એકરાર !-પ્રવીણા કડકિયા

સાહિત્ય આજે ખૂબ ખુશ હતી. કેટ કેટલું ‘શ્લોક્ને’ મનાવ્યા પછી આખરે તેણે હા પાડી હતી. જો તું ખુશ હોય તો હું ખુશ. શ્લોકને, સાહિત્યનું ચડેલું મોઢું ગમતું નહી. લગ્ન થયાને પાંચ વર્ષ થઈ ગયા હતાં. મોટાભાઈને અને ભાભીને નોકરી મુંબઈમાં ન મળી એટલે સુરત જવું પડ્યું.

ત્યાં બન્નેનો પગાર પણ સરસ હતો. સરસ મજાનો નાનો બંગલો લઈ બે બાળકો સાથે રહેતા હતાં. અંહી બા તેમજ બાપુજીને મળવા આવે ત્યારે મહેમાનની જેમ રહે. બા, બોલે કાંઇ નહી પણ બન્નેની સ્વાર્થથી ભરપૂર વર્તણુક જણાઈ આવતી. રજની, આ ઘરની મોટી વહુ તો જાણે પોતાના બાપદાદાનો વારસો લઈને આવી હોય તેમ, ‘બા થોડા પાપડ અને મસાલા બાંધી આપશો ‘? ‘બા, એમને તમારા મઠિયા અને ચેવડો ખૂબ ભાવે છે “.

બા, કેવી રીતે ના પાડે. ક્યારેય એક ફદિયુ ખિસામાંથી આપે નહી. બાપુજી સમજે પણ બોલે નહી. એક નાની બહેન ઝરણા પણ હજુ પરણાવવાની બાકી હતી. કોલેજનું છેલ્લું વર્ષ હતું. મુરતિયા જોવાનું ચાલું હતું. મોટો રમેશ ક્યારેય બાપુજીની પાસે પ્રેમથી બેસવું કે તબિયતના હાલચાલ પૂછવા કશું જ નહી.

રમેશને થતું બાપની મિલકતમાં મારો ભાગ છે. બધું કાંઈ શ્લોકનું નથી ! એણે મોટાભાઈ તરિકે ક્યારેય કોઈ જવાબદારી નિભાવી ન હતી.  શ્લોક ડોક્ટર હતો, માનો ખૂબ લાડલો હતો જેસાથે રહેતો. જો કે  તેને ઘર ખર્ચમાં આપવા માટે બા તેમજ બાપુજીએ જરૂરિયાર પૂરતા પૈસા લેતા. શ્લોક બહેનના લગ્ન માટે પૈસા બાજુએ મૂકતો ! સાહિત્ય, પોતાના નામ પ્રમાણે ખૂબ સંસ્કારી હતી.

શ્લોક દવાખાનેથી આવે એટલે આખા દિવસનો હેવાલ બાપુજીને આપવા બેસી જાય. એને ખબર હતી બા, તેમજ બાપુજીએ કેટલાં કષ્ટ વેઠીને તેને ભણાવ્યો હતો. તેની કોઈ પણ ઈચ્છાને તેઓએ અવગણી ન હતી. નાનો પણ હતો એટલે તેનામાં બાળપણ ઠાંસી ઠાંસીને ભરેલું હતું.

સાહિત્ય સાથે લગ્ન પછી ત્રણ વર્ષમાં નાનો વિકાસ જનમ્યો એટલે સાહિત્યએ નોકરી પરથી રજા લીધી. એ તો બાએ આગ્રહ કરીને કહ્યું, ‘બેટા તમે નોકરી ચાલુ રાખો. હું વિકાસનું ધ્યાન રાખીશ’. ઘરના કામકાજ માટે એક બાઈ રાખી લીધી હતી.

હવે વિકાસ, બાળમંદીર જતો થઈ ગયો હતો. પણ બાઈ ચાલુ રાખી હતી.  ઝરણાના લગ્ન પણ લેવાના હતા. જે ઘરમાં સહુથી નાની બહેન હતી.

એક દિવસ સાહિત્યને આવતા મોડું થયું. બા એ માત્ર એટલું જ કહ્યું ,’બેટા ફોન કરવો હતો ને ‘.

સાહિત્યને ખૂબ ખરાબ લાગ્યું. માણસ જ્યારે કોઈ પણ પ્રસંગ માટે ખોટું વિચારે તો એને બધું ખોટું જ જણાય. રાતના શ્લોક પાસે ખૂબ રડી. ‘બા મને આવું કહી જ કેવી રીતે શકે ? શું હું સિનેમા જોવા ગઈ હતી. અરે મારા શેઠ સાથેની વાતચીતમાં મોડું થઈ ગયું ‘.

‘શું બા, આપણા પર ઉપકાર કરે છે. તેમનાથી વિકાસ ન સચવાય તો ના પાડી દે’ !

શ્લોકે કહ્યું, બા નો કહેવાનો ભાવ એવો ન હતો. પણ સાહિત્ય તો અડીને બેઠી ,’બહુ સાથે રહ્યા હવે આપણે પણ મોટાભાઈ અને ભાભીની જેમ જુદા રહીએ.’ સાહિત્યની વાત શેઠને પસંદ ન પડી. તે અણગમો ‘બા’ના માત્ર સામાન્ય સવાલથી ઉછળી પડ્યો.

શ્લોક તો એકદમ થીજી ગયો. આ ઉમરે બા અને બાપુજીને એકલા મૂકી પોતે જુદું ઘર વસાવે એ વિચાર તેને માટે સહ્ય ન હતો. શ્લોકને થયું અત્યારે વિવાદ કરવામાં માલ નથી. ‘મેમ સાહેબ નારાજ છે’.  સાહિત્ય નારાજ થાય તે પણ તેને પરવડે તેમ ન હતું. સાહિત્યનું વર્તન દિવસે દિવસે અકળાવનારું બનતું જતું હતું. દવાખાના માટે લોન લીધી હતી તેના પણ પૈસા ભરતો હતો. તેમાં નવી જગ્યા, માથા પર દેવું વધશે, સાહિત્યને સમજાવવામાં નિષ્ફળ નિવડ્યો !

હમેશા સમજી વિચારીને ડગ ભરનારી આવી નાનીશી બાબતમાં કેમ અટવાઈ ગઈ તે શ્લોક સમજી શકતો નહી. તેણે નવી જગ્યા જોવાનું ચાલુ કર્યું. રોજ રાતના બન્ને જણા બેસીને ઘર વસાવ્યા પછી કેવી રીતે સંસાર સંભાળશે તેમાં મગ્ન રહેતાં. સાહિત્ય ખૂબ ખુશ લાગતી.  બા, બાપુજીને છેલ્લે સુધી ગંધ ન આવે તેની તૈયારી બન્ને જણાએ રાખી હતી. બસ હવે એક મહિનાઆં નવા ઘરનો કબ્જો મળવાનો હતો. સાહિત્ય તેમાં બધી આધુનિક સગવડ હોય તેવું  ભાર દઈને માનતી. ઘણિવાર બચત સામે જોતી ત્યારે વિચાર કરતી આ બધું કેવી રીતે થશે ?

ખેર, નોકરી પરથી સસ્તા દરની લોન મળવાની સગવડ હતી. સાથે ખૂબ દેવુ કરવું પણ ન હતું. આ બધી ધમાલમાં વિકાસ પર ધ્યાન અપાતું નહી. એક દિવસ સાહિત્ય અને શ્લોક નોકરી પર હતા. વિકાસની શાળામાંથી ટેલિફોન આવ્યો. એને સખત શરદી, તાવ અને ઉધરસ હતાં. બાપુજી તેને લઈને ઘરે આવ્યા. આવીને સિધો ડોક્ટરને ફોન કર્યો. સાહિત્ય અને શ્લોક પણ શાળામાંથી ફોન આવ્યો હતો એટલે ઘરે આવી ગયા. ડોક્ટરે દવા આપી. રાતના તો વિકાસની તબિયત સારી રહી પણ સવારે પાછો તાવ ખૂબ વધી ગયો.

સાહિત્ય એક નવા પ્રોજેક્ટની ચીફ હતી. તેનાથી કોઈ પણ હિસાબે આજે ઘરે રહેવું મુમકીન ન હતું. શ્લોકને તો સવારના પહોરમાં ઓપરેશન કરવાનું હતું. ઘરે રહેવાનો પ્રશ્ન જ ઉભો થતો ન હતો. બા તેમજ બાપુજી બોલ્યા. “તમે બન્ને જાવ.  ઝરણા, પરિક્ષાને કારણે બાર વાગે ઘરે આવી જશે”.

આમ કમને  સાહિત અને શ્લોક ગયા તો ખરા પણ દર કલાકે તેના ખબર પૂછે. જે હાજર હોય તે જવાબ આએ.

‘વિકાસની તબિયત કેમ છે’ ?

‘સારી છે.’

‘હમણાં શું કરે છે ?’

‘સૂતો છે.’

‘કાંઈ ખાધું, પીધું’?

‘મોસંબીનો રસ પીધો’.

‘તાવ છે “?

‘ ઉતરી ગયો છે.’

એવા નાના વાક્યમાં જવાબ આપતાં.

વિકાસnI બિમારી એક અઠવાડિયુ ચાલી. સાહિત્ય માત્ર એક દિવસ વહેલી આવી શકી. બધું બા અને બાપુજીએ સંભાળ્યું. ઝરણાને વિકાસ ખૂબ વહાલો હતો. ફીયા તેને ખૂબ લાડ લડાવતી. લૉ કોલેજથી વહેલી આવે અને વિકાસ સાથે સમય ગાળે. વિકાસ તો મમ્મી અને પપ્પાને યાદ પણ કરતો ન હતો.

વિકાસનું જતન  બા અને દાદાએ ખૂબ પ્યારથી કર્યું. વિકાસ ઘરમાં રહેતો, બા અને દાદાનો પ્રેમ વરસતો તે માણતો. દાદા રોજ નવી નવી વાતો સંભળાવે. બા, વિકાસને મન પસંદ તેની બિમારીને લક્ષમાં રાખી નવિન ,નવિન સુંદર અને સુપાચ્ય વાનગી બનાવી જમાડે. રાતના મમ્મી અને પપ્પા આવે ત્યારે આખા દિવસની વાતો કરતાં વિકાસ ધરાય નહી.

સાહિત્યને થતું એકવાર તો વિકાસ બોલે, ‘મમ્મી તું કેમ ઘરે રહેતી નથી. તારા અને પપ્પા વગર ગમતું નથી’. સાહિત્યની ઈચ્છા પૂરી ન થઈ. !

વિકાસને તો દાદા પાસેથી પપ્પાના તોફાન અને તેમના પરાક્રમોની વાતો સાંભળવાની મઝા આવતી. ખૂબ ખુશખુશાલ રહેતો તેથી બિમારી પાંચેક દિવસમાં પલાયન થઈ ગઈ.

આજે અઠવાડિયા પછી વિકાસ પાછો શાળાએ જવાનો હતો. સાહિત્યએ તેના નાસ્તાના ડબ્બામાં તેનું ભાવતું વહેલી સવારે બનાવીને મૂક્યું.  કામ પર આજે મોડી જાય તો વાંધો ન હતો. શ્લોક, બા અને બાપુજી બધા સાથે બેસીને સવારની ચા પીતા હતા.

આટલો સરસ નાસ્તો જોઈને બધા ખૂબ ખુશ હતા. ઝરણા માટે મૂરતિયો જોયો હતો, તે સહુને ગમ્યો હતો. જો કે ઝરણાની પસંદ જ હતી. નિરવ હતો પણ ખૂબ મિલનસાર. વિકાસ શાળાએ ગયો એટલે સહુ વાતે વળગ્યા.

સાહિત્ય બધાને વહાલી હતી એમાં બે મત ન હતા. આજે સાહિત્ય ખુલ્લા દિલે એકરાર કરવા માગતી હતી. હજુ શ્લોકને પણ તેણે આ વાત જણાવી ન હતી.

‘મમ્મીજી એક વાત કહું’ ?

‘હા, બોલ ને બેટા આજે કેટલા દિવસ પછી બધા શાંતિથી ચા પીવા બેઠા છીએ’. મારો ‘વિકાસ’ હેમખેમ સાજો થઈ ગયો. આજે હમેશની માફક પાછો શાળાએ પણ ગયો.

‘જી.

મમ્મી. તમને અને પપ્પાજીને ખબર નથી. મારા કહેવાથી શ્લોકે પોતાની મરજી ન હોવા છતાં આપણા ઘરથી બે માઈલ દૂર એક બીજો ફ્લેટ લીધો છે. અમે આવતા મહિને ત્યાં રહેવા જવાનું નક્કી પણ કર્યું હતું. મમ્મી, મારી ભૂલનો હું ક્ષમા માગું છું. વિકાસની માંદગી દરમ્યાન આપણે બધા સાથે હતા તો કેટલી સરસ રીતે તે સચવાઈ ગયો.   મારી આંખ ખૂલી ગઈ છે. તમારા બધાની સામે,’ હું કદીય જુદા રહેવાનો વિચાર નહી કરું ‘. એ ભૂલનો ‘એકરાર; કરવા માગું છું ” !

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.