પ્રેમ એટલે પ્રેમ

પ્રેમ એટલે કે….. પ્રેમ.

“પ્રેમ એટલે  લીલાછમ વાંસમાંથી ફૂટતા અંકુર”

સહિયારી અભિવ્યક્તિઓનું આ પ્રકાશન
“આ પુસ્તકના લેખના સર્વે અધિકાર લેખકના પોતાના જ છે”

અર્પણ

ગુજરાતી માતૃભાષા જેમને વહાલી છે.

એવા બે એરિયાના વડીલ

હરિકૃષ્ણ મજમુંદાર(દાદા),પ્રેમલતા મજમુંદાર(બા)

અનુક્રમણિકા
પ્રસ્તાવના
અહેવાલ
રાજેશ શાહ
કલ્પના રઘુ
પ્રજ્ઞાજી
પી.કે દાવડા
પદ્માબેન શાહ
તરુલતાબેન  મહેતા
મેઘલતાબેન  મહેતા
નિહારિકાબેન  વ્યાસ
વિનોદભાઈ  પટેલ
જયા ઉપાધ્યાય
કુંતા શાહ
જયવંતી બેન પટેલ
પદ્મા કાન્ત
ચંદ્રિકા વિપાણી
દર્શના વરિયા
ફૂલવતીબેન શાહ
ભીખુભાઈ પટેલ
માધુરીકાબેન શાહ
રઘુભાઈ શાહ
વાસંતીબેન શાહ
વિજયભાઈ શાહ
વસુબેન શેઠ

પ્રસ્તાવના

પ્રેમ એટલેકે… પ્રેમ–પ્રજ્ઞા દાદભવાળા-

બંધ કમાડ  ખોલી દો એટલે પ્રેમ….. ખળખળ વહેતી ધારા એટલે કે પ્રેમ…. નવજાત શિશુ અને નવજાત માતા નો પહેલો સ્પર્શ એટલેકે પ્રેમ..ચાંદલીયા ને તારલીયાની ઝગમગતી સોગાત ..એટલે પ્રેમ… .નિઃશબ્દ બને અને મોંનથી શિખર ચડતો ..પ્રેમ.. પતંગની જેમ ઉડવું એટલે કે પ્રેમ… વિકલ્પ વિના કોઈને ચાહવું એટલે કે પ્રેમ….   ખળખળ વહેતુંજીવન એટલે કે ..પ્રેમફૂલ ઝરંતો હાથ લઈનેઝાકળ જેવી જાત લઈને જીવવું… એટલે પ્રેમઝળહ્ળ તો અજવાસ લઈને જીવવું એટલે કે પ્રેમસમર્પણ ભર્યું વર્તન એટલે કે પ્રેમ ..નહીં  અપેક્ષા, નહીં  ખોટ, પ્રેમ એટલે કે પ્રેમહવાની ઝલકીમાં કે અતરની  મહેકમાં છે પ્રેમ….​મેઘધનુષ ના રંગો સપનાંમાં લઇ જીવવું એટલે કે પ્રેમ ..જીવન-મરણના મીઠા સંબંધ માત્ર માનવીઓ વચ્ચે નહિ..પરંતુ સમગ્ર પ્રકૃતિ અને માનવી વચ્ચે હોય છે.આ વિશાળ સૃષ્ટિમાં જીવંત પ્રેમનું અસ્તિત્વ ધરાવનાર માત્ર એક માનવીજ નથી ..પક્ષીઓના કલરવથી જ મહોરી ઉઠે છે પ્રેમ……વૃક્ષનું વૃક્ષત્વ એટલે કે પ્રેમ સૃષ્ટિના આ બધા જીવંત ભાગો એકબીજા સાથે જીવંત સંબંધોથી, સ્નેહથી જોડાયેલા છે. અ આ સંબંધોથી, સ્નેહની પરાકાષ્ટારૂપ એટલે પ્રેમ  …..​બન્નેના જીવન એકબીજાના સંપર્કથી લીલાછમ છેબધું લીલું છમ એટલે કે પ્રેમ ….પ્રેમ જે જગતને નિર્દોષ જુએ છે.એ પ્રેમ આપણાં પ્રાચીન શાસ્ત્રોની અમૂલ્ય ફિલસુફી… ​પ્રેમ લોકો સુધી સરળતાથી પહોંચાડવાનું કામ આપણા શબ્દોનાસર્જન: અને બેઠકના કવિઓ  અને લેખકોએ જે અનુભવ્યું તે વર્ણવી કર્યું છે. પ્રેમ જેવા જીવનના લીલાછમ સંબંધોની આ એક ચિત્તાકર્ષક રજૂઆત આ પુસ્તકમાં દરેક લેખકે પોતાની દ્રષ્ટિથી કરી છે….પ્રેમના ઓડકાર ખાધા પછી કલમ ઉપાડી છે …

વિચારો બધાને આવે છે, પ્રેમની અનુભૂતિ દરેક માનવીને થાય છે, પરંતુ કલમ ઉપાડી શબ્દોમાં ટાંકી રજૂઆત કરવી ત્યાં  ઊંચા ઉડ્ડયનની ગરિમા છલકાય છેઅને સૌથી મહત્વની વાત આ પુસ્તકમાં એ છે કે દરેક ની કલમમાં તત્વની સચ્ચાઇ તથા સરળતા છે જે ખરેખર નોંધપાત્ર  છે. બેઠક”ની   માળાના મણકામાં નિત નવા મણકા ઉમેરવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. આપ સર્વે આદરથી તેને વખાણશો   – વધાવશો  તો લખનારને પ્રોત્સાહન મળશે.  

સંચાલક :કલ્પનાબેન ,પ્રજ્ઞાબેન દાદભાવાળા,રાજેશભાઈ શાહ

ઇન્ડીયા કોમ્યુનિટી સેન્ટર ,મિલ્પીટાસ ખાતે “બેઠક “લોકોની હાજરીથી પુર વરતાયું

બે એરિયામાં મળી ગુજરાતી બેઠક,વરસાદ અને વાવાજોડાની આગાહી હોવા છતાં છત્રી કોટ સાથે લોકો ઉમટ્યા ,RSVP કરતા વધુ માણસોની ની હાજરી ,અને ખીચો ખીચ ઓરડામાં “તો સારું “પુસ્તકનું થયું વિમોચન માનનીય કનુભાઈ શાહ ને હસ્તક ….

બે એરિયામાં ગુજરાતીઓ ને હજી માતૃભાષાની પ્રવૃત્તિ ગમે છે,મહિનાના ચોથા શુક્રવારે મળતી બેઠક માં છેલ્લી બેઠકના ફળ સ્વરૂપે “તો સારું” પુસ્તક એમેઝોન પર પબ્લિશ કર્યું જેનું વિમોચન એક વખતના સક્રિય સમાચાર પ્રતિનિધિ જેમણે અનેક છાપાઓ જેવા કે સંદેશ ,મુંબઈ સમાચાર ,જન સત્તા ,જન્મભૂમીવગેરે  માં પોતાની સેવા આપી છે એવા કનુભાઈ શાહ એ કર્યું ,વરસાદને લીધે લોકો આવશે કે નહિ તે પણ એક શંકા હતી ,પરંતુ અહી બેઠકમાં લોકોની હાજરીને લીધે ઇન્ડીયા કોમ્યુનિટી સેન્ટર ,મિલ્પીટાસ ખાતે લોકોની હાજરીમાં પુર વરતાયું

પ્રોગ્રામની શરૂઆત પ્રજ્ઞાબેન દાદભાવાળા બધાને આવકારી કરી ,અને દરેક લખનાર લેખકોને અભિનંદન આપી ,કનુભાઈ શાહનો પરિચય આપી પુસ્તકનું વિમોચન કરવાનું આમંત્રણ આપ્યું.

માનનીય કનુભાઈએ પુસ્તક વિષે વાત કરતા ,બેઠકની પ્રવૃતિને આવકારી અને પ્રોત્સાહન પણ આપ્યું ,અને ઉમેરી કહ્યું કે બેઠક દ્વારા માતૃભાષાનું જતન કરી ,અને મતૃભાષા દ્વારા સર્જનશક્તિ ,કલ્પનાશક્તિ ખીલવવાનો અને ભાષા દ્વારા સંસ્કૃતિ સાચવવાનો આપનો આ પ્રયાસ ખરેખર આવકાર્ય છે. કનુભાઈ શાહ એ જાતે આ પુસ્તકમાં જોડણી સુધારવા માટે મદદ કરી અને કહ્યું કે આમાં જો ભૂલ હોય તો તેની જિમ્મેદારી હું લઉં છું ત્યારબાદ સમાજના મોભી સમાન દાદા હરિકૃષ્ણ મજમુંદારએ કહું કે સમાજમાં થતા આવા દરેક કાર્યમાં અમારો સાથ છે અને આશીર્વાદ પણ છે,અમેરિકામાં ન્યુજર્સી,હ્યુસ્ટન ,વગેરે આવી ભાષાને લગતી અનેક પ્રવૃત્તિ થાય છે તો બે એરિયા માં પણ થવી જોઈએ ,પુસ્તિકા પ્રગટ કરીને નવી પ્રતિભાને કલમ ઉપાડવાની તાકાત આપી છે ,તેજ પ્રમાણે લેખિકા પ્રેમલેતાબેન (બા )એ પણ પુસ્તકને નવાજ્યું ,ઘણા વર્ષો પહેલા અમે આવી સાહિત્યને લગતી પ્રવૃત્તિ કરતા અને ફરી આ શરુ થતા આનંદ વર્તાય છે અને બધાને અભિનંદન આપ્યા ,

તરુલતા બેને અભિનંદન આપતા કહ્યું કે માતૃભાષામાં માં અભિવ્યક્તિ કરવાનો એક અનોખો આનંદ હોય છે ગુજરાતી ભાષાને ચેતના અને બળ આપવાનો આ પ્રયાસ અભિનંદનિય છે બેઠકે લેખક લેખિકાને આંગણું આપ્યું છે નવી તાજી કલમોને સ્થાન આપી પુસ્તક સ્વરૂપે મુકવા બદલ અને પ્રજ્ઞાબેનની મહેનત માટે ખાસ અભિનંદન ,નવી પેઢી સુધી  તમારા કાર્યના આવા પડઘા પડે તેવી મારી શુભેચ્છા.

ત્યાર બાદ આજની બેઠક નો વિષય “પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ…” ની શરૂઆત હ્યુસ્ટન થી વિજયભાઈ શાહ થી કરી ટેલીફોન દ્વારા એમને બધાને અભિનંદન આપ્યા .આ પુસ્તકને પ્રસિદ્ધ કરવાંમાં સૌથી મોટું યોગદાન વિજયભાઈ શાહનું હતું ,તેઓ ત્યાં બેસીને મેન્ટોરનું કાર્ય કર્યું ,શબ્દોના સર્જન થી શરૂઆત કરી…. પુસ્તકની પ્રસદ્ધિ સુધી જોડેને જોડે રહ્યા અને પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહ્યા ,એમણે ફોન પર  કરસનદાસ લુહાર ” સુંદરમ”નું કાવ્ય “તું હ્રદયે વસનારીથી રજુઆત કરી અને શુભેચ્છા આપી રજા લીધી ,બેઠકનો દોર શરુ થયો પ્રથમ પદ્માબેન શાહ જેમણે કનુભાઈ સાથે પુસ્તકમાં મદદ કરી તેઓ ઉમરનો બાધ ભૂલી કાર્યને પ્રેર્યું ,એમણે પ્રેમ વિષની ખુબ સરસ રજૂઆત કરી ,ત્યાર બાદ પત્રકાર રાજેશભાઈ શાહ એ એમના પ્રિય લેખક તુષારભાઈ શુક્લને યાદ કરી  પ્રેમ પર ખુબ સરસ વાત કરી,લોકોને હસાવી પ્રેમની વાસ્તવિકતા રજુ કરી,તો કલ્પના બેને રાધા કૃષ્ણ નાપ્રેમને શબ્દસ્વરૂપ આપી વેહેતા પ્રેમની ધારા વહેવરાવી લોકોને તરબોળ કર્યા પછી એક એકપછી એક રજૂઆત આવતી ગઈ,જયવંતી બેન પટેલ,ભીખુભાઈ પટેલ કુંતા શાહ ,હશુબેન શેઠ,પદ્માકાન્ત શાહ,બેઠકના નવા લેખિકા નિહારિકાબેન વ્યાસ, પી કે દાવડા સાહેબ એ વાતાવરણ ને ખુબ હળવું બનાવ્યું અને તેમની જુદી જ શૈલી થી પ્રેમને રજુ કર્યો ,તો જયાબેન ઉપાધ્યાય અને હેમંતભાઈ ઉપાધ્યાય એ દર વખતની જેમ  ખુબ સરસ રજૂઆત કરી ,પલક  વ્યાસે સરસ્વતીની સ્તુતિ સાથે પ્રેમ પર ગીત ગાઈ વાજિંત્ર વગર વાતાવરણને સંગીતમય બનાવ્યું,તો રેડિયો જિંદગી ના જાગૃતિ બેન શાહે બધાની રજૂઆત રેડિયો પર હું રજુ કરીશ તેવું વચન આપ્યું અને પ્રેમ ની બેચાર પંક્તિ સંભાળવી. રહી રહી ને નૈમેષ અનારકટે ટેકનોલોજી નો ઉપયોગ કરી SMS દ્વારા આવેલા પ્રેમના સંદેશા વાંચી લોકોને હસાવ્યા ,વાસંતીબેન ની હાજર ન હોવાછતાં પ્રવિણાબેને તેમનું લખાણ વાંચી હાજરી પુરાવી.વચ્ચે પ્રજ્ઞાબેને તેમના પતિ શરદભાઈ દાદભાવાળા ને સંબોધી  તેમના પ્રેમ ને કવિતામાં અંકારી તો શરદભાઈ એ મારા ભોળા દિલનો ગાઈ સંગીતમાં પ્રેમ વ્યક્ત કર્યો ,કલ્પનારઘુના પતિ રઘુભાઈ શાહએ વ્યવસાય એ ડોક્ટર હોવાથી મેડીકલ ભાષામાં પ્રેમને રજુ કર્યો પીનાકીન ભાઈએ ટેકનોલોજી નો સાથ લઇ કોમ્પુટરની ભાષામાં કોઈ કવિની લેખેલી કવિતા રજુ કરી

કનુકાકા એ જોડણી પર ભાર દેવાની ખાસ સલાહ આપી ,તો પદ્માંબેને પ્રજ્ઞાબેનને  અને એના કાર્ય ને નવાજી શાલ આપી અભિનંદન આપતા કહું કે હું  અને અમે બધા તમારે માટે ગૌરવ લઈએ છે ભગવાન આવા કર્યો કરવા માટે તમને બળ આપે…,અંતમાં રાજેશભાઈ શાહ ના પત્ની જયશ્રીબેન ના હાથના મગની દાળના ભજીયા ,સાથે જયવંતીબેન બેન અને  ઉર્મિલાબેન પટેલના હાથના ખમણ ઢોકળા ચટણી ,મરચા સાથે આદુના બિસ્કીટ ,અને ચા બધાએ માણી ,પુસ્તક પરબના પુસ્તકો વાંચવા લઇ ગયા ,રઘુભાઈ એ બધાને ફોટો અને વિડીયો માં  ઝડપી લીધા ,તો દરવખતની જેમ દિલીપભાઈ શાહે માઈક સંભાળી અવાજ બેઠક માં પ્રસરાવ્યો ,સમય જાણે બેઠકમાં થંભી ગયો। .. 5.30વાગ્યા થી  શરુ થયેલ પ્રેગ્રામ 10.30 વાગે પૂરો થયો સમયનું કોઈને ભાન ન રહ્યું છતાં સભા એક બંધ રહી ,જલ્દી જવાની રાજા માંગનાર વ્યક્તિ સંપૂર્ણ પ્રોગ્રામ સુધી બેસી રહી દરેકના ચહેરા પર ખુશી વર્તાણી, પંચાણું વર્ષના દાદા અને બા અંત સુધી બેઠક ને માણી  ત્યારે વાતાવરણ માં હતો માત્ર પ્રેમ એટલે પ્રેમ અને માત્ર  પ્રેમ પ્રેમ પ્રેમ। ……

અહેવાલ :પ્રજ્ઞા દાદભાવાળા

શરદ દાદભાવાળા

પ્રેમ એટલે કે …..પ્રેમ . રાજેશ શાહ

ગુજરાતી ભાષાના  પ્રેમીઓનો  મારા હુદયપુર્વક નમસ્કાર.  

પ્રેમ ઉપર બોલવાનું હોય ત્યારે આ વિષય ઉપર જે બોલવું હોય તેવું બોલાય ,અને જેટલું લખાય તેટલું ઓછુ છે પ્રેમ શબ્દને જાણીતા સાહિત્યકારોએ સરળ સમાજ આપતા વર્ણવ્યું છે કે જીભ જયારે બોલવાનું બંધ કરે અને કાન જયારે સાંભળવાનું બંધ કરે અને આંખો જ બોલે અને આંખ જ સંભાળે ત્યારે મન થી મહેસુસ થાય છે. લાગણી એજ પ્રેમ છે.

સૌના માનીતા અને મારા પણ પ્રિય એવા લેખકઅંકિત ત્રિવેદીકે પ્રેમની પ્રસ્તાવના હોય છે ખરી ?પ્રેમમાં તો પ્રસન્નતા જ હોય ,ગમતી વ્યક્તિ કેમ ગમે છે તેન ખુલાસા કે કારણ નથી હોતા ,એતો ગમે છે એટલે ગમે છે ખુબ બોલવાનું  મન હોય અને જીભ ઉપર શબ્દો ન આવતા હોય ત્યારે જીવન ને ખોલવા,ખીલવવા,અને જીવવા  માટે  સામસામાં પક્ષે પાસવર્ડ નાખવો પડે અને પછી પ્રેમ ની આપ લે શરુ થાય પ્રેમ કરવાની કોઈ ઉમર નથી,પ્રેમના પ્રકરણો પણ વિવિધ છે અને પત્રો પણ વિવિધ હોય છે બાળપણ નો પ્રેમ,જુવાનીનો પ્રેમ ,વૃદ્ધાવસ્થા નો પ્રેમ। …આમ પ્રેમ ની વાતો જ કૈક નોખી છે.બે પ્રેમીઓ જયારે અંદર બહાર પ્રેમ થી  ભીંજાતા હોઈએ ત્યારે સાચા પ્રેમની અનુભૂતિ થાય છે.

જાણીતા લેખક  સાહિત્યકાર તુષાર શુક્લ  એક ટુકી વાતમાં કહે છે   દાદા સવારે દર્શન કરવા  મંદિરે જાય છે અને દાદી ઘરે હોય છે,મંદિરેથી પાછા વળતા દાદા રસ્તામાં વૈધ ની દુકાને થી દાદીના ઘુંટણ પર લગાડવાના તેલની શીશી લઇ આવે છે અને દાદી ત્યાં દાદા માટે ચા તૈયાર રાખે છે,આમાં કોઈને કઈ કહેવું નથી પડતું આપને વેલેન્ટાઈન દિવસો ઉજવીએ છીએ અને તેઓ વેલેન્ટાન વર્ષો ઉજવે છે હવે આપણેજ નક્કી કરવાનું છે.

કોઈએ સાચું કહું છે કે લગ્નની સફળતા એ છે કે આપણે એક વ્યક્તિ સાથે વારંવાર પ્રેમ કરીએ છીએ અને અસંખ્યવાર પ્રેમમાં પડીએ છીએ દુનિયા માટે તમે ભલે  એક વ્યક્તિ છો પણ કોઈ એક વ્યક્તિ માટે તમે જ આખી દુનિયા.

નવા નવા લગ્ન થયા હોય ત્યારે તો વાત જ કંઈક ઓર છે નવી દુનિયા નવા વિચારો નવી વાતો અને એકબીજામાં ખોવાઈ જવાની ઝંખના પતિ ઓફિસે જતો હોય તો પત્ની છેક કમ્પાઉન્ડ  સુધી આવજો કહેવા આવે,પતિ પણ ક્યારેક બહાર આવીને ચાવી આપજે ને એમ બુમ પાડી કહે કોઈ ને થતું હોય કે આમ ચાવી કોઈ ભૂલતું હશે પરંતુ ખરેખર વસ્તુસ્થિતિ કૈક ઓર જ હોય છે આને શરૂઆત ના દિવસોમાં પત્ની  કમ સુન કહે છે. …પણ સમય થતા એનું હિન્દી થઇ જતું હોય છે

વરસાદના દિવસો હોય પતિ ઓફિસેથી ઘરે મનમાં વિચાર કરતો હોય કે ઘરે જતા ભજીયા તૈયાર હશે અને ભજીયા ની સુગંધ એનો રસ્તો ટુંકો કરી નાખે છે અને ભજીયા તૈયાર જ હોય છે

થોડા વર્ષો પછી વરસાદ આવતો હોય અને પતિ ફોન કરે તો પત્ની એનો ફોન પણ ટાળે છે ઘરે આવતા ભજીયા વિષે પુછે તો નાણાંપ્રધાન જેવો શુષ્ક જવાબ આપે છે પરંતુ ભજીયા હોય છે પણ સમય જતા એ ભજીયા પણ અદ્રશ્ય થઇ જાય છે

આજના સંબંધમાંથી વિશ્વાસ અને પ્રેમ અદશ્ય થતા જાય છે અપેક્ષાઓ બંને પક્ષે વધતી જાય છે. સંબધોનું ડાયાલીસીસ થાય છે જે સંબધો સાચવવા પડે તે તેમાં જીવન રેહતું નથી મીઠાસ લુપ્ત થતી જાય છે.

પ્રેમ માંથી નફરત અને પછી જે સિલ્લક વધે છે તે આપના દિલની મૂડી છે નફરત અને અહમમાંથી પ્રેમની બાદબાકી કરો અને સિલ્લક વધે તો સમજવું કે આપણે સંબધોના હિસાબમાં કૈક ભુલ કરી છે.

છેલ્લે સૌ પ્રેમીને શુભેચ્છા પાઠવતા કહીશ કે

આંખો માં ખુશી ,હોઠો પર ખુશી

દુઃખ નું કોઈ નામ ન રહો

તમને સૌને એટલી ખુશી મળે

કે એની કયારેય શામ ન હો। …

રજુઆત:રાજેશ શાહ —-પ્રેસ રિપોર્ટર      ગુજરાત સમાચાર( usa )

રાધાની ધારા…..કલ્પના રઘુ

મિત્રો,

સૌ પ્રથમ તો પ્રજ્ઞાબેનને આ વિષયની પસંદગી માટે ખાસ ધન્યવાદ.

જુઓને, આજની બેઠકમાં બધાંજ પ્રેમરસમાં ડૂબી ગયા છે. જાણે, પ્રેમ છલકાય છે, દરેકના ચહેરા ઉપર અને નિતરે છે તમારાં હાસ્યમાં.પ્રેમ બોલતાંજ મોઢામાં પાણી આવે છે ને? અંગે અંગે ફૂટે એ પ્રેમ છે … પ્રેમમાં પલળવાનું હોય, ભીંજાવાનું હોય, પોતાનાં અસ્તિત્વને બરફની જેમ ઓગાળી નાંખવાનું હોય, નીતરવાનું હોય, ડૂબવાનું હોય અને અંતે એક બની જવાનું હોય.

આવો સાચો પ્રેમ કોઇ તો મને બતાવો? જ્યાં પ્રેમમાં સ્વાર્થ, શરતો, પૂરાવા, અપેક્ષા અને અનેક પ્રકારની ગાંઠો ગંઠાયેલી છે ત્યાં પ્રેમ નથી. હા … ક્ષણિક અથવા તો મર્યાદિત સમય માટેનો પ્રેમ બધેજ જોવા મળે છે. પરંતુ અહીં વાત થાય છે શાશ્વત, અવિનાશી અને અવિરતપણે વહેતો પ્રેમ …

હા … હું આ કલ્પના … ક્યારેક મીરા બનું છું, તો ક્યારેક સીતા, તો વળી ક્યારેક મંથરા. ક્યારેક દ્રૌપદી, તો ક્યારેક કુંતા તો વળી ક્યારેક રાધા … એકજ જન્મે અનેક જન્મો લઇને ક્યારેક પ્રેમની અનુભૂતિ કરૂં છું અથવા કરાવતી રહું છું. પરંતુ … પરંતુ આ પ્રેમ નથી … એમાં ક્યાંક મોહ છે તો ક્યાંક લોભ, સ્વાર્થ કે અસલામતીની ભાવના છે. તો સાચો પ્રેમ કોને કહેવો?

જો તમે ધ્યાન કરતાં હશો અને તેમા દૈવી શક્તિ સાથેનું ક્યારેક જોડાણ થતું હશે તો એ મિલન સમયે તમને અચૂક સાચા પ્રેમની અનુભૂતિ થઇ હશે. તો વિચારો, સદાય ધ્યાનમાં રહેતી એ મીરા … એ રાધાએ જે પ્રેમ કર્યો હતો … કૃષ્ણ સાથેનો, એ સાચો પ્રેમ હતો.ડુબાડીને તારવાની એ નોખી પ્રીતની રીત તો માત્ર કૃષ્ણનેજ આવડે. જો આપણે શરણાગતિ સ્વીકારીએ તો …

રાધા … મારી દ્રષ્ટિએ કોઇ વ્યક્તિ ન હતી … ખૂબજ ચર્ચાસ્પદ પાત્ર છે રાધાનું, પરંતુ રાધા એ નખશિખ પ્રેમલક્ષણા ભક્તિનું એક સ્વરૂપ હતું. અને માટેજ હું કહીશ, કે કૃષ્ણમાંથી નિકળીને કૃષ્ણમાં સમાઇ એક પ્રેમની ધારાધારાધારાધારાધા … રાધા બની ગઇ ધારા …એના પર મેં એક કાવ્ય લખ્યું છે. આ કાવ્યમાં જે કૃષ્ણ સુધી પહોંચી શકે છે અને કૃષ્ણમાં સમાઇ જાય છે તેને પ્રેમની પરાકાષ્ઠા, પ્રેમનું સ્વરૂપ ગણીને મેં કાવ્યનું નામ ‘રાધાની ધારા’ આપ્યું છે. જે હું આપ સૌને સંભળાવું છું.

રાધાની ધારા

હું તો રાધાની ધારા બની વહેતી ચાલી

યમુનાનાં નીર બની ઉછળતી, કૂદતી

તારા ચરણોનાં સ્પર્શે આનંદાઇ … હું તો રાધાની

તારી વાંસળીના નાદે ઉછળતી, કૂદતી

ગાયો બની, તારા સંગે રંગાઇ … હું તો રાધાની

મોર બની, કળા કરી, થનક થૈ થૈ નાચીને,

ઘેલી બનીને તારા શિરે સોહાઇ … હું તો રાધાની

શ્વેત માખણને મીસરીમાં, કાન તને ડૂબાડી

અંતે રાધાનાં રંગે રંગી ગઇ … હું તો રાધાની

ક્યારેક મીરાં બનીને મોહનમાં સમાણી

તો નરસિંહની ભક્તિમાં ભીંજાતી રહી … હું તો રાધાની

મારા રૂદિયાનાં તારને ઝણઝણાવીને

એકતારો બનીને હર્ષાઇ ગઇ … હું તો રાધાની

અખિલ બ્રહ્માંડમાં એક તુ ‘શ્રીહરિ’

એકોહમ્‍ બનીને ચર્ચાઇ ગઇ … હું તો રાધાની

હવે રાધા અને કૃષ્ણ અલગ નથી … ઇશ્વરમાં ઓગળીને એકોહમ્‍ બની ગઇ રાધા …

આ તો છે પ્રેમ, પ્રેમ એટલે પ્રેમ … કલ્પના રઘુ

ભુપેન્દ્રભાઈ શાહ ,કલ્પનારાઘુ ,જયવંતી બેન પટેલ

પ્રેમ એટલે કે….. પ્રેમ.—-પ્રજ્ઞાજી

પ્રેમ એટલે કે  પ્રેમ…… જે શબ્દને આપણે  વર્ણવી ન શકે…. કદાચ એક અહેસાસ કે અનુભૂતિ કહી શકાય …આ એક શબ્દ દરેકની દ્રષ્ટિએ અલગ છે અને છતાં સ્વરૂપ અહેસાસ કે અનુભૂતિ જ છે. 

આપણે સૌ રોજબરોજના જીવનમાં ફિલસૂફી કે ફિલોસોફી શબ્દનો પ્રયોગ કરીએ છીએ અને એમાં પ્રેમને પણ ફિલોસોફી ની શ્રેણીમાં મૂકી દઈ અદ્યાત્મિકતા ના લેવેલ પર લઇ જીએ છે કોઈને સાથે એકરૂપ થવું એ પ્રેમની ફિલોસોફી છે અને ત્યાગ સમપર્ણ સંવેદના આકર્ષણ ,સહાનુભુતિ આશા વિશ્વાસ વગેરે તેના લક્ષણો આપો આપ તેમાં જોડાય છે 

હું એમ કહીશ કે વ્યક્તિના હકારાત્મકત અભિગમ..,સ્વીકાર ,….સહજતા .. પછીની લાગણી એટલે પ્રેમ… .જીવનમાં બનતી ઘટનાઓ પરત્વેનો એક સામાન્ય અભિગમ…….એક એવો અનુભવ જે માત્ર બીજા માટે થાય…. વિજ્ઞાનીઓં પરમાણું ના આકર્ષણ તરીકે લ્યે છે તો ધાર્મિક દ્રષ્ટિ એક ભ્રાંતિ કહીને ભુશવાની વાત કહે છે. 

પરંતુ રોજના જીવનમાં પ્રેમનો અનુભવ કોને નથી થતો !……એક નવજાત શિશુના સ્પર્શથી માંડી મૃત્યુ સમયે છોડી જતો સ્નેહીનો હાથ બધામાં જ પ્રેમની અનુભૂતિ અને આ બે ની વચ્ચે જીવન દરમ્યાન પ્રેમ ને શોધતો,અનુભવતો,અહેસાસ કરતો માનવી …..મળે તો આનંદ અનુભવતો અને ન મળેતો દુખી થતો માનવી ,….એક કુદરત ની સહજતાને પામવા મથતો માનવી ….પ્રેમ એટલે કે ….પ્રેમ એમ બોલે તેમાં શું નવાઈ………

માનવી પોતે પોતાની જાતને પ્રેમ કરે છે,ત્યારે જ બીજાને પ્રેમ કરી શકે છે અને જયારે બીજાને પ્રેમ કરે છે ત્યારે એને પાંખો ફૂટે છે એક ચેતના એક ગતિનો સંચાર થાય છે ,પ્રેમ એ કુદરતની લાક્ષણીકતા છે અને છતાં  એક સહજતા …..પૃથ્વી પરની દરેક જીવિત વસ્તુ એટલે પ્રેમ નું તત્વ અને એ પ્રેમની પાછળ અસીમતાનો સુર….આપણો પ્રેમ એક વિશાળ પ્રેમ તરફ નું એક માત્ર પગથીયું …એકબીજાના પ્રેમના સાથથી  ઉચે ચડવાનું .કારણ  ..પ્રેમ બોલતો નથી પરંતુ ધીરે ધીરે શિખર ચડે છે અમારા પણા ની સીમાઓ અતિક્રમીને અસીમતા ભણી…. અને બને છે .વિશુદ્ધ અને પરિપક્વ  ..દિવ્ય પ્રેમ .અને આપો આપ મોંન બની જાય છે। ….મોંન પ્રેમનું સર્વોતમ શિખર કયારે ચડી જાય છે એની ખબર પડતી નથી…. કારણ પ્રેમ એક માત્ર અહેસાસ એક અનુભૂતિ…દિવ્યતા … અને માટે જ પ્રેમ એટલે કે…… પ્રેમ છે. 

 

તમારી અને અમારી

પ્રેમ કરવાની રીત છે એક અનોખા અંદાઝ થી….

અમે તમને પ્રેમ કરીએ બોલીને

અને તમે જવાબ વાળો મોંન થી……

લોકો સમજે અબોલડા છે,

પરંતુ મોંન ચડે છે

શિખર પ્રેમનું ધીરે ધીરે થી …….

કોઈ પ્રશંશા કરે આપની  તો

આવે છે ઈર્ષા દિલથી…

પણ ટીકા થાય તમારી તો

નથી સહન થતી અમારાથી ….

લોકો કહે છે બુદ્ધીશાળી છો તમે

પણ કરો છો પ્રેમ માત્ર દિલથી ……

ડાહ્યા છો ઓછામાં સમજી જાવ છો

માટે જ અબોલ રહી પ્રેમ વર્ષાવો છો મોંનથી ….

નથી ફરિયાદ મારી પણ આ

પણ ફરી ફરી યાદ છે માત્ર પ્રેમથી …..

સ્ત્રીની ફરિયાદમાં પ્રેમનો આવિષ્કાર છે

આમ જ આવરણો તૂટે છે ફરિયાદથી ….

પાર કરીવી છે સીમાઓ અતિક્રમીને અસીમતા ભણી

અંતે તો તમારા અને મારા સહજ પ્રેમથી….

પામવો છે દિવ્ય પ્રેમનો અહેસાસ

તો ચાલો આમ શિખર ચડીએ પ્રેમનું બસ ધીરે ધીરે થી  …..

પ્રજ્ઞાજી

પ્રેમ એટલે પ્રેમ-પી.કે.દાવડા

પ્રેમની વ્યાખ્યા

પ્રેમ વિષે ઘણું બધું બોલાયું છે અને લખાયું છે, પણ હજી સુધી કોઈ પ્રેમની સંતોષકારક વ્યાખ્યા આપી શક્યું નથી.  પ્રેમની સંતોષકારક વ્યાખ્યા શોધવા મેં અહીં પ્રયત્ન કર્યો છે.

પ્રેમ એક પ્રકારનું “એનેસ્થેસિયા” છે.” આ વાત ઘણે અંશે સાચી છે. ઓપેરેશન વખતે એનેસ્થેસિયા આપી ડોકટર ગમે તેવી વાઢ-કાપ કરે છે તો પણ આપણને કંઈ ખબર પડતી નથી. આજકાલ પ્રેમમા પડેલા લોકોની હાલત પણ લગભગ આવી જ છે.

“પ્રેમ પારા જેવો છે.” હાથમા રહે પણ મુઠ્ઠીમા ન રહે, સરકી જાય.

“પ્રેમ યુધ્ધ જેવો છે.”  શરૂ થઈ જાય છે, રોકવું મુશ્કેલ છે. આ વાત એટલે  પણ સાચી છે કે જેમ યુધ્ધ પુરું થયા બાદ ચારે  કોર બરબાદી જોવા મળે છે તેમ પ્રેમ ખતમ થયા પછી લગભગ આવું જ દેખાય છે.

“પ્રેમ દુનિયાને ફેરવતું નથી, દુનિયામાં ફેરવે છે.” આ વિષમા મારે કંઈ કહેવાની જરૂરત છે?

“પ્રેમ એક કલ્પના છે.” લગ્ન એક હકીકત છે.

“નશીબદાર લોકોનો પ્રેમ સિતાર જેવો છે.” વચ્ચે વચ્ચે સંગીત બંધ થઈ જાય પણ એના તાર સાબૂત હોય છે.

આમ ઘણા ફાંફા માર્યા છતાં પ્રેમની કોઈ બંધ બેસતી વ્યાખ્યા સાહિત્યમા તો મળી નહિં. એંજીનીઅર હોવાથી ગણિતની મદદ લેવાની કોશીશ કરી. વિચાર કર્યો  Squareroot of love શું હશે? ખૂબ ગણત્રી કરવા પછી જવાબ આવ્યો, “Attraction”. મને તો ગણિત પર વિશ્વાસ છે, પણ લોકો માનસે કે નહિં એવી શંકા હોવાથી સાહિત્યમા જ શોધ ચાલુ રાખી.

આખરે સંત કબીરદાસે જવાબ આપ્યોઃ

प्रेम न बाड़ी ऊपजै, प्रेम न हाट बिकाय।

राजा परजा जेहि रूचै, सीस देइ ले जाय।।

-પી.કે.દાવડા

બ્રેકઅપ

તમે   કહો  ને  અમે  ન કરીએ, એવું  બને  જ કેમ?

સદા   તમોને  રાજી  કરવા, એ  જ  અમારી   નેમ.

દિવસરાત  અર્પણ છે  તમને,  છતાં કરો છો વહેમ?

તમે   ભલે ના  સમજી શકતા, અમે  કર્યો  છે પ્રેમ.

તમે  કહો તો  સૂરજ  ઊગે,  તમે  કહો  તો રાત પડે,

દિવસ-રાતના  ભેદ  તમારી  પાસે  અમને  નહિં નડે;

છતાં  તમારા શંકીલા મનમા   શાને  ખોટી છાપ પડે?

આવું   માનસ  હોય  તમારું, ગાડી  પાટે  કેમ  ચડે?

બદલો  માનસ હવે  તમારું, નહિં  તો અંતર  કેમ  મળે,

અહીં  પ્રેમના  મોજા  ઉછળે, તમને  ના કંઈ સમજ પડે,

આ છેલ્લો છે   યત્ન અમારો, એમા જો કંઈ પણ ન વળે,

સારૂં  થાસે “બ્રેકઅપ” કહીને, બેઉ પોત-પોતાને માર્ગ પડે.

  • પી. કે. દાવડા

*             *                 *                   *

તારો મારો ક્યાં મેળ

તારો મારો ક્યાં મેળ પ્રિયે,તું ને હું બહુ અલગ છિયે

તું ચંદનકાષ્ટની પ્રતિમા છે, હું તો બાવળનો કાંટો છું,

તું   પૂનમની  ચાંદની  છે,  હું  તો  ડામરનો  છાંટો  છું,

તારો મારો ક્યાં મેળ પ્રિયે,તું ને હું બહુ અલગ છિયે.

તું   ધનવાનની  બેટી  છે, હું  સંતાન ગરીબ તણું,

તું   દૂધમલાઈ ખાનારી, હું  દાળરોટી પામું તો ઘણું,

તારો મારો ક્યાં મેળ પ્રિયે,તું ને હું બહુ અલગ છિયે.

તું મહેલોમા રહેવાવળી, પણ હું ચાલીનો નિવાસી છું,

તું  આસમાનમા ઉડનારી,  હું  રસ્તાનો  પ્રવાસી છું,

તારો મારો ક્યાં મેળ પ્રિયે, તું ને હું બહુ અલગ છિયે.

તો શીદ સપનામા આવે છે, આવીને કેમ સતાવે છે?

એકલો મુજને મેલી દે, જેમ  છિયે  એમ જ ઠીક છિયે,

તારો  મારો  ક્યાં મેળ  પ્રિયે, તું ને  હું  બહુ અલગ  છિયે.

પી. કે. દાવડા

દાવડા સાહેબ

પ્રેમ- પદ્માબેન કનુભાઈ શાહ

પ્રેમ એટલે કુરબાની, સમર્પણ.  સમય અને સંજોગ પ્રમાણે જીવન ઘડાય છે  . કુળ, કુટુંબ અને દેશ માટે ન્યોછાવર થવુ પણ પ્રેમ કહેવાય.  જીવનની દરેક પળ માનવ ધર્મને  “જીવો અને જીવવા દો”  સૂત્ર પ્રમાણે જીવવું જોઈએ.  સમર્પણના ઢોલ ત્રાંસા વગાડવાના હોતા નથી. જીવનના ઘડતરમાં જડાઈ જતા હોય છે. સંત કબીરે કહ્યું છે કેઢાઈ અક્ષર પ્રેમકા પઢે સો પંડિત હોય “.  સંસારમા પ્રેમ અમૃત તુલ્ય સંજીવની છે.પ્રેમ માનવ જીવનને સુખ શાંતિ અને દીર્ઘાયુ અર્પે છે.

જેના હૃદયમાં બીજાના દુ:, દર્દ અને વેદના સમજવાની કરુણાવૃત્તિ હોય તેવા કુમળા હૃદયના માનવ પ્રેમની લાગણી સમજી શકે છે.  જીવનમા સાચો પ્રેમ માનવીના રોમ રોમમાંથી  પ્રગટે છે.  જેમ બાળક એની માતાને જોઈ હરખાય છે. એને વળગીને આનંદ વિભોર થઇ જાય છે. તેથી કહેયાય છે કે પ્રેમ પૃથ્વી પરનું અમૃત છે.   

પતિ પત્ની, મા અને બાળક, મા અને દીકરી, બે પડોશી, તેમજ બે મિત્રો,  આશક અને માશુકા વચ્ચે ભાવના  સભર અંતરના પ્રેમની અનુભૂતિ હોય છે. પ્રભુ પ્રેમ, ગુરૂ  પ્રેમ અને દેશ પ્રેમ પ્રેમની પરંપરા છે. ભક્ત મીરાબાઈ ગિરિધરના દીવાની હતા. ભક્ત નરસિંહ મહેતા શામળિયાના અતૂટ પ્રેમમાં ડૂબેલા હતા. ઝાંસીની રાણી  લક્ષ્મીબાઈનો દેશ પ્રેમ અદભૂત હતો. આપણા દેશ ભારત માટે જાન ન્યોચ્છાવર કરનાર દેશ પ્રેમીઓમા  વીર ભગતસિંહનું નામ મોખરે છે, બીજા ઘણાયે દેશ પ્રેમી  અનેક વીર વિરાન્ગનાઓએ સ્વદેશ માટે  જાન  કુરબાન  કરેલા તે આપણે સૌ જાણીએ છીએ.

વીર નર્મદ કવિ પ્રેમાનંદ, કવિ શામળ ભટ્ટ, ગુજરાતી ભાષા માટે અદ્વિતીય પ્રેમ દાખવેલો. સાહિત્યકાર શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી જેમણે સરસ્વતીચંદ્ર  જેવા ઉત્તમ ગ્રંથ આપ્યા, જેના વાંચનથી સમાજ નિર્માણ અને ચારિત્ર્ય ઘડતર થાય તેવા પાત્રો રજુ કરીને વાર્તાનું નિરૂપણ કર્યુ છે. રામાયણ અને મહાભારત પરિવારની પ્રેમ ગાથા છે. રામાયણમાં સીતા અને રામજીનો પ્રેમ, મહાભારતમાં  મા કુંતાજી ને પાંચ પાંડવનો અનન્ય પ્રેમ,  શ્રી કૃષ્ણ અને અર્જુનનો મિત્ર પ્રેમ (સખા પ્રેમ) વર્ણવ્યો છે. તેમજ પૂજ્ય ગાંધીજી ને કસ્તુરબાના  આદર્શ પ્રેમપૂર્ણ જીવનના વંદનિય ચરિત્ર આપણી સમક્ષ છે.  એટલા માટેજ વર્ષો વહી ગયા પછી પણ રામાયણ ને ભાગવતના સપ્તાહ કથા રૂપે દરેક પ્રાંતમાં સાંભળવા મળે છે.  શ્રી રામનો પિતૃ પ્રેમ, લક્ષ્મણનો સેવા પ્રેમ, ભરતજીનો ભ્રાતૃ પ્રેમ  રામાયણમાં તુલસીદાસજીએ સુંદર રીતે વર્ણવ્યો છે.મધર ટેરેસા જેમણે માનવ સેવા અર્થે દુનિયાના ઘણા દેશોમાં ગરીબ, અશક્ત અને વૃદ્ધજન માટે  પ્રેમ અને કાળજી ભરી સારવાર ને મદદ  અર્થે સંસ્થાઓ સ્થાપી છે. મધર ટેરેસા સાક્ષાત પ્રેમની મૂર્તિ હતા. રસ્તે તરછોડાયેલા, તરતના જન્મેલા બાળકો, અનાથ, અશક્ત અસહાય વૃદ્ધજનોને સંસ્થાઓમાં પ્રેમની સરિતામાં સેવા, સુશ્રૂષા અપાય છે.

પ્રેમભર્યા સબંધનો ઉત્સવ  “વેલેન્ટાઇન ડે“, “ફાધર્સ ડેઅનેમધર્સ ડેતેમજ આપણે  રક્ષાબંધનનો તહેવાર  આનંદથી ઉજવીએ છીએ.   પરિવારનો પ્રેમ સુખ દુ:ખમાં  એક બીજાને સહાનુભૂતિ રૂપ નીવડે છે અને તકલીફના દિવસો સહેલાઈથી પસાર થઇ જાય છે.    જેમ બાળક માતાને જોઈ પ્રેમથી હરખાય છે તેવી રીતે પાળેલા પ્રાણી કુતરૂ, ગાય, ઘોડો વિ. એના  માલિકને  જોઈ ખૂબ ખુશ થાય છે. પ્રેમથી જગત હર્યુ ભર્યુ લાગે છે. ધરતી અને આકાશ, જડ અને ચેતન, પશુ પંખી અને માનવનું સર્જન વિસર્જન, જન્મ મૃત્યુ દ્વંદ્વ પ્રેમની પરિભાષા છે. પત્ની  મા, બેન અને દીકરી રૂપે સ્ત્રી જગતને  પ્રેમથી રળિયામણું  અને ખુશીઓથી આનંદિત રાખે છે.”માડી  પ્રેમ તણી પૂતળી રે લોલ”  માતાના હૃદયમાં અનન્ય પ્રેમ એના સંતાનો માટે હોય છે.પરિવારની સેવા સુશ્રૂષામાંજ  એનુ આયુષ્ય પુરૂ કરે છે. સ્ત્રીનું હૃદય જન્મથી પ્રેમ અને કરૂણાથી ભરેલું હોય છે. નાનપણમાં માતા પિતાની સેવા કરે છે. પરણીને સાસરે આવી પુરા પરિવારનું કામ સંભાળી  લે છે. આમ એનુ સમગ્ર જીવન સેવામય હોય છે. પ્રેમાળ જીવન સંજીવની જેવું અમૂલ્ય છે. જિંદગીમાં આવી પડેલી જવાબદારી  હસ્તે મોઢે ઉપાડીને કુટુંબને મદદ કરી ફરજ બજાવવાની કુદરત તક આપે તો  તે ક્યારેય ગુમાવવી નહિ. પળ પ્રેમથી સ્વીકારી અનુસરવું જોઈએ એજ સાચો પ્રેમ છે.     “સબસે ઉંચી પ્રેમ સગાઇ

પદ્માબેન કનુભાઈ શાહ   (Sunnyvale,  CA)  

પદ્માબેન કનુભાઈ શાહ ,કનુભાઈ શાહ જેમના હસ્તક બુકનું વિમોચન થયું .

પ્રેમ એટલે પ્રેમ એટલે  પ્રેમ —તરુલતા મહેતા

જીંદગીમાં ક્યારેક એવું બને છે કે શબ્દો નો અંત આવી જાયછે, અમુક ઘટના બન્યા પછી  માત્ર  મૌંન, એક પ્રકારનો આઘાત લાગે છે.પણ અંતરમાં  એવો  આનદ થાય છે કે જાણે મૂન્ગાએ     ગોળ ખાધો,
રેખા મારી કોલેજની સખી હતી,  આનંદીસ્વભાવની સ્વતંત્ર અને બિન્દાસ,કોલેજમાં તેના ઘણા મિત્રો હતા,સુરેશ સાથે પણ ફરતી હતી.સુરેશની સગાઈ જયા સાથે થઈ હતી. સુરેશ અને જયાના કુટુંબોનો  સારો મનમેળ હતો. તેમના લગ્નની કંકોત્રીઓ તેયાર થઈ ગઈ હતી. એક દિવસ રેખા અને સુરેશે આપમેળે કોર્ટમાં લગ્ન નોઘાવી દીધા તેમના  લગ્ન  કોઈને પસંદ નહોતા,કોલેજમાં અમને સોને નવાઇ લાગી હતી. ત્યારપછી જયા ચૂપચાપ અમદાવાદથી દૂર એની  ફોઇને ત્યાં પોંડીચેરી જતી રહી. રેખા અને સુરેશ અમેર્રિકામાં સ્થાયી થયાં.
દશેક વર્ષ પછી હું અને મારા પતિ વિનય ભારતથી બાલ્ટીમોરમાં આવ્યાં ત્યારે રેખા અને સુરેશ સાથે અમારી મેત્રી  જામી. પાર્ટીમાં ખૂબ આનદ કરતા,કોલેજની જૂની વાતો યાદ કરી મજાક-મશ્કરી કરતા. બંને જણા એવા ખુશખુશાલ અને પ્રેમમાં મસ્ત કે અમને બે ઘડી ઈર્ષા થતી.
સમયની  પાંખે ઉડી  અમારા બાળકો કોલેજમાં ભણવા ગયાં,રેખાનો દીકરો ભારતની માંનીપાલની મેડીકલ કોલેજમાં ગયો. રેખા અને સુરેશ કંપનીના કામે પાંચ વર્ષ માટે અમદાવાદ ગયાં.
ભારતથી  આવ્યા પછી રેખા ખૂબ બદલાયેલી હતી.જાણે એણે કઈક મહામૂલું ગુમાવી દીધું હતું ,સુરેશ પણ પહેલા જેવો નહોતો,એમ લાગતું  હતું કે એ લાચાર હતો. એક દિવસ અમે એમને જમવા બોલાવ્યાં
.જમવાનું પતાવી અમે  બેઠકરૂમમાં ગયાં,વિનયે મજાક કરતા કહ્યું”,તમે બંને દાદા-દાદી  જેવાં બની ગયાં”,મેં રેખાને હસીને કહ્યું” તારે હજી દીકરાને પરણાવવાનો છે”. રેખા બોલી   “એનું  નસીબ   હશે તેમ થશે”મને વિસ્મય થયું . પ્રેમલગ્નથી  સુખી રેખા શું નસીબમાં માનતી થઈ ગઈ?રેખા સુરેશ પાસેથી ઉઠી મારી પાસે આવીને બેઠી,પણ મને થયુ  કે એ બીજી જ દુનિયામાં  ખોવાઈ ગઈ છે મેં એનો હાથ મારા હાથમાં રાખી વાત ચાલુ રાખી ‘રેખા ભારત રહેવાનું કેવું લાગ્યું?તમારા બનેની તબિયત કેવી રહી હતી?
રેખાના મનની સ્થીતિ  તોફાનમાં ફસાયેલી નાવ  જેવી હતી.એ કંપતા   અને ડૂબતા ઘીરા અવાજે  બોલી મારી સમજણ બહારનું   બની ગયું ,હું મૂરખ અને સ્વાર્થી હતી ,સાચું કહું તો સુરેશ ઉપર મારો કોઈ અઘિકાર નથી
સુરેશનો અવાજ ભાવભીનો થઈ ગયો ‘રેખા તેં મારે માટે કેટલો ભોગ આપ્યોછે’
રેખાનું મન ડંખતું હતું એના કહેવામાં .ઉંડી વેદના ઊભરાઇ આવી તે મનોમન કોસતી હોઈ તેમ બોલી ‘હું તો ધૂળ છું’.
અમે વિસ્મય અને દુ;ખથી તેઓની વાત સાંભળતા હતાં મેં કહ્યું ‘પ્લીજ,અમને  દિલખોલીને વાત કરો.,
રેખા એની અંદરના ધરતીકંપથી મારા ખભે તૂટી પડી,મેં એની   પીઠે  હાથ ફેરવ્યા કર્યો,
કોઈ  આઘાતની  કળ વળી  હોઈ તેમબોલી,’ અમે ભારત  ગયા  પછી  સુરેશની  અમદાવાદની  ઓફિસનું કામ વઘી ગયું , ઓફિસના કામે  બહારગામ જવાનું  થતું ,એને ડાયાબીટીશ  ઘણા  વખતથી હતો ,કામનો  બોજો ત્યાંની બદલાયેલી દવા અને ખોરાકમાં ફેરફારથી સુગરનું પ્રમાણ લોહીમાં વઘી ગયું, એ  ઓફીસનાં કામે મુબઈ ગયેલો ત્યારે બેભાન થઈ ગયેલો.એને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કર્યો,ચારેક દિવસ પછી નડિયાદની કીડની હોસ્પીટલમાં લાવ્યા. અનેક ટેસ્ટ થયા,અંતે નિદાન થયું કે ડાયાબીટીસ અને કિડનીના ઇન્ફેકશન ને કારણે બન્ને કીડની કામ કરતી નથી.’
સુરેશ રેખાને કહેં ‘મેં તને સમજાવેલું  કે અમેરિકા પાછા પહોચી  જઈએ, તું  માની નહિ.’
રેખા મક્કમપણે બોલી,’આપણાં દીકરા સમીરે ભારપૂર્વક કહ્યું હતું કે અમેરિકામાં  કીડની નહિ મળે.’.
મેં પૂછ્યું, સુરેશને  કેટલો વખત કીડની માટે રાહ જોવી પડી?’
રેખાના અવાજમાં હતાશા ઉભરાઈ, તે બોલી ‘ચાર મહિના સુરેશને ડાયાલીસીસ  પર રાખ્યો ,કીડની મળે પણ મેચ થાય નહી.
હું અને મારા પતિ  અધ્ધ્રસ્વાસે  રેખાની વાત સાંભળી  રહ્યા.
એક દિવસ રાત્રે હોસ્પીટલમાં સુરેશના બેડ પાસેની ખુરશીમાં ડોક્ટરની રાહ જોતી હતી.મારા માથાની નસોમાં વિચારોના વીંછી કરડતા હતા.સુરેશનો માંદલો,ફિક્કો ચહેરો જોઈ થયું ‘હું જીવનમાં હારી ગઈ,મારો પ્રેમ સુરેશને નહી બચાવી શકે,બધી સફળતા,કમાણી પાણીમાં ગયું,
ડોકટર કયારે રૂમમાં આવ્યા તેની મને જાણ થઇ નહી,તેમણે મારે ખભે હળવેથી હાથ  મૂકી કહ્યું ‘રેખાબેન,ખુશખબર છે કીડની મળી ગઈ છે,ચાર દિવસ પછી ટ્રાન્સપ્લાટ થઇ જશે.કીડની દાતા માટે દશ લાખ રૂપિઆની સગવડ રાખશો
.સુરેશને  સારું થયું પછી  દાતાનો ચેક અને આભારનું  કાર્ડ લઇ અમે ડોકટરની ઓફિસમાં ગયાં ડોકટરે અમને આવકારી કહ્યું,
તમે નસીબદાર છો દાતાએ મૂલ્ય લેવાની ના પાડી છે ,આવું  તો  સગપણ વગર બને તેવું અમે  જોયું નથી ,તમારી ભાવના હોઈ તો કીડની હોસ્પિટલને  દાન કરી શકો છો.આભારનું કાર્ડ અમે રવાના કરી  દેશું.
મેં કહ્યું ‘અમારે તેમને મળવું  છે ,નામ અને એમની વિગત આપો.’
‘તમે કાર્ડ મૂકી જાવ ,અમે મોકલી આપીશું,દાતાએ બઘું ખાનગી રાખવા જણાવ્યું છે ,દાતાની ઈચ્છા અમારે રાખવી  પડે.
ડોકટરને  ચેક અને કાર્ડ આપી ઓફિસની બહર આવ્યા ત્યારે લઘુતા મહેસૂસ કરી,એમ થયું કે દાતાની ઉદારતા અને ભાવના આગળ અમે ધુળ જેવાં હતાં,એવું કોણ હશે?
હોસ્પીટલના દરવાજે ગયાં,પછી યાદ આવ્યું કે સુરેશનો મેડીકલનો રીપોર્ટ ડોકટરના ટેબલ પર ભૂલી ગયાં
અમે ઓફિસમાં ગયાં, ડોકટર અંદર જતા રહ્યા હતા,પણ એમનો અવાજ અમે  સાંભળ્યો,આ ચેક દાતાની યાદીમાં રાખજો,અને કાર્ડ જયાબેનના સરનામે મોકલી દેશો
રેખા અને સુરેશની વાત પૂરી થઇ. અમે શબ્દો;સમય;સ્થળની બહારના પ્રેમ એટલે પ્રેમ……..ભાવમાં ડૂબી ગયા.
તરુલતા મહેતા

કનુભાઈ શાહ ,પ્રજ્ઞા દાદભાવાળા ,રાજેશ શાહ ,તરુલતાબેન મહેતા

પ્રેમ એટલે કે પ્રેમ……….. મેઘલતાબેન મહેતા

નવજાત શિશુ અને નવજાત માતાના માતૃત્વનો પ્રથમ સ્પર્શ ,

પ્રથમ મિલન ,

પ્રથમ પરિચય ,

એકબીજાની પ્રથમ ઓળખ ….એટલે જ પ્રેમ ….

માતા ના હૃદય માંથી વહેતી દુધની ધારા એટલે કે પ્રેમ…

એમની કોઈ વ્યાખ્યા ન હોય અને શોધવા ન જવાય એતો ઝરણાની માફક હૃદયમાં થી આપો આપ ફૂટે અને અ ઝરણું આંખોમાંથી વહેવા માંડે। …..હા એ સાચું બીજો કયાંય પ્રેમ ન હોય તેવું નથી ..જેમકે લાંબા સમયથી રાહ જોઈ રહેતી ભગીની એના બંધવના કાંડે રક્ષા બાંધે એ ક્ષણ એટલે ભાઈ બહેનનો પ્રેમ…..

બાળકનો હાથ પકડી માતા એને પાપા પગલી ભરાવે ,અને એના ડગમગતા પગને બાથ ભરે તે ક્ષણ એટલે પ્રેમ અને પ્રેમ। …પ્રથમ દિવસે પુત્રને શાળામાં મુકવા જતા અથવા દાખલ કરવા જતા પિતા નો ગર્વ અને ઉત્સાહ એટલ પ્રેમ……આ બધી પ્રેમની ક્ષણોમાં થોડો થોડો સ્વાર્થ છુપાયેલો હોય છે, એમાં કયાંક ને ક્યાંય અપેક્ષા રહે છે જેમકે પિતાના મનમાં એમ હોય કે પુત્ર મોટો થઈને કમાણી કરે અને બોજો ઉતારે ……માતા ના મનમાં પાપા પગલી ભરાવતા એક ક્ષણ વિચાર આવે કે દીકરો મોટો થઈને સરસ વહુવારું લાવે અને વૃધ્ત્વમાં મારી લાઠી બને …

પણ મને ખ્યાય આવ્યો કે એવું કહેવાય છે કે ભગવાન માટે નો પ્રેમ એજ સાચો પ્રેમ છે… ..પણ ના એની પાછળ પણ વરદાનની અપેક્ષા તો રહે જ છે.શુદ્ધ અલૌકિક  નિસ્વાર્થ પ્રેમ રહેલો છે નવજાત શિશુ અને નવજાત માતૃત્વના પ્રથમ સ્પર્શમાં ….નેવું વર્ષના પતિને અઠયાસી વર્ષની પત્નીએ આ લેખ વાંચી સંભળાવ્યો ત્યારે દાંતના ચોકઠા વગરના પતિદેવે બોખલતા અવાજે કહ્યું… અમે આ હું જ તને તારા લથડતા હાથે કંઈક માંગણી પ્રમાણે લખવું હોય તો હું તને પેન નથી શોધી આપતો ત્યારે પત્નીએ ગોથા ખાતા ખાતા લાકડીને ટેકે પતિ પાસે જઈને કહ્યું કે મારો લેખ વાંચવા માટે હું તમને ચશ્માં નથી શોધી આપતી ? અને જાણે ભગવાને ઉપરથી સાદ પાડી કહું કે પ્રેમ એટલે કે પ્રેમ………………..આ ઉંમરે પણ એકબીજાને મદદ કરો છો ને?  એકબીજાની લથડતી જીભે મજાક કરી આનંદ પામો છો ને? એક બીજાની હુંફ બની  રહો છો ને ? એકબીજાની પાંચ આંગળી માં તમારા પ્રિય પાત્રનો હાથ પકડી કોઈપણ અપેક્ષા વગરની કેડી પર આગળ વધો છો ને ?,બાળક અને વૃદ્ધમાં એજ નિર્દોષતા અને એજ સહજતા છે અને ત્યારે ફરી  અનુભવાય છે.  નવજાત શિશુ  નો પહેલો સ્પર્શ ….એજ પાંચ આંગળીમાં . અને નવજાત મતૃત્વના ના સહજ  પ્રેમની હુંફ….બસ આ જ પ્રેમ એટલે કે પ્રેમ

-મેઘલતાબેન મહેતા

જાગૃતિ શાહ , પ્રેમલતાબેન મજમુંદાર ,હરિકૃષ્ણ મજમુંદાર

પ્રેમ એટલે કે પ્રેમ …નિહારિકા શશીકાંત વ્યાસ

પ્રેમ માટે કહેવાના ઘણા વિચારો છે તેમાંથી હું તેની વાત કહીશ કે જેમણે જગતને જીવંત રાખ્યું છે  પ્રેમ તત્વ કયા નથી સબસે ઉચી પ્રેમ સગાઇ પ્રેમ ની સાચી સગાઇ તો આપણને ધરતી પરના કુદરતી તત્વો સાથે જોવા મળે છે ધરતીને આપને માતા કહીએ છીએ માતા પોતાના બાળકોની જરૂરિયાત ને પૂરી કરી જીવનદાન આપે છે ફળ, ફુલ,વૃક્ષ, વેલીઓ , એ એમના પ્રેમના પ્રતિક છે એટલું જ નહિ વાતાવરણ માંથી કર્બોનડાયોક્સાઈડ લઇ ઓક્સીજન આપે છે અને દરેક જીવમાત્રમાં જીવન બક્ષે છે  આ પ્રેમની ઉદારતા ન બોલેલું સત્ય છે અપ્રેમજ વૃક્ષને ધરતી સાથે જોડી રાખે છે

આમ જોવા જઈએ તો કુદરતના દરેક તત્વોમાં પ્રેમ કયા નથી ?દરિયાના મોજા નિરંતર ઉછળીને ધરતીને મળવા કેટલા ઉત્સુક હોય છે તો નદી સાગરને મળવાની પોતાની તત્પરતા ક્યાં છુપાવી શકે છે? આ વહેતી રહેતી નદીમાં પ્રેમી સાગરને મળવાની અવિરત ઝંખના છે  …..આ પક્ષી ના કલરવમાં પ્રેમ નો અહેસાસ છે તો વરસાદમાંથી પડતા પાણીના બુંદમાં પ્રેમના ત્યાગની ઝલક છે। ….મોરના થનગનાટમાં ,કોયલના ટહુકામાં ,કબૂતરના ઘુઘુઘુ  માં, ચકલીના ચી,ચી,ચીમાં ,વહેતા ઝરણામાં…  આ ચાંદ તારા નક્ષત્રો બધાજ સંપીને રહે  નહીતો તૂટીને બધા ખરી પડે। ..સૃષ્ટી ના દરેક તત્વમાં પ્રેમ અને માટે જ કુદરતે આપને પ્રેમ કરતા શીખવ્યું। ..બધાજ નિસ્વાર્થ પ્રેમના પ્રતીકો સાચો પ્રેમ આપણને આવા તત્વો પાસે થી મળે છે કારણ ત્યાં સમપર્ણ અને ત્યાગ છે માત્ર આપવાની ભાવના। ……હવા પાણી પ્રકાશ બધું જ કુદરત તરફથી આપણને મફત મળે છે આપવું છે બસ। ..કોઈ અપેક્ષા વગર સાચા પ્રેમનું બીજું નામ છે ત્યાગ અને સમર્પણ

મનુષ્ય સૃષ્ટિને જોતો નથી મનુષ્ય સ્વંય એક કુદરતનું પ્રેમનું સ્વરૂપ છે તો  પોતાના પ્રેમને સ્વાર્થથી બાંધી અભડાવે છે?

સાચો પ્રેમ સૃષ્ટી પાસે થી કુદરતી રીતે જ મળે…. આ પ્રેમ ને લીધે જ સમગ્ર સૃષ્ટી જીવંત છે ..આ પ્રેમ એ માત્ર અનુભવથી જ મળે હું તો કહીશ કે એક દ્રષ્ટી કરો અને જો જો શું મળે છે……….

જ્યાં જ્યાં નજર કરો તમારી (સૃષ્ટી પર )

ત્યાં બસ પ્રેમ એટલે પ્રેમ જ છે ……

નિહારિકા શશીકાંત વ્યાસ

મિલ્પીટાસ ,કેલીફોર્નીયા

પ્રેમ શુ છે ?.. વિનોદ પટેલ.

ખરેખર પ્રેમ શુ છે એ બહું ગહન સવાલ છે

પ્રેમ કહેવાની નહી પણ અનુભૂતિની ચીજ છે

પ્રેમમાં પડવાનું નહી પણ ઊભા થવાનું હોય છે

પતંગની જેમ ઉંચે ગગનમાં ઉડવાનું હોય છે

મનુષ્યને મન ગમતી એક ઉત્તમ લાગણી છે

બધાજ દર્દોની પ્રેમ એક અકસીર દવા છે

પ્રેમનું બંધન એ એક મન ગમતું  બંધન છે

પ્રેમ અનેક સ્વરૂપે સર્વત્ર વિહરતો હોય છે

મા-બાપનો સંતાનો પ્રત્યેનો પ્રેમ જાણીતો છે

પ્રેમ વશ થઇ બહેની વીરાને રાખી બાંધે છે

પતિ-પત્નીનો પ્રેમ સંસારનો સાચો પાયો છે

દેશ પ્રેમ માટે માનવો બલિદાનો આપે છે

સાહિત્ય પ્રેમ એ જીવન ઉત્કર્ષની ચાવી છે

ચલચિત્રોમાંનો પ્રેમ એક બનાવટી પ્રેમ છે

લયલા-મજનું ને શીરી-ફરહાદ પ્રેમ પ્રતીકો છે

તિરસ્કાર નહીં પણ પ્રેમ જ એક સત્ય છે

પ્રેમ આંધળો હોય છે એમ લોકોમાં કહેવાય છે

પ્રેમાંધ સુરદાસ સાપને રસ્સી માની છેતરાય છે

બધાં જ ધર્મોમાં પ્રેમનો મહિમા ગવાયો છે

મોહન ઘેલી મીરાનો પ્રેમ કેવો અદભૂત છે

વાગી કટારી પ્રેમની એમ મીરાં જ ગાય છે

રામ ઘેલી શબરી પ્રભુને એંઠા બોર અર્પે છે

જેમ રસોઈમાં નમક એમ જીવનમાં પ્રેમ છે

જેણે પ્રેમ કર્યો નથી એનું જીવન બેકાર છે

પ્રેમ વિનાનું કોઈનું જીવન ક્લ્પવું  મુશ્કેલ છે .
વિનોદ પટેલ , સાન ડિયેગો ,કેલીફોર્નીયા

જયા   ઉપાધ્યાય

પ્રેમ નો અનુભવ કરે

પ્રેમ ને શબ્દો માં  અંકિત  એ   જ   કરે

જેનું  હૃદય ક્યાંક  પ્રેમ નો અનુભવ   કરે

પ્રેમ એક એહસાસ   છે

પ્રેમ એકબીજા માં વિશ્વાસ  છે

પ્રેમ થી મહેકતો    હર  શ્વાસ છે

તો  પ્રેમ તમારી આસપાસ   છે

પ્રેમ નું સદા  સન્માન એજ  કરે

જેનું   મન  પ્રેમ ની અનુભૂતિ  કરે

માનો  તો પ્રેમ એક ઝરણું  છે

માનો તો ખળ ખળ વહેતી  નદી છે

સમર્પણ  એ જ પ્રેમ નો સાગર  છે

અને ક્ષમા એ જ પ્રેમ ની ગાગર  છે

જીવન માં પ્રેમ નું અમૃત  એ જ ભરે

જે  પ્રેમ માં પાગલ થઇ     ને    ફરે

પ્રેમ વગર નું જીવન જે જીવે  છે

એને માનવ  ના  કોઈ ગણે  છે

અરે પશુ પણ  પ્રેમ ને ઝંખે  છે

ને પ્રેમ થી જ બધે સ્વર્ગ   બને છે

પ્રેમ ના તરંગો માં એ જ સદામોજ   કરે

જે   પ્રેમ  સહુ કોઈ ને  વહેંચતો    ફરે

પ્રેમ વિના  ની જીવન  આગ   છે

પ્રેમ છે તો જંગલ  પણ  બાગ   છે

પ્રેમ જેટલો સરળ એટલો જ વિશાળ છે

અને પ્રેમ થી જ સહુ  બને માલામાલ  છે

પરેન શબ્દ થી  નહિ  , ભાવ થી જે   ભરે

એ આયુ ના હર દિન  માં   જીવન ભરે

હર દિન  માં   જીવન ભરે

જયા બેન ઉપાધ્યાય-

પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ. કુંતા શાહ

પ્રેમની પરાકાષ્ઠા!!  પ્રેમની પરાકાષ્ઠા હોઇ શકે? પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ.

આજે એક એવા વ્યક્તિની  મારે તમને વાત કરવી છે જેને હું કદી મળી નથી.  એની જોડે વાતો કે પત્ર વ્યવહાર પણ ન્હોતો.  આમ તો એ, બીજી ફેબ્રુઆરી, ૨૦૧૪ ના દિવસે, ૨૯ વર્ષની ઉંમરે,  પ્રભુને પ્યારા થઇ ગયા પણ મારે એમની ઓળખાણ સ્વર્ગસ્થ તરીકે નથી જ આપવી કારણ એમના કાર્યો અને જીવનની સુગંધ એમને સદીઓ સુધી જીવંત રાખશે અને એમનાથી પ્રભાવિત થયેલા લોકોમાંથી અનેક રઘુભાઇ જનમશે.

રઘુભાઇ મકવાણા રાજ કર્મચારી કે કલાકાર ન્હોતા કે પ્રચલિત હોય.  પણ જે કોઇ એમના સંપર્કમાં આવ્યા હોય તે કદી એમને નહી ભુલે.  ઍમને નામના ન્હોતી જોઇતી,  ફક્ત સેવા કરવાના મોકા જ જોઇતા હતા. શક્તિહિન પગવાળા હંમેશા પલાઠી વાળીને બેસે તેથી લોકો તેમને રઘુભાઇ પલાઠી તરીકે પણ જાણતા.

૧ વર્ષની ઉમંરે એમને પોલિઓ થયો એટલે એમના હાથ એમના પગ બની ગયા.  એમને આ દેહની ખામીનું દુઃખ સમઝણા થયા પછી પણ ના થયું કારણ કે એમને પ્રભુ પ્રત્યે એટલી શ્રધ્ધા હતી કે એમનો જનમ સત્કાર્ય કરવા માટેજ થયો છે એની એમને ખાત્રી હતી.

વીસ વર્શની વયે તે અમદાવાદ આવ્યા.  ઇસ્કોનના મંદિરમાં બધાના પગરખાનું ધ્યાન આપે અને પ્રસાદ વ્હેંચે.  રાત્રે પાછા ફૂટ્પાથ પર જઇને સુઇ જાય.  કોઇ ઉદાર જીવ એમને દક્ષિણા આપે તેમાંથી એમનો નિર્વાહ કરે.  આવા જીવ પર ભગવાનની ક્રુપા વર્સે જ.  ઍક દિવસ એક શાળાના વિદ્યર્થીઓ ત્યાં પર્યટન માટે આવ્યા હતા. રઘુભાઇની એ બાળકો પર એવી અસર પડી કે એ મહેક ગ્રામશ્રી, ગાંધી આશ્રમની એક બહેન સંસ્થાના સંચાલક શ્રી જયેશભાઇને પહોંચી.  તરત જ એ રઘુભાઇને ગ્રામશ્રી લઇ આવ્યા.  એમને ગરીબોની વસ્તિમાં જઇ ગરીબોને સારી રીતે અને ચોક્ખાઇથી કેમ રહેવુ તે સમજાવવાના કામે લગાડ્યા.  ટ્રાઇસાયકલ પર એ ફેરા મારતા.  કેવી રીતે એ ચલાવતા એની તો કલ્પના જ કરવી રહી.  એમની ઉદારતા અને જીવનની સફરની અનેક વાતો છે જે સાંભળવા હું પણ ઉત્સુક છું.

એમની પાસે ફક્ત બે દિવસનો ખર્ચો હોય તો પણ એ પૈસા બીજાને કઇ રીતે ઉપ્યોગી થાય એની જ એમને ચિંતા.  જ્યારે જ્યારે એ ગરીબોની વસ્તિમાં જાય ત્યારે એ વસ્તિના છેડા સુધી “રઘુભાઇ”  “રઘુભાઇ”  નો ઉતસાહ ભર્યો ગુંજારવ પહોંચે. બાળકો એમની પાછલી બેઠક પર બેસી વ્હાલ લુટાવે.  માતા, પિતા,  દાદા, દાદી જાણે એના દર્શન માટે સંકોચાઇને ઉભા રહે.  ઘરે, ઘરે, પોતાના પૈસામાંથી કેળાનો પ્રસાદ ધરાવે.  એક વાર વિચાર આવતાં એણે ૩ ઘરડાં માજી જેમનું કોઇ ન્હોતુ અને કોઇ કામ કરી શકે એવી પરિસ્થિતીમાં નહી હતા, તેમને પોતાની બચતમાંથી ટીફીન આપ્યું.  ધીરે ધીરે મિત્રોમાં વાત પ્રસરી અને અત્યારે ૧૭ વ્રુધ્ધ્જનોને “ત્યાગિનું ટીફીન” મળે છે.  અઠવાડિયાનું પોતાનું એક જમણનો ત્યાગ કરવાથી ગરીબોની સેવા થઇ.

એમને કાને એક માસીની વાત આવી.  એ માસી જ્યારે એકલાં પડ્યાં ત્યારે તેમને કોઇએ મિત્રો બનાવવાનો નુસ્ખો બતાવ્યો.  માસીને બગીચામાં કામ કરવું ખુબ ગમે.  તુલસી તો બસ એમની મિત્ર.  તુલસીના છોડ આજુ બાજુના પડોશિયોને આપવા ગયા અને મિત્રતા બંધાવા માંડી. એ પ્રણાલી પ્રસરી.  ગરીબવાસમાં મુશ્કેલીઓ વધારે અને તેથી મનભેદ પણ થાય અને તણખાયે ઝરે,  રઘુભાઇ તુલસીનો છોડ એવા પરિવારને આપે અને કહે “આ ભગવાનને અતિપ્રિય અને પવિત્ર છોડ છે, સહકુટુમ્બ એની સેવા કરજો.  બે અઠવાડિયે તુલસીની ખબર કાઢવા જાય,  કેટલાયના જીવન એમણે સુધાર્યા અને સુગંધિત કર્યા!

એમની જે ઉણપ હતી તેનું તેમણે બક્ષિસમાં રુપાન્તર કર્યુ.  નીચે પલાઠી વાળીનેજ બેસવું પડે એટલે સહુની જોડે આદર અને પ્રેમથી જ વર્તે.  ભગવાનની મરજી અને ક્રુપાને હસતે મોઢે સ્વિકારી. ભજનો ગાય, ઢોલક વગાડે અને સહુને પ્રફુલ્લિત રાખે.એના ઘણા સુવાક્યોમાનુ એક અહીં પીરસું.  “જો હું બીજામાં ખરાબ જોઉં તો એ મારી ખરાબીઓનું પ્રતિબીંબ છે. આપણા સહુમાં કોઇ ને કોઇ ખરાબી છે, પણ હું સહુમાં સારુ જ જોવા માંગુ છું.  હું જો મારી સારાઇ જોઇ શકું તો બધામાં જ જોઇ શકું”.

 કુંતા શાહ

કુંતા શાહ ,કલ્પનાબેન શાહ ,પદ્માબેન અને કનુભાઈ શાહ

.. જયવંતી પટેલ

પ્રેમ એટલે કે પ્રેમ …

પ્રેમ અઢી અક્ષરનો બનેલો આ શબ્દ છે પણ બહુ  કિંમતી …પ્રેમ નો કોઈ મોલ નથી એ અનમોલ છે. .એ એટલો અનોખો અને નિરાળો છે કે એને કોઈ સાંકળ ની જરૂર નથી. એક સુતરનો ધાગો પ્રેમ ને અવિચળ બનાવી દે છે.

પ્રેમ શું છે ?પ્રિયજનના સાનિધ્યનો આનંદ ?તેના સુખ દુઃખ ને પોતાના ગણવાની એકરૂપતા કે પોતાના કરતા બીજાનો ખ્યાલ કરવાની લાગણી ? કે પોતાની અંતરમય અનુભવોમાં બીજાને સહભાગી બનાવવાની શ્રદ્ધા ?

એક વાત ચોક્કસ છે કે સાથે માણેલી મઝાઓ ,શરીરના સુખો અને ઉષ્માભર્યા આલિંગન કરતા ઘણું વધારે કંઈક છે જેમાં ઊંડી સમજ અને આનંદથી ભરેલું કંઈક તત્વ છે જે હ્રદય પારખી લે છે જેમાં લેવા કરતા આપવાની ભાવના વધુ છે અપેક્ષા વગરની લેવડદેવડ એટલે પ્રેમ। ..ગણતરી, સોદાભાજી, માંગણી, અપેક્ષા એ બધાથી પર પ્રેમ છે…..પ્રેમમાં આગ્રહ  નથી પોતાના વિચારોને બીજા પર ઠોકી બેસાડવાની મથામણ પ્રેમમાં  નથી એટલે જ્યાં ખોટી જીદ કે આગ્રહ છે ત્યાં સ્વાર્થ અને અહમ છે એ  પ્રેમ નથી એ વાત તો ચોક્કસ છે અન્યાય અને અત્યાચારની દુનિયામાં પ્રેમને સ્વાર્થી બનાવી દીધો છે આમ જોવા જઈએ તો પ્રેમ ના અભાવથી વેર ઝેર જન્મે છે પ્રેમ કોણ નથી ઝંખતું ? પ્રેમના બે શબ્દો હ્રદય ને ચેતના આપે છે કોઈને જીવવાની આશા આપે છે તો પ્રેમનો પ્યાલો કેમ જગત ને ન પીવડાવો ? પ્રેમ હોય ત્યાં હૃદય વસંત ની જેમ ખીલે છે થા પ્રેમપુષ્પની જેમ મૃદુ છે કમજોર નથી પણ શક્તિશાળી છે ,જીવનને ઉષ્માથી ભરી દે છે જીવનને મધુર બનાવે છે પ્રેમમાં મારું અને તારું નથી બધું આપણું બને રહે છે .. ..પ્રેમ તો ઝરમર વહેતા ઝરણા જેવો। ..સતત વહેતો રહે છે….હળવું મન ,ગીત ગાતા હોઠ ,મુખ પર હળવું સ્મિત અને નિર્દોષતા।.  સહજતા।.. આનંદ .. મારાપાણાનો એક   અહેસાસ  હા એજ પ્રેમ એટલે પ્રેમ

આ અન્યાય અને અત્યારચારની ની દુનિયામાં આવો પ્રેમ પ્રાપ્ત થવો સહેલો નથી -દુનિયાની વિશાળતા અનુભવવા માટે સમગ્ર જગતને પ્રેમ કરો। .કોઈને બે શબ્દો પ્રેમના આપી શકો તો તેના જેવું પુણ્ય નથી

આપણે આપણો પ્રેમ સીમિત રાખીએ તો તે જેલમાં રહેવા બરાબર છે પણ વહેતા ઝરણા જેવો રાખીએ તો પવિત્ર બની જાય અને તેમાંથી તરસ્યાને પ્રેમ પીવડાવી શકાય તો સૌને પ્રેમ નો પ્યાલો પીવડાવો
જયવંતી પટેલ

જયવંતીબેન ,કલ્પના રઘુ ,પદ્માબેન અને કનુભાઈ શાહ

પ્રેમ એટલે પ્રેમ એટલે  પ્રેમ પદ્મા -કાન

પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ

પ્રેમ એ માડીના હૃદયમાં નિરંતર વહેતું પવિત્ર ઝરણું છે ! પ્રેમમાં ના કોઈ આશા
કે ન કોઈ આકાંક્ષા, ના કોઈ માગણી, પ્રેમ અટેલે આત્મસમંર્પણ! ભગવાન પણ જુવે છે ભાવ ને એને જોઈએ છે ભાવ. ભાત ભાત ના ભાવોમાં થાયે શબ્દોનું સર્જન.તો આઈ.સી. સી. મીલપીટાસ ના હોલ મા કા ન થાયે પ્રેમનું દર્શન / બાકી
પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ

પ્રેમ એ હૃદયનો ભાવ છે। ચાહે હોય તે કોઈ વ્યક્તિ ,પશુ પંખી કે પછી હોય કોઈ
વસ્તુ પ્રત્યેનો પ્રેમ….આસ્થા,શ્રધ્ધા, વિશ્વાસ ,ભક્તિ દયા , કરુણા ,લાગણી ,સેવાઆ સર્વે ભાવો થકી સહુ દર્શાવે પ્રેમ ,જેને જે જોઈએ તે ભાવ થકી તેને લાધે
પ્રેમ

બાકી પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ

સંબંધ આધારિત માનવીય પ્રેમના કેટલાય દીસે આદર્શ રામાયણમાં

પિતા પુત્ર ,પતિ પત્ની ભાઈ ભાઈ ,માલિક નોકર કે પછી હોય નર વાનર।

પ્રેમમાં છે અજબ શક્તિ ,રાવણ સાથ યુદ્ધમાં થયા વાનરો જખ્મી

એક જ અમી દ્રષ્ટિ પ્રભુ રામની મળી ,સહુ જખ્મો ગયા શમી।

ક્ષમા મૂર્તિ મહાવીરે શાંત કીધો પ્રેમથી , ચંડકૌશિક નાગને જે હતો ભયંકર ઝેરી

બાકી પ્રેમ એટલે પ્રેમ એટલે

મૈત્રી પ્રેમમાં યુદ્ધમાં રથ હાંકી બન્યા અર્જુનના સારથી ,શબરીના જુઠુંઠા બેર
ચાખી

નરસિંહ મહેતાની હુન્ડ્ડી સ્વીકારી ,હલ્હાલતા ઝેર હળહળતાં ઝેર મીરાંબાઈના પચાવી

દર્શાવે પ્રેમભક્તિ ,સકામ ભકિત કે નિષ્કામ ભક્તિ ,માંગે ના મુક્તિ સમર્પણમાં
રહે સદાય પ્રેમ મસ્તી

બાકી પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ

આ કાયાને પણ જોઈએ છે પ્રેમ કરીએ પ્રેમ ,ધ્યાન ,યોગા વ્યાયામમાં રાખી નેમ

મરજી મુજબનું વિતાવી જીવન ,જીવનમાં સદા રહેશો નંબર વન

મોટામોટા ગ્રંથો મોટીમોટી વાતો ,ભગવતગીતા ને રામાયણ પૂરું ના થાયે પ્રેમ પારાયણ

આપણે છોટા ને છોટી છોટી વાતો ,તેમાંથી લઈએ માત્ર અઢી અક્ષરનું પ્રેમ રસાયણ

જે કદી ન થાયે ક્ષર ,નિઃસંદેહ કરીદે વિશ્વાશાન્તીમાં સહુનું જીવન પાવન

ભરીદે પ્રેમ ભરીલે પ્રેમ ભરીને દઈદે પ્રેમ….બાકી પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ——પદ્મા –કાન

પ્રેમ એટલે પ્રેમ ચંદ્રિકા પી. વિપાણી

“પોથી પઢી પઢી જગ મુઆ પંડિત હુઆ ન કોય

ઢાઈ અક્ષર પ્રેમ પઢે સો પંડિત હોય”-કબીર

આવો સરળ સહેલો અને  સહજ પ્રેમ બસ આ અઢી અક્ષરમાં સમાયો છે આ પ્રેમ આપવા અને પામવા હૃદયના ભાવ અને ઉમંગ જોઈએ બીજું કઈ નહિ અને પછી જે આત્માનંદ મળે તે અમુલ્ય છે.પ્રેમ મેળવવા માટે કયાંય  ભણવા કે  માગવા જવાનું હોતું નથી એતો અંતરની શુદ્ધતા અને પવિત્રતાથી જ પ્રગટે છે અને પામીએ છીએ આને કહેવાય પ્રેમ એટલે પ્રેમ,…..પ્રેમ પૈસાથી ખરીદાતો નથી એને એ પામ્યા પછી તો જેટલો વહેચશું તેટલો વૃદ્ધિ પામશે “ખર્ચે ના ખૂટે બાંકો ચોર ના લુટે દિન દિન બઢત  સવાયો”મીરાનું પદ આજ સૂચવે છે.

નરસિંહ,તુલસી,મીરાં ,સુર કે કબીર આ સંતોએ આ અનમોલ પ્રેમ રામ,કૃષ્ણ વગેરેનો મેળવ્યો।.. તે પોતાની જાતની કે સમાજની પરવા કર્યા વિના પ્રભુમાં જ લીન સમર્પણ થઇ ગયા

પ્રેમ એટલે શું એવો પ્રશ્ન કોઈ પૂછે તો તે સમજવા માટે પહેલા પોત પ્રેમમય બની જાય અને પછી એટલું જ કહેશે કે “પ્રેમ એટલે પ્રેમ”અને એ પ્રેમની કોઈ વ્યાખ્યા નથી….. એતો અનુભવે જ પ્રગટે છે અને પ્રાપ્ત કરી શકાય અને એ પ્રેમ પામ્યાનો આનંદ એવો હોય કે મનમાં અનહદ ઢોલ વાગે અને મીરાની જેમ નાચવા લાગીએ આવા સત્ય પ્રેમની વીણા અનુપમ વાગી રહે છે……. બસ આ જ છે પ્રેમ એટલે પ્રેમ

ચંદ્રિકા પી. વિપાણી

કનુભાઈ શાહ ,પ્રજ્ઞાબેન  શાહ ,રાજેશ શાહ ,જાગૃતિ શાહ

પ્રેમ એટલે કે પ્રેમ….દર્શના વારિયા નાટકરણી

મિત્રો આપણા બ્લોગ્ પર નવી લેખિકા ને રજુ કરતા હર્ષ અનુભવું છું …દર્શના પોતે એક બ્લોગ  ચાલવે છે.          http://http://darshanavnadkarni.wordpress.com/

બેઠકમાં તેઓ હાજરી આપી નહોંતા શક્યા તેથી તેમણે કવિતા મોકલી છે. હૃદયની લાગણીઓને શબ્દોમાં ઉતારી જાણે છે ​પ્રેમ એટલે કશું ન જોઇએ તેવી માગણી ! પ્રેમ એટલે કુરબાન થઈ જવાની લાગણી !તેઓ એવા પ્રેમની વાત કરી  છે કે જે જગતને નિર્દોષ જુએ છે.બસ આવાજ  પ્રેમ ની અનુભૂતિ તેમને   કયાંક થઇ હશે.…. તો કલમ ઉપાડી શબ્દોમાં લાગણી ને વહેવા દીધી છે ….વધારે હું કઈ કહું એના કરતા આપ જ વાંચી ને અભિપ્રાય આપો તો સારું।..

પ્રેમ એટલે કે પ્રેમ

હું તો આબરૂ સાચવું છું કરેલા પ્રેમની
ક્યાંક તું સમજે કે આ લાગણી કેમની

ક્યારેક હવાની જલકીમાં કે અતરની મહેકમાં
યાદ આવી જાય છે પણ વધારે બહેક ના

અમસ્તા ચાલતા તાજા કાપેલા ઘાસમાં
દિલ ભરાઈ આવે એ કઈ ખાસ ના

આંસુ ઉભરાઈ આવે નાહકના આમજ
તારા ખંભા ની જરૂર છે એમ ના સમજ

લાગણીના ઉમળકામાંયે વીતી ગયી ઝીંદગી
સંવેદનાની પળ પણ વીતી જાશે કરતા બંદગી

તારું ક્યારેક નામ લઉં, કરું જયારે ખુદાને યાદ
એ મારો નહીં, છે એ પ્યારની ઋતુ નો સાદ

ના માન કે તારી યાદ મને સતાવે
મારું હૈયું તો માત્ર કરેલા પ્રેમ ની આબરૂ સાચવે

નહીં તારી અપેક્ષા, નહીં તારી ખોટ, પ્રેમ એટલે કે પ્રેમ

એ ભૂલાય નહિ, ભૂસાય નહીં, જીવી લઇશ હવે જેમ તેમ

-દર્શના વારિયા નાટકરણી-..Darshana 

(૨)

પ્રેમ ની ભાષા ઘણી

પ્રેમ એટલે હું દીકરી જે મારી માતાએ જણી

પ્રેમ ના રૂપ અનોખા

પ્રેમ એ સાદું ભોજન જેમાં હોઈ દાળ ચોખા

પ્રેમ ના શબ્જો જાજા

પણ સમયે શબ્દો ન મળે, ભરાઈ હોઈ નયનમાં જયારે લજ્જા

પ્રેમના અનુવાદ અત્યંત

પરંતુ પ્રેમીઓના સંવાદનો ક્યારેય ન આવે અંત

પ્રેમ માં માની અનોખી જ લાગણી

કદીયે ન થાય માં ના પ્રેમ સાથે સરખામણી

પ્રેમ એટલે પ્રેમ

પ્રેમ વિના જીવવું શું – જેમ-તેમ?

Darshana

પ્રેમ એટલે  બસ પ્રેમ! – ફુલવતી શાહ
પ્રેમ વિષે ઘણી બધી ચર્ચા થઇ ગઈ. પ્રેમ વિષે નાં મારા વિચારો બહુ ટુંકાણ  માં રજુ કરવા પ્રયત્ન કરીશ  .
પ્રેમ એટલે શું? એને રંગ ,રૂપ કે સુગંધ નથી. એને નથી આકાર ! એની ફક્ત અનુભૂતિ જ થઇ શકે. જે મનથી અનુભવાય અને
માનિસક આનંદ ઉપજાવે એવી પરિસ્થિતિ એનુ જ નામ પ્રેમ!
માતા-બાળક , પિતા-પરિવાર , ભાઈ-બેન,પતિ-પત્ની ,ગુરુ-શિષ્ય ,મિત્ર-મિત્ર કે સમાજ નાં બીજા કોઈ પણ સબંધો એકબીજા સાથે
પ્રેમની સાંકળે બંધાયેલા છે. અરે ફક્ત માનવ – માનવ વચ્ચે જ  નહિ પણ માનવ અને પ્રાણી  વચ્ચે , તેમજ  પ્રાણી -પ્રાણી વચ્ચે    પણ
પ્રેમ સંબંધ બંધાય છે  . પ્રશ્ન એટલો જ છે કે આ  સબંધો માં ‘પ્રેમ ‘ ક્યારે ઉદ્ભભવે?   મારી સમજ પ્રમાણે ” સમર્પણ અને ક્ષમા” ની ઉચ્ચ ભાવના પ્રગટે તો જ ! અને એનું જ નામ પ્રેમ! પરસ્પર હૃદય પૂર્વક  આનંદ આપતું વર્તન કરી એકબીજાને પ્રેમનો સાચો  અનુભવ કરાવી  શકાય  .આ થઇ દુન્યવી પ્રેમ ની વાત.
ભક્ત અને ભગવાનના દિવ્ય પ્રેમની તુલના દુન્યવી પ્રેમ સાથે ક્દાપી ન થઈ શકે. ભક્તનું જીવન પ્રભુની સેવા અને પ્રેરણા રૂપ છે.  પ્રભુભક્ત સૃષ્ટિના સૌ જીવ માં પરમાત્માને નિહાળે .હર મનુષ્ય અને પ્રાણી માં પરમાત્માનું પ્રતિબિંબ નિહાળે છે. હંમેશા વિચારે કે પ્રભુ મારું વર્તન એવું કરાવ કે જેથી મારા થકી કોઈને  દુ:ખ નાં પહોંચે .મારા થાકી મારા પ્રભુને કષ્ઠ ન પડે એવું વિચારે છે . આવું ઉદાર અને અભિમાન રહિત જીવન દુનિયામાં ” પ્રેમ” ની વર્ષા વરસાવે ! ” સબસે ઉંચી પ્રેમ સગાઇ ” ભજન દ્વારા શ્રી કૃષ્ણ એ  પોતે મનુષ્ય સ્વરૂપે ભક્ત માટે કેટલો કષ્ઠ વેઠ્યો અને કેવું વર્તન કર્યું તે કવિ વર્ણવે  છે.માટે જ પ્રેમ એટલે પ્રેમી માટે સમર્પણ ભર્યું વર્તન !

ફુલવતી શાહ

પ્રેમ એટલે કે પ્રેમ – ભીખુભાઈ પટેલ

ભગવાન ખુદ આ ધરતી ઉપર માનવ -રૂપ લઈને અવતર્યા અને કૃષ્ણલીલાનું એક અનોખું રૂપ આપી ગયા ,મીરાંબાઈ એ જ કિશનજીના પ્રેમમાં એકરૂપ બની ગઈ,અને ઝેરનો પ્યાલો મોઢે લગાડતા ખચકાટ અનુભવ્યો નહિ ..

હા આજ પ્રેમ એટલે કે પ્રેમ,સ્નેહ,લાગણી,તમન્ના,ભાવુકતા,ઉત્સુકતા  આ બધા લક્ષણો શું દર્શાવે છે ?…એ દર્શાવે છે, માનવ -મન ,કેવા કેવા રંગોથી શોભાયમાન છે…. મેઘધનુષ્યની માફક રંગોની લ્હાણી થતી હોય તો ?

હા પ્રેમ એટલે  …..પ્રેમ ,જેમ દરેક ગુણ, નિયમો અને ફરજોથી બંધાયેલા છે ,તેજ રીતે પ્રેમ પણ બંધાયેલા છે રાજા વિક્રમના ગુણોનાં ગીત ગાતા આપણને ખચકાટ નહિ,બલકે આનંદની છલકોનો આભાસ થશે ,તેજ રીતે રાધા-કિશનની વાર્તાઓ દિલને દ્રવી દેશે  ..

હા પ્રેમ એટલે  …પ્રેમ બીજાના સુખમાં આનંદ અનુભવો એટલે પ્રેમ જોવાની ઈચ્છા રાખો તો બધેજ નજરે પડે,બાલ-પક્ષીઓનો કલરવ -માતા કૈક લાવી હોય તે મુખમાં મૂકે!……માનવ -માતા બાળકને છાતી સરસો ચાંપીને  નિદ્રાદેવીને આશરે પોઢાડી દયે!…..ગુરુ શિષ્યને પ્રિયજનની કક્ષાએ જ્ઞાન અર્પિત કરે !

હા પ્રેમ એટલે  …પ્રેમ બીમારીથી ખાટલા -વશ સ્વજનની સેવા,ગરીબી થકી બેહાલ જિંદગી જીવતા ભાઈ-બહેનો પ્રતિ હમ દર્દી,અન્યોને અન્યાય થતો જોતાં રોશની લાગણી ઉભરવી -આ બધાં પ્રેમના પ્રતિક છે,ગુલામીમાંથી દેશની મુક્તિ કાજે કુરબાની એ પ્રેમની પરાકાષ્ઠા છે.

હા પ્રેમ એટલે  ….પ્રેમ મેઘધનુષ્યનાં રંગોની માફક પ્રેમના રંગોને જોવા -જાણવાની મઝા,પ્રેરણાથી ભરપુર છે,પ્રેમ એતો ભગવાનનો જ અંશ છે. મનુષ્ય માત્રમાં રહેલો છે એક બીજા પ્રતી ,પ્રેમ -સમભાવ હોય,સ્વાભાવિક છે.અને અનુભવો એ ભગવાનને નમન કર્યા બરાબર છે.

હાં  તો પ્રેમ એટલે કે  ….પ્રેમ  પ્રણય એ પ્રેમ -પ્રકરણ હોવા છતાં ,અટુલો વિષય બની જાય છે। દિવસના તારા જોવા ,ચાંદમાં પ્રિયતમાને નિહાળવી ,ફૂલની કોમળતામાં પ્રિયતમનો સ્પર્શ અનુભવવો ,લેયલા -મજનું ,શિરિન ફર્હાદને યાદ કરવા,તેમજ ઊંઘને જાકારો આપવો -માટે હું અને તું એક થવા કરતાં ,અમે અને તમે એક થઇ જઈએ તો !

હાં ,તો પ્રેમ એટલે। …પ્રેમ

-ભીખુભાઈ પટેલ

ભીખુભાઈ પટેલ

પ્રેમ એટલે કે  પ્રેમ છે -મધુરિકા બેન શાહ –

પ્રેમ એટલે કે પ્રેમ છે

પ્રેમ કરવો એટલે નિસ્વાર્થભાવ

સામેં પછી પશુ પક્ષી કે માનવ હોય !

નિસ્વાર્થભાવે કૈંકને કૈંક આપ્યાજ કરે,

સામે વળતી કોઈ જ અપેક્ષા નહીં, બસ એનું જ નામ `પ્રેમ  છે.

પ્રેમ માટે લયલા મજનું ,હીર રાંઝા, શંકર પાર્વતી ને રોમિયો જુલિયત ,

કે રાધા કૃષ્ણ ,આવા અનેક જોડલાના નામ જાણીતા છે  એ સિવાય। ….

માત પ્રેમ તાત પ્રેમ

પુત્ર  પ્રેમ, પુત્રી પ્રેમ

દંપતીનો દિવ્ય પ્રેમ

પ્રેમ છે સંસાર સાર તો

મૈત્રીમાં કૃષ્ણ સુદામાનો પ્રેમ ,

પંખીમાં સારસબેલડી નો પ્રેમ,

કૃષ્ણ -મીરાં નો સો ટકા સોનાનો પ્રેમ,

યરી મેતો પ્રેમ દીવાની કહે મીરાં રાની,

કૃષ્ણ -ગોપી નો નિર્દોષ પ્રેમ ,

ભક્ત અને ભગવાનનો પ્રેમ,

પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રેમ,

મન તડપત હરી દર્શન કો આજ

અને છેલ્લું સોપાન તે પ્રભુ પ્રેમ .

પ્રેમ જેવું તત્વ સમગ્ર જીવમાં મુકી પ્રભુ એ આપી છે એક અનમોલ ભેટ ,કોઈએ કહ્યું છે કે ,પ્રેમકી તો સારે જહાં પે અસર હોતી હે ,અગરના ના હોવેતો સમજના તેરી હી કસર હોગી… યે યુક્તિ અજમા કે અગર મોત ભી આ જાવે ,હર આશિક દિલમે તેરી છબી હોગી  …..તેમજ  મીરાં બાઈએ પ્રેમ દ્વારા આત્મા ના આવરણો હઠાવી પરમાત્માને પામ્યા છે ,ભક્તની પ્રભુ પરની ભક્તિ સમર્પણ ભાવનું એક છેલ્લું સોપાન છે….. તેજ તો પ્રેમ એટલે પ્રેમ છે ,….શાસ્ત્રોમાં કહું છે કે વૈષ્ણવ બેસે તો ભગવાન  તેનું ઉભા ઉભા  ધ્યાન રાખે ને… વૈષ્ણવ ઉભો રહે તો ભગવાન તેને જોઇને નાજે ,તેને જમાડી  જમેઅને ભક્ત દુઃખી તો ભગવાન પણ ,…અને તેના સુખે સુખી આવો સમર્પણ પ્રેમ છે…ભક્ત અપેક્ષા વગર  ભક્તિ કરતા પ્રેમ લક્ષણા ભક્તિ નું શિખર ચડે,….અને પ્રેમ દ્વારા  આત્મા અને આત્મા  દ્વારા પરમાત્મા ને પામે.

આજ તો પ્રેમ એટલે કે પ્રેમ છે

-મધુરિકા બેન શાહ –

ઉર્વશીબેન શાહ  કુંતાબેન શાહ ,જયવંતી બેન ,પદ્મા બેન

પ્રેમની મુલવણી ડૉ. રઘુ ભાઇ શાહ

અત્યાર સુધી આપ સર્વનો પરિચય માત્ર કલ્પનાબેન સાથે  થયો છે પરંતુ આ વખતે રઘુભાઈ એ કલમ ઉપાડી છે ,આપ સર્વે પ્રોત્સાહન આપશો તો આ કલમ હવે કેમેરાના બટન  સાથે રઘુભાઈ વિચારોને ઝડપી આપણી સમક્ષ મુકશે અને જરૂર મુકશે..રઘુભાઈ વ્યવસાયે Dr.  છે એમની આંખો ફોટા નહિ એક્ષરે ની પારખું છે  તો જોવો પ્રેમ માટે શું કહે છે …….

અત્યાર સુધી બધાએ પ્રેમ વિષે જે કહ્યુ છે તે આધ્યાત્મિક વ્યાખ્યા હતી. હું વિજ્ઞાનની રીતે મુલવવા માંગુ છું. વિજ્ઞાનની દ્રષ્ટિએ મનુષ્ય પાસે 5 ઇન્દ્રીયો એટલે કે senses હોય છે. પણ daily lifeમાં 6thsenseનો પ્રયોગ વારંવાર કરતા હોઇએ છીએ.

પ્રેમ એટલેકે Love એ મારા હિસાબે સાતમી ઇન્દ્રીય છે. પણ જ્યારે આ ઇન્દ્રીય સક્રીય થાય છે ત્યારે બાકીની બધીજ ઇન્દ્રીયો બહેર મારી જાય છે એટલેકે કામ કરતી બંધ થઇ જાય છે, આપણે સુધબુધ ખોઇ બેસીએ છીએ અને માણસને સાવ નકામો એટલે કે Non-sense બનાવી દે છે. આમ કહીએ તો પ્રેમમાં માણસની સમજણ ખોવાઇ જાય છે.

રઘુભાઈ આભાર.

જાગૃતિ શાહ ,પ્રેમલતાબેન મજમુંદાર

હ્યુસ્ટનના જાણીતા લેખક શ્રી વિજયભાઈ શાહ

પ્રજ્ઞાબેન

આપ સૌ નો અભાર મને એક વાર ફરી તક આપી.

મારો સંદેશો- સૌથી પહેલા “તો સારુ” પુસ્તક વિમોચન બાદ આપ સૌને અભિનંદન કે આપ સૌ ગુજરાતી માતૃભાષાન સંરક્ષણ કાર્યમાં પહેલું કદમ સફળતાથી ભર્યુ. પ્રજ્ઞાબેન નો વિષય ” તો સારુ” આશાવાદ લૈને આવ્યો અને આપે તેમાં આપની લેખીનીનો રંગ ભરીનેસુદર મેઘધનુષ્ય બનાવ્યું. સહિયારા સર્જનનો આ નવતર અને ઉચ્ચતમ પ્રયોગ હતો. પ્રભુને પ્રાર્થના કે આવા જુદા જુદા પ્રયત્નો દ્વારા આપ સૌની કલમને માતા સરસ્વતીનાં આશિર્વાદ મળે. આમ આપણી પેઢી આગળની પેઢીને ગુર્જર્ભાષાનું અમુલ્ય સંસ્કાર ધન દાન કરે.હું જે કાવ્ય રજુ કરુ છું તે કરસનદાસ લુહાર ” સુંદરમ”નું છે
તું હ્રદયે વસનારી

તું હ્રદયે વસનારી તું હ્રદયે વસનારી,
ઘટ ઘટ ભીતર નરતનહારી તું હ્રદયે.

તું અંતરના તાર પરસતી અંગુલિ કો રઢિયાળી,
તું તિમિરોનાં ધણ વાળી લૈ કરત સદા રખવાળી. તું હ્રદયે.

તું માનસ અમ મુકુલિત કરતી ઉજ્જવલ કો ધ્યુતિ અરુણા,
તું જીવનના વ્રણ પર વરસત કોઈ અમીમય કરુણા. તું હ્રદયે.

તું જીવનની જન્મ- ક્ષણોની ધાત્રી પ્રાણ-પ્રદીપા,
તું કદમે કદમે પ્રજ્વલતી અગ્નિજ્યોત સજીવા. તું હ્રદયે.

તું નયનો પર પડદા ઢાળી, અન્ય નયન દેનારી,
તું જગમાં – જગપાર અનંતે અમ સંગે ઘૂમનારી. તું હ્રદયે.

તું આનંદ અનર્ગળ પ્રભુનો, તું પ્રભુની પર શક્તિ,
તું ઋત રાત સૌ ધારણહારી, તું અંતિમ અમ મુક્તિ. તું હ્રદયે.

તું અમ ચરણોની ગતિ, તું અમ નેત્ર તણી ધ્રુવતારા,
તવ હ્રદયે અમ વાસ સદા હો, હે હરિની રસધારા. તું હ્રદયે.

ત્રિભુવનદાસ લુહાર- સુન્દરમ્
http://pateldr.wordpress.com/page/2/

(આ કાવ્ય પ્રેયસી અને માતા બંને ને ઉદ્દેશીને માણી શકાય…)

Vijay Shah વિજય શાહ

vijaykumar.shah@gmail.com

Future belongs to those who dare!

My web site www.vijaydshah.com

www.gujaratisahityasarita.org

 and

www.gadyasarjan.wordpress.com

આપણી  બેઠક શુક્રવારે  સાંજે મળી ​અને ​આપણા વડિલમિત્ર વિજયભાઈ શાહએ હ્યુસ્ટન(અમેરિકા)થી “​પ્રેમએટલે કે પ્રેમ” ​પર સુન્દરમ્’ની ​સુંદર કવિતા  ફોન પર વ્યક્ત કરી  હાજરી પુરાવી,તો મિત્રો વિજયભાઈ આપણા માટે ​રાત્રે જાગીને  હ્યુસ્ટનથી કવિતા રજુ કરે ​……

પ્રેમ એટલે બસ પ્રેમ વસુબેન શેઠ

પ્રેમની પરિભાષા શું ?કયા શબ્દોમાં વર્ણવું ,પ્રેમ તો મુગો છે…. જીવ માત્ર પ્રેમથી ભરેલો છે। .. પ્રેમીનો પ્રેમિકા પરનો પ્રેમ , વરનો વધુ પરનો ,પતિનો પત્ની પરનો પ્રેમ,પિતાનો માતા પર પ્રેમ,ભ્રમરનો ફૂલ પર, ચાતકનો વર્ષા પર, માતાનો બાળક પરનો પ્રેમ ,માં જયારે બાળકને ખોળામાં લઈને માં  માથામાં પર હાથ ફેરવે છે ત્યારે જે અનુભવ થાય છે બસ તેજ પ્રેમ છે

​પ્રેમના વાત્સલ્યને શબ્દોમાં તોળી શકાતા નથી

પ્રેમ એટલે કે પ્રેમ।… ખળખળ વહેતી જેવી સરિતા જેવો છે પ્રેમ ​,ગાજતો નથી છતાં જીવનની દરેક ક્ષણમાં દરેક જીવ અનુભવે છે તે પ્રેમ …..

પ્રેમની વાત આવે અને રાધા કૃષ્ણ યાદ આવ્યા વગર ન રહે ,શાશ્વત પ્રેમના પ્રતિક સમા એક પછી એક પાત્રો આ જ પ્રેમ છે…. કહેતા ઉભા રહી જાય  પછી એ મીરાં  હોય  કે નરસિંહ મહેતા

પ્રેમ એટલે કુદરતનું એક તત્વ નીશબ્ધ વર્ણન વગરનો એક અહેસાસ એટલે કે  પ્રેમ ….

વસુબેન શેઠ ,કલ્પનારાઘુ ,પદ્માબેન અને કનુભાઈ શાહ

ગુજરાતીઓ માટે અનોખી ‘પુસ્તક પરબ’ ભાષા-સાહિત્ય- સંગીતને જીવંત રાખવા પ્રયાસ

– પ્રેમ એટલે પ્રેમ… બે એરિયામાં ગુજરાતી ભાષાના પ્રેમીઓની બેઠક…

– ‘મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને…’ કવિતા-લઘુવાર્તાઓનું પઠન, ગુજરાતીઓ ઉમટય

(રાજેશ શાહ દ્વારા) બે એરિયા, તા. ૧૦
ભારતમાં અને અમેરિકામાં ઘેર ઘેર પુસ્તકાલયના અનોખા ક્રાંતિકારી વિચારને અમલમાં મુકી ખુબ સુંદર અભિયાન જગાવનાર પુસ્તક પ્રેમી પ્રતાપભાઈ પંડયાએ બે એરિયા, કેલિફોર્નિયામાં ૨૦૧૨ના વર્ષમા મિલપિટા નગર ખાતેની સુપ્રસિદ્ધ ઇન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરમાં અમુલ્ય પુસ્તકો સમાજને અર્પણ કરી પુસ્તક પરબની શરૃઆત કરેલ.
આ ઉમદા કાર્યને આગળ ધપાવવા અને આ શુભ પ્રવૃત્તિઓને વિસ્તૃત ફલક ઉપર મુકવા બે એરિયાના સેવા ભાવી, ભાષાપ્રેમી, કાર્યકર પ્રજ્ઞાાબેન દાદભાવાલા અને તેમના સાથી ભાઈઓ-બહેનો એ ગુજરાતી ‘ભાષા- સાહિત્ય સંગીતને જીવંત રાખવા ઉભરતા કવિઓ- લેખકો અને જે ગુજરાતી ભાષા પ્રેમીઓએ કયારેય સ્ટેજ ઉપર ઉભા થઇ તેઓના વિચાર-લાગણીઓ મંતવ્યો રજૂ નથી કર્યા અથવા તેવી તક તેમને આપવામાં આવી નથી. તેઓને અને તેઓમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાનું બીડુ ‘બેઠક’ના સર્વે ભાષાપ્રેમીઓએ ઝડપી લીધું છે. તે પ્રશંસનીય અને આવકારદાયક છે.
‘બેઠક’ના સૌ પ્રથમ કાર્યક્રમ ‘તો સારૃં’ ખુબ સફળ રહ્યો. આ કાર્યક્રમ બાદ ‘બેઠકે’ સૌ ગુજરાતી ભાષા પ્રેમીઓને તેના પછીના કાર્યક્રમ ‘પ્રેમ એટલે પ્રેમ…’ વિષય ઉપર પોતાના વિચારો સાહિત્યના કોઈપણ પ્રકારે રજૂ કરવા આમંત્રણ આપતા સર્વે આનંદિત થઇ ઉઠયા હતા.
‘પ્રેમ એટલે કે પ્રેમ…’ કાર્યક્રમનું સુંદર આયોજન ઇન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરના હોલમાં શુક્રવાર તા. ૨૮ ફેબુ્ર. ૨૦૧૪ના રોજ થયું હતું.

કલ્પનાબેન ,પદ્માબેન અને કનુભાઈ શાહ ,આયોજક પ્રજ્ઞાબેન,રાજેશ શાહ

નેશનલ વેધર સર્વિસ, સાન ડિયાગોએ શુક્રવાર, ૨૮ ફેબુ્રઆરી એ વ્હેલી સવારથી હવામાન ખાતાની આગાહી પ્રમાણે ફલેશ ફલ્ડ અને વિનાશક પૂરની ચેતવણી રેડિયા ઉપર, વેબ સાઇટ અને મોબાઇલ ફોન ઉપર ઇમરજન્સી એલર્ટ આપવાં છતાંય સાંજે રાખેલા કાર્યક્રમમાં ખુબ સુંદર હાજરી રહી અને દરેકે મન મુકીને કાર્યક્રમને માણ્યો. કાર્યક્રમ સ્થળની નજીકની સાન મરીયો, શન્તાક્લેરા, શાંતાક્રૂઝ વિ. કાઉન્ટીના રહીશોને ઇમરજન્સી એલર્ટ સિસ્ટમ લાગુ પડે છે તેવી જાહેરાત છતાં તે કાઉન્ટીમાંથી પણ ભાષાપ્રેમીઓ આયા તે બતાવે છે કે તેઓનો ગુજરાતી કાર્યક્રમ માટે કેટલો પ્રેમ છે.
તો સારૃં’ પુસ્તિકાના વિમોચનનો કાર્યક્રમ યોજાયો
‘તો સારૃં’ વિષય ઉપર આયોજાયેલા ‘બેઠક’ના ફળ સ્વરૃપે આ વિષય પર રજૂ થયેલ સુંદર અભિવ્યકિતઓનું સંકલન કરી એક સુંદર પુસ્તિકા Creat Space ISBN સાથે બનાવીને ‘એમેઝોન’ ઉપર પબ્લીશ કરેલ છે તેનું વિમોચન કનુભાઈ શાહ જેઓએ ભારતમાં અનેક દૈનિકોમાં તેમની સેવાઓ આપી છે અને આ પુસ્તિકાના પ્રુફ રિડીંગમાં સેવાઓ આપી છે તેના વરદ હસ્તે થયું હતું. તેઓના પત્ની, પ્રજ્ઞાાબેન શાહ, સાહિત્યપ્રેમી મેઘલત્તાબેન મહેતા, પ્રજ્ઞાાબેન દાદભાવાલા, વિજયભાઈ શાહ તથા સાથીઓના સંનિષ્ઠ પ્રય ત્નોથી આ પુસ્તિકા તૈયાર કરાઇ છે. તેનો સર્વે ઉપસ્થિતોએ અત્રે આભાર વ્યક્ત કર્યો હતો.

જાગૃતિ શાહ ,પ્રેમલતા મજમુંદાર ,દાદા મજમુંદાર

(રાજેશ શાહ દ્વારા) બે એરિયા, તા. ૧૦

મારું અને આપણું થવાની ઘટના, સમય વહેતો અટકી જાય તેવી લાગણી, કશુંજ ના જોઈએ તેવી માંગણી, કુરબાન થઈ જીંદગી સાર્થક થયાની લાગણી હાર્યા છતાંય જીતી જવાની લાગણી… જેટલું લખીએ તેટલું પ્રેમ.. ઉપર ઓછું છે. ગુજરાતી સાહિત્યકારો, કવિઓ, લેખકોએ પ્રેમ ઉપર ઘણું બધું લખ્યું છે, કહ્યું છે આવા રસિક વિષય ઉપર બે એરિયાના ઉગતા કવિઓ-લેખકોએ અને ભાષાપ્રેમીઓએ સહજ અને સરળ પ્રેમની અનુભૂતિને વાચા આપી સુંદર રજૂઆત કરી હતી.
ત્યારબાદ જયવંતીબેન પટેલ, ભીખુભાઈ પટેલ, કુંતાબેન શાહ, હસુબેન શેઠ, પદ્મકાન્ત શાહ, એ પ્રેમ વિષય ઉપર પોતાની સુંદર રજૂઆત કરી હતી. તરૃલતાબેન મહેતાએ પ્રેમ વિષયના હાર્દ ને અનુસંધાનમાં તેઓએ લખેલ લઘુવાર્તાની સુંદર રજૂઆત કરી હતી. પી. કે. દાવડા સાહેબે વાતાવરણને હળવું બનાવી પોતાની વિશિષ્ટ શૈલીથી પ્રેમની કવિતામય રજૂઆત કરી હતી. જયાબેન ઉપાધ્યાય એ હેમંતભાઈ ઉપાધ્યાય દર વખતની જેમ આ વખતે પણ મેદાન મારી ગયા હતા. વાસંતીબેનની હાજરી ન હોવા છતાં પ્રવિણાબેને તેમનું પ્રેમ વિષેનું લખાણ વાંચી હાજરી પુરાવી હતી. બે એરિયાના જાણીતા કલાકાર પલકબેન વ્યાસે સરસ્વતી માતાની સ્તુતિ સાથે પ્રેમ ઉપર ગીત ગાઈ વાજીંત્ર વગર વાતાવરણને સંગીતમય બનાવ્યું હતું. નૈમેષ અનારકરે ટેકનોલોજીનો ઉપયોગ કરી SMS ઉપર પ્રેમ આવેલા સંદેશાઓ સંભળાવી સર્વેને હસાવ્યા હતા. પ્રજ્ઞાાબેને તેમના પતિ શરદભાઈ દાદભાવાલાને સંબોધી પ્રેમને કવિતામાં અંકારી જૂનું જાણીતું ગીત ‘મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને’ ગાયું હતું. કલ્પનાબેને તેમના ડોકટર પતિ રઘુભાઈ શાહને સંબોધી મેડિકલ ભાષા વાપરી પ્રેમની રજૂઆત કરી હતી.
પિનાકીનભાઈ દલાલે ચંદુભાઈ મટ્ટાણી સ્વરાંકિત, આલાપ અને હેમા દેસાઇએ ગાયેલ કવિ શ્રી કૃષ્ણ દવેનું જાણીતું ગીત ‘વાસંલડી ડોટ કોમ, મોરપિચ્છ ડોટ કોમ ડોટ કોમ વૃંદાવન આખું’ સુંદર રીતે ગાયું હતું.
આજના કાર્યક્રમમાં વિશિષ્ઠ હાજરી આપવા સમસ્ત અમેરિકામાં સિનિયરોના લાડીલા અને મૂક સમાજ સેવક હેરીદાદા તરીકે ઓળખાતા ૯૫ વર્ષે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી કામ કરતા શ્રી હરિકૃષ્ણ મજમુદાર દાદાએ તથા તેમના ધર્મપત્ની કવિયત્રી-લેખીકા- અનુવાદક પ્રેમલતાબેને સર્વે રજૂઆતકર્તાઓને અભિનંદન આપ્યા હતા. જયશ્રીબેન શાહ, જયવંતીબેન, ઉર્મિલાબેન પટેલ વિ. એ સ્વાદિષ્ઠ વાનગીઓ બનાવી લાવી સેવા આપી હતી. દિલીપભાઈ શાહે સાઉન્ડ સિસ્ટમ અને ડૉ. રઘુભાઈ શાહે ફોટોગ્રાફી સંભાળી લઇ અનન્ય સહકાર આપ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરનાર પ્રજ્ઞાાબેન દાદભાવાલા, કલ્પનાબેન શાહ, પત્રકાર રાજેશભાઈ શાહે ઇન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરે પુરી પાડેલ સગવડો માટે તેના કાર્યકર્તા શરદભાઈ દાદભાવાલાનો આભાર વ્યકત કર્યો હતો.

,નૈમિષ અનારકટ ​

રામજીભાઈ પટેલ

પલક વ્યાસ ,નિહારિકા વ્યાસ

પીનાકીન ભાઈ

વસુબેન શેઠ

અંતે મારા બે શબ્દો….

2012 મા પ્રતાપભાઈ પંડ્યા ના સૌજન્ય થી પુસ્તક પરબ શરુ કરેલ પછી બે એરિયા ગુજરાતી સમાજે પુસ્તક આપ્યા અને પુસ્તકપરબને નવું સ્વરૂપ આપ્યું” બેઠક” આપણી ભાષાને ઉજાગર કરવા ,ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીના એક નાનકડો પ્રયાસ  રૂપે “બેઠક”ની શરૂઆત થઇ અને બે એરિયામાં રહેતા ગુજરાતીભાષાના પ્રેમીઓએ ઉપાડી કલમ…જેના.ફળ સ્વરૂપે માત્ર વાંચન નહિ લખવાનું  કાર્ય બેઠકમા થયું. પુસ્તક પરબ એજ બેઠક -પુસ્તક દ્વારા  નવા વિચારો સમાજને આપવા ,વાંચન ની સંવેદના ખીલવ​વાનો છે.અહી વાંચન સાથે સર્જન કાર્ય પણ થાય છે“બેઠકનો હેતુ હતો નિતનવા વિષયો સાથે લખવું અને ભાષાની સાથે કલમને પણ સર્જકોએ કેળવવી”.., ગુજરાતી ભાષાની લગોલગ ઉભા રહેવાનો મારો આ નમ્ર પ્રયત્ન છે.

ડો.પ્રતાપભાઈ પંડ્યા, કનુકાકા, ડો.  દિનેશભાઈ શાહ વિજયભાઈ શાહ જયશ્રીબહેન મર્ચંટ પ્રેરણાનું બળ બન્યા તો રાજેશભાઈ શાહ અને કલ્પનાબેન સંચાલન બળ બની રહ્યા ગુજરાત સમાચાર ,અકિલા અને ફિલિંગે બેઠકને હવે પ્રસારણ ની તક આપી અને હ્યુસ્ટન ના સહિયારા સર્જન દ્વારા લીમ્કા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું  

સહિયારા સર્જન અને નૂતન વિષય સાથે સર્જન શક્તિ પણ ખીલવા માંડી, મૌલિક વિચારોએ લોકોનું ધ્યાન આપ મેળે ખેચયું, ઉગતા લેખકો-કવિઓ ને યોગ્ય તક ની સાથે યોગ્ય માર્ગદર્શન પણ મળી રહે અને સર્જન થાય તે માટે યોગ્ય વાતાવરણ ઉભુ કરવા દિનેશભાઈ શાહ ,દેવિકાબેન ધ્રુવ ,મહેશભાઈ રાવલ, કૃષ્ણ દવે ,આદમ ટંકારવી જેવા લેખકો અને કવિને બેઠકમાં આમંત્રણ આપી સર્જન ને યોગ્ય દિશા આપવાનો મારા પ્રયત્ન હજુ ચાલુ જ છે ગઝલનો વર્કશોપ રાખ્યો તો ક્યારેક વાર્તા સ્પર્ધા પણ યોજી. ​બાળકો દ્વારા નરસિંહ મહેતા આદિકવિ ને સંગીત દ્વારા પ્રસ્તુત કરી ગુજરાતી સાહિત્યને જીવત કર્યું તો લેખકો દ્વારા ક્યારેક ઝવેરચંદ મેઘાણી, કલાપી તો ક્યારેક નરસિંહ જેવા કવિની કવિતા નો આસ્વાદ કરાવી સાહિત્યના પાના ઉખેડ્યા.  “બેઠક”ની  માળાના મણકામાં નિત નવા મણકા ઉમેરવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. જેના ફળ સ્વરૂપે પુસ્તક સર્જાયા, આપ સર્વે આદર થી તેને વખાણશો – વધાવશો  તો લખનાર ને પ્રોત્સાહન મળશે.

પ્રજ્ઞા દાદભાવાલા

આભાર” ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર”મિલ્પીટાસ

-“બેઠક”-

“બેઠક”ની  માળાના મણકામાં નિત નવા મણકા”

To Saaru

Compiled  by Pragna Dadbhawala

List Price: $19.99

6″ x 9″ (15.24 x 22.86 cm)
Full Color Bleed on White paper
72 pages

ISBN-13: 978-1495461767 (CreateSpace-Assigned)
ISBN-10: 1495461769
BISAC: Language Arts & Disciplines / General

Compilation of the article “To Saaru” written by senior citizen of Milipitas

CreateSpace eStore: https://www.createspace.com/4657524

To Saaru

Compiled by Pragnya Dadbhawala

List Price: $7.50

6″ x 9″ (15.24 x 22.86 cm)
Black & White Bleed on White paper
72 pages

ISBN-13: 978-1496039149 (CreateSpace-Assigned)
ISBN-10: 1496039149
BISAC: Education / Learning Styles

The first successful experiment in Bay Area California to inspire seniors to write and express therr thought in Gujarati

CreateSpace eStore: https://www.createspace.com/4684592

       “સહિયારા સર્જનમાં “બેઠક”ના સર્જકનું સહિયારું યોગદાન”

Varishth NagarikonuM Sukh: Gujaraati nibandh sangrah

Authored by Vijay Shah, Authored by Dr Lalit Parikh, Authored by Hema Patel, Authored by Pravina Kadakiya, Authored by Chandres Thakore, Authored by Prabhulal Tataria ” Dhufari”, Authored by Pragnya Daadabhaavaalaa, Authored by Kalpana Raghu Shah, Authored by Tarulata Mehta, Authored by Dr Indu Shah, Authored by Padma Kahn, Authored by Rajul Shah

List Price: $10.00

6″ x 9″ (15.24 x 22.86 cm)
Black & White on Cream paper
148 pages

ISBN-13: 978-1505849097 (CreateSpace-Assigned)
ISBN-10: 1505849098
BISAC: Literary Collections / American / General

Book written for seniors by seniors

CreateSpace eStore: https://www.createspace.com/5209383

Lili Vadi jue je jan paChi To Mrutyu utsav Che: Collanorotive Gujarati articles on “Death”

Authored by Vijay Shah,  Prabhulal Tataria,  Fulavati Shah,  Devika Rahul Dhruva,  Pravina Kadakia,  Hema Patel,  Pragna Dadbhawala,  Dr. Indu Shah,  Dr. Lalit Parikh,  Tarulata Mehta,  Kalpana Raghu  Padma Kahn,  Padmaben Kanubhai Shah, Vinod R Patel,  Dr. Darshana Nadkarni

List Price: $21.00

5″ x 8″ (12.7 x 20.32 cm)
Full Color on White paper
82 pages

ISBN-13: 978-1500634360 (CreateSpace-Assigned)
ISBN-10: 1500634360
BISAC: Education / Research

Selected Authors have worked together on a tough topic like Death.

CreateSpace eStore: https://www.createspace.com/4920540