પ્રેમ પરમ તત્વ -29- ગુજરાતી ભાષા -સપના વિજાપુરા

"બેઠક" Bethak

માતૃભાષા કેવુ મીઠું નામ લાગે છે. મા શબ્દ બોલતા જે અમી ઝરે છે એજ અમી માતૃભાષા બોલતા ઝરે છે. ગુજરાતી ભાષા મારા માટે જનની સમાન છે. મેં કદાચ પહેલો શબ્દ ગુજરાતીમાં જ બોલ્યો હશે!! હું ચાલીશ વરસથી પરદેશમાં વસુ છું અને અહીં ગોરાલોકો સાથે ઈંગ્લિશમાં જ વાત કરવી પડે! પણ હમેશા વિચારો ગુજરાતીમાં આવે.. સપનાં ગુજરાતીમાં આવે સ્મિત ગુજરાતીમાં આવે, દુઃખ ગુજરાતીમાં લાગે, સુખ ગુજરાતીમાં અનુભવાય!!ગુજરાતી ભાષા મારાં લોહીમાં વહે છે.
ગુજરાતી ને  ગળથૂથી માં લઈને જન્મી છું. જેમ જેમ મોટી થતી ગઈ એમ એમ ગુજરાતી સાહિત્યનો રસ મારા પપ્પા મને પીવડાવતા ગયા, જેથી ગળથૂથી માંથી પછી એ લોહીમાં ભળી. કનૈયાલાલ મુનશી, પન્નાલાલ  પટેલ, ઉમાશંકર જોષી, મેઘાણીજેવા સાહિત્યકારો ને વાંચતાં યુવાની કાઢી અને હવે ગુજરાતી ફક્ત લોહીમાં જ નહિ પણ અફીણ બની મગજ પર ચડી ગઈ. એટલે ગુજરાતીનો નશો હવે ઉતરશે નહિ આ જીવન. અને ઈશ્વરને પ્રાર્થના છે કે મને ગુજરાતી જીવંત રાખવાની એક કડી  બનાવે!
ગુજરાતી ખૂબ સમૃદ્ધ ભાષા…

View original post 576 more words

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

1 Responses to  પ્રેમ પરમ તત્વ -29- ગુજરાતી ભાષા -સપના વિજાપુરા

  1. rohitkapadia કહે છે:

    ખૂબ જ સુંદર લેખ. ધન્યવાદ.
    વિચાર ગુજરાતીમાં, સપનાં ગુજરાતીમાં, સ્મિત ગુજરાતીમાં
    અને દુઃખ પણ ગુજરાતીમાં તો આવી અનન્ય વિચારધારા
    બદલ અમારી ગૌરવભરી સલામ ગુજરાતીમાં.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.