મહેંકતા પત્રો (વિદેશ વસી સહિયર મોરી – 8) રોહિત કાપડીયા

આશા,   

આતંકવાદીઓના હાથે ખડકાયેલાં લાશોનાંઢગલા અને ઘાયલોનાં લોહી નીગળતાં દેહને જોઈને તને આઘાત લાગ્યો છે તે સ્વાભાવિક છે.મૃત્યુ અંગેની તારી છણાવટ, તારી પરિભાષા સાચી છે. જો જરા શાંત ચિત્તે વિચારીશ તો તનેઆ બધી પરિભાષા શરીરને માધ્યમ રાખીને કરેલી જણાશે. આત્માને કેન્દ્રમાં રાખીને જોશે તો આત્મા ક્યારેય મરતો જ નથી. ગીતામાં શ્રી કૃષ્ણે પણ આ જ વાત કરી છે. તું તો મારાં કરતાં વધારે વાંચે છે, લખે છે અને સમજે છે. તેં જ એક વાર મને શ્રી હરીન્દ્ર દવેની કવિતામાં મૃત્યુનેકેટલી સહજતાથી વર્ણવ્યું છે તેની વાત કરી હતી – – –      

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો 
      તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો.

પૂર્ણવિરામ એ વાક્યનો અંત જ નથી, બીજા વાક્યની શરૂઆત પણ છે. મૃત્યુ એ માત્ર અંત નથી, બીજા જીવનની શરૂઆત પણ છે. એક વાર વિચારી તો જો કે મૃત્યુ હોય જ નહીં તો શું થાય? જન્મો થયા જ કરતે અને આખી પૃથ્વી માનવથી ખદબદતી હોત. ભૂખથી તરફડતી હોત. વૃદ્ધત્વના શ્રાપથી પીડાતી હોત. અસાદયબિમારીના દર્દથી રીબાતી હોત. હાં! મૃત્યુનું તેં જોયેલું બિહામણું રૂપ જરૂર અકળાવનારૂં છે.એક વાત યાદ રાખવી જરૂરી છે કે વિકાસના નામે આખી દુનિયા વિનાશ ભણી ધકેલાઈ રહી છે. અણુબોમ્બના ઢેર પર બેઠેલી દુનિયામાં મોતઆપણી કલ્પના કરતાં પણ વઘુ ભયંકર હોઈ શકે. આ વાસ્તવિકતાને સ્વીકારી આપણે સંવેદનશીલતાની સાથે જડ બનતા પણ શીખવુંપડશે. ફરી એક વાર તેં જ મને કહેલી શ્રી વિપીનપરીખની રચના આ વાત કેટલી સહજતાથીસમજાવે છે. રચનાનો સાર હતો–

પહેલી વાર સ્મશાને ગયો ત્યારે સાત દિવસ સૂઈશક્યો ન હતો અને હવે તો મને નનામી બાંધતા પણ આવડી ગઈ છે. ચાલ, હવે મોતને હાથતાળી આપી જિંદગીનેજીવંતતાથી જીવતી

આપણી જ કોલેજમાં ભણતી ઝરણા વાત કરૂં. તને યાદ છે આપણે જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં હતાં ત્યારે કોલેજનાં અંતિમ વર્ષમાં ભણતી ઝરણાર્ને મિસ. ઈન્ડિયાનો ખિતાબ મળ્યો હતો. તે સુખી અને સંપન્ન પરિવારની રૂપવાન અને ગુણવાન છોકરી હતી. તેનાં લગ્ન પણ એવાં જ શ્રીમંત પરિવારના ભણેલા અને રૂપવાન સાગર સાથે થયા હતાં. તેપછીની વાતની તો આપણને ખબર ન હતી. ગઈકાલે જ ટેલિવિઝન પર મહિલાઓના કાર્યક્રમ ‘અસાધારણ પ્રતિભાઓ’ માં અચાનક જ ઝરણા નો ઈન્ટરવ્યુ જોયો. એ ઈન્ટરવ્યુની વાતનોસાર મારા શબ્દોમાં – – –    

સાગરને પરણીને ઝરણા સાતમાં આસમાનમાંમહાલી રહી હતી. લગ્ન પછીના ત્રણ વર્ષમાં બંને ખૂબ ફર્યા. અલાસ્કામાં સ્કીઇંગ કર્યું. મિની એવરેસ્ટ પર હાઈકીંગ કર્યું. આફ્રિકાના જંગલોફરી વળ્યા. સ્વીટઝરલેન્ડની પ્રાકૃતિક સૌંદર્યતા પણ માણી. બંને ખૂબ જ ખુશ હતાં. ખેર! કુદરતજૂદો જ દાવ ખેલી રહી હતી.

શ્ચાસોશ્ચાસમાં     પડતી મામૂલી તકલીફના નિદાનમાં ઝરણા ને ફેફસાંનું થર્ડ સ્ટેજનું કેન્સર આવ્યું. ડોક્ટરે આશ્ચાસન આપતાં કહ્યું કે કેમોથેરપી, દવા અને આરામથી સિતેર ટકા દર્દીઓ સંપૂર્ણ સારા થઈજતાં હોય છે. ત્યાં જ ડોક્ટરને અટકાવી સાગરે કહ્યું કે આપના સફળતાના સિતેર ટકામાં મારા  પ્રેમની દવાની અસરના બીજા સિતેર ટકા ઉમેરો. મારી ઝર્ણા ચોક્કસ સારી થઈ જશે. નિદાન સાંભળતા જ ઝરણા હેબતાઈ ગઈ હતી. એણેસાગરને કહ્યું કે કેમોથેરપી આ લાંબા ને મુલાયમ વાળ જેના પર તે શાયરીઓ લખી હતી તેને ખતમ કરી નાખશે. મારી આંખની પાંપણો ખરીપડશે. તું એ કેવી રીતે સહી શકશે? એનાં કરતાં તો મને મરી….. ને ત્યારે સાગરે કહ્યું કે ગાંડી મેં ઝરણા ને પ્રેમ કર્યો છે એના શરીરને નહીં. બસ સાગરના આ જવાબથી તેનામાં અનોખી શક્તિનો સંચાર થયો. એ જ ક્ષણે એણે સાગરનેકહ્યું કે સ્કીઇંગ, હાઈકીંગ ને ખતરનાક રાઈડસનોઆપણે હસતાં હસતાં પડકાર ગણીને સ્વીકારકર્યો છે. આ બિમારીને પણ પડકાર ગણીને સ્વીકારી લઉં છું. તારો સાથ, મારી હિંમત અને ઈશ્વરની કૃપાથી હું જલ્દીથી સારી થઈ જઈશ. હવે દર્દ મને ડરાવી નહીં શકે. હું હસીને વેદનાસહન કરીશ. અને મારા એ આત્મવિશ્વાસ સામે બિમારીએ ચાર જ મહિનામાં હાર સ્વીકારી લીધી. પછી સહુને સંદેશ આપતા એણે બહુ જસરસ વાત કરી – – – – – –  

આપતિ સામે હાર માની લેવી બહુ જ સહેલું છે પણ મજા તો એને પડકાર ગણીને જીવવામાં છે. એક અનિશ્ચિત ક્ષણે મોત તો આવીને ઊભું જ રહેશે. એથી જ દરેક ક્ષણને જીવંતતાથી જીવી લો. વેદના, વ્યથા અને દર્દને હસીને વામણા બનાવી દો. આંસુ કદાચ આવી પણ જાય તો ઓષ્ટ સુધી પહોંચતા એને સ્મિતમાંપલટાવી દો.    

 આશા, તેં તો બીજાના મૃત્યુનું બિહામણું રૂપ જોયું છે, જ્યારે ઝરણા એ તો પોતાના જ મૃત્યુનાબિહામણા ચહેરાને જોયો છે. છતાં મૃત્યુ સામેના જંગમાં જીતીને બહાર આવી છે. તુંપણ જીવંતતામાં માને છે એટલે જ તારી ત્વરાથી સ્વસ્થતાની પ્રાપ્તિની ચાહ રાખતી,                                સ્મિતા. 

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.