નિરાલી ભગત (૨) દોસ્ત તુ દિલાવર છે- વિજય શાહ

્દહેરાદૂન એક્ષ્પ્રેસ તો રાત્રે દસ વાગે અંકલેશ્વર પહોંચ્યો..પ્રતાપ પોતાની જાત ઉપર હસતો હતો આ સમયે નિરાલી ને મળવા ના જવાય. મિત્ર હોય તો પણ છોકરીઓ તો દસ પહેલા ઘરે પહોંચી જાય. આ વિચાર ગોધરા ટ્રેનમાં બેસતા પહેલા તેને કેમ ન આવ્યો?.

શું વિચારીને ટ્રેન પકડી હતી? નિરાલી સાથે ગમે ત્યારે અને ગમે ત્યાં વાત કરી શકીશ જેમ નીલેશ સાથે વાત કરી શકે તેમ? પ્રતાપ તે સ્ત્રી મિત્ર છે તેને વિવિધ મર્યાદા છે જેની તું કલ્પના સુધ્ધા નથી કરી શકતો.

મનો મન પોતાના નાદાન કદમને વખોડતો પ્ર્તાપ નીલેશ ને ત્યાં પહોંચ્યો, નીલેશ તો પ્રતાપને જોઇ ને ચોંકી ગયો ” અલ્યા પ્રતાપ હજી હમણા તો તને વળાવીને આવ્યા અને તું પાછો અહીં આટલી રાત્રે?”

“મને એક ગુંચવણ થઇ તેથી નિરાલીને મળવા આવ્યો છું”

“નિરાલી તો આજે સાંજે જ ભરુચ ગઈ છે અને એની માસીને હોસ્પીટલ્માં રાખી છે તેથી તે ત્યાં રહેવાની છે.”

પણ મને તો કહે શું ગુંચવણ હતી?

 મને સમજ ન પડી કે વીસે વીસનાં ટોળામાં નિરાલી જ કેમ રડી?

“એનો જવાબ તો એજ આપી શકે”નીલેશે નરો વા કુંજરો વા જેવો જવાબ આપ્યો.

એક ચીઠ્ઠીમાં તેણે તેનું સરનામુ લખ્યુ અને નીલેશને આપ્યુ અને તાકિદ કરી કે નિરાલી ને કહેજે મને પત્ર લખે

સાંજનું વાળુ કરી વળતી ટ્રેને તે ગોધરા જવા નીકળી ગયો. નીલેશ પ્રતાપ આ દોડ ધામ ના સમજ્યો પણ સવાર થી કોલેજ ચાલુ થઈ જશે કહીને પ્રતાપ ડેલે હાથ દઇને પાછો ગયો.

રાત્રે બે વાગ્યે એ ગોધરા પહોંચ્યો ત્યારે ભાખરી શાક અને દુધ ટેબલ ઉપર પડ્યા હતા અને રેણુકાની ચીઠ્ઠી હતી સવારે ૮ વાગ્યે લેક્ચર છે,ચાર કલાકની ઉંઘ કાઢી વહેલી સવારે દુધ પી ને સાડા સાતે કોલેજ પહોંચી ગયો.ત્યારે રેણુકાએ હસતા હસતા પુછ્યુ રાત્રે ક્યાં ગયા હતા? સાંજનું ખાવાનુ લઈને અમે આવ્યા હતા. મીના જીવ બાળતી હતી…

દરજી સાહેબ માઇક્રો ઓરગેનીઝમની વ્યાખ્યા સમજાવતા હતા… નરી આંખે ન દેખાય જેને જોવા માટે માઇક્રોસ્કોપ વાપરવું પડે તેવા સુક્ષ્મ જીવોનું વિજ્ઞાન એટલે માઇક્રો બાયોલોજી.દરજી સાહેબ એક વાક્ય અંગ્રેજી માં બોલતા હતા અને તેનું ગુજરાતીમાં અનુવાદ કરતા હતા.પ્રતાપને તો સમજ પડતી હતી એટલે તેના મતે અનુવાદ સમયની બરબાદી હતી વળી ઉંઘ પુરી થયેલી નહોંતી એટલે તેની આંખ મીંચાઇ જતી હતી.

દરજી સાહેબનું લેક્ચર વધુ ઝીણવટ પકડતું હતું આ જીવાણૂં બે પ્રકારમાં વિભાજીત થતા હતા ગ્રામ પોઝીટીવ અને ગ્રામ નેગેટીવ. ઇઓસીન રંજક થી રંગાતા જીવાણુઓ ઝીણા અને રાતા દેખાય છે જયારે આયોડીન રંજકથી રંગાતા જામલી રંગનાં ગ્રામ પોઝીટીવ જીવાણુ કહેવાય છે.ગ્રામ નેગેટીવ જીવાણુ મોટેભાગે પરોપ્જીવી હોય જ્યારે ગ્રામ પોઝીટીવ જીવાણૂ સ્વોપજીવી હોય

પ્રતાપને બરાબર તે સમયે ઝોકુ આવી ગયુ અને દરજી સાહેબે તેને ઉંઘતો ઝડપી પાડ્યો.

પ્રતાપ દેસાઇ ઊંઘતા ઝડપાયા છો તો તેની સજા મળશે આવતા શનીવારે યીસ્ટ અને તેના ઉપયોગો વિશે આખા વર્ગમાં લેક્ચર આપજો.

બધા મિત્રોને લાગ્યું સ્કુલ જેવી સજા કરી પણ પ્રતાપ તો તૈયાર હતો.કારણ કે અંગ્રેજી માં તે ફાંકડું બોલી જાણતો હતો.

ત્રણેક દિવસ પછી નિરાલીનો પત્ર આવ્યો..બહુજ શુષ્ક અને લુખો સુકો.

પ્રતાપ

નીલેશે મને તારુ સરનામુ આપ્યું અને તારી મુંઝવણ પણ કહી..તને નવાઇ લાગે છે ને કે મારી આંખો કેમ ભરાઈ આવી? તારી જીવંતતા અને મર્માળી મઝાકો હવે માણવા નહીં મળે તે વિચારે મારી આંખો ભરાઇ આવી હતી.. દોસ્ત તુ દિલાવર છે પણ તેના થી વધુ કંઈ જ નહીં.સારી જગ્યાએ ભણવા ગયો છે તો દિલથી ભણજે. મને પ્રત્યુત્તરની આશા નથી. કોઇ ગેર સમજ ન કરીશ.

હવે આવે ત્યારે પહેલેથી જણાવજે. આમ આવીને જતો ના રહીશ..

તે સાંજે તેને ઉદાસ થયેલો જોઇ મીના બોલી “કેમ પ્રતાપ! તમારી તબિયત બગડી છે કે શું?.”

“નારે ના એવુંતો કંઈ નથી”

રેણુકા કહે “માનો કે ના માનો પણ સાંજ પડે છે ને તું બદલાઇ જાય છે. અંકલેશ્વરમાં તો તું વાગતો ઘંટ હતો”

પ્રતાપે નિરાલીનો પત્ર કાઢીને રેણુકાને વાંચવા આપ્યો અને બોલ્યો છોકરીઓનો આ કેવો રોગ? મનમાં હા હોય અને મુંડી હલાવે ના એવું કંઈ નથી.

રેણુકા એ પત્ર વાંચ્યો અને બોલી “તો આમ વાત છે.સોલવા સાલ કા રોગ લગા હૈ.”.

મીનાએ પણ પત્ર વાંચ્યો અને બોલી “પ્રતાપ આ તો મગજ નો રોગ છે થોડા દિવસ તેના વિશેવિચારવાનું બંધ કરી દો એટલે તે વિકાર જતો રહેશે.”

“પણ એના વિચારો તો જેમ કૃષ્ણ ને રાધાનાં વિચારો આવતા તેમ મને સતત આવે છે.”પ્રતાપ બહું સહજતા અને કોમળતા થી બોલ્યો.

મીનાએ રેણુકા સામે જોયું અને ટકોર કરી “દર્દી ગંભીર છે”

રેણુકા પણ બોલી “અને દર્દ પણ ગંભીર છે કારણ કે તે એક તરફી છે”

રવિવારે એટલે તો નિરાલી ને મળવા ગયો હતો પણ તે ના મળી અને આજે એનો જવાબ મળ્યો.

_”મને તો તે ડરપોક અને બીકણ લાગે છે” મીનાએ ખોંખારો ખાઈને કહ્યું.

“આવા ડરપોક લોકો નાં ભાગ્ય ની ઈર્ષા આવે છે.” રેણુકા બોલી.. “પ્રતાપ આ પ્રેમને રાધા કૃષ્ણ નાં પ્રેમ જેવો દિવ્ય માને છે”

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.