નવોદિત સર્જકોને પ્રોત્સાહિત કરીએ પરિશ્રમ વિજય માટે નું શસ્ત્ર છે-જિતેંદ્ર પાઢ

        મને વાંચવું  ગમે ,વિચારવું ગમે અને મિત્રોને ને નવું શીખવાડવું ગમે સાચા કલમ ચાહક નું કામ નવોદિતોને ને દરેક રીતે તૈયાર કરવાનું છે.ભૂલો ને માફ તો કરી ખાલી ઉદારતા રાખો ન ચાલે,તેને સાચી સલાહ ,શીખ અને સમજણ આપવાનું કામપ્રયાસો  ઉદાહરણો સાથે  ધીરજ સાથે આપવાનું છે ,તેમાંથી છટકી ન શકાય. જેઓ ગાફેલ રહે તેઓનો વિકાસ અટકે મનઅહંકાર તરફ ઢળે, નવોદિત સાહિત્ય પ્રેમી સર્જકોને માર્ગદર્શન ન મળે તો માતૃભાષાનો વિકાસ કે વિસ્તરણ કેમ થાય એ  પ્રશ્ન વિચારશીલ છે ,
                      જ્ઞાન બંધિયારપાણીનો કૂવો નથી એ તો ખળખળ વહેતું શીતળ ઝરણું છે ,તેનો ધર્મ વહેતાં રહી  લોકોની તૃષ્ણા તૃપ્ત કરવાનો છે , માટે સમય ,શક્તિ અને સમજ આપી નવોદિતો  માટે તેઓના ભવિષ્ય ને મજબુત કરવા સાચું ઘડતર ઘડવાનું  છે.ભાષાનું માધ્યમ ભલે ગમે તે પસંદ કરો પણ માતૃભાષાને ભુલાય નહિ ,ભારતમાં ઠીક પણ  પરદેશમાં અનેક રીતે ભાષા ને સાચવવા પ્રયાસો થાય  છે ,અનેક સંસ્થાઓ,સમાજો આ કામ હોંશે હોંશે કરે છે -તેમાં અમેરિકા ,લંડન ,આફ્રિકા ,મસ્કત ,યુએઈ માંઅનેક ગુજરાતી સમાજો ,સંસ્થાઓ, નિવૃત શિક્ષિતો નિયમિત બેઠકો ,ચર્ચા સત્રો ,કાવ્ય સંમેલનો ભવ્ય યાદગાર આયોજનો કરે છે , નવોદિતોને ‘પ્લેટફોર્મ આપી ,પુસ્તક પ્રકાશિત સુધી નિ શુલ્ક સેવા આપે છે ;કેટલાંક અમેરિકન અને અન્ય રાજ્યોમાં તો ગુજરાતી શીખવાડવા રીતસર વર્ગો ચલાવાય છે. પરદેશમાં ગુજરાતી લોકોના પરિવારો માં પરિશ્રમ દ્વારા સંસ્કારો સીંચવાનું અને સમાચારો પહોંચાડવાનું  કામ જે કોઈ નાના કે મોટાં પાયેકરે છે ,શ્રમ ,આર્થિક ,પ્રચાર ,પ્રસાર ,શુભેચ્છક કોઈપણ રીતે પોતાનું યોગદાન આપે છે ,તે બધાને હું વંદુ છું.  ગુજરાતી ભાષાના તેઓ રખેવાળ છે ,સન્માન પાત્ર  માતૃભૂમિના સપૂતો છે. અહીં એક જ મુદ્દાને ધ્યાનમાં લઈ વાત  કરું છું ,પણ વિશ્વના ખૂણે ખૂણે પ્રસરેલાં મારાં તમામ ગુર્જર બંધુઓ માટે મને માન છે .સહુને  બિરદાવવા આ લેખ લખવા  ,પ્રેરાયો છુ ,
                      ,હું  મૂળ વાત ઉપર આવું !ગુજરાતી સાચવવી હશે તો તમારે વ્યવહાર, ભાષા ,વર્તણૂક અને પ્રોત્સાહન સાથે તમારાં યોગદાનની પણ આવશ્યકતા ખરી.તેથી ભાવના અને લગાવ સાથે બંધુતા જાગશે ..નવોદિતોને સંગઠિત કરવાની જરૂર છે। તે માટે આયોજનો ,વર્કશોપ -પ્રેક્ટિકલ નોલેજ ,મહાવરો વધારશે. સાહિત્ય ,વ્યાપાર અને તહેવારો ગુજરાતી એકતાની ઓળખ છે પરંતુ માત્ર દાંડિયા ,ગરબા ,ગાંઠિયા ,અથાણાં ,ઢેબરાં કે વેપલો એ ગુજરાતીઓની ઓળખ સાથે વિશ્વ સાહિત્યમાં પણ સ્થાન પામવાનું છે ,તે માટે નવોદિતો ને પોંખવા પડશે ,તૈયાર કરવાં પડશે તો જ પેઢી સચવાશે .
                     મને  ”સંકેત  ” ચક્રધારી ની પંક્તિઓ યાદ આવે છે –
    કરો જો મહેનત તો બધું મળે છે ,
    હા ,સપના તમારાં પળમાં ફળે છે
    ભગાડો ,ચિંતા ને કમ્મર કશો તો
   વિજયમાળા આવી ગળામાં પડે છે

– આ વાત કેટલી સાચી છે !
            પરિશ્રમ એક એવો શબ્દ છે જેનાથી બધું સંભવ છે. જે માણસ પરિશ્રમ કરે છે તે  જ જિંદગી માં આગળ વધે છે. જે માણસ લાલચ,  બેઈમાની  અને રિશ્વત (લાંચ ) થી પૈસા કમાઈ  લે  છે, તે આગળ નથી વધતો. પરિશ્રમ માણસની જિંદગમાં ખુબજ મહત્વ ધરાવે  છે. પરિશ્રમથી માણસની પ્રતિભા બહાર આવે છે અને  તેનાં તેજ થી જિંદગીમાં આગળ વધવામાં મદદ મળે  છે, જેમકે ક્યાંક ભણવા માટે, નોકરી માટે, સંસારમાં માન ,પ્રતિષ્ઠા  તેનાથી  પમાય ;    દરેક કામ માટે પરિશ્રમ જરૂરી છે. સાહસ વગર  સિદ્ધિ નથી એ કહેવત તો આપ સૌ જાણતા જ હશો. મહેત નું ફળહંમેશા વહેલા કે મોડાં   મળે જ . નીતિ અને મહેનત થી કરેલા કાર્ય માં ઈશ્વર પણ સાથ આપે છે. મહેનતથી કરેલું કાર્ય ઝળકે  છે અને તેનું પરિણામ  પણ ખુબજ સરસ હોય છે. સાહસ, મહેનત, અને પરિશ્રમ એ દરેક માણસ ના જીવન ના મહત્વના  પરિબળો છે  .ગુજરાતી ભાષા માટે પરિશ્રમ થી બધું કાર્ય કરવા તમારા બાળકો ,મિત્રો અને અરસ પરસમાં મહેનત કરવા  સમજાવશો તો કોક તો ગુજરાતી ભાષા ના પારંગતો પાકશે ;નવોદિતો સાથે વયસ્કો એ મેળાપ કરવાનો છે ,તિરસ્કાર કે અવહેલના
ત્યજવાની છે.
અંગ્રેજી માધ્યમ ના આધારે નવા સંશોધનો થાય છે ,તેથી ગુજરાતી અને અંગ્રેજી જાણતા હો તે જરૂરી છે કિંતુ ગુજરાતી બોલવું ,લખવું ,વાંચવું જરૂરી ખરું કારણ કે  માતૃભાષા તેના વિના કોઈ સંસ્કૃતિ નો વિકાસ નથી થતો ,સાહિત્ય વિના કોઈ આદાનપ્રદાન શકાય નથી તેથી નવોદિતો માટે ઉત્સાહી વાતાવરણ સજાવીએ આ મારા મનમાં જાગેલાં વિચારોના આદોલનો છે , મારા હેતુને સમજો એટલી વિનંતી
————————————————————————– /મોરિસવિલ /નોર્થ કેરોલિના /અમેરિકા /9/9/2019/

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.