નિવૃત્ત થયા પછી

Feeling old is optional

વૃધ્ધાવસ્થા શરીરમાં દેખાતી હોય છે પણ મનને તો કદી ઉંમર હોતી નથી. હા. મન સતત હકારાત્મક અભિગમો થઈ કેળવી શકાય છે અને કેળવાયેલ મન થી વિવેક અને વર્તનમાં પણ ઉત્સાહ વર્તાતો હોયછે.

એક ઈ મેલ સંદેશામાં સમાચાર હતા કે તમે વૃધ્ધ થયા તે જણાવતા સંદેશાઓ સમાજમાં થી ક્યરે આવવા લાગે તે જાણો.

૧. જ્યારે સ્કુલમાં જતા બાળકો તમને દાદા કે માજી કહે

૨.જ્યારે અરિસો ધોળા વાળની ચાડી ખાય.

૩.દાંત પડવા માંડે

૪.આંખો નજીકનું જોવામાં ભુલો કરે

૫.સ્મરણ શક્તિ નબળી પડે

૬. નિંદર ઘટતી જાય, દિવસે ઝોકા આવે અને રાત કેમે ન કપાય…

૭. સંતાનો તમને પુછે કે ના પુછે મફત સલાહ કેંદ્ર બની જાવ.

પણ મોતીકાકા તો મોતીકાકા જ.પણ આ યાદીમાં થી કશું જ ના મળે ..૭૫ વર્ષની ઉંમરે ૪૫ ના લાગે.કાયમ કાળા વાળ અને દાંત તો જાણે દાડમની કળીઓજ જોઈલો. અને હસવા તો આખા ગામનું જોઇએ. હસે અને હસાવે..

માણેકકાકીને તો જાણે ઉંમર દેખાવા માંડી હતી.છ છોકરા ને ત્રણ છોકરીઓનો વસ્તાર.મોટો. વેવાઈ વરત અને આખુ કુટુંબ ભેગુ થાય તો પુર ત્રણ ડઝન નો આંકડો પુરો થાય..

માણેકકાકી બોલે પણ ખરા “હવે જરા ઉંમર પ્રમાણે વર્તો  આ ખીખીયારા કરવા તમને શોભતા નથી.”

તે દિવસે નાનકીએ પુછ્યુ દાદા તમે તો જાણે અમર પટો લખાવીને આવ્યા હોય તેમ જીવો છોને? કહોતો ખરા આ વધતી ઉંમરે તમને મૃત્યુનો ભય નથી લાગતો?

મોતીકાકા નાનકીનાં પ્રશ્નને સાંભળીને પહેલા તો ખડખડાટ હસ્યાં અને નાનકીનો હાથ હાથમાં લઈને બોલ્યા ” બેટા જન્મ અને મૃત્યુ એ બે વસ્તુ તો આપણે હાથમાં નથી. અને જે વસ્તુ ઉપર આપણું કોઇ જ જોર ના હોય તેની ચિંતા કરે તે બુધ્ધુ! બેટા.”

” પણ દાદા તમે તો એટલું બધૂં હસ્યા જાણે મેં કોઇ જોક ના કર્યો હોય.”

” બેટા આ પ્રશ્ન તેં નથી પુછ્યો..દાદીનાં વર્તને તને પુછવા પ્રેર્યો છે.. હવે દાદી ઘરડી થતી જાય છે અને હું જેવોછું તેવોજ છુંને?”

” હા પણ દાદીની વાત પણ ખોટી નથીને?”

” જો બેટા અમારી ઉંમરે પ્રભુ અમને બે વાત કહે છે. Getting old is mandatory Feeling old is optional. મેં બીજી વાત સ્વિકારી અને જે મારા કાબુમાં છે તે સ્વીકારી અને નાનીએ સમાજ કહે છે તે વાત સ્વીકારી.”

“સમજ ના પડી દાદા.” નાનકી એ વિસ્મય પૂર્વક પુછ્યું.

જા તારી દાદીને બોલાવ અને પછી આપણે આ વાતને લંબાણથી સમજીએ.

દાદી ને લઈને નાનકી આવી.

મોતી કાકા બોલ્યા ” તારી દાદી મારાથી બે વર્ષે નાની છે પણ તે માને છે કે હવે ઉંમર થઈ આપણે જીવ્યા તેટલું જીવવાનાં નથી કેમ નિરુ સાચી વાતને?

” હા તે તો સાચું જ છે ને?”

નાનકી ના હાથમાં કાગળ આપીને કહ્યું અમારા બેઉંનાં અવલોકન કર ને કહે

૧. જ્યારે સ્કુલમાં જતા બાળકો તમને દાદા કે માજી કહે.

નાનકી કહે “દાદીમાને સૌ કહે. તમને કોઇ ના કહે.”

૨.જ્યારે અરિસો ધોળા વાળની ચાડી ખાય.

નાનકી કહે “દાદીમાનાં વાળ ચાડી ખાય. ત્યારે તમે તો કલપ કર્યો છે તેથી કોઇ ના કહે”

૩.દાંત પડવા માંડે

નાનકી કહે “દાદીમાનાં દાંત પડી ગયા છે તમે તો ચોકઠું કરાવીને દાડમની કળી જેવા દાંત છેને?”

૪.આંખો નજીકનું જોવામાં ભુલો કરે

નાનકી કહે દાદીમાથી સોય ના પરોવાય પણ તમે તો કોંન્ટેક્ટ લેંસ પહેરો એટલે તે તકલીફ તો ના પડેને?

૫.સ્મરણ શક્તિ નબળી પડે

નાનકી કહે દાદીમાને ભુલાઈ જાય પણ તમે તો બ્રાહ્મી અને યાદ રાખવાની દવા ખાવ એટલે તમને તકલીફ ન પડે.

૬. નિંદર ઘટતી જાય, દિવસે ઝોકા આવે અને રાત કેમે ન કપાય…

નાનકી કહે દાદીને તે તક્લીફ પડે ઉંઘની ગોળી લેવી પડે પણ તમે તો આખો દિવસ પ્રવૃત રહો તેથી તમને તે તકલીફ જ નહી.

૭. સંતાનો તમને પુછે કે ના પુછે મફત સલાહ કેંદ્ર બની જાવ.

દાદીને તે તકલીફ ઘરમાં રહે એટલે છે ત્યારે તમે તો સાંજે જ આવો એટલે..કોણ પુછે?

મોતીકાકા કઈ પુછે તે પહેલા કાકી બોલ્યા “નાનકી તેથી તો હું સધવા કંકુ અને ચાંદલા સાથે જઈશ.. જ્યારે તારા દાદા તો સો વરસ કાઢવાના છે.

મોતીકાકા કહે હા હું તો શતક જીવવાનો છું.. માનવ ભવ કંઇ વારંવાર મળતો નથી અને હું જો પુરી જિંદગી જીવીશ તો મૃત્યુ સમયે કોઇ અફસોસ સાથે લઈને નહી જઉં, વળી મૃત્યુ થી ડરવા નીતો વાત જ નહીં રહે કારણ કે જિંદગી આખી માણી લીધી છે..ત્રણ નહી પણ પાંચ પેઢીને જાણીને જઈશ. નિરુબા સહેજ કંટાળ્યા અને નાનકી અને દાદાને એકલા મુકીને ચાલ્યા ત્યારે નાનકી બોલી “દાદા તમારી મસ્તી તો ન્યારી છે.. લોકોને ખુબ હસાવો છો અને સાથે તમે પણ હસો છો”

જો બેટા હું એક વાત શીખ્યો છું,દુખના માહોલમાં કોઇને અન્ય દુઃખ સાંભળવું ગમતું નથી. તેથી દુઃખનું ગાણું ગાવું નહીં અને રડવું જ હોયતો ચાલુ ફુવારામાં કે વર્સાદમાં જ રડવું કે કોઇ આપણું દુઃખ ના જુએ.

નાનકીએ અહોભાવથી દાદાને જોયા અને પુછ્યું “દાદા તમે આટલા પ્રસન્ન રહી શકો છે અને નીરુબા કેમ આમ જિંદગીથી થાકી ગયા હોય તેમ કેમ જીવે છે?”

” તેં જોયું નહીં હું જેમ જેમ ભાર ઉતારું છું તેમ તેમ તે ભાર ચઢાવે છે. અને સમજી શકે તો જે ચિંતાઓ કરવા આપણા પૌત્રોને તેમના માબાપ પણ હોય તો તે ચિંતા કરવાની જરૂર ખરી?  તેથી હું તો બંને “કાલમાં” જીવતોજ નથી. મારી પાસે કોઇ ચાવી નથી અને ભૂતકાળ નો ભાર નથી અને ભવિષ્ય કાળના કોઇ સપના નથી ને તે એ બધા ભારને ગળે લગાડીને જીવે છે અને મને પણ તે ભાર પહેરાવા મથે છે. મને તો તું નહીં માને પણ હજી આખુ ભારત જોઇ લીધા પછી આખુ વિશ્વ ફરવાની ઈચ્છ છે . જ્યારે તે અમારા પૌત્રોના ભણતર માટે પૈસા ભેગા કરવા માંગે છે. દીકરા દીકરી ઓ ને દલ્લો મળે તેમાટે વિમાનાં પૈસા ભરે છે. જ્યારે હું મનમાં તો સમજુ છું મારો એક વરસના પગાર કરતા પણ મારા દીકરાઓનો મહીના ની આવકો વધારે છે તેમને અમારા પૈસાની જરરુ નથી તો આવી વાતો કરીને શા માટે હલકા થવું? તેથી મોટી વાતો કરી હું સૌનુ મન બહેલાવતો હોઉ છું.

“દાદા મારા સસરા તો હસી હસીને લોટ પોટ થઈ ગયા હતા જ્યારે તમે કહ્યું હતું ને કે ગાડા ભરી ભરીને કેસર મંગાવ્યું છે પ્રભુની સેવા માટે.”

“એકવાત સમજ. નાનકી સંતાનો ને ભણ્રતર અને ગણતર આપ્યું છે અને થાય ત્યાં સગવડ અને હુંફ આપ્યા છે.. મેં કોઇ મોટા સ્વપ્ના જોયા નથી પણ પ્રભુએ જીવન માણવા માટે જેટલું આપ્યું છે તે માણી ને તેથી સંતુષ્ટ છું..તારા પપ્પા અને કાકાઓ એ એવું ઉંચુ નામ કાઢ્યુ છે કે આખા કુટૂંબને માન,ધન અને ધાન્ય થી ભર્યુ ભર્યુ કર્યુ છે .આવી લીલી વાડી છોડીને ચાલ્યો જઉં તેવી ભુલ તો હું નહીં જ કરું. તેથીજ હસું છું હસાવું છું અને થાય ત્યાં હકારાત્મક  વાતોથી એટલું જ સમજાવું છું કે  Feeling old is optional (મનથી જીવંત રહો અને લોકોને પણ હસતા રાખો.)

નિવૃત્ત થયા પછી અમે બે (૨) વિજય શાહ

નાની બહેન હેમુ એ શીકાગોથી વોટ્સ એપ મોકલેલ અજ્ઞાત કવિની કવિતા” અમે બે”થી પ્રકરણ બે ની શરુઆત કરું છું. નિવૃત થયા પછી સૌથી મોટો સાથ હોય છે જીવન સાથીનો.કવિતામાં આ સાથ માણતા બે હકારત્મક જીવોની વાત છે

દીકરી અમારી યુરોપમાં અને દીકરો અમારો યુ એસમાં

અહીનો બસ અમે બે જ

જમાઈ ઓફીસમાં રાજ કરેને વહુરાણી પણ ડોલર કમાઇને લાવે

અમારી મદદે આવો એવો સતત એમનોઆગ્રહ, પણ

અમે ચતુરાઈથી એ આમંત્રણ ટાળીએ . કારણ કે અહીં અમે  લાઇફ એંજોય કરીયે છે.

મારી પત્ની ખુબ શોખીન છે, બપોરે એ બીઝી રહે છે.

મને કોઇ શોખ નથી એટલે બાકી રહેલ નીંદર પુરી કરું છું

કારણ કે અહીં અમે બે જ હોઇએ છે.

સાંજે અમે સીનેમા જોવા ઉપદી  જઈએ , પાછા ફરતા બહાર જમીને જ આવીયે

ઘરની પાછળ સુર્યાસ્ત થાય અને અમારી મસ્તી મજાકનો સુર્યોદય થાય

કારણ કે અહીં અમે બે જ હોઇએ છે.

એક દિવસ દીકરાનો તો બીજે દિવસે દીકરીનો ફોન આવે

સમય જ નથી મળતો એવી ફરિયાદ કરે, અમારું મન ભરાઇ આવે

પછી તમે પણ એંજોય કરશો એવી તેમને હૈયા ધારણ આપીયે

કારણ કે અહીં અમે બે જ હોઇએ છે.

એક વાર નવી નવાઇનુંઅમેરિકા ફરી પણ આવ્યા

સ્વચ્છ્ને સુંદર જગ્યાઓ જોઇને માણી સુધ્ધાં આવ્યા

અમે બેઉ દુનિયા માણીએ, કારણ કે અહીં અમે બે જ હોઇએ છે.

નથી કોઇ જવાબદારી કે નથી કોઇ ફરિયાદ

નથી કોઇ આડચણ ને અમે સેકંડ હનીમૂન એંજોય કરીયે છીયે

કારણ કે અહીં અમે બે જ હોઇએ છે.

મરણની વાતો અમે કરતા જ નથી, પાર્ટીમા જઈએ અને પીકનીક માં ફરીએ

પૈસાની છે છુટ અને સમય તેમજ મિત્રો  પણ છે ભરપૂર

સંતાનો ને કારણે બંધાઇ રહેવાનાં દિવસો ગયા એ વિચાર માત્રથી ખુશ થવાય છે

કારણ કે અહીં અમે બે જ હોઇએ છે.

બાળકો ને અમારી ઇર્ષ્યા ના થાય એ માટે અમારી મોજ મજા એમનાથી છાની રાખીયે

મારી આ ટ્રીકથી પત્ની હસી પડે એને સાથ આપીને હું પણ હસી લઉં

કારણ કે અહીં અમે બે જ હોઇએ છે.

અજ્ઞાત

આ કવિતા ને શાંતી થી વાંચીયે તો નિવૃત થયા બાદનો શરુઆતનો એડ્જેસ્ટ્મેંટ સમય સરસ રીતે ગોઠવાઇ જાય છે. પતિ પત્ની તો એના એજ છે પણ હવે દિવસનાં આઠ કલાક જે કામ ધંધે જતા હતા અને એકમેક્ની દૂરી હતી તે નથી રહી…સંવનન અને ઉન્માદ છીછરાં લાગે છે. ત્યારે એકમેકમાં ધ્યાનસ્થ થવાથી એક વાત સ્પષ્ટ થાય છે કે અત્યાર સુધી ન જોયેલી ઘણી ખૂબીઓ ( કે ખામીઓ) દેખાવા લાગે છે. અને પુખ્ત મન ખૂબીઓ ને પ્રસન્નતા વધાવે છે. અને ખામીઓને સમજાવવા લાગે છે.

રીટા અને અંશુમાન એક આવું જોડું છે. અંશુમાંન ધીખતે ધંધે નિવૃત્ત થયો.

તેણે વિચારેલ કે હવે વધારાના મળેલા ૮ કલાક યોગ કરીશું,મન ગમતી ચોપડી ઓ વાંચશું, ફીલ્મો જોઇશું, અને મનને ગમતું બધું કરશું. પણ અશુમાન એ ભુલી ગયો હતો કે રીટા ની ફરજોમાં ફેર નહોંતો પડ્યો. તે તો હજી ઘર કામ માં ગળા ડૂબ હતી.તેથી ” તું રીટાયર થયો છું હું નહીં” માં છ મહીના ગયાં

મેડીકેર મળ્યુ તેથી ડોક્ટરોને ત્યાં આવવા જવામાં.અને ફીટ્નેસનાં પ્રોગ્રામોમાં રીટાને જોડી અંશુમાને તેને ઘરની બહાર કાઢી તો રીટા કહે હું તો ઘરકામ કરુ એટલે બધી કસરતો થઈ જાય.

ચાલ તને રસોઇમાં મદદ કરું તો કહે અંશુમાન તારાથી તે નહીં બને અને આપણા બેનું ખાવાનું  બનાવવામાં કંઈ સમય નથી લાગતો. વળી ક્યારેક કહે “તારા હાથની રસોઇ નથી ફાવતી. તુ એમ કર ખાલી ચા મુકને તે પણ તારી એકલાની. તે સિવાય રસોડામાં પ્રવેશ બંધ શું સમજ્યો?”

અંશુમાન તો વરસમાં નિવૃત્તીથી કંટાળી ગયો. ઘરમાં નવરો બેઠેલો તેથી જ્યાં ત્યાં રીટા સાથે અથડાયા કરતો. અને રીટા પણ કહે “મને તારી સાથે ખેંચ ખેંચ ન કર..તું  કરે છે તે મને ગમતું નથી અને તને કહું છું પછી મારો જીવ બળે છે ..તારું માન મારાથી રહેતું નથી.”

તે સાંજે અંશુમાને બહુ વિચાર પછી રીટાને કહ્યું “રીટા તુ કેરીઓકીનો ઉપયોગ કરને ..ભજનો તો તું સરસ ગાય છે. હું પણ તને સાથ આપીશ.”

“ભજનો? અને તું?”

” હા. કેમ નહીં? ”

” ભલે પૂજા સમયે સાથે ગાઇશું.

મનમાં અંશુમાન બોલ્યો..એક સાથે ૮ કલાક્તો તું આપવાની નહોંતી તેથી તે મમત છોડી દીધી..હવે જ્યાં છીંડું પાડ્દ્યુ છે ત્યાં થી શરુ કરી જોઉં.

ફોન ઉપર મોટીબહેન સાથે વાત કરતા રીટા કહે અમારું ગાડુ લાઈન પર ચઢે તે માટે તેને મેં કેરીઓકી પર ગાવાનું કહ્યું છે..પણ મોટીબેન કેરીઓકી પર આપણા ભજનો તેને ક્યાં મળવાના?

હવે તો યૂ ટ્યુબ ઉપર બધુ મળે છે . ભજનની એક લીટી લખીશ તો ઘણા મળશે…

ફોન ઉપરનો જવાબ સાંભળી રીટા એ અંશુમાન ને બીજે દિવસે કહ્યું “હબી..યુ ટ્યુબ ઉપરથી આરતી થોડીક વાર સાંભળી લેજે કે જેથી શબ્દો તને યાદ રહે ”

બીજે દિવસે સવારથી અંશુમાન યુ ટ્યુબ ઉપર હતો..ડાયરી ભરાતી જતી હતી. એકલી આરતી જ નહી પણ ભજનો અને પ્રભુ સ્તુતિનાં ફીલ્મી ગીતો પણ ઉમેરાતા હતા. રીટા તો સોલ્જર હબીનાં મીઠા અવાજ ઉપર મોહાઈ અને બોલી આટલું સરસ તું ગાય છે મને તો ખબર જ નહીં.

“એવીતો ઘણી બાબતો છે જ્યાં તેં મને અજમાવ્યો નથી જાણ્યો નથી”

” હબી પૈસા કમાઈ શકે છે તેટલું જાણવું જ પુરતુ હતું મારે માટે તો.”

“હની! સાંજે હું પ્રાર્થનામાં પહેલું ફીલ્મી ગીત ગાઈશ.”

” ભલે આપણે બે જ હોઇશું એટલે વાંધો નહીં.”

સાંજે જ્યારે દીવા ટાણૂં થયુ ત્યારે નાના મંદિરમાં જ્યા રીટા એકલી બેસતી હતી ત્યા બે આસનિયા મુકાઇ ગયા હતા બાજુમાં કોંપ્યુટર અને તેમાં કેરિઓકી હતી અને અંશુમાને ઓ દુનિયાકે રખવાલેનું મ્યુઝીક તૈયાર રાખ્યુ હતું તે શરુ કર્યું અને રીટા જોઇજ રહી અંશુમાન કેટલી સહજ્તાથી ઉતારચઢાવ ગાતો હતો.છેલ્લો ચઢાવ તો તેનો કમાલ જ હતો..

રીટા ખુબ જ પ્રસન્ન હતી.

૪૫ વરસથી તે સાથે હતી પણ ક્યારેય તેને જાણવા નહોંતો મળ્યો તે હબી આજે તેને મળ્યો હતો.

થોડીક સાંધ્ય વીધી પછી આરતી શરુ થઈ ત્યારે પતિ અને પત્ની ના અવાજે જય આદ્યા શક્તિ મા જય જગદંબે નો શંખ ધ્વની ગૂંજી રહ્યો.

આરતી પુરી થયા પછી જમતી વખતે રીટા બોલી ” અવિનાશ તું આટલુ સરસ ગાય છે તે તેં ક્યારેય મને કહ્યું જ નહીં.”

“જો સખી! એક વસ્તુ સમજ. હું ૬૬નો થયો મને પૈસા કમાવાની જરુર નથી તો તેજ રીતે તું પણ ૬૪ની તો થઈને? બહુ કર્યુ રસોડુ અને એકધારું જીવન. તું પણ મારી સાથે પો’રો ખા. ક્યાંક બહાર નીકળ અને જરા ખુલીને મળ.. કેટલુંક આપણે પૈસાની દોડમાં સાથે નથી જીવ્યા તે જીવીએ.”

“મને તું નિવૃત્ત થયો પછી મને તારી સાથે રાખવાનો તારો તલસાટ મને સમજાતો નહોતો.”

“મારી અંદર હજી તારો યુવા સાથી જીવતો છે અને હું ઇચ્છું છું કે તું તારામાંની એ અતૃપ્ત સાથીને જીવતી કર. કારણ કે અહીં આપણે બે જ હોઇએ છે. નિવૃત્ત થવું એટલે થોડું આપણા માટે પણ જીવવું.

નિવૃત્ત થયા પછી (3) કદી ન ઢુંકડું આવે ઘરડાઘર. વિજય શાહ

રમણબેનનાં નાના દીકરા પ્રીત્યુશની વહુ પ્રીતિ કહે “બા હવે હું આવી ગઈ છું તમે ઘર કામમાં થી નિવૃત થાવ તો?”

ફુંગરાતા અવાજે રમણ બેન કહે “અલી હજી હમણા તો નવી નવી આવી છે અને અત્યારથીજ રાજ જોઇએ છે?”

“ના બા! રાજ તો તમારું જ પણ હવે થોડો પો’રો ખાવ.” પ્રીતિ વહુએ ટહુકો કર્ય!” અને પછી બોલી મારા જ્યોતિબા ને તો મારા ભાભીએ આટલું જ કહ્યુ હતું ને મારા જ્યોતિબા રાજી રાજી થઈ ગયા હતાં..ચાલો હવે ખાટલે થી પાટલે અને પાટલે થી ખાટલે થવાનાં દિવસો આવ્યા..તેથી મેં પણ વિચાર્યુ કે બાને પણ મારા આવવાને લીધે આ ખાટલે થી પાટલે થવાનું સુખ આપું?.”

વરંડામાં છાપુ વાંચતા ભુપેંદ્ર ભાઇ જરા મુંછોમાં મલક્યાં અને રમણ બેન ને કહે “ભણેલી વહુની વાત સમજ જરા..તેમાં જરા મીઠાશ ઉમેરીને સ્વીકાર કે તે રાજ નહીં પણ તને સમય આપે છે અને કહે છે કે તમે ન જીવેલ જીવન હવે સુખેથી જીવો”.

“એટલે?”

” આપી દે આ ઘરની ચાવી અને સુખેથી જીવ.”

” મોટા અમિતની વહુ નીતિએ તો આવું કશું કહ્યું નહોતું.”

“પણ તેણે કર્યું જ એવુંકે આપણા ઘરની ચાવીની જરૂર જ ના પડી.. છોકરાનું ભવિષ્ય બનાવવાનાં નામે તેમનું પોતાનું નાનકડું આકાશ અમેરિકામાં બાંધી લીધું અને તે પણ છોકરાઓને ઉછેરીને…”

રમણ બેન વિચારમાં તો પડી ગયા.બહુ મનોમંથન ને અંતે એક વાત ગમી અને તે પો’રો ખાવાની. તેથી સાંજે જમતા જમતા પ્રીતિને કહ્યું ” તું બેજીવાતી થાય તે પછી તારું શરીર સાચવજે અને હું મારો પૌત્ર સાચવીશ. અત્યારે તો આપણે હળી મળીને કામ કરશું અને આમેય મને કામ કર્યા વિના જંપ નથી તેથી આ ઘરનાં રીત રીવાજ તને શીખવાડી દઉં પછી તું સંભાળજે આ ઘર અને હું પછી મારું કરીશ દેહનું કલ્યાણ, દેવ દર્શન અને તીરથ ધામ.

“ભલે બા તમે જેમ કહો તેમ” કહી પ્રીતિએ જીભ કચરી.

રમણબેન ભૂતકાળમાં ઉતરતા ગયા.. તેમના સાસુ લલીબાએ કદી ભરોંસો મુક્યો જ નહોંતો. અને ભુપેંદ્રભાઇ સદા કહેતા સમય સમયનો ફેર છે. તેઓ તારા ઉપર ભરોંસો નહોંતા મુકી શકતા તેનું કારણ ભણતર નહોંતું અને તેઓ પરંપરામાં માનતા હતા. પણ તું તો જાણે છે તે દિવસો જુદા હતા… ભણતરનાં ફરક સાથે બદલાતા સમયની વાતો તેમને સંકુચિત વિચાર ધારામાં ખેંચતા. એ ગામડું હતું અને પરિસ્થિતિઓ જુદી હતી. આજે તો એક વાત માનવી જ રહી..શહેરમાં ગ્રામ્ય જીવન જેવું તો ના જ જીવાય.

મનના વિચારોએ બીજી બાજુ ઝુલવાની શરુઆત કરી. કાલે ઉઠીને જરૂર પડે તો ભણેલી વહુએ કામે પણ જવું પડે અને તેમના છોકરા આપણે સાચવવા પણ પડે તે સમયે તેમ ના ક્હેવાય કે લલીબાએ નહોંતુ કર્યુ એટલે હું નહી કરું. વળી વહુ જો સામેથી માન આપતી હોય તો તેને શકની નજરે ન જોવાય.

નવા જમાનામાં છોકરાઓ પીઝા અને પાસ્તા માંગતા તે પ્રીતિ સરસ બનાવતી અને ત્યારે રમણ બેન ને રસોડે છુટ્ટી રહેતી. તેઓને માટે આ ભોજનો માં તૃપ્તિ નહોંતી મળતી તેથી પ્રીતિ તેમને માટે જુદુ અને સાદુ ખાવાનું બનાવતી. ભુપેંદ્રભાઇ તો બધુ શોખથી ખાતા. અને રમણ બેન ને પણ સમજાવતા કે નવો ટેસ્ટ ડેવલપ કર. આ શું બેવડૂં ભોજન ઘરમાં બનાવવાનું? બરીટો એ ભાખરી અને શાક જ છે. પણ તેમાં શાક કાચુ હોય અને ટામેટાનાં સૉસ અને ચીઝ ની તો મઝા છે ખાવાની…

જો કે પ્રીતિને બા માટે સાદુંખાવાનું જુદું બનાવવાનો કંટાળો નહોંતો. તે ટહુકતી પણ ખરી, બાનું ખાવાનું બનાવતા મને ખાસ સમય નથી લાગતો.

તે દિવસે લઝાનીયા પાર્ટીમાં ્પ્રિત્યુશનાં મિત્રો આવવાનાં હતા. રમણ બેન ને રસોડામાંથી બહાર જવું નહોંતુ તેથી પ્રીતિ તને સહાય કરું કરીને રસોડામાં બધુ જોવા રહ્યા ત્યારે પ્રીતિએ કહ્યું બા લઝાનીયા એટલે ઢોકળી જ…પણ આપણાં જેવો તેમાં વણવા અને કાપવાનો કે ઉકાળવાનો કુથો નહીં. બધુ તૈયાર મળે અને ઓવનમાં પકાવી દેવાનું…જુઓ અડધીજ કલાકમાં બધાનું ખાવાનું તૈયાર.. ટામેટાનો સૉસ પાનમાં પાથરતા તેણે લસાનીયા રાંધવાનું શરું કર્યુ. ચીઝ ભાજી અને બટાકાનાં પુરણ બે લઝાનીયાની વચ્ચે ભરતા ભરતા ટામેટાનાં સૉસ ભરપૂર ભરીને તેણે આખું પાન ત્રણેક ઇંચ જેટલુ સ્તર બનાવ્યું. તેમાં તેને ફક્ત દસજ મીનીટ લાગી. પાન ઑવન માં મુક્યું અને કહે બા ૧૫ મીનીટમાં બધાને પેટ ભરીને ખવાય તેટલા લઝાનીયા તૈયાર.

પ્રીત્યુશનાં ત્રણ મિત્રો અને મિત્ર પત્નીઓએ ગરમાગરમ મેક્ષીકન વ્યંજન લઝાનીયા વખાણી વખાણી ને ખાધા ત્યારે રમણબેનનો અવઢવ ચરમ કક્ષાએ હતો. તેમના માટે બનેલ ઢેબરા ખાતા પહેલા તેમણે પ્રીતિ ને કહ્યું

“મને લઝાનીયા ચાખવાની ઇચ્છા થઈ છે મને આપીશ?”

” ચોક્કસ બા. ”

ભુપેંદ્રભાઇ તે વખતે પ્રસન્ન વદને બોલ્યા ” એકવખત ચાખીશ તો આંગળા ચાટીને રહી જઈશ તેવા સરસ લઝાનીયા બન્યા છે.”

ચીઝ ભાજી અનેબટાકાનાં પુરણથી અને ટોમેટો સૉસ થી તરબતર લઝાનીયા પ્લેટમાં લઈને રમણ બેને ખાધા ત્યારે તે સ્વાદ એમની દાઢમાં રહી ગયો.

પ્રીત્યુશ કહે બા ” આ લઝાનીયામાં શરીરને નુકસાન કર્તા કશું જ નહી. અને તૃપ્તિ પણ પુરી આવે તેવું બધું જ છે. તમારું પેટ ભરાયુ?”

” હા બેટા…!”

“બા તમને ખબર પડી કે આ પાર્ટી શાની હતી?”

“તમે લોકો દરેક શનીવારે કોઇક્ને ત્યાં મળોછો તેની!”

“ના બા…તમારી પાસેથી રસોડાનો ચાર્જ લેવાનો છે ને તેની!”

” શું?”

” હા બા. તેને બીજો મહીનો ચાલે છે. મને કહેવાની ના કહી હતી. અને તેણે નક્કી કર્યુ હતુ કે બા ને કોઇ ભોજન તૃપ્તિકર લાગે પછી કહેવાનું હતું.”

ભુપેંદ્રભાઇએ આ જાણ્યું ત્યારે બહું રાજી થયા અને બોલ્યા..” દાદા અને દાદી તો અમે થયા હતા પણ આ વખતે સાચી ભાષામાં નિવૃત્ત થઈએ છે. જ્યારે ઘરનો નાણાનો ભાર છોકરો અને રસોડાનો ભાર વહુ ઉપાડશે.”

પ્રીત્યુષ કહે ” વડીલોનાં નિવૃત્ત થયા પછી બે જ કામ કરવાના હોય છે. સારા સંતાનોને જ્યારે જરુર પડે ત્યારે કાન આપવાનાં હોય છે. અને સંતાનોની આવડત અને કાબેલિયત ઉપર ભરોંસો મુકવાનો હોય છે.”

ભુપેંદ્રભાઇ કહે “સાચી વાત કહી પ્રીત્યુશ! નિવૃત્તિ અમારે માટે પણ એક વણ દેખેલ રસ્તો છે. જેમાં પગ મુકતા કે પ્રવેશ કરતા ઘણા બધા ભયો અમને પણ નડે છે. જેમાં નો એક ભય છે છુટા પડી જવાનો..એકલા પડી જવાનો અને તેથી જ અમારુ અજાગૃત મન ભયભીત રહે છે. વળી સમાચાર પત્રો આવા સમાચારો થી ભરેલું પડ્યું છે .જ્યાં દીકરાઓ વહુનાં આવ્યા પછી ઘરડા માબાપને ઘરડાઘરમાં મુકતા ખચકાતા નથી. પણ સાચી વાત તો એ છે કે આ અવિશ્વાસની દિવાલને તોડવી રહી. અમારે વધતી ઉંમરે જરુરીઆતોને ઘટાડવી રહી. અને ધીમે ધીમે જતું કરતા રહી સંતાનોને માબાપ માટે ગૌરવ થાય તેવું જીવવું જ રહ્યું..”

રમણબેન ગદગદ થઇને ભુપેંદ્રભાઇને સાંભળી રહ્યા હતા. તેમને મોટો દીકરો અમિત યાદ આવતો હતો. તે તો અમેરિકા જઈને બેઠો હતો..તેના બાપાની આવી સતયુગી વાતો સાંભળવા ના બેઠો.

પ્રીતિ રમણબેનનાં દ્રવિત મનને શાતા આપવા બોલી ” બા તમારે બે સંતાન એટલે સરખામણીનું દુઃખ કે સુખ મળે પણ અમારે તો તમે એક જ માબાપ. અમને અમારા સમયે તમારી સેવા કરવાનો લહાવો મળ્યોછે તેટલા સમય પુરતુ તો અમે તે ખોવાના નથી. વળી જનરેશન ગેપ બંને પેઢીની સમજથી ટળતો જ હોય છે. તમે અમને આશિષ આપો અને અમે તમને આદર આપીયે. ત્યારે કદી ન ઢુંકડું આવે ઘરડાઘર. વિજય શાહ

***

Gujarat newsline Canada 6 th January 2018-01-18. Gujarat Gaurav January 2018

નિવૃત થયા પછી– () થોડીકસ્પેસઆપતા શીખવાનુંવિજય શાહ

નિવૃત્ત થયા પછી એટલું તો જરૂર સમજાયું કે જે વટ હતો તે ખુરશીનો હતો. હવે ખુરશી નથી તો વટ પણ નથી. નાણે નાથાલાલ હતા હવે નાથીયો કહેતા શરમાતા નથી. આ પરિસ્થિતિ સ્વાભિમાની ગણપત દેસાઇને માટે બહુ અઘરી હતી.ત્યાં સુધી કે ઘરમાં કોઇ તેમને પુછતું નહીં કે સાહેબ ચાનો સમય થયો છે ચા પીશો?

ઘડીયાળનાં કાંટે જીવન જીવાતું હવે નોકરી નથી, માટે ઠેબે ચઢાતું.. હવે તમારે ક્યાં જવાનું છે? ઘરમાંજ છો ને? અરે આવું હીણપતભર્યુ વર્તન તૃપ્તિ પાસેથી પણ અપેક્ષીત નહોંતું. જો કે તે રીટાયર નહોંતી થઈ. તેનું રસોડૂ ચાલુ હતુ અને તેની જબાન પણ મારામાં વાંધા શોધી શોધીને મને અપાતી ત્રણ રોટલીનાં બદલામાં સારુ એવું સંભળાવતી હતી. ઘરમાં બેઠા છો તો કદી શાક સમારો કે કદી વાસણો ધોઇ નાખશો તો કંઈ નાના બાપનાં નહીં થઈ જાવ જેવી વાતો કરતી તૃપ્તિ ક્લેશ કરાવતી. જોકે દેસાઇની સુરતીભાષા તો આમેય તોછડી પણ ગણપતથી તે સહન નહોંતું થતું. આખા જગતમાં પત્ની નો તુંકારો તેને ન પચતો. એ ગમ ખાઇ જતો અને જાતને ભાંડી લેતો રીટાયર થવાની આ આડ અસર…

ગણપતને થતું કે મેં નિવૃત્તિ જાતે નથી લીધી પણ સરકારને હવે મારો પગાર પરવડતો નથી. તો તેમાં મારો કંઈ દોષ? તૃપ્તિ પણ બબડતી રહેતી આખો દિવસ ઘરમાં બેસી રહો છે તેથી મને પણ જંપવા નથી દેતા!.ગણપતે તે દિવસે કહી જ દીધુ. આ શાક સમારવાનાં કામ માટે તું તલવાર ચલાવવા જેવી વાત ના કર.હું તું જે કામ ચીંધે છે તે કામ નથી જ કરવાનો અને તું જે કામ માં બીઝી રહે છે તે કામ કરવાનું મેં તને કહ્યું નથી. તું જાતે જ કામ ઉભા કરે છે અને હું તે કરું તે માટે ધમ પછાડા કરે છે.

તૃપ્તિ તરતજ  છણકો કરીને ઉભી રહી “આ અમેરિકા છે. અહીં કોઇ કામ પુરૂષનું છે અને કોઇ કામ સ્ત્રીનું છે તેવા ભાગલા પાડેલા નથી. જે કામ દેખાય તે દરેક્નાં ભાગનું અને જેનો હાથ નવરો પડે તે કરી નાખે.”

“મને તલવાર ચલાવતા આવડે છે અને સાથે સાથે એટલું જ્ઞાન છે કે તલવાર થી ભીંડા ના સમારાય સમજી.. કામ સોંપવું હોય તો એવું સોંપ જે મને શોભે…”

“જો ગણપત! ઘરનું કામ પછી ગમે તે હોય તે કામ જ કહેવાય અને દાનત હોય અને પ્રેમ હોય તો તે જોતાની સાથે થઈ જાય,,કંઈ રાહ ના જોવાની હોયકે તૃપ્તિ કહે પછી કરું.”

“વાતનું વતેસર ના કર. હું તારી પાસેથી કે કોઇની પાસેથી “બીચારાનું” લેબલ નથી ઇચ્છતો. આખી જિંદગી મહેનત કરી છે ત્યારે બે પાંદડે થઈને આ નિવૃત્તિ ખાળુ છું.

ગણપત સામે રોષથી થોડોક સમય તૃપ્તિ જોતી રહી..પછી ડબડબાતી આંખે તે બોલી.” તમેય તમારા ઘરવાળા  જેવા જડ નીકળશો એવી મને ખબર ૪૫ વર્ષે પડી.”

“ખલાસ! અંતિમ બ્રહ્માસ્ત્ર છુટી ગયું”

ગણપતની ૪૫ વર્ષની એક પત્નીત્વનું તપ .. પ્રેમ દાવ ઉપર લાગી ગયો. અને આમેય સ્ત્રીનું રુદન તો એવું શસ્ત્ર છે રાજા રામ પણ હારી ગયા હતા ત્યાં ગણપતનો શું કલાસ!”

ગણપત રસોડામાં કામ કરતો થઇ ગયો

ચાનાં કપ રકાબી સાફ કરતા કરતા કપની દાંડીઓ બટકાઇ ગઈ..

કોબીનું શાક સમારતા શિરપાવ મળ્યો તમારા માથા જેવું કાપ્યું છે.

એકની એક વાત કેટ્લી વખત સમજાવવાની? ચપ્પુ  કાંટા અને ચમચી મશીનમાં ઉંધા મુકવાનાં ચપ્પુની જેમ કે જેથી લેતા વાગે નહીં,

સફરજન છાલ સાથે ખાવાનું

દિવસમાં ચા બે જ વખત પીવાની સવારે અને બપોરે. સાંજે દુધ લેવાનું

ગરણીમાંના ચાનાં કુચા તરત ટ્રેસ કેનમાં નાખવાના અને તપેલી માં પાણી ભરવાનું કે જેથી ધોતી વખતે તકલીફ ન પડે

“મેં તો તને કહ્યુ હતું કે હવે આ ઉંમરે નવા કાંઠા ના ચઢે..પણ તુ માની જ નહીં.”

” ના તમે ઘરમાં પરોણા ની જેમ કામ કરોછો. તમને સીતેર થયા તો હું કંઈ ૪૦ની નથી.. મને પણ સીત્તેરમાં બે જ ઓછા થ છે. જરા ધ્યાનથી કામ કરશો તો બગાડ ઘટશે અને નુકશાન નહીં થાય.”

” જો મારી પાસે કામ કરાવવું હોયતો તારે તારા જેવીજ ચોખ્ખાઇ અને ગુણવત્તા નો આગ્રહ ના રાખ. અને આ મનમાં જે ઊગે તે કહી દેવાની તારી વાત ખોટી. તું કહીશ તો હું  બપોરની ચા મુકવાનો તને આગ્રહ નહી કરું પણ મારી સાથે  નવી વહુની રસોઇ પરીક્ષા લેતી સાસુની જેમ કડકાઇ થી ના વરત”

છ મહીને રસોડામાં પ્રવેશબંધી થઈ ગઈ. ખાવાનુ બનાવતા શીખતા નથી પણ બગાડવામાં નંબર એક છો.

“તૃપ્તિ!  સ્કુલમા સ્કાઉટમાં હતો ત્યારે રસોઇ શીખ્યો હતો પણ તે કાચી પાકી રસોઈ અમે ખાતા હતા તે ખાવાની તમારી તાકાત નહીં.”

તૃપ્તિ ગણપતનાં ખોંખારાને સમજી ને હસી અને બોલી છ મહીનામાં આખા વરસનું તેલ બાળી નાખ્યું અને ઉપાવાસો કરાવ્યા નફામાં.

નિવૃત્તિ પછી આ પ્રસંગોએ ગણપતને એટલુ જ શીખવ્યું

પત્ની એ ઘરની બૉસ છે. તેને ખુશ રાખવા યેસ બૉસ કહેવું. નોકરી જે જતી રહી છે તેનો ફાંકો છોડી દઈ “આજમાં” મગન રહેવું. આ ટેંશનમાં તેને બીપી આવ્યું

તૃપ્તિની મોટી બેને તૃપ્તિને પણ ઠપકો આપતા કહ્યું “જીજાજી પાસેથી કામ કરાવવાનો તારો આગ્રહ જ ખોટો હતો.અમેરિકામાં પરણી ને આવ્યા પછી બેઉ જણ નોકરી કરે, તે તેં ના કરી.  અને તેમને અમેરિકન ખાવા થી ના કેળવ્યા તે ભુલનું આ પરિણામ છે.”

” પણ મોટી બેન અમારા જેવા ઘણા જોડા છે જે ઘરમાં કામ કરે છે પણ ગણપતને “દેસાઇ ” હોવાનો ફાંકો છે.તેથી નથી કરતો.”

” પણ સામે તું પણ સવાદેસાઇ છે ને? તેણે કરેલા કામો તારા જેવા ચોખ્ખા ના થાય તો ખખડાવાયતો  ના ને.”

” મોટીબેન તમે તટસ્થતાથી ન્યાય કરજો.. આ ઉંમરે થોડાક તો હાથ પગ ચલાવવા જોઇએને? કાઉચ પર બેસીને ટીવી સમાચાર અને સ્ટડી રુમમાં કોંપ્યુટર પર બેઠા બેઠ રહે તે ચાલે?”

” ગણપત તો સારો છે કે તે વળી ગયો. પણ રસોડામાં તેં એને ઠરવા ના દીધો.”

“કેમ મોટીબેન એમ બોલ્યા? ”

” આપણે બચપણ માં રસોઈ શીખતા હતા ત્યારે ખાવાનું નહોંતુ બગડતું? પણ મમ્મી ક્યારેય આપણ ને રસોડામાંથી કાઢી નહોંતા મુક્યા. જે ભુલ હોય તે સમજાવતા અને ફરી થી બગાડ ન થાય તે માટે સમજાવતા. ખરુંને?”

“મોટી બેન મેં એ ના વિચાર્યુ.. પણ બગાડથી મારો જીવ બળી જતો હતો એટલે હૈયુ બાળવા કરતા હાથ બાળવા સારા એમ કરીને મેં તેને રસોડામાં મુક્તિ આપી દીધી.”

“એ તો તેં બીજી ભુલ કરી. થોડો સમય તારી હાજરીમાં તેની પાસે કામ કરાવ.. કાલે ઉઠી ને તું નહી હોય તોદસ પંદર દિવસ એ જાતે રાંધી શકે તેટલું શીખવા દે. પણ તારા વર્તનની તોછડાઇ કાઢી નાખજે.”

મોટી બેન ના આ દ્રષ્ટિબિંદુને સમજતા તૃપ્તિ બોલી” હા મોટી બેન તમે સાચા છો. જેમ લગ્નજીવન માં નવોઢાને માટે જેટલું સહજીવન અનુકુલન જરુરી હોય તેમજ નિવૃત્ત થયા પછી બંને માટે સહજીવન માટે અનુકુલન જરુરી  બને છે.”

મોટીબેને વાત પુરી કરતા કહ્યુ” જો તૃપ્તિ આ ઉંમરે તને સમજાવવાનું ના હોય કે પતિ અને પત્નીએ બંને ને થોડીક “સ્પેસ” આપતા શીખવાનું. વળી એમ કરી એક જ્યારે હોય “આગ” ત્યારે બીજાએ થવાનું “પાણી.”

નિવૃત થયા પછી (૫) સમજણનું ઉંજણ –વિજય શાહ

નિખિલ અને વિભા – બંને શિક્ષક.

વળી નિવૃત્ત પણ સાથે થયા

એકજ વર્ષમાં નિખિલ રાત્રે ઉઘમાં જ ચાલ્યા ગયા.

વિભા જાણે કે નિવૃત સમય હજી માણે તે પહેલા તો વૈધવ્યનો આકરો સમય આવી ગયો.

આસ્ટોડીયામાં રોડ ટચ મકાન જેમાં નીચે તેમનો ટ્યુશન ક્લાસ અને ઉપર પહેલે અને બીજે માળે નાનું ઘર.બીજો માળ વિભા અને નિખિલ રહે અને નાનો સુકેશ અને તેની પત્ની સુહાસીની રહે.વળી નાનો પૌત્ર કલમ પણ બીજા માળે રહે. મોટો કેતન નોકરી દુર એટલે જુદો રહે.તેથી ભાડે રહે અને બે મોટા સંતાનો તેથી કાયમ હાથ ભીડમાં રહે.તેથી નિખિલ કેતનને તેના ભાડામાં રાહત થાય એટલે કાયમ હજાર રુપિયા આપતો.

નિખિલનાં મૃત્યુ પછી વિભા પાસે કેતન કાયમ સુકેશની ઇર્ષા કરતો અને કહેતો એને તો ભાડુ બેઠું જ બચેને? સુહા આ સાંભળે અને બબડે તમારે કેવી શાંતિ? બા અને બાપાને સહેવાના નહીંને? વિભા ટ્યુશન ની આવકો સાચવે પણ નિખિલની જેમ મેથ્સ અને અંગ્રેજીનાં ટ્યુશનો નહીં એટલે એ આવકો પાંગળી.

વરસ પણ નહી થયુ હોય ને કેતન ઘર વેચવા મમ્મીને સમજાવવા આવ્યો…” મમ્મી આ ઘર હવે કાઢી નાખીયે તો પરામાં બે ઘર લેવાય અને ભાડા ભરવાની ઝંઝટ જાય.”

સુકેશને વાત ન ગમી પણ જે દીકરો દુર રહેતો હોય તે વધુ ડાહ્યો હોય અને તે જેમ કહે તેમ અત્યારસુધી થયું હોય ત્યારે મણીનગર ઇસનપુરમાં બે ફ્લેટ લેવાયા. અને વિભા બેન મહિનો મોટાને ત્યાં અને મહીનો નાનાને ત્યાં એમ બે ઘરોમાં વહેંચાતા રહેતા. ટ્યુશન ક્લાસ બંધ થયા એટલે હાથ પણ તંગ થયા. પ્રાઇવેટ સ્કુલોમાં પગાર સિવાય કોઇ બીજી આવકો નહીં. બે પાંદડે કરેલી થોડીઘણી બચતો પુરી થઈ અને એક દિવસ કેતન બાને ના લઈ ગયો.સુકેશે પુછ્યુ ત્યારે તારી ભાભીની તબિયત સારી નથી. કહીને બાનું ગાળીયુ કાઢી ગયા.

વિભાને આ ના ગમ્યુ પણ હવે દીકરાઓને પનારે પડ્યા છીએને કહીને થોડુંક બબડ્યા અને નાનીબેન જીજ્ઞા પાસે  ડબ ડબ આંસુ પણ પાડ્યા.

ફોન ઉપર જિજ્ઞા કહે “મોટી બેન તમારા ઘરની અંગત વાત છે તેથી હું ના બોલી પણ મકાનનું વહેંચણું જ ખોટુ થયુ હતું એક કરોડ અને બાર લાખની તું ધણી અને તારું પોતાનું કોઇ ઘર જ નહી? મને પુછેને તો હું ત્રણ ભાગ પાડુ અને મર્યા પછી એ ભાગનાં બે ભાગ ભલેને બેઉ દીકરા લે.”

“પણ તેમ કરવા જવામાં ઘર નાના થતા હતા. મને એમ કે મારું જ લોહી છે ને? ક્યાં પારકુ છે.વળી આસ્ટોડીયાનાં મકાન જેટલા નાના મકાન લેવા કરતા થોડુંક મોટું મકાન થાયને?”

જિજ્ઞા કહે “પછી આવી થોડીક અગવડોને સહેતા શીખી જાવ મોટી બેન.સુહાસીની તારી સાથે બહુ રહી હવે કેતન-કેયા સાથે આવતે મહીને તું બે મહીના રહેજે…”

“જો કે આમતો બેઉં ઘર દુર તો નથી પણ મારું પોતાનું ઘર હોય તો આ વારા નો કંટાળો ના આવે.”

તે સાંજે વાતનું વતેસર થઈ ગયું.

બા ને તો કોઇને ત્યાં ફાવતુ નથી.કહીને કેતન નજીકનાં ઘરડાઘરમાં મુકી આવ્યો ત્યારે સૌને નવાઈ લાગી.

બે દીકરા વચ્ચે મા ના સમાણી?

વિભાબેન તો ભણેલા હતા. તેમણે મન સાંકડુ ન કરતા થોડી મુક્તિ મળી કહીને મહીનો કાઢ્યો તો ખરો પણ નિખિલ તેમનાથી ભુલાતો નહોંતો.તેમણે વિભાને કહેલ હતું કે થોડો પૈસો હાથે રાખજે પણ વિભા કહે મારે પૈસાનું શું કામ છે?

સુકેશ અને કેતન બંને મારું લોહી છે. તેમને ઠીક લાગ્યુ તેમ કર્યુ.એમ કરવાથી હેત પ્રીત સચવાશેને? તો તેમ.

બીજે મહીને ઘરડા ઘરમાં ૭૦૦૦ ભરવાના હતા ત્યારે કેતનને પેટમાં દુખ્યું. સુકેશે તો છણકોજ કર્યો કેતનભાઇ તમે મુકી આવ્યા છોને તો તમે જ ભરો.

જીજ્ઞાએ તે હપ્તો ભર્યોતે વિભાબેને જાણ્યુ ત્યારે બંને છોકરાવને ખખડાવવાને બદલે તેમના  દાગીનાઓ વેચી દઇને બેંકમાં સીડી કરી તેના વ્યાજમાંથી ગોઠવ્યું ત્યારે સુકેશેને ના ગમ્યું. તે બોલ્યો “બા મને પુછવુંતો હતુ?”

એક દિવસ તેમને ઘરડાઘરમાં રહેવું આકરુ લાગ્યું. ઘરડાઘરમાં બધું હતું પણ પૌત્રો માટે તે ઝુરતા હતા. નિખિલ કહેતો હતો તેમ સ્વમાન સચવાતું હતું પણ મહીને ૭૦૦૦નો ખર્ચ ખટકતો હતો તેથી તેમણે બંને છોકરાઓને બોલાવી ને કહ્યું..” બેટા મને લાગે છે કે જે પૈસા ઘરડાઘરમાં અપાય છે તે નો પહેલો અધિકાર તમારો છે. તેથી જેમની સાથે રહીશ તેમને ૭૦૦૦ રુપિયા પેઈંગ ગેસ્ટ તરીકે હું રહીને આપીશ. મને અને મારા ઠાકોરજી માટેનાં એક રૂમ જુદો આપવો.”

ભણેલા મા બાપ અને અભણ માબાપ વચ્ચેનો તફાવત તરત દેખાઇ ગયો.

તેમણે વાત આગળ વધારતાં કહ્યું ” મારા એકલા જીવને જોઇએ શું? બે ટંકનું ભાણુ અને સાજે માંદે સારવાર. અને મારા તરફથી એક વધુ બાહેંધરી ..હું તમારી વાતોમાં કોઇ માથુ મારીશ નહીં.કે મારા ભૂતકાળમાં વસીશ નહીં. હા મારે જ્યાં જવું હોય અને રહેવું હોય તે મારી મુનસબી કોઇ વારા નહીં. બોલો કબુલ મંજુર?

સુહાસીની અને કેયાને બંને ને તાકડે મધ દેખાયું પણ સુકેશ લજાયો. ” બા. તેં કદી અમારી પાસે પૈસા માંગ્યા નથી તો આ ઉંમરે અમારાથી તમને કેવી રીતે કહેવાય કે બા અમને પૈસાની તાણ પડે છે?”

પણ હું તને સામેથી કહું છું ને કે ઘરડાઘરમાં પૈસા આપવાને બદલે તમને પૈસા દઉં તે વ્યાજબી છે ને?

“બા અમને ના સમજાયુ” કેતને લજ્જિત અવાજે ખુલાસો માંગ્યો.

“જો દિકરા હવે હું જીવવાની કેટલું? બહુ બહુ તો દસ વર્ષ પંદર વર્ષ. અને આ બધી મિલ્કત મર્યા પછી તમારી થાય તેના કરતા જીવતે જીવ મારી હયાતિમાં વપરાય તો કેવું સારું?”

“પણ…”કેતન ખમચાયો.

“જો સાંભળ દીકરા દાગીના પડ્યા પડ્યા વધવાના નહોંતા તેનું રુપાંતર કરી ફીક્સ ડીપોઝીટો કરી છે અને તેના વ્યાજ્માં થી આપણે સૌ મઝા કરીશું .જાત્રાઓ કરીશું પર્યટ્નો અને પિકનીકો કરીશુ – વળી એક વધુ વાત સમજ તમારા સૌની સાથે રહેવામાં ઓછો સમય મારો છે તેથી તે સમયને વાપરવાની ઉતાવળ મને વધુ છે. એક વધુ વાત સાંભળ આ પૈસા હું સુહાશીની અને કેયાને વાપરવા આપવાની છું.”

સુહાસી અને કેયાએ આ જાણ્યું કે બાને રાખનાર ને મહીને  સાત હજાર મળવાના છે તો તેઓ રાજી રાજી થઈ ગયા. બાને પોતાને ઘરે રાખવાની હોડ લગી અને દાદીને દીકરાઓનાં દીકરા મળતા થયા.

જિજ્ઞાને મોટીબેન વિભાનાં દિવસો ફરી ગયાનું જાણીને આનંદ આનંદ થયો.

વિભાબેન મોટી ઉંમરે ઘરનો મોભ કેવીરીતે બનાય તેનો ચમત્કાર શિખવતા જિજ્ઞાને કહ્યું મોટી ઉંમરે છ મહીના ઘરડાઘરમાં રહ્યા પછી મને એટલું તો જરૂર સમજાઇ ગયું હતું કે દુઃખ નાં કારણોમાં મોટા ભાગે સરખામણી જ હોય છે. આ દુઃખમાં પાછુ અધુરુ હોય તેમ “મારા પૈસા” અને “તમારા પૈસા”વાળા ભેદભાવ વિચારભેદ વધારે ત્યારે બુધ્ધિજન્ય  ઉપાય એકજ હતો. સરખામણી દુર કરી દીધી. અને મારા પૈસા જ્યાં ખર્ચાતા હોય ત્યાં આજ માં તેમના પૈસા બચતા હોય તેથી સમજણનું ઉંજણ પુરાઇ ગયુ. હું પણ એક વખત વહુ હતીને?

છ મહીનાનો ઘરડાઘરનો નિવાસ મને વિચાર કરવા માટે પુરતો હતો. કેટલાક કલ્પિત ભયો ઉભાતો હતાજ કે કાલે ઉઠીને મોટો ખર્ચો આવશે તો? તો જવાબ હતો બેંકની એફ ડી છે જ ને…વિભાબેને બુધ્ધિગમ્ય ઉકેલ આપ્યો હતો અને તે છોકરાઓને ગમ્યો હતો

નિવૃત્ત થયા પછી (૬) કરૂણા બા વિજય શાહ

નિવૃત્ત થયા પછી (૬) કરૂણા બા- વિજય શાહ

પ્રોફેસર કરૂણા પાઠક નિવૃત થઇને દિલ્હીથી વતન વડોદરા આવ્યા ત્યારે તેમને મોટા કુટુંબની મૂડીનો પરિચય થયો. આ મુડી એટલે પૈસા નહીં પણ લાંબો પહેળો ભાઈ ભાંડુરા નો વસ્તાર..કોઈ ફોઈબા કહે તો કોઇ માસીબા..લગ્ન તો કર્યા નહોંતા એટલે આ બધો વસ્તાર મોસાળ પક્ષે અને કુટુંબ પક્ષેજ હતો અને સૌ ઘડીયાળી પોળમાં જ રહે

કરૂણા એટલે નામ પ્રમાણે જ ગુણ.પ્રોફેસર તરીકે નિવૃત થયા પછી સારુ એવું પેંશન અને ખાતા ના ખુટે તેટલો વારસો અને ખાનાર પેટનું જણ્યુ તો કોઇ જ નહી…એક વખત પાલીતાણા નાં “કંચનબેન નું રસોડા” વિશેનો લેખ વાંચવામાં આવ્યો.

૬૦ વર્ષનાં   નિઃસંતાન બેન ને સાત પેઢીનું ધન વારસામાં મળ્યુ ત્યારે જે પ્રશ્નો મનમાં ઉઠ્યા તે સર્વ પ્રશ્નો કરુણા બેન ને પણ ઉઠ્યા. આજે તો ઠીક છે. હાથ પગ ચાલે છે કાલે ઉઠી ને નહી ચાલે ત્યારે શું? આ બધા સગા વહાલા તો ઘણાં છે પણ કંઇક એવું કરતા જવું છે કે આવતો ભવ પણ સુધરે. વળી ઉપાશ્રય અને સાધુની વાણીએ એટલુ પણ શીખવાડેલું કે હાથે તેટલુ સાથે.

મારવાડ છોડીને પાલિતાણા આવ્યા અને થોડા સમયે તેમને સમજાયું કે સાધુ સાધવીને ગોચરી ઓરાવવાની ( ખાવાનું આપવાની) તકલીફ છે. વળી આમેય તેમનું ભોજન કંદમુળ વિનાનું અને ્સાદુ હોવું જોઇએ. ઘણી ભોજન શાળાઓ હોવા છતા પાસ ની તકલીફ અને વ્રત પ્રમાણે ભોજન મળે કે ના મળે.ઘીમે ધીમે મનમાં વિચાર દ્રઢ થતો ગયો. અને સાધુ સાધવી માટે મફત ભોજન શાળા ખોલી.સવાર નવ વાગ્યા સુધી સાધુ કે સાધવી જણાવી જાય કે પારણું કરવાનું છે કે વર્ષીતપનું બેસણું કરવાનું છે તો તે પ્રમાણે ગરમ ગરમ ભોજન તૈયાર કરી ભાવથી સાધુ સાધ્વીને ઓરાવે ( ખાવાનું આપે).

કરૂણા બેન પાલિતાણા આવી કંચન બેનની સાથે વાતોએ વળગ્યા..

“બેન આ સખાવ્રતની ધૂણી સારી જગાવી છે પણ મનમાં કદી એવો વિચાર નથી આવતોકે હું આ કામ જાતે કરું એવી ભાવના કેવી રીતે તમને થઈ આવી?”

“જ્ન્મનાં સંસ્કાર એવા હતાજ કે સુપાત્રે દાન જાતેજ કરવું જોઇએ, તેથી સાદુ ખાવાનું જાતે બનાવવાનું અને જાતેજ પિરસવાનું તે વાતને જૈન સમાજે સ્વિકારી અને સાધુ સંતોએ અનુમોદના આપી. મોટો હોલ અને બે ત્રણ બહેનો મદદ માં આવી અને આ સત્કાર્યને વેગ મળવા માંડ્યો.”

“તમારી આ પ્રેરણાત્મક વાતો નાના પાયે મારે કરવી છે. તો હું કેવી રીતે શરૂં કરું?”

સાવ સ્રરળ વાત છે. કોઇને પેટ્ભરીને ખાવાનું આપવાનું છે. ન કોઇ નફાનો કે ખોટનો હિસાબ છે.જેનું પેટ ભરાય છે તે આશિષ દે છે.

કરુણા એ સખાવ્રતની ધુણી શરુ કરી ધનતેરસનાં દિવસથી. પોતાના કાકા સને માસીનાં ઘરે સાત પિતરાઈ અને ૪ મસિયાઇ ભાઇને ત્યાં સોનાનો સિક્કો આપ્યો. “બધા કહે બેન આજે તો તમારે તમારા ઘરે સોનુ લેવું જોઇએ.”

” હા. મેં લીધુ અને તમને આપયુ એટલે મને પહોંચીજ ગયુ.

હા દાન પુણ્ય તો તમને જ મળ્યું ને!”

“હવે એક બીજી વાત સાંભળો, તમારા પુત્ર પુત્રી કે પૌત્ર પૌત્રી જે દસમા ધોરણમાં સારા માર્કે પાસ થશે તો ૫૦૦ રુપિયા આપીશ અને બારમામાં પ્રથમ વર્ગમાં આવશે તો ૧૦૦૦ રુપિયા આપીશ.”

બધ્ધા પિતરાઈ અને મસિયાઇ ભાઇ બહેનો ખુશ હતા કારણ કે સ્કોલરશીપ બધ્ધાને મળવાની હતી. કરુણા માસી કે કરૂણા ફોેઈને બધ્ધા ઓળખતા હતા..

ઘરમાં કામવાળી. રાંધવા વાળી અને બાંધેલો રીક્ષા વાળો પડ્યો બોલ ઉઠાવતા હતા અને દર પહેલી તારીખે પગાર ઉપરાંત નાની નાની વસ્તુઓ પણ વિના માંગ્યે મળતી હતી..ફોઇ કહે એ બહાને ત્રણ કુટુંબો પોષાય છે ને? ભગવાને મને ઘણું જ આપ્યુ છે ને મારે મારી હાજરીમાં તેમને વાપરીને જવું છે.

ક્યારેક ભાભીઓ બોલેપણ ખરી થોડુંક તમારા વૃધ્ધ્ત્વ માટે પણ સાચવો ત્યારે એકજ હસમુખ જવાબ અરે ઉપરવાળો ઘડપણ જોવાતો દે? આપણે તો હાલતા ચાલતા જ જતા રહેવાના છીએ.

એક વખતે કર્ણ ની કહાણી તેમના વાંચવામાં આવી.

આખી જિંદગી સોનાનું દાન કર્યું હતું તેથી સ્વર્ગમાં અન્ન પણ સોનાનું મળ્યુ.ત્યારથી અન્ન સદાવ્રત ખોલવાનો વિચાર પાકો થયો.

એક દિવસ તેમને અને તેમના સત્કાર્યને બીરદાવવા સંતો આવ્યા ત્યારે બે હાથે માથુ નમાવીને કરુણાબેન બોલ્યા.” મારા સ્થિર મનોવનમાં ” મેં કર્યુ”નું વિષ ન નાખો. મેં તો મારા કુટુંબ માટે થઈશક્યુ તેટલુ કર્યુ છે. અને એમ કરીને મારા માબાપે શીખવેલા કાર્યને ઉજાળ્યું છે.જેમાં મેં સંસકાર નિભાવ સિવાય કોઇ વિશિષ્ટ કાર્ય નથી કર્યુ. હા મારું કરેલું કામ ગમે તો તે કામ કરી ભુખ્યાને ભોજન આપો. સમાજે મને આખી જિંદગી આપ્યુ હતું તે પાછુ વાળાવાાનાંસમયે પાછું વાળું છું તે કંઈ મોટુ કામ નથી”

સંતો વ્હાલથી ખભો થાબડતા બોલ્યા કરૂણા બહેન ધન્ય છે તમને અને કળયુગમાં સત્યુગી જીવન જીવતા તમને અને તમારા કુટુંબને.તમારા જેવા પાવક વિચારક અને પાલક સંતાનો ને કારણે કોઇ પણ ટેકા વિના આ પૃથ્વી ટકેલી છે.

મળ્યુ ત્યારે વિચારમાં પડ્યો. ધર્મ રાજા કહે તમે આખુ જીવન સોનું જ આપ્યું હતુ પણ અન્ન દાન કયારેય નહોંતુ કર્યુ તેથી અહીં પણ સોનું મળ્યુ. ત્યારથી કરૂણા ભુખ્યાને ભોજન આપવા કટીબધ્ધ થઈ.

રવિવારે ૧૧ ડબ્બા ભરીને હાંડવો થવા લાગ્યો અને ૧૧ ઘરે પહોંચવા લાગ્યો તો ક્યારેક થેપલા અને ક્યારેક વડા એમ દરેક મહીનાની પહેલી તારીખે કંઇક નવું બનવા લાગ્યુ અને પહોંચવા લાગ્યું. વળી જો કોઇક તહેવાર કે જન્મતારીખ હોય તોબીજો નાનો ડબ્બો મિઠાઇનો પણ જતો…

બધા તેમને વહાલથી કરૂણા બા કહેતા. કરૂણા બા સામે એટલા વહાલથી સૌને આશિષ આપતા અને મનોમન કહેતા પ્રભુ એ મને લખેશરી બનાવી તો આ સૌ ભાંડેરાઓને મદદ કરી શકું છુ. ભગવાન તારો લાખ ઉપકાર..

તેમના નાણા નો વહીવટ કરતો અતુલ પણ આશ્ચર્ય ચકીત થતો અને કહેતો..બા તમારા પૈસા જ્યાં રોકું અને પૈસા બમણા થઈને ઉગે છે. બા તમે નહીં હોય ત્યારે આ સદાવ્રત ચાલશેને?

મારી પાસે અગીયાર જોડી હાથ છે. તેઓ આ સદાવ્રત ચલાવશે અને મારા સાજા માંદે તેઓજ ચલાવશે આ સત્કર્મની ધૂણી. આ સૌએ પાંચ વર્ષમાં મારા પગલે તેમના કુટૂં બ કબીલામાં બીજા પંચાવન કુટૂંબોને રંગ્યા છે. વળી ત્રણ તો સિંધરોટ્નાં પતિયાઓને જમાડે છે. સમાજને ઉપયોગી થવાની ભાવનામાં જ્યારે ઘસાવાની ભાવના ઉમેરાય ત્યારે જ દીપથી દીપ જલતો રહે.

કરૂણા ફઈ વિશે એક વાત કહું?” સંતને વિનંતી કરતા ભત્રીજી મૈત્રી બોલી

સંતની અનુમતિ મળતા મૈત્રી બોલી ” કરુણા ફઈને સારુ લગાડવા અને તેમને નિરાશ થતા ન જોવા જ હું બહું ધ્યાનથી ભણતી હતી અને જ્યારે ૯૧% આવ્યા ત્યારે તેમના પ્રસન્ન મ્હોં પર હાસ્ય જોવા બહુ તરસતી હતી. એ એક પ્રસન્નતાએ ઘરનાં સૌને ખુશ કર્યા હતા.સમયસર પ્રોત્સાહને મને તેમની ઉપરાંત શાળામાં પણ બહુમાન અપાવ્યું.

એક દિવસ તેમને અને તેમના સત્કાર્યને બીરદાવવા સંતો આવ્યા ત્યારે બે હાથે માથુ નમાવીને કરુણાબેન બોલ્યા.” મારા સ્થિર મનોવનમાં ” મેં કર્યુ”નું વિષ ન નાખો. મેં તો મારા કુટુંબ માટે થઈશક્યુ તેટલુ કર્યુ છે. અને એમ કરીને મારા માબાપે શીખવેલા કાર્યને ઉજાળ્યું છે.જેમાં મેં સંસકાર નિભાવ સિવાય કોઇ વિશિષ્ટ કાર્ય નથી કર્યુ. હા મારું કરેલું કામ ગમે તો તે કામ કરી ભુખ્યાને ભોજન આપો. સમાજે મને આખી જિંદગી આપ્યુ હતું તે પાછુ વાળાવાાનાંસમયે પાછું વાળું છું તે કંઈ મોટુ કામ નથી”

સંતો વ્હાલથી ખભો થાબડતા બોલ્યા કરૂણા બહેન ધન્ય છે તમને અને કળયુગમાં સત્યુગી જીવન જીવતા તમને અને તમારા કુટુંબને.તમારા જેવા પાવક વિચારક અને પાલક સંતાનો ને કારણે કોઇ પણ ટેકા વિના આ પૃથ્વી ટકેલી છે.

નિવૃત્ત થયા પછી (૯)જ્ઞાન વસિયત- વિજય શાહ

મારા પપ્પા એટલે મારા જ પપ્પા!

તે દિવસે રાત્રે મને તેઓ સ્વપ્નામાં આવીને કહે “જો શીતુ તું મારા ઘરે બહું મોડી આવી એટલે તારા માટે મને સતત એવું રહે કે બીજાઓનાં કરતા તને મળવું જોઇએ એટલું વહાલ ઓછુ મળ્યુ.. પણ એટલું માનજે કે તું મારી દીકરી નહિં પણ દીકરો છે.”

“પણ પપ્પા આ કેવો વેશ કર્યો છે?”

“ જો બેટા મને તો જિંદગી એ બધું જ આપ્યુ છે એટલે તો કહું છું હવે ગમે ત્યારે ઉપરથી તેડુ આવે અને તમારા બધાનો સંગ છુટે તો અફસોસ ના કરીશ.”એમનું મન મોહક હાસ્ય વેરતા તેઓ બોલ્યા.”લીલી વાડી છે અને કોઇ અફસોસ બાકી નથી. પ્રભુએ માંગ્યા કરતા ઘણું આપ્યુ છે.

“એવું ના બોલોને પપ્પા.”

“ જો બેટા આયુષ્ય કર્મથી વધુ એક મીનીટ પણ આયુષ્ય મળતું નથી..હવે ૮૦ તો થયા.તમે બધા તમારી દુનિયામાં ખુશ છો અને કુદરતનો નિયમ છે ને વડવાઓએ નવાંગતુકોને જગ્યા આપવીજ રહી અને તેથી જ મૃત્યુ ને હસતા મોએ સ્વીકારવું રહ્યું”

“પપ્પા તમે તો કહી દીધું પણ મને તો વિચાર માત્રથી કમ કમીયા આવે છે, તમારો છાંયડો જઈ શકે છે.”

“ હા સ્વિકારવું જ રહ્યું જન્મ્યું છે તે જવાનું જ છે કોઇ વહેલું કે કોઈ મોડું.”

“પપ્પા મોટી બેનોનાં જેટલો મને તમારો છાંયડો નહીં?”

સ્વપ્નમાં જાણે દૂંદૂભી વાગતી હોય અને ભવાઇનો પડદો પડે તેમ અચાનક દ્રશ્ય બદલાયુ અને શીતલ એકદમ જાગી ગઈ. વહેલી પરોઢનું સ્વપ્ન …તેનું મન તે સંકેતોને સમજવા મથતું હતું

તરત ભારત ફોન જોડ્યો..ફોન મમ્મીએ ઉપાડ્યો અને શીતલથી ડુસકું મુકાઇ ગયું.

કુમુદ બા બોલ્યા “કેમ બેટા સવારનાં પહોરમાં ડુસકું?”

“બા સવારનાં પહોરમાં આવું વિચિત્ર સપનું આવ્યું..પપ્પાને ભવાઇમાં વેશ ભજવતા જોયા અને વાતો મૃત્યુની કરતા હતા.. હેં મમ્મી વહેલી પરોઢ્નું સ્વપ્નુ હતું તેથી જરા ડરી ગઈ.”

કુમુદબા તરત બોલ્યા “તને તારા બાપા પર બહુ પ્રેમ છે ને એટલે આવા ડરામણા સ્વપ્ના આવે્છે.  ખરેખર તો આવું સ્વ્પ્ન આવે તો તેમની ઉંમર વધે તેથી રડના.”.

*****

શીતુ મોટી ઉંમરે જન્મી હતી એના જન્મ વખતે મોટી બહેન કોલેજનાં છેલ્લા વર્ષમાં હતી.પુત્રેષણાની તે અકસ્માતે આશાઓ વધારી દીધી હતી, પણ તેવું બન્યુ નહોંતુ. બુધ્ધીજીવી પ્રોફેસરને તો તે વાતનો જરાય ગમ નહોંતો..તેમણે તો ચારેય છોકરીને સરખીજ માવજત આપી હતી પણ ક્યારેક કુમુદબાને ઓછું આવી જતું.. ભગવાને વારસ આપ્યો હોત એમનો વંશ ચાલતેને?

કુમુદ બાને રાજી રાખવા પ્રોફેસર કદીક શીતલને દિકરાની જેમ રમાડતા. શીતલ દીકરો પણ હોય અને દીકરી પણ હોય..તેનાથી શું ફેર પડે?

પણ સ્કુલમાં એક નાટક્નાં દ્રશ્યમાં છોકરો બનવાનું હતું ત્યારે બૉય કટ વાળ કર્યા પછી તે અદ્દલ છોકરો લાગતી ત્યારે કુમુદ બાનું મન ભરાઇ આવેલું..ત્યારથી પ્રોફેસર બાપ પણ વહાલમાં શીતલ દીકરો કહેતા.તે વખતે રક્ષા બંધને  કુમુદબા એ તેને રાખડી બાંધી. આવતે ભવ મારા પેટે દિકરો થઈને આવજે નાં આશિષ દીધા હતા.

તે દીવાળી એ ઘરમાં સૌ પત્તા રમતા બધા બેઠા હતા ત્યારે પપ્પા બોલ્યા “પત્તાની રમત વ્યસન બને ના તે રીતે રમવી જોઇએ પણ તે આયોજન કરતા શીખવે છે અને સાથે સાથે ટેબલ ઉપર આખા કુટંબ ને એક સાથે ભેગા રહેતા શીખવે છે.સાથે સાથે એક વાત એ પણ સમજવી કે પત્તા સાથે નાણા ન રમવા જોઇએ આગળ જતા એ જુગટું બને..”

****

એક્ બે વરસે ફોન ઉપર મૃત્યુ વિશે ચર્ચા કરતા પપ્પા બોલ્યા “ શીતલ સમાજમાં ગમે તે દેખાય પણ મારા મૃત્યુ પછી અગ્ની દાહ બધી બહેનો સાથે દેજો.”

“પપ્પા આવી વાતો કરવી જરુરી છે?”

જો બેન આયોજન બધ્ધ રહેતા મેં મારી જિંદગી કાઢી છે. અને હું માનું છું કે પહેલેથી વિચાર્યુ ન હોય તો તે ઘટનાઓનો  જગકાજી સમાજ બને અને ક્યારેક દુખતી રગ ખોટી રીતે દબાય તેથી આજે આ વાત સૌને જણાવી દીધી. હું માનું છું તમે સૌ મારું જ પંડ છો અને મારા પૈસા મિલ્કત્નાં સાચા અધિકારી કુમુદ પછી તમે છો તેથી તે રીતનું વીલ બનાવ્યું છે.

“પપ્પા તમારી સાથે દીદી છે અને તેના ઉપર મને પણ પુરો ભરોંસો છે તેથી આવી બધી વાતો મને ના કરી દુઃખી ના કરો”.

“આયોજન એવી રીતે કરવું જોઇએ કે જગ છુટ્યે કોઇ મનદુખ રહેવું ન જોઇએ”

કુમુદ બાએ સંમતિ દર્શાવતા કહ્યું “ બાકીની ત્રણ બહેનો અહીં ભારતમાં, પણ તું અમેરિકામાં તેથી બધી માહીતિ પુરે પુરી તારે પણ જાણવી જોઇએ.

ડબ ડબાતી અંખે શીતલ બોલી. “મારે તો તમારો છાંયડો લાંબા સમય માટે જોઇએ.” ફોન નાં બેઉ છેડા આંસુ સારતા હતા.

પપ્પા બોલ્યા.”સંપીને રહેજો અને મન મોટૂં રાખજો.અને શક્ય તેટલું ધર્મમય ભાવે જીવજો”

“ પપ્પા હજી ઘણું લાંબુ તમે જીવવાનાં છો.”

હા એટલી જ લાંબી મારે તમને સૌને જ્ઞાન વસિયત આપવાની છે. તેથી જ્યારે આંતર મન આપવા સક્રીય થાય ત્યારે તેને ધ્યાન દઈને સાંભળો..ધન દોલત તો નજરે ચઢશે પણ આ જ્ઞાન વસિયતતો જ્યારે ઉદય થશે ત્યારેજ સંભળાશે.

.જિંદગીનાં અંતિમ તબક્કે સૌને મારું શ્રેષ્ઠ છે તે આપવું છે પણ મને ખબર નથી અંતિમ તબક્કો ક્યારે આવશે. .જ્યારે આવશે ત્યારેની રાહ ન જોતા હાલ સંભળાવી દઉં કે હવે જે સાથે નથી આવવાનું તેના ઉપરનો મોહ ઘટાડો અને જે સાથે આવવાનું છે તેને ઓળખો. તે પાપ અને પૂણ્યને સાથે લઈ જવા  પછેડી બાંધો. ઉર્ધ્વ ગામી બનવા હલકા થાવ અને પાપગામી કશાયો છોડો. મુસ્લીમ ધર્મનાં સંત પુરુષો કહે છે કયામતનાં દિવસે ઉજળા રહેવા એવું કશું જ ના કરો કે જેનાથી ભાર વધી જાય.

ખુબ જ અંદરથી આવતી વાણીને સાંભળતી શીતલ ગળ ગળા અવાજે પુછી બેઠી પપ્પા તમને કંઈક થઈ ગયુ હોય અને અમારે તમારી પાસે આવવું હોયતો કેવી રીતે અવાય?

પપ્પા કહે મેં આજ પ્રશ્ન મારી મા ને પુછ્યો હતો તો બે ચોપડી ભણેલ માએ એક જ વાત કહી હતી…કર્મો ખપાવ્યા પછી સાચા હ્રદયે સૌને માફ કર્યા અને માફી માંગી લીધી પછી આત્મા પરમાત્માનાં શરણે પહોચે  છે ત્યાં પરમાત્મા સાથે મિલન થાય ત્યારે હું તને મળીશ.

શીતલ સ્તબ્ધ હતી પણ આ બધુ થાય તેને માટે થતો વિલંબ તેને ખપતો નહોંતો.

પપ્પા જાણે તેના ચહેરા ઉપર આ વાત વાંચી રહ્યા હોય તેમ બોલ્યા. મોહનાં તાંતણાં સૌથી સુંવાળા પણ અત્યંત મજબુત હોય છે. તારો આત્મા તે મોહબંધને ભેદવા સમર્થ થશે તો ક્ષણ માત્રનોય વિલંબ નહીં થાય.

હું તો આ મોહનાં રેશમધાગાને હણી રહ્યો છું અને તેજ રીતે તમને પણ કટીબધ્ધ થવા કહી રહ્યો છું.

વાત પુરી થઈ પણ હજી પપ્પાનાં અવાજ્ને સાંભળવો હતો.. ફોન ફરી લગાડ્યો…

ફોન મમ્મીએ ઉપાડ્યો.

અતિ ભારે અવાજે મમ્મીએ કહ્યું “ પપ્પા તો તારી સાથે વાતો કરતા કરતા સુઈ ગયા છે. ડોક્ટર કહે છે તેમને સુઈ રહેવા દો. એ જાગશે ત્યારે ફરી ફોન કરાવીશું”

શીતલને લાગતું હતું પપ્પા હવે કદાચ નહીં જાગે. તેમની લાડલીને તેમની જિંદગીનાં સર્વ સત્યો સમજાવી પપ્પા અનંતને માર્ગે નીકળી ગયા હતા. તેણે નવકાર ગણ્યા  અને જય જીનેંદ્ર. કહી ફોન મુક્યો.

કથા બીજ   -પીનુ ( ભક્તિ શાહ)

નિવૃત્ત થયા પછી (૧૦)એક મેકની દરકાર – વિજય શાહ

 

નિવૃત થયા પછી વાળી ઘણી વાતો છે પણ અત્યારે ઘ્યાન પત્નીને મિત્ર બનાવવાની કવાયત ઉપર વધારે સ્થીર થવાય તેવી ઘટના વાંચવામાં આવી તેની નોંધ લઈને આગળ વધુ.

ગાંધી સાહેબનાં પત્નીને અલ્હાઈમર ( સ્મૃતિ ભ્રંશનો રોગ થઈ ગયો.)રોજની આદત પ્રમાણે તેમની પત્ની માટે ગરમ ગરમ ગાંઠીયા કે ફાફડા લઈને ગાંધી સાહેબ તેમના પત્ની ને હોસ્પીટલમાં બ્રેક્ફાસ્ટ આપવા જાય.

એક વખત વધુપડતા વરસાદને લીધે ફાફડા વાળાનો સ્ટોર મોડો ખુલ્યો અને ગાંધી સાહેબ ઉંચા નીચા થૈ ગયા ત્યારે ફાફડાવાળએ કહ્યું આમેય તેમને સ્મૃતિભ્રંશ થયેલ છે તેમને શું ખબર પડે કે તમે મોડા પડ્યા છો?

ત્યારે ગાંધી સાહેબ બોલ્યા પણ મને તો ખબર પડેને? તેણે મને જિંદગીનાં પચાસ વર્ષ મને સમય સર ખાવાનું આપ્યુછે ત્યારે હું તેને મોડુ કેમ પહોંચાડું?

પાછલી ઉંમરે બંને જણા માટે એક મેકની દરકાર આવે તે ખુબ જરુરી અંગ છે.

એક કલ્પના કરો સાથીની ખોટ સૌથી વધુ કોને પડે? કુદરતી રીતે જ જે તેની સાથે વધુ રહ્યું હોય તેને જ ને?નિવૃત્ત થયા પછી તે સાથીનાં બીજા આઠ કલાક તમે લઈ રહ્યા છો. તમને સમાચાર જોવા છે અને તેને ચિત્ર હાર જોવું છેં. નિવૃત્ત થયા પછી તે બોલશે તો નહીં પણ તે સમયે રીમોટ તેને આપી દઈ સમાચાર જોવાનો આગ્રહ છોડી દેવો તે સાથીની દરકાર વધુ છે.

આ સમજ ગાંધી સાહેબને તેમના પત્નીને સ્મૃતિભ્રંશ નો રો ગ લાગુ પડ્યો પછી ખબર પડી. ખરી શોધખોળ કરીને જાણ્યું કે મેગ્નેશ્યમની ઉણપથી આ રોગ લાગે છે તે દિવસથી મેગ્નેશ્યમ માઇક્રો ન્યુટ્રંટ આપવા માંડ્યા અને પત્ની ને સાજા કરવામાં લાગી ગયા.

૫૦ વર્ષનાં સહવાસ પછી સમજાયું કે જીવન સાથીનાં પણ માનવ સહજ અપેક્ષાયુક્ત વલણ હોઈ શકે. તેની ભાવનાઓ પણ માન આપવા યુક્ત હોઇ શકે..તેની પાસેથી એકલી “લાવ” કે “આપ”ની વાત ક્યારેક વધુ પડતી હોઇ શકે. તેને પણ પત્નીત્વનાં હક્કો જોઇતા હોઇ શકે…”તે પગની જૂતી..” ” આપણું કહ્યું કરે તેજ કરે” વાળું વલણ ખોટું.

ગાંધી સાહેબનાં બદલાવનાં એકાદ મહીના પછી પત્નીમાં સુધારાનાં લક્ષણો દેખાવા માંડ્યા ત્યારે પ્રભુ પાસે છલકતી આંખે તેઓ બોલ્યા પ્રભુ તારો ખુબ ખુબ આભાર..હવે સાથી સમજીને એના પ્રેમને માન થી જોઇશ. એ પત્ની છે તે મને જેટલો આદર આપે છે તેટલો આદર હું હવે તેને આપીશ.

ગાંધી સાહેબની પત્નીમાં આ રોગ આવવા માટે એક હતાશા મોટી હતી. તેઓ માનતા કે મારે સૌનું કરવાનું પણ મારું કહ્યું કોઇ ના માને. અરે કોઇ મને તો પુછે પણ ના.. આ તે કેવી જિંદગી?

ગાંધી સાહેબ આ વાતને સમજી ચુક્યાં હતાં તેથી હવે દરેક વાતમાં “પહેલા મારા લાઈફ પાર્ટનરને પુછી લઉં” પછી નક્કી કરીએ…કહી થોડો સમય માંગવા માંડ્યા. અને ત્રણ જ મહીનામાં ઘરનું ચિત્ર બદલાવા માંડ્યુ. બીન જરૂરી ખર્ચા અને વારંવાર ઘરમાં આવતા ફાસ્ટ ફૂડ બંધ થવા માંડ્યા અને ઘરમાં સમય સર સારું ખાવાનું બનવા માંડ્યુ.વધેલું ખાવાનું સમય સર ફ્રીઝ માં મુકાવા માંડ્યુ. અને ગ્રોસરીનૂં બીલ વધવા માંડ્યું. પણ હોટેલોનો ખર્ચો ઘટવા માંડ્યો.પૌત્ર અને પૌત્રીઓને સુખડી અને શીરો અને મોહન થાળ મળતો થયો તેથી દીકરા અને વહુઓ પણ રાજી થયા.

ગાંધી સાહેબ જોઇ રહ્યા હતા ઘરમાં સૌ તેમને માનથી જોતા થયાં હતાં તેથી હવે ભુલાવાનો અને ધ્યાન ચૂકનાં પ્રસંગો બનતા ન હતા. તેમના ઘણા સુચનો સારા પરિણામો લાવતા હતા.ખાસ તો દીકરીનાં સાસરવાસમાં સૌએ તેમને ” તુચ્છ”  માની લીધા હતા ત્યાં વજન વધવા માંડ્યુ હતું.

વહેવારની વાતોમાં દીકરાની સાસરીમાં કોઠા સૂઝ્થી એવો ઉકેલ શોધી કાઢ્યો હતો કે લાકડી ભાંગે નહી અને સાપ મરી જાય. ટાણે કટાણે વહેવારનાં નામે પૈસા કઢાવતા જમાઇ અને સાસુને ના કહ્યા વિના પરિસ્થિતિ જ એવી ઉભી કરી કે વહેવાર ઉછીના લેતા હોય તેવું લાગે અને પાછો ઉપર હાથ રાખતા હોય તેમ કહ્યું. આ પૈસા મહીનામાં વાળી દેજો કારણ કે અમારામાં તો રીવાજ નથી પણ તમારી વાતનું માન રાખવા તમે કહ્યું અને અમે વર્ત્યા..બાકી સાસરે દીકરીને વળાવી એટલે અમારે વર્તવાની જરૂર નહીં

ગાંધી સાહેબ હવે પાંચમાં પુછાવા માંડ્યા હતા.પહેલા એમને કંઇ કહેવાતું નહીં પણ હવે “મારા લાઈફ પાર્ટનરને પુછી લઉં “ની ઢાલે તેમને ડાહ્યા લોકોમાં ગણાવા લાગ્યા. પહેલા એકડો અને શુન્ય જુદા હતા..સૌથી નાના અને અર્થહીન. પણ હવે ભેગા થયા એટલે “દસત્વ” મળ્યું.

એમની દ્રષ્ટી બદલાઈ. ભોળી અને અક્કલહીન લાગતી પત્ની ની વાતોમાં કૂશળતા દેખાવા લાગી.ક્યારેય ન કહેલું અને આંખનાં ઇશારે સમજાઇ જતું મૌન…એ લાંબો સહજીવન નો અહેસાસ..

મૌનનો ગુંજારવ

લાંબા   સથવારાનો   શાંત   એ   સંવાદ
નીરવ, ના  નાદ  તોય  સૂણું  એનો સાદ

મંજુલ    એ   પ્રેમરાગ   કેટલીયે    રાત
રસિલી  લય  રચના  અનેક   વિધ  વાત

કોઇ  દિન લાગે  અતિબોલ  ને   વિવાદ
અબોલાની  આડ  હાર જીતની  ફરિયાદ

તીનતારા   ગુંજનમાં   ભળે   નવા  સૂર
કલરવ  ને   કલબલમાં   અટવાતા   સૂર

સંધ્યાની   છાંયડી   ને   મીઠો   મનરવ
તારો  ને  મારો   આ   મૌનનો  ગુંજારવ

સરયૂ પરીખ

નિવૃત્તિ પછીનું સૌથી કઠીન કામ છે એક મેકને જેમ છે તેમ સ્વિકારવાના.કારણ કે  ભરત ભાઇએ તેમના કાવ્યમાં કહ્યું તેમ પત્ની સાથેનૂ આખુ જીવન હવે માત્ર મિત્રતા, કેવી વિચિત્રતા, મમતા અધિક, નામાદકતા.

અભિસારિકા

અભિસારિકા હતી ત્યારે હતી,
હવે ના,
હવે માત્ર મિત્રતા.
કેવી વિચિત્રતા,
મમતા અધિક, ના માદકતા.

સાનિધ્ય ખરું
પણ ભયથી ભરેલું આક્રંદ.
ડૂબતી નાવનો ડિસ્ટ્રેસ કોલ.
ભયનું વાદળ
ચહેરા પર ફરી વળે જ્યારે
એની ના કોઈ દવા કે દુવા
કાળે અકાળે.

સ્મૃતિઓ વરસતી
ધીરા વરસાદની ઝરમર
જેમ છત ચુવે એમ ટપકતી.
અશ્રુઓ એમ જ સરે.
ટીપાં રોજ બે ચાર પડે,
સૂકાય એટલાંમાં ત્યાં તો બીજાં નવાં પડે.

પૂંછુ ના કે શું થયું,
જે થયું તે થયું.
ના કોઈ પોસ્ટમોર્ટમ.
એમ જ ગાડું કીચૂડાતું ચાલ્યા કરે.
તેલ ધરીમાં પૂરવાની શી જરૂર?
ઘૂંટણ એમ ઘસાયા કરે.
અંગો પુરજા શરીરના જૂના થયા કરે.

અભિસારિકા હતી ત્યારે હતી,
આજ એ ધર્મપરાયણ,
નિજ કાર્યમાં મશગૂલ
પણ અપ્સરાથી ય વધુ
કામણ કરવાવાળી વનિતા.
હવે માત્ર મિત્રતા, કેવી વિચિત્રતા.
ના અભિસારિકા.

ભરત એસ. ઠક્કર (વિટન, ઈલિનોય)

(ભરતભાઈ ઠક્કરની આ કવિતા આગલા પ્રકરણ ની કોમેંટ મા આવી )

નિવૃત્ત થયા પછી(૧૧) તંદુરસ્તી સાચવવી. વિજય શાહ

nivrut thaya pachhi 1

મારા નિવૃત્તિ વિશેનાં લખાણોનાં ગુરુ હરિક્રીષ્ણ મજમુંદારે મને ઘણી વખત કહ્યું હતું કે પાછલી ઉંમરે “બીચારા” ના બનવું હોયતો નિવૃત્તિમાં એક આવશ્યક પ્રવૃતિ છે “તંદુરસ્તી સાચવવી.” એ દર્શાવેલા પ્રયોગો ની ટૂંકી નોંધ અત્રે મુકી છે.

૧.ચાલવું

તેઓ કાયમ ૧૦૦૦૦ પગલા ચાલતા..હવે ૧૦૦૦૦ પગલા કાયમ ચાલવું એ એક કલાક કરતા વધુ ચાલવાની કવાયત છે.

વેબદુનિયા નાં આ લેખમાં કહ્યું છે તે મુજબ હરીકૃષ્ણ દાદા કહેતા

સવારે ખુલ્લી હવામાં ચાલવું તે એક સંજીવની સમાન છે. સવારનો સમય સર્વોત્તમ હોય છે કેમકે આ સમયે હવા શુધ્ધ હોય છે અને પ્રાકૃતિક છટા અને સૂર્યોદયની લાલિમા ખુબ જ લોભામણી અને શાંતિપ્રિય હોય છે.

લાભ:

* રોજ સવારે ચાલવાથી ફક્ત માંસપેશીઓ જ મજબુત નથી થતી પરંતુ હાથ, ખભા અને પેટની વધારે પડતી ચરબી પણ ઓછી થઈ જાય છે.

* સવાર સવારની સ્વચ્છ હવા ફેફસાઓમાં લોહીને શુધ્ધ કરે છે. આનાથી શરીરમાં ઓક્સીહિમોગ્લોબીન બને છે જે શરીરમાં કોશીકાઓને શુધ્ધ ઓક્સીજન પહોચાડે છે.

* સવારે ચાલવાથી હાડકા પણ મજબુત બને છે.

* સવારમાં ચાલવાથી ફક્ત શારીરિક જ નહિ પરંતુ માનસિક ક્ષમતા પણ વધે છે અને તેનાથી તણાવ પણ દૂર થઈ જાય છે.

* ઓછામાં ઓછુ દિવસમાં ત્રણ કિલોમીટર ચાલવું જોઈએ.

ધ્યાનમાં રાખવા જેવી વાતો :

* પગરખા આરામદાયક પહેરો જેથી કરીને ચાલવામાં તકલીફ ન થાય.

* ચાલવા માટે શાંત અને ચારે બાજુ લીલોતરી હોય તેવું સ્થળ પસંદ કરો.

* ચાલતી વખતે લાંબા અને ઉંડા શ્વાસ લેવાની આદત પાડો અને સારા વિચાર કરો.

* પોતાના હાથને નીચેની તરફ રાખો અને તેને બરાબર હલાવતાં રહો જેનાથી સ્ફૂર્તિ મળે.

* હદય રોગ, રક્તપિત્ત કે અન્ય કોઈ ગંભીર બિમારીવાળી વ્યક્તિએ ચાલતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લો.

* દરેક વ્યક્તિએ પોતાની ઉંમર અને ક્ષમતા અનુસાર ચાલવું જોઈએ.

* ચાલવાનું શરૂ કરતી વખતે શરૂમાં અને અંતે હંમેશા ગતિ ધીમી રાખો. ચાલીને આવ્યા બાદ સંતુલિત આહાર લો.

૨,યોગ

તેઓ માનતા કે જો ચાલવાનું કોઇ કારણ સર શક્ય ના હોય તો હળવા યોગનાં પ્રયોગો ૩૦ મીનીટ સુધી કરવા. જૈન સિંટર  હ્યુસ્ટન ખાતે થયેલ યોગ શિબિર માં અરૂણ યોગી એ બે દિવસ યોગનાં પ્રયોગો શીખવ્યા હતા.

સૌજન્યઃ નીતિન મહેતા

૩. બહુ પાણી પીવુ

તેઓ માનતાકે નરણે કોઠે ૪ ગ્લાસ કોશિરીયું પાણી પિવાની ટેવ પાડો અને વધતા વધતા ૮ ગ્લાસ સુધી પીઓ

 સમતોલ આહાર

આજીવન તંદુરસ્તી માટે આદર્શ સમતોલ ખોરાક – – મુકુંદ મહેતા

આજ સુધી અનેક લેખોમાં સમતોલ ખોરાકની વાતો તમે વાંચી હશે. આરોગ્યલક્ષી પ્રવચનોમાં પણ

સાંભળી હશે અને ટી.વી.માં કે ડી.વી.ડી.માં જોઈ પણ હશે. એક ચર્ચા તરીકે તેમાં, ખાસ કરીને ટેબલટોકમાં  પણ ભાગ લીધો હશે પણ એવું કેમ હશે કે તમારી સ્થિતિ મહાભારતના દુર્યોધન જેવી છે, જે ધર્મ શું છે  એ જાણતો હોવા છતાં પણ તેનું પાલન કરી શકતો નહોતો તેમ તમે પણ તંદુરસ્તી માટે આદર્શ ખોરાક  વિશે બઘું જાણતા હોવા છતાં પણ સામે ડીશમાં ગરમાગરમ ભજીયાં કે ફાફડા હોય અને સાથે મીઠાઈનું ઢેફું હોય તો આગળ પાછળનો કોઈ વિચાર એટલે કે શરીરમાં રોગ છે, ઊંમર થઈ છે અને છતાં કોઈ પણ ખચકાટ વગર નિરાંતે ખાઓ છો. તો ચાલો, આજે તમને આજીવન તંદુરસ્તી માટે તમને ભાવે તેવા ખોરાકને સમતોલ કરીને કેવી રીતે ખાવો તેની વાત કરીએ.

તંદુરસ્તી એટલે શું ?
વિશ્વ આરોગ્ય સંસ્થાએ શરીરમાં રોગ કે નબળાઈનો અભાવ એટલે તંદુરસ્તી એવું નથી જણાવ્યું. તંદુરસ્તીની ખરી વ્યાખ્યા ‘‘શરીરની શારીરિક, માનસિક અને સામાજિક એવી ટોચની પરિસ્થિતિ જેમાં કોઈ તકલીફ હોય નહીં.’’ મારી ભાષામાં ‘‘જેના મનમાં ઉમંગ હોય, તનમાં તરવરાટ હોય, ચહેરો હસતો હોય અને કોઈ પણ પ્રકારના શારીરિક શ્રમ કે માનસિક આઘાત પણ ખમી શકે તે વ્યક્તિ તંદુરસ્ત કહેવાય.’’ આવી તંદુરસ્તી મેળવવી અને જાળવી રાખવી (ગમે તે ઉમરે) એ તમારા હાથમાં છે.
૨.સમતોલ ખોરાક એટલે શું ?
તમારા શરીરને જરૂરી કેલેરી (પુરૂષો- ૨૦૦૦, સ્ત્રીઓ- ૧૮૦૦) માટે, તમારા શરીરની વૃદ્ધિ અને ૨૨ વર્ષ પછી ઘસારા માટે જરૂરી પ્રોટીનનું પ્રમાણ (૫૦થી ૬૦ ગ્રામ), શરીરને શક્તિ મળે તે માટે જરૂરી કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ  (૨૫૦થી ૩૦૦ ગ્રામ), ઇમર્જન્સીમાં જરૂર પડે અને શરીરને અમુક કાર્યોમાં જરૂર પડે તેટલું ચરબીનું પ્રમાણ  (૩૫થી ૪૦ ગ્રામ), શરીરનાં અનેક કાર્યો માટે તેમજ પાચકરસો (એન્ઝાઇમ), લોહી, હોર્મોન્સ અને ન્યુરોટ્રાન્સમીટર્સની રચના અને બંધારણ માટે જરૂરી વિટામિન્સ અને ખનિજ પદાર્થો અને છેલ્લે શરીરના પ્રવાહીને બેલેન્સ રાખવા જરૂરી અઢીથી ત્રણ લીટર ચોખ્ખું પાણી અને બીજાં પ્રવાહી લેવા માટે આયોજન કરવામાં  આવે તેને સમતોલ ખોરાકનું આયોજન કહેવાય. અહીં એક વાત ઘ્યાન રાખવાની છે કે આ સમતોલ ખોરાક તમારી ઉમર, જાતિ, તમે કેટલો શારીરિક શ્રમ કરો છો કે નથી કરતા તેના ઉપર તેમજ સ્ત્રીઓમાં સગર્ભાવસ્થા વખતે અને નાના બાળકોના શરીરની વૃદ્ધિ માટે વગેરે કારણો ઉપર આધાર રાખે છે.
ફૂડ ગૃપ કેટલા છે અને તેમાંથી શું મળે ?
ફૂડગૃપ – ૧ અનાજ જેમાં ઘઊં, ચોખા, રાગી, બાજરી, મકાઈ, જવ અને તેના લોટ.
૨. કઠોળ ઃ જેમાં કાબુલી ચણા, કાળા ચણા, તુવેર, વટાણા, રાજમા, મગ, ચોળા અને સોયાબીન.
કયા પોષક તત્ત્વો મળે ? ઃ પ્રોટીન, લોહતત્ત્વ, ફાઇબર, વિટામિન બી કોમ્પ્લેક્ષ, થોડીક ચરબી મળે,

કાર્બોહાઇડ્રેટ પણ મળે જેનાથી શક્તિ મળે, ફોલીક એસિડ મળે.
૩. દૂધ અને પોલટ્રી  દૂધ દહી, છાશ, પનીર, ચીઝ, ચીકન, મીટ, ઈંડા, માછલી ગણાય. કયા પોષક તત્ત્વો મળે ? કેલ્શ્યમ, પ્રોટીન, વિટામીન અને મિનરલ્સ મળે. ઉપરાંત સેચ્યુટેટેડ ફેટ મળે જેમાં કોલેસ્ટ્રોલ હોય.
૪. ફળો અને શાકભાજી  કેરી, સફરજન, નારંગી, મોસંબી, પપૈયું, ચીકું, દ્રાક્ષ, તરબુચ અને કાકડી, પાલખ, મેથી, ગાજર, મુળા, બીટ, રીંગણ, ભીડા, ચોળી, ગુવાર, વટાણા, મરચાં, ડુંગળી, ફ્લાવર, કોબી, શક્કરીઆ, બટાકા, સુરણ, રતાળુ.
કયા પોષક તત્ત્વો મળે ?  કેરેટોનોઇઝ્ડ, ફ્લેવેનોઇઝ્ડ, ફાઇબર, વિટામિન સી, કેલ્શ્યમ- આયર્ન, વિટામીન  બી કોમ્પ્લેક્ષ, વિટામીન એ, મેગ્નેશિયમ ફોસ્ફેટ્સ, સ્ટાર્ચ.
૫. ચરબી અને સાકર ઃ જેમાં માખણ, ઘી, વેજીટેબલ ઘી, રસોઈમાં વપરાતા બધા જ પ્રકારના તેલ, જેમાં તલ, મગફળી, કપાસીયા, સૂર્યમુખી, ઓલીવ, સરસવ, નાળીયેર, રાઇના તેલ ગણાય. સાકર જેમાં ખાંડ, ગોળ, મધ.
કયા પોષક તત્ત્વો મળે ? ઃ શરીરને જરૂરી ફેટી એસિડ, જરૂરી કોલેસ્ટ્રોલ અને તાત્કાલિક શક્તિ મળે.
બેલેન્સ્ડ (સમતોલડાયેટ (આહારલેવા શું અને કેટલું ખાશો ?
શરીરને ઉપયોગી (ઉપર જણાવેલા) ઘટકો યોગ્ય પ્રમાણમાં શરીરને મળે તેવો ખોરાક એટલે સમતોલ

આહાર કહેવાય. વિગતવાર સમજાવું તો ખોરાકમાં-
૧. અનાજ (ચોખા, ઘઊં, જુવાર, બાજરી, મકાઈ)
૨. કઠોળ (મગ, ચણા, વટાણા, તુવેર, અડદ, રાજમા, વાલ, ચોળા)
૩. વારાફરતી બધા લીલા શાકભાજી. ૪. એકથી ત્રણ ફળો. ૫. પ્રમાણસર ચરબી (તેલ- ઘી). ૬. ૨૫૦થી ૫૦૦ મીલી દૂધ. ૭. નોનવેજીટેરીઅન માટે એક ઈંડુ અને / અથવા મીટ/ માછલી. નોનવેજીટેરીઅનને પશુપક્ષીના મીટ, ઈંડા અને માછલીમાંથી રોજની જરૂરતનું પ્રોટીન (૫૦- ૬૦ ગ્રામ) મળી જાય છે.

વેજીટેરીઅને આટલા પ્રોટીન મેળવવા આખું અનાજ (ચાળ્યા વગરનું) અને વધારે કઠોળ લેવું જોઈએ.

પુરુષનો ખોરાક સ્ત્રી કરતાં વધારે હોય છે.
૮. રોજ ૩થી ૪ ખજૂર અથવા અંજીર અને પાંચ- પાંચ દાણા સૂકામેવાના (કાજુ, બદામ, પિસ્તા, અખરોટ)

લેવા જોઈએ. સૂકામેવાના વિકલ્પે ૧૦૦ ગ્રામ જેટલા ચણા અને શિંગનું મિક્ષર પણ લઈ શકો છો.
ખોરાકના પોષક તત્ત્વો જળવાઈ રહે તે માટે શું કરશો ?
ખોરાક આંખને ગમે તેવો, જીભને સ્વાદિષ્ટ લાગે તેવો અને સહેલાઈથી પાચન થાય તેવો હોવો જોઈએ.

આ સિવાય તેમાં રહેલા પૌષ્ટિક તત્ત્વો જળવાઈ રહેવા જોઈએ. આજકાલ જે જંકફૂડ કે ફાસ્ટફૂડ બજારમાં મળે છે તેમાં શરીરને જરૂરી વિટામિન્સ, મિનરલ્સ લગભગ હોતા નથી. કાર્બોહાઇડ્રેટસ અને ચરબી વધારે હોય છે. પ્રોટીન ઓછું હોય છે. ખોરાકને રાંધી ખાવા યોગ્ય બનાવવો અને તે પણ તત્ત્વો જળવાઈ રહે તેવી રીતે રાંધવો એ એક પ્રકારની કળા છે.
આટલું યાદ રાખવું જરૂરી છે.

૧. ફળો અને શાકભાજી ઉપરથી જંતુનાશક દવા કાઢી નાખવા તેને એક મોટા  ટબમાં સાધારણ ગરમ પાણીમાં પલાળી રાખવા જરૂરી છે.

૨. શક્ય હોય ત્યાં શાકભાજી અને ફળોના રેસાનો ફાયદો શરીરને મળે માટે તેની છાલ સાથે કાચા અથવા

રાંધેલા ખાવા જોઈએ.

૩. ઘરમાં ચાર વ્યક્તિ હોય તો પ્રત્યેક વ્યક્તિદીઠ ૩થી ૪ ચમચી તેલ શાકભાજી અને બીજી તળેલી વસ્તુઓમાં  શરીરમાં જાય તે ખાસ ઘ્યાન રાખશે.

૪. એક વાર તળવામાં વપરાયેલું તેલ ફરીવાર તળવામાં વાપરશો નહીં. કારણ તેમાં શરીરને નુકસાન કરે તેવા હાઇડ્રોકાર્બન્સ હોય, જેનાથી કેન્સર થાય. મોટી ઊંમરે કેમિકલ ફેક્ટરીમાં બનાવેલ દવા (વિટામિન મિનરલ્સવાળા ટોનિક) લેવાના વિકલ્પે ફળો અને શાકભાજી અને દૂધ, દહીં. છાશ અને પનીર લેવા જોઈએ, જેમાંથી શરીરને જરૂરી બધા જ પોષક તત્ત્વો મળે.

૫. તમારા શરીરમાં રહેલું હિમોગ્લોબીન યોગ્ય પ્રમાણમાં (સ્ત્રીઓમાં ૧૩થી ૧૪ ગ્રામ ૯૦થી ૧૦૦ ટકા અને પુરુષોમાં ૧૪થી ૧૫ ગ્રામ ૧૦૦થી ૧૧૦ ટકા) રાખવા માટે લોહતત્ત્વ (આયર્ન) અને પ્રોટીનનું પ્રમાણ અનુક્રમે ૨૦થી ૩૦ મી.મી. ગ્રામ અને ૬૦થી ૮૦ ગ્રામ રાખવું જરૂરી છે, જેથી તમારી રોગ પ્રતિકારક શક્તિ જીવનભર જળવાઈ રહે. કુદરતી સ્વરૂપમાં આયર્ન મળે તે માટે ખજૂર, અંજીર, પાલખ, બીટ, ટામેટા, સફરજન, કાકડી, ગાજર, કેરી, તરબૂચ વગેરે યોગ્ય પ્રમાણમાં લેવા જરૂરી છે એ જ રીતે પ્રોટીન માટે અનાજ, કઠોળ, દૂધ વગેરે બને તેટલા કુદરતી ફોર્મમાં લેવા જોઈએ. આ ફાયદાની વાત થઈ

૬. બધા જ પ્રકારના રાંધેલા ખોરાકમાં મીઠું, મરચું અને તૈયાર મસાલાનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરશો તો બી.પી. થશે નહિ અને હોજરી અને આંતરડામાં અલ્સર (ચાંદાં) પડતાં અટકશે.

૭. પહેલા જણાવ્યા પ્રમાણે ખોરાકમાં મેંદો, ચરબી અને ખાંડનો ઉપયોગ વધારે કરશો તો જિંદગીભર

તમારો સાથ આપનારા બી.પી., ડાયાબિટીસ જેવા અને તાત્કાલિક મરણને શરણ જવું પડે તેવા હાર્ટ એટેક અને કેન્સર જેવા રોગ થશે.

૮. ખોરાક રાંધેલો હોય કે તૈયાર ખૂબ ચાવીને ખાશો તો તે ખોરાકમાંના તત્ત્વો તમારું શરીર ગ્રહણ કરી શકશો.

૯. જમવાનો સમય અને નાસ્તાનો સમય ચોક્કસ પાળશે.

૧૦. જે દેખ્યું તે બઘું જ ખાઈ જવાનું, મફત મળતું હોય તો અકરાંતિયા માફક ખાવાની ટેવ રાખશો નહિ. પ્રમાણભાન રાખવું જરૂરી છે.
સમતોલ અને પૌષ્ટિક ખોરાક કેવી રીતે લેવો તે તમારે હવે નક્કી કરવાનું છે. રોગરહિત લાંબા આયુષ્ય માટે જેમ નિયમિત કસરત જરૂરી છે તે જ રીતે તમારે યોગ્ય ખોરાકનું આયોજન એવી રીતે કરવાનું છે કે તમારા શરીરને જરૂરી બધાં જ તત્ત્વો યોગ્ય પ્રમાણમાં નિયમિત મળે.

સૌજન્યઃ ગુજરાત સમાચાર

નિવૃત થયા પછી આ બધા નિયમનોથી આપણે વાકેફ તો થઈ જઈએ છે પણ તેનુ અમલીકરણ એ અગત્યનો ભાગ છે

નિવૃત્ત થયા પછી(૧૨) ટૂંકસાર… જિંદગીને છુટ્ટી મૂકી દો.

 

nivrut thaya pachhi 1

જાપાનના એક ડોક્ટર છે.
તેમનું નામ શીગૈકી હિનોહરા.
આવતી તા. ૪ ઓક્ટોબરે ડો. હિનોહરા ૧૦૨ વર્ષના થશે.
તેમણે સુખ અને સ્વાસ્થ્ય વિશે પંદર પુસ્તકો લખ્યાં છે.
૧૦૧ વર્ષના થયા ત્યારે ‘લીવિંગ લોંગ, લીવિંગ ગૂડ’ વિશે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે

એનર્જી માત્ર સારું ખાવાથી કે પૂરતી ઊંઘ કરવાથી નથી આવતી
પણ ખરી એનર્જી માત્ર સારું ફિલ કરવાથી આવે છે,
મજામાં રહેવાથી આવે છે.

તેમણે કહ્યું કે જિંદગીને છુટ્ટી મૂકી દો.

જમવા અને સૂવા માટે બહુ નિયમો ન બનાવો.

બાળકો આવા કોઈ નિયમોને અનુસરતાં નથી
છતા એ મસ્ત,ખુશ અને તંદુરસ્ત રહે છે,
કારણ કે એ દરેક વસ્તુનો આનંદ ઉઠાવે છે.

તમે મજામાં રહેશો તો સાજા રહેશો.
મનને મજબૂત રાખો,
નેગેટિવ વિચારો અને નકારાત્મક માનસિકતા જ માણસને બીમાર પાડે છે કે દુઃખી રાખે છે.

શરીર દરેક પરિસ્થિતિમાં અનુકૂળ થતું હોય છે.
માણસ મનથી પરિસ્થિતિને સ્વીકારતો નથી એટલે તેને આકરું લાગે છે…..

Think positive. ..
Enjoy every moment of life…

વાંચીને   નીચે ભાવાર્થ લખાયો તાન્કામાં!(૩૧ અક્ષરોમાં!)

પરિસ્થિતિને

સ્વીકારી, જિંંદગીને

મૂકી દો છૂટી!

જરૂર નહિ પડે

દવા કે દાક્તરની!

*‘ચમન’/૩૧જાન્યું’૧૮