પરદેશમાં આપણા મલકની સોડમ-ગુજરાત ગૌરવ દિવસ
13મી મે રવિવારે 2018ના ગુજરાત ગૌરવ દિનની ઉજવણીમાં મિલપિટાસ આઈ.સી સી ના હોલમાં ‘જય જય ગરવી ગુજરાત’નું અરૂણ પ્રભાત દીપી ઊઠ્યું હતું! તેમાં ભળી મધર્સ’ ડે ની મધુરતા . મોટી સંખ્યામાં ગુજરાતપ્રેમીઓ સજીધજીને ગુજરાત દિનની ઉજવણીમાં ભાગ લેવા આવ્યા હતા. ‘છેલ છબીલા ‘નર નારીઓ આનન્દને હિલ્લોળે ઝૂલતાં હતાં .‘ચોળી,ચણિયો ને પાટલીનો ઘેર અને આગળ શોભતા છેડાવાળી ગુજરાતી સાડીમાં ઉલ્લાસમાં ગુજરાતણો ઘુમતી હતી. માનો છેડલો એટલે અજંપાનું ઓસડ .
ગુજરાત ગૌરવ દિવસ બે એરિયાની ગુજરાતી સમાજ નોર્ધન કેલિફોર્નિયાના નેજા હેઠળ ખરો પણ અનેક સંસ્થાઓ તથા ગુજરાતીઓના સહકારથી અમેરિકામાં ઉત્સાહપૂર્વક ઉજવાયો. આપણી માતૃભૂમિ ગુજરાતી ,માતૃભાષા ગુજરાતી અને સાંસ્કૃતિક વારસાના જતન અને વિસ્તારના શુભપ્રસંગની સાંસ્કુતિક ઉજવણી બેવડા આનંદથી થઈ. સૌએ પોતાની જન્મદાત્રી જનની પ્રત્યેના પ્રેમ અને ઋણને ‘મધરસ’ ડે ‘થી નવાજ્યો.તેથી સોનામાં સુગંધ ભળી.હોલની બહાર રસિયા ગુજરાતીઓના હાથમાં ગરમ ચા -કોફીના પ્યાલાની સુગંધ આવતી હતી તો હોલની અંદર સાંસ્કૃતિક અવસરની મહેક હતી. “અમેં સૌ ગુજરાતી છીએ,સાકર સરખા મીઠા સૌ જન સાથે હળીએ મળીએ હળવે હસતા હસતા.’ (પદમાબેન કનુભાઈ શાહ )આપણને વારસામાં સાંસ્કૃતિક…
View original post 872 more words