પ્રીત ન કરીઓ કોઇ – સહિયારી નવલકથ

 

પ્રીત ના કરીયો કોઇવિજય શાહ

પ્રકરણ   ૧

પ્રતિક્ષણે જ્યાં નજર અને નજારો બદલાતો હોય, ચકાચૌંધ ભરી જીંદગી હોય, જુવાનીના જામ છલકાતા હોય ને ચહલ પહલથી ભરપૂર વાતાવરણ મહેકતુ હોય, એ જગતથી સહુ કોઈ પરિચિત છે. એ છે કચકડાની દુનિયા! એવું ફિલ્મ જગત ખૂબ આકર્ષક લાગે. ત્યાં આજે રંગીન નજારો છે. ચારે તરફ આનંદ અને ઉત્સાહ જણાય છે.  આ સુંદર માહોલ   દારૂના બાટલાના ખણખણાટને કારણે કાનને ખૂબ મધુરું સંગીત પુરું પાડે. આજે ખાવાનું પણ ખાસ ઑબરોયનું હતું. સ્થળ ભલે જુનું હતું પણ ખૂબ જાણીતું. “રાજકમલ સ્ટુડિયો”. વી. શાંતારામને મુંબઈમાં અરે, આખા ભારતમાં કોણ નથી ઓળખતું? તેનું ઝનક ઝનક પાયલ બાજે, દો આંખે બારહ હાથ, નવરંગ, ગીત ગાયા પથ્થરોંને વિગેરે  જોયે જમાનો પસાર થઈ ગયો. સઘળાં ગીતો અને તેની પટકથા આજે પણ યાદ છે. રાજકમલ સ્ટૂડિઓ આજે નવા વાઘાં પહેરીને તેના ભવ્ય ભૂતકાળની શાખ પૂરે છે. ફિલ્મના જગતને ૧૦૦ વર્ષ પૂરા થયા. ક્યાંથી ક્યાં તેની ઉડાન પહોંચી છે. ક્યાં સ્સ્યગલનો જમાનો અને ક્યાં આજના ઉદય, નીશાને જાનકી ? ક્યાં નૂરજહાં અને ક્યાં આજની  નવી ગાયિકાઓ ?

ઉમંગ અને ઉલ્લાસ  સર્વત્ર ફેલાયા  છે ! અમેરિકા ખરું પૂછો તો કેનેડામાં  ‘ નાયગરા ફૉલ્સ’ પર શુંટીંગ કરવા જનારા કલાકારો  માટે ભવ્ય સમારંભ યોજાઈ રહ્યો છે. લૉકેશન શુટિંગ માટે હવે પરદેશ જવાનું સામાન્ય થઈ ગયું છે. આજનો પાર્ટીનો માહોલ ખરેખર ગુલાબી રંગે રંગાયો હતો.  પ્રોડ્યુસર, ડાયરેક્ટર એક્ટર અને ઈન્વેસ્ટરે ખૂબ મદાર બાંધ્યો હતો. ફિલ્મની પટકથા પણ ખૂબ મસાલેદાર હતી. બધું નંબર વન, ટૉપ ક્વોલીટિનું પછી આશા પણ ‘નંબર વન’ હોય જ ને !

પાર્ટીમાંથી આખો રસાલો સીધા’ છત્રપતિ શિવાજી એરપૉર્ટ’ તરફ રવાના થશે. સુંદર સ્થળ અને લાંબી મુસાફરી. પ્રણય દૃશ્યોનું શુટીંગ સઘળા ગુલાબી મિજાજમાં હતા. ‘નાયગરા’ ફૉલનું નામ આવે ને રૂંવાટા ઉભા થઈ જાય. તે ફૉલનું વર્ણન કરો પણ નજરે જોયાનો આનંદ એક લહાવો છે. ત્યાં ઉભા રહી ફૉલને નિહાળવો એ દૃશ્ય આંખને ખૂબ આહલાદક લાગે.  ફૉલમાંથી પડતું પાણી અને તેનાથી સર્જાતા મેઘધનુષ નરી આંખે નિહાળવું એ જીવનનો એક લહાવો છે. નાયગરા ફૉલ અમેરિકાથી પણ દેખાય છે. વધારે પડતો ભાગ કેનેડામાં છે. દિવસ કરતાં ત્યાંની રાત ખૂબ રળિયામણી લાગે. રાતના લાઈટની કરામત અને પાણીનો અવાજ દિલ, દિમાગ પર છવાઈ જાય !

‘ઉદય’  જે આ અ ફિલ્મનો ખ્યાતનામ  હીરો  એકવાર પરિવારને લઈ ઉનાળામાં ગયો હતો. ઉદય એટલે ફિલ્મી દુનિયાનો ઝળહળતો સિતારો. તેના નામ પર ફિલ્મ ચાલે તેમાં બે મત નહી. તેની અદા, છટા અને દેખાવ બસ આંખ ખસવાનું નામ ન લે. ખૂબ સોહામણો અને મળતાવડો. જાણે સોનામાં સુગંધ મળી.  તેની સાથેની હિરોઈન જાનકી અને નીશા ખૂબ મશહૂર હતી. ઉદયની નાયગરા વિશેની વાતો  સાંભળતા બન્ને  થાકતા નહી. તેમને માટે આ પહેલો અનુભવ હતો. હા બન્ને એ ‘મારલિન મનરો’નું નાયગરા મુવી જોયું હતું. ખૂબ જુનું છે, છતાં ગમે તેમાં બે મત નથી. અંતે ઉદયે કહ્યું,  ‘પ્લીઝ હવે ત્યાં   જઈને અનુભવ લેજો’!

‘ઉદય, ભલે શુટીંગ અમેરિકા અને કેનેડામાં છે પણ મને નથી લાગતું હું, મારલિન મનરો જેવા કપડા પહેરી શકું’!

જાનકીએ આમ બોલી નીશા સામે આંખ મિચકારી. નીશા અને જાનકી જાણતા હતાં કે શુટીંગ દરમ્યાન ‘લવ સીન’ મેઈન થીમ છે. ૨૧મી સદીમાં લવ સીન તો અમેરિકન મુવીને ટક્કર મારે તેવા હિન્દી મુવીઝમાં  હોય છે. છતાં થોડો ખચકાટ અનુભવે એ ભારતિય સભ્યતા છે. નીશા એ સભ્યતાને ‘સ્ક્રૂ ડ્રાઇવર’માં  મિક્સ કરીને પી ગઈ હતી. જાનકી થોડી ખચકાતી પણ નીશાને જોઈ બ્રેવ બનવાનો પ્રયત્ન જારી રાખતી. નીશા અને જાનકી  ખૂબ પૉપ્યુલર હતા. નીશાની ‘ફિગર’ અને જાનકીની ‘એક્ટીગ’ પાછળ પબ્લિક’ દિવાનું હતું. બહુ મોટી બજેટનું મુવી હોય ત્યારે દરેક જણ અલર્ટ રહે !

કેમેરા મેન રઘુ, હતો તરવરિયો જુવાન. આધુનિકતાના રંગે રંગાયેલો . પાંચેક વર્ષ પહેલાં અમેરિકામાં ભણ્યો. તેની વાક્છટાથી મોહિત થયેલા અમેરિકન   ફિલ્મી કેમેરામેનના હાથ નીચે તાલિમ લેવા ભાગ્યશાળી બન્યો હતો. વિઝા ન હોવાને કારણે  ભારત પાછો ફર્યો હતો. સુંદર, પૉલિશ્ડ, અમેરિકા રિટર્ન અને હૉલિવુડમાં કામ કરી ચૂકેલાને મુંબઈમાં આગળ આવતાં વાર ન લાગી. જેને કારણે લૉકેશન પણ તેણે પસંદ કર્યું હતું.  નાયગરા ફૉલ વિષે તેનું જ્ઞાન અદભૂત હતું. નાયગરા ફૉલથી પાંચ માઈલ દૂર ‘કમફર્ટ ઈન’ તેના મિત્રની હતી તેથી ડીલ સારું મળ્યું હતું.  કેનેડા તરફથી નાયગરા ફૉલનો વ્યુ ખૂબ સુંદર જણાય છે.

આપણા કલાકારો દોમદોમ સાહેબી ભોગવાતા હોવાથી અંહી તેમની સગવડ સચવાય તેવું સ્થાન મળી ગયું હતું. એક ડોલરના ૬૨ રૂ ગણતા આપણને  દેશીની ઈન  સારી અને સગવડ ભરેલી લાગે.  સારા ભાવનો લાભ મળ્યો. તેમાં વળી આવા આપણા પ્રખ્યાત અભિનેતા અને અભિનેત્રી રહેવાના હોય એટલે પેલા ‘પટેલ’નો તો આખો રૂઆબ ફરી ગયો. પટેલો આમ પણ ઉદાર હોય છે. હા,  થોડા ગામઠી ખરા પણ લાગણી ભરેલાં. ઉદય, નીશા, જાનકી સાથે સંબંધ બંધાશે એ તેનો  મોટામાં મોટો સ્વાર્થ હતો. રઘુ તો તેનો મિત્ર હતો. જેને કારણે આ શક્ય બન્યું.

રઘુએ વાતનો  દોર હાથમાં  લીધો. નીશા અને જાનકી તેની સાથે પહેલીવાર કામ કરતા હતા. તેમના કરતાં ઘણો જુનિયર હતો.  ઉદયે તેની સાથે એકવાર કામ કર્યું હતું. એને રઘુની કાબેલિયત પર સંપૂર્ણ શ્રદ્ધા હતી.  બધો કાફલો મુંબઈના એરપૉર્ટની વિધી પતાવીને લાઉન્જમાં આવીને બે્ઠો. એક તો રાતના ૨ઃ૩૫ની ફ્લાઈટ હોવાને કારણે  બધા અડધી ઉંઘમાં હતાં. પાર્ટીમાં પીધેલો ફોરેનનો માલ હવે દિમાગ પર ચડ્યો હતો. બધાને થયું જેવા પ્લેનમાં બેસીએ કે સીધા સૂઈ જઈશું તો આરામ મળી જશે. બિઝનેસ ક્લાસ હતો જેને કારણે બેસવાની સગવડતા અને સર્વિસ સારા હતા.

પ્લેઈનમાં બેસતાંની સાથે પબ્લિક તેમને ઓળખી ગઈ. ઉદય, નીશા અને જાનકી ઓટોગ્રાફ આપવામાં બિઝી થઈ ગયા. પબ્લિકની ડિમાન્ડને કારણે કોઈને નારાજ કરવાનું તેમને ન ગમ્યું. અંતે સહુને રાજી કરી જેવા સૂવાની તૈયારી કરી, ત્યાં સુંદર નમણી એર હૉસ્ટેસ સ્મિત ફરકાવતાં  વદને ડ્રિંકના કપ લઈને હાજર થઈ.  સાથે ખારા કાજુ અને પિકાન્સ હતા. મોંમા પાણી આવી ગયું. વળી પાછું એક ડ્રિંક ચડાવી બધા ઘસઘસાટ સૂઇ ગયા. એરહૉસ્ટેસને રિક્વેસ્ટ કરી, ‘ પ્લિઝ ડુ નોટ વેક અસ અપ ફૉર બ્રેકફાસ્ટ’ ! લગભગ દસ કલાકની સળંગ  મુસાફરી પછી રસાલો પેરિસ પહોંચ્યો. ત્યાં ત્રણ કલાકનો હૉલ્ટ હતો. લાઉન્જમાં  જઈ ફ્રેશ થયા અને મસ્ત કૉન્ટીનેન્ટલ બ્રેકફાસ્ટની મોજ માણી રહ્યા.

હ્જુ બીજી ફ્લાઈટની દસ કલાકની મુસાફરી બાકી હતી. હેંગ ઓવરને કારણે સુસ્તી જણાતી હતી. શાંતિથી બેઠા અને નજીકમાં પડેલા મેગેઝિનના પાના ઉથલાવી રહ્યા. અંહી બે ચાર દેશીઓ હતા, જેમણે તેમને ઓળખ્યા અને બેસીને વાત કરવામાં રસ બતાવ્યો. આજના જુવાનિયાઓએ ફૉટો પડાવવાનો આગ્રહ રાખ્યો. તેમને નીશા અને જાનકીમાં રસ હતો.  સાહિલની પત્ની ઉદય સાથે ફ્લર્ટિંગ કરી રહી હતી ! હિન્દી ફિલ્મોના ચસકામાંથી ૨૧મી સદીની પેદાશ છટકી શકી નથી ! ભારતિય ફિલ્મો  ખૂબ સુંદર વિષયો લઈને મનોરંજન પૂરું પાડે છે. આજના કલાકાર પોતાની ‘ઈમેજ’ બનાવવા અને ટકાવવા સામાન્ય જનતા સાથે ખૂબ સુંદર વર્તન કરવામાં સફળ રહ્યા છે.

કચકડાની દુનિયામાં જો રંગરેલિયા ન મનાવતા હોય તો નવાઈ લાગે. જાનકી અને નીશા આમ તો બન્ને ઉદય પાછળ દિવાના હતા. પ્રણયના દૃશ્યોમાં તો જોનાર મ્હોંમાં આંગળા નાખી જાય. તેમની ઉત્કટતા ભલે જોતા હોય પડદા પર પણ ધારી અસર ઉપજાવવામાં કામયાબી પ્રાપ્ત કરે. ફિલ્મના આ અંતિમ દૃશ્યો હતાં. લગભગ બધું શુટિંગ આપણા દેશમાં થયું હતું. ડ્રિમ સિક્વન્સ હતી જેમાં ઉદય એક સાથે પરણ્યા પહેલાં અને બીજી સાથે પરણ્યા પછી પ્યાર માણી રહ્યો હતો. રઘુ કેમેરા મેનની કાબેલિયતને દાદ આપવી ઘટે. ૨૧મી સદીની આફલાતુન ટેકનોલોજીની કરામત તનબદનમાં રોમાંચ પ્રસરાવતું. આવા સુંદર શુટિંગ કાજે ‘નાયગરા’ ફૉલ્સનું લોકેશન ખૂબ વિચારીને નક્કી કરવામાં આવ્યું હોય તેવું લાગ્યું.  રઘુ ભલે લબરમૂછિયો હતો પણ તેની કાબેલિયતની  દાદ દેવી ઘટે.

જાનકીએ ઉદય સાથે ઘણી ફિલ્મો કરી હતી. ફિલ્મી દુનિયામાં બન્ને એ સારી નામના મેળવી હતી. આમ તો બન્ને જણા અપરણિત હતા. હાલમાં અપરણિત કહેવાય બાકી જીવનમાં એક વખત પરણીને છૂટા પડ્યા હતા. ઉદય, જાનકીને ચાહતો હતો. કોઇ પણ જાતના બંધનમાં બંધાવા બેમાંથી એક પણ તૈયાર ન હતા. નીશાનું આ બીજું પિક્ચર હતું.   નિશાની પ્રતિભા આંખોને આંજવા માટે પૂરતી હતી . તેણે’મિસ ઈન્ડિયાનું  ટાઈટલ ૨૦૧૨’માં મેળવ્યું હતું. ‘મિસ વર્લ્ડ’ માં ભાગ લીધો. માનવામાં નહી આવે છેલ્લાં ત્રણ સુધી પહોંચી. અંતે ‘મિસ વર્લ્ડ’નું ટાઇટલ મેળવવામાં નિષ્ફળ નિવડી. તેને જરાય ગમ ન હતો. ભારતમાં ધડ ધડ ફિલમોમાં કોન્ટ્રાક્ટ મળ્યા અને રાતોરાત ચમકતો સિતારો બની ગઈ.

ઉદય તેને જોઈ લાળ ટપકાવતો. તેનાથી દસ વર્ષ મોટો હતો. નીશા માત્ર શુટીંગ પૂરતું તેને ભાવ આપતી. બાકીના સમયે આંખો ચુરાવતી. નીશા ખૂબ કુશળ હતી. તેના મુખ પરથી દિલના ભાવ કળવા ખૂબ મુશ્કેલ હતા. ”કમફર્ટ ઈનમાં ‘ આવ્યા. તેમના કમરા ખૂબ મોટા અને આધુનિક સગવડોથી ઉભરાતા હતા. દરેકને એક સરવન્ટ આપ્યો હતો. મિસ્ટર પટેલને ખબર હતી. ભારતના  એક્ટર અને એક્ટ્રેસિસ ખૂબ તુમાખી હોય છે. આજનો દિવસ આરામ કર્યો. રાતના સરસ નૉન વેજ ડિનર ઓર્ડર કરી રૂમ સર્વિસ આપી એટલે બધા ખુશ થઈ ગયા. ડિનર પછી નાની મિટિંગ બોલાવી રઘુએ બધાને શુટિંગનું સ્કેડ્યુલ પકડાવ્યું.

નાયગરા ફૉલ્સ પાંચ માઈલ દૂર હતો. ‘૯ સિટર’ વાન વિથ ડ્રાઈવર દ્સ દિવસ માટે  રેન્ટ કરી હતી.  ડ્રાઈવરની સગવડ ‘કમફર્ટ ઈન’માં હોવાથી ૨૪કલાક હાજર. શુટિંગના સામાન માટે મુવર્સ્ની ટ્રક રેન્ટ કરી હતી. મૉટેલવાળા પટેલના હાથ ખૂબ લાંબા હતા. ઓળખાણની ખાણ અંહી કામ લાગી.  કોઈ પણ જાતની તકલિફ ન પડે તેનો ખ્યાલ પટેલે બરાબર રાખ્યો હતો.

શુટિંગ સ્થળે પહોંચ્યા. નાયગરા ફૉલ્સને જોઈ સહુ બહુ ખુશ થયા. સવારનો સમય, હવામાન અને સૂરજ બન્ને અનુકૂળ હોવાથી શુટીંગ કરવામાં કોઈ વિઘ્ન ન પડ્યું. રીઢા કલાકાર કામ આપવામાં ખૂબ કુશળ હોય છે. રઘુ કેમેરામેન સહુ પાસેથી ધાર્યું કામ કઢાવી શકતો. સુંદર નાયગરા ફૉલ્સ અને સુપર સ્ટાર હોય પછી પૂછવું જ શું. ઉદય તો નીશા સાથે હોય કે જાનકી સાથે બન્ને પાસેથી પ્રણયના દ્રૂશ્યોમાં મેદાન મારી ગયો. જાનકી સાથે હોય ત્યારે એમ લાગે કે જીવ આપીને કામ કરે છે. નીશા સાથે હોય ત્યારે તેના પર ઓવારી જતો. જેને કારણે નીશા અને જાનકી અભિનય સારો આપી શકતા.

રઘુને થતું મારી કેમેરાની કરામત પર હું ગર્વ કરું છું. રીઢો એક્ટર ઉદય ખરેખર મેદાન મારી જતો. ખૂબ ઝૂઝ વાર રીટેઈક કરવું પડતું.  નીશાનો મેકઅપ મેન ડી’સોઝા અને જાનકીની મિસ મેરી ખૂબ સુંદર રીતે બન્નેનું લાવણ્ય છતું થાય તેનો ખ્યાલ રાખતાં. પરદેશની ભૂમી પર આ કાર્ય અઘરું છે. જીવનમાં ચેલેંજને હસતા મુખે આવકારે તેને માટે કોઈ કામ ન થઈ શકે તેમ ન હોય !

નીશા ભલે ઉદય સાથે કામ કરવા માટે થોડી નવી હતી. તેની એક્ટિંગ પર ફિદા થઈ ગઈ. દિલ આરોહ અને અવરોહ ગણગણતું. શું એ શક્ય થાય ? અચાનક તેના મુખમાંથી સરી પડ્યું’

जो मैं ऐसा जानती प्रित कीए दुख होय

नगर ढंढेरा पीटती ‘ प्रित न करीओ कोई’

શા કારણે બાળપણમાં ગમતી આ બે પંક્તિઓ મગજમાં ઘુમરાયા કરતી હતી. ત્યાં ઉદયે ‘ચાલો ચાનો બ્રેક છે’. એમ કહ્યું ત્યારે હસતી હસતી તેની સાથે જવા નિકળી પડી.

-પ્રવીણા કડકિયા

 

પ્રીત ના કરીયો કોઇ ()

કેનેડા તરફથી નાયગરા ફૉલની સુંદરતા જોતાં આંખ ધરાતી નહી.  શુટીંગ દરમ્યાન  કલાકારો ખૂબ વ્યસ્ત રહેતાં. સ્થળ અને સાથ બન્ને એ મહત્વનો ભાગ ભજવ્યો. નાયગરા ફૉલ જેવું દુનિયાનું રમણિય સ્થળ, કલ્પના કરો શુટિંગ માટે જાણે સ્વર્ગ હોય તેમ લાગે !  કુશળ કેમેરામેન રઘુ જુવાન, જોશીલો અને જુસ્સાદાર હતો. કલાકારો જેમ રીઢા હતા તેમ તે પણ ખૂબ કાબેલિયત પૂર્વક પેશ આવતો. તેનામાં કલા અને કૌશલ્યનો સુભગ સંગમ જણાતો. ઉદય ઘણીવાર માથું ખંજવાળતો, ‘ખેર મારી પાસે અનુભવ અને સફળતાની સીડી છે. આ ઉગતો કેમેરામેન જે રીતે દ્રુશ્યો ઝડપે છે તે ખરેખર તેની નજરના અંદાઝની કમાલ છે’ ! આ મુવી ‘બૉલિવુડ’માં ધુમ મચાવશે! કરોડો રૂપિયાના

રોકાણ થયા હોય એ મુવી પર સહુ મીટ માંડીને બેઠા હોય.

 

આજનું શુટીંગ પુરું થયું . અંહીના લોકલ ત્રણ માણસો રાખ્યા હતા.  શુટિંગ માટેનો બધો સામાન મુવર્સની ટ્રકમાં લૉડ કરવાનો. કમફર્ટ ઈન પર જઈ અનલૉડ કરવાનો. કામ ખૂબ મહેનતનું હતું. અંહીના માણસો મહેનતનું કામ કરવામાં પાછા પડતા નહી. સૂર્યાસ્ત થાય પછી કામ કરવાની મઝા ન આવે. સુંદર લૉકેશન  પહેલેથી રેન્ટ કર્યું હતું.  હાલમાં લગ્ન પછીના સીનનું શુટીંગ ચાલતું હતું.

 

નિશા હૉટલના રૂમમાં ટબ બાથ લઈ રહી હતી. બપોરના મસાજ પાર્લરની એપોઈન્ટમેન્ટ લીધી હતી. તેને કેનેડામાં મળતી બધી ‘લક્ઝરી’નો લહાવો માણવો હતો. પહેલી વાર પરદેશની યાત્રા પર નિકળી હતી. તેમાંય નાયગરા ફૉલ જેવી સુંદર જગ્યા. તેની ખુશીનો પાર ન હતો. ઉદય સાથેના પ્રણય દ્રશ્યોનું શુટિંગ એ વિચારો જો આનંદ આપતા હોય તો શુટિંગના સમયે તેના કેવા હાલ થશે? નીશાની ફાટ ફાટ જુવાની કાબૂમાં રાખવી એ વિકટ પ્રશ્ન હતો.

 

ફ્રી ટાઇમમાં પોતાના ડાઈલોગ વાંચી  થોડી તૈયારી પણ કરવી હતી.  નીશા ઉદય  સાથે લગ્ન પહેલાં પ્રેમની દોરથી  બંધાયેલી હતી. ઉદય સાથે કરેલા લવ સીનને મમળાવતાં વિચારી રહી,  ‘ ઉદય આફલાતુન એક્ટર છે! કોઈ વાતની કમી નથી. થોડો ઉમરમાં તફાવત છે, તેથી શું ? આવો વિચાર આવતાં ખડખડાટ હસી પડી. હજુ મારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં  એસ્ટાબ્લીશ થવાનું છે. બે પિક્ચર ચાલ્યા એટલે કાંઈ આટલી જલ્દી પ્રેમમાં ન પડાય. અફવાનો વિષય તેને જરા પણ પસંદ ન હતો. ફિલ્મી ચોપાનિયા, ‘સ્ટારડસ્ટ’ અને ‘ફિલ્મફેર’માં ચમકી ખોટી પબ્લિસિટી સ્ટંટ તેને આજની તારિખમાં પરવડે તેમ ન હતો. અંતરનો અવાજ કાંઈ જુદું સંગિત સુણાવતો હતો’ !

 

નીશા ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં નવી હતી. પણ  ચાલાક અને  કાબેલિયત ધરાવતી હતી. જેના માંડ બે પિક્ચર રિલિઝ થયા હોય તેને ઉદય તથા જાનકી સાથે કામ કરવાની સુવર્ણ તક સાંપડે ! કોઈ સ્વપનું સાકાર થયું હોય એવા ભાવ તેના મુખ પર જણાતા. ફિલ્મી દુનિયા કેટલી અવળચંડી છે તેના વિષે ખૂબ જાણતી. દરેક પગલું સમજી વિચારીને ભરતી. આ ચાન્સ મળ્યો છે તેનો સદઉપયોગ કરવાના પેંતરા ગુંથી રહી હતી. નજકતતા, આકર્ષણ અને જુવાનીનો ત્રિવેણી સંગમ એટલે નીશા!

 

આજના પ્રણય દ્રશ્યોના શુટિંગનું કામ પુરું થયું. ઉદય અને જાનકીની જોડી અનુભવી હોવાને કારણે બહુ રીટેક લેવા પડતાં નહી. રઘુ પોતાની કલાની કમાલ દ્વારા કેમેરામાં દ્રશ્ય કંડારી રહ્યો હતો.  જાનકી પાછી પોતાના ડ્રેસિંગ રૂમમાં ગઈ અને મેકઅપ સાફ કરી આવી. તેની સુંદર છટા અને કપડાંની સ્ટાઇલ જોઈ ઉદય મોહી પડ્યો. જાનકી સાથે માત્ર પરણ્યો ન હતો. બાકી કશું સુખ માણવામાં કમી રાખી ન હતી. જાનકી પણ ચાલાક હતી. લગ્નની બેડી તેને મંજૂર ન હતી. દસ વર્ષ પહેલાં જતિન સાથે પરણી ત્યારે એક્સ્ટ્રા તરિકે ફિલ્મોમાં કામ કરતી હતી. એક વખત ઉદયની નજર તેના પર પડી. જાનકીનું લાવણ્ય, તેની અદા અને મોહકતા હ્રદયમાં વસી ગયા. ઉદયે પ્રેમની જાળ બિછાવી. જાનકી તેમાં ફસાઈ.  જતિન સાથે લવ મેરેજ કર્યા હતાં. ઉદયે હથેળીમાં ચાંદ બતાવ્યો અને પરિણામ આવ્યું ‘છૂટાછેડા’ !પાંચ વર્ષના જતિન સાથે માણેલા વિવાહિત જીવનનું પૂ્ર્ણ વિરામ.

 

બસ ત્યારથી જાનકી અને ઉદય હમેશા સાથે નજર પડતાં. તેમની જોડી જ્યારે રૂપેરી પડદે ચમકતી  ત્યારે ધુમ મચાવતી. પ્રેક્ષકોના દિલમાં પ્રવેશવાનો ગુપ્ત માર્ગ મળી ગયો હતો. ઉદય અને જાનકીનો અભિનય ખૂબ રંગ જમાવતો. બન્ને કલાકાર પોતાની કલામાં સુનહર રંગ ભરી સહુને માલામાલ કરવામાં સફળ પુરવાર થયા. પડદા ઉપર કે પડદા પાછળ હમેશા સાથે જ હોય ! જાનકી ઉદયને દિલોજાનથી ચાહતી હતી. હાલમાં નાયગરા ફૉલ્સ પરના શુટિંગમાં તો બન્ને ખૂબ ખિલ્યા હતા. લગ્ન પછી્ના પ્રણયના સિન હતા. મોટેભાગે સુંદર બેડરૂમ જ્યાંથી નાયગરાનો ફૉલ્સ નજરે પડે. રઘુની કેમેરા પરની કલામયતા આંખને ઉડીને વળગે તેટલી આબેહૂબ રહેતી. નાયગરા પર ‘હનીમુન’ એ મુખ્ય વિષય હોય પછી પુછવું જ શું ? રઘુ જેવો કેમેરામેન, ઉદય અને જાનકી જેવા કલાકારો. નીશા નવી હતી પણ નામ સારું જમાવ્યું હતું.

 

આજે શુટિંગ પછી ઉદય અને જાનકી હાથમાં હાથ પરોવી નાયગરાને નિહાળી રહ્યા. વાતાવરણ ખૂબ આહ્લાદક હતું. આ મુંબઈ ન હતું એટલે ખૂબ શાંતિ હતી. ભીડમાં કોઈ તેમને ઓળખે નહી. ફિલ્મના કલાકારોને આ આઝાદી ભારતમાં પ્રાપ્ત ન થતી હોવાને કારણે બન્ને જણાં આજે ખુશ મિજાજમાં હતા. શુટિંગના સીનથી રઘુ ખૂબ ખિલ્યો હતો. આવો સુંદર અભિનય કચકડામાં ઝિલવા બદલ પોતાની જાત પર ગર્વ થયો. આનંદના અતિરેકમાં એકલો એકલો’ જ્હોની વૉકર’ ગટગટાવી રહ્યો હતો.

 

જાનકી ખૂબ મુડમાં હતી. કહીએ તો ગાંડાવેડા કાઢતી હતી. ઉદયને ગમતું તેથી વધુ ચેનચાળા કરતી. આખરે નાયગરાની સામે ‘નાયગરા હૉટલની’ ટેરેસ પર બેઉ જણા ડીનર માટે ગોઠવાયા. સુંદર નાયગરા ફૉલ લાઈ્ટની ઈફેક્ટથી ઝળહળી રહ્યો હતો. માદક સ્લૉ મ્યુઝિક વાગી રહ્યું હતું. ઉદય અને જાનકી ગોઠવાયા. ‘બ્લ્યુ લેબલ’ ઓન ધ રૉક્સ મંગાવી. સાથે ખારા કાજુ, પિસ્તા અને સ્મૉક્ડ આલમન્ડ . ધીરે ધીરે સીપ લેતા જાનકી ઉદયની બાજુમાં સરી. તેને આજે ઉદયનો સંગ ખુલ્લા દિલે માણવો હતો. વાત ખૂબ ધીરે   એકબીજાના કાનમાં કરતાં. આજુબાજુ માહોલ એવો હતો કે ઉદય અને જનકી તેમાં ખોવાઈ ગયા.

 

અચાનક જાનકી બોલી, ‘ઉદય દિલ તને ખૂબ ચાહે છે. મારી પાસે શબ્દો નથી. પણ?

‘પણ શું’?

‘ આ દિમાગ છે ને કોઈ ને કોઈ અવળા સવળા સવાલ કરી મુંઝવે છે ‘!

ઉદયના માનવામાં ન આવ્યું. ઉદયે પ્રેમ પૂર્વક હાથ દબાવ્યો. જાનકીને ખૂબ ગમ્યું.

‘તારા દિમાગને હું પ્રેમથી વશ કરીશ, તું મને તક આપ’!

‘અરે, યાર છેલ્લાં સાત વર્ષથી આપણે સાથે રહીએ છીએ. ઘર એક છે. વરની જેમ તું મને ભોગવી રહ્યો છે. પલંગની તો વાત જ નહી કરવાની. તેની તળાઈ કેવી સુંદર છે. ‘

‘તો ‘?

‘તો શું’ ?

‘તારું મન તને શું કહી મુંઝવે છે’?

‘તું સફળ અભિનેતા અને હું તારી સાથે સફળ અભિનેત્રી, તારાં મોઢા પરના ભાવ વાંચતા હું શીખી ગઈ છું ‘ !

‘ તો શું મારા મોઢા પર લખ્યું છે કે, હું તને ચાહતો નથી’?

‘ના, એમ નહી પણ તારું વાકચાતુર્ય મને ભુલાવામાં નાખે છે’!

‘એ કેવી રીતે’?

‘જાણે તું અંદર શું છે અને બહાર શું છે. તે કળવું ઘણી વાર મુશ્કેલ થઈ જાય છે’!

‘અરે, ડાર્લિંગ આટલા વર્ષોના સહવાસ પછી પણ તને મારા પર વિશ્વાસ કેમ નથી’ ?

‘વિશ્વાસ શબ્દ થોડો  મને વિચિત્ર લાગે છે . સ્વતંત્રતા તને અને મને ખૂબ સદી ગઈ છે’  .

‘આપણે હમણાં લગનની બેડીમાં બંધાવું નથી, એ હકિકત છે’.

ત્યાં વેઈટર ઓર્ડર કર્યો હતો, એ પ્રમાણે બધી વેરાયટિઝ લઈને આવી ઉભો. સર્વ કરવાની પરમિશન આપી. તેમની સામે વાઈન નાખીને ગરમા ગરમ ચિકન તૈયાર  કરીને સર્વ કર્યું. પ્રેઝનટેશન વૉ્ઝ વનડરફુલ. ભૂખ લાગી હતી. વાત ત્યાં અધુરી રહી અને ડીનરને ન્યાય આપવા લાગ્યા.

 

સફળ અભિનેત્રી જાનકી, ઉદયના મુખ પર થતાં ભાવ ને ખૂબ સુંદર રીતે વાંચી શકતી. ઉદય લાખ કોશિશ કરે છતાં છુપાવવામાં નિષ્ફળ નિવડતો. તે ચાહતો હતો જાનકીને ! હમણાંથી નિશા જોડે ખૂબ હળીમળી ગયો હતો. જાનકીની ચકોર આંખોએ તેની નોંધ લીધી. તે જાણતી હતી ‘પુરૂષ ભ્રમર જેવો હોય છે. એક ફુલમાંથી રસ ખતમ ન થયો હોય ત્યાં બીજા ફુલ પર મંડરાવા લાગે’. ડીનર લઈ કારમાં ઘરે ગયા . રાત ખૂબ રંગીન પસાર કરી !

 

બીજે દિવસે શુટિંગ દરમ્યાન ડ્રિમ સિકવન્સમાં પ્રેયસીના પાત્રનું ખૂબ ઉત્કટતા પૂર્વકનું   દ્રશ્ય  હતું. નીશા અતિ આધુનિક હતી. શરમ કે લાજ જેવા શબ્દો તેના શબ્દકોષમાં ગેરહાજર હતા. ઉદયને વેલની જેમ વિંટળાતી.

સારું હતું, જ્યારે જાનકીનું કામ ન હોય ત્યારે એ ક્યાં તો ટબ બાથ લેતી હોય ક્યાં મસાજ પાર્લરમાં આરામ ફરમાવતી હોય!

 

રઘુ, જાનકી અને ઉદય વિષે જાણતો હતો. બને ત્યાં સુધી નિશાનું શુટિંગ ચાલતું હોય ત્યારે ખાસ ખ્યાલ રાખે જાનકી સેટ ઉપર ન હોય. જુવાન રઘુ આ ફિલ્મી કાફલાથી સારો પરિચિત થયો હતો. તેની આંખો અવનવા દ્રશ્ય નિહાળતી. બને ત્યાં સુધી એક પણ કૉમેન્ટ કરતો નહી. આ દુનિયામાં તે નવો નિશાળિયો હતો. તેની હોંશિયારીને કારણે ભવિષ્ય  ઉજ્જવલ દેખાતું. ઉદય અને જાનકીને ઉની આંચ આવે તેમ ન હતી. નીશા તેની જવાની પર મુસ્તાક હતી. ઉદય તેની પાસે ઘણીવાર પાણી પાણી થઈ જતો. નીશા આજના શુટિંગ વખતે ખૂબ ખીલી હતી. ઉદય આખરે પુરૂષ હતો. સફળતા તેના કદમ ચૂમતી હતી. નીશાને ભાન ન રહેતું તેથી તેનું  વર્તન બેશરમીની સીમા વટાવી જતું.  ઉદય કલાકાર તરિકે ખૂબ પાવરધો હતો. ખંધો કહીએ તો અતિશયોક્તિ નહી લાગે.  આજનું કામ કરીને બન્ને જણા પોત પોતાના ડ્રેસિંગ રૂમમાં ફ્રેશ થવા ગયા. કોને ખબર કેમ આજે નીશાને ઉદય સાથે એકલા રંગરેલિયા મનાવવી હતી. તેને ખબર હતી કે જાનકી અને ઉદય ‘લવ બર્ડ્સ’ છે. તે કોઈ પણ ભોગે ઉદયને આજે જાનકી પાસે જવા દેવા તૈયાર નહતી.

 

ત્યાં જાનકી ધુંવા ફુંઆ થતી આવી પહોંચી. ‘ઉદય’ કરીને રાડ પાડી. નીશા સમજીને રૂમની બહાર નિકળી ગઈ. મનમાં રાજી થઈ કે ઉદય ‘રીબાઉન્ડ’ થઈને પાછો તેની પાસે આવશે. નિષ્ફિકર થઈને માર્ગરીટા ના ઘુંટ પીવા લાગી.

‘આ શું છે’?

‘અરે, તારા હાથમાં ક્યાંથી આ કાગળિયા આવ્યા’?

‘તું બાથરૂમમાં બુક વાંચતો હતો. મેં વાંચવા લીધી તો તેમાંથી સરી પડ્યા ને  મેં વાંચ્યા’.

તેં નીશાડી માટે અઢી લાખ ડૉલરનો વિમો ઉતરાવ્યો. છેલ્લા સાત વર્ષથી હું તારી સાથે જીદગી જીવી રહી છું. આ નવી ‘કબૂતરી’ ને માટે ‘!

અરે,  તું મારી વાત તો સાંભળ ‘!

‘શું સાંભળું’?

‘નીશાનો ભાઈ તેની બહેનને મોકલવા તૈયાર ન હતો.’

જા, જા હવે નીશા કોઈના બાપની સાડાબારી રાખે તેવી નથી ‘.

‘તું રહે મારી સાથે અને વીમો પાકે તો હકદાર નીશા’?

‘મને તું બોલવાનો ચાન્સ આપીશ? કે પછી તારા મનમાં જે શંકાનો કીડો સળવળે છે તે પ્રમાણે મને ઈલ્જામ આપતી રહીશ’?

‘આ પૂરાવો ઓછો છે? તારે સફાઈ પેશ કરવાની શું જરૂર છે? તું રંગે હાથે પકડાયો છે’.

‘એનો ભાઈ’ !

‘કારણ વગર એના ભાઈને વચમાં શાને સંડોવે છે’?

જાનકી એક પણ વાત સાંભળવા તૈયાર ન હતી. તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો, વાત સાચી હતી. કઈ રીતે માનવામાં આવે, અઢી લાખ ડૉલરનો વિમો પાકે તો તેની હકદાર નીશા બને. જાનકી નહી ? જાનકી નો ગુસ્સો વ્યાજબી હતો. ઉદય કઈ રીતે મનાવવી તેના અવઢવમાં સપડાયો !

નીશા તો પરિસ્થિતિની ગંભિરતા જોઈ ગાડીમાં ‘કમફર્ટ ઈન ‘ ભેગી થઈ ગઈ ! -પ્રવીણા કડકિયા

 

प्रित करिओ कोइ     

‘નાયગરા હોટેલ’ના ટૅરેસ ગાર્ડનમાં  બીજી રાત્રીએ ખુલ્લા આસમાન નીચે ઉદય  અને જાનકીએ સાથે ડીનર લીધું, બન્ને જણાનું ડાન્સ ફ્લોર પર બોલિવુડ, હોલિવુડ ફ્યુઝન સ્ટેપનું નૃત્ય પુરું થયું. હોટેલના સૌ ગેસ્ટ અમેરિકન, કેનેડિયન અને  ઇન્ટરનેશનલ  ઊભા થયા. બન્ને ઇન્ડીયન આર્ટીસ્ટને તાળીઑથી વધાવ્યા. બન્ને જણા ખૂબ દીલથી ડાન્સ કરતા હતા. બન્ને પ્રેમીઓનું  ફેવરટ સોંગ હતું. મશહૂર ગાયિકા વ્હીટની હ્યુસ્ટનનું લવ સોંગ .

After we make love,I’will be lost in after glow

I just can’t, I just can’t,let the feeling go

After we make love…………….

વ્હીટની હ્યુસ્ટનના જીવન પરની ફિલ્મ ‘બોડીગાર્ડનો’, ઉદય અને જાનકીએ મુંબઇના મેટ્રો સિનેમામાં પ્રિમિયર શૉ જોયો હતો. ત્યારે બન્ને જણા બોલિવુડમાં નવા હતા, ઉદયને ત્રણ જાણીતા ખાનની બરોબરી કરવાની હતી, એકટિંગ અને દેખાવ બન્નેમાં તેમની સામે ટક્કર ઝીલવી એ ખાવાના ખેલ ન હતા. દેખાવમાં કોઇ કહેવાપણું નહતું.  આજ કાલ રિતીક રોશનની જગ્યાએ વિદ્યાર્થીનીઓ ‘ ઉદય’ જેવા હેન્ડસમ પતિના સ્વપ્ના જોવા લાગી હતી. કોલેજ કાફેટૅરિયામાં  ઉદયના  મુવીઝ ચર્ચાનો વિષય બની જતા.આજ કાલ કિટી પાર્ટીમાં પણ બહેનો અમિતાભ, રાજેશખન્ના, રેખા, રાખી, જયાની જગ્યાએ, ઉદય, જાનકી, નીશાની ચર્ચામાં વધારે રસ ધરાવતી.આ રીતે ઉદય મોટા નાના બધાના મનમાં એક નિશ્ચય સ્થાન જમાવી બેઠો હતો. કોઇ દેખાવ પર ફીદા તો કોઇ  એકટિંગ પર આફ્રિન !.

હોટેલમાં કેટલાક જુવાનિયા ઉદયને ઓળખી ગયા, મશહૂર બોલિવુડનો હીરો, પંદર ફિલ્મ બોક્ષ ઓફિસ તેમજ પડદા પર સફળ થયેલી. ફિલ્મ “મેરે દેશકી ધરતી,” ઓસ્કાર ઇન્ટરનેશનલના ફિલ્મ નોમિનેશન લિસ્ટમાં હતી. કમનસિબ કે કચકડાની દુનિયાનું રાજકારણ જે કહો તે, ફાઇનલ લિસ્ટમાં કોઇ બીજુ નામ આવી ગયું. ઉદયને કોઇ નુકશાન ન થયું. તેને તો પ્રખ્યાત પ્રોડયુસર, રાજ ચોપરા, તેમજ મશહૂર ડિરેક્ટર તરફથી કોન્ટ્રાક મળવા લાગ્યા. અત્યારે તેની બે ફિલ્મના હીરો તરિકે પસંદગી પામી ચૂક્યો હતો. ડાયરીમાં પાકી નોંધ  લખાઈ ગઈ હતી. પાંચેક જુવાનિયા ઓટૉગ્રાફ બુક લઇ ઉદય અને જાનકીના ટેબલ પર આવ્યા ‘ઓટૉગ્રાફ પ્લિઝ’ !

ઉદયે અને જાનકીએ બધા તરફ આછુ સ્મિત  રેલાવી ઊડતી નજર ફેરવી, પ્રેમથી ઓટૉગ્રાફ આપ્યા.

આજના શુટિંગના બેડરૂમ દ્રશ્ય કેટલા સચોટ હતા!  ઉદય અને જાનકી બન્નેના મનમાં એજ  વિચારો, આ ફિલ્મનું શુટિંગ ટેબલોઈડ અને મેગેઝિનને ભરપૂર મસાલો પૂરો પાડશે!

‘ના, ના કોઇ હિસાબે મારે “પત્ની”ના બંધનમાં નથી પડવું.  હું હાલમાં એ જંજીર મારા પગમાં પહેરી ફરવા નથી માગતી ! વીસમી સદીનો કે એકવીસમી સદીનો પુરુષ ! એ પુરુષ, પત્ની પ્રત્યે તેની સરમુખત્યાર શાહી હંમેશ રહેવાની.  ડીમ્પલ કાપડીયા ,ખન્ના બની, જયા ભાદુરી, બચ્ચન બની , નીતુસિંગ, કપૂર બની આ બધાની કેરિયર વિષે તે વિચારવા લાગી.  હું, તો જાનકી જિંદાલ જ રહેવા માગુ છું. મારે ઉદયનું લાસ્ટનેમ કદી મારા નામ પાછળ લગાવવું નથી.

જાનકીનું સ્થાન ઉદયના દિલમાં કાયમી બની ગયું છે!  દસ વર્ષથી બન્ને સાથે રહે છે.  ફક્ક્ત ઓઢણી સાથે ખેસના છેડા બાંધ્યા નથી.  અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા નથી.  જોકે મુવીના સેટ પર તો ફેરા પણ ફર્યા છે. પતિ અને પત્ની   તરીકે મુવીના સેટ પર પાઠ ભજવ્યા છે. પણ તે તો કચકડાની પટ્ટી પુરતું જ.  શુટિંગ પુરું થાય, ‘સ્કોચ ઓન રોક’ ગળા નીચે ઊતરે  ને બધું ભૂલાઇ જાય.  બીજા દિવસના શુટિંગના ડાયલોગ્સની તૈયારીમાં મશગુલ. ઘણું મોડું થયું હતું. ઘડિયાળનો કાંટો બારને ત્રીસ બતાવી રહ્યો છે. ઉદયને આટલી મોડી રાત્રે જાનકી એકલી ડ્રાઇવર સાથે જાય તે યોગ્ય ન લાગ્યું.  તેણે એક જ ગાડી અને ડ્રાઇવર રાખ્યા હતા. ઉદયનું મન જાનકીને પત્ની તરીકે જ માને છે. આ તેના વહેવારમાં અવાર નવાર દેખાય છે. આજે પણ હક્ક્થી ઉદયે જાનકીને પોતાની ગાડીમાં સાથે હોટેલ પર જવા કહ્યું, જાનકીને પણ એ ગમ્યું.

‘જોયું નીશા એકલી ગઇ, ઉદય ઓલવેઝ કેર ફોર મી. સવારે નીશા આ જાણીને કેવી જલવાની’!

“કમ્ફર્ટ ઇન” આવી ગઈ. બન્ને પાછલી સીટમાં, સુઇ ગયેલા.  ડ્રાઇવરે ગાડી પાર્ક કરી.

‘સાબ હોટૅલ આ ગયા’.

ઝબકીને જાગ્યા,. બન્ને જણા સ્વસ્થ થયા કપડા સરખા કર્યા. ડ્રાઇવરે બારણું ખોલ્યું. અમેરિકાની સભ્યતા અનુસાર પ્રાયવેટ કાર, લીમો્નો ડ્રાઇવર ગેસ્ટનું બારણું ખોલી ઉભા રહે. બન્ને જણા  ગાડીમાંથી ઉતર્યા. ઉદયે દસ ડૉલરની નોટ ડ્રાઇવરના હાથમા સરકાવી.

બીજે દિવસે ઉદય મોડો ઉઠ્યો. એલાર્મ સેટ કરવાનું  રહી ગયેલું. ટૅલિફોન રણક્યો આંખો ચોળતા ઉદયે ફોનનું રિસિવર ઉપાડ્યું,

કેમેરામેન રઘુ બોલ્યો “ ઉદયસાબ ક્યા હુઆ, તબિયત ઠીક હૈ? કભી આપ સેટ પર લેટ નહીં આતે, હમ સબ વાનમે ચલતે હે આપકા ડ્રાઇવર આપકે લિયે વેટ કરતા હૈ આપ આજાઇએ’.

“હાં ,હાં પંદર મિનિટમે આતા હું, થોડા સા હેંગ ઓવર હૈ. નથિંગ એલ્સ, હાં મેરે લીયે લેમન જ્યુસ રૂમ સર્વિસ દ્વારા ભેજ  દિજીએ. મે બ્રેક્ફાસ્ટ બ્રેક કે સમય પર નાયગરા હોટૅલ કે કાફેટેરિયામેં  બૈઠકર લુંગા.અભી ખાનેકો જી નહી કરતા.’

“ ઠીક હૈ, ભિજવા દેતા હું”.

આટલી વાત ચીત જાનકીના કાનને સ્પર્શી પણ નહી! એતો હજુ કોઇ સુંદર સ્વપ્નની દુનિયામાં મહાલી રહી છે. જાનકીથી જરા વધારે પડતી સ્કોટ્લેન્ડની સ્કોચ પીવાઇ ગઇ હતી.  ઉદય અને બાર ટેન્ડર બન્ને જણા વખાણ કરતા રહ્યા, મેમ ધિસ વન ઇસ સિંગલ માલ્ટ.’વેરી  સ્મુધ’, ઉદયે પણ સુર પુરાવ્યો.

‘જાનકી ટ્રાય, હેવ સિપ કહી’, પોતાનો ગ્લાસ જાનકીના હોઠ પર અડાડ્યો.  જાનકીએ ટૅસ્ટ કર્યો, ઉદયે આંખના ઇશારે પુછ્યું, જાનકીએ નજર ઝુકાવી ડોક નીચે નમાવી, ઉદયે ઓર્ડર આપ્યો “ફોર મિ બીગ લાર્જ પેગ ઓન રોક, ફોર મેમ રેગ્યુલર વિથ સોડા.આમ બન્ને જણાએ ગઇ કાલની સાંજ ખૂબ મસ્તીમાં પસાર કરી. આજે જાનકીનું શુટિંગ નહી હોવાથી જાનકીને સુવા દીધી, ઉદય એકલો જલ્દી શાવર લઇ, લેમન જ્યુસને ન્યાય આપી નીચે ગયો.   ડ્રાઇવર રાહ જોતો હતો, ગુડ મોર્નિંગ સર બોલી તરત બારણું ખોલ્યું.

“ગુડ મોર્નિંગ જોન, ગોટ ઇનફ રેસ્ટ’? “યસ સર,” બોલી જોને ગાડી સ્ટાર્ટ કરી, ખાસ ટ્રાફિક ન નડ્યો. દસ મિનિટમાં નાયગરા ફોલ પહોંચ્યા.  આજે નીશા ઉદય સાથેના  સિનમાં, આરજુ કે ફ્રસ્ટૅસન વ્યકત કરતું ગીત રજુ કરી રહી છે. વહેલી સવાર બન્ને એકલા, એકાંત સ્થળ જે ફોલની ઉંચામાં ઉંચી  સાઇટ ગેલેરી છે, જ્યાંથી ફોલનો પેનારોમીક વ્યુ માણી શકાય,

નીશા સુંદર અભિનય દ્વારા લિપ સિંગિંગ કરી રહી!

મહોબત નિભા ના પાયે

જુઠા દિખાવા ના કરે

હમને જો કિયા દિલસે

વો પ્યાર હમારા આપસે,

ના ઠુકરાએ…ના ઠુકરાયે

ઉદય  તેની મસ્ત અદામાં  કરગરી રહ્યો !

હમ ના જાને ઠુકરાના

આપ જો સમજ ના પાયે

હમારા કસુર બસ ઇતના

સમજાને મેં નાકાબ રહે

હમ નાકાબ રહે

આજે જાનકી હાજર ન હતી. રઘુ ચાલાકીથી ઉદય સાથે નીશાનું શુટિંગ હોય ત્યારે જાનકીને દૂર રાખે. જાનકી અને ઉદયનું સાથે શુટિંગ હોય ત્યારે નીશાને શોપિંગ કરવા મોકલી દે. પત્નીની હાજરીમાં પતિ પ્રેયસી ને ખુલ્લા મનથી પ્યાર ન કરી શકે! પતિ પત્નીના બેડરૂમ સિનમાં પ્રેયસીની હાજરી કબાબમાં હડ્ડી જેમ ખૂંચે. જાનકીને તો ખબર  છે.  ઉદય એનો  છે અને એનો જ રહેવાનો છે ! ફક્ત લગ્નનું બંધન તેણીને સ્વીકાર્ય નથી.

શુટિંગ પુરુ થયું, નીશા ઉદય સાથે વધુ સમય ગાળવા ઉદયનો હાથ પકડી ગેલેરીની રેલીંગ તરફ ચાલવા લાગી,  ‘ઉદય સરસ ખુશનુમા સવાર છે. ઝરમર, ઝરમર વરસાદમાં થોડુ ચાલીયે મઝા આવશે. ઉદયને પણ હેવિ બ્રેકફાસ્ટ પછી ટહેલવાની ઈચ્છા હતી. “ગુડ લેટ’સ ગો.” થોડું ચાલ્યા ઉદય ગીતના મુડમાં   ગણગણતો ચાલતો હતો.  નીશાઃ, જો ઉદય અહીંયાથી કેટલો સરસ વ્યુ દેખાય છે. સામે કેનેડા તરફના ધોધનો સુંદર વ્યુ  છે.

જરા આગળ ચાલ ગભરાય છે! કેમ અટકી ગયો?”

નીશા હવે બસ, હું થાકી ગયો છે, મારે હવે થોડું શૉપીંગ કરવું છે”. હજુ કાલના શુટિંગની તૈયારી કરવાની છે,

“આખો દિવસ છે પછી કરજે”,

“જાનકીને મેં પ્રોમિસ આપ્યું છે. સાથે શોપીંગ કરવાનું એ રાહ જોતી હશે તેં તો ગઇ કાલે તારા કઝિન સાથે શૉપીંગ કરી લીધુ’.

બસ નીશાનો ગુસ્સો સાતમે આસમાન પહોંચી ગયો. બરાડી ઉઠી, “ઉદય તને જાનકી આટલી હુલ આપે છે, તારા લગ્નની પ્રપોઝલ ઠુકરાવે છે, છતાં તને એનામાં શુ દેખાય છે કે તું તેને છોડી મને અપનાવવા તૈયાર નથી! હું મિસ ઇન્ડીયા, મિસ યુનિવર્સ રનર અપ છતાં તું મને નકારે છે” ?

ઉદયનું મૌન, ખંધુ હાસ્ય, ગીતનો ગણગણાટ નીશાને વધારે ગુસ્સે કરે છે. ઉદયને ખેંચે છે, બન્ને રેલીંગની ધારી પર ઉભા છે.  ઉદય ગીત ગાવામાં મશગુલ, પગ લપસ્યો, ઉદય પડ્યો રેલીંગ પર. ગુસ્સામાં ધગતા અંગારા ઓકતી નીશા, “જોયું મારો હાથ ઝાલ્યો નહીં .પડ્યો  નીચે, ”પોતે નીચે નમી જાણે ઉદયને હેલ્પ કરતી હોય એમ. ઉદય રેલીંગ પરથી પડ્યો નીચે ધસમસતી નાયગરા નદીમાં. નીશા રેલીંગનો પોલ પકડી, “બચાવો, બચાવો બુમાબુમ અને રડારોળ કરવા લાગી.  તરત જ પોલિસ આવી, લાઇફ ગાર્ડ આવ્યા. રઘુએ આખો સિન નાયગરા હોટૅલના ટૅરેસ પરથી કોફી પીતા જોયો અને કચકડામાં કંડાર્યો.

નીચે આવ્યો, પોલિસે પૂછપરછ કરી રઘુને પુછ્યું,’ ડુ યુ નો ધિસ ગર્લ?

“યસ સર” શી ઇસ બોલિવુડ એકટ્રેસ. આઇ એમ ચિફ કેમેરા મેન. વી આર હિયર ફોર શુટિંગ”,

“ડુ યુ નો ધ મેન હુ ફેલ ઇન રિવર?” “યસ સર, હિ ઇઝ અવર હિરો, ઉદય મલ્હોત્રા”.

બીજા બધા કાફલાના માણસો આવી ગયા. એક અમેરિકન કપલ સહેલ કરતું હતું. પોલિસે તેમને પણ પુછ્યું ‘હાવ ધિસ જેન્ટમેન ફેલ? ડીડ હિ  જંપ”?

‘ નો સર બોથ વેર વોકીંગ એન્ડ ટૉકીંગ, વી ડીડન્ટ હિયર હિમ, બટ લેડી વો્ઝ લાઉડ.  વિ ડૉન્ટ અન્ડરસ્ટૅન્ડ બટ વિ કેન સે, શી વોઝ મેડ”

‘ડુ યુ થીંક શી પૂશ્ડ હિમ?”

“ વિ વેર નોટ લુકીંગ. હવે રઘુને પૂછ્યું.

“ડીડ યુ સી”?

“યસ સર, આઇ શૉ હર, શી પૂશ્ડ હિમ”,

પોલિસે તુરત જ નીશાની ધરપકડ કરી. નીશાને સમજાવ્યું તું તારો પોતાનો બચાવ માટૅ ડીફેન્સ લોયર રાખી શકે છે, અત્યારે અમે તને કસ્ટડીમાં રાખીશુ, કોર્ટ નક્કી કરશે તે પ્રમાણે જેલમાં લઇ જઇશું,   મિડિયા વાળા હાજર થઇ ગયા, કેમેરાની ફ્લેશના ઝબકારા ફટાફટ ફોટા જડપાવા લાગ્યા, ટી વીના પ્રોગ્રામ ઇન્ટરપ્ટ કરી હેડલાઇન ન્યુઝ રીલે થયા.

“નાયગરા ધોધ પર થયેલ જીવલેણ અકસ્માત, ફેમસ બોલિવુડ હિરો, મિસ્ટર ઉદય મલ્હોત્રાનું સૌથી ઊંચી ગેલેરી પરથી  નદીમાં પડવાને કારણે થયેલ મૃત્યું. શકમંદ બોલિવુડ અભિનેત્રી, મિસ નીશાની થયેલ ધરપકડ.

જાનકીએ કમ્ફર્ટ ઈનના રૂમમાં સમાચાર સાંભળ્યા, માનવામાં નથી આવતું, શું બની ગયું? નીશા આવું કરી શકે? ના, ના નીશા તો ઉદયને પોતાનો કરવા તલસી રહી છે. તે વાકચાતુર્યથી પોતાનું ધાર્યું કરતી, પણ ખૂંખાર નથી કે કોઇનો જીવ લઇ શકે અને તે પણ ઉદયનો ? ના, ના ઉદયનો જીવ ના લઇ શકે! નીશા ઈર્ષાળૂ છે,પણ આટલી હિમત તેનામાં નથી! ઉદયને મેળવવા તે કેટલી રમતો રમતી. ખૂબ લાડ કરતી. ઉદય એમ થોડો એને મળી જવાનો, ઉદય પણ ફિલ્મી દુનિયાનો અનુભવી. બરાબર પ્રોફેશનલ કુનેહથી નીશાને દૂર રાખતો.  હા કદાચ બન્ને ભાઇ  અને બહેનની ચાલ હશે ! વીમાની રકમ માટે! જે હોય તે મારે નીશાને મળવું પડશે, સત્ય જાણવું પડશે!

જેલમાં પહોંચી, નીશાએ મળવાની ના પાડી દીધી. મારા લોયરે ના પાડી છે. મારે કોઇને મળવું નથી.જાનકી વિચારે છે મારે કોઇ રસ્તો જરૂર કાઢવો પડશે નીશાને મળી સત્ય જાણવું પડશે.

ડૉ.ઇન્દુબહેન શાહ

 

प्रीत करिओ कोइ

જાનકી એ ઉંચી કોટીનું જોર લગાવ્યુ અને સતત નકારતી નીશાને મળવા તે મથતી રહી.  આખરે તેને દસ મીનીટ માટે મળવાની અનુમતિ મળી અને તે પણ તેના વકીલની હાજરીમાં. જાનકી એ તેને પહેલો જ પ્રશ્ન કર્યો, ”મને ખબર છે રઘુ નો કેમેરા ખોટો હોઇ શકે છે. મને તું કહે છેલ્લી ઘડી એ શું બન્યું હતું ?’ નીશાએ આંસુ છલકતી આંખે કહ્યું “ જાનકી, મને ખબર છે ત્યાં સુધી છેલ્લી મીનીટે ધક્કો મેં માર્યો જ નહોંતો.   મેં તો તેને બચાવવા બૂમાબૂમ કરી હતી. રઘુનાં કેમેરામાં છેલ્લો સીન જે સબૂત તરીકે બતાવાય છે તે તો પાછળથી મૂકેલો ટ્રીક સીન છે.”

“ તારા બધા સીન્સ મેં જોયા છે. તારી આદત પ્રમાણે, તું ઉદય સાથે વધુ છૂટ લેતી હતી અને તે સંયમથી વર્તતો હતો.”

“ માય ફૂટ! પુરૂષની જાત જ ભ્રમર જેવી, સૌ ભ્રમરનો વારસો લઇ ને આવે! “

“ જો અત્યારે હું, ઉદયની વાત કરવા નથી આવી. હું અહીં સત્ય જાણવા આવી છું કે તેં એને ધક્કો માર્યો હતો?”

“ જાનકી, ઉદયને ચાહવા પાછળ તારી સાથેની કોઇ સ્પર્ધામાં હુંં ઉતરી નહોંતી. મને તેની દરેક અદા ગમતી હતી. મને તે લવ સીન્સના શુટિંગ દરમ્યાન જે આધિપત્યથી  વર્તતો, તે ગમતુ.”

“એટલે તું એમ કહેવા માંગે છે કે તારે તેને ધક્કો મારવાનું કોઇ કારણ જ નહોતું.”

“ હા. અને એટલું પણ જાણ કે તારા કેરીયર ને લગતા નિર્ણયોથી તે અજંપ હતો. તે ચાહતો હતો કે તે બાપ જલ્દી બને!”

“ શટ અપ. મને તું કહે, કે તારે એને ધક્કો મારવાનું કારણ તે તને ભાવ નહોંતો આપતો. તેથી તુ ગુસ્સે હતી બરોબર ને?”

“ અરે જાનકી તને શું કહું.  તને તે ખુબ જ ચાહતો હતો મને પણ ઘણી વખત જાનુ કહી બોલાવતો ! ત્યારે મને થતું, કે આ જાનુ તેની જિંદગીમાંથી ક્યારે જશે અને હું તેની જગ્યા પર ગોઠવાઇશ?”

“ તો તેનો મતલબ એવો ખરો કે તેને પામવા કદીક મને, તું ધક્કો મારે ખરી?”

તેની આંખોમાં ફરીથી આંસુ ધસી આવ્યા.

તે સારી અભિનેત્રી હતી. મુલાકાત નો સમય પુરો કરવા રડી કે પછી સાચે  તેને ઉદયનાં મૃત્યુ પામ્યાનું દુઃખ હતુ તે કળવા મથતી જાનકી, અજાણતા જ નીશાની પીંઠ ઉપર હાથ પ્રસારી બે આંસુ મુકી ગઈ.

જે દ્વિધાના નિરાકરણ માટે તે આવી હતી તે નિવારણ તો ન થયું પણ વધુ ગુંચવણ  લઇ ને પાછી વળી. તેના મનમાં હજી સમજાતું નહોતું કે અઢીલાખ ડોલરનો ઈન્શ્યોરન્સ કારણભૂત છે, કે આ અકસ્માત છે?

જેલમાંથી બહાર નીકળ્યા પછી ખબર પડી કે નીશાને જેલમાં વોમીટ થતી હતી.

તેના મગજમાં આછેરો અંદેશો થયો. કદાચ તે પ્રેગ્નંટ હોય ! જો હોય તો મારે શું? ફીલ્મી દુનિયામાં ચહેરો અને શરીર મોટી મૂડી છે. તેની સાથે ખિલવાડ ક્યાં, ક્યારેય કોઇ થવા દે છે?  એ તો હમણા બહાર નીકળી એબૉર્શન કરાવી દેશે.

જેલમાંથી પાછા વળતા તેનું મગજ અને હ્રદય સતત સંઘર્ષ કરતું હતું. નવી સ્ક્રીપ્ટ આવી ગઇ હતી. ઉદયનાં મૃત્યુનો ખરખરો કરવાનો સમય જ ક્યાં હતો? તેણે ડાયરેક્ટરનાં આદેશ પ્રમાણે સ્ક્રીપ્ટ વાંચવા માંડી.

ચલચિત્રમાં ઉદયનું નામ સુદેશ હતુ અને જાનકીનું  જાનુ.

સુદેશનાં મૃત્યુ થી  જાનું ઉદાસ અને સ્તબ્ધ દ્રશ્યમાં હતી. તેને ભૂતકાળ દેખાતો હતો. જ્યાં સુદેશે તેને લગ્ન માટે પ્રપોઝ કરી હતી અને હસતી મલકતી જાનુ પછીનાં દ્રશ્યમાં મૃત દેહને જોઇને કકલતી અને વિલાપ કરતી દેખાડાતી હતી. આમતો દ્રશ્ય આંસુઓ સભર હતું. ભાવુક જાનકી આ દ્રશ્ય શ્રેષ્ઠ  ભજવશે તેવી ડાયરેક્ટર ને શ્રધ્ધા હતી.

હો્ટલમાં પહોંચતાની સાથે રઘુનો ફોન આવ્યો . નવી સ્ક્રીપ્ટનું ફીલ્માંકન હોટેલમાં જ થવાનું હતું. ઉદયનાં મૃત્યુને વટાવી ખાવાનો  કુદરતી મોકો હતો. જાનકી આમેય ઉદાસ હતી અને ડાયલોગ  લખનારે ઉદયનાં ચિત્ર સામે જાનુને રડવા માટે પેટ ભરીને સામગ્રી મોકલી હતી. કલ્પનાને વાસ્તવિકતાનો ઑપ ચઢાવવા ઘણા પાછલા દ્રશ્યો એકલી જાનુ પર દર્શાવવાનાં હતા.

જાનુને ખુબ  રડવું હતું. તે તો ઉદયને પુરે પુરા હ્રદયથી ચાહતી હતી.  દુઃખનાં ભારેખમ ચહેરા સાથે તે નિયત કરેલા રૂમ તરફ આગળ વધી. યુનિટ તો જતું રહ્યું હતું. રોતલ દ્રશ્યો માટે હળવો મેક અપ ચાલે તેમ સમજીને રૂમમાં એક બાજુ ઉદયની તસ્વીર ઉપર ફુલોનો  હાર હતો અને તેને ગમતું ભજન,’ અલ્લા તેરો નામ’ની ફ્લ્યુટ વાગતી હતી.

મુંબઈમાં રાતનાં અગીયાર વાગ્યા હશે. ગૂગલ હેંગ આઉટ પર ડાયરેક્ટર  જાનકી સામે જોઇને કહી રહ્યો હતો.

‘મેડમ આપતો અભિનય સામ્રાજ્ઞી છો. માતમ છે અને તે જ પ્રકારનું દ્રશ્ય છે. કોઇ શબ્દોનું બંધન નથી ફક્ત લાગણીનાં પ્રવાહમાં ઉદયને બદલે સુદેશ બોલજો આપ તૈયાર છો ને’?

જાનકીએ મુંબઇથી લોહી પીતા ડાયરેક્ટર તરફ એવી રીતે જોયું કે તે ક્ષણભર માટે હચમચી ગયો. જાનકીએ ગળું ખંખેરીને રઘુ સામે કેમેરો ચાલુ કરવાનો સંકેત આપ્યો. થોડોક સમય ઉદયના  ફોટા સામે જોતા તેની આંખો ઝળઝળીયાથી ઉભરાઈ ગઈ. હીબકો ભરતા તે બોલી “સુદેશ, તને છીનવી લઇને પ્રભુ એ મોટો અન્યાય મને કર્યો છે.! તું ભવાટવીમાં મુજથી ઘણો આગળ નીકળી ગયો. હું  તારા વિના કેવી રીતે જીવીશ?” રુદન અને હીબકા સાથે એનો આ વિલાપ તીવ્રતા પકડતો જતો હતો અને કેમેરા મેન અને ડાયરેક્ટર જોઇ રહ્યા હતા કે આ આભિનય નહોંતો સાચે જ જાનકી રડતી હતી. આગળનાં ડાયલોગ ઝબકતા હતા પણ એક્નું એક વાક્ય હું તારા વગર કેવી રીતે જીવીશ? પાંચ વખત બોલીને તેણે આંસુઓનું વન કચકડા ઉપર ખડકી દીધુ હતું. કટ બોલતાં સ્ટાફનો માણસ પાણી લઇને ધસી આવ્યો.

થોડીક ક્ષણો જતી રહી પાણી પીધુ, થોડીક સ્વસ્થતા મેળવી. ફ્લેશ થતો સંદેશો શાંતિથી વાચીને તેણે ફરી રઘુને ઇશારો કર્યો. ડાયરેક્ટર જોઇ રહ્યો હતો અને સહેજ ઉંધી ફરીને તે બોલી. ‘સુદેશ તારી જાનુ ને લીધા વિના તને જવાનું કેમ ગમ્યું’?  હિબકા ભરાતા તેના ચહેરાની દરેક  હલનચલનને ખુબ નજીકથી કેમેરામાં રઘુ કંડારતો હતો.  પાછળ થી લોક્ગીત વાગતુ હતુ

હું તો ઢેલડી તારી અને

તું   કળાયેલો  મોરલો

કોના નર્તને હવે નાચશે

આ તારી કરમાયેલી ઢેલ… સાજન બોલને

ઉદાસીનતાથી તરફડતી જાનુએ તે વખતે રૌદ્ર સ્વરૂપને ધારણ કરી તાંડવ નૃત્ય શરુ કર્યુ જાણે કે સતીનાં મૃત્યુ સમયે શંભુ આકુળ વ્યાકુળ ના હોય!  છેલ્લે આ વર્તનને કારણે બેભાન થઇ  તે ગબડી પડી.

ડાયરેક્ટર અને  શૂટીંગ જોતો  સ્ટાર કાસ્ટ આખો ઉભો થઇ  જાનકીને સન્માની રહ્યો. જાનકીની આંખે ગંગા જમના રોકાતી નહોતી!

રઘુને સુચના આપતા ડાયરેક્ટરે કહ્યું,’ મેડમ કા ખયાલ રખના ઓર હમારી ઓરસે કહેના બહુંત ઉંચી અભિનય સામ્રાજ્ઞી વો બન ગઇ હૈ’.

ડાયરેક્ટરના ગયા બાદ લંચ માટે બ્રેક પડ્યો.  રઘૂએ વાત છેડી “ મેડમ આપની નીશા મેડમ સાથે વાત થઇ?

“ હા, થઈ  પણ સ્પષ્ટતા કરતા ગુંચવણ વધી! ”

રઘુ ચુપકીદી સાધીને જાનકીને જોઇ રહ્યો. જાનકી તેને ગમતી હતી. અભિનેત્રી  તરીકે તેની અભિનય ક્ષમતા તો ગજબ હતી.

તેના રૂમ તરફ જતા તે બોલ્યો, “મેડમ કન્ફ્યુઝ વો લોગ હોતે હૈ, જો દિમાગ ઔર દીલકી બાતે સુનતે હૈ. મૈં તો યે જાનતા હું, કી દિમાગ સબસે ઉંચે હૈ ઔર દીલ કો છાતીમેં ઉંડે દબા કે ભગવાનને હમે બડા બના દીયા હૈ!”

તે તો આટલુ બોલીને જતો રહ્યો પણ જાનકી તેનો જવાબ આપવા તેની પાછળ જવા લાગી ત્યારે તેના હ્રદયે કહ્યું, “ જાનુ  ખીસકોલીને ક્યાં ખબર હોય છે કે સાકર નો શું સ્વાદ હોય?  હજી તેની કારર્કિર્દિની શરુઆત છે.” તરત પાછા વળતા તે ફરી બબડી “હ્રદય તો સારો મિત્ર છે અને તે હંમેશા સાચુ જ બોલે છે! જ્યારે મગજ ,બુધ્ધિ એ તો ભ્રમ જ પેદા કરે.”

જાનકી આમ તો હ્રદયનું જ કહ્યું સાંભળે પણ કારકિર્દીની વાત આવે ત્યારે તે ગુણવત્તાને,  તેના રોલને અને કથા ને મહત્વ આપે પૈસાને નહીં! તેથી તે સળંગ એક પછી એક સફળ ચિત્રો આપતી જતી હતી. ઉદય ઉપરાંત રાજા બહાદુર અને જફર નેપાલી સાથે તેની જોડી જામી હતી. ઉદય સાથે તેનું મન મળેલું હતું તેથી ઉદયનું મોત તેનાથી સહજ રીતે લેવાતુ નહોંતુ.  હજી પાંચેક બીજી સફળ ફિલ્મો આપ્યા પછી તે ઉદય સાથે લગ્ન કરવાની હતી પણ હવે તે બધું આંસુઓ સાથે વહી ગયું.

લંચમાં ઘણું બધું હોવા છતા કોર્ન સુપ થોડોક લઇને તે તેના બેડરૂમ તરફ વળી ગઇ. બપોરનો સમય હતો પણ બરફ છાયુ ગમગીન વાતાવરણ હતું. તેને યાદ આવતુ હતું એ બધું જેને આજે યાદ કરવાથી ફક્ત આંખોમા આંસુ ઉભરાય. ઉદય તેને ચાહતો પણ તેની ચાહતમાં આછકલાં પણું નહોંતું. તે જાનકીનો ખ્યાલ રાખતો હતો અને પ્રેમથી જાનુ  કહેતો.

તેણે તેનું લેપટોપ ચાલુ કર્યુ અને ઉદયનો હસતો ચહેરો સ્ક્રીન ઉપર આવ્યો. અને ફરી થી ડુસકું નિકળી ગયું.

તેનું મન કહેતું હતું, ઉદય લગ્નની ઉતાવળ કરતો હતો અને તે ના પાડતી હતી તે તેણે સાચું કર્યું કે ખોટું?

મન તરત જો બોલી ઉઠ્યું.  “સારુ કર્યુ. ” જો તેનું આયુષ્ય ઓછું હોત તો આખી જિંદગી ભરનો ગમ લેવો પડતે?”

હ્રદયે મન ને ટાઢું પાડતા કહ્યું,’ અરે જો લગ્ન થઇ ગયા હોત તો આ નિશા પાછી પડી ગઈ હોત ને’ ?

મન ફરીથી પોતાની શેખીમાં બોલ્યું, “જાનકી વૈધવ્ય એ સજા છે ભારતમાં તે તને ખબર છે ને?”

હ્રદય કહે, “ સ્નેહ લગ્ન ની વિધવાને પુનઃ લગ્ન સમું પાપ નથી.’ આમેય હવે ઉદયની યાદો સાથે જીવવાનું છે.

મન ખડખડાટ હસતા બોલ્યું, “લાગણીશીલોની આ  વ્યથા છે. સહેજ પણ આગળ નહિં વિચારે! ઉદય ગયો તેની પાછળ કંઇ વૈધવ્ય ના લેવાય. કારકિર્દી  સફળતાની ટોચે હશે તો એવા કેટલાયે ઉદયો આવશે અને જશે!”

કડવું પણ સત્ય હતું ! હજી તેની ઉંમર ત્રીસીને માંડ વટાવતી હતી. દોમ દોમ સાહ્યબી અને તેમાં આ ભૂંડો સફેદ વેશ. હ્રદય દબાતુ જતું હતું. આંખો છલકાતી જતી હતી. હોટલનાં ફોન ઓપરેટરને સખત તાકીદ હતી કે મેડમને ડીસ્ટર્બ ન કરવા.  તેથી ફોન, ટીમ યુનિટનાં હેડ તરફ જતા હતા. ઉદયનાં મૃત દેહને માન પૂર્વક ભારત લઇ જવાનો હતો.  રાતની ફ્લાઇટમાં તેનાં સ્થૂળ દેહને ફુલોમાં લપેટાઇને લઈ જવાયો ત્યારે નીશાને પણ પહેરા હેઠળ લાવવામાં આવી!

રઘુનો કેમેરા ચાલુ હતો. તે જાનકીની રડવાથી સુજી ગયેલી આંખોને  જોઈ વ્યથિત થયો. યુનીટનાં ભારત વળતા સૌ સ્ટાર કાસ્ટ શોકમગ્ન હતા. હસતો ખેલતો ઉમદા કલાકાર ક્ષણવારમાં હતો ના હતો થઇ ગયો . મિત્રોની મૌન સલામી અને ચાહકોના રૂદન સાથે તેનો દેહ ભારત લઇ જવાયો. એર ઇંડીયાનો આખો સ્ટાફ બહુ વિનય પૂર્વક પુરા સન્માન સાથે ઉદયને લઈ જવા કટી બધ્ધ બન્યો.

નીશા સામે ધિક્કારની નજરો હતી, તો જાનકી માટે હમદર્દી!

બરોબર આઠનાં ટકોરે ટોરન્ટો એરપોર્ટથી પ્લેન નીકળ્યું. કેનેડીયન પોલીસે રઘુ અને જાનકી ને પણ ગીરફતાર કર્યા. ઇંડીયન એમ્બસી અને કેનેડીયન ઑથોરીટી એ ધરપકડનું કારણ ઉદયને અપાયેલી ઘેનની દવા જણાવ્યું.  એ ડોઝના સમયથી મૃત્યુ સમય સુધી ઉદય ત્રણ  વ્યક્તિ સાથે હતો. તે ત્રણેય ને ઉલટ તપાસ માટે હાલમાં ગીરફતાર કર્યા.

વિજય શાહ

प्रीत करियो कोइ

ભારતથી આવેલા વકીલ ચંદર મેનન અને તેની સહાયક નીલમ સીંગ   ત્રણેયને બીજે દિવસે જામીન ઉપર છોડાવી લાવ્યા . ભારતમાં આ સમાચાર તો એટમ બોંબ જેવા હતા.. પણ કેનેડામાં આ સમાચાર સામન્ય હતા. અહીંની પ્રેસ માટે ઉદય મલ્હોત્રા એક ટુરીસ્ટ હતો.  અકસ્માત કે મર્ડર જ્યાં સુધી સાચું કારણ ન જણાય ત્યાં સુધી તે ત્રણેય નજર કેદ હતા.  નાયગરા ધોધ પાસેની ‘કમ્ફર્ટ  ઈન’માંથી ત્રણેયને અને યુનિટનાં બાકીના સૌને ટોરેન્ટો  ખસેડાયા .કેનેડીયન કોર્ટમાં ઘણું કામ ફ્રેંચ ભાષામાં પણ થતું હતું. જ્યાં નીલમ ચંદરની પ્રવીણતા મદદરૂપ થતી હતી.  તેણે કોર્ટમાં અરજી કરી દીધી કે કોર્ટ કાર્યવાહી અને તેના સમાચાર જનહિતમાં તેમને બતાવ્યા સિવાય ન આપે. જે મંજુર થયા તેથી સમાચાર સેન્સર થતા હતા અને કોર્ટ કાર્યવાહી ગોપનીય રીતે થતી હતી.  જો કે ભારતમાં તે કારણે ઉહાપોહ પણ થઇ રહ્યો હતો કેનેડીયન એમ્બસીની ટીકા પણ થતી હતી.

ભારતની જેમ અહીં કેસ ટેબલ ઉપર આવતા વરસો નહોતા થતા. એટલે કાર્યવાહી તો ‘સ્લિપિંગ પિલ્સ’ નો રીપોર્ટ આવ્યાને બીજે દિવસે  શરુ થઇ ગઈ હતી. ઉલટ તપાસ ચલુ હતી. તે વાટાઘાટ દરમ્યાન ચંદર મેનનની હાજરી રહેતી. પોસ્ટમૉર્ટમ રીપોર્ટ એવું સ્પષ્ટ દર્શાવતો હતો કે જે દિવસે આ પ્રસંગ બન્યો તેના ત્રણ કલાક પહેલા તેમની શરાબમાં ‘ડાયાઝાપમ’ ની ગોળીઓ ્મિલાવી હતી. જેને કારણે ભાન ગુમાવી ઉદય નીચે પડ્યો હતો. આ ડોઝ ખુબ ઉંચો કહેવાય!

આ રીપોર્ટનાં આધારે ત્રણેય જણા, ઘટના ઘટી તેના ત્રણ કલાક પહેલાં, કોણ ક્યાં હતું તે શોધવાનો પ્રયત્ન શરુ થયો હતો. તે વખત રઘુ અને નીશા શુટીંગમાં ઉદય સાથે  હતા તેથી પણ જાનકી ક્યાં હતી તે શોધવાની કાર્યવાહીનો જવાબ નીલમે તરત જ આપ્યો.  તે સમયે તે ટોરેન્ટોના શૉપિંગ મૉલમાં હતી. તેની ખરીદીનાં બીલો ઉપર સમય લખેલો હતો. તે સાઇટ થી ૬૦ માઇલ દુર હતી.  પણ છતાય ડીટેક્ટીવોને આદેશ અપાયો.  બીલની ખરીદી સાથે સ્ટોરના ક્લોઝ સર્કીટ ટીવી ઉપર તેની હયાતી હોય તે જરુરી છે.વળી તેઓની પાસે જાનકી માટે આમ કરવાનો કોઇ હેતુ ( મોટીવ) નહોતો. ઉદય અને જાનકી દસ વર્ષથી સારા મિત્રો હતા. તેમની પાસે ફીલ્મી દુનિયાની ઝળહળતી સફળતા હતી અને  ઉજ્વળ ભવિષ્ય હતું !

આમ જુઓ તો રઘુ માટે પણ કોઇ એવું કારણ નહોતું કે જેમાં ઉદય ન હોવાથી તેને કોઇ ફાયદો થવાનો હોય ખરેખર તો ઉદય તેના કેમેરા કસબને વધારતો હતો.  જેને લીધે તેને નવું કામ મળતુ હતુ. પરંતુ નિશા માટે તેનું કથન તેને આ સંશોધનો નો મુખ્ય હેતુ બની ગયુ હતું. તેનો ભૂતકાળ ચકાસવાના આદેશ અપાઇ ચુક્યા હતા. તે આ પ્રોફેશનમાં જ્યારથી આવ્યો ત્યારથી તેની નાણાકિય પરિસ્થિતિ પણ ચકાસણી નો એક ભાગ હતો.

નીશાનો અઢી લાખ ડોલરનો વીમો મોટીવ બની શકતો હતો.  પણ વીમા કંપનીના નિયમ પ્રમાણે આ વીમો યોગ્યતાના ધોરણો અનુસાર ૬૦ દિવસ હમણાં જ પુરા થતા હતા. વીમા કંપની ની ગણત્રી પ્રમાણે ભારતમાં ૬૦ દિવસ પુરા થાય છે પણ ઘટના ઘટી તે જગ્યાએ હજી ૬૦ દિવસ પૂરા થયા નથી.ચંદરનું  વ્યવસાયીક  માનસ હજી સ્વિકારતું નહોંતું કે નીશા માટે અઢીલાખ ડોલર કોઇ મોટી રકમ હોય. આમેય તે ફીલ્મોમાં તે સ્તરે પહોંચવાની તૈયારીમાં છે જ્યાં ફીલ્મ દીઠ કરોડ રૂપિયા તેને મળે છે.  હજી તેની કેરીયર નો ગ્રાફ આ ઉંચાઇ પર હજી હમણાં જ આવ્યો છે. હજી વરસો સુધી તે ત્યાં રહેવાની છે.  ઉદય તે માટે સુયોગ્ય સીડી હતો. તેને હટાવવાથી નીશાને નુકશાન  હતું. તેથી રઘુ ખોટો પણ હોઇ શકે!

કેનેડીયન પોલિસ તંત્ર આ શોધખોળમાં સક્રિય બન્યું .  સક્રિયતાનો પહેલો દોર એટલે ત્રણે જણા ગુનેગાર છે એમ સમજીને પ્રશ્નો પુછવાની શરુઆત થઇ.

ચંદરે ત્રણેયને આ પુછપરછનો હેતુ સમજાવ્યો  અને એકની એક વાત  કહી હતી. તમારું મંતવ્ય ખુબ વિચારીને આપજો કારણ કે આ ઉલટતપાસ દરમ્યાન તમારો વિડીયો લેવાતો હશે. એ વીડીયો સાયકોલોજીસ્ટ સહિત ૧૫ જ્યુરીના મેમ્બર્સ જોતા હશે ! આ જ્યુરીમાં સામાન્ય માણસો હશે, જેઓ તમને ઓળખતા નથી કે કોઇ પણ પ્રકારે કરપ્ટ  હોતા નથી!

ચંદરને આ પધ્ધતિ વિશે ખ્યાલ તો હતો. તેને માટે ખરેખરી સમસ્યા ત્યારે ઉભી થઇ, જ્યારે એક જ સમયે ત્રણેય શક્મંદોની  ઉલટ તપાસ થવાની હતી. એ  જગ્યાએ તેને હાજર રહેવાની પરવાનગી ન મળી.

બરોબર ૮ ના ટકોરે બીજે દિવસે ઉલટતપાસ શરુ થઈ. ત્યારે ત્રણે એકજ બિલ્ડીંગમાં હતા પણ દરેક્ને પ્રશ્ન પુછનારા અલગ હતા. તેમનો વિડીયો જોનારા પંદર જ્યુરીના સભ્યો બાજુના રૂમમાં અલગ હતા. ન્યાય તંત્રની પ્રશંસા કરતા ચંદર બોલ્યો.  આટલી બધી સાવચેતી હોય ત્યાં ગુનેગાર ક્યાંથી છટકી શકે?

જાનકી ને પ્રશ્ન કરનાર પોલીસ ઇન્પેક્ટર ચઢ્ઢા હતા. તેમની સાથે દુભાષીયો હતો જે પુછેલા પ્રશ્નો નો જવાબ અંગ્રેજી અને ફ્રેંચમાં અનુવાદ કરતો હતો.

જાનકીએ કહ્યું મને અંગ્રેજી આવડે છે .તમે મને અંગ્રેજીમાં પ્રશ્નો પુછો અને હું મારો બચાવ અંગ્રેજીમાં કરીશ!

ઇન્સ્પેક્ટરે કહ્યું,’ આ કોર્ટે તમને દુભાષિયા આપ્યા છે. માતૃભાષામાં તમે જવાબ આપો તે્વી તમારા વકીલની માંગણી છે. તેથી હું, પ્રશ્નો તમારી માતૃભાષામા પુછીશ જવાબ તમારે જે ભાષામાં આપવા હોય તે ભાષામાં આપી શકશો. ઉલટ તપાસ નો હેતુ એ છે કે, આપના ઉપર લગાવાયેલા આરોપો અંગે આપને  બચાવની એક તક અપાય છે. આપને શકની બીના ઉપર પકડવામાં આવ્યા છે કે આપે ઉદયને ઘેન ની દવા આપી હોય?’

કેમેરાની લાલ લાઇટ ઝબકતી શરુ થઇ તેની સામે હાથ જોડી અભિવાદન કરતા જાનકીએ પોતે ગુનેગાર નથી તે અંગે બચાવની શરુઆત કરતા કહ્યું, “ ઉદય મારો સાથી હતો. મારો મનનો માનેલ મિત હતો. હું અને ઉદય ટૂંક સમયમાં લગ્ન કરનાર હતા.  મારે તેને મારનારને કહેવું છે કે, તેણે મને બહું મોટું નુકશાન પહોંચાડ્યું છે. મેં તેનું શું બગાડ્યું હતું?  તેને મારાથી કાયમ માટે દૂર કરી દીધો!’

તેની આંખમાં ઝળઝળીયા દેખાતા હતા. તે આગળ વધી આ પ્રસંગ બન્યો તે વખતે કમ નસીબે હું ટોરેન્ટો  શહેરમાં હતી. મારી ગમતી જ્વેલરી ખરીદતી હતી. મારી સાથે ત્યાંપણ મારા પ્રશંસકો હતા તે લોકો મારી ત્યાં હોવાની સાબિતી આપશે.

ઇન્પેક્ટર ચઢ્ઢા કહે, ‘આપ બંને એકમેક ને ચાહતા હતા તે વાત ખરી. પણ પ્રેમીઓ ઝઘડતા નથી હોતા તેવું નથી. તમે ઝઘડ્યા હોય અને ગુસ્સામાં આવીને તેના ડ્રીંકમાં દવા મેળવી હોય’?

‘ના. હું અને ઉદય અભિનય કળાનાં સ્થાપિત નિષ્ણાતો છીએ. અમે સફળ થયા તેનું કારણ અમારો અભિનય છે અને હશે’!

ઇન્સ્પેક્ટર ચઢ્ઢા કહે, “ હજી આપે આપને પુછાયેલા પ્રશ્ન નો જવાબ નથી આપ્યો.’ આપ તેમના નજદિકના  રાઝ્દાર છો. કદાચ આપને નીશા તરફ તેનું વધુ ઝુકવું ના ગમ્યુ હોય! તેને કારણે ઇર્ષાવશ આ કદમ લીધું હોય તેથી ફરીથી એજ પ્રશ્ન પુછુ છું .  તમે ઉદયના પીણામાં ઘેનની દવા  નથી નાખીને?

જાનકીને થતું  આ માણસ આવા પ્રશ્નો પુછીને તેનો અને કોર્ટનો સમય બરબાદ કરે છે. ત્યારે ચંદરે આપેલી સલાહ એને યાદ આવી જરૂર જેટલું જ અને ગમે તે રીતે પુછે જવાબ એક જ હોવો જોઇએ અને તે જે સત્ય છે. તેથી તે બોલી ઉદય મારો સાથી હતો મને તેના  મૃત્યુનું દુઃખ છે પણ આ ઘટના બની ત્યારે હું ટોરેન્ટોમાં હતી.

ચઢ્ઢા કહે અત્યારે ચાલી રહેલ પૂછપરછ દરમ્યાન બાજુનાં રૂમમાં નીશાએ કહ્યું, “ આપને અને ઉદયને સંતાનની બાબતે મન દુઃખ હતુ. તે શું સાચુ હતુ?”

જાનકી એ સપાટ ચહેરે કહ્યું, “ એ સાવ સામાન્ય અને રોજની વાત છે. મને સંતાન જોઇએ છે પણ હમણાં જ્યારે અભિનયની કારકિર્દીની ટોચે છું. ત્યારે હું, મારા ચિત્ર નિર્માતાઓને સંતાન માટે સમય ફાળવવાનું ન કહી શકું. તેથી મેં તેને થોડો સમય આપવા કહ્યું હતું .”

“  તે માની ગયા હત?”

“ હા, ન માનવાનું કારણ પણ નહોતું કારણકે અમે બન્ને હજુ ત્રીસ વર્ષના છીએ.   આજનાં જમાનામાં ત્રીસ વર્ષે ઘણા લોકો પરણવા પણ તૈયાર નથી  હોતા.”

તે સમયે બીજા રૂમમાં ઇન્સ્પેક્ટર સીંઘ હતા. નીશાની ઉલટ તપાસ ચાલી રહી હતી.

રઘુ એ લીધેલી ફીલ્મ જ્યુરર ને બતાવાઇ હતી. તે ફીલ્મ બતાવાયા પછી નીશાને પહેલો પ્રશ્ન પુછાયો તમારા ઉપર આક્ષેપ છે કે તમે ઉદયને ધક્કો માર્યો હતો.  આ ફીલમ તે અંતિમ ક્ષણોની સાબિતી રુપે દેખાડવામાં આવી છે. આપે એના વિશે શું કહેવું છે?

નીશા સમજતી હતી કે આ બહુ આગત્યની ક્ષણ  છે. આ ક્ષણ તેના ભાવિનો ચુકાદો કરતી ક્ષણ હતી.

તેના સ્વભાવ મુજબ, એટેક ઇસ બેસ્ટ પ્રોટેક્ષનના ધારા હેઠળ જ્યુરીને ભ્રમિત કરવા કહ્યું,’ તે સમયે હું જોઇ શકતી હતી કે ઉદય નશામાં હતો. મેં તેને કહ્યું પણ ખરું કે તું બહું પાળીની નજીક ના જા.પણ તેને જાનકી એ લગ્ન માટે અને સંતાન માટે ના પાડી હતી તે જચતું નહોતું.  તે અધીર બન્યો હતો! મને “જાનુ,” કહીં બબડતો હતો.

ઇન્સ્પેક્ટર સીંઘ “નીશાજી, તેને કારણે  જ આપને ગુસ્સો આવ્યો હોય અને ધક્કો માર્યો,  તેવું બન્યું હોય ને?”

“ ના. એવું બન્યુ નથી હું તો તેને બચાવવા ગઈ હતી.”

ઇન્સ્પેક્ટર સીંઘ, “ પણ ફીલ્મ તો જુદું જ કહે છે. છેલ્લી ૩૦ સેકંડ ફરી રીપ્લે કરાવી આપણે  જોઇએ.”

ત્રીસ સેકંડનાં એ દ્રશ્યને ફરી જોયા પછી નીશા બોલી, “આ ટ્રીક સીન છે. જે રઘુએ કેવી રીતે અને ક્યારે ઉમેર્યો  તે મને ખબર નથી.”

ઇન્પેક્ટર સીંઘે કહ્યું, “જરા વધુ વિગતે કહો આ ટ્રીક સીન કેવી રીતે છે?”

નીશા કહે, “મારા લંબાયેલા હાથ ઉદયને બચાવવા માટે હતા. તેને ટ્રીક ફૉટોગ્રાફીથી બતાવે છે કે  હું, ધક્કો મારતી હોંઉ તેમ લાગે !’

ઇન્સ્પેક્ટર સીંઘનો બીજો પ્રશ્ન તરત જ આવ્યો. આપ ઉદયનાં અઢી લાખ અમેરિકન ડોલર વીમાનાં વારસ છો તે વાત અત્યારે તમારી વિરૂધ્ધ જઇ રહી છે’.

“એ તો કાગનું બેસવું અને ડાળનું પડવું જેવું છે. મને તો એટલી ખબર છે. મારા ભાઇને ઓબ્લાઇજ કરવા ઉદયે નાનો વીમો લીધો હતો અને મારું નામ રાખવાનો આગ્રહ ઉદયનો  હતો.”

“તો એનો અર્થ એ થયો કે વીમાની પોલીસી ના પાકે તો તમને કોઇ ફેર નથી પડતો? ’ઈન્પેક્ટર સીંઘ સીધા પોઈંટ ઉપર આવી ગયા!

નીશા ખમચાઇને બોલી મને  નહીં પણ મારા ભાઇને ફેર પડી શકે છે?’

“એટલે?”

નીશા ક્ષણ માટે ચુપ થઇ ગઈ પણ તીર છુટી ગયુ હતું’.

“ એજંટ તરીકે તેમની મહેનત માથે પડે. તેથી મેં  કહ્યું હતું, કારણ કે આ પોલીસીથી તેઓ મીલિયોનર એજંટ થવાના હતા.”

ઇન્પેક્ટર ચાવલા ત્રીજા રૂમમાં રઘુની ઉલટ તપાસ લઇ રહ્યા હતા. રઘુ, ઉદયને અને જાનકી ખુબજ માનથી જોતો હતો.  જાનકીની જેમ તે પણ ઉદાસ હતો. ઉદયના જવાથી અને  ધરપકડને લીધે તેને મળેલા કામ પણ રહેશે કે જશેની તેને ચિંતા થતી હતી. બાજુની ઉલટતપાસનો સંદેશો આવ્યો કે,’ નીશા એમ કહે છે કે અંત ટ્રીક સીન છે ‘.ત્યારે ઇન્સ્પેક્ટર ચાવલાએ એ પ્રશ્ન દોહરાવ્યો.

“ રઘુ આપને ખબર છે ને કે જુઠી માહિતી કોર્ટને આપવી તે ગુનો છે?”

રઘુ નો હકારાત્મક જવાબ જાણ્યા પછી જણાવ્યું કે, નીશાનાં કહેવા પ્રમાણે ‘તમે અંત ટ્રીક સીનથી બદલ્યો છે તે સાચુ છે’?

જવાબ આપતી વખતે ચંદરનાં સુચનો યાદ આવ્યા, સત્ય જ કહેજો તેથી તે બોલ્યો.  “જાનકીમેમ વતી બદલો લેવા મેં તે કામ કર્યુ હતું.’

-વિજય શાહ

 

प्रित न करिओ कोइ      ૬

ત્રણ કોર્ટમાં એકસાથે ત્રણ શકમંદોની તપાસ, ઉલટ તપાસની કાર્યવાહી ચાલુ હોય ત્યારે મિડિયા, પત્રકાર રિપોર્ટરો અને અન્ય હિતેચ્છુઓ કે હેતુ દુશ્મનો માટે એક સાથે ત્રણ જ્ગ્યાએ હાજરી આપવી થોડું કપરું કામ હતું,છતા અશ્કય તો ન હતું, ટોરંટૉના લોકલ મિડિયા સાથે મિત્રતા સાધવી અને કામ કઢાવી લેવું એ કળા આપણા દેશી પત્રકારોને સિધ્ધ હતી. ટૉરંટૉના દેશી પત્રકારો સાથે ન્યુયોર્કના દેશી પત્રકારો સતત સંપર્કમાં રહેતા, જોકે ચંદર મેનન અને નીલમ સિંધેની કડક સૂચનાનું પાલન થતું, બધાજ ન્યુઝ સેન્સર થતા, અને ભારત પહોંચતા. વિખ્યાત ન્યુઝ પેપર તો હેડ લાઇન સમાચાર આપતા, ડીટૅલ જાણવા માટૅ ઉદય, જાનકી નીશાના ફેનની ન્યુઝ પેપર ઓફિસમાં ભીડ જામવા લાગી, કોઇ જુવાનિયાઓ તો કોલેજ જવાને બદલે નારા બોલતા ન્યુઝપેપરની ઓફિસ સામે આખો દિવસ અડ્ડા જમાવી બેસતા,” અભિનય સમ્રાટ ઉદયના ખૂન પાછ્ળ થઇ રહેલા ઢાંક પિછોડા અમે હરગીઝ સહન નહીં કરીએ,નહી કરીએ સત્ય હકિકતથી વાકેફ કરો” તદ ઉપરાંત ફોન સતત વાગતા રહેતા, આ બધું હેન્ડલ કરવા તંત્રીશ્રીને સ્ટાફ ઓછો પડતો, તેવો વધારો બહાર પાડતા ટૉરંટૉના ન્યાયાલયની કાર્ય પધ્ધતિ વિષે સવિસ્તાર માહિતી આપતા.આ બધા પ્રયત્નોથી થોડૉ ઓહાપોહ ઓછૉ થતો,વચ્ચે વચ્ચે નીશાની તબિયત વિષે થોડું જણાવતા તેને મેડિકલ ગ્રાઉડ પરનજર કેદમાં  વધારે સુવેધા આપવામાં આવી છે, નીશા અને રઘુની સઘન ઉલટ તપાસ ચાલુ છે આટલા સમાચાર બહાર પડ્યા, ટી વી તથા ન્યુઝ પેપરમાં, હવે  જુવાનિયા શાંત થયા.

મુંબઇ છ્ત્રપતી શિવાજી એરપોર્ટ પર રાત્રીના ૧૧ વાગે ઉદયના મૃતદેહની કાસકેટ ઉતારાય એરપોર્ટના એરિયામાં સખત પોલિસ બંદોબસ્ત કરવામાં આવેલ, પોલિસ કોર્ડનની અંદર પરવાનગી વગર પ્રવેશ બંધ હતો, ફિલ્મ જગતના જાણીતા પ્રોડ્યુસર ડૅરેકટરો જેઓની ફિલ્મો ઉદયની ભૂમિકાથી બોક્ષઓફિસ પર સભળતા પામેલ તેઓને જ અંદર પ્રવેશ મળેલ, એરપોર્ટની બહાર પણ થોડા ઉદયના ડાયહાર્ડ ફેન સિવાય કોઇ ન હતા.ઉદયના પાર્થિવદેહની કાસકેટ શૂટિંગના સ્ટાફે ઉપાડી પ્રાયોરિટી પ્રથમવર્ગના પેસેન્જર તરીકે સૌ પ્રથમ ગેટની બહાર આવ્યા. સગાવહાલા અને મિત્રો ના આગ્રહથી કાસકેટ કાર્ટમાં નહીં મુકતા સગા વહાલા મિત્રોએ ઉપાડી સિક્યોરીટી કસ્ટમ વગેરે વિધી સરળતાથી પતાવી ગ્રીન ચેનલમાંથી પસાર થયા, કાસકેટને પુષ્પગુછ્છ, માળાથી સુશૉભીત કરી સવવાહીનીમાં ગોઠવી, કુપર હોસ્પિટલના મોર્ગમાં જગ્યા બુક કરાવેલ, ત્યાં રાત દરમ્યાન કાસકેટ રાખવામાં આવી.વહેલી સવારે ઉદયના જુહુના વિશાળ બંગલાના દિવાનખંડમાં પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે ખુલ્લો મુકાયો, બંગલા ફરતો સખત પોલિસ બંદોબસત કરવામાં આવ્યો, શાંતિથી સૌએ દર્શન કર્યા શ્રધ્ધાજલી અર્પણ કરી. ત્યારબાદ ઉદયના મોટાભાઇએ પંડીતોના માર્ગદર્શન પ્રમાણે પાર્થિવ દેહની શાસ્ત્રાર્થ વિધી કરી.લગભગ બે વાગે સ્મસાન યાત્રા નીકળી,  સવવાહિનીનિ આગળ પોલિસ ત્યારબાદ બસો ત્રણસો વાહનો અને સૌ પાછળ પોલિસ આ રીતે શાંતિથી જુહુના સ્મસાને પહોંચ્યા, ઇલેક્ટ્રિક ક્રિમેસન થયું.

ટૉરંટૉમાં ત્રણૅ નિકટના સાથી જેવો ઉદયના મૃત્યુના દિવસે ઉદય સાથે લંચ ડીનરમાં હતા, તેઓને નજર કેદમાં રખાયા. ઉદયના મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ તેનું મૃત્યું ઓવરડૉઝ ડાયેઝેપામ લેવાથી થયેલ.ડાયેઝેપામ( enxiaty ) ચિંતા માટે વપરાતી મેડિસિન છે, આ મેડિસિનનો ઉપયોગ હરિફાય વાળા ક્ષેત્રના ખેલાડીઓ બહુ છૂટથી કરતા હોય છે, જેવાકે પ્રખ્યાત ઓપરા કલાકારો, હોલિવુડ, બોલિવુડના મહત્વાકાંક્ષી કલાકારો. આ મેડિસિન કોઇએ ઉદયને આપી કે પોતે ખુદએ લીધી!!કહેવું મુક્ષ્કેલ છે, ઉદયના ડૉ.ને પણ ઉદયની મેડીકલ હિસ્ટરી જાણવા બોલાવવામાં આવે.

ત્રણ પોલિસ ઇન્સપેકટરની તપાસ પરથી સાબિત થાય છે, જ્યુરીએ જાનકીને નિર્દોષ જણાવી છે. જાનકી ઉદયને દિલથી ચાહતી હતી દસ વર્ષથી બન્ને એ અગણીત ફિલ્મોમાં કામ કર્યું છે. કોઇ ટૅબ્લોઇડ મેગેઝીનને તેમના વિષે અજુગતુ લખવાનો ચાન્સ પંદર વર્ષમાં ક્યારેય મળ્યો નથી

જાનકીને નાયગરા, કેનેડા પરથી મન ઊઠી ગયું છે. હવે શુટિંગ તો પૂર્ણ થયું છે. છેલા સિન કચકડાની પટ્ટીમાં કંડારાય ગયા છે. જાનકીને અહીં રહી ઉદયની યાદમાં ઝુરવાનું જ હતું, નાયગરા ધોધ તરફ જુવે ને તેને નદીના વહેણમાં તણાતો ઉદય દેખાય,અને ડુસકુ આવી જાય છાતીમાં ડૂમો ભરાય, વળી વિચારે ના ના ઉદય પાછળ મારે મારી કેરિયર ખલાસ નથી કરવી, મારે જલ્દી જલ્દી મુંબઈ પહોંચી નવી ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત થઇ જવું જોઇએ. તેણીએ વકીલ નીલમ અને ચંદરને વાત કરી, તેઓને પણ કોઇ કાનુનિય વાંધો જણાયો નહી. તે છતા જજ મિસ્ટર જ્યોર્ગિનો અને સરકારી વકીલ મિસ જોન્સ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવો વધારે યોગ્ય લાગ્યું, જાનકી ઇન્ડિયા જવા અધીરી થઇ રહી હતી તેને આ વાત ગળે ન ઉતરી. જ્યારે વ્યક્તિનું મન સ્થળ,કે કોઇ વ્યક્તિ પરથી ઊઠી જાય ત્યારે તે વ્યક્તિને ત્યાં એક ક્ષણ પણ વિતાવવી ગમે નહી અત્યારે જાનકીની એ જ સ્થિતિ છે તેને જલ્દી આ સ્થળ છોડી દસ હજાર માઇલ દૂર જતા રહેવું છે, પોતાની મા પાસે બેસી તેના ખભા પર માથું મુકી ખુલ્લા દિલથી વાતો કરવી છે રડી લેવું છે હૈયાનો ભાર હળવો કરવો છે.

અત્યારે નીશાની સરકારી વકીલ (ડીસ્ટ્રિક એટર્નિ) મિસ જોન્સ સઘન તપાસ કરી રહ્યા છે , એજ બિલ્ડીંગના બીજા રૂમમાં રઘુની સઘન તપાસ મિસ્ટર એન્ડરુ કરી રહ્યા છે, બન્ને રૂમમાં બન્ને હાજર રહી શકે તે શક્ય નથી, નીશાના રૂમમાં નીલમ સિંગ ડીફેન્સ લોયર તરીકે હાજર રહે છે, રઘુના રૂમમાં ચંદર હાજર રહે છે.

નીશા પાસે હોલિ ગીતા પર હાથ મુકાવી ઓથ લેવડાવાયા, (I will speak truth and nothing but the truth)હું જે કાંઇ બોલિશ તે સત્ય જ હશે, સત્ય સિવાય કંઇ જ નહીં.આ વિધી બાજુના રૂમમાં રઘુ સાથે પણ થઇ.નીશાને પોતાની ભાષાંમાં બોલવાની છૂટ અપાઇ દુભાસિયાની સગવડ બન્ને કોર્ટ રૂમમાં ઉપલબ્ધ હતી. સરકારી વકીલનો પહેલો પ્રશ્ન

મિસ નીશા તમે બન્ને શુટિંગ બાદ લિઝર વોક લઇ રહેલ?જવાબ હા કે ના

નીશાઃહા અમે અમારો દિવસ ભરનો થાક ઊતારવા ખુલ્લી હવામાં ફરી રહ્યા હતા.

ઍ પૂછવામાં નથી આવ્યું જવાબ હા કે ના માં જ આપવાનો જ્યારે ડિટૅલ પૂછવામાં આવે ત્યારે જે ડિટૅલ પૂછવામાં આવે તેટલી જ આપવાની વધારે નહી, આ વાત ધ્યાનમાં રાખશૉ જેથી કોર્ટની કાર્યવાહી આડે રસ્તે ન જાય. ગોટ ઇટ?

નીશાઃ હાજી સમજાયું

લિઝર વોક દરમ્યાન તમે વારંવાર ઉદય પર ગુસ્સે થતા હતા? હા કે ના

નીશાઃ હા

તમે ઉદયની ઇચ્છા ન હોવા છતા તેને રેલીંગ તરફ દોરી રહ્યા હતા ?

નીશાઃ હા, બોલ્યા પછી મનમાં અરે આ હું શું બોલી ગઈ,હવે વિચારીને ડીટૅલ જણાવીશ,

ઉદયની ઇચ્છા ન હોવા છતા તે તરફ દોરી જવાનું કોઇ કારણ?

નીશાઃ ત્યાંથી સન સેટ  વ્યુ ઘણૉ સુંદર દેખાતો હતો મારે ઉદય સાથે તે માણવો હતો ઉદય મારો સારો મિત્ર હતો.

તમે ઉપર રેસ્ટૉરન્ટના ટેરેસ પરથી વધુ સારી રીતે માણી શક્યા હોત, આટલે દૂર જ્યાં ટુરિસ્ટની અવર જવર ઓછી હોય એવી જગ્યાએ શા માટે લાવ્યા?

નીલમે આ વખતે ઓબજેકસન લીધું યુ આર ગોઇંગ ટુ પરસનલ

જજ સાહેબે ઓબજેક્સન યોગ્ય જણાવ્યું. બીજી રીતે પ્રશ્ન પૂછૉ

તમે લંચ વખતે ઉદયને આગ્રહ કરી ડ્રીક્સ પીવડાવતા હતા માર્ગરીટા પછી સ્કો્ચ લેવાનો આગ્રહ કર્યો અને પોતે બાર ટૅન્ડર પાસે ગયા અને ગ્લાસ ભરી લાવ્યા સાચુ.

નીશાઃ હા, ઉદય બહુ થાકેલ હતા એટલે હું બાર ટૅન્ડર પાસે ગઇ તેના માટે ગ્લાસ લઇને આવી.

ધેટ્સ ઓલ માઇ લોર્ડ.સરકારી વકીલની તપાસ પૂરી થઈ.

પાચ વાગ્યા કોર્ટની કાર્યવાહી પૂરી થઈ.

બીજા રૂમમાં મિસ્ટર એન્ડરુએ રઘુની તપાસ શરૂ કરી.

મિસ્ટર રઘુ તમે ઉદયને નદીમાં પડાતા જોયો?

રઘુઃહા

કેવી રીતે પડ્યા સમજાવી શકશૉ?

જાળી પર પડ્યા જાળી તુટી ગઇ, જાતે ઊભા નથઇ શક્યા નીશા નીચે નમી ત્યારબાદનો સિન મારો ફોટૉ બતાવશૅ

મિસ નીશાના કહેવા મુજબ તમે ટ્રીક ફોટો ગ્રાફ કર્યો છે વાત સાચી?

રઘુઃ હા મને જાનકી મેડમ માટે માન છે, એ બહુ ઉંચી કક્ષાએ પહોંચી ગયા છે, એટલે લાગણીવસ મેં તે કામ કર્યું.

મિસ્ટર ઉદયને તમે કેટલા સમયથી ઑળખો છો?

રઘુઃ સાહેબ પાચેક વર્ષથી તેમની બધી ફિલ્મમાં હું મુખ્ય કેમેરામે્ન તરીકે રહ્યો છુ, તેમની અદાકારીથી મને ઘણુ જાણવા મળ્યું છે, તેમની કળા સાથે મારી કળા પણ નિખરતી રહી છે.

પાચ વાગ્યા કોર્ટની કાર્યવાહી પૂરી થઈ.

સાંજે ફરીવાર જાનકીએ નીલમને યાદ દેવડાવ્યું, વકીલ સાહેબ જજ સાહેબને મળ્યા?

હા હમણા જ હું મિસ જોન્સની પેરાલિગલ મારફત સંદેશૉ મોકલાવું છું, આવતી કાલે કોર્ટ શરૂ થાય તે પહેલા સમય લઇ વાત કરી દઇશુ, તું હવે રડવાનું બંધ કર તારી આંખો સુજેલી લાગે તે તારા પ્રોફેસન માટે બરાબર નથી હવે તારે તારી કેરિયરનો વિચાર કરવાનો અને ઉદયને ભૂલી જવાનો.તેનું આયુષ્ય પુરું થયું. રૂમમાં સારું મ્યુઝિક સાંભળ, ગીતા વાંચ નદી પાસે કે ફોલ તરફ આવવાની જરૂર જ નથી, નીલમે વકીલ તરીકે થોડું કાઉસેલિંગ કર્યું જે જાનકીને ગમ્યું.

નીલમ સિંગ, મિસ જોન્સની પેરાલિગલ મિસિસ મોના સિંહાને ઓળખતી હતી, બન્ને દિલ્હી લો કોલેજમાં સાથે હતા, મોના લગ્ન કરી કેનેડા સ્થાયી થઈ, અહી આવ્યા બાદ લો કોલેજ તો ન કરી શકી પરંતુ ઇન્ડીયાની લો ડિગ્રીની થોડી ક્રેડિટ મળી તેના આધારે પેરાલિગલ કોર્સ કરી ડીસ્ટ્રિક એટર્નિ સાથે પેરાલિગલ તરીકે જોડાય ગઈ. વકીલોની મળવાની જગ્યા બાર કલ્બ, સાંજે સૌ ત્યાં મળૅ એકાદ ડ્રિંક લે સાથે થોડા કાજુ, બદામ, વોલનટસ- બ્રેન ટૉનિક લે, દિવસ દરમ્યાન કેસ વિષે થોડી વાતો કરે જરૂર પડે સિનિયર લોયર પાસેથી થોડુ માર્ગદર્શન મેળવે,આમ દિવસભરનો માન્સિક થાક હળવો કરી ઘેર જાય. ક્લ્બમાં મોનાએ નીલમની મિસ જોન્સ સાથે ઓળખાણ કરાવી બન્ને દિલ્હી લો કોલેજના મિત્રો છે. નીલમે ડ્રીક્સ લેતા જાનકી વિષે વાત કરી.

મિસ જોન્સે કહ્યું મને કંઇ વાંધા જનક લાગતું નથી, તેને તો એક સાથીદાર તરીકે અટકમાં લીધેલ, અને જ્યુરીએ તેને નિર્દોષ જાહેર કરેલ છે એટ્લે જજ સાહેબને પણ કોઇ વાંધો નહોય શકે, તે છતાં જો આગળ તેની ફરી જરૂર પડશે તો ફરી બોલાવી લેવાશે,હમણા જ હું જજ સાહેબને ફોન કરી સવારનો સમય માગી લઉ છું.

સવારના જાનકી, નીલમ અને મિસ જોન્સ જજ સાહેબની ઓફિસમાં ગયા, જજ સાહેબે વાત સાંભળી, ઓફિસિયલ પેપર પર સહી સિક્કા થયા જાનકીને ઇન્ડીયા જવાની પરવાનગી મળી ગઇ.જાનકીની પણ સહી લેવામાં આવી ફરી કોર્ટ સમન્સ મોકલે તો હાજર રહેવું પડશે..જજ સાહેબે જાનકીના સામે જોઇ હસતા હસતા કહ્યું મિસ જાનકી ડૉન્ટ ક્રાય, યુ વિલ ગેટ હેન્ડસમ હસબંડ, નો ડાઉટ અબાઉટ ઇટ સેન્ડ મિ ઇનવિટૅસન આઇ વિલ કમ, જાનકીએ શિસ્ટાચાર દર્શાવ્યો સ્યોર સર.

જાનકી મનમાં જજ સાહેબ હું ઉદયને ભૂલી શકીશ તો લગ્ન કરીશને! હું ભૂલી શકું તેમ નથી. હું એક એકટ્રેસ તરીકે ભૂમિકા ભજવીશ પરંતુ મારા દિલમાં જે સ્થાન ઉદયનું છે, તે કોઇ બીજો ગમે તેટલો હેન્ડસમ હીરો હશે તે કદી લઇ નહી શકે,તે સ્થાન કાયમ ઉદયની યાદોથી ભરેલું રહેશે.પોતે આજે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે ઓળખાય રહી છૅ તેનો બધો યશ ઉદયને ફાળે છે.હજુ પણ શ્રેષ્ઠ અભિનય જ કરીશ ફક્ત શુટિંગના સેટ પૂરતો જ અભિનેતા સાથેનો સંબંધ.  ત્યારબાદ જીવીશ ત્યાં સુધી ઉદયની પ્રેયસી.

ડૉ ઇન્દુબેન શાહ

प्रीत ना करियो कोइ ७

રઘુ અને નીશાને અહીં મુકીને જવામાં જાનકીનું મન કચવાતું હતું પણ હવે તે નજર કેદમાં નહોંતીબારત્માં કામે ચઢી જવાનું જરૂરી હતું અને આમેય બીજી ત્રણ ફીલ્મો શરુ થઇ ગઇ હતી. પ્રોડ્યુસરો કે જેમનાં પૈસા લાગ્યા હોય તેઓને માટે તો એક એક દિવસ મહત્વનાં હોય…ચંદર અને નીલમ આ વાત સમજતા હતા.તે દિવસની સાંજની ટીકીટ ગોઠવી ત્યાં રહેલા યુનીટ લીડરે પુછ્યું ભારત સમાચાર આપવાના છે? ત્યારે ના પાડતા જાનકી એ કહ્યું હું મારી રીતે જેને જણાવવાનું હશે તેને  જણાવી દઈશ. .મને રઘુ ને અને નીશાને એકલા મળવું છે. નીલમ નો આગ્રહ હતો કે ટેલીફોન ઉપર મળ અને રુબરુ જવાનો આગ્રહ ના રાખીશ.

કારણ ના સમજાયુ છતા નીલમ ઉપર તેને ભરોંસો હતો તેથી માની લીધું કે બંને સાથે વાત ફોન ઉપર જ કરે. નીલમે ફરી તેને ચેતવી આ કોમ્યુનીકેશન ગમે ત્યારે લીક થઇ શકે છે. તેથી સામાન્ય વાતચીતથી  વધારે વાત ના કરો તો સારું.

હા. સામાન્ય વાતચીત જ કરવાની છે.

ફોન ની ગોપનીયતા શંકાસ્પદ હતી છતા જાનકી એ રઘુ સાથે પહેલા વાત કરી.

“ રઘુ! જો મને કોર્ટ્ની કાર્યવાહીમાંથી મુક્તિ મળી છે. ચંદરનાં મતે તને ફાઇન થશે અને નીશાને કદાચ હળવી સજા થશે. પણ તારા અફેક્ષન માટે આભાર અને પ્રભુ ને પ્રાર્થના તું જલ્દી કામે વળગે.’ બીજો છેડો ગલ ગળો થૈને આભાર વ્યક્ત કરતો હતો.

બીજા ફોન ઉપર નીશા હતી જાનકી કહે “. હું છુટી ગઈ છું અને મને ખબર પડી કે તને ઉલટી ઓ થાય છે તારી તબિયત સાચવજે.”

નીશા રડમસ અવાજે બોલી…’ ઉદયનું બાળક કોખમાં છે અને તે  મારે માટે તને છોડવા માટે ગાંઠતો નહોંતો.. તેથી…”

“તેથી શું?”

“ગુસ્સામાં તેને ધક્કો માર્યો હતો”

નીલમે ફોન કાપી નાખ્યો જાનકી પુછતી રહી પણ ડાયલ ટોન આવી ગયો હતો.

સ્તબ્ધ અને ડરેલી જાનકી કોઇ રીએક્શન આપે તે પહેલા નીલમ જાનકીનાં રુમમાં આવી ગઇ હતી. ઉદય વિશે શંકા કરવી કે નીશા ઉપર ડાઉટ કરવો તેનું મન કહેતું હતું નીશા સાથે ઉદય આવી રીતે સંડોવાય તે માની શકવાનું કોઇ કારણ જ નથી.જોકે જાનકી કંઇ ચોવીસે ય કલાક ઉદયને સાચવીને બેસી નહોંતી શકતી. એને એક ઉબકો આવ્યો અને તેનો ઉદય પ્રત્યેનો પ્રેમ ધીક્કાર બની ને બહાર આવવા લાગ્યો… નીશા કહેતી હતીને કે બધા પુરુષો વારસામાં ભ્રમર વૃત્તિ લઇને આવ્યા જ હોય છે.

નીલમ ત્યારે બોલી- “ જાનકી ભારત જઇને કામે વળગ. અને આ બધું અહીં અમારે માટે છોડી ને જા..ઉદય અને નીશાનાં સંબંધો વિશે ના વિચારીશ. સફળ માણસો તેમના સિધ્ધાંત પ્રિય સ્વભાવોને લીધે સફળ થતા હોય છે. નીશા પોતાની જાતને સફળ બનાવવા ઉદયનાં નામનો દુરુપયોગ પણ કરતી હોઇ શકે છે.વિશ્વાસ રાખ ફીલ્મ દુનિયામાં સાચો લગાવ ના હોય તેવા સંબંધો દસ વર્ષ જેટલું આયુષ્ય જોતા નથી.

“ પણ…”

જો મુંબઇ ના જવું હોય તો લોનાવાલા જા પણ કેનેડાથી દુર જતી રહે. અને મીડીયાથી પણ દુર રહેજે…જ્યાંસુધી સમતા ના આવે ત્યાં સુધી”.

“પણ મને ખુબ ગુંચવાડો થાય છે પહેલા ધક્કો નથી માર્યો અને હવે કહે છે માર્યો છે અને ઉદયનું  સંતાન તેના ઉદરે છે…વાત મનાતી નથી અને ભુલાતી પણ નથી.”

“ કારણ કે તું માને છે કે નીશા જુઠુ બોલે છે અને ઉદય ઉપરનો તારો ભરોંસો ભરપુર છે.પણ હું વકીલ છું મેં આવા ઘણા કેસ જોયા છે અને અહીંની ઉલટ તપાસ અને લાઇ ડીટેક્ટરોની કસોટીમાં દુધનું દુધ થૈ જતા વાર નથી લાગતી.”

“ ઘેન ની દવા કોણ નાખી શકે? મને અહીં જ રહેવું છે પણ કેદી તરીકે નહિં. કેસ નો ચુકાદો આવે ત્યાં સુધી..રઘુ પણ વિચિત્ર રીતે વર્તે છે.. હે પ્રભુ! મને આ ગુંચવણ અને ઉદયનાં મૃત્યુનો શોક ગાંડી કરી મુકશે.”માથુ ઝંઝોટતા તે બોલી.

નીલમે ફોન ઉપર કૉર્ટ અધિકારી સાથે વાત કરી અને કૉર્ટ કાર્યવાહી જોવા માટે કોર્ટ કેમેરાનો એક્સેસ મેળવ્યો કે જેના થકી તે ગમે ત્યાં હોય પણ કોર્ટ કાર્યવાહી રજે રજ સાંભળી શકે અને જોઇ શકે તે શક્ય બન્યુ.

ફીલ્મનો સૌ સ્ટાફ જતો રહ્યો ફક્ત નીલમ અને તેની કેર ટેકર ટોરોન્ટોની હોટેલમાં ગુપ્તવાસ સેવી રહ્યા હતા.લેપટોપ ઉપર એક્સેસ હતો કોર્ટની લાંબી કાર્ય્વાહી જ્યારે ફ્રેંચમાં થાય ત્યારે તેને તકલીફ પડતી હતી જોકે તરત જ નીચે અંગ્રેજી સબ ટાઇટલ આવતા હતા તેથી નીલમ કેસ ની સાથે રહી શકતી હતી.

રઘુની કાર્યવાહી સાથે સાથે નીશાની પણ કાર્યવાહી ચાલુ હતી.

રઘુ ઉદયનો વફાદાર સાબિત થતો હતો..સાથે સાથે લાઇ ડીટેક્ટર .એના જવાબોની સચ્ચાઇ પણ માપતું હતું તકનીક અને અર્થ્ઘટન જરા ખમચાયા જ્યારે તેને પુછવામાં આવ્યું કે છેલ્લી અર્ધી મીનીટની ફ્રેમ બદલવાનો આશય શું હતો ત્યારે તેનો જવાબ વખતે લાઇ ડીટેક્ટર એકદમ વધારે ફફડ્યું. પોલિસોએ “આપનો આ જવાબ ખોટો છે” જણાવતા તે પ્રશ્ન નો સાચો જવાબ શું છે તે જણાવવા કહ્યું

તેના ચહેરા પર થતા પરસેવાનાં બુંદે પણ તે જ ચાડી ખાધી.

તેને પાણી અપાયુ અને ફરીથી ટેસ્ટ ચાલુ થયો.ચંદર તેને રક્ષણ આપતો હતો અને એની એ જ વાત કહેતો હતો કશું છુપાવીશ ના.. જે હોય તે સાચું કહી દેજે એનાં અંતર મનમાં ધાસ્તી હતી કે સાચુ પકડાશે તો તે અને તેની કારકિર્દી રગદોળાઇ જશે.

પ્રશ્નો પુછાતા જતા હતા અને ચંદર જ્યાં રઘુને તે ખોટી દીશામા જતો હતો ત્યાં સાચે રસ્તે વાળતો હતો. એને શ્રધ્ધા હતી ભારતમાં કાયદાને જેટલું માન નથી તેવું અહીમ નથી. અહીં કાયદાને માન છે અને ન્યાય બધા પરિબળો ચકાસાઇને અપાય છે.

ફરીથી એજ પ્રશ્ન પુછવામાં આવ્યો છેલ્લી અડધી મીનીટની ફ્રેમ બદલવાનો આશય શું હતો?

રઘુ બોલ્યો નીશા જાનકી મેમ નો માથાનો દુખાવો હતો.ઉદયસરને પણ નિરર્થક પ્રશ્નો અને હક્કો જતાવીને ત્રાસ આપતી હતી. જ્યારે ઉદય સરને ધક્કો માર્યો ત્યારે સાચી ભાષામાં કહું તો મને પણ ધક્કો વાગ્યો હતો અને મારી કાર્કિર્દી પણ તેને લીધે દાવ પર લાગી ગઈ હતી.તેથી પરિસ્થિતિનો લાભ ઉઠાવવા અને ઉદયસર અને જાનકીમેમ નાં હીતમાં મેં આ કદમ લીધું.

હજી લાઇ ડીટેક્ટર ખોટી દીશામાં ફડકતું હતું

પ્રશ્ન ફરીથી પુછાયો- “ આ એક જ કારણ નથી…હજી આપ કશું છુપાવો છો…”

હવે રઘુ પસીનાથી તરબતર હતો.અને જેનો તેને જવાબ નહોંતો આપવો તે પ્રશ્ન સીધો જ પુછાયો શું આપ જાનકી મેમ ને પ્રેમ કરો છો?

ક્ષણો વીતતી જતી હતી અને તેનાંહૈયાની ધડકનો વધી ગઇ હતી. તે જાણે અચાનક જ પકડાઇ ગયો હતો.તે બોલ્યો “હા..પણ ઉદય સર અને જાનકી મેમ બંને માટે મને અનહદ માન છે જેમ હનુમાન ને સીતા મૈયા અને પ્રભુ રામ માટે હતું.”

લાઇ ડીટેક્ટર કહેતું હતું હજી આ અર્ધ સત્ય છે.

ફરી પ્રશ્ન પુછાયો “ જાનકી મેમ કે ઉદય સર માટે કોના પ્રતિ આપની લાગણી વધુ હતી?

જવાબ સાંભળવા સૌ આતુર હતા. અને હવે રઘુ સનજી ગયો હતો કે આ પ્રશ્ન નો જવાબ તેને તારશે કે મારશે.અને તેને મરવું તો નહોંતું જ…તે બોલ્યો ઉદયસરે જ્યારથી નીશા સાથે વ્યભીચાર શરુ કર્યો ત્યારથી જાનકી મેમ માટે અને તેમની ઉદય પ્રત્યેની નિષ્ઠાની મને ઇર્ષા થતી હતી. અને ઉંડે ઉંડેથી એવું પણ થતું હતું કે તેમને હું કદીક પામું. જો કે તે બહું જ અશક્ય કલ્પના હતી.. મને તેમના ફીલ્મી દ્રશ્યોમાં પણ રડતા તેઓ ગમતા નહીં.. જ્યારે આતો સાચુ રૂદન…તેથી…”

લાઇ ડીટેક્ટર કહી રહ્યું હતું કે આ બધી જ વાત સાચી છે.. આગળનો પ્રશ્ન આવ્યો..”તેથી શું?”

“ફીલ્મી માહોલે મને છેલ્લી અડધી મીનીટની ટેપ ફેરવવા મજબુર કર્યો.. કદાચ આમ થઇ જાય તો નીશા જેલમાં અને જાનકી મેમ ની નજદીક જવાની મને તક મળે.”

પછીની કાર્યવાહી તો નિરસ રહી..કોર્ટે પોલિસને ગેર રસ્તે દોરવાનો અને સમય બગાડ્યાનો આરોપ મુકાયો. .દંડ થયો પણ જેલ ન થઇ.

જાનકી જ્યાંગુંચવાતી હતી તે ગુંચ નીકળી ગઇ હતી. હા ઉદય બાપ બનવા ઉતાવળો થયો હતો અને નીશાને તેથીગુસ્સો આવ્યો હતો કે તેની સાથમાં પણ તે નીશાને જાનુ જાનુ કહી બેસતો હતો.

તેને પહેલી વાર લાગ્યું કે ઉદયને કાર્કિર્દીની લ્હાયમાં સંતાન માટે ના પાડીને તેણે ભૂલ કરી હતી. આમ તો રઘુ જેવી ઘેલછા કરનાર તેના ઘણા ચાહ હતા પણ હવે શું?નો પ્રશ્ન તેનાં મનમાં ધીમે ધીમે મોટૉ થતો જતો હતો.નીશા સાચી હતી તે ઉદયના સંતાન ને જણવાની હતી અને તેને તે કબુલ નહોંતું કારણ કે ઉદય તેના પ્રેમને કુરબાન કરવા નહોંતો માંગતો.અને કદાચ નીશાને પણ તે દંડ દેવા માંગતો હતો કારણ કે નીશાએ જ તેને ઉશ્કેર્યો હશે…

એને ખુબ જ રડવું હતું હવે જ્યારે સમગ્ર સત્ય તેની સામે હતું આમ તો તે નિર્દોષ હતી પણ તેનું આતમ મન ગુનાહીત ભાવનાઓથી બહ્રાઇ ગયું હતું- પ્રોફેશનલ ચહેરો તેનો તેને કહી રહ્યો હતો તેણે હવે સ્વસ્થ થઇ જવું જોઇએ એક ફીલમ પતે અને જેમ બીજી ફીલ્મની સ્ક્રીપ્ટ વંચવવી જોઇએ તેમ હવે ઉદય સાથેનો સંગ પુરો થયો..જિંદગી પણ હવે બદલાવ માંગી રહી છે.

એની કેર ટેકરે આવીને તેને પાણી પાયું. અને કહ્યું મેમ મુંબઈથી ફોન ઉપર ફોન આવે છે આપ ક્યારે પહોંચો છો? ખાસ તો અનીલ મહેરા ઉતાવળા થઇ રહ્યાં છે.તેઓ આપને તેમની નવી ફીલ્મ માટે વાર્તા ફોન ઉપર સંભળાવવા માંગે છે. તેઓ કહે છે હાલનાં તમારા આઇસોલેશન વાળા વાતાવરણમાં ખુબ જ અનુકુળ પાત્ર છે. તમે તેમને સમય આપો આ ટેલીફોન સેશન માટે તમે માંગશો તે રકમ આપવાની તૈયારી છે.

તેને તેનું ગમતું ગીત યાદ આવતુ હતું

ના કોઇ ઉમંગ હૈ… ના કોઇ તરંગ હૈ..

મેરી જિંદગી ભી ક્યા એક કટી પતંગ હૈ.

તેણે ઇશારો કરીને કહ્યું સાંજે ૬ વાગે કહે અને કલાક માટેજ ફોન અસેશન હશે. જો ફીલ્મ નહીં લે તો ૫૦૦૦૦ અને લે તો એક લાખ રુપિયા. પછી હળવેક થી બોલી આ ના પાડવાનો સુગર કોટેડ રસ્તો છે ( તેને ફોન નો ખર્ચો પણ આવશે ને?)

તેણે ચેનલ બદલીને નીશા નું ટેપ થયેલું સેશન જોવાની શરુઆત કરી

નીશાને નીલમ લાઇ ડીટેક્ટર સમજાવી રહી હતી અને ખોટું બોલવાની મનાઇ કરી રહી હતી.

જજને સરકારી વકીલ કહી રહ્યો હતો કે આ કેસ અકસ્માત અને મારી નાખવાનાં પ્રયાસ વચ્ચે ચાલી રહ્યો છે. જેનું મૃત્યુ થયું છે તે ઉદયને ધક્કો માર્યો હોવાની ટેપ અને પોષ્ટમાર્ટમ રીપોર્ટ મૃત્યુનું કારણ ડાયાઝાપમ્નો ઓવરડોઝ જણવાયો છે

જાનકી એ ટેપ થોડી આગળ ફોરર્વર્ડ કરી.જ્યાં નીશાને પહેલો પ્રશ્ન પુછાયો હતો

“શું તમે તેમની સાથે છેલ્લા સમયે કયા પ્રશ્ન ને લઇ ને ઝઘડતા હતા…?”

“ એની એજ મોંકાણ.. મારામાં એ બુધ્ધુ એની “જાનુ”ને શોધતો હતો.મારો ઝઘડો એ હતો કે હવે હું જ્યારે તારા બચ્ચાની મા બનવાની છું ત્યારે તો જાનુ ને છોડ.. હું નીશા છું.. મને મારો હક્ક આપ…

જાનકીને તેની દયા આવતી હતી

प्रित न करियो कोइ       ८

નીલમની વારંવાર ના છતા જાનકીનું મન નીશા સાથે વાત કરવા મથી રહ્યુ, બુધ્ધિએ ઘણું સમજાવ્યું જાનકી છોડને લત, હવે તારે શું, તે તો તારો પ્રિયતમ ખોયો, તારા મનનો માણીગર તને કદી પાછો મળવાનો નથી, હવે તારા માટે જલ્દી ઇન્ડિયા પહોંચી જવુ એજ  હિતાવહ છે.ના ના મારે એક વખત જાણવું તો પડશે જ નીશા કોનું બાળક તેના ઉદરમાં પોષી રહી છે!?ઉદયનું બાળક હોય તો કદી તે ઉદયને ધક્કો મારે!! ન જ મારે, કોઇ સ્ત્રી એટલી નિષ્ઠુર ન બની શકે જન્મ થયા પહેલા પોતાના બાળકને પિતૃ સુખથી વંચિત કરી નાખે!!!ભગવાન જાણે આ બાળકનો જન્મ થશે કે મિસ કેરેજમાં કે ગર્ભપાતમાં પરિણમશે!!!જો જાનકી ખરેખર ઉદયને ચાહતી હશે તો તો જરૂર તેના પ્રેમની નિશાનીને પોષણ આપશે પ્રસુતી પીડા ભોગવશે,કે પછી મારે હમણા ગર્ભ ધારણ નહોતો કરવો,તેથી ઉદયની પિતા બનવાની તિવ્ર ઇચ્છાવસ થઇ નીશાને મનાવી, નીશા તો ઇર્ષાથી સળગતી હતી, આ તક ઝડપી લીધી તેને તો એન કેન પ્રકારેણ ઉદયને જાનકી પાસેથી છીનવી લેવો હતો જાનકીને હરાવવી હતી, જાનકીને પોતાની ઇર્ષા કરતી જોવી હતી.

ભગવાન તારી લીલા તું સ્ત્રીને જ સ્ત્રીની દુશ્મન બનાવે છે, અને નિર્દોષ વ્યક્તિને તેનો ભોગ બનાવી દે છે

.છેવટે બહુજ અલ્પ સમયની ફોન મુલાકાત કેદી નીશા સાથે ગોઠવાય થ્રી વે કનેક્સન જેથી નીલમ બન્ને વચ્હે થતો વાતો મોનિટર કરી શકે.ફોન પર નીશાની તબિયત વિષે ઔપચારિક વાત ,પછી સીધો જ પ્રશ્ન નીશા તેં ગુસામાં  ઉદયને ધક્કો માર્યો હતો?નીશા બોલવા ગઇ ના..હા હું ગુસ્સે થઇ મે ધક્કો ..અને નીલમે ફોન કટ કરી દીધો .

નીલમે જાનકીને તું ઇન્ડીયા પાછી જા એજ તારા માટૅ હિતાવહ છે, જાનકી તું આ બધુ અમારા બે પર છોડી દે તારો કારકિર્દિનો અમૂલ્ય સમય આ રીતે બરબાદ નહીં કર.જાનકીનું મન માનતું નથી તેને લાઈ ડીટેક્ટર જોવાની તિવ્ર ઇચ્છા છે. અને હવે રાજ મેહરાને સાંજે ટૅલિફોન પર સ્ક્રીપ્ટ વાંચનની ઓફર આપી છે. જોઇએ આ ખર્ચ ફિલ્મ નિર્માતા ડૅરેક્ટરને પોષાય છે!!!

રઘુનું લાઇ ડીટેકટર સાથે નીશાનું પણ લાઇ ડીટેકટર થયું, સરકારી વકીલે લાઇ ડીટેકટરના કારણનું નિરૂપણ કરતા જણાવ્યું, આ કેશ એક બોલિવુડના ટોપ હીરો ઉદયના શંકાસ્પદ મૃત્યુંનો છે, મૃત્યું નાયગરા ધોધની ઊંચાઇથી નદીમાં પડી જવાથી થયેલ છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટ મુજબ મૃત્યું ડાએઝાપામ ઓવર ડૉઝથી થયેલ જણાવાયું છે, ડૅથ સર્ટીફિકેટ સરકારી ડૉ. તરફથી એ પ્રમાણે મળૅલ છે. આ દિવસે જે બે વ્યક્તિએ ઉદયની સાથે વધારે સમય ગાળેલ તેને નજર કેદમાં રાખેલ છે, તે બન્નેના લાઇ ડીટૅકટરની મદદથી સત્યની જાણ કરવાના પ્રયત્નો છે.

નીલમે નીશાને સમજાવ્યું સત્ય હકીકત કહેજે ખોટું તુરત પકડાઇ જશે.

નીશાને પ્રશ્ન પુછાયો ઉદય જ્યારે નદીમાં પડ્યા ત્યારે તમે ત્યાં હાજર હતા? હા હું હતી.

તમારા બે વચે કોઇ ઉગ્ર વાર્તાલાપ થયો હતો?

ના હું તેને જણાવવા માગતી હતી મારા ઉદરમાં તારું બાળક પોષાય રહ્યું છે તારી પિતા થવાની ઈચ્છા હું પૂરી કરીશ બોલતા જાનકીએ ધ્રુજારી અનુભવી રહી જાણે તે ડરતી હોય તેમ બોલવા લાગી ના હું ઉગ્ર નો’તી થઈ, આ સમયે ડીટેક્ટર જોરથી ધ્રુજવા લાગ્યું.

તમારા ભાઇએ ઉદયનો વીમો બે લાખ ડોલરનો લીધો તે ઉદયની ઈચ્છાથી લેવાયો હતો?

હાસ્તો, બોલતા તે પરસેવે રેબજેબ થઇ રહી,

નીશા પાણી પીને સાચો જવાબ આપ

નીશા આખો ગ્લાસ પાણી ગટગટાવી ગઈ, આ મારી સ્થિતી હું પ્રેગનન્ટ છું, અત્યારે હું ઇન્ડીયામાં હોત તો મારી કેટલી સરભરા થાત, મારી મા, મારી ભાભી બધા મારી સેવામાં હાજર હોત,થોડીક ક્ષણૉ વીતી ત્યાં પ્રશ્ન

વીમો કોના આગ્રહથી લેવાયો હતો?નીશા ને જાણે કાનમાં હથોડાનો ઘા થયો,

મારા ભાઇએ જ ઉદયને વિમા માટે પૂછ્યું હતું,

અને ઉદય માની ગયો?

ઉદય સતત હા ના કરતો હતો પણ પછી માન્યો હશે, મને શું ખબર!! અને ડીટેક્ટર ધ્રુજયું,

આ સાચું નથી સાચું બોલો

નીલમે સલાહ આપી નીશા સાચું બોલ,

સાચું બોલવું જ પડશે આ લાઇ ડીટેકટર મારો પીછો નહીં છોડૅ.

હું ઉદયને મેળવવા ઇચ્છતી હતી,મને જાનકીની ખૂબ ઇર્ષા થતી હતી,ઉદય જાણે મારો ઉપયોગ કરતો હોય તેવું લાગતું, તેથી મારે મારો હક્ક જમાવવો હતો,એક રાત્રીએ હોટેલ પર અમે બન્ને એ એકબીજાને માણ્યા પછી તક ઝડપી મે ઉદયને મારા ભાઇ પાસે બે લાખ ડૉલરના વીમા પોલિસી માટૅ કબુલાત કરાવી,

અને તેના બેનેફિસયરી પણ તમે તે પણ લખાવી લીધું સાચું?

મને કંઇ ફરક નહોતો પડવાનો પણ મારા ભાઇએ પુછ્યું બેનેફિસયરીમાં મારી બેનનું નામ લખું અને ઉદયે હા પાડી,પાછો પરસેવો લાઇ ડીટેકટર ધ્રુજ્યું,

તમારા ભાઇએ કહ્યૂં અનેખરેખર ઉદય માની ગયો? સાચું બોલો

બધામાં જાનકીનું નામ મને ખટકતું હતું,મારે મારો હક્ક સાબીત કરવો હતો મેં જીદ કરી આ એક પોલિસિમાંથી તો જાનકીને બાકાત રાખ હું પણ તારી ગાઢ મિત્ર છું ને,તો પછી  મારું નામ લખાવને,મારા ભાઇએ પણ આગ્રહ કર્યો જુઓ મારી બેનને મેં તમારા ભરોસે મોકલી તો તેનું નામ લખવામાં તમને શું વાંધો છે.

ઍટલે તમારી અને તમારા ભાઇની આ ચાલ હતી ઉદયને મારી વીમાની રકમ મેળવવાની?

નીશા વિચારે છે અરે આમાં મારો ભાઇ સંડોવાય છે, ના ના મારે મારાભાઇને આમાં નથી લાવવો,

મારાભાઇએ વીમો લીધો તેનું એકજ કારણ તે આ વીમો મળવાથી કરોડના આંકે પહોંચતો હતો કરોડપતિ એલ.આઇ.સી ઓફિસર બનવાનો હતો.

તો પછી તમને બે લાખ ડૉલર મેળવવા હતા?.

જરૂર મારો હક્ક.

તમે તેને ફરવાના બહાને છેક ધોધના ઉપરના માળે પરાણે લઇ ગયા?

પરાણૅ નહીં તેને પણ મારી સાથે સાંજ ગાળવી હતી,પાછી ધ્રુજારી અવાજમાં અને ડીટેકટરમાં.

નીશા સાચું બોલ

તમને બન્નેને જોઇ રહેલ અમેરિકન કપલના કહેવા પ્રમાણે તું ખૂબ મોટે મોટેથી બોલતી હતી ખૂબ ગુસ્સામાં હતી,

એજ મોકાણ, ઉદય હું સાથે હતી છતા મારો હાથ પકડી મને જાનુ જાનુ કીધા કરે, મારા માથામાં એ વાગતું હતું મારો ગુસ્સો વધતો હતો.હું જાનુ નથી હું તારી નીશુ છું, મારા ઉદરમાં તારું બાળક છે તું પિતા બનવાનો છે, તારી જાનુ એ પોતાની કેરિયરનો જ વિચાર કર્યા કર્યો  તારી એ ઇચ્છા હડસેલ્યા કરી, હું તારી ઈચ્છા પૂરી કરીશ હવે તો તારી જાનુનું નામ છોડ, તો પણ મારો હાથ પકડી મારી જાન જાનુ બોલ્યો,મને ખૂબ ગુસ્સો આવ્યો,

તને ખૂબ ગુસ્સો આવ્યો તે ઉદયને ધક્કો માર્યો?

ના ઉદયનો પગ લપસ્યો કે ચક્કર આવ્યા તે રેલીંગ પર પડ્યો, મેં મારી જાતને સંભાળી ઉદયને બચાવવા નીચે નમી,આટલું બોલતા નીશાને પરસેવો છુટ્યો તેના શ્વાસોશ્વાસ વધી ગયા તેની છાતી ધમણની જેમ હાંફવા લાગી,લાઇ ડીટેકટર ધણધણી ઊઠ્યું.

નીલમઃ નીશા પાણી પી સ્વસ્થ થા, સત્ય બોલ.

નીશાની કેર ટેકર આવી, લેમનેડ અને ક્રેકર્સ આપી ગઈ,મેમ ઇટ, યુ વિલ ફીલ બેટર, નીશાએ બે ક્રેકર ખાધા લેમનેડ પીધું.

સરકારી વકીલે પુછ્યું આર યુ ઓ કે?

યસ સર,મનમાં શું ઓ કે હોય!! સગર્ભા છું મારે આવી યાતના ભોગવવાની કોઇને મારા બાળકની પણ દયા નથી આવતી અરર આના પર કેવા સંસ્કાર પડશે, મારી ભાભી સગર્ભા હતી ત્યારે મારી મમ્મી તેની કેટલી સંભાળ લેતી હતી,ધાર્મિક વાંચન કરાવતી હતી, અત્યારે મારી હાલતની મારી માને ખબર પડે તો કેટલી દુઃખી થાય, મારે જો લાંબા સમય માટે કેદ ભોગવવી પડે તો તો આ બાળક પર કેવી અસર થાય, અત્યારે મારે છૂટવાના વિચાર કરવા જોઇએ, લાંબી કેદના નહીં આના પછી ટ્રાયલ ચાલશે તે માટે મારે નિષ્ણાત વકીલ રોકવો છે, મારાભાઇને આજે જ ફોન કરું છું,આવા કેશનો નિષ્ણાત અહીંનો વકીલ શોધી કાઢે નીલમતો જાનકીની મિત્ર છે તેવી અફવા ફિલ્મ જગતમા ફેલાઇ હતી કદાચ સાચી પણ હોઇ શકે,

તમે નીચા નમી ઉદયને ઊભો કર્યો?

ના હું પ્રયત્ન કરતી હતી,ઉદય જાનુ જાનુ બોલતો હતો મને વધારે ગુસ્સે કરતો હતો મેં બચાવો બચાવોની બુમો પાડી મને ધબાકો સંભળાયો.

તમે ઉદયને ધક્કો માર્યો?

હા,.ના.. હું બહું ગુસ્સામાં હતી.

લાઇ ડીટેકટર સેસન પૂરું થયું. જ્યુરી કોર્ટ ટ્રાયલ થશે, નીશાના લોયરે તેને માટે અરજી કરવી પડશે અત્યારે સમય મર્યાદાનો સવાલ હતો તેથી નીલમે નીશાના ડીફેન્સ લોયર તરીકે પેપર્સ ફાઇલ કર્યા.

જાનકીને નીશાની દયા આવી, આવી હાલતમાં તેને કેદી તરીકે રહેવું પડશે,મારી જ ભૂલ મેં ઉદયની વાત સ્વીકારી હોત તેની પિતા થવાની ઘેલછા પૂરી કરી હોત તો તે નીશાની જાળમાં ન ફસાયો હોત, ખેર હવે શું?આ નીશાડીને લીધે  મે મારો પ્રિયતમ ખોયો, જાનકી પ્રાયશ્ચિત કરી રહી છે, મારે હવે કોર્ટ ટ્રાયલમાં હાજર રહેવું છે અહીં તો ક્રિમિનલ કેશની ટ્રાયલ જલ્દી થાય છે આપણા દેશ જેવું નથી.

સાંજે છ વાગે રાજ મહેરાનો ફોન આવ્યો, કેર ટેકરે જાનકીને જણાવ્યું મેમ રાજ મેહરા ફોર સ્ક્રીપ્ટ રિડીંગ, જાનકીએ ફોન લીધો સ્ક્રીપ્ટ વાંચી લવ ટ્રાયેંગલ બે ભાઇઓ એક યુવતીને ચાહે છે,જેની બે ભાઇઓને  કે યુવતીને ખબર નથી, યુવતીનો પ્રેમ એક ભાઇ પ્રત્યે જ છે.જાનકીને સ્ક્રીપ્ટ ગમી, રાજ મેહરાને ગમી છે એટલું જ જણાવ્યું કોન્ટ્રેક મુંબઇ આવશે ત્યારે નક્કી કરશે.કલાક પૂરો થયો.

નીશા લાઇ ડીટેક્ટરનાં ટેસ્ટમાંવારંવાર ખોટી પડતી હતી અને નીલમ માટે તે અઘરુ થતું જતું હતું કારણ કે ખુન કરવાનો ઇરાદો સ્પષ્ટ થતો જતો હતો અને ઉદયને કોઇક નબળી મીનીટે ફસાવ્યો તો હતો પણ તે સ્વિકારતો નહોંતો તે પણ તેનાં ઉશ્કેરાટ નું કારણ બનતુ હતુ.

જાનકી જે જાણવા ઇચ્છતી હતી તે બધુ તેને જાણવા મળી ગયું હતું અને તેની કસ્મ કશ હવે જુદુંજ રૂપ પકડતી હતી.. ઉદયને પ્રેમ કર્યો હતો..જો તે ઉદયનું સંતાન હોય તો તેની ઉદયને નકાર ની આ સજા હતી. જો કે તે નથી તેથી તેના ઉપર ગુસ્સો નકામો છે. અને નીશા વારંવાર બોલતી હતી ઉદય જાનુ જાનુ જ કરતો હતો. નીલમ પાસેથી એક વસ્તુ સ્પષ્ટ જાણવા મળી ગઇ હતી કે તેના અને ચંદરનાં નીશાને બચાવવાનાં સર્વ પ્રયત્નો સાવ બેકાર હતા.

નીશાને ગીલ્ટી કરાર મળી ગયો હતો વળી ઇન્સ્યોરંસ કંપની આ મોત માટે જવાબદાર થયેલી નિશાને કોઇ પણ બેનીફીટ આપવા ની નહોંતી..હવે જે કોર્ટ નિર્ણય આપે તે નિર્ણયની રાહ જોવાની હતી.. તેને ઇલેક્ટ્રીક ચેર મળે છે કે લાઇફ સેન્ટેન્સ તે વિશે દલીલો થવાની છે.

જાનકી પહેલી વખત ખુબ રડી.. ધ્રુસકેને ધ્રુસકે રડી.. તેને પોતાની જાતને કોશી..પણ આ બધુ પાણી વહી ગયા પછીનું ડહાપણ હતું..મીડીયા તેના તરફ બહુંજ કોમળ હતુ અને તેથી તેનાં છેલ્લા અને સાચા અભિનયને બહું જ વજન મળતુ થયું.

પાછા જવાની વાત આવી ત્યારે નીશાને શું ચુકાદો મળે છે તે જાણવાની ઉત્કંઠા બતાવતી ત્યારે નીલમ તેને કહેતી તું તાર્કીક અને વહેવારિક બંને રીતે ખોટી છે.. તું જે નીશાને હુંફ આપવાનો પ્રયત્ન કરે છે  તે ઘટના તને તકલીફ માં મુકી દેશે… જાનકી બોલી “ તારી વાત સાચી છે પણ મને ઉદયનાં સંતાન ને જન્મતો જોવો છે અને તેને માનું વહાલ આપવું છે.

નીલમ બોલી- આ પાગલપણ છે. – જો નીશાને ચેર મળશે તો કશું જ થવાનું નથી અને જન્મ ટીપ મળશે તો નીશા કંઇ તને તેનું સંતાન આપશે નહીં.-ડૉ ઇંદુબહેન શાહ

પ્રકરણ ૯- પ્રવીણા કડકિયા

ક્યાં  ભારત ? ક્યાં નાયગરા ફૉલ ?   આપણા દેશમાં ફિલ્મોના શુટિંગ પરદેશની ધરતી પર જ થાય એ ગાંડપણ જોર પકડી રહ્યું છે. જાણે ફિલ્મની સફળતાનો આધાર પરદેશની ભૂમી અને તેના  અદભૂત સૌંદર્ય ધરવતાં સ્થળ ન હોય? ભારતમાં રહેલું પ્રાકૃતિક સૌંદર્ય  અને   આધુનિકતા આપણા પ્રોડ્યુસરો અને ડાયરેક્ટરોને જાણે દેખાતી નથી. કરોડો  રૂપિયાનો ધુમાડો  કરીને શું ખબર તેઓ સફળતા ખરીદે છે? ફિલ્મોમાં પૈસાનું રોકાણ કરી પૈસા કમાનારની   વાત  છોડીએ આપણે જાનકી અને નીશા જેવી સફળ અભિનેત્રીઓ  તરફ વિચારને વહાવીએ.

આપણે જાનકી અને નીશાને થોડા ચકાસીએ. ફિલ્મ જગતની અભિનેત્રીઓ. શેક્સપિયરે કહ્યું છે,  ‘નામમાં શું છે”? અરે ભાઇ, અંહી તો નામમાં બધું સમાઈ ગયું. ‘સીતા’નું બીજું નામ જાનકી અને નીશા એટલે ‘રાત્રી’! બન્ને એ નામ પ્રમાણે પોતાનું ચારિત્ર ઘડ્યું હતું. જાનકી, સીતા જેટલી પવિત્ર નહી પણ ઉદયના સાચા પ્યારમાં હતી,  એમાં શંકા નથી.  એ તો પૈસા અને પ્રસિદ્ધિને કારણે તેને માતા નહોતું બનવું, બાકી ઉદય તેના મનનો માનીતો હતો ! જ્યારે નીશા બન્નેના જીવનમાં આડખીલી બની, પ્યારના નામે શરીર સુખ માણી તેના બાળકની માતા બની. ઉદયે તેને મચક ન આપી તો કેવું હલકું તિમિર ફેલાવતું કાર્ય કરી બેઠી. હવે તેનું પરિણામ તો ભોગવ્યા વિના બીજો કોઈ આરો નથી !

નીશાનું માનસ કઈ દિશામાં કામ કરી રહ્યું હતું તે કળવું મુશ્કેલ છે. તે અભણ ન હતી. ગામડાની ગમાર ન હતી. આખી દુનિયા ફરી હતી. ‘વિનાશ કાળે વિપરિત બુદ્ધિ.’ સ્વાર્થ અને વિકારમાં અંધ બની કેવું ભયંકર કૃત્ય આદરી બેઠી ! ૨૧મી સદીની, પોતાની જાતને  આધુનિક ગણાવતી નિશાએ કેટલું નીચ કૃત્ય આદર્યું. પૈસાની કમી તો તેને હતી નહી ! ઉદય અને જાનકી વર્ષોથી પ્રેમમાં હતા એ જગજાહેર હતું. આતો ‘હું મરું ને તને રાંડ કરું, જેવી પરિસ્થિતિ આવી. તેના હાથમાં શું આવ્યું? તેની ઈર્ષ્યા અને અદેખાઈ ભરેલા સ્વભાવને કારણે ઉદયે જાન ખોયો. જે ઝગમગતો સિતારો હતો. ફિલ્મના જગતનો અભિનય સમ્રાટ હતો.

સ્વાર્થ અને પ્રેમના સંગમે સર્જાયું એક અધમ આચરણ. પ્રેમ કાંઈ પરાણે ન થાય ! નીશા એ કોઈ પણ ભોગે સમજવા તૈયાર નહતી. મોહ વશ બનેલી નીશા,’ ન ઘરની રહી ન ઘાટની’ ! નીશા તો અબૂધ બની ગઈ હતી. તેના મુખ પરના ભાવ કોઈ પણ જાતની ચાડી ખાતા ન હતા. સમજાતું ન હતું કે તેને કાર્ય કર્યાનો અફસોસ છે ખરો ? પોતાનું શું થશે તેના વીશે એક પળ પણ તેને વિચાર આવ્યો હતો ખરો? પરદેશની ધરતી પર તેના પર  કોણ કરૂણા વર્ષાવશે? તેના પ્રત્યે કોને સદભાવના જાગશે? તેનો ચાહક વર્ગ વિશાળ હતો, કિંતુ આવા બેરહમ આચરણ પછી કોઈ પ્રેમ પ્રગટ કરવા આગળ ન આવ્યું.

અરે, નીશાનો ભાઈ પણ બહેન પ્રત્યે કોઈ લાગણી પ્રકટ કરવા ભારતથી ન આવ્યો. તેને થયું, ‘આ મારી બહેને મૂર્ખામી કરી મારા પૈસા ગુમાવ્યા.’ તેને પોતાને પણ શું મળ્યું? દુનિયા સ્વાર્થની સગી છે ! પછી મા જણી બહેન કેમ ન હોય! નીશાને સંબંધમાં ભાઈ સિવાય કોઈ હતું નહી. દૂરના સગાઓને તમાશો જોવા મળ્યો. મિત્ર મંડળ ગચ્છન્તી કરી ગયું. નીશાની હાલત જીવતાં મડદા સમાન હતી. હોશ હવાસ ખોઈ બેઠેલી નીશા કશું વિચારવા શક્તિમાન ન રહી !

આમ તો કેનેડાની કૉર્ટમાં જો કોઈ ભારતિયનો કેસ ચાલતો હોય તો ઘરના અને લાગતા વળગતાં સિવાય ચકલું પણ ફરક્તું ન જણાય. આજે માહોલ ખૂબ જુદો હતો. નીશાએ કરેલા ઉદયના ખૂનનો કેસે ભારતિય પ્રજામાં ચહલ પહલ મચાવી રહ્યો હતો. આજે કૉર્ટમાં ચૂકાદો આવવાનો હતો. કૉલેજના છોકરા અને છોકરીઓ કૉર્ટની બહાર જણાતા હતા. શિયાળો હતો નહી એટલે વાતાવરણ ખુશનુમા હતું. જુવાનિયા જે ફિલ્મોના રસિયા હોય છે તેઓ નોકરી પરથી છુટ્ટી મારીને કેસની સુનવણીની કાગડોળે બહાર રાહ જોતાં હતાં.

‘ઉદયના ચાહકો નીશાને ફાંસી મળે તેવા નારા કરી રહ્યા હતા. ઉદયનો જેમાં જેમાં અભિનય હતો  એ સિનેમાના પૉસ્ટરો લઈ દેખાવ કરી રહ્યા. સુંદર, સોહામણો, કુશળ અભિનેતા ઉદય ગયાનું સહુના મુખ પર દુઃખ વરતાતું હતું. જીવન કેટલું નશ્વર છે તેનું સ્પષ્ટ ઉદાહરણ સહુને જણાયું.

‘ઉદયની કતલ બદલ નીશાને મૃત્યુ દંડ”. ચુકાદો સાંભળીને સહુને આનંદ મિશ્રિત આઘાત થયો. ઉદય તો ગયો હવે નીશા પણ દેખા નહી દે ! હિંદી પડદાના બે તારા ખરી પડ્યા. આ જગત એવું છે. તેમાં પ્રવેશેલા સિતારા ચમકે ત્યાં સુધી તેમની કિમત.  અસ્ત થાય પછી થોડા વખતમાં લોકો વિસારે પાડે !

અંહીના કાયદા કાનૂનમાં કોઈની દખલ ચાલે નહી. આમ પણ ભારતથી આવેલાં હોય તેમની પહોંચ કેટલી? કામ પણ એવું કર્યું હતું કે સરકારનું તેમાં કશું કામ ન હતું. ‘વકીલ ચંદર’ , ભારતનો નામાંકિત વકીલ, અંહી તેની કશી કિમત નહી. જો ભારતમાં તેને મળવું હોય તો આભના તારા નીચે ઉતારવા પડે. તેના મ્હોં માગ્યા દામ આપવા લોકો તૈયાર હોય. એના હાથમાં કેસ હોય ત્યારે જીત તેની એ નક્કી જ હોય ! અંહી પરિસ્થિતિ અલગ હતી. ચુકાદો સાંભળીને ભારતથી પ્રોડ્યુસરે કૉલ કરીને કહ્યું,’ હવે તમે બધા પાછા વળો’. ત્યાં રહીને પૈસાની બરબાદી મને પોષાતી નથી.

નામાંકિત વકીલને પોતાની સાથે કોઈ  આવી રીતે વાત કરે તે ન ગમ્યું. ફોન ઉપર સાફ જણાવ્યું, ‘કામ પુરું થશે એટલે પાછો આવીશ. હું,  અંહી રંગરેલિયા મનાવવા  નથી આવ્યો!’  આવો સણસણતો જવાબ સાંભળીને પ્રોડ્યુસરને પોતાની ભૂલ સમજાઈ. ઉદ્ધત રીતે વાત કરવાની ન હોય.અંહીની કૉર્ટમાં તેણે રાહતની અપિલ કરી. પોતાનું કામ પતાવી ચંદરે ભારત પાછા જવાની પહેલી ફ્લાઈટ પકડી.

જાનકી અને નીલમ રોકાયા. નીલમ ભલે ચંદરના હાથ નીચે હતી. તેનામાં વાકચાતુર્ય અને દલીલ બાજી કરવાની શક્તિ ખૂબ ઠાંસી ઠાંસીને ભરેલી હતી. દેખાવડી, સુંદર અને સામેવાળાને શીશામાં ઉતરવાની કળા તેને વરી હતી. તેને જાનકીની વાત હ્રદય સોંસરવી ઉતરી ગઈ. ‘ભલે તે કાર્યે વકીલ હતી પણ સ્ત્રી હતી’. જાનકીની મનોદશા સમજી શકી. તેને ગળે પણ વાત ઉતરી.

નીશાના ઉદરમાં ઉદયની નિશાની પાંગરી રહી હતી. જાનકીને માતા બનવુ હતું, પણ પણ ઉતાવળ ન હતી. તેથી તે સાવચેતી રાખતી. નીશા, ભલે મિસ ઈન્ડિયા થઈ હતી. મિસ વર્લ્ડ બનતા રહી ગઈ. તે જુવાન હતી. આંધળુકિયા કરવામાં માનતી. પોતાની જાત પર કોઈ સંયમ ન હતો. તેને કોઈ પણ ભોગે ઉદય જોઈતો હતો. અરે, તેના બાળકની માતા થવાના સમાચારે ઉદય ન પિગળ્યો. તેને’ જાનુ, જાનુ’ કહી અપમાનિત કરી. નીશા આ અપમાન સહન ન કરી શકી. ઉદયને મારી તેના હાથમાં શું આવ્યું, ‘કેનેડામાં ચેર’!

ચંદર મુબઈના એરપૉર્ટ પર ઉતર્યો. તેનું કાર્ય પ્રશંશનિય હતું. સીધો અને સરળ કેસ હતો. તે હાર્યો પણ તેમાં તેનું કશું જ ચાલવાનું ન હતું.  આતો પરદેશની ધરતી પર કાબેલ વકિલ જોઈએ એટલે તેના પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. પ્રોડ્યુસર જાતે તેને લેવા એરપૉર્ટ પર ગયો હતો. પોતાના  ગેરવર્તન કાજે શરમિંદો બન્યો હતો.  નીલમ અને જાનકી પણ સાથે આવ્યા  હતા. ફરી પાછી રાહતની અપીલ પર અમલ થાય, એ જોવા પાછા જવાનું મનોમન નક્કી કર્યું હતું !

જાનકીને આનંદ થયો , તુ નહી તો તેરા બચ્ચા’ કહી મોકળા મને ઘરમાં પ્રવેશતા રડી રહી. આટલા દિવસોથી આંખમાં શમાવેલા આંસુનો બંધ આજે  બધી  દિવાલો ભેદી વહી રહ્યો. ઉદય વગર તેને ઘર ખાવા ધાયું. છેલ્લા છ વર્ષથી તે અને ઉદય બાંદ્રાના પાલી હિલ પર રહેતા હતા. હકિકત હવે તેને ડરામણી લાગી. ઉદય સિવાય તેને કોઈ બીજા પુરૂષ મિત્રો હતા નહી !  પોતાની જાત પર કાબૂ મેળવ્યો. અંહીની હાલત કેવી હશે તેની કલ્પના કરતી રહી. પોતાના ચક્રો ગતિમાન કર્યા. અંહી તો તેને એક કહેતા એકવીસ લોકો મદદ કરે તેવા હતાં. નીશાના ભાઈનો બદઈરાદો જાણી ગઈ હતી.

કોઈ પણ ભોગે તેને એક નવો પૈસો પણ ન મળે એવો મનસૂબો કર્યો. ઈન્શ્યોરન્સના એજન્ટને ઘરે બોલાવી તેની ખાતર બરદાસ્ત કરી બધું જાણી લીધું. ઈન્શ્યોરન્સના એજન્ટને મોટી રકમ આપવાની વાત પણ કરી.  ઇન્શ્યોરન્સ એજન્ટ જાણત હતો કે આવા કિસ્સામાં કશું જ વળતર મળવાનું નથી. તે કાબેલ અને ખંધો હતો. જાનકીના હૈયાની લાગણીઓનો દૂરુપયોગ કરી જે પૈસા મળ્યા તે સ્વીકાર્યા.

જાનકી ભાંગી પડી હતી. ઉદય તેના અભિનયના જગતનો સમ્રાટ અને તે તેની સમ્રાજ્ઞી હતી. ભર જુવાનીમાં ઉલ્કાપાત મચી ગયો હતો. ઉપર ઉપરથી શાંત લાગતી જાનકીના દિલમાં નિરાશા અને દર્દ છવાયા હતા. અંહીના પહેલા આપેલી તારિખ મુજબના શુટિંગ પૂરા કર્યા. હમણા કોઈને નવી તારિખો આપવાની ના પાડી. તેને પાછા કેનેડા જવું હતું. જેમ બને તેમ જલ્દી. નીશાને ‘ચેર’ મળવાને હજૂ વાર હતી. ભારત  આવતા પહેલાં અરજી કરીને આવી હતી. તેણે નીલમને હથેળીમાં રાખી. મ્હોં માગ્યા પૈસા આપ્યા અને પાછા કેનેડા જવાની બાહેંધરી લીધી. બે મહિના થઈ ગયા. ઈન્શ્યોરન્સ તરફથી નીશાના ભાઈને કાંઈ મળ્યું નહી.

‘મિસ નિલમ, ક્યારની કેનેડાની ટિકિટ બુક કરાવું’?

‘એક અઠવાડિય પછી ગમે ત્યારે’.

‘લગભગ દસ દિવસનો સમય લાગશે. આપણે ત્યાંથી બધું પાકુ કરીને આવવાનું છે’.

‘ભલે’.

વકિલો કામ વગર વધારે પડતું બોલે નહી. નીલમ પણ ધમધોકાર કમાતી હતી. તેના કિસ્સામાં બુ્દ્ધિ અને રૂપનો સુમેળ ઈશ્વરે કર્યો હતો. બધા કેનેડિયન કાયદા અને જૂના કિસ્સાનું અધ્યયન કરવાનો એને પૂરતો સમય મળ્યો હતો. તેની મિત્ર જે કેનેડામાં કૉર્ટમાં ભટકાઈ હતી તે ખૂબ મદદગાર થઈ. નીલમે કેનેડા જવાની તૈયારી શરૂ કરી. એરપૉર્ટ પરથી બન્ને જણ ‘એર કૅનેડામાં ‘ ઉપડ્યા.  રસ્તામા જાનકી બહુ બોલવાના મુડમાં ન હતી ! આ પહેલાંની મુસાફરી દરમ્યાન ઉદય સાથે હતો એટલે તે ગુમસુમ બની ગઈ.

આવતાની સાથે બીજે દિવસે બન્ને કૉર્ટમાં ગયા. શની અને રવી હોવાને કારણે સોમવારે જજને મળવા જવાની એપોઈન્ટમેન્ટ મળી. જજે કરેલી અરજીનો જવાબ સંભળાવ્યો. જજ પર જાનકી્ની હ્રદય સ્પર્શી વાત અસર કરી ગઈ. નીલમની અદા અને છટાએ પણ મહત્વનો ભાગ  ભજવ્યો.

જજ પર નીલમની અદા અને જાનકીની સચ્ચાઈ  કામ કરી ગયા. નીશાને  સજા બાળકના આગમન પછી મળશે એવું જજે જાહેર કર્યું !’ જાનકીને જ્યારે કહેવાનો મોકો મળ્યો ત્યારે તેમાં અભિનય નહી સચ્ચાઈનો રણકો સંભળાયો હતો. ગુનો નીશાએ કર્યો હતો, આવનાર નિર્મળ, પવિત્ર જીવનો તેમાં શું વાંક ? કેનેડાની કૉર્ટના જજે મોટાઈ દાખવી મંજૂર રાખી. જજમાં ન્યાય તેમજ માણસાઈના દર્શન થયા. તેને થયું આ સ્ત્રીને ગુનાની સજા મળવાની છે. બાળક તો મરનારની યાદગીરી છે !

જાનકી અને નીલમ ખૂબ ખુશ થયા. બન્ને જણા રાતના બારમાં ગયા. બેફામ પીને ટેક્સીમાં ઘરે આવ્યા. સવારે નશો ઉતર્યા પછી પહેલું કામ જાનકીએ કાયદેસર તે બાળકની માતા બનવા માટે જરૂરી વિધિ હતી તે પૂરી કરવા નીલમની સહાય લીધી. દસ દિવસના ટુંકા ગા્ળામાં કાયદેસરની બધી વિધી પૂરી કરવાની હતી.

જજની પરવાનગી લઈને નીશાને મળવા ગયા. નીશા તો ઓળખાય એવી હાલતમાં ન હતી. જાનકી પહેલા ન ગઈ. નીલમે ખૂબ પ્રેમાળ પણ કડક ભાષામાં નીશાને સમજાવી કાગળ ઉપર સહી કરવા મજબૂર કરી. નીશાને મન તો ન હતું. અંદરથી દ્વેષ સપાટી ઉપર આવી ગયો. ‘શામાટે જાનકીને તેના બાળકનું સુખ મળે”?

નીલમે તેની એક ન માની . પછી જાનકી આવી. જાનકી નીશાની અવદશા પર રડી ઉઠી. નીશાનો અંતઃકરણ પૂર્વક આભાર માન્યો, ઉદય નહી તો તેનું પ્રતિક મને સોંપવા બદલ આભાર.” કાયદેસર બધી કાર્યવાહી પૂરી કરી. બાળકના જન્મ પછી નીશાનું ક્યાં, કેવી રીતે ‘ચેરનું એક્ઝીક્યુશન ‘થશે તેની કોને દરકાર હતી ?****************

 

પ્રીત ના કરીયો કોઇ (૧૦) રાજુલ શાહ

નીશા…નીશા..

મા બુમો મારતી રહી અને નીશા પોતાની મસ્તીમાં આયના સામે જોઇને પોતાના સૌંદર્યનો આસવ માણતી રહી. આજે જ કોલેજની ટેલેન્ટ ઇવનિંગમાં તેને મિસ. સેન્ટ ઝેવિયર્સનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. હજુ તો એનો નશો ઉતરે એ પહેલા એના કાનમાં કોઇ કહી ગયું હતું “ આ તો શરૂઆત છે મિસ નીશા અહીંથી તમારે અટકવાનું નથી. હજુ તો આગળ ઘણી બધી સફળતાના તાજ તમારે માથે શોભવા રાહ જોઇએ રહ્યા છે. અને મિસ નીશાનો આત્મવિશ્વાસ વધુ દ્રઢ બન્યો હતો. એ કાર્તિક હતો.

કાર્તિક….શહેરનો પ્રખ્યાત ફોટોગ્રાફર. એ ધારે તેને સૌંદર્યનો તાજ પહેરાવી શકે એટલી ખુબીથી યુવતિઓના પોર્ટફોલિયા તૈયાર કરી શકતો હતો. કોલેજ, પબ્લીક ફંકશન એ જ્યાં જતો ત્યાં એની નજર ચહેરાની સુંદરતા શોધી લેતી. આજ સુધીના જાણીતા ફેશન ડિઝાઇનર સુધી પહોંચવા યુવતિઓ કાર્તિકના સ્ટુડિયોના ચક્કર કાપતી રહેતી. જો કે નીશાના મનમાં હજુ સુધી તો આવા કોઇ ઉમંગ કે તરંગ જાગ્યા નહોતા. પણ આજની સાંજ એના માટે સપનાની વણઝાર લઈને આથમી હતી. નીશાનું મન હવે એક પછી એક કોન્ટેસ્ટ જીતવા તત્પર બન્યું હતું રાત્રે આંખમાં ઉંઘના બદલે મિસ ઇન્ડિયાનો તાજ જીતી લેતી નીશાની આસપાસ ફ્લેશ લાઈટો ઝબૂકતી દેખાતી હતી.

મધ્યમ વર્ગી માતા-પિતામાં નીશાની આવી કોઇ ખ્વાહિશો પુરી કરવાની તાકાત પણ નહોતી કે નહોતી કોઇ ઇચ્છા. ભણી ગણીને એક સારું ઘર, યોગ્ય વર શોધીને નીશાને પરણીને, ઠરી-ઠામ બને એટલે બસ….કોલેજની ટેલેન્ટ ઇવનિંગમાં તો બસ ખાલી એક સાહસ ખાતર ભાગ લીધો હતો નીશાએ જે એના પિતાને તો જરાય મંજૂર નહોતું. નીશાએ મા ને મનાવી લીધી હતી. તે સમયે તો દિકરીની એક માત્ર જીદ પુરી કરવા મા એ પણ પિતાને સમજાવી લીધા હતા.

મિસ ઝેવિયર્સનો ખિતાબ જીતી તે દિવસની સાંજે કાર્તિકે નીશાની પાંપણો પર જે સોનેરી સપનાની લકીર આંજી દીધી હતી તેને સાકાર કરવા નીશાની કાર્તિકના સ્ટુડિયો પર આવન-જાવન વધતી ગઈ. કાર્તિકે જે ખુબીથી નીશાના ચહેરા અને એના સૌંદર્યને કચકડે મઢવા માંડ્યા હતા એ જોઇને નીશા પણ પોતાના પર આફરીન થઈ જતી. કાર્તિકની એ ખુબી હતી, ઉગતા સૂર્યની લાલિમાની આગળ ઝળકતો નીશાનો ચહેરો, ઝાકળની તાજગી વચ્ચે ચમકતો નીશાનો ચહેરો, રાતની ચાંદનીમાં મલપતું નીશાનું લાલિત્ય. કાર્તિકે કમાલ કરી દીધી હતી.

આજ સુધી ક્યાં છુપાયો હતો આ સૌંદર્યનો ખજાનો? કોઇએ કેમ એને કહ્યું નહોતું કે તે આટલી ખુબસુરત છે? સીધા-સાદા પિતાના ખીસ્સાને પરવડે એવા કપડાથી આગળ નીશાએ કશું જ વિચાર્યું નહોતું. પણ હવે આટલેથી કામ ચાલવાનું નહોતું. બ્યુટી કોન્ટેસ્ટ જીતવા માટે માત્ર ચહેરાની ખુબસુરતી જ પુરતી નહોતી. એના માટે જરૂરી હતી ફિઝિકલ ફિટનેસ, સ્માર્ટનેસ અને જુદા જુદા રાઉન્ડ માટે અત્યંત ફેશનેબલ ડ્રેસ.

માંડ માંડ તૈયાર થયેલા પિતાએ હાથ ઉંચા કરી દીધા. એમને કોઇ તાકાત કે તૈયારી જ નહોતી આવા બધા ફાલતુ ખર્ચા માટેની.

“ હાસ્તો વળી ફાલતુ જ ને!”

એ બરાડી ઉઠતા નીશા પર. ફેશન શૉ કે બ્યુટી કોન્ટેસ્ટની પાછળની વણકહેલી વાતોથી એ અજાણ્યા તો નહોતા જ ને? દિકરી આવા બધા ઉફાંગો આદરે અને એમાં એમને ઘસડાવું બિલકુલ મંજૂર નહોતું.

હવે નીશા પણ જીદ પર આવી ગઈ હતી. ઉગતી યુવાનીના સપનાને ઉગતા જ ડામી દેવા હવે એ તૈયાર નહોતી. એક નાની સફળતાનો નશો દિલો-દિમાગ પર છવાઇ ગયો હતો. માતા-પિતાની વાતો કુવામાંના દેડકા જેવી સંકુચિત લાગતી હતી. દુનિયા ક્યાંની ક્યાં આગળ વધી ગઈ છે અને મા-બાપુ હજુ એ જ જુનવાણી માનસિકતા લઈને જીવતા હતા. તક મળે છે અને એનો લાભ લેવાનો છે ને? કેટલીય યુવતિઓ છે જેમની પણ ઇચ્છા સ્વપ્ન સુંદરી બનવાની હશે પણ એના માટે કૌવત જોઇએ ને? મારામાં એ કૌવત છે અને એના બળ પર હું જીતવા માંગું છું , પણ એ સફળતા ઘેર બેઠા તો ના જ આવે ને? હોંશિયારી હોય, ગોલ્ડ મેડલ ખીસ્સામાં હોય તો પણ નોકરી માટે મહેનત તો કરવી જ પડે છે ને? ઘેર બેઠા કોણ નોકરી આપી જાય છે? પણ ???? એ શક્ય બને ખરું??? પોતાની હોંશિયારી કે મહેનત અને નસીબની બલિહારી ગોલ્ડ મેડલ મેળવવા પુરતી હતી પરંતુ નીશાને જે જંગ જીતવો હતો એ જીતવા પોતાની રૂપરાશિ પુરતી નહોતી, એના માટે ખણખણતા ઢગલો રૂપિયા જોઇશે એ વાતથી નીશા ય ક્યાં અજાણ હતી ? અને એ બાબતમાં પોતાના પિતા તરફથી સહકાર નહી મળે એની પણ એને જાણ હતી.

કાર્તિક પાસે દરેક સવાલોના જવાબો હતા, દરેક સમસ્યાઓના ઉકેલ હતા. એની વગથી નીશાને સ્પોન્સરર મળી ગયા. શહેરના અદ્યતન શૉ રૂમની જાહેરખબર માટે નીશાની પસંદગી થઈ ગઈ. આખા વર્ષ માટે “ કનિશા” ની ડિઝાઇનર સાડીઓ, ઘાઘરા-ચોલી, પંજાબી, અનારકલી માટે નીશાની મોડેલ તરીકેની પસંદગી થઈ ગઈ. વળતરરૂપે એને બ્યુટી કોન્ટેસ્ટ જીતવા માટે આખા વર્ષ માટે જરૂરી તમામ ખર્ચા મળી જવાના હતા.

અને શરૂ થઈ ગઈ નીશાની કવાયત… સવારથી ફિટનેસ સેન્ટર, બ્યુટી ટ્રીટમેન્ટ, ફોટોશુટ.

આખાય વર્ષની પસીનો વહાવી દેતી મહેનત અને નીશાની ધીરજ આખરે રંગ લાવી. મિસ ઇન્ડીયાની કોન્ટેસ્ટ માટે એનો પોર્ટફોલિયો મોકલવામાં આવ્યો. ધડકતા દિલે એ જે પરિણામની રાહ જોઇ રહી હતી એ આજે તેના હાથમાં હતું. નીશાની મિસ ઇન્ડિયા માટે પસંદગી થઇ હતી.

જે પરિણામને લઈને નીશા ઉત્તેજીત હતી એ જ પરિણામને લઈને ઘરમાં પણ ઉત્તેજનાનું વાતાવરણ સર્જાયું હતું. એ ઉત્તેજના અત્યંત સ્ફોટક હતી. ઘરમાં લાવા ખદબદતો હતો. નીશાની ખુશી સાતમા આસમનને આંબતી હતી તો પિતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યોં હતો. મા બંને વચ્ચે પારેવાની માફક ફફડતી હતી. એને પણ નીશાનું આ સાહસ કે જીદ જરાય પસંદ નહોતા અને સાથે સાથે દિકરીની સફળતાથી અંજાઇને આસપાસ કે મિત્ર વર્તુળમાં નીશાની વાહ-વાહ થતી એ પણ ગમતી હતી. પરંતુ મા ને ખબર હતી કે નીશાના પિતા કોઇ કાળે આ વાત મંજૂર નહીં જ રાખે. બ્યુટી કોન્ટેસ્ટમાં દિકરી જે રીતે પેશ આવવાની હતી એ સીધી-સાદી પ્રકૃતિ ધરાવતા પરિવારની આજ સુધી અકબંધ જળવાયેલી આબરૂ વેર-વિખેર કરી નાખવાની હતી એ વાત માતા-પિતા ખુબ સારી રીતે સમજતા હતા અને નીશાને સમજાવવા માંગતા હતા.

“ આબરૂ એટલે શું?” મને જે ખ્યાતિ મળશે, જે નામના મળશે તેનાથી તો આ સામાન્ય ઘરની ઇજ્જત પર ચાર ચાંદ લાગી જવાના એટલી વાત કેમ સમજતા નહોતા એની નીશાને સમજણ પડતી નહોતી અથવા એ સમજવા માંગતી નહોતી.

“ચાર ચાંદ નહી લાગે પણ ચાર દિવાલોની વચ્ચે ગોંધાઇને જે દિવસે વિષના ઘૂંટડા પીવાનો વારો આવશે ને નીશા એ દિવસે તારું મ્હોં જોવા તારો આ અભાગીયો બાપ જીવતો નહી હોય એટલું લખી રાખજે નીશા”

ફળફળતો નિસાસો નીશાની છાતીમાંથી સરી પડ્યો. કઈ કાળ ઘડીએ પિતાના મ્હોંમાંથી આ શબ્દો સરી પડ્યા હતા? આજે સાચે જ એવી કાળ ઘડી નીશાના જીવનમાં ઉતરી આવી હતી..કેનેડાની જેલની ચાર દિવાલો વચ્ચે નામોશીના વિષના ઘૂંટડા પીતી નીશાનું અભાગી મ્હોં જોવા એના પિતા જીવતા નહોતા. નીશાને બે હાથે પોતાનું માથું કુટવાનું મન થતું હતું. પિતાના મોતને યાદ કરીને આજે એ છુટ્ટા મ્હોં એ રડી પડી ત્યારે એને સાંત્વન આપવા, એના બરડે હાથ પસવારવા કે બે શબ્દ સાંત્વનના આપવા કોઇ હાજર નહોતું.

જે દિવસે મિસ ઇન્ડીયાનું ટાઇટલ જીતી ત્યારે તો એની ચોમેર વાહ-વાહ થઈ હતી. સગા-સંબંધીઓ, મિત્ર વર્તુળ અને આસપાસમાં જે નીશાને ખાસ ઓળખતા નહોતા એ પણ જાણે એના અગંત હોય એવી વાતો લઈને મિડીયા સામે ઉપસ્થિત થતા. નીશાને પિતાની ના-મરજી હોવા છતાં મિસ ઇન્ડીયા બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને એ તાજ જીતી ગઇ. પિતાએ તો તે દિવસથી જ એના નામનું નાહી નાખ્યું હતું. પરંતુ સફળતાની ચકાચોંધ વચ્ચે નીશાને પોતાનું સપનું સાકાર થવાના એ સુખ આગળ એ દુઃખ વામણું લાગ્યું હતું.

મિસ ઇન્ડીયા પછી એ મિસ વર્લ્ડનો તાજ જીતવા તૈયાર હતી. એના માટે એણે હંમેશ માટે મુંબઈ આવવાની પણ તૈયારી કરી લીધી. નીશાને હવે સ્પોન્સરર શોધવાની જરૂર નહોતી, સ્પોન્સરર જ એને શોધતા આવતા હતા. એક પછી એક કદમ આગળ વધતી નીશા એની પાછળ કંઇ કેટલું ય છોડતી આવી હતી અને એનો તો હવે એને વસવસો ય રહ્યો નહોતો. મિસ ઇન્ડીયા કરતાં આ વધુ કપરી કસોટી હતી અને એના માટે નીશાને જે કંઇ કરવું જરૂરી હોય તે કરી છુટવા એ તૈયાર હતી.

ફરી એકવાર ફિટનેસ સેન્ટર, બ્યુટી ટ્રીટમેન્ટ અને જ્યુરીના સવાલો સામે હાજર જવાબી બનીને ઉપસ્થિત થવાની માનસિક કવાયત…બધું જ ફરી એકવાર શરૂ થઈ રહ્યું હતું. સમય તો ક્યાંય વહી રહ્યો હતો. નીશાને દિવસ-રાત એક થઈ જતા લાગતા એટલી હદે એ વ્યસ્ત બનતી જતી હતી. અને એ દિવસ પણ આવીને ઉભો રહ્યો. સાઉથ આફ્રિકાના કેપ ટાઉનની ધરતી પર તેણે બીજી અનેક સુંદરીઓ સાથે પગ મુક્યો ત્યારે હ્રદય એક થડકારો ચુકી ગયું. આહ ! આ સ્વપ્ન નગરીમાં તે સ્વપ્ન સુંદરી બનવા જઈ રહી હતી.

એક પછી એક રાઉન્ડ એ જીતતી ગઈ અને રનર અપમાં આજે તે સ્ટેજ પર ઉભી હતી. ચારેકોર લાઇટની આંખો આંજી દે તેવી રોશની અને ફટાફટ ફ્લેશ થતા કેમેરાઓનો તે સામનો કરી રહી હતી. નાનકડા પરિવારની એ સામાન્ય છોકરી આજે ક્યાંની ક્યાં પહોંચી ગઈ હતી !! ફ્લેશ થતી લાઇટો વચ્ચે પિતાનો મુરઝાયેલો અને મા નો વિલાયેલો ચહેરો ઝબકી જતો હતો.

આજે કેનેડાની ચાર દિવાલોની ઝાંખી રોશનીમાં પણ નીશાને પિતાનો મુરઝાયેલો અને મા નો વિલાયેલો ચહેરો યાદ આવી ગયો. મિસ વર્લ્ડનું ટાઇટલ તો એ જીતી શકી નહોતી પરંતુ ભારત પાછા આવતાની સાથે એને ફિલ્મોની ઓફર એરપોર્ટ પર જ મળવા લાગી હતી. એ જ્યારે પાછી ફરી ત્યારે એરપોર્ટ પર જ મીડિયા એને ઘેરી વળ્યું હતું. એનો આ આખી સફર દરમ્યાનનો રોમાંચક અનુભવ લોકો સુધી પહોંચે તે પહેલા જ એ બોલીવુડના દિગ્દર્શકની નજર સુધી એ પહોંચી ગઈ હતી. એ જાણતી હતી કે જ્યારે એક દરવાજો બંધ થતો હોય તે ક્યાંક બીજે તો ખુલતો જ હોય છે. નીશા માટે તો તેણે કલ્પના પણ કરી ના હોય તેવો દરવાજો અને દિશા ખુલી ગયા હતા.

નીશાએ એની પ્રથમ ફિલ્મ સાઇન કરી અને એ ફિલ્મ ફ્લોર પર જાય ત્યાર પહેલા એ પોતાના ઘેર માતા-પિતાને મળવા માંગતી હતી..જે ઘર-આંગણમાં એનું શૈશવ, યુવાની વિતી હતી એ ક્ષણો તો એને પાછી મળવાની નહોતી પણ ઘણા લાંબા સમય સુધી હવે કદાચ એ ઘર-આંગણ જોવા નહીં પામે એટલે જે સમય મળે તેને માણી લેવા માંગતી હતી. નીશાને લઈને ન્યુઝ પેપર અને ટી.વી પર જે સમાચારો અવાર-નવાર પ્રસારિત થતા હતા તેના લીધે તેના માતા-પિતાને અત્યંત ખેદ થતો હતો . નીશાએ ફિલ્મ સાઇન કરી છે એ સમાચાર તો તેમના માટે ધરતી માર્ગ આપે તો સમાઇ જવા જેટલા શરમજનક હતા.

ફિલ્મોમાં આવતા ખુલ્લે આમ દ્રશ્યો, તદ્દન કઢંગા કહી શકાય તેવા કપડામાં શરીરનું પ્રદર્શન તો આજકાલની જરૂરિયાત બની ગયા હોય તેટલી સ્વાભાવિક રીતે રજૂ થતા હતા. નીશાને પણ તેની ફિલ્મ સાઇન કરી તેના માટે પત્રકારોએ જે સવાલો પુછ્યા હતા તેમાં આ અંગે આડકતરો ઇશારો પણ કરવામાં આવ્યો હતો. અને નીશાએ જે રીતે બેધડક જવાબો આપ્યા હતા તે જોઇને તો તેના પિતાએ ટી.વી બંધ કરીને રિમોટ હાથમાંથી છુટ્ટુ ફેંક્યુ હતું અને ઘરમાં નીશાના નામનો ઉલ્લેખ સુદ્ધા કરવાની પાબંદી મુકી દીધી હતી.

નીશાએ મન મનાવ્યું હતું. કદાચ આજે અકળાયેલા પિતા કાલે એની શોહરત અને સફળતા જોઇને પિગળી જશે અને દિકરીને વ્હાલથી આવકારશે. પરંતુ તેની એ આશા ઠગારી નિવડી. પિતાને એની જ નહીં પણ દુનિયાથી પણ મ્હોં ફેરવી લીધુ. પિતાના અકાળ અવસાને નીશાને હચમચાવી મુકી પરંતુ હવે તે લાચાર હતી. ફિલ્મ સાઇન કર્યા બાદ કોન્ટ્રાક્ટ પ્રમાણે તે ક્યાંય ખસી શકે તેમ નહોતી.

જો કે તેનો આ આઘાત લાંબો ટક્યો નહીં પ્રથમ ફિલ્મની સફળતા અને તરત જે બીજી ફિલ્મનો કોન્ટ્રાક્ટ મળતા એ આઘાત તો ક્યાંય વરાળ થઈને ઉડી ગયો. હવે નીશા તેની પ્રખ્યાતીના નશામાં ડુબતી જતી હતી. ખુલ્લી આંખે જોયેલા સપના સાકાર થતા હતા તેમાં બીજુ કંઇપણ વિચારવાની સુધ હવે ક્યાં રહી હતી?

દરેકના મન પર છવાયેલા , અનેક યુવતિઓના દિલની ધડકન જેવા ઉદય સાથે જ્યારે બીજી ફિલ્મનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો ત્યારે તો એ રીતસર હવામાં જ ઉડતી હતી. ઝડપથી સ્ટારડમ મેળવી લેવાની ઝંખનામાં એ જાણે ઝનૂની બનવા માંડી હતી. ઉદય સાથે કામ કરવાની લાલસા ધીમેધીમે ઉદય સાથે જીવન જીવવા સુધી પહોંચી ગઈ હતી.

ફિલ્મમાં ઉદય સાથેના લવ સીન જે ઉત્કટતાથી એ ભજવતી એમાં એના અભિનય માટે વાહ વાહ મળતી પરંતુ એ જાણતી હતી કે આ તેનો અભિનય માત્ર નહોતો, ઉદય માટેની ઘેલછા હતી જે અત્યંત સ્વભાવિક રીતે છતી થતી હતી. તેની આ ઘેલછા ઉદયના બિસ્તર સુધી તેને ખેંચી ગઈ ત્યાં સુધી તો એને વાંધો નહોતો , અરે !ઉદયની નિશાની તેના પેટમાં પાંગરતી હતી અને ઉદય તેને સ્વીકારી લેવા તૈયાર હોત તો ત્યાં સુધી તેને વાંધો નહોતો પરંતુ તેની ઇચ્છા તો ક્યાંય નાયગરાના ધોધમાં વહી ગઈ અને પાછળ જીવનભર પસ્તાવાની લાગણીનો ભાર તેના માથે થોપતી ગઈ.

જે રીતે હવે એ જીવે ત્યાં સુધી ઉદયના બાળકનો ભાર વેંઢારવાનો અને પછી તેને જાનકીને સોંપી દેવાનું એ વાત તેને અસહ્ય લાગતી હતી. ઉદય હોત અને બાળકને એક નામ મળવાનું હોત તે બાળક હતું, તેનું અને ઉદયનું સંતાન હતું, પરંતુ હવે એ ભારરૂપ બની ગયું હતું. સંતાન ઉછેરવાની લાગણી ભાર વેંઢારવામાં ફેરવાઇ ગઈ હતી. આ બોજ અસહ્ય લાગતો હતો. ક્યારેક એ આવેશમાં આવીને પેટ પર પ્રહારો કરી બેસતી. એ જાણતી હતી કે તેના માટે ચેર નિશ્ચિત છે પણ આ બાળકના લીધે જ એની સજા લંબાઇ છે.

કેનેડાની આ ચાર દિવાલો વચ્ચે પિતાની વાત યાદ આવતી હતી. “ ચાર ચાંદ નહી લાગે પણ ચાર દિવાલોની વચ્ચે ગોંધાઇને જે દિવસે વિષના ઘૂંટડા પીવાનો વારો આવશે ને નીશા એ દિવસે તારું મ્હોં જોવા તારો આ અભાગીયો બાપ જીવતો નહી હોય એટલું લખી રાખજે નીશા”

ચારે તરફ રોશની અને લાઇટોની ફ્લેશ તો ક્યાંય ઓસરી ગઈ હતી અને એ સાચે જ આ કાળમિંઢ દિવાલોના ઝાંખા અજવાળામાં નાલેશીના વિષના ઘૂંટડા ગળી રહી હતી અને અભાગી દિકરીના પિતા તો પરલોક સિધાવી ગયા હતા. એની આ નાલેશીના સમાચાર પણ ન્યૂઝપેપરમાં અને ટી.વી પર પ્રસારિત થતા હશે ત્યારે માતા પર શું વિતતી હશે? નીશાના ઉના ઉના નિસાસાથી આ ભીંતો ય લાહ્ય જેવી બની ગઈ હતી.

નિયતી ક્યાંથી ક્યાં લઈ જાય છે? નિયતી કશુંક બનવાનું છે એના આગોતરા એંધાણ આપતી હશે? એ કેનેડા જવા નિકળી ત્યારે અનાયાસે એના મનમાંથી નિકળી ગયું હતું. જે આજે હકિકત બનીને એને પીડા આપી રહ્યું હતુ.

जो मैं ऐसा जानती प्रित कीए दुख होय

नगर ढंढेरा पीटती ‘ प्रित न करीओ कोई’

 

પ્રીત ના કરીયો કોઇ (૧૧) રાજુલ શાહ

ઉદય, જાનકી, નીશા અને રઘુ સૌ કોઇ કેનેડાની આ ટ્રીપ માટે અત્યંત ઉત્સાહી હતા. દરેકનું મન એક ખયાલી પુલાવની ખુશ્બુથી તરબતર થવા માંડ્યું હતું. એક સાથે પત્નિ જેવી પ્રિયતમા- જાનકી- હર ક્ષણ પોતાની આગોશમામ સમાવા ગાંડીતુર નીશા….ઉદય માટે તો આ સોને પે સુહાના જેવી સફર હતી. જાનકીથી અલગ થયા વગર નીશા સાથે સાહચર્ય માણવા મળતું હોય તો ઉદય કઈ ક્ષણ વેડફે?

રઘુ પણ આ વહેતી ગંગામાં હાથ ધોવા તત્પર હતો. ઉદયની મરજી સાચવવાથી તેનું પોતાનું કામ પણ સરળ બનતું હતુ ને? નીશા સાથેના સીન સમયે જાનકીને દુર રાખવાની અને જાનકી સાથે ઉદયનું શુટીંગ ચાલતું હોય ત્યારે નીશાને ક્યાંક રોકેલી રાખવાથી ઉદયનું પરફોર્મન્સ પોતે ધારતો હતો તેનાથી પણ અનેક ઘણું સચોટ આપી રહેતો.

આજે પણ રઘુને એ દિવસો યાદ હતા જ્યારે સ્કૂલમાં વેકેશન હોય ત્યારે તેના પિતા તેને શુટીંગમાં પોતાની સાથે લઈ જતા. તેના પિતા નાનકની કેરિયર સ્પોટ બોયથી શરૂ કરીને આસિસ્ટન્ટ ડિરેક્ટર સુધી પહોંચી હતી. રઘુ નાનો હતો ત્યારે તો એને માત્ર બાળકો જોઇ શકે તેવી ફિલ્મો જ તેના પિતા બતાવતા. પરંતુ શુટીંગ પરથી પાછા આવીને એ મમ્મી સાથે જે રીતે સેટ પરની વાતો કરતા એ સાંભળીને રઘુને હંમેશા એ માયાવી નગરી જોવાની આતુરતા રહેતી. થોડો મોટો થતા નાનક એને સ્કૂલમાં વેકેશનમાં ક્યારેક એની જીદ સામે ઝુકીને શુટીંગ જોવા લઈ જતા. સેટ પર દિગ્દર્શક ભલભલા કલાકારોને પાસે જે રીતે કામ લેતા તે જોઇએ રઘુને આશ્ચર્ય થતુ. એના મનમાં તો આ કલાકારો તો સર્વસર્વા જ હોય તેવી ઇમેજ હતી. પણ દિગ્દર્શક એક સાથે સેટ પરના કલાકાર, કેમેરામેન સૌને પોતાના ઇશારે નચાવતા એ જોઇને દિગ્દર્શક માટે અત્યંત અહોભાવ ઉભો થતો અને મનોમન ગાંઠ વાળતો કે એક દિવસ એ પણ પોતાના ઇશારા પર સૌને દોડતા કરી દેશે.

નાનપણથી મનમાં રોપાયેલું બીજ આગળ જતા અંકુરિત થઇને ફાલ્યુ. કોલેજ પૂર્ણ કરીને અમેરિકા ટેક્નોલૉજીમાં આગળ વધ્યો. અમેરિકા રહીને અમેરિકન ફિલ્મી સ્ટુડિયોમાં તાલિમ લેવા જેટલો ભાગ્યશાળી બન્યો. ફોરેન રિટર્ન માટે ઇન્ડીયામાં આજે પણ એટલો અહોભાવ જોવા મળતો જ હોય છે એ ન્યાયે રઘુને પણ બોલિવુડે આવકાર્યો. હોલિવુડનો અનુભવ એને કામ આવ્યો અને જોત જોતામાં અદ્યતન ટેક્નોલૉજીની જાણકારીથી એને ધડાધડ કામ મળવા માંડ્યું.

 

મોટા મોટા બેનર અને નામી દિગ્દર્શકોનો એ માનીતો કેમેરામેન બની ગયો. અનોખી સૂઝ ધરાવતા રઘુના ઍંગલ, લાઇટ ઇફેક્ટ એટલા તો પરફેક્ટ રહેતા કે એનાથી સમગ્ર દ્રશ્ય દિપી ઉઠતું. પાશ્વભૂમિમાં લાઇટ-શેડ્સની ઇફેક્ટથી પ્રાકૃતિક દ્રશ્યો પણ એટલા આબેહુબ કંડારતો કે પ્રેક્ષકોને તે લોકેશન પર જ ઉભા હોય તેવી અનુભૂતિ થતી. ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધતા રઘુને તો તે સમયે માત્ર અને માત્ર પોતાની કેરિયર મજબૂત બનાવવા સિવાય બીજુ કંઈ સૂઝતુંપણ નહોતું. ફિલ્મી ચકાચોંધ કે બીજી કોઇએ ગ્લેમર એને સ્પર્શી નહોતી ત્યાં સુધી જ્યાં સુધી એણે જાનકીને એણે જોઇ નહોતી.

જાનકી જે રીતે એના જીવનમાં પ્રવેશી એ ક્ષણે તેનું જીવન જાણે જાનકીમય બની ગયું.. એક ઉગતી સવારની લાલિમા વચ્ચે મંદિરમાંથી પૂજા કરીને નિકળતી જાનકી પર ફિલ્માંકન કરવાનું હતું. સૂર્યોદય થાય તે પહેલા જ આખુ યુનિટ સમુદ્ર તટે આવેલા એ મંદિરની બહારના નૈસર્ગિક લોકેશનમાં શુટીંગ માટે તૈયાર હતું. જાનકી પણ અત્યંત સાદા સુરુચીપૂર્ણ કપડામાં આછા મેકઅપ સાથે તૈયાર હતી. સમુદ્રમાં માથાબોળ નાહીને સૂર્ય અર્ચના કરીને એણે મંદિરમાં પૂજા કરવા પ્રવેશ લેવાનો હતો. આખો સીન જાનકીને સમજાવી દેવામાં આવ્યો હતો. અહીં સંવાદની કોઇ આવશ્યતા નહોતી પણ બેકગ્રાઉન્ડમાં હળવા સંગીત સાથે જાનકીને ગણગણવાનું હતુ.

“ કારં બિંદુ સંયુક્તમ નિત્ય ધ્યાયંતિ યોગિનઃ

કામદં મોક્ષં ચૈવ ઓમકારાય નમો નમઃ”

બધા જ એકદમ તૈયાર હતા…જાનકી પણ,

દૂર ગગનમાં હળવી તેજરેખાની પાછળ ઉજાસ રેલાવાની શરૂઆત થવાની તૈયારીમાં હતી. જાનકીને ઇશારો કરતાં એ પાણીમાં ઉતરી. પાણી ઝાઝું ઊંડું પણ નહોતુ. એક બાજુ મંદિરની ઝાલર શરૂ થઈ અને બીજી બાજુ સૂર્યનારાયણે દેખા દીધી.જાનકીએ હાથમાં કળશ સાથે માથાબોળ પાણીમાં ડૂબકી મારી અને બહાર આવી. કળશમાં ભરેલા પાણીથી સૂર્યદેવને અંજલી આર્પી અને બહાર આવતા જ એનો પગ લપસ્યો. ઉભી થવા ગઈ અને ફરીથી લપસી, કલ્પના બહારની પરિસ્થિતિ હતી , એ ફરી ઉભી થઈ શકી હોત પરંતુ અત્યારે પુરા યુનિટની જવાબદારી રઘુની હતી એ કેમેરા ફેંકીને દોડ્યો. જાનકી આગળ સરી જાય કે પાણી તેના પેટમાં જાય તે પહેલાં જાનકીનો હાથ પકડીને એણે ખેંચી લીધી. ગભરાયેલી જાનકી રઘુને વળગી પડી. જાનકીને હળવેકથી ઉચકીને એ બહાર આવ્યો. ગભરાયેલી જાનકી હજુ રઘુને વળગેલી જ હતી એને હળવેથી નીચે ઉતારીને રઘુએ એના ચહેરા પર ધસી આવેલા વાળને હટાવી. ઉંડો શ્વાસ લેતા જાનકીએ આંખો ખોલી અને રઘુ સામે જોયું.

 

બસ, એ ક્ષણ રઘુ માટે કંઇક નવી લાગણી મુકતી ગઈ. એને પોતાને વ્હાલથી જાનકીને વળગી પડવાનું મન થઈ આવ્યું. માંડ માંડ જાતને કાબુમાં રાખીને એણે જાનકીને ટેકો આપીને ઉભી કરી. ઉભી થયેલી જાનકીએ જે આભારવશ નજરે રઘુ સામે જોયું એ નજર હંમેશ માટે એના દિલમાં કોતરાઇ ગઈ.

એ જાણતો હતો, જાનકીનો ભૂતકાળ, વર્તમાન સમયમાં ઉદય સાથે લગ્ન બંધનમાં જોડાયા વગરનું દાંપત્ય જીવન, બધું જ જાણતો હતો પણ હવે એ વિવશ હતો. જાનકી તરફના એના એક તરફી પ્રેમનો કોઇ આવિર્ભાવ નહી મળે તેની પણ તેને ખબર હતી. પરંતુ જાનકી જ્યારે જ્યારે એની સામે જોતી કે એની લાગણીઓ બેકાબુ બની જતી. જેનું કોઇ ભવિષ્ય નથી એવી વાંઝણી લાગણીઓ તેને ભસ્મીભૂત કરી દેશે એનો ય તેને અંદેશો હતો પણ હવે મન કેમે કરીને રોક્યું રોકાય તેમ નહોતું.

હવે રઘુને હરપળ જાનકી સાથે ક્ષણો માણવાનું મન થતું. આઉટડોર શુટીંગમાં તો એને જાનકીની સાથે જેટલો સમય ગાળવાની તક મળતી એ તમામ તકને એ જીવનભરનું સંભારણું બની રહે તે રીતે જીવી લેવા માંગતો. જાનકી રઘુ માટે એક જાતની આભારવશતાની, અહોભાવની લાગણી જરૂર અનુભવતી હતી પણ તેનાથી વિશેષ કંઇ જ નહીં. પણ હા! રઘુ માટે સીન આપતા સમયે એ બને તેટલી સાનુકૂળ બની રહેતી.

સમય જેમ જેમ આગળ વધતો હતો તેમ તેમ જાનકીના અભિનયની ખ્યાતિ વધતી જતી હતી. ઍવોર્ડ માટે તેનું નામ હંમેશા નોમિનેટ તો થતું જ અને વર્ષમાં ઢગલાબંધ એવોર્ડ સમારંભ યોજાતા તેમાં કોઇ એક-બે એવોર્ડ એને એનાયત થતા પણ ખરા. રઘુ પણ હાઇ ડીમાન્ડીંગ કેમેરામેન તરીકે પ્રસ્થાપિત થતો જતો હતો.

ક્યારેક એને ઉદયની ઇર્ષ્યા થતી. જાનકીની ઉદય સાથેની આત્મિયતા એને ખટકતી પણ હંમેશા એ એની ઇમેજ તો એક સાફ, નિષ્પક્ષ વ્યક્તિ તરીકે જાળવી રાખવા જેટલી સભાનતા કેળવી રાખતો.

કેનેડા શુટીંગ માટે જવાની તારીખો નિશ્ચિત થઇ તે દિવસથી તેનું રોમ રોમ પુલકિત બની ગયું હતું. નવરાશની પળોમાં જાનકી સાથે જેટલો સમય વ્યતિત કરી શકાય તેના માટેની શક્યતાઓ તેનું મન વિચારવા માંડ્યુ હતું. શુટીંગ સિવાયના સમયમાં જો ઉદયને નીશા સાથે સાહચર્ય માણવું હોય તો રઘુ એના માટેની ગોઠવણ કરી આપવા હંમેશા તત્પર રહેતો. જાનકીને અલગ અલગ બહાના હેઠળ, અવનવી જગ્યાઓ લોકેશન બતાવવા કે શોપિંગ કરાવવા પોતાની સાથે ખેંચી જતો. જાનકી પણ રઘુ રાજી રહે તેવું ગમતું. તે દિવસના બનાવ પછી એના દિલમાં રઘુ માટેની કુણી સંવેદનાઓ જન્મી હતી, રઘુ તરફની આભારવશતા દર્શાવવા પુરતી જ બસ, એથી વિશેષ કશું જ નહી.

આજે શુટીંગ પત્યા પછી ઉદય અને જાનકી સાંજ સાથે ગાળવાના હતા એ નિશ્ચિત વાત હતી. નીશાને રાજી રાખવા ઉદય જાનકીને નારાજ કરે એટલો બેવકુફ તો જરાય નહોતો. રઘુએ બસ માત્ર નીશાને ઉદય અને જાનકીની વચ્ચે ન આવે એની તકેદારી રાખવાની હતી.

જાનકી અને ઉદયની સાંજ અને રાત્રી કેવી પસાર થઈ એ તો કહ્યા વગર જ સમજી જવાની વાત હતી. રઘુ જ નહીં, આખુ યુનિટ આ હકિકતથી વાકેફ હતું. ફક્ત સૌ એની સામે આંખ મિંચામણા કરતા હતા. પરંતુ હવે રઘુ કે નીશાથી વધુ સહન થાય એવું નહોતું. બંને જણ જાણતા હતા કે તેમની પ્રીતનો પ્રતિસાદ ક્યારેય તેઓ ઇચ્છે છે એવો નથી જ મળવાનો. આજે તો જાનકી પણ ઇચ્છતી હતી કે ઉદય તેનાથી જરાય દૂર ન જાય.

ઉદયને કેટલાય સમયથી સ્ટારડમ સાચવી રાખવાનો ઉદ્વેગ ,નીશા અને જાનકી વચ્ચે તાલમેલ જાળવી રાખવાની ચિંતાને લીધે અનિદ્રાની સમસ્યા સતાવતી હતી તેના માટે તેના ડૉક્ટરે ડાયઝાપામનો હળવો ડૉઝ લેવાની સલાહ આપી હતી. જાનકી અને ઉદય ડીનર કરવા ગયા ત્યારે જાનકીએ ઉદયના ડ્રિન્કમાં ડાયઝાપામની ગોળી ભેળવી હતી એ પણ રઘુના ધ્યાન બહાર નહોતું અને ઉદય એની આદત પ્રમાણે રાત્રે સુતા પહેલા ડાયઝાપામ લેશે એની પણ એને જાણ હતી જે જાનકીના ખ્યાલ બહાર રહી ગયું હતું.

બીજા દિવસની સવારે જ્યારે નીશા અને ઉદય નાયગરા ઉપરના બ્રિજ પર ટહેલતા હતા ત્યારે રઘુ બરાબર સામેની રેસ્ટૉરન્ટમાં બેઠો નિરાંતે બીયરની ચુસ્કી લગાવતો બેઠો હતો. નીશા અને ઉદયને સાથે જોતા આદતવશ અને જાનકીને સારું લગાડવા બંનેની સામાન્ય દેખાતી હિલચાલને પણ કેમેરામાં કંડારવાનું ચુક્યો નહોતો.

હરીફરીને ઉદયના અકસ્માતનો ગાળીયો જે રીતે નીશા પર આવ્યો ત્યારે એ પુરવાર કરવા રઘુએ ઝડપેલી તસ્વીરોની ક્લિપ મહત્વની પુરવાર થઈ હતી. આમાં આજ સુધી ક્યારેય ન વિચારેલી તક રઘુના હાથમાં આવી ગઈ હતી. ઉદયના કમોત પાછળ નીશાનો હાથ છે એમ તેણે ઝડપેલી તસ્વીરો પરથી પુરવાર થાય તો તો જાનકીને બચાવવાની સાથે જાનકી પર એક વધુ અહેસાન કરવાની તક મળતી હતી,

જ્યારે ઉદયના કરૂણ મૃત્યુ બાદ એના પોસ્ટમોર્ટમમાં ડાયઝાપામના ઓવરડોઝનો ઉલ્લેખ આવ્યો ત્યારે એકલો રઘુ જ હતો જે સત્ય જાણતો હતો. અને રઘુએ સત્ય તરફ આંખ આડા કાન કરશે એવું નક્કી કરી લીધું.એણે ક્યારેય ઉદયને જાનકીએ ડાયઝાપામનો ડોઝ આપ્યો છે એ વાત જાહેર ન થવા દીધી.

નીશા જ્યારે ગુનેગાર સાબિત થઈ ત્યારે રઘુને મનમાં જાનકીને પામવાની શક્યતા વધુ પ્રબળ થતી દેખાઇ. જો કે એ જાણતો હતો કે જાનકીને જીતવી એ સરળ નહોતું પરંતુ એના મનમાં વિશ્વાસ હતો કે ઉદયની ગેરહાજરીથી નિરાશ જાનકીને એ પુરતી સહાનુભૂતિથી જીતી લેશે. ઉદયની ગેરહાજરીથી સર્જાયેલો સુનકાર એની હાજરીથી છલોછલ ભરી દેશે. જાનકીને ક્યારેય એકલી નહીં પડવા દે, એને હથેળીના છાંયે રાખશે………

પણ રઘુની આ કલ્પના શેખચલ્લીના મિનારાની જેમ કડડભૂસ થઈ ગઈ જ્યારે જાનકીએ નીશા પાસેથી ઉદયની એક માત્ર નિશાની મેળવી લેવાની મંજૂરી માંગી લીધી. જાનકીને હવે કોઇની જરૂર નહોતી.

નીશાની જેમ રઘુને પણ હાથમાંથી બધું જ સરી જતું દેખાયુ. ઉદયનું મોત નીશાની જેમ પોતાને પણ તારાજ કરતું ગયું. બસ, એકમાત્ર અફસોસ રઘુને રહી ગયો તેની એક તરફી સ્વાર્થી પ્રીત નીશાને મોતના મ્હોંમાં ધકેલતી ગઈ. જે બની ગયું એને ટાળી શકે તેમ પણ નહોતો અને આજે હવે એ આટલા સમય પછી સત્યનો સહારો લઈને નીશાને બચાવી શકે તેમ પણ નહોતો

 

પ્રીત ના કરીયો કોઇ (૧૨)રાજુલ શાહ

And award goes to miss Janaki Jindal for the best supporting role in “ Amanush”.

તાળીઓના ગડગડાટ વચ્ચે જાનકી જ્યારે સ્ટેજના પગથીય પર પગ મુકી રહી હતી ત્યારે ચારેબાજુથી કેમેરાની લાઇટો ફ્લેશ થતી હતી. સ્ટેજના મોટા સ્ક્રીન પર ‘અમાનુષ’ ફિલ્મમાં જાનકીના રોલના અંશ પ્રદર્શિત થઈ રહ્યા હતા. જાનકીએ જ્યારે ધડકતા હ્રદયે સુપર સક્સેસ ધરાવતી, બોલીવુડની સૌથી સફળ અભિનેત્રી સુનિતા રાવ અને ટોચના દિગ્દર્શક રાજ મલ્હોત્રાના હસ્તે ઍવોર્ડ સ્વીકાર્યો ત્યારે તો તે સ્ટેજ પર માત્ર આભારના બે શબ્દો પણ માંડ બોલી શકે એટલી હદે ગદગદિત થઈ ગઈ હતી.

કલ્પના કરી નહોતી કે તેના આવા ચેલેંન્જીંગ રોલને તે આટલી સફળતાથી ભજવી શકશે. આ રોલ લેવા પાછળ ઘણીબધી દ્વિધા તેણે અનુભવી હતી. મુખ્ય અભિનેત્રીની અપંગ બહેનનું પાત્ર હતું, વ્હીલ ચેર પર જ માત્ર ઘુમતી રહેતી અપંગ બહેનના ભાગે કોઇ ગ્લેમરની ઇફેક્ટ આવવાની નહોતી. ચહેરાના હાવભાવ અને સંવાદ માત્રથી જ અભિનય આપવાનો હતો. અને જાનકી એમાં મેદાન મારી ગઈ હતી.

ફિલ્મના ડિરેક્ટર સુબોધ ભટ્ટાચાર્ય અને જાનકીના પિતા અમરનાથ જીંદાલ ગોલ્ફ ક્લબના મેમ્બર હતા. લાંબા સમય સુધી અમરનાથની ગોલ્ફના મેદાનમાં ગેરહાજરી જોઇને વિવેક ખાતર સુબોધ ભટ્ટાચાર્યે તેમના ઘેર ફોન કર્યો હતો. અમરનાથની માંદગીના સમાચાર સાંભળીને તેમની જોવા હોસ્પીટલમાં પહોંચી ગયા હતા. ત્યાં જાનકી એક ખુણામાં પુસ્તક વાંચતી બેઠી હતી. પિતાને આવા ઉંચા દરજ્જાના દિગ્દર્શક જોવા આવે એ વાત જાનકી માટે સાવ નવી હતી. થોડો સંકોચ અને થોડી અવઢવ અનુભવતી શું બોલવું તેની સમજણ ન પડતા જાનકી એમ જ સ્તબ્ધ સ્થિર બેસી રહી હતી. સુબોધના પ્રશ્નોના હા કે ના માં ઉત્તર આપીને ફરી ચુપ…..

થોડીક ક્ષણો આવી પસાર થઈ ગઈ અને સુબોધ ભટ્ટાચાર્ય અમરનાથ માટે લાવેલો ‘ ગેટ વેલ સૂન’ નો મોટો મઝાનો બુકે તેમના ટેબલ પર ગોઠવીને ચાલ્યા ગયા. અમરનાથ સાજા થઈને ઘેર પણ આવી ગયા અને તેની પાછળ પાછળ એક કલ્પનાતિત સમાચાર લઈને ફરી એકવાર સુબોધ ભટ્ટાચાર્ય તેમના ઘેર આવી પહોંચ્યા. તેમની નવી ફિલ્મ ‘અમાનુષ”માં જાનકી માટે રોલની ઓફર અને સાથે સાઇનિંગ એમાઉન્ટનો ચેક તેમના હાથમાં હતો.

 

જીંદાલ જેવા મારવાડી, રૂઢીચુસ્ત પરિવાર માટે આ વાત જ આખી વાહિયાત હતી. અમરનાથ ભલે અત્યંત ધનાઢ્ય હતા, આધુનિક વિચારો અને ખુલ્લા મનના હતા. જાનકીને તેમણે શહેરની શ્રેષ્ઠ કોલેજમાં ભણાવી હતી. જાનકીના તમામ શોખ તેમણે પોષ્યા હતા. પરંતુ અંતે તો તેમને પણ ખબર હતી કે જાનકીએ ભણી-ગણીને ખાનદાન પરિવારની પુત્રવધુનું પદ જ શોભાવાનું છે. કદાચ એ જ્યાં જશે તે પરિવાર એટલો મુકત વિચારસરણી ધરાવતો ન પણ હોય એટલે મા વગરની જાનકીમાં તેમણે મારવાડી પરિવારમાં ભળી જાય તેવા સંસ્કાર રોપ્યા હતા.

સુબોધ ભટ્ટાચાર્યની ઓફરથી અમરનાથ જ નહીં જાનકી સુદ્ધા ખળભળી ઉઠ્યા હતા. પરંતુ અંતે સુબોધ ભટ્ટાચાર્યે મિત્રને મનાવી લીધા હતા. જાનકીનું પાત્ર જે રીતે આલેખાયું હતું તેમાં કોઇ ગ્લેમર નહોતી કે નહોતી હીરોઇનને ભાગે આવતી છુટછાટ. કચવાતા મને અમરનાથે માત્ર મિત્રનું મન સાચવવા એક ફિલ્મ પુરતી જાનકી માટે છુટ મુકી. જો કે જાનકીને પણ ફિલ્મો પ્રત્યે ઝાઝો લગાવ નહોતો કે તક ઝડપી લેવાનો કોઇ અભરખો પણ નહોતો. બસ, તેણે તો ખાલી જીવનની એકધારી ઘરેડ શરૂ થાય તે પહેલા કોઇ નવી દુનિયામાં થોડી ક્ષણો, થોડા દિવસો ગાળવાના હતા. શરૂ શરૂમાં તો જાનકીને અત્યંત ક્ષોભ થઈ આવતો, અત્યંત નર્વસનેસ અનુભવતી જાનકીને ક્યારેક તો રિ-ટેક ઉપર રિ-ટેક આપવા પડતા. પરંતુ સુબોધ ભટ્ટાચાર્યની ધીરજ અને વિશ્વાસ જીત્યા. તેમણે અત્યંત સલૂકાઇ અને સ્નેહથી જાનકીમાં આત્મવિશ્વાસ ઉભો કર્યો. જેના પરિણામે આજે જાનકીના હાથમાં સુવર્ણ ઢોળ ચઢાયેલો ઍવોર્ડ શોભતો હતો. અને એ એક માત્ર જ નહીં વર્ષ દરમ્યાન જેટલા એવોર્ડ ફંક્શન યોજાયા તેમાં જાનકી બેસ્ટ સપોર્ટીંગ રોલ કે બેસ્ટ ડેબ્યુ માટે નોમિનેટ થઈ અને મોટાભાગના ઍવોર્ડ એ જીતતી ગઈ.

અને અહીંથી જ જાનકીનું જીવન પણ એક નવી કેડીએ કંડારાતું ગયું. પિતાની મરજી કે નામરજીનો હવે કોઇ અવકાશ જ રહ્યો નહોતો. ગઈકાલ સુધીની અબોધ, શરમાળ આંતર્મુખી જાનકીમાંથી એક નવી જાનકી આળસ મરડીને જાગી હતી. આ એક ફિલ્મ તો જાનકી માટે બીજી અનેક ફિલ્મોનું પ્રવેશદ્વાર બની ગઈ. સપોર્ટીંગ રોલમાંથી મુખ્ય રોલ, સીધી સાદી શરમાળ બહેનના પાત્રમાંથી બિન્ધાસ્ત રોલ જાનકી માટે ઓફર થતા ગયા અને એ સ્વીકારતી ગઈ.

જાનકીના બેડરૂમમાં અને એના ઘરના લિવિંગરૂમમાં ઍવોર્ડથી છાજલીઓ ભરાતી ગઈ. અમરનાથના હાથમાંથી જાનકીનો દોર છુટી ગયો હતો અને તેના દિવસો સેક્રેટરીએ નિશ્ચિત કરેલી તારીખો પ્રમાણે ગોઠવાતા ગયા.

ફિલ્મને જરા હવા આપવા, એનું બજાર ગરમ કરવા મોટાભાગે તેના અભિનેતા- અભિનેત્રીના પ્રણયના સમાચારોની ગોસિપને છુટ્ટો દોર આપવામાં આવે એ હવે કોઇ નવી વાત નહોતી પરંતુ કઈ નબળી ક્ષણે એ ઉદયને દિલ દઈ બેઠી તેનો તો તેને અણસાર સુદ્ધા ન રહ્યો. ઉદય પ્રત્યે તેનો પ્રેમ ફિલ્મી નહોતો કે નહોતી કોઇ બજાર ગરમ કરવાની અફવા. જાનકીને આગળ વધવા ઉદય નામની સીડીની પણ જરૂર નહોતી. તે સાચે જ ઉદયને પ્રેમ કરતી હતી. આટલા વર્ષો બોલીવુડમાં પસાર કર્યા બાદ તેને એક હકિકત સમજાઇ હતી કે જે આજે સાથે છે એ કદાચ કાલે સાથે ન પણ હોઇ શકે. આજે જે વ્યક્તિ તમારી છે એ કાલે બીજા કોઇના દિલની ધડકન હોઇ શકે, જેના પ્રેમ પર આજે તમે મુસ્તાક હો એ પ્રેમ કાલે તમને હડસેલીને હતાશાની ગર્તામાં ધકેલી દઈ શકે છે. આ લપસણી ભૂમિથી તે હવે અજાણ નહોતી. કોણ ક્યારે કેવો રંગ બદલી શકે છે તેનો અંદાજ હતો તેને. ઉદય એવો હેન્ડસમ, તરોતાજા, તરવરિયો અભિનેતા હતો કે તેની પાછળ એક નહીં અનેક યુવતિઓ પાગલ હતી. હીરોઇનથી માંડીને સુપર મોડેલ પણ ઉદયની સાથે ફ્લર્ટ કરવા ઉદયની એક નજરની, એક ઇશારાની રાહ જોતી.

જાનકી જાણતી હતી , આ બધું જ પરંતુ હવે તેના દિલો-દિમાગ તેના કાબુમાં નહોતા. ઉદયને પણ જાનકી ગમવા માંડી હતી. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી છવાઇ જતી. સ્ક્રીન પર હોય કે ઓફ સ્ક્રીન, રિલ હોય કે રિઅલ લાઇફ બંને જણ હવે એકમેકમાં ઓતપ્રોત થવા માંડ્યા હતા. ફિલ્મી મેગેઝીનોમાં અવાર-નવાર બંનેની રોમેન્ટિક તસ્વીરો છપાતી રહેતી. સાચા ખોટા કે મસાલા ભરપૂર સમાચારોથી એ બંને જણના નામ હર એક મેગેઝીનમાં ચમકતા રહેતા.

બંનેનું સાયુજ્ય એટલી હદે સામ્ય ધરાવતું કે લગ્ન વગર પણ બંને સાથે રહેતા થઈ ગયા હતા. જાનકી કે ઉદય બંનેમાંથી કોઇએ લગ્ન બંધનમાં જોડાવાની જરૂર લાગતી જ નહોતી. સમય જતા એકબીજા પર આધિપત્ય ભોગવતા થઈ ગયા હતા. માત્ર એક જ વાતમાં બંનેને હંમેશા મતભેદ રહેતો. ઉદયના મનમાં હવે એક સંતાનની ઇચ્છા જાગી હતી જે જાનકીને મંજૂર નહોતું. એ જાણતી હતી કે તેની કારકિર્દી સાતમા આસમાનની ઊંચાઇને આંબી છે અને તે એ પણ જાણતી હતી કે આ તેજ ધીમેધીમે ઝાંખુ પડવાનું છે. જેટલો સમય આજ સુધી મળ્યો છે એ કદાચ કાલથી ન પણ મળે. એ જાણતી હતી કે એક વાર લગ્ન બેડીમાં બંધાઇ કે માતા બનશે કે આ બોલીવુડમાંથી તેની હાઇ ડિમાન્ડ જતી રહેશે. કેટકેટલી નવી અભિનેત્રીઓ પરદા પર છવાવા માંડી હતી ! બે-ચાર વર્ષમાં તો કદાચ તેણે જે રોલથી શરૂઆત કરી હતી એવા સાઇડ રોલ કરવાનો સમય આવી જવાનો છે.

અને આ આજકાલની નીશા !!! એણે તો જાનકીની ઉંઘ હરામ કરી મુકી હતી. જે રોલ જાનકી માટે લખાતા તે નીશાને મળવા લાગ્યા એવી કાનાફૂસી શરૂ થઈ ગઈ હતી. માત્ર બે વર્ષમાં બે ફિલ્મો કરીને નીશાએ સારું કાઠું કાઢ્યું હતુ. રોલ લખાય કે ઓફર થાય ત્યાં સુધી તો કદાચે સહન થાય કારણકે તે જાણતી હતી કે આ ઉગતા સૂર્યને પૂજે એવી દુનિયા છે. નિતનવા ચહેરાની તલાશમાં રહેતી દુનિયા છે. જે જગ્યાએ જાનકીને બેસાડી હતી ત્યાં એક પળમાં અન્યને સ્વીકારી લેનારી દુનિયા છે. પણ ઉદય પર કોઇની નજર તે સાંખી શકતી નહોતી. એ જોઇ રહી હતી કે ધીમેધીમે નીશા ઉદયની નજીક આવતી જાય છે અને ઉદય પણ નીશા તરફ જરા વધુ પડતી દરકાર રાખતો થઈ ગયો હતો.

જાનકી જાણતી હતી ઉદયની બેફિકરી, રંગીલી, મોજીલી પ્રકૃતિ. ઉદયની ભ્રમરવૃતિથી તે સાવ અજાણ હતી એવું ય નહોતુ. ઉદય જ્યાં સુધી કોઇની સાથે ઘડી-બેઘડી સંગ માણી લે ત્યાં સુધીની તેની તૈયારી હતી પરંતુ ઉદયના જીવનમાં, ઉદયના હ્રદય પર તો માત્ર અને માત્ર જાનકી નામ જ કોતરાયેલું હોવું જોઇએ એ વાત નિશ્ચિતપણે તેને ઉદયને જણાવી દીધી હતી.

“ તો પછી ચાલને લગ્ન જ કરી લઈએ. તારા નામ સાથે મારું નામ જોડાઇ જશે તો હું પણ આપોઆપ તારી સાથે જોડાઇ જઈશ જાનુ…”ઉદય કહેતો પણ ખરો. એને ય ખબર હતી કે જાનકી આ માટે હાલ પુરતી તો તૈયાર નહીં જ થાય.

“લગ્ન કરવાની મારી ક્યાં ના છે પણ ફ્લોર પર છે એ બધી ફિલ્મો પુરી તો કરવી પડશે ને? મિસ જાનકી જીંદાલમાંથી મિસીસ જાનકી ઉદય બનશે તે દિવસથી જાનકીનો જાદુ ઓસરી જશે. અને આટલો જલ્દી મારું નામ ભૂંસાઇ જાય એવી ભૂલ મારે નથી કરવી. ઉદય. જો તું મને સાચે પ્રેમ કરતો હોય તો બે વર્ષ ખમી જા. આ ફિલ્મો એકવાર પુરી થઈ જશે તે દિવસે હું મારી સાથે તારું નામ જોડી દઈશ.”

અંતે ઉદયના આગ્રહને માન આપીને જાનકી લીવ-ઇન-રિલેશનશીપ માટે તૈયાર થઈ હતી અને બંને જણા એક સાથે રહેતા થઈ ગયા હતા. પરણિત છતાં અપરણિત કહી શકાય એવી સમજથી જોડાઇ ગયા હતા.

એક ઇચ્છા પુરી થતા ઉદયના મનમાં બીજી એક ઇચ્છા જાગી હતી. હવે તે અવારનવાર જાનકી સમક્ષ તેમના સંતાન માટેની ઇચ્છા પ્રગટ કરતો. જાનકી હજુ ય એની મરજીને અવગણતી.

આઉટડોર લોકેશન પર ઉદયની રંગરેલિયાની તસ્વીરો જોતી અને મનઘડત કહાનીઓ સાંભળતી પણ અંતે તો તેની પાસે પાછા આવતા ઉદયને તે સહી લેતી, સ્વીકારી લેતી. પરંતુ આજકાલ ઉદયનું નામ નીશા જોડે જે રીતે જોડાતું ગયું હતું તેનાથી જાનકીમાં અસલામતીની લાગણી ઉભી થવા માંડી હતી. નીશાને લઈને ઉદય સાથે તે વાદ-વિવાદ પર ઉતરી જતી. ક્યારેક બંને જણ વચ્ચે ગરમાગરમીનો માહોલ સર્જાઇ જતો. ઉદય ક્યારેક જાનકીને મનાવી લેતો તો ક્યારેક તેને અવગણી લેતો. ઉદય જ્યારે જ્યારે જાનકીને મનાવે ત્યાં સુધી તેનો અહંમ, આત્મવિશ્વાસ ટકી રહેતો પરંતુ ઉદય તેની અવગણના કરતો ત્યારે તેનામાં રહેલી સ્ત્રી સહજ ઇર્ષ્યા ફુંફાડો મારીને ઉભી થતી. તે અંદરથી ડરવા માંડી હતી. ઉદયે જે રીતે નીશાના ભાઇના નામે અઢી લાખ ડોલરનો વીમો લીધો હતો અને તેમાં નીશાનું નામ ઉમેર્યું હતું તેને લઈને તે વધુ આશંકિત પણ થઈ હતી. તે જાણતી હતી કે નીશા ઉદયને રાજી રાખવા કઈપણ કરી છુટવા તૈયાર હતી આવી સ્થિતિમાં હાથમાંથી પાણી સરી જાય તે પહેલા તેને ઉદયને કોઇપણ રીતે પોતાનો કરી લેવાનું ઝનૂન તેના દિમાગમાં ઉતરી આવ્યું .

એક પતિ પર પત્નિનું હોય એવું આધિપત્ય ઉદય પર તેનું હોવું જોઇએ એવી જીદ પર ઉતરી આવી. ઉદયને મઝા આવતી. જાનકી પર પોતાનો પ્રભાવ, જાનકીનું આમ તેની પરનું આવલંબન તેનામાં રહેલી પુરુષપ્રધાન વિચારસરણીને રાજી રાજી કરી દેતું.

જાનકી તેને ગમતી, પણ સાથે હવે નીશા પણ ગમવા માંડી હતી. નીશા જે રીતે તેની પર ઓળઘોળ થઈ જતી તેનાથી તેની વૃત્તિઓ કાબુમાં રહેતી નહોતી. એક સાથે બે સ્ત્રીઓ પર તેનો જાદુ ચાલતો હતો એ વાત ઉદય માટે ગર્વની હતી. અને એમાંય જાનકી જે વાતે સહમત નહોતી એ વાત માટે નીશાનો પુરેપુરો સહકાર હતો.

ધસમસતા નાયગરાની ફીણફીણ થઇને વિખરાઇ જતી જળરાશી પરથી ઉઠતી પાણીની શિકરો અને તેના પરથી વહી આવતી કેનેડાની તાજગીભરી હવા, એટલું તો આહ્લલાદક વાતાવરણ હતું કે જાનકીને અહીં પળવાર પણ ઉદયથી દૂર થવું મંજૂર નહોતું જ્યારે કેનેડાના ઉન્માદભર્યા વાતવરણમાં ઉદયને નીશાની કંપની ગમવા લાગી હતી. ઉદયને મનોમન વિશ્વાસ હતો કે જેમ જાનકી તો એને છોડીને ક્યાંય નહીં જાય એવી રીતે નીશા પણ ઉદયથી દૂર રહી શકવાની નથી.

“ઉદય, હું જાણું છું તારી પ્રકૃતિ, આજ સુધી કેટલી વાર તારું નામ અલગ અલગ વ્યક્તિઓ સાથે જોડાયું હશે પણ એને મેં હંમેશા નજર અંદાજ કર્યું છે. ફિલ્મના પ્રમોશન માટે જરૂરી અફવા સમજીને તેને મન સુધી ક્યારેય પહોંચવા દીધુ નથી. પણ નીશા સાથે હું તને જ્યારે જ્યારે જોઉં છું ત્યારે મારું મન કાબુમાં નથી રહેતું અને આ વાત હું તને ખુલ્લેઆમ કહું છું એનો અર્થ એ નથી કે એને તું મારી નબળાઇ માની લે. ફ્લર્ટ કરતાં તો મને પણ આવડે છે. ઘડી-બેઘડીનો સાથ અલગ વાત છે પરંતુ જીવનનો માળો આવી રીતે એક ડાળ પરથી બીજી ડાળ પર બેસવાથી નથી બંધાવાનો. એના માટે તો તિનકા તિનકા એકઠા કરવા પડે. ચકી લાવે ચોખાનો દાણો અને ચકો લાવે દાળનો દાણો અને ચાંચમાં ચાંચ પોરવીને એ દાણાની લિજ્જત માણે તેને સંસાર માંડ્યો કહેવાય.”

“મારી ક્યાં ના છે, માળો બાંધવા તો હું પણ આતુર છું, લાવ તારો હાથ મારા હાથમાં અને ફરી લે ચાર ફેરા મારી સાથે, પણ તારાથી ક્યાં આ ચમક-દમકનો મોહ છુટે છે? તારાથી ક્યાં છુટે છે આ મોહમાયા? માળો બાંધવા આ ચકો તો તૈયાર છે પણ ચકીની હા હોવી જોઇએ ને?” ઉદય હંમેશા જાનકીનો વાંક કાઢીને છુટી પડતો. એ જાણતો હતો કે જાનકીથી આ શાનો-શૌકત એમ સરળતાથી છુટવાની નથી. જ્યાં સુધી તેની માંગ છે ત્યાં સુધી ક્ષેત્ર-સંન્યાસ લેવાનો જાતે નિર્ણય લઈ શકવાની નથી. જાનકી પાસે આ દલીલનો કોઇ જવાબ નહોતો કારણકે ઉદયની વાત સાચી હતી. અને આમ હંમેશની જેમ વાત ત્યાંથી જ અધુરી રહી જતી.

ચાર દિનકી ચાંદની ફિર અંધેરી રાત…જાનકી જાણતી હતી કે એકવાર જો તેની માંગ ઓછી થઈ જશે તો પછી એ ગુમનામીની ગર્તામાં ક્યાંય ખોવાઇ જવાની છે. ઉદયની વાત એક રીતે સાચી જ હતી કે જો એ ટોપ પર છે અને આ લાઇન છોડી દેશે તો તેના માટેનો અહોભાવ અકબંધ રહેશે અને ભવિષ્યમાં કોઇ એવો ખાસ રોલ હશે તો તો તેના માટે તેને યાદ કરશે. આવું તો કેટલીય અભિનેત્રીના જીવનમાં બન્યું જ છે ને. અને જાનકીએ નિર્ણય કરી લીધો કે હાલમાં ફ્લોર પર છે એટલી ફિલ્મો પુરી કર્યા બાદ એ નવી ફિલ્મો નહીં સ્વીકારે. પંદર દિવસ બાદ ઉદયનો જન્મદિવસ છે ત્યારે આખાય યુનિટ સામે પોતાનો નિર્ણય જાહેર કરીને ઉદયને સુખદ બર્થડે સરપ્રાઇઝ આપીને ખુશ કરી દેશે.

It is said that man propose God dispose …ઉદયનો જન્મ દિવસ આવે તે પહેલાં જ ઉદયના મોતનો માતમ સર્જાઇ ગયો.

જે દિવસે જાનકીએ ફિલ્મ ઇન્ડટ્રી છોડી દેવાનો મનોમન નિર્ણય લીધો તે દિવસે તે અંદરથી અત્યંત ખુશ હતી. તેની ખુશી છલકાઇ જાય એટલી હદે ખુશ હતી. ઉદયે પણ તેને એકાદ વાર પુછી લીધું પરંતુ જાનકીએ કોઇ અણસાર આવવા દીધો નહીં.

પણ જાનકીને તે સમયે ક્યાં ખબર હતી કે નીશા પણ ઉદયને એની મનગમતી સરપ્રાઇઝ બર્થડે ગિફ્ટ આપવા થનગની રહી છે…નીશાએ જે દિવસે અનુભવ્યું કે તેના ઉદરમાં ઉદયની નિશાની પાંગરી રહી છે તે દિવસે તેણે પણ મનોમન નિર્ણય કર્યો હતો કે ઉદયના જન્મદિને આખા યુનિટ સમક્ષ ઉદયને ગમતા સમાચાર જાહેર કરીને ઉદય તરફનો તેનો પ્રેમ દુનિયા અને જાનકી સામે સાબિત કરી દેશે અને ત્યારે ઉદય પાસે તેને સ્વીકાર્યા વગર કોઇ વિકલ્પ નહીં રહે. તે જાણતી હતી ઉદયની સંતાન માટેની ઝંખના.

જો કે જાનકી અને નીશા બંને જણ જાણતા હતા કે તેમના આ નિર્ણયથી ઉદયને હંમેશ માટે જીતી તો લઈ શકવાના જ નથી. ઉદયને જે મુક્ત વાતાવરણ જોઇતું હતું તે મોકળાશ તે ગમે તેમ કરીને મેળવી લેવાનો જ છે. તેના માટેની માનસિક તૈયારી તો રાખવી જ પડવાની છે. પણ સાથે એક એવી ય ખાતરી બંનેના મનમાં હતી કે ઉદયને ગમતો નિર્ણય લેવાથી તેમનો હાથ હંમેશ માટે ઉપર રહેવાનો છે.

જાનકી અને નીશા બંનેના નિર્ણયથી અજાણ ઉદય તો એની જ મસ્તીમાં મસ્ત હતો. જાનકી સાથે સાંજનું નાયગરા હોટેલનું ડીનર ખુબ એન્જોય કર્યું. રાત્રી સાથે ગાળી. જાનકી ઇચ્છતી હતી આજની સાંજ જ નહીં આખી રાત ઉદય તેનાથી દૂર જ ન જાય એમ વિચારીને તેણે સાંજના ડીનર બાદ કોફી લિક્યોરના શોટ સાથે ઉદયને ડાયઝાપામ પણ આપી દીધી .ઉદયના આશ્ચર્ય વચ્ચે આજે જાનકી ખુબ ઉન્માદમાં હતી. ઉદયને થોડો હેંગ ઓવર લાગતો હતો. પરંતુ એ તો જરા વધુ પડતા ડ્રિન્કનો નશો હશે એમ માનીને ઉદયે તેની ટેવ પ્રમાણે ડાયઝાપામનો જરૂરી ડોઝ લઈ લીધો..

બીજા દિવસે ઉદયના સીન નીશા સાથેના હતા. રઘુનો ફોઅન આવતા શુટીંગ માટે ઝડપથી પરવારી, ઓર્ડર પ્રમાણે રૂમ સર્વિસમાં આવેલા લેમન જ્યુસને ન્યાય આપીને તે શુટીંગ લોકેશન પર પહોંચી તો ગયો પરંતુ આજે તેને રોજ કરતાં જરા વધુ હેંગ ઓવર વર્તાયો. શુટીંગ પતાવીને એ જરા પાવરનેપ લઈ લેવા માંગતો હતો પરંતુ નીશા તેની સાથે સમય ગાળવા માંગતી હતી. તે ઉદયને પોતાની સાથે નાયગરા ગેલેરીથી બ્રિજ સુધી ટહેલવા ખેંચી ગઈ. ઉદય તેને નારાજ ન કરી શક્યો. અંદરથી બેચેની લાગવા છતાં થોડી વાર માટે તેણે નીશા સાથે જવાની તૈયારી બતાવી. અને ત્યારબાદ જે કંઇ બની ગયું તે જાનકી, ઉદય અને નીશાની કલ્પના બહારનું હતું.

ચારેબાજુ હોહાપોહ મચી ગયો હતો. ન્યુઝ પેપર, ન્યુઝ ચેનલ—આખો દિવસ ઉદયના કરૂણ અકસ્માતના સમાચાર પ્રસારિત થયા કરતા હતા.

‘એક તેજસ્વી તારલો અકાળે ખરી પડ્યો’ –

‘બોલીવુડનો ચમકતો સિતારો અકાળે બુઝાયો’-

‘એક અપૂર્વ અભિનેતાની મધ્યાંતર પહેલા જ અચાનક એક્ઝિટ..’

જાત જાતના સ્ટેટમેન્ટથી ઉદયના અવસાનને દરેક જગ્યાએ પ્રાધાન્ય આપવામાં આવ્યું અને ઉદયને માઇલેજ મળે તેમાં જરાય અતિશયોક્તિ નહોતી કારણકે કોઇપણ જાતના ફિલ્મી બેક ગ્રાઉન્ડની મદદ વગર તે આપબળે આગળ આવ્યો હતો.

દેખીતી રીતે ઉદયના અકસ્માત પાછળ નીશા સંડોવાઇ હતી. ઉદયની હત્યાનો આરોપ નીશા પર પુરવાર થયો હતો. હકિકત તો ભાગ્યેજ કોઇ જાણતા હતા. નીશા નિમિત્ત બની હતી પરંતુ આડકતરી રીતે ડાયઝાપામના ઓવર ડોઝની પણ ઉદય પર અસર હતી એ કદાચ રઘુ થોડા ઘણા અંશે જાણતો હતો. સવારથી ઉદયની સુસ્તી રઘુએ જોઇ હતી. ઉદય અચ્છો અભિનેતા હતો, નિવડેલો કલાકાર હતો એટલે જ્યારે પણ એ કેમેરાની સામે આવતો ત્યારે પોતાની ઉપર કાબુ મેળવી લઈ શકતો અને માંગ્યા મેઘ વરસાવી શકતો. અને એટલે જ કદાચ ઉદયની ડિમાન્ડ ખુબ હતી સફળ અભિનયની સાથે એનો પ્રોફેશનલ એપ્રોચ પણ ડિરેક્ટરોને અનુકૂળ આવતો. આપેલી તારીખો એ સાચવી લેતો. સમયસર સેટ પર આવી જવું ઝાઝા કોઇ નખરા કે ખોટી હેરાનગતિ એના સ્વભાવમાં નહોતી. સેટ પર પણ એ નાના સ્પોટબોયથી માંડીને દિગ્દર્શક સૌની ઇજ્જત કરતો.

માત્ર હમણાં હમણાંથી એ રઘુની આંખમાં કણાની જેમ ખુંચવા લાગ્યો હતો. એટલે તો રઘુએ પણ ઉદયને જણાવા દીધું નહોતું કે એના પેટમાં ગઈકાલે ડાયઝાપામનો ડબલ ડોઝ ઠલવાઇ ગયો છે. ઉદય અને નીશા બ્રિજ પર ટહેલતા હતા ત્યારે રઘુએ અનાયાસે ખેંચેલી તસ્વીરો નીશા તરફ આંગળી ચીંધવાનું કામ કરી ગઈ અને નીશા દોષિત સાબિત થઈ.

નીશાની ઉલટ તપાસ અને અન્ય કાર્યવાહી દરમ્યાન જ્યારે જાનકીએ જાણ્યું કે નીશા ઉદયના સંતાનની મા બનવાની છે ત્યારે તો તેના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. નીશાનું માનવું હતું કે બાળકને લઈને કદાચ તેની સજા હળવી થશે પરંતુ આ તો પરદેશની ધરતી હતી. અહીંના કાયદા કાનૂન પર દેશની જેમ ક્યાંય કોઇનાથી ધોંસ લાવી શકાય તેમ નહોતી. નીશાને સમજણ નહોતી પડતી કે કયા પાપની એ સજા ભોગવી રહી છે? ઉદયને પ્રેમ કર્યાની કે ક્ષણિક આવેશને લઇને ઉદયને હડસેલવાની ?

ઉદયની નિશાનીને પોતાનું લોહી માંસ સીંચીને ઉછેરવાનું અને અંતે તો મોતના હવાલે થવાનું? જાનકીએ જ્યારે આ જાણ્યું ત્યારે તેના પર તો જાણે ગાંડપણ સવાર થઈ ગયુ. ડી.એન.એ ટેસ્ટના રિપોર્ટ પ્રમાણે જ્યારે બાળક ઉદયનું છે એવું સાબિત થયું ત્યારે તો જાનકીના મનમાં ઉદય જ પાછો આવવાનો છે એવું નિશ્ચિત થઈ ગયું. ઉદયને બાળક જોઇતું હતું જાનકીનું અને ઉદયનું જે જાનકી આપી શકી નહોતી . જીવનભર એનો અફસોસ રહી જવાનો હતો તેના બદલે જાણે ભગવાને જાનકીની પર કૃપા કરી હોય તેવું લાગ્યુ. જો ઉદય જીવિત હોત અને નીશા તેના બાળકની મા બનવાની હોત તો નિશંક ઉદય જાનકીને છોડીને નીશાને અપનાવી લેત. જો તેમ બનત તો તે નીશા અને ઉદયને જોડે જોઇ શકત? એ બંનેનું ઐક્ય સહી શકત? ના ના ને ના….

તો ? આ તો નો તેની પાસે કોઇ જવાબ નહોતો. ઉદયને તો એણે બંને રીતે ગુમાવાનો જ હતો ને? ઉદયનું જીવન કે મૃત્યુ… બંને જાનકી માટે તો ઘાત અને આઘાત એક સમાન જ હતા ને! અત્યંત હતાશાની પાછળ જાનકીને એક ઉજળું કિરણ દેખાઇ રહ્યું હતું. નીશા માટે તો સજા નિશ્ચિત જ છે. ઉદયના પોસ્ટમોર્ટમમાં ડાયઝાપામના ઓવરડોઝના રિપોર્ટ આવ્યા ત્યારે તો તે પોતે પણ અંદરથી ડરી જ ગઈ હતી ને? વધુ ઊંડાણમાં ઉતરે તો તેના પરિણામે પોતે સંડોવાત એવી શક્યતા ય હતી. ચારેબાજુથી નિરાશ જાનકીનું મન પછાડો ખાતું હતું. કેટલી બધી નિસહાયતા અનુભવાતી હતી? જે ઉદયને તે આપી શકી નહોતી તે નીશાએ આપી દીધું હતું.

અને અચાનક જ જાનકીએ નક્કી કરી લીધું કે તે ઉદયના બાળકને જીવાડશે. નીશાની સાથે તેનો પણ અંત આવે તેવું નહી જ થવા દે. કદાચ આ તેનો ઉદય તરફના પ્રેમનો ખુલ્લે આમ સ્વીકાર હતો, ઉદયના મૃત્યુનો પશ્ચાતાપ હતો. અને પોતે પ્રેમ કર્યાની સજા પણ.

પ્રેમ કરીને કોણ શું પામ્યું? નીશાની અંદાજે મુકરર થયેલી સજાના થોડા દિવસ પહેલા જ્યારે નીશાએ ઉદયના બાળકને જન્મ આપ્યો ત્યારે જાનકીએ કોર્ટ દ્વારા તેની કસ્ટડી પોતાને હસ્તક કરી લીધી હતી. ઉદયના અંશને જાનકી ઉછેરવાની હતી. અને તેમ છતાં ય જાનકી ખુશ હતી ?જાનકીના મનમાં એક સરખો ઉદ્વેગ છવાયેલો હતો. પ્રેમ કરીને કોણ સુખ પામ્યું?

ઉદય ? તેણે તો અકસ્માતે જીવ ખોયો.

નીશા ? તે તો સજા પામીને જીવ ખોશે

અને

જાનકી? એ તો જીવીને પણ જીવન હારી બેઠી…

પ્રેમ કર્યાની સજા તો ત્રણએ ભોગવીને ?

જાનકીને આજે દુનિયા આખીને બુમો મારીને કહેવું હતુ…

जो मैं ऐसा जानती प्रित कीए दुख होय

नगर ढंढेरा पीटती ‘ प्रित न करीओ कोई’….

 

 

 

 

 

 

preet na kario koi

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.