ચોપાસ (૨) સિક્કિમ- પ્રજ્ઞા દાદભાવાળા

ચોપાસ-2
Posted on December 28, 2018 by Pragnaji
સિક્કિમમાં રાત ખુબ જલ્દી થતી, ચાર વાગ્યાના અંધારા પછી સમય પસાર કરવા અમે પત્તા રમતા બુખારો જામતો (પાના ની રમત) પણ રાણી ઉતર સાથે પેલી સ્ત્રી યાદ આવતી ..એ સ્ત્રી કોણ હશે ,અને જેમ્સ સારો માણસ છે ને ? એવા પ્રશ્ન પણ થતા.
કોઇ પ્રવાસ સ્થળે ફરવા જવું એ હંમેશાથી એક રોમાંચકારી અનુભવ હોય છે અને તમે ત્યાંથી પરત ફરતી વખતે એકલા નથી આવતા, તમારી સાથે હોય છે, ત્યાંની અનેક યાદો. વાત ભલે કોઇ એવા સ્થળની હોય કે ત્યાંના લોકો સાથે અનુભવેલા કોઈ પ્રસઁગની હોય કે બન્ને સ્થિતિમાં તમને કંઇ નવું જોવા અને શીખવા સાથે રોમાન્ચ નો પણ અનુભવ થતો જ હોય છે. બસ અમને પણ એવો જ અનુભવ થયો.
બીજે દિવસે અમારા નાસ્તાના ટેબલ પર જેમ્સની વાતો થઇ.. અમે નાસ્તો પતાવી ફરવા માટે તૈયાર થઈને બેઠા પણ જેમ્સ ન આવ્યો ,અમે ફોન લાગવ્યો તો કહે નાસ્તા કરતા હું અભી આ રહા હું અમે ત્યાં સુધી હોટલના ગાર્ડનમાં બેઠા ફોટા પડ્યા આજુ બાજુ સુંદર દ્ર્સ્યો હતા. પણ મન જેમ્સની રાહ જોતું હતું, ત્યાં જેમ્સ આવ્યો, મારી ફ્રેન્ડે હાસ્ય સાથે જેમ્સને પૂછ્યું જેમ્સ આજ કયો લેટ હો ગયા ? જેમ્સ બોલ્યો નાસ્તા કર રહા થા અને અમારો સામાન ગોઠવવા મંડ્યો..ગાડી શરુ થતા જ અમે કહ્યું આજ કિસીકો ગાડીમેં લિફ્ટ દેનેકા નહિ એતો તરત જ બોલ્યો કલ આપકો ના બોલના ચાહીએ મેં તો નહિ લેને વાલા થા..
આપને હા બોલા તો મેં ક્યાં કરું ? અચ્છા તો તુને ઉસકો હોટેલ્સે પહેલે કયો નહિ ઉતાર દિયા ? ઓર ઘર તક છોડને ગયા ? એ કહે એ જે ની સાથે વાતો કરતી હતી તે ઉપરથી લાગ્યું કે એ મારા ઓળખીતા ગામની છે મેં મારા ઘરે ફોન કર્યો તો તેમણે કહ્યું તેના ઘરે જ એને મૂકી આવજે આપણા જાણીતા છે ? અને હું ત્યાં જ રોકાણો એમણે મારી સારી આગતાસાગતા કરી મને નાસ્તો પણ કરાવ્યો.
હવે અમારી જીજ્ઞસા વધી તું પરણેલો છે ? તો કહે હા અને ના ..
અમે હસ્યા ..એટલે ?
મેં લગ્ન કર્યા છે મારી પત્નીને મેં ભગાડી લગ્ન કર્યા છે એ મારા ઘરે જ રહે છે પણ તેના પિતાએ મને સ્વીકાર્યો નથી ,મારી પત્ની ઘરમાં સૌથી નાની છે તેની બે મોટી બેનના લગ્ન થયા નથી, મારા સસરા અઢી લાખ મારી પાસે માંગે છે પછી જ લગ્ન કરાવશે એના ઘરના બધા મારી વિરુદ્ધ છે. અમારા સમાજમાં પુરુષે ડાવરી દેવાની હોય છે.એને દેવા માટે હું પૈસા ભેગા કરું છું. અમે કહ્યું …પણ હવે તો એ તારા ઘરે રહે છે તો શું ફર્ક પડે ? .
ના સમાજ સામે લગ્ન કરીશ અમારા રીતરિવાજ સંસ્કારને સાચવીને એને પરણીશ ..
અમે મૌન થઇ ગયા .કેવા વિચારો અમે કર્યા ?
આ સ્ત્રી મારા સસરાના પરિવારની હતી,મને તેની ફોન પરની વાતચીત થી ખબર પડી કે એ મારી પત્નીનાં કાકાની દીકરી થાય,….
મારા સસરા મને સ્વીકારે કે નહિ ?
પણ મેં તો તેને સસરા તરીકે સ્વીકાર્યા છે ને ? …મારે તેને સાચવવી જોઈએ ને ?
એક અભણની કેટલી મોટી સમજણ ?
કેટલી સરળતા ?
સંબંધોમાં આટલી આત્મિયતા ?
વાત અભિપ્રાય ની છે……
કોઈ વ્યક્તિ માટે,…. અમારા મને કેવા અભિપ્રાય આપ્યા ?
આખું મનજ અભિપ્રાયથી બંધાયેલું જ રહ્યું.એનાથી પ્રેશ્નોનું, દ્વન્દ્વોનું, સર્જન થયું,
અભિપ્રાયોને લીધે અમે કુદરતી સૌંદર્ય કે ઉગતા સૂરજને પણ માણી ન શક્યા
કુદરતી સૌંદર્ય માણવાને બદલે
મનના વિચારો, આંદોલનો, વમળો, તેની અવળચંડાઇ ……
અને અભિપ્રાયોએ ચોપાસથી અમેને ઘેરી લીધા
સાંકડા થતા ​મનમાં આપણે પણ ​ક્યાં અટવાઈ ​ગયા ?
તેનો પ્રત્યક્ષ અનુભવ અમને થયો.
અને અમે સૌ ચુપચાપ। ..દ્રષ્ટિ .બારી ની બહાર ……જોતા રહ્યા
અહીં શું નથી ? ​ભરપૂરતા અને વિપુલતા.. વિશાળતા અને ગહનતા
એને માણવાણી સંપૂર્ણ સમજણ તો આપણે જ કેળવી પડે ને ?
ધીરે ધીરે વિચારોની સાથે મન આસપાસની કુદરત સાથે તાદાત્મય થતું ગયું અને અમે ચુપચાપ કુદરતમાં પરમાનંદ નો અનુભવ લેતા રહ્યા।
પ્રજ્ઞા દાદભાવાળા

This entry was posted in ચોપાસ {સિક્કિમ). Bookmark the permalink.

1 Responses to ચોપાસ (૨) સિક્કિમ- પ્રજ્ઞા દાદભાવાળા

  1. Rajul Kaushik કહે છે:

    વાહ! વાતે કેવો વળાંક લીધો ! જેમ્સ માટે તમારી જેમ સૌના મનમાં દ્વિધા હતી એ આજે સાવ જ પાયાવિહોણી થઈ ગઈ અને જેમ્સ એક સાચી વ્યક્તિ તરીકે ઉભરી આવ્યો.
    પ્રવાસમાં આવા ય અનુભવો થાય અને એની ય મઝા તો ખરી જ.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.