Category Archives: અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ

૨૫- હકારાત્મક અભિગમ- જીવન જીને કા નામ-રાજુલ કૌશિક

જીવનના કોઇપણ રસ્તા સહેલા-સુગમ જ હોવાના , દરેક ચઢાણો સરળ જ હોવાના એવી માન્યતામાં કેટલું તથ્ય? જીવનમાં આગળ વધતા કોઇ રસ્તો ઉખડ-બાખડ ન આવે તો એ આપણું સદનસીબ. પરંતુ જીવનમાં આવતી સમસ્યાને જોનારાના પણ અલગ-અલગ દ્રષ્ટીકોણ હોવાના. એના માટે અહીં … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ | 1 ટીકા

માતૃભાષા દિવસે મારી ભાષાને સલામ-પ્રજ્ઞા દાદભાવાળા

એક ભાષા જે બાળક, નાનપણ થી શીખે છે અને સાંભળે છે, આપણા પરિવારમાં આપણી ગુજરાતી ભાષામાં બોલીએ છે ત્યારે કેટલું મીઠું લાગે છે મિત્રો , ૨૧મી ફેબ્રુઆરીનો દિવસ પણ આવી પહોંચ્યો !! આ દિવસ વિશ્વભરમાં માતૃભાષા દિવસ તરીકે હવે ઉજવાઈ … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ | Leave a comment

આવકાર -સરયૂ પરીખ

આવકાર આહટોથી આંગણું છલછલ છલકતું ગાય છે, આજનાં આનંદમાં તનમન હસીને ન્હાય છે. નહીં નહીં જે  જાણતો કે જીંદગીમાં આખરે, શુદ્ધ કર્મી માનવીઓ પ્રેમથી પૂજાય છે. શત્રુઓના ખેલ સામે ખેલદિલ થઈ ઝૂમતો, સ્નેહ કેરા સ્પર્શ સાથે મિત્રતા પરખાય છે. રાખીને જે આપતો ને આપીને જે રાખતો, દાન ને સ્વીકાર બેથી ધન્ય જીવન થાય છે. દ્વાર પર તોરણ સજાવી રંકને સત્કારતો, તેની સાથે કૃષ્ણ હોંશે રાસ રમવા જાય છે. —–    સરયૂ પરીખ

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ | Leave a comment

“સબવે-સેન્ડવીચ”-વિશ્વદીપ બારડ

એક લાગણી પ્રધાન મા ની વાર્તા… ‘ બા, આજ કેમ મોડા ?’ ‘તમારા માટે આજે શીલા ઘેરથી તમારા ભાવતી ખાંડવી લાવી છે’ ‘બેટા, રસ્તામાં કેટલો મોટો એક્સિડ્ન્ટ થયો છે! ‘ ક્યાં? કયાં? ’ હિલક્રોફ્ટ અને પેલા ઇન્ડીયન શૉપિંગ સેન્ટર પાસે, … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, લઘુ કથા | 1 ટીકા

નિષ્કલંક-પ્રજ્ઞા વ્યાસ

  પોલિસ સુપરિન્ટેન્ડન્ટ રુદ્રરાયનાં નામ અને દેખાવ ભલે ગમે તેટલાં કરડાં હતાં, છતાં એ દિલના હતા અત્યંત દયાળુ; અને એ વાત સારું ય ત્રિવિધા જાણતું. જ્યારે જ્યારે કોઈ ગુંડો કે ગંજેરી, કોઈ ચોર, દારુડિયો કે જુગારી થાણાની એમની ઓફિસમાં દાખલ … Continue reading

Posted in અન્ય, અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ | 1 ટીકા

સ્પર્શતૃષ્ણા-વૈશાલી પંડીત ( સૌજન્ય ડૉ જનક્ભાઈ શાહ- ફેસબુક)

એક તૃષ્ણા એવી પણ છે જે માત્ર સ્પર્શથી જ ભાંગે છે ઝીરો લાઈનઃ ગીતા માણેક હમણાં થોડા દિવસ પહેલાં વૈશાલી પંડિત નામની એક બ્લોગરનો બ્લોગ વાંચ્યો. આ બ્લોગ હૃદયને એટલો સ્પર્શી ગયો કે એની વાત વાચકો સાથે કરવી છે. બ્લોગનું … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ | 1 ટીકા

લાલ ફૂલ : રેખા પટેલ (વિનોદિની)

” રૂપલી…ઓ છોડી હવારના પ્હોરમાં કંઈ ગઈ હતી”? માની બુમ સાંભળીને રૂપી દોડતી આવી અને મારી સામે જોતા જ મારી મા હસી પડી અને બોલી ” એ,છોડી આ માથા કરતાં મનોહર મોટું . લાલ ફૂલ જોયું નથી કે માથામાં ખોહ્યુ … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, લઘુ કથા | Leave a comment

જહાંગીરી ઘંટ-રાજુલ કૌશિક

જહાંગીરી ઘંટ- નવલિકા… “આજ સુધીનો મારો રેકોર્ડ છે મારી ડિફેન્સ લૉયર તરીકેની કારકિર્દીમાં મેં ૧૭ ક્રિમિનલ્સને પુરાવાના અભાવે કોર્ટમાં નિર્દોષ સાબિત કર્યા છે.” હાથમાં ઓરેન્જ ફ્લોટનો ગ્લાસ લઈને હળવી ચુસકીઓ મારતા હર્ષવર્ધન સોનેજા કહી રહ્યા હતા. શહેરના નામાંકિત લૉયરની આસપાસ … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, લઘુ કથા | 2 ટિપ્પણીઓ

ચાલો લ્હાણ કરીએ.પ્રવિણાબેન કડકિયા -(૧)લ્હાણી

         લ્હાણી          ****** બચપનથી આ ગાયન ગમતું હતું. આજે પણ એટલું જ પ્યારું છે. ફિલ્મ મુનિમજી અને અદાકાર હતો દેવાનંદ. દેવાનંદ ચાલે ત્યારે જાણે એના શરીરમાં હાડકા ન હોય એવું લાગે અને રડે … Continue reading

Posted in ચાલો લહાણ કરીએ | Leave a comment

જીવનસંધ્યા -નિરંજન મહેતા

આજે પ્રશાંત અને વિશાખાના છૂટાછેડાનો કેસ હતો. ૩૫ વર્ષ પહેલા માતાપિતાએ શોધેલ કન્યા સાથે લગ્ન તો કર્યા પણ શરૂઆતથી જ મનમેળનો અભાવ. પડ્યું પાનું નિભાવ્યે છૂટકો માની પ્રશાંતે થોડો સમય તો લગ્નજીવન ટકાવી રાખ્યું પણ અંતે લાગ્યું કે આ વધુ … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, પ્રેરક લેખ, લઘુ કથા | Leave a comment