હળવે થી હૈયાને હલકું કરો.-૯ રેણુબેન વખારિયા

સૌજન્ય પ્રજ્ઞા દાદભાવાળાઃ

બકુલા ઓ બકુલા ચા રેડી થઇ ગઇ​?​ રોજ સાવરે મોર્નીગ વૉક માંથી આવું એટલે મસ્ત માસાલા આદુવાળી મારી ચા તૈયાર જ હોય.આજે રસોડામાં કંઈ સળવળાટ ન દેખાણો​,​ મેં ફરી બુમ પાડી બકુલા​…ક્યાં ગઈ?​ પરંતુ એ હજી પથારીમાંથી ઉઠી જ નહોતી​,​ માંડ માંડ પથારીમાંથી બેઠી થઇ​,​ સીધી બાથરૂમ માં જ​ઈને ઊબકા કરવા માડી​,​ મને થયું કે કંઈક ખાવા ફેર થયો હસે​.​ એવું ત્રણ ચાર દિવસ ચાલ્યું​.
આમ જોવો તો એ મારી દીકરી જેવી,​બકુલા બાર વર્ષની હતી ત્યાંરથી મારા ઘરે રહેતી સમજો ને મારો હાથ વાડકો જે કામ શીખવાડો એ હોંશથી શીખી જાય​,​ મારે બે નાના બાળકો મહેમાન વાળું ઘર​,​ મુંબઈ ગામ એટલે કોઈ ને કોઈ તો હોયજ​,​ મારે બે જ દીકરા એટલે બકુલા મારી દીકરી જેવી જ. મારા બને દીકરા સાથે ખૂબ જ હળીમળી ગયેલી​,​ મા​રા​ એ ​(​પતિદેવ​)​ ને પણ ચા તો બકુલાના હાથની જ ભાવે​,​બકુલા માં વગર ની દીકરી અને બાપ ને પેરેલીસ!​ ​બેડ રીડીન​,​ બે નાની બહેન. સ્કૂલમાં કયારેય ગઈ જ નહોતી પરંતુ મારી પાસે ગુજરાતી લખતાં વાંચતા શીખી ગઈ હતી​,​ મારા છોકરાવ સાથે એ બી સી ડી પણ શીખે.
મેં મારા પતિને કહ્યું ​હમણાં હમણાં એ વધારે ફિકી લાગે​ છે​,જમવા બેસે એટલે ઉબકા કરે આમ ચાર પાંચ દિવસ ચાલ્યું એટલે મને મનમાં કંઈક શંકા ગઈ એટલે મેં પુછ્યું તારો પિરિઅડ​ ​બરાબર આવે છે​ ને ​? મને બરાબર જવાબ ન મળ્યો​.​ચહેરો ​કહેતો હતો કે ​કંઈક છુપાવી ર​હી છે.​ પરંતુ એ બોલી ન શકી​,​ મને પેટ માં ફાળ પડી.તુરંત મેં મારી ખાસ બેનપણી કલ્પના પેથીઓલોજીસ્ટ ને ફૉન કરી ને વાત કરી,આ કહે ક્લિનિક ચાલુ છે એનું યુરિન ટેસ્ટ કરવા આપી​ જાવ ​.સાંજે રિપૉર્ટ પોઝિટીવ આવ્યો​ ​અને મારા પર તો જાણે વીજળી પડી…..હું તો સ્તબધ બની ગઈ! how is થઈ possiable એવું બની જ કેમ શકે?. મારુ મન સ્વીકારવા તૈયાર જ નહીં !​ ​મારુ મન ભ્રમિત થઇ ગયું.અંતે મનને સમજાવ્યુ કે હવે ગુસ્સો કે અપસેટ થવાનો મતલબ નથી હવે એમાંથી રસ્તો કેમ કાઢવો ​એ વિચારવું પડશે,સાચી હકીકત જાણવા શાંત મને બકુલા ને સમજાવી ​પટાવી વાત કઢાવી પડશે.
વિગતથી વાત સાંભળ્યા પછી ​અનેક વિચારો આવી ગયા પરિણામ શું અવશે અને શું કરવું ?​.​મને મારો જ વાંક દેખાયો, નવરાત્રીમાં રોજ ગરબામાં જવાની છુટ આપી, મને થતું કે રમવા જેવડી છે ભલે રમવા​ ​જતી અને આવું ધાર્યુ ન હતું કે એવું પણ બની શકે! મેં બકુલા ને સમજાવી કે તુ છોકરાને અહીં બોલાવ, વાત કરીએ, છોકરો રિક્ષા ચલાવતો​ હતો, ​એ આવવા તૈયાર ન હતો.એણે બકુલાને કહું કે મારી ​માં ના પડે છે અને કહે છે કે એ છોકરી સાથે લગ્ન કરીશ તો ​એ બળી મરસે. મારા તો રાત દિવસ એક થઇ ગયા ચિંતા,ત​ણાવ શું કરવું સમજાતું ન હતું કુંવારી છોકરી માં બનશે તો સમાજ તેને પીંખી નાખશે​.​છોકરી નું ભવિષ્ય શું?​ ​શું કરવું​?​ મેં ફરી મારી બેનપણી કલ્પના ને ફોન ​કર્યો તે કહે તું દાદરમાં એક ક્લીનિક છે જ્યાં ઈલિગલ એબોર્શન કરે છે.એડ્રેસ શોધ્યું પણ મારુ માતૃત્વ તરફડી રહયું હતું કે કોઈ બાળક નો જીવ લેવાનો મને અધિકાર નથી,મારો માંહ્યલો રડી રહો હતો તો સામે આ છોકરી ની જીંદગી અને ભવિષ્ય નો વિચાર ! આ પાંત્રીસ વર્ષ પહેલા સમાજ ને બિલકુલ માન્ય ન હતું। હું પોતે પણ સ્વીકારી શકતી ન હતી. હું બકુલા ને લઇ ને ધડકતાં હૈયે હોસ્પિટલે પહોંચી,પહોંચતા જ મને ગભરામણ, ગૂંગળામણ થવાં લાગી. કેટકેલીએ છોકરીઓ અને સ્ત્રીઓ ને જોઇઃ અનોખી વેદના અનુભવી, ત્રણ ચાર કલાકના અંતે કહેવામાં આવ્યું કે એબૉરશન નહીં થઇ શકે,time વધારે થઇ ગયો છે અને સર્જરી કરવી રિસ્કય છે.બકુલા ને લઇ ને તુરંત ડામાડોળ હૃદય સાથે ઘરે પાછાં આવી.સોસાયટી માં ખબર પડશે તો? .કુંવારી છોકરી માં બનવાની છે તો જમીન અસમાન એક થઇ જશે આ બધું ક્યાં સુધી છૂપું છૂપું રહશે। પછી તો બકુલા ને સમજાવી કે ગમેતેમ કરી ને છોકરાં ને અહીઁ ઘરે બોલાવ, મારે મળવું છે. ઘણા પ્રયત્ન પછી આવ્યો અને એજ વાત કે એની માં બળી મરશે,આપઘાત કરશે. મેં કહ્યુ કે આ તારે પહેલા વિચાર કરવાનો હતો. હવે આ છોકરી શું કરશે? ક્યાં જશે ?તારું બાળક છે અને તારી જ જવાબદારી છે. ઘણી સમજાવટ પછી કોર્ટ લગ્ન કરવા તૈયાર થયો. અમે થાણા કોર્ટમાં ગયા ફોર્મ ભર્યુ પરંતુ ત્યાં પણ એ લોકો એ સમય તારીખ આપી,અમેં ફૉર્મ ભર્યુઁ પાંછા આવ્યાં પરંતુ મારુ મન શંકા કુશંકા,ચિંતા થી ઘેરાઈ ગયું કે છોકરો પાછો ફરી જશે તો?પરંતુ વિથ ગોડ બ્લેસ્સ કોર્ટે તારીખ આપ્યા મુજબ લગ્ન કરી લગ્ન સર્ટિફીકેટ લઈ લીધું. મને ખૂબજ હાંશકારો થયો ખુબ સારું લાગ્યું કે હવે આ કુંવારી માં નહીં કહેવાય. બકુલા ને લઇ ને મારા ઘરે જ આવ્યાં,છોકરો પણ આવતો જતો થયો.આ રિક્ષા ચલાવાતો, ફરી સમજાવ્યો અને કહયું કે તું ખોલી / ઘર લઇ લે હું તને મદદ કરીશ. ત્યાબાદ મેં મારા પતિ ને મદદ કરવા વાત કરી કરી તેને ખોલી લઇ આપી. રિક્ષાની આજીવિકા હતી પણ મૂડી તેની પાસે ન હતી, દીકરી જેમ અશ્રું ભીની આંખે વિદાય કરી અને હૈયે હાશકારો અનુભવ્યો.એક છોકરી અંધકારમાં ધકેલાઇ જતા બચી ગઈ ને તેનો ગ્રહસંસારઃ શરૂ થઈ ગયો. મને એ બે ત્રણ મહિના નો પ્રવાસે જિંદગી એ ઘણુ શીખવ્યું જાણે મારામાં ઘણું પરિવર્તન અનુભવ્યું.

મિત્રો ઘણીવાર માંહ્યલામાં ચાલતી કાયમી ચળવળ ને હૈયું ખોલી કહેવાથી માણસ હળવો થઇ જતો હોય છે.વાત તમારી હોય કે મારી પણ હળવેકથી હૈયાને હલકી કરજો કદાચ તમારી કોઈ વાત તમારી સાથે બીજાને માર્ગ સુજાડી હળવાશ અનુભવશ

રેણુબેન વખારિયા

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

2 Responses to હળવે થી હૈયાને હલકું કરો.-૯ રેણુબેન વખારિયા

 1. Bharat Thakkar કહે છે:

  રેણુબેન,

  તમે માંહીલા વિષે વાત કરી તો આ રહી
  માંહીલા વિષે એક મારી રચના
  ભરત ઠક્કર

  માંહીલો

  પાકી રસથી ભરી કેરીનો ગોટલો
  ચૂસી ચૂસી
  મેં ફેંકી નથી દીધો.
  મેં વાવી દીધો મારા આંગણમાં.

  તમારા માંહીલાને ચાહી ચાહી,
  ધન્ય હું થયો,
  મારા માંહીલાને
  તમારા અંતરમાં રોપી દીધો.

  એ છોડને ના કોઈ શકે ઉખાડી.
  રોજ રોજ બમણો વધે
  છોડ સ્નેહના જળે સિંચાયેલો.

  કશું હવેથી જે અમૂલ્ય આ જીવનમાં
  ફેંકવું નથી, હડફેટમાં લેવું નથી.
  મહિમા માંહીલાનો કરું
  એમાં ગૌરવ આપણા બેઉનું ગણું.

  માંહીલો છે તો આપણે છીએ,
  માંહીલો નથી તો આપણે,
  નિર્જીવ પહાડના પથ્થર સમાન.

  Like

 2. Renu vakharia કહે છે:

  Dreke Pankti dad mangi lay chhe Bharat Bhai,thanks a lot 🙏🙏

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.