હળવેથી હૈયાને હળવું કરો-૧૩-by Pragnaji

એમની માંદગી જાણે મારા જીવનમાં એક રૂટિન કામ બની ગયું,હું સવારથી સાંજ સુધી જાણે એમની એક નર્સ એમની દવા અને ખોરાકનું ધ્યાન રાખવું અને એમની પાસે બેસી મારુ વાંચન કરવું મેં મારી દિનચર્યા એમની આસપાસ ગોઠવી દીધી.મારા દીકરા મને મળવા અને એમની ખબર કાઢવા આવતા, અને અચાનક જરૂર પડે ત્યારે મારી પડખે ઉભા રહેતા,
       તે દિવસે મારે 911 બોલાવી જ પડી, એમની તબિયત હતી તેનાથી વધુ બગડી,હવે એમને રીહેબમાં મુક્યા સિવાય છૂટકો જ ન હતો.યાદશક્તિ ઓછી થઇ ગઈ હતી,એમને વધુ કાળજીની જરૂર હતી અમે આટલા વર્ષમાં ક્યારેય છુટા પડ્યા ન હતા, મારા માટે આ અસહ્ય હતું,છતાં આ નિર્ણય લીધો, હું રોજ એમને મળવા જતી એમની પાસે બેસતી એ બોલી પણ શકતા નહિ અડધું શરીર પેરેલાઇસ હતું મારુ નાનું શરીર એમને મદદ ન કરી શકતું તેનો મને સતત અફસોસ રહેતો, પણ મારુ ધ્યાન એમને કેન્દ્રિત હતું, બધું જેમ હતું તેમ રૂટીનમાં ચાલતું  કોઈ વસ્તુ સારી ન હતી પણ જીવન ચાલતું હતું. હું એમની માંદગી સાથે માત્ર લડતી હતી એમણે આ જીવનને માંદગીને અપનાવી લીધી હતી.
ભગવાનને આ મજુર નહોતું ફરી એકવાર એમની તબિયત બગડી હોસ્પિટલમાં લઇ ગયા પણ તેઓ કોમામાં ચાલ્યા ગયા, ઘણા પ્રયત્નો પછી ડૉ.રે અમને બોલાવ્યા  હવે આમાંથી એ પાછા ઉઠશે એમ લાગતું નથી.એમણે કોઈ અંતિમ ક્ષણની લેખિત ઈચ્છા દર્શાવી છે ? ન હોય તો તમે ઈચ્છો તો સારવાર બંધ કરી શકાય,મારા દીકરાએ મારી સામે જોયું મમ્મી તમે કહેશો એમ કરશું,નિર્ણય ઘણો અઘરો લેવાનો હતો હવે શું ?મેં કહ્યું મને વિચારવાનો સમય જોશે,
       અને તે દિવસે આખો દિવસ અને રાત હું એમનો હાથ પકડી બેસી રહી એમની સાથે વાતો કરતી રહી,એમને કહેતી તમે ધારો તો બેઠા થઇ શકો છો,આપણે ડૉ ને પડકારવાના છે,એમના શરીરમાં કોઈ હલચલ ન દેખાતી,ડૉ એ કહ્યું હતું કે કદાચ જાગશે તો પણ કદાચ યાદશક્તિ કે શરીર નહિ ચાલે,આમ પણ અલ્ઝાઈમાં તો હતો જ,શરીર પણ સુકાઈ ગયું હતું કદાચ શરીરમાં હવે લડવાની શક્તિ પણ નહિવત જ હશે,પણ મન માનતું ન હતું આપણી વ્યક્તિને એમ કેમ જવા દેવાય ?દરેક શરીર ને પોતાનું આયુષ્ય ભગવાનો પૂર્ણ અધિકાર છે એ લખીને પણ નથી ગયા તો હું એમના જીવન માટે કઈ રીતે નિર્ણય લઇ શકું,મારા દીકરાએ કહ્યું તમે આ ઉંમરે કેટલું કરશો ?હવે એમની આ ઉંમરે આ સ્થતિમાં દેખભાળ કરવી અઘરી છે,અમે પણ તમને કેટલો સાથ આપી શકશું ?     
          ડૉ  મારા દીકરાને કહ્યું કે સંભાળ લેનારાઓ ઘણીવાર અન્યની સંભાળ રાખવામાં એટલા વ્યસ્ત રહે છે કે તેઓ તેમના પોતાના ભાવનાત્મક, શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યની અવગણના કરે છે. પછી તમારી પાસે બે વ્યક્તિને સંભાળવાની જવાબદારી આવશે …મારે પણ જાણે એમ જ થયું, મારે માટે મારી પત્ની તરીકેની ભૂમિકાથી તેની દેખરેખકની ભૂમિકાને અલગ કરવી મુશ્કેલ હતી,હવે મને માત્ર તેમના ધબકારા સંભળાતા હતા.હું એમને કહેતી કે આપણી સંસ્કૃતિ જણાવે છે કે આપણે વય, માંદગી અને મૃત્યુ સામે સખત લડવું જોઈએ.હું તમને આમ કઈ રીતે જવા દઉં? તમારું જીવન સંકેલી લેવાનો નિર્ણય હું કઈ રીતે લઇ શકું.ઈશ્વરની યોજનામાં કોઈક અકળ નિયમ છે.દરેક શરીર ને પોતાનું આયુષ્ય ભગવાનો પૂર્ણ અધિકાર છે એ લખીને પણ નથી ગયા તો હું એમના જીવન માટે કઈ રીતે નિર્ણય લઇ શકું,મારા દીકરાએ કહ્યું તમે આ ઉંમરે કેટલું કરશો ?હવે એમની આ ઉંમરે આ સ્થતિમાં દેખભાળ કરવી અઘરી છે,અમે પણ તમને કેટલો સાથ આપી શકશું ?     
બીજે દિવસે ફરી એજ પ્રશ્ન લઈને મારા બન્ને દીકરાઓ આવ્યા. મમ્મી શું વિચાર કર્યો ?.મારા મૌનનો અર્થ એ સમજી ગયા. એટલે મને સમજવાની કોશિશ કરી, હવે પપ્પા ક્યારેય સાજા નહિ થાય, કોણ જાણે મારું દિલ માનવા તૈયાર ન હતું.આ વિષમતાનું નામ જ સંસાર છે. અણધાર્યું, અચાનક અને અકાળે આવતું મૃત્યુ સહજભાવે સ્વીકારવું સહેલું તો નથી જ. અકાળે, અણધાર્યાં, આકસ્મિક અને અકુદરતી રીતે આવતાં મૃત્યુ  કેમ આવવા દેવાય  ? આપણે વાસ્તવિકતાને સ્વીકારી આપણે સંવેદનશીલતાની સાથે જડ બનતા પણ શીખવું પડશે.અને મેં મક્કમતા પૂર્વક કહ્યું તમારા પપ્પાનું હું દયાન રાખીશ. પણ આપણે એમનું જીવન આમ સંકેલી નથી લેવું..આટલી હિમત મારામાં કેવી રીતે આવી એની મને ખબર નથી, પણ મેં એમની જવાબદારી ઉપાડી.દુઃખનો પરિઘ ગમે તેટલો મોટો હોય તો પણ દરેક માણસપોતા પૂરતું સુખનું કેન્દ્ર શોધી કાઢે છે.
દુઃખને અથવા પરિસ્થતિ સ્વીકારવાથી એને સાથેની લડત પૂરી થઇ જાય છે. મેં પણ ધીમે ધીમે વાસ્તવિકતાને સ્વીકારી અને નવી પરિસ્થિતિના પડકારોને પણ !મારા પતિ ત્યાર પછી છ વર્ષ જીવ્યા, વાત અહી વાસ્તવિકતાને સ્વીકારી આગળ વધવાની છે. એ મ્રત્યુ પામત તો પણ હવે હું તૈયાર હતી માત્ર આત્મ સંતોષ હતો કે મેં તેમને કુદરતી મૃત્યુ આપ્યું છે.હવેથી હૈયાને હલકું કરીએ છીએ ત્યારે ચપટીક સુખ મળે છે પરંતુ બીજાને એમાંથી માર્ગ મળે તો એ અઢળક સુખનો માર્ગ મેળવે છે માટે મિત્રો તમારા જીવનમાં બનતા પ્રસંગો અહી જરૂરથી મુકો. 

પ્રજ્ઞા દાદભાવાળા

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.