મહેંકતા પત્રો ( વિદેશ વસી સહિયર મોરી – ૧૧ રોહિત કાપડિયા

સ્મિતા ,   

તારો જિંદગી પ્રત્યે વહાલ જગાડે એવો ઉષ્માભર્યો ઈ મેઇલ વાંચીને ખૂબ જ ખુશ થઈ .વિશ્વાસના ઘરે ભારતમાં રોજ જ મમ્મીજી ને પપ્પાજી સાથે વાત થાય છે .બન્ને અમારાથી ખુશ છે .તો પણ અમારા દૂર હોવાનો અફસોસ તો થોડાક અંશે તેમની વાતમાં લાગે જ. વિશ્વાસ ઘણીવાર મને કહેતો કે પપ્પાજી એમની લાડલી ખુશી સાસરે ગઈ પછી ઘણાં જ બદલાઈ ગયા છે .થોડાં વધુ ગંભીર થઈ ગયા છે.પપ્પાજી પંદર દિવસ પછી એમના ઓફિસના કામ અંગે અહીં સાત દિવસ માટે આવવાના છે.મારે એમના સાત દિવસની એક એક ક્ષણને એમની સગી દીકરી કરતાં પણ વધારે પ્રેમથી છલકાવી દેવી છે.ઘણું બધું વિચાર્યું છે અને તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે

.        ‘શું અંધારું ખૂબસુરત ન હોઈ શકે ?’ મારી આ વાતને સમજાવવા એક નાનકડી વાર્તા લખી છે. તને પ્રત્યુતર મળી રહેશે .એક પ્રજ્ઞાચક્ષુ કવિને કોઈએ પૂછ્યું “તમારા આટલા બધાં લાગણીથી છલકાતા ગીતો પાછળનું પીઠબળ શું છે ?પ્રેરણાસ્તોત્ર ક્યો છે ?”.કવિએ હસીને કહ્યું મેં અંધકારને પ્રેમ કર્યો છે. તેના આશ્લેષમાં મારા અહમને ઓગાળી નાખ્યો છે. હવે હું લખવાનાં પ્રયત્નો નથી કરતો. આપોઆપ લખાઈ જાય છે .સ્મિતા, આમ પણ ખૂબસુરતી વસ્તુમાં કે પાત્રમાં નથી હોતી જોનારની દ્રષ્ટિમાં હોય છે .ક્યારેક અંધારી રાતે આકાશના તારલાઓને નિહાળવાનો પ્રયત્ન કરીશ તો તને એ આકાશ કદાચ વધારે વહાલું લાગશે. એક અંધારી રાતે વિશ્વાસ મને ખાસ જગ્યાએ પાલવમાં ઢંકાયેલા તારલાઓથી શોભતાં આકાશનો નજારો જોવા લઇ ગયો હતો .દુરબીનમાંથી તે નજારો જોઈને હું આનંદથી નાચી ઉઠી હતી .અંતમાં અંધકારની ખૂબસુરતીના સંદર્ભમાં બે પંક્તિ –

            અજવાળાની ચકાચૌંધમાં જે મળ્યું નહીં ,           

શક્ય છે કે ગાઢ અંધકારમાં મળી જાય .         

અહીં અમેરિકામાં વાતાવરણનું પ્રદુષણ નહીંવત્ હોવાથી, હવા બહુ જ શુદ્ધ હોય છે. પીવાનાં પાણીની ગુણવત્તા પણ ઘણી જ સારી હોય છે. ખાદ્ય સામગ્રીઓપણ ભેળસેળ વગરની શુદ્ધ હોય છે. આ બધાને પરિણામે અહીં સરેરાશ આયુષ્ય વધારે છે. અહીંનો નાગરિક ૬૫ વર્ષ પછી સિનિયર સિટીઝન ગણાય છે. આમ તો સિતેર-પિંચોતેરવર્ષ સુધીના વૃદ્ધો અહીં સ્વસ્થ જીવન જીવતાં હોય છે. અલબત, અહીંની સરકારે દરેક જગ્યાએ તેમનાં માટે ખૂબ જસુંદર વ્યવસ્થા કરેલી છે. સિનિયર સિટીઝનોને દરેક ઠેકાણે પ્રાથમિકતા મળે છે. એમની સુવિધાઓનો સંપૂર્ણ ખ્યાલ રખાય છે. માંદગી દરમિયાન એમનો સંપૂર્ણ ઈલાજ શાહી રીતે પણનિ:શુલ્ક થાય છે. આમ તો અહીં લોકો પાસે પાસે રહેવા છતાં પણ એકબીજાથી વધુ વાત કરતા નથી. જો કે હું તો મારા સ્વભાવ પ્રમાણે કોઈ ન બોલતું હોય તો સામેથી બોલાવી લેવામાં માનું છું.

અમારા જ મકાનમાં રહેતા એક લગભગ એંસી વર્ષના વૃદ્ધા રોજ સવારે અને સાંજે સંપૂર્ણ રીતે સજ્જ થઈને એમના કૂતરાને લઇને બહાર ગાર્ડનમાં આવે .એક આંટો મારીને પછી  કૂતરા સાથે એકાદ કલાક બેસીને રમે .મારું ત્યાંથી પસાર થવાનું થાય તો સ્મિત જરૂરથી કરે .એક દિવસ મેં હિંમત કરીને પૂછ્યું આન્ટી આમ તો તમે સાવ એકલા છો તો પછી આટલા સજ્જ ધજ્જ થઈને તૈયાર કેમ થાવ છો? તમને તૈયાર થવામાં શ્રમ નથી પડતો? એમણે હસીને કહ્યું “હાં! મારા બચ્ચા, તૈયાર થવામાં થાક તો લાગે છે પણ શું થાય, હું મારી જાતને બહુ પ્રેમ કરું છું” .ખુદને ચાહવાની આ વાત મને ઘણી ગમી. જો કે અહીં બધા એક જ જન્મમાં માને છે અને એટલે જ મૃત્યુ આવે ત્યાં સુધી જીવન જીવી લેવા માંગતા હોય છે. જીવન જીવવા માટે કોઈનો સાથ, સંગાથ, સહેવાસઅને દિલની ઉષ્મા જરૂરી હોય છે. લગ્ન જીવનમાંથી મોટી ઉંમરે એકની વિદાય બાદ આ સાથ તૂટે છે. ઉષ્મા ઠંડી પડી જાય છે. બહુ ઓછા આ કાયમી વિયોગ પછી પેલા વૃદ્ધાની જેમ ખુદને પ્રેમકરીને જીવન સાથે સમજૂતી કરી શકે છે. બાકી તો મોટા ભાગના વૃદ્ધોને એકલતા કોરી ખાતી હોય છે .ડિપ્રેશન અને અલ્ઝાઇમરનો ભોગ બનેલા વૃદ્ધોની સંખ્યા ઘણી વધારે છે. ડિપ્રેશન વિશે એક લેખ તૈયાર કરી રહી છું. પૂર્ણ થતાં તને લખીશ .વૃદ્ધ મા-બાપને દત્તક લેનાર ડોકટર દંપતિને હ્રદયથી આવકાર અને સલામ. ઈશ્ચર કાં તો સંતાનોને સમજ આપે કાં તો સુખી અને સંપન્ન લોકોને ડોક્ટર દંપતિ જેવી લાલચ આપે.

              ચાલ ત્યારે સાંજના પાંચ વાગ્યામાં છવાઇ ગયેલા અંધકારની આરતી ઉતારતા આ ઈ મેલ અહીં જ પૂરો કરું છું.                                                      આશા. 

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

1 Response to મહેંકતા પત્રો ( વિદેશ વસી સહિયર મોરી – ૧૧ રોહિત કાપડિયા

  1. Rajul Kaushik કહે છે:

    ખુદને ચાહવાની વાત સાચે જ ગમી. આ એક જ જીવન મળ્યું છે એમ માનીને એને પૂર્ણતયા જીવી લેવાની મઝા માણવી એ સૌથી ઉત્તમ વાત.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.