ક્ષમા સર્વ તપસ્યાનું મૂળ છે જિતેંદ્ર પાઢ


———————————

image.png

જહાં જ્ઞાન હૈ વહાં ધર્મ ,જહાં જૂઠ વહાં પાપ 
જહાં લોભ વહાં કાળ હે ,જહાં ક્ષમા વહાં આપ 
                                            કબીર 

જૈન ધર્મના પર્વાધિરાજ પયુંષણ પર્વમાં સંવત્સરીનું વિશેષ મહત્વ છે કારણ આત્મા શુદ્ધિ કરણ નો હેતુ મૈત્રી ભાવના દ્વારા દરેક જીવથી અખંડ નાતો જોડવાનો છે ગીતામાં શ્રીં કૃષ્ણ કહે છે ”તેજ ,ક્ષમા ,ધૈર્ય, બહારની શુદ્ધિ તથા કોઈમાં પણ શત્રુ ભાવ ન હોવો;પોતાનામાં પૂજ્યતાના અભિમાનનો અભાવ આ બધા હે ,અર્જુન ! દૈવી (દિવ્ય )સંપદા લઈને ઉત્પન્ન થયેલાં પુરુષના લક્ષણ છે. (-અધ્યાય -16/શ્લોક,3).
                 સર્વ ધર્મ એક જ વાત કહે છે ક્ષમા આપવી તે વીરત્વ છે ,મહાનતા છે.ઈશ્વર ,ખુદા ,તીર્થંકર ,સંત વગેરેની આજ્ઞાનું પાલન છે. મોક્ષદ્વાર સમી ક્ષમા ને પયુંષણ પર્વનું હાર્દ ગણાવાયું છે. માંગેલી, આપેલી મૈત્રી ભાવની ક્ષમા પાપ કર્મ ,દુર્ગુણો અને કાયાના 32દોષો ને દૂર દૂર કરનારી અમૃત ઔષધિ છે  આત્મચેતના ઊર્જા  પ્રાપ્તિનું પણ ધાર્મિક પર્વ છે.આત્મશુદ્ધિ થાય ,કર્મ બંધનને મુક્તિ મળે ત્યારે જીવ કલ્યાણકારી ગતિ પ્રાપ્ત કરે છે.ધર્મ કદી વાડામાં બંધાતો 
 નથી તેથી તમામ જીવો સાથે નિખાલસ કબૂલાત સાથે માફી માટે સાવંત્સરી  પ્રતિકમણ બાદ  ‘મિચ્છામિ દુક્કડમ ‘ કહેવાની પારંપારિક પ્રથા છે.’,ખમાવવું ‘ ‘-ખમત ખામણાં ‘
                     ખમ્ભામિ સવ્વ જીવા સવ્વે જીવા સમન્તુ મેં/મિત્તિ મે સર્વ ભુ યે  સૂવૈરં મજ઼ઝણમ કે ણ ઈ  -મહાવીર સ્વામી- અર્થાત ”ક્ષમું હું સર્વ જીવોને ,સર્વ જીવો ક્ષમો મને ;મિત્ર હું સર્વ જીવોનો ,વેર કોઈથી ના મને .”વિદેશમાં વસેલાં જૈન સાધુ ‘ચિત્રભાનુ ”નું જગપ્રસિદ્ધ કાવ્ય છે -‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યાં કરે ,શુભ થાવ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે ‘આ જ સંવત્સરી નો સંદેશ છે.
                    પર્યુષણ પર્વમાં સવારે વ્યાખ્યાનમાં આલોચના થાય.તેમાં પાપવૃત્તિ શુદ્ધિ નો ઉપદેશ અને સાંજે ક્ષમાપના માટે રાગદ્વેષ નિવારણ ,સંબંધોની શુદ્ધિકરણની સમજ અપાય છે ,પ્રતિક્રમણ થાય .સંસારી વ્યસ્ત માનવી માટે કહેવાયું છે કે દૈનિક ,પાક્ષિક ,ચાર્તુમાસિક અને સંવત્સરી એમ ચાર પ્રતિકમણ 
છે તેમાં પ્રથમ ત્રણ ચૂકી જવાય તો સંવત્સરી નું એક પ્રતિકમણ  અવશ્ય કરે ;જે આમ નથી કરતાં તેના કષાયો અનંતાનુબંધી બની જાય છે અને જો સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય તો તે નષ્ટ થાય છે .
                           જૈન મહર્ષિઓએ ક્ષમાપના પાંચ પ્રકારની દર્શાવી છે ;ઉપકારક ક્ષમા ,અપકારક ક્ષમા ,વિપાક ક્ષમા ,વચન આજ્ઞા  ક્ષમા અને ધર્મ રક્ષા ક્ષમા છે .સંસ્કૃતમાં ‘ક્ષમા ‘નો એક અર્થ પૃથ્વી થાય ,એનો ગુણ છે સહનશીલતા ધારક અને રાગદ્વેષ રહિત રહેવું તેથી જૈનધર્મ કહે છે ‘રાગદ્વેષ ને જીતી લેનારા જિનેશ્વરને હું વંદન કરું છું અને તમામ જીવો સાથે 32માનવ દોષો ,વિરોધ ,કટુતા છોડી ,દુશ્મનાવટ ભૂલી ,સહજ ભાવે ,સહજ। સરળ બની માફી માંગી લઈએ  મેં આગળ કહ્યું તેમ -ક્ષમા આપવી ,માંગવી અને ક્ષમા રાખવી આ ત્રિપદી નું નામ મહાનતા છે ,સાચા જૈનનું લક્ષણ છે ,હજારોના ચડાવા ,બોલી ઝીલીને મોભાદાર  ધાર્મિક  બનો  પણ દરેકથી ખરા દિલથી મિચ્છામિ દુક્કડમ કરે તો તેનો કોઈ અર્થ નથી એમ રાષ્ટ્રીય સંત જૈન મુનિ નર્મ મુનિ કહે છે;પાછું યાદ કરાવું  માનવીમાં સાચી ધર્મ ભાવના જાગે ત્યારે ન્રમતા ,વિશાળતા અને વિમલતા આવે  વિકારોનું શમન થાય ક્રોધ,મોહ ,અભિમાન ,કપટ,લોભ  વગેરેમાંથી મુક્ત થઈ મોક્ષ તરફ પ્રયાણ કરવું સાધક થવું તે પર્યુષણ અને સંવત્સરી ક્ષમા પર્વ નો હેતુ છે     
                                  વિદુર નીતિ માં સર્વજીવો પ્રતિ કોમળતા અને ક્ષમા ભાવ ,મિત્રતા અને આયુ વૃદ્ધિ કરે છે .વિદેશી મિશિગન સ્ટેટ યુનિવર્સીટી -એક્ષ સ્ટેન્સન ના વૈજ્ઞાનિકો નું સંશોધન જણાવે છે કે ‘માફ કરવાનું જેઓ શીખ્યા છે તેઓ નોંધપાત્ર રીતે શારીરિક રોગો થી મુક્ત બન્યા છે અને તેઓમાં ઉર્જાશક્તિ વધુ હતી જે તેઓને  સલામતી આપતી હતી ‘બાણ ભટ્ટ ક્ષમાને તપસ્યા નું મૂળ ગણે છે મહાત્મા ગાંધીજી .ક્ષમાને શક્તિ શાળી માનવીનો ગુણ ગણે ગણે છે ;મહાભારત ક્ષમાને માનવી નું આભૂષણ કહે છે વિદેશી ચિંતક જેકશન બ્રાઊન.જે આર માનવ જીવનના ત્રણ ઘટકો પ્રેમ,પ્રાર્થના અને ક્ષમાને માને છે આ બધાનો અર્થ છે જૈન ધર્મ વૈશ્ચિક અને વિજ્ઞાન ,સમાજ સાથે ગાઢ સંબંધ ધરાવે છે ;ધર્મ માનવીનો માર્ગ દર્શક સાથી છે ,બંધુભાવ કેળવીએ ,જતુ કરીએ વ્યક્તિમાં બેઠેલાં પરમાત્મા ને વંદન કરીએ ,સર્વ જીવો ને ”મિચ્છામિ દુક્કડમ ///
                   જિતેંદ્ર પાઢ /અમેરિકા /

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.