મહેંકતા પત્રો (વિદેશ વસી સહિયર મોરી – 12 રોહિત કાપડિયા

આશા, 
    અંધકારને વધાવીને મોકલાવેલ તારા ઈ-મેઇલે રોશની પાથરી દીધી. ઇ- મેઇલનો જવાબ આપવામાં થોડોક વધારે સમય લાગ્યો ખરુંને ? તારી સાથે શોપિંગ મોલમાં જેવી ધટના ધટી તેવી જ ઘટના અહીં મારી સાથે થઈ. હું અને મમ્મી ગુજરાતી ફિલ્મ ‘લવની ભવાઈ’ જોવા ગયા હતાં. ફિલ્મ ખૂબ જ સુંદર હતી. પ્રેમની પવિત્રતાની વાતો કરતાં અમે ચાલી રહ્યા હતાં. ત્યાં જ રસ્તા પર દોડાદોડ શરૂ થઇ ગઇ. શું થયું છે એ સમજમાં આવે તે પહેલાં જ મમ્મીને કોઈનો જોરદાર ધક્કો લાગ્યો. મમ્મી જમીન પર પડી ગયા મેં હાથ આપીને એમને ઊભા કરવાની કોશિશ કરી પણ તેમનો જમણો પગ જ ઉપડતો ન હતો. પગમાં ખૂબ જ દર્દ થતું હતું. મેં મદદ માટે આસપાસ જોયું.જોકે બધા જ ભાગીને સલામત જગ્યાએ પહોંચી જવાની દોડમાં હતા.મહા મહેનતે મેં જ મમ્મીને ઉભા કર્યા. પસાર થતી ગાડીઓને રોકવા  મેં ઘણી કોશિષ કરી પણ જાણે માનવતા મરી પરવારી હોય તેમ કોઈ જ ઊભું ન રહ્યું. એક પળ માટે તો મનમાં ખૂબ જ અજંપો થયો. કોઈ ક નાની વાતનો ઝઘડો, કોમી દંગલમાં પરિવર્તિત થઈ ગયો હતો. દુકાનદારોએ શટર પાડી દીધાં હતાં. વાહનો તેમજ લોકોની અવરજવર ઓછી થઈ ગઈ હતી. દૂરથી હાકોટા અને ચીસો સંભળાતી હતી. હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી. ધીરે ધીરે અંધકાર પણ છવાઈ રહ્યો હતો.          

ત્યાં જ બાજુની ગલીમાંથી એક જુવાન રીક્ષાવાળાએઆવીને મમ્મીનો હાથ પકડી કહ્યું “માજી, જલ્દીથી રીક્ષામાં બેસી જાવ. તોફાન વધી રહ્યા છે.” રીક્ષાવાળો કોણ હતો? સારો હશે કે નહીં એ વિચારવાનો સમય ન હતો. અમે રીક્ષામાં બેસી ગયા. એ સાંકડી ગલીઓમાંથી રીક્ષા ભગાવીને અમને સલામત રસ્તા પર લઈ આવ્યો. મમ્મીનાં પગનાં ઈલાજ માટે એ જ અમને ડોકટર પાસે લઈ ગયો. પગ પર વજન આવી જવાથી દર્દ થતું હતું પણ હાડકાંમાં તડ પડી ન હતી. પાટોબાંધીને ડોકટરે અમને જવા દીધાં. મમ્મીને પણ સારૂં લાગતુંહતું. એ રીક્ષાવાળો અમને ઘર સુધી મૂકી ગયો.

રીક્ષામાંથીઊતરતાં મમ્મીએ એના માથે હાથ મૂકીને કહ્યું” ભગવાન તને સો વર્ષનો કરે અને સુખી રાખે “. મેં પણ એનો ખુબ આભાર માન્યો અને સો રૂપિયાની નોટ એને ભાડા પેટે આપવા ચાહી. એણે હાથ જોડીને ના પાડતાં કહ્યું “માજીને લાખો રૂપિયા કે આશીર્વાદ તો દે દીયે બસ ઔર કુછ નહીં ચાહીએ. અલ્લાહ આપ સબકો સલામત રખે .” હું એને ચા પાણી માટે વિનંતી કરું એ પહેલાં તો એ જતો રહ્યો .એની વાત પરથી સમજાઈ ગયું કે એ મુસલમાન હતો પણ મારા મતથી તો એ સાચો ઇન્સાન હતો .માનવ ધર્મને સમજનારો મહામાનવ હતો .બે કોમ વચ્ચે નફરતનું બીજ રોપનાર મતલબી, સતાધારી અને ધર્મના નામે લડાઈ કરાવનાર વિદનસંતોષીઓને જો આમ પ્રજા સમજી જાય તો એમની વચ્ચે ભાઈચારો સહજ બની જાય. ગીતા કે કુરાન એ બંને તો મંઝિલ સુધી પહોંચવાની નૌકા છે. શક્ય છે કે પેલા રીક્ષાવાળાએ કુરાન કદાચ ન વાંચ્યું હોય પણ જીવનમાં તો જરૂર ઉતાર્યું હતું. વડિલોનાં આશિર્વાદને અમૂલ્ય મૂડી ગણનાર એ રીક્ષાવાળો વગર ભણ્યે પણ મહાપંડિત હતો.        

આજ કાલ તો મા-બાપ, વડિલ કે ગુરૂ કોઈના માન જળવાતાં નથી. નીચા નમીને પગે લાગવામાં નાનમ લાગે છે. મોટેરાઓનાં ચરણસ્પર્શથી એમનાં અંગૂઠામાંથી નીકળતીઉર્જા આપણને મળે છે. એમનો હાથ મસ્તક પર મૂકાય તોએમનાં હાથની ઊર્જા બ્રહ્મારંધ દ્વારા સીધી શરીરમાં પ્રવેશે છે. એ આશિર્વાદ માં સમય અને નસીબ બંનેને બદલવાની તાકાત હોય છે.

એક નાનકડી પણ ખૂબ જ સુંદર વાર્તા હમણાં જ વાંચી હતી. એક વૃદ્ધ સસરા રોજ સવારે એમની પુત્રવધૂ નોકરી કરવા જાય ત્યારે તે ઘરની બહાર નીકળે તે પહેલાં અચૂક બોલાવે. તેની પાસે પલંગ નીચે પડેલું ચશ્માનું ખોખું માંગે. પુત્રવધૂ મને-કમને નીચા નમીને એમને ખોખું આપે. આ રોજનો ક્રમ હતો. એક વાર પુત્રવધૂના ઘરેથી બહાર નીકળ્યા બાદ દીકરાએ જોરથી કહ્યું “રોજ સીમાને બહાર જતાં પાછી બોલાવાને બદલે ચશ્માનું ખોખું બાજુમાં કેમ નથી રાખતાં? પિતાજીએ કહ્યું” હું જાણી કરીને ચશ્માનું ખોખું નીચે રાખું છું. વહુ એ ખોખું લેવા નીચે નમે ત્યારે એની જાણ બહાર, ભગવાન એની રક્ષા કરે એવાં આશિર્વાદ આપી દઉં છું. ” 

    કોનાં આશિર્વાદ આપણને જિંદગીમાં ફળતાં હોય છે તેનીઆપણને જ ખબર નથી હોતી. પપ્પાજી ત્યાં આવે છે તો એમનાં ઢેર સારા આશિર્વાદ લઈ લે જે. તેમની સાથે વિતાવેલાંદિવસો વિષે જરૂરથી જણાવજે. ચાલ ત્યારે, અંધકારનીખૂબસુરતીને વહાલ કરતી આશાનું જીવન તેજથી ચમકતુંરહે એવી આશા રાખતાં, અહીં જ અટકું છું.                                              

 સ્મિતા. 

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.