મનોવાંચ્છિત ફળ દેનારું પર્વ ગણેશોત્સવ રહસ્ય અને વિશેષતા


————————————————————–
             ગણનાયક ,જ્ઞાન ગન નિધાના ,પૂજિત પ્રથમ ,રૂપ ભગવાના  ।/ ચોપાઈના એક ચરણમા શ્રી ગણેશ  વંદના આ રીતે કરવામાં આવી છે .ભારતીય  હિન્દુ સંસ્કૃતિમાં પુરાણો ,અનેક શાસ્ત્રોમાં ઠેર ઠેર ગણપતિની મહત્તા વિષે અનેક વાતો ,ઉદાહરણો સાથે રજુ થયેલી છે .10 દિવસનો ગણેશ જન્મ જયંતી ઉત્સવ છે જે વિશ્વભરમાં સર્વત્ર ખુબ ઉત્સાહ પૂર્વક ઉજવાય છે.
                વિદ્યા -બુદ્ધિ દેનારા,વિઘ્ન વિનાશક,મંગલકારી ,રક્ષણકર્તા,મનોકામણ પૂર્ણ કરનારા, સિદ્ધિ ,સમૃદ્ધિ ,શક્તિ, પ્રતિષ્ઠા,દીર્ઘાયુષ્ય શાંતિ આપનારા દેવ તરીકે  પૂજનીય  છે .ગણપતિનો અર્થ સંસ્કૃતકોશમાં ” ગણ’  = પવિત્રક અને “પતિ” એટલે સ્વામી અર્થાત પવિત્રતાના સ્વામી એટલે ગણપતિ .વૈદિક પરમ્પરાનુસાર દરેક કાર્યોમાં શ્રી ગણેશ સ્થાપન -આહ્વાન પ્રથમ થાય છે.પાંચ દેવમાં ગણેશ પંચાયતનમાં વચ્ચે ,ઈશાન ખૂણે  વિષ્ણુ ,અગ્નિ ખૂણે મહાદેવ ,નૈઋત્યખૂણામાં સર્ય અને વાયવ્ય ખૂણામાં પાર્વતી માતાનું સ્થાપન હોય છે.ગણેશ સર્વ વિઘ્નોને દૂર કરનારા દેવ છે અને તેથી દરેક દેવતોએ ભક્તિ ભાવ  સાથે ગણેશ વંદના કરેલી  હોવાનો  ઉલ્લેખ પુરાણો શાસ્ત્રોમાં છે  .
                ભાદરવા સુદ ચોથ શ્રી ગણેશનો  જન્મદિવસ છે .જે ભારત અને વિશ્વભરમાં ઘેર ઘેર અને  સાર્વજનિક  સમૂહ આયીજન સાથે  ધામધૂમથી અને  શ્રદ્ધા સાથે વાજતે ગાજતે  ઉજવાય છે, કોઈ દોઢ દિવસ,પાંચ દિવસ કે પોતાની શક્તિ  મુજબ સ્થાપન અને વિસર્જન કરે છે મોટે ભાગે અનંત  ચૌદસને દિવસે શ્રીગણેશ મૂર્તિનું વિસર્જન પાણીમાં કરવામાં આવે છે 10 દિવસ ની પૂજા સાથે અનેક સાંસ્કૃતિક કાર્યકમો સાર્વજનિક ઉત્સવ મંડળો કરે છે અને ભેદભાવ વિના કોમી એકતા નું આગવું  દર્શન થાય છે. વ્યવસ્થા અને લોક સંપર્ક ના માહિર લોકો  નેતા બનવાના સ્વપ્ના જુએ છે.
                     દેવોની ગણેશ પૂજા પ્રાસંગિક હતી ,તેને સામુહિક સ્વરુપ અપાયું નહોતું ; ઇતિહાસ નોંધે છે કે છત્રપતિ શિવાજી મહારાજ ને  મારવા અફઝલખાન આવે છે ,તેવી  બાતમી સમર્થ સ્વામી રામદાસ ને મળી ત્યારે શિવાજી રક્ષણ અને વિજય માટે ગણેશ પ્રાર્થના કરતી , ‘સુખકર્તા દુઃખકર્તા વાર્તા    …  વક્ર્તુંડની સ્તુતિ મરાઠીમાં લખેલી જે શિવાજી મહારાજ ના રાજ્યાભિષેક 16સપ્ટેમ્બર 1676 સજ્જનગઢ  ખાતે રજૂ કરેલી.આજે પણ મરાઠીમાં  બધે  નિત્ય ગવાય છે .અને આરતીનું રૂપ લીધું છે ,
                      મહારાષ્ટ્રમાં  પ્રથમ  ગણેશોત્સવ  -શિવાજીમહારાજ અને સમર્થ સ્વામી રામદાસે ભેગા  મળીને   ભાદરવા સુદ ચોથ થી માઘ-માહ મહિનાની સુદ  પાંચમી સુધી -પાંચમહિના ચલાવેલો આ પ્રથમ ગણેશોત્સવ  મનાય 1892 માં મુંબઈ માં ગિરગામની ચાલીમાં કેશવજી નાયકે  પ્રથમગણેશોત્સવ  ઉજવ્યો !  જેને અંગ્રેજોની હકુમત સામે સ્વત્રંતા અને સ્વરાજ મેળવવાના હેતુથી લોકમાન્ય તિલકે  ધાર્મિક નહિ પણ દેશ  ભક્તિ આઝાદી  માટે સ્થાન આપી  . લોક જાગૃતિ કાજ ,પ્રજા સંગઠન માટે આઝાદી  સંદેશોની આપ લે માટે સાર્વજનિક સામાજિક રૂપ અને સામુહિક બળ ગણેશોત્સવને આપ્યું .લોકમાન્ય તિલકે  પ્રાચીનકાળની ગણેશ પૂજા ને પુનઃ જીવત કરી વિરાટ સ્વરૂપ આપ્યું  અને ત્યારથી મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાત તેમજ ભારત ભરમાં આ સામુહિક સાર્વજનિક ગણેશોત્સવની પરમ્પરા ચાલુ થઈ . ભારતીઓ જ્યાં વસ્યા ત્યાં ત્યાં આપણી સંસ્કૃતિ ,તહેવારો ઉત્સવો ની ઉજવણી કરવાનો ચીલો ચાલુ રાખતા હવે જગત આખામાં ભારતીય પર્વો હોંશે હોંશે ઉજવાય છે .આપણી હિન્દૂ સંસ્કૃતિ અને ધર્મ સર્વવ્યાપક બન્યા  એક ભવ્ય ઉત્સવ બન્યા.
               મેં અમેરિકાના વસવાટ દરમ્યાન પોર્ટલેન્ડ (ઓરેગન ),સિએટલ (  વોશિંગટન),નોર્થ કેરોલિના આ બધામાં  ભાગ લીધો  છે , ગયા 2018 માં જ્યોર્જિયા /એટલાન્ટામાં  લાલબાગ ના શિલ્પકારે ઘડેલી આબેહૂબ લાલબાગની પ્રતિકૃતિ  ભારત થી ખાસ મંગાવી સ્થાપના    .સાથે પાંચ દિવસ નો ભવ્ય ગણેશઉત્સવ કરેલો  અત્રે નોંધવું જરુરી છે કે ગણેશ મૂર્તિઓ ખાસ ભારત -મુંબઈ માંથી મંગાવવામાં આવે છે , વિસર્જન સરઘસ અને  નાની મૂર્તિ નું વિસર્જન  થાય છે ,મોટી મૂર્તિ  પૂજનમાં રખાય છે .
                           દરેક માણસે, ગણેશ મહિમા અને તેનું રહસ્ય ,મહતા વિષે જાણવું જોઈએ, ચીલાચાલુ પરંપરા સાચવવાનો કોઈ અર્થ રહેતો નથી .શ્રી ગણેશ પુરાણ અનુસાર શ્રી ગણેશે જુદા જુદાં સમયે જયારે જયારે જરૂર પડી ત્યારે ત્યારે અવતારો ધારણ કરેલા છે  સત્યયુગમાં કાશ્યપ મુનિના પુત્ર તરીકે ,જન્મ્યા -સિંહનું  વાહન ધારણ કરેલું ;ત્રેતા યુગમાં ગણેશ તરીકે જન્મલીધો અને મયૂરેશ્વર  નામે પ્રસિદ્ધ થયા;તે વખતે મયુર તેઓનું વાહન હતું . દ્વાપરયુગમાં શિવપુત્ર તરીકે અવતાર લીધો અને ગજાનન નામ ધારણ કર્યું ,સુંદરાસુરનો  વધ કર્યો ,વર્ણેય રાજાને ગણેશ  ગીતા સંભળાવી ; ચોથા યુગમાં એટલે કે  કલિયુગમાં અશ્વ ઉપર આરૂઢ થનારા ધૂમ્ર કેતુ તરીકે અવતાર લઈને મ્લેચ્છોનો નાશ કરશે એવો વર્તારો છે ;  ગણેશ  પુરાણ મુજબ ત્રણ  અવતારો  થઈ ગયા  ;ચોથો અવતાર બાકી છે .આમ તો ગણેશના 33 સ્વરૂપો ની વિગત શાત્રોમાં મળે છે 
                       ” ગ “જ્ઞાનાર્થ વાચક અને  ” ણ  “-એટલે નિર્વાણ વાચક શબ્દ – જ્ઞાનનિર્વાણ વાચક ગણના ઈશ  દેવ ગણેશ ,એટલે પરબ્રહ્મ  છે તેને પ્રણામ  કરી આશીર્વાદ મેળવવા ગણેશોત્સવ  મહત્વનું શક્તિ પ્રદાન (આપનારું ) પર્વ છે। ભક્તો ના આયુષ્ય સાથે તેની મનોકામના  સિદ્ધ કરી, વિઘ્નમાં અટવાયેલા કામો તેઓ પર પાડનારા દેવ છે .ગણેશ ૐ રૂપ છે પ્રત્યક્ષ તત્વ છે,તેમજ તેઓ કર્તા બ્રહ્મા છે ,” ધર્ત્તા ” એટલે વિષ્ણુ છે ,તો “હર્તા ‘ એટલે શિવ છે  તેઓ બોલનાર અને શ્રવણ કરનારા એટલે  જપ કરનારા ,શાસ્ત્ર ,ભક્તિ સાંભળનારા અને કિર્તન સર્વનું  કલ્યાણ કરે છે ;કારણકે  શ્રી ગણેશ સૃષ્ટિ ની શરૂઆતમાં પ્રગટેલા ,પુરુષ છતાં માયાથી પર છે।  તેથી યોગીઓમાં શ્રેષ્ઠ  છે।  દેવાદિ દેવોના,ગણોના અધિપતિ છે ,
                   ગણેશોત્સવમાં ભક્તિ શ્રદ્ધા સાથે  પૂજા અર્ચના ભાવ પૂર્વક કરીએ , વ્રત ,નિત્ય સ્મરણ ,દર્શન, શાસ્ત્ર વાંચન કરી ,તેઓના આશીર્વાદ ગ્રહણ કરી આયુષ્ય સુખાકારી ,સમૃદ્ધિ ,શક્તિ અને સામર્થ્ય પ્રાપ્ત કરએ, આશીર્વાદ પામી જીવન ધન્યતા અનુભવીએ ,જીવન સાર્થક કરીએ શાસ્ત્રોમાં તેની સવિશેષ  મહત્તા દર્શાવેલી છે – શ્રી ગણેશ વાણી રૂપ  ચિત્તરૂપ  અને આનંદમય બ્રહ્મ સ્વરૂપ ત્રિગુણાત્મક  દેવ ,વિશ્વ  ઉત્પન્ન કરનારા  મનાય છે  .
               શ્રી ગણેશ ના શરીરના અંગો અને વપરાતાં  પૂજાની વસ્તુઓ ની અર્થ સભર અગત્યતતા  દર્શાવવામા આવી છે .લાલ જાસુદ ફૂલ  ક્રાંતિ નું પ્રતિક છે  ,ચોખા ભક્તિ નો સંકેત છે અખંડ ,સિંદૂર  સૌભાગ્યનું સૂચક છે , ઉંદર નું વાહન નમ્રતા અને સૂક્ષ્મ નજર નું સંકેત સૂચક અને નાનામાં નાની વ્યક્તિ પણ  ભક્તિથી ઈશ્વર નું વાહન બની  સેવા કરી શકે છે ,ઉંદર માયાનું પ્રતિક પણ છે, જો  માયા પર  બને  તો તે કાળ  ઉપર  વિજય પામે છે  દુર્વા તુચ્છને પણ ભગવાન ચરણે સ્થાન   મળે છે કારણ ભાવના અને શ્રદ્ધા  સાથે  ભક્તિ હંમેશા  મંગલ ફળ આપે છે . મોદક એટલે ” મોદ “આનંદ  ” ક “એટલે  નાનો ભાગ  -પ્રસાદ મોદક આનંદ,શક્તિ ,જ્ઞાન અને આશીર્વાદ  પ્રદાન કરે છે  .
                  શ્રી ના શરીર બાબત સાદી સમજ  વિચારીએ તો  માણસે જીવનમાં  કૈંક  મેળવવા સૂક્ષ્મ દૃષ્ટિ રાખવી જોઈએ .સારુ સાંભળવા કાન ખુલ્લાં  રાખવાં  જોઈએ ;ગૃપ્ત વાત સંગ્રહી રાખવા તેમજ  કડવાશ -કકળાટ ,કંકાસ ,કર્કશા ને ગળે થી ગળીને પેટમાં ઉતારીને ,સ્વચ્છ ચિત્ત ધારણ કરવું જોઈએ ;વિચારો  ઊંચા અને વિશાળ રાખવા જોઈએ  ઉંચ્ચ  ધ્યેય  મેળવવા ખોટા અને અડચણરૂપ તત્વ  ઉપરઅંકુશ રાખવો જોઈએ ;ઓછું બોલવું ,શુદ્ધ અસરકારક બોલવું બોલવું જોઈએ .ઈચ્છાઓ ઓછી રાખવી ,સંતોષી બનવું , નજર સૂક્ષ્મ અને  વેધક છતાં  દૂરગામી રાખવી ફાયદાકારક છે – ભાવાર્થ દરેકે  સમજવો જોઈએ .જેથી ગણેશોત્સવમાં દર્શન ,ભક્તિ ,સાર્થક થાય !ચીલા ચાલુ ઢબ  અને અણસમજ છોડી જીવનમાં સાચી રીતે  કશુંક પ્રાપ્ત કરવાના અવસરને ઓળખો -સામુહિક આનંદ  સાથે  માનવતા ,એકતા ,ભેદભાવ ને સ્મરણ માં રાખી જીવન ધન્યતા અનુભવો .
                    એક  પ્રશ્ન થાય કે  ગણપતિ મનોહર અને સુંદર પૂજા કરેલી  મૂર્તિ નું વિસર્જન કેમ ? આ બાબત શાસ્ત્રમાં એક શ્રી ગણેશ ઉવાચ –છે :-  હું  છું અને તમારે ત્યાં  સાકાર રૂપે  મૂર્તિ સ્વરૂપ આવ્યો છું ,10 -10  દિવ સુધી  તમે જે પ્રેમ મારામાં રાખ્યો ,તે પ્રેમ માત્ર મૂર્તિ માં જ નહિ રાખતા ;હું  કણે કણ માં  છું ,સાકાર ને નિરાકાર માં જોવાનું ધ્યાન રાખો ,આદત કેળવો  એવી ભાવનાનો વિકાસ કરો .તમે મને વિરાટમાં જુઓ ,આકારને  અનંતમાં સમાવી દેવાય છે – તેથી વિસર્જન  કરવું જરૂરી છે , વળી મારી ઉત્પત્તિ ,સ્થિતિ અને લય જળ છે  તેથી પાણીમાં વિસર્જન કરાય !  આ શાસ્ત્રોક્ત વાત છે . ઉત્સવ પર્વમાં  આસ્થા  શ્રદ્ધા દૃઢ હોય તો જ  ભક્તિ સાર્થક થઇ ને  ફળે છે . અને મનવાંચ્છિત ફળ મળે છે  .દેહમાં નવી  ઉર્જા ,ચેતના જાગે છે તેથી જ  જીવનમાં ધર્મ ને મહત્વનું અને મોખરાનું સ્થાન અપાયું છે .
————————————————————–જિતેન્દ્ર પાઢ

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.