આઝાદી નો શંખ નાદ -1942 – ભારત છોડો- 9 મી ઑગસ્ટ /77 મી વર્ષગાંઠ ઇતિહાસ બોલે છે -જિતેન્દ્ર પાઢ

શહીદોંકી ખાંભી પર લગેંગે  હર બરસ ફુલોકે મેલે 
 વતન પે  મરને વાલોંકા અમર નામો નિશા હોગા // 

——————————————————————————— 
———————————————————————————

image.png

image.png

  ‘ 1942 માં દેશની સ્વતંત્રતાનો સંગ્રામ લડી  ભારતને આઝાદ કરાવવાની જરૂરત હતી આજે ..ભારતને ગરીબી ,ગંદગી, ભષ્ટાચાર ,આંતકવાદ,  નારી જાગૃતિ,સમાનતા અને  દેશને જાતિવાદ,સંપ્રદાયિકતાથી મુક્ત કરવાની પ્રતિજ્ઞા લઈએ.’ સંકલ્પથી સિદ્ધિ ‘સૂત્ર સાથે અપીલ કરીએ કે ખભેખભા મેળવી આપણે એવાં ભારતનું નિર્માણ કરીએ જેના પર સ્વતંત્રતા સેનાનીઓ ગર્વ કરે ‘.( વડા પ્રધાન  નરેન્દ્ર મોદી ) [ 75 મી ભારત છોડો વર્ષગાંઠ વેળાએ  પ્રવચન ]
              ‘ હું એક જ ચીજ લેવા જઈ રહ્યો છું -આઝાદી ,ન આપવી  હોય તો કતલ કરી દો.આપને એક જ મંત્ર આપું. સાચું જેને દિલમાં કોતરી રાખો,તેને પ્રત્યેક શ્વાસમાં વ્યક્ત થવા દો  ‘કરો- યા  મરો ‘ આઝાદી  ડરપોકો માટે નથી. જેનામાં કંઈ કરી છૂટવાની તાકાત છે તેઓ જીવિત રહે છે ‘- તા,8 મી ઑગસ્ટ 1942 રાત્રે કોંગ્રેસ મહાસમિતિ સમક્ષ ‘ભારત છોડો ‘ અંગ્રેજો ની હકુમત સામે આંદોલનના પ્રસ્તાવ પર બોલતા મહાત્મા ગાંધી એ આ શબ્દો ઉચ્ચારેલાં હિન્દી અને ઇંગ્લિશ માં સતત ત્રણ કલાકનું આ ભાષણ ઐતિહાસિક દસ્તાવેજ બન્યું.દેશની ચેતનાનેજાગૃત જાગૃત કરનારું આ ભાષણે પ્રભાવી અસર કરી  જનમાનસમાં હિંસક અને સત્યાગ્રહવાળી આઝાદીની આહલેક જગાડી- જંગે આઝાદી માટે કુરબાન થવા ઘરબહાર ટોળે ટોળાં વિરાટ માનવ સમુહ ઉમટ્યો ,જેમાં યુવા વર્ગની સંખ્યા વધુ હતી. વિશ્વ વિખ્યાત કાકોરી કાંડના 17 વરસ  અંગ્રેજોનો સરેઆમ વિરોધ કરતુ  ક્રિપ્સ મિશન બાદ આ ત્રીજું મોટું આંદોલન  હતું ,જેણે આઝાદી ની નીવ નાંખી માત્ર પાંચ વર્ષના ગાળામાં દેશ ને અંગ્રેજો ની ચુંગાલ માંથી મુક્ત કર્યો     ‘ અંગ્રેજો ભારતને જાપાન માટે ન મોકલો,પરંતુ ભારતીયો માટે વ્યવસ્થિતરૂપથી છોડી જાવ.'(હરિજન બંધુ  ,જુલાઈ ’42- મહાત્મા ગાંધી )ભારતીય નેશનલ કોંગ્રેસ સમિતિ એ ક્રિપ્સ મિશન પ્રસ્તાવનો વિરોધ કર્યો, ‘ભારતની સુરક્ષા ભારત જાતે જ કરશે ગોવાળિયા ટેન્ક મુંબઈમાં ગાંધીજી એ ભાષણમાં કહેલું અને ઉમેરેલું  જયારે સત્તા મળશે ત્યારે તેઓ આ વાતનો ફેંસલોઃ કરશે કે ભારત ને કોના હવાલે કરવું આપણે ભારતના ભારત છોડો આંદોલનથી આઝાદી ની લડાઈ નેતૃત્વ લોકો થકી લોકોથી પ્રાપ્ત થયું હશે .”બ્રિટિશો વિરુદ્ધનું આંદોલન તીવ્ર બન્યું . ગાંધીજી એ ખુબ સમજદારી પૂર્વક  9 મી ઑગસ્ટ પસંદ કરેલી,તે દિવસ ‘બિસ્મિલ ‘ભગતસિંહ ને યાદ કરી આ દિવસ સ્વતન્ત્ર  ભાવના જાગૃતિ મારે દેશ દાઝ જગાડવા પસન્દ કરેલો; આ નિશાન બરોબર લાગી ગયું , લાલબહાદુર શાસ્ત્રી એ ‘મરો  નહીમારો ‘સૂત્ર આપ્યું તો યુસુફમહેર અલી એ ‘કરેંગે યા મરેંગે  ઘોષણા કરી ,9 મી ઑગસ્ટે સવારે ગાંધીજી અને વર્કિંગ સમિતિ ના તમામ સભ્યોને પકડી ને કોંગ્રેસ સમિતિ ગેરકાયદેસર બ્રિટિશરોએ જાહેર કરી ,ગાંધીજી, સરોજિની નાયડુ (યરવડા જેલ- પુના );ડો, રાજેન્દ્ર પ્રસાદ (પટના );અન્યને  અહંમદ નગર જેલમાં કેદ કર્યા.મહાત્મા ગાંધી ને સુભાષ ચંદ્ર બોઝે બંગાળમાંથી ‘દિલ્હી ચાલો ‘ઘોષણા સાથે આઝાદ ફોજ ઉભીકરી.ચારે બાજુ નેતા વિહોણું જનઆંદોલન સ્વયં ઉગ્ર બન્યું. 9 મી ઑગસ્ટ  લોકોનો જુવાળ ગાંધીજી ની ધરપકડથી વધુ ભભૂક્યો,ગોળીબાર, બેરહમી થી લોકો ની હત્યા થતા  મહિલાઓ સહીત આંદોલનકારોએ રેલવે ,પોસ્ટ ઓફિસ  અનેક સ્થળે આગ ચાંપી,રેલવે પાટા ઉખેડી  સરકારી શાસનને હચમચાવી નાંખ્યું ; સાથે લોકો એ પોતાની નોકરો છોડી આંદોલનમાં જોડાયા. દેશને આ સમયમાં મૌલાના આઝાદ , ડૉ .રાજેન્દ્ર પ્રસાદ,  અશોક મહેતા , તિલક ,જય પ્રકાશ નારાયણ ,નહેરુ,સરદાર,અરુણા આસિફઅલી ,એસ એમ  જોશી,રામ મનોહર લોહિયા ,જી,વી પંત ,પ્રફુલ્લ ચન્દ્ર ઘોષ વગેરે અનેક રાષ્ટ્ર પ્રેમી નેતા મળ્યા.આંદોલન અટકાવવા  કુર અત્યાચાર,ધરપકડો નો દોર ચાલ્યો,ગોળીબારો થયા, નવલોહિયા ઠાર થયા .તત્કાલીન આંકડા મુજબ જન આંદોલનમાં 940 ના મોત ,1630  ઘાયલ ,18 હજાર ડી,આઈ,આર,માં નજર કેદ,60299 ધરપકડ થઇ ,દિલ્હી ખાતે સેન્ટ્રલ એસેમ્બલીમાં ઓનરેબુલ હોમ મેમ્બરે રજૂ કરેલા આ આંકડાઓ હતા. આ આંદોલન કોઈ પણ ભેદભાવ -વિના રાષ્ટ્ર ભક્તિથી પ્રેરાઈ ને જાગ્યું હતું જેમાં ફેક્ટરી મઝદુરો,પત્રકારો,કલાકારો,વિદ્યાર્થીઓ,મહિલાઓ,શિક્ષણ  શાસ્ત્રીઓ ,ધર્મ સંતો,દલિતોપુરુષો, વૃદ્ધો ની લાંબી ગાથાઓ,,  શહીદો ,વીરો, શુરવીરોના બલિદાનો થી આઝાદીની આગ તેજ બની.ભૂગર્ભમાંથી કોંગ્રેસ રેડીઓ સ્ટેશન  સંચાલન ઉષા મહેતાએ સાંભળ્યું અને  સમાચાર  વાચન  રામ મનોહર લોહિયા કરતાં.સ્ત્રીઓ અને બાળકો સુદ્ધાં બંગાળમાં 73 વર્ષની  હાજરા ,આસામમાં 13 વર્ષની કનકલતા ,કલકતામાં બરુઆ,બિહાર-પટનામાં સાત કુમળીવયના બાલ છાત્રોએ શહીદી વહોરી.
            ખૂબીની વાત એ હતી કે લોકો એ  સ્વયં યુપી,બલિયા,બંગાળતામમુલુક,મહારાષ્ટ્ર, સતારા,કર્ણાટકા, ધારવાડ ,ઉડ્ડીસા ,તલવર,બાલાસોર વગેરેમાં બ્રિટિશ શાસનથી મુક્ત સરકાર ગઠન લોકોએ કર્યું 
  અત્રે ખાસ નોંધવું રહ્યું કે -મુસ્લિમ લિંગ,ઇમ્પિરિયલ પુલીસ,બ્રિટિશ  આર્મી ,લાભ જોતો વેપારી વર્ગ,આર એસએસ ,હિન્દૂ મહાસભા,ભારતીય કોમ્યુનિસ્ટ ,ભારતના રજવાડાઓપોતપોતાના અંગત માટે સાથે વિરોધ કરેલો અને આંદોલનને સહકાર ના આપણા વિરોધ દાખવેલો. બીજી બાજુ અમેરિકન પત્રકાર, જર્નાલિસ્ટ -લૂઈ ફિશર,એડ્ગરશો ,એમ,એલ,સ્યુર્મેન્ટ  અને નોર્મન થોમસ અને પલબર્કે  ભારતની આ લડતને ટેકો આપેલો. વિરોધથી ગાંધીજીને બે વર્ષ સુધી  ખુબ સહેવું પડેલું.
વિશ્વ યુદ્ધ ખતમ થતાં ગાંધીજી મુક્ત થયા, 1944માં લેબરપાર્ટીએ બ્રિટનના મંત્રી કેબિનેટ મંડળ ને 1946 માં ભારત મોકલ્યા ભારતમાં નાગરિકોની સહાનુભૂતિ દાખવનારા કેબિનેટ મંડળે અભ્યાસ કર્યો. રાજ નૈતિક બાજુ સાવધાનીથી તપાસી સરકાર ઘડવાના નિર્ણય નો પ્રસ્તાવ રાખ્યો ,પ્રાંતો અને રાજ્યોના સભ્યો થી સંઘટક સભા બની,મુસ્લિમ લિંગે જવાહરલાલ નહેરુ ના નેતૃત્વનો વિરોધ કર્યો, પાકીસ્થાન અલગની માંગણી મહોમ્મદઅલી ઝીણા એ કરી  દબાણ કર્યું .વાઇસરોય માઉન્ટ બેટને ભારત પાકિસ્તાનના વિભાજનની યોજના રજૂ કરી ,ભારતે તે ના ઈલાજ સ્વીકારી મોટા પાયે હિન્દૂ મુસ્લિમ રમખાણો થયા ,5 લાખ માણસો માર્યા ગયા,1.5 કરોડ બંને તરફ લોકો એ ઘરબાર છોડ્યા 14 ઑગસ્ટે રાતે 1947 ના ભારત આઝાદ થયું. મહાત્મા ગાંધી  નોઆખલીમાં કોમી હુલ્લડમાં શાંતિ માટે ઉપવાસ ઉપર હતા અને તેઓ ને આઝાદી નો આનંદ  ન લાગ્યો  અને કોઈપણ હૉદ્દો ગ્રહણ કરવા ના મરજી દર્શાવેલી.ગાંધીજી  ને  ખુનામર્કીથી થી મળેલી આઝાદી  રાશ ન આવી.
—————————————————————————————— જિતેન્દ્ર  /અમેરિકા

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.