે ઇન્ટરનેટ પર જઇ એમ ડી ઍન્ડરસન હોસ્પીટલ ન્યુરો સર્જન ડીરેકટરી કાઢી તેઓના પ્રોફાઇલ જોયા ડો. બન્સલ બધી રીતે ગમ્યા તેઓની ટ્રેનીંગ પણ યુ. કે અને અમેરિકા ની હતી અને ઇન્ડીયન હતા .

ઘડીયાળમા જોયુ ૪ ૧૫ થયેલ તુરત ફોન જોડ્યો કૌશલે બધી ડીટૅલ સમજાવી ઇન્ટરનેશનલ પેશન્ટ હોવાથી એપોઇન્ટમેંટ તુરત જ મળી ગઇ. કૌશલભાઇએ ખુબ જ મદદ કરી

થોડીવાર બેઠા ઇન્ડીયાની વાતો કરી નકુલ અને બકુની આંખો બંધ થતી જોઇ નાની બોલી કૌશલ ભાઇ ભાભીને જેટ લેગ છે તુ તેઓને ઘેર મુક્વા જા હુ યશ અને માનવને કરાટે ક્લાસમા લેવા જાઉ છું ‘

આમ બોલી બાય કરી રવાના થઇ. કૌશલે બકુ અને નકુલને તેઓના ઘેર પહોચાડ્યા કોન્ડો નીચે જ હતો , સામાન મુકાવી નકુલ કાલે વાત કરીશુ કહી નીકળ્યો. બકુ અને નકુલ થાકેલ હતા

શાવર લઇ બન્ને જણા સુઇ ગયા.

સવારે બકુની ઊઘ ચાર વાગ્યામા ઉડી ગઇ બહાર આવી બેગો ખોલી ગિફ્ટ છુટી કરી કપડા ક્લોઝેટમાં ગોઠવ્યા ત્યાં નકુલ પણ ઉઠ્યો બન્ને એ ચા પાણી પીધા, નાનીએ દુધ અને થોડી ગ્રોસરી લાવી મુકેલ એટલે સારુ થયુ. ૭ વાગ્યા ત્યા કૌશલભાઇ આવી ગયા હમણા એક મહિના સુધી રેન્ટલ કાર જ નક્કી કરેલ ડોક્ટર શું કહે છે તેપછી કાર લેવાની ત્યાં સુધીમા સારી ડીલ વગેરે પણ જોતા રહેવાય અમેરિકામા કોઇ મોટી ખરીદી ઉતાવળે કરાય નહી.એ હજુ નકુલને યાદ હતુ. નકુલ અને કૌશલ કાર લેવા ગયા. બેઝીક હોન્ડા પસંદ કરી . કૌશલભાઇ સીધા બેન્ક પર ગયા અને નકુલ કાર લઇ ઘેર આવ્યો . ‘બકુ ઇન્ડીયા જેવી કાર નથી પણ હમણા તો આનાથી ચલાવવુ પડશે, બકુ બોલી મને તો ગ્રોસરી લેવા જવાય અને હવેલીએ જવાય એટલા પુરતી કાર જોઇએ’.

બીજે દિવસે બકુએ નાની સાથે જઇ બધે ગિફ્ટ પહોચાડી હવે એને ડ્રાઇવીંગ કરવાની હિંમત આવી ગઇ હતી, થોડા દિવસ નાનીને સાથે રાખી કર્યુ જેથી હ્યુસ્ટનના રસ્તાથી પણ જાણીતી થઇ ગઇ, બકુને સપનાની સંગતનો ઘણો ફાયદો થયો.

ત્રીજે દિવસે ડો. ની ઍપોઇન્ટ્મેન્ટ હતી. ૧૦ વાગે બન્ને ડો. ની ઓફિસે પહોચી ગયા પેપર વર્ક ભર્યુ ત્યાં તેઓનો નંબર આવ્યો નર્સ બન્નેને અંદર દોરી ગઇ નકુલના વજન B p pulse વગેરેની નોંધ કરી. દસેક મિનીટ પછી ડૉક્ટર આવ્યા, ગુડ મોર્નીંગ કરી અમદાવાદ લાવેલ ફાઇલ જોઇ ગયા નકુલને અત્યારે કોઇ ફરિયાદ છે વગેરે પુછ્યુ, નકુલને કોઇ ફરિયાદ હતી નહી .

ત્યાર બાદ બન્નેને M R I C T માટે મોકલ્યા બધુ પતતા એક વાગ્યો. બન્નેએ રસ્તામા જ સબ વે સેન્ડવીચ ખાઇ લીધી અત્યારે બન્નેને ઇન્ડીયા યાદ આવ્યુ અને ગંગાબાની ખોટ જણાઇ.

ઘેર જઇ બન્નેએ થોડો આરામ કર્યો , ચા પાણી પીધા બકુલા રસોઇના કામમા લાગી અને નકુલ ટી વી ઓન કરી ચેનલ ફલીપ કરવા લાગ્યો બકુલા જોતી હતી ઓપરાનો શો આવ્યો તુરત બોલી નકુલ આ રાખ ,અરે તુ વળી ઓપરાને ક્યારથી જોતી થઇ ગઇ!!! કેમ મારે ન જોવાય’

અરે મેમસાબ તમારે જે જોવુ હોય તે જોવાય’ અને નકુલે પણ શો જોવાનો શરુ કર્યો. કોમર્શિયલ બ્રેક સમયે પાછુ પુછ્યુ પણ કહેતો ખરી તને ક્યારથી રસ લાગ્યો?

આ તો એક દિવસ ઉંઘ ઉડી ગઇ ટી વી ચાલુ કર્યુ અને આ ચેનલ પર ૨૦ વર્ષ બાદ ભાઇ બેનોના મેળાપ મા બાપના સંતાનો સાથેના મેળાપ જોઇ મને ગમી ગયુ અને પછી તો સપનાએ પણ મને રસ લેતી કરી.

‘એમ કે ને આ સપનાએ તને ઘણી હોશિયાર કરી દીધી’

તો હું હોશિયાર થઇ એમા તારા પેટમાં તેલ શાનુ રેડાય છે!!!

ના બકુ એવુ કંઇ નથી, તુ હોશિયાર થાય એમા મને ફાયદો જ છે,

‘હુ જતો રહુ તો તારી કોઇ બનાવટ તો ન કરી જાય ને?

‘તુ મારા પહેલા જવાનો જ નથી જો જે ને મારો માયલો કે છે રિપોર્ટ નોર્મલ જ આવવાના છે’

‘હા બકુ તારી વાત સાચી છે તારા લાલાના પુજા પાઠ અને શ્રધ્ધા જ મને જીવાડી રહ્યા છે બાકી મારા જેવો પાપી કેન્સર જેવી બીમારીમાંથી બચે જ નહી;’

આમ દિવસે દિવસે નકુલને બકુલા પ્રત્યે આદરભાવ વધતો જતો હતો .

બીજે દિવસે બપોરે બાર વાગતા ડો.ની ઓફિસેથી ફોન આવ્યો. જણાવ્યુ બ્રેનમા જમણી બાજુ નાનુ સિસ્ટ છે. જે ઘણા લોકોને જન્મથી જ હોય છે જેને Cojenital cyst કહેવામા આવે છે

તેની કોઇ સર્જરી કરવાની જરુર નથી ,દર ત્રણ વર્ષે C T M RI કરાવતા રહેવાનુ જેથી તેનુ કદ અને ઘનતા મોનિટર થાય જો કદ વધે કે ઘનતામા ફેરફાર થાઇ તો જ બાયોપ્સીનો વિચાર કરવાનો. આમ ત્રણ વર્ષ સુધી નકુલ અને બકુલા નિશ્ચિંત થઇ ગયા. 

મારીબકુનુંશું?-(૧૬)-કીરિટકુમારભક્ત

ખરેખર આ સમાચારે બકુને હળવી કરી નાખી.હાશ! કેન્સર નથી…હવે તેનું ધ્યાન નકુલની તક્લીફો ઉપરથી હટીને તેના દુખતા કાન તરફ ગયુ..કાન તદ્દન સાફ હતો તેથી અવાજો તેને સ્પષ્ટ સંભળાતા હતા. રાધારમણ નું તેને ગમતુ ગાન તેને વાંસળી અને મૃદંગનાં સથવારે ખુબ જ ગમતુ.

ગુસ્સે થયેલ નકુલ હળવા શબ્દોમાં તેના મા બાપને ભાંડતો તે પહેલા કદીય નહી સંભળાતુ તે હવે સ્પષ્ટ ભાષામાં સંભળાતુ.. એક વખત તો તે સાંભળ્યા પછી પ્રત્યુત્તર આપવા તે તત્પર થઇ ગઇ પણ નકુલનું ધ્યાન તે વખતે બીજે હતુ તેથી બકુલનાં ચહેરા પર બદલાયેલ ભાવો તે ન જોઇ શક્યો.

આનંદ તો નકુલને પણ હતો પાછલા કેટલાય મહીનાઓ તેણે ખુબજ માનસિક અને શારીરિક યાતનાઓ વેઠી..હવે સંપૂર્ણ રોગ રહિત હોવાની વાતને વધાવવા તેનો જીવડો તલપાપડ થઇ રહ્યો હતો..”નાઇટ આઉલ” અને ત્યાંની કેબ્રે ડાન્સરોના અર્ધનગ્ન દેહને નજરે નિહાળવા તૈયાર થઇ ગયો.

બકુ તેના ફોન ને સાંભળતી હતી. એને તનમાં આગ લાગતી હતી પણ પછી થયુ..કોઇ પણ કારણ હોય.. હવે નકુલ ને આ ન શોભે..તેણે હિંમત કરીને આજે કહી જ દીધુ..નકુળ આજે તો તુ જ્યાં જવાનો હોય હું તારી સાથે આવવાની છું.

“બકુ.આ બધી જગ્યાઓએ તને સમજ ના પડે..તુ કંટાળી જઇશ.”

“ ના રે મારે તને મઝા કરતો જોવો છે અને મને પણ કોઇ મઝા કરનારો મળી જાય છે કે નહીં તો જોવું છે.”

“ બકુ તને ભાન છે ખરુ કે તુ શું બોલે છે?”

“ હા કૃષ્ણ કરે તે લીલા અને અમે કરીએ તો પાપ?”

ક્ષણભર નાં મૌન પછી નકુલ બોલ્યો “ બકુ! તેં મારી આંખો ખોલી દીધી.. પહેલાની  મારી આ વિચારધારાએ તો મને ભાન ભુલાવી અને બે ધારી જિંદગી જીવડાવી…”

બકુ નકુલનાં આ વલણ ને જોતી રહી..તે બદલાઇ રહ્યો છે કે ખાલી વાતો કરે છે તે જાણવા એક વધુ તુક્કો કર્યો…” નકુલ મને ગાડી શીખવી છે શીખવાડીશ?”

નકુલ “ બકુ હું તો તને કાયમ કહેતો કે ઘરથી મંદિર અને ગ્રોસરી કરી શકાય તેટલુ તો અમેરિકામાં ડ્રાઈવીંગ શીખવુ જ જોઇએ…પણ આ તારુ કાને થી ઓછુ સાંભળવુ તને લાયસન્સ મેળવવામાં હેરાન કરશે…”

બકુ કહે “ આપણે થોડુ ચલાવતા શીખીએ તો ખરા…”

નકુલ કહે “ હું તને શીખવુ તે કરતા ડ્રાઈવીંગ સ્કુલ માં તુ દાખલ થાય તે જરૂરી છે.”

બકુ કહે” એવા પૈસા ખોટા નથી નાખવા…”

નકુલ કહે “ એ સાચા પૈસા છે.. જો અમેરિકામા રહેવુ હોયતો…”

દસ લેસન લીધા પછી લાયસન્સ લઈને જ્યારે બકુ આવી ત્યારે તો તે રાજીના રેડ હતી.નકુલે તેને માટે ગાડી લીધી અને પહેલી વાર તેને બકુની કાન નથી ચાલતા વાળી વાત ઉપર શંકા ગઈ.

નકુલ ઘણી વખત બહુ ધીમે થી બોલીને પરિક્ષા કરતો..પણ ધ્યાન બહેરી હોવાનો ડોળ એનો કામ કરતો.

@@@@@

બરાબર અઠવાડીયુ વિત્યુ હશે ને “નાઇટ આઉલ” પરથી ફોન આવ્યો. શુક્રવારની રાત્રે પાર્ટી હતી શરાબ સુંદરી અને સંગીત હતુ…ફક્ત ૨૫ ડોલરમાં અને ફોન કરનારી સીલ્વીયા ને જે રીતે પ્રત્યુત્તર અપાતા હતા તે બીજા ફોન ઉપરથી સાંભળતી બકુ દ્રવી ગઈ. અંગ્રેજી ન જાણતી બકુ નકુલનાં ટહુકા અને ધીમા અવાજે થયેલા કામુક હાસ્ય અને સ્વીટ સિક્સ્ટીન નો પ્રતિભાવથી એ સ્તબ્ધ થઈ ગઈ . વાત  કાચી કળી ઉપર અટકી ગઇ હતી.

માણસ આમ સાવ મોતને અડીને આવ્યો.. કબરમાં જેના પગ છે તે હજી હાડ માંસનાં વિકૃત ચુંથારામાં માને છે?. અને પાછુ કહેણ છે સોળ વર્ષની છોકરી.. અરે ભુંડા તે તો તારી પૌત્રી જેટલી ઉંમર કહેવાય….બકુની વિચાર ધારા તીવ્રતમ બનતી ગઈ અને તેને તેનુ ૪૮ વર્ષનું લગ્ન જીવન કડડભુસ થતુ દેખાયુ…તેને કદી નકુલ માટે, તેના વર્તન માટે કે તેના લગ્નજીવન ના શૈથલ્ય માટે પ્રશ્ન ઉઠ્યો નહોતો… આ કાન તેના માટે આશીર્વાદ બનવાને બદલે આજે શ્રાપ બનતા હોવાનું લાગ્યુ

સખીઓ એ જ્યારે ફોટા અને ઉદાહરણો બતાવ્યા ત્યારે તે ખચકાઇ તો ગઇ જ હતી. હવે સત્ય એક્દમ બીભત્સ રુપે બહાર આવે છે ત્યારે દુઃખને રડવું કે નકુલને વાળવો વાળી દ્વીધામાં પોક મુકી ને રડી પડી..

ફોન મુકીને નકુલ દોડી આવ્યો..”શું થયુ બકુ?”

હીબકો ડુસકુ બની ને નીકળ્યો અને સાથે સાથે તેનુ કકળતું  હૈયુ વાણી બની સ્ફુટ્યુ…” કેમ નકુલ કેમ? તને આ ઢળતી ઉંમરે આ કેવો ચટકો?”

નકુલ આક્રંદ કરતી બકુનું આ સ્વરુપ જોઇને ચોકન્નો થઇ ગયો તે સમજી નહોંતો શક્યો કે બકુ શું કહેવા માંગે છે… આદત પ્રમાણે તેની પીઠ પસારવા જતા બકુ વધુ ભડકી અને બોલી “ ખબરદાર મને તારા એ ગંદા હાથ અડાડતો” તેનું રુદન વધુ મોટા આક્રંદમાં ફેરવાઈ ગયુ…મેં તને શું નથી આપ્યુ…તન મન અને આખુ ચિત્ત તારુ હતુ.. અને તું?..વિષ્ટા ખોળતો હતો?”

“પણ બકુ શું થયું તે તો કહે?”

“ કહેવાનું શું બાકી રહ્યું છે? પેલી સગલી સીલ્વીયા ૨૫ ડોલરમાં તને કોણ કાચી કળી બતાવવાની હતી? શરમા ભુંડા તારી ઉંમરનો તો મલાજો કર…”

નકુળ તો આ વાત સાંભળીને કાળો ધબ્બ થઇ ગયો…” તને ફોન ઉપરનું બધુ સંભળાય છે અને તેથી વધુ તો તને સમજાય છે?””

બકુનું આક્રંદે વધુ જોર પકડ્યુ..હું માનતી હતી હું વાંઝણી છું અને મારા પાપની સજા છે કે મને સંતાન નથી…પણ ના આ તો મારા બહેરા કાન અને તારા આ જ્યાં ને ત્યાં મોઢા મારવાના પાપને કારણે છે…”

બકુનું આવું ધિક્કરભર્યુ વલણ જોતા કેન્સરમાંથી બચી ગયાનો આનંદ હવા થઇને ઉડી ગયો

તેનુ રુદન લંબાતુ ગયુ…મારી આખી જિંદગી તારી પાછળ વેડફી નાખી આ પરિણામ માટે? તે ઉભી થઈ અને નકુલને બે હાથે પકડીને ઝંઝોટવા માંડી..અને પહેલી વાર તેના મોં માંથી કડવા શબ્દોની વણઝાર નીકળી…

નકુલ બકુનો પ્રકોપ સહેતો હતો અને સાથે સાથે તેને શાંત પાડવાનો મિથ્યા પ્રયત્નો કરતો હતો… વહેતી ક્ષણો મિનિટો થઈ. મિનિટો કલાકો થયા અને આખી સાંજ હીબકતી રહી

નકુલ પણ પોતાની જાતને ફીટકારતો હતો..પણ બકુનાં મતે તો તે નાટક હતુ… આમેય નાટ્ય કળામાં તો સ્ટેજ ગજવતો હતોને…બકુનાં અફાટ ધિક્કારે તેને સ્તબ્ધ કરી દીધો હતો…તેના દરેકે દરેક શબ્દોને ચાબખામાં ફેરવીને બકુ મારતી હતી.

તે તેના નકુલમાં નટ્વર શ્યામ જોતી અને તે્ નકુલ માટીપગો લંપટ માણસ નીકળ્યો તે પરિણામ તેને મારતુ હતુ.. તેણે આખી જિંદગી નકુલ સિવાય કોઇનુ સ્મરણ કર્યુ નહોંતુ … જ્યારે..આ મનનો માનેલ હીરો કાચનો ટુકડો નીકળ્યો…માણસને ઓળખવામાં કાચી પડી ગયાનો અફસોસ તેને રડાવતો હતો…

ખુબ રડ્યા પછી તે ઉઠી. તેણે જાતે પાણી લીધુ અને નકુલને કહ્યુ..” આ ભવના ફેરા આપણા પુરા થયા.. આવતે ભવ તુ મને ના મળીશ.”

ખુબ જ તીવ્ર યાતના વેઠતી બકુ તેના રુમ માં ગઈ..શ્યામ સુંદરની છબી હાથમાં લઈ રડતી રહી…

નકુલ પોતાની શિથિલતાને દોષ દેતો હતો અને તેથી તો બકુને જ્યારે સાચા મનથી ચાહવા માંડ્યો ત્યારે આ બોંબ ફુટ્યો…તે તો સહજ વિચારોના ગલગલીયા કરવા જતો હતો અને તે આખી જિંદગી તેણે કરેલુ તેથી માની લીધેલુ કે પુરૂષો તો બધા આવા ભમરા જેવા જ હોય… પણ ના. ચારિત્ર્ય શિથિલતા આવુ કર્યા પછીજ આવે…

તેને બકુ આ રીતે તેના જીવનમાંથી નકુલને કાઢી મુકશે તેની કલ્પના સુધ્ધા નહીં.

બકુ માટે ચા મુકી અને એસ્પીરીન લઈને રૂમ માં ગયો…બકુ હીબકા ભરતી ભરતી હમણા જ સુતી હતી..તેના ગાલ ઉપર આંસુની સેર દદડતી હતી…ચા મુકી દવા અને પાણી બાજુમાં મુક્યુ અને તે જાગે તેની રાહ જોતો તે રૂમ માં થોડીક વાર બેસી રહ્યો…મિનિટો કલાક થઇ ગઈ છતા બકુ સહેજ પણ હલી નહી તેથી અવાજ ના થાય તે રીતે તે ઘરને બંધ કરી નજીકના કન્વિનીયન્સ સ્ટોર પરથી બીયર લેવા નીકળ્યો.

બકુની આંખ ખુલી ત્યારે તેનુ માથુ સખત દુખતું હતું. ટેબલ ઉપર મુકેલી એલચી અને આદુ વાળી ચા અને એસ્પીરીન અને પાણી જોયુ. તેની આંખો ફરી દદડી.. સાવ એવું તો નથી..તે મને ચાહે તો છે…મનના વલયો હકારાત્મક વળતા થાય ત્યાં અવાજ આવ્યો નકુલ બીયરના બે ડબલા લઈને ઘરમાં આવ્યો અને બકુ ફરી થી ભડકી…હું મરી જઉ પછી પીવો હોય તેટલો પીજે…હમણા તો મારી સામે નહી નહી ને નહી..

નકુલરાયમાં નો પુરુષ બકુની વાતોમાં ઘટેલો ગુસ્સો પામી ગયો…

બકુ ૪૮ વર્ષોથી મને તુ ઓળખે છે અને હું પણ તને ઓળખુ છુ..આપણએ બંને ગમે તેટલુ લઢીએ છતા પણ મને તારા વિના નથી ચાલવાનુ અને તને મારા વિના નથી ચાલવાનુ. હું જ્યારે ખરેખર સુધરી રહ્યોછું ત્યારે આ શંકાનો કીડો તને વળગ્યો છે. તુ અંગ્રેજી પુરુ સાંભળતી નથી અને તારી રીતે ધારી લે છે…નાઇટ આઉલ ઉપર તો મારા માટે કચ્ચિ કલી નાટકની ટીકીટૉ ૨૫ ડોલર વાળી સિલ્વીયાએ રાખી છે.

સમય પહેલા તીન પત્તીની બાજીમાં નાખી દીધેલ પત્તા પર પસ્તાતા ખેલાડી ની જેમ બકુ હસી સાવ ફીક્કુ .

તેણે એસ્પીરીન લઈ લીધી અને ચા પીને મોં ફેરવીને સુઇ ગઈ.

નકુલે નિરાંતનો શ્વાસ લીધો અને તે ઉઠીને આગલા રુમ માં ગયો..ભલે યુધ્ધ તો ચાલુ જ હતુ પણ સફેદ ઝંડીઓ તે જોઇ ગયો…સવાર પડશે ત્યારે બકુનુ વર્તન કેવુ હશે તે સવારે વિચારીશુ..કહી તેણે તેના સોફા ઉપર લંબાવ્યુ..અને લાઇટો બંધ કરી.

@@@@@

બીજે દિવસે સવારે ૬ વાગ્યે નકુલરાયે આંખ ખોલી..નાઈટલેંપના આછા અજવાળામાં બકુને શાંત સુખનિંદ્રામાં જોઇ એના મુખ પર અનેરી શાંતિ હતી અને મરક મરક થતા હોઠો એમ સુચવતા હતા કે અત્યારે તે કોઇ સુંદર સ્વપ્ન માણી રહી હતી.નકુલરાય પથારી ત્યજી અને નિત્યક્રિયામાં અવાજ ન થાય તે રીતે રત બન્યા.. નહાઇ ધોઈને ચા મુકી..ચાની સોઢમ બકુને ન ઉઠાડી મુકે તેથી માઇક્રોવેવ ચા બનાવી અને નાસ્તો કરવા બેઠા.. આજે અગિયારસ અને શુક્રવાર હતો જો બકુ જાગી જાય તો આ નાસ્તો તે ઉપવાસમાં બદલી નાખે તે ધાસ્તી થી બ્રેડને ટોસ્ટ પણ ના કરી અને બ્રેડ ઉપર બટર અને ધાણા લસણ ની ચટણી લગાડી ખાવા માંડી.

એણે ઉપવાસનાં નામે આખી જિંદગી બકુ ને ખો આપી હતી..” સાલી શું જિંદગી છે ભગવાન ને પામવા એને ભજવાના? સાલુ નાટક છે આતો નાટક. બકુ એમ માને છે કે ભગવાન જ બધુ કરે છે. અને એના જેવા અસંખ્ય મુરખા એ માને છે અને પાછા ઉપદેશો આપી અન્યોને પણ મનાવે છે. આ સંવેદનશીલ મુરખાઓને એ નથી સમજાતુ કે ભગવાનને કોઇ બીલ નથી મોકલતુ. બીલ તો મારે ભરવા પડે છે. ચાલ મોકલી બધા બીલો ભગવાન ને..અને હું જોઉં કે તારી લાઈટ અને ટેલીફોન નું જોડાણ ક્યાં સુધી રહે છે?”

બકુએ પડખુ ભર્યુ અને સાથે નકુલરાયની વિચારધારાઓએ પ્રવાહ બદલ્યો..સવાર પડી જાતે બ્રેડ ચટની સેંડવીચ બનાવી વાસણો ધોયા…છાપુ લીધુ અને વાંચવા બેઠો. બાથરૂમ માં થી બકુના નહાવાના અવાજો આવતા હતા..તે વિચારતો હતો કે હમણા બકુ આવીને બોલશે કે આજે કેટલુ મોડુ થઈ ગયુ…મારા લાલાને ભોગ ધરાવવામાં વાર થઈ ગઈ. આજે નકુલ અગિયારસ છે..ઉપવાસ કરવાનોછે…થોડોક મુછોમાં હસતા સ્વગત જવાબ આપતા બોલ્યો..મુરખો છું હું કે તને ઉઠાડી ને મારો સવારનો બ્રેક ફસ્ટ ગુમાવું?

બકુની આંખમાં કાલનો ક્રોધ હજી ભારેલ અંગાર જેવો સાબૂત હતો..તે ઉઠી..તૈયાર થઇને ” હું મંદિર જઉ છુ અને હટાણુ કરીને અગિયાર વાગ્યે આવી જઈશ એટલુ બબડીને ગરાજમાં ગઈ અને ગાડી ઘર છોડી ગઈ ગરાજનું બારણું બંધ થયુ અને નકુલને થોડો અજંપો થયો…આ તો કાર ચલાવતી થઇ તેથી તેને તો પગ આવ્યા.

ઘડિયાળ તેનુ કામ કરતી હતી..સાડા દસે સીલ્વીયાને કહી તે આવશે તેવું કન્ફર્મ કર્યુ અને પકડી થિયેટર ની રાહ…ફીલ્મ છુટી અને ભારતીય રેસ્ટોરંટમાં જઇને અગિયારસનું પારણું કર્યુ..એની ધારણા હતી કે એક વાગે બકુ તેને ફોન કરશે…પણ આજે સુરજ કંઈ જુદી દિશામાં હતો…પાર્ટ ટાઈમ કામ કરતો હતો ત્યા જઇ શુક્રવારનો રીપોર્ટ તૈયાર કર્યો અને ઇ મેલ કરી શેઠને રકમોની માહીતિ આપી દીધી.

આઠના ટકોરે ” ઓલ્ડ અઉલ” પર તેની ગાડી પહોંચી ત્યારે તેનો બીયર બરોબર ગુલાબી નશામાં તેને લાવી ચુક્યો હતો.. અને તેથી જ તે બકુની ગાડી પાર્કીંગમાં જોઇ ન શક્યો.

મારી બકુનું શું? (૧૭) કીરિટકુમાર ભક્ત

બકુની સાથે નાનકી હતી. એકદમ વિચિત્ર પરિસ્થિતિ હતી.નકુલ અંદર જઇને બેઠો..પહેલો પેગ ભરાતો હતો અને નકુલરાયને જરા અણખત થતી લાગી…”ઓલ્ડ આઉલ” નો માલિક જાતે ડ્રીંક આપવા આવ્યો અને તેની પાસે આવીને ટહુક્યો…”કચ્ચી કલી નહી તારા ઘરે થી આવેલ છે..ચલ ભાગ જા મુસાફીર.. તેરી સામત આઇ હૈ..” પાછુ જોયા વિના નકુલે કાઉન્ટર ઉપર પૈસા આપ્યા અને એન્વેલપ લીધુ અને બહાર નીકળી ગાડીમાં બેઠો ત્યારે તેણે નાનકીને અને બકુને ગાડીમાં જોયા…બકુ ખુબ ગુસ્સામાં હતી અને નાનકી રડતી હતી.. મોટાભાઈ આવા થઇ ગયા?

તે રાતે કંઈ અજુગતુ ન બને તે માટે બકુને લઈ નાનકી તેને ઘરે ગઇ અને નકુલરાય તેને ઘરે.

અગિયારસનો ઉપવાસ છોડી બીજે દિવસે બકુ સવારે ૧૧ વાગ્યે ઘરે ગઈ..તેને આ ઉંમરે નકુલની સાથે કઇ રીતે વર્તવુ તે સમજાતુ નહોંતુ…તેને ખબર પડી ગઇ હતી કે તે જેટલુ વધારે કકળશે કે તેને સુધારવા જશે તો નફ્ફટાઈ વધુ રંગ પકડશે. લાગણીને હ્રદયમાં દાબીને મગજ જે કહે તેમ કરવું તેને યોગ્ય લાગ્યુ…લો લાવો અને પડતુ મુકો..કામ પુરતી વાત અને જ્યાં જ્યાં પણ તક મળે ત્યાં ત્યાં પોતાનો આક્રોશ બતાવવો…

ઘરમાં વાસણો ખખડવા માંડ્યા તેથી નકુલ રાયે પણ ઘરમાં કામ પુરતુ જ રહેવાનું અને ત્રણ વાંદરાનો સુધારેલો નિયમ પકડી લીધો બોલવુ નહી સાંભળવુ નહીં અને જોવુ નહી…

૪૮માં વર્ષે એક ઘરમાં બે અજનબી…જીવતા રહ્યા…કોઇને ટકોર નહી..સોશિયલ સીક્યોરીટી અને નકુલની પાર્ટ ટાઇમ નોકરીની આવક પુરતી તો હતી જ નહી.. પણ બચતો અને પહેલાની આવકોનું પેન્શન તાણ પડવા દેતુ નહી..પણ અમદાવાદ જેવી નોકર ચાકર સાથેની જિંદગી તો નહોંતીજ…

તે દિવસે ફોન ઉપર વાત કરતા તે બોલ્યો…” બકુને કાન આવ્યા પગ આવ્યા તેથી મને તો રાહત થઇ ગઈ..તે હવે તો અંગ્રેજી પણ શીખે છે તેથી..મારી તેને ક્યાંય જરૂર રહેવાની નથી..જીવાય છે પરણિત વિધુરની જિંદગી…હા હવે બકુ સાથે જવાનું નથી હોતુ તેથી સમય જ સમય છે…”

સામે ફોન ઉપર જે બેન હતા તે બોલ્યા..”એ બધુ તો ઠીક પણ તમે બકુબેન ને બહુ ત્રાસ આપો છો.”

નકુલરાય કહે ” તમે ભારતિય સંસ્કારોને આધારે મુલવો છો તેથી તમને લાગે કે હું બકુને દુઃખ દઉ છુ પણ અમેરિકન પધ્ધતિએ જોશો તો આ ઉત્તમ આયોજન છે હું તેને નડતો નથી અને તે મને હવે કશું કહેતી નથી.. અમે બે રૂમ પાર્ટનર છીએ…અને શાંતિ થી રહીએ છે.”
” તમે તેમના ભાગનો પ્રેમ દુનિયાને વહેંચતા ફરો છો તે ખોટુ કામ નથી?”
” પ્રેમની વાત તો તમારા જેવાના મોઢે બિલકુલ સારી નથી લાગતી…મેં તમારી જેમ મારા સાથીને રમકડુ નથી બનાવી દીધું. અમારી અંગત વાતો તમને કહેવી નથી પણ જ્યારે તમે પ્રેમ વિશે કહો છો તો સમજી લો પ્રેમ તો અખૂટ અને અનંત છે..બકુ માટે પત્ની તરીકેનો મારો પ્રેમ અકબંધ છે.. હવે તો તે સમજુ મિત્ર પણ છે.. મારો પ્રેમ મિત્રો..સગા સબંધી અને સ્નેહી જનો માટે પણ એટલો જ છે પ્રેમ ની અભિવ્યક્તિ અને તેને રજુ કરવાની ઇચ્છા અને પ્રકારોમાં ભરતી ઓટ આવે તેને જે ના સમજે તે અનાડી છે.”

બારણા બહાર ઉભી ઉભી બકુ આ સાંભળતી હતી. જો તે પહેલા જેવી લાગણી ભીની હોત તો ક્યારનીય નકુલ ઉપર ભીની વાદળીની જેમ છલકાઈ ગઈ હોત…પણ ના તે હવે નકુલની વાતો થી ભરમાવા નહોંતી માંગતી

“…”ફોન ઉપર પેલા બહેન શું બોલ્યા તે તો ના સમજાયુ પણ નકુલ બોલ્યો “બકુ માટે મારો પ્રેમ ખુબ જ જલદ છે પણ સહશયનની વાતોમાં તેને હવે મારો ઉભરો અયોગ્ય લાગે તો હું શું કરું? મને જો દુનિયાનો દરિયો હાથ વગો હોય તો ખાબોચીયામાં કેમ પડી રહેવુ?”

પેલા બહેન ઉગ્રતા થી દલીલ કરતા હતા પણ કંઇ સંભળાતુ નહોંતુ તેથી નકુલ રાય ફરી બોલ્યા ” અમારી કામ કરવાની ઉંમરે કામ કરી સૌ ભાઇ બહેનો ને ઠેકાણે પાડ્યા.તેમા હું અને બકુ નાણાકીય રીતે સ્થિર ન થયા…હવે જિંદગી ને મારે માણવી છે તો એમા હું માનતો નથી કે હું કશુ ખોટુ કરું છુ. બકુએ મને અન્યાય કર્યો છે છતા હું તેના સહવાસને જીંદગી ભરની મૂડી માનુ છુ. મારુ શરીર મને સાથ દે ત્યાં સુધી હું જિંદગીની એક એક પળ જીવવા માંગુ છુ.જેમ વ્હીસ્કીનાં એક એક ઘુંટની લીજ્જત માણ્તો હોય તેમ..હું દારૂડીયો નથી પણ તે પીણાની ગુલાબી અસરો ભરપુર માણવા માંગુ છું,”

ઓ મોટાભાઇ.. કરીને રડતી નાનકીનાં ડુસકા હવે બકુ સ્પષ્ટ સાંભળી શકતી હતી…તેની આંખ પણ ગળતી હતી..આ એવો ખજાનો હતો કે રોમ માં રહેવુ હોય તો રોમન થાવ ની વાત તેને સમજાતી હતી. તેના ધાર્મિક વલણો એ અને સહશયનમાં ઉદાસીનતાને કારણે મળેલ આ સજા હતી. ઘરનાં ગેરેજમાં કાર દાખલ કરી તે ખુબ જ રડી…

બકુની વાણીમાં કડવાશ ઘટી પણ હવે તે પહેલાની જેમ તેને ચાહી શકતી નહીં. સમય વહેતો જતો હતો

બરાબર છ મહીના પછી એક દિવસે આ ફ્રી રાઈડે નકુલરાય પાસેથી હિસાબ માંગ્યો..શરીરનું આખુય ડાબુ અંગ જુઠુ થઇ ગયુ.. તાત્કાલીક સારવાર મળવાથી પેરેલીટીક એટેક હળવો બન્યો… પણ ડાબુ અંગ ઝલાયેલુ રહ્યુ… છ મહીના રી હેબ પછી ઘર મળ્યુ.. પણ તેને ડરાવતુ બિહામણું એકાંત. રંગ ભૂમી પર પૃથ્વી રાજ ચૌહાણ અને રાણા પ્રતાપના કડકડાટ સંવાદો બોલી પ્રેક્ષકોની અસંખ્ય તાળીઓ મેળવતો નકુલ રાય હવે પોતાનુ નામ પણ મુશ્કેલી થી બોલી શકતો હતો…દોરડા પર ચાલતો ખેલ કરતો નટ હવે કોઇની સહાય વિના પડખુ પણ બદલી શકતો નહી. શહેરને રાતના ધમરોળતો નકુલ તેના ઘરનાં પલંગ અને તેની સામે ના છજા માંથી દેખાતી નાની દુનિયા સિવાય ક્યાંય જઇ શકતો નહીં.

શરીર રોગ ગ્રસ્ત છે..પણ મન.. હજી બેકાબૂ છે…બકુ તૈયાર થઇને ઘરની બહાર નીકળે ત્યારે તેને કહેવા માટે હવે શબ્દો નીકળે છે વાંઝીયા અને બકુ પણ તેના શબ્દોમાં રહેલા વહેમ વ્યથા અને બિચારાપણાને જાણવા નથી મથતી…માથા પર ફરતો સીલીંગ ફેનને જોતા નકુલ રાય સ્વગત બોલ્યા..તારી જેમ જ મેં ખુબ જ આંટા માર્યા પણ હુ હજી ત્યાંનો ત્યાં જ છુ. 

મારીબકુનુંશું? (૧૮) રાજુલશાહ

જીવન આટલુ પરવશ બની જશે એવી તો જાગતા -ઉંઘતા કે સ્વપ્નામાં ય કલ્પના ક્યાંથી કરી હોય નકુલરાય? બેતાજ બાદશાહ સમજતા રહ્યાને જાત ને? ન કોઇ રાજ – ન કોઇ પાટ અને છતાંય લિવ લાઇફ કિંગ સાઇઝ વિચારીને મન ફાવે એમ વર્તતા રહ્યાને? ક્યારેય કોઇની ય તમા ન રાખી ને? બકુ તો ઠીક ઉપરવાળાની ય શરમ ન ભરી ને? તો હવે કોણ તારી શરમ ભરવાનું છે? ભર ટ્રાફીક હોય કે સ્લૉ ટ્રાફીક ગમે એટલી ઉતાવળ હોય તો ય યલો સિગ્નલે ધીરા પડીને રેડ સિગ્નલે સૌ ઉભા રહે છે ને? તો નકુલરાય તમને તો ઉપરવાળા એ રેડ સિગ્નલ ક્યારનું ય આપી દીધુ હતુ ને? અટકવાનુ તો દૂર ધીમા પડવાની ય તમા ન રાખી ને? તો પછી ભોગવો એનો દંડ.

મોતનો ભય હતો ત્યારે નકુલરાય અક્કલ ઠેકાણે આવી હતી પણ પાછુ કુતરાની પુંછડી વાંકીના ન્યાયે માથેથી ભય હઠી ગયો ત્યારે ગુલાંટો મારવાની ન જ ચુક્યાને? તો પછી હવે પડ્યાનો માર ભોગવો. એ નરાતર ગંદકીભર્યો ભૂતકાળ જાણ્યા પછી ય બકુ એ બિચારી એ સાચા હ્રદયથી માફી ય આપી આપી જ હતી ને? અને ખરા દિલથી ચાકરી ય કરી હતી ને? તો પછી વળી પાછા એ કળણમાં ખુંપવાની શી જરૂર હતી? એ સિલ્વીયા કે કોઇ પણ ષોડશી તારુ કયું કલ્યાણ કરવા આવી? એ તો સૌ પૈસાના પૂજારી હતા, વહેતી ગંગામાં હાથ ધોવા વાળા, છે કોઇ અત્યારે તારી સામે ય જોવા વાળુ? ખરા અર્થમાં અર્ધાંગીની બની રહી હતી ને બકુ? એની કોઇ પરખ ન થઈ? તો પછી હવે બકુ પાસેથી કયા મોઢે શું અપેક્ષા રાખે છે? આટલુ ય તારુ ધ્યાન રાખે છે એ જ ગનીમત ગણ અને પાડ માન એનો.બાકી તેં એની જે ભલમનસાઇનો દુરઉપયોગ કર્યો છે ને એ તો સાત જનમ સુધી માફી માંગવાને લાયક નથી.

સતત એકધારા માનસિક વલોપાતમાં નકુલ શેકાયા કરતો હતો. બકુને આવતી -જતી જોઇ ને સહેમી રહેતો પણ સવાલ સુધ્ધા નહોતો કરી શકતો. એક વાત તો મનથી સમજાઇ હતી કે બકુ પહેલા કરતાં થોડાક અંશે કુણી પડી હતી પણ એના તરફથી સમભાવ કે સદભાવની અપેક્ષા અશક્ય હતી. જ્યારે પહેલી વાર કેન્સર ડીક્ટેક્ટ થયુ અને ઇન્ડીયા ગયા ત્યારથી ફરી વાર અમેરિકા પાછા આવ્યા ત્યાં સુધી એણે સાથ , સહકાર અને સારવાર આપવામાં કોઇ કચાશ રાખી નહોતી પણ પોતે તો જે ડાળ પર બેઠો હતો એ જ ડાળ કાપી નાખવાની મુર્ખામી આચરી ને? શા માટે ફરી એકવાર એ કાદવ ઉલેચવાની બેવકુફી કરી? શા માટે ? એક નહી અનેક સવાલો મગજ પર હથોડાની જેમ ઝીંકાયા કરતા હતા .

બકુ ય તો ક્યારની ય મનથી હારી ચુકી હતી. જે નકુલના જીવનમાં , ઘરમાં મીઠાશ ઘોળવા મથી એ જ નકુલે એનુ જીવન કડવાશથી ભરી દીધુ .ક્યારેક થતુ કે જીવનના કેટલાક સત્યોના ઉજાસ કરતા અજાણતાનો અંધકાર ઓછો બિહામણો હોય છે. ઇશ્વર જે ખુબી કે ખામી આપે છે એ જ સ્વીકારીને જ ચાલવામાં ડહાપણ છે. પોતે બહેરી હતી તો શુ ગુમાવતી હતી ? નકુલના લક્ષણોથી અજાણ હતી તો કયુ આભ ફાટી પડ્યુ હતુ ? સંભળીને શું સાર કાઢ્યો કે જાણીને કયો જ્ન્મારો સાર્થક થયો?

આજ સુધી ઘરની બહાર ન નિકળેલી બકુને બીજી કોઇ જોબ મળવાની શક્યાતા તો હતી જ નહી પણ નાનકીની ઓળખાણથી એક બેબી સીટીંગનુ કામ મળ્યુ હતુ. ઘરથી ત્રણ જ માઇલ દૂર એટલે આવવા જવામાં ખાસ તકલિફ નહી અને સમય સવારે નવથી સાંજે પાંચનો બાકીનુ ય બધુ સચવાઇ જતુ. નકુલની સોશિયલ સિક્યોરીટી , મેડીક્લેમ અને મેડીકેટના લીધે એની દવા અને સારવારનો ભાર ઓછો રહેતો પણ રોજ-બરોજના ખર્ચાને પહોંચી વળવા કશોક તો આધાર શોધવો જ રહ્યો ને? બેઠા બેઠા તો કુબેરના ભંડારે ય ખુટી પડે ને?

પહેલા તો એ પોતાને નકુલના ગઢમાં એટલી સુરક્ષિત માનતી હતી કે એને કઇંજ કરવાની કઇંજ શિખવાની જરૂર લાગી જ નહોતી. પણ નકુલની માંદગીએ , સમયના તકાજાના લીધે એ મનથી સજ્જ બનવા માંડી હતી. યોગ્ય સમયે ગાડી શિખી લીધી એ પણ કામમાં આવ્યુ .

સવારે વહેલી ઉઠીને પૂજા પાઠ પતાવીને એ ઘરનું રોજીંદુ કામ આટોપી લેતી. એના અને નકુલનુ લંચ તૈયાર કરી લેતી. નકુલને સ્પંજ કરાવી ચ્હા નાસ્તો કરાવી લેતી. રી હેબ અને ફિઝીયોથેરેપીના ફાયદા હવે દેખાતા હતા. બકુની સહાયથી નકુલ વ્હીલચેર પર બેસતો થયો હતો. ડાબુ અંગ પકડાયુ હતુ પણ જમણા હાથે એ જાતે ખાઇ શકતો અને જરૂર પુરતુ હલન-ચલન કરી લેતો. ખુબ સાચવીને વૉકરના સહારે થોડુ થોડુ ઢસડાઇને- જાત ખેંચીને પણ હવે બાથરૂમ સુધી જઈ શકતો. હા ! એમાં એને શ્રમ પુષ્કળ પડતો પણ એમ કરતા ય એ એનુ કામ ચલાઉ કામ પતાવી શકતો.

બકુ નકુલનુ દરેક કામ યંત્રવત કરે જતી હતી. એમાં કોઇ સંવેદન કે સંવેદના્નો અણસાર સુધ્ધા નકુલને દેખાતો નહી. જાણે કોઇ પેઇડ નર્સ એની ફરજ નિભાતી હોય એમ નકરી શુષ્કતાથી જ એ એની જવાબદારી નિભાવે જતી હતી. નકુલને ખુબ આકરુ લાગતુ , હાથના કર્યા હૈયા પર હથોડાના ઘણ ઝીંકાતા હોય એવુ લાગતુ પણ તદ્દન લાચાર હતો. ડાબા અંગે તો આમ તો કોઇ સંવેદનાઓ બચી નહોતી પણ એ નિશ્ચેત ડાબા અંગમાં હ્રદય તો ધબકતુ હતુ ને?ગરોળીની પુંછડી કપાયા પછી ય ક્યાંય સુધી એનો તરફડાટ શમે નહી એમ શરીરની લાલસાઓ તો હજીય તરફડતી હતી એનું શું ? જમણા અંગે બકુના સ્પર્શથી એ વિકૃત લાલસાઓ હજુય નાગની ફણીની જેમ ફુત્કારી ઉઠતી એનું શું? એને અત્યાર સુધી થતુ કે મારી બકુ નુ શું પણ હવે રહી રહી ને થતુ કે મારુ શું ?

સવારથી સાંજ બકુ ક્યાં જાય છે એ પુછવાની હિંમત પણ એ કરી શક્તો નહી. અને બકુએ તો ક્યારના એ હિસાબોના લેખા-જોખા આપવાના જ બંધ કરી દીધા હતા. સાંજે ઘરે આવીને ફરી એ એના અને નકુલના ડીનરની તૈયારી કરીને જમી- જમાડી લેતી. બાકીનો થોડો સમય ટી.વી ને રાત્રે સુતા પહેલા પ્રભુ પ્રાર્થનામાં વિતાવી લેતી.

એક છત નીચે બે જણા ત્રાહિતની જેમ રહેતા. ક્યારેક નાનકી આવતી તો નકુલ તરફ અછડતી નજર નાખીને બકુ સાથે જઈને બેસતી. ભાઇએ ભાભી સાથે જે છેતરપીંડી આચરી હતી એનાથી એ ખુબ ઘવાઇ હતી. આમે ય ભાઇ કરતા પહેલેથી જ ભાભી સાથેના સંબંધ વધુ હેતાળ હતા એટલે એ ક્યારેય ભાઇને માફ કરી શકતી જ નહોતી.

બકુની વાતોમાં હવે નકુલ માટેની કોઇ ફરિયાદ તો શું એનો ઉલ્લેખ સુધ્ધા નહોતો આવતો. એ એની જ દુનિયામાં વ્યસ્ત હતી. એમ વિચારીને મન મનાવતી કે જો નકુલ કેન્સરની સર્જરીમાંથી બેઠો જ ન થયો હોત કે પાછો જ ન આવ્યો હોત તો એ આમ જ એકલી જ હોત ને? આ તો ઇશ્વરે એને મોકો આપ્યો , સમય આપ્યો તનથી અને મનથી સ્વાવલંબી બનવાનો.

ટીક ટીક કરતી ઘડીયાળના કાંટે જીવનની ઘટમાળ ચાલ્યા જ કરતી હતી. નકુલનો સમય નિરુદ્દેશ અને નિરર્થક પણ પસાર તો થયા જ કરતો હતો. ક્યારેક થતુ કે આના કરતા તો ઇશ્વરે કેન્સરના ઓપરેશન સમયે જ વધુ સમય ન આપ્યો હોત તો સારુ થાત. પોતે તો પાછા ન આવવાની જ તૈયારી સાથે ગયો હતો ને?

અચાનક મનને ઝાટકો લાગ્યો. ઇશ્વર ? પોતે ક્યારે ઇશ્વરમાં માનતો હતો? ઇશ્વરના અસ્તિત્વને ક્યારે સ્વીકાર્યુ હતુ? બકુની પ્રભુ પરની આસ્થાની ય કેટલી વાર ઠેકડી ઉડાડી હતી? આજે આ ઓચિંતો ઇશ્વર કેવી રીતે યાદ આવ્યો? કહે છે ને કે સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ. પોતાને સુખમાં સિલ્વીયા જરૂર યાદ આવતી , અરે આજ સુધી આ નિર્જીવ શરીરના તરફડાટમાં ય કે નજર સામે હર-ફર કરતી બકુને જોઇને મનથી કેટલી વાર સિલ્વીયા યાદ આવી ગઇ હશે પણ રામ તો ક્યારેય યાદ ન આવ્યા. હવે જ્યારે આ ઇશ્વરની લાઠી વાગે અને ન દેખાય એવા સોળ ઉઠ્યા ત્યારે છેક ઇશ્વર યાદ આવ્યા?

આજે તો સાચે જ ઇશ્વર યાદ આવ્યા અને સાચા હ્રદયથી મનોમન પ્રાર્થના થઇ ગઇ.

“હે ઇશ્વર, જ્યાં છો ત્યાંથી તું તો આ બધુ જ જોતો હોઇશ ને? આજે બસ મારા માટે નહી પણ બકુ માટે થઈને પણ મારા સામે જો. ક્યાં તો મને આમાંથી ઉભો કર ક્યાં તો કાયમ માટે તારા શરણમાં બોલાવી લે તો બિચારી બકુ તો છુટે .

મારી બકુનું શું?(૧૯) -રાજુલ શાહ

“હે ઇશ્વર, જ્યાં છો ત્યાંથી તું તો આ બધુ જ જોતો હોઇશ ને? આજે બસ મારા માટે નહી પણ બકુ માટે થઈને પણ મારા સામે જો. ક્યાં તો મને આમાંથી ઉભો કર ક્યાં તો કાયમ માટે તાર શરણમાં બોલાવી લે તો બિચારી બકુ તો છુટે .

નકુલને હવે પોતાની  શારીરિક પીડાની સાથે સાથે બકુની માનસિક પીડાનો ય વિચાર આવવા માંડ્યો હતો. એને ક્યારેક એવો વિચાર આવી જતો કે સાથે જીવીને તો એ બકુને ખુશ ક્યારેય રાખી શક્યો નહોતો પણ હવે જો એનુ મોત એને શાંતિ આપી શકે તો ય ગનીમત. પોતે ય છુટે અને બકુનો ય છુટકારો થાય.

દિવાળીના દિવસો પાસે આવતા હતા પણ એથી શું ? આ ઘરની રોશની તો ધીમે ધીમે ઝાંખી થતી જતી હતી. બકુના દિવસો તો રોજની જેમ જ સવારથી સાંજ સુધીમાં પસાર થયે રાખતા હતા. પણ આજની સાંજ જરા જુદી જ આથમવાની હતી.

બકુની ગેરહાજરીમાં નકુલ ધીમેધીમે વૉકરના સહારે બારી પાસે આવીને ઉભો રહેતો અથવા તો કયારેક વ્હીલ ચેર ધકેલતો એ ઘરમાં ફર્યા કરતો . વ્હીલ ચેર પરથી વૉકરના સહારે એ ખુબ પ્રયત્ને ઉભો થઇ શકતો પણ વૉકરના સહારે ઉભા થયા પછી એને વ્હીલ ચેરમાં બેસવામાં ભય રહેતો કારણકે વૉકરનો સહારો છોડ્યા પછી એને વ્હીલ ચેરમાં ધબ દઇને જ બેસી જવુ પડતુ. આજે પણ એ એમ જ બેસવા ગયો અને જરાકમાં ચુકી ગયો અને વ્હીલ ચેર એના ધક્કાથી સહેજ ખસી ગઈ અને એ ધડામ કરતો  જમીન પર પછડાયો. ઘણા ય તરફડીયા માર્યા પણ સઘળા વ્યર્થ ગયા. એની આસપાસ એવુ કશુ જ નહોતુ કે જેના ટેકાથી એ ઉભો થઈ શકે. એના ધક્કાથી વ્હીલ ચેર હતી એનાથી ય દૂર ધકેલાઇ ગઇ અને વૉકર પણ બીજી દિશામા ફેંકાયુ.

ઘણો બધો સમય એમ જ પસાર થઈ ગયો અને પરવશ નકુલ એમ જ પડ્યો રહ્યો અને બારીમાંથી ધીમે ધીમે આથમતી સાંજ ના ઓળા જોતો રહ્યો. આજે વાદળછાયા વાતાવરણના લીધે સાંજ રોજ કરતા વહેલી આથમી હતી અને દૂર આકાશમાં વાદળી ઘેરાશ વધુ ધેરી બની હતી. આમ પણ નકુલના જીવનની સાંજ ઉંમર કરતા વહેલી જ આથમવા માંડી હતી ને?

રોજના સમયે બકુના આવવાનો અણસાર પારખીને એક અપેક્ષા સાથે એ બારણા તરફ તાકી રહ્યો. લેચ કી થી બારણુ ખોલીને બકુ અંદર આવી. ઘરમાં છવાયેલા આછા અંધકારના લીધે એ જરા સહેમી ગઇ કારણકે નકુલ આવી રીતે  ઉજાસ વગર તો કયારેય રહી શકતો જ નહોતો. એ સ્વીચ બોર્ડ સુધી પહોંચીને લાઈટ ચાલુ કરી નાખતો તો પછી આજે આમ કેમ? ઉંઘતો હશે ? પણ ના ! આ સમયે તો એ ક્યારેય ઉંઘતો હોય એવુ  બન્યુ જ નથી. આમ પણ નકુલની ઉંઘ ઓછી થતી ગઇ હતી.

ગરાજમાંથી ઘરમાં આવવાનુ બારણુ ખોલીને પેસેજની લાઈટ કરીને એ અંદર પ્રવેશી. સામે જ જમીન પર પડેલા નકુલ અને બંને તરફ ઉંધી દિશામાં ફેંકાયેલ એની વ્હીલચેર અને વૉકરને જોઇને એ પળ વારમાં પરિસ્થિતિ પામી ગઇ. પર્સ અને ગાડીની ચાવી ત્યાંજ પડતી મુકીને એ નકુલ પાસે બેસી ગઇ. હળવેકથી એનુ માથુ ઉચકીને  ખોળામાં લીધુ. નકુલની આંખમાંથી આંસુથી ધાર વહેવા માંડી. પીડાથી નહીં પણ જે માવજતથી બકુએ એના માથાને પસવાર્યુ એ એને રડાવી ગયુ. આમ કેટલાય સમયે બકુએ એને આમ સંવેદનાથી સ્પર્શ્યો હતો? આજના સ્પર્શમાં જે હુંફ હતી એની તો એ કેટલાય સમયથી ઝંખના કરતો હતો ? આજ સુધી કેટલીય સિલ્વીયાના લીસ્સા સ્પર્શથી શરીરનુ લોહી ધખી જતુ હતુ? આજે એ ધખી ગયેલા લોહી પર જાણે પહેલા વરસાદની વાછટથી શિતળતાનો અનુભવ થયો હોય એવુ કેમ લાગ્યુ?

આજે સાચે જ એને લાગ્યુ કે ભર જુવાનીના ધોમધખતા રણમાં એને એ ઝરણુ માનીને દોડ્યો હતો એ તો ખરેખર મૃગજળ હતુ ,  ઘર આંગણે વહેતી ગંગાની અવહેલના કરીને ઝાંઝવાના જળને એ સરિતા માનીને ડૂબકી મારવા નિકળ્યો હતો . વાંક મૃગજળનો નહોતો ,વાંક એની ભુલી પડેલી દ્ર્ષ્ટીનો હતો.એક વાર પસ્તાઇને પણ પાછો તો એ ઝાંઝવાના જળથી જ એની તરસ છીપાવવા નિકળ્યો હતો ને?

બકુએ હળવેકથી નકુલને બેઠો કરવા પ્રયત્ન કર્યો. પણ એકદમ તો એનાથી નકુલનો ભાર ઉચકાયો નહી એટલે નકુલ સાથે જ એ ફરી જમીન પર ધકેલાઇ. નકુલના ચહેરા પરના લાચારી અને વેદનાના ભાવથી એ ઓઝપાઇ . આટલા વખત સુધી મન પરનુ કઠોરતાનુ કવચ જાણે એકદમ જ સરી ગયુ. કોચલામાંથી હળવેથી બહાર આવતા નાજુક બચ્ચાની જેમ હ્રદયમાંથી લાગણીની સરવાણી  ક્યાંથી ફુટી નિકળી એ તો એને સમજાયુ નહી પણ એક વાત તો ચોક્ક્સ સમજાઇ કે આજ સુધી નકુલ તરફ એનુ કઠોર વર્તન કદાચ બહારી જ હતુ અથવા તો  નકુલના વરણાગીયા વર્તનથી ઉઝેડાઇ ગયેલા , ઘા ખાઇ ગયેલા મનનો તાત્કાલિન વ્યહવાર હતો. ખરેખર તો એ આજે પણ નકુલને સાચા મનથી, ખરા હ્રદયથી સ્વીકારીને જ જીવતી સાચુકલી પત્નિ હતી જ.

ફરી એકવાર એણે જરા બળપૂર્વક નકુલને બેઠો કરવાની કોશિશ કરી.પહેલા તો એણે આશરે જ પ્રયત્ન કર્યો હતો પણ આ વખતે નકુલના શરીરના વજનનો અંદાજ હતો એટલે એ પ્રમાણે જર વધુ જોરપૂર્વક એને ઉઠાવવા પ્રયત્ન કર્યો. નકુલે પણ એના શરીરને ઢીલુ મુકીને બકુ માટે સરળતા ઉભી કરવા આયાસ કર્યો. એક વાર નકુલને બેઠો કર્યા પછી એની પીઠ પાછળથી ખભા નીચે  બંને હાથ સેરવી એને પાસેના કાઉચ તરફ ઢસડ્યો. એકવાર કાઉચ પાસે જો એ ખસી શકે તો પછી એ કદાચ એના પોતાના જોરે પણ ઉભો થઇ શકે એમ હતુ. બકુની ધારણા સાચી હતી. કાઉચ પાસે ખસ્યા પછી નકુલે થોડો પ્રયત્ન તો એની મેળે પણ કર્યો. એને સહારો આપીને બકુને એને ખેંચીને કાઉચ પર બેસાડ્યો.

આટલી વારમાં તો નકુલ પરસેવે રેબઝેબ થવા માંડ્યો હતો. બકુ એ માથે પંખાની સ્પીડ વધારીને નકુલને પાણી પીવડાવ્યુ. નકુલનો પરસેવો લુછીને ચહેરો સાફ કર્યો. વ્હીલ ચેર ખેંચીને પાસે લાવે જેથી એની પર નકુલને બેસાડી શકાય. પણ જેવી એ ઉભી થવા ગઈ એવો લાગલો જ ડૂબતો તરણુ ઝાલે એમ  નકુલે એનો હાથ  જાણે જીવનભર ન છોડવો હોય એમ પકડી લીધો .બકુના હ્રદયના બંધ છુટી ગયા. એ એકદમ જોરથી રડી પડી. એને સમજાતુ નહોતુ કે કયા વહેણમાં એ વહી રહી હતી ?

આટલા વખતની નફરત આમ વહી જશે એ તો એણે આની પહેલાની થોડી ક્ષણ પહેલા કલ્પના ય નહોતી કરી. આટલા વખતની સંઘરી રાખેલો ધુત્કાર આમ ક્ષણમાં રાખ થઈ જશે એવુ તો સ્વપ્નામાંય વિચાર્યુ નહોતુ. આજે ઘરમાં પ્રવેશી ત્યાં સુધી ક્ષણે પણ બકુનુ અને નકુલનુ જીવન  આમ જ બે અજનબીની જેમ પસાર થઈ જશે એમ જ એ માનતી હતી ને?

જમણા હાથે નકુલે બકુની પીઠ પર હાથ પસવાર્યો. એ હાથમાં બકુને સાંત્વન આપવાની સાથે એક અપેક્ષા ય હતી. હવે ક્યારેય એ બકુનો દ્રોહ નહી કરે એવી ખાતરી ય હતી તો બકુ એને માફ કરે એવી અપેક્ષા ય હતી. ક્યાંય સુધી એ અને બકુ એમ જ બેસી રહ્યા.

બહાર સૂર્ય તો ક્યારનોય ઢળી ચુક્યો હતો , આકાશમાં અંધકારના ઓળા ય ઉતરીને ધરતીમાં સમાઇ ગયા હતા. પણ નકુલના જીવનમાં એક નવી સવાર ઉગવાના એંધાણના બીજ રોપાઇ રહ્યા હતા. ત્યાર પછીની તમામ ઘટનાઓ કોઇ ઉતાવળ વગર એકદમ આસ્તે આસ્તે ઘટતી રહી. બકુના સહારે નકુલ વ્હીલ ચેર પર ગોઠવાઇને ડાઇનીંગ ટેબલ સુધી પહોંચી ગયો. કેટલાય વખત પછી  બંને જણા સાથે જમ્યા. આજે રાત્રે બકુ નકુલને પથારીમાં સુવડાવ્યા પછી બીજા રૂમમાં સુવાના બદલે  એ જ રૂમમાં એના ડબલ બેડ પર નકુલની સાથે જ સુતી. ઘણા સમય પછી  નકુલની રાત કોઇ અજંપા વગરની , પડખા ઘસ્યા વગરની વિતી.જાણે આટલા સમયથી કશુ જ બન્યુ ન હોય, જીવનમાં કશુ જ અજુગતુ બન્યુ જ ન હોય  એમ બકુ પણ આરામથી ઉંઘી.

સવારે વહેલા ઉઠીને એણે નાનકીને ફોન કરીને ડૉક્ટરની એપોઇંન્ટમેન્ટ લેવડાવી.  નાનકીને સીધી જ ડૉક્ટરના ક્લિનિક પર બોલાવીને હોસ્પીટલથી એમ્બ્યુલન્સ બોલાવીને એ નકુલને ડૉક્ટર પાસે લઇ ગઈ. ડૉક્ટરની કેબીનમાં બોલાવે ત્યાં સુધીમાં એણે નાનકીને નકુલના પડી ગયાની વાત કરી લીધી જેથી એ ડૉક્ટર સાથે નકુલ અંગે વાતચીત કરી શકે. નાનકી ભાભીમાં ઓચિંતાના આવેલા આ પરિવર્તનથી જરા વિસ્મય તો પામી જ હતી. કારણકે આજ સુધીના એના અને નકુલના ભાઇ બહેનના સંબંધ કરતા ભાભી સાથે વધુ સ્નેહના અને સાચા સંબંધ હતા એટલે ભાઇના વર્તનથી ભાભી કરતા એ વધુ દુભાઇ હતી અને કદાચ જો બકુ એ આખી જીંદગી નકુલને માફ ન ક્ર્યો હોત તો ય એ ભાભીની પડખે જ ઉભી રહેવાની હતી. આજે આ ભાભીના ઓચિંતા ફોનથી જેટલી નવાઇ ન લાગી એથી વધુ એને બકુના નકુલ તરફના કાળજીભર્યા વર્તનથી લાગી હતી. પણ એ ચુપ હતી. ભાભીને કશું જ પુછીને એ વાતને લંબાવવા માંગતી નહોતી. બકુ પરણીને આવી ત્યારથી એના સ્વભાવ અને ઝીણવટભરી કાળજીથી એ પરિચિત હતી.

ડોક્ટરની સાથે નકુલના ગઈકાલના બનાવની વાત અને  પછી આગળ શું થઈ શકે એની ચર્ચાના અંતે એક તો આશા બંધાઇ કે જો નકુલને એકધારી અને વ્યવસ્થિત ફિઝ્યોથેરેપી આપી શકાય અને જો નકુલ એમા સરખો સહકાર આપે તો કદાચ થોડા લાંબા સમયે પણ એની સ્થિતિમાં સુધારો જરૂર થઈ શકે.

અને બસ શરૂ થયો નકુલની સારવારનો એક નવો દોર. સવારે હોસ્પીટલમાંથી ફિઝ્યોથેરેપીસ્ટ આવીને એક કલાક મસાજ અને કસરત કરાવે અને એ જ પ્રમાણે સાંજે બકુ ફરી એ જ રીતે મસાજ આપીને કસરત કરાવે. ધીમે ધીમે નકુલના અડધા અચેતન અંગોમાં અને જીવનમાં પણ ચેતન રેલાવા માંડ્યુ છે.

હા! બકુ એ એની જોબ ચાલુ રાખી જ છે . ફરક ત્યાં છે કે હવે બકુ અને નકુલની સવાર સાથે ઉગે છે અને સાથે જ આથમે છે. ના ! આથમથી નથી પણ એક નવી સવાર ઉગવાની આશા સાથે રાતની આગોશમાં એકસાથે ઢબૂરાઇ જાય છે.

બકુના સ્નેહભર્યા સાથ અને નકુલના ચેતનવંતા સહકારથી આ ઘર પણ હવે ધીમેધીમે આળસ મરડીને , સુસ્તી છોડીને વધુ ને વધુ ચહેકતુ બન્યુ હોય એવુ નાનકીને લાગવા માંડ્યુ છે.

 

 

2 Responses to મારી બકુનું શું?

 1. Indu SHAH કહે છે:

  end sukhad karata ,Baku ane teni friends dvaara thoda paTh male tevo aave to?
  Indu

  Like

 2. Navin Banker કહે છે:

  End sukhad aave to vadhu saaru.

  Navin Banker

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.