જ્ઞાન વિદ્યા અને અનુભવનો દીપ સ્તંભ શિક્ષક –જિતેંદ્ર પાઢ


————————————————————

image.png

જિસને બનાયા હમેં ઇન્સાન ,ઔર દી સહી ગ઼લતકી પહેંચાન
દેશકે ઉન નિર્માતા શિક્ષકો કો ,હમ કરતે હૈ શત શત પ્રણામ

”જો કોઈ દેશને ભ્રષ્ટાચાર મુકત અને સુંદર 1મન વાળા  લોકોનો દેશ બનાવવો હોય તો મારું દૃઢતા પૂર્વક માનવું છે કે ત્રણ મુખ્ય સદસ્ય છે ,જેનાથી ફરક પડે છે ,પિતા ,માતા અને શિક્ષક ”-

ભારતના મિસાઈલ મેન ,ડૉ ,એ ,પી। જે ;અબ્દુલ કલામ

જ્ઞાન શીખ અને વિદ્યા પ્રેમનો જે સાચો તપસ્વી અને વર્તમાન પ્રવાહોનો જાણકાર જે ઉત્સાહી સંશોધક છે તે ઉત્તમ શિક્ષક, વિદ્યાર્થીઓ માટે સત્ય પથદર્શક દીવાદાંડી સમાન છે.જે ઉજાશમાં અસ્તિત્વ અને અંધારામાં કર્તવ્ય અભિવ્યક્તકરે છે; પોતાની આવડત અનુભવ અને પોતાના વિદ્યા પ્રીતિના લગાવ સાથે વિદ્યાર્થીઓમાં ધગશ ઉત્સાહ અને રુચિ પેદા કરે છે.બાલ્યાવસ્થાથી મૃત્યુ પર્યંત વ્યકતિને જાણતા કે અજાણતા અનેક જાતના અનુભવો થાય છે ત્યારે પરિસ્થિતિની ગૂંચ ઉકેલવા સ્મૃતિમાં સચવાયેલું જ્ઞાન તમારી સમજ બની વ્હારે આવે છે.આ જ્ઞાન શિક્ષારૂપે માતા પિતા,ગુરુ ,શિક્ષક,મિત્રો,સંતો હિતચિંતકો પાસેથી મળે છે. પરંતુ માતા જન્મ આપે ગુરુ મંત્ર (મંત્ર -ચિત્ત જાગૃતિ માટે )આપે અને શિક્ષક લેખન,શ્રવણ ,પ્રયોગ,પ્રશ્નો,ઉત્તરો ,ઉકેલો પ્રણાલિકા અને પ્રશાસકીય બંધનો,સરકારી બદલાતી અભ્યાસિકા યંત્રણા આ સાથે વિદ્યાર્થીઓની ગેરવર્તણુંકો વગેરેને અનુકૂળ થઇ શિક્ષા પ્રદાનકર્તવ્ય હસતા મોંએ ,સુઘડ વેશ પરિધાન સાથે બજાવવાનું હોય છે.સંસારમાં વ્યવહાર શીખવે તેનું નામ જ્ઞાન છે મિત્રો સંતો હિતચિંતકો સમજ,સલાહ કે દિલાસો આપી શકે જેને ક્ષણિક સાંત્વન  કહેવાય આનો અર્થ એ થયો કે માતા જીવતર આપે છે ,શિક્ષક જીવન ઘડે છે -શિક્ષકો બાળકો ,યુવાનો અને બાળાઓના જીવન શિક્ષા દ્વારા  ચણતર કરી પ્રતિભા કંડારનારા શિલ્પીઓ છે.પ્રાચીન સંસ્કૃતિ વૈદિક શાસ્ત્રોમાં ગુરુ ,શિક્ષકો ને દેવ દરજ્જો આપી પૂજનીય ગણ્યા છે -ગુરુ પૂર્ણિમા ,ગુરુ વંદના અને  વિદ્યાર્થીઓદ્વારા શિક્ષકોનું સન્માન ,પૂજનીયતાનું આભાર વંદના પર્વ એટલે શિક્ષક દિન.

રાષ્ટ્રની સંપત્તિ યુવા ધન છે ,યુવા વર્ગને શિક્ષિત બનાવવામાં દરેક દેશમાં શિક્ષકોનો ફાળો અમૂલ્ય હોઈ ,કૃતજ્ઞતા દાખવવાં વિશ્વસ્તરીય ”ટીચર્સ ડે ”ઉજવણી કરે છે ;સૌ ને પોતપોતાની પ્રણાલિકા મુજબ તે દિવસ તે તે દિવસે ઉજવવાની છૂટ છે ,ભારતના  બીજા રાષ્ટ્રપતિ Dr,સર્વપલ્લી રાધાકૃષ્ન ના જન્મદિન 5મી સપ્ટેમ્બર ના રોજ 1962 થી ”શિક્ષક દિવસ ”નો પ્રારંભ થયો.  એક શિક્ષણ સંસ્થામાં  શિક્ષકોને  સ્મરાંજલિ કાર્યક્રમમાં એસ ,રાધાકૃષ્ણનને તા 5મી સપ્ટેમ્બર ની જન્મ જ્યંતી ઉજવણી કરવા ઉત્સુકતા બતાવી ,તેઓએ ન્રમતા દાખવી જ્યંતી મનાવવા બાબત ઇન્કાર કરી ,જણાવ્યું કે ”મારો જન્મ દિવસ શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે તો તે મારા ગૌરવ સમાન છે ”ભારતમાં ત્યારથી આ રીતે દાર્શનિક શિક્ષણ શાસ્ત્રી ,વિલક્ષણ પ્રતિભાવંત હાજર જવાબી પ્રવક્તા આજીવન શિક્ષકવૃતિ ધારક ની વિવિધ ઉત્તમ સેવાઓના યોગદાન ની સન્માનીય આદર ભાવના સાથે શિક્ષક દિવસે ઉજવણી કરાય છે
                     યુનેસ્કો તરફથી’ ટીચર્સ ડે’ઓક્ટોબર 5 મી જાહેર થયો અને 1994 થી આજ સુધી ‘ઇન્ટર નેશનલ ટીચર્સ ડે  -ઉજવાય છે જેનો હેતુ છે વિશ્વના બાળકોંને શિક્ષણ આપતા અધ્યાપન વ્યવસાય ના યોગદાન ને લક્ષ્યમાં લઈને કદરરૂપે મનાવાય છેશિક્ષકો જાહેર જીવનનું હૃદય ગણાય  જ્ઞાન દ્વારા  વિદ્યાર્થીઓના વિશ્વ પડળ ખોલે  છે પડકારો ઝીલે છે;આવા પ્રેરણા આપતાં શિક્ષકો ભાવી નેતૃત્વના ઘડવૈયા છે તેથી સન્માનીય છે આ દિવસ એટલે શિક્ષકો
વિદ્યાર્થીઓ અને શિક્ષણ સંગઠનો વચ્ચે આત્મીયતા સ્થાપિત કરવાનો દિવસ ;જો કે રાષ્ટ્ર કે પ્રદેશના શૈક્ષણિક વિચારોમાં ભિન્નતા હોવાથી હેતુમાં વધઘટ થાય ;તેમ છતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ની લાગણી સર્વત્ર એક રહેવાની
                               2919 નું થીમ છે -‘યંગ ટીચર્સ ‘પ્રાફેસન નું ભાવિ -શિક્ષક દિવસ માં શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા ,વ્યાખ્યાન ,સ્પર્ધા ,સાંસ્કૃતિક કાર્યક્રમો ,મનોરંજન પ્રવૃતિઓ  શ્રેષ્ઠ શિક્ષક એવાર્ડ ,.ઉત્તમ વિદ્યાર્થીઓને ઇનામો અપાય છે ,એસ ,રાધાકૃષ્નન ના જીવન પ્રસંગો નુ જીવંત દર્શન નાટ્ય કૃતિ સાદર રજુવાત રૂપે ,રંગોળી સજાવટ વગેરે થાય છે …
.                           સમય બદલાયો છે ”શિક્ષક દિવસે ચીલા ચાલુ ઉપક્રમો અને આયોજનો ,સમાચારો ,વીજાણુ ઉપકરણો દ્વારા પ્રસિદ્ધિ એટલે થી નહીં ચાલે ,શિક્ષકો એ જવાબદારી સહજ રીતે કર્મ ગણી ઉપાડવી પડશે ,સંસ્થાઓની ઇમારતો અદ્યતન બને તે સારું છે ,પરંતુ શિક્ષક અને સંસ્થા વચ્ચે નિખાલસ વ્યવહાર જોઈશે ,દબાણ અને પરિણામોની ટકાવારી ઉચ્ચ ક્રમાંક ની અપેક્ષાઓ વચ્ચે શિક્ષક ભીંસાતો રહેવો ન જોઈએ  શિક્ષક વિદ્યાર્થીઓમાં પૂછપરછ ,કુતુહલતા ,પ્રાયોગિક સર્જનતા,સાહસ અને  નેતૃત્વની ક્ષમતા વિકસાવવા જોઈતી સગવડો શાળાએ  પુરી પાડવી અનિવાર્ય -શિક્ષક ફ્રી માઇન્ડેડ હશે તો જ વિદ્યાર્થીઓ ખરા અર્થમાં ઘડાશે.અંતમાં એક વાત યા દ રાખીએ ‘શિક્ષક વિના રાષ્ટ્ર કે સમાજની પ્રગતિ નથી શક્ય નથી અને એટલે શિક્ષકે જાગરૂકતા સાથે નીતિમત્તા રાખી કામ કરવું તે શિક્ષક માટે જરૂરી સંદેશ ગણાય -સહિયારી કામગીરી ઉત્તમ બને તો વિદ્યાર્થીના હૃદય સિંહાસને બિરાજમાન થશે.હંમેશા સત્ય કહીશકાય તેવી ઉક્તિ છે :-એક પુસ્તક ,એક પેન ,એક કલમ ,એક બાળક અને એક શિક્ષક દુનિયાને બદલી શકે છે -મલાલા યુસુફ જઈ.
—————————————————————————————————————————————————————————–

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.