મહેકતાં પત્રો(વિદેશ વસી સહિયર મોરી – ૧૫ રોહિત કાપડિયા

સ્મિતા,                  

 દિવ્યા આનંદની અનુભૂતિ પછી તે મોકલાવેલ ઈ-મેઈલ વાંચતા સાચે જ અનન્ય તૃપ્તિનો અહેસાસ થયો. તારા ઇ-મેઇલની રાહ જોવી એ જાણે મારો સ્વભાવ બની ગયો છે. વિશ્વાસ સાથે પણ હું તારા ઇ-મેઇલની ચર્ચા કરૂં છું. શ્રદ્ધાના જીવનમાં આવેલું પરિવર્તન સાચે જ પ્રશંસનીય છે. એની વાત વાંચીને પૂરી કરી ત્યાં જ એક નાનકડી વાર્તા મનમાં રચાઇ ગઇ.                    

એ લોકોને હસાવનારા જોકર હતો. એ જ્યાં જાય ત્યાં ખુશીનો માહોલ ઉભો કરી દેતો. એક વાર એને એની આંખોમાં થોડી ઝાંખપનો અહેસાસ થયો. તે ડોક્ટર પાસે તપાસ માટે ગયો. ડોક્ટરે આંખો તપાસીને હસતાં હસતાં કહ્યું “ખુદ હસતા અને બીજાને હસાવતાં તમે રડવાનું ભૂલી ગયા છો”. તમારી આંખમાં ઝાંખપનું કારણે સુકાઇ ગયેલાં આંસુઓ છે.ગભરાવવાની જરૂર નથી. ‘અશ્રુબિંદુ ટીપા’ આંખમાં નાખવાથી ઝાંખપ દૂર થઈ જશે .આ સાંભળતા જ તેની ભીતર છલકી રહેલો અદૃશ્ય અશ્રુનો સાગર ખળભળી ઊઠ્યો .                 

સાચે જ ઘણીવાર હાસ્યની પાછળ કેટલાં યે આંસુઓ છુપાયેલા હોય છે. સ્ત્રી માટે રૂદન સહજ છે પણ પુરુષ માટે જાહેરમાં રુદન બહુ જ કઠિન છે. એક કવિએ કહ્યું હતું કે મારા આંસુ તો અણમોલ મોતી છે એને બહાર વહાવીને હું એને ખોઈ દેવા નથી માંગતો ને એટલે જ ભીતરમાં સારી લઉં છું. એ સંઘરાયેલો અણમોલ ખજાનો જ મારી કવિતાની પ્રેરણા છે.ઘણા વખત પહેલાં લખાયેલી મારી એક વાર્તાનો નાયક કહે છે “વરસાદમાં ભીંજાવાનું મને ગમે છે કારણ કે ત્યારે હું દિલ ખોલીને રડી શકું છું” . આ આંસુઓ પણ એક ગજબની ચીજ છે. જન્મની શરૂઆત જ આંસુ સાથે થાય. તરત જન્મેલો બાળક જો રડે નહીં તો ડોક્ટર ગભરાઇ જાય. જ્યાં સુધી તે રડે નહીં ત્યાં સુધી એને ઊંધો કરીને જોરથી પીઠ ઠપકારે, ગાલ પર તમાચો મારે, ચીમટા ભરે કારણ કે ડોક્ટર જાણે છે કે છોકરો રડશે તો જ જીવી શકશે. આપણે બધા પણ કદાચ નવજાત શિશુ જેવાં છીએ. સર્જનહાર સતત આપણને ઠપકારતા કહે છે ‘થોડું રડી લેશો તો જીવી જશો’. આ રડવું એટલે લાગણી અને સંવેદનાથી જીવવું. કરૂણાસભર હૈયા સાથે જીવવું. બીજાને માટે જીવવું. કોને ખબર કેમ પણઆજના યુગમાં પ્રેમની સરિતા, લાગણીનાં ઝરણાંંઓ અને સંવેદનાની સરવાણીઓ સૂકાઈ રહી હોય એવું લાગે છે.                    

આકાશ પણ આજે બોર બોર જેવડાં આંસુઓ રૂપી હિમવર્ષા કરી રહ્યું છે. ફરી એક વાર અવનિ પર શ્ચેત ચાદર છવાઈ ગઈ. ફરી એક વાર મનમાં આનંદનો ઉભરો આવ્યો. જો કે આ વખતનો આનંદ અને રોમાંચ પહેલાં જેટલોન હતો. કેવી ગજબની વાત છે એક જ પ્રકારની ઘટના પણ એનું પુનરાવર્તન થયું તો આનંદની માત્રામાં ફરક પડી ગયો .કદાચ આ ઘટનાનું સતત પુનરાવર્તન થાય તો શક્ય છે કે પછી એ ઘટના ગમે ખરી પણ આનંદ ન આપી શકે.આ સાથે જ મનમાં એક બીજો વિચાર આવ્યો. લગ્ન પહેલાની ભાવિ પ્રિય પાત્ર સાથેની અલપ ઝલપ મુલાકાતો કેટલો આનંદ ને કેટલો રોમાંચ આપતી હોય છે. લગ્ન પછી તે પ્રિય પાત્ર સાથે કાયમ રહેવાનું થાય ત્યારે તે વ્યક્તિ ગમતી તો રહે છે પણ ધીરે ધીરે પેલો આનંદ અને રોમાંચ ઓસરવા માંડે છે. ઘણીવાર તે આનંદ લુપ્ત પણ થઈ જાય છે અને એનું સ્થાન આંસુઓ લઈ લે છે. જો આ આનંદ અને રોમાંચ જિંદગીભર ટકી રહે તો એ  પ્રેમ સાચો. દુઃખમાં  પણ આવું જ છે. કોઈ ઘટનાથી પહેલીવાર થયેલું દુઃખ એ જ ઘટનાના પુનરાવર્તન સાથે ઓછું થવા માંડે છે.પછી તો એક સમય એવો આવે છે કે દુઃખ જેવું કંઈ લાગતું જ નથી. આંસુઓ જાણે સુકાઇ જાય છે. કદાચ આપણે સુખ અને દુઃખની સાચી પરિભાષા જ નથી સમજ્યા. એક પ્રવચનમાં ગુરુદેવે સુખ અને દુઃખની પરિભાષા આપતા કહ્યું હતું ‘તમે તમને શોધી લો અને તમારાથી એકાત્મતા સાધી લો તો તે સુખ અને તમે તમારાથી ખોવાયેલા રહો અને તમારાથી જ વિખૂટા પડી જાવ તો તે દુઃખ.’ શ્રી રામકૃષ્ણ પરમહંસને કેન્સરની ગાંઠ થઈ હતી. ગાંઠમાં કીડાઓ ખદબદતાં હતાં. વેદના અસહ્ય હતી. કોઇએ તેમને કહ્યું “આપ તો મા કાલીના સાધક છો. તેમને બોલાવીને એમના દ્વારા તમારો રોગ અને તમારી પીડા કેમ દૂર નથી કરી દેતાં?” રામકૃષ્ણ પરમહસે ખુદને શોધી લીધા હતા અને એનાથી એકાત્મતા સાધી લીધી હતી એટલે જ આટલી વેદનામાં પણ હસતાં હસતાં તેમણે કહ્યું “જો આ પીડા માં કાલીની સહાયતાથી જ દૂર કરવાની હોત તો તે પીડા આપે જ શા માટે? જરૂર આ પીડા આપવા પાછળ મા નો કોઇ આશય હશે .”                 

દાદુ સાથે વિતાવેલ શનિવારની અને રવિવારનીવાત હવે પછીના ઇ-મેઇલમાં લખીશ. આ લખતાં લખતાં જમનમાં કોને ખબર કેમ પણ ભીતરમાં થોડી વાર લટાર મારવાની ઈચ્છા થઈ છે. એટલે અહીં જ અટકું છું. 

                આશા. 

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.