મહેંકતા પત્રો (વિદેશ વસી સહિયર મોરી – (9) રોહિત કાપડિયા

સ્મિતા,      

તારો પ્રેમાળ, અર્થસભર અને જીવંતતાથી છલકાતોઇ-મેઇલ મળ્યો. લોહી નીતરતાં ઘા ને હળવેકથી રૂ થી લૂંછીનેલગાડેલો મલમ જેવી શાતા આપે એવી શાતા થઈ. આ શાતામાં પ્રકૃતિના નિખારે ઓર વધારો કર્યો. બંધ બારીઓનાંઅપારદર્શક કાચ આડેનો પડદો સવારે ખસેડ્યો અને આનંદથીનાચી ઉઠી. નજર પહોંચે ત્યાં સુધી સફેદ બરફની પાતળી ચાદર પથરાયેલી હતી. અમેરિકા આવ્યા બાદ પ્રથમ વાર બરફનો વરસાદ જોવા મળ્યો. દૂધ જેવા સફેદ નાનાં નાનાં હિમ કણો વરસી રહ્યા હતા .સ્વર્ગલોકની અપ્સરા ના ગળાના દૂધીયલ હારના મોતી જાણે વાદળોથી ટકરાઇને હવામાં વિખેરાઈ ગયા હોય એવું લાગ્યું .થોડીક પળો તો મેં નિ:સ્તબ્ધ બનીને આ નયનરમ્ય નજારો જોયા જ કર્યો .વિશ્વાસ હજુ સૂતો હતો ને હું તરત જ નીચે દોડી. બહાર આવીને ખોબામાં એ ધવલ હિમ કણોને ઝીલવા લાગી .જોકે હાથમાં આવતાં જ તે હિમકણો થોડી જ ક્ષણોમાં હાથની ઉષ્માથી ઓગળીને પાણી થઇ જતાં હતાં .મનમાં વિચાર આવ્યો કે આપણા હૃદયની ઉષ્માથી આપણે પણ સતત બીજાની વેદના અને વ્યથાને ઓગાળવી જોઈએ .બીજાના આંસુઓને ખોબામાં ઝીલી એમના મુખ પર સ્મિત આપવું જોઈએ .     

 ઘરના છાપરા, રસ્તાઓ, બહાર રહેલા વાહનો, મેદાનો, વૃક્ષો અને બધું જ એક શ્ચેત ચાદરની હેઠળ ઢંકાઇ ગયું હતું. નજર પહોંચે ત્યાં સુધી માત્ર ધવલતા દ્રષ્ટિગોચર થતી હતી. મન ભરીને એ ધવલતાને અને પ્રકૃતિના નિખારને હું માણી રહી હતી .ત્યાં જ વિશ્વાસે પાછળથી આવીને મારા ખભા પર હાથ મૂકતાં કહ્યું “બહુ ગમ્યો ને આ નજારો? મેં પણ જ્યારે પહેલીવાર આવું દૃશ્ય જોયું હતું ત્યારે આટલો જ રોમાંચ અનુભવ્યો હતો.પછી જાણ્યું કે હવે બે ત્રણ મહિના આ રીતે જ  બરફ પડશે .કોલેજ સાઇકલ ચલાવીને કેવી રીતે પહોંચાશે તે પ્રશ્ન મનમાં ઉઠ્યો અને મારો રોમાંચ ઓસરી ગયો .આશુ, હવે બે ત્રણ મહિના વધારે દૂર બહાર પણ નહીં જવાય. સાંજે અંધારું પણ ઘણું વહેલું થઇ જશે. ઘણીવાર તો ઘરેથી જ કામ કરવું પડશે. જો કે આટલા વર્ષોમાં હું તો આ બધાથી ટેવાઈ ગયો છું પણ તને કદાચ અહીંનો પ્રથમ શિયાળો થોડો આકરો લાગશે .મેં તરત જ કહ્યું કે વિશુ, સુંદરતાથી કોઈ ધરાઈ કેવી રીતે જાય? માની લીધું કે અંધારું વહેલું થશે, પણ શું અંધારું ખૂબસૂરત ન હોઈ શકે ?.વધુ બહાર ન જવાય તો શું થયું? શું ઘરમાં રહીને આનંદ ન માણી શકાય ?.જો તને ઘરેથી કામ કરવાની મંજૂરી મળી જાય તો એનાથી વધુ રૂડું શું? તું મારા હાથની ગરમ ચા પીને સ્ફૂર્તિથી કામ કરજે ને હું મારા રોજના કામ તારી હાજરીનાં અહેસાસ સાથે વધુ તન્મયતાથી કરીશ. વધુ લખીશ. વધુ વાંચીશ. તારાં  કામ પર આવવા જવાનો સમય બચશે તે બોનસ રૂપે આપણે સાથે વિતાવીશું. કદાચ કોઈ વાતો નહીં કરીએ તો પણ હાથમાં હાથ લઇને બેસી રહીશું. વિશુ, જો સુંદરતાથી પણ ધરાઇ જવાય તો તો તું પણ કાલે મારાથી ધરાઈ જશે .વિશ્વાસે પણ એટલી જ ગંભીરતાથી કહ્યું કે તારી વાત તો સાચી છે. પણ હું મારો જવાબ આપું તે પહેલાં મારા એક પ્રશ્નનો જવાબ આપ. શું હજુ પણ આપણે બે જુદા છીએ? મેં માથું હલાવીને ના પાડી વિશ્વાસે તરત જ કહ્યું તો પછી કોઈ પણ પોતાના ખુદથી કેવી રીતે ધરાઇ શકે ?.હું સ્થળ અને સમયને ભૂલીને વિશ્વાસને વળગી પડી. કંઈક કેટલાય સમય સુધી કંઈ પણ બોલ્યા વગર અમે એમ જ ઊભા રહ્યા .રસ્તા પરનો બરફ સાફ કરવા આવેલી ટ્રકના અવાજે અમે છૂટા પડ્યા. વિશ્વાસે કહ્યું કે આશા હવે બહાર બરફ પર ચાલવાનું થાય તો બહુ જ સંભાળીને ચાલજે નહીં તો લપસી જવાશે. મેં મનમાં વિચાર્યું કે જિંદગીમાં પણ જો સંભાળીને અને સાવચેતીથી આગળ ન વધીએ તો લપસી જવાય .જો કે લપસી જવાના ડરે ચાલવાનું છોડી ન દેવાય .       

ઝરણાની હિંમત અને સાગરના પ્રેમને લાખો સલામ મૃત્યુનો ડર ઘણા અંશે દૂર થઈ ગયો છે .વિતતી હર એક ક્ષણને જીવંતતાથી જીવી લેવી એવું આતંકવાદની ઘટના પછી નક્કી કર્યું છે. એક હાઇકુ જે સહજ રીતે લખાઈ ગયું છે તે લખીને આ ઈ -મેઇલને બરફની શ્વેત ચાદર પર સરકતો મૂકીને અટકું છું .                   

 આ હિમકણો                 

થીજેલા આંસુઓ તો                       

નહીં હોય ને?                                              

 આશા. 

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.