નિરાલી ભગત (૮) હકીકતને સમજીને તેનો સ્વીકાર .-નિરંજન મહેતા

courtsey http://www.google.com

પ્રતાપ નિરાલીની બાબતે હંમેશા ચિંતીત રહેતો એટલે કાયમ જ અજયને પુછતો
નિરાલીનાં શું સમાચાર?

પ્રતાપના સવાલના જવાબમાં અજયે કહ્યું હતું કે નિરાલીના રિપોર્ટ એક બે દિવસમાં આવી જશે પણ પ્રતાપનું મન બેચેન હતું કે કેવા રિપોર્ટ હશે? બધું ઠીક હશે એમ મન તો મનાવ્યું પણ અજંપાએ તેનો કેડો ન મુક્યો. હવે તો નિરાલીને રૂબરૂ મળીશ ત્યારે મને શાંતિ થશે માની પ્રતાપ શનિ-રવિની રજાનો લાભ લઇ અંકલેશ્વર પહોંચી ગયો અજયની જાણ બહાર.

આમ અચાનક પ્રતાપને મળવા આવેલો જોઇને નિરાલી ચમકી. એકદમ શું થયું હશે કે આવ્યો?

‘કેમ આમ અચાનક? કોલેજ છોડી દીધી કે શું?’

‘ના, બસ. ઘણો વખત થયો તને મળ્યાને અને તારી તબિયતની વિષે જાણવા મળે એટલા માટે આવ્યો છું. તારા રિપોર્ટસ આવી ગયા?’

‘હા કાલે જ આવ્યા.’

‘બધું ઠીક છે ને?’

‘મને ખબર છે કે તને મારી બહુ ચિંતા છે પણ જે હકીકત છે તેને આપણે સ્વીકારવી જ રહી.’

‘પણ હકીકત શું છે તે જાણ્યા વગર સ્વીકારવાની વાત જ કેમ થાય?’

‘રિપોર્ટ પ્રમાણે મને ત્રીજા તબક્કાનું બંને સ્તનમાં કેન્સર છે.’

આ સાભળી ક્ષણભર પ્રતાપ અવાક થઇ ગયો. શું કહેવું તેની તેને સમજ ન પડી. પણ પછી સ્વસ્થ થઇ બોલ્યો, ‘શું? ના હોય. કોઈ ભૂલ તો નથી થઇ ને?’

‘આવી મોટી તાતા કેન્સર રિસર્ચ સેન્ટર, કે જ્યાં રાત દિવસ કેન્સરની જ વાત થતી હોય અને અનેક લોકોની તપાસ થતી હોય ત્યાં શું મારા જ કેસમાં ભૂલ થાય? પ્રતાપ, તું તો સમજદાર વ્યક્તિ છે. હકીકતને સમજીને તેનો સ્વીકાર કરવો તે જ આપણી સાચી સમજ છે.’

‘હા, પણ આ રિપોર્ટનો અર્થ શું? ત્રીજો તબક્કો એટલે શું? કેટલું જોખમ અને શું ઉપાય?’

‘ત્રીજો તબક્કો એટલે બંને સ્તનોમાં બગાડ. તેનો એક જ ઉપાય અને તે સર્જરી કરી બંને સ્તનોને કાઢી નાખવા પડે.’

‘ઓહ, આ તો જોખમભર્યું હશે. શું સર્જરી પછી કોઈ ગંભીર પરિણામ? અને આ સર્જરીમાં બચવાના ચાન્સ?’

‘બચવાના ચાન્સ ખરા.’

‘મને ખાત્રી છે કે સર્જરી સફળ રહેશે અને તું બચી જશે. ત્યાર પછી આગળ શું કરવું તેનો વિચાર કરવા ઘણો સમય છે.’

‘તાતા કેન્સર રિસર્ચ સેન્ટરના ડોકટરોને પણ વિશ્વાસ છે કે સર્જરી સફળ રહેશે અને ત્યાર બાદ મને નવું જીવન મળશે, પણ આ શારીરિક ખોડ તો જિંદગીભર રહેવાની. એક સ્ત્રી માટે તે ન હોવાનો અહેસાસ જ વ્યથિત કરી શકે છે અને તેમાય મારા જેવી યુવાન વયની મહિલા માટે તો ભવિષ્ય અંધકારમય બની રહે.’

‘પણ તને શું લાગે છે? ડોકટરોનો વિશ્વાસ એક તરફ અને તારી આંતરિક સોચ બીજી તરફ. તું જો મન મક્કમ કરી આગળ વધશે તો આ સર્જરીમાં કોઈ બાધા નહિ આવે અને તને નવું જીવન મળશે તે સત્ય બની રહેશે.’

‘હા, નવું જીવન તો મળશે પણ તે વિના સ્તનોનું તે વિચાર જ મને મૂંઝવી નાખે છે. કદાચ મારા જીવનનો મકસદ જ બદલાઈ જશે અને તે શું હશે તે પણ મને ખબર નથી અને વિચારી પણ નથી શકતી. હા, એટલું જાણું છું કે આપણે જેટલા શ્વાસ લખાવીને આવ્યા છીએ તેથી એક પણ વધુ કે ઓછો શ્વાસ આપણે લેવાના નથી.’

‘તારી આ ફિલસુફીવાળી વાત તને મુબારક. પણ તારે એ વિચારવું રહ્યું કે સર્જરી કર્યા વગર જીવવું કે સર્જરી કર્યા બાદ વિના સ્તનોએ જીવવું. મને તો લાગે છે કે બહેતર એ જ છે કે સર્જરી કરી જીવન જીવી લેવું.’

‘સર્જરી કરાવું કે નહીં તે માટે તો હજી મારે ઘણો વિચાર કરવાનો છે, કર્યા પછીની માનસિક સ્વસ્થતા માટે. મારે મારા ઘરના સાથે ચર્ચા કરી તેમને પણ હકીકતનો સ્વીકાર માનસિક રીતે તૈયાર કરવા પડશે.’

‘હા, એ વાત તો સાચી. પણ તું હિંમત બનાવી રાખજે. જરૂર પડે તો હું પણ તને સાથ દેવા તારા ખભા સાથે મારો ખભો મિલાવી ઉભો રહેવા તૈયાર છું.‘

‘મને તારી લાગણીનો અહેસાસ છે. માટે જ તો તું આમ અહી દોડી આવ્યો. નહીં તો ફોન કરીને પણ સમાચાર પૂછી શકતે. મેં તો અજયભાઈને પણ ફોન કરી આજે આ સમાચાર આપ્યા હતા અને તને પણ તે જણાવવા કહ્યું હતું પણ લાગે છે કે અજયભાઈ તને કાંઈ કહે તે પહેલાં તું અહી આવવા રવાના થઇ ગયો હશે એટલે જ તું હકીકતથી અજાણ છે.’

‘હા, મેં બે દિવસ પહેલા અજયને પૂછ્યું હતું ત્યારે તેણે કહ્યું કે હજી બે દિવસ પછી રિપોર્ટ આવશે અને ત્યારે નિરાલી ફોન કરી જણાવશે. પણ તારા ફોનની રાહ જોવાની ધીરજ ન હતી એટલે એમ કહેને કે દોડી જ આવ્યો.’

‘તારી લાગણી બદલ આભાર.’

‘મિત્રો વચ્ચે આભાર કે માફીની ગુંજાઈશ નથી રહેતી. સિવાય કે તું હજી મને તારો મિત્ર ન માનતી હોય.’

‘અરે, એમ તે કાંઈ હોતું હશે? તું ગયો ત્યારે અમસ્તું જ તને અંકલેશ્વર સ્ટેશને મુકવા આવી હતી?’

‘હા, મને ત્યારે જ લાગ્યું કે તારું ત્યાં આવવાનું ખાસ કારણસર હશે પણ ત્યારે તે સમજાયું નહીં. પછી મને થોડોક અંદાજ આવ્યો. પણ તારો મારા પ્રત્યે એક મિત્રનો ભાવ છે કે તેથી વધુ તેનો વિચાર તે વખતે કરવો યોગ્ય ન હતો. પણ અંદરથી તો તારા માટે એક અન્ય લાગણીએ જન્મ લઇ લીધો હતો જે વ્યક્ત કરૂ તે પહેલા તારી તબિયતના સમાચારને કારણે અટકી ગયો.’

‘હું સમજી શકું છું કે તને મારા માટે મિત્ર કરતાં કશીક વધુ લાગણી છે. ના, ચમકતો નહીં. અજયભાઇએ મને આ બાબત ચોખ્ખા શબ્દોમાં નહીં પણ અછડતી વાત કરી હતી. પણ અમે સ્ત્રીઓ છઠ્ઠી ઇન્દ્રિય ધરાવીએ છીએ લાગણીની બાબતમાં અને તે પણ સામે ઉભેલા પુરુષ માટે તો તે ખાસ જાગૃત થઇ જાય છે.’

‘તો મારા માટે તારી આ છઠ્ઠી ઇન્દ્રિય શું કહે છે?’

‘હવે અત્યારે તે જાણવા માટે યોગ્ય સમય નથી. હવે તો એક જ વાત પર વિચાર કરવાનો છે અને તે છે સર્જરી.’

‘તો સર્જરી માટે મુંબઈ જવું પડશેને?’

‘ના, મારા પપ્પા તો મને અમેરિકા, હ્યુસ્ટન મોકલી ત્યાંની ઉત્તમ કેન્સર હોસ્પિટલમાં લઇ જઈ આ સર્જરી કરાવવા માંગે છે. તે સર્જરી સાથે કૃત્રિમ સ્તન પણ મુકાઈ જશે.

‘અમેરિકા સુધી જશો તો તો બહુ ખર્ચો થશે.’

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.