હળવેથી હૈયાને હલકુ કરો -૧૬-ટર્નિંગ પોઈન્ટ -પ્રજ્ઞા દાદભાવાળા

મિત્રો આજે એક નવા સર્જકને રજુ કરતા આનંદ સાથે હાસ્ય પણ અનુભવું છું અને તમે પણ અનુભવશો. માણસ હૈયું ખોલી ઘણી વાતો કરે છે. પણ આ કંદર્પભાઈની વાતોમાં હૈયાની વરાળ સાથે હાસ્ય પણ ઉપજે છે.આજની નવી પેઢી હળવેથી હૈયાની વાત ને કહે છે “ટોકિંગ પોઈન્ટ”.તેનું નામ છે કંદર્પ ભાઈ પટેલ.
હળવેથી હૈયાને હળવું કરો .. એમ કહોને  ને ટોકિંગ પોઈન્ટ લ્યો ત્યારે સાંભળો મારી વાત …
 આવતા ૧-૨ મહિનામાં ‘જોબ’-ભૂખ્યા વરુઓ આમથી તેમ ધમપછાડા કરશે. જો કે ‘પ્લેસમેન્ટ’ નામનો શબ્દ તો હવે મૃત:પ્રાય જ બની ચુક્યો છે, કારણ કે ‘હાથી આખો ગયો અને પૂછડું બાકી’ જેવી પરિસ્થિતિ આકાર લઇ ચુકી છે.
પણ આ સગા-સંબંધી (હમણાં-હમણાં બધાના ઘરે જઈ-જઈને આ પૂછવાના જ ધંધા કરે છે, જાણે એમને તો અમારી પંચાતમાં જ રસ હોય..!). આ શબ્દને જીભમાં ચિપકાવીને નથી રાખતા મારા વાલીડા(વડીલઓ). અમુક બદ-જાત પબ્લિક ખાસ સાંજે પોતાની અર્ધ(અંગિની) (જાડી-મોટી બુદ્ધિ)ને અને પોતાના દીકરાઓને લઈને એન્જિનેઅરોના ઘરે ખાસ ‘ખોંખારો નાખવા’ અને ‘દેકારો કરવા’ આવી ચડે. જાણે આ એન્જિનેઅરોની ‘કાણ’ કાઢવા આવ્યા હોય એમ બેસે અને એન્જીનિયરીંગનું ‘બેસણું’ રાખેલું હોય એવી ડંફાશ મારે. પાણી દેવા જઈએ ત્યારે મોઢું તો એવું કરે જાણે આપણે કોઈ નાની રેસ્ટોરન્ટમાં પાણી આપવાનું જ કામ ન કરવાનું હોય..! અને આપણી પરીસ્થિતી પણ ‘કાપો તોયે લોહી ના નીકળે’ એવી હોય. બસ બધી વાતમાં નનૈયો ભણવા સિવાય કોઈ જ એક્સપ્રેશન ચહેરા પર ના આવે. એક-એક કલાક સુધી એવી નેગેટીવ અને બિનજરૂરી વાતો કરતા જાય કે ન પૂછો વાત…! અને છેલ્લે પાછા, ‘તો બેટા..! શું કરાવાય આને ?’ પૂછીને મગજની તો પૂરી દઈ મુકે, જાણે એના બાળકની લાઈફના આપણે ‘મોટીવેશનલ કોચ કમ એડવાઈઝર’ ના હોઈએ…! બસ આજ મારો ટોકિંગ પોઈન્ટ છે.પણ દોસ્ત..! આ હૈયાની વાત એટલી પણ હળવાશથી ‘હવાબાણ હરડે’ની જેમ હવામાં ઉછાળાય એવી સરળ નથી.
પ્રશ્નો તો પૂછશે, પૂછાશે અને પુછાવા જ જોઈએ. જેટલો વિરોધ એટલો જ માણસ જીવનના તાપમાં ઉકળીને બહાર આવે. દિલમાં એક ધગધગતો લાવા હોવો જોઈએ. કઈક દુનિયાને કરીને બતાવવાની હામ હોવી જોઈએ. ૨૧ વર્ષના જુવાનજોધ છોકરાને જોઇને કોઈ પણ વ્યક્તિ તેના તેજથી અંજાઈ જવો જ જોઈએ, અભિભૂત થવો જોઈએ. આ ઉકળતી યુવાનીને દુનિયામાં પોતાનો સિક્કો જમાવવા માટે કોઈ બંધન રોકી શકે તેમ નથી, એટલી ઉર્જાનો ‘પાવર બેંક’ છે. જીગરમાં એક ખમીર ખોળી-ખોળીને બોલવું પડે અને નસીબના ‘સેફ ટ્રેક’ પરથી ગાડી ઉતારીને પરસેવાના ‘અનઇવન ટ્રેક’ પર ગાડી દોડાવવી પડે. સપનાઓને સાકાર કરવા પહેલા બળબળતી આગમાં બળવું પડે, હૈયામાં હામ ભરવી પડે, તેને મેળવવાની ભૂખ લાગવી જોઈએ. પરંતુ, એ બધું જ ત્યારે જયારે ખુલ્લી આંખે સપના જોયા પણ હોય.
કાળજામાં એક એવો ‘સૂપ’ વહેતો હોવો જોઈએ કે જે ‘કર્તુત્વશક્તિ’ની ભૂખ લગાડે, એ પણ કકડીને. હાથ-પગમાં એવા ઇલેક્ટ્રિક કરંટ જોઈએ જેનો ઝટકો આખી દુનિયા મહેસૂસ કરે. આંખો તેઝતર્રાર ડી-એસ.એલ.આર કેમેરાની જેમ ‘વેલ ફોકસ્ડ’ હોવી જોઈએ જેથી માત્ર પોઝિટીવ વાઈબ્સને ઉચકીને કેપ્ચર કરેઅને તેની જ ‘નેગેટિવ’ બને. કેટલાયે અવનવા અનુભવો કરવા પડે, શરીર પર એ અનુભવોના જોરદાર ઘા પડવા જોઈએ અને ‘ઉત્સાહ’ના મલમ વડે ‘હતાશા’ના એ જ ઘાવ ભરાવા જોઈએ. કોઈ પણ આંગળી કેમ ચીંધી જાય આપણી સામે ? શું આ દુનિયામાં આપણું ‘પ્લેસમેન્ટ’ ગાંડા-ગમાર, અણઘડ અને અવ્યવસ્થિત સમાજનું નીચું મોં કરીને સાંભળવા થયું છે? આંખમાં આંખ નાખીને જવાબ દેવાનો ફાંકો અંદરથી ના આવે ત્યાં સુધી હજુ બાળક જ છો એવું સમજી લેવું અને ખૂણામાં એક આંગળી મોઢા પર ઉભી મુકીને ઉભા રહી દરેકનું સાંભળવાની તૈયારી રાખવી.
આવતી કાલે તમારી ગરજ છે એટલે ‘જોબ’ લેવા દરેક દોડવાના. ‘જેક’ (સ્પેરો નહિ..!) લગાવાની ટ્રાય કરશે, નહિ મેળ પડે એ વળી ૨ વર્ષ આગળ ભણવાનું અને માસ્ટર્સ (હકીકતમાં નહિ) કરવા પાછો પોદળા વચ્ચે સાંઠીકડું ઉભું રાખવાનો પ્રયત્ન કરશે. પણ, ત્યાં આપણામાં શું એવી લાયકાત છે કે આપણે શું ડિઝર્વ કરીએ છીએ ખરેખર? એ ‘ખરેખર’ ખ્યાલ છે ખરો ? કે માત્ર શેખચિલ્લીના સપનાઓમાં ‘ખેરાતી’ બનીને પોતાનો જ ‘ખરખરો’ કરાવવા આ સૂકા ભઠ્ઠ ‘ખેતર’માં નીકળી પડ્યા છીએ…જ્યાં આપણી કોઈ સ્વતંત્રતાને સ્થાન જ નથી. આપણા વિચારો, વાણી અને વર્તનને બાંધવા સામે ચાલીને આપણે જઈએ છીએ. એનું કારણ માત્ર એક જ છે, કે આ ૨૧ વર્ષમાં માર્કસની પાછળ આપણે ત્રણ(પોતાના અને પોતે) એવા દોડ્યા કે વ્યક્તિત્વનું નિર્માણ કરવાનું જ ભુલાઈ ગયું. એક અલગ ચીલો ચાતરીને રસ્તો કરવાનું ‘સાઈડ બાય’ થઇ ગયું. આસપાસની દુનિયા માત્ર એક સાંકડા કુવા જેટલી બની ગઈ.
જરૂર છે, લાઈફના આ ‘ટર્નિંગ પોઈન્ટ’ પર પોતાના ‘ટોકિંગ પોઈન્ટ’ ને ઇન્સ્ટોલ કરવાની. જરૂર છે, પોતાની ઓળખ ઉભી કરવાની. જરૂર છે, યા હોમ..કરીને કુદી પડવાની. જરૂર છે, ‘ઘેટાશાહી’ ટોળામાંથી બહાર આવીને સ્વતંત્ર નિર્ણયશક્તિ ખીલવવાની.
હું સ્પષ્ટપણે માનું છું કે દરેક વ્યક્તિ એક ‘માર્કેટર’ છે. રોજ સવારે ઉઠીને લોકો પોતાને બીજાનાથી થોડા વધુ ચડિયાતા બતાવવાનો પ્રયત્ન કરે છે. પોતાના શરીર, વિચારો, કાર્યો, સુખ, ખુશી .. આ દરેક હમેશા વધુ સારું કેમ રહે તેનો પ્રયત્ન કરતા રહે છે. બસ, આ સ્કીલને જ ડેવલપ કરવાની છે ને દોસ્ત..! આવતી કાલે જ્યાં પણ જઈએ કે જે કઈ કરીએ…પોતાની સ્વતંત્ર નિર્ણયશક્તિ વડે માર્કેટિંગની દુનિયામાં ઉભા રહી જ શકવાના. આ દુનિયાનો દરેક માણસ રોજ સવારે ઉઠીને ‘શું કરું તો વધુ ફાયદો થાય..?’ એના માટેની માર્કેટિંગ સ્કીલ વિચારતો રહે છે. પછડાટ ખાઈને ફરી પાછા દરિયાના મોજાની જેમ ઉંચે ઊછળતા આવડતું જરૂરી છે. નદીના બંધનની જેમ નિરંતર વહેવું એ જ નિયમ છે, સમયનો નહિ..પરંતુ આપણો..!
આજે દરેક જુવાનિયો પોતાનું લેવલ જોયા વિના જ દુનિયાને ‘જજ’ કરતો થયો છે. પણ ત્રણ આંગળી અને મોટો અંગુઠો આપણી તરફ છે ભાઈ’લા. જયારે પોતે હૃદયમાં આત્મવિશ્વાસનો દીવો જગાવીને ફરીશું ત્યારે હતાશા-નિરાશા એ દીવાના અંધકાર નીચે છુપાઈ જશે. બસ, મોજ પડવી જોઈએ. કોણ કેવું કહી ગયો છે? અને કોણ શું કહે છે? એની ચર્ચા કરવા મોટીવેશનના ‘અધિવેશનો’ ભરીને ‘વેન્ટીલેશન’ પર જવું નહિ. ચર્ચા કરવા કરતા પોતાનામાં શું ખૂટે છે? એનો હિસાબ માંડો અને એની દુકાન ખોલો. સાંજ સુધીમાં દુકાનનો વેપલો કેટલો થયો એ નક્કી કરો અને નફા-ખોટની ગણતરી કરો. તાળો આપોઆપ મળી જશે.
ખોટી ચર્ચામાં ઉતરવું નહિ, એક આ ‘કામદેવ’ નું બ્રહ્મવાક્ય મનમાં ઘુસાડી દો ગમે તે રીતે.
“ચર્ચા એટલે ખર્ચા, સમયના અને શક્તિના…!”
ટહુકો:-
વ્હુ આર યુ?
વ્હોટ આર યુ?
વ્હાય આર યુ?
આ ત્રણ પ્રશ્નોના જવાબ પોતાના દિલને પૂછવા અને કેટલાના ‘રીવર્ટ’ મેઈલ આ મન ના ‘ઈનબોક્સ’માં આવે છે એ જાતે જ ચેક કરો. જેટલા ‘સ્પામ’માં છે તે ‘ઈનબોક્સ’માં જ કેમ નથી રિસીવ થતા એ જોવાનો પ્રયત્ન કરો. ‘ડ્રાફ્ટ’માં રહેલા જવાબો જયારે ‘સેન્ટ’ બતાવશે તે દિવસે નસીબનો ‘મેઈલ’ આવ્યો સમજો.
મિત્રો કંદર્પે વાત તો હૈયાની જ કરી છે પણ જોવો કેવો હકારાત્મક અભિગમ છે. વાતને સ્વીકારો અને એણે આપેલા પ્રશ્નોને જાતે જ પૂછીને ઉકેલ શોધો.દરેક  પાસે હૈયાની વાત કહો તો વાત અને વરાળ કહો તો વરાળ ધરબાઈને પડી જ હોય છે. હા, માત્ર હળવેથી હૈયાને હળવું કરી હૃદયમાં આત્મવિશ્વાસનો દીવો જગાવીને ગુંગળામણને દુર કરવાની છે.

તમારી પાસે આવી કોઈ વાત હોય અને કહેવી હોય તો અહી જરૂર મોકલજો. 

| Leave a comment

મહેંકતા પત્રો (વિદેશ વસી સહિયર મોરી – 17) રોહિત કાપડિયા

સ્મિતા ,     

સારૂં ગ્રહણ કરવાની આપણી ક્ષમતા વધે તે માટેની ચાહત ગમી. એ સાથે જ મને વેદનો એ મંત્ર યાદ આવી ગયો કે જે કહે છે મને સર્વે દિશાઓમાંથી સુંદર વિચારો પ્રાપ્ત થાય .દાદુ સાથે વિતાવેલા શનિવાર અને રવિવારમાં ઘણું બધું શીખવા મળ્યું. બે દિવસ બહારનો પ્રોગ્રામ હોય શનિવારે સવારે હું ગરમ નાસ્તો બનાવવા વહેલી ઉઠી હતી. મારા આશ્ચર્યની વચ્ચે આટલી વહેલી સવારે ‘ગુડ મોર્નિંગ’ કહીને દાદુએ રસોડામાં પ્રવેશ કર્યો ને મને કહ્યું “ચિન્ટી, તું બીજી બધી તૈયારી કરી લે ત્યાં સુધીમાં હું ગરમ નાસ્તો બનાવી લઉં છું”. મારા મોંમાંથી લગભગ ચીસ જેવા શબ્દોમાં નીકળ્યું

” દાદુ તમે નાસ્તો બનાવશો ? ”

હસીને એમણે કહ્યું” ખુશી અને વિશ્વાસના ગયા પછી ઘરમાં અમે બે એકલા જ રહ્યાં. ચારૂ, ઘણો બધો સમય મારી જરૂરિયાતોને પૂરી કરવામાં અને મારી કાળજી રાખવામાં વિતાવતી. તે દિવસે શનિવારની રજા હોવાથી રાબેતા મુજબ ચા-નાસ્તો કરીને મારા મિત્રોને મળી આવ્યો. પાછો આવ્યો ત્યારે ચારૂ હિંચકા પર બેસીને છાપું વાંચી રહીહતી. મને નવાઈ લાગી. મેં પૂછ્યું

“શું આજે રસોઇમાં હડતાળ છે કે?”

હસીને એણે કહ્યું” આજે મારી પણ છુટ્ટી છે. “મેં સહજતાથી કીધું” ચાલો, આપણે બહાર જમી લઈશું”. ત્યાં તો હસતાં હસતાં એણે ડાઇનિંગ ટેબલ પર તૈયાર રાખેલા મારાં મનગમતાં ભોજન પરથી આવરણ હટાવ્યું .હું ખુશ થઈ ગયો પણ એક વિચાર મારા મનમાં સતત રમવા લાગ્યો કે શું ચારૂને ક્યારેય કામમાંથી છૂટી નહીં?  ક્યારેય નિવૃત્તિ નહીં? બસ મેં રસોઈ બનાવતા શીખવાનું નક્કી કરી લીધું. દર રવિવારે ઘરે પણ હું જ નાસ્તો બતાવું છું. આજનો નાસ્તો ચાખીને તું જ નક્કી કરજે કે આ કૂક કેટલો હોંશિયાર છે?”

અમે નાયગ્રા ફોલ્સ જોવા ગયા હતાં. મનભરીને ત્યાંનું અવર્ણનીય સૌંદર્ય માણ્યું. અચાનક જ દાદુએ વિશ્વાસને સંબોધીને કહ્યું” બેટા, આ ધોધનું પાણી જ્યારે ઉપર વહેતું હતું ત્યારે પણ ખળખળ વહેતું હતું. નીચે પડતું હતું ત્યારે પણ ઘૂઘવાટથી પડતું હતું ને નીચે પડી ગયા પછી પણ એ જ રીતે ખળખળ વહી રહ્યું છે. જિંદગીમાં પણ આપણા સ્થાન અને સ્થિતિને ગૌણ બનાવીને સતત ખળખળ રીતે વહેતા જ રહેવાનું .”  

    ત્રણેક કલાક મન ભરીને લટાર માર્યા પછી અમે નાસ્તો કરવા બેઠાં. નાસ્તાની પ્લેટમાંથી મેં પ્રથમ ચમચી મુખમાં મૂકી કે તરત જ દાદુ બોલ્યા” ટેસ્ટી છે ને? “મીઠા વગરનો એ નાસ્તો હોવા છતાંય મેં દાદુનું દિલ સાચવવા કહ્યું” દાદુ, બહુ જ ટેસ્ટી છે. “હસીને તેમણે ગજવામાંથી મીઠાની પડીકી કાઢીને મારી પ્લેટમાં ભભરાવવાં કહ્યું “બસ, જિંદગીમાં પણ આ જ રીતે ફરિયાદ વગર આવેલી હર ક્ષણને વધાવી લેજો.

થોડામાં એમણે ઘણું બધું કહી દીધું. સાંજે અમે મંદિરમાં દર્શન કરવા ગયા. શિસ્ત, શાંતિ અને સ્વચ્છતાથી વાતાવરણ મહેકી રહ્યું હતું. દર્શન કર્યા પછી મેં કહ્યું” દાદુ, આવી શિસ્ત, શાંતિ અને સ્વચ્છતા આપણા ઇન્ડિયામાં………”મને વચ્ચેથી જ અટકાવીને દાદુએ કહ્યું “કોઈ પણ ચીજ એની મેળે નથી આવતી. એને લાવવી પડે છે .ઇન્ડિયામાં પણ ઘણું બધું સુંદર છે અને છતાં પણ જે કંઈ ખૂટે છે. જે કંઈ પણ ખામી છે. તેને જો દૂર કરવી હોય તો વિશ્વાસ, ત્યાં આવીને પરિવર્તન લાવવું જોઈએ.” તે રાત અમે હોટલમાં જ રોકાયા. રાતે મેં વિશ્વાસને કહ્યું” તમારૂં ધ્યેય પૂરૂં  થાય અને એક ચોક્કસ રકમ કમાઇ લઇએ કે તરત જ ઇન્ડિયા જતા રહીશું.”         

બીજા દિવસે અમે ખાસ્સું ડ્રાઇવ કરીને લાખો વર્ષ પુરાણી ગુફા જોવા ગયાં. નીચા નમીને એક સાંકડી હોડીમાં બેસીને ગુફાના એક છેડેથી બીજા છેડે જવાનું હતું. હોડીનો જવાનો રસ્તો એટલો સાંકડો હતો કે અમુક જગ્યાએ ને હર વળાંકે ગાઇડને હાથ અંદર રાખવાની સૂચના આપવી પડતી હતી. ઠેક ઠેકાણે મૂકેલી રંગીન લાઇટમાં ગુફાનો નજારો અદભુત લાગતો હતો. થીજીને લટકી રહેલા પાણીનાં ટીપાં મોતીની માળા જેવા લાગતા હતાં. પાણીની ધારના સતત મારથી આપોઆપ કંડારાયેલા પથ્થરો ખૂબસૂરતીમાં ઓર વધારો કરતા હતાં. નવાઈની વાત તો એ હતી કે આટલી લાંબી અંધારી ગુફામાં પણ જીવ સૃષ્ટિ મોજુદ હતી.  ઘણીવાર નાવડી અંધકારમાંથી પસાર થતી અને ત્યારે અંધકારમાં ઓગળી જતું આપણું અસ્તિત્વ એકાદ ક્ષણ માટે હૈયાને ડરનો અહેસાસ કરાવતું હતું. લગભગ અડધા એક કલાકની એ નાવડીની સફર બાદ અચાનક જ કુદરતી પ્રકાશની ઝાંખી થઈ. દાદુ તરત જ બોલી ઉઠ્યાં ” એવરી ટનલ હેસ એન એન્ડ”

. ત્યાંથી નીકળી બંને બાજુ છવાયેલા વૃક્ષો વચ્ચેથી ડ્રાઇવ કરતાં કરતાં અમે ઘરે આવ્યાં. થાકી ગયા હતાં તેથી તરત જ સૂવા જતાં દાદુને ગુડ નાઇટ સ્વીટ, ડ્રીમ્સ કહ્યું. દાદુએ તરત જ કહ્યું “કેવી ગજબની વાત છે અંધકારમાં રંગબેરંગી સપનાઓ જોવાના”.  એ પણ ગુડ નાઇટ કહીને જતા રહ્યાં.                

વાતો તો ઘણી બધી છે. અત્યારે તો આપણી જિંદગી અને આપણા થકી બીજાની જિંદગી પણ રંગીન બને એવી ચાહત સાથે અહીં જ અટકું છું.                                            

આશા. 

| Leave a comment

ભારતના ૧૫ મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી – 70 માં જન્મદિને- જિતેંદ્ર પઢ

  -નમો ની વાણી  વિચારધારા  

 હું મહત્વાકાંક્ષી વ્યક્તિ નથી .મારા જીવનમાં કોઈ મહત્વકાંક્ષા નથી . મારા જીવનમાં એક મિશન છે અને મારુ મિશન મારા દેશની સેવા કરવાનું છે અને જયારે હું મારા રાજ્ય માટે કામ કરું છું -તેનો અર્થ એ કે હું મારા દેશ અથવા રાષ્ટ્ર માટે કામ કરું છું

.*   મારા પક્ષે મને જવાબદારી સોંપી છે તો મારે તેમાં પૂર્ણ સમર્પિત થઈને સાથ આપવો જોઈએ .ભગવાને મારામાં ક્ષમતા આપી છે ,જેનાથી હું મારામાં ઇષ્ટતમને માટે તેનો ઉપયોગ કરું છું.

 *  કરોડો લોકોનો આ દેશ એક મેળો છે ,કોણ ? કહે છે મોદી એકલો છે . 

*  અમને દેશની આઝાદી માટે મારવાનો મોકો તો નથી મળ્યો ,પરંતુ આ પ્યારા દેશવાસીઓને  માટે જીવવાનો મોકો તો  મળ્યો છે ,તો તેને આપણે વ્યર્થ નહિ ગુમાવીએ અને દેશના હિતમાં કામ કરવું એ જ તો દેશ ભક્તિ છે .

*  સરકારનો કેવળ એક જધર્મ છે ,સર્વોપરિ  ભારત ;સરકારને માટે એક જ ધર્મગ્રંથ છે -સંવિધાન .સરકારે માત્ર એક જ  ભક્તિથી સલંગ્ન થવું જોઈએ તે છે દેશ ભક્તિ . સરકારની એક માત્ર શક્તિ છે તે જનશક્તિ .સરકારનું કેવળ એક જ  કર્તવ્ય છે ,૧૨૫ કરોડ ભારતીયોની ભલાઈ ,સર્વનો સાથ ,સર્વનો વિકાસ જ સરકારની એક માત્ર આચાર સંહિતા હોવી જોઈએ

.*સફળતાની ટોચે પહોંચેલા માનવીએ પણ કયારેક તો એ  સફર અંતના તળિયેથી શરૂ કરી હોય છે .શરૂઆત સંઘર્ષનો એ  સમય તેના મનના એક ખૂણામાં આજીવન સચવાયેલો રહે છે .સંઘર્ષના સમયે તેને જે જે લોકોએ સાથ આપ્યો તેમના પ્રત્યે  એક વિશેષ કૃતજ્ઞ ભાવ  તેના મનમાં કાયમનો અંકિત થઇ જાય છે . પણ સાંપડેલી સફળતાના પાયામાં સૌથી અગત્યનું પાસું એ તેના પોતાના સ્વ સાથેનો , શ્રદ્ધા સાથેનો અને ઈશ્વર સાથેનો સંબંધ છે . 

*ઘણીવાર જાહેર જીવનમાં ખુબ મોટા  પરદે ઉપસતું વ્યક્તિનું ચિત્ર એટલું મોટું હોય  છે કે તેમાંથી માણસ શોધવાનું ફાવે જ નહિ .વળી ઈચ્છા પણ ન થાય .બીજી બાજુ ,સામાન્ય માનવી તરીકેનો આનંદ કૈંક ઔર જ હોય છે .મારો પાકો  વિશ્વાસ છે કે ,આપણા સહુની ભીતર એક તદ્દન સામાન્ય -સહજ માનવ વસતો હોય છે .જે પ્રકૃતિ દત્ત સકારાત્મક અને નકારાત્મક આવિર્ભાવથી પર નથી હોતો . ગુણ,  અવગુણ , ઈચ્છા ,અનિચ્છા ,તૃષ્ણા ,તૃપ્તિ,અનુરાગ-વીતરાગ,ભાવ -અભાવ, ઊર્મિ   ,વેદન્સ -સંવેદના ,  ગમા – અણગમા,અપેક્ષા -આકાંક્ષા  તેનાથી કોઈ પર નથી હોતું . હું પણ તમારી જેમ ગુણદોષ સભર સામાન્ય માનવી જ છું .બધાની જેમ હું પણ મારા વ્યક્તિત્વના વિકાસની નિરંતર મથામણ કરતો રહું છું .

*  કૈંક  બનવું છે એવા સપના ન જુઓ ,પણ કૈંક કરીને દેખાડવું છે .એવા સપના જુઓ .

*  વખત બહુ થોડો છે ,જેટલો દમ હો ,તે લગાવી  દો .કેટલાંક લોકોને હું  જગાડું છું ,કેટલાંકને તમે જગાડી  દો 

.*   જે પળે પ્રતીક્ષાનો અંત આવે છે , ઇચ્છિત   મિલન થાય છે ત્યારે ….તમારાથી પર થઇ જોઈ શકાય તો જો જો ..પેલાં પુષ્પો નાચતા હશે ..પેલાં પાંદડા ગાતા હશે  ….પેલી ડાળીઓ હિલોળા  લેતી હશે …પેલું  થડ હૂંફ  બક્ષતું હશે

.*માત્ર  સરકાર અને સરકારના એક પગલાંથી -શરુવાતથી નૂતન ભારત નહિ બની શકે ,દેશમાં બદલાવ અથવા વિકાસ એક ભારતીય વ્યક્તિ અને નાગરિકના દ્વારા જ થઇ શકે છે.

* એ ભારતની જવાબદારી છે કે તે જ્ઞાન અને નવીનતાના માધ્યમથી પોતાની તાકાત વિશ્વને  પ્રદર્શિત  કરે

 * જે  નિરંતર ચાલે છે ,તેઓ જ બદલામાં મીઠાં  ફળ પામે છે , સૂર્યની અટલતાને  જુઓ -ગતિશીલ અને લગાતાર (સતત)ચાલવાવાળો ક્યારેય રોકાતો નથી ,તેથી આગળ ધપતા રહો .

*  સારા  ઇરાદાઓ સાથે  સુશાસન અમારી સરકારનું પ્રતીક છે .અખંડતાની સાથે કાર્યાવિન્ત અમારો મુખ્ય જુસ્સો છે .*  જો આપ મને લોક તાંત્રિક મૂલ્યો  અને ધન, શક્તિ ,સમૃદ્ધિ અને પ્રસિદ્ધિમાંથી કૈંક પસંદ કરવાનું કહેશો તો હું બહુ જ આસાનીથી બેશક લોકતાંત્રિક મૂલ્યોને પસંદ કરીશ

 *  હું નવી બાબતો કરવા અને લોકોસાથે મળીને તેને લાવવામાં ,સંચાલનમાં આનંદ માણું છું તે આનંદ મને જીવાડે છે .

*  મને કોઈ બતાવી શકે છે કે અમે જે કંઈ કરી રહ્યા છીએ તેઅંગે જાતને પૂછ્યું છે -શું  ?અમારા દ્વારા કરેલા કામોથી ગરીબોને કોઈ મદદ મળી છે ?  અથવા રાષ્ટ્રને કોઈ લાભ થયો છે? આપણે  આ  વ્યવહાર કરીએ છીએ  છીએ અને વિચારીએ છીએ કે મને કોઈ ફર્ક નથી પડતો ,આનાથી ,આ  વિચારધારાથી  બહાર   નીકળવું  જોઈએ  અને પોતાની જાતને દેશની પ્રગતિમાં સમર્પિત  કરવી જોઈએ

.* મને કોઈ  કામ કરવાનો અવસર મળે તેને હું મારા સૌભાગ્યની વાત ગણું છું .હું તેમાં મારો આત્મા પોરવી દઉં છું .આવો દરેક  અવસર /તક  આગળ  આવવા  માટે દ્વાર ખોલી દે છે

.*  હું ભૂતકાળનો બોજો કે ભવિષ્યનું પાગલપન લઈને નથી ફરતો .હું વર્તમાનમાં જીવું છું .

*  લોકતંત્રમાં કોઈ કોઈનું દુશ્મન નથી હોતું ,પરંતુ અહીં પ્રતિ સ્પર્ધાઓ   થાય છે કે દેશના વિકાસને માટે     વધારેમાં વધારે ઉત્તમ કાર્ય કોણ કરે છે ?

*  મહાત્મા ગાંધી એ ક્યારેય સ્વચ્છતાથી સમજૂતી નથી કરી ,તેઓએ આપણને આઝાદી આપી .આપણે તેઓને એક સ્વચ્છ ભારત આપવું જોઈએ .

* આ દેશ  રાજનીતિઓ  અને સરકારના મંત્રીઓ દ્વારા નથી બન્યો,પરંતુ આ દેશ ખેડૂતો ,મજૂરો અને અમારી માતા બહેનો  અને યુવાનોએ   બનાવ્યો છે .

 * મારામાં એક ખરાબ આદત છે ,હું બધા ઇન્સાનોને પોતાના સમજી  લઉં છું .

*   જ્યાં સુધી આપ લોકોને પ્રેરિત નથી કરતા ત્યાં સુધી આપને પરિણામ નહિ મળે ,પ્રભાવ  આપને   ક્યારેય  પરિણામો નહિ આપે ,પ્રેરણા આપને પરિણામ આપશે .

*જીવનના દરેક ભાગ કૃષિ ક્ષેત્ર ,શ્રમ વિભાગ ,આધ્યાત્મિક દુનિયામાં  શિક્ષા  વગેરેમાં નેતા હોવા  જોઈએ

.*  હું હંમેશા કહું છું કે લોકતંત્ર ની તાકાત આલોચનામાં રહી છે ,જો કોઈ ટીકાકરણથી તો તેનો અર્થ  છે કે કોઈ લોકતંત્ર નથી .જો તમે આગળ વધવા માંગતા હો  તો તમારે આલોચના ને આમન્ત્રિત કરવી પડશે ,અને હું  આગળ વધવા ચાહું છું તેથી ટીકાને હું આવકારું છું .

*હું ગુજરાતી ભાષાથી સૌથી વધારે પરિચિત છું

.*  કામ ને  મહત્વકાંક્ષા બનવા દો . 

*  અમારા મનની કોઈ સમસ્યા  નથી હોતી ,માત્ર અમારી માનસિકતાની હોય છે . જેની ઉપજ માટે  આપણે  ખુદ જ જવાબદાર હોઈએ છીએ

.*   હું એક  નાનો  માણસ છું અને નાના નાના લોકો માટે મોટા મોટા કામ કરું છું

.*    દેશ શાંતિ ,એકતા અને સદ્દભાવનાથી  ચાલે છે -બધાને સાથે લઈને ચાલવું અમારી સભ્યતા તથા સંસ્કૃતિ છે 

* .સમાજની સેવા કરવાનો અવસર  આપણને ઋણ ચુકવવાની તક આપે છે .

* દુનિયાનો સૌથી ઉત્તમ સંબંધ આ જ હોય છે કે જ્યાં એક હળવા સ્મિત  અને નાનકડી માફીથી જિંદગી ફરીથી પહેલા જેવી  થઇ જાય .

* હું  લોકોની શક્તિ પર વિશ્વાસ કરું છું .તેનામાં એક બહેતરસમાજ અને રાષ્ટ્ર બનાવવાની ક્ષમતા હોય છે

.*  જે આપવાથી વધે છે તે ધનજ્ઞાન છે .

*  રાજનીતિમાં કોઈ પૂર્ણવિરામ નથી હોતું .

*   જે ગતિથી લોકો ડીઝીટલ ટેક્નિક પ્રાપ્ત કરી રહ્યા છે .તે ઉંમર ,શિક્ષા ,ભાષા અને આવક થી અમારી રૂઢિવાદીતાને ખતમ કરી રહ્યા છે

.*ભારતીઓ પાસે અમર્યાદિત  પ્રતિભા છે ક્ષમતા છે , એવી મારી પૂર્ણ માન્યતા છે . મારી માનતાઓ અંગે કોઈ શંકાને સ્થાન નથી .

*  જો તમે તમારી જાતને એક નેતા કહી શકો છો તો  તમારે  નિર્ણયાત્મક  બનવું પડશે .જો તમે  નિર્ણાયક છો તો તમને નેતા બનવાની તક મળે છે . આ એક સિક્કાની બે બાજુઓ છે .

*  અમે સાથે ચાલીએ છીએ ,અમે સાથે જીએ છીએ ,અમે સાથે વિચારીએ છીએ ,અમે એક સાથે  ઉકેલ લાવીએ છીએ અને ભેગા મળી સાથમાં આ દેશ ને આગળ લઇ જઈએ છીએ .

*   ઈ ગવર્નન્સ  સરળ  સંચાલન અસરકારક શાસન અને આર્થિક સંચાલન પણ છે .ઈ ગવર્નન્સ  સુશાસન માર્ગ તૈયાર કરે છે

.*સર્વ ધર્મો અને બધા સમુદાયોની પાસે સમાન અધિકાર છે .અને તેનીપુરે પુરિયાને બધી સુરક્ષા સુ નિશ્ચિન્ત  કરવાની મારી જવાબદારી છે .મારી સરકાર જાતિ  પંથ અને ધર્મના  આધારેકોઈ ભેદભાવ ને શાન અથવા સ્વીકાર નહિ કરે .

* તહેવારોથી સમાજમાં પ્રેમ ,સ્નેહ અને ભાઈચારાની ભાવના વધે છે ,તેમાંથી”હું ”મટી ” સહુ -”સર્વ ‘(મારુ મટી  અમારું )ની યાત્રા માટે માર્ગ તૈયાર થાય છે . 

*  અમારી સેનાએ વાત નથી કરતી ,રણક્ષેત્રમાં  પરાક્રમ (વીરતા )બતાવે છે .

* અમારે કૃત્યોની  જરૂરત નથી પણ કાર્યવાહી ની જરૂરત છે

.*યોગ ભારતની પ્રાચીન પરંપરાની  અમૂલ્ય  ભેટ છે .તેમગજ અને  શરીરની   એકતાનું પ્રતીક છે .પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે  ઔચિત્યપૂર્ણ  મેલ છે .વિચાર ,સંયમ અને પૂર્તિ પ્રદાન કરવવાવાળો છે , તથા સ્વાસ્થ્ય અને ભલાઈ માટે એક સમર્ગ દૃષ્ટિકોણ  છે

.* જો તમે કોઈપણ મહાન વ્યક્તિનું જીવન ચરિત્ર વાંચશો તો તો આપણે બે ચીજો તેમાં જોવા મળશે -તેઓની પ્રગતિ માં માતાનું  યોગદાન અને તરક્કીમાં તેમજ વિકાસમાં તેઓના શિક્ષકોનું યોગદાન

.*હું એક ડીઝીટલ ભારતનું સપનું જોઉં  છું . જ્યાં  દુનિયા ભાવિ  માટે આગળના મોટા   ”આઈડિયા ”ઓ માટે ભારત ઉપર મીટ માંડે   

| Leave a comment

નિરાલી ભગત (૧)મિત્રથી વધારે કંઈ નથી –કિરીટ ભક્તા

સહીયારી નવલકથા નિરાલી ભગત, મુખ્ય લેખક કીરિટ ભક્તા

સહીયારી નવલકથા- નિરાલી ભગત, મુખ્ય લેખક કીરિટ ભક્તા

પ્રકરણ ૧

ફીરોઝ્પુર એક્ષ્પ્રેસ અંકલેશ્વર થી છુટી રહ્યો હતો મિત્રોનાં ટોળામાં ઘણા બાય કહેવા આવ્યા હતા પ્રતાપ આમેય મિત્રોનો વિયોગમાં વિખુટો પડી રહ્યો હતો બાય કહેતા પ્રતાપ જોઇ રહ્યો નિરાલી ની આંખ માં આંસુ હતા..એને સમજાયુ નહીં પણ એની ય આંખ ભીની થઈ,. ન કદી એકરાર ન કોઇ પ્રેમનો અહેસાસ માત્ર ક્યારે ક હાસ્ય અને ત્રણ વર્ષ  ગૄપની સહાધ્યાયી  હતી નિરાલી. પણ તેનાં આંસુ જોઇ ને પહેલી વખત પ્રતાપ જિંદગીમાં કશું ક ખોયાનો અનુભવ કરી બેઠો.૨૦ સહાધ્યાયીઓ  તેને ગોધરા વળાવવા આવ્યા હતા. મસ્તી મઝાક્નાં વાતાવરણમાં ટ્રૈન અંકલેશ્વરથી નીકળી ચુકી હતી..

વડોદરા આવ્યું છતા ચચરાટ ન શમ્યો ત્યારે પ્રતાપ હવે ધીરે ધીરે સમજી રહ્યો હતો નિરાલી તેને ચાહતી હતી અને તે બુધ્ધુ રામ તે સમજવામાં કાચો પડ્યો હતો. આમેય ૧૪ -૧૫ વર્ષની ઉંમરે સમજ તો આવી ગઈ હોય પણ શરમ અને સંકોચ નો ગઢ તોડતા સમય જતો રહેતો હોય.

પ્રકરણ ૨

ગોધરા માઇક્રોબાયોલોજી લઈને એડમીશન મેળવી લીધું અને નિરાલીનો સંપર્ક કરવા મન તલપાપડ થતું હતું. રવિવારે અંકલેશ્વર ગયો તેની ડબડબાતી આંખ પ્રતાપથી ભુલાતી નહોંતી પણ નિરાલી ન મળી તે ભરુચ ગઈ હતી .વળતી ટ્રેનમાં પરત થતા તેનું ગોધરાનું સરનામુ નીલેશને આપીને આવ્યો,અને તાકીદ પણ કરી નિરાલીને આપજે.

પહેલો પત્ર નિરાલીનો આવ્યો બહુ જ લુખો સુકો અને તેને કહ્યું તે પત્રનો જવાબ નથી ઇચ્છતી પણ ફરી વાર આવે તો નિલેશને જાણ કરજે. અને સાથે તાકિદ પણ કરી હતી તે મિત્રથી વધારે કંઈ નથી, કોઇ ગેરસમજ થઈ હોય તો ના કરીશ.

પ્રકરણ

પ્રતાપ માનવા તૈયાર નહોંતો પણ લખાણ સ્પષ્ટ હતું

સપનામાં નિરાલી સાથે બાઝતા પ્રતાપે આક્રોશ વ્યક્ત કર્યો. ડબડબાતી આંખો શેનું પ્રતિક છે નિરાલી? મારો વિયોગ તને ડંખે છે ને?”

“ એ તો મને તારી મસ્તી અને મઝાકો ગમતી હતી પણ એનો અર્થ એ નહીં કે હું તને ચાહું છું.”

“પણ હવે તો માન કે આ લાગણી બંને પક્ષે છે” પ્રતાપ સપનામાં નિરાલીને સમજાવતો હતો.”મારે મારી લાગણી નું નામ પ્રેમ નથી દેવું. તું દિલદાર દોસ્ત છે અને રહે એમાં જ મને રસ છે”

“બીકણ છે નિરાલીતું !” કહીને પ્રતાપ સપનામાં ગંભીર થઇ ગયો

પ્રકરણ ૪

રૂમ પાર્ટ્નર અજય જોતો હતો પ્રતાપ ઉદાસ રહેતો હતો..પણ તેણે અંકલેશ્વરમાં સદા ધિંગા મસ્તી કરતો જોયો હતો. ધમાલ તો જોજનો દુર જતી રહી હતી.હવે તો ઉદાસ અને સદા ગમગીન રહેતો શ્રાપિત જન વધારે લાગતો હતો.જ્યારે હોય ત્યારે રોતલ ગીતો ગાતો छोड कर तेरे प्यार का दामन ये बतादे के हम किधर जाऍ અને ફરિયાદ કરતો લાગતો.અજય કહે “પ્રતાપ તને શું થયુ છે યાર! તુ તો અંકલેશ્વરનો પ્રતાપ રહ્યો જ નથી શું થયું છે તને..”

“યાર થયું તો કશું જ નથી. ઘર થી ઘણા સમયે નીકળ્યો છું ને તેથી હોમ સીક્નેસ લાગે છે “

“સોળે સાન આવે તેમ તને કંઈક થયુ છે. બોલ યાર લવેરીયા થયો છે ને તને? ભુલી જા એ ઇન્ફેક્ષન નો એ રોગ બહું જ ચેપી છે. પેલું કહે છે ને કે जब इश्क कहीं हो जाता है तब ऍसी हालत होती है.

હા યાર એવું જ છે કહીને નિરાલી નો પત્ર વાંચવા આપ્યો

પ્રકરણ ૫

પત્ર પુરો કર્યા પછી અજય બોલ્યો નિરાલી મારા મામાની છોકરી છે તેના બાપુજી નાં દેહાંત પછી મારા બાપા જ તેમની જમીન ખેડે છે.ચાલ તારી સાથે હમણાં જ ફોન ઉપર વાત કરાવી દઉં.ના એમ મારે તેના ઉપર પરાણે પ્રીત કરાવવી નથી અને પ્રસંગ પણ કેટલો નાનો છે…હું જ મનમાં પરણું છું અને મનમાં રાંડુ છું.

ફોન પર અજયે નિરાલીને કહ્યું પ્રતાપ અહીં મારો રુમ પાર્ટનર છે.એણે મને તારો કાગળ વંચાવ્યો. મને પણ સમજ ન પડી વીસે વીસનાં ટોળામાં તું એકલી જ કેમ રડી?

“જેટલી સહજ રીતે તેની ગમ્મતો અહીં માણવા મળતી હતી તે દુર થઈ ગઈ તેનો અફસોસ હતો.”

“તને ખબર છે કોઇ ખાસ વિશિષ્ટ લાગણી ન હોય તો વિદાય નું દુઃખ આંસુ બની ને ના વહે એવું માનતો પ્રતાપ પણ ગમ ગીન બની ગયો છે.

પ્રકરણ ૬

તેને કહેજે “નિરાલી ગાંડી છે.

 “હું મારી બેન ને એવું કહી નીચી નહીં પાડું” અજય દ્ર્ઢતા થી બોલ્યો.

અજય થોડી વાર રહીને બોલ્યો તે તો વો કૌન થી નું ગીત छोड कर तेरे प्यार का दामन ये बतादे के हम किधर जाऍ જ્યારે હોય ત્યારે ગાયા કરતો હોય છે.

નિરાલી ગંભીર થઈને બોલી અજય યાદ છે આખુ વીસ જણાનું ટોળૂ નવી ફીલ્મ સંગમ જોવા ગયું હતું ત્યારે એ વો કોન થી રુપમ ટૉકીઝ્માં જોવા ગયો હતો ત્યારે સંગમ છોડીને હું વો કૌન થી જોવા તેની સાથે ગઈ હતી.ત્રણ કલાક અમે બંની સાથે હતા પણ તેના વર્તનમાં અને વ્હેવારમાં  એકદમ પવિત્રતા હતી. કોઇ છુટ છાટ નહિં, એ દિલદાર દોસ્ત છે .”

પ્રકરણ ૭

અજય કહે “એ તક હતી.. સામાન્ય રીતે આવી તક ન લેનારો બાઘો કે બીકણ કહેવાતો હોય છે.”

નિરાલી કહે” તે ઉચ્ચ ચારિત્રની નિશાની છે. પ્રતાપ કહેતો જે એકાંત મળે કે આવી તક મળે ત્યારે પહેલું કામ ઇચ્છા પુછે અને જે હા કહે તેને છોડે નહી અને ના કહે તેને અડે નહી. આ પરિ પકવતા ની નિશાની છે. “

“એટલે તેણે તને પુછ્યુ હતું?”

“ના એનું વર્તન જ ભદ્ર હતું કે આવો વિચાર સુધ્ધા ના આવે”

“ તો અત્યારે તે કેમ દુઃખી છે?”

“કદાચ મારી પરિસ્થિતિ જાણશે પછી એટલો દુઃખી નહીં રહે.”

“એટલે?”

પ્રકરણ ૮

“ટાટા કેંસર રીસર્ચ માં થી રીપોર્ટ આવી ગયો છે, હું ત્રીજા તબક્કાનાં સ્તન કેંસર થી પીડાઉ છું”

“શું?”

“હા હવે સર્જરી થશે અને બે સ્તનો કાઢી નાખશે.”

પણ આ સર્જરી થયા પછી ઘણા બચી જાય છે તેમ તને પણ કંઇ નહીં થાય..

“એ વિશ્વાસ અને શ્રધ્ધા ડોક્ટરને છે”

“અને તને?”

“મને તો ખબર છે જેટલા શ્વાસ લખાવીને લાવ્યા છીએ તેથી એક પણ વધુ કે ઓછો થવાનો નથી”

નિરાલી બેન તું તો ઘણી જ બહાદુર છે.

ખાલી મારો જીવ એટલે બળે છે આ સર્જરી પાછળ ખર્ચાનારા પૈસા માટે તારા પપ્પામને હ્યુસ્ટન મોકલ્વા માંગે છે પણ ત્યાં જવા આવવાનું અને હોસ્પીટલ ખર્ચ લાખ રુપિયા થઈ જાય અને નિષ્ફળ્તા મળે તો?

| Leave a comment

હળવેથી હૈયાને હળવું કરો -૧૫

Posted on September 13, 2019 by Pragnaji

મિત્રો હળવેથી હૈયાને હળવું કરોમાં આજે એક નવા સર્જકને  પ્રસ્તુત કરતા આંનદ અનુભવું છે અને સાથે ‘બેઠક’માં સ્વાગત કરું છું.હૈયાની વાતને જયારે શબ્દો મળે છે ત્યારે સર્જક પોતાની અનુભૂતિ કે વિચારોનું નિકટતમ દર્શન વાચકને કરાવે છે અને એમની વ્યક્તિગત અભિવ્યક્તિમાંથી પ્રસરે છે અનુભૂતિનું અત્તર .

અનુભૂતિનું અત્તર-1

સિલિકોન વેલીની ખુશનુમા સવાર…રોમેરોમમાં તાજગી ભરતો શીતળ હવાનો સ્પર્શ…બેકયાર્ડની બહાર આવેલા રેડ મેપલ વૃક્ષોમાંથી આવતો પંખીઓનો ચહકાટ…સૂર્યના પહેલા કિરણ સાથે જ સૂર્યનમસ્કારના 12 આવર્તન પુરા કરી મેટ પર સુતા સુતા રેટિના ડિસ્પ્લે થી અવનવા દ્ગશ્યો ખુલી જાય છે. સાથે એ પણ એહસાસ થાય છે કે રેટિના ડિસ્પ્લે બનાવવા પાછળ કાંઈ કેટલાય લોકોના રાતો જાગીને કરેલા અથાગ પ્રયત્નો પડેલા છે.
કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ…..  કયાં   1963 પહેલાંનું કેરળનું એ નહિ જાણીતું ગામ – થુમ્બા….જ્યાં સાઈકલના કેરિયર પર રોકેટ મૂકીને એક માણસ સાઇકલ દોરીને લઇ જઇ રહ્યો છે ને બળદગાડામાં નાસાએ મોકલેલ પાર્ટસ જઇ રહ્યા છે. ત્યાંનું ચર્ચ એટલે રોકેટનું વર્કશોપ અને લોન્ચ સ્ટેશન અને પાદરીનું ઘર એટલે ISRO ની ઑફિસ. ને ક્યાં આજની હરણફાળ- ના ના હરણફાળ નહીં, ચંદ્રકુદકો…
               જીવનમાં પણ કંઈક આવું જ નજર સામે આવે છે.  અતિતના વાઈડ એંગલ લેન્સથી વર્તમાનનું પ્રતિબિંબ જોઈએ તો ઘણી બધી સ્લોફી ઉભરી આવે છે. પહેલા ભારતીય માઇનિંગ એન્જિનિયર બનવાનું ગૌરવ જેના નામે છે એવા મારા નાનાજીનું નવમું સંતાન એટલે મારી મા. પિતા પાસેથી પ્રેરણા લઈ ખૂબ ભણવાની મહેચ્છા ધરાવતી આ બાળકી મુંબઇ પોદાર સ્કૂલમાં ભણી. ભણવાનું હોય કે રમતગમત અને ઇતર પ્રવૃત્તિઓ હોય – બધામાં ભાગ લેવો એટલું જ નહીં નંબર પણ લાવવો. પિતાની આંખનો તારો. 14 વર્ષે મેટ્રિક થઈ પણ ભાવિના ગર્ભમાં શુ છુપાયું છે તે કોણ જાણી શક્યું છે?
પિતાનું અણધાર્યું મૃત્યુ…ભણવાનું છૂટી ગયું…લગ્ન થઈ ગયા…ઘરસંસાર અને દિકરીઓમાં ગૂંથાઈ ગઈ…પતિની ટ્રાન્સફરેબલ નોકરી ને નાના ગામડાઓમાં રહેવાનું…પણ બચપણનું સપનું હજુ આંખોમાં સચવાયેલું…ગામડામાં  લાઈટ પણ નહોતી ત્યાં કોલેજ તો ક્યાંથી હોય? એક્સટર્નલ  અભ્યાસ કરી 28 વર્ષે ગ્રેજયુએટ થઈ…
               આ એ યુગની વાત છે જ્યારે ગામડામાં વીજળી ન હતી કે ન હતા પાણી માટે નળ, ઘર નો ફ્લોર પણ
ગારથી લીપેલો હોય કે પછી પત્થરનો હોય. ગામમાં શાળા તો ખરી પણ શાળામાં બેન્ચ નહીં. પલાંઠી વાળી આસન પર બેસવાનું.ખોળામાં નોટબુક રાખી લખવું પડે.શાળાનું બિલ્ડીંગ નહીં. ત્યાંના રાજાએ રાજમહેલમાં શાળા ચલાવવા પરમિશન આપી. પરંતુ, આર્કિઓલોજીની રીતે અદ્ભુત છતાં તળાવના કાંઠે આવેલો ભવ્ય એવો રાજમહેલ જર્જરિત થઈ ગયેલો.ત્યાં સાપ નીકળે, ઘો નીકળે, કાચીંડા નીકળે . વરસાદ પડે ને પ્લાસ્ટર ખરે, લાકડાના પિલર પડે ને બાળકોને ઘેર જવાની રજા મળી જાય.સાયન્સના વિષયો શાળામાં ન ભણાવાય, કે ન તેની પરીક્ષા લેવાય. તેમ છતાં દીકરીને ધેર ભણાવી અમદાવાદ સાયન્સ કોલેજમાં એડમિશન અપાવ્યું. S.S.C.ની પરીક્ષા આપવા પણ બીજા ગામ જવું પડે.રોજબરોજના જીવન માટે જ એટલો સંઘર્ષ  કરવો પડે કે  બીજી કોઈ વાત માટે ન તો સમય રહે ન શક્તિ. પરંતુ, હાર માનવી એ મારી માતાના સ્વભાવમાં જ ન હતું ભલે સામનો ગામડાની સુવિધા વગરની પરિસ્થિતિનો હોય, લોકોનું જુનવાણી માનસ હોય, ચાર દીકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપી ઉછેરવાની જવાબદારી હોય  કે ટૂંકા પગારમાં 6 સભ્યોના પરિવારનો ઘરસંસાર ચલાવવાનો હોય. પ્રેમાળ પતિનો સાથ અને સ્વયંમાં શ્રદ્ધાએ આ કુટુંબ એવું ખુમારીભર્યું જીવન જીવતું હતું કે સલામ ભરવી પડે.સાંજ પડે ને સમગ્ર કુટુંબ સાથે બેસી અલકમલકની, જ્ઞાન- વિજ્ઞાનની, જીવનજ્ઞાનની વાતો અને કિલકારીઓથી ગુંજી ઉઠે.બેડમિન્ટન ચેમ્પિયન માતા ને કેરમ ચેમ્પિયન પિતાએ દીકરીઓને એવી તૈયાર કરી કે શાળામાં તો નંબર લાવે પણ યુવક મહોત્સવ હોય કે વિજ્ઞાનમેળો- તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પણ વિજયી બને. ગુજરાતી ધૂળિયા નિશાળમાં ભણેલી એ દીકરીઓને જીવનનું પણ એવું શિક્ષણ આપ્યું કે એ ક્યાંય પણ જઈને ઉભી રહે તો એની નોંધ જરૂર લેવી પડે.
                 માની હિંમતને દાદ તો ત્યારે આપવી પડે કે એક દીકરીને ગ્રેજ્યુએટ થઈ  સાસરે વળાવી દીધી અને બીજી દીકરી ગ્રેજ્યુએશન કરે એની સાથે પોતે પણ પોતાની દીકરીની ઉંમરના વિદ્યાર્થીઓ સાથે રેગ્યુલર કોલેજમાં ભણીને 42 વર્ષની વયે B. ed. કર્યું અંગ્રેજી વિષય સાથે .દરેક વખતે 14 વર્ષનો ગેપ. 14 વર્ષે મેટ્રિક, 28 વર્ષે ગ્રેજયુએટ, 42 વર્ષે B. ed. ન થાકી, ન હારી , બસ એક લક્ષ્ય, જે હાંસલ કરી શિક્ષક બની અને આચાર્ય તરીકે નિવૃત્ત. માત્ર પોતાની જ નહીં પણ શાળાની અગણિત દીકરીઓની માર્ગદર્શક, પથપ્રદર્શક બની, જેને એ પોતાની સાચી કમાણી કહે છે.
              મેટ પર સુતા હું સૂર્યનારાયણના તાપની  વધતી જતી તીખાશ અનુભવી રહી હતી પણ હું તો હજુ જાણે ટ્રાન્સમાં જ હતી.  એક વખત મારા યોગના ક્લાસમાં વાતવાતમાં મારી માતાની શાળાની  એક વિદ્યાર્થિનીને ખબર પડી કે હું કોની દીકરી છું તો તે બોલી ઉઠી. “ઓહો, હવે મને ખબર પડી કે તમે આટલું સરસ કેમ બોલો છો .”
            મૂર્તિની મહાનતા પાછળ છે  શિલ્પીના ટાંકણાનો ટંકાર, સંગીતની સુરાવલીઓની પાછળ છે સ્વરનો ઝંકાર, તાળીઓના ગડગડાટ પાછળ છે પુરુષાર્થ અને પરિશ્રમનો રણકાર -એ જ છે પ્રકાશ અને પ્રિઝમ થી બનતું સપ્તરંગી મેઘધનુષ- મારી અનુભૂતિનું અત્તર.
રીટા જાની
વ્યક્તિ જયારે સંઘર્ષ ને સ્વીકારે છે.ત્યારે સંઘર્ષ સંઘર્ષ નથી રહેતો પણ સીડી બની જાય છે.હા મિત્રો વાત છે  હળવેથી હૈયાની વાતને કરવાની છે તમે પણ ક્યારેક આવો અનુભવ કર્યો હોય તો જરૂર મોકલશો.
| Leave a comment

મહેંકતા પત્રો (વિદેશ વસી સહિયર મોરી – 16) રોહિત કાપડિયા

  આશા,      

 એકાત્મતા સાધવા માટે ભીતરમાં લટાર મારવાની તારી વાતથી મન નાચી ઉઠ્યું .આંસુ અને હાસ્ય ,સુખ અને દુઃખ આ અંગેના તારા વિચારો ખૂબ જ ગમ્યાં .મને તો પેલા ગીતની બે પંક્તિ ખૂબ જ ગમે છે

મુઝે ગમ ભી ઉનકા અજીજ હૈ,              

  કે ઉન્હીં કી દિ હુઈ ચીજ હૈ .     

 ફિલ્મમાં દુઃખ પ્રિય પાત્રે આપ્યું છે એટલે વહાલું છે એની વાત છે. જો આપણે પ્રિય પાત્રને સ્થાને ઈશ્વરને મૂકી દઈએ અને જિંદગીમાં આવતા દુઃખને વહાલું કરી દઈએ, દુઃખનો સ્વીકાર કરી લઈએ તો પછી દુઃખ એ દુઃખ રહે જ નહીં. એ સુખ બની જાય. તારી કવિતા’ એક વાર’ માં પણ આ જ વાત હતી ને?        

 તને થોડા વખત પહેલાં મેં સાફ સફાઇનું કામ કરતાં મણીબેન ગર્ભવતી બન્યા હતાં તેની વાત લખી હતી. બાળક એબનોર્મલ જન્મવાનું છે એની ખાતરી હોવા છતાં તેણે ગર્ભપાત કરાવ્યો ન હતો. પચ્ચીસેક દિવસ પહેલાં એણે એમના કાનાને જન્મ આપ્યો .ગઇકાલે જ નવજાત શિશુને યોગ્ય કપડાં અને રમકડાં લઇ હું એમના ઘરે ગઈ હતી .દૂરથી જ મને આવતા જોઈને  એણે ઊભા થઈને ભાવભીનો આવકાર આપ્યો .મેં ઘરમાં પ્રવેશ કર્યો કે તરત જ એનો ધણી બહાર જતો રહ્યો. મણિબેન ખૂબ જ સહજતાથી કહ્યું “બૂન, તમે શું કામ અહીં સુધી ધક્કો ખાધો. પાંચ દિવસ પછી હું કાનાને લઇને કામ પર પાછી આવવાની જ હતી” . મેં પ્રેમથી એને કહ્યું” કેમ, કાનાને જોવા અને રમાડવા મારાથી ઘરે ન અવાય. “ખુશીથી પાગલ થઈ જતાં એણે કહ્યું” હા, હા જુઓ આ મારો કાનો” ને એ મને એક તૂટેલા ફૂટેલા ખાટલા પર સૂતેલાં કાના પાસે લઈ ગઈ. ખૂબ જ મોટું માથું અને દોરડી જેવા હાથ પગ જોઈને એક પળ તો હું સ્તબ્ધ થઈ ગઈ. ત્યાં જ મણીબેન બોલ્યા” બૂન, થોડો નબળો છે પણ મણિબહેનના દૂધમાં એવી તાકાત છે કે થોડા સમયમાં જ તંદુરસ્ત થઇ જશે. જન્મયો ત્યારે તો બહુ જ નબળો હતો. હવે તો શરીર થોડું ભરાયું છે.” અને હું એ કાનાના દોરડી જેવા હાથ પગને જોઈ જ રહી. જો કે મણિબહેનના આત્મવિશ્વાસને મારા હૈયા સોંસરવા ઉતારીને જોયું તો એ હાથ-પગ સશક્ત જણાતાં હતાં. મેં એને રમાડવા માટે ચીપટી વગાડી અને સાથે લાવેલો ઘૂધરો વગાડયો. માત્ર પચ્ચીસ દિવસનો હોવા છતાં એણે અવાજ સાંભળતાં જ આંખ ફેરવવા માંડી. તરત જ મણિબેન બોલી ઉઠયા “જોયું, મૂઓ કેવો ઓળખી ગયો.” મેં મનોમન વિચાર્યું કે પહેલી વાર જ મને જોનાર કઈ રીતે ઓળખી શકે? ને આટલાં નાના બાળકને ઓળખાણ શું એ પણ ક્યાંથી ખબર હોય. અરે! આપણે વર્ષો સુધી જેની સાથે રહ્યાં હોઈએ તેને પણ ક્યાં ઓળખી શકીએ છીએ. પછી તો એ મને એક જૂની ખુરશી પર બેસાડી મારી ના ને અવગણીને એ ચા બનાવવા લાગ્યાં. બેઠાંબેઠાં મેં એના રાચરચીલા વગરના સુંદર અને સ્વચ્છ લાગતાં નાનકડા ઝૂંપડાં પર નજર નાખી. ત્રણ દિવાલ પર બાળકૃષ્ણના ફોટાવાળા તારીખિયાં વગરના કેલેન્ડર લગાવેલા હતાં. પ્રસુતિના સમય દરમિયાન બાલકૃષ્ણની એ મનમોહક તસવીરો જોતાં જોતાં તેને આવનારા કાનો સુંદર આવશે એવી ગણતરી હશે. જો કે મણીબેનની આંખેથી જોઈએ તો કાનો સુંદર જ હતો. મને આપણા જાણીતા કવિની એ પંક્તિ યાદ આવી ગઈ ‘સૌંદર્ય પાત્રમાં નથી હોતું સૌંદર્ય તો જોનારની આંખોમાં હોય છે’. ચા પીતા પીતા મેં સહજતાથી મણીબેનને પૂછ્યું “તારો ઘણી કાનાનું ધ્યાન રાખે છે કે નહીં?” જવાબમાં મણીકહ્યું કે બેન કાનાને બહુ રમાડતા નથી પણ એના દૂધ કપડાં અને રમકડા માટે વધારાના પૈસા આપી દે છે. બે દિવસ પહેલાં કાનો સાંજથી બહુ રડતો હતો. હિંચકા નાખી નાખીને હું થાકી ગઈ હતી. રાતના બાર વાગવા આવ્યા હતા. ત્યાં જ એ મારી પાસે આવ્યા અને કહ્યું” તું સૂઈ જા. હિંચકા હું નાખીશ”. હું આડી પડી અને લગભગ ત્રણેક કલાક પછી જાગીનેે જોયું તો, કાનો સૂઈ ગયો હતો ને બંધ આંખે પણ ઈહીંચકો નાખી રહ્યાં હતાં. કાનાને થોડો મોટો થવા દો પછી જોજો ને એ એવાં લટકાં કરશે કે ઈ સામેથી રમાડવા માંડશે. પરિસ્થિતિનો સ્વીકાર, ક્ષમતા, સંતોષ અને આશા જાણે મણિબહેનનાં જીવન મંત્ર હતાં. પતિ અંગે નકારાત્મકતા નહીં પણ સકારાત્મકતાથી વાત કરતાં  મણીબેને સાચો પ્રેમ કોને કહેવાય તેની પ્રતીતી કરાવી દીધી.          

મને વળાવવા એ કાનાને હાથમાં લઈને દરવાજા સુધી આવ્યાં. મારો હાથ કાનાના મસ્તક પર મૂકાવી એમણે કહ્યું “બૂન, એવા આશિર્વાદ આપો કે મારો કાનો ભણીગણીનેમોટો સાહેબ બને”. કાનાના મસ્તક પર હાથ ફેરવતા મેં મનોમનભગવાનને પ્રાર્થના કરી કે હે, પ્રભુ! કાનાને જરૂરથી સાહેબ બનાવજે. ત્યાંથી પાછા ફરતાં મારૂં હૈયું ભરાઈ ગયું હતું. જિંદગીને જીવંતતાથી જીવવા ઘન, દોલત કે ભણતર કરતાં પણ  આત્મસંતોષ, સમજણ અને ખુમારી વધુ જરૂરી છે એવાતનો મને અહેસાસ થઈ ગયો. દરેક વ્યક્તિને  પોતાની એક આગવી કથા હોય છે અને દરેક કથામાંથી કંઈક ને કંઈક મેળવવાનુંહોય છે.    

ચાલ, ત્યારે સારા ગુણોને ગ્રહણ કરવાની આપણી ક્ષમતા દિન પ્રતિદિન વધે એવી ચાહત સાથે અહીં જ અટકું છું.                            

 સ્મિતા. 

| Leave a comment

નવોદિત સર્જકોને પ્રોત્સાહિત કરીએ પરિશ્રમ વિજય માટે નું શસ્ત્ર છે-જિતેંદ્ર પાઢ

        મને વાંચવું  ગમે ,વિચારવું ગમે અને મિત્રોને ને નવું શીખવાડવું ગમે સાચા કલમ ચાહક નું કામ નવોદિતોને ને દરેક રીતે તૈયાર કરવાનું છે.ભૂલો ને માફ તો કરી ખાલી ઉદારતા રાખો ન ચાલે,તેને સાચી સલાહ ,શીખ અને સમજણ આપવાનું કામપ્રયાસો  ઉદાહરણો સાથે  ધીરજ સાથે આપવાનું છે ,તેમાંથી છટકી ન શકાય. જેઓ ગાફેલ રહે તેઓનો વિકાસ અટકે મનઅહંકાર તરફ ઢળે, નવોદિત સાહિત્ય પ્રેમી સર્જકોને માર્ગદર્શન ન મળે તો માતૃભાષાનો વિકાસ કે વિસ્તરણ કેમ થાય એ  પ્રશ્ન વિચારશીલ છે ,
                      જ્ઞાન બંધિયારપાણીનો કૂવો નથી એ તો ખળખળ વહેતું શીતળ ઝરણું છે ,તેનો ધર્મ વહેતાં રહી  લોકોની તૃષ્ણા તૃપ્ત કરવાનો છે , માટે સમય ,શક્તિ અને સમજ આપી નવોદિતો  માટે તેઓના ભવિષ્ય ને મજબુત કરવા સાચું ઘડતર ઘડવાનું  છે.ભાષાનું માધ્યમ ભલે ગમે તે પસંદ કરો પણ માતૃભાષાને ભુલાય નહિ ,ભારતમાં ઠીક પણ  પરદેશમાં અનેક રીતે ભાષા ને સાચવવા પ્રયાસો થાય  છે ,અનેક સંસ્થાઓ,સમાજો આ કામ હોંશે હોંશે કરે છે -તેમાં અમેરિકા ,લંડન ,આફ્રિકા ,મસ્કત ,યુએઈ માંઅનેક ગુજરાતી સમાજો ,સંસ્થાઓ, નિવૃત શિક્ષિતો નિયમિત બેઠકો ,ચર્ચા સત્રો ,કાવ્ય સંમેલનો ભવ્ય યાદગાર આયોજનો કરે છે , નવોદિતોને ‘પ્લેટફોર્મ આપી ,પુસ્તક પ્રકાશિત સુધી નિ શુલ્ક સેવા આપે છે ;કેટલાંક અમેરિકન અને અન્ય રાજ્યોમાં તો ગુજરાતી શીખવાડવા રીતસર વર્ગો ચલાવાય છે. પરદેશમાં ગુજરાતી લોકોના પરિવારો માં પરિશ્રમ દ્વારા સંસ્કારો સીંચવાનું અને સમાચારો પહોંચાડવાનું  કામ જે કોઈ નાના કે મોટાં પાયેકરે છે ,શ્રમ ,આર્થિક ,પ્રચાર ,પ્રસાર ,શુભેચ્છક કોઈપણ રીતે પોતાનું યોગદાન આપે છે ,તે બધાને હું વંદુ છું.  ગુજરાતી ભાષાના તેઓ રખેવાળ છે ,સન્માન પાત્ર  માતૃભૂમિના સપૂતો છે. અહીં એક જ મુદ્દાને ધ્યાનમાં લઈ વાત  કરું છું ,પણ વિશ્વના ખૂણે ખૂણે પ્રસરેલાં મારાં તમામ ગુર્જર બંધુઓ માટે મને માન છે .સહુને  બિરદાવવા આ લેખ લખવા  ,પ્રેરાયો છુ ,
                      ,હું  મૂળ વાત ઉપર આવું !ગુજરાતી સાચવવી હશે તો તમારે વ્યવહાર, ભાષા ,વર્તણૂક અને પ્રોત્સાહન સાથે તમારાં યોગદાનની પણ આવશ્યકતા ખરી.તેથી ભાવના અને લગાવ સાથે બંધુતા જાગશે ..નવોદિતોને સંગઠિત કરવાની જરૂર છે। તે માટે આયોજનો ,વર્કશોપ -પ્રેક્ટિકલ નોલેજ ,મહાવરો વધારશે. સાહિત્ય ,વ્યાપાર અને તહેવારો ગુજરાતી એકતાની ઓળખ છે પરંતુ માત્ર દાંડિયા ,ગરબા ,ગાંઠિયા ,અથાણાં ,ઢેબરાં કે વેપલો એ ગુજરાતીઓની ઓળખ સાથે વિશ્વ સાહિત્યમાં પણ સ્થાન પામવાનું છે ,તે માટે નવોદિતો ને પોંખવા પડશે ,તૈયાર કરવાં પડશે તો જ પેઢી સચવાશે .
                     મને  ”સંકેત  ” ચક્રધારી ની પંક્તિઓ યાદ આવે છે –
    કરો જો મહેનત તો બધું મળે છે ,
    હા ,સપના તમારાં પળમાં ફળે છે
    ભગાડો ,ચિંતા ને કમ્મર કશો તો
   વિજયમાળા આવી ગળામાં પડે છે

– આ વાત કેટલી સાચી છે !
            પરિશ્રમ એક એવો શબ્દ છે જેનાથી બધું સંભવ છે. જે માણસ પરિશ્રમ કરે છે તે  જ જિંદગી માં આગળ વધે છે. જે માણસ લાલચ,  બેઈમાની  અને રિશ્વત (લાંચ ) થી પૈસા કમાઈ  લે  છે, તે આગળ નથી વધતો. પરિશ્રમ માણસની જિંદગમાં ખુબજ મહત્વ ધરાવે  છે. પરિશ્રમથી માણસની પ્રતિભા બહાર આવે છે અને  તેનાં તેજ થી જિંદગીમાં આગળ વધવામાં મદદ મળે  છે, જેમકે ક્યાંક ભણવા માટે, નોકરી માટે, સંસારમાં માન ,પ્રતિષ્ઠા  તેનાથી  પમાય ;    દરેક કામ માટે પરિશ્રમ જરૂરી છે. સાહસ વગર  સિદ્ધિ નથી એ કહેવત તો આપ સૌ જાણતા જ હશો. મહેત નું ફળહંમેશા વહેલા કે મોડાં   મળે જ . નીતિ અને મહેનત થી કરેલા કાર્ય માં ઈશ્વર પણ સાથ આપે છે. મહેનતથી કરેલું કાર્ય ઝળકે  છે અને તેનું પરિણામ  પણ ખુબજ સરસ હોય છે. સાહસ, મહેનત, અને પરિશ્રમ એ દરેક માણસ ના જીવન ના મહત્વના  પરિબળો છે  .ગુજરાતી ભાષા માટે પરિશ્રમ થી બધું કાર્ય કરવા તમારા બાળકો ,મિત્રો અને અરસ પરસમાં મહેનત કરવા  સમજાવશો તો કોક તો ગુજરાતી ભાષા ના પારંગતો પાકશે ;નવોદિતો સાથે વયસ્કો એ મેળાપ કરવાનો છે ,તિરસ્કાર કે અવહેલના
ત્યજવાની છે.
અંગ્રેજી માધ્યમ ના આધારે નવા સંશોધનો થાય છે ,તેથી ગુજરાતી અને અંગ્રેજી જાણતા હો તે જરૂરી છે કિંતુ ગુજરાતી બોલવું ,લખવું ,વાંચવું જરૂરી ખરું કારણ કે  માતૃભાષા તેના વિના કોઈ સંસ્કૃતિ નો વિકાસ નથી થતો ,સાહિત્ય વિના કોઈ આદાનપ્રદાન શકાય નથી તેથી નવોદિતો માટે ઉત્સાહી વાતાવરણ સજાવીએ આ મારા મનમાં જાગેલાં વિચારોના આદોલનો છે , મારા હેતુને સમજો એટલી વિનંતી
————————————————————————– /મોરિસવિલ /નોર્થ કેરોલિના /અમેરિકા /9/9/2019/

| Leave a comment

અંતર વાણી ૨

પત્ર એટલે છલકાતી લાગણી – જિતેંદ્ર પાઢ

પ્રિય હ્રુદયેશ્વરી ,
સ્મૃતિ ઉપવનમાં લાખ લાખ યાદ
વતન અને વિદેશની વચ્ચે ઉડાઉડ ની જીંદગી વસમી છતાં મીઠી અને મોહક.પત્રમાં લાગણીની ભીંજાસ કદી ઊડતી નથી ,એ તો શબ્દ મરોડે અંગડાઇ બની
ઝૂમે ત્યારે મારાથી તું કલ્પન સુંદરી થઈ મારાથી સર્જન કરાવે છે ,આ પળ મારી સાધના સમાધિ !!!!-તને મન ભરી લખ્યું છતાં ધરા ના નવરંગ અને આસમાની
મેઘધનુષ્ય રંગો થકી ધરવ થતો નથી ,વીજાણુ માધ્યમે વ્હાલી ,પત્રની આતુરતા અને વાટ નિરખતી અધીરાઈ ક્યાંથી મળે ?તેં મારા પત્રો વિષે નોંધ લેતાં કહેલું ‘મારી સહેલીઓને આવા પત્રો મળતાં નથી ,તે મારી ઇર્ષ્યા કરે છે ‘જોકે મને પણ એમ થાય છે આ સાલું વળગણ ગજબ છે ?.સખી,તને સમજાવું  …..
   બે દિલોનો મૂંગો પ્રવાસ ,અક્ષરદેહે આલિંગન તે પત્ર ; પત્ર એ લાગણીનો દસ્તાવેજ છે ,જવાબ એ સ્વીકૃતિનો અહેસાસછે ;નથી મળતો જવાબ તો વિચારોનો વંટોળ નાહક પજવેછે  આ સનાતન સત્ય સ્વીકારીને ચાલવું પડે -સાચી મિત્રતા,/સાચા સંબંધો  ચુપકીદી સેવી ના .શકે …મૌન ની ભીતર પણ અનુભૂતિનો અવાજ  ડઘાય છે સમય નથી મળતો એ વાત અર્ધ સત્ય માનું છું ;તમારુ મન  એ જ કરેછે જે એને ગમેછે ;માટે મનને દોરાવવું પડે ત્યારે સહજતા સુધી પહોચી  શકાય. બાકી ટાળવા માટે છટકબારીનો માર્ગ કાયમ જૂઠનો આશરો સરળતાથી અપનાવી  ખોટો સંતોષ પ્રાપ્ત કરી લેય છે અને તેથી સંબંધો સાચવવા હોય તો પત્ર.ઇમૈલ નો તુરંત જવાબ આપવાની ટેવ પાડો જવાબ .આપતી વખતે ઔંપચારિકતા નાં આવે ,ઉછળતી લાગણીના સ્પંદનો ને સ્થાન આપો .આ અઘરું કામ નથી માત્ર ઈચ્છા હોવી જોઈંએ.ઈચ્છા ત્યારે જાગે જયારે સાચી આત્મીયતા જાગે.સ્વજન પ્રત્યે હમદર્દી જાગેલી હોય કે પછી પોતાપણું હોવાનો અનુભવ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય ઇશ્વર કૃપાએ તમને પ્રાપ્ત થયું હોય પત્ર પામવો એ પણ સદ્દભાગ્ય છે .વ્યક્તિઓ માત્ર ધંધા કે લેણદારો પૂરતો જ પત્ર વ્યવહાર કરવામાં જિંદગી ખર્ચી નાંખે છે ,વિચારોને સાથી સાથે વક્તવ્ય  કરવાની તમને આવડત ઈશ્વરે આપી હોય તો આળસુ બની સમય બગાડવો તે બેવકૂફી છે ,જાગો વિચારો અને ઊઠો કલમ પકડો અને લખવાની વૃત્તિને પ્રથમ પ્રાધાન્ય આપતા શીખો -જીવનમાં નવી સ્ફૂર્તિ આવશે મારો સ્વ અનુભવ છે  ;આ વાત  તારી સખી સમજી જાય તો જીવનમાં વસંત પાંગરશે .
પત્ની ના સ્વામી બનવું સહેલું છે ,પૈસાના લક્ષ્મી પતિ થવું સહેલું છે ,મઠ પતિ થવું કઠિન પણ અશક્ય તો નહીં પરંતુ શબ્દપતિ થવું દોહ્યલું છે..જો કે એ વાત પણ સાચી છે કે પત્ર માં પ્રેમ શબ્દ ના સાથિયા નહીં પણ ભાવના ની અભિવ્યક્તિ જોવાય .સ્વજનની હર વાત મીઠી જ લાગે.

                      અરે !હું તો ક્યાં ખોવાઈ ગયો ,તમે બધા કેમ ,છો ?વતન મને અને પરદેશ તને વ્હાલું લાગે -ગજબ છે ને ?સમય દુન્યવી બંધનો નડે છે ,ઓફિસ જવા બહાર ઉભેલી ગાડી આસન રૂઢ થવા ઈશારો કરે છે તારી સંભાળ રાખજે . તારી ખીલતી સુંદરતામાં ભાવિ આવનારા બાળનું સ્મિત ડોકાય છે અને એ મોંઘેરી મિરાત માટે હું વિદેશ અને તું વતનમાં ઝુરીએ છીએ…..લિખીતંગ  -તારો મ્હાયલાનો માણીગર -પાંદડું પરદેશી

—————————————————————————————————–

| 1 ટીકા

હળવેથી હૈયાને હળવું કરો-૧૪ પ્રજ્ઞા દાદભાવાળા

આજે તમે હૃદય ખોલીને વાત કરવા કહો છો ત્યારે કોણ જાણે કેમ મમ્મી પપ્પા ખુબ યાદ આવે છે..હયાત નથી. પણ ધરબેલી વાત કહેવી છે.
હું અમદાવાદમાં જન્મી ઉછરી, રહી, મોટી થઇ અને ભણવા અમેરિકા આવી, મમ્મીને ખુબ ચિંતા રહેતી એકલી શું કરશે એટલે અમે એક ભાડાનો ફ્લેટ રાખી ત્રણ મિત્ર સાથે રહેતા જયારે જયારે મમ્મી આવતી ત્યારે અમારી સાથે રહેતી.
એક દિવસની વાત છે. મમ્મી અચાનક અમેરિકા કારણવગર આવી, તે અરસામાં હું મારા કામમાં વ્યસ્ત રહેતી . કોલેજ પૂરી થવા આવી હતી અને હું જોબ ગોતતી હતી. મમ્મી આવી અને એક ફોટો મુકીને ગઈ.. આને તારે માટે માગું મુકવાનું છે, તું ફેસબુક પર વાંચી લે હું માત્ર જોઇને હસી ફરી વાત કરવાના બહાને આવી અને કહે આ કપડા કોણ કરશે મેં કહ્યું મશીન છે. હમણાં થઇ જશે અને કપડા ધોવાઇ ગયા મમ્મી કહે લાવ ઘડી કરી આપું.
કપડાની ઘડીમાં એક છોકરાનો ટી શર્ટ અને બોક્સર મળ્યા મને કહે આ કોના કપડા છે ?હવે ખોટું બોલવાનો સવાલ જ ન હતો મેં કહ્યું એ મારો મિત્ર છે એના કપડા છે! અને એના પ્રતિભાવ મારે નહોતા જોતા તેવા જ મળ્યા.
એટલે તું અહી છોકરાવને રહેવા બોલાવે છે ?
અરર.. મેં તને અહિયાં રહેવાની રજા જ શુ કામ આપી?
તારા પપ્પાને ખબર પડશે તો શું થશે ખબર છે ?
હું તારા લગ્નની વાત કરવા આવી છું અહિયાં એક છોકરો છે મેં એને અમદાવાદમાં જોયો છે. સરસ છે એટલે તારા પપ્પા કહે તું જ જઈને વાતચીત આગળ વધાર.
હવે શું જવાબ આપું તારા પપ્પાને કે તમારી દીકરી નો એક બોયફ્રેન્ડ છે જે અહિયાં સાથે રહે છે ?
મમ્મીએ વાત ને ખુબ મોટું સ્વરૂપ આપ્યું થોડી રડી, મેં એને શાંત કરતા કહ્યું કે મારી વાત સાંભળ
હું વર્જિન નથી.
એટલે ?મમ્મીનો અવાજ વધુ મોટો થયો! અને રડવાનું વધુ જોરથી .. મેં એને રડવા દીધી. શાંત થઇ પાછી આવી મને કહે તને એ છોકરો ગમે છે ?તારે એની સાથે લગ્ન કરવા છે? તો તારા પપ્પાને વાત કરું.
મેં કહ્યું મેં હજી નિર્ણય લીધો નથી અમે સારા મિત્રો છીએ.મેં આટલા વર્ષ પછી એની સાથે સેક્સ કર્યો છે.એ અજાણ્યો નથી
હે! આ તું શું બોલે છે? આપણા સંસ્કારોને તો નેવે મુકીને આવી છે ?દુનિયા શું કહશે ?
પણ દુનિયાને કોણ કહેશે મમ્મી ? તું કહેવા નહિ જતી ..સેક્સ કરવો ગુનો નથી મમ્મી ..આ એક ખાવા જેટલીજ સહજ શરીરની ભૂખ છે.મારા મિત્ર સારો છે હું એને ત્રણ વર્ષથી ઓળખું છું,
તો લગ્ન કેમ નથી કરી લેતી ?
કદાચ લગ્ન પણ કરીશ.
શું કહ્યું કદાચ?
મમ્મી પણ હમણાં નહિ. મારે હજી ઘણું કરવાનું છે.મને મારી લાઈફ તારી રીતે નથી જીવવી
એટલે ?
તું જ કહે ને તું પપ્પા સાથે રોજ રાત્રે આનંદ માણે છે?
બેશરમ શું બોલવું એનું ભાન છે એ તારા પપ્પા છે?હું કાલે જ અહીંથી ચાલી જઈશ.
તારા પપ્પા તારી ફી ભરે છે.બધા તારા નખરા અને ખર્ચા ઉપાડે છે, તું નફફટ થઇ ગઈ છો.
તને ભણાવી… આ બધું જોવાનું જ બાકી હતું?
મમ્મી તમે જેનું માગું લઈને આવ્યા છો ને એ કેટલી છોકરીને ફેરવે છે જરા કોઈને પૂછી આવો.મને જે વ્યક્તિ ગમે છે તેની સાથે જ લગ્ન કરીશ અને તેની પાસે સાચું બોલીશ.સેક્સ પ્રત્યે દરેકના મનમાં એક વ્યાકુળતા હોય છે. એ માણી લેવાની ઉતાવળ હોય છે.તમે વર્જિનિટિને રોકી શકતા નથી. તેનાથી મગજ અને શરીર ખરાબ થાય આ વિજ્ઞાનને પુરવાર કર્યું છે.મારા વિચારો કદાચ અજુગતા સમાજ વિરોધી, સંસ્કાર વગરના લાગશે.
મારી મમ્મી હાથ ઉગામી નહોતી શકતી એટલે ઘાંટા પાડીને પોતાનો ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ કરતી હતા.”તને આવું કરતા શરમ ન આવી? એક વખત વિચાર કર્યો હોત કે સમાજમાં મારી માં લોકોને મોઢું કેવી રીતે બતાવશે?”એ રડી રહી હતી.ચરિત્રહીન !
મારા હૃદયમાં કોઈએ તીર ભોંક્યું હોય એવી અનુભૂતિ આ સાંભળીને મને થઈ હતી.મેં કમકમાટી અનુભવી હતી અને આંસુને રોકી રાખ્યાં હતાં.જોરદાર ગુસ્સો આવતો હતો. મારા સગાના વિચાર આવા જૂનવાણી કઈ રીતે હોઈ શકે?એ પરિસ્થિતિમાં મૌન રહેવું યોગ્ય હતું અને મેં એવું જ કર્યું હતું.લગ્ન નહીં કરવાનો નિર્ણય મારાં મમ્મી-પપ્પાની ખુશી છીનવી લેવા જેવો હતો અને એ નિર્ણયને કારણે અમારા વચ્ચે એમની આખી જિંદગી ટેન્શન રહેતું હતું.
મારી આ સ્વતંત્રતા મારા પપ્પાને ખૂંચી હતી.કારણ લગ્ન પહેલા શરીરક સંબંધ યોગ્ય નથી એવું તેમનું માનવું હતું. વાત આભિપ્રાયની છે તેઓ આખી જિંદગી સમાજને દેખાડવા માટે જીવ્યા બીજા ને સારું લાગે તેમ કર્યું અને પોતે પોતાની સાથે પોતાના મન સાથે લડતા રહ્યા.ન ગમતું કરતા રહ્યા
કેટલાક પ્રતિભાવ અપેક્ષિત હતા પણ કેટલાક પ્રતિભાવથી મને આશ્ચર્ય થયું હતું.આજે એક વાત મને વારંવાર ખુચે છે કે હું મારા માબાપને મૃત્યુ સુધી કન્વિન્સ ના કરાવી શકે કે મેં કોઈ ગુનો કર્યો નથી. તેમની જિંદગીની અંતિમ ક્ષણ સુધી તેઓ મનમાં સંસ્કારો સાથે લડતા રહ્યા અને મન અને ઈચ્છાઓ સામે સંસ્કાર હમેશા જીત્યા. .લગ્ન કર્યા વિના સ્ત્રી-પુરુષ શરીર-સંબંધ બાંધ્યો માટે મેં વ્યભિચાર કર્યો ગણાય.હું તમને માટે એક ગુનેગાર જ રહી..
હું મારા પપ્પાને એ પૂછી ના શકી કે તમે અને તમારી સ્ક્રેટરી ના સંબધોનું શું ?
મમ્મીના એ ડુસકા અને મોડી રાત સુધી તમારી રાહ જોઈ રડી રડીને સૂજેલી આંખોનો જવાબ કોણ આપશે?
મને તો આજ સુધી અમુક સવાલોના જવાબ નથી મળ્યા.
પ્રામાણિકતા, માણસાઈ અને તે પ્રકારની બાબતો વર્જિનિટિ કરતા વધુ મહત્વના નથી ?
વર્જિન અંગેની આપણે પરિભાષા કઈ રીતે કરીએ છીએ?
પુરુષો માટે ગર્લની વર્જિનિટિ જેટલી મહત્વની છે તેટલી સ્ત્રી માટે પુરુષની પણ છે ખરી ?
આજે મારું હૃદય ખોલીને વાત કરું છું…હું ગુનેગાર નથી.
જીવનની અમુક વાસ્તવિકતા સમય સાથે બદલાય છે. અને સ્વીકારીએ છીએ ત્યારે શરીર મન અને સંસ્કારો સાથેનું યુદ્ધ ખતમ થાય છે.સેક્સ એ પ્રેમની પારાશીશી નથી,પ્રામાણિકતા, માણસાઈ અને તે પ્રકારની બાબતો વર્જિનિટિ કરતા વધુ મહત્વની હોય છે. પ્રિ-મેરિટ્લ સેક્સ હવે બહુ મોટો મુદ્દો નથી રહ્યો,એ આજની પેઢીએ સ્વીકારેલું સત્ય છે ..
મિત્રો વાત હૃદયને ખોલીને કરવાની છે..તમારા મનમાં પણ કોઈ એવી વાત ધરબાઈને પડી હોય તો જરૂરથી મોકલજો હૃદય ખોલીને કરેલી વાતમાં વિચારોની શક્યતા છે.

પ્રજ્ઞા દાદભાવાળા

| 1 ટીકા

અંતર વાણી ૧ જિતેંદ્ર પઢ

 —— પ્રારંભનો  પાયો ——           

 પુરુષાર્થથી  તો  ભાગ્ય  ફરી   જાય માનવી   !   
કોણે કહ્યું કે ? લેખ  વિધિના ફરે  નહીં
,      ——-નાઝીર  દે ખૈ યા ..
   સમય સર કામ કરવા ધારીએ છતાં અડચણ આવી પડે તો હાફળા ફાંફળા થવાથી કૈ  જ નહીં વળે ,!  શાંત ચિત્તે વિચારો , પ્રયત્ન કરો , જરૂર કોઈને કોઈ ઉપાય  હાથ લાગી જશે ,મક્કમ મન રાખો ,પૈસા  કરતાં સમય સચવાય તેનું મૂલ્ય વધુ છે ,સંબંધો માનવસર્જિત નથી  , ઈશ્વર પ્રેરિત છે , તેથી કામ અટકી પડે ત્યારે કોઈ સ્વજન અનાયાસે ભેટી તમારા પડખે   રહી  તમારી સમસ્યા ઉકેલવા મદદ રૂપ બનશે , સાચા અર્થમાં મદદગાર બનશે………….

અંગત ગમા અણગમા ,ગણતરીઓ ભૂલીને કાર્ય પતાવવાનું મહત્વ ,સમય સચવાય તેનો આનંદ અને સ્વજને  કરેલાં શ્રમ નું મૂલ્ય સમજાય તેવી તકેદારી જરૂર રાખજો ,તે જરૂરી છ, સ્વસ્થતા  જ કૈક આપી   શકે છે   તે , વાત   નોધી રાખજો ,ઉતાવળ ,ગેરસમજ અકસ્માતો  સર્જી  ચિતને ડહોળી નાંખે છે ,નક્કી કરેલાં સમયે અને દિવસે કાર્ય પૂરું કરવા થાક્યા વિના અવિરત પુરુષાર્થ  કરવો  પડશે ,યાદ રાખો – જંગલ ના  રાજા સિંહને પણ શિકાર કરવા દોડવું પડે ,મોંમાં કોળીયો આપમેળે આવી પડતો નથી ,એક શેખચ્ચલીની વાર્તા યાદ આવે છે..તે એક ઝાડ નીચે સૂતેલો   કકડતી ભૂખ લાગી ,ભગવાનને પ્રાથના કરી ,કારણ તે આળસુ હતો ,,હે ,પ્રભુ તારી લીલા અપરંપાર છે ,આ ઝાડના પાનને રોટી અને તળાવના પાણીને ઘી બનાવી દે ,,હું રોટી ઝબોળી ઝબોળીને ખાઉં ,,,,,,દોસ્તો  ! શેખચ્ચલી આજ સુધી ઉપવાસી છે ,જગતની તમામ શોધો ઝટ દઈને હાથ લાગી નથી ,

કઠોર પરિશ્રમ અને રાતોના ઉજાગરા ,ભૂખ ,તરસ ,ઊંઘની પરવાહ વિનાની લક્ષ્ય સિદ્ધિ માટેની અતૂટ તાલાવેલી ,ભરપુર ત્યાગ ,વારંવારની નિષ્ફળતાઓ  પછી એકાએક સહજતાથી  સફળતાનો વિજય થયો છે ,  આજે   આપણે આધુનિકતા સાથે સુખ સાહેબી ભોગવી આનંદ મેળવી ,દુનિયા કરી લીધી મુઠ્ઠીમાં  એવો અહમ રાખી મોજ મસ્તી સાથે જીવીએ છીએ ,આકાશને પેંખી યાન ઉડીય્યન ,ચંદ્ર ઉપર પગ મૂકતો માનવી ,અંતરિક્ષમાં સફળતાથી નવા વિક્રમો કરતી નારી ,તમામ પ્રકારની ભિન્ન ભિન્ન શોધો ,સાહસો, વિજ્ઞાન ,ટેકનીકલ  ક્રે     ઇલેક્ટ્રોનિક્સ  ઉપકરણો ,વાહનો ,ટ્રેન ,પ્લેન મોટર ગાડી  કેટકેટલું ? લાંબી યાદી બને ,,આ બધું આપણા હાથમાં આવતા યુગોના યુગો વહી ગયા છે….તેની પાછળ આપણા પૂર્વજો ની મહેનત ,ધીરજ ,લગન અને નિષ્ઠા સાથેની પુરૂષાર્થ ભાવના હતી ,ભાગ્યને ઘડવું તમારે હાથ છે ,આ વાત નિર્વિવાદ સત્ય છે,,,,

જિતેન્દ્ર પાઢ  /

| Leave a comment