નિરાલી ભગત (૪) ગમનાં સમંદરમાંથી બહાર કાઢીએ-વિજય શાહ

રૂમ પાર્ટ્નર અજય જોતો હતો પ્રતાપ ઉદાસ રહેતો હતો..પણ તેણે અંકલેશ્વરમાં સદા ધિંગા મસ્તી કરતો જોયો હતો. ધમાલ તો જોજનો દુર જતી રહી હતી.હવે તો ઉદાસ અને સદા ગમગીન રહેતો શ્રાપિત જન વધારે લાગતો હતો.જ્યારે હોય ત્યારે રોતલ ગીતો ગાતો

छोड कर तेरे प्यार का दामन ये बतादे के हम किधर जाऍ

અને ફરિયાદ કરતો લાગતો.અજય કહે “પ્રતાપ તને શું થયુ છે યાર! તુ તો અંકલેશ્વરનો પ્રતાપ રહ્યો જ નથી શું થયું છે તને..”

“યાર થયું તો કશું જ નથી. ઘર થી ઘણા સમયે નીકળ્યો છું ને તેથી હોમ સીક્નેસ લાગે છે “

“સોળે સાન આવે તેમ તને કંઈક થયુ છે. બોલ યાર લવેરીયા થયો છે ને તને? ભુલી જા એ ઇન્ફેક્ષન નો એ રોગ બહું જ ચેપી છે. પેલું કહે છે ને કે जब इश्क कहीं हो जाता है तब ऍसी हालत होती है.

હા યાર એવું જ છે કહીને નિરાલી નો પત્ર વાંચવા આપ્યો

પત્ર વાંચી લીધા પછી અજય બોલ્યો “પ્રતાપ હજી તો સત્તર થયા છે. બે વર્ષ ભણીલે પછી આ રોગ વધારજે”.

“આ રોગ આ ઉંમરે કંઇ કહીને ઓછો લાગે છે ..તે તો બસ લાગે છે અને લાગ્યા પછી બહું સતાવે છે.”

“નિરાલી સાથે વાત કરવી છે?” તેજ સમયે રેણુકા અને મીના આવ્યા,

” કોની સાથે વાત કરવા કહે છે?”મીનાએ અજયને પુછ્યુ.

“નિરાલી મારા મામાની છોકરી છે અને મારી પાસે એનો ફોન નંબર છે”

“નિરાલીએ તો આટલું ચોખ્ખુ લખીને આપ્યુ છે” મીના કડક અવાજમાં બોલી રેણુકા અને અજય મીનાનાં ટોન ઉપર ચમક્યા. મીના હજી ગુસ્સે હતી ” પણ પ્રતાપ માનવા તૈયાર નથીને?”

રેણુકા કહે ” મીના તારાથી આટલો બધો ગુસ્સો ન થાય’

” આપણે બધા આટલુ સમજાવીયે છે અને પ્રતાપ તો જીદ છોડવા જ નથી માંગતો તે કંઇ ચાલે?”

રેણુકા કહે “મૈત્રીનો અધિકાર સમય જેમ અધિક થાય તેમ વધે’

પ્રતાપ કહે ” મિત્રનાં હિત માટે કહેવાતી વાતમાં ઠપકો એ વાતનું અધિકાર પુર્વકનું જતન છે. મને મીનાની વાતનું ખોટુ નથી લાગ્યુ.પણ આ અધિકાર રેણુકાનો હતો તેનો મીના એ ઉપયોગ કર્યો.મીના તારી લાગણીઓનો સમજ પૂર્વક સ્વિકાર.”

મીના થોડીક શરમાઈ અને બોલી “તો પછી હવે વળી જાવને?”

પ્રતાપ કહે “પ્રેમની રાહ પર અજાણ્યો છું એટલે ચોક્કસાઇ કરું છું” મૃદુ અવાજે થયેલ ખુલાસા ઉપર સૌ હસ્યા મીનાને તે ગમ્યું..રેણુકાને પણ ગમ્યું. આમેય પ્રતાપ માટે તેના મનમાં સારો અને સમજુ છોકરાની છાપ તો હતી જ.

“ચોક્કસાઇ પ્રેમમાં કરાય જ ના.. એ તો મસ્તક પહેલું મુકી સાથીને ન્યૉછાવર થવાની ઘટના છે”. મીનાને ખુદને નવાઇ લાગતી હતી તે શું બોલી રહી હતી.પણ તે માનતી હતીકે સાચા પ્રેમમાં ન્યૉચ્છાવર થવાની મઝા કંઈ ઓરજ હોય છે.”જેની સાથે મન મળે તેની સાથે ભવિષ્યમાં દુઃખ મળશે કે સુખ એ બધી તોલમોલ જે કરે તે તો વેપાર કરે છે પ્રેમ નહીં. કહે છે ને કે “માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખણહારા દાઝે જો ને”

થોડી વાર ચર્ચા સ્થગીત થઈ ગઈ. મીના વાતને નિરાલી ઉપર ન રાખતા પોતાના વિચારો ઉપર લૈ જાય છે તેવું લાગતા પ્રતાપે ચુપ્પી સાધી લીધી.તેને મીનાનાં વિચારો અત્યારે અસ્થાને લાગતા હતા.પણ તે સમજી શકતો હતો કે મીના તેના ધ્યાન ને વાળવા માંગતી હતી.તે ઇચ્છતી હતી કે નિરાલીને પ્રતાપની દરકાર નથી તો પ્રતાપે પણ નિરાલીની દરકાર ન કરવી જોઇએ.

રેણુકા મીનાની ચર્ચા શાંત કરવા બોલી ” આપણ ને પ્રતાપની મનોદશાનો આછો અંદાજો માત્ર છે ત્યારે મીના તુ જરુર કરતા વધારે બોલે છે. પ્રતાપ પોતાની વાત કરીને ક્યાંક તે ભુલ નથી કરતોને તે જાણવા મથે છે પણ તેના કોઇ પ્રશ્ન નું આપણી પાસે નિરાકરણ નથી માંગતો તે તબક્કામાં તારે અટકી જવું જોઇએ. .મોટીબેને મીનાને અટકી જવા ઇશારો કર્યો.

મીનાની વાતો સમજતો પ્રતાપ બોલ્યો ” મીનાતો વહેવારે શું કરવું જોઇએ તે મને સમજાવે છે,અને મને તે કશું અજુગતુ નથી લાગતુ એટલે તે ચિંતા રેણુકા ના કર”

“તો પછી આ રોતી સુરત અને દર્દભર્યા ગીતો બંધ અને સહજ થઈ જાવ” મીનાએ વટહુકમ જારી કર્યો અને બધા હસી પડ્યા..મીના કહે પ્રતાપ તમે હસતા રહો અને હસાવ્તા રહો તો વાતાવરણ કેટલું બદલાઈ જાય છે? મોટીબેન તો પ્રતાપ એટલે હાસ્યનો ખજાનો એમ કહેતી હતી જ્યારે મેંતો તેમનો ઉદાસ ચહેરોજ જોયો છે આ નિરાલીની લાયે….તે તો રડી પણ પ્રતાપે તો શામાટે રડીને તે વાતે એનાથી પણ મોટો આંસુનો દરિયો ભર્યો

ચાલો ઘણા વખતે સર્વોદયનો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ અમે લાવ્યા છીએ તો તેને ન્યાય આપીયે અને પ્રતાપને ગમનાં સમંદરમાંથી બહાર કાઢીએ

“રેણુકા અને મીના તમારી લાગણીઓ નો આભાર”.

મીનાએ ફુંગરાયેલા મો એ કહ્યું ” there is no sorry and Thank you amongst friends , રેણુકાએ સંમતિ સુચક ડોકુ હલાવ્યુ ત્યારે પ્રતાપ બોલ્યો ” આજે તમે બંને બહેનો આઇસક્રીમ લાવ્યા છો ત્યારે તો આભાર બને જ છે કેમ અજય ખરું ને?”

અંગ્રેજો બે શબ્દો ભેટમાં આપીને ગયા છે..તે તો જતા રહ્યા પણ એ શબ્દો રહી ગયા છે.

“ના મેં ખાલી કહેવા આભાર નથી કહ્યું સાચા હ્રદય થી તે “ભાર” સ્વિકાર્યો છે,’

આઇસક્રીમ તો ઠીક છે પણ તારુ યીસ્ટ ઉપરનું ઘણું બધું કામ મીનાએ કર્યુ છે પ્રતાપ તારો ઇ મેલ એને આપુને?”

” અરે વાહ! નેકી અને પુછ પુછ.”

કાલે તેં કહ્યું હતુંને એ જે સાલે ની બુકમાં યીસ્ટ ઉપર બહું માહીતિ નથી એટલે લાઇબ્રેરીમાં શોધ ખોળ કરીને યીસ્ટ ઉપર એટલા બધા સંદર્ભો શોધ્યા કે જેની વાત નહીં આખું પાવર પોઇંટ પ્રેઝંટેશન બનાવ્યું છે.

મૉના કહે આ વૈજ્ઞાનીકો બધા યુરોપ અને ગ્રીસમાં હતા તેથી નામો હીબ્રુમાં શોધ્યા છે અહીં હોત તો સંસ્કૃતમાં નામો શોધીને તેમને ત્રાહીમામ ત્રાહીમામ કરાવતે.

. કોંપ્યુટર ખોલીને મીના ના ઇ મેલને ખોલી પ્રતાપ જોઇ જ રહ્યો

પાવરપોઈંટ નાં ૨૧ પાના હતા ફોટા અને પ્રારંભિક માહીતિ અને ફુટ્વવર્ક સરસ હતું

મીના પ્રતાપનાં ચહેરા પર થતી ભાવોની રંગોળી જોઇ રહી હતી.

” વાહ! બ્રેવો.. દરજી સાહેબ પણ દંગ રહી જશે.પ્રતાપ બોલ્યો

રેણુકા કહે “ગોધરામાં અંકલેશ્વર નો ડંકો વાગશેને? પ્રતાપ હવે થંક યુ કહેશો તો મીના ને ગમશે.”

“હા થેંક યુ મીના પણ મને આ પ્રેઝંટેશન ને તૈયાર કરવું પડશે. પહેલા તો પાવર પોઈંટ પ્રોજેક્ટર ચેક કરવું પડશેને?

“હા એ બધુ રેણુકા બેને કરી લીધું છે તમારે તો આ સ્ક્રીપ્ટ અને સ્ક્રીન વચ્ચેનો સંવાદ તૈયાર કરવાનો છે”

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.