વેલેન્ટાઇન ડે -કેદાર સિંહ જાડેજા (સહયોગ જીતેંદ્ર પઢ)

વેલેન્ટાઇન. નો ભુગર્ભ અર્થ પ્રેમ છે.પ્રેમ કોઇ પક્ષ,જાતિ,ધર્મ,પાત્ર,સીમાડા,જીવ,નિર્જીવ,સ્વાર્થ ,બદલો જેવા અનેક ઘટકોથી મુક્ત છે.પ્રેમ તો સાધના છે.પ્રેમ તો ઇશ્વર સાથે કોઇપણ માધ્યમથી કરેલી સાચી સંવાદિતા છે.આત્માની જીવ સાથેની દૈવીે ચેતનાની હયાતિનો અહેસાસ અને શુદ્ધ ભાવે ઇશ્વર કૃપાની આભારવશતા માટેનો અવસરનો દિવસ છે. પ્રેમ મંગાય નહીં,પ્રેમ ભીખ નથી. પ્રેમ કર્તવ્ય કરી,પૂણ્ય બળે….પ્રાપ્ત કરાય છે.પાત્રતા પામો એટલે તે તમારા વિચારમાં સુખદ વ્યવહાર બની વર્તનરૂપે…વહેતું ઝરણ બની સ્મિત થઇ વહે…આ પ્રકૃતિગત નિયમ છે.બે શુદ્ધ આત્મા,જીવ,પાત્રોનું કોઇપણ જગ્યાએ,કોઇપણ સ્થળે,કોઇપણે ક્ષણે સહજતાથી થયેલું એકીકરણ છે.આધ્યાત્મિક ભાષામાં કહું તો ભીતર બેઠેલા જીવ નું બીજા હૃદયમાં રહેલાં પરમાત્મા સાથેનું મિલન છે. જે દુન્યવી સંબંધોને નિભાવવા અલગ નામોથી ઓળખાય છે.ગીતામાં દરેક ધર્મ ના શાસ્ત્રોમાં આ વાત કહી છે. દરેકમાં મારો વાસ છે. જો દરેક જીવ માં ઇશ્વર વસે છે..તો તમે જેને ઓળખો,જેને ચાહો,જેને ગમો તે ખુશીરુપે અવતરે છે..આ આનંદ તત્વ છે.
તે પ્રેમ છે.
ગીતામાં અધ્યાય નવ,શ્લોક29માં શ્રીકૃષ્ણ કહે છે…હું સર્વ પ્રાણીઓ માં છું,સર્વ મારામાં છે અને હું સર્વમાં છું. મતલબ પ્રેમ એ ઇશ્વર સ્વરુપ છે.જાત ને ચાહો.સ્વ ને ચાહો.શુદ્ધભાવ થી ચાહો…આનું નામ…પ્રેમ છે…
પ્રેમ તે વિજાતીય આકર્ષણ માત્ર નથી… પ્રેમ માટે કોઇ એક દિવસ ન હોય પરંતુ પળે પળ જેનું અસિત્વ ગું જે છે પ્રેમ છે. તેમાં વધઘટ ન હોય…તેથી કબીરજી કહે છે.
घडी चढें,धडी उतरे,वह तो प्रेम न होय
अघट प्रेम ही हृदय बसे,प्रेम कहीए सोय..!
આવો પ્રેમ વહેતાે રાખીએ…..એજ ખરો પ્રેમ દિવસ…પ્રેમ પર્વ સતત છે..અવિનાશી..છે..
14/2/2020.
જિતેન્દ્ર પાઢ
અમેરિકા

7 ફેબ્રુઆરી મતલબ રોઝ ડે છે. આ દિવસે તમે તમારા નિકટના લોકોને તમારી ભાવનાઓ ગુલાબના ફૂલ દ્વારા જાણ કરી શકો છો. રોઝ ડે ના દિવસે ફક્ત પ્રેમી પંખીડા કે પતિ-પત્ની જ ગુલાબના ફૂલ નથી આપતા, પણ તમે દરેક નિકટના લોકોને ફૂલ આપી શકો છો જેને તમે દિલથી માનો છો.

 

મોટાભાગે જ્યારે પણ પ્રેમની વાત આવે છે તો ગુલાબનો ઉલ્લેખ જરૂર થય છે. ગુલાબ વગર પ્રેમનો એકરાર શક્ય નથી. આજની જીંદગી ખૂબ જ ફાસ્ટ છે. પણ છતા અને પ્રેમની પરિભાષાને સમય નથી બદલી શક્યો. તેથી પ્રેમનો એકરાર લોકો આજે પણ ગુલાબથી જ કરે છે.

બની શકે કે તે તમારી પુત્રી હોય, 

મિત્ર હોય,
ટીચર હોય,
પપ્પા હોય,
મમ્મી કે પછી તમારા દાદા-દાદી. લોકોને ભ્રમ છે કે આ દિવસ પશ્ચિમની દિવસ છે અને તેને ફક્ત યુવા લોકો જ મનાવી શકે છે. પણ એવુ નથી, પણ આ દિવસ તો પ્રેમ, મૈત્રી,
વિશ્વાસને બતાવવાનો દિવસ છે અને ત્રણેય વાતો કોઈપણ સંબંધ માટે જરૂરી હોય છે.

હવે એ ભલે મૈત્રીનો સંબંધ હોય કે પ્રેમનો. કે પછી મમતાનો. બસ તમે થોડો ગુલાબના રંગોની પસંદગી કરવી પડશે. તમારા સંબંધોના હિસાબથી. તો ચાલો તમારી આ મુશ્કેલી અમે દૂર કરી દઈએ છીએ. અમે તમને બતાવીશુ કે કોને કયા રંગનુ ગુલાબ આપશો.

જો તમારો કોઈ મિત્ર તમારાથી ઘણા દિવસથી નારાજ છે અને એક લાંબા સમયથી તમે તેની સાથે વાત નથી કરી તો આજથી સારો કોઈ દિવસ નહી હોય તેને મનાવવાનો. તમે તેની પાસે સફેદ ગુલાબ લઈને જાવ અને સ્માઈલ કરો પણ દિલથી સોરી બોલો, પછી જો જો તે બધુ ભૂલીને તમારા ગળે ભેટી પડે છે કે નહી.

જો તમે કોઈની જોડે મૈત્રી કરવા માંગતા હોય તો તમે એ વ્યક્તિની પાસે ‘યલો ગુલાબ’ લઈને જાવ. પછી જો જો તમારી મૈત્રી કબૂલ કર્યા વગર તેનુ મન પણ નહી માને. ભલે પછી એ મિત્ર મેલ હોય કે ફિમેલ તેને તમે તમારી મિત્રતા ફૂલો દ્વારા બતાવી શકો છો.

હવે વારો છે એકરારે-એ-દિલનો. તો તમને બતાવી દઈએ કે જો તમારુ દિલ કોઈને પસંદ કરે છે પણ હજુ સુધી તમે તેને દિલની વાત નથી કરી તો આજનો દિવસ તમારા દિલની વાત કહેવા માટે એકદમ બેસ્ટ છે. તમે પિંક કલરનુ ગુલાબ તમારા પ્રેમી કે પ્રેમીકા પાસે લઈ જાવ.. પછી જો જો તમારે કશુ જ બોલવાની જરૂર નહી પડે.

જો તમે તમારા ગાઢ પ્રેમને કોઈની સામે બતાવવા માંગો છો તો નાનકડું લાલ ગુલાબ હોવુ જોઈએ. હવે એક લાલ ગુલાબ લઈને બસ તમારા લવિંગ પર્સન પાસે પહોંચી જાવ પછી જુઓ એ વ્યક્તિ તમરા પ્રેમના બદલામાં તમને કેટલો પ્રેમ આપે છે.

લાલ ગુલાબ ફક્ત હસબંડ વાઈફ કે પછી લવર્સ જ નથી આપતા પણ એક પાંચ વર્ષની પુત્રી પણ પોતાના પિતાને રેડ રોઝ આપી શકે છે કે પછી એક 20 વર્ષનો પુત્ર પણ પોતાની 50 વર્ષની મમ્મીને આપી શકે છે.

તો પછી મિત્રો મોડુ ના કરશો.. એક સુંદર ગુલાબ લઈને પહોંચી જાવ તમારા વ્હાલાઓ પાસે. પછી જો જો આજનો દિવસ તમારા સુંદર દિવસ તરીકે યાદગાર બની જશે.

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.