ઋણાનુબંધ -પ્રભુલાલ ટાટારિઆ

ઋણાનુંબંધ (૧) પ્રભુલાલ ટાટારિઆ

Posted on August 19, 2016 by vijayshah

પ્રકરણ ગેર હાજરી

        બેડરૂમની બારીની બહાર લટકાવેલી છાબડીમાં ચોખાના દાણા અને કુંડીમાં પાણી મુકી રાખેલાં. વહેલી સવારથી ચકલીઓનું ઝુંડ ચણવા આવતું અને તેનો કલરવ ખુલ્લી બારીમાંથી સંભળાતો. સાંભળતા અમુલખ મણિયારની સવાર પડતી. સવારના નિત્યક્રમથી પરવારીને તે યોગાસનમાં બેસતો. ઘણી વખત ક્ષણેક તેને ધ્યાન સમાધી લાગી જતી એટલે તેણે તેના જુના વફાદાર નોકર યદુરામને તાકીદ કરી રાખેલી કે, ‘જ્યાં સુધી સિટીંગ રૂમમાંથી સ્વયં બહાર આવે ત્યાં સુધી તેને ડિસ્ટર્બ કરવા અંદર આવવું.

         બારીની બાજુમાં આવેલ પિપળાના ઝાડ પર ઘણી વખત એક કાબર આવીને બેસતી. ત્યારે અમુલખ બધું ભૂલી બારી પાસે ઊભો રહી, કાબર બોલે તેની રહ જોતો. કાબર જુદા જુદા અવાજમાં ટહુકા કરતી અને માથું હલાવતી. જોવામાં અમુલખ નાના બાળકની જેમ મશગુલ થઇ જતો. અમુલખે કાબરના ટહુકા રેકોર્ડ કરવાનો ઘણી વખત પ્રયાસ કરેલો પણ ત્યારે કાં કાબર બોલતી નહીં કે ત્યાંથી ઉડીને જતી રહેતી તેથી પ્રયાસ તેણે છોડી દીધો.

           સિટીંગ રૂમમાં બેસી  છાપા પર ઉપરછલ્લી નજર ફેરવી યદુરામે આપેલી ચ્હા પીને મોર્નિંગ વોક માટે નિકળી જતો. ઘણી વખત જુના મિત્રો મળી જતા તેમની સાથે વાતો કરતા વોક કરતો, નહીંતર પાર્કમાં લોન પર ખુલ્લા પગે વોક કરતો. ઝાકળ છાયેલા ઘાસ પર વોક કરવું રોમાંચક લાગતું. પાર્કમાં એક ચંપાના ઝાડ હેઠળનો  બાંકડો અમુલખનું માનિતું સ્થળ હતું. ત્યાં બેસીને, તેણે આજ દિવસ સુધી કવિ કમલકાંત અથવા તો કાન્તના નામે ઘણી કાવ્ય રચનાઓ કરી હતી. જે મુશાયરામાં વંચાઇ હતી. જ્યારે પોતાની રચનાનું પઠન કરતો ત્યારે પીનડ્રોપ સાયલન્સથી લોકો સાંભળતા. એક રીતે કહો કે વાતાવરણમાં છવાઇ જતો.

            એક જમાનામાં જુની સાંકડી ચાલીના રૂમમાં રહેતો હતો. એની પત્ની અનુરાધાના મૃત્યુ પછી એના મિત્ર ઘનશ્યામ પરમારે તેની એકલતા દૂર કરવા સ્થાનિક ન્યુઝ પેપરમાં કોલમ લખવાની પ્રેરણા આપી.

       ન્યુઝ પેપરની કેન્ટીનમાં એક વખત શે બઝારની ચર્ચા થતી હતી. તે સમયે કોઇએ કહ્યું કે,હમણાં ભાવ નીચે છે જો અત્યારે શે અંકે કરી લેવાય તો આગળ જતા ચાંદી થઇ જાય. અમુલખના મનમાં શું તુરંગ આવ્યો અને તેણે પેલાએ જે કંપનીના શે ખરીદવાની વાત કરી હતી, તે તેણે જોખમ ખેડીને અંકે કરી લીધા.

     ખરેખર ભાવ ઉચકાયા ત્યારે પોતે રોકેલ મુડી જેટલા શેર વેચીને પોતાની મૂડી બચાવી લીધી. આગળ જતા કિસ્મતના પાસા પલટાયા અને શેર બજારમાં શેર લે વેચ કરતા ધુમ કમાયો. તેણે ચાલી વળી ખોલી ખાલી કરી, શહેરથી દૂર એકાંત જગામાં આવેલ એક વખત ભૂતિયા તરિકે ઓળખાતો બંગલો  ખરીદી લીધો. આગળ જતા ખબર પડી કે એક વખત ડ્રગની હેરાફેરી માટે વપરાતી જગા હતી. કોઇ બાજુ ફરકે નહી પેલા ડ્રગ માફિયાના ભુતાવળના કારસ્તાન હતા.ઘર ફૂટે ઘર જાય આપસમાં ફાટફૂટ થતા ત્યાં પોલીસની રેડ પડી અને બંગલો ખાલી થઇ ગયો પણ ભૂતાવળવાળી છાપના લીધે કોઇ ખરીદતું નહોતુ અમુલખને મળી ગયું.

   સ્થાનિક છાપાની ઓફિસમાં ઘેર જતા અમુલખ એક ઇરાનીની હોટલમાં ચ્હા પીવા જતો. એક દિવસ હોટલના માલિકે તેને ત્યાં બાવરચી સાથે કામ કરતા યદુરામના હાથે દાલ ફ્રાય માટે વઘાર કરતા તેલ વધુ પડતું ગરમ થઇ ગયું અને તેમાં વઘાર માટે પડેલા લાલ મરચાની વાસ આખી હોટલમાં ફેલાઇ તેથી ખાંસતા આઠ ગ્રાહકનું ગ્રુપ ભાગી ગયું. તે જોઇ માલિકની કમાન છટકી અને યદુરામને તતડાવતા કહ્યું

બસ આવા કામ કરજે એટલે હોટલનો વિટો વળી જાય..’

ના,ના શેઠ મેં જાણી જોઇને તો નહોતું કર્યું. હું તો એકઝોસ્ટ ફેન ચાલુ કરવા ગયો ને…’

તે વઘાર કરતાં પહેલા એકઝો્સ્ટ ફેન ચાલુ કરાય,મને ઊઠા ભણાવે છે…? તારાથી તો વાજ આવી ગયો છું

શેઠ હવે ફરી એવી ભુલ નહી થાય,’કરગરતા યદુરામે કહ્યું

ના ભુલ તો મારાથી થઇ ગઇ કે તને નોકરીમાં રાખ્યો, ‘જા કામ કર

       માલિક ભાંડતો હતો ત્યારે ઓછપાયેલા યદુરામનો ચહેરો જોઇ અમુલખ બહાર આવી ને હોટલની સામે ઊભો રહ્યો. પાણી ઢોળવા બહાર આવેલા યદુરામને ટચલી આંગળી ઊચી કરી ને બહાને બહાર આવવા ઇશારો કર્યો. યદુરામ અમુલખને મળ્યો ત્યારે અમુલખે પુછ્યું,

હોટલવાળો આટલો ભાંડે છે તે બીજે ક્યાં નોકરી કેમ નથી કરતો..?’

સાહેબ મારા ઘરમાં આગ લાગેલી, તેમાં મારૂં ઘર ખંડેર થઇ ગયું ને મારી ઘરવાળી બળીને મરી ગઇ. હવે મને રહેવાની જગા નથી.   હોટલના માળિયામાં રહું છું અને હોટલનો માલિક ખાવાનું આપે છે એટલે….’

મારે ત્યાં કામ કરીશ?

૨૪ કલાક મારી સાથે રહેવાનું અને તારા અને મારા માટે ખાવાનું બનાવવાનું, ફાવશે?’

તમે મને તમારે ઘેર લઇ જતા હો તો તમે, મારા માટે ભગવાન’. ગળગળા થઇ યદુરામે કહ્યું અને પાછો વળ્યો ,તો અમુલખે કહ્યું

કેમ નથી આવવું? હમણાં તો તું કહેતો હતો

સાહેબ મારા કપડા લઇ આવું. ’દયામણા સ્વરે યદુરામે કહ્યું

જુના કામ સાથે જુના કપડા જવા દે, હું તને નવા અપાવીશ ચાલ.’

         બસ ત્યારથી યદુરામ અમુલખને ત્યાં મોજથી રહેતો હતો. ઘરની સાફ સુફી માટે લગભગ ચાર પાંચ બાઇઓ આવી કોઇ હાજરીમાં ખાડા કરતી હતી તો કોઇ ઘરમાંથી સામાન કે રાશન ચોર નીકળી આખર સાકર આવી અને ટકી ગઇ.આખા ઘરને પોતિકા ઘરની જેમ સાફ અને સ્વચ્છ રાખતી. અમુલખને અવ્યવસ્થા ગમતી નહીં. ઘરમાં રાખેલી દરેક વસ્તુ મુકરર કરેલ સ્થાનથી  મળવી જોઈએ.     સાકર સુપેરે જાણતી હતી. એટલે અમુલખના રૂમમાં, ખાસ કરીને પલંગ પર બિછાવેલી ચાદર સરખી કરતી અથવા બદલતી રહેતી.

         વહેલી સવારે આવી ઘરમાં સાફ સફાઇ કરી પછી આંગણું વાળતી.યદુરામે આપેલી ચ્હા પીને યદુરામને શાક સમારવામાં કે ચટણી વાટી આપવા જેવા કામમાં મદદ કરતી.ઘણી વખત યદુરામ બજારમાંથી કશું લાવવા મોકલતો પણ રાજી ખુશીથી લાવી આપતી.

        એક દિવસ દરરોજની જેમ ચકલીઓના કલરવથી અમુલખની સવાર પડી નિત્યક્રમ પતાવી તે યોગાસનમાં બેઠો અને ક્યારેક લાગતી ધ્યાન સમાધી લાગી ગઇ અને ભંગ થતા તે સિટિંગ રૂમમાં આવ્યો. સોફાની બાજુમાં મુકેલા સાઇડ ટેબલ પરથી છાપું ઉપાડ્યું અને પાન ફેરવતા સમાચારની હેડ લાઇન્સ નજર ફેરવી છાપું કોરાણે મુકી દીધું.યદુરામે મુકેલ ચ્હા પીને પગમાં ચપ્પલ ઘાલી મોર્નિંગ વોક માટે નિકળી ગયો.

        આજે સારી ધ્યાન સમાધી લાગી એટલે ખુશખુશાલ સવાર પડી એવું તેને લાગતું હતું પણ ખુશી ત્યારે હવા થઇ ગઇ જ્યારે સામેથી આવતા સાંતનુંને જોયો, ‘હે ભગવાન લપ ક્યાં સામે આવી.’ સ્વગત બોલ્યો ત્યાં સુધી તો બરોબર સામે આવી ગયો હતો.

હાય! કાન્ત ગુડ મોર્નિંગ.’

મોર્નિંગ, કવિ શુન્ય કેમ છો?’

મજામાં, એટલે એકદમ મજામાં શુક્રવારે ટાઉન હોલમાં મુશાયરો છે ત્યારે બે જોરદાર, ધારદાર, મજેદાર .’આગળ શું બોલવું તેમાં અટવાયો તો અમુલખે પ્રોત્સાહિત કરવા ઉમેર્યું

દમદાર, વગેરે વગેરે નહીં…?’

હા વગેરે વગેરે સાથે બંદા રજુ થશે. .પણ સોરી હમણાં મારી સજની મને બાગમાં મળવાની છે તેની ઉતાવળમાં છું. ‘બાય,’કહીને ગયો

ચાલો બલા ટળી,નહીતર પોતાના જોડકણાં સંભળાવવા પાછળ અર્ધો ક્લાક ખાઇ જાત’ !ભગવાનનો પાડ માની અમુલખ પોતાના પંથે પડ્યો.

     પેલા ચંપાના ઝાડ હેઠળના બાંકડા પાસે આવીને બેઠો અને સામેથી ક્યાંક સંતાઇને બેઠેલી કોયલનો ટહુકો સંભળાયો. તે બાંકડા પર બેસી પોતામાં ખોવાઇ ગયો અને અચાનક સ્ફુરણા થતા બે પંકતિએ ગણગણ્યો. ગણગણતા ઘેર આવ્યો. જેવો પોતાના રૂમમાં દાખલ થયો તો સદા સ્વચ્છ અને વ્યવસ્થિત દેખાતો પોતાના પોતાનો રૂમ સવારના તે ગયો તેવો અસ્ત વ્યસ્ત હતો પલંગ પરની ચાદર ચોળાયલી હતી અને ગઇકાલે તેણે જમીન પર ફેંકેલા કાગળના ડૂચા ત્યાં પડ્યા હતા ક્યારે નહીં ને આજે આમ કેમ એટલે તેણે બૂમ પાડી

યદુરામ….’

જી આવ્યો સાહેબ…’

   ક્યારે આટલા ઊંચા અવાઝે કદી અમુલખે સાદ નહોતો પાડ્યો એટલે રઘવાયો યદુરામ લગભગ દોડતો અમુલખના રૂમમાં આવ્યો

શું છે બધુ? પોતાના પલંગની ચાદર પકડી ને દેખાડતા અને જમીન પર વેરાયલ કાગળ ના ડૂચા દેખાડી પુ્છતા ઉમેર્યું, ‘સાકર ક્યાં છે? બોલાવ એને

સાહેબ, સાકરબેન આજે નથી આવ્યાદયામણા ચહેરે રૂમમાં નજર ફેરવતા યદુરામે કહ્યું.

સારૂં, તું ચ્હા બનાવ હું તપાસ કરૂં છું. શું વાત છે? ’છેલ્લા દસ વરસથી નિયમિત કામ કરનાર ઘરના સભ્ય જેવી સાકર આવતા, અમુલખને ચિંતા થવા લાગી.

       યદુરામે આપેલી ચ્હા પીને અમુલખ સાકરના ઘેર આવ્યો. ઘર બંધ હતું અને બારણે તાળું મારેલું હતુંપડોશમાં રહેતા ગંગાબાને અમુલખે પુછ્યું,

માજી, સાકર ક્યાં ગઇ છે તમને ખબર છે?’

તું કોણ છો દીકરા, અને સાકરનું પુછાણું કેમ કરે છે..?’

માજી, મારૂં નામ અમુલખ છે સાકર મારા ઘેર કામ કરવા આવે છે. તે આજે આવી નથી તેથી પુછું છું,’ ક્યાં છે સાકર?’

સાકર અભાગણી પેદા થઇ છે, એનો નપાણિયો અને નફ્ફટ ઘરવાળો કશું કામકાજ કરતો હતો. બિચારી સાકર ગામના કામ કરીને ઘર ચલાવતી હતી. ઓટીવાળ એક દિવસ સાકર અને એના દીકરાને સુતા મેલી કયાંક જતો રહ્યો છે. ક્યાંથી વાવડ પણ નથી કે મુવો જીવતો છે કે મરી ખુટયો. વાતને વરસોના વહાણા વાઇ ગયા. અઠવાડિયા પહેલા મુંબઈ રહેતો દીકરો આવ્યો હતોજેને પેટે પાટા બાંધીને ભણાવીને પગભર કર્યો દીકરાએ, ભોળી ભટાક સાકરને રામ જાણે શું અષ્ટમ પષ્ટમ સમજાવી સાથે લઇ ગયો અને કાલે કોઇ વૃધ્ધાશ્રમમાં મુકી આવ્યો છે. ઘરની ઘરવખરી વેચી મારી અને મકાન પણ વેચી માર્યુ,  એના પૈસા લઇ પોતે ભાગી ગયો. માવતર ઘઈડા થાય ત્યારે કોઇ એની હંભાળ લે માટે દીકરા માંગતા હોય છે, પણ સાકરના પેટે દીકરો નહી પથરો પાક્યો. હાય રે નસિબ, કહી ગંગાબાએ કપાળે હાથ મારી નિસાસો નાખ્યો

ભલે માજી હું વૃધ્ધાશ્રમમાં તપાસ કરવા જાઉં ,જય શ્રીકૃષ્ણ.’

જય શ્રીકૃષ્ણ,’કહી ગંગાબાએ હાથ જોડ્યા

       અમુલખે ગાડી વૃધ્ધાશ્રમ તરફ વાળી. વૃધ્ધાશ્રમની ઓફિસમાં આવીને તેણે ત્યાં બેઠેલી એક આધેડ બાઇને કહ્યું,

મારે સાકરબેનને મળવું છે.’

તમે તેમના શું સગા થાવ?’

જી, મારે ત્યાં છેલ્લા દસ વરસથી કામ કરે છે. આજે આવી તેથી હું તમના ઘેર ગયેલો . સાકરબેનના પડોશી ગંગાબાએ કહ્યું કે, એમને એમનો દીકરો અહીં મુકી ગયો છે’.

સાચી વાત છે. પણ આજ સવારથી અમે પણ ચિંતામાં છીએ સાકરબેન, કોઇને કશું કહ્યા કારવ્યા વગર ક્યાંક જતા રહ્યા છે. અમે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.’

સારૂ,આભાર.’કહી અમુલખ વૃધ્ધાશ્રમમાંથી બહાર આવ્યો. હવે સાકરને કયાં શોધવી વિચાર કરતા તે ગાડીમાં બેસવા જતો હતો ત્યાં પાછળથી બૂમ સંભળાઇ,

મણિયાર..’

 અમુલખે પાછા વળીને જોયું, તો એનો ખાસ મિત્ર ઘનશ્યામ પરમાર સામેથી આવતો હતો.

એલા મણિયાર, તું શું કરતો હતો અનાથાશ્રમમાં?’

અરે યાર, મારી હાઉસમેઇડ સાકરને એના દીકરાએ અહીં દાખલ કરી છે. એને મળવા આવ્યો હતો પણ ક્યાંક જતી રહી છે…’(ક્રમશ)

 

ઋણાનુબંધ (૨) શોધ – પ્રભુલાલ ટાટારીઆ ‘ધુફારી’

Posted on September 17, 2016 by vijayshah

વૃધ્ધાશ્રમવાળાનું કહેવુ શું છે…..?’ઘનશ્યામે ગાડીમાં બેસતા પુછ્યું

તે લોકો પણ ચિંતામાં છે કે, આજે સાકર કોઇને કશું કહ્યા કારવ્યા વગર ક્યાંક જતી રહી છે

હં…..પણ કોઇને અન્યને પુછીએ ત્યારે આપણે કોને શોધીએ છીએ તેનો અતો પતો તો હોવો જોઇ મતલબ એનો ફોટો ગ્રાફ….’ઘનશ્યામે કહ્યું

હા છે ને…. માટે ઘેર જવું પડશે ચાલ…’કહી અમુલખે ગાડી ઘર તરફ હંકારી

         બંને અમુલખના ઘેર આવ્યા તો યદુરામે વ્યગ્રતાથી પુછ્યું

સાયેબ સાકરબેન…..’

મળી નહીંએના દીકરાએ…. બહુ લાંબી વાત છે તું ચ્હા બનાવ….’કહી અમુલખ પોતાના બેડરૂમમાં ગયો અને સાકરના પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફસ લઇ બહાર આવ્યો. યદુરામે મુકેલી ચ્હા પી બંને પાછા ગાડીમાં ગોઠવાયા તો અમુલખે સાકરના ફોટોગ્રાફસ ઘનશ્યામને આપ્યા

સારૂં કર્યું નહીંતર આપણે લોકોને પુછત શું….? સાકરને જોઇ…? એટલે લોકો પુછત કઇ સાકર દાણાદાર કે ખડી સાકર….?’

મજાક મુક પરમાર….’કટાણું મ્હોં કરી અમુલખે કહ્યું

દસ વરસથી તારે ત્યાં કામ કરતી હતી ને તેના દીકરા આવું પગલું ભર્યું તેની વાત સુધ્ધા તને એણે કરી…?’

મેં તેની પર્સનલ લાઇફ બાબત કદી પુછ્યું નથી અને એણે કહ્યું નથીહા યદુરામ પાસેથી મને એટલી ખબર પડીકે એનો દિકરો નાનો હતો ત્યારે બંનેને મુકી એનો ઘરવાળો ઘર મુકી ક્યાંક ચાલ્યો ગયો છેબસ એનાથી વધારે એના વિષે હું કશુ જાણતો નથી

સાકરનો ફોટોગ્રાફ રાખ્યો છે સારૂં કર્યું તપાસ કરવામાં સરળતા રહેશે..’ઘનશ્યામે ફોટા સામે જોઇ કહ્યું

તો આપણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર એકબોટેના કહેવાથી કર્યું…’

મતલબહું સમજયો નહીં…?’ઘનશ્યામે પુછ્યું

મારા ઘરમાં પહેલી મેઇડ અનસુયા રાખેલી ચાર દિવસ આવે એક દિવસ આવે એમ ખાડા કરતી હતી એટલે છુટી કરી તે પછી બીજી મેઇડ રાખી શું નામ હતું…..અં….?’અમુલખ વિચારમાં પડ્યો

અરે જાવા દેને યાર એક્ષ વાય ઝેડ જે હોય તેતો એણે શું કાર્યું…?’

હા બીજી મેઇડ એને શાક પાન લેવા યદુરામ મોકલે તો શાક પાનના ખોટા હિસાબ આપી પૈસા ગપચાવતી હતી….’

એટલે રવાની કરી એમનેપછી….?’

ના યદુરામે એને કહ્યું તું શાકભાજીના ખોટા હિસાબ આપે છે શાકભાજીના ભાવ આટલા બધા હોય તો સામે ગળે પડી ગઇ યદુરામને કહે તારે તો ઘરમાં બેસી હુકમ હલાવવા છે હું કાછિયા સાથે ભાવતાલની કેટલી લમણાજીક કરૂં છું તે તને ક્યાંથી ખબર હોય…? તું મારા પર ખોટા શક કરે છે હું કાલથી નહીં આવું….’

વાહ..!! સતવાદીની પુછડી પછી….?’

પછી આવી મંજરી…. રાશન ચોર નીકળી….’

એટલે કાઢી મુકી એમને…?’

ના જ્યારે મારા ઘેર કામ કરવા આવતી હતી ત્યારે હંમેશા પોતાની સાથે એક પ્લાસ્ટિકની થેલી લાવતી હતી એમાં કપડા કે એવું કશું સાથે હોય એક દિવસ યદુરામને એની કોથડીના તળિયે દાળ દેખાઇ એટલે યદુરામે રસોડામાં દાળની બરણી જોઇ અર્ધી ખાલી હતી એટલે એનો શક પાકો થયો તેથી કહ્યું અલી મંજરી ઘરમાંથી તેં દાળ ચોરી કરી તો રડતી મારી પાસે આવીને એણે મને કહ્યું જુઓ સાયેબ હું મુલચંદ મોદી પાસેથી અહીં આવતા પહેલા મારા ઘર માટે દાળ લેતી આવી હતી તે જોઇ તમારો યદુરામ મેં ઘરની દાળ ચોરી એવો મારા પર ખોટો આરોપ મૂકે છે હું ખોટું બોલતી હોઉ તો મુલચંદ મોદીને પુછી જુવોમારા પર આવા ખોટા શક જ્યાં થતા હોય ત્યાં હું કામ નહી કરૂં કહી પણ ગઇ….’

હંપછી…?’

પછી આવી પ્રેમા…. નાની મોટી ચીજો ચોરતી હતી અને એક દિવસ મારૂં ઘડિયાળ ઉપાડી ગાયબ થઇ ગઇ બે દિવસ આવી એટલે શક પાકો થ્ ગયો મેં જ્યારે પોલીસ ચોકીમાં ફરિયાદ કરી ત્યારે ઇન્સ્પેકટર એકબોટેએ મને પુછ્યું તમારી પાસે તમારી મેઇડ પ્રેમાનો કોઇ ફોટોગ્રાફ અને સરનામું છે….? મેં ના પાડી તો મને કહે મણિયાર સાહેબ કશી પણ ઓળખ વગર અમારે તમારી મેઇડ પ્રેમાને કેમ શોધવી હવે મેઇડ રાખો તો એનો ફોટોગ્રાફ અને સરનામું જરૂર નોંધી રાખજો…’

એટલે ઓલી પ્રેમા પછી સાકર મળી એમને…?’

ના એનાથી પહેલા લાજો આવી હતી મુળ નામ તો લાજવંતીહતું પણ લાજ વગરની હતી….’અમુલખે મ્હો બગાડી કહ્યું તો એના ખભે ધબ્બો મારતા ઘનશ્યામે પુછ્યું

કેમ તારા પર કામણ કરવાના પ્રયત્નો કરેલા કે…?’

મજાક મુક પરમાર…. મારી મનીપર્શમાંથી પૈસા સેરવતી હતી આમ તો ખબર પડે પણ તે દિવસે મેં એટીએમમાંથી ૧૦૦૦૦ વિથડ્રો કરેલા મને બરોબર યાદ છે ૧૯ નોટ ૫૦૦ની હતી અને નોટ ૧૦૦ રૂપિયાની હતીહું બઝારમાં ગયો ત્યારે પેમેન્ટ માટે પર્શ ખોલી ત્યારે ૧૦૦ રૂપિયાની ચાર નોટ જોઇ મને નવાઇ લાગી મને યાદ નહોતું આવતું કે મેં કોઇને ૧૦૦ રૂપિયા આપ્યા હોય યદુરામ આવું કરે તેની મને ગળા સુધી ખાત્રી હતી એટલે કામ લાજોનું હોવું જોઇએ અને એના પર નજર રાખતા એક દિવસ એને મેં મારી મનીપર્શ ઉપાડતા જોઇ એનું કાંડુ પકડી પુછયું પૈસા ચોરે છે ચોરકહી હું એકબોટેને ફોન કરવા ગયો ત્યાં સુધી ભાગી ગઇ મેં પોલીસ સ્ટેશનમાં જઇ વાત કરી અને તેના ઘેર ગયા તો એણે કહ્યું મેં એના પર ખોટો આરોપ મુંક્યો છે….મુળ તો સાયેબની મારા પર મેલી નજરકહી રડી પડી…’

ભારી ચાલક નીકળી….પણ તને આવી બધી મેઇડ મોકલતો કોણ હતો….?’

અમારી સોસાયટીનો સેક્રેટરી મનોજ માંજરેકર…..’

તો તેં તેને વાત કરી….?’

તેણે મને કહ્યું મણિયાર સાહેબ હવે કઇ ચોર છે અને કઇ વફાદાર એનો કંઇ મીટર તો નથી હોતોને…?’

એનો મતલબ છેલ્લી સાકર આવી એમને….?’

હાયાર આવી અને મારા ઘરની છેલ્લા દસ વરસથી સંભાળ લેતી હતી. યદુરામ તો એને બહેન માનતો હતો અને મારે ત્યાં કામે રહી પછીની રાખડી પુનમે યદુરામને રાખડી બાંધેલી પરમાર તે દિવસે બંનેની આંખમાં હર્ષના આશું આવી ગયેલા મને બરોબર યાદ છે.યદુરામે કહેલું એક અભાગિયાના સગામાં કોઇ નહતું તે એક બહેન મળી ગઇ તો સાકરે કહ્યું કોઇના ખભે માથું મુકી રડી શકું એવો ભાઇ મને આજ મળી ગયો.’

         બંને પોલીસ સ્ટેશનમાં આવ્યા અને સાકરની બધી વાત કરી સાકરનો ફોટોગ્રાફ આપ્યો તો નવા ઇન્સપેકટર નાગપુરકરે ફરિયાદ નોંધી ને કહ્યું તમારા પહેલા વૄધ્ધાશ્રમના સેક્રેટરી પણ ફરિયાદ નોધાવી ગયા બાઇનું નામ પણ સાકર હતું તો બંને એક વ્યક્તિ તો નથીને….?’

હા સાહેબ બંને એક વ્યક્તિ છે..?’

સારૂં અમે તપાસ કરીશું અને સઘડ મળેથી તમને જાણ કરીશું….’કહી સાકરનો ફોટોગ્રાફ ગુમ સુદા લખેલ નોટીસબોર્ડ પર પીન મારી લગાડી દીધોપોલીસ સ્ટેશનમાંથી બહાર આવતા ઘનશ્યામે કહ્યું

ચાલ સૌથી પહેલા સાકરના ઘરની આસપાસ અને આશ્રમની આસપાસ તપાસ કરીએ કોઇએ એને જોઇ છે કે કેમ…?’

       બંને સાકરના ઘરની આસપાસની દુકાનોમાં સાકરનો ફોટોગ્રાફ દેખાડી તપાસ કરી તો દુકાનદારો એને બરાબર ઓળખતા હતા પણ આજ કાલમાં કોઇએ એને જોઇ હતી. ત્યાંના રિક્ષા સ્ટેન્ડ પર ઊભી રહેતી રિક્ષાવાળાને પણ પુછ્યું પણ ક્યાંથી એના સઘડ મળ્યા તો ઘનશ્યામે કહ્યું

મણિયાર આવી વ્યક્તિઓ બહુધા ગામ છોડીને જવાનું વધુ પસંદ કરે છે કારણકે લોકો ખણખોદ કરીને વાત જાણવાની અને પછી મરી મસાલો નાખી અફવા ફેલાવવામાં વધુ રસ લેતા હોય છે તેમાં જેઓ એનો ઘરવાળો એને મૂંકીને જતો રહ્યો છે એવું જાણતા હશે તેમના માટેતો તમાશાને તેડું એટલે ચાલ સ્ટેટ ટ્રાન્સપોર્ટના બસ સ્ટેશન પર અને પછી પ્રાઇવેટ બસ સ્ટેશન પર તપાસ કરીએ….’

       બંને પહેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટના બસ સ્ટેશન પર આવ્યા અને ત્યાં ટિકીટ બારી પર,ત્યાં ઊભેલી બસના કંડકટરને, ડ્રાઇવરને,ચ્હાની લારી વાળાને,પાનના ગલ્લા પર,છાપાના ફેરિયાને અને પીપરમેન્ટના ફેરિયાને સાકરનો ફોટોગ્રાફ બતાવી એને જોઇછે કે કેમ તપાસ કરી પણ કોઇએ એને જોઇ હોય એવું કહ્યું.તે પછી જયાંથી પ્રાઇવેટ બસો ઉપડતી હતી ડિપો પર આવ્યા ત્યાં પણ સૌને પુછ્યું પણ કોઇએ હા પાડી કે સાકરને જોઇ છે.

પરમાર શું કરીશું….?’નિરાશ થયેલા અમુલખે પુછ્યું

હવે બાકી રહી એકજ જગા રેલ્વે સ્ટેશન…..’કહી ઘનશ્યામે અમુલખની ગાડીનું બારણું ખોલ્યું

હા બરાબર છે કદાચ ત્યાં મળી જાય….’અમુલખે કહ્યું અને ગાડી રેલ્વે સ્ટેશન તરફ રવાના થઇ.રસ્તામાં એક જગાએ એક્સીડન્ટ થયેલો એટલે ટ્રાફિક જામ હતો. અમુલખના મ્હોં પર રઘવાટ છવાયેલો હતો તે જોઇ ઘનશ્યામે અમુલખનો ખભ્ભો થાબડી સાંત્વન આપતા કહ્યું

મણિયાર ધરપત રાખ અહીં કદાચ સાકરના સઘડ મળી જાય…’

   ઘણી વાર પછી એમ્બ્યુલન્સ આવી અને ઘવાયેલાને લઇને ગયા પછી ટ્રાફિક પોલીસે હળવે હળવે ટ્રાફિક ચાલુ કરાવ્યો.આખરે બંને રેલ્વે સ્ટેશન પર આવ્યા તો ઘનશ્યામે કહ્યું

મણિયાર તું ગાડી પાર્ક કરી આવ ત્યાં સુધી હું પ્લેટફોર્મની ટિકીટ લઇ લઉ છું

હા આપણે પ્લેટફોર્મ પર મળિયે….’

         ઘનશ્યામ પ્લેટફોર્મની ટિકીટ લેવા ગયો ત્યાં લાંબી લાઇન હતી

સાલી ઇમર્જન્સી હોય ત્યારે બધે ઠેકાણે અડચણો ઊભી થાય…’સ્વગત બોલતા ઘનશ્યામ લાઇનમાં ઊભો રહ્યો આખર બારી પર આવ્યો તો સાકરનો ફોટોગ્રાફ ત્યાંના ટિકીટ કલાર્કને બતાવી પુછ્યું

સાહેબ લેડી અહીંથી ટિકીટ લઇ ગઇ…?’

અરે મારા ભાઇ અહીં હજારો પેસેન્જાર આવે છે કોના કોના ચહેરા યાદ રાખીએ…?’

ભલે ભાઇ બે પ્લેટફોર્મ આપો….’

       ઘનશ્યામ લાઇનમાંથી બહાર આવીને ત્યાં બેઠેલા હમાલોના ટોળામાં સાકરનો ફોટોગ્રાફ બતાવી પુછ્યું

ભાઇ તમારામાંથી કોઇએ બાઇને અહીં પ્લેટફોર્મ પર જોઇ છે…’

કેમ કોણ છે…?કશું ચોરવીને લઇ ગઇ છે…?’એક હમાલે પુછ્યું

ના ભાઇ કશું ચોરવીને નથી લઇ ગઇ….’

તમારી શું સગી થાય…?’બીજાએ પુછ્યું

એની બેન થાય….’ત્યારે ત્યાં આવેલા અમુલખે એવું કહી ઘનશ્યામનું બાવડું ખેચતા ગણગણ્યો

લોકોને પુછવાથી કંઇ ફાયદો નથી થવાનો બધા નવરા ધુપ છે એટલે એમને ટીખડ સુજે છે

     સામેના પહેલા પ્લેટફોર્મ પર ઉભેલી ટ્રેઇનની પહેલી બોગીથી બંનેએ તપાસ કરવાની શરૂઆત કરી આખર છેલ્લી બોગી સુધી તપાસ કરતા કંઇ વળ્યું નહી

અચાનક રેલ્વેના બીજા ખાલી ટ્રેક પર લથડતી ચાલે એક સ્ત્રીને જતી જોઇ ઘનશ્યામે આજુ બાજુ વ્યગ્રતાથી નજર ફેરવતા અમુલખને બુમ મારી

મણિયાર ઓલા બીજા ટ્રેક પર એક સ્ત્રી જાય છે સાકર તો નથી ને…?’

         સાંભળી અમુલખ પ્લેટફોર્મ પરથી નીચે આવી અને બીજી ટ્રેક તરફ દોડ્યો અને જયારે સ્ત્રીની નજીક પહોંચ્યો ત્યારે ખબર પડી કે સાકર હતી જાણે પોતાના ખભા પર પોતાની લાશ લ્ જતી હોય તેમ લથડતી ચાલે જઇ રહી હતી. અમુલખે એકદમ તેનો હાથ પકડીને કહ્યું

સાકર ક્યાં જાય છે…?

         દયામણા ચહેરે સાકર એકીટશે અમુલખને નિર્લેપ ભાવથી જોઇ રહી (ક્રમશ)  

 

ઋણાનુબંધ (૩) સહિયર સાકર –પ્રવિણા કાડકિયા

Posted on September 22, 2016 by vijayshah

      

પ્રકરણ () સહિયર સાકર   –પ્રવિણા કડકિયા/પ્રભુલાલધુફારી          

         રેલ્વેના પાટા પર ભાનસાન ગુમાવેલી જીવતી લાશ જેવી જતી સાકર તરફ દોડી એનું બવડું પકડી અમુલખે પુછ્યું

સાકર ક્યાં જાયછે…?’

           પાછી ફરી સાકર અમુલખ સામે કોઇ અજાણી વ્યક્તિની મળી હોય તેમ તાકી રહી.ગભરાયેલી હરણી સમી આંખો,ગળે બાઝેલો ડૂમો અને કશું બોલવા અશક્તિમાન કાંપતા હોઠ એની અસહાયતાની ચાડી ખાતા હતા.

અત્યારે કશું બોલતી નહીં ઘેર ચાલ આપણે ઘેર વાત કરીશું..’

         અમુલખની દોરાયલી સાકર સ્ટેશન બહાર આવતા જાણે કેટલો લાંબો પંથ કાપ્યો હોય તેમ થાકી ગઇ. સાકર મળી ગઇ એટલે અમુલખને ધરપત થઇ પણ થોડું મોડું થયું હોત તો સાકર કેવી હાલત મળત વિચાર માત્રથી જરા કંપી ગયો.અમુલખે ગાડીનો પાછલો દરવાજો ખોલી સાકરને ગાડીમાં બેસવા કહ્યું આગલો દરવાજો ખોલી ઘનશ્યામ બેઠો અને બધા ઘેર આવ્યા.ઘરમાં દાખલ થતા સાકરની હાલત જોઇ યદુરામ હેબતાઇ ગયો

ક્યાં ચાલ્યા ગયા હતા મોટીબેન…?’

એતો રેલ્વેના પાટા પર આત્મ હત્યા કરવા જતી હતી ભગવાનની મહેરબાની કે સમયસર પહોંચાયું..’અમુલખે કહ્યું તો સાકરની આખો ઉભરાઇ તેને યદુરામે ખુરશી પર બેસાડી પાણી પાયું.

સાકર બોલવા જેટલી સ્વસ્થ થાય તે દરમ્યાન સરસ ચ્હા બનાવ મારા ભાઇ..’ઘનશ્યામે કહ્યું

         યદુરામે સરસ મજાની ફુદિના અને આદુવાળી ચ્હા બનાવી અને બધાને ચ્હા સાથે નાસ્તો આપ્યો.સાકર ચ્હા અને નાસ્તાને શુન્યમનશ્ક જોઇ રહી એને યદુરામે કહ્યું

મોટી બેન ચ્હા નાસ્તો કરો…’

         સાકરે બે દિવસથી કંઇ ખાધું નહતું તેને યદુરામના શબ્દો સ્પર્શી ગયા.અમુલખના આગ્રહથી એણે યંત્રવત ચ્હા નાસ્તો કર્યો.ચ્હા નાસ્તો થઇ જતા

ભલે મણિયાર હું જાઉ…’કહી ઘનશ્યામ ગયો

        અમુલખ તો અપલક પોતાના ઘરની છેલ્લા દશ વરસથી સંભાળ લેનાર અને પોતાની રજે રજ જરૂરિયાતનું ધ્યાન રાખનાર સાકરની હાલત…? સાકર ફકત નામની નહીં જબાનની અને વહેવારની પણ સાકર જેવી ગળી હતી.યદુરામ જેને પોતાની મોટી બહેન માનતો હતો એની હાલત વિચારથી આંખ ભીની થઇ જતી હતી.

             સાકર જરા સવસ્થ જણાઇ એટલે અમુલખે પુછ્યું

સાકર આવું અવિચારી પગલું તેં શા માટે ભર્યુંઆમ કરાય…?’

‘………..’સાકર દયામણે ચહેરે અમુલખ સામે જોયું

સાકર તું હવે ગભરાઇશ અને સંકોચ મૂકીને બધી વાત કર…’અમુલખના શબ્દો સાંભળી સાકર રડી પડી એને અમુલખે પાણી પાયું અને ફરી સવાલ દોહરાવી પુછ્યું

સાકર આમ કરાય…?’

જ્યાં મારા પેટના જણ્યાએ મારા સાથે વહેવાર કર્યો ત્યાં…’

શું તને મારા પર જરા પણ વિશ્વાસ હતો….?’અમુલખે સાકરની વાત કાપતા પુછ્યું તો સાકરને જમીન માર્ગ આપે તો સમાઇ જાય એવી સંકોચાઇ  

તો પછી મારી પાસે કેમ આવી છેલ્લા દશ વરસથી ઘરની સભ્ય જેવી છે તને જરા પણ વિચાર આવ્યો તારા વગર ઘરની શી હાલત થશે મારી શી હાલત થશે જે તારા પર અવલંબિત છે..’

પણ ક્યા હકથીક્યા દાવે…?’દયામણા ચહેરે સાકરે પુછ્યું

બસ તો હતું આપણા વચ્ચે…’અમુલખે વાત સ્વિકારતા કહ્યું અમુલખે ક્યા સંજોગોમાં શબ્દો ઉચાર્યા એનું પોતાને આશ્ચર્ય થયું પણ અમુલખના શબ્દો સાકરના હ્રદયને સ્પર્શી ગયા.

       સાકરે પોતાના પતિના અચાનક નોધારા મૂકી ગાયબ થઇ ગયા પછી કેટલા દુઃખ વેઠીને પોતાના એકના એક દીકરા રાંકના રતનને ભણાવવા અમુલખના ઘર સિવાય કેટલા ઘરના વાસણ પાણી કર્યા. એક દિવસ સુખનો સુરજ ઉગશે આશામાં જીંદગી જીવે જતી હતી. દીકરો ભણી રહ્યો સારી નોકરી મળી અવું કહી પોતાન પિતાના પગલે એકાએક ગાયબ થઇ ગયો.

             આજથી ચાર દિવસ પહેલા પાછો આવ્યો અને ચાર દિવસ પછી આવી એને પોતાને ઘેર લઇ જશે.મા હવે તું મારી સાથે આવી બસ આરામ કરજે પણ હમણા મેં ઘર લીધું છે તેની એડવાન્સ આપવા પૈસા ઘટે છે એવું અષ્ટમ પષ્ટમ સમજાવી મારૂં ઘર વેચી માર્યું. ઘર વેચાઇ ગયું તો હવે એમ કર મા હાલ ઘડી તું વૃધ્ધાશ્રમમાં રહે તને હું અહીંથી મારી સાથે લઇ જઇશ.કહીએ મને વૃધ્ધાશ્રમમાં મુકી ગયો.વૃધ્ધાશ્રમમાં મને મળેલ મારા રૂમમાં રહેતી મણીને મેં બધી વાત કરી તો એણે કહ્યું સાકર તું પુત્ર મોહમાં ભોળવાઇ ગઇ હવે આજ તારૂં ઘર..’કહી સાકર રડી પડી

બસ બસ તારે આગળ કંઇ કહેવાની જરૂર નથી બસ આજથી તારૂં ઘર તું અહીં રહેવાની છે ઘરમાં…’કહી અમુલખ પોતાના રૂમમાં જતો રહ્યો.

         સાકરને પોતાના કાન પર વિશ્વાસ બેઠો. જાણતી હતી કે અમુલખ એને ઇજ્જત આપતો હતો.અમુલખે કોઇ દિવસ એના કામ સામે ફરિયાદ નહોતી કરી કારણકે સાકરના કામમાં કશું કહેવાપણું હતું.સાકરને તેના દીકરાએ આપેલ આઘાતમાંથી બહાર આવતા વાર લાગી પણ જે હતી હકિકત સામે હતી.પહેલાં સવારે આવતી અને સાંજે ચાલી જતી પણ હવે એણે ૨૪ કલાક ઘરમાં રહેવાનું હતું દ્ર્ષ્ટીએ જોતા એને ઘર પોતાનું લાગવા લાગ્યું.        

       સાકર જાણતી હતી કે અમુલખને એના પ્રત્યે કુંણી લાગણી છે.સાકર ઘરમાં આવે ત્યારથી અમુલખની બધી જવાબદારી એને માથે હોય.અમુલખને અવ્યવસ્થા જરા પણ પસંદ હતી,એટલે ખાવા પીવાનું કપડા લતા બધી વાતનું સારી રીતે ધ્યાન રાખતી હતી.અમુલખ નિશ્ચિત થઇ પોતાની પ્રવૃતિમાં મશગુલ રહેતો વાતથી માહિતગાર સાકરને પોતાના કામનો સંતોષ હતો અને તે હવે એને ફાવી ગયું હતું.  

           અહીં આવ્યાના બીજા દિવસે નિત્યક્રમથી પરવારી સાકરે એજ કપડા પહેર્યા હતા તે અમુલખના ધ્યાનમાં આવ્યું કે સાકર પહેરેલે કપડે ઘરમાં આવી હતી એટલે એને પૈસા આપતા કહ્યું

લે બઝારમાંથી તારા માટે ચાર જોડી કપડા લઇ આવ…’

નાના..એની જરૂર નથી હું વૃધ્ધાશ્રમમાંથી મારા કપડા લઇ આવીશ…’

કંઇ જરૂર નથી અતિતને ભંડારી નવી જીંદગી શરૂ કરવા નવા કપડા લઇ આવ…’અમુલખે કહ્યું તો શબ્દો સાકરના હ્રદયને સ્પર્શી ગયા.

        સાકરે પોતાના માટે ચાર સુતરાઉ સાદી સાડી,ચાર ચણિયા અને ચાર બ્લાઉઝ પીસ જો પોતાને પૈસા ખર્ચવાના હોય તો એનું બજેટ શું હોય લક્ષમાં રાખી લઇ આવી. ઘેર આવતા રસ્તામાં એની સખી જે સિલાઇ કરતી હતી એને ચાર બ્લાઉઝ પીસ આપતા કહ્યું

આમાંથી ગમે તે એક સાંજ સુધી સીવી આપ..’

કેમ ક્યાં લગનમાં જવું છે કે શું…?’

એમજ સમજ ચાલ સાંજે લેવા આવું છુંકહી સાકર ઘેર આવી.યદુરામને પોતાની ખરિદી બતાવતી હતી ત્યારે યદુરામને ચ્હા બનાવવાનું કહેવા અમુલખ આવ્યો તેને સાકરે

તમે આપેલા પૈસામાંથી બચેલા…’કહી પૈસા પાછા આપ્યા તો ઘડી ભર અમુલખ જોઇ રહ્યો પછી સાકરે ખરીદેલી સાડી જોતા કહ્યું

તો સાદી સાડીઓ છે ભારે માયલી લીધી..?’

મેં કોઇ દિવસ પહેરી નથી અને ફાવે નહીં…’નિર્લેપ સાકરે કહ્યું

         કોઇ કવિતામાં ક્યારેક અમુલખ ખોવાઇ જતો તો સાકરને ચ્હા બનાવવા કહેતો તો સાકર હસતી અને કહેતી

ચ્હા પી ને પછી રાતે વૈયા ઉડાડયા કરજોએના કરતા ઉકાળો બનવી લાવું છું પીજો તો સારી સ્ફૂર્તિ અને પછી મીઠી ઊંઘ પણ આવશે…’

           સાંજે સાત વાગે બગિચામાં લટાર મારી આઠ વાગે અમુલખના આવી ગયા પછી સૌ સાથે જમવા બેસતા. અમુલખ ડાઇનિન્ગ ટેબલ પર જમતો પણ સાકર ક્યારે ત્યાં બેસતી નહી તો હંમેશા રસોડામાં યદુરામ સાથે જમવા બેસતી જો અમુલખ સાથે બેસે તો મલકણ અને નોકર જેવો ભેદ પડી જાય અને યદુરામનું દિલ દુભાય એવું તે નહોતી ઇચ્છતી.આમ તો રસોઇ યદુરામ બનાવતો પણ ક્યારે દાળ શાકનો વઘાર સાકર કરતી સ્વાદનો ભેદ અમુલખ પામી જતો અને ખુશ થતો પણ ક્યારેક આવું થાય સારૂં.

     સાકર આવી ગયા પછી મહિનાની પહેલી તારીખે અમુલખે યદુરામને ઘર ખર્ચ માટે પૈસા આપતો હતો તો યદુરામે કહ્યું

સાયેબ પૈસા મોટીબેનને આપો..’

કેમ તને શું વાંધો છે…?’આશ્ચર્યથી અમુલખે પુછ્યું

બઝાર કરવા તો મોટીબેન જાય છે મારા પાસેથી પૈસા માંગે છે મને અજુગતું લાગે છેકહતા યદુરામ નીચું જોઇ કહ્યું.

       સાંભળી અમુલખને યદુરામ પ્રત્યે માન થયું તો સાકરને પણ યદુરામના શબ્દો હ્રદયને સ્પર્શી ગયા અને અહોભાવથી તેને જોઇ રહી.વર્ષોથી ઘર ભંગ થયેલા બંને જીવ એક બીજાના સાનિધ્યમાં સાંત્વના પામતા હતા.રેલ્વેના બે પાટા સમાન્તર ચાલતા હોય છે પણ ક્યાં મળતા નથી પણ બંનેને એક બીજાના આધાર વગર અધુરા છે એવી સત્ય હકિકત બંનેને સુપેરે સમજાઇ ગઇ હતી.પ્રેમને ભાષા હોતી નથી.પ્રેમનો અહેસાસ થતા સમય પણ લાગતો નથી .પ્રેમ પર્વતમાંથી નિકળતા ઝરણાં જેવો હોય છે.બસ કલ કલ વહેતા હોય છે.તેમાં પણ સાચા પ્રેમમાં પામવા કરતાં આપવાની ભાવના વધારે છલકાતી હોય છે.

             મૌની ભાષા સમજવી કપરૂં કામ છે.બોલીને બકવાસ કરવા કર્તા બોલ્યા નવ ગુણ નહીં પણ નવ્વાણું ગુણ છે.ઘણી વખત અમુલખ ખુશ થઇ સાકરનો આભાર માનતો ત્યારે સાકર કહેતી કહેવાની જરૂર ખરી..? પોતાના આંખ અને વર્તન દ્વારા પ્રગટ કરતી અમુલખને ગમતું હતું.

       કોઇ સાક્ષરે સાચી વાત કરી છે.માનવી એક એવું યંત્ર છે જેની ચાવી તો દરેક પાસે હોય છે. કિન્તુ ચાવી ફેરવી તેના આંટા સખત કરવાની કલા બીજાને વરી હોય તો માનવી જીવનમાં અનેક સારા કાર્ય કરી શકે છે.સાકર મધ જેવી મીઠી સાકર કરતાં ગળી એના ગુણથી અમુલખમાં કાર્ય ખૂબ સહજતા અને સફળતા પૂર્વક કરી શકતી.તેનું મુખ્ય કારણ દરેક કાર્ય કોઇ સ્વાર્થ વગર કરતી કારણ કેમ સ્વાર્થ એનાથી સો યોજન દૂર હતું. નિસ્વાર્થ પ્રેમમાં શારીરિક પ્રેમને સ્થાન હતું કે એવી કોઇ તમન્ના પણ હતી અમુલખને સમયના વહેણ સાથે વાત સુપેરે સમજાઇ ગઇ હતી.

            એક છાપરા નીચે બે જીવ બે ધ્રુવ ઉત્તર અને દક્ષિણની જેમ જીવી રહ્યા હતા.આધેડ ઉમર હતી પણ એક બીજાનો સહવાસ પૂરતો હતો.પરણીને એક બાળકની મા થયા પછી પતિ ગુમાવનાર સાકર હવે દિશામાં વિચાર પણ કરતી.એને મનપુત્ર પ્રેમ સર્વસ્વ હતો જે એને દગો દઇ ગયો હતો છતાં મનમાં કોઇ કડવાશ રાખી નહી.    

           કેટલા લાંબા સમયથી સુસુપ્ત રહેલી ઝંખના આળસ મરડીને ઊભી થઇ શકી.અમુલખને નગ્ન સત્ય સુપેરે સમજાઇ ગયું હતું તેથી સ્વગત કહ્યું મનવા જે મળે છે તેમાં આનંદ માણ. ઉમરે નિસ્વાર્થ ફિકર કરનાર પાત્ર નશીબદાર ને મળે.જો શારીરિક ભુખના રવાડે ચડીશ તો બરબાદ થઇ જઈશ.એટલે જળકમળવત્રહેવું સારૂં.              

                 સાકર જ્યારે અમુલખને ત્યાં કામે વળગી ત્યારે તેનો ઇરાદો માત્ર બે પૈસા રળી ખાવાનો હતો.સ્ત્રી વગરના પુરૂષને જીવનમાં અનુકૂળતા સાંપડે તો કઠણાઇ થોડી ઓછી લાગે.અમુલખનો પ્રેમાળ સ્વભાવ સૌ પ્રત્યે સમાનતા આના લીધે સાકર ઘરમાં સમાઇ ગઇ.આજે એજ સાકર ઘરના સભ્યની અદાથી જીવી રહી છે.અમુલખના જીવનને ચાહ અને રાહ મળી.અમુલખ છાને ખુણે સર્જનહારનો આભાર માનતો હતો કે,પોતે પેલા એકબોટેના સજેશનથી પોતાના પાસે સાકરનો ફોટો રાખ્યો હતો એજ જો હોત તો…? વિચાર માત્રથી તેના શરીરમાં એક આછી કંપારી વ્યાપી જતી.

           આજે જયારે અમુલખ બહારથી આવ્યો ત્યારે સાકર ઉદાસીન ચહેરે બેઠી હતી.હંમેશા આછું મલક્તી સાકરનું ઉદાસ ચહેરો જોઇ.અમુલખે કારણ પુછ્યું અને અનેક રીતે સવાલ કર્યા પછી એણે સત્ય હકિકત જણાવી.આજે સાકરનો દીકરો એના પાસે આવ્યો અને પૈસા માંગતો હતો.સાકરે ઘસીને ના પાડી દીધી હતી.સાકરના ચહેરા પર પલટાતા ભાવ જોઇ અમુલખને ચિંતા થઇ.આજે પહેલી વખત અમુલખ સાકરની બાજુમાં બેસી પીઠ પસવારી સાંત્વન આપ્યું સાકરને હ્રદયને સ્પર્શી ગયું..

     સાકર જરા સ્વસ્થ થઇ તો અમુલખે એક સત્યવાતનો ઘટસ્ફોટ કર્યો.

સાકર હજુ તું તારા દીકરાને ચાહે છે.એમાં તારો વાંક નથી. તારા ઉદરે પોષાયેલું બાળ છે.જો તને એમ હોય કે,પૈસા આપવાથી તેની આપત્તી ટળશે તો મને જરા પણ વાંધો નથી..’

         સાકર એકી ટશે અમુલખને નિરખી રહી.એને માનવીના સ્વરૂપમાં ઇશ્વર જણાયો.સાકર જવાબ આપવાનું પણ ભૂલી ગઈ(ક્રમશ)  

 

ઋણાનુબંધ (૪) મહેશ અને માલતી – ભૂમિ માછી

Posted on September 22, 2016 by vijayshah

ઘણી વખત આપણા અંતરંગ મિત્રો કે સગાને મળવાની ઇચ્છા બળવતર બની જાય ત્યારે તેમના જ વિચાર આવતા હોય છે કેમ કશો સંપર્ક થયો નથી…? કેટલા દિવસ થયા…? એવું જ કંઇક અમુલખ વિચારી રહ્યો હતો આ ઘનશ્યામ ને મળ્યે ઘણા દિવસ થયા…અને ફોન પર પણ સરખી વાત નથી થઇ…આમ વિચારી અમુલખે ઘનશ્યામ ને ફોન લગાવ્યો.

‘હલ્લો…. પરમાર આજે સાંજે પાર્ક માં આવી જજે…ઘણા દિવસો થયા મળ્યે…’

‘…………..’

‘વાહ તને પણ મને મળવાના વિચાર આવતા હતા ગુડ ગુડ તો ફોન કેમ ન કર્યો….?’

‘…………’

‘અરે રહેવા દે…રહેવા દે ખોવાઇ હું ગયો કે તું……હું તો સદા ઘેર જ હોઉં છું….ચાલ ફોનપર ઝઘડવાનું બંધ કર…’

‘………….’

‘સારૂં તો આજે સમય કાઢીએ અને સાંજે શાંતિથી છ વાગે પાર્કમાં મળીયે….ઘણી વાતો કરવાની છે…’

આમ સાંજે મળવાનો વાયદો કરી ને અમુલખે ફોન મુક્યો…સાંજે અમુલખ ઘનશ્યામને આપેલ સમય કરતા થોડો વહેલા પાર્કમાં પહોંચી ગયો.. ખબર નહીં કેમ પણ તેનું અંતર વલોવાતું હતું..પાછલા જીવનમાં સાથે ચાલવા… અને ઘડપણમાં સાથ આપવા માટે સાકર જવો સથવારો તો હતો….એટલે ઘડપણ એકલવાયું તો નથી જ વીતાવવાનું…એ વાત ની ધરપત હતી…પણ છતાંય હજુ ક્યાંક કંઇક ખુટતુ હતું એવો અનુભવ સતત તેને થતો હતો.. શાંતિમય ઘરનું વાતાવરણ હતું…સંપતિ પણ સારી એવી હતી…પણ પછી…? આ બધુ જ સરવાળે નકામું હતું..એવો અનુભવ સતત થયા કરતો હતો!

આવા અમુલખ ના વિચારોમાં ભંગ પડ્યો….પાછળના બાંકડા પર એક યુગલ બેઠું હતું…ન ઇચ્છવા છતાં પણ અમુલખથી પાછળ જોવાઇ ગયું… બંને સોહામણા હતા..યુવતીના દેખાવ પરથી લાગતું હતું કે, બંને નવા જ પરણેલા હતા એટલે જ એકબીજાનો હાથ પકડીને બેઠા હતા..અમુલખ ને એની પત્ની જશોદા યાદ આવી જતા તેની આંખો ભીની થઇ ગઇ…

-૦-

આ મહેશ અને માલતી નું યુગલ હતું…

બંને નાનપણથી એક જ અનાથાશ્રમમાં રહી ને ઉછર્યા હતા.સાથે જ જમતા..રમતા..લડતા..ઝગડતા..પણ તોંય સાથે ને સાથે જ રહેતા હતા.. એક બીજાના સાનિધ્યમાં સાથે જ મોટા થયા અને યૌવનમાં પદાર્પણ પછી પ્રેમ પણ થયો…બંને સંસ્કારી હતા…માલતી સમજદાર હતી અને મહેશ પણ મહેનતુ હતો..બંનેની એકબીજા પ્રત્યેની લાગણી જોઇ આશ્રમના ટ્રસ્ટીઓએ અને સ્ટાફે મળી ને ઉભયના ખુશી ખુશી લગ્ન કરાવી આપ્યા હતા.હવે બાકીની જિન્દગી સાથે જ વીતાવવાની છે અને ક્યારેય અલગ નહીં થવું પડે એ હૈયા ધરપતથી બંને જણ ઘણા જ ખુશ હતા..એમનુ લગ્ન જીવન ખુબ જ સુંદર રીતે આગળ વધી રહ્યુ હતું…પણ માલતી ક્યારેક અચાનક સાવ શાંત અને ઉદાસ થઇ જતી… એ મહેશને સમજાતું ન હતું

માલતી ને આમ અચાનક શું થઇ જાય છે….? એમ દર વખતે માલતી ને પુછવા ઇચ્છા થતી પણ માલતીનું ચહેરાના હાવ ભાવ જોઇને માલતી મન દુભાય એવી કોઇ વાત કરવાની તેને ઇચ્છા ન થતી …પણ માલતી નું મૌન તેને ખુંચ્યા કરતું હતું…એની ઉદાસી મહેશને અકળાવતી હતી….તે મનોમન ભગવાન ને પ્રાર્થના કરતો કે માલતીને જે પણ મુંઝવણ હોય એ જલ્દી થી દુર થઇ જાય.

માલતી ને મહેશનો સાથે હોવા છતાં પણ એક અજાણી એકલતા એને સતત સતાવતી હતી….એ પડોશમાં રહેતા લોકોનો ભર્યો ભાદર્યો પરિવાર જોતી ત્યારે એને થોડી ઇર્ષ્યા પણ થતી…પણ એ કંઇ કરી શકે એમ ન હતી…પડોશના સાસુ-વહુ ની કચ કચ જોતી તો પણ એને પેલી વહુ કેટલી નસીબદાર છે અને પોતે કેટલી કમનસીબ એવા વિચાર એને આવતા અને એનું મન ઉદાસ થઇ જતું…એ માનતી હતી કે ઘર ના વડીલ પરિવારને બાંધી ને રાખે છે…વડીલો એમની વીતેલી જિન્દગીના અનુભવોનું ભાથુ પીરસે છે અને એમના પ્રેમના છાંયડા નીચે જીવતો પરિવાર ખુશનશીબ હોય છે ત્યારે

જીવન એકદમ જીવવા જેવુ લાગે છે…પણ એ મહેશ સાથે આવી વાતો કરી તેને દુ:ખી કરવા નહોતી માંગતી…આમ બંને જણ એકબીજાની લાગણી ભુલથી પણ ન ઘવાય તેની કાળજી રાખતા હતા પણ ઉદાસી છુપાવી નથી શકતા….બંને એકબીજાને મેળવીને ભગવાન નો ઉપકાર માનતા….અને આ જ સંજોગો સાથે જીવી લેવાનું મનોમન નક્કી કરી લેતા….

આ નાનકડા પરિવાર પર માતા-પિતાનું છત્ર ન હતું…બંને એકબીજાના સથવારે જ જીવતા શીખ્યા હતા….બંનેને માતા પિતા ની ખોટ સાલતી હતી… પણ સંબધો ક્યા ઉછીના મળે છે..? જે લોકો ને સબંધો હોય છે એ લોકો ને તેની કદર નથી હોતી…અને જેમને માતા પિતા નથી હોતા એ લોકો મહેશ અને માલતી ની જેમ તેમના પ્રેમ માટે ઝુર્યા કરે છે…!

માલતી સાવ એકલી ન પડી જાય એ માટે એ લોકો અવાર નવાર અનાથાશ્રમની મુલાકાત પણ લેતા જેથી એ લોકો જ્યા ઉછર્યા હતા ત્યાંના લોકો સાથે પોતાનો સબંધ જળવાઇ રહે…અને એમ પણ એ લોકો નું બીજુ કોઇ સગું વ્હાલું તો હતું નહીં….અને નાના અનાથ બાળકોને એમનાથી બનતી મદદ પણ કરતા…એ નાનકડા ભુલકાઓમાં મહેશ અને માલતી ને પોતાનુ બાળપણ દેખાતું હતું

આજે મધર્સ ડે હતો….મહેશ અને માલતીએ આજે ફરી અનાથાશ્રમ ની મુલાકાત લીધી….મા બાપ વગર ના બાળકો ને માતા વગર મધર્સ ડે ઉજવતા જોઇ બંને ભાવુક થઇ ગયા…

બધા જ બાળકો બહારના પ્રાંગણમાં ભેગા થયા હતા…બધા જ ધમાલ મસ્તી કરીને થાક્યા હતા અને બધા એ જાણવા આતુર હતા કે આજે એમને શું નવો નાસ્તો પીરસવામા આવશે…?અને ગીફ્ટમાં શું મળશે..?કેક હશે કે નહીં…? દરવખતે આવો કોઇ ખાસ દિવસ હોય અને કોઇ ઉજવણી હોય તો ઘણા બધા લોકો આશ્રમના બાળકો માટે નાસ્તો..,રમકડાં…,નવા કપડાં વગેરે આપી જતા…આ અનાથ બાળકો માટે એ દિવસે ઉત્સવ થઇ જતો…આજે મધર્સ ડે હતો પણ મોટા ભાગના નાનકડા બાળકો ને માતાનો અર્થ જ નહોતી ખબર અને જેને ખબર હતી એમને ખબર હતી કે એમના ઇચ્છવાથી મમ્મી મળી નથી જવાની…તો એ લોકો ઉજવણી કરવામાં જ ધ્યાન આપતા હતા પણ એ લોકોના અંતર મનમાં કંઇક તો થતુ જ હશે ને ?

એક બહેને બાળકો ને નાસ્તો વહેંચવાનુ શરૂ કર્યુ…એક નાની છોકરી કદાચ દશેક વર્ષની હશે….અને એક છોકરો એના જેવડી જ ઉમર નો….બંનેને અલગ અલગ ડીશમાં નાસ્તો આપવામાં આવ્યો હતો છતાં પણ એ લોકોએ બધો જ નાસ્તો એક ડીશમાં ભેગો કરી દીધો જેમ મહેશ અને માલતી કરતા આવ્યા હતા એમ અને બંને ઘણી જ મોજથી એક જ ડિશમાં એમણે ભેગો કરેલ નાસ્તો કરવા લાગ્યા..

મહેશ અને માલતી આ બંને બાળકોને ઘણી જ લાગણીથી જોઇ રહ્યા….એ બાળકોમાં મહેશ અને માલતી પોતાની જાતને જ જોઇ રહ્યા….

આજે માલતીના મનની ગુગણામણ એની આંખો દ્વારા છતી થઇ ગઇ…અને એ જોઇ મહેશ પણ લાગણીશીલ થઇ ગયો એટલે માલતી મહેશને આવો લાગણીવશ થયેલ જોઇને વિચલિત થઇ ગઇ…માલતી એ એકદમ પ્રેમાળ અવાજે બોલી

‘મહેશ..ચાલ આજે ક્યાંક બહાર જઇયે…સીધા ઘરે નથી જવું..’

‘ના…માલતી આજે નહીં….’મહેશે માલતીનો પ્રસ્તાવ પહેલા તો નકાર્યો

‘મારુ પણ મન મુંજાય છે….મને લાગે છે આજે આપણે એકબીજાના મનની વાત એકબીજા સાથે ખુલ્લા દિલથી કરવી જ પડશે…ઘણા સમયથી હું પણ દુ:ખી છું અને મને આમ જોઇ ને તું પણ દુઃખી થાય છે…મને એ વાતની ખબર છે…અને આજે તું થોડો વધારે દુ:ખી થયો છે…..ચાલ…ક્યાંક શાંતિ થી બેસીએ…’

મહેશ માની ગયો અને અનાથાશ્રમની જ નજીક આવેલ એક પાર્કમાં આવીને એક બાંકડા પર બંને બેઠા….

ઘણા સમય સુધી બંને આમ જ એક પણ શબ્દ બોલ્યા સિવાય શુન્યમનસ્ક એકબીજાની આંખોમાં તાકી રહ્યા…એક બીજાનો હાથ પકડી રહ્યા પછી મહેશ ની આંખો ફરીથી ઉભરાઇ પડી કારણ કે, માલતી પણ દુ:ખી હતી અને એની ઉદાસી દુર કરવા મહેશ અસમર્થ હતો….એને પણ એ જ વાત વેદના આપતી હતી જે માલતીને ઉદાસી આપતી હતી….મુશ્કેલીથી બંનેએ વાત કરવાનું શરૂ કર્યું.

અમુલખ ખુબ જ લાગણીથી આ યુગલ તરફ જોઇ રહ્યો…પહેલા તો અમુલખને લાગ્યુ હતું કે, આજની પેઢીનું કપલ માત્ર પ્રેમલા પ્રેમલીવાળી જ વાતો કરી શકે…એ લોકો ને એકબીજા સિવાય બીજુ કોઇ પણ ક્યાં કશું દેખાતું હોય છે એક બીજાના પ્રેમમાં પડ્યા અને લગ્ન થયા…પછી બાકીની દુનિયા જખ મારે છે..! ને કોણ પુછે છે મા બાપ ને ? સ્વચ્છંદતા ને જનરેશન ગેપનું નામ આપી ને યુવાનો પોતાનુ મન ધાર્યુ જ કરે છે.

આજ ની પેઢી બદનામ હતી પોતાના સ્વાર્થીપણા માટે આવા જ વિચારો અમુલખના પણ હતા પણ માણસ પોતાના અનુભવ દ્વારા જ નિર્ણય પર આવતો હોય છે. અમુલખ પોતાના વિચારો પડતા મુકી ને આ લોકો ની વાતો સાંભળવા લાગ્યો,

‘મહેશ…કંઇક તો બોલ…આમ જ ક્યાં સુધી ચુપ રહીશ…? તું બોલીશ નહીં તો તારા મનનો બોજ હળવો કંઇ રીતે થશે..?’માલતીએ વાતની શરૂઆત કરી

‘માલતી આજે મધર્સ-ડે છે.એ લોકો કેટલા નશીબદાર છે જેની પાસે મા છે એ લોકો આજે પોતાની મમ્મી ને હેપ્પી મધર્સ-ડે વિશ કરી શકે છે અને એના આશિર્વાદ મેળવી શકે છે…ઇચ્છે ત્યારે એના ખોળામાં માથુ મુકી શકે છે,નાના બાળકની જેમ રડી શકે છે અને માતાનો વહાલભર્યો હાથ માથા પર ફરે ત્યારે દુનિયા ની ભલભલી સમસ્યા નાની લાગવા લાગે છે આપણે બંને કમનશીબ છીએ કે, આપણામાંથી કોઇના મા બાપ નથી…આપણા લગ્ન થયા પણ મા-બાપ ના આશિર્વાદ વગર…’આમ કહી ને મહેશની આંખો ફરી વહેવા લાગી….

માલતી એ મહેશ ખભા પર પોતાનો પ્રેમાળ હાથ મુક્યો અને મહેશની ઉભારાયેલી આંખો લુછતા બોલી

‘મહેશ…જો આપણે આપણા માટે મા બાપ નથી લાવી શકતા પણ બાળક તો લાવી શકીયે છે ને..?’

મહેશે આશ્ચર્ય અને પ્રશ્નાર્થ નજરે માલતી સામે જોયુ…

‘હા…જેમ આપણે મા-બાપના પ્રેમ વગર આખી જિન્દગી કાઢવાની છે એમ આપણે એક બાળકને અનાથાશ્રમમાંથી દત્તક લઇ ને એની જિન્દગી ખુશીઓથી ભરી દેશુ.. આપણા દેશમાં હજી અનાથ બાળકો ને દત્તક લેવા માટે એટલી જાગૃકતા નથી આવી…હજી પણ કુટુંબનું બાળક જ વંશ વેલો આગળ વધારશે એવી જડ માન્યતાઓ જ યથાવત છે….આપણે આ માન્યતા ને તોડી નાખીશુ…!પછી આપણા એ બાળકને આ રીતે કોઇ પાર્કમાં બેસી ને માતા-પિતા માટે આંસુ નહીં સારવા પડે…! અને ચાલ ઘણું મોડું થયું છે હવે ઘરે જઇયે….’કહી માલતી ઊભી થઇ

મહેશ માલતીની વાત સાંભળીને અમુલખ ઘણો જ ખુશ થયો…તેનું દુ:ખ થોડું હળવુ થયું…થોડી વાર પછી બંને ઘરે જવા નીકળી ગયા…પણ આ લોકોની વાતો સાંભળીને અમુલખ ને આશ્ચર્ય થયું અને થોડી ખુશી પણ થઇ કે, નવી પેઢીના યુવાનો બધા જ એવા નથી હોતા…!અમુલખ આ વિચાર સાથે જ ઉભો થયો અને યુગલની બાઇક પાછળ પોતાની કાર લઇને રવાના થયો….એ લોકો જે બિલ્ડીંગમાં ગયા ત્યાંનુ સરનામું યાદ રાખી ને પાર્કમાં પાછો આવી ગયો.અમુલખને એ વાતની ધરપત થઇ કે, હજી તેનો મિત્ર ઘનશ્યામ આવ્યો નહતો…તેણે મનમાં વિચાર્યુ સારુ છે હજી ઘનશ્યામ નથી આવ્યો નહીંતર સતર સવાલો કરી ને માથું પકવી નાખત તો હું તેને હમણાં શું જવાબ આપત..? અને અમુલખ ફરી પેલા યુગલના વિચારોમાં ખોવાઇ ગયો…તેને હજી પણ માન્યામાં નહોતુ આવતું કે,આજની પેઢીના યુવાનોનું માનસ આટલું સંવેદનશીલ પણ હોઇ શકે….પણ આ તો આંખે દેખ્યો અને કાને સાંભળ્યો અહેવાલ હતો તો આ છુટકે માનવું જ રહ્યુ..!!(ક્રમશ)

 

ઋણાનુબંધ (૫) પ્રભુલાલ ટાટારીઆ “ધુફારી”

Posted on October 24, 2016 by vijayshah

 

પ્રકરણ જીવન સાથી –પ્રભુલાલ ટાટારીઆધુફારી”                  

             એક દિવસ બજારમાં લટાર મારવા નિકળેલા ઘનશ્યામ પરમારે અમુલખના ઘેર તરફ ગાડી વાળી અને ઘરમાં દાખલ થતા રસોઇમાં વ્યસ્ત યદુરામને પુછ્યું

મણિયાર ઘરમાં છે કે…?’

હા પોતાના રૂમમાં છે… ’શોકેશની સાફ સુફીમાં વ્યસ્ત સાકરે કહ્યું

સારૂ ભાઇ યદુરામ સરસ ચ્હા પિવડાવ..’ કહી અમુલખ મણિયારના રૂમમાં દાખલ થયો.બે હાથના આંગળા ભીડીને તે પર માથું ટેકવી પગ લંબાવીને અમુલખ આંખો મીંચી ધ્યાન સમાધીમાં કશું વિચારતો હતો.એકાએક ધનશ્યામે પેપર વેઇટ નીચે મુકેલ કાગળ ઉપાડયું અને ગોળ પેપર વેઇટે એક ચક્કર મારી ટેબલની નીચે પડયું તેના અવાઝથી અમુલખે શું થયું જોવા આંખ ખોલી અને ત્યાં અમુલખના પગ પાસે પડેલું પેપર વેઇટ લેવા વાંકા વળેલા ઘનશ્યામના માથા પર હાથ રાખી કહ્યું

આયુષ્યમાન ભવઃ’  

             પછી બંને મિત્રો ગળે મળી હસ્યા.પોતાના હાથમાંનો કાગળ વાંચતા ઘનશ્યામે કહ્યું

તું શું લખે છે મણિયાર…?’

ફિલોસોફરોનું કહેવું છે કે,સાહિત્ય રસિકે પોતાના મનના વિચારો ક્યાંક નોંધવા જોઇએ કદાચ એમાંથી કોઇ સારો લેખ કે વાર્તાનો પ્રાદુર્ભાવ થાય એટલે મારા મનમાં ચાલતા વિચારોને બહાર લાવી કાગળ પર ઉતારવાની કોશિશ કરૂં છુંકહી અમુલખ હસ્યો ત્યાં સુધી સાકર બે કપ ચ્હા લઇ આવી.

વાહ….!! ચ્હા સરસ સરસહું વિચાર કરતો હતો કે, ચ્હા પીવી જોઇએ…’સાકરે લંબાવેલો કપ લેતા અમુલખે કહ્યું

મેં ઉપર આવતા યદુરામને ચ્હા બનાવવાનું કહેલું..’ચ્હા પીતા ઘનશ્યામે કહ્યું ચ્હા પિવાઇ ગઇ તો ઘનશ્યામે સિગારેટ સળગાવી પાકિટ અને લાઇટર અમુલખને આપત પુછ્યું

અત્યાર સુધી કેટલા પાના લખ્યા છે ચાલ લાવ જોઉં…’

વીસ છે…’એક ફોલ્ડર ઉપાડી પાના ગણતા અમુલખે કહ્યું

ને એકવીસમું તારી આગળની લિન્ક માટે રાખ હું બાકીના વાંચવા લઇ જાઉં છુંપેલું ફોલ્ડર લેતા ઘનશ્યામે કહ્યું

પણ જો સાંચવજે તારી ઓફિસની ટેબલ પર મેં જોયું છે તેમ ગામ આખાનો કાગળોનો અંબાર અને ખડકલો હોય છે.જોજે એમાં ક્યાંક આડા આવડા મુકાઇ જાય..’કહી અમુલખ હસ્યો

ના હું ઘેર લઇ જઇશ..ધરપત રાખજે..’કહી પછી ઉમેર્યુંઅરે હાં પછી તારા ગઝલ સંગ્રહનું શું નામ વિચાર્યું હતું…?’

મારે ક્યાં તારે વિચારવાનું છે..’કહી અમુલખ ઉડાઉ જવાબ આપ્યો

ભલે ઉં વિચારી લઇશ પણ તે માટે કેટલી ગઝલો તારવી રાખી છે..?’

મેં જોયું નથી..’કહી અમુલખ ફરી હસ્યો

તું એવો રહ્યો નહીં સુધરેએક દિવસ મારે જાતે તારા બધા કાગળિયા ફંફોસવા પડશેઘનશ્યામે અમુલખના ખભે ધબ્બો મારતા કહ્યું

એમ કરતો તને હું રોકી શકું એમ નથી…’કહી અમુલખે સિગારેટ એશટ્રેમાં નાખી

હાં રે પ્રકાશન કરી બે પૈસા તો મારે કમાવા છે તારે શું છે…? મુશાયરામાં વંચાઇ ગઇ એટલે ગંગા નાહ્યા…’મ્હોં બગાડતા ઘનશ્યામે કહ્યું

યાયા..ધેટ્સ ઇટ…’હાથનો અંગોઠો ઉપર કરતા અમુલખ ફરી હસ્યો.

ભલે ચાલ હું જાઉં…’કહી અમુલખે આપેલ ફોલ્ડર બગલમાં ગાલી ઘનશ્યામ જવા લાગ્યો તો ખાલી વાસણ લેવા આવેલ સાકરે રૂમમાં દાખલ થઇ કહ્યું

તમે ક્યાં ચાલ્યા જમવાનું તૈયાર છે…’

હા ….ચાલ પહેલાં આપણે જમી લઇએ…’કહી અમુલખ ઊભો થયો

           બંને જમવાના ટેબલ પર ગોઠવાયા.સાકરે થાળી પિરસી અને યદુરામ ગરમા ગરમ

રોટલીઓ મુકી ગયો.વટાણા ફ્લાવરનું શાકનો કોળિયો ભરતા ઘનશ્યામે કહ્યું

યદુરામનું બનાવેલા શાકનો ટેસ્ટ અલગ છે ખરેખર યદુરામના હાથમાં જાદૂ છે

હા એના હાથમાં જાદૂ જરૂર છે વાત સાચી…’ સાંભળી રોટલી મુકતા યદુરામ હસ્યો

અરે..હશે છે શાનેસાચુ કહું છું ઘણી હોટલમાં હું જમ્યો છું પણ આવો શાકનો ટેસ્ટ ક્યાં પણ નથી ચાખ્યો…’

     આવી વાતો કરતા જમણ પુરૂં થયું તો વોશ બેસીન પાસેથી હાથ લુછતા આવીને અમુલખે કહ્યું

ચાલ પરમાર પાન ખાઇ આવીએ…’

બેસને જવાય છે…’

ભલે એમ તો એમ પણ ભગવાન ધનવંતરીએ કહ્યું છે કે…..’

જમ્યા પછી ૧૦૦૦ ડગલા ચાલવું જોઇએઅમુલખની વાત કાપતા ઘનશ્યામે કહ્યું

             જરા વાર રહી બંને મિત્રો પાન ખાવા બહાર આવ્યા અને વાતો કરતા એક ઓળખીતા પાનવાળાના ગલ્લે આવ્યા.પનવાડીએ તેમના પાન બનાવીને આપ્યા.ઘનશ્યામે એક સિગારેટ સળગાવી સિગારેટનું પાકિટ અને લાઇટર અમુલખ સામે લંબાવ્યું.અમુલખ ક્યારેક સિગારેટ પીતો હતો પણ ઘનશ્યામે કરેલી ઓફરથી તેણે પણ એક સળગાવી પછી અમુલખે નક્કી કરેલી જગા સુધી બંને ચાલતા રહ્યા અને મુકરર સ્થળ આવી જતા પાછા વળ્યા.

ભલે ચાલહું જાઉં…’કહી ઘનશ્યામ પોતાની ગાડીમાં બેઠો અને અમુલખ ઘરમાં દાખલ થ્યો અને તે પોતાના રૂમમાં જવા સીડી પર પગ મૂકે ત્યાં ઘનશ્યામ ઘરમાં દાખલ થ્યો અને અમુલખ કંઇ સમજે તે પહેલા તે સડસડાટ સીડી ચઢવા લાગ્યો

શું થયું પરમાર….?’ સવાલ અધ્ધર રહ્યો ત્યાં તો પેલું ફોલ્ડર લઇ ઘનશ્યામ સીડીઓ ઉતરતા કહ્યું

ભુલાઇ ગયું…’ફોલ્ડર બતાવી મલકીને ઘનશ્યામ ચાલ્યો ગયો.

           ઘેર આવી ઘનશ્યામે કપડા બદલ્યા પછી આરામ ખુરશીની બાજુમાં રાખેલ લાઇટ ચાલુ કરી ત્યાં મુકેલા રિડીન્ગ ગ્લાસીસ પહેરી અમુલખ પાસેથી લાવેલ ફોલ્ડરમાંથી પાના કાઢી દરેક પાનાના ખુણે નંબર લખતા વાંચવાની શરૂઆત કરી.અમુલખની લેખન શેલી તેને ગમી જે વાંચતા તે ખુશ થઇ ગયો.આખર છેલ્લા પાના પર આવી ને લાઇટ બંધ કરી આરામખુરશીમાંથી ઊભો થઇ થયો.

                               બધા પાના લઇને તે રાઇટીન્ગ ટેબલ પાસે આવ્યો અને ત્યાંની લાઇટ ચાલુ કરી પોતાનું કોમ્પ્યુટર ખોલ્યું અને અમુલખની હસ્તપ્રત કોમ્પ્યુટરમાં લખવાની શરૂઆત કરી અને સિગારેટ સળગાવવા સિગારેટ જોઇ તો બે હતી કેમ ચાલે…? કોમ્પ્યુટર બંધ કરી ઊભો થયો કપડા બદલ્યા અને દરવાજો લોક કરી ગાડીમાં બેસી પાનવાળાની દુકાને આવ્યો એક પાન ખાઇને બે બંધાવ્યા અને સિગારેટની પાકીટ લઇ એક સળગાવીને ગાડી તરફ વળ્યો અને ઘેર આવી એક સરસ ચ્હા બનાવીને મગ લઇ પોતાની રાઇટિન્ગ ટેબલ પર ચ્હાનો મગ,પાનનું પડિકું અને સિગારેટની પાકિટ મુકી ફરી કપડા બદલી નાઇટ સુટ પહેર્યો અને ટેબલ પાસે આવી લાઇટ ઓન કરી કોમ્પ્યુટર ખોલ્યું પણ લખાણનું શિર્ષક શું આપવું…?

       ઠંડી થતી ચ્હાનો મગ લઇ બાલ્કનીમાં આવ્યો.ત્યાં મુકેલી ઇઝીચેરમાં બેસી ને ચ્હા પીતા તેણે એક આછરતી નજર આજુબાજુ કરી ત્યાં તેની નજર નીચે રોડ પર જતા એક સિનીયર સીટીજન જોડલા પર પડી જે હળવા પગલા ભરતા જઇ રહ્યા હતા.ખુશ થઇ ઘનશ્યામે ચ્હા પુરી કરી એક સિગારેટ સળગાવીને રાઇટિન્ગ ટેબલ પાસે આવી લખાણનું શિર્ષક આપ્યુંજીવનસાથીઅને અમુલખ પાસેથી લાવેલ હસ્તપ્રતો કોમ્પ્યુટરમાં લખવાની શરૂઆત કરી.વચ્ચે પાન ખવાયું સિગારેટ્ના કશ ખેંચાયા અને આખર જ્યારે આકાશમાંથી સંધ્યાના ઓળા ઉતરવા લાગ્યા ત્યારે દશ પાના કોમ્પ્યુટરમાં ચડી ચૂક્યા હતા.લખાણ સેવ કરીને કોમ્પ્યુટર બંધ કર્યું અને રસોડામાં આવી સ્વયંને પુછ્યું

બોલ ઘનશ્યામ તારે શું ખાવું છે….?’કહી ખુદ પર હસ્યો.

           જલદીથી ફ્રીઝમાંથી કેપ્સિકમ,ગાજર લીલ મરચા આદુ અને કોથમીર અને ફ્રોઝન વટાણાનું પેકેટ કાઢ્યા અને શીકામાં મુકેલ બટેટા અને કાંદા કાઢી બધુ બારીક સમારી ને ઉપમા બનાવ્યું અને દહીં વલોવી ને એક મગમાં છાશ રેડી સાથે એક ડબરામાં મુકેલ ખાખરા કાઢીને બધું ડાઇનિન્ગ ટેબલ પર મુકીને જમણ પુરૂ કર્યું. વધેલું ઉપમા એક બાઉલમાં કાઢી ફ્રીઝમાં મુકી રસોડા અને વાસણની સફાઇ કરી પોતાના રૂમમાં આવી બાકી રહેલું પાન ગલેફે દાબી એક સિગારેટ સળગાવી પાછો બાલ્કનીમાં આવીને ઇઝીચેરમાં બેસી પાન ચાવતા સિગારેટની મોજ માણી.સિગારેટ પુરી થિઇ ગઇ પાન ખવાઇ ગયું અને પવનની શિતળ લહેરખીમાં જોકે ચઢી ગયો.કલાક વાર પછી આંખ ખુલી તો ત્યાંથી ઉઠી પલંગમાં લંબાવ્યું.

     બે દિવસ પછી પાછો અમુલખને મળ્યો અને કહ્યું

મણિયાર મેં તારૂં લખાણ વાંચ્યું શરૂઆત અને રજુઆત સારી છે બસ આગળ ચલાવ

તું જે પાના લઇ ગયો તે પછી મેં કશું લખ્યું નથી…’

તો લખતો થા આમ વચ્ચે ઊભો નહીં રહેતો…’સિગારેટ સળગાવતા ઘનશ્યામે કહ્યું

આગળ શું લખવું તે મેં વિચાર્યું નથી…’

આમ પાણીમાં બેસીજા યાર વિચાર અને લખ તારા માટે કંઇ મુશ્કેલ નથી તું તો શિઘ્ર કવિ છેને..?’

પરમાર કવિતા લખવીને લેખ લખવા અલગ વાત છેદોન ધ્રુવ સમજ્યો..?’

જો મણિયાર ગલ્લા તલ્લા નહીં કર…’

         વાત ચાલતી હતી ત્યાં યદુરામ ચ્હા લઇ આવ્યો તો કપ લેતા કહ્યું

વાહવાહ સારૂં કર્યું..’

           ચ્હા પીને સિગારેટ સળગાવી લાઇટર અને પાકિટ અમુલખને આપતા કહ્યું

તો હવે તું આગળ લખીશ ને…?’

હા મારા ભાઇ હા લખીશ બસ…’સિગારેટ સળગાવી લાઇટરને પાકિટ ઘનશ્યામને આપતા ઉમેર્યું

પણ પ્રોમિસ કર કે, તું આમ ઘોડે ચઢી તકાજા કરવા નહીં આવે..’

ભલે વીસેક જેટલા કે તેથી વધુ પાના લખાઇ જાય ત્યારે તું કોલ કરજે હું આવીને લઇ જઇશ બસ રાજી…?

             આમ ગોઠવણ થયા મુજબ અમુલખ લખતો રહ્યો અને ઘનશ્યામ કોપ્યુટરાઇઝ કરતો રહ્યો.આખર ત્રણ મહિના પછી છેલ્લા પાના લખાયા અને એક નવલકથાનું રૂપ ધારણ કર્યું

પછી ઘનશ્યામે તે ટાઇપ સેટિન્ગ માટે પોતાના પ્રેસમાં આપ્યું

આપણા શહેરના મુશાયરાઓની જાન ઉદ્ઘોસન અને સંચાલનની શાન એવા જાણિતા અને માનિતા સાક્ષર અમુલખ મણિયાર ઉર્ફે કવિ કમલકાંત/કાંતની કસાયેલી કલમે લખાયેલી અને ટૂંક સમયમાં પ્રકાશિત થનાર નવલકથાજીવન સાથીવાંચવામાં આપને રસ છે…? મર્યાદિત નકલમાંથી વહેલો પહેલો રૂએ આપની કોપી મેળવવા સંપર્ક કરો.. કલમના ક્લાકાર બુક ડીપો લેન્ડ લાઇન નંબર

xx xxx xxx xx”

               આવી જાહેરાત સ્થાનિક સમાચર પત્રના પહેલા પાને ચમકી અને ચાર દિવસ પછી

મરણ પથારીએ પડેલી પત્નિ જશોદાની જીવન માટેનો વલવલાટ જોઇ એને સાંત્વન આપતા તેણે કહ્યું જશોદાબોલ રાધે શ્યામબોલ રાધે શ્યામ….જશોદા સંસારનો મોહ છોડ તારા આત્માની સદ્ગતિ કરબોલ રાધે શ્યામ….’

           શબ્દો કોઇ નાટકની પટ કથાના નથી માનિતા સાક્ષર અમુલખ મણિયાર ઉર્ફે કવિ કમલકાંત/કાંતની કસાયેલી કલમે લખાયેલી અને ટૂંક સમયમાં પ્રકાશિત થનાર નવલકથાજીવન સાથી નવલકથા વાંચવામાં આપને રસ છે…? મર્યાદિત નકલમાંથી વહેલો પહેલો રૂએ આપની કોપી મેળવાવા સંપર્ક કરો.. કલમના ક્લાકાર બુક ડીપો લેન્ડ લાઇન નંબર xx xxx xxx xx”  

               આમ જીવન સાથી નવલકથામાંથી અવતરણો ટાંકી ઘનશ્યામે તેનો ધાર્યો હતો એવો ઉત્સુકતાનો માહોલ ઊભો કરી શક્યો અને કલમના કલાકાર બુક ડીપોની લેન્ડ લાઇનની ઘંટી વાગતી રહી અને બુકિન્ગ ચાલુ હતી.

         સૌથી પહેલા સિલ્વર સ્ટોઅન પ્લાઝાના હોલનું એડવાન્સ પેમેન્ટ આપી બુકિન્ગ પતાવ્યું અને પુસ્તકની ૧૦૦૦ નકલ છપાવવાનું નક્કી કરી તેણે પ્રિન્ટીન્ગનું કામ શરૂ કરાવ્યું.આમંત્રણ પત્રિકાઓ છપાઇ.

         વિમોચન વિધી માટે વસંત પંચમી નક્કી કરી. પુસ્તકની વિમોચન વિધી માટે જાણિતા સાક્ષરશ્રી મનોજ કોઠારીનો સંપર્ક કર્યો અને તેમણે કવિ કમલકાંતની લખેલ નવલકથા છે સાંભળી આનંદથી સ્વિકાર કરી લીધો.

આમંત્રણ પત્રિકા

શ્રી શારદાયૈ નમઃ

શ્રીમાન/શ્રીમતિ………………………………….

         કલમના કલાકાર બુક ડિપો દ્વારા પ્રકાશિત થનારઆપણા શહેરના મુશાયરાઓની જાન ઉદ્ઘોષણ અને સંચાલનની શાન એવા જાણિતા અને માનિતા સાક્ષર અમુલખ મણિયાર ઉર્ફે કવિ કમલકાંત/કાંતની કસાયેલી કલમે લખાયેલીજીવન સાથીવિમોચન વિધી આપણા શહેરના જાણિતા સાક્ષર શ્રી મનોજભાઇ કોઠારીના વરદ હસ્તે થનાર છે મંગલમય સમયે આપને હાર્દિક આમંત્રણ આપતા ગર્વ અનુભવે છે તો નીચે જણાવેલ સ્થળે અને સમય આપ ઉપસ્થિત રહેશો એવી અભ્યર્થના

તારીખઃસાંજે૭મી ફેબ્રુઆરી ૨૦૧૧ સોમવાર (વસંત પંચમી)

સ્થળઃસિલ્વર સ્ટોન પ્લાઝાનું સભાગૃહ

સમયઃસાંજે ૦૭૦૦ કલાકે

કાર્યકમઃ

સાંજે ૦૭૧૫ કલાકે દીપ પ્રાગટ્ય

સાંજે ૦૭૨૦ કલાકે સરસવ્તિ વંદના

સાંજે ૦૭૩૦ કલાકે શ્રી મનોજભાઇ કોઠારીના વરદ હસ્તેજીવનસાથીનવલકથાની વિમોચન વિધી

સાંજે ૦૭૪૦ કલાકે શ્રી અમુલખ મણિયાર ઉર્ફે કવિ કમલકાંત/કાંતનું શ્રી મનોજ કોઠારીના વરદ હસ્તે          

                           સન્માન

સાંજે ૦૮૦૦ કલાકે ઉપસંહાર

નોંધઃ કાર્યક્રમના અંતે અલ્પાહાર લેવા ભૂલતા નહીં

                        નિમંત્રકઃ

         કલમના કલાકાર બુક ડિપો

 

પ્રકરણ ૬ રેખા પટેલ “વિનોદિની”

Posted on November 5, 2016 by vijayshah

આમંત્રણ પત્રિકા છપાઇ ગઇ અને જેમણે જીવન સાથીની અગાઉથી કોપી બુકિન્ગ કરાવેલ તેમને તેમના સરનામે કુરિયર કરવામાં આવી.એક આમંત્રણ પત્રિકા ઘનશ્યામ શ્રી મનોજ કોઠારીને જાતે આપી આવ્યો.

     કાર્યક્રમના આગલા દિવસે રવિવારે ઘનશ્યામ અમુલખને મળવા ગયો.અમુલખ કોઇ કવિતાના રદિફા કાફિયાને ગણત્રીમાં અટવાયેલો આંખો મીંચી વિચારી રહ્યો હતો તો બિલ્લી પગે આવીને અમુલખના હાથમાં રહેલ પાનું સેરવવા ગયો તો અમુલખે આંખ ખોલી જોયું

એલા પરમાર તું ક્યારે આવ્યો…?’

જ્યારે સાહેબ કવિતામાં ખોવાયલા હતા ત્યારે….’કહી અમુલખના હાથમાંનું પાનું લઇ વાંચ્યું

બાદબાકી

કદી પાછા ફરીને જીંદગીને જોઇ તાકી છે;

બહુ ઓછા છે સરવાળા વધારે બાદબાકી છે

પ્રણયનો રંગ પાકો હોય છે એવું બધા કહે છે;

જમાનાના બધા ફિલસુફ એવી નોંધ ટાંકી છે  

કશું પણ કામ કરવાની બધાની રીત ના સરખી;

અગર રાજા કે વાજા વાંદરાની રીત વાંકી છે

કદી પિનારને પૂછો શરાબી તું થયો શાથી?;

મને ડૂબાડનારી મયકદા કેરી શાકી છે

વાહ…!! લા જવાબ જલ્દી પૂરી કર…’પાનું પાછું આપતા સાથે એક આમંત્રણ પત્રિકા પકડાવી

..બધું શું છે…? તેં ક્યારે નક્કી કર્યું…?’આમંત્રણ પત્રિકા વાંચી અમુલખે પુછ્યું

હવે શું છે…? ને ક્યારે નક્કી કર્યું…? રહેવા દે આવતી કાલે સાંજે પાંચ વાગે તને લેવા આવું છું તો જરા ઠાઠ માઠથી તૈયાર રહેજે…’ વાત ચાલતી હતી ત્યારે સાકર ચ્હા લઇ દાખલ થઇ.

ચ્હા…?’અમુલખે કપ લેતાં પુછયું

મળે તો ઘનશ્યામભાઇ સામેથી માંગી લે તેમ છે એટલે યદુરામે તેમને ઘરમા દાખલ થતા જોઇ તરત બનાવી..’

ખાલી ચ્હાથી નહીં પતે જમાડશો ને…?’

પોતાના ઘરમાં કોઇ પુછે જમાડશોને…?’કહી સાકર હસી

         જમતી વખતે આવતીકાલે કાર્યક્રમમાં હાજર રહેવા યદુરામ અને સાકરને તૈયાર રહેવા ઘનશ્યામે કહ્યું. જમીને ઘનશ્યામ બારણા તરફ ચાલ્યો તો અમુલખે પુછ્યું

કેમ એલા પરમાર આમ છેલ્લે કોગળે…?’

મારે હજી ઘણા કામ આજે પૂરા કરવાના છે એટલે જાઉં…’

         સિલ્વર સ્ટોન પ્લાઝાનું સભાગૃહ ખિચોખીચ ભરેલો હતો.આગલી ત્રણ રો મુખ્ય આમંત્રિત મહેમાનોથી ભરેલી હતી.ત્રીજી રોથી બુકિન્ગ કરાવેલ લોકોને બેસાડવામાં આવ્યા હતા.તેમની સાથે યદુરામ ને સાકર પણ ગોઠવાયા.ઘનશ્યામ બંનેને પહેલી રોમાં બેસાડવા જતો હતો તો અમુલખે કહ્યું યદુરામ તો ઠીક પણ સાકરના લીધે સભામાં સવાલો ઊભા થાય એમ તેની ઇચ્છા નથી.

         આયોજીત કાર્યક્રમ આગળ વધતો હતો અને શ્રી મનોજ કોઠારીએ જીવન સાથી નવલકથાની વિમોચન વિધી અને પછી અમુલખને શાલ ઓઢાળી સન્માન પત્ર આપી સન્માન કર્યું ત્યાં સુધી સભાગૃહ તાળીઓથી ગુંજતો રહ્યો.

           ઉદ્ઘોષકના આમંત્રણથી ઊભા થઇ માઇક પર આવતા શ્રી મનોજ કોઠારીએ કહ્યું

મેં શ્રી અમુલખ મણિયારને ઘણા મુશાયરામાં સાંભળ્યા છે.સ્થાનિક સમાચાર પત્રમાં કલમના કલાકાર

બૂક ડીપોના માલિક શ્રી ઘનશ્યામ પરમારે નવલકથાની જાહેરાત સાથે આપેલ નવલકથાના અવતરણ વાંચતા ઉત્સુકતા થતી હતી.એક ઋજુ હ્રદયના કવિની કલમે લખેલી ગઝલો આપણે માણી છે એજ વ્યક્તિ દ્વારા લખાયેલી નવલકથા પણ હ્રદયને સ્પર્શી જશે એમાં શંકાને સ્થાન નથી.તેમણે લખેલ પુસ્તક આપ સૌને ગમશે એમ કહું તો અસ્થાને નથી….આભાર

     આખો સભાગૃહ તાળીઓના ગડગડાટથી કેટલી વાર સુધી ગુંજતો રહ્યો.ત્યાં ઉદ્ઘોષકે કહ્યું

હવે હું શ્રી અમુલખ મણિયારને તેમના મુકતકથી આમંત્રણ આપીશ લખવાની પ્રેરણા તેમને ક્યાંથી મળી ક્યા સંજોગોમાં નવલકથાનો ઉદ્ભવ થયો એના પર પ્રકાશ પાડે

મન બરકરાર હોવો જોઇએ

ભરોસો તલભાર હોવો જોઇએ

કાગળ કલમ ઉપાડવાથી શું થશે?

શબ્દનો સહકાર હોવો જોઇએ

શ્રી અમુલખ મણિયાર ઉર્ફે કવિ કમલકાંત

       અમુલખ માઇક પકડે પહેલા ઘનશ્યામે શ્રી મનોજ કોઠારીની માફી માંગતા કહ્યું

હુ શ્રી અમુલખભાઇને માઇક આપતા પહેલા બે જાહેરાતો કરવા માંગું છું.આગોતરા બૂકિન્ગ ચાલુ રહ્યા છે તેના આંકડા આપીને હું અમારી ખુશી આપના સાથે વહેંચવા માંગુ છું

પહેલી વાત તો કે, અત્રે હાજર રહેલા સર્વે મિત્રોની તેમણે બૂક કરેલ પુસ્તકો પર શ્રી અમુલખભાઇ હસ્તાક્ષર કરશે.બીજી વાત કે કવિનો પહેલો ગદ્ય પ્રયોગ છે અને તે સર્જન પ્રક્રિયાનો હું ભાગીદાર અને સાક્ષી છું તેથી કેટલીક અમુલખ વિષેની વાતો હું અહીં આપની સાથે વહેંચવા માંગુ છું.

         કવિ તરિકે તો તે બહુ અચ્છો અને સફળ સર્જક અને શિઘ્ર કવિ છે.આપ સૌ તેની રજુઆતો અને વિચારોથી વાકેફ છો પણ માણસ તરીકે પણ તે કેટલો ઉમદા છે તેની વાત બહુ ઓછા લોકો જાણે છે.તેમના પહેલા કાવ્ય સંગ્રહની રોયલ્ટી તેણે એક અઠવાડિયામાં ડાંગ જીલ્લામાં આદીવાસી ઉધ્ધાર માટે ખર્ચેલી.કોઇના કહેવાથી નહીં પણ જાતે ઉનાઇમાં રહી તેમના સાથે પસાર કરી તેમને કાયમી આવક મળી રહે તેવા પ્રયાસો કર્યા હતા.મને વાતની ખબર પડી એટલે મેં પુછેલું આવા કામ માટે ઉનાઇ રહેવા શા માટે ગયો…?મારા જેવા કોઇને કહી દીધું હોત તો…?તો તેણે આપેલો જવાબ સાંભળવા જેવો અને સમજવા જેવો છે તેણે કહેલું મારે તેમનો પ્રસન્ ચહેરો જોવો હતો.તેમની વેદનાની મુક્તિ માણવી હતી.મારે ત્યાં તો અભરે ભરેલું છે પણ પ્રભુએ જેમને માઠા દિવસો આપ્યા છે તેમના માટે કંઇક કરૂં તો તેમની ઠરેલી આંતરડી સમજવાની મને તક મળેને…?                                     

         અમુલખ મારો અંતરંગ મિત્ર છે તેથી એક દિવસ તેના ઘેર જઇ ચડયો. વિચાર મગ્ન હતો. ટેબલ પડેલ કાગળ વાંચતા મેં પુછેલું

તું શું લખે છે એલા મણિયાર…?’

ફિલોસોફરોનું કહેવું છે કે,દરેક સાહિત્ય રસિકે પોતાના મનમાં ચાલતા વિચારો ક્યાંક નોંધવા જોઇએ. કદાચ એમાંથી કોઇ સારો લેખ કે વાર્તાનો પ્રાદુર્ભાવ થાય એટલે મારા મનમાં ચાલતા વિચારોને બહાર લાવી કાગળ પર ઉતારવાની કોશિશ કરૂં છુંકહી હસ્યો.તેણે લખેલા ૨૦ પાનાનું ફોલ્ડર હું ઘેર લાવ્યો.બધા પાનાને ક્રમાંક આપી વાંચ્યા.અમુલખની લેખન શૈલી મને ગમી. ફોલડર કોમ્પ્યુટરાઇઝ કરવા કોમ્પ્યુટર ખોલ્યું પણ લખાણનું શિર્ષક શું આપવું…?

       વિચારવા મેં સિગારેટ સળગાવવા પાકિટ ફંફોસી તો તેમાં બે હતી ચાલે હું ચેઇન સ્મોકર છું એટલે અમારા ઓળખીતા પાન વાળા પાસે પાન ખાધું.બે બંધાવ્યા એક પાકિટ લીધી ને એક સળગાવી ઘેર પાછો આવ્યો. સરસ ચ્હા બનાવી બધુ ટેબલ પર મુકી કોમ્પ્યુટર ખોલ્યું કેટલી વાર સુધી શિર્ષક બાબત વિચારતા રહ્યો.ઠંડી થતી ચ્હાનો મગ લઇ હું બાલ્કનિમાં આવ્યો ચ્હા પીતા આમ તેમ નજર ફેરવી અચાનક નીચે રોડ પર મારી નજર પડી તો એક સિનીયર સીટીજન જોડલું હળવા ડગલે જતું હતું જોઇ હું ખુશ થઇ ગયો અને તરત પાછા ફરી લેખનું શિર્ષક આપ્યુંજીવન સાથીઆવા સફળ કવિ અને નીવડેલા વાર્તાકાર તરિકેજે સફળતાની ટોંચે બેસનાર છે તેવા અમુલખ મણિયારને હવે સાંભળીએ.

       સભાગૃહમાં સ્ટેજ પર અમુલખ મણિયારે માઇક પકડી ચારે તરફ નજર દોડાવી આજે તેમનું સ્વપ્ન પુરૂં થવાની અણી પર હતું.વિચારમાળામાં જરા ભૂતકાળમાં સરી પડ્યો.તેની કવિતાઓના બહુ ચર્ચિત અને લોક પ્રિય બે પુસ્તકો બહાર પડ્યા હતા.તેમાંઅમીનામનું તેનું પહેલું પુસ્તક બહાર પડ્યું ત્યારે પછી પોતેઅમીતરિકે પ્રસિધ્ધ થઇ ગયો હતો.એક સ્વપ્ન સુંદરીને આરાધીને લખેલી સિત્તેર જેટલી કવિતાઓ દરેક વાંચનારને પોતાની લાગતી.દરેક પ્રેમીને એમ લાગતું જાણે તે પોતાની પ્રેમિકાની આલોચના કે અવલોચના કરી રહ્યો છે. કવિતાઓમાં કવિએ પોતાના દિલની પ્રેમિકાના ચરણોમાં એક ભક્ત દેવીના ચરણે ફૂલોનો અર્ધ્ય ધરે તેમ ધરી દીધું હતું…”જરા ના આંખોથી દૂર ના જાશો અમી…”

         બધાને લાગવા લાગ્યું હતું કે,ક્યાંક અમી નામક અપ્સરા વસે છે જે કવિના દિલની રાણી છે. પરંતુ આજ દિવસ સુધી રહસ્ય કોઇ જાણી શકયું નહોતું.આથી ઘણા કહેતા કવિ મીંઢો છે.તેનું મન કળવું એટલું સહેલું નથી.તેમાં તેનો મિત્ર ઓલો ધનંજય તો કાયમ કહેતો અલ્યા કમલા અમી કોણ છે ક્યારેક તો અમને બતાવ પણ પોતે સ્વપ્ન સુંદરી ક્યાંથી લાવે…? તો તેના અધુરા રહી ગયેલા ઓરતાનું નામ હતું.જ્યારે અમીની વિમોચન વિધી હતી ત્યારે આવોજ સમારંભ હતો.હા આજે છે એટલો ભવ્ય તો નહોતો.પણ તેના મનમાં સમયનો આનંદ તો બાળકના જન્મ પછી તેનું મુખ જોતા માને થાય તેવો હતો.પોતાની રચનાઓ તેણે રજુ કરેલી પણ અમીને ઉદેશીને લખેલી રચના તેણે તરંનુમ રજુ કરી

એક ઘરની છે ઉંચી અટારી,એમાં નિત ઊભે એક રૂપાળી;

ભૂરા વાળ ને ભૂરી આંખો વાળી, એના ગાલે છે ટપકી કાળી

એક ઘરની છે ઉંચી અટારી….

કદી કેશનું ગુંફન કરતી કદી, ઝુમર કાને ધરતી;

કદી કંગનને ફેરવતી, નિત દેખું હું રીત નિરાળી

એક ઘરની છે ઉંચી અટારી…..

નિત મીઠું મલકાતી, અને ગુંજન કરતી ગાતી;

મળે આંખો તો શરમાતી, કદી બેસે છે પકડીને જાળી

એક ઘરની છે ઉંચી અટારી….

જાણે ઓચિંતી આવે, અણજાણપણું દર્શાવે;

ચૂડી કાંચની ખનકાવે, કદી બોલે છે આવું છું માડી

એક ઘરની છે ઉંચી અટારી…..

           પુરો સભાખંડ મંત્ર મુગ્ધ હતો,તે ઘડી તેને થયું ખરેખર તેની નજર કોઇને શોધતી હતી.શું પોતાની આંખો સાચે કોઇ અમીની રાહ જોતી હશે…?આજ સુધી સમજાયું નથી પણ અમી જીવનનો ભાગ બની ગઇ વાત સાચી હતી.

           ત્યાર પછી કવિતા રચવાની સ્ફૂરણા થતી ત્યારે એક અજાણ આછો આછો ચહેરો આંખો સામે આવીને પથરાઇ જતો,ભાવ વાહી આંખો ચમકતી રહેતી અને આંખોમાં રહેલા ભાવ પ્રમાણે હસતી કે ગમથી છલકાતી રચના લખાઇ જતી. અમી પુસ્તકે જીવનની કઠીન રાહમાં રસ્તો બતાવ્યો હતો.તેની પબ્લિસીટી એવી મળી કે ત્યાર પછી આગળ વધવાનું જોમ મળ્યું અને આજની નવલક્થા જીવન સાથીનો જન્મ થયો.વર્તમાનમાં આવતા તેણે કહ્યું

મિત્રો

કહી છે દાસ્તાન જ્યારે મેં પદ્યમાં,

દોસ્તો નવાજ્યો છે મને કંઇ રૂપમાં;

આજની વાત કહી રહ્યો છું હું ગદ્યમાં,

અનુભવ મળ્યા મને નિત નવા રૂપમાં

        શું બોલવું વિચારમાં હું હતો તો માફ કરશો. મારૂં અહોભાગ્ય ઘણાય કે શ્રી કોઠારી સાહેબના વરદ્હસ્તે મારી પહેલી નવલકથાનું વિમોચન વિધી થઇ બદલ હું તેમનો ખાસ આભારી છું.કલમના કલાકાર બૂક ડિપોના માલિક અને સંચાલક શ્રી ઘનશ્યામ પરમાર જે મારા અંતરંગ મિત્ર છે તેમને કેટલા લાંબા સમયથી લખાતી મારી નવલકથાની રફ કોપી તેમની ઉત્સુકતા ખાતર સાહજીક વાંચવા આપેલ પણ તેઓ તે પ્રકાશિત કરવાનું નક્કી કરશે અને પ્રકાશન પહેલા એની આટલી પબ્લિસીટી કરશે તેની તો મને કલ્પના પણ હતી બદલ હું તેમનો સદા ઋણી રહીશ. નિવૃતિની પ્રવૃતિ જેવી મારી કલમ કવાયત કરાવી મને કાગળ પર વિસ્તરવાની તક આપનાર મારા મિત્ર ઘનશ્યામનો જેટલો આભાર માનું ઓછો છે મારી નવલકથા બાબત કશું કહેવા હું અસમર્થ છું તે બદલ મને ક્ષમા કરશો.

       મનોજ કોઠારી અને ઘનશ્યામ પરમાર સહિત સૌ અચંબિત હતા.થોડિક ક્ષણો બાદ પ્રેક્ષક મિત્રોના અવાઝો આવવા મંડયા અને આનંદના ઉદ્ગારોમાં તાળીઓ ભળી. ઘનશ્યામ પરમારે સૌનો આભાર માનતા કહ્યું

હું આપનો ઝાઝો સમય લેવાનો નથી પણ મારો મિત્ર તે દિશામાં આગળ જાય હેતુથી સાંખ પુરાવા આવ્યો છું’.વાતને આગળ વધારતા કહ્યુંમને હમણાં વેંચાણના આંકડા મળ્યા છે જેની જાણ અમુલખને કરી ત્યારે બહુ વિનમ્રતાથી રોયલ્ટિનો ચેકથીઆવા સર્જકોને પ્લેટ ફોર્મ આપોતેમ કહી અમુલખે પોતાની માતૃભાષાના પ્રત્યેની જાગરુકતા બતાવી છે.જે વાંચક મિત્રોએ અત્યારે ઓર્ડર નોંધાવે છે તેમની ચોપડી પર લેખકના હસ્તાક્ષર હશે.આપ સૌ જાણો છો તેમ ઉગતા લેખકના હસ્તાક્ષર પણ પુસ્તકને અમુલ્ય બનાવે છે.અમુલખનું માનવું છે કે,પાછલી ઉંમરમાં સમાજને પાછું વાળવાની ઉંમર છે તેજ પ્રમાણે તેઓ નવા સર્જકોને આગળ વધવાની તક આપી રહ્યા છે.’

       સભાગૄહમાંથી સવાલ થયો કે અમુલખને રોયલ્ટી કેટલી મળી…?’

            “ નવોદિત લેખકની પહેલી નવલકથાની ૧૦૦૦ પુસ્તકો પહેલા દિવસે વેંચાઇ જાય એક આગવી સિધ્ધી છે.રોયલ્ટીની રકમ આંકડાની છે.”હોલમાં સૌએ આદરથી વાત વધાવી લીધી.

     સ્ટેજની ડાબી બાજુએ ટેબલ ખુરશી ગોઠવાયા હતા અને દરેક પુસ્તક ખરિદનાર નમ્રતાથી લાઇનમાં અમુલખના પુસ્તક સાથે સહી માટે ઊભા હતા.ફોટોગ્રાફર ફોટાઓ લઇ રહ્યો હતો.પુસ્તક લઇ આવનાર દરેક વાંચક્ને અમુલખ નામ પુછતો હતો અને કંઇક સંદેશ સાથે સહી કરતો હતો.

કોઇકે પુછ્યુંઆપની સફળતાનું રહસ્ય શું છે…?’ ત્યારે લખ્યુંસખત શ્રમ.”

જ્યારે બીજાએ પુછ્યુંલખાણમાં સચોટતા કેવી રીતે આવે છે..?’ફરીથી જવાબ હતોસખત શ્રમ.”

તો ફરી કોઇકે પુછ્યુંવિચારોનું નાવિન્ય ક્યાંથી મળે છે…?” ફરીથી જવાબ એજ હતોસખત શ્રમ.”

તો સવાલ કરનારે પુછ્યુંસખત શ્રમ…? સર્જનમાં…?’

હા મારાભાઇ વિચાર કરી કરી ને હ્રદયની ભાવનાઓને વાંચકના વિચારોમાં ઉતારવાનું અને તેમને પાત્રની નજદીક લઇ જવાનું કામ સખત પરિશ્રમ માંગી લે છે…’કહી અમુલખ મલક્યો

       જ્યારે સિગ્નેચર સેરીમની સંપન્ થઇ ત્યારે નીશારાણીનું આગમન થઇ ચુક્યું હતું (ક્રમશ)

      ઋણાનુબંધ (૭) દિવ્યા સોની

પ્રકરણ ૭ ધનંજયનો ભેટો-દિવ્યા સોની

           અમુલખને આજનો આખો કાર્યક્રમ જાણે સ્વપ્ન સમાન લાગી રહ્યો, ઘનશ્યામે ખુબ જ કાળજી રાખી નાની નાની બાબતોની વ્યવસ્થા કરી હતી.બધા આમંત્રિત મહેમાનો ખુબ જ આનંદિત થઇને આખો કાર્યક્રમ માણી રહ્યા હતા, કાર્યક્રમના અંતે અમુલખની ભીની આંખ જોઇ ઘનશ્યામે પુછ્યું

‘શું થયું મણિયાર…?’

‘તારી બધી રીત અલગ છે…’

‘જેમ કે……?’

‘પહેલા રફ કોપી વાંચી ને બુક છપાવી પછી તેની એટલી પબ્લિશીટી કરી અને આજે આ કાર્યક્રમ…’

‘યહી તો અપની સ્ટાઇલ હૈ જાની….’કહી ઘનશ્યામ હસ્યો તો અમુલખ તેને ભેટી પડયો

‘ Don’t worry કે લેખક મહોદય વખત આવે આ બધાની કિંમત બરાબર વસુલ કરીશ… આ તો રોકાણ છે પબ્લિસટી વધસે તો બીજી આવૃતિ છપાય છે જેમ વધારે આવૃતિ થશે તેમ મને તો ફાયદો જ છે…’ક્હી ઘનશ્યામ હસ્યો

‘તને નહીં પહોંચાય…’

‘રોયલ્ટી વધશે તો હું ખુદ તારા Personal Assistanat તરિકે મારી નિમણુંક કરી લઇશ..’

                         યદુરામ અને સાકરને અમુલખે ખાસ તાકિદ કરી હતી કે,એક પ્રેક્ષક તરિકે તમે બંને કાર્યક્રમ માણજો આયોજનમાં ક્યાં પણ ઇન્વોલ્વ થતા નહીં જે તેઓએ સુપેરે અલગ થલગ રહીને માણ્યો હતો.અચાનક અમુલખની નજર સાકરની સાડીની કિનારી પર પડી એ કિનારીની રેખાઓ પોતાની હમણાં જ પબ્લિશ થયેલી બુક જીવન સાથીના કવર પેજ પરની રેખાઓ જેવી જ હતી એ કેવું યોગાનુંયોગ કે પછી… પોતાના આવા વિચાર પર અમુલખને હસવું આવ્યું. યદુરામ અને સાકરને ખુશ જોઇ તેને આનંદ થયો.

     કાર્યક્રમના અંતે હોટલ તરફથી અલ્પાહારની વ્યવસ્થા હતી.અમુલખ એક અલાયદી ખુરશી પર બેસી કંઇક વિચારતો હતો કે જીવન પણ કેવું છે…? ક્યાંથી ક્યાં લઇ આવે છે…? કોઇક્વાર મનગમતા પડાવેથી ભગાડે છે અને કોઇકવાર સાવ અજાણ્યા વણાંકે એટલો સંતોષ આપે છે કે,આખું આયખું સરભર થઇ જાય. ઘનશ્યામ,યદુરામ અને સાકરની પોતાના માટે લાગણી યાદ આવતા અમુલખની આંખમાં ભીનાશ તરી આવી ત્યારે અચાનક સ્ફુરી આવતી કવિતાના વિચાર મનમાં કરી રહ્યો હતો.

કોઇ કેટલો સાથ આપે,

કોઇ કેટલો વિશ્વાસ રાખે

કોઇ કેટલું ધ્યાન રાખે

બધું જ ઋણાનું બંધ..!

             હોટલનું ખાઇને કંટાળેલા અમુલખને યદુરામના આવ્યા પછી શાંતિથી ઘરમાં મળતું ભોજન અને ઘર છેડી આત્મહત્યા કરવા જતી સાકરને પાછી વાળીને ઘેર લાવેલ અને એ ઘરના સભ્ય જેવી થઇ જતા અને પોતાના કાવ્ય સંગ્રહ અને નવલકથાના પ્રકાશન પછી સતત સંપર્કમાં રહેતા ઘનશ્યામ પરમાર બધા હવે તેના પરિવારના અવિભાજ્ય અંગ બની ગયા હતા.જ્યાં ભર્યા ભાદર્યા પરિવરમાં પણ એકબીજાથી બનતું નથી ત્યાં આ ચાર અનામી સબંધો સ્વસ્થતાથી એક બીજા માટે શ્વસી રહ્યા હતા. આ કેવા સબંધના તાણા વાણામાં જીવી રહ્યા હતા દિવસો દિવસ પાંગરી રહ્યા હતા મ્હોરી રહ્યા હતા.એકાએક શિઘ્ર કવિ અમુલખ જીવંત થઇ જતા કેટલા શબ્દો ગોઠવતો હતો

લોહીના સગપણ પણ ભૂલાવી દે છે મને,

કાળજી રાખતા,જુજ જ સબંધો નિકળ્યા;

ખુશીઓથી તિજોરી મારી છલોછલ ભરે છે,

દુવા માંગતા મિત્રો લાખના,જે ચંદ નિકળ્યા

         અમુલખ હજુ બીજુ કંઇ વિચારે ત્યાં

‘અલ્યા મણિયાર…આપણા નેતાઓની જેમ તને પણ ખુરશીનો મોહ લાગ્યો હોય તેમ ચોટી કેમ ગયો છે..?ચાલ ઊભો થા..મારા પેટમાં ઊંદર દોડે છે…કદાચ તારા જેવા લેખકો શબ્દો ખાઇને જીવતા હશે પણ અમારા જેવા સાહિત્ય રસિકને તો ભૂખ લાગે છે…’ઘનશ્યામે એમ કહેતા એની વિચાર ધારા તોડી

‘અરે sorry યાર.. you know me તને તો ખબર છે….’ઊભા થતા અમુલખે કહ્યું

‘હા..હા ખબર છે તું કવિતાની ઉપાસના કરતો હતો…’

         અમુલખે ફેબ્રુઆરીની માદક ઠંડક અનુભવતા તેના સન્માન વખતે ઓઢાળવામાં આવેલ શાલ સરખી ઓઢી તો ઘનશ્યામે મજાક કરી

‘મણિયાર આમાં તું કોઇ ઠાકોર જેવો દેખાય છે…’

‘હું ને ઠાકોર નો વે….’ કહી બંને સાથે અલ્પાહારના આયોજનની દિશામાં પગ માંડયા તો વાતનો દોર સાંધતા ઘનશ્યામે      આગળ ચલાવ્યું

‘એક તારા જેવા કવિઓ,બીજા લેખકો અને ત્રીજા પ્રેમી પંખીડાઓ ગમે ત્યારે ગમે ત્યાં વિચારોની દુનિયામાં એવા ખોવાઇ જાવ કે આજુબાજુ શું ચાલે છે એ પણ ભૂલી જાવ..હમંશા પોતાના વિચારોની દુનિયામાં જ વિચરતા હોવ છો પણ કોઇવાર અમારૂં પણ વિચારો…’ઘનશ્યામએ હસતા હસતા કહ્યું

‘અરે એલા પરમાર એ કેમ ભૂલી જાય છે કે અમારે તો વિચારો લખીને જ રોટલા રળવાના હોય છે..’અમુલખે કહ્યું

‘અરે હાં…એ વાત સો ટકા સાચી…જો કોઇ દમદાર વિચાર આવ્યો હોય તો ઉઠાવ કલમ અને લખવા માંડ…આ બુક પછી એક વાત પાકી છે કે, તારૂં ફેન કલ્બ બહુ મોટું થવાનું છે તેનાથી ચાલનારી હવાનો લાભ લઇ આપણે જલ્દીથી બીજી બૂક છપાવીશું..’

‘અરે પરમાર હું તો મજાક કરૂં છું..તું તો મારી પાછળ જ પડી ગયો છો કહ્યુંને કે કંઇ ખાસ નથી ચાલ ચાલ મહેમાનો પર પણ ધ્યાન આપવું જરૂરી છે.અચાનક મારા વિચારો મારા મન પર ગમે ત્યારે કબજો જમાવી લે એ સારૂં નથી જ.’

‘હા ચાલ પહેલા કશુંક ખાઇ લઇએ…’ખાવાના ટેબલ તરફ જતા બંને મિત્રોએ શ્રી મનોજ કોઠારી અને અન્ય મહેમાનો અને ઘનશ્યામને પણ સાથે લીધા.સૌ કોઇએ પોતા માટે ડિશમાં પોતાની પસંદગીની વાનગીઓ લઇ એક ટેબલની આસ પાસ ગોઠવાયા તો બીજા પણ ખાલી ખુરશીઓમાં ગોઠવાયા.

         અલ્પાહારને ન્યાય આપ્યા પછી ચર્ચા ચાલી પ્રોગ્રામ બહુ સુંદર રહ્યોથી માંડી માતૃભાષા સંવર્ધન સુધીની ઘણી અલક મલકની વાતો પર ચર્ચા ચાલી રહી હતી ત્યાંજ અચાનક અમુલખની પીઠમાં જોરદર ધબ્બો પડયો

‘સાલા કમલા ….તેં આખી બુક ઘસડી મારી અને મને કહ્યું પણ નહી..?’

           અમુલખે પાછળ ફરીને જોયું,તેને પોતાની આંખો પર વિશ્વાસ ન હોતો આવતો એ ધબ્બો મારનાર બીજું કોઇ નહીં પરંતુ એનો વર્ષો જુનો મિત્ર ધનંજય બ્રહ્મભટ્ટ હતો જે પાછલા કેટલા વર્ષોથી અમેરિકામાં સ્થાહી થયો હતો.એનો એ જ ઘેરો અવાઝ અને એમાં છલકતું એ જ પોતાનાપણું અમુલખ વર્ષો બાદ પણ ભુલ્યો ન હતો એટલે એનાથી જુની આદત પ્રમાણે બોલી જવાયું

‘જયલા તું..? તું અહીં ક્યાંથી..? તારો તો પત્તો જ ક્યાં છે…? તું તો બોલીવુડ છોડીને હોલીવુડ ગયેલોને…? અચાનક બોલીવુડ પર પ્રેમ ઉભરાયો કે શું…? જોતો તારો તો આખો દિદાર જ બદલી ગયો છે…આ ઝિપ્સી જેવા લાંબા વાળ અને આ દાઢી આ ઉમ્મરે પણ તારા લટકા પહેલા જેવા જ છે તને હોલીવુડનો રંગ બરોબર લાગ્યો છે..’જેવ વિષયો

         અમુલખની આંખોમાં ખુશી સમાતી ન હતી અને સાથો સાથ જીભ પર સવાલો…આમ અચાનક અને તે પણ આટલા સરસ સમયે આવી ચડેલા જીગરજાન મિત્રને કેમ આવકારવો તેની અવઢવમાં અમુલખ અટવાઇ ગયો.એક બીજાની તુંકારતા બંને મિત્રો ગળે મળ્યા.

‘બેસ બેસ તારા સાથે કંઇ કેટલી વાતો કરવી છે,સાહેબ બહુ મોંઘા થઇ ગયા છો સમયના કેટલા વહાણા વાઇ ગયા તારા કંઇ સમાચાર જ નથી..’

‘હા..હા..હા મોંઘો ને હું..નહી યાર મોંઘો તો તું થઇ ગયો છે..’કહી ધનંજયે હસ્યો અને ખુરશી લઇને અમુલખની બાજુમાં ગોઠવાયો તો અમુલખે બધાને ધનંજયની ઓળખાણ કરાવતા કહ્યું

‘આ મારો વર્ષો જુનો મિત્ર છે ધનંજય બ્રહ્મભટ્ટ જ્યારે એ અહીં હતો ત્યારે એણે અહીં ભારતીય સમાજના જુદા જુદા પાસા જેવા કે, બાળ વિવાહ,કુરિવાજો, અંધશ્રધ્ધા,વ્યાજ ખાઉ શેઠિયા,જુલ્મી જમીનદારો,ગરીબ ખેડૂતોની લાંચારી અને દારૂડિયા પતિઓ જેવા વિષયોને આવરી લેતી ઘણી ઓફ બીટ અને લો બજેટ ફિલ્મો બનાવેલી પણ અહીં લવ અફેર અને મારધાડ વાળી ફિલ્મો જોવા ટેવાયલા પ્રેક્ષકો એ ઓફ બીટ ફિલ્મોને આવકારી નહીં એટલે તેને એટલી પ્રસિધ્ધી ન મળી પણ તેની એક અંગ્રેજી સબ ટાઇટલ વાળી ઓફ બીટ ફિલ્મ હોલીવુડના એક ડાયરેકટરે જોઇ અને એના કામથી પ્રભાવિત થઇ ગયો તે એટલે સુધી કે એને ખાસ મળવા અમેરિકાથી મુંબઇ આવ્યો અને હોલીવુડ આવવા અને સાથે કામ કરવા આમંત્રણ આપ્યું અને આમ મુંબઇનો ધનંજય બ્રહ્મભટ્ટ હોલીવુડમાં DB નામે પ્રખ્યાત થઇ ગયો.’

‘હા ધનંજય બ્રહ્મભટ્ટનું નામ ઓછું સાંભળેલું પણનું DB નામ ઘણું સાંભળવા મળ્યું છે પણ આજે એ બંને વ્યક્તિ એક જ છે એ અમુલખ મણિયારના લીધે જાણી આનંદ થયો…’એમ લગભગ બધા ત્યાં બેઠેલાઓ પોતાની રીતે મંતવ્ય દરશાવ્યો.

‘બોલ કમલા આ સરપ્રાઇઝ કેવી લાગી..?તને તો સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે હું અચાનક આમ ટપકી પડીશ…હું અમેરિકામાં રહીને પણ ઇન્ટરનેટ પર ગુજરાતી સમાચાર પત્રો વાંચુ છું તેમાં આ ઘનશ્યામે આપેલ તારી બુક જીવનસાથીની જાહેરાત જોઇ થયું કે ચાલ કમલાને આમે મળ્યાને ઘણા વર્ષો થયા એટલે આવા શુભ પ્રસંગે સરપ્રાઇઝ આપું અને બસ આવી ગયો…’

‘સાચી વાત તો એ છે કે,તને આજે કેટલા વર્ષો બાદ આમ અચાનક જોતા મનમાં એક ગજબનો રોમાંચ વ્યાપી ગયો છે..’અમુલખે ઉત્સાહિત થઇ કહેતા ઉમેર્યું ‘તો જયલા શું ચાલે છે લાઇફમાં…?’

‘અરે અમારે ઓફ બીટ મુવી વાળાને તો ભારત હોય કે અમેરિકા બધુંજ સરખું.હું હમણાં હોલીવુડમાં ફિલ્મો જરૂર બનાવું છું પરંતુ જે તકલીફો અહીં હતી એ તો ત્યાં પણ છે હા એ ખરૂં કે, ત્યાંની આધુનિક ટેકનિક્સ અને કામ કરવાની પધ્ધતિઓથી જરૂર અંજાયો છું પણ સ્ટ્રગલ તો આજે પણ પહેલા જેટલી જ છે ભારત હોય કે અમેરિકા બધે સરખું’

‘જયલા પણ એક વાત હું ચોક્કસ ઉમેરીશ કે,તારી મુવીના સબજેક્ટસ બહુ ચોક્કસાઇથી વિણેલા હોય છે’ કહી અમુલખે હસતા ઉમેર્યું ‘તારી ફિલ્મ બનાવવાની સ્ટાઇલનો ફેન છું’

‘હા..હા…હા.. હજી તારી આ આદત ગઇ નહીં..’કહી ધનંજય હસ્યો

‘અરે હવે આ ઉમરે કોઇ બદલાવ શકય છે…? પાકા ઘડે કાંઠા ચઢ્યા હોય એવું કદી સાંભળ્યું છે…?’

‘હા ઇ વાત સાચી…’

‘તો ચાલ એજ વાત પર તારા અવાઝમાં એકાદ બે લાઇન સંભળાવ…તને ગાતા સાંભળીને સાયગલને યાદ આવે છે બાબુલ મોરા….કાંતો એસ.ડી.બર્મન અલ્લાહ મેઘ દે…કોણ જાણે કેટલા વર્ષો વિતી ગયા છે…હજી ગાવાનો શોખ તો બરકરાર છે ને..?’

‘અરે સંગીત તો મારા જીવનનું એક અંગ છે એના વગર તો મને લકવો જ મારી જાય…હું ગાઇશ જરૂર પણ એક શરતે જો તું સાથે ગાય તો…’ ધનંજયે કહ્યું તો બંને હસ્યા  

‘ગાવાની શરૂઆત આપણા ફેવરીટ સોંગથી કરીશું..’

‘હા…એ તો પાકું જ…’

‘તો ચાલ 1…2…3…સ્ટાર્ટ અને બંને મિત્રોએ સાથે ગાવાનું શરૂ કર્યું

‘યે દોસ્તી હમ નહીં તોડેંગે

છોડેંગે દમ મગર

તેરા સાથ ન છોડેંગે

           ગીત તો આખું મોઢે હતું પણ બંને મિત્રોએ આસપાસ બેઠેલાને પણ ગાવામાં સામેલ કર્યા.અંતાક્ષરી જેમ એક પછી એક હિન્દી ગીતો ગવાતા ગયા અચાનક હિન્દી પરથી ગુજરાતીમાં ઉતરી આવ્યા

પાન લીલુ જોયુંને તમે યાદ આવ્યા

જાણે મોસમનો પહેલો વરસાદ જીલ્યો રામ

થી લઇને

તમે કિયા તે ગામના ગોરી રાજ

અચકો મચકો કાં રે અલી….

   સુધીનું બધુ આવી ગયું

         મહેફિલની પૂર્ણાહુતિ પણ ધનંજયે પોતાના મનગમતા ગીતથી કરી

‘સાંવરિયો રે મારો સાંવરિયો

હું તો ખોબો માંગુને દઇ દે દરિયો’

         રાત જામી હતી વિદેશમાં રહેલી વ્યક્તિનું ગુજરાતી ભાષા પ્રત્યેનું વહાલ જોઇ સૌ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. અમુલખે કાર્યક્રમની સમાપ્તી કરતા સૌનો એક વાર ફરી આભાર માન્યો,ધીરે ધીરે બધા એક બીજા સાથે વાતો કરતા વિદાય લેવા માંડી

‘કમલા તને મળીને દિલ ખુશ થઇ ગયું…તારા સાથે નિરાંતે બેસી ખુબ બધી વાતો કરવી છે’

‘મારે પણ વિદેશ વિશે પુછવું છે અને બીજું ઘણું જણાવવાનું પણ છે’

‘હું પણ ખાસ તને મળવા અને તારી સાથે સમય ગાળવા જ અહીં અમેરિકાથી ભારત આવ્યો છું જલ્દીથી પાછા મળીશું..

I am so happy that I I was able to make it on you book laumch’  

ફરી મળવાના વાયદા સાથે સૌ છુટા પડયા (ક્રમશ)

પ્રકરણ ૮ ઋણાનુબંધ -વિજય શાહ

અમુલખે ઘેર આવીને યદુરામને એક સરસ આદુવાળી ચ્હા બનાવી લાવવા કહી પોતાના રૂમમાં ગયો. અમુલખની પસંદ ના પસંદ જાણતા હોવાથી ચ્હાનો કપ આપતા યદુરામે પુછ્યું

ભાઇકશું બનાવું જમવા માટેકે ત્યાં જમ્યા છો?’

ના રે અલ્પાહારમાં બધું બહુજ સ્પાઇસી હતું તેં જોયું નહીં…?તું એમ કર ઓલી ઉપમા બનાવપછી મનોમન બબડ્યો ઘનશ્યામ પણ એડવર્ટાઇઝીંગની દુનિયાનો ખેલાડી છે.. મારો બેટો પાછળ પડી પડીને મહીનામાં વાર્તા પુરી કરાવી ગયો અને જાહેરાતોની ભુરકી નાખીને મને કવિમાંથી લેખક બનાવી ગયો અને જો તો ખરો મારી પ્રસિધ્ધિને બેવડાવી ગયોજે હોય તે પણ મને બહું આનંદ થયો..એક સંતાનના જન્મ સમય જેવી આનંદ ભરેલી ઘટના હતી.

           બાથરૂમમાં ફુવારાની ઠંડક માણતા માણતા તે મલક્યો અને અચાનક આવી પડેલી સફળતાનો હક્કદાર તેની કલમ સાથે સાથે અમિ તરીકે લખાયેલા તેનાં કાવ્યસંગ્રહ પણ હતા તેની સચોટ રજુઆત કાવ્યોમાં અસરકારક હતી પણ ગદ્ય તો એક નવીન અખતરો હતોજે ખતરો રહેતા સફળતાનું નવું શિખર બની ચુક્યું હતું.

     બાથરૂમમાંથી બહાર આવ્યો ત્યારે ઘડીયાળ રાતના નવનો આંક બતાવતી હતી.ગરમા ગરમ ઉપમાની સોડમે તેની ભુખ ઉઘાડી..ઉપમા અને દખ્ખણી ચટણી સાથે તેણે પ્લે પુરી કરી અને ટીવી ચાલુ કર્યોસમાચાર જોતો હતો ત્યાં ઘનશ્યામ નો ફોન આવ્યો.”મણિયાર ટીવી જુએ છે ?”

ના હમણાં ચાલું કર્યું છું..કેમ કંઇ સમાચાર છે? ”

એટલા માટે તો ફોન કર્યો..તારા સમાચાર કવર કરવા મારા ઉપર ફોન આવ્યો હતો.”

ક્યારે ?”

         હજી તૈયારી થાય છે. મેં તને ફોન એટલા માટે કર્યો છે કે તે લોકોનો ફોન આવશે..તું તૈયાર રહેજે લોકોનાં અભિપ્રાયો સાંભળવા..અને હા નવા પુસ્તક્ની તૈયારી કરી નાખજે..”

અલ્યા નવલકથા લખવી એટલે ઘરમાં ચા બનાવવા જેટલી સહજ વાત નથી.”

જો મેં તેમને કહી રાખ્યુ છે એટલે લોકો તને પ્રશ્ન પુછશે અને તું હજી તારી પાસે ૧૫ મીનીટનો સમય છે કંઇ વિચારી રાખજે.”કહી ફોન મુકી દીધો

       ઘનશ્યામની વાત આવીજ અને અચાનક હોય તેથી આશ્ચર્ય થવાને બદલે થયું કે તે મિત્ર તો છે પણ મોકાનો લાભ લેવાનું ચુકે તેમ પણ નથી અત્યારે વાતાવરણ ગરમ છે ત્યારે મારા મોઢે ટીવી ઉપર કબુલાત કરાવે છે બીજી વાર્તાનાં પ્લોટ માટેઅમુલખ મનમાં હસ્યો પણ તેને ગમ્યું..આમેય લેખન તેની મનગમતી પ્રવૃત્તિ હતી . તેને ટૉળા ગમતા..પણ ટૉળાનો આક્રોશ કદી સમજાતો નહીં.જો કેજીવન સાથીપુસ્તક માટેની પડા પડી હકારાત્મક આક્રોશ કહેવાય..ટૉળાને દોડાવનાર ઘનશ્યામ જેવા બાહોશ માણસો હોય છે.

તેણે સારા કપડા પહેર્યા ત્યારે યદુરામ ને નવાઇ લાગી… “સાહેબ અત્યારે પાછા ક્યાંક જવાના છો?”

ત્યારે તેને યાદ આવ્યું કે ટીવી વાળો ફોન ઉપર ઇંટરવ્યુ લેવાનો છે. ઘરે નથી આવવાનો..એટલે મલકાતા બોલ્યોના જવાનું તો ક્યાંય નથી પણ હજી સુવું નથી તેથી નાઇટ ડ્રેસ પહેર્યો..કંઇ વાંધો છે?”

યદુરામ ઝંખવાતો બોલ્યોના સાહેબ વાંધો તો શું હોય પણ ઉપર પહેરાલા ઝભ્ભા નીચે હજી આપે ખોટાં રંગનું પહેરણ પહેર્યુ છે..તેથી જરા પુછી લીધુ..આપની આબરુ જાય તે અમને ના ગમે…”

સહેજ મલકીને સીગરેટનું પાકીટ હાથમાં લઇને સળગાવી.. કશ લીધો અને સહેજ ગણ ગણ્યો..

અમિ તું મારી કથા કે વ્યથા?” ના . “અમિ પ્રથાની કથાએક કાગળ ઉપર બંને શિર્ષક લખી લીધા પછી સીગારેટનાં બે ત્રણ કશ લઈને સીગારેટ એશ્ટ્રેમાં ઓલવી નાખી અને કાગળ માં લખેલા શિર્ષક્માં થી અમિપ્રથા રાખી નેની કથાચેકી નાખ્યું.. થોડી વાર કાગળની સામે જોતા જોતા પહેલું શિર્ષક પણ ચેકી નાખ્યું.

             યદુરામ કડક કૉફી ક્યારે મુકી ગયો તે ખબર ના પડી પણ શિર્ષક મળી જતા તે સમાધીમાં થી બહાર આવતા કોફીની સુગંધ તેને પ્રફુલ્લીત કરી ગઈતેણે યદુરામને બુમ પાડીને કહ્યુંઅલ્યા યદુરામ તને કેવી રીતે ખબર પડી કે મને કોફી જોઇશે?”

યદુરામ નીચે રસોડામાં મલક્યો..” સાહેબ તમે તંદ્રામાં હતા અને સીગરેટ પીધા પછી કૉફી તમને ભાવે છે એટલે…”

સાકર ત્યારે રસોડામાંથી બોલીહવે લખજો..વિચારોમાં ખાલી સમય ના બગાડશો.”

ત્યાં દુરદર્શનમાં થી પણ ફોન આવ્યો..અને સાથે ઘનશ્યામ પણ આવ્યો.

હલો

અમુલખભાઇ ! દૂરદર્શનમાંથી આપને અભિનંદન કહેવા અને આપના આજની આપની સફળતા વિશે વિચારો જાણવા આપને અહીં અમે લાઇવ લઇએ છે આપને વાંધો તો નથીને?”

ના વાંધો તો નથી પણ હું ફોન ઉપર રહેવાનો છું ને?”

ના અમારા કેમેરા મેન આપ તૈયાર થઈને નીચે આવો તેની રાહ જુએ છે.”

           ઘનશ્યામ કહેવાજ વહેલો આવ્યો હતો.. નીચેનું પહેરણ બદલીને નીચેના રૂમમાં રાહ જોતા ઇંટર્વ્યુઅર બહેન સકીના કાચવાલા અને કેમેરા મેન કમ મેકપમેન આતિશે તેમનું વિનય પૂર્વક સ્વાગત કર્યુ.મોં પર આછો મેકઅપ કરીને તેમણે કેમેરો હાથમાં લીધો. ઘનશ્યામ તો તૈયાર થઇને આવ્યો હતો. અને જ્યારે અમુલખભાઇ તૈયાર થયા ત્યારે સકીનાએ નિશાની કરી ટીવી ટાવર પર સંકેત આપ્યો અને આતિશે કેમેરો પહેલા સકીના ઉપર મુક્યો..

તો શ્રોતા મિત્રો અમુલખભાઇનાં આશ્ચર્ય વચ્ચે આપણે એમને એમના ઘરમાં એમની ખુશી આજે માણીયે..કેમેરો અમુલખભાઇ ઉપર ગયો અને તેની પાછળ પ્રસન્નતાથી તરબતર નશ્યામભાઇને પણ આતિશે કવર કર્યા..સકીનાબેન નો અવાજ પ્રેક્ષકોને પાછળથી સંભળાતો હતો…’ તો મિત્રો વો આપણે મળીયે સાહિત્ય જગતનાં નામી કવિ કે જેમનો આજે સફળ વાર્તાકાર તરીકે જન્મ ચુક્યોછે તે અમુલખભાઇ ણિયા ઉર્ફે કવિ કમલકાંત અને તેમની સાથે તેમની કથા જીવન સાથી”નાં પ્રકાશક ઘનશ્યામ ભાઇ….કેમેરો લોંગ શોટમાં હવે સકીના બેન ને પણ કવર કરતો હતો.

સકીનાબહેને મુલાકાતને આગળ ધપાવતા કહ્યું…”દૂરદર્શન ના બધાજ પ્રેક્ષકો આજના શુભ દિવસે આપની સફળતા બદલ આનંદ વ્યક્ત કરે છે અને આપના સુંદર સર્જન બદલ અભિનંદન આપે છે”.

સર્વ પ્રેક્ષકોને મારા વંદનકહી બહું વિનય અને નમ્રતાથી અમુલખે પ્રણામ કર્યા સહેજ ખોંખારો ખાઇને ઘનશ્યામ ને પોતાની તરફ આગળ ખેંચતાં અમુલખ બહું ગળગળા અવાજે બોલ્યો.. બધો જાદુ મારા દોસ્ત અને પ્રકાશક મિત્ર ઘનશ્યામનો છે. તેઓ કહેતા તારે તો ધ્યાન ફક્ત લખવા ઉપર રાખવાનું બાકી જન જનાર્દન સુધી તને હું પહોંચાડીશ .. અને તે શબ્દો બહૂં નેક નીતિથી પાળ્યા.. આજે સાંજે સિલ્વરસ્ટોન હૉલમાં અને અત્યારે આપ સૌ પ્રેક્ષકો વચ્ચે લાવીને મને ઉપકૃત કર્યો છે.

સકીનાએ બીજો પ્રશ્ન કર્યોહા વાત તો સાચી છે કે પ્રકાશક તેના પ્રયત્નો દ્વારા લેખક્ને અને તેની લેખીનીને નવો જન્મ આપે છે પણ તે દરેક માટે શક્ય હોતું નથી.. લેખક અને તેના લેખમાં વજન હોવું જોઇએપણ અમે તો તમને અને તમારા આજનાં અનુભવ વિશે અમારા દર્શકોને વધારે જણાવવા આવ્યા છીએ.અમુલખ ઉપર કેમેરો ફોકસ થયો અને એમના ચહેરાની હસતી દરેક રોમ રોમ દેખાતી હોય તેટ્લો ક્લોઝ અપ થયો….

હું મારી માતૃભાષાનો પહેલો ચાહ્ક છું અને તેથીજ મને તેનું ઋણ સમજાય છે. અને તે ઋણ પાછું વાળવાનો પ્રયત્ન એટલે મારું સર્જનજો મને મારી માતાએ મારી માતૃભાષાનું દાન દઈને સમજ આપી તેથી મારી વિકસેલી સમજને હું સમાજ્માં પાછી વાળું છું.”

સકિનાએ ફરી પ્રશ્ન પુછ્યોઆપની સર્જન પ્રક્રિયા સમજાવશો?”

મારી સર્જન પ્રક્રિયાનો પહેલો તબક્કો છે હું લખુ છું, વાંચુ છુ પછી ફરીથી તે ભુંસુ છું પછી ફરી મારા વાચક્ને તેમાં શું આપું છું તે મુલવું છું તેને તે ગમશે કે નહીં ગમે તે ચકાસું છું અને ફરીથી લખું છું. લખ ભુંસની પ્રક્રિયાઓ મને આખો માનસીક રીતે સંપૂર્ણ નીચોવી નાખે અને પછી જે જન્મે તે ખુબ લોક્ભોગ્ય થાય છે. માનસિક કવાયતોને લીધે જે વાચક મારી કૃતિ વાંચે છે તેને તેની પોતાની કૃતિ લાગે છે તેથી તે સંવેદનો ને માણે છે. આખી પ્રક્રિયાને સંતાનને જણતી માતાની પ્રસવ ક્રિયા કહું તો જરાપણ ખોટું નથી.”

સકિના કહેપદ્ય અને ગદ્ય બંને ગતિવિધિમાંથી આપ પસાર થયા છોઆપ શું માનો છો કે કયું સર્જન સરળ છે અને કયું કઠીન?”

બંને સર્જન પ્રક્રિયા છે પદ્ય વન ડે મેચ છે અને ગદ્ય ખાસ કરીને નવલકથા ટેસ્ટ મેચ છે ..બંને ની સરખામણી તો વાચક કરી શકે..મને તો સાહિત્ય સંસ્કાર અને સારું હીત ધરાવતું સર્જન કરવું ગમે છે..અને તેવું સર્જ્યા પછી એક તૃપ્તિ પણ મળે છે કે મેં મારું એક ૠણ ફેડ્યું.”

હવે પછી આપ શું સર્જી રહ્યા છો?”

અમિ મારી પ્રેરણા છે તેથી નવું સર્જન અમિપ્રથા થશેમારા મનનાં ખેતરને ખેડવાનું ચાલુ કર્યા પછી જે ઘાટ પકડશે તે સર્જાશે પદ્ય કે પદ્યાનુ ગદ્ય કે ગદ્યનું પદ્ય..”

જરા ફોડ પાઈને કહોને?” સકીનાએ તંદ્રામાં જતા અમુલખને જગાડતા કહ્યું.

જુઓ મેં જ્યારે જીવન સાથી” લખવાની શરુ કરી હતી ત્યારે તેનું માળખુ બંધાયુ નહોંતુલખો ભુંસોની પ્રક્રિયા દરમ્યાન ઘાટ અને પોત સર્જાતા હોય છેતમે માનશો જીવનસાથીનું શિર્ષક ઘનશ્યામે આપ્યુ હતું. અમારા ઘરનાં સભ્યો દિવસ દરમ્યાન થયેલા ડુચાનાં પ્રમાણ ઉપરથી સમજી જાય કે શું સર્જાઇ રહ્યું છે.”

થોડા સમયનાં મૌન પછી તાળીઓનાં ગડગડાટ વચ્ચે ઘનશ્યામે અમુલખનાં પદ્ય સર્જનો અને હમણાં સર્જાયેલ ગદ્ય સર્જનની રોયલ્ટીનું અનુદાન કર્યુ છે તેની જાણ કરી ત્યારે અમુલખે ફરીથી કહ્યું

હું ગર્ભશ્રીમંત છું હું કાર્ય કમાવાનાં હેતૂથી કરતો નથી..જે કોઇ કમાણી આવે છે તેને માતૃભાષાને સમૃધ્ધ કરવાના હેતૂ સર આપી દઉ છું જે દરેક માટે શક્ય ના પણ હોય. પણ એટલું તો જરુર મારા દર્શકને શ્રોતા મિત્રોને કહીશ કે માતૃભાષા સંસ્કાર છે. તેનું સંરક્ષણ જાળવની અને સંવર્ધન આપણિ મૂળભુત જરુરિયાત છે તે બીજી પેઢી આગળ વધે તે જોવાની આપણી ફરજ છે.-“ બહુ વિનય સહ તેણે વંદન કર્યા અને જયહિંદ..જય ગુજરાત કહીને ઇંટરવ્યુ પુરો કર્યો. સકીનાએ બધાને અભિનંદન અને આભાર કહી કેમેરો બંધ કર્યો.

       ઘનશ્યામ બહું ભાવુક હતો. તે બોલ્યોવિવેકાનંદે ફક્ત દેશ માટે પ્રબળ દેશ દાઝ ધરાવતા ૧૦૦ શિષ્યો માંગ્યા હતા તેમાંનો એક તું છે અમુલખતારા જેવાઓની માતૃભાષા દાઝ્ને કારણે ભાષા પેઢીઓની પેઢીઓ ચાલે છે અને ચાલશે…”

.સકીના કહે એકદમ સાચી વાત છે ઘનશ્યામભાઇ! તમારે જે ભાષા શીખવી હોય તે શીખો પણ માતૃભાષાને ભોગે નહીંસંસ્કૃત જે ઘણી ભાષાની જનની છે પણ તેને અવગણી ને આપણે આપણું નુકસાન કર્યુ જ્યારે જર્મનીમાં તે સચવાઇ તો તકનીકી દ્રષ્તિએ તે દેશ ઘણો આગળ વધ્યો.

                     નાસ્તાનાં ટેબલ ઉપર ગરમ નાસ્તો પીરસાયો ટી પોટ અને કૉફી પોટ પણ હતું મિઠાઇ હતી અને સૌને માટે ગીફ્ટ પેક પણ ઘનશ્યામે બનાવ્યા હતા તે લઈને નીકળ્યા ત્યારે ટીવી ઉપર પ્રોગ્રામ રીલે થઇ રહ્યો હતો આતિશની ફોટોગ્રાફીમાં મ્યુઝિક ઉમેરાયુ હતુ અને લાઇવ સો એક જેટલા સાહિત્ય રસિકો વચ્ચે પ્રોગ્રામ રીલીઝ થતો જોયા પછી જ્યારે સકીના અને આતિશ ગયા ત્યારે રાતનાં બાર વાગી ચુક્યા હતા.

પ્રકરણ ૯ ફિલ્મનો પ્રસ્તાવ  –વિજય શાહ

             એક દિવસ સવારના છાપાના પાના ઉથલાવતા ધનંજય બ્રહ્મભટ્ટની નવી રજુ થનાર ફિલ્મની જાહેરાત વાંચી અમુલખના મગજમાં એકાએક ઝબકારો થયો હોય તેમ તેણે ટેબલના ખાનામાંથી ધનંજયના નંબર શોધી કાઢયા અને ફોન કરી પોતાને મળવા આવવા કહ્યું.અર્ધા કલાક પછી ધનંજય આવ્યો બંને સાથે બેસી ચ્હા-નાસ્તો કર્યો અને ધનંજય અહીં જમશે એમ અમુલખે યદુરામને જણાવ્યું.

‘હાં બોલ એવું તે ખાસ શું કામ હતું કે હું પથારીમાંથી માંડ બેઠો થયો હતો ને તારો ફોન આવ્યો..?’

‘તું જો સહકાર આપે તો હું એક ફિલ્મ બનાવવા માંગુ છું’

‘વાઉ…તું ને ફિલ્મ….?’

‘જયલા જો મજાકમાં નહીં ઉડાવ હું બાબત ખુબ સિરિયસ છું’જરા ચિડાઇને અમુલખે કહ્યું

‘ઓકે…ઓકે…આ મજાક નથી કરતો પણ ભાઇ મારા ફિલ્મ માટે પ્લોટ જોઇએ વાર્તાને અનુરૂપ કલાકાર બાબત વિચારવું પડે સ્કીન પ્લે રાઇટર,ડાયલોગ રાઇટર,ગીતકાર,મ્યુઝિક ડાયરેક્ટર એવા સતર જાતના ટેકનિશિયન,પ્લોટને સુસંગત લોકેશન,ઇન્ડોર સુટીંગ માટે ક્યો સ્ટુડિયો સુસંગત થશે એવું ઘણું બધું વિચારવું અને નક્કી કરવું પડે એમ તો નથી કે કહીયે ‘ઉઠ પાણા પડ પગ પર’ને થઇ જાય…કે જાદુની છડી ફેરવીએ અને બધુ થઇ જાય’

‘વાર્તાના પ્લોટ માટે મારી હમણાં પબ્લિશ થયેલ નવલકથા વાંચી જજે પણ ટૂંકમાં તને મેઇન પોઇન્ટ તારી જાણ ખાતર કહું છું’કહી પોતાની બુક ‘જીવન સાથી’ની એક નકલ આપી અમુલખ પોતાની નવલકથાનો સારાંશ બોલતો રહ્યો અને ધનંજય એક ચિત્તે સાંભળતો રહ્યો.વાર્તા પુરી થતાં કહ્યું

‘પ્લોટમાં તો દમ છે’ધનંજયે સિગારેટ સળગાવતા કહ્યું

‘બીજી વાત ફિલ્મમાંના બુજુર્ગનો રોલ હું કરીશ અને અન્ય કલાકરોમાં મારી પત્નિનો રોલ સાકર કરશે અને પુત્ર અને પુત્રવધુનો રોલ મહેશ અને માલતી કરશે જેનો પરિચય હું તને સ્પોટ પર કરાવિશ.અને હાં… એક વાત ખાસ તે તારા ડાયરેકટરને પહેલાથી જણાવી દેજે કે,સુટ થયેલ ફિલ્મ જોતાં મને જયાં દ્રષ્ય અનુકુળ નહી લાગે તે તેણે મારા કહ્યા મુજબ ફરી રી-સુટ કરવું પડશે.’

‘બીજું કશું તારા મગજમાં હોય તો બોલી નાખ…’

‘ના ખાસ બે વાતો મારા મગજમાં હતી બીજુ કશું હશે તો તને વખત આવે જણાવીશ અને હા પૈસાની ફિકર નહીં કરતો’

       અઠવાડીયામાં પ્રોડક્ષન મેનેજરની નિમણુંક કરીને સ્ક્રીન રાઇટીંગ શરુ કરાવ્યું સ્ટુડીયોની તારીખો નક્કી થઈ ગઈ ફક્ત તારીખો વીડીયો શુટીંગ માટે મળતી નહોંતી તે પણ રકઝક કરીને ધનંજય પતાવીને આવ્યો ત્યારે ઘણા બધા કોંટ્રક્ટ પેપરો સાઇન કરાવવા લાવ્યો.

           બધા પેપરો અને નામો જોઇને અમુલખે કહ્યું ‘હજી બે નામો જોવા નથી મળતા એક તો ડાયરેક્ટર અને બીજું ગીતકાર અને સંગીતકાર.’

‘ગીતો તેં બધા પ્રસંગોપાત દ્રશ્યમાં લખ્યા છે તેથી તેથી સંગીતકાર તેને જોઇ લેશે..’

‘પણ ડાયરેક્ટર..?’

‘એ એક મારી પરિક્ષા છે.. એક નહીં બે નહીં ચાર ચાર નવા કલાકારોને લઈને કામ કરવું કઠીન છે.એટલે તે કામ તારા ઉપર જ છોડવું રહ્યું અને જ્યાં માવજત ની જરૂર હશે ત્યાં હું આવી જઈશ. હવે આ ટીમ કે જેમણે સાઇન કરી છે તેમને સાઇનીંગ એમાઉંટ અને સ્ક્રીપ્ટ આપવાની છે તેથી તારી ચેક બુક ઉપર સહીંઓ કર અને હું મુહુર્તનો દિવસ નક્કી કરી તેની જાહેરાત કરુ છું.’

‘જોયું અનુભવીને કામ સોંપવાનો ફાયદો.. બધુ ખુલ જા સીમ સીમની જેમ ગોઠવાઇ ગયુંને..?.

‘હા અને તારો એક મોટૉ ફાયદો છે ચારે ચાર કલાકારો પાસે ટાઈમની કોઇ જ મારા મારી નથી.સ્ટુડીઓની તારીખો ક્યારેક ઓવરલેપ થાય છે ત્યારે આઉટ્ડોર શુટીંગ કરીશું.’

યદુરામે આવીને જાણ કરી કે રસોઇ તૈયાર છે.

       ડાઇનીંગ ટેબલ તરફ જતા જતા અમુલખે મેક અપ અને ડ્રેસવાળા કનુભાઇને પણ જાણ કરીકે ડ્રેસ માટે કાલે આવી જાય અને ચાર જુદી જુદી ઉમરના કળાકારો માટે જે ડ્રેસ જોઇએ તેનું વિવરણ પણ આપ્યું સાકર ગરમાગરમ રોટલી બનાવતી હતી જે થાળીમાં યદુરામ મુકી જતો હતો. ખાવાનું સ્વદિષ્ટ અને તંદુરસ્ત હતું.

અમુલખે ખાતા ખાતા કહ્યું “જયલા આ સ્ક્રીપ્ટ પાત્ર પ્રમાણે બને છે કે દ્રશ્ય પ્રમાણે?”

‘જો દસેક દિવસમાં દ્રશ્ય પ્રમાણે અને પાત્ર પ્રમાણે મળી જશે. તારા દરેક પાત્રની યાદશક્તિ માટે મને બહું માન છે તેથી ડીસેમ્બરની પહેલી તારીખે આપણે પહેલો શૉટ લઇશું’

          જમવાનું પુરૂ થતા બંને મિત્રો અમુલખની ગાડીમાં પાન ખાવા ગયા અને વાતો કરતા ઘેર આવ્યા અને અમુલખના રૂમમાં આવ્યા અને સામસામે ગોઠવેલી ઇઝીચેરમાં આરામથી બેઠા તો ધનંજયે સિગારેટ સળગાવી પાકિટ અને લાઇટર અમુલખને આપ્યા.સિગારેટના કસ ખેંચતા ધનંજય ફિલ્મના પ્રોજેકટ વિષે વિચારતો હતો તો અમુલખ અતીતમાં જોતા રદીફ-કાફિયામાં ખોવાઇ ગયો.સિગારેટો ઓલવાઇ ગઇ બંને તંદ્રામાં સરી પડયા.લગભગ કલાક-એક વાર પછી અચાનક અમુલખે ધનંજયને પુછ્યું

‘જયલા આ.. કેમેરામેન ડીસોઝા માટે તું નિશ્ચિંત છે ને..?’

‘હા. પણ એક વાત કાયમ પુછવાની રહી જતી હતી..ઓલા ઘનશ્યામે તારી બુકની આટલી બધી પબ્કિસીટી કરી હતી તેને ફિલ્મની જાહેરાતનું કામ આપીયે તો તે કરી આપશે..?’

‘હું પુછી લઉ..જોકે મને એણે ક્યારેય ના નથી કહી પણ નવલકથાની વાત જુદી હતી અને આ પ્રોજેક્ટ જુદો છે.’અમુલખે સ્પીકર ફોન ઉપર ઘનશ્યામને ફીલ્મ પ્રોજેક્ટ વિશે જણાવ્યું અને છેલ્લે એક પ્રશ્ન પણ પુછ્યો ‘પરમાર પહેલી ડીસેમ્બરે મુહૂર્ત છે તો બોલ ફિલ્મની એડ કરીશને..?’

‘હા ચોક્કસ એમાં પૂછવાનું હોય જ નહીં…’

‘ભલે તો જયલો અહીં છે તુ આવી જા કે જેથી તેના મનમાં જે પ્લાન હોય તે મુજબ આગળ વધી જઈએ.’

‘ભલે હું ૧૫ મીનીટમાં પહોંચુ છુ…’

       બરોબર ત્રણ ને ટકોરે ઘનશ્યામ અમુલખને ત્યાં પહોંચ્યો.અને ઉપરનાં રૂમમાં તે વખતે યદુરામ ચ્હા લઈને પહોંચ્યા.ચ્હા પીતા પીતા તેણે પ્રશ્નાર્થ ચિન્હ સમી નજરે બંને તરફ જોતા મૌન ધારણ કર્યુ તેથી અમુલખ બોલ્યો

‘પરમાર તને નવાઇ લાગેછે ને કે આ શું નવું ગતકડૂં કર્યું છે..?’

‘હા મણિયાર પણ તુ તો ઓલ રાઉંડર છે અને આ ફીલ્મ પ્રોજેક્ટ પણ કોઇકને સહાય કરવા જ ઉપાડ્યો હશે…’

‘ના અને હા.. ‘

‘મણિયાર એમ ગોળ ગોળ વાત ન કર ફોડ પાડીને બોલ દોસ્ત…’

‘આ જયલાની નવી ફીલ્મની એડ જોઇ ત્યારે થયું કે મારી નવલકથા જીવન સાથી ઉપરથી ફીલ્મ બનાવીએ અને મારા જે સ્નેહીઓ જે મારી પાસેથી કશી અપેક્ષા નથી કરતા તેમની પાસે કામ કરાવીને થોડીક મદદ કરું જયલાએ ફીલ્મનો પ્લોટ સાંભળ્યા પછી મને હા પાડી છે.’

‘હા તો મને સમજાયુ પણ ના કેમ..?’

‘ના એટલા માટે કે આખો પ્રોજેક્ટ હું ફાઇનાન્સ કરુ છુ અને તને તો ખબર છે કે હું નફો ક્યારેય વાપરતો નથી..’

‘ ભલે ચાલ તે તારી મુન્સફી છે.હવે મને એ વાત સમજાવ કે આ કહાણી લોકપ્રિય થઇ છે તેનું કારણ તારો ચાહક વર્ગ છે.ફીલ્મ અને પુસ્તક બે અલગ મીડિયા છે તેથી એવું તો વિચારીશ જ નહીં કે તારો વાચક વર્ગ આ ફિલ્મ પણ જોવા આવશે બીજું મહા જોખમ તું એ લઈ રહ્યોછે કે કહાણી સબળી છે પણ સ્ટાર કાસ્ટ તદ્દન નવો છે.વળી કથાવસ્તુમાં હાસ્ય ક્યાંય નથી.’

‘પરમાર તારા આ બધા મુદ્દાનૂં સ્ક્રીન પ્લે લખાવતા જયલાએ ધ્યાન રાખ્યુ છે .’

         એક મોટુ ખાખી રંગનું કવર ઘનશ્યામને આપતા ધનંજયે કહ્યું..

‘આ જાહેરાત નો પ્લાન છે. કલાકેક વાર થોભ તો ડીસોઝા આવે છે અને મેકઅપ વુમન સાધના પણ આવે છે તને એડવર્ટાઇઝ માટે જે ફોટોગ્રાફ જોઇએ તે લઈ લેજે…’

       બરોબર ચાર વાગ્યાથી ઘર ધમ ધમવા માંડ્યુ હતુ. સાકર મહેશ અને માલતી તો અમુલખ બોલે ઍટલે એ કરી જ નાખતા હોય. બધા પરવાર્યા એટલે ધનંજયે વાતનો દોર હાથમાં લીધો..તેને ખબર હતીકે સૌને મોટો આશ્ચર્યાઘાત મળવાનો છે.

‘આજે આપણા સૌના માટે મણિયારે બહું મોટો ખર્ચો કરીને સૌને એક નવી કારકીર્દિ અપાવવાની નેમ લીધી છે.તે માને છે કે થોડીક તાલિમ મળે તો માણસમાં છુપાયેલી કળા બહાર આવી શકે છે.. અને તે માને છે કે આપણા બધાને ભગવાને અભિનય કલા જન્મથી આપી છે. તે તાલિમ તેઓ પોતે અને હું તમને આપવા માટે જીવનસાથીને ફીલ્મ સ્વરૂપે આજથી મુકી રહ્યા છીએ’.

સાકર કહે ‘સાહેબ અભિનય અને તે પણ મને…?’

       મહેશ અને માલતી પણ સ્તબ્ધ હતા જ ત્યાં ધનંજયે કહ્યું

‘આજે તમારો સ્ક્રીન ટેસ્ટ ફોટોગ્રાફર ડીસોઝા લેશે કનુભાઈ ડ્રેસવાળા ને ત્યાંથી આવેલા ડ્રેસ તમે પહેરો અને સાધના જ્યાં જરુરી હશે તે પ્રમાણે મેક અપ કરશે.’

       દરેક જણ ને એક પેરેગ્રાફ અપાયો અને તે લાઇનો યાદ રાખવાનું જણાવાયુ અને અમુલખ તેમના રુમમાં કપડા બદલવા ગયો અને સૌને પણ તેમ કરવા કહેવામાં આવ્યું.મેકઅપ વુમને કમાલ કરી અને ચાર સામાન્ય માનવો નવલકથા જીવન સાથીના ચાર જીવંત પાત્રો બની ને આવી ગયા હતા.

         ડીસોઝા પાસે ઘનશ્યામ તેના મગજમાં ઉદભવતા વિચારો મુજબ જુદા જુદા પોઝમાં ફોટોગ્રાફ લેવડાવી રહ્યો હતો.સૌથી વધારે હસા હસ તો જ્યારે ડાયલોગ બોલવાનો સમય આવ્યો ત્યારે થઈ..માલતીને “સક્ષમ” બોલતા જ ના ફાવે તે કાયમ એમજ બોલે કે “સમક્ષ”

         સાકરથી અવાજમાં ઉતાર ચઢાવ આવેજ નહીં..પાઠય પુસ્તકનો પાઠ વાંચતી હોય તેમ સીધું સપાટ જ બોલતી હતી અને મહેશ ને ખુબ જ પસીનો થતો હતો,પણ અમુલખ દરેક શોટ સફળતાથી કરતો હતો તેથી ધનંજય ખુશ હતો

                        આ ચહલ પહલમાં સાંજે સાત ક્યારે વાગી ગયા કોઇને ખબર ના પડી.ડીનર ટેબલ ઉપર કોઇને નાનપ કે નથી આવડતુની ભાવના નહોંતી પણ દરેકને કંઇ શીખવું હતું. એ ઉત્સાહના ઝરણાંને જોઇને ધનંજય ખુબજ ખુશ હતો. તેણે ચાર કોંટ્રાકટ કાઢ્યા અને દરેકને સહીં કરવા કહ્યું ચોથો કોંટ્રાક્ટ યદુરામનો હતો.. ત્યારે સૌ ખુબજ આનંદમાં આવીને ચીસો પાડવા લાગ્યા …ઘર એક સ્ટેજમાં બદલાઇ ગયું હતું આગળની યાત્રા સરળ તો નહોંતી પણ અમુલખે તેમના હીતમાં વિચાર્યુ તે જાણી સર્વે રાજી હતા.બધા રાત્રે નવ વાગે વિખરાયા તે પહેલા ચાર જણ અમુલખના પગ પાસે બેસીને કહેતા હતા

‘અમને પૈસા નથી જોઈતા..’

        ૫૦૦૦ના ચાર ચેક કોઇએ ના લીધા જે કથાનાં અભિનેતા અને અભિનેત્રી હતા.તેઓને બહુ સહજ ભાવે સમજાવતા અમુલખ બોલ્યો ‘

‘આ કોંટ્રાક્ટ સાઇન કર્યાના પૈસા છે જે તમારો હક્ક છે અને તમારે લેવા જોઇએ…’

‘સાહેબ અમને તમારો પ્રેમ અને માન ખુબ જ મળે છે આ પૈસાનો અમને ખપ નથી.’સાકરે કહ્યું મહેશ અને માલતી તો રડીજ પડ્યા..

’પપ્પા આ શું? અમને તો તમે તક આપો છો તેજ પુરતુ છે’મહેશે કહ્યું ત્યારે યદુરામ પણ મૌન રહી સૌની વાતને સમર્થન આપતો હતો.અમુલખ થોડાક સમયની શાંતિ પછી બોલ્યો

‘તમને ખબર છે તમે જે કાગળીયા પર સહીં કરી તે એમ જણાવે છે કે તમે આ પ્રોજેક્ટના નફાના સરખા ભાગે હિસ્સેદાર છો.’

‘એટલે..?’

‘આ ફીલ્મ પતે અને તેનું વેચાણ થતા નફો થાય તો નફો આપણા પાંચ વચ્ચે વહેંચાશે.’

‘અને નુકસાની..?’યદુરામે પુછ્યુ..

‘નુકસાની તો ફકત મારી અને મારીજ.’

‘એ અયોગ્ય વાત છે..’ સાકરે ભાર પૂર્વક કહ્યું

અમુલખે સહેજ કડકાઇથી કહ્યું ‘તમારું કામ શીખવાનું છે.. તમને અભિનય ક્ષેત્રે સક્ષમ બનાવી હું તમને એક નવી કારકીર્દિ અપાવવા મથુ છું કે જેથી મારા સૌ મારા એટલેકે તમે લોકો પણ મારા જેવા સંપન્ન થાવ.’

યદુરામે બહું ભાવ પૂર્વક બોલ્યો ‘પણ સાહેબ ફીલ્મ પણ તમારા પૈસાથી જ બને છે ને..?’

‘હા સાથો સાથ હું તમને કાલે હું ન હોઉં તો કશી તકલીફ ના પડે તેની જોગવાઇ કરી રહ્યો છું.’

બધાની આંખો આવી ઉંચી ભાવનાથી નમ હતી..

મહેશ બોલ્યો ‘પપ્પા તમારા આશિષોને કારણે એવી કોઇજ જોગવાઇ કરવાની જરૂર નથી. આવો માવતર અને આવો સાહેબ મળે તેતો અમારું સૌનું સદભાગ્ય છે. પણ આ ચેક તમારા કબાટમાં પાછો મુકીદો..અને મહેરબાની કરી આ સ્નેહના તંતને પૈસાથી અભડાવશો નહીં.’સૌએ મહેશની વાતને તાળીઓથી વધાવી લીધો જાણે કહેતા ના હોય કે તમે અમારા વતી સરસ રજુઆત કરી.(ક્રમશ)

 

પ્રકરણ ૧૦ સુપર હીટ –પ્રભુલાલ ટાટારિઆ “ધુફારી”

            અમુલખ ત્યારે આંખો મીંચી ને રદીફ કાફિયામાં અટવાઇને આંગળીઓના વેઢા ગણી રહ્યો હતો. અમુલખની આ ગતિવિધીથી સારી રીતે માહિતગાર ઘનશ્યામે અમુલખની ચેષ્ઠાને જોયા પછી તાના કાન પાસે મ્હોં રાખી કહ્યું ‘ગાલગાગા…ગાલગાગા…ગાલગાગા…ગાલગા’

‘પરમાર…તું…?’કહી અમુલખે હાથમાંની કલમ અને ડાયરી બાજુમાં મૂકી ત્યાં ધનંજયનો અવાઝ

‘કમલા શું નથી મળતું રદીફ કે કાફિયા…?’શું લખતો હતો…?’કહી ધનંજયે ડાયરી ઉપાડીને વાંચ્યું

આવરણ ઓઢી કરી વરસાદ ના માણી શકો

કોચલે  પુરાઇને વરસાદ  ના  માણી  શકો

તન બદન ભિંજાય ત્યારે સ્પંદનો જે ઉદ્‍ભવે

સ્પંદનો પામ્યા વગર વરસાદ ના માણી શકો

‘વાવ.. વરસાદ ના માણી શકો…સારો વિચાર છે…કહી ધનંજયે ડાયરી પાછી આપી તો અમુલખે પુછ્યું

‘પરમાર…પેલી એડનું શું કર્યું તેં…?’

‘છપાઇ ગઇ આજના પેપરમાં કહી…’ઘનશ્યામ છાપું અમુલખને આપે તે પહેલા ધનંજયે લઇને વાંચ્યું

‘અમુલખ મણિયાર ઉર્ફે કવિ કમલકાંતની હમણાં જ પ્રસિધ્ધ થયેલી નવલકથા ‘જીવન સાથી’ આપે વાંચી માણી છે હવે એ પાત્રોને જીવંત જોવાનો મોકો એટલે હોલીવુડના જાણીતા ફિલ્મ ડાયરેકટર DBની નવી ફિલ્મ ઋણાનું બંધ જોવાનું રખે ચુકતા…’ધનંજયે છાપું અમુલખને આપ્યું તો અમુલખે પુછ્યું  

‘જયલા તેં આયોજન શું કર્યું છે એ કહીશ..?’

‘તારી બુક મેં લગભગ ત્રણેક વખત વાંચી પછી અહીં હું ફિલ્મો બનાવતો ત્યારે અલગ અલગ ટેકનિશિયનોની ટીમ સાથે કામ કર્યું હતું એ બધાના અલગ અલગ લિસ્ટ બનાવ્યા.ઓફ બીટની વાત અલગ હતી પણ આ સામજીક ફિલ્મ માટે કાંકરામાંથી હીરા શોધવાના હતા જે બહુ કપરૂં કામ હતું પણ આખર પાર પાડી તેમનું અલગ લિસ્ટ બનાવી બધાને ભેગા કર્યા અને તારી બુકની એકેક નકલ તેમને વાંચવા આપી જેથી તેઓ યોગ્ય ન્યાય આપી શકે.’

‘હં….’                  

‘શુટિન્ગ માટે મેં સુવર્ણ કમલ સ્ટુડિયો પસંદ કર્યો કારણ કે,ત્યાં અમુક સેટ તૈયાર જ મળે. ત્યાંનો સ્ટાફ બહુ જ સહકારથી કામ કરનાર છે પટકથા અને ડાયલોગ લખવા માટે અને પટકથાના અનુરૂપ ગીતો પસંદ કરવા રઘુનાથ ઇન્દોરીને વાત કરી અને જીવનસાથી બુકની એક કોપી અને તારા ત્રણ કાવ્ય સંગ્રહની નકલ આપી.આ કવિ મહાશય તો તારા પ્રસંશક નિકળ્યા અને તારી બુક પરથી ફિલ્મ બનશે જાણી આ કામ પોતાનું અહો ભાગ્ય સમજી અતિ ઉત્સાહથી સ્વિકારી લીધું.’

‘હા..ઇન્દોરીનું નામ બહુ સાંભળ્યું છે હં તો પછી…?

‘બહુ વ્યસ્ત રહેતા સુપર હીટ ગીતોની ધુન બનાવનાર સંગીતકાર લહેરીકાંતને હું મળ્યો અને તારી બુક જીવનસાથી પરથી ફિલ્મ બનવાની છે જાણી એ કામ કરવા તે તૈયાર થયો. તેને મેં ઇન્દોરીએ પસંદ કરેલ ગીતા આપ્યા જેના પરથી એ ધુન બનાવે અને ધુન બની જતાએ ગીતો એ રમોલા અને અમુલ માનકર પાસે ગવડાવી કંપોઝ કરેછે.’ધનંજયે આમ કહ્યું તો યદુરામ ચ્હા લઇ આવ્યો.

         ચ્હા પિવાઇ ગઇ અને સિગારેટોની મોજ માણતા બધા બેઠા હતા ત્યાં અમુલખ એકાએક ઊભો થ્યો અને ડાયરી ઉપાડી તો ઘનશ્યામે તેના હાથમાંથી લેતા કહ્યું

‘બોલ…’

‘છત પરે કો બાગમાં મેદાનમાં ઊભા રહો

ગોખમાં ઊભા રહી વરસાદના માણી શકો..’

ઉછળે મોજા સમંદરમાં ચડે ભરતી પછી; છાલકો ઝિલ્યા વગર વરસાદ ના માણી શકો 

       આટલું લખી ઘનશ્યામે અમુલખ સામે જોઇ પુછ્યું

‘હં તો આગળ બોલ…’

‘અરે…પરમાર આતો મનમાં રમતી હતી એ લખી અને લખાવી એમ ઉતાવળે આંબા ન પાકે…’ઘનશ્યામ પાસેથી ડાયરી લેતા કહ્યું

‘ભલે ત્યારે અમે જઇએ…’કહી ધનંજય ઊભો થ્યો ત્યાં તો યદુરામે આવીને કહ્યું

‘તમે કાં ચાલ્યા… દસ મિનીટમાં જમવાનું તૈયાર થઇ જશે…’કહી યદુરામ ગયો તો ઘનશ્યામે ધનંજય તરફ જોતા કહ્યું

‘બેસ ભાઇ આ યદુરામ જમાડયા વગર નહીં છોડે…’સાંભળી અમુલખ હસ્યો.

     ખરેખર દસ મિનીટ પછી યદુરામે આવીને કહ્યું ‘ચાલો જમવા…’

રસોઇ પિરસાઇ અને ગરમાગરમ ફૂલકા પિરસાયાતો જમતી વખતે ધનંજયે કહ્યું

‘હું કાલ આવું છું ઓલા મહેશ અને માલતીને ઘેર બોલાવી લેજે મારે એમને થોડી સૂચના આપવાની છે…’સાંભળી અમુલખે સંમતિમાં માથુ હલાવ્યું.

     નક્કી થયા મુજબ મહેશ અને માલતી આવી ગયા અને ધનંજય સાથે ઘનશ્યામ પણ આવ્યો ત્યારે યદુરામ ચ્હા આપવા આવ્યો તેને ધનંજયે કહ્યું ‘ભાઇ યદુરામ સાકરબેનને પણ બોલાવી લે…’

         ચ્હા પિવાઇ ગઇ ને સિગારેટની પાકિટમાંથી સિગારેટો સળગી તો ધનંજયે મહેશ,માલતી,યદુરામ અને સાકર આ ચારે તરફ એક નજર કરી કહ્યું

‘તમારે સૌએ રિહર્સલ થતી હોય કે,શુટિન્ગ થતું હોય ત્યારે તમોને જે પાત્ર આપવામાં આવે છે તે પાત્રના મિજાજ પ્રમાણે જીવવાનું છે મતલબ અભિનય કરવાનો છે ત્યારે તમારે અમુલખના આશ્રિત અથવા નોકર છો એ વાત ભુલી જવાની અને માત્ર પાત્રને જીવંત કરવાનું છે…સમજાયું..? જો આમ નહીં થાય તો ફિલ્મના પાત્રમાં પ્રાણ નહીં આવે અને પ્રેક્ષક પર ધારી અસર નહીં થાય…’કહી બધા તરફ એક નજર કરી.અને સૌએ અમે સમજી ગયા એવા ભાવ સાથે માથુ હલાવી સંમતિ આપી.

         સુવર્ણ કમલ સ્ટુડિઓમાં દીપ પ્રાગટ્ય અમુલખના હાથે થયું.મિઠાઇ વહેંચાઇ ચ્હા પાણી થયા અને સૌ એક આલિશાન બંગલાના સિટિન્ગ રૂમના સેટ પર આવ્યા.સોફા પર અમુલખ એક સરસ સૂટ પહેરેલો બેઠો તેની બાજુમાં બનારસી સાડી અને દાગિના પહેરેલી સાકર બેઠી તો ધનંજયનો અવાઝ સંભળાયો રેડી…ક્લેપર બોય ઋણાનુંબંધ…ક્લેપ કરીને ગયો તો ધનંજયનો અવાઝ સંભળાયો રોલ ઓન કેમેરા એકશન…(મહેશ ઉત્સાહ ભેર દોડતો દાખલ થયો)

મહેશઃ પપ્પા મને નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર મળી ગયો..’

અમુલખઃ વાઉ…શું કાફિયા છે નોકરી ને છોકરી…’કહી અમુલખ ખુશમિજાજ થ્‍ઇ હસે છે)

સાકરઃ આમાં કાફિયા ક્યાં આવ્યું અમુલખ…?(જરા ચિડાઇને સાકર અમુલખ સામે જુવે છે)

અમુલખઃ પુછ મહેશને…’(અમુલખે મહેશ તરફ જોતા ઉડાઉ જવાબ આપે છે)

સાકરઃ મહેશ પપ્પા શું કહે છે…?’

મહેશઃ મમ્મી મને ખબર નથી પપ્પા શું કહે છે…(કહી મ્હોં મચકોડી મહેશ બે હાથ પહોળા કરી ખભા ઉલાળતા ઉપર

         જવા લાગ્યો)

સાકરઃ અ..મુ..લ..ખ તમે બાપ દીકરો મારાથી કશુંક છુપાવો છો…(સાકર ઊભી થઇ કમર પર બે હાથ મૂકી પૂછે છે)

અમુલખઃ નારાજ ન થા રાણી કહું છું (સાકરનો હાથ પકડી સોફા પર બેસાડે છે) ગઇકાલે હું પરમારને મળવા જતો

             હતો ત્યારે મહેશિયાની બાઇક પર એક છોકરી જોઇ…(સમજી એવા ભાવથી સાકર સામે જુવે છે)

સીન ઓકે કટ..કટ ધનંજયનો અવાઝ સંભળાયો..

-૦-

ડ્રોઇન્ગ રૂમમાં ધોતિયું,રેશમી કુરતો,ખભે ખેસ અને સોનેરી ફ્રેમના ચશ્મા પહેરેલા શેઠ પરમાનંદ (યદુરામ)છાપું વાંચે છે

અમુલખઃ જયશ્રી કૃષ્ણ પરમાનંદ શેઠ

પરમાનંદઃ જયશ્રી કૃષ્ણ આવો આવો અમુલખ રાય…અરે સાંભળો છો

               મહેમાન આવ્યા..બેસો બેસો

તરુલતાઃ જયશ્રી કૃષ્ણ જમનાબેન

જમનાઃ જયશ્રી કૃષ્ણ તરૂલતા બેન

            (નોકર ગંગારામ પાણીના ગ્લાસ મુકી જાય છે)

તરૂલતાઃ ગંગારામ ચ્હા લાવજે

           (સૌ એક બીજા સામે જુએ છે એ અવઢવમાં કે શરૂઆત કોણ કરે ત્યાં ગંગારામ ચ્હા મૂકી જાય છે.તરૂલતા ચ્હાનો કપ જમનાને આપછે તો પરમાનંદ ચ્હાનો કપ અમુલખને આપતા કહે છે)

પરમાનંદઃ લ્યો અમુલખરાય ચ્હા પીવો

               (એક બીજા સામે મરકતા સૌ ચ્હા પીવે છે)

અમુલખઃ જુઓ પરમાનંદ શેઠ મને ગોળ ગોળ વાત કરતા નથી આવળતી એટલે સીધે સાધી વાત કરૂં કે મારો મહેશ    

           તમારી દીકરીને બાઇક પર બેસાડી ગામ આખામાં ફરે છે એટલે જો તમે હા પાડો તો તમારી માલતી…

પરમાનંદઃ આપી…આપી…અત્યારેથી…(અત્યંત હર્ષિત થઇ પરમાનંદ કહે છે)

જશોદાઃ તો લાવો માલતીની કુંડલી જોડા મેળ અને મુહુર્ત જોવડાવીએ

            ( પરમાનંદ શો-કેશના ખાનામાંથી કુંડલી લાવે છે અને તરૂલતા

             મિઠાઇ લઇ આવે છે સૌ એક બીજાને આગ્રહ કરી મિઠાઇ ખવડાવે છે..)

શીન ઓક કટ કટ ધનંજયનો અવાઝ સંભળાય છે

-૦-

     લહેરીકાન્ત તળાવની પાળે બેઠેલા મહેશ અને માલતી માટે ગીત કંપોઝ કરે છે

મ્યઝિક વાગે છે

રમોલાઃ જોને રાત ઢળવા આવી ચાલો ઘેર જઇએ

અમોલઃ એવી પણ ઉતાવળ શું છે થોડું બેસી લઇએ

રમોલાઃ જોને રાત ઢળવા આવી ચાલો ઘેર જઇએ

અમોલઃ એવી પણ ઉતાવળ શું છે થોડું બેસી લઇએ

મ્યુઝીક

રમોલાઃ થોડું મોડું થાય તો બા ખિજાય છે

અમોલઃ જ્યાં જ્યાં બાનું નામ આવે એવું થાય છે

રમોલાઃ થોડું મોડું થાય તો બા ખિજાય છે

અમોલઃ જ્યાં જ્યાં બાનું નામ આવે એવું થાય છે

રમોલાઃ ટીખળ નહીં કરવાની

અમોલઃ તો જરૂર શી ડરવાની

રમોલાઃ ટીખળ નહીં કરવાની

અમોલઃ તો જરૂર શી ડરવાની

રમોલાઃ ખોટા ઊંઠા નહીં ભણાવા સમજ્યો..

અમોલઃ હાં..સમજ્યો

રમોલાઃ જોને રાત ઢળવા આવી ચાલો ઘેર જઇએ

મ્યુઝીક

રમોલાઃ થોડું મોડું થઇ જશે તો બસ વહી જશે

અમોલઃ રિક્ષા કરશું નહીં મળે તો છકડો લઇ જશે

રમોલાઃ થોડું મોડું થઇ જશે તો બસ વહી જશે

અમોલઃ રિક્ષા કરશું નહીં મળે તો છકડો લઇ જશે

રમોલાઃ નહીં બેસુ છકડામાં

અમોલઃ નખરા મૂક નકામા

રમોલાઃ નહીં બેસુ છકડામાં

અમોલઃ નખરા મૂક નકામા

રમોલાઃ છકડામાં ઉછાળા આવે સમજ્યો

અમોલઃ હાં..સમજ્યો

-૦-

         (ડોકટરોએ હાથ ખંખેરી નાખેલી મરણ પથારીએ અમુલખના ખોળામાં માથું મૂકી જશોદા રડે છે)

જશોદાઃ અમુલખ હવે હું જાજુ નહીં જીવું

અમુલખઃ એમ ન બોલ જશોદા..(અમુલખ જશોદાના માથા પર હાથ ફેરવે છે)

જશોદાઃ મને મારૂ અતઃકરણ કહે છે હું અભાગણી આપણા વંશજ ને

             જોયા વગર જઇશ…(બોલતા એના હોઠ અને હાથ ધ્રુજે છે આંખ

             ઉભરાય છે)

અમુલખઃ એ આપણા હાથની વાત નથી (અમુલખ ખેશથી યશોદાના આંસુ લુછે છે)

જશોદાઃ કેટલી બાધા રાખડી કરી…મારો વંશજ…(મહેશ અને માલતી સામે જોતા ધ્રુજતા હોઠે રડે છે)

           (અમુલખને ડોકટર ધ્રુવના શબ્દો યાદ આવે છે ‘મિસ્ટર મણિયાર તમારા પત્ની બે ચાર દિવસના મહેમાન છે)

અમુલખઃ જશોદા સંસારનો મોહ છોડ..બોલ રાધે કૃષ્ણ જશોદા બોલ રાધે કૃષ્ણ… (જશોદા એકીટશે અમુલખને જોય છે..અમુલખ જશોદાના મ્હોંમાં તુલસી પત્ર મૂકી ચમચીથી પાણી પિવડાવે છે ભીની આંખે કહે છે…)

અમુલખઃ જશોદા સંસારનો મોહ છોડ તારા આત્માની સદ્‍ગતિ કર બોલ રાધે કૃષ્ણ…જશોદા બોલ રાધે કૃષ્ણ

જશોદાઃ રા..ધે..કૃષ…ણ…(જશોદાની આંખ મિંચાઇ જાય છે અને માથું એક બાજુ ઢળી પડે છે મહેશ અને માલતી મમ્મી કહી યશોદાને બાઝીને મોટા સાદે રડે છે અમુલખ દિગ્મૂઢ જશોદાને એકી ટશે જોયા કરે છે)

સીન ઓક કટ કટ

           ટી બ્રેક થતા બધા સામ સામા ખુરશી પર બેસી જાય છે કેન્ટીન બોય સૌને ચ્હા આપી જાય છે ત્યાં ઘનશ્યામ પ્રવેશે છે અને ધનંજયને પુછે છે ‘DB કેમ ચાલે છે શુટિન્ગ?’

‘અરે સુપર્બ..મનમાં ભય હતો કે,આ અજાણ્યા નવા કલાકરોની પાસેથી કામ કરાવવું મુશ્કેલ થશે પણ આ બધા તો જન્મજાત કલાકાર નિકળ્યા તેમાં આ કમલો તો કમાલ છે મને માનવા નહોતું આવતું કે એ આટલો ઉત્ક્રષ અભિનય પણ કરી શકે છે..’

‘મતલબ કવિતો હતો પછી લેખક પણ થઇ બતાવ્યું અને હવે અભિનેતા યશ કલગી એક ઓર પીછું ઉમેરાયું..’ખુશ થતા ઘનશ્યામે કહ્યું

‘પેલો લક્ષ્મીકાંત ક્યાં સુધી પહોંચ્યો..’ધનંજયે પુછ્યું

‘મહેશ અને માલતી પર ફિલ્માવેલું પેલું તળાવની પાળે ગવાતા ગીતની શું સરસ ધુન બનાવી છે સાંભળો…’કહી ઘનશ્યામે મોબાઇલ પર ડાઉન લોડ કરેલ ધુન સાંભળાવી તે સાંભળી સૌ ખુશ થઇ ગયા.

         આખરે બે વરસની મહેનત પછી ફિલ્મ પુરી થઇ અને બ્લુ ડાયમન્ડ મોલના થિયેટરમાં પ્રિમીયર શો યોજાયો અને સૌએ વધાવી લીધો.ધનંજયની કલ્પના બહાર ફિલ્મ બોક્ષ ઓફિસ પર હીટ સાબીત થઇ એમાં લક્ષ્મીકાન્તની બનાવેલ કર્ણપ્રીય ધુનોમાં રમોલા અને અમોલ માનકરના ગાયેલા ગીતો સિંહ ફાળો હતો. શહેરની હોટલોમાં રેસ્ટોરન્ટ બધે આ ગીતો સંભળાતા હતા તો લોકોની જીભે આ ગીતો ચઢી ગયા. આ બધાના સરવાળે ફિલ્મને, અમુલખને, સાકરને,લક્ષ્મીકાન્ત અને રઘુવીર ઇન્દોરી અને ધનંજયને નેશનલ એવોર્ડ એનાયત થયા. (ક્રમશ)

ઋણાનુબંધ (૧૧) આશિર્વાદ -રશ્મિ જાગિરદાર

 અમુલખને સફળતાનો આનંદ તો અનહદ હતો જ પણ સામે થાક પણ એટલો જ લાગ્યો હતો. પહેલાં ફિલ્મનાં શુટિંગની વ્યસ્તતા, ઉપરાંત અભિનય સહજ અને સ્વાભાવિક પણ સચોટ રીતે રજુ કરી શકાય,એ માટેની સતત ચર્ચાઓ પછી પોતાની તથા બધા સાથી કલાકારોની સતત મહેનત રંગ તો લાવી પણ એવું થતું કે,દિવસભર શુટિંગનું કામ, અને રાત્રે આગલા દિવસના કામ બાબતના સતત આવતાં વિચારોને લીધે, સ્વાભાવિક રીતે જ થોડી તાણ અનુભવાતી હતી અને વહેલી સવારે આંખ મિંચાતી હતી એના લીધે પુરતી ઊંઘ ભાગ્યે જ મળતી હતી.આમ આરામનો અભાવ ઉત્સાહની સાથે સાથે થાક પણ વધારતો ગયો. અતિ ઉત્સાહભેર સાહજીક અભિનયથી કામ તો સરસ થયું,પણ આ બધો થાક જાણે હવે  લાગ્યો હતો. થોડા દિવસ તો સ્થળે સ્થળેથી મળતા અભિનંદન સ્વીકારવામાં જ પસાર થયા.એ તો  અમુલખને ગમતું કામ હતું.પણ કામ તો આખરે કામ હોય છે એનો થાક તો લાગે જ.હવે અમુલખે આરામ કરવાનું વિચાર્યું. ડોકટરે પણ એ જ સલાહ આપી હતી.

       આવા કોઇ એક દિવસે અમુલખ આરામથી ઉઠયો અને ચ્હા આવે તેની રાહ જોતાં રસથી છાપું વાંચતો બેઠો હતો,છતાં સાથોસાથ ચ્હા ક્યારે આવે તેની રાહ પણ જોતો હતો. થોડી વાર પછી સહેજ હલન ચલનનો અણસાર આવ્યો, એટલે થયું હાશહવે ચ્હા આવી ગઈ! પણ ત્યાંતો પોતાના પગે સ્પર્શ થયો હોય તેમ લાગ્યું. સહેજ ચમકીને અમુલખે છાપું ખસેડીને જોયું તો, તેને નવાઈ લાગી.એની પુત્રવધુ અમલા તેના ચરણસ્પર્શ કરીને પગે લાગતી હતી. જોઈને કંઇ પણ પ્રતિભાવ આપતાં પહેલાં એક પળમાં તો કેટલાય ગોઝારા દ્રશ્યો નજર સમક્ષ તરવરી ઉઠયા. કેવી રીતે પોતે વ્હાલા દીકરા સંજયને ઉછેર્યો હતો. એકના એક દીકરાને સહેજ પણ ઓછું ના આવે, કોઈ ખોટ ના સાલે, તે માટે પોતે અને પ્રિય પત્ની કેટલું મથતાં તેને સરસ રીતે ભણાવી શકાય તે માટે બંને જણે મનની ઈચ્છાઓ કેવી રીતે મારતાં રહેતાં. તે બધું યાદ આવવા લાગ્યું, સૌથી દુઃખદાયક યાદ તો પત્ની બાબત હતી.પુત્ર પત્નીને લઇ જુદો રહેવા ગયો એના ઝુરાપામાં તે અધમુઈ થઇ ગઈ હતી.જ્યારે તેની માંદગીની વાત પુત્રને જણાવવા એણે કહ્યું તો અમુલખ સંમત ના થયો પણ છેવટે મરણ પથારીએ પડેલી એક માની દયા ખાઈને તેણે  સંજય અને અમલાને ખબર આપી પણ એના પછી જે બન્યું તે યાદ કરવાની હિંમત જાણે ઓગળી ગઈ. એક પળમાં જાણે બધું ફિલ્મની જેમ દ્રશ્યમાન થયું પણ હવે પછીના દ્રશ્યને યાદ કરતાં પહેલાં હૃદય દ્રવી ઉઠ્યું. છતાં પણ મન પર સંયમ રાખીને તેણે  કહ્યું

અખંડ સૌભાગ્યવતી ભવ.” 

         અમુલખે અમલાને  આશીર્વાદ આપ્યાં તે સંભાળીને સંજયને જાણે શાંતા વળી હોય તેમ તે પણ હિંમત કરીને  અમુલખને ચરણ સ્પર્શ કરીને પગે લાગ્યો તો અમુલખે કહ્યું

ખુશ રહો સુખી રહો.”  

       સંભાળીને સંજયની આંખો  સજળ બની કારણ કે,તેને પણ ભૂતકાળના દ્રશ્યો તો યાદ આવ્યાં હતા  તેને યાદ આવ્યું કે, અમલા પરણીને આવી ત્યારે મમ્મી કેટલી ખુશ હતી તે કહેતી

હાશ મને એક રૂપકડી દીકરી મળી ગઈ.”  

           અમલાને પણ મમ્મી કહેતી

તું ભણતી હતી એટલે બધું કામકાજ ના આવડે પણ તેની ચિંતા ના કર હું તને બધું શીખવાડીશ.”

       બહાર જાય તો અમલા માટે નાની મોટી ભેટ લઇ આવે ને પ્રેમથી આપે.શરૂઆતમાં અમલા પણ મમ્મી પાસે બધું ધ્યાનથી શીખતી.થોડો સમય આમ ચાલ્યું,પછી  એક દિવસ મમ્મી એના માટે એક સરસ ડ્રેસ લઈને આવી અને કહ્યું

જો બેટા તને ગમતાં રંગનો ડ્રેસ તારા પર ખુબ શોભશે હેં ને સંજય?”

         પણ સંજય કંઈ બોલે તે પહેલાં અમલા બોલી

મમ્મી, તમે આમ વારંવાર ભેટના બહાને ખોટા ખર્ચા ના કરો,પૈસા તો અમારા વપરાય છે ને?”  

         આમ અમલાનું વલણ થોડું બદલાયું.એવામાં સંજયને પ્રમોશન મળ્યું અને અમલાને પણ સારા પગારની એક જોબ મળી ગઈ.ઘરમાં પૈસાની છૂટ વર્તાવા લાગી. ઘરમાં ફળો શાકભાજી અવનવા નાસ્તા છૂટથી આવતાં થયાં.વર્ષો સુધી ખેંચમાં રહેતું ખોરડું જાણે સમૃદ્ધ બનતું ચાલ્યું.અમુલખ વાતથી રાજી થઇ વ્હાલી પત્ની ને કહેતો

જોયુંને વ્હાલી, હું નહોતો કહેતો ધીરજના ફળ મીઠાં.”

       તે સમયે બરાબર તે સમયે, મમ્મીનાં  ચહેરા પર ઉપસી આવેલી ચિંતાની રેખા સંજયને અત્યારે પણ યાદ આવી ગઈ.તેને પણ યાદ આવ્યું ચિંતા શાની  હતી,તેને ખબર હતી હવે સાસુ વહુ વચ્ચે થોડી કટકટ ચાલતી હતી,મમ્મી ક્યારેય કશું કહેતી નહિં.ના એના પપ્પાને વાત કરતી હતી ના સંજયને ફરિયાદ કરતી પણ અમલા ઘણીવાર ફરિયાદ કર્યા  કરતી અને કહેતી

ચાર જણાની વચ્ચે બધી કમાણી ઠલવાઈ જાય છે,આપણે બચત કરવી જોઈએ.મને તો લાગે છે,આપણે જુદા રહીશું તો   થોડી ગણી બચત થશે.”

           મમ્મીના  સંભળાવતાં પણ એકવાર આવું બોલેલી ત્યારે સંજય વિના શ્વાસ પણ ના લઇ શકનારી વ્હાલસોયી માડીના ચહેરા પર ઘેરી ચિંતા લીંપાઈ ગયેલી.જો કે પપ્પાને ખ્યાલ નહોતો. બધું યાદ આવ્યું એટલે તે દુઃખી થઇ ગયો. સહેજ વાર ચુપ રહ્યો,પછી થોડી હિંમત ભેગી કરીને થોડીવાર ઉભો રહ્યો પછી કહ્યું

પપ્પા અમને માફ કરો પ્લીઝ….અમે રાહ ભટકી ગયાં હતા.”

અરે ના ભાઈ ના,રાહ તો હું ભટકી ગયો હતો અને વધુ પડતી આશા રાખી બેઠો હતો.’અમુલખે કહ્યું

પ્લીઝ પપ્પા, એમ  બોલો, અમને માફ કરી દો.અમારું વલણ, વર્તન અને વિચારો તદ્દન ખોટા હતા તે હવે સમજાય છે.’ભીની આંખે અમલાએ કહ્યું

અમુલખે  સાંભળ્યું ના સાંભળ્યું કર્યું અને યદુરામને બુમ પાડીને કહ્યું

અરે….યદુરામ…. મહેમાનોને ચ્હાપાણી કરાવો.”

પપ્પા અમે મહેમાન નથી હું…. હું તો તમારો સંજય……’

મારો સંજય….? કોણ સંજય?  જેને મેં પેટે પાટા બાંધીને મેં મારી મરણ મુડી ખરચીને ભણાવ્યો ગણાવ્યો અને સમય થતાં પ્રેમે પરણાવ્યો સંજય…? જેણે મને ફકીર બનાવી મુક્યો સંજય…?  અરે  જે માએ પોતાની બધી જરૂરિયાત અને ઈચ્છાઓ જતી કરીને તને સાચવ્યો તું અને તારી પત્ની સુખી રહો તે માટે ઘડપણ માટે કશું ના વિચાર્યું તે સંજય ? પોતાની સગીમાને છેહ આપ્યો અને એના આઘાતમાં મરણ પથારીએ પડેલી લાચાર માની ભાળ સુધ્ધા લીધી સંજય? તું….તું  આજે પુત્ર હોવાનો દાવો કરે છે?…અરે  સંજય આજે હું સફળ છું, પૈસો કમાયો છું એટલે તને પપ્પા યાદ આવ્યા એમજ ને..? તને ખબર પડી ગઈ હશે કે, તું જે કમાય છે અને જે ખુબ મોટા પગારની તને અને તારી પત્નીને મોટાઈ હતી અભિમાન હતું  તેના કરતાં અનેક ગણા પૈસા કમાઈને હું બેઠો છું તેનો વારસો મળે એટલે તું હવે મારો પુત્રમારો સંજય બનીને આવ્યો છે  સમજું એવું તે માન્યું હશે પણ તું યાદ રાખ બિલકુલ ના ભૂલ કે, હું તારો બાપ છું બાપ..! અને એટલે તારે જે જોઈએ છે તે તને આપી દઉં. ઉભો રહે એક મિનીટ  અરે…. સાકર તેં સાંભળ્યું ને બધું..? તો પ્લીઝ, મારી ચેક બુક લાવજે…’  

પપ્પા પ્લીઝ આવું બોલો…’ સંજયે અમુલખ પાસે બેસીને તેની ગોઠણ પકડી સજળ આંખે કહ્યું

બોલ કેટલા લખી આપુ…? દશ લાખવીસ લાખપચાસ લાખ…?’ સાકરે લાવેલી ચેક બુક હાથમાં લઇ અમુલખે પુછ્યું.

પપ્પા હું પૈસા લેવા નથી આવ્યો માત્ર તમારા આશીર્વાદ આપો.’

ભાઈ અમારી પાસે જે હતું તે બધું તારી પાછળ ખરચી નાખ્યું પછીના તમારા વહેવારને લીધે હવે તમને આશિષ રૂપે અપાય એવું પણ  કંઈ બચ્યું નથી. છતાંસુખી થાવતેવા આશીર્વાદ પણ આપ્યા, લે હવે ચેક લખું તે લઈને જા એટલે પત્યું.’અમુલખે ચેકબુક અને પેન પકડી કહ્યું

ના પપ્પા ના….ચેક નહિં મને આશિષ આપોતમને ખબર છેપપ્પા…?  અમારા લગ્નને આટલા વરસ થઇ ગયા હજી  હું નિઃસંતાન છું, બધા ઉપાય કરી જોયા મંદિરમંદિર ફર્યા,અનેક ડોકટરોને મળ્યા પણ કંઈ ના વળ્યું. ડોક્ટરોએ પણ કહી દીધું છે કે,હવે દવા નહિં દુઆ કામ કરે તો ભલેતમે વડીલોનાં  આશીર્વાદ લો. પપ્પાપપ્પા હું  આપના આશિષ લેવા આવ્યો છું.મને દિલથી અને પ્રેમથી આશિષ આપો  કે,મને સંતાન મળે’ 

સંજયે અમુલખને હાથ જોડી ગળે બાઝેલા ડૂમાને માંડ ખાળતાં સજળ આંખે કહ્યું.

આ સાંભળી અમુલખે સ્વગત કહ્યું મંદિરના કોઈ ભગવાને તને આશીર્વાદ ના આપ્યા તો હું કોણ તને આશીર્વાદ આપનાર?

થશેથશે જરૂર તને પણ સંતાન  થશે….કુદરતને ત્યાં દેર છે અંધેર નથી ભાઇ, તને સંતાન જરૂર થશે અને પછી તું એના માટે મારી જેમ તારું બધું ન્યોછાવર કરી દેતાં નહિ અચકાય.તું પણ તેને ભણાવશે ગણાવશે અને ઠેકાણે પાડશે અને પછી પરણાવશે.બસ પછી તને અહેસાસ કરાવશે કે,પુત્ર વિયોગની વેદના શું હોય છે..એકદમ ઉત્તેજીત થઇ એકકી શ્વાસે આટલું બોલ્યા પછી  અમુલખે એક મોટો  નિશ્વાસ નાખ્યો

પપ્પા કેવા આશિર્વાદ…?’ અમલાએ સજળ નયને કહ્યું.

આશિર્વાદ નથી કુદરતનો અફર નિયમ છે, ઇસ હાથ દે ઉસ હાથ લેતેમાંથી કોઇ  બાકત રહી શકે.’ 

         આ સાંભળી સંજય અને અમલા એક બીજા સામે જોવા લાગ્યા.યદુરામ ચ્હા નાસ્તો લાવ્યો તેને બંનેમાંથી કોઇએ હાથ લગાડયો અને વિલા મોઢે બંને આંખો લુછતાં ઘરની બહાર નીકળી ગયાં. ઘરની બહાર તો નીકળ્યાં પણ ઘરમાં બનવાના જે બનાવો ભૂતકાળમાં બનેલા તેમણે, તેઓનો પીછો ના છોડ્યો અને પસ્તાવાથી સજળ બનેલી આંખો સામે ભૂતાવળ બનીને ભટકવા લાગ્યા.(ક્રમશ)

ઋણાનુબંધ -(૧૨) હું ભગવાન નથી – નીરા શાહ/પ્રવીણા કડકિઆ/પ્રભુલાલ ટાટારીઆ ‘ધુફારી’

  યદુરામે સંજય અને અમલા માટે લાવેલ નાસ્તાની ડીસ એમજ પડી હતી એને એમજ રહેવા દઇ સંજય અને અમલા ચાલ્યા ગયા એમના જાવાનું દ્ર્ષ્ય અનિમેશ નજરે સાકર જોઇ રહી હતી.એના તરફ એક નજર પડતા અમુલખના સામે કરૂણ બનાવ તરવરવા લાગ્યો.સંજયે એક સાંજે સમાચાર આપ્યા કે મને એક બેટર જોબની ઓફર બેંગલોરની એક મોટી કંપની તરફથી મળી છે જ્યાં હાલ છે તેનાથી ઉચ્ચ હોદો અને અહીં મળે છે તેનાથી દોઢો પગાર મળશે સાંભળી પોતે કેટલો ખુશ થયેલો અને એક બપોરે સંજય અને અમલા આમ પિરસેલી થાળીને હાથ લગાડયા વગર જતા રહ્યા હતા એમ કહીને કે, તેઓ સમયસર નહીં પહોંચે તો ફ્લાઈટ મિસ થઇ જશે અને બીજા દિવસે નોકરીના પહેલા દિવસે ઓફિસ સમયસર હાજર નહીં થાય તો બેડ ઇમ્પ્રેશન પડસે.વિચારમાં અટવાયેલા અમુલખે સિગારેટ સળગાવી ને આંગણામાં આવ્યો એકાએક તેની નજર રસ્તાની બીજી તરફ વડના ઓટલા પર બેઠેલા ભિખારી પર પડી અને પાછા ફરી પેલી બંને નાસ્તાની પ્લેટ ભિખારીની ઝોલીમાં ઠાલવી દીધી.

             ખાલી પ્લેટો રસોડાના પ્લેટફોર્મ મુકતા કહ્યું

યદુરામ મારા માટે ચ્હા બનાવ…’

             સોફા પર બેસતા હજી હમણાં બનેલ બનાવ તેની આખો સામે ઉભરી આવ્યો સંજયનો માંગવાના અને પોતે સ્વિકાર કરે પ્રયત્નો નિષ્ફળ ગયા કારણકે અમુલખના અડગ નિર્ણયને લીધે નિષ્ફળ ગયા. વિચારોમાં ગરકાવ થ્ ગયો.જે છોકરાને પેટે પાટા બાંધી ભણાવ્યો અને મોટો થતા પરણાવ્યો સંજયે તેને દગો દીધો.તેને પૈસા વગર તડપાવ્યો તેનો અફસોસ નહતો પણ મરણ પથારીએ પડેલી મા ને ભાળ લેવા પણ આવ્યો જે એના માટે તલસતી અમુલખની ગેરહાજરીમાં મરણ પામી.એની કંઇ જગાએ ભુલ હતી જેના પરિણામ સ્વરૂપ સંજયે આવું વર્તન કર્યું મારૂં બાળક આવું હોઇ શકે પણ હકિકત હતી..?  

           એકાએક તેની બાજુવાળા કાંતાબહેનનો દીકરો સારસ્વત યાદ આવી ગયો.દર રવિવારે પરિવાર ભેગો થતો અને સૌ સાથે જમતા કહેવત છે કે,જેનું અન્ જુદુ તેનું મન જુદુ પણ તો અન્ સાથે તેનું મન સાથે એટલે જુદા રહેતા હતા પણ મનથી સૌ સાથે હતા.રવિવારે કાંતાબહેન બહુ પ્રેમથી રસોઇ બનાવતા.દીકરો અને વહુ આવે એટલે વહુ બધુ સંભાળી લેતી અને કહેતીબા તમે બહુ મહેનત અને પ્રેમથી બધુ નાવ્યું છે હવે તમે આરામથી ખુરશી પર બેસો અને કશી ફિકર કર્યા વગર શાંતિથી જમો હું બાકીનું બધુ સંભાળી લઇશ.આજે વર્ષોના વહાણા વાઇ ગયા પણ આજ પણ નિયમ યથાવત છે.અઠવાડિયામાં બે દિવસ માવત્રોને મળવા અચુક આવે છે.વાર તહેવારે પરિવાર સાથે ફરવા જાય.કોઇને ત્યાં શુભ પ્રસંગે આખો પરિવાર સાથે જાય.આમ તે મા બાપની સુંદર કાળજી રાખતો હતો.અમુલખે ઘણા વિચાર પછી મન વાળ્યું કે,સંજય અને અમલા સાથે જે થયું તે ભૂલી જવામાં સાર છે .કેટલી કડવાહટ ભરેલી છે એમાં તો મમતાની આડમાં શાને ઝૂરવુ.

             સંજયના આપેલ કારી ઘા હવે નાસૂર થઇ ગયું હતું જેનો ચચરાટ ક્યારે એકાંતમાં એને જુની યાદો તાજી કરાવતો.પોતાનો સંજય આમ કરી શકે..? પ્રશ્નના ચક્રવ્યુહના મધ્યમાં પોતે અટવાયેલો હતો.પોતે એક આદર્શ પુત્ર હોય કે હોય પણ તેણે હંમેશા પોતાના માતા પિતાની મન લાગણી દુભાય એવું વર્તન ક્યારે પણ નહોતું કર્યું. પોતાની મા તેની પત્નિ જમનાને પોતાની દીકરી જ માની અને બંનેએ મનભરીને બંનેની સેવા કરી આશિર્વાદ મેળવ્યા હતા.પોતે ભલે શ્રવણ બની શક્યો પણ સંજય તો નહોતો કદાચ એટલે સંજય અને અમલા માટે તેનું હ્રદય પથ્થર બની ગયું હતું.

         સાકર અમુલખના કહેવાથી લાવેલ અને પાછી ચેકબૂક હજી એના હાથમાં હતી.સંજય અને અમલા સાથે અમુલખના વર્તનથી એને જરા અજુગતું તો લાગ્યું હતું.પોતાના દીકરાએ પણ એને દગો દીધો હતો પણ સાકરના હ્રદયમાં પોતાના દીકરાનો મોહ હતો તેના માટે કૂણી લાગણી હતી.ભલે પુત્ર માટે મોહાંધ હતી પણ નિષ્ઠૂર તો ન જ હતી કારણ કે એ એની મા હતી એની જનની હતી અગર આજે સંજય અને અમલા આવ્યા હતા તેવી રીતે પોતાના પુત્ર અને પુત્રવધુ આવીને માફી માંગે તો અમુલખ જેવી પથ્થર હ્રદય થ્ શકે અને પ્રેમથી માફી આપી દે પુત કપુત થાય પણ માવતર કુમાવતર થાય  

             ઋણાનુંબંધ ફિલ્મમાં પતિપત્નિની ભૂમિકા ભજવતા અમુલખ અને સાકર માં વધુ નિકટતા આવી હતી રૂએ એણે અમુલખના ખભે હાથ મૂકી કહ્યું

અમુલખ તમે શું કર્યું…? એક ભૂલ તો ભગવાન પણ માફ કરે તમે તમારા સગા દીકરાની આટલી આજીજી કર્યા છતાં માફ કર્યો..?’સાકરના ગળગળા અવાઝે નિકળેલા શબ્દો સાંભળી એકીટશે એના તરફ જોતા અમુલખની આંખો શું કહેવા માંગતી હતી અસમજમાં અટવાઇ કારણકે,આખર તો એક લાગણીસીલ સ્ત્રી હતી એના તરફથી આંખ ફેરવતા અમુલખે કહ્યું

સાકર..ભગવાન કદાચ એક ભૂલ માફ કરતા હશે પણ હું ભગવાન નથી.મારા દીકરાએ જે ઘાવ આપ્યા છે તેના ઝખમ એટલા ઊંડા છે કે તે ઘાવ હવે નાસૂર બની ગયા છે અને એમાંથી રક્ત હજુ વહ્યા કરે છે એનો ચચરાટ હું ભૂલી શકુ એમ નથી. ઘટનાઓની ભૂતાવળની હારમાળા જ્યારે મારી સામે આવે છે ત્યારે પુત્ર પ્રેમની લાગણીઓનું બાષ્પીભવન થઇ જાય છે. યાદ વતા જાણે મારા ઘાવ ઉપર મીઠુ ભભરાવયેલુ હોય તેટલી બળતરાની લ્હાય થાય છે.મારી જમનાએ મારાથી છુપાવીને જે વેદના સહન કરી છે મારી નજર સામે તરી આવે છે.હું ગમે તેટલી મથામણ કરૂં પણ જુના ઘાવ હું વિસારે પાડી શકતો નથી.કેટલા વરસ નિઃસંતાન રહ્યા પછી કેટલા વ્ર અને બાધા માનતા જમનાએ માની હતી પછી ભગવાને જમનાની ગોદમાં સંજય આપ્યો હતો. સંજયના કરતુત એવા હતા કે તેનું નામ લેતા આખા શરીરમાં આગ લાગી જતી હતી.’

           આટલું બોલતા અમુલખ હાંફી ગયો તેના ગળામાં ડૂમો ભરાઇ આવ્યો અને આંખો ઉભરાઇ પડી.વરસોથી પોતાના હ્રદયમાં ધરબાયેલો દુઃખ કોઇને ણાવવાનો અમુલખનો નિયમ તૂટી ગયો દુઃખના જવાળામુખીનો આજે વિસ્ફોટ થઇ ગયો જેની લ્હાયથી કંપી ગયો.સાકર દોડતી જઇને પાણી આવી અને ભીની આંખે અમુલખના મોઢા સામે ધર્યો.

સાકર મારા દીકરાની હરેક ઇચ્છા પુરી કરી.પાણી માંગતા દુધ પાયું.ણાવ્યો અને પ્રેમથી પરણાવ્યો દુધ પીધેલ માનવી સાપ બનીને સગા બાપને ડંખ દીધો એટલે મારા મનમાં એના પ્રત્યે કશો પ્રેમ કે ભાવ બાકી નથી રહ્યો.’

               બનાવ બન્યા પછી વાત વિસારીને અમુલખ પાછો પોતાના અસલ મિજાજમાં આવી ગયો. ફરીથી રદીફકાફિયાના તાણાવાણા ગુંથવામાં અને નવા કાવ્ય સર્જનમાં લાગી ગયો.એક દિવસ ઘનશ્યામ ઘેર આવ્યો રસોડામાં વ્યસ્ત યદુરામને કહ્યું

યદુરામ ચ્હા પિવડાવીશને…?’

તમે તો ઘનશ્યામભાઇ એવી વાત કરો છો કેમ જાણે તમારા માંગ્યા વગર ચ્હા પિવડાવતા હોઇએ..’કહી સાકર હસી અને ઉમેર્યુંતમારી ગાડીનો અવાઝ સાંભળ્યો અને ચ્હા મૂકી છે તમે તમારા મિત્રને મળો ત્યાં સુધી તૈયાર જશે અને ત્યાં તમને મળશે..’

મણિયાર શું ચાલે છે..?’કહેતા અમુલખના રૂમમાં ઘનશ્યામ દાખલ થયો અને અમુલખના હાથનો કાગળ હાથમાં લઇ વાંચવા લાગ્યો

અરમાન સુતા’તા બધા ઊભા થયા

જે ક્યાંક સંતાયા હતા ઊભા થયા

 યાદનો જૂનો પટારો ખોલતા

સૌ ભૂત કેદી સમ હતા ઊભા થયા

 દિલ તણી દિવાલ તો છે કાંચની

પથ્થર લઇ લોકો છતાં ઊભા થયા

જે દાખલા ગણતા તમે ખોટા પડયા

ઓછા કરે કોઇ વતા ઊભા થયા

લોકો અહીં તો છેતરી જાનાર છે

લૂટી જવા સૌની મતા ઊભા થયા

નિર્દોષને દોષી ગણાવા કાજ ત્યાં

સૌ દાખવી ખુદની સતા ઊભા થયા

‘આ તો પુરી કર અને હા આ તારી ફિલ્લમ પાછળ તારા નવા કાવ્ય સંગ્રહ માટેનો મસાલો ભેગો કરી રાખ્યો છે કે મારે ખાંખાખોડા કરવા પડશે…’ઘનશ્યામે હાથમાંનો કાગળ અમુલખને આપતા પુછ્યું

‘એની કંઇ જરૂરત નથી મેં ભેગા કરી રાખ્યા છે…’ચ્હા લઇ આવેલ સાકરે ચ્હાના કપ પકડાવતા કહ્યું

         અમુલખની ટેબલના ખાનામાંથી એક ફોલ્ડર કાઢી આપતા સાકરે કહ્યું

‘આ ફિલ્મ બની તે પહેલા તમે વાત કરેલી એટલે બધેથી શોધીને ભેગા કરી રાખ્યા છે..’સાકરે કહ્યું તો અમુલખ એના સામે જોઇ મલક્યો.ચ્હા પી ને બે સિગારેટ સળગાવી એક અમુલખને આપતા ઘનશ્યામે ફોલ્ડર ખોલ્યું અને સંખ્યા ગણવા લાગ્યો પછી કહ્યું

‘વાહ…!! સરસ બૂક થશે..કશું નામ વિચારી રાખ્યું છે..?’

‘આજ સુધી કઇ બૂકનું નામ તને સજેસ્ટ કર્યુ છે..?’

‘હા એ વાત સાચી.. ઓકે એ થઇ રહેશે તો હું જાઉ..’કહી ફોલ્ડર બગલમાં દબાવી ઘનશ્યામ ઊભો થયો તો સાકરે કહ્યું ‘વળી તમને જવાનો ઉજમ ઉપડયો…?જમવાનું તૈયાર થાય છે…’સાંભળી અમુલખ મલક્યો અને કહ્યું

‘સાકર એતો જોવા માંગતો હતો કે તું એને જમવા માટે રોકે છે કે નહીં..?’સાંભળી સૌ હસ્યા

‘શેની હસાહસ ચાલે છે ભાઇ…?’ધનંજયે રૂમમાં દાખલ થતા પુછ્યું

‘આ તો…’સાકર આગળ કંઇ બોલે તે પહેલા ઘનશ્યામે એક ધારદાર નજરથી સાકર સામે જોયું તો અમુલખે પુછ્યું

‘તે શું જયલા તને ઘણા દિવસે ફૂરસદ મળી…?’

‘આપણી ફિલ્મ ઋણાનુંબંધ ગોલ્ડન ફોક્સ કંપની અંગ્રેજીમાં ડબ કરવા માંગે છે તે સમાચાર આપવા આવ્યો હતો.’

‘આપણી ફિલ્મ અંગ્રેજીમાં…?’સાકરે બે હાથ મોઢા પર મૂકી આશ્ચર્યથી પુછ્યું

‘ચાલો જમવા…’યદુરામે આવીને કહ્યું

           ઘનશ્યામ તો પોતાના ધંધામાં ખોવાયેલો રહેતો તો પણ સમય મળે અમુલખને મળવા જરૂર આવતો હતો ધનંજય અમુલખનો જુનો મિત્ર હતા પણ ઋણાનુંબંધ પછી જાણે ઘનિષ્ઠતા વધી ગઇ એટલે તે અવાર નવાર આવતો તેમાં અમુલખનો ફોન મળે તો તરત હાજર થઇ જતો.અમુલખ એક સારો સાહિત્યકાર હતો એટલે એના સાથે ચર્ચા કરવામાં ધનંજયને આનંદ આવતો.મહેશ અને માલતી પણ રવિવારે અચૂક મળવા આવતા અને મોડે સુધી રોકાઇને પાછા જતા ક્યારેક અમુલખના કહેવાથી રાત રોકાઇ જતા.અમુલખ ધનંજય મહેશ અને માલતી અલક મલકની વાતો કરતા પત્તાબાજીમાં ઘણી વખત સારો સમય પસાર થઇ જતો.આ દરમ્યાન સાકર બધાની ચ્હા પાણી નાસ્તાની સગવડ સાંચવતી ત્યારે અમુલખ એના સામે જોતા વિચારતો કે,પોતે કેવો નશીબદાર છે કે આવી જીવન સાથી મળી.

               આમ જોવા જાવતો મહેશ અને માલતી ભલે ફિલ્મમાં અદાકરી કર્યા પછી અમુલખની નજીક આવ્યા હતા પણ બિલ્લી પગે એના જીવનમાં પ્રવેશ કર્યો હતો.પ્રેમ વંચિત આ યુગલ અમુલખને પ્રેમનો પ્યાલો પિવડાવવામાં સફળ રહ્યું.અમુલખ પાસે પ્રોપર્ટી લે-વેંચ અને શેર બજારમાંથી અઢળક કમાયો હતો અને જેની તેન ખોટ વરતાતી હતી તે પૂરવામાં આ યુગલે મહત્વનો ભાગ ભજવ્યો હતો.

         આ સફળ ફિલ્મે અમુલખના જીવનમાં ખૂટતા પ્રેમનું જાળુ ગુથ્યું.એ જાળામાં અમુલખ પોતાની મરજીથી ગુંથવાયો.આ જાળાની ગુથણી એટલી સોહામણી હતી કે અમુલખને મહેશ અને માલતી પોતાના સ્વજન લાગતા હતા તેથી દિલોજાન થી ચાહતો હતો.મહેશ અને માલતીએ પણ એવો અનુપમ પ્રેમ દાખવ્યો.આ સુંદર અનાથ યુગલ પાસે બધુ હતું પણ માવિત્રોના પ્રેમથી વંચિત હતા જે અમુલખ અને સાકર દ્વારા પામ્યા.અમુલખ પણ મહેશ અને માલતીનો પ્રેમ પામી ખુશ હતો.

         એક દિવસ અમુલખના દૂરના કાકા અને કાકી મળવા આવ્યા ત્યારે આગલી રાતે અમુલખે રાત રોકાઇ જવાના આગ્રહથી બંને ત્યાં હાજર હતા તેમણે કાકા અને કાકીના ચરણસ્પર્શ કર્યા તો તેઓ સમજયા કે એ સંજય અને અમલા છે અને એમનો એ ભ્રમ અકબંધા રાખ્યોએ જોઇને અમુલખના હૈયે જાણે સાતે કોઠે દિવા થયા ત્યારે જ અમુલખે બંનેને પોતાની સાથે રાખવાનો દ્ર્ઢ નિશ્ચય કરી લીધી અને કાકા-કાકીને વિદાય પછી પોતાના ઘેર જવાની જ્યારે તેમણે રજા માંગી ત્યારે અમુલખે કહ્યું

‘કંઇ જરૂર નથી પાછા જવાની આજથી તમે મારા સાથે જ આ ઘરમાં રહેશો મારા સંતાન તરિકે..’

સાંભળીને હર્ષાશ્રુથી ‘પપ્પા..કહી અમુલખના ગળે વિટળાયા(ક્રમશ)         

 ઋણાનુબંધ (૧૩) ધનંજય નો પ્રસ્તાવ હેમાબેન પટેલ

કહેવાય છે કે,ઋણાનું બંધ વિના પશુ-પક્ષી પણ આંગણે નથી આવતા પણ અમુલખના આંગણે તો જુદી જુદી જગાએથી કેટલી જુદી જુદી વ્યક્તિઓ આવી તો અમુલખે તેઓને પ્રેમથી આવકાર્યા અને પોતાના જીવનમાં સમવી લીધા. અમુલખનો જેના સાથે લોહીનો સબંધ હતો તે સંતાનો તેને તરછોડીને ચાલ્યા ગયા અને અમુલખના હ્રદયને અસહ્ય અને ઊંડા ઘાવ આપ્યા જે નાસુર થઇ ગયા,ત્યારે ઇશ્વરે તેના ઘાવ પર મલમ લગાવવા માટે તેના જીવનમાં સાકર,મહેશ,માલતી અને વફાદાર નોકર યદુરામને મોકલ્યા.કુદરતનો નિયમ છે કે,ભગવાન એક દ્વાર બંધ કરે તો બીજો ખોલી આપે છે.પુત્રના મોહ પણ કેવો છે સંજય અને તેની પત્ની માતા પિતાને તરછોડીને ચાલ્યા ગયા પણ બહુ દુઃખદ વાત એ હતી કે,સંજયના વિયોગમાં ઝુરતી તેની વ્હાલી પત્નિ ગુમાવી અને તે તે એકલવાયો થઇ ગયો.એ વાત આજ પણ એ હ્રદયના ઊંડાણમાં ધરબાયેલી છે એ જ્યારે આળસ મરડી ઊભી થાય છે ત્યારે એની પીડા અસહય હોય છે.

         અમુલખ આજે મોર્નિન્ગ વોક કરીને આવ્યો અને ડાઇનિન્ગ ટેબલ સામે ગોઠવાયો ત્યાં

‘તમારી ચ્હા… કહી સાકરે ચ્હાનો કપ પકડાવ્યો તો અમુલખ મલક્યો.ચ્હાનો કપ મોઢે માંડયો ત્યાં બેલ વાગી તો સાકરે દરવાજો ખોલ્યો અને ધનંજયને આવકારતા કહ્યું ‘આવો DB…’

       ધનંજય આવીને સોફા પર ગોઠવાયો તો અમુલખે કહ્યું

‘જયલા ત્યાં નહીં અહીં ડાઇનિન્ગ ટેબલ સામે બેસ સોફામાં શું ચોટી પડયો…?’કહેતા ઉમેર્યું

‘તે શું જયલા આજે સ્વાર સવારમાં ભૂલો પડયો…?’

‘બસ એમ જ આજે તારા સાથે સાકરબેનના હાથની ચ્હા પીવાનું મન થયું માટે જીમખાનથી સીધો અહીં આવ્યો..’પછી સાકર તરફ ફરી પુછ્યું ‘ચ્હા પિવડાવશો ને…?’

‘DB એક તમે ને બીજા ઘન શ્યામભાઇ હંમેશા એવી રીતે પુછો છો કેમ જાણી માંગ્યા વગર ચ્હા ન પિવડાવતા હોઇએ…’સાકરે ઠપકાના સ્વરમાં કહ્યું તો યદુરામ ચ્હાનો કપ મૂકી ગયો અને સૌ હસ્યા

‘આ તં બહુ સારૂં કર્યું,યાર કોઇતો સાથે ચ્હા પીવા કંપની આપવા માટે મળ્યું..’કહેતા અનાયશ અમુલખથી સાકર તરફ જોવાઇ ગયું તો સાકરે આંખથી ડારો ડીધો તો અમુલખ મલક્યો..

       ચ્હા પિવાઇ ગઇ તો ધનંજયે બે સિગારેટ સળગાવી એક અમુલખને આપી તો અમુલખે પુછયું

‘જયલા હવે બોલી પડ તું એમજ ભૂલો પડીને આવે એમ નથી હું જાણું ને…લાલો લાભ વગર ન લેટે એટલે તારા મનમાં શું ઘોળાય છે એની વાત કર..’કહી અમુલખ હસ્યો

‘બોલવાનું તો એટલું જ કે હવે નવો પ્લોટ કયારે લખે છે…?’એક ઊંડો કશ લઇ છોડેલા ધુમાળાના વલય સામે જોતા ધનંજયે કહ્યું

‘કેમ…?’ અમુલખે આશ્ચર્યથી પુછયું

‘કેમ શું કેમ આ નવા પ્લોટ પરથી આપણે નવી ફિલ્મ બનાવીશું..બોલ નવો પ્લોટ ક્યારે લખે છે..? એજ તો તને પુછવા આવ્યો છું..’ધનંજયની વાત સાંભળી અમુલખ હસ્યો

‘કેમ હસે છે શાને…? લખવાનું કહ્યું એમાં હસવાનું શું છે…?’ધનંજયે અવઢવમાં અટવાતા પુછયું

‘જો જયલા હવે મને લખવામાં કંઇ ઇન્ટરેસ નથી..’સિગારેટ એશ ટ્રેમાં મૂકતા અમુલખે કહ્યું

‘કેમ શું થયું..? એક લેખક,એક કવિ જયારે એમ બોલે કે,મને લખવામાં હવે કોઇ ઇન્ટરેસ નથી તો પછી સાહિત્ય વિના આ દુનિયા નિરસ બની જશે.કમલા તારા જેવા માણસને આ શોભતું નથી.લખવાનું બંધ કરીશ તો જીવીશ કેવી રીતે..? તારા હ્રદયના ભાવો વિચારોમાં પરિવર્તિત થઇ શબ્દોનું રૂપ ધારણ કરી તારા આત્માને સ્પર્શી જાય છે.તારૂં મન ના પડે છે પણ તારા અંતરાત્માને પુછી જો,તે ના નહીં પાડે..’ધનંજયે સમજાવટના સુરમાં કહ્યું    

‘જયલા તું જાણે છે..? હવે મારી પાસે લખવા માટે કંઇ નથી..’અમુલખે બંને હાથના આંગળા ભીડી માથા પાછળ મૂકી ખુરશીમાં અઢેલીને કહ્યું

‘કમલા એવું ન બોલ લેખકો અને કવિઓ માટે ટોપિક શોધવાની જરૂર જ ન હોય,તેની આજુબાજુ જે ચાલી રહ્યું હોય તેના પર તેનું નિરીક્ષણ હોય,તેન મગજમાં સતત વિચારો ચાલતા હોય અને તેના વિચારો અને શબ્દો સંતાકુકડીની રમત તેના હ્રદય અને મનની અંદર સતત ચલતી રહેતી હોય છે.કમલા જો તું કહેતો હોય લખવા માટે હવે તારી પાસે કંઇ નથી તો તે માનવા હું તૈયાર નથી.તારા જેવા લેખકો જો લખવાનું બંધ કરશે તો અમારા જેવા ભુખે મરી જશે.તમે લખો છો, અમે તેની ફિલ્મ બનાવીએ છીએ,તારા લખવા પાછળ કેટલા બધાની રોજે રોટી ચાલે છે એ તેં જોયું છેને..?તો લખવાની ના શા માટે પાડે છે..?’ધનંજયે ફરી દલીલ કરી પછી સાકરને ઉદેશીને કહ્યું

‘સાકરબેન..તમે કમલાને બીજી સ્ટોરી લખવા સમજાવો,તે તમારૂં કદાચ માનશે..તમે જ કહો લેખક કે કવિ કોઇ દિવસ લખવાનું બંધ કરે…?’

‘અમુલખ માની જાવ લખશો તો તમારો સમય સારી રીતે પસાર થશે..’સાંભળી અમુલખે એક ધારદાર નજરે સાકર સામે જોયું તો ઓછપાઇને સાકરે ફેરવી તોળતા કહ્યું

‘DB જોકે અમુલખ કોઇ વાતની ના પાડે તો એ ફેરવી ન શકાય બ્રહ્મ વાકય જનાર્દન…’

‘સો વાતની એક વાત કરૂં ‘ઋણાનુંબંધ’ ફરી ફરી નથી લખાતી,ફરીથી લખવામાં મને રસ નથી ‘ઋણાનું બંધ’માં મેં મારી એકલતા,મારો આક્રોષ.મારો પ્રેમ,મારૂં હ્રદય નીચોવી લખી હતી ‘ઋણાનું બંધ’માં મારી જીંદગી જીવ્યો એટલે ૠણાનુંબંધ ફરી ફરી નથી લખાતી અને મને ઇચ્છા પણ નથી,બસ જે હતી એ પૂરી થઇ ગઇ..’કહી અમુલખે એક ધારદાર નજરે ધનંજય સામે જોયું જાણે કહેતો હોય સમજાયું..?

‘મતલબ…?’અવઢવમાં અટવાઇ ધનંજયે પુછયું

‘જયલા ધીરજ રાખ,બધું આજે ને આજે તારે બધુ જાણવું છે..?સમય આવે હું તને તેનો મતલબ પણ સમજાવીશ.આજે તેના યોગ્ય સમય નથી.દરેક વસ્તુ કરવા માટ તેને યોગ્ય સમય હોય છે,તે સમયની આપણે રાહ જોવી પડશે’

‘ભલે કમલા હું તને ફોર્સ નથી કરતો જ્યારે મૂડ બને ત્યારે લખવાનું વિચાર,તારે જોઇએ એટલો સમય લે ઉતાવળ નથી..’કહી ધનંજય ઊભો થયો અને એક મોટી આશા રાખી આવેલ ધનંજય નિરાશ થઇ ભારી પગે ઘરમાંથી વિદાય થયો.        

           સમય સમયનું કામ કરે છે તે કોઇના માટે રોકાતો નથી.આમ અમુલખનો સંસાર સુખ રૂપ ચાલી રહ્યો છે.સાકર કે જેની સાથે સબંધ છે પણ તેનું કોઇ નામ નથી એ અમુલખને પોતાનો ગણી સુખ દુઃખમાં સાથ આપી રહી છે.આ સબંધને કોઇ નામ નથી છતાં કેટલે આત્મીયતા..? યદુરામ કોઇ નોકર નહીં પણ ઘરનો એક સદસ્ય છે જેની ઉપર અમુલખને પુષ્કળ ભરોસો છે.મહેશ અને માલતી પોતાનું લોહી ન હોવા છતા પોતિકા કરતા વિશેષ છે.બંને દીકરા વહુની ગરજ સારે છે.દુધમાં સાકર ભળી જાય તેમ ઘરની અંદર પ્રેમથી હળી મળી ગયા.અમુલખને તો જાણે પોતાના જ સંતાન હોય એમ જ લાગે છે.ઘરમાં બધા પારકા રહે છે પરંતુ અમુલખને બધા પોતાના હોય એવી અનુભૂતિ થાય છે.સૌ અમુલખને માન સન્માન આપીને પ્રેમ કરે છે.

       આજે સવારે માલતી નિત્યક્રમથી પરવારી બહાર આવી એણે સાકરને કહ્યું ‘જયશ્રી કૃષ્ણ મમ્મી..’

‘જયશ્રી કૃષ્ણ બેટા..’માલતીનું મોઢુ જોઇ સાકરે કહ્યું

‘બેટા આજે તારી તબિયત સારી ન હોય એમ દેખાય છે..મોઢુ ઢીલું દેખાય છે’કહી સાકર રસોડા તરફ વળી

‘નહીં મમ્મી હું બરાબર છું..’કહી માલતી મલકીને સાકર પાછળ રસોડામાં આવી અને તરત જ મોઢા પર હાથ રાખી બાથરૂમ તરફ દોડી અને વોસબેસિનમાં તેને ઉલટી થઇ.જમાનાની ખાધેલ સાકર સમજી ગઇ.

‘બેટા ઘરની અંદર એક નવા મહેમાનનું આગમન થવાનું છે કેમ બરાબરને..?’પીઠ પસવારતા સાકરે એમ કહી હેતથી માલતીના માથા પર હાથ ફેરવ્યો,માનો વ્હાલ ભર્યો હાથ માથા પર ફરતા માલતી ગળગળી થઇ ગઇ અને ‘મમ્મી..’કહેતા સાકરને ભેટે પડી સાકરે આશિષ આપ્યા ‘બેટા દુધો ન્હાવ પૂતો ફલો’

         કેટલું નયનરમ્ય દ્રષ્ય એક મા-બાપ વિનાની છોકરી એને અઢળક પ્રેમ મળી રહ્યો છે.બીજી તરફ એક પ્રેમની ભુખી એક મા પરાઇ છોકરીને પોતાની ગણીને દિલથી આશિષ આપી રહી છે.નથી કોઇ લોહીની સગાઇ છતા કેવું ગજબનું ઋણાનુંબંધ.

         સવારની ચ્હા આપતા સાકરે અમુલખને સમાચાર આપ્યા કે, માલતી પ્રગનેન્ટ છે સાંભળી અમુલખની ખુશીનો કોઇ પાર નથી.મહેશને વોર્નિન્ગ મળી ગઇ કે, તેણે માલતીનો ખાસ ધ્યાન રાખવાનું,સાકરે ખાવા પીવાનું અને મોર્નિન્ગ વોક સાથે હળવા કામ કરાવવા.માલતીને કહેવામાં આવ્યું કે એણે ફુરસદના સમયમાં ધાર્મિક પુસ્તકો વાંચવા એટલે બધા માલતીનું સુપેરે ધ્યાન રાખે છે.સાત મહિના થયા એટલે માલતીની ગોદ ભરાઇનો પ્રસંગ ધામધુમથી ઉજવવાનું નક્કી થયું.અમુલખના સગા સબંધી તો હતા નહીં પણ એના બહોળા મિત્ર વર્તુળને આમંત્રિત કરવામાં આવ્યું.અમુલખે સાકરને પૈસા આપી કહ્યું

‘મારી દીકરી માટે જે જે વસ્તુઓની જરૂર હોય એ બધું જ લઇ આવો કોઇ વસ્તુની કમી ન રહેવી જોઇએ કપડા લત્તા દાગીના મારી દીકરીને પસંદગીના લાવજો’  

       બજારમાંથી બધી વસ્તુઓ આવી ગઇ,બધી તૈયારી થઇ ગઇ.માલતીના હાથે મહેંદી મૂકાઇ.બ્યુટી પાર્લરમાંથી બ્યટીશીયને માલતીને સાસરે જ્તી નવવધુ જેવી શણગારી.ખુશી ખુશી પ્રસંગ ઉજવાયો,માલતીને ખુબ સારી ભેટ સોગાદો અને આશિર્વાદ મળ્યા.ભેટોમાં કોઇએ બાળ કનૈયા લડ્ડુ ગોપાલની મૂર્તિ આપી એ જોઇ માલતી ખુશ થઇ ગઇ.સાકરે એક સરસ આરસનું મદિર,સરસ સિહાસન,વસ્ત્ર અને આભુષણ લઇ આવી.માલતી અને સાકર રોજ સવારે ઉઠી નિત્યક્રમથી પરવારી ‘જાગને જાદવા…પ્રભાતિયું ગાઇ પૂજા અર્ચના અને ભોગ અર્પણ કરતા અને પૂજન અંતે સાકરે કરેલા શંખ ફૂંકતી ત્યારે શંખનાદથી ઘર ગુંજી ઉઠતું.સાકર રસોડા પ્લેટ ફોર્મ પર એક અલાયદી થાળી રાખતી જેમાં રસોઇની દરેક વાનગી તૈયાર થતા એમાં પહેલા પીરસવામાં આવતી અને કનૈયાને ભોગ ધરવામાં આવતો.અમુલખ ખુશ થઇ ગયો.

       સમય પૂરો થતા માલતીએ પુત્રને જન્મ આપ્યો.સૌથી વધારે ખુશી અમુલખને દાદા બનવાની થઇ.મિઠાઇ વહેંચાઇ અને પુત્રનું નામ પાડયું ‘પ્રબોધ’ અમુલખનો મોટો સમય પ્રબોધને રમાડવામાં જાય છે.અમુલખ રોજ પ્રબોધ માટે નવું રમકડું લઇ આવે.પ્રબોધ સાથે રમતા અમુલખ નાના બાળક સમ બની જાય.પ્રબોધ જરા રડે તો અમુલખ ‘બધા ઘોડા વેંચીને સુઇ ગયા કે..?આ પ્રબોધ રડે છે કોઇને સંભળાતુ નથી..?’કહી બુમાબુમ કરી મૂકે આખુ ઘર માથે લે.જે અમુલખ ગુમસુમ રહેતો હતો એ પ્રબોધને ભલે બોલતા નથી આવડતું પણ પ્રબોધ સાથે કેટલી બધી વાતો કરે.તેને તો જાણે તો પોતાનો સંજય પ્રબોધ રૂપે પાછો મળી ગયો એમ લાગે છે.

         ત્રણેક વર્ષ પછી માલતીને પુત્રી ધન પ્રાપ્ત થયું,ઘરમાં લક્ષ્મીજી પધાર્યા.અમુલખને લાગ્યું કે જાણે કે, તેના જીવનમાં નવી ચેતનાનો સંચાર થયો હોય તેમ એનું નામ પાડયું ‘ચેતના’.અમુલખના હ્રદયના ઘાવ જે નાસુર થઇ ગયા છે એમ લાગતું હતું તે પ્રબોધ અને ચેતનાના આગમન પછી જાણે રૂજાઇ ગયા તેના દિલમાં કોઇ દુઃખ નથી.ઘર ખુશીઓથી ગુંજી ઉઠયું.ઘર હવે ભર્યુ ભર્યું લાગે છે.જીવનની સાચી સુખ શાંતિ તેને જાણે હમણાં મળી છે.એક દિવસ બજારમાંથી અમુલખ એક સરસ ફ્રેમ લાવ્યો જેમાં ઘરના વાતવરણને અનુરૂપ સુંદર અક્ષરે લખેલું હતું ‘Home Sweet Home’ જે સીટિન્ગ રૂમની દિવાલે ટિંગાડી દીધી. એક દિવસ રદીફ કાફિયાની ગડમથલમાં અટવાયેલા અમુલખે રાઇટિન્ગ પેડ અને કલમ બાજુ મૂકી બાલ્કનીમાં આવ્યો અને આંટા ફેરા કરવા લાગ્યો એ સાકરની નજરે પડતા સરસ ચ્હા બનાવી બાલ્કનીનો કઠોડો પકડી આજુબાજુ જોતા અમુલખને કહ્યું

‘તમારી ચ્હા…’સાંભળી અમુલખ પાછો ફરી ચ્હાનો કપ લેતા મલક્યોઅને પુછયું

‘કેમ તું મને કંપની નહીં આપે..?’

‘લાવુ છું…’ કહી સાકર પોતાનો કપ લાવી બંને એક બીજા સામે મલકતા ચ્હા પુરી કરી તો સાકરે સિગારેટનું પાકિટ અને લાઇટર આપતા ખાલી વાસણ ઉપાડી જવા લાગી તો અમુલખે કહ્યું ‘જરા બેસતો ખરી…’

‘ના માલતી બઝાર જાય છે અને મારે ઓલી ટેણકીને સાચવાવાને છે નહીંતર એ માલતીનો કેડો નહીં મૂકે..’કહી એ ગઇ

           સિગારેટના ધુવાણાના વલય જોતા અમુલખ વિચારે ચઢી ગયો.મારી પાસે શું નથી..? પોતાની જીંદગીના રાહ પર મને અધવચ્ચે છોડી સ્વજનો બધા ચાલ્યા ગયા અને બહાર આવેલા પારકા તો સ્વજનો હતા તેના કરતા પણ વધારે નિકટના નિકળ્યા. એક વાત સમજાય છે જે એક બીજાને સમજી શકે,એકબીજાને અનુકુળ થઇને રહે,જ્યાં એકબીજા પાસે કોઇ અપેક્ષા ન હોય,જ્યાં કોઇ શરત ન મૂકવાની હોય,જ્યાં નિસ્વાર્થ પ્રેમ જ હોય,એક બીજા માટે કરી છૂટવાનો ભાવ જ હોય.જીવન જીવવા માટે ફકત પ્રેમની જરૂર છે,પ્રેમથી જ જીવન ચાલે,પ્રેમના આધારે સમસ્ત સંસાર ટકી રહ્યો છે. આત્મીયતા એજ પ્રેમ છે,પ્રેમ વિના સઘળું શુન્ય છે.જ્યાં નિસ્વાર્થ પ્રેમ છે તે જ સાચા સગા કહેવાય લોહીના સબંધની શી જરૂર છે…?’(ક્રમશ)

ઋણાનુબંધ (૧૪) વલોપાત –પ્રભુલાલ ટાટારિઆ”ધુફારી”

નિત્યક્રમ મુજબ અમુલખ જયારે યોગમાં બેઠો ત્યારે ઘણા દિવસ પછી ધ્યાન સમાધી લાગી ગઇ અને એકાએક તેને અંતરના ઊંડાણમાંથી સંદેશો મળવા લાગ્યો કે,અમુલખ તારો મહાપ્રયાણનો સમય પાકી ગયો છે.સમાધી ભંગ થતા તેણે આંખ ખોલી જોયું તો સાકર તેના જાગવાની રાહ જોતી બેઠી હતી એણે પુછયું

‘અમુલખ ચ્હા લાવુંને…?’

‘હા તારી પણ લાવજે આપણે બાલ્કનીમાં બેસી સાથે પીસુ…’કહી અમુલખ હસ્યો

             અમુલખના કહ્યા મુજબ સાકર બે કપ લાવી.સવાર ખુશનુમા હતી.શીતળ પવનનો વાયરો બંનેના અંગને વિટળાયો એ માણતા બંને સાથે ચ્હા પીધી..બે ઘડી એમ જ બેસી સાકર રૂમમાં જઇ સિગારેટનું પાકિટ અને લાઇટર લાવી અમુલખને પકડાવ્યા તો અમુલખ મલક્યો.તેના જવાબમાં ખાલી વાસણ ઉપાડતા સાકર મલકીને જતી રહી.સિગારેટનું ઠુંઠુ રસ્તા પર ફેંકી બાલ્કનીમાંની ઇઝીચેરમાંથી ઊભા થવા જતા અમુલખને લાગ્યું કે,તેના પગ જાણે શરીરનો ભાર ઉપાડવા અસમર્થ છે.બાલ્કનીનો કઠોડો પકડી અમુલખ માંડ ઊભો થયો અને દિવાલના ટેકે રૂમમાં દાખલ થયો.પલંગ સુધી જતા ટિપોય પર મુકેલ પિતળના ફ્લાવર વાઝને હાથ લાગતા એ પડયો એનો અવાઝ સાંભળી સફાળી સાકર અમુલખના રૂમમાં દોડી અને અડબડિયું ખાઇ પલંગ પર ધબ દઇ બેસતા અનુલખને જોઇ એની ચીસ નીકળી ગઇ અ..મુ..લ..ખ.. એ સાંભળી મહેશ અને માલતી દોડયા અને અમુલખને પથારીમાં જોઇ મહેશે પુછયું

‘મમ્મી શું થયું પપ્પાને…?’

‘એ વાત પછી પહેલા ડોકટર પરિમલને બોલાવ…’જરા કડક અવાઝમાં સાકરે કહ્યું

         આંખો મીચીને સુતેલા અમુલખ પાસે બેસી સાકર અમુલખના વાળમાં આંગળા ફેરવતી હતી.ડોકટર પરિમલે અમુલખને ચેક કરી એક ઇન્જેક્શન આપ્યું તો અમુલખે આંખ ખોલી જોયું

‘પરિમલ તું…?’બાજુમાં ઊભેલા મહેશ માલતી અને સાકરને જોઇ અમુલખ મલકયો

‘ડોકટર શું થયું છે એમને…?’સાકરે ચિંતીત સ્વરે પુછયું

‘હાં…તો મણિયાર જવાબ આપ આ કેમ અને શું થયું…?’ડોકટર પરિમલ પુછયું

‘અરે..કંઇ નહીં રે યાર બાલ્કનીમાંથી આવતા પગમાં ખાલી ચઢી ગયેલી તેથી અડબડિયું ખાઇ ગયો.એવું ક્યારેક થાય તેમાં આ સાકરે નાહકનો હોબાળો કર્યો..’કહી અમુલખ હસ્યો તો સાકરે એક ધારદાર નજરથી જોયું જાણે કહેતી હોય કે,અમુલખ શા માટે જૂઠુ બોલો છે.  

‘જનરલી આમ જયારે અશક્તિ વધી જાય ત્યારે થાય.બેટર છે કે મણિયાર તું પુરતો આરામ કર…’કહી ડોકટર પરિમલે દવા લખી મહેશને આપતા કહ્યું

‘આ એક અઠવાડિયાનો કોર્સ છે જોઇએ શું ફરક પડે છે નહીંતર મારા ક્લિનીકમાં એડમિટ કરીશું ..’સાંભળી અમુલખ હસ્યો એ બધાને શું કહે કે,તેનો અંત નજીક છે.

         બે દિવસ પછી અમુલખે ધનંજયને ફોન કરી મળી જવા બોલાવ્યો. દવાઓ લેવા બહાર આવેલા મહેશે ધનંજય અને ઘનશ્યામને અમુલખની લથડેલી તબિયતના સમાચાર આપ્યા તો બંને અમુલખને મળવા આવ્યા.

   ધનંજયની લાંબા સમયથી તેના મનમાં ધરબાયલી તાલાવેલી કે અમુલખે તેને ઋણાનું બંધ જેવી અન્ય વાર્તા લખવાની ના શા માટે પાડી..? અમુલખની બોલવાની ઇચ્છા ન હોય તો પરાણે તેના પાસેથી એક શબ્દ પણ સાંભળવા ન મળે એ ઘનશ્યામે કરેલી વાતથી સારી રીતે માહિતગાર ધનંજયે એ બાબત તેને ફરી કદી પુછયું ન હતું.આજે એજ વાત જાણવાની ઘડી આવી ગઇ અમુલખે તેને એ વાત કરવા બોલાવ્યો હશે એમ ધારી એ અમુલખને મળવા આવ્યો.યદુરામ અને સાકર સામસામે બેસી ચ્હા પીતા હતા તેમને પુછયું

‘કમલો જાગે છે કે સુતો છે…?’

‘અમુલખ તો તમારી જ રાહ જોય છે…’કહી સાકર અમુલખના રૂમ તરફ જવા લાગી તો ધનંજય એની પાછળ ગયો તો ધનંજયનો અવાઝ સાંભળીને મહેશ અને માલતી પણ અમુલખના રૂમમાં આવ્યા.

         બધા રૂમમાં આવ્યા ત્યારે અમુલખની આંખ મિચાયેલી હતી.ધનંજયે સાકર સામે જોયું તો સાકરે અમુલખના ખભે હાથ મૂકી કહ્યું

‘અમુલખ DB તમને મળવા આવ્યા..’

‘કમલા તારી તબિયત કેમ છે..?’ધનંજયે પુછયું

       ધનંજયનો અવાઝ સાંભળી અમુલખે પથારીમાં બેઠો થવાનો પ્રયત્ન કર્યો તો સાકરે તેનો હાથ પકડી પીઠ પાછળ બીજા હાથનો ટેકો આપી ઓશિકાના આધારે બેસાડયો.તો ધનંજયે એક ખુરશી ખેંચી તેની નજીક બેઠો અને બંને વચ્ચે કંઇ સંવાદ થાય તે પહેલા યદુરામ ચ્હા લઇ આવ્યો.સાકરે એક કપ ચ્હાનો ધનંજયને પકડાવ્યો અને અમુલખના બિછાના પર એક ટિપોય મુકી બીજો કપ તેના પર મૂક્યો એ જોઇ અમુલખ હસ્યો.બીજા બે કપ મહેશ અને માલતીએ લીધા તો રૂમમાં દાખલ થતા ઘનશ્યામે પુછયું

‘તો મારી ચ્હા કયાં..?’સાંભળી અમુલખ હસ્યા તો યુદુરામે કહ્યું

‘તમારી ચ્હા રસોડામાં તમારી રાહ જોય છે તે લઇ આવું છું…’કહી હસતા યદુરામે ચ્હા લાવી આપી.

     બધા એક બીજા સામે જોતા સૌએ ચ્હા પીધી અને ધનંજયે હોઠમાં બે સિગારેટ દબાવીને સાથે સળગાવીને એક અમુલખને આપી.લાઇટર અને પાકિટ ઘનશ્યામને પકડાવ્યા,

‘હાં તો બોલ કમલા તું શું કહેવા માંગે છે…?’સિગારેટનો એક ઊંડો કશ લઇ ધુવાણાનો ગોટો છોડતા ધનંજયે પુછયું

‘તને યાદ છે જયલા તેં બીજી ફિલ્મ બનાવવા બીજી વાર્તા લખવાનું મને કહેલું…?’

હા ત્યારે તેં કહેલું ‘ઋણાનુબંધ’ ફરી ફરી નથી લખાતી ને મને ઇચ્છા પણ નથી…બસ જે હતી પુરી થઇ ગઇ.મેં પુછેલું મતલબ….?તો તેં કહેલું સમય આવે તને મતલબ પણ સમજાવીશ…તો હવે એ મતલબ પર અટકેલા પ્રશ્નનો ઉત્તર આપ’કહી ધનંજયે કે ઊંડો કશ લઇ સિગારેટ એશ ટ્રેમાં મૂકી   

‘મેં મારા પુત્ર સંજયને પેટે પાટા બાંધીને ભણાવ્યો એ ભણતર દરમ્યાન તેની દરેક ઇચ્છા મેં પૂરી કરી.તેણે જીદ કરી કે તે સિમલા ભણવા જવા માંગે છે.મેં તેને સિમલામાં એડ્મિશન લઇ આપ્યું.તેની રહેવા કરવાની જમવાની બધી સગવડની વ્યવસ્થા સુપેરે ગોઠવી આપી .એ બધુ કરવા માટે બેન્કમાંથી એક મહિનાની લીવ વિધાઉટ પે લઇ હું સિમલામાં રોકાયો.બધુ બરાબર છે હવે સંજયને કશી તકલીફ નહીં પડે એ વાતની ધરપત સાથે પાછો આવ્યો અને નોકરી પર લાગી ગયો.આ બધુ ગોઠવતા જે બચત હતી એ તો વપરાઇ ગઇ સાથે એક મહિનાનો પગાર ન મળવાનો ગાબળો પડી ગયો.સંજયને નિયમીત પૈસા મળતા રહે એ વ્યવસ્થા કરવા માટે હું બેન્કમાંથી પગાર સામે એડવાન્સ લેતો હતો.જે ઘરમાં રોજ લીલા શાકભાજી થતા હતા ત્યાં કચુંબરથી અને દાળના બદલે કઠોળનું રસાવાળું શાક અથવા કઢી એવું કરી મારી જમના ઘણી કરકસર કરી ગાડું ગબડાવતી હતી,એ આશાએ કેં સંજય ભણે છે ત્યાં સુધી તકલીફ છે એ ભણી રહેશે અને નોકરીએ લાગશે તો બધી વિટંબણાઓનો અંત આવી જશે.

           સંજય ભણી રહ્યો અને ખરેખર તેને એક મોટી કંપનીમાં નોકરી મળી ગઇ.સુખના દિવસોનું સુપ્રભાત ઉગ્યું અને એક દિવસ સંજયે મને કહ્યું પપ્પા આખી જીંદગી બહુ વેઠ કરી હવે હું કમાઉ છું તમારે નોકરી કરવાની જરૂર નથી અને એક કાળ ચોઘડિયામાં મેં નોકરીમાંથી રાજીનામું આપી દીધું.એક સાધારણ કુટુંબની દીકરી અમલા સાથે મેં સંજયના લગ્ન ધામધુમથી કરાવી આપ્યા.બંને ખુશખુશાલ હનીમુન પર ગયા અને ૧૫ દહાડા ફરીને પાછા આવી ગયા.આ દરમ્યાન મેં બચાવેલા લીવ –પે અને ગ્રેચ્યુએટીના પૈસાનું તળિયું દેખાઇ ગયું.જમના બહુ ખુશ હતી કે તેને ભગવાને દીકરી નહોતી આપી તેની કસર દીકરી જેવી પુત્ર વધુ આપીને પુરી કરી દીધી.

         જમનાએ અમલાને કહેલું તું ભણતી હતી એટલે તને બધા કામ ન આવડે એ સ્વાભાવિક છે પણ તું ફિકર નહીં કર હું છુંને તને બધું શિખવાડી દઇશ.શરૂઆતમાં અમલા જમના પાસેથી બધુ ધ્યાન દઇને શિખવા લાગી.જમના જ્યારે બઝારમાં જાય ત્યારે કોઇ સારી ચીજ દેખાય તો અમલા માટે જરૂર લઇ આવે અને ખુશ ખુશાલ એને આપે.અમલા સાડી નહોતી પહેરતી અને જમનાએ આગ્રહ પણ ન રાખ્યો એટલે એ ડ્રેસ જ પહેરતી હતી.એક દિવસ કોઇ દુકાન પર લટકતા સુંદર ડ્રેસ પર જમનાની નજર પડી તો એ અમલા પર શોભસે એમ માની એ લઇ આવી.

       જમના ઘેર આવી ત્યારે સંજય અને અમલા બંને સોફા પર બેસી તરબુચ ખાતા હતા.જમનાએ અમલાને કહ્યું જો બેટા તારો મન ગમતાઅ કલરનો ડ્રેસ છે એ તારા પર બહુ શોભશે શું કેશ સંજય..? અને સંજય કંઇ જવાબ આપે તે પહેલા જ અમલા ગરજી મમ્મી તમે આમ વારંવાર ભેટના બહાને ખોટા ખરચા ન કરો પૈસા તો અમારા જ વપરાય છે ને..? આ સાંભળી જમના હેબતાઇ ગઇ પણ ગમ ખાઇ ગઇ.આમ અમલાના વર્તનમાં ફરક પડવાની શરૂઆત થઇ.

         સંજયનું પ્રોમોશન થયું અને અમલાને પણ સારી નોકરી મળી ગઇ.ઘરમાં હવે પૈસાની રેલમછેલ હતી ઘરમાં અવનવી વાનગીઓ બનતી.સરસ નાસ્તા ઘરમાં ઓછા બનતા પણ બહારથી પડિકા આવતા.વર્ષોથી ને ઘરમાં સતત પૈસાની ખેંચ વર્તાતી હતી એનો અંત આવી ગયો એ જોઇ હું ખુશ થતો.એક વખત મેં જમનાને કહ્યું પણ હતું કે,જોયું રાણી હું નહોતો કહેતો ધીરજના ફળ મીઠા હોય છે એ સાબિત થઇ ગયુંને? ત્યારે હું ખુશ ખુશાલ હતો પણ જમનાના ચહેરા પરની ચિંતાની રેખા મને ન દેખાઇ અને સાસુ વહુ વચ્ચે થતા ટકરાવથી પણ હું અજાણ હતો.જમનાએ ન તો કદી સંજયને ફરિયાદ કરી કે ન મને વાત કરી પણ અંદર જ હિજરાયા કરતી હતી.મારા ધણીના પૈસા વપરાય છે એવા મોહવશ એક દિવસ જમનાને સંભળવતા અમલાએ સંજયને કહ્યું આપણે અલગ રહીએ તો જ બચત થાય એવો નઠારો પ્રસ્તાવ સંજય સામે મુક્યો અને એ બૈરીનો ગુલામ એની વાતમાં આવી ગયો અને સંજયે પોતાની બદલી બેંગલોર કરાવી લીધી.શરૂઆતમાં અમારી તબિયતના સમાચાર પુછવા ફોન આવતા પણ મારી પાસે પૈસા છે કે નહીં એ કદી તેણે મને પુછયું નહીં.

         આમ હું તદન ફકીર થઇ ગયો.અત્યારે બેન્ક ૭/૮ ટકા વ્યાજ આપે છે ત્યારે પાંચ વરસની ફિક્સ ઉપર બેન્ક ૧૮ ટકા વ્યાજ આપતી હતી.જેના લીધે પાંચ વરસે તમારા પૈસા ડબલ થઇ જાય એ લક્ષમાં રાખી મેં બે ફિક્સની રસીદો રાખેલી પણ એ સ્કીમ બંધ થઇ ગઇ.હવે બેન્ક ૭/૮ ટકા વ્યાજ આપતી હતી તેની સામે પોસ્ટ ઓફિસ ૧૦ ટકા વ્યાજ આપતી હતી એ ખબર પડતા મેં બેન્કમાંની ફિક્સની રકમો પોસ્ટ ઓફિસમાં મૂકી તેનું વ્યાજ મળતું હતું અને ગાડું ચાલતું હતું.જમનાની તબિયત નરમ ગરમ રહેતી હતી પણ એણે કદી ફરિયાદ ન કરી કે ન તો મને અણસાર આવવા દીધો.

                 હું ત્યારે અમદાવાદ અને વડોદરામાં યોજાનાર મુશાયરામાં હાજરી આપવા ગયેલો.જયલા મારી કમનશીબી જો જેને મેં ખરા દિલથી ચાહી જે પોતાની પરવાહ કર્યા વગર અન્યોના સુખનો ખયાલ રાખતી…તને યાદ હોય તો એક હિન્દી મુવી આવેલું જેમાં નાયકને ખબર હોય છે કે તેને છેલ્લા સ્ટેજનું કેન્સર છે છતા પોતાનું દુઃખ દબાવીને સૌને હસીને જ મળતો હોય છે કંઇક એવું મારી હાજરીમાં કરતી જમના મારી ગેરહાજરીમાં સ્વર્ગવાસી થઇ ગઇ.કેટલી યાતના કેટલી પીડા સહી હશે એણે..?હું અભાગિયો ન તો એનું માથું મારા ખોળામાં લઇ એને સાત્વન આપી શક્યો ન એના મ્હોંમાં તુલસી પત્ર અને ગંગાજળ મૂકી શક્યો એ બધુ યાદ આવે છે ત્યારે હ્રદય કંપી જાય છે અને હું આખે આખો હચમચી જાઉં છું કહી અમુલખ નાના બાળકની જેમ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડયો.

‘પ્લીઝ પપ્પા રડો નહીં…’કહી મહેશે અમુલખના આંસુ લુછયા

‘આ શું અમુલખ તમે ફરી રડવા લાગ્યા…’સાકરએ અમુલખનો હાથ પકડી કહ્યું તો અમુલખ હસ્યો.

પ્રકરણ ૧૫ અંતિમ ઇચ્છા –પ્રભુલાલ ટાટારિઆ “ધુફારી”

 માલતીએ ટિપોય પર મુકેલ પાણીના જગમાંથી ગ્લાસ ભરી અમુલખને પાણી પિવડાવ્યું.કંઇક સ્વસ્થ થતા.અમુલખ વાત ક્યાં અટકી એ વિચારવા લાગ્યો…

         ધનંજય અમુલખ સ્વંય આગળ બોલે એની રાહ જોતા બે સિગારેટ સળગાવી એક અમુલખને આપતા પાકિટ અને લાઇટર ઘનશ્યામને આપ્યા.થોડીવાર સુધી ચુપદીકી છવાઇ ગઇ એનો ભંગ કરતા સિગારેટ એશ ટ્રેમાં મૂકતા અમુલખે આગળ ચલાવ્યું.

‘જમનાના ગયા પછી એક ખાલીપો વર્તાયા કરતો હતો.ઘર મને ભૂતિયા જેવું ભાસતું હતું તેના લીધે હું ઘરમાં ઓછો અને બહાર વધુ રહેવા લાગ્યો આમે પણ ઘરમાં મારી રાહ જોનાર હતું કોણ…?બેન્કની નોકરી તો છુટી ગઇ હતી ત્યાર પછી પરમારની મદદથી સ્થાનિક ન્યુઝ પેપરમાં કોલમ લખતો ત્યારે તેની કેન્ટિન સાથે બંધાયેલ માયા છુટી નહીં એટલે હું અવાર નવાર ત્યાં જતો હતો.એક દિવસ ત્યાં બેઠેલાઓમાં શેર બઝારની ચર્ચા ચાલતી હતી તેમાં એક જાણકારે કહ્યું કે ફલાણી કંપનીના શેર્સના હાલ ઘડી ભાવ તળિયાના છે પણ જેટલા થાય એટલા અંકે કરી લેવાય તો આગળ જતાં એ માલા માલ કરી આપશે.હું પ્રોપર્ટી લે વેંચનું કામ તો કરતો હતો પણ તેની વચ્ચે રિસ્ક લઇને પોસ્ટ ઓફિસની એક ફિક્સની રસીદ તોડી એ રકમના જેટલા શેર્સ મળ્યા તે અંકે કરી લીધા અને ઓલાની ભવિષ્યવાણી સાચી પડી અને હું એમાંથી ધુમ કમાયો પણ શું કામનું..?’

‘થોડી ટીપ મને પણ આપ તો હું પણ શેર લઇ લઉ…’ધનંજયે કહ્યું

‘એ હવે મહેશનો વિષય છે મેં તો ક્ષેત્ર સન્યાસ લીધો છે…’કહી અમુલખ હસ્યો

‘સારૂં એ વાત પછી તું શું કહેતો હતો આગળ બોલ..’ધનંજયે ઉત્સુકતાથી પુછ્યુ

‘ત્યારે હું એક ચાલીની દશ બાય બારની ખોલીમાં રહેતો હતો.પ્રોપર્ટીની લે વેંચમાં ખબર પડી કે એક એકાંત જગ્યામાં એક બંગલો છે પણ એ ભૂત બંગલા તરિકે ઓળખાય છે એટલે કોઇ ખરિદતું નથી એ બંગલો પાણીના ભાવે મને મળી ગયો.આગળ જતાં ખબર પડી કે,આ બંગલો એટલે એક વખત એ ડ્રગની હેરાફેરી માટે વપરાતી જગા હતી અને કોઇ આ બાજુ ફરકે નહી એ માટે પેલા ડ્રગ માફિયાના ભુતાવળની ઊભી કરેલી માયાજાળ હતી.કહેવત છેને ઘર ફૂટે ઘર જાય એમ આપસમાં ફાટફૂટ થતા ત્યાં પોલીસની રેડ પડી અને બંગલો ખાલી થઇ ગયો પણ ભૂતાવળવાળી છાપના લીધે કોઇ ખરીદતું નહોતુ અને મને મળી ગયું.’

એટલે પહેલા ભૂત બંગલો હતો…?’ધનંજયે આશ્ચર્યથી કહ્યું

હાપણ એમાં મોટો ભૂત રહેવા આવ્યો પછી બધા ભૂત ભાગી ગયાકહી અમુલખ હસ્યો

વાતને આડે પાટે લઇ જા કમલા…’ધનંજયે ટકોર કરી

આમ તો હું મરજી પડે હોટલમાં જમી લેતો પણ ચ્હા એક ઇરાની હોટલમાં પીતો.એક દિવસ હોટલના માલિકે તેને ત્યાં બાવરચી સાથે કામ કરતા યદુરામના હાથે દાલ ફ્રાય માટે વઘાર કરતા તેલ વધુ પડતું ગરમ થઇ ગયું અને તેમાં વઘાર માટે પડેલા લાલ મરચાની ધાંસ આખી હોટલમાં ફેલાઇ તેથી ખાંસતા આઠ ગ્રાહકનું ગ્રુપ ભાગી ગયું તે જોઇ માલિકની કમાન છટકી અને યદુરામને તતડાવતા કહ્યું બસ આવા જ કામ કરજે એટલે હોટલનો વિટો વળી જાય..માલિક ભાંડતો હતો ત્યારે એ ઓછાપાયેલા યદુરામનો ચહેરો જોઇ હું બહાર આવી ને હોટલની સામે ઊભો રહ્યો.પાણી ઢોળવા બહાર આવેલા યદુરામને ટીચલી આંગળી ઊચી કરી ને એ બહાને બહાર આવવા ઇશારો કર્યો.યદુરામ ને મળ્યો ત્યારે મેં પુછ્યું આ હોટલવાળો આટલો ભાંડે છે તે બીજે ક્યાં નોકરી કેમ નથી કરતો..? એટલે તેણે પોતાની રામ કહાણી કહી સાંભળી મેં પુછ્યું મારે ત્યાં કામ કરીશ…? ૨૪ કલાક મારી સાથે જ રહેવાનું અને તારા અને મારા માટે ખાવાનું બનાવવાનું ફાવશે…?તો ગળગળા થઇ યદુરામે કહ્યું તમે મને તમારે ઘેર લઇ જતા હો તો તમે મારા માટે ભગવાન….અને એ આ ઘરનો સભ્ય થઇ ગયો

હં…’

મોટા બંગલાની સાર સંભાળ માટે સાકર છેલ્લા દશ વરસથી કામ કરતી હતી. સુપેરે જાણતી હતી કે મને અવ્યવસ્થા કે અસ્વચ્છતા જરા પણ ગમતી હતી.મારી દરેક જરૂરિયાત માટે સજાગ હતી જો હોય તો હું પાંગળો થિઇ જાઉં અને એક દિવસ ઘેર આવી નહીં.એના ઘેર તપાસ કરતા ખબર પડી કે,એના દીકરાએ એનું ઘર વેંચી એને વૃધ્ધાશ્રમમાં મૂકી ગયો છે પણ તો કોઇને કશી વાત કર્યા વગર રેલ્વેના પાટા પર આત્મ હત્યા કરવા જતી હતી હું અને પરમાર અણીના ટાંકણે ત્યાં પહોંચ્યા અને એક મોટો અનર્થ થતા રહી ગયો.એને હું અને પરમાર ઘેર લાવ્યા અને ઘરની સભ્ય અને મારા જીવન આધાર થઇ ગઇ..’

‘અમુલખ હું તમારી જીવન આધાર કે તમે મારા જીવન આધાર…?’ગળગળા સ્વરે સાકરે પુછયું

‘એ અરસ પરસ છે તે સમજતી હોવા છતા પુછે છે..?’કહી અમુલખ હસ્યો તો સાકરની આંખ ભીની થઇ ગઇ

‘એક દિવસ પાર્કમાં હું પરમારની રાહ જોતો બેઠો હતો ત્યારે અનાથાશ્રમમાં ઉછરેલા આ મહેશ અને માલતી મધર્સ-ડેના દિવસે બંને માંથી કોઇની મા નહોવાથી પોતે માના આશિર્વાદથી વંચિત છે જેમની હશે તેઓ કેટલા ભાગ્ય શાળી હશે એવી ચર્ચા કરતા મારા બેન્ચની બરાબર પાછળ બેઠા હતા.તેઓ ઘેર જવા રવાના થયા ત્યારે મારા મનમાં શું તુરંગ આવેલો રામ જાણે પણ હું મારી કારમાં તેમની બાઇક પાછળ ગયો અને એમના ઘરનું સરનામું નોંધી પાછો આવ્યો.ભગવાનની કૃપાથી એ વખતના તુરંગને લીધે મારી નવલકથામાંના કાલ્પનિક દીકરો અને પુત્રવધુ મને મળ્યા.

         આ વાર્તાલાપ સાંભળી ભીની આંખે મહેશ અને માલતીએ અમુલખના બંને હાથ પકડીને કહ્યું

‘અને અમને તમારા જેવા પ્રેમ કરનાર પપ્પા મળ્યા અને સાથે મમ્મી પણ… કહી બંનેએ સાકરને બાથ ભીડી તો સાકરની આંખ પણ ભીની થઇ ગઇ.

‘હં…પછી…’

‘એક દિવસ યોગમાં બેઠે બેઠે વિચાર આવ્યો કે ભગવાન મારી સામે આવીને મને પુછે કે,અમુલખ માંગ માંગ તું માંગે તે આપું તો હું કહું કે, મને મારી મરજીથી જીવવાની એક તક આપો.પછી મારા મનમાં શું તુરંગ આવ્યો કે મારી મરજી શી છે એ વિચારી મારી મરજીનું લિસ્ટ હું બનાવતો ગયો જે ખુબ લંબાતો ગયો અને ફરી વાંચી તેને સુધારી મઠારીને ફરી લખતો હતો.મારા ત્રણ કાવ્ય સંગ્રહ પ્રકાશિત કરનાર આ પરમાર એક દિવસ મને મળવા આવ્યો અને પુછયું હું શું લખું છું અને ત્યારે લખાયલા વીસ પાના મને વાંચવા આપ એમ કહી તે સાથે લઇ ગયો.તેણે વાંચ્યા પછી આવીને કહ્યું સરસ જમાવટ છે આગળ લખ એમ મને પ્રોત્સાહિત કરી જે લખાવ્યું તે નવલકથા એટલે આ જીવન સાથી.’

‘અને તને કવિમાંથી રાતોરાત લેખક બનાવી દીધો એમને…?’કહી ધનંજય હસ્યો

‘વાંચવા લઇ ગયેલા પાનામાંથી પરમાર એને બુક તરિકે પબ્લિશ કરશે એની તો મને કલ્પના પણ ન હતી અને તેની તે આટલી પબ્લિશીટી કરશે કે બુકની કોપી મેળવવા લોકો લાઇન લગાડશે એનો ત અંદાઝ ક્યાંથી આવે? અને પરમારની મહેનત રંગ લાવી.

‘હં…’

‘જીવન સાથીની સફળતા જોઇને હું ખુબ ખુશ હતો.જીવન સાથી મેં ત્રણ ચાર વખત ફરી ફરી વાંચી હતી.એક દિવસ તારી નવી રિલીઝ થનાર ફિલ્મની એડ જોઇ અચાનક વિચાર આવ્યો કે,આ નવલકથા પરથી ફિલ્મ બનાવવામાં આવે તો વાસ્તવિકતામાં જીવવાનો આનંદ આવે અને તેની લીધે જ મેં તને ફિલ્મ બનાવવાનું કહ્યું તારા અને પરમારના પ્રયત્નોથી એ પણ સફળ થઇ તેનો સંતોષ છે.’

‘હં…’

‘હું આમ તો મારી કાવ્ય સૃષ્ટીમાં ખોવાયેલો રહુંછું પણ માલતીએ મને પ્રબોધ અને ચેતના જેવા બે રમકડા આપ્યા ત્યારેથી મારી આખી દુનિયા જ બદલાઇ ગઇ.સોરી લાગણીના આવેશમાં વાત જરા આડે પાટે ચડી ગઇ…હાં તો સંજય અને અમલાના ગયા પછી સતત હીજરાતી જમનાનો વિલાયેલો ચહેરો એક દિવસ મારી નજરે ચડી ગયો અને મેં તેને સોફા પર બેસાડીને પુછયું હતું કે,એના મગજમાં શું ઘમસાણ ચાલે છે તો એણે ફિક્કુ હસીને વાત ટાળવાની કોશીશ કરી ત્યારે મારી શંકા મને દ્ર્ઢ થયેલી જણાઇ એટલે મારા માથા પર એનો હાથ રાખી પુછયું બોલ રાણી તારા મગજમાં શું ઘમસાણ ચાલે છે? ત્યારે મારા માથા પરનો હાથ હટાવી બે હાથમાં ચહેરો છુપાવી એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી અને પછી મારા ખોળામાં માથું રાખી હૈયાફાટ રડી.મેં એને તેમ કરતા રોંકી નહીં.એના હ્રદયમાં જે દુઃખનો સાગર હિલાળા લેતો હતો એ આંસુ બની ને વહી નિકળ્યો લગભગ અર્ધા કલાક પછી એ શાંત થઇ ત્યારે મેં તેને પાણી પાયુ અને અમે બંને ઘર બંધ કરી બહાર આવ્યા અને સાંજે ફરવા જતા ત્યારે એક બાગના ઘટાદાર વૃક્ષના ઓટલે હંમેશા બેસતા ત્યાં આવીને બેઠા પછી જમનાએ ભીની આંખે કહ્યું અમુલખ મેં તારાથી આ વાતો એટલા માટે જ છુપાવી હતી કે,તને આ વાત જાણી આઘાત લાગશે અને હું જે પરિતાપ વેઠી રહી છું એ વાતો સાંભળી તારૂં એક સાહિત્યકારનું ઋજુ હ્રદય આ સંતાપ સહન નહીં કરી શકે એટલે તને કશું કહ્યું તો મને માફ કરજે.ત્યાર બાદ પેલા ડ્રેસ વાળી વાત પછી અમલાની જમનાના કરેલ અપમાનો અને અવહેલનાઓની વાત એણે મને કહી ત્યારે હું અંદરો અંદર આખો સળગી ગયો હતો.આજ નહીં તો કાલ સંજયને પોતાની ભુલ સમજાશે ત્યારે જરૂર પાછો આવશે એવી મેં રાખેલી ઠગારી આશાનું બાષ્પિભવન થઇ ગયું અને એક નફરતની આગ મારા મનો પ્રદેશને ઘેરી વળી.આ છે મારી કરમ કહાણી એ ભુલી જવા મેં મારી કલ્પનાની દુનિયા રચી અને લખી.આ ચર્ચાના અંતે લગભગ પીન ડ્રોપ સાયલન્સ છવાઇ ગઇ,અમુલખ બધા સામે જોઇ હસ્યો અને પછી ધનંજયને પુછયું

‘બોલ જયલા ઋણાનું બંધ ફરી ફરી લખાય…?’

‘ના ન લખાય ભાઇ તારી વાત સાવ સાચી છે…’કહી ધનંજયે ફરી બે સિગારેટ હોઠમાં દબાવીને સળગાવી અને એક અમુલખને આપી અને એક ઊંડા કશ પછી વિખરાતા ધુંવાણાની જેમ તેના મનમાં ચાલતી પ્રશ્નની વણજારના વાદળા વિખરાઇ ગયા અને અમુલખની લખેલી નવલકથાનો મર્મ હવે તેને સમજાઇ ગયો.

‘એક મોટી જવાબદારી તને સોંપવા માંગું છું..’કહી ઓશિકાના ગલેફમાંથી અમુલખે એક કવર કાઢયું એ જોઇ ધનંજયે અમુલખ સામે પ્રશ્નાર્થ જોયું તો મરકતા અમુલખે કહ્યું

‘આ મારૂં વિલ છે એના હિસાબે હવે આ બંગલામાં મારો દીકરો મહેશ અને પુત્રવધુ માલતી પોતાની મા સાકર અને પ્રબોધ અને ચેતના સાથે રહેશે અને મારા મરણોતર તેઓ તેના માલિક રહેશે.મારી ફિલ્મના હક્ક સામે મળતી રકમ અને મારી બુક્સ સામે મળતી રોયલટીની રકમ અને આ વિલમાં દરશાવેલ અન્ય પ્રોપર્ટીને વેંચી નાખી મળે એ બધાના સરવાળાની રકમનું એક ટ્ર્ષ્ટ બનાવજે અને એક વૃધ્ધાશ્રમ બનાવજે જેમાં મારા અને સાકરના જેમ સંતાનોથી તરછોડયલા શાંતિથી રહી શકે અને એ ટ્રષ્ટના ટ્રષ્ટી તરિકે તારે રહેવાનું છે.’

     અમુલખે મહેશનો હાથ પકડીને કહ્યું

‘દીકરા એક વાતનું ખાસ ધ્યાન રાખજે પોતાની માના અવસાન સુધી એની ભાળ ન લેનાર સંજય જો મારા મરણના સમાચાર સાંભળીને કદાચ આવે તો મારા દેહને હાથ અડાડવા પણ ન દેતો મને અગ્નિદાહ પ્રબોધના હાથે અપાવજે નહીંતર મારા આત્માની સદ્‍ગતિ નહી થાય અને હું ભૂત બની આ બંગલામાં ભાટક્યા કરીશ.’

           આ સાંભળી મહેશે અમુલખનો હાથ થપથપાવતા સંમતિ આપી તો મહેશના હાથમાં રહેલો અમુલખનો હાથ સરીને પથારી પર પડયો અને અમુલખની આંખ મિંચાઇ ગઇ એ જોઇ અમુલખની પથારી બાજુમાં બેઠેલા મહેશ અને માલતી પ..પ્પા.. કહી અમુલખના દેહને વિટળાઇ મોટા સાદે રડી પડયા.એ જોઇ હેબતાઇ ગયેલી સાકરના મ્હોંમાંથી ચીસ નીકળી ગઇ અ..મુ..લ…ખ અને અનાયસ તેનો હાથ પથારીની બાજુમાંની ટિપોય સાથે અથડાયો અને તેના હાથમાંની કાંચની લાલ બંગડીઓના કાંચ ચોતરફ વેરાઇ ગયા.(સંપૂર્ણ)