લીમડે..મોહાયું રે મારુ મન..

5000mangos-2

@@@@(1)@@@@-વિજય શાહ

 જુનુ ઘર ખાલી કરતા હાથમા મારી કોલેજ કાળની ડાયરી હાથમા આવી.. અને સાથે લાવી નવસારીનાં તે લીમડાની રોમાંચક કહાણી..

.જીવન પ્રકાશ કોલોનીનાં એ ઉદ્યાનમાં લીમડાની નીચે જીમ માટેનો એ ગોળ બાંકડો અમારા કોલેજ કાળની અમારી મુગ્ધતા ( કે બાઘાઈ)નું ગાન સાંભળતો મુક અમારો સાથીદાર..

વાત તો જાણે તેનું રુપ પકડતી હતી સુનીલ ને નીલમ વચ્ચે નજર મૈત્રી હવે હાસ્ય અને કેમ છો થી આગળ વધી ગઈ હતી. આંખ મળતી હોઠ હસતા અને હ્રદય ધબકારા ચુકી જવાની ઘટના હવે લગભગ નિયમીત થઈ ગઈ હતી.

અમારા પાંચ વચ્ચે જ્યારે સુનીલની વાત ચર્ચાય ત્યારે સોલ્જર બંધુઓ મહદ અંશે શાંત શ્રોતા હોય્..સૌમ્ય ને પ્રબોધ ક્યારેક સુનીલને ચણા નાં ઝાડ ઉપર ચઢાવતા હોય તો ક્યારેક હવે આગળ વધને.. કહી હિંમત અપાવતા. જોકે ગમે તેટલા કલાકો વીતે વાતો બે જ થાય સુનીલમ ને પ્રબોધપ્રિયા..

પણ આજની વાત જરા જુદી હતી સોલ્જર બંધુઓ સમાચાર લાવ્યા હતા કે નીલમ તેનુ ઘર બદલે છે અને તેથી સન્નાટો છવાયો હતો.

ખેતીવાડી કોલેજમાં નીલમના બાપુજી ને પ્રમોશન મળ્યુ હતુ ને ક્વાર્ટર પણ.. તેથી જીવનપ્રકાશ કોલોનીનાં રો હાઉસમાં થી તેઓ યુનીવર્સીટીમાં આવેલ સ્ટાફ ક્વાર્ટર્સ માં જવાની વાતમાં હતા.

સુનીલ કહેયાર્! હજી હમણા તો વાત પાટે ચઢી છે ને શું નવું બખડ જંતર આવ્યું.”

સૌમ્ય કહે ” હું માનું છું તારે તારા મનની વાત હવે કહી દેવી જોઈએ.”

પ્રબોધ  કહે “મેં જે પ્રિયાને કહ્યું તે પધ્ધતિ અજમાવવી છે?”

સુનીલ કહે યાર કેટલી મહેનત ને અંતે તો  સંવેદના સભર પ્રેમનો મારગ મળ્યો છે  જો ભુલે ચુકે કંઈ ખોટુ થઈ જાય તો ..આ તો પહેલો પ્રેમ છે…

પ્રબોધ કહે “જો મારી પધ્ધતિ એવી છેકે કાંતો પાર કે પેલી પાર્

સૌમ્ય કહેપ્રબોધ હવે તે તબક્કોનથી જ્યાં ના પડે તેથી ખોટા પ્રયત્નો કરવાની જરૂર નથી”

સોલ્જર શૈલેશ કહે..અરે યાર્! આટલો ગભરાય છે શું? તુ કહે તો તુ આવ્યો હોય ત્યારે હુ તેને મારા ઘરે બોલાવું અને તુ પેટ છુટી વાત કરી લે..

સુનીલને હજી આ રસ્તો ઉતાવળીયો લાગતો હતો

સૌમ્ય કહે કાલે એક કામ કરજે..એકાદ  લેક્ચરમાં ગુલ્લો મારજે ને નોટ્સ માંગજે

સુનીલ કહે-“પછી?”

સૌમ્ય કહે પછી શું જે હૈયે છે તે બધુ ઠાલવજે પત્રમાં ને પુછી લેજે તુ મને ચાહે તો છેને?”

સુનીલ કહે યાર બે વાક્ય તો છે..હું પુછી લઈશ્..”

પ્રબોધ કહે “હું આ જ તો કહેતો હતો…”

સોલ્જર સુશીલ કહેજબરા બીકણ છો તમે યાર્..અટલુ બધુ ડરવાનું કારણ ખરું કંઈ? ના પાડશે તો કયુ ગામ અને ગરાસ લુંટાઈ જવાનું છે.” સૌમ્ય ને સુનીલ બંને ને ગમ્યું નહીં પણ પ્રબોધે હસતા હસતા કહ્યું.. જે પ્રેમમાં ના પડ્યા હોય તેમને ખબર ના પડે..

સોલ્જર શૈલેશ બોલ્યો.. “યાર્. પ્રેમ બ્રેમ તો ઠીક જેને મગજ હોય તે તો એવું કશું જ ના વિચારે.. એક ટ્રૈન છુટી ગઈ તો એની પાછળ બીજી આવશેજ્….”

સૌમ્ય ને ટકોર મારવાની ઈચ્છ્l થઈ ગઈ ખાખરાની ખીસકોલી સાકરનો સ્વાદ શું જાને.. પણ સુનીલની વ્યગ્રતા જોતા તે ગળી ગયો..ને  વાતને જરા વણાંક આપ્યો..”સુનીલ તારી અમેરિકાની અરજીઓ કેટલે પહોંચી?”

પરિમલ ભાઈ આઈ ૨૦ મોકલી દીધી છે ફક્ત પરિક્ષાનું પરિણામ આપુ તેટલી જ વાર છે.

હવે સોલ્જર બંધુઓને ચમકવાનો વારો હતો..યાર ક્યારે અરજી કરી અને ક્યારે આ બધુ થઈ ગયું?

તુ તો ભણવામાં હોશિયાર છે તને વાંધો નહીં આવે “ સૌમ્યે વાતનો દોર આગલ ચલાવતા કહ્યું તુ હવે તેને કહી જ દે.. ના પાડશે તો અમેરીકા ભેગો અને હા પાડશે તો જેટલા સમય છે તેટલા સમય જિંદગી માણવા જેવી બનાવી દે…”

મનને ગમે તેવુ નિરાકરણ મળ્યુ તેથી સ્વસ્થ થઈને નીલમ નાં ઘર તરફ નજર નાખી તો તે કપડા સુકવતી હતી.

તેને જોઈને સૌમ્ય ને સુનીલ મુછમાં મલક્યાં ને વાતનો દોર પ્રબોધની પ્રિયા તરફ વળ્યો.

પાંચેય મિત્રો નવસારીની ગાર્ડા કોલેજમાં હતા દરેકને દરેકની વાત ખબર હતી તેથી બદલાયેલા વિષયની કોઈને નવાઈ ના લાગી. પ્રિયા કોલેજમાં ને સુપ્રિયા સોસાયટીમાં એમ પ્રબોધ પોતાની મોહક આગવી છટાથી જિંદગી જીવતો હતો જ્યારે સોલ્જર બંધુઓને તે અયોગ્ય લાગતુ..ને ક્યારેક ગણ ગણતા કે બે ઘોડાની સવારી ક્યારે ગબડાવશે ખબર પણ નહીં પડે..

પ્રબોધ તો ફીલ્મી અદા થી કહેતો..जो हा कहे उसे छोडना नहीं और जो ना कहे उसे छुना नहींकया..

ખૈર સાંજ પડી અને આખુ ટોળુ ઉપડ્યુ મહાદેવ મંદિરે..વીણા અને સુપ્રિયાને મળવા નો સમય હતો ભાઇને સોલ્જર બંધુઓની કહાણી શરુ કરાવવા ભગવાનજીને મસ્કો મારવાનો હતોને?

જે સમયે ટોળી ત્યાં પહોંચી ત્યારે લગભગ આરતી સમય થઈ ગયો હતો શંખ ઘંટ અને નગારાનાં તાલ્બધ્ધ લયમાં આરતી થતી હતી. શ્રધ્ધાળુઓનાં ટોળામાં પોતના પ્રિય પાત્રોને શોધવામાં ત્રણે મિત્રો મગ્ન હતા અને સોલ્જર બંધુઓ શીવલીંગ ઉપર થતા અર્ચનોને જોઇ રહ્યાં હતા.. સુનીલ..નીલમને શોધી રહ્યો હતો..પ્રબોધ અને સુપ્રિયા બંને તેમના નિર્ધારીત સ્થાને જ હતા તેથી તે નયન મૈત્રી ચાલુ થઇ ગઈ હતી. સોલ્જર બંધુ સ્વસ્થતાથી આરતીનાં શબ્દો શીવલીંગ પર થતા અર્ચનો અને ઘંટનાદ માણી રહ્યા હતા..એકલો સૌમ્ય વ્યથીત હતો…તેને ગમતી વીણા આજે બહુજ ભાવથી આંખ મીંચી આરતીમાં રત હતી.

દસ મીનીટની આરતી પુરી થઈ. બધા પાછા વળવાની તૈયારી કરતા હતા ત્યાં સૌમ્યે પ્રસાદ હાથમાં લેતા ટીખળ કરી..”આજે તો બહુ ભાવથી ભક્તિ કરી છે..ભગવાન જરુર સ્વપ્નમાં આવી મનવાંચ્છીત ફળ દેનાર છે.” લોકોને ટકોર ના સમજાઈ પણ જેના ઉપર ટકોર હતી તે મલકી..અને સોલ્જર બંધુને ગણીત સમજાયુ. હવે લીમડે જવાની જરૂર નહોંતી છતા સુનીલનો ઉતરેલો મૂડ સુધારવા બધા લીમડે પાછા પહોંચ્યા..

પ્રબોઘ કહે મને તો મંદીર દર્શન ફળ્યુ..મારા તો સોમાંથી સો માર્ક્. સુપ્રિયા શીવજીનાં દર્શન કરવાને બદલે મને દર્શન વધારે આપતી હતી.સૌમ્ય કહે..યાર મારેતો માંડ પાંત્રીસ માર્ક જેવું થયુ..સુનીલ કહે યાર મારે તો સોમાંથી શુન્ય છે.. નીલમને આજે જ રજા પાડવાની થઈ..દુરથી તેણે નીલમનાં ઘરને જોયુ..ઘરની લાઈટ ચાલુ હતી પણ નીલમ ક્યાંય દેખાતી નહોંતી.

@@@@(2)@@@@-વિજય શાહ

બીજે દિવસે કોલેજ જતી બસમાં સૌમ્ય અને સુનીલ નહોંતા..નીલમ અને વીણા થોડાક વ્યથીત જરુર હતા..પણ બસ આવી અને ઉપડી ત્યાં સુધી રાહ જોયા પછી મનને વાળી લીધુ. પ્રોફેસર માંકડ તેમની અદામાં ભણાવતા રહ્યા. કશુંક વાગે.. લોહી નીકળે પછી શરીરમાં થતી પ્રતિરોધક ક્રીયાની વાતો થતી હતી અને વીનાને તે પરુ અને તેવી વાતોથી ઉબકો આવતો હતો.. જો કે ખરું કારણ તો સૌમ્ય આવ્યો નહોંતો તે જ હતુ..અને નીલમ પણ મૂડમાં નહોંતી.

 માંકડ સાહેબનો તાસ પત્યો અને દવે સાહેબ આવે તે પહેલા સૌમ્ય અને સુનીલ વર્ગમાં આવી ગયા હતા.. કદાચ બીજી બસમાં આવ્યા હશે..બંને સખીઓએ એકમેકની સામે હસી લીધુ…

પ્રેમની આ કેવી નજાકત્!..કશું જ નથી છતા મનનો માનેલો મીત નજરો થી દુર રહે તો દર્દ થાય અને જેવો નજરે પડેને જાણે મન પરથી મણની શીલા હટી જાય્…નીલમે આંખનાં ઇશારે પુછ્યુ પણ ખરું કે શું થયુ..મીઠુ મધ હસીને સુનીલ મૌન રીતે સુ પ્રભાત કહી ગયો…

સૌમ્ય અને સુનીલ ચીઠ્ઠીમાં શું લખવુની જફા કેન્ટીનમાં બેસીને કરતા હતા..સુનીલનું મન કોઈ પણ જોખમ લેવા તૈયાર નહોંતુ તેથી મનની વાત લખતો અને પાછો ક્યાંક વિચાર બદલાય્   કાગળ ફાડી નાખતો..અને બહુ વિચારોનાં અંતે તેણે સૌમ્યને કહ્યું એવું કંઇક લખ્વું છે કે જે વાક્યનાં બે અર્થ નીકળે જો મૈત્રી હોય તો એક અને પ્રેમ હોયતો બીજો અર્થ નીકળે.સૌમ્ય કહે જો તેવી ચતુરી અંગ્રેજીમાં થઈ શકશે..I like you  કહીશ તો મૈત્રી જે પ્રેમ માં બદલાઈ શકે અને જો I love you  કહીશ તો હકાર કે નકારમા જવાબ મળશે..

સુનીલ કહે સમયનું આકર્ષણ તો છે છતા ધીરી બાપુડીયા.. મને દેવદાસ બહુ જલ્દી નથી બનવં તેણે ગુલાબી કાગળ ઉપર નં ઝાંખા રાતા ગુલાબની નીચે લખ્યુ

युंही तुम मुझसे बात करती हो

या प्यारका इरादा है…

સૌમ્ય સુનીલનાં આ પત્ર થી આફરીન થઈ ગયો…જે તે વિચારતો હતો તે તેણે સરસ રીતે પુછી લીધુ

હવે તે પત્ર ક્યારે આપવો કેવી રીતે આપવો તેની ગોષ્ઠી ચાલી. સુનીલ કહે આજે બસમાંથી ઉતરી તેના ઘરે પહોંચે તે પહેલા તેને આપીશ અને છુટા પડતા કહીશ કે એક પ્રશ્ન તને લખ્યો છે કાલે જવાબ આપજે.

દવે સર પછી દેસાઇ સર અને છેલ્લે પટેલ સરનાં તાસ પત્યા અને બધા કોલેજ્થી બહાર નીકળ્યા. બસ સાવ ખાલી હતી વીણા નીલમ સુપ્રીયાનું ટોળુ નિર્ધારીત જગ્યા એ પાછળ બેઠું અને પ્રમોદ ,સૌમ્ય્ સોલ્જર બંધુઓ અને સુનીલ આગળની સીટમાં બેઠા..

 શૈલેશે ટીખળ શરુ કરી..”સૌમ્ય..પછી શું થયુ સ્વપ્નામાં ભગવાન આવ્યા?”

સૌમ્યે વીણા તરફ જોયુ અને બોલ્યો ભાઈ એતો જેણે પ્રાર્થના કરી હોય તેને ખબર્..

સુપ્રિયા એ બોલને ઝીલતા બોલી મને કહેતા શરમ આવે છે પણ મને આવી ને તથાસ્તુ કહ્યું હોય તો સૌમ્ય તેનો અર્થ શું થાય્? પ્રબોધ અને સુપ્રિયા વીણાને અને સૌમ્યને જોતા રહ્યા..

સૌમ્ય બોલ્યો..તો તો ભાઈ प्यार हुआ एकरार हुआ फीर प्यारसे क्युं डरता है दिल એ ગીત ગાવું જોઈએ…

ધમાલ ચાલુ હતી ત્યાં સુશીલ બોલ્યો..અરે ભાઈ લોગ..ાઅ આપણો સુનીલ હવે દોઢ બે મહીનાનો મહેમાન છે..પરિક્ષા ઓ પછી અમેરિકા જવાનું નક્કી થઈ ગયુ છે 

નીલમ સહિત સૌના મોં પર આનંદની સુરખી વહી રહી

જીવનપ્રકાશ રો હાઉસ આવી ગયા સૌમ્ય સુનીલ વીણા અને નીલમ ચાલતા ચાલતા ધીમે આવતા હતા..ત્યારે સૌમ્ય બોલ્યો “વીણા સુપ્રિયા શું કહેતી હતી?”

શરમથી બેવડ વળી જતા જતા તે બોલી ” તારી વાત સાચી છે કાલે સપનામાં હું તારી સાથે ગીત ગાતી હતી..છાનુ તે છપનું કંઇ થાય નહીં!’ બે પ્રેમી પંખીડાને થોડુંક એકાંત આપવા સુનીલ અને નીલમ થોડુક ઝડપથી ચાલ્યા..

સુનીલે વાત શરુ કરતા કહ્યું ” મેં સાંભળ્યુ છે તમે લોકો ખેતીવાડી કોલેજમાં રહેવા જવાનાં છો?”

નીલમ્ ‘હા સાચી વાત છે મને તો જવું નથી ગમતુ..પણ…’

સુનીલ ‘ હા નવો પાડોશ અને જુના મિત્રોનો અભાવ બંને તકલીફ દાયક્..’

નીલમ  ‘તારે અમેરિકા જવાનું થવાનું છે.. ?’ 

સુનીલે નિઃસાસો નાખતા અને નીલમની નોટ કાઢતા કહ્યું તને શહેરનાં બીજા વિસ્તારમાં જવું નથી ગમતુ જ્યારે મારે તો સાત સમુદ્ર પાર જવાનું છે.. ખૈર્. નોટમાં એક પત્ર મુક્યો છે કાલે વાંચીને જવાબ આપજે…’

લીમડા ઉપર દિવાકર અને વસંત વાતો કરતા હતા..આ કૃષ્ણ કનૈયો અમેરિકાનાં નામે સોસાયટીની સુંદર છોકરીને પડાવી જશે.

જમીને આખી ટોળકી ભેગી થઈ ત્યારે વાતોમાં અજબ ઉલ્લસ હતો..પ્રબોધપ્રીયા અને સુનીલમ પછીનું એક બીજુ જોડુ ઉમેરાતુ હતુ સૌમ્ય અને વીણા

છાનુને છપનુ કંઈ થાય નહીં થાય નહીં નાં સુરો ગુંજતા હતા

@@@@(3)@@@@-વિજય શાહ

લીમડે સૌમ્ય આનંદમાં હતો પણ સુનીલને પેટમાં ઉંડે ઉંડે વળ ઊઠતા હતા..જવાબની રાહ માટે કાઢવાની આ રાત કઠીન બનતી જતી હતી.બાકીની ટોળી ધમાલ કરતી હતી અને ઉદાસ સુનીલને જોઇને પ્રબોધે ગીત ગાવાનું શરુ કર્યુ..

तेरी राहों मे खडे है दिल थामके

हाए हमतो दिवाने तेरे प्यारके…

સુનીલ તો રડુ રડુ થતો રહી ગયો.. સૌમ્યે બાજી સંભાળીને કહ્યું

हम होंगे कामियाब हम होंगे कामियाब एकदिन…

मन्मे है उत्साह्..पुराहै विश्वास हम होंगे काम्याब एक दिन…

તેને થતુ હતું કે તેણે ચીઠ્ઠી આપવા જેવી નહોંતી..તેણે ખ્યાલ રાખવો જોઇતો હતો કે લખેલુ વંચાય્..બોલેલુ ભુલી જવાય્..સૌમ્ય કહેતઓ હતો તેમ જ like you  કહ્યું હોત તો છૂટી જવાત્. હવે શું? 

આ બાજુ .. નીલમને એવું એકાંત મળતું જ નહોંતુ જ્યાં તે સુનીલની ચીઠ્ઠી વાંચે.. સાંજ પડી ગઈ લીમડે બેઠા બેઠા મહમદ રફીની છઠ્ઠી પેઢી રાગડા કાઢતા હતા તે સંભળાતા હતાં.. અને તેને હસવુ આવતુ હતુ..જોકે આ બધુ તો રોજનું હતુ…

ક્યારેક તેને આ સૌની સાથે લીમડે બેસીને ધમાલ કરવી અને મસ્તી કરવી ગમતી..પણ મમ્મી નો ગુસ્સો તેને રોકતો…નહાતી ધોતી છોકરી એ આવા ચેન ચાળા ના કરાય્..ને તે સહેમી જતી…

આખરે રાત્રે સમય મળ્યો. ભણવા બેઠી ત્યારે નોટ બુક ખોલી.. સરસ ગુલાબી પેપરમાં રાતું ગુલાબ જોઈ થૉડીક રાજી થઈ..હીંદીમાં લખેલું ગીત.. જે ઇજન આપતુ હતુ ત્તે સમજાયુ. પછી થયુ શું જવાબ આપવો? તેનુ મન હરખમાં રમ્માણ થતુ હતુ ત્યાં આશા મમ્મી કશુંક લેવા આવી અને દીકરીને હરખાતા જોઇ પુછ્યુ-‘ કેમ બેટા શું હરખ નાં  સમાચાર છે?

નીલમ અને આશા બેન એક જ સરખા સ્વભાવના એટલે.. તરત જ નીલમે કહ્યું મમ્મી આ પત્રનો અર્થ શું કરવો?

આશાબેને પત્ર જોઇને કહ્યું સુનીલ છોકરો તો રમુજી અને સરસ છે પણ મને તો ડરપોક લાગે છે.

નીલમ કહે “મને તો સુનીલનો વિનય આમા વધુ લાગે છે.. કંઇક આડુ અવળૂ લખે અને સંપૂર્ણ મને ન ગુમાવી દે તે બધા જ વિચારો છે. ન વહાલી કે પ્રિય જેવુ કોઇ સંબોધન કે નહી નીચે તેનુ નામ્..”

આશા બેન બોલ્યા “એટલે તો હું તેને ડરપોક કહું છું.”

“મમ્મી મારે તો સુનીલને શું જવાબ આપવાનો….”

” જરા ખમી જા આ ઘર બદલાઈ જાય પછી વાત્…”

 ” મને તો રાહ નથી જોવી..સુનીલ કેવો સરસ છોકરો છે અને એ સામેથી મને પુછાવે છે..તો શું કામ રાહ જોવાની? અને મમ્મી તને ખબર છે તે તો અમેરિકા જતો રહેશે..”

” શું કહે છે?”

” હા તેના ભાઈએ તેના પેપર કર્યા છે.. આ પરિક્ષા પતી અને તેતો…અમેરિકા જતો રહેશે…”

“સારુ મને તારા પપ્પા સાથે વાત કરવા દે..તુ હમણા શાંત રહેજે…”

“મમ્મી મને તેને જવાબ તો આપવો છે”

“હમણાં બે દિવસ રજા છે. તને સોમવારે કોલેજમાં મળશેને…ત્યાં સુધી બહુ ઉતાવળ સારી નહીં આ તો જિંદગી નો સવાલ છે..’

” મમ્મી…”

” સારુ સારુ હું અને તારા પપ્પા તેના પપ્પા મમ્મી ને મળવા જઈશું..પણ થૉડો વિવેક અને સંયમ રાખજે…”

 નીલમે બહાર જોયું તો લીમડો ખાલીખમ હતો…રાતનાં અગીયાર થયા હતા..

બીજા દિવસની સવાર ક્યારે પડે અને ક્યારે સુનીલને વધામણા આપુ કે મમ્મી ની હા છે તે ખયાલમાં ઝુમતા ઝુમતા ક્યારે તેની આંખ લાગી ગઈ તેની તેને ખબર ના પડી…

સૌમ્ય અને વીણા જેમ આખી રાત સુઈ ના શક્યા તેમ જ સુનીલ પણ આખી રાત પાસા ઘસતો રહ્યો વહેલી સવારે થોડીક આંખ મળી ત્યાં મમ્મીએ નીચેથી બૂમ પાડી સુનીલ નીચે આવ!

માર્ચ મહીનાની સવાર આમ તો હુંફાળી હોય..પણ સવારનાં પોણા નવ થઇ ગયા હતા.  તેને મો અને બોચી પર પરસેવાની ભીનાશ લાગી. નીચે ઉતર્યો ત્યારે શરીર થાકેલું લાગતુ હતુ..મમ્મીએ ચા હાથમાં આપીને કહ્યું આ તારી  નોટ નીલમ અને વીણા આવીને આપી ગયા છે.

ઠંડકથી ચા પીવાનો ડોળ કર્યો અને મમ્મી જેવી આઘી પાછી થઈને તેણે નોટ ફંફોસવા માંડી..છેલ્લે પાને પેન્સીલથી લખ્યુ હતુ..સુનીલ મને તારા દરેક કાર્યો ગમે છે તેમજ આ પ્રશ્ન પણ ગમ્યો છે. મે આ રીતે કદી વિચાર્યુ નથી…I like you but…

ઊફ! માથુ પકડીને સુનીલ બેસી પડ્યો..

તરત નહાઇ ધોઇને તે લીમડે પહોંચ્યો…હજી સાડા દસ થયા હતા એટલે કોઇ આવ્યુ નહોંતુ.. નીલમનાં ઘર ઉપર મોટુ ખંભાતી તાળુ લટકતુ હતુ…તેને  ખુબ જ ગુસ્સો અવતો હતો અને બીજી બાજુ થતુ હતું કે… આ તો ત્રિશંકુ દશા…હા પણ નહી અને ના પણ નહીં…

થોડીક મને સ્થિરતા પકડી અને તેને થયુ..આટલુ લખતા તેણે કેટલુ વિચાર્યુ હશે..જે દશા ગઇ કાલે સવારે મારી હતી તેજ દશા ગઇ રાત્રે તેની હશે…જેમ હું ધ્યાન રાખતો હતો કે તેનુ માન ના ઘવાય તેજ રીતે તેણે પહેલા વાક્યમાં જ કહી દીધુ..મને તારા દરેક કાર્યો ગમે છે..એટલે મારા મજાકીયા વલણો તેને ગમે છે..

ચાલો એક વાત તો નક્કી થઈ તેને મારી ધમાચકડી ગમે તો છે…દુધમાં મોળવણ પડી ગયુ છે..દહીં થતા થૉડોક સમય તો લાગે ને?

લીમડા ઉપર કોઇ હતું નહીં તે વાત તેને માટે અત્યારે રાહત દાયક હતી…તેની વિચારધારા આગળ ચાલી..હવે શું?

“ચિત્તચોર” ચલચિત્રમાં નાયિકાનો પ્રેમ સાચો છે તે માપવા નાયક્ને સલાહ મલે છે કે થોડોક સમય દુર થઈ જા..વિજ્ઞાન કહે છે ને કે લોહચુંબકની પરિક્ષા આકર્ષણથી નહીં..અપાકર્ષણથી થાય છે અને સાંત્વના અનુભવતો તે લીમડો છોડે છે…

@@@@(4)@@@@-વિજય શાહ

શૈલેશ અને સુશીલનું ઘર લીમડાથી ચોખ્ખુ દેખાય જેમ ઉગમણી બાજુ નીલમ અને વીણાનું ઘર દેખાય રેલ ગાડીનાં ડબ્બા જેમ લાઈનસર ગોઠવ્યા હોય તેમ જીવનપ્રકાશ રો હાઉસીંગ સોસાયટી દુધીયા તળાવની પશ્ચીમે ગોઠવાયેલી હતી. પ્રબોધ થોડેક દુર રોડ તરફે રહેતો હતો અને સુનીલ રો હાઉસીંગનાં સહેજ મોટા વિભાગમાં રહેતો હતો. સુપ્રિયા પ્રબોધને લીધે આવતી જતી પણ તે ગામમાં પટેલ વગામાં રહેતી.

શૈલેશે સુનીલને લીમડે આવતો જોયો હતો પણ તે જ્યારે આવ્યો ત્યારે સુનીલ જતો રહ્યો હતો.સવાર ઢળી રહી હતી અને બપોર નો તાપ  ગરમીને કારણે અનુભવવા માંડ્યો હતો. કોયલ ક્યારેક ક્યારેક ટહુકતી હતી.સૌમ્યને આવતો જોઇ સુશીલ પણ આવ્યો..પ્રભાકર અને તેનો ક્રીકેટ જોડીદાર કલ્પેશ ક્રીકેટની ખપાવતા હતા ત્યારે સૌમ્યે શૈલેશને પ્રશ્ન પુછ્યો..

“સુનીલ આવ્યો?”

“એને આવતા તો જોયો હતો પણ ક્યારે જતો રહ્યો તે મને ખબર ના પડી.”

સુશીલ કહે” સૌમ્ય તને કંઈ ખબર પડી?”

સૌમ્યે પ્રતિ પ્રશ્ન કર્યો.” સહાની ખબર્? કોની ખબર્?”

સુશીલ કહે ” નીલમ અને વીણા સવારે ગુસપુસ કરતા હતા..મેં જોયુ તો વીણા ના પાડતી હતી પણ નીલમ તેને સુનીલને ત્યાં લઈ જવા કહેતી હતી.”

સૌમ્ય ” વીણા તો મને સાંજે મળશે..”

સુનીલ પ્રકરણ કામચલાઉ રીતે શાંત પડ્યુ અને પ્રભાકર અને કલ્પેશ ઘરે ગયા તે સમયે પ્રબોધ આવ્યો…સુપ્રિયા સાથે તેનું પ્રણય પ્રકરણ પૂર બહારમાં હતુ અને નાટ્ય હીરો સ્ટેજ ઉપરની પ્રિયાની વાત લઇને આવ્યો…” યાર્! આપણ ને તો કામ દેવતા રીઝ્યા છે..”

સૌમ્ય શાંત હતો સોલ્જર બંધુ વાત જાણવા ઉત્સુક હતા પણ સુનીલની જેમ કોઇ ચોંક્યું નહી..તેથી પ્રબોધ બોલ્યો…સુનીલ નથીને એટલે વાત કહેવાની મઝા જ નથી આવતી તમે બધા ઓરંગઝેબનાં વંશજો છો…”

સૌમ્ય કહે ” ના સાવ તો એવું નથી પણ અત્યારે ઔરંગઝેબનાં દાદા સલીમની કહાણી ભયજનક ગતિ એ આગળ વધી રહી છે તેથી તે ચિંતામાં બધાં છે.”

” પણ તે આવશે એટલે આપણને ખબર પડશેને? તે નથી તે સમયમાં મારી બીજી પતંગની વાતો જાણો તો ખરા..”

” તે આવીને જતો રહ્યો છે  અને સુશીલ વાત લાવ્યો કે નીલમ તેના ઘરે જવાની હતી..તેથી તો દાદા સલીમની ચિંતા થાય છે”

” પણ તેથી કયો ગામ અને ગરાસ લુંટાઈ જવાનો હતો…”

” ગઇ કાલનાં પ્રકરણ ની તમને ખબર છે?” સૌમ્યે પ્રબોધને પુછ્યુ

‘શું થયુ હતુ કાલે? કાલે તો તારી વાતો જોરમાં હતી સૌમ્ય્..સુનીલ ક્યાંથી ચિત્રમાં આવી ગયો?”

” ખૈર્!” નિઃસાસો નાખતા સૌમ્યે કહ્યું “તે ખુબ જ ડરતો હતો પણ તેને એ જાણવું હતુ કે युंही तुम मुझसे बात करती हो..या कोइ प्यारका इरादा है?”

“એટલે?”

” હા..કાલે આટલુ ચીઠ્ઠીમાં લખી તેણે નીલમને નોટમાં ચિઠ્ઠી આપી હતી.”

” યાર્! ગજબ રોમાંચીક વળાંક છે આતો….પછી?”

” પછી શું? તે તો ખબર નથી પણ નીલમ આજે તેને ઘેર જવાની હતી તેવા સમાચાર સુશીલ લાવ્યો..છે.”

વાત બરોબર જાણ્યાં વિના હવામાં તીર છોડવાનો મતલબ નથી.

” તો એ હીરો..વીણાને જ જઈને પુછી જોને…આ આવે છે.”

વીણા એકલી આવતી હતી અને તે પણ લીમડા તરફ એ જોઇને સૌમ્ય થોડોક ગુંચવાયો…

સૌમ્યને જોઇને વીણા કહે “નીલમે એક ચીઠ્ઠી સુનીલને આપી છે તે તેને મળી?”

સૌમ્ય કહે “સુનીલ આવ્યો ત્યારે કોઇ નહોંતુ અને અમે એજ ફીકરમાં છિયે..કે વાત શું છે?”

વીણા કહે ” નીલમની મમ્મીએ કહ્યું તેના પપ્પા મમ્મી સુનીલને ત્યાં જવાનાં છે ત્યાં સુધી રાહ જોવા તેણે ચીઠ્ઠીમાં કહ્યું છે.”

પ્રબોધ કહે ” વીણા તે ચીઠ્ઠી વાંચી હતિ? શું લખ્યુ હતુ તે અમને કહેતો જરા અમને પણ સમજ પડે કે હસવું કે રડવું.”

વીણા કહે ” ના મેં ચીઠ્ઠી તો નથી વાંચી પણ તે ખુબ ખુશ હતી. તેને સુરત જવુ નહોંતુ પણ આશામાસીની મમ્મીનો ફોન આવ્યો તેથી તે ગઈ છે અને સોમવારે પાછી આવી જશે તેમ કહેતી હતી…”

પ્રબોધ કહે ” ચાલો હવે સોગીયા મોઢા હળવા કરો અને સુનો મેરી દાસ્તાં…”

શૈલેશ અને સુશીલ વિચારતા હતા આ લોકો કેવા નસીબદાર છે..ભગવાન તેમને સફળ બનાવે…

વીણા અને સૌમ્ય નટરાજ થીયેટરમાં  તાજુ લાગેલું ચલ્ચિત્ર “મેરા નામ જોકર” જોવા ગયા.

સાંજ્ પડી ગઈ હતી.. સુરજ દાદા તેમનાં રાતા કિરણો વેરી રહ્યાં હતા ત્યારે મુંબઈ જતી ટ્રેનમાં સુનીલ મુંબઈ જતો હતો…..

@@@@(5)@@@@-સપના મર્ચંટ

વીણા અને સૌમ્ય પિક્ચર જોઈને બહાર આવ્યા.વીણા ધીરે ધીરે ગણ ગણી રહી હતી,અંગ લગજા બાલમા…સૌમ્ય મલકાયો.ધીમેથી વીણાનો હાથ લઈને દબાવ્યો. વીણાએ સૌમ્યને કહ્યુ -”લાગે છે હવે સુનીલ અને નીલમની વાતનો ફેંસલો આવી જશે.પ્રેમની જીત..થઈ..” વીણાએ ત્રાસી આંખે સૌમ્ય સામે જોયુ. સૌમ્ય ફરી મલકાયો.

રાત્રીના દસ વાગવા આવ્યા હતા. રસ્તો એકદમ સુમસાન હતો.રડ્યા ખડ્યા પિક્ચરમાંથી છૂટનારા જોડાઓ પોતની મસ્તીમાં હતા.આજે વીણા પ્રણયોન્માદમાં હતી. સૌમ્ય થોડો અચકાતો હતો.વીણાનું ઘર આવી ગયું.

મ્યુનીસીપાલટીની ઝાંખી લાઈટમાં બન્ને ક્યાંય સુધી ચુપચાપ ઊભાં રહે્યા.અડધો તુટેલો ચન્દ્ર વાદળની સાથે રમત રમી રહ્યો હતો. વીણાની લટ ઊડીને આંખ ઉપર આવી રહી હતી.સૌમ્ય ધીમેથી લટને હટાવી.પછી જરા નમીને વીણા ના કપાળને ચૂમી લીધુ.વીણા શરમથી ગુલાબી બની ગઈ,અને ગણ ગણી “હું તને ચાહુ છું.”સૌમ્યે આવેશમાં આવી વીણાને ગળે લગાવી દીધી.”હુ પણ તને ચાહુ છું.”

આજે બધાં બંધન તૂટી ગયાં.

 હૈયાની વાત હોઠે આવી ગઈ..

મિલનની પળ ક્ષણ ક્ષણ થઈ વહેતી રહી..

વીણાને થયુ મોડું થયુ છે. એ એકદમ સૌમ્યથી અલગ થઈ ગઈને કહ્યુ” કાલે મળીશુ.”

સૌમ્યે એનો હાથ પકડી રાખ્યો.

વીણાએ શરારતથી કહ્યુ”કેમ હવે શું થયુ?”

સૌમ્ય તોફાની અવાજમાં બોલ્યો “અભી ના જાઓ છોડકે..કે દિલ અભી ભરા નહી.”

વીણા હસતી હસતી ઘર તરફ વળી. સૌમ્ય ચાલવા માંડ્યો એના લીમડા તરફ.

બન્ને વિચારતા હતા,
“जो बात बरसो दिलमे दबाके रखी थी,
तेरे छुनेसे फिसल गई दिलसे एसे,
जैसे झिलकी मछ्ली फिसल जाती है हाथोसे.

સુશીલ, શૈલેશ અને પ્રબોધ લીમડે હતા. સૌમ્યને આવતો જોઇ પ્રબોધ બોલ્યો…

કહે ” સૌમ્ય.. થઈ ગયોને હીરો..કે પછી હજી છે ઝીરો?”

“હું તો યાર ક્યારે ઝીરો હતો?…હું તો હરદમ નો હીરો જ છુંને… યાર મઝા આવી ગઈ.. હવે તો કાલની સાંજ ક્યારે પડે તેજ ઇંતજાર છે..”

“એટલે શું થયું તે તો કહે..” સુશીલને બધુ જાણવાની ખુબ ઉતાવળ હતી..ત્યાં પ્રબોધ બોલ્યો જરા શાંતી રાખ એ બધુ કહેવા તો અહિં આવ્યો છે..પહેલે પહેલે પ્યારમાં એકરારની મઝા અને પછી સહેવી પડશે જુદાઈ ની વ્યથા”.

સૌમ્ય પ્રબોધને બહુ આદર થી જોઈ રહ્યો..”યાર સાચે જ તુ મનની વાત કહ્યા પહેલા જાણી લે છે”,

પ્રબોધ કહે – જ્યારે આગ બંને તરફથી સરખી લાગી હોય ..લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય ત્યારે ત્યારે મો ધોવા ના જવાય.. હા આ પ્રેમની ઉન્માદી ક્ષણો જિંદગીભરની મૂડી ત્યારે બને જ્યારે તે પ્રેમ લગ્નજીવનમાં પરિણમે…”

” હા પ્રબોધ્. હવે નાની મુલાકાતો આખી જિંદગી ની યાદો બને તેટલુ જ પુરતુ નથી..વીણાની સાથે આખી જિંદગી તેનો બનીને રહેવું મને ગમશે..”

‘અરે વાહ્! હીરો તુ તો સાચે જ પ્રેમરોગ લઈને બેસી ગયો..”

સુશીલ કહે-” પણ થીયેટરનાં એકાંતોમાં તમે કર્યું શું?

સુશીલની ઇંતજારી જોઇને પ્રબોધ બોલ્યો….”ભાઈ આપણે તો ટ્રૈલર જોવાનું..પીક્ચર તો માહીં પડ્યા હોયે તે માણે…તે કહે તેટલુ સાંભળવાનુ અને પછી..કલ્પનાનાં ઝુલે ઝુલતા રહેવાનું ”

સૌમ્યે પહેલી મુલાકાતની થોડીક વાતો કરી અને બધા ખુબ જ હસ્યા જ્યારે..અભી ના જાઓ છોડકે ની વાત કહી..સૌ આનંદમાં હતા અને ત્યાં સૌમ્યે પુછ્યું-

 ’સુનીલનાં શું સમાચાર છે?”

શૈલેશ કહે “તે તો મુંબઈ ગયો છે..અને અરવિંદભાઇ અને આશાબેન કાલે તેન ઘરે જવાના છે.”

“સોલ્જર  સમાચાર પાકા છે?”

“હા અરવિંદભાઇએ મને સુનીલનાં ઘરનો નંબર પુછ્યો હતો ત્યારે મે તે આપીને કહ્યું હતું કે સુનીલ તો મુંબઈ ગયો છે ત્યારે હસતા હસતા આશાબેન બોલ્યા ચાલો તે એક રીતે સારુ છે વડીલોને સંદર્ભો ઉકેલવા સરળ પડશે..”

સૌમ્ય કહે ” આ સારુ નથી થતુ દોસ્ત્..નીલમ સુરત છે સુનીલ મુંબઈ અને તેના પપ્પા મમ્મીને કંઇ ખબર નથી”

સુશીલ કહે મારી પાસે સુનીલનો મુંબઈનો ફોન નંબર છે અને નીલમનો સુરતનો…

ચાલો તો કાલે સવારે બંને ઠેકાણે વાત કરીને પરિસ્થિતિનો તાગ કાઢી લઈશુ..

પ્રબોધ કહે સંદર્ભો ઉકેલવામાં જોખમ તો બહુ છે અત્યારે વાત કરીયે તો?

“સુનીલ હજી ટ્રૈનમાં હશે…તે તો મળસ્કે ૪ વાગે પહોંચશે..”શૈલેશે ચિંતા યુક્ત અવાજમાં કહ્યું

(ક્રમશઃ)

@@@@(6)@@@@-અનીલ શાહ

બીજે દિવસે અરવિદભાઇ અને આશાબેન સુનીલને ત્યાં પહોંચ્યા ત્યારે સુનીલના પપ્પા અને મમ્મીને નવાઈ લાગી. આમ કોલોનીના વસવાટ દરમ્યાન જોયા તો હોય પણ કોઈ પ્રસંગ  વિના અચાનક આવ્યા તેથી ખચકાટ અનુભવ્યો. નીલમ ગઈ કાલે આવી ત્યારે પણ આવો જ અનુભવ થયો હતો. સુનીલની મમ્મીને થોડીક શંકા  થઈ કે સુનીલને વિષે કોઇ ફરિયાદ તો નહિ હોયને…
ઘરમાં આવીને બેઠા થોડી અલક મલકની વાતો કરી ચા પીતાં પીતાં અરવિન્દભાઈ બોલ્યા “નીલમ અને સુનીલ સાથે ભણે છે તેથી સુનીલ આગળ હવે શું કરવાનો છે તે જાણવામાં મને રસ હતો.”

સુનીલના મમ્મી કહે “પરિમલ તેને માટે પેપર તો કરે છે પણ મને એમ હતું કે બંને છોકરા ત્યાં રહેવા જાય તો અમને ઘડપણમા કોણ પાલવે?”
” ભણવામાં હોશિયાર છે તેથી મેં તો સુનીલ પર છોડ્યું છે ” સુનીલના પપ્પાએ બીજો સુર પુરાવ્યો.
આશાબહેન કહે “સુનીલ છે કયાં?”
સુનીલના મમ્મી કહે -”કાલે ફોન કરી મુંબઈ ગયો છે કોઈ ઇટરવ્યુ આપવા ગયો છે..મેં કહ્યું પણ ખરું કે હજી પરિક્ષા પતી નથી અને આ સામી પરિક્ષાએ આ શું નવું તૂત કાઢ્યું તો મને કહે મમ્મી આ કંપની સારી છે અને મને  તક મળી છે તો જઇ આવું..”
“સુનીલ સાથે વાત કરવી હોય તો ત્યાંનો કોઈ નંબર છે?” આશા બહેનનાં  પ્રશ્નથી હવે ચોંકવાનો  વારો સુનીલના મમ્મી પપ્પાનો હતો…
” સહેજ ફોડ પાડીને વાત કરો તો સમજ પડે.કાલે સવારે નીલમ અને વીણા આવ્યા હતા અને આજે તમે..  સુનીલે કંઈ કર્યું છે કે શું? “
“નારે ના આતો અમે ખેતીવાડી કોલેજમાં રહેવા જઈએ છે અને નીલમને તે ખબર નથી અને કંઈ કામ પડે તો…”


આખી દુનિયાની બીજી ત્રીજી વાતો કરીને છુટા પડ્યા ત્યારે બે વાતો નક્કી થઇ ગઈ હતી સુનીલનુ ઘર સારું અને અમેરિકા જવાની શક્યતા છે.
અરવીંદભાઈ એ જતા જતા સુનીલના પપ્પાને કહ્યું નીલમને પણ તેઓ અમેરિકા મોકલવા માંગે છે તેથી સુનીલનું જે યુનીવર્સીટી માં નક્કી થાય તેના વિષે જાણ કરજો અને આવતા જતા રહેજો.

સુનીલની મમ્મી માની નહોંતી શકતી કે નીલમના પપ્પા મમ્મી  કોઈ વાર નહિ તહેવાર નહિ અને ખાલી જાણવા આવ્યા હોય કે સુનીલ શું કરવાનો છે તે વાતનો કોઈ તાળો બેસતો નહોંતો.પણ મનો મન રાજી જરૂર થઇ કે નીલમની વાત કરવા આવ્યા હોય તોતો સુનીલના ભાગ્ય ઉઘડી ગયા…દેખાવે તો નીલમ બહુજ સુંદર છે પણ કયાં તે બ્રાહ્મણ  અને આપણે પટેલ..

આશાબેન ઘરે જતા જતા બોલ્યા મારી દીકરીને પણ આ જબરું  સુઝ્યું… અમેરિકા જવાનો અને સુખી જીવન જીવવાનો આ કેવો ટૂંકો રસ્તો સુઝ્યો. અરવીંદભાઈને આશાની વાતોથી ઉચાટ થતો હતો..પરિમલ તેમના મિત્ર નરેશની પુત્રી શિલ્પાને લગ્ન કરવાની વાત કરીને અમેરિકા ગયો હતો અને તેને જે રીતે ખબર છે તે પ્રમાણે તે તો ભણીને પાછો આવવાનો છે તે સુનીલને કેવી રીતે બોલાવે છે અને આટલે દુર દીકરીને નજરથી દુર કરવાનું તેમને ગમતું નહોતુ.. 

લીમડે અગિયારને ટકોરે સૌમ્ય બે સમાચાર લઈને આવ્યો નીલમના પપ્પા મમ્મી સુનીલને ત્યાં જઇ આવ્યા છે અને કોઈ ગરબડ થઈ નથી વીણા નીલમને સંપર્ક સાધવા માંથી રહી છે … સોલ્જર બંધુ આમતો જોડિયા ભાઈઓ જેમાં શૈલેશ દસ મિનીટ નાનો પણ સુશીલ કરતા વધુ વહેવારીયો .
થોડીક વાતો થઇ અને બોલ્યો
“આ સુનીલ પાચ મિનીટ રોકાયો હોત તો તેને બધુજ સમજાવી દીધું હોત..”
શૈલેશ કહે “બધું એટલે?”
“લોઢું જ્યારે ગરમ હોય ત્યારે ગામ બહાર ના જવાય.”
શૈલેશ કહે ” ચીઠ્ઠીમા શું લખ્યું છે એટલું વીણા ને કહ્યું હોત તો પણ આ દ્વિધા ના રહેત.”
પ્રબોધ બંને ભાઈઓની વાત અને ચિંતા સમજે છે અને કહે છે
“રહસ્ય મારા દોસ્ત રહસ્ય.. સોનું જેટલું તપશે તેટલું વધારે નીખરશે…”


આ બાજુ તપતું સોનું એટલે કે સુનીલ મહાલક્ષ્મીના દરિયા કિનારા ઉપર પછડાતા દરિયાની મોજાંને જોતો અને પ્રભુને એક જ પ્રશ્ન પુછતો હતો.. આ જવાબ હા નથી અને ના પણ નથી તો જવાબ શું છે.
એક વખત તો તેને દરિયામાં કુદી પડું તેવું થઇ ગયુ…કદાચ જો ના હોય તો કેમ જીવાશે આટલી લાંબી જિંદગી..પણ ફરીથી એજ વાતો મનમાં પડઘાતી..સુનીલ મને તારા દરેક કાર્યો ગમે છે તેમજ આ પ્રશ્ન પણ ગમ્યો છે. મે આ રીતે કદી વિચાર્યુ નથી…I like you but……

 આ બટ મને પાગલ કરે છે…બટ કેમ્. તેને કટ કર ઓ નીલમ તેને કટ કર્…તીવ્રતાથી બુમો પાડી પાડીને ગગન ગુંજાવી દેવાની તીવ્ર ઇચ્છાને તે દબાવવા ગયો પણ આંખો આંસુઓ થી ભરાઈ ગઈ. તેની પીડાઓને વાચા આપતો હોય તેમ રેડીઓ ગુંજતો હતો..

ऐसा क्या गुना कीया के लुंट गये तेरी महोबतमे

तडप तडप के इस दीलसे आह नीकलती रही…

@@@@(7)@@@@-પ્રભુલાલ ટાટરીયા

લીમડેથી આવ્યા બાદ પોતાને પ્રેમગુરૂ માનતા પ્રબોધનું મન ચગડોળે ચડી ગયું હતું. સૌમ્ય અને વીણાનું તો હવે પાકું જ છે અને આ નીલમ અને સુનીલનું પણ કદાચ પાકું જ થઇ જાય તો મારે શું કરવું?લગ્ન નક્કી થાય તો હનિમુન માટે બધા મિત્રો સાથે જ જાય તો આનંદ બેવડાઇ જાય. પ્રબોધ વિચારે ચડી ગયો કે,પ્રિયા કે સુપ્રિયા એ ગડમથલમાં તેની આંખ સહેજ મળી ગઇ.એકાએક તેને તરસનો અનુભવ થયો અને પાણી પીવા કિચન તરફ જતો હતો ત્યારે મમ્મીનો અવાજ સંભળાયો

“કહું છું સાંભળો છો?”

“હા..બોલ!!”

“આજે પ્રબોધનો રૂમ સાફ કરતાં એના રૂમમાં ચોપડા વચ્ચે એક ડાયરી મળી.બધુ બરોબર ગોઠવતાં મારા હાથમાંથી પડી ગઇ”

“હાં…તો???”

“એમાંથી મને બે છોકરીના ફોટા મળ્યા”

“ફોટા????..કોના???”

“એકતો પેલી સુપ્રિયાનો હતો અને બીજો કોનો છે ખબર નથી”

“હં…..”

“સુપ્રિયા તો દેખાવડી છે અને બીજી પણ ઓછી નથી”

“મતલબ કે કંઇ છાનગપતિયા કરે છે”

“તો????”

“મને આવા વેવલા વેડા પસંદ નથી”

“પણ આપણે એને પુછી લઇએ તો?”

“કંઇ જરૂર નથી.આ બધા ક્ષણભરના આવેગ છે,સાચા રંગ તો પનારો પડે ત્યારે ખબર પડે”

“પણ આ સુપ્રિયા તો આપણી સોસાયટીમાં જ રહે છે”

“હા…તો?”

“કહો તો આજુબાજુ તપાસ કરાવું?”

“કહ્યુંને કંઇ જરૂર મને દિનકરભાઇની દિકરી અદિતી માટે માંગુ આવ્યુ છે તો  બીલીમોરા જઈને પ્રબોધને અદિતી બતાવી દઉ-

“અદિતી…..”

“હા…રાત બહુ થઇ ગઇ છે સુઇ જા”

      મિત્રો પર પ્રેમગુરૂના પ્રભાવ પાથરવાનો અભિનય કરનાર આ નાટકિયા પ્રબોધનું ઘરમાં કાંઇ ઉપજ્તું નહોતું.એ વાત સૌ મિત્રોને અજાણ રાખવામાં સફળ થયેલ આ અભિનેતા પર તો માવિત્રોના શબ્દો સાંભળીને વિજળી પડી હતી.તારામૈત્રક જ હતું પ્રિયા અને સુપ્રિયા સાથે ઍનાથી વિશેષ કંઇ નહી.આ બન્ને સાથે પ્રણયફાગ તો ખેલાયા ન્હોતા કંઇક કર પ્રબોધ કંઇક કર નહીતર પ્રેમગુરૂના પદને લાંછન જ લાગશે અને પેલા સૌલજરબંધુઓ…..ઉફ હવે પોતે પ્રચલિત કરેલ जो हां कहे उसे छोडना नही और जो ना कहे उसे छुना नही क्या..ઉક્તિને આખરી ઓપ આપવાનો, સાર્થક કરવાનો સમય પાકી ગયો છે.

     બીજા દિવસે નાટકના રિહર્સલ દરમ્યાન એક સંવાદ “હું આખી જિન્દગી તમારી  સખી થઇને રહી શકું?” નાટકના એક સંવાદ તરીકે સાહજીક બોલાયેલા પ્રિયાના આ શબ્દોમાં પ્રબોધને પ્રિયાનું ઇજન દેખાયું.સંવાદ બોલતી પ્રિયાને “તથાસ્તુ” કહીને પ્રબોધે ખભેથી પકડીને જકડીને પોતાના અંગ સરસી ચાંપી અને પ્રિયા કે ડાયરેક્ટર પાઠક કંઇ સમજે તે પહેલાં તો પ્રબોધના હાથ અડપલુ કરી ગયા.

              “કટ કટ કટ….”ડાયરેક્ટર પાઠક ના શબ્દો સાથે જ

“છટ…પ્રબોધ આ શું કરે છે…..?”કહી પ્રિયાએ પોતાને છોડાવવાની કોશીશ કરી પણ મદહોશ થયેલ પ્રબોધ તેણીને જકડવા મથ્યો અને અને પ્રિયાએ પોતાને છોડાવીને પ્રબોધને ગાલે એક લાફો મારી દીધો અને પગ પછાડીને

“હું હવે આ પછી નાટકમાં કામ નહી કરૂં”પાઠકને કહી આંસુ ભરેલી આંખે જતી રહી. સહકલાકરો આ બધું જોઇ સ્તબ્ધ થઇ ગયા.પ્રબોધને પોતાની ભૂલનું ભાન થયું ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું.પાઠક માથું પકડીને બોલ્યા

“સત્યાનાશ…….”

“સોરી પાઠક સાહેબ….”કહી પ્રબોધ પાઠકના પાસે બેસીને તેમના ગોઠણ પકડી લીધા.

“શું સોરી નવસારી અને સુરતમાં આ નાટકના પ્રયોગો થવાના હતા,ખબર છે તારા લીધે કેટલી બદનામી અને નુકશાની થશે તેનો અંદાઝ છે??????પાઠકના પેક-અપ શબ્દો પડતા પાઠક અને સહ્કલાકારો બહાર નીકળી ગયા. 

પ્રબોધ કેટલીવાર સુધી શુન્યમનસ્ક બેઠો રહ્યો થોડીવારે એ પરાજીત પ્રેંમીએ ઢીલા પગે ઘરની વાટ પક્ડી.રસ્તામાં પડ્તી સોફ્ટડ્રીંક્ની આડમાં બિયર વેંચતા મહમ્મદની દુકાનેથી બે ડબ્બા બીયરના લઇ લીધા. ઘેર આવ્યો ત્યારે ઘેર કોઇ ન્હોતું એટલે તેને થોડી ધરપત થઇ.ફ્રીઝમાંથી આઇસટ્રે કાઢીને એક મોટા મગમાં આઇસક્યુબ નાખીને બીયર રેડ્યું.અર્ધો મગ પિવાયો હશે ત્યાં બારણાંમાં સુપ્રિયા દેખાઇ.

“આવ સુપ્રિયા…..” કહી પ્રબોધે સુપ્રિયાનો હાથ પકડી લીધો અને પાસે ખેંચી.

સુપ્રિયા સોફાના હેન્ડલ પર બેઠી ને પુછ્યું

“આ શું તું બીયર પીએ છે?????” પારસદર્શક મગમાંનું પ્રવાહી પારખીને કહ્યું

“અરે નહી….આ તો જવનું પાણી છે બે ઘુંટ તું પણ ભરીલે”પ્રબોધે તેના હોઠે મગ અડાડયો

“છ્ટ મારે નથી પીવું”કહી  તે જવા લાગી તો પ્રબોધે તેણીનો હાથ પકડી પોતા તરફ ખેંચતાં કહ્યું

“अभि ना जाओ छोडकर अभि तो दिल भरा नही……”સુપ્રિયાએ તેની આંખમાં રમતા વાસના ના સાપોલિયા જોયા અને તેણી હાથ છોડાવવા મથી ત્યારે પ્રબોધને સુપ્રિયામાં પ્રિયા દેખાઇ એટલે તેણે તેણીને વધુ પાસે ખેંચી.

“છટ મુક મને તું ભાનમાં નથી……”પણ પ્રબોધની પકડ ઢીલી ન થતાં એક ઝાટકો મારી પ્રબોધને ધક્કો મારીને જતી રહી.પ્રબોધને હવે ભાન થયું કે આ શું થઇ ગયું.

“જાવ જન્હમમાં તમે બંને…”કહી બાકીનો બિયર એક જ શ્વાસે ગળામાં ઠાલવ્યું

“મારી સગલીઓ પહેલાં પ્રેમના ઇજન આપે છે અને પછી સતી સાવીત્રીના ઢોંગ કરે છે”કહી પ્રબોધે બીજું કેન ખોલ્યું અને ખાલી મગમાં આઇસક્યુબ નાખીને ફરી ભર્યું. ક્યારે બે ડબ્બા પિવાઇ ગયાને ક્યારે એ સોફાપર ઢળી પડ્યો તેનું તેને ભાન ન રહ્યું

               બહારથી આવેલા અશોકભાઇ અને અલકાબેન બારણાં ખુલ્લા જોઇ બુમ પાડી

“પ્રબોધ….!!!!!!”  

        કંઇ જવાબ ન મળ્યો એકએક અશોકભાઇની નજર સોફાપર પડી.બેહોશ પ્રબોધ અને ટીપોય પર પડેલા બે બિયરના ખાલી ડબલા આઇસક્યુબની ટ્રે અને ખાલી મગને ઘડીભર જોઇ રહ્યા

“આ…આ…જો અલકા તારા નંગના પરાક્રમ નાટકિયો તો હતો જ બસ આ જ વાતની ઓછ હતી…..”ટીપોય તરફ આંગળી ચીંધતા આશોકભાઇએ ગુસ્સા ભરેલા અવાઝે બોલ્યા.

“હાય રામ આ તેને શું સુઝ્યું….!!!!!”અલકા બેન બધું ભેગું કરતાં બોલ્યા

“હવે ઝાઝો ટાઇમ ગુમાવવાની જરૂર નથી,બીજું કંઇ અજુગતું કરે અને વાત વાયરે વહેતી થાય એ પહેલા જ હું કાલે દિનકરભાઇ સાથે વાત કરીને આ નંગને સમયસર થાળે પાડવાની વ્યવસ્થા કરૂં છું …..નાલાયક ક્યાંનો! કહી અશોકભાઇ જતાં રહ્યાં.

               પથારીમાં પડયા બાદ બન્નેમાંથી કોઇ કંઇ બોલ્યું નહી પણ આખી રાત પાસા ઘસતાં ખુલ્લી આંખે વિતાવી.

@@@@(8)@@@@-સપના મર્ચંટ

સૌમ્ય અને વીણા રોજ ના રુટીન પ્રમાણે  સાંજ ના સમયે મળ્યા.

સૌમ્ય હાથમાં નાનુ કેકટસનું કુંડુ લાવ્યો હતો..કેકટસ ઉપર રાતુ કેકટસ્નું એક ફુલ હતુ. અને તે બોલ્યો

“વીણા આ મારું રાતુ ગુલાબ તને આજ સાંજ ની ભેટ”

વીણાએ સૌમ્યને કહ્યુ” સૌમ્ય! ક્યારે ગંભીર થઈશ”

સૌમ્યએ હસીને કહ્યુ”હુ ગંભીર જ છું.”
 ’આ કેકટસ છે ગુલાબ નથી.”વીણા બોલી.
“મને ખબર છે તેથી તો તને આપ્યું છે.”

“સૌમ્ય્ મને તો આ તારી વાત કોયડા જેવી લાગે છે..”

“થોડો વિચાર કર્..ગુલાબ લાલ હોય છે “

‘હા’

તેને કાંટા હોય છે? “

“હા”

“ગુલાબ આપવાનો રિવાજ કેમ પડ્યો અને કેક્ટસ આપવાનો રિવાજ કેમ ન પડ્યો જરા કારણ કહે.”

“પુરુષ કાંટા જેવો હોય તો પણ તેના કાંટા નહી જોવાના પણ તેનું રાતુ ધબકતુ હ્રદય જોવાનુ…”

” અરે વાહ રે રાજ્જા તુ તો સરસ કવિતા બનાવી ગયોને..”

પ્રેમ માં પહેલ કવિ બને અને પછી પાગલ એતો ખબર છે ને?”

” હા તો?”

હવે બીજું પગથીયુ…લગ્ન..

“એના માટે આપણે આપણા માબાપને જણાવવું પડશે.”
“હું મારાં મમ્મી પપ્પાને તારે ત્યાં મોકલીશ તારો હાથ માંગવા.”સૌમ્ય હસ્યોને અને ફરી બોલ્યો”તને આખે આખી માંગવા.”
વીણા શરમાઈ ગઈ.”જો સોમુ,લાડથી બોલી,”જો હું તારા મમ્મીપપ્પાને પસંદ ના પડી તો? અથવા મારા મમ્મી પપ્પાએ ના પાડી તો?”

“તો હું તને પૃથ્વી રાજની જેમ ભગાડીને લઈ જઈશ.”સૌમ્ય ખડ્ખડાટ હસ્યો.

સપનામાં ખોવાઈને બેસી રહેવું એક પ્રેમનો લહાવો છે.શબ્દો જે વાત કરી નથી શકતા,એ વાત મૌન કરી દે છે.

સાંજ હવે લીમડે જવાને બદલે ગાંધી પાર્કમાં વહેતી હતી અહીં પણ લીમડો હતો.. પન બહુ ચહલ પહલ નહોંતી લીમડા ઉપર પક્ષીઓ મધુર ગીતો ગાય રહ્યા હતા.ઠંડી હવાની લહેરખી વીણાનો દુપટો લહેરાવતો હતો.સાંજ ના લાલ પ્રકાશમાં વીણા ખૂબ જ સુંદર લાગી રહી હતી.સૌમ્યનાં હાથમાં વીણાનો હાથ હતો.દૂર રેડિયો ઉપર મુકેશનું ગીત વાગી રહ્યુ હતું”हाथोमें पीया तेरा हाथ रहे..जीवनमे पीया तेरा साथ रहे…”
“હા, હવે મારાથી પણ તારાથી દૂર રહેવું મુશ્કેલ છે.”વીણા લાગણીવશ થઈને બોલી.
સૌમ્ય બોલ્યો”મેડમ, અભી તો ઈશ્કકે ઈમ્તેહા ઔર ભી હૈ.”

“એટલે?”

તુ બહુ શરમાયા ના કર્. હું સ્વજન થી પણ આગળ સાજન થવા મથુ છું અને આ શું પપ્પા મમ્મી ની વાતો લઈને તુ બેઠી છે.

“આ મારા પ્રશ્ન નો જવાબ નથી”

‘પ્રેમ સફળ થવો એકરાર થવો અને સાથે સાથે રહેવાની સોગંદ ખાધી તેથી વાત પુરી નથી થતી..હા એક રસપ્રદ તબક્કો શરુ થયો..મારે ભણી ને નોકરી શોધવાની પગભર થવાનું અને તને ગમતુ સુંદર ઘર આપવાનું. તુ તેને સજાવ અને ગા મહેલોકી રાની હું મૈ..વગેરે વગેરે ઘણી ઇમ્તેહા બાકી છે..”

થોડી વાર રહી ને વીણા ફરી બોલી “મારા પપ્પા અને તુ લગભગ એક સરખી વાતો કરો છો”

અરે યાર રાજેશ ખન્ના કે રાજેન્દ્ર કુમાર સાથે સરખાવને ક્યાં તારા પપ્પા સાથે સરખાવે છે?

‘એ મારી મમ્મીને કેવી રીતે કેટલા દુનિયાનાં સુખો અપાવુ તે જ વિચારત હોય છે..અને તુ પણ મને એમની જેમ જ કહે છે કે મહેલોકી રાની હું મૈ..ગા..”

જો વીણા પ્રેમનું નામ જ છે આપવું..જે પ્રેમ હક્ક કરે ફરજો બતાવે તે પ્રેમ નહી વહેવાર્..”

સૌમ્યની વાતો વીણાને મંત્રમુગ્ધ કરતી રહી…સાંજ ઢળતી રહી…

માથે આવતી પરિક્ષાઓ માટેની તૈયારી કરવાનાં નિર્ણય સાથે તેઓ મહાદેવ તરફ જવા નીકળ્યા…

@@@@(9)@@@@-પ્રભુલાલ ટાટરીયા

બીજા દિવસે તૈયાર થતા અશોકભાઇએ બુમ પાડી 

“અલકા ઓલા કપાતરને ઉઠાડ અને કહે જલ્દી તૈયાર થઇ જાય એટલે પહેલી ગાડીમાં બિલ્લીમોરા જઇને દિનકરભાઇ સાથે જઇને આજેજ વાત પાકી કરી આવું બન્ને એક બીજાને જોઇ લે એટલે આ અઠવાડિએ ચાર ફેરા ફેરવી લઇએ शुभ्रस्य शिघ्रम्

     પ્રબોધ તૈયાર થઇને નીચે આવ્યો એટલે બાપ દીકરો બસસ્ટેશનના રસ્તે પડયા. 

             રોજના સમયે બસ આવી રોજના નિયમ પ્રમાણે એક સીટમાં સુશીલ અને સૌમ્ય ગોઠવાયા બીજીમાં સૌલજર બંધુઓ ,વીણા,અને સુપ્રિયા પાછલી સીટમાં ગોઠવાઇ એક પ્રબોધ દેખાયો નહી.સૌલજર બંધુમાંથી વાચાળ સુશીલે સુપ્રિયા તરફ જોતાં કહ્યું

“કેમ આ જે આપણાં પ્રેમગુરૂ દેખાયા નહી?” સુપ્રિયાએ કોઇ પ્રતિભાવ ન આપ્યો એટલે એણે સૌમ્ય તરફ જોયું સૌમ્યે પણ જવાબમાં ખભા ઉલાડયા.

“સુપ્રિયા તારો હીરો ક્યાં છે….???”તેણીએ પણ જવાબ ન આપ્યો.એટલે સૌલજર બંધુ એક બીજા સામે પ્રશ્નાર્થે જોયું

“કમાલ છે કોઇને ખબર નથી…”સૌમ્ય બધા તરફ જોતાં કહ્યું

“હવે મુકને પંચાત…”સદા શાંત રહેતા શૈલેષે કહ્યું

           ક્લાસમાં વીણા  ખુશ જણાતી હતી.પ્રિયા અને સુપ્રિયા એક બીજા સામે જોયું પ્રિયાએ સુપ્રિયાને તાસ પુરો થતાં બારણાં તરફ ઇશારો કર્યો અને બન્ને કેન્ટીનમાં ગયા. સદા કેન્ટીનરૂમમાં વચ્ચો વચ્ચ બેસનારી બન્ને સખીઓ એક ખુણાની ટેબલ પાસે ગોઠવાઇ.બન્ને માંથી કોણ વાત કરે તેની ગડમથલમાં એક બીજા સામે તાકી રહી.પ્રિયા અને સુપ્રિયાને બહાર જતી જોઇ વીણા ને વ્હેમ ગયો કે,કશુંક તો છે એટલે બન્ને કેન્ટીનમાં પાછળ પાછળ જ આવી.ખુરશી ખેંચી બન્ને તેણીઓ સાથે જોડાઇ ત્યારે વીણાએ વાત ઉપાડી

“સદા હાસ્ય વેરતી સખીઓ વાત શું છે???”

“……..” પ્રિયા અને સુપ્રિયા એક બીજા સામે જોવા લાગી જાણે કહેતી હોય તું શરૂઆત કર્.

“પ્રિયા તું કહે પ્રબોધથી કંઇ બોલાચાલી થઇ????”કહી વીણાએ પ્રિયાનો હાથ પકડી લીધો. પ્રિયાના ગળે બાઝેલો ડુમો આંખો માં ઉભરાયો.નીલમે પાણીનો ગ્લાસ આપતાં પ્રિયાની પીઠ પસવારી.

“કાલે રિહર્સ્લમાં પ્રબોધે જે કર્યું બધા વચ્ચે એ કહેતા પણ શરમ આવે છે….”

       પ્રિયાએ જ્યારે અથ થી ઇતિ સુધી બધી વાત કરી ત્યારે વીણાની આંખો પહોળી થઇ ગઇ પણ સુપ્રિયાની આંખ ભીની થઇ ગઇ.

“બાપરે…..!!!!!આટલી બધી નફ્ફટાઇ??? ” વીણાએ કહ્યું

“તેણે ક્યાં ક્યાં હાથ ફેરવ્યો એ કહેતા પણ શરમ આવે છે”આંખ લુછતા પ્રિયાએ  કહ્યું

એકાએક વીણાનું ધ્યાન સુપ્રિયા તરફ ગયું એટલે સુપ્રિયાનો હાથ પક્ડી પુછ્યું

“તને શું થયું તું કેમ ઉદાસ છે????????” 

“કાલે હું પ્રબોધને ઘેર ગઇ હતી …..”અને સુપ્રિયાએ અતઃ થી ઇતી સુધીની બધી વાત કરી.

“અરે..આ તો હદ થઇ ગઇ….”કહી વીણાએ સુપ્રિયાને પાણી પાયું.

“આમાં કંઇ થઇ જાત તો હું તો માવિત્રોને મોઢું બતાવવા લાયક ન રહેત”

વીણા ઉઠીને કોફીનો ઓર્ડર આપી આવી.

     કોફી પિવાઇ ગઇ ત્યાં સુધીમાં પ્રિયા અને સુપ્રિયા સ્વસ્થ થઇ ગઇ હતી એટલે ત્રણે સખીઓ હળવીફૂલ ક્લાસમાં પ્રવેશી.

 00000

    બિલ્લીમોરામાં બન્ને માવિત્રોએ વાત પાકી કરી નાખી અને અશોકભાઇને આ અઠવાડિયામાં જ સારૂ મૂહુર્ત જોવડાવી ને જાણ કરવા કહ્યૂ.નક્કી થયું કે સવારના વેવિશાળની વિધી કરવી અને સાંજે મંગળફેરા અને બાપ દીકરો પાછા નવસારી આવતા રહ્યા.આમતો અદિતી દેખાવડી હતી અને ન હોય તો પણ અશોક્ભાઇ પાસે પ્રબોધનું કંઇ ઉપજે તેમ ન્હોતું.

    કોલેજ છુટ્યા બાદ વિણાએ સૌમ્યને પ્રિયા અને સુપ્રિયા સાથે શું થયું તેની વાત કરી.સાજે બધા લીમડે ભેગા થયા. સૌમ્યે સૌલજર બંધુઓને બધી વાત કરી ત્યારે બન્નેના મ્હોં ખુલ્લા રહી ગયા

“બાપ..રે…આવું બધું..પ્રબોધે અને તે પણ પ્રિયા અને સુપ્રિયા સાથે?”શૈલેષે કહ્યું

“હું તો જાણતો જ હતો અને કહ્યું પણ હતું કે બે ઘોડાની અસ્વારી એક દિવસે તેને હેઠે પાડશે.. પડ્યોને ઉધેકાંધ…મોટા પ્રેમગુરૂનો ફાંકો ફૂટી ગયોને…?”

બધા ચૂપ રહેજો.. જોઇએ એ કેવી બડાઇ મારે છે” સૌમ્યે દૂરથી પ્રબોધને લીમડા તરફ આવતો જોઇને બધા તરફ નજર કરી અને સૌએ માથું હલાવી સંમતી આપી.પ્રબોધે આવીને બેઠો.

“કેમ પ્રેમગુરૂ આજે બસમાં ન દેખાયા?”સૌમ્યે પુછ્યું

“ભાઇ બાપુજી સાથે બિલ્લીમોરા ગયો હતો”

“કેમ એકાએક બિલ્લીમોરા સૌમ્યે પુછ્યું

“ભાઇ આપણા લગ્ન પાકા થઇ ગયા”પ્રબોધે ખુશખુશાલ સ્વરમાં કહ્યું

“શું વાત કરે છે…યાર કોના સાથે? પ્રિયા કે સુપ્રિયા કોણ વરમાળા પહેરાવશે?”સૌમ્યે પુછ્યું

“અદિતી…..”

“અદિતી?..કોણ અદિતી?”

બિલ્લીમોરાવાળા દિનકરભાઇની દીકરી”

“તો પછી આ પ્રિયા અને સુપ્રિયાનું શું થશે? સૌમ્યે  પુછ્યું

“અરે..એ..બોથ આર જસ્ટ એ ફ્રેન્ડ્સ યુ સી…?”

“અરે…હા તારા નાટકનું શું થયું? સૌમ્યે પુછ્યું

“એ તો લગભગ પુરૂ થવામાં છે.આજે એક જ ટેકમાં સીન પતી ગયો એટલે પાઠ્ક સાહેબ તો ખુશ   થઇ ગયા મને કહે વેલડ્ન પ્રબોધ કીપ ઇટ અપ.પેક-અપ. પછી પ્રિયાએ કહ્યું આ નાટકની આડમા પ્રેમ બહુ થઇ ગયો હવે આપણે પરણી જવું જોઇએ.મેં કહ્યું માવિત્રોની મરજી જાણ્યા વગર એ શક્ય નથી તો પ્રિયા એ શું કહ્યું ખબર છે?”

“તું કહે નહી ત્યાં સુધી કેમ ખબર પડે સૌમ્યે ઉત્સુક્તા દર્શાવતા કહ્યું

“તેણી કહે આપણા નાટકનો શો સુરતમાં થાય ત્યારે આપણે કોર્ટમેરેજ કરી લઇએ બોલ”

“પછી????”સૌમ્યે પુછ્યું

“મેં કહ્યું જોઇશું…”

“હં….”

“કાલની પળ એન્જોય કરવા માટે મેં મહમ્મદ પાસેથી બિયરના બે ડબ્બા લીધા”

“તું બિયર પીએ છે?અને મહમ્મદ બિયર વેંચે છે?????” સૌમ્યે આશ્ચર્ય દર્શાવતા કહ્યું

“હા ક્યારેક એન્જોય કરવા પણ મહમ્મદ બધાને નથી આપતો” પ્રબોધે પોરશાઇને કહ્યું

“આ અશોકભાઇ જાણે છે???”

“ના એ તો એકાંતમાં જ માણી શકાય અને કાલે એકાંત મળી ગયું ઘેર કોઇ પણ ન્હોતું”

“વાહ્!આ તો વણમાગ્યું મળ્યુ કેમ્?”શૈલેશે કહ્યું

“આરામથી મગમાં આઇસક્યુબ નાખ્યા બિયર રેડ્યું અને હોઠે અડે તે પહેલાં સુપ્રિયા આવી….”

“સુપ્રિયા તારે ઘેર આવી શું કરવા…?”

“ખબર નથી પણ મગ માં બિયર જોઇને એ તો ગેલમાં આવી ગઇ આવ બિયર અને હું કંઇ કહું તે પહેલા વીલ યુ બીલીવ ચાર સીપમાં તો મગ ખાલી શું ડેરીન્ગ છે યાર હું તો જોતો રહી ગયો અને એ તો તરત જતી રહી.મેં પુછ્યું પણ એતો હસીને જતી રહી”

“યુ રાસ્કલ સાલા જુઠ્ઠા હજુ કેટલું જૂઠ ચલાવીશ સાલા લંપટ???”સદા શાંત રહેતો શૈલેષ જ્વાળામૂખી ફાટ્યો હોય તેમ બરાડી ને તેણે પ્રબોધનું કોલર પકડીને ઊભો કર્યો.

“જૂઠ્ઠૂ…શું જુઠ્ઠૂ…તું શે..શે..ની વા..ત ક..ક્..રે છે હું સ…સ..મજ્યો નહી”પ્રબોધે થોથવાતા બોલ્યો.પ્રબોધ શૈલેષનો આ રૂપ જોઇ ડગાઇ ગયો અને કોલર છોડાવીને અજાણી શેરીમાં આવેલો કુતરો જેમ સરકે તેમ હળવે હળવે સરકવા લાગ્યો

“ઊભો રહે હરામ્ખોર જાય છે ક્યાં તારા લંપટપણાની અને પલાયનપણાની અમને ખબર છે…”શૈલેષ ગર્જ્યો

 અમે સૌ શૈલેષનું રૌદ્ર સ્વરૂપ  અને પગમાં પુછડી નાખી ભાગતા પ્રબોધને  જોઇ રહ્યા અને જરાવારમાં અટહાસ્યથી લીમડાનું વાતાવરણ ગુંજી રહ્યું.

@@@@(10)@@@@-અનીલ શાહ

મુંબઈનાં રેડીયો સ્ટેશન ઉપર કવિયત્રી સપના મરચંટ તેમની કવિતા તું નહીં સમજે રજુ કરી રહ્યાં હતા

 વ્યાકુળતા મારાં દિલની તું નહીં સમજે,

વિહ્વળતા મારાં દિલની તું નહીં સમજે.

સાગર સુધી પહોંચ્યા નહીં ,સુકાયા વચ્ચે,

વ્યથા સરીતાના જળની તું નહીં સમજે.

સુનીલને સપના મર્ચંટનુ આ રેડિયો કાવ્ય ગમ્યું .ખરેખર તેના મનને “બટ” નો ભાર લાગતો હતો…તેના રમતીયાળ્ મનમાં હવે એકલી વેદનાઓનાં તોફાનો ઉઠતા હતા..તેનુ મન તેને વરંવાર કહેતુ હતુ કે જો આને ગમ ગણતો હોય તો તેને ભણતરમાં ડુબાડી દે..પરિક્ષાનું છેલ્લુ વર્ષ છે તારું જીવન તારુ એકલાનું નથી  તુ માબાપનું સ્વપ્ન છે તારી જિંદગીમાં નીલમ આવશે તો ઘર મહેલ થશે પણ નહી આવે તો અત્યારે જે છે તે પણ જશે તે કલ્પના પાગલપન છે. સંવેદનાઓનાં આઘાત્ને જીરવવા આમ “રણ”થી દુર જતું રહેવું તે બેવકુફી છે. ભણતર બગાડી નીલમના જવાબની રાહ જોતા બેસી રહેવું તેને યોગ્ય ન લાગ્યુ.

ઘરે ફોન કર્યો અને મમ્મી બોલી અરવિંદભાઇ અને આશાબેન આવ્યા હતા અને પુછતા હતા તુ કઈ યુનીવર્સીટીમા ભણવા જવાનો છુ? ત્યારે સુકાતો આશાનો છોડ ફરીથી નવ પલ્લવિત થતો લાગ્યો…

બે દિવસની વ્યથા ભગવાને સાંભળી હોય તેમ લાગ્યું.. અને ફરીથી નીલમ મળશે તે આશામાં તેનો મનમયુર થનગનવા માંડ્યો. બે દિવસ લીમડે મચેલી હલચલ જાણવા તે આતુર થઈ ગયો.બહુ શાંતિ થી વિચારતા તેને લાગ્યુ કે જો નીલમ અત્યારે કોઇ જવાબ આપવા ન ઇચ્છતી હોય તો જવાબની ઉતાવળ ન કરવી તેમાં જ ડહાપણ છે. આ માથે પરિક્ષાનાં દિવસો છે. સાંજની વળતી ગાડીએ સુનીલ નવસારી જવા કટીબધ્ધ થઈ ગયો… 

 આ બાજુ સુરતમાં નીલમની નાનીને સારુ લાગતુ હતુ તેથી નીલમ સોમવારે સાંજની ગાડીમાં પરત રવાના થઈ. તેને મમ્મીને મળવાની તાલાવેલી હતી.

નવસારી સ્ટેશને મોડી સાંજે જ્યારે ગાડી આવી  ત્યારે નીલમની નજર ગણેશ ઉપર પડી.. એ રોડ રોમીયો મોમાં તમાકુનું પાન અને વીખરાયેલ વાળ સાથે તેની રાહ જોતો હતો. નીલમે ઝડપથી રસ્તો બદલ્યો અને તે પાછી ટ્રેનમાં બેસી ગઈ.તેનુ હૈયું ધબક ધબક કરતું હતું. તેની પાછળ પાછળ તે પણ આવ્યો.નીલમ ભયભીત દશામાં ફરી બીજી બાજુ ઉતરી ગઈ.. ટ્રેન ચાલુ થઈ ગઈ હતી અને ગણેશ પણ્ તેની નજીક ફરી ઉતર્યો..મુંબઈથી આવેલી બીજી ટ્રેનમાં નીલમ ચઢી ગઇ.અને ઝડપથી બીજી બાજુનાં પ્લેટફોર્મ ઉપર ઉતરી ગઈ. ગણેશ પાછળ પાછળ આવતો હતો..અને તે એકદમ અચકાઇ ગયો નીલમને તો ગભરામણમાં સુનીલ દેખાયો નહીં પણ ગણેશે સુનીલને જોઈ લીધો

એક પારસી કપલની  સાથે સાથે પ્લેટફોર્મ ઉપરથી ઓવરબ્રીજ ઉપર નીલમ ચઢી ગઈ. સુનીલ બીજી બાજુ પગથીયા ઉતરતો હતો ત્યારે નીલમે તેને જોયો અને બુમ પાડી સુનીલ્….સુનીલને તો કલ્પના પણ નહીં કે આટલી મોડી રાત્રે નીલમ આવી ભયભીત દશામાં મળશે. તે થોડોક ચોંક્યો અને નીલમ તુ અહિં અત્યારે?નીલમે દોડીને સુનીલનો હાથ પકડી લીધો..તેના હાથની કંપારી સુનીલને પણ કંપ આપતી હતી. સુનીલે પુછ્યુ “શું વાત છે નીલમ? તુ ગભરાયેલી કેમ છે?”

“પેલો લબાડ ગણેશ અત્યારે મારી પાછળ પડ્યો છે”

સુનીલે તેના કંપતા હાથને મજબુત રીતે પકડીને કહ્યું “હવે તારે ગભરાવાની જરુર નથી. હું તારી સાથે છું” બહાર નીકળી રીક્ષા લીધી અને ખેતીવાડી કોલેજ તરફ બન્ને રવાના થયા…દુર ગાળો બોલઓ અને પગ પછાડતા ગણેશ્ને જોઇ સુનીલને પણ ક્ષણ માટે તો ભયનું લખલખું પસાર થઈ ગયુ…

શ્વાસોની ગતી સહજ થતા નીલમે કહ્યું “સુનીલ મને માફ કરજે હું સમજી રહી છું તારી વ્યથાઓને..પણ ક્યારેય તને મે પ્રિયતમના સ્વરુપે જોયો નથી…હા જોયો છે એક મજાકીયા દોસ્ત તરીકે અને કોલોનીનાં ટોળામાં સાથે ભણતા સહપાઠીની નજરે…મને મારી લાગણીઓને સમજવા અને મઠારવા થોડોક સમય જોઈએ છે..દોસ્તને પ્રિયતમ કહેવો તે  અને પ્રિયતમને દોસ્ત કહેવો તે એક પ્રકારની બે ઇમાની છે.પણ તારી હિંમતને દાદ દેવી પડે..સરસ રીતે તુ તારા દિલની વાત કહી ગયો…

ખેતીવાડી કોલેજનાં વળાંકમાં વળતા સુનીલ એટલુંજ બોલ્યો ” હું તો યુગો યુગો સુધી તારી પ્રતિક્ષા કરીશ તેવો ફિલ્મી ડાય્લોગ નહી બોલું પણ તુ મારી પહેલી પ્રીત છે. સાથે હોઇશું તો જિંદગી સહજ સ્વર્ગ બનશે અને ન હોઇએ તો પ્રભુને પ્રાર્થના તને તારું ધારેલું સ્વર્ગ મળે.”

“સુનીલ…” એક અહોભાવની નજર્. જે મિત્રની મિત્રતા પ્રદર્શનમાં દેખાય તે અહોભાવ સાથે નીલમ ઘરે ગઈ…

સુનીલે રીક્ષા જીવન પ્રકાશ સોસાયટી તરફ વળાવી ત્યારે પેલો ગણેશ તેની મોટર સાયકલ ઉપર ખેતીવાડી કોલેજ ની કોલોની તરફ જતો હતો….

સુનીલ પેલી રેડીયો કવિતાનાં શબ્દો વાગોળતો હતો…

જેટલો સ્નેહ દિલમાં છે,ન વરસી શક્યો,

તૃષ્ણા તે વાદળની તું નહીં સમજે.

છૂટ્યા’તા હાથમાંથી હાથ આપણાં,

વેદના  એ પળની  તું નહીં સમજે.

@@@@(11)@@@@-સપના મર્ચંટ

પરીક્ષા જોરદાર ચાલી રહી હતી.આના ઉપર જિંદગીની સફળતાનો આધાર હતો.સૌએ ઘણી મહેનત કરેલી હતી. પ્રેમી-પંખીડા એક મેકને મળતા ન હતા.લાંબી લાંબી રાતો અને પુસ્તકમાં દટાયેલા ચહેરા.પુસ્તક ક્યારેક હાથમાં રહી જાય અને મન દૂર દૂર પ્રિયતમ પાસે પહોંચી જાય.તો ક્યારેક પુસ્તકમાં પ્રિયતમનો ફોટો મૂકી જો્યા કરે..
આ હાલત વીણાની હતી.
આજે છેલ્લું પેપર હતું.વીણા દોડીને બહાર આવી.સૌમ્ય એની રાહ જોતો ઓટલા ઉપર ઊભો હતો.બન્નેની આંખો મળી.સ્નેહ નીતર્યા. વીણા બોલી” હાશ્..માથાં પર થી બોજ ઓછો થયો.”
સૌમ્ય પણ હસ્યો.બન્ને લીમડા તરફ ચાલવા લાગ્યા. ગાંધી પાર્કનો લીમડો પણ જાણે પ્રેંમીઓ વગર ઉદાસ થઈ ગયો હતો.બન્ને લીમડા નીચે બેઠા.
સૌમ્યએ વાત ચાલુ કરી” વીણા, હું મારા પપ્પામમ્મીને તારે ત્યાં ક્યારે મોકલું?”
વીણા તોફાની અવાજમાં બોલી” હવે તને ઉતાવળ આવી?”
“મનમાં તો તારા પણ લાડવા ફૂટી રહે્યા છે..” થોડા મૌન પછી સૌમ્ય કહે”સારુ જવા દે તે વાત પડતી મુકીયે.”
“ના..ના..ના, હવે વાત પડતી મૂકવી નથી.મારે તો શરણાઈ સાંભળવી છે.”વીણા મલકાઈ.
“મેં તો તને કહ્યુ હતુને કે મારે તો તને દરેક સુખ આપવા છે.મહેલની રાણી બનાવવી છે.હૂં તારી નાનામાં નાની ઇચ્છા પૂરી કરવા માટે સઘળાં પ્રયત્ન કરીશ.”
વીણા સ્નેહથી સૌમ્ય સામે તાકી રહી.”તું મને આટલો બધો પ્રેમ કર છે?”
“તારી કલ્પનાથી ઘણો વધારે.”સૌમ્ય લાગણીવશ થઈને બોલ્યો.
“સારુ,કહે તાર મમ્મીને ક્યારે આવશે..હું મારી મમ્મીને જણાવી દઉ.
“આજે હું પપ્પા સાથે વાત કરી લઈશ્.પછી તને જણાવું.”
સાંજ ઢળવાની તૈયારીમાં હતી. આજે બન્નેને છૂટા પડવાનું ગમતું ન હતુ. ઘણાં દિવસો પછી આવું એકાંત મળ્યું હતુ.
“મને એક ગઝલની પંકતિ યાદ આવે છે”સૌમ્ય બોલ્યો.
आंखोसे समझ लेना,जो बात जुबापे न आई.
दिलकी हर बात आंखोसे बयान होती है.
વીણા સૌમ્યને તાકી રહી.
સૌમ્યએ એની આંખો પર હાથ રાખી દીધો.
“કેમ હાથ રાખ્યો?”
“તું મારા દિલની વાત જાણી જાય એટલે..”
“તારા દિલમાં અત્યારે શૂ છે?’
मेरे दिलमे आज क्या है तु कहे तो में बता दु.
तेरी मांग मे सजा दु..
વીણા શરમાઈ ગઈ.
રાત પડવા આવી.વીણા ઊભી થઈ ગઈ.”તુ મને જણાવ જે ક્યારે તમે આવવાના છો.”
સૌમ્યએ વીણા ના ગાલ પર હલવી ટપલી મારતા કહ્યું “ખૂબ જ જલ્દી.”
બન્ને છુટા પડ્યા.સૌમ્ય ઘરે આવ્યો.પિતા જી હજી ઓફીસેથી આવ્યા ન હતા. મા ખરે હતી.
“બેટા, કેવા પેપર ગયાં?’
“સારા મમ્મી.”થૉડા મૌન પછી સૌમ્ય બોલ્યો “મમ્મી મારે તને એક વાત કરવી છે.”
“હા,બોલ્.”મમ્મી પાણી લાવી.
“મમ્મી હું વીણાને પ્રેમ કરૂ છું ”

“મને ખબર છે.. સુમતીબેને વાત કરી છે..તારી પરિક્ષાઓ પતે તેની જ રાહ જોતા હતા.”

સૌમ્યે નિરાંતનો શ્વાસ લીધો.

પછીતો બધુ બહુ ઝડપથી પતી ગયું. કંકોત્રીઓ છપાઈ અને તે આપવા બન્ને લીમડે આવ્યા ત્યારે સુનીલ સહીત સૌ સ્તબ્ધ હતા..

નીલમ ગણેશ સાથે કોઇને કહ્યા વિના ભાગી જઈ લગ્ન કરી ચુકી હતી-તેવા સમાચાર અરવીંદભાઈએ સુનીલને આપ્યા હતા

સૌમ્ય અને વીણા પણ ધબકારો ચુકી ગયા..

@@@@12@@@@-પ્રભુલાલ ટાટરીયા

લીમડાના ઓટલેથી અપમાનિત થઇ વીલા મ્હોંથી આવેલો પ્રબોધ સીધો પોતાની રૂમમાં ચાલ્યો ગયો.રોજ મમ્મી મમ્મી કરનાર પ્રબોધ સીધો આમ ચાલ્યો ગયો એટલે અલ્કાબેનને ચિંતા થઇ આને શું થઇ ગયું એટલે પ્રબોધની રૂમમાં આવ્યા તો પલંગ પર ખોળામાં  ઓશિકું મુકી ને બેઠેલા દીકરાને પુછ્યું

“શું થયું???”

“કંઇ નહી જરા થાકી ગયો છું અને માથું ભારે થઇ ગયું છે”

“બેસ તારા માટે ચ્હા બનાવી લાવું તને સારૂં લાગશે…”દીકરાના માથા પર હાથ ફેરવતાં કહ્યું

      થોડીવારમાં એક ટ્રેમાં ચ્હાનો કપ પાણીનો ગ્લાસ અને એક ટીકડી લઇને અલકાબેન આવ્યા “લે પાણી સાથે આ ટીકડી લઇ લે અને ઉપરથી ચ્હા પીલે તો માથાનો દુખાવો મટી જશે”

“હા લઇ લઇશ.”

“સારૂં…”કહી અલ્કાબેન બહાર ચાલ્યા ગયા.

    થોડીવાર પ્રબોધ શુન્ય મનસ્ક ટ્રે ને જોતો રહ્યો પછી ટીકડી ગળીને ચ્હા પીધી.

વારંવાર લીમડાના ઓટલે થયેલ પોતાનું અપમાન અને અન્ય દ્દશ્યો નજર સામે આવવા લાગ્યા. આદિતિ સુંદર હતી પણ પ્રિયા કે સુપ્રિયાની સરખામણીમાં ઊણી ઉતરતી લાગી.પ્રિયા અને સુપ્રિયાને તો એ જાણતો હતો તેમના સ્વભાવથી પરીચિત હતો જ્યારે આ અદિતિ સાથે ૮-૧૦ દિવસમાં  જિન્દગીભરનો પનારો પડનાર હ્તો. એનો સ્વભાવ કેવો હશે.લગ્ન પછી શું કરશે….????એ વિચારોમાં જ એની આંખ મળી ગઇ.

     તેણે જોયું થીયેટરના સ્ટેઝ પર પોતે એકલવાયો બેઠો હતો.ચારે બાજુ અંધકાર હતો. એકાએક તેણે નેપથ્યમાંથી તેના ક્લાસ ફેલોને આવતો જોયો.એક,બીજો,ત્રીજો,ચોથો,પાંચમો બધા તેના તરફ આવી ને હાથ જોડી ઊભા રહ્યા.

“કોણ…કોણ…છો તમે???શા માટે…શા માટે.. આવ્યા છો???”થોથવાતા પોતે પુછ્યું

“અમે તો આપના દર્શનાભિલાષી છીએ પ્રેમગુરૂ.અમારી પ્રેમ સમસ્યાઓ સાંભળી અમારૂં યોગ્ય માર્ગદર્શન કરો.અમને ઉપદેશ આપી કૃતાર્થ કરો હે પ્રેમગુરૂ.

“હું કોઇ પ્રેમગુરૂ નથી…નથી..નથી…”

“રોજ બધાને વણમાંગી સલાહ આપનાર અને પોતાને પ્રેમગુરૂ કહેવડાવતા આપશ્રી આજે પોતે કબુલ કરો છો કે તમે પ્રેમગુરૂ નથી ઓહો!!!!આશ્ચર્યમ્ …..”કહી બધા એકબીં જાને તાળી આપી હસ્યા

“ચાલ્યા…જાવ…અહીથી…ચાલ્યા જાવ…મેં કહ્યુંને હું કોઇ પ્રેમગુરૂ નથી….”કહી પોતે ગોઠણમાં માથું નાખી બરાડી ઉઠ્યો.

      થોડીવારે તેણે તાળીઓ પડવાનો અવાઝ ફરી સાંભળ્યો.એક પ્રબોધ નેપથ્યમાંથી આવ્યો. પ્રબોધ ગભરાઇને પાછળ હટવા લાગ્યો અને થોથવાતા પુછ્યું

“કોણ..કોણ..કોણ છો તું????”

“વાહ!સરસ સવાલ છે તું તને પોતાને નથી ઓળખતો??? હું તારી અંદર વસ્તો પ્રબોધ છું.તારો પોતાનો અંતરઆત્મા…..”

“અંતરઆત્મા!!!!!!”

“હા અંતરઆત્મા…જેને પુછ્યા વગર તે જે પગલા ભર્યા તે ન ભર્યા હોત અને થોડી ધીરજ ધરી હોત અને લીમડે જે ગલ્લા તલ્લા કર્યા તેના બદલે સુરતમાં નાટકના શો થયા ત્યારે સાચા દિલથી જો

પ્રિયા સામે પ્રેમનો એકરાર કરત તો એ તને પરણવા જરૂર રાજી થઇ જાત અને અશોકભાઇના કોઇ ધમપછાડાનું કશું ઉપજત નહીં પણ તેં…કહેવાય છે કે,માણસ પોતાના પગ ઉપર કુહાડો મારે છે પણ તેં…તેં તો કુહાડા પર પગ માર્યો હવે પેટ ભરીને પસ્તાયા કરજે…..”

“પણ હવે આનો રસ્તો…..પોતે આગળ પુછે તે પહેલા એ અદશ્ય થઇ ગયો.

      પ્રબોધનું મન ફરી ચકરાવે ચડી ગયું.અદિતિ દેખાવડી હતી પણ પ્રિયા કે સુપ્રિયાની તુલના કરતા તે વિચારવા લાગ્યો.પેલી બન્નેના સ્વભાવ તો એ જાણતો હતો.બન્નેને તેના પ્રત્યે કુણી લાગણી હતી.જ્યારે આ અદિતિ….જેને પોતે જાણતો નથી..એનો સ્વભાવ કેવો હશે અને મારા બધા ભોપાળાની તેણીને જાણ થશે ત્યારે તે મારા સાથે કેવી વર્તણુક કરશે????તેણી મને માફ કરશે કે મારા ઉપર દાઝ કાઢશે….ઓ ઇશ્વર…..આ મારાથી શું થઇ ગયું?????કહી ફરી ગોઠણમાં મ્હોં સંતાડી બેસી પડયો.

              થોડીવારે તેણે ઉપર જોયું તો શાહી લેબાશમાં સૌમ્ય હાથમાં છડી લઇને કોલેજની લોબીમાં ઊભો હતો,તે બોલ્યો બા-અદબ બા-મુલાઇઝા હોશિયાર… શહેનશાહો કે શહેનશાહ.. ફકિરો કે ફકિર સુલતાને ઇશ્કિયા જનાબેવાલા પ્રબોધખાન બહાદુર તસરીફ લા રહે હૈ…….અને પ્રબોધે પોતાને ચીંથરેહાલ દશામાં આવતો જોયો હાથમાં એક કટોરો હતો તેમાં કોઇ ચાર આના કોઇ દશપૈસા નાખતું હતું અને પોતે બધા તરફ આર્દ નજરે જોતો હતો.એકાએક બસ…કરો… બસ… કરો… બરાડા પાડતો જમીન પર બેસી પડયો.અચાનક તેની આંખ ઉઘડી ગઇ અને પથારીમાં બેઠો થઇ ગયો.

“શં થયું પ્રબોધ???”કરતાં અલકાબેન તેની રૂમમાં આવ્યા.

“કંઇ નહી કોઇ ખરાબ સ્વપ્ન હતું….” કહી પ્રબોધ પાછો સુઇ ગયો.

“શું થયું???”અશોકભાઇએ પડખું ફરીને અલકાબેનને પુછ્યું

“કંઇ નહી કહેતો હ્તો કોઇ ખરાબ સપનું આવ્યું હતું”કહી અલકાબેને લંબાવ્યું

“કપાતરને રાત્રે પણ હખ નથી…”કહી અશોકભાઇ પડખું ફેરવી સુઇ ગયા.

   બીજા દિવસે હંમેશ સૌથી પહેલાં બસમાં બેસનાર પ્રબોધ રોજની બસમાં ન ગયો.થોડીવાર રહીને તેણે કોલેજ જવા રીક્ષા પક્ડી.ક્લાસમાં આગલી પાટલીમાં બેસનાર પ્રબોધ નીચું માથું કરીને છેલ્લી પાટલીએ બેઠો હતો.છેલ્લા પેપરની સપ્લીમેન્ટરી સુપર્વાઇઝર આપી ગયા.કોઇ સાથે નજર મેળવવાની તેની હિંમત ન્હોતી ચાલી,એટલે ઉધું ઘાલી  મગજ્ના વિચારો ખંખેરીને પેપર લખવા લાગ્યો.આ બાજુ થોડીવારમાં એકબીજાને આંખના ઇશારે પુછવા લાગ્યા શું થયું?જવાબમાં ખબર નથી જણાવવા સૌ ખભા ઉલાડતા હતા.સમય પુરો થતાં સુધીમાં તો આપસમાં ગુસપુસ થવા લાગી અને ક્યાંકથી ખડખડાટ હસવાનો અવાઝ પણ આવ્યો અને પ્રબોધ પેપર આપી સડસડાટ કલાસમાંથી નીકળીને કોલેજ બહાર આવ્યો.બહાર આવતાં જ સામે ઉભેલી રીક્ષા પકડીને ઘર ભેગો થઇ ગયો અને સીધો પોતાની રૂમમાં જતો રહ્યો. 

   બપોરે અશોકભાઇ આવ્યા અને બંડી અને ટોપી ખીંટીએ ભેરવી સાથેની થેલીમાંથી પાંચ કંકોતરીના નમુના કાઢી અલકાબેનના હાથમાં આપતાં કહ્યું

“આમાંથી એક પસંદ કરી રાખ.  દિનકરભાઇનો ફોન આવે ને તારીખ પાકી થ્ઇ જાય એટલે મેટરમાં મુકીને છપાવવા આપી દઇએ.”

“પણ એટલી જલ્દી છપાઇ જશે???”કંકોતરીઓ જોતા અલકાબેને કહ્યું

“મેં પ્રેસના માલિક સાથે વાત કરી રાખી છે.સવારના મેટર આપશું તો સાંજે આપી દેશે”

“એતો ઠીક પણ સમયસર પહોંચશે સમય ઓછો છે…..”અલકાબેને પોતાની ચિંતા વ્યક્ત કરી.

“જો ખાસ જરૂરી છે તેમને કુરીઅરથી મોકલી ફોન કરી કહી દેશું મોક્લાવેલ કંકોતરી વહેલી મોડી થાય પણ તમે સમયસર આવી જજો.બાકીની સ્પીડ પોસ્ટથી રવાના કરીશું”

“હા એ બરાબર છે.આમં મને આ સારી લાગે છે.અલકાબેને આનંદ વ્યક્ત કરતાં એક કંકોતરી આપી

“ભલે તો આ જ છપાવીશું અને હા ઘરના કામમાંથી નવરી પડે ત્યારે કોને કોને મોકલવાની તેનું લિસ્ટ બનાવી લેજે અને હા ઓલા તારા નંગને પુછી લેજે એને કેટલી જોશે તેથી ચોક્કસ આંકડો ખબર પડે.ચાલ થાળી પીરસ અને શું શું લગ્ન પસંગની ખરીદી કરવાની છે તેનું લિસ્ટ બનાવ્યું કે નહી?”

“હા ભાઇ હા એતો તમે બિલ્લીમોરા ગયા તે દિવસે જ બનાવી લીધું છે.તે દિવસે મને બીજું કામ પણ શું હતું?”થાળીઓ પીરસતા કહી બુમ પાડી

“પ્રબોધ જમવા ચાલ”

    પ્રબોધે ચુપચાપ જમીને પાછો પોતાની રૂમમાં જતો રહ્યો.અશોકભાઇ જમીને આરામખુરશીમાં બેઠા અને બિલ્લીમોરાથી દિનકરભાઇનો ફોન આવ્યો.

“હલ્લો…..!!!!”

“દિનકર બોલું છું જયશ્રી કૃષ્ણ…….”

“જયશ્રી કૃષ્ણ વેવાઇ બોલો શું નક્કી કર્યું???”       

“મહારાજે આ મહિનાની ૨૪ તારીખને બુધવાર નક્કી કર્યુ છે”

“ઓહો….સરસ બુધ સર્વે શુધ્ધ…તો હવ કંકોતરી છપાવવા આપી દઉને???”

“હા..હા..શુભસ્ય સિઘ્રમ્ ….ભલે જયશ્રી કૃષ્ણ”

“જયશ્રી કૃષ્ણ…”કહી અશોકભાઇએ ફોન મુક્યો.

“શું થયું???હું જરા બાથરૂમમાં હતી”હાથ લુછતા અલકાબેને પુછ્યું

“૨૪ તારીખ નક્કી થઇ છે બુધવારની”

“આજે થયો ગુરૂવાર એટલે અઠવાડિયા પછી.સારો ટાઇમ હાથમાં છે”

“હા મારી બંડીને ટોપી અને ઓલી કંકોતરી પણ લાવ એટલે પ્રેસવાળાના માથે મારી આવું” કહી અશોકભાઇ ઊભા થયા.

    બીજા દિવસથી લગ્નની તડામાર તૈયારી શરૂ થઇ ગઇ.અશોકભાઇ કંકોતરી ઉપર સરનામા કરવામાં વ્યસ્ત થઇ ગયા.પ્રબોધ આ બધું નિર્લેપ ભાવથી જોતો હતો.સાંજે કંકોતરીઓ લઇને ભારે પગે લીમડે પહોચ્યો.શૈલેષે પ્રબોધને આવતો જોયો.

“આ માણસને લાજ શરમ જેવું કંઇ છે કે નહી????”

બધાએ પ્રબોધને આવતો જોયો.પ્રબોધના લગ્નની વાયરે વાત તો બધા પાસે પહોંચી ગાઇ હતી સૌને અંદાઝ તો હતો કે,કંકોતરી આપવા માટે જ આ તરફ આવે છે.લીમડે બેઠેલા બધાને એક નજર જોઇ તેણે કંકોતરી આપવા માટે હાથ લંબાવ્યો પણ કોઈ લેવા તૈયાર ન થયું.

“શું મ્હો લઇને અમને કંકોતરી આપવા આવ્યો છે.બેશરમીની પણ કોઇ હદ હોય છે.તું તો હદબાર છો મારાથી તારું વધુ અપમાન થાય તે પહેલા જેવો આવ્યો એવૉ જતો રહે”

“યાર જે મેં કર્યું એ બધું ખોટું થયું પાપ થયું પણ લગ્નમં મારા સસરાપક્ષના પૂછશે કે તમારા કોઇ મિત્રો નથી આવ્યા તો શું જવાબ આપીશ????”રડતી આંખે પ્રબોધે કહ્યું

“આ મગરનાઆંસુથી કોઇ પીગળનાર નથી અને આ બધુ પ્રિયા અને સુપ્રિયા સાથે કરતાં પહેલાં વિચારવું હતું હવે તારૂં કંઇ ઉપજે એમ નથી…એમ કહેતા બાંયો ચડાવતાં શૈલેષ નીચે ઉતર્યો

      હવે આ તલમંl તેલ નથી એમ સમજીને પ્રબોધ પાછો વળી ગયો.ઘેર આવીને બધી કંકોતરી કપડાના કબાટમાં તળીયે પડેલ જુના કપડાની થપ્પી નીચે સંતાડી દીધી.

    નક્કી કરેલા દિવસે બધા બિલ્લીમોરા જવા રવાના થઇ ગયા.સમયસર બધું સમુસુતરૂં પાર પડ્યું.જમણવારમં એકાએક પ્રબોધની સાસુએ પ્રબોધને પુછ્યું

“જમાઇરાજ કેમ તમારા કોઇ મિત્ર દેખાતા નથી???”

“એ..તો..મમ્મી જાણે વાત એમ છે કે,પરિક્ષા પતે અને બધા પીકનીક ઉપર જવાના હતા..અને લગ્નની તારીખ એજ તારીખે નક્કી થઈ તેથી મે કોઇને કહ્યું જ નથી…તે બધા ડુમસ ગયા છે.”

તમે કંકોત્રી આપી હોત તો પ્રોગ્રામ બદલાતને…અને અહી પણ કેવી ચહલ પહલ હોત્…

પ્રબોધની નજર નીચી થઇ ગઈ.તે  અદિતિને અને તેની મમ્મીને ના ગમ્યુ. જો કે પ્રબોધ્ દેખાવડો હતો અને બેંક ઓફ બરોડામાં કેશીયર થવાનો છે તે બે બાબતો ઉપર બંને સંતુશ્ઠ હતા.દીકરી તેનુ પણ ભાગ્ય લઈને જવાની હતી વળી અશોક્ભાઇ ને તો આખુ ગામ…આખી નાત ઓળખે.. તેથી ભવિષ્યની કોઇ ચિંતા તેમને નહોંતી.

  નવદંપતિને લઇ જાન નવસારી આવી.ઘરમં વવી વહુના વધામણા થયા ત્યાર બાદની બધી વિધિ પૂરી થતાં રાત ઢળવા લાગી.પ્રબોધ પોતાની રૂમમાં કાકા મામાના દિકરાઓ સાથે વાતો કરી રહ્યો હતો.ત્યાં તેની માશીની દીકરી સરલા અદિતિને લઇ રૂમમાં દાખલ થઇ.

“બધા બહાર ચાલો ભાડાની જગા ખાલી કરો…..”કહી હસી

“હા ભાઇ રાત બહુ થઇ છે.વરઘોડિયાને એકલા મુકો”કહી બધા બહાર જવા લાગ્યા.

“ભાભી આ તમારૂ ઘર અને વર બન્નેને સંભાળજો..શુભ રાત્રી”કહી સરલા રૂમના બારણા વાસ્યા.

        પ્રબોધ વાતની શરૂઆત કેમ કરવી એની અવઢવમાં હતો.અદિતિએ દુધનો ગ્લાસ અને કાજુકતરીની ટ્રે માંથી દુધનો ગ્લાસ પ્રબોધને આપ્યો.

“પહેલા તું પી…”પ્રબોધે અદિતિને નજીક ખેંચતા કહ્ય

“ના પહેલા તમે પીયો હું તો…”કહી પ્રબોધના હાથમાંથી ગ્લાસ લઇ પ્રબોધના હોઠે ધર્યો.પ્રબોધે અર્ધો ગ્લાસ પીને અદિતિના હોઠે ધર્યો.

“આટલું તો તારે પીવું પડશે”અદિતિ એ ગ્લાસ ખાલી કર્યો.એક બીજા કાજુકતરી ખવડાવી અને હળવે

બન્ને એક બીજામાં સમાઇ ગયા.

    સવારે અલકાબેન જાગ્યા ત્યારે અદિતિ દેવઘરમાં દીવો પ્રક્ટાવતી હતી.અલકાબેનને જોઇને કહ્યું

“જયશ્રી કૃષ્ણ બા”

“જયશ્રી કૃષ્ણ દીકરી”અલકાબેને કહ્યું એટલે સાડીનો પાલવ સરખો કરતાં અલકાબેનને અદિતિ પગેલાગણા કર્યા.

“સદા સુહાગણ રહે દિકરી”અલકાબેને આશિર્વાદ આપતાં ભગવાનનો પાડ માન્યો.વાહ!મારા વ્હાલા તેં તો મારા મનની મુરાદ પુરી કરી સંસ્કારી વહુ આપી.

“બા તમે પરવારી લો એટલે તમારા માટે ચ્હા બનાવું…અદિતિ વાક્ય પુઋઉ કરે તે પહેલાં અશોક્ભાઇ દેખાયા અને ઉમેર્યુ”મારા માટે પણ….”

“જયશ્રી કૃષ્ણ બાપુજી”કહી અદિતિ ચ્હાનો કપ આપતા કહી અશોક્ભાઇને પગેલાગણા કર્યા.

“અખંડ સૌભાગ્યવતિ રહે દિકરી”ત્યાંતો પરવારીને હાથ લુછતાં અલકાબેન આવ્યા અને અશોકભાઇની સામેની ખુરશીમાં બેઠા એટલે અદિતિ તેમના માટે ચ્હાનો કપ લાવી.”બા તમારી ચ્હા…”

“હા લાવ આજે તો ઘણા દિવસ પછી સાથે ચ્હા પીવાનો મોકો મળશે”

“હા અને તે પણ વહુના હાથની….વાહ મજા પડી ગઇ.

    ત્યાર બાદ સૌ રોજના રૂટીનમાં જોડાઇ ગયા.બપોરની ટપાલમાં પ્રબોધને બેન્ક ઓફ બરોડામાંથી

કેશીયર તરિકેની નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર મળી ગયો.અશોકભાઇ ખુશ થઇ ગયા કે વહુ તરિકે તેમના ઘરમાં લક્ષ્મીજી પધાર્યા છે.

@@@@13@@@@-અનીલ શાહ

 
ઈનોવા કારમાંથી વીણા બહાર તાકી રહી.આંખો સામે ચિત્રપટની જેમ ભૂતકાળ પસાર થઈ ગયો.કેવી મોંઘેરી ક્ષણો આ ગામમાં ગાળી છે. સૌમ્યએ એને દુનિયાભરની ખુશી આપી. આજે બધાં સાથે મુલાકાત થશે.સુનીલ કેમ હશે? નીલમનોને ગણેશનો સંસાર કેવો ચાલતો હશે?પ્રબોધ અને અદી હજુ એવાજ રમતિયાળ હશે? કે જીવને એ મને ગંભીર બનાવી દીધા હશે? ગાડીએ બ્રેક મારી,વીણા સપનાંમાંથી જાગી પડી.ગાડી લીમડા પાસે આવીને ઊભી રહી.વીણા અને સૌમ્ય ગાડીમાંથી ઊતર્યા.બન્ને પ્રોઢાવસ્થા ઓળંગી ગયાં હતા.પણ સુંદરતામાં જરાય ઓછપ દેખાતી ન હતી.બન્નેનું જાજરમાન વ્યકતિત્વ બન્નેની સુંદરતાની ચાડી ખાતી હતી.વીણા અને સૌમ્ય લીમડા નીચે આવી ગયાં.જાણે કોઈ સ્વજનને વરસો પછી મળ્યા હોય એવું લાગ્યું.લીમડાની એક લટકતી ડાળીને હાથથી પકડી.જાણે કોઈ પ્રિયજનને ગળે લગાવતી હોય.પોતાનાં પ્રેમનો સાક્ષી આ લીમડો એક મિત્ર કરતા પણ વધારે વહાલો લાગી રહે્યો હતો.સૌમ્યે વીણાનો હાથ પકડીને એક પથ્થર પર બેસાડી.
 
બન્ને પાછાં સપનાંમાં ખોવાઈ ગયાં.કેવી રીતે લગ્ન થયાં.કેવા બન્ને મળી બધી મુશ્કેલીનો સામનો કર્યો,અને એક મેકનો સાથ ક્યારેય ન છોડ્યો.પ્રમોશન પણ મળ્યું, વતન છોડવું પડ્યું. લીમડાની છાવ છોડવી પડી.પછી તો બાળકોમાં એવી પરોવાઈ ગઈ કે બધું ભૂલીને બાળકોમય બની ગઈ.બાળકો મોટાં થઈ રહે્યા હતા. જવાની ઢળવા મંડી .બાળકો જુવાન થઈ ગયાં.ભણતરમાં એવા પડી ગયાં કે વીણા એકલી પડી ગઈ.થોડી ઉદાસ રહેવા લાગી.સૌમ્ય કોમપ્યુટર પર બેસી શેર મારકેટમાં સોદા કરતો.પૈસાની કોઈ કમી ન હતી.
 
વીણા અને સૌમ્ય દોસ્તોની રાહ જોવા લાગ્યા.સામે થી પ્રબોધ અને અદીતિ આવતા દેખા્યા.એમ ના હસતા ચહેરા જોઈ સૌમ્ય અને વીણાના ચહેરા પુલકિત થઈ ગયાં. રોજના નિયમ મુજબ મહાદેવના દર્શન કરીને લીમડે આવ્યા ત્યારે વીણા અને સૌમ્ય લીમડે બેઠા હ્તાં.થોડીવારમાં સુશીલ અને શૈલેષ દેખાયા તો બીજી તરફથી સુનીલ અને સુનયના પણ આવ્યા. સૌએ એક બીજાના ખબર અંતર પુછ્યા અને ઘણી જુની વાતો તાજી થતાં શૈલેષે પ્રબોધને પ્રેમગુરૂ કહ્યો તો પ્રબોધે કહ્યું-“ના અબ મુજે પ્રેમગુરૂ મત કહો વો ભુત તો અદિતિજીને કબકા ઉતાર દીયા હૈ જી…….” પ્રબોધે રાજકપુરની સ્ટાઇલમાં કહ્યું.
“શું તમે પણ શરમાતા નથી…”અદિતિએ પ્રબોધને ખભે ધબ્બો મારતા કહ્યું અને સૌ હસી પડ્યા

શૈલેશ અને સુશીલ પોતાનું કન્સ્ટ્રકશન્નું કામ કરતા હતા. તેમને પણ જોડીયા બહેનો મળી હતી રાની અને રીના એકંદરે સુખી હતા બધા મિત્રો ૪૦ વર્ષે મળતા હતા તેથી ઉષ્મા અને ઉર્જા તો ઘણી જ હતી..અને ત્યાં નીલમ દેખાઈ…સાદુ સફેદ વસ્ત્ર અને સાથે બીલકુલ તેની જ પ્રતિકૃતિ જેવી તેની દીકરી કલકી હતી જે નીલમને ઉતારી બધાને હાઇ કહી જતી રહી. સુનીલ તો તેને એક નજર જોઇ પણ ના શક્યો. થોડીક ક્ષણો ની ચુપકીદી પછી નીલમે વાતની શરુઆત કરી.

“ગણેશ સાથે હું ભાગી ગઈ હતી તે ગુંચ જાણી જોઈને મે ક્યારેય ઉકેલી નહોંતી. તે ઉંમર બાઘાઇની હોય છે બસ આ એવી જ બાઘાઈ કહો તો બાઘાઇ અથવા સુનયનાનું નસીબ કે આજે સુનીલ તેની સાથે છે. લગભગ બધા આજે તો છોકરા અને છૈયાથી પરવારીને બેઠા છે ત્યારે હજી મારો જિંદગી સાથેનો સંઘર્ષ ચાલુ છે. ગણેશ જેલમાં છે. કલકી મારી જેમજ તરંગી  છે.”

સુનયના બોલી “પણ નીલમબેન તમે તો  સુનીલને ૪૦ વર્ષ થી દ્વીધામાં રાખ્યો છે કે આ હા કહેવા આવેલી છોકરી અચાનક સર્વ રીતે ઉતરતા મુરતીયા સાથે ભાગી શું કામ ગઈ હશે?”

નીલમ કહે “સાચી વાત કહું તો હું મારી બૉટાયેલી અને અભડાયેલી કાયા સુનીલને કેવી રીતે સોંપુ..જે રાતે મને સુનીલ ગણેશથી બચાવીને ઘરે મુકી ગયો તે રાત્રે મારા ઉપર બહુ વીતી..જાત જાતની  ધમકીઓ અને તણાવોમાં હું લુંટાઈ ગઈ. પરિક્ષાઓ પતી ત્યારે ગણેશનું બીજ ઉદરે આકાર લેવા માંડ્યું હતુ તેથી..આ એક પ્રકારની આત્મહત્યા હતી..કહે છે ને કે મન બીજા પાસે અને તન પતિ પાસે તે દ્વિધાત્મક જીવન જીવી જીવી જ્યારે હું થાકી ત્યારે થયું કે મારે થોડુક બહાદુર બનવાની જરૂર હતી..પણ પ્રભુનો ઉપકાર કે સુનીલ તો અમેરિકા જતો રહ્યો હતો…મે બટ કહીને જે અસત્ય આચર્યુ હતુ કદાચ આ તેની સજા હતી.

સુનયના સહિત સૌ ગંભીર હતા અને સુનીલ બોલ્યો..”ચાલ જવાદે જે વાત વીતી ગઈ તેનુ માતમ નહીં.. આજથી આજ લીમડાની સોગંદ હવે તારે રડવાનું નહી અને પહેલા પાંચ ધમાલી હતા હવે અગીયાર છે..તેથી આજના દિવસે શુભ શુભ બોલો અને શુભ શુભ કામ કરીયે…ભલે આપણે ન મલ્યા.  કલકીને હું મારી પુત્રવધૂ બનાવીને અમેરિકા લઈ જઉં તો તને વાંધો નથીને…નીલમે સુનયના સામે જોયું અને તેના હકારથી નીલમ બોલી.

“કોઇક પૂણ્યબળ હજી તપે છે કે મિત્રો આવા ઉદાર મળ્યા ભટકેલી સરિતાને કીનારાનાં સહારા મળ્યા”

સુનીલ કહે વાળ ધોળા થયા અને જિંદગીના વળ ઉતરતા ગયા…

સુશીલ અને શૈલેશ વર્ષોથી ઇચ્છતા હતા કે આ કહાણી કોઇ પણ રીતે સંપુર્ણ બને..એક પેઢી જતી રહી…પણ આખરે તે પુરી થૈ ખરી…

સુનયનાને તો અંદરથી આનંદનાં ઉભરા છલકાતા હતા…સુનીલનો પ્રસન્ન ચહેરો જોઈ તે પોરસાતી…

હવે ડાયરી સાચવવાની જરૂર નહોંતી કલકી અને નીલનાં લગ્ન પછી નીલમ પણ જવાબ્દારીથી મુક્ત થઇ હતી.

Also at http://vinelamoti.com/2010/04/24/%e0%aa%a4%e0%aa%ae%e0%ab%87-%e0%aa%86-%e0%aa%aa%e0%ab%81%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%95-%e0%aa%b5%e0%aa%be%e0%aa%82%e0%aa%9a%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%82/

4 Responses to લીમડે..મોહાયું રે મારુ મન..

 1. SARYU PARIKH કહે છે:

  સારો પ્રયત્ન.
  રસપ્રદ વાર્તા છે
  સરયૂ પરીખ
  http://www.saryu.wordpress.com

  Like

 2. પિંગબેક: બાનુમા (સપના) વિજાપુરાના “ખૂલી આંખનાં સપના” « ગુજરાતી સાહિત્ય સંગમ

 3. LalitKumar Parikh કહે છે:

  Enjoyed reading your ‘Limde Mohayu Maru Man’.you are a prolific writer always presenting interesting reading material.Your dialogues make your stories and novels more lovable.
  Lalit Parikh

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.