Category Archives: નિવૃત્તિ નિવાસ

નિવૃતિ-નિવાસ (16) વિશ્વદીપ બારડ

માનવીના મૃત્યુબાદજ માનવીએ કરેલા સદકાર્યોને બિરદાવવા,યાદકરી સ્નેહી-સગા પોતાના સ્વજનને ગુમાવ્યાનો ખેદ વ્યક્ત કરે છે.આજે નિવૃતિ-નિવાસમાં યોજાયેલી શોકસભામાં અણધારી વિદાય લેનાર સરગમબેનના શૉકમાં સમગ્ર હોલ તેણીને ચાહનાર લોકોથી ભરચક હતો, સૌની આંખોમાં ભીંનાશ હતી. એક અગોચર દુનિયામાં સરગમબેને પ્રણાય કર્યું તેને … Continue reading

Posted in નિવૃત્તિ નિવાસ | 1 ટીકા

નિવૃતિ નિવાસ (15) ફતેહ અલી ચતુર

કેમ છો? તમને પુછું  છું. કેમ છો?  એક પરિચિત અવાજ કાનમા ગુંજી ઉઠ્યો. રણછોડદાસ ઉંઘમાંથી ઉઠી ગયા. આ તો સરગમબહેનનો અવાજ છે.  એ કેમ શક્ય છે . પણ ,પણ.. આ નિવૃત્તિ નિવાસના લોકો સાચુ કહે છે કે હું ચોવીસ કલાક … Continue reading

Posted in નિવૃત્તિ નિવાસ | 1 ટીકા

નિવૃત્તિ નિવાસ (14)-લેખીકા-વંદના એન્જીનિયર

નવનીતરાય માસ્તર- લેખીકા-વંદના એન્જીનિયર નવનીતરાયે ગંભીર ચહેરે સામે સૂતેલા સરગમબેનના શાંત, સૌમ્ય મુખ સામે નજર કરી. બીડાયેલી એ પાંપણો તળે દબાયેલી એ બે કરૂણાસભર સ્નેહ નીતરતી આંખો જાણે તેમને ટગર ટગર જોઈ રહી હતી. તેમના કાનમાં શબ્દો પડઘાઈ રહ્યા- ” … Continue reading

Posted in નિવૃત્તિ નિવાસ | Leave a comment

નિવૃત્તિ નિવાસ (13)- પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિવૃત્તિ નિવાસના અતિથિ  મનુભાઇએ જ્યારે વાત જાણી કે સરગમ બહેન ને આવેલો હ્રદય રોગનો હુમલો ઘાતક છે ત્યારે એક જ વાત તેમના મોંમાંથી નીકળી “ સારા માણસોની તો ત્યાં પણ બહુ જરૂર છે”. તેમણે આણંદ ફોન લગાડ્યો અને ઇસ્માઈલ કુરેશી … Continue reading

Posted in નિવૃત્તિ નિવાસ | Leave a comment

નિવૃત્તિ નિવાસ (12) અંબુભાઇ દેસાઇ

સરગમબહેનના અવસાન પ્રસંગે અપૂર્વ દેસાઈ હાજર ન હતા. તેમના પૌત્રના લગ્નમાં તેઓ અમદાવાદમાં હતા. ડૉ. વિનય પંડયાએ ફોન કરીને જાણ કરી અને તેમની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. શોભાએ પૂછયું “શું થયું? લગ્નના પ્રસંગે આંસું ?” અપૂર્વ કહે : “ડૉ. વિનય … Continue reading

Posted in નિવૃત્તિ નિવાસ | 2 ટિપ્પણીઓ

નિવૃત્તિ નિવાસ (11) વિશ્વદીપ બારડ

તે દિવસે સરગમબેનનાં મૃત્યુનાં ઓળામાં સોહિલ સાથે   આવેલા કાળીદાસભાઇ અને લતાબેન પોત પોતાની આપવીતી વાગોળતા હતા “ સોહિલ, તું નસીબદાર છે કે, તને સિત્તેર થવા આવ્યા છતાં તારું શરીર સારું ચાલે છે.નર્સિંગ હોમમાં વસવાટ કરતા કાલીદાસની આંખમાં આંસુ સરી પડ્યાં” … Continue reading

Posted in નિવૃત્તિ નિવાસ | Leave a comment

નિવૃતિ નિવાસ (૧૦) વિજય શાહ

  પેસ્તનજી દારૂવાલા પણ મનમાં તે સમય યાદ કરતા હતા જ્યારે પહેલી વખત સરગમ બેન સાથે મળ્યાં હતા. કાવસજી એમનો ભાણો અકસ્માત મૃત્યુ પામ્યો પછી પેસ્તનજી દારુવાલા એકલા પડી ગયાં હતા અને ધીમે ધીમે ધંધો ઓછો કરી નિવૃતિ નિવાસ તરફ … Continue reading

Posted in નિવૃત્તિ નિવાસ | Leave a comment

નિવૃત્તિ નિવાસ (૯) વિજય શાહ

  ગુરુચરણસિંઘ (જી.સી.) નિવૃત્તિની નિવાસમાં સન્નાટો છવાયેલો હતો અને જી સી બહારથી આવ્યા. આમ તો ગુરુચરણસિંઘ નામ પણ સરગમબેન અને સાથી મિત્રો તેમને જી કહેતા…અવન્તિકાબેનના રડમસ ચહેરે જીસી સમજી ગયા કે કંઇ થયુ છે અને રડતા વલ્લભદાદાએ જ્યારે કહ્યુ કે … Continue reading

Posted in નિવૃત્તિ નિવાસ | Leave a comment

નિવૃત્તિ નિવાસ-૮ ડો ઇન્દીરાબેન શાહ

નિવૃતિ નિવાસનુ આલિસાન મકાન અંદર સુંદર બગીચો ચારે તરફ હરિયાળી વચ્ચોવચ ફુવારો તેમા રંગ બેરંગી બત્તીઓનો પ્રકાશ જાણૅ નમતા સુર્યના કિરણો ઝીલી તેમાં રંગબેરંગી મેઘધનુષના રંગો પુરી રહ્યો હોઇ!! એવુ રમણીય દૃષ્ય પણ આજ બગિચમા આંટા મારતા ડૉ વિનય પંડયા્ને … Continue reading

Posted in નિવૃત્તિ નિવાસ | Leave a comment

નિવૃત્તિ નિવાસ-૭-પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

    “અભેસિંહ” સવારના પહોરમાં દરરોજ પોતાની વોચમેન કેબીનમાં બેસી સરગમબેનના મધુર કંઠે ગવાતી “મંગલ મંદિર ખોલો……” પ્રાર્થના સાંભળવા ટેવાયેલા અભેસિંહ જાડેજા, એકએક નિવૃતિનિવાસ તરફ આવતી એમ્બ્યુલન્સનું સાયરન સાંભળી કોઇ અમંગળના એંધાણ સાથે સફાળા ઊભા થઇ ગયા. એમ્બ્યુલન્સની સ્ટ્રેચર સાથે … Continue reading

Posted in નિવૃત્તિ નિવાસ | 6 ટિપ્પણીઓ