૨૭. નિવૃત્ત થયા પછી-પ્રવાસ અને પર્યટને જવું

નિવૃત્ત થયા પછી –

નિવૃત્ત થયા પછી પ્રવાસ અને પર્યટને જવું એ અમેરિકાનાં સીનીયર સીટીજન ની મહીને એક વારની પ્રવૃતિ છે. બે એક વર્ષથી ક્રુઝ અને માસિક શહેરની બહાર જવાની પ્રવૃત્તિમાં અમે મિત્ર વર્તુળ વિસ્તારી રહ્યા છીએ. હ્યુસ્ટન ની આજુબાજુ ૨૦૦ માઈલની રેંજમાં ફરવા લાયક જગ્યાઓમાં ફરતા રહ્યા છીએ. આજે સાન એંટોનીઓ પાસે આવેલા સાન માર્કોઝ ગામે નેચરલ બ્રીજ કેવર્નની મુલાકાતે મોનાબેન અને જીજ્ઞાબેન સાથે જૈન સેંટરના વીસેક જેટલા કપલને લઈને નાની મીની બસમાં સવારે હળવો નાસ્તો વાપરી ને સ્તવનો અને અંતાક્ષરીની ધમાલ કરતા અમે સૌ ૩જી ફેબ્રુઆરી એ નીકળ્યા.,નવેક વાગ્યે હ્યુસ્ટન છોડ્યુ અને ૧૨ વગ્યે અમે નિર્ધારીત કોમલ નદીનાં કીનારે પગ છુટા કર્યા. લંચ લીધુ અને કલાકે”ક નાં બ્રેક પછી નેચરલ બ્રીજ કેવર્ન્સ પહોંચ્યાં

આતુરતા તો હતીજ કે આ જોવા લાયક જગ્યા એવી તો કેવી હતીકે તેમાં દાખલ થવાની ૧૫ ડોલર ફી ભરવી પડે? કેવર્ન્સ નાં પ્રવેશ દ્વારમાં છત ઉપર કુદરતી બે શીલાને જોડતા બ્રીજ ને લીધે નેચરલ બ્રીજ નામ પડ્યુ છે.. જંગલની વચ્ચે કુદરતની કારીગરી જોવા એક કલાક ચાલવાની અને ૧૪૦ ફૂટ નીચે ઉતરવાની અને ચઢવાની તૈયારી સાથે સૌ મિત્રો ગાઈડને સાંભળતા એ ગુફામાં પ્રવેશ્યા.૧૯૬૦માં વિદ્યાર્થીઓનાં એક ટૉળાએ આ ગુફા ઓ શોધી અને ધીમે ધીમે આ સ્થળ પર્યટકો માટે વિકસાવાયું., પચાસ થી સાહીઠ ફૂટ ઉંચા જીપ્સમ અને તેવી જ ધાતુઓનાં ખડક ઉપર ધીમા ઝમતા પાણીનાં નાં બુંદો આવી સુંદર કારીગરી કરે તે જોઇ આબુ અને દેલવાડાનાં દેરા યાદ આવે! ખડકો ઉપર પાણી અને પવન ની હવાનાં લાંબા સમયનાં સંપર્કનાં અભાવે થયેલી કુદરતી ઘસારાની પ્રવૃત્તિ થી ઉપસતા વિવિધ આકારોને ગાઈડ સરસ મહેલ અને તેના વિવિધ ભાગો તરીકે કલ્પના કરી સમજાવતો જતો હતો. એક જગ્યાએ પદ્માસન માં કોઇ આકારને બુધ્ધનું નામ આપીને રજુઆત કરી તો ક્યાંક મંદીરનાં ઝુમ્મર કે શેંડેલીયર ની આકૃતિ ઉપસાવેલી બતાવી. જે પણ ઘાટ હતા તે  દેવ મંદિરો સાથે તે સરખાવીને સ્વર્ગ ની અનુભુતિ કરાવતો હતો.

આવી એક મેકની સાથે  જોડાયેલી બે ગુફાંઓ ઝમતા પાણી સાથે કુદરતની અજાયબી સમ લાગતી હતી. મનને પુલકિત કરી દે તેવી ક્લા કોતરણી નયન ગમ્ય હતી.

ઉતાર ચઢાવ એવી રીતે કર્યા છે કે માથુ ન ભટકાય અને ઝમેલું અને ભેગુ થયેલ પાણીથી થોડા આઘેરા રહેવાય. પોણા માઇલની લંબાઇમાં આ ગુફામાંથી બહાર નીકળતા થાકી ગયેલા એક બહેને જ્યારે બહાર નીકળવાની બારી જોઇ ત્યારે આનંદથી બોલ્યા હાશ! “મુક્તિની બારી” દેખાઈ….તેમને ગુફા માં પેંસતાજ એવો આભાસ થતો હતો કે નર્કમાં દાખલ થયા..ખરેખર જો તેમને ખબર ન હોત કે ગુફા છે તો એમજ લાગતે કે આ દેવ ભુમિ છે. એક કલાકે બહાર નીકળ્યા ત્યારે બધાનાં મોં પર પ્રતિભાવ સુંદર હતા કોઇક નવી અજાયબી જોઈ અને થાકી પણ ગયા હતા.અને સાથે આવેલા ફોટો ગ્રાફરે આ દ્રશ્ય સરસ સંભારણા પેટે કચકડે મઢી લીધું. કોઇનાં ચહેરા ભલે ના દેખાતા હોય પણ સંભારણું તો સરસ બન્યું.

કાયમી જિંદગીમાં કદાચ આવું જોવા ન અવાયુ હોય પણ નિવૃત્ત થયા પછી આવા પ્રવાસો ઘણું નવું અને ઉત્સાહ સભર જીવન આપે છે

સાન માર્કોસમાં એક ચર્ચ જોવા ગયા જે ૨૦૦ વર્ષ જુનુ હતું. સામાન્ય જિંદગીમાં આપણે વિચારીયે પણ નહીં..પણ નિવૃત્ત થયા પછી ઘરેડની જિંદગીમાંથી બહાર આવતા હોઇએ છે અને આવા પ્રવાસ પર્યટન નો આનંદ પણ અનેરો હોય છે.

ખાવું પીવું ગાવું અને મસ્તી ધમાલ એજ નિવૃત્ત જીવન ની મઝા હોય છે તેવૂં સમજાવતા એક બેને એક મીમીક્રી કરી. તેમની પાસે બેઠેલા બેન નું નામ જડાઉ બેન જાણીને તરત જ એક ઉંચા દરજ્જાની ગાળ તેમનાથી બોલાઈ ગઈ. આજુબાજુ વાળા ભડક્યા. અને જડાઉબેને તો વિદ્રોહ જ કર્યો.”અલી મારું નામ સાંભળી ને કેમ તું ભડકી?”

“ થૉડાક લજ્જીત થઈને તે બેન બોલ્યા “મારા સાસુનું નામ જડાઉ બેન હતું તેથી.. તેમણે મને બહુ વિતાડી હતી તેથી તેમનું નામ આવે અને મારાથી ગાળ બોલાઇ જ જાય.” તેમના પતિ બાજુમાં જ બેઠા હતા તે કહે “હવે તો તું તેમને ગાળ ન આપ.. તેમને ગુજરી ગયે પચીસ વર્ષ થયા”

મીમીક્રી કરવા વાળ બેન ની અદા એટલી ફાંકડી હતીકે આખી બસમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.

સાસુઓની હાજરીમાં સાસુનું ભુંડુ બોલે તે ન ચાલે તેથી તેમણે બીજો વહુનો જોક કરતા કહ્યું. મિમીક્રી કરતા બહેનની પુત્ર વધુનું નામ બીના એટલે તે બોલ્યા” જો બીના આવી ભડકે ને તો હું યમલોકે થી પાછી આવું અને એનો ઉધડો લઉં”..

ત્યારે કોઇકે ટહુકો કર્યો..”એટલે તો તમારા ગયા પછી તમને કોઇ યાદ નથી કરતા  ક્યાંક પાછા આવી જાવ તો?”

પેલા મિમીક્રી કરવા વાળા બેન ત્યારે બોલ્યા સંયુક્ત કુટુંબ હોય કે છોકરાનાં છોકરાનું બેબી સીટીંગ કરતા હો તો આ એક દિવસ તમારી છુટ્ટી અને દીકરા કે દીકરી ને ખબર પડેને કે છોકરા ઉછેરનું માનદ કામ કેટલું કઠીન હોય છે?.હાસ્ય નિષ્પન્ન કરતા કરતા તે બેન વાતને ગંભીર કરી ગયા. કદાચ તેમનાથી તેમનું અંગત દુખ કહેવાઇ ગયુ હતું.

હળવા વાતાવરણ ને હળવું કરવા અંતાક્ષરી શરુ કરવાનું સુચન આવ્યું ત્યારે શબ્દાક્ષરી રમવાની વાત આવી.

“એ વળી શું?”

“અહી બે ટીમ અને અંતાક્ષરીની જેમ છેલ્લો અક્ષર નહીં પણ પ્રવક્તા શબ્દ આપે તે શબ્દ ઉપર ગીત ગાવાનું”

“ચાલો ત્યારે તેમ ચાલવા દો.”

કોઇને ગંભીર થવું ગમતું નહોંતુ.. પિકનીક અને પર્યટનોનો હેતૂ જ એ હોયને..સાંજે સાત વાગ્યે સૌ પરત થયા ત્યારે સૌ પ્રસન્ન વદન હતા. અને આવતે મહીને ફરી મળશુંની વાત સૌનાં મનમાં રમતી હતી, પીકનીક અને પર્યટનની હકારાત્મક વાતો કર્યા પછી આ પ્રવૃતિમાં તકેદારી રાખવાની કેટલીક વાતો પણ કરી લઈએ.

૧. આપણે આનંદ લઈએ પણ તે કોઇની મજાક કરીને ના લઈએ કે જેથી મિત્રો વધવાને બદલે ઘટે તેવું ના બને.. શક્ય છે આપણ ને ખબર પણ ના હોય અને જડાઉબેન નાં નામે કોઇની દુખતી રગ દબાઇ જાય.

૨ આપણા દર્દોથી આપણે વાકેફ હોઇએ તેથી તેને વકરવા ના દેવાય.. ડાયાબીટીસ હોય અને આગ્રહ કરીને મીઠાઇ પિરસાય તો નીર અને ક્ષીર નો વિવેક આપણે જ રાખવો રહ્યો.

૩ ચાલશે ભાવશે ગમશે એવું એક દિવસની ટુર હોય તો ચાલે પણ લાંબી ટુર હોયતો આપણી દવા, આપણા કપડાં પુરતા રાખવા અને અકસ્માત થાય તો સમતા અને યોગ્ય ધીરજ રાખવી. અને ટુર ગોઠાવનાર આયોજક સાથે વિનય થી વર્તવું

૪. આવા પ્રવાસો દરમ્યાન ક્યારેય એ નહી ભુલવું કે આપની ઉંમર કે ધમાલ ઉંમરને શોભે તેવી કરવી..દોડા દોડ અને કુદાકુદમાં હાડકુ ભાંગ્યુ તો જલ્દી સંધાતુ નથી. કહેછે મન કદી ઘરડું થતું નથી પણ તન ને ઉંમર લાગતી હોય છે. ક્રુઝ અને દરિયાઈ સફરોમાં આ વાત ખુબ જ અગત્યની બનતી હોય છે.

૫. ખાવા પીવાનું તો અમર્યાદ મળતું હોય છે તેથી અકરાંતિયા થઈને તુટી પડનારાને પેટ પુરતી સજા કરતું હોય છે તેથી ભારે ભોજન તો કદાપી નહીં..પણ માપસર ભોજન ટ્રીપને આનંદ પ્રદ બનાવતી હોય છે.ભોજન બહારનું છે પણ પેટ તમારું છે તે વાત મદ્યપાન ને પણ લાગુ પડતી હોય છે.

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

One Response to ૨૭. નિવૃત્ત થયા પછી-પ્રવાસ અને પર્યટને જવું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.