પુસ્તિકા થી મહાગ્રંથ સુધી ની સફર- “સંવર્ધન માતૃભાષાનું” (૪)

વિદેશમાં દેશ ઉભો કરતા કેટલાય સાહિત્ય વૃંદો છે જે પોતાની તાકાત અને સમજ પ્રમાણે માતૃભાષાનું જતન કરે છે અને ચુપ ચાપ માતૃભાષાને ગૌરવ આપવા મથે છે.પ્રજ્ઞાબેન દાદભાવાલા જેઓએ મુ. પ્રતાપભાઇ પંડ્યા નાં માર્ગ દર્શન હેઠળ ‘પુસ્તક પરબ” શરુ કરી અને એ પુસ્તક પરબ ને ધીમે ધીમે સાહિત્ય રસિકોનાં આગ્રહ હેઠળ “બેઠક”નાં નામે માતૃભાષાનાં સંવર્ધન નું જરુરી ચાલક બળ બનાવ્યુ અને તેનાં વાચકોમાં થી તેમને લેખકો બનાવ્યા.

  

આ તસ્વીર માં બેઠક્નાં ૧૦ અને બે સહિયારા સર્જન નાં પુસ્તકનાં વિમોચન ની તસ્વીર છે અને તે પ્રસંગે પુ હરિકૃષ્ણ દાદા એ સૌ સર્જનોનાં સર્જકો ને અભિનંદન આપતા કહ્યું “પ્રજ્ઞાબેને વાચકોને લખતા કર્યા છે તે સૌથી મોટી સિધ્ધિ છે.

બોસ્ટનથી આવેલા રાજુલ બેન અને હ્યુસ્ટનથી આવેલા વિજય શાહ તેમનું સંયુક્ત પુસ્તક “ આન્યા મૃણાલ” નું પણ લોકાર્પણ કરેલું.

અમેરિકા ખાતે એક સામટા બાર પુસ્તક્નું વિમોચન બહું મોંટુ કામ હતું અને આ ઉત્સાહને સાચવવા પચાસ પુસ્તક નિર્માણ નો બહુ આશાવાદી લક્ષ્યાંક લેવાયો જે બીજે વર્ષે પુરો થયો

સહિયારા સર્જનનાં સર્જકો સહિત પ્રજ્ઞાબેને  બનાવેલ કૉલાજ

હવેના તબક્કે ‘હવે શું?” નો જવાબ ગીનીઝ બુક રેકોર્ડ જ હતો. અપૂર્વ આશરનું નામ પન્નાબેન નાયકે સુચવ્યુ અને તેમના દ્વારા કિરણભાઇનું નામ  સંવર્ધન અભિયાનમાં આવ્યું. કારણ કે ગિનીઝ બુકમાં દળદાર પુસ્તક બનવી શકે તે ક્ષમતા અગત્યની હતી. અમારી પાસે ૫૦ પુસ્તકો તો હતા તેથી પ્રજ્ઞાબેન ,પ્રવીણાબેન અને હેમાબેન સાથે કોન્ફરંસ કૉલ ઉપર કિરણ ભાઇને  પ્રશ્નો પુછાતા ગયા અને એક તબક્કે ૧૦૦ કરતા વધુ પુસ્તકોને સમાવતું દળદાર પુસ્તક બનાવી શકાય?

તેમના હકાર સાથે ગીનીઝ બુક રેકૉર્ડ નાં શ્રી ગણેશ થયા. અમે સૌ કંઇક નવું કરવા માંગતા હતા જે આપણી માતૃભાષાને માનથી જુએ અને વિશ્વની લાઇબ્રેરી માં માનથી સ્થાન સમર્પે. તેવી એક જ ઓળખાણ ગિનીઝ બુક ઓફ રેકોર્ડ હતી.

અમે પાંચમાંથી કોઇ પણ એવો દાવો નથી કરતા કે અમે ઉચ્ચ સંકલન કર્યુ છે પણ ગર્વથી કહીયે છે ૧૦૦ થી વધુ અમેરિકન ભાષાપ્રેમી વાચકો ને લખતા કર્યા છે જે સંવર્ધન માટેની ઉજળી તક બને છે. જુનો અમુલ્ય અમર વારસો તો છે જ, પણ હાલનાં સર્જન અને ભવિષ્યની પેઢી માટે આજની વાતો..પ્રાયોગિક ગદ્ય  અને ગદ્યનાં સર્વ પ્રયોગો કર્યા છે અને તે દ્વારા નવ સર્જકોને સર્જન કળા શીખવવાનો પ્રયત્ન કર્યો છે.અમે શીખવા માટે મહેમાન વાર્તાકાર કે ગદ્ય લેખનનાં જાણકારો ને સાંભળીયે છે અને તે જ્ઞાન પ્રાયોગિક રીતે અમારા સર્જનો માં અજમાવીયે છે.

સહિયારા સર્જનને એક સર્જન તરીકે જુદાજુદા લેખકો પાસે લખાવ્યા અને મુખ્ય લેખક પાસે કથાની ધાર સચવાય તેવો પ્રયોગ બહુ સફળતાથી થયો અને તેજ લેખકો પાસે સંશોધન કરાવી વિષય પ્રમાણે જુદા જુદા ગદ્ય પ્રકારો જેવા કે આસ્વાદ, નાટક અને હાસ્ય પ્રકારો પણ લખાવ્યા. જેની નોંધ રાજેશભાઇ દેસાઇએ “ગુજરાત સમાચાર” માં સમાચાર રૂપે ચમકાવ્યા.

 

ત્યાર પછી ઘણા મિત્રોએ મિત્રભાવ નિભાવ્યો અમારી પાસે સહિત્ય ૫૦૦૦ પાના જેટલું સાહિત્ય હતું અને ૧૦૦૦૦ પાનાનું પુસ્તક ગીનીઝ બુકમાં ચકાસણી માં હતું તેથી તે રેકૉર્ડ તોડવા ૧૨૨૦૦ પાનાનું ડમી પુસ્તક કિરણ ભાઇએ તૈયાર કર્યુ.  જેમાં તેમની માતૃભાષા પ્રત્યે ની પ્રીત દેખાતી હતી.

કંઈક નવું થવાનો ઉત્સાહ વર્તાતો હતો. પૂ.ડૉ ચીનુ મોદીના, ડૉ બળવંત જાની. ડો પ્રતાપભાઈ પંડ્યા અને ભાગ્યેશભાઇ જહાનાં આશિર્વાદો મળ્યા. તેથી કેટલીક ટીકાઓ સહજ્તાથી પચાવી ગયા. ડૉ ભરતભાઈ પટેલ અને ચંદ્રકાંત મુખીનાં અને અન્ય મિત્રોનાં નાણાકીય સહાયથી આ પુસ્તકનું સર્જન શક્ય બ ન્યુ છે

પુસ્તક સાથે આવતુ કોરુગેટેડ પુસ્તકનું બોક્ષ

પુસ્તક્નું સત્ય સ્વરૂપ કે જેમાં ૧૨૨૦૦ કરતા વધુ પાના

પુસ્તકની માહીતિ

પુસ્તકનાં સંપાદકો સાથે બે એરીયાની પ્રેરણા મૂર્તીઓ સુરેશ પટેલ અને ડો પ્રતાપ પંડ્યા

 

બે એરીયાનાં મેયર દ્વારા બહુમાન

ડો બળવંત જાની સાથે અંબાદાન ભાઇ રોહડીયાનું ગ્રંથાવલોકન પ્રજ્ઞાબેન દાદભાવાલા સાથે

લોકા પ્રિય કવિ ભાગ્યેશ જહા દ્વારા ગ્રંથાવલોકન. વિજય શાહ અને પ્રવીણા કડકિઆ સાથે

પ્રજ્ઞા દાદભાવાલા.  વિશ્વદીપ બારડ, ડો ચીનુ માદી અને પ્રવીણા કડકિયા

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાનાં સર્જક મિત્રો અને પ્રેરક દાતાગણ સાથે

પુસ્તક્નાં પ્રકાશનની વિગતો જોતા રહો…

 

 

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

2 Responses to પુસ્તિકા થી મહાગ્રંથ સુધી ની સફર- “સંવર્ધન માતૃભાષાનું” (૪)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.